(૧) પુરુષાર્થનો ચમત્કાર … અને (૨) દિલ જીતી જાય એવો નોકર ! … (પુરુષાર્થ કથાઓ) …

(૧)  પુરુષાર્થનો ચમત્કાર …

પુરુષાર્થ કથાઓ …

 

 

 

court

 

 

યુરોપમાં ઈટાલી નામે દેશ છે.

એના એક ગામમાં ક્રેસિનનામે એક ખેડૂત રહેતો હતો.

તે બહુ ગરીબ ખેડૂત હતો, પણ તે પુરુષાર્થી હતો.

ઘરનાં બધાં જ  તેને મદદ કરતાં.  ઘર એટલે ઉદ્યમનું ધામ.

તેને એક દીકરી હતી.  તે પણ બાપને ખેતરના કામમાં મદદ કરતી.

એ ખેડૂતે ભારે પુરુષાર્થ કરીને ધીમે ધીમે સારો વિકાસ કર્યો.

તેની પાસે મોટું ખેતર, સારું ઘર અને થોડુંઘણું ધન ભેગા થયાં.

ગામના કેટલાક ખેડૂતો આ જોઈને એની અદેખાઈ કરવા લાગ્યા.

એ લોકોને થયું : ‘એ ક્રેસિન આપણા કરતાં કેટલોય આગળ નીકળી ગયો !

આટલી બધી આબાદી શી રીતે થઇ હશે ?

‘તે જરૂર કંઈ જાદુ-બાદુ જાણતો હશે ?

‘મેલી વિદ્યાનો (બ્લેક મેજિકનો) જ આ ચમત્કાર હશે.’

એ બળ્યા ઝળ્યા ખેડૂતોએ ક્રેસિનને પજવવા તૈયારી કરી.  એ લોકોએ તેની સામે કચેરીમાં (કોર્ટ) દાવો કર્યો.

તેમણે ન્યાયાધીશને ફરિયાદમાં કહ્યું : કોઈ મેલી વિદ્યાનો ઉપયોગ કરીને પૈસો ભેગો કર્યો છે.’

તે આગળ જતાં અમારા પર પણ જાદુનો ઉપયોગ કરે !  માટે અમને અમારી સલામતીનો ભય લાગે છે.

‘ન્યાયાધીશ સાહેબ, એ મેલી વિદ્યા જાણનાર ખતરનાક માણસ સામે કડક પગલાં ભરવાં જોઈએ.’

ન્યાયાધીશે ક્રેસિનને કચેરીમાં હાજર થવાનો હુકમ કર્યો.

વળી તેની પાસે આટલી બધી મિલકત શી રીતે ભેગી તહી.  એનો ખ્લાસો કરવા જણાવ્યું.

જો તે જાદુ જેવું જાણતો હોય, તો તે અંગે પણ એકરાર કરવાનું ફરમાન કર્યું.

ક્રેસિન પોતાની તંદુરસ્ત દીકરી, ખેતીના ઓજારો અને ઘોડાની જોડ લીને કોરટ (કોર્ટ)માં હાજર થયો.

ન્યાયાધીશ આ બધું જોઈને અચંબો પામ્યા !  તેમણે ક્રેસિનને પૂછ્યું :

‘અલ્યા ક્રેસિન, તમે આ બધો રસાલો લઈને શાં માટે આવ્યા ?  આ બધાની અહીં શી જરૂર ?’

ક્રેસિન વિનયપૂર્વક બોલ્યો :

‘સેન, મારે આપની આગળ અમારા પુરુષાર્થની વાત કહેવી છે.’

‘સાંભળો, મારી પુરુષાર્થ કથા.’

 

‘હું જાતે સખત મહેનત કરીને ખેતરને ખેડું છું.’

‘ખાતર વગેરે નાખી જમીનને ખેતી માટે લાયક બનાવું છું.’

‘મારી આ દીકરી પણ મને કમમાં મદદ કે છે.’

‘તે બી રોપે છે, નિંદામણ કરે છે, કાપણી પણ કરે છે.’

‘મારાં ઓજારો પણ મારા કામમાં ઉપયોગી થાય એવાં છે.’

‘તેણે બરોબર ધારદાર અને કામમાં સરળ થાય એવા રાખું છું.’

‘વળી મારી આ સુંદર ઘોડાની જોડ કોઈનેય અદેખાઈ આવે એવી છે.’

‘ઘોડાઓને હું દીકરાની માફક જતનથી રાખું છું.’

‘તેમને બરોબર ખવડાવું-પીવડાવું છું.’

‘નવડાવી-ધોવડાવી ચોખ્ખા રાખું છું.’

‘આમ હું સખત ઉદ્યમ કરીને કમાણી કરું છું.  ભગવાનની મારા પર મહેર છે.’

‘ઈશ્વરને પણ પુરુષાર્થ પ્યારો છે.’

‘આ જ મારો જાદુ કહો તો જાદુ છે.’

‘મારા વિરોધીઓને જાદુનો ઉપયોગ કરવો હોય, તો ખુશીથી કરે.’

‘તેઓ આમ કરશે,  તો તેઓ સાચી વસ્તુ શી છે એ સહેલાઈથી સમજી શકશે.’

‘ઉદ્યમ અને ખંત આબાદી લાવે છે.’

‘આપને આ પ્રત્યક્ષ બતાવવા માટે જ બધો રસાલો લઈને આવ્યો છું.’

‘હવે આપને જે ન્યાય આપવો હોય, એ ખુશીથી આપો.’

‘મારે એ માન્ય છે.’

‘ક્રેસિનને વાત સાંભળીને ન્યાયાધીશ ખૂબ રાજી થયા.

તેમણે તેને ધન્યવાદ આપતાં કહ્યું :

‘આજ સુધીમાં મારી પાસે ઘણા અપરાધીઓ આવી ગયા.’

‘પરંતુ પોતાના અપરાધ સામે તમારી માફક કોઈએ પ્રબળ પુરાવો હિંમતપૂર્વક રજૂ કર્યો નથી.’

‘હું તમને નિર્દોષ જાહેર કરું છું.’

 

અનુકરણ કરવા લાયક તમારી આ ઉદ્યમશીલતાની કદર કરું છું.’

 

પેલા વિરોધી ખેડૂતોને પોતાની ભૂલ સમજાઈ.

તો બધા ક્રેસિનના પ્રશંસક બની ગયા.

 

 

 

(૨)  દિલ જીતી જાય એવો નોકર ! …

 

 

shri mota

 

 

શ્રી મોટા આ યુગના એક મહાન સંત થઇ ગયા.

શ્રી મોટા કોઈને જાણ ન થાય એ રીતે પોતાની સાધના કરતાં હતા.

તે આમ તો હરિજન સેવાનું કામ પણ કરતાં હતા.  એમાં જરાયે કચાશ આવવા દેતા ન હતા.  દર વરસે એક મહિનો શ્રી મોટા રજા લેતા.  શ્રી મોટા કોઈ એકાંત સ્થળે એકલા જતા.

 

ત્યાં ગુરુ મહારાજના આદેશ પ્રમાણે સાધના કરતાં.

મોટાનો પુરુષાર્થ ભારે.  અગવડભર્યા નિર્જન સ્થળે સાધના કરવાનું તેમણે ખૂબ ગમતું.

 

જબલપુર પાસે નર્મદા નદી પર ધૂંવાધાર નામની જગ્યા છે.  એક વાર મોટા ત્યાં સાધના કરવા જવા નીકળ્યા.  ગાડીમાં તેમનું ખીસું કપાયું !  સાથેની બધી રકમ જતી રહી !  હવે શું થાય ?  મોટાને મારગ સૂઝી આવ્યો.

 

તે જબલપુરના ગુજરાતી વેપારીને ત્યાં ગયા.  ખીસું કપાયાની વાત કરી.

પછી મોટાએ વિનયપૂર્વક વિનંતી કરી :  ‘શેઠજી, મારે આટલી રકમ મેળવવા થોડા દિવસ નોકરી કરવી પડશે. કંઈ કામકાજ હોય તો આપવા કૃપા કરો.  હું મહેનત-મજૂરીનું કામ પણ કરવા તૈયાર છું.’

 

વેપારીએ કહ્યું :  મારી પાસે એવું કામ હાલ તુરતમાં નથી.

‘પણ હા, તમે ઘરકામ કરવા તૈયાર છો ? વાસણ માંજવાં પડશે.  કપડાં ધોવા પડશે.

‘બોલો, આવું બધું ઘરકામ તમને ફાવશે ?  તીયારી હોય, તો કહો.’

મોટા તરત ઉત્સાહથી બોલ્યા : ‘આવું બધું કામ કરવું મને ગમે.  હું ખુશીથી કરીશ.’

 

શેઠે રાજી થઇ ઘેર ખબર આપી :  ‘આપણને નવો નોકર મળી ગયો છે.  હું એને ઘેર મોકલાવું છું.  એને કામ સોંપજો.  કેવું કામ કરે છે એ જોજો.  ઠીક લાગે તો રાખીશું.’

મોટાને શેઠે ઘેર મોકલ્યા.

શેઠાણીએ ઢગલો વાસણ માંજવાં આપી દીધાં.

નાનપણમાં મોટાએ આવું કામ કરેલું હતું.  એટલે વાસણ કેમ સારા માંજીને સાફ કરવાં, એ તેમણે આવડતું હતું.

મોટાએ ઝડપભેર વાસનો માંજી નાખ્યાં.  ધોઈને સૂરજના તાપમાં સૂકવવા મૂકી દીધાં.  ચોકડી બરોબર સાફ કરી નાખી.

વાસણ સરસ મંજાયાં હતાં.  તાપમાં ચમકી રહ્યાં હતાં.  શેઠાણીએ દૂરથી વાસણ જોયાં.  એ જોઈને તે રાજી રાજી થઇ ગયાં.

 

શેઠાણી બોલી ઊઠ્યાં :  ‘વાહ, સરસ નોકર મળી ગયો !’

પછી મોટાને ગાંસડો ભરીને કપડાં ધોવા શેઠાણીએ આપ્યાં.

મોટાને કપડાં ધોતા પણ સરસ આવડતું હતું.  મોટાએ કપડાંને ત્રણ વિભાગમાં  છૂટાં પાડ્યાં.

સૌથી ઓછા મેલાં, જરા વધારે મેલાં અને સૌથી વધારે મેલાં.

સાબુના પાણીમાં એ બધાં જુદાં જુદાં બાફ્યાં.

પચી સુથી ઓછા મેલાં કપડાં પહેલાં ધોયાં.  ત્યાર પછી જરા વધારે મેલાં કપડાં ધોયાં.

ચીવટ ખૂબ જ મેલાં કપડાં ઘસી –ચોળીને બરાબર ધોયાં.

બધા કપડાં સરસ ધોઈ-નિચોવીને તડકામાં સૂકવવા નાખ્યાં.

બગલાની પાંખ જેવાં ચોખ્ખાં કપડાં જોઈને શેઠાણી બહુ રાજી થયાં.

શેઠ બપોરે ઘેર જમવા આવ્યા.

શેઠાણીએ નોકરનાં ખૂબ વખાણ કરતાં કહ્યું : ‘આવો હાથનો ચોખ્ખો નોકર જિંદગીમાં પહેલી વાર જ જોયો !  શું એનું કામ છે !’

રાતે જમી-પરવારીને, વાસણ માંજીને, ચોકડી ધોઈને મોટા પરવાર્યા.

એટલે પથારી કરવાનો વખત થયો.

દરેક પથારી એવી સરસ રીતે પાથરી કે જોનાર રાજી રાજી થઇ જાય.

પથારી પરની ચાદર બરાબર ખેંચીને પાથરી.  ક્યાંય જરાય કરચલી ન દેખાય.

રાતે થોડો સમય મળે.  તે વખતે મોટા ઘરના બાળકોને ભેગાં કરે.  રામાયણ, મહાભારતની વાતો કહે.

બાળકો પણ આનંદ પામે.

રાતે બધા સૂઈ જતાં.

એટલે મોટા પથારીમાં નામ-સ્મરણ કરવા મંડી પડે.

હરિનું સ્મરણ કરતા કરતા મોટા ઊંઘી જતાં.

આખો દિવસ દિલ દઈને કામ કર્યું હતું.  એટલે એક જ ઊંઘમાં સવાર પડી જાય.

પાછા મોટા ઘરકામમાં જોડાઈ જાય.

થોડા દિવસમાં મોટાને જોઈતી રકમ થઇ ગઈ.

મોટા શેઠની રજા લેવા ગયા.

મોટાનું આવું સુઘડ અને ચોખ્ખું કામ જોઈને ત્યારનું થતું હતું:

‘આ માણસ સામાન્ય ગરીબ મજૂર લાગતો નથી.’

‘પૈસાની ભીડને લીધે જ આવું કામ ખુશીથી કરવા તૈયાર થયો હશે.’

‘એ પુરુષાર્થી જીવ લાગે છે.’

‘કોઈની આગળ લાચારીથી હાથ ધરવા તૈયાર નથી.’

એટલે શેઠે મોટાને કહ્યું :’ભાઈ, તમે નોકર માણસ લાગતા નથી.’

‘તમે આવ્યા ત્યારથી તમારું કામ અમે જોતાં આવ્યાં છીએ.’

‘નોકર માણસને આટલી બધી સૂઝ-સમજ સામાન્ય રીતે ન હોય.’

‘તમે મને પેટ છૂટી વાત કરો.’

‘જેથી મને સમજ પડે.’

મોટાએ નમ્ર ભાવે બધી વાત કરી.

એ સાંભળીને શેઠને થયું. :

‘અરેરે, આવા ભગત માણસ પાસે બધું ઘરકામ કરાવ્યું !

‘પ્રભુભજનના થોડા દિવસ બગાડ્યા !’

પછી શ્રી મોટા શેઠશેઠાણીની રજા લઇ ધૂંવાધાર જવા નીકળી પડ્યા.

 

 

 

સાભાર : મુકુલ કલાર્થી ..

 

સૌજન્ય : મૂલ્યઘડતર માટેનો અદ્દભુત કથાવારસો …

(પૃ.૯૧-૧૦૨- પુરુષાર્થ કથાઓ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

તમારી જિજ્ઞાસા સંતોષવી છે ? …

તમારી જિજ્ઞાસા સંતોષવી છે ? …

 

 

microwave 

 

ઘણી વખત ( ખાસ તો બાળકોને અને કિશોરોને) સવાલો થાય-

ques.1

એક વખત ડૉ.પર્સી સ્પેન્સર, રેથીયોન કોર્પોરેશન ના એન્જીન્યર સાથે માઈક્રોવેવ પાસે કામ કરી રહ્યા હતા ત્યાં જ તેમના  …. 

એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’

[ તરવરતા યુવાન મિહીર પાઠક અને હિરેન મોઢવાડિયા પાસેથી જ તો.]

mihir

hiren

અને લો એક સેમ્પલ આ રહ્યું…..

.

ચિત્ર પર 'ક્લિક' કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે - તે જાણો.

ચિત્ર પર ‘ક્લિક’ કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે – તે જાણો.

તમારા મનમાં ઉદભવતા વિજ્ઞાનને લગતા પ્રશ્નો તમે અહિં કોમેન્ટ વિભાગમાં પુછી શકો છો. તે દરેક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ શ્રી મિહીરભાઈ તેમજ શ્રી હિરેનભાઈ દ્વારા કરવામાં આવશે .

 

suresh jani

સૌજન્ય :

શ્રી સુરેશભાઈ જાની

http://gadyasoor.wordpress.com

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ આદરણીય વ.શ્રીસુરેશભાઈ દ્વારા અમોને ઈ મેઈલ પર મોકલવામાં આવેલ. જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ.  

આપના બાળકોને ગમ્મત સાથે જ્ઞાન ક્યાં મળી રહેશે ? ….      એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’       વિશેષ માહિતી અહીં દર્શાવેલ લીંક પર  ક્લિક કરવાથી મળી રહેશે.  ‘પ્રયોગ ઘર’  ની  સાઈટ  :   http://prayogghar.wordpress.com/   ની  મુલાકાત  એક વખત જરૂર લેશો અને પસંદ આવે તો આપના બાળકોને તેમજ આપના  મિત્ર પરિવારને  પણ જાણ કરશો..  

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ઈ વિદ્યાલય … (એક પરિચય ની પાંખે ) …

ઈ વિદ્યાલય …

 

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन:

“જે પ્રકારનું આચરણ શ્રેષ્ઠ (અહીં ’ભણેલા’)લોકો કરે છે તે પ્રકારનું આચરણ બાકીના અનુસરે છે” 

 

 


ઈ વિદ્યાલય નાં લોગો પર ક્લિક કરવાથી ડાયરેક્ટ ઈ વિદ્યાલય બ્લોગ લીંક ઓપન થશે.

 

सा विद्या या विमुक्तये

ભણો ગમે ત્યાં, ગમે ત્યારે

 

hiral.1

 

હીરલ જ્યારે ૧૦-૧૨ વર્ષની હતી ત્યારનો એ પ્રેરક અનુભવ અહીં વાંચો.   

 

સાકાર બનેલું એ સ્વપ્ન આજના સપ્પરમા દિને (૦૨ ઓક્ટોબર,૨૧૦૩ – ગાંધી જયંતિ)  ઈ-વિદ્યાલયની ઈમારતમાં  જન્મ લઈ રહ્યું છે; ત્યારે…

 

ઈ-વિદ્યાલય માટે એક દર્શન

      ‘શિક્ષણ એ વિકાસની ચાવી છે.’ – આ બહુ જાણીતું વાક્ય છે. જો કે, વિકાસને માટે જરૂરી બીજાં પરિમાણો પણ હોય છે જ. શિક્ષણ અને તેમાંથી આકાર લેતાં કુતૂહલ, ઉત્સાહ અને શોધ જ્ઞાન અને જાગૃતિની નવી ક્ષિતિજોને આંબવા માટે, નવા સીમાડા અને તેનાં દરવાજા ખોલી દેતાં હોય છે.

 

જ્ઞાનના અફાટ મહાસાગરનાં અમાપ ઊંડાણોમાં માનવ મનની ઉર્ધ્વગતિની સાથે સાથે માનવ સમાજોની ઉત્ક્રાન્તિ અનેક વિધ દિશાઓમાં  વધારે ને વધારે જટિલ બનતી રહી છે; અને હજુ ઘણી વધારે તીવ્ર વેગથી તે ઉત્ક્રાન્તિ આગળ ધપી રહી છે.  આજથી પચાસ કે સો વર્ષ પછી, માનવ સમાજોની ગુણવત્તા અને દિશા કેવાં હશે; એનો અંદાજ લગાવવા જઈએ તો ચકાચોંધ બની જવાય એમ નથી લાગતું? અગણિત દિશાઓમાં માનવ મને પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ નિહાળીને આપણે આશ્ચર્યચકિત બની નથી જતા?

 

સાથે સાથે એ જ માનવ મને પર્યાવરણ, સજીવ સૃષ્ટિ, પ્રાણી આને વનસ્પતિ જગતને – અરે! માનવ સમાજને પોતાને કરેલ પ્રચંડ હાનિ અને સત્યાનાશ જોઈને આપણને અરેરાટી નથી થઈ જતી?

 

સંસ્કૃતિના ઉષાકાળથી શાળા શિક્ષણની પ્રક્રિયાઓ માટેનું પ્રારંભિક ધામ રહી છે; અને તેણે માનવ મનના વિકાસના પારણાંની ગરજ સારી છે. એક બાળકને જ્ઞાનના એ મહાસાગરનો એક અંશ માત્ર પણ લઘુત્તમ જરૂરી રીતે આત્મસાત કરવા અને અજાણ્યા સીમાડાઓ ખેડવાની શક્તિ સંપાદન કરવા માટે તૈયાર કરવાનું એક શિક્ષકનું કામ વધારે ને વધારે મુશ્કેલ બનતું જાય છે.

 

આની સાથે શિક્ષણની પદ્ધતિનું જે ઝડપથી અને કક્ષાથી અવમૂલ્યન થઈ રહ્યું છે- વિદ્યાર્થીઓને માત્ર સમૃદ્ધિ અને બહારી માન્યતા પ્રાપ્ત કરી લેવાની તકો ઝડપી લેવા અને તેની સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી મૂષકદોડ માટે જ તૈયાર કરવાનું તેનું એકમાત્ર ધ્યેય બની ગયું છે –  તે જોઈને આપણને શરમ અને વ્યથા પણ ઉપજવા લાગે છે. બૌદ્ધિક મૂલ્યો અને ગુણોને ઉજાગર કરવાની પાયાની જરૂરિયાત કમભાગ્યે સાવ ગૌણ બની ગયેલી જોઈ; આપણને સકારણ ગ્લાનિ થવા લાગે છે.

 

આ સંદર્ભમાં ઈ-વિદ્યાલયના જુસ્સાને સમજવાનો છે. તરોતાજા વિચાર શક્તિ, સર્જનાત્મકતા, પ્રામાણિક કુતૂહલવૃત્તિ અને સૌથી વધારે અગત્યનાં માનવતા અને નૈતિકતાના મૂલ્યોને ઉજાગર કરવાનું; એને પોષણ આપવાનું, તેનું ધ્યેય છે. નીચેનો વિડિયો આ ઉદાત્ત ધ્યેયને બહુ અસરકારક રીતે સમજાવે છે; એની ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે.

 

 

 

લન્ડનનાં શ્રીમતિ હીરલ શાહે છેલ્લાં બે વર્ષમાં બનાવેલ ૨૬૦ જેટલા શિક્ષણાત્મક વિડિયો એક અત્યંત સરાહનીય પ્રયત્ન તો છે જ. પણ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ કેટલા પ્રમાણમાં શિક્ષણની આ રીતનું અમલીકરણ કરે છે; અને તે કેટલે અંશે અસરકારક બને છે; તેના આધારે જ આ પ્રયત્નોમાં તેને કેટલી સફળતા મળે છે – તેનું મૂલ્યાંકન થઈ શકે. પણ ઘણી વધારે અગત્યની અને નોંધપાત્ર વાત છે – શિક્ષણની પદ્ધતિની એક નવી દિશા ઊભી કરવાનો  તેનો ધખારો. એક સાચી દિશા માટેનો આ સન્નિષ્ઠ પ્રયાસ છે.

આજે  ઈ-વિદ્યાલયના તખતા આગળનો પડદો સર્જનાત્મક અને તાજગીસભર નર્તનો માટે આતુરતાપૂર્વક ખુલી રહ્યો છે.એમ બને કે, ઈ-વિદ્યાલય તેના ઉપયોગકર્તાઓ વચ્ચે જે સંવાદ ઊભો કરવા માંગે છે; એના સબબે શિક્ષણની પદ્ધતિમાં નવા રાજમાર્ગો બનવા લાગે.

આ તખતો મજા, સર્જનાત્મકતા અને તાજા વિચારોને જન્મ આપે તેવી આપણે અભિપ્સા રાખીએ – હજારો સુંદર અને સુવાસથી મઘમઘતાં  પુષ્પો પાંગરે તેવી અભિપ્સા– ‘જીવન શી રીતે જીવાવું જોઈએ?’ તે રાજમાર્ગના બધા દરવાજા ફટાબાર ખુલી જાય એની અભિપ્સા.

hiral.2A

સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય

suresh jani

શ્રી સુરેશભાઈ જાની

http://sureshbjani.wordpress.com/2013/10/02/ev_launch/

 

જેમ જેમ આપણે ‘ઈ’- યુગમાં આગળ ધપતા જઈએ છીએ; તેમ તેમ ખરીદી, સંદેશા વ્યવહાર, ટિકીટો ખરીદવી, એવાં ઘણાં રોજિંદા કામોમાં આપણે ઇન્ટરનેટ પર વધારે ને વધારે આધાર રાખતા થવા લાગ્યા છીએ. આને કારણે શીખવાની આપણી પધ્ધતિમાં પણ બદલાવ આવવા લાગ્યો છે.

ઈ-વિદ્યાલય આવા જ એક બદલાવ તરફનો પ્રામાણિક પ્રયત્ન છે – શીખવાની રીતમાં પરિવર્તન આવે, તે માટેનો પ્રયાસ. આશય એ છે કે, નવું જ્ઞાન સમજવાની પ્રક્રિયા સરળ બની જાય; તે વિદ્યાર્થીને માટે ખુબ સરળ હોય અને રસ પડે તેવી પણ હોય અને છતાં તેમાં સમય અને જગ્યાનું બંધન ન રહે.
ઈ-વિદ્યાલયમાં હાલ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટેની એક ઓન લાઈન વિડિયો લાયબ્રેરી છે.તેમાં હાલ ગણિત, ઝડપી ગણતરી અને ગુજરાતીના પ્રારંભિક શિક્ષણને લગતા વિડિયો મોજૂદ છે.તમારા તરફથી મળતા ફીડબેક ( પ્રતિભાવો અને સૂચનો) ધ્યાનમાં રાખીને આ વિડિયો લાયબ્રેરીમાં સતત સંવર્ધન અને ફેરફાર પણ થઈ રહ્યા છે.

 

એ નોંધવા લાયક છે કે,યુ-ટ્યુબ સંસ્થાના શિક્ષણાત્મક વિભાગ તરફથી ઈ-વિદ્યાલયને માન્યતા મળેલી છે. ઈ-વિદ્યાલયમાં ચાર વિભાગો પણ હાલ રાખવામાં આવ્યા છે. ૧) ‘પ્રેરક જીવન ચરિત્રો’-ખ્યાતનામ વ્યક્તિઓના જીવનની પ્રેરક વાતો, જેનાથી બાળકોમાં જીવનનાં મૂલ્યો માટે સભાનતા આવે અને તેમનો સર્વાંગી વિકાસ થવામાં મદદ થાય. ૨) ‘હોબી લોબી’ – અસરકારક શિક્ષણ માટે બહુ જરૂરી સર્જનાત્મકતાને પોષણ આપવા માટેનું એક માધ્યમ. ૩) માહિતી મિત્ર – શિક્ષણને લગતી જરૂરી માહિતી એક જ જગ્યાએ મેળવી આપનાર મિત્ર. ૪) બાળ સાહિત્ય – પાઠ્યપુસ્તકની કવિતાઓ, બાળગીત, બાળવાર્તા, ગુજરાતી લખતા-વાંચતા શીખો વગેરે. (શક્ય હોય ત્યાં સુધી બાળ સાહિત્યમાં વિડીયો લાઇબ્રેરી બનાવવામાં આવશે.

 

 

 

 

 

hiral shah

 

શ્રીમતિ હિરલ એમ. શાહ (લંડન)
Founder of EVidyalay
અભ્યાસ : DEC+BE+MBA (1 year) / On career break/Software Professional / Wireless – Telecom

http://evidyalay.net/
Email id:[email protected] or [email protected]
Personal blog:http://hirals.wordpress.com/

સાભાર : ઈ વિદ્યાલય.નેટ

 

 

મિત્રો, આજની પોસ્ટ દ્વારા એક નાની જણાતી પ્રતિભા દ્વારા તેમના પિતાના ઉદગારોને એક સ્વપન તરીકે સેવી અને આજે સાકાર કરેલ અહીં આપ જોઈ શકશો. સુ.શ્રી હિરલ નાં સ્વપ્નને સાકાર કરવા માટે અનેક રળિયામણા હાથ કામે લાગી ગયા, અને આખરે તેના પથ પર ૦૨ ઓક્ટોબર,૨૦૧૩ , ગાંધી જયંતિ નાં દિવસે પગલા માંડી આપ્યા છે. આ કાર્ય અહીં જ પૂરું થઇ જતું નથી, હજુ ઘણું કરવાનું બાકી છે. આ સ્વપ્ન ને વામનમાંથી વિરાટ સ્વરૂપ આપવાનું છે અને તેમાં આપ સર્વેનો સાથ અને સહકાર એટલો જરૂરી છે. આ કાર્યમાં વ. શ્રી સુરેશભાઈ જાની તેમજ અન્ય નામી -અનામી લોકોએ કોઈને કોઈ રીતે પોતાનો હાથ આગળ ધપાવ્યો છે, અને એક સુંદર સ્વપ્ન ને સાકાર કરવામાં અમૂલ્ય યોગદાન આપેલ છે, જે બદલ સર્વે ધન્યવાદ અને વંદન ને પાત્ર છે.

 

 
બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

આજની પોસ્ટ જો આપને પસંદ આવી હોય તો જરૂર આપના મિત્ર પરિવારને જાણ કરશો અને જાણતા – અજાણતા વિદ્યાદાન કરશો. ઈ વિદ્યાલય દ્વારા આપના બાળકો ને આપ એક અમૂલ્ય ખજાનો સંસ્કાર અને જ્ઞાન નો આપી શકો છો. આભાર … ‘દાદીમા ની પોટલી’ 

 

આપના પ્રતિભાવનું બ્લોગ પોસ્ટ પર સ્વાગત છે.

Eternal Ratilal Chandaria

Oct 24, 1922 – Oct 13, 2013

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત 
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા

મુરબ્બી શ્રી રતિકાકાના અવસાનથી ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતીને એવી ખોટ પડી છે કે જે આવનારાં અસંખ્ય વર્ષો સુધી સરભર થઈ શકશે નહિ. તેમની મધુર યાદો એમની સાથે કોઈપણ સંબંધે સંપર્કમાં આવનાર તમામ લોકોનાં દિલોદિમાગમાં હંમેશ માટે જીવંત રહેશે.

આજથી હવે એ રતીભાઈ આપણી વચ્ચે નથી એવું લખતાં આંગળીઓ કાંપે છે. પણ હકીકત છે. મનેયે ૭૮મું ચાલે. અમારી મંડળીમાં વીપુલભાઈ કલ્યાણી, મનસુખભાઈ શાહ, બળવંતભાઈ સૌ ૭૫ કે ૮૦ની આસપાસના છીએ. ભાઈ અશોક, બહેન મૈત્રી, શ્રુતી, દેવલ જેવાં જુવાનીયાંઓ એમણે જલાવેલી આ ભાષાજ્તયોતને પ્રકાશીત રાખવા આગળ આવે એવી અપેક્ષા રહે છે.

‘લેક્સીકોન’ને ચાહનારા આપણે સૌ, રતીભાઈના લાડકા સંતાન સમા ‘લેક્સીકોન’નું રખોપું કરી એના સંવર્ધન માટે મથીશું એવો નીર્ધાર કરીએ તો જ રતીભાઈને સાચી અંજલી અર્પી શકીએ..

પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે સદ્દગત નાં આત્માને શાંતિ અર્પે તેમજ તેમના પરિવાર પર આવી પડેલ આપતિમાં – દુઃખ સહન કરવાની  શક્તિ સાથે પ્રેરણા અર્પે …

 

‘દાદીમા ની પોટલી’

..ઉતમ અને મધુ ગજ્જર..સુરત                              ..બળવંત અને ભાનુ પટેલ..ગાંધીનગર

૧૩/૧૦/૨૦૧૩

(૧) મહેનત ની કમાઈ … ટૂંકી વાર્તા ( પ્રેરક કથાઓ ..) …

(૧)  મહેનત ની કમાઈ … ટૂંકી વાર્તા (પ્રેરક કથાઓ ..) …

 

 

મિત્રો, છેલ્લા થોડા સમયથી આપ સર્વે  નિયમિત રીતે અહીં દર પખવાડિયે  ટૂંકી વાર્તા -પ્રેરક કથાઓ ને માણો છો. આશા રાખીએ છીએ કે આપ સર્વેને વાર્તા પસંદ આવતી હશે. ચાલો તો આજે ફરી થોડી નવી વાર્તાઓ માણીએ…

Tolstoi

 
મહાત્મા લીયો ટોલ્સટોય એક વખત સાવ સાધારણ કપડા પહેરીને સ્ટેશન નાં પ્લેટફોર્મ પર લટાર મારતા (ફરતા)  હતા.  એક સ્ત્રીએ તેને  કુલી સમજી બેઠી અને બોલાવીને કહ્યું, “આ કાગળ લઇ અને સામેની હોટેલમાં મારા પતિ બેઠા છે તેને આપી આવો.  હું તને બે રૂબલ આપીશ.”

 

ટોલ્સટોય એ તે પત્ર પહોંચાડી આપ્યો અને તેણે બે રૂબલ હજુ હાથમાં લીધા હતા ત્યાં જ તેનો એક મિત્ર ત્યાં આવી પહોંચ્યો, તેણે ‘કાઉન્ટ’ કહી અને તેનું અભિવાદન કર્યું.  આ સાંભળી અને તે સ્ત્રીને ખૂબજ આશ્ચર્ય થયું અને તેણે તે અજાણી આવનાર વ્યક્તિને પૂછ્યું,  “આ કોણ છે ?”  ટોલ્સટોય નો પરિચય જાણી અને તે સ્ત્રી ખૂબજ લજ્જિત થઇ ગઈ અને તેણે તેની માફી માંગતા પોતાના રૂબલ પરત આપવા કહ્યું.

 

આ વાત પર ટોલ્સટોય એ હસતાં કહ્યું, “દેવીજી, માફી આપવી તે તો ઈશ્વર- પરમકૃપાળુ પરમાત્માનું કામ છે.  મેં કામ કરીને પૈસા લીધા છે.  મારી મહેનત ની કમાઈ કેમ કરી ને પરત / પાછી આપું ?”

 

 

(પ્રે.પ્ર.૧૪(૧૧)

 

(૨)  સાચો ન્યાય …

 

એક વખત રાત્રીના સમયે ઓરંગઝેબ સુવાની તૈયારી માટે તેના શયન  કક્ષમાં જઈ રહ્યા હતા કે તેને શાહી ઘંટ વાગવાનો અવાજ સંભળાયો.  જેવા તે તેના રૂમની બહાર આવ્યા, તેને એક દાસી સામેથી આવતી દેખાઈ.  તેણી એ કહ્યું, “હજૂરે આલમ ! આદાબ અર્જ ! (નમસ્તે – સલામ !)  કાજી સાહેબ મહારાજ આપને મળવા માટે દીવાનખંડ માટે હાજર છે અને તમારી રાહમાં ( રાહ જોઈ રહ્યા) છે.”

 

ઓરંગઝેબ તરત જ દીવાનખંડ માં આવ્યા.  કાજી એ તેમને કહ્યું કે ગુજરાત જીલ્લા  નાં અમદાવાદ શહેર નાં મુહમ્મદ મોહસીન એ તમારી ઉપર પાંચ લાખ રૂપિયા નો દાવો – (ફરિયાદ) કરેલ છે.  આ કારણ સર તમારે કાલે દરબારમાં હાજર રહેવું પડશે.   તેના ચાલ્યા ગયા બાદ ઓરંગઝેબ વિચાર કરવા લાગ્યો તેણે કોઈ પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર તો લીધા નથી ને, પરંતુ તેને કશું યાદ આવતું નોહ્તું.   એટલું જ નહિ, મોહમ્મદ મોહસીન નામની વ્યક્તિ ને પણ તે ઓળખાતા નોહતા.

 

બીજે દિવસે દરબાર ભરાયો અને ગુનેહગાર નાં રૂપમાં ઓરંગઝેબ હાજર થયા.  દરબાર ખીચોખીચ પ્રજાથી ભરાયેલો હતો અને દીવાસળી ની કાંડી ઉભી રાખી શકાય તેટલી જગ્યા પણ નોહતી. ઓરંગઝેબ જેબની સમક્ષ તેના ગૂન્હા ની ફરિયાદ ની રજૂઆત વાંચી સંભળાવી.

 

હકીકત એ હતી કે ઓરંગઝેબ નાં ભાઈ મુરાદ ને ગુજરાત નો જીલ્લો સોંપવામાં આવેલ હતો.  શાહજહાં જ્યારે બિમાર પડ્યા, તો તેણે પોતાની જાતને (સ્વયં ને) જ ગુજરાત નાં શાસક તરીકે જાહેર કરી દીધો.  તેને પોતાના નામના સિક્કા – ચલણ બહાર પાડવા પૈસાની જરૂર પડી અને તેણે મુહમ્મદ મોહસીન પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર લીધા હતા.  તે દરમ્યાન ઓરંગઝેબ એ કાવાદાવા કરીને શાહજહાઁ ને કેદ કરી લીધા હતા અને પોતાના ત્રણેય ભાઈને – મુરાદ, દારા તથા સુજા – મારી નાખી (કતલ કરી) અને તે ત્રણેયની સમ્પત્તિ પોતાના ખજાના માં જમા કરી લીધી.  આ રીતે મોહસીન પાસેથી ઉધાર લીધેલા રૂપિયા પણ તેના ખજાનામાં જમા થઇ ગયા હતા.

 

ઓરંગઝેબ એ પોતાન આ અપરાધ સામે પોતાની અજ્ઞાનતા જાહેર કરી.  તેને મોહસીન ની પાસે રહેલ દસ્તાવેજ દેખાડવામાં આવ્યો અને ત્યારે ઓરંગઝેબ એ પોતાનો ગૂન્હો કબૂલ કર્યો.  ન્યાયાધીશ એ ઓરંગઝેબને રૂપિયા પરત કરવાની આજ્ઞા (હૂકમ કર્યો) કરી.  ઓરંગઝેબ એ પાંચ લાખ રૂપિયા શાહી ખજાનામાંથી મંગાવ્યા અને તે રૂપિયા ભરેલ થેલીઓ મોહસીન ને આપવા માટે હાજર કરી.

 

આ જોઈ અને મોહસીન ની આંખમાં અશ્રુ – આંસુ ભરી આવ્યા.  તેણે નમીને અભિવાદન કરતાં કહ્યું, “ મહારાજ – જહાંપનાહ, આ રૂપિઆ પુન: ફરી શાહી ખજાનામાં જમા કરી આપવામાં આવે.  આ તેની રસીદ છે.  બાદશાહ નો ન્યાય ને જોઈ અને હું ખૂબજ શરમ અનુભવું છું.”

 

(પ્રે.પ્ર.૧૩(૧૦)

 

 

(૩)  દયાળુ / પરોપકારી …

 

અમેરિકા નાં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન તેના એક મિત્રની સાથે સભામાં જઈ રહ્યા હતા અને રસ્તામાં તેણે એક ખાડામાં સુવર / ભૂંડ નાં બચ્ચા ને કાદવ- કીચડમાં ફસાયેલ અને તેમાંથી બહાર નીકળવા  તરફડિયાં મારતું જોયું.  તે તરત જ પોતાની બગી (ઘોડાગાડી) માંથી નીચે ઉતર્યા અને તે ખાડામાં ઉતરીને તેણે તે બચ્ચા ને બહાર કાઢ્યું.   સભાનો પ્રારંભ થવામાં થોડો જ સમય બાકી હતો અને તેના કપડા ખરાબ – ગંદા થઇ ગયા હતા.  પાછા ન ફરતા તેમણે હાથ – પગ ધોયાં અને સભામાં પહોંચી ગયા.  બધીજ વ્યક્તિ તેના કપડા ગંદા જોઈ અને તેના મિત્રને કારણ પૂછતા અને હકીકત જાણી તેના દિલમાં -મનમાં લિંકન પ્રત્યે આદાર – ભાવમાં વધારો થઇ જતો હતો.

 

તેનો પરિચય કરાવતા સભાના આયોજકે કહ્યું, “આપણા રાષ્ટ્રપતિ કેવા દયાળુ છે.  એક સુવર / ભૂંડનાં બચ્ચાં ને ખાડામાં તરફડિયાં મારતો જોઈ તેમણે તેમના કપડા બગડવાની ચિંતા ન કરતાં તેને તરત બહાર કાઢ્યું.”

 

તે  વક્તા (આયોજક) હજુ આગળ બોલવા જતા હતા ત્યાં લિંકન ઊભા થઇ ગયા અને કહ્યું, “તમને લોકને થોડી ગેરસમજણ ઊભી થઇ છે.  તે બચ્ચું તરફડિયાં મારી રહ્યું હતું એટલે નહિ, પરંતુ તેને તરફડિયા મારતું – તડપતુ જોઈ અને મારું અંત:કરણ તડપી રહ્યું હતું; માટે તેના માટે નહિ પરંતુ મારા માટે હું ખાડામાં ઉતર્યો અને તેને બહાર કાઢ્યું.”

 

 (પ્રે.પ્ર.૧૫(૧૧)  

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

સગાસંબંધીનાં જોડકણા …

સગાસંબંધીનાં જોડકણા …

 

KidsOnAMerryGoRoundXLclr[1]

 

સાભાર : ચિત્ર લેવા બદલ  શ્રી ગોવિંદભાઈ પટેલ  –પરાર્થે સમર્પણ નાં આભારી છીએ …

 

 

૧) ગાંધીબાપુ દેશનાં બાપુ, રહેતા હતાં સાદા
મારા પપ્પાનાં બાપુ તે થાય મારા “દાદા”.

૨) મારા પપ્પા કેરાં બા મારા “દાદી” થાય
સવારે પ્રભાતિયા ને સાંજે ભજન ગાય.

૩) દાડમનાં દાણા જેવાં મારા દાંત મજાનાં
મારી મમ્મીનાં બાપુ તે થાય મારા “નાના”

૪) ખાતાં ખાતાં ઉધરસ ચઢે ત્યારે મને પાય પાણી
મારી પીઠે વ્હાલ કરતી, મમ્મીની બા થાય મારી “નાની”.

૫) ‘બહેન”તો પરણીને સાસરે ચાલી ગઈ ને થઈ ગઈ પરાઈ કેવી
બહેનીનાં વરને જ્યારે હું જોઉં છું ત્યારે કહું કે ઘરે આવજો “બનેવી”

૬) “ભાઈ”નાં લગન લીધાં, જાનમાં કરી ખૂબ લહેર
રૂમઝુમ કરતી “ભાભી” આવી ભાઈ સાથે ઘેર.

૭) ચોમાસામાં વાદળ ગરજે, વીજ કરે કડાકા
મારા પપ્પાનાં ભાઈ તે થાય મારા “કાકા”.

૮) કાકાની ઘરવાળી તે થાય મારી “કાકી”
હોંશે હોંશે શીખવાડે જે લેસન હોય મારું બાકી

૯) દિવાળીમાં નાનાને ત્યાં નાખું હું મારા ધામા
મારી મમ્મીનાં ભાઈ તેને હું કહું છું “મામા”

૧૦) મામાની ઘરવાળી તે થાય મારી “મામી”
હસીને કહે ભાણાભાઈ તમારી તબિયત તો ખૂબ જામી.

૧૧) મારી મમ્મી જેવુ વ્હાલ વરસાવી રહેતી ઉલ્લાસી
તમને ખબર છે એ કોણ છે? એ તો છે મારી “માસી”.

૧૨) માસીનાં ઘરવાળા થાય મારા “માસા”
મેવા મીઠાઇ ને લાવે મીઠા પતાસાં

૧૩) મારા પપ્પાની બહેની તે હરખાય મને જોઈ
નામ મારું સુંદર પાડ્યું એ તો મારા “ફોઇ”

૧૪) ફોઇનાં ઘરવાળાને કહું છું ચાલો જમવા “ફુઆ”
જમીને પરવારે કે તરત લાગી જાય સૂવા.

૧૫) મારી બધી વાત સુણી, “પપ્પા” બોલ્યાં ધીમા
ભારે હોંશિયાર તું , ને એ સાંભળી મલકી મારી “મા”

 

 

લેખક- યોસેફ મેકવાન
સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

 

 

૧) ચોરી કરવા ચાલ્યાં ચોર, સોની પોળમાં થાતો શોર
સિપાહી મળ્યાં સામા, બાના ભાઈ તે મામા

૨) મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી
સાડીનાં રંગ પાકા, બાપનાં ભાઈ તે કાકા

૩) કાકા કાકા કારેલાં, કાકીએ વઘારેલા
કાકી પડ્યાં રોઈ, બાપની બહેન તે ફોઇ

૪) ફોઇ ફૂલડાં લાવે, ફૂઆને વધાવે
ફૂઆ ગયાં કાશી, બાની બહેન તે માસી

 

 

સંકલન- પૂર્વી મોદી મલકાણ -યુ એસ એ.
 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

શ્રધ્ધા અને અંધશ્રધ્ધા- … (અકબર બિરબલની વાર્તા) …

શ્રધ્ધા અને અંધશ્રધ્ધા-  … (અકબર બિરબલની વાર્તા)  …

 

 

akbar-birbal

 

 

એકવાર બાદશાહ અકબરે બિરબલજીને પૂછ્યું બિરબલ શ્રધ્ધાને વધારવાનું કામ કોણ કરે? ને શ્રધ્ધા ને અંધશ્રધ્ધામાં શું ફર્ક / તફાવત છે? ત્યારે બિરબલ કહે જહાંપનાહ શ્રધ્ધા વધારવાનું કામ મોટા માણસો કરે છે, અને બીજી વાત શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે ખાસ ફર્ક નથી જે અન્ય લોકો કરતાં હોય તેમનાં કાર્યમાં આપોઆપ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા એવી રીતે જોડાઈ જાય છે કે બંને વચ્ચે રહેલા ભેદની આછી – પાતળી રેખા /પંક્તિ છે જે સરળતાથી દેખાતી નથી.  અકબર બાદશાહ કહે બિરબલ તું મારી પાસે જે બોલ્યો તેને સિધ્ધ કરી બતાવ તો હું માનું. તો બિરબલ કહે જહાંપનાહ એમ તાત્કાલિક સિધ્ધ કરવું મુશ્કેલ છે, પણ સમય આવે ચોક્કસ એ સિધ્ધ કરી બતાવીશ. આથી અકબર બાદશાહ કહે સારું બિરબલ જ્યારે એ સમય તારે માટે આવી જાય ત્યારે તું મને કહેજે. આમ એ વાત ત્યાં જ મુકાઇ ગઈ.

 

 

થોડા મહિનાઓ આ વાતની વીતી ગયા હતાં. બાદશાહ અકબર પણ એ વાતને ભૂલી ગયાં હતાં. તેવામાં એક દિવસ બિરબલ બાદશાહ અકબરને કહે જહાંપનાહ મારે મારા એક કાર્ય માટે આપની જરૂર છે પણ એ કાર્ય શું છે તે વિષે આપને પૂછવું નહીં ફક્ત હું કહું તેટલું જ આપને કરવાનું છે? શું આપ કરશો? અકબર બાદશાહ કહે હા હા ચોક્કસ કરીશ. તો બિરબલ કહે જહાંપનાહ હવેથી ભર્યા દરબારમાં મારી સારી અને નરસી દરેક વાત પર આપે મને શિરપાવ આપવો અને કહેવું કે બિરબલ તારી કોઈપણ વાત કે વિચાર પણ હોય છે તો પણ તારા બધાં જ વિચાર વાતને મનમાં રાખવાથી મને ઘણો જ ફાયદો થયો છે તેથી મારા તરફથી તને આ ઈનામ એમ કહી નાનો-મોટો જેવું આપને રૂચે તેવું ઈનામ આપે મને આપવું. પણ કોઈ દરબારી પૂછે તો કહેવું કે બિરબલ માટે કોઈએ ઈર્ષા કરવી નહીં અને બિરબલને શું આપવું શું ન આપવું તેમાં મારી મરજી રહેલી છે તેથી મારી મરજીમાં કોઈએ સવાલજવાબ કરવા નહીં.  બિરબલજીમાં વિશ્વાસ ધરાવતાં અકબર બાદશાહે બિરબલનાં કહ્યા મુજબ લગભગ રોજે રોજ બિરબલને શિરપાવ આપવાનું ચાલું કર્યું. વારંવાર બિરબલની નાની નાની વાત પર પ્રસન્ન થઈ જતાં અકબર બાદશાહને જોઈને દરબારીઓને બહુ આશ્ચર્ય થતું પણ બાદશાહને સવાલ પૂછવાની હિંમત કોણ કરે? અને ભૂલેચૂકેય કોઈ દરબારી સવાલ કરી લે તો બાદશાહ તેને ચૂપ કરાવી દેતાં. તેથી દરબારીઓ વારંવાર વિચારતા રહેતા કે બિરબલજીએ એવો તે કેવો જાદુ બાદશાહેજહાં પર કર્યો છે કે બાદશાહજહાં બિરબલ પર સદાયે પ્રસન્ન જ રહે છે…..? આમ વિચારતા દરબારીઓએ બિરબલ શું કરે છે, શું વિચારે છે તે જોવાની શરૂઆત કરી જેથી કરીને બિરબલજીની ચતુરાઇનો રાઝ જાણી શકાય. આ રાઝ જાણવાની ઈચ્છાને કારણે દરબારીઓને એક દિવસ ખબર પડી કે બિરબલજી રોજ વહેલી સવારે નગરની બહાર જઈ એક ટિંબા ઉપર ઊભા રહી પૂજા કરી રહ્યાં છે. આથી તેમણે એક દિવસ બિરબલને પૂછ્યું કે આમ વહેલી સવારે અહીં આપ કોની પૂજા કરી રહ્યાં છો? તો બિરબલજી કહે થોડા દિવસ પહેલા મને આ જગ્યાએ એક ફકીર મળેલા તેમણે મને કહ્યું કે રોજ આ જગ્યા પર આવીને ઈબાદત કરશો તો તમારું બધુ જ સારું થશે. કારણ કે આ જગ્યાની નીચે એક પવિત્ર વસ્તુ રહેલી છે. અલ્લાહનાં ઓલિયા એવા ફકીરની કેવી રીતે ટાળી શકું? પણ હું હિન્દુ છું તેથી રોજે આ જગ્યાએ પૂજા કરવા આવું છું જેનાથી મારા મનમાં બહુ સારું લાગે છે અને સાથે સાથે મન પ્રસન્ન રહેતાં દરબારનાં કામ પણ સારી રીતે થાય છે. વળી દરબારનાં કામ સારી રીતે થતાં જહાંપનાહ મારી ઉપર પ્રસન્ન પણ રહે છે. બિરબલની વાત જાણીને દરબારીઓ વિચારવા લાગ્યાં કે જરૂર બિરબલજીની સફળતાનો અને ચતુરાઇનો આજ રાઝ છે તેથી જ અકબર બાદશાહ પણ બિરબલને રોજબરોજ અનેકાનેક શિરપાવ આપે છે. આમ વિચારીને દરબારીઓ પણ બિરબલજીની સાથે રોજે સવારે પૂજામાં જોડાવા લાગ્યાં. બિરબલ સાથે દરબારીઓને ત્યાં જતાં જોઈ ધીરે ધીરે એ જગ્યાનો મહિમા વધવા લાગ્યો, તેથી વહેલી સવારથી એ જગ્યાએ લોકોની ભીડ જામવા લાગી. જેમ જેમ એ જગ્યાનો મહિમા વધવા લાગ્યો તેમ અનેકાનેક બાધાઓ નગરજનો રાખવા લાગ્યાં જેમાં હિન્દુઓ પૂજા કરતાં અને મુસ્લિમો ઈબાદત કરતાં હતાં. એક દિવસ અકબર બાદશાહને પણ આ જગ્યા વિષે ખબર પડી તેથી તેઓ પણ અન્ય નગરજનોની સાથે જોડાયા. બાદશાહ અકબરને પણ જોડાયેલા જોઈને દિલ્હી નગરમાં એક હવા ફેલાઈ ગઈ કે આ જગ્યાનો મહિમા અત્યંત પવિત્ર છે અરે બાદશાહ જેવા બાદશાહ પણ જે જગ્યાએ ઈબાદત કરવા આવે છે તે જગ્યા જરૂરથી પાક અને પવિત્ર જ હોવાનીને……. એમ કહી પરસ્પર વાતો કરતાં. અકબર બાદશાહનાં ત્યાં ઈબાદત કર્યા બાદ દિલ્હીની આસપાસ રહેલા નાના નાના નગરનાં નગરજનો ત્યાં આવતાં. ત્યાર પછી તો એવો સમય પણ આવ્યો કે જે યાત્રાળુઑ દિલ્હી જાય તેઑ તે સ્થળની મુલાકાત ચોક્કસ લેતાં.

 

 

આ રીતે દિવસો વીતવા લાગ્યાં ત્યારે એક દિવસ બિરબલ કહે જહાંપનાહ આજે મારે એક જૂની વાત યાદ કરાવવી છે આપે થોડા મહિનાઓ પૂર્વે મને પૂછેલું કે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે શું ભેદ હોય યાદ છે આપને? બાદશાહ અકબર કહે હા…..બિરબલજી આપે મને એ વાત ખરી યાદ દેવડાવી, શું થયું એ વાતનું? ત્યારે બિરબલ કહે જહાંપનાહ આપ રોજે સવારે નગર બહાર ઈબાદત કરવા જાઓ છો ખરું ને? બાદશાહ અકબર હા મે સાંભળ્યું છે કે તે જગ્યાએ ઈબાદત કરવાથી મનની બધી જ મુરાદ પૂરી થાય છે અને બિરબલ તમે જ એ જગ્યાએ જવાનું શરૂ કર્યું હતું ખરૂ ને ત્યારે બિરબલે કહ્યું જહાંપનાહ હા આપની એ વાત સાચી છે પરંતુ ત્યાં જવાથી મે આપના બધાં જ સવાલોનાં જવાબ આપી દીધા છે બાદશાહ અકબર કહે એ કેવી રીતે બિરબલ ? ત્યારે બિરબલ કહે જહાંપનાહ મે તો માત્ર એક અફવા ફેલાવી હતી અને એ અફવાને વેગ દેવા માટે હું પોતે ત્યાં જઈને પૂજા કરતો પણ નગરજનોની દૃષ્ટિએ હું મોટો છું  તેથી મારૂ અનુકરણ કરીને અન્ય નગરજનો પણ ત્યાં જવા લાગ્યાં. જ્યારે આપના તરફથી મને વારંવાર શિરપાવ મળતો હતો તે જોઈને નગરજનો અને દરબારીઓને લાગવા લાગ્યું કે મારી પૂજા સફળ થઈ છે તેથી આપ મારા પર પ્રસન્ન રહો છો તેથી હું જે કરતો તે દરબારીઓ કરવા લાગ્યાં, અને જે દરબારીઓ કરતાં હતાં તે નગરજનો કરવા લાગ્યાં અને જે નગરજનો કરતાં હતાં તે જોઈને આપ પણ તે જ કરવા લાગ્યાં. જહાંપનાહ આપ હવે કહી શકો છો કે શ્રધ્ધા વધારવાનું કાર્ય મોટા માણસો કરે છે, વળી જહાંપનાહ આપે એ પણ જોયું હશે કે આપે ત્યાં કરેલી ઈબાદત પછી તો લોકોના ટોળેટોળાં ત્યાં ઉમેટવા લાગ્યાં હતાં, એ હતો આપના પ્રથમ સવાલનો જવાબ. હવે બીજા સવાલનો જવાબ આપું. જહાંપનાહ……… આપે પૂછ્યું હતું કે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે કેટલો ભેદ છે? અને મે આપને કહ્યું હતું કે એ બંને વચ્ચેની આછી પાતળી રેખા /પંક્તિ છે જે સરળતાથી દેખાતી નથી. જહાંપનાહ આપ જ કહો………જ્યારે આપે ત્યાં ઈબાદત કરવા જવાનું નક્કી કર્યું ત્યારે આપને એ સ્થળ પાક લાગતું હતું? ત્યારે અકબર બાદશાહ કહે નાં હું તો લોકો જતાં હતાં તેથી હું પણ ત્યાં જતો હતો. આથી બિરબલ કહે કે જહાંપનાહ જે લોકો શ્રધ્ધાથી જતાં હતાં તેમણે જોઈ જોઈને જે લોકો ત્યાં જતાં અર્થાત્ દેખાદેખીથી જે લોકો જોડાયા અને વધુ ને વધુ તે જગ્યાને જાણ્યા વગર જ, પોતે શા માટે કરી રહ્યાં છે તે સમજ્યા વગર જ લોકોને પોતાની સાથે જોડાવાનો આગ્રહ કરતાં રહ્યાં તે તમામ લોકોની અંધશ્રધ્ધા પણ એ શ્રધ્ધાળુંઓમાં ભળી ગઈ હતી. અકબર બાદશાહ હવે બિરબલ શું કહે છે તે સમજી ચૂક્યા હતાં તેથી કાન પકડીને કહે બિરબલ તમારી વાત સાચી છે મે પણ એ સ્થળને જાણ્યા, સમજ્યા વગર જ ત્યાં જઈને ઈબાદત કરવાનું ચાલું કરી દીધું તે મારી અંધશ્રધ્ધા હતી પરંતુ મને ત્યાં જતો જોઈ મારી પાછળ જે લોકોનાં ટોળાઓ ત્યાં એકઠા થવા લાગ્યાં તેઓતો ફક્ત મારુ અનુકરણ કરતાં હતાં ઉપરાંત મને ત્યાં જોઈને તેમની શ્રધ્ધા પણ વધી ગઈ હતી. આટલી વાત કર્યા પછી અકબર બાદશાહ બિરબલને પૂછવા લાગ્યાં કે પણ એ તો કહો કે બિરબલ એ સ્થળ શું ખરેખર પાક છે? ત્યાં શું ખરેખર આપને ઓલિયા ફકીર મળેલા…..? ત્યારે બિરબલ કહે હુજૂર હજુ પણ ન સમજ્યા….? એ જગ્યા પર મને કોઈ જ મળેલું ન હતું મે તો બસ આપના સવાલનો જવાબ આપવા માટે અફવા ઉડાવી હતી.

 

બિરબલે રાજા ને કહું  કે, જ્યાં  બુદ્ધિ નાં સીમાડા  અટકી જાય, અને જેના પૂરાવા ના મળે તેને આપણે શ્રદ્ધા પર છોડી દઈએ છીએ. જે આપણી એક નબળાઈ કહો કે આપણી, મર્યાદા કહો, કે, આપણી લીમીટ ની બહારની વાત, આ  કે જે ,નો કોઈ ચોક્કસ પૂરાવો નથી,  પણ આપણી શ્રદ્ધા વિષે નો પૂરાવો એવું હું સમજુ છું. એવી  વાતને લોકોએ પોતાના સ્વાર્થ, પોતાના હિત,પોતાના જીવનનું  ધ્યેય બનાવી અને અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય સ્થાપ્યું.   તમે તેને તમારી તરફ કેવી રીતે આકર્ષી શકો છો તે તમારી ખુદની શક્તિ ને બુદ્ધિ પર નિર્ભર કરે છે, અને ખાસ કરીને આ અંધશ્રદ્ધા નો ઉપયોગ કરી ને જ.

 

 

સાભાર : પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ.
[email protected]

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ઉખાણા ભાગ – ૬ …

ઉખાણા ભાગ – ૬ …

 

 

 

આજે ઘણા લાંબા સમય બાદ ફરી એક વખત કોયડા – ઉખાણા ની પોસ્ટ બાળકો – યુવાધન અને વડીલો – સર્વે વાંચક વર્ગ માટે મૂકવા નમ્ર કોશિશ કરેલ છે; આશા છે આપને પસંદ આવશે અને કોયડાના સાચા જવાબ પણ પોસ્ટની આખરમાં નીચે દર્શાવેલ છે જે મેળવી લેશો.

 

૧) તમે આવતા’તા અમે જતા’તા,
અમને દેખીને તમે રોઈ શું પડ્યા?

 

૨) નાનેથી મોટો થાઉં, મોટેથી નાનો થાઉં
દિવસે દિવસે મોટો થાઉં, દિવસે દિવસે નાનો થાઉં

 

૩) રાતમાં રહું છું,
પણ દિવસમાં રહેતો નથી
દીવો કરો તો,
દીવાની નીચે સંતાઈ જાઉં છું
પણ દીવાની ઉપર હું રહેતો નથી

 

૪) કોઈ આપે છે, કોઈ ખાય છે,
ખાવા ને આપવા છતાંયે એ કોઇને પસંદ નથી

 

૫) લુચ્ચાનો સરદાર ને પાખંડનો છે પીર;
જનાવરનો જમાદાર, ને શિકારે શૂરવીર

 

૬) વધ્યા કરે કાયમ, ક્યારેય એ ઘટતી નથી
દર વર્ષે એ આવે ત્યારે, ગમતું છતાંયે ગમતું નથી

 

૭) પાળીતો છું, પણ કૂતરો નથી
નકલ કરું છું, પણ વાંદરો નથી

 

૮) ઝાડનું છોકરું ને ઘેર ઘેર વસતું;
હજાર ચીજો થાય, જે સુથાર ઘરે રમતું

 

૯) રાઇ દેવામાં રાણી હું, ફળ દેવામાં માહિર હું
ફળ રૂપે તો કોઈને ન ગમતી પણ,
મારું ધ્યાન ન રાખે તો જીવ એનો લેતી

 

૧૦) ન તો મને દાંત છે, ન તો મને મોઢું,
નવો નવો સજાવી લો તોયે
બટકું ભરી લઉં છાનું માનું

 

૧૧) આખું હોઉં તો પૂજામાં સમાઉં
તૂટી જાઉં તો ઉપયોગમાં આવું

 

૧૨) મારી પાસે છે શહેર, ગામ, તાલુકા ને જિલ્લા તોયે મારી પાસે ઘર નથી
મારી પાસે છે જંગલ ઘણા તોયે મારી પાસે વૃક્ષ ને વેલીઑ નથી
મારી પાસે છે નદી, તળાવ ને સમુદ્ર ઘણાં, પણ તોયે મારી ધરતી સૂકી

 

૧૩) ઉપર જાઉં, નીચે જાઉં
જ્યાં લઈ જવા માગો ત્યાં જાઉં
પર્વતોનાં શિખરો પર પણ જતી ને,
નીચે ખીણ સુધી પણ આવી જતી
લોકો કહે છે કે હું આવતી જતી ને લઈ જનારી છું
પણ તોયે મારી જગ્યાને છોડી ક્યાંય જતી નથી હું

 

૧૪) ચોટી પણ છે મને અને પગ પણ છે મને તોયે
મારી જગ્યા પરથી હલતો નથી તેવો હું અચલ છું

 

૧૫) દિવસે હું કામ કરું નહીં ને,
રાત્રીભર હું જાગતો રહું
તોયે દર મહિને પૂરું કમાઈ લઉં

 

૧૬) વીસ જણાના માથા કાપ્યાં તોયે
ન તો લોહી નીકળ્યું, અને ન તો ખૂન કર્યું

 

૧૭) જલીને બને ને, જલમાં રહે
આંખોને જોઈ ખૂસરો કહે
જલીને બનતો તોયે નજર ઉતારે
ને જલમાં રહી સુંદરતા વધારે

 

૧૮) સંજ્ઞામાં હું અક્ષર છું, સર્વનામમાં હું નથી
ફરી જ્ઞાનીમાં હું વસી જાઉં છું, મૂર્ખમાં હું વસતો નથી
નામ મારું કહો ચતુર સુજાણ હું બારાખડીનો ક્યો અક્ષર છું?

 

૧૯) વૃક્ષ ઉપર વસુ તોયે હું પંખી નથી
દૂધ આપું તોયે હું ગાય નથી
મોળો છું તોયે હું મધુરો છું.
પૂજન કરો મારું ત્યારે દેવોનું હું પ્રતિક છું

 

૨૦) ફાટું છું પણ કપડું નથી
ફાટું ત્યારે અવાજ કરતું નથી

 

૨૧) સીટી એની ઘરે ઘરમાં વાગે
ખાવાનું એ ઝટપટ બનાવે

 

૨૨) નાક ઉપર આવીને શાનથી બેસે
પગને વાંકા વાળી કાન પર ગોઠવે

 

૨૩) ગંગાના નિર્મલ કિનારે હરિનાં દ્વાર ઝટપટ ખૂલે
મનની મનસા પૂરી કરી કરતી, સાધુ સંતો સૌ એને જુએ

 

૨૪) એનું પ્રત્યેક અંગ એ કામ આવતું એનાથી તો જીવન ચાલતાં
હરિયાળીની સાથે પ્રાણવાયુ આપી પોઝિટિવ એનર્જી વધારતાં

 

૨૫) ચોંસઠ ખાનાનાં મેદાનમાં બાળકો ને મોટાઓ રમે
વિશ્વને મળતું ભારતદેશ તરફથી દાન, એને જોઈ ખેલાડીઓને આવતું તાન

 

૨૬) દૂર-સુદૂર સુધી લઈ જાય સવારીઑ,
ક્યાંક ઘણો માલ સામાન નાખે
એક માં ની પાછળ પાછળ ગાડીને ચાલતી જુઓ

 

૨૭) સૂરમાં હું શાંતિથી વસું છું પણ તાલમાં હું રહેતો નથી
સ્વરમાં હું રહું છું પણ સ્પંદનમાં હું દેખાતો નથી
જુઓ બારાખડીનાં અક્ષરમાં પણ હું સમાયો છું,
તો જરા વિચારીને કહો તો…ચતુર સુજાણ

 

૨૮) વર્ષારાણી વાદળોનાં રથ પર બેસી ધરતી માથે આવતી
વર્ષા રાણીને આવતી જોઈને, એ તો ઠાઠથી ઉપર જતી

 

૨૯) એ તો કોણ છે જે
ઘર તો લઈ લે છે આખું
પણ જગ્યા જરાપણ નથી રોકતું

 

૩૦) કાગડામાં છું પણ, હંસમાં નથી
ગાય-ભેંસમાં છું પણ ઉંટમાં નથી

 

 

 

જવાબ : ૧] ધુમાડો   ૨] ચંદ્ર   ૩] અંધારું   ૪] ગુસ્સો અને માર   ૫] શિયાળ   ૬] ઉંમર-આયુ       ૭] પોપટ   ૮] લાકડું   ૯] રાઇફલ   ૧૦] જોડા (ચંપલ, બૂટ વગેરે)   ૧૧] નાળિયેર   ૧૨] નકશો-મેપ   ૧૩] સડક   ૧૪] પર્વત   ૧૫] રાતનો ચોકીદાર   ૧૬] નખ   ૧૭] કાજલ   ૧૮] અક્ષર-જ્ઞ ૧૯] નાળિયેર   ૨૦] દૂધ   ૨૧] પ્રેશર કૂકર   ૨૨] ચશ્મા   ૨૩] હરદ્વાર-હરિદ્વાર    ૨૪] વૃક્ષ વનસ્પતિ   ૨૫] શતરંજ   ૨૬] રેલ્વે   ૨૭] અક્ષર-ર   ૨૮] છત્રી  ૨૯] પ્રકાશ   ૩૦] કાળો રંગ

 

 

સાભાર : -પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન મલકાણ –(યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગપોસ્ટ પરના પ્રતિભાવનું સ્વાગત છે., જે લેખિકાની કલમને બળ પૂરે છે અને અમોને માર્ગદર્શક બની રહે છે.

બે યોગી અને નારદ …

બે યોગી અને નારદ …

 

 

એક દિવસ દેવર્ષિ યોગી નારદ એક જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે તેમણે એક ઊધઈનો મોટો રાફડો જોયો. આ રાફડાના મથાળે એક ધ્યાનસ્થ યોગીનું માથું જોઇને તેમને આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું : “ આ શું હશે ? આમ રાફડાના મથાળે યોગીનું માથું કેવી રીતે હોઈ શકે ? ” નારદજી નજીક ગયા અને જોયું તો યોગી ધ્યાનમાં હતા અને આંખો બંધ હતી.

 

 

 two yogi.101022013_0000

 

નારદે મોટેથી પૂછ્યું : ‘યોગીરાજ, આપ અહીં રાફડામાં રહીને શું કરો છો ?

 

થોડીવારમાં યોગીએ આંખો ખોલી અને નારદ સામે જોયું અને કહ્યું : ‘અરે, નારદજી, આપ ? આપ અહીં પધાર્યા એ અમારું સદ્દભાગ્ય છે. હું અહીં ધ્યાન ધરવા આવ્યો હતો. અને પ્રભુના ધ્યાનમાં મગ્ન બની એટલા લાંબા સમયથી બેઠો છું કે આ ઊધઈએ મારી આસપાસ રાફડો બનાવી દીધો. નારદજી, આપ ક્યા જાઓ છો ?’

 

નારદે કહ્યું : ‘વૈકુંઠમાં જાઉં છું. હું ભગવાન વિષ્ણુનાં દર્શને જાઉં છું.’ યોગીએ પૂછ્યું : તમે ભગવાનને માંડશો, ખરું ને ? તો મારા વતી તમો આટલું પૂછશો ?

 

યોગીએ કહ્યું : ‘મારે હજી કેટલું તપ કરવું પડશે ? મારા પર ક્યારે કૃપા કરશે ? મને ક્યારે અનુભૂતિ થશે ? હું ક્યારે એનાં દર્શન કરી શકીશ ? હું ક્યારે એનાં દર્શન કરી શકીશ ? અને આ જનમ – મરણના ફેરામાંથી ક્યારે મુક્ત થઈશ ? આટલું મારે એમની પાસેથી જાણવું છે.

 

તેણે ફરીથી કહ્યું : ‘કૃપા કરી મારા વતી આટલું પ્રભુને પૂછાતા આવશો ?’

 

નારદે જવાબ આપ્યો : ‘જરૂર, હું આ બધું પૂછીશ અને જવાબ પણ લેતો આવીશ.’

 two yogi.201022013_0000

 

પછી નારદજી વનના રસ્તેથી આગળ ઉપડ્યા. થોડા સમય પછી કોઈકનો મોટેથી ગાવાનો અવાજ સાંભળ્યો. આગળ જતાં નારદે જોયું તો એક યોગી મસ્તીમાં નાચતો કૂદતો ગાતો હતો. યોગીની નજર જેવી નારદ પર પડી કે તરત તે તેમની નજીક દોડી આવ્યો. અને પાસે જઇને કહ્યું : ‘અરે, મહર્ષિ ! મારું એક કામ કરતા આવશો ?’

 

નારદે ઉત્તર આપ્યો : ‘જરૂર. મારે તમારું કયું કામ કરવાનું છે તે કહો.’ યોગીએ કહ્યું : ‘હે નારદજી મહારાજ ! જ્યાં સુધી મારું હૃદય – મન પવિત્ર ન બને અને પ્રભુનાં દર્શન ન થાય ત્યાં સુધી જનમ-મરણના ફેરામાંથી છૂટીશ નહીં. મારે તો દયાળુ પ્રભુ પાસેથી આટલું જ જાણવું છે કે હવે મારે કેટલી વાર જનમવું અને મરવું પડશે. મારું આટલું કામ કરી આપશો ?’

 

નારદે ખાતરી આપતાં કહ્યું : ‘જરૂર. તમારા આ પ્રશ્નનો ઉત્તર હું લાવીશ.’

 

નારદજી તો જંગલના રસ્તે આગળ ચાલ્યા. અંતે સ્વર્ગમાં પહોંચ્યા. થોડા વખત સ્વર્ગમાં રહ્યા અને વળી ઊતરી આવ્યા ધરતીલોકમાં.

 

માનવીની ધરતી પર કેટકેટલાંયે સ્થળોમાં ફરતાં ફરતાં એક દિવસે તેઓ એ જંગલમાંથી પસાર થયાં જ્યાં ઊધઈના રાફડામાં રહીને વરસોથી તપ કરતા એક યોગીને મળ્યા હતા.

 

નારદજીને આવતાં જોઇને પેલા યોગીએ અધીર બનીને પૂછ્યું : ‘તમે પ્રભુને મારા વિશે પૂછ્યું ?’

 

નારદે જવાબમાં કહ્યું : ‘હા, મેં તમારા વિશે બધું પૂછી જોયું.’

 

યોગીએ પૂછ્યું : ‘સાચે જ તમે પૂછ્યું ? એમણે શો જવાબ આપ્યો ?’

 

નારદે શાંતિથી કહ્યું : ‘પ્રભુએ કહ્યું કે તમારે ચાર ચાર ભવ આવાં તપ કરવાં પડશે, ધ્યાન ધરવાં પડશે. પછી જ જનમ – મરણના ફેરામાંથી મુક્ત બનશો.’

 

આશ્ચર્ય અને નિરાશા સાથે યોગી બોલ્યો : ‘શું કહ્યું ? આટલાં આટલાં તપ-ધ્યાન કર્યા અને હજી ચાર ચાર ભવ સુધી તપ – ધ્યાન કરવાં ? આ મારી આસપાસ રાફડો જામી ગયો એટલાં તપ-ધ્યાન કર્યા એ શું પૂરતું નથી ? કહો તો ખરા ! છતાં ય હજી ચાર ચાર ભવ તપ કરવાં ? અરેરે ભગવાન આ શું !’ આમ કહીને તે તો માંડ્યો રળવા.

 

નારદે શાંતિથી કહ્યું : ‘હવે તો તમારે માત્ર ચાર જન્મ સુધી જ તપ – ધ્યાન કરવાનાં છે.’ આમ કહીને નારદજી તો થયા ચાલતા.

 

ચાલતાં ચાલતાં નારદજી પેલા નાચતા – ગાતા યોગીને મળ્યા.

 

તેણે નારદજીને પૂછ્યું : ‘હે મહારાજ, તમે મારા વિશે પ્રભુને પૂછી જોયું ?’ નારદે જવાબમાં કહ્યું : ‘હા, મેં બધું પૂછી લીધું છે.’

 

‘એમ ! તો ભગવાને શો જવાબ આપ્યું ?’

 

નાચતાં – ગાતા યોગીએ પૂછ્યું. નારદજી બોલ્યા :

 

‘આ સામે આંબલીનું ઝાડ દેખાય છે એની ઉપર જેટલાં પાંદડાં છે, એટલા જન્મમાંથી તમારે પસાર થવાનું છે ! ત્યાર પછી જ તમારાં મન હૃદય પવિત્ર થશે અને ઈશ્વરનાં દર્શન થશે અને તમને મુક્તિ મળશે.’

 

આ સાંભળીને પેલો યોગી આનંદથી નાચવા લાગ્યો અને તે બોલ્યો : ‘વાહ ! પ્રભુ વાહ, નારદજી, મને ખાતરી ન હતી કે મને આટલા ટૂંકા સમયમાં જ મુક્તિ મળશે ! ફક્ત આ આંબલીનાં પાંદડાં જેટલા જ મારે જન્મ લેવા પડશે ! અને પછી બસ મુક્તિ જ મુક્તિ ! પ્રભુએ અમી દ્રષ્ટિ કરી ખરી !’ અને પછી તો યોગી આનંદ મગ્ન બનીને નાચવા-ગાવા લાગ્યો.

 

એ જ પળે એકાએક વીજળીનાં ઝબકારની જેમ દિવ્ય પ્રકાશે આકાશ ઝળહળી ઊઠયું ને આકાશવાણી થી. એ દિવ્યવાણીએ નાચતા-ગાતા યોગીને કહ્યું : ‘હે વત્સ ! તું આ ઘડીથી જ મુક્ત છો ! પ્રભુ તારા પર પ્રસન્ન થયા છે. કારણ કે, તારામાં અખૂટ ધીરજ – શાંતિ, સ્વસ્થતા, સ્થિરતા છે. આંબલીને કેટલાં બધાં પાંદડાં છે ? છતાંય એટલા બધા જન્મ સુધી તપ – ધ્યાન કરવા તું આતુર હતો. એનો અર્થ એ કે તું પ્રબળ શ્રદ્ધાવાળો, દ્રઢ મનોબળવાળો છે. તારો નિર્ણય મક્કમ હતો કે તું ઈશ્વરનાં દર્શન કરશે અને મુક્તિ મેળવશે. એટલે જ પ્રભુએ તને આ જ ઘડીએ મુક્તિ આપી છે. હવે તારે ફરીથી જનમવું પડશે નહિ. તને પ્રભુની સાથે જ રહેવાનો અવસર સાંપડ્યો છે.’

 

બોધ : બહાદુર, ઉદ્યમશીલ, ધૈર્યવાન અને ઉત્સાહી મનુષ્ય – ઘણી વાર અશક્યને ય શક્ય કરી બતાવે છે.

 

 

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘વિવેકાનંદની સચિત્ર બાળવાર્તાઓ’ માંથી સંકલિત)
(રા.જ.૧૦-૯૭/૩૬૩-૬૫)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવનું સ્વાગત છે, જે અમોને પ્રેરણાદાયી બની રહે છે.

(૧) ઈશ્વર ક્યાં છે ? …, (૨) વેપારી અને સંત … અને (૩) ત્રણ ઢીંગલી … (બાળવાર્તા) …

(૧) ઈશ્વર ક્યાં છે ? … (બાળવાર્તા …)

 

 

where-is-god[1]

 

 

એક જિજ્ઞાસુ ભક્તે જ્ઞાનીને પૂછ્યું : ભગવાન કેવા હોય છે ? ’ ક્યાં વસે છે અને આપણે એને ક્યાં જોઈ શકીએ ?’

 

જ્ઞાનીએ કહ્યું  : ‘ઈશ્વર સર્વસ્થળે છે. દરેક વસ્તુમાં રહેલો છે. તે આનંદમય, સર્વજ્ઞ અને અમર છે. તે તમારો આત્મા પણ છે.’

 

જિજ્ઞાસુએ પૂછ્યું : ‘જો આમ હોય તો આપણે ઈશ્વરને જોઈ કેમ શકતા નથી ? એને પ્રત્યક્ષ કેમ કરી શકતા નથી ?’

 

જ્ઞાનીએ જવાબ આપ્યો : ‘ઈશ્વર સર્વત્ર રહેલ છે. તમારા હૃદયમાં અને મનમાં પણ તે વસેલ છે પણ તમારું મન એમાં લાગેલું નથી. તમારું મન પ્રપંચમાં લીન છે.’

 

આ રીતે જ્ઞાનીએ ઈશ્વરના અસ્તિત્વ વિશે વિવિધ રીતે જિજ્ઞાસુને વાત કરી. પણ પેલા જિજ્ઞાસુને કંઈ પણ સમજણ ન પડી. તે ઈશ્વરનો સાક્ષાત્કાર ન કરી શક્યો.

 

પછી જ્ઞાનીએ કહ્યું :  ’ભાઈ,તું હરિદ્વાર જા. ત્યાં વિચિત્ર રંગની માછલી છે અને એ માનવીની જેમ વાતો કરે છે. એ માછલી તારા પ્રશ્નનો સાચો ઉત્તર આપશે.’

 

પછી જિજ્ઞાસુએ જ્ઞાનીને પ્રણામ કર્યા અને એનાં ચરણ સ્પર્શ કરીને હરિદ્વાર તરફ પ્રયાણ કર્યું. ગંગાના કિનારે ઊભા રહીને તે પેલી વિચિત્ર માછલીના આવવાની રાહ જોતો હતો. તેની સામે આવતી દરેક માછલીને તે પૂછતો : ‘ભગવાન ક્યાં છે ? હું એમણે કેવી રીતે જોઈ શકું ?

 

થોડા સમય પછી એ વિચિત્ર માછલી આવી અને તેણે જિજ્ઞાસુને પૂછ્યું : ‘તમે ક્યાંથી આવો છો ?’ જિજ્ઞાસુએ કહ્યું : ‘મને એક જ્ઞાની પુરુષે તમને મળવા કહ્યું છે. મારો પ્રશ્ન આ છે – ઈશ્વર ક્યા છે અને એને હું કેવી રીતે સગી આંખે જોઈ શકું ?’

 

માછલીએ કહ્યું : ‘છેલ્લા સાત દિવસથી હું તરસી છું. એટલે મને ક્યાંથી પાણી મળે એટલું કહી દો.’ માછલીના આ શબ્દો સાંભળીને પેલો જિજ્ઞાસુ તો હસી પડ્યો અને કહ્યું : ‘ અરે મૂરખી ! પાણી તો સર્વત્ર છે, તારી ઉપર, તારી નીચે, તારી ચારેબાજુએ !’

 

જિજ્ઞાસુએ હસતાં હસતાં આ બધું કહ્યું. એ સાંભળીને માછલીએ ગંભીરતાથી કહ્યું : ‘ હે જિજ્ઞાસુ ભક્ત ! તું યે મારી જેમ મૂરખ છો. જે ઈશ્વરને તું શોધે છે તે તારી ઉપરેય છે, નીચેય છે અને બધી બાજુએ છે. તે સર્વત્ર રહેલ છે.’

 

હવે પેલા જિજ્ઞાસુ ભક્તને થોડો સંતોષ થયો અને પૂછ્યું : ‘તો પછી એ આનંદમય ઈશ્વરને હું જોઈ કેમ શકતો નથી ? હું દુઃખી કેમ છું ?’

 

પેલી માછલીએ જવાબ આપ્યો : ‘મારે પણ તને એ જ પૂછવાનું છે.જો પાણી મારી ચારે- બાજુ હોય તો પણ હું તરસી કેમ છું ? અને મારી તરસ કેમ બુઝતી નથી ?’

પેલા જિજ્ઞાસુ ભક્તને માછલીની દેહરચનાનો ખ્યાલ હતો. જ્યાં સુધી માછલી મોઢું ઉપર રાખીને તરતી રહે ત્યાં સુધી પાણી એના મોમાં જઈ ન શકે. પોતાની તરસને છીપાવવા એણે પોતાના મોંને પાછળ રાખવું પડે. જો માછલીની દેહની રચના આવી ન હોત તો માછલીના મોંમાં પાણી સરળતાથી પ્રવેશી શકત અને વધારે પાણી આવી જાય તો મરી પણ જાત. પછી પેલા ભક્તે કહ્યું : ‘તમારું મોઢું જરાક ફેરવો અને તમારી તરસને બુઝાવો.’

 

પછી માછલીએ પેલા જિજ્ઞાસુ ભક્તને કહ્યું : ‘મારી તરસને છીપાવવા માથું પાછળ કરવું પડે; એવી જ રીતે તમારે પણ ભગવાનને જોવા અંતરાત્મામાં દ્રષ્ટિ કરવી પડે. તમારી અંદર જોવું પડે. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા તમારી આકાંક્ષાઓને છોડો. એટલે કે તમે તમારા મનને આ પ્રપંચવાળી વસ્તુઓથી દૂર કરો અને આનંદમય ઈશ્વર તરફ વાળો. ત્યારે તમારા દુઃખનો અંત આવશે અને તમે શાશ્વત આનંદ પ્રાપ્ત કરશો.’

 

આમ કરીને પેલો જિજ્ઞાસુ ભક્ત એના ઉપદેશને અનુસર્યો અને એણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો.

 

(૨) વેપારી અને સંત …

 

 

પરેર નામના એક સંત હતા. તે એક જગ્યાએ ઠરી ઠામ થઈને ન રહેતા. હંમેશાં પરિવ્રાજક રૂપે ઘૂમતા રહેતા. દરેક સ્થળે એમને ભિક્ષા આપનારા લોકો મળી આવતા. એક દિવસ એક ગામડામાં તેઓ આવ્યા. એમણે પૂછ્યું : ‘આ ગામમાં ધર્મશાળા ખરી ?’ રાહદારીએ એક વેપારીનું નામ આપ્યું. તેણે કહ્યું : ‘એ વેપારી ઘણો અમીર છે અને સત્યનિષ્ઠ છે. તમે તેની પાસે જાઓ.’

 

વળી પાછા પરેરે રાહદારીને પૂછ્યું : ‘એમને કેટલાં બાળકો છે, એમની પાસે કેટલી ધનદોલત હશે, વગેરે.’ રાહદારીએ કહ્યું : ‘એની પાસે લાખેક રૂપિયા હશે અને ચાર દીકરા છે.’

 

પછી પરેર તો વેપારીના ઘરે ગયો. વેપારીએ એમનું સન્માન-સ્વાગત કર્યું. સંતે કહ્યું : ‘મને તમારી ભલમનસાઈ ગમી. પરંતુ ભોજન લેતાં પહેલાં મારા બે પ્રશ્નોના ઉત્તર તમે આપશો?

 

પ્રથમ પ્રશ્ન છે – તમારી પાસે કેટલું ધન છે અને તમારે કેટલાં બાળકો છે ?’

 

વેપારીએ જવાબ આપ્યો : ‘મારી પાસે પચાસેક હજાર રૂપિયા છે અને બે બાળકો છે.’

 

આ સાંભળીને સંતે કહ્યું : ‘ના, તમે ખોટું કહો છો. તમારી પાસે લાખ રૂપિયા છે અને ચાર બાળકો છે, ખરું ને ?’

 

આ સાંભળીને વેપારીએ કહ્યું : ‘સંતજી તમારી વાત સાચી છે. મારી પાસે જે કુલ રકમ હતી એમાંથી સાધુસંતો માટે પચાસ હજાર વપરાઈ ગયા છે અને ચાર બાળકોમાંથી બે બાળકો ઈશ્વર સેવા કરે છે અને સાધુસંતોની સેવાચાકરી કરે છે. એટલે જ મેં કહ્યું કે મારે બે બાળકો છે અને મારી પાસે પચાસ હજાર રૂપિયા છે.’

 

સંત પરેરે આનંદ અનુભવ્યો અને એ વેપારીની મહેમાનગતિ માણી અને એને આશીર્વાદ પણ આપ્યા.

 

(૩) ત્રણ ઢીંગલી …

 

 

dolls

એક વખત એક રાજ્યમાં શાણા અને વિવેકી રાજા હતા. એમનાં નામયશ દેશ-વિદેશમાં પ્રસરી ગયાં. તે ઘણી કળામાં નિપુણ હતા. એટલે ઘણા નિપુણ કલાકારો એમના રાજદરબારમાં સામૂહિક રીતે આવતા. રાજા એને પારિતોષિક અને માનસન્માન આપતા.

 

એક દિવસ એક કલાકાર એમના દરબારમાં આવ્યો. પોતાની સાથે ત્રણ સુંદર મજાની ઢીંગલીઓ લાવ્યો હતો. એણે પોતે જ એ ઢીંગલી બનાવી હતી. ઢીંગલીઓ એક સરખા ઘાટઘૂટવાળી હતી. ત્રણેય ઢીંગલીઓ રાજા સામે રાખીને કહ્યું : ‘હે મહારાજા, આ ત્રણેયને તપાસી જુઓ અને એમાંથી કઈ સર્વોત્તમ એ મને કહો.’

 

રાજાએ તો ત્રણેય ઢીંગલીઓને પોતાના હાથમાં લીધી, નજીકથી અને બારીકાઈથી તેની તપાસણી કરી. બધી એક સરખી, એક સરખા વજનવાળી અને એક સરખી ઊંચાઈવાળી હતી. એમાં ક્યાંય જુદાપણું ન હતું.

 

રાજાએ નજીકથી ત્રણેય તરફ જોયું. એક ઢીંગલીના બે કાનમાં કાણાં જોયાં. એણે એક દીવાસળી એક કાનમાં નાખી અને બીજા કાનમાંથી સોંસરવી કાઢી. બીજી ઢીંગલીના એક કાનમાં કાણું હતું અને બીજું કાણું હતું મોંમાં. જ્યારે રાજાએ દીવાસળી કાનમાં નાખી તો એ મોંએથી બહાર નીકળી.

 

ત્રીજી ઢીંગલીના એક કાનમાં કાણા સિવાય બીજે ક્યાંય કાણું ન હતું. એટલે કાનમાં દિવાસળી નાખતા એ કાનમાં ને કાનમાં રહી ગઈ.

 

રાજાએ તો ખૂબ વિચાર કર્યો અને પછી કલાકારને કહ્યું : ‘ભાઈ, તમે ખરેખર શાણા કલાકાર છો. હું એ જાણીને રાજી થયો કે તમારી આ કળા દ્વારા તમે વિવેકનો સંદેશ આપ્યો છે.

 

આ ત્રણ ઢીંગલીઓ ત્રણ પ્રકારના મિત્રોની વાત આપણી સમક્ષ મૂકે છે. દરેકે દરેક માણસને મિત્રની જરૂર છે. પોતાના માઠા દિવસોમાં તેની સલાહ સાંભળવી ગમે, એમની પાસેથી કંઈક ઉકેલ મેળવવો ગમે અને મિત્રે કંઈક રહસ્ય જાળવવાનું પણ હોય છે. પહેલી ઢીંગલીના કાનમાં બંને બાજુએ કાણાં હતાં. એ એવા મિત્ર જેવી છે કે આપણને લાગે કે તે સાંભળે છે, પણ ખરેખર તો એ સાંભળતો નથી અને વાતને એક કાનેથી બીજે કાને કાઢી નાખે છે. આવો મિત્ર તમને મદદ ન કરી શકે.

 

બીજી ઢીંગલી મધ્યમકક્ષાના મિત્ર જેવી છે. એ સહાનૂભૂતિપૂર્વક તમારી વાત તો સાંભળે છે, પણ સાથે ને સાથે તમારા માટે ભયરૂપ બની જાય. એનું કારણ એ છે કે એક કાને સાંભળીને મોં દ્વારા તમારું બધું રહસ્ય આખા ગામમાં ફેલાવી દે છે.

 

ત્રીજી ઢીંગલી ખરેખર સુંદર મજાની છે, તે ઉત્તમ મિત્રની વાત કરે છે. એનામાં ધીરતા છે. તમે એને ગમે તેવી ખાનગી વાત કહો તો એ પોતાની ભીતર જ સંઘરી રાખે છે અને બીજાને કંઈ કહેતો નથી. જો આવો મિત્ર હોય તો એની સંગત તમારા માટે સલામત ગણાય.’

 

રાજાની આ ઢીંગલી વિશેની સમજણની વાત સાંભળીને કલાકાર તો રાજી રાજી થઇ ગયો. અને રાજાની ખૂબ પ્રશંસા કરી. રાજાએ પણ એને પુરસ્કાર અને માનસન્માન આપ્યાં.

 

 

(રા.જ.૭-૧૦(૧૭૦-૭૧)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

પોસ્ટ પરના આપના પ્રતિભાવ નું સ્વાગત છે, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

પ્રકૃતિની પગદંડી – નદી …

પ્રકૃતિની પગદંડી – નદી …

 

આજે  ભારતમાં અનેક સ્થળોએ દુષ્કાળની પરિસ્થિતિનો સામનો અનેક રાજ્યો અને પ્રજા કરી રહી છે, અને આવું દર વર્ષે કોઈ ને કોઈ રાજ્ય ભોગ બને છે. પરંતુ આવું બનવા પાછાળ નું કારણ જાણવાનો આપણે ક્યારેય વિચાર કર્યો છે ખરો ? એક સમય એવો હતો કે આપણા શહરે અને ગામના ભાગોળે – સીમાડે કે ગામ વચ્ચેથી કોઈ ને કોઈ નાની -મોટી નદી પસાર થતી હતી, અને આપણી બેન દીકરીઓ બેડા અને ઘડુલા ને માથે લઈને વાતો કરતી પાણી ભરવા નદીએ જતી, કપડા ધોવા જતી, નાહવા બાળકો-બેનો અને ભાઈઓ પણ જતાં. હવે આવી જીવિત નદીઓ ક્યાં જોવા મળે છે ? ધરતીને આપણે  છેદી નાંખી છે, એટલું જ નહિ નદીઓ ગંદી કરી મૂકી છે કે નીર ને સૂકવી નાખ્યા છે. ગંદી રાજરમત અને અનૈતિક વ્યવહારો- લાલસા, સત્તા લોલુપતા  ને કારણે ધરતી મા તરફ કે ( જનની) નદીઓ તરફ કોણ ધ્યાન આપશે ?

 

આજે નદીઓની થોડી વાત લઈને આપણી વચ્ચે આવ્યા છે અમેરિકાથી પૂર્વિબેન મલકાણ. ‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ મોકલવા બદલ અમો પૂર્વિબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ.

પ્રિય સખી,

કુશળ હોઈશ !

આજે ફરી આપણે કૃષ્ણકેડી પરથી ફરવા નીકળી પડ્યા છીએ ત્યારે આજે હું તને એક નવી જ દુનિયામાં લઈ જવા માંગુ છું માટે ચાલ સખી તૈયાર છે કે? સખી બચપણનો ગુલમહોર જીવનની પ્રત્યેક પળોએ મહોર્યો રહે છે. જીવનના આ ઉત્તરાર્ધમાં આવીને પાછળ ફરીને જોતાં જે વૃક્ષ સદાયે યાદોના પુષ્પોથી છવાયેલું દેખાય છે તે કેવળ બચપણ છે. જીવનની આધિ, વ્યાધિ અને ઉપાધિથી દૂર રહીને આનંદથી કિલ્લોલ કરતું, નિખાલસતાની પગદંડી પર નિર્દોષ હાસ્ય સાથે, દરેક ક્ષણે મોટા થઈ રહ્યા હોવાની અનુભૂતિ સાથે ખીલી રહેલું બચપણ. એજ બચપણ આજે અતીતની યાદો સાથે ઘણું જ પાછળ છૂટી ગયું છે પણ તેમ છતાં એ યાદોની ચિઠ્ઠીઓ આજે પણ વારંવાર વાંચવી ગમે છે. જ્યારે જ્યારે અતીતના પાનાઓ ખોલવાનો અવસર મળે છે ત્યારે ત્યારે સમયની સાથે છૂટી ગયેલા અનેક સ્વજનોની સાથે સહેલીઓ પણ એ પાનાઓની તસ્વીરોમાં બોલી ઊઠે છે ક્યારેક વિચારું છુ કે વિતેલા સમય પાસેથી જો કોઈ ભેંટ મળી શકતી હોત તો ચોક્કસ બચપણની એજ યાદો ને ફરી મેળવી લેત પરંતું આજે એ શક્ય નથી કારણ કે વિતેલા એ દિવસો ઘણા પાછળ છૂટી ગયા છે અથવા હું એ સમયથી ઘણી આગળ નીકળી ગઈ છુ આજે આ અતીતના ઇતિહાસના પાનાંઑ વાંચતી વખતે એ યાદોને તારી સાથે વહેંચવા માંગુ છું, શી ખબર કદાચ આ સફરની વાતો વાંચતાં વાંચતાં કદાચ તારી પણ યાદોનો એક પ્રવાહ મળી જાય.

સાતલડી …

 

મારા બચપણની મારી સૌથી પહેલી સહેલી હોય તો તે છે સાતલડી નદી. ગામનું મોટું ઘર હોવા છતાં સાતલડી સાથે મારે રોજ મળવાનું થતું ક્યારેક પાણી ભરવાને બહાને તો ક્યારેક ન્હાવાને બહાને, ક્યારેક વળી કપડા ધોવાને બહાને તો વળી ક્યારેક સાતલડીના કિનારે આવેલા કબ્રસ્તાનમાં રમવાને બહાને, ક્યારેક તેના કિનારે ઉગેલી હરિયાળીમાં ખુલ્લા પગે ચાલવા માટે, તો ક્યારેક કબ્રસ્તાનમાં રહેલા હાથીયા થોરના ફળો ખાવા માટે તો ક્યારેક સાતલડીને કિનારે આવેલ બોરડીના બોર તોડવા માટે. સાતલડીને મળવાના બહાના તો મારી પાસે અનેક હતા, પણ મારો સૌથી પ્રિય સમય હતો દિવાળી સમયનો. ચોમાસું અને શિયાળો તો મારી સહેલીની પ્રિય ઋતુઓ હતી કારણ કે ચોમાસા પછી તો મારી સહેલીનું રૂપ અનેરું નીખરી આવતું હતું, તે શિયાળાના અંત સુધી નિખરતું રહેતું. સખી ખાસ કરીને ચોમાસે બે કિનારેથી છલકાઈને ઊછળતી, કૂદતી રહેતી મારી સાતલડી અને શિયાળે શાંત બનીને બેસી જતી અને હું મારી આ સાતલડી સખીના તે સમયની યાદોના ફોટાઓ ખેંચીને મારા નાનકડા માનસની તિજોરીમાં છુપાવીને દેતી તેથી આજે આટલા વર્ષ પછી પણ સાતલડીની યાદ એવી જ છે જેવી મે એને બચપણમાં જોયેલી. દિવાળીના દિવસો બાદ જ્યારે એ જળથી છલકાતી ત્યારે તેના પાણીથી રમવા માટે અસંખ્ય માછલીઑ અને જળસાપ આવતાં.

 

સાતલડીના તે નવા મિત્રો સાથે પણ મારી સારી એવી મિત્રતા જામી જતી ત્યારે હું……હું કલાકો સુધી સાતલડી સાથે રમ્યા કરતી અને તેઑ પાણીમાં રહેલા મારા પગની આસપાસ રમ્યા કરતાં. દિવાળીના દિવસો બાદ અમારું વેકેશન પણ પૂરું થતું તે સાથે મારી સહેલીનું રૂપ ધીરે ધીરે ઓછું થતું જતું. ને ઉનાળો !!!! ઉનાળો તો મારી સાતલડીને જરા પણ ન ગમે ઉનાળાના દિવસો શરૂ થતાં થતાં તો મારી સહેલી સાવ સુકાઈ જતી ને મારા મિત્ર માછલી અને જળસાપ પણ ત્યાંથી દૂર ચાલ્યાં જતાં. સખી સાતલડી સાથેની મારી આ મિત્રતા ૧૭ વર્ષ સુધી ચાલી ત્યારબાદ મારી જિંદગી પણ બદલાઈ.

 

૧૭ વર્ષ પછી મને પણ એક સાથી મળ્યો જેના પ્રેમને કારણે, તેનો સાથ આપવા માટે મે ગામ છોડયું અને ગામ સાથે સાતલડીનો સાથ પણ છૂટી ગયો. સખી પરંતુ ફક્ત સાથ છૂટી ગયો હતો હં….. સાથ છોડયો ન હતો…..તેથી જ્યારે જ્યારે ગામ જતી ત્યારે સાતલડીને પણ મળવા ચોક્કસ જતી હતી. પરંતુ સખી પછી તો એવો સમય પણ આવ્યો કે હું ગામ જતી ત્યારે મને સાતલડી મળતી જ નહીં પહેલાની જેમ ખિલી ખિલીને ઊછળતી કૂદતી રહેલી મારી સાતલડી સરિતાનું અસ્તિત્વ લગભગ નહિવત થઇ ગયું હતું, થોડા ઘણાં તેના બચેલા જળમાં લીલ છવાયેલી હતી, તેનું પાણી અત્યંત દુર્ગંધમય થઈ ગયું હતું, કચરાના ઢગ તેના અંગને ઢાંકી રહ્યાં હતાં, તેના કિનારા પર રહેલ હરિયાળી સુકાઈ ગયેલી હતી. મારી સૌથી પ્રિય એવી સખીની આ દુર્દશા જોઈ મને ખૂબ દુઃખ થતું. સખી આજે પણ હું સાતલડીને ઘણી જ યાદ કરું છુ. ગામથી કોઈ આવે ત્યારે સાતલડીના સમાચાર ચોક્કસ પૂછું છું પરંતુ મને એજ સમાચાર મળે છે કે મારી સહેલી ગામ છોડીને ચાલી ગઈ છે. સખી આજે ભલે સાતલડી ફક્ત મારી યાદોમાં રહી ગઈ હોય પણ તેમ છતાં આજે પણ અમારા બચપણની અમુલ્ય પળોએ અમને બંનેને સમયના કોઈ બંધનમાં ચોક્કસ બાંધી રાખ્યાં છે.

 

મુલામુઠા …

 

સાતલડીનો સાથ જેમ મને મારા બચપણને સંવારવા મળ્યો તે રીતે મુલામુઠાનો પણ સાથ મળ્યો, પરંતુ એક વડીલની જેમ. મુલામુઠાએ પણ મારા મનની અંદર રહેલી સાતલડી સાથેના દિવસોને સદાયે એ રીતે જીવંત રાખ્યાં હતાં કે પુનાના રસ્તાઓ પરથી પસાર થતી વખતે મુલામુઠામાં મને અનાયાસે ક્યારેક સાતલડી પણ સંતાયેલી દેખાઈ જતી હતી. મુલામુઠા ……..આમ તો એ ભીમાનદીના જ બે પ્રવાહ હતા જેમનું પાછળથી પૂનામાં સંગમ થયું અને તેઓ મુલામુઠારૂપે ઓળખાયા. આમતેમ રમતી જતી, લોકજીવન અને પ્રકૃતિને પોતાના પાલવ સંગે બાંધતી જતી આ બંને બહેનોને તેમના પ્રેમ અને સંપે તેઓને એકબીજાની સાથે સદાયે સંગમ બ્રિજ પાસે બાંધી રાખ્યાં. નવરાત્રિના દિવસોમાં મારે આ બંને બહેનોને ખાસ મળવાનું થતું હતું. પરંતુ નવરાત્રિના દિવસો બાદ કરતાં સામાન્ય દિવસોમાં પૂનાના સંગમબ્રિજ પાસેથી નીકળતી એ બે બહેનો સાથે મારી હંમેશા મૂક વાતો થયા કરતી અને ઘણીવાર અમારા મૌનમાં અનેક વાતોનો સંગમ થયાં કરતો. પરંતુ સખી જેમ મને સાતલડીને મળતાં આનંદ અને દુઃખ બંને સાથે થતાં તેમ મુલામુઠા માટે પણ હતું એક તરફ મુલામુઠાની મળીને આનંદ થતો બીજી બાજુ મુલામુઠાની સ્થિતિ જોઈને દુઃખ પણ થતું હતું. કારણ કે તેની સ્થિતિ તો મારી સાતલડી કરતાં પણ વધુ ખરાબ હતી. સખી હું મારી આ બંને સહેલી પાસેથી એક ખાસ વાત શીખી હતી તે હતું કે સમય સાથે વહેવાનું, આજ કારણે સખી એક દિવસ એવો પણ આવ્યો કે મારો એમની સાથેનો સાથ છૂટી પણ ગયો.

 

 

મેરીમેક …

 

સખી યુ એસ એ માં આવતાં જ સૌ પ્રથમ મને સાથ મળ્યો હતો તે સહેલી હતી મેરીમેક રિવર. બિલકુલ ઘરની પાછળથી જ વહેતી જતી એ નદીના પ્રતિબિંબમાં ક્યારેક હું મારા અતીતમાં રહેલ બંને સાહેલડીઓને મળી લેતી પરંતુ મેરીમેક એ બંને કરતાં ઘણી જ અલગ હતી. તેનામાં રહેલ વિશાળ જળનિધિ, મોટો પટ્ટ અને ધ્યાનપૂર્વક લેવાયેલ કાળજીને કારણે તે ઘણી જ સુંદર પણ હતી અને પોતે સુંદર હોવાનું તેને થોડું અભિમાન પણ હતું. પરંતુ મારે ક્યાં તેનું અભિમાન જોવાનું હતું જેમ એ નદીના ગુણ છોડીને બદલાયેલી હતી તેમ હું યે સમયના પ્રવાહમાં બદલાઈ ગયેલી હતી ને.

 

ગઇકાલે જ્યાંથી મે મારા બચપણના પગલાઓની છાપ છોડેલી હતી તેવાં જ પગલાઓની છાપ લઈને હું મારા બાળકોની આંગળી પકડીને આવતી અને મેરીમેકના વિશાળ પ્રવાહ પાસે, તેના કિનારા પરની રજમાં છાપ છોડવાને માટે ઊભી રહેતી. જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ અમે બંને પણ અમારો અતીત ભૂલીને નવા સાહેલડી બનવામાં મગ્ન થઈ ગયાં ત્યારે હું મેરિમેકને પૂછતી રહેતી કે તું આટલી સુંદર શી રીતે છે? તે મને કહેતી કે હું સુંદર છું કારણ કે મારો પરિવાર મારી કાળજી રાખે છે. મારા પરિવારના લોકો મારા તટ્ટ પર કચરો થવા દેતા પણ નથી અને મારા પાણીમાં કચરો આવવા પણ દેતા નથી. મારા કિનારા પર અને મારા શહેરમાં વૃક્ષોનું આરોપણ કરી મારી સુંદરતામાં વધારો કરે છે. કેમિકલયુક્ત પાણી, ગટરના પાણીના નિકાલ માટે વ્યવસ્થાઓ બનાવેલ હોય છે અને તે વ્યવસ્થાઓનું લોકો નિયમપૂર્વક પાલન પણ કરે છે. ડેમ, બંધ વગેરે તો અહીંના લોકો પણ બનાવે છે કારણ કે માનવો માટે તે હોવા પણ જરૂરી છે પરંતુ સાથે સાથે મને નુકશાન ન થાય તે વાતનો ખાસ ખ્યાલ પણ રાખે છે.

 

પ્રદૂષણ અને પ્રદૂશીત વાતાવરણને રોકવા માટે ફક્ત સરકાર જ નહીં પરંતુ સામાન્ય જનસમુદાય પણ મદદ કરે છે અરે એવં નાનામાં નાના બાળકો પણ મારા કિનારાને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરે છે. અરે તું જ જો તું તારા બાળકો સાથે રોજ મને મળવા આવે છે ત્યારે તે કેટલીવાર મારા કિનારા પર કચરો નાખ્યો? મે કહ્યું એકવાર પણ નહીં આ સાંભળીને મેરીમેક કહે કે તું હંમેશા તારી સહેલીઑ સાતલડી અને મુલામુઠાની વાત કરે છે પણ હવે તું જ મને કહે કે જે રીતે તું મારી પ્રજ્ઞાનું ધ્યાન રાખે છે તે જ રીતે શું તે પણ ક્યારેય તારી એ સહેલીઓની પ્રજ્ઞા વિષે ધ્યાન રાખ્યું છે? શું ક્યારેય તે તારી એ સહેલીઓના પટ્ટ સ્વચ્છ રહે તે માટે કર્મ કર્યું છે? તમે કહો છો ને કે સાથી હાથ બઢાના પરંતુ તમારા દેશમાં આટલી વસ્તી હોવા છતાં ક્યારેય તમે તમારી એ સાહેલીઓને પ્રદૂષણમાં ખોવાઈ જતી બચાવવા માટે નાના મોટા સહુએ સાથે મળીને નિરંતર ધ્યાન રાખ્યું છે? પોતાના ઘરને સ્વચ્છ તો સહુ રાખે પણ જ્યાં તમારું ઘર રહેલું છે એ ઘરના વિશાળ આંગણારૂપી શહેરને સ્વચ્છ રાખવાનું અભિયાન તમે ક્યારેય કર્યું છે? જે રીતે દર રવિવારે અહી સફાઈ કરતાં નાગરિકોની જેમ શું તમારા દેશના નાગરિકોએ ક્યારેય પ્રયત્ન કર્યા છે? હા વાત કરનારા તો ઘણા જ હોય છે અને શું આપણી જ પ્રકૃતિનું ધ્યાન રાખવું એ ફક્ત એક જ વ્યક્તિના હાથની વાત છે?

 

જ્યારે નાના મોટા સહુ ભેગા મળીને એકજુથ થઈને પ્રકૃતિની રક્ષા માટે એકસરખા કદમ ઉઠાવશે ત્યારે જ આ કાર્યમાં સફળતા મળશે અને સાથે એ પણ છે કે આ કાર્ય કરવા માટે માત્ર ધન નહીં પરંતુ ધનની સાથે જાત મહેનત પણ કરવી જોઈએ. જ્યારે જાતકર્મી પણ બનશો ત્યારે આ કાર્યમાં તમને સફળતા મળશે ત્યારે તારી સહેલીઓનું ખરું અસ્તિત્વ મળી આવશે. આજે ભલે તું સમય સાથે એ જગ્યાઓ છોડીને ચાલી આવી હોય પરંતુ તારી સહેલીઓને એમનું અસ્તિત્વ આપવાનું કાર્ય આજે પણ ચાલું જ હોવું જોઈએ. આવતી કાલે તું પણ મારો સાથ છોડીને એક નવી જગ્યા વસાવશે તો આજે તારું જે કાર્ય અધૂરું છે તે કાર્યની જવાબદારી કોઈ બીજું લઈ લેશે પણ આ કાર્ય સતત ચાલ્યા કરશે ક્યાંય પણ આરામ લીધા વિના. સખી મેરીમેકની વાત હું બસ મૂક રીતે સાંભળતી જ રહી ગઈ છું કારણ કે આજે પણ તેની વાતનો મારી પાસે કોઈ જવાબ નથી કારણ કે આજે પણ મારી સહેલીઓને તેનું અસ્તિત્વ પાછું મળ્યું નથી તેથી હું તેમનાથી અને તેઓ મારાથી બસ છૂટા પડી ગયાં છે.

 

સખી મેરિમેકની વાત કેટલી સાચી છે તે વાતનો અંદાજો આજે મને આવે છે. સખી એક સમયે યમુના, ગંગા, ભીમા, કાવેરી વગેરે નદીઓના પ્રવાહ અતિ વિશાળ હતાં તેમાં વહાણવટાઓ ચાલતાં, વ્યાપાર થતો પરંતુ આજે એ નદીઓ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. વિશાળ પ્રવાહોની વાત તો દૂર ગઈ સખી પરંતુ નાનો શો પ્રવાહ પણ દેખાતો નથી આપણે નદીને આધાર તત્વરૂપ એવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું, જંગલો સાફ કરી નાખ્યાં, જંગલો અને વન સૃષ્ટિ દૂર થતાં વરસાદ ઓછો થઈ ગયો અને વરસાદ ઓછો થઈ જતાં ચોક્કખા પાણીની કમી ઊભી થઈ ગઈ જેથી કરીને જે નદી હજુ પાંચશો વર્ષ પહેલા પાણીથી બારેમાસ છલકાતી હતી તે જ નદીઓ ઉનાળો આવતાં સુધીમાં જ સુકાઈ જાય છે. તદપરાંત ઝેરી પદાર્થો વડે આપણે પાણીની સાથે સાથે હવાને પણ પ્રદુષિત કરી નાખી છે ત્યાં આ વિશાળ નદીઓનું અસ્તિત્વ શી રીતે ટકાવીશું? સખી આપણી આ સરિતાઓને બચાવવાની વાત તો ઠીક પરંતુ આ સરિતાઓના ભાગની ભૂમિનો ભાગ પણ આપણાં દેશની વધતી જતી વસ્તી છીનવી લીધો છે. નથી આપણી પાસે આપણી નદીઓનાં ભાગની જમીનનો ભાગ કે નથી તેનાં પ્રવાહનો ભાગ …..આપણે આપણી આ લોકમાતાઓ માટે કંઇ રાખ્યું જ નથી પછી આ સરિતાઓનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય?

 

સખી હું તો વિચારતી હતી કે સમયને કારણે હું આ આપણી સહેલીઓ રૂપી લોકમાતા અલગ થઈ છું પણ આજે ખબર પડે છે કે એઑ મારાથી ક્યારેય અલગ નથી થઈ બસ મે, અમે ને આપણે જ એને પ્રકૃતિની પગદંડીએથી ખોઈ નાખી છે. સખી આપણે પોતે જ્યારે જાગીશું ત્યારે જાગૃતિ થશે અને આપણી સાથે અન્ય જનો જાગશે ત્યારે જનજાગૃતિ થશે. જ્યારે જનજાગૃતિ થશે ત્યારે આ ભગીરથ કાર્ય પણ સંપન્ન થશે અને સાથી હાથ બઢાનાનો સાચો અર્થ મળશે. સખી આપણાં શાસ્ત્રોમાં કહે છે કે એક ભગીરથ રાજા હતો જેઓએ સ્વર્ગ પરથી ગંગાજીને ભૂમિ પર લાવ્યાં પરંતુ સખી આજે એ યુગ છે જેમાં પ્રત્યેક નર-નારીઓ જ્યારે ભગીરથ બનશે ત્યારે તેઓ કાળની ગતિમાં ખોવાયેલી આપણી આ નદીને ફરી ભગીરથ કાર્યના ફળસ્વરૂપે ભૂમિ પર લાવી શકશે. સખી આજથી આપણી જાતને ખુદને જગાવવાનું અને આસપાસના લોકોને જાગૃતિ આપવાનું કાર્ય હું મારી સાથે તને પણ સોંપી રહી છું, જેથી આપણી આ લોકમાતાઓને પ્રકૃતિ પર પાછા લાવવા આપણે સાથે સાથે કામ કરી શકીએ. ચાલ ત્યારે વિદાય લઉં આપણે ફરી મળીશું આપણી એજ સાહેલડી સરિતાના કિનારે.

 

સૌજન્ય : સાભાર : પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

 

નદીઓ પરની આજની પોસ્ટ પ્રકૃતિની પગદંડી – નદી આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો., આપના પ્રતિભાવ લેખિકાની ની કલમને બળ પૂરે છે અને અમોને માર્ગદર્શક બની રહે છે. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]