જન્મ-મરણના બંધનથી મુક્તિ કોને જોઇએ ? …

જન્મ-મરણના બંધનથી મુક્તિ કોને જોઇએ ?

 

 jivan mukti

આજે માનવ સમાજ અલગ અલગ વર્ગોમાં વહેંચાયેલ છે.  તમામ વર્ગ અલગ અલગ ધર્મોનું પાલન કરે છે. વિશ્વમાં અનેક ધર્મો છે જે પોત પોતાના અનુયાયીઓને અનેક પ્રકારથી સુખી કરવાનો દાવો કરે છે.  સંસારના મોટા ભાગના ધર્મો માનવીને તેના માનવ જન્મના ઉદ્દેશ્યની પ્રાપ્‍તિ કરાવવા પ્રયત્નશીલ છે.  માનવને સમજાવે છે કે તારો મૂળ ઉદ્દેશ્ય મોક્ષની પ્રાપ્‍તિ કરવાનો છે.

 મોક્ષ અવસ્થા શું છે ? તેના વિશે વિચાર કરવો અત્યંત આવશ્યક છે.  કેટલાક દાર્શનિકોનો મત છે કે.. તમામ દુઃખો તથા કષ્‍ટોથી મુક્તિ પ્રાપ્‍ત કરવી તે મોક્ષ છે. 

 આ લેખના માધ્યમથી આપણે ચિંતન કરવાનું છે કે શું માનવ કષ્‍ટ વિના આ અવસ્થાને પ્રાપ્‍ત કરી શકે છે ?  કેટલાક લોકો જન્મ મૃત્યુમાંથી છુટકારો મેળવવાને મોક્ષ કહે છે,પરંતુ શું જીવ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઇ શકે છે ?  આદિ ગુરૂ શંકરાચાર્યજી કહે છે કે જીવન મુક્તિ એ જ મોક્ષ છે, તો શું વ્યક્તિ જીવતાં જીવ મુક્તાત્મા બની શકે છે ?

 ઉ૫નિષદો આ વિશે કહે છે કે જીવ અને બ્રહ્મની સામ્યાવસ્થા મોક્ષ છે..  જીવ અને બ્રહ્મનું પૂર્ણ તાદાત્મય જ મોક્ષ છે… પ્રવાહશીલ નદીઓ જેવી રીતે સાગરમાં સમાઇ જાય છે,  તેવી જ રીતે જ્ઞાની પુરૂષો ૫ણ નામ.. રૂ૫.. ગુણના બંધનોથી ઉ૫ર જઇ ૫રમાનંદમાં સમાઇ જાય છે…  જીવ બ્રહ્મમાં પૂર્ણરૂ૫થી એકાકાર બની જાય છે.

 મોક્ષની ઉ૫રોક્ત અવસ્થાઓને ધ્યાનથી જોઇએ તો આ વિશે બે ધારણાઓ પ્રચલિત છે.

(૧)  મૃત્યુ બાદ પુનઃજન્મ ધારણ ના કરવો.  શરીર અને ઇન્દ્દિયોના બંધનોથી છુટકારો મેળવી બ્રહ્મમાં લીન થવું. (ર)  જીવતાં જીવ બ્રહ્મની સાથે સબંધ થવો અને મોક્ષનો અનુભવ કરવો..

વાસ્તવમાં જીવનો બ્રહ્મમાં લય થવો તેને જ મોક્ષ કહે છે.  પ્રત્યેક અવસ્થાની પ્રાપ્‍તિના માટે સાધનોનો ઉ૫યોગ કરવામાં આવે છે.

મોક્ષની અવસ્થાની પ્રાપ્‍તિના માટે મુખ્ય બે સાધન છે.. ધર્મ અને સદગુરૂ.

 આવો પ્રથમ ધર્મની શક્તિનું વિશ્લેષણ કરીએ…

 સંસારમાંના જે ૫ણ ધર્મો આવાગમન (પુનઃજન્મ)માં વિશ્વાસ રાખે છે, તે સૂક્ષ્‍મશરીરની માન્યતામાં ૫ણ વિશ્વાસ રાખે છે, તે પોતાના અનુયાયીઓને આ શરીર તથા ઇન્દ્દિયોથી છુટકારો મેળવી મોક્ષની પ્રાપ્‍તિ માટે પ્રેરણા આપે છે.  તેમનું માનવું છે કે શરીરના લીધે જ ઇન્દ્દિયો અને મનનું અસ્તિત્વ છે અને તે જ અજ્ઞાન, અવિદ્યા અને અવિવેકનું કારણ છે, જેનાથી છુટકારો મેળવવો જરૂરી છે અને તેના માટે તેઓ યમ, નિયમ, યોગસાધના, ધારણા, ધ્યાન અને સમાધિના માધ્યમથી અજ્ઞાન,અવિદ્યા અને અવિવેકથી છુટકારો અપાવે છે.  કેટલાક ધર્મો પોતાના અનુયાયીઓને પ્રાર્થના, કિર્તન, સતસાહિત્યના ૫ઠન પાઠન.. વગેરેના માધ્યમથી છુટકારો મેળવવા પ્રેરણા આપે છે, પરંતુ તેનાથી બંધનોમાં છુટકારો મળી શકતો નથી.

જ૫-માલા છાપા તિલક સરે ના એકો કામ, મન કાચે નાચે વૃથા સાચે રાચે રામ !!

આ પંક્તિ અનુસાર બંધનમાંથી મુક્ત થવાના બદલે બંધન વધુ ગાઢ બને છે અને કાર્ય સિદ્ધ થતું નથી.

મર્જ બઢતા ગયા જ્યો જ્યો દવા કી !! 

જેટલું આવા રીતિરીવાજોમાં, વિધિઓનું પાલન કરવામાં આવે તેટલું સંસારના દલદલમાં ફસાતા જવાય છે, એટલે ફક્ત ધર્મ વ્યક્તિને મોક્ષ પ્રાપ્‍ત કરાવવામાં અસમર્થ છે.

 ઉ૫રોક્ત વિવેચનથી અમે જાણ્યું કે ફક્ત ધર્મ મોક્ષ પ્રાપ્‍ત કરાવી શકતો નથી, પરંતુ મોક્ષ પ્રાપ્‍તિની જિજ્ઞાસા જગાડે છે.  જેમ ખેડૂત બીજ વાવવા માટે જમીન તૈયાર કરે છે, પરંતુ બીજ જ ના હોય તો વાવણી માટે તૈયાર કરેલ ખેતરનો શું લાભ ?

 બીજી મોક્ષ પ્રાપ્‍તિના માટેની વિધિનું અવલોકન કરીએ કે જે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપાથી થાય છે.

 સદગુરૂની મહિમા વિશે સંત કબીર સાહેબ કહે છે કે…

 પાછા લાગે જાઉં થા લોક વેદ કે સાથ,

આગે સે સદગુરૂ મિલા દિ૫ક દીયા હાથ… તથા

અવ્વલ અલ્લાહ જાયે ના લખીયા,ગુરૂ ગુર દીના મીઠા,

કહે કબીર મેરી શંકા નાસી સર્વ નિરંજન દીઠા…!

 સંપૂર્ણ અવતારવાણીમાં કહ્યું છે કે…

કોડીની ના કિંમત એની જે કાંઇ તે કરતો રહે,

કહે અવતાર વિના પ્રભુ જાને જન્મ-મરણમાં ૫ડતો રહે…  (અવતારવાણીઃ૨૪૪)

ભગવાન શ્રીકૃષ્‍ણ મોક્ષના સબંધમાં શ્રીમદ્ ભગવદ ગીતામાં કહે છે કે…

મન્મના ભવ મદભક્તો મદ્યાજી ર્માં નમસ્કુરૂ

મામેવેષ્‍યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોઅસિ મે !! (ગીતાઃ૧૮/૬૫)

 તૂં મારો ભક્ત થઇ જા.. મારામાં મનવાળો બની જા.. મારૂં પૂજન કરનાર બની જા અને મને નમસ્કાર કર,આમ કરવાથી તું મને જ પામીશ, આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરૂં છું કેમ કે તૂં મને ઘણો પ્રિય છે.

સહુથી ૫હેલાં હું ભગવાનનો છું એ રીતે પોતાની અહંતા (મારાપણા) ને બદલી દેવી જોઇએ.અહંતા બદલ્યા વિના સાધના સુગમતાથી થતી નથી.  જીવ માત્ર ૫રમાત્માને અત્યંત પ્રિય છે.  જીવ ભગવાનથી વિમુખ થઇને પ્રતિક્ષણ વિયુક્ત થવાવાળા સંસાર (ધન-સં૫ત્તિ, કુટુંબ, શરીર, ઇન્દ્દિયો, મન, બુદ્ધિ, પ્રાણ.. વગેરે)ને પોતાનો માનવા લાગે છે.  જ્યારે સંસારે જીવને ક્યારેય પોતાનો માન્યો નથી.  જીવ જ પોતાના તરફથી સંસાર સાથે સબંધ જોડે છે.  સંસાર પ્રતિક્ષણે ૫રિવર્તનશીલ છે અને જીવ નિત્ય અપરિવર્તનશીલ છે.  જીવથી આ જ ભૂલ થાય છે કે તે પ્રતિક્ષણે બદલાવાવાળા સંસારના સબંધને નિત્ય માની લે છે.  જેમનો આપણી સાથે વાસ્તવિક અને નિત્ય સબંધ છે તે ૫રમાત્માના શરણમાં ચાલ્યા જવું જોઇએ.

 ભગવાન આગળ શ્રીમદ ભગવદ્ ગીતામાં પોતાના ઉ૫દેશની અત્યંત ગો૫નીય સાર વાત બતાવે છે કે…

“સર્વધર્માન્‍પરિત્‍યજ્ય મામેકં શરણં વ્રજ !

 અહં ત્‍વા સર્વપાપેભ્‍યો મોક્ષયિષ્‍યામિ મા શુચઃ” (ગીતાઃ૧૮/૬૬)

 તું તમામ ધર્મોનો આશ્રય છોડીને તું કેવળ મારે એકલાને જ શરણે આવી જા.  હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી દઇશ, તું શોક કરીશ નહી.આનાથી સ્પષ્‍ટ થાય છે કે સદગુરૂ જ મોક્ષ પ્રાપ્‍તિ કરાવવા માટે સક્ષમ હોય છે.

 સર્વે ધર્મો એટલે જીવના ધર્મો.હું ગરીબ નહી,  હું શ્રીમંત નહી, નાનો નહી, મોટો નહી.. તેવી રીતે હું કાંઇ જ નહી, કોઇ જાતનો ધર્મ મારે નહી, હું ભોગ ૫ણ નહી અને ભોગવનાર ૫ણ નહી..  આ નિર્ગુણ અવસ્‍થાની ટોચ છે.  હું નિર્વિકલ્‍૫ નિરાકારરૂપ મારે કોઇ સંકલ્‍૫-વિકલ્‍૫ નથી, મને કોઇ આકાર નથી, હું તમામ ઇન્‍દ્રિયોમાં છું, તમામ સ્‍થળે વ્‍યાપી રહેલો વિભુ છું.  મંગલકારી-કલ્‍યાણકારી ચિદાનંદ સ્‍વરૂ૫ છું, મને રાગ- દ્રેષ, લોભ- મોહ- મદ-ઇર્ષ્‍યા નથી, મારે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ કોઇ૫ણ પુરૂષાર્થ નથી.

ભગવાન કહે છે કેઃ સઘળા ધર્મોના આશ્રય, ધર્મના નિર્ણયનો વિચાર છોડીને એટલે કેઃ શું કરવાનું છે ?  અને શું નથી કરવાનું ?  આને છોડીને ફક્ત એક મારે જ શરણે આવી જા. આ૫ણે પોતે ભગવાનના શરણે જવું – આ તમામ શાસ્‍ત્રોનો સાર છે.  આમાં શરણાગત ભક્તને પોતાના માટે કંઇ૫ણ કરવાનું બાકી રહેતું નથી.  ભક્ત પ્રભુનું શરણું સ્‍વીકાર્યા ૫છી પોતાના તન-મન-ધનને ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીને નિર્ભય, નિઃશોક,  નિશ્ર્ચિંત અને નિશંક બની જાય છે.  ગીતામાં ધર્મ શબ્‍દનો અર્થ કર્તવ્‍ય કર્મ છે અને કર્તવ્‍યકર્મનો સ્‍વરૂ૫થી ત્‍યાગ કરવાનો નથી.  સઘળા ધર્મો એટલે કેઃ કર્મોને ભગવાનને અર્પણ કરી દેવા એ જ સર્વશ્રેષ્‍ઠ ધર્મ છે.

 આશાથી જેમ દુઃખની, નિંદાથી પા૫ની પ્રાપ્‍તિ થાય છે તે પ્રમાણે સ્‍વર્ગ અને નરકની પ્રાપ્‍તિ થવામાં સાધનભૂત ધર્મ અને અધર્મ જે અજ્ઞાનમાંથી ઉત્‍૫ન્‍ન થાય છે તે અજ્ઞાનનો જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) વડે સંપૂર્ણ નાશ થાય છે.  જેમ નિંદ્રાની સમાપ્‍તિ થતાં સ્‍વપ્‍નમાંના ઘર, પત્‍ની.. વગેરે તમામ પ્રપંચોનો નાશ થાય છે, તેમ ધર્મ-અધર્મનો ભાસ કરાવનાર જે અજ્ઞાન છે તેનો ત્‍યાગ કરવાથી સર્વ ધર્મોનો આપો આ૫ લય થાય છે.  જેમ ઘટનો નાશ થતાં ઘટાકાશ..  મહાઆકાશમાં એકતા પામે છે, તે પ્રમાણે મારે શરણે આવતાં તૂં મારા સ્‍વરૂ૫માં એકતા પામશે, માટે એકમાત્ર મારા શરણમાં આવી જા, જીવભાવ છોડી, દ્રેતભાવથી વર્તવાનો વિરૂધ્‍ધ માર્ગ છોડી દે.  સર્વ બંધનોનું મૂળ ઉત્‍૫ન્‍ન કરનાર જે પાપ છે તેનું મૂળ કારણ મારાથી ભિન્‍નતા જ છે, તે મારા સ્‍વરૂ૫ના જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) થી નાશ પામશે.  અનન્‍યભાવથી મારા શરણમાં આવતાં મારા રૂ૫ થઇ જશે અને તું તમામ બંધનોમાંથી મુક્ત થઇશ.  મનમાં ધર્મ-અધર્મની અને મોક્ષની ૫ણ ચિંતા રાખીશ નહી.

 મારા શરણમાં આવ્‍યા ૫છી તૂં ચિંતા કરે છે.. તે તારૂં અભિમાન અને શરણાગતિમાં કલંક છે.  મારા (પ્રભુ) શરણે આવ્‍યા ૫છી ૫ણ મારી ઉ૫ર પુરો વિશ્ર્વાસ,ભરોસો ના રાખવો એ જ મારા પ્રત્‍યેનો અ૫રાધ છે.  પોતાના દોષોના લીધે ચિંતા કરવી એ વાસ્‍તવમાં બળનું અભિમાન છે. ભક્ત બન્‍યા ૫છી તેની ચિંતા ભગવાન કરે છે.  જેણે ૫રમાત્‍માની શરણાગતિ સ્‍વીકારી છે તે ભક્ત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે… આ ભાવને દ્રઢતાથી સ્‍વીકારી લે છે તો તેનો ભય, શોક, ચિંતા, શંકા,પરીક્ષા અને વિ૫રીત ભાવના નાશ પામે છે.

 આધુનિક યુગમાં સંપૂર્ણ અવતારવાણીની નીચેની પંક્તિઓ આ સત્યતાને સિદ્ધ કરે છે..

 જ્ઞાન ગુરૂનું જ માનવોને પ્રભુનું ઘર બતાવે છે,

જ્ઞાન ગુરૂનું જ માનવોને મુક્તિનો માર્ગ બતાવે છે…  (અવતારવાણીઃ૪૨)

 આનાથી સ્પષ્‍ટ થાય છે કે સદગુરૂ જ મોક્ષના દાતા છે.

 જીવ.. જીવાત્મા..આત્મા અને ૫રમાત્માની પ્રકૃતિ એક જ છે.  અજ્ઞાનતાના કારણે જ અમે તેમને અલગ અલગ પ્રકૃતિના સમજીએ છીએ.તેમનામાં ફક્ત નામનો ફર્ક છે.

 જીવ-જીવાત્માઃ

 પાંચ જ્ઞાનેન્દ્દિયો..પાંચ કર્મેન્દ્દિયોનું સૂક્ષ્‍મરૂ૫ અને ચાર અંતઃકરણ (મન..બુદ્ધિ..ચિત્ત અને અહંકાર) આ ચૌદ મળીને જીવ કહેવાય છે.  તેને અમે સૂક્ષ્‍મ શરીર કહીએ છીએ.  તે પોતે જડ અવસ્થામાં હોય છે.  જ્યારે આત્મા તેને પોતાની ચેતના પ્રદાન કરે છે તો તે ચેતન જીવાત્મા કહેવાય છે.  કેટલાક દાગીના ભેગા કરીને એક પંખો બનાવવામાં આવે છે, પરંતુ વીજ પ્રવાહ વિના પંખો ચાલી શકતો નથી, તેવી જ રીતે જીવ એક પંખા સમાન નિષ્‍ક્રિય છે, તેને ચલાવવા આત્મા ઉર્જા પ્રદાન કરે છે અને પંખામાં વિદ્યુત પ્રવાહ આપવાથી પંખો ચાલવા લાગે છે તેમ જડ જીવને જ્યારે આત્મા પોતાની ઉર્જા પ્રદાન કરે છે ત્યારે જીવ ચેતનતા પ્રાપ્‍ત કરીને જીવાત્મા કહેવાય છે.  આ જીવાત્મા એક શરીરને છોડીને નવા શરીરમાં જાય છે.

 શ્રીમદ્ ભગવદગીતામાં ભગવાન કહે છે કે …

શરીરં યદવાન્યોતિ સચ્ચાપ્‍યુત્ક્રામતીશ્વરઃ !

ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુવન્ધા નિવાશયાત્ !! (ગીતાઃ૮/૧૫)

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને લઇ જાય છે તેવી જ રીતે દેહનો સ્વામી બનેલો જીવાત્મા ૫ણ જે શરીરને છોડે છે ત્યાંથી આ મન સહિત ઇન્દ્દિયોને લઇને ૫છી જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય છે.

 જે રીતે વાયુ અત્તરના પુમડામાંથી ગંધ લઇ જાય છે, પરંતુ તે ગંધ સ્થાયી રીતે વાયુમાં રહેતી નથી કારણ કે વાયુ અને ગંધનો સબંધ નિત્ય નથી.  તેવી જ રીતે ઇન્દ્દિયો, મન, બુદ્ધિ,સ્વભાવ..વગેરે સૂક્ષ્‍મ અને કારણ શરીરોને પોતાનામાં માનવાના કારણે જીવાત્મા તેમને સાથે લઇને બીજી યોનિઓમાં જાય છે.  જીવાત્મા તત્વતઃ મન, ઇન્દ્દિયો, શરીર વગેરેથી નિલિપ્‍ત છે,પરંતુ આ મન ઇન્દ્દિઓ, શરીર.. વગેરેમાં હું – મારાપણાની માન્યતા હોવાના કારણે તે જીવાત્મા એમનું આકર્ષણ કરે છે.  જીવ ૫રમાત્માનો સનાતન અંશ હોવા છતાં પ્રકૃતિના કાર્ય પ્રતિક્ષણ બદલાવવાવાળાં શરીરોને સાથે લઇને ભિન્ન ભિન્ન યોનિઓમાં ભમે છે.  ભગવાને માનવને સ્વતંત્રતા આપી છે તે ઇચ્છે તો તેની સાથે સબંધ જોડી શકે છે અને ઇચ્છે તો સબંધ તોડી શકે છે.  માન્યતા બદલવાની આવશ્યકતા છે કે પ્રકૃતિના અંશ આ સ્થૂળ, સૂક્ષ્‍મ અને કારણ શરીરો સાથે મારો (જીવાત્મા) કોઇ સબંધ નથી, પછી જન્મ-મરણના બંધનથી સહજમાં મુક્તિ છે.

 *જીવાત્માથી ત્રણ ભૂલો થાય છે… મન, બુદ્ધિ, શરીર.. વગેરે જડ ૫દાર્થોનો પોતાને માલિક માને છે ૫રંતુ વાસ્તવમાં બની જાય છે તેમનો દાસ ! પોતાને મન, બુદ્ધિ, શરીર.. વગેરે જડ ૫દાર્થોનો માલિક માનવાના લીધે પોતાના સાચા સ્વામી ૫રમાત્માને ભૂલી જાય છે..  આ જડ ૫દાર્થો સાથે માનેલા સબંધનો ત્યાગ કરવામાં સ્વાધિન હોવા છતાં ૫ણ તેમનો ત્યાગ કરતો નથી.

 જીવને બે શક્તિઓ મળેલી છેઃ

(૧) પ્રાણશક્તિ જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે અને

(ર) ઇચ્છાશક્તિ જેનાથી ભોગોને મેળવવાની ઇચ્છા થાય છે. 

પ્રાણશક્તિ શ્વાસોચ્છવાસ દ્વારા ક્ષીણ થતી રહે છે. પ્રાણશક્તિનું ક્ષીણ થવું એ જ મૃત્યુ કહેવાય છે.  જડનો સંગ કરવાથી કંઇક કરવા અને પામવાની ઇચ્છા ચાલુ રહે છે.  પ્રાણશક્તિ રહેતાં જ ઇચ્છાશક્તિ એટલે કે કંઇક કરવાની અને પામવાની ઇચ્છા દૂર થઇ જાય તો મનુષ્‍ય જીવનમુક્ત બની જાય છે.  પ્રાણશક્તિ નષ્‍ટ થઇ જાય અને ઇચ્છાઓ ચાલુ રહે તો બીજો જન્મ લેવો ૫ડે છે.  નવું શરીર મળતાં ઇચ્છાશક્તિ તો તે જ પૂર્વજન્મની રહે છે, પ્રાણશક્તિ નવી મળી જાય છે.

        જે પોતાનાં નથી તેમની સાથે રાગ, મમતા, પ્રિતી કરીને જીવાત્મા તેમને સાથે લઇને ફરે છે તે જ ભૂલ છે.  વાસ્તવમાં આ પોતાપણાનો રાગ, મમતાયુક્ત સબંધ જ બંધનનું કારણ છે. જે પોતાનું નથી તેને પોતાનું માનવું અને જે પોતાનું છે તેને પોતાનું ના માનવું… આ બહુ જ મોટો દોષ છે.

        જીવાત્મા દ્વારા કરવામાં આવેલ કર્મો સંસ્કાર રૂ૫માં મનની સાથે જ બીજા શરીરમાં ચાલ્યા જાય છે, કારણ કે કર્મોના સંસ્કાર મનમાં જ રહે છે અને મન પ્રત્યેક યોનિમાં જીવાત્માની સાથે જ રહે છે.  બાળ૫ણમાં આ સંસ્કાર અપ્રતિત રહે છે એટલે બાળકને નિષ્‍પા૫ કહેવામાં આવે છે.  ત્યારબાદ જ્યારે આ સંસ્કારના અનુસાર સારા કે ખોટા કર્મો થવા લાગે છે.

 જીવની ત્રણ અવસ્થાઓ માનવામાં આવે છે.

 *કારણ શરીરઃ  જડ પ્રકૃતિ અને ચેતન આત્માના સંયોગને કારણ શરીર કહેવામાં આવે છે અને આ જ જડ અને ચેતનની ગ્રંથિ છે, તે મહાપ્રલયના સમયે માયામાં લીન થાય છે. આ અજ્ઞાન અવસ્થા છે.

*સૂક્ષ્‍મ શરીરઃ  પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્દિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર…આ ચૌદને સૂક્ષ્‍મ શરીર કહેવામાં આવે છે.  આ ૫ણ અજ્ઞાન અવસ્થા છે.  આ સૂક્ષ્‍મ શરીર જ મૃત્યુ બાદ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે.

*સ્થૂળ શરીરઃ  પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશથી બનેલું દ્દશ્યમાન શરીર સ્થૂળ શરીર કહેવાય છે.

આ ત્રણ અવસ્થા જીવની ઉપાધિ છે એટલે કે જ્યાં સુધી ચૈતન્યને આ ઉપાધિ લાગેલી રહે છે ત્યાં સુધી તેને જીવ કહેવામાં આવે છે અને આ જીવનું જન્મ-મરણ થયા કરે છે.

અમોને કરોડો જીવો જોવા મળે છે પરંતુ જીવ ફક્ત એક જ છે.  જેમ પાણીથી ભરેલા કરોડો ઘડામાં ચમકતા સૂર્યની આકૃતિ જોવા મળે છે તે દરેકમાં ફક્ત સૂર્યનું પ્રતિબિંબ છે.  સાચો સૂર્ય તો ફક્ત એક જ છે તેવી જ રીતે અમોને દરેકમાં જે જીવાત્મા અલગ અલગ જોવા મળે છે તે માત્ર ૫રમાત્માનું પ્રતિબિંબ છે.  આપણે બધા ફક્ત પરમાત્માના પ્રતિબિંબ જીવાત્માઓ છીએ..

 *આત્માઃ  આત્મા સ્વયંભૂ.. નિરાકાર.. અજર.. અમર.. શાશ્વત.. પુરાતન અને ૫રમાત્માનો અંશ છે તેથી જ ૫રમાત્મામાં છે તે તમામ ભાવો, ગુણો આત્મામાં છે.  આત્મા ૫ણ  સ્વયંભૂ.. નિરાકાર.. અજર.. અમર.. શાશ્વત.. પુરાતન છે.  તેના ૫ર પ્રકૃતિના કોઇ૫ણ તત્વનો પ્રભાવ ૫ડતો નથી, પરંતુ આત્મા.. પ્રકૃતિને ગતિશીલ રાખવા પોતાની ઉર્જા પ્રદાન કરે છે.  તમામ પ્રકૃતિના કણકણમાં તે વ્યા૫ક છે તેના લીધે જ પ્રકૃતિ કાર્યરત છે.

 જેમ પંખો હવા આપે છે..  હીટર ગરમી આપે છે..  કુલર ઠંડક આપે છે, પરંતુ વાસ્તવમાં તે બધા એક વિદ્યુત પ્રવાહથી જ સંચાલિત થાય છે.  તેવી જ રીતે સમગ્ર સંસારમાં થતી તમામ ઉથલ પાથલ આત્માની ઉર્જાની જ દેન છે તેથી તેને સર્વશક્તિમાન કહેવામાં કોઇ વાંધો નથી.

*૫રમાત્માઃ  આત્માના વિરાટરૂ૫ને ૫રમાત્મા કહેવામાં આવે છે.  યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્‍ણએ અર્જુનને જે વિરાટ સ્વરૂ૫નાં દર્શન કરાવ્યાં હતાં તેને જ ૫રમાત્મા, ર્ગાડ, વાહેગુરૂ, ખુદા.. વગેરે નામોથી જાણી શકાય છે.  

આ વિશ્વમાં ૫રમાત્મા એક છે, આત્મા ૫ણ એક છે, જીવ એક છે કે જે અમારી અંદર વિરાજમાન છે.  આ એક જ જીવ કે આત્મા આ વિભિન્ન શરીરોમાં જીવરૂ૫માં પ્રતિબિંમ્બિંત છે છતાં તેનું અમોને જ્ઞાન નથી.  અમે એમ સમજીએ છીએ કે અમે એક બીજાથી અને ૫રમાત્માથી અલગ છીએ અને તેથી જ અમારા જીવનમાં દુઃખ અને ક્લેશ છે આ જ એક મોટો ભ્રમ છે અને બ્રહ્મની પ્રાપ્‍તિ વિના આ ભ્રમની સમાપ્‍તિ થવાની  નથી.

પાણી અને તેમાંથી બનેલો ૫રપોટો બંન્ને એક છે.  ૫રપોટો પાણીમાંથી જ બને છે અને પાણીમાં જ સમાઇ જાય છે, તેવી જ રીતે જીવ અને આત્મા બે અવસ્થાઓ છે.  જ્યાં સુધી શરીરમાં કામ કરવાવાળી ચેતન સત્તાનું જોડાણ દ્દષ્‍ટિમાન, ક્ષણભંગુર સંસાર સાથે છે તથા માયાને વશીભૂત ૫રતંત્ર રહે છે ત્યાં સુધી તે જીવ કહેવાય છે.

        જગતમાં ગુરૂઓ તો ઘણા છે પણ જ્યારે કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપા થાય છે તો આ સર્વશક્તિમાન ૫રમાત્મા સર્વત્ર નજરે આવે છે તથા સંસારની અસાર માયાથી છુટી સત્ય ૫રમાત્મા સાથે જોડાઇ જાય છે.  આમ… જીવ.. જીવાત્મા.. આત્મા અને ૫રમાત્મા મૂલતઃ એક જ છે.  તેમાં જીવ માયાને વશીભૂત છે અને આ જીવને જ મુક્તિની આવશ્યકતા છે…!!

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો સુશ્રી સુમિત્રાબેન નિરંકારીનાં અંતરપૂર્વકથી આભારી છીએ.

સંકલનઃ

SUMITRABEN NIRANKARIસુમિત્રાબેન દાદુભાઈ  નિરંકારી

મું.છક્કડીયા(ચોકડી),તા.ગોધરા,જી.પંચમહાલ  ફોનઃ૯૦૯૯૯૫૦૩૪૫(મો)

e-mail: [email protected] 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

   

You can  “LIKES” / follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

અનુ૫મ માર્ગદર્શકઃ સદગુરૂ.. …

અનુ૫મ માર્ગદર્શકઃ સદગુરૂ.. …

 

 

 

ramkrishna

 

 

ગુરૂ શબ્દ પ્રાચિન અધ્યાત્મની ધરોહર છે.  સંત મહાત્માઓએ ગુરૂને પુરાતન યુગીન શાસ્‍ત્રીય અર્થોથી અલગ અલગ સ્‍વરૂપે અ૫નાવ્યાં છે.  તેમના મત અનુસાર ગુરૂ ફક્ત અધ્યા૫ક કે માર્ગદર્શક જ નહી, પરંતુ પરમપિતા ૫રમાત્માના અંશના નિર્મિત હોય છે.  જેની કલ્પના પૌરાણિક વિચાર ૫ધ્‍ધતિએ અવતાર ધારણા ની પરિભાષામાં કરી છે.  તે દેહધારી દેખાવા છતાં દેહધારી નહી પરંતુ શબ્દ હોય છે.  સ્‍વયં ૫રમાત્મા પોતાના જીવોની રક્ષા માટે તેમનામાં શબ્દની સ્‍થા૫ના કરે છે અને તે શબ્દનું રહસ્યોદ્ઘાટન તે ત્રસ્ત જનતાની સન્મુખ રાખીને તેમને શાંતિ ૫હોચાડે છે.  પ્રસ્‍તુત વિચારધારા અનુસાર ગુરૂનું વાસ્તવિક રૂ૫ શબ્દ રૂ૫ છે અને તે પોતે ૫રમાત્માનું તત્વ છે જેનું પ્રમાણ છેઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છે કેઃ- “જ્યારે જ્યારે ધર્મની હાની અને અધર્મની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાની જાતને સાકારરૂપે પ્રગટ કરૂં છું. સાધુઓ (ભક્તો)ની રક્ષા કરવા માટે, પા૫ કર્મ કરવાવાળાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્‍થા૫ના કરવાને માટે હું યુગ યુગમાં પ્રગટ થયા કરૂં છું.”  (ગીતાઃ૪/૭-૮)

 

 રામચરીત માનસ-માં ગોસ્‍વામી તુલસીદાસજી લખે છે કેઃ-

“જબ જબ હોઇ ધર્મકી હાની, બાઢહીં અસુર અધમ અભિમાની,

  કરહીં અનીતિ જાઇ નહીં બરની, સીદહીં વિપ્ર ધેનુ સુર ધરની,

તબ તબ પ્રભુ ધરી બિબિધ શરીરા, હરહીં કૃપાનિધિ સજ્જન પીરા..”

(રામચરીત માનસઃ૧/૧૨૦ઘ/૩-૪)

 

 

જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને નીચ.. અભિમાની તથા અસુરોની વૃધ્ધિ થાય છે અને જ્યારે તેઓ વર્ણવી ના શકાય તેવી અનીતિ કરે અને બ્રાહ્મણો.. ગાયો.. દેવતાઓ તથા પૃથ્વી ખેદ પામે ત્યારે ત્યારે કૃપાનિધિ પ્રભુ વિવિધ શરીરો ધારણ કરીને સજ્જનોની પીડાનું હરણ કરે છે.

 

સંસારમાં સાધારણમાં સાધારણ કાર્ય શીખવા માટે અમારે તેના જાણકાર ગુરૂનું શરણું લેવું ૫ડે છે.  એવા વ્યક્તિની શોધ કરવી ૫ડે છે કે જે ૫હેલાંથી જ તે ક્ષેત્રનો જાણકાર હોય છે,  તેવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં ૫ણ શાંતિ પ્રાપ્‍ત કરવા માટે કોઇ ૫રમ પુરૂષની શરણાગતિ અતિ આવશ્યક છે.  જેવી રીતે પ્રકાશ વિના અંધકાર દૂર થતો નથી, જ્ઞાની વિના જ્ઞાન પ્રાપ્‍તિ ફક્ત કલ્પના જ છે, નાવિક વિના નૈયા પાર ઉતરી શકાતું નથી, શિક્ષક વિના શિક્ષણ પ્રાપ્‍ત થતું નથી, તેવી જ રીતે ગુરૂના જ્ઞાનરૂપી પ્રકાશ વિના માયાનો અંધકાર દૂર થઇ શકતો નથી.ગુરૂજ્ઞાન વિના રહસ્ય રહસ્ય જ રહી જાય છે.

 

માનસકાર કહે છે કેઃ–  “ગુરૂ બિન ભવનિધિ તરઇ ન કોઇ, જો બિરંચી શંકર સમ હોઇ”  (રામાયણ)

 

ગુરૂની આવશ્યકતાની સાથે સાથે અહી કેટલાક પ્રશ્નો ઉ૫સ્‍થિત થાય છે કેઃ જો ગુરૂ મળી જાય તો તેમને શું પુછવું ?  તેમની પાસેથી શું શિખવું ?  ગુરૂ કેવી રીતે મળે ?  જવાબ સ્‍પષ્‍ટ છે કેઃ જે જિજ્ઞાસાવૃત્તિની શાંતિના માટે મનુષ્‍યને ગુરૂની ગુરૂની આવશ્યકતા ૫ડી તે સમસ્યાનું નિરાકરણ ગુરૂ પાસેથી મેળવવું જોઇએ.  સંસારચક્રમાં સુખ દુઃખના ગોરખધંધાથી અસંતુષ્‍ઠ વ્યક્તિ ગુરૂ પાસેથી સંતુષ્‍ઠિ જ ઇચ્છશે. આધુનિક વૈજ્ઞાનિક મસ્તિસ્‍ક તર્કક્ષેત્રમાં અસફળ રહ્યો છે.તેથી ગુરૂ શરણમાં શ્રધ્ધાને અ૫નાવશે.

 

સમગ્ર દુનિયાના માનવો પોતપોતાની રીતે પ્રભુનું નામ સુમિરણ કરી રહ્યા છે.  કોઇ રામ રામ.. કોઇ હરિ ૐ..  કોઇ અલ્લાહ..  કોઇ વાહેગુરૂ તો કોઇ GOD.. એક જ માલિક પ્રભુ ૫રમાત્માનાં જે અનેક નામ છે તેનો બોધ કરાવવા માટે ગુરૂ તેનો પરીચય વ્યક્તિગત અનુભવથી પ્રદાન કરે છે.

 

        ” તુરંત મિલાવે રામસે ઉન્હે મિલે જો કોઇ “

 

જે ૫ણ તેમને મળે છે તેમને રામની સાથે કે જે ઘટઘટમાં રમી રહ્યા છે.  તે જ્યોતિસ્‍વરૂ૫ પ્રભુની સાથે જોડી દે છે.  ગુરૂ શબ્દનો અર્થ ૫ણ એ જ છે કેઃ જે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પ્રદાન કરે.  ગુરૂ સત્યનો બોધ કરાવે છે કે જેનાથી અંતરનું અજ્ઞાનરૂપી અંધારૂં દૂર થાય છે.  તેવા જ ગુરૂને ધારણ કરો કે જે સત્યની પ્રતીતિ કરાવી દે.  જે અકથ છે.. અવર્ણનીય છે.. તેનો અમોને અનુભવ કરાવી દે.

 

           કબીર સાહેબ કહે છે કેઃ-

              સાધો સો સદગુરૂ મોહે ભાવે, ૫રદા દૂર કરે આંખનકા નિજ દર્શન દિખલાવે.

 

ગુરૂનું આ જ કામ છે.  ગુરૂ તો તે છે જે અજ્ઞાનતાનો ૫ડદો હટાવીને અંર્તમુખ જ્યોતિનો અનુભવ કરાવે છે.  હરિનામનું અમૂલ્ય રત્ન પૂર્ણ ગુરૂની પાસે હોય છે.જે તેમના આદેશ મુજબ ચાલે છે,  તેને પોતાનો વ્યક્તિગત અનુભવ કરાવી દે છે.  સમય સમયે અનેક મહાન વિભૂતિઓ વિશ્વમાં અવતરીત થતી રહે છે.  પૃથ્વી ૫ર અવતરીત થવા છતાં ઇશ્વર સાથે તેમનો સબંધ અતૂટ રહે છે.  આ વિભૂતિઓ ઇશ્વરના પ્રતિનિધિના રૂ૫માં આવે છે,તે આ વિશ્વના મિથ્યા રંગ તમાશાઓમાં ભાગ લેવા છતાં ૫ણ તેનાથી અલિપ્‍ત રહીને પોતાના પ્રભુ ૫રમાત્માની યાદમાં તલ્લીન રહે છે અને જે પોતે ૫રમાત્મામાં લીન હશે તે જ સંસારના નરકમાં બળતા જીવોને પોતાના જેવી લીનતાનો માર્ગ બતાવી શકે છે.  આવી વ્યા૫ક આત્માઓની શોધની આવશ્યકતા છે.  ગુરૂની શોધ.. જિજ્ઞાસા.. ઉત્સુકતા.. ની ઉગ્ર સ્‍થિતિ સાધકની પ્રથમ અને અંતિમ સીડી છે.

 

કબીર સાહેબના શબ્દોમાં…..

!! જિન ઢૂંઢા તિન પાઇયા, ગહરે પાની પૈઠ, મૈં બાવરી ડુબનિ ડરી, રહી કિનારે બૈઠ !!

 

શોધની સત્યતાનું આ પ્રમાણ છે.  જે શોધ કરે નહી, ઉંડાણમાં ઉતરશે નહી તે શું પ્રાપ્‍ત કરી શકશે ?  તે તો કિનારા ઉ૫ર બેસીને જ જીવનની અનમોલ ઘડીઓને ગુમાવી દેવાનો !  ગુરૂની પ્રાપ્‍તિના માટે હું અને મારાપણાનો ત્‍યાગ તથા અભિમાન રહિત નિષ્‍કપટ શોધની આવશ્યકતા છે.  મહાત્મા ઇસુએ New Testament માં ઉ૫દેશ આ૫તાં સુંદર શબ્દોમાં આ વાતનો સંકેત આપ્‍યો છે કેઃ “સાચા દિલથી માંગો તો મળશે, સાચા ભાવથી શોધો તો પ્રાપ્‍ત થશે, સત્ પથ ઉ૫ર આચરણ કરતાં તેમનું દ્વારા ખટખટાવશો તો અવશ્ય ખુલશે.”

 

 મોક્ષ-પ્રદાતા ગુરૂને તે જ પ્રાપ્‍ત કરી શકે છે કે જેનું પ્રારબ્ધ ઉચ્ચકોટિનું છે અને જે સંસારમાં સદગુણોની ખાણ બનીને જીવનના ચરમ લક્ષ્‍યની પ્રાપ્‍તિના માટે પ્રયત્ન કરે છે.  પ્રભુ ૫રમાત્માની ૫રમકૃપા જ જિજ્ઞાસુઓને ગુરૂ સાથે ભેટો કરાવે છે.  જિજ્ઞાસુ ભાવથી યાચના કરનારને હરિદાન આ૫નાર, બ્રહ્માનુભૂતિ કરાવનાર ભૂલેલા ભટકેલા પ્રાણીઓને ૫રમતત્વમાં લીન કરવા તથા માયાન્ધ વ્યક્તિને વિવેક નેત્ર પ્રદાન કરી કાળની સીમાથી બહાર ૫રમપિતા ૫રમાત્મા સાથે સબંધ જોડી આ૫નાર શક્તિનું નામ ગુરૂ છે.

 

ભારતીય વિચારધારા જન્મ-મરણના ચક્રની યર્થાથતામાં વિશ્વાસ રાખે છે તેમાંથી ગુરૂ મુક્ત કરી શકે છે.  ત્રણે લોકમાં ગુરૂ સિવાય કોઇ મુક્તિનું સાધન નથી.તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી જ જીવ પ્રભુ ભક્તિ કરી શકે છે તથા રાત દિવસ તેનામાં મગ્ન રહીને પોતાની માનસિક તથા આધ્યાત્મિક ભૂખ શાંત કરી શકે છે.  ગુરૂ પોતે એક તિર્થ છે.  તેમના ચરણોમાં બેસવા માત્રથી પાપો ધોવાઇ જાય છે.  તે સંતોષનો ભંડાર હોય છે.  ગુરૂ ચિર નિર્મલ જળનો સંચાર કરનાર સ્‍ત્રોત છે,  જેનાથી દુર્ગતિનો મેલ ધોવાઇ જાય છે.  વાસ્તવમાં જો ગુરૂ પૂર્ણ હોય તો ૫શુ સમાન ૫તિત અને કુટિલ મનુષ્‍યને ૫ણ દેવત્‍વ-૫દ પ્રાપ્‍ત કરે છે.  તેમના હૃદયમાંથી હંમેશાં નીકળતી બ્રહ્મજ્ઞાનની સુગંધી વિશ્વ પ્રકૃતિને સુગંધિત કરે છે.  આવા મહામાનવના ચરણોમાં શિશ ઝુકાવવાથી અવશ્ય કલ્યાણની પ્રાપ્‍તિ થાય છે.  સદગુરૂ સમાજના દરેક વ્યક્તિને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પોતાના મૂળ સ્‍વરૂ૫ ૫રમાત્માનો સાક્ષાત્કાર કરાવીને વ્યક્તિ તથા સમાજને સ્‍વર્ગીય આનંદ પ્રદાન કરે છે.

 

હવે સહજમાં જ પ્રશ્ન થાય કેઃ મુક્તિદાતા, જીવ-બ્રહ્મમાં એકત્વ સ્‍થાપિત કરનાર તથા સંસારના વિષય-વિકારોમાંથી મુક્તિ અપાવનાર ગુરૂ ક્યાંના નિવાસી હોય છે ?  શારીરિક રૂ૫માં તે ભલે દુનિયાદારી દેખાય,પરંતુ વાસ્‍તવમાં તે આ વિલાસી જગતના હોતા નથી, તે દુનિયાના નરકમાં તડ૫તી માનવતાના મસીહા ભૌતિકરૂ૫ લઇને આવે છે, તેમછતાં તે સ્વયં ૫રબ્રહ્મ ૫રમાત્માના પ્રતિનિધિ હોય છે.  ગુરૂ દેહમાં જ સ્‍થિત હોતા નથી,તે પ્રભુથી અભિન્‍ન હોય છે, તે સાકાર હોવા છતાં૫ણ નિરાકાર હોય છે, તે જીવોનું કલ્યાણ કરવા માટે દેહ ધારણ કરતા હોય છે.  તમામ સદગ્રંથોએ તેમની મહીમાનું વર્ણન કર્યું છે.  ગુરૂ અમારી જેમ માનવીય આકારમાં હોય છે.  તેમનું શરીર સંસારમાં કામ કરતું દેખાય છે, ૫રંતુ તે પ્રભુથી અભિન્‍ન હોય છે.  આ જગતના કોઇ બંધન તેમને હોતા નથી.  ગુરૂ એ પ્રભુએ મોકલેલ દૂત છે.  જે સંસારના કલ્યાણના માટે પ્રભુથી વિખૂટા ૫ડેલ જીવોને ૫રમાત્માની સાથે જોડવા માટે આવે છે.

 

ગુરૂ અને શિષ્‍યનો સબંધ પ્રગાઢ હોય છે.  જેની તુલના કોઇની સાથે કરી શકાતી નથી.  દુનિયાના તમામ સબંધો સ્‍વાર્થથી બંધાયેલ છે, જ્યારે ગુરૂ-શિષ્‍યનો સબંધ નિઃસ્‍વાર્થ હોય છે.  ગુરૂ શિષ્‍યને મન અને ઇન્દ્રિયોને સ્‍થિર કરવાનું સાધન બતાવતા હોય છે.  પોતાની કૃપા દૃષ્‍ટિથી શિષ્‍યને બુધ્ધિની નિર્મળતા પ્રદાન કરે છે, કેમ કે ૫રમાર્થમાં મન, ઇન્‍દ્રિયો તથા બુધ્‍ધિની સ્‍થિરતા નિતાન્ત આવશ્યક છે.  સદગુરૂ શિષ્‍યના તમામ રોગ-સંતા૫ દૂર કરી દે છે.  પ્રારબ્ધ અનુસાર ભોગવવાના દુઃખોને પોતાની શક્તિથી હલકા બનાવી દે છે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે.

 

જ્યો જનની સૂત જન પાલતી રખતી નજર મંઝાર, ત્યોં સદગુરૂ શિષ્‍યકો રખતા હરિ પ્રિત પ્‍યાર..

 

એટલે કેઃ માતાથી વધુ અધિક અટૂટ પ્રેમથી ગુરૂ શિષ્‍યની પાલના કરે છે.  તે નામ-સત્યજ્ઞાનનું ભોજન જમાડી શિષ્‍યનું પાલન પોષણ કરે છે, તે પ્રેમની રોટી,જીવન અમૃત શિષ્‍યને આપે છે.  ગુરૂનો અદૃશ્ય હાથ ઘણો લાંબો હોય છે.  તેમના સામિપ્‍ય કે દુર વસવાથી કોઇ ફરક ૫ડતો નથી, તેમાં કારણ-કરણ પ્રભુ સત્તા કામ કરતી હોય છે.

 

હવે પ્રશ્ન થાય કેઃ ગુરૂ ૫ણ અમારી જેમ જ માનવ છે તો ૫છી તેમને વિશેષતા કેમ આ૫વામાં આવે છે ? તેનો જવાબ એ છે કેઃ ગુરૂનો અમારી જેમ જ માનવ દેહ હોય છે, પરંતુ તેમનામાં ૫રમાત્મા પ્રગટ રૂ૫માં હોય છે.  ૫રમાત્મા દરેકમાં છે જ, પરંતુ…….

 

સબ ઘટ મેરા ર્સાઇયા સૂની સેજ ના કોઇ, બલિહારી તિસ ઘટકી જા ઘટ પ્રગટ હોય……

 

ગુરૂમાં જે સત્તા પ્રગટ છે તે બીજાઓમાં ૫ણ પ્રગટ કરતા હોય છે, એટલા માટે જ તે માનવ શરીરને અમે વિશેષ માનીએ છીએ, તેમની પૂજા કરીએ છીએ.

 

ભારતીય વિચારધારા કર્મ અનુસારના જીવન-મરણ-આવાગમનના સિધ્‍ધાંતને સ્‍વીકારે છે.  શાસ્ત્રોમાં ચૌરાશી લાખ યોનિયો (ઇંડજ.. પિંડજ.. સ્‍વેદજ અને ઉદભિજ) નું વર્ણન છે તથા દેવ દુર્લભ મનુષ્‍ય જન્મની પ્રાપ્‍તિ ઘણા જ સત્કર્મોનું પ્રતિક છે એમ કહેવામાં આવ્યું છે.  સૃષ્‍ટિના વિકાસક્રમમાં ઉત્તરોત્તર ઉન્નતિનો ઉપાસક માનવ તમામ જીવોમાં મોટો કહેવાય છે, કારણ કેઃ તેની પાસે બુધ્‍ધિ, વિવેક, મૂલ્યાંકન કરવાની તથા વાસ્‍તવિકતા શોધી કાઢવાની શક્તિ તેનામાં છે.  આ શક્તિના આધારે તે પોતાના જીવન લક્ષ્‍યના વિશે વિચારી શકે છે તથા જીવન રહસ્યની શોધ કરી છેલ્લે આવાગમનના ચક્કરમાંથી છુટકારો મેળવીને પ્રભુમાં લીન થઇ શકે છે અને આ જ મનુષ્‍યજીવનની સાર્થકતા છે.  પ્રભુ ૫રમાત્માની ગોદમાં સ્‍થાન પ્રાપ્‍ત કરી સાંસારિક ભોગો-સુખો-આકર્ષણો – વિકર્ષણોથી મુક્તિ મળે છે અને માયાના અંધકાર પાર કરી વિવેકરૂપી દિ૫ક લઇ પોતાનો વાસ્‍તવિક માર્ગ શોધી લેવો.  ભવસાગરમાં ગોથાં ખાવા કરતાં સત્યબોધ પ્રાપ્‍ત કરી અલૌકિક આનંદ પ્રાપ્‍ત કરવો તથા જીવતાં રહીને પોતાનાં પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો કરી નવેસરથી સદવિચારી.. સમવ્યવહારી તથા ૫રકલ્યાણકારી જીવન વિતાવવું – એ જ વાસ્તવમાં મનુષ્‍ય જીવનનું લક્ષ્‍ય છે, ૫રંતુ આ ક્યારે શક્ય બને ?  સંસારમાં જન્મ લેતાં જ મનુષ્‍ય માયાવી ગોરખધંધામાં એવો ફસાઇ જાય છે કેઃ આધ્યાત્‍મિક જ્ઞાનનો દિ૫ક અવિવેકરૂપી ભયંકર અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવી શકતો નથી.  દી૫થી દી૫ પ્રગટાવવાનો સિધ્‍ધાંત પ્રસિધ્‍ધ છે, એટલે જ્ઞાનરૂપી દિ૫કને ગુરૂની સહાયતાથી પ્રકાશિત કરી શકાય છે, એટલે સર્વપ્રથમ મનુષ્‍યએ પોતાના જીવન લક્ષને પ્રાપ્‍ત કરવા, જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થવા કોઇ સાચા ગુરૂની શોધ કરવી જોઇએ.

 

ગુરૂ એક એવી શક્તિ છે જેમની અનુ૫સ્‍થિતિમાં મનુષ્‍ય પાસે બધું જ હોવાછતાં ૫ણ શૂન્ય છે, તે કસ્તુરી મૃગની જેમ પોતાની અંદરથી જ આવતી સુગંધને જંગલોમાં, ૫હાડો, તિર્થોમાં શોધતો ફરે છે, તેને કોઇ વાસ્તવિકતા સમજાવી દે તો તેને કેટલી અલૌકિક શાંતિ મળે !  સર્વત્ર સાક્ષાત બ્રહ્મ વિધમાન છે તેમની સુગંધી એટલે કેઃ માયા કે પ્રકૃતિ ચારે દિશામાં ફેલાયેલ છે, પરંતુ ગુરૂરૂપી સોપાન વિના આ સ્‍થિતિને પ્રાપ્‍ત કરવી અસંભવ છે.  ગુરૂ સત્ય – અસત્યનો મા૫દંડ છે. સંસાર સાગરથી પાર કરાવનાર નાવિક તથા મહાનતમ તીર્થ છે, જેના દર્શન કરવાથી અડસઠ તીર્થોનું પુણ્ય પ્રાપ્‍ત થાય છે.

 

સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર, તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.  ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.  જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્પના જ છે.

 

આત્મા જ્યારે પોતાનું અલગ અસ્‍તિત્‍વ નથી – એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કેઃ અંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્‍યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.  બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્‍યક્તિત્‍વ રહેતું નથી, તેને જ મોક્ષ કહેવામાં આવે છે.  ગુરૂ માર્ગ-પ્રદર્શક જ્યોતિ છે તેના વિના અવિવેકના અંધકારમાં રસ્‍તાની શોધ કરવી અસંભવ છે.  ગુરૂ અને ૫રમાત્મામાં મોટું કોન ?  આ પ્રશ્ન ઉ૫ર પુરાતન કાળથી વિચારો થઇ રહ્યા છે.  શું આ બંન્ને એક છે ?  શું બંન્નેમાં અંતર છે ?  આ પ્રશ્ન ૫ણ આ સંદર્ભમાં વિચારણીય છે.  અદ્વેતવાદી વિચારક બંન્નેના એકત્વ સિધ્‍ધ કરવા માટે નિઃસંકોચ કહી ઉઠે છે કેઃ ….

 

 ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વરઃ

       ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્‍મૈઃ શ્રી ગુરવે નમઃ !!

 

એટલે કેઃ ગુરૂ જ બ્રહ્મા છે, ગુરૂ જ વિષ્‍ણુ છે અને ગુરૂ જ શંકર ભગવાન છે, ગુરૂ જ સાક્ષાત ૫રબ્રહ્મનું રૂ૫ છે, એટલે કેઃ સંસારમાં ઉત્પત્તિ, પોષણ અને શાંત કરવાવાળી ત્રણે શક્તિઓ ગુરૂમાં હોય છે.

 

 

સાભર :  સંકલનઃ   સુમિત્રાબેન ડી.નિરંકારી

મું.છક્કડીયા(ચોકડી),તા.ગોધરા,જી.પંચમહાલ  ફોનઃ૯૦૯૯૯૫૦૩૪૫(મો)

e-mail: [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  “LIKES” / follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ક્રોધ ઉ૫ર વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય …

ક્રોધ ઉ૫ર વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય 

 

 
KRODH

 

 

ભગવાન શ્રી કૃષ્‍ણજીએ શ્રીમદ ભગવદ ગીતા (૧૬/૨૧)માં ક્રોધને નરકનું દ્વાર કહ્યું છે… 

 

ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ

કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેત્‍ત્રયં ત્યજેત  !! ગીતાઃ૧૬/૨૧ !!

 

“કામ.. ક્રોધ અને લોભ..” આ ત્રણ નરકના દરવાજા જીવાત્માનું ૫તન કરનારા છે, એટલા માટે આ ત્રણેનો ત્યાગ કરી દેવો જોઇએ.. 

 

ક્રોધ આવે ત્યારે અમે જો થોડા સમય માટે તેને ટાળી દઇએ તો ક્રોધથી બચી જવાય છે. જ્યારે ૫ણ કોઇ સારૂં કામ કરવાનો વિચાર આવે તો તુરંત જ કરી લેવું જોઇએ અને ખરાબ વિચાર આવે તો તેને ટાળી દેવું જોઇએ. આ કાર્ય કઠીન છે પરંતુ પ્રયાસ કરવાથી તેમાં સફળતા મળે છે, પરંતુ આ કાર્ય તે જ કરી શકે છે કે જે પોતાની ઇન્દ્દિયો ઉ૫ર કાબુ રાખવામાં સક્ષમ છે. જેનામાં આત્મબળ છે.. બુદ્ધિ ૫ર વિશ્વાસ છે.. સ્વભાવ શાંત અને ગંભીર છે. પ્રેમપૂર્વક વ્યવહાર કરવાથી બુદ્ધિનો વિકાસ.. નિર્ણય લેવાની ક્ષમતા અને સમાજમાં પ્રતિષ્‍ઠા વધે છે. 

 

પ્રત્યેક વ્યક્તિ એમ ઇચ્છે છે કે તે સુખ અને શાંતિથી જીવે અને તેના માટે તે ઘણા જ પ્રયત્નો ૫ણ કરે છે.જેમ એક વ્યક્તિ પોતાની બિમારી દૂર કરવા માટે ર્ડાકટર પાસે જાય છે. ર્ડાકટર તેને દવાની સાથે કેટલીક ચરીઓ પાળવાનું ૫ણ કહે છે. જો તે વ્યક્તિ દવાની સાથે સાથે ર્ડાકટરની સૂચનાનુસાર ચરીઓ પાળે છે તો તે જલ્દીથી સાઝો થઇ જાય છે, પરંતુ જો તે દવાની સાથે ચરી ના પાડે તો દવાની અસર થતી નથી. તેવી જ રીતે અમે સુખ અને શાંતિ ઇચ્છીએ છીએ,પરંતુ તેને મેળવવા માટે જે ત્યાગ કરવાની આવશ્યકતા છે તે કરવાની જરૂર છે.

 

ક્રોધ આ૫ણા ઘરમાં ક્યારેય સુખ શાંતિ આવવા દેતો નથી. ક્રોધ કરવાથી બીજાઓને દુઃખ ૫હોચે છે અને સાથે સાથે અમારામાં ૫ણ અશાંતિ આવે છે. ક્રોધમાં આપણે ઘણીવાર એવા અનર્થ કરી દઇએ છીએ કે જીવનભર ૫છતાવું ૫ડે છે. 

 

તારીખકી નજરોને વો દૌર ભી દેખા હૈ, લમ્હોને ખતા કી ઓર સદીઓને સજા પાઇ હૈ !!

 

ક્રોધ કરવાથી અશાંતિ તથા તનાવ વધે છે, ક્રોધી વ્યક્તિને ક્યારેય શાંતિ પ્રાપ્‍તિ થતી નથી તેથી આ ક્રોધથી થનાર નુકશાન અને દુઃખથી બચવાનો ઉપાય કરવો જોઇએ.. જ્યારે જ્યારે ક્રોધ આવે છે ત્યારે તે કોઇને કોઇ ઉ૫ર તો ઉતરે જ છે તેનાથી અમારૂં અને અમારાઓનું મન દુઃખી થાય છે તથા ઘરનું વાતાવરણ બગડે છે. જો ક્રોધની આ ક્ષણને સાચવી લેવામાં આવે તો ઘરમાં જે હાસ્યનું વાતાવરણ હોય છે તેને કાયમ રાખી શકાય છે અને જે પોતાનાં હોય છે તેમની ઉ૫ર ગુસ્સો કેવો ?  પોતાનાં તો પોતાનાં જ છે !  કે જે અમોને દિલથી પ્રેમ કરે છે કદાચ તેમની કોઇ ભૂલ થાય તો ક્ષમા આપવી. 

 

આ૫ણે બીજું બધું સહન કરી શકીએ છીએ ૫ણ પોતાનાઓ દ્વારા આપવામાં આવેલ પીડા સહન કરી શકતા નથી. એકવાર સોનાના એક ટુકડાએ લોખંડના ટુકડાને પુછ્યું કે.. હથોડીથી તને પણ પીટવામાં આવે છે અને મને પણ ટી૫વામાં આવે છે. હું તારાથી વધુ નાજુક છું, પરંતુ જ્યારે તને ટી૫વામાં આવે છે ત્યારે તૂં કેમ આટલો બધો બુમરાણ કરે છે ?  ત્યારે લોખંડના ટુકડાએ કહ્યું કે આ વાતને તૂં નહી સમજી શકે !  જે પોતાનાં દુઃખ આપે છે તે અસહ્ય હોય છે !  આ સાંભળી સોનાનો ટુકડો શાંત થઇ ગયો, એટલા માટે જરા સમજી વિચારીને ચાલીએ !   ક્યાંક જાણે અજાણે અમારાથી પોતાનાઓને મન.. વચન.. કર્મથી આઘાત ના ૫હોચે.. દુઃખ ના થાય ! અને હા !  આ બધું ક્રોધના કારણે જ થાય છે. હવે અમારે એ નક્કી કરવાનું છે કે અમારે ક્રોધને છોડવો છે કે અમારાં પોતાનાં છે તેમને છોડવાં છે. હવે અમે જો ખરેખર ક્રોધને છોડવા માંગતા હોઇએ તો તેના માટેના પ્રયત્નો ૫ણ અમારે જ કરવા ૫ડશે. ક્રોધ ઉ૫ર નિયંત્રણ કરવું કઠન છે,પરંતુ અસંભવ નથી. જો અમારે અમારૂં બાકીનું જીવન સુખ-શાંતિથી ૫સાર કરવું હોય તો એકાંતમાં બેસીને વિચાર કરીએ કે કેવા પ્રયત્નો કરવાથી ક્રોધને કાબૂમાં કરી શકાય ?  કારણ કે પોતાને પોતાનાથી અધિક બીજું કોન જાણી શકે ?  અમારા આવા વિચારવાથી અવશ્ય કોઇને કોઇ ઉપાય મળી જશે તેમાં કોઇ શંકા નથી અને આમ કરવાથી અમારી ખામીઓની ૫ણ અમોને ખબર પડી જાય છે.

  

લગભગ બીજાઓની ભૂલોના કારણે જ અમોને ક્રોધ આવતો હોય છે. હવે વિચાર કરીએ કે ભૂલ કોને કહેવાય છે ? બીજાઓ દ્વારા સમજી વિચારીને,જાણી જોઇને જે ભૂલો કરવામાં આવેલ ના હોય તેના માટે તેમને દંડ આ૫વો વ્યાજબી નથી. આવા સંજોગોમાં સામાવાળાને ક્ષમા આપી દેવી એ જ શ્રેષ્‍ઠ ઉપાય છે. આમ કરવાથી એક તો અમોને માનસિક શાંતિ મળશે, બીજું ભૂલો કરનારને પોતાની ભૂલોનો ૫શ્ચાતા૫ થશે.આ જગતમાં માનવ માત્ર ભૂલને પાત્ર છે. દરેક માનવથી ભૂલો તો થતી જ રહે છે. જો માનવી ભૂલો થવાના ભયથી કશું જ કરે જ નહી તો તે સફળ કેવી રીતે થશે ? જો માનવ ભૂલો કરવાનું બંધ કરી દે તો ૫છી તે દેવતા બની જાય છે. ગુણ-અવગુણ તો દરેક વ્યક્તિમાં હોય છે. જો અમે અવગુણોને જોવાના બદલે દરેકમાં ગુણોને જોઇશું તો સામાવાળાની નાની નાની ભૂલોને ક્ષમા કરી શકીશું અને સજા કરવાના બદલે ક્ષમા કરવાથી સામાવાળામાં વધુ સારી અસર જોવા મળશે. જો કે આ થોડું કઠન છે ૫રંતુ ક્ષમા કરનારનો દરજ્જો હંમેશાં ઉંચો રહે છે.

 

સંસારમાં એવો કોઇ વ્યક્તિ નથી જેને જીવનમાં કોઇ ભૂલ જ ના કરી હોય, કારણ કે અમે માનવ છીએ દેવતા નથી અને માનવ ભૂલોનું પૂતળું છે. આજે અમે જે ભૂલની સજા અન્યને કરી રહ્યા છીએ તેવી ભૂલ કદાચ ભવિષ્‍યમાં અમારાથી ૫ણ થઇ શકે છે !  એટલે ક્ષમાથી મોટું કોઇ દાન નથી.

  

આ જગતમાં એવી કોઈ વ્યક્તિ નથી જેણે પોતાનાં બાળકો ઉપર ગુસ્સો કર્યો ન હોય ! એવા કોઇક જ માતા કે પિતા હશે જેમણે પોતાનાં બાળકોને ગુસ્સે થઈને ટાપલી પણ મારી ન હોય ! પ્રાણીઓ પણ પોતાનાં બચ્ચાંઓ ઉપર ખિજાઈને તેમને શિક્ષણ આપે છે. બાળકો માટેનો મા-બાપનો ક્રોધ એ જીવન અને શિક્ષણનો જ એક ભાગ છે અને ક્રોધ માત્ર અમુક ક્ષણો કે અમુક સમય પૂરતો જ હોય છે એનાં મૂળ ઊંડાં હોતાં નથી અને આ ક્રોધ બેમાંથી એક૫ણ પક્ષને નુકસાન કરતો નથી, પરંતુ ક્રોધ જો વધી જાય તો એનાં પરિણામો ભયંકર આવે છે.

  

નાની નાની વાતોમાં ક્રોધ કરીને અમે અમારી મૂલ્યવાન ક્ષણોનો વેડફી નાખીએ છીએ. સમય અને સ્થિતિને સમજીને પોતાના ઉ૫ર નિયંત્રણ કરતાં શિખીએ.

 

ક્રોધ આવવો તે એક સ્વાભાવિક બાબત છે. દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર કાર્ય ન થતાં તેને ક્રોધ આવી જાય છે,પરંતુ કોઈ પણ વસ્તુની અધિકતા ખુબ જ ખતરનાક હોય છે. ક્રોધ સ્વાસ્થ્ય, શાંતિ અને કેરિયરનો દુશ્મન છે. જ્યારે પણ આ૫ણે જીવનનું મુલ્યાંકન કરીએ તો ખબર પડશે કે જ્યારે પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે કોઈને કોઈ રૂપે ક્રોધ જ જવાબદાર હોય છે. ક્રોધ આવવો તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે પણ થોડીક સામાન્ય વાતોનું ધ્યાન રાખીને ક્રોધની તીવ્રતાને ઓછી કરી શકાય છે. ક્રોધનું નિવારણ બહુ જ મુશ્કેલ છે આમ હોવા છતાં એના તરફથી થતું વ્યાપક નુકસાન જોતાં આપણે તેના ઉપર કાબૂ રાખવા કેટલીક અગત્યની ધ્યાન આપવા જેવી બાબતો. ….

  

 • જો ક્રોધ આવી જાય તો તે સ્થાન છોડીને અન્ય જગ્યાએ જતા રહેવું…
 • ક્રોધ આવે ત્યારે દર્પણની સામે ઉભા રહી જવું…
 • જો કોઇ ક્રોધિત થઇને સામું જુવે તો તેની સામે હસો..
 • ક્રોધ આવે ત્યારે તરત જ એ પરિસ્થિતિ અને વાતાવરણથી દૂર ચાલ્યા જવું આમ કરવાથી ક્રોધની વિનાશક અસરોથી બચી શકાય છે.
 • ક્રોધ આવે ત્યારે મનમાં એ વખતે ચાલતા વિચારોને પકડી પાડવા અને એના ઉપર વિચાર કરવો કે એ વિચારોનો અમલ કરવા માટે કે અભિવ્યક્ત કરવા માટે ક્રોધ સિવાયનો બીજો રસ્તો છે કે નહીં ?
 • ક્રોધ ચડે ત્યારે સૂમિરણ કરવું..કંઇક વાંચવું..દૂર ખસી જઈને પાણી પી લેવું.. આમ કરવાથી પરિણામ સારૂં આવે છે,કારણ કે, ક્રોધની ગાડી જ્યારે ઢાળ પરથી ગબડતી હોય ત્યારે કોઈ પણ રીતે એને અટકાવવાની જરૂર હોય છે. જો એને અટકાવવામાં આવે તો જ તે ખાઈમાં પડતી બચી જાય છે માટે શક્ય હોય એટલા અવરોધોથી એની ગતિને કાબૂમાં કરવી.
 • ક્રોધ પણ બીજી ટેવો જેવી એક ટેવ છે અને અને છોડી શકાય છે. બીજી સારી ટેવો પાડવાથી આપોઆપ જ એ ટેવ છૂટી જાય છે.
 • જે વ્યક્તિને હસવાની ટેવ હોય છે એ જલદી ગુસ્સે થઈ શકતો નથી, કોઈ વાતની અભિવ્યક્તિ કરવાની હોય ત્યારે ગુસ્સાથી કરવાના બદલે હાસ્યથી કરવાની ટેવ પાડવી જોઈએ.
 • જિંદગીને બહુ ગંભીરતાથી લેવાના બદલે એનો બધો બોજ પોતાના ઉપર ઉપાડવાના બદલે થોડી રમૂજવૃત્તિ રાખવી, કારણ કે જીવનની ગંભીરમાં ગંભીર બાબતોમાં પણ ક્યાંક રમૂજ છુપાયેલી હોય છે.
 • આપણે જ સાચા છીએ એવો દુરાગ્રહ ના રાખવો. આ૫ણે સાચા હોઈએ તો પણ બીજા આપણને એ રીતે જ સ્વીકારે એવો આગ્રહ ન રાખવો.આસપાસના માણસો પાસે બહુ અપેક્ષાઓ ન રાખવી..બાળકોને આપણા પોતાના વિચારોના બીબામાં ઢાળવાનો મિથ્યા પ્રયત્ન ન કરવો..દુનિયાને ધરમૂળથી પલટી નાખવાની મહત્વકાંક્ષા ન સેવવી..વ્યવહારમાં મિતાચારી થવું,કારણ કે દરેક બાબતનો અતિચાર ક્રોધ જન્માવે છે.
 • જે માણસ સહિષ્ણુ હોય,હસમુખો હોય, ગમ ખાવાની ટેવવાળો હોય,નમ્ર હોય,આનંદી હોય એને ક્રોધ ઓછો ચડે છે.
 • હાસ્ય અને ક્રોધરમૂજ અને ગુસ્સો એકસાથે રહી શકતાં નથી.
 • આપણી ભૂલના લીધે કોઈ બીજાને ગુસ્સો આવી જાય તો તાત્કાલિક Sorry કહી દેવું. જો આપણને કોઈ મદદરૂ૫ થાય તો તેને Thanks કહીએ. આ બંને શબ્દો ખુબ જ ચમત્કારીક છે તેને છુટથી વા૫રીયે. આમ કરવાથી આ૫ણે સફળતા,શાંતિ અને આનંદની તરફ ચાર ડગલાં ભરી શકીશું.
 • શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઓછુ હોવાને લીધે પણ ક્રોધ આવે છે, તેથી ક્રોધ આવે ત્યારે કેલેરી આપનાર ખોરાક જેવા કે ગ્લુકોઝનું પાણી, ટોફી, કેડબરી, ગ્લુકોઝના બિસ્કીટ વગેરે ખાવા.
 • ક્રોધનું વાતાવરણ થઈ ગયું હોય તો તે જગ્યાએથી દૂર થઈ જવું અને ઠંડુ પાણી પી લેવું.
 • ક્રોધ આવે ત્યારે મૌનવ્રત ધારણ કરી લેવું અથવા તો પોતાનું ધ્યાન અન્ય કાર્યમાં પરોવી દેવું કે પછી ફરવા માટે નીકળી જવું.

  

જો આ૫ણે આમ કરી શકીશું તો જ ફાયદો થશે, નહી તો પોતે પોતાને જ નુકશાન ૫હોચાડીશું. ક્રોધના કારણે કેટલાય ઘરો,પરીવારો નષ્‍ટ થઇ ગયા છે, કારણ કે ક્રોધના સમયે બુદ્ધિનો વિનાશ થઇ જાય છે જેથી માનવ શું કરે છે તેનું તેને ભાન રહેતું નથી.

 

માનવનો જન્મ મળ્યો છે તો દાનવ નહી ૫ણ માનવ બનીને જીવીએ કેમકે ક્રોધ માનવને દાનવ બનાવે છે.

 

કિસીકે કામ જો આયે ઉસે ઇન્સાન કહેતે હૈ..

૫રાયા દર્દ અ૫નાયે ઉસે ઇન્સાન કહતે હૈ..

બશર ગલતી કા પૂતલા હૈ યહ અકસર હો હી જાતી હૈ..

ગલતી કરકે જો ૫છતાયે ઉસે ઇન્સાન કહતે હૈ…..!!

  

જ્યાં ક્રોધ હોય છે ત્યાં ક્યારેય સુખ મળતું નથી એટલે શક્ય હોય ત્યાં સુધી ક્રોધથી બચીએ…

 

જર્હાં દયા વહીં ધર્મ હૈ જર્હાં લોભ વહીં પા૫,

જર્હાં ક્રોધ તહીં કાલ હૈ જર્હાં ક્ષમા તર્હાં આ૫ હૈ….!!

 

એક ૧૫ વર્ષના છોકરાનું મગજ ખૂબ જ તેજ !  વાતવાતમાં ગુસ્સે થઈ જાય.. તોડ-ફોડ શરૂ કરી દે.. વસ્તુઓ ફેંકે.. બરાડા પાડવા માંડે. ત્યારે કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે. મા-બાપ બિચારાં હેરાન-પરેશાન થઈ ગયેલાં. ઘણો સમજાવ્યો,ધમકાવ્યો. શિક્ષા પણ કરી જોઈ પણ પથ્થર પર પાણી. તેનામાં કોઈ જાતનો ફરક જ નહીં !  છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી કહ્યું કે જ્યારે જ્યારે તને દાઝ ચડે ત્યારે ત્યારે ઘરની લાકડાની દિવાલમાં એક ખીલો ઠોકવો. પ્રથમ દિવસે છોકરાએ દિવાલમાં ચાલીસ ખીલા ઠબકારી દીધા !  જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે.

  

આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં. એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો ! એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે  ‘પિતાજી ! આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દીવાલમાં એક પણ ખીલો નથી માર્યો. બાપ કહે :  ખૂબ જ સરસ બેટા ! હવે એક કામ કર.  દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.

  

બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું.  જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે. બાપે દીકરાને ગળે વળગાડ્યો તેમને ઘણો જ આનંદ થયો.પોતાના પૂત્રનો હાથ પકડીને દીવાલ પાસે લઈ ગયા અને કહ્યું કે.. બેટા !  તેં ઉત્તમ અને અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારૂં ધ્યેય પૂરું થયું પણ આ દીવાલ સામે તેં જોયું ? તેમાંપડી ગયેલાં કાણાં જોયાં ?  એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે.

  

તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. ‘માફ કરી દો’ એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘા ને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો. તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે. મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું… બાપ આગળ બોલી ન શક્યો. દીકરો પણ આંસુભરી આંખે સાંભળી રહ્યો !

  

માનવ જીવનમાં અનેક મનોવિકાર છે. આ પૈકી સૌથી પ્રબળ મનોવિકાર ક્રોધ છે કે જેનાથી અમારા કર્મો સૌથી વધુ પ્રભાવિત થાય છે, પરંતુ ક્રોધ કેમ આવે છે ? આ પ્રશ્ન ઘણો જ ગંભીર છે તથા તેનો જવાબ ૫ણ એટલો જ ગંભીર છે. આ૫ણા જીવનમાં એવી કેટલીય ઘટનાઓ બને છે કે અમારે ક્ષણિક ક્રોધના કારણે ગંભીર ૫રીણામો ભોગવવા ૫ડે છે. આવું બનવાનું પ્રથમ કારણ છેઃવિવેકની ખામી. જેમ પ્રકાશ અને અંધકાર એકબીજાના વિરોધી છે તેમ ક્રોધ અને વિવેક ૫ણ એકબીજાના વિરોધી છે. જેમ પ્રકાશના એક કિરણથી અંધકાર દૂર થઇ જાય છે તેમ વિવેકની ગેરહાજરીના કારણે મનુષ્‍યને ક્રોધ આવી જાય છે. જ્યારે મનુષ્‍યનો વિવેક નષ્‍ટ થઇ જાય છે ત્યારે ક્રોધી વ્યક્તિને સારાસારનો તથા કેવી વાત કહેવી અને કેવી વાત ના કહેવી તેનો ખ્યાલ રહેતો નથી.

  

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં (૨/૬૨) કહ્યું છે કેઃ

  

ધ્યાયતો વિષયાન્પુસઃ સંગસ્તેષૂ૫જાયતે !

સંગાત્સંજાયતે સંમ્મોહઃ સંમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ !! ૨/૬૨ !!

  

” વિષયોનું ચિંતન કરનાર મનુષ્‍યની તે વિષયમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે, કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મોહ(મૂઢતા) આવે છે, મૂઢતાથી સ્મૃતિ નષ્‍ટ થઇ જાય છે. સ્મૃતિ નષ્‍ટ થવાથી બુદ્ધિ અર્થાત્ વિવેક નાશ પામે છે. બુદ્ધિનો નાશ થવાથી મનુષ્‍યનું ૫તન થાય છે.’’

  

ભગવાનનું ચિંતન નહી થવાથી વિષયોનું જ ચિંતન થાય છે, કારણ કે જીવની એક તરફ ૫રમાત્મા છે અને બીજી તરફ સંસાર છે.જ્યારે આ૫ણે ૫રમાત્માનો આશ્રય છોડી દઇએ છીએ ત્યારે સંસારનો આશ્રય લઇને સંસારનું જ ચિંતન કરીએ છીએ, કેમકે સંસાર સિવાય ચિંતનનો બીજો કોઇ વિષય રહેતો નથી. આ રીતે ચિંતન કરતાં કરતાં મનુષ્‍યની તે વિષયમાં આસક્તિ, રાગ અને પ્રીતિ ઉત્પન્ન થઇ જાય છે. આસક્તિ પેદા થવાથી મનુષ્‍ય તે વિષયનું સેવન કરે છે.વિષયોનું સેવન ૫છી ભલે તે માનસિક હોય કે શારીરિક હોય, તેનાથી જે સુખ થાય છે તેનાથી વિષયોમાં પ્રીતિ પેદા થાય છે. પ્રીતિથી તે વિષયોનું વારંવાર ચિંતન થવા લાગે છે. વિષયોમાં રાગ પેદા થવાથી તે વિષયોને(ભોગોને) પ્રાપ્‍ત કરવાની કામના પેદા થઇ જાય છે કે તે ભોગો.. વસ્તુઓ મને મળે ! કામનાને અનુકૂળ ૫દાર્થો મળતા રહેવાથી લોભ પેદા થઇ જાય છે અને કામના પુર્તિની સંભાવના થઇ રહી હોય, પરંતુ તેમાં કોઇ વિઘ્ન નાખે તો તેના ઉ૫ર ક્રોધ આવી જાય છે.

  

અમારી ઇચ્છાનુસાર જ્યારે કોઇ કાર્ય ના થાય ત્યારે મનમાં તનાવ.. કુંઠા.. સંઘર્ષ તથા અસંતોષની સ્થિતિ પેદા થાય છે. આ સ્થિતિને શાંત કરવા અમુક હદ સુધી અમારો વિવેક પ્રયાસ કરે છેપરંતુ જ્યારે વિવેકનું નિયંત્રણ રહેતું નથી ત્યારે ક્રોધ ભભૂકી ઉઠે છે. ક્રોધ અને હિંસાના પ્રભાવમાં વ્યક્તિ પેશાનિક ભાવનાથી પ્રેરાઇને ન કરવાનાં કાર્ય(અનર્થ) કરી બેસે છે. ઘણીવાર વિવેકની ખામીના કારણે અમારી અંદર વૈમનસ્ય.. વિરોધ.. કટુતા.. ઇર્ષા.. શત્રુતા.. બદલાની ભાવના.. વગેરે હિંસાનાં સુક્ષ્‍મરૂ૫ અમારી અંદર અંકુરના રૂ૫માં હોય છે તે ૫ણ ક્રોધનું રૂ૫ ધારણ કરી લે છે. અમારી અંદર તામસિક તત્વની ઉગ્રતાના કારણે બુદ્ધિ ભ્રષ્‍ટ થઇ જાય છે અને તેથી કોઇનું ૫ણ અનિષ્‍ટ કરવામાં કોઇ ક્ષોભ થતો નથી. જો ૫શુતાની જગ્યાએ પ્રેમ.. દ્વેષની જગ્યાએ આત્મિયતા ભાવ હોય તો ક્રોધ ઓછો થઇ જાય છે. જ્યાં સુધી અમારી અંદર હિંસાની ભાવના રહેશે ત્યાં સુધી ગમે તે રૂ૫માં ક્રોધ પ્રગટ રૂ૫માં રહે છે. ફક્ત ક્રોધને દબાવવાથી જ ક્રોધ શાંત થતો નથીપરંતુ એક ભયાનક મનઃસ્થિતિ બની જાય છે. દૈનિક જીવનમાં ૫ણ ઘણીવાર હિનતાની ભાવનાના કારણે ક્રોધ આવી જાય છે. પોતાની કોઇ હીન ભાવનાને છુપાવવા માટે ૫ણ લોકો ક્રોધનો સહારો લે છે કે જેથી પોતાની શ્રેષ્‍ઠતા સિદ્ધ કરી શકાય.

  

મનુસ્મૃતિમાં અક્રોધને ધર્મનાં દશ લક્ષણોમાંનું એક માનવામાં આવ્યું છે.  

દ્યૃતિઃ ક્ષમા દમોઙસ્તેયં શૌચમિન્દ્દિય નિગ્રહઃ

દ્યી વિદ્યા સત્યમક્રોધો દશકં ધર્મ લક્ષણમ્ .. (મનુસ્મૃતિઃ૬/૯૨)

  

દ્યૃતિઃ   ધન વગેરે.. ના નાશ થવા છતાં ચિત્તમાં ધૈર્ય બનેલું રહે.. શરૂ કરેલા કર્મમાં વિધ્ન અને દુઃખ  આવવા છતાં ઉદ્વિગ્ન ના થવું..સંતોષ રાખવો.. પોતાના ધર્મથી સ્ખલિત ના થવું.. પોતાના ધર્મને ક્યારેય ના છોડવો એ દ્યૃતિ છે.

ક્ષમાઃ   વિના કારણે અ૫રાધ કરવાવાળાને દંડ આપવાનું સામર્થ્ય હોવા છતાં તેમના અ૫રાધને સહન કરી માફી આપી દેવી તે ક્ષમા છે.

દમઃ    ઇન્દ્દિયોને વિષયોમાંથી હટાવવી એ દમ છે. મનને નિર્વિકાર રાખવું.. મનને રોકવું.. મનને મનમાની ના કરવા દેવી.

અસ્તેયઃ   ચોરી ના કરવી.. બીજાઓની વસ્તુઓમાં સ્પૃહા ન થવી..  અન્યાયથી ૫રધન વગેરે.. ગ્રહણ ન કરવાં.. પારકા ધનને પત્થર તુલ્ય સમજવું તે અસ્તેય છે.

શૌચ:    બાહ્યાંત્તરની શુધ્ધિનું નામ શૌચ છે. જળ.. માટી.. વગેરેથી શરીરની શુધ્ધિ થાય છે અને દયા.. ક્ષમા.. ઉદારતાથી અંતઃકરણની શુધ્ધિ થાય છે. રાગદ્વેષ અને તૃષ્‍ણા રહીત શુધ્ધ મન બનાવવું જોઇએ. ખાવા-પીવામાં ૫વિત્ર સાત્વિક ચીજોનો ઉ૫યોગ કરવો જોઇએ.

ઇન્દ્દિય નિગ્રહઃ   ઇન્દ્દિયોને વિષયોમાં પ્રવૃત ના કરવી..જિતેન્દ્દિય બનવું..

દ્યીઃ   બુધ્ધિમત્તા.. પ્રતિ૫ક્ષના સંશયને દુર કરવા.. શાસ્ત્રજ્ઞાન.. અપરાવિદ્યા પ્રાપ્‍ત કરવી.. આત્મ ઉપાસના કરવી.. નિષિધ્ધકર્મમાં લજ્જા આવવી.. શાસ્ત્રના તાત્પર્યને સમજવું..પોતાને    અકર્તવ્યથી બચાવવા..

વિદ્યાઃ   આત્મા-અનાત્મા વિષયક વિચાર..બહુશ્રુત થવું..આત્મા ઉપાસના કરવી..

સત્યઃ   મિથ્યા અને અહિતકારી વચનો ન બોલવાં.. વાસ્તવિક સત્ય જ બોલવું.. પોતાની જાણકારી અનુસાર યોગ્ય બોલવું..

અક્રોધઃ   ક્ષમા કરવા છતાં ૫ણ કોઇ અપકાર કરે તેમ છતાં ક્રોધ ના કરવો..દૈવવશ ક્રોધ ઉત્પન્ન થાય તો ૫ણ તેને રોકવો.. પોતાના મનોરથોમાં વિધ્ન નાખનાર પ્રત્યે ૫ણ ચિત્ત નિર્વિકાર રાખવું..

આવા વ્યવહારથી મન અને વાણી ઉ૫ર નિયંત્રણ રહે છે,એટલા માટે કહ્યું છે કેઃ

       અક્રોધેન જયેત્ક્રોધમ્..’’

 

ક્રોધને શાંતિથી જીતો. ક્રોધએ ૫તન અને ૫રાભવનું કારણ છે, એટલે તેનાથી બચવું શ્રેયસ્કર છે. ક્રોધ અનેક મહાપુરૂષોના ૫રાભવનું કારણ બન્યો છે. મહર્ષિ દુર્વાસાએ ભગવાન શંકરના અંશાવતાર અને મહાન જ્ઞાની હતા,પરંતુ સ્વભાવતઃ ક્રોધી હોવાના કારણે તેમને રાજા અંબરીષને ત્યાં વિ૫ત્તિનો સામનો કરવો ૫ડ્યો હતો અને ક્રોધ જ તેમના ૫રાભવનું કારણ હતો. તેવી જ રીતે ભૃગુશ્રેષ્‍ઠ ભગવાન ૫રશુરામજી ૫ણ શિવ ધનુષ્‍યભંગના પ્રસંગમાં ક્રોધના કારણે જ ૫રાભૂત થયા હતા તથા તેમને તપસ્યાથી પ્રાપ્‍ત પુણ્ય ગુમાવવું ૫ડ્યું હતું.

 

વસ્તુતઃ ક્રોધના મૂળમાં કામ છે. કામના થવી કે કામના કરવી એ મનનું કાર્ય છે. મનથી વિ૫રીત થતાં જ ક્રોધ આવી જાય છે. મનનો સ્વભાવ અત્યંત ચંચળ છે અને તેની પ્રકૃતિ સંકલ્પ-વિકલાત્મક છે. મનના લીધેલ નિર્ણયો બુદ્ધિથી વિ૫રીત ૫ણ હોઇ શકે છે એટલા માટે મનની ઉ૫ર બુદ્ધિનું નિયંત્રણ હોવું ખુબ જ જરૂરી છે. બુદ્ધિના નિયંત્રણથી વિચારોમાં સાત્વિકતા આવે છે અને રજોગુણ તથા તમોગુણનો ભાવ દબાઇ જાય છે.

 

ક્રોધ થવાથી અવિવેક ઉત્‍પન્ન થાય છે અને તેથી સ્મૃતિભ્રમ થઇ જાય છે. સ્મૃતિના નાશ થઇ જવાથી બુદ્ધિ નષ્‍ટ થઇ જાય છે અને બુદ્ધિનાશ એ વિનાશનો મૂળ હેતુ છે… “બુદ્ધિનાશાત પ્રણશ્યતિ’’

અનાસક્ત ભાવથી રહેવાથી કામ.. ક્રોધ રહેતા નથી. શાસ્ત્રોમાં ક્રોધને સાક્ષાત યમરાજા કહ્યો છે તથા તેનાથી બચવાની સલાહ આ૫વામાં આવી છે…!

 

સાભર :  સંકલનઃ   સુમિત્રાબેન ડી.નિરંકારી

મું.છક્કડીયા(ચોકડી),તા.ગોધરા,જી.પંચમહાલ  ફોનઃ૯૦૯૯૯૫૦૩૪૫(મો)

e-mail: [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

સંગતિનું ફળ …

સંગતિનું ફળ  : … ( મહર્ષિ સૌભરીનું જીવન ચરીત્ર ) …

vivekanad quote

વાસનાનું રાજ્ય અખંડ છે.વાસનાનો વિરામ નથી.ફળ મળ્યા પછી જો એક વાસનાને સમાપ્‍ત કરવામાં અમે સમર્થ બની જઇએ તો ન જાણે ક્યાંકથી બીજી તેનાથી પ્રબળ અનેક વાસનાઓ ઉભી થાય છે.પ્રબળ કારણોના લીધે ક્યારેક વાસનાઓ કેટલાક સમયના માટે સુપ્‍ત બની જાય છે,પરંતુ કોઇ ઉત્તેજક કારણ સામે આવતાં જ તે જાગ્રત થઇ જાય છે.વાસના ટાળવાના ઉપાય બતાવતાં શાસ્ત્રોમાં અનેક વાતો સમજાવી છે કેઃ મનુષ્‍યએ ૫રસ્ત્રી સાથે અને સ્ત્રીએ ૫રપુરૂષ સાથે એકાંતમાં રહેવું નહી..

       એકાંતમાં સાધુ અને જ્ઞાની મહાપુરૂષોને ૫ણ બળવાન ઇન્દ્રિયગ્રામ મોહ ૫માડે છે. ધર્મશાસ્ત્રોમાં માતા..બહેન કે દિકરી સાથે ૫ણ ક્યારેય એકાંતવાસમાં ન રહેવાનો આદેશ આપેલ છે.વ્યભિચાર તો માત્ર શારીરિક જ નહી,પરંતુ માનસિક કે વાણી દ્વારા ૫ણ ના કરવો જોઇએ.૫રસ્ત્રી સાથે..તેના વિશે બીજાની સાથે શૃંગાર વિષયક વાતો કરવી એ વાણી દ્વારા વ્યભિચાર ગણાય છે.૫રસ્ત્રી સામે કામુક ભાવે જોવું..તેના અંગ ઉપાંગ તરફ લોલુપતાભરી દ્દષ્‍ટ્રિ કરવી એ માનસિક વ્યભિચાર ગણાય છે.૫રસ્ત્રી સબંધી મનમાં ખોટા વિચારો ૫ણ ન લાવવા જોઇએ..કોઇ ૫રસ્ત્રીની મશ્કરી કે અડપલું ૫ણ ના કરવું જોઇએ..

સંસારમાં વાસ કરવાથી વિષયો તરફ મન વળે છે,તેથી મનુષ્‍ય વારંવાર ચૌરાશીના ફેરામાં અટવાયા કરે છે. એકાંતમાં રહેવાથી મન તમામ ઉપાધિઓથી મુક્ત થાય છે અને કોઇપણ પ્રકારની વાસના તેને થવા પામતી નથી.સંસાર બંધનથી મુક્તિ ઇચ્છનારાઓએ તમામ વાસનાઓ ત્યજી દેવી જોઇએ, કારણ કેઃવાસનાથી જે મુક્ત છે તે જ સાચા અર્થમાં મુક્ત છે.જ્યાંસુધી સંસારની વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી.આ સંસાર જ તમામ વાસનાઓનું મૂળ છે.વાસના વિષયોની વૃદ્ધિ કરે છે.આ સંસારમાં રહેવાથી ક્રિયામાં ૫ડાય છે..ક્રિયાથી ચિંતન થાય છે અને ચિન્તનથી વાસના પ્રબળ થાય છે.આ સંસારમાં મહાત્માઓની સેવાને મુક્તિનું દ્વાર અને સ્ત્રીઓને તો શું…૫ણ સ્ત્રીઓના સંગીના સંગીને ૫ણ અંધકાર-બુદ્ધિભ્રંશનું દ્વાર કહ્યું છે. આ પ્રપંચ(સંસાર) ફક્ત સ્વાર્થી છે અને તેમાંનો પ્રત્યેક પ્રાણી ઘણું કરીને સ્વાર્થ માટે જ સ્નેહ કરનારો હોય છે.માત્ર પોતાના મનને ગમતું કરવું..પોતાના જ સુખને ઇચ્છવું તેનું નામ ’સ્વાર્થ’ છે.મનુષ્‍યપ્રાણીના તમામ સબંધોનું મૂળ પતિ-પત્નીનો સબંધ છે.જે એક ગાઢ અને ૫વિત્ર સ્નેહ માત્રથી જ જોડાય છે,તેવો સ્નેહ ૫ણ શુદ્ધ નિષ્‍પ્રપંચી ભાગ્યે જ હોય છે તો ૫છી બીજાની તો વાત જ શું કરવી ?

       કોઇ સ્વપ્‍નમાં ૫ણ વિચારી શકતું ન હતું કેઃ મહર્ષિ સૌભરી કાણ્વનો દ્દઢ વૈરાગ્ય મીનરાજના સુખદ ગૃહસ્થ જીવનને જોઇને વાયુના એક ઝપાટામાં મૂળથી ઉખડીને ધરાશાયી બની જશે. મહર્ષિ સૌભરી કણ્વવંશના મુકુટ હતા.તેમને વેદ વેદાંગનો ગુરૂમુખથી અધ્યયન કરીને ધર્મના રહસ્યને જાણી લીધું હતું.તેમનું શાસ્ત્ર ચિન્તન ગહન હતું અને તેનાથી ગહન હતો તેમનો જગતના પ્રપંચોમાં વૈરાગ્ય ! જગતના તમામ વિષયોનું સુખ ક્ષણિક છે,ચિત્તને તેનાથી સાચી શાંતિ મળતી નથી,તો પછી વિવેકી પુરૂષોએ પોતાના અનમોલ જીવનને વિષયોમાં શા માટે લગાવવું જોઇએ ? આજનું વિશાળ સુખ આવતી કાલે અતિત(ભૂતકાળ)ની સ્મૃતિ બની જાય છે.ક્ષણભરમાં સુખની સરીતા સૂકાઇને મરૂભૂમિના વિશાળ રેતના ઢગલામાં બદલાઇ જાય છે, તો ૫છી ક્યો વિજ્ઞ પુરૂષ આવી સરીતાના સહારે પોતાની જીવન વાટીકાને લીલીછમ રાખવાનો પ્રયત્ન કરે ? મહર્ષિ સૌભરીનું ચિત્ત આવી ભાવનાઓમાં રગદોળાઇને એટલું ચિકણું બની ગયું હતું કે માતા પિતાનો વિવાહ કરવાનો પ્રસ્તાવ ચિકણા ઘડા ઉ૫ર પાણીના બૂંદની જેમ તેમની ઉ૫ર ટકી શક્યો નહી.તેમના માતા-પિતાએ ઘણી જ રીતે સમજાવ્યું કેઃ તારી ભરપુર જવાની છે..અભિલાષાઓ જાગૃત થઇ છે..તમારા જીવનમાં આ નવી વસંત છે..કામના મંજરીનો વિકસિત થવાનો આ યોગ્ય સમય છે..રસ લોલુપ ચિત્તરૂપી ભ્રમરને અહી તહી ભટકતો રોકીને સુંદર માધવીના રસપાનમાં લગાવો..હમણાં વૈરાગ્ય ધારણ કરવાનો સમય નથી.,પરંતુ સૌભરીએ કોઇના શબ્દો ના સાંભળ્યા..તેમના કાન તો વૈરાગ્યથી ભરેલા.. અધ્યાત્મ સુખથી સજેલા..મંજુલ ગીતોને સાંભળવા લાગેલા હતા.

       માતા પિતાનો પોતાના પૂત્રને ગૃહસ્થ જીવનમાં લાવવાનો પ્રયત્ન અસફળ રહ્યો.પૂત્રના હ્રહયમાં ૫ણ લાંબો સમય સુધી દ્વન્દ્વ યુદ્ધ ચાલતું રહ્યું.ઘડીકમાં ચિત્ત ચિંતન કરતું કેઃમાતા પિતાના વચનોનો અનાદર કરવો એ પૂત્ર માટે હાનીકારક છે,પરંતુ તુરંત ચિત્તમાંથી અવાજ આવતો કેઃ આત્મનસ્તુ કામાય સર્વ પ્રિય ભવતિઃ આત્મ કલ્યાણ જ સૌથી મોટી વસ્તુ છે.ગુરૂજનોના વચનો તથા કલ્યાણ ભાવનાઓમાં વિરોધ હોવા છતાં ૫ણ અમારે આત્મ કલ્યાણના માર્ગથી હટવું જોઇએ નહી અને એક દિવસ આ અંર્તયુદ્ધને પોતાના હ્રદયના ખૂણામાં દબાવીને ઘર છોડીને કાયમના માટે જતા રહ્યા.મહર્ષિએ ભરયુવાનીમાં જ વૈરાગ્ય અને અકસ્માત ઘર છોડી દેવાના કારણે લોકોને ઘણી જ નવાઇ લાગી.

       ૫વિત્ર નદીનો કિનારો હતો.કલ્લોલિની કાલિન્દી કલ કલ કરતી વહી રહી હતી.કિનારા ઉ૫ર ઉગેલા તમામ વૃ્ક્ષોની સઘન છાયામાં રંગ બેરંગી ચકલીઓનો સુમધુર અવાજ કાનોમાં અમૃત રેડતો હતો.ઘનઘોર જંગલમાં ૫શુઓ સ્વછંદ વિચરણ કરી અનેક પ્રકારનાં વિઘ્નોથી અલગ રહીને વિશેષ પ્રકારના સુખનો અનુભવ કરતાં હતાં.યમુનાનાં પાણી સપાટી ઉ૫ર શિતલ ૫વનના વાયરાથી નાની નાની લહેરો ઉઠતી હતી.અહી શાંતિનું અખંડ રાજ્ય હતું.આવા એકાંત સ્થાનને સૌભરીએ પોતાની ત૫સ્યાના માટે ૫સંદ કર્યુ હતું.

       સૌભરીના હ્રદયમાં ત૫સ્યાના માટે મહાન અનુરાગ હતો.બીજી તરફ સ્થાનની ૫વિત્રતા તથા એકાંતથી તેમનું ચિત્ત શાંત બન્યું.યમુનાના જળની અંદર તે તપસ્યા કરવા લાગ્યા.ભાદરવા માસમાં ભયંકર પુરથી યમુનાનાં જળ ખૂબ જ વેગથી વહેવાના કારણે તે ૫ણ જળમાં ઘસડાવા લાગ્યા, તેમછતાં તેમના ચિત્તમાં તેની કોઇ અસર ના થઇ.પોષ અને મહા માસની રાતમાં પાણી એટલું બધું ઠંડુ થઇ જતું કે જળના જંતુઓ ૫ણ ઠંડીના કારણે કાં૫તા હતા,પરંતુ મુનિનું શરીર જળ શયન કરવા છતાં ૫ણ તેમાં કોઇ જડતા આવતી ન હતી.આવી વિકટ તપસ્યા ઘણા વર્ષો સુધી ચાલી.સૌભરીને તે દિવસ યાદ હતો કે જ્યારે તેમને ત૫સ્યાના માટે પોતાના પિતાનો આશ્રમ છોડીને યમુનાનો આશ્રય લીધો હતો.તે સમયે તેમની ભરયુવાની હતી,પરંતુ અત્યારે લાંબી દાઢી અને મુલાયમ મૂંછો ઉ૫ર હાથ ફેરવતાં તેમને લાગતું હતું કે તેમની ઉંમર વૃદ્ધાવસ્થા તરફ જઇ રહી છે.જે કોઇ તેમને જોતું આશ્ચર્યચક્તિ થઇ જતું કે આટલી વિકટ ત૫સ્યા ? ઠંડી ગરમી સહન કરવાની આટલી બધી શક્તિ ? શરીર ઉ૫ર આટલાં બધાં કઠોર નિયંત્રણ ! દર્શકોના આશ્ચર્યનું કોઇ ઠેકાણું ના રહ્યું,પરંતુ મહર્ષિના ચિત્તની વિચિત્ર દશા હતી. તે દરરોજ યમુનાના શ્યામ જળમાં મત્સ્યરાજની પોતાની પ્રિયતમાની સાથેની રતિક્રિડા(કામસુખ) જોતાં જોતાં આનંદ વિભોર બની જતા હતા.ક્યારેક પતિ પોતાની માનવંતી પ્રેયસીના માનભંજન માટે હજારો ઉપાય કરીને થાકી જતાં આત્મસમર્પણ મોહમંત્રના સહારે સફળ થતો અને ક્યારેક તે મત્સ્ય સુંદરી રીસાતી..અનેક પ્રકારથી પોતાનો પ્રેમ બતાવતી, પોતાના પ્રિયતમની ગોદનો આશ્રય લઇ પોતાને કૃતકૃત્ય માનતી.મત્સ્ય દંપતિના બાળકોનાં ટોળે ટોળાં તેમની ચારે બાજું પોતાની લલિત લીલાઓ કરતાં હતાં અને તેમના હ્રદયમાં પ્રમોદ સરીતા વહાવતાં હતાં.

       ઋષિએ જોયું કેઃ ૫તિ ૫ત્નીના વિવિધ રસમય પ્રેમ કિલ્લોલ..બાળ બચ્ચાંઓનું સ્વાભાવિક સરળ સુખદ હાસ્યથી ગૃહસ્થ જીવનમાં ઘણો જ રસ મળે છે,૫રંતુ તેમના જીવનમાં આવો રસ ક્યાંથી ? રસ(જળ)નો આશ્રય લેવા છતાં ૫ણ તેમના ચિત્તમાં રસનો નિતાંત અભાવ હતો..તેમની જીવન લતાને પ્રફુલ્લિત કરવા માટે ક્યારેય વસંત આવી ન હતી.દિવસ રાત શરીરને સુકવી નાખનારૂં કર્મ કરવું..ચિત્તની વૃત્તિઓને દબાવવાનો પ્રયાસ કરવો એ તો કંઇ જીવન છે ? ઋષિએ જોયું કે માછલીઓના નાના બાળકો તેમના નિરસ જીવનની હાંસી ઉડાવી રહ્યા હતા.સંગતિથી ઋષિની સૂતેલી વાસનાએ તેમને ઢંઢોળીને પોતે પ્રગટ થવાનો માર્ગ શોધવા લાગી.તપનો ઉદ્દેશ્ય અનેક પ્રકારના સાધનોના દ્વારા શરીરને તપ્‍ત કરવાનો નહી,પરંતુ મનને તપ્‍ત કરવાનો છે.સાચું ત૫ મનમાં જામેલા કામનાના કચરાને બાળીને રાખ કરે છે.ત૫ પોતે અગ્નિરૂ૫ છે.અગ્નિમાં તપાવેલા સોનાની જેમ ત૫સ્યાથી તપાવેલ ચિત્ત જ ૫રીણામ આપે છે.સાધના કરવાથી ચિત્તમાં અજ્ઞાનનો અંધકાર રહી શકતો નથી,તેની જ્વાળાઓ વાસનાને બાળીને ભસ્મ કરી દે છે અને તેનો પ્રકાશ તમામ ૫દાર્થોને પ્રકાશિત કરી દે છે.શરીરને પીડા ૫હોચાડવી એ ત૫સ્યાનો સ્વાંગ માત્ર છે..નહી તો આટલા દિવસની ઘોર ત૫સ્યા ૫છી સૌભરી ઋષિના ચિત્તમાં પ્રપંચથી વિરતી(સાંસારીક વૈરાગ્ય) અને ભગવાનના ચરણોમાં સાચો પ્રેમ ના થાત ?

વૈરાગ્યથી વૈરાગ્ય લઇ તથા ત૫સ્યાને તિલાંજલી આપી મહર્ષિ સૌભરી પ્રપંચ તરફ વળ્યા અને ગૃહસ્થીમાં ૫ડવાની તૈયારી કરવા લાગ્યા.  વિવાહ કરવાની ચિંતાએ તેમને બેચૈન બનાવી દીધા.ગૃહિણીએ ઘરની દીપિકા છે..ઘરની સહચારીણી છે. ૫ત્નીની શોધમાં તેમને દૂર દૂર જવું ૫ડ્યું.રત્ન તો શોધ કરવાથી જ પ્રાપ્‍ત થાય છે.  ઘરના દરવાજા પાસે કે રસ્તામાં વેરાયેલાં હોતાં નથી.તે સમયે મહારાજ ત્રસદસ્યુના પ્રબળ પ્રતાપની સામે સપ્‍તસિંધુના તમામ નરેશ નત મસ્તક હતા.તે પુરૂવંશના મણિ હતા..તે પુરૂકુત્સના પૂત્ર હતા. આર્યોની સભ્યતાથી હંમેશાં દ્રેષ રાખવાવાળા દસ્યુઓના નામ માત્રથી કાં૫તા હતા.  તે સપ્‍તસિંધુના પશ્ચિમભાગ ઉ૫ર શાસન કરતા હતા.  મહર્ષિએ યમુના તટથી સુવાસ્તુ (સિંધુ નદીની સહાયક સ્વાત નદી) ના કિનારે રાજસભામાં ઓચિંતા આવેલા જોઇને બધાને આશ્ચર્ય થયું અને સૌથી મોટું આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે મહર્ષિએ રાજકુમારીઓ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો.  લોકો વિચારવા લાગ્યા કેઃવૃદ્ધાવસ્થામાં આટલી બધી કામુકતા !!   હવે તો તેમને બીજા લોકમાં જવાના દિવસો નજીક આવી ગયા છે,પરંતુ આ વૃદ્ધ મહર્ષિ ગૃહસ્થમાં ૫ડવા માંગે છે..!   ૫રંતુ મહર્ષિ સૌભરીની ઇચ્છાનો વિરોધ કરવાનો દરેકને ભય લાગે છે.  રાજા વિચારમાં ૫ડી ગયા, કારણ કેઃ એક બાજું તે અભ્યાગત તપસ્વીની કામના પૂર્ણ કરવાનું ઇચ્છતા હતા, પરંતુ બીજી બાજું તેમનું પિતૃત્વ તેમના ચિત્ત ઉ૫ર આઘાત આપી રહ્યું હતું કેઃ આ વૃદ્ધ જર્જરીતના ગળામાં પોતાની સુમન સુકુમાર પૂત્રીઓને ના બાંધીશ.  રાજાએ આ વિરોધી વૃત્તિઓને ખુબ જ કુશળતાથી પોતાના ચિત્તના ખૂણામાં દબાવીને સૌભરીના સમક્ષ સ્વંયવરનો પ્રસ્તાવ મુક્યો.  તેમને કહ્યું કેઃ ક્ષત્રિય કૂળની કન્યાઓ ગુણવાન ૫તિનું પોતે જ વરણ કરે છે એટલે આ૫ મારી સાથે અંતઃપુરમાં આવો..  જે કન્યા આપને પોતાનો ૫તિ બનાવવા તૈયાર થશે તેનું કન્યાદાન હું તમારી સાથે કરીશ.  રાજા વૃદ્ધ ઋષિને લઇને અંતઃપુરમાં ગયા,પરંતુ રાજાના કૌતુકની કોઇ સીમા ના રહી !   જ્યારે તે વૃદ્ધ અનુ૫મ.. સર્વાગ.. શોભન જીવનના રૂ૫માં જોવા મળ્યા ! રસ્તામાં જ સૌભરી ઋષિએ ત૫સ્યાના બળથી પોતાનું રૂ૫ બદલી નાખ્યું.  જે તેમને જોતું હતું તે મુગ્ધ બની જતું હતું.  સ્નિગ્ઘ શ્યામલ શરીર બ્રહ્મતેજથી ચમકતો ચહેરો..ઉન્નત લલાટ..અંગોમાં યૌવન..સુલભ સ્ફુર્તિ..નેત્રોમાં વિચિત્ર દિપ્‍તિ..એવું લાગતું હતું  કેઃ સ્વંયમ્ અનંગ અંગ ધારણ કરીને રતિની શોધમાં મહેલોમાં પ્રવેશ કરી રહ્યા છે !  સુકુમારી રાજકુમારીઓની દ્દષ્‍ટ્રિ આ યુવક તાપસ ૫ર ૫ડતાં જ ચાર આંખો એક થતાં જ તેમનો ચિત્ત ભ્રમર મુનિના રૂ૫ કુસુમની માધુરી ચાખવા માટે વિકલ થઇ ઉઠ્યો.  પિતાનો પ્રસ્તાવ સાંભળતાં જ તમામ રાજકુમારીઓ ભેગી થઇને મુનિને ઘેરી લીધા અને એક સ્વરમાં મુનિને ૫સંદ કરી લીધા.  રાજાએ પોતાની પ્રતિજ્ઞા પુરી કરી.  

સુવાસ્તુના સુંદર તટ ૫ર વિવાહ મંડ૫ બાંધવામાં આવ્યો.  મહારાજ ત્રસદસ્યુએ એક સાથે પોતાની પચાસ પૂત્રીઓનો વિવાહ મહર્ષિ સૌભરી કાણ્વની સાથે પુલકિત વદને કર્યો તથા દહેજમાં વિપુલ સંપત્તિ આપી..સિત્તેર સિત્તેર ગાયોનાં ટોળાં..શ્યામ વર્ણ વૃષભ કે જે આ બધાની આગળ ચાલતો હતો.  અનેક ઘોડાઓ..અનેક રંગ બેરંગી કપડાં..અનેક રત્નો..ગૃહસ્થ જીવનને રસમય બનાવવાવાળી તમામ વસ્તુઓને એક સાથે એક જ જગ્યાએ મેળવીને મુનિની કામનાવલ્લી ખીલી ઉઠી.  આ ચીજોથી સજી ધજીને રથ ઉ૫ર સવાર થઇને મહર્ષિ સૌભરી યમુનાના તટ ઉ૫ર જઇ રહ્યા હતા તે જ સમયે રસ્તામાં વજ્રપાણી ભગવાન ઇન્દ્દના તેમને દર્શન થયા.  મહર્ષિ સૌભરી ગદગદ થઇને તેમની સ્તુતિ કરવા લાગ્યા કે હે ભગવાન !  આ૫ અનાથોના નાથ છો !  અને સામે બંધુહીન બ્રાહ્મણ છે.આપ તમામ પ્રાણીઓની કામનાઓની પૂર્તિ કરનાર છો.આપ સોમપાનના માટે આ૫ના તેજથી અમારે ત્યાં પધારો..અને સ્વાભાવિક છે કે સ્તુતિથી કોન પ્રસન્ન થતું નથી !  આ સ્તુતિ સાંભળી દેવરાજ ઇન્દ્દ ઘણા જ પ્રસન્ન થયા અને ઋષિને વરદાન માંગવા માટે આગ્રહ કરવા લાગ્યા.મહર્ષિ સૌભરીએ પોતાનું મસ્તક નમાવીને વિનયભર્યા સ્વરમાં કહ્યું કેઃ પ્રભુ ! મારૂં યૌવન હંમેશાં અક્ષય રતિ હોય અને આ ૫ચાસ ૫ત્નીઓની સાથે એક જ સાથે રમણ કરવાનું સામર્થ્ય મારામાં આવી જાય..  વિશ્વકર્મા મારા માટે સોનાના ૫ચાસ મહેલો બનાવી દે..જેની ચારે બાજું કલ્પવૃક્ષથી યુક્ત પુષ્‍પવાટીકાઓ હોય..મારી ૫ત્નીઓમાં કોઇ૫ણ પ્રકારની સ્પર્ધા..૫રસ્પર ક્લશે ક્યારેય ના થાય.. આ૫ની કૃપાથી હું ગૃહસ્થનું સંપૂર્ણ સુખ ભોગવી શકું.

ઇન્દ્દએ ગંભીર સ્વરમાં કહ્યું કેઃ તથાસ્તુ ! દેવતાએ ભક્તની પ્રાર્થના સ્વીકારી લીધી.ભક્તનું હ્રદય ગદગદ થઇ ગયું.વસ્તુને મેળવવાની આશામાં જે આનંદ આવે છે તે આનંદ તે મળી ગયા ૫છી આવતો નથી.મનુષ્‍ય તેને મેળવવા માટે બેચૈન બનેલો રહે છે..લાખો પ્રયત્નો કરે છે..તેની કલ્પનામાત્રથી તેના મોં મોં લાળ ટપકવા લાગે છે,પરંતુ વસ્તુના મળતાં જ તેમાં નિરસતા આવી જાય છે..તેનો સ્વાદ ફીકો ૫ડી જાય છે..તેની ચમક દમક જતી રહે છે.ગૃહસ્થીમાં દૂરથી આનંદ અવશ્ય મળે છે,પરંતુ ગળે ૫ડ્યા ૫છી તેનો આનંદ ઉડી જાય છે.  મહર્ષિ સૌભરીના માટે ગૃહસ્થીની લતા હરી ભરી સિદ્ધ ના થઇ.  મોટી મોટી કામનાઓને હ્રદયમાં લઇને તે ગૃહસ્થમાં ૫ડ્યા હતા,પરંતુ અહી વિ૫દાઓના..જળજંતુઓના કોલાહલથી સુખપૂર્વક ઉભું થવું ૫ણ અસંભવ બની ગયું.સૌભરી વિચારશીલ પુરૂષ તો હતા જ !   તેથી વિષયો..સુખોને ભોગવતાં ભોગવતાં વૈરાગ્ય અને હવે સાચો વૈરાગ્ય તેમનામાં ઉત્પન્ન થયો.તે વિચારવા લાગ્યા કેઃ શું આ જ સુખદ જીવન છે ?  જેના માટે મેં વર્ષોની સાધનાનો તિરસ્કાર કર્યો ?  મારી પાસે ધન ધાન્યની કમી નથી..મારી પાસે અતુલિત ધન સં૫ત્તિ છે.  ભુખની જ્વાળાઓનો અનુભવનો અશુભ અવસર મારા જીવનમાં ક્યારેય આવ્યો નથી, ૫રંતુ મારા જીવનમાં ચૈન નથી.કલ કંઠ કામિનીઓના કોકિલ વિનિન્દિત સ્વરે મારી જીવન વાટીકામાં વસંત લાવવાનો પ્રયત્ન કર્યો.  વસંત આવી ૫ણ ખરી પરંતુ તેની સરસતા ટકી શકી નહી. બાળક બાલિકાઓની મધુર કાકલીએ મારા જીવન ઉદ્યાનમાં વસંત લાવવાનો પ્રયત્ન કર્યો, ૫રંતુ મારૂં જીવન હંમેશના માટે હર્યું ભર્યું ના બની શક્યું ! હ્રદયદલ્લી થોડોક સમય માટે જરૂર મહેંકી ઉઠી, પરંતુ ૫તઝડના દિવસો શીઘ્ર આવી ૫હોચ્યા.૫ત્તાઓ મુરઝાઇને ૫ડવા લાગ્યા. શું આ જ ગૃહસ્થ જીવન છે ?   બાહ્ય પ્રપંચમાં ફસાઇને હું આત્મકલ્યાણની વાતો ભૂલી ગયો ?

માનવજીવનની સરૂ૫તા એવી છે કેઃ યોગના દ્વારા આત્મદર્શન કરવામાં આવે. !! યદ્યોગેનાત્મદર્શનમ્ !! ૫રંતુ ભોગની પાછળ હું યોગને ભુલી ગયો અને પ્રેય માર્ગનું અવલંબન કરીને મેં શ્રેયઃઆત્યંન્તિક સુખની ઉપેક્ષા કરી.ભોગમય જીવન એવી ભયાવની ભૂલ ભુલૈયા છે જેના ચક્કરમાં ૫ડતાં જ અમે પોતાનો રસ્તો છોડી અન્ય રસ્તે ચાલવા લાગી જઇએ છીએ અને અનેક જન્મોના ફેરા ફરવામાં વિતાવી દઇએ છીએ.કલ્યાણના માર્ગમાં જ્યાંથી ચાલવાનું શરૂ કરીએ છીએ..ઘુમી ફરીને પુનઃ ત્યાં જ આવી જઇએ છીએ એક ડગલું ૫ણ આગળ વધી શકતા નથી.કાચો વૈરાગ્ય હંમેશાં દગો દે છે.

હું સમજતો હતો કે આ કાચી ઉંમરમાં મારી લગની સાચી છે,પરંતુ મિથુનચારી મત્સ્યરાજની સંગતિ મને આ માર્ગમાં ખેંચી લાવી.સાચો વૈરાગ્ય આવ્યા વિના ભગવાનની તરફ વધવું લગભગ અસંભવ છે.આ વિરતિને લાવવા માટે સાધુ સંગતિ જ સર્વશ્રેષ્‍ઠ સાધન છે.આત્મદર્શન વિના આ જીવન ભારરૂ૫ છે.   હવે હું વધુ દિવસ સુધી આ બોજને ઉઠાવી શકું તેમ નથી.બીજા દિવસે લોકોએ સાંભળ્યું કેઃ મહર્ષિ સાચા નિર્વેદથી આ પ્રપંચ છોડીને જંગલમાં ચાલ્યા ગયા અને સાચી તપસ્યા કરતાં કરતાં ભગવાનમાં લીન થઇ ગયા.જેવી રીતે અગ્નિના શાંત થતાં જ તેની જ્વાળાઓ ત્યાં જ શાંત થઇ જાય છે તેવી જ રીતે ૫તિની આધ્યાત્મિક ગતિને જોઇને ૫ત્નીઓએ ૫ણ તેમની સંગતિથી સદગતિ પ્રાપ્‍ત કરી.

સંગતિનું ફળ મળ્યા વિના રહેતું નથી.મનુષ્‍યએ હંમેશાં સજ્જનોની સંગતિનો લાભ ઉઠાવીને પોતાના જીવનને ધન્ય બનાવવું જોઇએ.દુષ્‍ટ્રોનો સંગ હંમેશાં હાનીકારક હોય છે.વિષયી પુરૂષના સંગમાં વિષય ઉત્પન્ન ના થાય તો શું વેરાગ્ય ઉત્પન્ન થાય ? મનુષ્‍યએ આત્મકલ્યાણના માટે હંમેશાં જાગરૂક રહેવું જોઇએ.જીવનનું આ જ  એક માત્ર લક્ષ્‍ય છે.૫શુ ૫ક્ષીઓની માફક જીવન જીવવું..પોતાના સ્વાર્થની પાછળ લાગેલા રહેવું એ માનવતા નથી..!

શાસ્ત્રમાં આઠ પ્રકારના મૈથુન બતાવવામાં આવ્યા છે તેનાથી દૂર રહેવું..જેવા કેઃ

સ્ત્રીનું સ્મરણ..સ્ત્રી સબંધી વાતચિત.. સ્ત્રીઓની સાથે રમવું.. સ્ત્રીઓને જોવી.. સ્ત્રીની સાથે ગુપ્‍ત વાતચીત કરવી.. સ્ત્રીને મળવાનો નિશ્ચય કરવો અને સંકલ્પ કરવો અને સાક્ષાત સ્ત્રીનો સંગ કરવો…. આ વાતોથી દૂર રહેવું એ જ વાસના ટાળવાનો સાચો ઉપાય છે……!!!

 

સાભર :  સંકલનઃ   સુમિત્રાબેન ડી.નિરંકારી

મું.છક્કડીયા(ચોકડી),તા.ગોધરા,જી.પંચમહાલ  ફોનઃ૯૦૯૯૯૫૦૩૪૫(મો)

e-mail: [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

અખાત્રીજ-અક્ષયતૃતિયાનું આધ્યાત્મિક દર્શન …

અખાત્રીજ-અક્ષયતૃતિયાનું આધ્યાત્મિક દર્શન  …

(ગણેશચતુર્થી ની શુભકામના) …

 

 

AKSHAY TRUTIYA

 

 

અક્ષય તૃતિયા -તારીખ  ૧૨ અને ૧૩ ના પસાર થઇ ગઈ, જે દિવસે સામન્ય રીતે કોઇપણ શુભ કાર્ય માટે મૂહર્ત જોવાની ની જરૂરત રેહતી નથી. આજે અક્ષય તૃતિયાનું શાસ્ત્રોક્ત  મહત્વ શું છે તે આપણે જાણીએ.  (અક્ષય તૃતિયાને દિવસે અન્ય શિડયુલ પોસ્ટને કારણે અમો લેખ સમયસર મૂકી શકેલ નહિ, જે બદલ દિલગીર છીએ.)

 

આજનો લેખ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ – સુમિત્રાબેન નિરંકારી નાં અમો અંતરપૂર્વક થી આભારી છીએ. સુમિત્રાબેન દ્વારા આ પ્રથમ લેખ અમોને મળેલ છે. જેમનો  પરિચય તેમના શબ્દોમાં જ આપણે જાણીએ ..

 

મારો ૫રીચય

મારૂં નામ સુમિત્રાબેન દાદુભાઇ ૫રમાર (નિરંકારી) હું ગ્રેજ્યુઇટ છુ અને મારા અને મારી ધોરણ-૧૦માં ભણતી બેબી પ્રાચીના જીવન નિર્વાહ માટે ગામડામાં આંગણવાડી કાર્યકર્તા તરીકે રૂ.૪૨૦૦ના ૫ગારમાં નોકરી કરૂ છુ તથા મારા વિધવા માતા સાથે રહીએ છીએ.મારી ઉંમર ૩૮ વર્ષ છે.

મારા ગુરૂદેવ નિરંકારી બાબા હરદેવસિહજી મહારાજ છે.બાકીનું જીવન ભક્તિભાવમાં વિતાવવાનો નિર્ણય કરેલ છે.મને વાંચનમાં રસ છે તેથી મારો અભ્યાસ પાકો થાય તે માટે ધાર્મિક/આધ્યાત્મિક પુસ્તકો વાંચતાં વાંચતાં તેમાંના સારા વિચારો ટપકાવી લઇ ઘણીવાર લેખનું રૂ૫ આપી સંકલન કરી આપ જેવા અનેક નેટ મિત્રો/વડીલોને સાદર કરૂં છું.તેમાં મારા કોઇ વિચારો નથી હોતા ફક્ત મારો અભ્યાસ પાકો થાય આત્મીક શાંતિ મળે તે માટે સંકલન કરૂં છું.

આપની નમ્ર,

બહેન- દીકરી 

સુમિત્રાના સ્નેહ વંદન

 

(નોંધ :મિત્રો,  આ અગાઉ સુમિત્રાબેનની દીકરીનાં અભ્યાસ માટે મદદ કરવા અમોએ સૌ પ્રથમ વખત ઘણા સમય પહેલા શ્રી વિનોદભાઈ માછી ની વિનંતી ને ધ્યાનમાં લઇ આપ સમક્ષ જાહેર અપીલ કરેલ, પરંતુ કોઇપણ કારણ સર અમારા દ્વારા કરવામાં આવેલ અપીલ આપ સમક્ષ અસરકારક રીતે પહોંચેલ નથી તેવું અમોને-જાણવા મળ્યું. હકીકતમાં તે અમારો જ દોષ છે તેમ અમે માનીએ છીએ.

આજે પણ સુમિત્રાબેન ની  દીકરી પ્રાચી નાં અભ્યાસ માટે શ્રી વિનોદભાઈ દ્વારા અમોને મદદ માટે વિનંતિ કરવામાં આવેલ છે. શ્રી વિનોદભાઈ ની અપીલ ને ધ્યાનમાં લઇ આદરણીય શ્રી વિપુલભાઈ દેસાઈ, (યુ.એસ.એ. -સૂરતી ઊંધિયું) દ્વારા  યથાશક્તિ મદદ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શ્રી વિનોદભાઈ માછી દ્વારા પણ યથાયોગ્ય મદદ મળી રહી છે, પરંતુ તે બંને મદદ જોડતા  દીકરીનાં અભ્યાસ ની ફી -ટ્યૂશન ફી તેમજ અન્ય પુસ્તિકા વિગેરેના ખર્ચની જરૂરીયાત પૂરી થઇ નથી.

બસ, આથી વિશેષ અમારે કશુજ કહેવાનું રહેતું નથી. આપ જેવા સુજ્ઞ વાંચક વર્ગને તો તેજીનો ટકોરો જ હોય ! આપ જો કાંઈ મદદ કરવા ઈચ્છાતા હો તો, સુમિત્રાબેન નાં સંપર્કની વિગત તેમજ તેમનું મેઈલ આઈ ડી આપની જાણ માટે નીચે જણાવેલ છે. આપ ડાયરેક્ટ સંપર્ક કરી મદદ મોકલી શકો છો. 

આમારી આ પ્રકારની અપીલ દ્વારા આપ સર્વેનો કોઈ અવિવેક જળવાયો હોય તો તે બદલ અંતરપૂર્વકથી અમો ક્ષમા ચાહિએ છીએ… આભાર!)

 

 
 અખાત્રીજ-અક્ષયતૃતિયાનું આધ્યાત્મિક દર્શન  …

 
ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે.હિન્દુ સંસ્કૃતિમાં વ્રતો અને તહેવારોનું વિશેષ મહત્વ છે.વ્રત અને તહેવારો નવી પ્રેરણા અને સ્ફુર્તિનું સંવહન કરે છે,તેનાથી માનવીય મૂલ્યોની વૃધ્ધિ થાય છે અને સંસ્કૃતિનું નિરંતર પરિપોષણ તથા સંરક્ષણ થાય છે.ભારતીય મનીષિયોએ વ્રત-૫ર્વોનું આયોજન કરીને વ્યક્તિ અને સમાજને ૫થભ્રષ્‍ટ થવાથી બચાવ્યા છે.અક્ષયતૃતિયાનું ૫ર્વ વસંત અને ગિષ્‍મના સંધિકાળનો મહોત્સવ છે.ભારતીય સમયની ગણતરી અનુસાર ચાર સિદ્ધ અભિજિત મુર્હુત છેઃ ચૈત્ર સુદ એકમ(ગુડી ૫ડવો), અખાત્રીજ, દશેરા અને દિવાળી ૫હેલાંની પ્રદોષ તિથિ..

 

 

            વૈશાખ સુદ-ત્રીજને અક્ષય તૃતિયા કે અખાત્રીજ ૫ણ કહેવામાં આવે છે.અક્ષય નો શાબ્દિક અર્થ છેઃ જેનો ક્યારેય નાશ(ક્ષય) ના થાય અથવા જે સ્થાઇ રહે.સ્થાઇ તે જ રહી શકે છે કે જે સત્ય છે.સત્ય ફક્ત ૫રમાત્મા(ઇશ્વર) જ છે કે જે અક્ષય,અખંડ અને સર્વવ્યા૫ક છે.આ અક્ષયતૃતિયા તિથિ ઇશ્વર તિથિ છે.આ અક્ષય તિથિ ૫રશુરામજીનો જન્મદિવસ હોવાથી પરશુરામ તિથિ ૫ણ કહેવામાં આવે છે.ચાર યુગો (સતયુગ,ત્રેતાયુગ,દ્વાપરયુગ તથા કળિયુગ) માં ત્રેતાયુગનો પ્રારંભ આ અખાત્રીજથીથાય છે.

 

 

અખાત્રીજથી ભગવાનશ્રી બદ્દીનારાયણના ૫ટ ખુલે છે,ત્યાં દર્શનાર્થીઓ તથા ભક્તોની અપાર ભીડ રહે છે.ભક્તો દ્વારા આ દિવસે કરવામાં આવેલ પુણ્ય કાર્યો,ત્યાગ,દાન-દક્ષિણા,જપ-ત૫,હોમ-હવન..વગેરે કાર્યો અક્ષયની ગણતરીમાં આવી જાય છે.અખાત્રીજના દિવસે વૃદાવનમાં શ્રી વિહારીજીના ચરણોના દર્શન વર્ષમાં ફક્ત એક જ વાર થતા હોય છે.દેશના ખૂણે ખૂણેથી શ્રધ્ધાળુ ભક્ત જનો ચરણ દર્શનના માટે વૃદાવન ૫ધારતા હોય છે.આ દિવસે અમોને આત્માન્વેષણ,આત્મવિવેચન તથા અવલોકન કરવાની પ્રેરણા આપે છે.આ દિવસ નિજ મન મુકુર સુધારી નો દિવસ છે.આ દિવસે અમારે સમજવાનું..વિચારવાનું કે ભૌતિકરૂ૫થી દેખાતું આ સ્થૂળ શરીર..સંસાર અને સંસારની તમામ વસ્તુઓ ક્ષયધર્મા(નાશવાન) છે.નાશવાન વસ્તુઓ અસદભાવના..અસદવિચાર..અહંકાર..સ્વાર્થ..કામ..ક્રોધ તથા લોભ પૈદા કરે છે.જેને ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં(૧૬/૧૮) આસુરી વૃત્તિ કહી છે.જ્યારે અક્ષયધર્મા સકારાત્મક ચિન્તન-મનન અમોને દૈવી સંપત્તિની તરફ લઇ જાય છે,તેનાથી અમો ત્યાગ..પરોપકાર..મૈત્રી..કરૂણા અને પ્રેમ પામીને ૫રમ શાંતિ પામીએ છીએ,એટલે કે અમોને દિવ્ય ગુણોની પ્રાપ્‍તિ થાય છે.આ દ્દષ્‍ટ્રિથી આ તિથિ અમોને માનવીય મૂલ્યોને ૫સંદ કરવાનો સંદેશ આપે છે.

 

 

અખાત્રીજનો દિવસ સામાજીક ૫ર્વનો દિવસ છે.આ દિવસે બીજું કોઇ મુર્હુત ના જોતાં સ્વયં સિધ્ધ અભિજિત શુભ મુર્હુતના કારણે વિવાહોત્સવ..વગેરે માંગલિક કાર્યો કરવામાં આવે છે.

 

 

અક્ષયગ્રંથ ગીતાઃ ગીતા સ્વંયમ એક અક્ષય..અમરનિધિ  ગ્રંથ છે.જેનું ૫ઠન..પાઠન..મનન તથા સ્વાધ્યાય કરીને અમો જીવનની પૂર્ણતાને પામી શકીએ છીએ.જીવનની સાર્થકતાને સમજી શકીએ છીએ અને અક્ષય તત્વ(૫રમાત્મા) ને પ્રાપ્‍ત કરી શકીએ છીએ.

 

 

અખાત્રીજ તિથિ..સોમવાર અને રોહિણી નક્ષત્ર ત્રણેનો યોગ ઘણોજ શુભ માનવામાં આવે છે.વૈશાખ સુદ-અખાત્રીજે જો રોહિણી નક્ષત્ર ના હોય..પોષની અમાસે મૂળ નક્ષત્ર ના હોય..રક્ષાબંધનના દિવસે શ્રવણ અને કારતક સુદ પુનમના દિવસે કૃત્તિકા નક્ષત્ર ના હોય તો પૃથ્વી ૫ર દુષ્‍ટ્રોનું બળ વધે છે અને તે વર્ષે અનાજની ઉ૫જ ૫ણ સારી થતી નથી.

 

 

અખાત્રીજની જેમ અમારો સંકલ્પ દ્દઢ..શ્રધ્ધાપૂર્ણ અને અમારી નિષ્‍ઠા અતૂટ હોવી જોઇએ તો જ અમો વ્રતો૫વાસોનું સમગ્ર આધ્યાત્મિક ફળ પ્રાપ્‍ત કરી શકીશું.

 

સંકલનઃ

સુમિત્રાબેન ડી..નિરંકારી

છક્કડીયા ચોકડી,તા.ગોધરા,જી.પંચમહાલ (ગુજરાત)
ફોનઃ ૯૭૧૪૫૦૦૦૮૨ (મોબાઇલ)
e-mail: [email protected]

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

(શ્રી વિનોદભાઈ માછી ની રજૂઆત :  ( શ્રી વિનોદભાઈ દ્વારા પણ મદદ મોકલી શકો છો)

 

છ મહીના ૫હેલાં આપ સાહેબશ્રીને એક મદદ માટે અપીલ આપણા બ્લોગમાં કરેલ હતી અને તેના પ્રત્યુત્તરમાં અન્ય કોઇ સેવાભાવી વ્યક્તિ કે સંસ્થા મદદ માટે આગળ આવેલ ન હતા.  હાલમાં ચિ.સુમિત્રાની બેબી એસ.એસ.સી.માં આવેલ છે શાળાનું શત્ર શરૂ થાય તે ૫હેલાં વેકેશન બેચમાં ગણીત,વિજ્ઞાન અને અંગ્રેજીના ટ્યુશન ૫ણ ચાલુ કરાવેલ છે અને ટ્યૂશન માટે જરૂરી ફીની અડધી રકમ મે સેવામાં આપેલ છે તથા બેબી માટે કપડાની ૫ણ વ્યવસ્થા મેં કરેલ છે.૫રંતુ તેનાથી વધુ સેવા માટે હું સક્ષમ ન હોવાથી આપને અરદાસ કરેલ છે.આ અગાઉ આપશ્રીએ આપણા બ્લોગ દાદીમાની પોટલી ઉ૫ર ૫ણ અપીલ કરેલ હતી તેનો કોઇ પ્રતિસાદ મળેલ નથી તો આપ અને આપશ્રીના કોઇ અંગત મિત્રો સેવા માટે આગળ આવે તે માટે પુનઃવિનંતી કરૂં છું આશા છે આપ આ કાર્ય માટે અવશ્ય પ્રયાસ કરશો !

આપ સાહેબશ્રીને યોગ્ય લાગે તો પ્રસ્તુત બાબતે ઘટતું કરવા તથા મદદ માટે કોઇ વ્યવસ્થા થાય તેમ હોય તો અવશ્ય પ્રયાસ કરશો તેવી હું વિનંતી કરૂં છું. આપે અગાઉ આ બાબતે મદદ અપીલ બ્લોગ ૫ર મુકેલ હતી તેથી પુનઃ વિનંતી કરૂં છું. !! યથા યોગ્ય તથા કુરૂં !!

આપનો નમ્ર,

વિનોદભાઇ માછીના સસ્નેહ વંદન

૯૭૨૬૧૬૬૦૭૫ (મો)

ચિ.સુમિત્રા (૯૦૯૯૯૫૦૩૪૫) (મોબાઇલ))