બ્રહ્માંડમાં માયા ઉત્પન્ન કરતો પ્રકાશ …

બ્રહ્માંડમાં માયા ઉત્પન્ન કરતો પ્રકાશ …

 

બ્રહ્માંડ દર્શન

– ડૉ. જે. જે. રાવલ

 
 

light

 

પ્રાચીન સમયમાં લોકોને ખબર ન હતી કે પ્રકાશ શું છે. સૂર્યોદય થાય ને બધે પ્રકાશ ફેલાઈ જાય. રાતે જેવો તેવો પણ ચંદ્ર પ્રકાશ ફેલાવે, તો બીજી બાજુ પ્રકાશબિંદુઓ જેવા તારા ટમ ટમે.

 

મુસ્લિમ વિજ્ઞાનીઓથી માંડી ન્યુટન સુધીના બધા વિજ્ઞાનીઓએ પ્રકાશને સમજવા પ્રયત્નો કરેલાં. રસ્તા પર તેલ ઢોળાય ત્યારે આપણને તેમાં રંગો દેખાય. આકાશમાં મેઘધનુષ દેખાય, લિઓેનાર્ડા – દ – વીંચી રાજાપતિ હતો. તેણે અવાજના પડઘા સાંભળેલાં. અવાજનાં પરાવર્તનનો અનુભવ કરેલો. પ્રકાશ પણ આવી રીતે પરાવર્તન કરે છે તેમ તેણે અનુભવ કરેલો. ન્યુટને પછી તેની પ્રયોગશાળામાં પ્રકાશનું મેઘધનુષ જોયું. તેણે સપ્તરંગી ચકરડીને ફેરવીને જોયું તો માત્ર સફેદ રંગ જ દેખાતો. તેથી તેણેે જાહેર કર્યું કે સફેદ પ્રકાશ સાત રંગનો બનેલો છે. ન્યુટને પ્રકાશના પરાવર્તનનો અભ્યાસ કરેલો અને તેના ગુણધર્મો જાહેર કર્યા. પાણીના પ્યાલામાં ચમચો વાંકો વળેલો દેખાય છે અને પાણીના પ્યાલામાં કે સ્વચ્છ પાણી ભરેલા તળાવમાં તેનું તળિયું હોય એના કરતાં ઊંધું આવેલું દેખાય છે. આ બધી ક્રિયાઓને ન્યુટને પ્રકાશના વક્રીભવનના સિદ્ધાંતો સમજવા ભણી દોરી ગયાં. આમ તેણે પ્રકાશના વક્રીભવનના નિયમો શોધી કાઢ્યાં. પ્રકાશ વિશે આ બધી કુદરતી ક્રિયાઓનાં અભ્યાસથી ન્યુટનને લાગ્યું કે પ્રકાશ સૂક્ષ્મ કણોનો બનેલો છે. તેથી જ તે સીધી રેખામાં પ્રવાસ કરે છે. તેને પછી પ્રકાશ સૂક્ષ્મકણોનો બનેલો છે તેવી જાહેરાત કરી, તેને ન્યુટનની પ્રકાશ સૂક્ષ્મ કણોનો બનેલો છે તેની થિયરી કહે છે. તેમ છતાં ન્યુટનને ખબર ન હતી કે પ્રકાશની ઝડપ કેટલી છે. બારી ખોલો અને આખા રૂમમાં પ્રકાશ ફેલાઈ જાય તે જોતાં બધા માનતાં કે પ્રકાશની ગતિ અસીમિત (શક્ષરશક્ષશયિં) છે. સૂર્ય, ચંદ્ર, તારાને જોતાં લોકો અને વિજ્ઞાનીઓ સુધ્ધાં માનતાં કે તેઓ આ બધા આકાશપિંડોની તત્ક્ષણની સ્થિતિ જુએ છે.

 

ન્યુટન જે દિવસે જન્મ્યો તે દિવસે ગેલિલિયોનું મૃત્યુ થયું હતું. ગેલિલિયોએ પહેલી શંકા કરી કે પ્રકાશની ગતિ અસીમિત નહીં પણ સીમિત હોવી જોઈએ. ગેલિલિયો તો વિજ્ઞાની માત્ર એમ માનીને બેસી ન રહે કે પ્રકાશની ગતિ સીમિત હોવી જોઈએ. તેથી પ્રકાશની ગતિ માપવા તેણે પ્રયોગ આદર્યો. આ પ્રયોગમાં તેણે પાંચ કિલોમીટર દૂર એક ટેકરી પર રાતે તેના મદદનીશને લાલટેન – ફાનસ (કફક્ષયિંક્ષિ) લઈને મોકલ્યો અને પોતે એક ટેકરી પર ઊભો રહ્યો. સમજૂતી એવી હતી કે ગેલિલિયો તેના ફાનસનું સટર ખોલે એટલે પ્રકાશ તેમાંથી નીકળે. આ પ્રકાશ તેના મદદનીશ પાસે જાય અને તેને તે દેખાય. એટલે તે તેના ફાનસનું સટર ખોલી નાખે. એ પ્રકાશ પછી ગેલિલિયો પાસે પહોંચે. ગેલિલિયો આ ક્રિયામાં કેટલો સમય પસાર થયો તે નોંધે. ગેલિલિયો અને તેના મદદનીશ વચ્ચેની ટેકરીઓ વચ્ચેનું અંતર પાંચ કિલોમીટર એટલે પ્રકાશને આવવા -જવાનું અંતર ૧૦ કિલોમીટર થાય અને તેણે તે દરમિયાન નોંધેલા સમયથી ભાગીએ એટલે પ્રકાશની ઝડપ (ગતિ) આવે. આવો પ્રયોગ ગેલિલિયોએ પ્રકાશની ઝડપ માપવા કરેલો.

 

પ્રયોગની રીત તો સારી હતી. પ્રતિ પ્રકાશની ઝડપ એક સેક્ધડના ૩ લાખ કિલોમીટરની છે તેની ગેલિલિયો બિચારાને ખબર ન હતી. જો પ્રકાશ એક સેક્ધડમાં ૩ લાખ કિલોમીટર જાય તો ૧૦ કિલોમીટરનું અંતર કાપતા તેને એક સેક્ધડનો ત્રીસ હજારમો ભાગ લાગે. પ્રકાશ એક સેક્ધડમાં પૃથ્વીની સાડા સાતવાર પરિક્રમા કરે છે. તે વખતે સેક્ધડનાં ત્રીસ હજારમો ભાગ માપે તેવા ઘડિયાળો કયાં હતાં? ત્યારે સૌથી સચોટ રીતે સમય માપનાર ઘડિયાળ જલધરિકા યંત્ર હતી. બિચારી ટપક ટપક ટપક જળબિન્દુ નળમાંથી પડે તેના દ્વારા સમય માપે. જળબિન્દુ એક બે કે ત્રણ સેક્ધડે નળમાંથી બહાર પડે. તેમાં સેક્ધડની ત્રણ લાખ કિલોમીટરની પ્રકાશની ઝડપ કેવી રીતે મપાય? બે કે ત્રણ સેક્ધડની ભૂલ તો ત્યાં થાય. તેમાં વળી હ્યુમન એરર આવે. ફાનસનું સટર ખોલવામાં એકાદ બે સેક્ધડ લાગે. વળી પાછું ફાનસનું સટર બે વાર ખોલવાનું થાય એટલે સમય માપનમાં બમણી ભૂલ થાય. આમ ૧૦ સેક્ધડની ભૂલ થઈ જાય અને ઝડપ માપન દસ ગણું ઓછું આવે ત્યારે હાલના જેવા અટેમિક ક્લૉક નહોતાં જે સેક્ધડનો એક અબજમો ભાગ કે દશમો અબજ ભાગ માપી શકે. અરે, પેન્ડયુલમ કર્લાક (લોલકવાળા ઘડિયાળો) પણ ન હતાં.

 

ગેલિલિયોએ પ્રકાશની ગતિ જેટલી વાર માપી તો દર વખતે જવાબ અલગ અલગ મળે. તેથી ગેલિલિયોને લાગ્યું કે પ્રકાશ વારંવાર તેની ઝડપ બદલતો હોય તેમ લાગે છે. આમ ગેલિલિયો પ્રકાશની ઝડપ માપવામાં નિષ્ફળ ગયો પણ તેણે વિજ્ઞાનીઓનાં મગજમાં એક વિચાર મૂકી દીધો કે પ્રકાશની ગતિ સીમિત જ છે. જોકે તે માપવી અઘરી છે ખરી માપી શકાય ખરી. ગેલિલિયો પ્રકાશની ગતિ માપવામાં નિષ્ફળ ગયેલો તેમાં તેનો વાંક નહોતો. તેની રીત સાચી હતી પણ તે વખતના ઘડિયાળો એવા હતાં કે પ્રકાશની એક સેક્ધડની ૩ લાખ કિલોમીટરની ઝડપ માપી ન શકે.

 

બીજા વિજ્ઞાનીઓએ પ્રકાશની ગતિ ચોક્કસપણે માપી. તેણે આપણને આપણું વિશ્ર્વ જોવાની નજર જ બદલાવી નાખી કારણ કે આપણે પ્રકાશની મદદથી જ બ્રહ્માંડ જોઈએ છીએ અને તે આપણે જે કાંઈ વસ્તુ જોઈએ છીએ. તેમાંથી આવતા કે થોડો સમય લે જ એટલે કે આપણે વસ્તુની તત્ક્ષણની સ્થિતિ જોતાં નથી પણ તેની ભૂતકાળની સ્થિતિ જ જોઈએ છીએ. જેટલી વસ્તુ દૂર તેમના ઊંડા તેના ભૂતકાળને આપણે જોઈએ છીએ. સૂર્યની સ્થિતિ આપણે તત્ક્ષણની જોતાં જ નથી પણ સાડા આઠ મિનિટ ભૂતકાળની સ્થિતિ જોઈએ છીએ. ચંદ્રની સવા સેક્ધડની ભૂતકાળની સ્થિતિ આપણે જોઈએ છીએ અને આપણી નજીકના તારા મિત્ર અને મિત્રકની સાડા ચાર.

 

વર્ષ ભૂતકાળની સ્થિતિ આપણે જોઈએ છીએ તો દેવયાની મંદાકિની (અક્ષમજ્ઞિળયમફ ૠફહફડ્ઢુ) ની સાડા બાવીસ લાખ વર્ષ ભૂતકાળની સ્થિતિ આપણે જોઈએ છીએ. આપણે જ્યારે આપણા દૃશ્ય વિશ્ર્વની કિનારી જોઈએ છીએ ત્યારે તેની સ્થિતિ ૧૪ અબજ વર્ષ પહેલાંની જોઈએ છીએ જ્યારે આપણું વિશ્ર્વ અસ્તિત્વમાં આવ્યું.

 

આ જ રીતે દૂર દૂરના ગ્રહો પર લોકો રહેતાં હોય તો તે આપણી પૃથ્વીનો ભૂતકાળ જોવે. જો તેઓ પાંચ હજાર પ્રકાશ વર્ષ દૂર રહેતા હોય તો તે હાલમાં આપણો પાંચ હજાર વર્ષ પહેલાંનો ભૂતકાળ જોવે, એટલે કે તે આપણને ન જુએ પણ મહાભારતના યુદ્ધને ચાલતું જોવે. જો તે લોકો ૧૦,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર હોય તો તે આજે પૃથ્વીનો દશ હજાર વર્ષ જૂનો ભૂતકાળ જોવે. આ દશ હજાર પ્રકાશ વર્ષના અંતરે રહેલાં લોકો હવે પછીના પાંચ હજાર વર્ષ પછીના ભૂતકાળને એટલે કે મહાભારતના યુદ્ધને જોશે. આજે આપણે કુરુક્ષેત્રમાં ફરતાં હોઈએ તો તેઓ આજે આપણને ન જુએ પણ પાંચ હજાર વર્ષ પછી તે આપણને કુરુક્ષેત્રમાં ફરતાં જોશે. આમ જ્યારે એક પ્રસંગ આપણા માટે ભૂતકાળ છે તે બીજે ક્યાંક વર્તમાનકાળ હશે અને તેનાથી દૂરના સ્થળે તે ભવિષ્યમાં દેખાશે. માટે બ્રહ્માંડમાં કે પૃથ્વી પર બનેલો કોઈ પણ પ્રસંગ કદી નષ્ટ પામતો નથી અને પામશે પણ નહીં કારણ કે આપણું બ્રહ્માંડ વિસ્તરતું જાય છે.

 

પ્રકાશ બહુ દિવ્ય છે. તે ઊર્જા છે. પ્રકાશે બ્રહ્માંડમાં ઘણી માયા સર્જી છે.

 

ન્યુટનના જ સમકાલીન વિજ્ઞાની ક્રિશ્ર્ચન હોમગન્સે જોયું કે પાણીમાં પથ્થર નાખીએ તો તેમાં ગોળ ગોળ તરંગો ઉત્પન્ન થાય છે. અવાજ તરંગોનો બનેલો છે. માટે તેને થયું કે પ્રકાશ પણ અવાજની જેમ તરંગોનો જ બનેલો હોવો જોઈએ. પ્રકાશ અવાજના તરંગો માફક પરાવર્તિત થાય છે અને તેનું વક્રીભમન ખૂબ થાય છે. આ આપણા પર હોમગન્સે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના ગુણધર્મો સાબિત કર્યા તેને હોમગન્સની પ્રકાશની તરંગોની થીયરી કહે છે.

 

ન્યુટનના મતે પ્રકાશ સુક્ષ્મકણોનો બનેલો છે અને હોમગન્સના મતે પ્રકાશ તરંગોનો બનેલો છે. આ બંને ગુણધર્મો અલગ અલગ ગણાય. એટલું જ નહીં પરસ્પર વિરોધી ગણાય એકબીજાને વિરોધી ગણાય. આ બાબતે વિજ્ઞાનીઓને મહાન અસમંજસમાં મૂકી દીધાં.

 

લંડનની રૉયલ સોસાયટીમાં ન્યુટને અને હોમગન્સ બંને જણાએ પોતપોતાની થિયરીઓ રજૂ કરી. ત્યારે જ રોયલ સોસાયટીના અધ્યક્ષ રોબર્ટ હૂક હતા. રોબર્ટ હૂક અને ન્યુટનને જામતું નહીં. હૂકને લાગ્યું હતું કે ન્યુટને તેની ગુરુત્વાકર્ષણની થીયરી હૂકના ગુરુત્વાકર્ષણના મૂળ વિચાર પર વિકસાવી હતી પણ હૂકને તે માટે ક્રેડિટ આપી ન હતી. હૂકે રૉયલ સોસાયટીના અધ્યક્ષ તરીકે હોમગન્સની થિયરી વધારે વજૂદવાળી લાગેલી તેથી હોમગન્સના તરફેણમાં મત આપ્યો. ન્યુટનને આ ગમ્યું નહીં.

 

તેણે હરહંમેશ માટે રૉયલ સોસાયટીમાંથી રાજીનામું આપી દીધું. પાછળથી હોયગન્સની થીયરીના આધારે પ્રકાશના બીજા બે ગુણધર્મો ઈન્ટરફીઅરન્સ અને ડિરેકશન સમજાવી શકાયા. તેથી ન્યુટનની થિયરી વિજ્ઞાનીઓનાં મગજમાંથી જ નીકળી ગઈ.

 

વીસમી સદીની શરૂઆતમાં વિખ્યાત જર્મન વિજ્ઞાની મેક્ષ પ્લાન્કે દર્શાવ્યું કે ફ્રકાશ નાના નાના (સૂક્ષ્મ) પેકેટમાં આવે છે. તેને તેણે ક્વોન્ટા કહ્યા. તેનો અર્થ એમ થાય કે પ્રકાશ પધાર્થકણ તરીકે પણ વર્તે છે. આથી પ્રકાશ ખરેખર શું છે, તેના રહસ્ય માટે વિજ્ઞાનીઓ મોટી ગૂંચવણમાં પડી ગયા.

 

આ વખતે આઈન્સ્ટાઈને સાબિત કર્યું કે પ્રકાશ ન્યુટન માનતો હતો તેમ પદાર્થકણ પણ છે અને હોમગન્સ માનતો હતો તેમ તરંગ પણ છે. પ્રકાશને બંને રૂપો છે. પ્રકાશ ગતિ કરે છે ત્યારે તરંગોની માફક ગતિ કરે છે અને તે જ્યારે પદાર્થ સાથે અથડાય છે ત્યારે પદાર્થકણ તરીકે વર્તે છે. આમ પ્રકાશના પરસ્પર વિરોધી બંને ગુણો ઊભરી આવ્યા. તેને પ્રકાશનની તરંગ અને પદાર્થકણ બંને સ્થિતિ કહે છે. ઠફદય – ઙફિશિંભહય ઉીફહશિું કહે છે. આમ પ્રકાશને દ્વિસ્વરૂપ છે. વિજ્ઞાનમાં પ્રથમ કાર આવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને બીજા પ્રયોગોએ તેને સારી રીતે સ્થાપ્યું. આ ખરેખર અદ્ભુત ગણાય. કુદરતમાં જ આવું સંભવી શકે. કુદરતની આ ક્રિયાએ ક્વોન્ટમ ફિઝિકસને ઉત્પન્ન કર્યું જે ભૌતિકશાસ્ત્રની આજની મહાન થિયરી ગણાય છે. આપણને તેથી પ્રશ્ર્ન થાય કે આપણા વેદશાસ્ત્રોમાં આ વાત સમજવા કોઈ ઉદાહરણ છે? છે તે શંકર ભગવાનનું અર્ધનારી સ્વરૂપ છે આ જાણી ખરેખર આશ્ર્ચર્ય થાય.

 

પ્રકાશનું તરંગ અને પદાર્થકણનું દ્વિસ્વરૂપ આપણને મહાદેવના અર્ધનારીશ્ર્વરના રૂપને બરાબર સમજાવે છે. કોઈ પણ સ્ત્રીમાં પુરુષના ગુણો પણ છે અને કોઈ પણ પુરુષમાં સ્ત્રીના પણ ગુણો છે. સ્ત્રી કોઈ એકલી સ્ત્રી નથી અને પુરુષ કોઈ એકલો પુરુષ નથી. સ્ત્રીમાં પુરુષ છે અને પુરુષમાં સ્ત્રી. આ ઘણી ગહન સમજણ છે.

 

 
સૌજન્ય : મુંબઈ સમાચાર

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

બ્રહ્માંડ એક સ્મશાન છે …

બ્રહ્માંડ એક સ્મશાન છે …

 

બ્રહ્માંડ દર્શન

– ડૉ. જે. જે. રાવલ

 
 

 
brahmand
 

 

દેવાધિદેવ મહાદેવ અજન્માં ગણાય છે. તેનો જન્મ નથી અને તેથી તેનું મરણ પણ નથી. મહાદેવનું રૂપ નિરાળુ છે. લિંગ સ્વરૂપ. તેમનું નિવાસ્થાન સ્મશાન છે. ભલા કોઈનું નિવાસસ્થાન સ્મશાન હોતું હશે? કોઈ સ્મશાનમાં રહી શકતું હશે, જ્યાં રાત-દિવસ નાના-મોટા માનવીઓની ચિતા બળતી હોય. સ્મશાન જેવી ભયંકર જગ્યા એકેય નથી. વળી પાછું શંકર ભગવાન શરીરે ભસ્મ ચોળે. ગળામાં સાક્ષાત્ કાળ સ્વરૂપ સર્પ પહેરે, એટલે કે કાળનેે તો ગળે લગાવીને રહે છે. સ્મશાન પોતે કાળનું નિવાસસ્થાન છે. શંકર ભગવાન મહાકાળ ગણાય છે. ઉજ્જૈનમાં મહાકાળેશ્ર્વર બિરાજે છે. કાળનું જન્મસ્થાન ગણાય છે. પ્રાચીન ભારતમાં સમયનો પ્રારંભ ઉજ્જૈનથી થતો હતો. ઉજ્જૈન હકીકતમાં ભારતના કેન્દ્રમાં છે. આજે કાળનો (સમયનો)પ્રારંભ ગ્રીનીચ (ઇંગ્લેન્ડ)થી થાય છે. શંકર ભગવાન ગળામાં રુંડની માળા પહેરે છે. રુંડની માળા એટલે ખોપડીઓની માળા. તેમનું વાહન નંદી છે. નંદી (વૃષભ) જ્ઞાનનો અવતાર મનાય છે. શંકર ભગવાન જટા રાખે જેના ગૂંચળામાં ગંગાજી બિરાજે અને જટામાં બાળચંદ્રને ધારણ કરે. વળી પાછા શંકર ભગવાન સંહારના દેવતા ગણાય છે અને ગળામાં હળાહળ ઝેર રાખીને બેઠા છે. તેમનું આયુધ ભયંકર ત્રિશૂળ અને તેમના બીજા હાથમાં નાદબ્રહ્મ સ્વરૂપ ડમરુ. ડમરુ પૂરા બ્રહ્માંડને નચાવે છે. શંકર ભગવાન પોતે નટરાજ સ્વરૂપે નૃત્ય કરે છે અને આપણે જોઈએ તો બ્રહ્માંડમાં બધે જ નૃત્ય ચાલી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં શંકર ભગવાનનું આવું સ્વરૂપ જોઈને થાય કે શંકર ભગવાનનું આવું સ્વરૂપ શા માટે, તેનો અર્થ શું? ખગોળીય દૃષ્ટિથી વિચારીએ તો તેનું આવું સ્વરૂપ બ્રહ્માંડનું વર્ણન કરતું હોય તેમ લાગે છે. શંકર ભગવાન વળી પાછા ઉત્તર દિશામાં હિમાલય પર બિરાજે જે દિશામાં ઉત્તરધ્રુવનો અચળ તારો છે જેની ફરતે પૂરી પૃથ્વી એટલે કે બ્રહ્માંડ ઘૂમે છે. શંકર ભગવાન સ્મશાનના રહેવાસી હોવા છતાં મહાદેવ ગણાય છે. દેવાધિદેવ ગણાય છે.

 
આ તરફ સ્મશાનનો વિચાર કરીએ તો દરેકે દરેક ગામ કે શહેરમાં સ્મશાન તો હોય જ. પુરાતત્ત્વવિધે કોઈ નવું ગામ, શહેર કે સંસ્કૃતિ શોધે તો જ્યાં સુધી તેઓ સ્મશાન ન શોધે ત્યાં સુધી તેમને તેમની શોધ માટે અંતિમ સર્ટિફિકેટ ન મળે. આપણને સ્મશાનમાં જતાં ખૂબ જ ડર લાગે. એમાંય જો રાતના સ્મશાનમાંથી નીકળવાનું થાય તો ખૂબ જ ડર લાગે, કારણ કે તે ભૂત-પિશાચનું સ્થાન છે. સ્મશાનમાં જતાં જતાં આપણા જ પગમાં આપણું પેન્ટ, પાયજામો કે ધોતિયું ભરાઈ જાય તો આપણને થાય કે મરી ગયા, ભૂતે આપણને પકડ્યા છે. ઘણા તો આવા ડરથી મૃત્યુ પણ પામ્યા છે, અને સ્મશાનમાં જાતે જ ડરના માર્યા પોઢી ગયા છે. તાંત્રિકો ક્યાંય નહીં પણ સ્મશાનમાં જ તેમની સાધના કરે છે એવું લોકો કહે છે. સ્મશાન ડરનું સ્થાન છે.

 
સ્મશાનમાં જઈએ તો વૈરાગ્ય આવી જાય. સ્મશાન બધાનું અંતિમ સ્થાન છે. સ્મશાનમાં આવી જતા વૈરાગ્યને સ્મશાન વૈરાગ્ય કહે છે. કોઈનું મૃત્યુ થાય અને આપણને સ્મશાનમાં જવાનું થાય ત્યારે મહાન માનવો કે હલકા માણસોનાં શરીરને અગ્નિની જ્વાળામાં બળતું જોઈ આપણને વૈરાગ્ય આવી જાય છે અને જીવનનું એક મહાન રહસ્ય સમજાય છે. પણ જેવા સ્મશાનમાંથી બહાર આવીએ કે જેવા હતા એવાને એવા આપણે દુુનિયાની માયામાં ફરી પાછા વીંટળાઈ જઈએ છીએ. એટલે કે સ્મશાન એવું ક્ષેત્ર છે જ્યાં માયા વસતી નથી, માત્ર જીવનનું સત્ય વસે છે. માનવી કાયમ માટે સત્યને સમજી શકે જો તે કાયમ માટે તેના હૃદયમાં સ્મશાન વૈરાગ્યને ધારણ કરી શકે.

 
કોઈ પણ ઘર એવું નથી કે જ્યાં મૃત્યુ થયું ન હોય દરેકે છેવટે કીડા, મકોડા, બેક્ટેરિયાનું મૃત્યુ થયું ન હોય. માટે દરેક ઘર સ્મશાન જ છે. પૃથ્વી પર આપણા પગ તળે કોઈ પણ જગ્યા લો જ્યાં મડદું દટાયેલું ન હોય. બ્રહ્માંડ પર દૃષ્ટિ કરીએ તો પૂરું બ્રહ્માંડ સ્મશાન જ છે. બ્રહ્માંડમાં હર ક્ષણે તારાનું મૃત્યુ થાય છે. બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ તારાની કબરો છે. આપણે બ્રહ્માંડરૂપી સ્મશાનમાં જ જીવી રહ્યા છીએ. તો પછી સ્મશાનનો ડર શા માટે?

 
આપણી મંદાકિની આકાશગંગામાં પ૦૦ અબજ તારા છે. આપણી નજીકની મંદાકિની દેવયાનીમાં ર૦૦૦ અબજ તારા છે. બ્રહ્માંડમાં આવી તો ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. આ બધી મંદાકિનીઓમાં લાખ વર્ષે પણ એક તારાનું મૃત્યુ થતું નોંધાય. જોકે સરાસરી ૧૦૦ વર્ષે આપણી જ મંદાકિનીમાં એક તારાનું મૃત્યુ થાય છે તો પણ બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિની હોવાથી કહી શકાય કે બ્રહ્માંડમાં હર ક્ષણે એક તારો મૃત્યુ પામે છે અને કબરમાં ફેરવાય છે. બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ તારાની કબર છે. તો શું બ્રહ્માંડને સ્મશાન ન કહી શકાય? જરૂર કહી શકાય. આમ પૂરું બ્રહ્માંડ એક સ્મશાન જ છે. આમ સ્મશાનનો અર્થ ઘણો અર્થપૂર્ણ છે. તારાનું મૃત્યુ શ્ર્વેતવામન (ૂવશયિં ઉૂફરિ તફિંતિ)ના રૂપમાં થાય છે. ન્યુટ્રોન તારાના રૂપમાં થાય છે અને બ્લેકહોલ્સના રૂપમાં થાય છે. આ બધા તારાના મૃત શરીરો છે, તારાની કબરો છે, તારાની રાખ (ફતવ) છે. રાખ હંમેશા પવિત્ર મનાય છે. રાખ ફળદ્રુપ હોય છે. તારાની રાખ પણ ફળદ્રુપ છે અને તેમાંથી બ્રહ્માંડમાં વિવિધ તત્ત્વો ફેંકાય છે જેમાંથી નવા તારા અને જીવન ઉત્પન્ન થાય છે. મૃત્યુ હંમેશાં નવા જીવનને ઉત્પન્ન કરે છે. અથવા નવા જીવનને વિકસાવવા માર્ગ કરી આપે છે. જો માનવીના મૃત્યુ થતાં ન હોત તો આજે પૃથ્વીની હાલત શું હોત? માટે મૃત્યુ પણ માનવજીવન માટે એક વરદાન જ છે. માટે ઈચ્છામૃત્યુ હવે ગુનો ગણાશે નહીં. સ્મશાન કાળનું સામ્રાજ્ય દર્શાવે છે તેમ બ્રહ્માંડ પણ કાળનું સામ્રાજ્ય દર્શાવે છે. આ બંને કાળ સર્વોપરી છે એમ દર્શાવે છે. મહાદેવ માટે જ બ્રહ્માંડસ્વરૂપ છે. મહાદેવ છે કે નહીં એ પ્રશ્ર્નમાં પડવા કરતાં મહાદેવનો અર્થ સમજવા જેવો છે. મહાદેવ બ્રહ્માંડનું રહસ્ય પ્રગટ કરે છે.

 
શંકર ભગવાન પોતે મહાદેવ છે, દેવાધિદેવ છે. તેમના સસરા મહાન હિમાલય છે. તેમનો મિત્ર ધનપતિ કુબેર છે. તેમનો દીકરો રિદ્ધિ-સિદ્ધિના દેવતા ગણેશ છે પણ પોતાની પાસે તો કાંઈ જ નથી. શંકર ભગવાન કેટલા માયાથી અલિપ્ત છે તે જોવાનું છે. માટે તે સ્મશાનમાં રહે છે. આપણે પણ બ્રહ્માંડની માયામાં રહેવા છતાં માયાથી અલિપ્ત રહેવું જોઈએ. સ્મશાન એવી જગ્યા છે જ્યાં માયા દૂર રહે છે.

 
શ્ર્વેતવામન તારા ન્યુટ્રોન તારા, બ્લેકહોલ્સ હકીકતમાં તારાના શરીરની ભસ્મ છે. તેનું સમસ્તભર દ્રવ્યનું વજન એક અબજ ટન થાય છે. બ્લેકહોલની ભસ્મનું વજન તો થઈ પણ શકતું નથી. એવી રહસ્યમય આ રાખ છે. હકીકતમાં કોઈ પણ રાખ રહસ્યમય જ હોય છે. હકીકતમાં રાખ, રાખનથી પણ સંજીવની છે. માટે જ તેને માથે ચઢાવવામાં આવે છે, કપાળ પર લગાવવામાં આવે છે.

 
જ્યારે કોઈ કાળને પામે છે ત્યારે શંકર ભગવાનને પામે છે, કારણ કે મહાદેવ મહાકાળ છે.

 
ભારતના દરેકે દરેક શંકરના મંદિરમાં નંદી બેઠેલો જ તમે જોશો. પણ ઉજ્જૈનમાં સાંદિપની ઋષિના આશ્રમમાં તમને નંદી ઊભો જોવા મળશે. આ ભારતનું માત્ર એક જ મંદિર છે જ્યાં નંદી ઊભો દેખાય છે. તમને થાય કે આમ કેમ? કારણ કે શ્રીકૃષ્ણ ભગવાન સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા આવ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણ જ્યારે સાંદિપની ઋષિના આશ્રમના શંકર ભગવાનના મંદિરે ભગવાનને વંદન કરવા આવ્યા એ જોઈને નંદી એટલો બધો ઉત્સાહમાં આવી ગયો હતો કે તે ઊભો થઈ ગયો. એ જગતના બે મહાન ભગવાનનું મિલન હતું. એક જગ્યાએ જગતના બે નિયંતા જોઈને નંદી ઊભો થઈ ગયો. આજે પણ ત્યાં નંદી ઊભો જ છે. ક્ષિપ્રા નદીના કિનારે આ મંદિર આવ્યું છે. બ્રહ્માંડ એવું છે, જે સ્મશાન (કબ્રસ્તાન) પણ છે અને જન્મસ્થાન પણ છે.
 

 
સૌજન્ય : મુંબઈ સમાચાર

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૬) …

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …

મહેશ શાહ, શ્રી કૃષ્ણ મેરેજ બ્યુરો, (વડોદરા) …

ભાગ – ૬

 

 

SHODASH GRANTH.1

 

 

અત્યાર સુધીના પાંચ ભાગમાં આપણે ૯ ગ્રંથોનો પાવક પરિચય પામ્યા, અર્થાત આપણી અર્ધાથી વધુ યાત્રા પ્રભુ કૃપાએ પૂર્ણ થઇ ગઈ. આજે આપણે અન્ય બે ગ્રંથોનું વિહંગાવલોકન કરીશું.

 

૧૦. શ્રી ચતુ:શ્લોકી

 

સંક્ષિપ્ત પરિચય: સનાતન ધર્મમાં માનવના ચાર મુખ્ય પુરૂષાર્થ માન્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુષ્ટિ માર્ગમાં આ ચાર સ્વીકાર્ય છે જ પણ આપણે ત્યાં તેનું ઉર્ધ્વીકરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં આચાર્યશ્રીએ આ ચારેનું  પુષ્ટિમાર્ગીય સ્વરૂપ સરળ રીતે, સંક્ષિપ્તમાં પણ સટીક રીતે સમજાવ્યું છે.

 

 • ધર્મ: વ્રજના અધિપતિની હંમેશા(સર્વદા) અને સર્વ પ્રકારે,સર્વ ભાવથી સેવા.આપણા સેવ્ય સ્વરૂપની સેવા, તેમાં ચિત્ત પૂર્ણપણે પરોવીને સેવા એ જ આપણો ધર્મ. (વ્રજનો એક અર્થ નિ:સાધન જીવો પણ થાય છે.) અહીં સર્વ ભાવનો અર્થ સંપૂર્ણ ભાવ તો થાય છે જ પણ વિવિધ જુદા જુદા ભાવ એવો પણ થાય છે.

 

 • અર્થ: સામાન્ય રીતે અર્થ એટલે ધન-સંપતિ અથવા તેના ઉપાર્જન માટેની પ્રવૃત્તિ. અહીં આચાર્યશ્રી સમર્થ શબ્દને સમ્ = શ્રેષ્ઠ/સુંદર અને અર્થ એ બે ભાગમાં વિભાજિત કરી એક સુંદર વિભાવના આપે છે. શ્રી ગોકુલેશની પ્રાપ્તિ આપણા માટે સુંદર ‘અર્થ સભર’ ઘટના છે. તેઓ પ્રાપ્ત થઇ જાય પછી કોઈ અન્ય ‘અર્થ’ની કામના જ રહેતી નથી.

 

 • કામ: કામ અથવા કામના એટલે કશું કપ્રાપ્ત કરવાની, કશુંક મેળવી લેવાની ઈચ્છા. પ્રભુમળે પછી કઈ કામના બાકી રહે?આમ પણ જીવ અને પ્રભુનો સંબંધ અંશ અને અંશીનો છે. અંશની સૌથી મોટી કામના કહો કે મહત્વાકાંક્ષા તે અંશીની પ્રાપ્તિથી અધિક શી હોઈ શકે?  આથી જ આચાર્યશ્રી આજ્ઞા કરે છે કે વૈષ્ણવો માટે પ્રભુ પ્રાપ્તિ એ જ ખરો કામ પુરુષાર્થ છે.

 

 • મોક્ષ: પ્રભુના મુખારવિંદમાં જ ચાર પ્રકારની મુક્તિ સમાયેલી છે. તેમની પ્રાપ્તિ એ જ મોક્ષ. સદેહેતનુનવત્વની અને અંતે ગોલોકની પ્રાપ્તિ એ જ આપણો (પુષ્ટિમાર્ગીય) મોક્ષ. (શ્રીબાલ બોધ ગ્રંથમાં પણ આવીજ વાત કહેવાઈ છે.)

 

કમાં આપણા ચારે પુરુષાર્થ પ્રભુ કેન્દ્રિત છે. અંગ્રેજી શબ્દ વાપરૂં તો આપણું કમ્પ્લીટ ઓરિએન્ટેશન નંદનંદન શ્રી કૃષ્ણ જ છે જેમને આ ગ્રંથમાં વ્રજાધીપ કહ્યા છે. આપણી પ્રત્યેક પ્રવૃત્તિનો, આપણા પ્રત્યેક વિચારનો, અરે આપણા અસ્તિત્વનો એક માત્ર આધાર આપણા સેવ્ય સ્વરૂપની સેવા જ છે.

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા

 

 • આપણા શ્રી ઠાકોરજીની સેવામાં જ સકલ પદારથ,બધા પુરુષાર્થ સમાયા છે તે સમજણનો ઉદય થાય અને બીજે ફાંફા મારવામાંથી બચી જઈએ.

 

૧૧.શ્રી ભક્તિવર્ધિની:

 

સંક્ષિપ્ત પરિચય:

 

પ્રભુએ આપણું વરણ કર્યું છે અને શ્રી વલ્લભે કૃપા કરીને શરણે લીધા છે એ દર્શાવે છે કે આપણા અંતરમાં ભક્તિનું બીજ રોપાયેલું છે. આ બીજને સંવર્ધિત કરી તેનો વૃક્ષ સ્વરૂપે વિકાસ થાય અને તેના ફળ રૂપે શ્રી ઠાકોરજીની કૃપા વરસે તે માટેના સુંદર ઉપાયો આ ગ્રંથમાં આચાર્યશ્રીએ બતાવ્યા છે. તે ટૂંકમાં:

 

 • અહંતા-મમતાનો ત્યાગ કરી ચિત પરોવીને આજીવન પોતાના શ્રી ઠાકોરજીની સેવા અને કથા-કીર્તન કરતા રહેવું

 

 • સેવા ન બને તેમ હોય તો માત્ર કથા-કીર્તન કરવા.

 

 • લૌકીકમાં ઉદાસીનતા (અનાસક્તિ) રાખીને પ્રભુમાં આસક્તિ વધારતા જવું.

 

 • દુષિત સંગ, દુષિત (અસમર્પિત) અન્નનો ત્યાગ કરવો.

 

 • આશ્રયની દ્રઢતા જાળવી રાખવી.

 

 • ભગવદિયોમાં દોષદ્રષ્ટિ ન થાય તેટલું (સલામત) અંતર રાખી તેમનો સંગ કરવો અર્થાત અતિ નિકટતાથી દોષ દ્રષ્ટિ આવે તેમ હોય તો જરા દુર રહેવું.

 

 • ઘરમાં બેચેની લાગે તો પણ ગૃહ ત્યાગ ન કરવો, ગૃહ ત્યાગમાં ઘણાં ભયસ્થાનો છે.

 

 • આસક્તિ દ્રઢ થાય પછી વ્યસનાવસ્થા પ્રાપ્ત થાય છે, લીલાઓનો અનુભવ થાય છે, પુષ્ટિના પરમ ફળ રૂપ માનસી સેવા સિદ્ધ થાય છે. આ અવસ્થામાં ગૃહ ત્યાગ કરી શકાય.

 

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા

 

આ ગ્રંથ ભક્તિ-સંહિતા સમાન છે.

 

 • અહીં બતાવેલા ઉપાયોથી અંતરમાં પડેલા ભક્તિ બીજને અંકુરિત કરી વૃદ્ધિ-વિકાસ દ્વારા પુષ્ટિના પરમ ફળરૂપ સિદ્ધિઓના અધિકારી બની શકાય છે.

 

 

એમ કરી શકીએ તો આપણે કૃતાર્થ થઇ જઈએ, આપણો જન્મ સફળ થઇ જાય.

 

 

 

 (ક્રમશ:)

 

વૈષ્ણવોને પ્રાર્થના છે કે આ પ્રયત્નમાં રહેલી ત્રુટીઓ પ્રત્યે પત્ર દ્વારા કે ઈ મેલથી  મારું ધ્યાન દોરવા કૃપા કરે. મને [email protected] ઉપર ઇ મેલ કરી શકાય છે.

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.  આજની પોસ્ટ મહિના ની શરૂઆત એટલેકે પેહલી તારીખે પ્રસિદ્ધ  થવાને બદલે અનિવાર્ય સંજોગવસાત ૩ દિવસ મોડી પ્રસિદ્ધ કરી શકેલ છે, અમારા કારણે આપને જો કોઈ તકલીફ પડેલ હોય તો તે બદલ અમો  ક્ષમા ચાહિએ છીએ અને આ સાથે દિલગીર છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

SHODASH GRANTH  … SHORT & SWEET  SYNOPSIS …

-Mahesh Shah, Jay Shri Krushna Marriage Bureau, Vadodara.

 

[ 6]

 

 

SHODASH GRANTH.1.2

 

We have learnt about 9 hymns so far. This time we shall study two more.

 

10.  Shri Chatushloki:

 

 

Brief Summary:

  

Sanatandharm considers Dharm, Arth, Kam, Moksh as 4 main objectives of human beings. This hymn contains Pushtimargiysublimed interpretation of these four.

 

 • Dharm (duty): To worship master of vraj (one meaning of vraj is means-less/hapless beings) at all times and in all the ways with full/all types of sentiments (love) is the only dharm.

 

 • Arth(wealth): After attaining samarth (sam= the best/beautiful, + arth = meaningful) Shri Gokulesh no other arth (wealth) remains to be achieved.

 

 • Kaam(Pleasures/desires): Which desire remains unfulfilled once Prabhu meet? Realizing Prabhu is the true kaam

 

 • Moksh(salvation): Four types of emancipation reside in Prabhu’s face (mukharvind). His realization is salvation/emancipation. Attaining tanunavatv with this very body and a place in Golok after death is our (pushtimargiya) emancipation. (Compare definition of emancipation in Shri BalBodh).

 

 • In short, all our objectives/aims revolve around Nandnandan Worship of our sevyaThakorajee is the sole objectives/aim of our existence.

 

 

Essence & utility:

  

 • Dawning of true understanding that all aims (purusharth) culminate only in to the worship of our Shri Thakorajee. It will save us from useless efforts for trifles.

 

 1. Shri Bhaktivardhini:

 

 

Brief Summary:

 

 

The fact that Prabhu has made our selection(varan) and Shri Vallabh has gracefully taken us in to his shelter indicate that the seed of devotion (bhakti) is sown deep down in our hearts. Shri Acharyaji has shown means of nurturing this seed to a full grown tree and, as its fruit,   we be blessed by the grace of Shri Thakorajee. These in brief, are:

 

 • Getting rid of I-ness and My-ness (ahamta-mamata), worship one’s own Shri Thakorajee with total devotion for whole lifeand doing katha-kiratn.

 

 • Doing only katha-kiratn will be useful If one is unable to worship

 

 • Indifference/ non-attachment to worldly (laukik) matters combined with ever increasing attachment to Prabhu.

 

 • Renouncing perverted company contaminated (non-pious) food.

 

 • Firmness of refuge (ashray).

 

 • Company of devotees keeping such a distance that we do not become their fault-finders.

 

 • Not to leave home even if uncomfortable there, as there are many dangers in it.

 

 • Once attachment is firmed up state of addiction is achieved, lilas (playful acts) are experienced, conceptual (mansi) worship, the ultimate reward (fal) of pushti is achieved. One can leave home after reaching in such a state.

 

Essence & utility:

  

 • This hymn is the ultimate codification of devotion (bhakti-samhita).

 

 • By use of measures shown here the seed of devotion can be germinated and nurtured to achieve the ultimate reward of pushti, conceptual (mansi)

 

 

If we can do so, we are blessed (krutarth), our life becomes successful.

 

 

(To be Contd.)

  © Mahesh Shah 2014

 

 

Contact : 

*mahesh shah.1  Mahesh Shah 
Jai Shree Jrishna Marraige Beauro – Vadodara.

M: +91 –9426346364 /0265 – 2330083

email:  [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

I pray the readers to draw my attention to shortcomings by sending an e mail to [email protected]

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૫) …

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …

મહેશ શાહ, શ્રી કૃષ્ણ મેરેજ બ્યુરો, (વડોદરા) …

ભાગ – ૫

 

 

SHODASH GRANTH.1

 

 

પુષ્ટિ સંપ્રદાયના પાયાના સિદ્ધાંતોનો પ્રાથમિક પરિચય પામવાના પ્રયાસરૂપે ષોડશ ગ્રંથોના સંક્ષિપ્ત અભ્યાસમાં  આજે આપણે શ્રી વિવેકધૈર્યાશ્રય અને શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથોની વાત કરીશું.

 

૮.  શ્રી વિવેક ધૈર્યાશ્રય:

 

 

સંક્ષિપ્ત પરિચય:

 

આ ગ્રંથ લાહોરના પ. ભ. વૈષ્ણવ શ્રી બુલા મિશ્રના નિમિત્તે આપણને પ્રાપ્ત થયો છે.  તેમને માત્ર આ ગ્રંથના સેવનથી વેદશાસ્ત્રોનું જ્ઞાન થયું હતું એટલું જ નહીં માનસી સેવા સિદ્ધ થઇ હતી.  આચાર્યશ્રી આ ગ્રંથમાં વિવેક, ધૈર્ય અને આશ્રયની વ્યાખ્યા કરે છે અને આજ્ઞા કરે છે કે આ ત્રણે વૈષ્ણવતાના પાયારૂપ છે. તેનું સદા સંરક્ષણ કરવું જોઈએ. .

 

 

વિવેક

 

 • નિષિદ્ધ કાર્યના પરિણામનો વિચાર (સમજ) એ જ વિવેક.
 • શ્રી હરિ સર્વ સામર્થ્યવાન અને સર્વ કાંઈ સ્વેચ્છાએ કરનાર છે એવી સ્પષ્ટ અને દ્રઢ સમજ એટલે વિવેક.
 • અત્યાગ્રહ, હઠાગ્રહ,અભિમાનનોએ સર્વનો ત્યાગ, દીનતા અને ધર્મ- અધર્મનો વિચાર જેવા ૯ પ્રકારના વિવેક શ્રી આચાર્યજીએ સમજાવ્યા છે.
 • અનાગ્રહરાખવો એટલે કે વગર પ્રયત્ને (અનાયાસે) સિદ્ધ થતા કાર્યો થવા દેવા.
 • પ્રભુ પાસે પણ યાચના કરવી નહીં. બધું જ પ્રભુનું છે, આપવું હોય તે, તેટલું અને ત્યારે આપશે.

 

ધૈર્ય:

 

 • ત્રિવિધ(શારીરિક, માનસિકદુ:ખ અને આધિદૈવિક) કલેશ સહન કરવાં. તે દુર થતું હોય તો થવા દેવું. સહન કરવાનો આગ્રહ ન રાખવો.  પાણીના પ્રવાહમાં વહેતા પાંદડાની જેમ વહેવું, તરવાનો પ્રયાસ કરવો નહીં.
 • સાચા રક્ષક શ્રી હરિ જ છે.  કુટુંબીઓ,નોકરો કે અન્યના આક્રમણ સહન કરવા, પ્રતિકાર ન કરવો.

 

આશ્રય:

 

 • આ લોક અને પરલોકના કામો, દુ:ખમાં, પાપમાં, ભયમાં, અપૂર્ત ઈચ્છામાં, ભક્તદ્રોહમાં, ભક્તિના અભાવમાં,અશક્યમાં કે સુશકયમાં અર્થાત દરેક પરિસ્થિતિમાં (તે સાનુકુળ હોય કે વિપરીત)એક માત્ર પ્રભુનો જ આશ્રય રાખવો. અન્યાશ્રય ક્યારેય ન કરવો.

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા

 

 

 • જો આ ગ્રંથ બરાબર સમજી અમલ કરીએ તો આપણું આધ્યાત્મિક જ નહીં લૌકિક જીવન પણ સરળ અને સફળ બને.  જીવન યાત્રાનું સરસ વહન થાય.
 • સુક્ષ્મ વિચાર કરીએ તો આધુનિક માનસશાસ્ત્રના તણાવ મુક્તિના (stress buster) ઉપાયોજ આ ગ્રંથમાંવર્ણવાયા છે.
 • અનન્યતા અને દ્રઢ આશ્રય સિદ્ધ કરવામાંઅત્યંત ઉપયોગી ગ્રંથ.
 • સમજીને યોગ્ય અમલ કરી શકાય તો લૌકિક અને અલૌકિક બંને ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય, શ્રેય અને પ્રેય બંને સિદ્ધ થઇ જાય.

 

૯.  શ્રીકૃષ્ણાશ્રય:

 

 

સંક્ષિપ્ત પરિચય:

 

 • આ યુગમાં કાલ, દેશ, દ્રવ્ય, તીર્થ, મંત્ર, દેવતાઓ જેવા સર્વ સાધનો દુષિત થઇ શક્તિહીન થઇ ગયા છે.  આ પૈકી કોઈ પણ આપણો ઉદ્ધાર કરી શકે તેમ નથી.
 • સર્વત્ર પાખંડનું સામ્રાજ્ય છે.  દ્રુષ્ટો બધે ફરી વળ્યા છે.  સત્પુરુષોની મતિ ભ્રષ્ટ થઇ છે.
 • આપણે અશક્ત, લાચાર, દીન છીએ વળી દેવતાઓ પ્રાકૃત છે, અક્ષર બ્રહ્મ ગણીતાનંદ [ગણી શકાય તેવા (સીમિત) આનંદવાળું] છે, માત્ર ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણાનંદ છે, તેઓ જ સર્વ સામર્થ્યવાળા અને સર્વ મનોરથ પૂરક છે.
 • આ સંજોગોમાં જીવ દ્વારા એક માત્ર અને સાચા ઉધ્ધારકશ્રી કૃષ્ણની પૂર્ણ શરણાગતી સહ પ્રાર્થના રૂપે આ ગ્રંથ છે.
 • ગીતાજીમાં પ્રભુએ અર્જુનને કહ્યું હતું કે બધા ધર્મો છોડી એક માત્ર મારા શરણે આવ. તે ભાવનાની જ પુષ્ટિમાર્ગીય અભિવ્યક્તિ છે. .
 • પરમાત્માની પ્રાપ્તિમાટે એક માત્ર સાધન આશ્રય અને સંપૂર્ણ શરણાગતિ છે.
 • આચાર્યશ્રી ખાતરી આપે છે કે બધું જ ખરાબ છે તો પણ આશ્રયના સહારે પાર ઉતરાશે.

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા

 • આ ગ્રંથનો અર્થ અને ભાવ સમજી નિયમિત પાઠ કરવાથી દ્રઢ આશ્રય સિદ્ધ થાય છે જે થયા પછી અન્ય કોઈ સાધન જરૂરી નથી રહેતું.
 • યોગ્ય ભાવનાથી આપણા મનમાં અનોખી ઉર્જાનો સંચાર થાય છે અને પ્રભુ મારી પડખે છે એ ધારણા જ આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો કરે છે. દૈવી ઉર્જાનો સંચાર થાય છે. આના કારણે આપણા વાણી અને વર્તનમાં મક્કમતા આવી જાય છે તેથી અનેકવિધ કાર્યો અનાયાસે સફળ થઇ જાય છે.

 

 

 • (ક્રમશ:)

 

વૈષ્ણવોને પ્રાર્થના છે કે આ પ્રયત્નમાં રહેલી ત્રુટીઓ પ્રત્યે પત્ર દ્વારા કે ઈ મેલથી  મારું ધ્યાન દોરવા કૃપા કરે. મને [email protected] ઉપર ઇ મેલ કરી શકાય છે.

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.  આજની પોસ્ટ મહિના ની શરૂઆત એટલેકે પેહલી તારીખે પ્રસિદ્ધ  થવાને બદલે અનિવાર્ય સંજોગવસાત ૩ દિવસ મોડી પ્રસિદ્ધ કરી શકેલ છે, અમારા કારણે આપને જો કોઈ તકલીફ પડેલ હોય તો તે બદલ અમો  ક્ષમા ચાહિએ છીએ અને આ સાથે દિલગીર છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

SHODASH GRANTH  … SHORT & SWEET  SYNOPSIS …

-Mahesh Shah, Jay Shri Krushna Marriage Bureau, Vadodara.

 

[ 5 ]

 

 

SHODASH GRANTH.1.2

 

Our ‘Understanding Express’  is on a journey to  learn the basics of PushtiMarg  through a brief study of  Shri Vallabhacharyaji’s  Shodash Granths This time we shall have 2 more stations.

 

Shri NavartnaStotram:

 

Brief Summary:

This hymn has been created basically for Lahore’s P.Bh. Bula Mishra. Through this hymn he could acquire knowledge of Ved and scriptures.  Not only that, conceptual (manasi) worship was attained. In this hymn Shri Vallabh defines Vivek (discretion), Dhairya (patience) and Aashray (refuge) form the basis of vaishnavism, these must always be preserved/protected.

 

Vivek (discretion):

 

 • Understanding the consequence of prohibited actions is vivek.
 • Clear and complete conviction that Shri Hari [Hari= One who takes away (miseries/pain)] is omnipotent and does everything according to His own will is also a vivek.
 • Shri Acharyji has explained nine types of viveks like relinquishing over-insistence, obstinacy and egotism/arrogance as also adopting humility and a thought for just-unjust.
 • Non insistence (anagrah): Effortlessly let thingshappen as they happen.
 • Never beg even from Prabhu. Everything belongs to Him, let Him decide what, when and how much to give.

 

Dhairya(patience):

 • Endure three types of (trividh) (physical, mental and spiritual) distress. If somehow, they are relieved let them, do not insist on suffering.
 • Real protector is Shri Hari, bear the attacks from family, servants or others.

 

Aashray(refuge):

 

 • Rely only on Prabhu for works of this world or that world, in distress, in sins, in fear, in unfulfilled wish, in malice of devotee, in absence of devotion, in possible or impossible i.e. in all situations (even in the worst one).
 • Never ever seek refuge to others (anyshray) under any circumstances.

 

Essence & utility:

 

 • If we thoroughly understand the principles of this hymn and put them in to practice, our spiritual as well as worldly life will become smooth and successful.
 • If examined critically, we will find that the stress busting principles of modern psychology have been narrated here.
 • Very useful hymn for achieving firm refuge (dradhaashray) and exclusivity (ananyata).
 • If properly adopted, will give success on worldly and out of the world (laukik-alaukik) fronts. Desired (prey) and beneficial (shrey) both could be achieved.

 

Shri Krushnaashray:

 

Brief Summary:

 

 • Times (kaal), land (desh), wealth (dravya), places of pilgrimage (tirth), spiritual words (mantra) all have become perverted and, therefore worthlessIn this era. They cannot help to uplift (Udhdhar) us.
 • Pretense rules everywhere, rogues have spread all around, senses/discretion of pious people have been polluted.
 • We are feeble, helpless and destitute. Semi gods (devata) are earthly (prakrut); Aksharbrahm is of finite bliss (ganitanand) (measurable/countable) only Lord Shri Krushna is complete& total bliss. Only He is omnipotent and can fulfill wishes/desires.
 • Under the circumstances, this is the prayer by being (jiva) to the true saviour Shri Krushna with total surrender.
 • This hymn is pushti-margiya version of the Lord’s dictate in Geetaji to seek His shelter leavingall duties (dharma) aside.
 • Only means of realizing God is refuge (ashray). Complete surrender.
 • Acharyshri assures us that though everything is polluted/perverted but we will be able to sail through refuge/surrender to Krishna.

 

Essence & utility:

 

 • Regular recitation of this hymn fully grasping its meaning and spirit, will gain total faith (dradhashray), nothing else remains to be achieved thereafter.
 • With proper spirit enormous energy is generated. The belief that Prabhu is with me multiplies our confidence manifold. Divine energy pervades all over. Enhanced self-confidence gets expressed in our actions and utterances. This brings about effortless success in all our endeavours.

 

 

(To be Contd.)

  © Mahesh Shah 2014

 

 

Contact : 

*mahesh shah.1  Mahesh Shah 
Jai Shree Jrishna Marraige Beauro – Vadodara.

M: +91 –9426346364 /0265 – 2330083

email:  [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

I pray the readers to draw my attention to shortcomings by sending an e mail to [email protected]

કપાળ પર તિલક કેમ લગાડવામાં આવે છે ? …

કપાળ પર તિલક કેમ લગાડવામાં આવે છે ? …

 

 

tilak

 

 

“ટીલું, ટોપી અને ટૂંટિયું ત્રણેય હારે (સાથે) આવ્યું ને હારે (સાથે) જ જાશે.” એવી લોકોક્ત‍િ લોકહોઠે દોઢ-બે સૈકા પહેલાં ચર્ચાતી ! જોકે આ ત્રણેય ચીજ એ સમયે લોકોને માટે સાવ નવતર જેવી હતી.

 

 

tilak.1

 

 

તિલક સૌભાગ્યનું પ્રતીક પણ છે. વિવાહ ઉપરાંત સ્ત્રી પોતાનું જીવન પતિને સમર્પિત કરે છે એટલા માટે તે પતિના નામનું તિલક (બિંદી) કરે છે. જયારે પતિનું અવસાન થાય છે ત્યારે તિલક દૂર કરવામાં આવે છે.

તિલકાની બદલે તિલક શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે, સામાન્ય હિન્દી ભાષામાં શબ્દના અંતમાં આવેલો “a”નો હંમેશાં ઉચ્ચાર થતો નથી, છતાં તે મોટા ભાગે એ પ્રમાણે લખાય છે.

 

નેપાળ, બિહાર અને અન્ય ક્ષેત્રોમાં, તિલકને tikā /ટિકા (टिका [ʈɪkaː]), પણ કહેવામાં આવે છે, અને તે અબીર , લાલા પાઉડર, દહીં, અને ચોખાના અનાજનું મિશ્રણ હોય છે. સૌથી સામાન્ય ટિકો, લાલ પાઉડરથી અંગૂઠા વડે ઉપરની બાજુએ એક જ નિશાન દ્વારા લાગુ કરવામાં આવે છે.

 

 

tilak.2

 

 

તિલકનો ઇતિહાસ અને તેને ક્રમિક વિકાસ :

 

તિલક એક નિશાની છે, જે કપાળની ઉપર પાઉડરના નિશાન અથવા લૂગદી વડે બનાવવામાં આવે છે. પ્રસંગોપાત્ત તેને કપાળના મોટા ભાગમાં ઊભું અને આડું વિસ્તારિત કરવામાં આવે છે અને તે ઘણી વખત નાકને પણ આવરી લઈ શકે છે. વૈષ્ણવો અથવા ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો, મુખ્યત્વે ભગવાન કૃષ્ણના અનુયાયીઓ, જે તિલક કરે છે તે તરત નજરે પડતું અને વિસ્તૃત રૂપે જોવા મળે છે.

 

આ તિલક વાળની નીચેથી એક લાંબી રેખા શરૂ થઈને છેક નાકની શરૂઆત સુધી ખેંચવામાં આવે છે. તે મધ્યમાં અંતઃખંડિત કરીને Uમાં વિસ્તારવામાં આવે છે. મંદિરો પર પણ તેની બે નિશાનીઓ આંકેલી હોઈ શકે છે. આ તિલક પરંપરાગત રીતે સુખડના લાકડાની લૂગદીમાંથી કરવામાં આવે છે, સુખડના લાકડાની શુદ્ધતા અને ઠંડકની પ્રકૃતિ માટે હિન્દુ ગ્રંથોમાં તેની સ્તુતિ કરવામાં આવી છે.

 

અન્ય તિલકની મુખ્ય ભિન્નતા, મોટા ભાગે ભગવાન શિવના અને દેવી શક્તિનાં વિવિધ સ્વરૂપોના અનુયાયીઓ દ્વારા કરવામાં આવે છે તે છે. આ તિલકમાં કપાળમાં ત્રણ આડી રેખાઓ અને મધ્યમાં એક ઊભી રેખા અથવા વર્તુળ જોવા મળે છે. પરંપરાગત રીતે ભગવાન શિવ અને દેવી શક્તિને રીઝવવા માટે કરવામાં આવતા યજ્ઞોમાં વાપરવામાં આવતા લાકડાની ભસ્મ અથવા રાખમાંથી આ તિલક કરવામાં આવે છે. તિલકની બે મુખ્ય ભિન્નતાઓમાંથી આ અન્ય કરતાં વધુ પ્રાચીન છે અને સમગ્ર દુનિયામાં ધારણ કરવામાં આવતાં ચિહ્નોમાંથી તેમાં ઘણી બાબતો મળતી આવે છે. દેવી શક્તિના ઘણા પૂજકો કપાળની ઉપર કંકુથી ચતુર્ભુજ જેવું નિશાન કરશે, ખાસ કરીને દક્ષિણ ભારતીયો અથવા દક્ષિણ ભારતીયોના વંશજો.

હવેના સમયમાં, ઘણા હિન્દુઓ દરરોજ તિલક કરતાં નથી. મહિલાઓ તેને જૂની પરંપરા ગણે છે જે તેમના પશ્ચિમી ઢબનાં કપડાં સાથે અનુરૂપ લાગતી નથી, પણ ઘણી મહિલાઓ બિંદી કરે છે. મોટા ભાગે તિલક ધાર્મિક પ્રસંગોમાં અને મંગલકારી દિવસોમાં (જન્મદિવસો, લગ્નો, વગેરે) અથવા લગ્ન બાદ કરવામાં આવે છે.

પૂજા અને ભક્તિનુ એક મુખ્ય અંગ છે તિલક. ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચના, સંસ્કાર વિધિ, શુભ કાર્યો, યાત્રા ગમન, મંગલકાર્યની શરૂઆતમાં કપાળ પર તિલક લગાવીને તેને અક્ષત(ચોખા)થી સુશોભિત કરવામાં આવે છે.

યુપીમાં આજે પણ આરતીની સાથે આદર, સત્કાર-સ્વાગત કરવા માટે તિલક લગાવવામાં આવે છે.

તિલક કપાળ પર બંને આઈબ્રોની વચ્ચે નાસિકા(નાક)ની ઉપર પ્રારંભિક સ્થળ પર લગાવવામાં આવે છે. જે અમારા ચિંતન-મનનનું સ્થન છે. આ ચેતન-અવચેતન અવસ્થામાં પણ જાગૃત અને સક્રિય રહે છે. જેને આજ્ઞા ચક્ર પણ કહેવામાં આવે છે.

આ ચક્રના જમણી બાજુ અંજિમા નાડી અને ડાબી બાજુ વર્ણ નાડી છે.

આ બંનેના સંગમ બિંદુ પર સ્થિત ચક્રને નિર્મલ, વિવેકશેલ, ઉર્જાવાન, જાગૃત રાખવાની સાથે જ તણાવમુક્ત રાખવા માટે તિલક લગાવવામાં આવે છે.

આ બિંદુ પર જો સૌભાગ્યસૂચક દ્રવ્ય જેવુ કે કેશર, કુમકુમ વગેરેનુ તિલક લગાવવાથી સાત્વિક અને તજપૂર્ણ થઈને આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થાય છે. મનમાં નિર્મલતા, શાંતિ અને સંયમમાં વધારો થાય છે.

 

તિલક કેમ આવશ્યક છે…?

 

આપણું મસ્તિષ્ક એક અનોખું યંત્ર છે. આની તુલના આપણે સંગણક (કમ્પ્યૂટર) સાથે કરી શકીએ છીએ. ૧૦૦ અબજ સૂચનાઓ આ સંગણકમાં એક સાથે ભેગી થઈ શકે છે. આવું સંગણક બનાવવાનો પ્રયાસ અમેરિકાના વૈજ્ઞાનિકોએ કર્યો હતો. આના માટે ૨૭ માળની પ્રયોગશાળા બનાવી પડી હતી. ઘણી બધી યંત્ર સામગ્રી ઉપયોગમાં લેવાય હતી. સૈકડો જાણકાર વ્યક્તિઓને આ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.   આપણું મસ્તિષ્ક એક એવું સંગણક છે કે જે કોઈ પણ પ્રકારના સંશય વગર ચાલે છે. એક પ્રસુપ્ત શક્તિ આ સંગણકને ચલાવે છે. આ શક્તિને આપણે “સરસ્વતી” કહીએ છીએ. દેવી સરસ્વતીની કૃપાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને આપણે માનીએ છીએ કે દેવી સરસ્વતીનું નિવાસ આપણા મસ્તિષ્કમાં છે.   આપણે ભગવાનની ચંદન આદિથી પૂજા કરીએ છીએ. એજ પ્રકારે આપણા મસ્તિષ્કમાં સ્થિત દેવીનું આપણે ચંદનનું તિલક લગાવીને પૂજન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે – “હે ભગવતી સરસ્વતી ! મારા મનના અજ્ઞાન જેવાં અંધકારને દૂર કરી મને જ્ઞાનનો પ્રકાશ પ્રદાન કરો જેથી સંપૂર્ણ જગતને હું પ્રકાશમાન કરી શકું”   “चंदन है इस देश की माटी” આ ગીત તો તમે જાણતા જ હશો. આપણે જે ચંદન આપણા મસ્તિષ્ક પર લગાવીએ છીએ, તે આપણા પવિત્ર તીર્થસ્થાનોની માટી હોય છે. આ માટી મસ્તિષ્ક પર લગાવી આપણે આપણા દેશ પ્રતિ આદર ભાવ પ્રકટ કરીએ છીએ. આ સંસારમાં કદાચ એવી કોઈ વ્યક્તિ નથી જેને પોતાના દેશ પ્રતિ આદર નહીં હોય. જો આપણને આપણા દેશ પ્રતિ પ્રેમ હોય તો ચંદન લગાવી આ પ્રેમને અવશ્ય વ્યક્ત કરવો જોઇએ.  

તિલક લગાવવાનું એક બીજું પણ મહત્વપૂર્ણ કારણ છે – આપણી બે ભૃકુટિ (ભમ્મર) ની મધ્યમાં આજ્ઞાકેન્દ્ર હોય છે. આપણે દિવસભરમાં કઈ પણ કાર્ય-કલાપ કરીએ છીએ એનો પૂરો ભાર આ આજ્ઞાકેન્દ્ર પર હોય છે. ચંદન શાંતિ પ્રદાન કરવા વાળી એક પ્રભાવી ઔષધિ છે. મસ્તિષ્ક પર ચંદન લગાવવાથી એ કેન્દ્ર હંમેશા શાંત રહે છે અને કાર્યક્ષમ રહે છે. તેથી આપણે નિત્ય સવારે ચંદનનું તિલક લગાવવું જોઇએ.   એક બીજી ધારણા પ્રમાણે આપણા શરીરમાં આધ્યાત્મિક ગરમી (ઉર્જા) નો સતત પ્રવાહ ચાલતો રહે છે અને એ ગરમીથી લલાટ (કપાળ) નો ભાગ ગરમ થાય છે. વાસ્તવમાં આ વધતી ગરમી શરીરની અંદર અનેક પ્રકારના કષ્ટ ઉત્પન્ન કરી શકે છે. આ ગરમીનું શમન કરવા માટે પણ ચંદન આદિનું તિલક લગાવવામાં આવે છે. એવી માન્યતા છે કે બે ભમ્મરની મધ્યમાં જ્યાં તિલક લગાવવામાં આવે છે ત્યાં ત્રીજું નેત્ર સ્થિત હોય છે. એની આસપાસના ક્ષેત્રમાં બે પ્રકારના તરંગ-ચક્ર વિદ્યમાન હોય છે, જેમાં એક ધનાત્મક અને બીજું ઋણાત્મક ચક્ર હોય છે. આ તરંગોનું જાળ નાકથી કપાળ સુધી હોય છે. જ્યારે આ તરંગમધ્યમાં ઉર્જાની ધારા વહે છે ત્યારે આ પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય છે. ચંદનનું તિલક શરીરમાં વધતી આ ગરમીને શાંત કરે છે.   તમે જોયું હશે કે ઘણા લોકો મસ્તિષ્ક ઉપરાંત હાથ ઉપર તથા છાતી ઉપર પણ ચંદનનો લેપ કે તિલક લગાવે છે.   ચંદન ઉપરાંત આપણે કેસર તથા હળદરનું પણ તિલક લગાવી શકાય છે. આનાથી પણ શરીરના વિભિન્ન અંગોની ગરમી શાંત થાય છે અને એનો પ્રભાવ ગુણકારી હોય છે.  

તિલક, ત્રિપુંડ, ટીકો, ચાંદલો વગેરેનો સીધો સંબંધ મસ્તિષ્ક સાથે હોય છે. કપાળ પર બે ભમ્મરની વચ્ચે આવેલા આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણું મન પૂર્ણ શક્તિથી સંપન્ન થાય છે. આજ્ઞાચક્ર જ “દિવ્ય નેત્ર” છે. તિલક લગાવવાથી આ દિવ્ય નેત્ર જાગૃત થાય છે.   આ ઉપરાંત તિલક સમ્માન સૂચક પણ છે. તિલક લગાવવાથી ધાર્મિકતાનો આભાસ પણ થાય છે.
 

સાભાર : (“संस्कार-ज्योति” અને “आखिर क्यों?” પુસ્તક માંથી) લેખક – સંજય માલપાણી તથા લલિત ભટ્ટ .

 

કપાળમાં ચંદનના તિલકનું કેમ વધુ મહત્વ : 

 

હંમેશા ઉત્તેજનામાં આપણા કાર્યો બગડી જાય છે. ચંદન લગાડવાથી ઉત્તેજના કાબુમાં આવે.

 

આપણે ત્યાં વડીલો દ્વારા જ જુદી-જુદી પરંપરાઓ બનાવવામાં આવે છે. જે આજે અનેક રીતે વૈજ્ઞાનિક રીતે પણ યોગ્ય પુરવાર થતી હોય છે. એવી જ એક પરંપરામાંથી એક પરંપરા છે તિલક લગાવવાની. પૂજનમાં તિલકનું ખૂબ મહત્વ છે. પૂજા સિવાય પણ રોજ તિલક કરવું આપણા માટે લાભદાયક છે. આવો જાણીએ, કેવી રીતે ?

 

સ્નાન બાદ દેવી-દેવતાઓની પ્રતિમાને ચંદન સમર્પિત કરવામાં આવે છે. પૂજા કરનાર પણ પોતાના મસ્તક પર ચંદનનું તિલક લગાવે છે. ચંદન સુગંધિત હોય છે અને તે શીતળતા બક્ષનારું હોય છે. ભગવાનને ચંદન અર્પણ કરવાનો ભાવ એ હોય છે કે, અમારું જીવન પણ ચંદનની જેમ આપની કૃપાથી સુગંધિત અને શીતળતા આપનારું બને.

 

હંમેશા ઉત્તેજનામાં આપણા કાર્યો બગડી જાય છે. ચંદન લગાડવાથી ઉત્તેજના કાબુમાં આવે છે. સ્ત્રીઓએ મસ્તક પર કસ્તૂરીનું તિલક કે બિંદી લગાવવી જોઇએ. ગણેશજી, હનુમાનજી, માતાજી કે અન્ય મૂર્તિઓમાંથી સિંદૂર કાઢીને કપાળ પર ન લગાવવું જોઇએ. સિંદૂર ઉષ્ણ હોય છે. ચંદનને નાના ચાલ્લાના સ્વરૂપમાં બે ભ્રમરોની વચ્ચે લગાવવામાં આવે છે.

 

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદનનું તિલક લગાવવાથી મગજ શાંત રહે છે. સાથે-સાથે તરવરાટ અને શીતળતા જળવાઇ રહે છે, મસ્તિષ્કમાં સેરાટોનિન અને બીટાએંડોરફિન નામના રસાયણોનું સંતુલન થાય છે. યાદશક્તિ વધે છે અને માનસિક થાક દૂર થાય છે.

 

 

tilak.3
 

 

વિદાય સમયે તિલક કેમ કરવામાં આવે છે ?  …

 

વિદાય સમયે તિલક કેમ કરવામાં આવે છે ?  હિંદુ ધર્મમાં કોઇપણ પ્રકારનું પૂજન કરતી વખતે મસ્તક પર તિલક લગાડવું જરૂરી માનવામાં આવે છે.  માનવામાં આવે છે કે તિલક વગર પૂજાનું પુરૂ ફળ મળતું નથી. પરંતુ માત્ર પૂજનના સમયે તિલક કરવામાં આવે છે તેવું નથી તિલક તો આપણી ભારતીય સંસ્કૃતિનુ અભિન્ન અંગ છે. આ માટે આપણા ત્યાં જ્યારે કોઇનું સ્વાગત કરવામાં આવે છે, લગ્ન- વિવાહમાં કોઇપણ રિવાજ નિભાવવામાં આવે છે અથવા કોઇની પણ વિદાય કરવામાં આવે તો અને મહેમાનોને પણ તિલક લગાડીને જ વિદાય કરવામાં આવે છે.  પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે કે જે આ જાણતા હશે કે વિદાય વખતે તિલક કેમ કરવામાં આવે છે ?  ખરી રીતે તો તિલક એ આપણી સભ્યતામાં સમ્માનનું પ્રતીક માનવામાં આવે છે. આના સિવાય આને વિજયનું પ્રતીક માનવામાં આવે છે.આ માટે પ્રાચીન સમયમાં જ્યારે કોઇ યુદ્ધ માટે જતા તો તેને તિલક લગાડીને વિદાય આપવામાં આવતી.  આની પાછળ તે જ્યારે પાછો ફરે તો તે વિજય મેળવીને પરત ફરે તે છે.  આવામાં તિલક કરવાથી સકારાત્મક ભાવના કે દુવાઓ વિદાય લેનારાની સાથે રહે છે અને તેને પોતાના લક્ષ્ય સુધી પહોચાડવા મદદ કરે છે.  આ સાથે તિલક લગાડવાથી એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે કારણકે તિલક લગાડવાથી આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. આ સાથે મસ્તિષ્કને શીતળતા પણ મળે છે.  આગળ વાંચો સિંદૂર તિલક રૂપે કેમ ન લાગાવવું જોઈએ,….

આવું તિલક તમને અપાર ધનલાભ અને સમૃદ્ધિ અપાવે છે દુનિયામાં એવું કોઇ સુખ નહી હોય કે જે ભગવાન ગણેશ પોતાના ભક્તોને આપતા ના હોય.  શ્રી ગણેશ બુદ્ઘિ, જ્ઞાન અને વિવેકની સાથે-સાથે ધન લાભ પણ આપે છે.  ઘણા તંત્ર પ્રયોગોમાં પણ શ્રી ગણેશના વિભિન્ન સ્વરૂપોને પૂજવામાં આવે છે. આંકડાના છોડમાં ભગવાન ગણેશનો વાસ માનવામાં આવે છે અને તેના જડમુળ પણ બહુ જ શુભ ફળ આપનારા માનવામાં આવે છે.  ખાસ કરીને ધન લાભની દ્રષ્ટિએ તો તે બહુ જ પ્રભાવી માનવામાં આવે છે.આના માધ્યમથી ધન લાભના ઉપાય આ પ્રકારે છે.  ઉપાય એવી માન્યતા છે કે આંકડો એ ભગવાન ગણેશ નું જ રૂપ છે.આની જડ બહુ જ ચમત્કારિક માનવામાં આવે છે.  ધન લાભ માટે આંકડાના જડમુળને બાળી નાખો અને તેની ભસ્મ(રાખ) બનાવી લો.  આંકડાની આ ભસ્મથી દરેક સભ્યને તિલક કરો.  એવું માનવામાં આવે છે કે આંકડાની આ ભસ્મ ઘર-પરિવારમાં અપાર ધનલાભ આપે છે.  જ્યારે પણ તમે આર્થિક તંગીથી અતિ પરેશાન હોવ ત્યારે આ ભસ્મનું તિલક લગાડો.આ ભસ્મ સુખ-સમૃદ્ધિ આપે છે, જેનાથી જીવનમાં અસુરક્ષાનો ભાવ મટે છે અને ઇશ્વરમાં આસ્થા વધે છે.  સાથે તમારા દરેક કામ થવા લાગે છે. આગળની સ્લાઈડ્સમાં જાણો તિલક વિશેની તમામ જાણકારી કે કેટલા પ્રકારના હોય છે તિલક અને સાધુઓ કયા પ્રકારના તિલકથી ઓળખાય છે…

 

જાણો, કેમ સિંદુરને તિલક રૂપે ના લગાડવું જોઇએ ?   પૂજાના સમયે તિલક લગાડવાનું વિશેષ મહત્વ છે અને ભગવાનને સ્નાન કર્યા બાદ તેમને ચંદનનું તિલક લગાડવું જોઇએ.  પૂજન કરવાવાળા પણ પોતાના મસ્તક પર ચંદનનું તિલક લગાડે છે.ચંદન સુગંધીત હોય છે અને તેના ગુણ શીતળતા આપનારાં હોય છે. ભગવાનને ચંદન અર્પણ કરવાનો ભાવ એ છે કે આપની કૃપાથી સુગંધથી ભરી જાય છે અને આપણો વ્યવહાર શીતળ રહે છે એટલે કે આપણે શાંત ચિત્તે કામ કરી શકીએ છીએ.  ઘણીવાર ઉત્તેજનામાં કામ બગડી જાય છે.   ચંદન લગાડવાથી ઉત્તેજના કાબુમાં આવી જાય છે.  સ્ત્રીઓ માથા પર કસ્તુરીનું તિલક કે બિંદી લગાડવી જોઇએ.  ગણેશજી, હનુમાનજી, માતાજી અને અન્ય મુર્તિઓથી સિંદુર નીકાળી લગાડવું ના જોઇએ.   સિંદુર ઉષ્ણ હોય છે.  ચંદનનું તિલક લલાટ પર કે નાના ચાંલ્લા રૂપે બન્ને આઇબ્રોની મધ્યમાં લગાડી શકાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદનનું તિલક લગાવવાથી મગજ શાંત, તરાવટ અને શીતળતા બની રહે છે. મસ્તિષ્કમાં સેરાટોટિન તેમજ બીટાએડોરફિન નામક રસાયણોથી સંતુલન હોય છે.  મેઘાશક્તિ વધે છે તથા માનસિક થાક વિકાર નથી થાતો.  આગળ વાંચો કેટલા પ્રકારના હોય છે તિલક…અને સાધુઓ કેટલા પ્રકારના તિલક લગાવે છે….

હિન્દુ ધર્મમાં તિલક અથવા તિલકા ને કપાળ પર અને શરીરના અન્ય ભાગો પર કરવામાં આવે છે.

વિવિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરવામાં આવે છે અથવા માત્ર વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે. માન્યતા માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે.  આથી આ પૂજન પછી બુદ્ધિના નિવાસ-સ્થાન મસ્તકનું પૂજન કરવામાં આવે છે કેમ કે પહેલાં સાઘ્ય એટલે ઈશ્વર-પૂજન અને ત્યાર પછી સાધન એટલે બુદ્ધિનું પૂજન. એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં, પૂજન-અર્ચનમાં મસ્તક પર તિલક અથવા ટીલું કરવામાં આવે છે. બહેન દ્વારા ભાઈના કપાળે તિલક કરવામાં આવે છે. એનું વિશેષ મહત્ત્વ છે. ભાઈને આ તિલક ‘ત્રિલોચન’ બનાવે છે અને ત્રીજી આંખમાં કામ-દહનની શકિત છે. જગતની સ્ત્રીજાતિ તરફ કામ-દૃષ્ટિથી ન જોતાં ભાવદૃષ્ટિથી, બહેનની ભાવનાથી જોવાનું હૃદયંગમ સૂચન તિલકમાં સમાયેલું છે.

 

tilak.4
 

 

તિલક હોય છે સાધુઓની ઓળખ, જાણો કેટલા પ્રકારના હોય છે તિલક:

 

હિન્દુ ધર્મમાં અનેક પરંપરાઓ પ્રચલિત છે. રોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાનનું વિધિ-વિધાનથી પૂજન કર્યા પછી તિલક લગાવવાનું હિન્દુ પરંપરા જ છે. તિલક પણ અલગ-અલગ વસ્તુઓ લગાવવામાં આવે છે. કોઈ ચંદનનું તિલક લગાવે છે તો કોઈ સિંદૂરનું. તે સિવાય પણ અનેક વસ્તુઓથી તિલક લગાવવામાં આવે છે.  તિલક લગાવવા પાચળનું માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક કારણ પણ નિહિત છે. જો એમ કહેવામાં આવે કે તિલક લગાવવું, હિન્દુ ધર્મ પરંપરાઓનું સૌથી અભિન્ન અંગ છે તો અતિશયોક્તિ નહીં કહેવાય.  તમને અત્યાર સધી માત્ર બે-ત્રણ પ્રકારના જ તિલગ લગાવતા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે સાધુઓમાં કેટલા પ્રકારના તિલક પ્રચલિત હોયછે. જો હિસાબ લગાવવામાં આવે તો ૮૦ ટકાથી વધુ પ્રકારના તિલક લગાવવામાં આવે છે.  સનાતન ધર્મમાં શૈવ, શાક્ત, વૈષ્ણવ અને અન્ય મતોના અલગ-અલગ તિલક હોયછે. હિન્દુ ધર્મમાં જેટલા સંતોનો મત છે, જેટલા પંથ છે, સંપ્રદાય છે તે બધાના પણ પોતાના અલગ-અલગ પ્રકારના તિલક હોય છે. આજે જાણો કેટલા પ્રકારના હોય છે તિલક….

 

વિવિધ સંપ્રદાય પ્રમાણે કેટલાક પ્રકારના તિલક હોય છે….

 

 

tilak.5

 

 

૧]  શૈવ- શૈવ પરંપરામાં લલાટ ઉપર ચંદનની આડી રેખા કે ત્રિપુંડ લગાવવામાં આવે છે. અમૂમન મોટાભાગે શૈવ સાધુઓ આ પ્રકારનું તિલક લગાવે છે. ત્રિપુંડ તિલક ભગવાન શિવના શૃંગારનો હિસ્સો છે, આ પ્રકારે મોટાભાગના શૈવ સન્યાસી ત્રિપુંડ જ લગાવે છે. શૈવ સંપ્રદાયમાં જેટલા પંથ બદલી જાય છે, જેમ અઘોરી, કાપાલિક, તાંત્રિક તો તેમના તિલક લગાવાવની શૈલી પોતાના પંથ અને મત પ્રમાણે બદલાઈ જાય છે. શાક્ત અને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા લગાવવામાં આવે છે તિલકો વિશે જાણવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરો….

 

tilak.6

 

 

૨]  શાક્તઃ-  શક્તિના આરાધક તિલકની શૈલીથી વધુ તત્વ ઉપર ધ્યાન આપે છે.  તેઓ ચંદન અને કંકુને બદલે સિંદૂરનું તિલક લગાવે છે.  સિંદૂર ઉગ્રતાનું પ્રતીક છે. તે સાધકની શક્તિ અને તેજ વધારવામાં સહાયક માનવામાં આવે છે.  મોટાભાગના શાક્ત આરાધક કામાખ્ય દેવીના સિદ્ધ સિંદૂરનો ઉપયોગ કરે છે.  

૩]  વૈષ્ણવઃ- વૈષ્ણવોમાં તિલકના સૌથી વધુ પ્રકાર જોવા મળે છે. વૈષ્ણવ પંથ રામ માર્ગી અને કૃષ્ણ માર્ગી પરંપરામાં વહેંચાયેલ છે. તેમના પણ પોત-પોતાના મત, મઠ અને ગુરુ છે, જેમની પરંપરામાં વૈષ્ણવ તિલકમાં તેટલા પ્રકાર છે. વૈષ્ણવ પરંપરામાં ચૌસઠ પ્રકારના તિલક બતાવ્યા છે. તેમાંથી  કેટલાક પ્રમુખ તિલકો વિશે અમે તમને જાણકારી આપી રહ્યા છીએ. વૈષ્ણવ પરંપરાની અંતર્ગત લગાવવામાં આવતાતિલકો વિશે જાણવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરો….

 

 

 
tilak.7

 

 

૪]  લાલશ્રી તિલકઃ-  તેમાં આસપાસ ચંદનની અને વચ્ચે કંકુ કે હળદરની ઊભી રેખા બનેલી હોય છે.

૫]  વિષ્ણુસ્વામી તિલકઃ-  આ તિલક માથા ઉપર બે પહોંળી રેખાઓથી બને છે.  આ તિલક સાંકડુ હોય છે તથા ભમરની વચ્ચે આવે છે.

૬] રામાનંદ તિલકઃ-  વિષ્ણુસ્વામી તિલકની વચ્ચે કંકુથી બનેલ ઊભી રેખાઓ આપવાથી રામાનંદી તિલક બને છે.  

૭]  શ્યામશ્રી તિલકઃ-  તેને કૃષ્ણ ઉપાસક વૈષ્ણવ લગાવે છે.  તેમાં આસપાસ ગોપીચંદનની તથા વચ્ચે કાળા રંગની મોટી ઊભી રેખા હોય છે.

૮] અન્ય તિલકઃ-  અન્ય પ્રકારના તિલકમાં ગણપતિ આરાધક, સૂર્ય આરાધક, તાંત્રિક, કાપાલિક, વગેરે અન્ય તિલક હોય છે. તેની પોતાની ઉપશાખાઓ હોય છે.  જેમાંથી પોતાની રીત ને પરંપરાઓ છે.  કોઈ સાધુ અને સન્યાસીઓ ભસ્મ પણ તિલક લગાવે છે.

 

પંથ આધારિત તિલક :

 

વિવિધ હિન્દુ પરંપરાઓ તિલક કરવા માટે વિવિધ વસ્તુઓ અને આકારોનો ઉપયોગ કરે છે.

 

 

  • સૈવિતેઓ લાક્ષણિકપણે સમગ્ર કપાળ પર ત્રણ આડી રેખાઓ ભસ્મથી બનાવે છે. વિભૂતિની સાથે મોટા ભાગે મધ્યમાં કંકુની સાથે સુખડના લાકડાની લૂગદીનું ટપકું કરવામાં આવે છે. (ત્રિપુંડ્ર).

 

  • વૈષ્ણવો તિલક માટે પવિત્ર નદી અથવા સ્થળની માટી (જેમ કે વૃંદાવન અથવા યમુના નદી)નો ઉપયોગ કરે છે, જેમાં ઘણી વખત સુખડનું લાકડું ભેળવવામાં આવે છે. તેઓ બે લંબરૂપ રેખાના આકારમાં લૂગદી લગાવે છે, જે નીચેના ભાગમાં એકબીજા સાથે જોડાઈ શકે છે, તેનાથી કાં તો U આકાર બનાવે છે અથવા તુલસી પાદડાનો એક વધારાનો આકાર બનાવે છે.  તેમનું તિલક ઊર્ધ્વપુન્ડ્ર તિલક કહેવાય છે.

 

  • ગણપત્ય લાલ સુખડની લૂગદીનો ઉપોયગ કરે છે (રક્ત ચંદન).

 

 • શાક્તો કંકુ  અથવા લાલ હળદરના પાઉડરનો ઉપયોગ કરે છે.  તેઓ એક લંબરૂપ રેખા અથવા બિંદુનો ઉપયોગ કરે છે.  તેઓ એક ઊભી રેખા અથવા બિંદુ દોરે છે.

 

 • સન્માનદર્શક તિલકો (રાજ તિલક અને વીર તિલક): સામાન્ય રીતે તેમાં એક લંબરૂપ લાલ રેખા કરવામાં આવે છે. રાજ તિલકનો ઉપયોગ જ્યારે રાજાને ગાદી પર બેસાડવામાં આવે છે અથવા મહત્ત્વની વ્યક્તિને આમંત્રણ આપવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે.  યુદ્ધ અથવા રમત બાદ વિજેતાઓ અથવા નેતાઓને અભિકૃત કરવા માટે વીર તિલકનો ઉપયોગ કરવામાં આવે છે.

 

 • સ્વામિનારાયણ તિલક: તે કપાળની મધ્યમાં U- આકારનું તિલક હોય છે.  U આકારની મધ્યમાં લાલ રંગની બિંદી હોય છે (જે ચાંદલા તરીકે જાણીતી છે).

 

 

જ્ઞાતિ આધારિત તિલક :

 

હિન્દુ જ્ઞાતિ આધારિત વ્યવસ્થા અને વૈદિક ગ્રંથો અનુસાર તિલક ૪ પ્રકારના હોય છે

 

૧]  બ્રાહ્મણ તિલક – ઊર્ધ્વપુંડ્ર :
કપાળની ઉપર બે લંબરૂપ રેખાઓ બનાવવી (હવેના સમયમાં તે મોટા ભાગે U આકારનું તિલક બની ગયું છે), U આકારનો તિલક .

 

૨]  ક્ષત્રિય તિલક- ત્રિપુંડ્ર :
કપાળની ઉપર લંબરૂપ રેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની – ત્રણ કમાનો.

 

૩]  વૈશ્ય તિલક – અર્ધચંદ્ર :
અર્ધ વર્તુળ સાથે મધ્યમાં બિંદી અથવા ગોળાકાર નિશાન – અર્ધ ચંદ્ર તિલક

 

૪]  શૂદ્ર તિલક – પર્તાલ :
કપાળની ઉપર મોટું વર્તુળાકાર નિશાન

 

 
તિલકના પ્રકારો :

તિલકના ઓગણીસ પ્રકારો છે.
૧]  વિજયશ્રી :
સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્ર સાથે મધ્યમાં સફેદ રેખા. જયપુરના સ્વામી બાલઆનંદે આ તિલકની શોધ કરી હતી.

 

૨]  બેન્દી તિલક :
સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્ર ની સાથે મધ્યમાં એક ગોળ નિશાન. જેની શોધ બડાસ્થાન અયોધ્યાના સ્વામી રામપ્રસાદ આચાર્ય દ્વારા કરવામાં આવી હતી.

 

૩]  ચતુર્ભુજી તિલક :

સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્રની સાથે ઉપરનો ભાગ વિરુદ્ધ દિશામાં 90 અંશના ખૂણે આવેલો હોય છે. તેની મધ્યમાં શ્રી હોતું નથી. તેની શોધ બિહારના નારાયણદાસજી દ્વારા કરવામાં આવી હતી. સ્વર્ગ દ્વાર અયોધ્યાના તપસ્વીઓ તેનું અનુસરણ કરે છે.

 

અન્ય તિલકો :

તેમાં ૧૨  શ્રી તિલકોનો સમાવેશ થાય છે.

 

૧]  રેવાસા ગાડ્ડીનુ શ્રી તિલક

૨]  રામચંદ્રદાસ તિલક

૩]  શ્રીજીવરમનું તિલક

૪]  શ્રી જનકરાજ કિશોરી શરણ અલીજીનું તિલક

૫]  શ્રી રૂપકલાજીનું તિલક

૬]  રૂપસારસજીનું તિલક

૭]  રામસાખીજીનું તિલક

૮]  કામનેન્દુ મણિનું તિલક

૯]  કરુણસિંધુજીનું તિલક

૧૦]  સ્વામિનારાયણ તિલક

૧૧]  નિમ્બાર્કનું તિલક

૧૨]  માધવનું તિલક

 

તિલક અને બિંદી શબ્દો એક બીજાની પર કેટલેક અંશે છવાયેલા છે, પણ તેઓ એકબીજાના સમાનાર્થી નથી.  તેમની વચ્ચેના કેટલાક તફાવતો :

 

 • તિલક હંમેશાં લૂગદી અથવા પાઉડરથી સાથે લગાવવામાં આવે છે, જ્યારે બિંદી લૂગદી, સ્ટીકર અથવા જ્વેલરી પણ હોઈ શકે છે.
 • તિલકબંને લિંગની વ્યક્તિઓને કરી શકાય છે, જ્યારે બિંદી માત્ર મહિલાઓ જ કરે છે.
 • તિલકસામાન્ય રીતે ધાર્મિક અથવા આધ્યાત્મિક કારણસર કરવામાં આવે છે અથવા મહત્ત્વની વ્યક્તિ, ઘટના અથવા જીતના સન્માનમાં કરવામાં આવે છે. બિંદી લગ્નનું સૂચક છે અથવા તેનો પયોગ શોભાના હેતુ માટે કરવામાં આવે છે.
 • બિંદીમાત્ર આંખોની વચ્ચે કરવામાં આવે છે, જ્યારે તિલક ચહેરા અથવા શરીરના અન્ય ભાગોને પણ આવરી લઈ શકે છે. તિલક શરીરના 12 ભાગો પર કરી શકાય છે: માથું, કપાળ, ગરદન, બંને બાવડાની ઉપર, કોણીથી પહોંચા સુધીના બંને હાથ પર, છાતી, ધડની બંને બાજુએ, પેટ અને ખભા.
 • બિંદી હિન્દી શબ્દ છે, જ્યારે તિલક સમગ્ર ભારતીય ઉપખંડમાં લાગુ પડે છે.

 

 

સંકલિત લેખ :

સાભાર :  (“संस्कार-ज्योति” અને “आखिर क्यों?” પુસ્તક માંથી) લેખક – સંજય માલપાણી તથા લલિત ભટ્ટ. વિકિપીડિયા, દિવ્યભાસ્કર, સંદેશ, વેબદુનિયા, તેમજ અન્ય ...)
 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૪) …

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …

મહેશ શાહ, (વડોદરા) …

ભાગ – ૪

 

 

SHODASH GRANTH.1

 

 

પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને સમજવાના નમ્ર પ્રયાસ રૂપે ષોડશ ગ્રંથોનો પરિચયપામવાની  આપણી ‘સમજણ એક્સપ્રેસ’નાઆજના બે સ્ટેશન છે: શ્રી નવરત્ન સ્તોત્રમ્: અને શ્રી  અંતકરણપ્રબોધ:

 

૬. શ્રી નવરત્ન સ્તોત્રમ્:

 

સંક્ષિપ્ત પરિચય: 

 

ગુજરાતના ખેરાળુના વૈષ્ણવ શ્રી ગોવિંદ દુબે માટેઆ ગ્રંથની રચના થઇ હતી.

 

 • ઘણીવાર મુશ્કેલીઓથી મૂંઝાઈનેશ્રી ઠાકોરજી ઉપરનોવિશ્વાસ ડગવાથી,લોભ લાલચવશ અથવા અન્ય લોકોની દેખાદેખીથી વૈષ્ણવોથી અન્ય દેવી-દેવતાઓ કે ગ્રહોના આશરે જવાની ભૂલ થઇ જાય છે. આપણા માર્ગમાં આપણા શ્રી ઠાકોરજી સિવાય બીજા કોઈ(અન્ય)નો આશરો(આશ્રય) લેવાનું યોગ્ય ગણવામાં નથી આવ્યું.આવો અન્યાશ્રય બાધક અને હાનિકારક છે.
 • આચાર્યશ્રીએ આ ગ્રંથમાં વૈષ્ણવોનીઆધિભૌતિક, આધ્યાત્મિકઅને આધિદૈવિક એ ત્રણે પ્રકારનીચિંતાઓ દુર કરતું માર્ગદર્શન આપ્યું છે જેથી આપણે અન્યાશ્રયથી બચી શકીએ.
 • આપ આજ્ઞા કરે છે કે વૈષ્ણવોએ આત્મ નિવેદન કર્યું છે તેથી ચિંતાકરાય જ નહીં. આપણે સર્વસ્વ પ્રભુને નિવેદન કરી દીધું છે. આમ ‘આપણું’ તો કાંઇ છે જ નહીં, આ શરીર પણ આપણું નથી, મન પણ આપણું નથી,ઘર બાર, કુટુંબ કબીલો, સંપતિ બધું જ પ્રભુનું થઇ ગયું તો પછી ચિંતાશાની, શેની અને કોની કરવાની?
 • સર્વ કાર્ય પ્રભુ પોતાની સ્વેચ્છાએ કરશે,વૈષ્ણવે કશું માંગવું નહીં.
 • શ્રી હરિની કૃપા ઘણીવાર લૌકિક વૈદિક અવરોધોના વેશે પણ આવે છે જેથી આપણું મન બીજે ન દોરવાય અને પ્રભુમાં જ લીન રહે. આવી મુશ્કેલીઓના સમયે વૈષ્ણવે સાક્ષીભાવ રાખવો. ગીતાજીમાં આને જ સ્થિતપ્રજ્ઞતા કહી છે.
 • પ્રભુ અત્યંત દયાળુ છે,તેઓ ક્યારેય પોતાના ભક્તની લૌકિક દશા થવા નહીં જ દે.
 • નિ:સાધન ભાવથી અને પ્રભુ હંમેશા મારૂં ભલું જ કરશે તેવી શ્રધ્ધાથી હંમેશા ‘શ્રી કૃષ્ણ શરણં મમ:’ જપતા રહેવું. આધુનિક માનસ શાસ્ત્ર પણ આવ વિધાયક અભિગમને ટેકો આપે છે.
 • નાની નાની કે બિનજરૂરી બાબતોમાં પડી ચિંતા કરવી નહીં. લકીરના ફકીર ન બનીએ.

 

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા: 

 

 • અહંતા (હું-પણું, પોતાના માટેનું અભિમાન) અને મમતા(માલિકી ભાવ) આધ્યાત્મિક પ્રગતિ અટકાવે છે. સાચા વૈષ્ણવ બની શકાતું નથી. આ ગ્રંથના અભ્યાસથી તે બંનેઅવરોધો દૂર થઇ શકે છે.
 • પ્રભુ મારૂં ખરાબ ન જ કરે તેવી શ્રદ્ધા જાગે છે તેથી ગ્રહોમાં કે બીજા કોઈ સાધનો/ઉપાયોના ચક્કરમાં ફસાઈને અન્યાશ્રયના અપરાધમાંથી બચી જવાય છે.
 • મુશ્કેલીઓમાં મન મક્કમ અને ચિંતાથી મુક્ત રહે છે આવા સ્વસ્થ મન જ મુશ્કેલીઓનો ઉપાય આપોઆપ શોધી લેછે.

 

 

૭.  શ્રી  અંતકરણપ્રબોધ: 

 

સંક્ષિપ્ત પરિચય: 

આ ગ્રંથમાં સરળ શબ્દોમાં વૈષ્ણવના કર્તવ્યો દર્શાવાયા છે જેનું દિલથી પાલન કરીએ તો આપણું મન (અંત:કરણ)જાગી ઉઠે અને પ્રભુ પ્રાપ્ત થાય.પ્રભુ પ્રાપ્ત કરવા માટેઅંતકરણની જાગૃતિ જરૂરી છે.

 

 • આચાર્યશ્રી ભારપૂર્વક કહે છે કે શ્રીકૃષ્ણ સૌથી શ્રેષ્ઠ દેવ છે. તેમનામાં  લૌકિક દ્રષ્ટિ ન રાખવી.
 • પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત સત્ય સ્વરૂપ છે. પ્રભુ આપ સત્ય સંકલ્પ છે અર્થાત પ્રભુના સર્વ સંકલ્પ અને સર્વ ધારણાઓ હંમેશા સાચી જ સિદ્ધ થાય છે.
 • જીવ તરીકે આપણને ક્યારેક એવું લાગે કે આપણી સાથે અન્યાય થાય છે કે પ્રભુ કૃપા નથી કરતા પણ શ્રી વલ્લભ આશ્વાસન આપે છે  કે ‘પ્રભુ ક્યારેય અન્યાયન કરે’. પરિસ્થિતિ અને પરિબળોને સમજવામાં આપણીજ ભૂલ થતી હોય છે.
 • શ્રી કૃષ્ણના શરણે ગયા છીએ, સ્વામી બનાવ્યા છે તેથી તેમની આજ્ઞાનું સદા પાલન કરવું.તેમણે દર્શાવેલા માર્ગે જ ચાલવું.
 • સમર્પણથી આપણો જન્મ સફળ થયો છે તેનો આનંદ માનવો.
 • એક વાર સમર્પણ કર્યું છે, તે પછી પતન થવાની કે નવા અપરાધ થવાની શક્યતા ઓછી રહે છે.અપરાધોનાવિચાર કરતા રહી બિન જરૂરી પસ્તાવો ન કરવો. નવા અપરાધ ન થાય તે ધ્યાન જરૂર રાખવું.
 • બ્રહ્મ સંબંધીનું પ્રથમ અને પરમ કર્તવ્ય છે પોતાના શ્રી ઠાકોરજીની સેવા. આજીવન સેવા કરતા રહેવી.
 • બીમારી કે અન્ય કોઈ કારણસર સેવા અશક્ય બને તો પણ હરિ ઈચ્છા માની દુ:ખી ન થવું.

 

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા: 

 

 • એક વૈષ્ણવ તરીકે આપણે શું કરાય અને શું ન કરાય (‘Dos’&‘Don’ts’) તે સમજાય છે.
 • આપ્રમાણે આચરણ કરી સાચા વૈષ્ણવ બની પ્રભુની કૃપા મેળવી શકીશું તેવી શ્રદ્ધા અને વિશ્વાસ જાગે છે.

 

 • (ક્રમશ:)

 

વૈષ્ણવોને પ્રાર્થના છે કે આ પ્રયત્નમાં રહેલી ત્રુટીઓ પ્રત્યે પત્ર દ્વારા કે ઈ મેલથી  મારું ધ્યાન દોરવા કૃપા કરે. મને [email protected] ઉપર ઇ મેલ કરી શકાય છે.

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

SHODASH GRANTH  … SHORT & SWEET  SYNOPSIS …

-Mahesh Shah, Vadodara

 

[ 4 ]

 

 

SHODASH GRANTH.1.2

 

 

Our ‘Understanding Express’  is on a journey to learn the basics of Pushti Marg through a brief study of  Shri Vallabhacharyaji’sShodashGranths.  This time we shall have 2 more stations.

Shri Navartna Stotram:

 

Brief Summary:

 

Shri Vallabhacharyaji created this hymn for Shri GovindDubey of Kheralu (Gujarat).

 

 • Often faith and trust of vaishnavs get shaken due to one or more difficulties leading them to making mistake of seeking refuge to devatas and planets. Greed, temptation or inappropriate company can also cause this. In our sect, taking refuge to anyone except Shri Thakoraji (anyashray) is considered inappropriate and damaging.
 • The hymn contains complete guidance for vaishnavs to save them from worries and anxieties of all the three types (worldly, Godly & spiritual).
 • As vaishnavs have done atma-nivedanthey must not worry at all. When we have submitted/surrendered everything including our body, our mind, our home, our property, our family then what to worry for, why and for whom?
 • Prabhu will do everything as per His own sweet will, a vaishnav should never pray for anything.
 • Worldly and vaidic obstacles are hidden forms of Shri Hari’sgrace that divert tendencies of devotees towards Him. Vaishnav should develop ‘observer attitude’ (sakshibhaav). This is named equanimity (sthitpragnyata) in Geetaji.
  • Merciful Prabhu will never create worldly (laukik) convenience for His devotee.
   • One should keep chanting ‘Shri KrushnaSharanamMamaah’ with a means-less mind (nisadhanbhav) trusting that Prabhu will do everything of my benefit. Modern psychology hails this as positive attitude.
  • Never invite anxiety by thinking too much over minor matters. Never be bookish/academic.

 

Essence & utility:

    • Saved from reliance to planets/devatas (anyashraya), my faith in my own Shri Thakorjee is fortified.We can get rid of two biggest enemies to spiritual progress ‘I-ness’ and ‘my-ness’ with the help of this hymn.

     

     • Gives mental strength in times of difficulties. One feels empowered to save oneself from the guilt of anyashray and anxiety. A cool mind is better equipped to find ways to overcome obstacles.

     

     

 1. Shri AntakaranPrabodh: 

 

Brief Summary:

 

This hymn explains duties of vaishnavs in simple terms which will enlighten the conscious, essential for bringing about Prabhu’s realization.

 • Merciful Shri Krushna is the supreme lord. Never have worldly view of Shri Krushna.
 • ParbrahmParmatma is of true form and true resolve.
 • Prabhu never does injustice; it is our misconception only.
 • Always obey dictates of our lord Krushna.
 • Always feel happy because we have been blessed by dedication/surrender (samarpan).
 • Possibilities of downfall (patan) are lesser after surrender. Never feel sorry by thinking about real or assumed guilt/mistakes.
 • A brahm-sambandhi should keep worshipping his Shri Thakorajee for the whole life.
 • If, for any reason, worship is not possible do not feel sorry as that too is His will.

 

Essence & utility:

 • The ‘do’s and ‘don’ts’to be practiced by vaishnavs are understood.
 • We acquire confidence to become an ideal vaishnav following on this path.

 

 

(To be Contd.)

  © Mahesh Shah 2014

 

 

Contact : 

*mahesh shah.1  Mahesh Shah 
Jai Shree Jrishna Marraige Beauro – Baroda.

M: +91 –9426346364 /0265 – 2330083

email:  [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

I pray the readers to draw my attention to shortcomings by sending an e mail to [email protected]

બેટા! હવે રડીશ નહીં અને એક દિવસ બહાદુર બનજે (કભી કભી) …

બેટા! હવે રડીશ નહીં અને એક દિવસ બહાદુર બનજે (કભી કભી) …

 

 

 

call operetor

 

 

 

ઉત્તર-પશ્ચિમ અમેરિકાનું એક રાજ્ય. એમાં એક નાનકડા શહેરમાં પોલ નામનો એક છ વરસનો બાળક પોતાના ઘરમાં એકલો હતો. પોતાની લાકડાનાં રમકડાં બનાવવાની પેટીમાંથી ઓજારો લઈ નાનકડું ઘર બનાવવા મથી રહ્યો હતો.  ખૂબ જ રસથી કામ કરતાં કરતાં અચાનક જ એનાથી ખીલીના બદલે પોતાના જ અંગૂઠા પર હથોડી મરાઈ ગઈ.  એની રાડ ફાટી ગઈ. રડવું આવી ગયું, પણ રડે શી રીતે ?  ઘરમાં કોઈ સાંભળવાવાળું તો હતું નહીં.  એના પપ્પા નોકરી પર ગયા હતા.  મા બજારમાં ખરીદી કરવા ગઈ હતી. હવે શું કરવું ?  અચાનક એને યાદ આવ્યું કે, કોઈપણ માહિતી માટે એના પપ્પા ટેલિફોનનું રિસીવર ઉપાડીને ‘ઈન્ફોર્મેશન પ્લીઝ !’  એમ પૂછતા અને સામેથી જવાબ મળે પછી પોતાની જોઈતી માહિતી અંગે પૂછતાછ કરી લેતા. એ યાદ આવતાં જ એણે ફોનનું રિસીવર ઉઠાવ્યું અને કહ્યું, ‘ઈન્ફોર્મેશન પ્લીઝ !’

 

એકાદ-બે ક્લિક્સ સંભળાઈ પછી સામે છેડેથી કોઈ મહિલાનો અવાજ આવ્યો, ‘ઈન્ફોર્મેશન બોલે છે.  બોલો, હું આપની શું સેવા કરી શકું ?”  અવાજ કોઈ સ્ત્રીનો હતો.

 

“મારા અંગૂઠા પર મારાથી જ હથોડી વાગી ગઈ છે. ખૂબ દુઃખે છે.” :   બાળકે રડતાં રડતાં જ કહ્યું.

 

“તારા ઘરે કોઈ નથી ?  મતલબ કે કોઈ મોટું હાજર નથી ?”

 

“ના ! ઘરે હું એકલો જ છું !”  હીબકાં ભરતાં બાળકે જવાબ આપ્યો.

 

“શું ઉંમર છે, તારી દીકરા ?  તારું નામ શું છે ?”

 

“છ વરસ !  મારું નામ પોલ છે.”

 

“અંગૂઠામાંથી લોહી નીકળે છે ?”

 

“ના, લોહી નથી નીકળતું, પણ મને ખૂબ જ દુઃખે છે.”

 

“તું તારા ફ્રીજમાંથી બરફ કાઢી શકીશ ?”  પેલી સ્ત્રીએ પૂછયું.

 

“હા !”  છોકરાએ જવાબ આપ્યો.

 

“તો એક કામ કર. બે-ચાર ટુકડા બરફના કાઢી એક વાટકીમાં નાખીને એમાં થોડુંક પાણી ભરી દે.  પછી તારો અંગૂઠો એમાં થોડીક વાર ડુબાડી રાખજે.  તને જરૂર રાહત થઈ જશે.  થોડુંક સારું લાગે પછી એક રૃમાલ એ પાણીમાં ભીનો કરીને દુખતા અંગૂઠા પર પાટો બાંધી દેજે.  તને જરૂર મટી જશે અને હા !  હવે રડીશ નહીં બેટા.  અને એક દિવસ બહાદુર બનજે !”

 

અદભુત  રાહતની લાગણી સાથે બાળકે એનો આભાર માની રિસીવર મૂકી દીધું, પણ આ પ્રસંગ પછી પોતાના કોઈપણ કામ માટે એ ‘ઈન્ફોર્મેશન’ને જ પૂછતો.  લેસન કરતી વખતે તો ખાસ એને જ પૂછીને લેસન કરતો.  મજાની વાત તો એ હતી કે, હંમેશાં એ લેસન કરવાના સમયે ‘ઈન્ફોર્મેશન પ્લીઝ’ની ડયૂટી હોય જ.  એ સ્ત્રીનો નોકરીનો સમય અને પોલનો લેસન કરવાનો સમય એક જ હતો.  એટલે પોલ કંઈ પણ મુશ્કેલી પડે તો એ સ્ત્રીને જ પૂછી લેતો.  એક વખત ભૂગોળનું લેસન કરતી વેળા ફિલાડેલ્ફિયા ક્યાં આવ્યું એ એને ‘ઈન્ફોર્મેશને’ જ જણાવ્યું હતું.  ગણિતના અઘરા દાખલા વખતે પણ એ એની જ મદદ લેતો.  એણે જ્યારે નાનકડું વાંદરું પાળ્યું ત્યારે એને ખાવા શું શું આપી શકાય એ માટેની સંપૂર્ણ માહિતી એણે એ સ્ત્રી પાસેથી જ મેળવેલી.

 

એક દિવસ પોલનું પાળેલું બુલબુલ પાંજરામાં જ મૃત્યુ પામ્યું.  એ ખૂબ જ ઉદાસ થઈ ગયો.  આ બનાવથી એને વારંવાર રડવું આવતું.  ‘ઈન્ફોર્મેશન’નો સંપર્ક કરી એણે આ કરુણ ઘટનાની વાત કરી.  એણે કહ્યું, “દીદી !  પોતાનાં અદભુત ગીતોથી મારા ઘરમાં બધો આનંદ પાથરતું એ પંખી અચાનક પીંછાંનો ઢગલો બની અમને શું કામ છોડી ગયું ?”

 

પેલી સ્ત્રી બે-ચાર ક્ષણ મૌન રહી.  પછી ખૂબ જ સહાનુભૂતિભર્યા અવાજે બોલી, “બેટા !  એ બુલબુલને આપણી દુનિયા સિવાયની બીજી દુનિયામાં પણ ગીતો ગાવાનાં હશે અને એટલે જ ભગવાને એને બોલાવી લીધું હશે !”

 

આ ઘટનાક્રમ આમ જ લગભગ ત્રણ વરસ શરૃ રહ્યો.  ત્રણ વરસ પછી પોલના પિતાની બદલી બોસ્ટન શહેરમાં થઈ.  પોલ અમેરિકાના બીજે છેડે રહેવા ચાલ્યો ગયો.  એની મોટી બહેન એ જ શહેરમાં પરણીને સ્થાયી થઈ હતી.  વરસો વીતતાં ગયાં તેમ સ્મૃતિઓની દીવાલો પર સમયનું પડ જાડું થતું ચાલ્યું.

 

કોલેજ પૂરી કરીને પોલે પોતાનો ધંધો શરૂ કર્યો.  ધંધાના કામ અંગે એ એક વખત બહારગામ જતો હતો ત્યારે એના વિમાને એણે જ્યાં બાળપણ ગુજારેલું એ જ શહેરમાં લગભગ અર્ધા કલાક જેટલું રોકાણ કર્યું. પોલે પોતાની બહેન સાથે લગભગ પંદરેક મિનિટ વાત કરીને ફોન મૂક્યો ત્યાં જ દીવાલમાંથી ફૂટી નીકળતા પીપળાની માફક જ એને ‘ઈન્ફોર્મેશન પ્લીઝ’ ની યાદ આવી ગઈ.  આટલાં વરસો પછી સીધો ધોન ઉપાડવાથી ઈન્ફોર્મેશનને જ લાગે તેવું નહોતું રહ્યું એટલે એણે લોકલ ફોન ડિરેક્ટરીમાંથી ઈન્ફોર્મેશનનો નંબર મેળવ્યો.  પછી ધડકતા હૈયે બોલ્યો, “ઈન્ફોર્મેશન પ્લીઝ !”

 

યુવાન થવાના કારણે પોલનો અવાજ બિલકુલ બદલાઈ ગયો હતો, પણ સામે છેડેથી એનો એ જ મીઠો અને પ્રેમાળ અવાજ સંભળાયો, “ઈન્ફોર્મેશન બોલે છે, હું આપની શું સેવા કરી શકું ?”

 

એનો એ જ અને એવો જ મમતાભર્યો અવાજ આટલાં વરસો પછી પણ સાંભળવા મળશે એવી પોલને કલ્પના જ નહોતી.  એટલે શું વાત કરવી અને કઈ રીતે વાત કરવી એ તો એણે વિચાર્યું જ નહોતું.  એના મગજમાં તો પોતાના બાળપણના પ્રસંગો જ ઘુમરાતા હતા.  સામે છેડે થોડી વાર શાંતિ છવાઈ ગઈ, પછી જ લાગણીભર્યો અવાજ સંભળાયો, “પોલ !  હથોડી વાગેલી એ અંગૂઠો રુઝાઈ ગયો ?  કે હજુ દુઃખે છે ?”

 

પોલના આનંદનો કોઈ પાર ન રહ્યો.  એની આંખમાં આંસુ આવી ગયાં.  એ બોલ્યો, “દીદી ! તમે આજે આવી રીતે મળી જશો એ હું માની જ નથી શકતો.  હું હવે મોટો બિઝનેસમેન બની ગયો છું, પણ તમને આજે મારે એક વાત કરવી છે.”   એટલું કહી એ બે ક્ષણ અટક્યો.  પછી છાતીમાં ભરાયેલ ડૂમાને જેમતેમ ખસેડીને એ બોલ્યો, “દીદી !   તમે મારા માટે એ વખતે શું હતાં એ તમને ખબર છે ?   તમે એક બાળકના સુખ-દુઃખનાં સાથી હતાં.  મારે મા-બાપ તો હતાં, પણ પોતાના કામમાં જ વ્યસ્ત.  મારાં મા-બાપ પાસે તો મારા માટે સમય હતો જ નહીં.  એ વખતે મારાં મા અને બાપ બંને તમે જ હતાં.  તમે મને ક્યારેય વાત કરવાની ના પાડી નથી.  જો એવું કહું તો પણ એને અતિશયોક્તિ ન માનતાં કે તમે મારા બાળપણનું સર્વસ્વ હતાં !” ડૂમો ફરીથી ભરાઈ આવ્યો.

 

બે ક્ષણ બંને છેડે શાંતિ છવાયેલી રહી.  લાગતું હતું કે, બંને છેડે આંસુ રોકવાનો જ પ્રયાસ થઈ રહ્યો હતો. ત્યારબાદ એ સ્ત્રીએ કહ્યું, “પોલ ! આજે મારે પણ તને કહેવું છે કે, તું મારા માટે શું હતો એ તને ખબર છે ખરી ?   હું પણ સાવ જ એકાકી જીવન જીવતી હતી.  મારે પતિ કે બાળકો કોઈ જ નહોતું.  તારો ફોન આવે અને હું જ તારી સાથે વાત કરી શકું એ માટે હું હંમેશાં સાંજની ડયૂટી જ પસંદ કરતી.  તને અભ્યાસમાં મદદરૃપ થઈ શકું એ માટે તારા જે તે ધોરણનાં પુસ્તકો ખરીદીને હું રોજ રાત્રે એનો અભ્યાસ કરતી.  તારી સ્કૂલમાં જે ચાલવાનું હોય તે હું અગાઉથી જ તૈયાર કરી રાખતી.  તારો અવાજ મને રોજ એક દિવસ વધારે જીવતા રહેવાની હિંમત આપતો.  મારી નોકરી ન હોય ત્યારે હું કોઈકને બદલે નોકરી કરતી.   હું ભાંગી પડીને આપઘાત કરવાનો વિચાર કરતી હતી એવે વખતે મને જીવતા રહેવાની પ્રેરણા તેં જ આપેલી !” થોડી વાર અટકીને એ બોલી, “પોલ બેટા !  તારી પાસે સમય હોય તો મને મળીશ ?  તને મળવા હું વરસોથી તડપું છું અને તું ફરી કોઈ દિવસ મળીશ એ આશાએ જ જીવું છું.”

 

“દીદી !” પોલ માંડ માંડ બોલી શક્યો, “મારું પ્લેન હવે પાંચ-દસ મિનિટમાં જ ઊપડશે.  દોઢેક મહિના પછી હું પાછો આવીશ. તમે જે અનુભવી રહ્યાં છો એવી લાગણી હું પણ અનુભવી રહ્યો છું.  મારે પણ તમને મળવું છે.  તમને હું ખાતરી આપું છું કે, હું પાછો આવીશ ત્યારે મારી ટિકિટ જ એવી રીતે લઈશ કે તમારી સાથે એકાદ દિવસ ગાળી શકાય.”

 

ત્યાર પછી રડતાં રડતાં જ બંનેએ એકબીજાને બાય બાય કર્યું.   ફોન મૂકતાં પહેલાં એ સ્ત્રીએ જણાવ્યું કે પોતાનું નામ સેલી છે અને ભવિષ્યમાં સંપર્ક માટે એ નામથી જ પૂછતાછ કરવી.

 

દોઢને બદલે પોલ પૂરા ત્રણ મહિના પછી આવી શક્યો.   વિમાનથી ઊતરીને તરત જ ત્યાંના જાહેર ટેલિફોન પરથી જ એણે ફોન કર્યો, “ઈન્ફોર્મેશન પ્લીઝ !”  એટલું બોલી એ ધડકતા હૈયે ઊભો રહ્યો.

 

“ઈન્ફોર્મેશન બોલે છે બોલો !  હું આપની શું સેવા કરી શકું ?”   સામે છેડેથી એક મૃદુ અવાજ આવ્યો, પણ એ સેલીનો નહોતો.

 

“સેલીને આપશો પ્લીઝ ?”   સેલી નહીં મળ્યાના થોડા વિશાદ સાથે પોલે કહ્યું.

 

“તમે એના મિત્ર છો ?”

 

“હા ! ખૂબ જૂનો મિત્ર.”

 

“તમને જણાવતાં મને દુઃખ થાય છે, પરંતુ મારે જાણ તો કરવી જ જોઈએ.  કેન્સરના કારણે લગભગ દોઢ મહિનાથી રજા પર રહેલી સેલીનું ગયા અઠવાડિયે જ મૃત્યુ થયું છે. માફ કરશો !”

 

પોલ માથે જાણે માથે વીજળી પડી, “ઓહ નો !”  કહેતાં એનાથી ધ્રુસકો મૂકાઈ ગયો.  જે સ્ત્રી પોતાના બાળપણની દુનિયામાં સર્વસ્વ હતી એને એકવાર પણ મળી ન શકાયું, એ વાત એને અત્યંત પીડા આપી રહી હતી.

 

“અરે સાંભળો !”  સામે છેડે રહેલી સ્ત્રીએ કદાચ પોતાના રડવાનો અવાજ સાંભળી લીધો હતો.  સેલી માટે રડવાવાળું આ દુનિયામાં બીજુૂં કોઈ સગું તો હતું નહીં અને પોલ વિશે એણે સેલી પાસેથી ઘણી વાતો સાંભળી હતી એટલે એણે પૂછી જ લીધું, “તમે ક્યાંક મિ. પોલ તો નથી ને ?”

 

“હા ! હું પોલ જ બોલું છું.  સેલીએ મારા વિશે તમને કંઈ કહ્યું હતું ?”  પોલને નવાઈ લાગી.

 

“સેલીએ તમારા માટે એક સંદેશો મૂકેલો છે.  સેલીએ કહેલું કે તમે આવો ત્યાં સુધી કદાચ એ જીવતી ન પણ રહે તો મારે આ સંદેશો તમને આપવો.  તમને રડતા સાંભળ્યા એટલે હું ઓળખી ગઈ.  સેલી કહેતી હતી કે એના મૃત્યુથી તમને ખૂબ જ દુઃખ થશે.”

 

“સંદેશો શો છે ?”  પોલને સેલીએ શું લખ્યું હશે એ સાંભળવાની અધીરાઈ થઈ આવી હતી.

 

“સેલીએ લખ્યું છે કે- પોલને કહેજો કે રડે નહીં, જરાય દુઃખી પણ ન થાય.  આ એક જ દુનિયા નથી.  બીજી દુનિયામાં પણ ગીતો ગાવાનાં હોય તો ભગવાન બોલાવી લેતા હોય છે અને આ સંદેશો પોલ જરૂર સમજી જશે !” સંદેશો પૂરો કરીને એ સ્ત્રી શાંત થઈ ગઈ.  એનો આભાર માની પોલે ફોન મૂકી દીધો.  એ સંદેશનો અર્થ પોલ બરાબર સમજી ગયો હતો.   આંખ બંધ કરી શાંતિથી એ એરપોર્ટની લોન્જના એક ખૂણાની બેઠક પર બેસી ગયો.  બંધ આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી, પરંતુ એના મોં પર શાંતિના ભાવો પથરાયેલા હતા.  ઘણાં વર્ષો પછી એના બુલબુલનો મીઠો અવાજ એના કાન અને હૃદયમાં જાણે કે ગૂંજી રહ્યો હતો !

 

(સુપ્રસિદ્ધ લેખક અને બાળરોગ નિષ્ણાત ડો. આઈ. કે. વીજળીવાળા એ ‘મનનો માળો’ પુસ્તકમાં આ હૃદયસ્પર્શી કથા આલેખી છે,જે તેમના સૌજન્યથી અત્રે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત કરી છે.)-

 

 

સાભાર :  સૌજન્ય :
– દેવેન્દ્ર પટેલ
 
 
 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો પૂર્વીબેન મલકાણ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપનાં પ્રતિભાવ બ્લોગ  પોસ્ટ પર જરૂર મૂકશો.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

નિર્ગુણ (બ્રહ્મ) એટલે ગુણ રહિત? …

નિર્ગુણ (બ્રહ્મ) એટલે ગુણ રહિત ? …

મહેશ શાહ, (વડોદરા) …

  

  

  

aum  

 

  

  

                 પરબ્રહ્મ પરમાત્મા કેવા ?  તેમના સ્વરૂપ અને ગુણો કેવા ?  તે સનાતન પ્રશ્નો રહ્યા છે. વેદ પણ ‘નેતિ નેતિ’ (‘આ નહી, પેલું નહીં’) કહીને સત્ય શોધવાના પ્રયત્નો કરે છે. સર્વ સ્વીકૃત સત્ય ગણવું હોય તો ગણી શકાય કે, “બ્રહ્મ નિરાકાર, નિર્ગુણ અને સર્વવ્યાપી (અત્ર તત્ર સર્વત્ર) છે.” 

  

                  આજે અહીં ‘નિર્ગુણ’ બ્રહ્મની વાત કરવી છે. બ્રહ્મના ગુણોની વાત કરવા માટે બ્રહ્મને સમજવાનું જરૂરી છે. જે કામ તો ઋષિ મુનીઓ માટે પણ અઘરૂં છે તેથી  આપણે પહેલાં પાણીના ઉદાહરણથી સમજીશું.

  

                   ‘પાની રે પાની તેરા રંગ કૈસા?’નો જવાબ શું મળે? પાણીનો કોઈ રંગ નથી હોતો. તેમાં જે કોઈ રંગ ભળે તે રંગનું તે થઇ જાય. તેવી જ રીતે લાલ ગ્લાસમાં તે લાલ દેખાશે અને લીલામાં લીલું. અહીં તે પાત્રનો રંગ ધારણ કરે  છે. તેવી રીતે જ પાણીનો પોતાનો કોઈ આકાર પણ નથી. જેવું પાત્ર તેવો આકાર. શુદ્ધ પાણીનો કોઈ સ્વાદ કે ગંધ  પણ નથી હોતા. આમ પાણી રંગ હીન, ગંધ હીન, આકાર હીન (નિરાકાર) છે. આમ છતાં તે સ્થળ અને સંજોગો પ્રમાણે વિવિધ રંગ, સ્વાદ, ગંધ કે આકારમાં જોવા મળે છે.

  

                બ્રહ્મનું પણ એવું જ છે. મુખ્ય ત્રણ ગુણો સત્વ, રજસ અને તમસના સંયોગથી તે સાત્વિક, રાજસી કે તામસિક લાગે છે. વળી આ ત્રણ ગુણોના વધતા ઓછા પ્રમાણના મિશ્રણથી અન્ય અનેક સ્વરૂપો પણ જોવા મળે છે. અહીં એક વાત સમજવી જરૂરી છે. ગુણ એટલે ‘સારા ગુણ’ કે ‘સદગુણ’ એવું જરાય જરૂરી નથી. ખરેખર તો નિર્ગુણ-સગુણના સંદર્ભમાં જોઈએ તો ગુણ સારા (સદગુણો) અથવા ખરાબ (દુર્ગુણો) બંને હોઈ શકે છે. હવે આ ત્રણ કે અન્ય કોઈ ગુણ ન હોય તે સ્થિતિ ‘નિર્ગુણ’ ગણાય. ‘નિ:’ નો ઉપયોગ ગેરહાજરી દર્શાવવા થાય છે. દા.ત. નિર્દંભ એટલે દંભ વગરનું. નિરવ એટલે અવાજ વગરનું (શાંત) તે રીતે જોઈએ તો નિર્ગુણનો અર્થ ગુણ વગરનું એવું થાય. પરમાત્મામાં ગુણનો અભાવ કલ્પી શકાય નહીં. મતલબ કે અહીં નિર્ગુણનો જુદો અર્થ કરવો પડશે. આ માટે એક સરસ શબ્દ છે ‘ગુણાતીત’. આ સર્વ ગુણોથી પર, તેનાથી ઉપર, તેનાથી નિરાળું એવો અર્થ કરી શકાય.

  

               આ સમજવા આપણે પ્રભુના શરણે જ જઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના  ૧૩ મા શ્લોકમાં પ્રભુ કહે છે કે, “ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા ત્રણે પ્રકારના ભાવોથી આ સમગ્ર જગત મોહ પામી રહ્યું છે. તેથી જ આ ત્રણે ગુણોથી પર એવા અવિનાશી પરમ તત્વરૂપ મને ઓળખી શકતા નથી.”   અર્થાત, પ્રભુ પોતે જ કહે છે કે તેઓ આ ગુણોથી પર, નિર્ગુણ છે. સત્વ. રજસ, તમસ અને તેના અનેક જાતના મિશ્ર ગુણો પ્રભુએ જ રચેલા છે તો પણ પ્રભુ તેનાથી અલિપ્ત, વેગળા છે. કમળ કાદવમાં ખીલે છે પણ તે સ્વચ્છ, નિર્મળ રહે છે તેવી જ રીતે (જળકમળવત) પ્રભુ પણ સર્વ ગુણોથી ઉપર છે.

  

કહેવાનું તાત્પર્ય એટલું જ કે નિર્ગુણ એટલે ગુણ રહિતતા નથી. પ્રભુમાં સર્વ ગુણો સમાયેલા છે. છતાં તેઓ તેનાથી પર છે. આપણે જાણીએ છીએ કે સફેદ રંગ એ (જાનીવાલીપીનારા VIBGYOR ના ટૂંકા રૂપે ઓળખાતા)સાત રંગોના સમન્વયથી બનેલો છે. તેમ છતાં તેમાં સાતમાંથી એક પણ રંગ અલગ દેખાતો નથી. તેવી જ રીતે સર્વ ગુણોના રચયિતા, સર્વ ગુણોના ધારક નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્મામાં પણ કોઈ ગુણ નથી દેખાતો.

  

           આપણે જાણીએ છીએ કે અગ્નિમાંથી છુટા પડેલા તણખાની જેમ જીવ પણ પ્રભુના સ્વરૂપમાંથી છૂટો પડેલો (અંશ) છે. જીવના પણ અનેક સ્વરૂપ ભેદ છે જેનું નિરૂપણ પુષ્ટિમાર્ગના પ્રવર્તક આચાર્યશ્રી વલ્લભાચાર્યજીએ શ્રી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કર્યું છે. તેમાં પણ પુષ્ટિ જીવોને શુદ્ધ પુષ્ટિ અને પ્રવાહ ઈત્યાદીથી મિશ્ર પુષ્ટિ જીવોની વાત છે. આથી પુષ્ટિમાર્ગમાં અત્યંત જાણીતા ૮૪-૨૫૨ વૈષ્ણવોમાં પણ શુદ્ધ પુષ્ટિ અને સત્વ/રજસ/તમસ ગુણો અગર તેના મિશ્ર ગુણોવાળા વૈષ્ણવો પણ હશે જ. અનેક સદગુણો ધરાવતા આ વૈષ્ણવોમાં પણ નિર્ગુણ અને સગુણ એવા ભેદ જોવા મળ્યા હશે. આમ પણ આ સૃષ્ટિની રચના પ્રભુની લીલા અર્થે થઈ હતી. આપણે જાણીએ છીએ કે પ્રભુને વૈવિધ્ય અત્યંત વહાલું છે એટલે આ ૮૪-૨૫૨ વૈષ્ણવોમાં ખુબ વૈવિધ્ય હશે જ. આપણને ખબર છે કે કેલીડોસ્કોપમાં કેટ કેટલા રંગ અને આકારનું વૈવિધ્ય જોવા મળે છે. આ દૈવી સૃષ્ટિમાં તેનાથી પણ વિશેષ વિવિધતા હશે જ કારણ કે આપણાનટવર નાગરનેનિત્ય નૂતન સામગ્રી પ્રિય છે.

  

           નિર્ગુણ જેવો જ લાગતો એક શબ્દ ‘નગુણો’ છે પણ તે કોઈએ કરેલા ઉપકાર કે  ભલાઈ માટે આભારી થવાની મનોવૃત્તિ(કૃતજ્ઞતા)નો અભાવ દર્શાવે છે તે તદ્દન અલગ જ છે અને નિર્ગુણ શબ્દ સાથે તેને કોઈ સંબંધ નથી.

  

 

© Mahesh Shah 2013

 

 

 

mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૩) …

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …

મહેશ શાહ, (વડોદરા) …

  

  

ભાગ – ૩ 

 

 

SHODASH GRANTH.1

 

 

 

પરમકૃપાળુ શ્રી વલ્લભની  કૃપાથી  શ્રીમહેશભાઈ શાહ ની કલમ દ્વારા …  પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …  શ્રેણીનો પ્રારંભ  કરવા અહીં અમોએ નમ્ર પ્રયાસ કરેલ છે.  આ અગાઉ આપણે તેમના દ્વારા ભાગ-૨ અહીં માણવા કોશિશ કરેલ, આજે તેમાં આપણે ફરી આગળ વધીશું…..

  

આપ સર્વે ની અનુકુળતા અને સરળતા માટે ભાગ-૨ ની લીંક અહીં નીચે દર્શાવેલ છે,  જેણે તે અગાઉ  ન માણ્યો હોય તેઓ નીચે દર્શાવેલ  લીંક પર ક્લિક કરવાથી ભાગ-૨ અહીં જ માણી શકશો.

  

 બ્લોગ લીંક :    

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૨)

 

શ્રીમદ વલ્લભાચાર્યજી વિરચિત ષોડશ ગ્રંથોના પ્રાથમિક પરિચય પામવાના પ્રયાસમાં આજના ચરણમાં આપણે બીજા બે ગ્રંથોની વાત કરીશું.

 

૪.  શ્રી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ:

 

સંક્ષિપ્ત પરિચય:

 

 • આ જગતમાં જાત જાતના લોકો વસે છે. મેઘ ધનુષમાં સાત જ રંગ હોય છે પણ પ્રભુએ બનાવેલા જીવો તો કેલીડોસ્કોપના રંગ-રૂપની વિવિધતા પણ ઝાંખી પાડે તેવા અવનવા પ્રકાર, રંગ અને રૂપના હોય છે.  તેથી જ તો આ સંસારને (પૃથ્વીને) બહુરત્ના વસુંધરા કહે છે.

 

 • આ ગ્રંથમાં આચાર્યશ્રીએજીવોના પ્રવાહી, મર્યાદા, ચર્ષણી અને પુષ્ટિ એમ આધ્યાત્મિક દ્રષ્ટીએ મુખ્ય ચાર પ્રકાર બતાવ્યા છે.

 

 • પ્રવાહીએટલે સર્વ સાધારણ, પ્રવાહમાં વહેતા, દૈવી નહીં તેવા જીવ.  તેના બે પ્રકાર:અજ્ઞઅને દૂર્જ્ઞ. અજ્ઞ એટલે અજ્ઞાની.   દૂર્જ્ઞ એટલે  વિકૃત/વિપરીત (વેદથી વિરૂદ્ધ) જ્ઞાન વાળા. આ પૈકીના અમુક જીવો આસુરી પણ હોય છે.

 

 • મર્યાદા માર્ગીજીવો જપ, તપ, પૂજા-પાઠ, ક્રિયાકાંડમાં વિશેષ વિશ્વાસ ધરાવે છે.  તેમના પણ બે પ્રકાર છે.  એક સકામ જેઓ લૌકિક કે આધ્યાત્મિકપ્રાપ્તિના  હેતુથી (કામનાથી), ફળની આશા સાથે કર્મો કરે છે અને બીજા નિષ્કામ.  આ ભક્તો ગીતામાં પ્રબોધાયેલા નિષ્કામ કર્મ યોગને અનુસરે છે. તેઓ કોઈ પણ કામના વગર, કંઈ પણ મેળવવાની અપેક્ષા વગર જ પ્રભુને ભજતા રહે છે.

 

 • ચર્ષણીજીવો અસ્થિર મનોવૃત્તિ વાળા હોય છે.  જુદા જુદા ધર્મો-કર્મોમાં અડુકીયા દડુકીયાની જેમ કુદતા રહે. શ્રદ્ધામાં દ્રઢતા ન હોય. ભક્ત કવિ અખાએ ગાયું છે તેમ આવા જીવો ‘પથ્થર એટલા પૂજે દેવ’.   આવા જીવો સંસારમાં કોરા જ રહી જાય છે.  અંગ્રેજીમાં કહે છે તેમ “Rolling stone gathers no moss”.

 

 • પુષ્ટિ જીવો. તેઓના મુખ્ય બે પ્રકાર બતાવ્યા છે.  એક શુદ્ધ અને બીજા મિશ્ર પુષ્ટિ જીવો.  આ મિશ્ર પુષ્ટિ જીવોના પણ નિર્ગુણ અને સગુણ એમ બે પ્રકાર છે.  સગુણ પુષ્ટિ જીવોના ૩ પ્રકાર સત્વ,રજસ અને તમસ ગુણોથીબને છે.  વળી આ ત્રણ ગુણોના મિશ્રણથી બનતા ૯ જુદા જુદા પ્રકાર પણ આચાર્યશ્રીએ સમજાવ્યા છે.  [જરા અટકીને ગણો કે પુષ્ટિ જીવોના કુલ કેટલા પ્રકાર થયા? ૧૨? ૧૩? કે વધુ?]

 

 • આચાર્યશ્રી કહે છે કે જેમ અગ્નિમાંથી તણખો વિખુટો પડે છે તેવી રીતે જ જીવ પણ શ્રી ઠાકોરજીના સ્વરૂપમાંથી વિખુટો (જુદો)પડેલો છે.  પ્રભુના અંશરૂપ જીવમાં પણ અંશી એટલે કે પ્રભુના ગુણો જેવા ઘણા (બધા નહીં) ગુણો રહેલા છે.  (શુદ્ધાદ્વૈત સિધ્ધાંત).

 

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા:

 

આ સંસારમાંશ્રી ઠાકોરજીએ રચેલા જીવોના ગુણ વૈવિધ્યનો ખ્યાલ આવે છે.  તેમની વિવિધતાજાણી પોતાના  આધ્યાત્મિક ઉત્થાન માટે કોના સત્સંગનો લાભ લેવો અને કોનાથી દુર રહેવું તે સમજાય છે.

 

 • આપણી પોતાની આધ્યાત્મિક પ્રકૃતિ  (હું કેવો છું તે) સમજી જરૂરી પ્રગતિ કરી પ્રભુની વધુ નિકટ પહોંચવા અને ઉચ્ચત્તર સ્થિતિ મેળવવા કોશિશ કરી શકીએ.  લીલામાં સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ થઇ શકાય.

 

 •  જુદા જુદા હેતુથીજુદી જુદી જાતના જીવોની રચના પ્રભુએ પોતાની ઈચ્છાથી અને પોતાની લીલાનીઅનુકુળતા માટે કરી છે.  તેથી તેમાંથી કોઈનો તિરસ્કાર કે અનાદર કરીએ તો તે પ્રભુની રચનાનો  તિરસ્કારછે, પ્રભુનો અપરાધ છે.  આ સમજ આવે તોપ્રભુના રચેલા સર્વ જીવો પ્રત્યે પ્રેમ જાગે અથવા કમસે કમ તેમના પ્રત્યે ઘૃણા ન થાય.  હ્રદય નકારાત્મક લાગણીઓથી મુક્ત રહે.   નિર્મળ બને.

 

 • પ્રભુના બનાવેલા બધા જ જીવો પ્રત્યે પ્રેમ થાય, તેમના પ્રત્યે દુર્ભાવ ન રહે તેથી આપણું જીવન પ્રેમાળ, મંગલમય, અલૌકિક અને દિવ્ય બને.  લીલામાં સ્થાન મેળવવાની પાત્રતા વધે.

 

૫. સિધ્ધાંત રહસ્યમ્:

 

સંક્ષિપ્ત પરિચય:

 

 • અહિંપુષ્ટિ માર્ગના પ્રાગટ્યની વધાઈ છે.

 

 • આમાર્ગનું પ્રાગટ્ય પ્રભુએ સાક્ષાત પ્રગટ થઈને કરેલી(ભગવદ્) આજ્ઞાથી થયું છે.  પ્રભુની આ આજ્ઞા આચાર્યશ્રીએ “અક્ષરશ:” (verbatim)  કોઈ પણ ફેરફાર વગરઅહીં દોહરાવી (ફરીથી કહી) છે.

 

 • બ્રહ્મસંબંધ દીક્ષાથીજીવ અને તેની સાથે સંબંધિતદરેક પદાર્થનો પ્રભુ સાથે સંબંધ જોડાય છે અર્થાત તે સર્વ બ્રહ્મરૂપ થઇ જાય છે.  જેમ ગટરનું પાણી ગંગામાં ભળીને ગંગાજળ જેટલું અને જેવું જ પવિત્ર થઇ જાય છે તેમ જ દિવ્યના સંબંધથી, દિવ્ય સાથેના જોડાણથી જીવ અને તેની સાથે સંબંધિતદરેક પદાર્થ પણ દિવ્યત્વને પામે છે અને તે દોષમુક્ત, દિવ્ય, પવિત્ર અને અલૌકિક બની જાય છે.

 

 • જીવ સ્વભાવત: દોષયુક્ત છે.  આ સહજ દોષ ઉપરાંત દેશ, કાલ, સંયોગ અને સ્પર્શને કારણે ચાર જાતના દોષ ઉત્પન્ન થાય છે.  જીવના આ પાંચ જાતના દોષો બ્રહ્મસંબંધ દીક્ષાથી દુર થઇ જાય છે.  તે દોષો એટલા બળુકા છે કે અન્ય કોઈ રીતેકે અન્ય કોઈ સાધનથીદુર કરી શકાતા નથી.

 

 • બ્રહ્મ સંબંધથી આ પાંચ પ્રકારના દોષ દુર થઇ જાય છે અને સર્વસ્વ સમર્પણ કરવાથી અહંતા-મમતાનો પણ નાશ થઇ જાય છે તેથી નિર્મળ થયેલો જીવ પ્રભુની સેવા કરવાને તથા પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાને લાયક બને છે.

 

 • દરેક વસ્તુ અને લૌકિક વૈદિક કાર્યો પણ શરૂઆતમાં જ સમર્પણ કરી પ્રભુની આજ્ઞા લઈને જ કરવાંસમર્પણથી વસ્તુ/કાર્ય પણ બ્રહ્મ સાથે સંબંધિત થાય છે.  બધા કાર્ય દાસભાવથી કરવા.  અર્ધભુકત પ્રભુને અર્પણન કરવું.

 

 • પુષ્ટિ માર્ગમાં સમર્પિત વસ્તુ પ્રસાદી રૂપેલેવાય છે.  અસમર્પિત વસ્તુ લેવાય જ નહીં.

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા

  

 • બ્રહ્મસંબંધથી દોષ દુર થઈ ગયા તેથી આપણે પવિત્ર થઇ ગયાની સુંદર ભાવના જાગે. પ્રભુને લાયક થયાનો આત્મવિશ્વાસ આવે.  નિર્મળ થયા હોવાનો વિશ્વાસ જાગે.   હીન ભાવના ન રહે .

 

 • પ્રભુને સમર્પિતકરેલી (આપી દીધેલી) વસ્તુ કેમ લેવાય તે શંકાદુર થાય છે.  પ્રભુની વસ્તુનો પ્રભુની સેવા અર્થે (ટ્રસ્ટી ભાવે ?), પ્રભુના દાસ તરીકે વિનિયોગ કરવાનો છે.

 

 

વૈષ્ણવોને પ્રાર્થના છે કે આ પ્રયત્નમાં રહેલી ત્રુટીઓ પ્રત્યે પત્ર દ્વારા કે ઈ મેલથી  મારું ધ્યાન દોરવા કૃપા કરે. મને [email protected] ઉપર ઇ મેલ કરી શકાય છે.

 

© Mahesh Shah 2013

 

 

 

mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

SHODASH GRANTH  … SHORT & SWEET  SYNOPSIS …

-Mahesh Shah, Vadodara

  

[ 3 ]

 

 

SHODASH GRANTH.1.2 

 

 1. Shri PushtiPravah Maryada Bhed

 

 

Brief summary:

 

 

 • This world has unlimited types, forms and kinds of living beings (jivatma) reminding us of a kaleidoscope.

 

 • ShriAcharyaji describes living beings of 4 spiritual types in this hymn.

 

 • Pravahi are common or ordinary, non-divine beings. They are of two types: Agn or ignorant and Durgn having perverted (contrary to Vedas) knowledge, some of them (durgn) may be devilish (asoori).

 

 • Maryada beings have more faith in rituals/procedures. They are also of 2 types. Desiring (sakaam)who worship with a desire to get rewarded with material or spiritual gains; and Desire-less (nishkaam) devotees who worship without any expectation. They follow nishkaamkarm yoga preached in ShriGeetaji.

 

 • Charshanior transient. They are ambivalent, unstable, jumping from religion to religion and lack firm faith. These rolling stones never gather moss.

 

 • Pushti. There are pure Pushti and Mixed Pushti (pushtiwith attributes) beings. Mixed pushtibeings are of main 2 type viz. nirguna(free from attributes)and sagunapushti SagunaPushti beings are formed by combination with any one of satva, rajas and tamas attributes as also two or more (in varying proportions) of these.

 

 • ShriThakoarjee is fire and the being is a spark separated from Him. The being possesses few attributes of ShriThakorajee because of that. (shudhdhadwaitdoctrine/principle).

 

Essence & utility:

  

 • This hymn enables us to understand attributes of beings with kaleidoscopic variety, created by ShriThakorajee and gives us ability to decide with whom to mix and from whom to remain away.

 

 • We understand our own status and can strive and pray for progress to achieve spiritually better level.

 

 • All beings are created by ShriThakorajee as per His will and for His lilas so neglecting or hating any of them is an insult to Him. This realization saves us from that offence (aparadh).

 

 • When there is love in our hearts for all the beings, our lifebecomes serene, out of this world and divine.

 

5.  Shr iSidhdhant Rahasyam:

 

 

Brief Summary:

 

 

 • The story of birth of PushtiMarg is told here. This divine sect has begun by the mandate given by Prabhu on manifesting in person.

 

 • ShriVallabh has reiterated Prabhu’s command verbatim.

 

 • Sewerage water becomes as sanctified and pious as gangajal on mixing with the Ganges. Similarly, on acquiring BrahmSambandhthe being and everything connected with it becomes Brahm because of that relation.

 

 • Brahma Sambandh removes 5 types of faults/guilts (doshas) viz. normal/obvious (sahaj), caused by the country of residence(desh), by the era/times(kaal), by contact(sanyog) and by touch(sparsh). These cannot be destroyed in any other way. Total dedication (samrpan) removes I-ness and My-ness also making the being fit for Prabhu’s worship.

 

 • Every act, including worldly (laukik) and vaidic functions, should be performed by first dedicating it to Prabhu to connect it with Brahm. This sanctifies in entirety.

 

 • Perform every act with total submission. Partly used/consumed articles should never be submitted.

 

 • Things submitted to Him can be used/consumed. Never accept/use that has not been submitted to Him (asmarpit).

 

Essence & utility:

  

 • Confidence is acquired that by BrahmSambandh all my faults have gone. One feels guilt-free/sanctified.

 

 •  The doubt whether one should use/consume that has been surrendered (submitted) to Prabhu does not remain. It is to be utilized for Prabhu’ssevaas His humble servant. (Doctrine of trustee ship?).

 

  

I pray the readers to draw my attention to shortcomings by sending an e mail to feedback[email protected].

© Mahesh Shah 2013

 

 

*                     Mahesh Shah 
Jai Shree Jrishna Marraige Beauro – Baroda

M: +91 –9426346364 /0265 – 2330083

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

ઋતુઓનું વર્ણન …

ઋતુઓનું વર્ણન …

 

 

 

seasons
 

 

 

ગુજરાતી સાહિત્યમાં ઋતુઓનું વર્ણન એ કવિઓનો માનીતો વિષય છે. નર્મદ-દલપત યુગમાં અને ઉમાશંકર-સુંદરમ યુગમાં આ વિષય ઉપર ઘણાં સુંદર કાવ્યોની રચના થઈ છે. આજે પણ આ કૂચ થંભી નથી.

 

ભારતમાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે. દરેક ઋતુને બે પેટા ઋતુઓમાં વહેંચવામાં આવી છે. શિયાળામાં હેમંત અને શિશિર, ઉનાળામાં વસંત અને ગ્રીષ્મ, અને ચોમાસામાં વર્ષા અને શરદ.

 

શરૂઆત શિયાળાથી કરીએ…

 

“શિયાળે શીતળ વા વાય, પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ, કપાસ, કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ, ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.”

 

દલપતરામની આ કવિતા આઝાદી પહેલાં જન્મેલા પ્રત્યેક જણ ગુજરાતી શાળામાં ભણ્યા હશે. આ સુંદર પંક્તિઓમાં શિયાળાનું સંપૂર્ણ વર્ણન આવી જાય છે. “ફાટે ગરીબ તણા પગ ગાલ”માં કવિનું સંવેદનશીલ માનસ ઊભરી આવે છે. એ જમાનાની કવિતાઓમાં શિક્ષણ એ મુખ્ય તત્ત્વ હતું. શિયાળામાં કયો પાક થાય, હવામાન કેવું હોય વગેરે બહુ સુંદર શબ્દોમાં દલપતરામે બાળકોને શિખવવાનો પ્રયત્ન કર્યો છે.

 

ઉમાશંકર જોષીએ શિયાળાની બે પેટા ઋતુઓનો અદ્ભુત ચિતાર આપ્યો છે. હેમંત માટે કવિ કહે છે:

 

“હેમંતમાં કોમળ સૂર્યતાપ,
વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે,
લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.”

 

ઉપજાતિ છંદમાં લખાયલી આ પંક્તિઓમાં ઠંડીની ઉગ્રતા દર્શાવવા કવિ કહે છે, “વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ”. માણસ તો શું પણ ઝાડ પણ ઠંડીથી વિલાપ કરે છે. કોમળ સૂર્યતાપ, હિમપાત અને ઝાકળ, કવિ કશુંય ભૂલ્યા નથી.

 

હેમંત વિષે યૉસેફ મેકવાનની લખેલી આ પંક્તિઓ પણ બહુ સરસ છે :

 

“ઝાડના ડાંખળે ડાળીએ
સૂર્યનાં કિરણ ચોંટી રહ્યાં;
પાસમાં
ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !
ચોતરફ
વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;“
ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ
થૈ કરો કાનમાં વાગતો.
એમ લાગે ઘડી
સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી.”

 

અને કલાપીની શાર્દૂલવિક્રીડિતમાં લખાયલી આ પંક્તિઓ …

 

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

 

હેમંતની સવાર નજર સામે ખડી કરી દે છે.

 

હેમંત પછી આવે શિશિર. શિશિર માટે ઉમાશંકર કહે છે,

 

“શિશિરવાયુ સુશીતળ સૂસવે,
તરુ તણાં થડથી રસ કૈં ઝવે.
ખરત પાન, રહ્યાં બસ ડાંખળાં,
સભર ધાન્ય થકી સુહતાં ખળાં.”

 

દ્ધુતવિલંબિતમાં લખાયલી આ પંક્તિઓ આપણી નજર સામે પાનખર ઋતુનું ચિત્ર ખડું કરે છે. સાથે સાથે લણાઈ ગયેલા પાકના ઢગલાને પણ ભૂલ્યા નથી.

 

શિયાળા પછી વારો આવે ઉનાળાનો. ઉનાળા વિષે પણ દલપતરામે બહુ સરસ પંક્તિઓ લખી છે:

 

“ઉનાળે ઊંડાં જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તે તો વણતોલ.”

 

ઉનાળાનું આનાથી સારું વર્ણન શું હોઈ શકે? પાણીની અછત, વસંતનો વૈભવ, કોયલના સૂર અને વધેલું તાપમાન; માત્ર ચાર પંક્તિઓમાં જાણે આખે આખો ઉનાળો!!

 

ઉનાળાની પહેલી પેટા ઋતુ તે વસંત. વસંત વિષે જેટલું લખાયું છે, એટલું કદાચ બીજી કોઈ ઋતુ વિષે નહિ લખાયું હોય. પહેલાં વસંતતિલકામાં લખાયલી ઉમાશંકરની આ પંક્તિઓ જોઈએ …

 

“ખીલી વસંત, વન ફૂલભર્યાં મહેકે,
ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લ્હેકે.
ઊડે સુગંધકણ પુષ્પ તણા રસોના,
આઘા સુણાય ગગને સ્વર સારસોના.”

 

ફૂલો, ભમરા અને કોયલ ત્રણેનો વૈભવ એટલે વસંત. વસંતને વધાવતી બીજી એક જાણીતી કવિતા છે :

 

“રૂડો જુવો આ ઋતુરાજ આવ્યો,
મુકામ એણે વનમાં જમાવ્યો.
તરુવરોએ શણગાર કીધો,
જાણે વસંતે શિરપાવ દીધો.”

 

વસંતને ઋતુઓનો રાજા કહેવામા આવે છે. એના વિષે સૌથી વધારે લખાયું છે. વસંત વિષે કોકિલા પટેલ લખે છે :

 

“વસંતની વાંસળીઓ વાગી ટહૂકી ઊઠે પાન,
લચક લહેરે ઝૂમી નાચે આખે આખું ગામ.
આંખને ખેતર આભ ઝૂકે તો લીલું જંગલ ઊગે,
ભીના પ્હોરનો પોચો તડકો ચકલી ચણમાં ચૂગે.
ગુનગુન કરતો ભમરો ગજવે ઝીણું ઝીણું ગાન,
વસંતની વાંસળીઓ વાગી ટહુકી ઊઠે પાન.”

 

અને ધૃતિ મોદી કહે છે :

 

“ધીરે ધીરે ચોરપગલે
બુઠ્ઠા બાવળિયા જેવા
વૃક્ષના ઠૂંઠે ઠૂંઠામાં આવીને બેસી ગઈ
આ વસંતનાં કામણ તો એવાં કે
શણગારેલો બાવળિયો પણ સુંદર લાગે !”

 

વસંત ઋતુ પૂરી થઈ ગઈ તેથી નારાજ થઈ નિરંજન ભગત કહે છે :

 

“વસત ગૈ રે વીતી,
ક્યાં છે કોકિલની કલગીતિ ?”

 

અને ચંદ્રકાન્ત ટોપીવાળા તો એનાથી પણ વધારે નારાજ થઈ કહે છે …

 

“પવન-કાંધ પર ચડ્યો જનાજો
કોયલ ગાય મરસિયા !
ઝાકળની આંખોમાં અનગળ
બારે મેઘ વરસિયા !
બહાવરી મંજરી શિર પટકે ને
ભમરાઓ દુ:ખ જલ્પે !
રડી રડીને લાલ સૂઝેલી
આંખે ખાખર વિલપે !
પરિમલનાં રેશમી કફનોને
લપટી અંગે ઓઢે !
ફૂલ ફૂલની કબરોમાં ઊંડે
વસંત આજે પોઢે !”

 

ઉનાળાની બીજી પેટા ઋતુ એટલે ગ્રીષ્મ. ફરી ઉમાશંકરની મંદાક્રાન્તામાં લખેલી આ પંક્તિઓ જોઈએ …

 

“આવ્યો આવ્યો બળબળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોળાં ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.”

 

ઉનાળાની ઉગ્રતા દર્શાવવા એની જોગી સાથે સરખામણી કરી છે. દલપતરામની “ઉનાળે ઊંડાં જળ જાય, નદી સરોવર જળ સુકાય” અને ઉમાશંકરની “પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.” પંક્તિઓ એકની એક જ વાત કહે છે, છતાં સમય અનુસાર શબ્દોમાં આવેલું sophistication ધ્યાન દોરે છે.

 

ગ્રીષ્મની ગરમીને અહીં જ મૂકી આપણે ત્રીજી મુખ્ય ઋતુ ચોમાસાની વાત કરીએ …

 

ચોમાસાની વાત કરીએ તો સૌથી પહેલાં યાદ આવે બચપણમાં અનેક વાર ઉચ્ચારેલી કવિતા,

 

“આવ રે વરસાદ, ઘેવરિયો પરસાદ,
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.”

 

પણ,

 

“ચોમાસુ તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર,  ખેતર વાવે ખેતીકાર.
ચંપા, ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાંખડીઓ હિંડોળાખાટ.”

 

દલપતરામની ભીંજવી નાખે એવી આ પંક્તિઓ; આનાથી વધારે સ્પષ્ટતાથી ચોમાસાનું વર્ણન કરવું શક્ય નથી, એટલે આપણે એની બે પેટા ઋતુઓ તરફ વળીએ.

 

પહેલી પેટા ઋતુ એટલે વર્ષા. ફરી ઉમાશંકરની શિખરીણીમાં લખાયલી આ પંક્તિઓ …

 

“ચઢી આવ્યાં ક્યાંથી દળ પર દળો વાદળ તણાં?
કરે ઈશાને શી ઝબક ઝબકી વીજ રમણા !
પડ્યાં પાણી ધો ધો, જળભર થઈ ધન્ય ધરણી;
હસે વર્ષા; શોભા શુભ નભ વિશે મેઘધનુની.”

 

ધોધમાર વરસાદ અને વીજળીના ચમકારા બધું જ ચાર પંક્તિઓમાં સમાઈ ગયું!!

 

વર્ષા ઋતુ પર બીજા અનેક કવિઓએ પણ બહુ સારી રચનાઓ આપી છે. રમેશ પટેલ (આકાશ્દીપ)ની આ પંક્તિઓ પણ બહુ સુંદર છે …

 

“દશે દિશાએ વાયુ વાયે,
કાળાં ડિબાંગ વાદળ ઉમટે,
અંબર ગાજે, વીજ ઝબૂકે
ધરતીનો ધબકાર પુકારે
આવ રે મેઘા મારે દ્વારે.
કેવો વરસે…
ઝરમર ઝરમર ધારે વરસે
વાયુના વીંઝણાએ વરસે
આસમાનથી ત્રાંસો વરસે
સાંબેલાની ધારે વરસે
રાજાશાહી ઠાઠે વરસે…આવરે મેઘા”

 

હવે છેલ્લી પેટા ઋતુ શરદ. ઉમાશંકર શરદ ઋતુને આ રીતે બિરદાવે છે :

 

“શરદ શી સુહે ! વાદળાં ગયાં.
જળ નદી તણાં નીતરાં થયાં.
ગગનથી સુધા ચંદ્રની ઝરી,
રસભરી રમે રાસ ગુર્જરી.”

 

તો ગુર્જરીને રાસ રમતી છોડીને આ વિષય અહીં સમાપ્ત કરું.
 

 

સૌજન્ય:   પૂર્વીબેન મોદી મલકાણ(યુએસએ)

 

 

 

 

આજની પોસ્ટ  આ અગાઉ અન્ય  બ્લોગ પર સ્થાન પામેલ છે.    ‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

;