(૧) પ્રથમ પહેલાં સમરીએ રે … (ગણેશ વંદના) … અને (૨) એક બાર શ્રી ભોલે ભંડારી …

(૧) પ્રથમ પહેલા સમરીએ  રે … (ગણેશ વંદના) …

સ્વર : દશરથસિંહ દરબાર …

આલ્બમ: ભોળા શંભુને …

 

 

ganesh vandana

 

 

 

ગુણપતિ ગુણ આગે રહો (૨)
દોઈ કર જોડે દાસ
આવા સદા સર્વદા સ્રમરતાં
વિઘ્ન ન આવે પાસ …
 

 

 

પ્રથમ પહેલાં સમરીએ રે, સ્વામી તમને સુંઢાળા (૨)
રિદ્ધિ સિદ્ધિ ના તમે દેવ દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી …
 
માતા રે જેના, (૨)પાર્વતી એ સ્વામી તમને સુંઢાળા
પિતા રે શંકર દેવ દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી …
 
ધૂપ સિંદુરની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાળા (૨)
ગળામાં ફૂલડાનો હાર દેવ મારા
ગળામાં ફૂલડાની માળ દેવ મારા
મહેર કરો મહારાજજી …
 
કાનમાં કુંડળ જળહળે રે સ્વામી તમને સુંઢાળા (૨)
ગળામાં મોતીડાની માળ દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી
 
પ્રથમ પહેલાં સમરીએ રે, સ્વામી તમને સુંઢાળા (૨)
રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન તમે દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી …
 
રાવ કારણસિંહની વિનંતી રે સ્વામી તમને સુંઢળા (૨)
ભગતો ને કરજો સહાય દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી
 
પ્રથમ પહેલાં સમરીએ રે, સ્વામી તમને સુંઢાળા (૨)
રિદ્ધિ સિદ્ધિ ના તમે તમે દેવ મારા (૨)
મહેર કરો મહારાજજી … (૨)

 

 

 

 

(૨) એક બાર શ્રી ભોલે ભંડારી  …

સ્વર: દશરથસિંહ દરબાર …

આલ્બમ: ભોળા શંભુને

 

 

shankar nari

 

 

 

 

 

એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
પાર્વતી ને મના કિયા
પર ના માને ત્રિપુરારી
ગોકુલ મેં ભા ગયે .. (૨)
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
રાસ રચેગા વૃજ મેં ભારી
હમેં દિખાદે પ્યારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
ઓ હ ! મો રે ભોલે સ્વામી .. (૨)
કૈસે લે જાઉં, તુમ્હેં રાસ મેં
મોરી સિવા કોઈ
કોઈ ના જાવે, ઇસ રાસ મેં ..
 
હાંસી કરેગી બ્રિજ કી નારી .. (૨)
માનો બાત હમારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એસા સજા દે મુજ કો .. (૨)
કોઈ ના જાને ઇસ રાજ કો
 
સહેલી હૈ યે મેરી
એસા બતાના બ્રિજ રાજ કો
 
લગા કે ગજરા, બાંધ કે સાડી .. (૨)
તાલ ચલે મતવાલી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
પાર્વતી ને મના કિયા
પર ના માને ત્રિપુરારી
ગોકુલ મેં ભા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એસી બજાઈ બંસી .. (૨)
શુદ્ધ-બુદ્ધ ભૂલે ભોલે નાથ રે
આ હી ગયે શંભુ
જાન ગયે સબ વૃજ નાર રે ..
 
બીચક ગઈ જબ સર સે સાડી .. (૨)
મુશ્કુરાયે બનવારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
પાર્વતી ને મના કિયા
પર ના માને ત્રિપુરારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં ભા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
પાર્વતી ને મના કિયા
પર ના માને ત્રિપુરારી
ગોકુલ મેં આ ગયે
ઓ હ ! ગો કુલ મેં આ ગયે …
 
ઓ હ ! મો રે ભોલે સ્વામી .. (૨)
તબ સે ગોપિશ્વ્રર હુઆ ધામ રે
 
ઓ હ ! મો રે ભોલે સ્વામી
તબ સે ગોપિશ્વર પડા નામ રે ..
 
તારા ચંદ હું શરણ તુમ્હારી .. (૨)
રાખો લાજ હમારી
ગોકુલ મેં છા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં ભા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
પાર્વતી ને મના કિયા
પર ના માને ત્રિપુરારી
ગોકુલ મેં ભા ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે …
 
એક બાર શ્રી ભોલે ભંડારી
બનકર બ્રિજ કી નારી
ગોકુલ મેં આ ગયે
ઓ હ ! ગોકુલ મેં આ ગયે … (૨)
 
ઓ હ ! ગોકુલ મેં .. આ .. ગયે … (૨)

 

 

source: [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

 સૌ કચ્છી મિત્રોને તેમના આજથી શરૂ થતાં નવા વર્ષની  શુભકામના સાથે અષાઢીબીજના શુભપર્વ પર આપ સર્વે મિત્રો તેમજ પરિવારને ‘દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ  ….

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

ગણપતિ આવે ઝૂલતા …

ગણપતિ આવે ઝૂલતા …

 

સાખી :

પરથમ કે’ને સમરિયેં, કે’નાં લીજિયે નામ,
માતા પિતા ગુરુ આપનાં, લૈયેં અલખપુરુષનાં નામ.

સદા ભવાની સા’ય રો, સનમુખ રહો ગણેશ,
પંચ દેવ રક્ષા કરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.

 

ગણેશ આગમનની વધાઈ :

દેખ્યા રે મેવાડી રામા, નીરખ્યા રે હાં,
શ્રી ગણપતિ આવે ઝૂલતા હો રે હો જીજીજી.

હસતા ને રમતા આવે શ્રી ગણપતિ વીરા,
માન રે સરોવર સો યે ઝીલતા. .. દેખ્યા૦

પેરણ પીતાંબર, ઓઢણ આછાં ચિર વીરા,
શાલ રે દુશાલા સો યે ઓઢતા. .. દેખ્યા૦

પેચ રે સમાણી બાંધે રે પઘડિયાં વીરા,
દરપણમાં મુખડા સો યે દેખાતા. .. દેખ્યા૦

કેડે રે કંટારા ને ગલે રૂંઢમાલા વીરા,
કાનુંમેં કુંડળ સો યે પેરતા. .. દેખ્યા૦

ઊંચી ઊંચી મેડી, અજબ ઝરૂખા વીરા,
અધર સિંહાસન સો યે બેસતા. .. દેખ્યા૦

દોય કર જોડી સતી લીરલબાઈ બોલ્યાં વીરા,
ધરમુંનાં તાળાં સો યે ખેલતા. .. દેખ્યા રે માવડી રામા૦

ગણપતિ ભજનોમાં સામન્ય રીતે દુંદાળા, સૂંઢાળા અને એકદન્તા દેવનું સ્મરણ કરવામાં આવે છે. ગણપતિને ગમતા લાડુ અને મુષકના ઉલ્લેખ વિનાનું ભાગ્યે જ કોઈ ભજન હશે. પણ આ ભજનમાં મેવાડી વેશે આવતા ગણપતિ તરી આવે છે. માથે મુગટને બદલે તેમણે પેચબંધી પાઘડી પહેરી છે. ગણપતિનાં સ્થૂળ રૂપ ને આભૂષણ સાથે અહીં યૌગિક પરિભાષાનો પણ ઉપયોગ થયો છે.

‘માન રે સરોવર સો યે ઝીલતા’ – મસ્તકમાં આવેલા બ્રહ્મરન્ધ્રૂને ભજનવાણીમાં માનસરોવર, અમૃતકુંડ, અમૃતઝરો, વીરડો, સહસ્રારમાં અમૃતનો સ્ત્રાવ કરતો ચન્દ્ર રહેલ છે પણ સામાન્ય માણસ આ અમૃતપાન કરી શકતો નથી. કારણ કે મૂલાધારમાં રહેલો સૂર્ય અમૃતને શોષી લે છે. મૂલાધારથી બ્રહ્મરન્ધ્રૂ સુધી મેરુદંડમાં ઈડા, પિંગલા અને સુષુમ્ણા નામની ત્રણ યોગનાડી વહે છે.    સુષુમ્ણા મધ્યમાં આવેલી છે અને તેની ડાબી બાજુની ઈડાને ચન્દ્રનાડી અને જમણી બાજુની પિંગલાને સુર્યનાડી કહે છે.  પ્રાણાયામ દ્વારા આ સૂર્ય-ચન્દ્રનો સંયોગ કરવો એ યોગસાધકની મુખ્ય સાધના છે.  પ્રાણ પર કાબૂ મળતાં મન સ્થિર થાય છે અને બહાર ભટકતી ચિત્તવૃત્તિઓનો નિરોધ થઇ જાય છે.  આમ, ભજનના શબ્દોમાં યોગી ‘મન – પવનની ગતિ પલટાવી’  નાખે છે અને સુષુમ્ણાનું દ્વાર રુદ્ર કરીને બેઠેલી કુંડલિની શક્તિને જાગૃત કરી ઊંચે ચડાવે છે.  એને ભજનમાં ‘ઊલટી નાડી, ચડી ખુમારી’ કહે છે.  કુંડલિની છ ચક્રોને ભેદી સહસારમાં પ્રવેશે છે ત્યારે શક્તિ અને શિવનું મિલન થાય છે.  સૂર્ય અને ચન્દ્રનું સાયુજ્ય થાય છે.  યોગની આ પરમ સિદ્ધિને ‘માનસરોવર હંસા ઝીલન આયો જી’  કહી વધાવવામાં આવે છે.

આ ભજનમાં ગણપતિને ‘માનસરોવર ઝીલતા’  –  પરમ સિદ્ધિમાં વિહરતા – દેવ તરીકે નિરૂપ્યા છે.

 

‘અધર સિંહાસન સો યે બેસતા’  –  અધર એટલે શૂન્ય, બ્રહ્મરન્ધ્રુ.  ‘અધર તખત’  પણ કહે છે.  ભજનોમાં ‘ધર -અધર’ શબ્દો વારંવાર આવે છે.  ધર એટલે ધરા, આ પંચભૂતોનું બનેલું શરીર.  અધર એટલે નીરાલંબ બ્રહ્મતત્વ.  ‘અધર’ નો સાક્ષાત્કાર આ ‘ધર’માં.  શરીરમાં જ કરવાનો છે.

 

ગોરખનાથ કહે છે :

 

‘ધરે અધર બિચારિયા, ધરી યાહી મેં સોય,
ધરે અધર પરચા હૂવા તબ દુનિયા નાહી કોય.’

‘ધરમાં – શરીરમાં જ, શરીરથી પરબ્રહ્મનો વિચાર કર્યો; તો તેનું દર્શન આ પંચભૌતિક શરીરમાં થયું. ધરમાં અધરનો પૂર્ણ પરિચય થઈ ગયો ત્યારે જગતનું અસ્તિત્વ ન રહ્યું. શરીરમાં જ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ ત્યારે કોઈ દ્વૈતભાવ ન રહ્યો.’

લીરલબાઈ આ ભજનમાં કહે છે કે ‘ઊંચી ઊંચી મેડી, અજબ ઝરૂખા’ મહા અદભુત કારીગરીવાળા આ દેહરૂપી મહાલયમાં ગણપતિ બિરાજે છે અને ‘ધરમુંનાં તાળાં’ ધર્મનું રહસ્ય ખોલી આપે છે.

સંકલન : ‘સત કેરી વાણી’ ..

 

બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]

 

આજે ગણેશ ચતુર્થી, અને ગણેશ મહોત્સવ નો પ્રથમ દિવસ., આપને તેમજ આપના પરિવારને  આજથી શરૂ થતાં ગણેશમહોત્સવ ના શુભ પર્વની શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજની પોસ્ટમાં ગણેશજી ના  આગમનની વધાઈ –  એક ભજન-વંદના સાથે જણાવેલ છે. આજની પોસ્ટ ‘ગણપતિ આવે ઝૂલતા …’  આપને પસંદ આવી હોય તો આપનાં અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આભાર … !‘દાદીમા ની પોટલી’.

ગણેશ વંદના …

ગણેશ વંદના …
સ્વર:નારાયણ સ્વામી …

.

.
સાખી :
ગુણપતિ ગુણ આગે રહો ..(૨)
દોઈ કર જોડે દાસ
આવા સદા સર્વદા સ્મરતાં
વિઘ્ન ના આવે પાસ …

પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..(૨)
રિદ્ધિ –સિદ્ધિના તમે દેવ, દેવ મારા .. (૨)

મહેર કરો મહારાજ જી …

પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..
રિદ્ધિ –સિદ્ધિના તમે દેવ, દેવ મારા .. (૨)
મહેર કરો મહારાજ જી …
માતા રે જેના પાર્વતી રે
સ્વામી તમને સૂંઢાળા ..
માતા રે જેના … હાઁ … હાઁ … હાઁ …
એ પાર્વતી રે ..
સ્વામી તમને સૂંઢાળા …
પિતા રે શંકર દેવ, દેવ મારા ..(૨)
મહેર કરો મહારજ જી …
ધૂપ-સિંદૂરની સેવા કરે રે
સ્વામી તમને સૂંઢાળા ..
ધૂપ-સિંદૂરની … હાઁ … હાઁ… હાઁ …
એ સેવા કરે રે ..
સ્વામી તમને સૂંઢાળા …

ગળામાં ફૂલડાનો હર દેવ મારા,

ગળામાં ફૂલની માળા દેવ મારા …

મહેર કરો મહારાજ જી …
કાનના કુંડળ ઝળહળે રે ..
સ્વામી તમને સૂંઢાળા …
કાનમાં કુંડળ … હાઁ … હાઁ … હાઁ …
એ .. ઝળહળે રે ..
સ્વામી તમને સૂંઢાળા ..
ગળામાં મોતીડાની માળ દેવ, દેવ મારા ..
મહેર કરો મહારાજ જી …
પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..(૨)
રિદ્ધિ –સિદ્ધિના આતે વાન દેવ મારા ..
રીધ્ધી-સિદ્ધિના તમે દેવ, દેવ મારા
મહેર કરો મહારાજ જી …

 
રાવત રણસિંહ  ની વિનંતી રે ..
સ્વામી તમને સૂંઢાળા ..
રાવતરણસિંહ  ની હાઁ… હાઁ… હાઁ …
એ .. વિનંતી રે ..
સ્વામી તમને સૂંઢાળા …
ભગતોને કરજો સહાય દેવ મારા .. (૨)
મહેર કરો મહારાજ જી …
પ્રથમ પહેલાં સમરીએ રે
સ્વામી તમને સૂંઢાળા ..(૨)
રિદ્ધિ –સિદ્ધિના તમે દેવ, દેવ મારા .. (૨)
મહેર કરો મહારાજ જી …
મહેર કરો મહારાજ જી .. (૨)

 
 
બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]
 

આજની પોસ્ટ… ગણેશ વંદના આપને શ્રી નારાયણ સ્વામીના સ્વરે સાંભળવાની અને માણવાની મજા આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.  આભાર ! ‘દાદીમા ની પોટલી’.

(૧)નમોસ્તુતે, નમોસ્તુતે, સિદ્ધિવિનાયક નમોસ્તુતે (ગણેશ વંદના)…અને (૨) જીવન અને શિક્ષણ … (વિનોબા ભાવે)

(૧) નમોસ્તુતે, નમોસ્તુતે, સિદ્ધિવિનાયક નમોસ્તુતે … (ગણેશ વંદના) …

.

.
(૨) જીવન અને શિક્ષણ … (વિનોબા ભાવે)
હાલની વિચિત્ર શિક્ષણપદ્ધતિને લીધે જીવનના બે ભાગલા પડી જાય છે: જિંદગીનાં પહેલાં પંદર વીસ વરસ માણસે જીવવાની ભાજ્ગંડમાં ન પડતાં એકલું શિક્ષણ લેવાનું, અને તે પછી શિક્ષણ સંકેલીને કોર મૂકી દઇ મરતાં સુધી જીવવાનું.
આ રીત કુદરતી યોજનાથી ઊલટી છે. એક હાથ લંબાઈનું બાળક સાદા ત્રણ હાથનો માનશ શી રીતે બને છે એ એના પોતાના કે બીજાઓના ધ્યાનમાં આવતું નથી. શરીરનો રોજ વિકાસ થયા કરે છે. તેથી કરીને તે થાય છે એનું ભાન પણ થતું નથી. આજ રાત્રે સૂતાં સુધી સુધી બે ફૂટ સુધી ઊંચાઈ હતી, અને કાલે ઊઠીને જુઓ તો અઢી ફૂટ તહી, એમ કદી બનતું નથી. અમુક એક વરસના છેક છેલ્લા દીવસ સુધી માણસ જીવન વિશે સાવ બેજવાબદાર રહે તોયે ચાલે, બલ્કે, તેણે બેજવાબદાર રહેવું જોઈએ; અને પછીના વરસનો પહેલો દિવસ ઊગે કે તરત તેણે જીવનની સંપૂર્ણ જવાબદારી ઉપાડવા તૈયાર થવું જોઈએ; એવી હાલની શિક્ષણપદ્ધતિની યોજના છે. સંપૂર્ણ બેજવાબદારીમાંથી સંપૂર્ણ જવાબદારીમાં કૂદકો મારવાનો એટલે એ એક હનુમાન –કૂદકો જ થયો કેહવાય. આવો હનુમાન-કૂદકો મારવાના પ્રયત્નમાં હાથપગ ભાંગી જાય તો તેમાં શી નવાઈ?
ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રમાં ભગવદગીતાના કહી. ભગવદગીતાના અગાઉ વર્ગો લઈને પચી તેને કુરુક્ષેત્રમાં ધકેલ્યો નહીં. તેથી જ તે ગીતાને પચાવી શક્યો. આપણે જેને જીવનની તૈયારીનું જ્ઞાન કહીએ છીએ તેણે જીવનથી સાવ અસ્પૃષ્ટ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી કરીને એ જ્ઞાનથી મરણની તૈયારી જ થાય છે.
વીસ વરસનો એક ઉત્સાહી યુવક અભ્યાસમાં મગ્ન છે; અનેક જાતના ઉચ્ચ વિચારોના હવાઈ કિલાઓ બાંધી રહ્યો છે. ‘હું શિવાજી મહારજની જેમ માતૃભૂમિની સેવા કરીશ; હું વાલ્મીકિ જેવો કવિ કવિ થઈશ; હું ન્યૂટનની જેમ શોધખોળ કરીશ,’ એવી એક-બે તો શું પણ અનેક કલ્પનાઓ તે કરે છે. આવી કલ્પનાઓ કરવાનું ભાગ્ય પણ થોડાને જ પ્રાપ્ત થાય છે. પણ જેમને તે મળે છે તેમની જ વાત લેવાની. એ કલ્પનાઓનું આગળ પચી શું થાય છે? ‘વિતી એવઢેં પોટ’ પણ ‘કોણ તયાંચા બોમાટ!’ (વેંત જેટલું પેટ પણ તેને માટે શી ધમાલ!) એ પેટનો સવાલ નજર આગળ ખાડો થયો કે બિચારો દીન બની જાય છે. જીવનની જવાબદારી એટલે ‘ક્યા ચીજ હૈ” એની આજ સુધી તેને કલ્પના સરખી પણ ન હતી. અને હવે તો મોટો પહાડ આગળ ઊભો. પછી કરે શું? પછી ક્યારેક પેટ માટે રખડતો ભટકતો શિવાજી, ક્યારેક દુઃખનાં રોદણાં રડતો વાલ્મીકિ, અને ક્યારેક નોકરની તો ક્યારેક બૈરીની, ક્યારેક છોકરી માટે વરની અને છેવટે સ્મશાનની શોધ કરતો ન્યૂટન, એવી વિવિધ ભૂમિકાઓ ભજવીને પોતાની કલ્પનાઓનું સમાધાન કરે છે. આ હનુમાન કૂદ્કાનું પરિણામ છે !
‘કેમ ભાઈ ! તમે પછી શું કરવાના છો ?’ એમ એક મેટ્રિક વર્ગના વિદ્યાર્થીને પૂછ્યું.
પછી શું, એટલે? પછી કોલેજમાં જવાનો.’
‘હા, કોલેજમાં જવાના ખરા. પણ તે પછી શું? એ સવાલ તો રહે જ છે.’
‘પ્રશ્ન રહે છે ખરો. પણ તેનો અત્યારે જ શું કામ વિચાર કરવો ? આગળ ઉપર કોઈ લેવાશે.’
ત્રણ વરસ પછી એ જ વિદ્યાર્થીને એ જ પ્રશ્ન પૂછ્યો.
‘હજી કશો વિચાર થયો નથી.’ એનો જવાબ મળ્યો.
‘વિચાર થયો નથી એટલે? પણ તમે વિચાર કર્યો હતો ખરો ?’
‘ના ભાઈ, વિચાર કર્યો નથી. શો વિચાર કરવાનો ? કશું સૂઝતું નથી. તેમાં હજી દોઢ વરસ વાર છે. પછી જોઈ લેવાશે.’
‘પછી જોઈ લેવાશે.’ એ શબ્દો તો ત્રણ વરસ પહેલાં ઉચ્ચાર્યા હતાં તે જ હતાં. પણ તે વખત ના અવાજમાં બેફીકર વૃતિ હતાં; આજના અવાજમાં થોડીક ચિંતાની છાયા હતી.
દોઢ વરસ પછીએ ફરીથી તે જ પૃચ્છકે તે જ વિદ્યાર્થીને અથવા હવે ‘સદગૃહસ્થ’ ને કહો – તે જ પ્રશ્ન પૂછયો. એ વખતે તેનો ચહેરો ચિંતાકરંત હતો. અવાજમાંનું બેફિકરપણું સાવ ઊડી ગયું હતું. ‘તત: કિમ્, તત: કિમ્’ એ શંકરાચાર્યે પૂછેલો સનાતન સવાલ હવે તેના ભેજામાં સારી પેઠે ઘેરાવા માંડ્યો હતો. પણ તેનો જવાબ હજી પણ તેની પાસે ન હતો.
આજનું મરણ કાલ ઉપર ઠેલાતાં છેવટે એક દિવસ એવો ઊગે છે કે જે દિવસે મરવું જ પડે છે. આ પ્રસંગ તેમના ઉપર આવતો નથી કે જેઓ ‘મરણ પહેલાં જ’ મારીને રહે છે, જેઓ પોતાનું મરણ પોતાની આંખે જોઈ લે છે. જેઓ મરણનો અગાઉ અનુભવ લે છે તેમનું મરણ ટળે છે. જે મરણનો અગાઉ અનુભવ લેતાં અચકાય છે તેમની છાતી ઉપર મરણ આવીને અથડાય છે. સામે થાંભલો છે તેનું ભાન આંધળાને જ્યારે તે થાંભલો તેની છાતી સાથે અથડાય છે ત્યારે થાય છે. દેખાતા માણસને તે થામ્બહ્લો આગળથી દેખાય છે. તેથી તેનો ધક્કો તેની છાતીને લાગતો નથી.
જીવનની જવાબદારી એટલે કંઈ ઠેઠ મરણ નથી. અને મરણ પણ એવું શું ભારે ‘મરણ’ (મહાસંકટ) છે? અનુભવને અભાવે જ તે કોઈ મોટા હાઉ જેવું ભાસે છે. ખરું જોતાં જીવન અને મરણ બંને આનંદના વિષયો હોવા જોઈએ. કારણ આપના પરમ પ્રિય પિતાએ-પરમેશ્વરે-તે આપણને બક્ષેલાં છે. ઈશ્વરે કંઈ જીવન દુઃખનું બનાવેલું નથી. પણ આપણને જીવતાં માત્ર આવડવું જોઈએ. કયો બાપ પોતાના છોકરાનું જીવન હાડમારીનું એમ ઈચ્છે છે? તેમાંય ઈશ્વરની કરુણાને, પ્રેમને કંઈ પાર છે? તે પોતાનાં પ્રિય બાળકો ,માટે સુખનું જીવન નિર્માણ કરશે કે કષ્ટનું જીવન નિર્માણ કરશે? કલ્પના કરવાની શી જરૂર છે? પ્રત્યક્ષ જ જુઓને. જે વસ્તુ આપણને જેટલી વધારે જરૂરની તેટલી જ તે સહેલાઈથી મળી શકે એવી ઈશ્વરે યોજના કરેલી છે. પાણી કરતાં હવાની જરૂર વધારે; જેથી ઈશ્વરે પાણી કરતાં હવા વધારે સુલભ બનાવી છે. જ્યાં નાક હોય ત્યાં હવા હોય જ. પાણી કરતાં અન્નની જરૂર ઓછી, તેથી પાણી મેળવવા કરતાં અન્ન મેળવવાં માટે વધારે મેહનત કરવી પડે છે. ‘આત્મા’ એ વસ્તુ તો સૌથી વધારે મહત્વની છે; એટલે તે તેણે દરેક જણને કાયમને માટે આપી દીધેલી છે. આવી ઈશ્વરની પ્રેમાળ યોજના છે. તેનો વિચાર ન કરતાં આપણે નિરુપયોગી જડ/જર ઝવેરાત ભેગું કરવાં જેટલા ‘જડ’ બની જઈએ તો આપની છાતી ફાટવાની જ. પણ એ આપણી જડતાનો દોષ છે. તેનો દોષ ઈશ્વર માથે ન ઢોળાય.
જીવનની જવાબદારી એ ભયાનક વસ્તુ નથી. તે આનંદથી ભરેલી છે; પણ જો ઈશ્વરે નિર્માણ કરેલી જીવનની આ સરળ યોજના ધ્યાનમાં લઈને ગમે તેવી વાહિયાત વાસનાઓને રોકી શકીએ તો જ. પણ જેમ તે આનંદથી ભરેલી વસ્તુ છે તેમ જ શિક્ષણથી પણ ભરેલી છે. જે જીવનની જવાબદારીથી વંચિત થયો તે બધા શિક્ષણથી વંચિત થયો એમ ચોક્કસ જાણવું.
ઘણાઓની એવી માન્યતા છે કે, નાનપણથી જીવનની જવાબદારીનું ભાન જો છોકરાને રહે તો તેનું જીવન કરમાઈ જાય. પણ જીવનની જવાબદારીના ભાનથી જીવન કરમાઈ જતું હોય તો જીવન એ વસ્તુ જ જીવવાને લાયક નથી એમ કેહવું પડશે. પણ આજે આ માન્યતા ઘણા શિક્ષણશાસ્ત્રીઓ પણ ધરાવે છે. અને એનું મુખ્ય કારણ તેમની જીવન વિષેની દૂષિત કલ્પના છે. જીવન એટલે ‘કલહ’, એવો પોર્વ્ગ્રહ બંધાયો. ઇસપ નીતિમાંના, ‘અરસિક’ મનાયેલા, પણ વસ્તુત: મર્મજ્ઞ એવા, કૂકડા પાસેથી બોધ લઇ જુવારના દાણા કરતાં મોતીના દાણાને માન આપવાનું છોડી દઈએ તો ‘જીવનમાંનો કલહ’ નષ્ટ થશે અને તેણે ઠેકાણે જીવનમાં સહકાર દાખલ થશે. ‘માંકડાના હાથમાં મોતીની માળા’ એ કહેવત જેણે બનાવી તેણે મનુષ્યનું મનુષ્યત્વ સિદ્ધ ન કરતાં સાચે જ માણસના પૂર્વજો વિશેનો ડાર્વિનનો સિદ્ધાંત જ સિદ્ધ કર્યો. ‘મારુતિના હાથમાં મોતીની માળા’ વાળી વાત જેમણે રચી તેમણે પોતાના મનુષ્યત્વનું સાચું ભાન બતાવ્યું.
જીવન જો સાચે જ એક ભયાનક વસ્તુ હોય, ‘કલહ’ હોય, તો છોકરાઓને તેમાં દાખલ કરતાં નહીં અને પોતે પણ તે જીવતા નહીં. પણ તે જો જીવવા લાયક વસ્તુ હોય તો છોકરાઓને તેમાં અવશ્ય દાખલ કરો. તે વિના તેમણે શિક્ષણ નહીં મળી શકે. ભગવદગીતા જેમ કુરુક્ષેત્રમાં કહેવાઈ તેમ શિક્ષણક્ષેત્રમાં જ અપાવું જોઈએ – આપી શકાય. ‘આપી શકાય’ એમ કેહવું પણ બરાબર નથી; બલ્કે ત્યાં જ તે મળી શકે.
અર્જુનની આગળ તે પ્રત્યક્ષ કર્તવ્ય કરતો હતો તે વકહ્તે સવાલ ઊભો થયો. તેનો જવાબ આપવા માટે ભગવદગીતાનો જન્મ થયો. એનું નામ તે શિક્ષણ. છોકરાઓને ખેતરમાં કામ કરવાં ડૉ. તેમાં કોઈ પ્રશ્નો ઊભા થાય તોમ્તેનું નિરાકરણ કરવાં માટે સૃષ્ટિજ્ઞાનની કે પદાર્થવિજ્ઞાનની કે બીજી જે જોઈએ તે માહિતી તેમને આપો. એ સાચું શિક્ષણ થશે. છોકરાઓને રસોઈ કરવાં દો. તેમાં તેમને જરૂર રસાયણશાસ્ત્ર શીખવો. પણ કેહવાનો મુખ્ય મુદ્દો એ કે તેમને જીવન જીવવા દો. વ્યવહારમાં કામ કરનારા માણસને પણ શિક્ષણ મળ્યા જ કરે છે. તેવી રીતે નાના બાળકને પણ મળવું જોઈએ. ફરક એટલો જ હોય કે બાળકોની આસપાસ જરૂર પડે ત્યાં માર્ગદર્શન કરનારા માણસો હાજર હોય. આ માણસો ‘શિખવનારા’ માણસો તરીકે ‘નિયોજિત’ ન હોવા જોઈએ. એ માણસો પણ વ્યવહારમાં પડેલા માણસોની જેમ જ જીવન જીવતા હોવા જોઈએ. ફેર માત્ર એટલો જ કે આ શિક્ષક કહેવડાવનારાઓનું જીવન વિચારમય હોવું જોઈએ અને તે વિચારો પ્રસંગ પડ્યે છોકરાઓને સમજાવવાની પાત્રતા તેમનામાં હોવી જોઈએ. ‘વિદ્યાર્થી’ કરીને કોઈ ‘માણસો’ થી બહારનું પ્રાણી ન જોઈએ. અને શું કરો છો એમ પૂછીએ તો બહનું છું અથવા ભણાવું છે એવો જવાબ આપવાનો ન હોવો જોઈએ. ‘ખેતી કરું છું’ અથવા વણાટનું કામ કરું છું’ એના જેવો શુદ્ધ ધંધાદારી કહો કે વ્યવહારિક કહો, પણ જીવનદર્શક જવાબ મળવો જોઈએ. આનો દાખલો વિદ્યાર્થી રામલક્ષમણ અને ગુરુ વિશ્વામિત્રનો છે. વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા. તેના રક્ષણ માટે તેમને દશરથ રાજા પાસેથી તેના પુત્રોની માગણી કરી. તે જ કામ કરવા પૂરતા દશરથે છોકરાઓ મોકલ્યા. છોકરાઓને પણ પોતે યજ્ઞરક્ષણના કામ માટે જાય છે એવી જવાબદારીનું ભાન હતું. તેમાં તેમને અપૂર્વ શિક્ષણ મળ્યું. પણ રામલક્ષ્મણે શું કર્યું એમ જો પૂછો તો તેનો જવાબ તેમણે ‘યજ્ઞરક્ષણ કર્યું’ એમ જ અપાય. ‘શિક્ષણ મેળવ્યું’ એન મ્ અપાય. પણ શિક્ષણ મળ્યું ક્રુ. તેનો શો ઉપાય?
શિક્ષણ એ કર્તવ્ય કર્મનું આનુષંગિક ફળ છે. જે કોઈ કર્તવ્ય કર્મ કરે છે તેણે તે જાણ્યે જાણ્યે પણ મળે જ છે. છોકરાઓને પણ તે તેવી રીતે જ મળવું જોઈએ. બીજાઓને તે ઠેસો ખાવી ન પડે એવું વાતાવરણ તેમની આસપાસ ઊભું કરવું જરૂરનું છે. તેથી ધીમે ધીમે તેઓ સ્વાવલંબી બને એવી અપેક્ષા અને તે મુજબ યોજના હોવી જોઈએ. બીજાઓને તે ઠેસો ખાતાં ખાતાં મળે છે. નાનાં બાળકોમાં હજી તેટલી શક્તિ આવેલી હોતિન નાતી, તેથી ઘણી ઠેસો ખાવી ન પડે એવું વાતાવરણ તેમની આસપાસ ઊભું કરવું જરૂરનું છે. તેથી ધીમે ધીમે તેઓ સ્વાવલંબી બને એવી અપેક્ષા અને તે મુજબ યોજના હોવી જોઈએ. શિક્ષણ એ ફળ છે, અને ‘મા ફલેષુ કદાચન’ એ મર્યાદા આ ફળને પણ લાગુ પડે છે. ‘શિક્ષણપ્રાપ્તિ’ માટે કોઈ કામ કરાય તો તે સકામ કર્મ થયું કહેવાય. એટલે તેમાં પણ ‘ઈદમદ્ય મયા લબ્ધમ્’ ( આજે મેં આ મેળવ્યું), ‘ઈદં પ્રાપ્સ્યે’ (કાલે હું પેલું મેળવીશ), વગેરે વાસનાઓ આવી જ જાણવી. તેથી આ શિક્ષણ –મોહમાંથી છોતવું જ જોઈએ. આ મોહમાંથી જે છૂટ્યો તેને જ સર્વોત્તમ શિક્ષણ મળ્યું જાણવું. બા માંડી છે, તેની સારવાર કરવાથી મને ઘણું શિક્ષણ મળશે. પણ આ શિક્ષણને લોબે મારે સેવા ન કરવી જોઈએ. પણ આ મારું કર્તવ્ય છે એ ભાવનાથી મારે બાની સેવા કરવી જોઈએ. અથવા બા માંડી છે, અને તેની સેવા કરવાથી મારું બીજાં કશાનું-જેને હું ‘શિક્ષણ’ માનું છું તેનું – નુકશાન થવાનું છે; તિ તે શિક્ષણના નુકશાનના ડરથી હું બાની સેવા કરવાનું તાળું તે ન ચાલે.
પ્રાથમિક મહત્વના જીવનોપયોગી શરીરશ્રમને શિક્ષણમાં સ્થાન ન હોવું જોઈએ એ વાત માન્ય રાખનાર કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ એ બાબત વધારામાં એ કહે છે કે એ પરિશ્રમ ‘શિક્ષણની’ દ્રષ્ટિથી દાખલ કરવામાં આવે, નહીં કે ‘પેટ ભરવાનો’ જે હિન્ અર્થ પ્રચલિત છે તેને વિશેની ચીડથી તેઓ આમ કહે છે અને તેટલા પૂરતું યોગ્ય છે. પણ માણસને પેટ આપવામાં ઈશ્વરનો હેતુ છે. પ્રમાણિકપણે પેટ ભરવાની કળા માણસને જો આવડી જાય તો સમાજના ઘણાંખરાં દુઃખો અને પાતાકોનો અંત આવે., અને તેથી જ મનુ એ ‘યોડર્થશુચિ:, સ હિ શુચિ:’ (જે આર્થિક દ્રષ્ટિથી પવિત્ર તે જ પવિત્ર ) એવા યથાર્થ ઉદગાર કાઢેલા છે. ‘સર્વેષમવિરોધેન’ કેમ જીવવું એ શીખવામાં બધું શિક્ષણ આવી જાય છે. અવરોધવૃત્તિથી શરીરયાત્રા ચલાવવી એ માણસનું આદ્ય કર્તવ્ય છે. આ કર્તવ્ય કરવાથી જ તેની આધ્યાત્મિક ઉન્નતિ થવાની છે. તેથી ‘શરીરયાત્રા’ એટલે મારા સાડા ત્રણ હાથની યાત્રા એમ સમજતાં, સમાજશરીરની યાત્રા, એવો ઉદાર અર્થ ચિત્તમાં થ્સ્વો જોઈએ. મારી શરીરયાત્રા એટલે સેવા, અને એટલે જ ઈશ્વરની પૂજા, એટલું સમીકરણ દ્રઢ થવું જોઈએ. અને આ ઈશ્વરસેવામાં દેહ ઘસી નાખવો એ મારું કર્તવ્ય છે અને તે મારે કરવું જોઈએ એવું ભાન દરેક જણને જોવું જોઈએ.
અર્થાત્ એ ભાન નાના છોકરાને પણ થવું જોઈએ. તે માટે તેને તેની મગદૂર પ્રમાણે જીવનમાં ભાગ લેવાને પૂરતો અવકાશ આપવો જોઈએ. અને જીવનને જે મુખ્ય કેન્દ્ર બનાવીને તેની આસપાસ જરૂર જણાય તે મુજબ બધું શિક્ષણ ગોઠવવું જોઈએ.
આથી જીવનના બે ભાગલા નહીં પડે. જીવનની જવાબદારી એકદમ ઓચિંતી આવી પડવાથી જે મુશ્કેલી ઊભી થાય છે તે ઊભી નહીં થાય, શિક્ષણ આપોઆપ જાણ્યામાં ય ન આવે એવી રીતે મળ્યા કરશે, પણ ‘શિક્ષણ-મોહ’ નહીં વળગે; અને નિષ્કામ કર્મ કરવાની ટેવ પડશે.
(૫ સપ્ટેમ્બર, શિક્ષકદિન નિમિત્તે નવજીવનપ્રેસ દ્વારા પ્રકાશિત ‘મધુકર’ માંથી આ લેખ સાભાર પ્રસ્તુત કરીએ છીએ.)(૦૯/૦૧-૨૨૪-૨૨૬)

 

(૧)જય દેવ જય દેવ, મંગલ મૂર્તિ..(ગણેશ સ્તુતિ)અને (૨) દલીલબાજીની નિરર્થકતા (વિણેલ મોતી)

(૧) જય દેવ જય દેવ મંગલ મૂર્તિ … (ગણેશ સ્તુતિ …)


.

.

(૨) દલીલબાજીની નિરર્થકતા …(વિણેલા મોતી)
ખાલી ઘડામાં પાણી ભરાય ત્યારે, ‘ભક, ભક’ અવાજ થાય છે પણ, ઘડો પૂરો ભરાઈ જાય ત્યારે, કંઈ અવાજ ન આવે. એ જ રીતે જેને ઈશ્વર પ્રાપ્ત થયો નથીતે ઈશ્વરના સ્વરૂપ અને અસ્તિત્વ વિશે મિથ્યા વિતંડવાદથી ભરેલો હોય છે. પણ જેને ઈશ્વરદર્શન કર્યું છે તે દિવ્ય આનંદમાં હોય છે.
સામાન્ય જનો ધર્મ સબંધે પટારા ભરીને વાતો કરે છે પણ, એનો અમલ રતીભાર પણ માંડ કરતાં હોય છે. જ્ઞાની બોલે થોડું, પણ એનું આખું જીવન ધર્મની અભિવ્યક્તિ હોય છે.
નાત જમવા બેસે ત્યારે, શરૂમાં ખૂબ અવાજો આવે છે. પણ પીરસાયું અને સૌએ જમવાનું શરૂ કર્યું કે પોણા ભાગનો અવાજ શાંત થઇ જવાનો. મિષ્ટાન પીરસતાં એ વાધારે ઊછો થવાનો અને છેલ્લે જ્યારે છાશ પીરસાય ત્યારે, કેવળ ‘સૂપ સૂપ’ નો જ અવાજ સંભળાય. જમ્યા પછી સૌ પોઢી જવાના !
ઈશ્વરની જેટલી નિકટ તમે જાઓ તેટલાં તમે શંકા કરવાથી અને પ્રશ્નોથી દૂર રહેવાના. એણે તમે પૂરો પામો ત્યારે, એણે સત્ય સ્વરૂપે જુઓ ત્યારે, બધો ઘોંઘાટ, બધી વાદાવાદી, બધાંનો અંત આવેવે જાય છે. પછી નિદ્રાનો સમય છે, અર્થાત્, આનંદનો એટલે કે, સમાધિનો, ઈશ્વર સાથે એકતાનો.
મધમાખી જ્યાં સુધી ફોલની પાંખડીઓથી થોડી દૂર છે અને એણે અંદરનો રસ ચાખ્યો નથી ત્યાં સુધી, ગણગણતી ફૂલની આસપાસ ભમે છે, પણ ફૂલ પર બેસે છે તેવી મૂંગી બની રસ ચૂસે છે. એ જ રીતે, ધર્મના સિદ્ધાંતો લઇ માનસ વિતંડવાડ કરે છે કારણ, એણે ધર્મનું સાચું અમૃત ચાખ્યું નથી. એક વાર એ ચાખ્યા પછી એ મૂક થઇ જાય છે.
બીજી ભાષા શીખતો માણસ, વાતચીત કરતાં એ પરભાષાના શબ્દો વારંવાર પ્રયોજે છે જેઠે પોતાના જ્ઞાનનો આડંબર પ્રગટ કરી શકાય; પણ એ ભાષા સારી રીતે જાણનાર પોતાની માતૃભાષામાં વાત કરતી વકહ્તે બીજી ભાષા ભાગ્યે જ વાપરશે. ધર્મમાં આગળ વાધેલાની વાત ખરે જ આવી છે.
બજારથી દૂર હોઈએ ત્યારે, માત્ર ખોટો શોર જ સંભળાય છે; પણ, નજીક જતાં, એ ઘોંઘાટને સ્થાને ત્યાં થતા સોદાના સપષ્ટ અવાજ સંભળાય છે, તે રીતે, મનુષ્ય જ્યાં સુધી ઈશ્વરથી ખૂબ દૂર હોય છે ત્યાં સુધી, મિથ્યા તર્કના ગૂંચવાડામાં, વ્યર્થ દલીલોમાં અને વાડવિવાદમાં એ સબડે છે. પણ, એક વાર એ ઈશ્વરની સમીપ પહોંચ્યો કે, બધી દલીલો અને ચર્ચા બંધ થઇ જાય છે અને, ઈશ્વરના રહસ્યનું સ્પષ્ટ દર્શન એણે થવાં લાગે છે.
ગરમ ઘીના તાવડામાં કાચી પુરી નાખીએ ત્યારે, એ ‘સડ, સડ’ અવાજ કર છે. પણ એ તલાટી જાય તેમ અવાજ ઓછો થતો જાય છે અને પૂરી તળાઈ ગયે જરાય અવાજ થતો નથી. માણસ પાસે અલ્પ જ્ઞાન હોય ત્યાં સુધી, એ એના બણગાં ફૂંકતો અને એનો બોશ કરતો ફરે છે; પણ સાચા જ્ઞાનની પ્રાપ્તિથી પૂર્ણતા આવે છે. ત્યાર પછી, એ કશો વૃથા શોર મચાવતો નથી.
ઈશ્વરની કૃપા જેની પર ઊતરે તને તરત પોતાની ઊણપો દેખાય છે; આ સમજી, તમારે વૃથા તર્ક કરવો નહીં.

(૧) વિશ્વવિનાયક, મંગલદાયક, સિદ્ધિવિનાયક ગણ રાયા ….(ગણેશ સ્તુતિ)

(૧) વિશ્વવિનાયક, મંગલદાયક, સિદ્ધિવિનાયક ગણ રાયા .. (વંદના)

વિશ્વવિનાયક, મંગલદાયક, સિદ્ધિવિનાયક ગણ રાયા ..
.
.
વિશ્વવિનાયક, મંગલદાયક, સિદ્ધિવિનાયક ગણ રાયા .. (૨)
સંકટ નાશક બુદ્ધિ નિવારક સિદ્ધિવિનાયક ગણ રાયા ..
સિદ્ધિવિનાયક  ગણ રાયા .. (૨)
જો ભી તુમ્હારે મંદિર આયે, વાહ ભવ સાગર તર જાયે ..(૨)
જો ભી શ્રદ્ધા જ્યોત જલાયે, વાહ મનવાંચ્છિત ફલ પાયે
તુમ્હો કૃપાલુ,, તુમ્હો દયાલુ, સિદ્ધિવિનાયક ગણ રાયા ..
વિશ્વવિનાયક, મંગલદાયક, સિદ્ધિવિનાયક ગણ રાયા ..
સિદ્ધિવિનાયક ગણ રાયા ..
બ્લોગ લીંક: http://das.desais.net

(૧) જય દેવ, જય દેવ, મંગલ મૂર્તિ … (ગણેશ વંદના) અને (૨)મારું મૃત્યુ – બોધકથા

(૧) જય દેવ, જય દેવ, મંગલ મૂર્તિ … (ગણેશ વંદના)


.

.
(૨)મારું મૃત્યુ – બોધકથા
 

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઊઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા! કાલે રાતે સૂતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને?’

હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે? મારો બોસ મારી ઉપર ખિજાશે. અરે! બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રૂમની બહાર બધા કેમ ભેગાં થયા લાગે છે?’

‘અરે ! આટલાં બધા લોકો? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’

‘ અરે ! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળે જ છે? અલ્યાઓ! હું મૂઓ નથી, જુઓ આ રહ્યો.’

મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું. બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.

મેં મારી જાતને પૂછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છું? અરે ! મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મિત્રો – બધાં ક્યાં છે?’

હું બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.

‘અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વિના હું શી રીતે વિદાય લઈ શકું? અરે! મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું ? એક વાર તો એને હું કહી દઉં કે, હું તેને અત્યંત ચાહું છું.

અરે! માબાપને એક વાર તો કહી દઉં, કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો. મારા મિત્રો વિના મેં જીવનમાં ઘણી ભૂલો કરી હોત; એમ એમને કહ્યા વિના, હું કઈ રીતે વિદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરૂર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી; એની દિલગીરી વ્યક્ત કર્યા વિના હું શી રીતે મરી શકું?

જોને પેલાં ખૂણામાં કોઈક છાના આંસુ સારી રહ્યો છે. અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાનકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમોના કારણે કદી ભેળા જ ન થયા.’

હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દિલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત! મને માફ કરી દે.’ એમ કહેવું હતું.

‘અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નિષ્ઠુર છે? હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું; તો પણ એ હજી કેટલો અભિમાની છે? ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય? ભૂલ્યો ! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને?ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું. ‘

હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.

‘અરે! મારા ભલા ભગવાન! મને બસ થોડાક દિવસ જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારાં માબાપ. મારા મિત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે, કે એ બધાં મને કેટલાં વહાલાં છે? ‘

એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?’ હું બરાડી ઊઠું છું ,’અલી એ! તું ખરેખર સુંદર છે.” પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે? ‘મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા? ‘ હું મોટી ચીસ પાડી દઉં છું,” અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!’

હું રડી પડું છું.

‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મિત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા મિત્રોને મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’

અને મેં ઊંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મૂકી. ‘અરે! પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે,મારા વહાલા!

અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું ,” તમે ઊંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે.”

‘અરે ! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે. ‘

મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.

કાલે જ મરણ આવવાનું હોય એમ આજે ……………….

– કુચ અચ્છા કરને સે  દાગ લગતા હૈ તો દાગ અચ્છે હૈ….

ગણેશ પાટ બેસાડિયે…(સાંજીનું ગીત) …

ગણેશ પાટ બેસાડિયે …  (સાંજીનું ગીત) …

 

 

ganeshji

ગણેશ પાટ બેસાડિયે વા’લા નીપજે પકવાન
સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર
જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે પૂજિયે જો પૂજ્યા હોય મોરાર
જેને તે આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે દોણું મળે જો પૂજ્યા હોય મોરાર
જેને તે પેટે દીકરી તેનો ધન્ય થયો અવતાર
સાચવેલ ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર
જેને તે પેટે દીકરો તેનો ધન્ય થયો અવતાર
વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર
રાતો ચૂડો તે રંગભર્યો ને કોરો તે કમખો હાર
ઘરચોળે ઘડ ભાંગીએ? જો પૂજ્યા હોય મોરાર
કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર
ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર
ગણેશ પાટ બેસાડિયે ભલા નીપજે પકવાન
સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર

 

 

ક્લીક કરો અને સાંભળોઃ
Ganesh_Pat_Besadie.mp3

 

 

સાભાર: http://mavjibhai.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

વાગે છે વેણુ.. (ગણેશ) …(લગ્ન ગીત) …

વાગે છે વેણુ….  (લગ્ન ગીત) …
(કન્યાપક્ષે ગણેશમાટલીનું ગીત)

 

 ganeshji

વાગે છે વેણુ ને વાગે વાંસલડી
અમી બેનીના વિવાહ આદર્યા
કાકા વીનવીએ કાન્તિલાલભાઈ તમને
રૂડા માંડવડા બંધાવજો
માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો
અમી બેનીના વિવાહ આદર્યા
માસી વીનવીએ મીનાબેન તમને
નવલા ઝવેરી તેડાવજો
ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો
અમી બેનીના વિવાહ આદર્યા
વીરા વીનવીએ વિનુભાઈ તમને
મોંઘેરા મહેમાનો તેડાવજો
મોંઘેરા મહેમાનોએ શોભે માંડવડો
અમી બેનીના વિવાહ આદર્યા
મામા વીનવીએ મહેશભાઈ તમને
નવલાં ચૂડો પાનેતર લાવજો
ચૂડો પાનેતર આપણી વ્હાલી બેનને સોહે
અમી બેનીના વિવાહ આદર્યા

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]