(૧) પતૌડી …(પાનથી બનેલી વાનગી) –(મહારાષ્ટ્રીયન) … (૨) ટામેટા નો સૂપ …

પતૌડી …(મહારાષ્ટ્રીયન)

બનાવવાનો સમય – ૧ કલાક
(ઍપિટાઈઝર તરીકે હોય તો : ૩ થી ૪ વ્યક્તિ માટે.)


[અમેરિકા નિવાસી પૂર્વીબેન ‘વાનગીઓ અને મસાલાઓ’ ક્ષેત્રે અનેક વર્ષોથી કાર્યરત છે. તેમણે આ ક્ષેત્રે વિશાળ પાયે કામ કર્યું છે.  આ જ વિષયને લઈને તેમનું ‘રસ પરિમલ’નામનું એક પુસ્તક પ્રકાશિત પણ થયું છે, જેમાં વિવિધ નવી વાનગીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકમાંથી ‘પતૌડી’ નામની આ વાનગીની રીત ‘દાદીમા ની પોટલી’ … ને મોકલવા માટે તેમના અત્રે આભારી છીએ ……  આ અગાઉ તેઓની  અનેક રહ્ચ્નાઓ પણ અહીં આપણે માણી છે…  ]

 

સામગ્રી :

૫-૬ નંગ બટેટા બાફેલા

૬-૭ નંગ લીલા મરચાં

૧ નંગ આદુનો ટુકડો

૪ -૫ નંગ લસણ ની કળી

૧/૨ વાટકી  લીલી કોથમરી બારીક સમારેલી

બારીક સમારેલા મીઠા લીમડાનાં પાન

૧/૪ – ચમચી હળદર પાઉડર

મીઠું સ્વાદ અનુસાર

આમચૂર પાવડર

રાઈ

જીરું

હિંગ

૧૨-૧૩ નંગ કોબીનાં આખા પાન

૧/૪ – ચમચી તેલ -કોબીનાં પાન માટે

૧/૪ – તેલ મસાલો સાંતળવા માટે

૧/૨ – કપ બારીક સમારેલા કાંદા

૧ મોટી તપેલી ( પાણી ગરમ કરવું અને તેમાં થોડું મીઠું અને તેલ નાખવું.)

લવિંગ અથવા દોરો

રીત :

૧ ) સૌ પ્રથમ બાફેલા બટેટાનો માવો કરવો.

૨ ) બારીક સમારેલા કાંદામાંથી ૧/૨ -(અડધા) કાંદા તેમાં મિકસ કરવા….

૩ ) અને બાકીના ૧/૨ -(અડધા) કાંદાને આદું, મરચાની પેસ્ટ સાથે સાંતળવા

૪ ) લીલા મરચા, આદું અને લસણની પેસ્ટ કરવી

૫ ) ૧/૪ – ચમચી તેલ ગરમ કરવા મુકવું

૬ ) તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરું, હિંગ અને હળદર નાખવા

૭ ) હળદર નાખ્યા બાદ તરત જ તેમાં વાટેલાં આદું મરચાની પેસ્ટ નાખવી અને થોડી પળો માટે સાંતળવી

૮ ) બારીક સમારેલા મીઠા લીમડાના પાનની સાથે થોડી કોથમરી પણ તેમાં નાખવી અને બારીક સમારેલા ૧/૨-(અડધા) કાંદા નાખવા અને મિક્સ કરવા અને ફરી થોડી પળો માટે ગેસ પર ચડવા દેવું.

૯ ) બટેટા અને કાંદાના મિશ્રણમાં આ સાંતળેલો મસાલો, મીઠું આમચૂર પાવડર નાખવા

૧૦ ) સ્વાદ મુજબ મીઠું નાખવું થોડી કોથમરી નાખવી અને સરસ રીતે મિક્સ કરવું.

૧૧ ) કોબીનાં આખા પાન કાઢીને તેમાં પાછળના ભાગમાંથી જાડી એવી ડલીનો ભાગ આખું પાન ન તૂટે તે રીતે કાઢી નાખવો. (જે રીતે આળુંના પાતરા બનાવતી વખતે ડલી કાઢી નાખીએ છીએ તે જ રીતે)

૧૨ ) મોટું તપેલું પાણી ગરમ કરવું અને તેમાં થોડું મીઠું અને તેલ નાખવું અને પાણીને ઉકાળવું.

૧૩ ) કોબીનાં પાનને એ ગરમ પાણીમાં નાખવા અને લગભગ ૨૦  સેકન્ડ માટે ગરમ પાણીમાં  ઉકાળી કાઢી લેવા.

૧૪ ) કોબીનાં પ્રત્યેક પાનમાં બટેટાનો થોડો માવો ભરવો અને તે પાન ખૂલે નહીં તે રીતેનો રોલ બનાવીને તેને લોક કરવા માટે લવિંગથી  સીલ કરી દેવું.

૧૫ ) પાન તેલવાળું અને બોઈલ થઈને નરમ પડી ગયું હોઈ ઘણીવાર સીલ કરવા માટે તકલીફ પડે છે આવા સમયે પાનનો રોલ કરી તેને દોરાથી બાંધી દેવો.

રોલને આપ સુપમાં નાખી Bake કરી શકો છો અથવા Appetizer તરીકે પણ પીરસી શકો છો.

મેંદાનો લોટ અને ચોખાનો લોટ લઈ તેમાં મીઠું અને ગ્રીન લીવ્ઝ ઓરેગાનો નાખીને મિશ્રણ બનાવી લેવું. તેમાં રોલ નાખીને તેને બ્રેડ ક્રમ્સમાં રગદોળી તળી લેવા અથવા શેલો ફ્રાય કરી લેવા (કોબીનાં પાન હોવાથી થોડા જ બ્રાઉન થશે )

નોંધ: –

૧ ) ખાતી વખતે દોરો કાઢવાનું ભુલશો નહીં.

૨ ) કાંદાનો ઉપયોગ કરવો હોય તો જ તે બનાવનાર પર આધાર રાખે છે. આ વાનગી તીખી વધુ હોય તો વધારે મજેદાર લાગે છે અને કોઈપણ સમયે ઉપયોગમાં લઈ શકાય છે આ વાનગીની ખાસ બાબત એ છે કે જો તેલ વાપર્યા વગર પણ બનાવવી હોય તો બનાવી શકાય છે તેલ હોય કે ન હોય સામગ્રીમાં પણ પોતાનો સ્વાદ અને સુગંધ જાળવી રાખે છે

૩ ) પાર્ટીમાં આ વાનગી લઈ જશો તો તો ચોક્કસ આપની ટ્રે ખાલી જ પાછી આવવાની. ટી પાર્ટી હોય કે ડ્રિંક પાર્ટી આ વાનગી તેનું આધિપત્ય જમાવી દે છે.

૪ ) બટેટાના આજ માવામાંથી આપ બટેટા વડા પણ બનાવી શકો છો અને તેમ છતાં પુરણ વધી પડે તો આપ આલુ પરોઠા પણ બનાવી શકો છો.અને આલુ પરોઠાથી પણ થાકી ગયા હોવ અને વધુ મજેદાર સાંજ બનાવવી હોય તો આજ પૂરણમાં થોડા લીલા વટાણા બાફીને નાખી દો અને સમોસા અથવા પફ બનાવી લો…… એક સ્વાદ…અનેક  સ્વાદ રૂપ પણ આ બધામાં ખાસ છે અનેરી  મજેદાર … … “પતૌડી….પત્તોથી બનેલી__ પ તૌ  ડી__

(૨) ટામેટા નો સુપ માટેની સામગ્રી :

ટમેટાનો સુપ આપ કેન વાળો પણ લઈ શકો છો અને ઘરે પણ તૈયાર કરી શકો છો.

ટામેટાના  ૬  થી ૭  ટુકડા કરી થોડું ક્રીમ અને પાણી મિક્સ કરી મિક્સીમાં વાટી લેવા

જરૂર પુરતું પાણી નાખવું

મીઠું સ્વાદ મુજબ નાખવું

૧/૨ –  ચમચી ખાંડ

૧/૨ – ચમચી ઘી

૧ – ચમચી આરારૂટનો લોટ (તપકીર  નો લોટ )અથવા કોર્ન સ્ટાર્ચ

૧/૨ – ચમચી જીરું આખું

૧/૪ – ચમચી લાલ મરચાનો પાવડર

રીત :

૧) ટમેટાનો પલ્પ બનાવી લેવો

૨) ઘી ગરમ કરીને તેમાં આખું જીરું નાખવું

૩) આખા જીરા બાદ તેમાં લાલ મરચું નાખવું

૪) ત્યાર બાદ તેમાં ટમેટાનો પલ્પ નાખવો અને ગરમ થવા દેવું.

૫) સ્વાદ મુજબ મીઠું નાખવું

૬) ખાંડ નાખવી

૭) સુપને ઘટ્ટ બનાવવા માટે કોર્ન સ્ટાર્ચ ૧ – ચમચી લઈ પાણીમાં મિકસ કરી ઉમેરવો.

૮) જો ફરાળમાં સુપ વાપરવો હોય તો આરારૂટનો લોટ ૧ -ચમચી મિક્સ કરી દેવો. (ફરાળમાં જે ટામેટાનો ઉપયોગ કરતા હોય તેને માટે)

સાભાર :પૂર્વી મલકાણ મોદી – રસ પરિમલમાંથી

 

બ્લોગ લીંક: http://das.desais.net

“अतिथि देवो भव” …

अतिथि देवो भव” …
આજે ફરી વખત એક નવી કૃતિ શ્રીમતિ પૂર્વિબેન મલકાણ – મોદી (યુ.એસ.એ.) તરફથી ‘દાદીમા ની પોટલી’ મોકલવામાં આવેલ છે, જે બદલ તેમના અમો અત્રે અંતરપૂર્વક ના આભારી છીએ… આતિથ્ય વિષે ખૂબજ સુંદર વાત તેઓશ્રી લઈને આવેલ છે… આપ સર્વે પાઠક મિત્રોને વિનંતિ કે ,અહીં મૂકવામાં આવતી કોઈપણ કૃતિ, રચના કે રસોઈ જો આપને  પસંદ કે નાપસંદ આવે,તો અંગેના આપના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટ્સ વિભાગમાં મૂકી આભારી કરશો., આપના કોઈપણ પ્રતિભાવ લેખક  માટે સદા પ્રોત્સાહનરૂપ બની  રહે છે.)એક સમય હતો કે ઘર આંગણે અતિથિ આવે તો તેનો યથાશક્તિ આવકારો અપાતો તેથી આપણા સાહિત્યોમાં અતિથિને ભગવન કહીને સંબોધિત કરેલ છે પરંતુ અતિથિ કોને કહેવાય? ઉપનિષદમાં કહ્યું છે કે જે મનુષ્ય રાત્રી રોકાણ અર્થે બીજાના ઘરે નિવાસ કરે છે અથવા નિશ્ચિત દિવસ, તિથિ અને સમય આપ્યા વગર આંગણિયે આવીને ઊભો રહે તેને અતિથિ કહેવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં માતા-પિતા અને ગુરૂ પછી ચોથું સ્થાન અતિથિને આપવામાં આવ્યું છે તેથી આપણે માતપિતા અને ગુરુની જેમ “अतिथि देवो भव” કહીને અતિથિ રૂપી વૈષ્ણવોને આવકારીએ છીએ .આપણા સાહિત્યોએ અતિથિના આદર-સત્કારની વાત કરતાં કહ્યું છે કે, “अतिथिम् अभ्यागतम् पूज्यते यथाविधिः “ અર્થાત્ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અતિથિ રૂપી વૈષ્ણવોની પૂજા કરવી. અતિથિ વૈષ્ણવ ઘરે આવે ત્યારે તેને પ્રિય થાય તેવા વચનોથી સન્માનિત કરી મીઠો આવકાર આપવો જોઈએ., તેમના પગ પાણી વડે ધોઈ કોમળ વસ્ત્ર વડે કોરા કરી તેમને બેસવા માટે આસન, પીવા માટે ઠંડુ જળ અને ભોજન માટે અન્ન પ્રસાદ ગ્રહણ કરાવી, તેમને મનુહાર કરીને પ્રસન્ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવેલ છે કે જે મનુષ્ય અતિથિનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કરે છે તેના ઘરે શ્રીમન નારાયણ લક્ષ્મીજી સહીત નિવાસ કરે છે. અતિથિના આદર-સત્કારની વાત કરતાં મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે, અતિથિ અચાનક કોઈ એવા સમયે આવી જાય કે જ્યારે ઘરમાં કંઈ જ ન હોય ત્યારે પણ પ્રેમપૂર્વક બોલીને તેનું સ્વાગત કરવું જોઈએ. અતિથિ સત્કારના ઘણા ઉદાહરણો આપણા સાહિત્યોમાં જોવા મળે છે. ઓગણપચાસ દિવસના ઉપવાસ કરનાર રંતિદેવે પોતાના હાથમાં રહેલ ભોજનનો થાળ ભૂખ્યા અતિથિ, શુદ્ર તથા શ્વાનને સરખા ભાગે વહેંચીને આપી દીધો હતો અને પીવા માટેનું જે પાણી વધ્યું હતું તે પણ એક તરસથી પીડાતા ચાંડાલને આપી દીધું હતું. જૂનાગઢ પાસેના બિલખા ગામમાં રહેતા વૈષ્ણવ શેઠ સગાળશાનું એવું વ્રત હતું કે દરરોજ આંગણે આવેલા એક સંત-સાધુ અને વૈષ્ણવને ભોજન કરાવીને જ પોતે જમે અને જે દિવસે કોઈ વૈષ્ણવ સંત ન આવ્યા હોય તે દિવસે શેઠ અને શેઠાણી ભૂખ્યાં રહે. આપણા પુષ્ટિ માર્ગમાં પણ ઉત્તમ આતિથ્ય સત્કારના અસંખ્ય ઉદાહરણ જોવા મળે છે. પ.પૂ૧૦૮ ગો શ્રી ,મથુરેશશ્વરલાલજી મહારાજ કહે છે કે આ સંસારમાં જો કંઈ સારૂં કરવા જેવું હોય તો આ પાંચ વસ્તુ છે. (૧) સંતો, ભગવદીય, અને વૈષ્ણવોનો સદા સત્સંગ કરવો , (૨) હરિનું ભજન કરી શ્રી હરિ સાથે એકત્વ સાધિ લેવું , (૩) જીવ માત્ર પર દયા અને કરૂણા રાખવી, (૪) પ્રત્યેક વૈષ્ણવોમાં સદ્ભાવના રાખવી અને, (૫) શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુલ પર દ્રઢ વિશ્વાસ રાખવો. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે, “वैश्नवअतिथि प्रियः सुगृहस्थों विशिष्यते” અર્થાત્  જેમને અતિથિરૂપી વૈષ્ણવો પ્રિય છે તેવા ગૃહસ્થોનો વિશેષ મહિમા હોય છે. પ્રિય સખી તેથી આપણાં સંતો કહે છે કે તમારે ભગવાન સાક્ષાત જોવા હોય તો અતિથિઓમાં જુઓ અને ઘરે આવેલા કોઈપણ વૈષ્ણવમાં પ્રભુનું કયુ સ્વરૂપ પધારે છે તે કેમ કહી શકાય પરંતુ શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ કહે છે કે જે વૈષ્ણવોને પોતાના ઘરે પધારેલા વૈષ્ણવોમાં શ્રી ઠાકુરજી દેખાઈ જાય છે ત્યારે તેમને શ્રી હરિની પ્રાપ્તિ પણ થઈ જાય છે.
ઉપરોક્ત લેખ આ સાથે બતાવેલ સાઈટ  પર  પણ  માણી શકશો… … pushti prasad. com
સાભાર : પૂર્વી મલકાણ – મોદી (યુ એસ એ)

કયાંથી લાવું ?? …

કયાંથી લાવું ?? …

radhakrishna

૧) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
-દ્વારમાંથી નંદભવનમાં જવા માટે અધિરી બનતી જાઉં છું
પણ દ્વારમાંથી અંદર જવાનો માર્ગ ક્યાંથી લાવું?
-મા, મૈયા ને અમ્મા બનીને લાડીલાને લાડ લડાવું છું
પણ તોયે માતા યશોદા કેરું વહાલ ક્યાંથી લાવું?
-નરો, ચતુરા ને પાથો સાથે દેવદમનની નિત્ય વાતો કરતી રહું છું
પણ તેમની જેમ દેવદમનને આંખોથી પીવાનો મહાવરો ક્યાંથી લાવું?
૨) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
રોજ યમુના તટ કેરા પનઘટ પર પાણીડા ભરવા જાઉં છું
પણ ગોપીઑ કેરી મટુકીઑ ક્યાંથી લાવું?
-કુમુદિની બનીને રોજે યમુના જલમાં ખીલતી રહું છું
પણ રાધાજીની વેણીમાં ગૂંથાવાને કનૈયાનો હસ્ત ક્યાંથી લાવું?
-અષ્ટ સખાઓ સાથે રહીને નિતનિત નવા પદ ગાતી રહું છું
પણ ઠાકુરજીને રીઝવવા માટે સુંદર ભાવ ક્યાંથી લાવું?
૩) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
-સખાઓ અને સખીઓ સાથે હોળીના રંગોએ રમતી જાઉં છું
પણ રંગીલા વનમાળીજી સાથેના રંગોથી રંગાયેલું હૃદય ક્યાંથી લાવું ?
મારા પ્રમાણેની ઉત્તમ ને સર્વોત્તમ સેવા શ્રી હરિની કરું છું
પણ શ્રી વિઠ્ઠલ પર વ્હાલ ઢોળવાને શ્રી વલ્લભ કેરું વાત્સલ્ય
ક્યાંથી લાવું?
-શ્રી ગોવર્ધનરાયજીના ચરણોમાં બેસી સેવકત્વ સ્વીકારું છું
પણ તોયે શ્રી ગિરિરાજજી તણી દૈન્યતા ક્યાંથી લાવું?
-કુંજ નિકુંજોમાં શ્યામસુંદરને શોધવા માટે ફરતી રહું છું
પણ શ્યામસુંદરને શોધવા માટેની તત્પરતા ક્યાંથી લાવું?
૪) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
સાભાર : પૂર્વી મલકાણ – મોદી  – (યુ.એસ.એ.)

પ્રિય …(રચના) …

પ્રિય … (રચના) …

(આજે ઘણા સમય બાદ ફરી આપણે શ્રીમતી પૂર્વી મલકાણ – મોદી -(યુ.એસ.એ.) દ્વારા મોકલેલ એક સુંદર રચના … પ્રિય … અહીં આજે બ્લોગ પોસ્ટ પર માણીશું., આ અગાઉ આપણે તેમના દ્વારા મોકલેલ લેખ – રચના  તેમજ  રસોઈ ની સુંદર રેસિપીઓ પણ જાણેલ અને  માણેલ. તેઓશ્રી અમેરિકામાં હાલ રહે  છે અને ત્યાં ‘પુષ્ટિપ્રસાદ’ પુષ્ટીય માર્ગ (વૈષ્ણવ સંપ્રદાય) ના સામયિકમાં અવિરત પોતાના લેખ આપે છે. આ ઉપરાંત તેઓ વૈષ્ણવ પરિવાર તેમજ સતસંગ સામાયિક માટે પણ લેખ લખે છે. ….. અમારી વિનંતીને માન આપી તેઓશ્રી એ આજરોજ મોકલેલ તેમની રચના બદલ અત્રે અમે તેમના  અંતરપૂર્વક ના આભારી છીએ…)

પ્રિય …

priye

પ્રિયને ખોઈ પ્રિયમાં ખોવાણી
ખુદને ખોઈ ખુદમાં ખોવાણી
સમીપની સાથે સમીપમાં રહીને
સંગ કેરા સંગના વૈભવ કેરા રસ્તામાં
નાની નાની કેડીઑ મળતી ચાલી
સુંદર શા સાથને માણતી ચાલી
પ્રેમની આહટને સાંભળતી ને સંભાળાવતી ચાલી
કોણ કહે છે કે આ રસ્તો અકારો છે
પ્રિયનો હાથ પકડીને ચાલો તો આગળ આકાશ છે.
-પૂર્વી મલકાણ – મોદી-  (યુ.એસ.એ.)

 

(૧) Pushti Goshthi * પુષ્ટિ ગોષ્ઠી…

(૧)  Pushti Goshthi * પુષ્ટિ ગોષ્ઠી…

 

 

Surdasji
પુષ્ટિ ગોષ્ઠી
Pushti Marg means the path of attainning God through grace.The foundation of Pushti Marg is Hari-Guru-Vaishnav. Pushti Marg is the path of love, seva & remembrance.

 

Pushti Marg is experienced when one has ?dinta? i.e.humbleness.PushtiMarg is path of pure Prem-Lakshna Bhakti, i.e.Bhakti manifested with supreme Love.God menifestedPushtiMarg to have His Seva performed by Pushti souls.

 

*
સ. આપણા સંપ્રદાયનું આખુ નામ શું છે ?
જ. આપણા સંપ્રદાયનું આખું નામ ?શુદ્ધદ્વેત પુષ્ટિ ભક્તિ માર્ગ? છે.
Q. What is the full name of our Sampraday (sect) ?
A. The full name of our Sampraday is Shuddhdvait Pushti Bhakti Marg.
*
સ. શ્રી પુષ્ટિ માર્ગના સ્થાપક કોણ છે ?
જ. શ્રી પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે.
Q. Who is the founder of Shri Pushti marg ?
A. The founder of Shri Pushti Marg is Shri Vallabhachary Mahaprabhuji.
*
સ. શ્રી મહાપ્રભુજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો?
જ. શ્રી મહાપ્રભુજીનો જન્મ ચંપારણ્યમાં -વિક્રમ સંવંત ૧૫૩૫માં -ચૈત્ર સુદ અગિયારસના દિવસે થયો.
Q. When & where was Shri Mahaprabhuji born?
A. Shri Mahaprabhuji was born on the 11th day of Chaitra Vad Vikram Samvant 1535 in Champarany.

 

*
સ. શ્રી મહાપ્રભુજીના પિતાશ્રીનું નામ શું હતું?
જ. શ્રી મહાપ્રભુજીના પિતાશ્રીનું નામ શ્રી લક્ષ્મણ ભટ્ટજી હતું.
Q. What was Shri mahaprabhuji?s father?s name?
A. Shri mahaprabhuji?s father?s name was Shri Laxman Bhattji.

 

*
સ. શ્રી મહાપ્રભુજીના માતાનું નામ શું હતું?
જ. શ્રી મહાપ્રભુજીના માતાનું નામ ઈલ્લમ્માગરુજી હતું.
Q. What was Shri mahaprabhuji?s mother?s name?
A. Shri mahaprabhuji?s mother?s name was Illammagarooji.

 

*
સ . શ્રી મહાપ્રભુજીના પત્નીનું નામ શું હતું?
જ. શ્રી મહાપ્રભુજીના પત્ની ( વહુજી) નું નામ મહાલક્ષ્મીજી હતું.
Q. What was Shri mahaprabhuji?s wife?s (vahuji) name?
A. Shri mahaprabhuji?s wife?s (vahuji) name was Mahalaxmiji.

 

*
સ. શ્રી મહાપ્રભુજીના પુત્રોના નામ શું હતા?
જ. શ્રી મહાપ્રભુજીના પુત્રોના નામ : (૧ ) શ્રી ગોપીનાથજી (૨) શ્રી વિઠ્ઠલનાથજી ( ગોસાંઈજી )હતા.
Q. What were the names of Shri mahaprabhuji?s sons?
A. The name of Shri mahaprabhuji?s sons were : 1 Shri Gopinathji 2 ShriVitthalnathji ( Shri gosaiji )
*
(૨)  શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:…(મહામંત્ર)…
શ્રી...ના ઉચ્ચારથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
કૃ...ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
ષ્ણ...ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ...ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.
ર...ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં...ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ...ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ...ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.
શ્રી...ના ઉચ્ચારથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
કૃ...ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
ષ્ણ...ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ...ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.
ર...ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં...ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ...ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ...ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.
સાભારઃ chetu
http://samnvay.net

 

બ્લોગ લીંક : http://das.desais.net email : [email protected]