કાનૂડો કાળો કાળો (ભજનનો રસથાળ) …

કાનૂડો કાળો કાળો (ભજનનો રસથાળ) …

 

નારાયણ સ્વામી એ ભારત દેશના ગુજરાત રાજ્યનાં રાજકોટ શહેરનાં વતની હતાં. તેઓ ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર હતા. નારાયણ સ્વામીએ સાંસારિક જીવનનો ત્યાગ કરી  સંન્યાસ  લીધો હતો. શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલ શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં. જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતાં તેમની સાથે વેરાવળ (શાપર)નાં મુળુભા(બચુભાઈ) તેમજ અન્ય સાથીદારો એ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે. ત્યાર પછીથી તેઓએ સ્થાપેલ આશ્રમમાં રહેતા હતાં. તેમનું પુર્વાશ્રમનું નામ શક્તિદાન ગઢવી હતું. તેનો આશ્રમ ગુજરાતનાં કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે આવેલો છે. જયાં તેઓએ બિમાર તથા અશક્ત ગાય ની સાર સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલ. તેઓએ દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી, નરસિંહ મહેતા જેવા સંતો અને ભક્તો ના રચેલ ભજનો / વાણી બોલેલ છે. કહેવાય છે કે એક  તેઓએ  બોલેલ વાણી – કોઈપણ ભજન કે રચના એક વખત ગાયા બાદ તેઓ બીજી વખત ગાતા નહિ., ટૂંકમાં તેઓ દ્વારા ગયેલ અનેક રચનાઓ -ભજન દ્વારા પ્રચલિત છે. સૌરાષ્ટ્ર – ગુજરાતમાં નારાયણસ્વામી – ભજન સમ્રાટ તરીકે પ્રખ્યાત અને આદરણીય નામના તેઓ ધરાવે  છે. આજે પણ તેઓ દ્વારા બોલાયેલ ભજનો – વાણી આપણને સતત સાંભળવી ગમે છે.

‘દાદીમા ની પોટલી’ પર તેમના ભજન સરળતાથી માણવા અમોએ તેઓશ્રી નાં નામની એક અલગ જ કેટેગરી ‘નારાયણ સ્વામી’ નામે બનાવેલ છે. જેમાં તેઓશ્રી દ્વારા બોલાયેલ અનેક ભજનોનો સમાવેશ કરાવામાં આવેલ છે. આજે તેઓશ્રી ની પૂણ્યતિથી હોઈ, તેમના પુત્ર શ્રી હિતેષભાઈ (ભુજ) દ્વારા અમોને બે દિવસ અગાઉ જ જાણકારી ફોન દ્વારા આપવામાં આવેલ, જેથી અમોએ ખાસ આજે  તેમના થોડા ભજનોનો રસથાળ તમારી સમક્ષ આજની પોસ્ટમાં પીરસવાની કોશિશ કરેલ છે. તેઓશ્રી ની પૂણ્યતિથીએ તેમના ચરણમાં શ્રદ્ધાંજલિ સ્વરૂપ અપર્ણ … અસ્તુ ! શ્રી હિતેષભાઈ એ તેમના પૂર્વાશ્રમ નાં પિતાશ્રી અને હાલનાં ગુરુશ્રી દ્વારા બોલાયેલ ભજન ‘દાદીમા ની પોટલી’ પર મૂકવા માટે અમોને આપેલ સંમતી બદલ અમો તેઓશ્રીના તેમજ તેમના પરિવારના અંતરપૂર્વક્થી આભારી છીએ.

કાનુડો કાળો કાળો … (ભજનનો રસથાળ) …

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ ‘કાનૂડો કાળો કાળો’  (ભજનનો રસથાળ) … જો આપને માણવાની ખુશી થઇ હોઈ તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. ..‘દાદીમા ની પોટલી’.

મિચ્છામિ દુક્ક્ડં …અને પ્રતિક્રમણની પવિત્રતા …

મિચ્છામિ દુક્ક્ડં …

 

સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ…

ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. આર્ય ધર્મમાં સનાતન ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે. ક્ષમા વિરુદ્ધ અક્ષમા-ક્રોધ. ક્રોધનાં કડવાં ફળ હોય છે એમ જ્ઞાનીઓ કહે છે. ક્ષમા, ધૈર્ય, શાંતિ, આનંદ, દિવ્યપ્રેમ એ માનવીનું આભૂષણ છે. આપણાં ઋષિ-મુનિઓએ વર્ષ દરમિયાન એવાં પર્વો અને મહાપર્વો વ્યવસ્થિત રીતે ગોઠવી આપેલાં જે જેથી ભારતવર્ષની ધર્મપ્રિય જનતાનું તન-મન-ધનનું આરોગ્ય તથા ક્ષેમકુશળ તથા મંગળ જળવાય છે.

જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. ધર્મનાં જુદાં જુદાં સંપ્રદાયોમાં સંવત્સરી જુદા જુદા દિને આવે છે. શ્વેતાંબર ર્મૂતિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથ અથવા પાંચમ, સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમ, તેરાપંથ જૈનસંઘમાં સુદ પાંચમ, જ્યારે દિગંબર જૈન સંઘમાં ભાદરવા સુદ ચૌદસના દિને ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિને જૈન ધર્મનાં લોકો પર્યુષણનાં ઉપવાસ-વ્રત કરે છે. સાયંકાળે ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે. તે ભૂલોને યાદ કરી ધાર્મિક ક્રિયા કલાપોમાંથી ક્ષમા માંગે છે. ભૂલોનો પસ્તાવો કરી ‘મિચ્છામિ દુક્કડમ્’ એ સૂત્રથી ક્ષમા માંગે છે.

 

સાભાર : ગુર્જરીનેટ (વિશેષ વાંચન માટે નીચે દર્શાવેલ બ્લોગ લીંક પર ક્લિક કરશો)
http://www.gurjari.net/details.php?id=1467&m=rateAccepted

તત્વજ્ઞાનના ઊંડાણમાં જવાં માટે સૌથી પ્રથમ સત્શાસ્ત્રની પ્રબળ જિજ્ઞાસાની આવશ્યકતા રહે છે. અંધને માટે જેમ દીપક નકામો છે, તેમ જિજ્ઞાસાહીન માટે શાસ્ત્રો નિરુપયોગી છે એટલે તત્વજ્ઞાનમાં ઊંડા ઊતરવાની જિજ્ઞાસા સતેજ બંને છે ત્યારે જ આત્મા પોતાના નિજ સ્વરૂપને શોધવાના સ્વાતમ પુરુષાર્થનો પ્રારંભ કરે છે.

પ્.પૂ.શ્રી જનકમુનિ મનોહરમુનિ દ્વારા ‘પ્રશ્ન પ્રદીપ’ સ્વરૂપે રચિત ગ્રંથમાંથી ‘મિચ્છામિ દુક્ક્ડં …અને પ્રતિક્રમણની પવિત્રતા …’ વિષે થોડા અંશ પ્રશ્ન – જવાબ સ્વરૂપે આપની સમક્ષ ‘દાદીમા ની પોટલી’ પર મૂકવા આજે અમોએ નમ્ર કોશિશ કરેલ છે. આશા છે કે આપને પસંદ આવશે.

 

મિચ્છામિ દુક્કડમ અને પ્રતિક્રમણની પવિત્રતા …

 

પ્રશ્ન : રસ્તે ચાલતાં નિયમ વિરુદ્ધ કંઈ બોલાઈ ગયું કે બની ગયું વગેરે થાય અને મિચ્છામિ દુક્ક્ડં બોલીએ તો તેથી પાપની મુક્તિ મળે ?

ઉત્તર : પહેલાં ઉત્તર બરોબર સમજો અને અભિપ્રાય નક્કી કરો. શ્રી જિનશાસન પામેલા અને વગર પામેલા જીવ વચ્ચે ઘણું જ અંતર છે. જીવને પોતાની ભૂલની દિલગીરી થાય અને તેમાં રાચે નહીં તેથી પાપનો બંધ સજ્જડ ન પડે, અને ભવાંતરનાં કર્મો પશ્ચાતાપથી ક્ષય પામે છે. ચાહે તેવો ગુનો હોય પરંતુ તે માફી માગતાં જરૂર ઢીલો પડે છે. મિચ્છામિ દુક્ક્ડંની મહત્તા અનેક ગની છે તેથી બે લાભો થાય છે. વર્તમાન કાળમાં થયેલ ભૂલનો પાપબંધ માત્ર હળવો જ પડે, અને પાપના ખેદથી ભવાંતરના દોષી ક્ષય પામે. મિચ્છામિ દુક્ક્ડંની ક્રિયા નાટકરૂપે તો, તો જ ગણાય કે જો તે તેનું આવું ઉત્તમ મહત્વ સમજી માફી માગવા માટે ગુનો કરે. તો પગની ઠોકર કોઈને ભૂલથી વાગી ગઈ અને માફી માગવી તો તે ઉત્તમ છે, પરંતુ માફી માગવાની ક્રિયાને ઉત્તમ માની, માફી માગવા માટે કોઈને ઠોકર મારે અને પછી માફી માગે તો તે મિચ્છામિ દુક્ક્ડંનું નાટક કર્યું ગણાય. ||૧||

પ્રશ્ન : જો આ પ્રમાણે મિચ્છામિ દુક્ક્ડં બોલવાથી પાપ નિવૃત્તિ થતી હોય તો ઘણા દંભી લોકો પણ મિચ્છામિ દુક્ક્ડં બોલી ધર્માત્મા થયાનો દાવો કરે છે તે વાત પણ સાચી ગણાઈ જાય.

ઉત્તર : જે આત્મા દંભપૂર્વક આલોચના વગેરે કંઈ પણ સ્વીકાર કરી ધર્માત્મા બનવાનો દાવો ખેલે છે તે લોઢાની નાંવ પર બેસી સાગર તરવાની વાત કરનાર જેવો ગણાય.

હાથ બગડી ગયા એટલે હવે ધોયા વિના ઉપાય નથી તેમ માનવાને બદલે હાથ ધોવા માટે બગાડવા, તેમ કહેનારનો નિયમ કેવી રીતે ન્યાયસંગત ગણાય ? પ્રથમ પાપ કરે અને પછી ધર્માત્માની ગણતરીમાં ખપવા માટે જો મિચ્છામિ દુક્ક્ડં કહે અને મનમાં તો વિચારે કે આ પાપ કર્યું તે સારું જ થયું, તે પાપને કારણે જ હું દુઃખી થતો મટ્યો. એટલે એક તરફી માફી માગે અને બીજી તરફ પાપને પોતાની સફળતાનું કારણ માને. આ રીતે પાપને અહિત સમજ્યા વિના તેની માફી માગનાર દંભી કદી પણ શ્રી જિન શાસનમાં ગૌરવને પામી શકતો નથી. પાપને પાપ તરીકે જાણ્યા પછી જ તેની માફી માગવાના સાચા ભાવ જાગૃત થાય છે. તેમાં દંભનું નામ નથી હોતું.||૨||

પ્રશ્ન : વારંવાર મિચ્છામિ દુક્ક્ડં કરી વળી તુંરત તેનું જ કાર્ય કરવું તે શું શાસ્ત્રદ્રષ્ટિથી પ્રપંચ ન કહેવાય?

ઉત્તર : વિચારોના પરિવર્તનથી કે પરિસ્થિતિની ભીંસથી મનુષ્ય પાપ કરી નાખે તો પણ તે સમયે જો પાપને અશુચિની કેમ ખરાબ માની, આલોચના અને મિચ્છામિ દુક્ક્ડં કરવાની સમજણ હોય તો, તેના તે પાપનો તો ક્ષ્ય થાય છે, પરંતુ સાથે સાથે બીજાં પાપોનો પણ ક્ષ્ય થાય છે.

જય સુધી કેવળજ્ઞાન નથી થયું, ત્યાં સુધી આત્મામાં પાપનો અંશ છે, અને તેને કારણે તેવા પાપના પ્રસંગો ભલે હળવા – ભારે હોય, પણ પાપ નથી થવાનું તેમ તો ન જ કહી શકાય. નિરંતર બંધાતાં તેવાં કર્મોના ક્ષ્ય માટે જેટલાં વધારે પ્રતિક્રમણ –આલોચના વગેરે થાય, તેટલી વધારે વિશુદ્ધિની ભાવના પ્રબળ થાય છે. સુંદર અક્ષર શીખનારે જેમ વારંવાર અક્ષરો ભૂંસી ભૂંસીને પણ નવા લખવા પડે છે અને વારંવારના પ્રયત્નને અંતે આકર્ષક અક્ષરો લખી શકે છે, તેમ વારંવાર મિચ્છામિ દુક્ક્ડંની ટેવ પાડનાર, લાંબા પ્રયત્નને અંતે એક દિવસ સુંદર અક્ષર સમાન શુદ્ધ અવસ્થાને પામી જાય છે. કોઈ પણ એક વાતને દ્રઢ કરવા માટે જેમ તેને વારંવાર વિચારવું પડે છે, તેમ શુદ્ધ સ્વરૂપને મેળવી દેનાર પ્રતિક્રમણની વારંવારની ક્રિયાને વારંવાર કરવાં પડે છે, તેથી તે પ્રપંચ કદી પણ ન કહી શકાય. ||૩||

પ્રશ્ન : દરરોજ પાપ કરવું અને દરરોજ પ્રતિક્રમણ કરી આલોચના કરવી તે શું એક પ્રપંચ નથી ?

ઉત્તર : દરરોજ જંગલ જઈએ છીએ, ત્યારે સ્વચ્છ થવા માટે હાથ બગાડીએ છીએ અને સાફ કરીએ છીએ, તો એક વખત ધોયા પછી બીજી વાર શા માટે બગાડવા ? આરોગ્ય સાચવવા માટે રોજ બગાડવું પડે અને રોજ ધોવું પડે, તેમ છતાં સ્વપ્ને પણ એવો વિચાર કદી નથી આવતો કે હાથ વગેરે બગડ્યા તે સારું થયું.

જ્યાં સુધી આહાર છે, ત્યાં સુધી નિહાર (મળ) પણ છે, તે થયેલા નિહારને સ્વચ્છ કરવા માટે સાફ કરવાની ક્રિયા પણ રોજ કરવાની રહેશે. તેવી જ રીતે જ્યાં સુધી દુનિયાદારી છે, ત્યાં સુધી દોષ પણ સંભવિત છે, તેથી તેને નિર્મળ કરવાની ક્રિયા સ્વરૂપે રોજ પ્રતિક્રમણ કરી દોષોની આલોચના કરવી જરૂરી છે.

રોજ પાપ કરીને રોજ તેનું પ્રતિક્રમણ કરવાની ક્રિયાને ઢોંગ કહેનારે ઉપરોક્ત વાતનો વિચાર કરવો આવશ્યક છે. ||૪||

સાભાર : સૌજન્ય : ‘પ્રશ્ન પ્રદીપ’ – જ્નકમુનિ મનોહરમુનિ (પૃ. ૪૯-૫૨)પ્રકાશક: સ્વ. નાગરદાસભાઈ મણિયાર.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

આશા રાખીએ છીએ કે આપને આજની પોસ્ટ પસંદ આવી હશે., આપ સર્વેને વિનંતિ કે આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો, જેથી ભવિષ્યમાં જિન શાસન વિષે થોડી વધુ માહિતી આપવી કે નહિ તે અમો નક્કી કરી શકીએ… આભાર ! મિચ્છામિ દુક્ક્ડં – ‘દાદીમા ની પોટલી’

ગણપતિ આવે ઝૂલતા …

ગણપતિ આવે ઝૂલતા …

 

સાખી :

પરથમ કે’ને સમરિયેં, કે’નાં લીજિયે નામ,
માતા પિતા ગુરુ આપનાં, લૈયેં અલખપુરુષનાં નામ.

સદા ભવાની સા’ય રો, સનમુખ રહો ગણેશ,
પંચ દેવ રક્ષા કરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.

 

ગણેશ આગમનની વધાઈ :

દેખ્યા રે મેવાડી રામા, નીરખ્યા રે હાં,
શ્રી ગણપતિ આવે ઝૂલતા હો રે હો જીજીજી.

હસતા ને રમતા આવે શ્રી ગણપતિ વીરા,
માન રે સરોવર સો યે ઝીલતા. .. દેખ્યા૦

પેરણ પીતાંબર, ઓઢણ આછાં ચિર વીરા,
શાલ રે દુશાલા સો યે ઓઢતા. .. દેખ્યા૦

પેચ રે સમાણી બાંધે રે પઘડિયાં વીરા,
દરપણમાં મુખડા સો યે દેખાતા. .. દેખ્યા૦

કેડે રે કંટારા ને ગલે રૂંઢમાલા વીરા,
કાનુંમેં કુંડળ સો યે પેરતા. .. દેખ્યા૦

ઊંચી ઊંચી મેડી, અજબ ઝરૂખા વીરા,
અધર સિંહાસન સો યે બેસતા. .. દેખ્યા૦

દોય કર જોડી સતી લીરલબાઈ બોલ્યાં વીરા,
ધરમુંનાં તાળાં સો યે ખેલતા. .. દેખ્યા રે માવડી રામા૦

ગણપતિ ભજનોમાં સામન્ય રીતે દુંદાળા, સૂંઢાળા અને એકદન્તા દેવનું સ્મરણ કરવામાં આવે છે. ગણપતિને ગમતા લાડુ અને મુષકના ઉલ્લેખ વિનાનું ભાગ્યે જ કોઈ ભજન હશે. પણ આ ભજનમાં મેવાડી વેશે આવતા ગણપતિ તરી આવે છે. માથે મુગટને બદલે તેમણે પેચબંધી પાઘડી પહેરી છે. ગણપતિનાં સ્થૂળ રૂપ ને આભૂષણ સાથે અહીં યૌગિક પરિભાષાનો પણ ઉપયોગ થયો છે.

‘માન રે સરોવર સો યે ઝીલતા’ – મસ્તકમાં આવેલા બ્રહ્મરન્ધ્રૂને ભજનવાણીમાં માનસરોવર, અમૃતકુંડ, અમૃતઝરો, વીરડો, સહસ્રારમાં અમૃતનો સ્ત્રાવ કરતો ચન્દ્ર રહેલ છે પણ સામાન્ય માણસ આ અમૃતપાન કરી શકતો નથી. કારણ કે મૂલાધારમાં રહેલો સૂર્ય અમૃતને શોષી લે છે. મૂલાધારથી બ્રહ્મરન્ધ્રૂ સુધી મેરુદંડમાં ઈડા, પિંગલા અને સુષુમ્ણા નામની ત્રણ યોગનાડી વહે છે.    સુષુમ્ણા મધ્યમાં આવેલી છે અને તેની ડાબી બાજુની ઈડાને ચન્દ્રનાડી અને જમણી બાજુની પિંગલાને સુર્યનાડી કહે છે.  પ્રાણાયામ દ્વારા આ સૂર્ય-ચન્દ્રનો સંયોગ કરવો એ યોગસાધકની મુખ્ય સાધના છે.  પ્રાણ પર કાબૂ મળતાં મન સ્થિર થાય છે અને બહાર ભટકતી ચિત્તવૃત્તિઓનો નિરોધ થઇ જાય છે.  આમ, ભજનના શબ્દોમાં યોગી ‘મન – પવનની ગતિ પલટાવી’  નાખે છે અને સુષુમ્ણાનું દ્વાર રુદ્ર કરીને બેઠેલી કુંડલિની શક્તિને જાગૃત કરી ઊંચે ચડાવે છે.  એને ભજનમાં ‘ઊલટી નાડી, ચડી ખુમારી’ કહે છે.  કુંડલિની છ ચક્રોને ભેદી સહસારમાં પ્રવેશે છે ત્યારે શક્તિ અને શિવનું મિલન થાય છે.  સૂર્ય અને ચન્દ્રનું સાયુજ્ય થાય છે.  યોગની આ પરમ સિદ્ધિને ‘માનસરોવર હંસા ઝીલન આયો જી’  કહી વધાવવામાં આવે છે.

આ ભજનમાં ગણપતિને ‘માનસરોવર ઝીલતા’  –  પરમ સિદ્ધિમાં વિહરતા – દેવ તરીકે નિરૂપ્યા છે.

 

‘અધર સિંહાસન સો યે બેસતા’  –  અધર એટલે શૂન્ય, બ્રહ્મરન્ધ્રુ.  ‘અધર તખત’  પણ કહે છે.  ભજનોમાં ‘ધર -અધર’ શબ્દો વારંવાર આવે છે.  ધર એટલે ધરા, આ પંચભૂતોનું બનેલું શરીર.  અધર એટલે નીરાલંબ બ્રહ્મતત્વ.  ‘અધર’ નો સાક્ષાત્કાર આ ‘ધર’માં.  શરીરમાં જ કરવાનો છે.

 

ગોરખનાથ કહે છે :

 

‘ધરે અધર બિચારિયા, ધરી યાહી મેં સોય,
ધરે અધર પરચા હૂવા તબ દુનિયા નાહી કોય.’

‘ધરમાં – શરીરમાં જ, શરીરથી પરબ્રહ્મનો વિચાર કર્યો; તો તેનું દર્શન આ પંચભૌતિક શરીરમાં થયું. ધરમાં અધરનો પૂર્ણ પરિચય થઈ ગયો ત્યારે જગતનું અસ્તિત્વ ન રહ્યું. શરીરમાં જ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ ત્યારે કોઈ દ્વૈતભાવ ન રહ્યો.’

લીરલબાઈ આ ભજનમાં કહે છે કે ‘ઊંચી ઊંચી મેડી, અજબ ઝરૂખા’ મહા અદભુત કારીગરીવાળા આ દેહરૂપી મહાલયમાં ગણપતિ બિરાજે છે અને ‘ધરમુંનાં તાળાં’ ધર્મનું રહસ્ય ખોલી આપે છે.

સંકલન : ‘સત કેરી વાણી’ ..

 

બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]

 

આજે ગણેશ ચતુર્થી, અને ગણેશ મહોત્સવ નો પ્રથમ દિવસ., આપને તેમજ આપના પરિવારને  આજથી શરૂ થતાં ગણેશમહોત્સવ ના શુભ પર્વની શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજની પોસ્ટમાં ગણેશજી ના  આગમનની વધાઈ –  એક ભજન-વંદના સાથે જણાવેલ છે. આજની પોસ્ટ ‘ગણપતિ આવે ઝૂલતા …’  આપને પસંદ આવી હોય તો આપનાં અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આભાર … !‘દાદીમા ની પોટલી’.

વૈષ્ણવ જન તો તેને રે કહીએ … (નરસિંહ મહેતા) …

વૈષ્ણવ જન તો તેને રે કહીએ … (નરસિંહ મહેતા)
સ્વર: શ્રી નારાયણ સ્વામી …

 

.

.

 

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે … વૈષ્ણવજન

સમ દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે … વૈષ્ણવજન

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે … વૈષ્ણવજન

વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે … વૈષ્ણવજન

 – નરસિંહ મહેતા

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

નરસિંહ મહેતા ની રચના શ્રી નારાયણ સ્વામીના સ્વરમાં સાંભળવાની જો આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

ગોપાલ મારો પારણીયે ઝૂલે રે …

ગોપાલ મારો પારણીયે ઝૂલે રે …

 

નિષ્કામ કર્મ યોગી ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મ તો કાલે મનાવ્યો, તો ચાલે આજે પારણે ઝુલાવીએ, પારણીએ ઝૂલાવીએ તો તેના હાલરડા તો ગાવા પડે ને ? તો ચાલો આજે માણીએ અલગ અલગ સ્વરમાં કાના ના હાલરડા…

આજની પોસ્ટ પસંદ આવે તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો…. આભાર ! ‘દાદીમા ની પોટલી’ …

 

.
(૧)ગોપાલ મારો પારણીએ ઝૂલે રે …
સ્વર: નિધિ ધોળકિયા અને સાથી …

.
(૨)

સ્વર: હેમંત ચૌહાણ …

 

 

 

બ્લોગ લીંક: http:das.desais.net
email: [email protected]

નિષ્કામ કર્મયોગી શ્રી કૃષ્ણ …

નિષ્કામ કર્મયોગી શ્રી કૃષ્ણ  …

 

સૌ વાંચક મિત્રો – ભાઈ -બહેનો  ને આજના શુભ પર્વ – બાલ કૃષ્ણ  જન્મ ની વધાઈ હો.  આપ સર્વે ને તેમજ આપના પરિવારને આજ ના શુભદિન ની શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

‘ નિષ્કામ કર્મ યોગી શ્રી કૃષ્ણ’ … ના જન્મ નો મહિમા સાથે શ્રી કૃષ્ણની  આનુષંગિક પોસ્ટ તેમજ   જન્મની વધાઈ ના પદ ની પોસ્ટ  (હવેલી સંગીત ના સ્વરૂપે)  ‘દાદીમા ની પોટલી’  પર અમારા શુભ ચિંતક  વૈષ્ણવ  શ્રીમતિ પૂર્વિ  મોદી – મલકાણ .. (યુ.એસ.એ) દ્વારા મોકલવામાં આવી છે, આજની આ સુંદર પોસ્ટ  મોકલવા બદલ અમો પૂર્વિબેન ના  અંતરપૂર્વક થી આભારી છીએ.

 

આજની પોસ્ટ સાથે  વધાઈ ના પદ ની પોસ્ટ માણવાની  આપને મજા આવી  હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકી આભારી કરશો.  જે લેખિકા ની કલમ ને બળ પૂરે છે અને તેના ઉસ્ત્સાહ ને જોમ પૂરે છે.

 

(૧)  જન્માષ્ટમીની અંધારી રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણ શા માટે જન્મ્યાં? …

 

 

વૈષ્ણવોના વ્હાલા પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ બંદીગૃહમાં રાત્રિના અંધકારને પોતાની ગોદમાં છુપાવેલી અષ્ટમીની મધ્યરાત્રિએ થયો. અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજીએ બંદીગૃહ અને અંધકારને વિશેષ રીતે મૂલવતાં સમજાવતા છે કે જીવ જે સ્થળ, અને જે પળમાં જન્મે છે તે સમયનું બંધન તે બંદીગૃહ છે, અને અંધકાર તે જીવની કર્મભૂમિ છે. કર્મભૂમિ એ જીવ અને પ્રભુ બંનેને માટે હોય છે, તેથી સંસારમાં કોઈપણ સ્થળેથી પ્રગટ થતો જીવ તે અંધકાર રૂપી ભૂમિમાં બીજ રૂપે રહે છે અને પોતાના યોગ્ય સમય અનુસાર તે અંધકારમાંથી જન્મ લઈ પ્રકાશ તરફ પોતાના પ્રથમ પગલાં ભરે છે. અંધકાર અને પ્રકાશનો બીજો અર્થ મૂલવતાં શ્રી મહાપ્રભુજીએ કહે છે કે શ્રી ઠાકુરજી એ પ્રકાશ છે અને માયા એ અંધકાર છે, જ્યાં જ્યાં પ્રકાશ રૂપ શ્રી કૃષ્ણ બિરાજતાં હોય ત્યાં માયારૂપી અંધકાર રહી શકતો નથી, આથી જ વસુદેવજી શ્રી ઠાકુરજીને લઈને જ્યારે બંદીગૃહમાંથી ગોકુળ જવાનો નિશ્ચય કર્યો તે સાથેજ બંદીગૃહની બહાર રહેલા  તમામ અંધકારભર્યા માયારૂપી દરેક વિઘ્નો દૂર થતાં ગયાં. શ્રી ગોકુલેશ પ્રભુચરણ કહે છે કે દરેક જીવ પોતે પોતાના કરેલા કર્મબંધનના કારાગારમાં જન્મે છે અને તે કર્મબંધન રૂપી કારાગૃહમાંથી મુક્તિ કેમ મળે એનો સંદેશો આપવા માટે સ્વયં ભગવાને કારાગારમાં મનુષ્ય તરીકે જન્મ લઇ પોતાની દિવ્યતાનો અનુભવ કરાવ્યો છે. વેદોમાં કહ્યું છે કે મનુષ્ય જો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અને તેમની જીવનયાત્રાનું અનુસરણ કરે છે ત્યારે તે જીવ કર્મબંધનો છોડીને મુક્તિ તરફ પ્રયાણ કરે છે.

 

-પૂર્વી મોદી મલકાણ યુ એસ એ

(૨) શું આપ જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી ગોકુળ શા માટે ગયા? …

 

શ્રી ભાગવતજીની ટીકા વિજ્ઞપ્તિ શ્રી સુબોધિનિજીમાં કહે છે કે બાબાનંદ આનંદના પ્રતિનિધિ હોવાથી તેમનું ગૃહ પણ આનંદમય છે. મૈયા યશોદા યશ આપનારી અને માતૃત્વથી ભરેલી છે તેથી તેના આંગણામાં સદાયે માતૃત્વ રસ બનીને વહ્યા કરે છે. બાબાનંદના આનંદિત અને મૈયા યશોદાના વાત્સલ્ય પૂર્ણ હસ્ત નીચે શ્રી ઠાકુરજીએ ધર્મના ઉધ્ધાર અર્થે શ્રીમદ્ ગોકુલ અને વ્રજમાં કરેલી અનેક લીલાઓમાં અનેક કર્મ પ્રગટ કર્યા છે. આમ શ્રી ઠાકુરજીએ પોતાના ધર્મ અને ધર્મી સ્વરૂપને પ્રગટ કરીને પોતાના ભક્તોને પોતાની લીલાનો અનુભવ કરાવવા માટે શ્રી ગોકુલમાં બાબા નંદ અને મૈયા યશોદાને ત્યાં પધાર્યા છે.

-પૂર્વી મોદી મલકાણ યુ એસ એ..

 

 

(૩)  શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર અવતાર શા માટે લીધો છે ?

 

ભગવાન કૃષ્ણના અવતાર દ્વારા આપણને માનવરૂપમાં પરમાત્માનો પરિચય થયો છે. જ્ઞાનીઑ અને યોગીઓ સદાયે કહે છે કે આ સૃષ્ટિના કર્તા હર્તા તે નિરાકાર છે અને નિરંજન પ્રેમ તત્વવાળા છે પરંતુ તે પ્રેમ પણ પ્રભુની માયાનો જ એક ભાગ છે તો પછી એ માયા તત્વવાળા પ્રભુ સૃષ્ટિમાં અવતાર શા માટે લે છે? પરંતુ જેમ જ્ઞાની પંડિતો અને વિદ્વાનોની પરીક્ષા જેમ ભાગવતમાં થાય છે તે રીતે પ્રભુની નિરાકાર અને નિરંકુશ શક્તિની પરીક્ષા પણ મનુષ્યવતારરૂપે થાય છે, આથી સૃષ્ટિના પાલનકર્તા પણ મનુષ્યરૂપે અવતાર ધારણ કરીને ભૂમિ પર આવે છે અને મનુષ્યોની જેમ જ ક્રીડા કરી સંસારને ચલાવનાર ધર્મના આત્માને પ્રગટ કરે છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે સામાન્ય મનુષ્ય એ લૌકિક જનની દ્વારા કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન ધર્મને ધારણ કરીને અવતાર લે છે. ઉપનિષદમાં કહ્યું છે કે અવતાર એટલે કે ઊંચા ક્ષેત્રમાંથી નીચે આવતું તે. ભગવાન પોતે પોતાના પૂર્ણત્વ પામેલી નિશ્ચલ સ્થિતિની અંદર નિરાકાર અને નિરંજન રૂપે ઉચ્ચસ્થાને બિરાજમાન રહી ફર્યા કરે છે, પરંતુ એજ નિરાકાર શક્તિ જ્યારે પોતાનું ઉચ્ચ આસન છોડીને જ્યારે પણ ભૂમિ પર અવૃત થાય છે ત્યારે સંસારના સમસ્ત ધર્મચક્ર, ઋતુઓ અને સમયના પરિબળનું ખંડન થાય છે અને આ ખંડિત થયેલ ચક્રની અંદર પ્રભુ અવતાર ધારણ કરીને પોતાની લીલાનો પ્રારંભ કરે છે. વેદોમાં કહ્યું છે કે જ્યારે સંસારમાં રહેલ સચરાચર સૃષ્ટિ પર અનાચાર, અસત્યનો ભાર વધી જાય છે ત્યારે અસુરો અને અધર્મનું પ્રાધાન્ય વધી જાય છે આ સમય દરમ્યાન સચરાચર સૃષ્ટિ પર ભય છવાઈ જતાં સત્ય, સતજનો અને ધર્મના ઉત્કર્ષ માટે પ્રભુ ભૂમિ પર અવતાર ધારણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે :

 

यदा यदा हि धर्मस्य ग्लानिभवति भारत ।
अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।

 

આજ સુધીમાં ભગવાનના જેટલા અવતારો થયા છે તે બધા જ અવતારો એકબીજાથી ઘણા જ અભિન્ન છે તેમ છતાં તે તમામ અવતારો કોઈને કોઈ રીતે અપૂર્ણ અને મર્યાદિક હતાં. પરંતુ દ્વાપર યુગમાં ભગવાનનો શ્રી કૃષ્ણ તરીકેનો અવતાર તે અદ્ભૂત, અપૂર્વ અને અદ્વૈતપૂર્ણ છે. પહેલા સાત અવતારો જે કાર્ય ન કરી શક્યા તે તમામ કાર્યોને અષ્ટમ અવતારરૂપ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રએ પોતાના આ એક જીવનકાર્ય દરમ્યાન કર્યા છે. પ્રભુના આ અવતારને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવ્યો છે. વિદ્વાનો કહે છે કે પૂર્ણ પુરુષોત્તમનું જે બહુમાન ભગવાન વિષ્ણુને નથી મળ્યું તે બહુમાન કેવળ અને કેવળ મનુષ્યવતાર શ્રી કૃષ્ણને જ શા માટે મળ્યું છે? શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે તેનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર સૃષ્ટિના વ્યાપને- એની ભવ્યતાને, ના માન અને મર્યાદાને, એનાં સુખો અને દુ:ખોને, સાંસારિક જીવનની મહત્તા, મહત્વતા અને એના સંપૂર્ણ રૂપને જેણે નિખાલસપણે સ્વીકારી લીધું છે તે કેવળ શ્રી કૃષ્ણ છે તેથી મનુષ્યોને પોતાની જેમ જ સહજતાથી જીવનની સામે સન્મુખ થયેલા શ્રી ઠાકુરજી પૂર્ણ લાગે છે તેથી જ સમગ્ર સંસારના ઉધ્ધારના ઉદેશ્યને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમ રૂપે વ્રજભૂમિ પર પ્રગટ થયા છે.

-પૂર્વી મોદી મલકાણ યુ એસ એ. 

(૪)  કૃષ્ણ જન્મની વધાઈ … (પદ) …  (હવેલી સંગીત) …

 

(૧)

(૨)

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

ઓમ નમ:શિવાય … (ધૂન)

ઓમ નમ:શિવાય … (ધૂન)
સ્વર: પંડિત રતન મોહન શર્મા …

 

આજે શ્રાવણ માસ નો ત્રીજો સોમવાર, ત્યારબાદ આવતીકાલે રાંધણ છઠ્ઠ, સાતમ અને જન્માષ્ટમી ના તહેવાર … આજે શિવજીની એક સુંદર ધૂન પં. રતન મોહન શર્મા ના સ્વરે માણીશું.  ધૂન માણ્યા બાદ જો તમોને એહસાસ થાય કે ના ખરેખર સાંભળવા લાયક ધૂન છે,  તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો …

 

(બ્લોગ પોસ્ટ ની તસ્વીર ડૉ. કિશોરભાઈ પટેલ (શિક્ષણ સરોવર …http://shikshansarovar.wordpress.com ને આભારી છે.)

 

ઓમ નામ: શિવાય … (ધૂન)

 

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ …

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

શિવો ભોક્તા, શિવો ભોજન ..
શિવો કર્તા, શિવો કર્મ:

શિવો કરૂણાત્મકર: શિવો કરૂણાત્મકર:

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ ..

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

શિવોહમ્ શિવોહમ્ શિવોહમ્ ..

સદા શિવોહમ્ સદા શિવોહમ્ સદા શિવોહમ્ .. (૨)

સદા શિવોહમ્ સદા શિવોહમ્ સદા શિવોહમ્ .. (૨)

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. .

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૨)

ઓમ નામ: શિવાય
શિવાય નામ: ઓમ .. (૧૨)

ઓમ નમ: શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય .. (૨)

ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય .. (૨)

ઓમ નમ: શિવાય …

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો …

આવી આવી અલખ જગાયો …

સ્વર : નારાયણ સ્વામી ..

 

 


.

સાખીઃ

કબીર કુવા એક હે 
પનિહારી અનેક
બરતન ન્યારે, ન્યારે હે 
પાની સબ મેં એક …

 

આવી આવી અલખ જગાયો ..
એ બેની અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે ..   એ ..  જી ..

 

આવી આવી અલખ જગાયો ..
એવો  અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે ..  એ  .. જી ..

 

વાલીડા મારા,
સત્ય કેરી સૂય ને ..
શબ્દોના ધાગા રે …  રામ, રામ ..રામ ..

 

વાલીડા રે મારા, સત્ય કેરી સૂય ને ..
શબ્દોના ધાગા રે..   એ .. જી..

 

હે…  ફલકો રે ખૂબ બનાયો …  (૨)જી, જી .. જી ..
એ.. બેની અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે..  રામ, રામ .. રામ …

 

આવી આવી અલખ જગાયો ..
એવો અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે ..  એ ..જી …

 

વાલીડા મારા …   હે.. જી..
પેહરણ પીતાંબર ને, .. કેશરિયા વાઘા રે..   હો.. જી..

 

વાલીડા મારા,
પેહરણ પીતાંબર ને, ..  કેશરિયા વાઘા..રે.. રામ, રામ..રામ …

 

એ .. કેશર ભીનો તિલક લગાયો ..  જી..  જી..જી … (૨)
એવો  અમારે મહેલે ..
ઊત્તર દિશાથી, એક રમતો જોગી આયો  રે … એ .. જી..

 

આવી આવી અલખ જગાયો ..
એ.. બેની અમારે મહેલે ..
ઓત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે..   એ . . જી ..

 

વાલીડા મારા, ભમર ગુફામાં જોગીડે ..
આસન વાળ્યા રે…   હે..  જી ..

 

વાલીડા મારા, ભમર ગુફામાં જોગીડે ..
આસન વાળ્યા રે…   હો ..  જી ..

 

એ..  અનહદ નાદ બજાયો, જોગીડે ..   હે..  જી .. (૨)
એ ..  એવા અમારા મહેલે,
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે..   હે..  જી …

 

વાલીડા રે મારા, હિરે જોગીડા ને ..
જન્મ મરણ ના આવે રે..   હે..  જી …

 

એ … નહિ રે આયો ને,  નહિ જોયો ..
એ.. એવા અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે..
રામ, રામ.. રામ …

 

વાલીડા મારા, ત્રિકમ સાહેબ ..
ખીમ કે રે ચરણે રે…  રામ, રામ ..રામ …

 

એ … હરખ હરખ ગુણ ગાયો ..
એ એવો  અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો ને …  એ .. જી …

 

બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]

 

આજથી શ્રાવણ માસ ની શરૂઆત થાય છે, પૂરા માસ દરમ્યાન ભગવાન શ્રી ભોલેનાથ -શિવ શંભુ ના દેવાલયોમાં ભાવિકજનો બિલ્વ પત્ર, દૂધ – અને જલ ના અભિષેક કરવા માટે ભગવાન શ્રીભોલેનાથની પૂજા અર્ચના માટે ભીડ જમાવતા જોવા મળશે. આજથી શરૂ થતા આ પવિત્ર માસ ની સર્વે ભાવિકજનો તેમજ તેમના પરિવારને ‘દાદીમા ની પોટલી’  તરફથી શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

આજની આ ભોલેનાથના આગમનની વધાઈની  સુંદર રચના, નારાયણ સ્વામી ના સ્વરે જો આપને પસંદ આવી હોય તો, આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.   …. જય ભોલે નાથ ! જય શિવ શંકર ! હર હર મહાદેવ !

ગણેશ વંદના …

ગણેશ વંદના …
સ્વર:નારાયણ સ્વામી …

.

.
સાખી :
ગુણપતિ ગુણ આગે રહો ..(૨)
દોઈ કર જોડે દાસ
આવા સદા સર્વદા સ્મરતાં
વિઘ્ન ના આવે પાસ …

પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..(૨)
રિદ્ધિ –સિદ્ધિના તમે દેવ, દેવ મારા .. (૨)

મહેર કરો મહારાજ જી …

પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..
રિદ્ધિ –સિદ્ધિના તમે દેવ, દેવ મારા .. (૨)
મહેર કરો મહારાજ જી …
માતા રે જેના પાર્વતી રે
સ્વામી તમને સૂંઢાળા ..
માતા રે જેના … હાઁ … હાઁ … હાઁ …
એ પાર્વતી રે ..
સ્વામી તમને સૂંઢાળા …
પિતા રે શંકર દેવ, દેવ મારા ..(૨)
મહેર કરો મહારજ જી …
ધૂપ-સિંદૂરની સેવા કરે રે
સ્વામી તમને સૂંઢાળા ..
ધૂપ-સિંદૂરની … હાઁ … હાઁ… હાઁ …
એ સેવા કરે રે ..
સ્વામી તમને સૂંઢાળા …

ગળામાં ફૂલડાનો હર દેવ મારા,

ગળામાં ફૂલની માળા દેવ મારા …

મહેર કરો મહારાજ જી …
કાનના કુંડળ ઝળહળે રે ..
સ્વામી તમને સૂંઢાળા …
કાનમાં કુંડળ … હાઁ … હાઁ … હાઁ …
એ .. ઝળહળે રે ..
સ્વામી તમને સૂંઢાળા ..
ગળામાં મોતીડાની માળ દેવ, દેવ મારા ..
મહેર કરો મહારાજ જી …
પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..(૨)
રિદ્ધિ –સિદ્ધિના આતે વાન દેવ મારા ..
રીધ્ધી-સિદ્ધિના તમે દેવ, દેવ મારા
મહેર કરો મહારાજ જી …

 
રાવત રણસિંહ  ની વિનંતી રે ..
સ્વામી તમને સૂંઢાળા ..
રાવતરણસિંહ  ની હાઁ… હાઁ… હાઁ …
એ .. વિનંતી રે ..
સ્વામી તમને સૂંઢાળા …
ભગતોને કરજો સહાય દેવ મારા .. (૨)
મહેર કરો મહારાજ જી …
પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..(૨)
રિદ્ધિ –સિદ્ધિના તમે દેવ, દેવ મારા .. (૨)
મહેર કરો મહારાજ જી …
મહેર કરો મહારાજ જી .. (૨)

 
 
બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]
 

આજની પોસ્ટ… ગણેશ વંદના આપને શ્રી નારાયણ સ્વામીના સ્વરે સાંભળવાની અને માણવાની મજા આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.  આભાર ! ‘દાદીમા ની પોટલી’.

શ્રી દામોદરના ગુણલા ગાતા …(નરસિંહ મહેતા) …

શ્રી દામોદરના ગુણલા ગાતા … (નરસિંહ મહેતા) …
સ્વર: નારાયણ સ્વામી …

 


.

.

શ્રી દામોદરના ગુણલા ગાતા … (પ્રભાતિયા) …
સ્વર: નારાયણ સ્વામી …

 

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ એ દુઃખિયો ના હોઈ રે ..
શ્રી દામોદરના ગુણલા ગાતા …

 

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ દુઃખિયો ના હોઈ રે
દામોદરના ગુણલા ગાતા …

 

સદા શામળિયો શરણે રાખે
સન્મુખ આવી જોઈ રે ..
દામોદરના ગુણલા ગાતા … (૨)

 

મૂરખ મૂંઢ હીંડે રખડતો … હો …જી ..
ના જાણે હરિ નો મર્મ રે .. (૨)

 

સ્મરણ કરતાં તરત જ આવે ..
સમરણ કરતાં તરત જ્ આવે
પરિ પૂરણ બ્રહ્મ રે ..
દામોદરના ગુલા ગાતા …

 

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ એ દુઃખિયો ના હોઈ રે ..
સદા શામળિયો શરણે રાખે ..

 

સદા શામળિયો શરણે રાખે
સન્મુખ આવી જોઈ રે
દામોદરના ગુણલા ગાતા …

 

છેલ્ છબીલો ને છોગાળો … જી.. જી . જી ..
નિત નિત તેને ભજીએ રે .. (૨)

 

મંડળિકનું એ માન ઉતાર્યું ..

 

મંડળિકનું તેણે માન ઉતાર્યું

 

કહો કેમ તેને તજીએ રે ..
દામોદરના ગુણલા ગાતા …

 

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ એ દુઃખિયો ના હોઈ રે ..

 

સદા શામળિયો શરણે રાખે
સન્મુખ આવી જોઈ રે
દામોદરના ગુણલા ગાતા …

 

સુખ દાતાની પૂરણ કૃપાથી
અવિચળ પદ હું પામ્યો રે .. (૨)

 

નરસૈયાનાસ્વામીને જોતાં
એ..જી .. ભવ બાહ્ય સઘળો ભામ્યો રે .. (૨)
દામોદરના ગુણલા ગાતા …

 

દામોદરના ગુણલા ગાતા
એ કોઈ દુઃખિયો ન જોયો રે
દામોદરના ગુણલા ગાતા … (૨)

 

દામોદરના ગુણલા ગાતા
નર કોઈ દુઃખિયો ન જોયો રે ..
દામોદરના ગુલા ગાતા …

 

દામોદરના ગુણલા ગાતા .. (૨)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ – ‘દામોદરના ગુણલા ગાતા’ નરસિંહ મહેતાની રચના પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર જણાવશો જે સદા અમોને પ્રેરણાદાયી રહે છે. આભાર !  ‘દાદીમા ની પોટલી’