|| ઉપસંહાર || …

|| ઉપસંહાર ||  …

 

 pushti prasad 44

 

 

આચાર્યચરણ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે, ભગવદ્દ કૃપા એ આ પુષ્ટિમાર્ગનો પાયો છે.  જે જીવને જેટલી કૃપા પ્રાપ્ત થઇ છે.  આપણે એ કૃપાનો પ્રસાદ માની પોતાનું કર્તવ્ય કરવાનું છે.

 

આવું જ એક કર્તવ્ય, પરમ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી ઇન્દિરા બેટીજી નાં કૃપા ફળ થી ૨૦૦૩ ઓગષ્ટમાં નામકૃત થયેલ “પુષ્ટિપ્રસાદ”   સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ માટે એપ્રિલ ૨૦૦૪ માં પ્રકાશિત થઇ ને પ્રસિદ્ધ કરવામાં આવ્યું.  પ્રતિ માસ પુષ્ટિ ભગવદીયો જીવોના પ્રતિભાવો, આચાર્યચરણોનાં વચનામૃતો “પુષ્ટિપ્રસાદ”  ને આશિષ રૂપે પ્રાપ્ત થતાં રહ્યા.  વૈષ્ણવ સમાજના પુષ્ટિ જીવોએ વિત્તજા સેવાનો સરવાળો કરી “પુષ્ટિ પ્રસાદ”  શૃંગારિત કર્યું.  જે પ્રતિક સ્વરૂપ, કૃપાફળ આજે પણ સર્વે વૈષ્ણવો ને પ્રસાદરૂપે નિયમિત સ્વરૂપે પોતાને ત્યાં ઘેર પધારે છે. અને શ્રીજી કૃપાથી ભવિષ્યમાં પણ પધારતું રહે  તેવી નમ્ર કોશિશ રહેશે.  “પુષ્ટિ પ્રસાદ” નું  પ્રકાશન પુષ્ટિ સાહિત્ય હવેલી માંથી કરવામાં આવે છે.

 

“પુષ્ટિ પ્રસાદ” નો શૃંગાર “શિક્ષાપત્ર નું સંકલન” ૨૦૦૭, મેં મહિનાથી “પુષ્ટિ પ્રસાદ” નાં પૃષ્ઠ ઉપર શોભાયમાન થયું.  આમ “પુષ્ટિ પ્રસાદ” સ્વરૂપ, પુષ્ટિ સુગંધ –ફોરમ ઉત્તરો ઉત્તર પુષ્ટિ જીવોમાં ફેલાતી રહે છે,  || શિક્ષાપત્ર ૨૮ મું  ||  મે અને જુન ૨૦૧૩ નાં અંકમાં પ્રકાશિત થયેલ છે; અને હજુ આજ રીતે નિયમિત સ્વરૂપે શ્રીજી કૃપાથી || ૪૧ શિક્ષાપત્રો || પ્રકાશિત ક્રરી પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

પરમ પૂજ્ય વલ્લભચરણનાં આશિષ અને માતા પિતાના સંસ્કાર નાં અહેસાસ અને પરિણામ સ્વરૂપે તેમજ ભગવદીય  વૈષ્ણવના સાથ  સ્વરૂપે “પુષ્ટિ પ્રસાદ” અને એના સંપાદક માં વિશ્વાસના વહાલ દેખાયા ને લંડન –UK  થી સંચાલિત થતા બ્લોગ “દાદીમા ની પોટલી”  – બ્લોગ લીંક  : http://das.desais.net    ઉપર શિક્ષાપત્ર ને છેલ્લા એક વર્ષથી પ્રકાશિત કરવામાં આવ્યું અને પુષ્ટિ સાહિત્યને વધુ ને વધુ વૈષ્ણવો સમક્ષ દર્શનિય કરાવી શકાયું.  સૌ પ્રથમ  ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૨ ને શુક્રવાર થી ||શિક્ષાપત્ર || નું  બ્લોગ પર સંકલન કરી પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને  ત્યારબાદ નિયમિત સ્વરૂપે દર રવિવારે પ્રસિદ્ધ કરવામાં આવેલ જે આજે, ૧૮ ઓગષ્ટ, ૨૦૧૩ ના રવિવારે  “ઉપસંહાર” દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું.

 

આમ અત્રે, ૪૧ શિક્ષાપત્રનું  સંકલન સંપૂર્ણ થતાં, વૈષ્ણવ જીવો આચાર્યચરણ હરિરાયજી કૃત બૃહદ શિક્ષાપત્ર નો ઉપસંહાર કરતાં મન આનંદથી શ્રીજી કૃપા ફળસ્વરૂપ પ્રસાદ ગ્રહણ કરી/ સ્વીકારી  ધન્યતા અનુભવે છે.

 

એકતાલીસ શિક્ષાપત્રોમાં એકતાલીસ સિદ્ધાંત –વિષયો નિરૂપિત થયા છે.  અને આ સિદ્ધાંત- વિષયોને સમજાવવા માટે આચાર્યચરણ શ્રી હરિરાયજી એ લૌકિક તેત્રીસ ઉદાહરણો આપેલા છે.  પાંત્રીસ પૌરાણિક ઉદાહરણો આપેલા છે.  વીસ સાંપ્રાદાયિક ઉદાહરણો તથા ચૌર્યાસી – બસોબાવન ભગવદીયોનાં ઉદાહરણો આપેલા છે.

 

આ ઉપરાંત,  ગોવિંદ સ્વામી, સૂરદાસજી, છીત સ્વામી, માણેકચંદ, ગદાધરદાસ અને કુંભનદાસ ભક્ત કવિના પદનું નિરૂપણ કરાયું છે. શ્રી મહાપ્રભુજી નાં “ચતુ:શ્લોકી”,  “ભક્તિવર્ધિની”,  “સિધ્ધાંત રહસ્ય”, “કૃષ્ણા શ્રય”, “યમુનાષ્ટકમ્”, “નવરત્નમ્” અને “સેવાફ્લમ્”   ગ્રંથોનાં સંદર્ભ નરૂપયા છે.  શ્રી ગુંસાઈજી નાં “સર્વોત્તમ સ્તોત્ર”  ગ્રંથનો સંદર્ભ તથા શ્રી ગુંસાઈજીની વિજ્ઞપ્તિઓ નો સંદર્ભ નો નિર્દેશ કરેલ છે.

 

શિક્ષાપત્રનાં શ્લોકની સંખ્યા ૬૩૩ છે.  છેલ્લા ૩૫૫ વર્ષોથી પુષ્ટિમાર્ગમાં પ્રત્યેક વૈષ્ણવ કુટુંબમાં, વૈષ્ણવ હવેલીમાં અનવસરનાં સમયે સત્સંગમાં રોજનાં ક્રમથી ભાવપૂર્વક શિક્ષાપત્રનું વાંચન, મનન અને ચિંતન થતું આવેલ છે.

 

શિક્ષાપત્ર એક થી એકતાલીસ નું આજે વિહંગાવલોકન કરતાં સાથે સાથે જોઈ – વિચારીએ, યાદ કરી લઈએ કે, આચાર્યચરણ શ્રી હરિરાયજી એ ક્યા ક્યા વિષયો અને સિદ્ધાંતો સમજાવ્યા છે.

 

પ્રથમ શિક્ષાપત્રમાં, પુષ્ટિ જીવનાં કર્તવ્યનું દર્શન.  બીજા શિક્ષાપત્રમાં સ્વરૂપ વર્ણન.  ત્રીજામાં સત્સંગ અને દુ:સંગનું નિરૂપણ.  તો ચોથામાં વિરૂદ્ધ ધર્માશ્રયત્વ નું વર્ણન.  પાંચમાં શિક્ષાપત્રમાં વિરહ, શરણ, કૃપા અને દૈન્ય ભાવનું વર્ણન.  છટ્ઠામાં, જીવન પ્રચાર અને ધૈર્યનું રક્ષણ.  સાતમામાં, લૌકિક અને વૈદિક વિષયોમાં અનાસક્તિ.  આઠમાં શિક્ષાપત્રમાં, શ્રી પ્રભુમાં દ્રઢ વિશ્વાસ અને અનન્ય વિશ્વાસ.  તો નવમાં શિક્ષાપત્રમાં, પ્રભુના કિશોર સ્વરૂપનું વર્ણન તથા પ્રેમ, આસક્તિ અને વ્યસનાવસ્થાનું નિરૂપણ.  દસમામાં, પ્રભુમાં પ્રેમ વધારવા લૌકિક આર્તિઓનું દાન.  અગિયારમા માં, પુષ્ટિ જીવનાં ચાર કર્તવ્ય.  જેમ કે, શ્રી પ્રભુના ગુણગાન, દુઃખભાવના અને દૈન્ય તથા ત્યાગનું વર્ણન.  બારમા માં, શ્રી સ્વામિનીજીની વિરહભાવનાનું નિરૂપણ.  તો તેરમા માં, દીનતાથી ફળરૂપતા.  ચૌદમાં શિક્ષાપત્રમાં, ભગવદીયોનાં લક્ષણો.  પંદરમા માં, સ્મરણ, સત્સંગ અને આશ્રય.  સોળમાં શિક્ષાપત્રમાં, શ્રી હરિરાયચરણે ચિંતા અને ત્યાગનું નિરૂપણ કર્યું છે.  તો સત્તરમા માં, ત્યાગ અને અત્યાગનો વિચાર કરાવ્યો.  અઢારમા માં, વિરહભાવના, તો ઓગણીસમાં, અષ્ટાક્ષર નો આશ્રય.  વીસમામાં, સત્સંગ અને દુ:સંગનું વર્ણન.  તો એકવીસમાં, ભાવપોષણનાં ઉપાયોનું વર્ણન અને બાવીસમા માં, સત્સંગ દ્વારા ભાવ પોષણ.  ત્રેવીસમા શિક્ષાપત્રમાં, બહિર્મુખતા, નિવૃત્તિ વિવરણ.  ચોવીસમાં, ભગવદ્દકૃપાનું સ્વરૂપ દર્શન.  પચ્ચીસમા માં, શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠાનું નિરૂપણ અને છવીસમા માં, ભાવ ગોપન વિવરણ.

 

સત્તાવીસમાં શિક્ષાપત્રમાં, પુષ્ટિ ભક્તિમાં ચાલીસ બાધકોનું વર્ણન.  અઠ્ઠાવીસ માં, વિરહાત્મક દિનતાનું નિરૂપણ.  ઓગણીસમા માં, બુદ્ધિનું રક્ષણ અને ત્રીસમા માં, ભગવદ્દ પ્રાપ્તિના છ – દેશ, કાળ, દ્રવ્ય, કરતા, કર્મ અને મંત્ર – સાધનનો નો વિચાર નિરૂપાયો.  શિક્ષાપત્ર એકત્રીસ માં, ભાવવૃદ્ધિ અને વરણ વિચાર અને બત્રીસમાંનાં શિક્ષાપત્રનાં દશ શ્લોકથી પુષ્ટિજીવનનાં હૃદયમાં રહેલી અશુધ્ધિઓ અને શુદ્ધિઓ વર્ણાવી.  તૈત્રીસમા માં, દીનતા અને નિ:સાધનતાનું નિરૂપણ તો ચોત્રીસમાં શિક્ષાપત્રનાં તૈત્રીસ શ્લોકથી ભક્તિમાં નડતા પ્રતિબંધો અને પ્રતિબંધોની નિવૃત્તિનાં ઉપાયનું વર્ણન.  પાંત્રીસમા માં, દુષ્ટ જીવોનો સંગ અને દુ:સંગનું વર્ણન.  તો છાત્રીસમાં, ચિંતાનું નિરૂપણ અને વૃથા ચિંતાનો ત્યાગ.  સાડત્રીસ શિક્ષાપત્રથી, નિ:સાધનાનાં સ્વરૂપનું નિરૂપણ.  શિક્ષાપત્ર આડત્રીસનાં ઓગણીસ શ્લોકથી શ્રી પ્રભુનાં વિવિધ સ્વરૂપોનો વિચાર અને

 

ઓગણચાલીસનાં નાનકડા સાડાપાંચ શ્લોકથી વૈષ્ણવનું પરમ કર્તવ્ય એ જ ભગવદ્દ સેવા.  તો ચાલીસમાં શિક્ષાપત્રમાં, સ્વદોષ ચિંતનનું નિરૂપણ અને એકતાલીશ માં, બાર શ્લોકના વિવરણથી પુષ્ટિ સિદ્ધાંતો ના સાર રૂપ શિખામણનું આચમન કરાવ્યું.

 

 

અંતમાં શ્રી હરિરાયજીઓ “ભાવસ્વરૂપ નિરૂપણમ્   માં, શ્રીજી નાં ચાર સ્વરૂપે અનુભવ કરાવતા  સંયોગધર્મ અને સંયોગધર્મો તથા વિપ્રયોગ ધર્મ વિપ્રયોગ ધર્મી સ્વરૂપનું નિરૂપણ કર્યું.

 

 

પુષ્ટિ સૃષ્ટિનો અતિ પ્રસંશનીય અને ભાવાત્મક શિક્ષાપત્ર ગ્રંથનું અહીં સમાપન કરતાં અતિ પ્રસન્નતા અનુભવતા  તેમજ UK – લંડન થી સંચાલિત  થતા ‘દાદીમા ની પોટલી’ બ્લોગ ઉપર ‘પુષ્ટિપ્રસાદ’ નું આગાવું સ્થાન આપવા બદલ  ગૌરવ સહ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય પ્રચાર સેવા પરિવારનાં પ્રચારકો –પ્રશંસકો વતી ‘દાદીમા ની પોટલી’ – પરિવારનું અભિવાદન કરીએ છીએ.  “પુષ્ટિ પ્રસાદ” માં પ્રકાશિત થયેલા શિક્ષાપત્રનાં સંગ્રહને www.pushtiprashad.com  પરથી e-media   નાં સહારે ‘દાદીમા ની પોટલી’ પર નિયમિત રીતે સંકલન કરી મોકલી આપવાની અતિ પ્રશંસનીય સેવા માટે,  તેમજ દરેક શિક્ષાપત્ર સાથે એક પુષ્ટિ પદ નો અનેરો લાહવો આપવા બદલ પુષ્ટિ સાહિત્ય પ્રચાર સેવા પરિવારના સૌ વાચક વૃંદ શ્રીમતી પૂર્વીબેન મોદી – મલકાણ, USA  નું સહહૃદય ભાવ અભિવાદન કરે છે અને તેમનું ઋણ પ્રસંશાપૂર્વક સ્વીકારે છે.  આ ઉપરાંત પુષ્ટિ પ્રસાદના કાર્ય નિષ્ટ સી.ઈ.ઓ.  શ્રી પંકજભાઈ શાહ, એડવોકેટ – સુરત INDIA  અત્રે આ અતિ પ્રશંસનીય ઉપસંહારના નેજા હેઠળ આભાર સાથે ઋણ સ્વીકાર કરે છે.

 

અંતમાં, સૌ વૈષ્ણવો ને શિક્ષાપત્ર ગ્રંથ નો નિયમિત રીતે પાઠ કરવા, સત્સંગ કરવા હૃદયપૂર્વક ની નમ્ર નમ્ર વિનંતી.  પુષ્ટિ સેવાના સાનિધ્યમાં સૌનું જીવન દિવ્ય અને ધન્ય બને એજ મંગળભાવના સહ શ્રીજી ચરણવંદના સાથે શ્રી હરિરાયજીનાં ચરણકમળોમાં સદૈન્ય દંડવત્.

 

શેષ ભગવદ્દ સ્મરણ   –

 

સાભાર : વ્રજનિશ શાહ  – લોયડસ્, મેરિલેન્ડ.  યુએસએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર શ્રી હરિરાયજી કૃત || શિક્ષાપત્ર || નું સંકલન છેલ્લા એક વર્ષથી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો આદરણીય વડીલ શ્રી વ્રજનીશભાઈ શાહ,   બાયોડ્સ, મેરીલેન્ડ,  યુ.એસ.એ. નાં અંતરપૂર્વકથી આભારી છીએ. આ ઉપરાંત ઈ મીડિયા દ્વારા ઉપરોક્ત શિક્ષાપત્ર ને નિયમિત સમયસર અમારી તરફ પહોચાડી અમૂલ્ય સેવા આપવા બદલ શ્રીમતિ પૂર્વીબેન મોદી મલકાણ (યુ.એસ.એ.) નાં અમો અંતરપૂર્વકથી આભારી છીએ. આપ સર્વે પાઠક મિત્રો, વૈષ્ણવજીવો તરફથી અમોને મળેલ સાથ અને સહકાર બદલ આપ સર્વેના પણ અમો હૃદયપૂર્વક આભારી છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

|| શિક્ષાપત્ર ૪૧ મું || … અને (૪૨) ગોકુલ કી પનિહારી …

|| શિક્ષાપત્ર ૪૧ મું || …

 

 

hindola 

 

 

ચાલીસમાં શિક્ષાપત્રનાં તૈત્રીસ શ્લોકનાં માધ્યમથી શ્રી હરિરાય ચરણે ‘સ્વદોષ ચિંતન’   નો વિષય નિરૂપિત કર્યો. મુખ્યત્વે સ્વધર્મ જાણવા છતાં પણ હૃદયની અશુદ્ધિને લીધે સ્વધર્મનું આચરણ ના કરી શકાયું.  ભોગ, ઉદ્વેગ ને કારણે સેવામાં એકાગ્રતા ન સચવાય.  ઘર, ધનમાં આસક્તિને કારણે માનસી સેવા પણ ના સિદ્ધ થઇ શકી, ભગવદીયોનો વિયોગ, મન વિક્ષિપ્ત રહેવાથી, લૌકિક વાત વિષયમાં રસ હોવાને કારણે, વ્રજ અને વ્રજલીલા ભાવથી વિમુર્ખતા, મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય વગેરે.  આજ વાત પોતાના પર વિચારી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને અંગૂલિનિર્દેશ કરાય છે કે, આ ને આવા વિચારોથી મન, ચિત્ત ને દુષિત ન કરતા.  વિક્ષિપ્ત ન કરતાં, ભાવથી, દીનતાથી શ્રીજી સેવા એજ પુષ્ટિ જીવો નું કર્તવ્ય છે નાં વિચાર સાથે

  

શિક્ષાપત્ર એકતાલીસ નાં બાર શ્લોક પૈકી પ્રથમ શ્લોક નો વિચાર નિરૂપિત થતા કહેવાય છે કે,

  

લૌકિકં સકલં કાર્યં પ્રભુસેવોપયોજનાત |
પરં સર્વત્ર પૂર્વં હિ પ્રભુશ્ચિન્ત્યો ન લૌકિકમ્ ||૧||

  

ન રોચતે હરે: સ્વાનાં લૌકિકાસક્તિયુડંમન: |
તદોપેક્ષાવશાત્તસ્ય ન સિદ્ધયત્યપિ લૌકિકમ્ ||૨||

  

એટલે કે, સર્વ લૌકિક કાર્ય પ્રભુ સેવામાં ઉપયોગી હોય તે પ્રમાણે કરવું.  બધે જ બધાજ કાર્યમાં કે, કામોમાં પ્રભુનો જ વિચાર કરવો.  લૌકિક વાત, વિષયનું ચિંતન કરવું તે યોગ્ય નથી.  પ્રભુના જીવોનું ચિત્ત લૌકિકમાં આશક્ત થાય તે ભગવાનને ગમતું નથી માટે શ્રી પ્રભુ જીવનની ઉપેક્ષા કરે છે.  તેથી જીવનું લૌકિક સિદ્ધ થતું નથી.

 

 

અત્રે વિશેષ રહે કે, જ્ઞાન માર્ગ અને ભક્તિમાર્ગ કહે છે કે, ભગવદ્દ પ્રાપ્તિ માટે સર્વાત્મભાવ અતિ આવશ્યક છે.  જ્ઞાનમાર્ગનો સર્વાત્મભાવ લૌકિક નો ત્યાગ કરવાથી થાય છે.  એટલે પુષ્ટિ ભક્તિનો પ્રથમ સિદ્ધાંત અત્રે કહેવાયો કે, લૌકિક્ના બધા જ કાર્યો પ્રભુ સેવાર્થે જ કરવા.  પુષ્ટિભકતો શ્રી પ્રભુનાં ભક્ત છે.  અને પ્રભુના ભકતો લૌકિક કાર્યો કરે તે પ્રભુને ગમતું નથી.  જેથી પ્રભુ ઉદાસીન થઇ જાય છે.  ભક્તોની ઉપેક્ષા કરે છે.  સમસ્ત લૌકિક કાર્યો માટેનું મૂળ દેહ સંબંધી ભોગ જ છે.  માટે શ્રી મહાપ્રભુજી ‘સેવાફ્ળ’ ગ્રંથમાં કહે છે કે,

  

ઉદવેગ: પ્રતિબંધો વા ભોગો વા સ્યત્તુ બાધક:

 

એટલે કે, ઉદવેગ, પ્રતિબંધ અથવા ભોગ એ ત્રણ સેવાફ્ળમાં બાધક છે.  ઉદવેગ એટલે મનમાં ચિંતા રહ્યા કરતી હોય તે, પ્રતિબંધ એટલે મનપૂર્વક સેવા થવામાં લૌકિક અને ભગવતકૃત અંતરાય નડતા હોય તે.  અને ભોગ એટલે આસક્તિપૂર્વક લૌકિક વિષય ભોગ.

  

ભગવદ્દ ઇચ્છા પ્રમાણે જ સર્વ બને છે.  જો પ્રભુની જ ઈચ્છા સેવા સિદ્ધ થવાના વિરુદ્ધ હોય તો કોઈ જાતનો ઉપાય નથી જ.  પ્રભુને ત્યજીને ભક્ત લૌકિક કાર્યોમાં આશક્ત થાય તો તે કાર્ય શ્રી પ્રભુ સિદ્ધ કરતાં નથી જ.  માટે મનને સર્વથા સ્વસ્થ રાખી લૌકીકમાં આસક્ત ન કરતાં નિરંતર પ્રભુ સેવામાં જ મન રાખવું.

 

શુદ્ધભાવ: પ્રભૌ સ્થાપ્યો ન ચાતુર્ય પ્રયોજકમ્  |
અન્તર્યામી સમસ્તાનાં ભાવં જાનાતિ માનસમ્ ||૩||

 

અર્થાત, શ્રી પ્રભુમાં શુદ્ધ ભાવ સ્થાપન કરવો જોઈએ.  તેમાં ચતુરાઈને સ્થાન નથી. પ્રભુ સર્વ જીવનાં અંતર્યામી છે.  તેઓ મનમાં રહેલા ભાવને જાણે છે શ્રીજી આગળ કપટ ભાવ ચાલી શકતો નથી.  “સર્વત્ર સર્વં હિ સર્વ સામર્થ્યમેવ ચ”  સર્વત્ર તેનું જ સર્વ છે.  અને તે સર્વ પ્રકારે સામર્થ્યયુક્ત છે.  જેવા ભાવની સેવા તેવું જ તેનું ફળ છે.  તેથી લોભપૂર્વક કે પ્રતિષ્ઠા ખાતર કપટ બહાવર સેવા કદાપિ ન કરવી.

  

શુદ્ધભાવે તદીયં તુ લૌકિકં સાધયેત્સ્વયમ્ |
તત્સાધિતમવિઘ્ને સર્વં સિદ્ધયતિ નાન્યથા ||૪||

  

એટલે કે, જો શુદ્ધ ભાવ હોય, તો પ્રભુ તેનું લૌકિક પણ પોતેજ સિદ્ધ કરે છે અને તે નિર્વિઘ્ને પાર પાડે છે.  અન્યથા થતું નથી.  અને જેની સેવા અથવા કથામાં દ્રઢ આસક્તિ થાય છે.  તેનો નાશ જ્યાં સુધી તે જીવ જીવે છે ત્યાં સુધી કોઈ પણ સ્થળે થતો નથી.  એવી શ્રી મહાપ્રભુજીની મતિ છે.

 

આવશ્યકો હિ કર્તવ્યસ્તદીયૈલૌંકિકવ્યય: |
અનાસક્તૌ લૌકિકં તુ વર્દ્ધતે ન ચ બાધતે ||૫||

 

તદીયોએ લૌકિક્માં જેટલું આવશ્યક હોય તેટલું જ વ્યય કરવું.  આશક્તિ ન હોય તો પણ લૌકિક તો વધે જ, તેમ છતાં તે બધા કરે નહિ.  લૌકિક કાર્યો ઓછા થશે તો અલૌકિક કાર્યો વધારે થશે.  લૌકિક કાર્યોમાં ધન ઓછું વાપરીશું તો અલૌકિક સેવામાં ધનનો વિનિયોગ સુંદર થશે.

 

અન્યથા વૃદ્ધમપ્યેદ્વાધતે તદુપેક્ષયા ||૬||

 

કૃષ્ણસેવૈકવિષયે મુખ્યં ચેતા નિધીયતામ |
અન્યત્તદુપયોગિત્વાત્ક્રિયતાં ન તુ મુખ્યત: ||૭||

 

અર્થાત, જો લૌકિક ન કરે તો વધી ગયેલું લૌકિક પણ શ્રી પ્રભુની ઉપેક્ષાથી બાધા કરે છે માટે ચિત્તને શ્રી કૃષ્ણની સેવા રૂપ મુખ્ય વિષયમાં સ્થાપન કરવું અને જે કાંઈ કરવું પડે તે સેવાના ઉપયોગી પણાની દ્રષ્ટિથી કે વૃત્તિથી કરવું.  મુખ્યતાથી ન કરવું.  ગૌણભાવથી લૌકિક કાર્ય કરવા કૃષ્ણ સેવામાં ચિત્તની મુખ્યતા માનવી.  ચિત્ત મુખ્ય છે એ ચિત્તને શ્રી પ્રભુમાં સેવામાં પ્રણવ કરવા માટે તનુ અને વિત્ત એ સાધન છે.  શરીર અને દ્રવ્યના સાધન દ્વારા સેવામાં ચિત્તને એકાગ્ર કરવાનું છે.  માટે દરરોજ સેવામાં એ ધ્યાન રાખવું કે, આપણું ચિત્ત વધુ ને વધુ એકાગ્ર થઇ સેવા શુદ્ધ સાત્વિક ભાવથી થાય.  સેવામાં ચિત્તની એકાગ્રતા માટે રાગ, ભોગ અને શૃંગાર ત્રણ મુખ્ય સેવા ના વિષય છે.  જે ચિત્તને પ્રભુમાં જોડવા સક્ષમ છે.

 

સેવૈવ સાધનં સેવા ફલમૈહિકમત્ર સા |
સેવાડલૌકિકદેહેન સમ્ભવેત્ પારલૌકિકમ્ ||૮||

 

અર્થાત, સેવાજ સાધન છે.  અત્રે સેવા થાય એજ ઐહિક ફળ છે.  જે અલૌકિક દેહ વડે જ થાય પારલૌકિક ફળ રૂપ છે.

 

જ્ઞાન માર્ગીને આ દેહથી મોક્ષનો અનુભવ ન થાય.  પણ પુષ્ટિમાર્ગીને આ દેહથી પણ થાય અને નિત્ય લીલામાં પ્રાપ્ત થાય તો ત્યાં પણ સેવા થાય.  લૌકિક દેહથી સેવા કરતાં કરતાં હૃદયમાં પ્રભુને પધરાવીને જ્યારે સર્વ ઇન્દ્રિયો પ્રભુના સુખાર્થે વિનિયોગિત થાય ત્યારે ચિત્તની એવી વિશિષ્ઠ સ્થિતિ બને કે જે સ્થિતિમાં અંત:કરણથી અને આંખોથી સાક્ષાત ભગવદ્દ લીલાનો અનુભવ થાય.  જેને “શ્રીયમુનાષ્ટકમ્”  માં શ્રીમાંહાપ્રભુજી  ‘તનુનવત્વ’  કહે છે.  તો ‘સેવાફલમ્’  ગ્રન્થમાં એને અલૌકિક સામર્થ્ય કહે છે.   ‘વેણુગીત’   અને   ‘ભ્રમરગીત’   ના સુબોધિનીજી માં એને સર્વાત્મ ભાવ કહે છે.  અને ‘ચતુ:શ્લોકી’  ગ્રંથમાં મોક્ષ કહે છે.  પુષ્ટિમાર્ગનો મોક્ષ, પુષ્ટિમાર્ગનો સર્વાત્મભાવ, પુષ્ટિમાર્ગનું તનુનવત્વ કે પુષ્ટિમાર્ગનું અલૌકિક સામર્થ્યં આજ, અંત:કરણ આંખોથી સદૈવ ભગવદ્દલીલાનો સાક્ષાત અનુભવ.  આવા જ અનુભવને માનસી કહેવાય !!!

  

આ લૌકિક દેહથી અલૌકિક પ્રભુનો કદી અનુભવ ન થાય માટે લૌકિક દેહને અલૌકિક બનાવવા માટે, શ્રી પ્રભુને યોગ્ય બનવા માટે.  સાધન રૂપા સેવા જ અતિ આવશ્યક છે.

  

તદર્થમેવ કર્તવ્ય: સત્સંગો ભાવવર્દ્ધક: |
અનિન્ધનો વહનિખિ ભાવ: શામ્યેત્તુ લૌકિકાત્ ||૯||

  

એટલે કે, તે માટે ભાવવર્ધક એવો સત્સંગ કરવો, કેમકે જેમ ઇંધણ વિનાનો અગ્નિ શાંત થઇ જાય છે, તેમ લૌકિકનાં સંગથી ભગવદ્દભાવ શાંત થઇ જાય છે.  માટે પ્રભુમાં ભાવ વધારનારો સત્સંગ, સેવાના હેતુથી કરવો.

  

આત્તરિવ સદા સ્થાપ્યા હરિસંદર્શનાદિષુ |
સ્વાસ્થ્યં તુ લૌકિકે નૈવ દદાતિ કરુણાનિધિ: ||૧૦||

  

અર્થાત, હરિનાં સુંદર દર્શન આદિમાં હંમેશા આર્તિ સ્થાપન કરવી.  કરુણાનાં સાગર રૂપ શ્રી પ્રભુ જીવમ લૌકિક સ્વાસ્થ્ય નહિ કરે.

  

સંયોગાત્મ્ક સેવા કરતાં કરતાં નિરાળો ભાવ હૃદયમાં પ્રકટે એટલા માટે શ્રી પ્રભુના દર્શનની આર્તિ – જેને વિરહ-તાપ કલેશ કહીએ છીએ, એને હંમેશાં હૃદયમાં ધારણ કરવી.  મનનું જેના તરફ ખેંચાણ થાય, એને મેળવવાની ઈચ્છા થાય.  અને એ ઈચ્છા જેટલી પ્રબળ બને એટલી એ મેળવવાની ઝંખના વધે.  આ લૌકિક ઝંખના જ્યારે પ્રભુ પ્રત્યેની, પ્રભુ વિષયક પ્રબળ બને તેને આર્તિ કહેવાય છે.  આ પુષ્ટિમાર્ગમાં આર્તિ સર્વોપરી ફળ છે.  માટે પુષ્ટિ જીવે શ્રી પ્રભુદર્શન પ્રત્યેની આર્તિ નિરંતર કરવી.  જેથી શ્રી પ્રભુ કૃપા કરે છે.  પ્રભુ સર્વ આનંદમય છે.  તો પણ કૃપાનંદ પરમ દુર્લભ છે.  પ્રભુ ભક્તો પર કૃપા કરે જ છે.  તેથી હરિદર્શનની આર્તિ હૃદયસ્થ કરવી.

  

તદીયાનાં સ્વતશ્ચિન્તાં કુરુતે પિતૃવદ્ધરિ: |
પુનશ્ચિન્તાં પ્રકુર્વાણા મૂર્ખા એવ ન સંશય: ||૧૧||

  

એટલે કે, પિતાની પેઠે શ્રી હરિ પોતાના ભક્તોની ચિંતા જાતે જ કરે છે.  તેમ છતાં જો કાંઈ જીવ ચિંતા કરે તો તે મૂર્ખ જ કહેવાય, એમાં સંશય નથી.

  

શ્રી પ્રભુ કરુણાનિધિ દયાના સાગર છે.  પોતાના પુષ્ટિભક્તો પર દયા કરશે, ત્યારે એમને લૌકિકમાં કોઈ જ મુશ્કેલી નહિ રહે.  પુષ્ટિ ભક્તોનાં જીવનમાં લૌકિક ઘણી બધી અસ્વસ્થતાઓ આવશે ત્યારે જ શ્રી પ્રભુનું શરણ છોડશો નહિ.  અન્યાશ્રય ન કરશો.  પણ લૌકિકમાં આવતી મુશ્કેલીઓ, મૂંઝવણોને, દુઃખોને શ્રી પ્રભુનો પ્રસાદ માનવા શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે.

  

ચિત્તને લૌકિકતાંથી દૂર કરવા માટે લૌકિકમાં આવતી આધિ, વ્યાધિ અને ઉપાધિઓ એ પુષ્ટિમાર્ગનો પ્રસાદ છે.  શ્રી પ્રભુ કરુણાનિધિ છે.  આવી પ્રતિકૂળ સ્થિતિમાં પણ જે શ્રી પ્રભુના બનીને રહે છે, એમની ચિંતા પિતાની જેમ શ્રી પ્રભુ સ્વયં કરે છે.

  

તસ્માદાચાર્યદાસૈસ્તુ મચ્છિક્ષાયાં સદા સ્થિતૈ: |
સેવ્ય: પ્રભુસ્તતો ભદ્રમખિલં ભાવિ સર્વથા ||૧૨||

  

માટે, જેઓ શ્રી મહાપ્રભુજીને શરણે આવી તેમના દાસ થયા છે, તેમણે ઓ મારી (શ્રી હરિરાયચરણની)  શિક્ષા પ્રમાણે જ સદાય રહેવું.  એવા વૈષ્ણવો એ તો પ્રભુની સેવા કરવી જેથી સર્વથા સર્વ કંઈ સિદ્ધ થાય.

  

અત્રે આમ શ્રીહરિરાયચરણ બહુ જ પ્રસન્ન ચિત્તથી આજ્ઞા કરે છે કે,   “હે વૈષ્ણવો તમે મારી આજ્ઞામાં વિશ્વાસ રાખજો.  સર્વથા, સર્વોપ્રકારી એટલે કે, લૌકિકતામાં, વૈદિકમાં અને અલૌકિકમાં તમારું સર્વ પ્રકારે કલ્યાણ થશે.  જો તમે પ્રભુની સારી રીતે સેવા કરશો.  જો તમે પ્રભુની શરણાગતિ અને સમર્પણ સ્વીકારશો તો તમારા મનવાંછિત મનોરથો પરિપૂર્ણ થશે.”

  

છેલ્લે એકતાલીશ શિક્ષાપત્રમાં સાર સ્વરૂપે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે, “સેવ્ય: પ્રભુ:”  પ્રભુની સેવા કરો.

  

આમ પુષ્ટિ સિદ્ધાંતનો સાર વિષય સંકલિત શિક્ષાપત્ર એકતાલીશમું અહિ પરિપૂર્ણ કરાય છે.  અંતમાં …

 

ગ્રંથની સંપૂર્ણ જાણકારી માટે શિક્ષાપત્ર ગ્રંથનું અવશ્ય મનન, ચિંતન, વાંચન અતિ આવશ્યક છે.

 

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

 

(૪૨)  ગોકુલ કી પનિહારી …

ઉષ્ણકાળનું પદ

કવિ-નંદદાસજી

 

 panihari

 

 

ગોકુલ કી પનિહારી પનિયા ભરન ચલી,
બડે બડે નયના તામેં શોભ રહ્યો કજરા ।
પહિરેં કસુંભી સારી, અંગ અંગ છબિ ભારી,
ગોરી ગોરી બહિયન મેં, મોતિન કે ગજરા ।।૧||

 

સખી સંગ લિયે જાત, હંસ હંસ બુઝન બાત
તનહૂં કી સુધિ ભૂલી, સીસ ધરેં ગગરા ।
“નંદદાસ” બલિહારી, બિચ મિલે ગિરિધારી
નયન કી સૈનન મેં, ભૂલ ગઈ ડગરા ।।૨।।

 

વ્રજભાષાનાં શબ્દો

 

 

ડગરા –માર્ગ, રસ્તો

કસુંભી – કેસરી રંગની

બહિયન – બાહુઑમાં

તનહૂં – તનમાં (શરીરમાં)

સૈનન – મિલન, મિલાપ

 

 

ઉષ્ણકાળનો સમય છે. સમગ્ર વ્રજમંડળમાં પ્રભાતનો મધુર સમય ઘણો જ આહલદાક છે, તેવા સમયે ગોકુળની પનિહારી યમુના જલ ભરવા માટે યમુના પનઘટ પર જઈ રહી છે. તેના વિશાળ નયનોમાં કજરા શોભી રહ્યો છે, કેસરભીની કસુંભી સાડી અંગ પર એ રીતે ધારણ કરેલી છે કે તેનાંથી અંગે અંગ શોભી રહ્યું છે અને દેહલાલિત્ય લાવણ્યમય દીસી રહ્યું છે. તેનાં ગોરા ગોરા બાહુઓમાં મોતિન ગજરા (મોતીનાં બાજુબંધ)દૈદીપ્યમાન થઈ રહ્યા છે. ગોપી પોતાની સખીયનો સંગે એવી હાસ્ય કિલકારીઓ અને વાતો કરતી જઈ રહી છે, કે તે પોતાના શીશ (માથા) પર યમુના જલની ગાગર છે તે વાતની અને તેનાં દેહની સુધિ ભૂલી ગઈ છે. શ્રી નંદદાસજી જણાવે છે કે એવા તન્મયતાનાં સમયમાં  રસ્તામાં વચ્ચે જ પીતાંબર ધારણ કરેલા વ્રજવિહારી શ્રી કૃષ્ણચંદ્ર અચાનક જ સામે મળી જાય છે. તેમને જોતાં જ ગોપી પોતાના સૌભાગ્યને સરાવતા તે ગદગદિત થઈ જાય છે, તેની આંખો જળથી અને હૃદય આનંદનાં જળથી છલકાઈ જાય છે. તેમાંયે શ્યામ સુંદર સાથે નેત્રોથી નેત્રનો મિલાપ થવાથી તે પોતાના ઘરે જવાની વાટ પણ ભૂલી જાય છે અને જ્યાં શ્યામ જઈ રહ્યા છે તેજ દિશામાં જવા માટે પગ ઉપાડે છે. પ્રભુની સાથેનું મિલન ગોપીઓ માટે કેટલું મધુર છે કે તેની કેવળ કલ્પના જ કરવાની રહે.

 

 

ડો. મુકુંદ જી. દોશી, વડોદરા.
સાભાર-સત્સંગ માસિક –અમરેલી

 

પૂર્વી મોદી મલકાણ નાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

|| શિક્ષાપત્ર ૪૦ મું || … અને (૪૧) ઐસો ભક્ત તરે ઔર તારે … (પદ) …

|| શિક્ષાપત્ર ૪૦ મું || …

 

 48

 

 

સાડા પાંચ શ્લોકથી નિરૂપિત શિક્ષાપત્ર ઓગણચાલીસમું, જેમાં ભગવદ્દ સેવા અને વૈષ્ણવનાં પરમ કર્તવ્યનું નિરૂપણ વિચારાયું.  એ જોતા, શ્રી કૃષ્ણને પામવા વૈષ્ણવે સ્વમાર્ગીય રીતે તનુ વિત્ત્જા સેવા, જે બ્રહ્મસંબંધ લીધેલ છે એ બ્રહ્મસંબંધના ભાવનું ભગવદીયો સાથે સત્સંગ, પ્રભુમાં દ્રઢ વિશ્વાસ.  ચિત્ત શુદ્ધિ માટે ધર્મ માર્ગની પ્રવૃત્તિ અને શ્રી વલ્લભનાં ચરણકમળોમાં દ્રઢ વિશ્વાસ.  વૈષ્ણવોનો એક જ મનોરથ હોવો જોઈએ કે, “બસો મેરે નયનન મેં”.  શ્રીજી મારા આંખમાં આવીને બિરાજો.  મારા હૃદયમાં આવીને બિરાજો.  એજ નેત્રોથી, એજ અંત:કરણથી ભગવદ રસાત્મક સર્વ લીલા સહિતના અનુભવોમાં સંમલિત થઇ જવું એજ પુષ્ટિમાર્ગનું પરમ ફળ છે.  જે દેવોને દુર્લભ છે.  જ્ઞાનીને, તપસ્વીઓને, કર્મયોગીઓને, ધર્મીઓને દુર્લભ છે.  જે પુષ્ટિ ભક્તોને સુલભ છે.

 

અત્રે ચાલીસમાં શિક્ષાપત્રના તેત્રીસ શ્લોકથી શ્રી હરિરાયચરણ પોતે નિરૂપણ કરે છે કે, “હું (હરિરાય) સાધન રહિત થયો છું.”  એ બતાવવા માટે બહુ જ દીનતાના વચનો છે.  સ્વધર્મ જાણવા છતાં હૃદયની અશુદ્ધિને લીધે સેવા, સ્મરણ ને સત્સંગ નથી તેનું મહા દુઃખ છે.  જે જણાવતો શ્લોક,

 

પત્રદ્વારા પ્રકરવૈ સ્વદુઃખવિનિવેદનમ્ |
મહત્તરાખ્યે ચલિતે દૂરગેષુ ભવત્સુ ચ ||૧||

 

જાનામિ નિજમાર્ગસ્ય ધર્મં કિંચિતકૃપાબલાત |
તદસિદ્ધિજહ્વત્કલેશં કો મે દૂરીકરિષ્યતિ ||૨||

 

અર્થાત, પ્રથમતો “મહત્તર નામનો વૈષ્ણવ ચાલ્યો ગયો છે.  અને તમો (શ્રી ગોપેશ્વરજી શ્રી હરિરાયચરણના લઘુભ્રાતા)  પણ દૂર છો.  તેથી જે મને (શ્રી હરિરાયજીને) દુઃખ થયું છે તે,  મારા (શ્રી હરિરાયજીના) દુઃખને વિશેષ કરીને જણાવવાનો પ્રયત્ન પત્ર દ્વારા કરું છું.  કંઈક મોટાઓના કૃપા બલથી પુષ્ટિમાર્ગના ધર્મને જાણું છું.  પણ તે ધર્મની અશુદ્ધિને લીધે થયેલો જે હૃદયનો કલેશ છે.  તેને કોણ દૂર કરશે ?”

 

(અત્રે જણાવવું તથા જાણવું અતિ આવશ્યક છે.  જ્યાં જ્યાં ‘હું’, ‘મને’, ‘મારું’, ‘મારી’  વગેરે વિશેષણ આવશે ત્યાં ત્યાં આચાર્યચરણ શ્રી હરિરાયજી પોતે કહે છે.  એ સંદર્ભ સ્વીકારવો)

 

મહત્તર નામનો ભગવદીય મારી પાસેથી પોતાના કામ માટે દૂર થયો છે.  એટલે તે પણ મને છોડીને જતો રહ્યો છે.  એટલે સત્સંગ ન થવા નું દુઃખ છે.  (શ્રી ગોપેશ્વરજી શ્રીહરિરાયચરણના લઘુભ્રાતા છે)  તેથી એમને સંબોધીને જણાવે છે કે, તમો મારા વ્હાલાભાઈ છો.  સર્વ રીતે લાયક છો.  તથા અત્રે મારાથી ઘણાજ દૂર છો.  જો તમે પાસે હોત તો દુઃખમાં સહાય કરત.  તેમજ તમારા સાંનિધ્યથી મને દુઃખ જ હોત નહિ.

 

શ્રી હરિરાય ચરણ પોતાનું બીજું દુઃખ જણાવતા કહે છે કે, શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુંસાઈજી ની કૃપાબળથી પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો તથા પુષ્ટિમાર્ગને જાણવા સમજવાની શક્તિ મળી છે.  પણ એનું પાલન કરી શકાતું નથી.  હરિરાયજીના સેવ્ય પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજી નાથદ્વારામાં બિરાજે છે.  પોતે જેસલમેરમાં દૂર દૂર બિરાજે છે.

 

સ્વપ્રભુની સેવાથી વિમુખ છે.  જે સેવાના સિધ્ધાંતનો આગ્રહ રાખે છે.  એ સેવા એમનાથી થતી નથી એનો કલેશ હૃદયમાં કરે છે.  હું સાધન રહિત છું.  ભગવદીય ગયા છે.  સત્સંગ નથી.  દુ:સંગ બહુ જ છે જેની વ્યથા અનુભવાય છે.

 

પ્રાય: પાષષ્ડિમુખ્યોડહં હરિણા હૃદિ ચિન્તિત : |
કૃપાલુરપ્યુપેક્ષાં મે કુરુતે દીનવત્સલ : ||૩||

 

એટલે કે, વિશેષ કરીને હું પાખંડીઓમાં મુખ્ય છું.  એવું જ હરિએ વિચાર્યું છે.  કારણ કે હરિ કૃપાળુ અને દિનવત્તસલ છે તો પણ મારી ઉપેક્ષા કરે છે.  શ્રી હરિરાયજી જણાવે છે કે, હું સઘળા પાખંડીઓમાં મુખ્ય છે.  શ્રી પ્રભુથી વિમુખ છું.  સત્સંગ અને સેવા ન બનવાથી પુષ્ટિ પ્રભુ જે દયાળુ છે એમને પણ મારી ઉપેક્ષા કરી છે.

 

ઉપેક્ષિતશ્વચેદ્વરિણા સ્વજૈનરપ્યુપેક્ષ્યતે |
અત: કં યામિ શરણં વનસ્થ ઈવ વિસ્મૃત : ||૪||

 

અર્થાત, શ્રી પ્રભુએ મારી ઉપેક્ષા કરી છે.  એટલે વૈષ્ણવોએ પણ ઉપેક્ષા કરી.  એક પછી એક મને છોડીને વનમાં વિસારી દીધો.  અને હું પણ માર્ગ ભૂલી ગયો.  એવો હું કોણે શરણે જાઉં ?  મેં સાંભળ્યું છે કે, પ્રભુ જ્યારે પ્રસન્ન થાય ત્યારે ભગવદીયોને સંગ થાય.  અને પ્રભુ ઉદાસીન થાય ત્યારે ભગવદીયો સંગ છોડીને જતા રહે.  હમણાં મને ભગવદીયોએ છોડી મૂક્યો છે.  જેથી હું જાણું છું કે, શ્રી ભગવાને પણ મારી ઉપેક્ષા કરી છે.

 

તો પછી ભગવાન પ્રસન્ન થયા એ ત્યારે જ ખબર પડે કે, “જબ ભગવદીયન કો મિલન હોય”  વગર વિનંતીએ વૈષ્ણવ સામેથી ચાલી આવે.  અનાયસ વૈષ્ણવ નો સંગ મળી જાય.  સૂરદાસજીએ સરસ કહ્યું કે, “હરિ મિલે સો દિ નીકો.”  જે દિવસે ઠાકોરજીના ભક્ત ભગવદીય મળે એ અતિ ઉત્તમ દિવસ.  કારણ કે જ્યાં ભગવદીય જાય છે, ત્યાં સાથે શ્રી ભગવાન પણ અવશ્ય પધારે છે.  અને આજ વાત શ્રી ઠાકોરજી નારદજી ને પણ કહે છે કે, “જ્યાં મારા બે ભક્તો ભેગા થઇ મારા ગુણગાન ગાતા હોય, સત્સંગ થતો હોય, ત્યાં હું સદા બીરાજુ છું.”  જ્યારે આપણે શ્રી પ્રભુના ગુણગાન ગાતા હોઈએ ત્યારે તે શ્રવણ કરી શ્રી પ્રભુ અતિ પ્રસન્ન થાય છે.  પણ અત્રે ભગવદીયનું મિલન હમણાં શ્રી હરિરાયજી ને નથી તેથી એમને એમ લાગે છે કે, શ્રી પ્રભુએ મારી ઉપેક્ષા કરી છે.

 

પ્રભોરપિ ન વૈ દોષો ગુણલેશોડપિ નો મયિ |
વિસ્મૃત્ય દોષનિચયં યં ગૃહણીયાદ્ ગુણગ્રહ : ||૫||

 

અત્રે શ્રી હરિરાયજી કહે છે કે, “પ્રભુનો દોષ જરા પણ નથી એ સઘળો દોષ મારો જ છે.  હું પ્રભુને લાયક બન્યો જ નથી.  હું તો પગના નખથી માથાની શિખા પર્યંત દોષોથી ભરેલો છું.  પણ હું મારા આ તમામ દોષો વિસરી ગયો છું.  તેથી હું મને મહા ગુણવાન જાણું છું.  આ અજ્ઞાનતા મારામાં છે.  તેજ મારો દોષ છે.  પ્રભુતો સદા ગુણ જ દેખે છે.  મને જ અજ્ઞાનથી ભ્રમ થાય છે કે, શ્રી પ્રભુએ મારી ઉપેક્ષા કરી છે.”

 

યથા નિ: શ્વાસરહિતં કિં કરોતિ સુભેષજમ્ |
તથા વિગતભાવં માં કથાસેવાદિકં પુન: ||૬||

 

એટલે કે, ભાવ વિના હું કથા, સેવા કરું છું.  તે પણ ક્રીયાવત છે.  જેમ જે માણસના છેલ્લા શ્વાસ ચાલ્યા જાય, અને ઉત્તમમાં ઉત્તમ દવા યે એને કોઈ અસર કરતી નથી, એમ ભાવ વિના સેવાની ક્રિયા કરવાથી એવું કાંઈ ફળ મળી શકતું નથી.  ભાવ વિના કથા શ્રવણ કરવાથી પણ એવું ફળ કોઈ પણ મળતું નથી.

 

પ્રાય: કથૈવ નૈષાષ્તિ* (નૈવાષ્તિ) યતસ્તિષ્ઠતિ  ના હૃદિ  |
ન વાનુભવં કુરુતે નિજં ત્યાગડભિધં મયિ ||૭||

 

અત્રે શ્રી હરિરાયજી સાતમો સ્વદોષ બતાવી રહ્યા છે અને કહે છે કે, “હજી મારી લૌકિક વાસનાઓ છૂટી નથી.”

 

અત્રે વિચારવા જેવું છે કે, જે શ્રી હરિરાયજીના સુંદર સ્વરૂપથી મોહિત થયેલ રાજકુંવરીને એના હૃદયનાં વિકારો દૂર કરવા માતૃસ્વરૂપ યશોદાજી રૂપે દર્શન આપ્યા હતા.  જે શ્રી હરિરાયજીએ “કામાખ્યા વિવરણ –દોષ”  નામનો ગ્રંથ લખીને વિષય વાસનાના દોષ વૈષ્ણવોને કેવા બાધક બને છે, એ સમજાવ્યું.    એવા શ્રી હરિરાયચરણ દિનતા પૂર્વક શબ્દોમાં કહી રહયાં છે કે, “મારા લૌકિક વિષયો, મારી લૌકિક વાસનાઓ છૂટતી નથી એનું મને દુઃખ છે.”

 

સેવા તુ પ્રતિબદ્ધા મે ભોગોદ્વેગાદિબાધકૈ : |
ગેહવિત્તાદિકાસક્ત્યા કથં સા માનસો ભવેત્ ||૮||

 

ભોગ, ઉદ્વેગ અને પ્રતિબંધ સેવામાં આ ત્રણ અતિ બાધક છે.  જેમના ઉદ્વેગ અને ભોગને કારણે પોતાની સેવા છૂટી ગયાનું દુઃખ વ્યક્ત કરે છે.  ગૃહ, ધન વગેરેમાં આશક્તિ થી માનસી સેવા સિદ્ધ થતી નથી.

 

તાતપાદેષુ યાતેષુ દુર્ભગસ્ય પરોક્ષતામ્ |
સત્સુ સર્વેષુ યાતેષુ દ્દશોર્દૂરમંહ સ્થિત : ||૯||

 

એટલે કે, તાતપાદ – શ્રી કલ્યાણરાયજી – મારા જેવા દુર્ભાગ્યવાળાથી પરોક્ષ થયા છે.  અને સર્વે સત્પુરુષો દૂર ગયા છે.  તેમની દ્રષ્ટિથી પણ હું દૂર થયો છું.

 

આમ અત્રે શ્રી હરિરાયજી કહે છે કે, શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગ પ્રકટ કર્તા છે.  શ્રી ગુંસાઈજી પુષ્ટિ માર્ગના પ્રકાશ કરનાર છે.  શ્રી ગોકુળનાથજી દ્વારા મારું નામ નિવેદન થયેલ છે.  જે મારા ગુરુચરણ પિતા જ છે.  આ તાત ચરણો મારી પરોક્ષ છે.  હું તેઓથી જૂદો પડ્યો છું:  આથી હું દુર્ભાગ્ય છું.  તથા સર્વગુણ સંપન્ન સત્પુરુષ એવા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવથી પણ હું દૂર છું.  તેથી હું એમ જાણું છું કે, હું દુર્ભાગ્ય છું.  મારું જરા પણ સમાધાન કરનાર કોઈજ નથી.  હું કાંઈ જ કરી શકતો નથી અને દુઃખ પામું છું.

 

શ્રીભાગવતચિન્તા તુ ન વિના સંગતે: સતામ્ |
મનસોડત્યન્તવિક્ષેપાન્ન વા શરણભાવનમ્ ||૧૦||

 

સત્પુરુષનો સત્સંગ નથી.  જેથી ભાવપૂર્ણ શ્રી ભાગવતજીનું ચિંતન પણ થતું નથી.  અને મનના અતિશય વિક્ષેપને કારણે શરણ ભાવના પણ થતા નથી.

 

વાર્ત્તાન્તરકૃતિપ્રેમ્ણા નાષ્ટાક્ષરમનોજ્પ :
મહત્ત્વમત્યા લોકાનાં પ્રપત્ત્યા દૈન્યનાશનમ્ ||૧૧||

 

(ભગવદ્દવાર્તા વિના) અન્ય વાર્તા કરવામાં પ્રેમ થવાથી અષ્ટાક્ષર મંત્ર નો મન:પૂર્વક જપ પણ થતો નથી.  સર્વ લોકો મને મહાન જાણી શરણે આવે છે.  એવી મહત્વમતિથી લોકોની પ્રપત્તિથી દીનતાનો નાશ થાય છે.

 

નિવેદનાનુસન્ધાનં સજ્દિસ્ત્યત્ક્સ્ય  મે કથમ્ |
કેવલં શરણં સર્વત્યાગાભાવાચ્ચ દુર્લભમ્ ||૧૨||

 

સત્પુરુષોએ જેનો ત્યાગ કર્યો છે એવો જે હું તેને નિવેદનનું અનુસંધાન પણ થતું નથી.  વળી સર્વ ત્યાગ પણ નથી.  તેથી કેવળ શરણ પણ દુર્લભ છે.

 

ચચ્ચ્લ્યાચ્ચેત્સ: કુત્ર દ્દઢ: કૃષ્ણપદાશ્રય : |
વિવેકધૈર્યે તદ્વેતૂ મૂર્ખાધીશસ્ય મે કથમ્ ||૧૩||

 

ચિત્તની ચંચળતાથી દ્રઢ પણે શ્રીકૃષ્ણનાં ચરણારવિંદનો આશ્રય પણ ક્યાં ?  અને આશ્રયના કારણરૂપ તો વિવેક તથા ધૈર્ય છે.  તે પણ મારા જેવા મૂર્ખાધીશ ને ક્યાંથી ?

 

ભાવો યદનુભાવેન ભવેન્નિષ્કાસિતસ્તત : |
ક્વ તા વ્રજભુવ: કૃષ્ણચરણામ્બુરુહાંકિતા: ||૧૪||

 

અત્રે શ્રી હરિરાયજી કહે છે કે, કશું જ ન બને તો વૃજલીલાની ભાવના કરવી.  આ ભાવનાથી વૃજલીલાનો અનુભવ થાય.  અને ભાવનો અનુભવતો વૃજ સંબંધી લીલા સામગ્રી જોવાથી થાય.  પણ હું તો વ્રજમાંથી દૂર પરદેશમાં (જેશલમેર) છું.  જેથી અત્રે શું જોઇને વૃજલીલાની ભાવના ઉત્પન્ન થાય.  આમ નિ:સાધાનતાની ભાવના કરતાં કરતાં શ્રી હરિરાયજીને દીનતા આવવાથી તિવ્ર વિપ્રયોગ પ્રકટ થયો.  તેથી દેહનું અનુસંધાન ભૂલી જવાતા, વ્રજની લીલામાં તન્નમય થયેલા શ્રીહરિરાયજી કહે છે કે, વ્રજની ભૂમિ ક્યાં છે ?  જ્યાં વ્રજની લીલાઓ શ્રીકૃષ્ણે વ્રજ ભક્તો સાથે કરી છે.  એવી વ્રજભૂમિ ક્યાં છે?  જ્યાં ઠેકાણે ઠેકાણે શ્રીકૃષ્ણનાં ચરણારવિંદ છે.  જેમાં જમણા ચરણનાં ધ્વજ, વ્રજ, અંકુશ, સ્વસ્તિક, પદ્મ, અષ્ટકોણ, યવ, ઉર્ધ્વ, રેખા, કળશ, તથા ડાબા ચરણનાં ગોપદ, જંબુ, મત્સ્ય, ધનુષ, ત્રિકોણ, અર્ધ ચંન્દ્ર – આકાશ એવા ચરણ ચિહન મુક્ત વ્રજભૂમિ ક્યાં છે ?

 

ક્વ શૈલ: કૃષ્દાસાખ્ય: પુલિન્દીભાવપોષક: |
ક્વ તે શ્રીયમુનોદ્દેશા લીલારસવિતારકા :  ||૧૫||

 

અર્થાત, કૃષ્ણદાસ જેનું નામ છે, એવા પરમ દયાળુ શ્રી ગિરિરાજજી ક્યાં છે ?   જેમણે પુલિંદીજી જેવા નિકૃષ્ટ જાતિના જીવોમાં ભગવદ્દ ભાવનું સ્થાપન કર્યું.  શ્રી ગિરિરાજજી સર્વાંગથી પ્રભુની સેવા કરે છે.  સર્વ ઋતુઓમાં પ્રભુને સુખ આપે છે.  ગાયને સુખ આપે છે.  ગાયનું પોષણ કરનારા શ્રી ગિરિરાજજી ક્યાં છે !   શ્રીકુમારિકાઓના મનોરથ પૂરનાર શ્રી યમુનાજી બિરાજે એવો વ્રજદેશ ક્યાં છે ?  જેવા આશ્રયથી શ્રીકૃષ્ણની લીલાનો અનુભવ થાય છે.  એવા વ્રજનાં સ્થળો ક્યાં છે ?  તનુનવત્વ આપનાર, લીલારસનો વિસ્તાર કરનાર શ્રીયામુનાજીના તટપ્રદેશની મને ક્યારે પ્રાપ્તિ થશે ?

 

ક્વ તે વેણુરેખા યૈર્વા સમાકૃષ્ટા વ્રજસ્થિતા : |
વ્રજનાથકરામ્ભોજ્પ્રોચ્છિતા: ક્વ ગવાં ગણા : ||૧૬||

 

જેણે વ્રજમાં રહેલા વ્રજભક્તોનું આકર્ષણ કર્યું તે વેણુ ર્વ ક્યાં છે ?  એ વેણુ રવ નો નિનાદ મને ક્યારે સંભળાશે ?  અને વ્રજના નાથ શ્રી કૃષ્ણ પોતાના શ્રી હસ્તથી શરીરને પંપાળે છે એવી સઘળી ગાયોને સ્નેહ સુખ દઈ પાલન કરે છે,  એવી અનેક ગાયોનો સમૂહ ક્યાં છે ?  જે ગાયોના સુંદર સમૂહને વ્રજરાજે પોતાના શ્રી કંઠથી પૂરાકર્યા છે.  એમના શરીરને પોષ્યાં છે.  એવા ભગવદીયરૂપ અલૌકિક ગાયોના ક્યારે દર્શન થશે ?

 

અનન્તલીલાધારાસ્તે દ્રુમા: ક્વ વિપિનસ્થિતા: |
વેણુનાદપરા વૃક્ષભુજારુઢા: ક્વ પક્ષિણ: ||૧૭||

 

અનંત લીલાઓના આધારરૂપ તથા અનંત લીલારૂપ મધુધારાને વહેવરાવે છે એવા વૃંદાવનના વૃક્ષ કયાં છે ?  અને આ વૃક્ષોની શાખા પર બેઠેલા અને વેણુનાદ શ્રવણમાં તત્પર મુનિરૂપ પક્ષીઓ વૃક્ષની ભુજારૂપ શાખા પર બેસીને, પોતાનો ચંચળ સ્વભાવ ત્યજે છે અને મુની સમાન (એકચિત્ત) થઇ ગયાં છે.

 

વ્રજસ્ત્રીચરણામ્ભોજરેણવ: ક્વ વ્રજસ્થિતા: |
દધિનિર્મન્થનોન્નાદા: ક્વ તે શ્રવણમંગલા: ||૧૮||

 

વ્રજમાં બિરાજેલા વ્રજ સીમંતિનીઓનાં ચરણકમળની રજ, એ વ્રજવનિતાઓના ચરણકમળની રજ હું મારા દેહ, મસ્તક, હૃદય અને આંખે લગાડું ?  વ્રજનાં ઘરોમાં ચાલી રહેલા દધિમંથનનો નિનાદ જે કાનને મંગળ આનંદ આપનારો છે.  એ મને ક્યારે પ્રાપ્ત થશે ?

 

યમુનાવાલુકાદેહસમ્બન્ધ: ક્વ જલસ્પૃશિ: |
બહિર્મુખત્વસાતત્યે તદીયત્વં ચ મે કુત: ||૧૯||

 

શ્રી યમુનાજી નાં વાલુકા (રેતી) અને જળ મારા શરીરને ક્યારે સ્પર્શ કરશે ?  જેથી યમુના વાલુકા અને જળના સેવનથી, એમની કૃપાથી તનુનત્વની પ્રાપ્તિ થાય.  આ બહિર્મુખોના સંગમાં મને આ વ્રજનું, વ્રજવાસીઓનું સાંનિધ્ય ક્યાંથી હોય !   આમ અત્રે આ શ્લોકથી શ્રી હરિરાયજી ભાવનિષ્ટ થાય છે.  વિપ્રયોગ ભાવથી વ્રજની લીલાઓનો અનુભવ કરી દીનતા કરે છે,  “હું નિરંતર બહિર્મુખ જ છું.  એટલે મને તદીયત્વ ક્યાંથી પ્રાપ્ત થાય ?  તદી યત્વ હોય તો તદીય ભગવદીયનો સંગ થાય અને ભગવદ્દભાવ વૃદ્ધિ પામે, પણ મારામાં તદીયત્વત નથી.”

 

પરમાનન્દદૂરસ્થે ચિત્રં કિં દુઃખસન્તતૌ |
પોષકાડભાવતો નૈવ દ્દઢ: સ્વાચાર્યસંશ્રય: ||૨૦||

 

પરમાનંદ શ્રીગોવર્ધનનાથજી, સાતેય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી હરિરાયજીના શિરપર બિરાજનારું સ્વરૂપ એવા શ્રી કૃષ્ણ મારાથી દૂર છે.  જેથી કરીને મારા ચિત્તમાં નિરંતર દુઃખ રહે છે.

 

એક તો મારામાં ભાવ નથી.  બીજું ભાવનું પોષણ કરનાર પણ કોઈ નથી.  તેથી જ શ્રી મહાપ્રભુજી ના ચરણકમળમાં દ્રઢ આશ્રય મારો નથી.  જેથી હું નિરંતર દુઃખ પામું છું.

 

વિષયાભિનિવેશેન પ્રેક્ષા ન વિશતિ પ્રભૌ |
જાતોડસ્મિ સામ્પ્રતં સર્વસાધનાડભાવનાનહમ્ ||૨૧||

 

વિષયના અભિનિવેશથી મારી જ્ઞાન દ્રષ્ટિ પ્રભુમાં પ્રવેશ કરતી નથી.  હું વિષયના આવેશથી ભરપૂર છું.  થેથી શ્રી પ્રભુ મારામાં પ્રવેશ કરતાં નથી અને “વિષયથી આક્રાંત દેહવાળાનાં હૃદયમાં સર્વથા શ્રી પ્રભુનો આવેશ થતો નથી.”  આમ આ પ્રકારે હું સર્વ સાધન રહિત હોવાથી મને ભાવ પણ ક્યાંથી સિદ્ધ થાય.

 

નિ:સાધનત્વં ભાવે તુ વિદ્યમાને પ્રયોજક્મ્ |
તદભાવે કેવલં મે દોષાયેવ ન ચાન્યથા ||૨૨||

 

અત્રે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે, નિ:સાધનતા અને દીનતાના બે પ્રકાર છે.  ભૌતિક અને અલૌકિક.  ભાવ વિનાની નિ:સાધનતા ભૌતિક નિ:સાધાનતા છે.  જેમાં જીવ સર્વ સેવા કાર્ય, ભગવદ્દધર્મ ત્યજે એ નિ:સાધન પણું દોષરૂપ છે.  લૌકિક સંપત્તિ પ્રભુને પ્રાપ્ત કરવાનું કોઈ સાધન નથી.  સાધનથી પ્રભુ પ્રાપ્ત થતા નથી.  શ્રી પ્રભુ જ્યારે સ્વયં ભક્તના અર્થરૂપ બને ત્યારે નિ:સાધનતા ફ્લાત્મ્ક ભક્તને પ્રાપ્ત થાય છે.  સાધનોના અભાવથી મૂંઝાય ને સેવા છોડવી એ દોષરૂપ છે.  જે કાંઈ સાધન હોય એમાં ભાવનું મહત્વ અતિ જરૂરી છે.  સાધનની ભૈતિક કિંમતનું નહિ.  હે વૈષ્ણવો, તારી ક્રિયા ઓછી વત્તી હશે તો પ્રભુ ચલાવી લેશે.  પણ તમારા હૃદયમાં ભાવ તનિક પણ ઓછો હશે તો શ્રી પ્રભુને નહિ ગમે.  ભાવ એ પુષ્ટિમાર્ગનું મૂળ તત્વ છે.  ભાવથી ફળ સિદ્ધ થાય છે.  માટે સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલાત્મક ભાવનામાં વૈષ્ણવોએ સદા તત્પર રહેવું.

 

શરીરેણાપ્યશક્તસ્ય ક્રિયા કા વાત્ર સેત્સ્યતિ |
યથાન્ધો બધિરો મૂકો વિહ્સ્ત: પન્ગુંરુન્મના: ||૨૩||

 

અર્થાત જેમ આંધળો હોય, બહેરો હોય, મૂંગો હોય, હાથ વિનાનો હોય, પાંગળો હોય, બાવરો હોય તેમજ શરીરથી પણ અશક્ત હોય તેનાથી અત્રે કાંઈ ક્રિયા સિદ્ધ થઇ શકે ?

 

અકામ: કામવિક્ષિપ્તો હરિણોપેક્ષિતોડધુના |
વિમૃશામિ સદા સ્વાન્તે કા ગતિર્મે ભવિષ્યતિ ||૨૪||

 

એટલે કે, ભગવદ્દધર્મની કામના વગરનો છું.  મારું મન પ્રભુ સેવામાં એક ક્ષણ પણ નથી લાગતું.  લૌકિક કામના, વિષયાદિક તથા હરિ જે શ્રી કૃષ્ણ છે.  તેમણે મારી ઉપેક્ષા કરી છે.  મારી ખબર રાખતા નથી.  તેથી મારા મનમાં હંમેશાં વિચારું છું કે, મારી શી ગતિ થશે ?  આ મારું દુઃખ છે.

 

[અત્રે આ શિક્ષાપત્ર ૪૦ નાં ૨૫, ૨૬ અને ૨૭ એ ત્રણ શ્લોક ક્ષેપક ગણ્યા છે.  કારણ કે શિક્ષાપત્ર મૂળ પુસ્તકની ટીકા વાંચતા પ્રેમજી ને કે કોણે દુ:સંગ થયો તે સપષ્ટ થતું નથી.  માત્ર ગોળ ગોળ વાત છે.  આ ભેદ દૂર કરવાથી વૈષ્ણવના ચિત્તને વિક્ષેપ થતો નથી, ને શાંતિ મળે છે.  તથા આ શિક્ષાપત્ર ગ્રંથ શિક્ષા તરીકે પ્રમાણ સિદ્ધ ગ્રંથ હોવાથી અન્યને પણ તેમાં વિપરીત વિચાર કરવાનો અવકાશ રહે નહિ.  અનુવાદક: “દીનશંકર”]

 

વિશ્વાસ: કસ્ય કર્તવ્ય ઇતિ ખિન્નં મણો મમ |
ગૃહકાર્ય ન ચલતિ મનુષ્યાણામભાવત: ||૨૮||

 

વિશ્વાસ કોનો કરવો.  આથી મારું ચિત્ત બહુ જ ખેદ પામે છે.  વળી મનુષ્યના અભાવથી કામ શી રીતે ચાલે.  અને વિશ્વાસ વિના સુખ આવતું નથી.

 

અન્ત:સ્નિગ્ધોડપિ કાર્યે તુ મદાષાડનુસ્મૃતે: સદા |
પ્રાયશ: પ્રેમજિન્નામાં  વર્ત્તતેડસૌ વિરક્તવત્ ||૨૯||

 

પ્રેમજી નામનો વૈષ્ણવ અન્ત:કરણથી સ્નેહયુક્ત છે.  તો પણ કાર્યમાં તો મારા દોષની સ્મૃતિથી તે ઘણું ખરું વિરક્ત જેવો રહે છે.

 

ચલિતું યતેત તસ્માલ્લેખ્યા બહુ સમાહિતિ: |
ક્ષાન્તોડપરાધ: સર્વોડપિ મૃષા ક્રોધવશસ્તત: ||૩૦||

 

અર્થાત, વિરક્ત એવા વૈષ્ણવ અધિકારીનો વ્યભિચાર રૂપ દોષ સહન કર્યો તેથી પ્રેમજી નામનો સેવક મિથ્યા ક્રોધને વશ થઇ જતા રહેવાનો યત્ન કરે છે.  માટે તેનું સમાધાન એવું લખજો.

 

ઇદાનીં તુ કૃપા પૂર્વવદસ્તીતિ ભયોજિ્ઝતૈ: |
ભવદ્દભિ: સર્વથા લેખ્યં પત્રં સર્વૈ: પૃથક્ પૃથક્ ||૩૧||

 

હવે તો પૂર્વે જેવી કૃપા હતી, તેવી જ છે.  એટલે કે, પૂર્વેની મનોવૃત્તિ તથા કૃપાપૂર્વક મનોવૃત્તિ સર્વથા કરી છે.  માટે સર્વે એ ભય રહિત થઈને જૂદા જૂદા પત્રો લખવા.

 

અતિપ્રશંસયા ચિત્તં યથા તસ્ય સ્થિરં ભવેત |
મુખરોપિ સમીચીનો મુખ્યદોષવિવર્જિત: ||૩૨||

 

જે પ્રકારે એનું ચિત્ત સ્થિર થાય, તે પ્રમાણે અતિ પ્રસંશા કરીને પત્ર લખજો.  કારણ કે એ બહુ બોલનારો છે.  તો પણ એ મુખ્ય દોષ રહિત છે.  જેવા કે અવિશ્વાસ તથા અન્યાશ્રય વગરનો છે.

 

વૈધકેન ગૃહેડસ્માકં વિશેષપરિતોષણાત્ |
ભવત્સંગાત્કન્દુકવત્પતિત: પુનરુત્થિત: ||૩૩||

વિશેષ: પ્રેમજિત્પત્રાદ્વોધ્ય: ||

 

અર્થાત, તમારા સંગથી વૈંદ્યક કરીને આપણા ઘરમાં વિશેષ સંતોષ છે.  તેથી કુંદ્કની પેઠે પડ્યો અને ફરી પાછો ઊઠ્યો છે.  તેમ આ વિરક્ત પડ્યો અને ફરીથી ઊભો થયો છે.  વિશેષ હકીકત પ્રેમજીના પત્રથી જાણશો.

 

અત્રે શ્રી હરિરાયચરણ સ્વ પરિવારની સૂચક વાતો, એક પોતાનો અદનો અધિકારી વૈષ્ણવ, જેના હાથે, લોકદ્રષ્ટિએ અતિ નિંદિત કાર્ય થયેલ અને જેના પરિણામે શ્રી હરિરાયજીનું નામ પણ વગોવાયું.  જેનું દુઃખ વ્યક્ત કરે છે.  જે ચારસો વર્ષ પહેલાનો વાર્તા પ્રસંગ, આજના કળિયુગનાં સમયે સમસ્ત વૈષ્ણવોને પણ એટલોજ ચિંતનિય છે.  જે ઘટનાઓ વર્ષો જૂની,  આજે તો દિન પ્રતિ દિન વારંવાર સારા સારા પરિવારમાં પણ જોવા મળે છે.  જ્યારે આવી લૌકિ આંધી આપણા જીવનમાં આવે છે, ત્યારે આપણે પણ સેવા –સત્સંગ કરનાર વૈષ્ણવો પણ ઘડીકમાં ભાનભૂલ્યા વગર વિષય વાસનાના આવેશમાં ખોટું કાર્ય કરીએ છીએ.  નિંદિત કાર્ય કરીએ છીએ.  આપણું નિંદિત કાર્ય આપણને બદનામ તો કરે છે સાથે સાથે આપણા સંલગ્ન તમામ ને પણ હાનિ પહોંચાડે છે.  તથા આપણા  ધર્મ ગુરુની ગરિમાને પણ ધક્કો પહોંચાડીએ છીએ.

 

શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે, જેના શરીરમાં વિષય વાસના છે, એના શરીરમાં શ્રી પ્રભુ બિરાજતા નથી જ.  ભૌતિક વિષય વાસના જાગી.  કદાચ એને સંતોષીએ તો પ્રભુનો અપરાધ ન થાય અથવા ઓછો થાય.  પણ એને અલૌકિકતાનું નામ આપી ભગવદ્દ લીલાના બહાના નીચે જ્યારે આપણી વિષય વાસના સંતોષવાના પ્રપંચોથી દિશત અને વિકૃત વાસનાઓમાં આપણે જાણે –અજાણે ફસાઈ જઈએ ત્યારે એને ન શ્રી મહાપ્રભુજી માફ કરે, ન તો શ્રી ઠાકોરજી માફ કરે.  માટે જ શ્રી મહાપ્રભુજીએ ૫૦૦ વર્ષ પહેલા આજ્ઞા કરેલ કે,

 

દુસંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો.  સ્ત્રી-પુરુષનો સંગ દેવતામાં ફૂંકાતા પવન જેવો છે.  એકાંતમાં સ્ત્રી-પુરુષ સંગ જેવું હાનિ કરનારું બીજું કાંઈ પર્યાવરણ નથી.  સર્વ શાસ્ત્રોની આજ્ઞાને મક્કમતાથી જીવનમાં અપનાવીએ તો વૈષ્ણવી જીવન ઊંચું રહેશે.  હૃદય ગમે તેટલું શુદ્ધ હોય, પણ દુનિયા દારીના નિયમો વિરૂદ્ધ આચરણ કદાપિ ન કરવું.  આજ લક્ષ્મણ રેખાની મર્યાદા વૈષ્ણવો સાથેના સંસર્ગમાં અને સંપર્કમાં, સત્સંગમાં અને એમની સાથેની સેવામાં ચુસ્ત પણે મક્કમતાથી પાળવી જ.   જેની આંખોમાં અને વિચારોમાં વિષય અને વિકાર રમતાં દેખાતા હોય એનાથી હંમેશાં દૂર રહેવું.  ભગવદ્દ નામ અને ભગવદ્દ લીલાના ઓઠા હેઠળ તમારા પવિત્ર હૃદયને કોઈ દૂષિત કરી ન જાય, એટલી સાવધાની ની આજ્ઞા સાથે.  શ્રી હરિરાયજી વિરચિતં  ‘ચત્વારિંશતમં’  શિક્ષાપત્ર અત્રે સંકલિત કરાય છે.

 

સંપૂર્ણ, સાચું માર્ગદર્શન માટે શિક્ષાપત્ર ગ્રંથનું અધ્યન અને વાંચન અતિ જરૂરી છે.

 

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

 

(૪૧)  ઐસો ભક્ત તરે ઔર તારે …  (પદ) ..

કવિ – સૂરદાસજી

 

37

 

ઐસો ભક્ત તરે ઔર તારે
પરમ કૃપાલુ પરમ દીનબંધુ
શરણ ગ્રહે વાકે દુઃખ નિવારે

 
સબસું મૈત્રી શત્રુ નહીં કોઈ
વાદવિવાદ સબનસું હારે
હરિકો નામ જપ નિસવાસર

 

સંશય લોક સંતાપ નિવારે
કામ, ક્રોધ, મમતા, મદ, મત્સર
માયા, માન, મોહ, ભર, ટારે

 
નિરલોભી નિરવૈર નિરંતર
કૃષ્ણરૂપ જબ હૃદય વિચારે
હરિકો નામ સુને અરુ ગાવે

 
કૃષ્ણ ભજન કરી દુઃખ હિ દુરાવે
“સૂરદાસ” હરિરૂપ મગ્ન ભયે
ગુન ઓગુન કાપર નવ આવે

 

 
શ્રી સૂરદાસજી કહે છે લે ભક્ત એ છે જે કોઈપણ પ્રાણી પ્રત્યે વેરભાવ રાખતો ન્થેરે, જે પોતાના જીવનમાં આવેલ પ્રત્યેક પ્રતિકૂળ પરિસ્થિતિ અને દુઃખોથી ગભરાતો નથી, જે સમદર્શી હોય અને કરૂણા કરનાર હોય છે. જે સંયમી અને કોમલ ચિત્તવાળો હોય તેમજ પાપ, વાસના તેમજ દૂષિત તથા મલિન વિચારોથી પરે હોય, જે દાસ્ય ભાવે મને આત્મનિવેદન કરી અનન્યભાવે કૃષ્ણ ચિંતન, મનન અને સ્મરણમાં મગ્ન હોય, જે નિરલોભી અને નિર્મોહી રહીને મારી બહકતી કરે છે તેવા ભક્તો પોતે પણ આ અમોઘ એવો સંસાર સાગર પાર કરે છે અને બીજા જીવોને પણ આ સાગર પાર કરવામાં મદદ કરે છે.

 

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે 

 

પૂર્વી મોદી મલકાણ નાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

|| શિક્ષાપત્ર ૩૯ મું || … અને (૪૦) માઈ મંગલ આરતી … (પદ) …

|| શિક્ષાપત્ર ૩૯ મું || …

 

20

 

 

વિવિધ સ્વરૂપોમાં શ્રીપ્રભુ અત્યંત રસાત્મક અને ફક્ત પૂર્ણ પુરુષોત્તમ હોવાથી તેઓ ક્ષર અને અક્ષરથી પર છે. જેઓ ગોલોકધામ અને વ્રજ- વૃંદાવનમાં નિત્ય નૌતમ રસમય લીલાઓ સાથે બિરાજી રહ્યાં છે. જ્યાં તેઓ પોતાનું ધર્મીસ્વરૂપ પ્રગટમાન અને પ્રકાશમાન કરી રહ્યાં છે. જ્યારે તેમનું ધર્મ સ્વરૂપ એ મથુરામંડળ અને દ્વારિકામાં બિરાજી રહ્યું છે. પ્રભુનું ધર્મી અને ધર્મ બંને સ્વરૂપ આધ્ય અવતાર બ્રહ્માંડ સમાન વિરાટ છે. પ્રભુ પોતે ભાવાત્મક હોવાથી તેમને ભાવથી જ સમજી શકાય છે. આ ઉપરાંત વૈષ્ણવોએ એ પણ યાદ રાખવું ઘટે કે પ્રભુનું અક્ષરધામ વૈંકુંઠ એજ વ્યાપિ વૈંકુંઠ છે જ્યાં પ્રભુ શ્રી લક્ષ્મીજી સંગે બિરાજે છે. શ્રી પ્રભુનાં અનિરુધ્ધ, સંકર્ષણ, વાસુદેવ અને પ્રદ્યુમન એ ચાર વ્યુહ છે. પ્રભુ શ્રી કૃષ્ણ એ પ્રાકૃત નથી તેથી તેઓ સદાયે રસરૂપ લીલાઑ દ્વારા ભક્તોનાં મનને મોહે છે અને પોતાના ધર્મ સ્વરૂપ દ્વારા વ્યુહ લીલાઑ કરી પોતાના ભક્તોની રક્ષા કરે છે.

 

જે ભક્તોને પ્રભુનાં આ પરમાનંદનાં રસની પ્રાપ્તિ કરવી હોય તેમણે સતત ભગવદીયોનો સંગ કરી પોતાના ચંચળ મનને સત્સંગમાં અને ભગવાનનાં ચરણાંર્વિન્દની શરણાર્ગતિમાં જોડવું જોઈએ, પ્રભુની તનુ વિત્તજા સેવા કરવી જોઈએ, પ્રભુ જ આ સંસારનાં અને સાર-અસારનાં કર્તા છે તેથી તેમની ઉપર દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા રાખવી, પોતાની ચિત્ત શુધ્ધિ માટે ધર્મ માર્ગની પ્રવૃતિઓમાં રત રહેવું જોઈએ અને જે શ્રધ્ધા વિશ્વાસ પોતાના પ્રભુમાં છે તેવો જ દ્રઢ વિશ્વાસનો સમસ્ત ભાવ શ્રી ઠાકુરજી સમાન શ્રી વલ્લભમાં, શ્રી વલ્લભકુલ બાલકોમાં, શ્રી વલ્લભ વાણીમાં અને શ્રી વલ્લભની શરણાંર્ગતિમાં રાખવો.

 

 આમ શિક્ષાપત્ર આડત્રીસનાં ૧૯ શ્લોકોમાં કહેવાયું છે જ્યારે ૩૯ માં શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી ચરણ કહે છે કે વૈષ્ણવો માટે સત લોકોનો સંગ કરવો, અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો, શ્રી વલ્લભકુલ બાલકો, માર્ગનાં ગ્રંથો, અને ભગવદ્સેવા કરવી એ પાયારૂપ સિધ્ધાંતો છે. શ્રી હરિરાયજી ચરણે આ ૩૯ માં શિક્ષાપત્રમાં ફક્ત છ શ્લોકથી પ્રવેશ કર્યો છે કારણ કે આ શિક્ષાપત્ર નાનામાં નાનું શિક્ષાપત્ર છે.

 

 

સત્સંગેન પ્રભૌ ચિત્તં સ્થાપનીયં નિરંતરમ્ ।
પૂર્વં શ્રુતાનામર્થાનામનુસંધાનમાદરાત્ ।।૧।।

 

 

અર્થાત્ ચિત્તને નિરંતર સત્સંગ દ્વારા સ્થિર કરવું  અને પૂર્વે સાંભળેલા નામ નિવેદન મંત્રના અર્થનુ સર્વદા અનુસંધાન કરતાં રહેવું.

 

ભગવત્સેવનં સમ્યગ્વિધેયમિતિ નિશ્ચયઃ ।
વૈષ્ણવાદિસમાધાનં કૃષ્ણસેવૈવ સર્વથા ।।૨।।

 

અર્થાત્ ભગવાનની સેવા સારી, સુંદર અને પ્રેમપૂર્વક કરવાનો નિશ્ચય રાખવો. સર્વથા વૈષ્ણવોનું સમાધાન કરવું એજ કૃષ્ણ સેવા છે.

 

યતઃ પ્રભૌ પ્રપત્તિર્હિ વર્ધતે કાર્યકારણાત્ ।
સેવયૈવ હિ સંતુષ્ટઃ સુખસેવ્યઃ પ્રભુર્ભતવેત ।।૩।।

 

એટ્લે કે કાર્ય કારણભાવથી પ્રભુમાં પ્રપત્તિ શરણભાવના વધે છે. માત્ર સેવાથી જ નહીં પરંતુ દૈન્યતા અને આનંદપૂર્વક કરેલી સેવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.

 

અત્રે ૩ શ્લોક દ્વારા શ્રી હરિરાયજીચરણ ભગવદ્સેવાનો પાયારૂપ સિધ્ધાંત સમજાવતાં જણાવતા કહે  છે કે પ્રભુ શ્રી કૃષ્ણનું નામ એ પરમ રસાત્મક અને સમસ્ત વેદ પુરાણોનો સાર છે તેથી શ્રી વલ્લભનાં વૈષ્ણવોએ સદાયે ભગવદીયો અને તાદ્રશીજનો સાથે સંગ અને સત્સંગ કરતાં રહેવું, હૃદય-મન અને આત્માથી સતત અષ્ટક્ષર મંત્રનો જાપ કરતાં રહેવું જોઈએ અને ગદ્યાર્થ મંત્રને યાદ કરતાં વિચારતાં રહેવું જોઈએ કે વૈષ્ણવરૂપી આ દેહ જે શ્રી વલ્લભની ઈચ્છાથી આપણને મળ્યો છે તો એ દેહ, ઇંદ્રિય, પ્રાણ, આત્મા અને પરમાત્મા, સમસ્ત ધર્મો, કુટુંબીજનો,આલોક અને પરલોક સહિત સમસ્ત જે કઈ વૈષ્ણવ પાસે છે તે સમસ્ત શ્રી વલ્લભનું છે અને શ્રી વલ્લભ થકી શ્રી ઠાકુરજીનું છે તેથી વૈષ્ણવોએ સદાયે સર્મપણ અને અર્પણની ભાવના વિચારવી જોઈએ, અને ભગવદ્ સેવા રીતિ,પ્રીતિથી કરવી એ જ પુષ્ટિ ધર્મ છે.

 

દુરારાધ્યસ્ય સેવૈવ વશીકરણસાધનમ્ ।
કૃષ્ણસેવાં પ્રકુર્વન્તો ભાગ્યવન્તો જના મતાઃ ।।૪।।

 

અર્થાત પ્રભુ દુરારાધ્ય છે તેમને વશ કરવાનું એક માત્ર સાધન સેવા છે. તેથી જે જીવો કૃષ્ણસેવા અને ગુરુસેવા સારી રીતે કરે છે તેઓ ભાગ્યવંતા છે. “ભગવદ્ સેવનમ્ સિધ્ધયેન્ સમ્યફ્” સિધ્ધાંતયુક્ત અને સારી રીતે સેવા કરવી એ જ પરમ કર્તવ્ય છે અને આ પરમ કર્તવ્યમા કોઈ જ  વાદવિવાદને સ્થાન ન હોઈ શકે બ્રહ્માજી, શિવ,નારદ, શુક-સનકાદી ઋષિમુનિઓ પણ અનેક જન્મો અને યુગયુગાંતર સુધી તપ આદી સાધનો કરે છે ત્યારે તેમને કવચિત્ પ્રભુની ઝાંખી દેખાય છે પણ પ્રભુ સ્વયં પૂર્ણ રૂપથી દેખાતા નથી.

 

વારંવાર જોવાયું છે કે અત્યંત અને અગણિત દોષોથી ભરપૂર હોવાને કારણે જીવ દૂષિત થઈ ગયો છે, અને જીવનાં આ દૂષિતપણાને કારણે જીવોને માટે પ્રભુ દુરાધ્ય થઈ ગયાં છે. જ્યાં સર્વે દેવી દેવતાઓ અને ઋષિમુનિજનો પોતાની આટઆટલી સાધના બાદ પ્રભુને ન પામી શકતાં હોય તો દૂષિત અને દોષોથી ભરેલા જીવો કેવી રીતે પ્રભુને પામી શકશે? આથી જ શ્રી હરિરાયજીચરણ કહે છે કે જે જીવ શ્રી વલ્લભનાં માધ્યમથી દૈન્યતાપૂર્વક શ્રી ઠાકુરજી પાસે જશે તે જીવને શ્રી ઠાકુરજી તરત જ અપનાવીને પોતાનો કરી લેશે, અને જે જીવને શ્રી વલ્લભનાં ચરણમાં સ્થાન અને ઠાકુરજીનાં હૃદયમાં સ્થાન મળી જાય છે તે જીવો પરમ ભાગ્યશાળી છે, અને તેવા જીવોનો જન્મ સફળ થઈ જાય છે. શ્રી હરિરાયજીચરણ કહે છે કે કોઈપણ જીવ શ્રી વલ્લભની કૃપા થકી પ્રભુ શ્રી કૃષ્ણની પાસે આવે છે તે સમસ્ત જનોનો ઉધ્ધાર થાય છે. શ્રી હરિરાયજીચરણની આ જ વાણીને સમજીએ અને માર્ગનાં અન્ય ગ્રંથોનું વાંચન કરીએ તો જાણીએ કે નર્મદા, તાપી, મનસા આદી દેવીઓ શ્રી વલ્લભની પદયાત્રા દરમ્યાન તેમનાં શરણે આવેલી, કૃષ્ણદાસ મેઘનનાં માધ્યમથી શ્રી વલ્લભે બ્રહ્મરાક્ષસનો ઉધ્ધાર કરાવેલો, આજ રીતે સ્વયં પણ ૧૦૦૦ ભૂત પલીતોનો ઉધ્ધાર કરેલો, શ્રી વિઠ્ઠલનાથજીનાં ચરણે પણ અનેકાનેક જીવો શરણે આવેલા જેમાં કપોત,  મયૂર,  ચટક,  આદીનો સમાવેશ થાય છે આ બધાં જીવો ઉપરાંત વૃક્ષ વનસ્પતિઑ પણ હતાં જેઓ વૈષ્ણવોને જોતાં જ તેમનાં માર્ગમાં બિછોના થઈ જતાં. આમ આ તમામ જીવોએ મોક્ષદાતા શ્રી વલ્લભ અને તેમનાં દ્વારા શ્રી પ્રભુને ભજવાથી તેમને કોઈ જ ભય અને કોઈપણ પ્રકારનો ભય તેમની પાસે ન રહેવાથી તેમનું કલ્યાણ થઈ ગયું. તેથી જ શ્રીમદ્ ભાગવતજીનાં સપ્તમ સ્કંધમાં શ્રી પ્રહ્લાદજી કહે છે કે પશુ, પક્ષી, દેવ, અસુર, મનુષ્ય, યક્ષ, કે ગંધર્વ કોઈપણ પ્રભુને ભજે તો પણ તેમને મોક્ષ મળતા તેમનો ઉધ્ધાર થાય છે. જ્યારે સતીમાતા પાર્વતીને મહાદેવજીએ સ્વયં કહ્યું છે કે નારાયણપરાયણ જીવો સ્વર્ગ, મોક્ષ, નર્ક વગેરેને તુચ્છ માનનારા હોઇ તેઓ કોઈનાથી ભય પામતા નથી.

 

તસ્માદ્દઢં મનઃ કૃત્વા કૃષ્ણ એવ હિ સેવ્યતામ્ ।
અત્રત્યં વૃત્તમખિલં વદિષ્યતિ વિશેષતઃ ।।૫।।

 

શ્રી વિઠ્ઠલેશપ્રભોર્દાસઃ શ્યામદાસસહસ્થિતઃ ।
તત્રત્યવૃત્તાન્તોડખિલો વિવિચ્ય લેખ્યઃ કિમધિકમ્ ।।૬।।

 

મનને દ્રઢ કરીને પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરવી એ જ વૈષ્ણવોનો ધર્મ છે તેમ શ્રી ગોકુલનાથજીનાં પુત્ર શ્રી વિઠ્ઠલરાયજીનાં સેવક શ્યામદાસજી કહે છે.

 

આમ અત્રે શિક્ષાપત્ર ૩૯ મુ સંકલિત કરી વાંચક વિચારકોને ગ્રંથનું વાંચન કરવાનો અનુરોધ કરાય છે.

  

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

 

(૪૦)  માઈ મંગલ આરતી … 

કવિ- ચતુર્ભુજદાસ
રાગ-ભૈરવ  

 12

 

માઈ મંગલ આરતી ગોપાલ કી ।
નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ,
ચિતવનિ નયન વિસાલ કી ।।૧।।

મંગલ રૂપ સ્યામ સુંદર કો, મંગલ ભૃકુટિ સુભાલકી ।
“ચત્રભુજ” પ્રભુ સદા મંગલનિધિ ,
બાનિક ગિરિધરલાલકી ।।૨।।

 

 

વ્રજભાષામાં રહેલા શબ્દોનો અર્થ

  

માઈ- સખી

નિતપ્રતિ-દરરોજ

વિસાલ-મોટા

સુભાલ- મોટું અને સુંદર કપાળ

બાનિક-શોભા

ચિતવનિ- ચિંતન
 

 

પદનો સાર …

 

હે સખી ! શ્રી ગોપાલની મંગળ આરતી થઈ રહી છે, તું દર્શન કર. રોજ તેમનું આરીતે મુખ નિરખતા મંગળ થાય છે. તે નિરખ્યા પછી તેમનાં વિશાળ-સુંદર નેત્રોનું સદા ચિંતન થાય છે (૧)

શ્રી શ્યામ સુંદર રૂપ મંગળ છે, તેમનાં વિશાળ સુંદર લલાટ પરનિ ભ્રમરો પણ અતિ મંગળ છે. ચતુર્ભુજદાસનાં પ્રભુ સદા મંગળતાનો ખજાનો છે. શ્રી ગિરિધરલાલની શોભા મંગળ છે.

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે 
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

|| શિક્ષાપત્ર ૩૮મું || … અને (૩૯) ભલે હી મેરે આયે … (પદ) …

|| શિક્ષાપત્ર ૩૮મું || …

 

 

pushti prasad 32

 

 

સાડત્રીસમા શિક્ષાપત્રમા આઠ શ્લોકોથી જીવનાં નિઃસાધનતા નાં સ્વરૂપ વિષે વિચારાયું છે જેમાં જીવમા રહેલા દોષને કારણે હૃદયમાં શુધ્ધભાવ અને દીનતાનો અભાવ, સર્વાત્મભાવનો અભાવ, શ્રી મહાપ્રભુજી પ્રત્યેની આજ્ઞાઓનું પાલન કરવા માટેની ઉદાસીનતા, સત્સંગ, સેવા, વિવેક ધૈર્ય, શરણારગતિનો અભાવ,  શ્રી પ્રભુનાં માહાત્મ્ય પ્રત્યેનું અજ્ઞાન, વ્યાવૃતિમાં અને લૌકિકમાં અતિ પ્રવૃત રહેતા, મન પર કાબૂ ન હોવો, અન્ય ધર્મ પ્રત્યે આસક્તિ થવી વગેરે વિષે દર્શાવવામાં આવ્યું છે.

 
જ્યારે આડત્રીસમાં શિક્ષાપત્રને ૧૯ શ્લોકોથી શણગારતાં કહેવાયું છે કે શ્રી ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે, અને ભગવતી રમા વૈંકુઠની વિભૂતિરૂપ છે. જ્યારે  શ્રી કૃષ્ણ રસાત્મક છે અને તેઓ ક્ષર અક્ષરથી વિશિષ્ટ છે.  તેમનું આદ્ય બ્રહ્માંડ અત્યંત વિરાટ છે. પૂર્ણ પૂર્ણાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભાવાત્મક હોઈ તેમને ભાવથી જ અનુભવી શકાય છે. પ્રભુ શ્રી કૃષ્ણનાં વિવિધ સ્વરૂપોનો વિચાર કરતાં કરતાં પ્રથમ શ્લોકમાં કહે છે કે…….

 

કૃષ્ણે રસાત્મકે નિત્યં ગોપિકામંડલસ્થિતે ।
યમુનાપુલિનાન્તસ્થવૃન્દાવનવિરાજિતે ।।૧।।

 

નિત્યગાનરસાવિષ્ટે વિશિષ્ટેડક્ષરતઃ ક્ષરાત્ ।
ભાવૈકગમ્યે સર્વત્ર પ્રસિધ્ધે પુરુષોત્તમે ।।૨।।

 

યસ્યાવતારઃ પુરુષઃ આદ્યો બ્રહ્માણ્ડવિગ્રહઃ ।
તસ્યાંશા એવ યે ભૂમો મત્સ્યાદ્યા ઇતિ બુધ્ધયતામ ।।૩।।

 

અર્થાત શ્રીકૃષ્ણ રસાત્મક છે. તેઓ ગોપિકાઓના મંડળ મધ્યે નિત્ય સ્થિતિ કરીને રહેલા છે. શ્રી યમુનાજીનાં તટ્ટ પાસે આવેલા વૃંદાવનમાં બિરાજી રહેલા છે. તેઓ નિત્ય ગાનરસમાં આવિષ્ટ રહે છે. ભાવથી જ અનુભવી શકાય છે. તેઓ સર્વત્ર પુરુષોત્તમ સ્વરૂપ છે. જેમનો આદ્ય અવતાર બ્રહ્માંડરૂપ વિરાટ સ્વરૂપ છે. ભૂમિ પર જે મત્સ્યાદિ વગેરે જે અવતાર છે, તે રસાત્મક પુરુષોત્તમનાં અંશ છે. આ શ્લોકનાં શબ્દાર્થનું વિવેચન કરાતાં કહેવાયું છે કે પ્રભુ સચ્ચિદાનંદ છે

 

સચ્ચિદાનંદનો અર્થ બતાવતા શ્રી હરિરાયજી પ્રભુ કહે છે કે સત્, ચિત્ત અને આનંદનું સ્વરૂપ છે જેમાં સત્ એટ્લે જડત્વચિત્ એટ્લે ધર્મનું સ્વરૂપ, અને આનંદ એ પરમાનંદનું સ્વરૂપ છે. આમ શ્રી પ્રભુ જડ પદાર્થોમાં પણ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપે વસેલા છે. આપણું સ્થૂળ શરીર એ સત્ ધર્મનું સ્વરૂપ છે.જેમાં આત્મા એ ચિત્ ધર્મનું સ્વરૂપ છે. જેમ પ્રભુ સત્ય છે એમ પ્રભુનું સૂક્ષ્મ, સાકાર અને નિરાકાર સ્વરૂપરૂપી જગત પણ સત્ય છે. જેનાં સમસ્ત પદાર્થોમાં ભગવદ્અંશ રહેલ છે તેથી આ જગત પણ મિથ્યા નથી કે જગતમાં કશું જ મિથ્યા નથી એવું આ જગત એ પ્રભુનું જ અંશાત્મક સ્વરૂપ છેસર્વત્રે પ્રભુનું ધ્યાન સ્મરણ થાય તેવું આ જગત એ પ્રભુનું આધિભૌતિક સ્વરૂપ છે. જે આંખે ન દેખાય પણ જેનો અનુભવ થાય તેનું નામ અક્ષરબ્રહ્મ છે. તે અક્ષરબ્રહ્મ જ્યાં બિરાજી છે તેને વ્યાપી વૈંકુંઠ કે ગોલોકધામ તરીકે ઓળખવામાં આવે છે. રસાત્મક પ્રભુ સ્વયં કોઈ ભૌતિક સ્થળ કે વસ્તુઓમાં ન બિરાજતાં સ્વયંની અંદર જ બિરાજે છે. તેથી એમ કહી શકાય કે જે સ્થાનમાં પ્રભુ બિરાજે છે તે સ્થાનને ઉત્પન્ન કરનારા પણ પ્રભુ છે અને બિરાજનારા પણ પ્રભુ છે. પરંતુ પ્રભુનું એ સ્વ્સ્થાન સૌ કોઈને નજરમાં આવતું નથી ફક્ત જે ભક્તજન હોય છે તેમને જ એ સ્થાન દેખાય છે. પરંતુ જ્ઞાનીજન એ સ્થળને પોતાના જ્ઞાનમાં, ધર્મીજન ધર્મમાં કર્મીજન પોતાના સારા કર્મોમાં એ (દિવ્ય ગૌલોકધામને) સ્થાનને જુએ છે, અર્થાત એ સ્થાનનો અનુભવ કરે છે ત્યારે તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.

 

પ્રભુનું અપ્રાકૃત અને પૂર્ણ પુરુષોત્તમ એવું ત્રીજું સ્વરૂપ તે આધિદૈવીક સ્વરૂપ છે. આ સ્વરૂપને વેદોમાં પૂર્ણ બ્રહ્મ તરીકે ઓળખવામાં આવ્યું છે. શ્રુતિઓને પણ પ્રભુના અપ્રાકૃત સ્વરૂપનાં દર્શન થયા નથી તેથી શ્રુતિઓએ પ્રભુને નિરાકાર સ્વરૂપે ઓળખ્યા છે. જ્યારે ઉપનિષદોએ કહ્યું છે કે જે બ્રહ્મ સચરાચર સૃષ્ટિમાં પોતાના અંશ રૂપી આત્મા સાથે બિરાજીને હૃદય સ્થિતે બિરાજે છે ત્યારે એજ પરમઆત્મા પ્રભુ તે પરમાત્મા તરીકે ઓળખાયા છે. સંતો, વિદ્વાનો અને ભક્તજનો એ જ પરમાત્માને ભગવાન રૂપે ઓળખે છે. વેદોમાં ભગવાનનો અર્થ બતાવતાં કહ્યું છે કે ભગ એટ્લે ઐશ્વર્ય અને જેમનામાં ષડ્ ધર્મયુક્ત ઐશ્વર્ય રહેલ છે તે ભગવાન છે. ભગવાનનો બીજો અર્થ છે દ્રશ્યમાન અને સાકાર બની શકે, આંખોનો વિષય બની શકે તે ભગવાન છે. પરંતુ હૃદયમાં રહેલા એપરમાત્માથી અને ભગવાનથી જ્ઞાનીઓ, વિદ્વાનો, કર્મમાર્ગીયોને સંતોષ થાય ભક્તજનોને સંતોષ ન થાય તેથી ભક્તોને પ્રિય અને મધુરું લાગે સુંદર સ્વરૂપ પૂર્ણબ્રહ્મ મધુરાધિપતિ નંદનંદનનું સ્વરૂપ છે જે પોતાના ભક્તજનોને આનંદિત બનાવવા માટે યશોદોત્સંગલાલિત બનીને  વ્રજમાં પધાર્યા અને ગોપીજન વલ્લભ બનીને વિચર્યા છે, ગિરિરાજધરણ બનીને ભક્તોનો નિરોધ કર્યો છે તેમજવૃંદાવન વિહારી બનીને ભક્તોને રસાનંદની પ્રાપ્તિ કરાવી છે. ભગવાન વિષ્ણુનાં જે સ્વરૂપે આત્માને ઉપદેશ આપવા માટે અવતાર ધારણ કર્યો છે તે સ્વરૂપ તેજ પરમાત્મા જગતમાં વ્યાપક બ્રહ્મ અને ભગવાન તરીકે ઓળખાય છે.

 

અક્ષરં ધામ વૈકુણ્ઠં વ્યાપિસંજ્ઞકમ્ ।
બ્રહ્માનન્દદસ્તત્ર લક્ષ્મીઃ પૂર્ણાનન્દો હરિઃ સ્વયમ્ ।।૪।।

 

રમાવૈકુણ્ઠવાસી તુ વિભૂતિર્યસ્ય વૈષ્ણવી ।
રમા તુ પાલિકા તત્ર શક્તિરિત્યવગમ્યતામ્ ।।૫।।

 

અર્થાત અક્ષરધામ જ વ્યાપિવૈકુંઠ અને ગોલોકધામનાં નામે ઓળખાય છે.ત્યાં ભગવાન વિષ્ણુ બ્રહ્માનંદ સ્વરૂપે બિરાજે છે. આ વૈંકુંઠધામની આદીશક્તિ તે રમા છે જે લક્ષ્મીજીને નામે ઓળખાય છે. (પરંતુ ભગવાન વિષ્ણુનું પૂર્ણ પૂર્ણાનંદ સ્વરૂપ એવા પ્રભુ શ્રી કૃષ્ણ તે વૈંકુંઠથીયે ઉત્તમ એવા ગોલોકધામમાં રહે છે જ્યાં વૈંકુંઠધામનું પાલન કરનારી એવી લક્ષ્મીસ્વરૂપ સ્વામિની શ્રી રાધિકા તરીકે ઓળખાય છે જે શ્રી ઠાકુરજી સાથે બિરાજે છે.) અક્ષરધામ તે વ્યાપિ વૈંકુંઠ છે આ વ્યાપિ વૈંકુંઠધામ લોકોલોક પર્વતથી પણ પર છે જે સર્વત્રે વ્યાપક હોવાથી રેકને ભિન્ન ભિન્ન અનુભવ થાય છે.જેમાં જ્ઞાનીઓ પ્રભુને વ્યાપક સમજે છે તેથી તેમનો દાસભાવ રહેતો નથી તેથી જ્ઞાનીઓની દૃષ્ટિ વ્યાપી વૈકુંઠ સુધી જ સિમિત છે. પુષ્ટિમાર્ગની રીતથી શ્રી પ્રભુ ભૂમિ ઉપર બિરાજે છે અને લીલાનો અનુભવ થાય છે. તેથી વૈષ્ણવજનોને શ્રી પ્રભુના દર્શન ભીતર થાય છે. જ્યારે અક્ષરધામ વૈકુંઠમાં બ્રહ્માનંદ રૂપ લક્ષ્મી છે. તેથી અક્ષરબ્રહ્મની ઉપાસનાવાળા બ્રહ્માનંદ રૂપ લક્ષ્મીજીમાં યુક્ત થાય છે. બ્રહ્માનંદ એજ જ્ઞાનીઓનો મોક્ષ છે.

 
બીજું એક રમા વૈકુંઠ પણ છે. જે અક્ષરધામની વિભૂતિ રૂપ છે અને ત્યાંના વાસી વિષ્ણુ છે. તેઑ પૂર્ણાનંદ હરિની વિભૂતિ છે, ત્યાંની પાલિકા શક્તિ લક્ષ્મી છે. જ્યાં જ્યાં પ્રભુ બિરાજે ત્યાં ત્યાં શક્તિ પણ તે તે રૂપે બિરાજે છે. જેમ કે શ્રી, પુષ્ટિ ગિર કાન્તતુષ્ટિ કીર્તિ ઈલા,  ઊર્જા,  વિદ્યા અવિધ્યા,  શક્તિ અને માયા આમ આ દ્વાદસ શક્તિ છે.

 

મૂલભૂતસ્યાવતારે મૂર્તિવ્યુઁહોડલિધીયતે  |
પ્રદ્યુમન્નૌ વાસુદેવશ્વાનિરુધ્ધૌડનંત એવ ચ ||૬||

 

વ્યૂહં વિરચ્ય યસ્તત્ર સ્થાપ્યતે પ્રાપ્યતે ન સ: |
તથૈતૈરાવૃત: કૃષ્ણો નાવતારેડવગમ્યતે ||૭||

 

એટલે કેમૂળભૂત (કૃષ્ણ) અવતારમાં અવતારરૂપ મૂર્તિવ્યૂહ કહેવાય છે. જે પ્રદ્યુમ્ન વાસુદેવ અનિરૂદ્ધ અને સંકર્ષણ રૂપે સ્થિતિ કરે છે. આ વ્યુહને રચીને પછી તેમાં જે સ્થાપન કરવામાં આવે છે તે પોતે કૃષ્ણ નથી. આ પ્રમાણે આવૃત્ત થયેલા શ્રીકૃષ્ણ અવતારમાં ગમ્ય નથી. અગમ્ય રહે છે. 

 

અત્રે શ્રી પ્રભુ શ્રી વાસુદેવજીને ત્યાં ચતુર્ભુજ રૂપે પ્રકટ થયા, પરંતુ સર્વ અવતારોના મૂળભૂત એ મૂર્તિ સ્વયં એક જ છે. પ્રદ્યુમન્નો વાસુદેવશ્વચાનિરુદ્રોનન્ત એવ ચ. આમ પ્રભુ ચાર વ્યૂહ રૂપે તથા શ્વેતકેશ અને શ્યામકેશ એમ બીજા બે સ્વ સ્વરૂપ સહિત ષટ્ પ્રકારનું સ્વરૂપ પ્રકટ થયું છે.

 

એમાસંકર્ષણ વ્યુહ દુષ્ટોનો નાશ કરવાવાસુદેવ વ્યુહ મોક્ષનું દાન કરવાપ્રદ્યુમન્ન વ્યુહ વંશવૃદ્ધિનાર્થે તથા અનિરુદ્ધ વ્યુહ ભક્તોની રક્ષાર્થે આમ અનેક કારણોથી આ વ્યુહો પ્રકટ થયા છે. પ્રભુનો જન્મ યાં અવતાર થતો નથી અને આજે આ વાત શ્રીભાગવતજીમાં આ પ્રમાણે કહેવાય છે.

 

શ્રીભાગવતજીનો શ્લોક

 

“જયતિ જનનિવાસો દેવકીજન્મવાદો
યદુવરષરિપત્સ્વૈર્દોર્ભિરસ્યન્નધર્મમ્ |
સ્થિરચરવૃજિનધ્ર: સસ્મિતશ્રીમુખેન
વ્રજપુરવનિતાનાં વર્ધ્ધાયન્ કામદેવમ્ ||”

 

અર્થાતજે પોતાના જનોના નિવાસરૂપ છે. દેવકીજીને ત્યાં શ્રીકૃષ્ણનો જન્મ નામ માત્ર જ છે. જેમ પૂર્વ દિશાથી ચંદ્ર અને સૂર્ય પ્રકટે એમ દેખાય છે પણ વસ્તુત: ચંદ્ર તથા સૂર્ય પૂર્વ દિશામાંથી પ્રકટ થતા નથી, તેમ શ્રી પ્રભુ તથા દેવકીજીનો સંબંધ એ નામ માત્ર જ છે. શ્રી પ્રભુ વસ્તુત: દેવકીજીને ત્યાં જન્મ લેતા નથી. યદુકૂળના શ્રેષ્ઠ યાદવો જેમની સત્તા છેએવા શ્રીકૃષ્ણ નિજ હસ્તથી

અધર્મનો નાશ કરે છે તેથી વૃન્દાવનના વૃક્ષોનો વેણુનાદનાં સંબંધથી જડત્વપણાનું દુઃખ નિવૃત્ત કરે છે અને વ્રજની તથા પુરની સ્ત્રીઓના કામદેવની વૃદ્ધિ કરે છે. એવા શ્રીકૃષ્ણ સર્વથી અધિક છે. ચારે વ્યુહ અવતારોની ઉપાસનાથી શ્રીકૃષ્ણનું અવગાહન થઇ શકે છે. કેમ કે પૂર્ણ પુરૂષોત્તમ શ્રી કૃષ્ણ સર્વમાં છે અને સર્વથી ન્યારા છે. વ્યુહાત્મક સ્વરૂપો કાર્ય પૂર્ણ થતા પાછા સ્વધામમાં પધારે છે. શ્રીકૃષ્ણ તો નિત્ય લીલા વિનોદ કરે છે. વ્યુહની ઉપાસનાથી સ્વર્ગ લોક તથા સાયુજ્ય, સામીપ્યસાલોક્ય અને મુક્તિ ચાર ફળ પ્રાપ્ય છે. ભક્તિરસની પ્રાપ્તિને માટે શ્રીકૃષ્ણની ભક્તિ જ આવશ્યક છે. જેથી શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ.  શ્રીકૃષ્ણનું મહાત્મ્ય જીવથી સત્સંગ વિના પામી શકાતું નથી.

 


અત એવ જના ભ્રાંતા: પ્રાકૃતં તં વદન્તિ હિ |
અંશકાર્યં મૂલરૂપે કલ્પયંત્યજ્ઞતાં ગતા: ||૮||

 

એટલે કેજીવો ભ્રાન્તિમાં પડી જાય છેતેથી જીવો શ્રીકૃષ્ણને પ્રાકૃત કહે છે અને અજ્ઞાનવશ જીવો વ્યુહઅંશના કાર્યને ફળરૂપ કલ્પે છે.

 

કૃષ્ણસ્તુ કેવલં લીલાં કરોતિ રસરૂપિણીમ્ |
ભૂભારહરણં ચક્રે કલાભ્યામેન સર્વથા ||૯||

 

અર્થાતશ્રીકૃષ્ણ તો કેવળ રસરૂપ લીલા કરે છે. શ્રીકૃષ્ણે તો પૃથ્વીના ભારનું હરણ તો સર્વથા કલા વડે જ કર્યું છે.

 

પરમાનંદદાનં તું સ્વરૂપેણેતિ નિશ્ચય : |
વ્રજસ્થ એવ સતતં પુરસ્થો વા કૃપાપર : ||૧૦||

 

તત્રાપિ રૂપભેદેન ક્રિડતિ સ્મ તથા રસ: |
ધર્મીમાત્રં સ્વમર્યાદારહિતં કેવલં વ્રજે ||૧૧||

 

અર્થાતજે શ્રીપ્રભુ પોતે નિત્ય મથુરાપ્રદેશ અને વ્રજમાં બિરાજે છે તેજ સ્વરૂપ પરમઆનંદનું અને પરમઆનંદનાં ફળનું  દાન કરે છે. તેમાં પણ રસરૂપ પ્રભુ પોતે રૂપ ભેદ કરીને ક્રીડા કરે છે. 

 

મર્યાદા સહિત કેવળ ધર્મી રૂપ જ વ્રજમાં છે.

 

સ્વધર્મવિશિષ્ટં તુ સમર્યાદં પુરે મતમ્ |
ઉચ્છ્રંખલા તુ યા લીલા કેવલેન વ્રજે કૃતા ||૧૨||

 

પરમાનન્દરૂપા સા બાલલીલાદિભેદત: |
સર્વત્ર રસલીલાત્વં ગૂઢભાવેન વર્ણિતમ્ ||૧૩||

 

પોતાની એટલે કેમથુરામાં તથા દ્વારકામાં જે પ્રભુ સ્વરૂપ બિરાજે છે તે સર્વ ધર્મયુક્ત છે. જે લીલાઓ સ્વતંત્ર અને મર્યાદા રહિત છે. જે કેવળ વ્રજમાં જ કરવામાં આવેલી લીલાઓ રસાત્મક સ્વરૂપે બાળલીલાદિ ભેદરૂપે પરમાનન્દ રૂપ છે જેની સર્વ ગૂઢભાવની રસલીલાનું વર્ણન કરવામાં આવેલું છે.

 

કામરૂતયા કૃષ્ણે વયો ન હિ નિયામકમ્ |
એતાદ્દશે મૂલરૂપે મૂલલીલાસમન્વિતે  ||૧૪||
 ચિત્તં નિરંતરં સ્થાપ્યં સૈવ સેવા સ્વમાર્ગગા |
તત્સિદ્ધયર્થ શરીરેણ વિત્તેનાડપિ વિધીયતામ્  ||૧૫||

 

 અર્થાતશ્રી કૃષ્ણમાં કામરૂપતાની દ્રષ્ટિએ તેમની વય નિયામક નથી. એવા મૂલ લીલાયુક્ત કૃષ્ણના મૂલસ્વરૂપમાં ચિત્તને સ્થાપવું આનુજ નામ આપણી માર્ગીય સેવા અને તેવી સેવા સિદ્ધ કરવા માટે તનુ એટલે તન અને વિત્તજા એટલે ધનથી સેવા કરવી જોઈએ.

 

 વિવેચનના ભાવથી જોવાતાવ્રજના સ્વરૂપમાં તેમજ મથુરા અને દ્વારકા સ્વરૂપમાં ભેદ છે અને ફળમાં પણ તે પ્રમાણે ભેદ છે. મથુરા અને દ્વારકાનું સ્વરૂપ ધર્મ સહિત અને મર્યાદા સહિત છે જે ધર્મ સ્વરૂપ છે. જે ધર્મનું સ્થાપન કરવાદુષ્ટોનો નાશ કરવા અને પૃથ્વીનો ભાર ઓછો કરવા એ ત્રણ કાર્યો માટે પ્રગટ થયેલ છે. અત્રે શ્રીહરિરાયચરણ સમજાવે છે કેમથુરામાં વસુદેવ અને દેવકીજીને ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે શ્રાવણ વદ અષ્ટમીની મધ્ય રાત્રિએ પ્રગટ થયા એ ધર્મસ્વરૂપ પુરુષોત્તમ છે.

 

 મથુરાથી વાસુદેવજીએ ધર્મ સ્વરૂપને ગોકુળમાં શ્રીનંદરાયજીને ત્યાં પધરાવી લાવ્યા છે.  ધર્મ એટલે પાત્રધર્મ પાત્રમાં બિરાજનારો રસ. જેથી એ ધર્મી સ્વરૂપી પાત્રમાં ગોકુળમાં પ્રગટ થયેલા યશોદોત્સંગલાલિત રસ સ્વરૂપે બિરાજી ગયા.  અને ગોકુળમાં સૌને એકજ સ્વરૂપે દર્શન થયા. બે સ્વરૂપ એક થઈને બિરાજ્યા. અગિયાર વર્ષ અને બાવન દિવસ વ્રજમાં લીલા કરી. એમાં આવેલા પૂતના વધઅસુરોનો સંહાર એ ધર્મ સ્વરૂપની લીલા છે. તથા માખણચોરી, બાળલીલારાસલીલાગૌચરણવસ્ત્રાહરણવગેરે એ પુર્ણપુરુષોત્તમ રસાત્મક ધર્મી સ્વરૂપે કરી અને જ્યારે અક્રૂરજી શ્રી કૃષ્ણને મથુરા પધરાવવા માટે આવ્યા ત્યારે ધર્મ સ્વરૂપ પાછું પધાર્યું. ધર્મી સ્વરૂપ વ્રજ ભક્તોના હૃદયમાં જ બિરાજી ગયું. આથી મથુરાની અને દ્વારકાની જે લીલા છે તે ધર્મ સ્વરૂપની લીલાઓ છે, માટે સેવન ધર્મી સ્વરૂપનું જ થાય. શ્રી હરિરાયજી સમજાવે છે કેઆ ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપની લીલાઓનું સ્મરણ,શ્રવણ અને કિર્તન કરવાથી નિરોધ સિદ્ધ થાય છે.

 

 નિવેદનાનુસંધાનં વિધેયં તાદ્દશૈ: સહ |
સત્સંગ એવ કર્તવ્યો વિશ્વાસ: સ્થાપ્યતાં દ્રઢ : ||૧૬||

 

 એટલે કેનિવેદનનું અનુસંધાન તાદૃશી ભગવદી સાથે સત્સંગ પણ કરવો અને દ્રઢ વિશ્વાસ રાખવો.  શ્રીકૃષ્ણમાં ભાવ પ્રકટ થાય તે માટે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ એકત્ર થઇ નિવેદનનું અનુસંધાન કરવું.

 

 કૃષ્ણ કૃપાપરાધીનો દીનાનામનુપેક્ષક : |
સ્વકીયાનામનન્યભાવાત્કરિષ્યત્વવનં સ્વત: ||૧૭||

 

અર્થાતપોતાના કૃપાગુણને લીધે શ્રીકૃષ્ણ ભક્તજનો અને દીનજનોને પરાધીન હોવાથી તદીય જનોની ઉપેક્ષા કરતાં નથી અને પોતાના ભક્તોના અનન્ય ભાવને લીધે પોતે જ તેમની રક્ષા કરે છે, અને કરશે જ એ દ્રઢ વિશ્વાસ પુષ્ટિ વૈષ્ણવોએ જરૂર જ રાખવો. આમ પ્રભુ શ્રીકૃષ્ણ પોતાના દાસને આધીન છે.

 

ધર્મમાર્ગપ્રવૃત્તિસ્તુ ચિત્તશુદ્ધયા યથા હરૌ |
મતિ: સ્યાન્નૈવ પાખંડે તદર્થં સર્વથેષ્યતે ||૧૮||

 

માર્ગપ્રવર્તકચાર્યચરણેષુ નિરંતરમ્ |
વિશ્વાસ: સુર્દઢ: કાર્યસ્તત: સર્વં ફલિષ્યતિ ||૧૯||

 

વિશેષો ગોવર્ધનદાસપત્રાજજ્ઞેય: કિમધિકમ્ |

 

એટલે કેધર્મમાર્ગીની પ્રવૃત્તિ તો ચિત્ત શુદ્ધિ માટે જ છે. જેમ હરિમાં ગતિ થાય અને પાખંડમાં ગતિ ન રહે. આ માટે પુષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રી આચાર્યજીના ચરણકમળમાં દ્રઢ વિશ્વાસ રાખવો. એનાથી સઘળું સિદ્ધ થશે. વધુ વાત ગોવર્ધનદાસના પત્રથી જાણશો.

 

આમ અત્રે શિક્ષાપત્ર આડત્રીસમું સંકલિત કરાતાએક વાર ફરીથી જાણીએ કે, શ્રી ભગવાન પૂર્ણાનંદનું સ્વરૂપ તે રમા વૈકુંઠમાં વિભૂતિરૂપે બિરાજે છે. જેમ વ્યુહ રચનામાં રહેલ પુરુષ કોઈને પ્રાપ્ત થતા નથી તેમ વ્યૂહમાં બિરાજતા શ્રી પુરુષોત્તમ અભકતોને મળતા નથી. પ્રભુ તો સદા રસાત્મક લીલા કરે છે. ભૂભારણાદિક તો અંશનું કામ છે. શ્રી કૃષ્ણ સર્વોપરિ છે જેઓ ધર્મીસ્વરૂપ સહિત વ્રજમાં બિરાજે છે. 

 

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૩૯)  ભલે હી મેરે આયે … (પદ) …
કવિ- તાનસેનજી

 

 

tansen

 

ભલે હી મેરે આયે હો પિય ઠીક દુપહરી કી બિરીયાં ।
શુભ દીન શુભ નક્ષત્ર શુભ મહૂરત શુભ પલ છિન શુભ ઘરિયા ।।૧।।
ભયો હૈ આનંદ કંદ મિટયો વિરહદુઃખ દ્વંદ
ચંદન ઘસ અંગ લેપન ઔર પાયન પરિયાં ।
“તાનસેન” કે પ્રભુ દયા કીની મોપર સૂકી વેલ કરી હરિયાં ।।૨।।

 

 

શ્રી તાનસેનજી કહે છે કે ગરમીનાં દિવસોમાં એક દિવસ મધ્યાનના સમયે શ્રી ઠાકુરજી એક સખીની નિકુંજમાં પધાર્યા ત્યારે તે સખી અત્યંત આનંદિત થઈ ગઈ. તેણે પ્રભુને પ્રેમભર્યો આવકાર આપ્યો અને કહેવા લાગી કે હે નંદનંદન આપના આવવાથી આજનો દિવસ, આજની ઘડી, નક્ષત્ર, મહુર્ત બધુ જ શુભ થઈ ગયું, અને હે પ્રભુ આપના આવવાથી, આપના દર્શનથી મારા વિરહની ઘડીઓ પણ દૂર થઇ છે. હે પ્રભુ કૃપા કરીને જો મને આપની સંમતિ મળે તો ચંદન સિધ્ધ કરી આપના શ્રી અંગ પર તે શીતળ ચંદનનો લેપ કરી દઉં અને આપની દાસી બનીને આપના ચરણાર્વિન્દમાં પ્રેમથી દંડવત પ્રણામ કરું. હે કૃપાનિધાન આજે આપે મારી પર અત્યંત કૃપા કરી છે આપના પધારવાથી મારા સુકાઈ ગયેલ વેલી જેવા જીવનને નવજીવન મળતા તેમનું જીવનમાં હરિયાળી છવાઈ ગઈ છે. અહીં આ પદ દ્વારા “શ્રી તાનસેનજી” એ સખી દ્વારા પોતાને વર્ણવી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે નંદનંદન પ્રભુની કૃપાને કારણે તાનસેનજીને પ્રભુનો સાક્ષાત્કાર થયો છે જેના કારણે તાનસેનજીનું જીવન ભક્તિમય થયું છે.

 

 

પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે 
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

|| શિક્ષાપત્ર ૩૭મું || … અને (૩૮) જબહિં બન મુરલી સ્રવન પરી … – (પદ) …

|| શિક્ષાપત્ર ૩૭મું || …

 

 

pushtin37a

 

 

શિક્ષાપત્ર છત્રીસમાં વિચાર્યું કે ભક્તિમાર્ગીય જીવે ચિંતા કદાપિ નહી કરવી. ચિંતાતુર હૃદયમાં શ્રીજી પ્રવેશતા નથી. અવૈષ્ણવના સંગમાં રહેવાથી ચિંતા કરવાની ટેવ પડે છે, માટે અવૈષ્ણવથી દૂર રહેવું જોઈએ કારણ કે ધર્મમાર્ગમાં “કલૌ કત્તૈવ કેવલમ્” કળિયુગમાં સંસર્ગ દોષ માનેલ નથી. કારણ “જે કરશે તે જ પામશે”  લૌકિક મુશ્કેલીઓનું નિવારણ લૌકિક રીતે જ કરવું. લૌકિક મોહથી છૂટવા મનને શ્રી પ્રભુમાં જોડવું. શરીરનાં દુઃખને સહન કરીદુઃખ મટાડવા યથાશક્તિ પ્રયત્નશીલ રહેવું.  સ્ત્રીપતિ, સંતાનો વગેરે સગા સંબંધીઑ જો  સેવાર્થે અનૂકુળ ન હોય તો તેમનો ત્યાગ કરવો, જો અશક્તિમાન હોઈએ તો શ્રી પ્રભુ ભરોસે રહેવું અને ચિંતા કરવી જ હોય તો વૈષ્ણવોએ સેવા, સત્સંગ, સ્મરણ તથા બ્રહ્મસંબંધની પ્રતિજ્ઞાનાં પાલન માટેની ચિંતા  કરવી.

 

આ સાથે શિક્ષાપત્ર સાડત્રીસનો વિચાર કરીએ. આ સાડત્રીસમું શિક્ષાપત્ર આઠ શ્લોકથી અલંકૃત છે. આ શિક્ષાપત્રમાં જણાવાયું છે કે જીવે પોતાના દોષોનો વિચાર કરીપોતે નિ:સાધન છે એવી ભાવના કરવી. કારણ કે જ્યારે જીવ નિ:સાધનતા  અનુભવે ત્યારે જ શ્રી પ્રભુ કૃપા કરે છે. આજ વિષયનું નિરૂપણ કરતાં શ્રી હરિરાયચરણ પ્રથમ શ્લોકમાં કહે છે કે

 

ન શુદ્ધભાવો નૈવસ્તિ સર્વભાવો ન દીનતા |
નાજ્ઞાપરત્વં ન વિશ્વાસો ન વાસ્તિ પરમાદર: ||||

 

અર્થાતહૃદયમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવા માટે શુદ્ધ ભાવ,  સર્વાંત્મભાવ, દીનતા, તત્પરતા, વિશ્વાસ,પ્રભુ અને ગુરુજનો માટે આદર નથી તેવા વૈષ્ણવોનું મન, હસ્ત, હૃદય વગેરે સેવામાં હોવા છતાં અને સેવા કરતાં હોવા છતાં તેઓ સેવાકાર્ય, સ્મરણ, ચિંતન અને મનન સારી રીતે કરી શકતાં નથી. 

 

આ શ્લોક પરત્વેનું વિવેચન કરતાકહેવાયું કેજે ભક્તજનોને શ્રી કૃષ્ણમાં શુદ્ધ અને સર્વાત્મ ભાવ જ નથી, મન,વચનઅને કર્મથી સર્વદા સર્વભાવથી શ્રીજીની સેવા સ્મરણમાં મન, હૃદય અને ઇન્દ્રિયો લાગતા નથી તેમણે નિરાશ થવાની જરૂર નથી કારણ કે પુષ્ટિમાર્ગમાં તમામ ભાવોથી ઉપર દૈન્યભાવ રહેલો છે. ભક્તજનોમાં રહેલ ફક્ત દૈન્યભાવથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. શ્રી હરિરાયજી આચાર્યચરણ કહે છે કે ભલે કોઈ વિધિવિધાન કે શાસ્ત્રોક્ત સાધનભાવથી પ્રભુની સેવા ન થાય પણ પરંતુ શ્રી મહાપ્રભુજીની કૃપાને કારણે આપણે બધા જ પુષ્ટિજીવો ભાગ્યશાળી છીએ કે ગુરુ અને પ્રભુની કૃપાને કારણે આપણને પોતાના બનાવ્યાં છે, તેથી પ્રભુની તે કૃપાને આપણે દૈન્યતાથી યાદ કરીએ અને તેમનું સંસ્મરણ કરીએ તો પણ પ્રભુ પ્રસન્ન થાય જ છે. આ તમામ ભાવથી સેવા સ્મરણ થવા જરૂરી તે થતા નથી. પરંતુ દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય છે. તેથી પુષ્ટિજીવોએ દૈન્ય અને દીનતાને અપનાવવી જરૂરી છે.  શ્રીઆચાર્યચરણે શાસ્ત્ર પ્રમાણે કરેલી આજ્ઞાનું પાલન પણ થઇ શકતું નથી. ન આજ્ઞા પરત્વમ્ વિશ્વાસો.  ચાતક પક્ષી જેવો વિશ્વાસ પણ હું (શ્રી હરિરાયચરણ)  પ્રભુમાં રાખી શકતો નથી.  પ્રભુમાં આદરશ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીએ આપણા પર (જીવ પર)  એટલી બધી કૃપા કરીને આપણને (જીવને) કે,આપણામાંથી એમના પ્રત્યેનો આદર ઘટી ગયો છે.  જે ખોટું છે.  પ્રભુ માટે અને શ્રી મહાપ્રભુજી માટે આપણા હૃદયમાં પૂર્ણ આદર હોવો જરૂરી જ છે.  પરમ પ્રીતિ જરૂરી જ છે. 

 

પ્રભુ વિના અન્ય સ્થળે મારું (શ્રીહરિરાય ચરણનું) મન આશક્ત થાય છે. એવો હું જીવ કેટલો નિ:સહાય અનેનિ:સાધન છુ. તેથી બીજા શ્લોકથી શ્રી હરિરાયચરણ કહે છે કે,

  

ન સત્સંગો નૈવ સેવા ન નિવેદનસંસ્મૃતિ: |
નાશ્રયો ન વિવેકો હિ ધૈર્યં ન શરણસ્થિતિ: ||||

 

અર્થાતસત્સંગ નથીસેવા નથીનિવેદનની સ્મૃતિ નથીઆશ્રય નથીવિવેક નથીધૈર્ય નથીશરણ સ્થિતિ નથી.

 

અત્રે આચાર્યચરણ હરિરાયજી નિ:સાધનતાના સ્વરૂપનો વિચાર કરતાં જીવના દોષોનું નિરૂપણ કરે છે.  જે પોતે અનુભવ્યું છે. જેસલમેર જેવા વેરાન,  ઉજ્જડ પ્રદેશમાં જે વ્યથા પોતે અનુભવી તેનું વર્ણન પ્રથમ જીવે મેળવ્યું તેનુંવિવેચન કરીને જણાવાય છે કેજેમઅન્ય સાધન ન હોય તો પણ સત્સંગ હોય તો પણ પુષ્ટિમાર્ગના ફળનો અનુભવ થાય. પણ મને (શ્રી હરિરાયચરણને) તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો સત્સંગ જ નથી. સત્સંગથી સેવામાં મન લાગે અને ફળ સ્વરૂપ માનસી સેવા સિદ્ધ થાય. જેમ કેબ્રાહ્મણ ગાયત્રીનો પાઠ ન કરે તો બ્રહ્મત્વનો નાશ થાય તેમજો વૈષ્ણવ થઇ સેવા ન કરે તો વૈષ્ણવત્વ જતું રહે, માટે સર્વથા તાદૃશીય જનોની સાથે નિવેદનનું સ્મરણ કરવું જોઈએ, અને મનમાં એક પ્રભુનો આશ્રય રાખવો અતિ આવશ્યક છે. જેમ કે, “અશક્યે હરિરે વસ્તિ સર્વમાશ્રયતો ભવેત.” અશક્યમાં પણ હરિ છે જ તેથી સર્વ આશ્રયથી સિદ્ધ થાય. પણ આવો આશ્રય પણ શ્રી હરિરાયચરણ કહે છે કે મારામાં નથી. વિવેકનો વિચાર કરતાં કહેવાયું કે, હરિ પોતાની ઈચ્છાથી જ સર્વ સારું કરશે એમ માનવુંઅને સમજવું તે વિવેક છે.  જ્યારે

 

વિવેક ધૈર્યને સમજાવતા કહેવાય છે કેમૃત્યુ સમાન સંકટ આવી જાય ત્યાં પર્યન્ત જીવે આધ્યાત્મિક ત્રિવિધ દુઃખ સહન કરવાં તે ધૈર્ય છે. જેમ કેછાશ મંથનને સહન કરતાં સાર સ્વરૂપ માખણ તત્વ નીકળતાં પછી છાશનું મહત્વ એટલું રેહતું નથી. તેજ પ્રમાણે દેહ વિદ્યમાન હોય ત્યાં પર્યન્ત દેહથી થતા સર્વ કાર્ય જેવાસેવા સ્મરણ સત્સંગ વિવેકની સમજથી ફળ પ્રાપ્ત કરવું, અને દેહમાં મમત્વ ન રાખવું. કારણ કે દેહમાં અહંતા મમતા કરવાથી બંધન થાય છે. અહંતા મમતા છૂટવાથી ધૈર્યથી દુઃખ સહન કરાતાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. વ્રજભકતોએ પણ જ્યારેલૌકિક વૈદિક તજ્યાં અને તેમ કરતાં આવી પડેલા દુઃખોને સહન કર્યા પછી જ તેઓ શ્રી પ્રભુને પ્રામ્યા. 

 

આધ્યાત્મિક ત્રિવિધ દુઃખ સહન કરનાર વૈષ્ણવ પર પ્રભુ પ્રસન્ન થાય છે તેથી શ્રી પ્રભુમાં શરણભાવ રાખવો. પરંતુ આચાર્યચરણ હરિરાયજી એમ પણ કહે છે કે, હું તો શરણમાં પણ સ્થિત થયો નથી.

 

હવે શ્રી હરિરાયચરણ એમ કહે છે કે,

 

ન મહાત્મ્યપરિસ્ફૂર્તિ: સ્નેહસ્તુ ન હિ કુત્રચિત |
આસક્તિવ્યસનાદીનાં કથાડપિ ખલુ દુર્લભા ||||

 

ભક્તિમાર્ગ પ્રવેશો ન ધર્મમાર્ગે ન ચ સ્થિતિ: |
દેશાદિશુદ્ધભાવો ન કાલદોષાન્ન વૈદિકમ્ ||||

 

એટલે કેશ્રીકૃષ્ણના માહત્મ્યની સ્ફૂર્તિ નથી. કોઈ ઠેકાણે સ્નેહ નથી. આસક્તિ અને વ્યાસનાદિની વાત તો દુર્લભ છે, તેથી ભક્તિમાર્ગમાં પ્રવેશ નથી. વળી ધર્મમાર્ગમાં સ્થિતિ નથી. દેશાદિ પણ શુદ્ધ ભાવવાળા નથી.  કાળદોષથી વૈદિક ધર્મ પણ નથી.

 

અત્રે વિવેચનનો વિચાર કરતાંશ્રી કૃષ્ણના મહાત્મયની હૃદયમાં સ્ફૂર્તિ થવી જોઈએ. કોઈપણ સ્થળમાં સ્નેહ થવો જોઈએ, આશક્તિ તથા વ્યસન ભાવના વગેરે પણ દુર્લભ છે. જેમ કેપ્રમેય બળથી ગાય ગોપી જેવા નિ:સાધન જીવોને પ્રભુ કૃપાથી ફળ પ્રાપ્તિ થઇ. અજામિલ ને પુત્રના નામ (નારાયણ) ભાવથી નિમિત્ત બનાવીને તાર્યો.  પુષ્ટિમાર્ગમાં સ્ત્રી શુદ્રોનો શ્રી મહાપ્રભુજીએ ઉદ્ધાર કર્યો. સ્વલ્પ કૃપાથી ભક્તિના સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આવા પ્રકારના મહાત્મયની સ્ફૂર્તિ મને થતી નથી. પ્રભુમાં પ્રથમ સ્નેહ થાય. તો પછી આસક્તિ અને પછીએ વ્યસન થાય ત્યારે અનુભવ થાય. પણ મને તો શ્રી કૃષ્ણ ચરણ કમળમાં સ્નેહ જ નથી. તો આક્તિ અને વ્યસનની વાત જ ઉદ્દભવતી નથી.

 

ત્રિવિધાનામાવલિમાં” કહેવાયું છે કે,

 

બાળલીલાનામપાઠાત્ શ્રી કૃષ્ણે પ્રેમ જાયતે |
આસક્તિ: પ્રૌઢલીલાયાં નામપાઠાભ્દ્રબિવ્યતિ ||

 

વ્યસનં કૃષ્ણાચરણે રાજલીલાડભિધાનત: |
તસ્માન્નામત્રયં જપ્યં ભક્તિપ્રાપ્તીચ્છુભિ: સદા ||

 

અર્થાતબાલલીલાનાં નામના પાઠથી શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે. પ્રૌઢલીલાનાં નામની પાઠથી આસક્તિ થાય  છે. રાજલીલાનાં પાઠથી શ્રીકૃષ્ણના ચરણારવિન્દમાં આસક્તિ વ્યસન થાય છે. તેથી ભક્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓએ સદા આ ત્રણ નામનો જપ કરવો જોઈએ.ભક્તિવર્ધિની ગ્રન્થમાં કહ્યું છે કે, જેમાંથી પ્રેમઆસક્તિ તથા વ્યસન ઉદ્દભવે તેને શાસ્ત્રમાં બીજ કહયું છે. પણ આવા સ્નેહઅશક્તિ તથા વ્યસન મને (શ્રી હરિરાયચરણને) તો મહાદુર્લભ છે.”

 

તથા ચોથા શ્લોકના વિવેચનમાં આમ કહેવાયું છેભક્તિમાર્ગમાં પ્રવેશ નથી. ધર્મ માર્ગમાં સ્થિતિ નથી. દેહાદિશુદ્ધભાવ નથી અને કાળ દોષને કારણે વિવેક નથી. સર્વથી સર્વોપરિ ઉત્તમ પુષ્ટિમાર્ગ છે. ભક્તિમાર્ગ છે. જેમાં બ્રહ્માદિ તથા શિવાદિનો પણ પ્રવેશ નથી અને આવા આ શુદ્ધ પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કરવાનું એક પણ સાધન મારામાં નથી. લોકધર્મમાં પણ મારી સ્થિતિ નથી. શાસ્ત્રમાં કર્મ માર્ગથી સ્વગૌદિક ફળની પ્રાપ્તિ બતાવી છે. પરંતુ મારાથી આવું વૈદિક કર્મ પણ થતું નથી. કળિકાળને કારણે મર્યાદામાર્ગનાં સર્વ સાધન નષ્ટ થયા છે. તેથી વૈદિક માર્ગમાં પણ હું સ્થિત નથી. આમ અત્રે શ્રી આચાર્યચરણ હરિરાયજી નિ:સાધન વિવશ પરિસ્થિતીનો વિચાર કરી રહ્યા છે.

 

ન ચ વ્યાવૃત્તિરાહિત્યં વ્યાવૃતૌ ન હરૌ મન: |
ન ત્યાગશ્ચાર્પિ સેવાર્થે સ્વતન્વ્રસ્ય તુ કા  કથા ||||

 

એટલે કેશબ્દાર્થ જોતા વ્યાવૃત્તિ રહિતપણું નથી. વ્યાવૃત્તિમાં પણ હરિમાં મન નથી લાગતું,ત્યાગ પણ સેવાર્થે નથી. ભગવત્ સેવા માટે દેહઇન્દ્રિયો તથા મનથી લૌકિક વૈદીકનો ત્યાગ પણ થતો નથી.  અને ત્યાગ વિના સેવા થતી નથી. ઉદ્વેગપ્રતિબંધ અને ભોગનો ત્યાગ કરવો જોઈએ.” દેહ તથા ઇન્દ્રિયોને હું વશ છું.  આમ અન્ય પ્રકારે, અન્ય સ્થળે સ્વ્ત્નાત્ર થઇ મન પ્રભુને શરણ થતું નથી.

 

ન કૃષ્ણવિરહસ્ફૂત્તિ: સંયમો ન ચ વાગ્દ્દશો: |
નૌદાસીન્યભક્તેષુ નાનાસક્તિગૃર્હાંદિષુ ||||

 

અર્થાતશ્રીકૃષ્ણના વિરહની સ્ફૂર્તિ નથી. વાણી અને મનનો સંયમ નથી. અભક્ત પ્રતિ ઉદાસીનતા નથી અને ગૃહાદિ પ્રતિ અનાસક્તિ નથી.

 

જેમ કેમંગળાથી રાજભોગની સેવા પછીઅનોસર થતાંહવે પછીની સેવા ક્યારે થવાની ?સમયે સમયે શ્રી પ્રભુને યાદ કરીહા નાથ આપ ક્યા છો ?  ક્યા બિરાજતા હશો ?  જ્યાં સુધી પ્રભુનો વિરહ ન પ્રગટે ત્યાં સુધી પ્રભુમાં પ્રેમ દ્રઢ વિરહ જાગતો નથીત્યાં સુધી પ્રભુ સ્નેહમાં અને સેવામાં આપણી  કેવળ ક્રિયાઑ જ રહેલી છે. શ્રીકૃષ્ણના વિરહની સ્ફૂતિ સર્વ વૈદિક અને લૌકિક કાર્યને ભુલાવી દે છે. એ મુખ્ય ભક્તોનો વિલાપ અને તેનાથી ઉદ્દભવતું દૈન્ય પણ મને નથી થતો. જેમ કેનેત્રો શ્રી ભગવાનના ચિહ્નનોનાં દર્શન કરતાંનથી. જળાશય જોતા શ્રી યમુનાજીનું સ્મરણ થવું જોઈએ. પર્વત જોતા શ્રીગિરીરાજજીનું સ્મરણ થવું જોઈએ. જે નેત્રો ભગવાનના ચિહ્નનોનાં દર્શન કરતાં નથી તે નેત્રો મોરપિચ્છનાં ચાંલ્લા સમાન છે.  જે જિહવા ભગવાનની કથાનું ગાન કરતી નથી તે દેડકાની જિહવા સમાન નિરર્થક છે. પુષ્ટિમાર્ગમાં જો વાણીનો સંયમ ન થાય તો મુખરતા દોષ ઉદ્દભવે છે, અને જો નેત્રોનો સંયમ ન થાય તો મન દ્વારા હૃદયમાં દોષ ઉદ્દભવે છે. 

 

ભગવદ્દીયોજનો સાથે સંગ અને સ્નેહ રાખવાથી પુષ્ટિમાર્ગમાં ફળની સિદ્ધિ થાય છે તેથી ભગવદીયો પ્રત્યે સ્નેહ રાખવો. મારાથી (શ્રીહરિરાયચરણથી) આવો સ્નેહ પણ નથી રાખી શકાતો.

 

નાડહંકારાદિત્યં ન સ્વધર્મપરિગ્રહ :|
નડન્યધર્મનિવૃત્તિ શ્વ કિં કરિષ્યતિ મત્પ્રભુ: ||||

 

મયિ દોષનિધાને તું સર્વસદ્દગુણવર્જિતે |
નિ:સાધનત્વમેવં હિ સ્વસ્ય નિત્યં વિભાવયેત્ ||||

 

અર્થાતઅહંકારઅભિમાન જતું નથી. લોભક્રોધ જતો નથી. સ્વધર્મનો પરિગ્રહ નથી. શ્રીમહાપ્રભુજીએ બતાવેલો સ્વધર્મભગવદ્દ સેવા પ્રત્યે લગાવ નથી.  તથા અન્ય તરફની નિવૃત્તિ નથી. આમ હું હરિરાયચરણ સર્વે દોષોનો ભંડારરૂપ અને  સર્વ ગુણોથી રહિત છું. તો શ્રી પ્રભુ મારી શી ગતિ કરશે ? આમ નિત્ય આપણા નિ:સાધનપણાની ભાવના કરવી.

 

આચાર્ય શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં આ પ્રમાણે કહે છે કે, સ્વામીને આધીન પણાની ભાવનાથી અભિમાનનો સારી રીતે ત્યાગ કરવો. અહંકાર અને અભિમાન ભક્તિમાર્ગમાં બાધક છે. જે સ્વતંત્ર હોય તે અભિમાન કરે પરંતુ વૈષ્ણવે તો દાસ ધર્મ સ્વીકારી અહંકાર કરવાનો જ નથી. કારણ કે અહંકાર અને અભિમાન દાસ્ય ધર્મનો નાશ કરે છે.  “ મારે તો કૃષ્ણ પ્રભુનાંસેવક થઇ અહંકાર રહિત થવું જોઈએ  એવી ભાવના રાખવી. અત્રે દ્રષ્ટાંત રૂપે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છીતસ્વામીના જેવો ધર્મ પ્રત્યે દ્રઢપરિગ્રહ કેળવવો જોઈએ.

 

જ્યારે બીરબલેછીતસ્વામીને પૂછ્યું કેતમે તો શ્રી ગુંસાઈજીને શ્રી ઠાકોરજી સમાન રૂપે ગાઓ છોતો દેશાધિપતિ (અકબર) પ્રશ્ન કરશે તો શો ઉત્તર આપશો ?”  ત્યારે છીત સ્વામીએ ઉત્તરમાં કહ્યું કે, “મારે મન તો તમે આવી રીતે ભાષણ કરો છો તો મલેચ્છ સમાન તમે લાગો છો.  આજ પછી હું તમારું મુખ જોઇશ નહિ, એટલું જ નહિ પણ બીરબલના બીરબલના વર્ષાસનનો પણ ત્યાગ કર્યો.

 

આમ આ પ્રકારે વૈષ્ણવે સ્વધર્મની રક્ષા કરવી. કામક્રોધમદ તથા મત્સરથી ધર્મને રક્ષવો. અત્રે શ્રી હરિરાયચરણ કહે છે કે, મને આવો દ્રઢ ધર્મનો પરિગ્રહ પણ નથી. અન્ય બાધક ધર્મોથી હું નિવૃત નથી.  આમ આ પ્રકારે જીવ હું દોષમુક્ત છું. હે શ્રીકૃષ્ણ તમે મારા સ્વામી છો,મારો ત્યાગ કરશો કે અંગીકાર કરશો એ કાંઈ જ સમજાતું નથી.  કારણ કે અગણિત દોષોનો ભંડાર એવો હું……..જેમાં  એક પણ ગુણ નથી, માટે  હે નાથ ! હે રમણ શ્રેષ્ઠ ! હે પ્રેષ્ઠ ! આપ મારી શી ગતિ કરશો ?” આમ આ પ્રકારની ભાવના કરવાથી નિ:સાધન પણાની ભાવના કરવાથી શ્રી પ્રભુ હૃદયમાં બિરાજી અનુભવ કરાવે છે.

 

આમ શિક્ષાપત્ર સાડત્રીસનું સમાપન કરીવધુ માહિતિ પરત્વે શિક્ષાપત્ર ગ્રંથનું વાંચન અતિ આવશ્યક છે.
 

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 


(૩૭) જબહિં બન મુરલી સ્રવન પરી … -(પદ) …

રચના-સુરદાસજી

 

 murlidhar

 

 

જબહિં બન મુરલી સ્રવન પરી
ચકિત ભૈ ગોપકન્યા સબ, કામ-ધામ બિસરીં.
કુલ મર્જાદ વેદી કી આશા નૈં કુહૂં નહીં ડરીં.
 
સ્યામ—સિંધુ. સરિતા—લલના–ગન, જલકી ઢરનિ ઢરીં
અંગ મરદન કરિબે કૌં લાગીં, ઉબટન તેલ ધરીં.
 
જો જિહિં ભાંતિ ચલી સો, તૈસૌંહિં નિસિ વન કૌં જુખરી.
સુત પતિ-નેહ, ભવન—જન—સંકા, લજ્જા નાહિં કરી.
સુરદાસ—પ્રભુ મન હરી લીન્હૌ, નાગર નવલ હરિ
 

 

જેવો વનની મોરલીનો સૂર કાનમાં પડ્યો, કે ગોપીઓ ચકિત બની ગઇ અને બધાં જ કામકાજ વીસરી ગઇ. વેદની આજ્ઞારૂપ કુળની મર્યાદાથી પણ જરાય ન ડરી, અને કૃષ્ણ રૂપી સાગર તરફ વૃન્દાવનની લલના અર્થાત વ્રજાંગનાઓ નદીના પાણી જેમ વ્હેવા લાગી. યમુનાજલમાં સ્નાન કરી રહેલી, ઉબટન અને તેલ ચોળતી વ્રજનારીઓ બધું ત્યાં જ રહેવા દઇ, જે સ્થિતિમાં હતી તે જ સ્થિતિમાં જ વન તરફ નીકળી પડી. પુત્ર-પતિનો સ્નેહ, ઘરના વડીલોની શરમ કે લોકોની શંકાથી જરા પણ સંકોચ કે ભય ન રાખતાં તેઓ બસ મુરલીનાં સૂરો તરફ વનમાં જવા નીકળી પડી. “સુરદાસજી” કહે છે કે નાગર નવલ હરિએ ગોપીઓનાં એવા મનને હરી લીધાં છે. (આ ટૂંકમાં સૂરદાસજી અહીં કહે છે કે જે નાગર નવલ શ્રી હરિએ જે રીતે અનેકાનેક વ્રજનારીઓનાં મન મોહી લીધા છે તે જ રીતે નાગર નવલ શ્રી હરિ મને પણ પોતાના રૂપમાં એ રીતે મંત્રમુગ્ધ કરી દે કે મારા મન સહિત હું પણ વ્રજનારીઓની જેમ સ્નેહ રૂપી નદીનું નીર બનીને સાગર સ્વરૂપ શ્રી કૃષ્ણનાં ચરણાર્વિન્દમાં  સમાઈ જાઉં.
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

|| શિક્ષાપત્ર ૩૬ મું ||  … અને (૩૭) ગીતગોવિંદ – … (પદ) …

|| શિક્ષાપત્ર ૩૬ મું ||  …

 

 n11

 

 

શિક્ષાપત્ર પાંત્રીસમાં વિચારાયું છે કે ભગવદીયોને વિજાતીય ભાવવાળા વૈષ્ણવોનો સંગ મહાદુઃખકારક છે અને સજાતીય સંગ ન મળવો એ પણ મહાદુઃખકારક છે. શ્રી હરિરાયજી ચરણ કહે છે કે લૌકિકમાં રત રહેનાર જીવોનો સંગ પણ દુઃસંગ જ છે વળી દુઃસંગથી ઉત્પન્ન થતું દુઃખ નિવૃત થતું નથી તેથી દુઃસંગથી સદાયે દૂર રહેવું.

 

શ્રી હરિરાયચરણે દુષ્ટજીવનાં ત્રણ પ્રકાર દર્શાવ્યાં છે જેમાં આધિભૌતિક દુષ્ટ એ છે જે કર્મ દુષ્ટ હોવા છતાં પણ સત્સંગથી સુધરી શકે છે. આધ્યાત્મિક દુષ્ટજીવ જે જ્ઞાન દુષ્ટ છે અને વિપરીત જ્ઞાન ધરાવનારો છે જે કદાચિત મહાપ્રયત્નો દ્વારા સુધરી શકે છે પરંતુ આધિદૈવીક દુષ્ટજીવ જેની ગણના ભક્તિ અને પ્રેમ રહિત હોવાથી મહાદુષ્ટ છે જે કદાપિ ન સુધરે તેમનો સંગ કરવાથી ભક્તજીવ પણ આસુરી બની જાય છે. માટે આવા આધિદૈવીકજીવોથી પણ દૂર રહેવું જોઈએ અને તેમનો સંગ ત્યજવો જોઈએ.

 

છત્રીસમુ શિક્ષાપત્ર ૧૯ શ્લોકોથી અલંકૃત કરાયું છે. જેનો વિષય વૃથા ચિંતાઓનો ત્યાગ છે. આ શિક્ષાપત્રોમાં નિરૂપાયું છે કે ભક્તિમાર્ગીય જીવે ક્યારેય ચિંતા ન કરવી જોઈએ કારણ કે ચિંતાતુર હૃદયમાં શ્રી પ્રભુ બિરાજતા નથી. શ્રી હરિરાયજીચરણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી રચિત નવરત્ન ગ્રંથનું ભાષ્ય કરતાં કહે છે કે ધર્મમાર્ગમાં “ કલૌ કર્ત્તૈવ  કેવલમ્ ” કલિયુગમાં સંસર્ગ દોષ મનાતો નથી કારણ કે જે કરે તે પામે તથા તથા જે કરે તે ભોગવે છે તેથી અવૈષ્ણવનો સંગ ન કરવો, ફક્ત પ્રભુચરણમાં આસક્ત રહી અહંતા મમતાનો ત્યાગ કરવો જોઈએ માટે

 

નૈવ ચિંતા પ્રકર્તવ્યા લૌકિકી ભક્તિમાર્ગેગૈઃ ।
ચિત્તે ચિંતાતુરે કૃષ્ણઃ કથમ વિશતે ગુણૈઃ ।।૧।।

 

લૌકિકમાં રહેનાર ભક્તિમાર્ગીય વૈષ્ણવે કદી પણ ચિંતા  ન કરવી કારણ કે જો ચિત્ત ચિંતાતુર હોય તો પ્રભુ હૃદયમાં બિરાજતાં નથી.

 

યથા ગૃહે ગૃહપતિઃ શુધ્ધે સંમાર્જનાદિભિઃ ।
સ્વસ્થસ્તિષ્ઠત્યન્યથા તુ પરાવર્તેત સર્વથા ।।૨।।

 

એટ્લે કે જેમ ઘર સ્વચ્છ હોય તો તેમાં રહેનાર પણ સ્વસ્થ થઈને રહે છે તેમ શ્રી પ્રભુ પણ ચિંતા સભર મલિન હૃદયમાં બિરાજવાનું પસંદ કરતાં નથી.

 

ઉક્તં ચ પ્રભુભિસ્તસ્માત્ નવરત્ને કૃપાલુભિઃ ।
અતોડન્યવિનિયોગેડપિ ચિંતા કા સ્વસ્ય સોપિ ચેત્ ।।૩।।

 

આથી જ નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે સ્ત્રી, પુત્ર, ધન, ઘર, સંપતિ આદી કૃષ્ણને અર્પણ કરેલ છે, માટે આ બધા પ્રભુનાં થયાં જેથી કરીને આ બધાં જ તત્વો પ્રભુને માટે વિનિયોગ થાય તો ચિંતા કરવાનો કોઈ વિષય રહેતો નથી માટેજ આચાર્યચરણ  કહે છે કે જે પ્રભુના હોય તો તેઓએ અન્યનાં વિનિયોગની ચિંતા શા માટે કરવી?

 

ધર્મમાર્ગ વિચારેડપિ કલૌ કર્તૈવ લિપ્યતે ।
ન સંસર્ગકૃતો દોષસ્તથા કલિયુગે ભવેત્ ।।૪।।

 

અર્થાત ધર્મમાર્ગની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો કલિયુગમાં કર્તા પણ એકલો જ લિપ્ત થાય છે પણ કલિયુગમાં સંસર્ગનો દોષ લાગતો નથી. ધર્મમાર્ગની રીતે વિચારાય તો ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે કલિયુગમાં જે દોષ કરે છે તે જ લિપ્ત થાય છે. સંસર્ગનો દોષ  કલિયુગમાં સર્વથા ન લાગે માટે સંબંધીઓનો દોષ આપણને લાગતો નથી એવી મર્યાદા છે માટે સંબંધી ભક્તની રીત છોડી અન્યાશ્રય કરે તો પણ તેને સમજાવીને અન્યાશ્રય છોડાવી શકાય છે. અને જો સંબધી ન માને તો એ જે કરે છે તે જ પામશે તેમાં હું ભક્તજીવ લેપાતો નથી આમ વિચારી પોતે પોતાના ધર્મમાં સાવધાન રહેવું.

 

યુગાંતરે તથૈવાડયં પંચમત્વેન ગણ્યતે ।
યદ્યપ્યુક્તં નિજાડચાયૈર્થેયં નાડવૈષ્ણવૈઃ સહ ।।૫।।

 

તે જ પ્રમાણે અન્ય યુગોની સરખામણીમાં આ પાંચમો યુગ ઉત્તમોત્તમ યુગ છે ( અત્રે કલિયુગને ઉત્તમ મનાયો છે ) પરંતુ આપણાં આચાર્યશ્રીએ કહ્યું છે કે અવૈષ્ણવોની સાથે કદી ન રહેવું યુગાંતરને સમજતા સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ અને કલિયુગ દર્શાવ્યા છે અને તેમાં આ ચાલતો કલિયુગ પાંચમો યુગ દર્શાવાયો છે અર્થાત યુગોમાં બે કલિયુગ દર્શાવાયા છે. જે યુગમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયેલું છે તે કલિયુગ સૌથી ઉત્તમ છે. શ્રી ગુંસાઈજી પ્રભુચરણ સપ્ત શ્લોકીમાં આ વાત કરતાં કહે છે કે

 

સપ્ત શ્લોકીનો શ્લોક

“માયાવદકરીન્દ્રદર્પદલનેનાસ્યેન્દુરાજોદ્રત
શ્રીમદ્ભાગવતારવ્ય દુર્લભસુધાવર્ષેણ વેદોત્કિભિઃ ।
રાધાવલ્લભસેવયા તદુચિત્તપ્રેમ્ણોપદેશૈરપિ
શ્રીમદ્વલ્લભનામધેયસદશી ભાવી ન ભૂતોડસ્ત્યપિ ।।

 

અર્થાત માયાવાદરૂપ મદોન્મત્ત હાથીનો ગર્વ તોડવાને માટે શ્રી ઠાકુરજીનાં મુખચંદ્ર થી પ્રગટ થયેલ શ્રીમદ્ ભાગવત નામની દુર્લભ સુધાની વૃષ્ટિ વર્ષણ કરવાને લીધે વેદના વચનથી શ્રી રાધાવલ્લભ શ્રી કૃષ્ણની સેવાથી અને તે સેવાને યોગ્ય એવા પ્રેમ સહિત ઉપદેશથી શ્રી મહાપ્રભુજી સમાન કોઈ થશે નહિ.

 

જે આ કલિયુગમાં શ્રી મહાપ્રભુજીનું દૈવીસૃષ્ટિનાં જીવોનાં ઉધ્ધાર કરવાનું કાર્ય પૂર્ણ કરવા માટે ફરી ભૂતલ પર પધારવું પડે તે યુગ  કલિયુગ હોવા છતાં પણ ઉત્તમ છે. વેદ શ્રુતિ પણ અત્રે પ્રતિપાદન કરે છે કે “અક્ષણ્વતાં ફલમિદં ન પરં વિદામઃ” એટ્લે કે આંખો તથા અન્ય ઇન્દ્રિયો જેમને પ્રભુએ આપેલી છે તેનું ફલ તો આ પ્રકટ ભાવાત્મક, રસાત્મક શ્રી ગોપીજન વલ્લભ છે. એ આંખોનો વિનિયોગ શ્રી પ્રભુનાં દર્શન કરવામાં તો જરૂર કરો, વળી અમે ગોપીઑ ઉપનિષદરૂપક-શ્રુતિરૂપા છીએ તેથી રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમનાં દર્શનથી અધિક ફલ કંઇ જ નથી, અને આજ વાત શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે જ્ઞાનીઓનાં નિરાકાર બ્રહ્મની હીનતા “ઇડમ” શબ્દથી દર્શાવી સાકર રસેશ શ્રી કૃષ્ણ –શ્રી ગોપીજન વલ્લભનું પરમ ફલત્વ સિધ્ધ કરે છે.

 

તથાપિ લોકસંકોચઃ કર્તવ્યગ્રહદર્શનૈઃ ।
મનઃ સ્થાપ્યં તન્નિવૃત્તૌ સમયે તન્નિવર્તનમ્ ।।૬।।

 

આપણાં આચાર્યજી કહે છે કે અવૈષ્ણવોની સાથે કદી રહેવું નહીં અને રહેવાનુ થાય તો અવૈષ્ણવ સાથેનાં સંગને ધીરે ધીરે ઓછો કરતાં જવું અને સમય આવે ત્યારે અવૈષ્ણવ સંગથી દૂર થઈ જવું.

 

તત્કાલં તત્પ્રયાને તુ રોગસ્યેનોદ્દભવો ભવેત્ ।
અતઃ કાર્ય શનૈરેવ પ્રતિબંધનિવર્તનમ્ ।।૭।।

 

અર્થાત જો દર્દ થાય કે તરત જ દર્દનું મૂળ શોધ્યા વગર દર્દને બાહ્ય ઉપચારથી તરત જ દબાવી દેવામાં આવે તો કદાચ તત્કાળ દર્દ ઓછું થાય પણ ફરીથી પાછું ઉદ્ભવે તો તો વધારે પરિસ્થિતી ખરાબ થતી જાય માટે દર્દ ઓછું કરવા માટે કાયમી ઉપચાર કરવો પડે છે તેમ ચિંતા, મોહનાં અતિરેક ભર્યા કારણોની અંદર ન પ્રવેશતા આ તત્વોથી દૂર જ રહેવું.

 

વૃથા ચિંતા ન કર્તવ્યા સ્વમનોમોહકારણમ્ ।
યથા સચ્છિદ્રકલશાત્ જલં સ્ત્રવતિ સર્વશઃ ।।૮।।

તથાડયુઃસતતં યાતિ જ્ઞાયતે ન ગ્રહસ્થિતૈઃ ।
એવં હિં ગચ્છત્યાયુષ્યે ક્ષણં નૈવ વિલંબયેત્ ।।૯।।

ભગવચ્ચરણે ચેતઃ સ્થાપનેડતિવિચક્ષણઃ

(૯ મો શ્લોક સાડાત્રણ ટૂંકનો બનેલો છે.)

 

ચિંતાએ મોહનાં કારણરૂપ તત્વ છે માટે ભગવદ્જીવોએ નકામી ચિંતા કરવી નહીં. જેમ કોઈ કાણાંવાળા પાત્રમાંથી જળ વહી જાય છે તેમ ગૃહસ્થાશ્રમ અને લૌકિક સંસારમાં વ્યસ્ત એવી વ્યક્તિનાં જીવનમાંથી પણ સમય એ સરતો જાય છે જેનો જીવને ખ્યાલ આવતો નથી, માટે ભક્તજીવે પોતાના ચિત્તને ભગવદ્ચરણમાં સ્થાપવું હોય તો પોતે જાગૃત રહી શ્રીજી સેવા કરવા માટે એક ક્ષણનો પણ વ્યય કરવો નહીં. પુષ્ટિમાર્ગની રીતિ પ્રીતિ પ્રમાણે નિત્ય પ્રભુની સેવા-સ્મરણ-મનન-ચિંતનમાં સ્વયં રત રહેવું અને પોતાની ઇન્દ્રિયોને પણ ભગવદ્કાર્યાર્થે વ્યસ્ત રાખવી.

 

 

શરીરં પ્રાકૃતંત્દ્વિહન્નિત્યં સર્વથા મતમ્ ।।૧૦।।

 

તત્સંબંધોપ્યવિધાતસ્તતોડહંમમમતાડત્મકઃ
સંસારસ્ત ત્કૃતઃ સર્વસંબંધો ડપિ મૃષા મતઃ ।।૧૧।।

તત્સંબંધકૃતઃ દુઃખં ન હિ મંતવ્યમુત્તમૈઃ ।
પ્રતિબંધ નિવૃત્યથં હરિં શરણમાવ્રજેત્ ।।૧૨।।

 

અર્થાત શરીર તો પ્રાકૃત છે માટે તેનો નાશ સુનિશ્ચિત છે. ચોરાશી લાખનાં ફેરામા પડેલા જીવનાં દેહનો કોઈ સંબંધ કાળ સાથે નથી પરંતુ પંચમહાભૂતતત્વોથી બનેલો આ દેહ પ્રાકૃત હોવાથી તેનું કાર્ય પણ પ્રાકૃત જ હોય છે. જીવઆત્મા તો સદાયે અખંડ છે તેને નથી અગ્નિ બાળી શકતો કે ન તો શસ્ત્રો ભેદી શકતા. જીવઆત્મા એ નિત્ય છે પરંતુ અવિદ્યાને કારણે દેહધારી જીવને શરીર એ પોતાનું લાગે છે. આમ જીવને અહંતા મમતા લાગેલા છે અને આજ પ્રમાણે અહંતા મમતાથી સઘળો સંસાર બંધાયેલો છે. જીવ જાણે છે કે આ સંસાર જુઠ્ઠો છે પણ તેમ છતાં પણ અવિદ્યા અને અજ્ઞાનને કારણે સંસારમા રહેલા જીવતત્વો આ સત્યાર્થને સમજી શકતાં નથી. આથી શ્રી હરીરાયજીચરણ કહે છે કે લૌકિકમાં મન ન રાખવું તે જ ભગવદીયને માટે ઉત્તમ છે. સર્વ અહંતા, મમતાનો અંચળો દૂર કરી શ્રી હરીને અને ગુરુને શરણે જવાથી સર્વે પ્રતિબંધો દૂર થાય છે આ વાતે નવમા સ્કંધમાં કહેવાય છે કે “ જે ભક્તો સ્ત્રી, પુરુષ, પુત્રાદી, ગૃહ, સ્નેહ, સંબંધી, પ્રાણ, હૃદય તેમજ આ લોક અને પરલોકને છોડીને પ્રભુને શરણે જાય તેમને પ્રભુ છોડતા નથી. માટે શ્રી મહાપ્રભુજી દ્વારા વૈષ્ણવોનું શ્રી ઠાકુરજીને નામ નિવેદન મંત્રથી સર્વ સમર્પણ થાય તેજ વૈષ્ણવો માટે પરમ શ્રેષ્ઠ છે.

 

ભકતદુઃખાસહિષ્ણુસ્તં તદૈવ નિવર્ત્તયેત્ ।
અશકયે હરિવાસ્તીત્યેવમેવ પ્રભોર્વચઃ ।।૧૩।।

 

એટ્લે કે ભક્તોનું દુઃખ પ્રભુ સહન કરી શકતા નથી એવા પ્રભુ ભક્તોનાં સર્વે પ્રતિબંધોને – અડચણોને દૂર કરે છે કારણ કે જીવથી કશું જ ન બને ત્યારે શ્રી પ્રભુ જ રક્ષક બને છે આવું શ્રી મહાપ્રભુજીનું વચનામૃત છે. ભક્તનું દુઃખ શ્રી પ્રભુ સહન કરી શકતા નથી. તેથી તેઓ ભક્તો પાસે દોડી જઈ ભક્તોની પરેશાની, ચિંતાઓ અને દુઃખ દૂર કરે છે. વિવેકાધૈર્યાશ્રયમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે

 

 

વિવેકાધૈર્યાશ્રયનો શ્લોક

“અશકયે હરિરેવાસ્તિ સર્વમાશ્રયતો ભવત
તથા અશકયે વા સુશકયે વા સર્વથા શરણં હરિઃ”

 

આપણાંથી ન બની શકે તેવી પરિસ્થિતી હોય ત્યારે તેમાં હરિ જ રક્ષક છે. કારણ કે આશ્રયથી સર્વ સિધ્ધ થાય છે. અશક્ય કે સુશક્યમાં સર્વથા હરિનું જ શરણ છે આવી રીતે શ્રી હરિનિ શરણભાવના રાખવાથી શ્રી પ્રભુ સર્વ તરફથી ભક્તોનું રક્ષણ કરે છે.

 

યાવચ્છક્તિઃ પ્રકર્તવ્યો હ્યુ પાયસ્તન્નિવર્તને ।
પ્રતિકૂલે ચ તત્યાગપર્યંતં વિહિતં પુનઃ ।।૧૪।।

 

અર્થાત પ્રતિબંધનિ નિવૃતિ માટે પોતાની શક્તિ પ્રમાણે ઉપાય કરવો. જો સ્ત્રી, પુત્રો, પરિવાર પ્રતિકુળ હોય સેવા સ્મરણમાં વિરોધ ઉત્પન્ન થાય છે અથવા કરે છે ત્યારે તેમનો ત્યાગ કરવો તે જ સર્વથા ઉચિત છે. “ઉદાસીને સ્વયં કુર્યાત્પ્રતિકુલે ગૃહં ત્યેજત” ભગવાન આત્મ સંબંધી જન્મ જન્મનાં પ્રભુ છે. દેહસંબંધી સ્ત્રી, પુત્ર, પરિવાર છે જ્યાં સુધી તેમનો દેહ છે ત્યાં સુધી જ દેહનાં સંબંધો રહેલા છે. દેહનું મરણ થતાં જ પરિવારનાં બધાં જ સંબંધો છૂટી જાય છે. માટે શ્રી આચાર્યચરણ કહે છે કે દેહ સંબંધને માટે આત્મસંબંધ ન છોડવો.

 

સર્વથા સ્વસ્ય ચાશકતૌ હરિરેવ હિ રક્ષકઃ ।
સ્વકીયચિંતાં કુસતે કર્તા સ ચ કરિષ્યતિ ।।૧૫।।

 

પોતાની આશક્તિમાં સર્વથા હરિ જ આપણાં રક્ષક છે. શ્રી પ્રભુ પોતાના ભક્તનિ ચિંતાં કરે છે, અને કરશે જ, માટે “સર્વાર્થે શરણં હરિઃ તથા સર્વથા શરણં હરિઃ।

 

સ્વયં કિમર્થં કર્તવ્યા પિતરીવ શિરઃ સ્થિતે ।
ન ત્યક્ષ્યતિ કૃપાપૂણઃ સેવકં સર્વસદાશ્રિતમ્ ।।૧૬।।

 

જેમ આપણે માથે પિતા છે તેમ શ્રી ઠાકુરજી પણ આપણે માથે બિરાજે છે તો પછી ચિંતા શાને કરવી? પ્રભુ અત્યંત કૃપાળુ છે તેઓ પોતાના આશ્રિત સેવકોને કદી ત્યાગશે નહીં. જેની કૃપા દૃષ્ટિ સર્વ સદા એક ભક્ત પર જ છે એવો વૈષ્ણવે કોઈ પણ વિષયે ચિંતાં ન કરવી જોઈએ. કારણ કે પ્રભુનો જ આશ્રય જ ભક્તોનિ આસ્થાને દ્રઢ કરે છે.

 

આચાર્યશરણં તસ્ય ચિંતા લેશોપિ નૈવ હિ ।
તસ્માત્ શ્રી વલ્લભાચરણાબ્જદ્વયાશ્રિતૈઃ ।।૧૭।।

ન કા પિ ચિંતા કર્તવ્યા કૃષ્ણસેવા વિના પુનઃ ।
નિવેદનાનુ સંધાનચિંતામાટ્ત્રં વિધીયતામ્ ।।૧૮।।

 

જેમને આચાર્યચરણનો દ્રઢ આશ્રય કરેલો છે, તેમને લેશ માત્ર ચિંતાનુ કારણ નથી. શ્રી વલ્લભનાં ચરણકમળનાં આશ્રિતે કૃષ્ણસેવા વિના અન્ય ચિંતા કરવી ઘટે નહિ. ચિંતાં કરવી હોય તો તે કેવળ નિવેદનનાં અનુસંધાન પરત્વે જ કરવી. જે શ્રી આચાર્યચરણ મહાપ્રભુજીનાં શરણે છે જેને નામમંત્ર “ શ્રી કૃષ્ણઃ શરણંમમ ” મળ્યો છે. તેણે ચિંતાનો જરા પણ વિચાર ન કરવો. શ્રી ગુંસાઈજીચરણ વિજ્ઞપ્તિમાં કહે છે કે

 

વિજ્ઞપ્તિનો શ્લોક  

યદુક્તંતાતચરણેઃ શ્રી કૃષ્ણઃ શરણંમમ ।
તત એવાસ્તિ નૈ શ્ચિંત્યમૈહિકે પારલૌકિકે ।।

 

અર્થાત “તાત ચરણ શ્રી વલ્લભ એમ કહે છે કે” શ્રી કૃષ્ણઃ શરણંમમ એ મંત્ર વડે જીવોનાં આ લોક અને પરલોકનાં  ફળાદિકમાં નિશ્ચિંતતા છે.

 

લોકે સ્વાસ્થ્યં તથા વેદે ઇતિ શ્રીમત્પ્રભોર્વચઃ ।
સ્મૃતા શીઘ્રં હનદિસ્થા સા નિવત્યાં સેવનાર્થિભિઃ ।। ૧૯ ।।

 

નવરત્ન ગ્રંથમાં શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે

નવરત્ન ગ્રંથનો શ્લોક

“લોકે સ્વાસ્થયં તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ”

 

અર્થાત હરિ લોકવેદમાં સ્વસ્થતા કરશે નહીં, જેઓ પ્રભુમાં સ્થિતિ કરીને (જેમને પ્રભુમાં પરત્વે દ્રઢ શ્રધ્ધા રહેલી છે) રહેલા છે તેમણે ચિંતાનો ત્યાગ કરવો. કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર પોતાના ભક્તને માટે લૌકિક વૈદિક પરીસ્થિતિ ઊભી નહીં જ કરે.

 

અત્રે ૩૬ માં શિક્ષાપત્રનાં શ્લોકોનું સમાપન કરતાં કહેવાયું છે કે લૌકિક કામનાવાળા અને અન્યાશ્રયી લોકોના સંગમાં રહેવાથી હૃદયમાં તાપ, કલેશ અને ચિંતાઓ ઉત્પન્ન થાય છે અને આજ સંગ મોહનું કારણ બને છે જેને કારણે વૈષ્ણવજીવો લૌકિક, ભૌતિકમાં અટવાઈ જાય છે., આથી વૈષ્ણવ જીવોએ સમજદારીપૂર્વક લૌકિક, ભૌતિકને જીવનમાંથી દૂર કરવા માટે અસંગી સંગથી અને અસંગી સંગથી ઉત્પન્ન થતી ચિંતાઓથી દૂર રહેવું કારણ કે ચિંતાતુર હૃદયમાં પ્રભુ બિરાજતાં ન હોવાથી ભક્તિ માર્ગીય જીવે શ્રી વલ્લભની કૃપાથી પોતાને મળેલા બ્રહ્મસંબંધ પ્રતિજ્ઞાનું સંસ્મરણ કરી પોતાની જાતને ભાગ્યશાળી માની કદાપિ ચિંતા કરવી નહીં. આ સાથે અહી અતિ વિચારણીય એવા ૩૬માં શિક્ષાપત્રને પૂર્ણ કરાય છે અને શિક્ષાપત્રનાં વાંચકોને અનુરોધ કરાય છે જે વધુ જાણકારી માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર ગ્રંથનું વાંચન કરવું અતિ આવશ્યક છે.

 

 

શેષ … શ્રીજી કૃપા …

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 


(૩૭) ગીતગોવિંદ – …

રાગ- બિભાસ:પ્રબંધ
રચના-કવિ જયદેવજી

 

 

 

pushti N2
 

વિજન રજની જોઈ લજ્જા છબીલી તણી છૂટી
પ્રગટી તનમાં તાલાવેલી ઉરે રાત ઊમગી
રસબસ દગે સેજે હજે રમી રહી તલ્પતી
તવ તલસતી વહાલી પ્રત્યે વદે હરિ હર્ષથી.

 

૧) વિજન=એકાંત

૨) રતિ=પ્રીતિ

૩) હેજે=હેતથી

 

એકાંત નિર્જન રાત્રિ જોઈને પ્રિયાજીની લજ્જા છૂટી ગઈ. વિલસવા માટે તનમાં તાલાવેલી પ્રગટ થઈ અને તેમના હૃદયમાં રતિ ઉભરાઇ આવી. તેમની દૃષ્ટિમાં પ્રભુપ્રેમનો રસ છલકાઈ ગયો અને પ્રભુ માટે આતુરતા થઈ આવી. શ્રી રાધાજીના હૃદયમાં રહેલો તલસાટ જોઈ શ્રી ઠાકુરજી હર્ષપૂર્વક કહેવા લાગ્યાં કે.

 

રાગ બિભાસ:પ્રબંધ

 

કામિની! આ તવ કરપલ્લવની કરવા જતું સરસાઈ
નૂતન કૂંપળ કેરું શયન, તુજ ચરણે ચગદ જ ચ્હાઈ,
અવ યશવર્તી આ તવ અનુચર વરતનું ! વિનવે. (૧)
 
ચરણશરણ મણિમય અણવટ વત, સેવક હું સહુ વાતે
આવ સુહાવ શયન, સેવાનો લહું લ્હાવો ભલી ભાતે. (૨)
 
લાવ લલિત પાવલિયા કોમળ કેળ સમા સુકુમારી
ઓળાંસી શ્રમ હરું, મુજ અર્થ જે તું અતિ દૂર પધારી (૩)
 
અમી સમ મધુર વચન, અમીધર સમ મુખથી ઉચર શુભ રીતે
કે કુચફળથી વિછોહ કરવતું, ટાળું પટાંતર પ્રીતે (૪)
 
ડોલે મસરસના આંદોલે, તુજ જે કંટક ધારી
કુચ અંબુજ એ ઉરધર શીતળ, સ્પર્શે અતિ સુખકારી (૫)
 
દેહ દહે દારૂણ વિરહાનલ, સુખ શાંતિય સંહારી
તું જ બેલી મૂન,પાઇ અધર અમી, લે અલબેલી ઉગારી (૬)
રસનાની રણઝણ ને કંઠની કિલકિલ ધુનિ લલકારી
કોકિલના કલકલ કલબલનું કષ્ટ કટવિયે હારી. (૭)
 
નિષ્ફળ રોષ સજી મુજ સંગે સંતાપી શરમાઈ
નયન રસીલાં પડી છોભીલાં તુજ જાયે લોચાઇ (૮)
 
વિનતી જે “હરિની” રસભીની જયદેવે ઉચ્ચારી
રસિક તણે ઉર તે અતિ દે રતિરંગતરંગ પ્રસારી (૯)
 

 

* ૧) કામિની=સ્ત્રી

૨) યશવર્તી=અધીન

૩)અનુચર=દાસ

૪) શયન=શથ્યા

 

* ૧) અણવટ=પગની આંગણીમાં પહેરવાનું ઘરેણું
૨) અમીધર=ચંદ્ર
૩) વિછોહ=વિયોગ
૪) મસ=પુષ્કળ

 

* ૧) રતિરંગતરંગ=પ્રેમરસના તરંગો

 

ભાવાર્થ

 

પ્રથમકડી

 

૧) હે કામિની! આ નવીન કૂંપળોની રચેલી શથ્યા, તારા કોમળ ચરણોની હરીફાઈ કરતી હોય તેવી છે અર્થાત તારા ચરણની પ્રતિસ્પર્ધી જેવી છે. સખી માટે કહું છું તારા ચરણની દે હરાવી દે. હે સુકુમારી તને આધીન થયેલો આ સેવક તને વિનંતી કરીને કહે છે તું આ શથ્યામાં પોઢ.
 
૨) તારા ચરણોમાં રહેલા આ મણિજડિત ઝાંઝરની જેમ હું પણ તારા ચરણોનો સેવક છું. કામિની ! તારી શથ્યા શોભાવ, જેથી હું તારી સેવાનો લ્હાવો લઇ શકું. પ્રિયાના વિયોગથી દીન બનેલા પ્રિયતમ, પ્રિયાનો સંકોચ દૂર કરવા માટે સહૃદયતાથી આ વચનો ઉચ્ચારી રહ્યાં છે.
 
૩) હે સુકુમારી લાવ તારા કેળ જેવા સુંદર કોમળ ચરણ હું દાબી દઉં, તને શ્રમ થયો હશે તે હું દૂર કરીને આપું, તું મારે માટે અતિ દૂરથી ચાલીને આવી છે.
 
૪) તારા ચંદ્ર સમા મુખથી અમૃતશાં મીઠા વેણ બોલ એટ્લે તારા કુચ-ફળનો વિયોગ કરાવનારું આ પટાંતર હું દૂર કરું.
 
૫) પ્રબળ લાગણીવશતાને લીધે પ્રિયાના ઉરઃસ્થલમાં કંપન થઈ રહ્યું છે, તે જોઈને પ્રિયતમ કહે છે કે હે પ્રિયે તારા કુચ કમળ શીતળ સ્પર્શ ઉપજાવનારા છે, તો મારા ઉર સાથે તારાં આ રોમાંચિત અને રસનાં આદોલનથી કંપતા કુચ કમળોને સંલગ્ન કર.
 
૬) દારુણ વિરહાગ્નિએ આ દેહને બાળ્યો છે, સુખશાંતિ હરી લીધી છે. હવે તું જ આધાર છે હે અલબેલી !તારું શીતળ અધરામૃત પાઈને મને બચાવી લે.
 
૭) પ્રિયે તારા વિયોગમાં આ કુંજમાં જ્યારે કોકિલા બોલતી હતી તેનો કલરવ પણ મને અરૂચિકર લાગતો હતો તેથી પ્રિયે હવે તારી કટિમેખલાનો નાદ અને તારાં કોકિલકંઠની કિલકારી સંભળાવી મારા એ કષ્ટનું નિવારણ કર.
 
૮) મારી સામે કૃત્રિમ રોષ અને માન કરવાથી તને જે સંતાપ અને શરમ ઊપજી છે તેને લીધે તારાં રસિલાં નયનો છોભીલા પડી ગયાં છે. પ્રિયે તું તારાં એ સંતાપ અને શરમ છોડી દે.
 
૯) હરિવરની આ રસભરી વિનંતી સાંભળીને, રસિકજનોનાં હૃદયમાં પ્રેમરસનાં આંદોલનનો પ્રસાર થયો.
 

 

રાગ: શાર્દૂલવિક્રીડિત

 

જોતાં નેનભરી નિમેષ પણ જ્યાં પીડે, ભુજે ભીડતાં
રોમાંચે ખટકે, નડે મુખ સુધા પીતાંય ચીત્કાર જ્યાં
આનંદે વળી જ્યાં દુભે રસ રૂડો ક્રીડા તણો ચાખતાં
એવી રંગભરી રચી યુગલની શૃંગાર લીલા તદા.

 

૧) નિમેષ= આંખનો પલકારો

૨) સીત્કાર=સિસકારો

૩) દુભે=અંતરાય કરે છે

૪) તદા=ત્યારે

 

પ્રિયતમની વિનંતી પ્રિયાજીએ માની લીધી અને યુગલ સ્વરૂપો વચ્ચે ક્રિયારંભ શરૂ થયો. બંને સ્વરૂપ એકબીજાને નેત્રો ભરીને નીરખી રહ્યાં છે, તેઓની વચ્ચે નિમેષ માત્ર પલક અંતરાય રૂપ થઈ રહયોછે. તેઓ પરસ્પર આલિંગન આપી અધરામૃતનું પાન કરતાં સીત્કારો કરી રહ્યાં છે. રંગભરી યુગલ સ્વરૂપની આ વિહારલીલા ત્યાં મચી રહી છે.

 

લેખક:વ્રજરત્નદાસ.ચી.પરીખ (પાટણ)
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

|| શિક્ષાપત્ર ૩૫ મું || … અને (૩૬) ગ્વાલિની કૃષ્ણદરસસોં- શૃંગાર સન્મુખનું પદ …

|| શિક્ષાપત્ર ૩૫ મું || … …

 

 pushti prasad n1

 

 

ગત ચોત્રીસમાં શિક્ષાપત્રનાં તેત્રીસ શ્લોકથી નીરુપાયું કે, ભક્તિના બે પ્રકાર છે. મુખારવિંદની ભક્તિ અને ચરણારવિંદની ભક્તિ. મુખારવિંદની ભક્તિમાં સર્વ સમર્પણ થતું હોવાથી આ ભક્તિ ઉગ્રભક્તિ છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ભક્તિમાં પ્રભુના અધરામૃતની પ્રાપ્તિ દ્વારા સાક્ષાત સંબંધ થાય છે, આ ભક્તિમાં આર્તિ-તાપ- વિરહભાવ જરૂરી છે. આ ભક્તિમાં સર્વાત્મભાવ અને દીનતા એ જ મુખ્ય સાધનરૂપ અને ફળરૂપ છે.

 

 

બીજા પ્રકારની ભક્તિ કે સેવા જે ચરણારવિંદની છે. ચરણારવિંદની ભક્તિ ધર્મ કરતાં ધર્મવિશિષ્ટ છે જેનાથી શ્રી પ્રભુની પ્રાપ્તિ નિશ્ચિત છે. જેના વડે સાયુજ્ય ફળ મળે છે. પરંતુ આ ભક્તિમાં વિરહતાપ ઓછો હોવાથી ચરણારવિંદની ભક્તિ શીતળ કહેવાય છે. આ ભક્તિમાં શરણાગતિ મુખ્ય છે.

 

 

ભક્તિમાં નડતા પ્રતિબંધોમાં મદ, લોભ, લૌકિક કામનાઓ અને દુ:સંગ મુખ્ય છે. જેને દૂર કરવા માટે કામ, ક્રોધ લોભનો ત્યાગ કરી ભગવદ્દીયોનો સંગ કરી દ્રઢ ભગવદ આશ્રય લેવો અનિવાર્ય છે, અને સાથે સાથે શ્રીજીને સમર્પિત કરેલ ભોજનની પ્રસાદી લઇ જીવનમાં સંતોષ અને વૈરાગ્ય રાખવો અને તેમજ પ્રભુ દ્વારા મળતા દંડને શ્રી પ્રભુની કૃપાનું દાન ગણી લેવું.

 

 

શિક્ષાપત્ર પાંત્રીસ જે તેર શ્લોકથી અલંકૃત છે. જેના પ્રથમ શ્લોકથી વિજાતીય ભાવવાળા વૈષ્ણવોનો સંગ દુઃખદાયક બને છે તેથી તેનાથી સદાયે સાવધાન રહેવા જણાવતા કહેવાનું કે,

 

 

તદીયાનાં મહદ્દદુઃખં વિજાતીયેન સંગમ: |
સંભાષણં સજાતીયૈરસંગો ભાષણં ચ ન |
તદેતદુભયં જાતં મમવાધ્મ સ્વભાગ્યત: ||૧||

 

 

અર્થાત, વિજાતીયોઓને સંગ થાય પરંતુ ભગવદીયો સાથે ન તો સંગ થાય કે નતો સંભાષણ થાય. એ વૈષ્ણવોને મહાદુઃખનું કારણ બને છે. ભાગ્ય યોગથી આ બે મને (શ્રીહરિરાયચરણને) પ્રાપ્ત થયા છે. અત્રે શ્રી હરિરાયચરણ લખે છે કે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને એક મહાદુઃખ વિજાતીય એટલે અન્યમાર્ગીયનો સંગ અને સ્વમાર્ગીયનાં સંગનો અભાવ. જે નો અનુભવ શ્રી હરિરાયચરણ કરી રહ્યા છે.

 

 

દુઃખાંતરં તુ જ્ઞાનેન ભક્ત્યાવાડપિ નિવર્તતે |
લૌકિકં વિષમ પ્રપ્ત્યા ન હિ દુ:સંગજં કવચિત્ ||૨||

 

 

એટલે કે, અન્ય સર્વે પ્રકારનાં દુઃખ નિવૃત્ત કરવાના જ્ઞાન કે ભક્તિ દ્વારા તેનું નિરાકરણ થઇ શકે. જો લૌકિક વિષયોને લાગતું દુઃખ હોય તો તે વિષયોની પ્રાપ્તિ થતા તે નિવૃત્ત થાય. પરંતુ દુ:સંગથી ઉત્પન્ન થતું જે થનારું દુઃખ ક્યારેય નિવૃત્ત થતું નથી. તેથી વિષયના સંગી બહિર્મુખતાનો સંગ ત્યજવો.

 

 

દુષ્યનાં દુર્વચોબાણૈર્ભિન્નં મર્મણિ મદ્રપુ : |
ન ક્વાડપિ લભતે સ્વાસ્થ્યં સમાહિતમપિ સ્વત : ||૩||

 

 

અર્થાત, દુષ્ટ જનોનાં દુર્વચનોરૂપી બાણથી મારા (શ્રીહરિરાયચરણનું) શરીરનું મર્મસ્થાન ભેદાઇ ગયું છે. તેનાથી જરાપણ સ્વાસ્થય મળતું નથી અને હું પોતે જરા પણ ધીરજ રાખી શકતો નથી. (અત્રે ઉલ્લેખનિય છે કે, જ્યારે શિક્ષાપત્ર શ્રી હરિરાયચરણે પોતાના લઘુભ્રાતા શ્રી ગોપેશ્વરજીને સંબોધીને લખતા હતા ત્યારે શ્રી હરિરાયજી જેસલમેરમાં બિરાજતા હતા. આવા સ્થળે કદાચ તે સમયે ભગવદીય કે તાર્દશિય વૈષ્ણવ પણ અપ્રાપ્ય હોય જે ને કારણે અનુભવાતી વ્યથા હોય.)

 

 

અત્રે ચોથા શ્લોકથી આ પ્રમાણે જણાવાય છે કે,

 

 

ઇદાનીં તું જના: પ્રાયો દુ:સંગપદવીં ગતા |
શુદ્વં મનં કલુષિતં ક્ષણેનાડતિવિચક્ષણા: ||૪||

 

 

અર્થાત, મોટા ભાગે, લોકો દુ:સંગની સામાન્ય કક્ષાએ પહોંચ્યા છે. તેથી મન સિદ્ધ હોવા છતાં તેઓ એક ક્ષણમાં મનને મલીન કરવામાં ઘણા જ આતુર હોય છે. શ્રી ગુંસાઈજી કહે છે કે, “દુ:સંગથી વૈષ્ણવ નિશ્ચય દુઃખ પામે જ છે.”

 

 

ગૃહસ્થિતસ્ય વ્યાવૃત્તિયુતસ્ય ન હિ તાર્દશામ્ |
સંગો વારયિતું શક્યો વ્યાવૃત્તેર્વિનિરોધ ત : |
આવ્યાવૃત્તૌન વિશ્વાસર્દાઢયઁ યેન તથા કૃતિ : ||૫||

 

 

એટલે કે, જેઓ ગૃહસ્થ છે, તેમને ધંધાદારી જીવોનો સંગ થાય છે. ધંધા રોજગારને લીધે ગૃહસ્થો ધંધાદારી જીવોનાં સંગ છોડી શકતા નથી કારણ કે તેમ કરવાથી તેમના ગૃહસ્થી જીવન ખોરંભાય જવાનો ડર હોય છે.

 

આ પ્રકારે પણ દુ:સંગ પ્રાપ્ત થાય છે. આ વિચારના નિરાકરણ માટે શ્રી આચાર્ય માહાપ્રભુજી માર્ગ બતાવે છે કે,

 

મહાપ્રભુજીએ કહેલો અલગ શ્લોક

 

 

આવ્યાવૃત્તૌ ભજેત્કૃષ્ણં પૂજ્યા શ્રવણાદીભિઃ
વ્યાવૃતૌડપિહરૌચિત્તંશ્રવણાદૌ યતેત્ સદા ||

 

 

એટલે કે, અવ્યાવૃત્ત થઇ શ્રી કૃષ્ણનું ભજન, સેવા તથા સ્મરણ, શ્રવણ કરવું એ માર્ગ ઉત્તમ છે. અથવા વ્યાવૃત્તિ હોય તો પણ ચિત્તને શ્રાવણાદિથી હરિમાં સદા મગ્ન રાખવા પ્રયત્ન કરવો.

 

અત્રે ૬, ૭, ૮ શ્લોકના શબ્દાર્થ સાથે નિરુપાય છે.

 

 

ભગવદ્દદ્વવેષિતાં યાત: સ તુ તક્ષક એવ હિ |
યથા વિપ્રાડર્ભકવચ: પ્રેરિત: ક્રોધમૂર્ચ્છિત : ||૬||

 

 

અર્દશત્સ સમાગ્ત્ય મહાભકતં પરીક્ષિતમ્ |
તથા દુર્જનવાકયૈકપ્રેરિતો હયતિતાનસ: ||૭||

 

 

અવજ્ઞયા દુવચનૈરધિક્ષેપેણ મામયમ્ |
દુષ્કર્મા ભૌતિકો દુષ્ટ: સંસાધ્ય: સત્ક્રિયોકિતભિ: ||૮||

 

 

અર્થાત, જો કોઈ ભગવાનનો દ્વેષ કરનારા હોય, તેને તક્ષક જેવા જાણવા. જેમ કે, શૃંગી ઋષિનાં પુત્ર દ્વારા રાજા પરિક્ષિતને શાપ અપાયો કે જે રીતે રાજાએ મરેલો સર્પ મારા પિતાનાં ગળામાં નાખ્યો છે તો હે રાજા તારું મૃત્યુ પણ સર્પ દ્વારા અને આજથી સાતમે દિવસે જ થાઓ. જ્યારે શૃંગી ઋષિ ધ્યાનમાંથી ઉઠ્યા ત્યારે તેમને તેમના પુત્ર દ્વારા અપાયેલા શાપની જાણ થઈ આથી તેમણે આશ્રમનાં એક બ્રાહ્મણ બાળકને રાજા પરિક્ષિત પાસે મોકલાવી આ શાપની જાણ કરી. શૃંગીપુત્રના શાપના પરિણામે સાતમે દિવસે તક્ષક નાગ આવીને પરીક્ષિત રાજાને કરડ્યો. તેથી જ શ્રી હરિરાયજીચરણ અહીં કહે છે કે તેવી જ રીતે દુર્જનનાં વચનથી મોકલાયેલો અતિ તમોગુણી અને દુષ્ટ કર્મ કરનારો સર્પ જેવો દુર્જન મને (શ્રી હરિરાયચરણને) નિંદા, દુર્વચન અને તિરસ્કાર વડે ડસે છે. કારણ કે ભૌતિક લૌકિકમાં માનનારો દુષ્ટ જન, દુષ્ટ કર્મ કરનારો હોય છે. આથી જે જીવોએ સત્કર્મ અને સારા વચનોથી સુધારી શકાય તેવા ભગવદ આશ્રયી જીવોનો સંગ અને સત્સંગ કરવો જોઈએ. જે રીતે રાજા પરિક્ષિતે પણ કર્યું છે અને સાત દિવસમાં પોતાનું મૃત્યુ આવવાનું છે તે જાણીને લૌકિક અને ભૌતિક પદાર્થોમાંથી પોતાનું મન અને હૃદય ખેંચી લઈ તેને ભગવદ ગુણગાન સાંભળવા અને સમજવા માટે જોડી દીધું છે. આમ અત્રે કાળદોષ નિરૂપણ કરતાં કહેવાયું છે કે જેમ બ્રાહ્મણ બાળકે ક્રોધયુક્ત થઇ પરીક્ષિતરાજાને શાપ આપ્યો તે કાળદોષનું લાક્ષણિક કાર્ય છે, તેજ રીતે વૈષ્ણવો માટે પણ કાલ ભગવદ્દધર્મમાં મહાબાધક છે.

 

અત્રે કલિકાળનાં દુષ્ટ થયેલા જીવો આધિભૌતિક જીવ, આધ્યાત્મિક જીવ અને આધિભૌતિક એમ ત્રણ પ્રકારનાં વર્ણવાયા છે. આ ત્રણ પ્રકારનાં જીવોમાંથી આધિભૌતિક જીવો અને આધ્યાત્મિક જીવો તો કોઈ પણ સમયે ભગવદ્દભાવ તરફ ખેંચાતા હોય છે અને ભગવદ ધર્મમાં પ્રવૃત્ત થાય છે. જે શરીરથી દુષ્ટ કર્મ કરે તેને આધિભૌતિક દુષ્ટ જીવ સમજવો. આવો આ ભૌતિક દુષ્ટ પણ ભગવદ્દીયોનાં સંગથી અને ભગવદ્દ સેવાથી પોતાના મનનો વિક્ષેપ દૂર કરે છે અને ભક્તિની પ્રાપ્તિ કરે છે.

 

હવે ૯ અને ૧૦ શ્લોકથી આધ્યાત્મિક દુષ્ટ તથા આધિદૈવિક દુષ્ટ જીવનાં લક્ષનું નિરૂપણ કરાય છે.

 

 

આધ્યાત્મિકો જ્ઞાનશૂન્યો હયન્યથાજ્ઞાનનવાનપિ |
કષ્ટ સાધ્ય: કદાચિત્સતત્વબોધેણ શુધ્વયતિ ||૯||

 

 

અર્થાત, આધ્યાત્મિક દુષ્ટો જ્ઞાન શૂન્ય અથવા અન્યથા જ્ઞાનવાળા હોય છે એટલે કે, વિપરિત જ્ઞાનવાળા હોય છે તેવા જીવો તત્વબોધથી શુદ્ધ થઇ શકે છે.
પરંતુ,

 

 

પ્રીતિ શૂન્યો મહાદુષ્ટ: સ ન સાધ્ય: કથંચન |
યથા નપુસંકો નૈવ હયૌષધૈ: પુરુષો ભવેત ||૧૦||

 

 

યથા ત્રિદોષગ્રસ્તો ન કથંચિદપિ જીવતિ |
પ્રીતિશૂન્યો નીરસચ ન તથા શ્રાવણાદિભિ: ||૧૧||

 

 

એટલે કે, આધિદૈવિક જીવો પ્રીતિ શૂન્ય મહાદુષ્ટો હોય છે તેમને સુધારવાનો કોઈ જ ઉપાય જ હોતો નથી. જેમ , નપુસંક ગમે તેટલી દવા કરે તેમ છતાંથી તે પુરુષત્વ પામી શકતો નથી અથવા કફ, પિત્ત અને વાત આવો ત્રિદોષનો રોગી કોઈ પણ ઉપાયે બચી શકતો નથી, તેમ પ્રીતિશૂન્ય દુષ્ટ આધિદૈવિક જીવ નીરસ હોય તે ગમે તેટલી ભગવદ્દ કથાનું શ્રવણ કરવાથી પણ સુધરી શકતો નથી.

 

આવા જીવોને શ્રી મહાપ્રભુજી “પુષ્ટિ પ્રવાહ મર્યાદા” ગ્રંથમાં પ્રવાહી ચર્ષણી જીવો નિરૂપે છે. એક ક્ષણ માત્રમાં સર્વમાર્ગ ભ્રમે છે તો પણ તેમની રૂચિ કોઈ પણ સ્થળે થતી નથી. આ વચનના આધારે પ્રીતિશૂન્ય જીવ પ્રવાહી આસુરી જીવ સમાન જન્મો જન્મ સંસારમાં આશક્ત થઇ રહે છે.

 

પ્રીતિ શૂન્ય આધિદૈવિક જીવ મહાદુષ્ટ હોય પુષ્ટિ માર્ગનું મહાત્મય જાણે અને ગુણ સાંભળે પરંતુ તે કદીએ પોતાના હૃદયમાં ક્ષણિક પણ ભગવદ્દ ધર્મ ગ્રહણ કરે નહિ. એવા ભક્તિરસ રહિત જીવો બહિર્મુખ છે.

 

 

પ્રાય: આસુરો જીવો યસ્મિન પ્રતેરસંભવ : |
તાર્દશૌર્નિત્યસંગેન ભવદાસુરભાવવાન્ ||૧૨||

 

 

અર્થાત, જેમનામાં પ્રતિનો અભાવ હોય, તેઓ ઘણું ખરું આસુરી જીવો હોય છે. આવા આસુરી જીવો સાથે નિત્ય સંગ કરવામાં આવે તો આસુરી ભાવવાળા થઇ જવાય. ભગવદીયના સંગ વગર નિત્ય આસુર ભાવ ઉદ્દભવે છે.

 

 

દુષ્કર્માં કર્મદુષ્ટ: સ્યાત જ્ઞાનદુષ્ટોડન્યવાર્દશિ: |
પ્રીતિશૂન્યો ભક્તિં દુષ્તત્તન્માર્ગ ગતસત્ય જે તૂ ||૧૩||

 

 

એટલે કે, દુષ્ટ કર્મ કરનાર કર્મ દુષ્ટ કહેવાય છે. વિપરીત દૃષ્ટિવાળો જ્ઞાનદુષ્ટ કહેવાય છે અને પ્રીતિશૂન્ય ભક્તિ દુષ્ટ કહેવાય છે.

 

અત્રે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે, દુષ્ટ કર્મ કરનાર જીવને આધિભૌતિક દુષ્ટ જણાવો. આજે આવા દુષ્ટ જીવો તો કદાચ સત્સંગથી ભગવદ્દ ધર્મમાં ઓર્વેશ પણ કરે છે. પરંતુ પ્રીતિશૂન્ય –ભક્તિરહિત જીવને આધિદૈવિક દુષ્ટ જાણવો. જે જીવ કદાપિ ભક્તિનો અધિકારી થતો જ નથી. જેથી પુષ્ટિમાર્ગીયો એ સર્વથા એવા જીવનો ત્યાગ કરવો તો જ તેઓ પોતાનો ભગવદ્દ ભાવ અને ભગવદ્દ ધર્મ સાચવી શકશે.

 

આ સાથે જ અત્ર પાંત્રીસમું શિક્ષાપત્ર સંકલિત કરાય છે. વિસ્તૃત જ્ઞાન માહિતી માટે શિક્ષાપત્ર ગ્રંથનું ચિંતન અતિ જરૂરી છે.
 

 

શેષ … શ્રીજી કૃપા …

 

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

 
(૩૬)  ગ્વાલિની કૃષ્ણદરસસોં- …
સમય-શૃંગાર સન્મુખનું પદ
રાગ- આસાવરી
રચના-કૃષ્ણદાસ અધિકારીજી

 

 yamunaji darshan

 

 

ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી,
બારબાર પનઘટ પર આવત સિર જમુનાજલ મટકી. (૧)

 

મદનમોહનકો રૂપ સુધાનિધિ પીબત પ્રેમરસ ગટકિ,
“કૃષ્ણદાસ” ધન્ય ધન્ય રાધિકા લોકલાજ સબ પટકી. (૨)

 

 

ભાવાર્થઃ

 

પોતાનો થયેલો અનુભવ આ વ્રજાંગના રાધિકા કહી રહી છે કે તે જયારે યમુનાજીના પનઘટથી યમુનાજલ ભરીને આવતી હતી, ત્યારે માર્ગમાં મને શ્રીશ્યામસુંદરનાં દર્શન થયાં. હે સખી, હું કૃષ્ણકનૈયાનાં દર્શન કરતાં જ ત્યાં જ અટકી ગઈ. કૃષ્ણકનૈયાનાં દર્શન મને થતાંની સાથે જ કૃષ્ણદર્શનનું એવું વ્યસન લાગી ગયું કે મસ્તકે મટુકી મૂકીને હું વારંવાર યમુનાજલ લેવા માટે પનઘટ પર જવા લાગી. જયારે ત્યાં મને (શ્રીયમુનાજીના પનઘટ પર)શ્રીમદનમોહનલાલનાં મને જયારે દર્શન થતાં, ત્યારે તેમના રૂપસુધાસાગરનું પાન હું ગટ-ગટ કરતી. શ્રી કૃષ્ણદાસજી કહે છે, આવાં શ્રીરાધિકાજીને ધન્ય છે, જેમણે પ્રભુ સાથેના પ્રેમને લઈને દુનિયાની સર્વ લજ્જા-શરમ છોડી દીધી છે.

 

લેખક: અજ્ઞાત

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

|| શિક્ષાપત્ર ૩૪મું || … અને (૩૫) ગોવર્ધન ગિરિ કંદરા … (સન્મુખનું પદ) …

|| શિક્ષાપત્ર ૩૪મું || …

 

 

 pushti prasad 40

 

 

તેત્રીસમાં શિક્ષાપત્રથી વિચાર્યું કે, પુષ્ટિમાર્ગમાં ફળ આપવાની શ્રી પ્રભુની ઈચ્છા જ માત્ર નિયામક છે, અને તેને માટે વૈષ્ણવે અહંકાર, અભિમાન, દીનતાના પરમ વિરોધી હોય તેનો ત્યાગ કરીને દીનતા રાખવી જોઈએ. કારણ કે જીવો માટે ભક્તિમાર્ગમાં આ તત્વો અવરોધરૂપ બને છે. વળી જીવની દીનતાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે, અને જો જીવ અભિમાન કે અહંકાર છોડી ન શકતો હોય તો તેણે આચાર્યચરણ શ્રીનું શરણ સ્વીકારવું જોઈએ, કારણ કે શરણાગત થવાથી અગ્નિસ્વરૂપ શ્રીમહાપ્રભુજી જીવનાં સઘળા દોષ દૂર કરે છે, જેથી જીવોને દીનતા અને નિ:સાધનતા સિદ્ધ થાય છે.

 

 

ચોત્રીસમાં શિક્ષાપત્રનાં તેત્રીસ શ્લોકથી ભક્તિના પ્રકાર, ભક્તિમાં નડતા પ્રતિબંધો અને આ પ્રતિબંધોને દૂર કરવાનાં ઉપાયોનું નિરૂપણ કરાય છે. ભક્તિમાર્ગમાં શ્રી કૃષ્ણ જ સદા સેવ્ય છે, અને એજ ફળ છે. જેનો પ્રારંભ પ્રથમ શ્લોકથી નિરૂપાય છે.

 

 

શ્રીકૃષ્ણ: સર્વદા સેવ્ય: ફલં પ્રાપ્યં સ્વતસ્તુ સ: |
મુખારવિંદભક્ત્યૈવ સાક્ષાત્સેવૈકરૂપયા ||૧||

 

 

અર્થાત, પ્રભુનાં મુખારવિંદની સેવા સાક્ષાત સેવારૂપ હોવાથી શ્રી આચાર્યચરણ કહે છે કે શ્રીકૃષ્ણ સદા સેવ્ય છે, અને આ જ સેવ્ય પ્રભુ જીવોને આપોઆપ ફળની પ્રાપ્તિ કરાવે છે. આજ વાત શ્રીમહાપ્રભુજી “ચતુ:શ્લોકી” ગ્રંથમાં પણ કહે છે,

 

“ચતુ:શ્લોકી” ગ્રંથનો શ્લોક

 

“સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ: |
સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય: ક્વાપિ કદાચન ||”

 

સદા સર્વદા સર્વભાવથી વ્રજના અધિપતિ એવા પ્રભુ શ્રીકૃષ્ણની જ સેવા કરવી એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો અને પુષ્ટિજીવોનો ધર્મ છે.

 

૩૪ માં શિક્ષાપત્રના બીજા શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે, અત્રે ભક્તિરૂપ સેવાનાં બે પ્રકાર નિરૂપિત કરાયા છે. પ્રથમ પ્રકારમાં ચરણાંર્વિન્દની સેવા અને બીજા પ્રકારમાં મુખારવિન્દની સેવા રહેલી છે.

 

ચરણાડત્મકભક્ત્યા તુ ધર્મસેવાત્મરૂપયા |
ધર્મદ્વારાતદ્વિશિષ્ટ: પ્રભુ: પ્રાપ્યો ન સંશયઃ ||૨||

 

 

એટલે કે, પ્રભુનાં ચરણોની ચરણાત્મક સેવા એ ભક્તિનું એક અલગ સ્વરૂપ છે. તેથી આ સેવાધર્મ દ્વારા પુષ્ટિજીવોમાં દીનતા આવતા પ્રભુની પ્રાપ્તિ થાય છે. મુખારવિંદની સેવા અને ચરણારવિંદની સેવાના જુદા જુદા ભાવ અને સેવાફ્ળ પ્રાપ્ત થતા ભેદ દર્શાવતા આ પ્રમાણે કહેવાય છે કે,

 

 

તત્ર સાયુજ્યસંબંધો ન લોભાડમતસેવનમ્ |
મુખારવિંદોભક્તૌ તુ સાક્ષાત્ તત્સેવનં મતમ્ ||૩||

 

 

અર્થાત, ચરણારવિંદની સેવામાં સાયુજ્ય સંબંધ છે. જેમાં લોભાત્મક ભગવત્ પ્રસાદનું સેવન નથી. મુખારવિંદની ભક્તિમાં ભગવત્ પ્રસાદનું સાક્ષાત સેવન છે.

 

આમ અત્રે મુખારવિંદની ભક્તિ જેમાં સાક્ષાત પ્રભુનાં સ્વરૂપાનન્દનો અનુભવ થાય છે. જેથી તે ઉત્તમ છે, અને ચરણારવિંદની પુષ્ટિભક્તિમાં સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. શ્રી હરિરાયજી ચરણ કહે છે કે જ્યાં સ્વરૂપાનંન્દનો અનુભવ થતો નથી ત્યાં ધર્મરૂપ ચરણારવિંદ ભક્તિથી ઉતરતી બની જાય છે. આમ આ પ્રકારે મુખારવિંદ ભક્તિ અને ચરણારવિંદ ભક્તિ રૂપમાં બહુ તારતમ્ય અર્થાત ભેદ રહેલ છે.

 

આજ વાતને ચોથા શ્લોકથી વધુ સ્પષ્ટ કરતાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે ….

 

એતાર્દક્ ફ્લિકા ભક્તિર્ભવેત્કેવલ પુષ્ટિતઃ |
તત્રાડપિ મુખરૂપાડસ્મદાચાર્યનુગ્રહાત્ પુન: ||૪||

 

અર્થાત, લોભાત્મક ભગવત પ્રસાદ (અધરામૃત) સેવનરૂપી ફળ આપનારી ભક્તિ કેવળ પુષ્ટિ દ્વારા જ સિદ્ધ થાય છે. તેમાં પણ શ્રી મહાપ્રભુજી શ્રીકૃષ્ણના મુખારવિંદ રૂપ છે. તેથી મુખારવિંદની ભક્તિ શ્રી આચાર્ય મહાપ્રભુજીની કૃપાથી જ સિદ્ધ થાય છે, કારણ કે મુખારવિંદની ભક્તિ શ્રી સ્વામિનીજીની છે. જે સ્વામિનીજીની વિપ્ર ભાવાત્મક પુષ્ટિભક્તિ શ્રી મહાપ્રભુજીએ જ પ્રકટ કરી છે. પરંતુ જીવોને આ મુખારવિંદની ભક્તિનું ફળદાન શ્રી મહાપ્રભુજી કૃપા-અનુગ્રહ કરે ત્યારે જ સિદ્ધ થાય છે, માટે મુખારવિંદની ભક્તિ કરતા પુષ્ટિજીવોએ પ્રથમ શ્રીમદાચાર્યજીનો આશ્રય સંપૂર્ણપણે કરવો જોઈએ, આથી પાંચમાં શ્લોકમાં કહેવાય છે કે …..

 

 

અતએતદ્ ભક્તિમદ્ ભિ: શ્રીમદાચાર્યસંશ્રય : |
પ્રથમં સર્વથા કાર્યસ્તત એવાડખિલં ભવેત્ ||૫||

 

 

એટલે કે……. જેઓ મુખારવિંદની ભક્તિની ઇચ્છાવાળા હોય, તેમણે શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવો જ રહયો. કારણ કે આ આશ્રય થયેથી સઘળું જ સિદ્ધ થશે.

 

 

અત: પરં તુ તદ્ભક્તેરવસ્થા સાધનાદિક્મ્ |
નિરૂપ્યતે સ્વતોષાય તત્કૃપાતો હ્રદિ સ્થિતમ્ ||૬||

 

 

આમ અત્રે ચરણારવિંદ ભક્તિ અને મુખારવિંદની ભક્તિનું નિરૂપણ કર્યા પછી એ ભક્તિની તથા સાધનાદિક જે શ્રી આચાર્યચરણની કૃપાથી હૃદયમાં સ્થિત છે તેવો હું શ્રી હરિરાયજી મારા સ્વસંતોષને અર્થે તથા સ્વકીય ભગવદીયનાં સંતોષને અર્થે નિરૂપણ કરું છું.

 

 

યથા મર્યાદયા ભક્તૌ બ્રહ્મભાવસ્તુ સાધનમ્ |
તથા સર્વાંડત્મ સાધનત્વેન બુધ્ધયતામ ||૭||

 

 

એટલે કે, જેમ મર્યાદા ભક્તિમાં બ્રહ્મભાવ સાધન છે તેમ પુષ્ટિ ભક્તિમાં સર્વાત્મભાવ એજ મુખ્ય સાધન છે. બ્રહ્મભાવ એટલે કે, બ્રહ્માંડ બ્રહ્મમય છે અને પોતાને પણ બ્રહ્મ માને છે. તે બ્રહ્મ સર્વ સ્થાને છે. આ બ્રહ્મભાવ (અક્ષર બ્રહ્મનું જ્ઞાન) મર્યાદા ભક્તિનું સાધન છે. પુષ્ટિમાર્ગમાં સર્વાત્મ ભાવ છે. તેજ સાધન છે. જે હવે પછી કહેવાય છે.

 

 

વસ્તુ તસ્તુ ફલં ચૈવ ફલં સ્યાત્ત ત્પ્રવેશત : |
તત્સ્વરૂપં તુ સર્વેષાં દેહાંત: કરણાત્મનાત્ ||૮||

 

 

યેન ભાવેન ભગવત્યાત્મભાવો હિ જાયતે |
યસ્માદ્ભવાત્સ્વદેહાદિ સકલં સ્યાત્તદર્થકમ્ ||૯||

 

 

અર્થાત, વસ્તુત: તો આ સર્વાત્મભાવ ફળ રૂપ જ છે. સર્વાત્મભાવને વધુ વિસ્તૃત રૂપે વિચારતા પુષ્ટિમાર્ગીય ભગવદીયોને પ્રભુ લીલામાં પ્રવેશ છે. જ્યાં નેત્રથી દર્શન, અતં: કરણથી શ્રી પ્રભુની લીલાનો અનુભવ, સર્વ ઇન્દ્રિયો, મન, તન, ધનથી શ્રી પ્રભુ સેવામાં તત્પરતા, બ્રહ્મસંબંધ ગંદ્યાર્થ મંત્રમાં જણાવ્યા પ્રમાણે “દાસોહમ કૃષ્ણ તવાસ્મિ” ની ભાવના, મુખ્ય ફળનો અનુભવ પુષ્ટિમાર્ગીય ભક્તને સ્વરૂપાત્મક રસનો અનુભવ થાય છે. આ અનુભવ થવાથી પુષ્ટિજીવોની ભાવનામાં આત્મભાવ આવે છે અને આ ભાવ આવવાથી આપણા દેહાદિ સર્વ પ્રભુ માટે જ ઉપયોગી બની જાય છે. જ્યારે મર્યાદા માર્ગમાં તત્વ તરીકે અક્ષર બ્રહ્મ જ ફળરૂપ છે. અતઃ એમ કહી શકાય કે આ અક્ષરબ્રહ્મ જ્ઞાન જ મર્યાદા ભક્તિનું સાધન છે.

 

 

ન દેહાદ્યર્થસિદ્ધયથઁ ભગવાનપ્યપેક્ષતે |
યતો દેહાદિરક્ષાડપિ પ્રભુલીલૌપયોગત: ||૧૦||

 

 

ન સ્વાર્થબુદ્ધયા સ્વર્થોડપિ ભગવાનેવ યત્ર હિ |
યેનભાવેનાડનિમિત્તા પ્રીતિર્ભવતિ વૈ હરૌ ||૧૧||

 

 

અર્થાત, ભગવાન દેહાદિક અર્થની સિદ્ધિની અપેક્ષા રાખતા નથી. કારણ કે દેહાદિકની રક્ષા પણ તેમની(પ્રભુ) લીલામાં ઉપયોગી થવા માટે જ છે.

 

 

તથા, આમા સ્વાર્થ બુદ્ધિને સ્થાન નથી. અહીં તો ભગવાન જ પોતાના સ્વર્થ રૂપ છે. જ્યાં સ્વાર્થ પણ ભગવાન હોય ત્યાં તેવા ભાવને લીધે ભગવાનમાં સાચે જ નિષ્કારણ પ્રિતિ થાય છે. કોઈ પણ લૌકિક વૈદિક ફળ સિદ્ધ થશે, આવી સ્વાર્થ ભાવથી શ્રી પ્રભુ સેવા કરવી જ નહીં. ભગવાન વગર વિચાર્યે પણ નિજેચ્છા પ્રમાણે સર્વના સર્વ કાર્યો સિદ્ધ કરશે. પ્રભુ સર્વના ઈશ્વર છે, સર્વના આત્મા છે તેથી પ્રભુ ભક્તોના સર્વ કાર્ય ભાવયુક્ત થઇ, પ્રેમપૂર્વક સિદ્ધ કરે છે.

 

 

ન ફલાકાંક્ષણં યત્ર લૌકિકતાં યથા ધને |
તદભાવે યથા લોકા દુઃખેનાડસૂંસ્ત્યજંતિ હિ ||૧૨||

 

 

અર્થાત, અહીં ફળની ઈચ્છાને સ્થાન નથી. લૌકિક વસ્તુઓમાં ધન મુખ્ય હોય છે, અને જો ધન ન મળે તો, લોકો સુખ દુઃખ સહન કરે છે અને સમય આવે પ્રાણ પણ ત્યજી દે છે તેવી જ પ્રિતિ શ્રી પ્રભુ પ્રત્યે રાખવી.

 

 

સર્વત્યાગસ્તુ સહજો યત્ર લૌકિકવેદયો: |
નૈરપેક્ષ્યં સ ભાવસ્તુ સર્વભાવો નિગદ્યતે ||૧૩||

 

 

અર્થાત, જ્યાં લૌકિક વૈદિકનો ત્યાગ સહજ હોય, અને જ્યાં અપેક્ષા ન હોય તેવા ભાવને સર્વભાવ કહેવામાં આવે છે. એટલે કે, જો ભગવાનમાં પ્રિતિ હોય તો જ આવો નિરપેક્ષ ભાવ જાગે છે. જો સર્વાત્મભાવ થી શ્રી ગોકુલાધીશજીને હૃદયમાં ધારણ કર્યા પછી તેનાથી અધિક બીજી લૌકિક વૈદિક શું હોય શકે? માટે સર્વાત્મભાવથી મન એક પ્રભુમાં જ રાખવું.

 

 

તથાડત્ર દૈન્યમેવૈકં માર્ગે ન શ્રવણાદિકમ્ |
દૈન્યેનૈવ ચ સંતુષ્ટ: પ્રાદુર્ભૂત: ફલં દદૌ ||૧૪||

 

 

આજ પ્રમાણે પુષ્ટિમાર્ગમાં શ્રવણ, કિર્તન વગેરે નહિ પરંતુ દીનતા જ મુખ્ય સાધન છે, માટે વ્રજભક્તોમાં પણ જ્યારે દીનતા આવી ત્યારે જ પ્રભુ પ્રસન્ન થઇ ગોપીજનોની સામે પ્રકટ થયા અને તેમને ફળદાન કર્યું હતું.

 

તદેવાડત્ર હિ સંસેવ્યં યેન દૈન્યં પ્રસિધ્ધયતિ |
યદ્દૈન્યનાશકં તદ્વિ વિરોધી સકલં મતમ્ ||૧૫||

 

 

એટલે કે, દીનતા સિદ્ધ થાય પછી તેનું નિયમિત સેવન કરવું જોઈએ. આ દિનતાનો નાશ થાય તેવું જે કંઈ પણ હોય તે સર્વ વિરોધી હોય તેનો ત્યાગ કરવો જોઈએ. પુષ્ટિમાર્ગ સિવાય અન્યમાર્ગની જે રીતે, જે ક્રિયાઓ જે સાધનરૂપ છે તે સર્વે પુષ્ટિમાર્ગના ફળને અવૃધ્ધ કરે છે, માટે દીનતા વિરોધી કોઈપણ કાર્ય કે ક્રિયાઓ કરવા નહીં તેનો ભાવ કે વિચારને મનમાં લાવવો નહીં.

 

 

એતન્માર્ગાગીકૃતૌ હિ હરિર્દૈન્યં વિવાર્દ્વયેત |
મહાદિજનકં દુષ્ટં નાશયત્યપિ લૌકિકમ્ ||૧૬||

 

 

એમ જોતા આ પુષ્ટિમાર્ગમાં જેમનો અંગીકાર કરવામાં આવ્યો છે, તેમનામાં જે કંઈ લોભ, મદ, અહંકાર વગેરે ઉત્પન્ન કરે એવા દુષ્ટ લૌકિક દોષોનો નાશ કરી શ્રી હરિ દીનતા પ્રગટ કરે જ છે,

 

 

સ્વાંગીકૃતેર્હિ નિવાહ: પ્રભુણૈવ વિધીયતે |
જીવા: સ્વભાવદુષ્ટા હિ પ્રચલેયુ: કથં તથા ||૧૭||

 

 

અતો દંડ પ્રદાનેન પિતવાડચરિત પ્રભુ : |
દંડોડપ્યનુગ્રહત્વેન મંતવ્યસ્તુ તદાશ્રિતૈઃ ||૧૮||

 

 

અર્થાત, પ્રભુએ જેમનો અંગિકાર કર્યો છે, તેનો નિર્વાહ પણ શ્રી પ્રભુ પોતે જ કરે છે. જીવ તો જન્મ અને સ્વભાવથી જ દુષ્ટ છે. શ્રી ઠાકોરજી નિજ અંગીકૃત જીવોનો નિર્વાહ પ્રથમથી જ કરતાં આવ્યા છે, કરે છે અને કરશે જ. જેથી જીવને ક્ષણનો પણ દુ:સંગ પ્રાપ્ત ન થાય. ક્યારેક એવું પણ બને કે શ્રી પ્રભુ પિતાની સમાન જીવને દંડ આપીને જીવનું જે સારું હોય તેજ કરે છે, માટે ભગવદ્આશ્રયવાળાને દંડ (શિક્ષા) થાય તો પણ તેમણે પોતાની ઉપર પ્રભુની અનુગ્રહ-કૃપા થયેલી જાણવી.

 

 

આ વિષયે શ્રી ગુંસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે,

 

 

વિજ્ઞપ્તિનો શ્લોક

 

“દંડ: સ્વકીયતાં મતવાત્યેવં ચોદિષ્ટ મેવ ન : |
અસ્માસુ સ્વીયતાં યત્ર કુત્ર યદા ક્દા ||”

 

 

એટલે કે, “આપ મને પોતાનો માનીને દંડ દેતા હો તો મને એ દંડ પણ પ્રિય જ છે, માટે હે પ્રભુ આપ મને આપનો જાણીને આપને યોગ્ય લાગે તે રીતે દંડિત કરશો.”

 

શ્રી પ્રભુ પોતાના ભક્તોને દંડ આપે તો દુઃખ થાય તો પણ તેને કૃપા-અનુગ્રહ જાણી શ્રી મહાપ્રભુજીનો આશ્રય ન છોડવો.

 

દંડદાનં સ્વકીયેષુ પરક્યેહયુપેક્ષણમ્ |
આર્તિરેવાડત્ર સતતં ભાવ્યા કૃષ્ણપરોક્ષત: ||૧૯||

 

 

અર્થાત, જે પોતાના હોય તેમને જ દંડ દેવાય છે. જ્યારે પારકાની ઉપેક્ષા કરાય છે. આમ અત્રે શ્રી કૃષ્ણ પરોક્ષ રીતે કહે છે કે જીવે હંમેશાં આર્તિ સહિતની વિરહ ભાવના કરવી.

 

 

અત્ર ભકતાર્તિર્દષ્ટ્ યૈવ મુદિતો હિ હરિર્ભવેત્ |
સંગો ભાવવતામેવ ભાવવૃદ્ધિર્યતો ભવેત ||૨૦||

 

 

અર્થાત, પ્રભુ ભક્તની વિરહભાવના જોઇને પ્રસન્ન થાય છે, માટે વૈષ્ણવોએ સદા સર્વદા હંમેશાં ભાવવાળા ભગવદીયોનો જ સંગ કરવો જેથી વૈષ્ણવો અને પુષ્ટિજીવોમાં ભાવની વૃદ્ધિ થાય. શ્રી મહાપ્રભુજી “નિરોધલક્ષણ” ગ્રંથમાં કહે છે કે, “જ્યારે પ્રભુ નિજ ભક્તોને તાપકલેશથી પીડાતા જૂએ છે, ત્યારે પ્રભુ પોતે કૃપાયુક્ત થાય છે અને તેમના હૃદયમાં સ્થિર થયેલો સર્વ નિજ આનંદ બહાર નીકળે છે.”

 

 

વ્યાધ્રસ્યાડગ્રે યથા દેહી તથા દુ:સગતો બિભેત |
દુ:સંગ એવ ભાવ્સ્ય નાશક: સર્વથા મત: ||૨૧||

 

 

અર્થાત, જેમ નાના પ્રાણીઑ વાઘ, સિંહ જેવા મોટા પ્રાણીઓનાં પ્રહારથી બીવે છે તેમ પુષ્ટિજીવોએ પણ દુ:સંગથી બીતા રહેવું જોઈએ. કારણ કે દુ:સંગ જ ભગવદ્ ભાવનો સર્વથા નાશ કરનાર મનાયો છે.

 

જેમ કે,

 

દુ:સંગશ્વયુતતા: સર્વે શ્રુતા હિ ભરતાદયહ |
દુ:સંગાન્નજદોષાભ્યમભૂદ્ભીષ્મો બહિર્મુખ: ||૨૨||

 

અર્થાત, હરણ જેવા સામાન્ય પ્રાણીનાં મોહમાં મહારાજ ભરત પણ ભાગવદ્ધર્મથી બહિર્મુખ થયા એવું આપણે સાંભળ્યું છે તો જે જીવ દુ:સંગનાં સંગમાં આવી જાય તો તેઓનું શું થાય? અને અહીં ફક્ત દુ:સંગની જ વાત નથી પણ દુ:સંગની જેમ અધર્મીનાં અન્નથી ઉત્પન્ન થયેલા દોષને કારણે પિતામહ ભીષ્મ પણ બહિર્મુખ થયા હતા.

 

લૌકિકાડભિનિવેશાન્તુ મનોનિષ્કાસનં સદા |
અલૌકિકસ્તુ તદ્દભાવસ્તેનાડપિ ચ વિનશ્યતિ ||૨૩||

 

માટે, હંમેશાં મનને લૌકિક આવેશથી દૂર રાખવું. અલૌકિક ભાવ તો એવો છે કે, જે લૌકિક આવેશનો નાશ કરે છે. જ્યાં જ્યાં લૌકિકમાં મન આશક્ત થાય તે સર્વેને દુ:સંગ જાણવો. તેનો ત્યાગ કરી પોતાના ભગવદ્ભાવની રક્ષા કરવી.

 

 

વૈરાગ્યપરિતાષૌ ચ હરદિ ભાવ્યો નિરંતમ |
તદભ્યાસાત્તુ મનસ: કદાચિન્નિર્ગતિસ્તત: ||૨૪||

 

 

એટલે કે, ચિત્તમાં હંમેશાં સંતોષ અને વૈરાગ્ય રાખવો આજ સંતોષ અને વૈરાગ્યનાં સતત અભ્યાસથી મન લૌકિકમાં પ્રવેશતું અટકશે અને કામ, ક્રોધ, વિષયનો નાશ થશે. દુ:સંગના દોષનો નાશ કરવા વૈરાગ્ય અને સર્વ પ્રકારનો સંતોષ હૃદયમાં ધારણ કરવો જેના કારણે મનમાં રહેલા લોભનો નાશ થાય છે.

 

 

કામાડભાવાય વૈરાગ્યં ચિત્યં ચેતસિ સર્વથા |
પરિતોષસ્ત્વલોભાય ભક્તૌ તાવેવ બાધકો ||૨૫||

 

 

અર્થાત, કામનાનો અભાવ થાય તે માટે સતત ચિત્તમાં વૈરાગ્યનું ખાસ ચિંતન કરવું. લોભ નિવૃત્તિ માટે સંતોષ સેવવો. કામ અને લોભ આ ઉભય ભક્તિમાં બાધક છે.

 

કામેને નિ્દ્વયવૈમુખ્યં લોભે પાખંડ સંભવ: |
ક્રોધસ્તુ મધ્યપાતિત્વાત્ મહાબાધક ઇષ્યતે ||૨૬||

 

એટલે કે, કામથી ઇન્દ્રિયો વિમુખ થાય છે અને લોભથી પાખંડનો સંભવ થાય છે. જ્યારે ક્રોધ, કામ અને લોભની વચ્ચે રહેલો છે. આ ત્રણે પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થવામાં બાધક છે.

 

 

આ વાત શ્રી મહાપ્રભુજી ‘સંન્યાસનિર્ણય’ ગ્રંથમાં આ પ્રમાણે કહે છે.

 

 

સન્યાસનિર્ણયનો શ્લોક

 

 

“સ્વયં ચ વિષયા ક્રાન્ત: પાષણ્ડી સ્વાત્તુ કાલત:”

 

 

એટલે કે, “પોતે વિષયથી આક્રાન્ત થઇ કાળે કરી પાખંડી થાય છે.” કામ ન પ્રાપ્ત થવાથી ક્રોધ થાય છે, તેમ લોભ સિદ્ધ ન થવાથી પણ ક્રોધ ઉદ્દભવે છે. ક્રોધ પછી મોહ થાય છે. આ વૃત્તિ અષ્ટ પ્રહર લૌકિકમાં આવેશ કરવાથી દૈન્યનો નાશ થાય છે.

 

યતો માર્ગીય સર્વસ્વદૈન્યભાવવિનાશક : |
દૈન્યં સર્વેષુ કૃષ્ણ સેવાકથા દિષુ ||૨૭||

 

બીજં યથા મંત્રશાસ્ત્ર તદ્યુક્ત્મખિલં ભવે ત્ |
તદભાવે ન સેવાદિ સકલં પુષ્ટિસાધકમ્ ||૨૮||

 

 

અર્થાત, દીનતા તો શ્રીકૃષ્ણની સેવા, કથા, સ્મરણ, શ્રવણ વગેરે કાર્યોમાં બીજરૂપ છે. જ્યારે ક્રોધ પુષ્ટિમાર્ગના સર્વસ્વ એવી દીનતાનો નાશ કરનાર છે.

 

જેમ મંત્ર શાસ્ત્રોમાં મંત્ર બીજરૂપ છે અને ફળ પ્રદાનકર્તા છે, તેમ બીજરૂપ દીનતાના અભાવે સેવા, સ્મરણ સર્વે પુષ્ટિમાં સિદ્ધ કરનારા થતા નથી. કારણ કે દૈન્યભાવ પુષ્ટિમાર્ગનું સર્વસ્વ છે અને સેવામાં દૈન્યભાવ વિના કંઈ જ ફળ સિદ્ધ થતું નથી. તેથી દૈન્યતાની ભાવપૂર્વક સેવા કરવી.

 

 

તસ્માદ્દ્ક્ષે ત્પ્રયત્નેન દૈન્યં ભક્તિયુતો નર: |
દૈન્યેન ગોપીકા: સિદ્ધ: કૌડિન્યોડપિ પરોક્ષત: ||૨૯||

 

 

માટે જ, ભક્તિમાન જીવે દિનતાનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ. ગોપીજનો કેવળ દીનતાથી જ સિદ્ધિને પામ્યાં. કૌંડિન્ય ઋષિ પણ પરોક્ષ રીતે સિદ્ધ પામ્યા.

 

 

ફલમત્ર હરેર્ભાવો વિરહાત્મા સદા મત: |
રસાત્મકત્વાત્ત્દ્રૂપે સર્વલીલાસમન્વિત: ||૩૦||

 

સ્વરૂપે તસ્ય સતતં સાક્ષાત્કરો વિશેષત: |
યુગપત્ સર્વલીલાનામનુંભૂતિઃ: પ્રજાયતે ||૩૧||

 

 

અર્થાત, અત્રે હરિ માટે વિરહાત્મક ભાવ ફલરૂપ માનવામાં આવેલ છે. વિરહાત્મક સ્વરૂપમાં રસાત્મક પણું હોવાથી સર્વ લીલા સાથે તે સમન્વિત થયેલો છે. આવી વિરહાત્મક ભાવનાથી સ્વરૂપમાં વિશેષ કરીને નિરંતર સાક્ષાત્કાર થાય છે. તેનાથી એકી સાથે સર્વ લીલાની અનુભૂતિ થાય છે. તેથી હૃદયમાં વિપ્રયોગભાવ રાખવો એજ પુષ્ટિમાર્ગમાં સિદ્ધ છે. સંયોગમાં તો જ્યાં સુધી દર્શન થાય ત્યાં સુધી જ સુખ છે. વિપ્રયોગમાં લીલાના ભાવમાં મગ્ન થવાથી સર્વત્ર સાક્ષાત લીલા સહિત સ્વરૂપનું નિરંતર દર્શન થયા કરે છે, તેથી તેનું સુખ સંયોગ સુખ કરતાં અધિક છે.

 

 

એવંવિજ્ઞાય મનસા પુષ્ટિમાર્ઞં વિભાવયેત |
પ્રાપ્તિ: શ્રીવલ્લભાચાર્ય ચરણાબ્જપ્રસાદત : ||૩૨||

 

અત: સ એવ સતતં સર્વભાવેન સર્વથા |
સુધિભિ: કૃષ્ણરસિકૈ: શરણીક્રિયતાં સદા ||૩૩||

 

 

આવું સમજી મનથી પુષ્ટિ માર્ગની ભાવના કરવી. શ્રીવલ્લ્ભાચાર્યજીનાં ચરણકમળની કૃપાથી ફળની પ્રાપ્તિ થાય છે. તેથી નિરંતર સર્વભાવથી નિશ્ચય શ્રીકૃષ્ણના રસને જાણનારા બુદ્ધિમંત પુરુષોએ શ્રી વલ્લભાચાર્યજીનું શરણ આશ્રય સ્વીકારવું જોઈએ.

 

 

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ પોતાના મનની ભાવના કોઈને કહેવી નહિ. અશેષ ભક્તિથી સારી રીતે જેના ચરણકમળની રજ રૂપ ધન સેવવા યોગ્ય છે. એવા શ્રી વલ્લભાચાર્યજીના ચરણનો આશ્રય પુષ્ટિમાર્ગીય ભગવદ્દીયને શ્રી કૃષ્ણધારામૃત ફળની સિદ્ધ છે. તેથી આચાર્યચરણ શ્રી વલ્લભાચાર્યજીનાં આશ્રયપૂર્વક વિપ્રયોગની ભાવના સર્વથા કરવી. મનમાંથી છળ કપટનો ત્યાગ કરી હૃદયમાં શ્રી કૃષ્ણચંન્દ્રનું શરણ સ્વીકારનારને તથા દૈન્ય નિ:સાધન થનારને પુષ્ટિમાર્ગીય ફળની નિશ્ચય પ્રાપ્તિ થાય છે.

 

 

આ ભાવ સાથે શિક્ષાપત્ર ચોત્રીસમું સંકલિત કરાય છે. વિશેષ જાણકારી માટે શિક્ષાપત્ર ગ્રંથનું અવલંબન અતિ જરૂરી છે.

 

 

શેષ … શ્રીજી કૃપા …

 

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૩૫)  ગોવર્ધન ગિરિ કંદરા …
સમય-મંગળા-સન્મુખનું પદ
રાગ- બિભાસ
રચના-ચતુર્ભુજદાસજી

 

 

 

govardhan 

 

ગોવર્ધન ગિરિ સઘન કંદરા,
રૈન નિવાસ કિયો પિયપ્યારી,

ઊઠી ચલૈ ભોર સુરતિ રંગભીને
નંદનંદન બૃષભાન દુલારી (૧)

 

ઇત બિગલિત કચ, માલ મરગજી,
અટપટે-ભૂષન, રગમગી સારી
ઇત હી અધર મસિ, ફાગ રહી ધસ,
દુહું દિસ છબિ લાગત અતિ ભારી (૨)

 

 

ઘુમતિ આવતિ રતિરન જીતિ
કરિની સંગ ગજવર ગિરિધારી
“ચતુર્ભુજ દાસ” નિરખી દંપતિ સુખ
તન, મન, ધન કીનો બલિહારી (૩)

 

 

સૌ પ્રથમ આ કીર્તનમાં રહેલાં વ્રજભાષાનાં કઠીન શબ્દો વિષે જાણી લઈએ.

 

સઘન-ઊંડી

કંદરા-ગુફા

રૈન-રાત

પિયપ્યારી– શ્રી યુગલ સ્વરૂપ (શ્રી ઠાકુરજી અને રાધાજી)

ભોર-સવાર, પ્રભાત

ઇતિ-આ તરફ

બિગલિત કચ– વિખરાયેલા વાળ સાથે

સુરતિ-દાંપત્યક્રીડા

મરગજી-ચંદનવાળી થયેલી

રગમગી-ચોળાયેલી

ઇત હી-તે તરફ

મસિ-મેશ, કાજલ

દુહું-બંને

છબિ-શોભા

હરિની-હાથિણી

ગજવર-મહા હાથિ

રતિરથ-પ્રેમયુધ્ધ

સારી-સાડી, ચુનરી

 

 

કથા

 

એક દિવસ ચતુર્ભુજદાસજીએ શ્રી ગુંસાઈજીચરણને પૂછ્યું જયરાજ શું શ્રી ઠાકુરજી શ્રી ગિરિરાજજીમાં લીલા કરે છે? ત્યારે શ્રી ગુંસાઈજીચરણ કહે કે હા ચતુર્ભુજદાસ ….શ્રી ઠાકુરજી તો સદૈવ પોતાની વિવિધ લીલામાં શ્રી ગિરિરાજજીને સહભાગી બનાવે છે. ત્યારે શ્રી ચતુર્ભુજદાસજીએ પૂછ્યું જયરાજ શું આપણને તેનાં દર્શન થાય? ત્યારે શ્રીગુંસાઈજી ચરણે હા કહી. બીજે દિવસે પ્રભાતે શ્રી ગુંસાઈજીએ શ્રી ચતુર્ભુજદાસજીને ભોરનાં સમયે શ્રીગિરિરાજજીની તળેટી પાસે આવેલ ફૂલવાડીમાંથી ફૂલ ચૂંટીને લઈ આવવાનું કહ્યું. શ્રી ગુરુચરણની આજ્ઞાને શિરોધાર્ય કરીને ચતુર્ભુજદાસજી શ્રી ગિરિરાજજીની તળેટીમાં ફૂલ ચૂંટવાને ગયાં ત્યારે તેમને એવા દર્શન થયા કે શ્રી ઠાકુરજી સ્વામીનિ શ્રી રાધિકા સાથે શ્રી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધારી રહ્યાં છે. ત્યારે આ યુગલસ્વરૂપ (પતિ-પત્ની)નાં દર્શન કરી શ્રી ચતુર્ભુજદાસજી…….. ગોવર્ધન ગિરિ સઘન કંદરા…….એ પદ ગાય છે.

 

ભાવાર્થ

 

શ્રી ગોવર્ધન પર્વતની ઊંડી કંદરામાં શ્રી યુગલ સ્વરૂપે રાત્રીનિવાસ કર્યો હતો. દાંપત્યક્રીડાનાં રંગથી રંગાયેલ શ્રી નંદનંદન અને શ્રી રાધેરાણી પ્રભાતનાં સમયે જાગીને કંદરામાંથી બહાર પધાર્યા ત્યારે શ્રી રાધેરાણીનાં વાળ વિખરાયેલા છે અને તેમની સારી ચોળાયેલી છે, જ્યારે શ્રી ઠાકુરજીનાં હૃદય પર ચંદનથી લેપાયેલી છે, તેમનાં અધર પર શ્રી સ્વામિનીજીનાં નેત્રોની કાજલ-મેશ લાગેલી છે. તેમનાં મસ્તકે બાંધેલી કઠણ ફાગ ઢીલી થઈ ભાલપ્રદેશ (કપાળ) પરથી સરકી ગઈ છે, બંને સ્વરૂપોની શોભા અવર્ણનીય રીતે સુંદર છે. જેમ પ્રેમરૂપી યુધ્ધ જીતી, હાથિણી સાથે મહાહાથીપાછો ફરે તેમ રાધિકાજી સાથે શ્રી ગિરિધરલાલ પધારી રહ્યા છે. ચતુર્ભુજદાસજી આ અલૌકિક યુગલ-દંપતિનાં અલૌકિક સુખને નિરખી, તેમનાં પર પોતાનું તન, મન, ધન વારી રહ્યા છે.

 

કીર્તન સાહિત્યનાં આધારે.  
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

 

|| શિક્ષાપત્ર ૩૩મું || … અને (૩૪) મંગલં મંગલં વ્રજભૂવિ મંગલમ્ … મંગળ ભાગ સર્યા બાદ ગવાતું પદ

|| શિક્ષાપત્ર ૩૩  મું || …

 

 

pushti prasad 36

 

 

બત્રીસમાં શિક્ષાપત્રનાં પ્રથમ પાંચ શ્લોક સુધી શ્રી હરિરાયજીચરણે પુષ્ટિજીવની અશુધ્ધિઓ જેવી કે કામવાસના, સ્નેહનો અભાવ, અહંકાર, લૌકિક કાર્ય અને વિષયો વિષે તત્પરતા, ભગવદીયોથી દૂર રહેવું, ભગવદ્લીલામાં દોષદૃષ્ટિ, કર્મ પ્રત્યેની જડવૃતિ વગેરેનું વર્ણન કર્યું છે, અને કહ્યું છે કે આવી અશુધ્ધિઓ ધરાવનાર જીવોનાં હૃદયમાં શ્રી પ્રભુ બિરાજતા નથી. ૬ થી ૧૦ માં શ્લોકમાં શ્રી હરિરાયજીચરણે કહ્યું છે કે અનન્યાશ્રય, હૃદયની શુધ્ધતા, પ્રભુની લીલાનું ચિંતન કરવું, વૈષ્ણવો, તાદ્રશીજનો અને ભગવદીય જનોનો સંગ કરવો, કાપ્ટ્યરૂપ લૌકિક જીવન રાખવું અર્થાત લૌકિકમાં રૂચિ ઓછી અને અલૌકિકમાં રુચિ વધારે એવા પુષ્ટિજીવના હૃદયમાં શ્રી પ્રભુ આનંદપૂર્વક બિરાજે છે. આજ ભાવને વધુ સાતત્યપૂર્વક શિક્ષાપત્ર ૩૩માં નવ શ્લોકોથી અલંકૃત કર્યા છે.

 

 

પ્રથમ શ્લોકનું નિરૂપણ કરતાં શ્રી હરિરાયજી ચરણ કહે છે કે

 

 

અસ્મિનમાર્ગે પ્રભોરિચ્છામાત્રં સર્વત્ર કારણમ્ ।
સૈવ ચાવરણં યાવત્ પ્રતિકૂલં ફલે નિજે ।।૧।।

 

 

અર્થાત, આ પુષ્ટિમાર્ગમાં સર્વત્ર કેવળ પ્રભુની ઈચ્છા જ કારણરૂપ છે. પ્રભુની ઈચ્છા જીવને ફળદાન કરવાની ન હોય તો ફલ પ્રાપ્ત થતું નથી. પ્રભુ ઈચ્છે તો જ આ બધુ મળે છે, કારણ કે પ્રભુને માટે કશું જ અશક્ય નથી. કોઈપણ જાતિ, વર્ણ કે ધર્મથી રહિત હોવા છતાં પણ ફળનું દાન કરે છે, પણ પુષ્ટિમાર્ગમાં શરણે આવેલ જીવને પ્રભુ ફલનું દાન અવશ્ય કરે છે. બીજા શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે

 

 

તદાવરણનાશસ્તુ દૈન્યાદેવ હરૌ કૃતાત્ ।
સ દીનેષુ નિજામિચ્છામનુકૂલાં કરોતિ હિ ।।૨।।

 

 

અર્થાત, જો શ્રી પ્રભુની ઈચ્છા જ ફળ આપવામાં આવરણ રૂપ હોય તો, આ આવરણનો નાશ કરવો હોય, તો પ્રભુ પ્રત્યે દીનતા રાખવી એજ સાચો અને સચોટ ઉપાય છે. આવા જ દીન ભક્તજનો પ્રત્યે જ શ્રી પ્રભુ પોતાની ઈચ્છા અનુકૂળ કરે છે. શ્રી હરિની સાથે જ્યારે જ્યારે દીનતા આવે ત્યારે આવરણનો નાશ થાય અને ભગવાન સાથે સંબંધ થાય છે. તેથી જીવનો પ્રભુની સેવામાં અંગીકાર થાય છે. શ્રી હરિરાયજીચરણ કહે છે કે જ્યારે જીવમાં દીનતાથી દાસભાવ આવે છે ત્યારે પ્રભુની પણ પોતાના જીવ પ્રત્યેની ઈચ્છા આપોઆપ અનુકૂળ થઈ જાય છે જેને કારણે અંગીકૃત જીવને સર્વ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વાતને સમજાવતા શ્રી હરિરાયજીચરણ ત્રીજા શ્લોકમાં કહે છે કે

 

 

તદાનુકૂલ્યે દાસાનાં કિં ફલં દુર્લભં મતમ્ ।
કૃપા ચ જાયતે દીને લોકસિધ્ધનિદર્શનાત્ ।।૩।।

 

 

અર્થાત જો પ્રભુની ઈચ્છા અનુકૂળ થાય તો દાસને કોઈપણ ફળ દુર્લભ હોતુ નથી, અને આમ પણ લૌકિકમાં દીન પ્રત્યે સૌ કોઈ દીનભાવ રાખે જ છે.

 

 

અતો દૈન્યં હિ માર્ગેસ્મિન્ પરમં સાધનં મતમ્ ।
અભિમાનો મદશ્ચાપિ સતતં તકિરોધિનૌ ।।૪।।

 

 

અર્થાત આ માર્ગમાં દીનતા જ સાધનરૂપ ગણાય છે. અભિમાન અને મદ-અહંકાર આ બંને હંમેશા દીનતાનાં વિરોધી છે. તેથી,

 

 

તૌ વિજ્ઞાય પ્રયત્નેન પરિત્યાજ્યૌ ફલાર્થિભિઃ ।
દૌષ્ટયં સમસ્તેન્દ્રિયાણાં સાધનૈરેવ નાશયેત્ ।।૫।।

 

 

અર્થાત પુષ્ટિમાર્ગીય ઈચ્છાવાળા જીવોએ અભિમાન અને મદને જાણીને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ, અને સર્વ ઇન્દ્રિયોને સાધન તરીકે ઉપયોગ કરીને તેમની દુષ્ટતાનો નાશ કરવો જોઈએ.

 

 

અત્રે આ શ્લોકનુ વિવેચન કરતા શ્રી હરિરાયજીચરણ સમજાવે છે કે પુષ્ટિમાર્ગમાં પરમ સાધન દૈન્ય એક જ છે. દૈન્યભાવનાથી સર્વ સમર્પણ કરાય છે. જેને દીનતા સિધ્ધ થઈ તેને જ આ પુષ્ટિમાર્ગનુ ફળ પ્રાપ્ત થાય છે. અભિમાન અને સંસાર મદ આ ઉભય પુષ્ટિમાર્ગીય ફળનાં અવરોધી છે. અભિમાનથી પુષ્ટિમાર્ગીય ભગવદીયનુ દાસત્વ ક્ષીણ થઈ જાય છે. ઇન્દ્રિયોને સંસારનાં આવેશથી દૂષિત થતાં અટકાવવાની જરૂર છે, માટે જ શ્રી આચાર્યચરણ કહે છે કે ઇન્દ્રિયોને પ્રભુ પ્રત્યેની સેવાર્થે અને કાર્યર્થે વિનિયોગ કરવો જોઈએ. સર્વે ઇન્દ્રિયોને લૌકિક આસક્તિથી દૂર કરી શ્રી પ્રભુનાં કાર્યો અર્થે વાપરવી દા.ખ જીભને કોઈ જીવોની નિંદા ન કરતાં ભગવદનામ ઉચ્ચારણ અર્થે વ્યસ્ત રાખવી  કરવું જોઈએ. એ જ પ્રમાણે અન્ય ઇન્દ્રિયોનો પણ પ્રભુનાં કાર્યર્થે ઉપયોગ થવો જોઈએ. (હાથ, પગ, કાન, આંખ )

 

 

અથવાશ્રયમાત્રેણ નાશયિષ્યતિ મત્પ્રભુઃ ।
નિજાચાર્યોશ્રિતાનાં તુ દોષા વહ્યિ સ્વરૂપતઃ ।।૬।।

 

 

અર્થાત જો જીવ આમ કરવાને (ઇન્દ્રિયો અંકુશીત) શક્તિમાન ન હોય તો તેણે પોતાના આચાર્યચરણનો આશ્રય કરવો. શ્રી આચાર્યચરણ પોતે અગ્નિ સ્વરૂપ હોવાથી,

 

 

સંબંધમાત્ર તો ભસ્મીભવંતિ ક્ષણમાત્રતઃ ।
અતઃ સ્વાચાર્યમાતૈકશરણનૈસ્તત્પરાશ્રિતૈઃ ।।૭।।

 

 

આશ્રિત સેવકના દોષોને સંબંધમાત્રથી બાળીને ભસ્મીભૂત કરશે. આથી આપણાં આચાર્યચરણનો અને આપણાં આચાર્યચરણને પ્રમાણિત હોય તેવા વૈષ્ણવોનો આશ્રય કરવો જોઈએ. તથા આજ ભાવને વધારે તે માટે આચાર્યચરણ ભાવપૂર્વક સમજાવતાં કહે છે કે

 

 

તદ્રગ્રંથાર્થાવબોધાર્થવિહિતા તિ પ્રયત્નકૈઃ ।
દુઃસંગવર્જિતૈઃ સંગસમ્પ્રાપ્ત્યા શાયુ તૈરપિ ।।૮।।

 
સ્થેયં સેવાપરૈરન્યાશ્રયત્યાગ વિચક્ષણૈઃ ।
કામલાભાહિદોષૈકપરિત્યાગેચ્છુભિઃ સદા ।।૯।।

 

 

અર્થાત આચાર્યશ્રીના ગ્રંથોનો અર્થ સમજવા પ્રયત્ન કરવો, દુઃસંગનો ત્યાગ કરવો, સાથે સાથે ભગવદ્પ્રાપ્તિની આશાવાળા થઈ સેવામાં રત રહેવું, અને અન્યાશ્રયનાં ત્યાગમાં વિચક્ષણ એવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, અભિમાન વગેરે દોષોનો પરિત્યાગ કરવો.

 

 

આમ અત્રે આ ૩૩ માં શિક્ષાપત્રમાં પુષ્ટિમાર્ગનાં ફળમાં આપણાં પ્રભુની જ ઈચ્છા નિયામક છે માટે પ્રભુ ફળ દાન કરવાની ઈચ્છા કરે તે માટે વૈષ્ણવોએ દીનતા રાખવી જરૂરી છે. કારણ કે પ્રભુ ધર્મ, ગુણ, જાતિ વગેરે વિષે ન વિચારતા કેવળ અને કેવળ દૈન્યતા ભરેલ જીવો તરફ ખેંચાઇ જાય છે. તેથી જ જીવોએ પોતાની અંદર રહેલા અહંકાર, મદ વગેરે તમામ દોષોને છોડવા જોઈએ. શ્રી આચાર્યચરણ કહે છે કે જ્યારે જીવ પોતાની અંદર રહેલા આ દોષોને સ્વયં દૂર કરી શકતો નથી ત્યારે તેણે શ્રધ્ધાપૂર્વક આચાર્યચરણનો આશ્રય કરી લેવો કારણ કે ગુરુચરણમાં દ્રઢ આશ્રયભાવ રાખવાથી જીવમાં રહેલા તમામ દોષો આપમેળે દૂર થઈ જાય છે. શ્રી હરિરાયજીચરણ કહે છે કે ગુરુચરણોમાં દ્રઢ આશ્રય મેળવવા માટે વૈષ્ણવોએ માર્ગનાં ગ્રંથોનું વાંચન શ્રધ્ધા અને વિશ્વાસપૂર્વક કરવું જરૂરી છે. આ ગ્રંથોને સમજવાથી આચાર્યચરણમાં દ્રઢ આશ્રયભાવ સ્થિર થશે જેને કારણે જીવમાં દૈન્યતા આવશે અને અન્યાશ્રયભાવ આપમેળે છૂટી જશે.

 

 

આ ભાવ સાથે અહીં ૩૩ મુ શિક્ષાપત્રનું સંકલન પૂર્ણ કરાય છે. પરંતુ શિક્ષાપત્રનાં સારને ભાવપૂર્વક સમજવા માટે મૂળ ગ્રંથનું વાંચન કરવું જરૂરી છે.

 

 

 

શેષ શ્રીજી કૃપા …

 

 

 

સંકલન : શ્રી વ્રજનિશ શાહ.
બોયડસ્. મેરીલેન્ડ.યુ એસ એ.

 

[email protected]
[email protected]

 

સંલેખ પ્રાપ્તિ : પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
email: [email protected]

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે…

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

 vraj land

 

 

(૩૪) મંગલં મંગલં વ્રજભૂવિ મંગલમ્ …
મંગળ ભાગ સર્યા બાદ ગવાતું પદ

કવિ- શ્રી વિઠ્ઠલનાથજી ગુંસાઈજીચરણ.
રાગ- ભૈરવી

 

 

મંગલં મંગલં વ્રજભૂવિ મંગલમ્ ।
મંગલમિહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તનમેતદ્રુચિરોત્સંગ
સુલાલિત પાલિત રૂપમ્ ।।૧।।

 

શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિસારં નામ સ્વાર્તજનાશયઃ
તાપાપહમિતિ મંગલ રાવમ્ ।
વ્રજસુંદરી વયસ્ય સુરભિવૃંદ મૃગીગણ નિરુપમ્ભાવાઃ
મંગલસિંધુ ચયાય ।।૨।।

 

મંગલમિષત્ સ્મિતયુતમીક્ષણભાષણમુન્નત નાસાપુટ
ગત મુક્તાફલ ચલનમ્ ।
કોમલ ચલદંગુલિદલ વેણુનિનાદ વિમોહિત
વૃંદાવન ભુવિ જાતાઃ ।।૩।।

 

મંગલ મખિલં ગોપી શિતુરીતિ મંથર ગતિ વિભ્રમ
મોહિત સ્થિત ગાનમ્ ।
ત્વં જય સતતં ગોવર્ધનધર પાલયઃ નિજદાસાન્ ।।૪।।

 

 

આ પદ શ્રી વિઠ્ઠલનાથજીએ સંસ્કૃતમાં ગાયેલ છે. આ પદમાં કહેવામાં આવ્યું છે કે વ્રજભૂમિ મંગળ છે, વ્રજભૂમિમાં સર્વસ્વ મંગળ છે, વ્રજભુવિમાં સદા સર્વદા મંગળ છે.

અહીં શ્રીનંદ યશોદા મંગલ છે, તેમનાં નામ સંકીર્તન મંગલ છે, તેમની સુંદર વાત્સલ્યભરી ગોદમાં સારી રીતે જે ખેલી રહ્યાં છે અને જે સુંદર રીતે પોષાઈ રહ્યાં છે તે ઠાકુરજીનું સ્વરૂપ મંગલ છે.

 

(૧)શ્રી સ્વામિનીજી સહિત શ્રી કૃષ્ણ એ વેદની સર્વ શ્રુતિઓનાં ગુણગાનનો સાર છે. તેમનું નામ તેમનાં વિરહાતુરજનોનાં સર્વ તાપ-પાપનો નાશ કરનાર મંગલ છે.

 

(૨)અહીં વ્રજભક્તો સ્મિત સહિત શ્રી ઠાકુરજીને નિરખતાં, શ્રી ઠાકુરજી સાથે મધુર વાતો કરે છે ત્યારે તેમની સુંદર નાસિકામાં ધરેલ નકવેસરનું ગજમોતી આમતેમ ઝૂલે છે. શ્રી દેવદમનજીની કોમલ આંગળીઑથી થતો વેણુનાદ વૃંદાવનમાં સર્વેને વિશેષ મોહિત કરે છે.

 

(૩)સર્વે ગોપીજનો મંગલ છે, તેઓ મંથર ગતિએ ચાલે છે. તેઓ શ્રી ઠાકુરજીમાં મોહિત થઈ, સ્થિર બની ગાન કરે છે. હે દેવદમન ગોવર્ધનધર ! આપનો સદૈવ જય થાય તમે તમારા દાસોનું, આપને શરણે આવેલા આ જીવોનું રક્ષણ કરો.

 

(૪)  શ્રી ગુંસાઈજી રચિત આ પદમાં………. શ્રી ભાગવતજી  આ પદમાં પૂરા દશમ સ્કંધનો ભાવ સમાયેલો છે.

 

કીર્તન સાહિત્યનાં આધારે.
 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

email: [email protected]

 

   

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …