પસંદગી … (રચના) …

પસંદગી …  (રચના) …

– અર્ચિતા દીપક પંડ્યા 

 

મિત્રો, આજે આપણે ફરી એક વખત સુ.શ્રી અર્ચિતા દીપક પંડ્યા (અમદાવાદ) ની રચના માણીશું …   રચના ના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો …

 

 

ARCHITA.1

 

 

શીર્ષક ::::: પસંદગી ::::::

 

 

પસંદગી એવી કરું છું, જિંદગીને બંદગી ગણું છું .
હર એક મુકામને હંમેશા આશીકીથી માણુ છુ.

ચોઘડિયા,મુહુર્તને વણ જોઈતી આશંકા ગણું છું,
અંતરના અવાજને જ અનુપમ આસ્થા માનું છું.

કોઈ ગેરવર્તનના આવર્તનનેય લાચારી માનું છું,
એની તાસીરનો ગણી હાથ માફી આપી દઉં છું.

તું ચીંધે જે મને તે કર્મને,વેદની ઋચા માનું છું,
જેનાથી રહે કાયમી કુણું દિલ એને ધર્મ ગણું છું.

પ્રેમ પ્રગટાવી જાતથી અહી તને બધે ખોળું છું,
આ ઇબાદતથી મને મળશે જ આશા રાખું છું.

 

 

   –   અર્ચિતા દીપક પંડ્યા 

 

 

 

પરિચય :

archita pandiya photoશ્રીમતી અર્ચિતા દીપક પંડ્યા
રહેવાસી : અમદાવાદ
શિક્ષા : સનાતક (અંગ્રેજી વિષય સાથે) રાજકોટ,મહિલા કોલેજ
શોખ : વાચન, લેખન, સાહિત્ય ને લગતી રચનાત્મક પ્રવૃત્તિ
કાર્ય : ચોથી જાગીર અને પોલીસ, પબ્લિક મીડિયામાં સમયાંતરે લેખ પ્રસિદ્ધિ ; સીરીયલ સપ્તપદી ના સંવાદ લેખન :

                                     સંપર્ક : ફેસબુક,ગુગલ +,વોટ્સ એપ, http://architadeepak.tumblr.com/  

                          બ્લોગ લીંક : pathey: Pasandagi 
                                                  http://architapandya.blogspot.co.uk/
                                    email: Archita Pandya <[email protected]>

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો, જરૂરથી  આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.  બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

[૧] “સ્ત્રી” તેમજ [૨] “નવોઢાના નમણા શમણાં” … (રચનાઓ) …

[૧] “સ્ત્રી” તેમજ [૨] “નવોઢાના નમણા શમણાં” … (રચનાઓ) …

 

 
સૌ પ્રથમ આપ સર્વે પાઠક મિત્રોને ‘દાદીમા ની પોટલી’  પરિવાર … તરફથી આજના શુભ પર્વ પર શુભકામના સાથે શુભેચ્છાઓ.  

 

મિત્રો,  ‘દાદીમા ની પોટલી‘ પરિવારમાં અમો સુ.શ્રી અર્ચિતાબેન દીપકભાઈ પંડ્યા (અમદાવાદ) નું સહર્ષ સ્વાગત કરીએ છીએ.   અર્ચિતાબેન નો ટૂંકમાં પરિચય આપીએ તો, તેઓએ માતુશ્રી શ્રીવિરબાઇ મહિલા કોલેજ, (રાજકોટ)માં  અંગ્રેજી વિષય સાથે સનાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે.  એટલું જ નહિ તેઓ  કથકમાં  વિશારદ છે..  ચિત્રકલા અને ક્રાફ્ટ વર્ગ પણ બાળકો માટે  તેઓએ ચલાવ્યા હતા, સાથે સાથે અભિનય અને ગાયન તેમના શોખના વિષય છે. તેઓશ્રી ના ચોથી જાગીર અને પોલીસ, પબ્લિક મીડિયા માં સમયાંતરે લેખ પ્રસિદ્ધિ થાય છે તેમજ સીરીયલ સપ્તપદી ના સંવાદ લેખન તેઓ દ્વારા કરવામાં આવેલ છે. આમ દરેક પ્રવૃત્તિને ખૂબજ સુંદર રીતે તેઓએ માણી છે પણ માતૃભાષા પર પ્રેમ એ તેમનો કૌટુંબિક વારસો છે, જે તેએ દિપાવવા માંગે છે.  તેમના  માતા અને પિતા બંને માતુશ્રી વીર બાઈમાં મહિલા કોલેજમાં(રાજકોટ) પ્રોફેસર હતા.   આમ બહુવિધ પ્રતિભા તેઓ ધરાવે છે., જેઓની ઉત્કૃષ્ટ કસાયેલી કલમનો લાભ સમયાંતરે આપ સર્વેને મળી રહે તેવી અમારી સદા નમ્ર કોશિશ રહેશે.    …

 

‘દાદીમા ની પોટલી’  સાથે જોડાઈ પોતાના દ્વારા સ્વરચિત  કૃતિ -લેખ -રચના પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો સુ.શ્રી અર્ચિતાબેન દીપકભાઈ પંડ્યા ના અંતરપૂર્વકથી આભારી છીએ.  મિત્રો તેઓ  પોતાનો આગાવો બ્લોગ પણ ધરાવે છે, જેની લીંક આખરમાં દર્શાવેલ છે.  આપ સર્વેને નમ્ર વિનંતી કે તેઓશ્રી ના બ્લોગની જરૂરથી મુલાકત લેશો અને આપના અમૂલ્ય પ્રતિભાવ ત્યાં મૂકશો.

મિત્રો, આ રવિવારે વર્લ્ડ વુમન્સ ડે છે અને ૧૫ તારીખે મધર્સ ડે હોય, તે નિમિતે આ સાથે તેમની બે કૃતિઓ આજ રોજ અહીં મૂકવા નમ્ર પ્રયાસ કરેલ છે,  જે જરૂરથી માણશો અને અને આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. 

 

કૃતિ :::: ૧ :::::

 

શીર્ષક ::::::“સ્ત્રી” ::::::

 

 

WOMEN.1

 

સૌન્દર્યા છું, સ્ત્રી છું ;
પુરુષની જોડ પ્રકૃતિ છું.
મમતાની એક આવૃત્તિ છું ,
જનનીની જાગતી વૃતિ છું.
પ્રિયા છું, પ્રેમે પરવશ છું,
પ્રયોગે પ્રસરતી પ્રવૃત્તિ છું.
પ્રીતે પ્રિય ભાષિણી છુ,
પ્રથા એ પ્રિયદર્શીની છું.
સ્વરૂપે સુહાગીની છું,
ભાવથી ભગિની છું.
અનેક રૂપે રંજીત છું,
વલણથી સદા મનજીત છું.
રૂપથી ગજગામિની છું,
મનથી માનુની છું.
અંતરથી આર્દ્ર છું,
પણ નીતિ હોય તો નેતા છું.
સંસ્કારે ગર્વિષ્ઠા છું,
કર્તૃત્વે ધર્મિષ્ઠા છું.
સંસારે અધિષ્ઠા છું,
તેજે શર્મિષ્ઠા છું.
રૂપ અને ગુણ સાથે પ્રેમ વાટિકા છું,
હર એક કૃષ્ણ ની હર એક રાધા છું.
ઈશ્વર પણ ઝંખે એવી કૂખ છું ,
પામું અને વહેચું એવું સુખ છું.

 

 

  – અર્ચિતા દીપક પંડ્યા

 

કૃતિ :::::: ૨ ::::::: 

છબી એક -સ્મરણો અનેક
પ્રિયતમ ને દ્વાર …

“નવોઢાના નમણા શમણાં” …

 

 

WOMEN

 

છબી એક -સ્મરણો અનેક 
પ્રિયતમ ને દ્વાર,

નવોઢાના નમણા શમણાં …

 

દ્વિજા બની અજાણ ઉમ્બરનો ડુંગર ઓળંગી 
હૃદયના કુમ્ભથી પ્રેમના અક્ષત લઇ વેરું છું 
પ્રિય ! કંકુ પગલાં તારા દિલ સુધી લાવું છું 
ચાહતના ચૂડે મઢેલો હાથ કાયમી સોંપું છું ! 
                    હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું.
હક્કના નામની છેલ્લી નજર પિયરથી વાળી 
સાસરીમાં ઠેરવી અહી સૌને પોતીકા ગણું છું 
ચાંલ્લા ની શોભા,ટીકા દામણી ના માન વધે 
એવા વ્યવહારની પુંજી લઈને સંસારે ભળું છું 
                    હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું.
વેણી નાંખી મેં મોગરાની,સંભાળ ની સુગંધની 
સગા સહુને ચાહવા એ જ પમરાટ સાથે લઉં છું 
નાળીયેર જેવી પવિત્ર લાગણી રાખી મન માં 
સખ્તાઈ સંભાળમાં ને ઋજુ સંવેદના સંકોરું છું 
                     હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું.
    
લોહીના સંબંધથી આગવો લાલ, ઘર ચોળાનો બંધ ને  
સોનેરી સાળુ જેવો આપણો અમૂલ સંબંધ જોઉં છું ! 
ઓ પ્રિયતમ ! તારા નામની મહેંદી હાથે રચું છું 
આ પ્રિયા ના, પ્રિય ના સ્નેહીને પણ ,પ્રિય ગણું છું …
                      સાથે સાથે તારો સાથ અખંડ ચાહું છું.

 

 

   –   અર્ચિતા દીપક પંડ્યા 

 

 

 

પરિચય :

archita pandiya photoશ્રીમતી અર્ચિતા દીપક પંડ્યા
રહેવાસી : અમદાવાદ
શિક્ષા : સનાતક (અંગ્રેજી વિષય સાથે) રાજકોટ,મહિલા કોલેજ
શોખ : વાચન, લેખન, સાહિત્ય ને લગતી રચનાત્મક પ્રવૃત્તિ
કાર્ય : ચોથી જાગીર અને પોલીસ, પબ્લિક મીડિયામાં સમયાંતરે લેખ પ્રસિદ્ધિ ; સીરીયલ સપ્તપદી ના સંવાદ લેખન :

                                     સંપર્ક : ફેસબુક,ગુગલ +,વોટ્સ એપ,બ્લોગર,(કવિતા)ટમલર  

                          બ્લોગ લીંક : pathey: Pasandagi 
                                                  http://architapandya.blogspot.co.uk/
                                    email: Archita Pandya <[email protected]>

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો, જરૂરથી  આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.  બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli