કિડની સ્ટોન …

કિડની સ્ટોન …
ડૉ. અંકિત પટેB.H.M.S

 

kidney stone.1

 

કિડની એ આપણા શરીર માટે ખુબ જરુરી અવયવ છે. શરીર મા કયા તત્વોનો નિકાલ થતો અટકાવવો અને કયા તત્વો નો ત્વરીત નિકાલ કરવો એ કિડની નુ કાર્યક્ષેત્ર છે. કિડની ની અંદર ચાલતી અમુક રાસાયણીક પ્રક્રીયાને અંતે જ્યારે અમુક તત્વો નો નિકાલ જરુરી પ્રમાણમા ન થાય ત્યારે એ તત્વો કિડની અથવા તેના ભાગો જેમ કે મુત્રવાહિની ( યુરેટર ) અને પેશાબ ની કોથળી ( યુરીનરી બ્લેડર ) મા જમા થાય છે અને અંતે પથરી ( સ્ટોન ) નુ સ્વરુપ લે છે.

 

હવે આપણે જોઇએ કે સ્ટોન ના પ્રકાર …

 

 

૧ ) કેલ્શીયમ ઓક્સેલેટ સ્ટોન જે લગભગ ૬૫ થી ૭૦ % દર્દીઓમા જોવા મળે છે.

 
૨ ) કેલ્શીયમ ફોસ્ફેટ સ્ટોન

 
૩ ) યુરીક એસીડ સ્ટોન

 

 kidney stone

 

 

 

મોટાભાગ ના સ્ટોન ના કેસીસમાં  આ પ્રકાર ના સ્ટોન જોવા મળે છે.

 

કારણો …

 

૧ ) સૌથી મોટુ કારણ છે અપુરતુ પાણી પીવું.  ઘણી વખત એવુ બને છે જ્યારે વ્યક્તિએ દિવસ નુ ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી કે જે  પીવુ જરૂરી છે., એ પણ નથી પીવાતુ, એના કારણૅ કિડ્ની ની અંદર યુરીક એસિડ નું  પ્રમાણ વધારે છે.   કારણ કે યોગ્ય પ્રમાણમાં શરીરમાં  પાણી ન જાય તો યુરીક એસીડ જોઇએ એટલો ડાઇલ્યુંટ ( ઓગળવુ ) થતો નથી અને એનું પ્રમાણ વધતુ જાય છે જેનાથી પેશાબ વધારે એસીડીક બનતો જાય છે. એસીડીક વાતાવરણ પથરી બનવા માટેનુ મોકળુ મેદાન છે એટલે પથરી બનવાની ક્રિયાને વેગ મળે છે.

 

૨ ) કેલ્શિયમ અને વિટામીન ડી ની દવાઓ નુ વધુ પડતુ સેવન પથરી ને નિમંત્રણ આપી શકે છે કારણ કે આ દવાઓના કારણે બ્લડ અને પેશાબમા કેલ્શિયમ નુ પ્રમાણ વધી જાય છે.

 

૩ ) ઘણી વખત કોઇ ગઠીયા વા ( ગાઉટ ) થી પીડાતા હો તો પણ પથરી થવાની શક્યતા ઓ વધી જાય છે. કારણ કે એમા યુરીક એસીડ ની માત્રા બ્લડની અંદર વધી જાય છે.

 

૪ ) ખાવા-પીવા ની બાબત પણ ખુબ જરુરી છે જેમ કે વધુ પડતુ મીઠુ, ખાંડ, પ્રાણી નુ માંસ (મીટ ), જે ખોરાક ની અંદર ઓકઝેલેટ નામ ના ક્ષાર નુ પ્રમાણ વધારે હોય,  જેમ કે તાંદરજો એ ખોરાકનો વધુ પડતો ઉપયોગ પથરી થવાની શક્યતાઓ વધારી દે છે.

 

 

લક્ષણો …

 

 

૧ ) કમર ના નીચેના ભાગમાં  કે સાઇડના ભાગમાં કે પેટ માં દુખાવો થવો,

 
૨ ) ઉલટી કે પછી ઉબકા થવા

 
૩ ) પેશાબ મા બળતરા થવી કે પેશાબ અટકી ને આવવો કે પેશાબ મા લોહી પડવું,

 
૪) ઠંડી લાગી ને તાવ આવવો.

 

 
ડાયાગ્નોસીસ …

 

 

૧ ) ઉપર દર્શાવેલા લક્ષણો પર થી લગભગ અંદાજ આવી જાય છે કે પથરી ની તકલીફ છે.

 

૨ ) એના સિવાય અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા સચોટ નિદાન કરી શકાય છે. એના દ્વારા આપણને પથરી ના સ્થાન, એની સાઇઝ અને એના કારણે કિડનીમા થયેલા ફેરફાર ની ચોક્ક્સ અને નક્કર માહિતી પ્રાપ્ત થાય છે.

 

 
પ્રોગનોસિસ …

 

જો પથરી ની યોગ્ય અને સમયસર સારવાર ન કરવીએ તો કિડની અંદર પાણી ભરાવાની શક્યતાઓને નકારી શકાય નહી.

 

સારવાર …

 

સૌથી પહેલા તો પથરી થતી અટકાવવી જરુરી છે તેના માટે નીચે મુજબ ના પગલા લઇ શકાય.

 

૧ ) પાણી પ્રમાણ જેટલુ વધારે એટ્લુ પથરી નુ જોખમ ઓછુ.

 
૨ ) એવા ખાદ્ય પદાર્થ કે જેમા ક્ષાર નુ પ્રમાણ વધારે હોય એ બીલકુલ ઓછા કે ન લેવા જેમ કે તાંદરજો, બીટ, મોટા ભાગના કઠોળ…

 
૩ ) ૪ એમ.એમ સુધી ની પથરી ૮૦% કેસ મા સહેલાઇ થી નિકળી જાય છે. ૫ એમ. એમ ની પથરી નીકળવા ની શક્યતાઓ ૨૦% છે પણ ૯ એમ. એમ થી ઉપર ની સાઇઝ ની પથરી સહેલાઇ થી નીકળી નથી સકતી.

 

હોમિયોપથી મા પથરી માટે ખુબ જ અક્સીર દવાઓ છે જે વારંવાર થતી પથરી ને રોકી શકે છે. કેમ કે હોમિયોપેથીક દવા શરીર મા વધારે પ્રમાણમા જમા થતા ક્ષાર ના સંતુલન ને નિયમિત કરે છે જેથી વધારાનો ક્ષાર સહેલાઇ થી નિકાલ પામે છે અને પથરીના સ્વરુપ મા જમા થતો નથી. પથરી થવાની મૂળ ઘટના છે ક્ષાર નુ એક જગ્યા પર એકઠા થવુ અને જો આપણે એ ઘટના જ ન થવા દઇએ તો પથરી થશે જ નહી.

 

ઉપયોગી દવાઓ –

 

 

બરબેરીસ વલ્ગેરીસ
 
લાઇકોપોડીયમ
 
ફોસ્ફરસ
 
કેલ્કેરીયા કાર્બોનીકા
 
સારસાપરીલા
 
લીથીયમ કાર્બોનીકા
 
પરેરા બ્રાવા
 

 

આ બધી દવાઓપથરી ના નિકાલ તથા એ બનતી અટકાવવામા ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

પેટ અને આંતરડા નાં રોગ વિશેની જાણકારી અને તેના ઉપચાર અંગની પ્રાથમિક માહિતી ડૉ.અંકિત પટેલ (અમદાવાદ) દ્વારા  હવે પછી નિયમિત રીતે બ્લોગ પર આપ સર્વે માણી શકો તેવી અમારી નમ્ર કોશિશ રહેશે.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે અમોને તેમજ પોસ્ટના લેખક ડૉ. અંકિત પટેલ ને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે.

કબજિયાત એટલે બધા રોગનુ મૂળ…

કબજિયાત એટલે બધા રોગનુ મૂળ…
ડૉ. અંકિત પટેB.H.M.S

 

consipation.1

 

આપણે આજે કબજિયાત વિશે સમજીશું …

 

કબજીયાત એટલે કુદરતી હાજતે જવામા અનિયમિતતા કે પછી નિયમિત હોવા છતાં કુદરતી હાજતે જતી વખતે ખુબ ખુબ જોર લગાવવુ પડે અથવા એ વખતે કાંઇ પણ પ્રકાર ની તકલીફ થવી અથવા કુદરતી હાજતે જઇ આવ્યા પછી પણ એવો એહસાસ રેહવો કે પુરેપુરા ફ્રેશ થવાયુ નથી. આ ૪ પ્રકાર ની વિશેષતા માથી કોઇ પણ એક થી જો તમે હેરાન થતા હો તો તમે કબજીયાતથી હેરાન થઇ રહ્યા છો એવુ કહી શકાય.

 

કારણો :-

 

consipation

 

કારણો ને બે ભાગ મા વહેંચી શકાય છે.

 

૧) પાચનતંત્રને લગતા કારણો –

 

– ખોરાક માં અપુરતો ફાઇબર વાળો ખોરાક

– પાચન તંત્ર ના માર્ગ માં કોઇ પણ પ્રકાર નો અવરોધ જેમ કે કોઇ પણ પ્રકાર ની ગાંઠ, સોજો કે જન્મજાત ખોડ-ખાંપણ, આંતરડામાં આંટી પડી જવી

– આંતરડા ની શિથીલતા એટલે કે આંતરડા ના હલન ચલન ના જ કારણે જ એની અંદર ના પદાર્થ આગળ ધપતા હોય છે એટલે જો આંતરડા ની હલન ચલનની પ્રક્રિયા જો મંદ પડી જાય તો કબજીયાત ની તકલીફ થતી હોય છે.

– અમુક પ્રકાર ની દવાઓના કારણે કબજીયાત થઇ શકે છે જેમ કે હિમોગ્લોબીન ( લોહતત્વ ) વધારવા માટે વપરાતી આઇરન ( iron ) ની ગોળીઓ, એન્ટીડીપ્રેશન્ટ દવા જે માનસિક રોગીને આપવામા આવે છે આ પ્રકાર ની દવાઓના કારણે કબજીયાત થઇ શકે છે.

 

 

૨) પાચનતંત્ર સિવાયના કારણો –

 

– ડાયાબિટીસ , હાઇપોથાઇરોઇડિસમ ( જેમા થાઇરોઇસ નામનો અંત;સ્ત્રાવ ની માત્રા ઓછી થઇ જાય છે. ) જેવા જટીલ રોગ ના કારણે

– ગર્ભાવસ્થા ( પ્રેગ્નેન્સી )

– કરોડ રજ્જુ ને લગતા રોગો કે તેમા થયેલી કોઇ ઇન્જુરી,

– ડિપ્રેશન

 

 

લક્ષણો-
આમ જોઇએ તો કબજીયાત એ બહુ મોટો રોગ નથી પણ એ એટલો નાનો પણ નથી કે જેને આપણૅ અવગણવો જોઇએ કેમ કે શરીર ના નકામા તત્વો નો યોગ્ય સમયે નિકાલ ન થાય તો એ બીજા રોગોને માટે મોકળુ મેદાન સર્જી આપે છે. આમ એના કોઇ પણ સ્પેશિફીક લક્ષણ નથી પણ નીચે પ્રમાણે એને ક્લાસિફાય કરી શકાય.

 

• કુદરતી હાજતે જવામા અનિયમિતતા

 

• કુદરતી હાજતે જતી વખતે ખુબ ખુબ જોર લગાવવુ પડે

 

• કુદરતી હાજતે જઇ આવ્યા પછી પણ એવો એહસાસ રેહવો કે પુરેપુરા ફ્રેશ થવાયુ નથી.

 

 

ડાયાગ્નોસિસ –

 

આમ તો ઉપર પ્રકાર ના લક્ષણોની હાજરી થી એ સ્પષ્ટ થઇ જાય છે કે વ્યક્તિ કબજીયાત થી પીડાય છે પરંતુ અહી ઇ સમજવુ ખુબ જ જરુરી છે કે કોઇ બીજી તકલીફ્ના કારણે તો કબજીયાત નથી થઇ ને? એટલે નીચે પ્રમાણે ના ટેસ્ટ કરાવવા જરુરી છે.

 

બેરિયમ એનિમા ટેસ્ટ કે જેના દ્વારા આપણને ઇ ખબર પડી શકે કે આંતરડાના નીચેના ભાગ તથા મળમાર્ગ મા કોઇપણ પ્રકારનો અવરોધ કે જે ગાંઠ ના સ્વરુપ હોય છે.

 

સારવાર –

 

• હંમેશા પાણી પેહલા પાળ બાંધવી એવી ગુજરાતી મા કહેવત છે એના ન્યાયે જો ખોરાક માં કાંઇ ફેર-બદલ કરવામા આવે તો કબજીયાત ને રોકી શકાય છે.
• ખોરાક મા ભરપુર પ્રમાણ મા ફાઇબર હોય એવો ખોરાક ખુબ જ લાભદાયી નીવડે છે.
• ઇસબગુલ એ કુદરત તરફ થી મળેલુ વરદાન છે કબજીયાત માટે. દરરોજ રાત્રે સુતી વખતે પોતાની તાસીર મુજબ જો ઇસબગુલ ને પાણી અથવા દહી મા મિક્સ કરીને લેવામા આવે તો કબજીયાત મા ઘણો ફાયદો થાય છે.
• જમીને તરત જ જો ડાબા પડખે સુવાથી ખોરાક નુ પાચન સારુ થાય છે અને કબજીયાત મા આરામ મલૅ છે.
• પુરા દિવસ દરમિયાન જો પાણી ખુબ સારી માત્રામાં પીવા મા આવે તો કુદરતી હાજતે વખતે પડતી તકલીફો મા ઘટાડો થઇ શકે છે.
આ ઉપરાંત હોમિઓપથી દ્વારા તમે કબજીયાત અથવા તેનાથી થતી બીજી તકલિફો નુ નીવારણ કરી શકાય છે.

 

 

ઉપયોગી દવાઓ –

 

નક્સ વોમિકા

ચાઇના ઓફિસીનાલિસ

પ્લમ્બમ મેટાલીકમ

કારબો વેજિટાબીલીસ

 

વગેરે દવાઓ હોમિયોપથી મા કબજીયાત માતે ઉપયોગી છે…

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

પેટ અને આંતરડા નાં રોગ વિશેની જાણકારી અને તેના ઉપચાર અંગની પ્રાથમિક માહિતી ડૉ.અંકિત પટેલ (અમદાવાદ) દ્વારા  હવે પછી નિયમિત રીતે બ્લોગ પર આપ સર્વે માણી શકો તેવી અમારી નમ્ર કોશિશ રહેશે.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે અમોને તેમજ ડૉ. અંકિત પટેલ ને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે.

અચાનક અને વારંવાર મુશ્કેલી માં મુકતો રોગ IBS ( irritable bowel syndrome) …

અચાનક અને વારંવાર મુશ્કેલી માં મુકતો રોગ IBS ( irritable bowel syndrome) … 
ડૉ. અંકિત પટેB.H.M.S

 

ibs.2

 

 

આ રોગ પાચનતંત્ર ના ભાગ એવા આંતરડા ની ઉત્તેજના ને કારણે ઉદભવે છે. વારંવાર પેટ્માં ચુંક આવવી અને કાં તો કુદરતી હાજતે જવું જ પડે એવી પરીસ્થિતી સર્જાવી કા તો જબરજસ્ત કબજિયાત થવી આ બધી IBSની લાક્ષણિકતાઓ છે.

 

ibs

 

 

કારણ …

 

IBS ના કોઇ ચોક્કસ કારણો શોધાયા નથી પરંતુ નીચે પ્રમાણે ના કારણો ની શક્યતા નકારી શકાય નહી.

 

 

૧) psychological …

 

કેમ કે આંતરડુ અને મગજ એકબીજા સાથે જોડાયેલા છે. ઘણી વખત માનસિક તાણ ના કારણે કે પછી સતત ટેન્શનના કારણે જ્યારે મગજ ઉત્તેજીત થઇ જાય ત્યારે એ ઉત્તેજના ની અસર આંતરડા પર થતી હોય છે. જેના કારણે આંતરડાના સંકોચનનુ પ્રમાણ ઘણું વધી જાય છે જે અંતે IBS તરફ લઇ જાય છે.

 

૨) post-infective …

 

ઘણી વખત આંતરડા માં લાગેલા ચેપ ના પરિણામ સ્વરુપ IBS વકરે છે. આ ચેપ IBS ના માર્ગને મોકળો બનાવે છે.

 

લક્ષણો …

 

૧) પેટ્માં દુખાવો થવો.

૨) પેટ ભારે ભારે રેહવુ.

૩) પેટમાં ગેસ નો ભરાવો લાગવો.

૪) ભુખ ઓછી લાગવી કાં તો ન લાગવી.

૫) સતત ડાયેરીયા રેહવા કા તો સતત કબજિયાત રેહવી.

 

ibs.1

ડાયાગ્નોસિસ …

 

સૌપ્રથમ તો દર્દી ની તકલીફ સાંભળી ને ઇના લક્ષણો ના અભ્યાસ પર થી અંદાજ લગાવી શકાય છે. પરંતુ કેટ્લાક બ્લડ ટેસ્ટ કરાવવા હિતાવહ છે જેમ કે,

 

૧) CBC, ESR

 

જેનાથી આપણને બ્લડ ની અંદર લાગેલો ચેપ કાં તો બ્લડ ની માત્રા માં કોઇ ઘટાડો વગેરે ની માહિતી મલી જાય છે.

 

 

૨) sigmoidoscopy/colonoscopy/barium enema

 

આંતરડા ની અંદર કોઇ પ્રકાર નો ચેપ કાં તો આંતરડા ની દિવાલની રચના માં કોઇ ખામી ની તપાસ કરી શકાય છે. આના દ્વારા ગુદામાર્ગ નું કેન્સર અને ulcerative coilitis જેવા રોગ નું નિદાન કરી શકાય છે જે પ્રાથમિક રીતે આપણને IBS જેવા લાગતા હોય છે.

 

ibs.3

 

સારવાર …

 

IBSમા હોમિયોપથી ઘણી કારગત સાબિત થઇ છે અત્યાર સુધી. હોમિયોપથી દ્વારા આ રોગ ને જડમુળ થી નાબુદ કરી શકાય છે કારણ કે હોમિયોપથી એ વ્યક્તી ના સમગ્ર વ્યક્તિત્વ ને સમજીને એટ્લે કે એના માનસિક અને શારિરીક વ્યક્તિત્વ ( ડર, બીક, ચિંતા, નાનપણ માં બનેલી ડરામણી ઘટનાઓ ની મન પર થયેલી અસર, નકારાત્મક વિચારો) ને બરાબર સમજીને એના ઉંડાણમાં એનો અભ્યાસ કરીને આપવાની હોય છે જે IBSના ઉદભવસ્થાન એવા તાણને સંપુણપણે સંતુલિત કરે છે જેના કારણે વ્યક્તિ એ તાણ ને સંભાળી શકે એટ્લો સક્ષમ બને છે. આ પ્રોસેસ હોમિયોપથી ની ગુડવિલ છે.

 

merc-cor,

podophyllum,

arsenicum album,

croton tig,

kalium carb,

allo-s,

colchicum.

 

 

વગેરે દવાઓ IBS માં ઘણી મદદ રુપ સાબિત થઇ છે …

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી આજથી શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

પેટ અને આંતરડા નાં રોગ વિશેની જાણકારી અને તેના ઉપચાર અંગની પ્રાથમિક માહિતી ડૉ.અંકિત પટેલ (અમદાવાદ) દ્વારા  હવે પછી નિયમિત રીતે પખવાડીયા માં એક વખત અહીં બ્લોગ પર આપ સર્વે માણી શકો તેવી અમારી નમ્ર કોશિશ રહેશે.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી જો ઈચ્છતા હો તો આપ ડૉ.અંકિત પટેલ ને તેમના ઈ મેઈલ દ્વારા [email protected] અથવા [email protected] દ્વારા મેળવી શકો છો.

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે અમોને તેમજ ડૉ. અંકિત પટેલ ને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે.

એસીડીટી …

એસીડીટી …

 

‘દાદીમા ની પોટલી’ પર આરોગ્ય સબંધિત – રોગ લક્ષી પ્રાથમિક માહિતી –  તેના કારણો – ઉપચાર તેમજ રોગ સબંધિત યોગ્ય માર્ગદર્શન આપ સર્વે ઘણા લાંબા સમયથી ડૉ.પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ (અમદાવાદ) દ્વારા મેળવી રહ્યા છો.. ડૉ.દંપતિ દ્વારા અનેક પાઠક મિત્રોની અંગત સમસ્યા અંગે આજ સુધી સતત માર્ગદર્શન મળી રહેલ છે. ઉપરોક્ત સુવિધામાં આજથી  વધારો કરવા અમે નમ્ર કોશિશ કરેલ છે જે આપને જરૂર પસંદ આવશે.

 

મિત્રો આજથી ડૉ. અંકિત પટેલ, દેહગામ (ગાંધીનગર – અમદવાદ) દ્વારા સમયાંતરે પેટ – આંતરડા તેમજ કીડની રોગ સબંધિત  પ્રાથમિક જાણકારી સાથે ઉપચાર નાં લેખ અહીં આપ નિયમિત રીતે માણી શકશો. આપની શારીરિક – સ્વાસ્થ્ય – રોગ – સબંધિત  સમસ્યા અંગે ડૉ.અંકિત પટેલ ને બ્લોગ પોસ્ટ પર અથવા પોસ્ટની આખરમાં દર્શાવેલ મેઈલ આઈ ડી પર નિ:સંકોચ જાણ કરશો, આપને ડૉ.અંકિત પટેલ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપના મેઈલ આઈ ડી પર અથવા બ્લોગ પોસ્ટ પર મળી રહેશે.

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ નું સ્વાગત છે.  

 

 

acidity.1

 

 

રોજ બરોજ ની જીંદગી માં હેરાન કરતી તકલીફ એટલે ACIDITY……

 

આજે એસીડીટી ની તકલીફ થી ઘણા લોકો પીડાઇ રહ્યા છે. ચાલો આજે એસિડીટી વિશે થોડુ સમજીએ. ……

 

સામાન્ય રીતે એસીડીટી એટલે પેટમાં એસિડ નો વધારે પડ્તો  સ્ત્રાવ જે આપણને પેટ માં બળતરા નો એહસાસ કરાવતો હોય છે.

 

normal mechanism … (સામન્ય કાર્યપદ્ધતિ-પ્રક્રિયા)

 

પેટ ની અંદર ચયાપચય ની (સજીવોમાં થતી ઘટન અને વિઘટનની રાસાયણિક પ્રક્રિયાઓ, ‘મેટાબૉલિઝમ’) ઘણી જટિલ પ્રક્રિયાઓ ચાલતી હોય છે. જયારે ખોરાક પેટ માં પહોચે ત્યારે પેટ ની અંદર આવેલી નાની નાની ગ્રંથિઓ માથી વિવિધ પ્રકારના ઉત્સેચક – રાસાયનિક દ્રવ્ય અને એસિડ નો સ્ત્રાવ થતો હોય છે. આ એસિડ અને ઉત્સેચકો (ઉત્સેચક -પાચન કરનાર) થી પેટની દિવાલ ને બચાવવા માટે એક વિશેષ કુદરતી આવરણ હોય છે. ખોરાક ના જટિલ સ્વરુપ માંથી એને સરળ સ્વરુપ માં બદલવા માટે ઉત્સેચકો (ઉત્સેચક -પાચન કરનાર રાસાયનિક દ્રવ્ય ) અને એસિડ ખુબ મદદ રુપ બનતા હોય છે. આ બંન્ને યોગ્ય માત્રા અને યોગ્ય રીતે ખોરાક સાથે મિશ્રણ પામી ને ચયાપચય ની પ્રક્રિયા માં ઘણો મહત્વ નો ભાગ ભજવે છે.

 

હવે જ્યારે આ એસિડ ની માત્રા જરુર કરતા વધી જાય છે ત્યારે પેટ્ની અંદર આપણને બળતરા નો એહસાસ થાય છે અને બળતરા ની આ સંવેદના ને એસીડીટી કહેવામા આવે છે.

 

કારણો …

 

૧) વધુ પડતો તીખો (spicy ), મસાલેદાર ખોરાક

 

૨) ખોરાક જમવાના સમયમાં અનિયમીતતા

 

૩) આલ્કોહોલ નું નિયમિત સેવન

 

૪) માનસીક તણાવ

 

૫) દર્દશામક દવા (NSAID ) ઓ નું નિયમિત સેવન

 

એસીડીટી એ  pshychosomatic  (માનસિક તાણને લીધે થયેલું અથવા વધેલું) રોગ છે એટ્લે કે મન થી શરુ થઇ ને શરીર પર એના લક્ષણો દેખાય છે.માનસીક તણાવ વખતે આપણું મન અને મગજ ઘણુ ઉત્તેજીત હોય છે અને ઇ સમયે મગજ માંથી શરુ થતી ચેતાતંતુ માની ૯ માં નંબર ની ચેતાતંતુ કે જેને વેગસ નર્વ તરીકે ઓળખવા મા આવે છે તે ઉત્તેજીત થઇ જાય છે તે પેટ્ની અંદર એસીડ અને ઉત્સેચકો ના સ્ત્રાવ ને ઉત્તેજીત કરે છે. અને આ રીતે એસીડીટી ની શરુઆત થાય છે.

 

એસીડીટીના ૮૦% થી ૯૦% કેસીસ માં માનસીક તનાવ ની અસર જોવા મળે છે.

 

acidity

 

લક્ષણો …

 

૧) પેટ માં બળતરા નો એહસાસ ખાસ કરીને જમ્યા પછી

૨) છાતી માં બળતરા

૩) પેટ ભારે ભારે રહે અથવા તો તીખા અને ખાટા ઓડકાર આવતા હોય

 

prognosis (રોગનિદાન કે ચિકિત્સા)એટલે રોગ આગળ જઇને કેટ્લું કેવું સ્વરુપ લઇ શકે…

 

૧) ઘણી વખત પેટ્ની દિવાલ મા ચાંદા પડી શકે છે.

 

૨) GORD એટ્લે કે ઘણી વખત પેટ મા નો એસિડ પેટ અને અન્નનળી ની વચ્ચે આવેલા વાલ્વ પર અસર કરે છે જેના કારણે એસિડ અન્નનળી ના અંતભાગમાં પ્રવેશે છે અને છાતીમાં જલન પેદા કરે છે.

 

investigation … (કાળજી પૂર્વક ની તપાસ, નિરીક્ષણ, જાંચ)

 

વ્યક્તીની રોજબરોજ ની આદત અને રોજનીશી ના અભ્યાસ પર થી નક્કી કરી શકાય છે કે એને એસીડીટી ની તકલીફ છે.

 

સારવાર …

 

‘પેહલુ સુખ તે જાતે નર્યા’ એ કહેવત મુજબ વધારે પડ્તા તીખા અને મસાલેદાર ખોરાક તેમજ આલ્કોહોલ નું સેવન ન કરવું જોઇએ.

 

ખોરાક લેવાનો સમય નિયમિત રાખવો જોઇએ.

 

માનસીક રીતે શાંત રેહવું જોઇએ.

 

હોમિયોપથી એ એકમાત્ર એવી ચિકીત્સા પદ્ધતિ છે જેમાં મન અને શરીર ને સાકળી ને, બન્ને ને સમજીને દવા આપવામાં આવે છે જેથી રોગ જડમુળ થી નીવારી શકાય છે.

 

હોમિયોપથીમાં નીચે મુજબ ની દવાઓ એસીડીટી માં આપી શકાય છે.

 

૧) નક્સ વોમિકા

૨) લાઇકોપોદિયમ

૩) ચાઇના ઓફિસીનાલીસ

૪) સલ્ફર

૫) આરસેનીક આલ્બમ

૬) ફોસ્ફરસ

૭) પલ્સેટીલા

૮) ફેરમ ફોસ વિગેરે …

 

 

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ
(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી આજથી શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા  જો ઈચ્છતા હો તો આપ ડૉ.અંકિત પટેલ ને તેમના ઈ મેઈલ દ્વારા [email protected] અથવા [email protected] દ્વારા આપની સ્વાસ્થ્ય અંગેની વિગત મોકલાવી અને માર્ગદર્શન મેળવી શકો છો.

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે અમોને ને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.