કુરાન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ (કભી કભી) ….

કુરાન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ (કભી કભી) ….

 

 

mariyam geeta

મરિયમ આસિફ સિદ્દકી.

તે એક મુસ્લિમ બાળા છે.

મુસ્લિમ પરિવારમાં જન્મી છે. તેને બચપણથી જ પ્રેમ અને શાંતિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તેના પિતા પત્રકાર હોઈ તેમને પુત્રીને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં કોઈ કસર બાકી રાખી નહોતી, નાનકડી મરિયમને પણ ભણવાનો, વાંચવાનો જબરદસ્ત શોખ હતો. તેના હાથમાં જે પુસ્તકો આવે તે વાંચી નાંખતી. સ્કૂલના પાઠયપુસ્તકો ઉપરાંત ઘરમાં આવતાં સામયિકો અને સાહિત્ય પુસ્તકો પણ વાંચતી.

મરિયમે પાંચ વર્ષની વયે જ મમ્મી-પપ્પાની સાથે દિવ્ય કુરાન વાંચવા માંડયું. શરૂ શરૂમાં કેટલુંક સમજમાં ના પણ આવતું. એને ના સમજાય ત્યારે તો તેનો અર્થ પપ્પાને પૂછી લેતી. મરિયમ સ્કૂલમાં તેના ક્લાસમાં હંમેશાં પ્રથમ નંબરે રહેતી, પરંતુ કેટલાક દિવસો બાદ એવી કેટલીક બાબતો ધ્યાનમાં આવતા તેના પિતા ચિંતિત થઈ ગયા. એ વખતે તે નવ વર્ષની હતી. એક દિવસે મરિયમે તેના પિતાને પૂછયું : ”પપ્પા, મારા ક્લાસમાં મોટા ભાગે હિંદુ છોકરાઓ જ કેમ છે?”

મરિયમના આ પ્રશ્નથી તેના પિતા વિચારમાં પડી ગયા. તેમણે વિચાર્યું કે, મરિયમ હજુ નાની છે અને ધર્મની બાબતમાં તેના મનમાં કોઈ સંશય હોવો ના જોઈએ. એ જ દિવસે તેમણે પોતાની દીકરીને બીજા ધર્મોની બાબતમાં પણ શિક્ષણ આપવાનું વિચાર્યું.

મરિયમ આમ તો રોજ કુરાન પઢતી હતી પરંતુ તેના પપ્પાએ બીજા ધાર્મિક ગ્રંથો જેવા કે બાઈબલ, ગીતા અને ગુરુ ગ્રંથ સાહેબ પણ લાવીને તેને આપ્યા. તેઓ ચાહતા હતા કે બાળકી બીજા ધર્મોનું પણ જ્ઞાાન લે, જેથી તે મોટી થાય ત્યારે સમાજના અન્ય લોકો સાથે હળવા-મળવામાં કોઈ મુશ્કેલી ના આવે. એ પછી મરિયમ હવે ગીતા વાંચવા લાગી.

શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોક સમજવામાં તેને મુશ્કેલી પડવા લાગી તો તેણે ગીતાના અંગ્રેજી અનુવાદનો સહારો લીધો. ગીતાના સંદેશથી તે પ્રભાવિત થઈ. ગીતા ઉપરાંત તે બાઈબલ પણ વાંચવા લાગી. કુર્આન ઉપરાંત તે ગીતા તથા બાઈબલ પણ વાંચતી હોઈ સ્કૂલમાં તથા મહોલ્લામાં તેની ચર્ચા થવા લાગી. બધાંને આશ્ચર્ય એ વાતનું હતું કે, સ્કૂલના અભ્યાસ ઉપરાંત મરિયમને ધાર્મિક ગ્રંથો વાંચવાનો સમય કેવી રીતે મળે છે?

મરિયમ કહે છે : ‘કેટલાક ધાર્મિક ગ્રંથો વાંચ્યા બાદ માલૂમ પડે છે કે, દરેક ધર્મ, પ્રેમ અને અહિંસાની શીખ જ આપે છે. માનવતાથી વધુ મોટો કોઈ ધર્મ નથી. એક પણ ધર્મ બીજાઓ પ્રત્યે નફરત કરવાની રજા આપતો નથી. અગર લોકો પોતે ધર્મના છે તે ધર્મના ગ્રંથ ઉપરાંત બીજા ધર્મોના ગ્રંથોનો અભ્યાસ કરે તો દુનિયામાં ધાર્મિક નફરતનું નામોનિશાન નહીં રહે?’

માત્ર ૧૨ વર્ષની વયની મરિયમ મુંબઈની કોસ્મોપોલિટન સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેને ઉર્દૂ, હિંદી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સારી સમજ છે. તે જેટલી શ્રદ્ધાથી કુર્આનની આયાતો પઢે છે એટલી જ સહજતાથી ગીતાના શ્લોક પણ બોલી શકે છે. થોડા સમય પહેલાં તેની સ્કૂલમાં એક ઘોષણા કરવામાં આવી કે ભગવદ્ ગીતા ચેમ્પિયનશીપ માટે એક સ્પર્ધા યોજાશે. તેમાં ભાગ લેવો ફરજિયાત નથી પરંતુ જેની ઈચ્છા હોય તે નામ નોંધાવી શકે છે. મરિયમને આ સ્પર્ધાની ખબર પડતાં જ તે ખુશ થઈ ગઈ. ગીતા તેની પસંદગીનું ધાર્મિક પુસ્તક હતું.

ઘેર આવીને તેણે તેના પપ્પાને કહ્યું: ‘ પાપા, હું શ્રીમદ્ ભગવદ્ ગીતા ચેમ્પિયનશીપની સ્પર્ધામાં ભાગ લેવા માંગું છું ?

તેના પપ્પાએ કહ્યું : ‘બેટા, તને લાગતું હોય કે તું ગીતા સમજે છે તો તું અવશ્ય તે સ્પર્ધામાં ભાગ લે.’

આ સ્પર્ધા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્સિયસનેસ (ઈસ્કોન) દ્વારા આયોજિત હતી. તેમાં છઠ્ઠા ધોરણથી દસમા સુધીનાં પાંચ હજાર બાળકોએ ભાગ લીધો. તૈયારી માટે સંસ્થા તરફથી બાળકોને ‘ગીતા’ સંબંધી પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. મરિયમે એ તમામ પુસ્તકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. સ્પર્ધા મુશ્કેલ હતી. શ્રીમદ્ ભગવદ્ ગીતા આમેય એક ગહન ગ્રંથ છે. મરિયમ કહે છેઃ ‘આ સ્પર્ધા માટે મને મારા ટીચરે બહુ જ મદદ કરી. મેં સંસ્કૃતના શ્લોકો યાદ કર્યા. મારા ટીચરે અઘરા શ્લોકોનો અર્થ સરળ શબ્દોમાં સમજાવ્યો. મને લાગ્યું કે મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થયો હતો તેમાં જીવનનો સાર છુપાયેલો છે.’

કલાસ ટીચર સપના બ્રહ્માંડકર કહે છેઃ ‘મરિયમ ભણવામાં ખૂબ હોશિયાર છે જ્યારે ગીતા ચેમ્પિયનશીપની સ્પર્ધા આવી ત્યારે તેણે ખૂબ પરિશ્રમપૂર્વક અભ્યાસ કર્યો. તે અત્યંત શિસ્તબદ્ધ બાળકી છે અને તેની પર નાજ છે.’

મરિયમે ગીતા ચેમ્પિયનશીપમાં ઉત્સાહભેર ભાગ લીધો અને પરિણામ આવ્યું ત્યારે બધા જ આશ્ચર્યચક્તિ થઈ ગયા. મરિયમ તમામ બાળકોમાં પ્રથમ નંબરે આવી. તેને ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મળ્યા. મરિયમના ચહેરા પર ખુશી હતી. તે કહે છેઃ ‘મેં ગીતાનું અધ્યયન એટલા માટે નહોતું કર્યું કે હું ચેમ્પિયનશીપ જીતું. પણ મેં ગીતા એટલા માટે વાંચી કે હું તેને સમજી શકું અને તેના સંદેશને જીવનમાં ઉતારી શકું.’

એ પછી મરિયમ આસિફ સિદ્દકી આખા દેશમાં ‘ગીતા ચેમ્પિયન’ના નામે મશહૂર થઈ ગઈ. મહારાષ્ટ્રની વિધાનસભામાં તેને સન્માનિત કરવામાં આવી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મરિયમને પોતાના કાર્યાલયમાં બોલાવી તેનું સન્માન કર્યું.

મરિયમ કહે છે : ‘હું જે કાંઈ કરી શકી છું તે મારા મમ્મી-પપ્પાના કારણે કરી શકી છું. અમે ઘરમાં ચાર ભાઈ-બહેન છીએ. અમને બધાંને એ જ શીખવવામાં આવ્યું છે કે, આપણે બધાએ બીજા ધર્મોનું પણ સન્માન કરવું જોઈએ.’

મરિયમને શેર-શાયરીનો પણ શોખ છે. એક મશહૂર શાયરની પંક્તિઓ સંભળાવતા તે કહે છેઃ ‘મેં અમન પસંદ હૂં મેરે શહેર મેં દંગા રહેને દો, મત બાંટો મુઝે લાલ ઔર હરે રંગ મેં, મેરી છત પે ત્રિરંગા રહેને દો.’

મરિયમની મા ફરહાના કહે છે : મારી દીકરીને દેશમાં આટલું સન્માન- પ્રેમ મળ્યાં તેથી હું ખુશ છું. એવી ઉમ્મીદ કરું છું કે બાકી લોકો પણ પોતાના બાળકોને એવી જ તાલીમ આપે જેથી દેશમાં કાયમ માટે અમન સ્થપાય.’

મરિયમ કહે છે : ‘કુરાન અને ગીતા બેઉ મને પસંદ છે.’

દેશના નેતાઓ જ્યારે ધર્મના નામે વોટ બેંક ઊભી કરે લોકોને વિભાજિત કરી રહ્યા છે ત્યારે એક નાનકડી દીકરી મરિમય તેમનાથી વધુ શ્રેષ્ઠ છે. આપણે ઈચ્છીએ કે એક દિવસ મરિયમ દેશની નેતા બને. સહુથી મોટી નોંધપાત્ર વાત એ છે કે મરિયમને ઉત્તર પ્રદેશની સરકારે રૂ.૧૧ લાખનું ઈનામ મોકલ્યું પરંતુ મરિયમે તે રકમ સવિનય પાછી મોકલીને સરકારને જણાવ્યું કે આ રકમ જરૂરિયાતવાળા ગરીબ બાળકો માટે વાપરવી.

– દેવેન્દ્ર પટેલ

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી દેવેન્દ્ર પટેલ  નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  LIKE US / contact  us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મકરસંક્રાંતિની મહત્તા અનેરી….

મકરસંક્રાંતિની મહત્તા અનેરી….

Displaying blob.jpgDisplaying blob.jpgInline image
સંક્રાંતિ…. આપણે ત્યાં સંક્રાંતિનું ઘણું જ મહત્વ હોય છે. એમાં યે આખા વર્ષ દરમ્યાન તો અનેક સંક્રાંતિઓ આવે છે પણ પોષ સક્રાંતિ અને મેષ સંક્રાંતિ બે મુખ્ય સંક્રાંતિ કહેવાય છે. આ બે સંક્રાંતિઓમાં પણ પોષીસંક્રાંતિનું આપણે ત્યાં અલગ જ મહત્વ છે. આ પોષી સંક્રાંતિ તે મકર રાશિમાં જતી હોવાથી આ દિવસ મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે અને આ દિવસે સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસ ઉત્તરાયણ તરીકે પણ ઓળખાય છે. આમ આપણે કહી શકીએ છીએ કે ભારતનાં મહત્વપૂર્ણ ઉત્સવોમાંમકરસંક્રાંતિનું એક અલગ સ્થાન રહેલું છે. આ સંક્રાંતિ એવી છે જેમાં લોકો સામાજીકતા,આધ્યાત્મિકતાને, ધર્મ, ખગોળ વિજ્ઞાન, નિશ્ચલતા, અચલતા અને ગતિશીલતાને મહત્વ આપે છે. સંસ્કૃતમાં સંક્રાંતિનો અર્થ “ગતિ” તરીકે કરેલો છે. ગતિ હંમેશા આપણાં જીવન સાથે નિહિત થયેલી હોય છે, તેથી જીવન આવે છે અને જાય છે. આ જીવનની ગતિ યુગોયુગોથી ચાલ્યાં જ કરે છે. આપણે આ પૃથ્વી ઉપર આવ્યાં તે પહેલા પણ કોઈ અહીં હતું અને આપણે જઈશું પછી પણ અહીં કોઈ હશે. આ વાતનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક જીવ સાથે ગતિ અને ગતિ સાથે જીવન જો જોડાયેલું ન હોત તો આ સૃષ્ટિમાં પરાવર્તન જ ન આવત. આ પરાવર્તનને આપણે વિરામ તરીકે ઓળખી શકીએ છીએ. કારણ કે પ્રત્યેક વિરામ પછી એક નવી ગતિશીલતાનો જન્મ થાય છે. પરંતુ આ દરેક ગતિનો એક સુનિશ્ચિત સમય હોય છે અને આ સુનિશ્ચિત સમય સુધી ગતિશીલતા સારી લાગે છે કારણ કે વધુ પડતી ગતિશીલતા મુશ્કેલીઓ બનીને આવે છે. બ્રહ્માંડની આ ગતિશીલતાને કારણે ઋતુચક્ર, વાતાવરણ અને રાત-દિવસમાં જે મહત્વપૂર્ણ બદલાવ આવે છે તેને આપણે હંમેશા મહેસૂસ કરતાં હોઈએ છીએ. દા.ખ દર ૨૨ મી ડિસેમ્બરે પૃથ્વીની ગતિ તેની ચરમવસ્થા ઉપર પહોંચી જાય છે. આ દિવસ પછી સૂર્યની ગતિ ઉત્તર તરફ વધતી જાય છે, જેને કારણે પૃથ્વી ઉપર વાતાવરણ બદલાવવાનું શરૂ થઈ જાય છે. એમાંયે મકર સંક્રાંતિ પછી ઠંડી ઓછી થવા લાગે છે અને ઉષ્મા વધવા લાગે છે. ઉપરોક્ત વાતને ટૂંકમાં જ કહું તો જ્યારે જીવો ચાલવાનું બંધ કરી દેશે તેદિવસથી ગતિ પણ સ્થિર થઈ જશે, પણ બ્રહ્માંડ એવું થવાં દેતું નથી. તેથી સંસાર સ્થિર હોવાં છતાંસ્થિર નથી. જેની ગતિ છે, જેનાંથી જીવન અને જીવો સતત ચાલ્યા કરે છે તે ચક્રને સંક્રાંતિ તરીકેઓળખવામાં આવે છે”.
 
એક સમય હતો કે જ્યારે મનુષ્ય કેવળ એજ શિકાર કરીને ખાઈ શકતો હતો, જે રૂપમાં પૃથ્વી તેને દેતી હતી. પણ પાછળથી મનુષ્યએ પૃથ્વી પાસેથી શું કેવી રીતે મેળવી શકે છે તે શીખ્યું. મનુષ્યે પૃથ્વી પાસેથી જે હાંસિલ કરવાની પ્રક્રિયા શીખી તે કૃષિ તરીકે ઓળખાવાઈ. આ કૃષિ સંસ્કૃતિનો દિવસ તે મકર સંક્રાંતિને અર્પણ કરવામાં આવ્યો છે. આ દિવસ આપણને યાદ દેવડાવે છે કે વર્તમાન અને ભવિષ્યને ચૈતન્યતા અને જાગરૂકતાની સાથે ઉજવવો જોઈએ. કારણ કે અત્યારે આપણે જે અનાજ મેળવ્યું છે તે અનાજ તો ગયા વર્ષે જે વાવેલું હતું તે છે, પણ જો હવે નવા વર્ષે ફરી અનાજ વાવવું હશે તો આ વર્ષે ફરી નવી યોજના સાથે,પશુઓ અંગે વિચારીને, તેમજ ભવિષ્યમાં થનારા નફા-નુકશાનને સમજીને નવા અનાજનો પાક લેવાનો હોય છે તે વાતની સમજણ મકરસંક્રાંતિનાં દિવસથી શરૂ થાય છે. માટે આ દિવસે આપણે એ દરેક વસ્તુનો આભાર માનીએ છીએ જેનો આપણે ખેતી કરવા માટે સાધનો પ્રાણીઓ અને પંચતત્ત્વ સહિત અનાજ ઉગાવવા માટે ઉપયોગ કર્યો છે. આ દિવસ અને આ તહેવાર કૃષી અને કૃષકની ગતિશીલતાને ઉજાગર કરતો હોવાથી શાસ્ત્રો કહે છે કે જે મનુષ્ય જીવનમાં સ્થિર રહે છે તેને માટે ગતિશીલતા એ ઉત્સવ છે જ્યારે જે મનુષ્ય જીવનમાં સ્થિર નથી તેમને માટે ગતિશીલતા એ સંઘર્ષરૂપ છે કારણ કે તે ગતિશીલતાની અંદર રહેલાં શિવને સમજી જ શકતો નથી. મકર સંક્રાંતિના ઉત્સવ સાથે જોડાયેલાં અચલતા, ગતિશીલતા આ બધાં જ શબ્દોને જાણીએ તો આ ઉત્સવ એ આપણી જ ભીતર રહી આપણને નિશ્ચલતાનો અનુભવ કરાવે છે.
અંતની ખિચડી.:- મકરસંક્રાંતિનાં દિવસોમાં વિવિધ ધાન્યની ખિચડી ખાવાનો રિવાજ છે. માન્યતા છે કે આ રિવાજ ગુરુ ગોરખનાથ દ્વારા શરૂ કરવામાં આવેલો. ઇતિહાસ છે કે અલાઉદ્દીન ખિલજીનાં આક્રમણ દરમ્યાન નાથ યોગીઓને  ખિલજીનાં સૈન્ય સાથે વારંવાર લડાઈમાં ઊતરવું પડતું હતું. તેથી આ સમય દરમ્યાન નાથયોગીઓને ભોજન બનાવવાનો સમય રહેતો ન હોવાથી યોગીઓ અર્ધભૂખ્યા રહી જતાં હતાં. આથી આ પરિસ્થિતીને પહોંચી વળવા માટે ગુરુ ગોરખનાથે દાળ, ચોખા અને શાકભાજી સાથે જ રાંધી નાખવાની આજ્ઞા કરેલી જેથી કરીને સમયની બચત થાય અને યોગીઓ ઝડપથી જમી લે. આ રીતે સમયને બચાવનારા વ્યંજનથી યોગીઓને તરત જ ઉર્જા પ્રાપ્ત થતી જતી હોઈ તેઓને પોતાની સમસ્યાનું સમાધાન મળી ગયું. ખિલજી સાથેનો સંઘર્ષ પૂરો થયા બાદ તેમણે પોતાનાં રોજિંદા ખોરાકમાં ખીચડીને કાયમી સ્થાન આપ્યું. આજે પણ ગોરખપુર સ્થિતે રહેલા ગુરુ ગોરખનાથનાં મંદિરમાં મકર સંક્રાંતિનાં દિવસે ખિચડી ઉત્સવમેળો ઉજવાય છે જેમાં હજારો ટન ખીચડીનો ભોગ ગુરુ ગોરખનાથને ધરાવી તેનું પ્રસાદ તરીકે ભક્તજનોમાં વિતરણ કરવામાં આવે છે.
 
 
 
 
ફૂલછાબમાં પ્રકાશિત: ૨૦૧૬
©201પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.

[email protected]

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી  પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

શ્રી ગણેશ ચતુર્થી વ્રતકથા …

શ્રી ગણેશ ચતુર્થી વ્રતકથા  …

 

 

ganesh greetings

 

એકવાર ભગવાન સદાશિવ માતા ગૌરી સાથે નર્મદા તટ ગયાં. ત્યાં એક સુંદર સ્થાન પર માતા ગૌરીએ ભગવાન ભોળાનાથને કહ્યું કે પ્રભુ મારી આપની સાથે ચૌપડ ખેલ ખેલવાની અભિલાષા થઈ છે આપ કૃપા કરી મારી મનોચ્છા પૂર્ણ કરો. માતા ગૌરીની વાત સાંભળીને ભગવાન શિવ કહે કે હે હિમાની આપણે ખેલનો તો પ્રારંભ કરીએ પરંતુ આપણી હારજીતનું સાક્ષી કોણ હશે? ભગવાન શિવની વાત સાંભળીને માતા ગૌરીએ તત્કાળ ત્યાં ઘાસનાં તણખલાઓ એકઠા કરી એક પૂતળું બનાવ્યું અને તે પૂતળામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી કહ્યું કે પુત્ર અમે ચૌપડ ખેલ ખેલવા ઈચ્છીએ છીએ પરંતુ અહીં અમારા ખેલનાં હારજીતનો કોઈ સાક્ષી નથી તેથી આ ખેલનાં અંતમાં તું અમારી હારજીતનો સાક્ષી બનીને કહેજે કે અમારા બંનેમાંથી કોણ હાર્યું અને કોણ જીત્યું. 

માતા પાર્વતી અને ભગવાન શિવની વચ્ચે ખેલનો પ્રારંભ થયો. દૈવયોગે માતા પાર્વતી ત્રણ વાર જીતી ગયાં. પરંતુ જ્યારે ખેલનો અંત આવ્યો ત્યારે તે પુત્રએ મહાદેવજીને વિજેતા બતાવીને કહ્યું કે માતા આપની હાર થઈ છે. તે પુત્રની વાત સાંભળીને માતા પાર્વતી ક્રોધિત થઈ બોલ્યાં કે હે પુત્ર તું જૂઠું બોલ્યો છે માટે તું એક પગે લંગડો થઈ દુઃખ ભોગવ. માતા પાર્વતીનો ક્રોધ જોઈ તે બાળકે માતા પાર્વતીને સંબોધીને કહ્યું કે હે માતા મારો અપરાધ ક્ષમા કરો હું જૂઠું કોઈ કુટિલતા કે દ્વેષને કારણે નથી બોલ્યો પરંતુ મારાંમાં રહેલી અજ્ઞાનતા અને મંદ મતિને કારણે હું જૂઠું બોલ્યો છું. હે માતા આપ મા છો પરમ કૃપાળુ અને પરમ દયાળુ છો આપ આપના પુત્રનો અપરાધ ક્ષમા કરી મને આપના શાપમાંથી મુક્ત કરો. તે બાળકની વાત સાંભળીને માતા પાર્વતીનું મન અતિ દ્રવિત થઈ ગયું અને તેમણે તે પુત્રને સંબોધીને કહ્યું કે હે પુત્ર આ સ્થળે આપ બેસીને બુધ્ધિનાં સ્વામી એવા ગણેશનું ધ્યાન ધરો અને તેમની પ્રસન્નતા મેળવવા તપ કરો જેથી આપની મતિ શુધ્ધ થાય. હે પુત્ર આપ અહીં બિરાજો કારણ કે અહીં વર્ષાન્તે થોડી નાગકન્યાઓ આવશે તેઓ ગણેશ પૂજન કરશે અને આપને મારા શાપમાંથી મુક્ત થવાનો માર્ગ ગણેશ વ્રત દ્વારા બતાવશે. જ્યારે તે નાગ કન્યાઓનાં કહ્યાં મુજબ આપ વ્રતની પૂર્ણાહુતિ કરશો ત્યારે આપના પણ શાપની મુક્તિ થશે અને આપ પુનઃ આપના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ કરી મને આપ પ્રસન્ન કરશો. આમ કહી માતા ગૌરી ભગવાન શિવ સાથે કૈલાશ તરફ ચાલ્યાં ગયાં.

નર્મદાનાં પવિત્ર તટે માતા પાર્વતીનાં તે પુત્રએ માતા પાર્વતીની આજ્ઞા મુજબ ગણેશ વ્રતનો પ્રારંભ કર્યો અને તે જ જગ્યામાં સ્થિર થઈ ભગવાન ગણેશ સાથે માતા ગૌરીનું પણ ધ્યાન ધરવા લાગ્યો. એક વર્ષનાં અંતે તે સ્થળે એક દિવસ થોડી નાગ કન્યાઓ આવી. તેઓએ ત્યાં આવીને ભગવાન ગણેશનું પૂજન કર્યું અને તે બાળકને વ્રત પ્રારંભ કરવાની વિધિ બતાવી. તત્પશ્ચાત તે બાળકે ૨૧ દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું. તે બાળકનાં વ્રતથી પ્રસન્ન થઈ શ્રી ગણેશ ત્યાં પધાર્યા અને બાળકને કહ્યું કે આપ આપનું મનોવાંછિત વર માંગો ત્યારે બાળક બોલ્યો કે ભગવાન મારાં પગમાં એટલી શક્તિ આપો હું વેગપૂર્વક મારાં માતાપિતા પાસે કૈલાશ પહોંચી શકું અને તેઓ પણ મને જોઈને અત્યંત પ્રસન્ન થઈ જાય. તે બાળકની મનોચ્છા પૂર્ણ કરવા હેતુથી ભગવાન ગણેશ તથાસ્તુ બોલ્યાં અને અંર્તધ્યાન થઈ ગયાં. તે બાળક ત્યારબાદ વેગપૂર્વક અતિ ઉત્સાહિત થઈ કૈલાશ પર્વત મધ્યે બિરાજી રહેલા પોતાના માતાપિતા પાસે ગયો અને માતપિતાના ચરણોમા પ્રણામ કર્યા. પોતાના પુત્રને ઘણા સમય બાદ આવેલો જોઈ માતા ગૌરી તથા ભગવાન સદાશિવ પણ અત્યંત પ્રસન્ન થઈ પૂછવા લાગ્યાં કે હે પુત્ર આપ અહીં સુધી શી રીતે આવ્યાં? અને આપે શાપમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી? ત્યારે તે પુત્રએ અથથી ઇતિ સુધીની સર્વે વાત પોતાના માતપિતાને કહી.

તે બાળકની વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયાં ત્યારે તે બાળક કહેવા લાગ્યો કે આ વ્રતની સફળતાનાં રૂપે મને મારા અપરાધમાંથી મુક્તિ પણ મળી અને સાથે સાથે મારા શપ્રસન્ન થઈ અનેક આર્શિવાદ આપવાં લાગ્યાં. તે બાળકને જ્યારે માતા ગૌરી હૃદયે લગાવી આર્શિવાદ આપી રહ્યાં ત્યારે માતા ગૌરીને પોતાના બીજા પુત્ર કાર્તિકેયની યાદ આવી ગઈ કારણ કે તેમનો આ  બીજો પુત્ર પણ માતા ગૌરીથી રૂઠીને દક્ષિણ તરફ ચાલ્યો ગયો હતો. તે પુત્રની યાદની યાદ આવતાં જ માતા પાર્વતીએ પણ ગણેશ વ્રત કરવાનું વિચાર્યું. તેમણે તે બાળક પાસેથી ગણેશ વ્રતનો ઇતિહાસ જાણ્યો અને વ્રતનો પ્રારંભ કર્યો. માતા પાર્વતીએ ૨૧ દિવસ સુધી ૨૧-૨૧ ની સંખ્યામાં દુર્વા, પુષ્પ અને લાડુ મોદક વડે ગણેશજીનું પૂજન કર્યું અને ૨૧માં દિવસે વ્રત પૂરું કરી વ્રતનું સમાપન કર્યું. આ વ્રત પૂરું થતાં જ દક્ષિણ તરફથી કાર્તિકેયજી કૈલાશ પર પધાર્યા અને ઉત્સાહપૂર્વક માતાને મળ્યાં. પુત્ર કાર્તિકેયને પધારેલા જોઈ ગૌરી ખૂબ પ્રસન્ન થયાં. પુત્ર સાથેની વાતચીત દરમ્યાન ગૌરીએ પુત્રને આ ગણેશ વ્રત વિષે પણ જણાવ્યું. આ વ્રતની કથા સાંભળી કાર્તિકેયજી અત્યંત પ્રસન્ન થયાં ત્યાર બાદ થોડા દિવસ આનંદ પ્રમોદથી પોતાના માતાપિતા પાસે રહ્યાં ત્યારબાદ તેઓ પુનઃ દક્ષિણ દેશ પધાર્યા. આ ગણેશ વ્રતની કથા અને તેનું માહાત્મ્ય કાર્તિકેયજીએ રાજન વિશ્વામિત્રને જણાવી. રાજા વિશ્વામિત્રએ પણ આ વ્રત કરી ગણેશજી પાસેથી બ્રહ્મ-ઋષિ બનવાનું વરદાન માંગ્યું. ભગવાન ગણેશે પણ રાજા વિશ્વામિત્રની આ મનોચ્છા પૂર્ણ કરી તેમણે બ્રહ્માનંદની પ્રાપ્તિને અર્થે બ્રહ્મર્ષિ બનવાનું વરદાન આપ્યું, આ વ્રતને કારણે રાજા વિશ્વામિત્ર સંસારમાં મહર્ષિ વિશ્વામિત્ર અને બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર તરીકે પ્રખ્યાત થયાં. આમ ગણેશ ચતુર્થીનું વ્રત ૨૧ દિવસ કરવાથી શ્રી ગણેશજી મનની તમામ કામનાઑ પૂર્ણ કરે છે.

 

ભગવાન ગણપતિનાં સાકાર સ્વરૂપનો અર્થ…

 

વિવેકશીલતાનાં પરિચાયક અને પર્યાય એવા ભગવાન ગણપતિનો વર્ણ લાલ છે તેથી ભગવાન ગણપતિની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે ભગવાન ગણપતિનું પૂજન લાલ વસ્ત્ર, લાલ ફૂલ, અને રક્તચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન ગણપતિનું સાકાર સ્વરૂપ તેમનાં ભક્તોને અભય આપનારું છે. ભગવાન ગણપતિના કાન અતિ વિશાળ સૂપડા જેવા છે. સૂપડાનો ઉપયોગ અનાજ સાફ કરવા માટે થાય છે. દરેક વાર ઉપર ઊઠતું સૂપડું પોતાની પાસેના અનાજમાંથી કચરો કાઢતું જાય છે અને અનાજને બચાવીને રાખે છે તેમ ભગવાન ગણપતિના સૂપડા જેવા કાન પણ સાચી વાતોને સાંભળી હૃદયમાં ઉતારે છે અને ખોટી વાતોને કચરાની માફક બહાર ફેંકી દે છે, અર્થાત સાચા સારને ગ્રહણ કરવો અને વ્યર્થ લાગતી વાતોને મન, મગજ અને હૃદયથી દૂર જ રાખવી. ભગવાન ગણપતિની આંખ સૂક્ષ્મ અને બારીક છે. કહે છે કે ગજની બારીક આંખો એ તમામ વસ્તુ જોઈ શકે છે જેની પર ઝડપથી કોઇની નજર ન જાય તે ગજની દૃષ્ટિ એ તરત જ આવી જાય છે. રસ્તા પર ચાલતી કીડી પણ ગજદૃષ્ટિથી દૂર રહી શકતી નથી. ભગવાન ગણપતિ ગજાનનનાં પણ આ બારીક ચક્ષુઓ ગજની જેમ જ જીવનની પ્રત્યેક ક્ષણોમાં એકાગ્રતા અને પોતાના લક્ષ્ય તરફ જ સૂક્ષ્મ દૃષ્ટિ રાખવાનું સૂચન કરે છે. ભગવાન ગણપતિને બે દંત છે એક દંત પૂર્ણ છે જે શ્રધ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે અને બીજો અપૂર્ણ દંત તે બુધ્ધિ અને મતિનું પ્રતિક છે. મતિ ફરે તો અખંડ શ્રધ્ધાને પણ ખંડિત કરી નાખે છે આથી ભગવાન ગણપતિનાં બંને દંત ખંડન અને અખંડનાં પ્રતિક રૂપ છે. કહેવાનું તાત્પર્ય  એ છે કે મતિ ભલે ભ્રમિત થઈ જાય પરંતુ શ્રધ્ધા અને વિશ્વાસ ન ડગમગવા જોઈએ. ભગવાન ગણપતિનું મોટું પેટ બીજાની વાતોને અને અન્ય લોકોની નબળાઈઓને ગુપ્ત રાખવાનો બોધ આપે છે. ભગવાન ગજાનન ગણપતિનું નાક વિશાળ છે જે ભક્તોનાં જીવન પર આવનારી તમામ મુશ્કેલીઑ અને વિપદાઑ દૂરથી જ સૂંઘી લે છે. ભગવાન કમર પર નાગ રૂપી કમરબંધ રહેલો છે તે શિવ કુંડલીની અને જાગૃત કુંડલીનીનું પ્રતિક છે. ભગવાન ગણપતિનાં હસ્તમાં રહેલ અંકુશ એ અવિધ્યાનો નાશ કરે છે. મૂષક સ્વયં તે રજોગુણનું પ્રતિક છે અર્થાત જીવોમાં રહેલા રજોગુણને ભગવાન ગણપતિ નિયંત્રણ કરે છે તે દર્શાવે છે. જ્યારે ભગવાન ગણપતિનાં પગ પાસે મૂષકરાજ બિરાજમાન છે તે શરણાગતિનાં પ્રતિક રૂપે છે. આમ ભગવાન ગણપતિનું વદનકમળ અને ચિન્હો રૂપ રહેલા સાકાર સ્વરૂપને સમજી હૃદયપૂર્વક ભગવાન ગણપતિની સ્તુતિ કરવાથી જીવોનાં જીવનમાં ઉજ્જવળ ભવિષ્ય અને સફળતા આવે છે. 

ભગવાન ગણપતિની પૂજા કરતી વખતે બોલાતા થોડાક વિશિષ્ટ મંત્રો અને શ્લોકો

 

૧) ગણપતિ ઉત્સવ દરમ્યાન જો ઘરમાં ગણપતિજી પધરાવ્યાં હોય ત્યારે સવારનાં સમયે આ શ્લોક બોલી તેમનું સ્મરણ કરવું.

प्रातर्नमामि चतुराननवन्द्यमानमिच्छानुकूलमखिलं च वरं ददानम् |
तं तुन्दिलं द्विरसनाधिपयज्ञसूत्रं पुत्रं विलासचतुरं शिवयोः शिवाय ||

 

૨) ભગવાન ગણપતિને આસન પર બિરાજમાન કરતી વખતે આ મંત્ર બોલવો.

नि षु सीड गणपते गणेषु त्वामाहुर्विप्रतमं कवीनाम् |
न ऋते त्वत् क्रियते किंचनारे महामर्कं मघवन्चित्रमर्च ||

 

૩) ભગવાન ગણપતિની પૂજા કરતી વખતે તેમને આહ્વાન આપવા માટે આ શ્લોક બોલવો

गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे |
निधीनां त्वा निधिपतिं हवामहे वसो मम आहमजानि गर्भधमा त्वमजासि गर्भधम् ||

 

૪) ભગવાન ગણપતિને યજ્ઞૉપવિત ધારણ કરાવતી વખતે આ શ્લોક બોલવો.

नवभिस्तन्तुभिर्युक्तं त्रिगुणं देवतामयम् | 
उपवीतं मया दत्तं गृहाण परमेश्वर ||

૫) ભગવાન ગણપતિ પર સિંદૂરનું તિલક કરતી વખતે આ શ્લોકનું ઉચ્ચારણ કરવું.

सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम् |
शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम् ||

 

૬) ભગવાન ગણપતિને પુષ્પમાળા સમર્પિત કરતી વખતે આ શ્લોક બોલવો. 

माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो गणेशा |
मयाहृतानि पुष्पाणि गृह्यन्तां पूजनाय भोः ||

૭) ભગવાન ગણપતિની સામે દીપ અર્થાત દીવો મૂકીએ ત્યારે આ મંત્રશ્લોક બોલાવો જોઈએ. 

साज्यं च वर्तिसंयुक्तं वह्निना योजितं मया |
दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहम् |
भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने |
त्राहि मां निरयाद् घोरद्दीपज्यो ||

 

૮) ભગવાન ગણપતિની સમક્ષ નૈવૈદ્ય-પ્રસાદ સમર્પિત કરતી વખતે આ શ્લોકનું ઉચ્ચારણ કરવું.

नैवेद्यं गृह्यतां देव भक्तिं मे ह्यचलां कुरू |
ईप्सितं मे वरं देहि परत्र च परां गरतिम् ||
शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च |
आहारं भक्ष्यभोज्यं च नैवेद ||

૯) ભગવાન ગણપતિને પ્રણામ કરતી વખતે આ શ્લોક બોલવો.

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय |
नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ||

 

૧૦) ભગવાન ગણપતિનું ધ્યાન કરતી વખતે આ મંત્ર શ્લોકનું ઉચ્ચારણ કરવું.

खर्व स्थूलतनुं गजेन्द्रवदनं लम्बोदरं सुन्दरं प्रस्यन्दन्मदगन्धलुब्धमधुपव्यालोलगण्डस्थलम |
दंताघातविदारितारिरूधिरैः सिन्दूरशोभाकरं वन्दे शलसुतासुतं गणपतिं सिद्धिप्रदं कामदम् ||

શ્રી ગણેશની આરતી 

 

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
 
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
 
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
 
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||
 
દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |
કામના કો પૂરી કરો જગ બલિહારી ||
 

 

 MICCHAMI DUKADAM

 

 

©201પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
[email protected]

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી  પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણઅવતારનું રહસ્ય … (ભાગ- ૨) …

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણઅવતારનું રહસ્ય … (ભાગ- ૨) …

(ગતાંકથી  ચાલું) …

 

 

 KRISHNA WITH COWS

 

 

પ્રલંબાસુર વધ :    ગોકુલમાં આવેલો પ્રલંબાસુર અગ્નિરૂપી પ્રલય બનીને આવેલો અને આખા ગોકુલમાં તેણે અગ્નિ પ્રસરાવ્યો હતો. એ અગ્નિની પ્રજવલિત જવાળામાં સર્વે વ્રજવાસીઓ બળવા લાગ્યા ત્યારે શ્રી ઠાકુરજીએ એ પ્રલંબાસુરનો વધ કરીને દાવાનળનું પાન કર્યું છે . આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે કે અગ્નિતત્વનું કામ બાળવાનું અને પ્રજાળવાનું છે. આ સંસાર એ પ્રલંબાસુરનું પ્રતિક છે જે સંસારના જીવોને આધિ, વ્યાધિ, ઉપાધિના અગ્નિથી બાળે છે, પ્રજાળે છે ત્યારે શ્રી ઠાકુરજીની સેવા અને સ્મરણ એ સંસારના દાવાનળને શાંત કરવાનું કામ કરે છે.

 
વત્સાસુર વધ :   મધુવનમાં ગૌચારણ કરી રહેલી શ્રી ઠાકુરજીની ધેનુઓમાં વત્સાસુર નામનો અસુર પણ ભળી ગયેલો ત્યારે શ્રી ઠાકુરજીએ એ અસુરને ઓળખી કાઢ્યો અને તેના પગ પકડી આકાશમાં ઉછાળીને મારી કાઢ્યો. સંસ્કૃતમાં વત્સ શબ્દના બે અર્થ બતાવ્યાં છે. પ્રથમ શબ્દ વત્સ એટ્લે કે પુત્ર જ્યારે પુત્રના કર્મો અવિચારી હોય ત્યારે તેના તે અવિચારી કાર્યોથી સમાજને તેનું પરિણામ ભોગવવું પડતું હોય ત્યારે તેવો પુત્ર હોય કે ન હોય તેનાથી કોઈ ફર્ક પડતો નથી. વત્સનો બીજો શબ્દ અર્થ તે વાછરડું છે બીજી રીતે જોઈએ તો વાછરડું પણ ગૌનો પુત્ર જ છે. અહીં પણ આ પ્રસંગમાં વત્સ (વાછરડું) તે દુષ્ટભાવનું સ્વરૂપ છે અને તેના પગલા વ્રજભૂમિમાં પડેલા છે. પરંતુ જે ભૂમિમાં શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દ પડેલા છે તે ભૂમિ તે ભક્તિની ભૂમિ છે અને તે ભક્તિની ભૂમિમાં દુષ્ટો કે દુષ્ટતાનું કોઈ સ્થાન ન હોઇ શકે તેથી શ્રી ઠાકુરજીએ ગૌના પુત્ર એવા વત્સાસુરનો વધ કરી વ્રજભૂમિને નિર્મળ કરી છે. આ પ્રસંગના સંદર્ભમાં વિશેષ સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે દરેક જીવની અંદર જ દુષ્ટતા રૂપી વત્સાસુર રહે છે તે દુષ્ટતાનો નાશ કર્યા વગર જીવોનું ભક્તિમાર્ગમાં આગળ વધવું મુશ્કેલ થઈ જાય છે તેથી ખાસ કરીને કલિયુગમાં રહેલા આ પુષ્ટિ જીવો જો સતત શ્રી ઠાકુરજીનું નામ સ્મરણ કરે તો જ જીવોમાં રહેલી દુષ્ટતાનો અંશ ઓછો થાય છે.

 
બકાસુર વધ :   વ્રજભૂમિમાં યમુનાજીના કિનારે જ્યારે શ્રી ઠાકુરજી પોતાના સખાઑ સાથે ખેલી રહ્યા હતા ત્યારે બકાસુર નામનો અસુર બગલાનું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યો અને આવીને તેણે શ્રી ઠાકુરજી તથા તેના સખાઓને પોતાની વિશાળ ચાંચથી ગળી જવાનો પ્રયત્ન કર્યો ત્યારે શ્રી ઠાકુરજીએ તેની વિશાળ ચાંચ પકડીને ચીરી નાખ્યો અને ગોપબાળકોની રક્ષા કરી. આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કહે છે બકાસુર બગલાનું રૂપ લઈને વ્રજભૂમિમાં આવ્યો છે અને બગલો તે દંભનું પ્રતિક છે. બગલાને બે વિશાળ ચાંચ છે તે બંને ચાંચ તે અનૃત એટ્લે કે અસત્ય અને લોભનું પ્રતિક છે જ્યાં સુધી પુષ્ટિજીવોમાં અનૃત અને લોભ રહેશે ત્યાં સુધી જીવમાં ભક્તિમાર્ગ દ્રઢ થવાની શક્યતા નથી. તેથી પુષ્ટિજીવોએ સૌ પ્રથમ પોતાના જીવનમાંથી દંભ, અનૃત અને લોભનો ત્યાગ કરવો જરૂરી છે. જ્યારે જીવોમાંથી આ અનિષ્ટ તત્વો દૂર થશે ત્યારે જ જીવો ભક્તિના માર્ગની કેડી પર પગલાં મૂકી શકશે.

 

 

 nag daman

 

 

નાગદમન :   અભિમાન અને અહંકારરૂપી ભયંકર વિષમય સર્પ  આપણા મન, હૃદય અને મસ્તક પર ચઢીને બેસેલો છે ત્યારે કેવળ શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દની કૃપા જ આપણાં પર ચઢી બેસેલા અહંકાર યુક્ત સર્પનું દમન કરે છે. તે વખતે આપણી અંદર જ છુપાયેલી નાગપત્ની રૂપી દિનતા અને દૈન્યતાઓ જ્યારે પ્રભુની સંપૂર્ણ શરણારગતિ સ્વીકારે છે ત્યારે અહંકારયુક્ત થયેલા જીવને પ્રભુ ક્ષમા આપે છે. પ્રભુની નાગદમન લીલામાં દ્વિતીય પાસુ એ પણ છે કે શ્રી ઠાકુરજીએ કાલિયની ફણાઓને નાથી છે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે સાંસારિક સમુદ્રમાં જીવતા જીવને પણ લોભ, લાલચ, મદ, અસૂયા રૂપી અનેક જિહ્વા છે આ તમામ જિહ્વાને કેવળ શ્રી ઠાકુરજી જ નાથી શકે છે. વળી એ વિષમય સર્પની ફણાઓને નાથીને બાલ શ્રીકૃષ્ણ તેના પર નૃત્ય કરે છે શ્રી મહાપ્રભુજી કહે છે કે કાલિયા સર્પની એ ફણા મૃત્યુનું પ્રતિક છે પણ તેમ છતાં બાલકૃષ્ણ એ મૃત્યુથી ડર્યા નહીં પરંતુ એ મૃત્યુ પર તેમણે નૃત્ય કરીને તેના પર વિજય મેળવ્યો છે. શ્રી ઠાકુરજીની આ લીલા જીવોને મૃત્યુના ભયમાંથી અભય બનીને અભ્યંકર શી રીતે બનવું તે શીખવે છે.

 
દામોદર લીલા :   શ્રી ઠાકુરજીનું એક નામ દામોદર પણ છે. માતા યશોદાએ શ્રી ઠાકુરજીની માખણચોરી અને વ્રજનારીઓની ફરિયાદથી કંટાળીને શ્રી ઠાકુરજીને દામણે એટ્લે કે દોરડા વડે બાંધવા પડેલા. દામોદર એ શબ્દ બે શબ્દનું સંમિલિત સ્વરૂપ છે દામ એટ્કે કે દોરડું અને ઉદર એટ્લે કે પેટ. માતા યશોદાના અથાગ પ્રયત્ન બાદ ન બંધાયેલા લાલાની પાછળ માતા દોડી દોડીને થાકી ગયા ત્યારે તેઓ કાન્હા પાસે નત મસ્તક થઈ ઊભા રહી ગયાં, ત્યારે કાન્હાએ પણ દોડવાનું બંધ કર્યું અને માતાના મુખારવિંદ તરફ જોવા લાગ્યા અને સાથે વિચારવા લાગ્યા કે માતાને અત્યંત પરિશ્રમ થયો છે. પરિશ્રમયુક્ત થવાથી માતાને પ્રસ્વેદ બિંદુઑ પણ થયા છે તેથી માતાને વિશેષ પરિશ્રમ કરાવવો યોગ્ય નથી વળી માતા પણ દૈન્ય બની ગયા છે. આથી શ્રી ઠાકુરજીએ માતાના હાથમાં પકડાઈને બંધાઈ ગયા હોય તેવો ભાવ કર્યો. પૂ.ગો.૧૦૮ ગો શ્રી ઈન્દિરાબેટીજી કહે છે કે પ્રેમ એક તરફી નહિ પણ બંને બાજુનો હોય તો જ કામ થાય. પ્રભુ દામણે બંધાયા તેનું કારણ યશોદાજીનો પ્રેમ છે. શ્રી મહાપ્રભુજી આ લીલાનું રહસ્ય સમજાવતાં કહે છે કે માતા યશોદાને હું માતા છું તેવું અભિમાન આવી ગયેલું અને જગત કર્તા તો કોઈનું અભિમાન સહન નથી કરતાં ત્યાં માતાનો અહંકાર કેવી રીતે સહન કરે ?   વળી જે જગતને બાંધનાર છે તે અનંત અને શાશ્વત છે એને કોણ બાંધી શકે તેમાં ય વળી દોરડું સામર્થ્યહિન અને જડ સાધન છે. અહીં શ્રી મહાપ્રભુજી એ પણ સમજાવે છે કે જ્યારે જીવ સાધનોનો આશરો છોડીને શરણાગતિ લઈને દૈન્ય ભાવે શ્રી ઠાકુરજી સમક્ષ જાય છે ત્યારે શ્રી ઠાકુરજી બંધાઈ જાય છે. વળી પ્રભુને બાંધવાનું એક માત્ર સાધન દૈન્યતા અને પ્રેમ છે, જ્યારે જીવ દૈન્યતાનું અને પ્રેમનું મહત્વ સમજે છે ત્યારે તેને પ્રભુની પાછળ દોડવું પડતું નથી પરંતુ પ્રભુ આપમેળે આવીને પ્રેમની દોરીએ બંધાઈ જાય છે. તેથી જ મીરાબાઈ કહે છે કે “કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે…..” અમદાવાદ કડીવાળા પ.પૂ ૧૦૮ ગો શ્રી વ્રજેશલાલજી મહારાજ શ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જે શ્રી ઠાકુરજી વ્રજમાં નાના બાલક સ્વરૂપમાં માતા પાસે બંધાયેલા છે તે જ શ્રી ઠાકુરજી તેજ સમયે મધુવનમાં ગોપસખાઓ સાથે ખેલી રહ્યાં છે અને સાથે સાથે તેજ શ્રી ઠાકુરજી કુમાર અવસ્થા ધારણ કરીને રાધિકા સંગે પણ રસભાવ વહાવી રહ્યા છે, આ રીતે શ્રી ઠાકુરજી ત્રણે  ભુવનમાં એકસાથે વ્યાપી રહેલા છે. આમ શ્રી ઠાકુરજીની એક જ સમયે અનેક લીલા હોવા છતાં ભક્તોને સર્વલીલાનો અનુભવ કરાવે છે.

 
દધિમંથન લીલા :   વેદગ્રંથોમાં આપણી ઇન્દ્રીયોને દધિ એટ્લે કે દહીં સાથે સરખાવવામાં આવી છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં સમજાવે છે કે દહીં એ સ્નેહનું પ્રતિક છે. વ્રજનારીઓ પોતાના ઘરે દધિમંથન કરે છે તેમ જીવોએ પણ પોતાની ઇન્દ્રીયોનું મંથન કરવું જોઇએ. વ્રજની ગોપીઓ હંમેશા પોતાના દધિને માટલીમાં જમાવતી હતી એનું મુખ્ય કારણ એ છે કે માટલી માટીમાંથી બને છે અને માટી ભૂમિમાંથી આવે છે અને ભૂમિ એ અપરાપ્રકૃતિનું એક મહત્વનું અંગ છે. જ્યારે ચિત્ત રૂપી પય એટ્લે કે દૂધરૂપી પ્રવાહી ભૂમિ રૂપી માટલી અર્થાત અપરાપ્રકૃતિની અંદર મળી જાય છે ત્યારે તે પ્રવાહીને એક આકાર મળી જાય છે. શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે માટલીમાંનું પ્રવાહી તે આપણું તરલ મન છે, જેમ માટલી હલે છે તે રીતે આપણું મન પણ વિવિધ પરિસ્થિતીમાં હાલકડોલક થતું જાય છે. પરંતુ જ્યારે માટલીમાં રહેલ પયરૂપી પ્રવાહીમાં જ્યારે દધિનું બિંદુ મેળવવામાં આવે છે ત્યારે તે પ્રવાહી રૂપી પય દધિરૂપે જામી જાય છે. અહીં શ્રી મહાપ્રભુજી એ પણ સમજાવે છે કે મનરૂપી તરલ પ્રવાહી અત્યંત ચંચળ છે અને વાસનામય છે તે ચંચળ અને વાસનામય મનને કારણે ચિત્તમાં સતત અવનવા વિચારોનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. પરંતુ જ્યારે ચિત્તમાં સ્થિરતા આવી જાય છે ત્યારે તે મનરૂપી પ્રવાહી પણ સ્થિર થઈ જાય છે, તે જ રીતે માટલીની અંદર હાલકડોલક થતું દૂધ તે જીવોનું તરલ મન છે જ્યારે તે તરલ મનની અંદર ભગવદ સ્મરણ, વંદન, કિર્તન અને પ્રભુના પાદસેવન રૂપી મેણવણ મેળવવામાં આવે છે અને ચિંતન તથા મનન રૂપી સમય આપવામાં આવે છે ત્યારે તે તરલ મન દધિરૂપે ચોક્કસ ઘનીભૂત આકાર ધારણ કરે છે. મનરૂપી પ્રવાહી સ્થિર થઈ જતાં તે જીવના દેહભાવની અંદર રહેલા દધિરૂપી સ્નેહયુક્ત મનને શ્રી ઠાકુરજી પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે.

 
દાણલીલા :   દાણલીલામાં શ્રી ઠાકુરજી મટુકી પણ તોડે છે તેનો અર્થ એ છે કે મટુકીઓ એ મસ્તકમાં રહેલ અભિમાનનું પ્રતિક છે અને શ્રી ઠાકુરજી મટુકી નથી તોડતાં પરંતુ આપણામાં રહેલા અભિમાન રૂપી ગુમાનને તોડે છે. ખરી રીતે જોઈએ તો શ્રી ઠાકુરજીએ દધિમંથન કરીને ચોરી નથી કરી પરંતુ દધિની ચોરી દ્વારા ગોપીઓના સરળ મનની ચોરી કરી પોતાના સ્વરૂપમાં નિરોધ કરી એ નિઃસાધન વ્રજ્ભક્તો ઉપર કૃપા કરી છે. આ પ્રસંગના સંદર્ભમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજી ધર્મી સ્વરૂપે પોતાના તમામ ઐશ્વર્ય છોડીને ગોપીઓના મનનાં મનોરથ પૂર્ણ કરે છે. વળી શ્રી ઠાકુરજીની દાણલીલાની આ ક્રીડા તે રાજભોગની ભાવના છે જેનાં દ્વારા શ્રી ઠાકુરજી ગોપીજનોમાં ભક્તિરૂપે રહેલા વાત્સલ્ય ભાવને, ક્યારેક સખ્ય ભાવને તો ક્યારેક દાસ્ય ભાવને ગ્રહણ કરે છે.

 
પૂર્તિ :   શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે શ્રી ઠાકુરજીએ કરેલી લીલાઑ રહસ્યમય ચોક્કસ છે પરંતુ તેની પાછળના રહસ્ય અને અર્થને સમજવું તે પણ બ્રહ્મ ઉપાસના સમાન છે. આથી દરેક વૈષ્ણવોએ આ બ્રહ્મ ઉપાસના સમાન શ્રી ઠાકુરજીની કરેલી લીલાઓનું પાન કરીને તેનું ચિંતન અને મનન કરવું જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીનું સ્મરણ અને શ્રી ઠાકુરજીની કરેલી લીલાઓનું પાન કરતાં ચિત્ત અને હૃદયમાંથી વિષાદ ચાલ્યો જાય છે અને જીવનમાંથી વિષાદ ચાલી જતાં જીવન પ્રસાદમય અને આનંદમય બને છે, જેને કારણે વૈષ્ણવોના ચિત્ત પ્રફુલ્લિત બની જાય છે. અમદાવાદ- કડીવાળા પ.પૂ. ૧૦૮ ગો.શ્રી યદુનાથજી મહોદયશ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જ્યારે જ્યારે ભક્તોના હૃદયમાંથી પોતાના પ્રભુને પુકારતો આર્તનાદ નીકળશે ત્યારે ત્યારે પ્રભુ પોતાના ભક્તો માટે પ્રગટ થઈ અવતાર ધારણ કરશે દા.ત. સારસ્વત યુગમાં જેમ શ્રી ઠાકુરજી પોતાના ભક્તોના ઉધ્ધાર અર્થે પ્રગટ થયા હતાં તે જ રીતે કલિયુગમાં પણ પોતાના જ ભક્તોના ઉધ્ધાર અર્થે શ્રી ઠાકુરજી ફરી શ્રી વલ્લભ રૂપે અવતરિત થયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીએ કરેલી લીલાઓનું પાન કરીને તેમાં રહેલા સારને ગ્રહણ કરવો જોઈએ. જ્યારે શ્રી ઠાકુરજીની કરેલી આ લીલાઓનું હાર્દ સમજીએ ત્યારે જીવોના મનમાં રહેલી ચંચળતા અને મલિનતા દૂર થઈ જાય છે અને મલિનતા દૂર થતાં જીવોમાં એકત્વની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે તેનાંથી પ્રભુ પ્રત્યે અનુરાગ થાય છે અને તે વખતે પ્રભુએ કરેલ અવતાર કાર્યની મહત્વતાં સમજાઈ જાય છે.

 

 

પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
[email protected]

 

© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ …!

ૐ નમ: શિવાય ….!

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણ  અવતારનું રહસ્ય … (ભાગ..૧) …

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણ  અવતારનું રહસ્ય … (ભાગ..૧) …

 

 
krishna.1

 

 
શ્રાવણ માસ જેટલો ભગવાન શિવનો કહેવાય તેટલો જ ભગવાન કૃષ્ણનો પણ ગણાય છે.  આ માસમાં ભગવાન વિષ્ણુએ પોતાનું  આનંદમય સ્વરૂપ અને પરમાનંદ આપનારા એવા કૃષ્ણ સ્વરૂપને ધારણ કરી અવતાર લીધો હતો. આમ તો  ભગવાન વિષ્ણુએ પ્રત્યેક યુગે વિવિધ અવતાર ધારણ કરીને પોતાના ભક્તોની રક્ષા કરી જ છે, પરંતુ કૃષ્ણ સ્વરૂપ ભગવાન વિષ્ણુનો આ અવતાર સૌથી વિશિષ્ટ હતો.  તેનું કારણ એ હતું કે  ભગવાનના બધા જ અવતારો કોઈને કોઈ રીતે અપૂર્ણ અને મર્યાદિક હતાં. પરંતુ દ્વાપર યુગમાં ભગવાનનો શ્રી કૃષ્ણ તરીકેનો અવતાર તે અદ્ભૂત, અપૂર્વ અને અદ્વૈતપૂર્ણ છે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે ભગવાન શ્રી વિષ્ણુએ અવતાર શા માટે ધારણ કર્યો છે? અને અવતાર લઈ ભગવાન વિષ્ણુએ ક્યુ કાર્ય પૂર્ણ કર્યું છે ?  અને અવતાર એટ્લે શું ?

 
આ પ્રશ્નનો ઉત્તર આપતા શાસ્ત્રો કહે છે :  ભગવાન વિષ્ણુનું કાર્ય સંસારનું સંચાલન કરવાનું છે.  તેથી જ્યારે આસુરી વિચારવૃતિ ધરાવતા જીવોથી જ્યારે ધરા થાકી ગઈ ત્યારે સંસારના અન્ય જીવોને બચાવવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ વિવિધ અવતારો લીધા.  પરંતુ આ તમામ અવતારોમાં જે બહુમાન ભગવાન વિષ્ણુને નથી મળ્યું તે બહુમાન કેવળ અને કેવળ મનુષ્યવતાર શ્રી કૃષ્ણને જ મળ્યું છે.  આથી બીજો પ્રશ્ન એ થાય કે કૃષ્ણ રૂપને, સ્વરૂપને અને કૃષ્ણ અવતારને  જ આ બહુમાન શા માટે મળ્યું ?

 
આ પ્રશ્નનો ઉત્તર આપતાં વલ્લભનંદન વિઠ્ઠલનાથજી જણાવે છે કે શ્રી કૃષ્ણએ સમગ્ર સૃષ્ટિના વ્યાપને-એની ભવ્યતાને, એના માન અને મર્યાદાને, એનાં સુખો અને દુ:ખોને, સાંસારિક જીવનની મહત્તા, મહત્વતા અને એના સંપૂર્ણ રૂપને જેણે નિખાલસપણે સ્વીકારી લીધું છે તે કેવળ શ્રી કૃષ્ણ છે તેથી મનુષ્યોને પોતાની જેમ જ સહજતાથી જીવનની સામે સન્મુખ થયેલા શ્રી કૃષ્ણ પૂર્ણ લાગે છે;  તેથી જ સમગ્ર સંસારના ઉધ્ધારના ઉદેશ્યને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમ રૂપે વ્રજભૂમિ પર પ્રગટ થયા છે.  શ્રી વિઠ્ઠલેશચરણની જેમ પુરાણોએ પણ કહ્યું છે કે ભગવાન કૃષ્ણના અવતાર દ્વારા આપણને માનવરૂપમાં પરમાત્માનો પરિચય થયો છે.  જ્ઞાનીઑ અને યોગીઓ સદાયે કહે છે કે આ સૃષ્ટિના કર્તા હર્તા તે નિરાકાર છે અને નિરંજન પ્રેમ તત્વવાળા છે, પરંતુ તે પ્રેમ પણ પ્રભુની માયાનો જ એક ભાગ છે તો પછી એ માયા તત્વવાળા પ્રભુ સૃષ્ટિમાં અવતાર શા માટે લે છે ?

 
આચાર્યચરણ શ્રી ગોકુલનાથજી  કહે છે કે જેમ જ્ઞાની પંડિતો અને વિદ્વાનોની પરીક્ષા જેમ ભાગવતમાં થાય છે તે રીતે પ્રભુની નિરાકાર અને નિરંકુશ શક્તિની પરીક્ષા પણ મનુષ્યવતારરૂપે થાય છે, આથી સૃષ્ટિના પાલનકર્તા પણ મનુષ્યરૂપે અવતાર ધારણ કરીને ભૂમિ પર આવે છે અને મનુષ્યોની જેમ જ ક્રીડા કરી સંસારને ચલાવનાર ધર્મના આત્માને પ્રગટ કરે છે.   શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે સામાન્ય મનુષ્ય એ લૌકિક જનની દ્વારા કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન ધર્મને ધારણ કરીને અવતાર લે છે. ઉપનિષદમાં કહ્યું છે કે અવતાર એટલે કે ઊંચા ક્ષેત્રમાંથી નીચે આવતું તે.   ભગવાન પોતે પોતાના પૂર્ણત્વ પામેલી નિશ્ચલ સ્થિતિની અંદર નિરાકાર અને નિરંજન રૂપે ઉચ્ચસ્થાને બિરાજમાન રહી ફર્યા કરે છે, પરંતુ એજ નિરાકાર શક્તિ જ્યારે પોતાનું ઉચ્ચ આસન છોડીને જ્યારે પણ ભૂમિ પર અવૃત થાય છે ત્યારે સંસારના સમસ્ત ધર્મચક્ર, ઋતુઓ અને સમયના પરિબળનું ખંડન થાય છે અને આ ખંડિત થયેલ ચક્રની અંદર પ્રભુ અવતાર ધારણ કરીને પોતાની લીલાનો પ્રારંભ કરે છે.  વેદોમાં કહ્યું છે કે જ્યારે સંસારમાં રહેલ સચરાચર સૃષ્ટિ પર અનાચાર, અસત્યનો ભાર વધી જાય છે ત્યારે અસુરો અને અધર્મનું પ્રાધાન્ય વધી જાય છે આ સમય દરમ્યાન સચરાચર સૃષ્ટિ પર ભય છવાઈ જતાં સત્ય, સતજનો અને ધર્મના ઉત્કર્ષ માટે પ્રભુ ભૂમિ પર અવતાર ધારણ કરે છે.

 

ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે :

 

यदा यदा हि धर्मस्य ग्लानिभवति भारत ।
अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।

 

krishna bal lila

પહેલા સાત અવતારો જે કાર્ય ન કરી શક્યા તે તમામ કાર્યોને અષ્ટમ્ અવતારરૂપ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રએ પોતાના આ એક જીવનકાર્ય દરમ્યાન કર્યા છે, તેથી પ્રભુના આ અવતારને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવ્યો છે.   અમદાવાદ-કડીવાળા પ.પૂ. ૧૦૮ ગો.શ્રી યદુનાથજી મહોદયશ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જ્યારે જ્યારે ભક્તોના હૃદયમાંથી પોતાના પ્રભુને પુકારતો આર્તનાદ નીકળશે ત્યારે ત્યારે પ્રભુ પોતાના ભક્તો માટે પ્રગટ થઈ અવતાર ધારણ કરશે ઉદાહરણ સ્વરૂપે  સારસ્વત યુગમાં જેમ શ્રી કૃષ્ણ પોતાના ભક્તોના ઉધ્ધાર અર્થે પ્રગટ થયા હતાં, તે જ રીતે કલિયુગમાં પણ જ્યારે ભક્તો અને ભક્તિ ઉપર આપત્તિ આવવા લાગી ત્યારે પોતાના જ ભક્તો અને ભક્તિના ઉધ્ધાર અર્થે પ્રભુ શ્રીકૃષ્ણ ફરી આચાર્ય સ્વરૂપે (શ્રી વલ્લભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ રૂપે) અવતરિત થયા.   શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ભક્તો માટે લીધેલા અવતાર કાર્યને જાણીએ અને સમજીએ ત્યારે જીવોના મનમાં રહેલી ચંચળતા અને મલિનતા દૂર થઈ જાય છે અને મલિનતા દૂર થતાં જીવોમાં એકત્વની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે, તેનાંથી પ્રભુ પ્રત્યે અનુરાગ થાય છે અને તે વખતે પ્રભુએ કરેલ અવતાર કાર્યની મહત્વતાં સમજાઈ જાય છે.

 
જન્માષ્ટમી :   વૈષ્ણવોના વ્હાલા પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ બંદીગૃહમાં રાત્રિના અંધકારને પોતાની ગોદમાં છુપાવેલી અષ્ટમીની મધ્યરાત્રિએ થયો.  અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજીએ બંદીગૃહ અને અંધકારને વિશેષ રીતે મૂલવતાં સમજાવતા છે કે જીવ જે સ્થળ, અને જે પળમાં જન્મે છે તે સમયનું બંધન તે બંદીગૃહ છે, અને અંધકાર તે જીવની કર્મભૂમિ છે.  કર્મભૂમિ એ જીવ અને પ્રભુ બંનેને માટે હોય છે, તેથી સંસારમાં કોઈપણ સ્થળેથી પ્રગટ થતો જીવ તે અંધકાર રૂપી ભૂમિમાં બીજ રૂપે રહે છે અને પોતાના યોગ્ય સમય અનુસાર તે અંધકારમાંથી જન્મ લઈ પ્રકાશ તરફ પોતાના પ્રથમ પગલાં ભરે છે.  અંધકાર અને પ્રકાશનો બીજો અર્થ મૂલવતાં શ્રી મહાપ્રભુજીએ કહે છે કે શ્રી ઠાકુરજી એ પ્રકાશ છે અને માયા એ અંધકાર છે, જ્યાં જ્યાં પ્રકાશ રૂપ શ્રી ઠાકુરજી હોય ત્યાં માયારૂપી અંધકાર રહી શકતો નથી, આથી જ વસુદેવજી શ્રી ઠાકુરજીને લઈને જ્યારે બંદીગૃહમાં પધાર્યા ત્યારે અંધકારભર્યા માયારૂપી દરેક વિઘ્નો દૂર થતાં ગયાં.   શ્રી ગોકુલેશ પ્રભુચરણ કહે છે કે દરેક જીવ પોતે પોતાના કરેલા કર્મબંધનના કારાગારમાં જન્મે છે અને તે કર્મબંધન રૂપી કારાગૃહમાંથી મુક્તિ કેમ મળે એનો સંદેશો આપવા માટે સ્વયં ભગવાને કારાગારમાં મનુષ્ય તરીકે જન્મ લઇ પોતાની દિવ્યતાનો અનુભવ કરાવ્યો છે.  વેદોમાં કહ્યું છે કે મનુષ્ય જો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અને તેમની જીવનયાત્રાનું અનુસરણ કરે છે ત્યારે તે જીવ કર્મબંધનો છોડીને મુક્તિ તરફ પ્રયાણ કરે છે.

 
શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીનો જન્મ ભલે મથુરામાં થયો હોય પરંતુ તેમની લીલાનું રહસ્ય વ્રજભૂમિના કણેકણમાં પ્રસરાઈને રહ્યું છે; તેનું મુખ્ય કારણ એ છે કે શ્રી ઠાકુરજીની કર્મભૂમિ શ્રીમદ્ ગોકુલ અને વ્રજ વૃન્દાવનની અવર્ણનીય લીલાઓમાં સમસ્ત ઉપનિષદ, વેદવેદાન્ત, જ્ઞાનભક્તિનો સાર અને તત્વ સમાયેલ છે.   શ્રી ઠાકુરજીનું પ્રાગટ્ય અષ્ટમીની મધ્યરાત્રિએ થયો છે.   આ અષ્ટમીનું મહત્વ સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રકૃતિમાં આઠમું સ્થાન એ અપરા પ્રકૃતિનું છે.  અપરા પ્રકૃતિ એટ્લે કે પ્રકૃતિના આઠ તત્વ. જળ, અગ્નિ, વાયુ, આકાશ અને ભૂમિ એ પંચતત્વોની સાથે મન, બુધ્ધિ અને અહંકાર. આ સમગ્ર વિશ્વ અષ્ટધા અપરા પ્રકૃતિમાં સમાયેલું છે અને જ્યારે પ્રભુ અવતાર લે છે ત્યારે તે પોતાના જીવોને આ અપરા પ્રકૃતિમાંથી બહાર કાઢે છે.   આપણાં શ્રી વલ્લભ અને વલ્લભકુલ બાલકો સાથે સમસ્ત પુષ્ટિ વૈષ્ણવો આપણને પ્રત્યેક પળ શીખવે છે કે આપણને સંસારની અપરા પ્રકૃતિમાંથી બહાર કાઢનાર આપણાં શ્રી ઠાકુરજી છે તેથી શ્રી ઠાકુરજીનું નામ, સ્મરણ ,ચિંતન, વંદન, સેવા, પાદસેવન જ્યારે વૈષ્ણવો દ્વારા થાય છે; ત્યારે ત્યારે શ્રી ઠાકુરજીનું પ્રાગટ્ય આપણાં હૃદય રૂપી કારાગૃહમાં થાય છે. એ હૃદયમાં પ્રગટ થયેલા પ્રભુ પોતાના ભક્તોના મનમાં રહેલી અપરાકૃતિને દૂર રાખી વૈષ્ણવોના આત્મારૂપી વ્રજભૂમિમાં સ્થિર થઈ જઈ પોતાની રસમય બાલ્ય, માધુર્ય, દાસ્ય અને સખ્ય લીલાઓની અનુભૂતિ વૈષ્ણવોને કરાવે છે.

 
શ્રી મહાપ્રભુજી કહે છે કે માર માર કરતો વરસાદ વરસી રહ્યો હતો, લૌકિક સ્વરૂપા શ્રી યમુના નદીનાં બંને કાંઠા અવિરતપણે છલકાઈ રહ્યાં હતાં, પણ તેમ છતાં કંસના ભયથી પિતા વાસુદેવ શ્રી ઠાકુરજીને ગોકુલ તરફ યમુનાપાર કરાવીને લઈ જતા જોઈને આધ્યાત્મિક તીર્થ સ્વરૂપા દેવી શ્રી યમુનાજીનું હૃદય ભાવને કારણે છલકાઈ આવે છે;  જેને કારણે પિતા વાસુદેવના મુખ સુધી યમુનાજીના નીર આવી ગયેલા.   પિતા વાસુદેવના હૃદયમાં રહેલા ડરને શાંત કરવા અને શ્રી યમુનાજીના ભાવને શાંત કરવા પ્રભુએ પોતાના ચરણાર્વિન્દનો આશ્રય શ્રી યમુનાજીને કરાવ્યો ત્યારબાદ યમુનાજી શાંત થઈ ગયા.  શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દનો સ્પર્શ પામ્યા બાદ આધ્યાત્મિક શ્રી યમુનાજીમાં શ્રી ઠાકુરજીનું દૈવીતત્વ સમાઈ ગયું તેથી શ્રી યમુનાજીએ પણ આધિદૈવીક સ્વરૂપ ધારણ કર્યું અને એજ સ્વરૂપે શ્રી ઠાકુરજીની સાથે વ્રજભૂમિમાં પ્રવેશ કર્યો.   આ પ્રસંગના રહસ્યને વધુ વિશાળતાથી સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રકૃતિના જીવોમાં જ્યારે કામ, ક્રોધ, મદ રૂપી વરસાદનું જોર વધી જાય છે ત્યારે જીવસૃષ્ટિની રસ, સ્પર્શ, શ્રવણ, શબ્દ, રૂપ, ગંધ ધરાવતી ઇન્દ્રિયોનો પ્રવાહ પણ અવિરતપણે બેકાબૂ બનીને વહે છે, પરંતુ જ્યારે તે સંસારસાગરના પ્રવાહમાં તણાઇ ગયેલા જીવો સતજનોનો સત્સંગ, પ્રભુ શ્રી કૃષ્ણનું સ્મરણ, અને શરણાગતિ સ્વીકારે છે ત્યારે તેમને પ્રભુના કૃપારૂપી ચરણાર્વિન્દના સ્પર્શની અનુભૂતિ થાય છે;  ત્યારે જીવોની ઇન્દ્રિયો રૂપી પ્રવાહનો વેગ શાંત પડી જાય છે.

 
શ્રી સુબોધિનિજીમાં કહે છે કે શ્રી ઠાકુરજીએ પોતાના ધર્મ અને ધર્મી સ્વરૂપને પ્રગટ કરીને પોતાના ભક્તોને પોતાની લીલાનો અનુભવ કરાવવા માટે શ્રી ગોકુલમાં બાબા નંદ અને મૈયા યશોદાને ત્યાં પધાર્યા છે.   આ વાતનું રહસ્ય સમજાવતાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે બાબાનંદ આનંદના પ્રતિનિધિ હોવાથી તેમનું ગૃહ પણ આનંદમય છે.   મૈયા યશોદા યશ આપનારી અને માતૃત્વથી ભરેલી છે તેથી તેના આંગણામાં સદાયે માતૃત્વ રસ બનીને વહ્યા કરે છે. બાબાનંદના આનંદિત અને મૈયા યશોદાના વાત્સલ્ય પૂર્ણ હસ્ત નીચે શ્રી ઠાકુરજીએ ધર્મના ઉધ્ધાર અર્થે શ્રીમદ્ ગોકુલ અને વ્રજમાં કરેલી અનેક લીલાઓમાં અનેક કર્મ પ્રગટ કર્યા છે.

 
શકટાસૂર વધ :   શકટાસૂર વધ લીલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે શકટાસૂર તે બે શબ્દનો એક શબ્દ બનેલો છે.   શકટ+અસૂર=શકટાસૂર.   તેમાં શકટ શબ્દના બે અર્થ શ્રી મહાપ્રભુજીએ કહ્યાં છે.   પ્રથમ અર્થ તે શકટ એટ્લે કે ઘડો અને શકટનો બીજો અર્થ તે ગાડુ.   પ્રથમ અર્થ શકટનો જોઈએ તો ઘડો અને ઘડામાં જે ઇચ્છો તે પ્રવાહી મૂકી શકાય છે.   જેમ ઘડો લઈને નિર્મળ જળ પાસે જઈને નિર્મળ જળ ભરાય તેમ કાદવવાળી જગ્યામાં જઇ કાદવ યુક્ત ગંદુ જળ પણ ભરી શકાય છે.   તેમ આ મસ્તક રૂપી શકટમાં પણ સારા નસરા વિચારો રૂપી પ્રવાહી મૂકી શકાય છે.   શકટનો દ્વિતીય અર્થ તે ગાડુ, પરંતુ અહીં શકટનો અર્થ લૌકિકમાં ગાડુ ન લેતા શ્રી પ્રભુની આ લીલા અલૌકિક રીતે સમજવા પ્રયત્ન કરીએ તો કથાવસ્તુ સમજાય છે કે આપણું શરીર એ શકટ છે.   પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન એની નીચે જીવ દબાઈને દટાઇ જાય છે. આપણું ભગવદ સ્વરૂપ, આપણું ચૈતન્ય સ્વરૂપ, આપણું કૃષ્ણ સ્વરૂપ એ દબાઈ ગયેલા અને દટાઇ ગયેલા લૌકિક દેહભાવને દૂર કરી દે તો જ આપણાંમાં રહેલા શકટાસુરનો વધ થાય.   શકટાસૂરમાંનો છેલ્લો શબ્દ તે અસૂર અને અસૂર એટ્લે રાક્ષસ.   પરંતુ આ સમાજમાં અસુર કોણ છે ?   શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે  કહે છે કે જે લોકોના, જાતિના, સમાજના વિચારો નકારાત્મક ભોગવાદી છે જે પ્રભુની પરમ શક્તિમાં વિશ્વાસ ધરાવતો નથી જે માત્ર વિવિધ પ્રકારના ભોગો ભોગવવામાં આનંદ માણે છે, જે પોતે તો જીવે છે પરંતુ બીજાને શાંતિથી જીવવા દેવામાં માનતો નથી તે અસૂર છે.   તે જ રીતે મસ્તક રૂપી ઘડામાં (શકટમાં) નકારાત્મક-નરસા વિચાર રૂપી જળ તે રાક્ષસ અને સારા વિચાર રૂપી જળ તે દેવ રહે છે તે જોતાં જણાઈ આવે છે કે આપણાં વિચારો જ આપણને સુર કે અસુર બનાવે છે.

 
પૂતનાવધ :   ગોકુલમાં બિરાજેલા શ્રી ઠાકુરજીએ પૂતનાવધ કર્યો.   શ્રી મહાપ્રભુજી જણાવે છે કે પૂતના એ તૃષ્ણા અને અસૂયાનું પ્રતિક છે જ્યારે વૈષ્ણવોએ પોતાનો અને પોતાની આસપાસ રહેલા સમાજનો ઉત્કર્ષ કરવો હશે તો તેમણે પોતાના જીવનમાંથી તૃષ્ણા અને અસૂયા રૂપી પૂતનાનો નાશ કરવો જોઈશે.

 
 તૃણાવત વધ :   શ્રી ઠાકુરજીએ જેમ શકટાસુર વધ કર્યો છે તેમ તૃણાવત વધ પણ કર્યો છે.   શ્રી મહાપ્રભુજી કહે છે કે તૃણાવત વાયુનું રૂપ લઈને ગોકુલમાં આવ્યો છે અને વંટોળનું રૂપ ધારણ કરીને ગોકુલવાસીને પોતાના બલ પ્રવાહમાં ઉડાડીને લઈ જાય છે.   આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવનો દેહ તત્વ એ ગોકુલ છે અને એ દેહ તત્વમાં રહેલા મન અને હૃદયમાં લૌકિક અલૌકિક ચિંતાઑ અને વિવિધ કામનાઑ રૂપી વાયુનો વંટોળ તૃણાવત બનીને સદાયે ઘૂમ્યાં જ કરે છે.   આ લૌકિક-અલૌકિક ચિંતાઓ અને કામનાઑ રૂપી વંટોળનું નિરાકરણ ફક્ત શ્રી ઠાકુરજી દ્વારા જ થાય છે.

 

(ક્રમશ……)

 

 

પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
[email protected]

 

© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ …!

ૐ નમ: શિવાય ….!

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

સાઉન્ડ ઓફ મ્યુઝિક-સોલ્ઝબર્ગ  …

સાઉન્ડ ઓફ મ્યુઝિક-સોલ્ઝબર્ગ  …

પ્રવાસ – ડો. ભારતી રાણે

 

sound of music

 

ઓસ્કર એવોર્ડ વિનર અમેરિકન મ્યુઝિક ફિલ્મસાઉન્ડ ઓફ મ્યુઝિકઓસ્ટ્રિયાના સોલ્ઝબર્ગમાં ફિલ્માવાઇ હતી.  ત્યાં એ અમર ફિલ્મની દરેક સ્મૃતિને સાચવવામાં આવેલી છે. ફિલ્મમાંદર્શાવાયેલા જૂના શહેરની ગલીઓ, કિલ્લો, કિલ્લા પર લઈ જતાં પગથિયાં, મિરાબેલ ગાર્ડન, ગ્રેવયાર્ડ અને ચર્ચ સોલ્ઝબર્ગના સહેલાણીઓનું આકર્ષણ છે.

 

ડોઅ ડિયર અ ફીમેલ ડિયર, રે અ ડ્રોપ ઓફ ગોલ્ડન સન.  આઇ એમસિક્સટિન, ગોંઇગ ઓન સેવન્ટિન…‘   જીવનમાં ટીનએજ બસ ડોકિયું જ કરી રહી હતી, એ દિવસોની સ્મૃતિઓમાં સચવાયેલાં એ પ્રિય ગીતોની મધુરતા પણ વર્ષાસુધી મનમાં પડઘાતી રહી.  સાંભળ્યું હતું કે, ફિલ્મ સાઉન્ડ ઓફ મ્યુઝિકઆખેઆખી સોલ્ઝબર્ગમાં ફિલ્માવાઇ હતી અને ત્યાં એ અમર ફિલ્મની એક એક સ્મૃતિનેસાચવવામાં આવેલી છે.  બસ, એ જ કારણે ઓસ્ટ્રિયાના પ્રવાસ દરમિયાનસોલ્ઝબર્ગ પણ જવું જ એમ મનમાં હતું.  સોલ્ઝબર્ગમાં પ્રવેશતાં જ ફિલ્મસાઉન્ડઓફ મ્યુઝિકની આબોહવા જાણે વીંટળાઈ વળી.  સોળ-સત્તરની ઉંમર અને અલ્પાઇન ઢોળાવોપર ઊડતી સુરીલી આશાઓ બધું જીવંત થઈ ગયું જાણે !

 

સ્ટેશન પર ઊતરતાં જ અમે સોલ્ઝેક નદીનો કિનારો શોધ્યો.  નદી કિનારેથી સોલ્ઝબર્ગની જે ઝલક મળી તે ક્યારેય ભૂલી નહીં શકાય.  સોલ્ઝબર્ગ સૌથી સુંદર અહીંથી જ લાગે છે.  નદી જાજરમાન છતાં રમતિયાળ હતી.  દૂર સુધી લંબાતા એના બંને કિનારા પર ચાલવા માટે તથા સાઇકલ પર ફરવા માટે સળંગ પાકો રસ્તો હતો.  આ રસ્તા પર સમય પણ નિરાંતે શ્વાસલેતો હોય તેવું લાગે.  છેક દૂર ઊંચે કિલ્લો દેખાતો હતો ને એની નીચે પુરાણા શહેરની ઝાંખી જોઈ શકાતી હતી.  બે-ત્રણ કિલોમીટર આમ જ ચાલ્યાં હોઈશું ત્યાં એક પુલ દેખાયો.  એ પુલ ઊતરીને અમે પુરાણા શહેરમાં પ્રવેશ્યાં.

 

જૂના ગામમાં પ્રવાસીઓની રેલમછેલ હતી.  અહીં વાહનોને પ્રવેશ નથી.  જૂના જમાનાની ઘોડાગાડીઓ, પથ્થરની ફર્શ જડેલી ગલીઓ, જૂની ઢબના કાફે, કલાત્મક તકતીઓ, પિત્તળના અક્ષરે જડેલાં કલાત્મક સાઇનબોર્ડ, જળબિંદુઓ સાથે સપનાંઉડાડતા ફુવારા, ઘાટીલાં શિલ્પ, હસ્તકલાના નમૂના સજાવેલી દુકાનો અને મહાન સંગીતકાર મોત્ઝાર્ટની સોલ્ઝબર્ગે સાચવી રાખેલી સ્મૃતિઓ-પ્રવાસીઓને ગમે તેવું ઘણું બધું હતું અહીં.  મોત્ઝાર્ટનું જન્મસ્થાન અમે વંદના સાથે જોયું.  સાદગીભર્યું એઘર, ઘરનું રસોડું, મોત્ઝાર્ટ ઝૂલેલા તે પારણું બધું સરકારે સાચવ્યું છે.  એનાથી થોડે દૂર મોત્ઝાર્ટપ્લાત્ઝ નામના ચોકમાં મોત્ઝાર્ટનું પૂતળું છે ને સામે એમનું બીજું એક જૂનું નિવાસસ્થાન છે.  દૂરથી એ પૂતળું દેખાતું થયું ને કર્ણમંજુલ સંગીત સંભળાવા લાગ્યું. નજીક જઈને જોયું તો, એક છોકરી એ ઘરની બહાર ઊભી રહીને એકાગ્રતાથી વાયોલિન પર અદ્ભુત તરજ વગાડી રહી હતી.  એની તરજ પૂરી થઈ પછી રેડ ઇન્ડિયનોનું એક જૂથ આવ્યું ને એક અત્યંત ઝમકદાર સરગમ વગાડવા લાગ્યું.  પૂછતાં ખબર પડી કે દુનિયાના ખૂણેખૂણેથી સંગીતસાધકો અહીં આવે છે ને મહાનમોત્ઝાર્ટના નિવાસસ્થાનની સામે તરજો વગાડીને કૃતકૃત્ય થાય છે.  આને એક પ્રકારની સાધના અથવા શ્રદ્ધાંજલી  કહી શકાય.  અમે ક્યાંય સુધી એ સંગીતમાં લીન થઈને ત્યાં જ બેસી રહ્યાં.  સંગીત હૃદયસ્પર્શી હતું,  કેમ કે એ હૃદયના ઊંડા અર્પણ ભાવમાંથી પ્રગટતું હતું.

 

અમે મોત્ઝાર્ટમય થઈને બેઠાં હતાં ત્યાં સામે હોહેનના કિલ્લા પર લઈ જતાંપગથિયાં પરથી મારિયાએ બૂમ પાડી, કેમ મને તો ભૂલી જ ગયાંને ?’   “ના ના, ખાસ તને મળવા તો સોલ્સબર્ગ આવ્યાં છીએ !‘   કહેતાં અમે પગથિયાં ચડવાં લાગ્યાં.  ત્યાર પછીનો બધો જ સમયસાઉન્ડ ઓફ મ્યુઝિક‘  ફિલ્મની પાંખે ઊડતો ગયો.    કેટલી સુંદર ફિલ્મ !  જૂના શહેરની ગલીઓ, કિલ્લો, કિલ્લા પર લઈ જતાં પગથિયાં, મિરાબેલ ગાર્ડન, પેલું ગ્રેવયાર્ડ અને પેલું ચર્ચ, જ્યાં શાણાં મધર એબ્બેસે જોયું કે સાધ્વી બનવા આવેલી મારિયા ધાર્મિક જીવ નથી, એને તો કુદરત ગમે છે, એને ગમે છે સંગીત અને આનંદ !  જ્યાંથી મધર એબ્બેસ એને મુક્ત કરીને ઘરભંગ થયેલા નેવીના કેપ્ટનનાં સાત છોકરાં સાચવવાનું કામ સોંપી આલ્પ્સની સુંદરતા વચ્ચે મોકલી આપે છે.  કડક મિલિટરી શિસ્તમાં ઉછરેલાં તોફાની બારકસ બાળકોને મારિયા સંગીત શીખવે છે.  એમને આનંદ કરતાં નેહસતાં શીખવીને એમનાં મન જીતે છે.  એ જગ્યા જ્યાં એને પોતાની જાણ બહાર જ કેપ્ટન સાથે પ્રેમ થઈ જાય છે.  એ દૃશ્ય જ્યારે કેપ્ટનની વાગ્દત્તા એને પાછી મઠમાં મોકલી આપે છે,  જ્યાં એ મુખ્ય સાધ્વી સામે પોતાના પ્રેમનો એકરાર કરતાં વત્સલસાધ્વી પ્રેમને પુનઃ પામવા એને કેપ્ટનના લગ્ન સમારંભમાં મોકલી આપે છે. બંને પ્રેમીઓનાં મન પારખીને કેપ્ટનની વાગ્દત્તા વચ્ચેથી ખસી જાય છે અને જે ચર્ચમાં એ સાધ્વી બનવા આવેલી, એ જ ચર્ચમાં કેપ્ટન સાથે મારિયાનાં લગ્ન થાય છે.વાર્તાનો એ વળાંક, જ્યારે મારિયા અને કેપ્ટન હનીમૂન પરથી પાછાં ફરતાં જકિસ્મત ભયાનક પલટો મારી બેસે છે. નાઝીઓએ ઓસ્ટ્રિયા પર કબજો કરી લીધો છે. કેપ્ટન પર લાદવામાં આવેલી અણગમતી ફરજો સ્વીકારવાને બદલે આખું કુટુંબ દેશ છોડીને ભાગી જવાનો નિર્ણય લે છે. ફેસ્ટિવલ હોલના કાર્યક્રમમાં આખું કુટુંબ ભાગ લે છે.  કોઈ જાણતું નથી કે આ એમનો વિદાયનો દિવસ છે. કેપ્ટન વતનને છોડવાના ચંદ કલાકો પહેલાં એ અવિસ્મરણીય ગીત ગાય છે.  એડલવાઇસ, એડલવાઇસ, એવરી ર્મોિંનગ યૂ ગ્રીટ મી, સ્મોલએન્ડ વ્હાઇટ, ક્લીન એન્ડ બ્રાઇટ, યૂ લુક હેપી ટુ મીટ મી, એડલવાઇસ,  એડલવાઇસ, ધેટ્સ માય હોમલેન્ડ ફોર એવર !…  આ એ જ ગ્રેવયાર્ડ દેખાઈ રહ્યું છે, જ્યાં છુપાઈને નાટયાત્મક રીતે જીવ બચાવીને નાસી જવામાં કુટુંબ સફળ થાય છે અને એ દૃશ્ય નજર સામે છવાઈ જાય છે.  જ્યારે પ્રભાતનાં પહેલા કિરણ સાથે મારિયા, કેપ્ટન અને સાતેસાત બાળકો આલ્પ્સનાં કપરાં ચઢાણ ચડીને સલામત રીતે ઇટલીની સરહદમાં પહોંચી જાય છે.

 

અલવિદા સોલ્ઝબર્ગ! સોલ્ઝેક દેખાતી બંધ થાય છે, પણ પંક્તિઓ મનમાં સતત પડઘાયા કરે છે.  એડલવાઇસ, એડલવાઇસ, યૂ લુક હેપી ટુ મીટ મી…!!

 

 

– ડૉ. ભારતી રાણે

[email protected]

 

 

મિત્રો આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર  પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો લેખિકા સુ. શ્રી ડૉ. ભારતી રાણે  નાં અંતરપૂર્વક્થી આભારી છીએ. હવે  પછી આપણે યુરોપના છેડેથી આફ્રિકાની ટોચ પર”  સ્થળનું વર્ણન તેમની કલમ દ્વારા માણીશું.

 

 

સૌજન્ય :  પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ઘર ઘરની કથા… વૃદ્ધોની વ્યથા …

ઘર ઘરની કથા… વૃદ્ધોની વ્યથા …

 

 

– મારા વહાલા વડીલો, વૃદ્ધો, વરિષ્ઠ નાગરિકો, પેન્શનરો, મા-બાપો સાંભળો. નિરાશ ના થશો. નોકરીમાંથી નિવૃત્ત થયા છો, જિંદગીમાંથી નહિ. નિવૃત્તિમાં પ્રવૃત્તિ માણો અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ માણો. આનંદમાં રહો …

 

 

oldage

 

 

ભગવાને માણસને ૧૦૦ (સો) વર્ષનું આયુષ્ય આપ્યું છે. પહેલાં પચીસ વર્ષ રમતમાં, અભ્યાસમાં વીતે છે જે બાલ્યાવસ્થા કહેવાય છે. પછીનાં પચીસ વર્ષ લગ્નજીવન, ધન કમાવામાં, કુટુંબનું ભરણપોષણ કરવામાં વ્યતીત જાય છે જેને યુવાવસ્થા કહે છે. પછી પચાસ વર્ષ પછીની અવસ્થા પ્રૌઢાવસ્થા કહેવાય છે અને છેલ્લી અવસ્થા વૃદ્ધાવસ્થા કહેવાય છે. વૃદ્ધ વડીલ હોય છે, અનુભવી હોય છે, પરંતુ વર્તમાન સમયમાં વૃદ્ધોની હાલત સારી કે સંતોષકારક નથી હોતી. વૃદ્ધોની વેદનાઓને વાચા આપવાનો આજે એક ઉપક્રમ છે. એ વેદના સમજી વૃદ્ધોની વ્યથા દુર કરવાના પણ કરીએ.

 

આપણે ત્યાં ૬૦ (સાઈઠ) વર્ષ કે તેથી વધુ ઉંમરના માણસોની ગણતરી વૃદ્ધોમાં થાય છે. સરકારી નોકરીમાં, જાહેર સાહસોમાં, મોટાભાગના ક્ષેત્રોમાં પણ નિવૃત્તિની વય-મર્યાદા ૫૮ થી ૬૦ની હોય છે. ઉતર્યો અમલ કોડીન એ કહેવાત પછી બધે સાર્થક થતી લાગે છે. શેરડીના સાંઠાને જેમ કૂચો થઈ જાય ત્યાં સુધી રસ નીચોવી લેવાય છે – બસ વૃદ્ધોની હાલત પણ કંઈક આવી જ થાય છે.

 

કરૃણા તો એ વાતની છે કે નિવૃત્ત થયા પછી ઓફિસોની જેમ આ વૃદ્ધને ઘરના માણસો પણ પરિવારના સભ્ય માનવા તૈયાર નથી હોતા. એ માટે હરિફાઈ રીતસરની શરૃ થઈ જાય છે. ઘરનાં જ સંતાનો પછી પોતાનાં મા-બાપની કપ-રકાબીની વસ્તુની જેમ વહેંચણી કરવા મંડી પડે છે, ભલેને એ પછી ફૂટી જાય!! વૃદ્ધોની આમન્યા, મર્યાદા, શરમ રાખવી એ તો જાણે એક ભૂતકાળની બાબત બની ગઈ છે. માબાપની આજ્ઞાા પાળવી, તેમને પગે લાગવું એ જાણે કે રામાયણના શ્રીરામ પૂરતી મર્યાદિત હતી એવું લાગ્યા કરે છે, શ્રવણની કથા હવે કોઈને યાદ પણ નથી. શ્રવણની કાવડ બતાવવા આજનાં બાળકોને પ્રદર્શનમાં લઈ જવાં પડશે એવી હાલત થઈ છે! વૃદ્ધોનાં દિલ આથી જ પોકારી ઊઠે છે :

 

જીવનની સમી સાંજે, મારે જખ્મોની યાદી જોવી હતી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામ હતાં.

 

આ વૃદ્ધો માત્ર વયોવૃદ્ધ નથી હોતા તેઓ જ્ઞાાનવૃદ્ધો, અનુભવવૃદ્ધો પણ હોય છે. પણ આજનાં સંતાનો (અપવાદરૃપને બાદ કરતાં) તો એમનાથી ય ચાર ચાસણી ચડી જાય તેવાં ચાલાક અને ચબરાક થઈ ગયાં છે. શરૃઆત કંઈક આ રીતે કરશે :   ”પપ્પા, તમે બેસો હવે, બહુ થયું. તમને આમાં કંઈ ખબર ના પડે, આમાં તમારું કંઈ કામ નહિ. જે બાપે આંગળી પકડીને જેને ભણવા માટે નિશાળે મોકલી બોલતાં શીખવાડયું એ જ છોકરાએ આજે બાપને આંગળી બતાવી ચૂપ કરી દીધા. વળી પાછો મમ્મી આગળ જશે.

 

મમ્મી… મહેરબાની કરીને તું તો વચ્ચે બોલતી જ નહિ. આ બધું તમારા જમાનામાં ચાલતું હશે. હવે જમાનો બદલાઈ ગયો છે. અત્યારે એકવીસમી સદી ચાલી રહી છે એનું તને ભાન છે? દૂધ અને શાકભાજીના મળતા પૈસામાંથી રોજ રોજ કરકસર કરી પૈસા બચાવી જેની ફી ભરી ભણાવ્યો, પોતાનું મંગલસૂત્ર ગીરવે મૂકી દીકરાને મંગલસૂત્ર પહેરનારી વહુ લાવી આપી, જેનાં બાર બાર વરસ સુધી બળોતિયાં ધોયાં એ એકવીસ વરસનો છોકરો પોતાની એકસઠ વરસની માને આજે એકવીસમી સદીના પાઠ ભણાવી રહ્યો છે!! શું જમાનો આવ્યો છે? માબાપની આંખોમાં આંસુ ન આવે તો શું થાય ?

 

”આંસુઓનાં પડે પ્રતિબિંબ,
એવાં દર્પણ ક્યાં છે?
કહ્યા વિના સઘળું સમજે,
એવાં સગપણ ક્યાં છે ?”

 

બાપ કરતાં બેટો ચડે અને ગુરુ કરતાં ચેલો ચડે એ કહેવતો તો હવે બહુ જૂની થઈ ગઈ કહેવાય. હવે ઘેર ઘેર આ નવી કહેવતો બહુ પ્રસિદ્ધ થઈ ગઈ છે : સાસુ કરતાં વહુ ચડે અને પુત્ર કરતાં પુત્રવધૂ ચડે. શું સમજ્યા? એ વખતની કોઈની લાડકોડથી ઉછરેલી લાડકવાયી દીકરી પિયરમાંથી પુત્રવધૂ બની સાસરિયામાં પગ મૂકતાંની સાથે જ તેના પતિની અંગત સલાહકાર બની જાય છે. સાસુ-સસરાને આવતાંની સાથે જ ડોસા-ડોસીનાં લેબલ લાગી જાય છે. વાર્તાની ટ્રેજેડી કંઈક આ રીતે આકાર લેવાનું શરૃ કરી દે છે.

 

”કહું છું, સાંભળો છો ?  ક્યાં ગયા ?   હા – જુઓ – હું તમને શું કહેતી હતી ?  હા… યાદ આવ્યું.   જુઓ-આટલાં બધાં માણસોની રસોઈ મારાથી નહીં થાય. કપડાં, વાસણ ધોઈ ધોઈને હું તો થાકી જઉં છું ભઈ સાબ. તમારામાં તો બળ્યું કંઈ અક્કલ જ નથી. આ મમ્મી-પપ્પાને કહી દેજો… એક ખૂણામાં પડયાં રહે. કચ કચ બહુ ના કરે. હું રોટલી કરું ત્યાં સુધી આ ટીનિયાને હીંચકો નાખતાં શું જોર આવે છે? દૂધ અને શાકભાજી લેવા જતાં શું ચૂંક આવે છે? બસ – બેઠાં બેઠાં રોટલા તોડતાં આવડયું છે. મારાથી હવે આ ઘરમાં એક મિનિટ પણ નહિ રહેવાય. ચાલો બીજે રહેવા. આજે જ ભાડાનું મકાન લઈ લો કાં તો આ તમારાં માબાપને વૃદ્ધાશ્રમ ભેગાં કરી દો. કહી દઉં છું હા. નહીંતર મારા જેવી કોઈ ભૂંડી નથી. હા… થોડા સમય પહેલાં મા-બાપને ચૂપ કરી દેતો પુત્ર પોતાની બૈરી આગળ કૂતરાની જેમ પૂંછડી પટપટાવતો થઈ જાય છે. પાસે નહીં કોડીન ઊભી બજારે દોડી. શું હાલત થાય. ઘેર ઘેર માટીના ચૂલા. ઘર ઘરકી કહાની. જો તમારા ઘરમાં આવા સંવાદ ના સંભળાતા હોય તો તમે બહુ જ નસીબદાર છો !!

 

પિયરમાંથી સાસરે આવેલી એ પુત્રવધૂ એ પણ ભૂલી જાય છે કે એનાં માવતર આવી જ કોઈ વહુ આગળ લાચારી ભોગવી રહ્યાં છે? લાચાર, મજબૂર મા-બાપ ધર્મસંકટમાં મૂકાઈ જાય છે. હવે ભેગાં રહે છે તો સંતાનો દુઃખી થાય છે, જુદાં જાય તો પોતે દુઃખી થાય છે. પિતાનો પ્રેમ અને માનું હેત સંતાનો સુખી થાય એ માટે વૃદ્ધાશ્રમનો સ્વીકાર કરી લે છે. હૈયું દુઃખી થાય છે પણ આખરે હેત જીતી જાય છે !!

 

…અને પછી ટ્રેજેડીની શરૃઆત થાય છે. આની પાછી ફિલ્મો બને છે. સંતાનોએ બગાડેલાં કપડાં જાહેરમાં ધોવાય છે. ”બાગબાન” જેવી ફિલ્મ સુપરહીટ બની હાઉસફુલ જવા લાગે છે. હોંશે હોંશે લોકો જોવા જાય છે. યુવાનો તો પાછા પોરસાય છે. ભાઈલા. આ તો બેઠી આપણી જ સ્ટોરી છે. આપણે આખેઆખો પરિવાર આમાં એક્ટિંગ કરે છે. ઘેર ઘેર જાહેરાત થાય છે. બાગબાન જોયું? ભઈ! હવે તારી કથા બંધ કર… ને… તારાં માવતરને વૃદ્ધાશ્રમમાંથી ઘેર લઈ આય… તારા આ હર્યાભર્યા બગીચાના અસલી માલિક એ છે. એમના જ બગીચાનું તું એક ફૂલ છે… એમના વગર આ તારી વસંતઋતુ પાનખર થઈ જશે અને તું ઊડી જઈશ તો પછી શોધ્યો ય નહિ જડું. શું સમજ્યો ?

 

આજનાં સંતાનોને આ શું થઈ ગયું છે ?  એસ.ટી. બસ, રેલવેમાં જગાના અભાવે લાકડીના ટેકે ઊભા રહેતા પિતા સમાન કોઈ વૃદ્ધને બદલે કોલેજિયન યુવતીને ફટાફટ ઊભા થઈ જગા આપનારાની સંખ્યા વધતી જાય છે. હવે કોઈ માબાપને સવારે ઊઠીને પગે લાગવામાં સંતાનોને શરમ આવે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે પહેલાં સંતાનો માબાપને પગે લાગતાં હતાં હવે માબાપ સંતાનોને પગે પડે છે.

 

ખુદા તારી કસોટીની પ્રથા
સારી નથી હોતી,
અહીં જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.

 

આજનાં આધુનિક સંતાનોની પોતાનાં માબાપ પ્રત્યેની લાગણીની ભીનાશ કોમ્પ્યુટર, મોબાઈલ, ઈ-મેઈલ, ફેસબુક, ટ્વીટર, ઈન્ટરનેટ, સીડી, ડીવીડી, હુક્કાબાર, મોલ, ફેશન, ગુટખા, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ, ટીવી, ખરાબ સોબત, અતિ આધુનિક બતાવવામાં બાષ્પીભવન થાય એમાં કોઈ નવાઈ નથી. કેટલાં સંતાનો પોતાના મોબાઈલમાં મા-બાપના ફોટા રાખે છે? આધુનિક ઈલેકટ્રિક ઉપકરણનો ઉપયોગ આવકાર્ય છે પણ દુરુપયોગ વિનાશ નોંતરે છે. સોનાની કટારી કેડે ખોસાય, પેટમાં ના ખોસાય. પણ આપણું સાંભળે કોણ ?

 

આપણે ત્યાં આવાં ઘણાં કારણોસર વરિષ્ઠ નાગરિકોની હાલત કનિષ્ઠ હોય છે. નાની ઉંમરમાં લગ્ન થયાં હોય, સંતાનોના ઉછેરની જવાબદારી, અભ્યાસનો ખર્ચ, પછી સંતાનોનાં લગ્ન, પરિવારના ભરણપોષણનો ખર્ચ, ઓછી આવક, કારમી મોંઘવારી, પાછલી ઊંમરે દેવું કરી, લોન લઈ પોતાનું મકાન બનાવ્યું હોય, હપ્તા ચાલુ થઈ ગયા હોય, સંતાનો કમાતા ના હોય, કમાતા હોય તો ધંધામાં દેવું કરી બેઠા હોય એમાં મા-બાપની તબિયત સારી રહેતી ના હોય, આ ઉંમરે નોકરી-મહેનત થઈ શકતી ના હોય ત્યારે જિંદગી પરવશ, પરાધીન થઈ જાય છે, કહ્યું છે કે :

 

આદમીની એ મુસીબત
મોતથી પણ છે વિશેષ;
જિંદગી પોતાની જ્યારે,
પારકી થઈ જાય છે !!

 

મારા વહાલા વડીલો, વૃદ્ધો, વરિષ્ઠ નાગરિકો, પેન્શનરો, મા-બાપો સાંભળો. નિરાશ ના થશો. નોકરીમાંથી નિવૃત્ત થયા છો, જિંદગીમાંથી નહિ. નિવૃત્તિમાં પ્રવૃત્તિ માણો અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ માણો. આનંદમાં રહો. એકાદ મનગમતો શોખ (હોબી) કેળવો. લેખન, વાચન, સંગીત, બાગકામ, ધ્યાન વગેરે અત્યારે જે સ્થિતિ છે તે સર્વશ્રેષ્ઠ છે એવું માની જીવો. આથી પણ ખરાબ થઈ શક્યું હોત – જે નથી થયું તે માટે ભગવાનનો આભાર માનો.

 

સાત્ત્વિક ભોજન લો. ભક્તિ સભર ભજન કરો. વાતે વાતે ઓછું ના લાવો. અપેક્ષાઓ ઘટાડો. સંતોષી બનો. ક્રોધ ના કરો. કોઈનું કંઈ ઉછીનું ના વહોરી લો. રોજ અર્ધો કલાક ચાલવાનું રાખો. જીભના ચટાકા ઓછા કરો. બોલવાનું ઓછું કરો. મૌન ભેગું કરે છે, વાણી વહેંચી દે છે. માગ્યા વગર કોઈને સલાહ ના આપશો. આમંત્રણ વગર કોઈના ઘેર જશો નહિ. ભૂતકાળ વાગોળશો નહિ. નકારાત્મક ના બનો, બની પોઝીટીવ. હિંમતે મર્દા તો મદદે ખુદા.

 

આપણી મૂડી આપણી પાસે જ રાખવી. મહેરબાની કરીને છોકરાંને બધું આપી ના દેતા. સમય આવ્યે જ આપજો. ઘરની ચાવી તમારી પાસે જ રાખજો. સંતાનોને એટલાં બધાં લાયક ના બનાવશો કે એ તમને નાલાયક સમજે. તમે તો સમજુ છો, મુમુક્ષુ છો અનુભવી છો. સાચી શ્રદ્ધા રાખો, કર્મ કર્યે જાવ. ભગવાન બધું સારું કરશે. અને હા યુવાનો… યાદ રાખજો. તમે સદા જુવાન નથી રહેવાના. તમે આજે જેવું માબાપને માન આપશો તો તમારાં છોકરાં પણ તમને માન આપશે. કરશો તેવું પામશો-વાવશો તેવું લણશો. નહિંતર પછી યાદ રાખજો :

 

પીંપળ પાન ખરંતાં,
હસતી કુંપળિયાં,
અમ વીતી તુજ વીતશે,
ધીરી બાપુડિયાં.

 

 

– પી.એમ. પરમાર

 

સાભાર : 

સૌજન્ય : ગુજરાત સમાચાર  ….

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૮) …

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …

મહેશ શાહ, શ્રી કૃષ્ણ મેરેજ બ્યુરો, (વડોદરા) …

[ભાગ – ૮]

 

 

SHODASH GRANTH.1

 

 

 

ગત સાત માસથી  આપણે પુષ્ટિમાર્ગના પાયાના સિધ્ધાંત સમજાવતા ષોડશ ગ્રંથના ગ્રંથોનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ. શ્રી વલ્લભની કૃપાથી અત્યાર સુધીમાં આપણે ૧૩ ગ્રંથોની વાત કરી. આજે બાકી રહેલા ૩ ગ્રંથોના પાવક પરિચયથી પૂર્ણાહુતિ કરીશું.

 

૧૪. શ્રીસન્યાસ નિર્ણય :

 

સંક્ષિપ્ત પરિચય:

 

ભારતીય માનસમાં ત્યાગ અથવા સન્યાસનો મહિમા મોટો છે.આ વિષયની સાચી અને ભક્તિમાર્ગીય સમજ આપતો આ ગ્રંથ છે.

 

 • કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ એ ત્રણેયની દ્રષ્ટીએ ત્યાગઅથવા સન્યાસ એટલે શું તેની વાત છે.
 • ભક્તિ માર્ગનાત્યાગના ચાર પ્રકાર અને અન્ય બંને માર્ગોના ત્યાગના બે બે પ્રકાર વર્ણવ્યા છે.
 • ત્યાગ કરવાથી ઈચ્છાઓનું દમન થાય છે તેથી તે સ્પ્રીંગની જેમ સામું દબાણ (stress) ઉત્પન્નકરે છે. 
 • ત્યાગ કરવાને બદલે પ્રત્યેક વૃત્તિ પ્રભુમાં જોડી (વાળી)દેવી જેથી તન્મયતા આવશે. એ જભક્તિમાર્ગીય સન્યાસ. આ વધુ સારો અને સરળ ઉપાય છે.
 • સર્વ લૌકિક વિષયો અનેપદાર્થોમાંથી મન ખેંચી લઇ પોતાના શ્રી ઠાકોરજીમાં લગાડી તેમની સેવા અને કથા કરવાથી તેમનામાં દ્રઢ આસક્તિ થતાં વૈષ્ણવનીઅન્યત્ર રહેલી આસક્તિ આપોઆપ છૂટી જાય છે.
 • વૈષ્ણવ માટે સન્યાસ જરૂરી નથી. વ્યસનાવસ્થા સિવાય ત્યાગથી પતિત થવાય તેવો શ્રી આચાર્યજીનો મત છે.

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા

 

 • ત્યાગનું પુષ્ટિમાર્ગિય સ્વરૂપ. અમુક પરિસ્થિતિઓમાં ત્યાગ ક્યારેક બાધક બની શકે તેવી સમજ.
 • દેખાદેખીઅનધિકાર ત્યાગ કરી તેનાથી થનાર પતનથી બચવાની દીવાદાંડી છે. 
 • વૃત્તિઓના દમનને બદલે તેમને પ્રભુમાં જોડી ઉર્ધ્વીકરણ કરવાનું માર્ગદર્શન.

 

૧૫. શ્રી નિરોધ લક્ષણમ્:

 

સંક્ષિપ્ત પરિચય:

 

ચિત્તવૃત્તિલૌકીકમાંથીવાળી પ્રભુમાં કેન્દ્રિત થાય તે નિરોધ. આ ગ્રંથમાં નિરોધના લક્ષણો વર્ણવાયા છે.

 

 • ઇન્દ્રિયોથી મળતો લૌકિક વિષયોના આનંદ એટલે કે  વિષયાનંદ  ક્ષણિક, નાશવંત, અને હાનિકારક છે. તેનો ત્યાગ કરવો જોઈએ.યોગમાર્ગમાંઆપણી દસ ઇન્દ્રિયો અને અંત:કરણની વૃત્તિઓના નિગ્રહ/નિરોધ માટે દમનની રીત દર્શાવી છે. આપણે ઉપર નોંધ્યું તેમ, સ્પ્રીંગને દબાવી રાખીએ ત્યાં સુધી તે દબાય પણ પછી તરત જ ઉછળીને મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરી લે તેવુંઅહીં પણ બને છે. અર્થાત્દમન અસરકારક માર્ગ નથી.
 • ભક્તિમાર્ગમાં મનને મોહનમાં મેળવી દઈ નિરોધસિદ્ધ કરાય.આશ્રી નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ પ્રભુમાં ઉત્કટ સ્નેહ, સેવા, સ્મરણ, કિર્તન, અનુસંધાન, ધ્યાન આદિના સહારે અને પ્રભુ કૃપાના આધારે વૃત્તિઓના ઉર્ધ્વીકરણની વધુ સારી, વધુ સરળ અને છતાં અત્યંત અસરકારક પધ્ધતિ સમજાવી છે. તેના દ્વારા પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય છે. તેવી જ રીતે, ભગવદ ગુણગાન અને ભાવ-ભાવનાથી પણ પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય છે.આવો નિરોધદ્રઢ અને કાયમી હોય છે.
 • ભગવાનને જસર્વ ઇન્દ્રિયોના વિષય બનાવીએ તો ઇન્દ્રિયો ભગવદગામી બને છે. તેથી પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય છે અને સંસારનો નિરોધ ક્રમશ: છૂટી જાય છે.
 • આચાર્યશ્રીએ એવું પણ કહયું છે કે પૂર્ણ નિરોધ દ્વિમાર્ગી હોય છે એટલે કે ભક્તનો પૂર્ણ નિરોધ સિદ્ધથાય એટલે પ્રભુનો પણ ભક્તમાં એવો જ નિરોધ થાય છે. (પ. ભ. શ્રીગજનધાવનની વાર્તા યાદ છે ને?)
 • નિરોધ પરમ ફળ છે.
 • અંતમાં શ્રી મહાપ્રભુજીએઆજ્ઞા કરી છે કે આ ગ્રંથ શ્રેષ્ઠત્તમસ્તોત્ર, મંત્ર, તીર્થ અને વિદ્યા છે. વિશ્વમાં અન્ય કોઈ મંત્ર, કોઈ સ્તવન, કોઈ વિદ્યા કે કોઈ તીર્થ આનાથી ચડિયાતું નથી. કેવી મોટી વાત!

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા

 

 • ઇન્દ્રિયોનાદમનથી નહીં તેમનેયોગ્ય માર્ગે વાળવાથી વધુ અસરકારક (effective) નિરોધથઇ શકે છે. તે માટે મારી દરેક પ્રવૃત્તિના અને દરેક મનોવૃત્તિના કેન્દ્રસ્થાનેપ્રભુ હોવા જોઈએ. આધુનિક માનસશાસ્ત્ર આસિદ્ધાંતને સમર્થન આપે છે.
 • સમગ્ર જીવન જ પ્રભુમય બની જાય તો પછી શું કરવાનું બાકી રહે!

 

૧૬. શ્રી સેવા ફલમ્:

 

સંક્ષિપ્ત પરિચય:

 

 • આચાર્યશ્રીએષોડશ ગ્રંથોમાં(અને અન્યત્ર પણ) અનેકવાર ભારપૂર્વક કહયું છે કે સદાપોતાના શ્રી ઠાકોરજીની સેવા કરતા રહેવું એ દરેક વૈષ્ણવનું પરમ કર્તવ્ય છે.
 • આ ગ્રંથમાંઆપશ્રીએ સેવાથી શું ફળ મળે તે દર્શાવ્યું છે, વળી કહયું છે કે આ ફળોને કાલ બાધક નથી.
 • પ્રથમ તો શ્રી કૃષ્ણ પરમ આનંદ સ્વરૂપ છે તેથી સેવા પોતે જ એક આનંદની આલ્હાદક અનુભુતિ બની રહે છે. સેવાના ત્રણ ફળો આપશ્રીએ દર્શાવ્યાં. ઉત્તમ ફળ: અલૌકિક સામર્થ્ય, મધ્યમ: સાયુજ્યઅને કનિષ્ઠ (કમ સે કમ) આપણો દેહ સેવોપયોગી દિવ્ય બની જાય છે.
 • આપશ્રી ત્રણ વિઘ્નો/નડતર પણ વર્ણવે છે. ૧. ઉદ્વેગ. ૨. લૌકિકઅને/અથવા અલૌકિક પ્રતિબંધો. ૩. ભોગ.આપણે આ ત્રણેથી બચીને રહેવું જોઈએ.

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા 

 

 • આપણી સેવામાં હેતુલક્ષીતાભળે. સેવામાં વિશેષ રૂચી ઉત્પન્ન થાય.
 • ભયસ્થાનોથી ચેતતા રહેવાય. સેવક ધર્મની રક્ષા થાય. 

વિદાય વેળાએ 

 

આપણી આ યાત્રા અહીં વિરમે છે. પ્રભુકૃપાથી આપણે ‘દાદીમાં’ના ખોળામાં રમતાં રમતાં આ સોળ ગ્રંથોનો પ્રાથમિક પરિચય મેળવી શક્યા છીએ. વૈષ્ણવોને પોતાના પંથના માર્ગદર્શક સિદ્ધાંતો જાણવા મળ્યા હશે તો અન્ય સૌને આ સંપ્રદાયનો પ્રાથમિક પરિચય પ્રાપ્ત થયો હશે. આ વાતો આપના સુધી પહોચાડવા માટે ‘દાદીમાં’ અને શ્રી અશોકભાઈનો અત્યત આભારી છું.  સફરમાં સાથ આપવા માટે આપ સૌનો પણ આભાર. આ લખવામાં મને ખુબ આનંદની અનુભૂતિ થઇ છે. આશા છે આપ સૌને પણ મારો આ અલ્પ પ્રયત્ન પસંદ આવ્યો હશે. આપના પ્રતિભાવનું [email protected] ઉપર કે ફોન/પત્રથી સ્વાગત છે.

 

 

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.  આજની પોસ્ટ મહિના ની શરૂઆત એટલેકે પેહલી તારીખે પ્રસિદ્ધ  થવાને બદલે અનિવાર્ય સંજોગવસાત ૧ દિવસ મોડી પ્રસિદ્ધ કરી શકેલ છે, જે  બદલ અમો  આ સાથે દિલગીર છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

SHODASH GRANTH  … SHORT & SWEET  SYNOPSIS …

-Mahesh Shah, Jay Shri Krushna Marriage Bureau, Vadodara.

 

[ 8 ]

 

 

SHODASH GRANTH.1.2

 

 

 

Thanks only to Shri Vallabh’s grace we have been able to get introduced to  13 of the 16 hymns or Shri ShodashGranth created by Shri Acharyaji to explain basic principles of  Pushti Marg. In this final part we shall talk about the remaining three hymns.

14.  ShriSanyasNirnay:

 

In Indian psyche renunciation (tyag/ sanyaas) is much revered act. The same has been explained in this hymn from the perspective of Bhaktimarg or the path of devotion.

 

Brief Summary:

 

 • Initially, renunciation in the Path of Action (karmmarg), the Path of Knowledge (Gyanmarg) and the Path of Devotion (Bhakti marg) is defined here.
 • Four types of bhaktimargiya renunciation and two types each of the other two paths have been narrated.
 • Renunciation involves rejection, abandonment or refusal and that causes suppression of desire. This generates stress as a reaction.
 • Instead of renunciation, aligning our mind with Prabhu will bring about concentration and that is the renunciation of bhaktimarg. This is a better and simpler way.
 • After detaching our mind from all worldly matters and aligning it into Shri Thakoraji doing worship and reciting His tales (katha) firm attachment in Him is achieved and, automatically, vaishnav’s attachment in other matters goes away.
 • It is the opinion of Shri Acharyajii that renunciation (sanyas) is not necessary for a vaishnav, as renouncing except in addiction stage (vyasanaavasthaa) brings about downfall.

Essence & utility: 

 

 • Here the pushtimargiya form of renunciation is shown. It is explained that in certain circumstances, renunciation can be a hindrance.
 • This is a warning beacon protecting us against the perils of inappropriate renunciation.
 • This hymn provides guidance of sublimation of senses by alignment with Prabhu and not its suppression.

 

 1. Shri NirodhLakshanam:

 

Brief Summary: 

 

Nirodh means reorientation of mind from worldly matters in to Prabhu. This hymn describes the attributes of nirodh.

 

 • Pleasure derived by senses from worldly matters, vishayaanand, is temporary, perishable and damaging. It should be rejected. The path of yoga shows ways of suppression for our mental reorientation. We know, a spring bounces back to its original form as soon as pressure on it is removed. The same happens with our mental tendency too. Thus, suppression is not an appropriate means.
 • In the path of devotion (bhaktimarg) nirodh is achieved by integration of mind in to Mohan. In this Shri NirodhLakshanam hymn, Shri Mahaprabhuji has shown us a more effective yet simple method of achieving nirodh by sublimation of intellect by means of ardent love, worship, remembrance, recital, contemplation etc. Eulogizing His attributes and emotive involvement also brings about nirodh. Nirodh achieved through these means is rock-solid and permanent.
 • If we make Bhagawan the subject of all senses they become divine-oriented. This brings about nirodh in Prabhu and worldly obsession gets removed gradually.
 • Acharyashri has also stipulated that true nirodh is always two-way, i.e. when a devotee develops nirodh in to Prabhu, He also gets nirodh in devotee. (Do you remember Shri GajjanDhavan tale?).
 • Nirodh is the ultimate reward (fal).
 • In the end, Shri Mahaprbhuji says that this hymn is the supreme stotra, mantra, tirth and vidya(knowledge). Nothing in the world is superior to this. What a great honour!!

 

Essence & utility:

 

 • Effective nirodh can be achieved by proper orientation of senses and not by their suppression. For the purpose, Prabhu should be in the center of all my activities and thoughts. Modern psychology supports this theory.
 • When my whole life becomes Prabhu-centric what else remains to be done!

 

 1. Shri SevaFalam

 

Brief Summary:

 

 • Acharyaji has time and again stressed, in the SodashGranths and elsewhere, that worship of one’s own Shri Thakoraji is the prime duty of a vaishnav.
 • In this hymn the reward(s) of worship has been shown.
 • Firstly, Shri Krishna is eternal bliss and this makes worship an enchanting experience. Three rewards of worship have been stipulated by him. The prime or best reward is divine/out of the world prowess, next best or medium reward is sayujya(intimate proximity) and the least reward is our body becomes divine i.e. fit for worship.
 • He narrates three hurdles too. 1. Anxiety. 2. Worldly and/or out of the world (alaukik) obstructions. 3. Indulgence (bhog). We have to protect ourselves from these.

 

Essence & utility: 

 

 • Our worship becomes directed and purposeful making it more interesting for us.
 • We become aware of pitfalls and are able to preserve our sevak-dharm.

 

 

 • Our journey of acquainting ourselves with SodashGranths (16 Hymns) created by Shri Vallabhacharayaji ends here. This must have enabled vaishnavs to familiarize with guiding principles of their sect and for others this must have given glimpses of the faith. I am thankful to ‘Dadima’ and Shri Ashokbhai for publishing this as also all the co-travellers. I have experienced bliss in writing this. I hope the readers would have liked my effort. Feedback is welcome through letter, phone or e mail to [email protected].

 

-Mahesh Shah, Vadodara

 

 

****

 

  © Mahesh Shah 2014

 

Contact : 

*mahesh shah.1  Mahesh Shah 
Jai Shree Jrishna Marraige Beauro – Vadodara.

M: +91 –9426346364 /0265 – 2330083

email:  [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

I pray the readers to draw my attention to shortcomings by sending an e mail  to [email protected]

આજની સૌથી મોટી સમસ્યા: અપસેટ રહેવું  …

આજની સૌથી મોટી સમસ્યા: અપસેટ રહેવું  …

 

 

દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાત ડિસ્ટર્બ કરે છે. અપસેટ રહેવું એ આજની સૌથી મોટી સમસ્યા છે. બધાના ચહેરા પર ન કળી શકાય એવો ભાર જોવા મળે છે. આપણે બધા જ કોઈ ને કોઈ બોજ સાથે લઈને ફરીએ છીએ. કોઈને સફળતાની ચિંતા છે તો કોઈને સંબંધોની સાર્થકતાની. શું થશે? એ પ્રશ્નના દબાણ હેઠળ બધા એવા દબાઈ ગયા છે કે કોઈ જ અને કંઈ જ ‘નેચરલ’ લાગતું નથી. દુનિયાની દરેક ફિલોસોફી જિંદગી વિશે એક જ વાત કરે છે કે જિંદગીને માણવી હોય તો વર્તમાનમાં જીવો. અત્યારે જે ક્ષણ છે તેને એન્જોય કરો. આ વાત બધા જાણે છે, પણ કેટલા લોકો ખરેખર વર્તમાનમાં જીવતા હોય છે? આપણાં ટેન્શન્સ આપણા ઉપર એટલા બધા હાવી થઈ જાય છે કે વર્તમાન આપણા હાથમાંથી સરકી જાય છે. આપણે કાં તો ભૂતકાળમાં ધકેલાઈ જઇએ છીએ અથવા ભવિષ્યમાં સરી પડીએ છીએ. એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે મને એક અજાણ્યો ભય લાગે છે. કંઈક બૂરું થવાનું છે એવો ડર મને લાગ્યા રાખે છે. આનાથી બચવા માટે મારે શું કરવું?સંતે કહ્યું કે તારા પડછાયા સાથે રમત રમવાનું છોડી દે. સંતે ઉમેર્યું કે દરેક માણસ પડછાયામાં જીવે છે. પડછાયો નાનો થાય તો ગભરાઈ જાય છે અને પડછાયો મોટો થાય તો હરખાઈ જાય છે. તમે તમારું મૂલ્ય પડછાયાને જોઇને ન આંકો, કારણ કે પડછાયો તો સમય મુજબ બદલાઈ જાય છે. જે બદલે છે એ સમય છે. તમે તો એના એ જ છો. માણસો દુઃખી એટલે છે કે જે નથી એમાં એ જીવતાં હોય છે. કલ્પના અને સપનાં સારી વાત છે પણ તેમાં તમે એટલા ન ખોવાઈ જાવ કે હકીકતને ન જીવી શકો. 

 

માણસ કઈ વાતે સૌથી વધુ ડિસ્ટર્બ થાય છે ?

 

એક જ્યોતિષી અને મનોચિકિત્સક સાથે આ વિષય પર વાત થઈ. જ્યોતિષીએ પૂછયું કે કયા પ્રશ્નો અને કઈ મૂંઝવણ લઈને લોકો તમારી પાસે આવે છે? જ્યોતિષીએ કહ્યું કે સૌથી વધુ સવાલો રિલેશનશિપના છે. સંબંધો ગુમાવવાનો ભય લોકોને સૌથી વધુ છે.બધાને સંબંધો એટલી જડતાથી પકડી રાખવા છે કે સાથેની વ્યક્તિ ગૂંગળાઈ જાય. કોઈ એ સમજવા જ તૈયાર નથી કે કોઈને વશમાં રાખી તમે પ્રેમ મેળવી ન શકો. જે સંબંધો માણસને જીવવા જોઈએ એ જ તેને ડિસ્ટર્બ કરે છે. કોઈને પત્ની સાથે ફાવતું નથી, કોઈને પતિ હેરાન કરે છે, બધા ક્યાંકથી પ્રેમ મેળવવા ફાંફાં મારે છે, કોઈનેદીકરીના સંબંધ મંજૂર નથી, કોઈનાથી દીકરાનું વર્તન સહન નથી થતું, આડા, ઊભા, વાંકા અને ત્રાંસા સંબંધોમાં બધા જીવે છે અને હતાશ છે. મોટાભાગના લોકો અસમંજસમાં જ જીવે છે. ડિપ્રેશનમાં હોય તો ખબર પડે કે માણસ ડિસ્ટર્બ અને હતાશ છે પણ અત્યારના માણસની તકલીફ એ છે કે અત્યારનો માણસ નથી સો ટકા ડિપ્રેશનમાં કે નથી સો ટકા મજામાં. એ દુઃખ અને સુખમાં, આનંદ અને હતાશામાં એવો ઝૂલતો રહે છે કે એ થાકીને લોથપોથ થઈ જાય છે. બધા એવું બોલે છે કે જે થવું હોય એ થાય પણ જે થાય છે એ સહન કરી શકતા નથી. માણસ પોતે જ મુક્ત થઈ શકતો નથી. એવો ઘેરાયેલો રહે છે કે પોતાની હાલતમાં જ ગૂંગળાતો રહે છે. ક્યાંય મજા નથી આવતી, મૂડ બરાબર નથી, કોઈ વાતમાં આનંદ આવતો નથી. વિચારો પીછો છોડતાં નથી. ડર વધુ ને વધુ ભયાનક થતો જાય છે. દિવસે ચેન નથી પડતું અને રાતે ઊંઘ નથી આવતી, દરેક વ્યક્તિ આવી કોઈ ને કોઈ મૂંઝવણ અનુભવે છે. આજે જો કોઈ વાતનો દુકાળ હોય તો એ હળવાશનો છે. ભૂતકાળને પકડી ન રાખો. અને ભવિષ્યને પકડવા બાચકાં ન ભરો. તો જ અત્યારના સમય સાથે જીવી શકશો. 

 

તમારા સંબંધોમાં વિશ્વાસ રાખો. સંબંધોમાં ન ફાવે ત્યારે માણસ સંબંધ બહુ આસાનીથી છોડી દે છે. જોકે છોડી દીધા પછી પણ એ છૂટી શકતો નથી. બ્રેકઅપ થયા પછી પણ પોતાનો પ્રેમી કે પ્રેમિકા શું કરે છે? કોની સાથે ફરે છે? મજા કરે છે કે દુઃખી છે? એનું ધ્યાન રાખતા ફરીએ છીએ. ડિવોર્સ થયા પછી પણ જુદી થયેલી વ્યક્તિ દુઃખી થાય એવા પેંતરા રચીએ છીએ. સાથે રહીને દુઃખ આપવા કરતાં ઘણાં લોકો છૂટા પડીને વધુ દુઃખ આપે છે. જે છૂટી ગયું છે એને છોડી દો. છૂટા પડીને કોઈ સુખી થાય એ પણ આપણાથી જોવાતું નથી. આવા દુઃખ માટે આપણે જ કારણભૂતહોઈએ છીએ. કોઈનું સારું ઇચ્છવાને બદલે એને શાપ દેવાનું આપણને વધુ ફાવે છે. માણસ સૌથી વધુ દુઃખી એટલે છે કે એને કોઈને દુઃખી કરવા હોય છે. બતાવી દેવું હોય છે. પરચો આપવો હોય છે અને આ બધાના કારણે જ પોતે દુઃખી રહે છે. આપણેજિંદગીનાં દુઃખોને ડિલીટ કર્યા પછી પણ એને રિસાયકલ બિનમાં સાચવી રાખીએ છીએ. ડિલીટ ફોર એવર કરતાં જ નથી. દુઃખનું સૌથી મોટું કારણ એ છે કે શું પકડી રાખવું અને શું છોડી દેવું તેનો સાચો નિર્ણય આપણે લઈ શકતાં નથી.

  

હવે મનોચિકિત્સક સાથે થયેલી વાત. તેમણે કહ્યું કે માણસ પોતાના વિશે લોકો અને ખાસ કરીને તેના નજીકના માણસો શું બોલે છે તે જાણી સૌથી વધુ ડિસ્ટર્બ થાય છે. માણસ સતત એ વાત ઉપર જ નજર રાખતો ફરે છે કે કોણ તેના વિશે શું વાત કરે છે. જે માણસની વાતને કોઈ ગંભીરતાથી ન લેતું હોય તેવી વાતને માણસ એટલી બધી ગંભીરતાથી લઈ લે છે કે એમાંથી બહાર જ નીકળી નથી શકતાં. ઓફિસના પાંચ માણસ સારું બોલતાં હોય પણ જો એક માણસ ખરાબ બોલે તો આપણને એ એકની જ વાત ખટક્યા રાખે છે. જે માણસ માત્ર વાત, અફવા કે ગોસિપથી ડિસ્ટર્બ થતો હોય તેને હેરાન કરવો સૌથી વધુ સરળ છે. તમારી દુઃખતી રગ જો બધાને ખબર હોય તો પછી લોકો એ જ રગ વારેવારે દબાવ્યા રાખશે. તમે ઉંહકારામાંથી બહાર જ નહીં આવો. સ્પોર્ટ્સમાં એક વણલખ્યો નિયમ એ છે કે તમારે જો જીતવું હોય તો તમારા હરીફને કોઈ ને કોઈ વાતે ડિસ્ટર્બ કરી દો, એમાં પણ જો એ કોઈ ખોટી વાતથી ડિસ્ટર્બ થઈ જતો હોય તો તમારે વધુ કંઇ કરવાની જરૂર જ નથી. એનામાં તો સમજ જેવું કંઈ છે જ નહીં, તેને તો બેઝિક રૂલ્સની જ ખબર પડતી નથી, એ તો માત્ર દેખાડો કરે છે. બાકી તેનામાં એટલી ડેપ્થ નથી, બીજા પાસે કામ કરાવીને એ જશ ખાટી જાય છે, આવી વાતથી માંડીને અંગત વાતો વિશે લોકો વાતો કરતાં રહે છે. એનો ભૂતકાળ તમને ખબર છે? એણે તો આવું કર્યું હતું, એના ઘરમાં એને કોઈ સાથે બનતું નથી. બોસની ચમચાગીરી કરીને એ માણસ અહીં સુધી પહોંચ્યો છે. સફળ માણસ વિશે આવી વાતો કરનારાની એક મોટી ફોજ હોય છે. આવી વાતો તરફ ધ્યાન આપીએ એટલે આપણે જ્યાં ધ્યાન આપવું જોઈએ ત્યાંથી ધ્યાન ચૂકી જવાય છે. તમારા વિશે કોણ કેવી વાતો કરે છે તેની પરવા ન કરો. તમારે જે કરવાનું છે એ કરતાં રહો. જો કે બહુ ઓછા લોકો આવું કરી શકે છે. આપણે ઓફિસમાં જ જાસૂસ રાખીએ છીએ કે શું ચાલે છે તેની જાણ મને કરતો રહેજે. બધે નજર તો રાખવી જ પડે. આવી વાતોમાં આપણે આપણો કેટલો સમય અને શક્તિ વેડફતાં હોઈએ છીએ? કોણ શું કરે છે એ નહીં પણ તમારે શું કરવાનું છે એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

  

જો તમે ડિસ્ટર્બ થશો તો બધા જ તમને ડિસ્ટર્બ કરશે. ઘણા લોકો પોતાના વિશે જ વાતો જાણી ખુલાસાઓ કરવામાંથીનવરાં પડતા નથી. તમે રસ્તો ચૂકી જાવ એવા સતત પ્રયત્ન થવાના જ છે. તમે માત્ર તમારા માર્ગને જ પકડી રાખો. તો કંઈ વાંધો આવતો નથી. તમે એ વિચાર કરો કે કઈ વાત તમને સૌથી વધુ ડિસ્ટર્બ કરે છે? એ વાત ખરેખર ડિસ્ટર્બ થવા જેવી છે ખરી?તમે જે વાતથી ડિસ્ટર્બ થાવ છો તેમાં જ પડયા રહેવાથી સરવાળે કોઈ ફાયદો થવાનો છે કે કંઈ પરિણામ આવવાનું છે? જો ના તો એને છોડી દો. નકામી વાતો અને ખોટી ચિંતા અને ઉપાધિઓમાંથી જ આપણે બહાર નીકળવાનું હોય છે. એવા વિચારોને જ ટાળો જે તમને ડિસ્ટર્બ કરે છે. કંઈ જ ખરાબ નથી થવાનું પણ પહેલાં તમે કંઈક ખરાબ થશે એવા ડરમાંથી બહાર તો નીકળો. તમારી જાતને હળવી કરી દો તો જ જિંદગી જીવવા જેવી લાગશે.

 

 

સાભાર : – કૃષ્ણકાંત ઉનડકટ

 

 

જીવનમાં હળવાશ કયારે અનુભવાય? …

 

જીવનમાં જે કંઈ બની રહ્યુ છે અને બનશે તે આપણા હિતમાં જ હશે, આવો દઢ નિશ્ચય. * સરળતા અને શુધ્ધિનો નિત્ય સથવારો. * ઈચ્છાઓનો મહેલ ન રચવાની આદત. * જરૂરિયાતવાળી વસ્તુ ખપપુરતી રાખવાની આદત. * નિયમિતતા અને સુધડતાવાળુ દેનિક જીવન. * ચોખ્ખો વ્યવહાર.

 

સૌજન્ય : પૂર્વી મલકાણ (યુ એસ એ) 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો) નાં અંતરપૂર્વકથી આભારી છીએ. આ ઉપરાંત શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં પણ અંતરપૂર્વકથી આભારી છીએ. જેમના દરેક લેખ ખૂબજ મનનીય અને સૂચક – જીવનમાં કશુક જાણવા લાયક રજૂઆત સાથેના હોય છે.

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

નોંધ : મિત્રો, બ્લોગ પોસ્ટ પર મૂકેલ દરેક પોસ્ટ બે દિવસ માટે રહેશે. દર બીજે દિવસે નવી પોસ્ટ મૂકવા અમો નમ્ર કોશિશ કરીશું અને જેની જાણ આપને મેઈલ દ્વારા  કરતાં રહેશું.  જે કોઈ મિત્રોને મેઈલ દ્વારા દરેક પોસ્ટની જાણકારી નિયમિત મેળવવી હોય, તેઓ તેમના મેઈલ દ્વારા અમોને રિક્વેસ્ટ મોકલી શકે છે  અને મેઈલીંગ લીસ્ટમાં તેમના મેઈલ આઈ ડી ની નોંધણી કરાવી  શકે છે.  સહકાર બદલ આભાર.

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૭) …

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …

મહેશ શાહ, શ્રી કૃષ્ણ મેરેજ બ્યુરો, (વડોદરા) …

[ભાગ – ૭]

 

 

SHODASH GRANTH.1

 

 
આચાર્યશ્રીના વાઙમયની પરિચય યાત્રામાં આપણે ૧૧ ગ્રંથોની માહિતી મેળવી આજે બે વધુ ગ્રંથોનું આચમન કરીશું.

 

૧૨. શ્રીજલભેદ:

 

સંક્ષિપ્ત પરિચય:

 

જીવ તો પ્રભુના અંશરૂપ છે. વિવિધ જીવો અને તેમની ઇન્દ્રિયો દ્વારા વિવિધ ભાવોને પામેલા પ્રભુના ૨૦થી પણ વિશેષ વિવિધ ગુણોનું જુદા જુદા વક્તાના ઉદાહરણથી તે તેના ફળ સહીત જુદા જુદા સ્રોતમાંથી મળતા પાણીની ઉપમાથી શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં વિષદ વર્ણન કર્યું છે.

 

 • સંગીતના સથવારે ભગવદ યશ ગાનારા ગંધર્વો કુવાના જળ સમાન છે.જો તેઓ ભગવદ ભક્ત હોય તો સારા જળ સમાન અને  વિષયાસક્ત કે ધનની ઈચ્છાથી ગુણગાન કરતા હોય તો મલિન જળ સમાન ગણવા.

 

 • વંશ પરંપરાગત વક્તાઓ નહેરના જળ સમાન.છે. તેઓમાં પણ વિવિધ શ્રેણી મળે છે. આપણે કહીએ છીએ કે ‘કુવામાં હોય તે હવાડામાં આવે’ તે મુજબ વંશ પરંપરાગત જ્ઞાન પ્રાપ્ત કરનારાઓમાં ઘણા વિદ્વાન, અભ્યાસુ અને ભાવવાળા હોય છે. પોતાના વડીલો પાસેથી કશું પ્રાપ્ત ન કર્યું હોય તેવા પ્રમાદી અને જ્ઞાન રહિત પુરાણી ભલું ન કરી શકે. તેઓમાં પણ વિષયાસક્ત કે ધનની ઈચ્છાથી ગુણગાન કરનારાપણ હોય.

 

 • ખેતરની નીકના જળ સમાન વક્તાઓસૃષ્ટિના સાતત્યના કારણ રૂપ છે કારણ કે તેઓ શ્રોતાઓની સંસારી વૃત્તિઓને પોષણ આપે છે.

 

 • ગાયનથી આજીવિકા ચલાવનારા અને વિષયાસક્ત વક્તાઓને ખાડાના જળ (પ્રદર) સમાન જાણવા.

 

 • ગંદુ પાણી એકઠું કરવાના ખાડાના પાણીનો સ્પર્શ પણ અપવિત્ર કરે છે તેમ જ નીચ કે અધમ લોકોના મુખે સાંભળેલું ભગવન્નામ પણ બાધક છે.

 

 • યોગ, ધ્યાન,વિ.થી સંપન્ન વક્તા વર્ષાના જળ સમાન માનવા.

 

 • પ્રેમયુક્ત ભક્તિવાળા વક્તાઓ બારમાસી નદી જેવા, ભક્તિમાર્ગીય અને મોક્ષકારી વક્તાઓ સમુદ્ર્ગામીની મહા નદી જેવા ગણાય.

 

 • વિદ્વાનોમાં પણ જ્ઞાન-સમૃદ્ધ, સંદેહ નિવારક ક્ષમતા વાળા અને પ્રભુમાં ભાવવાળા જેવા વિવિધ ગુણોવાળા વક્તાઓ નાના મોટા તળાવ જેવા છે.  તેમાં પણ આ સર્વ ગુણ એક સાથે ધરાવતા વક્તાઓ તો કમળના સુગંધિત ફૂલોથી સુશોભિત સરોવર જેવા છે.

 

 • યોગીઓ વર્ષાના જળ જેવા છે. તપસ્વીઓ પ્રસ્વેદ (પસીના)ના જળ જેવા છે. જેને પરસેવો થાય તેને ક્ષણિક ઠંડક પહોંચે પણ બીજાને ઉપયોગી બની ન શકે.

 

 • શેષ, વ્યાસ, હનુમાનજીજેવા ભગવદીય વક્તાઓ સમુદ્રના જળ જેવા છે તેના પણ ૬ જુદા જુદા પ્રકાર દર્શાવાયા છે.

   

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા …

 

પવિત્ર જળ પાવક છે તો અશુદ્ધ જળ પાતક છે. તેવું જ વક્તાનું છે તે સમજી યોગ્ય અધિકારી વક્તા પાસેથી જ ભગવદ કથા શ્રવણનો લાભ લઇ શકાય.એવું કરીએ તો સત્સંગસાચો ઉધ્ધારક બની રહે.

 

 

૧૩. શ્રી પંચ પદ્યાની:

 

સંક્ષિપ્ત પરિચય:

 

વક્તાઓના પ્રકાર જાણ્યા પછી આ ગ્રંથમાં શ્રોતાઓના પ્રકાર સમજવા મળે છે. દેશ, કાળ, દ્રવ્ય, મંત્રઅને કર્મના આધારે પાડેલા આ પ્રકારો અનેતેના લક્ષણો નીચે મુજબ છે.

 

ઉત્તમ: શ્રી ઠાકોરજીના ગુણાનુવાદના શ્રવણમાંઉત્સાહી,કૃષ્ણ તત્વમાં સર્વાત્મ ભાવવાળા, સંદેહ રહિત, ભગવદ રસમાં તરબોળ, ભગવદ આવેશથી વિહવળ,લૌકીકમાં ઉદાસીન, પ્રપંચમાં પ્રીતિ રહિત શ્રોતાઓને ઉત્તમ ગણ્યા છે.

 

 • મધ્યમ: શ્રી ઠાકોરજીના ગુણાનુવાદના શ્રવણમાંઉત્સાહી, આર્દ્ર મનવાળા, દર્શન માટે આતુર ખરા પણ વિહવળતાનો અભાવ, ક્યારેક(સદા નહીં)પૂર્ણ ભાવથી આવેશવાળા ભક્તોને આચાર્યશ્રી મધ્યમ શ્રેણીમાં મુકે છે.

 

 • ત્રીજો પ્રકાર : સકામ ભક્ત: પ્રભુમાં ભાવ છે ખરો પણ કામના પણ છે. આવા ભક્તોનું ધ્યાન ક્રિયામાં અધિક રહે છે. અન્યાસક્ત પણ હોય અર્થાત અનન્ય આસક્તિ ન હોય.

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા  …

 

 • લક્ષણો પરથી મારૂં પોતાનું સ્થાન સમજાય અને તે પછી ઉર્ધ્વ ગતિ માટે સ્વઅધિકાર મુજબ અને પ્રભુની કૃપા પ્રમાણે પ્રયત્નશીલ થવાની ઈચ્છા, આકાંક્ષા, તમન્ના કે આર્તિજાગે.તે માર્ગે આગળ વધી પ્રભુની પ્રાપ્તિ થાય.

 

 

 (ક્રમશ:)

 

વૈષ્ણવોને પ્રાર્થના છે કે આ પ્રયત્નમાં રહેલી ત્રુટીઓ પ્રત્યે પત્ર દ્વારા કે ઈ મેલથી  મારું ધ્યાન દોરવા કૃપા કરે. મને [email protected] ઉપર ઇ મેલ કરી શકાય છે.

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.  આજની પોસ્ટ મહિના ની શરૂઆત એટલેકે પેહલી તારીખે પ્રસિદ્ધ  થવાને બદલે અનિવાર્ય સંજોગવસાત ૩ દિવસ મોડી પ્રસિદ્ધ કરી શકેલ છે, અમારા કારણે આપને જો કોઈ તકલીફ પડેલ હોય તો તે બદલ અમો  ક્ષમા ચાહિએ છીએ અને આ સાથે દિલગીર છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

SHODASH GRANTH  … SHORT & SWEET  SYNOPSIS …

-Mahesh Shah, Jay Shri Krushna Marriage Bureau, Vadodara.

 

[ 7 ]

 

 

SHODASH GRANTH.1.2

 

 

 1. Shri Jalbhed:

 

Brief Summary:

 

Over 20 attributes of Bhagavanas reflected in different beings are explained beautifully by comparison of speakers to water from different sources.

 

 • Gandharvas sing divine attributes accompanied by music are like water from a well (many sub types are there). Devoted singers are like good pious water. If the purpose is to earn money then they are like polluted water.

 

 • Traditional speakers are like water from canal. Many of them are devoted and well-studied. Puranis who have not acquired anything from their elders do not benefit the listener. Some of them may be money oriented or with sensual leanings. They, obviously, do not benefit the listener.

 

 • Speakers like channels of water in the agricultural field are causes of perpetuation (continuity) of the universe (srushti) as they support worldly leanings of the listeners.

 

 • Those sustaining their livelihood through singing (about Prabhu’s attributes) are like water accumulated in a pit.

 

 • Pits dug out to collect dirty water contain water that contaminates even by touch. Similarly Prabhu’s name heard from ignoble or mean people is also harmful.

 

 • Speakers dependent on singing for livelihood are like water from a pit.

 

 • Speakers enriched with yoga, meditation etc. are like rain water.

 

 • Hermits engaged mainly in penance are like perspiration which gives momentary relief to self only.

 

 • Devoted speakers like Shesh, Vyas, Hanumanaji are like water from ocean; there are 6 sub types of these too.

 

Essence & utility:

 

 • I can understand varieties of speakers and go for company of really pious speaker after understanding these differences and have true satsang.

 

 1. Shri Panchpadyani

 

Brief Summary:

  

This hymn describes different types of listeners (shrota).They have been classified on the basis of land (desh), era (kaal), wealth/material (dravya), and action (karma)

 

 • The best: Enthusiastic in praising the attributes of Shri Thakorajee. Believers in omnipresent Krishna element (tatva). Devoid of doubts. Soaked in nectar of divine love. Anxious due to passion for Prabhu. Disinterested in worldly matters. Away from deceptive ways.

 

 • Medium: Enthusiastic in listening to Prabhu’s eulogy, having  loving heart, eager for sight (darshan), not having much passionate anxiousness, at times (not always) charged with full emotions..

 

 • Third type: Desirous (sakaam), more ritualistic, attached to others.

 

Essence & utility:

 

 • I can understand my present level leading to birth of desire for scaling higher.

 

 

(To be Contd.)

 

 

  © Mahesh Shah 2014

 

 

Contact : 

*mahesh shah.1  Mahesh Shah 
Jai Shree Jrishna Marraige Beauro – Vadodara.

M: +91 –9426346364 /0265 – 2330083

email:  [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

I pray the readers to draw my attention to shortcomings by sending an e mail  to [email protected]