(૧) ‘વનિતા’ … “કાકુ” તેમજ (૨) ‘ગુલાલ’ – “કાકુ” … (સ્વરચિત ગુજરાતી રચનાઓ) …

કૃતિ – (૧) ‘વનિતા’ … “કાકુ”

 

 

 
women.2
 

 

સંસ્કૃતિ અને સંસ્કારીતા ભારતની ધરોહર છે,જે વિશ્વભરમાં ફેલાયેલી છે. ભારતમાં પ્રાચીન સમયથી  સ્ત્રીને સન્માનની ભાવનાથી જોવામાં આવે છે. આપણા મહાન ગ્રંથો,વેદો, ઉપનિષદો જેવા કે રામાયણ અને મહાભારતમાં પણ નારી શક્તિનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો છે. તે સમયમાં પણ સ્ત્રીઓ સાથે અત્યાચાર નહોતા થતા એવું નહોતું પણ પોતાની  અદભુત શક્તિને કારણે તે સ્ત્રીઓએ પુરુષને નમાવ્યા તો ક્યાંક તેણે પતિવ્રતા પત્ની તરીકે પતિનો સાથ આપ્યો, અગ્નિ પરીક્ષાઓ આપી તો કોઈક દ્રૌપદી પાંચ પતિની એક પત્ની તરીકે અંકિત થઈ તો તારામતી અને અરુંધતી જેવી નારીઓએ પતિના કદમ સાથે કદમ મિલાવ્યા. જ્યારે રાધા કહેવાઈ કૃષ્ણની અંતરંગા શક્તિ.

આજના સમયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાતો હોય તો એક સવાલ ચોક્કસ થાય કે શું ભારતીય નારી  સન્માનીય અને સ્વતંત્ર છે ખરી. દર વર્ષે આપણે મહિલા દિવસે માત્ર સ્ત્રીશક્તિના ગુણગાન કરી બધું જ વિસરી જઈએ છીએ. પણ ખરા અર્થમાં  સ્ત્રીઓ સ્વતંત્ર ત્યારે જ કહેવાશે જ્યારે સ્ત્રીઓ પરના અત્યાચારો દુર થશે તેને સાચા અર્થમાં શક્તિ સ્વરૂપા તરીકે સન્માનવામાં આવશે. તો આજે તમે પણ જાણો એવી ૮ ભારતીય નારી વિશે જે પોતાની વિશેષતા, ત્યાગ ભાવના, માતૃ શક્તિ,પ્રેમની મૂર્તિ તરીકે આપણા શાસ્ત્રોમાં હંમેશા માટે અમર થઈને પૂજાતી રહી. જે નારી તમારા માટે પણ બની શકે છે પ્રેરણા સ્ત્રોત.

૧] રાધાજી – ભગવાન શ્રીકૃષ્ણ માટે રાધાના પ્રેમનુ વર્ણન કરીએ તેટલુ ઓછુ છે.   ૨] દૌપદી – પૌરાણીક ગ્રંથ મહાભારતના પાંચાલ રાજાના દ્રુપદની પુત્રી અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી.   ૩] સીતાજી – એક સ્ત્રીને સ્ત્રીત્વનું બળ આપનાર આ મહાન વિદુષી હતાં. પતિવ્રતાના પ્રતિક સમું નામ છે.   ૪] અનસૂયા – જેણે સ્ત્રી હોવાની સાથે સાથે સ્ત્રીત્વની શક્તિનો પરિચય દેવાધિદેવો ગણાતા ત્રિદેવોને પણ આપી દીધો હતો.   ૫] મંદોદરી – મંદોદરી રાવણના પ્રધાન પટરાણી હતા.  તેની ગણના શ્રેષ્ઠ સ્ત્રીઓમાં થાય છે.  ૬] તારામતી – અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા મંદોદર, આ પાંચ પુણ્યશાળી નારીઓમાં જેનું નામ લેવામાં આવે છે તે તારા એટલે સૂર્યવંશના મહાપ્રતાપી રાજા હરિશ્ચંદ્રના પત્ની. સ્ત્રીનો એક મહાનગુણ સહનશક્તિ અને તારા એટલે સહનશક્તિનો પર્યાય.  ૭] અહલ્યા – અહલ્યા ખુબ સૌંદર્યવાન સ્ત્રી હતી.  ઈન્દ્ર વગેરે દેવતા પણ તેને વરવા ઈચ્છતા હતા.   ૮] અદિતિ-દતિ – અદિતિ-દતિ અને અદિતિ દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી.આ બંને બહેનોમાં દતિના પુત્રો દૈત્ય અને અદિતિના પુત્રો દેવ કહેવાયા.દેવો અને દૈત્યના સંગ્રામમાં દૈત્યો હણાયા.દેવોને હરાવે તેવા પુત્રો માટે દતિએ પતિની સલાહથી 100 વર્ષ સુધી ગર્ભધારણનુ વ્રત રાખ્યુ હતુ.

 

વિદુરનીતિ પણ કહે છે અને ચાણક્ય પણ કહે છે કે સ્ત્રીનું સૌથી શ્રેષ્ઠ જો કામ હોય તો તે પરિવારને ગમે તેવી પરિસ્થિતિમાં તુટવા ન દેવો. આજે કદાચ આ ગુણનો જ હ્રાસ થઈ રહ્યો છે અને તેથી પરિવારો વિખેરાઈ રહ્યા છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

 

 

 કૃતિ – (૧) ‘વનિતા’ … “કાકુ”

 

શબ્દ શબ્દ પ્રાસ પ્રાસ એવું કંઈક રમીએ ચાલ નિતા
મન મન હરખાઇએ આપણે એને સમજી ને કવિતા

ટુંકુ સિંચણ ને ઉંડો કુવો નમી નમી સિંચીએ અસ્મિતા
એમ તો હજુએ ક્યાં નથી દેતી અગ્નિપરીક્ષા સીતા

અંધકાર આવે આવે ત્યાં પ્રાર્થીએ આપણે સવિતા
તણખલું એક મળે તોય તરી લઇએ આપણે સરિતા

જન્માવીએ દેવો અને ભરી દઇએ જગતમાં અમૃતા
આ દેશમાં ફરી ફરી જનમશુ આપણે થઇને વનિતા…

 

– “કાકુ”

 

કૃતિ – (૨)   ‘ગુલાલ’ – “કાકુ”

 

 

GULAL

 

 

રેશમી સપનાને સોનેરી કોર એમાં વળી આપે ઉડાડ્યો મુઠ્ઠી ગુલાલ
પરીની પાંખે થઇ વાદળ પર સવાર ને શીશુ સૂરજે છાંટ્યો ગુલાલ

રુપેરી નગરી ને કંકુની ઢગલી કોઇ પુછે ના મને એકેય સવાલ
ફૂલોના ઝુલે, ઉપર-નીચે, ઠેસે ઠેસે મારી પાનીએ ઉતર્યો ગુલાલ

શેરડીના સાઠા શી મમતાની મીઠાશ અને આસપાસ ઉઠી ધમાલ
ચુસતા ચુબતા રસની નજાકતતાએ હોઠોમાં ભરાયો લાલ ગુલાલ

એક એક પ્રહરે પીળુડો પધાર્યો અને કરી રહ્યો કંઈ ને કંઈ કમાલ!!
સંધ્યાને સમે જો સંભળાય સુર બંસીના તો તન મન લાલ ગુલાલ

 
– “કાકુ”

kaku ઉષા દેસાઈ  – “કાકુ”
બ્લોગ લીંક : http://kaku.desais.net  
(“કાકુ”  – સ્વરચિત ગુજરાતી કવિતા નો એક બ્લોગ)
email : [email protected]

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ઉપર પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો “કાકુ”  – શ્રીમતિ ઉષાબેન દેસાઈ (લંડન) ના અંતરપૂર્વકથી આભારી છીએ ….

 

આપના પ્રતિભાવ માટે “કાકુ” ના સ્વરચિત ગુજરાતી કવિતાના બ્લોગ  –  http://kaku.desais.net ની  મુલાકાત જરૂરથી લેશો અને  તેમની અન્ય  રચનાઓ પણ ત્યાં માણશો  અને આપના યોગ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂરથી મૂકશો …  બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ  સદા લેખિકા ને પ્રેરણાદાયી અને પ્રેરકબળ રૂપ બની રહે છે.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

બક્ષીસ – “કાકુ” (સ્વરચિત રચના…) …

બક્ષીસ – “કાકુ”

  
36[1]

 

અમારી હાજરીનીય નોંધ લેવાય
અમારી ગેરહાજરી પણ નોંધાય !

સબંધોના રેશમી તાંતણા આ બધા
બંધનનો અહેસાસ પણ ના વરતાય

કીકીઓમાં અકબંધ ચિત્રો ઘણા બધા
હાથ જાલીને પાટીમાં એકડો ઘૂંટવતા

શેરીને નાકેથી નજરું દોડતી રસ્તામાં,
જરીક મોડું થાય જો ઘેર આવવામાં.

નહિ કહેલા સપનાય એની નજરમાં
ના બતાવેલ નબળાય એના ઝહેનમાં

તકેદારી હતી ના એક આંસુ ઢોળાય
આંખનું કાજલ ના ગાલે રેલાય

હજુએ એની મિઠાસ અમારા દાંતમાં
એની હર ખુશી અમારી ખુશીમાં !

હર દર્દની દવા એની દુઆઓમાં
પ્રભુની બક્ષીસ એ મખમલી સ્પર્શમાં !

 

૨૭ જાન્યઆરી મોટાભાઈ(પિતાજી)ના જન્મ દિવસે …

 

– “કાકુ” 

 

 

છડેચોક એ ચર્ચાય ગયું… -“કાકુ”

  

બંધ બારણે જે ભજવાય ગયું,
છડેચોક એ ચર્ચાય ગયું …

રજનીના પાલવ નીચે છૂપું છૂપું,
આકાશે ધરતીનું ચુમ્મન લીધું
સવારે એ ઝાકળ થઈને ઝળકી ગયું !
છડેચોક એ ચર્ચાય ગયું …

મેં ધરતીમાં એક બીજ ધરબી દીધું
ઝાડ થઈને એ પાંગરી ગયું!
ફળને રસ્તે કેટલાં બીજ ઓકી ગયું !
છડેચોક એ ચર્ચાય ગયું …

મધમાખીએ ફૂલને કહ્યું કૈક ધીમું ધીમું
ને ફૂલનું હસવુંય કઈ નવું નોતું
પણ મધ થઈને એ છલકાય ગયું
છડેચોક એ ચર્ચાય ગયું …

કિડાનું ખુદની લાળમાં વીટળાય જવું
કોશેટો થઈને પોતામાં જ છુપાઈ જવું
તોય રેશમ થઈને લહેરાય ગયું !
છડેચોક એ ચર્ચાય ગયું …

 -“કાકુ”

kaku

અંદરની ઉથલ પાથલ ને વિચારોના વંટોળથી,
ખર્યા જે શબ્દ પુષ્પો,
સજાવ્યા તેને છાબડીમાં,
બસ એજ આપના સ્વાગતમાં…..

 ઉષા દેસાઈ  – “કાકુ”
બ્લોગ લીંક : http://kaku.desais.net  
(“કાકુ”  – સ્વરચિત ગુજરાતી કવિતા નો એક બ્લોગ)
email : [email protected]

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ઉપર પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો “કાકુ”  – શ્રીમતિ ઉષાબેન દેસાઈ (લંડન) ના અંતરપૂર્વકથી આભારી છીએ ….

 

 આપના પ્રતિભાવ માટે “કાકુ” ના સ્વરચિત ગુજરાતી કવિતાના બ્લોગ  –   http://kaku.desais.net ની  મુલાકાત જરૂરથી લેશો અને  તેમની અન્ય  રચનાઓ પણ ત્યાં માણશો  અને આપના યોગ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂરથી મૂકશો …  બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ  સદા લેખિકા ને પ્રેરણાદાયી અને પ્રેરકબળ રૂપ બની રહે છે.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

માધવનું મંતવ્ય – ‘માધવ’ …

માધવનું મંતવ્ય – ‘માધવ’  …
 

 

 
ram-krishna
 

 
મિત્રો, આજની પોસ્ટ  … માધવનું મંતવ્ય – ‘માધવ’  … નામ વાંચી તમોને પ્રશ્ન મનમાં કદાચ ઉદભવે કે આ વળી શું ?  માધવ દ્વારા માધવનું મંતવ્ય !!!  હકીકતમાં   આ અગાઉ આપણે અહીં માણી ગયેલ ‘રામ કૃષ્ણ’- ‘કાકુ’  પોસ્ટના સંદર્ભમાં, એક યુવા વાંચકે,  લેખિકા – ‘કાકુ’ ને પોતાના અંગત વિચારો – મંતવ્યો, આજની પોસ્ટમાં એક પત્ર દ્વારા જણાવવા નમ્ર કોશિશ કરેલ છે.  આ અગાઉ બ્લોગ પર પ્રસિદ્ધ થયેલ  ‘રામ કૃષ્ણ’- ‘કાકુ’/ પોસ્ટનો સંદર્ભ તમારી સરળતા અને જાણકારી માટે અહીં નીચે દર્શાવેલ લીંક દ્વારા મૂકેલ છે; જેનાં પર ક્લિક કરવાથી મૂળ લેખ પણ તમો અહીં જ માણી શકશો.

 

બ્લોગ પોસ્ટ લીંક : 

‘રામ – કૃષ્ણ’ … ‘કાકુ’ …

 

 

 

પ્રિય કાકુ,

 

 

જ્યાંથી હું આ મંતવ્ય જોવ છું – આ આવતર વિષ્ણુનો માનવ અવતાર છે. અને બધા અવતારમાંથી કૃષ્ણ એક પૂર્ણ સ્વરૂપ છે. પણ રામ સહુથી મોટા તપસ્વી છે.

 

બધા અવતારમાંથી – રામ, કૃષ્ણ અને સક્યમુની (ગૌતમ બુદ્ધ) – આ કોઈ બોધ દેવા નથી આવ્યા કે કષ્ટ દુર કરવા નથી આવ્યા – તેઓ પોતાનું જીવન જીવ્યા અને human life ના different poles ના ઉદાહરણ દીધા.

 

સૌથી મોટો તપસ્વી પણ રાજા. રાજા રામનું કામ રઘુકુલ રીતી અને સમાજ નું balance સચાવાનું હતું – અને તેઓએ ધર્મ (LAW) પ્રમાણે ચલાવ્યું । જેમ શશીભાઈના હાથમાં મશાલ છે, તેમજ મહારાજ રામના હાથમાં નેતૃત્વની મશાલ હતી – તેને પતંજલિ ના રાજ યોગના ઉધારણ ની જેમજ – યમ (ના લાલચ, ના નિંદા, ના ચોરી, ના ચાકરી), નિયમ (સ્વચતા, austerity, devotion), આસન (હેલ્થ, fitness), પ્રાણાયામ (control of mind), ધરમ (duty, law), પ્રત્યાહાર (મન, શરીરથી અલગ કરી, બન્નેથી આત્માં ને દુર કરવી), ધરન – concentration of mind (મન્નનું ચિંતન કરી એકાગ્રતા), ધ્યાન (mediation), સમાધિ (સતત કોઈ રોક વગર પ્રત્યક્ષથી દુર થવું) – આ બધું સામાજિક જીવનમાં કરી બતાવ્યું ।

 

જયારે સક્યમુનીએ આ બધું કરવા ઘરનો અને સંસારનો ત્યાગ કર્યો । તેને બુદ્ધ એટલે કહેવાય છે કારણ કે તેને સમાજ જેવી કોઈ વસ્તુ કે setup હોવું ના જોઈ ત્યાંથી શરૂઆત કરી. બુદ્ધે – nature ના નિયમ ને માન આપ્યું સમાજના નિયમને નહિ.

 

જયારે મહારાજ રામ એ આ બધી વસ્તુ બીજા માટે મૂકી – પોતાનું રાજ્ય અને પોતાના લોકો માટે કામ કર્યું । સીતા માતા પોતાની વ્યક્તિ હતી – personal અને રામ તપસ્વી છે – personal થી ઉપર છે. તેને personally શું શું problems હતા તે અદ્યાત્મ રામાયણ અને વશિષ્ઠ રામાયણ (યોગ વશિષ્ઠ)માં જોવા મળે છે.

 

આ બધાથી દુર, કૃષ્ણ પૂર્ણ અવતાર એટલે છે, કારણ કે, jail માં જનમ્યો, adopted બાળક, માખણ ચોર, અનેક ગોપી સાથે લીલા, મામા નો હત્યારો, etc etc આમાંથી હું કઈ પણ કરું તો તું મારું મોઢું ના જોવે । કૃષ્ણ – રામ અને બુદ્ધ અને સૂર્ય અને ધરતી અને આકાશ અને પાતાળ અને માણસ અને પ્રકૃતિ નું સંગમ છે. સૌથી મોટો રાજા પણ કોઈ રાજ્ય નહિ, 108 રાણી પણ રાધા એ રાધા, નારાયણી સેના પણ મહાયુદ્ધમાં એક સારથી થવું, કુબેરથી વધારે ધનનો માલિક પણ સુદામાના ભાતથી સંતોષ, હસ્તિનાપુરની અનેક gifts પણ ખાલી ગાય સ્વીકારવી, દુશાશનનો મહેલ પણ વિદુર ને ત્યાં રેહવું, નંદલાલ એવો બાપ પણ માખણ ચોરીને ખાવું, જગત ગુરુ પણ સંદીપની પાસે જવું, કરોડો લોકો મહાભારતમાં માર્યા, એ રોકી શકત કૃષ્ણ, પણ કોઈને મારવાનું પાપ નહિ, યુધિષ્ઠિર ને ખોટું બોલવાનું માનવવા વાળો કૃષ્ણ, પણ બોલ્યો યુધિષ્ઠિર, અર્જુન ને ગીતા સાર આપ્યો પણ યુદ્ધ પેલા દુર્ગા પૂજા કરાવી – બધું કૃષ્ણ છે પણ તે પોતે જ કઈ નથી. રામ – કૃષ્ણ છે પણ બુદ્ધ પણ છે.

 

ઘણા લોકો તારી જેમ જ સવાલ કરે છે કે શું કામ રામ, કૃષણ કે બુધ્ધે આમ કર્યું ?  પણ એજ માનવ અવતાર, જ્યારે ભગવાન પોતે માણસ થઇ લાચાર થઇ ને શીખે.   life – life છે – અને દરેક પોતે પોતાના વિચાર, અપેક્ષા, સ્વભાવ, જ્ઞાન થી વર્તન કરે છે – અને સારું ખરાબ નું અવલોકન કરે પણ આત્મા તો કૃષ્ણ માંથી જ આવે અને કૃષ્ણ માં જાય. ના પાપ ના પુણ્ય ના સમાજ ના શ્રુષ્ટિ।

 

લોકો કરે તે કરવા દેવાનું – સાચુ ખોટું કાંઈ હોઈ નહિ – તે જ ગીતાસાર । માયા મુકો મસ્તી કરો ઈ જ કૃષ્ણ અવતાર ।

 

 

– માધવ

 

 

 

નોંધ : આ અગાઉ અહીં બ્લોગ પર મારા દ્વારા મૂકેલ ‘રામ-કૃષ્ણ’  પોસ્ટના સંદર્ભનાં જવાબ સ્વરૂપ આજની પોસ્ટ એક યુવા વાંચક દ્વારા પોતાના અન્ય વાંચન બાદ જે મનોમંથન કરવામાં આવેલ છે, તે તેમણે અમોને પત્રસ્વરૂપે અહીં વ્યક્ત કરવા કોશિશ કરેલ છે.   જે પત્ર, આપ સર્વેની જાણકારી માટે પોસ્ટ સ્વરૂપે અહીં દર્શાવવા અમોએ નમ્ર કોશિશ કરેલ છે. આપ આપના મંતવ્યો પણ કોમેન્ટ્સ બોક્ષમાં પ્રતિભાવ  દ્વારા અથવા ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરી શકો છો.

 

 

આભાર – ‘કાકુ’

 

  

 

 

KAKUઅંદરની ઉથલ પાથલ ને વિચારોના વંટોળથી,
ખર્યા જે શબ્દ પુષ્પો,
સજાવ્યા તેને છાબડીમાં,
બસ એજ આપના સ્વાગતમાં…..

ઉષા દેશાઈ (લંડન)
‘કાકુ’ સ્વરચિત ગુજરાતી રચનાઓ નો બ્લોગ…
બ્લોગ લીંક : http://kaku.desais.net/
email : usd2011@hotmail.co.uk

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

‘રામ – કૃષ્ણ’ … ‘કાકુ’ …

‘રામ – કૃષ્ણ’   …
– ‘કાકુ’

 

 

 
ram-krishna
 

 

‘રામ – કૃષ્ણ’ …

આ બન્ને નામ માત્ર ભારતનાં જ  નહિ, પરંતુ  વિશ્વના અનેક  લોકોમાં પરિચિત છે.  આ બે નામ હજારો વર્ષથી લોકોના દિલો- દીમાગ પર રાજ કરે છે.   રામ અને કૃષ્ણનું ચરિત્ર હિંદુ પરંપરાનો ધર્મ ધ્વજ છે.

 

રામ અને કૃષ્ણને ઈશ્વર કે અવતારની ઉપાધિથી અલગ કરીને વિચારવાનું મને પણ મન થયું. આમતો આ બંને નામમાં યુગોથી લોકો રંગ પૂરતા રહ્યા છે . છાંટતા રહ્યા છે , ઢોળતા રહ્યા છે. હું જાણું છુ કે આમાંનું કશુજ કરવાની મારી હેસિયત નથી, કારણ કે હું જેટલું જાણું છુ એના કરતા આ બંને ચરિત્ર ઘણા વિશાળ છે.

 

‘રામ – કૃષ્ણ’ના ચરિત્ર ગ્રંથને ધાર્મિક ગ્રંથને બદલે એક ઐતિહાસિક વાર્તાના રૂપથી વિચારવાની થોડી હિંમત કરું તો, રામ કરતા કૃષ્ણનું પાત્ર મને વધારે આકર્ષે છે, કદાચ હું નારી છુ એટલે એવું હોય શકે.

 

અહલ્યાને ઇન્દ્રે દુષિત કરી અને તેના આઘાતમાં તે પથ્થર બની ગઈ (ડીપ્રેશનમાં સરી પડી ) શ્રી રામ ત્યાં આવ્યા અને અહલ્યાને સજીવન કરી. (ડીપ્રેશાનમાંથી બહાર નીકાળી ) અને મહર્ષિ ગૌતમને સોપી, ઋષિએ ખુબજ સહજતાથી એનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો.  આવી ઉદાર અને ઉત્કૃષ્ટ વાર્તાઓ આપણા સાહિત્યમાં છે એની ખુશી છે.

 

એજ રામે ધર્મ બજાવવા જતા ધોખો ખાધેલી સીતાને લંકાથી રાવણને હરાવીને છોડાવી તો ખરી પણ સીતાજી ની  એને અગ્નિ પરિક્ષા લીધી !   કદાચ પોતાના નહિ પણ લોકોના સમાધાન માટે કે ‘સીતા શુદ્ધ છે’ નું પ્રમાણ જનતાને પૂરું પાડ્યુ !!   સીતા શુદ્ધિ પ્રમાણપત્ર સાથે ઘેર આવ્યા, રાજા બન્યા, રાજ સંભાળ્યું , ’રામ રાજ્ય’ સ્થાપ્યું, રાજ્યનો આદર્શ, રાજા નો આદર્શ ‘રામ’!

 

એક દિવસ લોક વિવાદે સીતાને જંગલમાં મૂકી દીધી !   પોતાના અંશને ઉદરમાં ધારણ કરનારી સીતાને વનને હવાલે કરી દીધી !!   લોકોના મતને કે વિવાદને ના તો બદલ્યો કે ના તો અવગણ્યો !

 

(અહીં  એ તો સારું થયું કે, સીતાને વાલ્મીકીજી મળ્યા, બીજો રાવણ ના મળ્યો.)

 

સાધુને ભિક્ષા આપવી એ કુલ ધર્મ બજાવવા જતાં, લક્ષ્મણ રેખા ઓળંગવા જેવા એક દોરા ના અપરાધની એક મીટર જેવડી શિક્ષા મેળવીને પણ રામના વંશને સંભાળીને, સુરક્ષિત રામ સુધી પહોચાડીને, પોતાને ધરતીને હવાલે કરતી સીતાને મર્યાદા પુરુષોતમ રામ જોતા રહી ગયા !

 

ધર્મરાજ યુદ્ધિષ્ઠિર :-  એવું સાંભળ્યું છે કે યુદ્ધિષ્ઠિરનો રથ જમીનથી એક વેંત ઉચો ચાલતો, અને યુદ્ધ દરમ્યાન જયારે “અશ્વસ્થામા હણાયો”  એ અસત્ય બોલવામાં એને તકલીફ પડી અને હાથી અથવા માણસ એ અર્થનું મનમાં બોલ્યા, તો એમનો રથ જે જમીનથી એક વેંત ઉચો ચાલતો હતો તે જરા નીચો આવી ગયો !!   પણ પોતાની પત્ની કે જેની સુરક્ષા અને સન્માન તેની જવાબદારી હતી, તેને ધૃતમાં દાવમાં મુકી અને હારી જવા છતાં આવું કઈ ના બન્યું !!!

 

પણ શ્રી કૃષ્ણે સમયસર દ્રૌપદીના ચીર પૂરીને એનું સન્માન અને આબરુ જાળવી લીધા.  અને  શ્રી કૃષ્ણે રુક્ષ્મણીનું મન જાણીને તેનું હરણ કર્યું અને સુભદ્રાનું મન જાણીને અર્જુન પાસે હરણ કરાવ્યું.  કાલ યવન જેવો રાક્ષસ હજારો છોકરીઓને ઉપાડી ગયો હતો, એ બધી છોકરીઓને એને છોડાવી પણ ખરી અને સન્માનિત પણ કરી.. કુબજા જેવી કુરૂપ અને જાંબુવાન જેવી રીછ કન્યાને પણ તેઓ એ  અપનાવી !

 

શ્રી કૃષ્ણે લોક વિવાદને બદલ્યો પણ છે અને ન્યાય ને કારણ  અવગણ્યો પણ છે.
 

 

કાંઈક વિશેષ …
 

 

(૧) નાદાન, નાદાર અને નાસમજ –    ‘કાકુ’

 

એક વખત એક શીખ ભાઈસાબ જુસ્સથી બોલી રહ્યા હતા, કે આ હિંદુ લોકો ડરપોક અને નિર્માલ્ય હોય છે. એના ભગવાન, એના ધર્મ કે એના રીતી- રીવાજ ઉપર કોઈ પણ ક્યાય પણ મસ્તી, મજાક કરી લ્યે અને એઓ હસીને કે ઇગ્નોર કરીને ખસી જતા હોય છે.
 
એ જગ્યાએ અમારા ધર્મ કે ઈશ્વર વિષે કોઈ ઘસાતું બોલે તો અમે એને તલવારથી વાઢી નાખીએ. અને આવુજ ઝનુન મુસ્લિમ ધર્મમાં પણ જોવા મળે છે. એ સારું છે કે પોતાના ધર્મ માટે સન્માન હોય,પોતાના ઈશ્વર માટે, રીતી- રીવાજ માટે વફાદારી હોય.
પણ પ્રશ્ન એ છે કે મસ્તી મજાક કરવા વાળો , એને સહન કરવા વાળો કે તલવાર ઉઠાવી લેવા વાળા માંથી સાચા ધર્મને સાચી રીતે સમજેલું કોણ?
 
કોઈ નહિ, એક નાદાન છે, એક નાદાર છે અને એક નાસમજ.
 

 

(૨)  બસ છે  –  ‘કાકુ’

 

 

મારા નાના ઓરડામાં એક દીવો જલે છે,
આ રાત્રી માટે આટલું તો બસ છે.

મારા આંગણામા રોજ રોજ ફૂલ મહેકે છે,
આ દિવસ માટે આટલું તો બસ છે.

આખીય નદીયું ક્યાં પીવી છે?
તરસ છીપાવવા એક પ્યાલું બસ છે.

 

 
સાભાર :   ‘કાકુ’
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો સુશ્રી ઉષાબેન દેશાઈ (લંડન)  – ‘કાકુ’ ના અંતરપૂર્વકથી આભારી છીએ.   આપ સર્વે એક વખત જરૂરથી ‘કાકુ’ ના બ્લોગની મુલાકાત લઇ તેમના દ્વારા રચિત અનેક  રચનાઓ બ્લોગ પર  જઈ માણશો.  ‘કાકુ’ ના બ્લોગની લીંક : http://kaku.desais.net/

આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ જરૂર મૂકશો. આપના દ્વારા મૂકેલ દરેક પ્રતિભાવ લેખિકાની કલમને પ્રેરણાદાયી બને રહેશે  અને  તેમની કલમને બળ પૂરશે.
 

 

 

KAKUઅંદરની ઉથલ પાથલ ને વિચારોના વંટોળથી,
ખર્યા જે શબ્દ પુષ્પો,
સજાવ્યા તેને છાબડીમાં,
બસ એજ આપના સ્વાગતમાં…..

ઉષા દેશાઈ (લંડન)
‘કાકુ’ સ્વરચિત ગુજરાતી રચનાઓ નો બ્લોગ…
બ્લોગ લીંક : http://kaku.desais.net/
email : usd2011@hotmail.co.uk

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli