મોરલી વાળા …

મોરલી વાળા …

 

 

 
balkrishna.1
 

 

 

આવો હવે મોરલી વાળા, સંભવામી વચન વાળા..
ભૂમિ  ભારત ઉગારો,  આવો ગિરિધારી આવો…

 
રાવણ તેદિ’ એક જનમ્યો’તો, ગઢ લંકા મોજાર..
આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઈ ન તારણ હાર..
વિભીષણ એક ન ભાળું,  જામ્યું બધે પાપ નું જાળું…

 
પેટમાં પોઢીને સાંભળેલી શિવે, રામ લક્ષ્મણ ની વાત..
આજ ન જીજાબાઇ જણાતી, નથી શૂરો કોઈ તાત..
ભીડૂં જે ભોમ ની ભાંગે,   જાગે રણશિંગા વાગે…

 
આજ ભામાશા ભાળ ન લેતો, લડે રાણાજી કેમ..
ધનવાનો ધન ઉપર બેઠાં, ભોરિંગ કાળા જેમ..
લૂંટે છે ગરીબ ની મૂડી,   રાખે નિતી કુડી કુડી…

 
હોટલ ક્લબ માં ચડે હિલોળે, ડિસ્કો દેતાં થાપ..
નાટક ચેટક નખરા જોતાં, આજના મા ને બાપ..
તમાકુ ની ફાકીયું ફાકે, આમાં-શિવાજી ક્યાંથી પાકે…

 
આજ જુવાની ચડી હિલોળે, અવળો છે ઉત્પાત..
નારી દેખી નર સીટીઓ મારે, દુર્યોધન ના ભ્રાત..
સીતાની શોધ શું થાતી, લાજુ જ્યાં રોજ લુટાતી…

 
લીલા પીળા લૂગડાં પહેરે, નહી પુરુષ પહેચાન..
લટક મટક ચાલ ચાલે ને, નચાવે નેણ કમાન..
આંખે આંજે કાજળ કાળું, રાખે વાળ જાણે જાળું…

 
શરીર જુવો તો સાગ ની સોટી, વળી છે વાંકી કેડ..
ખેતર વચ્ચે ચાડિયો ચોંટ્યો, એવો લાગે છે મેળ..
ભૂમિ ભારત ની લાજે, ભાળી નિજ બાળ ને આજે…

 
ખુરસી માટે ખેલ મંડાણો, કરતા નાગા નાચ..
પૈસા ખાતર પંડ ને વેચે, એવા રહ્યા છે સાચ..
ભારત ની  ભોમકા માથે, આવ્યા સૌ બાથં બાથે…

 
સંત દુભાતાં શામળો આવે, રાખે ભક્ત ની લાજ..
આજ મુનિજન એવા હશે ક્યાં, રિઝાવી લે મહારાજ..
ઊતારે રામ ને હેઠો,   જોવે છે ત્યાં બેઠો બેઠો…

 
જન્મ ધર્યો જ્યાં જાદવરાયે, રામ લીધો અવતાર..
આજ ભૂમિ એ ભીડે પડી છે, આવે લાજ અપાર..
રહે શું માતમ તારું,  લાગે તને કલંક કાળું…

 
સુણી અરજ સરકાર પધારો, આણો પાપ નો અંત..
વણશિંગા આ રાક્ષસ મારી, સ્થાપિદો સઘળે સંત..
ગીતાના ગાન વિચારો, પધારો શ્યામ પધારો…

 
અંત આવ્યો અમ ધીરજ કેરો, સંકટ સહ્યાં ન જાય..
આગ લાગી અમ હૈયે હરજી, એક જ છે ઉપાય..
કાંતો અવતાર ધરાવો, નહિતો ના પ્રભુ કહાવો…

 
દીન ” કેદાર “ના દીન દયાળુ, શાને કરો ઉપહાસ..
પ્રલય પાળે જગ બેઠું છે, નહી ઊગરવા આશ..
પછી અવતાર જો થાશે, તો-તારાં કોણ ગુણલા ગાશે…

 

 

સાર :  એક સમય હતો જ્યારે ભારત માટે કહેવાતું કે તેના એક એક જાડ ની દરેક ડાળ પર સોનાના પક્ષી બેઠા રહેતા, પણ આજે એક એવો સમય પણ આવ્યો, જ્યારે ભારત માં રહેનાર ભારતીય કહેવરાવવાનું પણ શરમ જનક માનવા લાગ્યા. કારણ કે અમુક લોકો એવા ભ્રષ્ટ પાક્યા કે પુરા ભારતની છબી બગાડી નાંખી.  રાવણે સીતાજી નું હરણ કરેલું, પણ તેમને અશોક વટિકામાં રાખેલા, પોતાના મહેલમાં લઈ જવાની કોઈ કોસીશ પણ કરી ન હતી, વિભીષણ રાવણ નોજ ભાઈ હતો, પણ સદાય સાચીજ સલાહ આપતો. આજેતો એવા એવા દુષ્ટો પાક્યા છે કે તેની સરખામણી રાવણ સાથે કરીને રાવણ ને અપમાનિત ન કરી શકાય. 

જીજાબાઈ જેવી માતા હોય તેને પેટે શિવાજી મહારાજ જેવા પુત્રો જ પાકે ને ?   જેણે શિવાજી પેટમાં હતા ત્યારથી જ એવા હાલરડા ગાયા કે શિવાજીએ બચપણ થીજ પોતાનું ભવિષ્ય નું ઘડતર ઘડવાનું ચાલુ કરી દીધું, અને આમ, મા ના પેટમાં ગર્ભ હોય ત્યારથી જ બાળકને સમજણ આપી શકાય છે.   તે આજના વિજ્ઞાને પણ સાબિત કરી બતાવ્યું છે.   જ્યારે આજના એવા ઘણા મા બાપ છે જે બાળકને આયાના ભરોંસે સોંપીને હોટેલો અને ક્લબોમાં ડાંસ કરવા જતા હોય, નાટક ચેટક જોતા હોય, અને તમાકુની ફાકીઓ ફાકતા હોય તો તેમની પાસેથી શિવાજી જેવા પુત્રો પાકવાની આશા કેમ રાખવી ?  આવા વાતાવરણ માં ઊછરેલું બાળક લંપટ ન પાકે તોજ નવાઈ લાગે !   માટે જ ભારતમાં  સૌથી વધુ ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને કાળા નાણા જેવા મહા અનર્થો જ સરજાય ને ?  જોકે સાચા અમૂક સંતો – મહાત્માઓ ના આશીર્વાદના પ્રતાપે ફરીથી સુવર્ણ યુગ આવવાની આશા રાખી શકાય ખરી.   કેમકે રામ અને કૃષ્ણ જેવા અવતારો લેવા ભગવાને આ ભૂમિને પસંદ કરી છે, માટે આપણે બધા એવા કોઈ સંતન ની ભાળ મેળવીએ કે જે ઊપર બેઠાં બેઠાં આ તમાશો જોઈ રહેલા પ્રભુને પ્રાર્થના કરે કે હવે આ ભારતની દશા અમારા થી જોવાતી નથી, કાંતો હવે અવતાર ધારણ કરીને પધારો, મોડું કરશો તો આ નરાધમોનો પ્રભાવ એટલો વધી જશે કે આપને પણ તેનાપર વિજય મેળવવામાં મુશ્કેલી પડશે, અને પ્રભુ હવે તો આ ભારત આ શિંગડા વિનાના નર રાક્ષસોથી પ્રલયની અંતિમ ક્ષણો પર પહોંચી ગયું છે, કાંતો પછી કહીદો કે હવેથી મને ભગવાન ન કહેજો જેથી અમો આપના આગમન ની આશા ન રાખીએ, પણ જો પ્રલય થયો તો આપ હવે અવતાર ક્યાં ધરશો ?, અને અવતાર ધરશો તો આપના ગુણ ગાન ગાનારા ક્યાં ગોતવા જશો ?  માટે,  હે નાથ ફરીથી આ ભારતને એજ સુવર્ણ યુગ પ્રદાન કરો જેના માટે આપને જન્મ ધરવાની ઇચ્છા થતી રહેતી.

 

 
જય જગદીશ્વર…

 

 
kedarsinhjiરચયિતા:
કેદારસિંહજી એમ. જાડેજા
(ગાંધીધામ-કચ્છ)
મો. ૯૪૨૬૧ ૪૦૩૬૫
e mail. [email protected]
W.:   http://kedarsinhjim.blogspot.com

 

 

આજની પોસ્ટ   ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  શ્રી  કેદારસિંહજી મે. જાડેજા (ગાંધીધામ- કચ્છ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

જન્માષ્ટમીની સૌ મિત્રોને શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ….!

ૐ નમ: શિવાય ….! જય શ્રીકૃષ્ણ !

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

દેશળ ભગત …

દેશળ ભગત …

 

 

આજની પોસ્ટ અમોએ શ્રી કેદારસિંહજી મે. જાડેજા (ગાંધીધામ -કચ્છ)એ મેઈલ દ્વારા અમોને મોકલાવેલ, જે આપ સર્વેની જાણકારી માટે અહીં પુન:પ્રસિદ્ધ કરીએ છીએ.  આજની પોસ્ટ મોકલવા બદલ અમો શ્રી કેદારસિંહજીભાઈ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  

 

 

 

 dasi jivan

 

 

થોડા સમય પહેલાં  કચ્છમાં શ્રી નારાયણ (સ્વામી) બાપુની તિથિ નિમીતે જે કાર્યક્રમ રાખવામાં આવેલો તેમાં શ્રી મેરાણ ગઢવીએ દેશળ ભગતનો  એક પ્રસંગ રજૂ કર્યો હતો, જે મારા માતુશ્રી મને ઘણી વખત કહેતા.    આજે જે પ્રસંગ મને તાજો થતાં અહીં રજૂ કરું છું.

 

જેના માટે ભગવાન દ્વારકાનાથ ને ધ્રાંગધ્રાના મહારાજા શ્રી અજીતસિંહજીની જેલનો પહેરો ભરવો પડેલો એ દેશળ ભગત વિશે જાણીએ …

 

મારા માતુશ્રીના ફૈબા સાહેબ એટલે ધ્રાંગધ્રા રાજ્યના મહારાણી સાહેબા બાજીરાજબા, મારા માતુશ્રી બે બહેનો, સગો કોઈ ભાઇ નહીં, નાની વયમાં માતા પિતાની છત્ર છાંયા ગુમાવી ચૂકેલા, તેથી ફૈબા સાહેબે તેમને ધ્રાંગધ્રા બોલાવી લીધેલાં, લાડકોડ સાથે ભક્તિનું સિંચન કરેલું તેથી ઈશ્વરમય જીવન.   મને પણ ધર્મ અને સંતો મહંતોની વાતો કરતા. તેમાંનો એક પ્રસંગ અહીં રજૂ કરવા નમ્ર  કોશિશ કરું છું.

 

એ વખતે ધ્રાંગધ્રામાં  રા.રા.શ્રી અજીતસિંહજી સાહેબ ગાદી પર બિરાજમાન.  અડાબીડ વ્યક્તિત્વ, કંઈ પણ ખોટું સહન કરે નહીં, અન્ય રાજ્યોના રાજા મહારાજાઓ પણ તેમનું માન જાળવે.  આવા રાજાના રાજ્યમાં એક દેશળભાઈ રાજ્યની જેલના સામાન્ય સિપાહી;  જે  “દેશળ ભગત” તરીકે ઓળખાય.

 

ભજન પરાયણ જીવ, અવિરત ભક્તિમય જીવન, જ્યાં પણ ભજન ગાવા બોલાવે વિના વિલંબ પહોંચી જાય.  પણ ભક્તિ હોય ત્યાં ભીડ પણ સાથે જ હોય.  અનેક ખણ ખોદિયા – હિતશત્રુ લોકો મહારાજા ને ફરિયાદ કરતા કે બાપુ, આપ દેશળને જાણતા નથી, તે ઘણી વખત ચાલુ નોકરીએ આડો અવળો થઈ જાય છે.  આપની  જેલમાં કેવા કેવા ઘાતકી લોકો રાખવામાં આવતા હોય, દેશળ ની  આ બેદરકારીને  કારણે કોઈ વખત મુશ્કેલી ઉભી ન થાય ?    આપના નામથી ચોર લૂંટારાઓ પણ  ભય પામે છે.   આપના રાજ્યની જેલમાં જવાના નામ માત્રથી કેટલાક તો ગુનો કરતાં ગભરાય છે, પણ બાપુ, આ દેશળના પ્રતાપે જો કોઈ કેદી જેલમાંથી ભાગી જશે તો આપની બદનામી થશે, માટે આપ તેના પર જરૂરી નિયંત્રણ રાખો તો સારું રહેશે.

 

એક વખત શ્રી નારાયણ બાપુએ  એક ટુચકો કહેલો,  તે આ વાત સાથે  સુ સંગત હોઈ, દેશળ ભગતની વાત આગળ વધારતા પહેલા અહીં તમારી જાણકારી માટે મૂકું છું…

 

એક વખત લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ આપતો ત્રિદેવો માંહેના એક છો, જેમ આપ મહાદેવ અને બ્રહ્માજીનું માન રાખો છો, તેમ તેઓ પણ આપનું માન રાખે છે.   પરંતુ  હું ઘણીવાર જોઉં છું કે આપ ઊંડા ધ્યાનમાં લાગી જાવ છો.  શિવજી પણ ધ્યાનસ્થ થઈ જાય છે.   તો આપ કોનું ધ્યાન ધરો છો ?   આપનાથી મોટું કોણ છે ?   ત્યારે ભગવાને કહ્યું:  દેવી મારા ભક્તો જ્યારે મને અંતરથી યાદ કરે છે ત્યારે મારે તેની પ્રાર્થના સાંભળવી પડે છે.   ક્યારેક તેમની પાસે પણ જવું પડે છે.   મરાથી મારા ભક્તો મારા માટે મોટા છે.

 

આ સાંભળીને લક્ષ્મીજીને થયું કે જો ભગવાનના ભક્તો ભગવાન કરતાં મોટા હોય તો મારે તેમનું માન જાળવવું જોઇએ અને મારે તેની લાજ પણ કાઢવી જોઈએ.  બસ કહેવાય છે કે, ત્યારથી માતાજી ભક્તોના ઘરે જવાનું ટાળે છે  અને  તે જ કારણે ભગવાનના સાચા ભક્તો મોટા ભાગે નિર્ધન જ આપણને જોવા મળે છે …

 

ભજન પરંપરામાં એક નિયમ છે કે,  જો ભજનનું  “વાયક”  (આમંત્રણ) સ્વિકારવામાં આવે તો તેને કોઈ પણ ભોગે પાળવું પડે, તેથી દેશળ ભગત વાયક આવે તો વચન આપવાને બદલે કહેતા કે ભાઈ દ્વારકા વાળો મહેર કરશે તો આવી જાશું.

 

પણ જ્યારે જ્યારે પેલા ખણખોદિયા – હિતશત્રુ લોકોને ખબર પડે કે આજે  દેશળ ને  ભજનનું ‘વાયક’ આવ્યું છે,  કે  તેઓ તુરંત મહારાજાને ખબર આપીદે, પણ બાપુ આ વાતમાં ખાસ ધ્યાન ન આપતા.

 

એક વખત શહેરના કુંભારવાડામાં ભજનનું વાયક આવ્યું, દેશળ ભગતે  તેઓને જવાબ આપ્યો કે ભાઈ જેવી દ્વારિકા વાળાની મરજી.  જેલમાં નોકરીની ત્રણ પાળી (સિફ્ટ) ચાલે, આઠ-આઠ કલાકે  પાળી બદલે.   ભગતની નોકરી તે દિવસે રાતના આઠ થી સવારના ચાર વાગ્યા સુધીની હતી.   ભગતે સાથી સિપાહીને કહ્યું કે ભાઈ, આજે  મને ભજનનું વાયક મળેલ છે, મેં વચન તો નથી આપ્યું, પણ મારો જીવ ત્યાંજ બાજ્યો છે. આપ જો થોડી વાર મારા વતી નજર રાખો તો એક ચોહર (ચાર ભજન) કરી આવું,   સાથી સિપાઈએ  કહ્યું કે ભગત તમને ખબર છે, તમારા દુશ્મનો તમારા વિરુદ્ધ બાપુને કાન હંમેશાં ભંભેરતા રહે છે?   માટે તમે ધ્યાન રાખજો.   ભગતે જવાબ આપ્યો કે ભાઈ ધ્યાનતો રાખશે દ્વારિકા વાળો, આપણે શું ધ્યાન રાખવાના ?

 

પેલા ખણખોદિયાઓ ને પણ ખબર પડી ગયેલી કે આજે ભગતને આમંત્રણ છે, તેથી  ભગત જરૂર જશે.  હિતશત્રુ – ખણ ખોદિયાંએ મહારાજાને આ બાબતની જાણ કરી ને વિનંતી કરી કે રાજન,  આજ આપ પોતે જ અમારી વાતમાં થોડું ધ્યાન આપો તો, આજે દેશળની પોલ ખૂલી જાય.

 

ઘણા સમયની ભંભેરણીથી રાજન ને પણ ખાતરી કરવા વિચાર આવ્યો, તેમણે આ લોકોને કહ્યું કે આજે જ્યારે ભગત બહાર જાય ત્યારે તૂરત મને જાણ કરજો.   હું પોતે જાતે આવીને તપાસ કરીશ.

 

રાત્રિના દશ વાગ્યા, એટલે ભગવાનનું નામ લઈને દેશળ ભગત સાથી સિપાહીને ભલામણ કરીને ભજન ગાવા ચાલી નીકળ્યા.  મોકો -લાગ જોઇને પેલા ખણખોદિયાઓ એ મહારાજાને ખબર આપ્યા.  મહારાજને તેઓની વાતમાં  ભરોંસો ના અવતો…. હોવા છતાં, એક વખત જાતે  ખાતરી કરવા બાપુ જેલમાં પધાર્યા અને દેશળને હજર થવા કહ્યું.   રાજ્યની જેલનો પહેરવેશ પહેરેલા દેશળ ભગત આવીને બાપુને સલામ મારીને વંદન કરતાં ઉભા રહ્યા.   બાપુએ જેલની હાજરી ભરવાની (પૂરવાની) ચોપડી મંગાવીને તેમાં સહી કરીને સબ સલામત ની ખતરી કરતાં મહેલમાં પધાર્યા.

 

પેલા લોકોને નવાઈ લાગી કે આ ભગતડાને જતો તો જોયેલો, તે પાછો કઈ રીતે  આવી ગયો ?   શું કોઈએ આપણી યોજનાની જાણ તેને કરી દીધી ?   પણ ભગત આમંત્રણ આવ્યા પછી તે જરૂર ભજનમાં જાય જ,  એમ વિચારીને તેઓએ ફરીને થોડા સમય પછી જોયું તો ભગત ન હતા.   ફરી તેઓએ બાપુને જાણ કરી, બાપુ ફરી પધાર્યા પણ ખરા, પણ પહેલાની જેમજ દેશળ ભગત આવીને ઉભા રહ્યા.   ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરી અને પાછા ફર્યા.   હવે પેલા લોકોને થયું કે નક્કી કોઈક આપણી વાત જાણી ગયું છે જે દેશળને જાણ કરીદે છે તેથી તે ભજન છોડીને આવી જાય છે.

 

આ વખતે એવું કરો કે બે માણસો કુંભારવાડે જઈને ખાતરી કરે અને સમાચાર આપ્યા પછી પાછા ત્યાંજ ઉભા રહે, અને બે જણા જેલના દ્વાર પાસે રહે જેથી કોઈ પણ સંજોગોમાં એ ભગતડો જેલમાં આવી ન શકે, અને બે જણા બાપુને આ બધું સમજાવીને લઈ આવે જેથી બાપુને ખાતરી થાય.  આવી સંપૂર્ણ યોજના સાથે બાપુને બોલાવવામાં આવ્યા, પણ જેવા બાપુએ ભગતને હાજર થવા કહ્યું કે તરત ભગત હંમેશની જેમ, એજ પ્રમાણે આવિને બાપુને નમન કરીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરીને પેલા લોકોને ઠપકો આપ્યો કે આવા જૂઠાણા ચલાવીને કોઈને બદનામ કરવાની વૃતી …  બાબત સખત ઠપકો પણ આપ્યો.

 

અહીં દેશળ ભગતને તો આ બાબતની ખબર જ નહતી, સવારના ચાર વાગવાની તૈયારી હતી ત્યારે ભગતને ધ્યાન આવ્યું કે ભારે કરી આજે જરૂર નોકરી જશે.   ડરતાં ડરતાં તેઓ જેલના દરવાજે પહોંચ્યા ત્યારે નવી પળી બદલવાની તૈયારી ચાલતી હતી.   પેલા સાથી સિપાહીએ વાત કરતાં કહ્યું,  ભગત સારું થયું કે તમે આજે  ભજનમાં ન ગયા,  આજે મહારાજા ત્રણ વખત પધારીને જે મુલાકાત લઈ ગયા તેમાં ક્યારેક તો પકડાઇ જ જાત.

 

ભગતતો અચંબામાં પડી ગયા, પૂરી વિગતે સિપાઈ પાસેથી વાત જાણતા,  ત્યાંથી સિધ્ધાજ ભગત રાજ દરબારમાં પહોંચીને મહારાજાને પગે લાગીને સિપાહીનો ગણવેશ અને પટ્ટો બાપુના પગમાં મૂકીને કહ્યું:  બાપુ, મારા માટે મારી પરીક્ષા લેવા આપને ત્રણ ત્રણ વખત આપના મહેલથી કે જે ફક્ત પંદર મિનિટ ના રસ્તા પર છે ત્યાં પધારવું પડે એ મને સારું ન લાગતું હોય, અહીં તો  મારા વહાલાને છેક દ્વારિકાથી આપના સિપાહીનો ગણવેશ પહેરીને આપને સલામ મારવી પડે એવી નોકરી હવે મારે નથી કરવી.   હવે તો બસ મારા નાથની નોકરી કરીને જીવન વ્યતીત કરીશ. …

 

આજ ની તારીખ માં ધ્રાંગધ્રા માં દેસળ ભગત ની વાવ છે.  કેવનો મતલબ  આ નામ વાળા ને ત્યાં ૮૦  વર્ષો પેલા જો ભગવાન આવતો હોય તો આ નામ ની તાકાત આ ભજન ની તાકાત ….

 

 

 

 સાભાર :

kedarsinhjiકેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
[email protected]
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

પૂરક માહિતી :

 

ગોંડલ આટકોટ જતા ૭ કી.મી. દુર ધોધાવદર ગામે આવેલુ છું.   આ ગામમાં ઈ.સ. ૧૭પ૦માં દાસી જીવણનો જન્મ થયેલ, પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સામબાઈ.   દાસી જીવણને નાનપણથી ભકિતના રંગે રંગાયેલ તેના પિતા જગાભાઈ દાફડા ભામોનો ઈજારો રાખતા અને ધોધાવદરમાં ધંધો કરતા. દાસી જીવણ એ રાધાનો અવતાર હતા. આખો દિવસ ઈશ્વર ભજન કરે ઉંમર લાયક થતા જાલુબાઈ સાથે લગ્ન થયા લગ્ન જીવનમાં એક પુત્ર થયો તેનું નામ દેશળ ભગત.  ભગત ધોધાવદર તથા આસવાસમાં માણસને ઈશ્વર તરફ  વાળતા ભજનો ગાઈને ઈશ્વરાભિમુખ કરાવતા હતા.

 

ગોંડલના રાજા કુંભાજીએ ઈજારાના પૈસા બાકી છે તેવો કેસ કરી દાસી જીવણને  જેલમાં પુર્યા,  ભગવાનનાં  ભજનમાં રત થઈ ભજના તાર થી ભગવાન ને પધારવા મજબુર કર્યા.  ભગવાને  પધારી કુંભાજીને કોરી આપી અને દાસી જીવણને મુકત કરાવ્યાં.  તે કોરી આજની તારીખે ગોંડલ દરબાર ગઢમાં પુજાઈ છે તથા અંખડ દીવો બળે છે અને લોકો દર્શન કરે છે.

કરમન કી ગત ન્યારી …

કરમન કી ગત ન્યારી … (ભજન) …

સ્વર:શ્રી નારાયણ સ્વામી…રાગ: ભીમપલાસ

 

આજે પૂ.નારાયણ સ્વામી ની એક વાત લઈને અમારા શુભ ચિંતક સ્નેહિમિત્ર શ્રી કેદારસિંહજી મેં. જાડેજા આવ્યા છે. અહીં બ્લોગ પર પૂ. નારાયણ સ્વામી નાં અનેક ભજન આપણે માણતા આવ્યા છે અને હજુ પણ માણીશું. જેઓની વાણીમાં જે મીઠાશ અને શાંતિની અનુભૂતિ સાંભળનાર ને થતી હોય છે, તેમના વિશે પણ થોડું જાણવું જરૂરી હોય આજ અમોને શ્રી કેદારસિંહજીભાઈ દ્વારા મળેલ મેઈલ ની વિગત આપ સર્વેની જાણકારી માટે પોસ્ટ રૂપે મૂકવા અહીં કોશિશ કરેલ છે. આજની પોસ્ટ મોકલવા બદલ અમો શ્રી કેદારસિંહજી જાડેજા નાં અંતરપૂર્વકથી આભારી છીએ. તેઓનો પણ એક સુંદર બ્લોગ  છે, આપ સર્વેને વિનંતી કે તેમના બ્લોગ ની જરૂર મુલાકાત લેશો.  

 

 

narayan swami samadhi  

 

 

હમણાં મારી થોડી વ્યસ્તતાને લીધે આપનાથી થોડું અંતર પડી ગયું જેથી એક અગત્યની રજૂઆત કરવામાં વિલંબ થયો.

તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ માંડવી મુકામે એક ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ યોજાયો હતો, આમતો આ પ્રસંગનું દર વર્ષે તારીખ પ્રમાણે આશ્રમના ટ્રસ્ટીઓ તરફથી આયોજન થતું પણ મારા સાંભળવા પ્રમાણે તેમાં ભજન ના ભાવ કરતાં રાજ કારણ વધારે મહત્વ ધરાવતું, અને આ વખતે ટ્રસ્ટીઓએ કોઈ સહકાર આપ્યો ન હતો કે કોઈ ફાળો પણ આપ્યો ન હતો. જે હશે તે પણ ચાપાણી અને જમવાની વ્યવસ્થા ખૂબજ સારી હતી, અને સેવાભાવી સેવકો આગ્રહ કરી કરીને જમાડતા હતા. આ વખતે બાપુના પૂર્વાશ્રમના નાના પુત્ર શ્રી હિતેષભાઇ, કે જેઓ દર વર્ષે આ પ્રસંગે ભૂજ મુકામે ભજનનો પ્રોગ્રામ રાખતા તેમણે આશ્રમના મહંત શ્રી બ્રહ્માનંદ બાપુના આશીર્વાદ સાથે આ વખતે તિથિ પ્રમાણે માંડવી આશ્રમમાં આયોજન કરવાનું નક્કી કર્યું.

 

મારા અહોભાગ્ય કે આ પ્રસંગે મને પણ ખાસ આમંત્રણ આપવામાં આવેલું અને મને માન સહિત પ્રસ્તુત કરવામાં આવ્યો શ્રોતાઓ તરફથી પણ સારું પ્રોત્સાહન પ્રાપ્ત થયું. મને ભજન ગાવા માટે ખૂબ આગ્રહ કરવામાં આવ્યો પણ મને જાણ થઈ ગયેલી કે ધાર્યા કરતાં વધારે કલાકારો પધારેલાછે તેથી સમયનો અભાવ રહેશે અને સારા સારા ગાયકોને પણ સમયની મર્યાદામાં રહેવાનું હોઈને મેં આ અમૂલ્ય તક જતી કરી, પણ મને જે માન મળ્યું તે મારા માટે મોટી સોગાત હતી. હું તો ઘણા સમય પછી માંડવી ગયેલો, પણ છતાં બાપુના સાથીઓ સાથે મુલાકાત થતાં જુની યાદો તાજી થઈ, મારા સહ કર્મી શ્રી દેવજીભાઈ ખાસ મહેસાણાથી પધારેલા તેમને પણ આ આનંદ મય પ્રસંગની મજા માણી, તેમજ જોગણીનારના પૂજારી શ્રી શ્યામગિરી બાપુ, કે જે હાલમાં અમારી સોસાયટીના મંદિરમાં પણ સેવા આપેછે તે પણ પધારેલા અને આ અનેરાં પ્રસંગની મોજ માણી. લોકોને મળીને જે જાણકારી મેળવી તેનું શબ્દચિત્ર અહીં આપની સમક્ષ રજૂ કરુંછું.

 

કાર્યક્રમના સંચાલક શ્રી કર્ણીદાનભાઇએ બાપુ સાથે વિદેશની ધરતી ખૂંદનારા પ્રોફેસર શ્રી ઠક્કર સાહેબને રજૂ કરીને આ ભવ્ય પ્રસંગની શરૂઆત કરી, ઠક્કર સાહેબે બાપુ સાથે માણેલા દિવસોને યાદ કર્યા, ત્યાર બાદ બાપુના પૂર્વાશ્રમના મોટા પુત્ર શ્રી હરે્સભાઇએ “માળા” ગવડાવીને ભજનની શરૂઆત કરી ત્યારે તેમનો અવાજ/હલક અને લહેકો સાંભળીને જાણે નારાયણ બાપુ ફરીને તેમના ખોળિયામાં પ્રવેશીને ગાતા હોય તેવું દરેક શ્રોતાઓને લાગ્યું અને સૌ ભાવ વિભોર બની ગયા. માળા તો માળાજ હોય, જેના મણકા વડે હરિનું સ્મરણ કરવામાં આવે પણ તેમાં માળાના મેરનું સ્થાન સર્વોપરી હોયછે (મેર એટલે જ્યાં માળાના બન્ને છેડા મળેછે અને ત્યાં એક અલગ પ્રકારનો મણકો આવેલો હોયછે.) તેમ આ સંપૂર્ણ પ્રોગ્રામના માળાના મેર સમાન કોઈ હોય તો તે હતા શ્રી ગફૂરભાઇ, ન ઓળખ્યાને? હા જી ગફૂરભાઇ એટલે નારાયણ બાપુ જેના રચેલા ભજનો ખૂબજ પ્રેમથી ગાતા તે મુસ્લિમ સંત કવી શ્રી “સતારશા”(દાસ સતાર)ના પુત્ર, જે આ અવસરે ખાસ પધારેલા, જ્યારે તેમને બે શબ્દો બોલવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેઓ પોતા માટે લોકોનો અહોભાવ જોઈને ગદ ગદ થઈ ગયા અને ખરેખર બે શબ્દો બોલતાંજ રડી પડ્યા.

 

 હિતેષભાઇના અથાગ પ્રયત્નોને માન આપીને બાપુના ચાહકો અને સેવકો તેમજ બાપુના ખાસ વાદકો હુસેનભાઈ પોતાના ઊભરતા કલાકાર પૌત્ર જેને લોકો છોટા ઉસ્તાદથી વધારે ઓળખેછે, મેં કોઈ પાસેથી તેનું નામ જાણવાની કોસીશ કરી પણ તેમને ખબર ન હતી, હુસેનભાઇ તેને સાથે લાવેલા અને આ કાર્યક્રમમાં તેણેજ સંગત કરી, જોકે વાદકોના હાથ હાલ્યા વિના રહે નહીં, વચ્ચે વચ્ચે હુસેનભાઇ પણ સાથ આપતા રહ્યા. બેન્જો વાદક અરુણભાઇ, મંજીરાંના સાચા અર્થમાં માણીગર વિજયપુરી તેમજ અનેક બાપુનો સાથ માણનારા ચાહકો મળીને સરસ આયોજન ગોઠવ્યું, પણ આ પ્રસંગે એક વાત મને જરૂર ખટકી, હિતેષભાઇના કહેવા પ્રમાણે બાપુના ભજનો સાંભળીને અને બાપુના આશીર્વાદ મેળવીને આજે નામ કમાયેલા અમુક કહેવાતા કલાકારો આમંત્રણ હોવા છતાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે મેં એક દાખલો આપ્યો કે હમણાં ટી વી ના એક રેકોર્ડેડ પ્રોગ્રામમાં મહાન હાસ્ય કલાકાર સ્વ.મહેમુદ પોતાની વ્યથા ઠાલવતો હતો કે “જ્યારે અમિતને કોઈ કામ ન’તું આપતું ત્યારે “બોમ્બે ટુ ગોવા”માં મોકો આપીને  અમિતાભ બચ્ચન મેં બનાવેલો પણ મારી બિમારી વખતે આજ હોસ્પિટલમાં આવ્યો હોવા છતાં મને જોવા પણ ન આવ્યો.” જો મહા નાયક આવું કરી શકે તો આવા અગુણજ્ઞ લોકોનો શો અફસોસ કરવો?

 

 ભજન ગાયકીના સાચા અર્થમાં કલાકારો જેવા કે સમરથસિંહભાઇ સોઢા જે બાપુના આશ્રમે જ્યારે પણ કાર્યક્રમ આપવા પધારેછે ત્યારે એક પણ પાઈનો ઉપહાર સ્વીકારતા નથી, જો કે અન્ય કલાકારો પણ કોઈ આશા વિનાજ પધારેલા છતાં હિતેષભાઈએ યથા યોગ્ય પુરસ્કાર આપ્યા હોય એમ લાગતું હતું, કારણ કે કલાકારો ને ના પાડવા છતાં તેમને કવર અપાતા મેં જોયા હતા. અન્ય કલાકારોમાં ખેતસીભાઇ ભજનીકના પુત્ર નિલેસભાઇ, વિજયભાઇ ગઢવી કે જે જૂનાગઢથી પધારેલા, મેરાણ ગઢવી અને મારા ગુરુ સમાન કવી શ્રી “દાદ” દાદુદાન ગઢવીના પુત્ર શ્રી જીતુદાન ગઢવી પણ પધારેલા જેણે આ પ્રોગ્રામમાં અનેરી ભાત પાડીને રંગત જમાવી દીધી, જીતુદાનને અહીં સમય મર્યાદામાં રહેવું પડ્યું તે શ્રોતાઓને ખટક્યું, કેમકે જીતુદાનની રજૂઆત ખૂબજ સરસ રહી. કેમ ન હોય? મોરના ઈંડા ચીતરવા ન પડે, અને એ વખતે મેં ન ગાવાનો નિર્ણય કરેલો તે મને યોગ્યજ લાગ્યો.

 

બાપુના અન્ય ચાહકો માં ભુજના લહેરીકાંત સોની કે જે બાપુની ગાડી ચલાવતા તેઓએ પણ ખૂબ મહેનત કરેલી.

દિનેશભાઇ પટણી, મોળવદરના શ્રી ભિખાભાઇ કે જે બાપુના ખૂબજ ચાહક અને દરેક પ્રકારે સહયોગ આપનાર આ ભજન ગંગામાં પ્રસાદ લેવા પધારેલા. ગાંધીધામની પ્રખ્યાત બિન હરીફ દાબેલી વાળા હિતેશ ભાઈ કોઈ કારણસર પહોંચી શક્યા ન હતા. વવાર ગામના બાપુના ચાહક અને પોતાનું નામજ જય નારાયણ હોય તેમ તેજ નામથી પંકાયેલા ખાસ પગે ચાલીને આ લહાવો લેવા આવેલા. એચ વી સાઉન્ડ અને મંગળ ગઢવીની વીડીઓ સર્વિસ ની ગોઠવણ મને સારી લાગી. બાપુ જે એમ્બેસેડર ગાડીમાં વિચરતા તે ગાડીને સજાવીને આશ્રમમાં એક યોગ્ય સ્થાન આપવામાં આવ્યુંછે, જેનો નંબરછે G J X 6781,બાપુએ આ ગાડીનું નામ “બીજલી” પાડેલું, તેને આ રીતે સજાવેલી જોઇને મને ખૂબજ સરસ લાગ્યું.

 

બાપુના એક તબલા વાદક ધીરૂભાઇએ એક વખત વાત કરેલી કે તેઓ આશા ભોંસલેના પોતીકા ગામમાં ગયેલા જ્યાં નારાયણ બાપુની કેસેટ વાગતી સાંભળીને તેમને ખૂબજ નવાઈ લાગી, ત્યાંના લોકોને તેમણે પૂછ્યું કે ભાઇ આ મારા ગુરુની કેસેટ આપ સાંભળોછો તો તેમને જાણોછો? ત્યારે જવાબ મળ્યો કે बहोत तो नहीं जानते पर इतना जानतेहें की भगवानने क्या गला दीयाहे ? અને આ બાપુ મારા ગુરુછે જાણીને મારી પણ આગતા સ્વાગતા થઈ.

 

હિતેષભાઇના જણાવ્યા પ્રમાણે બાપુએ સંન્યાસ લીધા પછી કુટુંબ સાથેનો નાતો સદંતર કાપી નાખેલો, ત્યાં સુધી કે તેમને આશ્રમમાં આવવા માટે પણ મંજૂરી ન હતી, બાપુનું કહેવાનું હતું કે આમને જોઇને ક્યારેકતો પૂર્વાશ્રમ યાદ આવેને? પણ ગોંડલની બાજુમાં મોવૈયા પાસે કુંડલા ગામ છે ત્યાં બાજુમાં માંડણ આશ્રમછે અને તે માંડણ કુંડલાજ કહેવાયછે, ત્યાં લોક વાયકા મુજબ ૫૦૦૦, વર્ષ પુરાણું સ્વયં પ્રગટેલા મણીધર હનુમાનજીનું મંદીરછે, ત્યાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા બચુ અદા કેજે બ્રહ્મર્ષિ કહેવાતા અને ત્યાં સેવા કરતા અને જયોતિષ ખુબજ સારું જાણતા, બાપુ તેમનું ખૂબ માન રાખતા, તેમની અથાગ સમજાવટ પછી આ કુટુંબને ધીરે ધીરે ત્યાં જવાની છૂટ મળી.

 

જય નારાયણ …

kedarsinhjiકેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ  -કચ્છ www.kedarsinhjim.blogspot.com
[email protected]
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫    
 

 

કરમન કી ગત ન્યારી…(ભજન)
સ્વર:શ્રી નારાયણ સ્વામી…રાગ: ભીમપલાસ ..

 

.
.
કરમન કી ગત ન્યારી ઉધો …
દેખિએ દેખિએ બાત બિચારી.. ઉધો
કરમન કી ગત ન્યારી …ઉધો ..(૨) 

નીરમલ નીર કા નાના સરોવર
સમુંદર હો ગઈ ખારી .. (૨)

 

બગલે કો બહોત રૂપ દિયા હૈ
કોયલ કર દી કારી ..(૨) ..ઉધો .

કરમન કી ગત ન્યારી…(૨)

 

દેખિએ … દેખિએ બાત બિચારી .. (૨) ઉધ્વ ..

કરમન કી ગત ન્યારી   .. (૨)

 

સુંદર લોચન મૃગ કો દિયા હૈ .. (૨)
બન બન ફિરત દુ:ખારી .. (૨)

મૂરખ રાજા રાજ કરત હૈ .. (૨)
પંડિત ભયો રે ભિખારી .. (૨)

ઉધો, કરમન કી ગત ન્યારી  .. (૨)

 

દેખિએ…દેખિએ…બાત…
દેખિએ…એ..જી…દેખિએ…બાત બિચારી

ઉધો….કરમન કી ગત ન્યારી… (૨)

 

વૈશ્યા કો પાઠ ..
વૈશ્યા કો પાઠ પીતાંબર દિનો
સતી કો ના મિલા સારી..

 

સુંદર નાર કો વાગણ કર ડાલી .. (૨)
ભૂંડણ જણ જણ હારી .. (૨)

ઉધો, કરમન કી ગત ન્યારી .. (૨)

 

દેખો ..દેખો ..
દેખિએ..બાત બિચારી ..

અબ તો ..દેખિએ .. બાત બિચારી …
હે…જી…અબ તો …દેખિએ બાત બિચારી….

ઉધો, કરમન કી ગત ન્યારી .. (૨)

 

લોભી કો ..
લોભી કો ધન બહોત દિયા હૈ

બહોત દિયા હૈ ..
લોભી… લોભી કો….

ધન બહુત દિયા હૈ
બહોત દિયા હૈ .. (૨)

બહોત દિયા હૈ..
દાતા કો મિલા ના જુવારી .. (૨)

 

મીરાં કહે પ્રભુ ગિરધર નાગર ..
મીરાં કહે .. (૨) હૈ ગિરિધર નાગર

ચરન કમલ બલિહારી…

ઉધો, કરમન કી ગત ન્યારી ..  (૨)

 

જરા દેખો..દેખો .. દેખો..
જરા દેખો.. દેખિએ  બાત બિચારી .. (૨)

ઉધો…કરમન કી ગત ન્યારી…(૨)

 

દેખિએ બાત બિચારી ..
કરમન કી ગત ન્યારી …

ઉધો…કરમન કી ગત ન્યારી…

 

કરમન કી ગત ન્યારી…
ઉધો, કરમન કી ગત ન્યારી…
કરમન કી ગત ન્યારી…

ઉધો, કરમન કી ગત ન્યારી ..

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

નોરતાં ની રાત …

નોરતાં ની રાત …

 

 

maa amba

 

 

આવી આજે નોરતાં ની રાત, અંબા ના રૂપ અનેરાં
ગાઓ ગરબા ને રમો રાસ, ભક્તિ ના ભાવ ઘણેરા…

આશાપૂરા માં મઢ થી પધાર્યાં, આવી ને માંએ મારાં ભાગ્ય જગાડ્યાં
હૈયે મારે હરખ ન માય…

સોળે શણગાર માં ને અંગે શોભે, રૂપ નિરખી ને માંનું બાલુડાં લોભે
મુખડું માં નુ મલક મલક થાય…

ભાવ જોઇ ને ભક્ત જનો નો, છૂપી શક્યો નહિ નેહ જનની નો
અંબા માં ગરબા માં જોડાય…

ગોરું ગોરું મુખ માં નું ગરબો ઝિલાવે, ઝાંઝર ના ઝણકારે તાલ પૂરાવે
તાલી દેતી ત્રિતાલ…

દીન “કેદાર” ની માં દેવી દયાળી, દેજે ઓ માં તારી ભક્તિ ભાવ વારી
રમશું ને ગાશું સારી રાત…

 

 

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
[email protected]
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

ઘણા સમય બાદ આજે ફરી એક વખત અમારા શુભચિંતક – વડીલ મિત્ર શ્રી કેદારસિંહ મે. જાડેજા, ગાંધીધામ -કચ્છ થી મોકલેલ તેમની એક સુંદર રચના અમો તમારી સમક્ષ મૂકવા નમ્ર કોશિશ કરીએ છીએ. આ અગાઉ તેમની અનેક સુંદર રચનાઓ – ભજન – ભાવ ગીત -કાવ્ય આપણે બ્લોગ પર માણેલ છે.     તેઓ શ્રીની પોતાની પણ બ્લોગ સાઈટ છે, જ્યાં આપ સર્વે તેમની અનેક રચનાઓ નિયમિત રીતે માણી શકો છો. તેઓશ્રી ની બ્લોગ સાઈટની મુલાકાત એક વખત જરૂર લેશો.

 

 
આશા રાખીએ છીએ કે ફરી આપના તરફથી તેમની આ સુંદર રચના માટે યોગ્ય પ્રતિસાદ – પ્રતિભાવ સ્વરૂપે મળશે જે તેમની કલમને બળ પૂરશે.

‘દાદીમા ની પોટલી’ પર તેમની આ રચના મોકલવા બદલ અમો શ્રી કેદારસિંહજી ના આભારી છીએ.

આનંદ …

આનંદ …

ઘણા સમય બાદ આજે ફરી એક વખત અમારા શુભચિંતક – વડીલ મિત્ર શ્રી કેદારસિંહ મે. જાડેજા, ગાંધીધામ -કચ્છ થી મોકલેલ તેમની એક સુંદર રચના અમો તમારી સમક્ષ મૂકવા નમ્ર કોશિશ કરીએ છીએ. આ અગાઉ તેમની અનેક સુંદર રચનાઓ – ભજન – ભાવ ગીત -કાવ્ય આપણે બ્લોગ પર માણેલ છે. આશા રાખીએ છીએ કે ફરી આપના તરફથી તેમની આ સુંદર રચના માટે યોગ્ય પ્રતિસાદ – પ્રતિભાવ સ્વરૂપે મળશે જે તેમની કલમને બળ પૂરશે. ‘દાદીમા ની પોટલી’ પર તેમની રચના મોકલવા બદલ અમો શ્રી કેદારસિંહજી ના આભારી છીએ.

 

મને અનહદ આનંદ આવે, હરિને હૈયે હેત કેવું આવે..

૧ સેવક કાજે સરવે સરવા, વિધ વિધ રૂપ ધરાવે
પણ પોતાનું જાય ભલે પણ, ભક્તની લાજ બચાવે…

૨ પિતા પ્રભુના પાવળું પાણી, પુત્રના હાથે ન પામે
પણ- અધમ કુળનો જોયો જટાયુ, જેની ચિત્તા રામજી ચેતાવે…

૩ ભીષ્મ પિતામહ ભક્ત ભૂધરના, પ્રણ પ્રીતમ એનું પાળે
કરમાં રથનું ચક્ર ગ્રહતાં, લેશ ન લાજ લગાવે…

૪ સખુ કાજે સખુ બાઈ બનીને, માર ખાધો બહુ માવે
ભક્ત વિદુરની ઝૂંપડીએ જઈ, છબીલો છોતરાં ચાવે…

૫ નરસિંહ કાજે નટખટ નંદન, વણિકનો વેશ બનાવે
હૂંડી હરજી હાથ ધરીને, લાલો લાજ બચાવે…

૬ ગજને માટે ગરુડ ચડે ને, બચ્ચા બિલાડીના બચાવે
ટિટોડીના ઈંડા ઊગારી, “કેદાર” ભરોંસો કરાવે…

 

સાર:-

૧] મને એક આનંદ થાય છે, કે ઈશ્વર ને પોતાના ભક્તો પર કેટલો પ્રેમ હોય છે?  જેના માટે પ્રભુ કંઈ પણ કરવા તત્પર રહેછે. ભલે પોતાનું વચન-ટેક જાય પણ ભક્તની લાજ જવા ન દે.

૨] રામના પિતા દશરથનું જ્યારે મૃત્યુ થયું ત્યારે રામ પિતાજીના મુખમાં પાણી મૂકી શક્યા ન હતા, પણ એજ રામ જ્યારે સીતાજીના રક્ષણ ખાતર ઘાયલ થયેલા જટાયુને જોયો ત્યારે તેને પોતાના ખોળામાં લઈને પોતાની જટાથી તેની ધૂળ સાફ કરી, અને અંતે તેની ચિતા પણ રામેજ ચેતાવી.

૩] મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન અને દુર્યોધન બન્ને કૃષ્ણ પાસે તેમને યુદ્ધમાં સહભાગી બનાવવા આવ્યા, ત્યારે ભગવાને કહ્યું કે મારે બન્ને ની માગણી સ્વીકારવી જોઇંએ, પણ આ યુદ્ધમાં હું હથિયાર હાથમાં લેવાનો નથી, તો તમે માંગો, એક બાજુ હું રહીશ અને બીજી બાજુ મારી અક્ષૌહિણી સેના રહેશે. ત્યારે દુર્યોધને હથિયાર વિનાના ભગવાનને બદલે સૈન્ય ની માગણી કરી. મહા ભયંકર યુદ્ધ થયું, ભગવાનના માર્ગદર્શન થકી અર્જુનનું સૈન્ય બળવત્તર બનતું જોઇ, એક દિવસ ભીષ્મ પિતા પણ લેછે કે આજે હું કૃષ્ણને હથિયાર ઊપાડવા મજબૂર કરીને તેની ટેક ભંગાવીશ જેથી તેમનું બળ ક્ષીણ થાય. ભીષ્મ પિતા ખૂબ લડ્યા, જ્યારે ભગવાનને લાગ્યું કે હવે ભીષ્મ પિતાજી થાકી જશે, અને પોતે લીધેલી ટેક પાળી નહીં શકે, ત્યારે ભગવાન એક તૂટેલા રથનું પૈડું લઈને દોડ્યા, એ જોતાંજ ભીષ્મ પિતાએ હથિયાર મૂકી દીધાં, કે મેં મારું પણ પુરૂં કર્યુંછે. ભગવાને રથનું ચક્ર હથિયાર ન ગણાય એવી એવી દલીલો કરી, પણ ભીષ્મ પિતામહ સમજી ગયા, કે હે કેશવ, મારા પણ ખાતર તેં તારા વચનને આ રીતે તોડ્યુંછે. આમ ભગવાન પોતાનાં ભક્તોનાં પણને પાળવા માટે ક્યારેક પોતાના વચનને કોઈ અન્ય સ્વરૂપ આપીને છોડી દે છે.

સખુબાઇ માટે પ્રભુએ સખુનું રૂપ ધર્યું, વિદુરની ભાજી ખાધી, નરસિંહ મહેતા ના અનેક કાર્યો કર્યા. હાથીને મગર થી બચાવ્યો, નીંભાડા માંથી બિલાડીનાં બચ્ચાંને બચાવ્યા, યુદ્ધ ભૂમીમાં પડેલાં ટિટોડીનાં ઈંડાને ઊગાર્યાં. આમ કેટલાં કેટલાં કર્યો બતાવું? બસ એના પર ભરોંસો રાખી એનું ભજન કરો, જરૂર સાંભળશે, અને આપણને પણ સંભાળશે.

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
[email protected]
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

(૧) કાનજી કાળા (રચના) અને (૨) પુરુષોત્તમ શ્રીકૃષ્ણ …

(૧) કાનજી કાળા …
રચિયતા : શ્રી કેદારસિંહજી એમ. જાડેજા …
ઢાળ:- રાગ પ્રભાતિ જેવો
krishna
 

કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે…

રામ બની તેં અહલ્યા ઉધ્ધારી, શબરી પાર ઉતારી રે
અસુર નારી તાડકા મારી,       ભક્ત ઉગાર્યા ભારી રે…

એકજ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારી રે
ધોબી ના વચને રાણી સીતા ને, કષ્ટ દીધાં બહુ ભારી રે…

ક્રુષ્ણ બની તું કપટ કરે છે,   રણ છોડી રણછોડ બને છે
છોગાળા ને તું છળ થી છળે છે, વિપરીત વાણી તારી રે…

જોર કરી જાંબુવતી લાવ્યાં,   પરણ્યા છો બહુ નારી રે
રાધા સંગે તેં રીત ન પાળી,    વિરહ વેઠાવ્યા ભારી રે…

બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે
પણ-જનમ ભોમકા (જેલ) ભાગ ભજાવે, મતી બગાડે તારી રે…

“કેદાર” કપટ એક કાન કરી દે,  મુજ પાપી ને પાર કરી દે
જગત બધાને જાણ કરી દે,    તૂં અધમ નો પણ ઉધ્ધારી રે…

(૨) પુરુષોત્તમ શ્રીકૃષ્ણ …
ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદભુત -રમણીય વ્યક્તિત્વો પાંગર્યા છે ! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં હૈયામાં જડાયેલાં છે. હજારો વર્ષોથી ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાતાં આવતાં આ જનકલ્યાણકારી વ્યક્તિત્વ ભારતીય જનજીવનના આદર્શરૂપ રહ્યાં છે.
આ બન્નેમાં પણ કૃષ્ણે તો ભારતીય વિચારો, જીવન અને સંસ્કૃતિ ઉપર ઘણી ઘેરી અસર કરી છે. ધર્મ અને તત્વજ્ઞાનમાં જ નહિ, રહસ્યવાદમાં, કવિતામાં, શિલ્પમાં, સંગીતમાં, નૃત્યમાં અને ગ્રામજીવનનાં દરેકે દરેક પાસાંમાં એ પ્રવેશી ચૂક્યા છે. એણે ભારતની પેઢી દર પેઢી પર પોતાનો જાદુ પાથરી દીધો છે.
નવાઈ તો એ છે કે આવું અદભુત રમણીય ચરિત્ર ધરાવતા પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પર પણ એના અજ્ઞાન કે અધૂરી સમજણને કારણે આક્ષેપો અને કપરી આલોચનાઓ મૂર્ખોએ કરી છે. આપણે અતિઉત્સાહભરી પ્રશંસાઓ અને કપરી આલોચનાઓની વચ્ચેનો સંતુલિત માર્ગ શોધવાનો અહીં પ્રયત્ન કરવાનો છે.
આપણે અહીં જે કૃષ્ણ ની વાત કરવાની છીએ, તે કંઈ ઋગ્વેદના (પ્રથમ અને દસમા મંડલના) વિશ્વકાયના પિતા ‘કૃષ્ણ’ પણ નથી કે કૌષિતકી બ્રાહ્મણ (૩૦/૯) ના આંગિરસ ‘કૃષ્ણ’ પણ નથી. તેમજ ઐતરેય આરણ્યક (૩/૨૬) નાં હારિત ‘કૃષ્ણ’ પણ નથી અને મહાભારતકાર ‘કૃષણ’ ?દ્વૈપાયન પણ નથી. આપણા કૃષ્ણ તો એ છે કે જે કંસના કારાવાસમાં જનમ્યા હતાં; જેમણે શૈશવમાં નિર્દોષ અને લીલાઓ કરી; બંસીનાદથી ગોપીઓને ગાંડી કરી;? જેમણે ભરયુવાની માં ભૂમિને ભારરૂપ ત્રાસવાદી કંસ અને કેશી જેવા કેટલાયને મોતને ઘાટ ઉતારી દીધા હતા; જેમણે બાળીને નવી વસાહતો સ્થાપી હતી; જેમણે રુકિમ, શિશુપાલ અને જરાસંઘ જેવા અનેક જુલ્મીઓના જુલ્મમાંથી રાજા-પ્રજાને છોડાવ્યાં હતાં; જેમણે છેક મોટી ઉંમરે પણ ઘોર આંગિરસ પાસેથી વિદ્યા મેળવી હતી; જે અર્જુનના રથના યુધ્ધ સમયે સારથી બન્યા હતા; જેમણે પાંડવોને વિજય અપાવ્યો હતો; જેમણે બાળસખા સુદામાની દરિદ્રતા દૂર કર્યું હતું; અને જેઓ અંતે અકળ રહસ્યસંકેતને અનુસરીને, બાજીગર જેમ પોતાની બાજીણે સંકેલી લે, તેમ પોતાની જીવનલીલાને સંકેલીને ચાલ્યા ગયા ! આ મહામાનવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ વિશે થોડીક વાત કરવી છે.
આ કૃષ્ણકથા મુખ્યત્વે મહાભારત, ભાગવત, હરિવંશ અને વિષ્ણુપુરાણમાં અને સામાન્ય રીતે બીજા પુરાણોમાં પણ પથરાયેલી છે. એક બીજામાં અન્યની પૂર્તિ કરી પૂર્ણ કથા પ્રાપ્ત થાય છે. આમ તો આ કૃષ્ણકથા ભારતનાં આબાલવૃધ્ધ્માં અત્યંત જાણીતી છે જ, જીવન સાથે જડાઈ છે.
આ કૃષ્ણ કોઈ મહામાનવ છે કે કોઈ દિવ્ય અવતાર છે, એની વાયકાઓને એક બાજુએ મૂકીએ, તોયે એટલું તો સુનિશ્ચિત જ છે કે ત્રણેક હજાર વર્ષોથી હજારો-લાખો -કરોડો હિંદુઓના હૃદયમાં એ શાસન ચલાવી રહ્યા છે.
અને જો એ મહામાનવ સમગ્રહિંદુવંશ ઉપર આટલી બધી ઊંડી અસર પાડી શક્યા હોય તો એ ભગવાન સ્વયં સિવાય બીજો કોઈ જ ન હોઈ શકે ! માનવજાતિના ઉધ્ધાર માટે-ધર્મસંસ્થાપન માટે ભગવાન જ ભૂમિ પર અવતર્યા એવી હિંદુઓની શ્રધ્ધા સ્વાભાવિક જ છે.
ઇતિહાસ ઈશ્વર અવતાર સર્જતો નથી. પણ ઈશ્વર અવતાર જ ઇતિહાસને સર્જીને એને ઘડે છે. અવતારનો પ્રાથમિક હેતુ ધર્મસંસ્થાપન હોય છે. આ હેતુની સિદ્ધિ માટે તત્કાલીન ધર્માચારી સજ્જનોના હાથ મજબૂત કરવા અનર જરૂર પડ્યે દુરાચારીઓને દબાવવા કે એમનો ધ્વંશ કરવાની આવશ્યકતા હોય છે.
આ માટે તે અવતાર પોતાની સઘળી સત્તા અને તત્કાલીન સહાયક સ્તોત્રોનો ઉપયોગ કરે છે પણ આ પ્રક્રિયામાં તે પોતાનાં માનવ સહજ લક્ષણોને છોડી નહિ દે, છોડવાં જોઈએ પણ નહિ જ, હા, કોઈક વખત પોતાની માનાવાતીત ઉચ્ચતર સ્તરે જવાની ક્ષમતા અને સંભાવનાને લોકો આગળ રજૂ કરે છે ખરો ! અને એવી રજૂઆતો આપોઆપ જ થઇ જાય છે. અવતાર એને માટે સભાન હોતો નથી.
આ દ્રષ્ટિથી કૃષ્ણચરિતનું અધ્યયન કરતાં એનું વ્યકતિત્વ કેટલું પ્રેરક છે ? માનવ માટે કેટલું ઉપયોગી છે ? કૃષ્ણનું સમગ્રજીવન ‘ધર્મકેન્દ્રી’ હતું: ધર્મધારણ, ધર્માંરક્ષણ ધર્મનું પુન:સ્થાપન અને ધર્મની સમસ્યાઓનું સમાધાન -આ બધાં કૃષ્ણજીવનનાં મૂળતત્વો હતાં.
જો આ ધર્મ માનવોનાં મન અને હૈયામાં વસતો ન હોય, અને એમનાં કાર્યોમાં એ અભિવ્યક્તિ પામતો ન હોય તો તે એ ખાલી સૂકો ખ્યાલમાત્ર જ છે. એટલે જ કૃષ્ણે સૌ પ્રથમ માનવીય સંબંધોને પોતાનાં જીવનમાં મહત્વ આપ્યું. અને એમાં પણ વંચિતો, દીનહીનો, દુર્બળો, સમાજે હિન્ ગનેલાઓ અને સ્ત્રીઓ સાથેના કૃષ્ણના માનવીય સંબંધો મોખરે છે. વૃંદાવન ગોવાળિયાઓની એમને કેવી કાળજી લીધી ! કુબ્જાની કુરુપ્તાને કેવી દૂર કરી ! કપરે કાળે દ્રૌપદીની કેવી લાજ રાખી ! ગરીબ કુચેલાને કેવું સ્વાસ્થ્ય આપ્યું. અને આવાં આવાં તો કેટલાંય ઉદાહરણો કૃષ્ણના વ્યક્તિત્વને અજવાળી રહ્યાં છે.
કમળથીયે કોમળ હૈયું ધરાવતા કૃષ્ણ જરૂર પડ્યે ધર્મરક્ષણાર્થે અને ધાર્મિકજનોના રક્ષણાર્થે વ્રજ્થીય કઠોર -અચલ ઇચ્છાશક્તિ ભય કે પરાજયને એ ઓળખાતા ણ હતા. તેમણે મારેલા રાક્ષશો અને દબાવી દીધેલા અસુરો અસંખ્ય હતાં. તેમનું યુદ્ધકૌશલ અનુપમ હતું. આમ છતાં એ ‘યુદ્ધખોર’ ન હતાં. એ અનન્ય રાજપુરુષ અને શાંતિદૂત તરીકે પણ ઘણા પ્રવીણ હતાં. કૃષ્ણમાં ‘મગજ’ અને ‘મસલ્સ’ ની શક્તિઓનો દુર્લભ સયોંગ હતો. વૈદિક્જ્ઞાન, ભૌતિકજ્ઞાન, કલા વગેરેમાં તેઓ પાવરધા હતા. ભગવદગીતા, અનુગીતા અને ઉદ્ધવગીતા એનાં જવલંત ઉદાહારનોઓ છે. પ્રખર બુદ્ધિશક્તિ, આંતરસૂઝ અને વ્યવહારુ ડહાપણના તેઓ ભંડાર હતાં. એથી તેઓ કેટલીય આંટીઘૂંટીઓને આસાનીથી ઉકેલી શક્યા હતા. એમનુ હસ્તિનાપુરનું દૂતકાર્ય, કર્ણને પાંડવોના પક્ષમાં લાવવાનો તેમનો પ્રયત્ન, કુરુક્ષેત્રની યુદ્ધમાં તેમણે કરેલી વિવાદાસ્પદ બનેલી વ્યૂહરચનાઓ -વગેરે આ વાતની સાખ પૂરે છે.
બુદ્ધિ અને વિદ્વત્તા ઘણી વખત સભ્યતા અને શિષ્ટતાને બદલે માણસમાં અંહકાર અને લુચ્ચાઈ ઉત્પન્ન કરી દે છે. પણ કૃષ્ણ તો પૂર્ણ નમ્રમાનાવ જ હતાં. કંસને માર્યા પછી કે જરાસંઘને મરાવ્યા પછી એ પોતે રાજગાદી પર ન બેઠા અને ઉગ્રસેન તેમજ સહદેવને ગાડી પર બેસાડ્યા?! ?વૃધ્ધો, બ્રાહ્મણો, ઋષિઓને તેમણે યથોચિત સમ્માન્યા હતાં. ગંભીર ઉદ્વેગકારી પ્રસંગોએ પણ શાંત અને સ્વસ્થ રહ્યા હતાં. ગંદી ગાળો વરસાવતા શિશુપાલ સામે તેમણે અનન્ય સહિષ્ણુતા દાખવી હતી-એ એનો દાખલો છે.
કૃષણ તત્વજ્ઞાની અને સાથો સાથ એક સિદ્ધ યોગી પણ હતાં. તેથી તેઓ ‘યોગેશ્વર’ તરીકે સર્વત્ર જાણીતા છે. યોગબળથી એમને અક્રુરને વિષ્ણુદર્શન કરાવ્યા, કુબ્જાને રૂપ બક્ષ્યું. શ્રીકૃષ્ણમાં રહસ્યમયતા અને પ્રવૃતિશિલાતા સમાંતરે ચાલતા. શ્રીકૃષણ લોક-કલ્યાણાર્થે બાળપણથી મરણ સુધી સતત પ્રવૃતિશીલ રહ્યા. એમનું આખુંયે જીવન લોક કલ્યાણ માટે સમર્પિત હતું. શરીરયાત્રા સિવાયનું એમનું કોઈપણ કાર્ય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે થયું નથી. એમનાં કોઈ પણ કાર્યમાં વ્યક્તિગત સ્વાર્થની લેશમાત્ર પણ ગંધ નહિ મળે. ‘પારકી છઠ્ઠીના જાગતલ’ (બીજાનાં કાર્યો કરવા માટે તત્પર) નું જીવતું જાગતું રૂપ એટલે શ્રીકૃષ્ણ !

દત્તાત્રેય … (રચના)

દત્તાત્રેય … (રચના) 

આવે જ્યારે ઇર્ષા ઉરની માંય,
આવે ઉર ની માંય પછી એમાં સત્ય સુજે નહિં કાંઇ….

લક્ષ્મીજી બ્રહ્માણી  સંગે સમજે રુદ્રાણી માત,
અમ સમાણી કોઇ પતિવ્રતા નહિં આ અવની માંય……

નારદજીએ આ ભ્રમણા ભાંગવા કર્યો એક ઉપાય,
અનસૂયા ની ઓળખ આપી મહા સતીઓ ની માંય…

ત્રણે દેવીઓ હઠે ભરાણી સ્વામી કરો ને કંઇક ઉપાય,
લો પરીક્ષા સૌ સંગે મળીને અવર ન સમજીએં કાંઇ…

બ્રહ્મા, વિષ્ણુ મહાદેવ મળીઓ ને આવ્યા સતી ને ત્યાંય,
આપો ભિક્ષા અંગ ઉઘાડે અવર ના કોઇ ઉપાય…

સતી સમજ્યા અંતર મનથી કર્યો તર્ક મન માંય,
આદરથી એક અંજલિ છાંટિ બાળ બનાવ્યા ત્યાંય…

ત્રણે દેવીઓ મનમાં મૂંઝાણા પુછે નારદજી ને વાત,
પ્રભુ તમારા ઝુલે પારણિએ અનસૂયા ને ત્યાંય….

કર જોડી કરગરે દેવીઓ આપો અમારા નાથ,
બાળ બન્યા મુજ બાળ થઇ આવે અવર ન માંગુ કાંય…

ત્રણે દેવો એક અંસ બની ને ધર્યું દત્તાત્રેય નામ,
“કેદાર” ગુણલા નિતનિત ગાતો લળી લળી લાગે પાય…

સાર:-
અત્રિ રૂષિ ના પત્નિ અનસૂયા માતાની પતિવ્રત ધર્મ ની પ્રતિસ્ઠા થી ઇર્ષા પામી ને બ્રહ્માણી, લક્ષ્મીજી અને રુદ્રાણીએ  બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને તેમની પરીક્ષા લેવા મજબૂર કર્યા.  તેથી ત્રણેય દેવો બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને અનસૂયા માતા પાસે પધાર્યા. તે સમયે અનસૂયાજી એકલાંજ હતાં, ત્રણેય દેવોએ એવી આકરી શરત મૂકી કે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો જ ભિક્ષા લઈશું નહીં તો પાછા જઈશું. જો અતિથિ  ખાલી હાથે પાછો ફરે તો સતિત્વ ધર્મ લાજે. આથી માતા અનસૂયાએ હાથમાં પાણીની અંજલિ ભરીને સંકલ્પ કર્યો કે ‘જો મારી સ્વામીભક્તિ અચળ હોય તો આ ત્રણેય ભિક્ષુકો આ જ ક્ષણે બાળક  સ્વરૂપને પામે’. પાણીની અંજલિનો સ્પર્શ થતાં જ જગતના સર્જક પ્રજાપિતા બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહાર ના દેવ મહાદેવ નાના બાળક  બની ગયા. માતા અનસૂયાએ ત્રણેય બાળકોને પારણામાં પધરાવી દીધાં. બ્રહ્મલોક, વૈકુંઠ અને કૈલાશ ત્રણેય લોક ઉપર ત્રણેય દેવીઓ ચિંતિત થઈ કે ત્રણેય દેવો ક્યાં અદૃશ્ય થઈ ગયા. તે સમયે નારદજીએ કહ્યું કે સતીનાં પારખાં લેવા જતાં ત્રણેય દેવો બાળક બનીને માતા અનસૂયાના પારણે ઝૂલી રહ્યાં છે. ત્રણેય દેવીઓએ માતા અનસૂયાની માફી માંગી અને પોતાના પતિની માગણી કરી ત્યારે માતા અનસૂયાએ તેમનો સત્કાર કરીને જણાવ્યું કે તમારા સ્વામી પારણાંમાં સૂતા છે. ઓળખીને લઈ જાવ. ત્યારે ત્રણેય દેવીઓ મૂંઝાઈ ગઈ અને અનસૂયા માતાને વિનંતી કરીને કહ્યું કે અમે અજ્ઞાની ઓળખી ના શક્યા. આપ જ અમારા સ્વામીને ઓળખાવો ત્યારે માતા અનસૂયાએ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવોને પુર્વવત્  સ્થિતિમાં લાવી દીધા. ત્રણેય દેવોએ વરદાન માટે કહ્યું ત્યારે અનસૂયા માતાએ કહ્યું કે તમે ત્રણેય દેવો મારા પુત્ર સ્વરૂપે પધારો અને અમને ધન્ય કરો. આથી ત્રણેય દેવોએ અત્રિ ઋષિ અને સતી અનસૂયા માતાને ત્યાં આદ્ય ગુરુ દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ
www.kedarsinhjim.blogspot.com

 

નર નારાયણ …(રચના)

નર નારાયણ …

નર નારાયણ હોવે,
યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે…
એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે…
બીલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે,    ઘટ ઘટ દર્શન હોવે…
તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર,   સંત શિરોમણી હોવે…
કામ ક્રોધ મદ છોડદે બંદા, ક્યું માયા વશ હોવે
દીન “કેદાર” હરિ નામ સુમરલે, હોની હો સો હોવે…
સાર-
૧]- વાલીયો લુટારો, લુંટ માર,શિકાર કરીને જીવન ગુજારતો, એક વખત નારદ મુનિનો સંપર્ક થયો.  ત્યારે નારદ મુનિએ પુછ્યું કે તું જે આ કર્મો  તારા  પરિવાર માટે કરે છે  તો શું  તે તારા કર્મો માટે તારો  પરિવાર તારા પાપ ના ભાગીદાર છે? પણ પરિવારે  આમાં ભાગીદાર  ના હોવાનું જણાવતાં તે નારદજી ના ચરણોમાં પડી ગયો અને રસ્તો બતાવવા કહ્યું,બોધ મળતાં તે રામ નામમાં લીન બન્યો અને વાલ્મિકી મુની બનીને રમાયણ જેવા મહા ગ્રંથની તેણે રચના કરી.
૨]  સુરદાસજી વિશે અલગ અલગ કથા મળે છે, એક જગ્યાએ તેમને જન્મથી જ અંધ છે એવો ઉલ્લેખ છે, જ્યારે મને  એક આધારભુત સુત્રો દ્વારા સાંભળવા મળ્યા મુજબ તેનું નામ બિલ્વમંગલ હતું, તેના કોઇ કર્મો ના આધારે તેને વલ્લભાચર્ય જેવા ગુરુ મળ્યા અને તેને સદ માર્ગે ચાલવા સમજાવ્યા. એક વખત એક ગામના પાદરે એક પાણી ભરી ને જતી સ્ત્રી પર તે મોહ પામ્યા અને તેની પાછળ પછળ તેના ઘર સુધી ચાલ્યા ગયા, પણ સદ ભાગ્યે તેમને તેના ગુરુ ની યાદ આવતાં તેણે તે સ્ત્રી પાસે સોય મંગાવી ને પોતાની બન્ને આંખો ફોડી નાંખી અને ક્રુષ્ણ ભજનમાં લાગી ગયા. એમની ભક્તિ એટલી પ્રબળ બની કે ખુદ કૃષ્ણ ભગવાન બાળક નું રૂપ લઇને તેમને માર્ગ બતાવતા. સુરદાસજી પણ સમજવા લાગેલા કે મને લાલોજ માર્ગ બતાવે છે, તેથી મનમાં મનમાં હસ્તા અને કહેતા “લાલા તું મને છેતરે છે પણ મને હવે બધીજ ખબર છે કે આ લાલો કોણ છે. હું તો મારા ઘટ ઘટમાં તારાં દર્શન કરૂં છું.”
સુરદાસજીએ અમુક સંખ્યામાં પદો લખવાની ટેક રાખેલી, પણ એ પહેલાંજ તેમની જીવન યાત્રા સમાપ્ત થઇ જતાં ખુદ ભગવાને તેમના પદો પુરાં કર્યા છે તેમ કેહવાય છે. સુરદાસજી પોતાના પદ ના અંતે “સુરદાસ” લખતાં જ્યારે જે પદો ભગવાને લખ્યા તેમાં ” સુર શ્યામ” લખ્યું છે.
આ પ્રસંગે મને એક કોઇ સંત ના મુખેથી સાંભળેલી એક સરસ વાત યાદ આવી જે લખવા નું મન થાય છે. સુરદાસજી અને તુલસીદાસજી એક વખત એક જંગલ માંથી પસાર થતા હતા ત્યારે કોઇએ બુમ પાડી કે રસ્તામાંથી હટી જાવ કોઇ હાથી ગાંડો થયો છે, તુલસીદાસજી તો પોતાની મસ્તી માં ચાલતા રહ્યા પણ સુરદાસજી લાલા ની મૂર્તિ લઇ ને એકબાજુ જતા રહ્યા. જ્યારે હાથી પસાર થઇ ગયો ત્યારે તુલસીદાસજી એ પુછ્યું કે આપના જેવા સંત ને ભગવાન પર એટલો ભરોંસો નથી કે આપ એક બાજુ જતા રહ્યા, ત્યારે સુરદાસજીએ કાહ્યું કે આપના આરાધ્ય તો ધનુષધારી છે એને હાથી નો શો ડર, પણ મારો  લાલો તો હજુ નાનો છે એને મારે જ સંચવવો જોઇએ. આવી છે સંતો ની વાતો.
૩] તુલસીદાસજી ને  પોતાની સ્ત્રી માટે નો મોહ અનહદ હતો, ધોધમાર વરસાદમાં પિયર ગયેલી પત્નિ ને મળવા એક મુડદા ને લાકડું   સમજી ને નદી પાર કરી, અને સાપને દોરડું સમજી અને ઘરના કઠોળે ચડી ગયા હતાં,  પણ પત્નિએ ટકોર કરી કે જેટલી મારા પર પ્રીતિ છે તેટલી જો પ્રભુ પર રાખી હોત તો તમારો બેડો પાર થઇ જાત, બસ આ એકજ શબ્દે તુલસીદાસ રામ મય બન્યા વાલ્મિકી ની જેમ સરળ  શબ્દોમાં લોકો આસાની થી સમજી શકે તેવા રામ ચરિત માનસ ની રચના કરી અને અનેક પદો પણ લખ્યા.તુલસીદાસજી ને વલ્મિકી મુની ના અવતાર ગણવામાં આવે છે.
ઉપર નું દરેક લખાણ મારું અંગત મંતવ્ય અને સમજ છે જે કદાચ કોઈને અનુકુળ ના હોય કે માન્ય પણ ના  હોઈ શકે? તેમણે વિનતી કે મારા અગંત મંતવ્ય નો કોઈ આધાર લેવો નહિ.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ
www.kedarsinhjim.blogspot.com

 

મા – બાપની સેવા કરો …

મા – બાપની સેવા કરો …
( ઢાળ:- મા – બાપ ને ભૂલશો નહીં – જેવો)

સેવા કરો મા – બાપ ની, – તો સંતાન સુખ સૌ આપશે,
અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે…
ભુખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..
કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
નિજ કાજ ના ક’દિ માંગતાં, એ ઉપાસના તને તારશે…
ભટક્યો અગર તુજ કર્મ થી, કે અવર અવગણના કરી
અંતર બળ્યું જો એમનું, તુજ વેદના કોણ ઠારશે…
“કેદાર” એકજ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાનને ના વિસારશે..
પુનિત મહારાજના પાવન અંતરમાંથી ઉદભવેલ “મા- બાપ ને ભૂલશો નહીં” વારંવાર સાંભળતા સાંભળતા મારા મનમાં પણ એક રચના આકાર પામી, એ રચના સાથે સરખામણી કરવા નો તો કોઇ સવાલ જ ન હોય, હા એમની પ્રેરણા જરૂર ગણાય, તેથી મેં પણ બાળકો ને પણ પ્રેરણા મળે એવી આશા સાથે આ રચના અહિં પ્રસ્તુત કરેલ છે.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

હ્રદયે રહેજો …(રચના) …

હ્રદયે રહેજો …(રચના) …

 

 

અંબિકા મારે હ્રદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો…..

મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહિ લેજો
બાલુડો તારો માંગુ હું માવડી,    ચાકર ને ચરણો માં લેજો…

ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહિં વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું,        અંબા અધમ ને ઉગારો…

દેવી દયાળી તું બેઠી જઇ ડુંગરે, ભક્ત ને ભૂલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળ્જે માવડી, દોડી દર્શન મને આપજો…

આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન “કેદાર” પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો…

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com