વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા… (શ્રી આદ્યશક્તિ સ્તવન)…

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા… (શ્રી આદ્યશક્તિ સ્તવન) …

 

 

sherawali_mata_PB04_l

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

કાપો. ૧


ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ, સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની; ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

 

કાપો. ૨ 

 

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

કાપો. ૩

 

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

 

 

કાપો. ૪

 

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

 

કાપો. ૫

 

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

 

કાપો. ૬

 

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

 

કાપો. ૭

 

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

 

કાપો. ૮

 

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

 

કાપો. ૯

 

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

 

કાપો. ૧૦

 

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

 

કાપો. ૧૧

 

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ

કાપો. ૧૨

 

( આભાર : ડો.નીરવ )
સાભારઃજયશ્રીબેન
http://tahuko.com

 

 

 
બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પગ ઘુંઘરું બાંધી મીરાં નાચી રે…

પગ ઘુંઘરું બાંધી મીરાં નાચી રે …

ગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે.. ટેક

મૈં તો મેરે નારાયણ કી,

આપ હી હો ગઇ દાસી રે… પગ..

લોગ કહે મીરાં ભયી બાંવરી,

ન્યાત કહે કુલ નાસી રે… પગ..

વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા,

પીવત મીરાં હાંસી રે… પગ..

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

સહજ મિલે અવિનાશી રે… પગ..

સાભારઃhttp://tahuko.com

 
 

 
બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

અખિલ બ્રહ્માંડમાં…

અખિલ બ્રહ્માંડમાં …

 

WHO IS KRISHNA

 

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ


પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ ચાખવા,

શિવ થકી જીવ થયો એ જ આશે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ


વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે,

કનક કુંડલ વિષે ભેદ ન હોયે;

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,

અંતે તો હેમનું હેમ હોયે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ


ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી

જેહને જે ગમે તેને તે પૂજે

મન-વચન-કર્મથી આપ માની લહે

સત્ય છે એ જ મન એમ સૂઝે

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ


વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

જોઉં પટંતરો એ જ પાસે;

ભણે નરસૈંયો એ મન તણી શોધના,

પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

 

– નરસિંહ મહેતા

 

 

ક્લીક કરો અને સાંભળોઃ
Akhil_Brahmand_Man.mp3

 

સાભાર: http://mavjibhai.com

 

 

 
બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

જાગને જાદવા…

જાગને જાદવા …

 

KRISHNA WITH COWS

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

 

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

 

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઈ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

 

 

– નરસિંહ મહેતા

 

 

ક્લીક કરો અને સાંભળોઃ
Jag_Ne_Jadava.mp3
સાભાર: http://mavjibhai.com

 

 
બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

જળકમળ છાંડી જાને બાળા …

જળકમળ છાંડી જાને બાળા …  

 nag daman

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે

 

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો

રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો

લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો

બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો

નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે

બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને

થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો

– નરસિંહ મહેતા


ક્લીક કરો અને સાંભળોઃ
Jal_Kamal_Chhandi_Jane.mp3

 

 

સાભારઃમાવજીભાઇ.કોમ

http://mavjibhai.com


 

 
બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

સ્તુતિ..વંદના…

સ્તુતિ વંદના …

prayer2a

Cool Entertainment Only On Sweet Angel ?Join US
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ શ્રી ગણેશાય નમઃ

નિત્ય પ્રાર્થનાઃ

પ્રાર્થના હ્રદયની હોય, જીભની નહિ.
પ્રાર્થના તો અદભુત વસ્તુ છે.
ઘણી વસ્તુ એકલા ન કરીએ તે
સમુદાયમાં આપણે કરીએ છીએ.
-ગાંધીજી

ઈશાવાસ્યમ્ ઈદં સર્વં, યતકિંચ જગત્યાં જગત્ ।
તેન ત્યક્તેન ભુંજીથા, મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્ ।।
યં બ્રહ્મા વરૂણેન્દ્ર રૂદ્રમરૂતઃ, સ્તુન્વન્તિ દિવ્યૈઃ સ્તવૈર્ ।
વેદૈઃ સાંગપદક્રમોપનિષદૈર્, ગાયન્તિ યં સામગાઃ ।।
ધ્યાનાવસ્થિતતદગતેન મનસા પશ્યન્તિ યં યોગિનો ।


असतो मा सदगमय।

तमसो मा ज्योतिर्गमय।

मृत्योर्मामृतम् गमय॥

 • ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते।

  पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥


 • ॐ भूर्भुव: स्वः तत् सवितुर्वरेण्यं।

  भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्॥


 • ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै।

  तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै॥

  ॐ शान्ति: शान्ति: शान्ति:॥


 • त्वमेव माता च पिता त्वमेव

  त्वमेव बंधू च सखा त्वमेव।

  त्वमेव विद्या द्रविणं त्वमेव

  त्वमेव सर्वं मम देव देव॥

 • मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्।

  यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्॥


 • या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता

  या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।

  या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता

  सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥


 • वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ।

  निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा॥

 • शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम्।

  विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम्॥

  लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्।

  वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥


 • सर्वे भवन्तु सुखिनः।

  सर्वे सन्तु निरामयाः।

  सर्वे भद्राणि पश्यन्तु।

  मा कश्चित् दुःख भाग्भवेत्॥

 • वन्दे मातरम्। वन्दे मातरम्।

  वन्दे मातरम्। वन्दे मातरम्॥

  सुजलाम् सुफलाम् मलयजशीतलाम्।

  शस्यश्यामलाम् मातरम्। वन्दे मातरम्॥

  शुभ्रज्योत्स्ना पुलकितयामिनीम्।

  फुल्लकुसुमितद्रुमदलशोभिनीम्।

  सुहासिनीम्। सुमधुरभाषिणीम्।

  सुखदां वरदाम् मातरं॥ वन्दे मातरम्॥


ॐ भद्रं कर्णेभि शृणुयाम देवा

भद्रं पश्येमाक्षभि‌र्‌ यजत्राः |

 

स्थिरैर्‌ अङैग्स्‌ तुष्ट्वांसस्‌ तनुभिः

 

व्य्शेम देवहितं यदायुः

 

ॠ.वे.१- ८१ –

 
 

હે દેવો ! અમે કાનથી કલ્યાણી વાણી સાંભળીએ.

હે યજ્ઞદેવો ! અમે નેત્રથી કલ્યાણમય દર્શન કરીએ.

સ્થિર અંગો અને દ્ર્ઢ શરીરથી અમે તમને સ્તવીએ.

દેવે દીધેલ જે આયુ તેને અમે સુખથી ભોગવીએ.

 

May we O Gods ! Listen good

May we O sacrificial gods ! see good

May we praise you with steady

limbs and body.

May we enjoy life, bestowed by the gods.

પ્રકટ થતું આ દેવોનું સુંદરમુખ

મિત્રનું, અગ્નિ – વરુણનુંનેત્ર

સ્વર્ગ, પૃથ્વી, આકાશમાંવ્યાપ્ત

સૂર્ય છે,આત્મા ચર અને અચરનો

ઋં.વે. ૧ -૧૧૫ –

Here arises the beautiful face of Gods.

The very eye of Mitra, Varuna and Agni

He has pervaded the Heaven, the

Earth and the Space

He is the Sun, the soul of all that

moves and all that is steady

હે ગણોના ગણપતિ ! અમે આહવાન કરીએ આપનું

કવિઓના કવિ છો, સહુથી અધિક પ્રાપ્ત ખ્યાતિ

બ્રહ્મણસ્પતિ ! બ્રહ્મગાનોના સર્વોતામ પતિ

પધારો, બિરાજો, સ્તુતિ સુણો, ઉપહાર આપો.

ઋં.વે.૨ – ૨૩ –

O Leader of host ! we invite you here

O Poet of Poets ! you are the most

renowned of all, O Brahmanaspati ! you

are the best Lord of Prayers

Come, sit here, hear the prayers and

bestow gifts.

.ઋં.વે. ૧ – ૮૯ –

May we O gods ! Listen good

May we O sacrificial gods ! see good

May we praise you with steady

limbs and body.

May we enjoy life, bestowed by the gods.

વાણીના છે ચાર વિભાગ

બ્રહમજ્ઞાની સહુ એ જાણે

પ્રથમ ત્રણ ગુહામાં અદ્રશ્ય

ચોથી વાણી માનવો વદે છે.

ઋં.વે. ૧ -૧૬૪ –

The speech is measured in four-fold divisions

Brahmins with intelligence know them all

The three, steady as they one, are concealed in heart

The men utter the speech, the forth one.

ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ

 
 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પ્રાર્થના…

U SWEET ANGELપ્રાર્થના…

 

prayer.1 

હે પ્રભુ,સંજોગો વિકટ હોય ત્યારે,

સુંદર રીતે કેમ જીવવું?

તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં?

તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે,

શાંતિ કેમ રાખવી?

તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું?

તે મને શીખવ.

કઠોર ટીકા ને નિંદાનો વરસાદ વરસે ત્યારે,

તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું?

તે મને શીખવ.

પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે

તટસ્થ કેમ રહેવું?

ત મને શીખવ.

ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,

શ્રધ્ધા ડગુમગુ થઈ જાય,

નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે,

ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી?

તે મને શીખવ.

 

 

સાભાર:
(અધ્યાત્મ આરોગ્ય- ભાગ -૨)

 Sweet Angel

Cool Entertainment Only On Sweet Angel ?Join US

 

 

 

સાભારઃ શાંત તોમાર છંદમાંથી …

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.