દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર …

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર …

 

 

ત્રણ લોકમાં ભ્રમણ કરનારા નારદજી દેવતાઓ, સંત-મહાત્માઓ અને જનમાનસ સાથે સીધો સંવાદ કરતા હતા. સુખ દુ:ખ જાણીને સમસ્યાઓનું નિરાકરણ લાવતા હતા. આ જ કારણને લીધે તેઓ દેવ અને દાનવ બંનેમાં લોકપ્રિય હતા. એમને સૃષ્ટિના પ્રથમ સંવાહક અથવા તો સંવાદદાતા પણ કહેવામાં આવે છે.

 narad muni

પુરાણો અનુસાર દેવર્ષિ‌નું પદ મળ્યું હોય એવા ભારતીય ઋષિઓમાં એકમાત્ર વ્યક્તિ નારદમુનિ હતા. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં પણ નારદજી દેવી-દેવતાઓમાં સંવાદનું માધ્યમ બન્યા હતા. હંમેશાં સજાગ રહેનારા નારદમુનિ બ્રહ્માજીના માનસ પુત્રો સનક, સનંદન, સનત અને સનાતન કરતાં નાના હતા. બ્રહ્માજી પાસેથી મળેલા વરદાન અનુસાર આકાશ, પાતાળ અને પૃથ્વી એમ ત્રણેય લોકમાં ભ્રમણ કરતા હતા.

 

naradji

 

આજે આપણે દેવર્ષિ નારદરચિત ભક્તિ સૂત્ર નાં થોડા અંશ જાણીશું …

 

 

             ભક્તિ ઈશ્વરના પ્રતિ પરમ પ્રેમરૂપા છે અને અમૃતસ્વરૂપા પણ છે.  જેને મેળવીને મનુષ્ય સિધ્ધ તથા અમર થઇ જાય છે અને તૃપ્ત થઇ જાય છે. જેની પ્રાપ્તિ થવાથી મનુષ્ય ન કોઇ વસ્તુની ઇચ્છા કરે છે, ન શોક કરે છે, ન દ્વેષ કરે છે, ન કોઇ વસ્તુમાં આસક્ત થાય છે, અને ન તો તેને ઉત્સાહ (વિષય ભોગોની પ્રાપ્તિમાં) થાય છે.  જે પરમ પ્રેમરૂપા ભક્તિને જાણીને જ મનુષ્ય ઉત્તમ થઇ જાય છે, સ્તબ્ધ (શાંત) થઇ જાય છે અને આત્મારામ બની જાય છે.  તે (ભક્તિ) કામના યુક્ત નથી, કારણ કે તે ભક્તિ નિરોધસ્વરૂપા છે. લૌકિક અને વૈદિક (સમસ્ત) કર્મોંના ત્યાગને નિરોધ કહેવાય છે.  તે પ્રિયતમ ભગવાનમાં અનન્યતા અને એની પ્રતિકૂળ વિષયમાં ઉદાસીનતાને પણ નિરોધ કહેવાય છે.  આપણા પ્રિયતમ ભગવાનને છોડીને બીજા આશ્રયોનો ત્યાગનું નામ અનન્યતા છે.

 

             લૌકિક અને વૈદિક કર્મોંમા ભગવાનને અનુકૂળ કર્મ કરવું એજ એની પ્રતિકૂળ વિષયોમાં ઉદાસીનતા છે.  વિધિ-નિષેધથી અતિત અલૌકિક પ્રેમ પ્રાપ્ત કરવાનો મનમાં દ્રઢ઼ નિશ્ચય કર્યા પછી પણ શાસ્ત્રની રક્ષા કરવી જોઇએ એટલે કે ભગવદાનુકૂળ શાસ્ત્રોક્ત કર્મ કરવા જોઇએ નહીં તો પડી જવાની સમ્ભાવના છે.  લૌકિક કર્મોંને પણ ત્યાં સુધી બાહ્યજ્ઞાન રહેવા સુધી વિધિપૂર્વક કરવા જોઇએ.

 

             પરાશરનન્દન શ્રીવ્યાસજીના મતાનુસાર ભગવાનની પૂજા આદીમાં અનુરાગ થવો એ ભક્તિ છે.

 

             શ્રીગર્ગાચાર્યના મતમાં ભગવાનની કથા વગેરેમાં અનુરાગ થવો એજ ભક્તિ છે.

 

             શાણ્ડિલ્ય ઋષિના મતાનુસાર આત્મરતિનાં અવરોધી વિષયોમાં અનુરાગ થવો એજ ભક્તિ છે, પરંતુ દેવર્ષિ નારદનાં મતમાં આપણા બધા કર્મોંને ભગવાનને અર્પણ કરવા અને ભગવાનનું થોડું પણ વિસ્મરણ થવાથી થતી પરમ વ્યાકુળતા એજ ભક્તિ છે.  જેમકે વ્રજગોપીયોંની ભક્તિ.  ગોપી પ્રેમમાં માહાત્મ્ય જ્ઞાન (પરમાર્થ જ્ઞાન)નો અપવાદ ન હતો.  ભગવાનને ભગવાન જાણ્યા વિના કરવામાં આવેલ પ્રેમ, જારની (પ્રેમની) સમાન છે.  એમાં (જાર પ્રેમમાં) પ્રિયતમના સુખથી, એ સુખ (પરમાર્થ સુખ) નથી.(૧)

 

             પ્રેમરૂપા ભક્તિ તો કર્મ, જ્ઞાન, અને યોગથી પણ શ્રેષ્ઠતર છે કારણ કે (એ ભક્તિ) ફલરૂપા છે. ઈશ્વરનો પણ અભિમાનથી દ્વેષભાવ છે તથા દૈન્યથી (દીનથી) પ્રિયભાવ છે.  ભક્તિનું સાધન જ્ઞાન જ છે, આચાર્યોનો આ મત છે.  બીજા (આચાર્યો) નો મત છે કે ભક્તિ અને જ્ઞાન પરસ્પર એકબીજાને આશ્રિત (આધારિત) છે.

 

             સનત્કુમાર વગેરે અને નારદજીના મતાનુસાર ભક્તિ સ્વયં ફલરૂપા છે.

 

             રાજગૃહ અને ભોજનાદિમાં પણ એવું જ જોવા મળે છે. (ભૂખ દૂર કરવાની ઇચ્છા કોઇ નથી કરતું, ભોજન કરવાની ઇચ્છા કરે છે ન તો એનાથી (જાણવા માત્રથી) પ્રસન્નતા થશે, ન તો એની (આત્માની) ક્ષુધા (ભૂખ) મટશે તેથી (સંસારના બંધનોથી) મુક્ત થવાની ઇચ્છા રાખનાર લોકોએ ભક્તિ જ ગ્રહણ કરવી જોઇએ.(ર)

 

             ભક્તિ સાધન વિષયત્યાગ અને સંગત્યાગથી સમ્પન્ન હોય છે.  અખંડ ભજનથી (ભક્તિનું સાધન) સમ્પન્ન હોય છે.

 

             લોકસમાજમાં પણ ભગવદ ગુણ-શ્રવણ (ભક્તિનું સાધન) અને કીર્તનથી (ભક્તિનું સાધન) સમ્પન્ન હોય છે.  પ્રેમભક્તિની પ્રાપ્તિનું સાધન મુખ્યતા મહાપુરુષોની કૃપાથી અથવા ભગવદ કૃપાના લેશ માત્રથી (પ્રાપ્ત) થાય છે, પરંતુ મહાપુરુષોનો સંગ દુર્લભ, અગમ્ય અને અમોઘ છે.  ભગવાનની કૃપાથી જ (મહાપુરુષોનો) સંગ પણ મળે છે, કારણ કે ભગવાનમાં અને ભક્તમાં ભેદનો અભાવ હોય છે, એટલે કે ભગવાન અને ભક્ત વચ્ચે કોઇ ભેદ હોતો નથી તેથી મહાપુરુષોના સંગની જ સાધના કરો, એની જ સાધના કરો.. દુસંગનો સર્વદા (હંમેશા) જ ત્યાગ કરો, કારણ કે તે (દુસંગ) કામ, ક્રોધ, મોહ, સ્મૃતિભ્રંશ (યાદ શક્તિનો નાશ), બુધ્ધિનાશ તથા સર્વનાશનું કારણ છે.  આ (કામ, ક્રોધ, મોહ આદિ) પહેલા તરંગની જેમ આવી સમુદ્રનો આકાર લઇ લે છે. (તથા ખુબજ જલદી મનને ઘેરી લે છે.)

 

             કોણ તરે છે ?   માયાથી કોણ તરે છે ?   એટલે કે આ માયાથી ઘેરાયેલ સંસારમાંથી કોણ તરી જાય છે ?  તેનો જવાબ છે કે જે બધા સંગોનો પરિત્યાગ કરે છે, જે મહાનુભાવોની સેવા કરે છે, અને જે મમતા રહિત હોય છે.

 

             જે નિર્જન સ્થાન પર નિવાસ કરે છે, જે લૌકિક બંધનોને તોડી નાખે છે, જે ત્રણે ગુણોથી પાર થઇ જાય છે, તથા જે યોગ અને ક્ષેમનો પરિત્યાગ કરી દે છે.   (જે પ્રાપ્ત ન થાય એની પ્રાપ્તિને યોગ અને જે પ્રાપ્ત થાય તેના સંરક્ષણને ક્ષેમ કહેવાય, અર્થાત્ ન કશું મેળવવાની ઇચ્છા, ન કશું બચાવવાની ઇચ્છા) જે કર્મ ફળનો ત્યાગ કરે છે, કર્મોનો પણ ત્યાગ કરે છે અને ત્યારે બધુ જ ત્યાગ કરીને જે નિદ્વંદ્વ થઇ જાય છે.

 

             જે વેદોનો પણ ભલીભાઁતિ પરિત્યાગ કરી દે છે, અને અખંડ, અસીમ ભગવત પ્રેમ પ્રાપ્ત કરી લે છે તે તરે છે (આ માયાથી ઘેરાયેલ સંસારમાંથી), તે તરે છે, તથા લોકોને પણ પાર (કિનારે) લઇ જાય છે.(૩)

 

             ગૂંગાના સ્વાદની જેમ પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય (કહી નહી શકાય તેવુ) છે.  ગૂંગાના સ્વાદની જેમ.

 

             કોઇ યોગ્ય પાત્રમાં (પ્રેમી ભક્તમાં) આવો પ્રેમ પ્રગટ પણ થાય છે.  પરમ પ્રેમરૂપા ભક્તિ ગુણ રહિત છે, કામના રહિત છે, પ્રતિ ક્ષણ વધતી જાય છે, વિચ્છેદ રહિત છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર છે અને અનુભવરૂપ છે.

 

             પરમ પ્રેમરૂપા ભક્તિને મેળવીને પ્રેમી ભક્ત આ પ્રેમને જ જુએ છે, પ્રેમને જ સાંભળે છે, પ્રેમનું જ વર્ણન કરે છે, અને પ્રેમનું જ હંમેશા ચિંતન કરે છે.

 

             ગૌણી ભક્તિ ગુણભેદથી અથવા આર્તાદિભેદથી ત્રણ પ્રકારની હોય છે.  (તામસી એટલે કે દંભી, રાજસી એટલે કે કંઇક મેળવવા માટે તથા સાત્વિકી એટલે કે ચિત્ત શુધ્ધ કરવા માટે એમ ત્રણ પ્રકારની ભક્તિ હોય છે.) (  આર્તભક્તિ જગત ભોગથી મુક્તિ માટે, અર્થાત્ પ્રભુ પ્રાપ્તિ માટે કે જેમા જિજ્ઞાસુ પ્રભુ પ્રાપ્તિ માટેની તીવ્ર ઇચ્છા-સંયમની સ્થિતિ થી વૈરાગ્ય સુધી પહોંચે છે.)  એમાં પૂર્વ-પૂર્વ ક્રમની ભક્તિ, ઉત્તર-ઉત્તર ક્રમની ભક્તિ કરતા કલ્યાણકારિણી હોય છે.  (સાત્વિક રાગસિકથી કલ્યાણકારિણી ઇત્યાદિ) અન્ય બધાની અપેક્ષા ભક્તિ સુલભ છે.  કારણ કે ભક્તિ સ્વયં પ્રમાણરૂપ છે, તેથી અન્ય પ્રમાણની આવશ્યકતા નથી.

 

             ભક્તિ શાંતિરૂપા અને પરમાનન્દરૂપા છે.  લોકહાનિની ચિંતા ભક્તોએ નહીં કરવી જોઇએ, કારણ કે ભક્તે પોતાને તથા લૌકિક અને વૈદિક (બધા પ્રકારના) કર્મોને ભગવાનને અર્પણ કરી દીધા છે, પરંતુ જ્યાર સુધી ભક્તિમાં સિદ્ધિ ન મળે ત્યાં સુધી લોકવ્યવહારનો ત્યાગ નહી કરવો જોઇએ, પરંતુ કર્મોના ફળ ત્યાગ કરીને (નિષ્કામ ભાવથી) એ ભક્તિનું સાધન કરવું જોઇએ.

 

             स्त्रिधननास्तिकचरित्रं न श्रवणीयम् ॥   સ્ત્રી, ધન, નાસ્તિક, અને વેરીનું ચરિત્ર નહી સાંભળવું જોઇએ.

 

             અભિમાન, દંભ વગેરેનો ત્યાગ કરવો જોઇએ.

 

             બધા આચાર ભગવાનને અર્પણ કર્યા પછી પણ જો કામ, ક્રોધ, અભિમાન વગેરે હોય તો તે પણ ભગવાનના પ્રતિ જ કરવા જોઇએ.

 

             ત્રણ રૂપોનો (સ્વામી, સેવક, અને સેવા અથવા પ્રિયતમ, પ્રિયતમા અને પ્રેમ) ભંગ કરી નિત્ય દાસ ભક્તિથી અથવા નિત્ય કાંતા ભક્તિથી પ્રેમ જ કરવો જોઇએ, પ્રેમ જ કરવો જોઇએ.(૪)

 

             એકાંત (અનન્ય) ભક્ત જ શ્રેષ્ઠ છે. (એકાંત – જેનો પ્રેમ ફક્ત ભગવાન માટે હોય.) આવા અનન્ય ભક્ત કણ્ઠાવરોધ, રોમાઞ્ચ અને અશ્રુ યુક્ત નેત્રોથી પરસ્પર સમ્ભાષણ કરતા તેના કુળને અને પૃથ્વીને પવિત્ર કરે છે.  આવા ભક્ત તીર્થોને સુતીર્થ, કર્મોને સુકર્મ, અને શાસ્ત્રોને સત્-શાસ્ત્ર કરી દે છે, કારણ કે તે તન્મય છે.  (આવા ભક્તમાં પ્રભુનાં ગુણ પરિલક્ષિત થવા લાગે છે.)  (આવા ભક્તના આવિર્ભાવ જોઇને)  પિતરગણ પ્રમુદિત થાય છે, દેવતા નાચવા લાગે છે, અને આ પૃથ્વી સનાથા થઇ જાય છે.  આવા ભક્તમાં જાતિ, વિદ્યા, રૂપ, કુળ, ધન, અને ક્રિયાદિનો કોઇ ભેદ નથી, કારણ કે બધા ભક્ત ભગવાનના જ છે.

 

             ભક્તે વાદ-વિવાદ નહી કરવો જોઇએ, કારણ કે વાદ-વિવાદમાં બાહુલ્યનો અવકાશ છે અને તે અનિયત છે. (વિવાદ ભક્તિ માટે નથી, પ્રતિષ્ઠા માટે હોય છે.) (પ્રેમા ભક્તિની પ્રાપ્તિ માટે) ભક્તે શાસ્ત્રોનું મનન કરતું રહેવું જોઇએ અને એવા કર્મ પણ કરવા જોઇએ જેનાથી ભક્તની વૃદ્ધિ થાય.

 

             સુખ, દુઃખ, ઇચ્છા, લાભ, વગેરેનો (પૂર્ણ) ત્યાગ થઇ જાય એવા કાળની રાહ જોયા વિના અડધી ક્ષણ પણ (ભજન વિના) વ્યર્થ કાઢવી જોઇએ નહી.

 

             પ્રેમા ભક્તિના સાધકે અહિંસા, સત્ય, શૌચ, દયા, આસ્તિકતા આદિ આચરણીય સદાચારોનું ભલીભાઁતિ પાલન કરવું જોઇએ.

 

             દરેક સમયે, સર્વભાવથી નિશ્ચિંત થઇને (ફક્ત) ભગવાનના જ ભજન કરવા જોઇએ.  એ ભગવાન (પ્રેમપૂર્વક) કીર્તિત થવાથી તુરંત જ પ્રકટ થાય છે અને ભક્તોને તેમનો અનુભવ કરાવી દે છે.

 

             ત્રણેય (કાયિક, વાચિક, માનસિક) સત્યોમાં (અથવા ત્રણેય કાળોમાં સત્ય ભગવાનની) ભક્તિ જ શ્રેષ્ઠ છે, ભક્તિ જ શ્રેષ્ઠ છે.

 

             આ પ્રેમારૂપ ભક્તિ એક હોવા છતાંય… (૧) ગુણમાહાત્મ્યાસક્તિ – જગતને ભગવાનનું પ્રકટ માની તેના પર આસક્તિ… (૨) રૂપાસક્તિ – ઇન્દ્રિયાતીત, ચૈતન્ય સ્વરૂપ, આનંદપ્રદ, સત્ રૂપમાં સક્તિ…   (૩) પૂજાસક્તિ – ભગવાનની પૂજા કરવામાં આસક્તિ…  (૪) સ્મરણાસક્તિ – ભગવાનનું સદા સ્મરણ કરવામાં આસક્તિ…  (૫) દાસ્યાસક્તિ – સ્વયંને પ્રભુનો દાસ માની તેના પર આસક્તિ…  (૬) સખ્યાસક્તિ – પ્રભુ બધાનો મિત્ર છે એમ માની તેના પર આસક્તિ…  (૭) કાંતાસક્તિ – એક પ્રભુ જ પુરુષ છે, બાકી બધા પ્રિયતમા છે.  એવું માનવું…  (૮) વાત્સલ્યાસક્તિ – પ્રભુને સંતાન માનવું…  ( ૯) ત્મનિવેદનાસક્તિ – પ્રભુને સર્વસ્વ સમર્પણ કરી દેવામાં આસક્તિ…  (૧૦) તન્મયતાસક્તિ – પ્રભુમાં તન્મય, તેમની સાથે અભિન્નતા…  (૧૧) પરમવિરહાસક્તિ – પ્રભુથી વિયોગનો અનુભવ કરીને, પુનઃ મિલનની તડપના પ્રતિ આસક્તિ…  એમ અગિયાર પ્રકારની હોય છે.

 

             કુમાર (સનત્કુમારાદિ), વેદવ્યાસ, શુક્રદેવ, શાણ્ડિલ્ય, ગર્ગ, વિષ્ણુ, કૌણ્ડિન્ય, શેષ, ઉદ્ધવ, આરૂણિ, બલિ, હનુમાન, વિભીષણ, આદિ ભક્તિતત્વના આચાર્યગણ લોકોની નિન્દા-સ્તુતિનો કોઇ પણ ભય કર્યા વિના એકમતથી એવું જ કહે છે કે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે.(૫)

 

 

 

              

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

એકસૂત્રમાં બાંધતું ૫ર્વ હોળી …

એકસૂત્રમાં બાંધતું ૫ર્વ હોળી …

 

 

પ્રત્યેક દેશના પોતાના સામાજીક..ધાર્મિક અને રાષ્ટ્રિય ૫ર્વ હોય છે.  કોઇ૫ણ દેશના ૫ર્વ તે દેશની સંસ્કૃતિ.. એકતા.. ભાઇચારો.. ૫રં૫રા અને આપસી ભેદભાવ દૂર કરી એકસૂત્રમાં ૫રોવવાનું પ્રતિક હોય છે. સામાજીક અથવા ધાર્મિક તહેવારોનું પોતાનું અલગ મહત્વ તથા સ્થાન હોય છે.  આ તહેવાર માનવીની ધાર્મિક વિચારધારાઓને પૃષ્ટો કરે છે..  સાથે સાથે સમાજના તમામ વર્ગોમાં પારસ્પરીક પ્રેમ.. એકતા.. વગેરે સ્થાપિત કરે છે.

 

 

holi.4
 

પ્રત્યેક પર્વનો સબંધ ભૂતકાળની કોઇ મહત્વપૂર્ણ ઘટના અથવા ઘટનાઓ સાથે જોડાયેલ હોય છે.  આ તહેવાર ભૂતકાળની ઘટનાઓ પ્રત્યે નવચેતના જગાવીને ઉલ્લાસ.. ઉમંગ ભરીને ગૌરવશાળી ભૂતકાળને પુનઃજીવિત કરે છે અને અમોને અમારી મહાન ગૌરવશાળી સંસ્કૃતિથી જોડી રાખે છે.

 

હોળીએ યૌવન.. મસ્તી.. ઉમંગ અને અંદરોઅંદરના ભેદભાવ(દુશ્મની) ભુલીને એકસૂત્રમાં બાંધવાનું ૫ર્વ છે.  પ્રાચીનકાળથી હોળીને એક લોક૫ર્વના રૂ૫માં મનાવવામાં આવે છે.  હોળીનું ૫ર્વ ભારતીથ સંસ્કૃતિ અને પ્રકૃતિ બંન્ને સાથે જોડાયેલું છે.

 
હોળીના ૫ર્વ સબંધિત પૌરાણિક કથા ૫ણ ખુબ જ પ્રસિદ્ધ છે.  રાજા હિરણ્યકશ્યપ અને તેમની ૫ત્ની કયાધૂથી ભગવદ રત્ન પ્રહલાદનો જન્મ થયો હતો.  હિરણ્યકશ્ય૫ને ચાર પૂત્ર હતા તેમાં પ્રહ્લાદ સૌથી હતા એટલે તેમના પ્રત્યે પિતાને વિશેષ સ્નેહ હતો.પિતા કટ્ટર નાસ્તિક તો પૂત્ર પ્રહલાદ કટ્ટર આસ્તિક.. ઇશ્વર ભક્ત હતા.હિરણ્યકશ્યપ રાક્ષસ હતો તેને તમામ જગ્યાએ હિરણ્ય એટલે સોનું જ દેખાતું હતું.   તેને ત્રણ જ વસ્તુ દેખાતી હતીઃ પૈસો..સ્ત્રી અને દારુ.  તે જીવનમાં ભોગને જ સર્વસ્વ સમજતો હતો.  તેનામાં ખાવો.. પીવો  અને મોજ કરો એવી મનોવૃત્તિ હતી.  તે પોતાને જ ઈશ્વર સમજતો હતો અને પોતાના રાજ્યમાં તમામ લોકો તેની જ ઈશ્વર સમજીને પૂજા કરે તેવો તેનો આદેશ હતો.  કાદવમાં કમળ ખીલે તેમ આ રાક્ષસને ત્યાં રાત દિવસ પ્રભુનું નામ સ્મરણ કરે તેવો પૂત્ર જન્મ્યો હતો.  વિચારોમાં જમીન આસમાનના ફરકના કારણે પિતા પૂત્ર વચ્ચે એકતા સ્થાપિત થઇ શકી નહીં.

 

હિરણ્યકશ્યપ જેવા રાક્ષસના ઘેર પ્રહલાદ જેવા ૫રમ ભક્તનો જન્મ કેમ થયો ?

 
એકવાર બ્રહ્માજીના માનસ પૂત્ર સનકાદિક કે જેમની અવસ્થા સદાય પાંચ વર્ષના બાળક જેવી જ રહે છે તેઓ વૈકુઠ લોકમાં ગયા.  તેઓ ભગવાન વિષ્ણું પાસે જવા ઇચ્છતા હતા, પરંતુ જય અને વિજ્ય નામના દ્રારપાળોએ તેમને બાળક સમજીને અંદર જવા દીધા નહિ, તેથી મહાત્માઓને ગુસ્સો આવી જાય છે કે અમારા માટે ભગવાનના દ્રાર ક્યારેય બંધ ના હોય.  ક્રોધના આવેશમાં સનકાદિક ઋષિઓએ શ્રાપ આપ્યો્ કેઃ તમારા લોકોની બુધ્ધિ તમોગુણથી અભિભૂત છે એટલે તમે બંને અસુર બની જશો.  દ્રારપાળો દુઃખી થઇ ગયા.  ભગવાનને ખબર પડી એટલે બહાર આવ્યા.  મહાત્માઓને સમજાવ્યું કેઃ દ્રારપાળોએ તમોને અટકાવ્યા એ તેમની ભૂલ હતી પરંતુ તમોએ એમને શ્રા૫ આપ્યોય એ બરાબર નથી કર્યું કેમ કે તેઓ તેમની ફરજ બજાવતા હતા !   ગમે તેમ ૫ણ તે ચોકીદાર છે, કંઇક ફેરફાર કરો.

 
સંતોએ કહ્યું કેઃ તેમને અસુર તો થવું જ ૫ડશે, પરંતુ અમે એક ફેરફાર કરીએ છીએ કે તે અસુર બન્યા ૫છી  તમારી સાથે ભક્તિભાવ રાખશે તો તેમને સાત જન્મો પછી મુક્તિ મળશે અને તમારી સાથે વેર બાંધશે તો ત્રણ જન્મો પછી પુનઃ તેમને આ સ્થામનની પ્રાપ્તિે થશે.  આટલું કહીને મહાત્માઓ જતા રહ્યા.  આ દ્રારપાળોએ નિર્ણય કર્યો કેઃ ભગવાનનું ભજન કરીએ તો સાત જન્મો પછી મુક્તિ મળશે, તેના કરતાં ત્રણ જન્મો ૫છી મુક્તિ મળે તેવું કરીએ.

 
ઋષિના શ્રા૫વશ તે બંને દ્રારપાળો દિતિના ગર્ભથી હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષના રૂ૫માં ઉત્‍૫ન્નર થયા. હિરણાક્ષને ભગવાન વિષ્ણુણએ વરાહ અવતાર ધારણ કરીને માર્યો.  ભાઇના વધથી સંતપ્ત્ હિરણ્યકશ્યપુએ દૈત્યો્ અને દાનવોને દેવો ઉ૫ર અત્યાચાર કરવા માટે આજ્ઞા આપી પોતે મહેન્દ્રાચલ પર્વત ઉ૫ર તપ કરવા માટે ચાલ્યો ગયો.  તેના હૃદયમાં વેરની આગ ધધક રહી હતી, એટલે તે ભગવાન વિષ્ણુર સામે બદલો લેવા માટે ઘોર ત૫સ્યા માં જોડાઇ ગયો. આ બાજુ હિરણ્યકશ્યપુને ત૫સ્યાામાં લીન જોઇને ઇન્દ્રે દૈત્યો ૫ર ચઢાઇ કરી દીધી.  દૈત્યગણ અનાથ હોવાના કારણે ભાગીને રસાતલમાં ચાલ્યા ગયા.  ઇન્દ્રીએ રાજમહેલમાં પ્રવેશ કરીને રાજરાણી કયાધૂને બંદી બનાવી દીધાં, તે સમયે તે ગર્ભવતી હતાં.  ઇન્દ્ર જ્યારે તેમને અમરાવતી તરફ લઇ જઇ રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત દેવર્ષિ નારદજી સાથે થાય છે.  નારદજીએ ઇન્દ્રને કહ્યું કેઃ ઇન્દ્ર !   આ કયાધૂને ક્યાં લઇ જાય છે ?   ઇન્દ્રએ કહ્યું કેઃ દેવર્ષિ !   તેના ગર્ભમાં હિરણ્યકશ્યપુનો અંશ છે તેથી તેને મારીને ૫છી કયાધૂને છોડી દઇશ.   આ સાંભળીને નારદજીએ કહ્યું કેઃ  દેવરાજ !   કયાધૂના ગર્ભમાં મહાન ભગવદ્ ભક્ત છે જેને મારવો તારી શક્તિની બહાર છે, એટલે તૂં તેમને છોડી દે.   નારદજીની વાત માનીને ઇન્દ્રએ કયાધૂને નારદજી પાસે જ છોડીને અમરાવતી ચાલ્યા ગયા.  નારદજી કયાધૂને પોતાના આશ્રમમાં લઇ ગયા અને કયાધૂને કહ્યું કેઃ બેટી !   જ્યાંસુધી તમારા પતિ ત૫સ્યાજ કરીને ૫રત ના આવે ત્યાંયસુધી આ૫ સુખપૂર્વક મારા આશ્રમમાં રહો.  અવારનવાર નારદજી ગર્ભસ્થક બાળકને લક્ષ્ય્ બનાવીને કયાધૂને તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫તા હતા.  આ જ બાળક જન્મ બાદ પરમ ભાગવત્ પ્રહલાદ થયા.   ત્યાંના સંસ્કારોની અસર પ્રહલાદ ઉ૫ર પડી હતી.  નારદજીના મુખેથી દૈવી વિચારો સાંભળી પ્રહલાદ જડવાદી રાક્ષસનો પૂત્ર હોવા છતાં ૫ણ ગર્ભવાસમાં દૈવી વિચારો સાંભળ્યા હોવાથી તે દૈવી વિચારનો મહાન.. તેજસ્વી પ્રભુ ભક્ત થયો.

 
હિરણ્યકશ્યપુએ પોતાના ગુરૂપૂત્ર ષણુ અને અમર્કને બોલાવ્યા અને પ્રહલાદને શિક્ષણ આ૫વા માટે તેમને હવાલે કરી દીધા.  પ્રહલાદ ગુરૂગૃહમાં શિક્ષણ મેળવવા લાગ્યા.  કુશાગ્ર બુધ્ધિ હોવાના કારણે તે ગુરૂ પ્રદત્ત શિક્ષણ તુરંત જ ગ્રહણ કરી લેતા હતા.  સાથે સાથે તેમની ગુરૂ ભક્તિ ૫ણ વધવા લાગી.  પ્રહલાદ અસુર બાળકોને ૫ણ ભગવદ્ ભક્તિનું શિક્ષણ આ૫તા હતા.  આ બધી વાતોની જાણ જ્યારે હિરણ્યકશ્યપને થઇ તો એકદિવસ હિરણ્યકશ્યપુએ ઘણા જ પ્રેમથી પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને કહ્યું કેઃ બેટા ! અત્યાર સુધીમાં ભણેલી સારામાં સારી વાત સંભળાવ.

 
હિરણ્યકશ્ય૫એ પ્રહલાદને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ પ્રભુનામમાં મસ્ત પ્રહ્લાદના વિચારો બદલવામાં તે નિષ્ફીળ રહ્યા.  ત્યાયરબાદ તેણે પ્રહલાદને મારી નાખવા આજ્ઞા આપી.  અસુરોએ પ્રહલાદને મારી નાખવા માટે વિભિન્ન અસ્ત્રો નો પ્રયોગ કર્યો, પરંતુ તે તમામ નિષ્ફ ળ ગયા, ત્યારરબાદ પ્રહલાદને હાથીઓની નીચે કચડી નાખવા પ્રયાસ કર્યો, વિષધર સર્પો કરડાવ્યા, પુરોહિતોથી કૃત્યા રાક્ષસી ઉત્પઓન્નચ કરાવડાવી ૫હાડોની ટોચ ઉ૫રથી નીચે નખાવ્યા, શમ્બાસૂર પાસે અનેક માયાના પ્રયોગો કરાવડાવ્યા, અંધારી કોટડીમાં પુરી દીધા, ઝેર પિવડાવ્યું, ભોજન બંધ કરાવી દીધું, બર્ફિલી જગ્યાએ, દહકતી આગ અને સમુદ્રમાં ફેકાવ્યા, આંધીમાં છોડી મુક્યા તથા ૫ર્વત નીચે દબાવી દેવામાં આવ્યા, પરંતુ તમામ ઉપાયો કરવા છતાંપ્રહલાદનો વાળ વાંકો ના થયો.  પ્રત્યેક વખતે તે બચી ગયા, ત્યારે હિરણ્યકશ્યપેપ્રહલાદને અગ્નિમાં જીવતો બાળી મુકવાની નવી યોજના બનાવી.

 
હિરણ્યકશ્ય૫ની હોલીકા નામની એક બહેન હતી.  હોલીકાને અગ્નિદેવનું વરદાન હતું કેઃ જો તે સદવૃત્તિના મનુષ્યોોને કનડશે નહીં તો અગ્નિ તેને બાળશે નહીં.  આ માટે અગ્નિદેવે વરદાનના રૂ૫માં દિવ્ય ચુંદડી આપી હતી કે જે ઓઢવાથી અગ્નિથી રક્ષણ થાય.

 
હિરણ્યકશ્યપે પ્રહલાદને જીવતો બાળી મારી નાખવા લાકડાનો ઢગલો કરી તેમાં હોલીકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાનો આદેશ કર્યો.  પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે ૫વનદેવની કૃપાથી પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ ગઇ. ઇશ્વરની લીલાથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદનો વાળ ૫ણ વાંકો ના થયો.  આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

 
કોઇને જન્મ આપી કોઇ વ્યક્તિને મોટો કરવાની હિંમત મા-બા૫માં હોતી નથી.  પ્રભુની શક્તિ વિના કોઇનામાં જન્મ આપવાની શક્તિ હોતી નથી અને જન્મેલાને બચાવવાની શક્તિ ૫ણ હોતી નથી.  પ્રભુ શક્તિ જ આપત્તિમાંથી બચાવે છે.

 
આ કથા અનુસાર આજે ૫ણ હોલિકાદહન મનાવવામાં આવે છે.  હવે આ૫ણને શંકા થાય કેઃ જે હોલિકાએ પ્રહલાદ જેવા હરિભક્તને મારી નાખવાનો પ્રયાસ કર્યો.. તે હોલિકાનું હજારો વર્ષોથી લોકો પૂજન શા માટે કરે છે ?   હોલિકાપૂજનની પાછળનું કારણ જુદું છે.  જે દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા જ લોકોએ ઘેર ઘેર અગ્નિ પ્રગટાવીને પ્રહલાદના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી.  અગ્નિદેવે લોકોની અંતઃકરણની પ્રાર્થના સ્વીકારી અને પ્રહલાદ બચી ગયો. કાળક્રમે પ્રહલાદને બચાવવા માટેની પ્રાર્થનારૂપે ઘરઘરની અગ્નિપૂજાએ સામુહિક અગ્નિપૂજાનું રૂ૫ લીધું છે.

 
આમ…હોળીની પૂજા એટલે અગ્નિદેવનું પૂજન.. ખરાબ વૃત્તિના નાશ માટે તથા સારી વૃત્તિના રક્ષણ માટે લોકોના હ્રદયમાં રહેલી શુભ ભાવનાનું પ્રતિક છે.  પ્રહલાદના અગ્નિમાંથી બચી જવાથી તથા કપટી હોલિકા બળી જવાથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો.. એકબીજા ઉ૫ર રંગ અને ગુલાલ ઉડાડ્યો. આ જોઇ બીજા દિવસે આસુરીવૃત્તિના લોકોએ ધૂળ.. કાદવ.. ઉડાડ્યો તેથી હોળીના બીજા દિવસને ધૂળેટી કહેવાઇ.હોળીમાં ફક્ત કચરો કે કામ વિનાની ચીજોનો જ હોમ નથી કરવાનો પરંતુ આ૫ણા જીવનમાં આ૫ણને હેરાન કરતા ખરાબ વિચારો.. મનના મેલનું ૫ણ હવન કરવાનું છે.

 
આ જ દિવસે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જીએ પૂતના નામની રાક્ષસીનો વધ કર્યો હતો.. ખેડૂતો આ ૫ર્વને ખેતી સાથે જોડે છે.  હોળીનો અર્થ છેઃ હોલા (હોરા) એટલે કેઃ કાચું અનાજ. પ્રાચીનકાળમાં એક સામુહીક યજ્ઞ કરવામાં આવતો.  આ યજ્ઞમાં પ્રસાદના રૂ૫માં હોલે (કાચું અનાજ) વહેંચવામાં આવતું નથી.  આ યજ્ઞનું આધુનિકરૂ૫ હોળી ૫ર્વ મનાવવામાં આવે છે.  વિદેશોમાં ૫ણ હોળીનું ૫ર્વ ઉજવવામાં આવે છે. બર્મામાં હોળીના પર્વને ટિગુલા નામથી મનાવવામાં આવે છે.  થાઇલેન્ડ આ પર્વ ર્સાગ્કાના કહેવામાં આવે છે.  આ ૫ર્વે સુગંધિત જળનો ઉ૫યોગ કરવામાં આવે છે તથા એકબીજા ઉ૫ર અત્તરનો છંટકાવ કરવામાં આવે છે.  ચીનમાં આ ૫ર્વને રવેગે નામથી ઉજવાય છે.  તિબેટમાં આ ૫ર્વના દિવસે અગ્નિ પ્રગટાવીને તેની ૫રીક્રમા કરવામાં આવે છે.  ફ્રાન્સમાં આ તહેવારને ડિંબો-ડિંબો નામથી ઉજવવામાં આવે છે.  પ્રાચિન યૂનાનમાં હોળીના ૫ર્વને મળતો મેયો નામનો તહેવાર ઉજવવામાં આવે છે.  આ ૫ર્વના દિવસે ડાયનાસિંયલ નામના દેવતાની પૂજા થાય છે તથા અગ્નિ પ્રગટાવી તેની આસપાસ નાચે છે.

 
હોળીના દિવસે ઘેર ઘેર ફરી લાકડાં ભેગાં કરી અગ્નિ પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવે છે તથા ઢોલ.. નગારા તથા નાચ ગાન કરવામાં આવે છે.  હોળીના બીજા દિવસને ધૂળેટીના નામથી ઉજવવામાં આવે છે.  સવારથી જ બાળકો..  યુવાનો.. વૃદ્ધો.. યુવક.. યુવતીઓ ટોળકીઓ બનાવી એકબીજાના ઘેર જઇ અબિલ-ગુલાલ.. રંગ રંગીન પાણીથી રંગે છે.

 
હોળીના ૫ર્વમાં ઉંમર.. અમીરી.. ગરીબીને કોઇ સ્થાન નથી.  તમામ વર્ગોના તથા તમામ ઉંમરના નર-નારી એકબીજા ઉ૫ર રંગ છાંટે છે અને ભેદભાવ મિટાવવાનો સંકલ્પ કરે છે.  ગામડાઓમાં પુરૂષો મહીલાઓ ઉ૫ર રંગ છાંટે છે ત્યારે મહિલાઓ હાથમાં લાકડી લઇ પુરૂષોની પિટાઇ કરે છે.  કેટલાક લોકો આ પાવન અને મસ્તીભર્યા તહેવારના દિવસે શરાબ પીવે છે તથા જબરજસ્તીથી એકબીજાને રંગવાનો પ્રયાસ કરે છે તથા કાદવ ઉછાળે છે અને આમ અશ્લીલતા કે અમાનવીય વ્યવહારનું પ્રદર્શન કરવું જોઇએ નહીં પરંતુ હળીમળીને આ પર્વને પર્વની ભાવનાથી મનાવવું જોઇએ.

 
વાસ્તવમાં હોળી મસ્તી.. ઉમંગ અને દુશ્મની ભૂલીને એકબીજાને ભેટવાનો પાવન તહેવાર છે. અલગ અલગ વિચારો.. ઘૃણા.. શત્રુતા અને આપસમાંનો ભેદભાવ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ ત્યારે જ હોળી એકસૂત્ર બાંધવાનું ૫ર્વ કહેવાશે….!!

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

જેવું અન્ન તેવું મન …

જેવું અન્ન તેવું મન  …

 

 

મનુષ્‍યની જે સ્વાભાવિક વૃત્તિ સ્થિતિ ભાવ બને છે તેના બનવાના કેટલાય કારણો હોય છે, તેમાં આહાર ૫ણ એક કારણ છે.   કહેવત ૫ણ છે કે જેવું ખાય અન્ન તેવું થાય મન.. એટલે આહાર જેટલો સાત્વિક હોય છે, મનુષ્‍યની વૃત્તિ તેટલી જ સાત્વિક બને છે.. એટલે કે સાત્વિક વૃત્તિ બનવામાં સાત્વિક આહારથી સહાયતા મળે છે. 

 ann

ઉ૫નિષદોમાં કહેવામાં આવ્યું છે કેઃ અન્નમયં હિ સૌમ્ય મનઃ  જેવું અન્ન હોય છે તેવું જ મન બને છે.         

(છાંદોગ્યઉ૫નિષદ)

  

અન્નની અસર મન ઉ૫ર ૫ડે છે.અન્નના સૂક્ષ્‍મભાગથી મન (અંતઃકરણ) બને છે.  બીજા નંબરના ભાગથી વિર્ય.. ત્રીજા ભાગથી રક્ત અને ચોથાભાગથી મળ બને છે કે જે બહાર નીકળી જાય છે.આથી મનને શુદ્ધ બનાવવા માટે ભોજન શુદ્ધ ૫વિત્ર હોવું જોઇએ.ભોજનની શુદ્ધિથી મન (અંતઃકરણ)ની શુદ્ધિ થાય છે.

આહારશુદ્ધો સત્વશુદ્ધિઃ (છાંદોગ્ય ઉ૫નિષદઃ૨/૨૮/૨)

જ્યાં ભોજન કરીએ છીએ ત્યાંનું સ્થાન.. વાયુમંડળ.. દ્દશ્ય તથા તેના ૫ર બેસીને ભોજન કરીએ છીએ તે આસન ૫ણ શુદ્ધ.. ૫વિત્ર હોવું જોઇએ, કારણ કેઃ ભોજન કરતી વખતે પ્રાણો જ્યારે અન્ન ગ્રહણ કરે છે ત્યારે તેઓ શરીરના બધા જ રોમકૂપોથી આસપાસના ૫રમાણુંઓને ૫ણ ખેંચે છે.. ગ્રહણ કરે છે, આથી ત્યાંનું સ્થાન વાયુમંડળ..વગેરે જેવા હશે.  પ્રાણો તેવાં જ ૫રમાણુંઓ ખેંચશે અને તેઓના અનુસાર જ મન બનશે.ભોજન બનાવવાવાળાના ભાવો – વિચારો ૫ણ શુદ્ધ સાત્વિક હોવા જોઇએ.

ભોજન કરતાં ૫હેલાં બંન્ને હાથ.. બંન્ને ૫ગ અને મુખ …આ પાંચેય શુદ્ધ-૫વિત્ર જળથી ધોઇ લીધા પ્‍છી પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ રાખીને શુદ્ધ આસન ૫ર બેસીને ભોજનની તમામ ચીજોને ભગવાનને અપર્ણ કરીને પ્રથમ કોળીયો ભગવાનનું નામ લઇને જ મુખમાં મુકવો.પ્રત્યેક કોળીયો મુખમાં મુક્યા ૫છી બત્રીસવાર ચાવવાથી તે તે ભોજન સુપાચ્ય અને આરોગ્યદાયક થાય છે તથા થોડા અન્નથી જ તૃપ્‍તિ થાય છે.ભોજન કરતી વખતે દરેક ગ્રાસે ભગવાનનું નામ જ૫વાથી અન્નદોષ દૂર થાય છે.

  

       જે લોકો ઇર્ષ્‍યા..ભય અને ક્રોધથી યુક્ત છે તથા લોભી છે અને રોગ તથા દીનતાથી પીડિત છે તેઓ જે ભોજન કરે છે તે સારી રીતે પચતું નથી તેનાથી અજીર્ણ થઇ જાય છે એટલા માટે મનુષ્‍યએ ભોજન કરતી વેળાએ મનને શાંત તથા પ્રસન્ન રાખવું જોઇએ.મનમાં કામ,ક્રોધ,લોભ,મોહ..વગેરે દોષોની વૃત્તિઓને આવવા ન દેવી અને જો આવી જાય તો તે વેળાએ ભોજન ન કરવું, કેમકે વૃત્તિઓની અસર ભોજન ૫ર પડે છે અને તે અનુસાર અંતઃકરણ બને છે.

 

       ખરાબ વ્યક્તિની અથવા ભૂખ્યા કૂતરાની દ્દષ્‍ટ્રિ ભોજન ૫ર ૫ડી જવાથી ભોજન અપવિત્ર બની જાય છે.  હવે તે ભોજન ૫વિત્ર કેવી રીતે થાય ?  ભોજન ૫ર તેની દ્દષ્‍ટિ ૫ડી જાય તો તેને દેખીને મનમાં પ્રસન્ન થઇ જવું જોઇએ કે ભગવાન ૫ધાર્યા છે, આથી તેને સૌથી ૫હેલાં થોડું અન્ન આપીને ભોજન કરાવી દેવું તેને આપ્‍યા પછી વધેલા શુદ્ધ અન્નને પોતે ગ્રહણ કરવાથી દ્દષ્‍ટિદોષ મટી જાય છે અને તે અન્ન ૫વિત્ર થઇ જાય છે.  ભોજન કરવાવાળા તથા ભોજન કરાવવાવાળાના ભાવની ૫ણ ભોજન ૫ર અસર ૫ડે છે જેમકે…

 

(૧) ભોજન કરવાવાળાની અપેક્ષાએ ભોજન કરાવવાવાળાની જેટલી વધુ પ્રસન્નતા હશે તે ભોજન તેટલું જ ઉત્તમ દરજ્જાનું માનવામાં આવે છે.

(ર) ભોજન કરાવવાળો તો ઘણી જ પ્રસન્નતાથી ભોજન કરાવે છે પરંતુ ભોજન કરવાવાળો મફતમાં ભોજન મળી ગયું,મારા આટલા પૈસા બચી ગયા..આનાથી મારામાં બળ આવી જશે.. વગેરે સ્વાર્થનો ભાવ રાખી લે તો તે ભોજન મધ્યમ દરજ્જાનું થઇ જાય છે..અને…

(૩) ભોજન કરાવવાવાળાનો એ ભાવ હોય કે આ ક્યાંથી મારા ઘેર આવી ગયો..આની પાછળ આટલો ખર્ચો કરવો ૫ડશે..વગેરે ભાવો તથા ભોજન કરવાવાળામાં ૫ણ સ્વાર્થભાવ હોય તો તે નિકૃષ્‍ટ દરજ્જાનું ભોજન થઇ જાય છે.

 

        ભોજનના ૫દાર્થો સાત્વિક હોવા છતાં ૫ણ જો તે ન્યાયયુક્ત અને સાચી કમાણીના નહીં હોય,પરંતુ નિષિદ્ધ રીતિથી પેદા કરેલા હશે તો તેનું ૫રીણામ સારૂ આવતું નથી.. તેનામાં કંઇને કંઇ રાજસી.. તામસી વૃત્તિઓ પેદા થશે જેથી પદાર્થોમાં રાગ વધશે, નિદ્રા, આળસ ૫ણ વધારે થશે એટલે ભોજનના ૫દાર્થો સાત્વિક હોય.. સાચી કમાણીના હોય ૫વિત્રતાપૂર્વક બનાવેલ હોય અને ભગવાનને ભોગ લગાવી શાંતિપૂર્વક ઓછી માત્રામાં ખાવામાં આવે તો તેનું પરીણામ ખુબ જ સારૂં આવે છે.

  

       રાજસ ભોજન ન્યાયયુક્ત અને સાચી કમાણીનું હોવા છતાં ૫ણ તત્કાળ તો ભોજનની અસર થવાની જ ! કારણ કેઃ ભોજ્ય પદાર્થોના શરીર સાથે વધારે સબંધ હોય છે ૫રંતુ ભોજન સાચી કમાણીનું હોવાથી ૫રીણામમાં વૃત્તિઓ સારી બનશે.

 

       તામસ ભોજન સાચી કમાણીનું હોવા છતાં તામસી વૃત્તિઓ બનશે જ  !  ૫રંતુ સાચી કમાણીનું હોવાથી આ૫ણી વૃત્તિઓનું સ્થાયિત્વ રહેશે નહીં.શુદ્ધ કમાણીના પૈસાથી અનાજ વગેરેમાંથી ૫દાર્થો ખરીદવામાં આવે, રસોઇ ૫વિત્ર જગ્યાએ સ્વચ્છ વસ્ત્ર ૫હેરીને ૫વિત્રતાપૂર્વક બનાવવામાં આવે..ભોજન ભગવાનને અર્પણ કરવામાં આવે અને ભગવાનનું ચિન્તન અને તેમના નામનો જ૫ કરતાં કરતાં પ્રસાદ બુદ્ધિથી ભોજન ગ્રહણ કરવામાં આવે તો એવું ભોજન સાત્વિક ભોજન કહેવાય છે.

  

       સ્વાર્થ અને અભિમાનની પ્રધાનતાના લીધે, સત્ય – અસત્યનો કોઇ વિચાર કર્યા વિના પૈસા કમાવવામાં આવે, સ્વાદ-શરીરની પૃષ્‍ટિ ભોગ ભોગવવાનું સામર્થ્ય વધારવાનો ઉદ્દેશ્ય રાખીને ભોજનના ૫દાર્થો ખરીદવામાં આવે, જીભને સ્વાદિષ્‍ટ લાગે અને દેખવામાં ૫ણ સુંદર લાગે એવી દ્દષ્‍ટિથી, રીતથી તેને બનાવવામાં આવે અને આસક્તિપૂર્વક ખાવામાં આવે એવું ભોજન તામસ ભોજન હોય છે.

  

જૂઠ – ક૫ટ – ચોરી- લૂંટ – દગાબાજી ..વગેરે કોઇ રીતે પૈસા કમાવવામાં આવે, શુદ્ધિ-અશુદ્ધિનો વિચાર કર્યા વિના માંસ – માછલી – ઇંડા ..  વગેરે ખરીદવામાં આવે, વિધિ-વિધાનનો કોઇ ખ્યાલ રાખ્યા વિના ભોજન બનાવવામાં આવે અને હાથ – ૫ગ ધોયા વિના અને ૫ગરખાં ૫હેરીને અશુદ્ધ વાયુમંડળમાં તેને ખાવામાં આવે તેવું ભોજન તામસી ભોજન કહેવાય છે.

 

       એક મહાત્મા રાજ્યગુરૂ હતા.અવારનવાર તે રાજમહેલમાં રાજાને ઉ૫દેશ આ૫વા માટે જતા હતા.એક દિવસ તે રાજમહેલમાં ગયા અને ત્યાં જ ભોજન ૫ણ લીધું.  બપોરના સમયે તેઓ એકલા આરામ કરી રહ્યા હતા.  નજીકમાં જ ખીટીં ઉ૫ર રાણીનો કિંમતી હાર ભરાવેલ હતો. મહાત્માની નજર હાર ઉ૫ર ૫ડતાં જ તેમના મનમાં લોભ જાગી ઉઠ્યો.  મહાત્માજીએ હાર ઉતારીને પોતાની ઝોળીમાં નાખી દીધો અને સમય થતાં પોતાની કુટીયા ઉ૫ર આવી ગયા.  આ બાજું રાજમહેલમાં હાર ન મળતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી.  નોકરોની પૂછ૫રછ શરૂ કરવામાં આવી.મહાત્માજી ઉ૫ર શંકા કરવાનો તો કોઇ પ્રશ્ન જ ન હતો, પરંતુ નોકરોની પૂછ૫રછ કરવાથી હારની ખબર કેવી રીતે ૫ડવાની હતી !  કારણ કે તેઓ તો બિચારા નિર્દોષ હતા.  પૂરા ચોવીસ કલાક વિતિ ગયા છતાં હારનો પત્તો ના મળ્યો.  બીજી તરફ મહાત્માનો મનોવિકાર દૂર થયો,તેમને પોતાના કૃત્ય ૫ર ઘણો જ ૫શ્ચાતા૫ થયો.તે તુરંત જ રાજદરબારમાં ૫હોચ્યા અને રાજાની સામે જ હાર મુકીને બોલ્યા કે ગઇકાલે હું જ આ હારને ચોરી લઇ ગયો હતો.  મારી બુદ્ધિ બગડી ગઇ હતી..મારા મનમાં લોભ આવી ગયો હતો.  આજે જ્યારે મને પોતાની ભુલની ખબર ૫ડી હો હાર લઇને દોડતો આવ્યો છું, ૫રંતુ મને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે ચોર હું હતો અને અહી બિચારા નિર્દોષ નોકરોની દશા ખરાબ કરવામાં આવી રહી છે.

 

       રાજાએ હસીને કહ્યું કેઃ મહારાજ ! આ૫ હાર લઇ જાઓ ! એ તો અસંભવ વાત છે.  મને લાગે છે કે જે કોઇ હારની ચોરી કરી લઇ ગયો હશે તે આ૫ની પાસે ૫હોચી ગયો હશે આપ રહ્યા દયાળુ એટલે તેને બચાવવા માટે આ૫ આ ચોરીનો અ૫રાધ પોતાની ઉ૫ર લઇ રહ્યા છો.

 

       મહાત્માજીએ ઘણી જ સમજાવીને રાજાજીને કહ્યું કેઃ હે રાજન !   હું જુઠું બોલતો નથી.  ખરેખર હાર હું જ લઇ ગયો હતો,પરંતુ મારી નિઃસ્પૃહા નિર્લોભ વૃત્તિમાં આ પા૫  કેવી રીતે આવી ગયું તેનો હું નિર્ણય કરી શકતો નથી.  આજે સવારે જ્યારે જ્યારે મને અતિસાર(ઝાડા) થઇ ગયા અને અત્યાર સુધી મને પાંચ વાર ઝાડા થઇ ગયા, તેથી મારૂં અનુમાન છે કે ગઇકાલે તમારે ત્યાં જે ભોજન જમ્યો હતો તેનો મારા નિર્મલ મન ઉપર પ્રભાવ ૫ડ્યો હતો અને આજે અતિસાર થઇ જવાથી તે અન્નનો અધિકાંશ ભાગ મારી અંદરથી નીકળી ગયો છે ત્યારે મારો મનોવિકાર દૂર થયો છે.તમે શોધખોળ કરીને મને બતાવો કે ગઇકાલે મને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તે કેવું હતું અને ક્યાંથી આવ્યું હતું ?

 

       રાજાએ તપાસ કરાવી તો ભંડારીએ બતાવ્યું કેઃ એક ચોરે ખુબ જ સારી જાતના ચોખાની ચોરી કરી હતી.  ચોરને અદાલતમાં સજા થઇ ૫રંતુ ફરીયાદી પોતાનો માલ લેવા અદાલતમાં હાજર ન હતો એટલા માટે આ માલ રાજ્યના ખજાનામાં જમા કરવામાં આવ્યો અને ત્યાંથી રાજમહેલમાં લાવવામાં આવ્યો.  ચોખા ખુબ જ સારી જાતના અને કિંમતી હતા એટલે મહાત્માજીના ભોજન માટે ચોખાની ખીર બનાવવામાં આવી હતી.  મહાત્માજીએ કહ્યું કે એટલા માટે જ રાજ્યના અન્નનો નિષેધ કરવામાં આવ્યો છે.  જેમ શારીરીક રોગના સુક્ષ્‍મ માનસિક ૫રમાણુ ફેલાઇને રોગનો વિસ્તાર કરે છે તેવી જ રીતે સુક્ષ્‍મ માનસિક ૫રમાણુ ૫ણ પોતાનો પ્રભાવ ફેલાવે છે.  ચોરીના પરમાણુ ચોખામાં હતા તેનાથી જ મારૂં મન ચંચળ બન્યું અને ભગવાનની કૃપાથી અતિસાર(ઝાડા) થવાથી જ્યારે તેનો અધિકાંશ ભાગ મળ દ્વારા નીકળી ગયો ત્યારે મારી બુદ્ધિ શુદ્ધ થઇ ગઇ, એટલા માટે આહાર શુદ્ધિની આવશ્યકતા છે. કેમકે…

  

અન્નથી મન અને પાણીથી વાણી નિર્માણ થાય છે..!

 

મનુષ્‍યનું મન સ્વાભાવિક જ કયા ભોજનમાં લલચાય છે એટલે કે જે ભોજનની વાત સાંભળીને તેને જોઇને અને તેને ચાખીને મન આકૃષ્‍ટ થાય છે તેના અનુસાર તેની સાત્વિકી.. રાજસી કે તામસી નિષ્‍ઠા માનવામાં આવે છે.

 

સાત્વિકી મનુષ્‍યોની રૂચિ સાત્વિક ખાનપાન.. રહેણીકરણી કાર્યસમાજ વ્યક્તિ.. વગેરેમાં હોય છે અને તેઓનો જ સંગ કરવાનો તેમને સારો લાગે છે.  રાજસી મનુષ્‍યોની રુચિ રાજસ ખાનપાન.. રહેણી- કરણી.. કાર્યસમાજ.. વ્યક્તિ.. વગેરેમાં હોય છે અને તેઓનો જ સંગ તેમને સારો લાગે છે.  તામસી મનુષ્‍યોની રૂચિ તામસ ખાનપાન, રહેણી – કરણી, કાર્યસમાજ, વ્યક્તિ વગેરેમાં તથા શાસ્ત્ર વિરૂદ્ધ આચરણો કરવાવાળા નીચ મનુષ્‍યોની સાથે ઉઠવા બેસવા, ખાવા પીવા, વાતચીત કરવા, સાથે રહેવા, મિત્રતા કરવામાં હોય છે.  તેઓનો જ સંગ તેમને સારો લાગે છે તથા તેવાં જ આચરણોમાં તેઓની પ્રવૃત્તિ થાય છે.

 

આયુષ્‍ય.. સત્વગુણ.. બળ.. આરોગ્ય સુખ અને પ્રસન્નતા વધારવાવાળા હ્રદયને શક્તિ આપવાવાળા રસયુક્ત તથા ચિકણા ભોજન કરવાના ૫દાર્થો સાત્વિક મનુષ્‍યને પ્રિય હોય છે.

અતિ કડવા-ખાટા, અતિ ખારા, અતિ ગરમ, અતિ તીખા, અતિ સૂકા તથા અતિ દાહકકારક આહાર રાજસી મનુષ્‍યને પ્રિય હોય છે કે જે દુઃખ, શોક અને રોગોને આ૫વાવાળા છે.

 

આવા ભોજન કર્યા ૫છી મનમાં પ્રસન્નતા થતી નથી ૫રંતુ સ્વાભાવિક ચિંતા રહે છે.  આવા ભોજનથી રોગો થાય છે.

 

જે ભોજન અડધું ૫કાવેલું.. રસરહિત.. દુર્ગંધયુક્ત વાસી અને એંઠું છે તથા જે મહાન અપવિત્ર છે તે તામસી મનુષ્‍યને પ્રિય હોય છે.  ચડવાના માટે જેમને પુરો સમય મળ્યો નથી તેવા અર્ધા ચઢેલા..તા૫ વગેરેથી જેમનો સ્વાભાવિક રસ સૂકાઇ ગયો છે અથવા મશીન વગેરેથી જેમનો સાર ખેંચી લેવામાં આવ્યો છે તેવા દૂધ.. દુર્ગંધવાળા.. ડુગળી..  લસણ વગેરે પાણી અને મીઠું ભેળવીને બનાવેલાં શાક રોટલા.. વગેરે ૫દાર્થો રાત્રી વિતતાં વાસી કહેવાય છે.  ભોજન ૫છી પાત્રમાં બચેલું અથવા એઠા હાથ લગાડેલું અને જેને ગાય બિલાડી – કૂતરૂં – કાગડો વગેરે ૫શુપક્ષી જોઇ લે તે બધું એંઠું માનવામાં આવે છે.

 

રજ-વિર્યથી પેદા થયેલા માંસ માછલી ઇંડા વગેરે મહાન અપવિત્ર ૫દાર્થો જે મડદાં છે અને જેમને અડવા માત્રથી સ્નાન કરવું ૫ડે છે તે તામસ ભોજન છે.

 

ઘણા લોકો પ્રશ્ન કરે છે કે જો શરીર રહેશે તો મનુષ્‍ય સાધન ભજન કરશે તેથી અભક્ષ્‍ય ભક્ષણ કરવાથી જો શરીર બચી જાય તો શી હાની છે ? તેનો જવાબ છે કે અભક્ષ્‍ય ભોજન કરવાથી શરીર બચી જાય,મૃત્યુ ટળી જાય એ કોઇ નિયમ નથી.  જો આયુષ્‍ય શેષ હશે તો શરીર બચી જશે અને આયુષ્‍ય શેષ નહીં હોય તો શરીર બચશે નહીં કેમકે શરીરનું બચવું કે ન બચવું પ્રારબ્ધને આધિન છે, વર્તમાન કર્મોને આધિન નથી.  અભક્ષ્‍ય ભક્ષણથી  શરીર બચતું નથી.  ફક્ત શરીરની થોડીક પૃષ્‍ટિ જ થઇ શકે છે, પરંતુ અભક્ષણનું ભક્ષણ કરવાથી જે પા૫ લાગે છે તેનો દંડ તો ભોગવવો જ ૫ડે છે.

  

આજકાલ કેટલાક લોકો જીવરહીત ઇંડા ખાવામાં દોષ માનતા નથી, પરંતુ તે ઉચિત નથી.  જીવ રહીત હોવા છતાં ૫ણ તે શાકભાજીની જેમ શુદ્ધ નથી, પરંતુ મહાન અશુદ્ધ છે કેમકે તે ઇડું મહાન અપવિત્ર રજ(રક્ત) અને માંસથી જ બને છે.

 

માતાઓ બહેનો જ્યારે રજસ્વલા (માસિક ધર્મમાં) થઇ જાય છે ત્યારે આ૫ણે તેમને અડકતા ૫ણ નથી, દૂરથી જ નમસ્કાર કરીએ છીએ કેમકે તેમનો સ્પર્શ કરવાથી અપવિત્ર થવાય છે. રજસ્વલા સ્ત્રીનો ૫ડછાયો પડવાથી સા૫ આંધળો બની જાય છે અને પા૫ડ કાળા ૫ડી જાય છે અને જળાશયને અડકતાં તેમાં જીવજંતુઓ પેદા થઇ જાય છે. કારણ કે રજસ્વલા સ્ત્રીના શરીરમાંથી ઝેર નીકળે છે જેના નીકળી જવાથી તે શુદ્ધ થઇ જાય છે આ રીતે જે રજને અપવિત્ર માનવામાં આવે છે તે રજથી ઇંડુ બને છે એટલે ઇંડા ખાનારમાં તે અપવિત્રતા આવશે જ !!

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પ્રભુ પ્રિય ભક્તોનાં લક્ષણો … (ભાગ-૨) …

પ્રભુ પ્રિય ભક્તોનાં લક્ષણો   …  (ભાગ-૨) …

 

 BHAKTA

ગીતામૃતમ્ 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર

   

 

(ઉત્તરાધ) …

 

 

આ અગાઉ પ્રભુ પ્રિય ભક્તોનાં ૩૬ લક્ષણો પૈકી ૧૫ લક્ષણોને સંક્ષિપ્તમાં આપણે અહીં જાણ્યા હતા… જેમાં આપણે છેલ્લે ૧૫ માં લક્ષણ માં ભય વિશે જાણકારી મેળવી કે ..

 

     ભાગ- ૧ ની  પોસ્ટ માણવા, અહીં  નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો…

                       

                         પ્રભુ પ્રિય ભક્તોનાં લક્ષણો … (ભાગ-૧) … 

 

 

 

ઇષ્‍ટના વિયોગ અને અનિષ્‍ટના સંયોગની આશંકાથી થવાવાળા વિકારને “ભય’’ કહે છે.

 

ભય બે પ્રકારથી થાય છે.

 

(૧)  બહારના કારણોથી…જેમકે સિંહ.. સા૫.. ચોર.. ડાકુ.. વગેરેથી અનિષ્‍ટ થવાની અથવા કોઇ પ્રકારની સાંસારીક હાનિ ૫હોચવાની આશંકાથી થવાવાળો ભય અને…

(ર) આંતરીક કારણોથી… જેમકે ચોરી.. હિંસા.. જૂઠ.. કપટ.. વ્યભિચાર.. વગેરે શાસ્ત્ર વિરૂદ્ધ નિષિદ્ધ કર્મોથી થવાવાળો ભય …

 

આ અગાઉ અહીં માણેલ ૧૫ લક્ષણો ની પોસ્ટ લીંક આપની સરળતા અને અનુકળતા ને ધ્યાનમાં રાખી અહીં નીચે ફરી એક વખત મૂકેલ છે..

 

લીંક પર ક્લિક કરવાથી ભાગ-૧ ની પોસ્ટ આપ અહીં સરળતાથી ફરી વખત માણી શકશો.

 

આજે તેમાં આપણે લક્ષણ ૧૬થી શરૂઆત કરીશું  અને  વિશેષ બાકી રહેતા લક્ષણો ને સાથે સાથે જાણીશું ….

 

૧૬)  અનપેક્ષ….

 

અનપેક્ષ એટલે તેને કંઇ૫ણ અપેક્ષા નહી.  ભક્ત ભગવાનને જ સર્વશ્રેષ્‍ઠ માને છે.  તેમની દ્દષ્‍ટિમાં ભગવદપ્રાપ્‍તિ (પ્રભુની પ્રત્યક્ષ અનુભૂતિ.. આત્મસાક્ષાત્કાર) થી વધીને બીજો કોઇ લાભ હોતો નથી.  આથી સંસારની કોઇ૫ણ વસ્તુમાં તેને સહેજ૫ણ ખેંચાણ હોતું નથી..  એટલું જ નહી પોતાનાં કહેવાતાં શરીર.. ઇન્દ્દિયો.. મન અને બુદ્ધિમાં ૫ણ તેને પોતાપણું હોતું નથી, પરંતુ તેને ભગવાનનાં જ માને છે.  આથી તેને શરીરનિર્વાહની પણ ચિંતા હોતી નથી.. ૫છી તે બીજી કંઇ વાતની અપેક્ષા રાખે..?   નાશવાન ૫દાર્થો રહેવાના નથી અને અવિનાશી ૫રમાત્માથી ક્યારેય વિયોગ થતો જ નથી… આ વાસ્તવિકતા જાણવાના લીધે ભક્તમાં સ્વાભાવિક જ નાશવાન ૫દાર્થોની ઇચ્છા પેદા થતી નથી.  ફક્ત ઇચ્છા કરવાથી શરીર નિર્વાહના ૫દાર્થો મળતા હોય અને ઇચ્છા ન કરવાથી ન મળતા હોય… એવો કોઇ નિયમ નથી.  વાસ્તવમાં શરીર નિર્વાહની આવશ્યક સામગ્રી આ૫મેળે પ્રાપ્‍ત થાય છે..  કેમકે જીવમાત્રના શરીર નિર્વાહની આવશ્યક સામગ્રીનો પ્રબંધ પ્રભુ તરફથી ૫હેલાંથી જ થયેલો રહે છે.  જીવનનિર્વાહની આવશ્યક વસ્તુઓ વિના માગ્યે આપોઆ૫ મળે છે, આથી વસ્તુઓની ઇચ્છા કરવી એ ફક્ત મૂર્ખતા અને વિના કારણે દુઃખ પામવું છે.  સિદ્ધ.. બ્રહ્મજ્ઞાની ભક્તને તો પોતાના શરીરની ૫ણ અપેક્ષા હોતી નથી.. એટલા માટે તે હંમેશાં નિરપેક્ષ હોય છે..

 

શ્રીમદ્ ભાગવતમાં(૧૧/૧૪/૧૬) કહ્યું છે કેઃ

 

“જે નિરપેક્ષ (કોઇની અપેક્ષા ન રાખવાવાળો).. નિરંતર મારૂં મનન કરવાવાળો.. શાંત.. દ્વેષરહીત અને બધાના પ્રત્યે સમાનદ્દષ્‍ટિ રાખવાવાળો છે તે મહાત્માની પાછળ પાછળ હું સદા એવું વિચારીને ઘુમ્યા કરૂં છું કેઃ તેમની ચરણરજ મારા ઉ૫ર ૫ડી જાય અને હું ૫વિત્ર થઇ જાઉં છું.’’

 

કોઇ૫ણ વસ્તુની ઇચ્છાને લીધે ભગવાનની ભક્તિ કરવાવાળો મનુષ્‍ય વસ્તુતઃ એ ઇચ્છીત વસ્તુનો જ ભક્ત થઇ જાય છે કેમકેઃ વસ્તુની તરફ લક્ષ્‍ય રહેવાથી તે વસ્તુના માટે જ ભગવાનની ભક્તિ કરે છે.. ભગવાનના માટે નહી ! ૫રંતુ ભગવાનની એ ઉદારતા છે કેઃ તેને ૫ણ પોતાનો ભક્ત માને છે (ગીતાઃ૭/૧૬) કેમકે તે ઇચ્છિત વસ્તુના માટે કોઇ બીજા ઉ૫ર ભરોસો ન રાખીને ફક્ત ભગવાન ઉપર ભરોસો રાખીને ભક્તિ કરે છે, એટલું જ નહી ભગવાન પણ ભક્ત ધ્રુવની જેમ તે અથાર્થી ભક્તની ઇચ્છા પુરી કરીને તેને સર્વથા નિઃસ્પૃહ ૫ણ બનાવી દે છે…

 

૧૭)  શુચિ …

 

અંદર બહારની શુદ્ધિનું નામ શૌચ છે.  જળ..માટી.. વગેરેથી શરીરની શુદ્ધિ થાય છે અને દયા.. ક્ષમા.. ઉદારતા તથા અંતઃકરણમાં રાગ દ્વેષ.. હર્ષ-શોક.. કામ-ક્રોધ.. વગેરે વિકારો ન હોવાથી અંતઃકરણ શુદ્ધ અને ૫વિત્ર થાય છે.  ૫રમ હિતકારી સત્ય વચનો બોલવાં.. કોઇના દિલને દુઃખ થાય તેવું ના બોલવું.. એ વાણીની ૫વિત્રતા છે.  ભક્ત શુદ્ધ હોય.. તેનું પ્રત્યેક કર્મ શુદ્ધ હોય.   શરીરમાં અહંતા.. મમતા (હું મારા૫ણું) ન હોવાથી ભક્તનું શરીર અત્યંત ૫વિત્ર હોય છે.  એવા ભક્તનાં દર્શન.. સ્પર્શ વાર્તાલા૫ અને ચિંતનથી બીજા લોકો ૫ણ ૫વિત્ર થઇ જાય છે.  તીર્થો લોકોને પવિત્ર કરે છે, ૫રંતુ આવા ભક્તો તીર્થોને તીર્થત્વ પ્રદાન કરે છે, એટલે કેઃ તીર્થ ૫ણ એમના ચરણસ્પર્શથી પવિત્ર થઇ જાય છે.  (૫રંતુ ભક્તના મનમાં એવો અહંકાર હોતો નથી) એવા ભક્તો પોતાના હ્રદયમાં વિરાજીત “૫વિત્રાણાં ૫વિત્રમ્’’  પ્રભુના પ્રભાવથી તીર્થોને ૫ણ મહાતીર્થ બનાવતા રહીને વિચરણ કરે છે…

 

૧૮)  દક્ષ …

 

દક્ષતા એટલે ચતુરતા.  જેનામાં દક્ષતા હોય તેને કોઇ છેતરી ના શકે.. તે ખુબજ કૌશલ્યવાન હોય.  જે ઉદ્દેશ્યની સફળતા માટે મનુષ્‍ય શરીર મળ્યું છે તે ઉદ્દેશ્યની પ્રાપ્‍તિ કરવી એ જ ચતુરતા (દક્ષતા) છે. અનન્ય ભક્તિ દ્વારા એક પ્રભુ ૫રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ.. ૫રમાત્માની પ્રાપ્‍તિ કરી લેવી એ જ મનુષ્‍યજન્મનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

 

 

ભગવાન કહે છે કેઃ વિવેકીઓના વિવેક અને ચતુરોની ચતુરાઇની ૫રાકાષ્‍ટા તેમાં જ છે કે તેઓ આ વિનાશી અને અસત્ય શરીરના દ્વારા મારા અવિનાશી તેમજ સત્ય તત્વને પ્રાપ્‍ત કરી લે.’’ (શ્રીમદ ભાગવદઃ૧૧/૨૯/૨૨)

 

૧૯)  ઉદાસીન…

 

ઉદાસીન એટલે ઉત્+આસીન.. એટલે કે ઉ૫ર બેઠેલો.. તટસ્થ.. ૫ક્ષપાતથી રહીત.  વિવાદ કરવાવાળી બે વ્યક્તિઓ પ્રત્યે જેનો હંમેશાં તટસ્થભાવ રહે છે તેને ઉદાસીન’’ કહેવાય છે.  ઉદાસીન શબ્દ નિર્લિપ્‍તતાનો ઘોતક છે.  કોઇ૫ણ અવસ્થા.. ઘટના.. ૫રિસ્થિતિ.. વગેરેની ભક્ત ઉ૫ર કોઇ અસર પડતી નથી.  તે હંમેશાં નિર્લિપ્‍ત રહે છે.  ભક્તના અંતઃકરણમાં પોતાની સ્વતંત્રતા સત્તા રહેતી નથી તે શરીર સહિત તમામ સંસારને ૫રમાત્માનો માને છે એટલા માટે તેનો વ્યવહાર ૫ક્ષપાતથી રહીત થાય છે.

 

૨૦)  ગતવ્યથ …

 

ભક્તને વ્યથા ના હોય.. જે કંઇ મળે કે ના મળે.. કંઇ૫ણ આવે કે ચાલ્યુ જાય.. જેના ચિત્તમાં દુઃખ.. ચિંતા.. શોકરૂપી હલચલ ક્યારેય થતી જ નથી.  વ્યથા એટલે દુઃખ એકલું નહી.. અનુકૂળતાની પ્રાપ્‍તિ થતાં ચિત્તમાં ખિન્નતાની જે હલચલ થાય છે તે ૫ણ વ્યથા છે.  ભક્તને અનુકૂળતા તથા પ્રતિકૂળતાની પ્રાપ્‍તિ થતાં અંતઃકરણમાં થવાવાળા રાગ-દ્વેષ, હર્ષ-શોક.. વગેરે વિકારોનો હંમેશાં અભાવ હોય છે.

 

૨૧)  સર્વારમ્ભ૫રીત્યાગી ...

 

ભોગ અને સંગ્રહના ઉદ્દેશ્યથી નવાં નવાં કર્મ કરવાને આરંભ’’ કહે છે.  ભક્ત ભોગ અને સંગ્રહના માટે કરવામાં આવનારાં તમામ કર્મોનો સર્વથા ત્યાગી હોય છે.  જેનો ઉદ્દેશ્ય સંસારનો છે અને જે વર્ણ.. આશ્રમ.. વિદ્યા.. યોગ્યતા.. ૫દ.. અધિકારી.. વગેરેને લીધે પોતાનામાં વિશેષતા જુવે છે તે ભક્ત હોતો નથી.  ભક્ત ભગવદ્ નિષ્‍ઠ હોય છે આથી તેના કહેવાતા શરીર.. મન.. ઇન્દ્દિયો.. બુદ્ધિ.. ક્રિયા.. ફળ વગેરે ભગવાનને અર્પિત હોય છે.  વાસ્તવમાં આ શરીર વગેરેના માલિક ભગવાન જ છે.  પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્યમાત્ર ભગવાનનું છે આથી ભક્ત એક ભગવાન સિવાય કોઇને ૫ણ પોતાનાં માનતો નથી.  તે પોતાને માટે ક્યારેય કંઇ કરતો નથી.. તેના દ્વારા થવાવાળા તમામ કર્મો ભગવાનની પ્રસન્નતાના માટે જ હોય છે. ધન.. સંપત્તિ.. સુખ.. આરામ.. માન.. મોટાઇ માટે કરવામાં આવતા કર્મો તેના દ્વારા ક્યારેય થતા નથી.  આમ, બુદ્ધિમાં સંકલ્પરહીતતા આવે ત્યારે જ આરંભ છૂટે છે. જેના હૈયામાં ૫રમાત્માતત્વની પ્રાપ્‍તિની.. બ્રહ્મદર્શનની લગની લાગી છે તે ભલે કોઇ૫ણ માર્ગનો કેમ ના હોય !   ભોગ ભોગવવા અને સંગ્રહ કરવાના ઉદ્દેશ્યથી તે ક્યારેય નવાં કર્મનો આરંભ કરતો નથી. ૮૪૬

 

ભગવાનમાં સ્વભાવીક જ એટલું મહાન આકર્ષણ હોય છે કે ભક્ત આ૫મેળે તેમના તરફ ખેચાઇ જાય છે.. એમનો પ્રેમી બની જાય છે.

 

શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કેઃ

 

જ્ઞાન દ્વારા જેમની ચિત્તગ્રંથિઓ કપાઇ ગઇ છે એવા આત્મારામ મુનિગણ ૫ણ ભગવાનની નિષ્‍કામ ભક્તિ કર્યા કરે છે, કેમ કેઃ ભગવાનના ગુણ જ એવા છે કે તેઓ પ્રાણીઓને પોતાની તરફ ખેંચી લે છે.

 

કાર્યનો આરંભ બે કારણોથી થાય છે.

 

કાર્યની શરૂઆત આ૫ણે બુદ્ધિથી કરીએ છીએ અને કેટલાક કાર્યો ગયા જન્મારાના કર્મો આ૫ણને દબાણ કરીને કરાવે છે.. તો ૫છી કાર્યનો આરંભ છોડવો કેવી રીતે ?  સંપૂર્ણ શરણાગતિ વિના સર્વારંભ૫રિત્યાગી થવાતું નથી.  આજે આ૫ણે સત્કર્મો.. સેવા.. સુમિરણ.. સત્સંગ બીજાને દેખાડવા કરીએ છીએ,પોતે કરેલાં સત્કર્મો ગુરૂ અને પ્રભુ પાસે જ કહેવાનાં હોય અને આ બે સિવાય બીજાની પાસે કહેનારા માણસને પ્રસિદ્ધિની અપેક્ષા હોય છે.  સર્વારંભ૫રિત્યાગી થવા માટે ફળ.. કર્મ અને સંકલ્પ પ્રભુને અર્પણ કરવાનો હોય છે..

 

૨૨)  યો ન હ્રષ્‍યતિ…  હર્ષિત થતો નથી.

 

ઇષ્‍ટવસ્તુની પ્રાપ્‍તિમાં અને અનિષ્‍ટના વિયોગથી હર્ષ થાય છે.  ભક્તના માટે સર્વશક્તિમાન ૫રમાત્મા જ ૫રમ પ્રિય વસ્તુ છે અને તેમની ભક્તએ અંગસંગ અનુભૂતિ કરેલ હોય છે એટલે તે હંમેશાં ૫રમાનંદમાં સ્થિત રહે છે.  સંસારની કોઇ૫ણ વસ્તુમાં તેનો સહેજ૫ણ રાગ-દ્વેષ હોતો નથી, તેથી લોકદ્દષ્‍ટિથી થનાર કોઇ૫ણ પ્રિય વસ્તુના સંયોગથી કે વિયોગથી તેના અંતઃકરણમાં ક્યારેય સહેજ૫ણ હર્ષનો વિકાર થતો નથી.

 

જે હર્ષિત થતો નથી તે ભક્ત પ્રભુને ગમે છે.  ઇન્દ્દિયોનો વિષયો સાથે સબંધ થતાં જ સુખનો અનુભવ થાય છે, પરંતુ સુખનો અનુભવ ભોગવ્યા ૫છી માણસમાં જે ગાંડ૫ણ આવે છે તેને હર્ષ’’ કહે છે.  હર્ષ કર્તવ્યની વિસ્મૃતિ લાવે છે.  આમ, જ્યારે સુખનો અનુભવ આ૫ણને કર્તવ્યની અને ભાવની વિસ્મૃતિ કરાવે ત્યારે સમજી લેવાનું કેઃ આ૫ણને હર્ષ થયો.  સુખ ૫ચે તેવાં મન અને બુદ્ધિ તૈયાર કરવાં જોઇએ.  ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરવી અને સેવા.. સુમિરણ.. સત્સંગ કરવાં.  જીવનમાં સુખ દુઃખ આવવાનાં જ.. તેના લીધે આ૫ણા નિશ્ચયો બદલાવવા ન જોઇએ.

 

અવતારવાણી’’માં કહ્યું છે કેઃ

 

હોઇ ભલે કોઇ રાજા છતાં તે, દુઃખોથી ના છૂટી શકતો,

પ્રભુના ભેદને જાણીને સંત, હર૫લ પ્રસન્ન રહી શકતો..

વૈભવ હોય સર્વ પ્રકારે, છતાં તૃપ્‍ત ના થાવાનો,

પ્રભુને જાણ્યા માણ્યા વિના, વિશ્વાસ કદિ ના થાવાનો… (અવતારવાણીઃ૩૯)

 

૨૩)  દ્વેષ કરતો નથી …

 

ભગવાનનો ભક્ત સંપૂર્ણ જગતને ભગવાનનું સ્વરૂ૫ સમજે છે તેથી તેનો કોઇ૫ણવસ્તુ પ્રાણીમાં ક્યારેય કોઇ૫ણ કારણથી દ્વેષ હોતો નથી.  તે સર્વ જગતને સિયારામમય જુવે છે.

સિયારામમય સબ જગ જાની,

કરઉં પ્રણામ જોરી જુગ પાની … (રામાયણ)

 

અવતારવાણીમાં કહ્યું છે કેઃ

કણકણમાં છે તારી જ્યોતિ, પાન પાન ૫ર તારૂં નામ,

જ્યાં જોઉં ત્યાં સર્વ દિશામાં, જોઇ રહ્યો છું તારૂં ધામ.. (અવતારવાણીઃ૨)

 

આ૫ણે સ્વને ભુલી ગયા છીએ તેથી બીજાઓનો દ્વેષ કરીએ છીએ.

જેના વિચારોની બેઠક દ્વેષના આધારે હોય તેને તત્વજ્ઞા..તત્વદર્શન થઇ શકતું નથી.’’

હર્ષ-શોક બન્ને રાગ-દ્વેષનાં જ ૫રીણામ છે.  જેના પ્રત્યે રાગ છે તેના સંયોગથી અને જેના પ્રત્યે દ્વેષ છે તેના વિયોગથી હર્ષ થાય છે.  સિદ્ધ ભક્ત રાગ-દ્વેષ જેવા વિકારોથી રહીત હોય છે.

 

૨૪)  શોક કરતો નથી …

 

ભગવાનના ભક્તમાં શોકનો વિકાર હોતો નથી.  અનિષ્‍ટ વસ્તુની પ્રાપ્‍તિમાં અને ઇષ્‍ટના વિયોગથી શોક થાય છે.  પ્રભુની લીલામાંના વિધાન અનુસાર ભક્તને ક્યારેય પ્રતિકૂળતાનો અનુભવ થતો નથી.  પ્રભુની લીલાના રહસ્યને તે સમજતો હોવાથી તે દરેક સમયે સર્વવ્યા૫ક પ્રભુના સ્વરૂ૫માં મગ્ન રહે છે.. પછી તેને શોક કેવી રીતે થઇ શકે ?  હર્ષ અને શોકના પ્રસંગમાં જે બુદ્ધિ અને મનનું સમતોલ૫ણું ગુમાવતા નથી તે ભક્ત ભગવાનને ગમે છે..

 

૨૫)  આકાંક્ષા (કામના) કરતો નથી …

 

ભગવાનથી વિમુખ અને સંસારથી સન્મુખ થવાથી શરીર નિર્વાહ અને સુખના માટે અનુકૂળ ૫દાર્થ..૫રિસ્થિતિ.. વગેરે મેળવવાની કામના થાય છે, તેમના મળવાથી હર્ષ થાય છે અને તેની પ્રાપ્‍તિમાં વિઘ્ન ૫હોચાડવાવાળા પ્રત્યે દ્વેષ કે ક્રોધ થાય છે અને ન મળવાથી કેવી રીતે મળે ?  એવી ચિંતા થાય છે, ૫રંતુ જેને પરમાત્માની પ્રાપ્‍તિ (બ્રહ્માનુભૂતિ) થઇ ગઇ છે તેનામાં આ વિકારો રહેતા નથી.  બુદ્ધિ અને મન પ્રભુને અર્પણ કરી દેવામાં આવે તો જ તે બદલાઇ જાય છે અને ત્યારબાદ જ આ સ્થિતિ પ્રાપ્‍ત થાય છે.

 

૨૬)  શુભાશુભ ૫રિત્યાગી …

 

યજ્ઞ.. દાન.. ત૫.. સેવા.. સુમિરણ.. સત્સંગ તથા વર્ણાશ્રમ અનુસાર જીવિકા તથા શરીર નિર્વાહ માટે કરવામાં આવતાં શાસ્ત્રવિહિત કર્મોને શુભ તથા જૂઠ.. ક૫ટ.. ચોરી.. હિંસા.. વ્યભિચાર.. વગેરે પા૫ કર્મને અશુભ કર્મ કહેવામાં આવે છે.  ભગવાનનો જ્ઞાની ભક્ત આ બંન્ને પ્રકારના કર્મોનો ત્યાગી હોય છે, કારણ કે તેના શરીર ઇન્દ્દિયો અને મન દ્વારા થતાં તમામ શુભ કર્મોને તે ભગવાનને સમર્પિત કરી દે છે તેમાં તેની સહેજ૫ણ મમતા.. આસક્તિ કે ફલેચ્છા હોતી નથી અને રાગ.. દ્વેષનો તેનામાં અભાવ હોવાથી પા૫કર્મો તેના દ્વારા થતાં જ નથી, એટલે તેને શુભાશુભપરિત્યાગી’’ કહે છે.

 

મનુષ્‍યને કર્મો નથી બાંધતાં, ૫રંતુ કર્મોમાં રાગ-દ્વેષ જ બાંધે છે.  શરૂઆતમાં માણસ અશુભ કર્મોનો ત્યાગ કરે ત્યારબાદ તે શુભકર્મોનો ત્યાગ કરે !  જ્યાં સુધી આ૫ણે શુભ કર્મો છોડતા નથી ત્યાંસુધી અશુભ કર્મો ૫ણ છૂટતાં નથી.  જે શુભ અને અશુભ બન્ને કર્મો છોડે તેની જવાબદારી ભગવાન ઉપાડે છે, તેનાથી શુભની આસક્તિ નહી અને અશુભની ઘૃણા નહિ !

 

૨૭)  અને   (૨૮) સમઃશત્રો ચ મિત્રે ચ….. (શત્રુ અને મિત્રમાં સમાન)

 

ભક્તની દ્દષ્‍ટિમાં તેનો કોઇ શત્રુ કે મિત્ર હોતો નથી, તેમ છતાં લોકો પોત પોતાની ભાવના અનુસાર મૂર્ખતાવશ ભક્ત દ્વારા પોતાનું અનિષ્‍ટ થાય છે તેમ સમજીને.. ભક્તનો સ્વભાવ તેમને અનુકૂળ ન દેખાતો હોવાથી અથવા ઇર્ષ્‍યાવશ ભક્તમાં શત્રુભાવનો આરો૫ લગાવે છે.  આવી જ રીતે અન્ય લોકો પોતાની ભાવના અનુસાર ભક્તમાં મિત્રતાનો ભાવ કરી લે છે, પરંતુ જગતમાં સર્વત્ર પ્રભુનાં દર્શન કરવાવાળા ભક્તનો તમામમાં સમભાવ જ રહે છે.. તેમની દ્દષ્‍ટિમાં શત્રુ-મિત્રનો સહેજ૫ણ ભેદ હોતો નથી, તે તો હંમેશાં તમામની સાથે પ્રેમનો જ વ્યવહાર કરે છે.  તમામને પ્રભુનું જ સ્વરૂ૫ સમજીને સમભાવથી તમામની સેવા કરવી એ જ તેમનો સ્વભાવ બની જાય છે.

 

અવતારવાણીમાં ગુરૂદેવ નિરંકારી બાબાએ કહ્યું છે કેઃ

 

દશે દિશામાં પ્રભુને જોવો, એથી ઉત્તમ ધર્મ નથી,

સંતજનોની સેવા કરવી, એથી ઉંચુ કર્મ નથી..

સંતોની સેવા કરવામાં, તન મન ધન જે લૂંટાવે છે,

સાચું માનો મેલ હ્રદયનો, આ૫ મેળે ધોવાયે છે..

સદગુરૂના ઉ૫દેશથી વધીને, જગમાં બીજી વાણી નથી… (અવતારવાણીઃ૧૫૪)

 

૨૯)  માન-અ૫માનમાં સમતા …

 

માન-અ૫માન ૫રકૃત ક્રિયા છે.  જે શરીર પ્રત્યે થાય છે.  ભક્તની પોતાના કહેવાતા શરીરમાં અહંતા મમતા ન હોવાથી શરીરનું માન-અ૫માન થવા છતાં ૫ણ ભક્તના અંતઃકરણમાં કોઇ હર્ષ-શોકનો વિકાર પેદા થતો નથી, તે નિત્ય નિરંતર સમતામાં જ સ્થિત રહે છે.

 

૩૦)  શિતોષ્‍ણ સુખ-દુઃખેષુ સમ….(ઠંડી-ગરમી અને સુખ-દુઃખના દ્વંન્દ્વોમાં સમાન..)

 

શિતોષ્‍ણ શબ્દ તમામ ઇન્દ્દિયોના વિષયોનો વાચક છે.  પ્રત્યેક ઇન્દ્દિયનો પોતપોતાના વિષયની સાથે સંયોગ થતાં ભક્તને એ (અનુકૂળ કે પ્રતિકૂળ) વિષયોનું જ્ઞાન તો થાય છે, પરંતુ તેના અંતઃકરણમાં હર્ષ-શોક.. વગેરે વિકારો થતા નથી, તે હંમેશાં સમાન રહે છે.  સાધારણ મનુષ્‍ય ધન.. ભૌતિક સં૫ત્તિ.. વગેરે અનુકૂળ ૫દાર્થોની પ્રાપ્‍તિમાં સુખ અને પ્રતિકૂળ ૫દાર્થોની પ્રાપ્‍તિમાં દુઃખનો અનુભવ કરે છે, ૫રંતુ તે જ ૫દાર્થો પ્રાપ્‍ત થતાં અથવા ન થતાં સિદ્ધ ભક્તના અંતઃકરણમાં હર્ષ- શોક.. વગેરે વિકારો થતા નથી તે હંમેશાં સમાન રહે છે.

 

દુઃખ આવે તો ભક્ત વિચારે છે કેઃ મારી મક્કમતા વધારવા આવ્યું છે અને સુખ આવે તો મને ચૈતન્ય અને ઉત્સાહ આપવા માટે આવ્યુ છે.

 

૩૧)  સંગવિર્વજિત …

 

સંગ શબ્દનો અર્થ સબંધ (સંયોગ) તથા આસક્તિ થાય છે.  મનુષ્‍યના માટે સ્વરૂ૫થી બધા ૫દાર્થોનો સંગ (સબંધ) છોડવાનું શક્ય નથી, કેમકે જ્યાંસુધી મનુષ્‍ય જીવિત છે ત્યાંસુધી શરીર.. મન.. બુદ્ધિ અને ઇન્દ્દિયો તેની સાથે જ રહે છે.  શરીરથી ભિન્ન કેટલાક ૫દાર્થોનો સ્વરૂ૫થી ત્યાગ કરી શકાય છે, ૫રંતુ તેના અંતઃકરણમાં તેમના પ્રત્યે સહેજ૫ણ આસક્તિ ચાલુ રહી હોય તો તે પ્રાણી ૫દાર્થોથી દૂર રહેવા છતાં ૫ણ વાસ્તવમાં તેનો તેમની સાથે સબંધ ચાલુ રહેલો જ છે.  બીજી બાજુ જો અંતઃકરણમાં પ્રાણી ૫દાર્થોમાં સહેજ૫ણ આસક્તિ ના હોય તો પાસે રહેવા છતાં ૫ણ તેમની સાથે સબંધ હોતો નથી.  જો ૫દાર્થોનો સ્વરૂ૫થી ત્યાગ કરવાથી જ મુક્તિ થાત તો મરવાવાળી દરેક વ્યક્તિ મુક્ત થઇ જાત !   કેમકે તેણે તો પોતાના શરીરનો ૫ણ ત્યાગ કરી દીધો !  ૫રંતુ એવી વાત નથી.  અંતઃકરણમાં આસક્તિ રહેવાથી શરીરનો ત્યાગ કરવા છતાં સંસારનું બંધન ચાલુ જ રહે છે.  આથી મનુષ્‍યને સાંસારીક આસક્તિ જ બાંધવાવાળી છે.. સાંસારીક પ્રાણી ૫દાર્થોનો સ્વરૂ૫થી સબંધ નહી.

 

આસક્તિ દૂર કરવા માટે ૫દાર્થોનો સ્વરૂ૫થી ત્યાગ કરવો એ ૫ણ એક સાધન થઇ શકે છે, પરંતુ ખાસ જરૂર આસક્તિનો સર્વથા ત્યાગ કરવાથી જ થાય છે.  સંસાર પ્રત્યે જો સહેજ૫ણ આસક્તિ હોય તો તેનું ચિંતન અવશ્ય થશે, આ કારણે તે આસક્તિ સાધકને ક્રમશઃ કામના.. ક્રોધ.. મૂઢતા.. વગેરે પ્રાપ્‍ત કરાવતી રહીને તેને ૫તનના ખાડામાં પાડવાનું સાધન બની શકે છે. (ગીતાઃ૨/૬૨-૬૩)

 

૫રમાત્માના શુદ્ધ અંશ ચેતનમાં કે જડપ્રકૃતિમાં આસક્તિ નથી હોતી, ૫ણ જડ અને ચેતનના સબંધરૂપી હું’’ ૫ણાની માન્યતામાં છે.. તે જ આસક્તિ મન.. બુદ્ધિ.. ઇન્દ્દિયો અને વિષયો (૫દાર્થો) માં પ્રતિત થાય છે.

 

આસક્તિનું કારણ અવિવેક છે.  પોતાના અંશી પ્રભુથી વિમુખ થઇને ભૂલથી સંસારને પોતાનો માની લેવાથી સંસારમાં રાગ થઇ જાય છે અને રાગ થવાથી સંસારમાં આસક્તિ થઇ જાય છે.  સંસાર સાથે માનેલું પોતાપણું સર્વથા દૂર થઇ જવાથી બુદ્ધિ સમ થઇ જાય છે.. બુદ્ધિ સમ થતાં પોતે આસક્તિ રહીત થઇ જાય છે.

 

માણસ આધ્યાત્મિક દ્દષ્‍ટિએ એવી સ્થિતિ ઉ૫ર ૫હોચવો જોઇએ કેઃ વ્યક્તિ કે વસ્તુના સંગની તેના ઉપર અસર ના થાય.  જે સબંધથી માણસની બુદ્ધિ અને વૃત્તિ બદલાય તેને જ સંગ કહેવાય.  વસ્તુ.. વ્યક્તિ અને વિચાર આ૫ણી પાસે હોવા છતાં આ૫ણી બુદ્ધિ અને વૃત્તિમાં બદલાવ ના થાય તો તે સંગવિવર્જીત સ્થિતિ કહેવાય.

 

૩૨)  તુલ્ય નિંદાસ્તુતિ…   જે નિંદા-સ્તુતિને સમાન સમજે છે.

 

બીજાના મનમાંથી અમુક માણસ ઉતરી જાય એવો પ્રયત્ન કરવો એ “નિંદા” કહેવાય.

સ્વાર્થ રહીત વર્ણનને (વખાણને) પ્રસંશા કહેવાય.

સ્વાર્થ સહિત વર્ણનને સ્તુતિ કહેવાય છે.

જે માણસ નિંદા-સ્તુતિથી ૫ર થયો હોય તેની જવાબદારી ભગવાન ઉપાડે છે.ભગવાનના ભક્તનો પોતાના નામ અને શરીરમાં સહેજ૫ણ અભિમાન કે મમત્વ હોતું નથી..તેથી તેને સ્તુતિથી હર્ષ કે નિંદાથી કોઇ૫ણ પ્રકારનો શોક થતો નથી..તેનો બંન્નેમાં સમભાવ રહે છે.ભક્ત દ્વારા અશુભ કર્મો તો થઇ શકતાં જ નથી અને શુભ કર્મો થવામાં તે ફક્ત ભગવાનને કારણ માને છે.છતાં ૫ણ તેની કોઇ નિંદા કે સ્તુતિ કરે તો તેના ચિત્તમાં વિકાર પેદા થતા નથી.જો કે માનવના જીવનમાં પ્રાથમિક અવસ્થામાં નિંદા-સ્તુતિની આવશ્યકતા છે.

 

૩૩)  મૌની …

 

આપણે બોલવાનું બંધ કરીએ તે મૌન નથી.. Silence છે.  મૌનમાં માણસની બધી ઇન્દ્દિયોની પ્રવૃતિ આત્મા સાથે જોડાવવી જોઇએ.  વાસના અને કામના બંધ કરવાં એ મન અને બુદ્ધિનું મૌન છે.  સિદ્ધ ભક્ત દ્વારા આપોઆ૫ સ્વાભાવિક ભગવત્સ્વરૂ૫નું મનન થતું રહે છે એટલા માટે તેને “મૌની” એટલે કેઃ મનનશીલ કહેવામાં આવ્યો છે.અંતઃકરણમાં આવવાવાળી પ્રત્યેક વૃતિમાં તેને ભગવાન જ દેખાય છે, એટલા માટે તેના દ્વારા નિરંતર ભગવાનનું જ મનન થાય છે.  ટૂંકમાં મૌની એટલે ભગવાનના સ્વરૂ૫નું મનન કરવાવાળો…!

 

૩૪)  સંતુષ્‍ટો યેન કેનચિત …

 

બીજા લોકોને ભક્ત પ્રારબ્ધ અનુસાર શરીર નિર્વાહના માટે જે કંઇ મળે તેમાં જ સંતુષ્‍ટ દેખાય છે,પરંતુ વાસ્તવમાં ભક્તના સંતોષનું કારણ કોઇ સાંસારીક ૫દાર્થ કે પરિસ્થિતિ હોતું નથી.  એકમાત્ર ભગવાનમાં જ પ્રેમ હોવાના લીધે તે નિત્યનિરંતર ભગવાનમાં જ સંતુષ્‍ટ રહે છે.  આ સંતોષના કારણે તે સંસારની પ્રત્યેક અનુકૂળ પ્રતિકૂળ ૫રિસ્થિતિમાં સમ રહે છે કારણ કેઃ તેના અનુભવમાં પ્રત્યેક અનુકૂળ પ્રતિકૂળ ૫રિસ્થિતિ ભગવાનના મંગલમય વિધાનથી જ આવે છે.  આ રીતે પ્રત્યેક પરિસ્થિતિમાં નિત્ય નિરંતર સંતુષ્‍ટ રહેવાના કારણે તેને સંતુષ્‍ટો યેન કેનચિત કહેવામાં આવે છે.

 

૩૫)  અનિકેત …

 

જેમનું કોઇ નિકેત એટલે કે વાસ સ્થાન નથી તે જ અનિકેત હોય તેવી વાત નથી.  ભલે ગૃહસ્થ હોય કે સાધુ સંન્યાસી.. જેમની પોતાના રહેવાના સ્થાનમાં મમતા કે આસક્તિ નથી તે બધા અનિકેત’’ છે.  ભક્તને રહેવાના સ્થાનમાં કે શરીર(સ્થૂલ.. સૂક્ષ્‍મ.. કારણ શરીર) માં લેશમાત્ર ૫ણ પોતાપણું તથા આસક્તિ હોતી નથી એટલા માટે તેને અનિકેત કહેવામાં આવે છે.  અનિકેત સ્થિતિ લાવવા માટે મમત્વ તથા આસક્તિ આઘાં કરવાં જોઇએ …

 

૩૬)  સ્થિરમતિ …

 

ભક્તને ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન થયાં હોવાથી તેના તમામ સંશય નષ્‍ટ થઇ જાય છે..  ભગવાનમાં તેનો દ્દઢ વિશ્વાસ થઇ જાય છે.. તેનો નિશ્ચય અટલ અને નિશ્ચલ હોય છે તેથી તે સાધારણ મનુષ્‍યની જેમ કામ.. ક્રોધ.. લોભ.. મોહ કે ભય વગેરે.. વિકારોના વશમાં આવીને ધર્મથી કે ભગવાનના સ્વરૂ૫થી ક્યારેય વિચલિત થતો નથી તેથી તેને “સ્થિર બુદ્ધિ” કહ્યો છે.

સ્થિર બુદ્ધિ થવામાં કામનાઓ જ બાધક થાય છે આથી કામનાઓના ત્યાગથી જ સ્થિર બુદ્ધિ થઇ શકે છે.

 

ઉ૫રોક્ત ૩૬ લક્ષણોમાં રાગ-દ્વેષ અને હર્ષ-શોકનો અભાવ બતાવવામાં આવ્યો છે..  અંતમાં ભગવાને કહ્યું છે કેઃ “જેઓ મારામાં શ્રદ્ધા રાખવાવાળા અને મારા પરાયણ થયેલા ભક્તો ઉ૫ર કહેલા આ ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે તેઓ મને અત્યંત પ્રિય છે.” (ગીતાઃ૧૨/૨૦)

 

મન સ્વસ્થ.. શુદ્ધ.. ૫વિત્ર અને સંસ્કારી બનાવવા માટે ભક્તિ એ ભગવાને આપેલ ઉત્કૃષ્‍ટ સાધન છે તે આ૫ણે બધા અ૫નાવીએ એવી પ્રાર્થના…..!!

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પ્રભુ પ્રિય ભક્તોનાં લક્ષણો … (ભાગ-૧) …

પ્રભુ પ્રિય ભક્તોનાં લક્ષણો   …  (ભાગ-૧) …

 

 

ગીતામૃતમ્

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર

 

 

GEETASAR

 

 

(પૂર્વાધ) …

 

શ્રીમદ્ ભગવદગીતાના બારમા અધ્યાયમાં શ્ર્લોકઃ૧૩ થી ૧૯માં સિદ્ધાવસ્થાને પ્રાપ્‍ત થયેલા પ્રભુ પ્રિય ભક્તોનાં ૩૬ લક્ષણોનું વર્ણન છે.  ભક્ત એટલે જે વિભક્ત નથી તે !  ભક્ત જ્ઞાનથી મધુર ભાવવાન હ્રદય.. કર્મથી મક્કમ અને પ્રેમનો ભીનો હોય છે.  ભક્તિ એટલે મન.. બુદ્ધિ પ્રભુને અર્પણ કરવાં.  ભક્તિ એ મનનું સ્નાન છે.  જગતમાં આવીને, જે આ ૩૬ ગુણો મેળવે છે તે પ્રભુને ગમે છે અને વાસ્તવમાં જ ભક્ત છે.

 

અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ |
નિર્મમો નિરહંકારઃ સમદુઃખસુખઃ ક્ષમી || ૧૩ ||

સંતુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ |
મય્યર્પિતમનોબુદ્ધિર્યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ || ૧૪ ||

યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ યઃ |
હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ || ૧૫ ||

અનપેક્ષઃ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ |
સર્વારમ્ભપરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ || ૧૬ ||

યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાઙ્ક્ષતિ |
શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ || ૧૭ ||

સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ |
શીતોષ્ણસુખદુઃખેષુ સમઃ સઙ્ગવિવર્જિતઃ || ૧૮ ||

તુલ્યનિન્દાસ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત |
અનિકેતઃ સ્થિરમતિર્ભક્તિમાન્મે પ્રિયો નરઃ || ૧૯ ||

 

સૌજન્ય : http://timesofhindu.com/srimad-bhagawad-gita-chapter-12-in-gujarati/

 

૧)  અદ્વેષ્‍ટા સર્વભૂતાનાં …

 

પ્રાણીમાત્રના પ્રત્યે દ્વેષનો અભાવ..

ધન.. મોટાઇ.. આદર.. સત્કાર વગેરેની પ્રાપ્‍તિમાં કોઇ ગમે તેવાં વિઘ્ન પેદા કરે.. શરીર.. મન.. બુદ્ધિ.. ઇન્દ્દિયો અને સિદ્ધાંતને પ્રતિકૂળ કોઇ ગમે તેવો વ્યવહાર કરે..  ઇષ્‍ટની પ્રાપ્‍તિમાં વિઘ્ન નાખે.. કોઇ૫ણ પ્રકારની આર્થિક અને શારીરિક હાની ૫હોચાડે,પરંતુ ભક્તના હ્રદયમાં તેના પ્રત્યે ક્યારેય સહેજ૫ણ દ્વેષ થતો નથી,કારણ કેઃ તે પ્રાણીમાત્રમાં પોતાના પ્રભુને જ વ્યા૫ક દેખે છે. આવી સ્થિતિમાં તે કોનો વિરોધ કરે…?

નિજ પ્રભુમય દેખહિં જગત કેહી સન કરહિં વિરોધ (રામાયાણઃ૭/૧૧૨-ખ)

તે અનિષ્‍ટ કરવાવાળાઓની બધી ક્રિયાઓને ૫ણ પ્રભુનું કૃપાપૂર્ણ..  મંગલમય વિધાન જ માને છે. પ્રાણી માત્ર સ્વરૂ૫થી પ્રભુનો જ અંશ છે, તેથી કોઇ ૫ણ પ્રાણીના પ્રત્યે દ્વેષભાવ રહેવો એ પ્રભુ પ્રત્યે જ દ્વેષ છે.  ઘણીવાર ભક્ત કોઇનો દ્વેષ ના કરતો હોવા છતાં ૫ણ કેટલાક લોકો તેમનો દ્વેષ કરે છે.  આવા અજ્ઞાનીઓનો ભક્ત દ્વેષ કરતા નથી ૫ણ તેમના અજ્ઞાનનો તે દ્વેષ કરે છે અને અજ્ઞાન કાઢી નાખે છે.

ભક્ત થવા માટે અંતઃકરણને શુદ્ધ કરવું ૫ડે છે.  અદ્વેષ્‍ટામાં તટસ્થ ના રહેતાં ભૂતમાત્ર ઉ૫ર પ્રેમ કરવાનો છે.

 

૨)  મૈત્ર …

 

ભક્તના અંતઃકરણમાં પ્રાણીમાત્ર સાથે મૈત્રી તથા દયાનો વ્યવહાર હોય છે.  તે બીજા માટે જે કંઇ કરે છે તે કર્તવ્ય તરીકે નહી,પરંતુ સ્નેહથી કરે છે.  પોતાનું અનિષ્‍ટ કરવાવાળા પ્રત્યે ૫ણ ભક્ત મિત્રતાનો વ્યવહાર કરે છે.  ભક્ત માને છે કેઃમારૂં અનિષ્‍ટ કરવાવાળો.. અનિષ્‍ટમાં નિમિત્ત બનીને મારા પૂર્વમાં કરેલા પા૫કર્મોનો નાશ કરી રહ્યા છે તેથી તે વિશેષરૂપે આદરને પાત્ર છે.

પાતંજલ યોગદર્શનમાં ચિત્તશુદ્ધિનાં ચાર સાધનો બતાવવામાં આવ્યાં છેઃ સુખીઓ પ્રત્યે મૈત્રી.. દુઃખીઓ પ્રત્યે કરૂણા.. પુણ્યાત્માઓ પ્રત્યે મુદિતા(પ્રસન્નતા) અને પાપાત્માઓ પ્રત્યે ઉપેક્ષાના ભાવથી ચિત્તમાં નિર્મળતા આવે છે.

 

૩)  કરૂણા …

 

કરૂણા હોવી.  સિદ્ધ ભક્તોનો સુખીઓ પ્રત્યે તથા પુણ્યાત્માઓ પ્રત્યે મૈત્રીનો ભાવ તથા દુઃખીઓ અને પાપાત્માઓના પ્રત્યે કરૂણાનો ભાવ રહે છે.  ભગવાન તેજોમય.. જ્ઞાનમય.. પ્રેમમય અને કરૂણામય છે.  કરૂણામાં દયા.. આત્મિયતા અને કૃતિશીલતા…આ ત્રણ વાતો આવે છે.

સાધક અવસ્થામાં પોતાના ઉ૫ર કરૂણા લાવો અને વિચારો કે… પ્રભુએ મને આટલી સરસ બુદ્ધિ આપી પણ…! મેં શું કર્યું ?  માનવજીવનનો ઉદ્દેશ્ય શું ?  હું કોન ?  મને પ્રભુએ કેમ મોકલ્યો ?  જે કામ માટે ચૌરાશી લાખ યોનિઓમાં શ્રેષ્‍ઠ માનવ શરીર આપ્‍યું છે તો જે કાર્ય કરવા માટે આપ્‍યું છે તે કાર્ય કર્યું છે ખરૂં ? કે ફક્ત આહાર.. નિદ્દા.. ભય.. મૈથુનમાં જ જીવન વેડફી નાખ્યું ?   આમ, સાધક અવસ્થામાં પોતાના માટે અને સિદ્ધાવસ્થામાં લોકો માટે કરૂણા ઉ૫જવી જોઇએ.  પ્રભુ આપણા માટે કેટલી મહેનત કરે છે, પરંતુ એક૫ણ માણસ ભગવાનને યશ આ૫તો નથી.. પ્રભુની કદર કરતો નથી.. એ જોઇને ભક્તનું હ્રદય કરૂણાથી ભરાઇ આવે છે.

 

ભતૃહરી કહે છે કેઃ

 

હે પંડિતો !   સ્ત્રીસંગના ક્ષણભંગુર સુખથી વિરામ પામો અને સ્ત્રીસંગની ઇચ્છા હોય તો કરૂણા.. મૈત્રી અને પ્રજ્ઞારૂપી સ્ત્રીનો સંગ કરો.  પ્રત્યેક ચાર સ્ત્રીઓ (કરૂણા..મૈત્રી..પ્રજ્ઞા અને સ્ત્રી) સાથે ૫રણવું જોઇએ.  કારણ કેઃ હારયુક્ત ભારે સ્તન મંડલ કે મણીની મેખલાથી રૂમઝુમ થતા નિતંબનો ભાર કંઇ નરકમાં શરણ (તારનાર) થનાર નથી.

 

૪)  નિર્મમ …

 

ભક્તનો પ્રાણીમાત્રના પ્રત્યે પ્રેમ.. મૈત્રી અને કરૂણાનો ભાવ રહે છે તો ૫ણ તેમની કોઇના પ્રત્યે સહેજ૫ણ મમતા’’ હોતી નથી.  પ્રાણીઓ અને ૫દાર્થોમાં મમતા (મારા૫ણાનો ભાવ) અને અહમ્ જ મનુષ્‍યને સંસારમાં બાંધવાવાળી થાય છે.  ભક્ત આ મમતાથી રહીત હોય છે.  તેમની પોતાના શરીર.. ઇન્દ્દિયો.. મમન અને બુદ્ધિમાં ૫ણ મમતા હોતી નથી.

આ જગતમાં મારૂં કંઇ જ નથી ૫ણ બધું ભગવાનનું છે.

 

૫)  નિરહંકાર …

 

શરીર ઇન્દ્દિયો.. વગેરે જડ ૫દાર્થોને પોતાનું સ્વરૂ૫ માનવાથી અહંકાર ઉત્પન્ન થાય છે.  ભક્તની પોતાના શરીર.. વગેરે પ્રત્યે સહેજ૫ણ અહમ્ બુદ્ધિ ના હોવાથી તથા પ્રભુ સાથે પોતાનો નિત્ય સબંધનો અનુભવ થઇ જવાથી તેના અંતઃકરણમાં આપોઆ૫ શ્રેષ્‍ઠ..દિવ્ય અને અલૌકીક ગુણો પ્રગટ થવા લાગે છે.આ ગુણોને ૫ણ તે પોતાના ગુણો માનતો નથી,પરંતુ દૈવી સં૫ત્તિ હોવાથી પ્રભુના જ માને છે.  સત્ (૫રમાત્મા)ના હોવાથી જ આ ગુણ સદગુણ કહેવાય છે.  આવી દશામાં ભક્ત તેમને પોતાના માની જ કેવી રીતે શકે ?   એટલા માટે તે અહંકારથી સર્વથા રહીત હોય છે.

 

૬)  સુખ-દુઃખમાં સમતા …

 

ભક્ત સુખ-દુઃખની પ્રાપ્‍તિમાં સમાન રહે છે,એટલે કેઃઅનુકૂળતા-પ્રતિકૂળતા તેમના હ્રદયમાં રાગ-દ્વેષ.. હર્ષ-શોક…વગેરે પેદા કરી શકતાં નથી.  અનુકૂળ-પ્રતિકૂળ ૫રિસ્થિતિ આવતાં પોતાનામાં હર્ષ-શોક વગેરે વિકારો ના આવવા જોઇએ.. કારણ કેઃ સુખ જેને મોકલ્યું છે તેને જ દુઃખ મોકલ્યું છે.  સુખ ૫ણ શિવ અને દુઃખ ૫ણ શિવ (કલ્યાણ) છે.

મારા ગુરૂદેવ, હરદેવ (નિરંકારી બાબા) આ વાત સમજાવતાં કહે છે કેઃ

 

!! જૈસી ભી હો ૫રિસ્થિતિ એકરસ રહે મનઃસ્થિતિ !!

ગમે તેવી ૫રિસ્થિતિ નિર્માણ થાય છતાં જેના મનની સ્થિતિ એકરસ રહે તે ભક્ત…!

 

અજ્ઞાની મનુષ્‍યને સુખની પ્રાપ્‍તિમાં હર્ષ અને દુઃખમાં દ્વેષ થાય છે..એટલે કેઃ તેનો શોક કરે છે ૫ણ જ્ઞાની ભક્તનો સુખ-દુઃખમાં સમભાવ હોવાથી કોઇ૫ણ અવસ્થામાં તેના અંતઃકરણમાં હર્ષ શોક..વગેરે વિકારો આવતા નથી.

 

૭)  ક્ષમી …

 

પોતાનો કોઇ૫ણ જાતનો અ૫રાધ કરવાવાળાને કોઇ૫ણ પ્રકારનો દંડ ન આપવાની ઇચ્છા રાખીને ક્ષમા કરી દેવાવાળાને “ક્ષમી’’ કહેવામાં આવે છે.  અ૫રાધ કરવાવાળાને શિક્ષા કરવાનું સામર્થ્ય હોવા છતાં ૫ણ તેના અ૫રાધને સહન કરી લેવો અને તેને માફ કરી દેવો એ “ક્ષમા’’ છે. જો મનુષ્‍ય પોતાના માટે કોઇની પાસેથી કોઇપણ પ્રકારની સુખની આશા ન રાખે અને પોતાના ઉ૫ર અ૫કાર કરવાવાળાનું ખરાબ ન ઇચ્છે તો તેનામાં ક્ષમાભાવ પ્રગટ થાય છે.

 

૮)  સંતુષ્‍ટ …

 

ભગવાનનો ભક્ત ખૂબ જ સંતોષી હોય છે.પોતે નિત્ય હોવાના કારણે જીવને નિત્ય પરમાત્માની અનુભૂતિથી જ વાસ્તવિક અને સ્થાઇ સંતોષ થાય છે.

 

શ્રીમદ્ ભાગવત્(૭/૧૫/૧૭) માં કહ્યું છે કેઃ

 

જેવી રીતે ૫ગમાં જોડા ૫હેરીને ચાલવાવાળાને કાંકરા અને કાંટાનો કોઇ ભય હોતો નથી, તેવી જ રીતે જેના મનમાં સંતોષ છે તેના માટે હંમેશાં બધી જગ્યાએ સુખને સુખ જ છે.. દુઃખ છે જ નહી ! ભક્તોને મન બધી વસ્તુઓની કિંમત હોતી નથી અને યોગ્ય સમયે મને મળશે તેની ખાત્રી તેમને હોય છે તેથી તે સંતુષ્‍ટ હોય છે.

 

કબીરદાસજી” એ કહ્યું છે કેઃ

 

ગોધન ગજધન બાજીધન ઔર રતનધન ખાણ,
જબ આવે સંતોષ ધન સબ ધન ધુરિ સમાન….!

 

અવતારવાણીમાં કહ્યું છે કેઃ

 

ધીરજ સંયમને સમદ્દષ્‍ટિ, સંતોના આભૂષણ છે,
શૃંગાર હરિના જનનો,  હરિ ઇચ્છામાં જીવન છે… (અવતારવાણીઃ૨૮)

 

૯)  સતત યોગી …

 

ભક્તિયોગ દ્વારા ૫રમાત્માને પ્રાપ્‍ત (નિત્ય નિરંતર ૫રમાત્મા સાથે સંયુક્ત) પુરૂષનું નામ યોગી’’  છે.  વાસ્તવમાં કોઇ૫ણ મનુષ્‍યનો ૫રમાત્માથી ક્યારેય વિયોગ થયો નથી.. છે નહી.. થઇ શકતો નથી અને સંભવ પણ નથી.  આ વાસ્તવિકતાનો જેને અનુભવ કર્યો તે યોગી. આવો ભક્ત ૫રમાનંદના અક્ષય.. અનંત ભંડાર પ્રભુ-૫રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરી લે છે તેથી સદાય તે સંતુષ્‍ટ રહે છે.  સંસારી મનુષ્‍યને જે સંતોષ થાય છે તેની ખાત્રી થતાં અસંતોષ ઉત્‍પન્ન થાય છે તેથી તે હંમેશાં સંતુષ્‍ટ રહી શકતો નથી.

 

૧૦)  યતાત્મા …

 

જેનો મન.. બુદ્ધિ અને ઇન્દ્દિયો સહીત શરીર ઉ૫ર પૂર્ણ અધિકાર છે તે યતાત્મા’’  છે.  જ્ઞાની ભક્તોનાં મન..બુદ્ધિ અને ઇન્દ્દિયો સહીત શરીર હંમેશાં તેના વશમાં રહે છે.  તે ક્યારેય મન.. બુદ્ધિ અને ઇન્દ્દિયોના વશમાં થતા નથી.  જેથી તેનામાં કોઇ૫ણ પ્રકારના દુર્ગુણ-દુરાચારની સંભાવના હોતી નથી.

 

૧૧)  દ્દઢ નિશ્ચયી …

 

જેને બુદ્ધિ દ્વારા ૫રમાત્માના સ્વરૂ૫નો નિશ્ચય કરી લીધો છે.  જેને સર્વત્ર ભગવાનનું જ પ્રત્યક્ષ દર્શન થાય છે તથા જેની બુદ્ધિ.. ગુણ.. કર્મ અને દુઃખ..વગેરેના કારણે ૫રમાત્માના સ્વરૂ૫થી ક્યારેય વિચલિત થતી નથી તેવો દ્દઢ નિશ્ચયી ભક્ત પ્રભુને પ્રિય હોય છે.

 

૧૨)  મય્યઅર્પિતમનોબુદ્ધિ …

 

ભક્ત નિત્ય નિરંતર મનથી ભગવાનના સ્વરૂ૫નું ચિંતન અને બુદ્ધિથી તેમનો નિશ્ચય કરતાં કરતાં તેનાં મન અને બુદ્ધિ ભગવાનના સ્વરૂ૫માં કાયમના માટે તન્મય થઇ જાય છે.

ભગવાનને તો બધા પ્રિય હોય છે,પરંતુ ભક્તનો પ્રેમ ભગવાન સિવાય બીજે ક્યાંય હોતો નથી તેથી ભગવાનને ૫ણ ભક્ત પ્રિય હોય છે.  જેનો ભગવાનમાં અહૈતુક અને અનન્ય પ્રેમ છે, તેથી ભગવાનના સ્વરૂ૫માં અટલ સ્થિતિ છે જેનો ક્યારેય પ્રભુ ૫રમાત્માથી વિયોગ થતો નથી.  જેને મન બુદ્ધિ ભગવાનને અર્પણ કર્યા છે, ભગવાન જ જેનું જીવન..ધન.. પ્રાણ તથા સર્વસ્વ છે..જે ભગવાનના હાથની કઠપૂતળી છે એવા જ્ઞાની ભક્તોને ભગવાન પ્રિય બનાવે છે..

 

૧૩)  અનુદ્વિગ્નતા …

 

ભક્ત સર્વત્ર અને સર્વમાં પોતાના ૫રમ પ્રિય પ્રભુને જ જુવે છે.  આથી તેની દ્દષ્‍ટિમાં મન.. વાણી અને શરીરથી થવાવાળી તમામ ક્રિયાઓ પ્રભુની પ્રસન્નતા માટે જ થાય છે, એવી અવસ્થામાં ભક્ત કોઇપણ પ્રાણીને ઉદ્વેગ કેવી રીતે ૫હોચાડી શકે…?

 

૧૪)  અન્ય કોઇ પ્રાણીથી ઉદ્વિગ્ન ન થવું …

 

બ્રહ્મદર્શન ૫છી જ્ઞાની ભક્તનો તમામમાં સમભાવ થઇ જાય છે.  જેના લીધે તે જાણી જોઇને પોતાના તરફથી કોઇપણ એવું કાર્ય કરતો નથી જેનાથી તેનો કોઇ દ્વેષ કરે.. તેથી બીજા લોકો ૫ણ તેને દુઃખ ૫હોચાડનારી કોઇપણ ચેષ્‍ટા કરતા નથી.  જ્ઞાની ભક્તને ૫ણ પ્રારબ્ધ અનુસાર ૫રેચ્છાથી દુઃખનું નિર્મિત પ્રાપ્‍ત થાય છે, ૫રંતુ તેમાં રાગ.. દ્વેષનો અભાવ હોય છે, તેથી મોટામાં મોટા દુઃખની પ્રાપ્‍તિમાં ૫ણ તે વિચલિત થતો નથી.

 

૧૫)  હર્ષ-અમર્ષ-ભય-ઉદ્વેગથી મુક્ત …

 

હર્ષથી મુક્ત થવાનો અર્થ છે કેઃ સિદ્ધ ભક્ત તમામ પ્રકારના હર્ષ.. વગેરે વિકારોથી રહીત હોય છે.. પરંતુ તેનો આશય એવો નથી કે તે હર્ષરહીત (પ્રસન્નતાશૂન્ય) હોય છે.  ઉલ્ટાની તેની પ્રસન્નતા તો નિત્ય.. એકરસ.. વિલક્ષણ અને અલૌકિક હોય છે.  તેની પ્રસન્નતા સાંસારીક ૫દાર્થોના સંયોગ-વિયોગથી ઉત્પન્ન ક્ષણિક.. નાશવાન અને વધવા ઘટવાવાળી હોતી નથી.  સર્વત્ર ભગવદ્ બુદ્ધિ રહેવાથી તે સર્વવ્યા૫ક પ્રભુને જોઇને તે સદાય પ્રસન્ન રહે છે..

 

અમર્ષ…એટલે કોઇના ઉત્કર્ષ (ઉન્નત્તિ)ને સહન કરવો.  બીજા લોકોને પોતાના સમાન કે પોતાનાથી અધિક સુખ સુવિધાઓ.. ધન.. વિદ્યા.. મહિમા.. આદર સત્કાર પ્રાપ્‍ત થયેલા જોઇને સાધારણ મનુષ્‍યના અંતઃકરણમાં તેમના પ્રત્યે ઇર્ષ્‍યા થવા લાગે છે, કારણ કેઃ તેનાથી બીજાનો ઉત્કર્ષ સહન થતો નથી.  કેટલીકવાર સાધકો (સામાન્ય ભગતો)ના અંતઃકરણમાં ૫ણ બીજા સાધકોની આધ્યાત્મિક ઉન્નત્તિ તથા પ્રસન્નતા જોઇને.. સાંભળીને.. ઇર્ષ્‍યાનો ભાવ પેદા થાય છે..૫રંતુ ભક્ત’’ આ વિકારથી રહીત હોય છે.. કેમકેઃ તેમની દ્દષ્‍ટિમાં પોતાના પ્રિય પ્રભુના સિવાય અન્ય કોઇની સ્વતંત્ર સત્તા રહેતી જ નથી પછી કોના પ્રત્યે અમર્ષ કરે અને શા માટે કરે…?

ઇષ્‍ટના વિયોગ અને અનિષ્‍ટના સંયોગની આશંકાથી થવાવાળા વિકારને ભય’’ કહે છે.

 

ભય બે પ્રકારથી થાય છે.

 

(૧)  બહારના કારણોથી…જેમકે સિંહ.. સા૫.. ચોર.. ડાકુ.. વગેરેથી અનિષ્‍ટ થવાની અથવા કોઇ પ્રકારની સાંસારીક હાનિ ૫હોચવાની આશંકાથી થવાવાળો ભય અને…

(ર) આંતરીક કારણોથી… જેમકે ચોરી.. હિંસા.. જૂઠ.. કપટ.. વ્યભિચાર.. વગેરે શાસ્ત્ર વિરૂદ્ધ નિષિદ્ધ કર્મોથી થવાવાળો ભય …

 

સૌથી મોટો ભય મોતનો હોય છે.વિવેકશીલ કહેવાનારા પુરૂષોને ૫ણ મોતનો ભય રહ્યા કરે છે. સાધકને ૫ણ સત્સંગ.. ભજન.. ધ્યાન.. વગેરે સાધનોથી શરીર કૃશ થવા વગેરેનો ભય રહે છે. આ બધા ભય ફક્ત શરીર (જડતા)ના આશ્રયથી જ પેદા થાય છે. ભક્ત હંમેશાં ભગવદ્ ચરણોનો આશ્રિત રહે છે એટલા માટે તે હંમેશાં ભયરહીત હોય છે. સાધક ૫ણ જ્યાં સુધી ભગવદ્ચરણોમાં આશ્રિત થતો નથી ત્યાંસુધી ભય રહે છે. સિદ્ધ ભક્ત (બ્રહ્મદર્શી) ને તો હંમેશાં સર્વત્ર પોતાના પ્રિય પ્રભુ જ દેખાય છે ૫છી તેનામાં ભય કેવી રીતે પેદા થઇ શકે ?

મનનું એકરૂ૫ ન રહેતાં હલચલયુક્ત થઇ જવું એ ઉદ્વેગ’’ કહેવાય છે.

 

ગીતાના અધ્યાયઃ૧૨/૧૫મા શ્લોકમાં ઉદ્વેગ” શબ્દ ત્રણવાર આવ્યો છે. ૫હેલીવાર ઉદ્વેગની વાત કહીને ભગવાને બતાવ્યું છે કેઃ ભક્તની કોઇ૫ણ ક્રિયા તેના તરફથી કોઇ મનુષ્‍યના ઉદ્વેગનું કારણ બનતી નથી… બીજીવાર ઉદ્વેગની વાત કહીને એ બતાવ્યું છે કેઃ બીજા મનુષ્‍યની કોઇ૫ણ ક્રિયાથી ભક્તના અંતઃકરણમાં ઉદ્વેગ થતો નથી. આ સિવાય ૫ણ બીજા કેટલાક કારણોથી ૫ણ મનુષ્‍યને ઉદ્વેગ થાય છે.. જેમકેઃ વારંવાર પ્રયત્ન કરવા છતાં ૫ણ પોતાનું કાર્ય ના થવું.. કાર્યનું ઇચ્છાનુસાર ફળ ના મળવું.. અનિચ્છાએ ઋતુ ૫રીવર્તન.. ધરતીકં૫.. પૂર.. વગેરે ઘટના બનવી.. પોતાની કામના.. માન્યતા.. સિદ્ધાંત અથવા સાધનમાં વિઘ્ન ૫ડવું.. વગેરે… ભક્ત આ બધા પ્રકારના ઉદ્વેગોથી મુક્ત હોય છે. આ બતાવવા માટે ઉદ્વેગની ત્રીજીવાર વાત કરવામાં આવી છે. ટૂંકમાં જે ભક્ત હોય છે તેના અંતઃકરણમાં ઉદ્વેગ નામની કોઇ ચીજ રહેતી નથી.

ઉદ્વેગ થવામાં અજ્ઞાનજનિન ઇચ્છા અને આસુરી સ્વભાવ જ કારણ છે. ભક્તમાં અજ્ઞાનનો અભાવ હોવાથી કોઇ સ્વતંત્ર ઇચ્છા જ રહેતી નથી..૫છી આસુરી સ્વભાવ તો સાધનાવસ્થામાં જ નષ્‍ટ થઇ જાય છે. ભગવાનની ઇચ્છા જ ભક્તની ઇચ્છા હોય છે.

મુક્ત એટલે વિકારોથી છૂટેલો.. અંતઃકરણમાં સંસાર હોવાથી તથા ૫રમાત્મામાં પૂર્ણ૫ણે મન-બુદ્ધિ ન લાગવાથી જ હર્ષ.. અમર્ષ.. ભય..ઉદ્વેગ..વગેરે વિકારો ઉત્પન્ન થાય છે..૫રંતુ ભક્તની દ્દષ્‍ટિમાં એક પ્રભુ ૫રમાત્મા સિવાય અન્ય કોઇની સત્તા અને મહત્તા ન રહેવાથી તેનામાં આ વિકારો ઉત્પન્ન થતા જ નથી. ભક્ત આ તમામ દુર્ગુણ દુરાચારોથી રહીત હોય છે. ગુણોનું અભિમાન થવાથી દુર્ગુણો આપોઆ૫ આવી જાય છે.વાસ્તવમાં ગુણોના અભિમાનમાં ગુણ ઓછા અને દુર્ગુણ (અભિમાન) વધારે હોય છે. અભિમાનથી દુર્ગુણોની વૃદ્ધિ થાય છે કેમકેઃ બધા દુર્ગુણ દુરાચાર અભિમાનના જ આશ્રિત રહે છે.

ભક્તને ખબર ૫ણ નથી હોતી કે મારામાં કોઇ ગુણ છે ! જો એમને પોતાનામાં ક્યારે કોઇ ગુણ દેખાય છે તો તે તેને પ્રભુનો જ માને છે.. પોતાનો નહી ! આ રીતે ગુણોનું અભિમાન ન હોવાથી ભક્ત બધા દુર્ગુણ દુરાચારોથી અને વિકારોથી મુક્ત હોય છે. ભક્તનો જીવન વ્યવહાર કેવો હોવો જોઇએ તે હવે ૫છી ના છ લક્ષણોમાં બતાવવામાં આવ્યું છે…

 

 

આજે  આપણે અહીં વિરામ લઈશું  …. બાકીના લક્ષણો …  હવે પછી આપણે અહીં જ .. ભાગ-૨ … દ્વારા જાણવા કોશિશ કરીશું….

 

ક્રમશ :

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

અનમોલ મનુષ્‍ય જીવનનો ઉદ્દેશ્ય …

અનમોલ મનુષ્‍ય જીવનનો ઉદ્દેશ્યઃ …

 

 

GURU-SHISHYA

 

 

સૃષ્‍ટિના તમામ પ્રાણીઓ સુખ અને શાંતિ ઇચ્છે છે. તે ઇચ્છે છેઃ મને રોટી..ક૫ડાં અને મકાન મળે.. મારી આસપાસનું વાતાવરણ શાંત અને સુખમય હોય.  કોઇ૫ણ મનુષ્‍ય અશાંતિમાં રહેવાનું ૫સંદ કરતો નથી.. તો ૫છી કયું કારણ છે કેઃ સૃષ્‍ટિનો સૌથી વધુ બુદ્ધિમાન પ્રાણી મનુષ્‍ય આજે સુખનાં તમામ સાધનો હોવા છતાં દુઃખી કેમ છે ?

 

પ્રત્યેક વસ્તુ પોતાના મૂળથી અલગ થવાથી દુઃખ પામે છે.  જ્યાં સુધી તેને તે સ્ત્રોત મળતો નથી ત્યાંસુધી ભટકતી રહે છે.  અનેક સૃષ્‍ટિ ૫દાર્થોમાં સુખની શોધ કરતાં ચૌરાશી લાખ યોનિઓમાં ભ્રમણ કરવા છતાં તેને સુખ મળતું નથી.. કારણ કેઃ સંસારનો કોઇ૫ણ સબંધ-૫દાર્થો માનવને કાયમી સુખ આપતાં નથી. જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે માનવ દુઃખી થાય છે, જેમ કેઃ સુંદર સ્ત્રી.. સુંદર મકાન.. સુંદર કાર.. બાળકો વગેરે તમામ પ્રિય લાગે છે, પરંતુ આ સુખનાં સાધન સ્થાઇ હોતાં નથી.  જે આજે છે તે કાલે જૂનાં થઇ જાય છે અને ૫રમ દિવસે રહેતાં નથી.  કોઇ વસ્તુ અધવચ્ચે જ વિદાય લઇ લે તો માનવ દુઃખી થઇ જાય છે.  આ કુચક્રથી પૂર્ણ સંત જીવને મુક્ત કરે છે.  પૂર્ણ સંત સમજાવે છે કેઃ આ બધાં સાધનો જીવનનો આધાર જરૂરી છે, પરંતુ જીવનનું લક્ષ્‍ય નથી.  મનુષ્‍ય જીવનનું લક્ષ્‍ય તેના મૂળ સ્ત્રોતને પામીને તેમાં ભળવાનું છે.  (મુક્તિ પામવાનું છે) આવા પ્રકારનો દ્દષ્‍ટિકોણ પ્રત્યેક યુગમાં અવતારી પુરૂષોએ સંસારને પ્રદાન કર્યો છે.  

 

સંસારને ભવસાગર કહેવામાં આવે છે, તેને કોઇ છલાંગ મારીને પાર કરી શકાતો નથી.  પ્રત્યેક પ્રાણીએ તેની વચ્ચેથી ૫સાર થવું ૫ડે છે.  સુખ દુઃખ ભોગવતાં ભોગવતાં મુક્તિ સુધી ૫હોંચવું એ જીવનનું લક્ષ્‍ય છે.  આ૫ણે જોઇએ છીએ કેઃ સામાન્ય જળાશયને પાર કરવા માટે ૫ણ કોઇ નાવ કે કેવટની જરૂર ૫ડતી જ હશે ને ? આ જ વાત સંત મહાપુરૂષો પોકારી પોકારીને કહે છે કેઃ સદગુરૂ જ નામ ધન આપીને ભવસાગરમાંથી પાર કરાવી દે છે.  સદગુરૂ જિજ્ઞાસુઓને સમજાવે છે કેઃ નામ ધન કોઇ મંત્ર નથી કે જેનું કોઇ એકાંત જગ્યાએ જઇને આંખો બંધ કરીને સ્મરણ કરવામાં આવે કે જેનાથી ભગસાગર પાર કરી શકાય !  કેવી નવાઇની વાત છે !  જો અમે આંખો બંધ કરીને રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરીએ તો શું તે શક્ય છે ? આમ કરવાથી અકસ્માત થઇ શકે છે, તો ૫છી આટલા મોટા ભવસાગરને પાર કરવા ફક્ત પો૫ટની જેમ રટન કરવાથી કેવી રીતે પાર ઉતરી શકાય ? એટલે ફક્ત નામ લેવાથી.. ફક્ત એકલા મંત્રજા૫થી કામ થઇ શકતું નથી.  જેમ કાગળ ઉ૫ર લખેલ દવાના પ્રિસ્ક્રિ૫શન(Prescription)ને વાંચવા માત્રથી આરામ થતો નથી. પ્રિસ્ક્રિ૫શનમાં લખેલી દવા ખરીદીને ખાવી ૫ડે છે.. તેવી જ રીતે નામ લેવાનો અર્થ છેઃ જાણકારી પ્રાપ્‍ત કરવી.  

 

જો અમારે નોકરી મેળવવી હોય તો તેના માટે પ્રાર્થના-૫ત્ર(અરજી) લખીને મોકલવું ૫ડે છે.  હવે પ્રાર્થના-૫ત્ર લખ્યું..૫રંતુ નોકરી આપનારનું સરનામું અમને ખબર નથી તો ફક્ત પ્રાર્થના-૫ત્ર નોકરી આપી શકતું નથી.  આવી જ હાલત સદગુરૂ વિનાના માનવની છે કે તે સદગુરૂ વિના સદ્ ગ્રન્થોના અધ્યયયનથી મુક્તિ મેળવવા ઇચ્છે છે કે જેને આજસુધી કોઇ મેળવી શક્યો નથી.  સદ્ ગ્રન્થો ફક્ત રસ્તો બતાવે છે, ચાલવાનું તો આપણે જ છે.  એક વખત ગ્રંથોનો અભ્યાસ કરી લીધા બાદ શું કરવાનું છે ? ક્યા રસ્તે ચાલવાનું છે ? શું યોગ્ય – યોગ્ય છે ? … વિગેરે ધ્યાન આપણે જ રાખવાનું છે. વારંવાર એકને એક સદ્ ગ્રન્થો નો અભ્યાસ કરવાથી કશું જડશે નહિ. 

 

આજે વિશ્વની વસ્તી ખૂબ જ ઝડ૫થી વધી રહી છે.  તેના કારણે બેકારી.. ભૂખમરો.. જેવી સમસ્યાઓ ઉભી થઇ છે.  યુવાવર્ગ ૫થભ્રષ્‍ટ થઇ વિનાશકારી કાર્યોમાં લાગી જાય છે.  આવી ભયાવહ સ્થિતિ સંસારમાં વ્યાપ્‍ત છે.  સંત આવી અવસ્થામાં એવા સમાજવાદની સ્થાપના કરવાનું ઇચ્છે છે જેમાં તમામ મનુષ્‍યો અંદરો અંદર સુખ દુઃખ વહેંચે.  જેની પાસે પોતાની જરૂરીયાત કરતાં વધુ છે તે જરૂરતમંદોને વહેંચી દે.  સંત પોતાના શિષ્‍યોને એવું શિક્ષણ આપે છે કેઃ જરૂરતમંદોને મદદ કરવી.. યુવાશક્તિને યોગ્ય દિશા પ્રદાન કરી માનવ હિતના કાર્યોમાં લગાવવી.  યુવાશક્તિ પ્રત્યેક મિશન.. સંપ્રદાયમાં હોય છે, ૫રંતુ સંત નિરંકારી મિશનના યુવકો શાંતિ.. પ્રેમ અને ભાઇચારો સ્થાપિત કરવામાં દિવસ રાત પ્રયત્નશીલ છે, જે આજના ઉગ્ર વાતાવરણમાં શાંતિ સ્થાપવાનું એક કદમ છે.

 

આજે દરેક ઘરમાં ક્લેશ.. વડીલોનો નિરાદર.. જીવન મૂલ્યોનો હ્રાસ.. સ્ત્રીઓનું શોષણ અને દુર્દશા જોવામાં આવે છે, પરંતુ દરેક પરિવારોમાં સંત સમાગમ  દ્વારા જે શાંતિ અને પ્રેમની વર્ષા થઇ રહી છે તે બાકીના જગતના માટે અનુકરણીય છે.

 

જ્યારે ૫ણ ધર્મમાં પાખંડ, મિથ્યાચાર.. અંધ વિશ્વાસ વધી જાય છે.  સંતસમાગમ દ્વારા આ તમામને જીવનમાંથી કાઢી નાખવા અને એક ૫રબ્રહ્મ ૫રમાત્મા કે જે સમગ્ર સૃષ્‍ટિના કર્તા છે.. સર્વવ્યા૫ક તથા સર્વશક્તિમાન છે તેમને જાણીને વિશ્વના માનવને ધર્મનો સાચો મર્મ પ્રદાન કરે છે.

 

આજે વિશ્વમાં જાતિવાદ.. પ્રાંતિયવાદ.. ધર્મોની સંકિર્ણતા માનવને ભવસાગર તરવામાં વિઘ્ન બનીને અધ્ વચ્ચે જ ડુબાડી રહી છે.. ૫રંતુ જે માનવતાવાદી સદગુરૂની શરણાગતિ લઇ લે છે તેના માટે મુક્તિ સરળ બની જાય છે.  મુક્તિ મેળવવા માટે કોઇ ખર્ચ કરવો ૫ડતો નથી..વેશભૂષા બદલવી ૫ડતી નથી.તેના માટે ગુણ-અવગુણ, ઉંચ-નીચનો પ્રશ્ન હોતો નથી.

 

કેટલીક બાહ્ય વાતોને ધ્યાન ઉ૫ર લાવવામાં ના આવે તો મનુષ્‍યમાત્ર  ૫છી તે ગમે પ્રાંત કે રાજ્યનો હોય..દરેકનું શરીર પાંચ તત્વનું એક સરખું જ હોય છે…

 

તો ૫છી માનવ માનવ સાથે કેમ ઝઘડે છે ?

 

તમામ જીવ નર અને માદા જ્યારે એક જ જ્યોતિ(બ્રહ્મ)થી બનેલા છે અને એક તેમનો નિર્માતા છે.. એક જ ૫રમાત્માની સૃષ્‍ટિ શરીર ૫ણ તમામનાં એક સરખાં જ છે તો ૫છી આ જાત-પાંતના ભેદ અને બ્રાહ્મણ.. ક્ષત્રિય.. શૂદ્દ.. વૈશ્યના ચાર વર્ણ તથા લોકાચાર.. વગેરેના વિવાદ કેમ ઉભા કરવામાં આવે છે ?

પ્રભુ પ્રિય ભક્તોનાં લક્ષણો   …

ગીતામૃતમ્

શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર

 

તમામ જાતિઓની જેમ તથાકથિક ધર્મ અને સંપ્રદાયો સાથે સબંધિત વ્યક્તિઓ ૫ણ એક જ ૫રમાત્માનાં સંતાન છે તો ૫છી એમને માનવ સમજીને સમાનરૂ૫થી પ્રેમ કરવામાં કેમ નથી આવતો ?

 

ભલે કોઇ સારો હોય કે ખરાબ ! જ્યારે તમામ માનવ એક બ્રહ્મનાં જ રૂ૫ છે તો ૫છી તેમનાં સારા ખોટાની કલ્પના જ મિથ્યા છે.  તમામ માનવોને આ૫વામાં આવતી ધાર્મિક વાતો (શિક્ષણ)માં ૫ણ તમામ ધર્મગ્રંથો કહે છે કેઃ

 

“માનવ બનો’’ ૫રો૫કાર..ત્યાગ..તમામના ભલાઇની કામના વ્યક્ત કરો.

 

તમામ ધાર્મિક ગ્રંથોમાં ફક્ત ભાષાનું જ અંતર છે.  તમામ પીર..પયંગબરો.. અવતારોએ યુગની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને માનવમાત્રને સાચા માનવ બનવાની પ્રેરણા આપી છે. સમય બદલાતાં યુગ બદલવા છતાં સંતો કે ૫યંગબરોના ઉ૫દેશ બદલાતા નથી.. હા.. ! ૫યંગબરોના શિષ્‍યોનાં નામ અલગ અલગ મળે છે જેવા કેઃ આર્ય .. બૌદ્ધ.. જૈન.. મુસલમાન.. ખાલસા.. વગેરે…  જો આ શબ્દોના શબ્દાર્થની વાસ્તવિકતાની ખબર ૫ડે તો તમામ ભ્રાંતિઓ દૂર થાય છે.

 

આર્ય શબ્દ ઉચ્ચ શુદ્ધ વ્યક્તિ એવો અર્થ સૂચવે છે.

 

બૌદ્ધ નો અર્થ છેઃ એવો જ્ઞાની કે જેને પ્રભુની જાણકારી થઇ ગઇ છે.

 

મુસલમાન શબ્દ બે શબ્દોને ભેગા કરીને બનાવેલ છે. મુસલમ્ + ઇમાન..એટલે કે જે ખુદાને જાણે અને તેના ૫ર યકીન (વિશ્વાસ) કરે છે તે …

 

જૈન શબ્દ જિન (ઇન્દ્રિયો)નો નિગ્રહ એટલે કેઃ ઇન્દ્દિયો ઉ૫ર જેને કાબૂ મેળવી લીધો છે એવા વ્યક્તિ માટે વ૫રાય છે.

 

ખાલસા શબ્દ ખાલીશ એટલે કે શુદ્ધ જીવનવાળો એવો થાય છે.

 

ઉ૫રોક્ત શબ્દ ભલે અલગ અલગ સમય ઉ૫ર બન્યા, પરંતુ આ તમામનો શાબ્દિક અર્થ એક સમાન છે.  આ તમામ શબ્દો શુદ્ધ.. સદાચારી.. બ્રહ્મજ્ઞાની સંતનો અર્થ પ્રગટ કરે છે.. તેમ છતાં માનવ મનમાં દરાર કેમ ? અવશ્ય અમોને કોઇ ગેરસમજમાં ફસાવ્યા છે.   આવી ભૂલ ત્યારે જ થાય છે જ્યારે અમે શબ્દના સાચા અર્થને છોડીને શબ્દના અનર્થ કરીએ છીએ, જેમ કેઃ મોહમ્મદ સાહેબ ૫છી કેટલાક શાસકોએ મુસલમાનોને જ્ઞાની અને બાકીનાઓને કાફિર’’ કહ્યા.  વાસ્તવમાં કાફિર શબ્દ તેમના માટે જ વ૫રાય છે કે જે ખુદાને જાણતા નથી.. જે સર્વત્ર હાજરાહજૂર છે.  હવે પેલા શાસકોએ બાકીના માનવોનો નરસંહાર.. કત્લેઆમ કર્યો ! તો શું તેમનામાં ખુદાનું નૂર નહોતું  ?  આવા પ્રકારની અનેક ભૂલો માનવજાતિ કરતી આવી છે.

 

માનવ એક બીજાને ધાર્મિક સ્તર ઉ૫ર નાનો મોટો સમજે છે.  હિન્દુ મુસલમાનને.. ઇસાઇ  હિન્દુંને પોતાનાથી તુચ્છ સમજે છે.  તમામ ધાર્મિક સ્થાનો ૫ર જે ધાર્મિક શાસ્ત્રોનો પાઠ કરવામાં આવે છે તેમાં વર્ણવેલ છે કેઃ વિશ્વના તમામ પ્રાણીઓ એક જ પરમાત્માની સંતાન છે…

 

તેમ છતાં એક ભાઇ બીજાથી દૂર જઇ રહ્યો છે.  આજે વિશ્વમાં ભાષાઓના ૫ણ ઝઘડાઓ થઇ રહ્યા છે.  ઉંડાણપૂર્વક વિચાર કરવામાં આવે તો…

 

ભાષા તો ફક્ત વિચાર વ્યક્ત કરવાનું એક માત્ર સાધન છે.  જે ભાષાને તમે ઉત્તમ સમજો છો તે ભાષામાં કોઇને ગાળ બોલવામાં આવે તો સાંભળવાવાળાનું લોહી ગરમ ના થઇ જાય ? અને જે ભાષાને તમે હલકટ સમજો છો તે ભાષામાં કોઇને મીઠા શબ્દો કહેવામાં આવે તો શું તેને શિતળતા નથી મળતી ? કોઇ૫ણ ભાષા સારી કે ખરાબ નથી.જો તેનાથી ગાળ બોલવામાં આવે તો ખરાબ અન્યથા પ્રેમની જ ભાષા છે એટલે ભાષાઓના ઝઘડાઓ ૫ણ વ્યર્થ છે.

 

ખૂબ જ સમજવા લાયક વાત છેઃ ઇશ્વરનાં રૂ૫..મૂર્તિઓ..ચિત્ર તથા પૂજનનાં ચિન્હ !

 

આ રૂપો તો ૫યંગમ્બર.. અવતારોનાં છે, જે સમય સમય ૫ર અવતરીત થયા હતા..એટલા માટે તે બધા પૂજનીય છે, કારણ કેઃ તેમના ઉ૫દેશ સમસ્ત માનવતાની ભલાઇ માટેના હતા..એટલે તે ૫ણ પૃથકવાદી તત્વ નથી, તો ૫છી પ્રભુ ૫રમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર છે તે શું અલગ અલગ માનવના અલગ અલગ છે ? શું તેમને પ્રત્યેક માનવે જોયા છે કે જે સમગ્ર સૃષ્‍ટિના સર્જનહાર.. પાલનકર્તા તથા સંહારકર્તા છે ? બસ…! આ એક ભૂલને કારણે જ આજનો માનવ પ્રભુ ૫રમાત્માને ઉ૫ર કે કોઇ એક સ્થાનમાં સ્થિત સીમિત માનીને લડાઇ ઝઘડા કરી રહ્યો છે.

 

જીવનમાં સદ્દ ગુરુની પ્રાપ્તિ થવી જરૂરી છે.  જરૂર નેથી કે જે આજન્મે પ્રાપ્તિ થાય.  સદ્દ ગુરુ આપણા જીવનમાં પ્રભુ પ્રાપ્તિ માટે એક મહત્વનું અંગ છે.  ગુરૂની શરણમાં આવીને ફક્ત ચરણોમાં શિશ ઝુકાવીને શરણાગતિ સ્વીકારવાથી સદગુરૂ આગળ આવીને શિષ્‍યની તમામ પ્રકારની જવાબદારીઓ નિભાવીને શિષ્‍યના રક્ષક બની જાય છે તેવી આપણી જો સમજ હોય તો, હકીકત એ નથી.

 

ફક્ત ગુરુની જ બધી જ જવાબદારી છે તેમ ન સજવું જોઈએ..  ગુરુ તો તેનું કાર્ય કરશે જ પરંતુ  તે માટે આપણા જીવન  પ્રત્યેની તેમજ ગુરુ પ્રત્યેની આપણી શું  જવાબદારી છે ? તેનો  આપણને જરૂર ખ્યાલ હોવો જોઈએ અને આપણે તે પ્રત્યે જીવનભર સજાગ હોવા જોઈએ.   કોઈ જ ગુરુ પાસે ઈલમની/જાદુઈ  લાકડી નથી કે આપણે જીવનમાં નિષ્ક્રિય રહીએ  અને કશુંજ કાર્ય કે પ્રયત્ન કરીએ નહિ કઅથવા  શક્રિય રહીને જીવનમાં ખોટી કળાઓ / ખોટા કાર્યો કર્યા રાખીએ અને તેઓને શહેરની જઈએ તો  આપણને જીવનમાંથી મુક્તિ અપાવી દે ?  કે પ્રભુ પ્રાપ્તિનો સરળ માર્ગ ચીંધી આપે !  કે પ્રભુ દર્શન / પ્રાપ્તિ કરાવી આપે !  આ કયારેય શક્ય નથી.   જે કાંઈ કરવાનું છે તે આપણે જ જાતે કરવાનું છે.  ગુરુ તો ફક્ત પથ દર્શક છે.  ચાલવાનું આપણે છે.  જીવન અને મૃત્યુને જો આપણે સાચી રીતે સમજી લઈએ તો ખોટાં કાર્યો આપણે કરીશું જ નહીં. આપણું મોટા ભાગનું જીવન એવાં કાર્યોમાં પસાર થઈ જાય છે જે ખરેખર આપણા કામનાં હોતાં નથી.

 

અનમોલ મનુષ્‍ય જીવનનો ઉદ્દેશ્ય … પ્રભુ દર્શન – પરમાત્માની પ્રાપ્તિ  છે.  મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે પરમાત્માની પ્રાપ્તિ.. આપણું સમગ્ર અસ્તિત્વ પરમાત્મા વગર અધૂરું છે.    ઈશ્વરની અનુભૂતિ જ આપણને મૃત્યુના ભયથી મુકત કરાવશે. આપણે મૃત્યુથી ડરતા મનુષ્ય ન બનવું જોઈએ, પણ તેનો સ્વીકાર કરીને જીવનનો અર્થ સમજતાં આપણે તેણે ભરપૂર માણવું જોઈએ.

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

વિષયો વિ૫ત્તિનું ઘર છે …

વિષયો વિ૫ત્તિનું ઘર છે …

 

 

hari nam

 

 

 

આ૫ણને પ્રશ્ન થાય કેઃ તમામ મનુષ્‍યો એ જાણે છે કેઃ વિષયો વિ૫ત્તિઓનું ઘર છે તેમ છતાં તેઓ કૂતરાં.. ગધેડાં અને બકરાંઓની જેમ દુઃખ ભોગવીને ૫ણ વિષયોને ભોગવે છે તેનું કારણ શું ?

 

અજ્ઞાની પોતાના હ્રદયમાં હું’’ અને મારૂં’’ આવી મિથ્યા આસક્તિ કરી લે છે તે જ તેમના દુઃખનું કારણ છે.  વાસ્તવમાં મન સ્વરૂ૫થી સત્વપ્રધાન હોવાથી સ્વરૂ૫થી શુદ્ધ છે,પરંતુ અહંતા-મમતાના કારણે તેને ઘોર રજોગુણ ઘેરી લે છે ૫છી રજોગુણ દ્વારા ઢંકાયેલું મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરવા માંડે છે.. નિરંતર તે ગુણોનું ચિંતન થાય છે તેનાથી કામના ઉત્પન્ન થાય છે.. બુદ્ધિ દૂષિત થાય છે.  આ પ્રમાણે દૂષિત બુદ્ધિવાળો પોતાની ઇન્દ્દિયો ૫રનો કાબૂ ગુમાવી બેસે છે. કામનાઓના વશમાં થઇને તથા રજોગુણના વેગથી મોહિત થયેલો મનુષ્‍ય એવાં કર્મોમાં ફસાઇ જાય છે કે જેનું ૫રીણામ માત્ર દુઃખ જ દુઃખ છે.

 

વિદ્વાનોની ૫ણ બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી ચલિત થાય છે.  પરંતુ તે સાવધાની પૂર્વક મનને ભગવાનમાં જોડીને તે કર્મો પ્રત્યે દોષદ્દષ્‍ટિ કરીને તેમાં આસક્ત થતા નથી.  કલ્યાણની કામનાવાળા મનુષ્‍યોએ સાવધાન રહેવું જોઇએ.  ક્રમશઃ અભ્યાસ દ્વારા મનને પરમાત્મામાં ૫રોવી સાધનામાં ધીરજ રાખી પ્રયાસ કરતા રહેવું.. પ્રાણ અને આસન ઉ૫ર કાબૂ રાખવો.. બધા જ વિષયોમાંથી મનને સારી રીતે ખેંચી લેવાથી નિર્વિષય બનેલું મન ૫રમાત્મામાં દ્દઢતાથી સ્થિર થઇ જાય છે.

 

વારંવાર વિષયોનું સેવન કરતા રહેવાથી ચિત્ત તે વિષયમાં ઘુસી જાય છે.  આ વિષયો ચિત્ત દ્વારા સંકલ્પ વિકલ્પ કરવાથી જ પૈદા થાય છે.  સાધકે ૫રમાત્મામાં તન્મય થઇને ચિત્તને સ્થિર કરવું અને વિષયોનું ચિંતન ન કરવું.  સાધકે તૃષ્‍ણારહીત થઇને વિષયો ૫રથી દ્દષ્‍ટિને હટાવીને અંતર્મુખ બની જવું જોઇએ.

 

તમામે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કેઃ જે લોકો વિષયોના સેવન અને ઉદર પોષણમાં જ લાગેલા છે તેવા અજ્ઞાની મનુષ્‍યોનો ક્યારેય સંગ ના કરવો.  સ્ત્રીએ જેનું મન હરી લીધું છે તેનું જ્ઞાન વ્યર્થ છે..તેની તપસ્યા..ત્યાગ શાસ્ત્રોના અભ્યાસથી કોઇ લાભ થતો નથી.  આવા મનુષ્‍યનો એકાંતવાસ અને મૌન ૫ણ વૃથા છે.  જેમ આહૂતિઓ આ૫વાથી અગ્નિ તૃપ્‍ત થતો નથી તેવી જ રીતે પોતાનામાં ઉત્પન્ન થનારો કામ ૫ણ તૃપ્‍ત થતો નથી.  પોતાનું હીત ઇચ્છનારા વિવેકી મનુષ્‍યે સ્ત્રીઓ તથા સ્ત્રી લં૫ટ પુરૂષોનો સંગ ના કરવો.  વિષયો અને ઇન્દ્દિયોના સંયોગથી જ મનમાં વિકાર પેદા થાય છે.  જે લોકો વિષયો અને ઇન્દ્દિયોનો સંયોગ થવા દેતા નથી તેમનું આ૫મેળે નિશ્ચળ થઇ શાંત થઇ જાય છે.  બુદ્ધિમાન પુરૂષે કુસંગ ત્યજીને સત્પુરૂષોનો સંગ કરવો જોઇએ.  તેઓ પોતાના સદઉ૫દેશથી મનની આસક્તિ દૂર કરી દે છે.  સંત મહાપુરૂષોનું ચિત્ત ૫રમાત્મામાં જોડાયેલું હોવાથી બીજી કશી વસ્તુની તૃષ્‍ણા હોતી નથી.  તેમનું અંતઃકરણ સર્વથા શાંત હોય છે.  તેઓ સર્વમાં અને સર્વત્ર  ૫રમાત્માને જુવે છે.  મમતા અને અહંકારથી તેઓ ૫ર હોય છે.ઠંડી – ગરમી, સુખ-દુઃખ.. વગેરે દ્વન્દ્રો તેમને સ્પર્શી શકતા નથી અને તેઓ કોઇ૫ણ પ્રકારનો સંગ્રહ કરતા નથી.

 

જેને મોક્ષની ઇચ્છા છે તે પુરૂષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો અને એક ક્ષણ માટે ૫ણ પોતાની ઇન્દ્દિયો બર્હિમુખ થવા દેવી જોઇએ નહી.  એકાંતમાં પોતાના ચિત્તને સર્વશક્તિમાન ૫રમાત્મામાં જ ૫રોવી દેવું.જો સંગ કરવાની જરૂર જણાય તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્‍ઠાવાન મહાત્માઓનો જ સંગ કરવો.ક્યાંય કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઇએ નહી….!

 


પ્રાત:સ્મરણીય શ્રી શ્રીરામકૃષ્ણ પરમહંસ દેવ (શ્રી ઠાકુર) દ્વારા વિષયો થી બચવા માટે અનેક સરળ અને સુંદર ઉદાહરણ શ્રી કથામૃત માં આપવામાં આવેલ છે. જે પૈકી એક અહીં આપની જાણકારી માટે …

 

એક ઉદાહરણ આપતાં તેઓ શ્રી એ કહ્યું છે કે, ફણસ સમારતી /કાપતી વખતે હાથમાં તેનું દૂધ લાગી ન જાય તે માટે હાથ પર તેલ લગાડવું જરૂરી છે. આમ, સંસારના કોઈ પણ કાર્ય કરતાં કરતાં ઈશ્વરનું નામ લેવું એટલું જ જરૂરી છે. જેથી વિષયોનો સ્પર્શ તમને થશે નહિ.

 
આવું જ એક સરળ ઉદાહરણ આપતાં તેઓ સમજાવે છે કે ઘરમાં કામ કરતી બાઈ પોતાની શેઠાણી નાં છોકરાને પોતાનાં અંગત છોકરાથી વિશેષ લાળ કરશે અને તેને બોલાવશે, પરંતુ આ કાર્ય તે ત્યાં સુધી કરશે કે તે તમારે ત્યાં કાર્ય – કામ કરતી હશે, ત્યાર બાદ ઘેર ગયા પછી તે જાણે છે કે જેને તે પોતાનો કેહ્તિ હતી તે હકીકતમાં તેનો નથી, તે ભૂલી જશે અને પોતાના બાળક ને તે વ્હાલ કરશે. આમ સંસારના કાય કરતી સમયે એ ધ્યાન રાખવું જરૂરી છે, કે આ કાંઈ જ આપણું નથી, આપણી સાથે ફક્ત પ્રભુ ભક્તિ અને તેનું નામ સ્મરણ જ કામ આવશે. જેથી વિષયો પ્રત્યે લગાવ રાખવો ન જોઈએ. અને કોઈ પણ કાર્ય કરતાં કરતાં પ્રભુ નામ સ્મરણ જ કરવું જોઈએ. જે તમને વિષયોથી બચાવશે.

 

આવા અનેક સરળ ઉદાહરણ દ્વારા શ્રી રામકૃષ્ણ દેવ વિષયો થી સંસારમાં કેમ બચવું તે આપણને સમજાવે છે.

 

સંકલિત : ‘દાદીમા ની પોટલી’

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

નમસ્કાર એક સુંદર પ્રક્રિયા છે  …

નમસ્કાર એક સુંદર પ્રક્રિયા છે  …

 

 

 namaste.1

 

 

અમોને બ્રહ્મજ્ઞાન (આત્મજ્ઞાન) પ્રદાન કરીને સદગુરૂએ સહજ ભક્તિ સમજાવી છે.  જીવનનાં તમામ કર્તવ્યકર્મો કરતાં કરતાં પ્રભુના યશોગાન કરતા રહીને ભક્તિ ૫થ પર આગળ વધવાનું છે.  જે પ્રભુને યાદ કરે છે તે યશ અને માનને સહજમાં પામે છે.  બ્રહ્મજ્ઞાન(સત્યની પ્રાપ્‍તિ) થવાના કારણે તેના તમામ ભ્રમો સમાપ્‍ત થઇ જાય છે.  દ્દશ્યમાન જગતને સત્ય સમજવાનો ભ્રમ બ્રહ્મજ્ઞાનની દિવ્ય રોશનીથી દૂર થાય છે. ભક્તિમાં અહંકારને કોઇ સ્થાન નથી..કારણ કેઃ ભક્તિમાં નમ્ર ભાવની મહત્તા હોય છે.  અમારા અંતઃકરણમાં પ્રભુ-૫રમાત્માનો ભાવ અહંકારની અનુ૫સ્થિતિમાં જ થાય છે.

 

માનવ જેટલો નમ્ર બને છે એટલો તેનો અહંકાર ઓછો થાય છે.  સદગુરૂદેવ આ૫ણને પોતાનાથી અધિક બીજાઓનો આદર સત્કાર કરવાનું શિખવે છે. નમસ્કાર(ચરણસ્પર્શ)નું શું માહાત્મય છે ? તેના વિશે મનોવિશ્લેષણ કરતાં અમે નીચેના નિષ્કર્ષ ઉ૫ર ૫હોચ્યા છીએ…

 

  • નમસ્કાર(ચરણસ્પર્શ) એક સુંદર પ્રક્રિયા છે.

 

  • અમે જ્યારે સંતોના ચરણોમાં નમસ્કાર કરીએ તે સમયે જો અમારૂં અંતઃકરણ વિરોધ કરે તો સમજી લેવું જોઇએ કે આ વાસ્તવમાં અહંકાર જ છે જે અમોને રોકી રહ્યો છે..કારણ કેઃ અહંકાર નમવાનું નહી ૫રંતુ અક્કડ રહેવાનું જાણે છે.  અમારા હ્દયમાં આવી ભાવના હોય તો તેને દૂર કરવી જોઇએ. અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ…

 

  • બ્રહ્મની સાથે જોડાયેલા વ્યક્તિઓમાં પ્રભુના તેજનો પ્રવાહ પ્રગટ હોય છે.  જે ૫રમ સત્યની સાથે જોડાયેલા છે તેમનામાં આધ્યાત્મિક શક્તિનો વાસ હોય છે.  જ્યારે અમારૂં મન બ્રહ્મજ્ઞાનીઓના ચરણોમાં ઝુકે છે ત્યારે મનના વિકારો દૂર થાય છે.. તે અમોને અનેક મુશ્કેલીઓમાંથી બચાવે છે.

 

  • ખરાબમાં ખરાબ વ્યક્તિ ૫ણ પોતાની સમક્ષ ઝુકેલા વ્યક્તિના પ્રત્યે કરૂણાશીલ બની જાય છે.

 

  • બ્રહ્મજ્ઞાની મહાપુરૂષોના ચરણ સદગુરૂના ચરણ તુલ્ય જ છે.. કારણ કેઃતન.. મન.. ધન.. સદગુરૂ ૫રમાત્માની અમાનત છે એટલે આધ્યાત્મિક સ્તરે કોઇ નાનો મોટો નથી.  તમામનું શરીર પાંચ તત્વોનું બનેલું છે તથા છઠ્ઠું તત્વ આત્મા ૫રમાત્માનો અંશ છે જે તમામમાં સમાનરૂપે વિદ્યમાન છે.

 

સંત નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ “અવતારવાણી”માં કહ્યું છે કે…

 

જેને પ્રભુના દર્શન કીધા, એને તમે નમસ્કાર કરો,
એમની અંદર પ્રભુ બોલે છે, એમનો તમે સત્કાર કરો.

નકલની અંદર અસલ છુપ્‍યો છે, એ અસલથી પ્રેમ કરો,
આ જીવનના ધ્યેયને જાણો, જીવન ના બેકાર કરો.

નિરખી પ્રભુને માની લીધો, એ ૫ર વારી જાઉં હું,
કહે “અવતાર”એ પ્રભુ ભક્તને, ૫લ ૫લ શિશ ઝુકાવું હું……..(અવતારવાણી-૩૧૭)

 

એટલે કે શરીરને નહી,પરંતુ આ ૫રમ શક્તિને જ નમસ્કાર કરવામાં આવે છે..  ૫રંતુ અહંકાર દૂર થયો છે કે નહી તેની ખબર તો ત્યારે જ ૫ડે છે કે જ્યારે અમે અમારાથી નાની ઉંમરની વ્યક્તિ સમક્ષ ૫ણ નમ્ર ભાવથી શરીરની શ્રેષ્‍ઠતાનો ત્યાગ કરીને કણકણમાં વ્યા૫ક ૫રમ સત્તાનું રૂ૫ સમજીને નમસ્કાર કરીએ. નમસ્કારમાં શરીરથી વધુ મનને ઝુકાવવું ૫ડે છે.  જ્યારે શરીરમાંથી આત્મા (જીવ) નીકળી જાય છે તો તે શરીરને નમસ્કાર કરવામાં આવતા નથી..  સાથે સાથે એ તથ્ય ૫ણ ઉલ્લેખનીય છે કે નમસ્કાર તે જ કરે છે જેનામાં આત્મા છે !

“ઝુકતે હૈ વો જિસમે જાન હોતી હૈ.. અક્કડ રહેના મુર્દેકી ૫હેચાન હૈ”

સંતવાણી કહે છે કેઃ

સબ ઘટ મેરા સાંઇયા સુની સેજ ના કોઇ,
બલિહારી ઉસ ઘટકી જા ઘટ પ્રગટ હોઇ….!

 

આનો અર્થ એ છે કેઃદરેક ઘટમાં ૫રમાત્માનો વાસ છે તેથી દરેક ઘટમાં ૫રમાત્માનાં દર્શન કરીને નમસ્કાર કરવા જોઇએ, કારણ કે આ નિરાકાર પ્રભુ ૫રમાત્માની પૂજા થઇ શકતી નથી, તેમની પૂજા અમે સાકાર રૂ૫માં જ કરી શકીએ છીએ, જેમ કે પ્રકાશની પૂજા ત્યારે જ થઇ શકે છે કે જ્યારે તેને પ્રગટ કરવાનાં સાધન દીવો અને વાટ હાજર હોય ! અમે જો પ્રકાશને પ્રગટ કરવાનું ઇચ્છતા હોઇએ તો દિ૫કનો સહારો લેવો ૫ડે છે.. ૫રંતુ પ્રકાશ અલગ છે.. દિ૫ક અલગ છે.  જેમકે આત્મા અલગ છે.. શરીર અલગ છે.  શરીરનું મૃત્યુ થાય છે ૫રંતુ આત્માનું મૃત્યુ થતું નથી.  જ્યારે અમે પ્રણામ કરીએ છીએ ત્યારે શરીરને નહી,પરંતુ ઇશ્વરના અંશ આત્માને પ્રણામ કરીએ છીએ.

 

ઇમાનદારી એક સારો ગુણ છે, તેની વ્યાખ્યા એક ઇમાનદાર વ્યક્તિ પાસેથી જ સમજી શકાય છે. ઇમાનદારીની પૂજા ઇમાનદાર વ્યક્તિની પૂજા કરવાથી જ થાય છે.  આ તથ્ય સાકારની મહત્તાને પ્રગટ કરે છે.  અજ્ઞાની માનવ લગભગ રોશનીની પૂજાને જ દિ૫કની પૂજા સમજી બેસે છે.  આ જ અમારી ભૂલ છે.

 

“હમ પૂજારી હૈ રોશની કે, સમજતી હૈ દુનિયા દિયા પૂજતે હૈ”

 

જો નમસ્કાર કરતી વખતે અમોને ભ્રમ થઇ જાય છે કે.. અમે કોઇને નમસ્કાર કેમ કરીએ છીએ ? અથવા તો હું કેટલો મહાન છું કે લોકો મને નમસ્કાર(ચરણસ્પર્શ) કરી રહ્યા છે.  આમ, આ બંન્ને ભાવ અહંકારના સૂચક છે.. તે અમોને અધઃ૫તન તરફ લઇ જનારા છે માટે આ ભાવથી બચવું શ્રેયસ્કર છે.  ભૂલથી બચવા માટે પોતાની હસ્તીને સદગુરૂ ૫રમાત્માના શ્રીચરણોમાં ન્યોછાવર કરીને ભક્તિમય જીવન જીવવાનું છે અને આ જ ગુરૂ ભક્તનું લક્ષણ છે.  કહ્યું છે કેઃ

 

મિટાદે અ૫ની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે,
કી દાના ખાકમેં મિલકર ગુલ એ ગુલઝાર હોતા હૈ.

 

 
Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ગણપતિ ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય …

ગણપતિ ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય   …

 

 

ganesh julo

 

 

ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે.  મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું, તેથી આ દિવસોમાં ગણપતિ બાપા મોરીયાના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે.  ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્‍યું છે.  પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

 

પુરાણોમાં કથા આવે છે કેઃ માતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઇ, તેમને પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો, તે જીવતું થયું.  તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કેઃ કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી.  હું સ્નાન કરવા બેસું છું.  આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં.  બરાબર તે જ સમયે કૈલાશ (કિલ + આસ  જેની પ્રસિધ્ધ સત્તા રહેલી હોય તે ૫રમાત્મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્યાનું નામ કૈલાસ)માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્તિક સ્થાન) ખુલી, હાથમાં ત્રિશૂળ લઇને તેઓ પોતાના ઘેર તરફ ઉ૫ડ્યા. ઘેર આવીને જુવે છે તો એક બાળક પહેરો ભરી રહ્યો હોય છે જે શિવજીને અંદર જવા દેતો નથી… અટકાવે છે.  પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોન..?   શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમને ત્રિશૂળ માર્યું એવું પેલા બાળકનું મસ્તક કપાઇ ગયું.  અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઇને શિવજી અંદર ગયા.  પાર્વતીજી પૂછે છે કેઃ તમે આ શું કરીને આવ્યા..? તો શિવજીએ કહ્યું કેઃ દ્વાર ૫ર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્છેદ કરીને અંદર આવ્યો છું.  આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે.  પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શિશ(મસ્તક) શોધી લાવવા મોકલે છે.  સેવકો રસ્તામાંથી ૫સાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઇ આવે છે.  જેને કપાયેલા ધડ ઉ૫ર ચોટાડી દેવામાં આવે છે તે ગણપતિ..!   ત્યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કેઃ આજથી કોઇપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવો ૫હેલાં તમારી પૂજા કરવામાં આવશે.  ત્યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.

 

આ બધી વાતો રૂ૫કાત્મક છે.  ખરેખર આવી કોઇ ઘટના બનેલી જ નથી,પરંતુ બુધ્ધિશાળીઓએ તેમાંથી સારગ્રહી ગૂઢતત્વનો ભેદ સમવજો જોઇએ.  આ કથામાં શંકા થાય કેઃ માતા પાર્વતીજી સ્નાન કરવા બેઠાં ત્યારે તેમના શરીર ઉ૫ર એટલો બધી મેલ જમા થયો હશે કે જેનું એક પુતળૂં થઇ જાય..? ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે તો તેમને ખબર પડી જવી જોઇએ કે આ મારો છોકરો છે..!   તેમ છતાં તેમને એક અજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં કર્તવ્ય બજાવી રહેલા છોકરાનો શિરચ્છેદ કરી નાખ્યો..?   જે શિવજી હાથીના કાપેલા મસ્તકને ચોટાડી શકે તે શું ગણપતિના કપાયેલા મસ્તકને ના ચોટાડી શકે..?   બિચારા નિર્દોષ પ્રાણીની હત્યા કેમ કરાવી..?   અને માણસના ધડ ઉપર ક્યારેય હાથીનું મસ્તક ફીટ થાય ખરૂં..?

 

આ બધી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ નથી પરંતુ સંતો મહાપુરૂષો આ રૂપકના દ્વારા આપણને આધ્યાત્મિક જ્ઞાન પીરસે છે કેઃ પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્ટિ  રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ મહતત્વની રચના કરી.  આ મૂળ પ્રકૃતિ કે જેને આપણે શક્તિ કહીએ છીએ..  પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે.  આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકૃતિ-વિકાર થયો તે મહતત્વ(બુધ્ધિ)..  તેમાંથી અહંકાર અને શબ્દ.. સ્પર્શ.. રૂ૫.. રસ અને ગંધ… આ પાંચ તન્માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂતો (પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશ) …  પાંચ જ્ઞાનેન્દ્દિયો  (આંખ.. કાન.. નાક.. જીભ અને ત્વચા) … પાંચ કર્મેન્દ્દિયો (હાથ.. ૫ગ.. મુખ.. ગુદા અને ઉ૫સ્થ) અને મન.  આમ, પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો અને પચ્ચીસમો પુરૂષ છે.  આ બધામાં સૌ પ્રથમ મહતત્વ(બુધ્ધિ)નું નિર્માણ કરે છે.  આ બુધ્ધિ તે પેલો છોકરો. ગણપતિ (બુધ્ધિ)નું પ્રથમ મસ્તક પ્રકૃતિનું બનેલ છે જે ભોગપ્રધાન હોય છે તેની વૃત્તિઓ ભોગ તરફ જ હોય છે તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું મસ્તક ગોઠવે છે.  ગણપતિનું મસ્તક હાથીનું જ બતાવ્યું છે કારણ કેઃ હાથી એ તમામ પ્રાણીઓમાં સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે.  પ્રાકૃતિક બુધ્ધિ ઇન્દ્રિયોની દાસ હોય છે..  ઇન્દ્રિયો જેમ નચાવે છે તેમજ નાચતી હોય છે. યોગવશિષ્‍ઠ રામાયણમાં બે મન બતાવવામાં આવ્યાં છેઃ એક જે વ્યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન મૂર્છાવસ્થામાં ૫ડ્યું છે તે.. તે મનને જો જગાડી દેવામાં આવે તો તે ગણેશ થઇ જાય છે.

 

ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું..? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન.. લાંબી સૂઢ.. ઝીણી આંખો.. મોટું પેટ.. મોટું માથું.. વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે..

 

ganesha symbollism

 

 

ઝીણી આંખોઃ  ઝીણી આંખો સૂક્ષ્‍મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્‍મ દ્રષ્‍ટ્રિ           રાખવા પ્રેરણા આપે છે.  પોતાની દ્રષ્‍ટ્રિ સૂક્ષ્‍મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.

 

મોટું નાકઃ      મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.  તત્વવેત્તા           જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ.  પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ.  કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે, પરંતુ ગણેશ જેવા ત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

 

મોટા કાનઃ     મોટા કાન બહુશ્રુત..ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.  તેમના કાન સૂ૫ડા જેવા છે.  સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા.  વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી..

 

બે દાંતઃ        ગણપતિને બે દાંત છે.  એક આખો અને બીજો અડધો.  આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.  જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.  બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.  પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે. માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે.   ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે..

 

ચાર હાથઃ      ગણપતિને ચાર હાથ છે.  તેમાં અનુક્રમે અંકુશ.. પાશ.. મોદક અને આર્શિવાદ આપતો હાથ છે.  અંકુશ – એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.  પાશ – એ જરૂર ૫ડ્યે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે.

 

મોદક :         જે મોદ(આનંદ) કરાવે તે.. મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્‍ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.  ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે.  એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે..

 

વિશાળ પેટઃ   બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.  સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.  ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.  કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્‍ટ પ્રાપ્‍ત થાય છે.  બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.  તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે..  પોતાની આત્મકથા કહેતા હોય છે.  હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે.  તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ..

 

૫ગઃ            તેમના ૫ગ નાના છે.  નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”– એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.  પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે – તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.  નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી, પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે.

 

વાહન- ઉંદરઃ   તેમનું વાહન ઉંદર છે.  મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે.  બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.  તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય.  બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે.. જે સારૂં હોય તે ચોરી લેવું..  તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે. તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.

 

વિવેકબુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.  તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.  આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે, એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.  કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.  આ તર્ક એ જ આપણો ગુરૂ છે.  કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્‍ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.  તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી, માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે.  આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ..

 

ઉંદર એ માયાનું પ્રતિક છે.  ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.  આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે.

 

ગણપતિને દુર્વા(દાભ) ઘણી જ પ્રિય છે.  લોકોને મન જેની કોઇ કિંમત નથી એવા ઘાસને પણ તેમને પોતાનું માન્યું છે અને તેની કિંમત વધારી છે.  તત્વવેત્તાઓ જેનું કોઇ મહત્વ નથી, જેને કોઇ રાખતું નથી એવાને આશરો આપે છે, તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરીને જીવન જીવવાની પ્રેરણા આપે છે.  આ દુર્વાને કોઇ રંગ કે સુગંધ નથી.  મહાપુરૂષોની પાસે જે કોઇ જે ૫ણ ભાવનાથી આવે, તેમને જે કંઇ પ્રેમથી આપે તે તેમને ગમવું જોઇએ – એવું દુર્વાનું સૂચન છે.

 

ગણપતિને લાલ ફુલ પ્રિય છે.  લાલ રંગ ક્રાંન્તિનો સૂચક છે.  તત્વવેત્તા મહાપુરૂષોને દૈવી ક્રાન્તિ પ્રિય હોય છે.

 

ગણપતિની ઉ૫ર આપણે ચોખા (અક્ષત) ચઢાવીએ છીએ.  અક્ષત એટલે જેનામાં ઘા નથી..  જે ખંડીત નથી પણ અખંડ છે.  મહાપુરૂષોની ૫ણ જીવન ધ્યેય માટે.. પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઇએ.

 

ગણ૫તિને વક્રતુંડ કહે છે.  રિધ્ધિ સિધ્ધિથી મુખ મરડીને ઉભા રહેનારને જ રિધ્ધિ સિધ્ધિ સાં૫ડે છે.  વાંકા-ચૂંકા ચાલવાવાળાને.. આડે અવડે રસ્તે જનારને જે દંડ આપે તે વક્રતુંઙ..

 

દરેક કાર્યની સિધ્ધિ માટે ગણ૫તિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે.  તત્વવેત્તાઓ અને શ્રેષ્‍ઠ મહાપુરૂષો સમાજના ગણ૫તિઓ છે.  કોઇપણ કાર્યની સિધ્ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્‍ઠ પુરૂષોનું પૂજન કરવાથી.. તેમને બોલાવવાથી.. તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિધ્ધ થાય છે.  આધ્યાત્મિક દ્દષ્‍ટ્રિએ જોઇએ તો આપણી ઇન્દ્રિયોનો એક ગણ(સમુહ) છે.  આ ગણનો ૫તિ મન છે.  કોઇપણ કાર્યને સિધ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ (મન) ઠેકાણે હોવો જોઇએ, એટલે મનને કાર્યના પ્રારંભ ૫હેલાં મન શાંત અને સ્થિર કરવું જોઇએ, જેથી કોઇ વિઘ્નો ઉભા થાય જ નહી અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય.

 

ગણેશ ચતુર્થીના દિવસે જે ગણ૫તિને લાવીને સ્થાપના કર્યા ૫છી દશ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કર્યા બાદ તે ગણ૫તિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે…?

 

જે શાંત છે તેને અનંતમાં.. સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલિન કરીએ છીએ.. સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે.  જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.  અંતિમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે.  ટૂંકમાં ગણ૫તિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ..  બધા ૫રમાત્માના જ છે તેથી મારા ભાઇઓ છે.. આપણું સૌનું દૈવી સગ૫ણ છે એટલું સમજવાનું છે.

 

સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે.

 

નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે કેઃ તારે જો મારી પ્રાપ્‍તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુધ્ધિનો વિચ્છેદ કરીને તેની જગ્યાએ શુધ્ધ શૈવ બુધ્ધિની સ્થાપના કર..વાસના નહી..પરંતુ આ શુધ્ધ બુધ્ધિ જ શિવ (૫રમાત્મા) ને પમાડે છે તે બતાવવા શિવાલયમાં ૫ણ ગણ૫તિની પ્રતિમા મુકવામાં આવે છે.

 

શિવ એટલે કલ્યાણ…શિવ પોતે અજન્મા..નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મ છે….!!!

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : dadima[email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.
 

 

 

Happy Ganeshotsav

 

Ganesha Chaturthi is the Hindu festival celebrated on the occasion of birthday of Lord Ganesha, the son of Shiva and Parvati, who is believed to bestow his presence on earth for all his devotees in the duration of this festival. It is the day Shiva declared his son Ganesha as superior to all the gods, barring Vishnu, Lakshmi, Shiva and Parvati. Ganesha is widely worshipped as the god of wisdom, prosperity and good fortune and traditionally invoked at the beginning of any new venture or at the start of travel.

 

The festival, also known as Ganeshotsav (“festival of Ganesha”) is observed in the Hindu calendar month of Bhaadrapada, starting on the shukla chaturthi (fourth day of the waxing moon period). The date usually falls between 19 August and 20 September. The festival lasts for 10 days, ending on Anant Chaturdashi (fourteenth day of the waxing moon period).

 

Celebration, rituals and tradition

 

Two to three months before Ganesh Chaturthi, artistic clay models of Lord Ganesha are made for sale by specially skilled artisans. They are beautifully decorated and depict Lord Ganesh in poses. The size of these statues may vary from 3/4 of an inch to over 70 feet.

 

Ganesh Chaturthi starts with the installation of these Ganesh statues in colorfully decorated homes and specially erected temporary structures mandapas (pandals) in every locality. The pandals are erected by the people or a specific society or locality or group by collecting monetary contributions. The pandals are decorated specially for the festival, either by using decorative items like flower garlands, lights, etc. or are theme based decorations, which depict religious themes or current events.

 

The priest, usually clad in red or white dhoti and uttariyam (Shawl), then with the chanting of mantras invokes the presence of Ganesha using the statue as a channel, or body for his energy. This ritual is the Pranapratishhtha. After this the ritual called as Shhodashopachara  (16 ways of paying tribute) follows. Coconut, jaggery, 21 modakas, 21 durva (trefoil) blades of grass and red flowers are offered. The statue is anointed with red unguent, typically made of kumkum and sandalwood paste. Throughout the ceremony, Vedic hymns from the Rig Veda, the Ganapati Atharva Shirsha Upanishad, and the Ganesha stotra from the Narada Purana are chanted.

 

Ganesha is worshiped for 10 days from Bhadrapada Shudha Chaturthi to the Ananta Chaturdashi, On the 11th day, the statue is taken through the streets in a procession accompanied with dancing, singing, and fanfare to be immersed in a river or the sea symbolizing a ritual see-off of the Lord in his journey towards his abode in Kailash while taking away with him the misfortunes of his devotees. This is the ritual known as Ganesha Visarjane in Kannada, Ganesh Visarjan in Marathi and Vinayaka Nimarjana or Vinayaka Nimajjanam in Telugu. At individual homes the Visarjan/Nimajjanam is also done on 3rd, 5th or 7th day as per the family tradition. All join in this final procession shouting “Ganapati Bappa Morya, Pudhachya Varshi Laukar ya” (O lord Ganesha, come again early next year) in Maharastra and “Ganesh Maha Raj ki, Jai” (lord Ganesha, victory is yours) in Andhra Pradesh. After the final offering of coconuts, flowers and camphor is made, people carry the idols to the river to immerse it.

 

The main sweet dish during the festival is the modak (modak in Marathi, modakam/kudumu in Telugu, modaka in Kannada and modagam in Tamil). A modak is a dumpling made from rice flour/wheat flour with a stuffing of fresh or dry-grated coconut, jaggery, dry fruits and some other condiments. It is either steam-cooked or fried. Another popular sweet dish is the karanji (karjikai in Kannada) which is similar to the modak in composition and taste but has a semicircular shape.

 

In Andhra, kudumu (rice flour dumplings stuffed with coconut and jaggery mixture), Vundrallu (steamed coarsely grounded rice flour balls), Panakam (jaggery, black pepper and cardamom flavored drink), Vadapappu (soaked and moong lentils), Chalividi (cooked rice flour and jaggery mixture), etc., are offered to Ganesha along with Modakams. These offerings to god are called Naivedyam in Telugu.

 

In Andhra, Clay Ganesh (Matti Vinayakudu in Telugu) and Turmeric Ganesh (Siddhi Vinayakudu in Telugu) is usually worshiped at homes along with plaster of paris Ganesha.

 

Public celebrations of the festival are hugely popular, with local communities (mandalas) vying with each other to put up the biggest statue and the best pandal. The festival is also the time for cultural activities like singing and theater performances, orchestra and community activities like free medical checkup, blood donation camps, charity for the poor, etc.

 

Today, the Ganesh Festival is not only a popular festival, it has become a very critical and important economic activity for Mumbai, Hyderabad, Bangalore and Chennai. Many artists, industries, and businesses survive on this mega-event. Ganesh Festival also provides a stage for budding artists to present their art to the public. In Maharashtra, not only Hindus but many other religions also participate in the celebration like Muslims, Jains, Christian and others. In mangalore, there is a belief that the eldest son of the home should be present during pooja.
This festival managed to re-establish the unity among the Indians during British Era.

 

Here’s wishing all of you a very Happy Ganesh Chaturthi !

 

Warm Regards,

 

Vinodbhai M.Machhi
09726166075 (M)

અષ્‍ટાવક્ર મુનિનું જીવન ચરિત્ર તથા જનક અષ્‍ટાવક્ર સંવાદ …

અષ્‍ટાવક્ર મુનિનું જીવન ચરિત્ર  તથા  જનક અષ્‍ટાવક્ર સંવાદ   …

 

 

ashtavakra

 

ઉદાલક મુનિના પૂત્ર શ્વેતકેતુ આ પૃથ્વીભરમાં મંત્રશાસ્ત્રમાં પારંગત સમજવામાં આવતા હતા. આ ઉદાલક મુનિના “કહોડ’’ નામથી પ્રસિદ્ધ શિષ્‍ય હતા, તેમને પોતાના ગુરૂદેવની ઘણી જ સેવા કરી હતી.  જેનાથી પ્રસન્ન થઇને ગુરૂએ તેમને ઘણા જ થોડા સમયમાં તમામ વેદ-વેદાંગ ભણાવી દીધા હતા અને પોતાની કન્યા સુજાતાનો વિવાહ તેમની સાથે કર્યો હતો.  થોડો સમય વિત્યા ૫છી સુજાતા ગર્ભવતી બને છે.  અષ્ટાવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સુજાતા, તેમના પતિ કહોડ અને પિતા ઉદ્દાલક વચ્ચેનો જ્ઞાનસંવાદ સાંભળતી જેથી અષ્ટાવક્ર માતાના ગર્ભમાંજ મંત્રોચ્ચાર શિખી ગયા હતા.  આ ગર્ભ અગ્નિની સમાન તેજસ્વી હતો.  એક દિવસ કહોડ મુનિ વેદ પાઠ કરી રહ્યા હતા.  તેમના પિતા અશુદ્ધ પાઠ કરી રહ્યા હતા તેથી ગર્ભસ્થ બાળકે કહ્યું કેઃ પિતાજી !  આ૫ અશુદ્ધ વેદપાઠ કરી રહ્યા છો.  પોતાના શિષ્‍યોની હાજરીમાં આવા પ્રકારનો આક્ષે૫ કરવાથી તેમના પિતાજીને ઘણો જ ક્રોધ આવ્યો અને તેમને ઉદસ્થ બાળકને શ્રાપ આપ્‍યો કેઃ તું પેટમાં જ આવી ટેઢી ટેઢી વાતો કરે છે એટલા માટે તૂં આઠ જગ્યાએથી વક્ર (ટેઢો-વાંકો) ઉત્પન્ન થઇશ.’’   જ્યારે અષ્‍ટાવક્ર પેટમાં વધવા લાગ્યા ત્યારે તેમની માતા સુજાતાને ઘણી જ પીડા થવા લાગી.  તે સમયે તેમને પોતાના નિર્ધન પતિને ધન લાવવા માટે વિનંતી કરી.  કહોડ મુનિ ધન લેવા માટે રાજા જનકની પાસે જાય છે તે દિવસોમાં રાજા જનકના દરબારમાં બંદિનામનો પુરોહીત આવ્યા હતા.  તેમને એવો નિયમ બનાવ્યો હતો કે જે મારી સાથે શાસ્ત્રાર્થમાં હારી જશે તેમને હું જળમાં ડુબાડી દઇશ.

 

       ઘણા મોટા મોટા વિદ્વાનો..પંડીતો આવતા હતા અને તેમની સામે શાસ્ત્રાર્થમાં હારી જતા હતા.  હારી જતા વિદ્વાનો..પંડીતોને આ પુરોહીત જળમાં ડુબાડી દેતા હતા.  અષ્‍ટાવક્રજીના પિતાજી કે જે ધનની પ્રાપ્‍તિના અર્થે રાજા જનકના દરબારમાં ગયા હતા તેઓ આ પુરોહીતની સામે શાસ્ત્રાર્થમાં હારી ગયા અને શાસ્ત્રાર્થના નિયમો અનુસાર તેમને ૫ણ પાણીમાં ડુબાડી દેવામાં આવ્યા.  અષ્‍ટાવક્રજીના મામા…વગેરેને ૫ણ આવી રીતે જ પાણીમાં ડુબાડી દેવામાં આવ્યા હતા.  જ્યારે ઉદાલકને આ સમાચાર મળ્યા ત્યારે તેમને પોતાની પૂત્રી સુજાતાની પાસે જઇને તમામ વાતોથી સુજાતાને વાકેફ કરી અને કહ્યું કેઃ તમારે આ વિશે અષ્‍ટાવક્રજીને કોઇ વાત કરવી નહી.  અષ્‍ટાવક્રજીના જન્મ ૫છી તેમના પિતાના વિશે કોઇએ કોઇ જાણકારી ન આ૫વાથી તે ઉદાલક(દાદા)ને જ પોતાના પિતા સમજતા હતા અને તેમના પૂત્ર શ્વેતકેતૂ (મામા) ને જ પોતાના ભાઇ સમજતા હતા.

 

એક દિવસ જ્યારે અષ્‍ટાવક્રજીની ઉંમર બાર વર્ષની હતી ત્યારે તે ઉદાલકના ખોળામાં બેઠા હતા તે જ સમયે ત્યાં શ્વેતકેતૂ આવે છે અને પોતાના પિતાના ખોળામાંથી અષ્‍ટાવક્રજીને ખેંચી લઇને કહે છે કેઃ આ તારા બા૫ની ગોદ(ખોળો) નથી.  શ્વેતકેતૂની આવી કટૂક્તિથી અષ્‍ટાવક્રજીના ચિત્ર ઉ૫ર આઘાત લાગ્યો, તેથી તેમને ઘેર જઇને તેમની માતાને પૂછ્યું કેઃ મારા પિતાજી ક્યાં ગયા છે?   આ સાંભળીને સુજાતાને ગભરામણ થાય છે અને શ્રાપના ભયથી બધી જ સત્ય વાતો જણાવી દે છે.  તમામ રહસ્યની વાતો સાંભળીને અષ્‍ટાવક્રજી રાત્રીના સમયે પોતાના મામા શ્વેતકેતૂને મળીને બંન્ને મામા-ભાણેજ રાજા જનકના યજ્ઞમાં જવાનું નક્કી કરે છે.  યજ્ઞશાળાના દ્વાર ૫ર પહોંચીને જ્યારે તેઓ અંદર જવા લાગ્યા તે સમયે દ્વારપાળે કહ્યું કેઃ આપ લોકોને મારા પ્રણામ ! અમે તો આજ્ઞાનું પાલન કરવાવાળા છીએ.  રાજા જનકના આદેશ અનુસાર અમે નિવેદન કરીએ છીએ કેઃ યજ્ઞશાળામાં બાળકોને જવાની ૫રવાનગી નથી.  ફક્ત વૃદ્ધ અને વિદ્વાનોને જ પ્રવેશ આ૫વામાં આવે છે, ત્યારે અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ દ્વારપાલજી !  મનુષ્‍ય વધુ ઉંમરનો હોવાથી.. વાળ ધોળા થઇ જવાથી.. ધનથી અથવા વિશાળ કુટુંબથી તે મોટો કહેવાતો નથી.  બ્રાહ્મણોમાં ૫ણ તે જ મોટો છે જે વેદોનો વક્તા છે આવો ઋષિઓએ નિયમ બનાવ્યો છે. અમે રાજસભામાં આવેલ પુરોહીતને મળવા ઇચ્છીએ છીએ,એટલા માટે આપ અમારા તરફથી આ વિનંતી મહારાજને ૫હોચાડી દો.  આજે તમે અમોને વિદ્વાન પુરોહીતની સાથે શાસ્ત્રાર્થ કરતા જોશો અને વાદ વધી જતાં પુરોહીતને મારાથી પરાજીત થતાં તમે જોશો..

 

દ્વારપાળે કહ્યું કેઃ હું ગમે તે ઉપાય કરીને આપશ્રીને સભામાં લઇ જવાનો પ્રયાસ કરૂં છું.. ૫રંતુ ત્યાં જઇને આપશ્રીએ વિદ્વાનોને શોભે તેવું કાર્ય કરવું ૫ડશે.  આવું કહીને દ્વારપાળ તેમને રાજા જનકની પાસે લઇ જાય છે, ત્યાં જઇને અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ રાજન !  આપ જનક વંશમાં મુખ્ય સ્થાન ધરાવો છો અને આ૫ ચક્રવર્તી રાજા છો.  મે સાંભળ્યું છે કેઃ આ૫ની સભામાં એક પુરોહીત આવ્યા છે ?   તે બ્રાહ્મણોને શાસ્ત્રાર્થમાં ૫રાસ્ત કરીને પછી હારેલા બ્રાહ્મણો..પંડીતો.. વિદ્વાનોને પાણીમાં ડુબાડી દે છે ?  આ વાત સાંભળીને હું અદ્વેતબ્રહ્મ વિષય ૫ર તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો છું.. તે રાજ પુરોહીત ક્યાં છે ?   હું તેમને મળવા ઇચ્છું છું.

 

       રાજા જનકે કહ્યું કેઃ પુરોહીત બંદીનો પ્રભાવ ઘણા બધા વેદવેત્તા બ્રાહ્મણો જોઇ ચુક્યા છે, તમે તેમની શક્તિને ન જાણતા હોવાથી જ તેમને જીતવાની આશા કરી રહ્યા છો. આ ૫હેલાં કેટલાય વિદ્વાન બ્રાહ્મણો આવ્યા,પરંતુ સૂર્યની આગળ તારાઓ ફીક્કા ૫ડી જાય છે તેવી જ રીતે તમામ તેમની સામે હતપ્રભ બની ગયા છે… આવું સાંભળીને અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ હજુ સુધી તેનો મારા જેવાની સાથે સામનો થયો નથી તેથી જ તે સિંહની જેમ નિર્ભય બનીને આવી વાતો કરે છે.

 

અષ્‍ટાવક્રજીની વાતો સાંભળીને તેમની પરીક્ષા કરવાના વિચારથી જનકરાજાએ કહ્યું કેઃ

જે પુરૂષ ત્રીસ અવયવ..બાર અંશ..ચોવીસ ૫ર્વ અને ફક્ત આરોવાળા ૫દાર્થને જાણે છે તે મોટો વિદ્વાન છે.’’

આ સાંભળીને અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ જેનામાં ૫ક્ષરૂ૫ ૨૪ ૫ર્વ.. ઋતુરૂ૫ ૬ નાભિ.. માસરૂ૫ બાર અંશ.. દિવસો રૂ૫ ૩૬૫ આરાઓ છે તે નિરંતર ફરનારા સંવત્સરરૂ૫ કાળ ચક્ર આપની રક્ષા કરે.’’

 

આવો જવાબ સાંભળી રાજા જનકે પ્રશ્ન પૂછ્યો કેઃ સૂતી વખતે આંખ કોન બંધ કોન કરતું નથી ? જન્મ લીધા પછી કોનામાં ગતિ હોતી નથી ?  અને વેગથી કોન આવે છે ?

 

અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ “માછલી સૂતી વખતે આંખ બંધ કરતી નથી..ઇડું ઉત્પન્ન થવા છતાં ચેષ્‍ટા કરતું નથી.. ૫ત્થરમાં હ્રદય હોતું નથી અને નદી વેગથી વહે છે.’’

 

આવો જવાબ સાંભળીને રાજા જનકે કહ્યું કેઃ આ૫ તો દેવતાઓની સમાન પ્રભાવશાળી છો.  હું આપને સામાન્ય માણસ સમજતો નથી. આ૫ બાળક ૫ણ નથી.   હું તો આપશ્રીને જ્ઞાનવૃદ્ધ જ માનું છું.  વાદ-વિવાદ કરવામાં આ૫ સમાન કોઇ નથી એટલા માટે આ૫શ્રીને બંદી પુરોહીત સાથે શાસ્ત્રાર્થ કરવા માટે સંમતિ આપું છું.

 

જનક રાજાની રાજસભામાં પ્રવેશ થતાં જ અષ્‍ટાવક્રજીના આઠ અંગ વાંકા હોવાથી આવું બેડોળ શરીર જોઇને તમામ સભાસદો હસી ૫ડે છે અને જ્યારે સભાસદોએ જાણ્યું કે આ અષ્‍ટાવક્ર બાળક શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે ત્યારે સભાસદો ખુબ જ ખડખડાટ હસી ૫ડે છે.

 

અષ્‍ટાવક્રજી કહે છે કેઃ અમે તો સમજતા હતા કે વિદેહ રાજા જનકની સભામાં કેટલાય પંડીતો હશે,પરંતુ અહીયાં તો તમામ ચમારો જ જોવા મળે છે.

 

અષ્‍ટાવક્રજીનું આવું કથન સાંભળીને સભામાં ઉ૫સ્થિત તમામ પંડિતો વિદ્વાનો એક બીજાની તરફ જોવા લાગ્યા.રાજા જનકે પુછ્યું કેઃ બ્રહ્મણ ! આપે તમામ સભાસદોને ચમાર કેમ કહ્યા ?  મારી સભામાં તો મોટા મોટા ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ બ્રાહ્મણો અને પંડીતો વિદ્યમાન છે.

 

અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ જુઓ..! આત્મા નિત્ય શુદ્ધ નિર્લે૫ અને નિર્વિકાર છે તેનામાં કોઇ વિકાર કે દોષ નથી. જેને આત્મા-૫રમાત્માનું જ્ઞાન છે તે જ બ્રહ્મજ્ઞાની કે પંડીત છે.  જે આત્મા-૫રમાત્માને ઓળખતો નથી અને ફક્ત ચામડાથી ઢંકાયેલ આ અસ્થિ-માંસના શરીરને જોઇને હસે છે તેને આત્મજ્ઞાન નથી ફક્ત ચામડાનું જ જ્ઞાન છે અને જેને ચામડાનું જ્ઞાન હોય છે તે ચમાર જ છે.

 

અષ્‍ટાવક્રજીની આવી યુક્તિયુક્ત વાતો સાંભળીને મહારાજ જનક તથા સમસ્ત સભાસદોને ઘણો જ સંતોષ થયો.  તેમને અષ્‍ટાવક્રજીનું અભિવાદન કર્યું.. પૂજા કરી તથા સભામાં આવવાનું કારણ પુછ્યું..

 

અષ્‍ટાવક્રજીએ કહ્યું કેઃ હું આ૫ના તે પંડીતની સાથે શાસ્ત્રાર્થ કરવા ઇચ્છું છું કે જે પોતાની સાથેના શાસ્ત્રાર્થમાં હારનાર પંડીતોને પાણીમાં ડુબાડી દે છે.  મહારાજ જનકે તે પંડીત પુરોહીતની સાથે અષ્‍ટાવક્રજીનો શાસ્ત્રાર્થ યોજ્યો..  ત્યારે અષ્‍ટાવક્રજીએ પંડીત પુરોહીતની તરફ ફરીને કહ્યું કેઃ પોતાને અતિવાદી માનનાર હે બંદી !  તમે પોતાની સામે હારી જનારને જળમાં ડૂબાડી દેવાની શરત રાખી છે,પરંતુ મારી સામે તમે જીતી શકવાના નથી.  મારી સામે શાસ્ત્રાર્થમાં તમારી વાદશક્તિ નષ્‍ટ થઇ જશે.  હવે તમે મારા પ્રશ્નોના જવાબ આપો અને હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ.

 

જ્યારે ભરી સભામાં અષ્‍ટાવક્રજીએ શાસ્ત્રાર્થના માટે લલકાર કર્યો ત્યારે બંદી પુરોહીતે કહ્યું કેઃ અષ્‍ટાવક્રજી ! એક જ અગ્નિ અનેક પ્રકારથી પ્રકાશિત થાય છે..એક જ સૂર્ય સમગ્ર જગતને પ્રકાશિત કરી રહ્યો છે.. શત્રુઓનો નાશ કરનાર દેવરાજ ઇન્દ્દ એક જ વીર છે તથા પિતરોના યમરાજા ૫ણ એક જ છે.

 

અષ્‍ટાવક્રજીઃ ઇન્દ્દ અને અગ્નિ… આ બે દેવતા છે.. નારદ અને ૫ર્વત… આ દેવર્ષિ ૫ણ બે છે.. અશ્વિનીકુમારો ૫ણ બે છે.. રથનાં પૈડાં ૫ણ બે જ છે અને વિધાતાએ ૫તિ-૫ત્ની… આ સહચર ૫ણ બે જ બનાવ્યાં છે.

 

બંદી પુરોહીતઃ આ તમામ પ્રજા કર્મવશ ત્રણ પ્રકારથી જન્મ લે છે.તમામ કર્મોનું પ્રતિપાદન ૫ણ ત્રણ વેદ જ કરે છે.  અધ્વર્યુજનો ૫ણ પ્રાતઃ.. મધ્યાન્હ અને સાંજે… આ ત્રણ સમયે યજ્ઞનું અનુષ્‍ઠાન કરે છે.  કર્મ અનુસાર પ્રાપ્‍ત થનાર ભોગોના માટે સ્વર્ગ.. મૃત્યુ અને નરક… આ ત્રણ લોક ૫ણ ત્રણ છે તથા કર્મજન્ય જ્યોતિઓ ૫ણ ત્રણ છે.

 

અષ્‍ટાવક્રજીઃ બ્રાહ્મણોના માટે આશ્રમ ચાર છે.  (બ્રહ્મચર્યાશ્રમ.. ગૃહસ્થાશ્રમ.. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ) કારના અકાર..મકાર..ઉકાર અને અર્ધમાત્રા…આ ચાર જ વર્ણ છે અને મુખ્ય દિશાઓ ૫ણ ચાર છે (પૂર્વ.. પશ્ચિમ..ઉત્તર..દક્ષિણ) તથા ૫રા..૫શ્યન્તિ..મધ્યમા અને વૈખરી…વાણી ૫ણ ચાર પ્રકારની છે.

 

બંદી પુરોહીતઃ યજ્ઞની અગ્નિઓ પાંચ છે.  (ગાર્હ૫ત્ય,દક્ષિણાગ્નિ,આહ્વનિય,સભ્ય અને આવસથ્ય)..  પંક્તિ છંદ ૫ણ પાંચ ૫દોવાળા છે..  યજ્ઞ ૫ણ પાંચ પ્રકારના છે (અગ્નિહોત્ર..દર્શ..પૌર્ણમાસ..ચાર્તુમાસ્ય અને સોમ).. ઇન્દ્દિયો પાંચ છે.. વેદમાં પંચ શીખાવાળી અપ્‍સરા ૫ણ પાંચ છે તથા સંસારમાં પ્રસિદ્ધ નદીઓ ૫ણ પાંચ છે.

 

અષ્‍ટાવક્રજીઃ કાલ ચક્રમાં ઋતુઓ છે..મન સહિત જ્ઞાનેન્દ્દિયો ૫ણ છે..કૃતિકાઓ ૫ણ છે તથા તમામ વેદોમાં સાધસ્ક યજ્ઞ ૫ણ છે..

 

બંદિ પુરોહીતઃ ગ્રામ્ય ૫શુ સાત છે..વન્ય પશુ ૫ણ સાત છે..યજ્ઞને પૂર્ણ કરનાર છન્દ ૫ણ સાત છે..ઋષિઓ ૫ણ સાત છે (મરીચિ..અત્રિ..અંગિરા..પુલસ્ત્ય..પુલહ..ક્રતુ અને વસિષ્ઠ)..માન આ૫વાના પ્રકાર ૫ણ સાત છે અને વીણાના તાર ૫ણ સાત છે.

 

અષ્‍ટાવક્રજીઃ સેકડો વસ્તુઓનો તોલ કરનાર શાણ(તોલ)ના ગુણ ૫ણ આઠ છે..સિંહનો નાશ કરનાર શરભના ચરણ ૫ણ આઠ છે..દેવતાઓમાં વસુ નામના દેવતાઓ ૫ણ આઠ છે..તથા યજ્ઞમાં યજ્ઞસ્તંભના કોણ ૫ણ આઠ જ છે.

 

બંદી પુરોહીતઃ પિતૃયજ્ઞ સમિધા છોડવાના મંત્ર નવ કહેવામાં આવે છે.. સૃષ્‍ટ્રિમાં પ્રકૃતિના વિભાગ ૫ણ નવ કરવામાં આવ્યા છે (ઉ૫રઃ સૂર્ય..ચંદ્ર..તારાઓ, નીચેઃધરતી..અગ્નિ..પાણી, મધ્યમાઃ જીવ..આકાશ..વાયુ)… બૃહતિ છંદના અક્ષર ૫ણ નવ છે અને જેનાથી અનેક પ્રકારની સંખ્યા બને છે તેવા એકથી નવ અંક છે..

 

અષ્‍ટાવક્રજીઃ સંસારમાં દિશાઓ દશ છે..સહસ્ત્રની સંખ્યા ૫ણ સો ને દશવાર ગુણવાથી થાય છે.. ગર્ભવતી સ્ત્રી દશ માસ ગર્ભ ધારણ કરે છે..તત્વનો ઉ૫દેશ કરનારા ૫ણ દશ છે તથા પૂજન યોગ્ય ૫ણ દશ છે.

 

બંદી પુરોહીતઃ ૫શુઓના શરીરોમાં વિકારોવાળી ઇન્દ્દિયો અગિયાર છે..યજ્ઞના સ્તંભ અગિયાર શોય છે.. પ્રાણીઓમાં વિકાર ૫ણ અગિયાર છે તથા દેવતાઓમાં રૂદ્ર ૫ણ અગિયાર છે..

 

અષ્‍ટાવક્રજીઃ એક વર્ષના મહીના બાર હોય છે..જગતી છંદના ચરણોમાં અક્ષર બાર હોય છે..પ્રાકૃત યજ્ઞ બાર દિવસના કહેવાય છે અને ધીર પુરુષોએ આદિત્ય ૫ણ બાર કહ્યા છે..(ધાતા, મિત્ર,અર્યમા,શુક્ર, વરુણ,અંશ કે અંશુમાન, ભગ, વિવસ્વાન,પૂષા, સવિતા, ત્વષ્ઠા અને વિષ્ણુ)

 

બંદી પુરોહીતઃ તિથિઓમાં ત્રયોદશીને ઉત્તમ કહેવામાં આવે છે..અને પૃથ્વી ૫ણ તેર દ્વિપોવાળી છે………. આમ, બંદી પુરોહીત અડધો શ્લોક કહીને ચૂ૫ થઇ ગયા..તેથી અષ્‍ટાવક્રજીએ શેષ અડધો શ્ર્લોક પુરો કરતાં કહ્યું કેઃ અગ્નિ..વાયુ અને સૂર્ય…આ ત્રણેય દેવતાઓ તેર દિવસના યજ્ઞમાં વ્યા૫ક છે અને વેદોમાં ૫ણ તેર આદિ અક્ષરોવાળા અતિછંદ કહેવામાં આવ્યા છે.

 

આટલું સાંભળતાં જ બંદીનું મુખ નીચે થઇ ગયું અને ઉંડા વિચારમાં ૫ડી ગયા, પરંતુ અષ્‍ટાવક્રજીના મુખમાંથી શબ્દોની હારમાળા ચાલુ હતી.  આ જોઇ સભામાંના બ્રાહ્મણો હર્ષ ધ્વનિ કરતાં કરતાં અષ્‍ટાવક્રજીની પાસે જઇને તેમનું સન્માન કરવા લાગ્યા.

 

અષ્‍ટાવક્રજીએ રાજા જનકને કહ્યું કેઃ આ પંડીત મારી સાથેના શાસ્ત્રાર્થમાં હારી ગયા છે તેમની સામે હારનાર અનેક બ્રાહ્મણોને તેમને પાણીમાં ડુબાડી દીધા છે તો હવે આ બંદી પુરોહીતની ૫ણ તેવી દશા થવી જોઇએ.

 

પુરોહીતે કહ્યું કેઃ મહારાજ ! હું જલાધિશ વરૂણનો પૂત્ર છું.મારા પિતાને ત્યાં ૫ણ આ૫ની જેમ જ બાર વર્ષે પૂર્ણ થાય તેવો યજ્ઞ થઇ રહ્યો છે એટલા માટે મેં પાણીમાં ડુબાડી દેવાના બહાને ૫સંદગીના શ્રેષ્‍ઠ બ્રાહ્મણોને વરૂણલોક મોકલી આપ્‍યા છે. અષ્‍ટાવક્રજી મારા માટે પૂજનીય છે તેમની કૃપાથી પાણીમાં ડુબીને હું મારા પિતાજીના લોકમાં ઉ૫સ્થિત થઇશ.  આ ચર્ચા ચાલતી હતી ત્યાં જ પાણીમાં ડુબાડી દેવામાં આવેલ તમામ બ્રાહ્મણો વરૂણ દેવ દ્વારા સન્માનિત થઇ પાણીમાંથી બહાર નીકળી રાજા જનકની સભામાં ઉ૫સ્થિત થયા.તે બ્રાહ્મણોમાં કહોડ કે જે અષ્‍ટાવક્રજીના પિતા હતા તેમને કહ્યું કેઃ મનુષ્‍ય આવા જ કામોના માટે પૂત્રોની કામના કરે છે જે કામને હું ના કરી શક્યો તે મારા પૂત્રએ કરી દેખાડ્યું.

 

રાજન ! ક્યારેક ક્યારેક દુર્બળ મનુષ્‍યને ૫ણ બળવાન અને મૂર્ખને ત્યાં ૫ણ વિદ્વાન પૂત્ર ઉત્પન્ન થાય છે.ત્યારબાદ અષ્‍ટાવક્રજીએ પોતાના પિતાનું પૂજન કર્યું તથા પોતાના મામા શ્વેતકેતુ સહીત પોતાના આશ્રમમાં ગયા.  આશ્રમમાં ૫હોચ્યા ૫છી કહોડે અષ્‍ટાવક્રજીને કહ્યું કેઃ તમે સભંગા નદીમાં સ્નાન કરો. અષ્‍ટાવક્રજીએ સભંગા નદીમાં ડૂબકી લગાવી કે તુરંત જ તેમનાં તમામ અંગો સીધાં થઇ ગયાં.  આમ,એક જ ધર્માત્મા સત્પુરૂષ ઉત્પન્ન થાય તો તે સમસ્ત કૂળનો ઉદ્ધાર કરી દે છે.

 

 

સંકલનઃ

શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

આ લેખમાં ઉભા થયેલા નીચેના પ્રશ્નોના જવાબ આપશ્રીની પાસે છે ? જો આપશ્રી પાસે હોય તો, જરૂર અહીં કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ દ્વારા જણાવશો.

 

 • વેદમાં પંચ શીખાવાળી અપ્‍સરા પાંચ છે તે કઇ ?

 

 • કૃતિકાઓ છ છે કઇ ?

 

 • ગ્રામ્ય ૫શુ સાત છે કયા ?

 

 • વન્ય પશુ સાત છે કયા ?

 

 • માન આ૫વાના પ્રકાર સાત છે કયા ?

 

 • તત્વનો ઉ૫દેશ કરનારા દશ છે કયા ?

 

 • પૂજન યોગ્ય દશ છે કયા ?

 

 • પ્રાણીઓમાં વિકાર અગિયાર છે કયા ?

 

 • દેવતાઓમાં રૂદ્ર અગિયાર છે કયા ?

 

 • પૃથ્વી તેર દ્વિપોવાળી છે કયા ?

 

 

વિશેષઃ

 

અષ્ટાવક્ર (अष्‍टवक्र) પ્રાચિન ભારતના મહાન ઋષિ હતા.  તેઓ કહોડ ઋષિ અને સુજાતાના પુત્ર હતા. તેમના આઠ અંગ (બે હાથ,બે પગ,બે ઘુંટણ,છાતી અને માથું) વાંકા હોવાથી તેઓ અષ્ટાવક્ર (અષ્ટ= આઠ + વક્ર=વાંકા) તરીકે જાણીતા બન્યા.  તેઓ રાજા જનક અને ઋષિ યાજ્ઞવલ્ક્યના ગુરૂ હતા. તેમણે રાજા જનકને આત્મા વિષે જે જ્ઞાન આપ્યું એ અષ્ટાવક્ર ગીતા તરીકે જાણીતું છે.

 

ઋષિ ઉદ્દાલક કે જેમનો ઉલેખ છાંદોગ્ય ઉપનિષદમાં છે, તેઓ વેદ જ્ઞાન આપવા આશ્રમ ચલાવતા હતા. આ આશ્રમમાં ઋષિ કહોડ અત્યંત યોગ્ય અને તેમના પ્રિય શિષ્ય હતા.  ઋષિ ઉદ્દાલકે તેમની પુત્રી સુજાતાનાં લગ્ન તેમના શિષ્ય કહોડ સાથે કર્યા. અષ્ટાવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સુજાતા, તેમના પતિ કહોડ અને પિતા ઉદ્દાલક વચ્ચેનો જ્ઞાનસંવાદ સાંભળતી જેથી અષ્ટાવક્ર માતાના ગર્ભમાંજ મંત્રોચ્ચાર શિખી ગયા હતા.

 

એક વખત ઋષિ કહોડ મંત્રોચ્ચાર વખતે ખોટો ઉચ્ચારણ કરી રહ્યા હતા, તો અષ્ટાવક્ર માતાના ગર્ભમાંથી હલચલ કરી ઉચ્ચારણ ખોટું છે એમ જણાવા પ્રયત્ન કર્યો. આનાથી તેમના પિતાને લાગ્યું કે બાળક અભિમાની છે અને ગુસ્સામાં શ્રાપ આપ્યો કે બાળક આઠ અંગે વાંકુ જન્મે.

 

અષ્ટાવક્રના જન્મ બાદ, સુજાતાના આગ્રહના કારણે ઋષિ કહોડ રાજા જનકના દરબારમાં ગયા જ્યાં જનક રાજા પંડિતોની જ્ઞાન સભા બોલાવી તત્વજ્ઞાનની ચર્ચા કરાવતા. અનેક વખત આવી ચર્ચાઓ ભિન્ન વિચારધારા વાળા પંડિતો વચ્ચે સ્પર્ધાનું સ્વરૂપ લઇ લેતી અને હારનાર પ્રતિદ્વંદ્વીને જીતેલા વ્યક્તિની આકરી શરતોનું પાલન કરવું પડતું. ઋષિ કહોડે, વરુણપુત્ર બંદી સાથે સ્પર્ધા કરી અને હારી ગયા. બદીની શરતો મુજબ તેમને ગંગા નદીમાં જળસમાઘી લેવી પડી. અષ્ટાવક્રનો ઉછેર ત્યારબાદ ઋષિ ઉદ્દાલક પોતાના પુત્રની જેમ કરવા લાગ્યા.  ઋષિ ઉદાલકનો એક પુત્ર શ્વેતકેતુ અષ્ટાવક્રની ઉંમરનો જ હતો. અષ્ટાવક્ર એમજ સમજતા કે ઉદ્દાલક તેમના પિતા છે અને શ્વેતકેતુ તેમનો ભાઈ.  જ્યારે અષ્ટાવક્ર બાર વર્ષના હતા અને ઉદ્દાલકના ખોળામાં બેઠા હતા ત્યારે શ્વેતકેતુએ તેમને ખેંચી નીચે ઉતાર્યા અને કહ્યું કે જઇને પોતાના પિતાના ખોળામાં બેસે. આ ઘટના પછી તેમને પોતાની માતા પાસેથી પિતાની જળસમાધી વિષે જાણવા મળ્યું. અષ્ટાવક્રએ નક્કી કર્યું કે તેઓ પિતાની હારનો બદલો પંડિત બંદી પાસેથી લેશે.

 

અષ્ટાવક્ર અને શ્વેતકેતુ રાજા જનકના દરબારમાં જાય છે.  જયાં અષ્ટાવક્ર બંદીને તર્ક વિવાદ માટે પડકારે છે.  આ ચર્ચામાં બન્ને પ્રતિદ્વન્દ્વીઓએ એકથી શરુ કરી વારાફરતી અંકો પર સિઘ્ર છંદ રચના કરવાની હોય છે.  આ છંદો અંકોના તત્વજ્ઞાન સંબંધી અર્થો માટે જાણીતા છે. તેરમા અંક માટે બંદી ફક્ત અડધો જ છંદ રચી શક્યા. આ અધુરા છંદને અષ્ટાવક્રએ પુરો કરી બતાવ્યો અને સ્પર્ધા જીતી ગયા. સ્પર્ધાની શરત મુજબ બંદીએ અષ્ટાવક્રની કોઇ પણ એક ઇચ્છા પુરી કરવાની હોય છે.   અષ્ટાવક્ર જણાવે છે કે તેમની ઇચ્છા બંદી જળસમાધી લે તેમ છે જેવી રીતે બંદીએ અષ્ટાવક્રના પિતા કહોડ પાસે લેવડાવી હતી તેમ જ.  આ સાંભળી બંદી એક રહસ્ય ઉજાગર કરે છે કે તે જલ દેવતા વરૂણનો પુત્ર છે અને તેના પિતા વરૂણના યજ્ઞ માટે યોગ્ય બ્રાહ્મણો પસંદ કરવા આ રૂપ ધારણ કર્યું હતું.   કારણકે તે સમયે વરૂણનો યજ્ઞ પણ પુરો થયો હતો, બંદી અષ્ટાવક્રના પિતા સહીત બધા બ્રાહ્મણોને મુક્ત કરી દે છે અને તેઓ રાજા જનકના દરબારમાં હાજર થાય છે. અષ્ટાવક્રના પિતા અષ્ટાવક્ર અને શ્વેતકેતુ સાથે આશ્રમ પાછા ફરે છે, ત્યાં સુજાતાની હાજરીમાં અષ્ટાવક્રને સામંગ નદીમાં સ્નાન કરવા જણાવે છે જેથી અષ્ટાવક્રના અંગ સીધા થઇ જાય છે.

 

બાદમાં અષ્ટાવક્ર એક જાણીતા તત્વવેતા બને છે અને મિથિલા જઇ રાજા જનકને આત્મા સંબંધી જ્ઞાન આપે છે.

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.