બાળરોગ અને હોમિયોપેથી …

બાળરોગ અને હોમિયોપેથી …

ડૉ. અંકિત પટેB.H.M.S

teeth.1

સૌ પ્રથમ આપણે બાળકોને દાંત આવતી વખતે થતી તકલીફો વિશે સમજીશું.

બાળકો માં દાંત આવવા ની શરૂઆત 3 થી ૬ મહિના દરમિયાન થાય છેઃ આ સમયગાળામાં બાળક ને જુદા જુદા પ્રકારની તકલીફો સહન કરવી પડે છેઃ

જેમ કે …

 • તાવ આવવો
 • ઝાડા થઇ જવા
 • ઉલટી થવી
 • બાળક માં વધારે પડતું ચિડીયાપણું આવવું
 • વધારે પડતું રડવું

સામાન્ય રીતે આ પ્રકારની તકલીફો થી બાળક હેરાન થતું રહે છે.

teeth.2

કારણો …

દાંત આવતી વખતે બાળક નાં પેઢામાં થતાં સળવળાટ નાં કારણે તે આજુબાજુ પડેલી કોઈ પણ વસ્તુ મોં માં મુકે છેઃ જેનું ઇન્ફેકશન લાગવા ના કારણે આ તકલીફ થવાની શક્યતા રહે છેઃ

teeth.3

લક્ષણો …

૧) સામાન્ય રીતે લીલા કલર નાં ઝાડા થવા

૨) તાવ આવવો

૩) ચિડીયાપણું  તથા વધારે રડવું

નીચેની બાબતો ધ્યાનમાં રાખવી …

૧) કોઇપણ પ્રકારની કડક કે અણીદાર વસ્તુ બાળકો થી દૂર રાખવી

૨) જંતુમુક્ત વાતાવરણ રાખવું

હોમિયોપેથીક સારવાર દ્વારા આ બધી તકલીફ અસરકારક રીતે નાબૂદ કરી શકાય છેઃ અને બાળકો નાં સર્વાગી વિકાસ માં અસરકારક ભાગ ભજવે છે.

chamomilla

calcarea phos.

rheum

silicea

calcarea carb.

ferrum met.

વગેરે દવાઓ મહત્ત્વનો ભાગ ભજવે છે.

dr ankit patel photoડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર
અને
(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ : +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા અમોને જાણ કરશો … આપને આપના મેઈલ આઈ ડી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી કોશિશ રહેશે.

આ અગાઉ હાઈપોથાઈરોડ ની જાણકારી આપેલ, જેની બ્લોગ પોસ્ટની લીંક ફરી એક વખત આપની સરળતા માટે અહીં નીચે દર્શાવેલ  છે, જેના પર ક્લિક કરવાથી મૂળ પોસ્ટ મેળવી શકશો.

ચેતવણી : અહીં દર્શાવેલ કોઈપણ પ્રકારના ઉપચાર જાતે કરતાં પહેલા, જે તે ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કે તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપચાર કરવો/ કરાવવો  જરૂરી છે.

You can  contact /follow us on :

twitter a/c : @dadimanipotli

facebook at : dadimanipotli

હાઈપરથાઈરોઈડ અને હોમીઓપેથી …

હાઈપરથાઈરોઈડ અને હોમીઓપેથી …

ડૉ. અંકિત પટેB.H.M.S

મિત્રો, આ અગાઉ આપણે  હાઈપોથાઈરોડ  વિશે જાણકારી પ્રાપ્ત કરેલ, આજે આપણે તેમાં વિશેષ અન્ય પ્રકાર હાઈપરથાઈરોડ વિશે પ્રાથમિક જાણકારી મેળવીશું અને સાથે સાથે હોમિઓપેથી દ્વારા થતાં તેના ઉપચારની વિગત પણ મેળવીશું. આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી મારી કલમને આપના પ્રતિભાવ દ્વારા પ્રોત્સાહિત કરશો..

hyperthyrodism

તો ચાલો મિત્રો,આજે આપણે હાઈપરથાઈરોઈડ વિશે સમજીશું.  …

> હાઈપરથાઈરોઈડ એ જ્યારે થાઈરોઈડ ગ્રંથી માંથી T3 નામનો અને/અથવા T4 નામનો

> અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં ઝરે ત્યારે થાય છેઃ

> કોઈક વાર આ બંને અંતઃસ્ત્રાવ નું પ્રમાણ બરાબર હોય છતાં આ પરિસ્થિતિ સર્જાય.

> છે જેનું કારણ થાઈરોઈડ ગ્રંથી માં આવેલો સોજો હોય શકે છે઼.

> કારણ  …

> ૧) થાઈરોઈડ માં આવેલો સોજો –

> ૨) ગ્રેવ’સ ડિસીસ કે જે એક પ્રકારના . ગોઈટર નું નામ છે઼

> ૩) નોડ્યુલાર ગોઈટર

> ૪) થાઈરોઈડ હોર્મોન ની દવાઓ નું વધુ પડતું સેવન

> ૫) આયોડીન ની વધારે પડતી માત્રા

 hyperthyrodism.1

લક્ષણો  …

થાઈરોઈડ હોર્મોન શરીર નાં દરેક કોષ પર અસર કરે છે માટે જો હોર્મોન ની માત્રા વધુ હોય ત્યારે શરીર ની તમામ પ્રકારની ક્રિયા ની ગતિ વધી જાય છે઼.

– વજન ઘટવું

– ભુખ વધુ લાગવી

– અશક્તિ તેમજ થાક વધારે લાગવો

– ચિડીયાપણું

– ઉંઘ ન આવવી

– માસિક માં અનિયમિતતા

– સેક્સ સંબધીત સમસ્યાઓ

– ડિપ્રેશન

– હ્રદય ના ધબકારા વધવા

– પરસેવો વધારે થવો

– સ્નાયુ નો દુઃખાવો

– યાદશક્તિ ઘટવી

– શ્વાસ લેવામાં તકલીફ

ડાયાગ્નોસીસ …

લોહીમાં TSH નુ પ્રમાણ ઓછું હોય અને T3 અને T4 નું પ્રમાણ વધારે હોય એ પરિસ્થિતિ ને હાઈપરથાઈરોઈડીઝમ કહેવાય.

સારવાર …

૧) આયોડીયમ

૨) કેલીયમ કાર્બ

૩) થાઈરોઈડીનમ

૪) સ્પોન્જીયા

૫) કોનાયમ મેક

૬) નેટરીયમ મ્યુર

dr ankit patel photoડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર
અને
(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ : +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા અમોને જાણ કરશો … આપને આપના મેઈલ આઈ ડી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી કોશિશ રહેશે.

આ અગાઉ હાઈપોથાઈરોડ ની જાણકારી આપેલ, જેની બ્લોગ પોસ્ટની લીંક ફરી એક વખત આપની સરળતા માટે અહીં નીચે દર્શાવેલ  છે, જેના પર ક્લિક કરવાથી મૂળ પોસ્ટ મેળવી શકશો.

બ્લોગ પોસ્ટ લીંક :   

થાઈરોઇડ વિશે સમજણ …

ચેતવણી : અહીં દર્શાવેલ કોઈપણ પ્રકારના ઉપચાર જાતે કરતાં પહેલા, જે તે ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કે તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપચાર કરવો/ કરાવો  જરૂરી છે.

You can  contact /follow us on :

twitter a/c : @dadimanipotli

facebook at : dadimanipotli

થાઈરોઇડ વિશે સમજણ …

થાઈરોઇડ વિશે સમજણ …

ડૉ. અંકિત પટેB.H.M.S

HOMEOPATHY FOR THYROID
 
મિત્રો, ઘણા લાંબા સમયના વિરામબાદ, ફરી એક વખત અલગ અલગ રોગોની પ્રાથમિક જાણકારી સાથે હોમિઓપેથી દ્વારા થતાં તેના ઉપચારની વિગત સાથે આપની સમક્ષ હાજર થયેલ છું, આશા છે કે મારી લેખમાળાને ફરી સ્વીકારશો અને આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી મારી કલમને આપના પ્રતિભાવ દ્વારા પ્રોત્સાહિત કરશો..

થાઈરોડ અંગે, આ અગાઉ ઓડિયો-વિડીયો ક્લીપ દ્વારા તેમજ તેને આનુસંગિક લેખ દ્વારા આપે અહીં થોડી જાણકારી મેળવી હતી, આમ છતાં અનેક મિત્રો દ્વારા થાઈરોડ અંગે ફરી જાણકારી આપવા ના આગ્રહને ધ્યાનમાં રાખી ફરી એક વખત નવા સ્વરૂપમાં નવા લેખ સાથે ….
 
thyroid.1
 
થાઈરોઇડ એ એક ગ્રંથી છે જે ગળાના આગળ ના ભાગમાં આવેલી છે.

આ ગ્રંથીનું કામ શરીરમાં થતી મોટા ભાગની તમામ ચયાપચયની ક્રિયાનું સંચાલન કરે છેઃ
 
HYPO THYROID
 
થાઈરોડ ના પ્રકાર …

૧) હાઈપોથાઈરોઈડ

૨) હાઈપરથાઈરોઇડ

સૌથી પહેલાં હાઈપોથાઈરોઈડ વિશે સમજીશું …

હાઈપોથાઈરોઈડ એટલે જેમાં હોર્મોન ની માત્રા ઓછી હોય છે.

કારણો …

૧) હાશીમોટો થાઈરોઇડાઈટીસ

જેમા આ ગ્રંથી ના કોષો પર અસર થવાના કારણે હોર્મોન નો સ્ત્રાવ ઘટી જાય છે.

૨) દવા ના કારણે –

એન્ટી થાઈરોઇડ, લીથીયમ જેવી દવાઓ ના કારણે.

૩) થાઈરોઇડને ઓપરેશન દ્વારા કાઢી નાખવાના કારણે.

૪) રેડિયોઆયોડાઈડ સારવાર ના કારણે.

લક્ષણો …

– વધારે પડતો થાક લાગવો

-વજન વધવુ –

– વધારે ઉંઘ આવવી

– ચહેરા પર સોજો આવવો

– હાથ પગ તથા સાંધાઓમાં દુઃખાવો થવો

-માસિક ની અનિયમીતતા

– ઇન્ફ્રટીલીટી

– એનિમીયા ( લોહી માં હિમોગ્લોબીન ની ઉણપ )

– ડિપ્રેશન

– નાના તથા તાજા જન્મેલા બાળકો મા માનસિક તથા શારીરિક વિકાસ રુંધાવો.

ડાયાગ્નોસીસ …

થાઈરોઇડ ફંક્શન ટેસ્ટ દ્વારા નક્કી કરી શકાય.

સારવાર …

થાઈરોઇડની તકલીફ એ ઓટોઈમ્યુનીટી ના કારણે જોવા મળે છે જેમાં શારીરિક તથા માનસિક તાસીરનો અભ્યાસ અનિવાર્ય છે જેના કારણે વ્યક્તિ માનસિક તથા શારીરિક તંદુરસ્તી નો લાભ લઇ શકે છે જે હોમીઓપેથીક સારવાર પધ્ધતિ ની ખુબી છે.

થાઈરોડ ના રોગમાં ઉપયોગી થતી દવાઓ …
 
– કેલકેરીઆ કાર્બ

– કેલીયમ કાર્બ

– ગ્રેફાઈટીસ

– સેપીઆ

– થાઈરોઇડીનમ

હાઈપરથાઈરોઈડ વિશે આવતી વખતે હવે પછી આપણે ચર્ચા કરીશુ.

dr ankit patel photoડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર
અને
(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ : +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા અમોને જાણ કરશો … આપને આપના મેઈલ આઈ ડી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી કોશિશ રહેશે.

આ અગાઉ થાઈરોડ અંગે ઓડિયો-વિડ્યો દ્વારા જે જાણકારી આપેલ તે પોસ્ટની લીંક ફરી એક વખત આપની સરળતા માટે અહીં નીચે દર્શાવેલ  છે, જેના પર ક્લિક કરવાથી મૂળ પોસ્ટ મેળવી શકશો.

બ્લોગ પોસ્ટ લીંક : 

થાઇરોડ અને હોમીઓપેથી … ‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …(વિડીયો શ્રેણી ભાગ-૬) …

ચેતવણી : અહીં દર્શાવેલ કોઈપણ પ્રકારના ઉપચાર જાતે કરતાં પહેલા, જે તે ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કે તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપચાર કરવો/ કરાવો  જરૂરી છે.

જોન્ડિસ (કમળો) અને હોમિઓપેથી …

જોન્ડિસ (કમળો) અને હોમિઓપેથી  …
ડૉ. અંકિત પટેB.H.M.S

 joundice.1

વાંચક મિત્રો,  આ અગાઉ હીમેટેમેસીસ (પેટના માર્ગ દ્વારા લોહીનું બહાર વહેવું) … અને હોમીઓપેથી …. વિશેની પ્રાથમિક માહિતી … બ્લોગ પોસ્ટ પર નાં મારા લેખ દ્વારા આપ સર્વેએ મેળવી.   

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ બદલ,  અમો આપ સર્વે નાં અંતરપૂર્વકથી  આભારી છીએ.. !.  

આજે આપણે જોન્ડિસ એટલે કે કમળા વિશે સમજીશું…

ચાલો તો,  હવે આપણે જોન્ડિસ એટલે કે કમળો … તેના વિશે પ્રાથમિક જાણકારી મેળવીએ …

આમ તો હોમિઓપથી હઠીલા રોગો ને જ નાબુદ કરી શકે છે એવી માન્યતા પ્રવર્તે છે પરંતુ અચાનક આવેલ તકલીફ મા પણ હોમિઓપથી અસરકારક સાબિત થાય છે.

જ્યારે શરીર મા બીલીરુબીન નુ પ્રમાણ વધે ત્યારે આ રોગ થયો એમ કહેવાય.  જેના કારણે શરીર પણ પીળું પડી જાય છે.

પ્રકાર …

૧) હીમોલાઈટીક જોન્ડિસ.

આ તકલીફમાં  રક્તકણની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે.

૨) હીપેટોસેલ્યુર જોન્ડિસ

જે લીવર ના કોષો માં થયેલી તકલીફ ના કારણે ઉદભવે છે.

૩) ઓબ્સ્ટ્ક્ટીવ જોન્ડિસ

જે પીત્ત ના માર્ગ માં જયારે અડચણ આવે ત્યારે ઉદભવે છે.

joundice.2

લક્ષણો -ચિન્હો   – SYMPTOMS

૧) ભુખ ન લાગવી તથા વજન ઘટવુ. 

૨) ઉલટી ઉબકા થવા.

૩) શરીર પીળું પડવું તથા પેશાબ પીળો આવવો. 

૪) પેટમાં દુખાવો રહેવો. 

૫) તાવ આવવો. 

૬) ખંજવાળ આવવી.

ડાયાગ્નોસીસ – પરીક્ષણ  -તપાસ કરાવવી …

બ્લડ ટેસ્ટ – એસ. જી. પી. ટી .

યુરીન ટેસ્ટ – બીલીરુબીન ની હાજરી.

લીવર ફંક્શન ટેસ્ટ.

joundice.3

સારવાર – ઉપચાર …

૧) ગ્લુકોઝ વધારે લેવો.

૨) આરામ કરવો.

૩) ચેલીડોલીયમ – જ્યારે પેટ મા તથા પીઠ મા દુખાવો રહેતો હોય તો આ દવા આપી શકાય.

૪) લાઇકોપોડિયમ

૫) કારડસ મેરીડસ

૬) ચાઇના ઓફિસીનાલીસ

dr ankit patel photoડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર
અને
(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ : +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા અમોને જાણ કરશો … આપને આપના મેઈલ આઈ ડી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી કોશિશ રહેશે.

ચેતવણી : અહીં દર્શાવેલ કોઈપણ પ્રકારના ઉપચાર જાતે કરતાં પહેલા, જે તે ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કે તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપચાર કરવો/ કરાવો  જરૂરી છે.

હીમેટેમેસીસ (પેટના માર્ગ દ્વારા લોહીનું બહાર વહેવું) અને હોમીઓપેથી …

હીમેટેમેસીસ (પેટના માર્ગ દ્વારા લોહીનું બહાર વહેવું)   અને હોમીઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

hematemesis.2jpg
 
આજે આપણે  એક નવી વ્યાધિ … હીમેટેમેસીસ એટલે કે પેટના માર્ગ દ્વારા જ્યારે લોહી બહાર આવે  …. તેના વિશે વાત કરીશું …

વાંચક મિત્રો,  આ અગાઉ ગુદા માં પડતા વાઢીયા (ફીસર) … અને હોમીઓપેથી …. વિશેની પ્રાથમિક માહિતી … બ્લોગ પોસ્ટ પર નાં મારા લેખ દ્વારા આપ સર્વેએ મેળવી.  

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ બદલ,  અમો આપ સર્વે નાં અંતરપૂર્વકથી  આભારી છીએ.. !.  

ચાલો તો,  હવે આપણે હીમેટેમેસીસ એટલે કે પેટના માર્ગ દ્વારા જ્યારે લોહી બહાર આવે … તેના વિશે સમજીએ …

hematemesis.3

પેટ નો ભાગ થી નાના આંતરડા સુધી ના કોઈ પણ ભાગેથી લોહી ઉપર એટલે કે પેટ દ્વારા ઉલટી સાથે બહાર નીકળે છે.

જ્યારે લોહી નાના આંતરડા થી નીચેની તરફ એટલે કે મોટા આંતરડા તરફ થી મળ વાટે નીકળે એ પરિસ્થિતિ ને મેલીના કહેવાય છે.

hematemesis.1

કારણ :

અન્નનળી ની તકલીફ …

1. અન્નનળી ની નસો ફુલવી

2. કોઈ વસ્તુ ફસાઈ જવી

3. અન્નનળી નુ કેન્સર

4. ખોરાક પાછો આવવા ના કારણે સોજો આવવો.

પેટની તકલીફ …

1. પેપ્ટીક અલ્સર

2. પેટ ની દીવાલ નો સોજો

3. પેટનુ કેન્સર

નાના આંતરડા ની તકલીફ … 

1. આંતરડા નો સોજો

2. આંતરડા માં ગાંઠ

symptoms (રોગના ચિન્હો) …

ઉલટી માં લોહી પડવું.

investigation and examination

1. છાતી માં બળતરા થવી.

2. પેપ્ટીક અલ્સર ની હીસ્ટરી હોવી.

3. વધારે પડતી દર્દ શામક દવાઓ ખાવી.

આ ઉપરાંત નીચે મુજબ ના રીપોર્ટ રોગ ની ગંભીરતા નક્કી કરવા કરાવવા જોઈએ.

1. CBC

2. લોહી માં યરીયાનુ પ્રમાણ.

3. પ્રોથોમ્બીન ટાઈમ જે લોહી ગંઠાવા માટે જરૂરી તત્વ છે.

hematemesis.4

સારવાર …

નીચેની સૂચવેલ દવા ઓ આ તકલીફ મા કારગત સાબિત થઈ છે.

1. હેમામેલીસ

2. ફેરમ ફોસ

3. ફોસ્ફરસ

4. ઇિપકાક

5. ક્રોટેલસ હોરીડસ

6. કારબો વેજ

7. આરનીકા મોનટાના.

dr ankit patel photoડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર
અને
(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ : +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા અમોને જાણ કરશો … આપને આપના મેઈલ આઈ ડી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી કોશિશ રહેશે.

ચેતવણી : અહીં દર્શાવેલ કોઈપણ પ્રકારના ઉપચાર જાતે કરતાં પહેલા, જે તે ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કે તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપચાર કરવો/ કરાવો  જરૂરી છે.

ગુદા માં પડતા વાઢીયા (ફીસર)… અને હોમીઓપેથી …

ગુદા માં પડતા વાઢીયા (ફીસર) … અને હોમીઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

વાંચક મિત્રો,  આ અગાઉ પાઇલ્સ (મસા) …ની તકલીફ … અને હોમીઓપેથી …. વિશેની પ્રાથમિક માહિતી … બ્લોગ પોસ્ટ પર નાં મારા લેખ દ્વારા આપ સર્વેએ મેળવી; બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ બદલ,  અમો આપ સર્વે નાં અંતરપૂર્વકથી  આભારી છીએ.. !.  આજે આપણે  એક નવી વ્યાધિ … ગુદા માં પડતા વાઢીયા (ફીસર)… વિશે સમજીશુ…

 fissure

ચાલો તો, આજે ગુદા માં પડતા વાઢીયા વિશે સમજીએ….

જ્યારે ગુદાની નાજુક ચામડી માં ચીરા પડે ત્યારે તે પરિસ્થીતી ને ફિસર એટલે કે ગુદામાં વાઢિયા થયા એમ કહેવાય…

જ્યારે આ વાઢિયા ની શરુઆત હોય ત્યારે આ વાઢીયા ની સાથે સાથે એક્દમ લાલ (ફ્રેશ) લોહી પડે અને બળતરા થાય છે.

 • કારણો – 

જ્યારે ગુદાની નાજુક ચામડી વધારે પડતી ખેંચાય ત્યારે આ પરિસ્થીતિ ઉભી થાય છે.

યુવા લોકો માં આ રોગ થવાના કારણો માં  કબજીયાત, વધારે પડતો કડ્ક મળ અને વધારે સમય સુધી ડાયેરીઆ ( ઝાડા) રહે તો ફીશર થઇ શકે છે.

ઘરડા લોકો માં  આ જગ્યા પર લોહીનો અપુરતો પુરવઠો આવી તકલીફ માટે જવાબદાર છે.

 બીજા કારણો નીચે મુજબ વર્ણવી શકાય…

૧) અલ્સરેટીવ કોલાઇટીસ.

૨) ક્રોન’સ ડિસીસ.

૩) બાળક ના જન્મ સમયે થતી ઇન્જરી ના કારણે.

૪) ગુદામાર્ગ દ્વારા સેક્સ કરવાથી ત્યાં નુકશાન થાય જે ફિશરમાં પરિણમે છે.

 • લક્ષણ –

૧) કુદરતી હાજતે પછી વધારે પડતી બળતરા

૨) મળની ઉપર/ પછી એકદમ લાલ ( ફ્રેશ ) લોહી પડવુ.

૩) જો ફીશર લાંબા સમય થી હોય તો એ ભાગે ભીનાશ રહે અને વારંવાર ખંજવાળ આવે.

fiser.1
 • ડાયાગ્નોસીસ – 

ઉપર મુજબ ના લક્ષણો દ્વારા ફિશર ની તકલીફ છે નક્કી કરી શકાય છે.

 • સારવાર – 

અત્યાર સુધી આ તકલીફ ને સર્જરી સાથે સાંકળવામા આવતી કે આ તકલીફ હોય તો ઓપરેશન કરાવવુ પડે પરંતુ હોમિયોપેથી દ્વારા આ રોગ ફક્ત દવાઓથી મટી શકે છે.

૧) નાઇટ્રીક એસીડ – જ્યારે જાંણે કાંટો વાગતો હોય એવા દુખાવા સાથે મળની સાથે લોહી પણ આવે સ્થીતિ માં આ દવા અસરકારક સાબીત થાય છે.

૨) મ્યુરીઆટીક એસીડ- વધારે પડતી અશક્તી ની સાથે સાથે મળ ની સાથે લોહી પડે અને ગુદામાં થતા દુખાવાને કારણે એને સામાન્ય અડકતા પણ ભયંકર દુખાવો થાય ત્યારે આ દવા આપી શકાય છે.

૩) રટાઇના – જ્યારે મળ એકદમ કડક આવે અને એને ઉતારતા પણ ભયંકર દુખાવો થાય , બળતરા થાય,  ત્યારે આ દવા લઇ શકાય છે.

આ ઉપરાંત  સેપીઆ, કેમોમિલા, સિલીસીઆ, ગ્રેફાઇટીસ, કેલ્કેરીઆ ફોસ, પેટ્રોલિયમ જેવી દવાઓ આ રોગ માં અસરકારક સાબીત થાય છે.

 • સારવાર ઉપરાંત નીચે મુજબની સુચનાઓનુ પાલન પણ કરવામાં આવે તો ઘણી રાહત થઇ શકે છે.

૧) ખોરાક – વધારે ફાઇબરવાળો ખોરાક અને લીક્વીડ ડાએટ ઘણી અસરકારક સાબીત થાય છે. રસાળ ફળ, લીલા શાક્ભાજી વધારે લેવા.  આલ્કોહોલ અને કોફી ટાળવા. રોજના ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવુ.

૨) નવશેકુ ગરમ પાણી કરી ને એનો શેક લેવો.

૩) ગુદાના ભાગે ઇન્ફેક્શન ન લાગે એટલે દરેક કુદરતી હાજતે ની પ્રક્રિયા બાદ ગુદા નો ભાગ સાબુ થી સાફ કરી દેવો.

૪) ફરી થી ન થાય એના માટે કબજીયાત ને અટકાવી પડે જેના માટે ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવુ. , કુદરતી હાજતે ની પ્રક્રિયાને નિયમિત બનાવવી , એને રોકવુ નહી નહી તો એ ગુદામાર્ગ ને નુકશાન પહોચાડી શકે છે., વધારે પડ્તુ જોર ન કરવુ કુદરતી હાજતે જતી વખતે, તેમજ ગુદામાર્ગ દ્વારા સેક્સ(એનાલ સેક્સ) ટાળવુ.

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા અમોને જાણ કરશો … આપને આપના મેઈલ આઈ ડી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી કોશિશ રહેશે.

ચેતવણી : અહીં દર્શાવેલ કોઈપણ પ્રકારના ઉપચાર જાતે કરતાં પહેલા, જે તે ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કે તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપચાર કરવો/ કરાવો  જરૂરી છે.

પાઇલ્સ (મસા) … અને હોમીઓપેથી …

પાઇલ્સ (મસા) … અને હોમીઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

 rectum - piles

વાંચક મિત્રો,  આ અગાઉ  પિત્તાશયમાં  થતી પથરી ... વિશેના … બ્લોગ પોસ્ટ પર નાં મારા લેખ પર આપેલ આપના પ્રતિભાવો બદલ આભાર !. આજે આપણે… પાઇલ્સ (મસા) … વિશે સમજીશુ…

ન કહેવાય ન સહેવાય તેવી તકલીફ …..  પાઇલ્સ…
આજે આપણે પાઇલ્સ ( મસા ) વીશે સમજીશુ.

ગુદામાર્ગ ની નસો (વેઇન્સ) મા જ્યારે સોજા આવે ત્યારે એ મસા નુ સ્વરુપ ધારણ કરે છે. આ બધી નસો એ ગુદામાર્ગ અને ગુદા ના એકદમ છેડે આવેલી હોય છે. આવેલા સોજા ના કારણે આ નસો પાતળી બની જાય છે અને જ્યારે મળ ત્યાથી પસાર થાય એટલે એ જગ્યા પર બળતરા નો એહસાસ થાય છે.

 • મસા ને ૨ પ્રકાર મા વિભાજીત કરી શકાય છે.

૧) અંદરના મસા

૨) બહાર ના મસા

૧) અંદરના મસા – આ પ્રકાર મા મસા ખુબ અંદર હોય છે. ગુદામાર્ગ ની અંદર થતા આ મસા જોઇ કે અનુભવી શકાતા નથી પણ મળમા આવતા લોહી ના કારંણે આનુ નિદાન થઇ શકે છે. આ મસા ના કારણે દુખાવો પણ વધારે જોવા મળતો નથી.

૨) બહાર ના મસા – આ પ્રકાર ના મસા ગુદા માં જોવા મળે છે અને તે વધારે તકલીફ દાયક હોય છે. સામાન્ય રીતે આ મસા જ્યારે મળ ગુદા માંથી પસાર થતો હોય ત્યારે બહાર નીકળી જાય છે અને એની સાથે બ્લડ પણ નીકળે છે.

 • કારણો –

આ પ્રકાર ની તકલીફ કોઇ ને પણ અને ગમે તે ઉમરે થઇ શકે છે.  પરંતુ આધેડ ઉમર માં અને ગર્ભાવસ્થા માં આધારે જોવા મળે છે.

પેટ્મા જ્યારે દબાણ વધે ત્યારે તેની અસર આ નસો પર પડે છે અને એના કારણે તેમા સોજો આવે છે અને તે ફુલી જાય છે. નીચે પ્રમાણેના સંજોગો માં આ દબાણ વધે છે.

૧) ગર્ભાવસ્થા
૨) મેદસ્વીપણુ
૩) વધારે પડ્તા ઉભા રહેવુ કાં તો બેઠા રહેવુ
૪) કુદરતી હાજતે વખતે વધારે પડતુ જોર કરવુ
૫) વધારે પડ્તી ઉદરસ રહેવી અથવા છીંકો ખાવી કે ઉલટી થવી
૬) શારિરીક કામ કરતી વખતે શ્વાસ ને વધારે પડતો રોકી રાખવો.

આ ઉપરાંત ખોરાક પણ ખુબ મહત્વ નો ભાગ ભજવે છે. જેમ કે જે લોકો કાર્બોહાઇડ્રેટ પુરતા પ્રમાણ મા લેતા હોય તેમને આ તકલીફ થવાની સંભાવના ઘણી ઘટી જાય છે.

જે લોકો ફાઇબર વાળો ખોરાક અને / અથવા પાણી ઓછુ પીતા હોય ત્યારે પણ આ થવાની સંભાવના વધી જાય છે કારણ કે એના કારણે કબજીયાત થવાની શકયતા વધી જાય છે જે બે રીતે થઇ શકે છે. જેમ કે એના કારણે કુદરતી હાજતે વખતે જોર વધારે કરવુ પડે છે જેના નસો મા સોજો આવવાની શક્યતા વધી જાય છે. અને મળ પણ કઠણ હોય છે જેના કારણે તકલીફ વધે છે.

piles

 • લક્ષણ –

૧) ગુદામાંથી કુદરતી હાજતે વખતે લોહી ( લાલ ) પડવુ.
૨) બળતરા અને દુખાવો થવો.
૩) મસા બહાર નીકળવા ના કારણે ત્યાં સોજા જેવુ લાગવું.
૪) ખંજવાળ આવવી.
૫) ગુદામાંથી ભીનાશ પડતુ ચીકણુ પ્રવાહી નીકંળવુ.

 • ડાયાગ્નોસીસ-

જ્યારે ઉપર પ્રમાણે ની તકલીફ જણાય તો તરત ડોક્ટર ને બતાવવુ જરુરી છે.
પ્રોક્ટોસ્કોપી દ્વારા પ્રાથમીક રીતે આ રોગ નુ નિદાન થઇ શકે છે પરંતુ જરુર જણાય તો દુરબીન દ્વારા ગુદામાર્ગ ની તપાસ કરીને નિદાન કરવામા આવે છે.

 • સારવાર –

સૌ પ્રથમ ખોરાક લેવાની ટેવ ને બદલવામાં આવે તો ઘણો ફાયદો થઇ શકે છે. 
વધારે ફાઇબર વાળો ખોરાક લેવો.
રોજ નુ ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું.

નવસેકા ( સહન થઇ શકે એટલા ગરમ પાણીમાં) પાણી મા બેસી ને શેક કરવાથી દુખાવા માં રાહત મળે છે અને ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે.

નીચેની હોમિઓપેથીક દવાઓ આ તકલીફ માં લઇ શકાય છે.

૧) એલો સોકેટ્રીના – આ દવા જ્યારે મસા બહાર નીકળી ગ્યા હોય અને એકદમ વાદળી કલર જેવા દેખાતા હોય ત્યારે ઉપયોગમાં આવે છે.

૨) એસ્ક્યુલસ હીપ્પો – જ્યારે ગુદામા ખુબ જ બળતરા અને દુખાવો થાય અને એ ભાગ એકદમ સુકો થઇ ગયો હોય એવો લાગે ત્યારે આ દવા આપવામા આવે છે.

૩) આરસેનીક આલ્બ – ખુબ જ બળતરા જાણે આગ લાગી હોય એવી તકલીફ હોય ત્યારે આ દવા અસરકારક સાબીત થાય છે.

૪) મ્યુરીઆટીક એસીડ – જ્યારે મસાની સાથે લોહિ પણ નીકળૅ ત્યારે આ દવા અક્સીર સાબીત થાય છે.

૫) નાઇટ્રીક એસીડ – જ્યારે કાંટા વાગતા હોય એવો દુખાવો થતો હોય અને લોહી વધારે નીકળતુ હોય ત્યારે આ દવા આપવામાં આવે છે.

૬) આ ઉપરાંત  નક્સ વોમિકા, ફોસ્ફરસ, હેમામેલીસ, કોલીનસોનીઆ, લેકેસીસ જેવી દવાઓ પણ આ તકલીફ મા અસરકારક સાબીત થાય છે.

આ બધી દવાઓ  ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

પિત્તાશય મા થતી પથરી અને હોમીઓપેથી …

પિત્તાશય મા થતી પથરી અને હોમીઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

 gallstone

વાંચક મિત્રો,  આ અગાઉના મારા મોઢામા પડતા ચાંદા … વિશેના … બ્લોગ પોસ્ટ પર નાં લેખ પર આપેલ આપના પ્રતિભાવો બદલ આભાર !. આજે આપણે… પિત્તાશય મા થતી પથરી … વિશે સમજીશુ…

પિત્તાશય એ પાચન તંત્ર સાથે સંકળાયેલુ ઘણુ અગત્યનુ અવયવ છે જે લીવર ની નીચે આવેલુ છે. લીવર માં ઉત્પન્ન થતા પિત્તને સંગ્રહ કરવાનુ કામ પિત્તાશય કરે છે. અને આ પિત્ત નાના આંતરડા મા થતા ચરબીના પાચન મા ખુબ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે આ પિત્ત પિત્તાશયમાંથી બહાર યોગ્ય પ્રમાણમા ન નીકળે તો વધારે જમા થતુ પિત્ત પથરી નુ સ્વરુપ ધારણ કરે છે.

gallstone.1

 • સામાન્ય રીતે આ પથરી બે પ્રકાર ની હોય છે.

૧) કોલેસ્ટેરોલ

૨) પિગમેન્ટ.

આ બે પ્રકાર માથી સૌથી વધારે કોલેસ્ટેરોલ નુ બંધારણ ધરાવતી પથરી વધારે જોવા મળે છે.

 • કારણ –

૧) આનુવંશીક

૨) મેદસ્વીપણુ

૩) પિત્તાશય ની હલન ચલન કરવાની ક્ષમતા

૪) ખોરાક

 • કોને આ પથરી થવાની શક્યતા વધી જાય ?

૧) આનુવશિક …  જે ઘર મા આ તકલીફ હોય તો એની આવનારી પેઢીમા થવાની શક્યતા વધી જાય છે.

૨) મેદસ્વીપણુ …  જ્યારે શરીર મા મેદસ્વીપણુ હોય તો એ કોલેસ્ટેરોલ નુ પ્રમાણ વધારી દે છે. જે પથરી થવાની શક્યતા વધારે છે.

૩) ઇસ્ટ્રોજન …    ઇસ્ટ્રોજન એ કોલેસ્ટેરોલ વધારે છે અને પિત્તાશય ની હલન ચલન કરવાની ક્ષમતા ઘટાડે છે માટે ગર્ભાવસ્થામાં, જે સ્ત્રિઓ      ગર્ભનિરોધક ગોળીઓ લે છે અને જે લોકો હોર્મોન થેરાપી લેતા હોય એ લોકો મા ઇસ્ટ્રોજન નુ પ્રમાણ વધે છે અને પથરી થવાની શક્યતા ઓ વધે છે.

૪) જાતિ અને ઉમર …  આ તકલીફ સ્ત્રિઓ અને વૃદ્ધાવસ્થામા વધારે જોવા મળે છે.

૫) કોલેસ્ટેરોલ ની દવાઓ …  જે લોકો કોલેસ્ટેરોલ ઓછુ કરવાની દવાઓ લેતા હોય એ લોકો મા પથરી થવાની શકયતા વધી જાય છે કેમ કે બ્લ ડ આ કોલોસ્ટેરોલ ઓછુ થતા પિત્તમા એનુ પ્રમાણ વધે છે.

૬) ડાયાબિટીસ …    આ રોગ મા ટ્રાઇગ્લિસરાઇડ કે જે બ્લડની ચરબી નો એક ભાગ છે જેનુ પ્રમાણ વધે છે અને એના કારણે પથરી થવાની શક્યતા વધી જાય છે.

૭) પિગમેન્ટ નુ બંધારણ ધરાવતી પથરી સીરોસીસ ઓફ લીવર ની તકલીફ હોય તો થવાની શક્યતા વધી જાય છે.

 gallstone.3

 • લક્ષણો …

પિત્તાશય ની પથરી મોટેભાગે કોઇ લક્ષણ ઉભા નથી કરતી જેને સાઇલન્ટ સ્ટોન કહેવામા આવે છે પણ જો એની સાઇઝ વધે તો એ નીચે પ્રમાણે ના લક્ષણો ઉભા કરી શકે છે.

૧) પેટના ઉપર ના ભાગ મા ખાસ કરીને જમણી બાજુ મા તથા પીઠના ભાગે દુખાવો થાય છે.

૨) ઉબકા આવે.

૩) ઉલટી થાય.

૪) અપચો, ગેસ, એસીડીટી તથા છાતી મા બળતરા થાય છે.

 • ડાયાગ્નોસીસ …

૧) બ્લડ ટેસ્ટ કે જેના દ્વારા એ ખબર પડે કે કોઇ ઇન્ફેક્શન કે ઓબસ્ટ્રક્શન ના કારણે આ સ્થિતી સર્જાઇ છે.

૨) અલ્ટરાસાઉન્ડ ( સોનોગ્રાફી )

૩) એન્ડોસ્કોપી

૪) એન્ડોસ્કોપીક રીટ્રોગ્રેડ કોલેન્જીઓપેન્ક્રીએટોગ્રાફી(ERCP)

 • સારવાર – 

હોમિઓપથીક દવા પિત્તાશય ની પથરી ની સાઇલન્ટ બનાવી દે છે અને પિત્ત ના પ્રમાણ મા સતુંલન લાવવાનુ કામ કરે છે જેનાથી વ્યક્તીએ એનુ એક અંગ ગુમાવવુ પડતુ નથી.

૧) લાઇકોપોડિયમ – લીવર અને પિત્તાશય ની તકલીફ માટે અસરકારક દવા છે જે વધારાના પિત્તનુ શમન કરી ને ખોરાક ને યોગ્ય રીતે પચાવી ને શરીર મા તેનુ સંતુલન જાળવે છે.

૨) કારડ્સ મરાઇડસ – જે લીવર સીરોસીસ ના કારણે થતી તકલીફો મા ઘણી અસરકારક સાબીત થાય છે.

૩) ચેલીડોનીયમ મેજસ – પિત્તાશય ના દુખાવા મા ઘણી અક્સીર દવા છે.

૪) ચાઇના ઓફીસીનાલીસ – પથરી ના કારણે થતા અપચા અને ગેસ તથા એસીડીટી મા ખુબ જ અસરકારક દવા છે.

૫) નેટરમ સલ્ફ.

આ બધી દવાઓ  ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

મોઢામાં પડતાં ચાંદા અને હોમીઓપેથી …

મોઢામાં પડતાં ચાંદા અને હોમીઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

 mouth ulcer

વાંચક મિત્રો,  આ અગાઉના મારા પેપ્ટીક અલ્સર વિશેના … બ્લોગ પોસ્ટ પર નાં લેખ પર આપેલ આપના પ્રતિભાવો બદલ આભાર !. આજે આપણે… મોઢામા પડતા ચાંદા … વિશે સમજીશુ…

આજની ફાસ્ટફૂડ પ્રભાવિત લાઇફસ્ટાઇલના કારણે મોંમાં ચાંદા પડવા અને પેટને લગતી સમસ્યા વધી છે.

અનેક પ્રકારની દવા લેવા છતાં લોકો મોંમાં ચાંદા પડવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકતા નથી.  આજે આપણે મોઢામા પડતા ચાંદા વિશે વાત કરીશું.

મોઢામા ચાંદા એટલે મોં ની અંદર આવેલુ ચામડી નુ પાતળુ આવરણ જેની અંદર આવતો સોજો જે ગાલ, પેઢા, હોઠ અને જીભ ને પણ અસર પહોચાડે છે જેના કારણે અસરગ્રસ્ત ભાગ લાલ રહે છે અને ત્યા બળતરા નો પણ અહેસાસ થાય છે.

કારણો –

૧) ખોરાક મા વિટામીન બી ૧૨ , ફોલીક એસીડ , પ્રોટીન તથા લોહતત્વ ( આઇરન ) ની ઉણપ,

૨) મો ની કાળજીપુર્વક ની સફાઇ ના કરવી,

૩) દાંત મા લગાવેલા ડેન્ચર ( ચોકઠુ, સ્પ્રીંગ ) જે યોગ્ય રીતે ન લગાવ્યા હોય,

૪) વધારે પડતા ગરમ ખોરાક કે પીણા ના કારણે,

૫)કોઇ પણ પ્રકાર ની એલર્જી જે ખોરાક કે પછી દવાઓના કારણે થઇ હોય,

૬) રેડીયોથેરાપી ના કારણે.

લક્ષણૉ –

મોટેભાગે મો ની અંદર થતો દુખાવો કે બળતરા મો મા પડેલા ચાંદા તરફ ઇશારો કરી દે છે. મોટેભાગે આ ચાંદા ૫ થે ૧૦ દિવસ ની અંદર મટી જાય છે.

સારવાર –

૧ ) વધારે પડ્તા તીખા અને મસાલા વાળા ખોરાક તેમજ ખાટા રસાળ ફળથી દુર રહેવુ જોઇએ.

૨ ) જો વધારે બળતરા લાગે તો બરફ ના ગાંગળા લગાવી શકાય.

૩ ) બને એટલુ વધારે પાણી પીવાથી પણ ફાયદો થાય છે.

૪ ) મોની તથા દાંત ની સાર-સંભાળ સારી રીતેકરવાથી આ સમસ્યા ને રોકી શકાય છે.

૫) તાંદરજો, ભાજી વગેરે લીલા શાકભાજી ખાવાથી વિટામીન બી ૧૨ મલૅ છે જે આવા ચાંદા ની સામે રક્ષણ આપે છે.

દવાઓ –

૧ ) બોરેક્સ

૨) સલ્ફર

૩) નેટરમ મ્યુરીએટીકમ –

૪) નક્સ વોમિકા

૫) મરક્યુરીઅસ

૬) કાલી બાઇક્રોમિયમ

૭) આરસેનીકમ આલ્બમ

આ બધી દવાઓ મોઢામા પડતા ચાંદા – માં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] [email protected]  દ્વારા મેળવી શકો છો.

ઘરેલુ ઉપાય …

– એક કેળું ગાયના દૂધમાં ખાવાથી આરામ મળે છે.

-મોઢું હંમેશા આવતું હોય તો ટામેટાં ભરપૂર ખાવા જોઈએ. ટામેટાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવીને તેના કોગળા કરવાથી પણ રાહત મળે છે.

-પાનમાં ચણાની દાળ જેટલો કપૂરનો કટકો નાખીને પાન ધીરે ધીરે ચાવવું. થૂંક ગળવું નહીં તેને થૂકતાં રહેવું, છેલ્લા કોગળા કરી લો તરતજ લાભ થશે. 

-સૂકુ કોપરું ખૂબ ચાવી ચાવીને ખાવું અને તેનું પેસ્ટ બનાવી મોઢાંમાં થોડીવાર રાખવું પછી ઉતારી જવું આવું દિવસમાં બે-ત્રણ વાર કરવાથી બે દિવસમાં ચાંદા મટી જશે.

સાભાર : વેબ દુનિયા …

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે અમોને તેમજ પોસ્ટના લેખક ડૉ. અંકિત પટેલ ને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે.

પેપ્ટીક અલ્સર- અને હોમિઓપેથી …

પેપ્ટીક અલ્સર- અને હોમિઓપેથી …
ડૉ. અંકિત પટેB.H.M.S

 peptic ulcer

 સર્વે વાંચક મિત્રો  આ અગાઉના મારા એસીડીટી વિશેના લેખની  … બ્લોગ પોસ્ટ પર આપેલા આપના પ્રતિભાવો માટે  ખૂબ ખૂબ આભાર !. હવે આજે આપણે પેપ્ટીક અલ્સર વિશે સમજીશુ.

અગાઉ આપણે એસીડીટી ના લેખ મા સમજ્યા તેમ આપણા પેટ્ની રચના કુદરતે એ રીતે કરી છે કે જ્યારે ખોરાક પેટ્મા પહોચે એટલે તરત જ પેટની જે દિવાલ છે તેમાથી એસીડ તરત જ ઝરવા લાગે છે., જે ખોરાક ના પાચન માટે ખુબ જ જરુરી છે.  પરંતુ  જ્યારે   જ્યારે આ પેટની દિવાલ પર  ચાંદુ પડે ….  તો તેને આપણે પેપ્ટીક અલ્સર તરીકે ઓળખી શકીએ  કે પેપ્ટીક અલ્સર થયું છે તેમ   કહી શકીએ.

ખાસ કરીને આવા ચાંદા પેટ્ની દિવાલ અને નાના આંતરડા ના શરુઆત ના ભાગ મા તથા અન્નનળી ના નીચેના ભાગમાં થાય છે.

peptic ulcer.1

કારણો-

૧) H. pylori infection – આ બેક્ટેરીયા અશુદ્ધ પાણી થી ફેલાય છે.

૨) દર્દ-શામક દવાઓ – એસ્પીરીન જેવી … દર્દ- શામક દવાઓ રોજીંદી લેવામા આવે તો તેનાથી પેટની દિવાલ પર એસીડની અસર થાય છે. જે શરુઆત મા એસીડીટી અને થોડા સમય પછી ચાંદાનુ સ્વરુપ ધારણ કરી લે છે.

૩) સ્ટ્રેસ – કે જ્યારે માનસિક તાણ વધી જાય ત્યારે આ પરિસ્થીતી સર્જાઇ શકે છે.

4) કેન્સર ની શરુઆત હોય ત્યારે પણ આ સમસ્યા સર્જાઇ શકે છે.

૫) zollinger-ellison syndrome.

peptic ulcer.2 

લક્ષણો-

૧ ) વારંવાર થતો પેટ્નો દુખાવો –
આ દુખાવો પેટ્ના ભાગ મા વધારે હોય છે.
જ્યારે ખોરાક લો ત્યારે દુખાવો વધી જાય છે.

૨ ) છાતી મા થતી બળતરા.

૩ ) ભુખ ન લાગવી.

૪) ઉલટી અને ઉબકા થવા.

૫) ઘણી વખતે આ ચાંદા ના કારણે એનીમિયા એટલે કે લોહતત્વની ઉણપ સર્જાઇ શકે છે કારણ કે ચાંદા ના કારણે ઘણી વખત લોહી મળની અંદર મળીને શરીર માંથી ઓછુ થતુ જાય છે અથવા લોહીની ઉલટી પણ થઇ શકે છે. અને એનીમિયા ની તકલીફ ઉભી થઇ શકે છે.

નિદાન –

૧ ) એન્ડોસ્કોપી – આ સૌથી સરળ અને અસરકારક પદ્ધતી છે કે પેટ્ની અંદર કેટલા ચાંદા છે અને એ કઇ કઇ જગ્યા પર છે.

૨ ) બેરીયમ ટેસ્ટ –

૩ ) હીમોગ્લોબીન અને લોહતત્વ નો રીપોર્ટ

સારવાર –

૧ ) ખાવા પીવા મા વધારે તીખુ, તળેલુ અને ગરમ મસાલા વાળો ખોરાક બીલકુલ બંધ કરવો.

૨ ) વધારે પડ્તુ માનસીક તાણ અને ચિંતા થી દુર રહેવુ.

૩ ) તમાકુ, આલ્કોહોલ, કોફી, ચા, ખટાશ વાળો ખોરાક, માંસાહાર, સિગરેટ વગેરે થી પરેજી પાળવી.

દવાઓ-

૧ ) હાઇડ્રાસીસ કેનાડેન્સીસ – કે જ્યારે વધારે પડતા આલ્કોહોલ ના સેવન ના કારણે ચાંદા પડ્યા હોય તો આ દવા અસરકારક સાબીત થઇ શકે છે.

૨ ) ચેલીડોનીયમ મેજસ- આ દવા મા જ્યારે ચાંદા જો કમળો કે પિત્તાશય મા પથરી જેવી તકલીફો ના કારણે અથવા સાથે સાથે હોય તો તકલીફ નુ યોગ્ય નિવારણ થઇ શકે છે.

૩ ) કાલી બાઇક્રોમીયમ – દર્દી જ્યારે પેટ્નો દુખાવો ખાધા પછી વધી જાય અને સાથે સાથે ઉલ્ટી પણ થાય જેમા લોહી અને ચીકાશ પડતુ પ્રવાહી નીકળે અને દુખાવો અચાનક આવે અને અચાનક જતો રહે એવા કિસ્સા મા આ દવા અક્સીર છે.

૪ ) લાઇકોપોડીયમ –  જ્યારે દર્દીને ભુખ વારંવાર લાગે અને થોડુ જમ્યા પછી તરત પેટ ભરાઇ જાય અને થોડા સમય પછી પાછી તરત ભુખ લાગી જાય. પેટ હંમેશા ભારે ભારે રહે.

બીજી અન્ય દવાઓ –

નક્સ વોમિકા

આરસેનીક આલ્બ્મ

સેપિઆ

ફોસ્ફોરસ

ક્રીઓસોટમ

આ બધી દવાઓ પેપ્ટીક અલ્સર- માં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

ડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર

તેમજ

(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ નંબર +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

‘દાદીમા ની પોટલી’ પર ‘પેટ અને આંતરડા’ નાં રોગની શ્રેણી  શરૂ કરવા માટે અમો ડૉ.અંકિતભાઈ ના અંતર પૂર્વક્થી આભારી છીએ.

પેટ અને આંતરડા નાં રોગ વિશેની જાણકારી અને તેના ઉપચાર અંગની પ્રાથમિક માહિતી ડૉ.અંકિત પટેલ (અમદાવાદ) દ્વારા  હવે પછી નિયમિત રીતે બ્લોગ પર આપ સર્વે માણી શકો તેવી અમારી નમ્ર કોશિશ રહેશે.