ગણેશ વંદના …

ગણેશ વંદના …
સ્વર:નારાયણ સ્વામી …

.

.
સાખી :
ગુણપતિ ગુણ આગે રહો ..(૨)
દોઈ કર જોડે દાસ
આવા સદા સર્વદા સ્મરતાં
વિઘ્ન ના આવે પાસ …

પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..(૨)
રિદ્ધિ –સિદ્ધિના તમે દેવ, દેવ મારા .. (૨)

મહેર કરો મહારાજ જી …

પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..
રિદ્ધિ –સિદ્ધિના તમે દેવ, દેવ મારા .. (૨)
મહેર કરો મહારાજ જી …
માતા રે જેના પાર્વતી રે
સ્વામી તમને સૂંઢાળા ..
માતા રે જેના … હાઁ … હાઁ … હાઁ …
એ પાર્વતી રે ..
સ્વામી તમને સૂંઢાળા …
પિતા રે શંકર દેવ, દેવ મારા ..(૨)
મહેર કરો મહારજ જી …
ધૂપ-સિંદૂરની સેવા કરે રે
સ્વામી તમને સૂંઢાળા ..
ધૂપ-સિંદૂરની … હાઁ … હાઁ… હાઁ …
એ સેવા કરે રે ..
સ્વામી તમને સૂંઢાળા …

ગળામાં ફૂલડાનો હર દેવ મારા,

ગળામાં ફૂલની માળા દેવ મારા …

મહેર કરો મહારાજ જી …
કાનના કુંડળ ઝળહળે રે ..
સ્વામી તમને સૂંઢાળા …
કાનમાં કુંડળ … હાઁ … હાઁ … હાઁ …
એ .. ઝળહળે રે ..
સ્વામી તમને સૂંઢાળા ..
ગળામાં મોતીડાની માળ દેવ, દેવ મારા ..
મહેર કરો મહારાજ જી …
પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..(૨)
રિદ્ધિ –સિદ્ધિના આતે વાન દેવ મારા ..
રીધ્ધી-સિદ્ધિના તમે દેવ, દેવ મારા
મહેર કરો મહારાજ જી …

 
રાવત રણસિંહ  ની વિનંતી રે ..
સ્વામી તમને સૂંઢાળા ..
રાવતરણસિંહ  ની હાઁ… હાઁ… હાઁ …
એ .. વિનંતી રે ..
સ્વામી તમને સૂંઢાળા …
ભગતોને કરજો સહાય દેવ મારા .. (૨)
મહેર કરો મહારાજ જી …
પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..(૨)
રિદ્ધિ –સિદ્ધિના તમે દેવ, દેવ મારા .. (૨)
મહેર કરો મહારાજ જી …
મહેર કરો મહારાજ જી .. (૨)

 
 
બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]
 

આજની પોસ્ટ… ગણેશ વંદના આપને શ્રી નારાયણ સ્વામીના સ્વરે સાંભળવાની અને માણવાની મજા આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.  આભાર ! ‘દાદીમા ની પોટલી’.

શ્રી દામોદરના ગુણલા ગાતા …(નરસિંહ મહેતા) …

શ્રી દામોદરના ગુણલા ગાતા … (નરસિંહ મહેતા) …
સ્વર: નારાયણ સ્વામી …

 


.

.

શ્રી દામોદરના ગુણલા ગાતા … (પ્રભાતિયા) …
સ્વર: નારાયણ સ્વામી …

 

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ એ દુઃખિયો ના હોઈ રે ..
શ્રી દામોદરના ગુણલા ગાતા …

 

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ દુઃખિયો ના હોઈ રે
દામોદરના ગુણલા ગાતા …

 

સદા શામળિયો શરણે રાખે
સન્મુખ આવી જોઈ રે ..
દામોદરના ગુણલા ગાતા … (૨)

 

મૂરખ મૂંઢ હીંડે રખડતો … હો …જી ..
ના જાણે હરિ નો મર્મ રે .. (૨)

 

સ્મરણ કરતાં તરત જ આવે ..
સમરણ કરતાં તરત જ્ આવે
પરિ પૂરણ બ્રહ્મ રે ..
દામોદરના ગુલા ગાતા …

 

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ એ દુઃખિયો ના હોઈ રે ..
સદા શામળિયો શરણે રાખે ..

 

સદા શામળિયો શરણે રાખે
સન્મુખ આવી જોઈ રે
દામોદરના ગુણલા ગાતા …

 

છેલ્ છબીલો ને છોગાળો … જી.. જી . જી ..
નિત નિત તેને ભજીએ રે .. (૨)

 

મંડળિકનું એ માન ઉતાર્યું ..

 

મંડળિકનું તેણે માન ઉતાર્યું

 

કહો કેમ તેને તજીએ રે ..
દામોદરના ગુણલા ગાતા …

 

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ એ દુઃખિયો ના હોઈ રે ..

 

સદા શામળિયો શરણે રાખે
સન્મુખ આવી જોઈ રે
દામોદરના ગુણલા ગાતા …

 

સુખ દાતાની પૂરણ કૃપાથી
અવિચળ પદ હું પામ્યો રે .. (૨)

 

નરસૈયાનાસ્વામીને જોતાં
એ..જી .. ભવ બાહ્ય સઘળો ભામ્યો રે .. (૨)
દામોદરના ગુણલા ગાતા …

 

દામોદરના ગુણલા ગાતા
એ કોઈ દુઃખિયો ન જોયો રે
દામોદરના ગુણલા ગાતા … (૨)

 

દામોદરના ગુણલા ગાતા
નર કોઈ દુઃખિયો ન જોયો રે ..
દામોદરના ગુલા ગાતા …

 

દામોદરના ગુણલા ગાતા .. (૨)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ – ‘દામોદરના ગુણલા ગાતા’ નરસિંહ મહેતાની રચના પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર જણાવશો જે સદા અમોને પ્રેરણાદાયી રહે છે. આભાર !  ‘દાદીમા ની પોટલી’

પ્રભુજી તારા બાના ની પત રાખ … (નરસિંહ મેહતા) …

પ્રભુજી તારા બાના ની પત રાખ … (નરસિંહ મેહતા) ..
સ્વર: શ્રી નારાયણ સ્વામી …

 

(ફોટોગ્રાફ્સ  બદલ વેબ જગતનો આભાર)

.

.

પ્રભુજી તારા બાના ની પત્ રાખ … (નરસિંહ મહેતા)

પ્રભુજી તારા બાના ની પત્ રાખ ..(૨)

બાના ને માટે જો દુઃખ થશે તો .. (૨)
કોણ જપે તારા જાપ …

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા બાના ની પત્ રાખ ..

રોહિદાસની તમે રાબડી પીધી
નવ જોઈ નાત કે જાત ..
હે … નવ જોઈ નાત કે જાત ..

રોહિદાસની તમે રાબડી પીધી
નવ જોઈ નાત કે જાત .. (૨)

શાને માટે સન્મુખ રહી ને …
શાને માટે … સન્મુખ રહી ને ..
નાઈ કે’વાણા નાથ ..

નાઈ કે’વાણા નાથ ..

બાના ની પત્ રાખ
પ્રભુ તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે જો દુઃખ થશે તો
કોણ જપે તારા જાપ ..

બાના ની પત્ રાખ …

પ્રહલાદ ની તમે …. પ્રતિ પાલણા પાળીને
થંભ માં પૂર્યો વાસ ..

પ્રભુજીએ થંભ માં પૂર્યો વાસ …

સાચી કળા તમે શીતળ કીધી ..
સાચી કળા તમે …. શીતળ કીધી

સુધન વા ને કાજ .. (૨)

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે જો દુઃખ થશે તો
કોણ જપે તારા જાપ ..

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાનાની પત્ રાખ …

હે … પાંચાળી નાં તમે પત્ કુળ પૂર્યા

પાંચાળી નાં તમે પત્ કુળ પૂર્યા ને
રાખી સભામાં લાજ ..

હે .. રાખી સભામાં લાજ ..

શાયર માંથી બુડતો રાખ્યો … હે … જી …

શાયર માંથી …
શાયર માંથી, બુડતો રાખ્યો ..
રામ કહેતા ગજરાજ …

રામ કહેતા ગજરાજ …

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે દુઃખ થશે તો ..
બાના ને માટે ..
હે … દુઃખ થશે તો
કોણ જપશે તારા જાપ ..

બાના ની પત્ રાખ
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

ઝેર હતા તેના અમૃત કીધાં ને ..
આપ્યાં મીરાં ને હાથ ..

ઝેર હતા તેને અમૃત કીધાં ને
આપ્યાં મીરાં ને હાથ ..

મહેતાને માંડળીક મારવાને આવ્યો ..

મહેતાને માંડળીક …
મારવાને આવ્યો ત્યારે ..
કેદારો લાવ્યા મધરાત ..

બાના ની પત્ રાખ ..
પરભુજી તારા, બાનાની પત્ રાખ …

ભક્તો નાં તમે સંકટ હર્યા ત્યારે ..
દ્રઢ આવ્યો રે વિશ્વાસ ..
પ્રભુજી, દ્રઢ આવ્યો વિશ્વાસ ..

નરસિંહના સ્વામીને કહું કર જોડી
એ … જી .. પૂરો અંતરની આશ ..

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

નરસિંહ મહેતાની આ સુંદર રચના શ્રી નારાયણ સ્વામીના સ્વરમાં સાંભળવાની પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો …આભાર ! … ‘દાદીમા ની પોટલી’

આગે સમજ પડે જી… ભાઈ .. (કબીર વાણી) ..

આગે સમજ પડે જી… ભાઈ .. (કબીર વાણી)  …

સ્વર: શ્રી નારાયણ સ્વામી …

 

 

 


.

આગે સમજ પડે જી તુમકો …

આગે સમજ પડે જી તુમકો
આગે સમજ પડે હૈ જી …

દયા તો માંગી, લેકિન સોચો
કિસ પર કી હૈ ભલાઈ ..

આગે સમજ પડે જી તુમકો
આગે સમજ પડે હૈ જી ,,

આગે સમજ પડે જી ભાઈ …

યા તો ઉદર ભરી ભરી ખાયો
બહુ બહુ માન બડાઈ .. (૨)

તુમ પર દયા કૈસે હોગી
તુમ પર દયા કહાઁ સે હોગી
તુમ હૈ દયા ન આઈ ..

આગે સમજ પડે જી ભાઈ
આગે સમજ પડે હૈ જી …

દયા તો માંગી, લેકિન સોચો
લેકિન સોચો .. (૨)

દયા તો માંગી, લેકિન સોચો
કિસ પર કી હૈ ભલાઈ ..

આગે સમજ પડે જી ભાઈ .. (૨)

યાતો માલ સંપતિ જમાઈ
ધન બહુ વિધ કમાઈ .. (૨)

વહાઁ કી કમાઈ, કછુ નહિ કિવી .. (૨)
વૃથા જન્મ નસાઈ ..

આગે સમજ પડે જી ભાઈ
આગે સમજ પડે .. હૈ જી …

દયા તો માંગી, હૈ …. લેકિન ..
દયા તો માંગી,
લેકિન સોચો .. (૨)
દયા તો માંગી … લેકિન સોચો ..

કિસ પર કી હૈ ભલાઈ ..

આગે સમજ પડે જી ભાઈ .. (૨)

હરિ સુમરન ના સંત કી સેવા
પર નિંદા કી કલાઈ ..

પૈર પૈર કા કાંટા લાદ હો
યેહ ફલ આખિર પાઈ ..

પૈર પૈર કાંટા લાદી હો
યેહ ફલ આખિર પાઈ ..

આગે સમજ પડે જી ભાઈ
આગે સમજ પડે હૈ જી …

કહે કબીર સુનો ભાઈ સાધુ
કિસ સે કહયો ના જાઈ .. (૨)

સચ બોલે સો મારા જાવે
જુઠ પ્રતિ પ્રીત આઈ ..

આગે સમજ પડે જી ભાઈ
આગે સમજ પડે હૈ જી … (૨)

 

કબીર સાહેબની ઉપરોક્ત રચના/ ભજન જો આપને પસંદ આવ્યું હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પર મૂકી આભારી કરશો., જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે. આભાર !

‘દાદીમાની પોટલી’

 

બ્લોગ લીંક:http://das.desais.net
email:[email protected]

કર ગુજરાન ગરીબી મેં …

કર ગુજરાન ગરીબી મેં … (કબીર વાણી) ..
સ્વર: નારાયણ સ્વામી …

 

.

.

કર ગુજરાન ગરીબી મેં … (કબીર વાણી)
સ્વર: નારાયણ સ્વામી …

 

તું તું કરતાં, તું ભયા
મુજ મેં રહી ન હું હૈ
વારી જાઉં તુજ નામ પે
જીત દેખું તીત તું …

માટે કર ગુજરાન ગરીબી મેં ..
મગરૂરી કિસ પર કરતા હૈ
નાશવંત વસ્તુ હૈ જગ મેં
ફીર મમતા ક્યા તું કરતા હૈ …

કર ગુજરાન ગરીબી મેં …

કર ગુજરાન … ગરીબી મેં …

માટી ચુનકર મહેલ બનાયા
ગંવાર કહે ઘર મેરા હૈ .. (૨)

ના ઘર તેરા, ના ઘર મેરા .. હૈ .. જી …
ચિડિયાં રૈન બસેરાં હૈ …

કર ગુજરાન ગરીબી મેં … (૨)

કર ગુજરાન ગરીબી મેં …

ઇસ દુનિયા મેં, કોઈ નહિ અપના
ક્યા અપના ..અપના કરતા હૈ ..

ઇસ દુનિયા મેં …
કોઈ નહિ અપના ..
ક્યા અપના … અપના . કરતા હૈ …

કાચી માટી કા ઘાટ ઘડુલા ..

કાચી માટી કા ઘાટ ઘડુલા
ઘડીક પલક મેં ઢલતા હૈ ..

કર ગુજરાન ગરીબી મેં … (૨)

કર ગુજરાન ગરીબી મેં …

ઇસ દુનિયા મેં નાટક ચેટક ..
દેખ ભટકતા ફિરતા હૈ

ઇસ દુનિયા મેં … ઇસ દુનિયા મેં ..
ઇસ દુનિયા મેં … (૨)

નાટક.. ચેટક ..
દેખ ભટકતા ફિરતા હૈ …

કહે કબીર સુનલે મુરખ

કહે કબીર … કહે કબીર …
હૈ ..કબીર …

હૈ .. કહે કબીર … સુનલે મુરખ ..
હરિ કો ક્યૂં ન સમરતા હૈ …

નાશવંત વસ્તુ હૈ જગ મેં
ફીર મમતા ક્યા તું કરતા હૈ …

કર ગુજરાન ગરીબી મેં … (૨)

ગરીબી મેં … ગરીબી મેં …
ગરીબી મેં … ગરીબી મેં … હૈ …

(મિત્રો, કબીર સાહેબ ની આ સુંદર રચના શ્રી નારાયણ સ્વામી ના સ્વરમાં સાંભળવાની આપને જો પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષ પર જરૂર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે …. આ ઉપરાંત નીચે દર્શાવેલ બ્લોગ લીંક પર ક્લિક કરવાથી આવી અનેક સુંદર રચનાઓ બ્લોગ પર માણી શકાશે… જે માટે ફક્ત કેટેગરી પર ક્લિક કરી, બોક્ષ ખુલતાં… નારાયણ સ્વામીનું નામ સિલેક્ટ કરવાનું છે… ત્યારબાદ સૂચીમાં દર્શાવેલ તમારી મન પસંદ રચનાની પસંદગી તમારે કરવાની રહે છે… આભાર !)

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી
email:[email protected]

વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી … (પ્રભાતિયું) …

વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી … (પ્રભાતિયું) …
સ્વર: નારાયણ સ્વામી …

.

.
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી ..
પ્રેમને વશ થયા રાગી ..
પ્રભુજી..
એમાં, શું કરે પંડિતને કાજી ..
પ્રેમને વશ થયા રાગી …
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી…
કરમાં બાઈનો, આરોગ્યા ખીચડો
વિદુરની ખાધી ભાજી .. (૨)
એઠાં બોર શબરીના ખાધાં ..(૨)
છપ્પન ભીઓગ મેલ્યાં ત્યાગી ..
વ્હાલે  મારે,
છપ્પન ભોગ મેલ્યાં ત્યાગી ..
એ જી .. પ્રેમને વશ થયા રાગી …
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી …
વિદુરને ઘેર,
શ્રી કૃષ્ણ પધાર્યા .. (૨)
કેળાં લાવ્યાંતા માંગી ..
ગર્ભ કાઢી ને, છાલ ખવડાવી .. (૨)
છાલ ખવડાવી પ્રભુને …
વ્હાલે , તોઈ ના જોયું જાગી ..
પ્રભુજી એ, તોઈ ના જોયું જાગી ..
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી …
પ્રભુજી, પ્રેમને વશ થયા રાગી …
ગણિકા હતી તે, પોપટ પઢાવતી  .. (૨)
તેમાંથી લેહ એને લાગી .. (૨)
શ્રી હરિ તેને તો સહેજમાં મળ્યાં
શ્રી હરિ … સહેજમાં મળ્યાં
એ ની, સંસારની, ભ્રમણા ભાંગી .. (૨)
વ્હાલો મારો.
પ્રેમને વશ થયા રાગી ..
એમાં શું કરે પંડિત ને કાજી ..
પ્રેમને વશ થયા રાગી ..
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી …
ભક્તની લોકો નિંદા કરે ને ..
જગત થયું છે પાજી .. (૨)
ભલે મળ્યાં, મહેતા નરસિંહ ના સ્વામી …
ભલે મળ્યાં …. એ જી .. મહેતા નરસિંહના સ્વામી
માથે, ગિરધર રહ્યાં છે દાગી ..
પ્રેમને વશ થયા રાગી ..
ભલે ને મળ્યાં રે ….
એ જી .. નરસિંહના સ્વામી ..
માથે  ગિરધર રહ્યાં છે દાગી ..
પ્રેમ ને વશ થયાં રાગી ..
વ્હાલો મારો,
પ્રેમને વશ થયા રાગી …
Blog Link : http://das.desais.net

વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (પ્રભાતિયા)

વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (પ્રભાતિયા)
સ્વર: નારાયણ સ્વામી …
ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. નરસિંહની વાચા રાધા કૃષ્ણશબ્દથી ફૂટી હતી. ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતા અને જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે માતા અવસાન પામ્યા. ત્યાર બાદ કાકા પર્વતદાસને ઘેર ઉછરી મોટા થવા લાગ્યા. વળી કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પીત્રાઈ ભાઈના આશ્રિત થયા. પોતાની મસ્તીમાં મસ્ત રહેતા નરસિંહને ભાભીના મહેણાં અવારનવાર મળતાં. એક વાર મહેણું સહન ન થવાથી નરસિંહ મહેતા ઘર છોડી એકાંતમાં આવેલ ગોપીનાથ મહાદેવમાં ચાલ્યા ગયા. ત્યાં ઉપાસના કરવાથી મહાદેવજી પ્રગટ થયા અને એમને રાસલીલાનાં દર્શન કરાવ્યાં. શ્રીકૃષ્ણ-રાધાનાં દર્શન કર્યા ત્યારથી તેમને કૃષ્ણભક્તિની લગની લાગી. પોતાની અનુભૂતિઓને તેમણે શબ્દના માધ્યમ દ્વારા વહેતી કરી. એમણે આશરે ૧૫૦૦ થી વધારે પદો રચ્યાં જેમાં પુત્ર શામળશાનો વિવાહ, પુત્રી કુંવરબાઈનું મામેરું, હુંડીનો પ્રસંગ, હારનો પ્રસંગ, શ્રાદ્ધ, જેવા સ્વાનુભવાત્મક પ્રસંગો ઉપરાંત વસંતનાં પદો, હિંડોળાનાં પદો, કૃષ્ણભક્તિનાં પદો, સુદામાચરિત્ર વગેરેનો સમાવેશ થાય છે. તેમની સૌથી સુપ્રસિદ્ધ રચના વૈષ્ણવ જન, જે મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતી, ભાગ્યે જ કોઈ અજાણ હશે.
સાંસારિક જીવનનો બોજ પણ ઈશ્વરને સમર્પિત કરનાર નરસિંહના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા કે જેણે તેમની અનન્ય ભકિતનાં દર્શન કરાવ્યાં. અહીં આપણે એ સંત અને સર્જક એવા નરસિંહ મહેતાની એક રચના માણીએ. …


.

.

વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
જે પીડ પરાઈ જાણે રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
પરદુઃખે ઉપકાર કરે તો એ
મન અભિમાન ન આણે રે
વૈષ્ણવ જન તો તેને રે કહીએ …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
જે પીડ પરાઈ, જાણે રે …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
સકળ લોકમાં સૌ ને વંદે … હે ..જી
નીંદા ન કરે કેની રે ..
સકળ લોકમાં એ સૌને વંદે … હે જી..
નીંદા ન કરે કેની રે ..
વાચ કાછ મન નિશ્ચલ રાખે .. (૨)
ધન, ધન, ધનની તેની રે
વૈષ્ણવ જન તો તેને રે કહીએ …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
જે.. પીડ પરાઈ જાણે રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
સમ દૃષ્ટિ ને, તૃષ્ણા ત્યાગી ..
પર સ્ત્રી જે ને માત રે ..
સમ દૃષ્ટિ ને, તૃષ્ણા ત્યાગી ..
પર સ્ત્રી જે ને માત રે ..
જીહવા થકી, અસત્ય ન બોલે .. (૨)
પર ધન, નવ ડોલે હાથ રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
પીડ પરાઈ જાણે રે ..
પરદુઃખે ઉપકાર કરે તો જે ..
મન અભિમાન, ન આણે રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
મોહ, માયા, વ્યાપે નહિ તેને ..
દ્રઢ વૈરાગ, જેના મનમાં રે ..
મોહ, માયા, વ્યાપે નહિ તેને .. જી ..જી
દ્રઢ વૈરાગ, જેના મનમાં રે ..
રામ નામ શું, તાળી લાગી .. (૨)
સકળ તીરથ, તેના મનમાં રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
પીડ પરાઈ, જાણે રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
વન લોભી ને, કપટ રહિત છે .. જી ..
કામ, ક્રોધ, નિવાર્યા રે ..
વણ લોભીને, કપટ રહિત છે, જી.. જી ..
કામ, ક્રોધ, નિવાર્યા રે ..
ભણે નરસૈયો, તેનું દરશન કરતાં ..
કુળ એકૌતેર, તાર્યા રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ …
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..
જે પીડ પરાઈ, જાણે રે ..
પરદુઃખે ઉપકાર કરે તે ..
પરદુઃખે ઉપકાર કરે તો યે ..
મન અભિમાન, ન આણે રે ..
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ .. (૨)
વૈષ્ણવ જન તો, તેને રે કહીએ ..

શિબી રાજા સત્યવાદી..( ભજન)…

શિબી રાજા સત્યવાદી..( ભજન)…
સ્વર: શ્રી નારાયણ સ્વામી..

 

શિબી રાજા, મહા સતવાદી…
સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય જેમાં ના હોય એવો કોઈ ધર્મ નથી.
શિબી રાજા, મહા સતવાદી, રેહતા અયોધ્યામાંય
દેવ સભામાં એની વાતો ચાલે
શિબી સમો નહિ રાય
ઇન્દ્ર કહે પારખું લેવું ..
હારે, નહિ તો માંગે તે દેવું …(૨)
અગ્નિ દેવને હોલો બનાવ્યા ને
પોતે બન્યા છે બાજ
આકાશ માર્ગે ઊડીને ચાલ્યા
આવ્યા શિબી રાજા પાસ
હોલો કહે રાજા ઉગારો
સામે આવે છે કાળ મારો…(૨)
ત્રણ દિવસથી હું ભાગતો ફરૂ છું
ભટક્યો બધુંય રણ .. (૨)
ઉગારવાની એક આશા સાથે
આવ્યો તમારે શરણ ..
સતવાદી શરણે રાખો
નહિતર મુખથી નાદ ભાખો
સતવાદી ચરણે રાખો
નહિતર મુખથી નાદ ભાખો …
શિબી રાજા હોલાને કહે છે
સંતોષ રાખો વીર ..
મોઢે ના ભીતે બાજને આપવું
ધારણા રાખો ભીર
હોલાને ખોળામાં લીધો
બાજને અટકાવી દીધો ..(૨)
શિબી રાજા બાજને કહે
શું છે તમારે વેર
હોલાને લઈને શરણે રાખ્યો
મનમાં લાવો મહેર ..
તમારા દુ:ખાડા કાપુ
મોઢે માંગો તે અમાપ આપું ..(૨)
આમ તો મારે હવે જોતું નથી
એમ કહે છે બાજ .
હોલાને તમે છોડી દો નહિતર
પ્રાણને કરશું ત્યાગ
આંગણે મરશું તમારે
રાજન હત્યા લાગશે ત્યારે .. (૨)
હોલો શિબી રાજાને કહે છે
તમે સાંભળી લ્યો મારી એક વાત ..
બાજ બધાં જ છે કાળ મારો
કરશે મારો ઘાત
કલંક તમને ચડશે
એ નરક ભોગવવા પડશે ..(૨)
શિબી રાજા કહે
છોડું નહિ ભલે
થનાર હોય તે થાય ..
તન, મન, ધન ને
રાજ આપી દઉં
પ્રાણ ભલે ને જાય
હારું કેમ સત્યને માટે
રાખું તને જીવનને સાટે .. (૨)
બાજ શિબી રાજાને કહે
તમને એક બતાવું ઉપાય
હોલા ભારોભાર માંસ તમારૂ
તોળીને આપો રાય ..
કાંટો ને ત્રાજવાં લાવ્યાં
દેવતાઓ જોવાને આવ્યાં ..(૨)
હોલાને તો પછી છાબમાં મૂક્યો ..
હાથમાં લીધી તલવાર
પગની પિંડી કાપી કરીને ..(૨)
મૂકી છાબ મૂલાર
જેમ જેમ રાજા માંસ નાંખે ..(૨)
હોલો છાબ ને હેઠી જ રાખે
શિબી .. રાજા (૨) માથું કાપવા લાગ્યા ..
વરતાણો હા હા કાર
ઇન્દ્ર એ આવી ને હાથ પકડ્યા
વરતાણો જય જય કાર
ધન ધન સત્યવાદી
જે કાંઈ જોઈએ લેજો માંગી ..(૨)
શિબી રાજા પછી ઇન્દ્ર ને કહે
સાંભળો મારી વાત .. (૨)
આવા દુ:ખ જો દેશો હવે તો
કોણ ભજે મહારાજ ..
આગળ આવે કળયુગ ભારી
માનવી જાશે સત્યને હારી ..(૨)
ઇન્દ્ર કહે છે તથાસ્તુ
શિબીએ જોડ્યા હાથ .. (૨)
હરિ ચરણમાં ગુરુ પ્રતાપે
ધારશી ગુણને ગાય ..
પ્રભુ જેની વારે આવ્યાં
દેવે મોતીડેથી વધાવ્યા .. (૨)
પ્રભુ જેની વારે આવ્યાં
દેવે મોતીડેથી વધાવ્યા ..

જાણે કોઇ અનુભવી જ્ઞાની ….

જાણે કોઇ અનુભવી જ્ઞાની ….
સ્વરઃશ્રી નારાયણ સ્વામી … 

.

.
સાખી:
જ્ઞાન કથીર ગાડા ભરે ..(૨)
પણ જ્યાં સુધી અંતરનો મટે નહિ વિખવાદ
કબીર કહે કડછા કંદોઈના
કોઈ દિ ન પામે સ્વાદ …

એ..એને, જાણે કોઇ અનુભવી જ્ઞાની
આ જ્ઞાનની વાતો છાની ..
જ્ઞાનની વાતો છાની …

વાલીડા રે મારા ..
મુંગે સ્વપનામાં મોજુ માણી .. (૨)
એને, એ તો સમજે પણ વદે નહિ વાણી ..
સમજે પણ વદે નહિ વાણી
આ જ્ઞાનની વાતો છાની …

એને જાણે કોઇ અનુભવી જ્ઞાની ..
જાણે કોઇ અનુભવી જ્ઞાની
આ જ્ઞાની વાતો છાની …

વાલીડા મારા
મુંગો સમસ્યામાં બોલે વાણી ..(૨)
એની, કોઇ જ્ઞાનીએ ગત એની જાણી .. (૨)
જ્ઞાનની વાતો છાની … (૨)

એ વાલીડા રે મારા, … (૨)  એ જ્ઞાનમાં મોજો મજાની
વાલીડા મારા ..
જ્ઞાનમાં મોજો મજાની ..
એને, શું સમજે અભિમાની ..(૨)
જ્ઞાનની વાતો છાની … (૨)

એને જાણે કોઇ અનુભવી જ્ઞાની .. (૨)
આ જ્ઞાનની વાતો છાની … (૨)

વાલીડા રે મારા
કહે સતારદાસ જ્ઞાની .. (૨)
તમે શીદને કરો છો ખેંચાતાણી ..
શીદને કરો ખેંચાતાણી
આ જ્ઞાનની વાતો છાની …

શીદને કરો છો ખેંચાતાણી .. (૨)
જ્ઞાનની વાતો છાની …

એને જાણે કોઇ અનુભવી જ્ઞાની
જ્ઞાનની વાતો છાની …

એને, જાણે કોઇ અનુભવી જ્ઞાની  .. (૨)
જ્ઞાનની  વાતો છાની ..

જાણે કોઇ અનુભવી જ્ઞાની  .. (૨)
જ્ઞાનની વાતો છાની … (૨)

 

એક છે હરિ એક છે … (ભજન)

એક છે હરિ એક છે …
સ્વર: નારાયણ સ્વામી …

હે ઈશ્વર તું એક છે
તે ખૂબ ઘડ્યો સંસાર .. (૨)
પૃથ્વી, પાણી, પર્વતો
ખૂબ કીધો શણગાર …
એક છે હરિ તું એક છે
દૂજો ના જાણો જરી ..
પંચાળી કારણ પહોંચ્યા
હસ્તિનાપુર માં જો હરિ
એક છે હરિ એક છે …
દુષ્ટ દૂર્યોધન બેઠો .. જી
ભૂપ એ સભા ભરી .. (૨)
એકલ સાડી ઓઢી અંગે .. (૨)
ખેંચી લેવા ખરે ખરી
એક છે હરિ એક છે …
એક છે હરિ એક છે
દૂજો ના જાણો જરી ..
પંચાળી કારણ પહોંચ્યા
હસ્તિનાપુર માં જો હરિ
એક છે હરિ એક છે …
ઝપટથી એણે ચીર ડાલ્યા
ક્રોધ દુશાસન કરી .. એ જી
ઝપટથી તો ચીર ડાલ્યા
ક્રોધ દુશાસન કરી
ભીષ્મ ને ગુરુ દ્રોણ બેઠા .. (૨)
મોઢાં હેઠા જો કરી
એક છે હરિ એક છે …
એક છે હરિ એક છે
દૂજો ના જાણે જરી
એક છે હરિ એક છે …
પાંડવ નારી ત્યારે પૂકારી
બહુનામી હવે આવી પડી
વ્હારે ધ્યાજો વિઠ્ઠલા હવે ..
વ્હારે ધ્યાજો વિઠ્ઠલા હવે
જો ને દ્વારા ના ધણી
એક છે હરિ એક છે …
એક છે હરિ એક છે
દૂજો ના જાણે જરી
એક છે હરિ એક છે
નગન કરવાં ફેંકી નાથે
સતી એ સાડી પર હરિ .. (૨)
ત્યાં તો નવી સાડી નવા રંગની ..
આ નવી સાડી નવા રંગ ની
દ્રૌપદી ને અંગે ધરી
એક છે હરિ એક છે …
એક છે હરિ એક છે
દૂજો ના જાણે જરી
એક છે હરિ એક છે …
ચંદ્ર વળી ને ચીર પૂર્યા
શામળે સ્નેહે કરી .. (૨)
કામ લાંગડિયો એમ કહે છે
આ કામ લાંગડિયો એમ કહે છે
દુષ્ટ દયો મનમાં ધરી .. (૨)
એક છે હરિ એક છે …
એક છે હરિ એક છે
દૂજો ના જાણે જરી
આ પંચાળી ને કારણ પહોંચ્યાં
પંચાળી ને કારણ પહોંચ્યા
હસ્તિનાપુર માં જો હરિ
એક છે હરિ એક છે .. (૨)