ગૃહપ્રવેશ …

ગૃહપ્રવેશ …

  • નિરંજન મહેતા

 

 

gruhpravesh

 

 

આજે અચાનક તેને જોઈ મહેશભાઈ થોડા સંકોચમાં પડી ગયા.  આ એ જ  નિહારિકા હતી જેને કારણે પોતાનો ઘરસંસાર ભાંગી ગયો હતો અને છતાં ફિક્કું હસતા આવકાર અપાઈ ગયો.

 

 

નિત્યક્રમ પ્રમાણે પ્રભુસ્મરણ કરતાં મહેશભાઈની નજર કેલેન્ડર પર પડી.  જોયું તો આજે પહેલી એપ્રિલ હતી.  તે સાથે યાદ આવ્યું કે આજે આ ઘરમાં પગ મૂક્યાને ત્રીસ વરસ થઇ ગયા.  આ યાદ આવતા માળાના મણકા ફરતાં અટકી ગયા અને તે અતિતમાં ખોવાઈ ગયા.

 

બધા સાથે નજીવી બાબતોમાં થતો વાદવિવાદ એક દિવસ હદ વટાવી ગયો અને ખુમારીમાં પહેરેલ કપડે ઘર છોડું દીધું હતું.  આગળ શું થશે તેની ચિંતા કર્યા વગર.  શરૂઆતમાં લોન અને આર્થિક સંકડાશને કારણે મુસીબતો તો હતી પણ સુજાતાની સૂઝબૂઝને કારણે તેમનો સંસાર ધીરે ધીરે પાટે પડી ગયો હતો.  પણ સંજોગોઅનુસાર તને નજરઅંદાઝ કરવી પડી હતી.  નોકરીને કારણે વ્યસ્ત હોય ઘર પ્રત્યે જોઈતો સમય ન અપાય અને તેમાંય એક પુત્રીનો ઉછેર પણ સુજાતાના માથે.  પણ આ બધું તેણે હસ્તે મોઢે પાર પાડ્યું હતું.

 

ઘર માંડ્યા પછીના દશ્યો એક ફિલ્મની જેમ પાંપણના પડદે ફરવા માંડ્યા.  નોકરીમાં સમયે સમયે બઢતી, આર્થિક છૂટ, દીકરીના લગ્ન, દોહીત્રનો જન્મ, તેનું બાળપણ, ઓહોહો, કેટલી બધી સુખદ ઘટનાઓ… પણ જેમ ગુલાબને કાંટા હોય અને ચૂભે તેમ ત્રીસ ત્રીસ વરસમાં બનેલી દુઃખદ ઘટનાઓ પણ યાદ આવવા લાગી જેમાં આજથી ત્રણ મહિના પહેલાની એક ઘટના તેમના માનસપટ પ્ર ઉભરાઈ આવી.  જેને કારણે પોતાની ગૃહસ્થીમાં તડ પડેલી તે યાદ આવતા તેઓ સોફા પરથી ઊભા થઇ ગયા અને અસમંજસમાં આંટા મારવા લાગ્યા.  એક નાની ગેર્સ્માજે કેવું સ્વરૂપ લીધું તેનો વિચાર કરતા તેઓ હચમચી ગયા.  આજ સુધી તે ગેરસમજ કેમ દૂર કરવી તેની તેમને સમજ પડતી ન હતી.  સુજાતાના મનમાં ઘર કરી ગયેલો વ્હેમ દૂર કરવામાં હજી સુધી તેઓ અસફળ રહ્યા હતાં.

 

અતિતમાં આમ ખોવાયેલા મહેશભાઈને કાને કાકાના શબ્દ પડતા તેઓ વર્તમાન સમયમાં આવી ગયા.  જોયું તો પાડોશી અવિનાશભાઈની દીકરી નિહારિકા દરવાજે ઊભી હતી.

 

વર્ષોથી એકબીજાના પાડોશી રહ્યા હોય મહેશભાઈ અને અવિનાશભાઈને ઘર જેવો સંબંધ.  નાની હતી ત્યારથી નિહારિકા તેમની આંખ સમક્ષ ઉછરી હતી.  જાણે આ પોતાનું ઘર હોય તેમ તે વિના રોકટોક આવતી જતી.  દેખાવે સુંદર, યોગ્ય બાંધો અને તેના અલ્લડપણાને કારણે આગળ જતાં કોલેજમાં પણ તે હંમેશાં ચર્ચામાં રહેતી, પણ કોઈ લફરામાં પડી ન હતી કારણ તેના સંસ્કાર.

 

તેમ છતાં તેની એક નબળાઈ હતી અને તે હતી મહેશકાકા પ્રત્યે કોઈ અગમ્ય ખેંચાણ.  નાનપણમાં તો નિર્દોષ મસ્તી થતી પણ સમજણ આવતા તે લાગણી ક્યારે ખેંચાણમાં પરિવર્તિત થઇ ગઈ તેનો ખ્યાલ પણ ન રહ્યો.  નાના અમથા કારણને બહાનેર તે દિવસમાં એક વાર તો કાકાને જોવા આવી જતી.  જોકે તે તકેદારી રાખતી કે તેની આ અગમ્ય લાગણીનો અણસાર કાકા કે કાકીને ન આવે.  તેણે સમજ તો હતી કે કાકા તેની પિતા સમાન છે અને આવી લાગણી યોગ્ય નથી પણ ૬૦ની ઉંમરે પણ ૪૫ના લાગતા કાકાનું વ્યક્તિત્વ જ એવું હતું કે તે આ સમજને ઘોળીને પી ગઈ હતી, એમ કેહવું ખોટું નથી.

 

આજે અચાનક તને જોઈ મહેશભાઈ થોડાં સંકોચમાં પડી ગયા.  આ એ જ નિહારિકા હતી જેને કારણે પોતાનો ઘરસંસાર ભાંગી ગયો હતો અને છતાં ફિક્કું હસતા આવકાર અપાઈ ગયો.  એ સાથે ત્રણ મહિના પહેલાનો પ્રસંગ પણ માનસપટ પર છવાઈ ગયો.

 

તે સમયે નિહારિકાના લગ્ન લેવાના હતાં.  હંમેશની મુજબ મહેશભાઈના ઘરનો દરવાજો ખુલ્લો હતો.  કોઈક પ્રસંગને અનુરૂપ તે કાકી પાસે સારી સાદી લેવા આવી હતી પણ હુજાતા બહાર ગઈ હતી, એમ મહેશભાઈએ કહ્યું તો વાંધો નહીં ને તેમનો કબાટ ખોલવાની છૂટ છે એમ સહજતાથી બોલી તે અંદર બેડરૂમમાં ગઈ.  કબાટ બંધ હોય કાકાને બૂમ મારી.  કબાટ ખોલતી વખતે અનાયસ મહેશભાઈનો હાથ નિહારિકાને અડી ગયો.  મહેશભાઈને તો તેનો ખ્યાલ પણ ન હતો પણ તેમના હાથના સ્પર્શની નિહારિકા પર ન ધારેલી અસર થઇ અને મહેશભાઈ હજી કાંઈ સમજે વિચારે તે પહેલાં નિહારિકા પોતાની દબાયેલી માણસાને અટકાવી ન શકી અને તે મહેશભાઈને હજે કાંઈ સમજે વિચારે તે પહેલાં નિહારિકા પોતાની દબાયેલી માણસાને અટકાવી ન શકી અને તે મહેશભાઈને વળગી પડી, પરંતુ મહેશભાઈએ પોતાની સમજ અને સ્વસ્થતા ગુમાવી ન હતી.  આ શું કરે છે કહેતાં તેઓ નિહારિકાને પોતાનાથી દૂર કરવા લાગ્યા.

 

સુજાતા તે જ વખતે ઘરમાં દાખલ થઇ.  મહેશભાઈને દીવાનખાનામાં ન જોતાં તે બેડરૂમ તરફ આવી અને તેની નજર સમક્ષ જે દશ્ય હતું તેનાથી તે હબક ખાઈ ગઈ.  મહેશને આવા નહોતા ધાર્યા.  આજકાલ ઘણું બધું સાંભળીએ છીએ અને વાંચીએ છીએ કે એકાંતનો લાભ લઇ પુરુષો અજુગતું કરે છે પણ પોતાના જ ઘરમાં આમ થશે અને પોતાને તે નજરોનજર જોવાનો દિવસ આવશે એમ તો સુજાતાએ કદીએ નહોતું ધાર્યું.

 

માએ મને વાત તો કરી પણ ખરી હકીકત ફક્ત હું અને તમે જ જાણો છો.  મારા કારણે તમારે આ દિવસો જોવાના આવ્યા તેથી ક્યાં શબ્દોમાં માફી માંગુ તે નથી સમજાતું.

 

મહેશ, મેં તમને આવા નોહતા ધાર્યા બોલતા તે અંદર દાખલ થઇ.  આ સાંભળતા જ નિહારિકા ચમકી અને પરિસ્થિતિનો ખ્યાલ આવતા વિલે મોઢે ત્યાંથી ભાગી છૂટી.

 

તું ધારે છે એવું કંઈ નથી એમ મહેશભાઈ બોલ્યા પણ સુજાતા એમ કાંઈ માને ? મેં જોયું તે ખોટું ?  કહેતા તે બેગ ભરવા લાગી.  આ શું કરે છે ના જવાબમાં તે બેગ લઇ બહાર આવી.  મહેશભાઈ ચમક્યા અને પૂછ્યું કે બેગ લઇ ક્યાં જાય છે ?

 

‘બસ, હવે બહુ થયું.  હું અંજનીને ઘરે જાઉં છું.  હવે તમારી સાથે નહીં રહેવાય.’

 

આ વાતને ત્રણ મહિના થયા પણ અન તો સુજાતા પાછી આવી ન કોઈ કહેણ.

 

એક પળમાં આ બધું યાદ આવ્યું પણ બીજી ક્ષણે તે સ્વસ્થ થઇ ગયા અને નિહારિકાને આવકારતા કહ્યું કે પહેલી વાર પિયર આવી છેને?  પણ તારી કાકી તેની દીકરીને ત્યાં થોડાં દિવસ રહેવા ગઈ છે એટલે તે તને નહીં મળે.

 

‘કાકા, તમે એમ ધારો છો કે મને કાંઈ ખબર નથી એમ તમે માણતા હો તો તેમ નથી.  માએ મને વાત તો કરી પણ ખરી હકીકત ફક્ત હું અને તમે જ જાણો છો.  મારા કારણે તમારે આ દિવસો જોવાના આવ્યા તેથી ક્યા શબ્દોમાં માફી માંગુ તે નથી સમજાતું.  પણ જો હું કાકીને પાચા લાવી શકું તો તે જ મારા માટે સાચું પ્રાયશ્ચિત રહેશે.  તે દિવસે એક નબળી ક્ષણે હું ભાન ગુમાવી બેસી.  તે જ દિવસે જો મેં ચોખવટ કરી હોત તો આજે આ પરિસ્થિતિ ન હોત, પણ સંકોચને લઈને હું ત્યારે તેમ ન કરી શકી તેનો અફસોસ તો છે પણ મને ખાત્રી છે કે તમે મને જરૂર માફ કરશો.’

 

‘બેટા, મને નથી લાગતું કે હવે પરિસ્થિતિ સુધરે, કારણ મેં ઘણા પ્રયત્નો કર્યા છે પણ કોઈમ્પરીનામ વગરના.  છતાં તેને લાગતું હોય કે તારે પ્રયત્ન કરવો જોઈએ તો મને વાંધો નથી.  પણ જો સફળતા ન મળે તો તેનું દુઃખ ન લગાડતી કારણ જે થયું તેમાં મારો કોઈ દોષ નથી તે હું જાણું છું એટલે તેને ભૂલીને હું જીવતા શીખી ગયો છું.’

 

રાત્રે લોજમાંથી આવ એલ ભોજનને ન્યાય આપવા મહેશભાઈ તૈયારી કરતાં હતા ત્યાં જ બારણેથી અવાજ આવ્યો કે હવે આ બધું તમારે કરવાની જરૂર નથી.

 

દરવાજા તરફ નજર નાંખી તો નિહારિકા ઊભી હતી.  તેનો કેહવાનો મતલબ શું છે તે ન સમજાયું એટલે તે વિશે મહેશભાઈ કાંઈ પૂછે તે પહેલાં નિહારિકાએ ‘શરમાવાની જરૂર નથી’  કહી હાથ પકડી તેની પાછળ ઊભેલા સુજાતાકાકીને આગળ કર્યા.

 

સારી રીતે તૈયાર થયેલ સુજાતાને જોઈ મહેશભાઈ ચમક્યા.  એક મીનીટ તો તે માણી ન શક્યા કે ખરેખર સુજાતા સામે ઊભી છે.  પછી સમજાયું કે ના આ હકીકત છે એટલે નિહારિકાને આ કેન થયું એમ પૂછે તે પહેલા નિહારિકા જ બોલી કે કાકા આ સ્વપ્ન નથી હકીકત છે.

 

‘જે આટલા વખતથી હું ન કરી શક્યો તે કામ તે કઈ રીતે કર્યું ?’

 

‘કાકા, તે ભૂલી જાઓ અને આગળનું વિચારો.’

 

‘એમ કેમ ભૂલી જાઉં ?  જાણવાની ઇન્તેજારી તો હોય ને ?’

 

‘હું કહું તેને બદલે કાકીના મોઢે સાંભળવું વધુ ગમશે, કેમ કાકી ?’  કહેતા તેણે ત્યાંથી વિદાય લીધી.

 

જમવાને ન્યાય આપી આ કેમનું થયું હશે તેની અટકળો અને થોડાં રોમાંચ સાથે મહેશભાઈ બેડરૂમમાં ગયા.  કામ આટોપી સુજાતા થોડાક ખચકાટ સાથે અંદર પ્રવેશી અને થોડા અંતરે ઊભી રહી.  રૂમમાં બોજારૂપ શાંતિ છવાઈ હતી કારણ એકને પૂછવાની હિંમત ન હતી તો બીજાને કાંઈ કહેવા શબ્દો ન હતાં.

 

એક યુગ જેટલો સમય વીતી ગયા પછી છેવટે સુજાતાએ જ બોલવું પડ્યું કે ક્યાં કારણસર તે પાછી આવી.  ‘નિહારિકાએ ખુલ્લા દિલે તે દિવસના બનાવની બધી હકીકત કહી હતી અને કહ્યું હતું કે બધો વાંક તેનો છે.  મહેશકાકાએ ન તેનો ગેરલાભ લીધો હતો ન કોઈ દિવસ બૂરી નજરે તેની તરફ જોયું હતું.  આટલી નિખાલસ ચોખવટ પછી સુજાતાને સમજાયું કે તેની વાત સાચી હશે નહીં તો તે આમ સહજ રીતે પોતાની જાતને નીચી ન દેખાડે.  જો તેમ હોય તો મહેશને મેં અકારણ દોષ આપ્યો અને તે માટે હું ગુનેગાર છું અને મારે સ્વગૃહે પાછા જવું જોઈએ, પરંતુ આવતા સંકોચ થતો હતો.  ત્યારે નિહારિકાએ જ ભાર દઈને કહ્યું કે કાકા તમને આવકારશે એટલે નચિંત રહેવા અને તેની સાથે ચાલવા કહ્યું.  માફી માગવાને લાયક નથી પણ તેમ છતાં તેમ કહ્યું તો માફ કરશોને ?’

 

‘આજે કયો દિવસ છે તે યાદ છે ?’  આજથી બરાબર ત્રીસ વરસ પહેલાં આપણે આ ઘરમાં પ્રવેશ કર્યો હતો.  આજે તીસ વરસે તારા પુનરાગમનથી થયેલ અનુભૂતિ અવર્ણનીય છે તો શબ્દો કહી માફ કરવાને બદલે અન્ય રીતે પણ માફ કરી શકાય છે.’  કહેતા તેમણે સુજાતાને પાસે ખેંચી.

 

 
– નિરંજન મહેતા (મુંબઈ)
 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’  પર પુનઃપ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  નિરંજનભાઈ મહેતા (મુંબઈ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી ના સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

સહ-અસ્તિત્વની ભાવના …

સહ-અસ્તિત્વની ભાવના …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 
sahastitva
 

 

હાલના સમયમાં શાંતિમય સહ-અસ્તિત્વની ભાવનાનો છેદ ઊડી ગયો છે એમ કહેવું ખોટું નહી ગણાય. બીજાને પોતાના કરતા નીચી કક્ષાના ગણવા એ સામાન્ય થઈ પડ્યું છે. આ માટે માનવી-માનવીમાં રહેલા ભેદભાવો જવાબદાર છે. આ બધું દૂર કરવું જરૂરી છે જેથી સહ-અસ્તિત્વની ભાવના પુન: સ્થાપિત થાય.

 
શું જન્મ સમયે શિશુને ખબર હોય છે કે તેનો ક્યો ધર્મ છે? જ્યારે તે સમજણો થાય છે ત્યારે તેને જાણ કરવામાં આવે છે કે તે ક્યા ધર્મનો છે. વળી દરેક ધર્મમાં પણ અનેક ફાંટા હોય છે જેમાંથી તેનો ફાંટો તેના ઉપર ઠોકી બેસાડવામાં આવે છે. આ માટે તેનું કુટુંબ, સમાજ અને ભણતર પણ જવાબદાર બની રહે છે. કુટુંબીજનો, મિત્રો અને પાડોશીઓની ચઢવણી તેનામાં અન્ય પ્રત્યે ધિક્કારની લાગણી ઉપસાવવામાં મદદરૂપ થાય છે.

 
આ ધિક્કારની લાગણી ફક્ત જાણીતી વ્યક્તિ માટે હોય છે તેમ નથી. અજાણી વ્યક્તિ કે કોમ માટે પણ હોઈ શકે છે. કઈક અંશે હાલના પ્રચાર માધ્યમો અને અન્ય ઉપકરણો આ માટે ભાગ ભજવે છે. સાચા માર્ગે દોરનાર ન હોવાથી આ લાગણી નકારાત્મક ભાગ ભજવે છે. આ નકારાત્મક વલણને કારણે આજે વિશ્વ ભડકે બળે છે તે સર્વવિદિત છે અને બધા રાષ્ટ્રો આજે આતંકવાદ, બળવા અને લૂંટફાટથી રંગાયેલા છે.

 
એક વાર અપાયેલી સમજ ઘર કરી જાય પછી તેને ઉખેડવી સહેલી નથી. પણ માતા-પિતા બાળકના બચપણમાં જ સર્વધર્મની ભાવનાનું આરોપણ કરશે તો ભવિષ્યમાં તેનું વલણ સકારાત્મક બની રહેશે.

 
એ તો જગજાહેર છે કે મનુષ્યનું લોહી એક જ રંગનું છે – લાલ, ભલે તે કોઈ પણ ધર્મ કે રાષ્ટ્ર્નો હોય. તો પછી એક રંગનું લોહી હોવા છતાં શા માટે તે ધર્મના નામે યુધ્ધો દ્વારા ધિક્કારની લાગણી અને વર્ગ-વિગ્રહ કરાવે છે ?

 
કોણ જવાબદાર છે આ બધા માટે? બેશક રાજકીય અને ધાર્મિક નેતાઓ. કોઈ પણ દેશમાં આ સત્ય રહેવાનું કારણ દરેકનું ધ્યેય હોય છે મતબેંક અને સમાજ પર પોતાની પકડ જમાવી રાખવાનું. તે માટે તેઓ ગમે તે હદ સુધી જઈ શકે છે અને તેના દ્વારા તેઓ ધાર્મિક ઝનૂન અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ધિક્કારની લાગણીને બરકરાર રાખવામાં સફળ રહે છે. સમજદાર લોકો આવા ભટકેલા લોકોને સાચા રાહે લાવવા પ્રયત્નશીલ હોય છે પણ વગદાર લોકો અને પ્રસાર માધ્યમોનાં ખોટા પ્રચારને કારણે તેમને જોઈતી સફળતા મળતી નથી. આને કારણે સામાજિક વાતાવરણ ડહોળાયેલું રહે છે, કારણ ‘દીવાઇડ એન્ડ રુલ‘નો સિધ્ધાંત કામ કરી જાય છે.

 
શાંતિમય સહ-અસ્તિત્વ એટલે ફક્ત લડાઈ ઝઘડા વગરનું જીવન નહી પણ અન્યના વિચારો અને રહેણી-કરણીને સમજવા અને સ્વીકારવા તે. આપણા ધર્મગ્રંથો અને વિદ્વાનોનાં પ્રવચનોનો આજ સૂર છે. જો તેને અનુસરીએ તો જીવન સુખમય બની રહે. આની શરૂઆત ઘરથી કરી પાડોશ, મહોલ્લો, નગર અને દેશભર સુધી પહોચાડવાની નેમ રાખવી જરૂરી છે. એકવાર આ થાય તો દુનિયાભરમાં તેનો ફેલાવો સહેલાઈથી થઈ શકે. શરૂ શરૂમાં બીજાના વિચારો અને લાગણીઓને સમજવા અને અપનાવતા થોડી મુશ્કેલી થશે પણ એક વાર પહેલ કર્યા પછી તે આસાન બની રહેશે. કદાચ તમે તેની રહેણીકરણીને અપનાવી ન શકો પણ તેને કારણે તેમના પ્રત્યે ધિક્કારની લાગણી શું યોગ્ય છે ?

 
અવારનવાર થતી કુદરતી આફતો વખતે આપણે અનુભવ્યું છે કે લોકો ભલે એક બીજાને ન ઓળખતા હોય, ન તો તેમના ધર્મ કે જાતી વિષે જાણકારી હોય છતાં તેઓ પણ મદદ માટે દોડી જાય છે. તો શું સુખમય સહ-અસ્તિત્વ માટે આપણે આવી કુદરતી આફતોની રાહ જોવી ?

 
આ સવાલ વિદ્વાનોને કરશો તો જવાબ નાં હશે કારણ શાંતિમય સહજીવન એ આજના સમયની એક પ્રાથમિક જરૂરીયાત છે અને તેથી તેને અપનાવવાની કોશિશ દરેકે કરવી જરૂરી છે. આ સામાન્ય માનવીની સમજ બહાર હોય દંગાફસાદ થતા જ રહે છે.

 
એમ નથી કે આનો અપવાદ નથી. આપણે અવારનવાર સમાચારપત્રો અને અન્ય માધ્યમો દ્વારા જાણીએ છીએ કે એક ધર્મના લોકો અન્ય ધર્મના તહેવારો અને ઉત્સવોમાં હોંશે હોંશે ભાગ લે છે. વળી એવા પણ કિસ્સા જાણમાં આવ્યા છે કે એક ધર્મના લોકો બીજા ધર્મના મદિર-મસ્જિદની સંભાળ લેતા હોય છે. પણ આવા કેટલા અને આવી વ્યવસ્થા સ્વીકારનાર કેટલા? કારણ આજનો સમાજ ધર્મ, જાતિ અને વર્ગના ભેદભાવ ઉપર મજબૂત પાયે ઉભો છે અને તેને કારણે અન્ય પ્રત્યેની અને તેના ધર્મ અને વિચારો પ્રત્યેની ધિક્કારની લાગણી પ્રબળ બની રહી છે.

 
આ બધું દૂર કરવા ક્યારેક તો કોઇકે પહેલ કરવી રહી જેથી માનવી-માનવી ખભેખભા મિલાવી ઉભો રહી શકે. આપણે સૌ પોતાનાથી શરૂ કરીએ તો ધ્યેય સુધી પહોંચતા વાર નથી. પહેલી જરૂરી છે સહિષ્ણુતાની જેની મર્યાદા હાલ બહુ નિમ્ન સ્તરે છે. એકબીજાના નાના વિખવાદો અને મતભેદો સહન કરવાની શરૂઆત કરીએ તો તે જરૂર મદદરૂપ થઈ પડશે. જેમ જેમ આ અપનાવશો તેમ તેમ સહિષ્ણુતાનો આંક ઉપર જશે. પરિણામે યોગ્ય વિચારનારાઓની સંખ્યામાં વધારો થવા માંડશે. આ લોકો અન્યને પોતાની વાત સમજાવવા સક્ષમ થશે અને તેને કારણે સહ-અસ્તિત્વની ભાવનાનો ફેલાવો વિસ્તરશે.

 
વિચાર પરિવર્તન સમય માંગી લે તેવું કાર્ય છે પણ તે અશક્ય નથી. જો કે શહેરી નાગરિક કરતાં ગ્રામ્યજનોમાં આ પરિવર્તન વધુ સમય માંગી લેશે કારણ તેમનું ઓછું ભણતર અને જૂની વિચારધારા. જે ગામના લોકો આ ફિલસૂફી પચાવી ગયા છે તે અન્યોથી આગળ નીકળી ગયા છે.  પણ આવા ગામોની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એટલી છે. અન્ય ગામો તેમનો દાખલો લે તો તેઓ પણ સહ-અસ્તિત્વનો ધ્યેય સહેલાઈથી પ્રાપ્ત કરી શકે. કામ વિકટ છે પણ ક્યારેક તો શરૂઆત કરવી રહી.

 
ભલે ભારતદેશ ધર્મનિરપેક્ષ હોય પણ તે અનેક ધર્મો ધરાવે છે. બધા જ ધર્મો અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતા રાખવાની હિમાયત કરે છે તેમ છતાં નફરતની ભાવના ઓછી નથી થતી. આ લોકો ભૂલે છે કે આવી ભાવના ઉન્નતિની રાહે નહી પણ ભય અને વિધ્વંસ તરફ દોરી જાય છે., આપણો ઈતિહાસ સાક્ષી છે કે આવી લાગણીને કારણે સદીઓથી કઈ કેટલાયે યુધ્ધો ખેલાઈ ગયા છે અને વિનાશ સર્જી ગયા છે. આ જ કારણે કોમવાદ પણ હજી પ્રવર્તે છે. આ ભૂતકાળ પરથી જો એમ શીખીએ કે ‘જીવો અને જીવવા દો’ અને તેનો પ્રચાર કરીએ તો તે સર્વના હિતમાં છે.
 

 
– નિરંજન મહેતા (મુંબઈ)
 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’  પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  નિરંજનભાઈ મહેતા (મુંબઈ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી ના સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

(૧) મા બનનારી દીકરીને પત્ર … અને (૨) માતૃત્વને આરે … (રચના) …

(૧) મા બનનારી દીકરીને પત્ર …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 

kids and mother
 

 

ચિ. સુ.

 

 

તારા લગ્નને બે વરસ પૂરા થઈ ગયા. સમય ક્યા પસાર થઇ ગયો તેની ખબર જ ન રહી. જાણે હજી ગઈકાલે તો તારા લગ્ન લેવાયા હોય તેમ લાગતું કારણ લગભગ રોજ આપણે ફોન ઉપર વાત કરતા અને પરસ્પર સંપર્કમાં રહેતા. પરંતુ આજે જે સમાચાર આપ્યા તે એવા સુખદ છે કે સાંભળીને મારી જાતને આ પત્ર લખતાં રોકી શકી નહી કારણ અમુક વાતો એવી હોય છે જે ફોન ઉપર ના પણ થઈ શકે.

 
દીકરી માં બનવાની છે તે જાણી કઈ માને આનંદ ન થાય ?  પરંતુ તે સાથે દીકરીની જવાબદારી પણ વધી જાય છે તેનો તને કદાચ પૂરો ખયાલ નહી હોય.  હવે તું પત્નીની સાથે સાથે મા બનવાની છે અને આમ બમણી જવાબદારી આવવાની.,  દરેક સ્ત્રી માટે આ બેવડી જવાબદારી કસોટીરૂપ હોય છે અને સમજદારીપૂર્વક તે ન નિભાવાય તો લગ્નજીવન મુશ્કેલીભર્યું બને છે.

 
બાળકના જન્મ પહેલાના નવ મહિના દરમિયાન સ્ત્રી જુદા જુદા સ્તરેથી પસાર થાય છે.  આ તારો પહેલો પ્રસંગ છે એટલે થોડા રોમાંચ સાથે તું થોડો ભય પણ અનુભવતી હશે. આ સ્વાભાવિક છે કારણ માતા બનનારી દરેક મહિલા આ અનુભવમાંથી પસાર થાય છે.  તું જાતજાતના વિચારો કરતી થઈ જશે.  પણ એટલું ધ્યાન રાખજે કે સારા વિચારો જ આવનારમાં સારા સંસ્કાર પૂરે છે.  સારૂ વાચન તેમાં મદદરૂપ થાય છે.

 
વળી તબિયતમાં પણ ચઢાવ ઉતાર આવશે પણ તેનાથી ગભરાયા વગર ખાવા પીવાની બાબતમાં અપાયેલા સલાહસૂચનનું યોગ્ય પાલન કરવાથી તેમ જ નિયમિત ફરવા અને આરામ કરવાની બાબતમાં તું જેટલું ધ્યાન આપશે તેટલી તને ઓછી તકલીફ થશે અને આવનાર પણ તંદુરસ્ત હશે.  આ માટે ડોક્ટરની નિયમિત મુલાકાત અને તેમના સલાહસૂચનનું ચુસ્ત પાલન અત્યંત જરૂરી છે.

 
આવનાર નાના જીવને સાચવવાની પ્રાથમિકતા હોવા સાથે પતિને પણ સાચવવો જરૂરી છે.  અત્યાર સુધી તારૂ ધ્યાન એક પર કેન્દ્રિત હતું અને તું પૂરો સમય તારા પતિને ફાળવતી હતી.  હવે તેવો અને તેટલો સમય તું તેમને ન પણ આપી શકે.  આ સંજોગોમાં નિરવકુમાર કેટલી સમજદારી દાખવે છે તે મહત્વનું છે. જ્યાં સુધી હું તેમને ઓળખું છું તે મુજબ મને ખાતરી છે કે તેઓ આ બાબતમાં સાનુકુળ બની રહેશે અને તને અંતરાયરૂપ ન થતાં સહાયરૂપ થશે.

 
જ્યારે પણ આ નવા અવતારમાં મૂંઝવણ થાય ત્યારે અડધી રાતે પણ તું તારી આ સખી જેવી માને ફોન કરી શકે છે તે કહેવાની જરૂર છે?

 
બસ હાલમાં આટલું પૂરતું છે કારણ ફોન તો કરતા રહેશું ત્યારે સમયાનુસાર વાતો અને સલાહ અપાતી જ રહેશે.

 

 

તારી હિતેચ્છુ મા

 

 

 

 

(૨) માતૃત્વને આરે …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 

pregnaent.lady
 

 

હર નારીની છે ઝંખના જે પામવા પદ
પણ નથી સરળ પામવું સર્વને આ પદ

 

આવ્યો એ અવસર આજ તુજ સન્મુખે
પ્રભુ દે શક્તિ, પામે તું તે હસતે મુખે

 

ભલે લાગે માર્ગ પ્રાપ્તિનો પીડાદાયક
પણ પછી છે અનેરો અને આનંદદાયક

 

છે આ નવજીવન અણજાણ પણ રોમાંચક
જે બદલશે તારી જીવનયાત્રા અચાનક

 

રહેશે વડીલો અને સાથીઓનો હંમેશા સાથ
રહે નચિંત, સદાય ઝાલશે સૌ  તારો હાથ

 

 
– નિરંજન મહેતા (મુંબઈ)

 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’  પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  નિરંજનભાઈ મહેતા (મુંબઈ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી ના સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

મનોવૃત્તિ …

મનોવૃત્તિ …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 
manovruti

 

 

મનોવૃત્તિ એટલે મનના વિચારો. મન તો ચંચળ છે અને તેમાં અવિરત વિચારો ચાલતા હોય છે પણ તે બીજાને કળાતા નથી. જો આપણે એક બીજાના વિચારો વાંચી શકતા હોત કે જાણી શકતા હોત તો કદાચ આ દુનિયા જુદા જ રંગમાં રંગાઈ હોત. એક રીતે આ સારૂં છે નહી તો આપસ આપસના સંબંધોની જે વલે થાત તે વિચારી પણ ન શકાય.

 

મનમાં ચાલતા બે પ્રકારના વિચારો હોય છે – સારા અને નરસા. સારા વિચારો આપણી જીંદગી આનંદસભર કરે છે જયારે ખરાબ વિચારો જીવનરાહને દુર્ગમ બનાવે છે. દરેકના મનમાં આ બન્ને પ્રકારના વિચારો ઉદભવે છે પણ ખરાબ વિચારોને હટાવી દેવા તેની ક્ષમતા કેટલી છે તે તેના ઉપર આધારિત છે.

 

સારા વિચારો આપણા ઉછેર પર નિર્ભર છે. વળી સારૂં વાંચન, સત્સંગ અને માનસિક બળ પણ ખોટા વિચારો દૂર કરવામાં મદદ કરે છે.

 

અગાઉના સમયમાં જયારે વડીલોની આમન્યા રહેતી ત્યારે કુટુંબનો દરેક સભ્ય તેમના વિચારો અને મંતવ્યોને પ્રાધાન્ય આપતો. તે જમાનામાં વડીલો ખોટું ન કરે એવી ભાવના હતી અને મહદ અંશે તે સાચું પણ હતું. એટલે તેમના વિચારોને અનુસરવામાં કોઈને વાંધો નહોતો જણાતો કેમકે તેમને ખાત્રી હતી કે વડીલ બધાનું સારૂં જ ઈચ્છે છે અને સત્યનો રાહ નહી છોડે.

 

પરંતુ હવે આનાથી વિપરિત છે. એક તો વડીલોની કોઈ ગણના કરતું નથી અને વળી હવે વડીલો પણ નવા રંગે રંગાઈ ગયા હોય સારા–નરસાના ભેદભાવને ન ગણકારતાં સમયોચિત વાતો અને વિચારો કરે છે જે સારા પણ હોય અને ખરાબ પણ હોય!

 

ખરાબ વિચારો માટે જવાબદાર છે માનસિક કચાશ, સંબંધો, મિત્રો, મતભેદો વગેરે. આને કારણે વાતાવરણ બગડે છે અને સાથે સાથે સંબંધો. ધર્મઝનૂન પણ આમાનું એક મોટું કારણ છે જેને કારણે દંગાફસાદ, ખૂનામરકી જેવા બનાવો બને છે અને બનતા રહેશે.

 

ખરાબ વિચારોને પરિણામે   ‘હું મરૂં પણ તને રાંડ કરૂં’   જેવો માહોલ બની રહે છે. આ બધાને કારણે સામાને તો નુકસાન પહોંચે છે પણ તેને પોતાને પણ નુકસાન થાય છે એ તે વિચારશે નહી.

 

છેલ્લા કેટલાક સમયથી લોકોમાં જાગૃતિ આવી છે અને ધર્મધ્યાન, સત્સંગ તરફ વધુને વધુ ખેંચાતા જાય છે. આ સારી વાત છે જો તેનો યોગ્ય ઉપયોગ રીતે અપનાવાય. જેટલો વધુ પ્રચાર એટલો સમાજને ફાયદો. તે જ રીતે જ્ઞાનપિપાસા પણ વધતી ગઈ છે અને તેને કારણે લોકોના વિચારોમાં પરિવર્તન પણ આવી રહયું છે જેથી લોકોના વાણી અને વર્તનમાં ફેરફાર જરૂર થવાના. આશા રાખીએ કે તે હકારાત્મક હોય.

– નિરંજન મહેતા (મુંબઈ)

 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’  પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  નિરંજનભાઈ મહેતા (મુંબઈ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી ના સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

આંતકવાદ … (બે રચના) …

(૧) ર૦૦૬ના વારાણસી બોંબધડાકા બાદ …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 

 

aantakvad varanasi bomb blast

 

 

નથી દેખાતો ક્યાંય અંત આ આતંકનો
જયારે માનવી થાય દુશ્મન માનવીનો …

 
ધર્મઝનૂન જયારે જયારે મૂકે છે માઝા
ઘવાય છે, હણાય છે નિર્દોષ ઝાઝા …

 
શું મુંબઈ કે શું દિલ્હી, કે હોય વારાણસી
આતંકના આંધળુકિયાથી પ્રજા છે ત્રાસી …

 
સમજાવે કોણ આ આતંકવાદીઓને
નથી શાંતિ આતંકથી અમને કે તમને …

 
કરીએ સૌ સાથે મળી પ્રભુને અભ્યર્થના
સંબંધો રહે શાંતિમય માનવ માનવના …

 

 

 

(ર) તાજમહાલ હોટેલ પરના હુમલા પછી …

 

 

aantakvad taj

 

 

આતંકવાદીનો નથી હોતો ધર્મ કે રંગ
લડે છે પોતા માટે એક જૂઠો જંગ …

ધર્મની આડમાં છૂપાય છે આ કાયરો
અને કરે છે નિર્દોષોને હંમેશા તંગ
‘મઝહબ નહી શિખાતા આપસમેં બેર રખના’
કરે હંમેશા ‘ઈકબાલ’ના આ કોલનો ભંગ …

કોણ સારું, કોણ નઠારું, ન તેઓ સમજે
લાચાર માનવીઓને મારતા રહે સંગ%
તોબા તોબા આ શયતાની સ્વભાવ
માનવ માનવ ન રહયો, ખુદા પણ છે દંગ …

 

%સંગ – પત્થર

 

– નિરંજન મહેતા (મુંબઈ)

 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’  પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો   શ્રી નિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી નાં સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

મોબાઈલની મોંકાણ ! …

મોબાઈલની મોંકાણ ! …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 
mobile .1
 

 

ઘણા બધાને એમ લાગતું હશે કે જયારે મોબાઈલ સેવા ન હતી ત્યારે આપણે કેટલા સુખી હતા!

 

જયારે મોબાઈલ યુગ શરૂ થયો ત્યારે તે એક નવાઈનું સાધન હતું, જેમ દરેક નવી શોધો અને સાધનો માટે હોય છે તેમ. શરૂઆતમાં તો તે એક સાહયબી અને મોભાની નિશાની હતી. તે વખતે કોલ ચાર્જીસ પણ એટલા કે જાણે સફેદ હાથી પાળ્યો હોય! દસ વખત વિચાર કરવો પડે કે તે આપણને પોસાશે કે કેમ, જેમ ગરીબ માણસ મીઠાઈ ખરીદતા પહેલા કરે છે તેમ!સમય જતાં તો મોબાઈલનો એવો જુવાળ આવ્યો કે નાના મોટા, સાધારણ અને ઉચ્ચ લોકો તે વાપરતા થઈ ગયા અને ત્યારથી મંડાયા પનોતીના પગરણ જે આજે તેનો અતિરેક જોતાં સાચું લાગે છે.

 

આમ તો મોબાઈલ એક સુગમ સાધન છે જો તેનો યોગ્ય ઉપયોગ થાય તો, પણ તેના અવગુણ પ્રત્યે આપણે નજર નથી નાખતા. હવે પછી તેનું વર્ણન વાંચશો તો તમે પણ આ વાત કબૂલ કરશો.

 

જાહેર સ્થળોમાં એટલે કે ટ્રેનમાં, બસમાં, ચાલતા ચાલતા કે અન્ય કોઈ જાહેર સ્થળમાં ઠેર ઠેર લોકો કાને મોબાઈલ લગાડી વાતો કરતાં દેખાશે. અરે ત્યાં સુધી કે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવો ગુનો છે તો પણ કાયદાની ઐસી તૈસી ! તેને કારણે થતાં અકસ્માત માટે જવાબદાર તો છે મોબાઈલ પણ તેને થોડો જેલ ભેગો કરાય છે?

 

વળી અન્યોની તકલીફને ધ્યાનમાં ન લેતા મોટે મોટેથી વાતો કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવવામાં તેમનો ફાળો નાનો નથી. તેમાય જયારે વાતોને બદલે ગાળાગાળી થતી હોય ત્યારે તો તોબા તોબા! કદાચ આપણું  લોહી ઉકળી આવશે પણ નિરૂપાય થઈ બેસી રહેવું પડે છે.

  mobile phone  

 

મોબાઈલ યુગની શરૂઆતમાં વ્યાપ ઓછો હોઈ તેનો દુરૂપયોગ પણ ઓછો. પરંતુ હવે તો ઢગલાબંધ મોબાઈલ કંપનીઓ, જાત જાતના મોડેલો, સ્પર્ધાત્મક ભાવો, વધતી જતી તકનિક, આ બધાને લઈને મોબાઈલનો ઉપયોગ ભાજીમૂળાની જેમ થઈ રહયો છે. મધ્યમ વર્ગનો માનવી હજી મોબાઈલ લેવાનો વિચાર કરે ત્યાં તો તેની નજર સામે તેના દૂધવાળા, શાકવાળા, નોકર જેવા નિમ્ન સ્તરના લોકો તેનો ઉપયોગ કરતાં જણાય છે. આ જોઈ હવે તો મોબાઈલ લેવો જ રહયો એમ તેને લાગે છે અને પછી તેની પળોજણમાં વળોટાઈ જાય છે.

 

ટ્રેનમાં અને બસમાં બેઠેલામાંના મોટેભાગે ઘણા બધાના મોબાઈલ પર એક જ પ્રકારનો રીંગટોન હોય છે જેથી કોનો વાગ્યો તેની ઝટ ખબર પડતી નથી જેને કારણે બધા પોતપોતાના ગજવા કે બેગ ફંફોસવા માંડે છે. પણ જેનો મોબાઈલ ખરેખર વાગતો હોય છે તેને તેની ખબર નથી હોતી અને નચિંત બેસી રહે છે.

 

મુસાફરી દરમિયાન તમારી આજુબાજુ થતી મોબાઈલ પરની વાતો એક રીતે તમારી મુસાફરીમાં આનંદ પમાડતી હોય છે. ધ્યાનથી સાંભળશો તો જાણશો કે લોકો કેવી કેવી વાતો કરતાં હોય છે અને કેવા કેવા બહાના આપતાં હોય છે. મળવા માટે નિયત સમય અને સ્થળે ન પહોંચાયું હોય તો બસ હમણાં પાંચ મિનિટમાં પહોંચ્યો કહી વાત બંધ કરી દેશે ભલે પછી બીજા અડધા કલાક સુધી તે પહોંચી શકવાનો ન હોય. આ સાંભળી તમને એકવાર વિચાર પણ આવશે કે જોરથી બોલી સામાવાળાને કહીએ કે આ ભાઈ ગપ્પુ મારે છે, પણ પછી હાથ પગની સલામતીનો ખયાલ આવતાં તેને જોખમમાં નાખવાની ઈચ્છા ન હોય, ચૂપ રહેવું પડે છે. વળી સભ્યતા જેવી પણ કોઈ ચીજ આપણામાં હોય છે ને!

 

એક વાત તમે નોંધી છે? મેં નોંધી છે. જો સામેવાળો ધીરે ધીરે અને લાંબા સમય સુધી વાત કરતો જણાય તો માનજો કે તે જરૂર બહેનપણી સાથે ગુફતગુ કરી રહયો છે અને જો એક મિનિટમાં ફોન બંધ કરી દે તો તે ચોક્કસ તેની પત્ની સાથે વાત કરતો હશે.

 

શરૂઆતમાં એક ફોનનો વિચાર કરાતો તેને સ્થાને હવે બે બે ફોન સામાન્ય થઈ પડયા છે અને તેને કારણે મોંકાણમાં ઓર વધારો!

 

તમે કરેલા ફોનને ન ઉપાડયા બાદ તે કેમ ન ઉપાડયો તેના કારણો ઈનામને પાત્ર બની શકે.

કંપનીઓ તરફથી પોતાની ચીજો માટે ફોન કરી કરી તમારો સમય તો બગાડે છે પણ તમે તેનો યોગ્ય જવાબ ન આપી શકો તો તમારા માટે માથાનો દુખાવો પણ બની રહે છે. જો કે હવે તે માટે સરકારે નિયમો બનાવી આપણું દુઃખ ઓછું કરી નાખ્યું છે. પણ મોબાઈલ વડે ખરાબ મેસેજ અને ચિત્રો મોકલી સમાજમાં જે દૂષણ ફેલાય છે તે માટે કોઈ અક્સીર પગલાં લેવાય તે જરૂરી છે.

 

આમ મોબાઈલનો ઉપયોગ સારા કામ માટે ન થાય તો તેની મોંકાણ રહેવાની!

 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી નિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી નાં સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091. Tel. 28339258/9819018295

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

facebook at : dadimanipotli

 

કાંઈક વિશેષ … (નેટજગતના સૌજન્યથી) …

mobile phone useages

મૃત્યુનોંધ …

મૃત્યુનોંધ …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 

DEATH NOTE
 

ઘણા બધાને રોજ અખબારોમાં મૃત્યુનોંધ વાંચવાની ટેવ હોય છે, કારણ આ દ્વારા તેમને જાણવા મળે છે કે કોઈ સ્વજન કે મિત્ર આ યાદીમાં તો નથીને ?  એક રીતે તે ઈચ્છે છે કે આજે કોઈ નિકટ કે જાણીતાનું નામ આમાં ન હોય. તેમ છતાં કોઈનું નામ સામેલ હોય તો વિવિધ પ્રકારના પ્રત્યાઘાતો નીકળવાના, જેમ કે કોઈને જાણતા હોઈએ પણ એટલા નહી કે તેની શોકસભા કે પ્રાર્થનાસભામાં જવું આવશ્યક લાગે. તો વળી એવા પણ સંબંધોવાળા હોય કે બધું કામ પડતું મૂકી જવું જ રહયું.  આ ઉપરાંત લોકો કેવા કેવા પ્રત્યાઘાતો અનુભવે છે તે જરા જોઈએ.

 

સામાન્ય રીતે મરનારના નામ સાથે તેની ઉમ્મર પણ લખાતી હોય છે.  જો મરનાર પાકટ વયનો એટલે ૮૦–૮પની વયનો હોય તો વિચાર આવે કે ચાલો તે છૂટયા.  તેમાય તે તમારી જાણના હોય અને તમને ખબર હોય કે તે લાંબા સમયથી માંદગીને બિછાને હતાં અથવા તેમના કુટુંબના સભ્યો માટે તે ત્રાસદાયી કે ભારરૂપ હતાં તો થશે કે તેઓ પણ છૂટયા.

 

પણ કુમળી વયનું નામ વાંચીએ ત્યારે વિચાર આવી જાય કે તેના સંબંધીઓ અને ખાસ કરીને માતા–પિતા ઉપર શું વીતી હશે ?   કેમ કરીને તેઓ આ સહન કરશે ?

 

નામ વાંચતાં વાંચતાં નામ આગળ કોઈ કુમારીનું સંબોધન લખાયું હોય અને ઉમ્મર ૪૦–૪પની હોય તો તમે વિચારશો કે તેના લગ્ન કેમ નહી થયા હોય ?   જો કે તેના ઘણા બધા કારણો હોઈ શકે, કોઈ રોગ, કોઈ શારીરિક ખોડ, કૌટુંબિક મજબૂરી કે વિચારભેદ.  તે જ રીતે કોઈ મોટી ઉમ્મરના માણસના નામ પાછળ પત્ની કે સંતાનોના નામ ન હોય અન્ય સગાંના નામ વાંચીએ ત્યારે આવા જ વિચારો આવી જશે. પણ સત્ય હકીકતથી અજાણ વાચકને આટલેથી અટક્યા સિવાય છૂટકો નથી !

 

કોઈકવાર એવું પણ બને છે કે એક સાથે એક જ કુટુંબના બે સભ્યોની નોંધ નજરે પડે છે.  તમે તે ધ્યાનથી વાંચશો તો જોશો કે તે બે માતા–પુત્ર, ભાઈ–ભાઈ, દેરાણી–જેઠાણી, કાકા–ભત્રીજા કે આવા જ કોઈ અન્ય સંબંધ ધરાવનારના નામ હશે. આપણે તરત સમજી જશું કે એકના મરણના આઘાતથી અન્ય પણ પ્રભુશરણ પામ્યા છે અને તેથી કદાચ તમે પણ થોડીક ક્ષણો આઘાત અનુભવશો.

 

ઘણા સમાચારપત્રો વિના મૂલ્યે આવી નોંધો છાપે છે.  તો ઘણા જાહેરખબરરૂપે લઈ કિંમત વસૂલે છે. જેઓ વિના મૂલ્યે છાપે છે તે એક રીતે સમાજસેવાનું કામ કરે છે એમ કહીએ તો તે ખોટું નથી. પણ તે કારણે તેનો ગેરલાભ લેવાય અને નોંધ માટે લાંબી લચક યાદી અપાય તો તે અયોગ્ય છે.

 

પણ નિયમિત વાંચનાર આને કદાચ જુદી નજરથી જોશે તો જણાશે કે આવી નોંધોમાં વિવિધ પ્રકારના નામો દેખાશે. આવા નામોની યાદી તે બનાવે તો કોઈના સંતાનના નામકરણમાં સહાયરૂપ થઈ પડશે !

 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી નિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી નાં સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

facebook at : dadimanipotli

પાગલતા …

પાગલતા …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 
madness.1
 

 

થોડા સમય પહેલા અખબારમાં વાંચ્યું હતું કે થાણેના પાગલખાનામાં રહેતા પાગલોમાં સૌથી વધુ પાગલો મુંબઈ શહેરના છે.   મુંબઈ થાણેની નજીક હોય આમ હોવું સ્વાભાવિક છે.

 

 
madness
 

 

પરંતુ જરા જુદી રીતે વિચારીએ તો શું પાગલખાનામાં છે એટલા જ પાગલો હસ્તીમાં છે ?   જરાય નહી. પાગલખાનાની બહાર તરેહ તરેહના પાગલો વસે છે તેની જાણ છે ?   પાગલખાનામાં તો માનસિક બિમારીનું નિદાન થયાં પછી દાખલ કરાય છે પણ જેમનું આવું નિદાન નથી થયું અને બહાર છૂટથી ફરે છે તેની કોઈએ ગણના કરી છે ?

 

સૌ પ્રથમ તો યુવા પેઢીનો આમાં સમાવેશ થાય તેમાંય કોલેજ જતાં લોકો.  વિરૂદ્ધ જાતિના સહપાઠીઓના સંપર્કમાં આવ્યા પછી તેમના વાણી અને વર્તનમાં પાગલપનની અસર દેખાય છે તેની નોંધ લેવી જ પડે. ઘણા બધામાં આ હંગામી ધોરણે હોય છે અને કોલેજકાળ પત્યા પછી રામ રામ !!

પણ જેઓ આની અસરમાં ત્યારબાદ પણ હોય છે તેમનું જીવન બદલાઈ જાય છે.  જો સામુ પાત્ર પણ આ પાગલપણાની અસરમાં હોય તો વાત બદલાઈ જાય છે. પણ તેમ ન હોય તો ?   એક તરફી પ્રેમને કારણે ખુવાર થતાં યુવાન–યુવતીઓના કિસ્સા સામાન્ય છે જે ચરમ સીમાએ પહોંચે તો જીવલેણ બની જાય છે. આવાની ગણના પાગલખાનામાં ભરતી ન થઈ હોવા છતાં પાગલોમાં થાયને ?

 

આ જ યુવા પેઢી ફિલ્મો વગેરેની અસર હેઠળ જુદા પ્રકારનું પાગલપણ અનુભવે છે. હીરોની જેમ કપડાં, વાળની સ્ટાઈલથી માંડીને હીરોઈન પ્રત્યે એક તરફી પ્રેમ અને તેને કારણે બરબાદી, આ બધું હોવા છતાં ‘એ તો પાગલ છે’  કહીએ છીએ પણ તેથી થોડા તેમને પાગલખાનામાં ભરતી કરાવી દઈએ છીએ ?   તેમ કરીએ તો કેટલા પાગલખાના ઉભા કરવા પડે ?

આવું જ ઓફિસોમાં સહકર્મચારીઓ માટે કહી શકાય.

 

લોકો માને છે કે આવા પાગલપણા માટે જવાબદાર છે આજની ફિલ્મો, ટી.વી. અને પાશ્ર્ચાત્ય સંસ્કૃતિ.

 

પણ આ સિવાય પણ પાગલપણાના અન્ય પ્રકાર છે, સારા અને ખરાબ.

 

માનો બાળક પ્રત્યેનો પ્રેમ. જો તે પ્રમાણસર હોય તો ઠીક પણ તેમાં અતિરેક થાય તો તે એક પ્રકારની પાગલતા બની રહે છે.  તે જ પ્રેમના અતિરેકને કારણે અને લાડકોડને કારણે કદાચ બાળકનો યોગ્ય ઉછેર ન થાય તો તે બાળકની જીંદગી બગડતી હોય છે તે જગજાહેર છે.

 

આ જ રીતે મૈત્રીનું પાગલપન, રમતગમત પ્રત્યેનું પાગલપન, પ્રાણીઓ પ્રત્યેનું પાગલપન, વગેરે ગણાવી શકાય. પણ એક જુદા જ પ્રકારનું પાગલપન કહીએ તો તે દેશપ્રેમનું પાગલપન. તેવા પાગલપણા માટે તો આપણે ગર્વ લઈ શકીએ, કારણ તેને કારણે જ આપણે આઝાદી મેળવી. આવા પાગલપણાને સલામ.

 

તો બીજી બાજુ ધર્મઝનૂનના પાગલપણા માટે કહેવું જરૂરી છે?  આવી પાગલતાના કારણે ભૂતકાળમાં કંઈ કેટલાય યુદ્ધો થયા છે જે માટે ભારતનો ઈતિહાસ સાક્ષી છે. પણ ઈતિહાસને ભૂલી જઓ, આજની તવારીખમાં પણ આ એટલું જ સત્ય છે અને તે માટે ર૦૧૪ની ચૂંટણી ગવાહ છે.

 

જો કે ઉપરના પાગલપણાની વિગતો  નમૂનારૂપે જ છે.  એવા તો કંઈ કેટલાય બીજા નમૂના આજુબાજુ નજર કરશો તો મળી આવશે.

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

  લેખકશ્રી નાં સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

facebook at : dadimanipotli

વયસ્કો માટે દસ મંત્ર …

વયસ્કો માટે દસ મંત્ર …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …
 

 

flower pot

૧. ક્યારેય ન કહો ‘હું ઘરડો છું ‘.

માનવીના જીવનમાં વયના ત્રણ પ્રકાર છે. ક્રમિક, શારીરિક અને માનસિક. પ્રથમ પ્રકાર આપણી જન્મતારીખને આધારિત છે, બીજી આપણા સ્વાસ્થ્ય પર આધારિત છે જયારે ત્રીજી તમારા માનસ પર આધારિત છે કે તમે તમારી જાતને કેટલા વૃદ્ધ સમજો છો. પ્રથમ પ્રકાર ઉપર આપણો કોઈ કાબુ નથી, જયારે બીજા પ્રકારમાં તંદુરસ્તીની જાળવણી મહત્વની છે જે આપણા હાથમાં છે જેમ કે આહાર પ્રત્યે ધ્યાન આપવું, કસરત વગેરેથી શારીરિક સંભાળ અને પ્રસન્ન મન રાખવું.  હકારાત્મક મનોવૃત્તિ અને આશાવાદી વિચારો તમારા ત્રીજા પ્રકારની વયને બદલવામાં મદદરૂપ થઈ પડશે અને તમે તમારી જાતને બદલાતી અનુભવી શકશો.

 

ર. તંદુરસ્તી એ જ સંપત્તિ છે.

તમે તમારા સંતાનો અને કુટુંબીજનોને ચાહતા હો તો તમારી તંદુરસ્તીને પ્રાધાન્ય આપો. આથી કરીને તમે તમારી પાછલી જીંદગીમાં તેમને બોજારૂપ નહી થાઓ. સમયે સમયે શારીરિક તપાસ અને નિયમિત દવાઓનું સેવન આ માટે જરૂરી છે.

 

૩. પૈસાનું મહત્વ.

જીવનની મૂળભૂત જરૂરિયાતો, શારીરિક સ્વસ્થતા, કુટુંબીઓ તરફથી પ્રેમભાવ તેમ જ સુરક્ષિતતા માટે ધનની આવશ્યકતા છે, પણ તમારા ગજા બહાર સંતાનો માટે ખર્ચ ન કરવો. આજ પર્યંત તમે તેમના માટે જીવ્યા છો હવે સમય છે તમારી રીતે તમારા જીવનસાથી સાથે આનંદથી વીતાવવાનો. જો તમારા સંતાનો તમારો ખયાલ રાખે તો તે સારી વાત છે પણ તેની અપેક્ષા રાખી ન જીવો.

 

૪. આરામ અને આનંદપ્રમોદ.

જે પ્રવૃત્તિઓ વધુ આરામદાયક અને આનંદિત રાખે છે તે છે તંદુરસ્તી, ધાર્મિક ભાવના, સારી ઊંઘ, સંગીત અને હાસ્ય. તમારા ધર્મમાં આસ્થા, સુંદર ઊંઘ, સારા સંગીત પ્રત્યે લગાવ આ બધાને અનુસરશો તો જીવનની સુંદર બાજુનો અનુભવ કરશો જે અનન્ય હશે.

 

પ. સમય કિમતી છે.

સમયને જાળવવો એ જાણે ઘોડાની લગામ પકડવા બરોબર છે. સમયને જો તમે યોગ્ય રીતે જાળવશો તો તમે તેને કાબુમાં રાખી શકશો એટલે કે તમે તેનો સદુપયોગ કરી શકશો. તમે ધારો કે તમે રોજ ફરી જન્મ લઈ રહયા છો. એમ હોય તો ગઈકાલ વપરાઈ ગયેલા ચેક જેવો છે, આવતી કાલ જાણે પ્રોમીસરી નોટ છે જયારે આજ એ રોકડ રકમ છે; તેનો યોગ્ય વપરાશ કરો. આજની ઘડી તે રળિયામણી.

 

૬. બદલાવ શાશ્ર્વત છે.

જીવનના રાહમાં બદલાવ આવતા રહે છે અને તે અનિવાર્ય છે તેથી તેને સ્વીકારો. તેના પ્રવાહમાં ભળી જશો તો તમે તમારી જાતને સાર્થક કરશો કારણ બદલાવને કારણે ઘણી બધી સારી ચીજોનો લાભ મળે છે એટલે તેનો વધુમાં વધુ લાભ લેવો હિતાવહ છે. પણ જે આ તક ગુમાવે છે તે પસ્તાય છે. બદલાવના સ્વીકારને કારણે તમે નવી પેઢી સાથે રહી શકશો અને તેથી તેઓ પણ તમારી સાથે રહેશે.

 

૭. સ્વાર્થની ભાવના.

હરેક સામાન્ય માનવી એક યા બીજી રીતે સ્વાર્થી હોય છે અને તે કોઈકને માટે કંઈક કરી બદલામાં કશાકની અપેક્ષા રાખે છે. પણ તેમ ન કરતાં અન્ય માટે સારૂં કામ કરશો તો અનપેક્ષિત આંતરિક આનંદ અને સંતોષ સાથે સામા તરફથી મળતો હકારાત્મક પ્રત્યાઘાત અનુભવવા જેવો રહેશે.

 

૮. માફ કરો અને ભૂલી જાઓ.

બીજાની ભૂલોથી બહુ સંતાપ ન કરો. આપણે સંત નથી કે એક ગાલે તમાચો પડે તો બીજો ગાલ ધરીશું. પણ બીજાની ભૂલોને માફ કરી દઈશું કે ધ્યાનમાં નહી લઈએ તો તે આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે લાભકારક બનશે. આ જરા અઘરૂં છે પણ પ્રયત્ન કરવામાં શું વાંધો? એકવાર આમ કરશો એટલે પછીથી તે સહેલું થઈ પડશે.

 

૯. પ્રત્યેક પાછળ કારણ અને હેતુ હોય છે.

પડશે તેવા દેવાશે તેવી ભાવના રાખી પ્રત્યેક પળને સ્વીકારો. તમે જેવા છો તે સ્વીકારો તેમ જ અન્યોને પણ જેવા છે તેવા સ્વીકારો કારણ દરેક જણ એક અનન્ય હસ્તી છે અને તેમને તેમની રીતે જીવવાનો અધિકાર છે.

 

૧૦. મૃત્યુના ભયને દૂર રાખો.

જે આ જગતમાં આવ્યું છે તેને એક દિવસ જવાનુ છે તે સનાતન સત્ય છે અને આપણે દરેક તે જાણવા છતાં તેના વિચારથી ડરીએ છીએ. વળી આપણે વિચારીએ છીએ કે આપણા સ્વજનો તેને જીરવી નહી શકે. પણ સત્ય તો એ છે કે તમારા બદલે તેઓમાંથી કોઈ મોતને ભેટવા તૈયાર નહી હોય. થોડો વખત તેઓ શોકમાં રહેશે, દુઃખી થશે પણ દુઃખનું ઓસડ દહાડા એ કારણે તેઓ પોતાના જીવનવ્યવહારમાં પરત આવી જશે અને પોતાના દૈનિક વ્યહવારને અપનાવી લેશે. માટે તેમના માટે ચિંતા ન કરતાં જયાં સુધી જીવો છો ત્યાં સુધી તમારી જીંદગી આનંદથી અને હકારાત્મક વિચારોથી જીવો.

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

  લેખકશ્રી નાં સંપર્ક વિગત : 
niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

twitter a/c : @dadimanipotli
facebook at : dadimanipotli

યમરાજ … (બોધકથા) …

યમરાજ … (બોધકથા) …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …
 

 
yam with man
 

 

વસંતલાલ રસ્તે ચાલતા હતાં ત્યારે એક અજાણ્યા માણસે તેમને અટકાવીને કહયું કે તમારે મારી સાથે આવવાનું છે.

 

ભલા માણસ હું તમને ઓળખતો નથી અને તમે મને તમારી સાથે આવવાનું કહો છો ?’  વસંતલાલ બોલ્યા.

 

 
yumraj
 

 

બધા મને આમ જ કહે છે જયારે હું તેમને મારી સાથે આવવા કહું છું કારણ કોઈ મને ઓળખતું નથી કે ઓળખવાની દરકાર કરતું નથી. હું યમરાજ છું અને તમારો જવાનો સમય થઈ ગયો છે.

 

શું આટલો જલદી ?   મારી તો ઉમ્મર પણ નથી થઈ અને કોઈ એવી માંદગી પણ નથી કે મારે તમારે સાથે આવવું પડે. વળી મારે હજી ઘણા કામો પતાવવાના છે.’ વસંતલાલ બોલ્યા.

 

આવું તો દરેક માનવી મને કહે છે જયારે હું તેમની પાસે આવું છું. દરેક માનવને ખબર હોય છે કે ગમે ત્યારે મોત આવવાનું છે છતાં જયારે તે ખરેખર આવે છે ત્યારે તે ખચકાય છે અને બહાના કાઢે છે. પણ કુદરતના નિયમ આગળ કોઈનું કશું ચાલતું નથી.’

 

પણ આમ તમે લઈ જશો તો મારી ચીજોનું શું ?   મારા કપડાં, પૈસા વગેરે લેવા પડશેને ?   જાણે કોઈ મુસાફરીમાં જતાં હોય તેવા ઈરાદે વસંતલાલ બોલ્યા.

 

એ ચીજો તારી ન હતી કારણ તે પૃથ્વી પરની તારી જરૂરિયાત હતી. જયાં જઈએ છીએ ત્યાં તેની કોઈ જરૂર નથી.

 

ભલે તો શું મારી આવડતો અને યાદગીરીઓ મારી સાથે રહેશેને ?

 

ના. તે ક્યારેય તારી ન હતી. તે બધું સંજોગાનુસાર હતું અને કાળ સાથે તે પણ અર્થ વગરની થઈ ગઈ છે. તે હવે ત્યાં કોઈ કામની નથી.

 

પણ મારા મિત્રોને તો મળવા દેવા સમય આપશોને ?

 

તારા મિત્રો તો ટ્રેનના સહપ્રવાસી જેવા છે. અડધે રસ્તે મળે અને વચ્ચે ઉતરી જાય. છેક સુધી કોઈ સાથ ન આપે. એટલે તેમને મળવાનો કોઈ અર્થ નથી.

 

ભલે, પણ મને મારા પત્ની અને બાળકોને મળવાની તક તો આપશોને ?   આજીજીભર્યા સ્વરે વસંતલાલ બોલ્યા.

 

તેઓનું સ્થાન તો તારા હૃદયમાં હતું અને રહેશે એટલે મળવાની શું જરૂર છે ?   હા, તેઓ થોડા દુઃખી થશે તારા અચાનક્ ચાલ્યા જવાથી પણ તે થોડા સમય માટે કારણ દુઃખનું ઓસડ દહાડા.

 

તો પછી મારી સાથે શું આવશે ?   મારૂં શરીર, મારો આત્મા ?

 

શરીર તો આ માટીમાં મળવા નિર્માયુ છે જયારે તારા આત્માની માલિકી મારી છે. તારે તો ખાલી હાથે મારી સાથે આવવાનું છે.

 

આ સાંભળી વસંતલાલની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા કે શું મારૂં કંઈ જ નથી જે હું સાથે લઈ જઈ શકું ?

 

હા, તેમ જ છે. અહીં જે સમય તે વિતાવ્યો તે દરેક પળ તારી હતી સુખી કે દુઃખી. તે જેવી રીતે તે વિતાવી હશે તે વિતી ગઈ,  હવે જેમ ખાલી હાથે આવ્યો હતો તેમ ખાલી હાથે જવાનું છે.

 

તેથી જ મિત્રો જીવીએ છીએ ત્યાં સુધી જીવનની હરેક પળને માણતાં શીખો. ઉદાસી ભૂલી ઉલ્લાસભર્યુ જીવશો તો જીવ્યું માણશો.
 

 dont forget smile

 

 
આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
  લેખકશ્રી નાં સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli