શરદ પૂનમનો ટહુકારો …

શરદ પૂનમનો ટહુકારો …

 

POONAM

શરદ પૂનમ ની શીતળ શુભેચ્છા ઓ ..વ્હાલા મિત્રો, વડીલો તેમજ માતાઓ ને …

કહેવાય છે કે આજે આપના વ્હાલા શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમવા જો આવે છે !!

 

આસો માસની પૂનમને શરદ પૂનમ કહે છે, આમ તો દરેક મહિનામાં પૂનમ આવે છે પરંતુ શરદ પૂનમનું મહત્વ બધા કરતા અનેકગણુ વધુ હોય છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ આ પૂનમનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. 

 

શરદ પૂનમ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાની કિરણો વિશેષ અમૃતમયી ગુણોથી યુક્ત હોય છે. શરદ પૂનમની રાતે લોકો પોતાના ઘરની છત ઉપર દૂધ -પૌઆ અથવા ખીર રાખે છે જેનાથી ચંદ્રની કિરણો તેના  સંપર્કમાં આવે છે અને ત્યારબાદ તે દૂધ – પૌઆ અથવા  ખીરનું સેવન કરવામાં આવે છે.  કેટલાક સ્થાનો ઉપર સાર્વજનિક રીતે દૂધ -પૌઆ અથવા ખીરના પ્રસાદનું વિતરણ કરવામાં પણ આવે છે.

 

એક માન્યતા એ પણ છે કે, આ દિવસે માતા લક્ષ્મી રાત્રિમાં એ જોવા નિકળે છે કે કોણ જાગી રહ્યું છે અને કોણ સૂઈ રહ્યું છે, જે જાગી રહ્યું હોય તેનું મહાલક્ષ્મી તેનું કલ્યાણ કરે છે તથા જે સૂઈ રહ્યું હોય ત્યાં લક્ષ્મી રોકાતી નથી. શરદ પૂનમે રાસલીલાની રાત પણ હોય છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે શરદ પૂનમની રાતે જ ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓની સાથે રાસલીલા કરી હતી.

 

શરદ પૂનમની રાત્રે જો મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવેતો તે ખૂબ જ સારો સમય હોય છે. જ્યારે મોસમમાં પરિવર્તનની શરૂઆત થાય છે અને શીત ઋતુનું આગમન થાય છે. શરદ પૂનમની રાતે જાગી ખીરનું સેવન કરવું એ વાતનું પ્રતીક છે કે શીતઋતુમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ કારણ કે આપણેને તેનાથી જીવનદાયિની ઊર્જા પ્રાપ્ત થાય છે.

 

 

(સાભાર : દિવ્યભાસ્કર)

 

 

 

શરદ પુનમ ની રઢીયાળી રાત ને ચાલો રાસ – ગરબા ની  રમઝટ સાથે  વધાવીએ  ….

 

 

.

 

 

(૧)  રાસની રમઝટ …. 

 

 

(૨) રાસની રમઝટ …

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

શરદ પૂનમની રઢીયાળી રાત ના રાસ માણવાના પસંદ આવ્યા હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.  ….આભાર ! ‘દાદીમા ની પોટલી’.

શરદપૂનમ … ટહુકારો …નોન સ્ટોપ રાસ-ગરબા …

આજે શરદ પૂનમ હોય, આપણે રાસ ગરબાની  રમઝટ માણીશું….(ટહુકારો નોન સ્ટોપ ગરબા)
.
સ્વર: ફરીદા મીર અને અન્ય…
.

દશેરા .. ‘મા’ ના ગરબા …

દશેરા .. ‘મા’ ના ગરબા …
(૧) ગરબાની જ્યોતિ જાગી, મને ચામુંડા ની લહેર લાગી,

.
(૨) હાલો, હાલો સોરઠમાં …

.

નવલા નોરતા …’મા’ ના ગરબા…(નવમું નોરતું)

નવલા નોરતા … ‘મા’ ના ગરબો …
(૧) રંગાઈ જા રાંદલ મા …

.
(૨) નોબત નગારા રૂડા વાગે ચામુંડ માત ના …

.
(૩)  મા ચામુંડી ના માંડવા રોપ્યા રે , મા મંડપમાં લાવો ને ..

.
(૪)  ચામુંડ મા ના ચોટીલા રૂડા ગામ જો …

.

હવનાષ્ટમીના … ‘મા’ ના ગરબા

નવલા નોરતા … ‘મા’ ના ગરબા … (નોરતું આઠમું/ હવનાષ્ટમી)  

(૧) માડી મોમાઈ રમવા  આવો ..

.
(૨ ) કોઈલા ડુંગરે બેઠી તું મા …

.
(૩) આથમણે દ્વારે  તારા બેસણા  રે માડી  વહાણવટી…

.
(૪) વહાણવટી  ના મંદિર બાંધ્યા યાચ જો …

.
(૫) વિશ્વમભરી અખિલ વિશ્વ તણી જનેતા … (સ્તુતિ)

.

નવલા નોરતા … ‘મા’ ના ગરબા (નોરતું સાતમું)

નવલા નોરતા … ‘મા’ ના ગરબા

 

 

 

(૧) કચ્છ ધરા માં એક …

.
(૨)  તારા ડુંગરે આવ્યો ..

.
(૩)મોટી મા મેલડી જોયા …

.
(૪)  આવી નવરંગ મા ની …

.

(૧) જગદંબાની ઉપાસના … અને (૨) મા ના ગરબા (ચોથું નોરતું)

(૧) જગદંબાની ઉપાસના …का त्वं शुभे शिवकरे सुखदु:खहस्ते आधूर्णित भवजलं प्रब्लोर्मिभङै: |

शान्ति विधातुमिह किं बहुधा विभग्राम मात: प्रयत्नपरमासि सदैव विश्वे ||

હે કલ્યાણમયી મા ! સુખ અને દુઃખ તમારા બે હાથ છે; તમે કોણ છો? સંસાર રૂપી જળને, પ્રબળ તરંગો દ્વારા ચક્કર ફેરવો છો. શું તમે વિવિધ રીતે તૂટી પડેલી શાંતિને વિશ્વમાં પાછી પ્રતિષ્ઠિત કરવાં માટે સદૈવ અહીં પ્રયત્નશીલ રહ્યાં છો ?
(‘શ્રી અંબાસ્તોત્રમ’, શ્લોક.૧-૨)
એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ  હું છું.’ માતૃત્વની ઉપાસના પોતે જ એક વશિષ્ટ ફિલસૂફી છે. આપના વિચારોમાં શક્તિનો વિચાર સૌથી પ્રથમ છે. પગલે પગલે તે માનવી સાથે હાજર થાય છે; અંતરમાં અનુભવાતી શક્તિ એ આત્મા છે, બહારની શક્તિ એ પ્રકૃતિ છે. આ બંને શક્તિઓ વચ્ચેનો સંગ્રામ એટલે માનવી જીવન. આપણે જે કંઈ જાણીએ છીએ અથવા અનુભવીએ  છીએ, તે બધું કેવળ આ બે શક્તિઓનું પરિણામી બળ છે. માનવીએ જોયું કે સૂર્ય શુભ અને અશુભ પર સરખો જ પ્રકાશે છે. અહીં ઈશ્વર વિશે એક નવો વિચાર, સર્વની પાછળ રહેલ વિશ્વવ્યાપી શક્તિ તરીકેનો, માતૃત્વનો વિચાર સ્ફૂર્યો.
સાંખ્ય મત પમાણે પ્રવૃત્તિ પ્રકૃતિમાં છે, પુરુષ અથવા આત્મામાં નહિ. ભારતમાં નારીવિષયક સર્વ પ્રકારોમાં માતૃત્વનો પ્રકાર અતિ મહત્વનો લેખાયો છે. ભારતમાં નારીવિષયક સર્વ પ્રકારોમાં માતૃત્વનો પ્રકાર અતિ મહત્વનો લેખાયો છે. હરકોઈ સ્થિતિમાં પોતાના બાળકની સહાયક તરીકે માતા હાજર રહે છે. સ્ત્રી અને પુત્ર વગેરે માનવીનો ત્યાગ કરે, પણ તેની માતા કદી ત્યાગ નહિ કરે ! ઉપરાંત માતા વિશ્વની નિષ્પક્ષ શક્તિ છે, કારણ કે તેનામાં રહેલો નિર્મળ પ્રેમ કંઈ માગતો નથી, કશાની ઈચ્છા રાખતો નથી, પોતાના બાળકની અંદર રહેલ દુષ્ટતાની પણ પરવા રાખતો નથી; માતૃપ્રેમ તો બાળકને ઊલટું વધુ ચાહે છે. આજે હિન્દુઓમાં જગદંબાની ઉપાસના એ સર્વ ઉચ્ચ્માં ઉચ્ચ વર્ણોની ઉપાસના છે. ….
આ જગત આખું સમાન રેતે જગદંબાની લીલાં છે, પરંતુ આપણે એ વિસરી જઈએ છીએ. જ્યારે કશોય સ્વાર્થ નથી હોતો, જ્યારે આપણે આપના પોતાના જીવનના જ સાક્ષી બનીએ છીએ, તારે દુઃખનો પણ આનંદ માણી શકાય છે. આ દર્શનનો વિચારક, તમામ ઘટનાઓ પાછળ ‘એક શક્તિ’ રહેલી છે, એ વિચારથી ચકિત થયેલો છે. ઈશ્વર વિશેના આપના ખ્યાલમાં માનવસુલભ મર્યાદા છે, વ્યક્તિત્વ છે; જગદંબાના વિચારની સાથે એક વિશ્વવ્યાપી શક્તિનો વિચાર આવે છે. શક્તિ કહે છે: ‘જ્યારે રુદ્ર સંહાર કરવા ઈચ્છે છે ત્યારે તેનું ધનુષ્ય હું ખેંચું છું.’ ઉપનિષદોમાં આ વિચારનો વિકાસ થયો નહી, કારણ કે વેદાંત ઈશ્વરના વિચારની પરવા કરતું નથી. પરંતુ ગીતામાં અર્જુનને સંભળાવેલું એક સૂચક વાક્ય આવે છે ‘હું સત્ છું. હું અસત્ છું, હું શુભનો કર્તા છું, હું અશુબનો કર્તા છું.’ …. સંત પાપીઓને ધિક્કારે અને પાપી માણસ સંતનો વિરોધ કરે છે; છતાંય આ પણ આગળ અને આગળ દોરી જાય છે, કારણ કે આક્ર દુષ્ટ સ્વાર્થપરાયણ માનસ વારંવારના પ્રહારોથી ચગદાઈને મરી જાય છે; ત્યાર પછી જ આપણે જાગ્રત થઈશું અને જગદંબાને ઓળખીશું.
જગદંબાના ચરણે કરેલ શાશ્વત સંદેહરહિત આત્મસમર્પણ જ આપણને શાંતિ આપી શકે. ભય વિના કે કૃપાની આશા વિના, જગદંબાની તેની પોતાની ખાતર ભક્તિ કરો.  તમે જગદંબાના બાળક છો માટે તેને ચાહો. શુભ અને અશુભ સર્વમાં એક સરખી રીતે તેને જુઓ. જ્યારે આપણને જગદંબાનો આ રીતે સાક્ષાત્કાર થશે ત્યારે જ સમત્વ, અને જગદંબા પોતે જ તે છે એ શાશ્વત આનંદ આપણે અનુભવીશું. ત્યાં સુધી તો આપણી પાછળ દુઃખો રહેવાનાં જ. કેવળ જગદંબાનું શરણું લેવાથી  જ આપણે સહીસલામત થઈશું. ….
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભા.-૯,પૃ.૩૭૭-૩૭૮. રા.જ.૧૦/૦૫-૦૫)

 

(૨) મા ના ગરબા … (ચોથું નોરતું)

(૧)  રૂડે ગરબે રમે …

.
(૨)  મારી મા ખોડલ મા ..

.
(૩)  આટલો સંદેશો મારા કાનૂડા ને દેજો ..

.
(૪)  માડી રમવા ને આવ્યા રાત, ચાચર ચોકમાં રે ..

.

ટહુકારો… (નોન સ્ટોપ ગરબા )

આજે શરદ પૂનમ હોય, આપણે ગરબાની અહીં રમઝટ માણીશું….(ટહુકારો નોન સ્ટોપ ગરબા)

 

.

સ્વર: ફરીદા મીર અને અન્ય…

.