ગોપાલ મારો પારણીયે ઝૂલે રે …

ગોપાલ મારો પારણીયે ઝૂલે રે …

 

નિષ્કામ કર્મ યોગી ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મ તો કાલે મનાવ્યો, તો ચાલે આજે પારણે ઝુલાવીએ, પારણીએ ઝૂલાવીએ તો તેના હાલરડા તો ગાવા પડે ને ? તો ચાલો આજે માણીએ અલગ અલગ સ્વરમાં કાના ના હાલરડા…

આજની પોસ્ટ પસંદ આવે તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો…. આભાર ! ‘દાદીમા ની પોટલી’ …

 

.
(૧)ગોપાલ મારો પારણીએ ઝૂલે રે …
સ્વર: નિધિ ધોળકિયા અને સાથી …

.
(૨)

સ્વર: હેમંત ચૌહાણ …

 

 

 

બ્લોગ લીંક: http:das.desais.net
email: [email protected]

મને પ્યારું લાગે, મને પ્યારું લાગે, શ્રીજી તારું નામ …(કીર્તન)

મને પ્યારું લાગે, મને પ્યારું લાગે, શ્રીજી તારું નામ … (કીર્તન)
સ્વર: હેંમત ચૌહાણ …
shreenathji
.

.
શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી
શ્રીનાથજી .. .. (૨)
મને પ્યારું લાગે, મને પ્યારું લાગે..
શ્રીજી તારું નામ ..
તન, મન, ધન શ્રીજી ના ચરણોમાં .. (૨)
ભૂલી છોડી દીધા, ભૂલી છોડી દીધા ..
સઘળા કામ ..
તન, મન, ધન શ્રીજી ના ચરણોમાં .. (૨)
મને પ્યારું લાગે, મને પ્યારું લાગે..
શ્રીજી તારું નામ ..
તન, મન, ધન શ્રીજી ના ચરણોમાં .. (૨)
ભૂલી છોડી દીધા, ભૂલી છોડી દીધા ..
સઘળા કામ ..
તન, મન, ધન શ્રીજી ના ચરણોમાં .. (૨)
મન મંદિરિયે તુલસીની માળા
ભવ બંધનના તોડે છે તાળા .. (૨)
મન મંદિરિયે તુલસીની માળા
ભવ બંધનના તોડે છે તાળા ..
મારું ઘર બને રૂડું જગ ધામ
તન મન ધન શ્રીજી ના ચરણોમાં …
મને પ્યારું લાગે, (૨) શ્રીજી તારું નામ ..
તન, મન, ધન શ્રીજી ના ચરણોમાં ..
ભૂલી છોડી દીધા, (૨) સઘળા કામ
તન મન ધન શ્રીજી ના ચરણોમાં ..
આઠે પ્રહર બની રહું તારી દાસી
ચરણુમાં તારા મથુરા ને કાશી ..(૨)
માંગુ એક હવે, માંગુ એક હવે
હૈયા કેરી હાર..
તન, મન, ધન શ્રીજી ના ચરણોમાં..
મને પ્યારું લાગે, (૨) શ્રીજી તારું નામ ..
તન, મન, ધન શ્રીજી ના ચરણોમાં ..
ભૂલી છોડી દીધા (૨) સઘળા કામ
તન, મન, ધન શ્રીજી ના ચરણોમાં ..
શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી,
શ્રીનાથજી … .. (૨)
શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી,
શ્રીનાથજી ….
shreenathji.1

જવાનો જવાનો જીવડા …

જવાનો જવાનો જીવડા …
સ્વરઃ શ્રી હેમંત ચૌહાણ
જવાનો જવાનો જીવડા ..
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
જવાનો જવાનો જીવડા
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો ..
જવાનો જીવડા …
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
કાયા કેરો જોને
મેહલય લીધો
પગના રે થાંભલે ઊભો
નવ દરવાજાઓ, નવીન વિભાતના
ઉપર દસમો ઝરૂખો ..
રેહવાનો, રેહવાનો જીવતર
આખુંયે રેહવાનો
રાજવી થઈને આતો મહેલમાં રેહવાનો
જવાનો જવાનો જીવડા ..
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
રયત જો ને
પાંચેય ઈન્દ્રિયો ને
રાખજે રે વશમાં તારી
પૂજા ને પ્રાર્થના, શ્રધ્ધા બનશે
લાખેરી સેના તારી ..
થવાનો થવાનો હુમલો
એક દિ થવાનો
કાળા ડિબાંગ જમ નો
હુમલો થવાનો ..
જવાનો જવાનો જીવડા
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
હારશે રે જો ને તારો
આત્મ રાજા
નહિ રહે આ કોઈ આરો
પાંચ તત્વમાં
ભગડી જાશે
માટી નો મહેલ આ તારો
રોવાનો રોવાનો આખર
એક દિ રોવાનો
મનચ્છા નો વૈભવ છોડતા
અયર રોવાનો
જવાનો જવાનો જીવડા
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
કાન રે ધરી ને
સુણી લે જીવડા
દિપક નું આ તેડું
મૂળી ભજન ની
વાપરી ને તું
ચૂકવી દે પ્રભુ નું દેવું
જવાનો જવાનો ઉપર
એક દિ જવાનો
બાંધી મુઠ્ઠી આવ્યો પણ તું
ખોલી ને જવાનો
જવાનો જવાનો જીવડા
એક દિ જવાનો
માટીના મહેલમાં તું
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો, કેટલું રેહવાનો …
કેટલું રેહવાનો, કેટલું રેહવાનો ..
કેટલું રેહવાનો …

દશેરા .. ‘મા’ ના ગરબા …

દશેરા .. ‘મા’ ના ગરબા …
(૧) ગરબાની જ્યોતિ જાગી, મને ચામુંડા ની લહેર લાગી,

.
(૨) હાલો, હાલો સોરઠમાં …

.

હવનાષ્ટમીના … ‘મા’ ના ગરબા

નવલા નોરતા … ‘મા’ ના ગરબા … (નોરતું આઠમું/ હવનાષ્ટમી)  

(૧) માડી મોમાઈ રમવા  આવો ..

.
(૨ ) કોઈલા ડુંગરે બેઠી તું મા …

.
(૩) આથમણે દ્વારે  તારા બેસણા  રે માડી  વહાણવટી…

.
(૪) વહાણવટી  ના મંદિર બાંધ્યા યાચ જો …

.
(૫) વિશ્વમભરી અખિલ વિશ્વ તણી જનેતા … (સ્તુતિ)

.

અને ઝૂંપડીયું બાળીને એ મંદિર કીધા …(ભજન)

અને  ઝૂંપડીયું બાળીને મંદિર કીધા રે…

સ્વર: હેંમત ચૌહાણ ..

.

.

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …  (૨)

 

અને  લાખું યે ખરચી ને આસન લીધા રે
એ જુઓ ને ધરમ ચોપડો રે જી ..

 

દુઃખીને જાકારો દઇ એ સુખી સંગ  માણ્યો રે  .. (૨)
સુળીએ  ચડાવીને ચાંદ અમે લીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

રંક કેરા મુખેથી એ રોટી અમે ઝૂંટવી રે .. (૨)
લાખ્ખોના ધુમાડે   લગનીયા  લીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

કફન વિનાના અમે મડદા જલાવ્યા રે .. (૨)
સાલુ રે  આપીને  ખોટાને સંન્માવ્યા  રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી … (૨)

 

અટક્યા હતાં એને કદી નથી આપ્યું રે  ..(૨)
દાનુઓ અમે મોટાઈમાં એ ઘણા દીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

મજબુરી હતી એને  એ આપી અમે નોકરી રે .. (૨)
નાણા રે દઈને શિયળ ખરીદી લીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે  …

 

પંચમાં બેહી ને ઘણા એ ખૂનીને છોડાવ્યાં રે .. (૨)
એ આપ કહે પૂય્ણ એવાં અમે કીધા રે ..
એ જુઓ ને ધરમ ચોપડો રે જી …

 

અને ઝૂંપડીયું એ બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે  … (૨)

 

અને ઝૂંપડીયું  બાળીને મંદિર કીધા  ..
એ જુઓ ને ધરમ ચોપડો રે  …

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો…

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો…
સ્વર : હેમંત  ચૌહાણ

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો…કેટલું રહેવાનો …

 

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો…કેટલું રહેવાનો …

 

કાયા કેરો જોને, મહેલય લીધો
પગનાયે થાંભલે ઊભો
નવ દરવાજાઓ નવીનિત વિભાતનાં
ઉપર દસમો ઝરૂખો ..

 

રહેવાનો … રહેવાનો જીવતર  … (૨)
આખુંયે   રહેવાનો
રાજવી થઈને આતો, મહેલમાં રહેવાનો ..

 

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો … કેટલું રહેવાનો …

 

રયત જોને, પાંચેય ઈન્દ્રિયોને
રાખજે   રે વશમાં તારી
પૂજાને પ્રાર્થના શ્રધ્ધા બનશે
લાખેરી સેના તારી ..

 

થવાનો થવાનો હુમલો … (૨)
એક દિ થવાનો
કાળા ડિબાંગ જમ નો, હુમલો થવાનો ..

 

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો … કેટલું રહેવાનો …

 

હારશે રે જો ને તારો આત્મ રાજા
નહિ રહે આ કોઈ આરો
પાંચ તત્વમાં ભગડી જાશે
માટીનો મહેલ આ તારો ..

 

રોવાનો રોવાનો ય આખર … (૨)
એક દિ રોવાનો
મનચ્છા નો વૈભવ છોડતાં, અયર રોવાનો ..

 

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો … કેટલું રહેવાનો …

 

કાન રે ધરીને, સુણી લે જીવડા
દીપકનું આ તેડું
મૂળી આ ભજનની, વાપરી ને  તું
ચૂકવી દે પ્રભુનું દેવું ..

 

જવાનો જવાનો ઉપર … (૨)

એક દિ જવાનો

બાંધી મુઠ્ઠી આવ્યો પણ તું
ખોલીને જવાનો ..

 

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો … કેટલું રહેવાનો …

 

કેટલું રહેવાનો … કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો …

ઢોલીડા ઢોલ રે વગાડ… (ચોથું નોરતું)

ઢોલીડા ઢોલ રે વગાડ,કાળી ગરબે રમે રે…

.

 

.

સ્વર:હેમંત ચૌહાણ…

.

.

ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે…

ગરબે રમે ભવાની

ભક્તો ને ગમે રે…

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

રૂડા ચોક રે ચુવાળ

માડી ગરબે રમે રે

બાળી બહુચર ને સંગે

માડી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

રૂડા આરાશુર ધામે

માડી ગરબે રમે રે

દેવી અંબિકાને સંગ

માડી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે ..

.

રૂડા માનસરોવર પાળ

માડી ગરબે રમે રે

માતા પાર્વતી ને સંગ

કાળી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

રૂડા ખૈબર ને ઘાટ

માડી ગરબે રમે રે

ચૌસાઠ જોગણીઓ સંગ

કાળી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે…

ગરબે રમે ભવાની

ભક્તો ને ગમે રે…

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …