અમ દેશની એ આર્ય રમણી … (ભજન)

અમ દેશની એ આર્ય રમણી … (ભજન)

.

 

અમ દેશની એ આર્ય રમણી …

સ્વર: શ્રી નારાયણ સ્વામી …

 

આપણી આર્ય સંસ્કૃતિની અંદર માતાઓ કેવી હતી ? પુત્રને કેવી શિખામણ આપતી ? નારી ધર્મ કેવો હતો ? એ  આ છંદની અંદર આપને  સાંભળીએ …

 

કે હરિશ્ચંદ્ર રાજાએ જુઓ સત્ કાળે સંકટ સહયા

એ રાણી અને વળી પુત્રને ત્યાગ, આંખેથી આંસું ના વહયા

પતિ કાજે પરિતાપ સહેતી

એ હરખીને હુલ્લાસમાં …

 

અમ દેશની એ આર્ય રમણી

અમર છે ઇતિહાસમાં …

 

રઘુકુળ ભૂષણ રામનું ,

ગાદી તણું મૂહર્ત હશે

પિતા વચનને પાળવા

ઈ તો વિકટ વનમાં જઈ વશે ..

ત્યાગી સુખો વૈભવ તણા

એ સીતા હતા સહવાસમાં

 

અમ દેશની એ આર્ય રમણી

અમર છે ઇતિહાસમાં …

 

સુરભી તણી સેવા કરી

જેણે યોગનું સાધન કર્યું

વેદાંતને ઉપનિષદમાંથી

ગીતાનું સર્જન કર્યું …

એ દેવકીજી, શ્રીકૃષ્ણને

એ ભલે જન્મ દે કારાવાસમાં ..

 

અમ દેશની એ આર્ય રમણી

અમર છે ઇતિહાસમાં …

 

ગમ કુખ દીધા બાઈને

તેથી શિવાજી પાક્યો હતો

તલવાર કેરી ધાર પર

હિંદુ ધરમ રાખ્યો હતો ..

એ પુત્રને પડકાર કરતી

કે મરજે સમર મેદાનમાં …

 

અમ દેશની એ આર્ય રમણી

અમર છે ઇતિહાસમાં …

 

અરવલ્લી આટ કી એ શાહની સામે થયો

ચિત્તોડગઢથી છૂટતો રાણો રજડતો થઇ ગયો

રાણી અને વળી રાજકુંવરો

એ વસ્યા જઈ વનવાસમાં …

 

અમ દેશની એ આર્ય રમણી

અમર છે ઇતિહાસમાં …

 

મતિ ભ્રષ્ટ થઈને માનવી

એક દિ મોણીએ આવ્યો હતો

તે દી નેણ હસ્તે

નાગમાએ ખૂબ સમજાવ્યો હતો ..

પછી સિંહણ કાજે, સિંહણ થઈને

સિંહણ હથ્થુ ..

એને ગ્રહયો એક જ ગ્રાસમાં …

 

અમ દેશની એ આર્ય રમણી

અમર છે ઇતિહાસમાં …

 

પ્રાચીન કાળમાં મર્યાદા કેવી હતી ?

એક દિવસની વાત છે. જેતપૂરની વાત છે. સૌરાષ્ટ્રમાં જેતપુર ગામ છે.

ત્યાં, એભલવાળો કરીને રાજા હતો. હુતાસણીનો (હોળીનો) સમય હતો. બધા રંગે રમતા હતાં. એભલવાળાને પણ મશ્કરી કરવાનું મન થયું. પોતે રાણીવાસમાં ગયા. અને પાણીનો પ્યાલો મંગાવી અને મહારાણી ઉપર બે છાંટા પાણીના નાંખે છે.

એ સમયે ચાંપરાજવાળાની ઉમર છ મહિનાની હતી.

અને મર્યાદા જાળવવા માટે ચાંપરાજવાળો ઘોડીયામાં સૂતો’તો અને બાળોતિયું મોઢા ઉપર ઓઢી ગયો.

માતાજી કે’છે, અરે ! હં હં, આ મશ્કરી કરો છો ! મને ચાંપરાજ જુએ છે.

એ જ સમયે પોતે ચીભ કરડી, ત્યાંને ત્યાં પોતે મરણ પામ્યા.

આવી મર્યાદા હતી.

આવી જેની મા હોય ! તેની કુખેથી કેવા પુત્રો જન્મે ?

એ આ દોહાની અંદર આવશે …

 

એ ભલ ગયો વિજ ઓઢળે

સિંહલ, ઉપહાસ્યત  કર્યું

તે’ દી પોઢેલ ચાંપો  પિંગલે એણે વસ્ત્ર

મુખ ઉપર ધર્યું ..

તે’ દી જોગમાયા જીભ કરડી

એ સિધાવી સ્વર્ગવાસમાં …

 

અમ દેશની એ આર્ય રમણી

અમર છે ઇતિહાસમાં …

 

આ માતાની ઉદર, એવા પુરુષો પાકે, જે આભને ટેકો દે એવા !

આભને બીજો કોઈ ટેકો નથી. સત્યનો આધાર છે.

સત્ય, શૂરવીરતા અને સતીત્વ આ ત્રણને આધારે, આ આકાશ ટકી રહયુ છે.

આ પૃથ્વી ટકી રહી છે. એવો આભને ટેકો દયે એવો પુરુષ થયો… કોણ ? …

 

એ જનેતાને ઉદર

નભ, થંભ,  જશો ચાંપો થયો

મસ્તક ધર્યું મહાદેવને

અને ઢૂંઢ લઇ દળમાં ઘસ્યો ..

 

ભોળાનાથના ચરણમાં પોતાનું મસ્તક કાપીને મૂકી અને બાદશાહે ફોજ સામે લડાઈ કરે છે. માથા વગરનું ધળ લડતું – લડતું જેતપુરથી ૫૫ (પંચાવન) માઈલ , લાઠી સુધી લડતું ગયું.

 

એ જનેતાને ઉદર

નભ, થંભ, જશો ચાંપો થયો

આ મસ્તક ધર્યું મહાદેવને

અને ઢૂંઢ લઇ દળમાં ઘસ્યો ..

લડતું પડ્યું ધળ લાઠી એ

એ કાઠી ગયો કૈલાશમાં …

 

અમ દેશની એ આર્ય રમણી

અમર છે ઇતિહાસમાં …

 

આસરા ધરમ કેવો હતો ?

હિંદુ સંસ્કૃતિની અંદર આસરા ધરમનું ખૂબ મહત્વ અપાય છે.

કેવા-કેવા કષ્ટ સહન કરવા છતાં પોતાનો ધરમ ચુક્યા નથી.

એવા એક સગાળશા પણે છે.

 

વેઢયો કુંવર નિજ વાણીયે

હાથે છતાં મુખળુ હશે

ઈ સગાળશાનું નામ સુણતા

રૂવાંડા ઊભા થશે ..

ચંગાવાતીએ શિર ખાંડયું

એ હરખીને હુલ્લાસમાં  …

 

અમ દેશની એ આર્ય રમણી

અમર છે ઇતિહાસમાં …

 

આવી જેની માતા હોય, એની કુખે જ એવા પુત્રો પાકે. જે ભારતની લાજ રાખે, ધરમનું રક્ષણ કરે.

અને, અત્યારની જે હવા છે તે આપ સૌ જાણો છો.રોડ માથે ઊભી ઊભી ભેળપૂરી ખાતી હોય, તેમાંથી ચાંપરાજવાળો ન થાય.

માટે કવિ અંતમાં કહે છે કે …હે ભગવાન ! હવે અમારા હામે જુઓ, અમારા પર  કંઈક કૃપા કરો તો…!

માતાઓ એવી ભારતને આપો, અહીં ભારતને અત્યારે જરૂર છે. કારણકે બાળકોમાં સંસ્કાર રેડવા એ માતાની ફરજ છે.

માટે હે પરમાત્મા ! આ છેલ્લો યુગ છે. અને અમારી અરજી આપ સાંભળો એમ કવિ કહે છે…

 

એ અરજી અમારી સાંભળી

ભગવાન ભેળે આવજે

અરજી….

અમારી સાંભળી

ભગવાન ભેળે આવજે ..(૨)

આ દાદ બનાવે પુત્રને

એવી નારીઓ નીપજાવજે

 

કવિ કાન કહે, સુપુત્રો જન્મે

એમ ચાહું શ્વાસો શ્વાસમાં …

 

અમ દેશની એ આર્ય રમણી

અમર છે ઇતિહાસમાં …

 

અમ દેશની એ આર્ય રમણી

અમર છે ઇતિહાસમાં …

.

 

કેમ તો મુંજાણી મતિ તારી …(ભજન)

કેમ તો મુંજાણી મતિ તારી …

.

.

સ્વર: શ્રી નારાયણ સ્વામી ..

.

.

.

કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વપારી …
આવ્યો વ્હેપારી  …

કેમ તો મુંજાણી મતિ તારી
એવો વણજે આવ્યો વેપારી
આવ્યો વ્હેપારી  આવ્યો …

.
સોંઘુ જાણીને તમે, સાટું નવ કરજો ને
સોંઘુ જાણીને તમે …
સાટું નવ કરજો રે … જી…
એ… વસ્તુ જ લેજો વિચારી
એ વણજે આવ્યો, વ્હેપારી
આવ્યો વ્હેપારી  …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એવો વણજે આવ્યો, વ્હેપારી
આવ્યો વ્હેપારી  …

.
મનખ્યા પદારથ તને
માંડ કરીને મળ્યો … વ્હાલા
મનખ્યા પદારથ તને ભાઈ …
માંડ કરીને મળ્યો … વ્હાલા ..
એમા બાંધી ભૂંડપની ભારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી  …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
સદગુરુને તમે સંગાથે લેજો વ્હાલા
એ આપે શિખામણ સારી
આપે શિખામણ સારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
હરિજન માટે તમે, હરિરસ વ્હોરજોને
હરિજન માટે તમે ..
હરિરસ વ્હોરજોને
શુદ્ધ – બુદ્ધ રહેશે એમાં સારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
દાસી જીવણ સંતો, ભીમ કેરે શરણે લે
દાસી જીવણ રે સંતો
ભીમ કેરે શરણે લે
શરણે આવ્યાને લેજો ઉગારી
એ શરણે આવ્યાને લેજો ઉગારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
કેમ તો મુંજાણી એ મતિ તારી
એ એવો વણજે આવ્યો, આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …  (૩)

.

શૂરવીરને તું જોઈને પ્રાણી …(ભજન)

શૂરવીરને તું જોઈને પ્રાણી  …(ભજન)


.
સ્વર : શ્રી નારાયણ સ્વામી …
.

શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં … (૨)

.
સીધે મારગડે જો કોઈ ચાલે
સીધે મારગડે …. હે…
સીધે મારગડે જો કોઈ ચાલે
એને મારગ અવળો બતાવીશમાં
પરાયાનું સારૂં જોઈને
દિલડું તારું દુભાવીશમાં
પરાયાનું સારૂં જોઈને
દિલડું તારું દુભાવિશમાં

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.
સુગંધની તને ખબર ન હોય તો  …
સુગંધની તને ખબર ન હોય તો
ફૂલડાને તું તોડીશમાં
પાણી ન પાતો ચાલશે,
પણ, ઊગતા છોડ ઉખેડીશમાં …(૨)

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.
દાન ન દેતો, દયા રાખજે
દાન ન દેતો, દયા રાખજે
બોલીને કોઈનું બગાડીશમાં
સમજ્યા વિનાની વાતો કરીને
મૂરખમાં નામ નોંધાવીશમાં … (૨)

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.
હરિ ભજનમાં જઈને પ્રાણી
હરિના ભજનમાં જઈને પ્રાણી …
ઘરની વાતો ઉખેડીશમાં
શબ્દ સમજ્યા વિન તાલને ટેકે …
માથું તારું ધુણાવીશમાં
શબ્દ સમજ્યા વિના તાલને ટેકે …
માથું તારું ધુણાવીશમાં
.
શૂરવીરને તું જોઈને પ્રાણી
શૂરવીરને તું …
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં  …

.
નાથ ક્રીપાથી નાવ મળ્યું છે
પ્રભુની કૃપાથી નાવ મળ્યું એને
ઊંઘમાં ઊંધું વાળીશમાં
કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે
અવસર એળે ગુમાવીશમાં
કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે
અવસર એળે ગુમાવીશમાં

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
જોઈને પ્રાણી …
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.

એવી કળયુગની છે આ એંધાણી રે …(ભજન)

એવી કળયુગની છે આ એંધાણી રે …(ભજન)
.
કળિયુગ …
શ્રી કૃષ્ણે ઉદ્ધવને કહ્યું હતું કે હું જ્યારે મૃત્યુલોક છોડીને જઈશ ત્યારે લોકો મંગલહીન થશે અને કલિ પૃથ્વી પર આક્રમણ કરશે. શ્રીકૃષ્ણના ચાલ્યા ગયા પછી કલિનો માણસ પર કેવો પ્રભાવ હશે તેની વાત શુકદેવજી કહે છે:
वित्तमेव कलौ नृणां जन्माचारगुणोदय : |
धर्मन्यायव्यवस्थायां  कारणं बलमेव हि || (१२.२.२)
કલિયુગમાં ધન પર જ મનુષ્યોનાં જન્મ, આચાર તથા ગુણો નિર્ભર રહેશે, બાહુબળ જ ધર્મ, ન્યાય અને નીતિનો નિર્ણય કરશે.
સ્ત્રી તેમજ પુરુષના વિવાહ એકબીજાના આકર્ષણને કારણે જ થશે. એમાં કુળ, ગોત્ર, શીલ, શિક્ષણ, વ્યવહાર વગેરેનો કોઈ પ્રભાવ નહિ રહે. લેવડદેવડના વેપારમાં પ્રપંચ જ મુખ્ય રહેશે. કેવળ માત્ર જનોઈ પહેરવાથી જ બ્રાહ્મણ રૂપે પરિચિત થશે. ઘણું બોલવું તે જ પંડિતાઈ ગણાશે. દંભ જ સજ્જનપણાનું લક્ષણ ગણાશે. નામ-યશ માટે ધર્મનું આચરણ કરવામાં આવશે.
શુકદેવજી ફરી બોલ્યા : ‘હે પરીક્ષિત ! કલિયુગ સર્વદોષનું ઘર છે તેમાં સંદેહ નથી, છતાંય એક મહાન ગુણ તેમાં છે.
कीर्तानादेव कृष्णस्य मुक्तसङ: परं व्रजेत (१२.३.५१)
ભગવાન શ્રીકૃષ્ણનાં નામકીર્તનથી જ મનુષ્ય સંસારનાં બંધનમાંથી મુક્ત થઈને પરમાત્માને પામે છે.
कृते यद्ध्यायतो विष्णुं त्रेतायां यजतो मखै: |
द्वापरे परिचार्यायां कलौ तद्ध् रीकिर्तनात || (१२.३.५२)
સત્યયુગમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી, ત્રેતામાં ઘણા યજ્ઞો દ્વારા, દ્વાપરમાં વિધિપૂર્વક પૂજા-સેવા કરવાથી જે ફળ મળે છે તે કળિયુગમાં કેવળ ભગવાનનાં નામનું કીર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. તેથી આ કળિયુગ ધન્ય છે !
અનેક દુઃખ કષ્ટથી પીડીત સાંસારિક જીવ જ્યારે આ દુરસ્ત સંસાર સમુદ્ર પાર કરવા ઈચ્છે છે, ત્યારે તેના માટે શ્રીભાગવાનની લીલાકાથાનું આસ્વાદન સિવાય કોઈ ઉપાય નથી.
.
કળયુગની એંધાણી …
.
સ્વર: શ્રી નારાયણ સ્વામી …
.

કળયુગની એંધાણી …
.
સાખી :
.
એ … સ્નેહ ને રાખત, બેઠત સંગ
મચાવત જંગ, અતિ સે અભિમાની
કોર્ટ મેં કિતને હુલરે અરુ
હોત સદા ઘર મેં ધન હાની …

.
આખીર સાથ કછુ નહિ આવત
પાપ બઢાવત મૂરખ પ્રાણી
પિંગલ દેખી સદા બિરદાહત
રામ બીરાસન ચાહત જ્ઞાની

.
એવી કળયુગની છે આ એંધાણી રે
કળયુગની એંધાણી રે …
એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ
એવી કળયુગની એંધાણી રે …
એ ન જોઈ હોય તો જોઈ લ્યો ભાઈઓ
એવી કળયુગની …

.
વરસો વરસ દુકાળ પડે …
અને વળી સાધુ કરશે સૂરાપાન
એ જી વરસો ..વરસ દુકાળ પડે
અને  સાધુ કરશે સૂરાપાન
આ બ્રાહ્મણ માટી ભરખશે
અને ગાયત્રી ધરે નહિ કાન

.
એ…. એવા જોગી ભોગી, થાશે રે
જોગી ભોગી થાશે રે …
એ જી બાવા થાશે વ્યભિચારી
આ છે કળયુગની એંધાણી  રે…
કળયુગની છે આ એંધાણી રે
એ જી ના જોઈ હોય તો…
જોઈ લ્યો  ભાઈઓ …
એવી કળયુગની છે એંધાણી રે…
એ ના જોઈ હોય તો…
જોઈ લ્યો ભાઈઓ …
એવી કળયુગની …

.
શેઢે શેઢો ઘસાસે …
વળી ખેતરમાં નહિ રહે ફૂંટ
એ જી  શેઢે શેઢો ઘસાસે
અને ખેતરમાં નહિ રહે ફૂંટ
આદિ વહાન છોડી કરી
અને બ્રાહ્મણ ચડશે ઊંટ

.
એવી ગાયો ભેંસો જાશે રે
એ ગાયો ભેંસો, એ જાશે રે
એ દુજાણામાં અજિયા રહેશે
એવી ગાયો ભેંસો જાશે રે
એ દુજાણામાં બકરી રહેશે

.
આ છે કળયુગની એંધાણી રે …
એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
આ છે કળયુગની એંધાણી રે .
એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
એવી કળયુગની છે …

.
કારડીયા તો કરમી કહેવાશે
અને વળી જાડેજા ખોજ્શે જાળા
એ જી કારડીયા કરમી કહેવાશે
અને વળી જાડેજા ખોજ્શે જાળા
આ નીચને ઘેર ઘોડા બંધાશે
અને શ્રીમંત ચાલશે પાળા

.
એ…ઓલ્યા મહાજન ચોરી કરશે રે
એ…મહાજન ચોરી…ચોરી કરશે …
કરશે રે જી  ….
એ મહાજન ચોરી કરશે રે
એ વાળંદ થાહે વેપારી…
એવી મહાજન ચોરી કરશે રે
અને વાળંદ થાશે વહેપારી

.
આ છે કળયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ
આ છે કળયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ
એવી કળયુગની છે  …

.
એ રાજ તો રાણીઓના થશે
અને વળી પુરુષ થશે ગુલામ
એ જી રાજ તો રાણીઓના થશે …
અને વળી પુરુષ થશે ગુલામ
આ ગરીબની અરજી કોઈ સાંભળશે નહિ
અને સાહેબને કરશે સલામ

.
એવી બેની રોતી જાશે રે
એ ભાઈ, બેની રોતી …
બેની રોતી … એ જાશે …જાશે …
એ બેની રોતી જાશે રે …
અને સગપણમાં તો સાળી રહેશે
એવી  બેની રોતી જાશે રે …
એ સગપણમાં તો સાળી રહેશે

.
આ છે કળયુગની એંધાણી રે
એના જોઈ હોય તો,
જોઈ લ્યો ભાઈઓ …
આ છે કળયુગની એંધાણી રે  ….
એ ન જોઈ હોય તો જોઈ લ્યો ભાઈઓ …
એવી કળયુગની …

.
એ ધરમ કોઈનો રહેશે નહિ
અને એક પ્યાલે વરણ અઢાર ..
એ જી ધર્મ કોઈનો રહેશે નહિ

.
અને એક પ્યાલે વરણ અઢાર
આ શણગારમાં તો બીજું કાંઈ નહિ રહે
અને શોભામાં રહેશે વાળ

.
એ ઓલા વાણિયા વાટુ આ લૂંટશે રે
એ વાણિયા વાટુ… લૂંટશે રે …
એ રહેશે નહિ કોઈ પતિવ્રતા નારી
એ એવા વાણીયા વાટુ  લુંટશે  રે
એ રહેશે નહિ ક્યાંય પતિવ્રતા નારી
આ છે કળયુગની એંધાણી રે

.
એ ના જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ
આ છે કળયુગની એંધાણી રે
એ જી ના  જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
એવી કળયુગની  …

.
છાશમાં માખણ નહિ તરે,
અને વળી દરિયે નહિ હાલે વહાણ
એ જી છાશમાં માખણ નહિ તરે
અને દરિયે નહિ હાલે વહાણ …
આ ચાંદા સૂરજ તો ઝાંખા થશે
એ છે આગમના એંધાણ …

.
એવો દાસ ધીરો એમ આ કહે છે રે
દાસ ધીરો કહે છે રે …
એ કીધું મેં આ વિચાર કરી
એમ દાસ ધીરો ….
ધીરો કહે છે રે …
એ જી કીધું છે આ બધું વિચાર કરી

.
એવી કળયુગની એંધાણી રે ..
એ ન જોઈ હોઈ તો,
જોઈ લ્યો ભાઈઓ …
એવી કળયુગની છે એંધાણી રે
એ ના જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ ..
એવી  કળયુગની છે  …
.

જે ને વહાલાથી વિયોગ રે …(ભજન)

જે ને વહાલાથી વિયોગ રે …(ભજન)

.

 

.

સ્વર: શ્રી નારાયણ સ્વામી….

.

.

સાખી :

સાયાં તું બળો ધણી

અને તુજ સે બળો નહિ કોઈ

તું જેના શિર હથ દે

તો જુગ મેં બળો હોય …

.

માટે રામ રામ રટતે રહો

અને ધરી રાખો મનમાં ધીર

કોઈ દીન કાર્ય સુધારશે

ક્રિપા સિંધુ રઘુવીર …

.

જે ને વહાલાથી, વિયોગ રે

જે ને હરિથી, વિયોગ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ …

.

વહાલાથી વિયોગ રે

જે ને હરિથી વિયોગ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ …

.

પતિવ્રતા નારી, જેના પીયુ ગયા

પરદેશમાં રે, એ રે  રે નહિ …

આત્મ રે રે નહિ…

પતિવ્રતા નારી, જેના પીયુ ગયા

પરદેશમાં રે,

આત્મ રે રે નહિ…

.

આ પતિ ના રે વિયોગે,

એ જી  તલખે જેના …પ્રાણ રે

એ સુખેથી મન કોઈ દી. એ સુવે નહિ…

.

જે ને વહાલાથી વિયોગ રે

જે ને હરિથી વિયોગ રે

સુખેથી મન કોઈ દી એ સુવે નહિ…

.

વહાલાથી વિયોગ રે

જે ને હરિથી વિયોગ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.

પુત્રને પોઢાળતાં, એ જનની ભૂલી…

એનું પારણું રે,

આત્મ રે રે નહિ

આ બાળકને બળાપે

એ જી માતા છાંડે પ્રાણ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.

બાળકને બળાપે,

એ જી છાંડે એના પ્રાણ રે

સુખેથી રે મન કોઈ દી, એ સુવે નહિ…

.

જે ને હરિથી વિયોગ રે

જે ને વહાલાથી આ વિયોગ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ..

.

જળથી એવી ફૂટી …

એ જી જૂરે જેમાં, એક માછલી રે ..

આત્મ રે રે નહિ…

તાપ રે પડવાથી …

એ જી છાંડે તેના પ્રાણ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.

જે ને વહાલાથી વિયોગ રે

જે ને હરિથી આ વિયોગ રે

સુખેથી આ મન કોઈ દી, એ સુવે નહિ…

.

ટોળામાંથી રે વિખૂટી …

એ જી જૂરે જેમાં ..

એકલું બની રે,

આત્મ રે રે નહિ..

.

પારાધી મળેથી …

એ જી છાંડે એના પ્રાણ રે…

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.

મારા વહાલાનાં, વિયોગથી

મારા વહાલાનાં …

દાસ સવો કે છે એવી …

જોગણની આ વિનંતી  રે

આત્મ રે રે નહિ …

.

દર્શન અમને દેજો, એ દેજો હરિ…

દર્શન અમને દેજો

એ જી દિનના દયાળ રે

એ સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.

જે ને વહાલાથી વિયોગ રે

જે ને હરિથી વિયોગ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ …

.

વહાલાથી, વિયોગ રે …

જે ને હરિથી વિયોગ રે …

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.

જાઉં છે મરી, ને રામ….(ભજન)

જાઉં છે મરી, ને રામ….(ભજન)

.

 

.

.

જાઉ છે મરી, લે લગાડી …

જાઉ છે મરી …જાઉ છે  મરી ને રામ,

જાઉ છે મરી…

લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી…

.

જાઉ છે મરી …જાઉ છે મરી

લે લગાડી… હે રામ ભજી લે

જાઉ છે મરી…

.

મેળી, મંદિર, માળીયા તારા જાશે રે પડી

કાચી કાયાનું ધૂળ બંધાણું,

જાણે ધૂળની પળી …

જાઉ છે મરી ને રામ, જાઉ છે મરી..

લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી…

.

સગા, કુટુંબી તારું લૂંટવા લાગે, કાનની કડી,

સગા, કુટુંબી તારું લૂંટવા લાગે, ભાઈ કાનની કડી..

કાઢો, કાઢો એમ સહુ કહે, હવે રોકોમાં ઘડી

જાઉ છે મરી ને રામ, જાઉ છે મરી …

લે લગાડી…એ જી રામ ભજી લે,

જાઉ છે મરી….

માટે લે લગાડી રામ ભાજી લે

જાઉ છે મરી…

.

ફૂલણસીની જેમ ફૂલી રહ્યા છે

જાણે ગરથમાં ગળી

જમળા આવશે, જીવને લેવા

ભાંગશે નળી …

માટે જાઉ છે મરી ને રામ

જાઉ છે મરી...

માટે લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી

હે જી લે લગાડી રામ ભજી લે

જાઉ છે મરી…

.

હે…સાધુ સંતની, સંગત કરી લે

ગુરૂની સેવા એ વાત ખરી

સાધુ સંતની, હે જી સંગત કરી લે

ગુરૂની સેવા તો ખરી

દાસી જીવણ સંગ ભીમને ચરણે

જન્મ જાય રે ટળી …(૨)

જાઉ છે મરી ને હે રામ

જાઉ છે મરી …

.

લે લગાડી, હે…લે લગાડી રામ ભજી લે…

જાઉ છે મરી

લે લગાડી, રામ ભજી લે

લે લગાડી, રામ ભજી લે

જાઉ છે મરી …

જાઉ છે મરી ને રામ …

જાઉ છે મરી ..

માટે લે લગાડી, રામ ભજી લે

જાઉ છે મરી….

.

દો દીન કે મિજબાન…(ભજન)

દો દીન કે મિજબાન…(ભજન)

.

સ્વર: શ્રીનારાયણ સ્વામી..

.

 

.

.

સાખી :

જાના હૈ રહેના નહિ

મરના વિશો વીશ

દો દીન દુનિયા કે લીએ

તુમ મત ભૂલો જગદીશ

.

દો દીન કે મિજબાન

બિગાડું કિનસે …

દો દીન કે મિજબાન…

.

બિગાડું કિનસે

બિગાડું કિનસે …

દો દીન કે મિજબાન …

.

અબ તુમ સોવત સૈજ પલંગ પર

કબ તુમ જાઓગે મશાન

કબ તુમ જાઓગે મશાન …

.

માત-પિતા, સુત, નારી છોડ કે

આખિર હોત હૈ રામ

દો દીન કે મિજબાન …

આખિર હોત હૈ રામ

અબ તુમ દો દીન કે મિજબાન

.

દો દીન કે મિજબાન

બિગાડું કિન સે ...

હૈ દો દીન કે મિજબાન

અબ તો દો દીન કે મિજબાન…

.

રાજ ભી ચલ ગયે

પ્રધાન ભી ચલ ગયે

કુંભકરણ બલવાન

કિટ પતંગ ઔર બ્રહ્મા ભી ચલ ગયે

કોઈ ના રહે બો અવસાન

બિગાડું કિન સે…

દો દીન કે મિજબાન …

કોઈ ના રહે અવસાન

બિગાડું કિન સે…

દો દીન કે મિજબાન …

.

બાઈ મીરાં કહે ગિરધરના ગુણ

બાઈ મીરાં કહે પ્રભુ…

ગિરધરના ગુણ

ધરલે તું રામ કો ધ્યાન

બિગાડું કિન સે

દો દીન કે મિજબાન …

અબ તો દો દીન કે મિજબાન

.

અબ તો દો દીન કે મિજબાન

અબ તો દો દીન કે મિજબાન..