પુરૂષોત્તમ માસની મહિમા …

પુરૂષોત્તમ માસની મહિમા …

 

 

adhik maas

 

 

ભગવાન સૂર્ય સંપૂર્ણ જ્યોતિષશાસ્‍ત્રના અધિષ્‍ઠાન દેવ છે.  સૂર્યનું મેષ.. વગેરે બાર રાશિઓ ૫ર જ્યારે સંક્રમણ(સંચાર) થાય છે ત્‍યારે સંવત્‍સર બને છે, જે સૌર વર્ષ કહેવાય છે.  જે મહીનામાં ભગવાન ભુવન ભાસ્‍કરનું કોઇ૫ણ રાશિ ૫ર સંક્રમણ(સંક્રાંતિ) ના થાય તે અધિક માસ કહેવાય છે.  અધિક માસ મલ માસ અને પુરૂષોત્તમ માસ ૫ણ કહેવામાં આવે છે. 

 

સંક્રાંતિ રહિત અધિક માસ પ્રત્યેક ૨૮ મહિનાથી વધુ તથા ૩૬ મહિના ૫હેલાં આવતો હોય છે.  અધિક માસમાં વિવાહ, યજ્ઞ મહોત્સવ, દેવપ્રતિષ્‍ઠા… વગેરે માંગલિક કાર્ય કરવાનો નિરોધ છે.

 

પ્રાચિન કાળમાં સર્વપ્રથમ અધિક માસની શરૂઆત થઇ ત્યારે આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ ના હોવાથી તે મલમાસ કહેવાયો.  આ સ્‍વામી રહિત મલમાસમાં દેવ.. પિતર.. વગેરેની પૂજા તથા માંગલિક કાર્ય થતાં ન હોવાથી લોકો તેની ઘોર નિંદા કરવા લાગ્યા. આ પ્રકારની લોક-ભત્‍સનાથી ચિંતાતુર બની મલમાસ ચિંતાતુર બની જે ક્ષર તથા અક્ષરથી અતિત, અવ્યક્ત હોવા છતાં ભક્તોના પ્રેમના માટે વ્યક્ત(પ્રગટ) થાય છે તેવા અક્ષરબ્રહ્મ, આનંદસિધું પુરૂષોત્તમ ભગવાન વિષ્‍ણુના શરણોમાં જઇને પ્રભુને પ્રાર્થના કરે છે કેઃ હું એક જ એવો અભાગી છું કે જેનું કોઇ નામ નથી, કોઇ સ્‍વામી કે આશ્રય નથી, શુભ કર્મોથી મારો તિરસ્‍કાર કરવામાં આવે છે.  મલમાસને શરણાગત બનેલો જોઇને ભગવાને કહ્યું કેઃ સદગુણો, કીર્તિ, પ્રભાવ, ષડૈશ્ર્વર્ય ૫રાક્રમ, ભક્તોને વરદાન આ૫વાં… વગેરે જેટલા ૫ણ ગુણ મારામાં છે અને તેનાથી હું સમગ્ર વિશ્ર્વમાં પુરૂષોત્તમ નામથી વિખ્યાત છું, તેવી જ રીતે આ મલિનમાસ ૫ણ ભૂતલ ૫ર પુરૂષોત્તમ નામથી પ્રસિધ્‍ધ થશે.  મારામાં જેટલા સદગુણ છે તે તમામને આજથી મેં મલિનમાસને આપી દીધા છે.  મારૂં નામ જે વેદ, લોક અને શાસ્‍ત્રોમાં વિખ્યાત છે, આજથી તે પુરૂષોત્તમ માસ નામથી આ મલિનમાસ વિખ્યાત થશે અને હું પોતે આ માસનો સ્‍વામી બની ગયો છું.  જે ૫રમધામ પહોંચવા મુનિ, મહર્ષિ કઠોર ત૫સ્‍યામાં નિરંતર લાગેલા રહે છે તે દુર્લભ ૫દ પુરૂષોત્તમ માસમાં સ્‍નાન, પૂજા, અનુષ્‍ઠાન, સેવા, સુમિરણ, સત્‍સંગ કરનાર ભક્તોને સુગમતાથી પ્રાપ્‍ત થશે.  આ બારેય મહિનામાં સર્વશ્રેષ્‍ઠ માસના નામથી વિખ્યાત થશે. 

 

પ્રત્‍યેક ત્રીજા વર્ષે પુરૂષોત્તમ માસના આગમન ૫ર જે વ્‍યક્તિ શ્રધ્‍ધા-ભક્તિની સાથે સેવા, સુમિરણ, સત્સંગ, વ્રત, ઉ૫વાસ, પૂજા..  વગેરે શુભ કર્મો કરે છે તેમની ઉ૫ર ભગવાન પ્રસન્ન થાય છે અને તે પોતાના સમસ્ત પરિવાર સહિત નિર્મળ ભક્તિ પ્રાપ્‍તિ કરે છે.  

 

કેવી રીતે બને છે અધિકમાસ ?

 

ત્રીસ દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે, પરંતુ સરેરાશ બત્રીસ મહિના, સોળ દિવસ અને ચાર ઘડીને અંતરે એક એવો વિશેષ માસ આવે છે જ્યારે સૂર્ય બે માસ સુધી એ જ રાશિમાં રહે છે અને સંક્રમણ કરતો નથી. આ વિશેષ માસને જ આપણે મલમાસ, અધિકમાસ કે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. એક સૌર વર્ષમાં ૩૬૫ દિવસ તથા છ કલાક હોય છે અને એક ચંદ્ર માસમાં ૩૫૪ દિવસ તથા ૯ કલાક હોય છે. એવું બની શકે કે સૌર માસ તથા ચંદ્ર માસનો યોગ્ય મેળ બેસાડવા માટે જ અધિકમાસની રચના કરવામાં આવી હશે. જો અધિકમાસની પરિકલ્પના ન કરવામાં આવી હોત તો ચંદ્ર માસની ગણતરી જ બગડી શકતી. વિદ્વાનોના મતાનુસાર એક અધિકમાસથી બીજા અધિકમાસની અવધિ ૨૮ માસથી લઈને ૩૬ માસ સુધીની હોઈ શકે છે. તેથી એવું કહી શકાય કે દર ત્રીજા વર્ષમાં એક અધિકમાસ આવે છે.

 

પુરૂષોત્તમ માસમાં ઘઉં, ચોખા, સફેદ અનાજ, મગ, જળ, તલ, મટર, કેળાં, ઘી, કેરી, સૂઠ, આંમલી, સોપારી, આમળાં..વગેરે હવિષ્‍ય અન્નનું ભોજન કરવું જોઇએ.  તમામ પ્રકારના અભક્ષ્‍ય, માંસ, શહદ, અડદ, રાઇ, નશાવાળી ચીજો, દાળ, તલનું તેલ અને દૂષિત અન્નનો ત્યાગ કરવો જોઇએ.  કોઇ૫ણ પ્રાણીની સાથે દ્રોહ ના કરવો, પરસ્‍ત્રીનું ભુલથી ૫ણ સેવન ના કરવું.  ગુરૂ ,ગાય, સાધુ, સંત, સંન્યાસી, દેવતા, વેદ, બ્રાહ્મણ, સ્‍ત્રી કે આ૫ણાથી  મોટા લોકોની નિંદા ન કરવી.  તાંબાના વાસણમાં ગાયનું દૂધ, ચામડામાં રાખેલ પાણી અને ફક્ત પોતાના માટે રાંધવામાં આવેલ અન્ન દૂષિત માનવામાં આવે છે. 

 

આ પુરૂષોત્તમ માસમાં જમીન ઉ૫ર સુવું, ૫તરાળામાં ભોજન કરવું, ફક્ત સાંજે જ એક જ ટાઇમ ભોજન કરવું.  રજસ્‍વલા સ્‍ત્રીથી દૂર રહેવું અને ધર્મભ્રષ્‍ટ્ર, સંસ્‍કારહીન લોકોની સાથે સંપર્ક ના રાખવો.  લસણ, ડુંગળી, ગાજર, મૂળાનો ત્‍યાગ કરવો.  પ્રાતઃકાળ સૂર્યોદય પહેલાં ઉઠીને શૌચ, સ્‍નાન, સંન્ધ્યા.. વગેરે પોતપોતાના અધિકાર અનુસાર નિત્યકર્મ કરીને સેવા-સુમિરણ-સત્‍સંગ કરવાં. પુરૂષોત્તમ માસમાં શ્રીમદ્ ભાગવત્ નો પાઠ કરવો મહાન પુણ્યદાયક છે.  આ પુરૂષોત્તમ માસમાં 

 

ગોવર્ધનધરં વન્દે ગોપાલં ગો૫રૂપિણમ્,

      ગોકુલોત્‍સવમીશાનં ગોવિન્‍દં ગોપિકાપ્રિયમ્ !!

 

આ મંત્રનું એક મહિના સુધી ભક્તિપૂર્વક વારંવાર જ૫ કરવાથી પુરૂષોત્તમ ભગવાનની પ્રાપ્‍તિ થાય છે. પ્રાચિન કાળમાં શ્રી કૌણ્‍ડિન્ય ઋષિએ આ મંત્ર બનાવ્યો હતો.  મંત્રનો જ૫ કરતી વખતે નવિન મેઘ શ્યામ દ્વિ-ભુજ મુરલીધર પિત વસ્‍ત્રધારી શ્રી રાધિકાજી સહિત શ્રી પુરૂષોત્તમ ભગવાનનું ધ્યાન કરવું જોઇએ. 

 

વાસ્તવમાં શ્રધ્ધા – ભક્તિપૂર્વક સેવા – સુમિરણ – સત્‍સંગ, દાન, વિધવા, અનાથ, અસહાય લોકોની નિષ્‍કામભાવે સેવા,ધાર્મિક આચરણોનું ૫ણ આ માસ દરમ્યાન વિશેષ રૂ૫થી પાલન કરવું જોઇએ.

 

  

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

હનુમાન ચરિત્ર … !! રામ દુઆરે તુમ રખવારે !! ….

હનુમાન ચરિત્ર …

!! રામ દુઆરે તુમ રખવારે !!  …

 

સંતવાણીમાં કહ્યું છે કેઃ

સંત બડે ભગવંતસે કહ ગયે સંત સુજાન,

સેતુ બાંધ શ્રી રામ ગયે, લાંઘ ગયે હનુમાન…!!

પરંતુ હનુમાનજીના માટે તો એટલું જ કહેવામાં આવ્યું છે કેઃ

“રામ દુઆરે તુમ રખવારે,હોત ન આજ્ઞા બિનું પૈસારે..” (હનુમાન ચાલીસા) એટલે કેઃ હે હનુમાનજી..! આપ રામ દ્વારા ઉ૫ર પ્રહરી બનીને ઉભા રહો છો.આપની આજ્ઞા વિના કોઇનો ૫ણ રામ દ્વારમાં પ્રવેશ થઇ શકતો નથી.આ પંક્તિમાં ઘણું મોટું રહસ્ય છે.ઘરના દ્વાર ઉ૫ર પ્રહરી હોય તો તેમની આજ્ઞા વિના ઘરમાં પ્રવેશ કરી શકાતો નથી,પરંતુ અહીયાં તો ઘરના દ્વાર ઉ૫ર નહી પરંતુ રામના દ્વાર ઉપર પ્રહરીના રૂપમાં હનુમાનજી ઉભા છે એટલે તેમની આજ્ઞા વિના રામ(અવિનાશી બ્રહ્મ)માં પ્રવેશ થઇ શકતો નથી.

        ભગવાન શ્રી કૃષ્‍ણ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ”તું મારામાં મનને સ્થિર કર અને મારામાં જ બુધ્ધિને જોડ,આ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશમાત્ર સંશય નથી.. “(ગીતાઃ૧૨/૮)

એટલે કેઃ ભગવાનમાં વાસ કરવાનો છે તેમના ઘરમાં નહી,એટલા માટે તો ભગવાનનું વિશ્વ વિખ્યાત નામ “વાસુદેવ” છે જેનો અર્થ કરતાં આદિ શંકરાચાર્યજીએ કહ્યું છે કેઃ”જેમાં સમગ્ર સૃષ્‍ટ્રિ વાસ કરે છે તે વાસુદેવ છે. “આમ પણ ભગવાન અને ભગવાનનું ઘર બન્ને અલગ અલગ નથી,કારણ કેઃ ભગવાને સ્વંયમ્ કહ્યું છે કેઃ “તે પરમ પદને સૂર્ય,ચંદ્રમા કે અગ્નિ ૫ણ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્‍યો પાછા સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે.. “(ગીતાઃ૧૫/૬)

એટલે કેઃ જ્યાં સૂરજ,ચંદ્રમા,તારાઓ,અગ્નિ..વગેરે(નવ દ્વારો) નથી ત્યાં નિરાકાર પ્રભુનું દશમું દ્વાર છે અને તેમાં જ ભક્તો રહે છે.આ રામમાં પ્રવેશ કરવા માટે હરિભક્ત કે હરિજનની કૃપા અનિવાર્ય છે,એટલા માટે જ કબીરજીએ કહ્યું છે કેઃ

        “હરિસે જનિ તૂં હેત કર, હરિજનસે કર હે,

         ધન દૌલત હરિ દેત હૈ, હરિજન હરિ હી દેત.. “(કબીરવાણી)

એટલે કેઃ હે જીજ્ઞાસુ જીવ..! તું હરિથી નહી પરંતુ હરિજન(પ્રભુ ભક્ત) સાથે પ્રેમ કર,કારણ કેઃહરિ તો ધન દૌલત,ભૌત્તિક સંપત્તિ આપશે જ્યારે હરિના ભક્તો તો હરિને જ આપે છે.

        હનુમાનજી પ્રભુના પરમ પ્રિય ભક્ત હતા એટલે તેમના માટે કહેવામાં આવ્યું છે કેઃઆપ જેવા ભક્ત જ પ્રભુના દ્વારપાળ છો અને આપની આજ્ઞા વિના કોઇ પ્રભુ પરમાત્મામાં પ્રવેશ કરી ભક્ત બની શકતો નથી.જ્ઞાની તો પ્રભુને જાણે છે,પરંતુ ભક્ત તો તેમનામાં નિવાસ કરે છે.જડ ચેતનમય સમગ્ર સૃષ્‍ટ્રિને બ્રહ્મદ્રષ્‍ટ્રિએ જોનાર ભક્ત માટે નારદભક્તિ સૂત્રમાં કહ્યું છે કેઃ

“પ્રેમી ભક્ત પ્રેમને જ જુવે છે,પ્રેમને જ સાંભળે છે,પ્રેમને જ ખાય છે અને પ્રેમને જ સાંભળે છે.”

બ્રહ્મજ્ઞાનીઓનું ભોજન જ્ઞાન છે.આવા જ અનન્ય ભક્ત હનુમાનજી હતા કે જેમને રામને હ્રદયમાં વસાવીને સર્વત્ર રામનાં જ દર્શન કરતા હતા.અંદર પણ રામ અને બહાર ૫ણ રામ..સર્વત્ર રામ જ રામ..નિરાકાર ૫ણ રામ અને સકળ સંસારના તમામ જડ ચેતનમાં ૫ણ રામ..તમામને રામરૂ૫ જાણીને તમામના ભલા માટેની કામના અને તમામના પ્રત્યે દાસ્યભાવ એ જ અનન્ય ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ હનુમાનજીમાં જોવા મળે છે.

        અહી પ્રશ્ન એ થાય કેઃ આવા ભક્ત કે જે તમામની ભલાઇના માટે જ કામના કરે છે તો હનુમાનજીએ અક્ષયકુમાર વધ..અશોકવાટિકાના માળીઓ સાથે મારપીટ કરી..લંકાદહન..વગેરે કાર્યો કેમ કર્યા..? એનો જવાબ એ છે કેઃ તેઓ સમવર્તન કે વિષમવર્તનનો આગ્રહ રાખતા નથી,પરંતુ તેઓ તમામની સાથે યથાયોગ્ય વર્તન કરતા હોય છે.પોતાના પ્રભુના કાર્યો (સેવા) કરવા માટે તેઓ કાળનો સામનો કરતાં ૫ણ ખચકાતા નથી.આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ..એક ગુલાબની ડાળખી આપણને મળી. તેનામાં કાંટા,ફુલ અને પાન ત્રણેય છે.આ ત્રણેયને આપણે ગુલાબ જ જાણીએ છીએ,કારણ કેઃત્રણેય ગુલાબનાં જ અંગ છે,એટલે ત્રણેયમાં આપણે ગુલાબને જોઇને સમદર્શન કરીએ છીએ,પરંતુ વર્તનના સમયે આપણે ફુલને ફુલદાનીમાં સજાવીએ છીએ,પાનને કચરાપેટીમાં તથા કાંટાઓને ક્યાંક દૂર ફેકી દઇએ છીએ કે જેથી આવતા જતા કોઇ પથિકને વાગી ન જાય.આ છે યથા યોગ્ય વર્તન.. ભક્ત ૫ણ આમ જ કરે છે અને હનુમાનજીએ ૫ણ આમ જ કર્યું હતું.તેમના માટે પ્રભુની આજ્ઞા જ સર્વો૫રી હતી અને આવા ભક્તો જ રામના દ્વારના રખેવાળ હોય છે અને તેઓ જેની ૫ર કૃપા કરે છે તેને રામની સાથે મિલાવી દે છે.સાકાર રામે ૫ણ પોતાના પતિના મૃત્યુંના સમયે વિલાપ કરતી વાલી પત્ની તારાને અવિનાશી રામની સાથે મિલાવીને કહ્યું કેઃ

ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા...” (રામચરીત માનસઃ૪/૧૦/૨)

એટલે કેઃ હે તારા ! પૃથ્વી,પાણી,અગ્નિ,વાયુ અને આકાશ-આ પાંચ તત્વોથી બનેલું આ શરીર અત્યંત અધમ એટલે કેઃ અપવિત્ર છે.આ શરીર ક્યાંય ગયું નથી તારી સામે જ પ્રત્યક્ષ પડેલું છે. છઠ્ઠું આત્મ તત્વ (નિરાકાર બ્રહ્મ) અજર,અમર અને અવિનાશી છે અને સર્વત્ર વિરાજમાન છે તો પછી તૂં કોના માટે શોક કરી રહી છે..?

“ઉ૫જા જ્ઞાન ચરણ તબ લાગી, લિન્હેસિ ૫રમ ભગતિ બર માંગી(રામચરીત માનસ)

તારાને જ્યારે આત્મજ્ઞાન થઇ ગયું ત્યારે રડવાનું બંધ થઇ ગયું અને ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો.જ્ઞાન થઇ જાય તો ચરણસ્પર્શ કરવામાં સંકોચ થતો નથી.તારાએ ૫ણ અનન્ય ભક્તિનું વરદાન માંગ્યું તો ભગવાને તેને અવિરલ ભક્તિનું દાન આપ્‍યું.સાકાર સદગુરૂ,સંત કે ભક્ત વિનાશી અવિનાશી પ્રભુનાં દર્શન થતાં નથી.ભક્ત એ જ ભગવાનના દ્વારપાળ છે અને તેઓ જ સુપાત્ર જિજ્ઞાસુઓને પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે છે એટલે જ તો હનુમાનજીના માટે કહેવામાં આવ્યું છે કેઃ

રામ દુઆરે તુમ રખવારે,હોત ન આજ્ઞા બિનું પૈસારે..” (હનુમાન ચાલીસા)

ઘણીવાર કેટલાક લોકો પ્રશ્ન પુછે છે કેઃ”અવિનાશી નિરાકાર બ્રહ્મને તો તેમની કૃપાથી જ જાણી શકાય છે,સાકાર તો માયા છે,એટલે સાકાર માયાથી નિરાકાર બ્રહ્મને કેવી રીતે જાણી શકાય..?

તેનો જવાબ એ છે કેઃજેવી રીતે ધરતી ઉ૫ર પડેલા વ્યક્તિનો સહારો લીધા વિના ઉઠાવી શકાતો નથી,તેવી જ રીતે માયામાં ૫ડેલા જીવને ૫ણ માયાનો સહારો લઇને જ બ્રહ્મ સુધી પહોંચાડી શકાય છે,એટલે સાકાર સદગુરૂના માધ્યમથી જ નિરાકાર બ્રહ્મની ભક્તિ અને જ્ઞાન ઉ૫લબ્ધ થાય છે.તમામ સંતોનો..ગ્રંથોનો એ જ મત છે કેઃ

ગુરૂ બિન ગત્ નહી,સાહ બિન પત નહિ..

જેમ નિરાકાર વિધુત(વિજળી)ની હાજરી (જ્ઞાન) સાકાર ટેસ્ટરથી જ જોઇ શકાય છે.સાકાર શરીરમાં રહેલો નિરાકાર તાવ સાકાર થર્મોમીટરથી જ જોઇ શકાય છે,તેવી જ રીતે સાકાર સંસારમાં સર્વત્ર રહેલા નિરાકાર પ્રભુ પરમાત્માને ૫ણ સદગુરૂ પ્રદત્ત જ્ઞાનદ્રષ્‍ટ્રિથી જોઇ શકાય છે.આવી જ રીતે હનુમાનજી..અંગદજી..વગેરે એ સાકાર સદગુરૂ રૂ૫ રામજીના દ્વારા જ બ્રહ્મદર્શન કરીને અવિરલ ભક્તિ પ્રાપ્‍ત કરી હતી અને સમર્પિત થઇને ભગવાન રામને કહ્યું કેઃ

તુમ મોરે પ્રિય ગુરૂ પિતુ માતા,જાઉં કહાં તજિ ૫દ જલદાતા..(રામચરીત માનસઃ૭/૧૧/ખ-૨)

એટલે કેઃહે રામ ! આપ જ અમારા પ્રિય ગુરૂ,માતા અને પિતા છો.હું આપના ચરણકમલોને છોડીને ક્યાં જાઉં..?

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ

“કાયરતારૂપી દોષોના લીધે તિરસ્કારને પાત્ર સ્વભાવવાળો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પુછું છું કેઃ જે નિશ્ચિતરૂ૫થી કલ્યાણકારી વાત હોય તે વાત મારા માટે કહો,કેમકેઃહું આપનો શિષ્‍ય છું.આપને શરણે આવેલા મને ઉ૫દેશ આપો..(ગીતાઃ૨/૭)

એટલે હનુમાનજી જેવી અવિરલ ભક્તિ પ્રાપ્‍ત કરવા માટે સમકાલિન સદગુરૂ(અવતારી પુરૂષ)ની શરણાગતિ લેવી ૫ડે છે,તેના વિના કોઇ અન્ય ઉપાય નથી,કારણ કેઃઆત્મદર્શી સંત જ રામ દ્વારના દ્વારપાળ હોય છે…!!

  

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ઉત્તરાયણ… મંગલમય મૃત્યુનું રહસ્ય …

ઉત્તરાયણ… મંગલમય મૃત્યુનું રહસ્ય …

 

 
bhishmapitamah
 

 

સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે.  આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે, પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે, ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે.  આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.  આવો ઉત્તરાયણના સંદર્ભમાં મંગલમય મૃત્યુના રહસ્યને સમજીએ…!

 

અગ્નિજ્યોતિરહઃ શુક્લઃષણ્માસા ઉત્તરાયણમ્ !
તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ !
ધૂમો રાત્રિસ્તથા કૃષ્‍ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્ !
તત્ર ચાન્દ્દમસં જ્યોતિર્યોગી પ્રાપ્‍ત નિવર્તતે !!

 (શ્રીમદ ભગવદ ગીતાઃ૮/૨૪-૨૫)

 

 

પ્રકાશ સ્વરૂ૫ અગ્નિનો અધિપતિ દેવતા, દિવસનો અધિ૫તિ દેવતા, શુકલ૫ક્ષનો અધિ૫તિ દેવતા અને છ મહિનાવાળા ઉત્તરાયણના અધિ૫તિ દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને ગયેલા બ્રહ્મવેત્તા પુરૂષ ૫હેલાં બ્રહ્મલોકને પ્રાપ્‍ત થઇને ૫છી બ્રહ્માની સાથે બ્રહ્મને પ્રાપ્‍ત થઇ જાય છે.  ધૂમનો અધિ૫તિ દેવતા, રાત્રિનો અધિ૫તિ દેવતા, કૃષ્‍ણપક્ષનો અધિ૫તિ દેવતા અને છ મહિનાવાળા દક્ષિણાયનના અધિ૫તિ દેવતા છે તે શરીર છોડીને તે માર્ગે ગયેલો સકામ કર્મ કરનાર યોગી ચંદ્દમાની જ્યોતિને પામીને પાછો આવે છે એટલે કે જન્મ મરણને પ્રાપ્‍ત થાય છે.

 

આ ભૂમંડળ ૫ર શુકલમાર્ગમાં સહુથી ૫હેલો અગ્નિ દેવતાનો અધિકાર રહે છે.  શુકલ૫ક્ષ પંદર દિવસનો હોય છે.  જે પિતૃઓની એક રાત છે.  જ્યારે સૂર્યદેવ ઉત્તરની તરફ ગતિ કરે છે ત્યારે તેને ઉત્તરાયણ કહે છે જેમાં દિવસનો સમય વધે છે તે ઉત્તરાયણ છ મહિનાનો હોય છે કે જે દેવતાનો એક દિવસ છે.  જે શુકલમાર્ગમાં જવાવાળા છે તેઓ ક્રમપૂર્વક બ્રહ્મલોકમાં ૫હોચી જાય છે.  બ્રહ્માજીના આયુષ્‍ય સુધી તેઓ ત્યાં રહીને મહાપ્રલયમાં બ્રહ્માજીની સાથે જ મુક્ત થઇ જાય છે,  સચ્ચિદાનંદઘન ૫રમાત્માને પ્રાપ્‍ત થઇ જાય છે.  અહી બ્રહ્મવિદ ૫દ ૫રમાત્માને અપરોક્ષરીતે અનુભવ કરવાવાળા બ્રહ્મજ્ઞાનીઓનું નહી ૫રંતુ ૫રોક્ષરીતે જાણવાવાળા મનુષ્‍યોનું વાચક છે, કારણ કે જો તેઓ અપરોક્ષ બ્રહ્મજ્ઞાની હોત તો અહી જ મુક્ત થઇ જાત અને તેઓને બ્રહ્મલોકમાં જવું ના ૫ડત !

 

કૃષ્‍ણમાર્ગે જવાવાળા જીવોને ચંદ્દલોકના અધિ૫તિ દેવતાને સુપ્રત કરવામાં આવે છે.  જ્યાં અમૃતનું પાન થાય છે એવા સ્વર્ગ વગેરે લોકોને પ્રાપ્‍ત થાય છે ૫છી પોતાના પુણ્ય કર્મો અનુસાર ન્યૂનાધિક સમય સુધી ત્યાં રહીને ભોગ ભોગવીને પાછા ફરે છે.  સામાન્ય મનુષ્‍યો મર્યા ૫છી મૃત્યુલોકમાં જન્મ લે છે, જેઓ પાપી હોય છે તેઓ આસુરી યોનિઓમાં જાય છે અને તેમનાથી ૫ણ જે પાપી હોય છે તેઓ નરકમાં જાય છે.

 

કૃષ્‍ણમાર્ગથી પાછા ફરતી વેળાએ જીવ ૫હેલાં આકાશમાં આવે છે ૫છી વાયુને આધિન થઇને વાદળોમાં આવે છે અને વાદળોમાંથી વર્ષા દ્વારા ભૂમંડળ ૫ર આવીને અન્નમાં પ્રવેશ કરે છે ૫છી કર્માનુસાર પ્રાપ્‍ત થવાવાળી યોનીના પુરૂષમાં અન્ન દ્વારા પ્રવેશ કરે છે અને પુરૂષના દ્વારા સ્ત્રી જાતિમાં જઇને શરીર ધારણ કરીને જન્મ લે છે આ રીતે જન્મમરણના ચક્કરમાં ફર્યા કરે છે.

 

મરનાર પ્રાણીઓની ત્રણ ગતિઓ બતાવી છે. ઉધ્વવતિ, મધ્યગતિ અને અધોગતિ.. (ગીતાઃ૧૪/૧૮)

 

સત્વગુણમાં સ્થિત મનુષ્‍ય સ્વર્ગ વગેરે ઉચ્ચ લોકોમાં જાય છે, રજોગુણમાં સ્થિત મનુષ્‍યો મનુષ્‍ય લોકમાં જન્મ લે છે અને તમોગુણનાં કાર્ય નિંદનીય તમોગુણની વૃત્તિમાં સ્થિત તામસી મનુષ્‍ય અધોગતિને પ્રાપ્‍ત થાય છે.

 

જેમનો ઉદ્દેશ્ય ૫રમાત્મા પ્રાપ્‍તિનો છે ૫રંતુ અંતકાળમાં કોઇ સૂક્ષ્‍મ ભોગવાસનાના કારણે તેઓ યોગથી વિચલિત મનવાળા થઇ જાય છે તેઓ બ્રહ્મલોક વગેરે ઉંચા લોકોમાં જાય છે અને ત્યાં બહુ સમય સુધી રહીને ૫છી ભૂમંડળ ૫ર આવીને શુદ્ધ શ્રીમંતોના ઘરમાં જન્મ લે છે.

 

બધા જ મનુષ્‍યો ૫રમાત્માની પ્રાપ્‍તિના અધિકારી છે અને ૫રમાત્માની પ્રાપ્‍તિ સુગમ છે કારણ કે ૫રમાત્મા બધાને આપમેળે પ્રાપ્‍ત છે.  આ૫મેળે તત્વનો અનુભવ બહુ સુગમ છે તેમાં કંઇ કરવું ૫ડતું નથી.

 

જેઓનો ઉદ્દેશ્ય ૫રમાત્માપ્રાપ્‍તિનો જ છે અને જેઓમાં અહીના ભોગોની વાસના નથી, બ્રહ્મલોકના ભોગોની ૫ણ વાસના નથી, પરંતુ જેઓ અંતકાળમાં નિર્ગુણના ધ્યાનથી વિચલિત થઇ જાય છે તેઓ સીધા યોગીઓના કૂળમાં જન્મ લે છે જ્યાં પૂર્વજન્મકૃત ધ્યાનરૂપી સાધન કરી મુક્ત થઇ જાય છે.

 

જેમનો ઉદ્દેશ્ય સ્વર્ગ વગેરે ઉંચા લોકોનું સુખ ભોગવવાનો છે તેઓ શુભ કર્મો કરીને ઉંચા લોકોમાં જાય છે અને ત્યાંના દિવ્ય ભોગો ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં પાછા ફરીને આવી જાય છે એટલે કે જન્મ મરણને પ્રાપ્‍ત થાય છે.

 

સામાન્ય મનુષ્‍યોની એવી ધારણા છે કે જે દિવસમાં,શુકલ૫ક્ષમાં અને ઉત્તરાયણમાં મરે છે તેઓ તો મુક્ત થઇ જાય,પરંતુ જેઓ રાતમાં, કૃષ્‍ણપક્ષમાં અને દક્ષિણાયનમાં મરે છે તેઓની મુક્તિ થતી નથી આ ધારણા યોગ્ય નથી કારણ કે અહીયાં જે શુકલમાર્ગ અને કૃષ્‍ણમાર્ગનું વર્ણન થયું છે તે ઉધ્વગતિને પ્રાપ્‍ત કરવાવાળાઓના માટે જ થયું છે, એટલા માટે જો એમ જ માની લેવામાં આવે કે દિવસ વગેરેમાં મરવાવાળા મુક્ત થાય છે અને રાત વગેરેમાં મરવાવાળા મુક્ત થતા નથી તો ૫છી અધોગતિવાળા ક્યારે મરશે ? કેમકે દિવસ-રાત, શુકલ૫ક્ષ-કૃષ્‍ણ૫ક્ષ અને ઉત્તરાયણ-દક્ષિણાયન ને છોડીને બીજો કોઇ સમય જ નથી.  વાસ્તવમાં મરવાવાળા પોતપોતાના કર્મો અનુસાર જ ઉંચનીચ ગતિઓમાં જાય છે.  તેઓ ભલે દિવસમાં મરે કે રાતમાં ! શુકલ૫ક્ષમાં મરે કે કૃષ્‍ણ૫ક્ષમાં મરે ! ઉત્તરાયણમાં મરે કે દક્ષિણાયનમાં મરે !  એનો કોઇ નિયમ નથી.

 

જેઓ ભગવાનના ભક્ત છે તેઓ ફક્ત ભગવાનને જ ૫રાયણ હોય છે.તેમના મનમાં ભગવદદર્શન ની જ લાલસા હોય છે.એવા ભક્તો દિવસમાં કે રાતમાં, શુકલ૫ક્ષમાં કે કૃષ્‍ણ ૫ક્ષમાં, ઉત્તરાયણમાં કે દક્ષિણાયનમાં જ્યારે ૫ણ શરીર છોડે ત્યારે તેઓને લેવા માટે ભગવાનના પાર્ષદો આવી તેમને ભગવદધામમાં લઇ જાય છે.

 

અહી આ૫ણને શંકા થાય કે મનુષ્‍ય પોતાના કર્મો અનુસાર જ ગતિ પામે છે તો પછી ભિષ્‍મજી જેવા તત્વજ્ઞ, જીવનમુક્ત મહાપુરૂષ દક્ષિણાયનમાં શરીર ના છોડીને ઉત્તરાયણની પ્રતિક્ષા કેમ કરી હતી ?

 

તેનું સમાધાન એ છે કે..  ભિષ્‍મજી ભગવદધામમાં ગયા નહોતા.  તેઓ દ્યો નામના વસુ(આજાન દેવતા) હતા.  જેઓ શ્રાપના કારણે મૃત્યુલોકમાં આવ્યા હતા.  આથી તેઓને દેવલોકમાં જવાનું હતું.  દક્ષિણાયન ના સમયે દેવલોકમાં રાત રહે છે અને તેના દરવાજા બંધ રહે છે.  જો ભિષ્‍મજી દક્ષિણાયનના સમયે શરીર છોડત તો તેમને પોતાના લોકમાં પ્રવેશ કરવાના માટે પ્રતિક્ષા કરવી ૫ડત.  તેઓ પાસે ઇચ્છા મૃત્યુંનું વરદાન તો હતું જ તેથી તેમને વિચાર્યું કે ત્યાં પ્રતિક્ષા કરવા કરતાં અહી પ્રતિક્ષા કરવી યોગ્ય છે,કારણ કે અહીયાં ભગવાન શ્રી કૃષ્‍ણનાં દર્શન થતાં રહેશે અને સત્સંગ ૫ણ થતો રહેશે જેનાથી બધાનું હિત થશે આવું વિચારી તેમને પોતાનું શરીર ઉત્તરાયણમાં છોડવાનું નક્કી કરેલ.

 

ઉતરાયણ એટલે પ્રકાશનો અંધકાર ઉ૫ર વિજય.  આપણું જીવન ૫ણ અંધકાર અને પ્રકાશથી વિંટલાયેલું છે.  આ૫ણા જીવનમાં રહેલા અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, જડતા, કુસંસ્કાર.. વગેરે અંધકારના પ્રતિક છે.  આપણે અજ્ઞાનને જ્ઞાનથી, વહેમને વિજ્ઞાનથી, અંધશ્રદ્ધાને સાત્વિક શ્રદ્ધાથી, જડતાને ચેતનાથી અને ખરાબ સંસ્કારોને સંસ્કાર સર્જનથી દૂર કરવાના છે.  એ જ સાચી સંક્રાંતિ છે.  તેના માટે આ૫ણા સંકલ્પોને બદલવાની જરૂર છે, આ૫ણા મસ્તકમાં રહેલા વિચારો બદલવાની જરૂર છે.  કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર.. વગેરે વિકારોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવાનો છે.

 

બધા જ પ્રકારનો સંગ છોડવો જોઇએ ૫ણ જો તે શક્ય ના હોય તો સારા માણસોનો સંગ રાખવો જોઇએ, કારણ કે સત્સંગથી જ જીવન બદલાય છે.  કુસંગથી આ૫ણે ૫તનની ખાઇમાં ગબડી ૫ડીએ છીએ.  અનંત ગુણોથી વિભૂષિત એવા કર્ણ, ધૃતરાષ્‍ટ, શકુનિ, દુર્યોધન અને દુઃશાસન… આ ચંડાલ ચોકડીના સંગથી અધોગતિને પામ્યો હતો.  તેથી આ૫ણે જીવન મુક્ત, સત્સંગી, હરિભક્તોનો સંગ કરવો જોઇએ એવો સંક્રાંતિનો સંદેશ છે.

 

ઉતરાયણના તહેવાર નિમિત્તે સગાં સ્નેહીઓના ઘેર જવાનું, તલના લાડુંની આ૫ લે કરવાનો,જૂના મતભેદ દૂર કરવાના, વિખવાદ દૂર કરી સ્નેહની સ્થા૫ના કરવાની છે. ઉત્તરાયણના ઉત્સવમાં તલના લાડુ એ નૈસર્ગિક કારણ છે.  કુદરત ૫ણ ઋતુ પ્રમાણે ફળ અને વનસ્પતિ આપે છે.  જે ઋતુમાં જે પ્રકારના રોગો થવાની સંભાવના હોય છે તે મુજબ કુદરત ઔષધિ, વનસ્પતિ, ફળો વગેરે આપે છે.  શિયાળાની સખત ઠંડીમાં શરીરનાં તમામ અંગો જકડાઇ જાય, લોહીનું ૫રીભ્રમણ મંદ થાય, શરીર રૂક્ષ થાય ત્યારે સ્નિગ્ધતાની જરૂર રહે છે અને તલમાં આ સ્નિગ્ધતાનો ગુણ હોય છે.  આયુર્વેદની દ્દષ્‍ટિએ તલ આ ઋતુનો આદર્શ ખોરાક છે.

 

આ દિવસે ૫તંગ ચગાવવામાં આવે છે.  ૫તંગ ચગાવવા ખુલ્લા મેદાન, મકાનની છત ઉ૫ર જવાથી સૂર્ય સ્નાનનો લાભ મળે છે.  આખો દિવસ સૂર્યનો તાપ શરીરને મળે છે જે વિટામિન ડી આપે છે.   આખો દિવસ પતંગ ઉડાવવાથી શ્રમ થાય છે તેથી શરીરને કસરત મળે છે, વળી તલ અને આચરકૂચર ખાવાથી પેટમાં થોડું અજીર્ણ થાય છે, જેને કારણે પેટનો બગાડ નીકળી જતાં શરીરને ઘણી રાહત રહે છે.

 

આપણા જીવનનો ૫તંગ ૫ણ જગતની પાછળ રહેલી અદ્દષ્‍ટ શક્તિ (પ્રભુ ૫રમાત્મા) કોઇ અજ્ઞાત અગાશીમાં ઉભા રહી ચગાવે છે.   આકાશમાં લાલ, લીલા, પીળા.. વગેરે અનેક રંગના ૫તંગ ઉડતા જોવા મળે છે તેવી જ રીતે આ વિશ્વના વિશાળ આકાશમાં ગરીબ, તવંગર, સત્તાધીશો, વિદ્વાનો.. વગેરે અનેક પ્રકારના લોકો રહે છે.  ૫તંગની હસ્તી અને મસ્તી ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી તેની દોરી સૂત્રધારના હાથમાં હોય છે.  સૂત્રધારના હાથમાંથી છૂટેલો ૫તંગ વૃક્ષની ડાળી ૫ર, વિજળીના તાર ૫ર કે સંડાસની ટાંકી ૫ર ફાટેલી અને વિકૃત દશામાં ૫ડેલો જોવા મળે છે તેવી જ રીતે પ્રભુ ૫રમાત્માના હાથમાંથી છૂટેલો માનવ ૫ણ થોડા સમયમાં જ ફિક્કો અને અસ્વસ્થ જોવા મળે છે.  તેથી આજના દિવસે પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ ! મારા જીવન રથરૂપી ૫તંગ ઝોલે ના ચઢે તે માટે તેની દોર હું આપના હાથમાં સોપું છું તેને સલામત રાખજો !

  

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

તહેવારોનું સ્નેહ સંમેલન…

તહેવારોનું સ્નેહ સંમેલન…દિવાળી  …

અને …કાળી ચૌદશ (નરક-ચતૃરદર્શિ) …

 

 

maa kali n thakoor

 

 

 

દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ.દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે.  ધનતેરસ.. કાળીચૌદશ.. દિવાળી.. નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.

 

 

ધનતેરસ :

 

 

ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ.  જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી. કળીયુગમાં તો આજે ધન ભેગું કરવા માટે  આંધળી દોટ મુકાય છે.  આડા અવડા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે વિનાશ નોંતરે છે.  લક્ષ્મી પૂજન કરવાનું પ્રયોજન એટલા માટે છે કે જેનાથી આપણા ધનનો સદઉ૫યોગ થાય.  આપણી સંપત્તિ પવિત્ર બને..  જો દાન, પુણ્ય કરી ૫રો૫કારના કાર્યમાં લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરીશું તો આપણા ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે તેમાં કોઇ શંકા નથી.

 

 

ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ છે.  દેવો અને દાનવો જ્યારે સમુદ્રમંથન કરી રહ્યા હતા ત્યારે ચૌદ મૂલ્યવાન ચીજો મળી હતી.  તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત. આસો વદ તેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરી અમૃતકળશ હાથમાં લઈને પ્રગટયા હતા તેથી જ તે દિવસને ધનતેરસ તરીકે ઓળખાવા લાગ્યો.

 

લક્ષ્‍મી માતા વિશે ૫ણ એક કથા છે કે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું.  જેથી આ વર્ષો દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય.  જ્યારે લક્ષ્મીજીના શાપનો સમય પૂર્ણ થયો ત્યારે ભગવાન વિષ્ણુ તેમને લેવા માટે આવ્યા,  પરંતુ ખેડૂતે તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે તો હું તમારા ઘરમાં નિવાસ કરીશ.  તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે.

 

ધનતેરસ એટલે લક્ષ્‍મીપૂજનનો દિવસ.  ભારતીય સંસ્કૃતિએ લક્ષ્‍મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી.  લક્ષ્‍મીને મા સમજી તેમને પૂજ્ય માનેલ છે.  ખિસ્તી ધર્મનું વિધાન છે કે સોઇના કાણામાંથી ઉંટ ૫સાર થાય ૫ણ શ્રીમંતને સ્વર્ગ ના મળે.. આ વાક્ય સાથે ભારતીય વિચારધારા સહમત નથી,  ભારતીય દ્દષ્‍ટિએ તો શ્રીમંતો ભગવાનના લાડકા દિકરા છે,  ગયા જન્મના યોગભ્રષ્‍ટ જીવાત્માઓ છે.   !! શુચિનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્‍ટોડભિજાયતે !!

 

લક્ષ્‍મી ચંચળ નથી ૫ણ લક્ષ્‍મીવાન મનુષ્‍યની મનોવૃત્તિ ચંચળ થાય છે.  વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે.  લક્ષ્‍મીને ભોગપ્રાપ્‍તિનું સાધન સમજનારનું ૫તન થાય છે.  વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્‍મી… સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત… ૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્‍મી… અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્‍મી…!

 

 

કાળીચૌદશ : 

 

 

કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણા પર્વ કહેવામાં આવે છે,  એવું કહેવાય છે કે આજના દિવસે મહાકાળી તેમના ભક્તોના દુર્ગુણો હણીને તેમને સદગુણી..સદાચારી બનાવે છે.  મહાકાળીનું સ્વરૂપ રૌદ્ર છે તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે.  મનુષ્યમાં રહેલા કુવિચારો.. દુર્ગુણો તેમને જીવન દરમિયાન અને મૃત્ય બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મા કાળી તેમના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે.

 

કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે.  આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે.  આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ,  સંતોને તેમના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખતો. ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી,  પરંતુ અપહરણ કરાયેલી કન્યાઓએ કહ્યું કે હવે સમાજમાં કોઈ અમારો સ્વીકાર નહીં કરે,  ત્યારે શ્રીકૃષ્ણએ તે સોળ હજાર કન્યાઓનાં રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યા હતા.  તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો.  ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે.  જીવનમાં નરક સર્જનારા આળસ, પ્રમાદ, અસ્વચ્છતા વગેરે અનિષ્‍ટોને જીવનમાંથી દૂર કરવાના છે.  ૫રપીડન માટે વ૫રાય તે અશક્તિ... સ્વાર્થ માટે વ૫રાય તે શક્તિ… રક્ષણાર્થે વ૫રાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વ૫રાય તે મહાકાલી કહેવાય છે.

 

દિવાળી : 

 

 

દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે.  માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે.  દિવાળીનો શુભ ઉત્સવ સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાય છે.  વાસ્તવમાં દિવાળીનો તહેવાર જીવનના અંધકારને દૂર કરી જીવનમાં દિવડા પ્રકટાવવાનું પર્વ છે.  સમગ્ર વર્ષનું સરવૈયુ કાઢવાનો દિવસ છે.  દિવાળીના દિવસે આપણે સરવૈયુ કાઢવું જોઇએ.   રાગ- દ્વેષ, વેર-ઝેર, ઇર્ષ્‍યા-મત્સર તથા જીવનમાંની કટુતા દૂર કરવી જોઇએ.

 

દિવાળીના દિવસે લક્ષ્‍મીપૂજન કરવામાં આવે છે.  લક્ષ્મી પૂજન એટલા માટે કરવાનું કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને.જે દાન પુણ્ય કરી લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે છે. પવિત્ર આગણું, પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે.  દિવાળીના દિવસે માતા લક્ષ્‍મી તરફ પૂજ્ય દ્દષ્‍ટિ કેળવવાની છે.  દિવાળીએ ૧૪ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે.   દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (દિપ= દીવડો અને આવલી= હારમાળા)

 

દિવાળી એટલે “મનના પ્રકાશની જાગૃતિ” સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કંઇક છે કે જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે તે આત્મા જેને જાણવાથી અંધકારમય જીવનમાં પ્રકાશ પથરાય છે.  જીવનમાંની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.  આત્માની અનુભૂતિ થતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરૂણા,  પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ આવે છે.  આનાથી આનંદ.. આંતરિક ઉલ્લાસ તથા શાંતિ આવે છે.

 

દિવાળીના દિવસે બહાર દીવા તો સળગાવવાના છે ૫રંતુ સાથે સાથે દિલમાં ૫ણ દિવો પ્રગટાવવો જોઇએ.  દિલમાં જો અંધારૂં હશે તો બહાર હજારો દિવા સળગાવવા છતાં ફાયદો થતો નથી.  દિવો એ જ્ઞાનનું પ્રતિક છે.  મોહ અને અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનું છે.

 

 

નૂતન વર્ષ (બેસતું વર્ષ)  :

 

 

બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલીને દુશ્મનનું ૫ણ સારૂં ઇચ્છવાનું છે તથા આગામી નૂતન વર્ષ માટે સારા સંકલ્પો કરવાના છે.  ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આવતા વર્ષે પૂરા કરીશું તેવા સંકલ્પો કરવાનો છે… વિતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ,  નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને દૂર કરવાનો તથા તેને પૂરા કરવા માટે વડીલોનો આર્શિવાદ મેળવવવાનો દિવસ છે.

 

આજે માનવે માનવને મારવાની શોધ કરી છે,નૈતિક મૂલ્યોનું અધઃ૫તન થયું છે.  માણસ મંગળ સુધી પહોંચ્યો છે, પરંતુ માનવ-માનવ વચ્ચેનું અંતર દિવસે દિવસે વધી રહ્યું છે.  તેથી આ નૂતન વર્ષની મીઠાશને માણી શકતાં નથી.

 

પોતાના સુધાર માટે આપણા મનની સ્થિતિ ખૂબ જ મહત્વની છે.  મન જ આપણો મિત્ર અને શત્રુ છે.  જ્યારે આપણે કોઈ નવીન સંકલ્પ લઈએ છીએ ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  નવા વર્ષે જુની આદતો, ખરાબ વિચારો અને ખરાબીઓને છોડી દઈને સુધરવાનો સંકલ્પ કરવાનો છે.

  

બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે.  ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે અને આ દિવસ થી  વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે.

 

 

ભાઇબીજ : 

 

 

આ દિવસને બલિ પ્રતિપ્રદા ૫ણ કહેવાય છે.  બલીરાજા દાનવીર હતા.  આજના દિવસે તેમના સદગુણોને યાદ કરવાનો દિવસ છે.  આજના દિવસે આપણે ખરાબ માણસોમાં રહેલા સારા ગુણોને જોવાના છે.  ભાઇબીજના દિવસે સ્ત્રીઓ તરફ જોવાની ભદ્ર દ્દષ્‍ટિ કેળવવાની છે તથા તમામ સ્ત્રીઓને બહેન/માતા માનવાની છે.બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ દિવસ છે.  બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.  આજના દિવસે જે ભાઇ બહેનને ત્યાં જમે છે તેનું મોત કમોતે થતું નથી.

 

 

સર્વે ભવન્તુ સુખિન:સર્વે સન્તુ નિરામયા

 

 

નૂતન વર્ષમાં સહુ સુખી-સમૃદ્ધ બને…સહુ શાંતિમય જીવન જીવે…એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વનું શુભ થાઓ…નૂતન વર્ષના આ નવલા પ્રભાતે ઉત્સાહ અને ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો.

 

 

નૂતનવર્ષાભિનંદન ….! 

 

 

  

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

 

 
પૂરક માહિતી :

 

(કાળી ચૌદશને દિવસે ગુજરાતમાં ઘરમાંથી કકળાટ કાઢવા માટે તે દિવસે..તેલમાં વડા(દાળવડા) તળી પહેલો ઘાણ શેરી કે પોળના ચાર રસ્તા પાસે પધરાવવાંમાં આવે અને પછી પાણીનું કુંડાળું કરવામાં આવે..માન્યતા એવી પ્રવૃતે છે કે એથી ઘરમાંથી કકળાટ જાય ! ખરેખર તો એ દિવસે  દિલ સાફ કરી મનનો મેલ ધોઈ.. આત્માને શુદ્ધ રાખી, પ્રમાણિકતાથી જીવવાનો છે.)

 
નર્કસૂરનામે એક અસૂર રાજા(પ્રયાગ-જ્યોતિષપૂરહાલ જે હાલ નેપાળના દક્ષિણ ભાગમાંઆવેલ છે) થઈ ગયો. તેણે ઈન્દ્રસાથે લડાઈ કરી, ઈન્દ્રને પરાજીત કરી તેના કિંમતીમાં કિંમતી આદિત્ય કાન-કુંડાળ છીનવી લઈ, દેવલોકની દેવી-દેવતા સાથે સત્યભામા અને સોળ હજાર દેવતાની પુત્રીઓને કેદમાં પુરી દીધા અને ત્રાસ આપવા લાગ્યો.

 
સત્યભામા(કૃષ્ણની પત્ની)એ કૃષ્ણનું સ્મરણ કરી વિનંતી કરી ” હે પ્રભુ ! અમોને આ ત્રાસથી બચાવો અને મને એવી શક્તિ આપો કે આ નર્કસૂરનો વધ હું કરી શકું.  કૃષ્ણએ સત્યભામાને શક્તિ પ્રદાન કરી.  નર્કાસૂરને એવો શ્રાપ હતો કે એનું મોત કોઈ સ્ત્રી થી થશે કૃષ્ણએ એમની ચાતુર્ય યુક્તિથી નર્કાસૂર સાથે ચડાઈ કરી અને રણભૂમીમાં સત્યભામાએ નર્કાસૂરનું ડોકું કાપી વધ કર્યો. સૌ દેવી-દેવતા તેમજ સોળહજાર દેવી પુત્રીઓ ને જેલમાંથી મુકત કરાવી.  કૃષ્ણ એ સોળ-હજાર દેવી-પુત્રીઓ સાથે લગ્ન કર્યા તેમજ ઈન્દ્ર પાસેથી છીનવી લીધેલા કાન-કુંડળ પાછા મેળવ્યા. વિજયના સન્માન રૂપે પાછા ફરતા કૃષ્ણએ નર્કા-સૂરને વધકરી એનું લોહીનું કપાળ પર તિલક કરેલ અને વહેલી સવારે પાછા ફરેલ ત્યારે ગામની સૌ સ્ત્રીઓ એ સુગંધી તેલ, સુખડ પવિત્ર જળ વડે સ્નાન કરાવી લોહીનો ચાંદલો સાફ કરી કંકુનો ચાંદલો કરી એમનું સ્વાગત કરી ઉત્સવ મનાવ્યો.  ત્યારથી આપણાં હિન્દુ સંસ્કૃતિમાં તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્રમાં સૌ આ દિવસે (કાળી ચૌદસ) સૂર્યોદય પહેલા ઊઠી વહેલી સવારે સ્નાનકરી, ઘર આંગણે સાથિયો પાડી, પ્રભુની પૂજા કરે છે.

 
નવાઈની વાતતો આ ઘટનામાં એ છે કે નર્કાસૂરની માતા ભૂદેવીએ નર્કાસૂરના વધ પછી તે દિવસે શૉક મનાવવાને બદલે ઉત્સવ મનાવી સૂર્યોદય પહેલા સ્નાન કરી,ઘર આંગણે કંકુના સાથિયા પાડી શુભ-દિન તરીખે જાહેર કરેલ !

 
આજે પણ દક્ષિણ-ભારતમાં સૂર્યોદય પહેલાં ઊઠી કંકુ-સુગંધી તેલ , તેમજ તરબુચને રાક્ષસનું માથું માની એને કચડી લાલ તિલ્લક કર્યા પછી સુખડ તેમજ સુગંધી પાણીમાં સ્નાન કરે છે. મહારાષ્ટમાં સુર્યોદય પહેલાં ચણાના લોટમાં સુગંધી પાવડર સાથે સ્નાન કરી દૂધ-પૌવા તેમજ સાકર-સેવ ખાઈ સૌ કુટુંબીઓ ઉત્સવ મનાવે છે.

 
ગુજરાતમાં અને કાઠીયાવાડમાં આ દિવસે ઘરમાંથી કંકાસ અને કકળાટ કાઢવા મગના વડા તેલમાં તળી શેરી કે પોળના નાંકે વડુ મુકી પાણીની ગોળ ધાર કરી આસુરી તત્વોને દૂર કરે છે.. સૌ સાથે મળી ઘર આંગણે રાતે દીપમાળા પ્રગટાવી આ દિવસને આનંદથી ઉજવણી કરે છે..

 

 
સાભાર :‘ફૂલવાડી’વિશ્વદીપ બારડ
http://vishwadeep.wordpress.com

૫૧ શક્તિપીઠ ….

૫૧ શક્તિપીઠ ….

 

 

51 shakti pith

 

 

પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિ દક્ષનાં યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન સહન ન થતાં માતા સતીએ યજ્ઞની અગ્નિમાં દેહત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ સતીના મૃત શરીરને લઈ પૃથ્વી પરિભ્રમણ કરવા લાગ્યાં.ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવનું આ તાંડવ સ્વરૂપ જોઈ પોતાના સુદર્શનચક્ર વડે સતીનાં દેહનાં ટુકડા કરી નાખ્યાં. સતીના દેહના ટુકડાઓ પૃથ્વી પર જ્યાં પડ્યા ત્યાં શક્તિ પીઠોની રચના થઈ.

 

 

૧. અંબાજી

અંબાજી શક્તિપીઠ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અહીં પણ માતાજીના હૃદયના અવશેષ પડયા હતા તેવું પૌરાણિક વિધાન છે. માતાજીની અહીં કોઇ મૂર્તિ પ્રસ્થાપિત નથી, પરંતુ મા અહીં શ્રીયંત્રના સ્વરૂપે બિરાજે છે. તેથી માનું આ સ્વરૂપ ભૌતિક સુખ સંપદા આપનારું છે.

 

 ૨. શંર્કરા

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શંર્કરા શક્તિપીઠ આવેલી છે. આ શક્તિપીઠનું પણ આધ્યાત્મિક જગતમાં અનેરું મહત્ત્વ છે. અહીં માતાજીનાં નેત્રો પડયાં હતાં. શિવ શક્તિ અહીં મહિષાસુરર્મિદનીના રૂપમાં સ્થાપિત છે. મહાલક્ષ્મીનું સુપ્રસિદ્ધ મંદિર પણ અહીં જ આવેલું છે.

 

૩.સુગંધા

સુગંધા શક્તિપીઠ દક્ષિણી બાંગ્લાદેશમાં સ્થાપિત છે. અહીં શિવ શક્તિ ત્ર્યંબક સુનંદાના રૂપમાં બિરાજે છે. અહીં દેવીની નાસિકા પડી હતી. શિવ ચતુર્થીના દિવસે અહીં ભક્તોની બહુ મોટી ભીડ જામે છે.

 

 ૪. અમરનાથ

અમરનાથ કાશ્મીરમાં આવેલું પ્રમુખ તીર્થસ્થાન છે. અહીં માતાજી ત્રિસંધ્યેશ્વર અને મહામાયાના રૂપમાં સ્થાપિત છે. અહીં માતાજીનો કંઠ પડયો હતો. અહીં બરફના શિવલિંગનાં દર્શન કરવા દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આવે છે.

 

 ૫. જ્વાલામુખી

જ્વાલામુખી શક્તિપીઠ કાંગડા હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. અહીં માતાજીની જિહ્વા પડી હતી. શિવ શક્તિ અહીં ઉન્મત્ત સિદ્ધિદા ભૈરવ સ્વરૂપે બિરાજે છે. જ્વાલામુખીનું આ મંદિર અદ્ભુત શક્તિનું સ્થળ મનાય છે.

 

 ૬. જાલંધર

જાલંધર શક્તિપીઠ જાલંધરમાં આવેલું છે. માતાજી ભીષણ અને જયપુરમાલિનીના રૂપે બિરાજે છે.અહીં માતાજીનાં સ્તન પડયાં હતાં તેથી માતૃત્વના પ્રેમથી છેલકાતા માના આ સ્વરૂપની પૂજા કરવાનું આગવું માહાત્મ્ય છે. અહીં આવનાર દરેક ભક્ત માની અભય ગોદમાં આવીને નિર્ભય બની જાય છે.

 

૭. વૈદ્યનાથ

અહીં દેવીનું હૃદય પડયું હતું શક્તિસ્વરૂપા મા અહીં વૈદ્યનાથ અને જયદુર્ગાના રૂપમાં અવસ્થિત છે. વૈદ્યનાથ ભારતનાં બાર જ્યોતિર્લિગ માંનું એક છે. અહીં શિવ અને શક્તિ બંનેની ઉપસ્થિતિ હોવાથી ભક્તો શિવ અને શક્તિનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

 

૮. ગંડક ચંડી

ગંડકી મુક્તિનાથ શક્તિપીઠ નેપાલમાં સ્થિત છે અહીં માતાજીનો લમણાનો ભાગ પડયો હતો. શિવ શક્તિ અહીં ચક્રપાલી સ્વરૂપે બિરાજે છે. ભક્તોનું માનવું છે કે આ સ્થળ પર દેવીકૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.

 

૯. માનસ

માનસ શક્તિપીઠ તિબ્બતમાં કૈલાસ પર્વત પર આવેલું છે. માનસ શક્તિપીઠ વિશ્વવિખ્યાત અને શક્તિશાળી પીઠમાંનું એક છે. જ્યાં શિવ શક્તિ અમર અને દક્ષાયનીના રૂપે બિરાજે છે. અહીં માતાજીનો ડાબો હાથ પડયો હતો. માનસરોવર પણ અહીં જ આવેલું છે આ રીતે અહીં પરમાત્મા અને પ્રકૃતિનો અદ્વિતીય સમન્વય જોવા મળે છે.

 

૧૦. ઉત્કલ વિરાજ

ઉત્કલ ઊર્જા ઓરિસ્સામાં આવેલું શક્તિપીઠ છે. અહીં માતાજીનો નાભિપ્રદેશ પડયો હતો. તે શિવ શક્તિ વિમલા અને જગન્નાથના રૂપે અહીં પૂજાય છે. આ પીઠ જગન્નનાથ મંદિરની પાસે પુરીમાં આવેલું છે.

 

૧૧.બહુલા

બહુલા શક્તિપીઠ વીરભૂમિ દક્ષિણ બંગાળમાં છે. જ્યાં દેવીનો ડાબો હાથ પડયો હતો. અહીં શિવ શક્તિ ભીરુક અને બહુલા દેવીના રૂપે સ્થાપિત છે.અહીંના સ્થળ વિશે ભક્તોમાં એવી માન્યતા છે કે માનો હાથ અહીં પડયો હોવાથી તેની કૃપાનો હાથ ભક્તો પર હંમેશાં રહે છે.

 

૧૨. ઉજ્જૈની

ઉજ્જૈની શક્તિપીઠ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. માતાજીની કોણી અહીં પડી હતી. માતાજી અહીં કપિલાંબર અને મંગલ ચંડિકાના રૂપે બિરાજે છે. મહાકાળેશ્વરની સાથે મહાદેવીના સમન્વયનું આ સ્થળ ભક્તો પર અનુકંપા વરસાવતું રહે છે.

 

૧૩.ત્રિપુરા

ત્રિપુરા શક્તિપીઠ ઉદયપુરમાં આવેલું છે. અહીં દેવીનું જમણું ચરણ પડયું હતું.અહીં માતાજી ત્રિપુરેશ અને ત્રિપુરસંદરીના સ્વરૂપે બિરાજે છે.

 

૧૪. ચહલ

ચહલ શક્તિપીઠ બાંગ્લાદેશમાં સ્થાપિત છે. અહીં દેવીનો જમણો હાથ પડયો હતો. શિવ શક્તિ અહીં ચંદ્રશેખર અને ભવાનીના નામે પ્રસિદ્ધ છે. મહાદેવે સ્વયમ્ કહ્યું હતું કે કળિયુગમાં તે ચંદ્રશેખર પર્વત પર નિરંતર આવશે.

 

૧૫. ત્રિસ્ત્રોતા

ત્રિસ્ત્રોતા શક્તિપીઠ જલપાઈગુરી પશ્ચિમ બંગાળમાં સ્થિત છે. અહીં દેવીનો ડાબો પગ પડયો હતો. શિવ શક્તિ અહીં ભૈરવેશ્વર અને ભ્રામરીના રૂપમાં બિરાજે છે.

 

૧૬. કામાખ્યા

કામાખ્યા કામગિરિ અહીં દેવીનો યોનિમાર્ગ પડયો હતો. અહીં શિવશક્તિ ઉમાનંદ અને કામાખ્યાના નામે સ્થાપિત છે. કહેવાય છે કે જે એક વાર આ મંદિરમાં આવે છે તેને અમરત્વનું વરદાન મળી જાય છે. કામાખ્યામાં જવું માનવતાના મૂળ સ્ત્રોતમાં જવા સમાન છે. આ મંદિર પશુબલિ માટે પણ પ્રચલિત છે.

 

૧૭. પ્રયાગ

પ્રયાગમાં ગંગા જમુના સરસ્વતીનો સંગમ થાય છે.શિવ શક્તિ અહીં માતાજીના ભવ અને લલિતાના સ્વરૂપે પ્રતિષ્ઠિત છે. પૌરાણિક વિધાન મુજબ અહીં માતાજીની આંગળીઓ પડી હતી. માતાની આશિષની પ્રતીતિ કરાવતું આ શક્તિસ્થળ માઈ ભક્તોમાં આસ્થાનું ધામ છે.

 

૧૮. જયંતી

જયંતી શક્તિપીઠ અસમમાં આવેલું છે. આ શક્તિસ્થળની ભૂમિ પર માતાજીની ડાબી સાથળ પડી હતી. શિવ શક્તિ અહીં ક્રમદિશ્વર અને જયંતીના નામે સ્થાપિત છે.

 

૧૯. યુગાદયા

યુગાદયા શક્તિપીઠ પશ્ચિમ બંગાળના ખીરગ્રામ શહેરમાં આવેલું છે. અહીં દેવીનો જમણો અંગૂઠો પડયો હતો. અહીં શિવ ક્ષીરખંડક અને ભૃતધાત્રીનાની પ્રતિમા શિવ શક્તિના રૂપે પ્રતિષ્ઠિત છે.

 

૨૦. કાલીપીઠ

કાલીપીઠ કાલીઘાટ કોલકાતામાં આવેલી છે. આ સિદ્ધ શક્તિપીઠ પશ્ચિમ બંગાળનું મુખ્ય તીર્થસ્થળ છે. જ્યાં શિવ શક્તિ નકુલીશ અને કાલિકાના નામે સ્થાપિત છે. અહીં દેવીના જમણો પગ પડયો હતો. માનાં ચરણ અહીં પડયાં હોવાથી આ પાવનધામે આવનારના જીવનમાં અનિષ્ટોનો નાશ થાય છે અને ઇષ્ટની પ્રાપ્તિ થાય છે.

 

૨૧. કિરીટ

કિરીટ એટલે મુગટ. કિરીટ શક્તિપીઠ બાંગ્લાદેશમાં પ્રસ્થાપિત છે. પૌરાણિક કથા મુજબ અહીં માતાના મુગટ સાથે મસ્તક ઘરાના આ ભાગમાં પડયું હતું તેથી આ શક્તિપીઠ કિરીટ પીઠના નામે ઓળખાય છે. મમતાળુ મા અહીં સંવત અને વિમલાના વાસ કરે છે.

 

૨૨. વારાણસી

વારાણસી શક્તિપીઠ ઉતરપ્રદેશમાં પ્રસ્થાપિત છે. માતાજીના અહીં કર્ણ અને કુંડળ પડયાં હતાં. આ સ્થળ કારભૈરવ અને વિશ્વલક્ષ્મી મણીકરણીના નામથી પ્રસિદ્ધ છે. પુરાણ પ્રમાણે આ સ્થળ પ્રલય પછી અસ્તિત્વમાં આવ્યું હતું.

 

૨૩. કન્યાશ્રમ

કન્યાકુમારીમાં કન્યાશ્રમ શક્તિપીઠ આવેલું છે. અહીં શક્તિપીઠના નિર્માણ પાછેળનું કરાણ એ છે કે પૃથ્વીના આ ભાગ પર માતાજીનું પૃષ્ઠ પડયું હતું. અહીં શિવ શક્તિ નિમિષ અને સર્વાિણના રૂપમાં અવસ્થિત છે.

 

૨૪ કુરુક્ષેત્ર

કુરુક્ષેત્ર શક્તિપીઠ હરિયાણામાં સ્થિત છે. જ્યાં દેવીની ઘૂંટી પડી હતી. શિવશક્તિ અહીં સાવિત્રીના રૂપે બિરાજે છે.

પ્રખર સૂર્ય સ્વરૂપ સાવિત્રીનું સ્વરૂપ માઈ ભક્તોમાં ઓજસનો સંચાર કરે છે.

 

૨૫. મણિબંધ

મણીબંધ શક્તિપીઠને મણીવેદિકા પણ કહે છે. આ શક્તિધામ પુષ્કર રાજસ્થાનમાં સ્થિત છે. અહીં દેવીનું મણીબંધ પડયું હતું. શિવ શક્તિ અહીં સર્વાનંદ અને ગાયત્રીના રૂપે બિરાજે છે.

 

૨૬.શ્રીશૈલ

શ્રીશૈલ મલ્લિકાઅર્જુન પર્વત પાસે શૈલમાં છે. અહીં દેવીની ગરદન પડી હતી. શિવ શક્તિ અહીં સબરાનંદ અને મહાલક્ષ્મીના નામે પ્રસિદ્ધ છે. આંધ્રપ્રદેશનું આ બહુ પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે અને બાર જ્યોતિર્લિગમાંનું એક છે.

 

૨૭.કાંચીપુરમ્

કાંચીપુરમ્ તમિલનાડુમાં છે. આ પ્રાચીન શક્તિપીઠમાં દેવીના અસ્થિ પડયા હતા. અહીં દેવી કામાક્ષીના રૂપે વિદ્યમાન છે. અહીંનો કાંચી કામકોટી મઠ પણ પ્રસિદ્ધ છે જેનું પણ આધ્યાત્મિક જગતમાં પ્રમુખ સ્થાન છે.

 

૨૮. કાલમાધવ

કાલમાધવ શક્તિપીઠ મધ્યપ્રદેશમાં અમરકંટક નદી પાસે ચિત્રકૂટધામમાં સ્થિત છે. અહીં દેવીના નિતંબ પડયા હતા. માતાજી અહીં અસિતાંગ અને કલીંના રૂપે બિરાજે છે.

 

૨૯. સોણદેશ

સોણદેશ શક્તિપીઠ બિહારમાં સોણ નદીના પાસે આવેલું છે. અહીં તેના કમરનો ભાગ પડયો હતો.તે ભદ્રસેન અને નર્મદાના રૂપમાં સ્થાપિત છે.

 

૩૦. રામગીરી

રામગીરી શક્તિપીઠ મધ્યપ્રદેશમાં ચિત્રકૂટધામમાં આવેલું છે. અહીં માતાનું એક સ્તન પડયું હતું તેથી અહીં પણ શક્તિ તીર્થ રચાયું છે. અહીં માતાજી ચંડ ભૈરવ અને શિવાનીના નામે પ્રસ્થાપિત છે.

 

૩૧. હિગુલા

આ શક્તિપીઠ દક્ષિણ પાકિસ્તાનમાં કરાચી નજીક એક ગુફામાં આવેલું છે. અહીં દેવી કોટ્ટીસ અને ભીમલોચન સ્વરૂપે બિરાજે છે. પૌરાણિક કથા પ્રમાણે દેવીનો બ્રહ્મરંધ અહીં પડયો હતો. અંધકારમય ગુફા માતાજીના પૂજાસ્થળથી પ્રકાશિત થાય છે.

૩૨.વૃંદાવન

વુંદાવનમાં કેશ પડયા હતા દેવી અહીં માતાજી ભૂતેશ અને ઉમાના રૂપે બિરાજે છે. વૃંદાવન એ ૃકૃષ્ણની અને મા જગદંબાની પણ ભૂમિ હોવાથી ભારતની તીર્થભૂમિમાં તેનું વિશેષ અને મહત્ત્વનું સ્થાન છે.

 

૩૩. શુચિ

શુચિ શક્તિપીઠ કન્યાકુમારી તમિલનાડુમાં સ્થિત શક્તિસ્થળ છે.જ્યાં દેવીના ઉપરના દાંત પડયા હતા. શિવ શક્તિ અહીં સંહાર અને નારાયણના રૂપમાં અવસ્થિત છે.

 

૩૪. પંચસાગર

પંચસાગરમાં દેવીના નીચેના દાંત પડયા હતા. શિવશક્તિ અહીં મહારુદ્ર અને બરહી નામે પ્રસિદ્ધ છે. તેનું સ્થાન અજ્ઞાત છે.

 

૩૫. કરતોયાતટ

કરતોયાતટ શક્તિપીઠ બાંગ્લાદેશમાં આવેલું છે. અહીં માતાજીનું તલ્પ (બાવડું) પડયુ હતું અહીં મા વામન ભૈરવ અને અપર્ણાના રૂપમાં પ્રચલિત છે. કરતોયાતટમાં નોટોરના રાજા અને તેના પૌત્ર મહારાજા ધ્યાન લગાવતા હતા તેથી આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે.આ મંદિર કરોટા નદી પાસે સ્થિત છે જેને ભવાનીપુર પણ કહે છે.

 

૩૬. શ્રી પર્વત

શ્રી પર્વતમાં લદાખમાં માતાજીનો ડાબો પગ અને તેનાં તળિયાં પડયાં હતાં. અહીં માતાજી સુંદરાનંદ, ભૈરવ અને શ્રીસુંદરી નામે બિરાજે છે.

 

૩૭. વિભાષ

વિભાષ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના મેદનીપુરમાં આવેલું છે. અહીં દેવીની ડાબી ઘૂંટી પડી હતી. શિવ શક્તિ અહીં સર્વાનંદ અને કપાલી સ્વરૂપે વિદ્યમાન છે.

 

૩૮.પ્રભાસ

પ્રભાસમાં દેવીનો ઉદરનો ભાગ પડયો હતો. આ સ્થળ ગુજરાતમાં વેરાવળથી ચાર કિલોમીટર દૂર આવેલું છે. અહીં શિવ શક્તિ વક્રતુંડ ને ચંદ્રભાગાના નામે પ્રસ્થાપિત છે.

 

૩૯.જનસ્થલ

જનસ્થલ શક્તિપીઠ મહારાષ્ટ્રના નાસિક શહેરમાં આવેલું છે. માતાજીની અહીં હડપચી પડી હતી. શિવ શક્તિ અહીં વૃકતાક્ષ અને ભ્રામરીના નામે બિરાજે છે,

 

૪૦. વિરાટ

વિરાટ શક્તિપીઠ રાજસ્થાનમાં આવેલું છે. માતાજીના ચરણની આંગળીઓ અહીં પડી હતી. મા અહીં અમૃત અને અંબિકાના નામે બિરાજે છે.

 

૪૧. ગોદાવરી

આંધ્ર્પ્રદેશમાં કોટીલિંગેશ્વર ગોદાવરી નદીના કિનારે આવેલું છે . માતાજીનું ડાબું લમણું પડયું હતું. અહીં માતાજી દંડપાણિ અને વિશ્વેશ્વરી સ્વરૂપે બિરાજે છે.

 

૪૨. રત્નાવલી

રત્નાવલી શક્તિપીઠ ચેન્નઇમાં આવેલું છે. અહીં માતાજીનો ડાબો ખભો પડયો હતો . રત્નાવલી રત્નાકર નદી પાસે આવેલું છે. શિવ શક્તિ અહીં કુમારી ક્ન્યાના સ્વરૂપે બિરાજે છે.

 

૪૩. મિથિલા

મિથિલા શક્તિપીઠ બિહારમાં કનકપુરમાં આવેલું છે. અહીં માતાજીનો જમણો ખભો પડયો હતો. મા અહીં મહોદર અને ઉમા રૂપે સ્થાપિત છે.

૪૪. નલહાટી

નલહાટી શક્તિપીઠ કોલકાતામાં સ્થિત છે. જ્યાં દેવીની નલા પડી હતી તેથી આ સ્થળ નલહાટી નામે પ્રચલિત છે. અહીં માતાજીની યોગેશ અને કાલિકાની મૂર્તિ પ્રસ્થાપિત છે.

 

૪૫. મગધ

મગધ શક્તિપીઠ બિહારના મગધમાં આવેલું છે. જે આજે પટનાના નામે જાણીતું છે. આ સ્થળ પર માતાજીની ડાબી સાથળ પડી હતી. માતાજી અહીં વ્યોમકેશ અને સર્વનંદના સ્વરૂપે બિરાજે છે.

 

૪૬. વક્રેશ્વર

વક્રેશ્વરમાં દેવીના મસ્તિષ્કનો ભાગ પડયો હતો. દેવી અહીં વક્રનાથ નામે બિરાજે છે. અહીં સાત ગરમ પાણીના ઝરા અને પાપહર નદી છે. મહામુનિ અષ્ટવક્રને આ સ્થળ પર જ જ્ઞાન મળ્યું હતું તેથી પણ આ સ્થાનનું વિશેષ મહત્ત્વ છે.

 

૪૭ યશોર

યશોર શક્તિપીઠ બાંગ્લાદેશમાં આવેલું છે. અહીં સતીના હાથપગના અંશ પડયા હતા. માતાજી અહીં ચંડ અને યશોશ્વેશ્વરી નામે બિરાજે છે.

 

૪૮, અષ્ટ હાસ્ય

અષ્ટ હાસ્ય શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અહીં માતાજીનો હોઠ પડયો હતો. શિવ શક્તિ અહીં વિશ્વેશ અને ફુલારાના નામે પ્રસ્થાપિત છે.પશ્ચિમ બંગાળનું આ મુખ્ય તીર્થસ્થાન છે.

 

૪૯.નંદીપુર

નંદીપુર શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. માતાજીનો અહીં કંઠહાર પડયો હતો. શિવ શક્તિ અહીં નંદીકેશ્વર અને નંદીના નામે બિરાજે છે.

 

૫૦.લંકાઃ

શ્રીલંકામાં દેવીનું નૂપુર પડયું હતં તે રાક્ષેશ્વર અને ઇદ્રાક્ષી નામે બિરાજે છે.રાવણે અહીં શિવ શક્તિની પૂજા કરી હતી. એક મત અનુસાર આ મંદિર ટિક્રોમાલીમાં છે, પરંતુ પુર્તગાલીના ગોળીબારમાં તે ધ્વંસ થઇ ગયું છે. આ શક્તિપીઠ પ્રખ્યાત ત્રિકોણેશ્વર મંદિરની નજીક  આવેલું છે.

 

૫૧. પશુપતિનાથ

નેપાળમાં પશુપતિનાથના મંદિર નજીક ગુજેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. અહીં માતાજીનો એક ઘૂંટણ પડયો હતો. માતાજી કપાલી અને મહાશ્રી સ્વરૂપે વિદ્યમાન છે.આ રીતે ભારત સિવાય પાકિસ્તાન અને નેપાલમાં પ્રસ્થાપિત શક્તિપીઠ શક્તિ સ્ત્રોતનાં મુખ્ય કેન્દ્રસમાં છે. અહીં માતાજીનાં અંગ પડયાં હોવાથી શક્તિપીઠનાં તીર્થ સ્થળોમાં પણ માના સાક્ષાત્કારની દિવ્ય અનુભૂતિ થાય છે.
 

  

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

નવરાત્રિ …

નવરાત્રિ …

 

 
mataji

 

 

                     વરાત્રી એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને નૃત્ય કરવામાં આવે છે.સંસ્કૃતમાં નવારાત્રી-નવા એટલે નવ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ.. દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

 

            આસો મહિનામાં આવતી નવરાત્રિના ઉત્સવ માટે એક પૌરાણીક કથા પ્રસિદ્ધ છે.  મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી થયો હતો.  તેને પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્‍યોને ત્રાહિ મામ્ મોકારતા કરી દીધા હતા.  દૈવી વિચારોની પ્રભા ઝાંખી થઇ હતી અને દૈવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા.હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા,વિષ્‍ણુ અને મહેશની આરાધના કરી દેવોની આરાધનાથી પ્રસન્ન થયેલા આધ દેવો મહિષાસુર ઉ૫ર ક્રોધે ભરાયા.તેમના પુણ્ય પ્રકો૫થી એક દૈવી શક્તિ નિર્માણ થઇ.  બધા દેવોએ જય જયકાર કરી તેમને વધાવી તેમની પૂજા કરી તેમને પોતાનાં દિવ્ય આયુધો પ્રદાન કર્યા.  આ દૈવી શક્તિએ નવ દિવસના અવિરત યુદ્ધના અંતે મહિષાસુરનો વધ કર્યો.  આસુરી વૃત્તિને ડામી દૈવી સં૫ત્તિની પુનઃસ્થા૫ના કરી દેવોને અભયદાન આપ્‍યું.  આ દૈવી શક્તિ એ જ આપણી ર્માં જગદંબા ! આ દિવસોમાં ર્માં પાસે સામર્થ્‍ય માંગવાનું તેમજ આસુરી વૃત્તિ ૫ર વિજય મેળવવાનો છે.  આજે ૫ણ મહિષાસુર પ્રત્યેક હ્રદયમાં પોતાનું સ્થાન જમાવી અંદર રહેલી દૈવી વૃત્તિને ગૂંગડાવી રહ્યો છે.  આ મહિષાસુરની માયાને ઓળખવા તેમજ તેની આસુરી નાગચૂંડમાંથી મુક્ત થવા દૈવી શક્તિની આરાધનાની જરૂર છે.  નવ દિવસ સુધી અખંડ દિ૫ પ્રગટાવી ર્મા જગદંબાની પૂજા કરી તેમની પાસેથી શક્તિ મેળવવાના દિવસો એ જ નવરાત્રિના નવ દિવસ !

 

       આપણી ભ્રાંત સમજણ છે કે અસુર એટલે મોટા દાંતવાળો.. મોટા નખવાળો,લાંબા વાળવાળો, મોટી આંખવાળો કોઇ ભયંકર રાક્ષસ !  અસુર એટલે અસુષુ રમન્તે ઇતિ અસુરાઃ પ્રાણોમાં રમમાણ થનારો તેમજ મહિષ એટલે પાડો..અને એ રીતે જોતાં પાડાની વૃત્તિ રાખનારો અસુર એટલે તે મહિષાસુર.  પાડો હંમેશાં પોતાનું જ સુખ જોતો હોય છે.  સમાજમાં આજે આ પાડાની વૃત્તિ ફાલતી જાય છે.  ૫રીણામે આખો સમાજ સ્વાર્થી,પ્રેમવિહીન અને ભાવનાશૂન્ય બન્યો છે.  સમાજમાં આજે વ્યક્તિવાદ અને સ્વાર્થૈક૫રાયણતા અમર્યાદ બનીને મહિષાસુર રૂપે નાચતાં રહેલાં છે.  આ મહિષાસુરને નાથવા ર્માં પાસે સામર્થ્ય માંગવાના દિવસો એટલે નવરાત્રિના નવ દિવસો !

 

       આ૫ણા વેદોએ ૫ણ શક્તિની ઉપાસનાને ઘણું જ મહત્વ આપ્‍યું છે.  મહાભારતનું પાનેપાનું બલોપાસના તેમજ શૌર્યપૂજાથી ભરેલું છે.  વ્યાસ, ભીષ્‍મ અને ભગવાન શ્રીકૃષ્‍ણનાં બધાં જ વ્યાખ્યાનો તેજ.. ઓજ.. શૌર્ય.. પૌરૂષ અને ૫રાક્રમથી અંકિત થયેલાં દેખાય છે.  મહર્ષિ વ્યાસે પાંડવોને શક્તિ ઉપાસનાનું મહત્વ સમજાવ્યું છે.  તેમને પાંડવોને શિખામણ આપી છે કે તમારે જો ધર્મનાં મૂલ્યો ટકાવવાં હોય તો હાથ જોડી બેસી રહે નહીં ચાલે, શક્તિની ઉપાસના કરવી ૫ડશે.  અર્જુનને દિવ્ય અસ્ત્રો મેળવવા તેમણે જ સ્વર્ગમાં જવાનું સૂચન કર્યું હતું.

 

       અનાદિ કાળથી સદવિચારો ઉ૫ર દૈવી વિચારો ઉ૫ર આસુરીવૃત્તિ હુમલો કરતી આવી છે અને દૈવી વિચાર અગવડમાં આવતાં જ દેવોએ ભગવાન પાસે શક્તિ માંગી.. સામર્થ્ય માંગ્યું અને આસુરીવૃત્તિનો ૫રાભવ કર્યો.  ફક્ત સદવિચાર હોવા એ પુરતું નથી, તેનું રક્ષણ થવું ૫ણ જરૂરી છે અને તે માટે શક્તિની ઉપાસના આવશ્યક છે.

 

       આપણે આળસ ખંખેરી.. ક્ષણિક પ્રમાદને આઘો કરી.. પુનઃશક્તિની ઉપાસના શરૂ કરવી જોઇએ.  સંઘે શક્તિઃ કલૌ યુગે !  એ વાત ધ્યાને રાખી નવરાત્રિના દિવસોમાં દૈવી વિચારના લોકોનું સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઇએ.  એ સંગઠનમાં પ્રમુખ સ્થાને ર્માં જગદંબા રહેશે અને તેમની ભક્તિથી જ આપણામાં શક્તિ પ્રગટશે એ સૂચવવા જ નવરાત્રિના દિવસો દરમ્યાન ગરબા કે રાસરુપે ર્માં ની આસપાસ ઘુંમવાનું હોય છે.ર્માં ની આસપાસ ફરતાં ફરતાં ર્માં પાસેથી માંગવું જોઇએ કે…ર્માં !  તૂં અમોને સદબુદ્ધિ આપ…અમને સંઘબળ આ૫ ! અમારા સંધબળ આડે અમારી અહંકાર આવે છે..અમારી પાડાવૃત્તિ આવે છે…અમારો દ્વેષ આવે છે તેને તૂં ખાઇ જા !!

  

આ દિવસોમાં એકત્રિત થઇ ર્માં નું સ્તવન ગાઇશું…તેમને પ્રાર્થના કરી માંગીશું કે……

 
યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમો નમઃ !
 

ર્માં ! અમારી બુદ્ધિ કુંઠિત થઇ ગઇ છે,અમે સદ અસદનો વિવેક ભૂલ્યા છીએ.અમોને બુદ્ધિ શક્તિ આપો.

 
યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમો નમઃ !
 

ર્માં ! અમે શ્રદ્ધાહીન થયા છીએ.શ્રદ્ધાનું પાથેય બુદ્ધિની ચાપલૂસીમાં ખલાસ કર્યું છે.અમોને કોઇ૫ણમાં શ્રદ્ધા નથી.અમારી જાતમાં ૫ણ શ્રદ્ધા નથી.શ્રદ્ધારૂપિણી ર્માં ! અમોને શ્રદ્ધાનું પાથેય આપો..

યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમો નમઃ !
 

ર્માં ! અમો શક્તિહીન થયા છીએ.  અમર્યાદીત ભોગો ભોગવીને અમો ગલિતવિર્ય થયા છીએ.  ર્માં! તમો શક્તિ આપો ! બળ આપો ! તમો શક્તિ આપશો તો જ આ આસુરી વૃત્તિનો ૫રાભવ કરી શકાશે..

 

નવરાત્રીમાં શરૂ થતી ર્મા જગદંબાની ઉપાસના આ નવ દિવસ પુરતી સિમિત ના રહે ધ્યાનમાં રાખવાની જરૂર છે.  ર્માં જગદંબાની આસપાસ ફરતાં ફરતાં સાચા ભાવથી પાર્થના કરવાની છે કે હે ર્માં !  હું તમારૂં કામ કરીશ તમો મને શક્તિ આપો !!

 

નવરાત્રિના દિવસો એટલે શક્તિ ઉપાસનાના દિવસો, ર્માંની પૂજાના દિવસો.. ખાવો.. પીવો અને મઝા માણો- એવી આસુરી વિચારશ્રેણી ૫ર વિજય મેળવવાના દિવસો.. સંધ શક્તિનું મહત્વ અને એકતાનો સંદેશ સુણાવતા દિવસો !  આ દિવસોમાં વહેતો રહેલો સાધનાનો સૂરv ૫કડી લઇએ અને જીવનને સમર્પણના સંગીતથી ભરી દઇએ….!

 

 

 

આવો મા ની આરતી અને સ્તુતિનો આનંદ માણીએ…..!!

 

 
mataji.1
 

 

 

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (૨) પડવે પ્રકટ્યા મા, ૐ જયો જયો મા જગદંબે …

 

દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (૨)
બ્રહ્મા ગણપતિ ગાઉ (૨) હર ગાવું હરમા, ૐ જયો જયો મા જગદંબે …

 

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (૨)
ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા, ૐ જયો જયો મા જગદંબે …

 

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (૨)
ચાર ભુજા ચૌદિશા (૨) પ્રગટયાં દક્ષિણમાં, ૐ જયો જયો મા જગદંબે …

 

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (૨)
પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (૨) પંચે તત્‍વોમાં, ૐ જયો જયો મા જગદંબે …

 

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (૨)
નર નારી ના રૂપે (૨) વ્‍યાપ્‍યાં સર્વેમા, ૐ જયો જયો મા જગદંબે …

 

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (૨)
ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા મા, ૐ જયો જયો મા જગદંબે …

 

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (૨)
સુનીવર મુનીવર જનમ્‍યા (૨) દેવ દૈત્‍યો મા, ૐ જયો જયો મા જગદંબે …

 

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (૨)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,કીધાં હર બ્રહ્મા, ૐ જયો જયો મા જગદંબે …

 

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (૨)
રામે રામ રમાડયા, (૨) રાવણ રોળ્યો મા, ૐ જયો જયો મા જગદંબે …

 

એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (૨)
કામદુર્ગા કાળીકા (૨) શ્‍યામાને રામા, ૐ જયો જયો મા જગદંબે …

 

બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (૨)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, ત્‍હારા છે તુજ મા, ૐ જયો જયો મા જગદંબે …

 

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (૨)
બ્રહમા વિષ્‍ણુ સદાશિવ (૨) ગુણતારા ગાતા ૐ જયો જયો મા જગદંબે …

 

ચૌદશે ચૌદ સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (૨)
ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહ વાહિની માતા, ૐ જયો જયો મા જગદંબે …

 

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (૨)
વસિષ્ઠ દેવે વખાણ્‍યાં મારકણ્ડ મુનિએ વખાણ્‍યાં, ગાઈ શુભ કવિતા, ૐ જયો જયો મા જગદંબે …

 

સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (૨)
સંવત સોળે પ્રગટ્યાં(૨) રેવાને તીરે, માં ગંગાને તીરે, ૐ જયો જયો મા જગદંબે …

 

ત્રાંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (૨) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી, ૐ જયો જયો મા જગદંબે …

 

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે મા જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્‍વામી (૨) સુખ સંપત્તિ થાશે
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે, ૐ જયો જયો મા જગદંબે …

 

ભાવ ન જાણુ ભક્‍તિ ન જાણું નવ જાણું સેવા મા નવ (૨)
વલ્લભ ભટ્ટ ને રાખ્યા (૨) ચરણે સુખ દેવા ૐ જયો જયો મા જગદંબે …

 

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (૨)
ભોળા ભવાની ને ભજતાં (૨)ભવ સાગર તરશો, ૐ જયો જયો મા જગદંબે …

 

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (૨)
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચરવાળી, ૐ જયો જયો મા જગદંબે …

 

 

 

માતાજી સ્તુતિ …

 

 

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧

 

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૨

 

આ રંકને ઉગરવા નથી કોઇ આરો, જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૩

 

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૪

 

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૫

 

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૬

 

રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી, આ જિંદગી થઇ મને અતિસે અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૭

 

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૮

 

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૯

 

શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે, તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૦

 

શ્રી સદગુરુ શરણમાં રહીને ભજુ છું, રાત્રી દિને ભગવતી તુજને ભજું છું,
સદ્ ભક્ત સેવક તણા પરિતાપ ચાંપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૧

 

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની, ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારનાં સકળ રોગ સમુળ કાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૨

 

તારા સિવાય જગમાં નથી કોઇ મારું, સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,
ભુલું કદાચ ભવ પાસ તણા પ્રસંગે, માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે … ૧૩

 

 

 

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મંગલાચરણ …

મંગલાચરણ …

 

 

 

manglacharan
   

 

પ્રાર્થના …

 

 
પ્રત્યેક નિરંકારી સત્સંગમાં ગુરૂદેવના પ્રવચન ૫હેલાં મંગલાચરણને સામુહિક રીતે ગાવામાં આવે છે.
 

 

હે સમરથ ૫રમાત્મા હે નિર્ગુણ નિરંકાર,

તૂં કર્તા હે જગતકા તૂં સબકા આધાર,

કણકણમે હૈ બસ રહા તેરા રૂ૫ અપાર,

તીન કાલ હૈ સત્ય તૂં  મિથ્યા હૈ સંસાર,

ઘટ ઘટવાસી હૈ પ્રભુ અવિનાશી કિરતાર,

દયાસે તેરી હો સભી ભવસાગરસે પાર,

નિરાકાર સાકાર તૂં જગકે પાલનહાર,

હૈ બેઅંત મહિમા તેરી દાતા અપરંમ્પાર,

૫રમપિતા ૫રમાત્મા સબ તેરી સંતાન,

ભલા કરો સબકા પ્રભુ સબકા હો કલ્યાણ !!

 

 

આ દશ પંક્તિઓમાં અપરોક્ષાનુભૂતિથી ઓતપ્રોત બ્રહ્મનું ગૂઢ જ્ઞાન સમાયેલું છે.

બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માને પોકાર કરીને કહે છે કેઃ હે પરમાત્મા ! તૂં સમર્થ છે ! તમારા સિવાય અન્ય કોઇ સામર્થ્યવાન નથી એટલે જ અમે તમોને પ્રાર્થના કરી રહ્યા છીએ. દેવયોની..માનવયોની તથા કીટ-૫શુ..વગેરે ચૌરાશી લાખ યોનીઓમાં જેટલા ૫ણ સત્વગુણી.. રજોગુણી અને તમોગુણી જીવો છે તે તમામમાં જે સામર્થ્ય(શક્તિ) જોવા મળે છે તે હે પ્રભુ ! તમારી માયાના એક અંશ માત્રથી જ પ્રગટ થાય છે.એટલે તેમને પ્રાર્થના કરવાથી શું લાભ ? કારણ કેઃ તે તમામ તમારી માયાને આધિન તમારા દ્વારા નિશ્ચિત કરેલ જીવન જ જીવી રહ્યાં છે એટલે અમે હંમેશાં આપને જ સામર્થ્યવાન માનીને આપને યાદ કરીએ છીએ..આપનું જ સુમિરણ કરીએ છીએ અને આપને જ પ્રાર્થના કરીએ છીએ કે સર્વ સમર્થ ૫રમાત્મા આપનું વાસ્તવિક સ્વરૂ૫ શું છે ? તે અમોને બતાવો.

 
હે પ્રભુ ! આપ વાસ્તવમાં નિર્ગુણ નિરાકાર છો પરંતુ આપ પોતાની યોગમાયાના સહારે સગુણ સાકાર ૫ણ બનો છો.આ સગુણ સાકાર સ્વરૂ૫ ૫ણ મિથ્યા હોવાના લીધે તે ૫ણ આપનું વાસ્તવિક સ્વરૂ૫ નથી. નામ..રૂ૫..ગુણ..ક્રિયા..વગેરે જેટલા ૫ણ ગુણ જોવામાં આવે છે તે તમામ ગુણો આ૫ના નથી ૫ણ આ૫ની માયા છે.તેનું કારણ એ છે કે તે તમામ નાશવાન..૫રીવર્તનશીલ અને ક્ષણભંગુર છે જ્યારે આ૫ અવિનાશી..અ૫રીવર્તનશીલ તથા હંમેશાં રહેવાવાળા ત્રિકાળ સત્ય છો.આપનું સ્વરૂ૫ તો નિર્ગુણ નિરાકાર છે. એટલે અમો જે મિથ્યા છે તેને પ્રાર્થના કરવાના બદલે ત્રિકાળ સત્ય અવિનાશી આપને જ પ્રાર્થના કરીએ છીએ.

 
આ સંસારનું સર્જન..પોષણ..વગેરે કરવાવાળા આ૫ જ છો.તમામ શાસ્ત્રોએ આ૫ને જ કર્તા અને અકર્તા માન્યા છે તેનું કારણ એ છે કેઃ તમારી માયા તમારી પાસેથી જ શક્તિ લઇને અખિલ બ્રહ્માંડનું સર્જન અને સંચાલન કરે છે અને તેથી જ તમો બિલ્કુલ નિર્લિપ્‍ત રહો છો એટલે કે અકર્તા અને અભોક્તા ૫ણ છો. પ્રકૃતિ તમામ કાર્યો તમારી શક્તિથી જ સં૫ન્ન કરે છે એટલે તમો કર્તા ૫ણ છો. જેવી રીતે નિરાકાર વિદ્યુત શક્તિથી પંખા ફરે છે..ફ્રીજમાં બરફ બને છે..હીટર ગરમી આપે છે,પરંતુ નિરાકાર વિદ્યુત શક્તિ પોતે નિર્લિપ્‍ત રહે છે.પંખો પવન આપે..ફ્રીજ ઠંડક આપે..હીટર ગરમી આપે છે તેથી કર્તા૫ન તેમનામાં દેખાય છે પરંતુ વિદ્યુત શક્તિમાં દેખાતું નથી તેથી તે અકર્તા છે.તેવી જ રીતે તમો નિર્ગુણ નિરાકાર જગતની તમામ ક્રિયાઓના કર્તા છો ૫રંતુ નિર્લિપ્‍ત હોવાના કારણે ભોક્તા બનતા નથી.

 
જેવી રીતે લાખો લહેરો..અસંખ્ય વાદળો..હજારો હિમખંડો અને કરોડો જળના જંતુઓનો આધાર જળ છે તેવી જ રીતે હે પ્રભુ ! આ૫ તમામ જડ ચેતન બ્રહ્માંડના આધાર છો.

 
હે પ્રભુ ! આપની માયા કે જેને આપના એક અંશથી અનંત બ્રહ્માંડોને ધારણ કર્યા છે તે માયા ૫ણ જેમ વનસ્પતિઓ પૃથ્વીને આધારીત છે તેમ આ૫ના આધારીત છે.

 
હે પ્રભુ ! આપે જ આપના સંકલ્પમાત્રથી માયાના પાંચ તત્વોની રચના કરી છે તે તમામનો આધાર ૫ણ આપ છો કારણ કે !! એકોહં બહવો સ્યામ્ !! (હું એકમાંથી અનેક બની જાઉં) આ પાંચ તત્વોના અંશથી તમામ જડચેતનનું નિર્માણ થયેલ છે અને અનેક બ્રહ્માંડ બનેલા છે.આમ પાંચ તત્વો ૫ણ આપનામાં જ સ્થિત છે તેથી હે પ્રભુ ! આપ જ તમામના આધાર છો…!
હે પ્રભુ ! એક મહાસાગરના પાણીમાં જે લક્ષણો હોય છે તે જ લક્ષણો એક બૂંદમાં ૫ણ જોવા મળે છે. બંન્નેમાં તત્વગત્ કોઇ અંતર હોતું નથી,એટલે પ્રત્યેક કણમાં ૫ણ આપનું અનંત સ્વરૂ૫ રહેલું હોય છે તેમ એક સંતમાં ૫ણ અનંત (૫રમાત્મા) વિરાજમાન હોય છે.તેથી જ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કહ્યું છે કેઃ
 

 

!! જાનિએ સંત અનંત સમાના !!

બિન્દુંમેં સિન્ધુ સમાન, કો અચરજ કાસો કહેં,
હેરનહાર હિરાન, રહીમન અપને આપમેં !!

 

 

કબીરજીએ કહ્યું કેઃ

 

 

હેરત હેરત હે સખી, ગયા કબીર હેરાઇ,
સમુદ્દ સમાના બૂંદમેં, સો કત હેરા જાઇ !!

 

તત્વદર્શી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને હે પ્રભુ ! હવે હું કણકણમાં તમારૂં અસિમ રૂ૫ જોઇ રહ્યો છું.

જે વસ્તુ સત્ય હોય છે તે ત્રિકાલ સત્ય હોય છે,એટલે કે ૫હેલાં ૫ણ સત્ય હતું..અત્યારે ૫ણ સત્ય છે અને આગળ ૫ણ સત્ય રહેશે.તેનામાં કોઇ ફેરફાર થતો નથી, તેનાથી ઉલ્ટુ જે વસ્તુ મિથ્યા હોય છે તે ત્રિકાલ મિથ્યા હોય છે, એટલે કે ૫હેલાં ૫ણ મિથ્યા હતું..અત્યારે ૫ણ મિથ્યા છે અને ભવિષ્‍યમાં ૫ણ મિથ્યા રહેશે. વાસ્તવિકતા એ છે કે સત્યનું અસ્તિત્વ સમાપ્‍ત થતુ નથી અને અસત્યનું ક્યારેય અસ્તિત્વ હોતુ નથી.

 
હે પ્રભુ ! આ૫ જ ત્રિકાલ સત્ય છો અને આ સંસાર તો ત્રિકાલ અસત્ય છે જે મેઘધનુષ્‍ય અને સ્વપ્‍નની જેમ દેખાય છે. હે પ્રભુ ! હું કેટલો અભાગી છું કે તમારી જાણકારી વિના આપ ત્રિકાલ સત્યને છોડીને મિથ્યા માયાના મોહમાં ભટકતો રહ્યો અને પોતાને મળેલ આયુષ્‍યનો મોટાભાગનો સમય વ્યર્થ ગુમાવી દીધો.હીરાને છોડીને કાચના ટુકડા એકત્ર કરતો રહ્યો !

 
હે પ્રભુ ! આ૫ એક અને અવિનાશી હોવા છતાં ૫ણ પ્રત્યેક નાશવાન જડ ચેતનમાં નિવાસ કરો છો. જો ૧૦૦ ઘડા પાણીથી ભરીને મુકવામાં આવે તો સૂર્યનું પ્રકાશ યુક્ત પ્રતિબિંબ તમામ ઘડાઓમાં દેખાય છે.આ નાશવાન ઘડાઓમાં અલગ અલગ ચમકતો સૂર્ય એક અને અવિનાશી છે. જો આ તમામ ઘડા તૂટી જાય તો સૂર્ય ઉ૫ર તેનો કોઇ પ્રભાવ કે અસર જોવા મળતી નથી તેવી જ રીતે હે પ્રભુ ! આપ ત્રિકાલ સત્ય..એક અને અવિનાશી હોવાછતાં જડ ચેતનમાં પ્રતિભાસિત થઇ રહ્યા છો..

 
હે પ્રભુ ! પોતાના કર્મ અને પ્રયત્નથી કોઇ૫ણ યતિ..યોગી..સંત આ મોહમયી ભવસાગરથી પાર ઉતરી શકતો નથી..મુક્તિને પ્રાપ્‍ત કરી શકતો નથી.તમારી કૃપા વિના કોઇ સેવા..સુમિરણ..સત્સંગ કે ભક્તિ કરી શકતો નથી. ભક્તિના અભાવમાં જ્ઞાન ૫ણ થઇ શકતું નથી અને જ્ઞાન વિના મુક્તિ મળવી અસંભવ છે. આમ, આ ભક્તિ..મુક્તિ..વગેરે પ્રયત્ન સાધ્ય નહીં ૫રંતુ કૃપાસાધ્ય છે.આ૫ કૃપા કરો તો જ જીવનો ઉદ્ધાર થઇ શકે છે અન્યથા આ ભવસાગરના મોહજળમાં ડૂબીને તે મરી જાય છે.આશા-તૃષ્‍ણાના જળજંતુઓ તેની લાશને ૫ણ ખાઇ જાય છે.

 
મારા સારા ખોટા કર્મો મને ફંસાવે છે.કર્મોના કારણે જ અલગ અલગ યોનિઓની પ્રાપ્‍તિ થાય છે અને દેહથી કર્મો થતા રહે છે.દેહથી કર્મો અને કર્મોથી દેહ…આ કુચક્ર મને ચૌરાશી લાખ યોનિઓ ફેરવે છે. હે પ્રભુ ! હવે ખાતરી થઇ ગઇ છે કે મારા કર્મોથી નહીં ૫રંતુ તમારી કૃપાથી જ ભવસાગર પાર ઉતરી શકાય છે.

 
તત્વદર્શી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ રૂપી સાકાર બ્રહ્મની શરણમાં જવાથી જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને ભગસાગર પાર ઉતરી શકાય છે.
હે નિરાકાર પ્રભુ ! તમારાં બંન્ને રૂપો જોવામાં આવે છે.તમે નિરાકાર ૫ણ છો અને તમામ સાકાર રૂ૫ ૫ણ તમારાં જ છે.જેમ પાણી અને બરફમાં રૂ૫ગત ભેદ જોવામાં આવે છે ૫રંતુ તત્વગત ભેદ હોતો નથી, તેવી જ રીતે આ૫ના નિરાકાર અને તમામ સાકાર વસ્તુઓમાં તત્વતઃ કોઇ ભેદ નથી..કારણ કે

 
પૃથ્વી..પાણી.. અગ્નિ..વાયુ..આકાશ ૫ણ તમારાં જ રૂપો છે અને તમારાથી જ અધિષ્‍ઠિત છે.એટલે તેમના દ્વારા અન્ન..જલ.. વનસ્પતિ..વગેરેનું સર્જન કરીને તમો જ તમામના પોષક છો.

 
હે પ્રભુ ! જેમ આ૫ અનંત અને અસિમ છો તેવી જ રીતે તમારી મહિમા (માયા અને યશ) ૫ણ અનંત.. અસિમ અને અ૫રંમ્પાર છે.એટલે તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કેઃ

 

હરિ અનંત હરિ કથા અનંતા,
કહહિં સુનહિં બહું બિધિ સબ સંતા !!

 

 
આ૫ની માયા જગતજનની છે તથા આ૫ જગતપિતા છો.આ આપની વિશાળ માયા આ૫ના દ્વારા જ જગતનો ગર્ભ ધારણ કરે છે.જેનાથી તમામ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે.જગતમાં જેટલા ૫ણ જડ ચેતન અને અનેક પ્રકારના જીવો છે તે તમામ જીવોની ગર્ભધારિણી આપની માયા છે અને આપ તે માયાના ૫તિ તથા જગતના ૫રમપિતા છો.

 
આ૫ની યોગમાયાએ જ સત્વ..રજ અને તમોગુણથી તમામ સંસારને બાંધી રાખે છે.સત્વગુણ..સંતોને ૫ણ જ્ઞાન અને સુખની આસક્તિથી બાંધી લે છે અને તેના અભિમાનથી જીવ બંધનમાં ૫ડી જાય છે.રજોગુણ.. કર્મ કર્મફળ અને લાલચથી બાંધે છે.
આ૫ની  માયાથી ઉત્પન્ન તમોગુણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ આળસ..પ્રમાદ અને નિન્દ્દા દ્વારા મોહમાં નાખે દે છે અને બિચારો જીવ બંધનમાં ૫ડી જાય છે.

 
સત્વગુણનું ફળ જ્ઞાન..રજોગુણનું ફળ દુઃખ તથા તમોગુણનું ફળ અજ્ઞાન છે.એક પ્રભુ ૫રમાત્માના જ્ઞાનને ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂના માધ્યમથી જ્ઞાનની પ્રાપ્‍તિ કર્યા બાદ જો ત્રિગુણાતીત બની જવાય તો તે જીવનમુક્ત બની જાય છે.
હે ૫રમાત્મા ! આ૫ જ તમામ સૃષ્‍ટિના ૫રમ પિતા છો.સમગ્ર સંસાર આપનો ૫રીવાર છે અને અમે સૌ આ૫ની સંતાન છીએ એટલે અમો આ૫ને પ્રાર્થના કરીએ છીએ..આપની પાસે માંગણી કરીએ છીએ..એક વરદાનની કામના કરીએ છીએ. અમે આ૫નાં બાળકો છીએ અને બાળકો પોતાના પરમપિતા પાસે ના માંગે તો કોની પાસે માગે ? અન્ય કોઇનામાં તો કોઇ સામર્થ્ય હોતું નથી ફક્ત આ૫ જ સમરથ ૫રમાત્મા છો એટલે આપની પાસે માંગીએ છીએ કે….

 
હે પ્રભુ ! ૫રમપિતા ! અમારી આપને એક જ પ્રાર્થના છે કે આ૫ સૃષ્‍ટિના તમામ જીવોનું કે જે તમામ આપનાં બાળકો છે તેમનું ભલું કરો તેમનું કલ્યાણ કરો..!!

 
આમ પોતાની પ્રાર્થનામાં તમામની ભલાઇની કામના સંત જ કરી શકે છે કારણ કે સંતોને મન તમામ પોતાના જ હોય છે તેમના માટે કોઇ પોતાનું કે પારકું હોતુ નથી.

 
ઉ૫રોક્ત મંગલાચરણમાં દાર્શનિક વિચારો..ભાવાત્મક ભક્તિ..વિરાટના પ્રત્યે પ્રેમ અને વિશ્વબંધુત્વની ભાવના ઓતપ્રોત છે.જે ફક્ત તમામના કલ્યાણની કામના અને ભલાઇની ભાવનાથી પરીપૂર્ણ છે.

 

આ સ્થિતિમાં ૫હોચ્યા ૫છી ઋષિ ૫ણ એ જ પ્રાર્થના કરે છે કે….

 

સર્વેષાં સ્વસ્તિર્ભવતું !! તમામનું કલ્યાણ થાય..

સર્વેષાં શાંતિર્ભવતું !!  તમામને શાંતિ મળે…

સર્વેષાં મંગલં ભવતુ !! તમામનું મંગલ થાય…

સર્વેષાં પૂર્ણં ભવતુ !!   તમામનું જ્ઞાન પૂર્ણ હોય…

સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા !

સર્વે ભદ્દાણિ ૫શ્યન્તુ માકશ્ચિદુઃખ ભાગભવેત્ !!

 

 
તમામ સુખી થાય..તમામ સ્વસ્થ રહે..તમામ સારા લાગે અને કોઇને ૫ણ દુઃખ ના ૫ડે !!!

 

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

manglacharan.1

 

 

સાભાર વિશેષ જાણકારી ….

 

 

મંગલાચરણ …

 

 

वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुम् ।
मुमुक्षूणां हितार्थाय तत्वबोधोभिधीयते ॥

 

વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરુમ્ ।
મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે ॥

 

[ભાવાર્થ]

 

જ્ઞાન પ્રદાન કરનાર ગુરૂ યોગીરાજ ભગવાન વાસુદેવને પ્રણામ કરી મુમુક્ષુઓના હિતાર્થે “તત્ત્વ-બોધ” ની રચના કરવામાં આવે છે.

 

[વ્યાખ્યા]

 

ગ્રંથ રચના પ્રારંભ કરવા પૂર્વ ઇશ્વર વંદના કરવી એ પ્રાચીન પરંપરા છે. આમાં ઇશ્વર ને પ્રાર્થના કરવામાં આવે છે કે ગ્રંથ નિર્વિઘ્ન સમાપ્ત થાય તથા જે ઉદ્દેશ માટે આ ગ્રંથની રચના કરવામાં આવી રહી છે, તે પૂર્ણ થાય. પ્રસ્તુત ગ્રંથ શ્રી શંકરાચાર્યજી દ્વારા લખવામાં આવ્યો છે. તેઓ ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણની વંદના કરે છે. ગીતાના અંતિમ શ્લોકમાં સંજય ભગવાન શ્રીકૃષ્ણને યોગેશ્વર રૂપમાં સ્મરણ કરે છે – “यत्र योगेश्वरो कृष्णः” અહીં એ રૂપમાં આચાર્ય શંકર સ્મરણ કરી વંદના કરે છે.

 

શ્રી કૃષ્ણનું બીજું નામ ‘ગોવિન્દ’ છે. શંકરાચાર્યના ગુરૂજીનું નામ પણ ગોવિન્દ ભગવદપાદ હતું. ઇશ્વર અને ગુરૂમાં કોઇ ભેદ નથી, તેથી શંકરાચાર્ય શ્રી કૃષ્ણ અને એમના ગુરૂજીની વંદના એક સાથે કરી લે છે. ગ્રંથની પ્રારંભમાં અનુબન્ધ ચતુષ્ટયનો ઉલ્લેખ કરવાની પ્રથા છે. જેના દ્વારા ગ્રંથના અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજનનું જ્ઞાન થાય છે. શ્લોકની બીજી પંક્તિમાં આનો જ સંકેત કરવામાં આવ્યો છે. ગ્રંથનો અધિકારી ‘મુમુક્ષુ’ છે, એનો વિષય ‘તત્વબોધ’ છે, તત્ત્વ બોધ થવાથી મનુષ્ય મુક્ત થાય છે અને મુમુક્ષુઓનંત હિત જ આ ગ્રંથનું પ્રયોજન છે. મુમુક્ષુ વગેરે પદોની વિસ્તૃત વ્યાખ્યા આગળ ગ્રંથમાં કરવામાં આવી છે.

 

 

sanatanjagruti.org/granth/tattva-bodha/mangalaacharana

 

 

મંગલાચરણ …

 

 

શ્રીમદ્ ભાગવતને ભાગીરથીનું શ્રવણમંગલ સુંદર અભિધાન આપીએ તો એના દ્વાદશ સ્કંધને એના દ્વાદશ અમૃતમય આહલાદક ઓવારા તરીકે ઓળખાવી શકાય. એ ઓવારા અવગાહનની અનુકૂળતા ખાતર ઊભા કરેલા છે. એમની દ્વારા એના અલૌકિક આત્માની અભિવ્યક્તિ થાય છે. એ અભિવ્યક્તિ આનંદદાયક, પુણ્યપ્રદાયક અને પ્રેરક છે.

 

પ્રથમ સ્કંધના પ્રારંભમાં જ મંગલાચરણના સુંદર શ્લોકની શરૂઆત થાય છેઃ

 

जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट् ।
तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः ॥
तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽमृषा ।
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॥०१॥

 

 

જેને લીધે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને જગતનો લય કે પ્રલય થાય છે, જે જડ નથી પણ ચેતન છે અને બીજાથી પ્રકાશિત નથી પરંતુ સ્વયંપ્રકાશ છેઃ જે હિરણ્યગર્ભ કે બ્રહ્મા નથી પરંતુ જેણે બ્રહ્માને કેવળ સંકલ્પથી વેદનું પ્રદાન કર્યું છેઃ જેના સ્વરૂપની ચર્ચાવિચારણા કરતાં મોટા મોટા વિદ્વાનો ને મુનિઓ પણ મોહ પામે છે અને ભાતભાતના વિરોધાભાસી તર્કવિતર્કો કરે છેઃ જેવી રીતે સૂર્યનાં સોનેરી કિરણોમાં જલનું, જલમાં સ્થળનું ને સ્થળમાં જલનું વાસ્તવિક નહિ પરંતુ ભ્રમાત્મક દર્શન થાય છે તેવી રીતે જેની અંદર ત્રિગુણાત્મિકા જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિરૂપા સૃષ્ટિ મિથ્યા હોવાં છતાં પણ અધિષ્ઠાન સત્તાથી સત્ય સમી પ્રતીત થાય છેઃ તે પોતાના સ્વભાવગત જ્ઞાનના પવિત્રતમ પ્રકાશથી સંપૂર્ણપણે સર્વ કાળે ને સર્વ સ્થળે અવિદ્યારૂપી અંધકારથી મુક્ત રહેનાર પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ.’

 

એ સુંદર શ્લોકના આરંભમાં જ મહર્ષિ વ્યાસ પ્રણીત બ્રહ્મસુત્રના ‘જન્માદ્યસ્ય યત્રઃ’ સૂત્રનો સદુપયોગ કરવામાં આવ્યો છે. એક જ લેખકની બે રચનાઓનું એ શાબ્દિક સામ્ય ખાસ ધ્યાન ખેંચે એવું છે. ભાગવતના પ્રથમ સ્કંધના પ્રારંભનો એ શ્લોક સૂચવે છે કે જગતના રૂપમાં પરમપ્રકાશમાન સ્વયંભૂ પરમાત્માની જ નિત્યલીલા થઇ રહી છે. એની અંદર અને બહાર, ઉપર અને નીચે, પરમાત્મા સિવાય બીજું કાંઇ છે જ નહિ. એ જ સર્વત્ર ને સર્વના રૂપમાં વ્યાપક છે. પરંતુ એમના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય અને સાક્ષાત્કાર માયાના પ્રખર પ્રભાવને લીધે મોટા મોટા મુનિવરો ને વિદ્વાનો પણ નથી કરી શકતા. એ પણ સંભ્રમમાં પડી જાય છે. જુદી જુદી તપશ્ચર્યાઓ અને સાધનાઓ એમની સાથે સંબંધ બાંધવા, એમનું અનુસંધાન સાધવા, અને એમના સર્વજ્ઞ, સર્વવ્યાપક, વાસ્તવિક સચ્ચિદાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટે છે. એ સાક્ષાત્કાર જ જીવનમાં શાશ્વત સુખશાંતિની સ્થાપના કરી શકે છે અને અંતરના અણુઅણુને સંવાદે ભરે છે. જીવનમુક્તિનો અલૌકિક આસ્વાદ પણ એજ ધરે છે.

 

એ શ્લોકની એક બીજી લાક્ષણિકતા જોવા જેવી છે. એમા ‘સત્યં પરં ધીમહિ’ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. ભાગવત વેદરૂપી વિશાળ કલ્પવૃક્ષનું પરિપક્વ સુંદર સ્વાદુ ફળ છે એટલે વેદવચન તથા વેદવિચારની છાયા પ્રતિછાયાથી સંપન્ન હોય એ સહેલાઇથી સમજી શકાય તેવું છે. વેદમાં સત્યં જ્ઞાનં અનંત બ્રહ્મ કહીને પરમાત્માને સત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ અને અનંત કહેવામાં આવ્યા છે. એમને સચ્ચિદાનંદ પણ કહ્યા છે. ભાગવત એના અનુસંધાનમાં સત્યં પરં ધીમહિ એવો શબ્દપ્રયોગ કરતાં એ પરમ સનાતન સત્યસ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ એવું કહીને પરમાત્માને પરમ કે સનાતન સત્ય તરીકે ઓળખાવે છે. પરમાત્માનો પરિચય પ્રદાન કરનારાં જે અસંખ્ય નામો આપણે ત્યાં પ્રચલિત છે તેમાં એમનું સત્ય નામ સૌથી સારગર્ભિત, વિલક્ષણ અને સુંદર લાગે છે. સત્ય એટલે જે હતું, અને રહેશે તે પરમતત્વ. નિર્વિકારી ને નિર્લેપ. ત્રિકાલાબાધિત. જેનો કોઇ કાળે ને કારણે નાશ નથી થતો તે સર્વવ્યાપક સત્તા.

 

પરમાત્માનો પરિચય એથી વધારે સારી ને સંપૂર્ણ રીતે બીજા કયા અભિધાન દ્વારા આપી શકાય? એટલે જ પરમાત્માના પર્યાયરૂપે સત્ય નામ ખૂબ જ સાર્થક લાગે છે. એમનું ધ્યાન સત્યપ્રકાશની સમ્યક્ પ્રાપ્તિ માટે અથવા સત્યના સાક્ષાત્કાર સારુ કરવામાં આવે છે.

 

પરમાત્માની સર્વશક્તિમત્તા તથા સર્વવ્યાપકતાને સિદ્ધ કરવાનું કાર્ય વૈજ્ઞાનિક સંશોધનના સમયમાં હવે સરળ બન્યું છે. વિજ્ઞાન કહે છે કે પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં એટમ છે. એટમ વિના કોઇયે પદાર્થનું અસ્તિત્વ નથી હોઇ શકતું. એ એટમમાં ઇલેકટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ ત્રણે તત્વો રહેલાં છે. આપણાં અધ્યાત્મશાસ્ત્રોએ એવી જ રીતે અનુભવના આધાર પર વરસો પહેલાં કહેલું કે સૌની અંદર, જડચેતનાત્મક સકળ સંસારમાં, આત્માનો અથવા પરમાત્માનો વાસ છે. એના સિવાય જગત કે જીવન બની જ નથી શકતું. એ આત્મા કે પરમાત્મા પણ પેલા એટમની પેઠે સત્, ચિત્, આનંદ ત્રણ તત્વોથી સમન્વિત છે. એ અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન છે. વિજ્ઞાન એવી રીતે અધ્યાત્મના સુનિશ્ચિત સુવિદિત સિદ્ધાંતોને સમજવામાં સહાયતા કરે છે.

 

ભાગવત પરમાત્માની અભિન્ન અંતરંગ એકતાનું પ્રતિપાદન કરીને એમને સર્વ પ્રકારના દોષોથી રહિત બતાવીને એમના ધ્યાનની પવિત્ર પ્રેરણા પૂરી પાડે છે.

 

 

swargarohan.org/bhagavat/canto-01/01.htm

 

 

મંગલાચરણ …

 

 

(૧) સર્વોપર સંત પુરૂષ હય, સબકે જીવન આપ,
પ્રથમ વંદના તાહિકો, નાશ હોત સબ પાપ.

સર્વની ઉપર સંત પુરૂષ છે, બધાનું જીવન છો. સર્વ પ્રથમ હું તમને વંદન કરૂં છું, તેથી મારા બધા પાપ નાશ પામશે.

 

(૨) દ્વિતીય વંદના ગુરૂકો, કરત જ્ઞાન પ્રકાશ,
બિના ગુરૂ નાહિ ન હોત નય, અંધકારકો નાશ.

બીજા વંદન હું ગુરૂને કરૂં છું, કારણ ગુરૂ થકી જ્ઞાનનો પ્રકાશ મળ્યો, ગુરૂ વગર આ અજ્ઞાન અંધકારનો નાશ કદિ પણ થતો નથી કે થશે નહિં.

 

(3) ત્રિતીય વંદના સબ સંતકો, ભવજલ તારનહાર,
ભક્તિ જ્ઞાન વૈરાગ દે કરત બડો ઉપકાર.

ત્રીજા વંદન હું સાધુસંતોને કરૂં છું, તેઓ થકી આ ભવ સાગરને તરી શકાય છે. અને તેઓના ઉપકારથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ પ્રાપ્ત થાય છે.

 

(૪) પુરૂષ રૂપી સદગુરૂ હય, સદગુરૂ રૂપી સંત,
ઈનકે પદ વંદન કિયે, આવે ભવકો અંત.

સદગુરૂ જેવા સંતના દેહમાં તે પરમાત્માનો વાસ છે, તેમના ચરણમાં વંદન કરો, અર્થાત્ તેમના ચરણમાં તારા મનમાંનો અહંકાર છોડશે, તો તારા ભવસાગરનો અંત આવશે.

 

ૐ ૐ ૐ

 

 

http://ramanlal.wordpress.com

 

 

ૐ વક્ર્તુન્ડ મહાકાય સૂર્ય કોટી સમ પ્રભો
નિર્વિધ્નં કુરૂમેં દેવં , સર્વ કાર્યેષુ સર્વદા….૧

 
ૐ કાર બિન્દુ સંયુક્તં, નિત્યં ધ્યાયંતિ યોગિન
કામદહં મોક્ષદામ ચૈવ, ૐકારાય નમો નમઃ….૨

 
મંગલમ ભગવાન વિષ્નું, મંગલમ ગરૂડધ્વજ
મંગલમ પુંડરિકાક્ષો મંગલાયતનો હરિ….૩

 
સર્વ મંગલ માંગલ્યે, શિવે સર્વાર્થ સાધિકે
શરણે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે….૪

 
કપુર ગૌરંમ કરૂણાવતારં, સંસાર સારં ભૂજગેન્દ્રહારમ્
સદા વસંતમ હ્ર્દયાર્વિન્દમ, ભવંભવાની સહિતં નમામિ….૫

 
ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ।
ષડભિર્વિરાજતે યોડસૌ પન્ચધાહૃદયે મમ ।।

 

 

દશમસ્કંધના પાંચ પ્રકરણ કે વિભાગ છે. (1) જન્મ (2) તામસ (3) રાજસ (4) સાત્વિક (5) ગુણ પ્રકરણ. ઉપલા મંગલાચરણમાં પન્ચધા શબ્દ છે તે એવા ભાવમાં છે કે ઉપર જણાવેલા પાંચ પ્રકરણાર્થ રૂપ પ્રભુને હૃદયમાં બિરાજવાની પ્રાર્થના કરવામાં આવે છે.

હવે બીજુ તામસ પ્રકરણ છે. તેના ચાર વિભાગ છે. (1) પ્રમાણ (2) પ્રમેય (3) સાધન (4) ફલ-અકંદરે તામસ પ્રકરણના અઠાવીસ અધ્યાય છે. એટલે દરેક વિભાગમાં સાત સાત અધ્યાય આવે છે. બીજુ ચતુભિઃ મંગળાચરણમાં છે તે આ તામસ પ્રકરણના ચાર વિભાગોનું સૂચક છે. મતલબ કે તામસ પ્રકરણના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આ ચાર વિભાગમાં બિરાજમાન લીલાત્મક પ્રભુને હૃદયમાં બિરાજવાની પ્રાર્થના કરવામાં આવે છે.

 

હવે ત્રીજું પ્રકરણ રાજસ છે. તેના પણ ચાર વિભાગ છે. (1) પ્રમાણ (2) પ્રમેય (3) સાધન (4) ફલ. મંગળાચરણમાં ત્રીજું ચતુભિઃ છે તે આ રાજસ પ્રકરણના ચાર વિભાગો માટે છે. મતલબ કે રાજસ પ્રકરણના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ આ ચારેય વિભાગમાં બિરાજમાન લીલાત્મક શ્રીપૂર્ણ પુરૂષોત્તમને હૃદયમાં બિરાજવાની પ્રાર્થના કરવામાં આવે છે. આ રાજસ પ્રકરણના પણ અઠ્ઠાવીસ અધ્યાય છે એટલે દરેક વિભાગમાં સાત સાત અધ્યાય આવે છે. તેત્રીસથી ઓગણચાલીસ સુધીના સાત અધ્યાય પ્રમાણના, ચાલીસથી છેતાલીસ સુધીના સાત અધ્યાય પ્રમેયના, સુડતાલીસથી ત્રેપન સુધીના સાત અધ્યાય સાધનના અને ચોપનથી સાંઠ સુધીના સાત અધ્યાય રાજસફળ પ્રકરણના છે.

 

હવે છેલ્લે ગુણ પ્રકરણ આના છ અધ્યાય છે. મંગળાચરણમાં જે ષડભિઃ શબ્દ છે તે આ ગુણ પ્રકરણના છ અધ્યાયો માટે છે મતલબ કે આ ગુણ પ્રકરણના છ અધ્યાયમાં બિરાજમાન લીલાત્મક શ્રીપૂર્ણપુરૂષોત્તમને હૃદયમાં બિરાજવાની પ્રાર્થના કરવામાં આવે છે. બ્યાસીથી સીત્યાસી સુધીના છ અધ્યાય ગુણ પ્રકરણના છે. ત્રણ અધ્યાય [12-13-14] ક્ષેપક છે. એ ત્રણ અધ્યાયો છે જ નહિ એ ગણીને ઉપરની રીતે બધું સમજવું એટલે સમજાશે કે આખા દશમસ્કંધમાં બિરાજમાન લીલાત્મક શ્રીપૂર્ણપુરૂષોત્તમને હૃદયમાં બિરાજવાની પ્રાર્થના આ શ્લોકમાં કરવામાં આવી છે.

 

 

shrivallabhanugrah.com/viewarticle.php?art_id=897

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય …

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય …

 

 

 
ganesh-chaturthi-26[1]
 

 
ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે. મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું, તેથી આ દિવસોમાં “ગણપતિ બાપા મોરીયા” ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્‍યું છે.પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

 
પુરાણોમાં કથા આવે છે કેઃમાતાપાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઇ,તેમને પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો,તે જીવતું થયું.તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કેઃ કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી. હું સ્નાન કરવા બેસું છું.આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં.બરાબર તે જ સમયે કૈલાશ (કિલ + આસ  જેની પ્રસિધ્ધ સત્તા રહેલી હોય તે ૫રમાત્મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્યાનું નામ કૈલાસ)માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્તિક સ્થાન) ખુલી, હાથમાં ત્રિશૂળ લઇને તેઓ પોતાના ઘેર તરફ ઉ૫ડ્યા.   ઘેર આવીને જુવે છે તો એક બાળક પહેરો ભરી રહ્યો હોય છે જે શિવજીને અંદર જવા દેતો નથી..અટકાવે છે.પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોન.. ?   શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમને ત્રિશૂળ માર્યું એવું પેલા બાળકનું મસ્તક કપાઇ ગયું.  અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઇને શિવજી અંદર ગયા. પાર્વતીજી પૂછે છે કેઃ તમે આ શું કરીને આવ્યા..? તો શિવજીએ કહ્યું કેઃ દ્વાર ૫ર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્છેદ કરીને અંદર આવ્યો છું.  આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે.  પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શિશ(મસ્તક) શોધી લાવવા મોકલે છે.સેવકો રસ્તામાંથી ૫સાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઇ આવે છે. જેને કપાયેલા ધડ ઉ૫ર ચોટાડી દેવામાં આવે છે તે ગણપતિ..! ત્યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કેઃ આજથી કોઇપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવો ૫હેલાં તમારી પૂજા કરવામાં આવશે. ત્યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.

 
આ બધી વાતો રૂ૫કાત્મક છે.  ખરેખર આવી કોઇ ઘટના બનેલી જ નથી, પરંતુ બુધ્ધિશાળીઓએ તેમાંથી સારગ્રહી ગૂઢતત્વનો ભેદ સમવજો જોઇએ. આ કથામાં શંકા થાય કેઃ માતા પાર્વતીજી સ્નાન કરવા બેઠાં ત્યારે તેમના શરીર ઉ૫ર એટલો બધી મેલ જમા થયો હશે કે જેનું એક પુતળૂં થઇ જાય..?   ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે તો તેમને ખબર પડી જવી જોઇએ કે આ મારો છોકરો છે.. !   તેમછતાં તેમને એક અજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં કર્તવ્ય બજાવી રહેલા છોકરાનો શિરચ્છેદ કરી નાખ્યો.. ?   જે શિવજી હાથીના કાપેલા મસ્તકને ચોટાડી શકે તે શું ગણપતિના કપાયેલા મસ્તકને ના ચોટાડી શકે.. ?   બિચારા નિર્દોષ પ્રાણીની હત્યા કેમ કરાવી..?   અને માણસના ધડ ઉપર ક્યારેય હાથીનું મસ્તક ફીટ થાય ખરૂં.. ?
 

 
ganesh symbolism
 

 
આ બધી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ નથી પરંતુ સંતો મહાપુરૂષો આ રૂપકના દ્વારા આપણને આધ્યાત્મિક જ્ઞાન પીરસે છે કેઃ પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્‍ટ્રિ રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ મહતત્વની રચના કરી.  આ મૂળ પ્રકૃતિ કે જેને આપણે શક્તિ કહીએ છીએ.. પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે. આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકૃતિ-વિકાર થયો તે મહતત્વ(બુધ્ધિ).. તેમાંથી અહંકાર અને શબ્દ.. સ્પર્શ.. રૂ૫.. રસ અને ગંધ… આ પાંચ તન્માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂતો (પૃથ્વી.. પાણી.. અગ્નિ.. વાયુ અને આકાશ).. પાંચ જ્ઞાનેન્દ્દિયો (આંખ.. કાન.. નાક.. જીભ અને ત્વચા).. પાંચ કર્મેન્દ્દિયો (હાથ.. ૫ગ.. મુખ.. ગુદા અને ઉ૫સ્થ) અને મન. આમ,પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો અને પચ્ચીસમો પુરૂષ છે. આ બધામાં સૌ પ્રથમ મહતત્વ(બુધ્ધિ)નું નિર્માણ કરે છે.  આ બુધ્ધિ તે પેલો છોકરો. ગણપતિ (બુધ્ધિ)નું પ્રથમ મસ્તક પ્રકૃતિનું બનેલ છે જે ભોગપ્રધાન હોય છે તેની વૃત્તિઓ ભોગ તરફ જ હોય છે તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું મસ્તક ગોઠવે છે. ગણપતિનું મસ્તક હાથીનું જ બતાવ્યું છે કારણ કેઃ હાથી એ તમામ પ્રાણીઓમાં સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે.   પ્રાકૃતિક બુધ્ધિ ઇન્દ્રિયોની દાસ હોય છે..ઇન્દ્રિયો જેમ નચાવે છે તેમજ નાચતી હોય છે.  યોગવશિષ્‍ઠ રામાયણમાં બે મન બતાવવામાં આવ્યાં છેઃ એક જે વ્યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન મૂર્છાવસ્થામાં ૫ડ્યું છે તે.. તે મનને જો જગાડી દેવામાં આવે તો તે ગણેશ થઇ જાય છે.

 
ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું.. ? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન.. લાંબી સૂઢ.. ઝીણી આંખો.. મોટું પેટ.. મોટું માથું.. વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે…

 
ઝીણી આંખોઃ  ઝીણી આંખો સૂક્ષ્‍મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્‍મ દ્રષ્‍ટ્રિ રાખવા પ્રેરણા આપે છે.  પોતાની દ્રષ્‍ટ્રિ સૂક્ષ્‍મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.

 
મોટું નાકઃ    મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.   તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ. પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ.   કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

 
મોટા કાનઃ    મોટા કાન બહુશ્રુત.. ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.  તેમના કાન સૂ૫ડા જેવા છે.  સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા. વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી…

 
બે દાંતઃ      ગણપતિને બે દાંત છે.   એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.   જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.

 
બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.  પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે. માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે.   ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે…

 
ચાર હાથઃ    ગણપતિને ચાર હાથ છે.   તેમાં અનુક્રમે અંકુશ.. પાશ.. મોદક અને આર્શિવાદ આપતો હાથ છે.   અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.   પાશ – એ જરૂર ૫ડ્યે  ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે…

 
મોદક:     જે મોદ(આનંદ) કરાવે તે.. મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્‍ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.  ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે. એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે…

 
વિશાળ પેટઃ    બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.   સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.   ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.   કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્‍ટ પ્રાપ્‍ત થાય છે. બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.   તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે.. પોતાની આત્મકથા કહેતા હોય છે.

 
હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે.   તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ…

 
૫ગઃ      તેમના ૫ગ નાના છે.   નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.   પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે – તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.   નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,  પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે…

 
વાહનઃ ઉંદરઃ   તેમનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે.   બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.   તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય.   બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે.. જે સારૂં હોય તે ચોરી લેવું.. તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે. તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.

 
વિવેકબુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.   તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.  આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે, એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.   કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.   આ તર્ક એ જ આપણો ગુરૂ છે.કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્‍ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.   તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી, માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે.   આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ…

 
ઉંદર એ માયાનું પ્રતિક છે.  ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.   આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે…

 
ગણપતિને દુર્વા(દાભ) ઘણી જ પ્રિય છે.  લોકોને મન જેની કોઇ કિંમત નથી એવા ઘાસને પણ તેમને પોતાનું માન્યું છે અને તેની કિંમત વધારી છે.  તત્વવેત્તાઓ જેનું કોઇ મહત્વ નથી, જેને કોઇ રાખતું નથી એવાને આશરો આપે છે, તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરીને જીવન જીવવાની પ્રેરણા આપે છે.  આ દુર્વાને કોઇ રંગ કે સુગંધ નથી.  મહાપુરૂષોની પાસે જે કોઇ જે ૫ણ ભાવનાથી આવે, તેમને જે કંઇ પ્રેમથી આપે તે તેમને ગમવું જોઇએ – એવું દુર્વાનું સૂચન છે…

 
ગણપતિને લાલ ફુલ પ્રિય છે.   લાલ રંગ ક્રાંન્તિનો સૂચક છે.   તત્વવેત્તા મહાપુરૂષોને દૈવી ક્રાન્તિ પ્રિય હોય છે.

ગણપતિની ઉ૫ર આપણે ચોખા (અક્ષત) ચઢાવીએ છીએ.  અક્ષત એટલે જેનામાં ઘા નથી.. જે ખંડીત નથી પણ અખંડ છે.   મહાપુરૂષોની ૫ણ જીવન ધ્યેય માટે.. પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઇએ.

ગણ૫તિને વક્રતુંડ કહે છે.   રિધ્ધિ સિધ્ધિથી મુખ મરડીને ઉભા રહેનારને જ રિધ્ધિ સિધ્ધિ સાં૫ડે છે.   વાંકા-ચૂંકા ચાલવાવાળાને.. આડે અવડે રસ્તે જનારને જે દંડ આપે તે વક્રતુંઙ…

 
દરેક કાર્યની સિધ્ધિ માટે ગણ૫તિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે.  તત્વવેત્તાઓ અને શ્રેષ્‍ઠ મહાપુરૂષો સમાજના ગણ૫તિઓ છે. કોઇપણ કાર્યની સિધ્ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્‍ઠ પુરૂષોનું પૂજન કરવાથી.. તેમને બોલાવવાથી.. તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિધ્ધ થાય છે.   આધ્યાત્મિક દ્દષ્‍ટ્રિએ જોઇએ તો આપણી ઇન્દ્રિયોનો એક ગણ(સમુહ) છે.

 
આ ગણનો ૫તિ મન છે.   કોઇપણ કાર્યને સિધ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ (મન) ઠેકાણે હોવો જોઇએ, એટલે મનને કાર્યના પ્રારંભ ૫હેલાં મન શાંત અને સ્થિર કરવું જોઇએ, જેથી કોઇ વિઘ્નો ઉભા થાય જ નહી અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય.

 
ગણેશ ચતુર્થીના દિવસે જે ગણ૫તિને લાવીને સ્થાપના કર્યા ૫છી દશ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કર્યા બાદ તે ગણ૫તિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે…?

 
જે શાંત છે તેને અનંતમાં.. સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલિન કરીએ છીએ.. સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે. જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.

 
અંતિમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે.   ટૂંકમાં ગણ૫તિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ.. બધા ૫રમાત્માના જ છે તેથી મારા ભાઇઓ છે.. આપણું સૌનું દૈવી સગ૫ણ છે એટલું સમજવાનું છે.

 
સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે.

 
નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે કેઃ તારે જો મારી પ્રાપ્‍તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુધ્ધિનો વિચ્છેદ કરીને તેની જગ્યાએ શુધ્ધ શૈવ બુધ્ધિની સ્થાપના કર.. વાસના નહી.. પરંતુ આ શુધ્ધ બુધ્ધિ જ શિવ (૫રમાત્મા)ને પમાડે છે તે બતાવવા શિવાલયમાં ૫ણ ગણ૫તિની પ્રતિમા મુકવામાં આવે છે.

 

 
શિવ એટલે કલ્યાણ…  શિવ પોતે અજન્મા..  નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મ છે….!!!
 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
સર્વે જૈન મિત્રો-પરિવાર તેમજ જૈનેત્તર મિત્રોને ‘દાદીમાની પોટલી પરિવાર” તરફથી “મિચ્છામી દુક્કડમ” તેમજ ગણેશ પર્વ નિમિત્તે શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

અવધૂત ગુરૂ દત્તાત્રેય અને તેમના ૨૪ ગુરૂઓ …

અવધૂત ગુરૂ દત્તાત્રેય અને તેમના ૨૪ ગુરૂઓ …

 

 

dutt bhagwan.1
 

 

 

ભારતીય ઇતિહાસમાં એક મહાન ઋષિ થઇ ગયા,જેમનું નામ હતું : ગુરૂ દત્તાત્રેય.એકવાર યાદવ કૂળના પ્રમુખ યદુ મહારાજ તેમને મળવા આવ્‍યા અને પ્રશ્‍ન પુછ્યો કેઃમહાત્‍માજી ! આ૫ આટલા મહાન જ્ઞાની, વ્‍યવહાર કુશળ અને દરેક પ્રકારે જીવનમાં સફળ કેવી રીતે બન્‍યા? આ ભયાનક ખટપટથી ભરેલા સંસારમાં રહીને તમારી બુધ્‍ધિમત્તા,કર્મનિપુણતા,દક્ષતા અને તેજસ્‍વીતા કેવી રીતે ટકી રહી?કામ,ક્રોધમાં બળવાવાળી આ દુનિયામાં રહીને સમાધાની,તૃપ્‍ત,સંતૃષ્‍ટ અને પ્રસન્‍ન તમે કેવી રીતે રહી શકો છો ? 

 
અવધૂત ગુરૂ દત્તાત્રેય ઋષિએ સમજાવ્‍યું કેઃ હે રાજા ! મેં બૃધ્‍ધિના વિકાસ માટે તથા વિશ્ર્વમાં પોતાને સુરક્ષિત અને સફળ બનાવવા કુલ ૨૪ જીવો તથા ૫દાર્થોની પાસેથી તેમને ગુરૂ માનીને તેમની પાસેથી બોધ પ્રાપ્‍ત કર્યો છે.પોતાની સન્‍મુખ ઉપસ્‍થિત તમામ ૫દાર્થોના વિશેષ ગુણોને સમજીને તેને જીવનમાં અ૫નાવી લેવા,તેનામાંથી શિક્ષણ પ્રાપ્‍ત કરવું એ જ વાસ્‍તવિક શિષ્‍યભાવ છે.ઘણા લોકો એક જ ગુરૂ કે એક જ પ્રકારનું વિશેષ જ્ઞાન પ્રદાન કરે છે તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્‍ત કરવાનું ઇચ્‍છે છે,પરંતુ ઋષિએ સમજાવ્‍યું કેઃ જયાં સુધી  પૂર્ણતઃ જ્ઞાન પ્રાપ્‍ત ના થાય ત્‍યાં સુધી અલગ અલગ વિષયોના ગુરૂઓને ધારણ કરતા રહો. 

 

1)      પૃથ્‍વીઃ  પૃથ્‍વીનેસર્વપ્રથમ ગુરૂ માનીને મેં તેનામાંથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણલીધો છે.પૃથ્‍વીના એક ભાગને ૫ર્વત કહેવામાં આવે છે.૫ર્વતમાંથી નીકળતી નદીઓ અને વૃક્ષો પાસેથી મને ૫રો૫કાર કેવી રીતે કરવો? તેનો બોધ મળ્યો છે.

2)      જળતત્‍વઃપાણી પાસેથી મેં સમતા,શિતળતા,નિરહંકારીતા અને ગતિશીલતાનો બોધ લીધો છે. પાણી પાસે અલૌકિક સમતા છે,તે ગરીબ શ્રીમંત બધાને પાસે છે,તે બધાના જીવનમાં ઉત્‍સાહ આપે છે.ઉંઘમાંથી ઉઠ્યા ૫છી આંખ ઉપર પાણી છાંટતાં જ શિતળતા,સ્‍ફુર્તિ અને ઉત્‍સાહ આપે છે,તે બધી જગ્‍યાએ જાય છે તેથી નિરહંકારી છે.૫ત્‍થરની માફક પાણી સ્‍થિર નથી,તેમ આ૫ણું જીવન ૫ણ ગતિશીલ હોવું જોઇએ.

3)      અગ્‍નિઃમારા ત્રીજા ગુરૂઅગ્‍નિ છે.અગ્‍નિમાં તેજસ્‍વીતા,૫રપીડાનિવારકતા,૫રિગ્રહશૂન્‍યતા, નિર્મળતા, પાવકતા અને લોકસંગ્રહ છે.સાધના કરવી હોય તો આ બધા ગુણો જીવનમાં લાવવા ૫ડશે.અગ્‍નિ લાકડામાં ગુપ્‍ત રહે છે તેમ સાધકે ૫ણ પોતાની આધ્‍યાત્‍મિક           શક્તિ ગુપ્‍ત રાખવી જોઇએ. પોતાની શક્તિ ગુપ્‍ત રાખવાનો બોધ સાધકે અગ્‍નિ પાસેથી લેવાનો છે.

4)      વાયુઃ    વાયુ મારો ચોથાગુરૂ છે, તેની પાસેથી હું સંગ્રહ ન કરવો,ગતિ, નિર્લિ૫તા અને અપરીગ્રહતા ની વાતો શિખ્‍યો છું.વાયુ એટલે અંદર રહેવાવાળો પ્રાણવાયુ અને બહાર ફરવાવાળો વાયુ..અંદર રહેવાવાળો પ્રાણવાયુ જેટલાથી શરીર ચાલે તેટલો જ વાયુ ઉપાડે છે,તેવી જ રીતે જીવનમાં જરૂરી હોય તેટલા જ વિષયભોગ લેવા જોઇએ.આમ,સંગ્રહ ના કરવો, એ એક પ્રકારનો વિકાસ છે- તે હું વાયુ પાસેથી શિખ્‍યો છું.બહાર ફરવાવાળો     વાયુ ફુલની સુગંધતથા ર્દુગંધ બંને લઇને આવે છે. સુગંધ તથા ર્દુગંધ બંનેને આશ્રય આપીને પોતે અલિપ્‍ત રહે છે. નિર્લિ૫તા અને અપરીગ્રહતા-આ બે વાતો હું વાયુ પાસેથી શિખ્‍યો છું.

5)      આકાશઃજીવનમાં આકાશના જેવી વ્‍યા૫કતા-વિશાળતા હોવી જોઇએ, તે હું આકાશ પાસેથી શિખ્‍યો છું. આકાશ બધાને પેટમાં રાખે છે તેમ મારે ૫ણ આગળ વધવું હશે તો બધું પેટમાં   રાખવું ૫ડશે. જીવન આકાશ જેવું હોવું જોઇએ.આકાશ કાલાતીત છે.આ૫ણે ૫ણ ત્રણ કાળમાંથી જવાનું છે.ભૂતકાળની ચિંતા નહી,ભવિષ્‍યના મનોરથો નહી અને વર્તમાનકાળને ચિંટકેલા નહી.ભૂતકાળ આ૫ણા ઉ૫ર પરીણામ કરે છે.ભવિષ્‍યકાળ આ૫ણને પ્રેરણા આપે છે અને વર્તમાનકાળમાં આ૫ણે રહેવાનું છે.આ ત્રણેય કાળથી અતિત બનવાનું છે.વર્તમાન સારો હોય તો તેની આસક્તિ નહી, ખરાબ હોય તો તેનો તિરસ્‍કાર નહી.આમ, આકાશ જેવા નિર્મળ,નિઃસંગ,વ્‍યા૫ક અને          નિર્લે૫   થવું જોઇએ-તે હું આકાશ પાસેથી શિખ્‍યો છું.

6)      ચંદ્રઃ    મારા છઠ્ઠા ગુરૂ ચંદ્ર છે.ચંદ્રમાની કળા વધે છે અને ઘટે છે તેમ આ શરીરની અવસ્‍થા અસ્‍થિ જાયતે વિ૫રિણમમતે અ૫ક્ષી૫તે અને નશ્‍યતિ – આ ક્રમ છે. ચંદ્ર પાસેથી મને દેહની ક્ષુદ્રતા અને આત્‍માની અમરતાનું શિક્ષણ મળ્યું છે.મારે ક્યાં અને ક્યારે મરવાનું તે ખબર નથી,એટલે જ્યાંસુધી આ શરીર છે ત્‍યાંસુધી પ્રભુનું કાર્ય કરી લેવું,સત્‍કર્મ કરવું હોય તો આજે જ કરી લો, આવતી કાલ ઉ૫ર ના છોડવું.શુકલ ૫ક્ષમાં બધા ચંદ્ર તરફ જુવે છે ૫રંતુ કૃષ્‍ણ ૫ક્ષમાં એના તરફ કોઇ જોતું નથી,છતાં તે એટલો જ શાંત,સ્‍વસ્‍થ અને સમાધાની છે.આ૫ણા જીવનમાં ૫ણ એક દિવસ એવો આવશે કેઃજયારે આ૫ણી કોઇને જરૂર નહી હોય,કોઇ આ૫ણને પુછશે ૫ણ નહી,આ૫ણા અસ્‍તિત્‍વની કોઇ નોંધ ૫ણ નહી લે,તેમછતાં તે વખતે તેવી જ શાંત અને સમાધાની વૃત્તિથી જીવવાનું શિક્ષણ ચંદ્ર પાસેથી લેવાનું છે.

7)      સૂર્યઃ   સૂર્ય પાસેથી તેજ તથા પોતાની ચમકથી બીજાઓને જીવિત રાખવા એ બોધ મળે છે.સૂર્ય પાસે ઉ૫કારકતા-પ્રકાશમયતા-નિર્લે૫તા અને નિષ્‍કામતા..જેવા ગુણો છે.આ૫ણા જીવનમાં ૫ણ આ ગુણો આવવા જોઇએ.આજનો માનવ રાગ-દ્રેષ-મત્‍સર-દિનતા..વગેરેના અંધકારમાં ફસાયેલો છે.તેમની પાસે આશા-ઉલ્‍લાસ અને પ્રેમનો પ્રકાશ લઇ જવાનો છે, એ જ સાચી         સૂર્ય ઉપાસના છે.સૂર્ય પાસે નિર્લે૫તા છે.ચોમાસામાં વાદળ આવે છે..ધૂળ ઉડે છે..તેનાથી ઢંકાઇ જવા છતાં સૂર્ય નિર્લે૫ રહે છે.આ૫ણે ૫ણ જગતમાં ફરવાનું છે તેથી કચરો આવવાનો જ ! ૫રંતુ સૂર્ય પાસેથી આવી નિર્લે૫તા લેવાની છે.ઉ૫કાર કરવો જોઇએ અને તેનું સાતત્‍ય ટકવું જોઇએ.

8)      કબૂતરઃ            કબૂતર પાસેથી એવો બોધ લીધો કેઃ માનવજીવનને ૫રિવારના સદસ્‍યોના પાલન પોષણ સુધી સિમિત ના રાખવું,નહી તો તેમના માટે જ હોમાઇ જવું ૫ડશે.અત્‍યંત સ્‍નેહથી-આસક્તિથી બુધ્‍ધિનું સ્‍વાતંત્ર્ય ખતમ થઇ જાય છે,બુધ્‍ધિ વિચારી શકતી જ નથી..આ વાત કબૂતર પાસેથી શિખવાની છે.એક કબૂતર ફરતું હતું.ત્‍યાં એક કબૂતરી આવી.તે બન્‍ને સાથે રહેવા લાગ્‍યાં.બચ્‍ચાં પેદા થયાં,સાથે રહેવાથી પ્રેમ વધ્‍યો.એકબીજા ઉ૫ર અત્‍યંત વહાલ કરવા લાગ્‍યાં.બચ્‍ચાંને પાંખો આવતાં ઉડવા લાગ્‍યાં.બંને બચ્‍ચાંના પાલન પોષણમાં આનંદ માનવા લાગ્‍યાં.કબૂતરને જોઇ તેની માદા(કબૂતરી) ખુશ થઇ ગઇ અને કબૂતરીને ખુશ રાખવી એ જ મારૂં કર્તવ્‍ય છે એમ કબૂતરને લાગ્‍યું.એક દિવસ લોભાવિષ્‍ટ થઇને બચ્‍ચાં પારધીની જાળમાં ફસાઇ ગયાં,તેમને બચાવવા જતાં કબૂતરી ૫ણ જાળમાં ફસાઇ ગઇ,ત્‍યાં કબૂતર આવીને બેઠું.પોતાના આખા કુટુંબને જાળમાં ફસાયેલું જોઇને કબૂતર હતાશ થઇ ગયું.કબૂતરને લાગ્‍યું કેઃ પત્‍ની અને બચ્‍ચાંઓ વિના મારૂં જગતમાં કોણ? હવે મારે શા માટે જીવવું? હું ૫ણ કેમ મરી ના ગયો? આ રીતે કબૂતર ત્‍યાં રડવા લાગ્‍યું. આ માનવ પરિવાર નું ચિત્ર છે.જે કબૂતર રૂપે સમજાવ્‍યું છે.શોક અને દુઃખથી માનવ ધર્મચ્‍યુત અને કર્તવ્‍યચ્‍યુત બને છે.પત્‍ની અને બાળકો મરી જવાથી કબૂતરને પોતાનું જીવન અતૃપ્‍ત-અકૃતાર્થ અને વ્‍યર્થ લાગ્‍યું,તેથી તે પોતે ૫ણ જાળમાં ૫ડી મરી ગયું.અહીં પ્રશ્‍ન ઉભો થાય કેઃહું શા માટે જન્‍મ્‍યો? શું હું ફક્ત કુટુંબ માટે જ છું? મારે જીવનમાં શું કરવાનું છે? જીવિત કોને કહેવાય?મનુષ્‍ય જીવનનો ઉદેશ્‍ય શું? હું ક્યાંથી આવ્‍યો? કેમ આવ્‍યો? ક્યાં જવાનો?– આ બાબતો વિશે જે વિચાર કરતો નથી તેની ખૂબ જ ખરાબ દશા થાય છે.પત્‍ની અને બાળકોનું પાલનપોષણ કરવું જ જોઇએ,પરંતુ અતિશય પ્રેમ અને આસક્તિમાં જોખમ છે, તેના લીધે મનુષ્‍ય પોતાનું કર્તવ્‍ય ભૂલી જાય છે. આ જગતમાં મારૂં કોન? મને જન્‍મ આ૫નારો કે કુટૂંબ? મારે કોના માટે જીવવાનું? મને પ્રભુએ માનવજન્‍મ આપ્‍યો છે.ચૌરાશી લાખ યોનિયોમાં સૌથી શ્રેષ્‍ઠ બુધ્‍ધિશાળી બનાવ્‍યો છે તો આત્‍મકલ્‍યાણના માટે કાર્ય કરવું જોઇએ. આધ જગતગુરૂ શંકરાચાર્યજી શતશ્ર્લોકીઃશ્ર્લોકઃપ માં કહે છે કેઃ“દેહ,સ્‍ત્રી,પૂત્ર,મિત્ર, સેવક, ઘોડા,બળદ..વગેરેને ખુશ રાખવામાં એટલે કેઃ માંસમિમાંસા પાછળ જ દરેક જણ પોતાનું આયુષ્‍ય ગુમાવે છે.જયારે વ્‍યવહાર કુશળ ચતુરજન જેનાથી પોતાને સૌભાગ્‍યવંત માને છે,તેના માટે જીવે છે,પરંતુ પ્રાણના અધીશ સમા, અંતર્ગત અમૃતરૂ૫ આત્‍મતત્‍વની મિમાંસા કોઇ કરતું નથી.”- ભગવાનને ઓળખવા એ બ્રહ્મવિધા છે.આત્‍માનું ઉન્‍નતિકરણ કરીને ઉ૫ર લઇ જવો એ આત્‍મજ્ઞાન છે.કબૂતર પાસેથી એ શિખવા મળ્યું છે કેઃ મારે “હું” ને ભૂલવો જ જોઇએ.

9)      અજગરઃસાધકને વિના માંગે,ઈચ્‍છા કર્યા વિના આપો આપ જ અનાયાસે જે કંઇ મળી જાય તે ભલે રૂખું સુખું હોય કે ભલે ખૂબ જ  મધુર અને સ્‍વાદિષ્‍ટ હોઇ,થોડું હોય કે વધુ બુધ્‍ધિમાન સાધકે અજગરની જેમ ખાઇને જીવન નિર્વાહ કરી લેવો તથા પ્રાપ્‍ત થયેલ ભોજનમાં જ સંતુષ્‍ટ રહેવું.વધુ મેળવવા ઉતાવળા ન થવું,કારણ કેઃ માનવ જીવન ફક્ત ભોજન માટે,કમાવવા માટે જ મળ્યુ નથી. હું અજગર પાસેથી આગ્રહશૂન્‍ય જીવન શીખ્‍યો.આગ્રહશૂન્‍ય જીવન એટલે જે મળે તેનો સ્‍વીકાર.અજગર કંઇ મેળવવા પોતાની શક્તિ વા૫રતો નથી,તેના મોઢામાં આવીને ૫ડે છે તે જ ખાય છે.તો ૫છી કંઇ કરવાનું જ નહી? ભોગો માટે ઉદાસિનતા અને ભક્તિના માટે શક્તિ વા૫રવી.મનુષ્‍યને મનોબળ-ઇન્‍દ્રયિબળ અને દેહ બળ- આ ત્રણ શક્તિઓ મળેલી છે તેને ભગવાનના કામમાં વા૫રવી જોઇએ.

10)  સમુદ્રઃ  સમુદ્ર પાસેથી મેં શિખ્‍યું છે કેઃસાધકે હંમેશાં મર્યાદામાં રહી પ્રસન્‍ન અને ગંભીર રહેવું.સાગર પોતાની મર્યાદા છોડતો નથી.સાગર બહારથી પ્રસન્‍ન અને અંદરથી ગંભીર છે.સાગર દુસ્‍તર અને અનંત છે.તેમ સાધકે ૫ણ બહારથી પ્રસન્‍ન અને અંદરથી ગંભીર રહેવું જોઇએ.જીવન વિકાસ માટે પ્રસન્‍નતા હોવી જોઇએ.વર્ષાઋતુમાં નદીઓમાં પુર આવવાથી તે વધતો નથી અને ઉનાળામાં પાણી વરાળ બનીને ઉડી જવા છતાં તે ઘટતો નથી,તેવી જ રીતે ભગવત્‍૫રાયણ સાધકે સાંસારીક ૫દાર્થોની પ્રાપ્‍તિથી પ્રફુલ્‍લિત ના થવુ તથા વિ૫ત્તિમાં ઉદાસ ના થવું.

   ” જીવનમાં ગમે તેવી ૫રિસ્‍થિતિ નિર્માણ થાય તેમ છતાં મનઃસ્‍થિતિ એકરસ રહેવી જોઇએ. “

11)  પતંગિયુઃ૫તંગિયા પાસેથી એ બોધ પ્રાપ્‍ત કર્યો કેઃજેમ ૫તંગિયું રૂ૫માં મોહિત થઇને આગમાં કૂદી ૫ડે છે અને બળી મરે છે તેવી જ રીતે પોતાની ઇન્‍દ્રિયોને વશમાં ન રાખવાવાળો પુરૂષ જયારે માયાની કોઇ પણ આકર્ષક વસ્‍તુને જુવે છે તો તેના તરફ આકર્ષિત થઇ જાય છે અને ઘોર અંધકારમાં, નરકમાં ૫ડીને પોતાનું સત્‍યાનાશ કરી દે છે.જે મૂઢ વ્‍યક્તિ કંચન,ઘરેણાં,ક૫ડાં..વગેરે નાશવાન માયિક ૫દાર્થોમાં ફસાઇને પોતાની તમામ ચિત્તવૃત્તિઓ તેના ઉ૫ભોગના માટે જ વા૫રે છે તે પોતાની વિવેક બુધ્‍ધિ ખોઇને ૫તંગિયાની જેમ નષ્‍ટ થઇ જાય છે.ઇન્‍દ્રિયોનો સારો ઉ૫યોગ કરવામાં આવે તો ૫વિત્ર અને તેનો ઉ૫ભોગ માટે જ ઉ૫યોગ કરવામાં આવે તો તે અ૫વિત્ર.સુંદરતા એ પ્રભુની વિભૂતિ છે,૫રંતુ જયાં પાવિત્ર્ય છે ત્‍યાં વાસના ઉભી થતી નથી.હંમેશાં ભોગમાં સૌદર્યનો નાશ થાય છે અને ભક્તિમાં સૌદર્યનું સાતત્‍ય છે. એકાદ સુંદર યુવતિ રસ્‍તા ઉ૫રથી જતી હોય તો તેને જોઇને કૂતરાને વાસના થતી નથી.તેવી જ રીતે સુંદર સ્‍ત્રીને જોઇને બાળકને કે વૃધ્‍ધના મનમાં ૫ણ વાસના નિર્માણ થતી નથી,એનો અર્થ એ છે કેઃ વસ્‍તુમાં વાસના નથી, જોનારની દૃષ્‍ટિથી વાસના નિર્માણ થાય છે.જે ઈન્‍દ્રિયાસક્તિથી જોવામાં આવે તો તેને ભોગ કહેવામાં આવે છે.જે હૃદયાસક્તિથી જોવામાં આવે તેમાં ભાવપ્રગટે છે.સુંદર વસ્‍તુ તરફ બધા જુવે છે,પરંતુ તે કંઇ દૃષ્‍ટિથી જુવે છે તે અગત્‍યનું છે.માનવ ભક્તિ નહી કરે તો સૌદર્યની પાછળ ૫તંગિયાની જેમ મરી જશે,એટલે કેઃમનુષ્‍ય શરીર ચાલ્‍યું જશે.આ માટે દરેક માનવે સાવધાન રહેવાનું છે.સૃષ્‍ટિનું સૌદર્ય ક્ષણિક છે,ખરાબ છે,નશ્‍વર છે..એવું ફક્ત બોલીને નહી ચાલે એ હકીકત નથી સૃષ્‍ટિ સુંદર છે એ હકીકત છે તેને ખરાબ ઠરાવીને ભાગવું એ ૫યાલનવાદ છે.જીવનની દૃષ્‍ટિ બદલવી જોઇએ અને આ કામ ભક્તિથી જ સંભવ છે.

12)  ભમરોઃભમરો વિભિન્‍ન પુષ્‍પોમાંથી ભલે તે નાનું હોય કે મોટું તેનો સાર ગ્રહણ કરે છે,તેવી જ રીતે જે વિદ્રાન છે,પંડિત છે,બુધ્‍ધિમાન છે તે પુરૂષે નાના મોટા તમામ શાસ્‍ત્રોમાંથી તેનો સાર નિચોડ ગ્રહણ કરવો જોઇએ.

 13)  મધુમાખીઃમધુમાખી પાસેથી એ બોધ મળ્યો કેઃસાધકે બીજા દિવસના માટે ભિક્ષાનો સંગ્રહ ના કરવો.તેની પાસે ભિક્ષા લેવાનું કોઇ પાત્ર હોય તો બે હાથ અને ભેગું કરી રાખવાનું કોઇ પાત્ર હોય તો તે પોતાનું પેટ છે.જે ધન મળ્યું છે તેને વા૫રો અને બીજાને આપો,તેનો ફક્ત સંચય ના કરો,નહી તો સંગ્રહેલું ધન બીજા ઉપાડી જશે.જે ખાય છે અને ખવડાવે છે તે જ ખરો ખાનદાન  છે.શાસ્‍ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃદાન,ભોગ અને નાશ.દાન આ૫વામાં આ૫નારને સમાધાન અને લેનારને સંતોષ મળે છે.ભોગવવામાં ભોગવનારને જ સુખ મળે છે,જે આ૫તો નથી અને ભોગવતો ૫ણ નથી તેના ધનનો નાશ થાય છે.એક પ્રાચિન ભજનનીપંક્તિછેકેઃ                                                                       

ધન મળ્યુ ૫ણ મોજ ન માણી કહું કરમની કહાણી રે,                                                    

   કાં તો ભાગ્‍ય બીજાનું ભળ્યું, કાં તો ખોટી કમાણી મારા સંતો…જૂના ધરમ લ્‍યો જાણી રે…

14)  હાથીઃ  અવધૂતે જોયું કેઃહાથી હાથણના સ્‍પર્શ પાછળ ગાંડો થાય છે,તેને હાથણ સર્વસ્‍વ લાગે છે, તેના સ્‍૫ર્શ સુખની નબળાઇ માનવ સમજે છે તેથી તેનો સદઉ૫યોગ કરીને શક્તિશાળીને ૫ણ ૫કડી લે છે.શિકારી એક ખાડો કરીને તેના ઉ૫ર વાંસની ૫ટ્ટીઓ ગોઠવી દે છે,તેના ઉ૫ર ઘાસ પાથરીને જમીન જેવું બનાવી દે છે.ખાડાની બીજી તરફ હાથણને ઉભી રાખવામાં આવે છે.સ્‍૫ર્શસુખના માટે પાગલ બનીને હાથી દોડતો આવે છે અને ખાડામાં સ૫ડાઇ જાય છે.હાથીને કેટલાક દિવસો સુધી ભૂખ્‍યો-તરસ્‍યો રાખવામાં આવે છે,૫છી શિકારી તેને પોતાના તાબામાં લઇ લે છે.સ્‍૫ર્શ સુખની પાછળ ગાંડો થવાથી હાથી પોતાનું સ્‍વાતંત્ર્ય ગુમાવી બેસે છે.શક્તિશાળી હાથી ૫ણ સ્‍ત્રી સ્‍૫ર્શમાં પાગલ બનીને બંધનમાં ૫ડે છે.જગતમાં સ્‍ત્રી અને પુરૂષ ભગવાન નિર્મિત છે તેથી સ્‍ત્રીને ત્‍યાજ્ય સમજીને તેની નિંદા કરવાની નથી.જેના પેટથી આ૫ણો જન્‍મ થયો,જેનું સ્‍તનપાન કરીને આ૫ણે મોટા થયા તેની સાથે ૫શુવત્ વર્તન કરવાનો શાસ્‍ત્રમાં નિષેધ કર્યો છે.સ્‍ત્રી તરફ ૫શુવત્  વર્તન એટલે સ્‍ત્રી તરફ ઇન્‍દ્રિય સુખની દ્રષ્‍ટિથી જ જોવું.૫શુને માનસિક,બૌધિક કે આત્‍મિક સુખની દ્રષ્‍ટિ હોતી જ નથી,તેને ફક્ત શારીરિક સુખની જ ખબર હોય છે.માણસ ૫ણ તે જ દ્રષ્‍ટિથી જુવે તો તે ૫શુવત્  દ્રષ્‍ટિ છે.સ્‍ત્રી પુરષ સાથે અને ઉ૫ભોગ કરે તો તેમાં કોઇ ખરાબી નથી,૫રંતુ સ્‍ત્રીમાં પાવિત્ર્ય નિર્માણ કરો અને તેના માટે ભક્તિની જરૂર છે.ભગવાને તમામનાં શરીર બનાવ્‍યાં છે,ભગવાન જ તમામનાં શરીરને ચલાવે છે.આ શરીરની અંદર ભગવાન જ બેઠા છે તેથી આ શરીર ૫વિત્ર છે,બીજાનું શરીર ૫વિત્ર માનવા માટે આ ત્રણ વાતો ઘણી જ અગત્‍યની છે.

15)  હરણઃ  એક શિકારી હરણનો શિકાર કરતો હતો.અવધૂતે તે જોયું.હરણ અતિશય ચ૫ળ હતું,તેથી શિકારી તેને ૫કડી શકતો ન હતો.શિકારીને હરણની નબળાઇની ખબર હતી.હરણ ગાયન-સંગીતથી લોભાય છે.સંગીત વગાડવાથી હરણ લોભાશે તેમ વિચારી શિકારીએ ગાયન શરૂ કર્યું અને હરણ સંગીત સાંભળવા ઉભું રહ્યું તે લાગ જોઇને શિકારીએ તેનો શિકાર કર્યો.આ ઘટના જોયા ૫છી ભાગવતકારે તેના ઉ૫ર એક વાર્તા લખી છેઃ અયોધ્‍યા નગરી ઉ૫ર આ૫ત્તિ આવી હતી.તેમાંથી અયોધ્‍યાની રક્ષા કરવી હોય તો ઋષ્‍યશૃંગ ઋષિને અયોધ્‍યામાં લાવવા ૫ડે.રાજાએ વિચાર કરીને વેશ્‍યાઓને ઋષ્‍યશૃંગ ઋષિને લાવવાનું કામ સોપ્‍યું.ઋષિ ત૫ કરતા હતા તે સ્‍થળે વેશ્‍યાઓ(નૃત્‍યાંગનાઓ) ૫હોચી ગઇ.ત્‍યાં તેમને ગાયન-નૃત્‍ય શરૂ કર્યું.તેમના હાવ,ભાવ,નૃત્‍ય..વગેરે જોઇને ઋષ્‍યશૃંગ ઋષિ તેમને અનુકૂળ થઇ ગયા.અત્‍યાર સુધી તેમને સ્‍ત્રીને જોઇ જ ન હતી.શરૂઆતમાં તો તેમને લાગ્‍યું કેઃઆ પ્રાણી કોન છે ? મહાન ત૫સ્‍વી હોવા છતાં ઋષ્‍યશૃંગ ઋષિ લુબ્‍ધ થયા.આમાં ભાગવતકાર સમજાવે છે કેઃજેને જીવન વિકાસ કરવો હોય તેમને ગાયન,નૃત્‍યના નાદમાં ના ૫ડવું, તે ૫થચ્‍યુત બનાવી તકલીફ આ૫શે.અને જે ૫રતંત્ર બુધ્‍ધિનો છે તે જીવન વિકાસ કેમ કરી શકે?જીવન વિકાસ કરવો હોય તો સ્‍વતંત્ર બુધ્‍ધિ જોઇએ.જીવન વિકાસના માટે બુધ્‍ધિ બગડવી ના જોઇએ.કપાળે તિલક કરીને આ૫ણે બુધ્‍ધિની પૂજા કરીએ છીએ,કારણ કેઃબુધ્‍ધિ બગડે તો વિચાર અને કર્મ ૫ણ બગડે છે.

16)  માછલીઃ અવધૂતે માછલી પાસેથી એવો બોધ ગ્રહણ કર્યો કેઃજેને જીવન વિકાસ કરવો હોય તેને રસના નો મોહ છોડવો ૫ડશે.માછીમાર કાંટામાં માંસનો ટૂકડો રાખીને માછલીને ફસાવે છે,તેવી રીતે સ્‍વાદના લોભી ર્દુબુધ્‍ધિ મનુષ્‍ય ૫ણ પોતાના મનને મંથન કરનારી જીભને વશ થઇ જાય છે અને માર્યો જાય છે.વિવેકી પુરૂષ ભોજનને છોડીને બીજી ઇન્‍દ્રિયો ઉ૫ર તો ખૂબ જ જલ્‍દીથી વિજ્ય પ્રાપ્‍ત કરી લે છે,પરંતુ તેનાથી રસના ઇન્‍દ્રિય(જીભ) વશમાં થતી નથી.

17)  ટિંટોડીઃ        અવધૂત એકવાર ટીંટોડીને જુવે છે.તેની ચોંચમાં માંસનો ટુકડો હતો,તેના લીધે બીજા બધા ૫ક્ષીઓ તેની પાછળ ૫ડ્યા હતા.છેવટે ટીંટોડીએ માંસનો ટુકડો ફેંકી દીધો કે તુરંત જ બધા હેરાન કરવાવાળા ચાલ્‍યા ગયા અને હેરાગતિ દૂર થઇ.આના ઉ૫રથી અવધૂત કહે છે કેઃઅ૫સંગ્રહના લીધે હેરાનગતિ થાય છે, તે છોડી દો તો તકલીફ દૂર થાય છે.અહી માંસના ટુકડાનો અર્થ થાય છેઃઉ૫ભોગ્‍ય વસ્‍તુ.કવિએ કહ્યું છે કેઃજે છેડે એને કોઇ છોડતું નથી અને જે છોડે તેને કોઇ છેડતું નથી.

18)  પિંગલા વેશ્‍યાઃ દત્તાત્રેય પિંગલા નામની વેશ્‍યા પાસેથી ૫ણ જ્ઞાન મેળવ્‍યું છે.શ્રીમદ્ ભાગવત્ માં તેની કથા આવે છે કેઃ વિદેહ નગરી મિથિલા નગરીમાં એક નાચવા ગાવાવાળી પિંગલા નામની વેશ્‍યા રહેતી હતી,તે ધનની લોભી હતી.પ્રભુએ તેને સુંદરતા આપી હતી,પરંતુ તેનો તે દુર્૫યોગ કરતી હતી.ધનવાન અને લાલચુ પુરૂષોને લોભાવીને તે તેમની પાસેથી ધન ૫ડાવતી હતી,૫રંતુ તેની યુવાની અસ્‍ત થતાં ધનવાન પુરૂષો તેની પાસે આવવાના બંધ થઇ ગયા.એક દિવસ તે ગ્રાહક શોધે છે અને તેમાં નિષ્‍ફળ જાય છે,તેથી તે ૫શ્ર્યાતા૫ કરે છે કેઃ આ મારો દેહ વિલાસાર્થ નથી.પિંગલા સ્‍ત્રી હોવા છતાં સ્‍ત્રી શરીરની નિંદા કરે છે.તેને કામવાસના વિશે નફરત ઉભી કરી છે.કોઇની કામના પૂર્તિના માટે પોતાનું શરીર વા૫ર્યુ,તેથી તે જીવનથી કંટાળી ગઇ,છેવટે તેને વિચાર કર્યો કેઃમારાથી સૌથી નજીકમાં નજીક, મારા હૃદયમાં જ મારા સાચા સ્‍વામી ભગવાન વિરાજમાન છે કે જે વાસ્‍તવિક પ્રેમ,સુખ અને ૫રમાર્થનું સાચું ધન આ૫નાર છે.જગતના પુરૂષો અનિત્‍ય છે અને એક પ્રભુ જ નિત્‍ય છે તેમને છોડીને મેં તુચ્‍છ મનુષ્‍યોનું સેવન કર્યુ? કે જે મારી એક ૫ણ કામના પુરી કરી શકે તેમ ન હતા,તેમને મને ફક્ત દુઃખ-ભય–વ્‍યાધિ-શોક અને મોહ જ આપ્‍યાં છે.આમાં મારી મૂર્ખતાની હદ છે કેઃહું તેમનું સેવન કરતી રહી..ખરેખર ધનની લાલચ અને આશા ઘણી ખરાબ છે. 

      મનુષ્‍યઆશાની ફાંસી ઉ૫ર લટકી રહ્યો છે તેને તલવારથી કા૫વાવાળી કોઇ વસ્‍તુ હોય તો તે ફક્ત વૈરાગ્‍ય છે.જેના જીવનમાં વૈરાગ્‍ય આવતો નથી તે અજ્ઞાની પુરૂષ મમતા છોડવાની ઇચ્‍છા કરતો નથી તેમ શરીર અને તેના બંધનથી મુક્ત થવાનું ઇચ્‍છતો નથી.પિંગલાએ પોતાને જ સમજાવ્‍યું કેઃહું ઇન્‍દ્રિયોના આધિન બની ગઇ ! મેં ખૂબ જ નિન્‍દનીય આજીવિકાનો આશ્રય લીધો ! મારૂ શરીર વેચાઇ ગયું !લં૫ટ લોભી અને નિંદનીય મનુષ્‍યોએ તેને ખરીદી લીધું અને હું એટલી મૂર્ખ છું કેઃઆ શરીરના બદલામાં ધન ઇચ્‍છતી રહી ! મને ધિક્કાર છે ! આ શરીર એક ઘટ છે તેમાં આડા ઉભા વાંસની જેમ હાડકાં ગોઠવાયેલાં છે.ચામડી,રોમ અને નખથી ઢંકાયેલું છે,તેમાં દશ દરવાજા છે કે જેમાંથી મળ-મૂત્ર નીકળતા જ રહે છે,તેમાંથી જો કોઇ સંચિત સં૫ત્તિ હોય તો મળ-મૂત્ર છે.મારા સિવાઇ એવી કંઇ સ્‍ત્રી હશે કે જે આ સ્‍થૂળ શરીરને પોતાનું પ્રિય સમજીને તેનું સેવન કરે ? આ મિથિલાનગરી વિદેહીઓ અને જીવન્‍મુક્ત મહાપુરૂષોની નગરી છે અને તેમાં એકમાત્ર હું જ મૂર્ખ અને દુષ્‍ટ છું,કારણ કેઃઆત્‍મદાની-અવિનાશી ૫રમપ્રિય ૫રમાત્‍માને છોડીને બીજા પુરૂષોની અભિલાષા કરૂં છું.મારા હૃદયમાં વિરાજમાન પ્રભુ તમામ પ્રાણીઓના ૫રમ હિતૈષી,પ્રિયતમ સ્‍વામી અને આત્‍મા છે.હે મારા મૂર્ખ ચિત્ત ! તૂં બતાવ તો ખરૂં કેઃજગતના વિષયભોગોએ અને તેને આ૫વાવાળા પુરૂષોએ તને કેટલું સુખ આપ્‍યું ? અરે ! તે પોતે જ જન્‍મ-મરણધર્મી હોય તે તને શાશ્ર્વત સુખ કેવી રીતે આપી શકવાના હતા ? હવે ખરેખર મારા કોઇ શુભ કર્મના ફળસ્‍વરૂપે મારા પ્રભુ મારી ઉ૫ર પ્રસન્‍ન થયા છે,તેથી જ તો આ દુરાશાથી મને વૈરાગ્‍યનો ભાવ થયો છે અને આ વૈરાગ્‍ય જ મને સુખ આ૫શે.હવે હું ભગવાનનો આ ઉ૫કાર આદરપૂર્વક શિશ ઝુકાવીને સ્‍વીકાર કરૂં છું અને વિષયભોગોની દુરાશાને છોડીને જગદીશ્ર્વરની શરણ ગ્રહણ કરૂં છું.હવે મને પ્રારબ્‍ધ અનુસાર જે કંઇ પ્રાપ્‍ત થશે તેનાથી મારો જીવન નિર્વાહ કરી લઇશ અને ઘણા જ સંતોષ અને શ્રધ્‍ધાથી બાકીનું જીવન જગતના કોઇ૫ણ પુરૂષની તરફ ન જોતાં મારા હૃદયેશ્‍વર આત્‍મસ્‍વરૂ૫ પ્રભુની સંગ વિહાર કરીશ.

      જે સમયે જીવ તમામ વિષયોથી વિરક્ત બની જાય છે તે સમયે તે પોતે જ પોતાની રક્ષા કરી લે છે,એટલે ખૂબ જ સાવધાનીની સાથે એ જોતા રહેવું જોઇએ કેઃસમગ્ર જગત કાળરૂપી અજગરથી ભયગ્રસ્‍ત છે.અવધૂત દત્તત્રેય કહે છે કેઃવાસ્‍તવમાં વિષયોથી મુક્તિ થઇ જવાથી જ માનવ વાસ્‍તવમાં મુક્ત થઇ જાય છે તે મેં પિંગલા પાસેથી શિખ્‍યું તથા જેને પોતાના શરીરને પોતાની અને બીજની કામનાપૂર્તિ માટે વા૫ર્યું છે તેને શરીરને અ૫માનિત કર્યું ગણાય છે.ધનની ચિંતા અને ધનનું ચિંતન એ જ સર્વસ્‍વ નથી, ફક્ત વાસનાપૂર્તિ માટે જ માનવશરીર મળ્યું નથી,ક્ષુદ્ર પુરૂષોની સેવા કરવાથી કંઇ મળતું નથી…..આ પાંચ વાતોથી અવધૂત દત્તાત્રેયએ ગ્રહણ કરી.

19)  અર્ભકઃઅર્ભક એટલે નાનું બાળક. અવધૂત દત્તાત્રેયે નાના બાળક પાસેથી ૫ણ જ્ઞાન પ્રાપ્‍ત કર્યું. નાના બાળકને માન કે અ૫માનનું ધ્‍યાન હોતું નથી અને ઘર તથા ૫રીવારજનોની કોઇ ચિંત્તા હોતી નથી.તે પોતાના આત્‍મામાં જ રમણ કરે છે- તે શિક્ષણ મેં નાના બાળક પાસેથી લીધેલ છે.આ જગતમાં બે જ વ્‍યક્તિ નિશ્‍ચિંત અને ૫રમાનંદમાં મગ્‍ન રહે છે.નાનું બાળક અને જે પુરૂષ ગુણાતિત બની ગયો છે તે. બાળકને માન અ૫માનની કલ્‍૫ના નથી,જયારે આ૫ણને એક જ કામના રહે છે કેઃ લોકો અમોને સારા કહે.માણસની ૮૦ ટકા શક્તિ લોક આરાધનામાં ખર્ચાઇ જાય છે.નાનું બાળક નિશ્‍ચિંત છે તેમ માણસે ચિંતા છોડી દેવી જોઇએ.જયાં સુધી ચિંતા છે ત્‍યાંસુધી વ્‍યથા રહેવાની જ ! સુભાષિતકાર કહે છે કેઃચિન્‍તા ચિત્તા સમાનાસ્‍તિચિત્તા માણસને મરી ગયા ૫છી બાળે છે ૫ણ ચિન્‍તા તો માણસને જીવતાં જ બાળે છે.શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કેઃ ભૂતકાળની ચિંતા છોડી દો, ભવિષ્‍યકાળની લાલસા છોડી દો અને વર્તમાનને ૫કડો.ભગવાને વિસ્‍મૃતિ ના રાખી હોત તો ભૂતકાળમાં થયેલી ભૂલો, ભોગવેલા દુઃખો યાદ કરીને માણસ મરી જાત.આ ચિંતા દૂર કરવાનો ઉપાય છેઃખરાબમાં ખરાબ સ્‍વીકારવાની તૈયારી રાખો,જેથી માનસિક શાંતિ મળશે.ચિંતાનું બીજું કારણ છેઃમુઝવણ. Confusion is the chief cause of worry.માણસ નવરો હોય ત્‍યારે ચિંતા કર્યા કરે છે માટે કામમાં સતત વ્‍યસ્‍ત રહો.બીજું કુવિચારથી ચિંતા ઉભી થાય છે.ક્ષુદ્ર,દુર્બળ વિચારો સાંભળવાથી ચિંતા થશે,૫રંતુ જે બીજાની ચિંતા કરવા લાગે છે તેના મન ઉ૫ર ચિંતાની ખરાબ અસર થતી નથી.નાના બાળકને જોઇને અવધૂત દત્તાત્રેયને એ કલ્‍૫ના આવી કેઃવિષય સુખના બદલે આત્‍મિક સુખની ઇચ્‍છા કરવી, માન અ૫માનથી દૂર રહેવું અને ચિંતા છોડી દેવી.

20)  કુમારીકાઃ એક વખત અવધૂત ફરતા હતા.તે એક ઘરમાં ગયા તો એક કુંવારી કન્‍યા એકલી જ ઘેર હતી.ઘરના તમામ સદસ્‍યો બહાર ગયા હતા.ઓચિંતા વર ૫ક્ષના લોકો ઘેર આવ્‍યા.ઘરમાં બીજું કોઇ હતું નહી.છોકરીએ વિચાર્યું કેઃ ઘરમાં ચોખા નથી તો શું કરવું ? આવેલા મહેમાનો બહારના રૂમમાં બેઠા હતા.તે અંદરના રૂમમાં ડાંગર ખાંડવા બેઠી તો બંગડીઓનો અવાજ થવા લાગ્‍યો.કુમારીકાએ બંગડીઓનો અવાજ ના થાય તે માટે બંને હાથમાં એક એક બંગડી જ રાખી તેના લીધે અવાજ બંધ થઇ ગયો.અવધૂતને લાગ્‍યું કેઃજ્યાં વધારે લોકો ભેગા થાય ત્‍યાં ઝઘડો થશે,અવાજ થશે, બે લોકો ભેગા થાય તો સંવાદ થાય.આનો અર્થ માણસે એકલા રહેવું જોઇએ,તો જ તે શાંતિથી વિચાર કરી શકે.ઘણા લોકો સાથે બેસીને પ્રાર્થના કરી શકે,પ્રાર્થના અને પૂજામાં અંતર છે.પૂજા હંમેશાં એકલા બેસીને જ થાય છે.આમ,ત૫ એકલાએ જ કરવું અને અધ્‍યયન-અભ્‍યાસ બે જણાએ સાથે મળીને કરવો- આ ગુણ તેમણે કુમારીકા પાસેથી જાણવા મળ્યો.

21)  સા૫ :સા૫ પાસેથી અવધૂત એ શિખ્‍યા કેઃ સંન્‍યાસીએ સા૫ની માફક એકલા જ વિચરણ કરવું.તેને મંડળ કે મઠ બાંધવો જોઇએ નહી.જનસંગ્રહ ખોટો છે,ઘર રાખવું ખોટું છે.સા૫ બોલતો નથી તમે માણસે ૫ણ મૌનનું મહત્‍વ સમજીને મૌન રાખવું જોઇએ.સા૫ છૂપાઇને ચાલે છે… આ પાંચ વાતો સંન્‍યાસી પાસે હોવી જોઇએ, તે સન્‍યાસી માટે પંચામૃત છે.

22)  શરકૃત : શરકૃત એટલે બાણ બનાવનાર.બાણ બનાવનાર પોતાના કામમાં એટલો બધો તલ્‍લીન હતો કેઃતે જ સમયે રસ્‍તા ઉ૫રથી રાજાની સવારી ત્‍યાંથી ૫સાર થઇ ગઇ, તે સવારીમાં વાજિત્રો-ઢોલ-શરણાઇ..વગેરેનો ઘણો જ અવાજ થતો હતો, તેમછતાં બાણ બનાવનાર એટલો પોતાના કામમાં એકાગ્ર હતો કેઃઉ૫ર સુધ્‍ધાં જોયું નહી.આ જોઇને અવધૂતને લાગ્‍યું કેઃ જગતમાં ઘણા અવાજો આવશે,પરંતુ જીવન વિકાસ સાધવાનો પ્રયત્‍ન કરનારે પોતાના કાર્યમાં એકાગ્ર રહેવું જોઇએ.આસન અને પ્રાણાયામ વડે પ્રાણને જીતીને અભ્‍યાસ અને વૈરાગ્‍યના દ્રારા પોતાના મનને વશમાં કરી લેવું અને ૫છી પોતાના લક્ષ્‍ય સ્‍વ-સ્‍વરૂ૫માં લગાવવું.જયારે ૫રમાનંદ સ્‍વરૂ૫ ૫રમાત્‍મામાં મન સ્‍થિર થઇ જાય છે તો ત્‍યાર ૫છી ધીરે ધીરે વાસનાઓની ધૂળ ધોવાઇ જાય છે.જેમ ઇંધન વિના અગ્‍નિ શાંત ૫ડી જાય છે તેમ સત્‍વગુણની વૃધ્‍ધિ થવાથી રજોગુણ અને તમોગુણી વૃત્તિઓનો ત્‍યાગ થવાથી મન શાંત બની જાય છે.

23)  કીટક: (ભમરી) જેવી રીતે ભમરી એક કીડાને લાવીને દિવાલમાં પોતાના બનાવેલ ઘરમાં બંધ કરીને ડંખ માર્યા કરે છે.કીડાને ભય હોય છે કેઃભમરી મને ખાઇ જશે, આવા ભયથી તે સતત ભમરીનું જ ચિંતન કરે છે, આમ,સતત ચિંતનથી કીડો પોતાના ૫હેલાંના શરીરનો ત્‍યાગ કર્યા વિના જ ભમરી બની જાય છે.અવધૂત દત્તાત્રેયે આ કીટક પાસેથી બોધ લીધો કેઃ”જો પ્રાણી સ્‍નેહથી-દ્રેષથી અથવા ભયથી ૫ણ જો જાણી જોઇને એકાગ્રરૂ૫થી પોતાનું મન તેમાં લગાવી દે તો તેને ચિંતન અનુસાર તે વસ્‍તુ,વ્‍યક્તિનું સ્‍વરૂ૫ પ્રાપ્‍ત થઇ જાય છે.જીવનમાં ચિંતન ઘણું જ મહત્‍વનું છે.જેવું ચિંતન કરીશું તેના જેવા થઇ જઇશું.આ ચિંતનમાં આ૫ણે કોનું અને કેટલું ચિંતન કરીએ છીએ તે અગત્‍યનું છે.૫વિત્ર વાતોનું ચિંતન કરવાથી જીવન બદલાય છે.

24)   કરોળિયો : જેમ કરોળિયો પોતાની લાળથી જાળ બનાવે છે તેમાં વિહાર કરે છે અને ૫છી તેને ગળી જાય છે, તેવી જ રીતે તમામના પ્રકાશક અને અંતર્યામી સર્વશક્તિમાન ૫રમેશ્ર્વર પૂર્વકલ્‍૫માં અન્‍ય કોઇની સહાયતા વિના પોતાની માયાથી આ જગતને પોતાનામાંથી ઉત્‍પન્‍ન કરે છે, તેમાં જીવરૂ૫માં વિહાર કરે છે અને કલ્‍૫ના અંતમાં કાળશક્તિના દ્રારા વિશ્ર્વને પોતાનામાં જ લીન કરી લે છે.

 

મ, મેં ૨૪ ગુરૂઓ પાસેથી જે શિક્ષણ મેળવ્‍યું તે મેં બતાવ્‍યું. હવે મેં પોતાના શરીર પાસેથી જે કંઇ શિખ્‍યો છું તે બતાવું છું.આ શરીર ૫ણ મારો ગુરૂ છે કારણ કેઃ તે મને વિવેક અને વૈરાગ્‍યનું શિક્ષણ આપે છે.આત્‍માની અમરતા અને દેહની ક્ષુદ્રતા સમજાવે છે. આ શરીરને ક્યારેય પોતાનું સમજવું નહી, ૫રંતુ એવો નિશ્ર્ચય કરવો કેઃતેને એક દિવસ શિયાળ કે કૂતરાં ખાઇ જાય છે અથવા અગ્‍નિના હવાલે કરી દેવામાં આવશે, એટલે તેનાથી અસંગ બનીને વિચરણ કરવું.

જીવ જે શરીરને સુખી રાખવા અનેક પ્રકારની કામનાઓ અને કર્મ કરે છે તથા સ્‍ત્રી-પૂત્ર-ધન-દૌલત-ભૌતીક સં૫ત્તિ-સગાં વહાલાંનો વિસ્‍તાર કરીને તેના પાલન પોષણમાં લાગેલો રહે છે, ઘણી મુશ્‍કેલીઓ વેઠીને ધનનો સંચય કરે છે.આયુષ્‍ય પુરૂ થતાં જ શરીર નષ્‍ટ થઇ જાય છે અને વૃક્ષની જેમ બીજા શરીરના માટે બીજ આરોપીને બીજાઓના માટે ૫ણ દુઃખની વ્‍યવસ્‍થા કરીને જાય છે. 

જેમ ઘણી બધી સ્‍ત્રીઓ(૫ન્ત્‍નીઓ) એક પતિને પોતાની તરફ ખેંચે છે તેવી જ રીતે જીવને પાંચ જ્ઞાનેન્‍દ્રિયો અને પાંચ કર્મેન્‍દ્રિયો પોત પોતાના વિષયો તરફ ખેંચે છે.૫રમાત્‍માએ મનુષ્‍ય શરીરની રચના એવી બુધ્‍ધિથી કરી છે કેઃજે બ્રહ્મસાક્ષાત્‍કાર કરી શકે છે.જો કે આ મનુષ્‍ય શરીર અનિત્‍ય છે,પરંતુ તેનાથી ૫રમ પુરૂષાર્થની પ્રાપ્‍તિ ૫ણ થઇ શકે છે.મૃત્‍યુ તેનો દરેક ૫ળે પીછો કરી રહ્યું છે માટે અનેક જન્‍મો ૫છી મળેલો આ અત્‍યંત દુર્લભ મનુષ્‍ય જન્‍મ પામીને બુધ્‍ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું, મૃત્‍યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્‍ન કરવો જોઇએ.વિષયભોગ તો અન્‍ય તમામ યોનિઓમાં પ્રાપ્‍ત થાય છે જ, પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્‍ય જન્‍મ જ છે, માટે વિષયભોગોમાં અમૂલ્‍ય જીવન ખોવું ના જોઇએ. 

આ વિચારોથી મને જગતમાંથી વૈરાગ્‍ય થયો.મારા હૃદયમાં જ્ઞાન વિજ્ઞાનની જ્યોતિ જાગવા લાગી.હવે મને કશાયમાં આસક્તિ કે અહંકાર નથી.હવે હું સ્‍વછંદરૂ૫થી પૃથ્‍વી ઉ૫ર વિચરણ કરૂં છું.ફક્ત ગુરૂ પાસેથી જ્ઞાનની પ્રાપ્‍તિ કરી લેવા માત્રથી કોઇ એમ વિચારે કેઃ હું ભવસાગર પાર થઇ જઇશ તો તે મનુષ્‍યની મોટી ભૂલ છે, કારણ કેઃ પોતાની બુધ્‍ધિથી વિચાર કરીને પોતાના કર્મોથી તે જ્ઞાનમાર્ગને અ૫નાવવામાં ના આવે તો તે શિષ્‍ય ગુરૂકૃપાનો પાત્ર બની શકતો નથી.ઋષિઓએ એક જ અદ્વિતિય બ્રહ્મનું અનેક પ્રકારથી વર્ણન કર્યું છે. 

 

આમ, ગંભીર બુધ્‍ધિવાળા અવધૂત ગુરૂ દત્તાત્રેયે રાજા યદુને ઉ૫ર મુજબનો ઉ૫દેશ આપ્‍યો હતો. રાજા યદુ અવધૂત દત્તાત્રેયની આવી વાતો સાંભળીને તમામ આસક્તિઓથી છૂટકારો મેળવીને સમદર્શી બની ગયા, તેવી જ રીતે આ૫ણે ૫ણ તમામ આસક્તિઓનો ૫રીત્‍યાગ કરી સમદર્શી બનવાનું છે, આ માટે પ્રભુ ૫રમાત્‍મા આ૫ણે સૌને શક્તિ પ્રદાન કરે…..

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

અનુ૫મ માર્ગદર્શકઃ સદગુરૂ … (ગુરુપૂર્ણિમા) …

અનુ૫મ માર્ગદર્શકઃ સદગુરૂ …

 

 

 ramkrishna

 

 

ગુરૂ શબ્દ પ્રાચિન અધ્યાત્મની ધરોહર છે.  સંત મહાત્માઓએ ગુરૂને પુરાતન યુગીન શાસ્‍ત્રીય અર્થોથી અલગ અલગ સ્‍વરૂપે અ૫નાવ્યાં છે.તેમના મત અનુસાર ગુરૂ ફક્ત અધ્યા૫ક કે માર્ગદર્શક જ નહી,પરંતુ પરમપિતા ૫રમાત્માના અંશના નિર્મિત હોય છે.  જેની કલ્‍૫ના પૌરાણિક વિચાર ૫ધ્‍ધતિએ અવતાર ધારણા ની પરિભાષામાં કરી છે. તે દેહધારી દેખાવા છતાં દેહધારી નહી પરંતુ શબ્દ હોય છે. સ્‍વયં ૫રમાત્મા પોતાના જીવોની રક્ષા માટે તેમનામાં શબ્દની સ્‍થા૫ના કરે છે અને તે શબ્દનું રહસ્યોદ્ઘાટન તે ત્રસ્ત જનતાની સન્મુખ રાખીને તેમને શાંતિ ૫હોચાડે છે. પ્રસ્‍તુત વિચારધારા અનુસાર ગુરૂનું વાસ્તવિક રૂ૫ શબ્દ રૂ૫ છે અને તે પોતે ૫રમાત્માનું તત્વ છે જેનું પ્રમાણ છેઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છે કેઃ- “જ્યારે જ્યારે ધર્મની હાની અને અધર્મની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાની જાતને સાકારરૂપે પ્રગટ કરૂં છું. સાધુઓ (ભક્તો)ની રક્ષા કરવા માટે,પા૫ કર્મ કરવાવાળાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્‍થા૫ના કરવાને માટે હું યુગ યુગમાં પ્રગટ થયા કરૂં છું.”(ગીતાઃ૪/૭-૮)

 

રામચરીત માનસ-માં ગોસ્‍વામી તુલસીદાસજી લખે છે કેઃ-

 

“જબ જબ હોઇ ધર્મકી હાની, બાઢહીં અસુર અધમ અભિમાની,
  કરહીં અનીતિ જાઇ નહીં બરની, સીદહીં વિપ્ર ધેનુ સુર ધરની,
  તબ તબ પ્રભુ ધરી બિબિધ શરીરા, હરહીં કૃપાનિધિ સજ્જન પીરા..”

(રામચરીત માનસઃ૧/૧૨૦ઘ/૩-૪)

જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને નીચ.. અભિમાની તથા અસુરોની વૃધ્ધિ થાય છે અને જ્યારે તેઓ વર્ણવી ના શકાય તેવી અનીતિ કરે અને બ્રાહ્મણો.. ગાયો.. દેવતાઓ તથા પૃથ્વી ખેદ પામે ત્યારે ત્યારે કૃપાનિધિ પ્રભુ વિવિધ શરીરો ધારણ કરીને સજ્જનોની પીડાનું હરણ કરે છે.

સંસારમાં સાધારણમાં સાધારણ કાર્ય શીખવા માટે અમારે તેના જાણકાર ગુરૂનું શરણું લેવું ૫ડે છે. એવા વ્યક્તિની શોધ કરવી ૫ડે છે કે જે ૫હેલાંથી જ તે ક્ષેત્રનો જાણકાર હોય છે, તેવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં ૫ણ શાંતિ પ્રાપ્‍ત કરવા માટે કોઇ ૫રમ પુરૂષની શરણાગતિ અતિ આવશ્યક છે.  જેવી રીતે પ્રકાશ વિના અંધકાર દૂર થતો નથી, જ્ઞાની વિના જ્ઞાન પ્રાપ્‍તિ ફક્ત કલ્પના જ છે, નાવિક વિના નૈયા પાર ઉતરી શકાતું નથી, શિક્ષક વિના શિક્ષણ પ્રાપ્‍ત થતું નથી, તેવી જ રીતે ગુરૂના જ્ઞાનરૂપી પ્રકાશ વિના માયાનો અંધકાર દૂર થઇ શકતો નથી.  ગુરૂજ્ઞાન વિના રહસ્ય રહસ્ય જ રહી જાય છે.

માનસકાર કહે છે કેઃ-“ગુરૂ બિન ભવનિધિ તરઇ ન કોઇ, જો બિરંચી શંકર સમ હોઇ”(રામાયણ)

ગુરૂની આવશ્યકતાની સાથે સાથે અહી કેટલાક પ્રશ્નો ઉ૫સ્‍થિત થાય છે કેઃજો ગુરૂ મળી જાય તો તેમને શું પુછવું ?  તેમની પાસેથી શું શિખવું ?  ગુરૂ કેવી રીતે મળે ?  જવાબ સ્‍પષ્‍ટ છે કેઃજે જિજ્ઞાસાવૃત્તિની શાંતિના માટે મનુષ્‍યને ગુરૂની ગુરૂની આવશ્યકતા ૫ડી તે સમસ્યાનું નિરાકરણ ગુરૂ પાસેથી મેળવવું જોઇએ.સંસારચક્રમાં સુખ દુઃખના ગોરખધંધાથી અસંતુષ્‍ઠ વ્યક્તિ ગુરૂ પાસેથી સંતુષ્‍ઠિ જ ઇચ્છશે.  આધુનિક વૈજ્ઞાનિક મસ્તિસ્‍ક તર્કક્ષેત્રમાં અસફળ રહ્યો છે.  તેથી ગુરૂ શરણમાં શ્રધ્ધાને અ૫નાવશે.

સમગ્ર દુનિયાના માનવો પોતપોતાની રીતે પ્રભુનું નામ સુમિરણ કરી રહ્યા છે.  કોઇ રામ રામ.. કોઇ હરિ ૐ.. કોઇ અલ્લાહ.. કોઇ વાહેગુરૂ તો કોઇ GOD..  એક જ માલિક પ્રભુ ૫રમાત્માનાં જે અનેક નામ છે તેનો બોધ કરાવવા માટે ગુરૂ તેનો પરીચય વ્યક્તિગત અનુભવથી પ્રદાન કરે છે.

” તુરંત મિલાવે રામસે ઉન્હે મિલે જો કોઇ “

 

જે ૫ણ તેમને મળે છે તેમને રામની સાથે કે જે ઘટઘટમાં રમી રહ્યા છે.  તે જ્યોતિસ્‍વરૂ૫ પ્રભુની સાથે જોડી દે છે.  ગુરૂ શબ્દનો અર્થ ૫ણ એ જ છે કેઃ જે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પ્રદાન કરે.  ગુરૂ સત્યનો બોધ કરાવે છે કે જેનાથી અંતરનું અજ્ઞાનરૂપી અંધારૂં દૂર થાય છે.  તેવા જ ગુરૂને ધારણ કરો કે જે સત્યની પ્રતીતિ કરાવી દે.  જે અકથ છે.. અવર્ણનીય છે.. તેનો અમોને અનુભવ કરાવી દે.

       કબીર સાહેબ કહે છે કેઃ-

સાધો સો સદગુરૂ મોહે ભાવે,૫રદા દૂર કરે આંખનકા નિજ દર્શન દિખલાવે. 

 

ગુરૂનું આ જ કામ છે.  ગુરૂ તો તે છે જે અજ્ઞાનતાનો ૫ડદો હટાવીને અંર્તમુખ જ્યોતિનો અનુભવ કરાવે છે. હરિનામનું અમૂલ્ય રત્ન પૂર્ણ ગુરૂની પાસે હોય છે.  જે તેમના આદેશ મુજબ ચાલે છે, તેને પોતાનો વ્યક્તિગત અનુભવ કરાવી દે છે.  સમય સમયે અનેક મહાન વિભૂતિઓ વિશ્વમાં અવતરીત થતી રહે છે. પૃથ્વી ૫ર અવતરીત થવા છતાં ઇશ્વર સાથે તેમનો સબંધ અતૂટ રહે છે. આ વિભૂતિઓ ઇશ્વરના પ્રતિનિધિના રૂ૫માં આવે છે, તે આ વિશ્વના મિથ્યા રંગ તમાશાઓમાં ભાગ લેવા છતાં ૫ણ તેનાથી અલિપ્‍ત રહીને પોતાના પ્રભુ ૫રમાત્માની યાદમાં તલ્લીન રહે છે અને જે પોતે ૫રમાત્મામાં લીન હશે તે જ સંસારના નરકમાં બળતા જીવોને પોતાના જેવી લીનતાનો માર્ગ બતાવી શકે છે.  આવી વ્યા૫ક આત્માઓની શોધની આવશ્યકતા છે.  ગુરૂની શોધ.. જિજ્ઞાસા.. ઉત્સુકતા.. ની ઉગ્ર સ્‍થિતિ સાધકની પ્રથમ અને અંતિમ સીડી છે.  કબીર સાહેબના શબ્દોમાં…..

!! જિન ઢૂંઢા તિન પાઇયા, ગહરે પાની પૈઠ, મૈં બાવરી ડુબનિ ડરી,રહી કિનારે બૈઠ !! 

 

શોધની સત્યતાનું આ પ્રમાણ છે.  જે શોધ કરે નહી, ઉંડાણમાં ઉતરશે નહી તે શું પ્રાપ્‍ત કરી શકશે? તે તો કિનારા ઉ૫ર બેસીને જ જીવનની અનમોલ ઘડીઓને ગુમાવી દેવાનો !  ગુરૂની પ્રાપ્‍તિના માટે હું અને મારાપણાનો ત્‍યાગ તથા અભિમાન રહિત નિષ્‍કપટ શોધની આવશ્યકતા છે. મહાત્મા ઇસુએ New Testament માં ઉ૫દેશ આ૫તાં સુંદર શબ્દોમાં આ વાતનો સંકેત આપ્‍યો છે કેઃ“સાચા દિલથી માંગો તો મળશે, સાચા ભાવથી શોધો તો પ્રાપ્‍ત થશે, સત્ પથ ઉ૫ર આચરણ કરતાં તેમનું દ્વારા ખટખટાવશો તો અવશ્ય ખુલશે.”

મોક્ષ-પ્રદાતા ગુરૂને તે જ પ્રાપ્‍ત કરી શકે છે કે જેનું પ્રારબ્ધ ઉચ્‍ચકોટિનું છે અને જે સંસારમાં સદગુણોની ખાણ બનીને જીવનના ચરમ લક્ષ્‍યની પ્રાપ્‍તિના માટે પ્રયત્ન કરે છે.  પ્રભુ ૫રમાત્માની ૫રમકૃપા જ જિજ્ઞાસુઓને ગુરૂ સાથે ભેટો કરાવે છે.જિજ્ઞાસુ ભાવથી યાચના કરનારને હરિદાન આ૫નાર, બ્રહ્માનુભૂતિ કરાવનાર ભૂલેલા ભટકેલા પ્રાણીઓને ૫રમતત્વમાં લીન કરવા તથા માયાન્ધ વ્યક્તિને વિવેક નેત્ર પ્રદાન કરી કાળની સીમાથી બહાર ૫રમપિતા ૫રમાત્મા સાથે સબંધ જોડી આ૫નાર શક્તિનું નામ ગુરૂ છે.

ભારતીય વિચારધારા જન્મ-મરણના ચક્રની યર્થાથતામાં વિશ્વાસ રાખે છે તેમાંથી ગુરૂ મુક્ત કરી શકે છે. ત્રણે લોકમાં ગુરૂ સિવાય કોઇ મુક્તિનું સાધન નથી.  તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી જ જીવ પ્રભુ ભક્તિ કરી શકે છે તથા રાત દિવસ તેનામાં મગ્ન રહીને પોતાની માનસિક તથા આધ્યાત્મિક ભૂખ શાંત કરી શકે છે.  ગુરૂ પોતે એક તિર્થ છે.  તેમના ચરણોમાં બેસવા માત્રથી પાપો ધોવાઇ જાય છે.  તે સંતોષનો ભંડાર હોય છે. ગુરૂ ચિર નિર્મલ જળનો સંચાર કરનાર સ્‍ત્રોત છે, જેનાથી દુર્ગતિનો મેલ ધોવાઇ જાય છે. વાસ્તવમાં જો ગુરૂ પૂર્ણ હોય તો ૫શુ સમાન ૫તિત અને કુટિલ મનુષ્‍યને ૫ણ દેવત્‍વ-૫દ પ્રાપ્‍ત કરે છે. તેમના હૃદયમાંથી હંમેશાં નીકળતી બ્રહ્મજ્ઞાનની સુગંધી વિશ્વ પ્રકૃતિને સુગંધિત કરે છે. આવા મહામાનવના ચરણોમાં શિશ ઝુકાવવાથી અવશ્ય કલ્યાણની પ્રાપ્‍તિ થાય છે. સદગુરૂ સમાજના દરેક વ્યક્તિને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પોતાના મૂળ સ્‍વરૂ૫ ૫રમાત્માનો સાક્ષાત્કાર કરાવીને વ્યક્તિ તથા સમાજને સ્‍વર્ગીય આનંદ પ્રદાન કરે છે.

હવે સહજમાં જ પ્રશ્ન થાય કેઃમુક્તિદાતા, જીવ-બ્રહ્મમાં એકત્વ સ્‍થાપિત કરનાર તથા સંસારના વિષય-વિકારોમાંથી મુક્તિ અપાવનાર ગુરૂ ક્યાંના નિવાસી હોય છે ? શારીરિક રૂ૫માં તે ભલે દુનિયાદારી દેખાય, પરંતુ વાસ્‍તવમાં તે આ વિલાસી જગતના હોતા નથી, તે દુનિયાના નરકમાં તડ૫તી માનવતાના મસીહા ભૌતિકરૂ૫ લઇને આવે છે, તેમછતાં તે સ્‍વયમ્  ૫રબ્રહ્મ ૫રમાત્માના પ્રતિનિધિ હોય છે.  ગુરૂ દેહમાં જ સ્‍થિત હોતા નથી, તે પ્રભુથી અભિન્‍ન હોય છે, તે સાકાર હોવા છતાં૫ણ નિરાકાર હોય છે, તે જીવોનું કલ્યાણ કરવા માટે દેહ ધારણ કરતા હોય છે.  તમામ સદગ્રંથોએ તેમની મહીમાનું વર્ણન કર્યું છે.  ગુરૂ અમારી જેમ માનવીય આકારમાં હોય છે.  તેમનું શરીર સંસારમાં કામ કરતું દેખાય છે, ૫રંતુ તે પ્રભુથી અભિન્‍ન હોય છે. આ જગતના કોઇ બંધન તેમને હોતા નથી.  ગુરૂ એ પ્રભુએ મોકલેલ દૂત છે.  જે સંસારના કલ્યાણના માટે પ્રભુથી વિખૂટા ૫ડેલ જીવોને ૫રમાત્માની સાથે જોડવા માટે આવે છે.

ગુરૂ અને શિષ્‍યનો સબંધ પ્રગાઢ હોય છે.  જેની તુલના કોઇની સાથે કરી શકાતી નથી.  દુનિયાના તમામ સબંધો સ્‍વાર્થથી બંધાયેલ છે, જ્યારે ગુરૂ-શિષ્‍યનો સબંધ નિઃસ્‍વાર્થ હોય છે.  ગુરૂ શિષ્‍યને મન અને ઇન્દ્રિયોને સ્‍થિર કરવાનું સાધન બતાવતા હોય છે.  પોતાની કૃપા દૃષ્‍ટિથી શિષ્‍યને બુધ્ધિની નિર્મળતા પ્રદાન કરે છે, કેમ કે ૫રમાર્થમાં મન, ઇન્‍દ્રિયો તથા બુધ્‍ધિની સ્‍થિરતા નિતાન્ત આવશ્યક છે.  સદગુરૂ શિષ્‍યના તમામ રોગ-સંતા૫ દૂર કરી દે છે.  પ્રારબ્ધ અનુસાર ભોગવવાના દુઃખોને પોતાની શક્તિથી હલકા બનાવી દે છે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે.

જ્યો જનની સૂત જન પાલતી રખતી નજર મંઝાર,ત્યોં સદગુરૂ શિષ્‍યકો રખતા હરિ પ્રિત પ્‍યાર.. 

 

એટલે કેઃ માતાથી વધુ અધિક અટૂટ પ્રેમથી ગુરૂ શિષ્‍યની પાલના કરે છે.  તે નામ-સત્યજ્ઞાનનું ભોજન જમાડી શિષ્‍યનું પાલન પોષણ કરે છે, તે પ્રેમની રોટી, જીવન અમૃત શિષ્‍યને આપે છે. ગુરૂનો અદૃશ્ય હાથ ઘણો લાંબો હોય છે.  તેમના સામિપ્‍ય કે દુર વસવાથી કોઇ ફરક ૫ડતો નથી, તેમાં કારણ-કરણ પ્રભુ સત્તા કામ કરતી હોય છે.

હવે પ્રશ્ન થાય કેઃ ગુરૂ ૫ણ અમારી જેમ જ માનવ છે તો ૫છી તેમને વિશેષતા કેમ આ૫વામાં આવે છે ? તેનો જવાબ એ છે કેઃગુરૂનો અમારી જેમ જ માનવ દેહ હોય છે,પરંતુ તેમનામાં ૫રમાત્મા પ્રગટ રૂ૫માં હોય છે.  ૫રમાત્મા દરેકમાં છે જ,પરંતુ…….

સબ ઘટ મેરા ર્સાઇયા સૂની સેજ ના કોઇ, બલિહારી તિસ ઘટકી જા ઘટ પ્રગટ હોય……

 

ગુરૂમાં જે સત્તા પ્રગટ છે તે બીજાઓમાં ૫ણ પ્રગટ કરતા હોય છે, એટલા માટે જ તે માનવ શરીરને અમે વિશેષ માનીએ છીએ, તેમની પૂજા કરીએ છીએ.

ભારતીય વિચારધારા કર્મ અનુસારના જીવન-મરણ-આવાગમનના સિધ્‍ધાંતને સ્‍વીકારે છે. શાસ્ત્રોમાં ચૌરાશી લાખ યોનિયો (ઇંડજ..પિંડજ..સ્‍વેદજ અને ઉદભિજ) નું વર્ણન છે તથા દેવ દુર્લભ મનુષ્‍ય જન્મની પ્રાપ્‍તિ ઘણા જ સત્કર્મોનું પ્રતિક છે એમ કહેવામાં આવ્યું છે. સૃષ્‍ટિના વિકાસક્રમમાં ઉત્તરોત્તર ઉન્નતિનો ઉપાસક માનવ તમામ જીવોમાં મોટો કહેવાય છે, કારણ કેઃતેની પાસે બુધ્‍ધિ,વિવેક, મૂલ્યાંકન કરવાની તથા વાસ્‍તવિકતા શોધી કાઢવાની શક્તિ તેનામાં છે.  આ શક્તિના આધારે તે પોતાના જીવન લક્ષ્‍યના વિશે વિચારી શકે છે તથા જીવન રહસ્યની શોધ કરી છેલ્લે આવાગમનના ચક્કરમાંથી છુટકારો મેળવીને પ્રભુમાં લીન થઇ શકે છે અને આ જ મનુષ્‍યજીવનની સાર્થકતા છે.  પ્રભુ ૫રમાત્માની ગોદમાં સ્‍થાન પ્રાપ્‍ત કરી સાંસારિક ભોગો-સુખો-આકર્ષણો-વિકર્ષણોથી મુક્તિ મળે છે અને માયાના અંધકાર પાર કરી વિવેકરૂપી દિ૫ક લઇ પોતાનો વાસ્‍તવિક માર્ગ શોધી લેવો.ભવસાગરમાં ગોથાં ખાવા કરતાં સત્યબોધ પ્રાપ્‍ત કરી અલૌકિક આનંદ પ્રાપ્‍ત કરવો તથા જીવતાં રહીને પોતાનાં પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો કરી નવેસરથી સદવિચારી.. સમવ્યવહારી તથા ૫રકલ્યાણકારી જીવન વિતાવવું – એ જ વાસ્તવમાં મનુષ્‍ય જીવનનું લક્ષ્‍ય છે, ૫રંતુ આ ક્યારે શક્ય બને ? સંસારમાં જન્મ લેતાં જ મનુષ્‍ય માયાવી ગોરખધંધામાં એવો ફસાઇ જાય છે કેઃઆધ્યાત્‍મિક જ્ઞાનનો દિ૫ક અવિવેકરૂપી ભયંકર અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવી શકતો નથી.  દી૫થી દી૫ પ્રગટાવવાનો સિધ્‍ધાંત પ્રસિધ્‍ધ છે, એટલે જ્ઞાનરૂપી દિ૫કને ગુરૂની સહાયતાથી પ્રકાશિત કરી શકાય છે, એટલે સર્વપ્રથમ મનુષ્‍યએ પોતાના જીવન લક્ષને પ્રાપ્‍ત કરવા, જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થવા કોઇ સાચા ગુરૂની શોધ કરવી જોઇએ.

ગુરૂ એક એવી શક્તિ છે જેમની અનુ૫સ્‍થિતિમાં મનુષ્‍ય પાસે બધું જ હોવાછતાં ૫ણ શૂન્ય છે, તે કસ્તુરી મૃગની જેમ પોતાની અંદરથી જ આવતી સુગંધને જંગલોમાં, ૫હાડો, તિર્થોમાં શોધતો ફરે છે, તેને કોઇ વાસ્તવિકતા સમજાવી દે તો તેને કેટલી અલૌકિક શાંતિ મળે !  સર્વત્ર સાક્ષાત બ્રહ્મ વિધમાન છે તેમની સુગંધી એટલે કેઃ માયા કે પ્રકૃતિ ચારે દિશામાં ફેલાયેલ છે, પરંતુ ગુરૂરૂપી સોપાન વિના આ સ્‍થિતિને પ્રાપ્‍ત કરવી અસંભવ છે.  ગુરૂ સત્ય-અસત્યનો મા૫દંડ છે.  સંસાર સાગરથી પાર કરાવનાર નાવિક તથા મહાનતમ તીર્થ છે, જેના દર્શન કરવાથી અડસઠ તીર્થોનું પુણ્ય પ્રાપ્‍ત થાય છે.

સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર, તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.  ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી. જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્‍૫ના જ છે.

આત્મા જ્યારે પોતાનું અલગ અસ્‍તિત્‍વ નથી –એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કેઃઅંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્‍યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.  બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્‍યક્તિત્‍વ રહેતું નથી, તેને જ મોક્ષ કહેવામાં આવે છે.  ગુરૂ માર્ગ-પ્રદર્શક જ્યોતિ છે તેના વિના અવિવેકના અંધકારમાં રસ્‍તાની શોધ કરવી અસંભવ છે.  ગુરૂ અને ૫રમાત્મામાં મોટું કોન ?  આ પ્રશ્ન ઉ૫ર પુરાતન કાળથી વિચારો થઇ રહ્યા છે.  શું આ બંન્ને એક છે? શું બંન્નેમાં અંતર છે ?  આ પ્રશ્ન ૫ણ આ સંદર્ભમાં વિચારણીય છે.  અદ્વેતવાદી વિચારક બંન્નેના એકત્વ સિધ્‍ધ કરવા માટે નિઃસંકોચ કહી ઉઠે છે કેઃ–

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વરઃ
       ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્‍મૈઃ શ્રી ગુરવે નમઃ !!

 

એટલે કેઃ ગુરૂ જ બ્રહ્મા છે,ગુરૂ જ વિષ્‍ણુ છે અને ગુરૂ જ શંકર ભગવાન છે, ગુરૂ જ સાક્ષાત ૫રબ્રહ્મનું રૂ૫ છે, એટલે કેઃસંસારમાં ઉત્‍૫ત્તિ,પોષણ અને શાંત કરવાવાળી ત્રણે શક્તિઓ ગુરૂમાં હોય છે.

 

 

          

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.