શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ …

શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ …


અગાઉ  તત્વજ્ઞાનની સંકલ્પના … (બ્લોગ લીંક) લેખ આપણે બ્લોગ પર માણ્યો અને  આપ સર્વે મિત્રોએ તેને ખૂબજ પસંદ કર્યો અને અમોને બ્લોગ પોસ્ટ પર સુંદર પ્રતિભાવ પણ તે અંગે મળ્યાં. વેદ, ઉપનિષદ ગીતા અને શ્રીમદ્ ભાગવત્ના અર્થોનો સાચો પ્રકાશ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યો છે. આ ચારેય પ્રમાણેના સમન્વ્ય રૂપે રજુ કરેલ સિદ્ધાંત ‘‘શુદ્ધાદ્વૈત’’ બ્રહ્મવાદના  જીવ એ ત્રણેયનું એકજ સ્વરૂપ છે. બ્રહ્મ શુદ્ધ છે. બ્રહ્મમાંથી જીવ અને જગત ઉત્પન્ન થયાં છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુજી માને છે કે જીવ ઈશ્વર સ્વરૂપ નથી પરંતુ ઈશ્વરનો એક અંશ છે. સંસારમાં હું કરૂં છું એ મમતા છે સંસાર ભલે મિથ્યા હોય બઘુ પ્રભુની ઈચ્છાથી થાય છે. જીવનું પોતાનું કશું નથી બઘું ભગવાનનું છે
આજે આપણે અગાઉના લેખના અનુસંધાનમાં વધુ આગળ   … ‘શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ …’ ના લેખ દ્વારા જાણીશું અને માણીશું. ઉપરોક્ત લેખ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા  બદલ અમો શ્રી વિજયભાઈ ધારીઆ – (શિકાગો) ના અંતરપૂર્વકથી આભારી છીએ.
આપના પ્રતિભાવ બ્લોગ પરના કોમેન્ટ્સ બોક્ષમાં જરૂર મૂકશો, જે લેખક શ્રી ની કલમને બળ પૂરે છે અને સાથે સાથે અમોને પ્રેરણા સાથે માર્ગદર્શન મળે છે કે આપ સર્વેને  લેખ પસંદ આવ્યો છે.


ઈસુની પંદરમી સદી અને વિક્રમની સોળમી સદીના અંતભાગમાં દિલ્હીમાં લોદી વંશની સત્તાનો અંત અને મુગલ સત્તાના આરંભનો સમય હતો. યવનોના ધર્મઝનૂની અને ધર્માંતર માટેના લોહિયાળ આક્રમણોને લઈને હિન્દુ ધર્મ અને તેના બધા અનુયાયીઓ જાત અને ધર્મ બચાવવા થર થર કાંપતા હતા. ધર્મસ્થાનો અને તીર્થક્ષેત્રો દુષ્ટોના કબજામાં ભ્રષ્ટ થયાં હતાં. બધા વૈદિક માર્ગો નષ્ટ થઈ ચૂક્યા હતાં. આશાનું કોઈ કિરણ ક્યાંય દેખાતું ન હતું, ત્યારે શ્રીવલ્લભાચાર્ય ભારતમાં અવતર્યા.
પોતાને નમ્રતાથી ‘કૃષ્ણદાસ’ તરીકે ઓળખાવતા શ્રીવલ્લભે પોતાના મૂળ દિવ્ય સ્વરૂપનો પરિચય ‘સુબોધિની’ના આરંભમાં આપ્યો – હું ‘વૈશ્વાનર’ – અલૌકિક અગ્નિસ્વરૂપ છું. વેદ અગ્નિને પરમાત્માનું મુખ કહે છે, તેથી અગ્નિસ્વરૂપ શ્રીવલ્લભ ભગવદ્ મુખારવિંદનો અવતાર છે. મુખ વાણીનું ઉદભવ સ્થાન છે, તેથી તેઓ ‘વાક્પતિ’ છે. ‘વાક્પતિ’ હોવાથી ‘વિબુધેશ્વર’ છે. આપે જીવનમાં સતત્ ત્રણ–ત્રણ વખત ભારત પરિભ્રમણ કરી હિન્દુ પ્રજાને હિંમત આપી. હિંદુ ધર્મનું રક્ષણ કર્યું, સમયાનુરૂપ સહજ રીતે ધર્મનું પાલન ઘરમાં રહીને ઉત્સાહ અને ઉલ્લાસથી થઈ શકે તેવો સેવા માર્ગ બતાવ્યો – વાસ્તવદર્શી તત્વજ્ઞાન સમજાવ્યું. કાશી, જગન્નાથપુરી, મધ્યપ્રદેશમાં વિજયનગર, રામેશ્વર, કાંચી જેવાં સ્થળોએ માયાવાદી અને અન્યવાદી વિદ્વાનો સામે પોતાનો શુદ્ધાદ્વૈત મત પ્રસ્થાપિત કર્યો. વિજયનગરની ધર્મસભામાં તો સત્તાવીસ દિવસ ટક્કર લઈ સૌને નિરુત્તર કર્યા. ઓરછા અને વિજયનગરમાં આપને આચાર્યોચિત કનકાભિષેકનું સન્માન પ્રાપ્ત થયું.
આવા આચાર્ય શ્રીવલ્લભે વેદના પૂર્વકાંડ પર ‘જૈમિનીભાષ્ય’ અને ઉત્તરકાંડ તથા બ્રહ્મસુત્રો પર ‘અણુભાષ્ય’ રચ્યું. ગીતાના અર્થને સ્પષ્ટ કરવા ‘શાસ્ત્રાર્થ પ્રકરણ’ લખ્યું. તેની વધુ સ્પષ્ટતા માટે પોતે જ તેના પર ‘પ્રકાશ’ નામની ટીકા લખી. ભાગવતનો ગુઢ અર્થ પ્રકટ કરવા ‘શ્રીભાગવતાર્થપ્રકરણ’ અને ‘સુબોધિની’ની રચના કરી. આમ, ચારે મુખ્ય પ્રમાણ ગ્રંથો પર ભાષ્ય રચી આપે ‘શુદ્ધાદ્વૈત’ વિચાર સમજાવ્યો.
શ્રીવલ્લભાચાર્યજીએ ‘શુદ્ધાદ્વૈત’ મત સ્પષ્ટ કરતાં ‘તત્વાર્થદીપ નિબંધ’માં સ્વમતને ‘અખંડ બ્રહ્મવાદ’ કહ્યો છે. ‘બ્રહ્મ’ એટલે પરમાત્મા. તેઓ અવિભાજ્ય છે – તેમના વિભાગ–ટુકડા થઈ શકે નહિ. તેઓ અખંડ છે. જ્યારે ભક્ત દુનિયાની દરેક વસ્તુમાં ઈશ્વરના દર્શન કરે છે, ત્યારે તેને ઈશ્વરના અખંડ સ્વરૂપનાં દર્શન થાય છે; તેથી ઈશ્વર અખંડ છે એવું જ્ઞાન મળે છે.
શ્રીવલ્લભાચાર્યજીએ પોતે ‘શુદ્ધાદ્વૈત’ શબ્દનો ઉપયોગ ફક્ત એક જ વખત ‘સુબોધિની’(૧૦–૨–૩૫)માં કર્યો છે. ત્યાં આપ આજ્ઞા કરે છે કે આત્મજ્ઞાન આપણા અજ્ઞાનને દૂર કરે છે. બ્રહ્મજ્ઞાન બ્રહ્મ અને જીવનું સ્વરૂપ સમજાવે છે. જ્યારે આત્મજ્ઞાન સાથે બ્રહ્મજ્ઞાન ઉમેરાય છે, ત્યારે આપણને ‘શુદ્ધાદ્વૈત’નું જ્ઞાન થાય છે.
શ્રીવલ્લભાચાર્યજીના દ્વિતીય પુત્ર શ્રીવિઠ્ઠલનાથજીએ (ઈ.સ. ૧૫૧૬–૧૫૮૬) પોતાના ગ્રંથોમાં ‘શુદ્ધ બ્રહ્મવાદ’ અને ‘સાકાર બ્રહ્મવાદ’ શબ્દનો વારંવાર ઉપયોગ કર્યો છે. કારણ ને અદ્વૈત છે. તેથી આશ્રીવલ્લભાચાર્યજીનો સિદ્ધાંત છે કે ‘હરિરેવ જગત્, જગદેવહરિ:’ બ્રહ્મ જગતરૂપ છે અને જગત બ્રહ્મરૂપ છે. આથી  બંને સત્ય, શુદ્ધ અ ‘શદ્ધ બ્રહ્મવાદ’ છે. વળી બ્રહ્મ નિરાકાર છે, તો સાકાર પણ છે. નિરાકાર બ્રહ્મ કેવળ આત્માને જ આનંદ આપી શકે છે. આથી આનંદમાં વિવિધતાને લઈને રસાળતા વિશેષ આવે છે. આ પ્રકારે સુસમૃદ્ધ આનંદનું દાન કરનાર સાકાર બ્રહ્મ હોવાથી આ મત ‘સાકાર બ્રહ્મવાદ’ છે.
શ્રીવિઠ્ઠલનાથજીના વંશજ શ્રીપુરુષોત્તમજીએ (ઈ.સ. ૧૬૬૮–૧૭૪૧) ‘તત્વાર્થદીપનિબંધ’ પર ટીકા રચી છે, તેમાં આપશ્રીએ ‘શુદ્ધાદ્વૈત’ બ્રહ્મવાદ’ શબ્દનો વિશેષ પ્રયોગ કર્યો છે.
શ્રીવલ્લભાચાર્યજીની દશમી પેઢીએ થયેલા શ્રીગિરિધરજીએ (ઈ.સ. ૧૭૯૧–૧૮૪૦) ‘શુદ્ધાદ્વૈત માર્તંડ’ નામનો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથ દ્વારા ‘શુદ્ધાદ્વૈત’ શબ્દ વધારે પ્રચલિત બન્યો. આથી વલ્લભવેદાંત ‘શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ’ કહેવાયું.
‘શુદ્ધાદ્વૈત’ એટલે શુદ્ધ + અદ્વૈત. સંસ્કૃત ભાષામાં બે કે વધુ શબ્દો ભેગા મળી એક શબ્દ બને તેને ‘સમાસ’ કહે છે. સમાસના ઘણા પ્રકારો છે. તે મુજબ ‘શુદ્ધાદ્વૈત’ શબ્દ બે રીતે છૂટો પાડી શકાય.
(૧) શદ્ધ અદ્વૈત. જેમાં શુદ્ધ પદ વિશેષણ છે અને અદ્વૈત પદ નામ છે. આખો સમાસ નામ તરીકે વપરાયો છે તેને ‘કર્મધારય’ સમાસ કહે છે. અદ્વૈત એટલે જેમાં બે અલગ અલગ તત્વો નથી તે. બ્રહ્મ, જગત અને જીવ વચ્ચે ખરેખર કોઈ તફાવત નથી. તે ત્રણેનું એક સ્વરૂપ છે. તેથી તે ત્રણે વચ્ચે અદ્વૈત છે. બ્રહ્મ શુદ્ધ છે – સત્ય છે. તેમાંથી જ જીવ અને જગતની ઉત્પત્તિ થઈ છે; માટે તે બંને પણ શુદ્ધ અને સત્ય છે. માટે ત્રણેનું અદ્વૈત છે. આ અદ્વૈત શુદ્ધ છે તેથી આ સિદ્ધાંત ‘શુદ્ધાદ્વૈત’ કહેવાય છે.
આમ, બ્રહ્મની જેમ જગત પણ સત્ય અને શુદ્ધ હોવાથી ત્યાજ્ય નથી, પરમ આદરણીય છે. વલ્લભવેદાંતમાં ભારોભાર વાસ્તવવાદ(Realism) છે. જગતમાં ભગવદ્ ભાવના વિચારવી એ એનું વિશેષ અંગ છે, તેથી તેમાં વાસ્તવવાદ અને ભાવનાવાદનો સુંદર સમન્વય છે.
આવા શુદ્ધાદ્વૈત–બ્રહ્મવાદના મુખ્ય સિદ્ધાંતો એક પછી એક હવે આપણે સમજીશું.
સાભાર : – ગો.વા. પ્રા. શ્રીરમેશભાઈ વિ. પરિખ
સૌજન્ય લેખ પ્રાપ્તિ: વિજય ધારિઆ (શિકાગો- યુ એસ એ )
બ્લોગ લીંક: http://das.desais.net

માનવજીવનમાં ધર્મની અનિવાર્યતા …

માનવજીવનમાં ધર્મની અનિવાર્યતા  …


ફક્ત પૂજા-પાઠ કે કર્મકાંડ જ ધર્મ નથી. ધર્મ માનવજીવનને એક દિશા ચીંધે છે. અલગ-અલગ પંથો, સંપ્રદાયો દ્વારા બનાવવામાં આવેલા નિયમો પ્રેમ, કરુણા, અહિંસા ક્ષમા અને પોતિકાપણાનો ભાવ દર્શાવે છે…’
આજ રોજ આવીજ કાંઈક વાત લઈને આપની સમક્ષ ગો. વા. પ્રા. રમેશભાઈ વિ. પરિખ … ના મંતવ્યો સાથેનો એક સુંદર લેખ માનવજીવનમાં ધર્મની અનિવાર્યતા’ નું -સંકલન કરી દાદીમાનું ચિંતન જગત ‘ પર શ્રી વિજયભાઈ ધારિયા (શિકાગો-યુએસએ) દ્વારા મોકલવામાં આવેલ છે, જે માટે અમો તેમના અંતરપૂર્વક થી આભારી છીએ..  આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના મંતવ્યો બ્લોગ પોસ્ટ પર  મૂકેલ કોમેન્ટ્સ  બોક્ષમાં મૂકશો., આપના પ્રતિભાવ સદા અમોને આવી પોસ્ટ મૂકવા માટે પ્રેરકબળ પૂરું પાળે છે. ….

 

માનવજીવનમાં ધર્મની અનિવાર્યતા …
માનવજીવનમાં ધર્મના મુખ્ય બે ઉપયોગ છે :
(૧) માણસને માણસાઈવાળો માણસ બનાવવાનો; અને
(૨) ઈશ્વરપ્રાપ્તિ કરવાનો.
જ્યારે આપણા જીવનમાં ધર્મ નથી હોતો, ત્યારે આપણામાં આસુરી–રાક્ષસી વૃત્તિઓ વિશેષ હોય છે. ધર્મની સાધનાથી માણસ આસુરી વૃત્તિઓને છોડે છે અને દૈવી વૃત્તિઓવાળો બને છે. આ દૈવી સંપત્તિ માણસને મહાન બનાવે છે. દૈવી સંપત્તિથી માનવજીવનમાં શાંતિ, સ્વસ્થતા અને સુખ પ્રાપ્ત થાય છે. માણસને તેનું જીવન જીવવાલાયક લાગે છે. તે જીવન જીવવામાં તેને આનંદ આવે છે.
જે ધર્મશુધ્ધ જીવન જીવે છે, તેને ધર્મસાધનાના પરિણામે તે જન્મમાં અથવા જન્મ બાદ ઈશ્વરની અનુભુતિ થાય છે. સાચો આનંદ ઈશ્વર પાસે જ છે, જગતમાં નથી; એવી સમજણ મળતાં, આનંદનો ભૂખ્યો માણસ આનંદ મેળવવા ઈશ્વરની દિશામાં ધર્મમાર્ગે ચાલતો રહે છે. તેથી તેનું તન અને મન બન્ને દિવ્ય બને છે; આનંદનો અનુભવ કરનારું થાય છે, જે તેના જીવનનું અંતિમ લક્ષ્ય છે. આમ, ધર્મ માનવજીવનનો પ્રાણ છે એમ કહીએ તો ખોટું નથી.
ધર્મનું સ્વરૂપ આટલું દિવ્ય હોવા છતાં, આખી જિંદગી ધર્મપાલન કરવાં છતાં, ધર્મની દિવ્યતાનો અનુભવ કેમ થતો નથી ?
મોટા ભાગના માણસો વંશપરંપરાથી જે કાંઈ સાચુંખોટું સમજ્યા, તે પ્રમાણે ધર્મને જીવતા રહ્યા છે; ધર્મનું પાલન યંત્રવત્ કરતા રહ્યા છે. આથી, ધર્મ તેમના જીવનમાં જીવતો રહ્યો નથી. સાચા ધર્મના સ્થાને તેમના જીવનમાં ઘણી વિકૃતિઓ પેસી ગઈ છે. આજે આપણે જોઈએ છીએ કે માણસ એક બાજુ ધર્મનું આચરણ કરતો હોય તો બીજી બાજુ અનેક અનીતિઓ આચરતો હોય. મંદિરમાં ઈશ્વરની સામે તે અસત્ય બોલતો હોય, સેવાપૂજા કરતાં મનમાં તે પાપના વિચારો કરતો હોય. આજે માણસની કરણી ને કહેણીમાં ઘણું અંતર પડી ગયું છે. આપણે ધર્મને વિકૃત અને ભ્રષ્ટ કર્યો છે. જેમ ગંદા વાસણમાં રહેલુ દૂધ બગડીને ખાટું થઈ જાય, ત્યારે તે પીવાથી ગુણ નહીં પણ અવગુણ કરે; એવી જ રીતે ભ્રષ્ટ ને વિકૃત બનેલા ધર્માચરણથી આપણા તન–મન વિકૃત અને ભ્રષ્ટ થાય છે. આપણો આસુરી સ્વભાવ વધારે આસુરી બને છે. માટે જ શાસ્ત્રોએ કહ્યું કે જે ધર્મનું રક્ષણ કરશે, તેનું રક્ષણ ધર્મ કરશે. આથી, ધર્મપાલન સજાગતાપૂર્વક કરવાનું છે, વંશપરંપરાના અનુકરણ મુજબ કે બીજાના દેખાદેખી નહીં.
ધર્મનો સંબંધ સમગ્ સૃષ્ટિ સાથે છે. સૃષ્ટિમાંનો કોઈ વિચાર ધર્મથી અલગ નથી. તેથી ધર્મનો સંબંધ વિજ્ઞાન સાથે પણ છે. ધર્મ અને વિજ્ઞાન બંન્નેનો હેતુ જગતમાં છૂપાં રહસ્યો શોધવા અને સમજાવવાનો છે. ધર્મ અંત:કરણથી તેની શોધ કરે છે, જ્યારે વિજ્ઞાન આંખ અને કાનથી તેની શોધ કરે છે. વિજ્ઞાનની કસોટી ભૌતિક છે, ધર્મની કસોટી આધ્યાત્મિક છે. વિજ્ઞાન બુધ્ધિથી સમજવા મથે છે, ધર્મ હ્રદયથી સમજવા મથે છે, ધર્મની સમજણમાં વિજ્ઞાનનાં સત્યો પૂરેપૂરાં ઝિલાયાં છે. તે પરમ સત્યોને ધર્મે સેંકડો વર્ષ પહેલાં સમજાવ્યા છે. વિજ્ઞાનમાં વિશેષ જ્ઞાન છે, તો ધર્મમાં પ્રજ્ઞાન છે. વિજ્ઞાનનું ક્ષેત્ર મર્યાદિત છે, ધર્મનું ક્ષેત્ર અમર્યાદિત છે. વિજ્ઞાન જે નથી સમજી શક્યું, એવાં સત્યો પણ જગતમાં ધર્મ દ્વારા સમજી શકાય છે. માટે ધર્મના વિચાર અને આચારમાં વિજ્ઞાન–તત્વ પૂરેપૂરું રહેલું છે. વિજ્ઞાનની જે મર્યાદા છે, તે મર્યાદાથી ધર્મ ઘણો ઊંચો છે. એટલે ધર્મને કેવળ વિજ્ઞાનની પ્રયોગશાળામાં ચકાસી શકાશે  નહિ. તેને માટે હ્રદયની પ્રયોગશાળાની જરૂર છે.
પ્રસિદ્ધ ચિંતક અને વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન કહે છે કે ‘વિજ્ઞાનની પ્રયોગશાળામાં સુક્ષ્મ પદાર્થોનું વજન કરવાનો કાંટો હોયછે. ઘઉં–ચોખાની ૧૦૦ કિલોની ગુણીનું વજન કરવા કમ્પાઉન્ડ કાંટો હોય છે. આખી ટ્રકનું વજન વે–બ્રીજ(way-bridge)ના કાંટા પર થાય. જેવો પદાર્થ, તેવો કાંટો.
‘એવું જ સંસાર અને ધર્મનું છે. સંસારના કાંટે ધર્મ જોખી શકાતો નથી. આજે આપણામાં ધર્મ વિષેના સાચા જ્ઞાનનો અભાવ વધારે છે, ભ્રમ ઘણા છે; કારણકે આપણે સંસારના કાંટે ધર્મને જોખવાની અબૌદ્ધિક ચેષ્ટા કરીએ છીએ. વિજ્ઞાન પણ અધ્યાત્મને સમજાવવા અસમર્થ છે.’
– ગો. વા. પ્રા. રમેશભાઈ વિ. પરિખ …

 

My religion consists of a humble admiration of the illimitable superior spirit who reveals himself in the slight details we are able to perceive with our frail and feeble minds. That deeply emotional conviction of the presence of a superior reasoning power, which is revealed in the incomprehensible Universe, forms my idea of God.

– Albert Einstein

 

સાભાર : લેખ પ્રાપ્તિ /સંકલન : વિજય ધારિઆ (યુ એસ એ )

 

બ્લોગ લીંક: http://das.desais.net
નોંધ : મિત્રો બે દિવસ અગાઉ  ઉખાણા ભાગ .. ૩  ની પોસ્ટ મૂકેલ, તે ઉખાણા  ના જવાબો  / ઉકેલ  જાણવા  અહીં પોસ્ટના નામ પર ક્લિક કરશો જે તમને પોસ્ટ પર લઇ જશે.  તમારા જવાબ ત્યાં મેળવી લેશો …

ઉખાણા (ભાગ – ૩) … (ઉકેલ)

 

આભાર !
પૂર્વી મલકાણ -મોદી (યુ એસ એ )સારા માબાપ બનવું એ ખાવાના ખેલ નથી …

સારા માબાપ બનવું એ ખાવાના ખેલ નથી  …

 

‘મોટાભાગે પરિવારમાં મોટા લોકો જ બાળકો માટે ત્યાગ કરે છે. સફળ જીવન એ જ છે જેમાં સંતાન પોતાના માતા-પિતા માટે ત્યાગ કરવાનું શીખે. એ લોકો સૌભાગ્યશાળી હોય છે, જેમની સંતાન તેમની માટે ત્યાગ કરે છે. પરંતુ એવા સંતાન મેળવવા માટે કિમત પણ ચૂકવવી પડે છે. જે લોકો પોતાના બાળકો માટે ત્યાગ કરવાનું શીખી જાય છે, તેમના સંસ્કાર અને યોગ્યતા પ્રાપ્ત કરવા માટે તેમનો મોહ છોડી દે છે,તેઓ જ સંતાનનું સુખ જોઈ શકે છે.’…
આજ રોજ આપની સમક્ષ ડૉ.ગુણવંત શાહ ના મંતવ્યો સાથેનો એક સુંદર લેખ… સારા માબાપ બનવું એ ખાવાના ખેલ નથી … નું -સંકલન કરી દાદીમાનું ચિંતન જગત પર શ્રી વિજયભાઈ ધારિઆ  (શિકાગો-યુએસએ) દ્વારા મોકલવામાં આવેલ છે, જે માટે અમો તેમના અંતરપૂર્વક થી આભારી છીએ..  આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના મંતવ્યો બ્લોગ પોસ્ટ પર  મૂકેલ કોમેન્ટ્સ  બોક્ષમાં મૂકશો., આપના પ્રતિભાવ સદા અમોને આવી પોસ્ટ મૂકવા માટે પ્રેરકબળ પૂરું પાળે છે. …હર્બર્ટ સ્પેન્સર મૌલિક વિચાર ધરાવતો હતો. ઈમેન્દ્રઅલ કૅન્ટ અને શોપનહોરની માફક એ આજીવન અપરિણીત રહ્યો. એ જ્યારે ખૂબ ઘરડો થયો ત્યારે એક દિવસ મિત્રોએ એના ખોળામાં એણે લખેલા ‘ધ સિન્થેટિક ફિલોસોફી’ના અઢાર ગ્રંથો આદરપૂર્વક મૂક્યા. થોડી વાર શાંત રહીને સ્પેન્સરે માત્ર એટલું જ કહ્યું, ‘આ ગ્રંથોને બદલે અત્યારે મારા ખોળામાં મારો પૌત્ર હોત તો મને વધારે આનંદ થાત.’
માતપિતા બનવું એ બહુ મોટો લ્હાવો છે અને કદાચ  તેથી જ એમાં બહુ મોટી જવાબદારી રહેલી છે. જેઓની વિચારવાની આદત છૂટી ગઈ છે એવા લોકો માટે માતપિતા બની જવું એ કેવળ જીવશાસ્ત્રીય (Biological) ઘટના છે. જેઓ વિચારવાના છે તેવા યુગલોને માટે માતપિતા હોય એ એક મનોવૈજ્ઞાનિક સામાજીક અને આધ્યાત્મિક (Psycho-social and Psycho-Spiritual) ઘટના છે. આપણા દેશમાં બની બેઠેલા માબાપોનો તોટો નથી પરંતુ સમજુ માતપિતા દીવો લઈને શોધવા નીકળીએ તો જ મળે. પશ્ચિમના માલદાર દેશોની હાલત આપણા કરતાં ય ભૂંડી છે.
સંતાન ન હોય એવા માબાપ દુઃખી છે પરંતુ ઉધાર સંતાનોના માબાપ વધારે દુઃખી છે. આજકાલ સમાજમાં વ્યસનો, ઉજાગરા,સ્વછંદ, સુખવાદ અને ભ્રષ્ટાચારની બોલબાલા આગળ સંસ્કારથી શોભતો વિનય–વિવેક લગભગ લાચાર બની જાય એવી સ્થિતિમાં છે. ક્યારેક તો સંતાનો એવી રીતે વર્તે છે કે , માબાપને આશ્ચર્ય થાય કે એમનું સંતાન આવું તે હોઈ શકે! આવાં દુઃખદ આશ્ચર્યો હવે વધતાં જ રહેવાના છે. તેથી સંસ્કારી માબાપોએ પણ અસંસ્કારી સંતાનો માટે માનસિક રીતે તૈયાર રહીને થોડોક વૈરાગ્યભાવ કેળવી લેવો પડશે. ગાંધી–કસ્તુરબાને પણ હરિલાલ મળી શકે છે.
એક રાજાએ કોઈ માણસને મૃત્યુદંડની સજા ફરમાવી. પેલા માણસે કાલાવાલા કરીને રાજાને કહ્યું ‘મને એક વર્ષ જીવતો રહેવા દો તો હું તમારા આ ઘોડાને ઊડતાં શીખવાડી દઉં.’ રાજા સંમત થયો પણ એક વર્ષને અંતે જો ઘોડો ઊડતાં ન શીખે તો મોતની સજાનો અમલ થશે એવી ધમકી આપી. પાછળથી પેલા માણસે પોતાની વૃત્તિ અંગે કહ્યુઃ ‘કોને ખબર છે ! એક વર્ષ દરમિયાન રાજા મરી જાય કે પછી હું મરી જાઉં કે પછી ઘોડો મરી જાય એમ બની શકે છે. અને હા, કદાચ ઘોડો ઊડતાં શીખી જાય એમ પણ બને ! જે માબાપ પોતાના સંતાન વિષે બધી આશા ખોઈ બેઠાં છે તેમને આ પ્રસંગ હું ભાવપૂર્વક અર્પણ કરું છું.
સંતાનો પાસેથી માલદાર માબાપો મથામણ નામની યુનિવર્સિટી છીનવી લે છે, વર્ષગાંઠને દિવસે માતપિતા સંતાનને શાની ભેટ આપે છે? એકાદ સારું પુસ્તક આપનારા માબાપ કેટલાં ?
આપણી મર્યાદાઓ માટે જમાનાને દોષ દઈને છૂટી જવાની ટેવ સદીઓથી ચાલી આવે છે. આજનો સમય ગમે તેટલો વિચિત્ર હોય તોય હજી બાળઉછેરમાં વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવતાં અને પ્રમાણમાં સાત્વિક જીવન જીવનારાં માતપિતાનાં સંતાનો એકદંરે વિનયશીલ જોવા મળે છે. નવી પેઢીને ઉપદેશ તથા ઉપદેશકની એલર્જી હોય છે. આવી એલર્જી સર્વથા વાજબી છે તેથી ટાળવા જેવી છે.
તમે આસપાસ નજર ફેરવજો. જેમના ઘરમાં હરામનો પૈસો નથી આવતો, જેઓ પોતાને ભાગે આવેલું કર્મ પ્રામાણિકતાથી કરે છે અને જેઓ બીજાઓની થોડી ઘણી દરકાર રાખીને જીવે છે એવાં માબાપને સંતાનોની પીડા ખાસ નહીં હોય. અપવાદો તો હોવાના. પરંતુ એક વાત ચોક્કસ કે માતપિતાના આચરણની સંતાનો પર બહુ મોટી અસર પડે છે. હરામનો પૈસો ઘરમાં ન આવે તે વ્યવહારશુદ્ધિ ગણાય. પોતાને રોટલો રળી આપનારું કામ દિલ દઈને કરે એ કર્મશુદ્ધિ ગણાય. બીજાઓ માટે ઘસાઈ છૂટવાની વૃત્તિ ભાવશુદ્ધિ. કર્મશુદ્ધિ અને ભાવશુદ્ધિ માટે થોડી ઘણી મથામણ કરે તેમને સંતાનોના ઉધામા વેઠવાનો વારો ભાગ્યે જ આવે. અપવાદરૂપે આવા સાત્વિક માતાપિતાને ત્યાં નમૂના પાકે ત્યારે આદિ શંકરાચાર્યની પંક્તિ યાદ કરીને સંસારની લીલા સાક્ષીભાવે નિરખવી અને ભાર ન રાખવા. શંકરાચાર્ય કહે છેઃ ‘કા તે કાન્તા, કસ્તે પુત્ર, સંસારો–યમતીવ વિચિત્રઃ’ (કોણ તારી પત્ની ? કોણ તારો પુત્ર ? આ સંસાર બડો વિચિત્ર છે.) જેમને ત્યાં સારા સંતાનો હોય તેમણે પણ આ પંક્તિ, દિવસમાં એક વાર તો ઉદગારવી જ જોઈએ. ઘણી રાહત રહેશે. હજીયે ઘરનું ડાઈનીંગ ટેબલ તૂટતા પરિવારોને બચાવી શકે તેમ છે. જમતી વખતે જનરેશન ગેપ વાસ્તવમાં કમ્યુનીકેશન ગેપ છે.
વર્ષગાંઠને દિવસે સુખી માબાપ ચોકલેટના પૅકેટ આપે છે અને મોંઘીદાટ કેક પોતાના બાળક પાસે કપાવે છે. મીણબત્તીઓ હોલવાય છે અને સ્વજનો સાવ બેસુરા રાગે ‘હેપી બર્થ ડે ટુ યુ’ ગીત ગાય છે. ભાગ્યે કોઈ સમજુ માતપિતા પોતાના ફરજંદને એક સુંદર પુસ્તક ભેટ તરીકે આપે છે. જેઓ ભણેલાં છે છતાંય સારા પુસ્તકો નથી વાંચતાં તેમને ત્યાં ડફોળ સંતાનો પાકે તેમાં નવાઈ પામવાની જરૂર નથી. હું તો ભારપૂર્વક સૂચવું છું કે સમજુ ગુજરાતી માતપિતાઓએ વર્ષગાંઠને દિવસે સંતાનોને ‘ભૂમિપુત્ર’, ‘નવનીત–સમર્પણ’, કે ‘વેવલેન્થ’ જેવાં સામયિકોનું લવાજમ ભેટ તરીકે આપવું જોઈએ. લખી રાખવું કે માલદાર માબાપને ત્યાં સંતાન પીડા હોવાની સંભાવના વધારે છે. આવા માબાપ ક્યારેક કહે છેઃ ‘અમે વેઠી તેવી મુશ્કેલીઓ અમારા બાળકોને ન પડે તેવું અમે ઈચ્છીએ છીએ.’ આ વિધાનમાં જ હીનવીર્યતા અને બેજવાબદાર સુખવાદના બી વવાઈ જાય છે.
સંતાનો પાસેથી માલદાર માબાપો મથામણ નામની યુનિવર્સિટી છીનવી લે છે અને પછી વ્યસની સંતાનોના પરાક્રમો વેઠતાં રહે છે. મથામણ કરનારા માટે અંગ્રેજીમાં ‘સ્ટ્રગલર’ શબ્દ પ્રચલીત છે. પ્રત્યેક યુવાન સ્ટ્રગલર હોવો જોઈએ. સંતાનો ઉધાર પાકે તે માટે એડવાન્સ બુકિંગ કરાવવું અને પછી દુઃખડા રડવાં એ તો વિચારહીન માબાપોનો અધિકાર ગણાય. તેઓ ઘડપણમાં ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે પોતાના કૂકર્મોના ફળ એકઠાં કરે છે.
માબાપ બનવું જરાય અઘરું નથી, સારા માબાપ બનવું એ ખાવાના ખેલ નથી. જમાનો માનીએ તેટલો ખરાબ નથી. હજીય એવા તો લાખો પરિવારો છે જ્યાં માતપિતા અને સંતાનો વચ્ચે મિત્રતાનો સેતુ રચાયેલો જોવા મળે છે, જ્યાં રોજ સહકુટુંબ પ્રાર્થના થાય છે અને જ્યાં જમતી વખતે એકાદ  મજાકને સહારે હાસ્યની છોળો ઊડે છે, જે પરિવારમાં કોઈ પુસ્તક કે સામયિકના લેખની ચર્ચા સૌ સાથે બેસીને કરે એવું વાતાવરણ હોય ત્યાં ઉધાર સંતાન પાકે તો મને જાણ કરજો. મારે એ સંતાનની ભીતર જાગેલા તોફાનને સગી આંખે નીરખવું છે. આવા કોઈ કમનશીબ સંતાનનો જામીન થવા હું તૈયાર છું.
– ડૉ. ગુણવંત શાહ
સાભાર : સૌજન પ્રાપ્તિ: સંકલન .. વિજયભાઈ ધારિઆ  (શિકાગો-યુ એસ એ)
બ્લોગ લીંક: http://das.desais.net

જે.કૃષ્ણમૂર્તિ …

જે.કૃષ્ણમૂર્તિ …
મિત્રો, આપણાં બ્લોગ ઉપર છેલ્લા ત્રણ વીકથી દાદીમાનાં ચિંતન નવા વિચારોનાં બીજનું વાવેતર જે રીતે આપણાં નેટમિત્ર પૂર્વિબેન અને શ્રી વિજયભાઈ ધારિઆ દ્વારા કરવામાં આવ્યું  છે, તે જ રીતે હું પણ આપ સર્વે મિત્રોને નિમંત્રણ આપું છું કે આપ પણ આપના શુભ વિચારોને, આપના લેખોને, આપના પ્રવાસોને, આપની યાદગીરીને, કોઈ અનુભવને, જોયેલું અને જાણેલુંને, સત્યઘટનાને, કે પ્રેરક પ્રસંગો વગેરે રૂપી બીજનું વાવેતર કરી આપણાં બ્લોગને હરિયાળું બનાવવા માટે સહયોગ આપો. આ ઉપરાંત આપ આપના પ્રવાસ અંગે કે અન્ય કોઈ વિષય અંગે લીધેલા ફોટાઓ અને તે ફોટાઓની સંક્ષેપમાં માહિતી પણ મૂકી શકો છો જેથી કરીને વાંચકોને એ ફોટાઓ દ્વારા જે તે સ્થળની મુલાકાત કરાવી શકાય. વળી આ બ્લોગ ફક્ત મારો કે તમારો નહીં પણ આપણાં સૌનો બ્લોગ છે.  આથી મારી આપ સૌ વાંચકોને વિનંતી છે કે આપણાં દાદીમાના આ વટવૃક્ષને ખીલવા માટે આપ સહુ એમાં આપના વિચારો રૂપી જળ નાખો જેથી નવા નવા વિષયો રૂપી નવી નવી શાખાઓ આપણને મળે.વળી એ પણ ન ભૂલશો કે આપના દ્વારા મળેલો નાનકડો ઉત્સાહવર્ધક શબ્દ પણ આપણાં આ વટવૃક્ષમાં નવી કૂંપણો, નવા પર્ણોઅને નવા ફૂલો ખીલવશે જેની સુવાસ આપણાં સમાજમાં ફેલાશે. તદપરાંત આપણાં બ્લોગમાં  રહેલા તમામ લેખકોના લેખરૂપી છોડવાઓને આપના વિચારો રૂપી, આપના મંતવ્ય રૂપી સૂર્ય કિરણ પણ આપતાં રહો  કારણ કે આપના સાથ એ તેજોમય કિરણો છે જેના દ્વારા આ લેખકોના ઉત્સાહને તેમજ તેમની કલમને શક્તિ મળે છે.  આપનો સાથ, આપનો સંતોષ અને આપનો આનંદ આ ત્રણેય અમારે માટે અત્યંત જરૂરી છે.
 

આપનો નેટમિત્ર,

અશોકકુમાર “દાસ”

 

 

 


કૃષ્ણમૂર્તિ ડાળ, પાન, ફૂલ કે ફળની નહી. પણ મૂળની જ વાત કરે છે. કોઈ ને કોઈ રીતે આપણે કુંઠિત થઈ ગયા છીએ. આપણા મનમાં અને કોઠારમાં કશો ફેર નથી. ગઈ કાલની સ્મૃતિઓ, સમાજ, પરંપરા, ધર્મ, વાદવિવાદ – આ બધા પર આપણે નભીએ છીએ. આપણે ટેકાઓ દીધા છે. આપણે કેટલા બધા થાંભલાઓ ઊભા કર્યા છે! ધર્મ, મંદિર ને પ્રેમના થાંભલાઓ, સત્તા અને માલિકીના સ્તંભો. પુસ્તક, નેતા અને ધર્મગુરુના તરણાને વળગીને આપણે તરી જવું છે. આ બધું શા માટે ? શા માટે આ બધા બંધન ? કોઈની કંઠી બાંધીને આપણે કુંઠિત થઈ જઈએ છીએ. એક સરસ ઉદાહરણ યાદ આવે છે. હોડીનું લંગર કિનારા સાથે બાંધી આપણે હલેસાં મારીએ છીએ અને પછી ફરિયાદ કર્યા કરીએ છીએ કે હોડી ચાલતી નથી.
કૃષ્ણમૂર્તિની વિશિષ્ટતા એ છે કે તે આપણને એમની પણ કંઠી ન બાંધવા માટે વિનંતી કરે છે. આપણું મન ભારે લુચ્ચું હોય છે. એ વચ્ચે દખલગીરી કર્યા જ કરે. પ્રપંચી બુધ્ધીની કનડગત વિનાના સ્વપૃથક્કરણ (self-analysis)ના આત્મપ્રયત્નો તરફ જવું એમાં જ આપણી સાર્થકતા છે. આપણી પાસે બધું જ છે. પણ હ્રદયની સરળતા નથી. આપણે જટિલતામાં રાચીએ છીએ. પ્રપંચ સાથે આપણે પનારો પાડ્યો છે. સરળતાની વાત કૃષ્ણમૂર્તિ કરે છે ત્યારે એ વસ્ત્રો કે ખોરાકની સરળતાની વાત નથી કરતા, પણ એ વાત તો છે મનની અને હ્રદયની સરળતાની ! કોઈ પણ પ્રકારની ગ્રંથી વિના જાતને તથા જગતને જોઈ શકીએ એવી સરળતા. વૃક્ષનો ખ્યાલ મનમાં રાખીને આપણે વૃક્ષને જોઈએ છીએ અને આમ આપણે ઉઘાડી આંખે પાટા બાંધીને વૃક્ષને જોવાનો ચાળો કરીએ છીએ. આપણે સરખામણી કરીએ છીએ, ન્યાય તોળવા તત્પર થઈ જઈએ છીએ, માણસ માણસને મળતો જ નથી. સામી વ્યક્તિ માટે પોતે જે ઈમેજ (image) ઉભી કરી છે એને મળે છે. આમ જીવતાજાગતા ખુલ્લા દિલના બે માણસનું નહીં પણ બે પ્રતિબિંબોનું મિલન થતું હોય છે. આપણે જે છીએ અને જેવા છીએ એનો મુકાબલો કરવાની આપણામાં તાકાત નથી. What is નો નહીં, પણ What should be માટેનો આપણો હઠાગ્રહ હોય છે. સંઘર્ષ આમાંથી જ જન્મે છે. અને એમાંથી આપણે પર નથી થઈ શકતા. કારણ કે આપણને આપણી ઈચ્છા, સ્પૃહા, ભય આ બધું બાંધી રાખે છે. કાયમને માટે જાણે કે આવી ગુલામી વહોરી લીધી હોય એવા આપણે આપણા જ કેદી છીએ. આપણે આપણી ટેવનું પરિણામ છીએ.
અખિલાઈને નહીં પણ અંશને જોવાની આપણને આદત પડી છે. આખાયે ઉપવનને બદલે આપણે એક ફૂલને જોઈએ છીએ. અને તે પણ ફૂલ વિષેના આપણા વિચારો સાથે, અધ્યાસો સાથે, અભ્યાસો સાથે, સંદર્ભો સાથે, સ્મૃતિઓ સાથે. વિચાર એ કશું જ નહીં પણ આપણી સ્મૃતિઓનો પડઘો છે. આપણી સ્મૃતિઓનો પ્રતિભાવ છે. ઈશ્વર પણ આપતાં થાકી જાય એટલી પાર વિનાની આપણી અપેક્ષા છે. ગઈ કાલના આનંદોનું પુનરાવર્તન માંગીએ છીએ અને ભુતકાળની પીડા ટળે એવું આપણે ઈચ્છીએ છીએ. જિંદગી સાથે સરળતાથી હાથ મિલાવવાને બદલે આપણે મુક્કી ઉગામીએ છીએ. ઈશ્વરને પણ આપણે ગરજે યાદ કરીએ છીએ અને એને આપણે ભૂલી જઈએ છીએ ત્યારે ભૂલી ગયા છીએ એનો ખ્યાલ શુધ્ધાં પણ નથી હોતો.
આપણા મૂળમાં પડેલી ઈચ્છા ક્યારે કેવો આકાર લેશે અને આપણને કોની પાસે અને કોનાથી દૂર લઈ જશે એની જ વાત અહીં નથી કહેવાઈ ! પણ આપણે સંસારમાં સરસ રીતે ગોઠવાઈ ગયા છીએ એમ માનીને આપણે જીવીએ છીએ એટલું જ. ખુદ કાળ પણ આપણી ભીતરની અવ્યવસ્થાને વ્યવસ્થિત નથી કરતો. સમય જતાં બધું બરાબર થઈ જશે એવો ભરોસો લેવા માટેનું એ આશ્વાસન છે. બહારના દેખીતા સંવાદને ભીતરનો વિસંવાદ આબાદ રીતે ઉઘાડો પાડે છે.
જયા મહેતા સંપાદિત સુરેશ દલાલના શ્રેષ્ઠ નિબંધોમાંથી સાભાર …
– સુરેશ દલાલ
જે.કૃષ્ણમૂર્તિ વિષે વિશેષ માહિતી માટે નીચેના વેબસાઈટ ઉપર ક્લીક કરો …
http://www.jkrishnamurti.org/index.php
http://en.wikipedia.org/wiki/Jiddu_Krishnamurti
http://www.kfa.org/
http://www.kinfonet.org/
http://www.kfoundation.org/
http://www.youtube.com/watch?v=Xg0tOj6GRGY
http://www.youtube.com/watch?v=oSqzkGyxpmc
http://video.google.com/videoplay?docid=6320375825471726124#
http://www.messagefrommasters.com/Ebooks/Jiddu-Krishnamurti-Books.htm
http://www.j-krishnamurti.org/
http://krishnamurtidiscourses.blogspot.com/
http://video.google.com/videoplay?docid=6320375825471726124#
http://www.tamilnation.org/sathyam/sathyam.htm
http://www.yetanotherbookreview.com/list.aspx?narrator=J%20Krishnamurti
સાભાર સંકલન  પ્રાપ્તિ : શ્રી વિજયભાઈ ધારિઆ  (યુ એસ એ )
બ્લોગ લીંક : http://das.desais.net – ‘દાદીમા ની પોટલી’

પ્રભુનું વિરુદ્ધધર્માશ્રયત્વ …

પ્રભુનું વિરુદ્ધધર્માશ્રયત્વ  …


‘ઈશ્વરની ભક્તિના વિષયમાં એક સુંદર લેખ ‘પ્રભુનું વિરૂદ્ધધર્માશ્રય’ આજે મોકલું છું…’ પ્રભુનો આ ગુણ જેને બરાબર સમજાઈ જાય તેને ઈશ્વરના અસ્તિત્વ કે સામર્થ્યમાં કોઈ શંકા રહે જ નહી. ‘ …

આજ રોજ આપની સમક્ષ એક સુંદર લેખ – ચિંતનરૂપી વિચાર આપ સર્વેની સમક્ષ મૂકવાની નમ્ર  કોશિશ કરેલ છે, ઉપરોક્ત લેખ ‘દાદીમાનું ચિંતન જગત ‘ પર  વિજયભાઈ ધારિઆ  (યુએસએ) દ્વારા મોકલવામાં આવેલ છે, જે માટે અમો તેમના અંતરપૂર્વક થી આભારી છીએ…

મિત્રો જો આપને શ્રી વિજયભાઈ દ્વારા મોક્લવામાં  આવેલ કૃતિ કે તેમાં દર્શાવેલ તથ્ય પસંદ આવ્યું હોય તો જરૂર બ્લોગપોસ્ટ પર આપે કરેલ ચિંતન, આપના પ્રતિભાવરૂપે કોમેન્ટ્સ બોક્ષમાં જણાવશો જે સદા અમોને આવકાર્ય રહશે., એટલું જ નહિ, પરંતુ   તમારા પ્રતિભાવથી વધુ ને વધુ સારી કૃતિઓ મોકલવાની પ્રેરણા શ્રી વિજયભાઈ ને તેમજ અમોને પણ મળશે તો જરૂર  પ્રતિભાવ મૂકવાનું ભૂલશો નહીં … ! આભાર !

પ્રભુનું સ્વરૂપ વિરૂદ્ધધર્માશ્રયી છે એવો વિચાર ભક્તજનોએ પોતાના હ્રદયમાં અવશ્ય કરવો (એટલે કે ભાવથી કરવો; બુદ્ધિથી નહીં). પ્રભુના વિરુદ્ધધર્માશ્રયનું જો જ્ઞાન ન હોય તો પ્રભુની લીલામાં અસંભાવના અને વિપરીત ભાવના ઉત્પન્ન થાય છે, જેનાથી ભક્તિબીજનો નાશ થાય છે.

અસંભાવના – પ્રભુની લીલામાં અસંભવ, સંદેહ વગેરે જેવું જણાય તે અસંભાવના. દા. ત. : પ્રભુની દામોદરલીલાની વાત સમજો. પ્રભુની કમર નાની અને તે બાંધવાની દોરડી મોટી છે. છતાં તેનાથી કમર ન બંધાય. દોરડી બે આંગળ ટૂંકી પડે. યશોદાજી દોરડી જોડતાં જાય તો પણ બે આંગળ ટૂંકી પડે. એવું બને ખરું ?  આમ જે વસ્તુ આપણને અશક્ય લાગે અને પ્રભુની લીલામાં શંકા ઉપજે એનું નામ અસંભાવના.

વિપરીત ભાવના – પ્રભુ માટે કંઈક અયોગ્ય અને વિપરીત જેવું જણાય તેનું નામ વિપરીત ભાવના. દા.ત. : નંદગૃહે દૂધ–માખણની કોઈ ઉણપ નથી છતાં એક સામાન્ય બાળકની જેમ પ્રભુ વ્રજભક્તોના ઘરે ચોરી કરવા પધારે, રંચક માખણ માટે રૂદન કરે, માનાદિ લીલામાં વ્રજભક્તો સમક્ષ દૈન્ય કરે વગેરે પ્રભુ માટે વિચારવું એનું નામ વિપરીત ભાવના.

પ્રભુનું વિરૂદ્ધધર્માશ્રયત્વ :

·        બાળક છે છતાં રસિકશિરોમણી છે.

·        પોતાને વશ છે તો પણ સદા ભક્તોને વશ છે.

·        ભયરહિત છે અને સમગ્ર દેવ–દૈત્યોને ભય ઉત્પન્ન કરે છે છતાં યશોદાજી વગેરે વ્રજભક્તો પાસે ભયભીત છે.

·        નિરપેક્ષ છે છતાં ભક્તો સમક્ષ સાપેક્ષ છે.

·        ચતુરશિરોમણી છે છતાં ભક્તો સમક્ષ મહામુગ્ધબાળક સમાન લીલા કરે છે.

·        સર્વજ્ઞ છે છતાં ભક્તો પાસે અજ્ઞ છે.

·        સદા આત્મરામ છે છતાં ગોપીજનોની રતિવર્ધન કરે છે.

·        પૂર્ણકામ છે છતાં ભક્તો પાસે કામથી આર્ત બની યાચના કરે છે.

·        દીનતારહિત છે છતાં ભક્તોને અનેક પ્રકારના દૈન્ય વચનો કહે છે.

·        સ્વયં પ્રકાશિત છે છતાં ભક્તોની સમક્ષ અપ્રકાશિત છે.

·        બહાર બિરાજમાન હોવા છતાં ભક્તોના અંત:કરણમાં સદા બિરાજે છે.

·        સ્વતંત્ર છે છતાં ભક્તો સમક્ષ પરતંત્ર છે.

·        સર્વસામર્થ્યવાન છે છતાં ભક્તો પાસે સામર્થ્યરહિત છે.

 

આવા વિરૂદ્ધધર્માશ્રયી પુષ્ટિપુરૂષોત્તમ શ્રીકૃષ્ણની શરણભાવના હ્રદયમાં નિરંતર કરવી.

 

શ્રીહરિરાયજી કૃત ‘‘બડે શિક્ષાપત્ર’’ પર આધારિત શિક્ષાપત્ર ગ્રંથસાર(સરળ ગુજરાતી અનુવાદ)માંથી સાભાર

પ્રકાશક : શ્રીવલ્લભ સેવા–પ્રચાર કેન્દ્ર, પાટણ.

સાભાર  – લેખ પ્રાપ્તિ  – સંકલન : શ્રી વિજયભાઈ ધારિઆ  (યુ એસ એ )

Blog Link : http://das.desais.net

અપેક્ષા …

અપેક્ષા …


કેલિફોર્નિયામાં ડૉ.ગુણવંત શાહે એમના એક પ્રવચનમાં કહ્યું હતું કે ‘આપણે વાંચન કરવાનું અને વાંચન ઉપર વિચાર કરવાનું બંધ કરી દીધું છે તેથી જેમ ઠેરઠેર કૉ–ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી હોય છે તેમ કૉ– પરેટીવ થીન્કીંગ સોસાયટી હોવી જોઈએ. શ્રી ગુણવંતજીની વાતને સામર્થ્ય આપતાં આ સોસાયટીની શરૂઆત “દાદીમાની કૉ–ઓપરેટીવ થીન્કીંગ સોસાયટી” કરી રહ્યું છે.
શ્રી ગુણવંતજીના વિચાર વિષે શ્રી વિજયભાઈએ અમને જણાવ્યું તેથી આજે આપણે શ્રી વિજયભાઈનો પરિચય લઈ લઈશું વાંચક મિત્રો?

 

શ્રી વિજયભાઇ છેલ્લા ૨૪ વર્ષથી યુ એસ એ માં રહે છે. તેઓ અગાઉ ન્યુજર્સી, પછી હ્યુસ્ટન અને હાલમાં શિકાગોમાં તેઓ રહેં છે. તેઓ દરેક જાતની લલિતકલા એટ્લે કે  Fine Artsમાં અત્યંત રસ ધરાવે છે, પરંતુ તેથીયે વિશેષ વાંચન અને સંગીતમાં અધિક રૂચિ ધરાવે છે. તેઓની આજ રૂચિને કારણે આપણને તેમનો સાથ મળ્યો છે તેથી તેમના વિચારો સાથે તેમણે સુચવેલ નામ “દાદીમાનું ચિંતન જગત” જે આજે આપની સમક્ષ રજૂ કરું છું અને આશા છે કે આપ સર્વે આપના વિચારો અને પ્રતિભાવોને ચિંતન જગતમાં લાવી અમારા આ કાર્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહન સાથે અમને માર્ગદર્શન પણ આપશો, અને સાથે સાથે દાદીમાની કૉ–ઓપરેટીવ થીન્કીંગ સોસાયટીને આગળ વધારવા માટે પણ અમારો સાથ આપશો.

દાદીમાની પોટલીના આ વૃક્ષમાં આ નવા પાન અને નવી ડાળીઓ આવે તેવા વિચારનું બીજ આપણાં સ્નેહ નેટ મિત્ર પૂર્વિ મલકાણ મોદી દ્વારા રોપવામાં આવેલ છે, અને શ્રી વિજયભાઈ દ્વારા તેમને વધાવી લેવામાં આવ્યો અને તેમનાથી બનતી બધીજ મદદ કરવા રાજી થયેલ છે. જે બદલ અમો તેમના આભારી છીએ. …

 

 તમે પ્રામાણિકપણે વિચારશો તો જરૂર માલૂમ પડશે કે તમારા બધા જ પ્રયાસો અને બધી મહેનત કેવળ અપેક્ષાઓ અને તુષ્ટિના ખ્યાલથી જ થતા હોય છે. તમારી પત્ની અને બાળકો પાસેથી તમારી કેટલીક અપેક્ષાઓ હોય જ છે. તેઓ બધાં તમને તુષ્ટ કરે એવી તમારી ઈચ્છા હોય છે. તેઓ તમારી અપેક્ષાઓ કરતાં જરા ઊણાં ઊતરે તો તમે વ્યગ્ર, નિરાશ અને ક્રોધિત બની જાઓ છો, તેમણે તમને છેહ દીધો હોય એમ તમને લાગે છે. પ્રથમથી જ તમારા કુટુંબ માટે તમારા મનમાં અમુક યોજના કે એક ચિત્ર હોય છે. કુટુંબના બધા તે અનુસાર વર્તે એમ તમે ઈચ્છો છો, કારણ કે તમે જે નથી તે થવા માટેની, અથવા તમારી પાસે જે નથી તે પ્રાપ્ત કરવાની, તમારી મહત્વકાંક્ષા છે. તો શું તમે એમ કહી શકો કે કોઈ પણ અપેક્ષા સેવ્યા વગર જ તમે કુટુંબનું ભરણપોષણ કરો છો ? જ્યારે તમારે મહત્વકાંક્ષાઓ હોય ત્યારે તમે દેખીતી રીતે જ સ્વીકારો છો કે અપેક્ષાઓ અને તુષ્ટિની આશા બન્ને તમે સેવો છો. આ વસ્તુઓ જ તમને સાચા પ્રેમના આનંદથી વંચિત રાખે છે. પ્રેમ દિવ્ય, શુદ્ધ અને સરળ હોય છે. અપેક્ષાઓ અને તુષ્ટિ પર તેનો આધાર નથી હોતો. તમે જેને પ્રેમ કહો છો તે તો, મહત્વકાંક્ષા, અપેક્ષાઓ અને તુષ્ટિ એટલે કે તમારા પોતાના જ સંતોષ પર આધાર રાખતું સગવડીયું જોડાણ છે.
મૂળ લેખક: જી. કે. પ્રધાન
અનુવાદક: ગુલાબરાય મંકોડી
‘હિમગિરિ શિખરોનો આધ્યાત્મિક સાદ’માંથી સાભાર …

 

કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો,
આપણી અપેક્ષા વધુ પડતી હોય છે.
– હરિન્દ્ર દવે

 

અકબર બાદશાહ કરતાં પણ આપણે વધારે સગવડો ભોગવીએ છીએ.
સિનેમા, એરોપ્લેન, ટીવી, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન વિગેરે.
એણે બિચારાએ સ્વપ્નમાં પણ આ બધું જોયું નહીં હોય અને
છતાં આપણને સુખનો અનુભવ થતો નથી એ જ બતાવે છે કે
સગવડ એ સુખ નથી અને અગવડ એ દુ:ખ નથી.

 

સંકલન : વિજયભાઈ ધારિઆ  (યુ એસ એ )
બ્લોગ લીંક: http://das.desais.net