સ્વાઈન ફ્લુ અને હોમીઓપથી …

સ્વાઈન ફ્લુ અને હોમીઓપથી …

– ડૉ. પાર્થ માંકડ                               ડૉ.ગ્રીવા છાયા માંકડ

MD(HOM)MD(AM)PGCHFWM                M.D. (A.M.)BHMS; DNHE

  

સૌ  પ્રથમ આપને તેમજ આપના પરિવારજનનો ને  મહાશીરાત્રીના શુભપર્વ નિમિત્તે ‘દાદીમા ની પોટલી’ પરિવાર દ્વારા શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

 

કચ્છ સહિત ગુજરાતભરમાં હાલમાં ચેપીરોગચાળા સમાન બીમારી સ્વાઈનફલુએ મહામારી સમાન સિનારીયો ખડો કરી દીધો છે. ગુજરાતભરમાં જે આંકડાઓ સામે આવી રહ્ય છે તેના મોટભાગના કેસો કચ્છમાં જોવા મળી આવી રહ્યા છે. આ ઘાતક બીમારીને કાબુમાંલેવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ દિવસાેદીવસ આ રોગચાળો બેકાબુ બની અને માથુ ઉચકતો જોવા મળી આવી રહ્યો છે. સરકારી તબક્કે તમામ મોરચે તેને અટકાવવાના પ્રયાાસો થવા પામીરહ્યો છે પરંતુ તે નિરકુંશ જ બની જવા પામ્યો છે.

તો ચાલો મિત્રો,  આજે આપણે  ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ દ્વારા સ્વાઈનફ્લૂ વિશે  તેમજ તેનાથી  બચવા માટેની  સામન્ય પ્રાથમિક જાણકારી પ્રાપ્ત કરીશું.

 

સ્વાઈન ફ્લુ  શું છે ? :

 

 

swineflu

 

 

સ્વાઈન ફ્લુ એ એક પ્રકાર નો ફ્લુ એટલે કે તાવ જ છે પણ એ થોડો વધારે ચેપી છે અને એમાં દર્દી માં ચિન્હો બહુ ઝડપ થી ન્યુમોનિયા ડેવેલપ કરી દે છે જે પ્રાણ ઘાતક નીવડે એ પરિસ્થિતિ માં બહુ જ ઝડપી લાવી દે છે.

 

ચિન્હો:

 

  • ૧૦૦’ થી વધારે તાવ
 • ગળા માં બળતરા
  • નાક થી પાણી નીકળવું
  • માથા નો દુખાવો
  • શરીર નો દુખાવો
  • ભૂખ મરી જવી
  • ઉધરસ – ખાસ કરીને કુત્તા ખાંસી ( barking cough)
  • ૨/૩ દિવસ પછી શ્વાસ લેવા માં તકલીફ
 • ઝાડા –ઉલટી જેવું લાગવું

 

 

swineflu.1

 

તકેદારી ના પગલા :

 

 ૧.)  શક્ય એટલું સ્વચ્છ ખોરાક, પાણી

૨.)  વારંવાર હાથ ધોવા

૩.)  ભીડ માં જવા નું ટાળવું જાઓ તો મોઢે રૂમાલ બાંધવો

૪.)  જેમને ખાંસી, શરદી થઇ હોય એ લોકોથી દુર રહેવું એમને પણ રૂમાલ બાંધવા ફરજ પાડવી 

 

ઉપાયો :

 

સ્વાઈન ફ્લુ થયા પછી તેને રોકવો ઘણો અઘરો છે અને તેમની દવા અઈસોલેસન વોર્ડમાં દવા  ‘તેમીફ્લું’  દ્વારા થતી હોય છે પણ તેને થતો જ રોકવા ના ઉપાયો પણ જરૂર અપનાવવા જેવા છે :

 

૧.]  હોમીઓપથી માં દવાઓ જેમ કે … Influenzinum,  Ars. Alb,  Bryonia,  Rhus Tox … વગેરે વ્યક્તિ માટે એક વેક્સીન જેટલી જ અસરકારક રીતે સ્વાઈન ફ્લુ અટકાવવા નું કામ કરે છે. તે શ્વસનતંત્ર ની રોગપ્રતિકારક શક્તિ ને એ પ્રમાણે વધારે છે કે સ્વાઈન ફ્લુ કે અન્ય કોઈ પણ પ્રકાર ના ફ્લુ થવા ની શક્યતા ઓ નહીવત થઇ જાય છે.

૨.]  દરરોજ ગરમ પાણી પીવું.

૩.]  તુલસી, આદૂ, મરી તેમ જ અરડૂસી નો ઉકાળો બનાવી લઇ શકાય.

૪.]  શરદી થઇ હોય તો ઉકળતા પાણી માં અજમો નાખી તેની વરદ નાક થી લેવી ( નાસ લેવો)

૫.]  નાક ઠંડુ ન પડે એનું ધ્યાન રાખવું, રૂમાલ + માસ્ક એમ ૨ લેયર પણ કરી શકાય.

 

નોંધ : સ્વાઈન ફ્લુ ના પ્રીવેન્શન માટે ની હોમીઓપથીક દવા નહિ નફો નહિ નુકસાન ના ધોરણે માત્ર રૂ. ૩૦ માં ડો. માંકડ હોમીઓક્લીનીક ખાતેથી ઉપલબ્ધ છે.  વધુ માહિતી માટે નીચે દર્શાવેલ વિગતે ડૉ. દંપતીનો સંપર્ક કરી શકો છો.. સંપર્કની જાણકારી આપને બ્લોગ પર થી આજની પોસ્ટ ની આખરમાં મળી રહેશે.

 

 ઉપરોક્ત વિગત આપવા પાછળ નો હેતુ ફક્ત ને ફક્ત જનહિતાર્થે જ છે, અહીં ડૉ. દ્વારા કોઈ આર્થિક ઉપાર્જન માટે કે અન્ય વ્યાપારિક હેતુ ધરાવવાનો નથી, જેની ખાસ નોંધ લેવા વિનંતી.

  

  

ડૉ.પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ ના સંપર્ક ની વિગત :

Dr. Mr.& Mrs. Mankad.1

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી રશો, આપના દરેક પ્રતિભાવ  લેખક/ લેખિકાની  કલમને હંમેશાં બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે      Privacy  જાળવવી જરૂરી હોય તો આપની   વિગત –  [email protected]   / [email protected]  અથવા  [email protected]    ના ઈ મેઈલ દ્વારા મોકલી શકો છો. (આપે  અગાઉ  કોઈ ઉપચાર  કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પથારીમાં પેશાબની સમસ્યા – અને હોમિયોપેથી …

પથારીમાં પેશાબની સમસ્યા – અને હોમિયોપેથી …

                                               

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 bed wetting

 

સામાન્યતઃ બાળક  સમજણું થાય એવા સમયે એટલે કે દોઢ – બે વર્ષની ઉમર દરમિયાન આપોઆપ તેમજ માતાપિતાની ટોઇલેટ ટ્રેઈનીંગની  મદદથી મૂત્રાશય પરનો કંટ્રોલ આવી જતો હોય છે. એટલે કે પેશાબ કરવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે  યોગ્ય સમયે અને સ્થળે જવું એવી સમજ ઉમેરાવાની શરૂઆત થાય છે. પછી એ પ્રમાણે એ એક આદતનો જ ભાગ બની જાય છે.

 

પણ હા, એ સમજ કેટલાકમાં થોડી ઘણી મોડી હોઈ શકે પરંતુ કેટલાક બાળકોમાં એ સમજણની ઉમર તો આવી જાય છે, પણ છતાં મૂત્રાશયની કોથળી ભરાય એ પછી હવે ખાલી કરવાની છે એવા સિગ્નલ્સ સમયસર પહોંચવામાં ક્યાંક ગેરસમજણ ઉભી થાય છે. દિવસે તો જાગૃત અવસ્થાને પરિણામે કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ રાત્રે પથારી ભીની કરવાની સમસ્યા શરુ થઇ જાય છે. અમુક કિસ્સાઓમાં તો એ ખૂબ મોટી ઉમર સુધી એટલેકે 14 – 15 વર્ષની ઉમરના બાળકમાં પણ એ સમસ્યાનો હાલ નથી થતો હોતો. હવે આવે વખતે બાળક જો થોડું મોટું હોય તો એની આ સમસ્યાને લઈને માનસિક સ્થિતિ, માં – બાપનું વલણ, ઘરના બીજા બાળકો કે અન્ય સભ્યોનું વલણ વગેરે જેવા પરિબળો બાળકના મન પર થોડીઘણી અસર પાડતા હોય છે.

 

bed wetting.1

 

મારી પ્રેક્ટિસના એકદમ શરૂઆતના ગાળામાં આવેલો એક પેશન્ટ મને યાદ છે. લગભગ નવેક વર્ષનું એક બાળક લગભગ એક અઠવાડિયામાં પાંચ રાત અચૂકપણે  પથારીમાં પેશાબ કરી જતો. આ ઉમરના બાળક અને તેની માતા બંને માટે આ સમસ્યા સ્વાભાવિકપણે જ ક્ષોભજનક હતી.

 

કોઈક કારણસર એ સમસ્યાની જાણ મિત્ર વર્તૂળમાં   થઇ જતા એ બાળકે શરમને પરિણામે સ્કૂલે જવાનું પણ ઓછું કરી દીધું હતું. એટલું જ નહિ એ બાળકે પોતાના માતા પિતાને પણ શાળા એ ન જવા પાછળનું કારણ સમજાવવાનું ટાળ્યું. પછી એ બાળકનો વિગતે કેસ લેતા તેના તમામ પ્રકારના ડર, રાત્રે ઊંઘમાં આવતા અત્યંત ભય ઉપજાવતા સપના એ ભયને પરિણામે ઉદભવતી તેની માનસિક સ્થિતિ કે જેને લીધે સામાન્ય સંજોગોમાં ભય ન લાગે તેવી નાની નાની બાબતોમાં પણ લાગતો એનો ડર મને સમજાયો. એ બાળકના અર્ધજાગ્રત મનમાં પ્રસ્થાપિત થઇ ચૂકેલ એ ડરને હું એકદમ નજીકથી સમજી શકી.

 

અહી મારે એ બાળક નો ‘પથારીમાં થતો પેશાબ’ જ અટકાવવાનો ન હતો.!!! પણ એ બાળકને ભયમુક્ત કરવાનો હતો, એ ભયને લીધે ક્યાંક ને ક્યાંક સંકુચિત થયેલ અત્યારની માનસિકતા અને ભવિષ્યની સંભવિત સંકુચિતતાઓને પણ સ્વસ્થ કરવાની હતી. જે દેખાવે નાની પણ કામ કાજે મોટી એવી હોમિયોપેથીક દવા એ કામ કરી આપ્યું।

 

એ બાળક પથારીમાં પેશાબ કરવાનું તો પહેલા 15 દિવસમાં જ ઓછું થઇ ગયું ને 2 મહિનામાં તો તદન બંધ પણ થઇ ગયું પણ ઘણા અંશે એ તેના ‘મૂળ રોગ – ભય’ માંથી પણ સફળતાપૂર્વક બહાર આવી ગયો. પથારીમાં પેશાબ થઇ જવાની સમસ્યા તો એ બાળકને રોગમુક્ત કરી શકવાનું માત્ર નિમિત હતી, એકમાત્ર અરીસો હતો એના આંતરમન તરફ ઝાંખી શકવાનો.

 

યાદ રહે, દરેક બાળક આ પ્રકારે ડર સાથે જ આવે એવું નથી. પણ ઘણા કિસ્સાઓમાં કોઈ ને કોઈ સાયકોલોજીકલ પરિબળ પણ ભાગ ભજવતા હોય છે. ક્યારેક માતા પિતામાં વચ્ચે કે ઘરમાં થતી અણબનાવ કે અન્ય કોઈ તણાવ કે પછી ઘરમાં બીજા બાળકનો જન્મ વગેરે જેવા કે અન્ય કોઈ પણ કારણ ને લીધે પણ બાળકના અર્ધજાગ્રત મન પર અસર થઇ શકે. હવે તમે જ વિચારો!! મારી પાસે આ જ સમસ્યા લઈને આવતા 10 બાળકોને શું હું સમાન દવા આપીશ ? બિલકુલ ના જ. એ દરેક બાળક એકબીજાથી સંપૂર્ણ અલગ હશે. એક હોમીયોપેથ તરીકે એ દરેકની અલગતા ને સંપૂર્ણ સમજીને અપાતી દવા જ એને રોગમુક્ત કરી શકશે.

 

હશે, આ તો કેસની વાત થઇ. પણ ઘણાખરા માતા પિતા આ સમસ્યા માટે એમના બાળકની આળસ કે બેજવાબદારી ને કારણભૂત માનતા હોય છે. પણ હકીકત એવી જરાય નથી.ઉલટું એ તો ઉપરથી નાના મોટા ભાઈ બહેન કે આજુબાજુના બીજા બાળકોની મજાક પત્ર ન બની જાય એ માટે બચવાના વિચારમાં રહે છે.એક બાળકને જો એને મુંજવતી તકલીફ બાબતે કહી શકવાની જગ્યા યોગ્ય વ્યક્તિ દ્વારા અપાય એટલું પૂરતું છે. આવે સમયે બાળક પર કોઈ કટાક્ષ કે બીજા પાસે એની ટીકા ન કરતા એને એવો દિલાસો આપવાની જરૂર છે કે આ સમસ્યા બીજા બાળકોમાં પણ હોય છે ને એ બહુ આરામથી મટી પણ શકે છે. અને આમે આ જરા પણ ગંભીર સમસ્યા તો છે પણ નહિ!!!

 

આ સમસ્યા કયા કારણે રહે છે એનું કોઈ ચોક્કસ કારણ તો નથી જ, પણ નીચે મુજબના પરિબળો ચોક્કસપણે ભાગ ભજવી શકે.

 

પથારીમાં પેશાબ થઇ જવાના સંભવિત કારણો :

 

૧]  પેશાબ અમુક માત્રામાં ભરાઈ ગયા છતાં  મૂત્રાશય દ્વારા બ્રેઇનને સંદેશ પહોંચવામાં મોડું થવું, જેથી મગજ અને મૂત્રાશય વચ્ચે ગેરસમજણ ઉભી થાય છે.

 

૨]  કેટલાક મત મુજબ ADH  અંતઃસ્ત્રાવ કે જે મૂત્રપિંડમાં રાત દરમિયાન  ઓછું મૂત્ર બનવા માટે જવાબદાર છે તેની માત્ર ઓછી હોવી.

 

૩]  કેટલાક બાળકોમાં ઊંઘ ખૂબ ઊંડી આવવાના પરિણામે મગજ સુધી મૂત્રાશય ભરાઈ જવાનો સંદેશ પહોંચતો જ નથી. 

 

૪]  ઉપરાંત, જૂજ કિસ્સાઓમાં મૂત્રપિંડ કે મૂત્રાશય માં લાગેલો ચેપ, કે અન્ય કોઈ ખામી કરોડરજ્જુ સંબંધી તકલીફ કે ડાયબિટિઝ જેવી સમસ્યાને પરિણામે બાળકમાં આ સમસ્યા જોવા મળી શકે. પણ દરેક કિસ્સામાં કોઈ ને કોઈ કારણ જવાબદાર હોય જ એવું નથી.

 

અજમાવી શકાય એવા કેટલાક નુશ્ખા  …

 

૧)  બાળકને દરરોજ સુતા પહેલા ઓછી માત્રામાં પાણી પીવે એ બાબતે પ્રોત્સાહિત કરવું। અહી પાણી ઓછું  પીવાય એ હેતુ નથી, પણ રાત્રે સુવ ના પહેલા ઓછું પાણી પીવાય એ હેતુ છે.

 

૨)  મૂત્રાશયમાં પેશાબ રોકી શકાય એમાં તે કસરત કરાવવી: જેમકે પેશાબ કરવાની જરૂરિયાત હોય છતાં જાતે જ પેશાબ રોકવાના હેતુ થી જે રીતે સ્નાયુઓને રોકતાં હોઈ એ રીતે દિવસમાં 5 -7 વાર યાદ કરીને કરાવવું.

 

૩)  ઉપરાંત, પેશાબ થવા દરમિયાન પણ પેશાબ પોતાની જ ઈચ્છાથી રોકવાની-છોડવાની પ્રક્રિયા પણ ચાલુ પેશાબે થોડી સમજાવટથી બાળકને કરાવી શકાય.

 

૪)  માતા પિતાના પ્રોત્સાહન થી કે દવાથી બાળક જેટલા દિવસ પથારી ભીની નથી કરતો એ બદલ તેને કંઇક ભેટ કે ગમતી વસ્તુ આપી શકાય માટે એનું પ્રોત્સાહન વધી શકે.

 

ઉપાય :

 

રાત્રે પથારીમાં બાળકથી પેશાબ થઇ જાય એ કોઈ મોટી કે ગંભીર સમસ્યા નથી. તેમજ એનો ઈલાજ પણ એકદમ સરળ છે. જે કિસ્સાઓમાં ખરેખર ચિંતાજનક સ્થિતિ હોય તેવા બાળકો માટે તો સરસ હોમિયોપેથીક સારવાર છે જ.

 

હોમિયોપેથીક દવાઓ બાળકને આ સમસ્યામાંથી તો બહાર કાઢે જ છે પણ સાથે સાથે ઉપરના કેસમાં જોયું એમ સમસ્યા સાથે સંકળાયેલ કોઈ પણ સાયકોલોજીકલ તકલીફમાંથી પણ સફળતાપૂર્વક રાહત આપે છે અને સાચા અર્થમાં બાળકને મનઃ શારીરિક રીતે સ્વસ્થ બનાવે છે. વળી, હોમિયોપેથીક દવાઓ સ્વાદે મીઠી હોવાથી બાળક સહેલાઈથી લઇ લે છે એટલું જ નહિ ઉલટાનું એ દવા સમય કરતા જલદી પૂરી કરી નાખે છે.

 

નીચે મુજબની કેટલીક દવાઓ ખૂબ અકસીર સાબિત થાય છે;

 

Causticum

Sepia

Belladonna

Stramonium

Opium

Aconite

China

Gelsemium

Kreosote

Pulsatilla

Tarentulla

 

ખિલખિલાટ:

દેખાતા એકાદ – બે લક્ષણ જ માત્ર રોગ નથી. વ્યક્તિની તાસીર, લક્ષણોની વિશેષતા, માનસિકતા, કોઈ પણ પરિસ્થિતિ માટેનો તેનો અભિગમ, અર્ધજાગૃત  મનની સ્થિતિ – એ બધાનો સરવાળો એટલે જે તે વ્યક્તિનો રોગ.

 

  

dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે      Privacy  જાળવવી જરૂરી હોય તો આપની   વિગત –       [email protected]   /   [email protected]            અથવા  [email protected]    ના ઈ મેઈલ દ્વારા મોકલી શકો છો. (આપે  અગાઉ  કોઈ ઉપચાર  કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

“બાળકને હંફાવી દેતી સમસ્યા – અસ્થમા” અને તેની હોમિયોપેથીક સારવાર …

“બાળકને હંફાવી દેતી સમસ્યા  – અસ્થમા” અને તેની હોમિયોપેથીક સારવાર …

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

 
asthma
 

 

લાંબો સમય ચાલતી તકલીફો પૈકી અસ્થમા એ બાળકોમાં સહુથી વધુ જોવા મળતી સમસ્યા છે. સાદી ભાષામાં અસ્થમાને સમજીએ તો શ્વાસનળીમાં વારંવાર કોઈ કારણસર ઉભો થતો અવરોધ. એટલે કે કોઈ પણ બાહ્ય કે આંતરિક પરિબળને લીધે શ્વાસ નળીમાં  સોજો આવે ને પરિણામે શ્વાસ લેવો તેમજ બહાર કાઢવાની  પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થતો હોય છે.  માટે શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય.  સામાન્ય રીતે બાળકમાં ફેફસામાં તાંત બોલાતી હોય એવો અવાજ આવતો હોય એવું લાગે, જેને અમારી ભાષામાં વ્હીઝ કહે છે.

 

૧૫ વર્ષથી નાની વયના બાળકોમાં અસ્થમાની સમસ્યાને લીધે હોસ્પીટલમાં સારવાર લેવી પડતી હોવાનો દર એક સર્વે મુજબ વધારે કહી શકાય.  ઉપરાંત, એક સર્વે મુજબ તો અલગ અલગ રોગો પૈકી અસ્થમાને લીધે બાળકને લાંબા સમય સુધી શાળાએ જવા માટે વંચિત રહેવું પડતું હોવાનો દર પણ વધુ છે.  અસ્થમા એ આમતો આનુવંશિક  કહી શકાય !   એટલે કે અસ્થમાની તાસીર ધરાવતા ફેમિલીમાં એ આગળની પેઢી માં ઉતરી શકે.  અને

 

અસ્થમા થવાના કારણો …

 

બાળકમાં બાળપણથી જ અસ્થમાની સમસ્યા શામાટે લાગુ પડી જાય છે એનું કોઈ ચોક્કસ કારણ નથી. પણ હા, નીચે સમજાવેલી તાસીર ધરાવતા બાળકને અસ્થમાની સમસ્યા ઉદભવી શકે એવું ચોક્કસ સમજી શકાય.

 

શ્વસનતંત્રને લગતા વિવિધ ચેપ

સિગારેટની ફ્યુમ

એલર્જીક : પરાગરજ, માટી કે ધૂળ,ઘણા પ્રકારની ખાવાની વસ્તુ

ફેમિલીમાં અસ્થમા કે એલર્જીની હિસ્ટરી હોવી

બાળકમાં જન્મ  સમયે અપૂરતું વજન હોવું

વાતાવરણની પ્રદૂષિત હવા

ઠંડી હવા કે આજુબાજુના વાતાવરણમાં થતો એકાએક ફેરફાર

તાણ કે એકદમથી ઉત્સાહિત થઇ જવું

એકસરસાઈઝ

 

બાળકોમાં અસ્થમાની સમસ્યાના લક્ષણો :

 

અસ્થમાની સમસ્યા ધરાવતા દરેક બાળકમાં દરેક એપિસોડ વખતે સમાન પ્રકારના જ લક્ષણો રહે એ જરૂરી નથી.

 

અસ્થમાની સમસ્યા ધરાવતા બાળકમાં નીચે પ્રમાણે લક્ષણો જોવા મળી શકે.

રાત્રે અથવા વધુ પડતું રમતી, હસતી કે રડવા જેવી પ્રક્રિયા વખતે વારંવાર ખાંસીની સમસ્યા રહેવી

લાંબા સમયથી ખાંસી થવી

દિવસ દરમિયાન ઉર્જામાં ઘટાડો નોંધાવો

એકદમ ઝડપી શ્વાસ લેવાવો

શ્વાસ લેતી વખતે છાતીમાં ભાર અનુભવવો

શ્વાસ લેતી કે છોડતી વખતે સિસોટી જેવો અવાજ આવવો, જેને વ્હીઝ કહે છે

ટૂંકા શ્વાસ લેવાવા અથવા શ્વાસ લેવામાં તદન તકલીફ થવી

સતત થાક લાગ્યા કરવો

 

 

ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો:

 

નાનપણથી જ અસ્થમાની સમસ્યાથી મુંજાતા  બાળકને બિન હાનીકારક સારવાર થાય તે ખાસ જોવું. બાળકોને પંપ સાથે અપાતી ઈંગ્લીશ દવાઓમાં સ્ટેરોઈડ્ઝ પણ અપાતી હોય છે.  જે બાળકના શ્વસનતંત્રને રૂન્ધાતું અટકાવવામાં ક્યાંક ને ક્યાંક બાળકનું જીવન ચોક્કસપણે રૂંધાવી શકે છે.

 

આમ છતાં, વિવેકબુદ્ધિ પૂર્વક બાળકમાં નાનપણથી જ ઘડાયેલી  કેટલીક આદતો અસ્થમા માટે તો ખરું જ પણ સામાન્ય પ્રતીકારકતા જાળવવામાં બહુ અગત્યનો ફાળો આપતી હોય છે.

 

જેમકે,

 

શ્વાસ વધુ ચડતો હોય ત્યારે તેમજ રોજીંદા જીવનમાં પણ બાળકને ઠંડા પીણા, શરબત કે આઈસ્ક્રીમથી દૂર રાખવું.

રાત્રે સુતા પહેલા તેમજ સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ્સ ગરમ પાણી ફરજીયાતપણે પીવડાવો.

વધુ પડતી ધૂળ કે સ્મોક થી બાળકને દૂર રાખો.

દિવસમાં એકાદ વખત તુલસી-ફુદીનો-આદું-અજમા નો ઉકાળો આપી શકાય.

વારંવાર થતી ખાંસી માટે દીવા સાથે નાગરવેલના પાનનો શેક કરી શકાય.

સવારે ૧ ગ્લાસ ગરમ પાણી સાથે ગંઠોડા કે સૂંઠનું ચૂર્ણ લઇ શકાય.

 

અસ્થમાના ઉપાયો:

 

દરેક બાળક એ બીજા બાળકથી તેની પ્રકૃતિ, પ્રતિકારકતા  તેમજ માનસિકતા મુજબ તદન ભિન્ન છે. એટલું જ નહિ,  ટ્વીન્સ બાળકો પણ એકબીજામાં સામ્યતા ધરાવે જ, એવું નથી.

 

બાળકને અપાતી સારવાર પણ એ જે તે બાળકના લક્ષણો, પ્રકૃતિ કે પ્રતિકરક્તાને યોગ્ય રીતે મુલવે એ પ્રકારે હોય તો જ સંપૂર્ણ કહી શકાય, અન્યથા લક્ષણો જ દૂર થયા કહેવાય, અસ્થમા નહિ !!!

 

અહી વાત આવે છે તદન બિન હાનીકારક દવા કે જેને બાળક સહેલાઈથી ગળી જાય એટલું જ નહિ પણ સામેથી માંગે એવી નાની નાની હોમિયોપેથીક દવાની !

 

 

હોમિયોપેથીક દવાઓ અસ્થમાનેતો નેસ્ત નાબૂદ કરે જ છે પણ સાથે સાથે બાળકની પ્રતીકારકતાને પણ ખૂબ વધારી આપે છે.  ઉપરાંત, યોગ્ય રીતે  કરાયેલી દવા બાળકમાં અસ્થમાને લીધે તાત્કાલિક ઉભા થતા લક્ષણો માટે પણ ઝડપી રાહત આપે છે.

 

હોમિયોપેથીમાં અસ્થમા માટે ખૂબ બધી દવાઓ છે જે તુરંત છતાં કાયમી અસરકારક નીવડે છે, જે હોમીયોપેથ દ્વારા જ બાળકને સમજીને અપાયેલી હોય તે અતિ આવશ્યક છે.

 

કેટલીક દવાઓના નામ નીચે મુજબ છે:

 

 

Aconite

Antim tart

Belladonna

chamomilla

Ipecac

Natrum sulph

Pulsatilla

Medorrhinum

Silicea

Sulphur

 

 

 

ખિલખિલાટ ….:)

 

 
asthma.1
 

 

dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે      Privacy  જાળવવી જરૂરી હોય તો આપની   વિગત –       [email protected]   /   [email protected]            અથવા  [email protected]    ના ઈ મેઈલ દ્વારા મોકલી શકો છો. (આપે  અગાઉ  કોઈ ઉપચાર  કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

બાળકોમાં ખેંચની સમસ્યા અને હોમિયોપેથી …

બાળકોમાં ખેંચની સમસ્યા અને હોમિયોપેથી …

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

 epilepsy

 

  

હમણા જ 16 તારીખે world epilepsy awareness day ગયો. ઉપરાંત આ અખો નવેમ્બર મહિનો એ આવી સમસ્યા અંગે વધુને વધુ જાગૃતિ કેળવાય તે હેતુથી ‘એપીલેપ્સી અવેરનેસ્સ મંથ’ તરીકે યાદ રખાય છે. તો એ નિમિતે બાળકોમાં ખેંચની સમસ્યા અંગે જાણીએ તેમજ થોડા વધુ જાગૃત થઈએ સારવાર માટે.

 

ખેંચની સમસ્યા એ દરેક ઉમરની વ્યક્તિને હોઈ શકે. પણ જયારે એ સમસ્યા કુમળી વયમાં જ લાગુ પડી જાય ત્યારે એ બાળકની સાથે સાથે એના બાળપણને પણ અસર કરે છે. એટલે કે એ બાળકના સંપૂર્ણ વિકાસને થોડે ઘણે  અંશે રૂંધાવી શકે છે.

 

ખેંચની સમસ્યા, જેને સીઝર ડિસોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમસ્યામાં સામાન્ય રીતે બાળકમાં કોઈ કારણસર ગમે તે સમયે કે સ્થિતિમાં, ફરી ફરીને ખેંચ આવતી હોય છે. અહી, ખૂબ વધારે તાવને પરિણામે આવતી ખેંચની વાત નથી.એ તદન અલગ પ્રશ્ન છે

 

ખેંચની સમસ્યા લગભગ 5 થી નાની વયના બાળકોમાં વધુ જોવા મળે છે. એમાંથી કેટલાક બાળકોમાં જેમ ઉમર વધે ને બાળક પુખ્ત થાય એટલે આ સમસ્યા જાતે જ ઠીક અથવા તો કાબુમાં આવી શકે છે. ઘણાખરા કિસ્સામાં પુખ્તતા આવ્યા પછી પણ આ પ્રશ્ન ચાલુ જ રહેતો જોવા મળી શકે. ઘણા બાળ દરદીના કિસ્સામાં એમની માતાઓને કાયમ એવી ચિંતા રહ્યા કરતી હોય કે બાળકને સ્કૂલ, પ્રિ  સ્કૂલ કે નર્સરીમાં જ ક્યાંક ખેંચ તો નહિ આવે ને !!! અહી એ ખાસ સમજી લેવું કે થોડી સમયસુચકતા તેમજ જાગૃતિ રાખવાથી તેમજ જે તે સ્કૂલના ટીચરના સહયોગથી પરિસ્થિતિ આરામથી જાણે બાળકને કઈ થયું જ નથી એ રીતે સાંભળી શકાય છે. કેટલાક બાળકોમાં ખેંચની સમસ્યા એ તેમની કેળવણી તેમજ સ્વભાવગત બાબતો પર ઊંડી અસર પડી શકે છે.

 

 

ખેંચની સમસ્યા ના કારણો:

 

 

આમ તો મોટાભાગના કિસ્સાઓમાં કોઈ નિશ્ચિત કારણ હોતું નથી. કે એ કોઈ પ્રકારના રીપોર્ટ કરાવવાથી પણ પકડાતું નથી.

સામાન્ય ભાષામાં સમજીએ તો મગજની સંવેદનાઓને એક્સાઈટ  કરતા તેમજ  કાબૂમાં રાખતી પ્રક્રિયાઓમાં થોડું નિયમન ખોરવાય છે.

 

 

કન્જેનીટલ એપીલેપ્સી :

 

 એટલે કે ખેંચની સમસ્યાઆનુવાંશિક હોઈ શકે.

એટલે કે બાળક ખેંચની સમસ્યા થઇ શકવાની તાસીર કે જનીન લઈને જ  જન્મે છે.

 

એક્વાયર્ડ એપીલેપ્સી :

 

જેમાં જન્મ સમયે કે ડીલીવરી સમયે મગજમાં કોઈ ડેમેજ કારણભૂત હોઈ શકે. જેમકે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો અભાવ, મગજમાં બ્લીડીંગ થવું (જેમ પ્રી મેચ્યોર બાળકમાં જોવા મળે છે એમ ).

ઘણી વખત જન્મ પછી થતા અમુક જોખમી પ્રકારના ચેપને લીધે પણ મગજનો વિકાસ ખોરવાય છે. પરિણામે તે બાળકમાં ખેંચની સમસ્યા ઉદભવી શકે છે. ઉપરાંત, મગજને ઈજા કે મગજમાં ગાંઠ પ્રકારની સમસ્યા પણ કારણભૂત હોઈ શકે.

 

ખેંચની સમસ્યા(એપીલેપ્સી ) ના પ્રકાર  :

 

બાળકોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારે આ સમસ્યાને સમજી શકાય …

 

૧]   જેમાં ખેંચ આવે એ માટે મગજનો આખો ભાગ શરૂઆત થી જ કાર્યરત હોય. જેને generalised seizure કહે છે.   આ પ્રકારની ખેંચમાં બાળક સભાનતા ગુમાવી શકે છે.    તેમજ તેમાં શરીરના મોટાભાગે દરેક સ્નાયુઓને અસર થાય છે. 

૨]   જેમાં ખેંચ શરુ થાય ત્યારે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય. જેને focal /local  seizures કહે છે, જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી.

૩]   જેમાં ખેંચ સમયે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય અથવા બીજા ભાગો ને પણ સમાવેશ થયેલ હોય.  જેને  partial  seiizures  હે છે.   જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી તેમજ શરીરના લોકલ ભાગ પર જ અસર થાય છે.   જે સિમ્પલ તેમજ કોમ્પ્લેક્સ પાર્શીયલ સીઝર એમ બે પ્રકારે વિભાજીત થાય છે. જેમાં  સિમ્પલ પાર્શીયલ સીઝરમાં તો બાળકમાં કોઈ કારણ વિના એકદમથી જ  ભયભીત થઇ જાય  એવા લક્ષણો ઉદ્ભવે છે તેમજ કોમ્પ્લેક્સ પાર્શીયલ સીઝરમાં તો બાળક પોતાની કોઈ પણ એક્શન પરનો કાબૂ ગુમાવી દઈ શકે છે.

 

ખેંચ આવે તે સમયે શું ધ્યાન રાખશો ?

 

 

epilepsy.1

 

 • બાળકને બિલકુલ શાંત કરવું અને એકદમ સુરક્ષિત જગ્યા એ લઇ જાઓ
 • તીક્ષ્ણ કે સખત હોય તેવી વસ્તુ થી બાળકને દૂર રાખશો
 • માથા નીચે કોઈ પોચી વસ્તુ કે કુશન રાખવું
 • બાળકને એની જમણી બાજુ એ સુવાડવું, જેથી મોમાં થી કઈ પ્રવાહી બહાર નીકળી શકે
 • બાળક શ્વાછોશ્વાસ  બરાબર લઇ રહ્યું જ છે ને એ ચેક કરી લેવું
 • ખેંચ સમયે બાળકના મો માં કોઈ જ પ્રકારની વસ્તુ, લીક્વીડ, ખોરાક કે કશું જ  મુકવાનો પ્રયાસ કરવો નહિ, પણ  હા, એવે સમયે બાળકની જીભને ઈજા ન થાય એ હેતુથી એક મોટું કાપડ કે રૂમાલ વડે મો બંધ કરી શકાય.
 • 30 સેકન્ડ્સ થી વધુ સમય ચાલતી ખેંચ પછી બાળક સાવ જ થાકી જાય  સુવાની ઈચ્છા કરે, થોડી હતાશા અનુભવે કે હેબતાઈ જાય, કે પછી અનિર્ણિત સ્થિતિમાં મૂકી શકે. આ તમામ લક્ષણો થોડો સમય રહે છે, હવે આ સમયે બાળકને એ પોતાની સ્વસ્થ અવસ્થામાં આવી શકે એવું યોગ્ય વાતાવરણ પૂરું પડવું આવશ્યક બની રહે છે.

 

સમાજમાં પ્રવર્તતી ખેંચ અંગેની કેટલીક ગેર માન્યતાઓ:

 

અહી સમાજ માં પ્રવર્તતી કેટલીક ગેર માન્યતાઓ સામે હું હસ્તક્ષેપ કરવાનું ચુકીશ નહિ.

૧]   ખેંચની સમસ્યાને વાઈ સાથે કોઈ સંબંધ નથી. ક્યારેક બાળક જીદ થી પ્રેરાઈને પોતાની વાત મનાવવાના બહાના હેઠળ જમીન પર આળોટીને શરીર ખેંચવાનું નાટક કરતુ હોય છે, જે સંપૂર્ણપણે વાઈ જ છે, ખેંચ નહિ

૨]   બીજું કે ખેંચની સમસ્યા એ સંપૂર્ણ પણે મેડીકલ સાયન્સ સંબંધિત રોગ જ છે, એને ક્યાય અંધશ્રદ્ધાનો સહારો આપીને ભગવાનની માનતાઓ રાખીને ભગવાનને ડીસ્ટર્બ ના કરશો એવી મારી મહેચ્છા છે.

 

ખેંચની સમસ્યાના ઉપાય:

 

ખેંચની સમસ્યા એ બાળકને ફક્ત શારીરિક જ નહિ પણ તેના માનસપટ પર, મનઃશારીરિક વિકાસ પર, વર્તણૂક વગેરે પર પણ ઊંડી છાપ છોડી શકે છે. માટે સારવાર પણ એવી જ કરાવવી જોઈએ જે આ બધું જ સ્વસ્થ કરવા સક્ષમ હોય. હોમિયોપેથી એ આ ખેંચ પ્રકારની સમસ્યામાં એક અસરકારક સારવાર પધ્ધતિ સાબિત થાય છે. હોમિયોપેથીક દવાઓ કુદરતી તત્વોમાંથી બનતી હોવાથી એકદમ આડઅસર રહિત હોય છે, તેમજ તે મગજમાં સંવેદનાઓના નિયંત્રણ ને નિયમિત કરી આપે છે. કેટલાક મહિનાઓ માં જ નાની નાની લાગતી હોમિયોપેથીક દવાઓ બધા પ્રકારની ખેંચની સમસ્યામાં બહુ મોટું કામ કરી આપે છે.

 

કેટલીક નીચે મુજબની દવાઓ એકદમ અકસીર છે …

 

Artemisa vulgaris

Arnica

Cicuta

absinthium

Calcarea carb

Stramonium

Belladonna

Cuprum met

Curare

Nux vom

Cina

 

ખિલખિલાટ:

અલાઈડ સાયન્સમાં ડોક્ટર્સ  વિવિધ પ્રકારની એન્ટીએપીલેપ્ટીક દવાઓ દ્વારા ખેંચની સમસ્યાને કાબુમાં રાખવા પ્રયત્નરત હોય છે.  પરંતુ એ બધી દવાઓથી થતી આડ અસરો અહી ચર્ચીશું તો લીસ્ટ લાંબું બનશે.   ટૂંકમાં કહું તો કુમળી વયમાં જ બાળકની સારવાર જો સંપૂર્ણ આડઅસરરહિત થેરેપી – હોમિયોપેથી થી થશે તો  બાળ શરીર મન રોગમુક્ત તો થશે જ, પણ એને ઇચ્છિતપણે  વિકસવાનો અવકાશ મળશે.

 

  

dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે      Privacy  જાળવવી જરૂરી હોય તો આપની   વિગત –       [email protected]   /   [email protected]            અથવા  [email protected]    ના ઈ મેઈલ દ્વારા મોકલી શકો છો. (આપે  અગાઉ  કોઈ ઉપચાર  કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

બાળકમાં વારંવાર શરદી ઉધરસ થવા અને હોમિયોપેથી  …

બાળકમાં વારંવાર શરદી ઉધરસ થવા અને હોમિયોપેથી  …

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

સૌ પ્રથમ તો તમામ વાચકોને દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામના તેમજ પ્રણામ। હવે પછીનું શરૂ થતું નવું વર્ષ આપ સહુ માટે અત્યંત સુખ, શાંતિ  ને સ્વાસ્થ્યવર્ધક બની રહે એવી મારી તથા ડૉ.પાર્થ માંકડની અંતઃકરણ પૂર્વકની શુભકામના સાથે આપ તેમજ આપના પરિવારજનને શુભ દિપાવલી – હેપી દિવાળી સાથે નૂતનવર્ષાભિનંદન – હેપ્પી ન્યુ યર.

 

divo[1]

 

આજના લેખમાં આપણે એકદમ સહજ છતાં વારંવાર મુંજાવતી સમસ્યા વિષે સમજશું …

 

બાળકમાં વારંવાર શરદી ઉધરસ થવા અને હોમિયોપેથી …                                                                                                                                                                                                

 

COLD

 

વારંવાર શરદી ઉધરસ થવા એ દેખીતી રીતે સામાન્ય લાગે એવી તકલીફ છે, છતાં એ 0 થી 14 એટલે કે પુખ્ત થવા સુધીના બાળકોમાં સહુથી વધારે જોવા મળતી સમસ્યા છે.

 

વારંવાર શરદી ઉધરસ થવા એ આમ તો ઉપરના શ્વસન તંત્રને લાગતા ચેપ ને લીધે થતી સમસ્યા છે. લગભગ 200 થીપણ વધુ વાઈરસ આ પ્રકારના ચેપ માટે જવાબદાર છે.. એક વાર એક વાઈરસથી લાગેલા ચેપ સામે બાળકમાં હજુ માંડ માંડ પ્રતીકારકતા આવે ત્યારે બીજી વખત કોઈ બીજા પ્રકારના વાઈરસ તરફથી ચેપ લાગે છે. એટલે મોટે ભાગે એ બાળક આ શરદી ઉધરસ ના વાઈરસ સામે દર વખતે જલદી થી પ્રતિકાર કરી શકતું નથી. એક વાર શરદી ઉધરસ થાય એટલે 6 થી 10 દિવસ સુધીમાં જ રાહત થાય છે.

 

આ સમસ્યા જરા પણ જોખમી નથી. પણ હા, એ બાળકની પ્રતિકાર શક્તિની પરીક્ષા  જરૂર કરી આપે છે. ઘણા માં – બાપ બાળકને શરદી ઉધરસ થયા નથી કે તુરંત જ ડોક્ટર અંકલ પાસે દવા લેવા લઇ જાય છે. આપણા  શરીરના પ્રતિકાર તંત્રના કોષો મજબૂતપણે આપણી સરહદે રક્ષા કરતા સૈનિકની જેમ જ પ્રવેશતા પ્રત્યેક જીવાણું  કે જંતુ સામે લડત આપતા જ હોય છે. જરૂર છે, એ પ્રતિકાર તંત્રને અંદરથી વધુ મજબૂત કરી લેવાની!  માટે પ્રથમ તો એ સમજી લઈએ કે આ સમસ્યા માટે એન્ટી બાયોટીક  પ્રકારની દવા એનો ઈલાજ નથી કારણકે લાગતો ચેપ એ વાઇરસને લીધે છે, એન્ટી બાયોટીક  દવાઓ એ બેકટેરિઆ દ્વારા લાગતા  ચેપ માં અસર કરે. આ સમસ્યા આમ તો જાતે જ માટી જાય છે કોઈ પણ પ્રકારની સારવાર વિના। પરંતુ, જો એ વારંવાર થતા રહે તો જરૂરથી યોગ્ય સારવાર કરાવવી જોઈએ જેથી બાળકની પ્રતીકારકતા વધારી શકાય. 

 

 કારણો :

 

શરદી, ઉધરસ આમ તો વરસ દરમિયાન ગમે તે ગાળામાં થઇ શકે. મોટેભાગે પાનખર અને શિયાળાની ઋતુના ગાળામાં વધુ જોવા મળે છે.

 

તેનો ચેપ એક બાળકમાંથી બીજા બાળકમાં ફેલાઈ શકે સીધા સંપર્ક દ્વારા અથવા વાતાવરણમાં વાઇરસના સંસર્ગમાં આવવાથી જેમને ચેપ લાગ્યો હોય તેમનો હાથ વડે બીજાને સ્પર્શ થયો હોય તો તેમને પણ પોતાનો હાથ આંખ, નાક કે મો ના સંપર્કમાં આવતા જ ચેપ લાગી શકે છે।

 

કેટલાક વાઇરસ કેટલાક સ્થળો ની સપાટી પર એકાદ દિવસ સુધી જીવિત રહી શકે છે.

 

બાળક જયારે પ્રી સ્કૂલ, નર્સરી કે પ્લેય સ્કૂલમાં જવાનું શરુ કરે ત્યારબાદ વધુ બાળકોના સંસર્ગમાં આવવાને પરિણામે તેને પણ ચેપ જલદી લાગી જવાની શક્યતા રહે છે. એ જ રીતે સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા મોટા ભાઈ બેન ને લાગેલા ચેપ ને લીધે નાનું બાળક પણ તરત અસરગ્રસ્ત થઇ જતું હોય છે.

 

COLD CARE

 

લક્ષણો :

 

લક્ષણોમાં શરદી, સુકી કે કફ વાળી ઉધરસ, આંખ તેમજ નાકમાં થી પાણી નીકળવું , નાક બંધ થઇ જવું, થોડી ઘણી છીંક આવવી,  શરીર ગરમ લાગવું કે  થોડો તાવ રહેવો કે ક્યારેક સુસ્તી રહેવી વગેરે જેવા સામાન્ય સંજોગોમાં રહ્યા કરતા હોય છે. એ ઉપરાંત, જો 3 વર્ષથી ઉપરના બાળકમાં જો અતિશય છીંકો આવે ને સાથે સાથે નાકમાં થી પાતળું પાણી દદડવાનું લગભગ એકાદ મહિનાથી પણ વધુ ચાલુ રહેતું  હોય તો એવા બાળકને એલર્જી ની તકલીફ છે એવું કહી શકાય। (આપણે આગળ એક લેખમાં એલર્જી વિષે સમજીશું.)
 

 

અહી, કેટલીક વાતો ખાસ જાણી  લઈએ :

 

 • દરરોજ કરતા હોઈએ એ કરતા થોડી વધુ માવજત જાળવીએ તો ખૂબ વધુ સ્વસ્થ રહી શકાય.
 • બાળક ને દરરોજ કઈ પણ ખાવા પહેલા, પછી તેમજ ઉધરસ કે છીંક આવ્યા બાદ નિશ્ચિત પણે હાથ ધોવાની આદત બધાજ માં બાપે પડાવવી.
 • જેમને ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિઓ સાથે જો બને તો બાળકનો સંસર્ગ ન કે ઓછો કરાવવો.
 • જો બાળકને ઉધરસ ની તકલીફ થોડી વધારે જ હોય તો એમને ડે કેર કે સ્કૂલ માં મોકલવાનું ટાળવું.
 • શરદી થઇ હોય ત્યારે બાળકને લીંબુ કે વિટામીન c યુક્ત ફળો ન અપાય એ તદન ખોટી માન્યતા છે. વિટામીન c એ અસરગ્રસ્ત કોષોને જલદીથી જ સજા કરવાનું અગત્યનું કામ કરે છે।
 • ખાસ કરીને ઉધરસ આવે ત્યારે તેમજ છીંક આવે ત્યારે મોં આડે ચોખ્ખો રૂમાલ મૂકી દેવાનું શીખવવું.
 • જો કોઈ કારણસર હોસ્પિટલમાં જવાનું થાય તો નાના  બાળકને સાથે લઇ જવાનું સદંતર ટાળવું.
 • રોગજન્ય જંતુઓને મારી શકે એવું ક્લીનર (disinfectant) ઘરમાં વસાવવું। ઘરની જ વ્યક્તિઓમાં ચેપ લાગતો અટકાવવા માટે ઉપયોગી બની રહે છે.

 

 

ઉપાયો:

 

આમ તો શરદી ઉધરસ થવા એ જાતે જ મટી જતી સમસ્યા છે।  પણ જેમ આપણે આગળ સમજ્યા એમ એ જો વારંવાર કોઈ પણ ઋતુમાં, કોઈ પણ પરિસ્થિતિ કે વાતાવરણમાં થયા કરતા હોય તો જરૂરથી પ્રતિકારકતા વધારવા માટે યોગ્ય આડઅસર રહિત સારવાર કરી શકાય।

 

હોમિયોપેથીમાં તો ખુબ બધી દવાઓ એવી છે કે જે આપતા જ બાળકની મૂળભૂત તાસીરમાં જરૂર મુજબ ફેરફાર શરુ થઇ તેની પ્રતીકારકતા ને વધુ અસરકારક બનાવી દે છે.

 
બાળકોને તો શરૂઆત થી જ કોઈ પણ સમસ્યા માટે જો યોગ્ય હોમિયોપેથીક સારવાર લેવામાં આવે તો લાંબા સમય સુધી રોગ પ્રતીકારકતા જાળવવામાં તેમજ શારીરિક/બૌદ્ધિક /માનસિક વિકાસ ખીલવવામાં ખૂબ મદદરૂપ થાય છે.

 

હોમિયોપેથીમાં નીચે મુજબની દવાઓ ખૂબ અકસીર છે. 

 

Allium cepa

arsenic

Calcarea carb

Phosphorus

Psorinum

Natrum mur

Kali bich

euphresia

Pulsatilla

Tubercullinum

tarentulla

 

 

 

HARBLE

 

 

કેટલાક ઘરગથ્થું નુસખા : 

 

 • બાળકને દરરોજ સવારે નવશેકું ગરમ પાણી પીવડાવવાની આદત રાખવી.
 • એક ગ્લાસ પાણી વાસણમાં લઇ તેમાં તુલસી, ફૂદીનાના પાન (હાથ વડે નાના નાના કાપી), થોડોક મરીનો ભુક્કો, ખમણેલું આદુ ઉમેરી લગભગ અડધું થઇ જાય ત્યાં સુધી ઉકળ્યા બાદ કપમાં લઇ તેમાં મીઠું ને લીંબુનો રસ નાખી લગભગ ત્રણેક દિવસ સુધી પીવડાવી શકાય.
 • નાગરવેલના પાનનો દીવા સાથે શેક કરી શકાય.

એક ડીશમાં દીવો રાખી એની ઉપર કાણાવાળું ચાયની જેવું વાસણ ઊંધું મુકવું।  એના ઉપર નાગરવેલના 2-3 પત્તા મૂકી દેવા। હવે જે વરાળ બહાર આવશે તે એ કાણા વાળા વાસણમાંથી થઇ ને એ પત્તામાંથી થઈને આવશે।  એ પત્તા પર જાડુ  કોટન નું નેપકીન કે કાપડ અડાડતા રહી ને એનો છાતી પર શેક લઇ શકાય.

 • બાળકને જો વધુ સુકી ઉધરસ રહેતી હોય તો દિવસમાં ત્રણેક વાર એક ચમચી મધ ચટાડી શકાય. 

 

પ્લેસીબો : 

 જેમ દરેક બાળકની પ્રકૃતિ એકબીજાથી તદન ભિન્ન હોય તેમ તેને અપાતી હોમિયોપેથીક દવા પણ ભિન્ન હોય,. એટલે કે એક જ પ્રકારની સમસ્યા ધરાવતા 10 બાળકોને 10 અલગ પ્રકારની દવા અપાય. માટે જ હોમિયોપેથીમાં બાળકની વ્યક્તિગત દવા તેની પ્રકૃતિના આધારે જ અપાય તો એકદમ સચોટ ને જાદુઈ ઈલાજ થાય.

 

  

dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: dadimanipotl[email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે      Privacy  જાળવવી જરૂરી હોય તો આપની વિગત –   [email protected] / [email protected]  અથવા  [email protected]    ના ઈ મેઈલ દ્વારા મોકલી શકો છો. (આપે  અગાઉ  કોઈ ઉપચાર  કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું.   ….આભાર !   દાદીમા ની પોટલી

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

આઈબીએસ-IBS … (Irritable bowel syndrome) અને હોમીઓપેથી …(વિડીયો શ્રેણી ભાગ-૮) …

આઈબીએસ-IBS…(Irritable bowel syndrome)… અને     હોમીઓપેથી …  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …                                                 (વિડિયો શ્રેણી ભાગ-૮) … 

– ડૉ. પાર્થ માંકડ                                                         ડૉ.ગ્રીવા છાયા માંકડ

MD(HOM)MD(AM)PGCHFWM                                          M.D. (A.M.)BHMS; DNHE.

  

 

 

ibs

 

 

મિત્રો, ઘણા લાંબા સમયના વિરામ બાદ ડૉ. પાર્થ માંકડ (અમદાવાદ) દ્વારા ફરી આજે એક વિડિયો ક્લીપ દ્વારા એક મહત્વના રોગ આઈબીએસ – IBS (Irritable bowel syndrome) વિશેની જાણકારી વાર્તાલાપ સ્વરૂપે રજૂ કરવા નમ્ર કોશિશ કરેલ છે. આપ સર્વેની વિનંતી કે થોડો સમય ફાળવી અને આપના તેમજ આપના પરિવાર માટે આ અગત્યની જાણકારી મેળવવા વિડીયો ક્લીપ ને જરૂરથી માણશો.

 

આઈબીએસ (Irritable bowel syndrome) રોગનું નામ -શબ્દ મેડીકલ ટર્મ મુજબ અહીં જણાવેલ હોય, હકીકતમાં સામન્ય સંજોગમાં આપણને દિવસ દરમ્યાન વારંવાર ટોઇલેટ જવાની જે ફરિયાદ રહે છે તે રોગ વિષયક બાબત, આજની પોસ્ટમાં વિડ્યો ક્લીપ દ્વારા ગુજરાતીમાં એક પ્રશ્ન – જવાબ સ્વરૂપ વાર્તાલાપ દ્વારા સમજાવવા કોશિશ કરેલ છે. આ સિવાય થોડી જાણકારી અંગ્રેજીમાં પણ અહીં નીચે આપવા અમોએ કોશિશ કરેલ છે. આશા છે કે આઇબીએસ રોગ વિષયક પ્રાથમિક જાણકારી આપ સર્વેને જરૂર ઉપયોગી નીવડશે. 

 

આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

 

 
IBS IMMAGE

 

 
What is irritable bowel syndrome (IBS)?

 
Irritable bowel syndrome is a functional gastrointestinal (GI) disorder, meaning symptoms are caused by changes in how the GI tract works. People with a functional GI disorder have frequent symptoms; however, the GI tract does not become damaged. IBS is a group of symptoms that occur together, not a disease. In the past, IBS was called colitis, mucous colitis, spastic colon, nervous colon, and spastic bowel. The name was changed to reflect the understanding that the disorder has both physical and mental causes and is not a product of a person’s imagination.

 
IBS is diagnosed when a person has had abdominal pain or discomfort at least three times a month for the last 3 months without other disease or injury that could explain the pain. The pain or discomfort of IBS may occur with a change in stool frequency or consistency or be relieved by a bowel movement.

IMAGINE HAVING A CONDITION with symptoms so severe that you can’t leave the house, yet your doctor calls it a “functional,” or “psychosomatic,” disease — meaning that it’s all in your head.

 
But it’s a very real problem for the 60 million people — that’s 20 percent of Americans — who have irritable bowel syndrome (IBS). These people are plagued by uncomfortable and often disabling symptoms like bloating, cramps, diarrhea, constipation, and pain.
 

 

 

શુભમ ભવતુ !!

 

Have a Healthy time further

Regards,

 

Dr. Parth Mankad

Dr. Greeva Chhaya Mankad
Mob: 097377 36999
www.homeoeclinic.com
 

 
તો ચાલો, આજે ફરી એક વખત આપણેડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ (બન્નેને) ને આજે વિડ્યો શ્રેણી દ્વારા મળીએ અને આઈબીએસ IBS (Irritable bowel syndrome) હોમિપેથી ની અગત્યતા અને ઉપયોગીતા વિષે રૂબરૂ જાણકારી મેળવીએ ….  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ ‘ (ભાગ – ૮) …

 

 


 

 

  

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ (અમદાવાદ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ -રૂબરૂ શ્રેણી’   (ભાગ-૮)વિડીયોક્લીપીંગ – બ્લોગ પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ દ્વારા આપના મંતવ્યો જરૂર જણાવશો. આપના દરેક પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

  

આપના પ્રતિભાવ દ્વારા આપના સુચન અને સ્વાસ્થ્ય અંગેના આપના ઉદભવતા પ્રશ્નો પણ મોકલતા રહેશો તેવી નમ્ર વિનંતી ….

 

 
ડૉ.પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ ના સંપર્ક ની વિગત :

Dr. Mr.& Mrs. Mankad.1

“હોમીઓપેથી એક અસરકારક ચિકિત્સા પદ્ધતી” … (વિડીયો શ્રેણી ભાગ-૭) … વિશ્વ હોમિઓપેથી દિન નિમિત્તે …

“હોમીઓપેથી એક અસરકારક ચિકિત્સા પદ્ધતી”…. ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(વિડીયો શ્રેણી ભાગ-૭) …

– ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

ડૉ.ગ્રીવા છાયા માંકડ … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

 

 world homeopeth day

“હોમીઓપેથી એક અસરકારક ચિકિત્સા પદ્ધતી છે જે આડઅસર  વિના,ઝડપી કોઈ પણ રોગને મટાડીને સાચા અર્થમાં સ્વાસ્થ્ય આપવા સક્ષમ છે. હોમીઓપેથીમાં આજે લગભગ 20000 થી પણ વધારે પુરેપુરી પ્રમાણભૂત થયેલી દવાઓ છે જે આજના સમયના કોઈ પણ રોગની સામે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.”

 

 

Homeopethy video episode

 

 
હોમીઓપથી વિષે વધુ જાણતા પહેલા સ્વાસ્થ્ય અને રોગ વિષે આટલું જરૂર જાણી લો…

 homeopeth quote by gandhi

સ્વાસ્થ્ય એ આધ્યાત્મિકતા,તત્વજ્ઞાન અને વિજ્ઞાન આ ત્રણેય નું મિશ્રણ છે, એ માત્ર ને માત્ર શરીર પર થતા રોગ અને તેના ચિન્હો પુરતું મર્યાદિત નથી.

 

સ્વસ્થ મન એ સ્વસ્થ તનની અને સ્વસ્થ તન એ સ્વસ્થ મનની પૂર્વ જરૂરિયાત છે.

 

રોગ ક્યારેય કોઈ એક જ શરીરના તંત્ર પુરતો મર્યાદિત નથી હોતો, કારણ આપણું શરીર એ અલગ અલગ તંત્રો ની બારીક ગૂંથણી છે અને એમાં જો કોઈ એક તંત્ર બગડે તો એની અસર અન્ય તંત્રો પર પણ પડે જ આથી ચિકિત્સા એવી હોવી જોઈએ એ વ્યક્તિ ને સમગ્રતા થી સ્વસ્થ કરે.

 

રોગ એ વ્યક્તિની અસ્વસ્થ જીવન ઉર્જાનો અવાજ છે, ચિન્હો માત્ર નિર્દેશ કરી આપે છે કે આપને અસ્વસ્થ છીએ, માટે માત્ર ચિન્હો અનુભવતા બંધ થાય એવી જ  દવા ઓ  કરવી એ સારવાર માટે નો અધુરો અભિગમ છે. 

 

 

 

હોમીઓપેથીની વિશેષતાઓ  – ‘હોમીઓપેથ પાસે જતા પહેલા આટલું ચોક્કસ જાણો :

 

૧.]  હોમીઓપેથીમાં રોગની દવા નથી પરંતુ રોગીની દવા છે. એટલે કે એક વ્યક્તિના રોગની સાથે સાથે એના પ્રકૃતિના પણ તમામ લક્ષણો –ચિન્હો દવામાં સાથે આવરી લેવાય છે જેથી તે ખુબ અકસીર નીવડે છે.

 

૨.]  હોમીઓપેથીમાં દવા મૂળ કુદરતી તત્વો એટલે કે વનસ્પતિ કે ધાતુઓમાંથી જ બનાવાય છે જેથી તેની આડઅસરની શક્યતા નહીવત હોય છે.

 

૩.]  હોમીઓપેથીમાં દવામાં રહેલું તત્વ એના અર્ક સ્વરૂપે રહેલું હોવાથી તે ખુબ જ અસરકારક  રહે છે. જેમકે ચામાં ૨૫૦ ગ્રામ આદું એમ જ નાખી એને બદલે ૧૦ ગ્રામ આદુંને વાટીને તેમાંથી નીકળેલા રસનું એક ટીપું નાખીએ તો તે ખુબ વધુ અસરકારક હોય છે.  હોમીઓપેથીમાં પ્રત્યેક દવા આ રીતે તૈયાર થાય છે.

 

૪.]  હોમીઓપેથીની દવાની જેટલી અસર શરીર પર છે એટલી જ મન પર પણ છે. એટલે આ દવાથી વ્યક્તિની શારીરિક બીમારીઓ તો દુર થાય જ છે પણ સાથે સાથે વધુ પડતો ગુસ્સો, વધારે પડતો લાગણીશીલ સ્વભાવ, દુઃખ, depression-ખિન્નતા, જેવી સ્વભાવગત તમામ વિષમતાઓ દુર થઇ emotional stability – ઉર્મિલ સ્થિરતા ઉત્પન થાય છે.

 

૫.]  હોમીઓપેથી પ્રમાણે પ્રત્યેક રોગનું મૂળ વ્યક્તિ માં રહેલી અસ્વસ્થ ઉર્જા ના પરિણામે ઉદ્દભવે છે, શરીર કે મન પર દેખાતા લક્ષણો એ તો માત્ર અંદર ની અસ્વસ્થ ઉર્જા ના પ્રતિબિંબ છે માટે જ માત્ર ચિન્હો દુર કરવા એ હોમીઓપેથ નું ટાર્ગેટ નથી, હોમીઓપેથ પ્રયત્નશીલ છે એ અસ્વસ્થ ઉર્જા ના મૂળ ને ઓળખી ને તેને સ્વસ્થ કરવા માટે.

 

૬.]  હોમીઓપેથી વ્યક્તિની પ્રકૃતિને એકદમ અનુરુપ હોવાથી પણ આડઅસર અને ધીમી અસર આ બંને કરતી નથી. જો રોગ થયા પછી તાત્કાલિક હોમિઓપેથનો સંપર્ક  કરવામાં આવે તો  રોગ તરત જ દુર થાય છે.

 

૭.]  મોટેભાગે હોમીઓપેથીની દવાઓ તો પ્રવાહી સ્વરૂપમાં હોય છે પણ એનો dose –દવાની માત્રા ખુબ જ ઓછો આપવાનો હોવાથી એક ટીપાના વધુ ભાગ ના કરી શકાય. એટલે અપાતી ગળી (મીઠી) ગોળી તો માત્ર વાહક છે જેમાં દવાના ટીપા નાખેલા હોય છે.

 

૮.]  વ્યક્તિની પ્રકૃતિ અને એના મનને જાણવું એ પૂર્ણ સારવાર માટેની અગત્યની જરૂરીયાત છે, માટે હોમીઓપેથ આપને દવા લેતી વખતે આપના વિષે બધું જ વિસ્તાર પૂર્વક અને ઝીણવટથી પૂછે છે ।

 

૯.]  કેટલાક રોગ એવા હોય છે જેમાં જે એલોપથીની સારવાર ચાલતી હોય એ તાત્કાલિક બંધ કરવી બિલકુલ હિતાવહ નથી હોતી , આવા બધા જ કિસ્સા માં હોમીઓપથી અને એલોપથી કે હોમીઓપથી, એલોપથી અને આયુર્વેદ આવી સારવાર એકસાથે લઇ જ શકાય.

 

 

હોમીઓપેથ પાસે જતા પહેલા આટલું મન માં થી બિલકુલ ખંખેરી  નાખશો આ પૂર્ણ અસત્ય છે/ ભ્રામક છે :
 

 

 1. હોમીઓપેથીક દવા ધીમે અસર કરે છે.

 

 1. હોમીઓપથી માં સ્ટીરોઇડ હોય છે.

 

 1. હોમીઓપથી માં દર્દ પહેલા બધું જ બહાર આવે છે, વધે છે.

 

 1. હોમીઓપથીમાં દવા જેવું કઈ નથી ખાલી પ્લેસીબો ઈફેક્ટ છે.

 

જો આટલું હોય તો, આપના અથવા નજીકના સેન્ટરમાં હોમીઓપેથની મુલાકાત અચૂક લો:

 

 1. આપને કોઈ તકલીફ વારંવાર / ફરીફરી ને થયા કરતી હોય.

 

 1. આપને કોઈ એવી તકલીફ હોય જેમાં આપ જે  દવા લઇ રહ્યા હો તેની અસર રહે ત્યાં સુધી જ આપને સારું રહેતું હોય પછી પાછા હતા ત્યાં ના ત્યાં !!

 

 1. આપને કોઈ પણ તકલીફ અમુક પ્રકારના માનસિક ટેન્શન માંથી પસાર થયા પછી કે જીવનની ગંભીર ઘટનામાં  થી પસાર થયા પછી શરુ થઈ હોય.

 

 1. કોઈ પણ દવાની આડઅસરના પરિણામો આપ ભોગવી રહ્યા હો.

 

 1. ઓપરેશન કરાવ્યા પછી પણ ફરી થશે જ એવું આપના ડોકટરે જણાવ્યું હોય.

 

 1. આપને કોઈ એવી તકલીફ હોય જેમાં ડોકટરે કાયમ માટે દવા લેવાનું કહ્યું હોય.

 

 1. કોઈ એવી બીમારી જેમાં તમામ પ્રકારના રીપોર્ટસ નોર્મલ આવ્યા હોવા છતાં આપ જાત ને સ્વસ્થ ન અનુભવતા હો.

 

 1. અજાણ્યા ડર, અકારણ ચિંતા, ઊંઘની સમસ્યા સ્વભાવગત કે વર્તન ને લગતી મનની તકલીફો રહેતી હોય.

 

 1. આપનું બાળક વારંવાર બીમાર પડતું હોય.

 

 

 

શુભમ ભવતુ !!

 

Have a Healthy time further

Regards,

 

Dr. Parth Mankad

Dr. Greeva Chhaya Mankad
Mob: 097377 36999
www.homeoeclinic.com
 

 
તો ચાલો, આજે ફરી એક વખત આપણેડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ (બન્નેને) ને  આજે વિડ્યો શ્રેણી દ્વારા મળીએ અને વિશ્વ હોમિઓપેથી દિન નિમિત્તે હોમિપેથી ની અગત્યતા અને ઉપયોગીતા વિષે રૂબરૂ જાણકારી મેળવીએ ….  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ ‘ (ભાગ – ૭) …

 

 

 

 

આજની પોસ્ટ ૧૦ એપ્રિલના વર્ડ હોમિયોપેથી ડે ને દિવસે પ્રસિદ્ધ કરવાની હતી, પરંતુ આપણા કમનસીબે તે દિવસ દરમ્યાન આપણી વેબ સાઈટ ઉપર, ટ્રાફિક ઓવરલોડ ને કારણે, થોડા સમય માટે પ્રતિબંધ લાગવામાં આવેલ, જેથી અમો બ્લોગ પર પ્રસિદ્ધ કરી શકેલ નહી, જે બદલ દિલગીર છીએ.

  

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ (અમદાવાદ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ -રૂબરૂ શ્રેણી’   (ભાગ-૭)વિડીયોક્લીપીંગ – બ્લોગ પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ દ્વારા આપના મંતવ્યો જરૂર જણાવશો. આપના દરેક પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

  

આપના પ્રતિભાવ દ્વારા આપના સુચન અને સ્વાસ્થ્ય અંગેના આપના ઉદભવતા પ્રશ્નો પણ મોકલતા રહેશો તેવી નમ્ર વિનંતી સાથે અમે આશા રાખીએ છીએ….

 

 
ડૉ.પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ ના સંપર્ક ની વિગત :

dr.parth mankadડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

‘હોમીઓક્લીનીક’
Dr Mankads ‘ Homeo clinic , E 702, Titanium City Center, Near Sachin Towers, 100ft. Anandnagar Road , Satellite, Ahmedabad 380015
મોબાઈલ : +9197377 36999; +9194288 99282
E mail : [email protected]
Web add : www.homeoeclinic.com

dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]

‘હોમીઓક્લીનીક’
Dr Mankads ‘ Homeo clinic , E 702, Titanium City Center, Near Sachin Towers, 100ft. Anandnagar Road , Satellite, Ahmedabad 380015.
મોબાઈલ : +9197377 36999; +9194288 99282

“સ્તનપાન – એક જીવનામૃત ” અને હોમિયોપેથી …

“સ્તનપાન – એક જીવનામૃત ” …– અને  હોમિયોપેથી  

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 indian women breast feeding.3

 

માતાનું ધાવણ એ જન્મેલા બાળક માટે અત્યંત ગુણકારી છે. જે જન્મતા જ બાળકને જન્મદાતા સાથે મન શરીરથી જોડી આપે છે. જન્મ્યા પછી બાળક માટે સ્તનપાન એ આપોઆપ તેમજ  સહજ  થતી ઘટના છે.

 

breast feeding.1

ગર્ભાવસ્થાના છેલ્લા સમયમાં તેમજ બાળક જન્મ્યા પછીના થોડા સમયમાં સ્તન દ્વારા થોડું જાડું, પીળાશ પડતું દૂધ સ્ત્રવે છે જેને કોલોસ્ટ્રમ કહે છે.  આ પ્રવાહી અતિશય ઉપયોગી પોષકતત્વોસભર તેમજ રોગ પ્રતીકારકતા બક્ષે છે. જે બાળક જન્મ્યાના 3 થી 5 દિવસમાં પૂર્ણ દૂધ સ્વરૂપે બની જાય છે.

સ્તનપાન – મુલ્યવાન પોષણ …

યોગ્ય પોષણ જો બાળકને એના શારીરિક વિકાસના શરૂઆતના ગાળામાં જ સ્તનપાન દ્વારા મળી જતું હોય તો તેના ભવિષ્યમાં આરોગ્ય સંબંધી બાબતો પર સીધી સારી અસર પડે છે.

સ્તનપાનમાં રહેલા અમૃત રૂપી પોષક્તત્વો કયા છે એ સમજીએ :

પાણી 90%

પ્રોટીન્સ

લિપિડ્ઝ

વિટામિન્સ

મિનરલ્સ

અંતઃસ્ત્રાવો

ઉત્સેચકો

વિકાસ માટે જરૂરી કેટલાક દ્રવ્યો

રક્ષણ માટે જરૂરી કેટલાક દ્રવ્યો

શક્તિ માટે જરૂરી કેટલાક પદાર્થો

 

 breast feeding.2a

સ્તનપાન કરાવતી વેળાની આદર્શ સ્થિતિ સમજીએ:

સ્તનપાન સમયે બાળક તેમજ માતા બંનેને અનુકૂળ હોય તેમજ બાળક પૂરતું ધાવણ યોગ્ય રીતે લઇ શકે એ સ્થિતિમાં બાળક ગોઠવાય  તે જરૂરી છે. શરૂઆતમાં માતાએ એ સમજવું પડે એ પછીથી તે ટેવાઈ જતી હોય છે.

જેમાં માતાનો ખોળો એ બાળક માટે ઘોડિયું બને –  કોણી દ્વારા બાળકનું માથું ટેકવાય તેમજ હાથ વડે તેનું શરીર .

બાળકનું નાક સ્તનને ના અડકે તેમ, માતાના નીપ્પલની આજુબાજુનો વર્તુળ વિસ્તાર એ બાળકના ખુલેલા મો દ્વારા ઘેરાઈ જાય.

 

સ્તનપાનનો સમયગાળો :

શરૂઆતમાં તો સ્તનપાન બાળક જયારે ઈચ્છે ત્યારે આપી શકાય છે. WHO એ પણ  એવી જ ભલામણ કરી છે કે પહેલા 6 મહિના ફક્ત માતાનું ધાવણ જ, બીજું કશું નહિ.

સ્તનપાન કેટલો સમય ચાલુ રાખવું એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી. પરંતુ, તે સમય, સંજોગ અનુસાર બાળકની ઈચ્છા, પોષણની જરૂરિયાત, માતાની અનુકૂળતા વગેરે જેવા પરિબળો પર પણ આધારિત છે. આમ તો એવું કહેવાય કે માતાનું દૂધ છોડવા કે છોડાવવા માટે બાળક તથા માતા બંનેની તૈયારી કે અનુકૂળતા સ્વાભાવિકપણે જ સહજ રીતે ગોઠવાય ત્યારે એ સમય જ યોગ્ય રહેશે.

સામાન્ય રીતે સરેરાશ સવા થી દોઢ  વર્ષ જેટલા સમય સુધી બાળક સ્તનપાન કરતુ હોય છે. ફરીથી કહું આ સમયગાળો દરેક બાળક માટે અલગ હોઈ શકે.   6 મહિના સુધીતો ફક્ત સ્તનપાન જ બાળકનો યોગ્ય અને પૂર્ણ આહાર છે.   6 મહિના પછી ધીમે ધીમે સ્તનપાન સિવાય ના આહાર તરફ જઈ શકાય.  પણ હા, 6 મહિના પછી પણ જયારે બાળક બહારનું દૂધ તેમજ અન્ય લીક્વીડ ખોરાક પચાવી શકવા સક્ષમ હોય એ સાથે પણ માતાનું દૂધ તો ચાલુ જ રાખી શકાય છે. પછી જેમ જેમ બાળકની વિકાસ માટેના આહારની જરૂરિયાત વધતી જાય તેમ તેમ તેને અનુકૂળ પૌષ્ટિક આહાર ચાલુ કરી શકાય છે તેમ તેમ સ્તનપાનની બાળકની ઈચ્છા તેમજ જરૂરિયાત બંને ઓછા થતા જાય છે.

સ્તનપાનના અમૂલ્ય ફાયદા:

બાળકને થતા ફાયદા:

વિવિધ પ્રકારના ચેપજન્ય  રોગો સામે  સુરક્ષા આપે છે.

ખૂબ સુપાચ્ય છે.

ધાવણમાં રહેલા અંતઃસ્ત્રાવો, વિવિધ ચેપ સામે સુરક્ષિત રાખનાર દ્રવ્યો (એન્ટીબોડીઝ ) વગેરે તમામ બાળકની રોગ પ્રતીકારકતા મજબૂત કરી આપે છે.

બાળકમાં કાનને લાગતો ચેપ, ઝાડા થવા, ફેફસાને લગતા ચેપ વગેરે સામે પ્રતીકારકતા આપે છે.

ઉપરાંત, ભવિષ્યમાં મેદસ્વીતા, ડાયબીટીઝ તેમજ અસ્થમા જેવી બીમારીઓ જેમણે માં નું દૂધ નથી પીધું એવા બાળકમાં થવાની સંભાવના વધી જાય છે.

ખાસ કરીને બાળકોમાં થતું લ્યુકેમિઆ (બ્લડ કેન્સર ), કે અટોપીક ડર્મેટાઈટીસ (ચામડીનો રોગ) વગેરે જેવા રોગની સંભાવના  પણ સ્તનપાન કરેલ બાળકમાં થવાની સંભાવના ઘટી જાય છે, એવું એક સર્વે દ્વારા જાણી  શકાયું છે.

 

માતાને થતા ફાયદા :

માતામાં અવિરત રીતે બનતા દૂધ ના પ્રવાહ દ્વારા જન્મદાતા એ તેના બાળક માટે જીવનદાતા બની જાય છે. જે તેના માટે સહુ થી  મોટુ સૌભાગ્ય પણ છે અને ફાયદાકારક પણ.

સ્તનપાન બાળક અને માતા વચ્ચે એક સુરક્ષિત તેમજ હૂંફદાયક સંબંધનો સેતુ બાંધી આપે છે.

માતા માં સ્તન કેન્સર, અંડપીંડનું કેન્સર , વગેરે જેવા રોગો સામે સ્તનપાન રક્ષણ આપે છે.

 

સ્તનપાન અંગેની કેટલીક સમસ્યા:

ઘણી વખત સ્તનપાન અંગે કેટલીક નાની નાની સમસ્યા રહેતી હોય છે. કેટલીક થોડા સામાન્ય અખતરા કરવાથી સુલાજાવી શકાય છે, જયારે અન્ય કેટલીક સમસ્યા સામે યોગ્ય દવા કરાવવી જરૂરી હોય છે. એવી સમસ્યા જેમકે …

 

સ્તનપાન કરાવતી વખતે માતાને નિપ્પલમાં પીડા થવી કે ચીરા પડવા.

નિપ્પલમાં થી બ્લીડીંગ થવું.

માસ્ટાઈટીસ (સ્તનમાં સોજા સાથે પીડા થવી ).

માતાના સ્તન દ્વારા બાળકના મોમાં કે બાળકના મો દ્વારા માતાના સ્તનમાં ચેપ લાગવો.

એગેલેકટીઆ (દૂધનો સ્ત્રાવ ખૂબ ઓછો કે ન થવો ).

 

સ્તનપાન અંગેની સમસ્યાના હોમિયોપેથીક ઉપાય:

અહી ઉપર જાણેલી તકલીફોના સમાધાન માટે હોમીયોપેથીમાં કેટલીક શ્રેષ્ઠ દવાઓ છે. એમાય ખાસ કરીને જયારે માતામાં ને લીધે જયારે માતા બાળકને સ્તનપાન કરાવી શકવાના આનંદથી વંચિત રહી જાય છે ત્યારે આ દવાઓ જાદૂઈ રીતે એ આનંદને જાળવી રાખે છે.

Pulsatilla

Agaricus

Calcarea carb

Agnus castus

Asafetida

Causticum

China

Lac can

Lactuca ver

Lecithinum

Millefolium

Sabal ser

નીપ્પલમાં પડેલા ચીરા, દુખાવા કે બ્લીડીંગ કે માસ્ટાઈટીસ માટે નીચેની દવા તેમજ હોમીઓપેથીક ઓઈન્ટમેન્ટસ ખૂબ અક્ષીર છે.

Silica 30

Castor equorum

Phytolacca

Belladonna

Bryonia

Croton tig

Chamomilla

Calendula ointment

 

પ્લેસીબો:

આજની કેટલીક માતા પોતાના ” જરૂરી કામ “ પર પાછા જવાની ઉતાવળને લીધે પોતાના ‘સ્ત્રીત્વ’ના અપ્રતિમ સંતોષથી વંચિત રહેવાનું પસંદ કરે છે. આને શું કહેવું ?!?!

 

dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે    Privacy જાળવવી જરૂરી હોય તો આપની વિગત – [email protected] અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા મોકલશો. – (જેમાં શક્ય હોય તો વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

પૂરક માહિતી :

ગે૨માન્યતા (૧) – સપાટ કે અંતઃસ્થ ડીંટડી ધરાવતી સ્ત્રી સ્તનપાન નથી કરાવી શકતી હકીકત-   પ્રસૂતિ દ૨મ્યાન ૩૩% સ્ત્રીમાં થોડા ઘણાં અંશે સપાટ કે અંતઃસ્થ ડીંટડી જોવા મળે છે જેમાંથી માત્ર ૧૦% સ્ત્રીઓને ડિલીવરી સુધીમાં અંતઃસ્થ ડીંટડી ૨હે છે. વળી, યોગ્ય નિદાનથી બ્રેસ્ટ શેલનાં ઉ૫યોગથી આ આંકડો હજુ ઘટી જાય છે. જો છતાં ૫ણ અંતઃસ્થ ડીંટડી ડિલીવરી ૫છી ૫ણ ૨હી જાય તો ૫ણ યોગ્ય મદદથી શિશુને બરાબ૨ ગોઠવી વળગાડવાથી સ્તનપાન શકય બને છે. માત્ર જુજ કિસ્સામાં ખાસ કરી અધૂરા માસના બાળકો કે નબળી ચૂસ ધરાવતા બાળકોમાં કયારેક મુશ્કેલી નડે છે. જે નિ૫લ શિલ્ડ કે બ્રેસ્ટ પં૫ વા૫૨વાથી દૂ૨ કરી શકાય છે.

 

 

ગે૨માન્યતા (૨) – નાનાં / અલ્પ સ્તન હોય તો સ્તનપાન શકય નથી.

 

હકીકત- સ્તનનું કદ પ્રસૂતિ પૂર્વે અંતઃસ્ત્રાવની અસ૨થી સામાન્ય રીતે ગર્ભાવસ્થા પૂર્વેના કદથી વધે છે અને બાળકને સ્તનપાન કરાવવા જરૂરી સ્તન્યગ્રંથીનો પૂ૨તો વિકાસ થાય છે. આથી દેખાવમાં નાના જણાતા સ્તન ૫ણ શિશુને જરૂરી એટલું ધાવણ ખૂબ આસાનીથી પૂરૂ પાડી શકે છે. સ્તનના આકા૨ કે કદને ધાવણની માત્રા સાથે કોઈજ સંબંધ નથી.

 

ગે૨માન્યતા (૩) – સગર્ભાસ્ત્રીએ પોતાના આગળના બાળકને ધાવણ છોડાવી દેવું જોઈએ હકીકત –  જો માતા અને બાળક ઈચ્છે તો સ્તન૫ાન ચાલુ ૨ાખી શકાય છે. આમાં તબીબી દૃષ્ટિએ કોઈ જ નુકશાન નથી.

 

ગે૨માન્યતા (૪) – સગર્ભાવસ્થામાં જો સ્તનની ડીંટડી મજબૂત ન કરાય તો ૫છી ખૂબ દુઃખાવો થાય છે. 

 

હકીકત- ડીંટડીને મજબૂત ક૨વા કોઈજ પ્રક્રિયા / પ્રયોગ જરૂરી નથી. વળી, પ્રસુતિ ૫છી સ્તનની ડીંટડીમાં ચીરા ૫ડવાનો કે દુઃખાવો થવાનું મૂળ કા૨ણ બાળકને સ્તન સાથે અયોગ્ય રીતે વળગાડવામાં ૨હેલું છે. આમ, ડીંટડી મજબૂત ક૨વા અને પ્રસુતિ ૫છીના સ્તનપાનથી દુઃખાવામાં કોઈ તથ્ય નથી. વળી, આવા ઘ૨ગથ્થુ પ્રયોગો ડીંટડીને તો નુકશાન ૫હોંચાડે છે અને અધૂરા માસે પ્રસુતિ થવા માટેનું જોખમ વધારે છે.

 

ગે૨માન્યતા (૫) – સિઝેરીયન કરાવેલ માતાને શરૂઆતી દિવસોમાં ખોરાક ન લીધેલ હોય ધાવણ ન આવે. 

હકીકત- કોલોસ્ટ્રમ (શરૂઆતી ધાવણ) બનવાની પ્રકિૂયા તો ગર્ભાવસ્થાના છઠૃા માસથી જ ચાલુ છે. તેને એકાદ દિવસના ખોરાક સામે કોઈજ સંબંધ નથી. માતાને સૂતા સૂતા જ રાખીને ૫ણ શિશુને માતાની છાતી ૫૨ ઉંઘુ સુવડાવી ધવડાવી શકમાય છે. ઓછા પ્રમાણમાં ૫ણ ધાવણ આવે છે તે શિશુ માટે અમૃત સમાન પ્રથમ ૨સી છે.

 

ગે૨માન્યતા (૬) – શરૂઆતી ધાવણ (કોલોસ્ટ્રમ) શિશુ ૫ચાવી શકતું નથી. એ કાઢી નાખી દેવું જોઈએ.

 

હકીકત- શરૂઆતી ધાવણ (કોલોસ્ટ્રમ) પીળા રંગનું, ઘેરુ દૂધ છે જેમાં અત્યંત ઉચ્ચ ગુણવતા વાળી રોગ પ્રતિકા૨ક શકિતનો ભંડા૨ ૨હેલ છે. વળી, તેમાં શકિતનું પ્રમાણ ૫ણ શિશુની જરૂરીયાત મુજબ હોય છે. આવું ધાવણ શિશુને સુપાચ્ય છે અને વળી તે બાળકની પ્રથમ રોગપ્રતિકા૨ક ૨સી સમાન છે. જે મહિનાઓ સુધી શિશુનું રોગ સામે ૨ક્ષણ આપે છે. આ ધાવણ ને ફેંકી દેવું એ અંધશ્રઘ્ધા યુકત અને શિશુ પ્રત્યે અજ્ઞાનવશ આચરતા અ૫રાધ સમાન છે.

 

સાભાર : http://www.gujmom.com/  (ગુજમોમ.કોમ)

થાઇરોડ અને હોમીઓપેથી … ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(વિડીયો શ્રેણી ભાગ-૬) …

થાઇરોડ અને હોમીઓપેથી … ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(વિડીયો શ્રેણી ભાગ-૬) …

– ડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

 

 

મિત્રો, છેલ્લા એક માસથી અનિવાર્ય સંજોગવસાત ‘દાદીમા ની પોટલી’ પર અમો અનિયમિત રીતે પોસ્ટ મૂકી શકીએ છીએ, જે કારણે આપ સર્વેને વારંવાર તકલીફ પડતી હોય છે તે બદલ અમો અંતરપૂર્વકથી આપ સર્વેની ક્ષમા ચાહિએ છીએ. ટૂંક સમયમાં જ આ બાબત ફરિયાદ નહિ રહે જે માટે અમારી સતત કોશિશ ચાલુ જ છે. આપ સર્વેના સહકાર બદલ આભાર.

 

 thyroid

 

 

 

વિશ્વભરમાં ૨૫ મે ‘વર્લ્ડ થાઇરોઇડ ડે’ તરીકે ઉજાવવામાં આવે છે. ડોક્ટરના મતે થાઇરોડ શરીરનો વિકાસ કરે છે, પરંતુ શરીરમાં થાઇરોઇડના પ્રમાણ વધવા કે ઘટવાથી તે શરીરને નુકશાન પહોંચાડે છે.

 

 

અનેક પાઠક મિત્રોની  થાઇરોડ અંગેની જાણકારી માટે ,લાંબા સમયની વિનંતી ને ધ્યાનમાં લઇ, ડૉ. પાર્થ માંકડ – (અમદાવાદ) ને અમોએ ખાસ વિનંતી કરેલ, જેને ધ્યાનમાં લઇ તેઓ તરફથી ખાસ વિડ્યો કલિંગ આજ રોજ આપ સર્વે માટે  મોકલવામાં આવેલ છે.  તો આજે આપણે તેમની પાસેથી મળેલ વિડીયો ક્લીપીંગ પોસ્ટ દ્વારા થાઇરોડ અંગે પ્રાથમિક જાણકારી રૂબરૂ મેળવીશું …

  

ઉપરોક્ત વિડીયો શ્રેણી  ‘દાદીમા ની પોટલી’  પર શરૂ કરવા બદલ  ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ નાં અમો અંતરપૂર્વક થી આભારી છીએ.

 

શુભમ ભવતુ !!
Have a Healthy time further

Regards,

 

 

Dr. Parth Mankad
Mob: 097377 36999
www.homeoeclinic.com

 

 

તો ચાલો, આજે ફરી એક વખત ડૉ. પાર્થ ને  વિડ્યો શ્રેણી દ્વારા મળીએ અને શ્રેણી માણીએ ….  ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ ‘ (ભાગ – ૬) …

 

માત્ર થોડો સમય ફાળવી … થાઇરોડ અંગેની સ્વાસ્થ્ય ની જાણકારી અંગેનો વિડીઓ અહીં માણશો …

 

 થાઇરોડ અંગેની વિડ્યોક્લીપ માણવા નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો…

 

 

 

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ -રૂબરૂ શ્રેણી’   (ભાગ-૫)વિડીયોક્લીપીંગ – બ્લોગ પોસ્ટ પર આપના અમૂલ્ય પ્રતિભાવ દ્વારા આપના મંતવ્યો જરૂર જણાવશો. આપના  પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

 

 

 આપના પ્રતિભાવ દ્વારા આપના સુચન અને સ્વાસ્થ્ય અંગેના આપના ઉદભવતા પ્રશ્નો પણ મોકલતા રહેશો તેવી નમ્ર વિનંતી સાથે અમે આશા રાખીએ છીએ….

 

 
ડૉ.પાર્થ માંકડ ના સંપર્ક ની વિગત :

dr.parth mankadડૉ. પાર્થ માંકડ MD(HOM)MD(AM)PGCHFWM

‘હોમીઓક્લીનીક’
6, નંદનવન ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ.
મોબાઈલ : +9197377 36999; +9194288 99282
E mail : [email protected]
Web add : www.homeoeclinic.com

 
પૂરક માહિતી ….

 

 thyroid

 

વિશેષ માહિતી …

 

એક રીતે મિત્ર અને બીજી રીતે દુશ્મન થાઇરોઈડ ગ્રંથી …

ફિટનેસ – મુકુંદ મહેતા

 

 

થોડા વખત પહેલાં આ કોલમમાં આખા શરીરની જુદી જુદી હોર્મોન્સ ગ્લેન્ડ્‌ઝ (અંતસ્ત્રાવી ગ્રંથિઓ) વિષે સામાન્ય વાત કરી હતી. આજે ‘થાઇરોઇડ’ ગ્રંથી વિશે વાત કરીએ. મોટા ભાગે ‘થાઇરોઇડ’ની તકલીફ સ્ત્રીઓમાં વિશેષ કરીને થાય છે. જો સમયસર આ ગ્રંથીને કારણે થનારી તકલીફોની સારવાર કરવામાં ના આવે તો આરોગ્યના ઘણા પ્રોબ્લેમ થાય. એક રીતે મિત્ર અને બીજી રીતે દુશ્મન એવી થાઇરોઇડ ગ્રંથી અને તેને કારણે થનારા રોગોની વાત કરીશું.

 

 

૧. થાઇરોઇડ એટલે શું ? તેના વિકારો કયા કયા રોગ કરે ?

થાઇરોઇડ ગ્રંથી તમારા ગળાના મઘ્ય ભાગમાં ટેકરા જેવી થાઇરોઇડ કાર્ટીલેજ, જેને ‘આદમ્સ એપલ’ કહે છે તેની સહેજ જ નીચે પતંગીઆના આકારની (ચિત્ર જુઓ) અન્નનળીના ઉપરના ભાગમાં આવેલી છે. આ ગ્રંથી થાઇરોઇડ હોર્મોન (ટી-૩ અને ટી-૪) ઉત્પન્ન કરે છે જે લોહીમાં મળી શરીરના દરેક અંગોમાં પહોંચે છે. તમારા ઘરમાં એ.સી. મશીન ચાલે છે તે રીતે થાયરોઇડ ગ્રંથી કામ કરે છે. રૂમ ખૂબ ઠંડી થાય ત્યારે થર્મોસ્ટેટને કારણે એ.સી.ઓટોમેટિક બંધ થાય અને ઉષ્ણતામાન વધે ત્યારે થર્મોસ્ટેટના કારણે એ.સી. ઓન થાય તે જ રીતે થાઇરોઇડ ગ્રંથીમાંથી નીકળતા હોર્મોન શરીરની બધી જ ક્રિયાનું નિયમન કરે છે. જ્યારે શારીરિક ક્રિયાનો વેગ ઓછો થાય ત્યારે થાઇરોઇડ ગ્રંથી ઓછો હોર્મોન ઉત્પન્ન કરે, જ્યારે વધારે શક્તિ જોઈએ ત્યારે વધારે હોર્મોન નીકળે. થાઇરોઇડ ગ્રંથીનું થર્મોસ્ટેટ બધી જ ગ્રંથીને કંટ્રોલ કરનાર ‘પિચ્યુટરી ગ્રંથી’ છે. પિચ્યુટરી ગ્રંથી ‘થાઇરોઇડ સ્ટિમ્યુલેટંિગ હોર્મોન’ (ટી.એસ.એચ.) ઉત્પન્ન કરે છે, જે થાઇરોઇડ ગ્રંથીમાંથી નીકળતા ટી-૩ અને ટી-૪ના પ્રમાણને કાબૂમાં રાખે છે. કોઈકવાર થાઇરોઇડ ગ્રંથિમાંથી ટી-૩ અને ટી-૪ વધારે પડતા નીકળે તો તે પરિસ્થિતિને ‘હાઇપર થાઇરોઇડઝસ’ કહેવાય. કોઈ વખત ટી-૩ અને ટી-૪ ઓછા નીકળે તો તે પરિસ્થિતિને ‘હાઇપોથાઇરોડિઝમ’ કહેવાય. પહેલામાં શરીરની બધી ક્રિયા ઝડપથી થાય, બીજામાં એકદમ ધીમી પડી જાય. જ્યારે પિચ્યુટરી ગ્રંથી જેને ‘માસ્ટર ગ્રંથી’ કહેવાય છે તેનો કંટ્રોલ થાઇરોઇડ ગ્રંથી પરથી જતો રહે ત્યારે આવું બને. આ સિવાય થાઇરોઇડ ગ્રંથીમાં ચેપ લાગ્યો હોય (થાઇરોઇડાઇટીસ) અથવા તો થાઇરોઇડ ગ્રંથિની વૃદ્ધિ થઈ હોય (ગોઇટર) ત્યારે અને ‘ગ્રેવ્સ ડીસીઝ’ હોય ત્યારે આવું બને.

 

 

‘હાઇપર થાઇરોડીઝ’ એટલે શું ?

‘હાઇપર’ એ શબ્દ ગ્રીક ભાષાનો છે જેનો અર્થ ‘વધારે’ થાય. ૨૪ કલાકમાં એક પાઉન્ડના ૫૦ હજારમાં ભાગ જેટલો થાઇરોઇડ હોર્મોન (ટી-૩ અને ટી-૪) જો વધારે પ્રમાણમાં નીકળે તો શરીરની બધી જ ક્રિયા ઝડપથી થાય. દા.ત. હૃદયના ધબકારા વધી જાય ૨. નર્વસનેસ આવે (ગભરામણ થાય) ૩. ખૂબ પરસેવો થાય, ૪. સ્નાયુ ઢીલા પડી જાય, ૫. હાથ ઘુ્રજવા માંડ, ૬. વજન ઘટી જાય, ૭. વાળ ઓછા થઈ જાય, ૮. ચામડી પાતળી પડી જાય અને સુકાઈ જાય, ૯. ખૂબ ગરમી લાગે, ૧૦ વારેવારે ઉલટી થાય અને ટોઇલેટ જવું પડે, ૧૧ માસિક ધર્મમાં પ્રમાણ અને નિયમિતતા ઘટી જાય, ૧૨. થાઇરોઇડ ગ્રંથિ મોટી થાય, ૧૩. આંખો બહાર નીકળી હોય તેવું લાગે, ૧૪. ભૂખ ખૂબ લાગે પણ વજન ઘટે, ૧૫. ખૂબ ગુસ્સો આવે. એક વાત યાદ રાખો આ બધા લક્ષણ એક સાથે ન થાય પણ જો એક કે બે લક્ષણો ચાલુ રહે તો ડોક્ટરને બતાવવું યોગ્ય ગણાશે.

 

 

હાઇપોથાઇરોડીઝમ એટલે શું ?

આ પરિસ્થિતિમાં થાઇરોઇડ ગ્રંથિમાંથી ટી-૩ અને ટી-૪ હોર્મોનનું પ્રમાણ ઓછું (હાઇપો) નીકળે ત્યારે શરીરની બધી ક્રિયાઓ ધીમી પડી જાય. દુનિયામાં ૫ લાખ વ્યક્તિઓને આ તકલીફ હોય છે જેમાંના મોટા ભાગના લોકોને આની ખબર હોતી નથી. આ તકલીફ સ્ત્રીઓમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. દર ૪૦૦૦ નવા જન્મેલા બાળકોમાંથી ૧ બાળકને આ તકલીફ હોય છે. જો આ બાળકની સારવાર તાત્કાલીક કરવામાં ના આવે તો તેનો વિકાસ થતો નથી અને મંદબુદ્ધિ થઈ જાય છે. આવું ના થાય તે માટે અગમચેતી તરીકે દરેક નવા જન્મેલા બાળકના ટી-૩ અને ટી-૪ હોર્મોનની તપાસ કરાવી લેવી જરૂરી છે. હાઇપો થાઇરોડીઝમના લક્ષણોમાં ૧. શરીરની બધી ક્રિયા- ચાલવાની, ઉભા થવાની, વાતો કરવાની ધીમી પડી જાય ૨. દરદી જલદી થાકી જાય, વારેવારે સૂઈ જાય અથવા સૂવાનું પસંદ કરે ૩. તેને ખૂબ ઠંડી લાગે, ૪. રાત્રે પૂરી ઊંઘ લીધી હોય તો પણ દિવસે ઉંઘમાં જ (ઉઘરેટો- ડ્રાઉઝી) લાગે, ૫. હૃદયના ધબકારા ધીમા પડી જાય, ૬. યાદશક્તિ ઓછી થઈ જાય, ૭. એકાગ્રતા જતી રહે, ૮ વારેવારે ક્રેમ્પસ (નસ ચઢી જવી) એટલે કે સ્નાયુ ખેંચાઈ જાય, ૯. ભૂખ ઓછી લાગે પણ વજન વધી જાય, ૧૦. અવાજ ભારે થઈ જાય, ૧૧ વાળ પાતળા થઈ જાય, ૧૨. ચામડી સુકાઈ જાય અને ખરબચડી થાય, ૧૩. ખૂબ ડિપ્રેશન આવે, ૧૩ માસિક ધર્મનું પ્રમાણ વધારે આવે, ૧૪. સ્તનમાંથી દૂધ જેવો પદાર્થ નીકળે, ૧૫ નપુંસકતા આવે, ૧૬. ગોઇટર (ગ્રંથીની વૃદ્ધિ) થાય, ૧૭ કબજીયાત થાય, ૧૮ કોલેસ્ટ્રોલ વધી જાય, ૧૯ લોહી ઓછું (એનીમીઆ) થાય. અહીં આટલું યાદ રાખશો કે મોટી ઉંમરે ઉપરના લક્ષણોમાંથી ઘણાં થાય. લેબોરેટરીમાં તપાસ કરાવી અને ‘હાઇપો થાઇરોડીઝમ’ નક્કી કરવું જોઈએ.

 

 

થાઇરોઇડની ઉપર જણાવેલી બન્ને પરિસ્થિતિનું નિદાન કેવી રીતે થાય ?

 

 

૧. લેવલ ટી-૩ અને ટી-૪ની તપાસ લેબોરેટરીમાં કરાવી અને તેનું પ્રમાણ નોર્મલથી ઓછુ કે વધારે હોય તે જાણીને ‘હાઇપો’ કે ‘હાઇપર’ થાઇરોડિઝમ છે તે નક્કી થાય. આ તપાસને (‘આરઆઇએ’) રેડિયો ઇમ્યુન એસે તપાસ કહેવાય. નોર્મલ નીચે પ્રમાણે ગણાય.
ટી-૩ (આર.આઇ.એ.) – ૪.૨થી ૧૩.૧ એનજી/ એમએલ
ટી-૪ (આર.આઇ.એ.)- ૭૦થી ૨૦૦ એનજી/ ૧૦૦ એમલએલ

૨. ઉપર જણાવેલ બન્ને પ્રકાર (ટી-૩ અને ટી-૪)ના પ્રમાણનો આધાર અગાઉ જણાવ્યા પ્રમાણે થાઇરોઇડ સ્ટીમ્યુલેટીંગ હોર્મોન (ટીએસએચ) જે પિચ્યુટરી ગ્રંથિમાંથી નીકળે છે તેની ઉપર છે. માટે તેની તપાસ કરવી પણ જરૂરી છે જેનું નોર્મલ પ્રમાણ નીચે પ્રમાણે છે.
ટી.એસ.એચ. (આર.આઇ.એ.) – ૦.૨૫થી ૫.૧ માઇક્રો આઇક્યુ/ એમએમ

૩. ખાસ સૂચના યાદ રાખો. હાઇપર કે હાઇપો થાયરોડિઝમના લક્ષણ હોય કે ના પણ હોય દરેક વ્યક્તિ (ખાસ કરીને સ્ત્રીઓએ) ૪૦ વર્ષ પછી ઉપરની ત્રણે તપાસ પ્રમાણિત લેબોરેટરીમાં કરાવી લેવી જરૂરી છે અને આગળ જણાવ્યું તે પ્રમાણે નવજાત બાળકની પણ આ તપાસ કરાવી લેવી જરૂરી છે.

 

 

‘થાઇરોઇડાઇટીસ’ એટલે શું ?

થાઇરોઈડાઇટીસ એટલે થાઇરોઇડ ગ્રંથિનો સોજો જે કોઈ ચેપ લાગવાથી થયો હોય. આગળ જણાવેલ હાઇપર થાઇરોડીઝમનું મુખ્ય કારણ ‘થાઇરોડાઇટીસ’ છે. આ રોગના જે કોઈ લક્ષણો છે તે ‘હાઇપર થાઇરોડીઝમ’ના છે. શરૂમાં આ રોગમાં થાઇરોઇડ ગ્રંથી મોટી થાય પછી સંકોચાય. આને ‘હાઇથોમોથાઇરોડાઇટીસ’ કહે છે જે વારસાગત છે. કોઈકવાર ૧૫થી ૪૫ વર્ષમાં શરીરના બીજા કોઈ ચેપથી થાય અથવા કોઈને બાળકના જન્મ પછી પણ પણ થાય પણ આ કાયમ રહે નહીં, મટી જાય.

 

 

ગોઇટર (થાઇરોઇડ ગ્રંથીની વૃદ્ધિ) એટલે શું ?

આખી દુનિયામાં ગમે તે ઉંમરે આ રોગ થવાનું કારણ ખોરાકમાં ‘આયોડીન તત્ત્વ’ની ઉણપ છે. ‘આયોડીન’ ખોરાકમાં પૂરતું ન હોય તો થાઇરોઇડ ગ્રંથિ ટી-૩, ટી-૪ બનાવી શકે નહિ. ગોઇટરથી પરેશાન થવું ના હોય તો જે મીઠામાં આયોડિન હોય એટલે કે ‘આયોડાઇઝ્‌ડ સોલ્ટ’ ખોરાકમાં લેવું જોઈએ. થાઇરોઇડના આગળ ગણાવ્યા તે બધા જ રોગોમાં ‘ગોઇટર’ થઈ શકે.

 

 

થાઇરોઇડના રોગોની સારવાર શું ?

૧. નિષ્ણાત એન્ડોક્રાઇનોલોજીસ્ટની સારવાર એકવાર ‘થાઇરોઇડ’ની તકલીફની ખબર પડે ત્યારે કરવી જોઈએ જે સમયાંતરે નિયમિત લેબોરેટરી તપાસ કરાવી અને થાઇરોઇડના હોર્મોનની વધઘટ જોઈને થાઇરોડ હોર્મોનની ગોળીઓ એટલે કે દવાની ફેક્ટરીમાં બનાવેલી ‘સિન્થેટિક હોર્મોન’ની ગોળીઓ આપે. એલોપથીમાં આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આખી જંિદગી ગોળી લેવી પડે અને દર ત્રણ ચાર મહિને તપાસ કરવી જોઈએ.

૨. ગોઇટર (થાઇરોઇડ ગ્રંથિની વૃદ્ધિ)માં રેડીઓએક્ટીવ આયોડિન આપવાથી વધેલી ગ્રંથિ સંકોચાઈ જાય અને આવા કેસમાં પણ ટી-૩ અને ટી-૪ની તપાસ અવારનવાર કરાવી ‘થાઇરોઇડ હોર્મોન’ની સીન્થેટિક ગોળી આપવી પડે.

૩. જ્યારે થાઇરોડ ગ્રંથિ વધી ગઈ હોય (ગોઇટર) ત્યારે બાયોપ્સી કર્યા પછી થાઇરોઇડ ગ્રંથીનું કેન્સર નીકળે તો ઓપરેશનથી આ ગાંઠ કાઢી નાંખવી પડે. ત્યારે પણ થાઇરોઇડ હોર્મોનની ગોળી આપવી પડે.

૪. ગોઇટર હોય ત્યારે આંખો આગળ આવી હોય ત્યારે મોટે ભાગે સારવારની જરૂર નથી પડતી. સારવારથી ગોઇટરનો ઉપાય કર્યા પછી આગળ આવી ગયેલી આંખો પાછી ઠીક થઈ જશે. કારણ ગાંઠના દબાણથી આવી હતી. આંખોની તકલીફ માટે ‘મીથાઇલ સેલ્યુલોઝ’ના ટીપા નાખવા અને આંખોમાંથી (પોપચા બંધ ન થવાથી) પાણી નીકળ્યા કરતું હોય તો કાળા ગ્લાસ (ગોગલ્સ) પહેરવા.

 

 

થાઇરોઇડ માટેના થોડા સવાલ- જવાબ

 

 

સ.: ટી-૩ અને ટી-૪ એટલે શું ?

જ.: ટી-૩ એટલે ટ્રાઇઓયોડોથાયરોનીન જ્યારે ટી-૪ એટલે થાયરોક્ષીન. તંદુરસ્ત થાઇરોઇડમાં આ બંને હોર્મોન આગળ જણાવ્યું તે પ્રમાણે જરૂર લાગે તે પ્રમાણે નીકળે અને જરૂર કેટલી છે તે પીચ્યુટરી ગ્રંથી નક્કી કરે એટલે શરીરને જેટલું એક્ટીવ કરવું હોય કે ધીમું તે પ્રમાણે પીચ્યુટરી ટી.એસ.એચ. (થાઇરોઇડ સ્ટિમ્યુલેટીંગ હોર્મોન) ઉત્પન્ન કરે.

 

 

સ.: ‘હાઇપર થાઇરોઇડ ક્રાઇસી’ એટલે શું ?

જ.: ભાગ્યે જ થનારી આ તકલીફમાં થાઇરોઇડ હોર્મોન વધારે નીકળવાથી તાવ આવે, ગભરામણ થાય, હાર્ટના ધબકારા વધી જાય અને હાર્ટ બંધ થઈ મૃત્યુ થાય.

 

 

સ.: થાઇરોઇડની ગોળીઓ આખી જિંદગી લેવી પડે ?

જ.: હા, અવારનવાર તપાસ કરી થાઇરોઇડ હોર્મોનનું પ્રમાણ નક્કી કરી આજીવન લેવી પડે.

 

 

સ.: થાઇરોઇડના કિસ્સા કેમ વધવા માંડયા છે ?

જ.: મૂળ મગજની ગરબડ છે. નાની મોટી બાબતમાં માનસિક તનાવ (ટેન્શન), નારાજગી, ગુસ્સો, ભવિષ્યની ખોટી ચંિતા, ભૂતકાળને યાદ કરવાની ખરાબ ટેવ, નાની નાની બાબતોમાં મૃત્યુનો ડર, ભય, ભ્રમણા, અહંકાર આ બધા કારણથી પીચ્યુટરી ગ્રંથી ફક્ત થાઇરોઇડ ગ્રંથી પરનો કાબુ નહી પણ બધી ગ્રંથીઓ પર તેનો કાબૂ રહેતો નથી.

 

 

સ.: થાઇરોડની તકલીફમાં ખોરાક કે કસરત મદદ કરે ખરા ?

જ.: રોગ થતા પહેલાં ૪૦ મિનિટ નિયમિત ગમતી કસરત કરવાથી શરીરની મુખ્ય ગ્રંથિ પિચ્યુટરી તંદુરસ્ત રહેશે, જેથી થાઇરોઇડ પણ તંદુરસ્ત રહેશે. કસરતથી આત્મવિશ્વાસ વધશે, તનાવ ઓછો થશે, મન શાંત થશે આ જ રીતે લીલા શાકભાજી ખાવાથી કેલ્શ્યમ અને મેગ્નેશ્યમ મળશે જેથી થાઇરોઇડની તકલીફ નહીં થાય. પણ આ બઘું થાઇરોઇડની તકલીફ થાય તે પહેલાં કરવાનું છે એ યાદ રાખશો. રોગ થયા પછી તો દવા લેવી પડે. કેટલાક કિસ્સામાં આ રોગમાં હોમીયોપેથીક સારવારથી રોગ તદ્દન જતો રહ્યો છે એવો દાવો હોમિયોપેથીવાળા કરે છે ખરા.

 

 

સાભાર : મુકુંદ મહેતા (ગુજરાત સમાચાર દૈનિક)

 

 

વિશ્વભરમાં ૨૫ મે ‘વર્લ્ડ થાઇરોઇડ ડે’ તરીકે ઉજાવવામાં આવે છે. ડોક્ટરના મતે થાઇરોડ શરીરનો વિકાસ કરે છે, પરંતુ શરીરમાં થાઇરોઇડના પ્રમાણ વધવા કે ઘટવાથી તે શરીરને નુકશાન પહોંચાડે છે.

થાઇરોઇડથી શરીર વિકસે : થાઇરોઇડની વધ-ઘટ નુકસાન કારક

‘વર્લ્ડ થાઇરોઇડ ડે’ના દિવસે સયાજી હોસ્પિટલના મેડીસીન વિભાગના અધિક પ્રધ્યાપક ડો.રૂપલ દોશીએ જણાવ્યું હતું કે, ભારતમાં સવા ચાર કરોડ લોકો થાઇરોઇડથી થતા વિવિધ રોગોથી પીડાય છે. દુનિયાભરમાં દરવર્ષે થાઇરોઇડના નવા દર્દીઓનો ઉમેરો થાય છે. જ્યારે વિવિધ રોગ થયાના ૬૦ ટકા કેસોમાં તેઓનું યોગ્ય નિદાન થતું નથી. થાઇરોઇડ ગ્રંથી ગળાના આગળના ભાગે આવેલી હોય છે. જેનો અંતસ્ત્રાવ શરીરના દરેક અંગોને અસર કરે છે. આમ તો થોઇરોઇડ શરીરનો વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ શરીરમાં થાઇરોઇડનું પ્રમાણ વધે તેને હાઇપર થાઇરોઇડીઝમ અને ઘટે તેને હાઇપો થાઇરોઇડીઝમ તરીકે ઓળખવામાં આવે છે.

 

દેશમાં સવા ચાર કરોડ લોકો થાઇરોઇડના વિવિધ રોગોના શિકાર

 

ગળાના ભાગે ગાંઠ, દુખાવો, ગળામાં તકલીફ થઇ હોય છે. પરંતુ થાઇરોઇડ હાઇપર થાય તો, ગરમી લાગે, હદયના ધબકારા ઘટે, વજન વધે, ઝાડા થાય, ટુંકમાં શરીરમાં થતી બધી જ ક્રિયાઓ જલ્દી થવા માડે છે. જ્યારે થાઇરોઇડ હાઇપોમાં, શરીર શિથીલ અને સુસ્ત થઇ જાય, વજન વધે તથા શરીરે સોજા આવે, અવાજ જાડો થાય, ઠંડી લાગે, ચામડી સુકી થઇ જાય, કામ કરવાનં મન ન થાય અને માનસિક તણાવનો ભોગ બને તે હાઇપોના લક્ષણો છે. થાઇરોઇડની ખામી હોય તો તેવા બાળકો માનસિક રીતે નબળા હોવાની પણ સંભાવના રહે છે. તેમજ બાળકોનો શારિરીક, માનસીક અને બૌધીક વિકાસ ધીમો થાય છે. થાઇરોઇડના હોર્મોન બને તે માટે આયોડીન યુક્ત ખોરક લેવો અતિઆવશ્યક છે. આયોડીન જેમાંથી બને તે માટે આયોડાઇઝ સોલ્ટ, વેજમાં બટાકા, દૂધ અને દહીં વગેરે, જ્યારે નોનવેજમાં સી ફૂડમાંથી પૂરતા પ્રમાણમાં આયોડીન મળી રહે છે.

સૌજન્ય : સંદેશ દૈનિક

પ્લાસંટા પ્રિવિઆ અને હોમીઓપથી  …

પ્લાસંટા પ્રિવિઆ …– અને  હોમિયોપેથી  

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 
સૌપ્રથમ તો સર્વે વાંચકમિત્રોને મારી નવા વર્ષની અઢળક શુભકામના । આ વર્ષ સ્વાસ્થ્ય સંપન્ન, સુખ કારી,તેમજ ઇચ્છિત સફળતા મેળવવાના માર્ગ પર પૂર્ણ પ્રયત્નશીલ બની રહે એવી અભ્યર્થના।

 
વાચકમિત્રો, આપણે આગળના અમુક લેખોમાં સગર્ભા સ્ત્રીને તેની ગર્ભાવસ્થા સમયે વિવિધ ચરણમાં થતી મુશ્કેલીઓ વિષે સમજ્યા…

 
હવે આ વખતે અંતિમ ચરણ એટલેકે ત્રીજા ચરણ (છેલ્લા 12 અઠવાડિયા) દરમિયાન ઉદભવી શક્તિ સમસ્યા પ્લાસંટા પ્રિવિઆ વિષે સમજીશું ।

 
placenta

 
પ્લાસંટા પ્રિવિઆ -આ શબ્દ જરા આપ સર્વે માટે અટપટો અને થોડા અજાણ પણ હશે. અહી પહેલા પ્લાસંટા એટલે શું એ સમજી લઈએ.

 
placenta.1

placenta.2

 

 

.

પ્લાસંટા એટલે સામાન્ય ભાષામાં સમજાવું તો ગર્ભમાં વિકસતા બાળકનું આછાદન, એટલેકે બાળકને ઘેરાયેલું એક એવું આવરણ કે જે માતા દ્વારા બાળક સુધી જરૂરી ઓક્સીજન, પોષક્તત્વો તેમજ અન્તઃસ્ત્રવોનું વહન ઉપરાંત બાળકના વિકાસ દરમિયાન તેમાંથી ઉત્પન્ન થતા ઉત્સર્ગ્દ્રવ્યોનું વહન કરવા માટે જરૂરી છે. વિકસતો ગર્ભ એ પ્લાસંટા સાથે નાળ મારફત જોડાયેલું  રહે છે.

 

હવે સામાન્ય સંજોગોમાં મોટેભાગે આ આવરણ એ ગર્ભાશયની અંદર તેની ઉપરની સપાટી સાથે તેમજ તેના મુખથી થોડે દૂર જોડાયેલ હોય છે. હવે જયારે ક્યારેક જયારે એ આવરણ ગર્ભાશયમાં નીચેની સપાટી સાથે જોડાઈ જાય તો તે ગર્ભાશયના મુખને થોડા કે ઘણા અંશે ઘેરી લે છે – હવે આ રીતની ગોઠવણી સર્જાય ત્યારે તેને પ્લાસંટા પ્રિવિઆ કહે છે.

 

સામાન્ય રીતે જેમ જેમ ગર્ભાશય વિકસતું જાય છે તેમ પ્લાસંટા ઉપર તરફ જાય છે। પરંતુ, આવી પરિસ્થિતિમાં પ્લાસંટા નીચે તરફ જ રહી જતું હોઈ માતામાં વિવિધ સમસ્યાઓ ઉભી કરી શકે છે।

 

પ્લાસંટા પ્રિવિઆ ના ગ્રેડ આ પ્રમાણે સમજી શકાય:

 

ગ્રેડ 1: જેમાં પ્લાસંટા ગર્ભાશયના નીચેના વિસ્તારમાં હોય પણ તેની નીચેની કિનારી સર્વિક્સ ને અડેલી હોતી નથી

 

ગ્રેડ 2: જેમાં પ્લાસંટા ની નીચેની કિનારી સર્વીક્સ ના મુખને અડકેલી  હોય પણ તેને આખું ઘેરી ન વળેલ હોય

 

ગ્રેડ 3: જેમાં પ્લાસંટા સર્વીક્સના અંદરના મુખને થોડા અંશે ઘેરી લીધેલ હોય

 

ગ્રેડ 4: જેમાં પ્લાસંટા એ સર્વીક્સના અંદરના મુખને પૂર્ણતઃ ઘેરી ચૂકેલ હોય

 
પ્લાસંટા પ્રિવિઆના કારણો:

 
આમતો એ શામાટે થાય છે તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે.

 
પ્લાસંટા પ્રિવિઆ થવા પાછળના જોખમી સંજોગો આ પ્રમાણે સમજી શકાય:

 
જે સ્ત્રીમાં અગાઉની ગર્ભાવસ્થા દરમિયાન પણ થયેલ હોય

જે સ્ત્રીમાં અગાઉની તમામ ગર્ભાવસ્થાઓ ખુબ ઓછા અંતરે રહેલ હોય

20 થી નાની તેમજ 35 થી મોટી ઉમરની સ્ત્રી માં આ પ્રકારની સમસ્યા રહી શકે છે

જે સગર્ભામાં એક સમયે 2 કે તેથી વધુ બાળક રહેલ હોય

પ્લાસંટામાં જ અગાઉથી જ કોપી ખોડખાપણ હોવી

ગર્ભાવસ્થા સમયે આલ્કોહોલ લેવું

સગર્ભામાં સ્મોકિંગ ની આદત હોવી

 

પ્લાસંટા પ્રિવિઆ ના લક્ષણ:

 

પ્લાસંટા પ્રિવિઆના લક્ષણ તરીકે મુખ્યત્વે સ્ત્રીમાં યોની દ્વારા રક્તસ્ત્રાવ જોવા મળે છે જે મહદઅંશે પીડારહિત હોય છે

આ પ્રકારે રક્તસ્ત્રાવ ગર્ભાવસ્થાના બીજા ચરણ ના અંતમાં અથવાતો 32માં અઠવાડિયા દરમિયાન થઇ શકે છે

શરૂઆતમાં ઓછો થી માધ્યમ રક્તસ્ત્રાવ હોય છે, પ્લાસંટા જેમ જેમ છૂટું પડવાની પ્રક્રિયા આગળ વધે છે તેમ તેમ એ વધુ થઇ શકે છે

મોટેભાગે રક્તસ્ત્રાવ કોઈ ઈલાજ વિના બંધ થઇ જાય છે પરંતુ તે અમુક અઠવાડિયા પછી ચોક્કસ સમયે થઇ શકે છે

 

પ્લાસંટા પ્રિવિઆના જોખમ:

 

બાળકનો વિકાસ ઓછો થવો કે રુંધાવો

ડીલીવરી પહેલાના છેલ્લા સમયગાળા દરમિયાન કે ડીલીવરી સમયે ગર્ભાશયમાં બાળકની સ્થિતિ આદર્શ કરતા વિપરીત હોવી

નિયત કરતા વહેલી પ્રસૂતિ થઇ જવી

જવલ્લે જ જો રક્તસ્ત્રાવ ખૂબ વધુ થઇ ગયો હોય તો માતાના જીવને જોખમ  રહી શકે

 

પ્લાસંટા પ્રિવિઆના ઉપાય:

 

પ્લાસંટા પ્રિવિઆ જેવી પરિસ્થિતિમાં યોગ્ય સમયે નિદાન તેમજ યોગ્ય ગાયનેક તબીબ દ્વારા માતા માટે રખાતી કાળજી, અપાતી સલાહ તેમજ સારવારનો તો ફાળો રહેલો જ છે

ઉપરાંત, આ તકલીફની જાણ થતા જ માતા દ્વારા વિવિધ કાળજી જેમકે બેડ રેસ્ટ, કોઈ ભારે વસ્તુ ન ઉંચકવી, માનસિક તાણગ્રસ્ત ન થઇ જવું વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવું પણ આવશ્યક બની રહે છે.

ઉપરાંત જો યોગ્ય સમયે નિદાન થઇ ગયેલ હોય તો આવી પરિસ્થિતિમાં હોમીઓપેથીક દવાઓ શ્રેષ્ઠ સાબિત  થાય છે.

 માતાના લક્ષણોને સમજીને ચોકસાઈપૂર્વક પસંદ કરેલી હોમિયોપેથીક દવા વારંવાર થતા રક્તસ્ત્રાવ, રક્તસ્ત્રાવને લીધે થતી લોહતત્વની ઉણપ  કે દુખાવામાં જાદુઈ રાહત આપે છે.

એટલું જ નહિ કેટલાક જોખમી કિસ્સામાં જયારે અબોર્શન થઇ શકવાની ભીતિ હોય ત્યારે પણ આ નાની દવા ખૂબ મોટી આકરી પરિસ્થિતિમાં પણ લડાયક રહે છે.

તેમજ માતામાં ગર્ભાવસ્થા તેના પૂરા નવ મહિના સુધી ટકી રહે એટલેકે  કોઈ કોમ્પ્લીકેશન ન સર્જાય એનું પણ ધ્યાન રાખવા પૂરતી સક્ષમ છે.

અને હા, ખાસ કરીને માતામાં આ પરિસ્થિતિના સંદર્ભે ઉદભવેલા ડર, તાણ, ચિંતા કે અન્ય લાગણીઓ સામે છેક સુધી ઝઝૂમતી રાખવામાં એટલે કે તેનું માનસિક સ્વાસ્થ્ય પૂર્ણપણે ટકાવી રાખવામાં હોમિયોપેથીક દવા શ્રેષ્ઠત્તમ ઉપાય બને છે.

 

 

દવાઓ જેવી કે,

 
SEPIA

NUX VOMICA

IPECAC

SABINA

ERIGERON

VERATRUM  ALBUM

SECALE COR

COFFEEA

BELADONNA

FERRUM MET

PHOSPHORUS

ARNICA

ACONITE

CAMPHORA

 

 

ખૂબ અકસીર સાબિત થાય છે.

 

 

 

પ્લેસીબો:

 

placenta.3
dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે    Privacy જાળવવી જરૂરી હોય તો આપની વિગત – [email protected] અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા મોકલશો. – (જેમાં શક્ય હોય તો વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’