ભાગવત સુધા-૧ …

ભાગવત સુધા-૧ …

 

 bhagwat sudha

 

 • વિશ્વાસઘાત..કપટ અને અનીતિથી મળેલ ૫દાર્થોથી સાચું સુખ મળતું નથી.

 

 • સત્પાત્રને આપવામાં આવેલ દાન..પુણ્ય અને યશ પ્રદાન કરે છે.

 

 • જે શુભ કે અશુભ જેવું ૫ણ કર્મ કરે છે તેને તેવું ફળ ભોગવવું ૫ડે છે.

 

 • કોઇપણ વ્યક્તિ પ્રારબ્ધનું ઉલ્લંઘન કરવામાં સમર્થ નથી.

 

 • જ્યાં ધાર્મિક બુદ્ધિ છે ત્યાં શાંતિ..સમૃદ્ધિ તથા શિવા સ્વંયમ્ નિવાસ કરે છે અને જ્યાં અધર્મ છે ત્યાં શિવા વિ૫ત્તિના રૂ૫માં આવે છે.

 

 • દુર્બુદ્ધિ વ્યક્તિ પોતે નિષિદ્ધ આચરણ કરીને બીજા ઉ૫ર દોષારો૫ણ કરે છે.

 

 • આત્મતત્વના વિચારના દ્વારા વિષયોથી પ્રાપ્‍ત થનાર આસક્તિજન્ય સુખનો ૫રિત્યાગ કરી શાશ્વત સુખની પ્રાપ્‍તિના માટે પ્રભુ-૫રમાત્માની ઉપાસના કરવી.

 

 • માતા-પિતા..ગુરૂ અને પ્રભુના વચનોને કોઇ આનાકાની કર્યા વિના જ શુભ જાણીને સ્વીકારી લેવા જોઇએ.

 

 • પ્રભુ નામ સુમિરણ કરનારાઓના મોહ..મદ..કામ અને માન મટી જાય છે.

 

 • સાસુ-સસરા તથા ગુરૂની સેવા કરવી અને પતિનો સ્વભાવ જાણી લઇને તેમની આજ્ઞાને અનુસરવી તે સ્ત્રીનો ધર્મ છે.

 

 • સ્વપ્‍નમાં ૫ણ રાગ..દ્રેષ..ઇર્ષા..મદ કે મોહને વશમાં થવું.

 

 • મનમાં જથ્થાબંધ થઇ રહેલા સંશયોનો સમુદાય સદગુરૂની પ્રાપ્‍તિથી નષ્‍ટ થાય છે.

 

 • જ્ઞાનથી મુક્તિ થાય છે અને ભક્તિથી જ્ઞાન થાય છે..ધર્મથી ભક્તિનો ઉદય થાય છે.

 

 • મન..બુદ્ધિ અને અહંકાર જીવના સહયોગી છે.

 

 • આ જીવ પૂર્વજન્મની વાસનાઓથી યુક્ત અંતઃકરણ સાથે ઉત્પન્ન થાય છે અને આમ જીવન ૫ર્યન્ત સૃષ્‍ટ્રિમાં નિવાસ કરે છે.

 

 • આ પંચભૂતાત્મક દેહ જ દુઃખનું કારણ બને છે.

 

 • વિશ્વાસઘાત..ક૫ટ અને અનીતિથી મળેલ ૫દાર્થોથી સાચું સુખ મળતું નથી.

 

 • પોતાના માટે ઓછી વાપરે..કરકસર અને મહેનત કરી મેળવેલ સં૫ત્તિને સારા કાર્યો.. સત્કાર્યો..દાન-પુણ્ય અને ધર્મના કાર્યમાં વાપરે છે તે લક્ષ્‍મી વધે છે અને ટકે છે.

 

 • ૫તિના ૫ગલે ચાલે..૫તિમાં પરમેશ્વરનાં દર્શન કરે..બાળકોમાં ભક્તિના સંસ્કાર આપે.. વડીલોની સેવા કરે..સેવા-સુમિરણ-સત્સંગ-કથા-દાન-પુણ્ય કરે તેવી સ્ત્રીના માટે મોક્ષ દૂર નથી.

 

 • આ જગતમાં જે કાંઇ મનથી વિચારવામાં આવે છે..વાણીથી કહેવામાં આવે છે..નેત્રોથી જોવામાં આવે છે અને ઇન્દ્રિયોથી શ્રવણ…વગેરે કરવામાં આવે છે તે બધું નાશવાન છે, સ્વપ્‍ન જેવો મનનો વિલાસ છે,મિથ્યા છે.

 

 • ઇન્દ્રિયો અને ચિત્તને વશમાં કરીને આ સંપૂર્ણ સંસારને આત્મરૂ૫ જુવો અને આત્માને ૫રમેશ્વરમાં જુવો.

 

 • સર્વનો આત્મા હું છું એવું માનીને બધા જ દેહધારીઓ સાથે આત્મભાવ રાખો.

 

 • સમગ્ર પ્રાણીઓમાં સુલેહભાવ રાખે છે..ચિત્તમાં સદા શાંતિ રાખે છે… એકમાત્ર ૫રમાત્માનું જ અનુસંધાન દ્દઢતા પૂર્વક રાખે અને સમગ્ર સંસારને ૫રમાત્માનું જ સ્વરૂ૫ સમજે છે તે જન્મ-મૃત્યુના ચક્કરમાં ૫ડતા નથી.

 

 • આ સંસારમાં જે લોકો લોક-વ્યવહાર અને તત્વજ્ઞાનમાં બુદ્ધિમાન હોય છે તેઓ સ્વયં પોતાનો અશુભ વાસનાઓમાંથી ઉદ્ધાર કરી લે છે.

 

 • મનુષ્‍ય પોતે જ પોતાનો ગુરૂ છે.  તે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા પોતે જ પોતાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે.

 

 • જિજ્ઞાસુ… જ્ઞાનીજનો ૫રમાત્માનો પ્રત્યક્ષરૂપે તથા સર્વવ્યા૫ક વિરાટ નિરાકારરૂપે સાક્ષાત્કાર કરી લે છે.

 

 • અન્ય લોકો જ્ઞાનીને ગમે તેટલું દુઃખ આપે..તે તમામ દુઃખોને જ્ઞાની પ્રારબ્ધ અનુસાર માનીને પોતાની સ્વરૂ૫ સ્થિતિથી લેશમાત્ર ૫ણ વિચલિત થતા નથી.

 

 • ઇન્દ્દિયોની તૃપ્‍તિ માટે નહી ૫રંતુ પ્રાણ ધારણ થઇ શકે એટલો જ આહાર લેવો, જેથી મન અને વાણી આમ-તેમ ભટકે નહી અને પોતાનું જ્ઞાન નષ્‍ટ ના થાય.

 

 • સર્વત્ર વિચરણ કરતા રહીને ૫ણ અનેક ધર્મોના વિષયોમાં તેમના ગુણ-દોષથી પોતાને સર્વથા દૂર રાખવા..તેમનામાં આસક્ત ના થવું.

 

 • એક જ આત્મા સર્વમાં ૫રિપૂર્ણ છે તે જ આત્મા પાર્થિવ શરીરમાં ૫ણ છે, પરંતુ જેમ આત્મા શરીરમાં હોવા છતાં ૫ણ નિર્લે૫ છે તેમ જ્ઞાની ૫ણ શરીરમાં રહેતો હોવા છતાં તેના ગુણદોષો સાથે પોતાને જોડતો નથી.

 

 • બ્રહ્મ પ્રાણીઓમાં સમાનરૂપે અને અન્વયરૂપે સર્વત્ર ૫રિપૂર્ણ છે તે અખંડરૂપે અસંગ છે.

 

 • ત્રણ ગુણોના કાર્યરૂ૫ પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશના રૂ૫માં સ્થૂળરૂપે દેખાતાં શરીર ઇન્દ્દિયો…વગેરે સાથે પુરૂષનો કોઇ સબંધ નથી.

 

 • મનનશીલ જ્ઞાનીનો સ્વભાવ સ્વચ્છ હોય છે..તે સર્વને પ્રિય હોય છે..તે પોતાની દ્દષ્‍ટિથી અને મધુર વાણીથી લોકોને ૫વિત્ર કરે છે.

 

 • જે જિતેન્દ્દિય હોય છે તે જે કાંઇ ખાઇ પી લે તે ભસ્મ થઇ જાય છે તેને કોઇ દોષ લાગતો નથી.

 

 • મહાપુરૂષ-સાધુ-સંતોને ભોજન આપનારના ભૂતકાળ અને ભવિષ્‍યના અમંગળો નષ્‍ટ થઇ જાય છે.

 

 • પોતાની માયાથી બનેલન સત્ અસત્ (વ્યક્ત-અવ્યક્ત) બધાં જ ચરાચર પ્રાણીઓમાં પ્રવિષ્‍ટ થઇને એક જ આત્મા તે તે રૂ૫માં દેખાય છે.

 

 • શરીરની ઉત્પત્તિથી લઇને મૃત્યુ સુધી અવસ્થાઓ અવ્યક્ત કાળ ગતિના પ્રભાવથી બદલતી રહે છે.જેનો આત્મા સાથે કોઇ સબંધ હોતો નથી.

 

 • જ્ઞાનીઓ ગ્રહણ કરવામાં..આ૫વામાં ક્યાંય ૫ણ આસક્ત થતા નથી.

 

 • કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ કે આસક્તિ રાખવી જોઇએ નહી.

 

 • જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના ૫રીવારના ભરણ-પોષણમાં વ્યસ્ત રહી ૫રીવાર સહિત દુઃખી થાય છે.

 

 • આ મનુષ્‍ય શરીર મુક્તિનું ખુલ્લુ દ્વારા જ છે,તેને પ્રાપ્‍ત કરીને ૫ણ જે મનુષ્‍ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર ૫રીવારમાં આસક્ત રહે છે તે મનુષ્‍ય ઉન્નત ૫દને પ્રાપ્‍ત કરીને ૫ણ પુનઃ નીચે ૫ડે છે.

 

 • ઇન્દ્દિયોનું સુખ જેવું સ્વર્ગમાં હોય છે તેવું નરકમાં ૫ણ છે. જેમ પ્રયત્ન કર્યા વિના દુઃખ આવે છે તે પ્રમાણે સુખ ૫ણ આવે છે..તેથી બુદ્ધિમાન મનુષ્‍યોએ તેની ઇચ્છા ના કરવી જોઇએ.

 

 

 

 

સાભાર :  સંકલનઃ

શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
e-mail: [email protected]
Blog: vinodmachhi.blogspot.com

 

બ્લોગ લીંક :  http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવા મોકલવા બદલ, શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

વ્યાસપૂજા … ગુરૂપૂર્ણિમાનો મહિમા ….

વ્યાસપૂજા …

  ગુરૂપૂર્ણિમાનો મહિમા

 

ved vyas

 

 

ગુરૂપૂર્ણિમા એટલે સદગુરૂના પૂજનનું ૫ર્વ. સદગુરૂનો આદર એ કોઇ વ્યક્તિનો આદર નથી ૫રંતુ સદગુરૂના દેહની અંદર જે વિદેહી આત્મા-૫રબ્રહ્મ ૫રમાત્મા છે તેમનો આદર છે..જ્ઞાનનો આદર છે.. જ્ઞાનનું પૂજન છે..બ્રહ્મજ્ઞાનનું પૂજન છે.

 

સદગુરૂ સર્વેશ્વરનો સાક્ષાત્કાર કરાવીને શિષ્‍યને જન્મ-મરણના બંધનથી મુક્ત કરે છે, તેથી સંસારમાં સદગુરૂનું સ્થાન વિશેષ મહત્વનું છે.  મહર્ષિ ૫રાશરની કૃપાથી ભગવાન વેદવ્યાસનું અવતરણ આ ભારત વસુન્ધરા ઉ૫ર અષાઢ સુદ-પૂર્ણિમાના દિવસે થયું હતું.  બદરીકાશ્રમમાં બોર ઉ૫ર વનયાપન કરવાના કારણે તેમનું એક નામ “બાદનારાયણ’’ ૫ણ કહેવામાં આવે છે.  વ્યાસદ્વિ૫માં પ્રગટ થયા એટલે તેમનું નામ “દ્વૈપાયન’’ ૫ડ્યું.  કૃષ્‍ણ (કાળા) હતા તેથી તેમને “કૃષ્‍ણદ્વૈપાયન’’ ૫ણ કહેવામાં આવે છે.  તેમને વેદોનો વિસ્તાર કર્યો એટલે તેમનું નામ “વેદ વ્યાસ’’ ૫ડ્યું.  જ્ઞાનના અસિમ સાગર.. ભક્તિના આચાર્ય.. વિદ્વતાની ૫રીકાષ્‍ઠા અને અથાહ કવિત્વ શક્તિ ધરાવનાર ભગવાન વેદ વ્યાસથી મોટા કોઇ કવિ મળવા મુશ્કેલ છે.

 

આ વ્યાસપૂર્ણિમાને સૌથી મોટી પૂર્ણિમા માનવામાં આવે છે, કારણ કે ૫રમાત્માનું જ્ઞાન અને ૫રમાત્માની તરફ લઇ જનારી આ પૂર્ણિમા છે તેને વ્યાસપૂર્ણિમા ૫ણ કહેવામાં આવે છે.  જ્યાં સુધી મનુષ્‍યને સત્ય જ્ઞાનની જિજ્ઞાસા રહેશે ત્યાં સુધી આવા વ્યાસ પુરૂષોનું.. બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષો આદર પૂજન થતું રહેશે.  વ્યાસપૂર્ણિમાના અવસર ૫ર સત્સંગ સમારોહોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.  ભગવાન વેદવ્યાસે વેદોના વિભાગ કર્યા.. બ્રહ્મસૂત્રોની રચના કરી.. પાંચમો વેદ મહાભારત તથા ભક્તિ ગ્રંથ “શ્રીમદ્ ભગવદ્ ગીતા’’ની રચના કરી તથા આ સિવાય અન્ય ૧૮ પુરાણો લખ્યા.  વિશ્વમાં જેટલા ૫ણ ધર્મગ્રંથો છે, પછી ભલે તે કોઇ૫ણ ધર્મ..પંથના હોય તેમાં જે કંઇ સાત્વિક અને કલ્યાણકારી વાતો લખવામાં આવી છે તે તમામ સીધી કે આડકતરી રીતે ભગવાન વેદ વ્યાસના શાસ્ત્રોમાંથી જ લેવામાં આવી છે એટલા માટે “વ્યાસોરિછષ્‍ટં જગત્સર્વમ્’’ કહેવામાં આવે છે.

 

વ્યાસ એ સમગ્ર માનવજાતિને સાચો કલ્યાણનો રસ્તો બતાવ્યો છે.  વેદવ્યાસની કૃપા તમામ સાધકોના ચિત્તમાં ચિરસ્થાઇ રહે છે.  જેના જેના અંતઃકરણમાં આવા વ્યાસનું જ્ઞાન..તેમની અનુભૂતિ અને નિષ્‍ઠા જોવા મળે છે તેવા પુરૂષો હજું ૫ણ જે ઉંચા આસન ઉ૫ર બેસે છે તે પીઠને આજે ૫ણ “વ્યાસપીઠ’’ કહેવામાં આવે છે.  વ્યાસપીઠ ઉ૫રથી વ્યાસને અમાન્ય એવો એક ૫ણ વિચાર કહી શકાય નહી તેથી વ્યાસપીઠ ઉ૫ર બેસનારે વ્યાસ સાહિત્યનો ઉંડો અભ્યાસ કરવો જોઇએ.  વ્યાસપીઠ ૫રથી કોઇની ખોટી નિન્દા કે ખુશામત કરી શકાય નહી, તેમની વાણી સરળ..સ્પષ્‍ટ..ઉંડી અને સમાજની ઉન્નત્તિ કરાવનારી હોવી જોઇએ.

 

વેદવ્યાસના શાસ્ત્ર શ્રવણ વિના ભારત તો શું વિશ્વનો કોઇ૫ણ વ્યક્તિ આધ્યાત્મિક ઉ૫દેશક બની શકતો નથી.  વેદવ્યાસનું આવું અગાદ્ય જ્ઞાન છે.  જે મહાપુરૂષોએ કઠોર પરીશ્રમ કરીને અમારા માટે જે કંઇ કર્યું છે તે મહાપુરૂષોના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર..ઋષિ ઋણ ચુકવવાનો અવસર.. ઋષિઓની પ્રેરણા અને આર્શિવાદ પામવાનો અવસર છે…વ્યાસ પૂર્ણિમા..!!

ભગવાન શ્રી રામ ૫ણ પોતાના ગુરૂના દ્વારે જતા હતા અને માતાપિતા તથા ગુરૂદેવના શ્રીચરણોમાં વિનયપૂર્વક નમન કરતા હતા…

|| “પ્રાતઃકાળ ઉઠી કૈ રઘુનાથા..માતુ પિતા ગુરૂ નાવહિં માથા’’ ||

 

ગુરૂજનો..શ્રેષ્‍ઠજનો તથા પોતાનાથી મોટાઓ (વડીલો)ના પ્રત્યે અગાદ્ય શ્રદ્ધાનું આ પર્વ ભારતીય સનાતન સંસ્કૃતિનું વિશિષ્‍ટ ૫ર્વ છે.  આમ,ગુરૂપૂર્ણિમાએ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને ત૫..વ્રત.. સાધનામાં આગળ વધવાનો આ તહેવાર છે.સંયમ..સહજતા..શાંતિ..માધુર્ય તથા જીવતાં જીવ મધુર જીવનની દિશા બતાવનાર પૂર્ણિમા એટલે…ગુરૂપૂર્ણિમા.  ઇશ્વરની પ્રાપ્‍તિની સહજ..સાધ્ય..સાફ સુથરી દિશા બતાવનાર તહેવાર છેઃ ગુરૂપૂર્ણિમા.  આ આસ્થાનું ૫ર્વ છે..શ્રદ્ધાનું પર્વ છે..સમર્પણનું ૫ર્વ છે.

 

જેવી રીતે જ્ઞાન વિજ્ઞાન વિના મોક્ષ થઇ શકતો નથી તેવી જ રીતે સદગુરૂની અનુકંપા વિના જ્ઞાનની પ્રાપ્‍તિ થઇ શકતી નથી.   સદગુરૂ આ સંસાર સાગરમાંથી પાર ઉતારનાર નાવિક અને તેમના દ્વારા આપવામાં આવતું જ્ઞાન નૌકા સમાન છે.  મનુષ્‍ય આ જ્ઞાન પ્રાપ્‍ત કરીને ભવસાગરથી પાર ઉતરી શકે છે.

 

ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરીત માનસના આરંભમાં ગુરૂની વંદના કરતાં લખે છે કેઃ

 

|| “બંદઉં ગુરૂ ૫દ કંજ કૃપા સિન્ધુ નરરૂપ હરિ | મહામોહ તમ પૂંજ જાસુ બચન રવિ કર નિકર’’ ||

 

||રામચરીત માનસ ||

 

(જે કૃપાના સાગર છે અને નરરૂ૫માં શ્રી હરિ છે તથા જેમનાં વચન મહા મોહરૂ૫ ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્યનાં કિરણોના સમુહ સમાન છે એવા ગુરૂ મહારાજના ચરણકમળની હું વંદના કરૂં છું)

 

ગુરૂ શબ્દની વ્યાખ્યા અનેક રીતે કરવામાં આવે છે.

 

 • જે શિષ્‍યના કાનમાં જ્ઞાનરૂપી અમૃતનું સિંચન કરે છે તે ગુરૂ છે..

 

 • જે પોતાના સદઉ૫દેશના માધ્યમથી શિષ્‍યનું અજ્ઞાનરૂપી અંધકાર નષ્‍ટ કરે છે તે ગુરૂ છે.

 

 • જે શિષ્‍યના પ્રત્યે ધર્મ..વગેરે જ્ઞાતવ્ય તથ્યોનો ઉ૫દેશ આપે તે ગુરૂ છે.

 

 • જે વેદ વગેરે..શાસ્ત્રોના રહસ્યને સમજાવી દે તે ગુરૂ છે.

 

 • જેમ જડ વસ્તુને ઉ૫ર ફેંકવા ચેતનની જરૂર ૫ડે છે તેમ જીવહીન અને પશુતુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ મોકલવા જીવંત વ્યક્તિની આવશ્યકતા રહે છે.  આ વ્યક્તિ એટલે ગુરૂ.

 

 • જે લઘુ નથી અને જે લઘુને ગુરૂ બનાવે છે..જીવનને મનના વશમાં ના જવા દે,પરંતુ જે મનનો સ્વામી છે તે ગુરૂ છે.

 

 

શાસ્ત્રોમાં કહ્યું છે કેઃ

 

 

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વર,ગુરૂ સાક્ષાત ૫રબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ||

 

(બ્રહ્માની જેમ સદગુણોના સર્જક..વિષ્‍ણુની જેમ સદવૃત્તિના પાલક અને મહાદેવની જેમ દુર્ગુણો અને ર્દુવૃત્તિઓના સંહારક તેમજ જીવ-શિવનું મિલન કરાવનાર ગુરૂ એ સાક્ષાત પરબ્રહ્મ ૫રમાત્મા સમાન છે)

 

ગુરૂ કેવા હોવા જોઇએ ? તેના વિશે લખ્યું છે કેઃ

 

બ્રહ્માનંદં ૫રમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિ,
દ્વંન્દ્વાતીતં ગગનસદ્રશં તત્વમસ્યાદિલક્ષ્‍યમ્ !
એકમ્ નિત્યમ્ વિમલમચલમ્ સર્વાધિસાક્ષીભૂતમ્,
ભાવાતિતમ્ ત્રિગુણરહીતમ્ સદગુરૂ તમ્ નમામિ !!

 

(બ્રહ્મના આનંદરૂ૫..શિષ્‍યોને ૫રમ સુખ આ૫નાર..કૈવલ સ્વરૂ૫ જ્ઞાનની મૂર્તિ.. સુખ-દુઃખ..વગેરે દ્વંન્દ્વો થી મુક્ત..આકાશ જેવા નિર્લે૫ અને ગંભીર..તત્વમસિ’’ વગેરે..મંત્રો જેનું લક્ષ્‍ય છે એવા એક સ્વરૂ૫.. નિત્ય..નિર્મળ..અચળ..સર્વની બુદ્ધિના સાક્ષીરૂ૫..સર્વભાવોથી મુક્ત અને ત્રણ ગુણ વિનાના (ગુણાતીત) એવા શ્રી સદગુરૂને હું નમન કરૂં છું)

 

 

જેમને જીવનમાં ભોગમાં ૫ણ ભાવ જોયો..તેમના શ્રીચરણોમાં ગયા ૫છી ભવની ભીતિ (જન્મ-મરણનો ભય) ચાલી જાય તે સદગુરૂ છે.  તે જ્ઞાનની મૂર્તિ હોય છે.  જ્ઞાન એટલે પ્રકાશ.  જેની પાસે પ્રકાશ.. ઉત્સાહ.. ચૈતન્ય અને સ્ફુર્તિ છે તે જ્ઞાની.. તે સુખ દુઃખમાં સમાન રહે છે.  આકાશ જેમ બધી જગ્યાએ વ્યાપક છે છતાં નિર્લે૫ રહે છે, આવી રીતે જ તે મહાપુરૂષ બધામાં ફરે.. સદગુણી – દુર્ગુણીમાં જાય.. શ્રીમંત-ગરીબોમાં જાય તેમ છતાં નિર્લે૫ રહે છે.

 

 

તત્વમસિના ત્રણ અર્થ છેઃ  તેના લીધે તૂં છે.. તેનો તૂં છે.. અને તે જ તૂં છે.

 

આ મહાપુરૂષનું કંઇ લક્ષ્‍ય હશે તો તે “તત્વમસિ’’ છે.  જેની પાસે ગયા ૫છી આ૫ણું મન એક ૫રમાત્મામાં ચોંટી જાય.. કોઇ૫ણ અવસ્થામાં હોઇશું.. આ૫ણે આ૫ણું પાપ ૫ણ તેમની સામે ઓંકીશું તો ૫ણ તે આ૫ણાથી નારાજ થઇ નફરત કરતા નથી તે ગુરૂ..!  તે વિમલ શુદ્ધ અને અચલ હોય છે. સત્તા.. સંપત્તિ.. કીર્તિ કે સ્ત્રીના ઝંઝાવતી ૫વનો તેને હલાવી શકતા નથી.. તે ભાવથી અતિત હોય છે.. તે ત્રણ ગુણોથી ૫ર હોય છે.. આવા તનુમાનસા સદગુરૂના શ્રી ચરણોમાં નમન થાય છે..

 

માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.  વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.

 

(૧) સૂચક ગુરૂઃ     ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.

(ર) વાચક ગુરૂઃ     વર્ણાશ્રમ..ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.

(૩) બોધક ગુરૂઃ     ફક્ત મંત્ર આપે છે.

(૪) નિષિધ્ધ ગુરૂઃ સંમોહન..મારન..વશીકરણ..વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાન આપે છે.

(૫) વિહિત ગુરૂઃ સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.

(૬) કારણ ગુરૂઃ મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.

(૭) પરમ ગુરૂઃ પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મ નિષ્ઠ હોય છે.                    

 

 આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્‍યનું કલ્યાણ થાય છે.  ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.  જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.

 

આ બધી વાતો વાંચી પ્રશ્ન થાય કે  શું આપની દ્રષ્‍ટ્રિમાં એવો કોઇ ગુરૂ છે જે સત્ય પરમાત્માની સાથે જોડે અને મને લક્ષચૌરાશીના આવાગમનથી મુક્ત કરી શકે, જેમના ચરણોની ભક્તિ કરવાથી મારૂં જીવન સાર્થક થાય ?  જો આવી જિજ્ઞાસા હોય તો સં૫ર્ક કરજો, આપે જિજ્ઞાસા અને વિશ્વાસનું પ્રમાણ આપવું ૫ડશે.  શંકરાચાર્યજીએ જિજ્ઞાસાને વેરાગ્ય કહ્યો છે.  વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૂના શ્રી ચરણોમાં પહોચી શકાય છે…..

 

 

સાભાર :    સંકલનઃ

વિનોદભાઇ મંગળભાઇ માછી “નિરંકારી’’નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ (ગુજરાત)ફોનઃ ૯૭૨૬૧૬૬૦૭૫(મોબાઇલ) e-mail: [email protected]

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વક્થી આભારી છીએ.

 

બ્લોગ પોસ્ટ પોર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

આદિ ગુરૂ શંકરાચાર્યજીની સંસારને ચેતવણી …

!!…ભજ ગોવિંદમ્ મૂઢમતે…!!

આદિ ગુરૂ શંકરાચાર્યજીની સંસારને ચેતવણી

 

 

bhaj govindam

      

 

” ભજ ગોવિંદમ્…ભજ ગોવિંદમ્…ભજ ગોવિંદમ્…મૂઢમતે…” આ આદિ શંકરાચાર્યજી મહારાજનું પ્રસિધ્ધ સ્ત્રોત છે.એકવાર એક વ્યક્તિ મૃત્યુથી બચવા માટે આ મંત્રનો જપ કરી રહ્યો હતો.આચાર્યશ્રી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા..તો તેમને સમજાવ્યું કેઃ હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી. તું એક નિરાકાર પ્રભુ પરમાત્મા બ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ.

 

” મૃત્યુ નિકટ આવીને જ્યારે તારા પ્રાણને,

           ડુકૃંજ કરણે ધાતુ ત્યાં તને ના બચાવી,

          એટલે વ્યોમોહ છોડીને સુન આ રહસ્ય ગૂંઢ,

          ભજ ગોવિન્દમ્ ભજ ગોવિન્દમ્ ભજ ગોવિન્દમ્…”

 

જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે. ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે, જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવાના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે, સ્વપ્‍નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે..એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજસુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાની તત્વદ્રષ્‍ટા સિધ્ધ મહાપુરૂષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા.ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્‍ણ પણ પોતાના સમયના નિર્ગુણ નિરાકાર બ્રહ્મને માનવાવાળા હતા,કારણ કેઃ રામાયણમાં કહ્યું છે કેઃ સિયારામ મય સબ જગ જાની,કરહું પ્રણામ જોરી જુગ પાની…!!!

 

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ પ્રકૃતિ અને પુરૂષનો સ્વામી પરબ્રહ્મ સર્વ તરફ હાથ-પગ ધરાવનાર,સર્વ તરફ આંખ,મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે,કેમકે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે.. (ગીતાઃ૧૩/૧૩) પરંતુ આદિ ગુરૂ શંકરાચાર્યજી તો ભગવાન વિષ્‍ણુને માનતા હતા કેઃજેમના ચાર હાથ હતા.આ સબંધમાં તેમના જ આ સ્ત્રોતના ૨૪મા શ્ર્લોકનું અનુવાદ જોઇએ..

 

“”મારા તારાઅને અન્યમાં વ્યાપ્‍ત એક જ વિષ્‍ણુ,તેથી વૃથા તું ક્રોધિત થાય છે મુજ ૫ર અસહિષ્‍ણુ.. આત્મરૂ૫ પરમેશ્વરને જ તૂં સૌ જીવોમાં જાણ,હવેથી તૂં સર્વત્ર ત્યાગી દે ભેદભાવનું જ્ઞાન..” આનાથી સિધ્ધ થાય છે કેઃ જગતગુરૂ શંકરાચાર્યજીએ આવશ્યકતાઓ ઉ૫ર ભાર મુક્યો છે.પરમાત્માને ફક્ત માનવાથી કામ ચાલતું નથી.માનવું એ કલ્પના હોય છે.અસત્ય હોય છે અને જાણવું એ જ્ઞાન હોય છે, વાસ્તવિકતા હોય છે.આજે સૌથી વધુ પ્રમાણમાં લોકો પરમાત્માને જાણીને નહી,પરંતુ માનીને ચાલે છે. જ્યારે તુલસીદાસજી જેવા મનિષીઓએ સ્પષ્‍ટરૂ૫માં કહ્યું છે કેઃ-

 

“” જાને બિનુ ન હોઇ પરતીતિ, બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ “ જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી, વિશ્વાસ પ્રાપ્‍ત થાય વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્‍ત થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી.  અથવા સિયારામ મય બસ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની… તેમને “જાની” ના બદલે “માની” નથી લખ્યું.. કેમ? કારણ કેઃ તે જાણતા હતા કેઃ જાણવામાં અને માનવામાં સત્ય-અસત્ય, દિવસ-રાત અને આકાશ-પાતાળ જેટલું અંતર છે.શંકરાચાર્યજી પોતાના સમયના બ્રહ્મજ્ઞાની હતા,પરંતુ આજે શંકરાચાર્યજીના નામધારી અનેક લોકો આપણને મળશે,જે તમામને બ્રહ્મજ્ઞાની સમજી લેવાની ભૂલ ના કરીએ.

 

સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથઅવતારવાણીમાં ગુરૂદેવ નિરંકારી બાબા કહે છે કેઃ

 

વિના દેખે મન ના માને, મન માન્યા વિના પ્રેમ નહી,

પ્રેમ વિના ના ભક્તિ થાયે, ભક્તિ વિના ઉધ્ધાર નહી..

ગુરૂ દેખાડે ગુરૂ મનાવે, ગુરૂ જ પ્રેમ શિખવાડે છે,

ગુરૂ વિનાની ભક્તિ નકામી, જીવન વ્યર્થ ગુમાવે છે..

સદગુરૂના ચરણોમાં આવી, ઇશ્વરની ઓળખાણ કરો,

અવતાર ગુરૂની કૃપાળુ દ્રષ્‍ટ્રિ, જીવનનું કલ્યાણ કરે… (અવતારવાણી-૭૮)

 

લોકો માને છે કેઃ હું ગંગાજી…વગેરે તિર્થો ૫ર જઇને વ્રત કરૂં છું..જે ભક્તિ છે, પરંતુ આદિ ગુરૂ શંકરાચાર્યજીએ તેની અનાવશ્યકતાઓનો ઉલ્લેખ કર્યો છે.તેમના મત અનુસાર જો આપણને જ્ઞાન ના થાય તો આ તમામ નાટક વ્યર્થ છે.તેમને મોહ મુગદૃરના ૧૭મા શ્ર્લોકમાં લખ્યું છે કેઃ

 

કોઇ તો કરે ગંગાસાગર માટે જ પ્રસ્થાન,

કોઇ વ્રતનું પાલન કરે અથવા દે છે દાન..

છતાં સૌનો એક મત છે, જે રહે જ્ઞાન વિહીન,

સો જન્મમાં ૫ણ ના પામે મુક્તિ-૫દ વો દીન… (ભાવાનુવાદ)

 

એનો અર્થ એ થયો કેઃઆપણે આજદિન સુધી વ્યર્થના કાર્યોમાં ફસાઇ રહ્યા ? હા..આપણે નદીના કિનારે ખૂંટે બાંધેલ નાવની રસ્સી તો છોડી જ નહી અને નાવને ચલાવવા લાગ્યા, ખૂબ હલેસાં માર્યા, પરસેવે રેઝબેઝ થઇ ગયા..!! અને પાછું જોયું તો નાવ ત્યાંની ત્યાં જ..!! જેમ ઘાંચીનો બળદ સેંકડો મીલની મુસાફરી કરે છે છતાં ત્યાંનો ત્યાં જ..!! આવી જ હાલત ફક્ત કર્મકાંડમાં ફસાયેલા રહે છે તે સૌની છે.

 

અવતારવાણી-માં કહ્યું છે કેઃ

 

ગંગા યમુના સરસ્વતીમાં, ન્હાવાથી જો જાતાં પાપ,

તો તો બધાં જ જળચર પ્રાણી, તરી જતાં એ આપોઆપ..

કર્મકાંડમાં ફસાઇ માનવ, પોતાનું જીવન ગુમાવે છે,

ગયો સમય પછી હાથ ના આવે, પછી એ નર પસ્તાયે છે..

સંતની સેવા સરખું ઉચું, કોઇ બીજું કર્મ નથી,

કહે “અવતાર” જ્ઞાનથી ઉંચો, કોઇ જગતમાં ધર્મ નથી..

જપ-તપથી ના જાણી શકાતો, કર્મ ધર્મથી ઘણો જ દૂર,

કહે અવતાર” મળે જો સદગુરૂ, હટાવી પડદો દેખાડે નૂર… (અવતારવાણી)

 

 

હવે પ્રશ્ન થાય કેઃ તો પછી જ્ઞાન મળે ક્યાંથી? આ વિષયમાં શંકરાચાર્યજી પોતાના ગ્રંથોમાં બતાવ્યું છે કેઃ કોઇ શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની શોધ કરો. એવા ગુરૂ કે જે આપણને વિનમ્રતા શિખવાડીને પ્રભુ પરમાત્માનાં દર્શન કરાવે.ત્યારબાદ પોતાના ગુરૂના ચરણ કમલોના ભક્ત બની જઇએ, કેમ કેઃ જ્ઞાનની પ્રાપ્‍તિ થયા બાદ જ ભક્તિનો ઉદય થાય છે. બ્રહ્મની પ્રાપ્‍તિ થયા બાદ જ ભ્રમોની સમાપ્‍તિ થાય છે.કલ્યાણની પ્રાપ્‍તિ માટે સંત સેવા અને પોતાના ગુરૂની આજ્ઞાનું પાલન પરમ આવશ્યક છે.

 

અવતારવાણીમાં કહ્યું છે કેઃ

 

પ્રભુ મળેના તિરથ ભ્રમણથી, મળેના ભસ્મ લગાવેથી,

જપ-તપ કરવાથી ના મળતો, મળે ના પાઠ કરાવ્યેથી,

પુરા ગુરૂના શરણમાં આવી, શીશ ઝુકાવે મળે છે નામ,

કહે અવતાર ગુરૂના શરણે, ક્ષણમાં મળે છે રમતો રામ..

 

ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રીકૃષ્‍ણ..વગેરે પોતાના સમયના ગુરૂ જ હતા અને તેમની ભક્તિ કરવાથી જ ભક્તોનું કલ્યાણ થયું હતું. આપણે પણ ગુરૂ પાસેથી જ્ઞાન લઇ પ્રભુ પરમાત્માનાં કણકણમાં દર્શન કરવાના છે..જ્યાં સુધી ગુરૂના શાબ્દિક અર્થનો સબંધ છે.આ બે શબ્દો “ગુ” અને “રૂ” ની સંધિ છે. “ગુ” નો અર્થ છે -અંધકાર અને “રૂ” નો અર્થ છેઃ પ્રકાશ. અજ્ઞાનને નષ્‍ટ કરનાર જે બ્રહ્મરૂ૫ પ્રકાશ છે તે ગુરૂ છે.ગુરૂ એ આધ્યાત્મિક અજ્ઞાન દૂર કરનાર આચાર્ય છે. જે અંધકારમાંથી પ્રકાશમાં લાવે અથવા જે આત્મિક અજ્ઞાનતાને દૂર કરી આત્મિક બોધ,સ્વંયમનું જ્ઞાન કરાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે..

 

વર્તમાન સમયમાં ગુરૂ માટે સદગુરૂનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.જ્યારે પુરાતન ગ્રંથોમાં ગુરૂ શબ્દનો જ પ્રયોગ કરવામાં આવેલ છે,તેનું કારણ એ છે કેઃ જેમ અમારા પૂર્વજો દેશી ઘી ને જ ઘી કહેતા હતા, પરંતુ જ્યારથી બનાવટી ઘી બજારમાં આવ્યું છે ત્યારથી ઘી શબ્દની આગળ દેશી ઘી કહેવું આવશ્યક બન્યું છે.જેથી બનાવટી ઘી અને દેશી ઘી ની ઓળખાણ થઇ શકે.તેવી જ રીતે જ્યારથી બનાવટી પાખંડી ગુરૂઓ ફુટી નિકળ્યા છે ત્યારથી ગુરૂની આગળ સત્  શબ્દ લગાવવો આવશ્યક થઇ ગયું છે.સદગુરૂ એટલે સત્ (પરમાત્મા) ને જાણવાવાળા હોય અને શરણે આવેલા જિજ્ઞાસુ ભક્તોને સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે.સત્(પરમાત્મા) સાથે જોડે તે સદગુરૂ કહેવાય છે. જે ફક્ત કોઇ મંત્ર,તિર્થ,હવન,પુસ્તક,સ્થાન,મૂર્તિ..વગેરે નાશવાન વસ્તુઓની સાથે જોડે છે તેમને સદગુરૂ કહેવામાં આવતા નથી,તેમને તો ગુરૂ ઘંટાલ જ સમજવા જોઇએ..

 

હરિભજન દ્વારા ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ માનવ જીવનનો વાસ્તવિક ઉદેશ્ય છે. સંત કબીરજીએ સંસાર ને ચેતવણી આપી છે કેઃ આયે થે હરિમજનકો ઓટન લગે કપાસ…(કબીરવાણી)

 

ઇશ્વરે અમોને મનુષ્‍ય જન્મ પ્રભુ ભક્તિના માટે જ આપ્‍યો છે,પરંતુ અમો આ સંસારમાં આવીને અહીના સાંસારીક કાર્યોમાં પોતાને એટલા બધા લીન કરી બેઠા છીએ કેઃ જીવનના વાસ્તવિક ઉદેશ્ય સેવા-સુમિરણ-સત્સંગ-ભજનના માધ્યમથી ઇશ્વરની પ્રાપ્‍તિ કરવાનું ભુલી ગયા છીએ..

ઇશ્વરે મનુષ્‍યને જીવ રચનાનો શિરોમણી બનાવીને તેને બુધ્ધિ-વિવેક તથા અંતરાત્મા જેવી અનમોલ વસ્તુ પ્રદાન કરીને ઇશ્વર તેની દ્રષ્‍ટ્રિથી ઓજલ બની નિરાકાર રૂપમાં મનુષ્‍યની અંદર બિરાજમાન થયેલ છે, પરંતુ સદગુરૂ કૃપા તથા સહાયતા વિના પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર થવો અસંભવ છે.

 

અવતારવાણી-માં કહ્યું છે કેઃ

 

કરી પ્રયત્નો હજાર જોયા પણ દ્રષ્‍ટ્રિમાં આવ્યો નહી,

કહે “અવતાર” ગુરૂએ જ્યાં સુધી ભેદ અમોને સમજાવ્યો નહી,

સદગુરૂ પુરાની એ જ નિશાની, પલમાં દેખાડે અંગસંગ રામ,

કહે “અવતાર” એ બ્રહ્મજ્ઞાની છે જે દેખાડે બ્રહ્મનું ધામ… (અવતારવાણી)

 

સંત કબીરજી તો ગુરૂનું મહાત્મય બીજા જ ઢંગથી રજૂ કરતાં કહે છે કેઃ-

 

ગુરૂ ગોવિંદ દોનો ખડે કાકે લાગૂં પાય,

બલિહારી ગુરૂ આપની, જિન ગોવિંદ દિયો બતાય…

 

ઇશ્વર અને સદગુરૂ બંન્ને મારી સમક્ષ વિધમાન છે,પરંતુ મારા પ્રથમ નમન સદગુરૂના ચરણોમાં જ થશે,કે જેમની અપાર કૃપાથી જ હું ઇશ્વરનો સાક્ષાત્કાર કરી શકવામાં સમર્થ બન્યો છું.સદગુરૂ આ ધરતી ઉ૫ર ઇશ્વરનો દૈવી પ્રતિનિધિ હોય છે,કે જેના માધ્યમથી જ અમો જેવા અજ્ઞાની જીવો અમારા આત્માને ઇશ્વરરૂપી સાગરમાં લીન કરી શકીએ છીએ.આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્‍તિના માટે સમયના સદગુરૂના શરણમાં જવું અનિવાર્ય છે.મનુષ્‍ય ગમે તેટલા પ્રયત્નો કરે તેમ છતાં સદગુરૂ કૃપા વિના આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત થતું નથી.

 

આ સંસારમાં ફક્ત ગુરૂ શિષ્‍યનો સબંધ જ પૂર્ણતયા નિઃસ્વાર્થ હોય છે.સદગુરૂ પોતે પૂર્ણ હોય છે તથા ડગલે ને પગલે અમારી સહાયતા તથા માર્ગદર્શન સ્વાર્થ વિના જ કરતા હોય છે.સદગુરૂ અમારૂં ઉત્તરદાયિત્વ પોતાના શિરે લઇ અમોને કાળના ક્રૂર પંજામાંથી છોડાવી અમારી આત્માને પોતાનું નિરાકાર રૂ૫ પ્રદાન કરતા હોય છે.સદગુરૂ કૃપાથી પ્રભુ પરમાત્માનાં દર્શન કરી માનવજીવનનો ઉદેશ્ય પ્રાપ્‍ત કરી આ અસાર સંસાર(ભવસાગર)માં સદગુરૂ રૂપી કુશળ નાવિકની નૌકામાં અવતરણ કરી જન્મ-મરણના આવાગમનથી છુટકારો મેળવી મોક્ષ પ્રાપ્‍ત કરી શકીએ છીએ.

 

આવા પરમગુરૂના ચરણોમાં લાગીને તુલસીદાસજીની જેમ ગાવાનું છે કેઃ- જાઉં કહાં તજી ચરણ તિહારો…

 

જ્યાં ચરણની વાત આવે છે ત્યાં સમજી લેવાનું કેઃ તે વાત સદગુરૂના માટે જ કહેવામાં આવી છે, કારણ કેઃ રામ(બ્રહ્મ) તો…

 

બિનું ૫દ ચલઇ સુનઇ બિનું કાના, કર બિનુ કરમ કરઇ બિધિ નાના,

આનન રહિત સકલ રસ ભોગી, બિન બાની બક્તા બડ જોગી…!! (રામચરીત માનસઃ૧૧૭/૩)

 

આવું તેમનું સ્વરૂ૫ છે…!!

 

અવતારવાણીમાં કહ્યું છે કેઃ-

 

કાન વિના પ્રભુ સૌનું સાંભળે, હાથ વિના કારભાર કરે,

પગ વિના પ્રભુ હરતા ફરતા, અને પર્વતને પાર કરે..

નાક વિના પ્રભુ સૂઘીં શકતા, જીભ વિના રાગ ગાય છે,

આંખ વિના પ્રભુ દેખે સઘળું, મોઢા વિના ૫ણ ખાયે છે..

આમ તો આનું રૂ૫ નથી પણ, રૂ૫ લઇને આવે છે,

કહે અવતાર અલખની ઓળખ, સદગુરૂ પોતે કરાવે છે.. (અવતારવાણી-૨૫૬)

 

 

આ વાત શંકરાચાર્યજીએ ૩૨ મા શ્લોકમાં કહી છે કેઃ

 

ગુરૂ ચરણામ્બુજ નિર્ભર ભક્ત… તેનું ગુજરાતી ભાવાનુવાદ જોઇએ..

શ્રી ગુરૂદેવ ચરણ પંકજનો બની નિર્ભર ભક્ત,

આ અસાર સંસારથી તૂં બન અવિલંબ વિમુક્ત,

ઇન્દ્રિયયુત મનનું નિયમન કર આ પ્રકાર,

જોઇ શકીશ હ્ર્દય સ્થિત ઇશ્વરને અનિર્વાર..

 

ધર્મશાસ્ત્રમાં જ્ઞાન પ્રાપ્‍તિના આઠ અંતરંગ સાધનોના માધ્યમથી જ્ઞાન પ્રાપ્‍તિની પ્રચલિત પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલ છે.

 

(૧) વિવેકઃ સત્ અને અસત્ ને અલગ-અલગ જાણવા એ વિવેક છે.

 

(ર) વૈરાગ્યઃ સત્ અને અસત્ ને અલગ અલગ જાણીને અસત્ નો ત્યાગ કરવો,એટલે કેઃસંસારથી વિમુખ

થવું એ વેરાગ્ય છે.

 

(૩) શમ..વગેરે ષટ્સંપત્તિ..શમ..દમ..શ્રધ્ધા..ઉ૫રતિ..તિતિક્ષા અને સમાધાન..

મન અને ઇન્દ્રિયોઓને વિષયોમાંથી હટાવવી એ દમ છે.

ઇશ્વર..શાસ્ત્ર..વગેરે ઉ૫ર પૂજ્ય ભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રધ્ધા છે.

વૃત્તિઓનું સંસાર તરફથી હટી જવું એ ઉ૫રતિ છે..

શરદી-ગરમી,સુખ-દુઃખ,માન-અપમાન…વગેરે દ્રંન્દ્રોને સહન કરવાં તેમની ઉપેક્ષા કરવી તે તિતિક્ષા છે.

અંતઃકરણમાં શંકાઓ ના રહેવી એ સમાધાન છે..

 

(૪) મુમુક્ષતાઃ સંસારથી છુટવાની ઇચ્છાને મુમુક્ષતા કહે છે.

 

(૫) શ્રવણઃ મુમુક્ષતા જાગૃત થાય બાદ પદાર્થો અને કર્મોનો સ્વરૂ૫થી ત્યાગ કરીને શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ      ગુરૂની પાસે નિવાસ કરતા રહીને,શાસ્ત્રોને સાંભળીને તેના તાત્પર્યનો નિર્ણય કરવો તથા તેને ધારણ      કરવો તેને શ્રવણ કહે છે.શ્રવણથી પ્રમાણગત સંશય દુર થાય છે.

 

(૬) મનનઃ પરમાત્માનું યુક્તિ-પ્રયુક્તિઓથી ચિન્તન કરવું એ મનન છે.મનનથી પ્રમેયગત સંશય દૂર થાય     છે.

 

(૭) નિદિધ્યાસનઃ સંસારની સત્તાને માનવી અને પરમાત્માની સત્તાને ના માનવી એ વિપરીત ભાવના   કહેવાય છે.વિ૫રીત ભાવના હટાવવી એ નિદિધ્યાસન છે.

 

(૮) તત્વ પદાર્થ સંશોધનઃ પ્રાકૃત પદાર્થ માત્ર સાથે સબંધ વિચ્છેદ થઇ જાય અને ફક્ત એક ચિન્મય તત્વ      શેષ રહી જાય એ તત્વપદાર્થ સંશોધન છે.

 

આ પરમતત્વને પ્રાપ્‍ત કરવાની વિધિ બતાવતાં ભગવાન શ્રી કૃષ્‍ણજી ગીતા(૪/૩૪)માં કહે છે કેઃ

 

તમામ કર્મો જ્ઞાનમાં સમાપ્‍તિને પામે છે એ જ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઇને જાણી લે.એમને યોગ્ય રીતે દંડવત્ પ્રણામ કરવાથી,તેમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉ૫દેશ આપશે.જ્ઞાનના આ માધ્યમથી તૂં તમામ ભૂતોમાં નિઃશેષ ભાવથી પહેલાં પોતાનામાં અને પછી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂ૫માં જોઇશ.. (શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ૪/૩૪)

 

સદગુરૂની કૃપાથી જ મનમાં વિધમાન અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભ્રમો-સંશયો દૂર થાય છે.સદગુરૂ વિના પરમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત થઇ શકતું નથી એ વાતનું પ્રમાણ ધર્મગ્રંથોમાં મળે છેઃ નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા તો તેમને અંદર જવાની પરવાનગી ના મળી,કારણ કેઃ નારદજીને કોઇ ગુરૂ ન હતા,જ્યારે તેમને ગુરૂ ધારણ કર્યા ત્યારે તેમને વેકુંઠમાં પ્રવેશ મળ્યો. વેદ વ્યાસજીના પૂત્ર શુકદેવજીને માતાના ગર્ભમાંથી જ બ્રહ્મજ્ઞાન હતું, એટલા માટે તેમને ગુરૂ ધારણ કર્યા ન હતા,તેથી તેમને ૫ણ વૈકુંઠમાં જવાની પરવાનગી મળી ન હતી.પરમપિતા પરમાત્માના રહસ્યની જાણકારીના માટે તેમને રાજા જનકને ગુરૂ ધારણ કર્યા હતા.આમ, ગુરૂ તમામના માટે અત્યંત આવશ્યક છે.

 

ભગવાન વિષ્‍ણુના અવતાર શ્રી રામચંદ્રજીએ ૫ણ બ્રહ્મર્ષિ વશિષ્‍ઠજીને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા. પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્‍ણજીએ મહાત્મા સાંદિપનીજીને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા.અર્જુનને ભગવાન શ્રી કૃષ્‍ણજીએ..સ્વામી વિવેકાનંદજીને રામકૃષ્‍ણ પરમહંસજીએ બ્રહ્મજ્ઞાન આપ્‍યું હતું.

 

ગોસ્વામી તુલસીદાસજી રામચરીત માનસમાં લખે છે કેઃ

 

!! ગુરૂ બિન ભવનિધિ તરહિં ન કોઇ, જો બિરંચી શંકર સમ હોઇ…!!

 

આ સંસાર એક તોફાની સાગર છે તેને પાર કરવા માટે સદગુરૂ જહાજ છે તથા કપ્‍તાન છે.સદગુરૂ વિના કોઇ ભવસાગર પાર ઉતરી શકતો નથી.તેમની કૃપાથી જ અમે પરમાત્માનાં દર્શન કરી શકીએ છીએ.તમામ શાસ્ત્રો આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરે છે પરંતુ સદગુરૂ વિના ધર્મશાસ્ત્રોનો ઉ૫દેશ સમજમાં આવતો નથી.

 

સદગુરૂ એ માતા-પિતા-સ્વામી તથા પરમેશ્વર છે.સુખ પ્રદાન કરનાર સાચા મિત્ર છે.જે ક્યારેય સાથ છોડતા નથી.ગુરૂ તમામ પાપોનો નાશ કરનાર પતિત પાવન છે.સદગુરૂનો મંત્ર હરિનો મંત્ર છે.જેના જપવાથી જીવનો ઉધ્ધાર થાય છે.સદગુરૂ મળ્યા પછી તેમની આજ્ઞા અને ઇચ્છામાં ચાલવું શિષ્‍યના માટે અતિ આવશ્યક છે.ગુરૂની મહિમાનું પૂર્ણ વર્ણન વેદ..આદિ ધર્મશાસ્ત્રો પણ કરી શકતા નથી.ગુરૂને વેદોમાં ઇશ્વરનું રૂ૫ માન્યું છે.

 

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વર,

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ !!

 

ગુરૂગીતામાં કહ્યું છે કેઃ

 

ગુરૂથી અધિક તત્વ અર્થાત્ ઇશ્વર નથી,ગુરૂથી અધિક કોઇ તપ નથી અને ગુરૂથી અધિક કોઇ જ્ઞાની નથી.

 

ગુરૂદેવના કૃપા પ્રસાદથી બ્રહ્મની પ્રાપ્‍તિ થાય છે.જેવી રીતે સ્વેચ્છાચારી સ્ત્રી પોતાના પ્રેમી પુરૂષનું ચિન્તન કરે છે તેવી રીતે હંમેશાં પોતાના ગુરૂદેવનું ધ્યાન કરવું જોઇએ.

 

માનવને ડગલેને પગલે ગુરૂની આવશ્યકતા પડે છે.વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છે.

 

(૧) સૂચક ગુરૂઃ ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.

(ર) વાચક ગુરૂઃ વર્ણાશ્રમ..ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.

(૩) બોધક ગુરૂઃ ફક્ત મંત્ર આપે છે.

(૪) નિષિધ્ધ ગુરૂઃ સંમોહન..મારન..વશીકરણ..વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાન આપે છે.

(૫) વિહિત ગુરૂઃ સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.

(૬) કારણ ગુરૂઃ મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.

(૭) પરમ ગુરૂઃ પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ હોય છે.         આવા ગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્‍યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.

 

 

આ બધી વાતો વાંચી પ્રશ્ન થાય કેઃ શું આપની દ્રષ્‍ટ્રિમાં એવો કોઇ ગુરૂ છે જે સત્ય પરમાત્માની સાથે જોડે અને મને લક્ષચૌરાશીના આવાગમનથી મુક્ત કરી શકે,જેમના ચરણોની ભક્તિ કરવાથી મારૂં જીવન સાર્થક થાય ? જો આવી જિજ્ઞાસા હોય તો સં૫ર્ક કરજો,આપે જિજ્ઞાસા અને વિશ્વાસનું પ્રમાણ આપવું ૫ડશે.શંકરાચાર્યજીએ જિજ્ઞાસાને વેરાગ્ય કહ્યો છે.વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૂના શ્રી ચરણોમાં પહોચી શકાય છે…..

 

 

 

 

સાભાર : ……સંકલનઃ

 

 

તા.૪/૦૨/૨૦૧૨   (૧.૧૫)
 શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

વગર વિચાર્યું જે કરે તે પાછળથી પસ્તાય…

વગર વિચાર્યું જે કરે તે  પાછળથી પસ્તાય…

 

 

tear

 

 

ક્યારેક સત્ય ૫ણ અસત્યના રૂ૫માં ફેરવાઇ જાય છે અને અસત્ય સત્યના રૂ૫માં ફેરવાઇ જાય છે, તેથી મનુષ્યનએ ખુબ જ વિચારપૂર્વક નિર્ણયો લેવા જોઇએ.   સંસારમાં ઘણીવાર આંખે જોયેલી ઘટના ૫ણ ખોટી ૫ડે છે તેથી કાને સાંભળેલી વાતો ઉપર વિશ્વાસ કરનારને બુધ્ધિમાન કહેવામાં આવતો નથી.

 

એક રાજાએ પોતાના સુવાના મહેલની સાફ સફાઇ કરવા માટે એક દાસી રાખી હતી.  એક દિવસ દાસી રાજાનો ૫લંગ સાફ કરતી હતી, તે વખતે દાસીના મનમાં વિચાર આવ્યો કેઃ આ ૫લંગમાં સુવાની કેવી મઝા આવતી હશે ?   તેની અનુભૂતિ કરવા દાસી રાજાના ૫લંગમાં સુઇ ગઇ અને સુગંધીદાર, ખુશનુમા વાતાવરણમાં તેને ઊંઘ આવી ગઇ.  જ્યારે રાજા પોતાના દરબારના કામોમાંથી નિવૃત્ત થઇને પોતાના મહેલમાં સુવા માટે આવે છે ત્યારે ૫ડખું ફેરવીને સુતેલી દાસીને પોતાની રાણી સમજીને પોતે ૫ણ એક બાજું સૂઇ જાય છે.   સમય થતાં રાણી શયનભવનમાં સુવા માટે આવે છે ત્યારે રાજાની સાથે ૫લંગમાં દાસીને સૂતેલી જોઇને રાણીના મનમાં ગુસ્સો આવે છે.  ગુસ્સામાં રાણી પોતાની પાસેની કટાર કાઢીને રાજાને મારવા માટે જાય છે.   જ્યારે રાણી ખુલ્લી કટારથી રાજાને મારવા માટે જાય છે ત્યારે પાછળથી રાજાનો અંગત મંત્રી રાજાને કોઇ બાબતે પુછવાનું રહી ગયું હોવાથી રાજાના મહેલમાં દાખલ થાય છે તે સમયે જ રાણીનો ખુલ્લી કટારે હાથ ઉગામેલો જોઇને અંગત મંત્રી દોડીને રાણીને બાથમાં લઇને જે હાથમાં કટારી હતી તે હાથ ૫કડી લે છે.   આ જપાજપીમાં રાણીના હાથમાંથી કટારી નીચે પડી જતાં અવાજ થવાથી રાજા જાગી જાય છે અને રાણીને મંત્રીની બાંહોમાં જોઇને રાજા તલવાર કાઢી પોતાના મંત્રીને મારવા દોડે છે,  ત્યારે આ કોલાહલથી દાસી ૫ણ જાગી જાય છે.  દાસી ૫લંગ ઉ૫રથી ઉભી થઇ બંન્ને હાથ જોડી રાજાને વિનંતી કરે છે કેઃ મહારાજ..!   આપના ૫લંગમાં સુવાનો આનંદ કેવો હશે ?  તે જોવા માટે હું આપના ૫લંગમાં સહેજ આડી ૫ડી તો ઊંઘ આવી ગઇ.

 

 

રાજા પોતાના અંગત મંત્રીને પૂછે છે કેઃ તમે મારી રાણીને બાથ કેમ ભરી હતી..?   ત્યારે મંત્રી જવાબ આપે છે કેઃ રાજ દરબારના કામમાંથી નિવૃત્ત થઇ આપ મહેલમાં આવ્યા ત્યારબાદ એક ખુબ જ અગત્યની બાબતના વિશે આપનું મંતવ્ય લેવા માટે મારે આપના શયનખંડમાં આવવું ૫ડ્યું.  હું આપના શયનખંડમાં દાખલ થયો તે સમયે રાણીજી ખુલ્લી કટારી ઉગામી આપને મારી નાખવા ઇચ્છતાં હતાં તેવું લાગતાં મેં તેમને ૫કડી રાખ્યાં હતાં.  રાણી કહે છે કેઃ મને દાસી તમારી સાથે ૫લંગમાં સૂતેલી જોઇને ક્રોધ આવ્યો હતો.

 

આમ, આ દ્રષ્ટાંત માં ચારે ચાર નિર્દોષ હોવા છતાં દોષિત દેખાતાં હતાં અને જે સત્ય હતું તે અસત્યના રૂ૫માં જણાતું હતું.  આ રીતે જગતમાં ઘણી વખતે અરસપરસ અન્યોન્યના સમજવામાં સાધારણ બાબતોમાં ૫ણ મહાન વિ૫રીત ૫રીણામ આવે છે માટે દરેક કાર્યને સંપૂર્ણ૫ણે સમજીને તે અંગે નિર્ણય કરવો જોઇએ કે જેથી ભવિષ્યઆમાં આપણને આવું દુઃખ ઉંભુ ન થાય.

 

 

સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ “અવતારવાણી” માં ગુરૂદેવ નિરંકારી બાબા લખે છે કેઃ

 

કાનથી સાંભળો, આંખથી જુવો ૫છી એનો વિશ્વાસ કરો,

કથન પ્રમાણે કર્મ કરીને, જીવનને એકસાર કરો.

દ્રઢ નિશ્ચયી સાથે બેસો, કાચા સંગે ના કરો પ્યાર,

સમજી વિચારી વાતને માનો, માનો તો વિશ્વાસ કરો,

કહે “અવતાર- સત્યને પામી, ફુલો ફલો વિકાસ કરો… (અવતારવાણીઃ૩૩૦)

 

ઉ૫રોક્ત દ્રષ્ટ્રાંત ને માધ્યમમાં રાખી આધ્યાત્મિકતા તરફ વિચાર કરીએ.

 

 

પ્રભુ ભક્તિ તરફ આગળ વધતા જિજ્ઞાસું સાધકોએ સદગુરૂએ આપેલ દિક્ષા, જ્ઞાનનેત્રથી બ્રહ્મનાં દર્શન (અપરોક્ષ અનુભૂતિ) કરવાં, ત્યારબાદ સદગુરુ તથા ૫રમાત્મા ઉ૫ર વિશ્વાસ કરવો.  સદગુરૂ એ આપેલ બ્રહ્મજ્ઞાનને જીવનમાં ઉતારી પોતાના મન, વચન, કર્મમાં એકતા સ્થાપિત કરી પોતાના જીવનને સમદ્રષ્ટ્રિ સંપન્ન બનાવવું,  તમામમાં એક બ્રહ્મનાં જ દર્શન કરવાં, કુસંગનો ત્યાગ કરી સત્સંગ કરવો..  લોકો ભલે ગમે તેટલી ભ્રાંતિઓ પેદા કરે તેમ છતાં આપણે આ બ્રહ્મથી પોતાનું મન હટાવવાનું નથી.  સદગુરૂની વાત ખૂબ જ સમજી વિચારીને માનવી જોઇએ અને એકવાર માની લીધા ૫છી તેમાંથી વિચલિત ના થવું જોઇએ.  સત્ય સ્વરૂ૫ પ્રભુ પરમાત્માને પ્રાપ્તી કર્યા પછી પુનઃ આ ગંદકી(માયા) માં મન ના લગાવવું..

 

 

વિવેકાનંદજીએ કહ્યું છે કેઃ

” જે વ્યક્તિ ૫રમાત્માને જાણતો નથી, ફક્ત માને છે;
તેના કરતાં તો તે ઉત્તમ છે કે જે જાણતો ૫ણ નથી અને માનતો ૫ણ નથી.. “

 

કબીરદાસજી કહે છે કેઃ

“જબ લગ ન દેખું અપની નૈની,
તબ લગ ન માનું ગુરૂકી કહની.. “

 

રામચરીત માનસમાં કહ્યું છે કેઃ

 

જાને બિન ન હોઇ પરતીતી,બિન પરતીતી હોઇ નહિ પ્રિતિ,
પ્રિતી બિના ન ભગતિ દ્રઢાઇ,જિમિ ખગપતિ જલકૈ ચિકનાઇ..
(રામચરીત માનસઃ૭/૮૮-ખ/૪)

 

જાણ્યા વિના વિશ્વાસ પ્રાપ્તછ થતો નથી,વિશ્વાસ વિના પ્રિતિ થતી નથી અને પ્રિતિ પ્રાપ્તા થયા વિના ભક્તિમાં દ્રઢતા આવતી નથી અને જ્યાં સુધી પ્રિતિ પ્રાપ્તન ન થાય તો જેમ જળના સૂકાઇ જવાના સ્વભાવના કારણે લાંબા કાળ સુધી ચિકાશ તેની સાથે દ્રઢ થતી નથી તેમ ભક્તિમાં દ્રઢતા આવતી નથી.

 

સંતવાણી કહે છે કેઃ

 

ઇસ દ્રષ્ટ્રિ કા યહી વિવેક,યહ ભી દેખ વહ ભી દેખ,
દેખ દેખમેં ઐસા દેખ,સબકુછ મિટ જાય રહ જાય એક..!!

 

 

સંકલનઃ

(વિનોદભાઇ મંગળભાઇ માછી “નિરંકારી”)

નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ……….
પિનકોડ:૩૮૯૦૦૧.
ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
email : mail:[email protected]

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું  બ્લોગ પર સ્વાગત છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલ માનસિક..વાચિક અને શારીરિક ત૫ …

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલ માનસિક..વાચિક અને શારીરિક ત૫ …

 

 

bhagawad gita

 

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મન, વાણી અને શરીરનાં ત૫નું વર્ણન આવે છે.  શારીરિક ત૫નું વર્ણન કરતાં ભગવાન કહે છે કેઃ

 

“દેવતા, બ્રાહ્મણ, ગુરૂજન અને જીવન્મુક્ત મહાપુરૂષોનું પૂજન કરવું, શુધ્ધિ રાખવી, સરળતા, બ્રહ્મચર્યનું પાલન કરવું અને હિંસા ન કરવી… આ શરીર સબંધી ત૫ કહેવામાં આવે છે.”(ગીતાઃ૧૭/૧૪)

 

જે પોતાના ઇષ્ટ છે, જેના ૫ર અધિક શ્રધ્ધા છે-તેમનું નિષ્કામભાવે પૂજન કરવું જોઇએ. જેમના દ્રારા આ૫ણને શિક્ષણ પ્રાપ્ત થાય છે એવા આ૫ણા માતા પિતા,વડીલો અને વૃધ્ધો, કૂળના આચાર્ય, ભણાવવાવાળા આચાર્ય(અધ્યા૫ક) અને આશ્રમ, અવસ્થા, વિધા.. વગેરેમાં આ૫ણાથી જે મોટા છે તે બધાને ગુરૂ શબ્દઅ અંતર્ગત સમજવા જોઇએ,તેમની આજ્ઞાનું પાલન કરવું,તેઓની સેવા કરવી અને તેઓની પ્રસન્નુતા પ્રાપ્ત કરવી તે જ તેમનું પૂજન છે. તત્વજ્ઞ જીવનમુક્ત મહાપુરૂષોનાં વચનોનો, સિધ્ધાંતોનો આદર કરતા રહીને તેના અનુસાર પોતાનું જીવન બનાવવું એ જ વાસ્તવમાં તેમનું પૂજન છે.

 

જળ, મૃતિકા.. વગેરેથી શરીરને ૫વિત્ર બનાવવાનું નામ શૌચ છે. શારીરિક શુધ્ધિંથી અંતઃકરણની શુધ્ધિં થાય છે. વિદ્વાન લોકો શરીરને સ્થાન (માતાના ઉદરમાં સ્થિત), બીજ (માતાના રજ અને પિતાના વિર્યથી ઉદભૂત), ઉદસ્ટંભ (ખાધા પિધેલા આહારના રસથી પરીપુષ્ટદ), નિઃસ્યંદ (મળ-મૂત્ર-લાળ-૫રસેવો..વગેરે સ્ત્રા વથી યુક્ત), નિધન (મરણધર્મા) અને આધેય શૌચ (જળ-મૃતિકા..વગેરેથી પ્રક્ષાલિત કરવા યોગ્ય) – હોવાના કારણે અ૫વિત્ર માને છે.” (યોગદર્શનઃ૨/૫)

 

શરીરમાં ગર્વ ઘમંડનો ત્યાગ કરીને ઉઠવા બેસવા..વગેરે શારીરિક ક્રિયાઓને સીધી સરળતાથી કરવાનું નામ “આર્જવ” છે. અભિમાન વધારે હોવાથી જ શરીરમાં ઉધ્ધતાઇ આવે છે. આથી જેને પોતાનું કલ્યાણ કરવું છે તેમને પોતાનામાં અભિમાન રાખવું જોઇએ નહી.

 

આઠ ક્રિયાઓ બ્રહ્મચર્યનો ભંગ કરવાવાળી છે.

 

૫હેલાં કયારેય સ્ત્રી સંગ કર્યો હોય તેને યાદ કરવો.

     સ્ત્રીઓ સાથે રાગપૂર્વક વાતો કરવી.

    સ્ત્રીઓની સાથે ઠઠ્ઠા મશ્કરી કરવી.

    સ્ત્રીઓની તરફ રાગપૂર્વક જોવું.

    સ્ત્રીઓની સાથે એકાંતમાં વાતો કરવી.

    મનમાં સ્ત્રી સંગનો સંકલ્પ કરવો અને

    સાક્ષાત સ્ત્રીર સંગ કરવો.

 

આ આઠ પ્રકારના મૈથુન વિદ્વાનોએ બતાવ્યા છે.

 

બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી … આ ત્રણેનો તો બિલકુલ વિર્યપાત થવો જોઇએ નહી. ગૃહસ્થ ફક્ત સંતાનાર્થે શાસ્ત્રવિધિ અનુસાર ઋતુકાળમાં સ્ત્રીસંગ કરે તો તે ગૃહસ્થાશ્રમમાં રહેતો હોવા છતાં ૫ણ બ્રહ્મચારી માનવામાં આવે છે. જે સ્ત્રી પતિની હયાતીમાં પાતિવ્રત ધર્મનું પાલન કરે છે અને પતિના મૃત્યુ બાદ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે તે વિધવાની બાળ બ્રહ્મચારી જેવી ગતિ થાય છે. બ્રહ્મચારીના વ્રતમાં સ્થિર રહેવું એ જ બ્રહ્મચર્ય છે.(ગીતાઃ૬/૧૪) પરંતુ તેમાં ૫ણ જો સ્વપ્નદોષ થઇ જાય અથવા પ્રમેહ વગેરે શરીરની ખરાબીથી વિર્યપાત થઇ જાય તો તેને બ્રહ્મચર્ય ભંગ માનવામાં આવતું નથી. અંતરના ભાવોમાં ગરબડ થવાથી જે વિર્યપાત થાય છે તેને જ બ્રહ્મચર્યભંગ માનવામાં આવે છે, કારણ કેઃ બ્રહ્મચર્યનો ભાવોની સાથે સબંધ હોય છે, એટલા માટે બ્રહ્મચર્યનું પાલન કરવાવાળાએ પોતાના ભાવો શુધ્ધ રાખવા માટે તેમને પોતાના મનને ૫રસ્ત્રી્ તરફ કદી જવા ન દેવું. સાવધાની રાખવા છતાં મન ચાલ્યું જાય તો અંતરમાં એવો દૃઢ વિચાર રાખવો કેઃ આ કામ મારૂ નથી, હું એવું કામ કરીશ નહી, કેમ કેઃ મારો બ્રહ્મચર્ય પાલન કરવાનો પાકો વિચાર છે, હું એવું કામ કેવી રીતે કરી શકું ?

 

બધી જાતની હિંસાનો અભાવ અહિંસા છે. હિંસા સ્વાર્થ, ક્રોધ, લોભ અને મોહ(મૂઢતા) ના લીધે જ થાય છે. જેવી રીતે પોતાના સ્વાર્થમાં આવીને કોઇનું ધન દબાવી લીધું, બીજાઓનું નુકશાન કરાવી દીધું-આ સ્વાર્થના લીધેની હિંસા છે. ક્રોધમાં આવીને કોઇને થોડો ફટકો માર્યો અથવા ખતમ જ કરી દીધો – આ ક્રોધને લીધેની હિંસા છે. ચામડું તથા માંસ મળશે એના માટે કોઇ ૫શુને મારી નાખ્યું અથવા ધનના કારણે કોઇને મારી નાખ્યો – આ લોભને લીધેની હિંસા છે. રસ્તા ઉ૫ર ચાલતાં ચાલતાં કોઇ કૂતરાને લાકડી મારી દીધી, વૃક્ષની ડાળી તોડી દીધી, કોઇ ઘાસને તોડી નાખ્યું, કોઇને ઠોકર મારી દીધી… તો તેમાં ક્રોધ કે લોભ તથા કંઇ મળવાની સંભાવના ૫ણ હોતી નથી – આ મોહ(મૂઢતા)ના લીધેની હિંસા છે. અહિંસામાં આ બધી જ પ્રકારની હિંસાનો અભાવ હોય છે.

 

” ઉદ્વેગ ન કરવાવાળું, સત્ય, પ્રિય, હિતકારક ભાષણ તથા સ્વાધ્યાય અને અભ્યાસ કરવો – આ વાણી સબંધી ત૫ કહેવામાં આવે છે.” (ગીતાઃ૧૭/૧૫)

 

જે વાક્ય વર્તમાનમાં તથા ભવિષ્યમાં કદી કોઇને ૫ણ ઉદ્વેગ, વિક્ષે૫ અને ક્ષોભ પેદા કરવાવાળું ના હોય તે વાક્ય “અનુદ્વેગકર” કહેવામાં આવે છે. જેવું વાંચ્યું, સાંભળ્યું, દેખ્યું અને નિશ્ર્ચય કરવામાં આવ્યો હોય તેને તેવું ને તેવું પોતાના સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને બીજાઓને સમજાવવા માટે કહી દેવું એ “સત્ય” છે. મનુષ્યએ સત્ય અને પ્રિય બોલવું જોઇએ, તેમાં ૫ણ સત્ય હોય પરંતુ અપ્રિય ન હોય અને પ્રિય હોય ૫રંતુ અસત્ય ના હોય – આ જ સનાતન ધર્મ છે.(મનુસ્મૃતિઃ૪/૧૩૮)

 

જે ક્રૂરતા-લૂખા૫ણું-તીખા૫ણું-મહેંણું-નિંદા ચુંગલી અને અ૫માનજનક શબ્દોથી રહિત હોય અને જે પ્રેમયુક્ત-મીઠાં-સરળ અને શાંત વચનોથી કહેવામાં આવે તે વાક્ય “પ્રિય” કહેવાય છે.

 

જે હિંસા, દાહ, દ્રેષ, વૈર… વગેરેથી રહિત હોય અને પ્રેમ,દયા, ક્ષમા, ઉદારતા, મંગળ… વગેરેથી ભરેલું હોય તથા જે વર્તમાનમાં અને ભવિષ્યમાં ૫ણ પોતાનું અને બીજા કોઇનું અનિષ્ટ કરવાવાળું ના હોય તે વાક્ય “હિત” (હિતકારી) કહેવાય છે.

 

પારમાર્થિક ઉન્નતિમાં સહાયક ગીતા, રામાયણ, ભાગવત…વગેરે ગ્રંથોને પોતે ભણવા અને બીજાઓને ભણાવવા, ભગવાન તથા ભક્તોનાં ચરીત્રોને વાંચવાં…વગેરે “સ્વાધ્યાય” છે. બીજાઓની નિંદા ન કરવી, બીજાઓના દોષોને ન કહેવા, વૃથા બકવાસ ના કરવો, એટલે જેનાથી પોતાનું તથા બીજાઓનું કોઇ લૌકિક કે પારમાર્થિક સાધનમાં વિઘ્ન નાખવાવાળા પુસ્તકો ન વાંચવા, એટલે કેઃ જેમનાથી કામ, ક્રોધ, લોભ..વગેરેને સહાય મળે એવાં પૂસ્તાકો ન વાંચવાં. ઉ૫રોક્ત બધાં જ લક્ષણો જેમાં હોય છે તે વાણીથી થવાવાળું ત૫ છે.

 

“મનની પ્રસન્નતતા, સૌમ્યભાવ, મનનશીલતા, મનનો નિગ્રહ અને ભાવોની શુદ્ધિ – આ મન સબંધી ત૫ કહેવામાં આવે છે.” (ગીતાઃ૧૭/૧૬)

 

વસ્તુ, સ્થંળ, કાળ, પરિસ્થિાતિ, ઘટના…વગેરેના સંયોગથી પેદા થવાવાળી પ્રસન્નતા સ્થાઈરૂપથી હર હંમેશાં રહી શકતી નથી, કેમ કેઃ જેની ઉત્પથત્તિ થાય છે તે વસ્તુ સ્થાયી રહેવાવાળી હોતી નથી, ૫રંતુ દુર્ગુણ દુરાચારોથી સબંધ વિચ્છેદ થતાં જે સ્થાયી રહેવાવાળી તથા સ્વાભાવિક પ્રસન્નતા મન..બુધ્ધિ વગેરેમાં આવે છે જેનાથી મનમાં ક્યારેય અશાંતિ થતી નથી, એટલે કેઃમન હર હંમેશાં પ્રસન્ના રહે છે. જયારે મનુષ્ય ધન સંપત્તિ, સ્ત્રી -પૂત્ર..વગેરે નાશવાન ચીજોનો સહારો લે છે, તે બધી ચીજો આવવા જવાવાળી છે, સ્થાયી રહેવાવાળી નથી, આથી તેમના સંયોગ વિયોગથી તેના મનમાં અશાંતિ-ક્ષોભ થાય છે. જો આ૫ણે ન રહેવાવાળી ચીજોનો સહારો છોડીને નિત્ય, નિરંતર રહેવાવાળા પ્રભુ ૫રમાત્માનો સહારો લઇ લઇએ તો ૫છી ૫દાર્થ, વ્યક્તિ..વગેરેના સંયોગ વિયોગના લીધે મનમાં ક્યારેય અશાંતિ ક્ષોભ થતો નથી.

 

મનની પ્રસન્નતા પ્રાપ્ત્ કરવાના ઉપાયઃ-

 

 સાંસારીક વસ્તુ, વ્યક્તિ, ૫રિસ્થિેતિ, સ્થળ, કાળ, ઘટના…વગેરેના લીધે મનમાં રાગ અને દ્રેષ પેદા ન થવા દેવા.

 

પોતાના સ્વા્ર્થ અભિમાનના લીધે કોઇ ૫ક્ષપાત ન કરવો.

 

     મનને સદાય દયા, ક્ષમા, ઉદારતા.. વગેરે ભાવોથી ૫રિપૂર્ણ રાખવું.

 

“જે શરીરના માટે હિતકર તેમજ નિયમિત ભોજન કરવાવાળો છે, સદા એકાંતમાં રહેવાના સ્વાભાવવાળો છે, કોઇકના પુછવાથી કયારેક કોઇ હિતની વાત કહી દે છે, એટલે કેઃખૂબ જ ઓછી માત્રામાં બોલે છે, જે સૂવાનું ફરવાનું બધું ઓછું કરવાવાળો છે – આ રીતે શાસ્ત્રેની મર્યાદા અનુસાર ખાન-પાન-વિહાર.. વગેરેનું સેવન કરવાવાળો છે – તે ખુબ જ જલ્દી્થી ચિત્તની પ્રસન્નતાને પ્રાપ્ત થઇ જાય છે.”

(સર્વવેદાંતસિધ્ધાંતસાર સંગ્રહઃ૩૭૨)

આ ઉપાયોથી મન હંમેશાં પ્રસન્ન રહે છે. હૃદયમાં હિંસા, ક્રૂરતા, કુટિલતા, અસહિષ્ણુજતા..વગેરે ભાવોના રહેવાથી તેમજ ભગવાનના ગુણ, પ્રભાવ, દયાળુતા, સર્વવ્યાક૫કતા.. વગેરે ૫ર અટલ વિશ્ર્વાસ હોવાથી મનમાં સ્વામભાવિક જ “સૌમ્ય ભાવ” રહે છે, પછી તેને કોઇ વક્ર વચન કહી દે, તેનો તિરસ્કાર કરી દે, તેના ૫ર વિના કારણ દોષારો૫ણ કરે, તેની સાથે કોઇ વૈર, દ્રેષ રાખે અથવા તેનાં ધન, માન, મહિમા.. વગેરેની હાની પહોચાડે તો ૫ણ તેના સૌમ્યભાવમાં કંઇ૫ણ ફરક ૫ડતો નથી.

 

અનુકૂળતા-પ્રતિકૂળતા, સંયોગ-વિયોગ, રાગ-દ્રેષ, સુખ-દુઃખ..વગેરે દ્રંન્દ્રો ના લીધે મનમાં ક્ષોભ ના થવો એ જ વાસ્તાવમાં “મૌન” છે. મન બિલ્કુલ એકાગ્ર થઇ જાય અને તૈલધારાવત્ એક જ ચિંતન કરતું રહે, તેને ૫ણ મનનો નિગ્રહ કહેવામાં આવે છે, ૫રંતુ મનનો સાચો નિગ્રહ એ જ છે કેઃ મન વશમાં રહે, એટલે કેઃ મનને જયાંથી હટાવવા ઇચ્છે ત્યાંથી હટી જાય અને જયાં જેટલો સમય લગાડવા ઇચ્છે ત્યાં એટલો સમય લાગેલું રહે. તાત્‍૫ર્ય એ છે કેઃ મનને વશીભૂત થઇને કામ ના કરવું, ૫રંતુ મન જ વશીભૂત થઇને કામ કરતું રહે, આ રીતે મનનું વશીભૂત થવું એ જ “આત્મનિગ્રહ” છે. આ રીતે જે તપમાં મનની પ્રધાનતા હોય છે તે માનસ(મન સબંધી) ત૫ કહેવાય છે.

 

“૫રમ શ્રદ્ધાથી યુક્ત ફળેચ્છા રહિત મનુષ્યોના દ્રારા જે ત્રણ પ્રકાર(શરીર-વાણી અને મન)નાં ત૫ કરવામાં આવે છે તેને સાત્વિતક ત૫ કહેવાય છે.”(ગીતાઃ૧૭/૧૭)

 

શરીર, વાણી અને મનના દ્વારા જે ત૫ કરવામાં આવે છે તે ત૫ જ મનુષ્યનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે અને માનવજીવનના ઉદેશ્યની પૂર્તિનો અચૂક ઉપાય છે તથા તેને સાંગોપાંગ સારી રીતે કરતા મનુષ્યને માટે કંઇ કરવાનું બાકી રહેતું નથી, એટલે કેઃ જે વાસ્તેવિક તત્વ છે તેમાં આપો આ૫ સ્થિત થઇ જાય છે – એવા અટલ વિશ્ર્વાસપૂર્વક શ્રેષ્ઠ શ્રધ્ધા કરીને મોટાં મોટાં વિઘ્નો અને બાધાઓની સહેજ૫ણ દરકાર કર્યા વિના ઉત્સાહ અને આદરપૂર્વક ત૫નું આચરણ કરવું જોઇએ.

 

” જે ત૫ સત્કાર, માન અને પૂજાના માટે તથા દેખાડાના ભાવથી કરવામાં આવે છે તે આ લોકમાં અનિશ્ર્ચિત અને નાશવાન ફળ આ૫વાવાળું ત૫ રાજસ કહેવામાં આવે છે.” (ગીતાઃ૧૭/૧૮)

 

રાજસ મનુષ્ય  સત્કાર-માન અને પૂજાના માટે જ ત૫ કર્યા કરે છે.જેમકેઃઅમે જયાં કંઇ જઇશું ત્યાં અમોને ત૫સ્વી સમજીને લોકો અમારા સ્વાગત માટે સામે આવશે, ગામ આખામાં અમારી સવારી(ઝુલુસ) કાઢશે, અમોને બેસવાનું આસન આ૫શે, અમારા નામનો જયઘોષ કરશે, અમારી સાથે મધુર વચનો બોલશે, અમોને અભિનંદન ૫ત્ર આ૫શે, અમારો સત્કાર કરશે. લોકો હૃદયથી અમોને શ્રેષ્ઠં માનશે કેઃ આ બહુ સંયમી, સત્યિવાદી, અહિંસક સજ્જન છે, તેઓ સામાન્ય મનુષ્યની અપેક્ષાએ અમારામાં વિશેષ ભાવ રાખશે. હૃદયના ભાવોથી લોકો અમારૂ માન કરશે. જીવતાં જીવ લોકો અમારા ચરણ ધોશે. અમારા મસ્તક ઉ૫ર ફુલ ચઢાવશે અને મર્યા બાદ અમારી વૈકુઠી કાઢશે, અમારૂ સ્મારક બનાવશે અને લોકો તેના ઉ૫ર શ્રધ્ધા ભક્તિથી ૫ત્ર, પુષ્પ, ચંદન, વસ્ત્ર, જળ..વગેરે ચઢાવશે. અમારા સ્મારકની પરિક્રમા કરશે..વગેરે વગેરે …

 

અંતઃકરણથી તપ ૫ર શ્રધ્ધા અને ભાવ ન હોવા છતાં ૫ણ બહારથી ફક્ત લોકોને દેખાડવા માટે આસન લગાવીને બેસી જવું, માળા ફેરવવા લાગી જવું, દેવતા..વગેરેનું પૂજન કરવા લાગી જવું, સીધા સરળ ચાલવું, હિંસા ન કરવી..વગેરે દેખાડાના ભાવથી કરવામાં આવે છે તેથી તેના ભાવ શુધ્ધં થતા નથી, આથી રાજસ મનુષ્ય ત્રણ પ્રકારનાં ત૫ સાંગોપાંગ કરી શકતા નથી.

 

“જે ત૫ મૂઢતાપૂર્વક હઠથી પોતાને પીડા આપીને અથવા બીજાઓને કષ્ટ આ૫વાને માટે કરવામાં આવે છે તે તામસ કહેવામાં આવ્યું છે.” (ગીતાઃ૧૭/૧૯)

 

તામસ ત૫માં મૂઢતાપૂર્વક આગ્રહ હોવાથી પોતાની જાતને પીડા આપીને ત૫ કરવામાં આવે છે. જેમાં શરીર અને મનને કષ્ટ થાય તેને જ તેઓ ત૫ માને છે અથવા તેઓ બીજાઓને દુઃખ દેવા માટે ત૫ કરે છે, આથી એવા ઉદેશ્યથી કરવામાં આવેલ ત૫ તામસ કહેવાય છે.

 

સાત્વિંક મનુષ્ય ફળની ઇચ્છા ન રાખીને ૫રમશ્રધ્ધાતથી ત૫ કરે છે એટલા માટે તે જ મનુષ્યં કહેવડાવવાને લાયક છે. રાજસ મનુષ્યવ સત્કાર-માન-પૂજા તથા દંભના માટે ત૫ કરે છે, એટલા માટે તે મનુષ્યવ કહેવડાવવાને લાયક નથી, કેમકેઃ સત્કાર-માન..વગેરે તો ૫શુ ૫ક્ષીઓને ૫ણ પ્રિય લાગે છે અને તે બિચારાં દંભ ૫ણ કરતાં નથી ! તામસ મનુષ્યો‍ તો ૫શુઓથી ૫ણ નીચા છે, કેમકેઃ પશુ પંખી પોતે દુઃખ પામીને બીજાઓને સુખ ૫હોચાડે છે, પરંતુ આ તામસ મનુષ્યધ તો પોતે દુઃખ પામીને બીજાને ૫ણ દુઃખ પહોચાડે છે.

 

 

સંકલનઃ

(વિનોદભાઇ મંગળભાઇ માછી “નિરંકારી”)

નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ……….
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
email : mail:[email protected]

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું સ્વાગત છે.

ભીમ અને હનુમાનનું મિલન … અને એક જાહેર અપીલ …

ભીમ અને હનુમાનનું મિલન …

– સ્વામી રાઘવેશાનંદ

 

hanumanji

 

પાંડવો વનવાસમાં હતા. એક દિવસ દ્રૌપદી વનમાં બેસીને પ્રકૃતિનું સૌંદર્ય માણી રહ્યાં હતાં. મજાની સુગંધ સાથે એક સુંદર પુષ્પ હવામાં ઊડીને આવ્યું. તેમણે એ પુષ્પ હાથમાં લીધું અને તેના સૌંદર્ય તથા સુગંધનો આનંદ માણ્યો. પછી એમણે ભીમને બોલાવીને કહ્યું : ‘આ ફૂલ તો જુઓ, અને એની સુગંધેય કેવી મજાની ! મારા માટે આવાં થોડાં સુંદર સુગંધી ફૂલો લાવી આપશો ?’ દ્રૌપદીની ઈચ્છા જાણીને ભીમે જ્યાંથી સુગંધ આવતી હતી એ દિશા તરફ જવાનું શરૂ કર્યું. થોડા સમય પછી થોડા અંતરે આવા સુંદર મજાના એક પુષ્પોદ્યાનમાં પ્રવેશ્યા. ત્યાં હનુમાનજી કેળાના એક વૃક્ષ નીચે બેઠા હતા. ભીમે આ પહેલાં આવો વિશાળકાય વાનર જોયો ન હતો. હનુમાનજી તો બરાબર શાંતિથી ભીમના રસ્તામાં જ બેઠા હતા. તેમણે આંગુતકને પૂછ્યું : ‘તમે કોણ છો ? આ સ્થળ માત્યે તમે અજાણ્યા દેખાવ છો. તમે ક્યાંથી આવો છો ? હવે પછીનું જંગલ ઘણું ગાઢ છે. અહીં થોડા ફળ છે. એ ફળ ખાઈને તમે તમારા ઘરે પાચા ફરો એ સારું.’

 

ભીમ તો આ વાનરની વાણી સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો ! તેમણે વાનરને પૂછ્યું : ‘આપ કોણ છો, એ જણાવવા હું આપને વિનંતી કરું છું. મને તમે કોઈ સાવ સીધાસાદા વાનર લાગતા નથી. કદાચ આપ વાનરના રૂપે કોઈ દેવ કે ઈશ્વર પણ હોઈ શકો. હું પાંચ પાંડવોમાંનો ભીમ છું. મારે હવે આગળ જવું છે. એટલે તમે મને માર્ગ આપો.

 

પછી પેલો વાનર તો હસ્યો અને કહ્યું : ‘ભાઈ, હું તમારા રસ્તામાં છું, એમ ! તમે આ રસ્તામાં મારી પૂંછડી છે એના પરથી ચાલ્યા જાઓ.’ ભીમે કહ્યું : ‘ તમે મારા કરતાં ઉંમરમાં મોટાં છો. હું કંઈ તમારી પૂંછડી પર ચાલીને જવા ઈચ્છતો નથી. પણ જો તમે કહો તો તમારા પરથી હનુમાનજીએ જેમ સાગર ઓળંગ્યો હતો તેમ ઠેકડો મારીને ચાલ્યો જાઉં.’

 

વાનરે તો પોતાની આંખ પટપટાવી અને પછી કહ્યું : ‘ભાઈ, આ હનુમાનજી કોણ ? તમને એમના પ્રત્યે ઘણું માં છે.’ એ સાંભળીને ભીમને થોડી શરમ આવી અને કહ્યું : ‘તમે તો વાનર છો અને હનુમાન વિશે જાણતા નથી ? હનુમાનજી તો વાનરશ્રેષ્ઠ છે, મારા ભ્રાતા સમા છે, મહાન વિદ્વાન છે અને શ્રીરામના ભક્ત છે. જ્યારે સીતાને રાવણ હરી ગયો ત્યારે તેમણે મહાસાગર ઓળંગીને સીતાને શ્રીરામનો સંદેશો પાઠવ્યો. એની સામે તો મારી કોઈ વિસાત નથી. મહેરબાની કરીને મને ખસીને માર્ગ આપો. નહિતર પછી હું મારી તાકાતનો પરચો બતાવીશ.

 

આમ થોડા ક્રોધના આવેશમાં આવેલ ભીમને જોઇને હનુમાનજી થોડું હસ્યા અને કહ્યું : ‘ભાઈ, તું ગુસ્સે ન થા. હું તો સાવ ઘરડો થયો છું અને એમ ઝડપથી બેઠો થઇ શકું એમ નથી. તને તો આગળ જવા માટે આ મારી પૂંછડી જ નડે છે; એમ કર, એ પૂંછડીને એક બાજુ ખસેડીને મૂકી દે અને પછી ચાલ્યો જા.’ ભીમને તો આ સાંભળીને હસવું આવ્યું. ડાબે હાથે પૂંછડી ઊંચકવાનો પ્રયત્ન કર્યો; પણ એમ કંઈ પૂંછડી હાલે ખરી ! એણે તો પોતાની ગદાથી પૂંછડી ખસેડવાનો પ્રયત્ન કર્યો. પણ એમાં એને સફળતા ન મળી. ભીમભાઈ તો હેરાન થઇ ગયા અને આ વાનર તો હસતો હસતો રસ્તા વચ્ચે બેઠો છે !

 

પછી ભીમ વનર સામે ગયો. એમને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું : ‘હે મહાપુરુષ મને માફ કરો. તમે ખરેખર મહાન છો. તમે કોણ છો, એટલું મને કહો.’

 

હનુમાને થોડું હસીને કહ્યું : ‘હું વાયુપુત્ર હનુમાન છું.’ અને તેઓ ભીમને ભેટી પડ્યા. બંને ખુશખુશાલ હતા. આનંદના આંસુ બંનેની આંખમાંથી વહી રહ્યાં હતા. પછી હનુમાનજીએ કહ્યું : ‘ભીમ, હું તારી શક્તિથી પ્રસન્ન થયો છું. હું તને વરદાન આપું છું. તારી ઈચ્છા હોય તે વર માગ.’ ભીમે કહ્યું : ‘જો આપ અમારી સાથે છો તો કૌરવો તો મૂઆ જ પડ્યા છે.’ હનુમાનજીએ કહ્યું : ‘વત્સ, તું ચિંતા ન કર. હું અર્જુનના ધ્વજમાં બિરાજીશ અને તમારા સૈનિકોને પ્રેરતો રહીશ. હવે તું આગળ વધી શકીશ. પણ તારો રસ્તો કઠિન છે. સાવધાન રહેજે. તને પુષ્પો તો મળી રહેશે.’ ભીમ આગળ વધ્યો અને દ્રૌપદીની ઈચ્છા મુજબનાં પુષ્પો લઈને પોતાની કુટિરમાં પાછો ફર્યો.

 

 

(રા.જ. ૯-૧૧(૩૭-૩૮)/૨૬૭-૬૮)

 

 

હનુમાન ચરિત્રને આદર્શ   :

 

અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે, જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી ! તેઓ પૂરેપૂરા ઇન્દ્રિયનિગ્રહી અને અદ્દભૂત બુદ્ધિ ધરાવતા હતા. અંગત એવાના આ મહાન આદર્શ અનુસાર તમારે તમારું જીવન ઘડવું જોઇશે. તે દ્વારા બીજા બધા આદર્શો ધીરે ધીરે જીવનમાં ઊતારી આવશે. સામો પ્રશ્ન કર્યા સિવાય ગુરુની આજ્ઞાનું પાલન અને સંપૂર્ણ બ્રહ્મચર્યસેવન, એ સફળતાનું રહસ્ય છે. હનુમાન એક બાજુએ જેમ સેવાના આદર્શના પ્રતિનિધિ છે, તેમ બીજી બાજુએ આખી દુનિયા પર ધાક બેસાડી દે તેવી સિંહ સમાન હિંમતના પ્રતિનિધિ છે. રામચંદ્રના હિત અર્થે પોતાની જિંદગીનો ભોગ આપી દેતાં તેમના મનમાં જરાય આંચકો લાગ્યો ન હતો. એવા સિવાય બીજી બધી બાબતો તરફ –વિશ્વના મહાન દેવો બ્રહ્મા અને શિવના પદની પ્રાપ્તિ પ્રત્યે પણ – તેઓ અત્યંત બેપરવા રહ્યા છે ! તેમના જીવનનું એકમાત્ર વ્રત છે રામની આજ્ઞાનું પાલન ! આવી ખરા હૃદયની ભક્તિ જોઈએ. કેવળ મૃદંગ અને કરતાલ બજાવીને અને કીર્તનોની ધૂનમાં નાચી નાચીને સમસ્ત પ્રજા અધોગતિએ પહોંચી ગઈ છે.

 

– સ્વામી વિવેકાનંદ

 

 

બ્લોગ લીંક : http: das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના દરેક પ્રતિભાવ આવકાર્ય છે, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

 

 

જાહેર અપીલ

APEAL

મદદ માટે એક બહેનની અપીલ !

 

પ્રિય મિત્રો,

 

અમો નથી જાણતા કે આપણા બ્લોગ દ્વારા કરવામાં આવેલ અમારી આ અપીલ નો પ્રતિભાવ આપ સર્વે તરફથી મળશે કે નહિ મળે ?  અથવા કેટલો અને કેવો મળશે ?  એટલું જ નહિ જે કાંઈ અમોએ  નમ્ર કોશિશ સૌ પ્રથમવાર ‘દાદીમા ની પોટલી’ બ્લોગ દ્વારા કરેલ છે, તે કેટલા અંશે આપ સર્વેને યોગ્ય લાગશે કે નહિ ? જે આપના સહકાર અને પ્રતિભાવ દ્વારા જ અમો જાણી શકીશું. અમારા તરફથી આ પ્રકારની જાહેર અપીલ કરવાની જે સમજ કે મદદ માટે અપીલ  કરવાના પ્રયાસમાંજો  કોઈ ક્ષતિ કે કમી રહી જણાય તો તે અમારી છે., અને તે માટે અમો દિલગીર છીએ અને આપ સર્વેની તે બદલ માફી ઈચ્છીએ છીએ.

 

આ સાથે અમારા બ્લોગ મિત્ર શ્રી વિનોદભાઈ માછી કે જેમના ધાર્મિક લેખો પેપરોમાં અવારનવાર આપે માણ્યા હશે એટલું જ નહિ અહીં આપણા બ્લોગોમાં પણ આપણે માણીએ છીએ. તેમના દ્વારા આજે એક વિનંતી કરેલી હોવાથી આપની સમક્ષ એમનો પત્ર રજુ કરું છું. જે કોઈ ભાઈ/બહેનને તે યોગ્ય લાગે અને મદદ કરવા ઈચ્છાતા હોય તો તેઓ શ્રી વિનોદભાઈ માછીનો સીધો સંપર્ક કરવા વિનંતી છે. અહીં અપીલ ના પત્ર સાથે વિનોદભાઈ ના મોબાઈલ કોન્ટેક્ટ નંબર તેમજ પડિત દીકરીના કુટુબના સંપર્કની વિગત પણ આપ સર્વેની જાણ માટે અપીલના પત્ર સાથે આપેલ છે.

 

આશા રાખીએ છીએ કે આપનો ઉદાર હાથ આગળ આવી અને લંબાવશો.

 

જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા શૂર
નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર!

 

મારા જ એક ગુરૂ ભાઇ મારા ગામથી ૧૬ કિ.મી. દૂર રહેતા સ્વ.દાદુભાઇ કે જેમનું દોઢ વર્ષ ૫હેલાં હ્દય રોગના હુમલામાં અવસાન થયેલ છે.નિરંકારી મિશનના લાખો સંતો ભક્તો પૈકીના એક જેમને હું છેલ્લા ૨૮ વર્ષથી ઓળખતો હતો તેમની એક લાડકી દિકરી નામે સુમિત્રાબેન (ઉંમરઃ૩૫ વર્ષ) ને તેમના પિતાએ હોમિયોપેથીક Doctor (D.H.M.S.) સાથે ૫રણાવી ૫ણ ર્ડાકટર સાહેબ સંતના સંસ્કારી .. ગુણીયલ.. ભણેલ.. ગણેલ સંતાનની કદરના કરી શક્યા અને બે વર્ષના દામ્પત્ય જીવન બાદ એક સંતાન (બેબી)ને જન્મ આપી કોઇપણ જાતનું વળતર આપ્‍યા વિના આ દિકરી સુમિત્રાને તેમની બેબી સાથે છુટાછેડા આપી દીધા. દિકરી ૦૫ વર્ષની થાય ત્યાર ૫હેલાં પિતાએ વિચાર્યું કે મારા મૃત્યુ બાદ મારી દિકરી સુમિત્રાનું શું ? આવા વિચારે અન્ય એક પાત્ર કે જે પણ છુટાછેડા વાળો હતો તેના હાથમાં હાથ આપી દીધો અને લગ્નના પહેલા દિવસે જ તેનું પોત પ્રકાશ્યું કે તે તો દારૂડીયો છે જેથી સુમિત્રાબેન પુનઃલગ્નના બીજા દિવસે જ પિતાના ઘેર આવી ગઇ.સુમિત્રાએ વિચાર્યુ કે બે પતિ કરવા છતાં સંસારનું સુખ ના મળ્યું હવે બાકીનું જીવન એકમાત્ર સંતાન દિકરીના ઉછેર માટે બલીદાન કરી દીધું.હાલમાં આ દિકરી ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે.

 
વિધિની વક્રતા તો જુઓ સુમિત્રાના સ્વ.દાદુભાઇ ૬૦ વર્ષની ઉંમરે રેલ્વે (અમદાવાદ)માં વર્ગ-૪ના કર્મચારીમાંથી નિવૃત થઇ પોતાના વતનમાં એક મકાન બનાવે છે.ત્યાર બાદ ૬૨ વર્ષની ઉમરે એક ગંભીર પ્રકારની માંદગીમાં ૫ટકાયા અને તેમની સારવાર માટે સવા બે લાખ ખર્ચ થયો અને દોઢ વર્ષ ૫હેલાં અવસાન પામ્યા.પાછળ મુકી ગયા એક પૂત્ર (જે ખેત મજૂરી તથા લોટ દળવાની ઘંટીનો વ્યવસાય કરે છે) અને પૂત્રી સુમિત્રા.

 
ભલું થજો એક ભક્તનું કે જે અમદાવાદના વતની અને હાલમાં અમેરીકામાં સ્થાઇ થયેલ છે કે તેમને સ્વ.દાદુભાઇ સાથે ગાઢ સં૫ર્ક અને વર્ષો સાથે બેસી સત્સંગ ભજનની મઝા માણી હતી તેમને દાદુભાઇની સારવાર માટે એક લાખ રૂપિયાની મદદ કરી આમ હોવા છતાં ચિ.સુમિત્રાના માથે એક લાખ રૂપિયાનું દેવું મુકીને અવસાન પામ્યા.હવે બહેન સુમિત્રા ત્રીજું લગ્ન કરવા તૈયાર ન હતી તેમની ચિન્તા લઇ પિતા દેવલોક પામ્યા.

 
હાલ સુમિત્રા ગામમાં જ આગણવાળીના કાર્યકર તરીકે ફરજ બજાવે છે તેમને દર મહીને રૂ.૪૨૦૦/- ૫ગાર મળે છે.જે માતા દિકરીના ભરણપોષણ/અભ્યાસ માટે પુરતું નથી.તેમના રહેવા માટે પોતાનું ઘર પણ નથી.મારા ઘર જેવા સબંધો અને અમારા બંન્નેના સદગુરૂ એક જ હોવાથી અવારનવાર સત્સંગ કાર્યક્રમોમાં મુલાકાત થાય છે.બાળકીના અભ્યાસ માટે ધોરણ-૯ની ફી તથા સ્કૂલમાંથી જતા પ્રવાસનો ખર્ચ ગયા વર્ષે મે ઉપાડ્યો હતો અને ચાલુ વર્ષે પણ મદદ કરવાની વારંવાર વિનંતી કરવા છતાં ફક્ત મા-દિકરીના કપડાં માટેની જ સેવા સ્વીકારેલ છે.પોતાના ભાઇના સહારે છે પણ..જે પોતાનો ૫તિ જ પોતાનો ના થયો કે સેવા કરી ન શક્યો તે અભાગી કેટલો સમય ભાભીના સહારે જીવે.સુમિત્રાના ખભે પૂત્રીના ભણવાનો તથા પૂત્રીના ભાવિ લગ્નનો બોઝો છે.

 
આપણે આ સુમિત્રાની કહાની વાંચી કોઇ સેવાભાવી સંસ્થા/વ્યક્તિના માધ્યમથી સેવા કરી શકીએ તો એક કન્યાદાન જેટલા પુણ્યના ભાગીદાર બની શકીએ તેમ છીએ.

 
આપ/કોઇ અન્ય આપના મિત્ર કે પાડોશી / કે સંસ્થા કોઇ પણ સેવા કરવા ઇચ્છતા હો અને આપને જરૂરી લાગે તો સુમિત્રાબેન સાથે નીચે દર્શાવેલ  ફોન પર સંપર્ક કરી શકો છો.  આ માટે જરૂર  જણાય  તો અમારો સંદર્ભ આપવો.

 
સુમિત્રાબેનએ દુઃખ વેઠીને તેમની ભત્રીજી કે જે ભણવામાં હોશિયાર હોઇ તેને B.C.A. Bachelor of Computor Applicationમાં પ્રવેશ મેળવેલ છે.જેના અભ્યાસ માટે વાર્ષિક ૫૪૦૦૦ ફી ભરવાની થાય છે.તેના વાલી તમામ ખર્ચ ઉપાડી શકે તેવી પરીસ્થિતિમાં ન હોઇ કદાચ અધવચ્ચે અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ છે.

 

 

મારી વિનંતીને માન આપીને અમેરિકાના રહેવાસી અને “સુરતી ઉંધિયુ” બ્લોગ ચલાવતા માનનીય શ્રી વિપુલભાઇ દેસાઇ સાહેબે (+૧૭૩૨૬૪૦૦૩૪૨) પોતાનાથી બનતી રૂ.૬૦૦૦ની મદદ મોકલી આપેલ છે તથા પોતાના બ્લોગના માધ્યમથી આ દિકરી તથા ત્યક્તાને મદદ કરવા જાહેર અપીલ કરેલ છે. જેનો કોઇ હજુ પ્રતિસાદ મળેલ નથી.આપ સાથે કોઇ ઘનિષ્‍ટ સબંધ/મિત્રતા ન હોવા છતાં આપના બ્લોગ દાદી મા ની પોટલી ૫ર મારા કેટલાક સંકલિત લેખો આપ મુકો છે તે સબંધે એક દુઃખીયારીની આપવિતી રજૂ કરૂ છું જે યોગ્ય લાગે તો…સેવાભાવી વ્યક્તિઓ, દાનવીરો, સેવાભાવી સંસ્થા મદદ માટે આગળ આવશો અથવા મદદ માટે આપના બ્લોગના માધ્યમથી અપીલ જો યોગ્ય લાગે તો કરશો તેવી આપના શ્રીચરણોમાં વિનંતી કરૂં છું.

 

નામઃ સુમિત્રાબેન દાદુભાઇ ૫રમાર
ગામઃછક્કડીયા, તા.ગોધરા,જી.પંચમહાલ ફોનઃ ૯૭૧૪૫૦૦૦૮૨ (મોબાઇલ)

 
અન્ય મારા લાયક સેવા હોય તો જણાવશો…

સંતચરણ રજ,
વિનોદભાઇ માછી (નિરંકારી)ના સપ્રેમ જયશ્રી કૃષ્‍ણ…!
૯૭૨૬૧૬૬૦૭૫ (મોબાઇલ)
[email protected]

(૧) અહંકારનું દાન … તેમજ અન્ય લઘુકથાઓ …

(૧) અહંકારનું દાન …

 

 Buddha

ભગવાન બુધ્ધ મગધની રાજધાનીમાં આવ્યા અને એક વૃક્ષની નીચે બેસીને તમામ ભેંટ સ્વીકારવા લાગ્યા.  સમ્રાટ બિંબસાર ૫ણ ત્યાં ૫ધાર્યા અને તેમને હાથી.. ઘોડા.. જમીન.. મહેલ અને અનેક કિંમતી ચીજવસ્તુઓની ભેંટ ધરી.  શેઠ અને શાહુકારોએ ઘણાં જ કિંમતી ઝવેરાત ભેંટમાં આપ્‍યાં, તે સમયે એક વૃધ્ધ મહિલા અડધું ફળ લઇને ત્યાં પહોચી અને બોલી કે, ભગવાન.. !  મારી પાસે આપશ્રીને અર્પણ કરવા લાયક કશું જ નથી.  જ્યારે મને ખબર ૫ડી કે આપ અમારા નગરમાં ૫ધાર્યા છો તે સમયે હું આ ફળનો અડધો ભાગ ખાઇ ચુકી હતી.  ફક્ત આ અડધું ફળ જ આપના શ્રીચરણોમાં અર્પણ કરવા ઇચ્છું છું.  કૃપા કરીને તેને ગ્રહણ કરવાની કૃપા કરો.

 

આટલી વૃધ્ધાની વાત સાંભળતાં જ ભગવાન બુધ્ધ આસન ઉ૫રથી નીચે ઉતર્યા અને પોતાના બન્ને હાથો ફેલાવી વૃધ્ધ મહિલાના અડધા એંઠા ફળનો સ્વીકાર કર્યો.  આ જોઇને ત્યાં ઉ૫સ્થિત લોકો અને રાજાને ઘણી જ નવાઇ લાગી.  મગધના સમ્રાટે આનું રહસ્ય પૂછ્યું તો ભગવાન બુધ્ધે કહ્યું :  તમામે પોતાની બહુમૂલ્ય સંપત્તિનો કંઇક અંશ જ મને દાનમાં આપ્યો છે અને તેમનામાં દાન આપવાનો અહંકાર ૫ણ છે, જ્યારે આ વૃધ્ધ મહિલાએ પોતાનું સર્વસ્વ મને અર્પણ કર્યું છે, તેમ છતાં તેમના ચહેરા ઉ૫ર કેટલી કરૂણા અને નમ્રતા છે..

 

આવો જવાબ સાંભળીને તમામનું મસ્તક શરમથી ઝુકી ગયું અને ત્યારે તમામની સમજમાં આવ્યું કે ભગવાન બુધ્ધની દ્રષ્ટ્રિ કેટલી ઉંડી અને ગરીબોની વચ્ચે ૫ણ તેઓ કેટલા લોકપ્રિય છે.

 

 

 

(૨) પ્રેમથી જ તમામ સમસ્યાઓનું સમાધાન …

 

 

પ્રેમથી જ તમામ સમસ્યાઓનું નિરાકરણ થઇ શકે છે.  એક રાજાએ એકવાર એવા લોકોને ભોજન માટે આમંત્રિત કર્યા કે જેઓનામાં અંદરો અંદર પ્રેમભાવ ન હતો તથા ભક્તોને ૫ણ આમંત્રિત કર્યા.  તમામના હાથો ઉ૫ર ખપાટીયા (કે જેનાથી કોણીએથી હાથ વળે નહી) બાંધીને સામ સામે લાઇનોમાં બેસાડી દીધા અને તેઓની વચ્ચે ખીર..  હલવો.. વગેરે મિષ્ટાબન મુકીને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરી.  તમામ ખુબ જ હેરાન પરેશાન થઇ ગયા.. ૫રસેવે રેઝબેઝ થઇ ગયા કે કેમ કરીને ભોજન લેવું.. !  થાળી સુધી હાથ જાય છે ૫ણ હાથ વળતા નથી તો કોળીયો (ગ્રાસ) કેવી રીતે મુખમાં જાય.. ?   અંદરો અંદર એકબીજાને ટકોરવા લાગ્યા અને આમ સમય ૫સાર થઇ ગયો.  બીજી તરફ ભક્તજનો બેઠા હતા.  તેમના માટે ૫ણ આ જ શરત હતી.  ભક્તોના હાથે ૫ણ ખપાટીયા બાંધ્યા હતા, પરંતુ ભક્તોનું જીવન એવું બન્યું હતું કે તે નિરંતર ભોજન લેતાં ૫હેલાં બીજાને ખવડાવતા હતા.  ભલે થાળીમાંથી હાથ મુખ ઉ૫ર ના જાય પરંતુ સામે બેઠેલા ભક્તના મુખ સુધી તો જાય છે ને.. !   આમ, એકબીજાને ભોજન ખવડાવી ભોજનનો સ્વાદ માણ્યો. ભોજનનો આનંદ ૫ણ મળ્યો અને રાજાની શરત ૫ણ પુરી થઇ.

 

કહેવાનો ભાવ એ છે કે સાચા અર્થમાં તેનું જ કાર્ય સાચું કાર્ય બની શકે છે કે જે નિરંતર આવું પ્રેમભર્યું જીવન જીવે છે, જેના મનમાં આવી ઉંચી ભાવનાઓ હોય છે તે બીજાને ખવડાવીને ખુશ થાય છે..  બીજાને માન આપી પ્રસન્ન રહે છે અને વિચારે છે કે અન્યને માન મળ્યું સમજો મને જ માન મળી રહ્યું છે..  મારૂં જ ભલું થઇ રહ્યું છે.  ભક્તની આવી વિચારસરણી..  ભક્તની આવી જ ભાવના જ ભક્તને ઉંચો બનાવે છે અને આ જ ભક્તની સાચી ઓળખાણ છે…

 

 

(ગુરૂદેવ હરદેવસિંહજી મહારાજ નિરંકારી બાબાના પ્રવચનમાંથી સાભાર…)

 

 

(૩) સ મ ય ની કિં મ ત …

 

 

એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ૫હારમાં આપી દીધો.  આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું, તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો.  ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો.  એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી ૫સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં લુહાર અમીર બની ગયો હશે, પરંતુ રાજાને લુહારની હાલત ૫હેલાંના જેવી જ જોઇને ઘણી જ નવાઇ લાગી.  તમામ હકીકતથી વાકેફ થયા બાદ રાજાએ લુહારને પૂછ્યું કે ચંદનના લાકડાનો કોઇ ટુકડો તારી પાસે બચ્યો છે ..?   ત્યારે લુહારે કહ્યું કે મહારાજ .. !   મારી કુહાડીનો હાથો જ બચ્યો છે.   બાદશાહે તેને ચંદનના વહેપારી પાસે મોકલ્યો.  લુહારને આ નાનકડા ચંદનના ટુકડાના ઘણા પૈસા મળ્યા.  તે પસ્તાવાથી ઘણું જ રડવા લાગ્યો.  તેને બાદશાહને આવો બીજો બગીચો ઉ૫હારના રૂ૫માં આપવા વિનંતી કરી, ત્યારે રાજાએ જવાબ આપ્યો કે આવો ઉ૫હાર વારંવાર મળતો નથી.

 

આપણા બધાનું જીવન આ લુહારના જેવું જ છે.  આપણને માનવ જીવનના મૂલ્યની ખબર ત્યારે જ ૫ડે છે કે જ્યારે જીંદગીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હોય છે અને ત્યારે આપણે  પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે : હે પ્રભુ .. !    થોડો વધુ સમય મને આપો, પરંતુ ત્યારે સમય મળી શકવો સંભવ હોતો નથી.

 

 

સંકલનઃ (વિનોદભાઇ મંગળભાઇ માછી “નિરંકારી”)

નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ……….
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
E-mail:[email protected]

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

આજની ત્રણ પ્રેરક વાતોની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો – શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી)ના અંતરપૂર્વકથી આભારી છીએ …

 

પોસ્ટ પરના આપના પ્રતિભાવ સદા અમોને પ્રેરણાદાયી બની રહેશે ….

મનુષ્‍ય ન ઇચ્છતો હોવા છતાં પાપનું આચરણ કેમ કરે છે ? …

મનુષ્‍ય ન ઇચ્છતો હોવા છતાં

પાપનું આચરણ કેમ કરે છે ?

 

00p[1]

      

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્‍ણને પ્રશ્ન પૂછે છે કે – મનુષ્‍ય ન ઇચ્છતો હોવા છતાં જબરજસ્તીથી જોડાયેલા હોય તેમ કોનાથી પ્રેરાઇને પાપનું આચરણ કરે છે ? (ગીતાઃ૩/૩૬)

 

 

વિચારવાન પુરૂષ પા૫ કરવા ઇચ્છતો નથી કેમ કે – પાપનું પરિણામ દુઃખ હોય છે અને દુઃખને કોઇપણ મનુષ્‍ય ઇચ્છતો નથી,પરંતુ હૈયામાં સાંસારીક ભોગ અને સંગ્રહની ઇચ્છા જ તમામ પાપોનું મૂળ છે.પાપવૃત્તિના ઉત્પન્ન થવાથી વિચારશીલ પુરૂષ તે પાપને જાણતો હોવાથી તેનાથી દુર રહેવા ઇચ્છે છે, છતાં ૫ણ તે એ પાપમાં એવી રીતે લાગી જાય છે કે જેવી રીતે કોઇ તેને પાપમાં જોડી રહ્યું હોય! આથી એવું જણાય છે કેઃ પાપમાં લગાવવાવાળું કોઇ બળવાન કારણ છે.

 

 

દુર્યોધને કહ્યું છે કેઃ !! જાનામિ ધર્મ ન ચ મેવ પ્રવૃત્તિ,જાનામિ અધર્મ ન ચ મેવ નિવૃત્તિ !!

 

 

અર્થાત : 

 

હું ધર્મને સારી રીતે જાણું છું પરંતુ તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી અને અધર્મને ૫ણ જાણું છું પરંતુ તેનાથી મારી નિવૃત્તિ થતી નથી.મારા હ્રદયમાં રહેલો કોઇ દેવ જ છે કે જે મારી પાસે આવું કરાવડાવે છે,તેવું જ હું કરૂં છું. (ગર્ગસંહિતા અશ્વમેઘઃ૫૦/૩૬)

 

 

દુર્યોધન દ્વારા કહેવાયેલો એ દેવ વસ્તુતઃ કામ એટલે કે સુખભોગ અને સંગ્રહની કામના છે. જેનાથી મનુષ્‍ય વિચારપૂર્વક જાણતો હોવા છતાં ૫ણ ધર્મનું પાલન અને અધર્મનો ત્યાગ કરી શકતો નથી.અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય એ છે કેઃ અશ્રધ્ધા..અસૂયા..દુષ્‍ટ ચિત્તતા..મુઢતા..પ્રકૃતિ (સ્વભાવ)ની પરવશતા..રાગ..દ્રેષ..સ્વધર્મમાં અરૂચિ અને ૫રધર્મમાં રૂચિ…આ પૈકી ક્યું કારણ છે કે જેના લીધે મનુષ્‍ય વિચારપૂર્વક ન ઇચ્છતો હોવા છતાં ૫ણ પાપમાં પ્રવૃત થાય છે..?

 

 

અર્જુનના આ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન કહે છે કેઃ રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ જ ક્રોધ છે,એ બહુ જ ખાવાવાળો અને મહાપાપી છે,એ વિષયમાં તું એને જ વૈરી જાણ..(ગીતાઃ૩/૩૭)

 

 

       સાંસારીક પદાર્થોને સુખદાયી માનવાથી રાગ ઉત્પન્ન થાય છે,જેનાથી અંતઃકરણમાં તેનું મહત્વ દ્રઢ થઇ જાય છે,પછી એ જ પદાર્થોનો સંગ્રહ કરવાનો અને એના વડે સુખ લેવાની કામના ઉત્પન્ન થાય છે. ફરી કામનાથી પદાર્થોમાં રાગ વધે છે.આ ક્રમ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી પાપકર્મોથી સર્વથા નિવૃત્તિ થતી નથી.

 

 

મારૂં મનગમતું થાઓ..આ જ કામના છે.ઉત્પત્તિ વિનાશશીલ જડ પદાર્થોના સંગ્રહની ઇચ્છા.. સંયોગજન્ય સુખની ઇચ્છા..સુખની આસક્તિ..આ બધા કામ ના જ રૂ૫ છે.પાપ કર્મ ક્યાંક ક્રોધ ને વશીભૂત થઇને કરવામાં આવેલું દેખાય છે.બન્નેથી અલગ અલગ પાપો થાય છે.વાસ્તવમાં કામ એટલે કેઃ ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોની કામના..પ્રિતિ અને આકર્ષણ જ તમામ પાપોનું મૂળ છે.કામનાની પૂર્તિ થતાં લોભ ઉત્પન્ન થાય છે. જિમિ પ્રતિ લાભ લોભ અધિકાઇ” (રામચરીત માનસઃ૧/૧૮૦) અને કામનામાં વિઘ્ન પહોંચતાં વિઘ્ન પહોચાડનાર ઉપર ક્રોધ” ઉત્પન્ન થાય છે.જો વિઘ્ન પહોચાડવાવાળો પોતાથી અધિક બળવાન હોય તો ક્રોધ ઉત્પન્ન ન થતાં ભય” ઉત્પન્ન થાય છે.

 

 

પોતાની પાસે સામથ્ય ન હોય અને યોગ્યતા ન હોય તેવા સુખની અપેક્ષા રાખવી એ જ કામ છે. કામ બહુ ખાઉંધરો છે.ભગવાન કહે છે કેઃતૂં પાપથી ડરે છે,પણ પા૫ તારામાં ઘુસી ગયું છે.કયુ પા૫..? તું બુધ્ધિ પોતાની છે તેમ સમજ્યો આ પહેલું પા૫.બુધ્ધિ તારા મનને આધિન થઇ એ બીજું પાપ..મનને ઇન્દ્રિયો ખેંચવા લાગી એ ત્રીજું પાપ અને ચૈતન્યરૂ૫ ઇન્દ્રિયોને જડ વિષયો ખેંચે આ ચોથું પાપ..

 

 

કામના તમામ પાપો..સંતાપો..દુઃખો વગેરેની જડ છે.કામનાવાળી વ્યક્તિને જાગૃતમાં સુખ મળવાનું તો દૂર રહ્યું..સ્વપ્‍નમાં ૫ણ ક્યારેય સુખ મળતું નથી. કામ અછત સુખ સપનેહું નાહિ” (રામાયણઃ૭-૯૦-૧) જે ઇચ્છે છે તે ના થાય અને જે નથી ઇચ્છતા તે થઇ જાય એને દુઃખ કહે છે.નાશવાન પદાર્થોની ઇચ્છા જ કામના કહેવાય છે.પરમાત્મા પ્રાપ્‍તિની ઇચ્છા વાસ્તવમાં જીવનની વાસ્તવિક આવશ્યકતા(ભૂખ) છે. જીવને આવશ્યકતા તો પરમાત્માની છે,પરંતુ વિવેક દબાઇ જતાં તે નાશવાન પદાર્થોની કામના કરવા લાગે છે.. તો પછી કામના વિના સંસારનું કાર્ય કેવી રીતે ચાલશે..? કામનાનો સબંધ ફળ (પદાર્થ..પરિસ્થિતિ..વગેરે) ની પ્રાપ્‍તિની સાથે છે જ નહી..! જે વસ્તુ કર્મને આધિન છે તે કામના કરવાથી કેવી રીતે પ્રાપ્‍ત થઇ શકશે.? સંસારમાં જોઇએ જ છીએ કેઃ ધનની કામના કરવા છતાં ૫ણ લોકોની દરિદ્રતા મટતી નથી. જીવનમુક્ત મહાપુરૂષો સિવાય બાકીની બધી જ વ્યક્તિઓ જીવવાની કામના રાખતી રહીને જ મરે છે.કામના કરો કે ના કરો જે ફળ મળવાવાળું છે તે તો મળશે જ..

 

 

કામના તાત્કાલિક સુખની પણ હોય છે અને ભાવિ સુખની પણ હોય છે.ભોગ અને સંગ્રહની ઇચ્છા એ તાત્કાલિક સુખની કામના છે અને કર્મફળ પ્રાપ્‍તિની ઇચ્છા એ ભાવિ સુખની કામના છે.આ બન્નેય કામનાઓ માં દુઃખ જ દુઃખ છે.

 

 

કર્મ અને વિકર્મ (નિષિધ્ધ કર્મ) – બન્નેય કામનાના કારણે થાય છે. કામનાના કારણે “કર્મો” થાય છે અને કામનાના અધિક વધવાથી “વિકર્મો” થાય છે.કામનાના  કારણે જ અસત્ માં આસક્તિ દ્રઢ થાય છે. કામનાઓની પૂર્તિ સંસારમાં આજ સુધી કોઇની થઇ નથી.આપણી તો વાત જ શું ભગવાનના બાપ (દશરથ રાજા)ની ૫ણ કામના પૂરી નથી થઇ..!! આથી કામનાઓની પૂર્તિ થવી અસંભવ છે પરંતુ કામનાઓનો ત્યાગ કરવો અસંભવ નથી..

 

 

કામનાઓના ચાર ભેદ છેઃ

 

 

(૧)    શરીર નિર્વાહ માત્રની આવશ્યક કામનાઓને પુરી કરી દેવી..એવી કામનામાં ચાર વાતોનું હોવું     આવશ્યક છે.

 

 

* જે કામના વર્તમાનમાં ઉત્પન્ન થઇ હોય, જેમ કેઃભૂખ લાગતાં ભોજનની કામના..

 

* જેની પૂર્તિની સાધન સામગ્રી વર્તમાનમાં ઉ૫લબ્ધ હોય..

 

* જેની પૂર્તિ કર્યા વિના જીવિત રહેવું સંભવ ન હોય..

 

* જેની પૂર્તિથી પોતાનું તથા બીજાઓનું કોઇનું ૫ણ અહિત ન થતું હોય..

 

 

(ર)    જે કામના વ્યક્તિગત તેમજ ન્યાયયુક્ત હોય અને જેને પુરી કરવાનું આપણા સામથ્યની બહાર     હોય તેને ભગવાનને અર્પણ કરીને દૂર કરવી..

 

 

(૩)    બીજાઓની તે કામના પુરી કરી દેવી જે ન્યાયયુક્ત અને હિતકારી હોય તથા જેને પુરી કરવાનું     સામથ્ય આપણામાં હોય..

 

 

(૪)    ઉ૫રોક્ત ત્રણે પ્રકારની કામનાઓ સિવાયની બીજી બધી કામનાઓને વિચાર દ્વારા દૂર કરી દેવી..

 

 

કોઇ વૈરી એવો હોય છે જે ભેટ પૂજા અથવા અનુનય વિનયથી શાંત થઇ જાય,પરંતુ આ કામ એવો વૈરી છે જે કશાયથી શાંત થતો નથી..

 

 

બુઝે ન કામ અગ્નિ તુલસી કહું વિષયભોગ બહું ઘી તે” (વિનયપત્રિકાઃ૧૯૮)

 

 

જેવી રીતે ધન મળતાં ધનની કામના વધતી જ જાય છે,તેવી જ રીતે જેમ જેમ ભોગ મળતા જાય છે તેમ તેમ કામના  વધતી જ જાય છે.કામના જ તમામ પાપોનું કારણ છે.ચોરી,લૂંટ,હિંસા..વગેરે તમામ પાપો કામનાથી જ થાય છે.કામના ઉત્પન્ન થતાં જ મનુષ્‍ય પોતાના કર્તવ્યથી,પોતાના સ્વરૂ૫થી અને પોતાના ઇષ્‍ટ(ભગવાન)થી વિમુખ થઇ જાય છે અને નાશવાન સંસારની સન્મુખ થઇ જાય છે.નાશવાનના સન્મુખ થવાથી પાપો થાય છે અને પાપોના ફળ સ્વરૂપે નરકોની તથા નીચ યોનિયોની પ્રાપ્‍તિ થાય છે.સંયોગજન્ય સુખની કામનાથી સંસાર સત્ય પ્રતિત થાય છે.વાસ્તવિક તત્વથી વિમુખ થયા વિના કોઇ સાંસારીક ભોગ ભોગવી જ શકતો નથી અને રાગપૂર્વક સાંસારીક ભોગ ભોગવવાથી મનુષ્‍ય પરમાત્માથી વિમુખ થઇ જ જાય છે.ભોગબુધ્ધિથી સાંસારીક ભોગ ભોગવવાવાળો પુરૂષ પોતાનું તો પતન કરે છે.ભોગ્ય વસ્તુઓનો દુર ઉ૫યોગ કરીને તેમનો નાશ કરે છે.

 

 

કામનાને નષ્‍ટ કરવાનો મુખ્ય અને સરળ ઉપાય છેઃ બીજાઓની સેવા કરવી, તેમને સુખ પહોંચાડવું. અહંતા (પોતાને શરીર માનવું),મમતા (શરીર..વગેરે પદાર્થોને પોતાના માનવા) અને કામના(અમુક વસ્તુઓ મને જાય તેવો ભાવ) – આ ત્રણેયથી જીવ સંસારમાં બંધાય છે..આ પાપ છે– એવું જાણવા છતાં ૫ણ મનુષ્‍ય પાપમાં પ્રવૃત થાય છે..તો આ જાણકારીનો પ્રભાવ આચરણમાં ન આવવાનું કારણ શું ? તેનું વિવેચન કરતાં ભગવાન કહે છે કેઃ

 

 

જેવી રીતે ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઇ જાય છે તથા જેવી રીતે ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેવી જ રીતે કામના દ્વારા આ જ્ઞાન(વિવેક) ઢંકાયેલું રહે છે.” (ગીતાઃ૩/૩૮)

 

 

વિવેક બુધ્ધિમાં પ્રગટ થાય છે.  બુધ્ધિ ત્રણ પ્રકારની હોય  છેઃ સાત્વિક,રાજસી અને તામસી..

 

 

સાત્વિક બુધ્ધિમાં કર્તવ્ય-અકર્તવ્યનું પુરેપુરૂં જ્ઞાન હોય છે..

 

રાજસી બુધ્ધિમાં કર્તવ્ય-અકર્તવ્યનું પુરેપુરૂં જ્ઞાન હોતું નથી.. અને

 

તામસી બુધ્ધિમાં સર્વ વસ્તુઓનું વિ૫રીત જ્ઞાન હોય છે..

 

 

કામના ઉત્પન્ન થતાં સાત્વિક બુધ્ધિ ૫ણ ધુમાડાથી અગ્નિની જેમ ઢંકાઇ જાય છે,પછી રાજસી અને તામસી બુધ્ધિનું તો કહેવું જ શું..? કામના વધતાં પારમાર્થિક માર્ગમાં અંધારૂ થઇ જાય છે.ઉત્પત્તિ વિનાશશીલ જડ વસ્તુઓમાં પ્રીતિ..મહત્તા..સુખરૂ૫તા..સુંદરતા..વિશેષતા..વગેરે દેખાવાના કારણે જ તેમની કામના પેદા થાય છે.આ કામના જ મૂળમાં વિવેકને ઢાંકવાવાળી છે.અન્ય શરીરોની તુલનામાં મનુષ્‍ય શરીરમાં વિવેક વિશેષરૂ૫થી પ્રગટ છે.જડ પદાર્થોની કામનાના કારણે તે વિવેક કામ કરતો નથી.કામના ઉત્‍પન્ન થતાં જ વિવેક ધુંધળો થઇ જાય છે.

 

 

કામનાને નષ્‍ટ કરવાનો સરળ ઉપાય એ છે કેઃ કામના ઉત્પન્ન થતાં જ વિચાર કરવો કે આપણે જે વસ્તુની કામના કરીએ છીએ તે વસ્તુ આપણી સાથે હંમેશાં રહેવાવાળી નથી.તે વસ્તુ પહેલાં ૫ણ આપણી પાસે ન હતી અને પછી પણ આપણી સાથે નહી રહે તથા વચમાં ૫ણ તે વસ્તુનો આપણાથી નિરંતર વિયોગ થઇ રહ્યો છે.આવો વિચાર કરવાથી કામના રહેતી નથી.જેવી રીતે મેલના ઢંકાઇ જવાથી દર્પણમાં પ્રતિબિંબ દેખાવાનું બંધ થઇ જાય છે તેવી જ રીતે કામનાનો વેગ વધતાં કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન રહેતું નથી.દર્પણ ઉપર મેલ ઢંકાઇ જવાથી પ્રતિબિંબ તો નથી દેખાતું,પરંતુ આ દર્પણ છે એવું જ્ઞાન તો રહે છે, પરંતુ જેમ ઓરથી ઢંકાયેલ ગર્ભને એ ખબર પડતી જ નથી કે છોકરી છે કે છોકરો..? તેમ કામનાની તૃતિયાવસ્થામાં કર્તવ્ય-અકર્તવ્યની ખબર જ પડતી નથી,એટલે કેઃવિવેક પુરી રીતે ઢંકાઇ જાય છે.વિવેક ઢંકાઇ જવાથી કામનાનો વેધ વધતો જાય છે.

 

 

શાસ્ત્રો અનુસાર પરમાત્માની પ્રાપ્‍તિમાં ત્રણ દોષ બાધક છેઃ મળ.. વિક્ષેપ અને આવરણ. આ દોષો અસત્ (સંસાર)ના સબંધથી જ ઉત્પન્ન થાય છે.અસત્ નો સબંધ કામનાથી થાય છે.આથી મૂળ દોષ કામનાનો જ છે.કામનાનો નાશ થતાં જ અસત્ સાથે સબંધ વિચ્છેદ થઇ જાય છે અને વિવેક પ્રગટ થઇ જાય છે.

 

 

ભગવાન કહે છે કેઃ આ અગ્નિની સમાન કદી તૃપ્‍ત ન થવાવાળો અવિવેકીઓના નિત્ય વૈરી આ કામ દ્વારા મનુષ્‍યનો વિવેક ઢંકાયેલો છે..  (ગીતાઃ૩/૩૯) જેવી રીતે અગ્નિમાં અનુકૂળ આહૂતિ આપતા રહેવાથી અગ્નિ ક્યારેય તૃપ્‍ત થતો નથી ઉલ્ટાનો વધતો જ જાય છે તેવી જ રીતે કામનાને અનુકૂળ ભોગ ભોગવતા રહેવાથી કામના ક્યારેય તૃપ્‍ત થતી નથી,ઉલ્ટાની વધતી જ રહે છે.ભોગ અને સંગ્રહની કામના ક્યારેય પુરી થતી નથી.જેટલા ૫ણ ભોગ અને પદાર્થો મળતા રહે છે તેટલી જ તેમની ભૂખ વધે છે,કારણ કેઃ કામના જડની હોય છે એટલા માટે જડના સબંધથી તે ક્યારેય દૂર થતી જ નથી.

 

 

સંતવાણી કહે છે કેઃ

 

 

કોટિ અરબ ખરબ અસંખ્ય,પૃથ્વીપતિ હોનકી ચાહ જગેગીં, 

સ્વર્ગ પાતાલકો રાજ કરૌ,તૃષ્‍ણા અધકો અતિ આગ લગેગી, 

સુંદર એક સંતોષ બિના શઠ,તેરી તો ભૂખ કભી ન ભગૈગી…

 

 

જેટલું ધન મળે છે તેટલી જ દરીદ્રતા (ધનની ભૂખ) વધે છે.વાસ્તવમાં દરીદ્રતા તેની જ દૂર થાય છે જેને ધનની ભૂખ નથી.

 

 

ચાહ ગઇ ચિન્તા મિટી મનુઆ બેપરવાહ, જિનકો કછું ન ચાહિએ સો શાહન કા સાહું..

 

 

વાસ્તવમાં ધન એટલું બાધક નથી,જેટલી બાધક તેની કામના છે.જડના સબંધથી થવાવાળી સુખની ઇચ્છાને કામ કહે છે. અપ્રાપ્‍તને પ્રાપ્‍ત કરવાની ઇચ્છાએ કામના છે.અંતઃકરણમાં જે અનેક સુક્ષ્‍મ કામનાઓ દબાયેલી રહે છે તેને વાસના કહે છે.વસ્તુઓની આવશ્યકતા પ્રતિત થવી એ સ્પૃહા છે.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતી દેખાવી એ આસક્તિ છે.વસ્તુ મળવાની સંભાવના રાખવી એ આશા છે અને અધિક વસ્તુ મળી જાય એ લોભ કે તૃષ્‍ણા છે.વસ્તુની ઇચ્છા અધિક વધવાથી યાચના થાય છે.આ બધા કામ ના જ રૂ૫ છે.કોઇપણ શત્રુનો નાશ કરવા માટે તેના રહેવાના સ્થાનોની જાણકારી હોવી આવશ્યક છે,એટલા માટે ભગવાન જ્ઞાનીઓના નિત્ય વૈરી કામ ના રહેવાના સ્થાન બતાવતાં કહે છે કેઃ

 

 

ઇન્દ્રિયો, મન અને બુધ્ધિને કામ ના નિવાસસ્થાનો કહેવામાં આવ્યા છે.આ કામ દેહાભિમાની મનુષ્‍યને મોહીત કરે છે.” (ગીતાઃ૩/૪૦)

 

 

કામ પાંચ સ્થાનોમાં દેખાય છે. પદાર્થોમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, બુધ્ધિમાં તથા માનેલા અહમ્ માં જ રહે છે. આ કામના જીવને  બાંધવાવાળી છે.

 

 

મહાભારતમાં કહ્યું છે કેઃ જગતમાં કામના જ એકમાત્ર બંધન છે,બીજું કોઇ બંધન નથી.જે કામનાના બંધનથી છુટી જાય છે તે બ્રહ્મભાવ પ્રાપ્‍ત કરવામાં સમર્થ બની જાય છે..” (શાંતિપર્વઃ૨૫૧/૭)

 

 

ભગવાન કામને મારવાની રીત બતાવતા રહીને તેને મારવાની આજ્ઞા આપતાં કહે છે કેઃ

 

 

તૂં સૌથી પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવાવાળા મહાન પાપી કામને અવશ્ય બળપૂર્વક મારી નાખ…,ઇન્દ્રિયોને (સ્થુળ શરીર)થી ૫ર(શ્રેષ્‍ઠ) સબળ પ્રકાશક વ્યાપક તથા સુક્ષ્‍મ) કહે છે.ઇન્દ્રિયોથી પર મન છે.મનથી ૫ર બુધ્ધિ છે અને જે બુધ્ધિથી ૫ણ ૫ર છે તે આત્મા છે. આ રીતે બુધ્ધિથી પર આત્માને જાણીને પોતાના દ્વારા પોતાની જાતને વશ કરીને તું કામરૂપી દુર્જેય શત્રુને મારી નાખ..” (ગીતાઃ૩/૪૧ થી ૪૩)

 

 

ભગવાનથી વિમુખ થઇને સંસારની કામના કરવી એ જ બધા પાપોનું મુખ્ય કારણ છે.કામના આસક્તિથી ઉત્પન્ન થાય છે.કામના ના હોય તો પાપ થવાની સંભાવના જ રહેતી નથી…..

 

 

 સાભાર :
વિનોદભાઇ એમ.માછી  – (“નિરંકારી”)
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૪૨૯૮૪૧૫૯૦(મો)
e-mail: [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

શિવાલયનું તત્વરહસ્ય …

શિવાલયનું તત્વરહસ્ય …

 

 

(શ્રી વિનોદભાઈ મંગળભાઈ માછી, જન્મ: ૧૯૬૩, પાનમ સિંચાઇ યોજના,  ગોધરા  (સિંચાઇ વિભાગ)  ગુજરાત સરકારમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ધોરણ ૧૨  અભ્યાસ બાદ કૌટુંબિક આર્થિક પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ અને તેમણે નોકરી ની શરૂઆત કરેલ.  ઈશ્વરના ચિંતન અને તેમની પ્રાપ્તિના ખ્યાલમાં અનેક ગુરુઓ કર્યા અને છેવટે સદગુરુ બાબા હરદેવ સિંહજી મહારાજ માં તેમનું ધ્યાન  ઠર્યું. ( નિરંકારી મિશન, દિલ્હીના વડા) પોતે કોઈ લેખક કે સાહિત્યકાર નથી, પરંતુ નાનપણ થી ધર્મશાસ્ત્રોના અધ્યન -અભ્યાસ દ્વારા જે પસંદ આવ્યું તેની નોંધ ટપકાવતા ગયાં, અને તેને લેખ સ્વરૂપે સંકલિત કર્યું.  તેઓના લેખ નિરંકારી ગુજરાતી માસિક પત્રિકામાં નિયમિત રીતે પ્રકાશિત થાય છે. આ સિવાય ગુજરાત સમાચાર ની ધર્મલોક પૂર્તિમાં પણ અનેક લેખ પ્રકાશિત થયા છે. ગુજરાતી બ્લોગ જગતમાં Gujarati.nu  અને Aksharnaad.com પર પણ તેમના લેખ, બ્લોગ પોસ્ટ તરીકે પ્રકાશિત થયા છે. તેઓનું માનવું છે કે  આ બાબતમાં તેમનું કોઈ મહત્વનું યોગદાન નથી. સંતો ની કૃપાથી તેમના  દ્વારા ફક્ત સંકલન જ કરવામાં આવેલ છે.    ‘દાદીમા ની પોટલી’ પર નિયમિત રીતે લેખ મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી ના  અંતરપૂર્વક્થી આભારી છીએ.  ભવિષ્યમાં પણ તેઓ દ્વારા સંકલિત અન્ય લેખો આપણે અહીં માણીશું.)

 

પ્રત્યેક શિવાલયમાં નંદી..કાચબો..ગણેશ..હનુમાન..જલધારા..નાગ..જેવા રહસ્યમય પ્રતીક જોવા મળે છે. દેવી દેવતાઓની આકૃતિઓમાં તેમના આસન..વાહન..પ્રતિક..માં સુક્ષ્મથભાવ તથા ગૂઢ જ્ઞાનગમ્ય સાંકેતિક સૂત્ર સમાયેલ હોય છે. શિવાલયની ચર્ચા કરવામાં આવે તો પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે. નંદીએ મહાદેવનું વાહન છે,તે સામાન્ય બળદ નથી. નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે. જેમ શિવનું વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે,એટલે શિવને આત્માનું અને નંદીને શરીરનું પ્રતિક સમજી શકાય. જેમ નંદીની દ્રષ્ટ્રિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે અમારૂં શરીર આત્માભિમુખ બને.. શરીરનું લક્ષ્ય  આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ.

 

શિવનો અર્થ છેઃ કલ્યાણ.. તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો.. તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય. પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે અને તેના માટે સર્વ પ્રથમ આત્માના વાહન શરીરને ઉ૫યુક્ત બનાવવું ૫ડશે. શરીર નંદીની જેમ આત્માભિમુખ બને.. શિવભાવથી ઓતપ્રોત બને તેના માટે તપ અને બ્રહ્મચર્યની સાધના કરીએ.. સ્થિર તથા દ્રઢ રહીએ.. એ જ મહત્વપૂર્ણ શીખ આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે.

 

નંદિ ૫છી શિવ તરફ આગળ વધતાં કાચબો આવે છે. જેમ નંદીએ અમારા સ્થૂળ શરીરનો પ્રેરક માર્ગદર્શક છે તેમ કાચબો એ અમારા સુક્ષ્મફ શરીરનું એટલે કે મનનું માર્ગદર્શન કરે છે. અમારૂં મન કાચબા જેવું કવચધારી.. સુદ્રઢ બનવું જોઇએ. જેમ કાચબો શિવની તરફ ગતિશીલ છે તેવી જ રીતે અમારૂં મન ૫ણ શિવમય બને.. કલ્યાણનું ચિન્તન કરે.. આત્માના શ્રેય હેતું પ્રયત્નશીલ રહે તથા સંયમી અને સ્થિતપ્રજ્ઞ રહે, એટલે કે મનની ગતિ.. વિચારોનો પ્રવાહ.. ઇન્દ્રિયોનાં કામો શિવભાવયુક્ત આત્માના કલ્યાણ માટે જ થાય- આ વાત સમજાવવા માટે કાચબાને શિવની તરફ ગતિ કરતો બતાવ્યો છે. કાચબો ક્યારેય નંદીની તરફ જતો નથી, પરંતુ શિવ તરફ જ જાય છે. અમારૂં મન પણ દેહાભિમુખ નહી,પરંતુ આત્માભિમુખ બનેલું રહે.. ભૌતિક નહી પરંતુ આધ્યાત્મિક જ બનેલું રહે.. શિવત્વનું જ ચિંન્તન કરે તે જોવું જોઇએ..

 

નંદી અને કાચબો બંન્ને જ્યારે શિવની તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બંન્નેમાં શિવરૂ૫ આત્માને પામવાની યોગ્યતા છે કે નહી..? તેની કસોટી કરવા માટે શિવ મંદિરમાં મુખ્ય દ્વારા ઉ૫ર બે દ્વારપાળ ઉભા છે. ગણેશ અને હનુમાન.. ગણેશ અને હનુમાનના દિવ્ય આદર્શ જો આપણા જીવનમાં આવી જાય તો શિવનો એટલે કે કલ્યાણમય આત્માનો સાક્ષાત્કાર થઇ શકે છે. ગણેશનો આદર્શ છે બુધ્ધિ અને સમૃધ્ધિનો સદઉ૫યોગ કરવો.. એ જ એમનો સિધ્ધાંત છે. તેના માટેના આવશ્યક ગુણ ગણેશના હાથોમાં સ્થિત પ્રતિકો દ્વારા બતાવવામાં આવ્યા છે. જેમ કે અંકુશ- સંયમ.. આત્મ નિયંત્રણનું..કમળ- એ પવિત્રતા, નિર્લે૫તાનું.. પુસ્તક – એ ઉચ્ચ ઉદાર વિચારધારાનું તથા મોદક(લાડું) – એ મધુર સ્વભાવનું પ્રતિક છે. શિવ મૂષક જેવા તુચ્છને ૫ણ અ૫નાવે છે. આવા ગુણ આવવાથી જ આત્મદર્શન-શિવદર્શનની પાત્રતા પ્રમાણિત થાય છે.

 

હનુમાનજીનો આદર્શ છે – વિશ્વના હિત માટે તત્પરતાયુક્ત સેવા અને સંયમ. બ્રહ્મચર્યમય જીવન જ તેમનો મૂળ સિધ્ધાંત છે અને આ કારણે જ હનુમાનજી હંમેશાં શ્રી રામજીના કાર્યોમાં સહયોગી રહ્યા છે.. અર્જુનના રથ ઉપર વિરાજીત રહ્યા છે અને આવી તત્પરતા દાખવવાથી જ વિશ્વ કલ્યાણમય શિવત્વ કે આત્મદર્શનની પ્રત્રતા પ્રાપ્ત્ થાય છે. ગણેશ હનુમાનજીની ૫રીક્ષામાં પાસ થયા ૫છી સાધકને શિવરૂ૫ આત્માની પ્રાપ્તિછ થાય છે, પરંતુ આટલો મહાન વિજ્ય જેને પ્રાપ્તન થાય છે તેનામાં અહંકાર આવવાની સંભાવના રહે છે કે હું મોટો છું.. શ્રેષ્ઠ છું.  આવો અહંકાર ડગલેને ૫ગલે આત્મા-૫રમાત્માના મિલનમાં બાધક બની જાય છે.. આ વાતની યાદ અપાવવા માટે શિવાલયના મંદિરનું પ્રવેશદ્વારનું ૫ગથિયું ઉંચુ રાખવામાં આવે છે અને પ્રવેશદ્વાર ૫ણ નાનું રાખવામાં આવે છે, એટલે પ્રવેશદ્વારને ૫સાર કરીને નિજ મંદિરમાંના ઉંચા સોપાન ૫ર ૫ગ મુકવાના સમયે તથા અંતિમ શિવદ્વારમાં પ્રવેશ કરતી વખતે અત્યંત વિનમ્રતા અને સાવધાની રાખવી ૫ડતી હોય છે. મસ્તક ૫ણ નમાવવું ૫ડે છે.

સાધકનો અહંકારરૂપી અંધકાર જ્યારે દૂર થાય છે ત્યારે અંદર બહાર સર્વત્ર શિવત્વ (૫રમાત્મા)ના દર્શન થવા લાગે છે.. તમામ મંગલમય લાગવા માંડે છે પછી થયેલ આત્મજ્ઞાનના જેવું ૫વિત્ર અને પ્રકાશમય બીજું શું હોઇ શકે..? શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે છે ત્યારે કર્મમય સ્થૂળ જગત તથા વિચારમય સૂક્ષ્મા જગત બહાર જ છુટી જાય છે, ત્યાર પછી પોતાનામાં કારણ જગતની.. આત્મ સ્વરૂ૫ની પ્રતિતિ થાય છે.. તે અવર્ણનીય છે.. શિવત્વભાવમાં ઓતપ્રોત કરી દેનારી હોય છે.

 

શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે. અહીં વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર..વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે.  હિમાલય જેવું શાંત.. મહાન.. સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી.. તપસ્વી.. અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે.  ભસ્મ – ચિત્તાભસ્મલે૫,આત્માનંદ-નિજાનંદની આનંદાનુભૂતિનું પ્રતિક છે. કાળો નાગ – કાલાતિત ચિર સમાધિભાવનું પ્રતિક છે.

 

ત્રિદલ.. બિલિપત્ર.. ત્રણ નેત્ર.. ત્રિપુંડ.. ત્રિશૂલ.. વગેરે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ – આ ત્રણને સમ કરવાનો સંકેત આપે છે. ત્રિકાય.. ત્રિલોક.. ત્રિગુણથી ૫ર થવાનો નિર્દેશ કરે છે. આંતરિક ભાવાવેશોને શાંત કરવા માટે સાધક ભ્રુકુટીમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સ્થાનમાં ત્રિકુટી.. સહસ્ત્રચક્ર.. સહસ્ત્રદળ કમળ.. અમૃતકુંભ.. બ્રહ્મ કલશ.. આજ્ઞા ચક્ર.. શિવ પાર્વતી યોગ – જેવા વર્ણનો દ્વારા સિધ્ધ સામર્થ્યની પ્રાપ્તિ.ની ક્ષમતા હોવાની ચર્ચા યોગશાસ્ત્રોમાં કહેવામાં આવી છે. વિવેક બુધ્ધિરૂપી ત્રીજું નેત્ર ભવિષ્યન દર્શન.. અતિન્દ્રિય શક્તિ તથા કામદહન જેવી ક્ષમતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે.  શિવનું રૂદ્રરૂ૫ એ અંદરના આવેશો-આવેગો જ છે, તેને શમ કરવું એ જ ભગવાન શંકરનું કામ છે. ત્રિદેવ એટલે બ્રહ્મા – વિષ્ણુ –  મહેશને ૫ણ આ તમામ ત્રિ૫રીણામ ત્રયીયુક્ત પ્રતિકોથી બતાવ્યા છે ….  અ – ઉ – મ   આ ત્રણ અક્ષરોથી સમન્વિત એકાક્ષર ૐ માં ૫ણ આ ભાવ સમાયોજિત છે.

 

વિશ્વના હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ.. શંખ.. ઘંટ..  ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કે આત્મસ્થ રહેવું.. બ્રહ્મમાં રત રહેવું.. એ જ વિશ્વ સંદેશ તેમના નાના પ્રતિકોના માધ્યમથી બતાવવામાં આવ્યા છે.  શિવ ૫ર અવિરત ટપકનારી જલધારા જટામાં સ્થિત ગંગાનું પ્રતિક છે.. તે જ્ઞાન ગંગા છે. સ્વર્ગની ઋતુમ્ભરા પ્રજ્ઞા.. દિવ્ય બુધ્ધી.. ગાયત્રી અથવા ત્રિકાળ સંધ્યા .. જેની બ્રહ્મા-વિષ્ણુ – મહેશ   ઉપાસના કરે છે.

 

શિવલિંગ જો શિવમય આત્મા છે તો તેમની છાયાની જેમ અવસ્થિત માતા પાર્વતિ એ આત્માની શક્તિ છે.  આમાં સંકેત એ છે કે એવા કલ્યાણમય.. શિવમય આત્માની આત્મશક્તિ ૫ણ છાયાની જેમ શિવનું અનુસરણ કરે છે.  પ્રેરણા – સહયોગિની છે.

 

શિવાલયની જલધારા ઉત્તર દિશા તરફ વહે છે.  ઉત્તરમાં સ્થિત ધ્રુવનો તારો ઉચ્ચ સ્થિર લક્ષ્યકનું પ્રતિક છે.  શિવમય કલ્યાણકામી આત્માનો જ્ઞાનપ્રવાહ.. ચિન્તન પ્રવાહ હંમેશાં ઉચ્ચ સ્થિર લક્ષ્યાની તરફ જ ગતિ કરે છે, તેનું લક્ષ્યક ધ્રુવની જેમ અવિચલ રહે છે. કેટલાક પુરાતન શિવ મંદિરોમાં ઉત્તર દિશામાંની દિવાલમાં ગંગાજીની પ્રતિમા જોવા મળે છે.. તેને સ્વર્ગીય દિવ્ય બુધ્ધિ.. ઋતુમ્ભરા પ્રજ્ઞા કે ગાયત્રી જ સમજવાં જોઇએ. જે બ્રહ્માંડમાંની અવિરત ચેતના છે.  શિવ ઉપર અવિરત ટપકતી જલધારાની જેમ સાધક ૫ર ૫ણ બ્રહ્માંડીય ચેતનાની અમૃતધારા..પ્રભુકૃપા અવિરત વરસતી રહે છે એવો વિશ્વાસ કરવો જોઇએ.

 

આમ, શિવાલય સ્થિત આ પ્રતિકો.. ચિન્હોના તત્વ રહસ્યનું ચિંતન કરીને ભાવનાથી ઓતપ્રોત બનેલ વ્યક્તિને શિવમય બનાવી શકાય તો તેમાં અમારા દર્શન પૂજન ઉપાસના.. વગેરેની યથાર્થ સાર્થકતા છે.

 

સાભાર – સૌજન્ય: વિનોદભાઇ એમ.માછી (નિરંકારી)

નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.
e-mail: [email protected]

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

ઉપરોક્ત પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકવા વિનંતી. .. જે લેખકની કલમને બળ પૂરે છે તેમજ અમોને માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહે છે.  આભાર ! ‘દાદીમા ની પોટલી’