બેરિયાટ્રિકસર્જરી પછીની કેર- ભાગ ..૨ …

બેરિયાટ્રિકસર્જરી પછીની કેર- ભાગ..૨ …

 

bariatric surgery

 

 

(આ અગાઉ આપણે બેરિયાટ્રિક સર્જરી ભાગ … ૧ માં સર્જરી અને તેના પ્રકાર વિશે જાણકારી મેળવેલ, આજે તેમાં થોડી વિશેષ જાણકારી મેળવવા કોશિશ કરીશું. આ બેરિયાટ્રીક સર્જરી પછી અમુક પ્રિકોશન્સ લેવાનાં હોય છે. જેમાંથી અમુક પ્રિકોશન્સ એક વર્ષ માટે તો અમુક આખી જિંદગી માટે લેવાનાં હોય છે. પરંતુ આપણે ક્યા ક્યા  પ્રિકોશન્સ લેવાનાં હોય છે તે વિષે આજે ચર્ચાઑ કરીશું.)

 

 (મિત્રો આપની સરળતા અને અનુકુળતા માટે બેરિયાટ્રિક સર્જરી ભાગ-૧ ની લીંક આ સાથે આપની જાણકારી માટે અહીં નીચે દર્શાવેલ છે; જેના પર ક્લિક કરવાથી મૂળ પોસ્ટ ડાયરેક્ટ અહીં જ વાંચી શકાશે.)

 

બેરિયાટ્રિક સર્જરી પછીની કેર … (ભાગ-૧) …

 

bariatric surgery.1

 

 

સર્જરી થયા બાદ પેશન્ટે નકારાત્મક વિચારો છોડી સકારાત્મક વિચારને અપનાવીને શરીર ઓછું કરવા માટે નક્કી કરેલા ગોલ તરફ આગળ વધવું જોઈએ. આ ગોલ ઉપર પહોંચવા માટે સર્જરી પછીનાં ૮ અઠવાડીયા સુધી લિક્વિડ ખોરાક લેવો જોઈએ. આ ખોરાક લેવા માટે ચા કોફી વગેરે જેવા કેફિનયુક્ત પીણાં ન લેવા જોઈએ ચા કોફીની આદત હોય તો ડી કેફ (કેફિન વગરની ચા અને કોફી ) લેવી જોઈએ. સામાન્ય રીતે ૮ ઔંસ કેફિનવાળી રેગ્યુલર કોફીમાં ૮૦ થી ૧૩૦ મિલિગ્રામ જેટલું કેફિન હોય છે, ઇન્સ્ટન્ટ કોફીમાં ૪૦થી ૬૦ મિલિગ્રામ જેટલું કેફિન હોય છે અને ડિકેફિનવાળી કોફીમાં ૧ થી ૧૦ મિલિગ્રામ જેટલું કેફિનનું પ્રમાણ હોય છે. આ ઉપરાંત અમુક બ્રાન્ડની કોફીમાં કેફિનનું પ્રમાણ નહિવત હોય છે. કોફીની જેમ જ ચા નું પણ છે તેથી યુ એસ માં બેરિયાટ્રિક સર્જરીનાં પેશન્ટોને ડીકેફકોફી અને ચા લેવા માટે આગ્રહ કરાય છે, જ્યારે સોડા ઉપરાંત જે પીણાંમાં સોડાનો ભાગ રહેલ છે તેવા આલ્કોહોલિક કે પીણા ન લેવા માટે કહેવામા આવે છે. ઉપરાંત જેમાં રેસા હોય તેવા પીણાંઓને ન લેવા જોઈએ. લાઇટ ક્લીયર લિક્વિડ લેવા માટે લિક્વિડને ગાળી નાખવું જરૂરી છે. ઉપરાંત આ લિક્વિડમાં મરી મસાલાનો, ડ્રાય લીવ્સ સ્પાઇસ, સીડ્સ સ્પાઇસનો ઉપયોગ પણ ન કરવા માટે કહેવામાં આવે છે. મરી મસાલાથી પેટમાં લીધેલા સ્ટિચીઝમાં બળતરા થાય છે અને ડ્રાય પાર્સલી, કરીલીવ્સ જેવા પાંદડા અને સીડ્સ સ્પાઇસ(જીરું, તલ, રાઈ,મેથી, અજમો વગેરે) આંતરડામાં સલવાઈ જાય તેનો ભય રહેલો છે આથી મસાલા તેમજ ડ્રાય પાંદડાનો ઉપયોગ નકારવો જોઈએ. લિક્વિડ પીવા માટે બેરિયાટ્રિક સર્જરી પછી સ્ટ્રોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ કારણ કે જ્યારે સ્ટ્રોથી લિક્વિડ પીવા માટે મુખથી ખેંચીએ છીએ ત્યારે તેમાં હવા પણ ખેંચાઈને આવે છે. સર્જરી પછી આ હવા ગળામાં અટવાઈ જાય તો ખાંસી આવે છે, અને ખાંસી ખાતા અંદરનાં ટાંકા તૂટી જવાનો ભય રહેલો હોય છે. આ ટાંકાને ગળતા લગભગ ૪ થી ૬ વીક લાગે છે. આથી તે ટાંકાને હાર્મ ન થાય તે હેતુથી ઊલટી, ઊબકા, ખાંસી વગેરે ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સર્જરી પછી લગભગ ૭ થી ૮ વીક સુધી ફૂલ લિક્વિડ ડાયેટ પર રહેવાનુ હોય છે, ત્યારબાદ બીજા ૮ વીક સેમી લિક્વિડ ડાયેટ, ત્યારબાદ સોફ્ટ ડાયેટ થી રેગ્યુલર આહાર તરફ ધીમે ધીમે વાળવામાં આવે છે. અલબત્ત આહાર તરફ જવા માટેની પ્રત્યેક સૂચનાનું પાલન કન્સલટન્સ અને ડોકટરની સૂચના અનુસાર કરાય છે.

 

બેરીયાટ્રિક પેશન્ટનો સર્જરી પછી ખોરાક ઓછો થઈ જાય છે તેથી શરીરને જોઈતા વિટામિન, મિનરલ અને ક્ષારની કમી ઊભી ન થાય ટે હેતુથી મલ્ટી વિટામિન , આર્યન, વિટામિન B 12, કેલ્શિયમ, વિટામિન D3, અને પ્રોટીન લેવું જરૂરી બની જાય છે. જેમ બ્લડ પ્રેશરવાળા દર્દીઑ માટે બીપીની દવા રોજ લેવી જરૂરી છે તેમ જ બેરિયાટ્રિક સર્જરીવાળાએ તેમના રોજિંદા ખોરાકમાં પ્રોટીન અને ઉપર જણાવેલ વિટામિનનો સમાવેશ કરવો જરૂરી બની જાય છે. જેમાં પ્રથમ થોડા વીક માટે ચાવીને ખાઈ શકાય તેવા વિટામિનની ગોળીઓનો ઉપયોગ કરવો જોઈએ, અને જો કેપ્સુલ હોય તો તેને ખોલીને તેમાંથી પાવડર કાઢીને પ્રોટીન લિક્વિડ અથવા અન્ય પીણાંમાં મિક્સ કરી તેનો ઉપયોગ કરવો પણ ગોળીને ગળવી નહીં. આ સર્જરી પછીનાં અમુક દિવસોમાં ગોળી ગળવાથી ગળામાં ભરાઈ જવાનો ભય રહે છે. જેને કારણે પેશન્ટને મૂંઝવણ થાય છે, શ્વાસ રોકાઈ જાય છે, ઊબકા આવે છે. આજ ચ્યુએબલ ગોળી જો ફાવી જાય તો તેને જ કંટીન્યુ રાખવી. (આ બધી જ વિટામિન એકસાથે ન લેવા.)

 

બેરિયાટ્રિક સર્જરીવાળાની ચાવી શકાય તેવા વિટામિનનું લિસ્ટ

 

Beriatric Advantage આયર્નની ગોળી-60 મિલિગ્રામ વિથ વિટામિન C

Beriatric Advantage B12 વિથ ફોલિક એસિડ

Beriatric Advantage કમ્પ્લિટ મલ્ટી વિટામિન 1000 IU વિથ B કોમ્પ્લેક્ષ, મિનરલ્સ

Beriatric Advantage વિટામિન D3 5000 IU

Beriatric Advantage Calcium Crystals Flavored or unflavored ગોળી હોય તો 2 અને પાઉડર ફોર્મ્યુલા હોય તો 2 ચમચી.

 

બેરિયાટ્રિક સર્જરી પછી પ્રોટીન લેવા માટે અમુક પ્રકારના પ્રોટીન બહુ સારા પડે છે. આ પ્રોટીનનાં ઉપયોગથી પેશન્ટોની રોજની જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે. જેમાં પ્રથમ છે……સોય નેચરલ પ્રોટીન પાઉડર…….આ પ્રોટીન પાઉડરમાં ૧૦૦ ટકા વિટામિન ઇ અને તેના સિવાય અન્ય વિટામિન અને મિનરલ્સ રહેલા હોય છે, એજ રીતે Whey Isolate Protein પાઉડર અને અમુક Flavored પ્રોટીન પાઉડર પણ સારા પડે છે પણ Flavored પ્રોટીન પાઉડરમાં શુગરનું પ્રમાણ કેટલું છે તે જોવું જરૂરી છે.

 

સર્જરી પછીનો ક્લીયર લિક્વિડ ડાયેટ લેવાનો સમય  

 

સર્જરી પછી લગભગ દર ૧/૨ કલાકે ૨ ઔંસ જેટલું લિક્વિડ પીવામાં આવે છે. જેમાં સવારનાં સમયે

8:00 2 ઔંસ.ડિકેફ ચા અથવા કોફી
8:૩0 2 ઔંસ. પાણી, મલ્ટીવિટામિન
9: 00 2
ઔંસ. નાળિયેરનું પાણી, વિથ ૧ મલ્ટી વિટામિન  
9:30 2 ઔંસ. આલ્મંડ મિલ્ક વિધાઉટ સુગર વિથ પ્રોટીન પાઉડર

10:00 2 ઔંસ. પ્રોટીનવાળું લિક્વિડ (છાશમાં કે દૂધમાં પ્રોટીન પાઉડર મિકસ કરી ગાળી લેવું)

10:30 2 ઔંસ. દાળનું પાણી વિથ આયર્ન ટેબ્લેટ

11:00 2 ઔંસ ક્રિસ્ટલ લાઇટ વિધાઉટ સુગર

11:30 2 ઔંસ સોય અથવા પિસ્તા મિલ્ક વિધાઉટ સુગર વિથ પ્રોટીન પાઉડર

12:00 2 ઔંસ વેજીટેબલ બ્રોથ (ગાળીને) વિથ વિટામિન B 12

 

આ રીતે પ્રત્યેક ½ કલાકે થોડું થોડું (જેટલું પી શકાય) તેટલું લિક્વિડ લેવું, અને આ પીણાં સાથે બાકી રહેલ વિટામિન અને કેલ્શિયમ લેવું જોઈએ. આ પીણાંઑ ઉપરાંત ફ્રૂટ જ્યુસ પણ લઈ શકાય છે પણ જે ફ્રૂટ જ્યુસ વધારે ગળ્યા ન હોય તેવા ફ્રૂટ્સ જ્યુસ ઉપર વધારે ભાર મૂકવો જરૂરી છે. કેરી, દ્રાક્ષ, લીલા અંજીર, દાડમ વગેરે ગળપણ ધરાવતાં ફ્રૂટ્સનો રસ લેવાનું ટાળવું જોઈએ કારણકે તેમાં રહેલ નેચરલ સુગરથી પણ પેશન્ટને ડોમ્પિંગ સિન્ડ્રોમ થવાનો ભય રહેલો છે. શુગરનું પ્રમાણ વધી જવાથી ડોમ્પિંગ સિન્ડ્રોમ થાય છે જેમાં ચક્કર આવે છે, આંખો પાસે અંધારું થઈ જાય છે, ઊબકા આવે છે, ઉલ્ટી થાય છે, હાથ પગમાંથી અચાનક એનર્જી જતી રહે છે. આથી શુગરી ફ્રૂટ્સનો અને વસ્તુઓનો ઉપયોગ ન કરવો, પરંતુ લાઇટ સુગર ધરાવતાં ફ્રૂટસનો રસ વધુ સારો પડે છે અને તેમાં પણ થોડું પાણીનાખી તેની મીઠાશ ઓછી કરી દેવાથી વધુ ઉત્તમ થઈ જાય છે. આવા લાઇટ ફળોમાં ગ્રેપફ્રૂટ, એપલ, મોસંબી, સંતરા, વોટરમેલન, ક્રેનબેરી, હનીડ્યુમેલન વગેરેનો રસ ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે શાકમાં લીફી પાંદડાવાળી ભાજીઓ અને પાણીવાળા શાકભાજી દૂધી, ઝૂકીની ગલકા, કોળું વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

 

સર્જરી પછીનો ક્લીયર લિક્વિડ ડાયેટ

 

૧) હોમ મેઈડ સોયામિલ્ક

 

૧ કપ ડ્રાય સોયા બિન્સને આખી રાત પલાળીને રાખવા. બીજે દિવસે સોયા બિન્સમાંથી પાણીનો ભાગ છૂટો પાડવો પણ તેને ફેંકી ન દેવો કારણ કે છાલનાં અમુક વિટામિન હોય છે જે પાણીમાં આવી ગયા હોય છે. પાણી વગરના સોયા બિન્સને બે હથેળી વચ્ચે નરમ હાથે મસળીને તેની છાલને કાઢી નાખવી. ત્યારબાદ ફરી (ફ્રેશ )૧ ગ્લાસ પાણી નાખવું જેથી કરીને છાલ ઉપર આવી જશે અને બિન્સ નીચે બેસી જશે. આ છાલ સાથેનું પાણી કાઢી લેવું. ત્યારબાદ મિક્સીમાં બિન્સ નાખવા અને જે પાણીનો ભાગ અલગ રાખ્યો હતો તે પાણીને બિન્સ સાથે મિક્સ કરવા અને ચર્ન કરવું. લિક્વિડ ચર્ન થયાં બાદ સોયાલિક્વિડને કપડાંથી ગાળી લેવું . ગળાયા બાદ તે મિલ્કને ગરમ કરવું. ગરમ કર્યા બાદ પીતી વખતે ફરી એકવાર કપડાથી ગાળવું જેથી કરીને મલાઇનાં ફોર્મમાં આવેલ સોયા બિન્સનો પલ્પ નીકળી જાય. (આ જ મિલ્કની અંદર ૨ ચમચા પ્રોટીન પાવડર મિક્સ કરી ૧/૨ કલાક સેટ કરવું અને ત્યાર પછી આ મિલ્ક ઉપયોગમાં લેવું) સોયામિલ્કમાં તો પ્રોટીન રહેલું જ છે પણ રોજનાં ૮૦ થી ૧૦૦ ગ્રામ પ્રોટીનનાં ગોલને પહુંચવા માટે ખૂબ ઉપયોગી થાય છે. આ મિલ્કની અંદર સ્વાદ રહે તે માટે (રુચિ અનુસાર) શુગર ફ્રી, અથવા Splenda મિક્સ કરી ઉપયોગમાં લેવું. સોયાની જેમ જ પિસ્તા અને આલ્મંડનું મિલ્ક બનાવવામાં આવે છે. 

(ક્રમશઃ)

 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
[email protected]

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

નોંધ: હું  હાલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે બેરિયાટ્રિક સર્જન Dr. Richard. D. Ing સાથે  કાર્ય કરી રહી છું. તેથી બેરિયાટ્રિક સર્જરી પછીની કેર માટે કોઈપણ પ્રકારની મદદ જોઈતી હોય તો આપ નિઃસંકોચ પૂછી શકો છો. આ ઉપરાંત આ લેખ તૈયાર કરવા માટે પણ મને Dr. Richard. D. Ing (Bryn Mawr Hospital) નું માર્ગદર્શન મળ્યું છે.બેરિયાટ્રિક પેશન્ટ્સે આ સર્જરી પછીનાં ડાયેટ અંગે  વિધિબહેન દવે- (ડાયેટિશ્યન) સંપર્ક : મોબાઈલ – 9428250350  અને [email protected] પર Contect કરી શકો છો., જેઓ દ્વારા તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.

 

ફૂલછાબમાં પ્રકાશિત (પુન:પ્રસિદ્ધ)

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવા આપેલ અનુમતિ બદલ અમો શ્રીમતિ પૂર્વીબેન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

બેરિયાટ્રિક સર્જરી પછીની કેર … (ભાગ-૧) …

બેરિયાટ્રિક સર્જરી પછીની કેર … (ભાગ-૧) …

 

 

 photo_of_body_mass_index
body_mass_index

 

 

મોટાપો થવાનાં અનેક કારણો છે. પરંતુ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જરૂર કરતાં વધુ કેલેરીયુક્ત ફૂડ લેવાથી કે, ભૂખ વગર ખાવાથી અથવા ખાન-પાનમાં અનિયમિતતા રાખવાથી મોટાપો આવે છે. પરંતુ હવે ડોકટરોનું કહેવું છે કે માત્ર આજ કારણ મોટાપાને વધારવા માટે પર્યાપ્ત નથી. મોટાપો થવા માટે જીનેટીક કારણો, વધુ પડતાં સુગર કે સોલ્ટનો ઉપયોગ, ઓછી નીંદર આવવી, અનિદ્રા સાથે થાક લાગતો હોય, ટેન્શન અને ચિંતાયુક્ત નેચર, રોજિંદા કાર્યોમાં થતી કસરતનો અભાવ, બદલાતી લાઇફ સ્ટાઇલ વગેરે કારણો મોટાપો થવા માટે કારણભૂત ગણાય છે. આ ઉપરાંત ઘણીવાર એવું પણ બને છે કે સામાન્ય કરતાં થોડા મોટાપાને કારણે ઘરની વ્યક્તિઓ જ વારંવાર કહેતા રહે છે કે અરે તું જાડી છો કે જાડો છો………અરે શું શરીર જમાવી દીધું છે, આ ઉપરાંત આવા અસંખ્ય વાક્યો સાંભળીને જાડી વ્યક્તિઓનાં શરીર ઓછું કરવાનાં પ્રયત્નોને નકારતા હોય છે ત્યારે મોટાપો ધરાવનાર વ્યક્તિ પોતે જ ઘણું જ ગિલ્ટ (અપરાધભાવ) અનુભવે છે અને આ ગિલ્ટને કારણે તેઓ બળી બળીને પોતાના શરીરને અનાયાસે વધુને વધુ મોટાપા તરફ વાળી દે છે. મોટાપો ધરાવનાર ઘણી વ્યક્તિઓ મોટાપામાંથી છૂટકારો મેળવવા માટે પોતાની લાઈફ સ્ટાઈલ બદલે છે અને યોગા, ડાયેટ તરફ વળી જાય છે, પણ તેમ છતાં તેઓનાં શરીર પરથી ચરબી ઓછી થતી નથી ત્યારે તેમને માટે મોટાપામાંથી રાહત અપાવી દેનાર બેરિયાટ્રિક સર્જરી આર્શિવાદ રૂપ બને છે. પેશન્ટની ગેસ્ટ્રીક બાયપાસ સર્જરીમાં હોજરીનો એક મોટો હિસ્સો નિષ્ક્રિય કરી નાની કરી નાખવામાં આવે છે, જેને કારણે બેરિયાટ્રીક પેશન્ટનું પેટ નાનું થઈ જાય છે. પેટ નાનું થતાં ખોરાકની માત્રા પણ ઓછી થઈ જાય છે. ઓછા ખોરાકને કારણે ધીરે ધીરે શરીર ઓછું થઈ જાય છે.

 

અમેરિકાનાં પેન્સીલવેનિયા રાજ્યમાં Bryn Mawr Hospital નાં બેરિયાટ્રીક સર્જન ડૉ. રિચર્ડ ઇંગ કહે છે કે આપણું શરીર પણ સ્વાર્થી છે. જે શરીર પહેલા પોતાને મળતા ખોરાકનો ચરબીરૂપે સંગ્રહ કરી લેતું હતું તે જ શરીર આ સર્જરી પછી પોતાની બધી જ ચરબીનો ઉર્જા તરીકે ઉપયોગ  કરવાનું ચાલું કરી દે છે. કારણ કે તેને ખબર છે કે હવે ખોરાક ઓછો મળે છે તેથી હવે તે શરીરનાં બીજા ભાગોમાં રહેલ ચરબી જે તેણે આટલા વર્ષો સુધી સાચવી રાખી છે તેનો તે ઉપયોગ કરે છે.

 

 

gastric_bypass_surgery_illustration
                                             
 gastric_bypass_surgery_

 

બેરિયાટ્રીક સર્જરીનાં ત્રણ પહેલું હોય છે. જેમાં પ્રથમ પહેલુંમાં મોટાપો ધરાવનાર વ્યક્તિ Adjustable Gastric Band વડે હોજરીનું મુખ નાનું કરી નાખે છે. આ bandનો પણ ફાયદો થાય છે પણ જો આ બેન્ડ ખૂલી ગયો અથવા તે તૂટી જાય તો પેશન્ટ પોતાનો મૂળ ખોરાક લેવાનો ચાલું કરી દે છે જેનો તેણે ખ્યાલ રહેતો નથી. ઉપરાંત આ બેન્ડથી માત્ર અમુક પાઉન્ડ સુધીનું જ વજન ઓછું થાય છે

 

જ્યારે બીજા પહેલુંમાં Sleeve Gastretomy રહેલ છે જેમાં પેટનો એક મોટો હિસ્સો કાપીને નાનો કરી નખાય છે.

 
જ્યારે ત્રીજા પહેલુંમાં Gastric Bypass રહેલ છે. Gastric Bypass થી શરીર વધારે ઓછું થાય છે. જો કે આ સર્જરી પછી પણ ખાવાપીવામાં ધ્યાન ન રાખવામાં આવે તો વજન વધવાનો ડર રહે છે. આ સર્જરી પછી ડાયાબિટિસ, બ્લડપ્રેશર, થાઇરોડ, બેકપેઇન વગેરેમાં ફાયદો પણ જોવા મળ્યો છે કારણ કે સર્જરી બાદ આ રોગો દૂર થઈ જાય છે.

 

bariatric_surgery_target_area-_
bariatric_surgery_target_area-_

 

 

સર્જરી થયા પહેલા અને સર્જરી થયા પછી ડો.ઇંગની ટીમ પેશન્ટ્સને સ્લીપ એપ્નિયા મશીન વાપરવા માટે અનુરોધ કરે છે.  સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જેમને નસકોરાં આવે છે તે વ્યક્તિઓ ગાઢ નિદ્રામાં હોય છે. પરંતુ ખરેખર એવું નથી હોતું. સત્યતા એ છે કે નાકથી ગળા સુધીના ભાગમાં જતી હવાના માર્ગમાં ઘર્ષણ નિર્માણ થાય છે, જેને કારણે નાક અને ગળા વચ્ચેનાં સ્નાયુઓમાં કંપન અને ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને નિદ્રામાં લેવાતું ઓકસીજનનું પ્રમાણ ઘટી જાય છે, જેને કારણે નસકોરા આવે છે. આ નસકોરાનું પ્રમાણ સ્થૂળ વ્યક્તિઓમાં અધિક જોવામાં આવે છે. નસકોરા લેતી વ્યક્તિને પ્રથમ દૃષ્ટિએ જોઈએ ત્યારે તે ગાઢ નીંદરમાં હોય તેવું અહેસાસ થાય છે. ડો. ઇંગનું કહેવું છે કે નસકોરા લેતી  વ્યક્તિઓની નીંદર પૂરી થતી નથી; તેથી ઘણીવાર એવું પણ બને છે કે અપૂરતી નિદ્રાનો નીંદર લેતી વ્યક્તિઓને ખ્યાલ હોતો નથી. આથી જ ગમે તેટલી ગાઢ નીંદર લીધી હોવા છતાં (નસકોરાવાળી વ્યક્તિઓ) તે વ્યક્તિઓને એવું જ લાગે છે કે તેમની નીંદર પૂરી નથી થઈ. ઉપરાંત તેઓને દિવસભર શરીરમાં થાક લાગેલો જ રહે છે અને નાક, આંખો તથા માથું ભારી ભારી રહે છે. એક પોઈન્ટ ઉપર વ્યક્તિને એમ જ લાગે છે કે નાક અને માથામાં સાઇનસનો પ્રભાવ છે. આ ઉપરાંત ગાઢ નિદ્રા હોવા છતાં સૂતેલી વ્યક્તિઓનાં હાર્ટબીટમાં પણ ચઢાવ ઉતાર આવે છે જેનો ખ્યાલ નસકોરા લેતી વ્યક્તિને હોતો નથી. ડો. ઇંગનું કહેવું છે કે આ બધાં જ લક્ષણો તે અનિદ્રાનાં જ લક્ષણો છે. નસકોરાં લેતી વ્યક્તિને ખ્યાલ નથી હોતો કે તેની શ્વાસોશ્વાસની પ્રક્રિયા બદલાઈ રહી હોય છે અને આ બદલાતી શ્વાસોસવાસની પ્રક્રિયા દરમ્યાન ઘણીવાર એવું પણ બને છે કે શ્વાસ થોડી સેકંડ માટે બંધ પણ થઈ જાય છે. આમ સૂઈ ગયેલી વ્યક્તિને માટે નસકોરા જોખમી કે ભયકારક ન બની જાય તે હેતુથી સર્જરી દરમ્યાન અને સર્જરી પછી ઝડપી રિકવરી માટે યુ એસ એ. ની બેરિયાટ્રીક હોસ્પિટલ્સ તરફથી પ્રત્યેક બેરિયાટ્રીક પેશન્ટને સ્લીપ એપ્નિયા મશીન પહેરવા માટે આપે છે. જે પેશન્ટનાં હાર્ટબીટને રેગ્યુલર પણ રાખે છે અને વ્યક્તિની નિદ્રા પણ પૂરી કરવામાં મદદ કરે છે. અલબત્ત આ મશીન તે નસકોરાં લેતી વ્યક્તિને માટે બરાબર છે કે નહીં તે માટે સ્લીપ ટેસ્ટ કરવામાં આવે છે. આ સ્લીપ એપ્નિયા મશીન પણ પેશન્ટે પ્રોટીનની જેમ હંમેશા પોતાની સાથે જ રાખવાનું હોય છે.

 

 

Cpapanwenderspbox_thumb_ahrq_03

 Cpapanwender                             spbox_thumb_ahrq

 

 

આ બેરિયાટ્રીક સર્જરી પછી અમુક પ્રિકોશન્સ લેવાનાં હોય છે. જેમાંથી અમુક પ્રિકોશન્સ એક વર્ષ માટે તો અમુક આખી જિંદગી માટે લેવાનાં હોય છે. પરંતુ આપણે ક્યાં ક્યાં  પ્રિકોશન્સ લેવાનાં હોય છે તે વિષે હવે પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં તેની ચર્ચાઑ કરીશું.

 

 

નોંધ: હું  હાલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે બેરિયાટ્રિક સર્જન Dr. Richard. D. Ing સાથે  કાર્ય કરી રહી છું. તેથી બેરિયાટ્રિક સર્જરી પછીની કેર માટે કોઈપણ પ્રકારની મદદ જોઈતી હોય તો આપ નિઃસંકોચ પૂછી શકો છો. આ ઉપરાંત આ લેખ તૈયાર કરવા માટે પણ મને Dr. Richard. D. Ing (Bryn Mawr Hospital) નું માર્ગદર્શન મળ્યું છે.બેરિયાટ્રિક પેશન્ટ્સે આ સર્જરી પછીનાં ડાયેટ અંગે  વિધિબહેન દવે- (ડાયેટિશ્યન) સંપર્ક : મોબાઈલ – 9428250350  અને [email protected] પર Contect કરી શકો છો., જેઓ દ્વારા તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.

 

ફૂલછાબમાં પ્રકાશિત (પુન:પ્રસિદ્ધ)

 

 

પૂર્વી મોદી મલકાણ -(યુ એસ એ.)
[email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

કેવી રીતે હૃદયને સ્વસ્થ રાખશો ? ….

કેવી રીતે હૃદયને સ્વસ્થ રાખશો ? ….
વિધીબેન  એન. દવે… (ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ)

 

 

 

આજે આપણે ફરી … “દાદીમાનું ડાયેટ કોર્નર” પર આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA, M.Sc. (DFSM) Conti.) ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા ‘તમારું સ્વાસ્થય અને રોજનો ખોરાક’ …અંગે જરૂરી પ્રાથમિક માહિતી મેળવીશું.

 

વિધીબેન દ્વારા હંમેશા એક અલગ જ માહિતી ભરેલ પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ના વાંચક વર્ગ માટે મોકલવામાં આવે છે., જેનો સંબંધ કોઈને કોઈએ રીતે ડાયેટ સાથે સંકળાયેલ હોય છે. ‘દાદીમા ની પોટલી’ પર ..‘ડાયેટ ફોર ફેમીલી … ‘ શીર્ષક હેઠળ ‘કેવી રીતે હૃદયને સ્વસ્થ રાખશો ? ….’ તે અંગેની જાણકારી -તેમજ માર્ગદર્શન .. વિધિબેન દવે દ્વારા આપણે સમયાંતરે નિમિત મેળવતા રહીએ છીએ. આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિધીબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

સ્વસ્થ હૃદય સારા જીન્સ ની નિશાની છે. રોજ બરોજ ની કસરત, પોષણકીય રસોઈ તેમજ તણાવ ને કેમ કેમ દૂર રાખવો (કરવો) તે સ્વસ્થ હરદય પર ટકેલું છે.

તો અહીં થોડી હૃદય સ્વસ્થ રાખવાની ખોરાકીય ઈલાજ છે.

 

શરીરના વજનને જાળવવું:
પોતાનો ડાયેટ પ્લાન ડાયેટિશ્યન પાસેથી બનાવડાવો, જે આપના ખોરાક લેવાની આદત તેમજ તમારી લાઈફસ્ટાઈલ ને ધ્યાનમાં રાખીને તમારી માટે પોષણકીય ખોરાકનું પ્લાન કરી આપે.
 
ગળ્યા ખોરાક ને પ્રમાણસર ગ્રહણ કરો :
 
Desserts , ગળ્યા (મીઠાં) ખોરાક તેમજ પીણાં (ફળોના જ્યુસ વિગેરે …) તેમજ ગળ્યા નાસ્તા વધુ કેલેરી પ્રોવાઈડ કરે છે. જે ફેટ તેમજ ખાંડમાંથી ઉત્પન થાય છે. ફેટ Arteries ને બ્લોક (કોટ) કરે છે. તેમજ વજન વધારે છે. આ ઉપરાંત, નમકનો (સોલ્ટ) ઉપયોગ પણ અસર કરે છે.
 
ટોટલ કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટને કંટ્રોલમાં રાખવું :
 
ડેરી અને એનિમલ પ્રોડક્ટ, જેવી કે – બટર, ચીઝ, ફેટવાળું દૂધ, રેડ મીટ, ઓરેન્જ મીટ કે જેમાંથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, માછલી ને બાદ કરતા. કારણ કે માછલીમાં રહેલ કોડલીવર ઓઈલ (તેલ) હૃદય માટે ખુબ સારૂ છે. વેજીટેબલ ઘી તેમજ સફેદ મીટ હૃદય માટે સારૂ છે.
 
 એક્ટિવ બનવું :
સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવું (HDL), ફીઝીકલ એક્ટીવીટી વધારવી (કસરત કરવી, ચાલવું, યોગા વિગેરે), સ્મોકિંગ તેમજ આલ્કોહલ બંધ કરવા તેમજ વધારે વજન હોય તો ઘટાડવું.
 ખાસ કરી OMEGA 3 FATTY ACIDS હૃદય માટે સારૂ છે.જે લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડ્સ(ચરબીનો એક પ્રકાર)ને ઓછું કરે છે. હૃદયમાં સોજો અને લોહી જામ થવું વગેરેને ઓછું કરવામાં આ મદદ કરે છે. અને માછલી જેવી કે, Mackerel, Salman, Tuna and Sardine માં છે.(સેલ્મોન, ઝીંગા, ટ્યુના, ટ્રાઉટ, હેરિંગ વગેરે પ્રકારની દરિયાઇ માછલીઓ તમારા હૃદય માટે સારી સાબિત થઇ શકે છે). અલબત, તળેલી માછલીનું સેવન ન કરવું. તે ઉપરાંત સોયાબીન, અળસીના બી (Flax Seed) અને કનોલા તેલ માં પણ મળે છે.
 
લીલા શાકભાજી : શાકભાજીમાં ફોલેટનું પ્રમાણ વધુ જોવા મળી છે જે હોમોસીસ્ટેનના જોખમને ઓછું કરે છે. શાકભાજી જેવા કે પાલક, સલાડ, ફ્લાવર વગેરેને તમારા રોજના ભોજનમાં સામેલ કરો. ટામેટામાં લાઇકોપીન રહેલું છે જે હૃદયરોગનો હુમલો થવાની સંભાવનાને પણ ઓછી કરી દે છે. માટે તેનું સેવન પણ તમને સ્વસ્થ રહેવામાં મદદરૂપ બનશે.
 
ઉચ્ચ ફાઇબર :આખા અનાજમાં ફાઇબરનું પ્રમાણ મોટી માત્રામાં હોય છે જે ખાવાથી ચરબીમાં ઘટાડો થાય છે. તેમાં ખનીજ, વિટામિન જેવા પદાર્થો જોવા મળે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. ભોજનમાં રોટલી, મસૂર, વટાણા, બ્રાઉન રાઇસ, જવ વગેરેનો સમાવેશ કરો.
 
બદામ :બદામમાં મોનો, પોલીઅનસેચ્યુરેટેડ, પોલીન્યુટ્રેન્ટ્સ જેવા ફેટ હોય છે જે હૃદય માટે સ્વસ્થ ખાદ્ય પદાર્થ સાબિત થઇ શકે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને વિટામિન અને ફાઇબર પૂરું પાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.
 
જરૂરી ટીપ્સ :
 
• દિવસ દરમ્યાન ૩ ફક્ત ચમચી જ તેલ તેમજ ૨ ચમચી ઘી વાપરવું.
• દર બે (૨) કલાકે પ્રવાહી ખોરાક, સૂપ, સલાડ, જ્યુસ વિગેરે લેવાનો આગ્રહ રાખવો.
• લસણ અખરોટ વધુ લેવા.
• ડ્રાયફ્રૂટ, ફરસાણ ના ખાવા.
• દર મહીને તેલ બદલતા રહેવું.

 

– વિધી એન. દવે

સિનિયર ડાયેટીશ્યન

ઝાઈડ્સ હોસ્પિટલ

આણંદ (ગુજરાત)

Zydus Hospital & Health Care Research Pvt. Ltd. (Anand-Gujarat) 

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

 

‘દાદીમાનું ડાયેટ કોર્નર’ પર મૂકેલ આજની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શક બની રહે છે અને લેખિકા ની કલમને પ્રેરકબળ પૂરું પાળે છે.

‘ડાયેટ કે ડાયેટિંગ’ ના સંદર્ભમાં આપના જીવનમાં ઉદ્ભવતા કોઈપણ પ્રશ્નો માટે …. (આટલું જરૂર કરશો)

સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા આપને હોય તો આપની સમસ્યા જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ દ્વારા [email protected] અથવા વિધીબેનને દવે ના ઈમેઈલ આઈડી [email protected] પર લખીને જણાવશો.. વિધીબેન દ્વારા તમોને જવાબ આપવા ની કોશિશ કરવામાં આવશે અથવા તેમની પાસેથી જવાબ મેળવી અમો તમારા ઈ મેઈલ આઈડી પર મોકલી આપવા કોશિશ કરીશું. … આભાર ! ‘દાદીમા ની પોટલી’.

 

અન્ય પૂરક માહિતી ...(જરા અજમાવી જુઓ) …

દાદીમા નાં સરળ ઘરગથ્થુ ઉપાયો :

 

મદસ્વી (જાડાપણું) :
• એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી મદ્સ્વી પણું ઘટે છે.
• પાકા લીંબુનો રસ (૨-૧/૨) અઢી તોલા તથા મધ લઇ, વીસ તોલા સહેજ ગરમ પાણીમાં મેળવી જમ્યા બાદ તરત પીવાથી એક થી બે માસ માં મદ્સ્વી પણું ઘટવા લાગે છે.
• તુલસીના પાનને દહીં કે છાશમાં ખાવાથી વજન ઘટે છે. શરીરમાંથી ચરબી ઓછી થાય છે, અને શરીર સપ્રમાણ બને છે.
• સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણે (ભૂખ્યા પેટે) પીવાથી ચરબી ઉતરે છે. પ્રમાણમાં વધુ જાડી વ્યક્તિ પણ આ પ્રયોગથી ઓગળી જાય છે.
• લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીના દબાણ, બ્લડપ્રેશરમાં ખુબ ફાયદો થાય છે. લસણ બ્લડ પ્રેશરની રામબાણ દવા છે.
• બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી હૃદય-રોગમાં ફાયદો થાય છે.
• એલચી દાણા અને પીપરી મૂળ સરખે ભાગે લઇ ઘી સાથે રોજ ખાવાથી હૃદય રોગમાં ફાયદો થાય છે.
• આદૂનો રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી પણ હૃદય રોગમાં ફાયદો થાય છે.
• હૃદય રોગીએ ગાજરનો રસ નિયમિત પીવો જોઈએ, તેનાથી હૃદય મજબૂત બને છે અને હૃદયની કાર્યશક્તિ વધે છે.
• હૃદયનો દુખાવો ઉપડે ત્યારે તાત્કાલિક ઉપાય તરીકે તુલસીના આઠ-દસ પાન અને બે-ત્રણ કાળા મરી ચાવી જવાથી, દુઃખાવો મટે છે અને જેની તત્કાલ અસર જણાય છે.
• છાતી, હૃદય કે પડખામાં દુઃખાવો થતો હોય તો ૧૦-૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો, પાનને વાટીને લેપ કરવાથી દુઃખાવો માટે છે.
 
નમ્ર વિનંતી :
વિલાયતી દવાઓના પ્રયોગ કરતા પહેલા, ઉપર દર્શાવેલ ઉપાય અજમાવવાથી દવાની આડઅસર ની શક્યતા ઘટી જાય છે. શરીરને શ્વાસની જરૂરત છે તેવી જ રીતે યોગ્ય શ્રમની પણ જરૂરત જણાય છે. પ્રવૃત્તિ એ પૂજા છે.
લગભગ બધી બીમારી પાચન અવ્યવસ્થાને કારણે થાય છે. તેને યોગ્ય કરવા સળંગ ૬-૮ કલાક નિંદ્રા, પરેજી-ઉપવાસ, એકટાણું, ત્યાજ્ય વિગેરે લાભદાયક પુરવાર થાય છે. દવા અને પરેજી પચાસ પચાસ ટકા ભાગ ભજવે છે.
 
સૌજન્ય : તંદુરસ્તી તમારા હાથમાં ….
 
ચેતવણી : કોઈપણ ઘરગથ્થુ ઉપાય અજમાવતા પહેલા પોતાની તાસીર તેમજ જે તે સમયે પોતાની શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ અને યોગ્ય અને નિષ્ણાંત ની (રાહબરી) દેખરેખ  હેઠળ તેમની સલાહને ધ્યાનમાં લઇ વધુ પ્રયોગ કરવા જરૂરી છે.

વિટામીન B12 શું છે ? … અને તેનું કાર્ય શું છે ? …

વિટામીન B12 શું છે ? … અને તેનું કાર્ય શું છે ? …
– વિધીબેન  એન. દવે… (ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ)

 

સર્વે વાંચક મિત્રો, વડીલો ને નૂતનવર્ષાભિનંદન !  નવા વર્ષની શરૂઆત કરતાં આ  પહેલો લેખ મારો છે.

આજનો લેખ “દાદીમાનું ડાયેટ કોર્નર” પર આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA, M.Sc. (DFSM) Conti.) ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા વિટામીન B12 શું છે ? … અને તેનું કાર્ય શું છે ? ..’ …  તે અંગે જરૂરી પ્રાથમિક માહિતી મેળવીશું.

 

વિધીબેન દ્વારા હંમેશા એક અલગ જ, આરોગ્યને ધ્યાનમાં રાખી  અને  માહિતીથી  ભરેલ પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ના વાંચક વર્ગ માટે મોકલવામાં આવે છે., જેનો સંબંધ કોઈને કોઈએ રીતે આરોગ્ય – સ્વાથ્ય  સાથે સંકળાયેલ હોય છે. ‘દાદીમા ની પોટલી’ પર ..’ડાયેટ ફોર ફેમીલી … ‘ શીર્ષક હેઠળ સ્વાસ્થય ની કાળજી કેમ રાખવી તે અંગેની જાણકારી -તેમજ માર્ગદર્શન .. વિધિબેન દવે દ્વારા આપણે સમયાંતરે નિયમિત મેળવતા રહીએ છીએ. આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિધીબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

વિટામીન B12 એવું પોષણ છે, જે શરીરના નર્વસ સિસ્ટમને અને શરીરના રક્ત કણોને તંદુરસ્ત બનાવે છે. તેજ ઉપરાંત DNA બનાવવામાં મદદરૂપ થાય છે. વિટામીન B12   Megaloblestic Anemia ને રીકવર કરવામાં મદદરૂપ થાય છે. કે જે એનિમિયા વ્યક્તિને નબળા અને થાકેલા બનાવે છે.

 

 

ખાસ કરીને (૨) બે સ્ટેપ ની જરૂર પડે છે. વિટામીન B12 ને ખોરાક દ્વારા શરીરમાં શોષવા માટે પહેલાં, જે વિટામીન B12 ખોરાકમાં રહેલું છે તેને Hydrochloric Acid જઠરમાં પ્રોટીનમાંથી છુટું પાડે છે., ત્યારબાદ જઠરમાં તેજ વિટામીન B12 પ્રોટીન સાથે સંકળાય છે. તેને Intrinsic factor કહેવાય છે. અને તે શરીરમાં શોષાય છે.

 

વિટામીન B12 શું છે ? તે કઈ રીતે આપણા શરીરમાં તે શોષાય છે. તે જાણ્યા બાળ હવે એ જાણીએ કે … કોને કેટલા પ્રમાણમાં વિટામીન B12 ની જરૂર પડે છે.

 

તમારે કેટલા પ્રમાણમાં B12 વિટામીન ની જરૂર છે ?

 

રોજ બરોજ તમારે વિટામીન B12 ની જરૂર હોય છે. તમારી ઉંમર મુજબ દરેક પ્રમાણ આડેઅવડે માઈક્રો ગ્રામમાં અહીં આપેલ છે.

 

જન્મથી ૬ મહિના           –  ૦.૪ mcg

૭ થી ૧૨ મહિના           –  ૦.૫ mcg

૧ થી ૩ વર્ષ              –  ૦.૯ mcg  

૪ થી ૮ વર્ષ              –  ૧.૨ mcg

૯ થી ૧૩ વર્ષ              –  ૧.૮ mcg

૧૪ થી ૧૮ વર્ષ            –  ૨.૪ mcg

યુવાનો માટે                –  ૨.૪ mcg

ગર્ભાવસ્થામાં            –  ૨.૬ mcg

સ્તનપાન દરમ્યાન   – ૨.૮ mcg

 

  કયો ખોરાક વિટામીન B12 પુરતુ પાડે છે ?

 

માંસાહારી ખોરાકમાં વિટામીન B12 જોવા મળે છે. છોકમાં આ વિટામીન જોવા નથી મળતું. જ્યાં સુધી તે fortified ના થાય. સુચવેલા ખોરાકમાંથી તમે પુરતા પ્રમાણમાં વિટામીન B12 મેળવી શકો છો.

 

  બીફ ના લીવર તેમજ છીપલા વાળી માછલીમાં ખુબ સારા પ્રમાણમાં વિટામીન B12 રહેલ છે.

 

 માછલી, મીટ, ઈંડા, દૂધ તેમજ દૂધની બીજી વાનગીઓ માં પણ વિટામીન B12  રહેલ છે.

 

 ઘણા ખરા અનાજના નાસ્તા, પોષણકીય યીસ્ટ, બીજા ખીરાક જે વિટામીન B12 થી fortified થયેલા હોય છે.

 

જો પુરતા પ્રમાણમાં વિટામીન B12 ન લેવામાં આવે તો ?

 

જો વિટામીન B12 ની ઉણપ થાય તો કળતર (કડતલ), થાક, કબજીયાત, ખોરાક ઓછો લેવાની અસર, વજનમાં ઘટાડો અને Megaloblasti Animia જેવી તકલીફો જોવા મળે છે. માનસિક તકલીફો પણ થાય છે. જેવી કે, હાથ પગમાં કંપવાદ અને કોઈ અસર ના થાય એવી બીજી તકલીફોમાં ભૂલાઈ જવું, યાદશક્તિ ઓછી થવી, મોઢા અને જીભમાં ચાંદા પડવા, ડીમેશ્યા, ડીપ્રેશન પણ થાય છે. વિટામીન B12 ની ઉણપ વ્યક્તિ ના મગજ ને તકલીફ પહોચાડે છે. એનિમિયા જે વ્યક્તિને નથી તેને વિટામીન B12 ની ઉણપ છે, તેને પણ જેમ બને તેમ જલદી તેની સારવાર કરાવી જોઈએ.

 

– વિધી એન. દવે
સિનિયર ડાયેટીશ્યન
ઝાઈડ્સ હોસ્પિટલ
આણંદ (ગુજરાત)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

‘દાદીમાનું ડાયેટ કોર્નર’ પર મૂકેલ આજની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શક બની રહે છે અને લેખિકા ની કલમને પ્રેરકબળ પૂરું પાળે છે.

‘ડાયેટ કે ડાયેટિંગ’ ના સંદર્ભમાં આપના જીવનમાં ઉદ્ભવતા કોઈપણ પ્રશ્નો માટે …. (આટલું જરૂર કરશો)

 

સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા આપને હોય તો આપની સમસ્યા જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ દ્વારા [email protected] અથવા વિધીબેન દવે ના ઈમેઈલ આઈડી [email protected] પર લખીને જણાવશો.. વિધીબેન દ્વારા તમોને જવાબ આપવા ની કોશિશ કરવામાં આવશે અથવા તેમની પાસેથી જવાબ મેળવી અમો તમારા ઈ મેઈલ આઈડી પર મોકલી આપવા કોશિશ કરીશું. … આભાર ! ‘દાદીમા ની પોટલી’.

તમારું સ્વાસ્થય અને રોજનો ખોરાક …

તમારું સ્વાસ્થય અને રોજનો ખોરાક …
– વિધીબેન  એન. દવે… (ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ)

 

 

થોડા સમયનાં વિરામ બાદ આજે આપણે ફરી … “દાદીમાનું ડાયેટ કોર્નર” પર આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA, M.Sc. (DFSM) Conti.) ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા ‘તમારું સ્વાસ્થય અને રોજનો ખોરાક’ … અંગે જરૂરી પ્રાથમિક માહિતી મેળવીશું.

 

વિધીબેન દ્વારા હંમેશા એક અલગ જ માહિતી ભરેલ પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ના વાંચક વર્ગ માટે મોકલવામાં આવે છે., જેનો સંબંધ કોઈને કોઈએ રીતે ડાયેટ સાથે સંકળાયેલ હોય છે. ‘દાદીમા ની પોટલી’ પર ..‘ડાયેટ ફોર ફેમીલી … ‘ શીર્ષક હેઠળ સ્વાસ્થય ની કાળજી કેમ રાખવી તે અંગેની જાણકારી -તેમજ માર્ગદર્શન .. વિધિબેન દવે દ્વારા આપણે સમયાંતરે નિમિત મેળવતા રહીએ છીએ. આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિધીબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

“શું તમે વિરૂદ્ધ આહાર વિષે જાણો છો ? “ …

 

વિરૂદ્ધ આહાર એટલે કે કોઈ પણ બે ખોરાક ને ભેગા કરી ખાવાથી, જેનાથી રોગ ઉત્પન થાય છે. તેવા ખોરાક ને વિરૂદ્ધ આહાર કહેવાય છે. આ વિરૂદ્ધ આહારથી કેવા રોગ થાય છે ? અને શું કાળજી તે આપણે આજે જાણીએ …

 

તમે જાણો છો કે રોજ જે આહાર લઈએ છીએ તે શરીર માટે ખુબજ જરૂરી છે. તેમાં પણ એ જાણવા મળે કે અમુક સમયે તે ખોરાક રોગ કરે છે. તો તે વાત ગળે નાં ઉતરે બરોબર ને ? પણ આ વાત સાચી છે. જો ખોરાકમાં વિરૂદ્ધ આહાર લેવામાં આવે તો રોગ થવાની શક્યતા ઉભી થાય છે.

 

વિરૂદ્ધ આહારથી થતાં રોગોની વાત કરતા પહેલા એ ચર્ચા કરીએ કે વિરુદ્ધ આહાર કઈ રીતે યોજાઈ છે.

 

રોજનો ખોરાક એટલે સવારનો નાસ્તો દિવસનું બે ટાણાનું / વખતનું ભોજન તેમજ દિવસ ભરનું કટક – બટક આ બધું સમય પૂર્વક કે નિયમિત હોતું નથી. તેજ ઉપરાંત મુસાફરી દરમ્યાન, કોઈના લગ્ન પ્રસંગે કોઈના મહેમાન બનીને તે સમયે કોઈ પણ આહાર મળે તેને આવકારીએ છીએ.

 

આજની યુવા પેઢી જો ઘરે હાજર હોય તો દિવસ ભર બપોર તેમજ રાત્રીના ભોજન પહેલા કટક – બટક કર્યા કરે છે. વૃદ્ધ પુરુષો બાળકો પણ ઠીક લાગે ત્યારે થોડો નાસ્તો કરી લે છે. ઓફિસોમાં, મિટીંગોમાં તેમજ સમારંભો માં જે નાસ્તા પાણી હોય તેનો સ્વીકાર કરી લઈએ છીએ. અમુક અનુકુળ સમયે યુવાનો રેસ્ટોરન્ટમાં નાસ્તા માટે જાય છે. તે ઉપરાંત ઓફિસોમાં રિસેસમાં પણ બહારના નાસ્તા લેવામાં આવે છે. ખાસ કરી આપણા કાઠીયાવાડમાં રવિવાર આવ્યો નથી અને કુટુંબ આખું રાત્રિનું ભોજન બહાર કરવા નીકળી જાય છે. તેમાં પણ તેઓ અલગ અલગ વસ્તુઓ ઓડર આપી તે જુદા-જુદા ખોરાકો સાથે મળીને લે છે. આવા બધાં બિન સમય વાળા અને અલગ અલગ જાતના ખોરાક મિક્સ કરીને ખાવાથી વિરુદ્ધ આહાર બને છે.

 

આજે દુનિયાભરમાં આહારો બાબતે ઘણી જાગૃતિ આવી છે. માટે વિશેષ આહાર શું લેવાય છે ? તેના પર ચર્ચા કરવી જરૂરી નથી.

 

ખાસ વિરુદ્ધ આહારથી કેવા રોગો થાય છે. એ વિસ્તૃત માં ન જાણતા ટૂંકમાં કહીએ તો ચામડીને લગતા બધાં રોગો વિરુદ્ધ આહારથી થઈ શકે છે., લોહી વિકારના રોગ જેવા કે , ખજવાળ, દરાજ, ખરજવું, કરોળિયા, કોઢ તેમજ તેના પ્રકાર ખાસ, સોરાયસીસ, વિસર્પ, વિદ્રધી … આ ઉપરાંત શરદી, ગળાનો રોગ, સોજા, રક્તપિત્ત, ઉલટી રોગો, ગાંડપણ, તાવ, ભગન્દર, ઊંઘ ઘટે છે. યાદશક્તિ પર અસર થાય, નાની નાની વાતોમાં ગુસ્સો આવે.

 

જો શરીરમાં રોગ હોય અને વિરુદ્ધ આહાર લેવામાં આવે છે. તો ખુબ આડ અસર થાય છે. તેનાથી રોગ વધે છે, દવાની અસર ઘટે છે. અથવા આડ અસર થાય છે. તેજ ઉપરાંત શરીર રોગ પ્રતિકાર શક્તિ નાની ઉંમરે ઘટી જાય છે. અને આથી અનેક રોગોથી શરીર ઘેરાયેલું રહે છે.

 

 ખાસ કરીને વિરુદ્ધ આહારની અસર ક્યારે થાય છે ?
આયુર્વેદમાં ખાસ વિરુદ્ધ આહાર પર ધ્યાન આપવામાં આવે છે. તેમાં જણાવ્યા મુજબ ‘પ્રકૃતિ વિરુદ્ધ આહાર, ઋતુ વિરુદ્ધ નાં આહાર, માત્રા વિરુદ્ધના આહાર … આ બધુ વિરુદ્ધ આહાર ગણાય છે. તો આવા સમયે વિરુદ્ધ આહારની અસર થાય છે.

 

ક્યા પ્રકારના આહારને વિરુદ્ધ આહાર કહેવાય છે ?

 

• દુધ સાથે મૂળા, લસણ, કાંદા (ડુંગળી) વિગેરે કોઇપણ પ્રકારના ફળ કે સલાડ, માછલી, ઈંડા, માણસ, ખાતી ચટણી કે ખાતો ખોરાક ન ખાઈ શકાઈ.

 

• દુધ પાક સાથે છાશ, કઢી તેમજ તીખો ખોરાક ન જ લેવાય.

• કોઇપણ શેઈકમાં દૂધ નાખીને ન લઇ શકાઈ.

• અળદ સાથે દહીં કે દૂધ ન લેવું.

• ઘી સાથે મધ ન લઇ શકાઈ.

• દૂધ સાથે કઠોળ ન લેવા.

• ખીચડી-દુધ સાથે કાંદા (ડુંગળી) નું સલાડ ન લેવું.

• બાસુંદી સાથે ચા નું સેવન ન કરવું.

• લસણ, કાંદા (ડુંગળી), ટામેટા નાં ટેસ્ટી શાકમાં દુધની મલાઈ હોય તો તે શાક ન લેવા.

 

ઋતુ તેમજ દેશ મુજબ આહાર ન લેવાય તો, તે વિરુદ્ધ આહાર ગણાય છે. ગરમી માં ખાટા-મીઠાં ફળો, દહીં, છાશ, ઠંડા પદાર્થો લઇ શકાઈ. જ્યારે શિયાળામાં ઉષ્ણ, (ગરમ) સ્નિગ્ધ આહાર લેવા જોઈએ.

વિરુદ્ધ આહારથી થતા અનેક પ્રકારના ચામડીના રોગો મટાડવા અનેક નિષ્ણાંત પાસે જવું પડે છે. ખુબજ ખર્ચાળ લાંબી સારવાર લેવી પડે છે. તેમજ આહાર લેવામાં પરેજ તો જરૂરી જ છે. જો પરેજી નાં રાખીએ તો હેરાન પરેશાન થઈ જઈએ છીએ.

 

વિરુદ્ધ આહારનો પૂરો ખ્યાલ રાખવામાં આવે તો નીરોગી અને સ્વસ્થ રહી જીવનમાં આનંદ મેળવી શકાય છે. આમતો આપણું આરોગ્ય જ એક ઉત્તમ સુખ ગણાય છે. વિરુદ્ધ આહાર ક્યારેય પણ રોજિંદા આહારમાં ન આવી જાય તે માટેનું જ્ઞાન મેળવવું જરૂરી છે.

 

“આહાર ને પોષણ તત્વ બનાવો ઝેર નહીં” માટે જ આહારની ખોટી આદત શા માટે ન છોડીએ ? કોઈ ખોટું અનુકરણ શા માટે ચલાવી લઈએ ?

– વિધી એન. દવે
સિનિયર ડાયેટીશ્યન
ઝાઈડ્સ હોસ્પિટલ
આણંદ (ગુજરાત)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

‘દાદીમાનું ડાયેટ કોર્નર’ પર મૂકેલ આજની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શક બની રહે છે અને લેખિકા ની કલમને પ્રેરકબળ પૂરું પાળે છે.

‘ડાયેટ કે ડાયેટિંગ’ ના સંદર્ભમાં આપના જીવનમાં ઉદ્ભવતા કોઈપણ પ્રશ્નો માટે …. (આટલું જરૂર કરશો)

સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા આપને હોય તો આપની સમસ્યા જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ દ્વારા [email protected] અથવા વિધીબેનને દવે ના ઈમેઈલ આઈડી [email protected] પર લખીને જણાવશો.. વિધીબેન દ્વારા તમોને જવાબ આપવા ની કોશિશ કરવામાં આવશે અથવા તેમની પાસેથી જવાબ મેળવી અમો તમારા ઈ મેઈલ આઈડી પર મોકલી આપવા કોશિશ કરીશું. … આભાર ! ‘દાદીમા ની પોટલી’.

દેશી અમૃત …

દેશી અમૃત …

સંકલન :  વિધી દવે …

“દાદીમાનું ડાયેટ કોર્નર”   વિભાગનું સંચાલન, આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA, M.Sc. (DFSM) Conti.)ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા કરવામાં આવે છે.

આજે  વિધીબેન દ્વારા ‘દેશી અમૃત’ … નામે એક અલગ જ માહિતી ભરેલ પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ના વાંચક વર્ગ માટે મોકલવામાં આવી છે.,  જેનો સંબંધ કોઈને કોઈએ રીતે ડાયેટ સાથે પણ સંકળાયેલ છે. ‘દાદીમા ની પોટલી’ પર ..’ ડાયેટ ફોર ફેમીલી … ’ વિષે ના લેખ દ્વારા સ્વાસ્થય ની કાળજી કેમ રાખવી તે અંગેની જાણકારી -તેમજ માર્ગદર્શન આપવા માટે સહમતિ આપવા બદલ અમો .. વિધિબેન દવે ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

દરેક દેશનો પોતાનો કુદરતમાંથી પોષક તત્વ લેવાનો રિવાજ છે.

 

 

સરગવો સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે. સરગવાના ફાલ વરસમાં બે વખત આવે છે. સરગવાનાં પાન, ફુલ, શીંગો, મુળ, છાલ એ બધાંનો ઔષધમાં ઉપયોગ થાય છે. તમામ પ્રકારના સોજામાં સાટોડી જેમ સરગવો પણ કામ આવે છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હીતકર, ચાંદાં, કૃમી, આમ, ગુમડાં, બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હીતકારી છે. સરગવાના મુળની છાલ ગરમ, કડવી, દીપનપાચન, ઉત્તેજક, વાયુ સવળો કરનાર, કફહર, કૃમીઘ્ન, શીરોવીરેચક, સ્વેદજનન, શોથહર અને ગુમડાં મટાડનાર છે. મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફુટી જઈ મટે છે. કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે.  (૧) કફ પુશ્કળ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો. (૨) હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે. (૩) કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે. (૪) ૧થી બે કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા. થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણાજીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે ઉકાળાનું નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું. (૫) આ ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો.

દક્ષિણ ભારતમાં સરગવાનું મેડિકલ મૂલ્ય લોકો જાણે છે, એટલે દાળ (સાંભાર)માં અચૂક સરગવો નાખે છે. આપણે સરગવાનું મૂલ્ય જાણતા નથી. પણ સરગવો આખે આખો ઔષધોનો ભંડાર છે. યુરોપિયનોને સરગવાની શીંગ કે તેનાં ઔષધીય ગુણ ધરાવતાં પાન માટે પોતાનો શબ્દ નથી, એટલે તમિળ ભાષાનો ‘મોરિગા’ અગર ‘મુરંગ કકાઈ’ શબ્દ ઉછીનો લીધો છે. તેનાં કોમળ પાંદડાંની ભાજી આજેય મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા દક્ષિણ ભારતીયો ખાય છે.

સિદ્ધ આયુર્વેદમાં સરગવાના વૃક્ષની છાલ, પાંદડાં અને તેની શીંગનો ઉપયોગ થાય છે. બંગાળ અને બાંગ્લાદેશમાં સરગવાના વૃક્ષને વસંત ઋતુમાં ફૂલ બેસે (જેને શોજને ફૂલ કહે છે) તેનું શાક બટાટા કે વટાણા સાથે ભેળવીને ખાય છે.

‘મેડિસિનલ સિક્રેટ ઓફ યોર ફૂડ’ પુસ્તકમાં ડો.. અમ્માને લખ્યું છે કે સરગવાની શીંગ વાજીકરણ કરનારી છે. લીવરની તકલીફથી માંડીને સાંધાના દુખાવામાં સરગવાનું શાક ખાવું સારું છે. પક્ષઘાતવાળાને સરગવાનો સૂપ ચોખ્ખા મધ સાથે અપાય છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન ‘સી’ લોહ અને પોટેશિયમ છે. ‘ટ્રીઝ ફોર લાઇફ,’ ‘ચર્ચ વર્લ્ડ સર્વિસ’ અને ‘કન્સર્ન ફોર હંગર ઓર્ગેનાઇઝેશન’ નામની સંસ્થાઓએ સરગવાનાં વૃક્ષનાં પાનમાં ઘણાં જ પોષક તત્વો હોવાનું કહ્યું છે.

દક્ષિણ ભારતનાં ગામડાંના દુષ્કાળોમાં લોકો સરગવાનાં પાંદડાંની ભાજી ઉપર જીવતા. ગુજરાતીઓ સ્વાદ માટે ખાય છે, પણ તેની જાણ વગર સરગવાનો લાભ મળે છે. તેનાથી સાંધા છુટ્ટા રહે છે. પાચન સુધરે છે. ફિલિપિન્સ અને આફ્રિકામાં સરગવાનાં કોમળ પાંદડાંની ભાજી કે સૂપ ખવાય છે. ફિલિપિન્સમાં તો લોરેન લેગાર્ડ નામના ત્યાંની વિધાનસભાના સભ્યે ૧૪-૯-૦૭ના રોજ પાર્લમેન્ટને કહ્યું કે લોકો વધુ ને વધુ સરગવો વાવે અને ઔષધોના મોટા સ્ત્રોતને ઘરઆંગણે મેળવે.

દૂધ અને ગાજર કરતાં સરગવામાં વધુ પ્રોટિન અને વધુ સારું પ્રોટિન હોય છે. ઘણા દેશોમાં સુકાવેલી કે લીલા સરગવાની શીંગ પાણીના ગોળમાં નાખે છે જેથી પાણી શુદ્ધ રહે છે. સાપ કે વીંછી કરડે ત્યારે સરગવાના પાન વાટીને હળદર સાથે મિક્સ કરીને ઘામાં લગાવાય છે.
મરાઠીમાં સરગવાને શેવગા કહે છે અને તે ખૂબ કરકસરથી વપરાય છે. છેક ગુયાના ટાપુમાં સરગવાને સીજાન કહીને તેનું શાક વાપરે છે. શ્રીલંકાના ક્રિકેટરો અત્યારે ઝિમ્બાબ્વે-ઝાંબિયા ગયા છે ત્યાં તેમને સરગવાનો સાંભાર જરૂર મળશે.

ઝિમ્બાબ્વેનું નામ પહેલાં ઝાંબિયા હતું. ત્યાંની હાઈ કોર્ટના જજ ૪૦ વર્ષ પહેલાં ડો.. દેસાઈ હતા. ત્યાં મને સરગવા-રીંગણાનું શાક અને સરગવાની કઢી ખાવા મળેલી. થાઇલેન્ડમાં સરગવાને મારૂમ કહે છે. ઇન્ડોનેશિયામાં તમિળ નામથી મોરિગો તરીકે ત્યાંના લોકો ચીકન કરીમાં નાખે છે. બર્મા (મ્યાનમાર)માં ગુજરાતીઓ સરગવો લઈ ગયેલા ત્યાં સરગવાને ડાંડલિયો કહે છે.

સરગવાનો સાંભાર કે શાકને એટલો બધો કામવર્ધક મનાય છે કે તામિલનાડુની વિધાનસભામાં કોઈ વિધાનસભ્ય ‘નબળો’ પુરવાર થાય તો તેને કહેવાય છે ‘સરગવો ખા.’ દક્ષિણ ભારતમાં ગર્ભવતી સ્ત્રીને ડિલિવરી પહેલાં કે પછી કોઈ કોમ્પ્લિકેશન ન થાય તે માટે સરગવો અપાય છે. તેનાથી કફ કે છાતીનો ભરાવો હળવો થાય છે. એટલી હદ સુધી સરગવાના ફાયદા મનાય છે કે સરગવાની શીંગના રસને લીંબુના રસ સાથે ભેળવીને ચહેરે લગાવવાથી ચહેરો રૂપાળો-તેજસ્વી થાય છે! તેમ ડો.. અમ્માન કહે છે.

પેશાબ અટકીને આવતો હોય તોપણ સરગવાનાં પાંદડાનો રસ અપાય છે. હવે કેરીની મોસમ પૂરી થતાં મોંઘીદાટ લીચીની સિઝન શરૂ થઈ છે. ગુજરાત કમનસીબ છે કે ઘોલવડમાં જ માત્ર લીચીનો પાક થાય છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ કહે છે કે લીચીની આ વર્ષે તંગી છે. આ વખતે ગરમીને કારણે ૪.૪૮ લાખ ટન જ લીચી થશે. ચીનથી તેનાં ફળ આયાત થાય છે. શાહી લીચી મુઝફ્ફરપુરમાં થાય છે. લીચીનું ફળ ઠંડક આપનારું છે. તે વિટામિન ‘સી’થી ભરપૂર હોઈ લોહી સુધારે છે.

લીચી મૂળ તો ચીનનું ફળ છે. ચીની બાદશાહોને જ પહેલાં લીચીનાં ફળ ખાવા મળતાં. ડો.. અમ્માન કહે છે કે ઊંચા તાવમાં લીચીનો રસ અપાય તો તાવ ઊતરે છે. પેશાબ ખુલાસાથી આવે છે. ઉનાળામાં જ્યારે પણ કોઈ પણ ભાવે લીચી મળે ત્યારે ખરીદીને અવશ્ય ખાવી પણ યાદ રહે કે ડબાપેક લીચી નહીં પણ તાજી લીચી ખાવી. તમે ખૂબ કેરી ખાઈને અપચા સાથે પેટમાં જંતુ પેદા કર્યા હોય તો લીચી તેની કુદરતી દવા છે.

ઈરાનના લોકો મોટે ભાગે કાળી માટીવાળાં ગામડાં પસંદ કરે છે, કારણ કે કાળી માટીમાં રાસાયણિક ખાતર નાખવું પડતું નથી.

 

મુંબઈમાં ઘણા માળીઓ કૂંડામાં કાળી માટી નાખીને તુલસીના છોડ વેચે છે. તેમાં કાળા તુલસી ઊગે છે, તેનું ઔષધીય મૂલ્ય વધુ હોય છે. શરદી-ઉધરસ મટાડે છે.

 

આજે આપણે વંઠેલા ટમેટાં ખાઈએ છીએ, તેમાં કોઈવિટામિન નથી.

 

જર્મની લોકો અસ્સલ ટમેટાનો રસ સવારે પીવે છે તે રેચક છે.

 

તુર્કીમાં લોકો જમ્યા પછી કુદરતી સ્વરૂપમાં તલને મુખવાસ તરીકે આરોગે છે અને મોસમમાં દ્રાક્ષનો રસ પીવે છે. તલ જંતુઘ્ન છે. તુર્કીનો કુસ્તીબાજ ૭૫ની ઉંમરેપણ કુસ્તીની સ્પર્ધામાં ઊતરતો, કારણ કે તે સિઝનમાં માત્ર દ્રાક્ષનો રસ અને દહીંનું ધોળવું જ લેતો.

 

ન્યૂઝીલેન્ડમાં દરેક ઘરે નિયમ છે કે સવારે દોડવા જવું. દોડીને ઘરે આવીને ગાયના દૂધનું તાજું દહીં ચમચીથી આઇસક્રીમની ઢબે ખાય છે.

 

બલ્ગેરિયામાં જગતમાં સૌથી વધુ એક્સો વર્ષની આયુષ્યવાળા માણસો છે. શું કામ? બલ્ગેરિયનો દહીં-છાશનો નિયમિત આહાર રાખે છે.

 

રશિયામાં થૂલાવાળી ઘઉંની બ્રેડ અને દહીંનો આહાર ઘણાને સો વર્ષ જિવાડે છે.

 

સ્પેઇનમાં ઘણા યજમાનો મહેમાનને બદામના દૂધનું શરબત મધ નાખીને આપે છે.

 

આર્મેનિયામાં દૂધ-ખાંડ વગરની સાચા ગુલાબના પાંદડાવાળી ચા સવારે પીવે છે અને દૂધ સાથે ખજૂર ખાય છે.

 

પાકિસ્તાન-તિબેટ વચ્ચે હુંઝાલેન્ડ છે ત્યાંના લોકો વૃક્ષ ઉપરથી તાજા જરદાળુ ખાય છે. (એપ્રિકોટ) જરદાળુનું શરબત પીવે છે. જરદાળુ શક્તિદાતા છે અને રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. હુંઝાનો ૧૨૦ વર્ષનો પુરુષ રોજિંદું કામ કરે છે. થેંકસ ટુ જરદાળુ અને કુદરતી ખોરાક.

 

સ્વિત્ઝર્લેન્ડને આપણે સિક્રેટ-એકાઉન્ટવાળી કાળાં નાણાં માટેની બેન્કોનો દેશ માનીએ છીએ, પણ સ્વિ લોકો દહીંના ખાસ શોખીન છે તેથી તેનાં આતરડાં મજબૂત છે. બીજા વિશ્વયુદ્ધ વખતે સ્વિસ લોકો પોતાની શાકભાજી ઘરે જ ઉગાડી લેતા અને દહીં સાથે શાકભાજીનો રસ પીતા તેમ બર્નાડજેન્સન નામના નેચરોપેથ કહે છે.

 

નોર્વેનાં સ્ત્રી-પુરુષ સુંદર હોય છે, કારણ કે તેમના બાપદાદા પર્વતાળ પ્રદેશમાં કુદરતી ઊગતી વનસ્પતિનો આહાર કરતા.

 

જાપાનના લોકો વિવિધ જાતનાં સૂપ અને ખાસ તો ગાયના દૂધનું દહીં ખાય છે.

 

ઇટાલીમાં બટાટાને છાલ સહિત ખવાય છે.  ત્યાં જૈતૂનનાં સૂકવેલાં ફળ (ઓલીવ) ખવાય છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર -ગાંડાભાઈ વલ્લભ 

સંકલન : વિધીબેન દવે ..

Sr. Dietitian
Zydus hospital
Anand

 

બ્લોગ લીંક : http://das.desais.net

 

‘દાદીમા નું ડાયેટ કોર્નર’ પર મૂકેલ આજની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શન અને લેખિકા ની કલમને પ્રેરકબળ પૂરું પાળે છે.

‘ડાયેટ -ડાયેટિંગ’ ના સંદર્ભમાં આપના જીવનમાં ઉદ્ભવતા કોઈપણ પ્રશ્નો માટે …. (આટલું જરૂર કરશો)

સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા આપને હોય તો આપની સમસ્યા જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ દ્વારા [email protected] અથવા વિધીબેનને દવે ના મેઈલ આઈડી [email protected] પર લખીને જણાવશો.. વિધીબેન દ્વારા તમોને જવાબ આપવા ની કોશિશ તૂરત કરવામાં આવશે અથવા તેમની પાસેથી જવાબ મેળવી અમો તમારા ઈ મેઈલ આઈડી પર તે જવાબ મોકલી આપવા કોશિશ કરીશું.

આભાર !

‘દાદીમા ની પોટલી’ …

કબજીયાત … (ભાગ -૨) (Constipation_ ..

કબજીયાત … (ભાગ ..૨)  (Constipation) …

વિધીબેન દવે …(ડાયેટીશ્યન,ન્યુટ્રીસ્નાલીસ્ટ)

 

આપણે આ અગાઉ  ‘દાદીમાના ડાયેટ કોર્નર’ વિભાગમાં કબજીયાત  અંગે  અગત્યની પ્રાથમિક માહિતી સાથે તેના ઉપચારના  અને ખોરાક વિશે માર્ગદર્શન વિધીબેન  દ્વારા તેમના છેલ્લા લેખમાં મેળવ્યું… જે પ્રાથમિક માહિતી સાથેનું જ્ઞાન હતું. 
દાદીમાનું ડાયેટ કોર્નર  વિભાગનું સંચાલનઆહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA,M.Sc. (DFSM) Conti.)ડાયેટીશ્યનન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા  કરવામાં આવે છે.
દાદીમા ની પોટલી’ પર ..’ ડાયેટ ફોર ફેમીલી … ’ વિષે ના લેખ દ્વારા સ્વાસ્થય ની કાળજી કેમ રાખવી તે અંગેની જાણકારી -તેમજ માર્ગદર્શન આપવા માટે આપેલ સહમતિ બદલ અમો .. વિધિબેન દવે ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

આજે આપણે કબજીયાત વિશે વૈજ્ઞાનિક અભિગમ/તેની પરિભાષા દ્વારા જાણવા કોશિશ કરીશું  કે કબજીયાત હકીકતમાં શું છે ? તે થવાના કારણો ? તેને કારણે  પડતી મુશ્કેલીઓ શું છે ? અને કબજીયાત દરમ્યાન ખોરાકમાં લેવાતી કાળજી વિશે થોડું વિસ્તારથી જાણવા કોશિશ કરીશું.

 

વિજ્ઞાનીક સાદી સમજ કે પરીભાષા જોઈએ તો કબજીયાત એટલે સમય વગરનું, ઓછી માત્રા અને આસાનીથી પસાર ન થઇ શકે તેવો સુકો મળ. …

 

કબજીયાત ની તકલીફ થવાના કારણો ../સંજોગો   …. વિશે વધુ જાણીએ  તો …

 

 • જે વ્યક્તિ ફાસ્ટ ફૂડ / ઝંખ ખોરાક વધુ પ્રમાણમાં ગ્રહણ કર છે.  અને જે અઠવાડિયે ફક્ત ત્રણ (૩) વખત મળ પસાર  કરે છે. જેના કારણે કબજીયાત થાય છે.

 • ૩ દિવસ કરતાં વધારે દિવસો થાય તો પણ મળ પસાર ન થતો હોય ત્યારે કબજીયાત થાય છે.
 • દિવસ દરમ્યાન સામન્ય ૩૫ ગ્રામ થી પણ ઓછો મળ ત્યાગ /પસાર થતો હોય ત્યારે કબજીયાત થાય છે.

 

આટલું જ નહીં પરંતુ આ કબજિયાતના ત્રણ (૩) પ્રકાર પણ છે.  જેવા કે …

 

૧]  એયેનિક કબજીયાત …

 

આ ખુબ જાણીતો કબજીયાત નો પ્રકાર છે… જેને લેઝી બાઉક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના કબજીયાત થવાના કારણો  જાણીએ તો …

 

 • ઓછા પ્રવાહીનું ગ્રહણ કરવું ( પ્રવાહી લેવું )  તેમજ પોટેશ્યમનું ઓછું ગ્રહણ કરવું.

 

 • વિટામીન B કોમ્પ્લેક્ષ ની ઉણપ

 

 • ઓછા પ્રમાણમાં કસરત તથા બેઠાડુ જીવન

 

 • એનિમા લેવાની વારંવાર આદત

 

 • ખરાબ રીતે ખોરાક આરોગવો તેમજ શરીરની ખરાબ સાચવણી ..

 

 

૨]  સ્પાઇટીક કબજીયાત …

 

૩]  ઓબસ્ટ્રેકટીવ કબજીયાત …

 

હવે આપણે જાણીએ સતારણ કારણો કબજીયાત થવાના …

 

સીનથેમિક કારણો …

 

 • દવાની સાઈડ ઇફેક્ટ થી

 

 • મેટાબોલિક એબનોર્માલીટી થી ..જમકે હાઈપોથાઈરોડીઝ્મ

 

 • કસરતની ઉણપ થી

 

 • મેટા બાઉલમાં થતાં વાસ્ક્યૂલર રોગ થી

 

 • ઓછા રેષા વાળા ખોરાક થી

 

 • ગર્ભાવસ્થા થી

 

ગેસ્ટ્રોઇન્સ્ટેસ્ટિનલ  (GASTROINTENSTINAL) …

 

 • સિલીયાક રોગ (CELIAC DISEASE)

 

 • ડ્યુડીનલ અલ્સર

 

 • ગેસ્ટ્રીક કેન્સર

 

 • સિસ્ટીક્ ફાઈબ્રોસિસ

 

 • બાઉલના રોગ થી

 

 • ઈરીટેબલ બાઉલ સીડ્રોમ

 

 

હવે આપણે જાણીએ કે ખોરાક અને જીવન શૈલીના મેનેજમેન્ટ નો હેતુ શું છે ?

 

 • રોજિંદા ખોરાકથી પદ્ધતિને અનુસરવાનો

 

 • વધુ રેષા વાળા ખોરાક ગ્રહણ કરવાનો

 

 • પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાનો

 

 • શારીરિક કસરતમાં વધારો કરવાનો

 

 • એવા ખોરાક જેનું પાચન સહેલાઈથી ન થાય તો મહિનાઓ સુધી શરીરમાં ચોટેલા રહે તેવા ખોરાક ને અવગણવાનો

 

હવે આપણે જાણીએ કે કબજીયાત દરમ્યાન કેવા ખોરાક ભરપૂર લેવા જોઈએ … અને કેવા ખોરાક પ્રમાણમાં ઓછા લેવા જોઈએ …

 

કબજીયાત દરમ્યાન ભરપૂર લઇ શકાય તેવા ખોરાક …

 

અનાજ :  આખા ઘઉં, ઘઉં ના ફાડા, બાજરો, કોદરી …

 

કઠોળ :  રાજમાં, ચોળી, માગ …

 

શાકભાજી : લીલા પાન વાળી ભાજી તેમજ શાક – વટાણા, ફણસી, ગાજર વગેરે …

 

ફળ :  જામફળ, છાલ વાળા સફરજન, ચીકુ, ચેરીઝ, જમરૂખ, પ્લમ, સંતરા, મોસંબી, પપૈયું વગેરે..

 

કબજીયાત દરમ્યાન ન ખાઈ શકાય તેવા ખોરાક …

 

રિફાઈન્ડ કરેલા ખોરાક … પાટા, મેંદો, સુજી, બેક્ડ પ્રોડક્ટ્સ, પીઝા, પેટીસ, બિસ્કીટ .વગેરે ..

 

તળેલા ખોરાક … ફરસાણ, પ્યુરીડ ફળ જેવા કે કેળા, કેરી .. વિગેરે …

 

ખાસ કરીને વધારે પ્રવાહી તેમજ પ્રવાહી વાળા ખોરાક તેમજ રેષાવાળા ખોરાક ખાવા જોઈએ.  તેમજ ઓછા પ્રમાણમાં વધુ ખોરાક ખાવા જોઈએ…

 

–     વધિબેન દવે …

 

‘દાદીમા નું ડાયેટ કોર્નર’  પર મૂકેલ આજની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો  આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શન અને પ્રેરકબળ પૂરું પાળે છે. સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા આપને હોય તો આપની સમસ્યા જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ દ્વારા  [email protected]  અથવા  વિધીબેનને  ડાયરેક્ટ તેમના મેઈલ આઈડી [email protected] પર લખીને જણાવશો..   વિધીબેન દવે દ્વારા તમને જવાબ ડાયરેક્ટ મોકલવામાં આવશે અથવા અમો તેમની પાસેથી જવાબ  મેળવી   તમારા ઈ મેઈલ આઈડી પર  આપવાની કોશિશ કરીશું.

આભાર !

‘દાદીમા ની પોટલી’ … 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

“કબજીયાત” …(Constipation)

“કબજીયાત” … (Constipation)

સ્વાસ્થય ની કાળજી રાખવી એ આજના ભાગદોડના સમયમાં અતિ મહત્વનું છે. આપણે રોજબરોજનું * જીવન ખોરાક પરના આયોજન અને નિયંત્રણ વિના જ પસાર કરતાં હોઈએ છે, જેને કારણે વણમાંગ્યા ને અણગમતાં રોગને આપણે કારણ વગર આમંત્રણ આપી દઈએ છીએ.  સ્વાસ્થ્ય વિષેની ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઇ આપણે એક નવો વિભાગ / નવી કેટેગરી શરૂ કરેલ છે. જેનું નામ  “દાદીમાનું ડાયેટ કોર્નર” છે. આ વિભાગનું સંચાલન, આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA,M.Sc. (DFSM) Conti.) ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા  કરવામાં આવે છે. તેઓશ્રી રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર મેડીકલ અને એજ્યુકેશન  ટ્રસ્ટમાં તેમની માનદ સેવા આપે છે. તેમજ ભારતીય ડાયેટીક્સ  એસોશિયેશન નું  (લાઈફ ટાઈમ)  આજીવન સભ્યપદ ધરાવે  છે.  હાલ તેઓ શ્રી ઝાઈડસ  હોસ્પિટલ અને હેલ્થ કેર રીસર્ચ  પ્રાઈવેટ લી. – આણંદ માં  સિનીયર (હેડ) ડાયેટીશ્યન તરીકે જોડાયેલા છે.

‘દાદીમા ની પોટલી’ પર ..’ ડાયેટ ફોર ફેમીલી … ‘ વિષે ના લેખ દ્વારા સ્વાસ્થય ની કાળજી કેમ રાખવી તે અંગેની જાણકારી -માર્ગદર્શન આપવા માટે આપેલ સહમતિ બદલ અમો .. વિધિબેન દવે ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

“કબજીયાત” એટલે શું ?

 

“કબજીયાત” એટલે કોઈપણ જગ્યાએ વસ્તુનો ઢગલો અથવા ભરાવો, જે આસાનીથી નીકળી ન શકે અને જેના લીધે ઘણી મુશ્કેલીઓ આવી શકે અને તે મુશ્કેલીઓ ને સહન પણ કરવી પડે… એમ સામન્ય વ્યાખ્યા કરી શકાય …

 

માનવીય ભાષામાં “કબજીયાત” એટલે કે ખોરાક લીધાં પછી જે પોષણ કે પોષક તત્વો શરીરમાં શોષણ થયા બાદ વધેલો કચરો જે મળ વાટે બહાર ફેંકાઇ છે. તે મળ વાટે ના નીકળી શકે અને અને આંતરડામાં જમા થાય અથવા ચોટી જાય તે “કબજીયાત”.

 

આવા કબજીયાત ના લીધે ગેસ્ટ્રીક પ્રોબ્લેમ/ મુશ્કેલી, ચામડી ના રોગો તેમજ પેટનો એટેક પણ આવી શકે છે.  (જેમાં પેટના અંગો જે પાચન ક્રિયા માં મદદરૂપ હોય તે યોગ્ય કામ ન કરી શકે તે )

 

જાણીતા એવા રીટાયર્ડ સુપ્રિન્ટેન્ડીંગ એન્જીનીયર (જી.ઈ.બી.) બી.વી.ચૌહાણની પુસ્તક “ભોજન પ્રથા” માં કબજીયાત વિષે તેના શબ્દોમાં /ભાષામાં જણાવેલ છે કે …

 

પાવર હાઉસમાં બોઈલરમાં બોટમ (તળિયે)  એશ (રાખ)  હોપર (કોલસો બળી ને ખાક થઇ ગયાં બાદ વધેલ રાખ જે તળિયે બેસે છે તે ભાગ)  દરેક શિફટમાં ખાલી કરીને સાફ કરવામાં આવે છે.  એટલું જ નહિ, તેનું સેમ્પલ લઈને ચકાસવામાં આવે છે.  બોઈલારના બનાવનારે ડીઝાઈન કરતી સમયે પણ તેનું ધોરણ નક્કી રાખેલ/ કરેલ  હોય છે કે રાખ કેવી હોવી જોઈએ ? તે મુજબની ન હોય તો તે સૂચવે છે કે કોલસો બરાબર બળ્યો નથી.  કોલસો બરાબર ન બળવાના ઘણા કારણો હોય છે. જેમ કે કોલસાની ગુણવત્તા, બળતણમાં જરૂરી એર ફ્યૂઅલ – રેશીઓ જળવાયો ન હોય, હવા કે કોલસામાં ભેજનું પ્રમાણ વગેરે …  રાખની ગુણવત્તા યોગ્ય રીતે ન જળવાઈ તે છે .. બોઈલર નું “કબજીયાત”.

 

આપણું શરીર પણ આવું જ યંત્ર છે. અન્ય યંત્ર માનવ સર્જિત છે.  શરીરનો સર્જનહાર ઈશ્વર છે.  શરીર ખરેખર યંત્ર નહિ કારખાનું છે તેમ કહીએ તો કશું ખોટું નથી !  કારખાનું ચલાવવા જેમ જુદા – જુદા ભાગો તેમજ પદ્ધતિનો ઉપયોગ થાય છે તેજ રીતે શરીર યંત્ર રૂપી કારખાનાને ચલાવવા અલગ અલગ વિભાગો તેમજ પદ્ધતિ નો ઉપયોગ થાય છે.  ખાસ કરી પાચન યંત્ર ચલાવવા ખાસ એવા અવયવો ભાગ લે છે કે  કાંઈ પણ ખાય તેને એક જ રંગનું અને શરીર માં રહેલા બ્લડ ગ્રુપનું જ લોહી બનાવવાનું કામ તે કરે છે.

 

ભેળસેળિયો ખોરાક અને ખોરાક ને અપાતા જુદા – જુદા સ્વરૂપ જેને લીધે “કબજીયાત” થાય છે.  ટૂંકમાં કહીએ તો, શરીરને અનુરૂપ ન હોય તેવા તેમજ શરીરમાં ચિપકી જાય તેવો ખોરાક તે ઉપરાંત લાંબા સમય સુધી રેષા વાળા ખોરાકનું ન લેવું તેવા બધાં ખોરાક ખાવાથી મળનો સહેલાઈથી નિકાસ થતો નથી.  જેને “કબજીયાત” કહેવાય છે.

 

આ “કબજીયાત”  ને હટાવવા નીચે મુજબની પ્રવૃત્તિ કરવી જરૂરી છે.  તેમજ સુચવેલ ખાધ્યનું સેવન કરવું જરૂરી છે.

 

૧]  હુંફાળા પાણીમાં (૧૫૦ મી.લિ. થી ૨૦૦ મી.લિ. ) ૧/૨  (અડધું) લીંબુ તેમજ ૧-૧/૨  (દોઢ) ચમચી મધ નાખવું.  ( જે લોકોને ડાયાબિટીસ હોય તે લોકો એ મધ નો ઉપયોગ ન કરવો)  તેમજ ૨-૩ દાણા મેથીના પાણીમાં પલાળવા અને ગળી જવા.

 

૨]  પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતરડા નો મળ છૂટો પડી કબજીયાત મટે છે.

 

૩]  નરણે કોઠે થોડું હુંફાળું પાણી પીવાથી કબજીયાત ઘટે છે.

 

૪]  રાત્રે સુતા, અડધી કલાક (૧/૨ – કલાક પહેલાં)  પહેલા સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું (નમક) નાખીને પીવાથી કબજીયાત ઘટે છે.

 

૫] ખજૂરને રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળીને તેનું આ પાણી પીવાથી કબજીયાત મટે છે.

 

૬]  ગરમ પાણીમાં ૧ ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ, તેમજ  બે ચમચી મધ નાખીને પીવાથી કબજીયાત માટે છે. ( જે  વ્યક્તિને ડાયાબિટીસ ના હોય તો તે વ્યક્તિએ બે ચમચી મધ નાખવું)

 

૭]  કાળી દ્રાક્ષ ને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે તેને મસળી, ગાળી ને પીવાથી કબજીયાત માટે છે.

 

૮]  ૪ ગ્રામ હરડે અને ૧ ગ્રામ તજ, ૧૦૦ ગ્રામ પાણીમાં ગરમ કરીને ઉકાળો રાત્રે પીવાથી કબજીયાત મટે છે.

 

૯]  રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી કબજીયાત મટે છે.  (ડાયાબીટીસ ના દર્દીએ મધ ના લેવું)

 

૧૦]  અજમાં  ના ચૂર્ણમાં સંચળ નાંખી ફાકવાથી કબજીયાત ઘટે છે.

 

૧૧]  જાયફળ ને લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.

 

૧૨.]  જમ્યાબાદ, એકાદ કલાકે ત્રણથી પાંચ હિમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.

 

 

-વિધી એન. દવે.
ડાયેટીશ્યન,ન્યુટ્રીસ્નાલીસ્ટ
Vidhi N. Dave
Sr. Dietitian
Zydus hospital
Anand

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

 

‘દાદીમા નું ડાયેટ કોર્નર’ ની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શન અને પ્રેરકબળ પૂરું પાળે છે. સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા આપને હોય તો આપની સમસ્યા જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા અમારા ઈ મેઈલ દ્વારા  [email protected]  અથવા [email protected] પર લખીને જણાવશો.. આપનો  જવાબ  વિધીબેન દવે દ્વારા ડાયરેક્ટ તમને મોકલવામાં આવશે અથવા અમો તેમની પાસેથી જવાબ  મેળવી   તમારા ઈ મેઈલ આઈડી પર ડાયરેક્ટ આપવાની કોશિશ કરીશું.

આભાર !

‘દાદીમા ની પોટલી’ …

સવારનો નાસ્તો જરૂરી ખરો ?…

સવારનો નાસ્તો જરૂરી ખરો ?…

ડાયેટ ફોર ફેમીલી …
વિધી એન. દવે ની કોલમ  …
ડાયેટીશ્યન,ન્યુટ્રીસ્નાલીસ્ટ


સ્વાસ્થય ની કાળજી રાખવી એ આજના ભાગદોડના સમયમાં અતિ મહત્વનું છે. આપણે રોજેરોજનું * જીવન ખોરાક પરના આયોજન અને નિયંત્રણ વિના જ પસાર કરતાં હોઈએ છે, જેને કારણે વણમાંગ્યા ને અણગમતાં રોગને આપણે કારણ વગર આમંત્રણ આપી દઈએ છીએ.  સ્વાસ્થ્ય વિષેની ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઇ આપણે એક નવો વિભાગ / નવી કેટેગરી શરૂ કરેલ છે. જેનું નામ “દાદીમાનું ડાયેટ કોર્નર” છે. આ વિભાગનું સંચાલન, આહાર નિષ્ણાંત.. વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA,M.Sc. (DFSM) Conti. ) ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ દ્વારા કરવામાં આવે છે. તેઓશ્રી રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર મેડીકલ અને એજ્યુકેશન  ટ્રસ્ટમાં તેમની માનદ સેવા આપે છે. તેમજ ભારતીય ડાયેટીક્સ  એસોશિયેશન નું  લાઈફ ટાઈમ/ આજીવન સભ્યપદ ધરાવે  છે.  હાલ તેઓ શ્રી ઝાઈડસ  હોસ્પિટલ અને હેલ્થ કેર રીસર્ચ  પ્રાઈવેટ લી. – આણંદ માં  સિનીયર (હેડ) ડાયેટીશ્યન તરીકે જોડાયેલા છે.

‘દાદીમા ની પોટલી’ પર .. ડાયેટ ફોર ફેમીલીઅંગે ના લેખ દ્વારા સ્વાસ્થય ની કાળજી કેમ રાખવી તે અંગેની જાણકારી આપવા માટે આપેલ સહમતિ બદલ અમો .. વિધિબેન દવે ના અંતરપૂર્વકથી આભારી છીએ.

સવારનો નાસ્તો જરૂરી ખરો ?

તમે લોકો આજ-કાલ સાંભળેલ જ હશે કે ડોક્ટરસ્ અને ડાયેટીશ્યનો સવારના નાસ્તાની બાબતે ખૂબ સલાહ સૂચન કરતાં હોય છે કે “સવારનો નાસ્તો તમારા સ્વાસ્થય માટે ખુબ જ જરૂરી છે.”

આજે સવારે દૂધ કે જ્યુસ નહી ફક્ત ચા નો એક કપ ગટગટાવીને નોકરી-ધંધે ભાગતા પતિદેવો હોય કે પછી બાળકને સ્કૂલમાં મોકલીને ઘરકામ, રસોયમાં ઉલઝી રહેતી ગૃહણીઓ હોય, આ બધાને સવારના નાસ્તાથી દુર રહેવાની આદત જ પડી ગઈ છે.  પરંતુ શું તમે આ વાત જાણો છો કે તમે સવારના નાસ્તાને નકારી તમારા શરીરમાં ઘણા ખરા રોગોનું ઘર બનાવવામાં મદદ કરો છો ?  જેવા કે આળસ, ચિડ્યાપણું, અલ્સર, ગેસ, એ.સી.ડી.ટી. ને લગતા તમામ રોગો.

આજ બાબતને બીજી રીતે સમજાવું તો સામન્ય રીતે એક વ્યક્તિ રાત્રે સાતથી આઠ કલાક નિંદ્રા કરે છે.  આ સમયગાળામાં વ્યક્તિનું પેટ સંપૂર્ણપણે ખાલી થઇ જાય છે એટલે કે તે ખોરાક પચી જાય છે.  સવારના સમયમાં પેટ આરામની અવસ્થામાં હોય છે અને મુલાયમ પણ હોય છે.  જો તમે સવારના સમયમાં ફક્ત ચા કે કોફી પીને ચલાવો તો તમારા પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય છે.  આથી પેટમાં દુઃખાવો કે ગળામાં બળતરા જેવી મુશ્કેલીઓ થઇ શકે છે.  આ પ્રમાણ વધતા ધીરે ધીરે પેટમાં અલ્સર (ચાંદુ) થવા લાગે છે જે ખુબજ નુકશાન કરતાં છે.  ચિડીયાપણું પણ આહાર વિશેષજ્ઞતાના મતે નાસ્તો નકારવાની ટેવનું જ પરિણામ છે.

નાસ્તો ન કરવાથી, લાંબો સમય ભૂખ્યા રહેવાથી શરીરમાં ખાંડ (ગ્લુકોઝ) નું પ્રમાણ ઘટી જાય છે.  જેથી હાઈપોગ્લાસિમ્યા થાય છે અને નબળાઈ તેમજ સ્ફૂર્તિનો અભાવ શરીરમાં આવે છે.

સ્કૂલે જતાં બાળકો પર એક અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે નાસ્તો કરનાર બાળકો વર્ગમાં સારી રીતે ધ્યાન આપે છે, જ્યારે નાસ્તો કરીને ન આવતા બાળકો પુરતું ધ્યાન આપા નથી.  તે જ ઉપરાંત તે ‘ઘેન’ થી ઘેરાયેલા હોય છે.  શાળાનાં શિક્ષકો વર્ગમાં જો કોઈ વિધાર્થી ઝંખવાયેલો લઈ તો તરત જ તેને પૂછશે કે કેમ ? આજે ઘરે નાસ્તો નથી કર્યો?  બાળક હોય કે ઘરકામ કરતી સ્ત્રીઓ હોય, ગૃહણી વૃદ્ધ હોય કે યુવાન હોય પરંતુ સવારનો નાસ્તો દરેક વ્યક્તિ માટે જરૂરી છે માટે સવારના નાસ્તાને અવગણશો નહીં.  એજ તમને દિવસભર કામ કરવાની ઉર્જા પૂરી પાળે છે.

સવારના નાસ્તામાં તમે અહીં આપેલ કોઈપણ વસ્તુનો સમાવેશ કરી શકો છો જે તમને પસંદ હોય તેવા જેવા કે, વેજિટેબલ જ્યુસ, હોલ વ્હિટ બ્રેડ, દૂધ, સિરીયલ, ઈંડા અથવા ફ્રૂટ જ્યુસ, ચોખાની ઘરમાં બનાવેલ રોટલી અથવા ચમચી તેલ-ઘી માં સાંતળેલ પરાઠા, બટેટા વગરના પૌવા, દહીં, ફળ, દલિયા, રવાની ઈડલી તેમજ રવાની ખીર, મુઠિયા વગેરે જેવી વસ્તુ લઇ શકાય.

કેટલાક નાસ્તા અહીં નીચે આપેલ છે તે પુરતું પોષણ મળે તેવા છે.  જે ન્યુટ્રીશ્યનની બાબતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.

૧]     કોઈપણ પ્રકારનાં સ્ટફ્ડ પરાઠા, દહીં સાથે લઇ શકાય.

૨]     વિવિધ પ્રકારની સેન્ડવિચ જે બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરી બનાવવામાં આવે તે પણ ઘણો જ ન્યુટ્રીશ્યન્ટ નાસ્તો ગણાઈ છે.

૩]     જો આવો નાસ્તો ન ભાવે તો ઈડલી સાંભાર પણ ભરપુર પૌષ્ટિક નાસ્તો ગણવામાં આવે છે.  કારણ કે આમાં ઉપયોગમાં લેવાતા જે દાળ અને ચોખા વાટીને ખીરૂ બનાવાય છે તેમાં ભરપુર પ્રમાણમાં વિટામીન “બી” હોય છે જે રોજબરોજના કામકાજ માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે.

૪]     મકાઈ અને બાજરી જેવા ધાન્યો નાસ્તામાં શ્રેષ્ઠ છે તેનો ઉપયોગ મુઠિયા તેમજ મસાલા પરાઠા બનાવીને કરી શકાય છે.

૫]     બાફેલા શાકભાજીને ટોસ્ટ પર લગાવી તેના પર દાડમ કે સફરજનની કટકી સમારી ને વેરી અને તે ખાવામાં આવે તો આ નાસ્તો પણ પૌષ્ટિક હોય છે.  અથવા બેક્ડ બીન્સ સાથે પણ લઇ શકાય.

૬]     સવારના નાસ્તામાં મલાઈ કાઢેલ દૂધ અથવા જ્યુસ સાથે અનાજનો અથવા સાદા કે ફણગાવેલા કઠોળનો નાસ્તો કરવામાં આવે તો તે પણ શરીરને સારૂ એવું પોષણ પૂરૂ પાડે છે.  આ નાસ્તા સાથે ફળ પણ લઇ શકાય.  ઘણા ખરા સમજદાર લોકો સવારે નાસ્તામાં ભરપુર ફળ ખાઈ છે.  જેથી તે સ્ફૂર્તિવાળા આનંદી તેમજ ખુશ દેખાઈ છે.

રોજ નાસ્તામાં પૂરી, કચોરી, ગાઠિયા, મિઠાઈ, સમોસા જેવા નાસ્તાને છોડી બીજો કંઈ પણ નાસ્તો કરવો જોઈએ..

ખાસ, નાસ્તામાં અનાજ તેમજ કઠોળની બનાવટ સાથે ચા કે કોફીનો ઉપયોગ ન કરવો જોઈએ.  કારણ કે ચા – કોફી અનાજ કે કઠોળને પચવા દેતું નથી.  આથી જ ડાયેટીશ્યન લોકો બધાંને સવારે નાસ્તા સાથે દૂધ અથવા જ્યુસની સલાહ આપે છે.

સાચું માનો તો આજકાલના નહિ પરંતુ જુના સુપર સ્ટાર સુસ્મીતાથી લઇ કોયના મિત્રા, હેમામાલિનીથી માંડીને ઐશ્વર્યા રાય બચ્ચન તેમજ દીપિકાથી માંડીને પ્રિયંકા ચોપરા તેમજ અભિનેતાઓ સુધીના બધા કલાકાર લંચમાં કે ડીનરમાં બિરયાની, કબાબ, પીઝા, બર્ગર, દમપુખ્ત, પંજાબી, ચાઈનીસ ખાય કે ન ખાય પરંતુ તેઓ નાસ્તો અચૂક કરે છે.

સવારના નાસ્તાના લાભાલાભ (ફાયદા) થી પરિચિત થયા બાદ હવે લગભગ કોઈ સમજદાર વ્યક્તિ સવારના નાસ્તાને નકારશે નહિ તેવી આશા રાખું છું…

-વિધી એન. દવે.

ડાયેટીશ્યન,ન્યુટ્રીસ્નાલીસ્ટ

બ્લોગ લીંક: http://das.desais.net

‘દાદીમા નું ડાયેટ કોર્નર’ વિભાગ અને તેની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શન અને પ્રેરકબળ પૂરું પાળે છે. સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા હોય તો પણ જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા [email protected] પર લખીને જણાવશો.. જેના જવાબ વિધીબેન દવે દ્વારા મેળવી અમો તમને તમારા મેઈલ આઈડી પર ડાયરેક્ટ આપવાની કોશિશ કરીશું.

આભાર !

‘દાદીમા ની પોટલી’ …

‘મેનોપોઝ’ … ‘દાદીમાનું ડાયેટ કોર્નર ’ …

‘મેનોપોઝ’ … ‘ દાદીમાનું ડાયેટ કોર્નર ’ (ફોર  વુમન્સ ડે સ્પેશ્યલ)


સ્વાસ્થ્યની કાળજી રાખવી આજના ભાગદોડના સમયમાં અતિ મહત્વનું છે. આપણે રોજેરોજનું * જીવન ખોરાક પરના આયોજન અને નિયંત્રણ વિના જ પસાર કરતાં હોઈએ છે, જેને કારણે વણમાંગ્યા ને અણગમતાં રોગને આપણે કારણ વગર આમંત્રણ આપી દઈએ છીએ. સ્વાસ્થ્ય વિષેની ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઇ આજથી આપણે એક નવો વિભાગ અને નવી કેટેગરી શરૂ કરેલ છે. જેનું નામદાદીમાનું ડાયેટ કોર્નરછે. વિભાગનું સંચાલન, આહાર નિષ્ણાંત,ડાયેટીશ્યન, ન્યુટ્રીસ્નાલીસ્ટ વિધી એન. દવે (B.Sc (F & N) PGDCA, M.Sc. (DFSM) Conti. ) દ્વારા કરવામાં આવશે
વિધીબેન મૂળ સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટ શહેરના વતની છે. તેઓએ રાજકોટની વોકહાર્ટ હોસ્પીટલમાં થોડા સમય માટે સિનિયર ડાયેટીશ્યન તેમજ આસિ. યોગા ટીચર તરીકે સેવા આપેલ છે. આ ઉપરાંત બે વર્ષ જેવો સમય સ્ટર્લિંગ હોસ્પીટલમાં પણ સેવા આપેલ છે. તેઓએ ક્રિશ્ના મેડિકલ કોલેજમાં ઈન્ટરશીપ કરેલ છે અને હાલ ગુજરાતના આણંદ શહેરમાં ‘ZYDUS HOSPITAL’ માં સિનીયર ડાયેટીશ્યન તરીકે સેવા આપે છે. તેઓ ૬ વર્ષથી વધુ સમયથી આ ક્ષેત્રમાં સેવા આપે છે. તેઓ સૌરાષ્ટ્ર મેડીકલ સેન્ટર, તેમજ ડાયાબિટીસ સોસાયટી ના માનદ કન્સલ્ટન્ટ તરીકે પણ નિમણુંક પામેલ છે અને ત્યાં તેઓની સેવા પૂરી પાડે છે..
દાદીમા ની પોટલીપર પોતાના લેખ દ્વારા જનઆરોગ્યની જાગૃતિના કાર્ય માટે તેમણે આપેલ સહમતિ બદલ અમો વિધિબેન દવેનાં અંતરપૂર્વકથી આભારી છીએ, અને તેમની સેવા ઉપલબ્ધ કરાવી આપવામાં માટે પૂર્વિબેન મલકાણ-મોદી (યુ એસ એ) ના પણ અમો અંતરપૂર્વકથી આભારી છીએ

 

૮ – માર્ચ વિશ્વભરમાં ‘વુમન્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે અને જે હજુ હમણાં જ પસાર થઇ ગયો. આજની ભાગ –દોડ વાળી જીવન શૈલીમાં સ્ત્રીઓ પણ કંઈ પાછળ નથી. ઘર સંભાળવા સાથે આર્થિક સમસ્યાને પણ સરળતાથી તેઓ એ સંભાળી લીધી છે. આજના આ સમયમાં સ્ત્રીઓમાં આવતી મોટામાં મોટી સમસ્યા “મેનોપોઝ” જે રોગ નથી પરંતુ જો તેના પર પુરતું ધ્યાન ન આપવામાં આવે તો તે અનેક રોગને સ્થાન આપે છે. જે વિશે આપણે થોડી ચર્ચા સાથે માર્ગદર્શન મેળવવા કોશિશ આજે કરીશું.
‘મેનેપોઝ’ શું છે ?
તેમાં આવતી મુશ્કેલી તેમજ ખોરાક ની શી કાળજી  લેવી ?  …
મોટી વયની સ્ત્રીઓમાં અત્યારનો મોટો પ્રશ્ન “મેનોપોઝ” નો છે. અને આ સમય કેવી રીતે સરળતાથી તેમજ સુરક્ષિત પસાર કરવો ? તે છે.


“મેનોપોઝ” એ ખાસ કરી કૂદરતી પ્રક્રિયાની ઘટના છે અને આ ઘટનામાંથી દરેક સ્ત્રીઓએ પસાર થવું પડે છે. આથી આ સમય દરમ્યાન માનસિક ચિંતા તેમજ તનાવ શરીર પર રહે છે. આ વસ્તુ સ્વાભવિક છે પરંતુ આજના આધુનિક યુગમાં આ ક્રિયા જાણવાની સૌની આતુરતા હોય છે જેનાથી લોકો સારા-ખરાબ પાસા સમજી શકે છે અને આ ગાળામાં શું કરવું તે પણ જાણી શકે છે.
“મેનોપોઝ” નો સમય અમુક અંશે તાસીર પર આધારિત હોય છે. માસિક જવાનો સમય ૪૦-૪૫ વર્ષનો હોય છે, જે હાલમાં ૩૫-૪૦ વર્ષનો થઇ ગયો છે. “મેનોપોઝ” એટલે સ્ત્રીનાં જીવનમાં માસિક ચક્રનું (રજસ્વલા) થવાનું બંધ થવું એમ ગણાય છે.
એક ખાસ વાત કે આ “મેનોપોઝ” થવાનું કારણ માત્ર સ્ત્રીનાં શરીરમાં અમુક ઉમર જ આવતું એક નૈસર્ગિક પરિવર્તન છે. આ પરથી એમ ગણી શકાઈ કે કુદરતે જે ભેટ /હક્ક માત્ર સ્ત્રીને જ આપેલ છે તે પ્રજોત્પતિનું કાર્ય કે સમય હવે પૂરો થાય છે.
મુખ્યત્વે સ્ત્રી શરીરનાં બન્ને હોર્મોન્સ જેમકે ઈસ્ટ્રોજન (estrogen) અને પ્રોજેસ્ટ્રોન (prostrogen) થી અંડકોષમાં વધઘટ થાય છે જે ઉંમરનાં કારણે ઘટે છે, જેને લીધે રજોનિવૃત્તિની ઘટનામાં પ્રવેશવું પડે છે જે કારણોથી આ પરિવર્તન જોવા મળે છે.
આથી મન અને સ્વસ્થ શરીરમાં તેની અસર વધારે ઓછી થાય છે તે સ્વભાવિક છે. પરંતુ તેમણે પ્રથમ જ ગંભીર ન ગણી લેવું જોઈએ. હા, જો આમાં યોગ્ય સારવાર કે આશ્વાસન ન મળે તો આ ગંભીર પરિણામ લાવી શકે છે. આ ગાળા દરમ્યાન સ્ત્રીઓને ઘર-પરિવાર, પતિ તેમજ બાળકોના સાથ-સહકારની ખૂબજ જરૂર રહે છે. જો પુરતો સાથ-સહકાર મળી શકે તો આ સમયગાળો સહેલાયથી પસાર થઇ જાય છે.
આજે વિજ્ઞાન/સાયન્સ ખૂબજ આગળ વધી ગયું છે, માટે આ સમસ્યાનો જુદી-જુદી રીતે ઉપચાર મળી રહે છે. વળી, આ સમસ્યા એવી નથી કે કોઈ સ્ત્રીને થાય કે કોઈ સ્ત્રીને ન થાય. આ ઘટનામાંથી બધી સ્ત્રીઓને પસાર તો થવું જ પડે છે.
આ સમય દરમ્યાન નીચે મુજબના કેટલાક લક્ષણો જોવા મળે છે. આ બધા જ લક્ષણો બધી જ સ્ત્રીઓમાં જોવા મળે તે જરૂરી નથી, આ બધું તાસીર પર આધારિત છે.

 

લક્ષણો :
કમરનો દુઃખાવો, શરીરના હાડકાનો દુઃખાવો જે કેલ્શ્યમની ખામીથી થાય છે. ડીપ્રેશન, માથાનો દુઃખાવો, ઠંડી-ગરમી લાગ્યા કરવી, છાતીના ધબકારા વધે, આયર્ન (લોહતત્વની) ખામીથી શરીર ફિક્કુ પડે, બીજી નાની-મોટી ચામડી તેમજ કોષોની તકલીફ જે ઓછા વિટામિન્સ અને પ્રોટીનની ખામીથી થાય છે, ખોરાકની અરૂચી તેમજ નબળાઈ લાગવી, ગુપ્તાંગમાં ચળ આવે અને ભીનાશ ઘટે.
કેટલાક કેસમાં “મેનોપોઝ” માં રજોદર્શન લાંબો સમય ચાલુ રહી શકે છે જેથી તે સમય નબળાઈ લાગે છે. શરીરમાંથી લોહી ઓછું થવાથી શરીર ફિક્કુ પડે છે. આ પ્રકારનાં કેસમાં હોર્મોન રિપ્લેસમેન્ટ સારવાર માટે વિટામીન “સી” , વિટામીન “કે” તેમજ પ્રોટીન અનુરૂપ ખોરાક તેમજ દવા શરૂ કરવી જોઈએ. યોગ્ય સલાહ અને જાણકારી માટે ડાયેટીશ્યન કે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. શરીરમાંથી ઈસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવાથી હાડકામાં કેલ્શિયમ ઓછું થાય છે તેથી હાડકા બર્ડ બંને છે અને ફ્રેક્ચર થવાની સંભાવના રહે છે.
ઉપર મુજબના કેસમાં “મેનોપોઝ” માં એકાદ વર્ષ ઉપર સારવારની જરૂર પડે છે. પરંતુ આજની જે ખોરાક શ્રેણી ડાયેટીશ્યનની સલાહથી બનેલી હોય છે તેનાથી ક્રમે ક્રમે રાહત થતી જાય છે.
મારા મંતવ્ય મુજબ નીચેના ન્યુટ્રીશ્યન્ટ્સ (વિટામીન, પ્રોટીન, આયર્ન, કેલ્શ્યમ વગેરે) રોજિંદા આહારમાં લેવા જોઈએ.
 શરીરમાં લોહીના ટકાનું પ્રમાણ જાળવી રાખવા માટે આયર્નથી ભરપુર ખોરાક લેવો જોઈએ. જેમકે સવારના નાસ્તમાં ખજૂર અથવા ખજૂર શેઈક લેવો જોઈએ. તેમજ દિવસમાં એકવાર મુઠી જેટલા શેકેલા મગફળીના દાણા ગોળ સાથે લેવા જોઈએ. લીલા શાકભાજી, સંતરા, નિત, ગાજર, પાલક, વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. ઓસળીયાના બી ની ફાકી બનાવીને લેવી જોઈએ.
 જ્યારે વિટામીન ‘સી’ માટે ખાતા ફળોનો ઉપયોગ કરવો જેમકે સંતરા, મોસંબી, લીંબુ, સ્ટ્રોબરી વગેરે…
 વિટામીન ‘કે’ માટે લીલા પાનવાળા શાકભાજી ..ખાસ કરીને કોબીચ, કોબીફ્લાવાર, પાલક લેવા તેમજ અનાજનો ઉપયોગ વધુ કરવો. રાંધણમાં વેજિટેબલ ઓઈલ જેમકે સોયા, કોર્ન, ઓલિવ, સનફ્લાવર નો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત દૂધ અને દૂધની બનાવટ, નો ખોરાકમાં ઉપયોગ કરવાથી વિટામીન ‘કે’ મળી રહે છે. ( માસાંહારી લોકો ઈંડા તેમજ લીવરનો ઉપયોગ કરી શકે છે)
 કેલ્શ્યમ માટે દૂધ, દૂધની બનાવટ, નાગરવેલના પાન, કેલા વગેરે લેવા જોઈએ…
 પ્રોટીન માટે કઠોળ. ખાસ કરીને સોયાબીન, રાજમાં, ચણા વધુ લેવા તે ઉપરાંત સુકામેવા પણ લઇ શકાય જે ભરપુર પ્રોટીન આપે છે. (માંસાહારી લોકો … માછલી, મીટ, લીવર, મરઘીના ઈંડા નો ઉપયોગ કરી શકે છે.) આજકાલ પ્રોટીન માટે બજારમાં સારા એવા સપ્લીમેન્ટ (પૂરક વસ્તુઓ) ઉપલબ્ધ છે જે ડાયેટીશ્યનની સલાહ મુજબ લેવા જોઈએ.
પ્રોટીનમાં ખાસ એવા સોયાબીન આ સમય ગાળામાં સારો ભાગ ભજવે છે. સોયાબીનમાં રહેલું તત્વ જે ફીટો કેમિકલ્સ કે’વાય જે સ્ત્રી શરીરમાં રહેલા ઈસ્ટ્રોજનને સમતોલ બનાવવાનું કામ કરે છે. ઈસ્ટ્રોજન શરીરમાં ઘટી જવાને કારણે સ્ત્રીઓને કેન્સર થવાની શક્યતા રહે છે. જે સોયાબીનના સેવનથી અમુક અંશે તે સંભાવના ઘટે છે માટે આ ગાળા દરમ્યાન સોયાબીનનું સેવન કરવું જોઈએ.

 

“મેનેપોઝ” દરમ્યાન ખોરાક …


“મેનોપોઝ” દરમ્યાન નીચે મુજબ ખોરાક લેવાનું આયોજન કરવું જોઈએ …

 

સવારે : ૧-ગ્લાસ હુફાળુ પાણી + ૧/૨ લીંબુ + ૨-ચમચી મધ + ૧/૨ ચમચી મેથી લેવી ( મેથી રાત્રે સાદા પાણીમાં પલાળવી અને સવારે પાણી કાઢી નાખવું. મેથી હુફાળા પાણી સાથે ગળી જવી.)
નાસ્તો: ૧-ગ્લાસ દૂધ મધ સાથે / ચા/ કોફી + અનાજનો નાસ્તો કરવો (પૌવા, થેપલા, પરાઠા (ઓછા તેલમાં, મુઠીયા, રવાની વાનગી, ભાખરી, કોર્નફલેકસ, ઓટસ વગેરે) + ૧- કેળું.
સવારે- ૧૦:૦૦ : ખજૂરની ૩ થી ૪ પેસી / ખજૂર શેઈક ૧૫૦ મી.લી. (લગભગ ૧-ગ્લાસ)
બપોરનું ભોજન : ૨-ગ્લાસ છાશ, ૧-પ્લેટ સલાડ, ૧-વાટકો (કટોરી) ઘાટી દાળ / કઠોળ, ૧- વાટકી (કટોરી) લીલા શાકભાજી, ૨ થી ૩ રોટલી બંને તો બાજરાની લસણ નાખેલ રોટલી લેવી, ૧-વાટકી (કટોરી) ભાત લઇ શકાઈ તેમજ ૧/૨ – પાપડ અને ૧/૨ ચમચી અથાણું.
સાંજે : ૧ – ગ્લાસ લીંબુ પાણી મધ નાખેલ + કઠોળ નો નાસ્તો. (બાફેલા કે ફણગાવેલા)
સાંજે -૬:૦૦ : ૧-મુઠી શેકેલા મગફળીના દાણા ગોળ સાથે લેવા.
રાતનું ભોજન : બપોર મુજબનું ભોજન / હળવો ખોરાક લેવો. સાથે ૧- વાટકો દહીં ખાવું.
સુતા પહેલા : ૧-ગ્લાસ હળદર વાળુ હુફાળુ દૂધ પીવું.
સુજાવ: બને ત્યાં સુધી વધારે મસાલાવાળું, તીખું, તળેલું ભોજન ના લેવું.
નોંધ: આ પ્લાન નોર્મલ સ્ત્રીઓ માટે છે, વ્યક્તિ દીઠ પ્લાન બદલે છે. ડાયેટીશ્યનની સલાહ મુજબ પ્લાન અનુસરવો જોઈએ.
બ્લોગ લીંક : http://das.desais.net
આજથી શરૂ થતા ‘દાદીમા નું ડાયેટ કોર્નર’ વિભાગ અને તેની પોસ્ટ જો તમોને પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ બોક્ષમાં મૂકશો, જે સદા અમોને માર્ગદર્શન અને પ્રેરકબળ પૂરું પાળે છે. સ્વાસ્થય અંગેની કોઈ પણ સમસ્યા હોય તો પણ જરૂર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા [email protected] પર લખીને જણાવશો.. જેના જવાબ વિધીબેન દવે દ્વારા મેળવી અમો તમને તમારા મેઈલ આઈડી પર ડાયરેક્ટ આપવાની કોશિશ કરીશું.
આભાર !
‘દાદીમા ની પોટલી’ …