એસીડીટી અને હોમીઓપેથી….પાચનતંત્ર ના રોગો ….( ૩)(૧૭)

એસીડીટી અને હોમીઓપેથી….

પાચનતંત્ર ના રોગો  ….( ૩)(૧૭)

ડૉ. પાર્થ માંકડ …

M.D.(HOM)

 

(ડૉ.પાર્થ માંકડ..દ્વારાદાદીમા ની પોટલીhttp://das.desais.netબ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદલેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનંતી કે આપના મંતવ્યોપ્રતિભાવ -કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)એસીડીટી વધુ એક એવો રોગ છે જે ક્યાંક ને ક્યાંક આપણી જ અયોગ્ય જીવન શૈલી ને કારણે જ આટલો બધો સામાન્ય બની ગયો છે અને કદાચ ખુબ વધુ સંખ્યા માં લોકો એસીડીટી થી પીડાતા થઇ ગયા છે.

આમ જોવા જઈએ તો,  જે પ્રમાણે નામ નિર્દેશ કરે છે… એસીડીટી એટલે એવો રોગ જેમાં  પાચન તંત્ર માં એસીડ નો સ્ત્રાવ વધુ માત્રા માં થવા લાગે. આમ જોવા જઈએ તો  એસીડ જ આમ તો એવું તત્વ છે ખોરાક ના પાચન માટે અને  ખોરાક ના વિઘટન માટે અનિવાર્ય છે પણ જયારે એ જ એસીડ જરૂર કરતા વધુ  સ્ત્રવે ત્યારે એ વ્યક્તિ ને એક પ્રકાર ની બળતરા અને બેચેની નો અનુભવ આપે છે, બસ આ રોગ એટલે એસીડીટી.

કારણો :

૧. વધુ પડતું મસાલેદાર ને ચટાકેદાર ખાવા ની ટેવ .

૨. વ્યાયામ નો અભાવ/બેઠાળુ જીવન.

૩. માનસિક ચિંતા/ તાણ.

૪. વધુ પડતો ગુસ્સા વાળો સ્વભાવ.

૫. કેટલાક અન્ય રોગો  GARD,  પેપ્ટિક અલ્સર, પેટ નું કેન્સર વગેરે.

ચિન્હો :

૧. છાતી માં વારંવાર થતા બળતરા .

૨. બેચેની.

૩. ખાટા / તીખા  ઓડકાર.

૪. ગભરામણ.

૫. વધુ પડતો પરસેવો. ( અમુક કિસ્સામાં )

ઉપાયો :

એસીડીટી એ સૌ પ્રથમ તો જીવન ની નિયમિતતા થી મટાડી શકાય એવો રોગ છે શિવાય કે એ કોઈ અન્ય રોગ ના પરિણામે થયેલ હોય. એસીડીટી મટાડવા આ મુજબ ના પરિબળો પુરતું ધ્યાન આપવું.

૧. પુરતો વ્યાયામ.

૨. નિયમિત અને પૂરતા પ્રમાણ માં પાણી લેવું.

૩. સપ્રમાણ મસાલા વાળો ખોરાક.

૫. નિયમિત દૂધ લેવું.

૬. પુરતી ઊંઘ લેવી.

૭. ઓછી ચિંતા / તાણ.

આ ઉપરાંત, જો તે ન મટે તો હોમીઓપેથી માં એસીડીટી માટે ખુબ જ સારી દવાઓ છે. કેટલાક ૧૫ વર્ષ થી ન મટતી એસીડીટી માત્રા ૩ મહિના ની દવા થી મટાડવા ની તક પણ મને કલીનીક માં મળી છે.

હોમીઓપેથી માં ….

Nux Vomica,

Phosphorous,

Nat. Phos. ,

Lycopodiun,

Carbo Veg. ,

Nitric acid, Muriatic acid,

Arsenic alb,

Puls. ,

Sulphar.

જેવી અને બીજી ઘણી દવા ઓ એસીડીટી ના રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.

પ્લેસીબો :

” જે પોષતું તે મારતું એ ક્રમ દિશે છે કુદરતી. “

-કવિ કલાપી

સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.

પાચન તંત્ર ના રોગો – અને હોમીઓપેથી …(૨) …કબજીયાત : .

પાચન તંત્ર ના રોગો – અને હોમીઓપેથી … (૨) …કબજીયાત : રોજ પહેલા સવાર ને પછી દિવસ આખો ય બગાડતો રોગ :

ડૉ. પાર્થ માંકડ …

(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા ‘દાદીમા ની પોટલી’ – http://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનંતી કે આપના મંતવ્યો – પ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)


કબજીયાત કદાચ એવા રોગો માં આવે જેનો ઉલ્લેખ, મોટેભાગે આપણી રોજબરોજ ની જિંદગી માં ખુબ વધુ વખત આવે છે. કબજીયાત એવા રોગો માં આવે છે જેમાં મોટેભાગે વ્યક્તિ એનું નિદાન કરવા જવા ની એ તસ્દી  લેતો નથી અને કદાચ ઘણા ખરા કિસ્સાઓ માં તો દવા કરવા નો એ વિચાર હોતો નથી. પણ છતાયે વધુ માં વધુ માનસિક રીતે ત્રસ્ત વ્યક્તિ કબજીયાત થી હોય છે.

કેટલીક વાર ખુબ બધી દવા ઓ કે, વારંવાર ઘરઘરાઉ દવાઓ કરવા છતાં એ કંઈ ફાયદો નથી થતો હોતો. સ્વામી અધ્યાત્માનાન્દજી એક સારા યોગ ગુરુ છે, એમનું એક વાક્ય યાદ આવે છે જે એમના મંચ પર થી નિ: સંકોચ બોલતા “પહેલું સુખ તે જાડે ફર્યા.”” જેની સવાર સારી એનો આખો દિવસ સારો .” કદાચ આ કહેવત નિયમિત પેટ સાફ આવે તો દિવસ સારો, એ સંદર્ભ માં જ કહેવાયું હશે.

આ લેખ માં હું બહુ વધુ ટેકનીકલ વિગતો માં નહિ જાઉં છતાં, પહેલા તો આપણે એ જાણી લઈએ કે કબજીયાત કોને કહેવી :

” કબજીયાત એટલે વ્યક્તિ દ્વારા  અઠવાડિયા માં ૩ કે એથી પણ વધુ ઓછી વખત કુદરતી હાજતે જઈ શકાય, તો એને કબજીયાત છે એમ કહી શકાય. ”


એટલે દિવસ માં એક થી વધુ વખત પેટ સાફ કરવા જવું પડતું હોય કે પેટ સાફ ના થયું હોય એવું થોડું ઘણું લાગતું હોય, તો મને કબજીયાત છે એવું માની લેવાની ઉતાવળ બિલકુલ ના કરવી.

 

કબજીયાત ના કારણો :

કબજીયાત ઘણા ઘણા કારણો થી થાય છે કે કદાચ ક્યારેક કોઈ પણ પ્રકાર ના કારણ વિના વ્યક્તિ ની મૂળ પ્રકૃતિ ના ભાગરૂપે પણ હોઈ શકે. પણ કબજીયાત ના મુખ્ય કારણો અયોગ્ય જીવનશૈલી માં જ રહેલા છે જેમ કે,

૧. અયોગ્ય આહાર.

૨. ઓછું પાણી લેવા ની આદત.

૩. વધુ પડતા રાત્રી ના ઉજાગરા.

૪. વધુ પડતી કબજીયાત ની દવાઓ નો ઉપયોગ ( જેમ કે કેટલાક  ચૂર્ણો, ફાકી ઓ વિના કારણે લેવા ).

૫  આંતરડા માં ખોરાક આગળ વધે એ માટે ની જરૂરી ગતી નો ઓછી હોવી અથવા અભાવ હોવો.

૬. કેટલાક પ્રકાર ના રોગ જેમ કે હાયપોથાયરોઈડઝમ.

૭. કેટલાક પ્રકાર ની ધાતુ ઓ થી આવતી ઝેરી અસર.

૮. કેટલાક પ્રકાર ના ચેતાતંત્ર ના રોગો.

ચિન્હો :

૧. પેટ સાફ ના આવવું.

૨. પેટ માં ભારેપણું લાગવું.

૩. જાડો કઠણ આવવો .

૪. ઘણા દિવસ સુધી જાડે જવા ની ઈચ્છા જ ના થવી.

૫. કેટલાક કિસ્સા માં પેટ માં દુખાવો થવો .

વિગેરે…

ઉપાયો :

યોગ્ય માત્ર માં પાણી લેવું, રેસા વાળો ખોરાક લેવો, નિયમિત ઊંઘ લેવી, નિયમિત વ્યાયામ વગેરે જેવી નિયમિત જીવન શૈલી તો ખરી જ, વત્તા જો કોઈ રોગ ને કારણે હોય તો એ રોગ ની દવા વગેરે તો લેવું જ, પણ સાથે સાથે, જો છતાં પણ ચિન્હો ચાલુ રહે તો, હોમીઓપેથી માં તો ખુબ ખુબ ખુબ સારી દવાઓ છે જ જેમ કે,

Plumbum Met. ,

Graphities ,

Lachesis ,

Sulphar,

Opium,

Nux Vomica  વિગેરે…

વ્યક્તિ ની કબજીયાત નું કારણ જાણી ને તેની યોગ્ય દવા થી હોમીઓપેથી થી અચૂક કબજીયાત માટી જ શકે છે અને પરિણામ સ્વરૂપ વ્યક્તિ ની પાચન શક્તિ અને ભૂખ પણ વધે છે.

પ્લેસીબો :

” શારીરિક કબજીયાત હજી પણ સારી, પણ માનસિક કબજીયાત ના થાય એ ખાસ જોવું. દરરોજ મન માં થી ઘણી બધી ગંદકી બહાર ફેંકી, નવા વિચારો ને નવા શ્વાસ ને આવકારતા રહેવા..”

“ સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ”

‘પાચનતંત્ર નાં રોગો અને હોમીઓપેથી’ – (૧) …

‘પાચનતંત્ર નાં રોગો અને હોમીઓપેથી’ – (૧) …

-ડૉ.પાર્થ માંકડ … M.D.(HOM)

 

 

‘દાદીમા ની પોટલી’ માં લેખ લખવા ના મેં શરુ કર્યા ત્યારથી આજ સુધીમાં સ્વાસ્થ્ય અંગેનો, આજે આ ૧૫ મો લેખ લખી રહ્યો છું અને જયારે ઘણા બધા મિત્રો ના પ્રતિભાવ / ફીડબેક, તેઓને મૂંઝવતા પ્રશ્નો વગેરે સતત મળતા રહે છે, જે અમોને ખુબ ગમે છે અને ખુશી  થાય છે કે જે કાંઈ હેતુ અમારો  ‘સ્વાસ્થય નો મીઠો સ્વાદ’ અને હોમિઓપેથી …. કોલમ  શરૂ કરવાનો અહીં હતો,  તે વ્યર્થ ન જતાં,  તે સાર્થક નીવડ્યો છે. પાઠક / વાચક મિત્રોનો  અને વાચક વડીલો નો પ્રેમાળ સંબંધ એ આ લેખમાળા શરુ કર્યા ની ખુબ મોટી મારી પ્રેરણા અને મૂડી છે. બસ, આજ રીતે તમારા સર્વેનો સાથ અને સહકાર તેમજ અમૂલ્ય પ્રતિભાવ ભવિષ્યમાં પણ મને મળતા રહેશે તેવી આશા સહ ….

 

 

(ડૉ.પાર્થ માંકડ.. દ્વારાદાદીમા ની પોટલીhttp://das.desais.netબ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદલેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ,આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે આપના મંતવ્યોપ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)

 

 

શરૂઆત ના કેટલાક સામાન્ય માર્ગદર્શન /ઇનટ્રોડકટરી લેખ પછી, આપણે ચામડી ના રોગો પર અત્યાર સુધીમાં અનેક લેખ જોયા અને બને એટલી સરળ રીતે ચામડી ના રોગો વિષે આપ સર્વે  જાણી શકો, તેમજ તે અંગેની આપની કોઈ ગેરમાન્યતા હોય તો એ દુર થાય, આપણને  રોગ હોય તો એના કારણો જાણી શકાય અને હોમીઓપેથી દ્વારા તેનો ઉપચાર કરવાથી  આપણને રોગ દૂર કરવામાં  કેટલો અને કેવો  ફાયદો થાય તેમજ એ રોગ  વિષે શું ઉપચાર કરી શકાય તેનો પ્રાથમિક ખ્યાલ આવે એ રીતે  બધા લેખ લખવા કોશીશ કરેલ,  મને લાગે છે ત્યાં સુધી, આપણે  મોટાભાગ ના સામાન્યતા: થતા હોય એવા ચામડી ના રોગો ને જાણવા ની શરૂઆત કરી , હવે જરા આ વિષય બદલું છું, અને આ વખતથી આપણે  પાચન તંત્ર ને અને પાચનતંત્ર ના રોગો ને જાણવા નો અને સમજવાનો પ્રાર્થમિક પ્રયાસ કરીશું…

પાચનતંત્ર શું છે ?

પાચનતંત્ર એટલે પેટ કે એની સાથે જોડાયેલું કશુક એવી અધકચરી જાણકારી ને બદલે, પહેલા જરા એ જ જાણી લઈએ કે આ પાચનતંત્ર એટલે શું ? અને એમાં શું  શું  આવે ? ત્યારબાદ, એના રોગો તરફ જઈશું.

પાચન ની એકદમ પાચન થઇ જાય એવી સરળ ભાષા માં વ્યાખ્યાયિત કરવું હોય તો કહી શકાય કે, “ પાચનતંત્ર એટલે શરીર નું એવું તંત્ર કે જેમાં આપણે જે કઈ ખોરાક ખાઈએ છીએ એ ધીમે ધીમે શરીર દ્વારા શોષાઈ શકે એવા સ્વરુપે વિઘટિત કરી આપે, અને જે શોષાઈ શકે તેમ નથી એને ઉત્સર્જીત કરી આપે .”

ટૂંક માં આપણે જે ખોરાક લઈએ એમાં જે કઈ પોષક દ્રવ્યો વગેરે હોય એ બધા નું પાચન થાય અને પરિણામે લોહી દ્વારા જરૂરી જગ્યાઓ એ, એ પોષક દ્રવ્યો પહોચે છે. દેખીતી રીતે સરળ લગતી આ પદ્ધતિ  મેડીકલી/ ચિકિત્સાની દ્રષ્ટિએ  ખુબ જ કોમ્પ્લેક્ષ/ જટિલ   કહી શકાય એ રીતે ગોઠવાયેલી છે. ઘણા બધા પ્રકાર ના અંત:સ્ત્રાવો, ચેતાતંત્ર ના સંદેશ, અલગ અલગ પ્રકાર ના એસીડ, એન્ઝાઈમ / પાચક રસ વગેરે બધા ના સહિયારા પ્રયાસ નું ફળ છે યોગ્ય પાચન. એટલે આ બધામાંથી ક્યાંક પણ અનિયમિતતા કે ઈમબેલેન્સ / અસમતુલા સર્જાય એટલે થાય પાચન તંત્ર ના રોગો.

પાચનતંત્ર માં શું શું આવે ?

પાચન તંત્ર એટલે પેટ કે આંતરડા માત્ર એવું જ નહિ પરંતુ પાચન તંત્ર ની શરૂઆત આપણા મુખ થી જ થાય છે મુખ, જીભ, એમાં આવેલી લાળ ગ્રંથીઓ, અન્નનળી, પેટ, જઠર, યકૃત, પિત્તાશય, નાનું આંતરડું, મોટું આંતરડું  આ બધું જ આપણા પાચનતંત્ર નો હિસ્સો છે, અને હા દેખીતી રીતે નહિ પરંતુ આપણા મન નો સંબંધ પણ આપણા પાચન સાથે છે.

પાચન અને મન :

મન નો સંબંધ બિલકુલ આપણા પાચન સાથે છે. આપણે  ખોરાક કેટલી રૂચી સાથે લઈએ છીએ, ખોરાક લેતી વખતે આપણે  વ્યગ્ર છીએ કે શાંત છીએ, કયા પ્રકાર નો ખોરાક ખાસ કરી ને વૈજ કે નોન વેજ, કયો સ્વાદ વધુ લઈએ છીએ આ બધી જ બાબતો નો આપણા મન સાથે અને, આ મન નો આપણા પાચન સાથે સીધો સંબંધ છે.

સ્વસ્થ પાચનતંત્ર :

સ્વસ્થ પાચનતંત્ર માટે જે સામાન્ય છતાં મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, એ એટલે :

૧.] જે પણ ખોરાક લેવા નો હોય – રૂચી થી લેવો.

૨.] જમતી વખતે મન શાંત રાખવું. કૈક વાંચતા કે ટીવી જોતા જમવા થી પાચન બિલકુલ બગડે છે એ પૂર્ણ વૈજ્ઞાનિક છે.

૩.] શાકાહારી હોવું એ સ્વસ્થ મન અને તન માટે જરૂરી છે.

૪.] ખાવા માં તેલ, ઘી, મસાલા બધું જ જરૂરી છે પણ યોગ્ય બેલેન્સમાં / સમતુલામાં, ઓછુ પણ નહિ અને વધુ પણ નહિ.

૫.] જમવા નો સમય બને ત્યાં સુધી નિયમિત રાખવો.

સ્વસ્થ જીવન શૈલી જ સ્વાસ્થ્ય નો શ્રેષ્ઠ રસ્તો છે , છતાયે જો કોઈ રોગ થાય તો હોમીઓએપેથી તો છે જ. હોમીઓપેથી થી પાચનતંત્ર ના એસીડીટી થી લઇ ને કેન્સર સુધી ના બધા જ રોગો ની દવા થઇ શકે છે.

હવે પછી ના લેખો માં આપણે એક પછી એક રોગ વિષે સમજતા જઈશું અને એમાં હોમીઓપેથી ની દવાઓ પણ જાણતા જઈશું.

પ્લેસીબો :

“અન્ન તેવો ઓડકાર ”

ડૉ.પાર્થ માંકડ

સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડઆપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા [email protected]પર  તેમની  પૂરી વિગત મુંજવતા  પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તમને  તમારા email IDપર મોકલી આપીશું.

ડ્રાય સ્કીન અને હોમીઓપેથી …(૧૪)

ડ્રાય સ્કીન અને હોમીઓપેથી …(૧૪)… ડ્રાય સ્કિન – ચામડી નું સુકાઈ જવું , ચીરા પાડવા – અને હોમીઓપેથી….
ડૉ.પાર્થ માંકડ … M.D.(HOM)

(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય, ને થોડાattention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નુંapplicationઆ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નોrole play- (ભૂમિકા ભજવી)કરી શકે.ડૉ.પાર્થ માંકડદ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી નાrole ની, (ભૂમિકાની)જાગૃતિ નાહેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે….ડૉ.પાર્થ માંકડ..દ્વારા દાદીમા ની પોટલીhttp://das.desais.netબ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. આપના મન પસંદલેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ  બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે   આપના મંતવ્યોપ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)


સુક્કી ચામડી – દેખીતી રીતે રોગ નથી પણ છતાં વ્યક્તિ ને હેરાન પરેશાન કરી મુકે છે.કેટલાક કિસ્સા માં એ માત્ર થોડા સમય પુરતું મર્યાદિત હોય છે, જયારે કેટલાક વ્યક્તિઓમાં એ સતત થતી તકલીફ કે કાયમી તકલીફ તરીકે હોય છે. આપણા શરીરમાં સ્કીન ને લુબ્રીકેશન આપતી ગ્રંથિઓ માંથી એક પ્રકાર નું ઓઈલ જેને સીબમ તરીકે ઓળખાય છે, એ ચામડી ને જરૂરી ઓઈલ કે ભીનાશ પૂરી પડે છે, ઘણા સંજોગોમાં આ ગ્રંથી માંથી સ્રવતું સીબમ ઓછું થઇ જાય છે, એવા સંજોગોમાં વારંવાર કે કાયમી ચામડી સુક્કી રહે છે.

સામાન્યતઃ તો માત્ર ચામડી સુક્કી રહે ત્યાં સુધી બાબત મર્યાદિત રહે છે, પણ ઘણા ખરા કિસ્સામાં એને કારણે વધુ પ્રમાણમાં ચીરા પડી જાય છે;  ક્યારેક એ ચીરા માંથી લોહી નીકળે છે અને ક્યારેક એ સ્થળે સુક્કી ચામડી માંથી ખરજવું પણ થઇ જાય છે. માટે આ રોગ ની દવા કરાવવી જરૂરી થઇ જાય છે.

કારણો :

ચામડી સુક્કી રહેવા પાછળ બાહ્ય અને આંતરિક એમ બંને પરિબળો કારણભૂત હોય છે.

બાહ્ય પરિબળો :

૧.] વધુ પડતો સાબુ નો ઉપયોગ

૨.] ઠંડુ વાતાવરણ

૩.] ઓછો ભેજ

૪.] નહાવા માટે વધુ પડતો ગરમ પાણી નો ઉપયોગ

આંતરિક પરિબળો :

૧.) થાયરોઈડ ગ્રંથી માં તકલીફ

૨.) એલર્જી

૩.) અમુક પ્રકાર ની દવાઓ નો ઉપયોગ જેમ કે બ્લડ પ્રેશર કે એલર્જી માટે ની

૪.) ખરજવું વિ…

ચિન્હો :

૧.] સુક્કી – રફ કહી શકાય એવી ચામડી

૨.] ખંજવાળ

૩.] લાલ ચકામાં

૪.] કેટલાક કિસ્સા માં થોડી ચામડી ની ફોતરી ખરે અથવા ચીરા પડી ને એમાં થી લોહી પણ નીકળે.

મોટેભાગે આ ચિન્હો હથેળી, હાથ અને પગ માં જ જોવા મળે છે.

ઉપાયો :

ડ્રાય સ્કીન ના ઉપાય માટે સૌ પ્રથમ તો એનું કારણ જાણી લેવું જરૂરી છે . કારણ જાણ્યા પછી, એ કારણ ની દવા કરી શકાય જેમ કે થાયરોઈડને કારણે હોય તો થાયરોઈડ ની તકલીફ મટાડવી પડે. એ રીતે. જો, કોઈ કારણ ના હોય ને છતાં રહેવું હોય તો ચામડી માં સીબમ બરાબર સ્રવે એ માટે દવા કરવી પડે.

હોમીઓપેથી માં ઘણી દવા ઓ ખુબ સુંદર કામ કરે છે ડ્રાય સ્કીન માં જેમ કે :

Graphities , Petrolium , Bryonia , Opium આ બધી જ દવા ઓ ખુબ સુંદર અસર કરે છે એમાં પણ પ્રથમ (૨) બે દવા ઓ તો ખુબ જ રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.

આ ઉપરાંત યોગ્ય પ્રમાણ માં પાણી ની માત્ર જાળવવી એ પણ ખુબ જ જરૂરી બની જાય છે, ડ્રાય સ્કીન ને મટાડવા માટે. આથી યોગ્ય માત્ર માં પાણી લેવું પણ ખુબ જ જરૂરી ઉપાય છે.

પ્લેસીબો :

જીવન પ્રત્યે ના અભિગમ ની ભીનાશ જ ચામડી ની ભીનાશ પર અસર કરે જ છે. જો મન લાગણીભીનું નહિ હોય તો તન પણ નહિ હોય. મન શરીર ની ભીનાશ એટલે લાગણી થી ભરપુર જીવંત જીવન.

ડૉ.પાર્થ માંકડ

“ સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected]ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ”

સફેદ દાગ / કોઢ … અને હોમીઓપેથી ….. (૧૩) …

સફેદ દાગ / કોઢ … અને  હોમીઓપેથી ….. (૧૩) …

સફેદ દાગ / કોઢ- વ્યક્તિ મન થી સુંદર હોય અને કર્મ થી પણ તો એ થતો રોગ – હોમીઓપેથી એનો અકસીર ઈલાજ.
– ડૉ. પાર્થ માંકડ… (M.D.(HOM)..

(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય, ને થોડા attention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે.ડૉ.પાર્થ માંકડદ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડ દ્વારા‘દાદીમા ની પોટલી’ –http://das.desais.net બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ  બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે   આપના મંતવ્યો – પ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)

 

સફેદ દાગ / કોઢ …

 

 


સામાન્ય રીતે આપણે ત્યાં સફેદ દાગ કે કોઢ એ બીમારી આમ જોવા જઈએ તો માત્ર દેખાવ ને અસર કરવા સિવાય કોઈ રીતે નુકસાન કરતી નથી પણ છતાં વ્યક્તિ ને પૂર્ણ રીતે હતાશ કરી દેતી બીમારી છે, કારણ કે લોકો ની દ્રષ્ટીએ એ રોગ ખુબ જ ખરાબ છે, એમાં તે વ્યક્તિ ની બાહ્ય સુંદરતા ને ખુબ જ અસર પહોચાડે છે.

આપણા સમાજમાં કોઢ ના કારણો વિષે ઘણી બધી ગેરમાન્યતાઓ રહેલી છે, જેમ કે એણે કૈક ખરાબ કર્મો કર્યા હશે કે પછી આનું ઇફેક્શન લાગી શકે કે પછી જો છોકરી ને હોય તો એ છોકરી પસંદ ન કરાય વગેરે વગેરે, વાંક બિચારા આ રોગ નો એટલો જ ને કે એ દેખાય છે. છોકરી ને થેલેસેમિયા મેજર છે કે નહિ, એઇડ્સ છે કે નહિ, ડાયાબીટીસ ની શક્યતા કેટલી, વગેરે આપણે એટલા જાગૃતતા થી નથી પૂછતાં જે સાચા અર્થમાં શરીર ને નુકસાન કરે છે, પણ જો શરીર ને કોક ખૂણે ય સફેદ દાગ છે એવી ખબર પડી એટલે પૂરું …જરૂર છે ખરેખર આ પ્રકાર ની વિચાર સરણી માંથી બહાર આવવાની. હા આયુર્વેદ માં કેટલાક સ્વભાવમાં કેટલાક રોગો વધુ જોવા મળે, એ જરૂર લખ્યું છે પણ એની પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક કારણો છે એ સમજવા ની જરૂર છે, બાકી રોગ પર થી વ્યક્તિ બાબતે પૂર્વગ્રહ બાંધી લેવું એ તદ્દન અવૈજ્ઞાનિક છે.


કોઢ નાં કારણો : …

જેમ બીજા બધા રોગ માં હોય છે એમ આ રોગ થવા નાં કારણો બહુ ક્લીયર નથી પણ કેટલાક નક્કી થયા છે એ મુજબ …

એક તો આ રોગ આનુંવાન્સિક વધુ જોવા મળે છે, એટલેકે  માતા પિતા કે નજીક નાં  સગા વહાલા ને હોય તો થવાની શક્યતાઓ વધી જાય છે.

આ ઉપરાંત, આ રોગ ઓટો ઈમ્યુન ..એટલે કે પોતાની જ રોગપ્રતિકારક શક્તિમાં ઉભી થયેલી ગરબડ ને કારણે પણ જોવા મળે છે.

આ ઉપરાંત, કેટલાક રોગો જેમ કે થાયરોઈડ ની તકલીફ જેવી તકલીફો ધરાવતા લોકો માં પણ સફેદ દાગ થવા ની શક્યતા ઓ વધી જાય એવું જોવા મળે છે.આ દાગ એ માત્ર ચામડી ને રંગ આપતા રંગ દ્રવ્યો માં ફેરફાર થવા ને કારણે જ થાય છે.

ચિન્હો :

મુખ્ય ચિન્હ તો સફેદ રંગ ના દાગ જોવા મળે એ જ છે. એની આજુ બાજુ ની ચામડી થોડી વધુ જ ઘેરી લગતી હોય છે. એમાં પાછા કેટલાક પ્રકારો પણ હોય છે, પણ બહુ વધારે ઊંડાણમાં ના જતા, એટલું અગત્ય નું કે કેટલાક કિસ્સા માં તે શરીર માં બંને બાજુ સરખી રીતે વહેચાયેલું હોય છે અને કેટલાક કિસ્સા માં તે માત્ર કોઈ એકજ ભાગ માં જોવા મળે છે. ખાસ કરી ને બંને ઘૂંટણ ની નીચેનો ભાગ, પગ, હાથ ની કોણી, ગળું, આંખ ની નીચે નો ભાગ, હોઠ ની ફરતે નો ભાગ, આ બધા સ્થાનો એ ખાસ જોવા મળે છે. શરૂઆત એકદમ નાના દાગ થી થાય છે, ધીમે ધીમે એ વધુ વધુ પ્રસરવા માંડે છે અને જો યોગ્ય સમયે રોકી ના લેવાય તો આખી જ ચામડી નો રંગ જાય એવું પણ થાય છે. માનસિક તાણ થી આ રોગ વધે છે, અને આ રોગ હોવા ને કારણે માનસિક તાણ વધે છે, કેટલીક વાર સાથે સાથે વ્યક્તિમાં લઘુતા ગ્રંથી તેમ જ ડીપ્રેશન ના ચિન્હો પણ જોવા મળે છે.

ઉપાયો : …

હોમીઓપેથી માં સફેદ દાગ જરૂર મટે જ છે, પણ બધા જ ચામડી ના રોગો માં પહેલે થી જ વાત થતી આવી છે તેમ … ખુબ જ ધીરજ રાખવી અનિવાર્ય છે. નિયમિત દવા લેવાથી, સફેદ દાગ મટે પણ છે અને આગળ વધતો પણ અટકે છે. આમ તો સફેદ દાગ ની દવા કરવા માટે વ્યક્તિ ની પ્રકૃતિ નો અભ્યાસ કરવો ખુબ જ જરૂરી છે છતાં, કેટલીક દવાઓ જેમ કે,

Sepia, Silicea, Natrum Mur, Ars. alb. , Berberis vul. , Cal. Carb, વગેરે જેવી દવાઓ સામાન્ય રીતે ખુબ સારું કામ કરતી હોય છે.

ધીરજ રાખી ને લાંબો સમય દવા કરવા થી કોઢ જરૂર મટાડી શકાય છે જ, આથી નિરાશા ના આવે એ માટે મન ને હંમેશ પ્રયત્નશીલ રાખવું એ મુખ્ય ઉપાય.

 

 

પ્લેસીબો:

 

” કોઢ થી માત્ર ચામડી ના કેટલાક ભાગ નો રંગ જાય છે, જીવન નો રંગ નહિ … જીવનમાં તો એટલા જ રંગો જીવવા માટે છે. કોઢ શરીર નો રોગ રહે ત્યાં સુધી વાંધો નહિ, પણ મન માં કોઢ ના થાય એ માટે  મન ભરી ને પલેપલ જીવતા રહેવી. “

– ડૉ.પાર્થ માંકડ …

 

 

“ સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ”

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email :  [email protected]

દાદર અને હોમીઓપેથી …(૧૨) ….“દાદર – ફરી ફરી ને થતો ને ખુબ બધી ખંજવાળ આવે એવો રોગ- જેમાં હોમીઓપેથી છે અકસીર અને શ્રેષ્ઠ :

દાદર અને હોમીઓપેથી….(૧૨) .“દાદર –  ફરી ફરી ને થતો ને ખુબ બધી ખંજવાળ આવે એવો રોગ- જેમાં હોમીઓપેથી છે અકસીર અને શ્રેષ્ઠ:
ડૉ.પાર્થ માંકડ..M.D. (HOM)
(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય, ને થોડાattention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે.ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડ દ્વારા દાદીમા ની પોટલી http://das.desais.net બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ  બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે   આપના મંતવ્યો પ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)


દાદર એટલો બધો સામાન્યતા: થતો રોગ છે કે કદાચ ઘણા બધા ને જીવન માં કોઈ ને કોઈ સ્ટેજ પર દાદર થયું હશે જ, અને પછી બજારમાં  મળતા ક્રીમ લગાડો એટલે તરત જ બેસી જાય, રીંગ ગાર્ડ, સપટ લોશન વગેરે જેવા ભારતમાં બહોળી રીતે વાપરતા ક્રીમ છે. મોટેભાગે આપણે દાદર માં તો ડોક્ટર નું પ્રિસ્ક્રીપ્શન પણ ટાળીએ છીએ, આજુ બાજુ ના એકાદ અનુભવી પાસેથી ક્રીમનું નામ મળી જાય અને આપણે લઇ ને લગાડી દઈએ.  મોટેભાગે તકલીફ ત્યારે થાય કે ક્રીમ લગાડીએ, એટલે તરત બેસી જાય પણ થોડો સમય થાય ને ફરી પાછું યથાવત. જયારે પણ દાદર થાય ત્યારે ખંજવાળ પણ ખુબ આવે, એટલે થોડું વધુ ક્ષોભજનક પણ લાગે. પણ આ રોગ કાયમ માટે વિદાય લે અને બદલામાં બીજા કોઈ નવા રોગ ની શરીર ને ભેટ ધર્યા વિના વિદાય લે એ માટે એની હોમીઓપેથી કે ઇવન આયુર્વેદિક જેવી, એવી દવાઓ  લેવાની જરૂર છે, જે વ્યક્તિની ચામડી ને સાચા અર્થ માં સ્વાસ્થ્ય આપે જે હવે ફંગસ કે બેક્ટેરિયા નું ઘર બની ગયું છે.
દાદર શું છે? :
દાદર એ એક્પ્રકાર નું આમ તો ચામડી ને લાગતું ફંગસ ઇન્ફેકશન જ છે. જેને મેડીકલ ભાષામાં ટીનિયા તરીકે ઓળખાય છે. પછી પાછુ આ ઇન્ફેકશન કયા સ્થળે છે એ પ્રમાણે, એના પ્રકાર, નામો વગેરે બદલાય. કારણ કે આ ઇન્ફેકશન માં હંમેશ ગોળાકાર રીતે બધા પેચ ગોઠવાયેલા હોઈ એક રીંગ જેવો દેખાવ બનાવે છે, એટલે સામાન્ય ભાષામાં એને રીન્ગ્વર્મ તરીકે પણ ઓળખાય છે.
કારણો :
કારણો ને બે અલગ એન્ગલ થી સમજીએ. એક તો સિમ્પલ ને સાદું કે, આ રોગ એ ફંગસ ને કારણે થાય છે. એ ફંગલ ઇન્ફેકશન જ આનું કારણ છે. ઇફેક્શન લાગવા માટે નીચે મુજબ ના કારણો હોઈ શકે :
૧.) આ રોગ ચેપી છે, એટલે એવી વ્યક્તિ કે જેને દાદર હોય, એના ટુવાલ, સાબુ કે કપડા ના ઉપયોગ થી  આપણ ને પણ થઇ શકે . ( માટે જ હોસ્ટેલમાં જતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ માં આ બહુ સામાન્ય રીતે જોવા મળતો રોગ છે. )
૨.) આ રોગ પ્રાણીઓ માં પણ ખુબ જ જોવા મળે છે, એટલે જેમના ઘરમાં પાલતું પ્રાણી ઓ હોય, એમના દ્વારા પણ આ ઇન્ફેકશન લાગી શકે .
૩.) શારીરિક સ્વચ્છતા નો આભાવ કે વધુ પડતો પરસેવો રહેવો, એ પણ દાદર થવા નું એક અગત્ય નું કારણ છે. આથી ભેજ વાળા વાતાવરણ માં પણ આ રોગ વધતો હોય છે.
હવે વાત રહી બીજા એન્ગલ ની ….
તમને જાણી ને નવી લાગશે કે આપણા શરીર પર જ ઇવન વાળ, નખ , ચામડી, આંતરડા આ બધા પર ઓલરેડી કેટલાય બેક્ટેરિયા, ફંગસ, વાયરસ, કાયમી ઘર બનાવી ને રહે છે ઉપરાંત આપણે દિવસમાં પ્રત્યેક સ્થળે, પ્રત્યેક મીનીટે, કેટલાય બેક્ટેરિયા, ફંગસ ને વાયરસ ના સંપર્ક માં આવીએ છીએ, તો બધા ને નહિ ને અમુક લોકો ને જ કેમ આ રોગ થાય છે?
ત્યાં જ પ્રકૃતિગત કારણ અને રોગપ્રતિકારક શક્તિ નો રોલ આવી ને ઉભો રહે છે.
આપણી ચામડી પાસે એટલી પ્રતીકારકતા છે જ કે એ આવા ઇન્ફેકશન થી આપણ ને બચાવી શકે, પણ જો એવું ના થાય તો કારણ તરીકે ફંગસ બતાવવા ને બદલે, આપણી પ્રતીકારાક્ક્ષમતા માં પડેલા ગાબડા ને જોવા જેવું છે. કારણ કે મૂળ એ છે, નહિ કે ફંગસ.
બજારમાં મળતા ક્રીમો ને બીજા બાહ્ય ઉપાયો એ થોડી ફંગસ ને મારશે પણ પ્રતીકારકતા ? એમને એમ જ, ને માટે જ જેમ ચોર ઘર ભાળી જાય એમ જ ફરી ફરી ને આ જ ઇફેક્શન થયા કરે. જરૂર છે ચામડીનું વાતાવરણ સ્વસ્થ બનાવાની.

ચિન્હો :
જે સ્થળે દાદર થાય એ સ્થળે લાલ ઝીણી ઝીણી કે મોટી ફોડલીઓ એક વર્તુળાકારે, એ વિસ્તાર માં થઇ જાય છે, એ પરિઘ ની અંદર પણ ઘણી વાર ઝીણી ઝીણી ફોડલી ઓ હોય છે. આ સ્થળે ખુબ જ ખંજવાળ આવે છે, અને ક્યારેક થોડું પાણી જેવું ને થોડું ચીકણું એવું પ્રવાહી પણ નીકળે છે.
ઉપાયો :
સૌ પ્રથમ તો આ રોગ થી બચવા પર્સનલ હાઇજીન બરાબર કેળવવા ની જરૂર હોય છે. બિનજરૂરી, કોઈ નો સાબુ કે ટુવાલ કે કપડા વાપરવા ની ટેવ હોય તો છોડી દેવી.
બાકી તો જો દાદર થઇ ગયું હોય તો હોમીઓપેથી ની તુરંત સેવા હાજર જ છે, જેનો ઉપયોગ કરવો. હોમીઓપેથી માં એની ઘણી દવાઓ છે, જો કે આમ તો વ્યક્તિમાં રોગપ્રતીકારકતા વિકસિત કરવા વ્યક્તિ ની પ્રકૃતિ જાણી ને દવા કરવી જ એનો શ્રેષ્ઠ ઉપાય છે, પણ છતાં કેટલીક એવી દવાઓ કહું કે જેની દાદર માં ખુબ જ સારી અસર છે.
જેમ કે …
Bacilinum , Sepia , Baryta carb , Natrum Mur. Thuja , Arsenic alb. Ars.-s.f. જેવી દવા ઓ મોટાભાગ ના દાદર ના કિસ્સાઓ માં અચૂક કામ કરે છે.
આ ઉપરાંત જે ભાગમાં દાદર થયું હોય એ ભાગ સ્વચ્છ રહે, અને વધુ પ્રમાણમાં ભેજવાળો ના રહે એનું ખાસ ધ્યાન રાખવું.
આટલું થશે તો દાદર ખુબ જ  સરળતા થી હંમેશ માટે માટી જાય એવો રોગ છે.
પ્લેસીબો :
“દેખીતા કારણો અને મૂળભૂત કારણો નું આઈસબર્ગ ફિનોમિના જેવું છે. જેમ મધદરિયે બરફ ની મોટી શીલા બહાર થી એકદમ નાની ખડક જ લાગે પણ એ ખાલી એનો બહાર દેખાતો ૧/૩ ભાગ જ હોય, બાકી નું ૨/૩ અંદર હોય ને એ જ સૌથી જોખમી જહાજ માટે બની રહે. જે કારણો આપણે શોધી શકીએ છીએ  એ તો માત્ર ઉપરના છે, મૂળ રોગ અંદર છે, આપણા વ્યક્તિત્વ ની સાથે વણાઈ ગયેલો , જરૂર છે એને ઓળખી કાઢવાની ને પછી એને દુર કરવા ની. “
ડૉ.પાર્થ માંકડ
“ સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ”

ખીલ અને હોમીઓપેથી …. (૧૧)…ખીલ-તકલીફ ઓછી – પણ અરીસામાં ન જોઈએ ત્યાં સુધી જ – ઈલાજ હોમીઓપેથી થી જ …

ખીલ અને હોમીઓપેથી  …. (૧૧)…ખીલ : તકલીફ ઓછી – પણ અરીસામાં ન જોઈએ ત્યાં સુધી જ – ઈલાજ હોમીઓપેથી થી જ …

–  ડો.  પાર્થ માંકડ …M.D (HOM)

 

(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય, ને થોડાattention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે.ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ નાહેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડદ્વારાદાદીમા ની પોટલીhttp://das.desais.net બ્લોગપર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ  બ્લોગ પર માણ્યા બાદ,  આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે   આપના મંતવ્યો પ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)


ખીલ, આ શબ્દ વચાય કે બોલાય કે તરત જ સાહજિક રીતે જ વ્યક્તિનું ધ્યાન પોતાનો ચહેરો કેટલો ક્લીન છે એ જોવા અરીસામાં જોતું રહે…ને જો ના હોય, જો ખીલ થયા હોય કે થતા હોય , તો તો જાણે આભ તૂટી પડે. મુલતાની માટી ને કેટલાય પ્રકારના  ફેસપેક ને કઈ કેટલાય ઉપાયો શરુ થઇ જાય. રાતોરાત પોતાના ચહેરા પર એક પ્રકાર નો અણગમો ને એના વિના ના બેદાગ ચહેરાઓ ની જરા તારા ઈર્ષ્યા થવા નું શરુ થઇ જાય.  ખીલ, યુવાની ની નજીક પહોચતાની સાથે જ મળતી જાણે એક વણમાગી ગીફ્ટ હોય એવું ઘણી વાર લાગે, ઘણા ઘણા ઘણા દર્દી ઓ ખીલ ના જોવા નો મોકો મળ્યો છે ને ઘણી વાર આશ્ચર્ય પણ થાય કે, વ્યક્તિ નું પોતાના બાહ્ય દેખાવ સાથે નો લગાવ આટલો બધો હશે ? કે વ્યક્તિ ખીલ થી હેરાન પરેશાન રહે, ટેન્શનમાં આવી જાય ને સતત એક પ્રકાર ની લઘુતાગ્રંથી થી જીવ્યા કરે…

સૌ પ્રથમ તો એ જાણી લઇ એ કે આ ખીલ શું છે ?


ખીલ એ આમ તો સરળ શબ્દોમાં  અંતઃસ્ત્રામાં થતા  ફેરફાર નું ચામડી પર દેખાતું પ્રતિબિંબ છે. ખાસ કરી ને વ્યક્તિમાં જયારે યુવાની ની ઉમર ની શરૂઆત થાય, એટલે કે છોકરા ઓ ને દાઢી મુછ ઉગવાનું શરુ થાય અને છોકરીઓ નું એક યુવતી તરીકે નો વિકાસ શરુ થાય ત્યારે સ્વાભાવિક રીતે જ શરીરમાં સ્ત્રી – ના સ્ત્રીત્વ માટે અને પુરુષ ના પુરુષત્વ માટે જરૂરી અંત:સ્ત્રાવો નું પ્રમાણ વધવા લાગે. આ  અંત:સ્ત્રાવ ને પરિણામે શરીરમાં ખાસ કરી ને ચહેરા પર, પીઠ પર અને છાતી પર સીબમ કરી ને શરીર ની ઓટોમેટીક લુબ્રીકેશન પદ્ધતી ને વધુ એક્ટીવ કરી દે, તકલીફ એ થાય કે એ ચામડી પર ના વાળ ઉગવા માટે ના ઝીણા ઝીણા રસ્તા ઓ ને બંધ કરી દે, પરિણામ સ્વરૂપ એ ભાગ પર એક ઉપસેલું બમ્પ બની જાય ને આપણા સહુ નું ટેન્શન વધી જાય. આ બમ્પ એટલે જ ખીલ.

ખીલ થવા ના કારણો :

ઘણા  કારણો છે ને આમ જોઈએ તો એક પણ એકદમ પ્રૂવ થયલું નથી, પણ છતાં, …

૧. માતા કે પિતા ને થયા હોય તો સંતાન ને આવે.

૨. અમુક એલોપેથી દવાઓ.

૩. માનસિક ચિંતા અને તાણ.

૪. વધુ પડતું ભેજ વાળું કે વધુ પડતું ગરમ કે ઠંડુ વાતાવરણ.

૫. વધુ પડતો સ્પાઈસી ખોરાક.

વિગેરે  જેવા ઘણા બધા કારણો ખીલ ને પાછળ  જવાબદાર હોય છે.

ઉપાયો :

નોર્મલ સંજોગોમાં જાણે ખીલ ને કોઈ જ દવાની જરૂર નથી, જેમ જેમ શરીર ના અંત:સ્ત્રાવો એક પ્રકારનું બેલેન્સ ઉમર વધવાની સાથે મેળવી લે, એમ એમ ખીલ ઓછા થતા જાય. એ દરમ્યાન ખાસ તો બધું અલગ અલગ પ્રકાર ના ક્રીમ ટ્રાય કરતા રહેવા કે વારંવાર દિવસમાં (૪) ચાર એક વાર થી પણ વધુ વાર ચહેરો ધોયા કરવો વગેરે ખુબ જ ઓછું હિતાવહ છે. યાદ રહે ખીલ કોઈ મોટી બીમારી પણ નથી અને, ખીલ હોવાથી આપણા મૂળ અંતર ના ચહેરા ને કઈ જ નથી થતું, અને બાહ્ય ચહેરા પર ની સુંદરતા એ કઈ વ્યક્તિ ને માપવા નું માપદંડ નથી, એટલે ખુબ જ નકારાત્મકતા સાથે જાત ને જોવા ની પહેલા તો ટેવ છોડી દેવી એ મૂળ જરૂરિયાત છે. હા એમાં ક્યાય એવું કહેવા નો ઈરાદો નથી કે ખીલમાં દવા ની જરૂર નથી.

ખીલ માટે નીચે ના સંજોગો માં દવા કરાવવી જોઈએ :

૧. ૨૫/૨૮ વર્ષ વ્યક્તિ ને થાય પછી પણ ચાલુ રહે .

૨. વધુ પ્રમાણમાં બળતરા થવી

૩. વારંવાર વધુ પડત્તું લોહી ખીલ માંથી નીકળવું,

૪. ખીલ ના ડાઘા રહી જવા

૫. ખીલ પાકી ને અંદર પસ વારંવાર થઇ જવું

૬. મનમાં  ખીલ વાળા ના ચહેરા ને કારણે નકારાત્મકતા કે આત્મવિશ્વાસમાં ઉણપ આવવી

હોમીઓપેથીમાં ઘણી બધી દવાઓ  છે …જેમ કે ,

Kali Brom., Natrum Mur, Silicea, Sulphar, Graphities, Causticum વગેરે ખુબ જ અસરકારક  સાબીત થાય છે ખીલ માટે.  ખીલ વિનાના ના ખીલેલા ચહેરા ..આ દવાઓ દ્વારા મળતી સુંદર દેન છે.

આભાર…

પ્લેસીબો :

“સુંદરતા ની સાચી ઓળખ હૃદય કરે છે, આંખો નહિ.”

ડૉ.પાર્થ માંકડ

“ સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો drparth[email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ”

લઇકન પ્લાનસ – અને હોમીઓપેથી.. (૧૦)…થોડો ઓછો જાણીતો પણ ખુબ તકલીફ આપતો ચામડી નો રોગ –

લઇકન પ્લાનસ – અને હોમીઓપેથી.. (૧૦)… થોડો ઓછો જાણીતો પણ ખુબ તકલીફ આપતો ચામડી નો રોગ – હોમીઓપેથી એટલે એનો સચોટ ઈલાજ :
-ડો. પાર્થ માંકડ
M.D.(HOM)
જયારે ‘ દાદીમા ની પોટલી ‘ માં લખવા નું ચાલુ કર્યું , ત્યારે મારો જે નોર્મલ અભીપ્રાય વાચકો માટે નો  કૈક એવો હતો કે મોટેભાગે વાચકો ને જાણકારી કે કૈક સ્વાસ્થ્ય જેવા સંદર્ભ ની થોડી ગંભીર પ્રકૃતિ ની વાતચીતમાં ઓછો રસ પડશે…આમ તે અંગેનું  કારણ મને  એ લાગે છે કે લોકો ની આંખો/દ્રષ્ટિ  મોટેભાગે મનોરંજન ની શોધ માં વધુ ફરતી હોય છે. પણ ‘દાદીમા ની પોટલી’ .. માં મારો આ ૧૦ મો લેખ આપતા આપતા મારો અભિપ્રાય ઘણા ખરા અંશે બદલાયો છે. ‘ દાદીમા ની પોટલી ‘ ..દ્વારા, એક એવા લોકો ના સમૂહ ને સાંકળી ને રાખ્યો છે કે જેમને સંસ્કૃતિ, સંસ્કાર, કળા અને સાહિત્ય ને એમાં પણ તમામ પ્રકાર નું સાહિત્ય એ બધામાં રસ છે. આપના દ્વારા દર વખતે થતી લાઈક્સ અને આવતી કોમેન્ટ્સ, પુછાતા પ્રશ્નો આ બધા માટે ખુબ આભાર. હજુ પણ વધારે આપના અભિપ્રાય મૂકેલ પોસ્ટ પર મૂકશો કે  ખાસ મને મૂકેલ  પોસ્ટ અંગે આપના વિચારો જણાવતા રહેશો, આ જ રીતે આપને  થતી કોઈ પણ દર્દ અંગેની મુંજવણ હોય તો નિસંકોચ પ્રશ્નો પણ પૂછતાં રહેશો જે સદા મને આવકાર્ય રેહશે.
– ડૉ.પાર્થ માંકડ…
આજે  જે દર્દ ની વાત કરીશું એ લાયીકન પ્લનસ તરીકે ઓળખાય છે ખાસ કોઈ એનું ગુજરાતીમાં અલગ નામ હોય એવું મારા ધ્યાન માં નથી. પણ આ રોગ થઇ ગયા પછી વર્ષો ના વર્ષ સુધી વ્યક્તિ ને તકલીફ આપે છે. લગભગ ૧૯ વર્ષ થી હોય એવા  તો કેટલાક કેસ મેં પણ જોયા છે. આ રોગ ઓછો જાણીતો છે, કારણ એ કે મોટેભાગે આપને ચામડી પર કૈક દેખાય એટલે એને દાદર કે ખરજવું કે એવા સામાન્ય નામથી ઓળખી લેતા હોઈએ છીએ પણ કોઈ પણ રોગ થાય ત્યારે એની સારવાર કરાવતા પહેલા જ એ રોગ થવા ના કારણો, એમાં શરીરમાં શું થાય, એના કોમ્પ્લીકેશન કયા હોઈ શકે ને દવા ઓ કેવી કેવી થાય એ એક દર્દી તરીકે કે એક સમાજ ના જવાબદાર વ્યક્તિ તરીકે જાણી લેવું ખુબ જ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક આ લેખમાળા પાચલ નું ઉદ્દેશ પણ એ જ છે. તો આ થોડો ઓછો જાણીતો પણ જાણવા જેવા રોગ વિષે આ જે જાણીએ.
કારણો :
લઇકન પ્લેનસ મોટેભાગે એક કરતા વધારે કારણો થી થતો રોગ છે  અને એ મોટેભાગે રોગપ્રતિકારક શક્તિ માં આવતા રીએક્શન થી થતો હોય છે , ને એ પ્રકાર નું રીએક્શન લાવવા પાછળ જવાબદાર ઘણા પરિબળો છે જેમ કે, …
૧.]  સ્ટ્રેસ
૨.]  એલોપેથી ની ઘણી બધી દવા ઓ જેમ કે,
 • Pain killers
 • Tetracycline
 • Captopril
 • Propranolol
 • Sulfonamide
 • Dapsone
 • Furosemide
 • Chloroquine
 • Penicillamine
 • Methyldopa
 • Enalapril
 • Allopurinol (anti-gout medicine)
૩.]  અમુક પ્રકાર ના કેમિકલ સાથે નો કોન્ટેક્ટ , અમુક પ્રકાર ની ફેક્ટરી માં કામ કરવા ને કારણે.
૪.]  હેર ડાઈ અને હેર કલર્સ નો ઉપયોગ
૫.]  જીનેટિક તકલીફ
ચિન્હો  :
મોટેભાગે વાયોલેટ રંગ ના ચામડી પર ચાંઠા જોવા મળે છે, ખાસ કરી ને કાંડા ના પાછળ ના ભાગમાં, પગ ઉપર અને જાંઘ ની અંદર ના ભાગમાં વધારે જોવા મળે છે. આ ઉપરાંત ઘણી વાર મોઢા ની અંદર ના ભાગોમાં કે સ્ત્રી માં ગુપ્ત ભાગોમાં પણ જોવા મળે છે. ખુબ જ ખંજવાળ એ ભાગમાં આવે છે. આ ઉપરાંત નખમાં અને વાળ માં પણ અમુક પ્રકાર ના ચિન્હો જોવા મળે છે. બધા ચિન્હો ને શબ્દમાં સમજાવવા શક્ય ના લગતા એના કેટલાક ફોટો જે મુકાયેલા છે એ ધ્યાનથી જોઈ લેવા.

 

 

 

 

ઉપાયો :
આ રોગ માં પણ હોમેઓપેથી ખુબ અકસીર ઈલાજ તરીકે કામ કરે છે. ખાસ કરી ને, Antium Crude., Sulphuricum Iodatum, Staphysagria, Apis Mellifica, Chininum ars  હોમીઓપેથી આવા કેટલાય રોગ માટે એક માત્ર આશા નું કિરણ છે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
પ્લેસીબો:
આ વખત નું પ્લેસીબો અંગ્રેજી માં જેમાં એક જ વાક્ય માં ખુબ સરળ રીતે રોગ ને વ્યાખ્યાયિત કરાયો છે ..અને રોગ ને સમજવું એ સ્વાસ્થ્ય ને સમજતા પહેલા ની પાયા ની જરૂરિયાત છે. યાદ રહે , રોગ એટલે જે શારીરિક તકલીફ દેખાય છે માત્ર એટલું જ નહિ પણ એની સાથે પણ ઘણું જ . કૈક એ જ વ્યાખ્યા અંગ્રેજી માં : ” Disease is a result of physical, emotional, spiritual, social and environmental imbalance .”

ડૉ.પાર્થ માંકડ

સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.

 

ખરજવું – ફરી ફરી ને થતો રોગ અને હોમીઓપેથી …(૯)

ખરજવું – ફરી ફરી ને થતો રોગ અને હોમીઓપેથી …(૯)
-ડૉ. પાર્થ માંકડ ..M.D.(HOM)

(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય, ને થોડા attention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે. ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડ દ્વારાદાદીમા ની પોટલી’ -http://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ  બ્લોગ પર માણ્યા બાદ,  આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે   આપના મંતવ્યો પ્રતિભાવ -કોમેન્ટ્સ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો જે અમોને સદા માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રેહશે.)

 

ખરજવું આમ તો ચામડીના જ રોગ ના અનેક પ્રકારોમાંથી  એક પ્રકાર જ છે, પણ મોટેભાગે આપણે ચામડીનો  કૈક ના સમજાય એવો રોગ જોઈએ એટલે એને ખરજવું એનું નામ આપી દેતા હોઈએ છીએ.

ખરજવું લોકો ને ખરેખર પરેશાન કરી મુકે છે, કારણ કે એક તો મોટેભાગે એનું કારણ ખબર પડતી નથી હોતી, બીજું થયા પછી ક્યારે અને કયા પ્રકાર ની દવાથી મટશે એનો પણ ઓછો આઈડિયા આવતો હોય છે, ને ક્યારેક મટી જાય તો થોડા સમય પછી પાછો ઉથલો મારી દેતું હોય છે. આજે સમજવા નો પ્રયત્ન કરીએ કે આખરે આ ખરજવું છે શું?

પ્રકારો :

મેડીકલી ખરજવા ના ઘણા બધા પ્રકારો છે પણ, કેટલાક ખુબ બહોળા જોવા મળતા પ્રકારો જોઈએ તો :

૧] Atopic Dermatitis :

(a) જેમાં મોટેભાગે વારસાગત કારણો જવાબદાર મનાય છે અને એમાં ખરજવું ખાસ કરી ને માથે, ગળે , કોણી ની અંદર ના ભાગે, ઘૂંટણ ની અંદર ના ભાગે વગેરે જેવી જગ્યાઓ એ સામાન્યતઃ વધુ જોવા મળે છે. એવું જોવાયું છે કે બાળપણમાં અસ્થમાની તકલીફ જેમ ને હોય એમને આ પ્રકાર નું ખરજવું વધુ જોવા મળ્યું છે.

૨] Contact Dermatitis :

(a) જે પ્રમાણે નામ બતાવે છે , એ જ રીતે આ પ્રકાર નું ખરજવું એ કોઈ પણ એવી વસ્તુ કે વાતાવરણ ના સંપર્કમાં આવવાથી થાય છે જેની વ્યક્તિ ને એલર્જી હોય . , ખાસ કરી ને અમુક પ્રકારની  ઋતુ માં અથવા તો અમુક પ્રકાર ના કેમિકલ ના સંપર્કમાં આવવાથી વધુ થાય છે. વ્યવસાય પણ જો
કોઈ વ્યક્તિ નો એ પ્રકાર નો હોય જેમાં એવી કોઈ વસ્તુ નો સંપર્ક રહેતો હોય તો એને આ પ્રકારનું ખરજવું થવાની શક્યતા વધુમાં વધુ રહે. ઘણી ગૃહિણી ઓ ને સાબુ કે સાબુ ની ભૂકી કે પછી ખોટા દાગીના પહેરવાથી પણ ચામડી ની તકલીફ રહેતી હોય છે એ પણ આ જ પ્રકારના ખરજવા નો એક પ્રકાર કહી શકાય.

૩] Xerotic Dermatitis :

૪]  Seborrhoeic Dermatits :

(a) ઘણા લોકો ને શિયાળામાં ચામડી ખુબ સુક્કી થઇ જાય છે, અને વારંવાર આવું થવા ને કારણે એ ખરજવામાં તબદીલ થઇ જાય છે. એને આ પ્રકાર નું ખરજવું કહી શકાય.

(૧) આ પ્રકારનું ખરજવું મુખ્યત્વે વાળમાં કે પાપણમાં વગેરે જેવી જગ્યા એ થાય છે, શરૂઆતમાં એ બિલકુલ ડેન્ડ્રફ જેવું લાગે છે પછી ખબર પડે છે કે એ એક પ્રકાર નું ખરજવું છે.

હજુ પણ બીજા ઘણા બધા પ્રકાર છે ખરજવા ના પણ મોટેભાગે વધુ લોકો ને આમાંથી કોઈ પ્રકાર નું ખરજવું લાગુ પડે એની શક્યતા ઓ વધુ રહે છે.

ખરજવા ના ચિન્હો :

૧.) ચામડી લાલ થઇ જવી

૨.) સોજો આવી જવો

૩.) ખંજવાળ આવવી

૪.) એ ભાગ ની ચામડી સુક્કી થઇ જવી

૫.) કેટલીક વાર ત્યાંથી ચીકણું કહી શકાય એવું પ્રવાહી નીકળવું

૬.) લોહી નીકળવું

૭.) કેટલીક વાર ચામડીમાંથી થોડી ફોતરીઓ પડવી. વિ

આ ઉપરાંત ખરજવું કયા પ્રકારનું છે એના પર પણ ઘણી વાર ચિન્હો નો આધાર રહેતો હોય છે.

ઉપાયો :

ઉપાયો પણ કયા પ્રકાર નું ખરજવું છે એ ના ઉપર આધારિત છે તેમ છતાં, હોમીઓપેથીમાં કેટલીક દવાઓ એ એકદમ અકસીર ઈલાજ તરીકે કામ કરે છે જેમ કે સલ્ફર.  આ દવા કોઈ પણ પ્રકાર ના ખરજવા ની રામબાણ દવા છે, ને આમ જોવા જઈએ તો સલ્ફર તત્વ કુદરતમાં પણ ચામડી ના દર્દો મટાડી શકવા નો ક્ષમતા ધરાવે છે. આપે ઘણી જગ્યા એ સાંભળ્યું હશે કે અમુક પ્રકાર ના ગરમ પાણી ના ઝરામાં નહાવાથી ચામડી ના દર્દો મટી જાય છે , કારણ એમાં રહેલું સલ્ફર અને અન્ય કેટલાક એવા જ ખનીજ તત્વો જ છે. સૌરાષ્ટ્ર માં “તુલસીશ્યામ ” એ બાબતે કદાચ ખુબ જાણીતું છે આપણા બધા માટે.

સલ્ફર , પછી વધુ એક ઈલાજ છે Graphitis નામની દવા એ પણ ખુબ જ અકસીર ઈલાજ તરીકે કામ કરે છે, આ ઉપરાંત પેટ્રોલીયમ – આ દવા શિયાળામાં ચામડી ફાટી જવા ને કારણે જે પ્રકારે ખરજવું થાય છે એના માટે ખાસ વપરાય છે.

હજી, Mezerium, Lycopodium, Cal. Carb અને બીજી ઘણી ઘણી દવાઓ જે વ્યક્તિ ની પ્રકૃતિ અને ખરજવા નો પ્રકાર સમજી ને આપી શકાય.

ફરી એક વાર ઉલ્લેખ કરવાનું મન થાય છે કે બજારમાં  મળતી અલગ અલગ પ્રકાર ની ક્રીમ વગેરેથી ક્યારેય ખરજવું મટતું નથી એ માત્ર બહારથી દેખાતું જ બંધ થાય છે અને માટે તે ફરી પાછું પણ થાય છે,એટલે આ પ્રકાર ની ક્રીમો લગાડ્યા કરવા નો કોઈ જ અર્થ નથી એનાથી રોગ વધે છે, આથી આવા ઉપાયો માં બહુ પડવું હિતાવહ નથી.

હોમીઓપેથીમાં કદાચ થોડો સમય લાગશે પણ હંમેશ માટે આપ આ તકલીફમાંથી મુક્ત થશો અને એ પણ કોઈ પણ પ્રકાર ની આડઅસર વિના. હોમીઓપેથી માં પણ ઘણા પ્રકાર ની ક્રીમ અને તેલો મળે છે પણ , એ બધા પણ વ્યક્તિ કેન્દ્રિત ના હોવા ને કારણે એની અસર પણ ખુબ મર્યાદિત રહે છે.
હોમીઓપેથી કે ઇવન આયુર્વેદ જેવી ચિકિત્સાઓ મોટેભાગે જે રોગમાં  બહુ તાત્કાલિક અસર ની જરૂર ના હોય એવા રોગોમાં વાપરવા નો આગ્રહ રાખવો એવો મારો તમામ વાચક મિત્રો ને નમ્ર આગ્રહ છે, એટલે નહિ કે હું એક હોમીઓપેથ છું, પણ એટલે કે આપનું શરીર અને મન સ્વસ્થ રહે અને નાહક નું ઝેર પેટ માં નાખી ને હાથે કરી ને રોગો ને આમંત્રણ ના આપો એ બાબત ને લઇ ને હું એક ડોક્ટર તરીકે આપનો હિતેચ્છુ છું એટલે.

પ્લેસીબો :

“Complementary therapies, like homeopathy, get to the cause – rather than just treating the symptoms, I know from my own experience that they work…I’d like to see doctors prescribing homoeopathic treatment….”

-Peter Hain, Secretary of State for Wales,UK.

ડૉ.પાર્થ માંકડ

સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતારાખવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ” –

 

સોરીઆસીસ અને હોમીઓપેથી …..(૮) …

સોરીઆસીસ : અને હોમીઓપેથી …..(૮) …. સોરીઆસીસ  હોમીઓપેથી  થી મટે જ….
-ડૉ. પાર્થ માંકડ …M.D.(HOM)
(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય, ને થોડા attention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા,સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે. ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડ દ્વારા દાદીમા ની પોટલીhttp://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ  બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનતી કે   આપના મંતવ્યો પ્રતિભાવ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો.)

સોરીઆસીસ એટલે ચામડીનો એવો રોગ જે એલોપેથીમાં તો મોટેભાગે લા ઈલાજ જ ઘણાય છે. હોમીઓપેથીમાં  ઈલાજ  ખરો, પણ ફરીથી એ રોગ  થાય કે નહિ એ બાબત ખરેખર ચર્ચા માંગી લે એવી છે, પણ હા, એટલું જરૂર કે સોરીઆસીસ કંટ્રોલમાં રાખવું હોય તો જાણે હોમીઓપેથી જરૂર અકસીર સાબિત થઇ શકે.
સોરીઆસીસ એક “ઓટો ઈમ્યુન” પ્રકાર નો રોગ છે. સરળ ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે એ પ્રકાર ના રોગ માં શરીર ના રોગ પ્રતીકારકતા ધરાવતા કોષો દુશ્મનને ઓળખવામાં ભૂલ કરી બેસે છે ને શરીરના જ કોષો ને બહાર ના હુમલાવર સમજી ને પોતાની લડત ચાલુ કરી દે છે. આ પ્રકાર ની તકલીફ ને “ઓટો ઈમ્યુન” તરીકે ઓળખાય છે.
હજી વધુ સિમ્પલ કહું તો રક્ષક જ ભક્ષક બની જાય છે. ચામડીના કોષો જે નિયમિત નવા બની ને ખરતા રહેતા હોય એ સેલ સાયકલ પણ ઝડપી બની જાય છે પરિણામે ચામડી ફોતરી બની બની ને ખર્યા કરે છે.
હવે આ ઓટો ઈમ્યુનીટી ક્યાંથી ટપકી એના કારણો બહુ ક્લીઅર નથી પણ છતાં કહેવું હોય તો સોરીઆસીસ થવા ના કારણો:
૧.] જીનેટિક
૨.] વારસાગત
૩.] ચામડી ની ઓછી રોગ પ્રતિકાર ક્ષમતા
૪.] માનસિક તાણ
૫.] વાતાવરણ માં થતા ફેરફાર અને એની શરીર પર થતી અસરો માં સોરીઆસીસ થવું અથવા માટેલ હોય તો ફરી થવું એવું રહેતું હોય છે.
૬.] ચામડી માં લાગેલું ઇન્ફેકશન વિ.
સોરીઆસીસના આમ જોવા જઈએ તો ઘણા પ્રકાર છે પણ એના બહુ ઊંડાણમાં જવું બહુ જરૂરી નથી પણ બધા પ્રકારમાં જે ચિન્હો સામાન્ય જોવા મળે છે એના પર જરા એક નજર કરી લઈએ :

સોરીઅસીસ ના ચિન્હો :
૧.] ચામડી પર લાલ રંગ નું ચકામું કે એકદમ નાનું ચિન્હ દેખાવું.
૨.] એ ચકામાં પર ચામડી ની સફેદ રંગ ની ફોતરી ઓ આવી જવી.
૩.] ખંજવાળવા થી એ ફોતરી ઓ પડવી અને ક્યારેક એમાં થી લોહી પણ નીકળવું.
૪.] નખ કેટલાક કિસ્સા માં નીકળી જવા.
૫.] સાંધા ના દુખાવા.
૬.] જે સ્થળે કઈ વાગે એ સ્થળે આ પ્રકાર ના પેચ વધે કે દેખાય, વિગેરે..

સોરીઆસીસ ના ઉપાયો :
આપણી પહેલેથી જ જે રીતે વાત થઇ છે એ પ્રમાણે કે એ થતો રોકવો તો આપના હાથમાં નથી એમ કહીએ તો ચાલે પણ થયા પછી સમયસર અને નિયમિત, થાક્યા વિના સારવાર કરવી એ હિતાવહ છે. હોમીઓપેથીમાં જોકે આ રોગ ની નસીબજોગે ઘણી ઘણી દવાઓ છે.
અલબત્ત આ રોગ એવો છે જેમાં કોઈ પણ હોમીઓપેથ ને બતાવી ને દવા લો એ જ હિતાવહ છે છતાં કેટલીક અકસીર દવા ઓ આ પ્રમાણે છે :
Petroleum , Sulphar , Graphities ,Ars-Iod, Kali suph, Sepia , Mezerium , Psorinum વિગેરે.
સોરીઆસીસ લાંબો સમય ચોક્કસ ચાલે છે પણ હતાશ થવા જેવી બીમારી બિલકુલ નથી એ યાદ રહે , હોમીઓપેથી અને અન્ય પદ્ધતિ ઓ પાસે પણ એનો પુરતો ઈલાજ છે. જરૂર છે થોડી ધીરજ ની અને નિયમિતતાની.
ચાલો મળીએ પાછા આવતી વખતે, અલગ રોગ સાથે. ત્યાં સુધી …शुभम भवतु !
પ્લેસીબો :
“વ્યક્તિનું વ્યક્તિમત્વ એ એની ચામડીના રંગ કે એના પર થયેલા રોગ પર નહિ પણ હૃદય કેટલું સ્વચ્છ અને નિર્મળ છે એના પરથી નક્કી થાય છે. ચર્મરોગ એ કઈ શરમાવા જેવી કે છુપાવા જેવી બાબત નથી .”
-ડૉ.પાર્થ માંકડ …


સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતારાખવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] email ID પર મોકલી આપીશું. ” –