“હાર્ટએટેક અને પાણી” …

“હાર્ટએટેક અને પાણી”  …

 

 

 

heart attack

 

 

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.

 

હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી ! 

 

બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે ?

 

હૃદયરોગ નાં ડોક્ટરે  આપેલ જવાબ –  ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે.

 

એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.

 

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ ડોક્ટરે આપેલી ખુબજ અગત્યની માહિતી મુજબ …

 

૧]  યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે.

 

૨]  સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.

 

૩]  જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.

 

૪]  સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.

 

૫]  રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

 

૬]  રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.

 

૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે…..

 

૧)  હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.

 

૨)  જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે.

 

૩)  એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.

 

૪)  બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.

 

હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે …

 

૧]  દાઢીમાં ખુબજ દુખાવો થવો, ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.

 

નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.

 

૨]  મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.

 

૩]  જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.

 

પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.

 

હાર્ટએટેક બાદ કસરત કરશે કલ્યાણ: …

 

 

healthy heart

 

 

હાર્ટ એટેકનો હુમલો થયા બાદ કેટલીક પ્રકારની કસરત હંમેશા મદદરૂપ સાબિત થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે હાર્ટ એટેકનો હુમલો થયા બાદ વહેલી તકે કસરતથી ફાયદો થાય છે. આરામ કરવાનો વિકલ્‍પ શ્રેષ્ઠ વિકલ્‍પ નથી.

હુમલો થયા બાદ વહેલી તકે કસરત કરવાની બાબતથી હાર્ટની સ્‍થિતિ વધારે સારી થાય છે. લાંબાગાળા સુધી કસરત યોગ્‍ય વિકલ્‍પ છે. યુનિર્વસિટી ઓફ અલબર્ટામાં અભ્‍યાસ કરનાર મુખ્‍ય સંશોધક માર્ક હેકોવસ્‍કીએ કહ્યું છે કે હાર્ટની કામગીરી પર કસરત ખૂબ જ યોગ્‍ય અસર કરે છે. અગાઉની ગણતરી આ અભ્‍યાસમાં ખોટી સાબિત થઈ ગઈ છે. અલબર્ટામાં સંશોધક અને અભ્‍યાસમાં સહસાથી એલેક્‍સ ક્‍લાર્કે કહ્યું છે કે ભૂતકાળમાં કેનેડા અને અમેરિકામાં દર્દીઓને તેમની નિયમતપણે કસરત, સારવાર શરૂ કરતાં પહેલા એક મહિના સુધી રાહ જવા કહેવા માં આવ્‍યું હતું. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ એક સપ્તાહ બાદ જ નિયમિતપણે કસરત શરૂ કરી દેનાર દર્દીઓને ફાયદો થયો છે. આ અભ્‍યાસના પરિણામ વધુ અભ્‍યાસ તરફ પણ દોડી જશે.

તારણોમાં જણાવવામાં આવ્‍યું છે કે ઓછામાં ઓછા છ મહિના સુધીની કસરત સૌથી ઉપયોગી સાબિત થાય છે. દેશ અને વિદેશમાં હાર્ટ એટેકના દર્દીઓમાં સતત વધારો થયો છે. આધુનિક સમયમાં લોકોની બદલાતી લાઈફ સ્‍ટાઇલ પણ હાર્ટ એટેક માટે જવાબદાર છે. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ લોકોમાં વ્‍યાપક દહેશત વ્‍યાપેલી હોય છે જેથી તેઓ આરામમાં વધારે વિશ્વાસ કરે છે પરંતુ આ અભ્‍યાસમાં જણાવામાં આવ્‍યું છે કે નિયમિત કસરત ઉપયોગી છે.

એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો? આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે.

 

 

દરરોજ ના ભોજનમાં આ વસ્તુઓ ઉમેરો, હાર્ટએટેક(Heart Attack) રહેશે દુર  …

 

 

તમારા દરરોજનાં ભોજનમાં અનેક વસ્તુઓ એવી છે, જેનો દરરોજ પ્રયોગ કરવાથી હ્રદય રોગ અને હ્રદયઘાત થી બચી શકાય છે.

આવો, જાણો એવી ઘરગથ્થુ વસ્તુઓ જેના વિષયમાં તેનો સાચી રીતે નિયમિત ઉપયોગ કરવાથી તમારા હ્રદય ને લગતી સમસ્યાઓ થી બચી શકો છો.

 

લો આ રહ્યાં આપને હાર્ટએટેકથી દુર રાખતી વસ્તુઓ આપના કિચનમાં જ છે …

* ડુંગળી – તેનો પ્રયોગ સલાડ ના રૂપ માં કરી શકાય છે.  તેના પ્રયોગ થી લોહી નો પ્રવાહ ઠીક રહે છે, નબળાં હ્રદય વાળા જેને ગભરામણ રહેતી હોય તે અથવા તો હ્રદય ના ધબકારાં વધી જતાં હોય તેવાં લોકો માટે ડુંગળી બહુ જ ફાયદાકારક છે.

* ટામેટા – તેમાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન, વિટામીન અને પોટશિયમ અઢળક માત્રામાં હોય છે.  જેનાથી હ્રદય ની બીમારી ઓછી થઇ જાય છે.

* દુધી – તેના પ્રયોગ થી કોલેસ્ટ્રોલ સ્તર સામાન્ય અવસ્થામાં આવવું શરૂ થઇ જાય છે.  તાજી દુધીનો રસ નીકાળીને ફુદીના 4 પાન, તુલસી ના 2 પાન તેમાં નાખી ને તેને દિવસ માં બે વાર પીવું જોઇએ.

* લસણ – ભોજન માં તેનો પ્રયોગ કરો.  સવાર ના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે.

* ગાજર – વધતાં જતાં ધબકારા ને ઓછા કરવાં માટે ગાજર બહુ લાભદાયક છે.  ગાજર નો રસ પીવો, શાકભાજી ખાવી અને સલાડ ના રૂપે પ્રયોગ કરવો.

 

 

એક મિનિટમાં રોકી શકાશે હાર્ટએટેક : ફાંકી જુઓ લાલ મરચાની ભૂકી …

 

 

heart attack.1

 

 

કદાચ વિશ્વાસ ન થાય પણ વાત સાચી છે, કેવળ એક ચમચી મરચાની ભૂકી અને બસ એક જ મિનિટ, હાર્ટએટેકના દર્દીને આ કેની ટીની સારવાર થકી બચાવી શકાશે.
 

 

હાર્ટએટેકનો ખતરો હવે કોઇપણ ઉમરે રહેલો છે.  આ એક એવી સમસ્યા છેકે તેના માટે દર્દીને બચાવવાનો સમય ઘણો જ ઓછો રહે છે.  કયારેક તો દર્દીને હોસ્પિટલ લઇ જતાં પહેલાં કે સારવાર મળે તે પૂર્વે જ તેના રામ રમી જતાં હોય છે. આમતો એના માટે કેટલીક વખત જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવતા હોય છે. પણ શું એવું શકય બની શકે કે કેવળ એક મિનિટની સારવાર થકી અને તે પણ ઘરગથ્થું ઇલાજથી હાર્ટએટેકને રોકી શકાય ? …

 

બસ, એક મિનિટ અને એક ચમચી લાલ મરચાંની ભૂકી

 

ડોકટર ઓફ નેચરોપેથી તરીકે છેલ્લાં 35 વર્ષથી પ્રેકટીસ કરતાં અમેરિકાના ડોકટર જોન ક્રિસ્ટોફર, ડોકટર રિચાર્ડ શુલ્જ અને ડોકટર સંગ એક જ સુરે આ બાબતે કહે છેકે, અમે એક લાંબા સમયથી પ્રેકટીસ કરીએ છીએ જેમાં હંમેશા જનજાગૃતિનું કાર્ય કરતાં લોકો ને સમજાવીએ છીએકે જયારે આવી સમસ્યા ઉભી થાય અને દર્દીના શ્વાસ ચાલતા હોય ત્યારે તેને એક કપ કેની ટી એટલે ગરમ પાણીમાં મરચાને ઉકાળી તેની ચા પિવડાવી દેવી. જેને પગલે દર્દીને હોસ્પિટલ પહોંચાડતા કે વધુ સારવાર આપતાં પૂર્વે તેને રાહત થઇ જાય.

 

પણ જ્યારે દર્દી બેભાન અવસ્થામાં જતો રહે ત્યારે ?

 

આ તબિબોના મતાનુસાર જ્યારે દર્દી તેની સભાન અવસ્થા ગુમાવે તેને કેની ટીના કેટલાંક ટીપાં તેના મોઢામાં નાખવા જોઇએ. ડોકટર ક્રિસ્ટોફર કહે છેકે, આ મરચાંની ભૂકીની ચા અર્થાત કેની ટીને 90 હજાર હિટયુનિટ પર બનાવવી જોઇએ.

 

35 વર્ષમાં એક પણ કેસમાં નિષ્ફળતા નહી

 

નેચરોપેથ તરીકે પ્રેકટીસ કરતાં ડોકટર ક્રિસ્ટોફર ખુબ જ આત્મવિશ્વાસ સાથે કહે છેકે,‘ હું આ ફિલ્ડમાં છેલ્લાં 35 વર્ષથી છું અને મને આ પ્રયોગ થકી એક પણ નિષ્ફળતા મળી નથી.આમ આ કેની ટી એકસોને એક ટકા પરિણામ આપે છે.’

 

 

સાવચેતી … રાખો …

 

 

વ્યક્તિ ભરાવદાર હોય અને સ્થૂળતા ઘટાડવાનો કોઇ ઉપાય ન હોય ત્યારે એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે વજન કેવી રીતે ઓછું કરવું? અત્યારે વજન ઉતારવાના સેન્ટર દરેક ગલીને નાકે ખુલ્યાં છે. કેટલાંક લોકો તેમાં જઇને પોતાનું વજન ઓછું કરે છે, પરંતુ બધાને માટે એટલા પૈસા ખર્ચવા શક્ય નથી. આવા લોકો માટે એવો આહાર, જે ઘરગથ્થું છે, શરીરની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે અને સ્થૂળતા ઓછી કરી બીજી બીમારીઓથી પણ બચાવે છે.

 

હળદરઃ હળદરના કરક્યુમીન નામના તત્વમાં એવાં ગુણ છે જે હૃદયને પહોળું કરતાં જીન્સનો નાશ કરે છે. હળદરનો નિયમિત વપરાશ શરીરમાં ઉત્ત્પન્ન થતાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે, લોહીનું પરિભ્રમણ વધારે છે અને ધમનીઓમાં લોહીને જામી જતું અટકાવે છે. જેથી હાર્ટએટેક આવવાની શક્યતા ઓછી થઇ જાય છે.

 

એલચીઃ આ થર્મોજેનિક ઔષધિ છે જે પાચનક્રિયા સુધારે છે અને શરીરની ચરબીને બાળવામાં મદદ કરે છે. એલચી પાચનમાં મદદ કરે છે અને શરીરમાં બીજા આહારને પાચન કરવામાં પણ મદદરૂપ બને છે.

 

મરચાંઃ મરચાંવાળો આહાર શરીરમાં રહેલી ચરબીને બાળવામાં સહાયક છે. મરચાંમાં રહેલું કેપ્સેસિન નામનું તત્ત્વ ચયાપચયની ક્રિયાને પ્રદીપ્ત કરે છે. કેપ્સેસિન ઉષ્ણ હોય છે જેથી મરચાંવાળો આહાર આરોગ્યા પછી શરીરમાં રહેલી વધારાની કેલરીને માત્ર ૨૦ મિનિટમાં બાળવાની શરૂઆત કરે છે.

 

મીઠા લીમડાનાં પાનઃ દરરોજના આહારમાં મીઠા લીમડાનાં પાનને અન્ય આહારમાં ભેળવીને લેવાથી શરીરનું વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. આ પાન ચરબી અને શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે, શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે, એ સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી છે. જો તમારું વજન વધારે હોય, તો તમારે દરરોજના આહારમાં આઠ થી દસ મીઠા લીમડાનાં પાનનું સેવન કરવાથી ફાયદો થશે.

 

લસણઃ લસણ ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક તત્વ, લસણમાં આવેલું સલ્ફર જે એન્ટી-બેક્ટેરિયાની અસર અને કોલેસ્ટ્રોલ અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

 

રાઇનું તેલઃ રાઇનું તેલ બીજા કોઇ પણ ખાદ્યતેલ કરતાં ઓછી ચરબી ધરાવે છે. તેમાં ફેટી એસિડ, ઓલીક એસિડ, એરૂસીસ એસિડ અને લીનોલેઇસ એસિડ જેવાં તત્ત્વો છે. જેનાથી શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે જે હૃદય માટે સારું ગણાય છે.

 

કોબીજઃ કાચી અથવા રાંધેલી કોબી શરીરમાં સાકર અને બીજા અન્ય કાર્બોહાઇડ્રેટને ચરબીમાં રૂપાંતર કરતાં અટકાવે છે. જેનાથી કોબી શરીર ઘટાડવા માટે યોગ્ય સાબિત થાય છે.

 

મગની દાળઃ મગની દાળ વિટામીન એ, બી, સી અને ઇ તેમજ કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં ખનીજતત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં ઓછી ચરબી હોવાને કારણે ડાયેટિંગ કરનારાઓને તે ખાસ ખાવાની સલાહ આપવામાં આવે છે. એમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે અને લોહીમાં સાકરનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે. તેમજ જમ્યા પછી આહારના પાચન દરમ્યિાન સાકરને ઝડપથી ઉત્પન્ન થતી અટકાવે છે.

મધઃ મધ સ્થૂળતાનો ઘરગથ્થુ ઇલાજ છે. તે શરીરમાં જમા થતી વધારાની ચરબીને એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે હૂંફાળા પાણી સાથે ૧૦ ગ્રામ અથવા એક ટેબલસ્પૂન મધ લેવાથી ફાયદો થાય છે.

છાશઃ છાશમાં ૨.૨ ગ્રામ ચરબી અને ૯૯ કૅલરી હોય છે, જ્યારે દૂધમાં ૮.૯ ગ્રામ ચરબી અને ૧૫૭ કૅલરી હોય છે. દરરોજના આહાર સાથે છાસ પીવાથી તે શરીરમાં ચરબી અને કૅલરીનું પ્રમાણ વધવા દેતી નથી. તેથી છાશ વજન ઘટાડવા માટે મદદરૂપ બને છે.

અનાજઃ ફાઇબરથી ભરપૂર અનાજ જેવા કે જુવાર, બાજરા, રાગી વગેરે આહારમાં લેવાથી તે કોલેસ્ટ્રોલને શોષી લે છે અને લીવરમાં વધુ પ્રમાણમાં રસ ઉત્પન્ન કરે છે. જે ચરબીને સપ્રમાણમાં ઓગાળે છે.

તજ અને લવિંગઃ ભારતીય આહારમાં વપરાતાં આ બંને તેજાના ઇન્સ્યુલીનની કામગીરી સુધારે છે અને ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીમાં શુગરના સ્તર ઉપરાંત કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇક્લીસરાઇડના પ્રમાણને પણ ઘટાડે છે.

 

 

જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છે.

 

(નોંધ : ઉપરોક્ત દર્શાવેલ કોઈપણ ઉપાય કે સારવાર કરતાં પહેલાં નિષ્ણાંતનું માર્ગદર્શન લેવું જરૂરી છે. )

સૌજન્ય : સંદેશ તેમજ અન્ય ….

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  “LIKES” /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પાતાળલોકમાં દરિયાની મુલાકાતઃ હેલેઇન …

પાતાળલોકમાં દરિયાની મુલાકાતઃ હેલેઇન …

પ્રવાસ – ડો. ભારતી રાણે

 

 

helayen

 

 

સોલ્ઝબર્ગથી હેલેઇન સુધીના પ્રદેશને ઓસ્ટ્રિયાનું લેક ડિસ્ટ્રિક્ટ કહેવાય છે.  પુરાણી મીઠાની ખાણો માટે આ પ્રદેશ જાણીતો છે.  ત્યાં પહોંચીએ એટલે પૃથ્વીના પાતાળમાં પ્રવેશ્યા હોય એવું લાગે આપણી ઓસ્ટ્રીયા સફર ચાલુ છે.  જવું તો હતું ઓસ્ટ્રીયાના શહેર સોલ્ઝબર્ગ, પણ રસ્તામાં ઊભેલું એક સ્થળ જાણે બોલાવતું હતું. આસ્થળ એટલે હેલેઇન !  સાત દેશોની સરહદોથી વીંટળાયેલા આ મધ્યસ્થ દેશથી દરિયો જોજનો દૂર છે. અહીં તો નજર પહોંચે ત્યાં સુધી આલ્પ્સની ગિરિમાળા વિસ્તરેલી છે.  આ પર્વતો અને ખીણો વચ્ચે ફરતાં ક્યાંક ખારા સામુદ્રી પવનનો સ્પર્શ થઈ જાય તો કેવું લાગે ?  કોઈ ભૂલાં ભટક્યાં, વિખૂટા પડી ગયેલા દરિયાનાપાતાળ લોકના કોક ખૂણે મુલાકાત થઈ જાય તો કેવું લાગે ?  ના, આ કોઈ દંતકથા નથી હકીકત છે !

 

હેલેઇનની વાત કરીએ તો હજ્જારો-લાખ્ખો વર્ષની કોઈ વિસાત નથી.  એની કથા કહેવા માટે છેક પૃથ્વીની બાલ્યાવસ્થા સુધી જવું પડે ! ૨૫૦ કરોડ વર્ષ ! એ આ સમયની વાત, જ્યારે પૃથ્વી પર પહેલી વાર ખંડો રચાવાનું શરૂ થયું.  ગોન્ડવાનાનો વિરાટકાય ભૂખંડ તૂટયો અને તેમાંથી છૂટા પડેલા ધરતીના ટુકડા મહાસાગરમાં તણાઈને જબરદસ્ત ધક્કા સાથે અન્યોન્ય ભટકાવાથી પર્વતો ઊપસી આવ્યા.  આ રીતે આલ્પ્સના  કેટલાક પર્વતો જ્યારે રચાયા ત્યારે આ અથડામણની પ્રક્રિયા દરમિયાન અસાધારણ ગરમી ઉત્પન્ન થઈ. તેનાથી એ ધરતીની આસપાસનો સમુદ્ર વચ્ચે કેદ થયો.  તેનું પાણી આ પ્રચંડ ઉષ્મામાં વરાળ થઈ ગયું અને તેનું મીઠું આ પર્વતોના બંધારણમાં સચવાઈ રહ્યું !  ખનીજ  મીઠાના આવા મોટામાં મોટા ભંડાર હેલેઇન ગામની સીમ પર ઊભેલા ડુરેનબર્ગ પહાડ પર સર્જાયા. કરોડો વર્ષ સુધી તો આ ભંડાર અજ્ઞાત જ રહ્યા.

 

ધીરે ધીરે વિવિધ માનવસમુદાયની ઓળખ દર્શાવતી કેટલીક આદિજાતિઓ અસ્તિત્વમાં આવવા લાગી.  આજના યુરોપ ખંડની ધરતી પર ત્યારે વસેલા આદિમાનવમાંથી એક હતા સેલ્ટિકપ્રજાતિના લોકો.  આ સેલ્ટ લોકોએ આલ્પ્સમાં ફરતાં-રખડતાં જોયું કે ડુરેનબર્ગ પર્વતની જમીનમાંથી મળી આવતો સફેદ પદાર્થ ખોરાક સાથે ભેળવવાથી ખાવાનું વધુ સ્વાદિષ્ટ બની જાય  છે !  અને આમ છેક આદિકાળમાં જ આ મીઠાની ખાણો શોધાઈ. આદિમાનવ પથ્થરનાં ઓજાર બનાવતો થયો, જેના વડે એ ઊંડેથી મીઠું ખોદવા લાગ્યો. મીઠાના આવિષ્કારનાં  આ તમામ વર્ષોએ આ પ્રદેશને માતબર સમૃદ્ધિ બક્ષી.  એટલે જ અહીં મળી આવેલું મીઠું પ્રિન્સ આર્ચબિશપનું સફેદ સોનું કહેવાયું.

 

હેલેઇન નાનું પણ આકર્ષક મધ્યકાલીન ગામડું છે.  રૂપાળી ઓપેરા સિંગર જેવી સોલ્ઝેક નદી અને એની સિમ્ફનીને શાંતિથી બેસીને સાંભળતા શ્રોતાગણ જેવું બંને કાંઠે વસેલું  હેલેઇન ગામ ! પણ અમે તો ઓપેરા સિંગર યુવતીને નહીં, સાત હજારવર્ષનાં સન્નારીને મળવા ઉત્સુક હતા.

મીઠાની ખાણમાં ઊતરવા માટે અમારે અમારાં વસ્ત્રો ઉપર ખાણનો ગણવેશ પહેરવાનો હતો. ઓપરેશન થિયેટરમાં પહેરાય છે તેવો સફેદ લેંઘો, સફેદ બુશર્ટઅને પગરખાં પર લેગિંગની કોથળીઓ બાંધવાની.  સામે લાંબું બોગદું હતું, જેમાં લંબાતા પાટા જોઈ શકાતા હતા.  છત વગરની રમકડાં જેવી ટ્રેનમાં અમે બોગદામાં ઊતરવા લાગ્યાં. પહેલા સ્ટેશને અમને આ ખાણની ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે એક દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી.  પછી ફરી ઊંડે ઊતરતા અંધારિયા બોગદામાં અમારી મુસાફરી શરૂ થઈ. આ પહેલાં કોલસાની ખાણ જોયેલી. દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણ પણ જોયેલી અને હવે આ સફેદ સોનું !  ઝાંખો પ્રકાશ, સાંકડો માર્ગ અને ઊંડે નેઊંડે ઊતરતા જવાનો અહેસાસ તો બધી ખાણમાં સરખો જ.  આ ખાણની ખાસિયત એ હતી કે આમાં લાકડાની લસરપટ્ટીથી ઊંડે ઊતરવાનું હોય છે ! પૃથ્વીના શૈશવ સુધી જવું હોય તો બાળક બનીને જ જવું પડેને !  આશરે બેંતાળીસ મીટરની બે લસરપટ્ટી પરથી લપસતાં અમે છેક નીચે પહોંચ્યાં.  નીચે યુગો પહેલાંનું વાતાવરણ, તે સમયે આ પ્રદેશ કેવો લાગતો હશે તેના સ્કેચ, ખાણિયાઓના પહેરવેશ, એમનાં ઓજાર બધું પ્રર્દિશત કરાયેલું હતું. એમાં એક ભયંકર વસ્તુ પ્રર્દિશત કરાઈ છે.  મેન ઇન સોલ્ટ. મીઠામાંમૃત્યુ પામેલો આદિમાનવ. આ માણસની ખોપરી, એનાં કપડાં, એનુંશરીર, તળિયાં વિનાનું એનું પગરખું સુધ્ધાં મીઠામાં સચવાઈ રહ્યું છે. એના શરીરની આસપાસ ખડકની રચના થઈ ગઈ છે, એટલે એને પથ્થરમાં મઢી દીધો હોયતેવું અથવા એ પથ્થરની શિલામાંથી ઝાંકતો હોય તેવું લાગે !  ખાણમાં હવે મીઠું રહ્યું નથી, પણ એમાંથી પસાર થતાં અનાદિકાળની આબોહવાનો સ્પર્શ જરૂર અનુભવાય છે.

 

પ્રદર્શનમાં મૂકેલાં આ પ્રદેશનાં અનાદિકાળનાં કાલ્પનિક સ્કેચ જોતાં બસ ત્યાં જ થંભી જવાયું. નિસર્ગન નિરવધિ વિસ્તાર. નિતાંત નિઃશબ્દતામાં સમયને કૂંપળોફૂટી રહી હોય તેવો અહેસાસ કાલાતીત થઈને એમાં પ્રવેશી જતું નિઃસ્પંદ અસ્તિત્વ બધું જાણે ચિરપરિચિત હતું. લાગ્યું કે જાણે પહેલાં પણ પસાર થઈ ગઈ છું અહીંથી.  પર્વતોમાં ઝરતાં યુગ યુગાંતરનાં ઝરણાંનાં જળ મનભરી પીધાં છે.  અનાદિકાળની નિરાંતમાં પર્વતને અઢેલીને કલરવની સરગમ સાંભળી છે ક્યારેક !

 

સાત હજાર વર્ષનાં સન્નારીએ એક બીજી પણ કલ્પનાતીત ભેટ અમને દીધી.  યુગાંતરથી વિખૂટા પડી ગયેલા દરિયાની પાતાળલોકમાં મુલાકાત કરાવી !  ખાણને તળિયે એક ગુફા હતી.  વિશાળ ખંડ જેવી એ જગ્યામાં ખારા પાણીનું એક સરોવર હતું.  લેક ઓફ બ્રાઇન-એમાં નૌકાવિહાર કરવાનો હતો. એ ખંડમાં ભૂતળની કુદરતી પ્રક્રિયાઓને કારણે ચિત્ર વિચિત્ર અવાજો આવી રહ્યા હતા, જેને કારણે વાતાવરણ રહસ્યમય ભાસતું હતું.  ઝાંખા અજવાશમાં પાતાળે પુરાયેલાં મહાસાગરનાં જળને જોતાં ૨૫૦ કરોડો વર્ષ પહેલાંની ઘટનાઓ નજર સામે તરવરવા લાગી.  જાણે વિભાજન વખતની હિંસક અથડામણો ને ભયંકર અફરાતફરીમાં વિખૂટું પડી ગયેલું કોઈ બાળક હોય, તેવો આ દરિયો.  ભૂલા પડીને પાતાળલોકમાં પહોંચી ગયેલા એ દરિયાના કાનમાં મેં કહ્યું, થોડા દિવસ પછી હું તારી વિખૂટી પડી ગયેલ માભોમ-ભૂમધ્ય સમુદ્ર જવાની છું. તારે કાંઈ સંદેશો આપવો છે એને ?  હેબતાઈ ગયેલા એ બાળકે અપરિચયનો ભાવ ઝળકાવતી, આશ્ચર્યચિહ્ન જેવી દૃષ્ટિથી સામે જોયું.

 

* સોલ્ઝબર્ગથી હેલેઇન સુધીના પ્રદેશને ઓસ્ટ્રિયાનું લેક ડિસ્ટ્રિક્ટ કહેવાય છે.  પુરાણી મીઠાની ખાણો માટે જાણીતા આ પ્રદેશમાં એંસીથી પણ વધુ જોવા લાયક સરોવર છે.

 

* ખાણની અંદર એક સ્થળે ઓસ્ટ્રિયાની સરહદ પૂરી થાય છે અને જર્મનીની સરહદ શરૂ થાય છે!  માટે એ ઓસ્ટ્રિયા અને જર્મનીના સંયુક્ત ઉપક્રમે પ્રવાસીઓને જોવા માટે ખુલ્લી મુકાઈ છે.

 

* આ વિસ્તારમાં ફરવા માટે બે જગ્યાઓ-બેડ-ઇશ્લ અને હોલસ્ટેટની માહિતી હોવી જરૂરી છે, જે આ વિસ્તારના કેન્દ્રમાં છે અને જ્યાંથી પરિવહનનાં સાધનો મળે છે.  હોલસ્ટેટ શહેરમાં ૪૫૦૦ વર્ષો પૂર્વેની માનવ વસાહતનાં ચિહ્નો મળી આવ્યાં છે અને તેનો યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હોલસ્ટેટના મુખ્ય માર્ગનું નામ સિસ્ટ્રાસે છે. ત્યાંનું એક બોનહાઉસ જોવાનું ભૂલતા નહીં, જ્યાં પંદરમી સદીની અનેક માનવ ખોપડીઓને સજાવી-શણગારીને મૂકીછે !

 

* લંડનના સ્ટેનસ્ટેડ એરપોર્ટથી ઓસ્ટ્રિયાના ગ્રાત્ઝ શહેર માટે યુરોપની સસ્તી એરલાઇન રાયન એરની દરરોજ ફ્લાઇટ હોય છે.  અહીંથી આગળ યુ-રેઇલ પાસ વડેસફર થઈ શકે છે. ઓસ્ટ્રિયામાં પ્રવેશ માટે આ એક સરળ નુસખો છે !  બાકી વિશ્વના દરેક દેશમાંથી ઓસ્ટ્રિયાના વિયેના શહેરની ફ્લાઇટ મળે છે.

 

 

લેખિકાનો પરિચય :

ડૉ. ભારતી રાણે

મુંબઈમાં જન્મેલા ડૉ. ભારતીબેન રાણે અભ્યાસે ગાયનેકોલોજિસ્ટ છે.  ગુજરાતી સાહિત્યમાં પ્રવાસનિબંધ ક્ષેત્રે તેમણે ઉત્તમ લેખો આપ્યા છે. 1998માં પ્રકાશિત થયેલ તેમના ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’ લલિત નિબંધ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પ્રથમ પારિતોષિક તથા એ જ પુસ્તકને મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. 2009માં પ્રકાશિત થયેલા તેમના પ્રવાસ નિબંધ સંગ્રહ ‘ઈપ્સિતાયન’ને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમની નવલકથા ‘નિશદિન’ 2009માં જન્મભૂમિ-પ્રવાસી, ફૂલછાબ અને કચ્છમિત્ર દૈનિકોમાં ‘નિરંતર’ નામે ધારાવાહિકરૂપે પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત, ઉત્તર ધ્રુવવૃત્તના પ્રવાસ વર્ણનની શ્રૃંખલા સતત એક વર્ષ સુધી (2010-2011માં) ‘કુમાર’માં પ્રકાશિત થઈ છે. દિવ્યભાસ્કરની ‘યાત્રા’ કૉલમમાં તેમના પ્રવાસ નિબંધો હપ્તાવાર સ્થાન પામ્યા છે તેમજ ‘ગુજરાત મિત્ર’ અખબારમાં તેમની પ્રવાસ નિબંધની કૉલમ આજ સુધી સતત ચાલી રહી છે. તેમના ઘણા લેખો તમોએ   રીડગુજરાતી પર પણ માણ્યા હશે.

 

 

– ડૉ. ભારતી રાણે

[email protected]

 

 

મિત્રો આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર  પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો લેખિકા સુ. શ્રી ડૉ. ભારતી રાણે નાં અંતરપૂર્વક્થી આભારી છીએ. હવે  પછી આપણે ” ઇજિપ્ત : સહારાની મરુભૂમિ પર જિજીવિષાનાં મૃગજળ”   નું વર્ણન તેમની કલમ દ્વારા માણીશું.

 

 

સાભાર :

પરિચય સૌજન્ય : રીડગુજરાતી.કોમ 

 

 

સૌજન્ય :  પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  “LIKES” /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

આપણું રસોડું જ આપણી દવાની દુકાન છે ! …

આપણું રસોડું જ આપણી દવાની દુકાન છે ! …

 

 

 

spicees.1

 

 

આપણે જાતે જ આપણા શરીરને અને ગૃહિણીઓ ઘરના બધાના શરીરને રોગોનું ઘર બનાવીએ છીએ અને પછી દોડીએ છીએ ડૉક્ટર કે વૈદ પાસે.

આયુર્વેદની ઔષધિઓ કુદરતી છે અને ભગવાને આપણને મફતના ભાવમાં ઉપલબ્ધ કરાવી છે.

પશ્ચિમના દેશોની યુનિવર્સિટી કે વૈજ્ઞાનિકો કહે એટલે આપણે ભારતીયો આંધળી દોટ મૂકીએ છીએ પણ આપણાં શાસ્ત્રમાં જે અનુભવયુક્ત અને હજારો વર્ષથી અનુભવાયું છે તેમ કરતા આપણે નાનપ અનુભવીએ છીએ. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ કહ્યું એટલે સસલાનું દૂધ રોગ પ્રતિકારક શક્તિ માટે વાપરવા લાગશે.

પરંતુ આપણા શાસ્ત્રનો સહારો લઈએ તો આપણે આવા કોઈ સંશોધન તરફ આંધળી દોટ મૂકવી પડે તેવી સ્થિતિ છે જ નહીં. આઘુનિક સમયમાં કોઈપણ વસ્તુ કે વનસ્પતિના ગુણધર્મો ચકાશી શકાય છે. બસ આ એક માત્ર સહારો લઈએ તો આયુર્વેદને આઘુનિક પરિપેક્ષમાં અપનાવી શકાય. પરંપરાગત જ્ઞાન પ્રમાણે જમતા પહેલા ૩૦ મિનિટ પાણી ન પીવાય અને જમ્યા પછી પણ ૩૦ મિનિટ પાણી ન પીવું જોઈએ.

જમ્યા પછી જેટલી છાશ પીવી હોય તેટલી પી શકાય. પરંતુ આપણે આવું કરતા નથી. જોકે હવે છાશની ગોળીઓ આવવા લાગી છે એટલે આપણે મોજથી ખાઈએ છીએ. ત્યારે એમ કહેવું જોઈએ કે આપણા વડીલોએ આપેલો ખાણી પીણીનો વારસો સાચવી ન શક્યા એટલે છાશની ગોળીઓ ગળવાનો વારો આવ્યો છે!

રસોડામાં વપરાતી વસ્તુઓ રાય, મેથી, ધાણાજીરૂ, હળદર જેવી પરંપરાગત વસ્તુઓની સંખ્યા ૪૦ જેટલી છે તેમાં આપણે વધારો કરી શક્યા નથી. આઘુનિક વિજ્ઞાન પણ કઈ કરી શકતું નથી એટલે કે શું ખાવું અને શું ન ખાવું તે ઋષિઓએ એટલે આપણા વૈજ્ઞાનિકોએ જે કહ્યું અથવા તો આયુર્વેદમાં જે છે તે જ સર્વશ્રેષ્ઠ છે પણ આપણે એ વાત સ્વિકારતા નથી. એટલા બધાં વામણા આપણને અંગ્રેજોએ કરી દીધા છે. પરિણામે મોંઘીદાટ દવાઓ લેવી પડે છે. રોગ વકરી રહ્યા છે. નવા નવા રોગ પેદા થઈ રહ્યા છે તેનું કારણ આપણે જ છીએ.

એક વ્યક્તિએ કેટલો ખોરાક લેવો જોઈએ, ક્યાં સમયે લેવો જોઈએ, કેટલા સમયમાં લેવો જોઈએ તેનું ચોક્કસ વિજ્ઞાન છે. હોજરીની ક્ષમતા કરતા ઠાંસી ઠાંસીને ભરી દઈએ એટલે બિમારી આવવાની પછી દવાઓ લીધા વગર છૂટકો નથી. વિજ્ઞાન અનેક સંશોધનો કરે છે લોહી બનાવી શકતું નથી. કારણ? જવાબ કોઈ પાસે નથી એટલે એવું કહેવાય છે કે, ઈશ્વરે એ તાકાત પોતાની પાસે રાખી છે.

જ્યાં પહોંચી ન શકીએ તેના માટે આવો જવાબ એ મન મનાવવા પુરતો છે. ઈશ્વરે ઘણું આપ્યું છે હજારો વર્ષ પહેલા આપમેળે ઉગેલી વનસ્પતિઓ એ દવા જ છે તેના ગુણધર્મો બદલાયા નથી. જ્યારે એલોપથીની દવાનું એવું નથી. આપણે એટલું કરી શક્યા કે તેમાં શું છે? અને તે લેવાથી શું થાય? જો આપણે માત્ર આટલું જ સમજી શકતા હોઈએ તો પરંપરાગત જ્ઞાનને ઠેબે ચઢાવવાથી શું ફાયદો?

આયુર્વેદના મુખ્ય ગ્રંથો જેવા કે ચરક, સુશ્રુત, અષ્ટાંગહૃદય વગેરેમાં મનુષ્યના જીવન માટે અતિ ઉપયોગી આહાર વિહાર, દિનચર્યા, ઋતુચર્યા, રોગ, રોગની કલ્પના તેમાં વપરાતી ઔષધી વિશેનું સંપૂર્ણ જ્ઞાન મનુષ્યને થતા રોગની સાઘ્ય અને સાઘ્યતા વગેરેનું વર્ણન ખૂબ જ ઊંડાઈપૂર્વક કરવામાં આવ્યું છે. આહાર વિહાર અંતર્ગત પાણીના ગુણદોષ વર્ણનથી ચાલુ કરી ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે પ્રાણીઓના દૂધના ગુણધર્મોનું વર્ણન પણ આ ગ્રંથોમાં જોવા મળે છે.

ઋતુચર્યા અંતર્ગત છ ઋતુઓ હેમંત, શિશિર, વસંત, ગ્રિષ્મ, વર્ષા અને શરદ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ છ ઋતુઓમાં શું ખાવું શું ન ખાવું, કઈ ઋતુમાં ક્યાં કપડા પહેરવા, એટલું જ નહીં કેવા મકાનોમાં રહીએ તો કેવું સારૂં, દસ દિશાઓની ઊંડાઈ, ખોરાકના ગુણદોષ આ ગ્રંથોમાં સારી રીતે દર્શાવેલા છે. કરોડો રૂપિયાનો બંગલો હોય તેના કરતા કચ્છી માળુઓ જેવા ભુંગામાં રહે છે એટલે કે કાચા મકાનમાં રહીએ તો રેડીએશનની અસર થાય નહીં આ વાત આપણા પૂર્વજો જાણતા જ હતા. વૈજ્ઞાનિકોએ હવે કહે છે ત્યારે આપણે આપણા પરંપરાગત જ્ઞાનને તરછોડવાનું પાપ કર્યા પછી જે સજા ભોગવી રહ્યા છીએ તેમાં પરદેશીઓને બખ્ખા થઈ ગયા છે.

આયુર્વેદના મુખ્ય આઠ અંગો છે. કાય- શરીર, બાલ, ગૃહ, ઉદર્વાંગ, શલ્ય-સર્જરી, દષ્ટા-આંખ, જરા-વૃષાન-વિષ, વ્યાધિ-રોગ. આજના આઘુનિક પરિપેક્ષમાં આયુર્વેદને સમજવાનો પ્રયત્ન કરીએ તો તેમાં શુદ્ધ પાણી અને અશુદ્ધ પાણી વિશે ખૂબ જ વિસ્તૃત વર્ણન કરાયું છે. આ ગ્રંથોમાં સમુદ્ર, તળાવ, કૂવા, વહેતું પાણી, વરસાદનું પાણી, બંધીયાર પાણી જેવા વિવિધ પાણીઓનું વર્ણન કરાયા પછી સ્પષ્ટતા કરાઈ છે કે, અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે તેને સારી રીતે ગાળવું.

રાત્રે પાણીને ઉકાળી સવારે ઠંડુ થઈ ગયા પછી ફરીથી ગાળ્યા બાદ તેનો ઉપયોગ કરવો. એટલે પાણીમાં રહેલા જીવાણુ, વિષાણુ તથા વિવિધ પ્રકારના ક્ષાર નિકળી જાય છે ત્યારબાદ રહેતું શુદ્ધ પાણી શરીરમાં પચવામાં હલકુ અને લાભકર્તા છે. જ્યારે આજે આપણે પાણીને શુદ્ધ કરવા માટે ફીલ્ટર અથવા આરો સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ એટલે કે આઘુનિક વિજ્ઞાને જે કહ્યું તેમ કરવામાં આપણે ફુલાઈને ફાળકો થઈએ છીએ પણ ઉકાળેલું પાણી પીવામાં આપણને શરમ આવે છે. આપણા દેશને જુદી જુદી બધી નદીઓના પાણીના પણ ગુણધર્મો આયુર્વેદે વર્ણાવ્યા છે.

સ્વસ્થ, નિરોગી અને લાંબુ આયુષ્ય જળવાઈ રહે તે માટે હવા પાણી અને ખોરાક વિશે આયુર્વેદમાં જે દર્શાવાયું છે તેને આઘુનિક વિજ્ઞાન જૂદા એંગલથી રજૂ કરે એટલે મોજ પડી જાય છે. આયુર્વેદમાં કહેવાયું છે કે અન્ન તેવો ઓડકાર. જેવો ખોરાક ખાઈએ તેની અસર પણ ગુણધર્મો જેવી જ હોય છે. દા.ત. ગાય, ભેંસ, બકરી કે ઊંટડીના દૂધમાં ગુણધર્મો આયુર્વેદમાં દર્શાવાયા છે તેને આઘુનિક વિજ્ઞાન લેકટોમીટર લેબોરેટરીના સાધનોથી કહે એટલે આપણે તે માની લઈએ છીએ. અને આવું દૂધ ગટગટાવવામાં આપણને આનંદ પણ આવે છે!

અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં તાજી, મોળી અને ગાળેલી છાશ જેને તક્ર કહે છે તે પેટ, આંતરડા માટે અતિ ગુણકારી છે. આઘુનિક મત અનુસાર તેમાં લેપ્ટોબેસીલસ નામના જીવાણુઓ કે જે આંતરડા માટે અતિ લાભકારક છે. પેટ આંતરડાના રોગમાં છાશનો ઉપયોગ સારી રીતે કરવો તેવી સલાહ આપવામાં આવે છે. આપણે છાશ પીતા નથી પણ સ્પોરલેક નામની ગોળીઓ ગટગટાવી રહ્યા છીએ. તેમાં પણ લેપ્ટોબેસીલસ જ છે. એટલે કે હળદરની કેપ્સુલ આવતી હોય તો આપણે તે પહેલા ખાઈશું પણ શુદ્ધ તાજી હળદર નહીં. આવી આપણી માનસિકતા આપણને રોગનું ઘર બનાવે છે.

હજારો વર્ષ પહેલાં આયુર્વેદમાં જે કહેવાયું તેને વળગી રહેવામાં આવે તો વિશ્વના કોઈ વૈજ્ઞાનિકો કહે પછી આપણે ઉંટડીનું દૂધ પીવું પડે નહીં. રોગ પ્રતિકારક શક્તિને આયુર્વેદમાં સૌથી પહેલું પ્રાધાન્ય અપાયું છે. આઘુનિક વિજ્ઞાન હવે એવું કહે છે કે માનવ શરીરમાં જો રોગ પ્રતિકારક શક્તિ વઘુ હોય તો તેને રોગથી બચવામાં અનુકૂળતા રહે છે. આપણે એ વાત સ્વિકારી લેશું પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ તો ફરી પાછુ વિશ્વના વૈજ્ઞાનિકો શું કહે છે તેના પર નજર દોડાવીએ છીએ.

વિરૂદ્ધ આહારના લાંબા સમયના ઉપયોગથી આનુવાંશીક રોગ થાય છે. દા.ત. દૂધ અને ડુંગળી, દૂધ અને ખટાશ, આવા વિરૂદ્ધ આહાર વઘુમાં વઘુ લેનાર ચોક્કસ જ્ઞાતિઓમાં થેલેસેમીયા જેવા રોગ વઘુ પ્રમાણમાં જોવા મળે છે. જે તે સમયે શાસ્ત્રમાં લખાયું ત્યારે તેની પાછળનું કારણ ડીએનએ જવાબદાર હોવાનું હોઈ શકે પરંતુ ત્યારે તે માત્ર કલ્પના જ હતી. હવે આનુવંશીક રોગોની તપાસ લેબોરેટરી દ્વારા થઈ શકે છે.

રસાયણ તથા વાજીકરણના વિષયમાં રસાયણ ચિકીત્સાને શરીરની મુળભુત ચિકીત્સા કહેવાય છે. કોઈપણ રોગ ન થાય અથવા જલ્દી મટી જાય અથવા તો આયુષ્યને લંબાવવા માટે જે સારવાર થઈ શકે તેને રસાયણ ચિકીત્સા કહેવાય છે. આઘુનિક યુગની દ્રષ્ટિએ રસાયણ ચિકીત્સામાં મુખ્યત્વે એન્ટી ઓક્સીડેન્ટ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને સાંકળી લેવામાં આવે છે. જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તેઓ ઓછા માંદા પડે છે અને રસાયણ ચિકીત્સામાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધી શકે તેનું વર્ણન સારી રીતે કરવામાં આવ્યું છે. અત્યારનું વિજ્ઞાન આ દિશામાં આગળ વધી રહ્યું છે. તાવ જેવી સામાન્ય બિમારી હોય કે ડાયાબીટીસ જેવો જીર્ણ રોગ જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તેવા દર્દીઓમાં બીજા દર્દીઓની સાંપેક્ષમાં ઝડપી પરિણામ મળી શકે છે.

આયુર્વેદમાં વિવિધ પ્રકારની રાસાયણિક ચિકિત્સાનું વર્ણન કરેલ છે. દા.ત. ગળો + ગોક્ષુર + આમળાનો ઉલ્લેખ છે. જેને રસાયણ ચૂર્ણ કહે છે. આઘુનિક દ્રષ્ટિએ ગળો એ શરીરમાં રક્તકણોનું ઉત્પાદન વધારવાનું, એસીડીટી, શરીરમાં ચયાપચનની પ્રક્રિયા દરમ્યાન ઉત્પન્ન થતા જે નુકસાનકારક તત્વોને નુકસાન ન કરે તેવા સ્વરૂપમાં ફેરવવાનું છે. જ્યારે ગોક્ષુરનો મુખ્ય ગુણધર્મ ડાઈયુરેટીક્સની સાથે તેમાં સ્ટેરોઈડલ પ્રોપર્ટીને શરીરની ધાતવાગ્નિઓ એટલે કે અંતઃસ્ત્રાવોને સમરૂપ કરવાનું કાર્ય કરે છે. (ગોક્ષુર એટલે ગોખરું જે મેદાનોમાં થતા ખડમાં હોય છે અને મફતમાં જ મળે છે! આપણી મોટાભાગની ઔષધિઓ મફતના ભાવની જ હોય છે.)

આ ઉપરાંત ગોક્ષુર સારા કોલેસ્ટ્રોનને વધારી ખરાબ કોલેસ્ટોનને ઘટાડે છે તેમજ લીવરની અંદર સંગ્રહ થતી ચરબીને અટકાવી વધારાની ચરબીને આંતરડામાંથી બહાર કાઢે છે. આવું કાર્ય આપણે હાઈપર લાઈપેડેમીયાની સારવાર દરમ્યાન સ્ટેટીનગુ્રપની દવાઓ દ્વારા આઘુનિક વિજ્ઞાનથી કરી રહ્યા છીએ. રસાયણ ચૂર્ણમાં જે ત્રીજું છે તે આમળા જે વિટામીન ‘‘સી’’થી ભરપૂર છે અને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. લોહીને શુદ્ધ કરવાનું અને શરીરને બહાર તથા અંદરના તત્ત્વોથી થતા નુકસાનને બચાવવાનું કામ કરે છે.

પરંતુ આપણે આયુર્વેદનો સહારો લેવાને બદલે જર્મની, અમેરિકા, ચીન કે નેધરલેન્ડના વૈજ્ઞાનિકો કહે તેવી દવાઓનું મૂલ્ય વધારે હોવાનું સ્વિકારી ઉપયોગ કરવા લાગ્યા છીએ અને એટલે જ લીમડો, હળદર, તુલસી જેવી વનસ્પતિઓની પેટન્ટ મેળવવા અમેરિકા જેવા દેશો સતત પ્રયત્નશીલ છે અને જો આપણે નહીં જાગીએ તો હળદર ઉપર ‘‘જગત જમાદાર’’નો હક થઈ જશે એટલે વારસાને જાળવવા માટે જે કરવું જોઈએ તે કરવામાં પાછળ રહ્યાં તો સમજી લેજો કે આપણે આયુર્વેદિક સારવાર લેવા માટે અમેરિકા જવું પડશે. હળદર અને લીંબડાની પેટન્ટ મેળવવાનો કેસ અમેરિકા દસ વર્ષથી લડી રહ્યું છે!

રસોઈ ઘરમાં વપરાતી વસ્તુઓ અને તેના ગુણધર્મો …

આદુ :

દુઃખાવાનાશક, સંધીવા, લોહીવા, સાંધાના દુઃખાવામાં અતિ ઉપયોગી છે. એન્ટી ઓક્સીડેન્ટ છે. અપચો કે મોળ આવવા જેવા લક્ષણો માટે તે અપાય છે. તેના બાયોએક્ટીવ તત્ત્વો શેગાજોલ, જીંજેરોલ છે. હૃદય માટે ગુણકારી, એટલે કે કાર્ડિએક ટોનીક તાવ ઉતારનાર (એન્ટી પાઈરેટીક) આદુમાં રહેલા ફેનોલીક તત્વોને કારણે પેટમાં થતું અલ્સર રોકે છે.

મેથી :

શરીરમાં ઈન્સ્યુલીનનો અવરોધ ઘટાડે છે તેથી એન્ટી ડાયાબીટીક, શરીરમાં સારો કોલેસ્ટ્રોલ જેને એચડીએલ કહે છે તેને વધારી અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ઉપરાંત તે ટ્રાઈગ્લીસેરાઈડને પણ સારી રીતે ઘટાડવામાં ઉપયોગી છે.

મરી :

પાઈપરીન-કાર્યકારી તત્વ, પાચનક્રિયા ઝડપી બનાવે છે. પાચક રસોનો સ્રાવ વધારનાર, બીજા ઔષધ સાથે આપવાથી કાર્યશકિત વધારનાર, શરીરનું તાપમાન વધારનાર એટલે કે થર્મોજેનીક એલીવેટર, રોગ પ્રતિકારક શક્તિ વધારનાર, અમુક પ્રકારની શરીરની ગાંઠો ઘટાડે છે.

રાઈ :

શરીરમાં કેડમીયમ જે શરીરના સેલને અતિ નુકસાન કરે છે તેની વિષાકત અસરને ઓછી કરવામાં શ્રેષ્ઠ મનાય છે. આહારની દ્રષ્ટિએ જોઈએ તો રાયમાં સેલેનીયમ, કોમિયમ, ઝીંક અને આયર્ન છે. ઉપરાંત તેમાં ખૂબ જ સારી માત્રામાં વિટામીન એ અને સી તથા મીનરલ છે.

રોજેરોજ આહારમાં લેવાતા આ દ્રવ્યો ખાસ કરીને આદુ અને મેથીમાં સ્ટેરોઈડસ છે. પરંતુ માત્રામાં લેવાતી હોવાથી તેની આડ અસર જોઈ શકાઈ નથી કારણ કે તે હજારો વર્ષોથી રસોડામાં વપરાય છે. એટલે કે કુદરતે સર્જેલું સ્ટેરોઈડ્સ શરીરમાં નુકસાન કરતું નથી તે અહીં સાબીત થાય છે.

મુડ એલીવેટર તરીકે ઓળખાતી ડોપામીન સામાન્ય રીતે અનેક દર્દીઓને આપવામાં આવે છે પરંતુ તેમાં જે તત્ત્વો છે તે કૌચાના બીજમાંથી વઘુ સારી રીતે મળી શકે. અને તેનો ઉપયોગ કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. એટલે કે કૌચાના બીજમાંથી આ તત્ત્વ નેચરલ સોર્સમાં મળે છે પરંતુ એલોપથીમાં તેને આર્ટીફીસીયલ રીતે બનાવવાતું હોવાથી ડોપામીનના બદલે કૌચાના બીજનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ સાબીત થઈ શકે.

જૂનાગઢમાં સંશોધનનું કામ કરી રહેલા ડૉ. અઝય સેવકના કહેવા પ્રમાણે, આયુર્વેદને આઘુનિક વિજ્ઞાનના સંદર્ભમાં ઢાળીને, સરખાવીને કોઈપણ વિષયનું જ્ઞાન એટલે કે, જાણકારી આપણને આપણા ગ્રંથોમાંથી પરંપરાગત રીતે અને વૈજ્ઞાનિક આધાર સાથે પ્રાપ્ત થાય છે. ઘણી વખત એવી ઘટનાઓ પણ આપણાં કાને પડે છે કે જે બુદ્ધિથી પર હોય, મગજમાં ન ઉતરે. આયુર્વેદના સંદર્ભમાં કહીએ તો તે શશ્વત શાસ્ત્ર છે અને તેમાં જે લખાયું છે તે આજના ભ્રામી વૈજ્ઞાનિક આધારો સાથે ભલે ન હોય પણ તે જે તે સમયે અનુભવના આધારે લખાયું છે એટલે જ વૈજ્ઞાનિકો જાત જાતની લેબોરેટરીના સહારે જેટલું પણ સાબીત કરે છે તે આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં જણાવાયું જ હોય છે એટલે કે, અનુભવના આધારે જે કઈ થયું તેને વૈજ્ઞાનિક આધારથી સાબીત કરવામાં આવે તો હાલના સંજોગોમાં સાજા થવા માટેનું તબીબી વિજ્ઞાન એટલે કે આયુર્વેદ સર્વશ્રેષ્ઠ સાબીત થઈ શકે.

આયુર્વેદના સંદર્ભમાં લખીએ તો તે શાશ્વત શાસ્ત્ર છે. તેમાં જે રોગોની સારવાર લખી છે તે સારવાર અત્યારે વૈજ્ઞાનિક રીતે સાબીત થઈ રહી છે. દા.ત. ઘી-ઘૃતિ-સ્મૃતિ (યાદશક્તિ)ના પ્રકરણમાં બ્રાહ્મી નામની અતિ પ્રચલિત વનસ્પતિનો ઉપયોગ યાદશક્તિ વધારવા માટે કહ્યો છે. અત્યારે આઘુનિક વિજ્ઞાન તે જ વાતને સ્વીકારી અને કહે છે કે બ્રાહ્મી નામની અતિ પ્રચલિત વનસ્પતિનો ઉપયોગ યાદ શક્તિ વધારવા થાય છે. અર્થાત્ તે યાદ શક્તિ ઉપર અતિ સારૂં પરિણામ આપે છે. તે જ રીતે પૂનર્નવા એટલે સાટોડી નામનું ચૂર્ણ એ મુત્રલ છે તેવું આયુર્વેદમાં તેના ગુણધર્મોમાં લખાયું છે. આ જ પુર્નનવાનું તુલનાત્મક પરિક્ષણ અને અભ્યાસ અત્યારની મૂત્રલ દવાઓ સાથે કરતા તેનું કાર્ય જે આયુર્વેદમાં વર્ણાવેલું છે તે સાચું પડ્યું છે.

સૌથી મહત્વની વાત એ છે કે બ્રાહ્મી હોય કે પુનર્નવા, આદુ હોય કે મરી તેના જે ગુણધર્મોનું વર્ણન કરેલ છે તે અત્યારે યોગ્ય રીતે સાચા ઠર્યા છે. કારણકે ત્યારે લેબોરેટરીનો આધાર ન હતો પણ માત્ર નરી આંખે જોયેલા અભ્યાસનું તારણ હતું. મતલબ કે આજના વિજ્ઞાન માટેનો ‘‘કલીનીકલ સ્ટડી’’ હતો. આજના આઘુનિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો આયુર્વેદમાં વનસ્પતિઓના જે ગુણધર્મોનું વિસ્તૃત વર્ણન કરે છે જેમાં વનસ્પતિનો રસ, મઘુર, અમલ, લવણ, કટુ, તિકત અને કષાય આ છમાંથી ગમે તે રસ ધરાવનાર વનસ્પતિના ગુણ વિષે આઘુનિક મતાનુસાર.

૧] રસ અર્થાત સ્વાદ ટેસ્ટ

૨] ગુણ અર્થાત ગુણવતા ક્વોલીટી

૩] વિર્ય અર્થાત કર્મ એકશન

૪] વિપાક અર્થાત વનસ્પતિ પચ્યા પછીની અસર પોસ્ટ  ડાઈજેસ્ટીવ ઈફેક્ટ

૫] ધાતુ અર્થાત ટીસ્યુ ત્વચા, માંસપેશી જેવા સેન્દ્રિય પદાર્થ

૬] સ્ત્રોતસ અર્થાત ચેનલ નીક કે જેમાં પ્રાણ, અન્ન વગેરેનું વહન થાય છે.

૭] અનુપાન અર્થાત દવાને યોગ્ય રીતે લઈ જનાર

૮] કષાયરસ અર્થાત એસ્ટ્રીજન્ટ

૯] મઘુરવિપાક અર્થાત ન્યુટ્રલ

૧૦]  લધુ અર્થાત હળવું

૧૧]  ઉષ્ણ અર્થાત ગરમ

આમ આને અત્યારના વિજ્ઞાનની દ્રષ્ટિએ આયુર્વેદિક ફાર્મેકોલોજી સાથે સરખાવી શકાય.

અત્યારે આયુર્વેદ જ્ઞાનનો ઉપયોગ શાસ્ત્રમાં જે કહ્યો છે તેના કરતા પરંપરાગત રીતે વઘુ થાય છે. દા.ત. ચોમાસાના વરસાદમાં ભિંજાઈ ગયા પછી જે ઘુ્રજારી શરીરમાં ઉત્પન્ન થાય છે તેમાં લોકો હોંશે હોંશે કાવો પીવે છે. આને કહેવાય પરંપરાગત જ્ઞાન કારણકે કાવો પિવાથી તેમાં વપરાતા ઔષધો જેવા કે ગુંદાણા, મરી વગેરેથી શરીરમાં ગરમાવો ઉત્પન્ન થાય છે. જ્યારે વિજ્ઞાનિક રીતે સમજાવીએ તો કાવામાં વપરાતા મરીમાં રહેલું પાઈપરીન નામના તત્વનું કર્મ શરીરમાં તાપમાનને વધારવાનું છે. તેના આ કાર્યથી શરીરમાં અનુભવાતી ઠંડી ઓછી થઈ જાય છે. આમ કાવામાં રહેલા મુખ્ય તત્વ પાઈપરીનને કોઈ કે તો શોઘ્યું જ હશે ને! તેના આધારે તો સાબીત થઈ શક્યું કે પાઈપરીન એ શરીરમાં લાગતી ઠંડીમાં કાર્ય કરે છે.

મતલબ કે શાસ્ત્રોકત જ્ઞાન, પરંપરાગત જ્ઞાન, સંશોધન અને વૈજ્ઞાનિક આધારનો સમન્વય કરવાથી લાંબાગાળાના વ્યાધિઓમાં યોગ્ય સારવાર અને સામાન્ય મનુષ્યને લાંબુ અને સ્વસ્થ આરોગ્ય આપી શકાય છે. જરૂર છે માત્ર માનસિકતા કેળવવાની. હકીકતે સહિયારો પ્રયાસ કરવાથી આયુર્વેદ ચિકિત્સાને વૈજ્ઞાનિક આધાર આપી તેનું અર્થઘટન યોગ્ય રીતે કરી સારવાર કરવાથી માનવજાતને વ્યાધિઓને ભગાડવામાં સારી રીતે મદદ કરી શકાય છે.

સાભાર :

Gujarat Samachar News paper

૧]  ધાણા …

આરોગ્ય અને ઔષધ – વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

આપણાં દાળશાકના મસાલાઓમાં ‘ધાણા’નું ઘણું મહત્ત્વ છે. પ્રાચીનકાળથી અત્યાર સુધી આયુર્વેદીય ચિકિત્સકો પણ તેનો ઔષધ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. આ વખતે આપણાં રસોડામાં બિરાજતા આ ઔષધ દ્રવ્યનો આયુર્વેદની દૃષ્ટિએ પરિચય મેળવીએ.

ગુણકર્મો

ધાણા ભારતમાં સર્વત્ર ખેતર, વાડીઓ તથા ઘરનાં આંગણામાં પણ ખૂબ થાય છે. ઊંડી કાળી જમીનમાં તે સારા પ્રમાણમાં થાય છે. ધાણામાં છોડ એકથી દોઢ ફૂટ ઊંચા, અનેક પાતળી શાખાઓવાળા અને સુગંધિત હોય છે. લીલા છોડને આપણે ત્યાં ‘કોથમરી’ અને તેના ફળને ‘સૂકા ધાણા’ કહે છે. આયુર્વેદ પ્રમાણે ધાણા સ્વાદમાં તૂરા, કડવા, મધુર અને તીખા, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, ઝાડા-ઊલટી, દમ, કૃમિ, તાવ, ઉધરસ વગેરેને મટાડનાર છે. પિત્તના રોગો અને શરીરની ખોટી ગરમીમાં ધાણાનો ઉપયોગ કરવા જેવો છે. રાસાયણિક દૃષ્ટિએ ધાણાના સ્વાદ અને સુગંધ તેમાં ૫૦% પ્રમાણમાં રહેલા એક સુગંધિત તેલને આભારી છે. આ તેલનું મુખ્ય ઘટક ‘કોરિએન્ડ્રોલ’ છે. જેનું પ્રમાણ તેલમાં ૪૫થી ૭૦% જેટલું હોય છે. આ સિવાય ધાણામાં ૧૯થી ૨૦% જેટલું એક સ્થિર તેલ પણ છે.

ઉપયોગો

આમવાતથી પીડાતા રોગ માટે આયુર્વેદમાં એક ખૂબ જ ઉત્તમ ઉપચાર દર્શાવાયો છે. આહારવિહારમાં સંયમ રાખીને આ ઉપચાર લાંબો સમય કરવો. સૂંઠ, ધાણા અને એરંડાનાં મૂળને સરખા વજને લાવી ભેગાં ખાંડી લેવા. રોજ સવારે એક ગ્લાસ પાણીમાં બે ચમચી આ ભુક્કો નાંખી ઉકાળવો. એક કપ પ્રવાહી બાકી રહે એટલે આ ઉકાળો ગાળી, ઠંડો પાડીને પી જવો. ધાણાને અધકચરા ખાંડી તેનો ભુક્કો કરી લેવો. બે ચમચી જેટલો ભુક્કો એક કપ પાણીમાં મેળવીને આખી રાત ઢાંકીને રહેવા દેવો. આયુર્વેદમાં આને ‘ધાન્યકહિમ’ કહે છે. સવારે ગાળીને આ હિમમાં એક ચમચી સાકર મેળવીને પીવાથી શરીરની આંતરિક ગરમી અને તરસ મટે છે. આ હિમ પેશાબ છૂટથી લાવે છે અને મૂત્રવાહી માર્ગોની શુદ્ધિ કરે છે. પિત્તના રોગ અને શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તેમના માટે આ ઉપચાર ઘણો જ લાભદાયી છે. આયુર્વેદ પ્રમાણે તાવમાં જઠરાગ્નિ મંદ થઈ જાય છે. જો જઠરાગ્નિ ખૂબ જ મંદ થઈ જાય તો આ સમયે રોગીને પીવા માટે સાદા પાણીને બદલે ધાણાનું પાણી આપવું હિતકારી છે. આ માટે એક લિટર પાણીને ખૂબ ઉકાળી, તેમાં એક ચમચી ધાણાનું ચૂર્ણ મેળવી દેવું. આ પાણીને ઢાંકીને ઠરવા દેવું. આ પાણી જઠરાગ્નિને ધીમે ધીમે પ્રદીપ્ત કરનાર અને શરીરના સૂક્ષ્મ માર્ગોની શુદ્ધિ કરનાર છે. ઉપર મુજબ માત્ર ધાણા અને સૂંઠનો ઉકાળો કરીને પીવાથી અજીર્ણના દર્દીઓને લાભ થાય છે. અજીર્ણમાં એકાદ દિવસ ઉપવાસ કરી, માત્ર ઉકાળેલું પાણી પીવું.

[email protected]

સાભાર : સૌજન્ય : સંદેશ દૈનિક

૨] અજમો..

પરિચય :

અજમો દરેક ઘરમાં એક અગત્‍યના મસાલા તરીકેનું સ્‍થાન ભોગવે છે. એના વગર રસોડું અધૂરું કહેવાય. કેટલાંક ફરસાણો અજમો નાખવાથી જ સ્‍વાદિષ્‍ટ બને છે. અજમો સર્વત્ર સહજતાથી મળી શકે છે. કેટલીક વાયુકર્તા વસ્‍તુઓની સાથે અજમાનું ચૂર્ણ ભેળવીને ખાવાથી વાયુદોષ નડતો નથી, ઉપરાંત એનાથી બીજા પણ લાભ થાય છે.

અજમાનાં લીલાં પાંદડાં પણ ઘણાં ઉપયોગી હોય છે. ઘરમાં જ એક કૂંડામાં અજમાનો છોડ વાવ્‍યો હોય, તો જમ્‍યા પછી તેનાં થોડાં પાંદડાં ચાવી જવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે.

અજમામાંથી એક પ્રકારનું તેલ નીકળે છે. તે તેલને શીત પદ્ઘતિથી જમાવાય છે અને તેને નાની નાની પાતળી સળીઓનું સ્‍વરૂપ અપાય છે. તે અજમાનાં ફૂલ (Thymol) તરીકે ઓળખાય છે. ખાસ કરીને મોઢામાં ઠંડક લાવવા માટે તે પાનમાં નખાય છે. તેનાથી મનને પ્રસન્‍નતા મળે છે અને તાજગીનો અનેરો આનંદ અનુભવાય છે.

ગુણધર્મ :

અજમો તીક્ષ્‍ણ, લઘુ, હ્રદ્ય, વૃષ્‍ય, સ્‍વાદે અલ્‍પ કટુ, રુચિકર, ઉષ્‍ણ, અગ્નિદીપક, પાચક, વાંતિ (ઊલટી), કૃમિ અને શુક્રદોષનો નિવારક, ઉદરરોગ, હ્રદયરોગ, બરોળ, ગુલ્‍મ અને આમવાતનો નાશક છે.

ઉપયોગ :

(૧) પેટના દુખાવા ઉપર : અજમાના ચૂર્ણની એક નાની ચમચી દિવસમાં બે વખત પાણી સાથે લેવી.

(ર) અજીર્ણની તકલીફ ઉપર : એક નાની ચમચી પાણી સાથે લેવી. આથી પાચનક્રિયા સુધરે છે.

(૩) શીતપિત્ત ઉપર : (આ એક પ્રકારની એલર્જી છે. એમાં શરીર પર નાનાં નાનાં ચકતાં ઊપસી આવે છે.) એક નાની ચમચી અજમાનું ચૂર્ણ થોડા ગોળ સાથે લેવું. આથી ચકતાં બેસી જાય છે.

(૪) શરદી, સળેખમ અને માથાના દુખાવા ઉપર : રાતે સૂતી વખતે અજમો ગરમ પાણી સાથે લેવો.

(૫) બહુમૂત્રતાની તકલીફ ઉપર : રાતે સૂતી વખતે એક નાની ચમચી અજમાનું ચૂર્ણ એક નાની ચમચી તલ સાથે ચાવીને સૂવું.

(૬) ખાંસી અને કફની તકલીફ ઉપર : અજમાનું ચૂર્ણ બે-ત્રણ વખત ગરમ પાણી સાથે લેવું. આથી કફ નીકળી જઇ ખાંસી મટે છે. ઠંડી વસ્‍તુઓનો ત્‍યાગ કરવો.

(૭) સુવારોગ અને સુવાવડના અન્‍ય દોષ ઉપર : અજમાનું ચૂર્ણ અને ગોળ એકત્ર કરી એક નાની તપેલીમાં લો. એમાં એક ગ્‍લાસ પાણી ભેળવી ગરમ કરવા મૂકો. પાણી બળીને અડધું થઇ જાય ત્‍યારે નીચે ઉતારી લો. તૈયાર થયેલો કાઢો બે-બે ચમચા સવાર-સાંજ પીઓ. આ કાઢો ત્રણ-ચાર દિવસ ચાલશે. પીતી વખતે ફરીથી ગરમ કરી લેવો. આ કાઢો પંદરેક દિવસ લેવાથી પ્રસૂતાને સુવાવડના દોષો નડતા નથી.

(૮) જખમ પાકે નહિ તે માટે : ઠેસ વાગી હોય (અથવા નવાં બૂટ કે ચંપલનો ડંખ લાગ્‍યો હોય) તો ગોળ અને અજમાનો લૂવો બનાવો. તેને ગરમ કરેલા તાવીથાથી ગરમ કરી લો. બે-ત્રણ વખત તાવીથો ગરમ કરીને મૂકવાથી લૂવો નવશેકો થઇ જશે. તેને એક કપડાના ટુકડા પર લઇ જખમ અગર ડંખ પર બાંધી દો. બે-ત્રણ દિવસ આવી રીતે કરવાથી તકલીફ દૂર થઇ જશે.

૩] આમલી (પાકી)

પરિચય :

આમલીનો ઉપયોગ પ્રત્‍યેક ઘરમાં કોઇને કોઇ રીતે થતો જ હોય છે. આમલી નવી કરતાં થોડા મહિનાની જૂની હોય તો વધુ સારું.

ગુણધર્મ :

આમલી અત્‍યંત ખાટી, ગ્રાહક, ઉષ્‍ણ, રુચિકર, અગ્નિદીપક, મધુર, સારક, હ્રદ્ય, ભેદક, મળને રોકનાર, રુક્ષ અને બસ્તિરોચક છે. તે ઉપરાંત વ્રણદોષ, કફ, વાયુ અને કૃમિની નાશક છે.

ઉપયોગ :

આમલી પ્રમાણમાં થોડી ખાવી. તે અતિ ખાટી હોવાથી સાંધા પકડાવાની તકલીફ થઇ શકે; પરંતુ થોડા પ્રમાણમાં કયારેક ખાવાથી મુખશુદ્ઘિ થાય છે. ખાદ્ય પદાર્થોમાં આમલી ઉમેરવાથી તે વધુ રુચિકર અને સ્‍વાદિષ્‍ટ બને છે. જોકે આમલીથી ખાસ કોઇ ફાયદો થતો નથી. તે રુચિને વધારે છે વધારે છે એટલું જ. આથી સમજીને મર્યાદામાં તેનો ઉપયોગ કરવો.

૪] કોકમ

પરિચય :

કોકમ પણ આમલીની જેમ રસોઇને સ્‍વાદિષ્‍ટ બનાવે છે. તે આમલીના જેટલું નુકસાનકર્તા નથી. કોકમની બે જાત છે. કાળાં અને સફેદ. કાળાં કોકમ ઓછા પ્રમાણમાં નુકસાનકર્તા છે પણ આમલી જેટલાં નહિ. સફેદ કોકમ કોકમનાં ફૂલ તરીકે ઓળખાય છે. તે કાળાં કોકમ કરતાં વધુ નુકસાનકર્તા છે.

ગુણધર્મ :

કોકમ મધુર, રુચિકર, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્‍ણ, ખાટાં, તૂરાં, રુક્ષ, અગ્નિદીપક, પિત્તકર, ગુરુ, કફકારક છે. તે હ્રદયરોગઘ હરસ, વાયુગોળો, કૃમિ, ઉદરશૂળ વગેરેમાં ફાયદાકારક છે.
ઉપયોગ :

(૧) શીતપિત્ત ઉપર : કોકમના પાણીમાં જીરું અને સાકર નાખીને પીવું.

(ર) અમ્‍લપિત્ત (એસિડિટી) : કોકમ, એલચી અને સાકર એ ત્રણે વસ્‍તુને વાટી ચટણી બનાવી દિવસમાં બે વખત એક-એક ચમચી ખાવી.

(૩) ઠંડી ઋતુમાં હોઠ ફાટે ત્‍યારે તે પર કોકમનું તેલ ચોપડવું. તે સફેદરંગનું અને થીજેલું હોય છે. હાથ અને પગમાં બળતરા થતી હોય તો પણ કોકમનું તેલ ચોપડવાથી ફાયદો થાય છે.

(૪) અપચા ઉપર : ખોરાકમાં કોકમનું પ્રમાણ થોડું વધારવું.

(૫) આંતરડાનો સડો, મરડો અને સંગ્રહણીમાં પણ કોકમનો ઉપયોગ વધારવાથી ફાયદો થાય છે. ફેફસાંની તકલીફમાં પણ ભોજનમાં કોકમનું પ્રમાણ થોડું વધારવું.

(૬) પિત્ત, દાહ અને તરસ ઉપર : કોકમને વાટી, પાણી જેવું બનાવીને ગાળી લેવું. ત્‍યારપછી જોઇતા પ્રમાણમાં સાકર નાખવી, કોકમનું આ શરબત દિવસમાં બે વખત સવારે અને સાંજે પીવું.

૫] એલચી

પરિચય :

એલચી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. તેનાથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. મુખદુર્ગંધીને દૂર કરવા મુખવાસમાં અને પાન-મસાલામાં તેનો અધિક ઉપયોગ થતો હોય છે. તે ઉપરાંત કેટલીક મીઠાઇઓમાં પણ તેનો સારો ઉપયોગ થાય છે. મસાલાવાળા દૂધમાં અને ચામાં તેનું ચૂર્ણ નાખવામાં આવે છે. કેટલાંક ઔષધોમાં પણ તેનો ઠીકઠીક ઉપયોગ થાય છે.

ગુણધર્મ :

શીતળ, દીપક, પાચક, કડવી, તીખી, સુગંધી, લઘુ, પિત્તકારક, મુખ અને મસ્‍તકનું શોધન કરનાર, રુક્ષ તેમજ વાયુ, કફ, ખાંસી, અજીર્ણ, હરસ, ક્ષય, કંઠરોગ વગેરેમાં ફાયદો કરે છે.

ઉપયોગ :

(૧) ઊલટી, ઊબકા આવે અથવા આવવા જેવું લાગે ત્‍યારે એલચીના દાણાનું ચૂર્ણ બનાવીને પાણી સાથે લેવાથી તે શમી જાય છે, મોળ આવવાનું બંધ થાય છે.

(ર) એલચીના દાણા અને સાકરનું ચૂર્ણ દરરોજ સવારે પાણી સાથે લેવાથી આંખોની બળતરા ઓછી થાય છે, તેમજ નજર ઘટતી જતી હોય તો પ્રક્રિયા અટકી જાય છે.

(૩) કફ દૂર કરવા માટે : એલચીના દાણાનું ચૂર્ણ અને સિધાલૂણ મધમાં ભેળવીને આપવાં.

(૪) પેશાબ અટકી-અટકીને આવતો હોય તો : એલચી દાણાનું ચૂર્ણ મધ સાથે આપવું.

(૫) મુખ અને મસ્‍તકનું શોધન કરવા માટે એલચી દાણાનું ચૂર્ણ મધમાં આપવું.

(૬) એલચી દાણા, જાવંત્રી અને બદામનું ચૂર્ણ માખણ તથા સાકર સાથે લેવાથી વીર્યદોષ દૂર થાય છે. તેમજ ઊંઘમાં થતું વીર્યપતન રોકાય છે.

૬] જાયફળ

પરિચય :

જાયફળ એ એક તેજાનો (ગરમ મસાલો) છે. રસોડામાં તે અગત્‍યનુ સ્‍થાન ધરાવે છે. તેના વગર રસોડામાં અધૂરપ લાગે. તેના વગર ચાલતું નથી. જાયફળ પોતાની માદક સુગંધ માટે જાણીતું છે.

ગુણધર્મ :

જાયફળ તૂરું, તીખું, વૃષ્‍ય, દીપક, અલ્‍પ માત્રામાં કડવું, લઘુ, ગ્રાહક, હ્રદ્ય, ગરમ, કંઠ માટે હિતકર, મુખ દુર્ગંધનું શમન કરનાર, કૃમિનાશક, ખાંસી, ઊલટી, દમ અને પીનસમાં લાભદાયક, રુચિકર, ક્રાંતિવર્ધક, વાતહર, ઉત્તેજક અને વધુ પ્રમાણમાં માદક છે.

ઉપયોગ :

(૧) માથાના દુખાવા ઉપર : જાયફળ ઘસીને કપાળે લેપ કરવો.

(ર) અનિદ્રા ઉપર : જાયફળ ઘીમાં ઘસીને પાંપણ પર ચોપડવું અને થોડું ચાટવું.

(૩) બાળકોને શરદીના ઝાડા થતા હોય તો : ગાયના ઘીમાં જાયફળ તથા સૂંઠ ઘસીને ચટાડવું.

(૪) શરદી અને સળેખમ ઉપર : જાયફળ ઘસીને માથા પર તથા નાક પર લેપ કરવો.

(૫) હેડકી અને ઊલટી ઉપર : જાયફળ દૂધમાં ઘસીને તે દૂધ પીવું.

(૬) જુવાનીમાં મોઢા પર થતા ખીલ ઉપર : દૂધમાં ઘસીને તે દૂધ ગાલ પર ચોપડવું.

(૭) ઝાડો ન ઊતરે ત્‍યારે : લીંબુના રસમાં જાયફળનો ઘસારો પીવો.

૭] પાપડિયો ખારો (સંચોરો)

પરિચય :

ખારો દરેક રસોડામાં હોય છે. એ પાપડ બનાવવામાં ખાસ વપરાતો હોઇ ‘પાપડિયા ખારા’ તરીકે જાણીતો છે. ફરસાણ પોચાં અને સારાં થાય તે માટે તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત વટાણા, વાલ, ચણા જેવાં કઠોળ જલદી ચડી જાય તે માટે અલ્‍પ પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. કેટલીક સ્‍ત્રીઓ પોતાના વાળ ધોવા માટે આનો ખાસ ઉપયોગ કરે છે. માથું ધોતી વખતે આના ઉપયોગથી માથામાંની ચિકાશ જલદી નીકળી જાય છે અને વાળ સ્‍વચ્‍છ થઇ જાય છે.

ગુણધર્મ :

તે તીખો, ભારે, વાયુનાશક અને ઠંડો છે.

ઉપયોગ :

(૧) પેટમાંથી વાયુની તકલીફ ઉપર : અતિ અલ્‍પ પ્રમાણમાં પાણીમાં નાખીને પીવાથી પેટના વાયુનો નાશ થાય છે અને દુખાવો મટી જાય છે.

(ર) બાળકોની સસણી ઉપર : બાજરીના કણ જેટલો ખારો ગોળ અને ધાવણમાં આપવો. આથી ઊલટી થશે અને કફ નીકળી જશે. ત્રણ મહિનાના નાના બાળકને આ ઔષધ આપવું નહિં.

ખાસ સૂચન :

ખારાનો ઉપયોગ વારંવાર કરવો નહિ તેમજ તેનું પ્રમાણ અતિ અલ્‍પ રાખવું. પેટ અને આંતરડાંની તકલીફમાં ખારાનો ઉપયોગ કરવો નહિ.

૮] જાવંત્રી

પરિચય :

જાવંત્રી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. જાયફળના ઝાડને પ્રથમ જે ફળ આવે છે તે થોડાં મોટાં હોય છે. જાયફળ તેની અંદરનું ફળ છે. જાયફળની ઉપરની બાજુ જે છાલ હોય છે તે જ જાવંત્રી છે.

આ છાલ શરૂઆતમાં સફેદ અને સુવાસિત હોય છે. જયારે અંદરનું ફળ અર્થાત્ જાયફળ પાકે ત્‍યારે તેની ઉપર વીંટળાયેલી છાલ લાલ રંગની અને જાળીદાર હોય છે.

ગુણધર્મ :

જાવંત્રી મધુર, હલકી, ગરમ, રુચિકર અને વર્ણને સુધારનાર છે. કફ, ઉધરસ, ઊલટી, શ્ર્વાસ, તરસને મટાડનાર છે. તે કૃમિનાશક છે તથા શરીરમાં રહેલા વિષોનો નાશ કરે છે. જાવંત્રીના મોટા ભાગના ગુણ જાયફળ જેવા જ છે. જાવંત્રીમાં સુગંધિત તેલ આશરે ૮ થી ૧૦ ટકા જેટલું હોય છે. આ તેલ ઉડ્ડયનશીલ હોય છે.

ઉપયોગ:

શરીરનો વર્ણ સુધારવા માટે :શરીર પર જાવંત્રીનો લેપ ચોળવો અને થોડીવાર પછી સ્‍નાન કરવું.

૯] સ્વાદમાં તુરુ ગુણમાં ઠંડુ જીરુ

પરિચય :

જીરું રસોડાનો એક અતિ ઉપયોગી મસાલો છે.  જીરાના ત્રણ પ્રકાર છે : (૧) સફેદ જીરું, (ર) શાહજીરું અને (૩) કલોંજી જીરું.

અહીં સફેદ જીરાની જ ચર્ચા કરવામાં આવી છે.આ જ જીરાનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. ત્રણે જીરાના ગુણ લગભગ સરખા છે. ચોથું જીરું ‘ઓથમી જીરા’ તરીકે ઓળખાય છે. તે ‘ઇસબગોળ’ છે અને ઔષધ તરીકે વપરાય છે. તેને મસાલા સાથે કોઇ નિસબત નથી. તે ઉપરાંત એક પદાર્થ શંખજીરા તરીકે વપરાય છે, તેને પણ જીરા સાથે કોઇ નિસબત નથી. તે એક પ્રકારનો પથ્‍થર છે. તે અતિ મૃદુ, મુલાયમ અને સુંવાળો હોય છે. તે કેરમબોર્ડ ઉપર પાઉડર તરીકે છાંટવાના કામમાં આવે છે.

ગુણધર્મ :

તે તીખું, દીપન, ઠંડું અને લઘુ છે. તે એસિડિટી મટાડનાર, ભૂખ લગાડનાર, રુચિ જગાડનાર, મંદાગ્નિ પ્રદીપ્‍ત કરનાર, શરીરની ખોટી ગરમી દૂર કરનાર તેમજ ઝાડા અને અજીર્ણને રોકનાર છે. તે પેટનો આફરો અને વાયુગોળો દૂર કરે છે, ઊલટી અને મોળ અટકાવે છે, ભૂખ પ્રદીપ્‍ત કરે છે. બળ અને શકિત વધારે છે, તેમજ ચક્ષુષ્‍ય છે. આમ, સમગ્ર પાચનતંત્રના અવયવોને તે બળ આપે છે અને મજબૂત બનાવે છે.

ઉપયોગ :

(૧) દરરોજ સવારે નરણે કોઠે એક નાની ચમચી જીરાનો પાઉડર પાણી સાથે લેવાથી તંદુરસ્‍તી જળવાય છે.

(ર) દરરોજ રાતે સૂતી વખતે એક નાની ચમચી જીરાનો પાઉડર લેવાથી આંતરડામાં સડો હોય તો તે મટાડે છે. રાતનું જમવાનું બને તેટલું જલદી પતાવવું. મળ ઢીલો આવતો હોય તો જીરાના સેવનથી બંધાઇને આવે છે, તેમજ પેટમાં ભરાઇ રહેલા વાયુને પણ તે છૂટો કરે છે. સાથે સાથે આંતરડામાં ભરાઇ રહેલા ઉપદ્રવી જંતુઓનો પણ નિકાલ કરે છે.

(૩) છાતીની બળતરા ઉપર : જીરા અને ધાણાનું ચૂર્ણ સાકર સાથે દિવસમાં બે વખત લેવું.

(૪) ધાવણ ઓછું આવતું હોય તો : દરરોજ દિવસમાં બે વખત જીરાનું ચૂર્ણ લેવું.

(૫) જીરા અને સાકરનું ચૂર્ણ સપ્રમાણ લેવાથી રકતપ્રદર અને લોહીવા મટે છે.

(૬) જીરાના પાઉડર સાથે અલ્‍પ પ્રમાણમાં હિંગ ભેળવીને આપવાથી પણ પેટમાંનો વાયુનો ભરાવો દૂર થાય છે.

(૭) ભોજન કર્યા પછી જીરાના ચૂર્ણ સાથે મરીનું ચૂર્ણ સિંધવ સાથે છાશમાં લેવાથી હરસમાં ફાયદો થાય છે.

(૮) દરરોજ સવારે અને રાતે એક-એક ચમચી જીરાનો પાઉડર લેવાથી જીર્ણજ્વર(તાવ) માં ફાયદો થાય છે.

(૯) આંખોની બળતરા ઉપર : જીરાનું ચૂર્ણ મેળવેલા પાણીથી દિવસમાં બે વખત આંખો ધોવી.

૧૦] અનેક રોગને મારનાર મરી

પરિચય :

મરીને ‘તીખા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુણો માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં મરીનો નિયમિત વપરાશ થતો હોય છે. પરદેશોમાં તો મરચાંનો બદલે મરી જ વપરાય છે. મરી કાળાં અને ધોળાં એમ બે પ્રકારનાં મળે છે. અર્ધ પકવ મરીને ઉતારીને સૂકવવામાં આવે છે. આવાં મરી કાળાં હોય છે; જયારે તે પૂરેપૂરાં પાકે છે ત્‍યારે ઉપરનાં ફોતરાં સરળતાથી નીકળી જાય છે. અંદરથી જે મરી નીકળે છે તે ‘ધોળાં મરી’ તરીકે ઓળખાય છે. આપણે ત્‍યાં મરીનો વધુ વપરાશ મુખ્‍યત્‍વે પાપડ બનાવવામાં થાય છે. તે ઉપરાંત કચુંબરમાં પણ આપણે ત્‍યાં ઠીક ઠીક પ્રમાણમાં વપરાય છે. મીઠાવાળા પાણીમાં ઉપલબ્‍ધ લીલાં મરી સીધેસીધાં ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.

ગુણધર્મ :
મરી તીખાં, તીક્ષ્‍ણ, અગ્નિ-પ્રદિપક, ઉષ્‍ણ, કફ અને વાયુનાશક, ગરમ, પિત્તકારક અને રુક્ષ હોય છે.

૧૦અ] લીલાં મરી :

તીખાં, મધુર, પ્રમાણમાં ઓછાં તીક્ષ્‍ણ અને ઉષ્‍ણ, સારક, ભારે, કફનાશક અને રસાયણ છે. તે પિત્તકારક નથી.

ઉપયોગ :

(૧) ધોળાં મરીના બે-ત્રણ દાણા દરરોજ ગળવાથી તે રોગનો સામનો કરે છે અને રોગ થયો હોય તો તેને વધતો અટકાવે છે.

(૨) સળેખમ અને ખાંસી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ ઘી અને સાકર સાથે લેવું.

(૩) શ્ર્વાસની તકલીફ ઉપર : પંદરેક મરીના દાણાનું ચૂર્ણ મધમાં દિવસમાં બે વખત લેવું.

(૪) તાવ ઉપર : મરી અને કરિયાતાનું ચૂર્ણ દિવસમાં બે વખત પાણી સાથે લેવું. એક-બે દિવસમાં તાવ ઊતરી જશે. તાવનું જોર વધારે હોય તો આ ચૂર્ણ દિવસમાં ત્રણ-ચાર વખત ગરમ પાણી સાથે લેવું.

(૫) તાવ ઉપર બીજો ઇલાજ : તુલસીનાં પાનનો રસ અને મરીનું ચૂર્ણ દિવસમાં બે વખત લેવું.

(૬) ઊલટી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ થોડુ મીઠું નાખીને લેવું.

(૭) મરડા ઉપર : મરીનું ચૂર્ણ છાશમાં લેવું.

(૮) આંજણી ઉપર : મરીના ચૂર્ણને બારીક લીસોટી આંજણીના ઉપર લગાડવું.

(૯) વાતરોગથી શરીર જકડાઇ જાય ત્‍યારે : મરીના ચૂર્ણને બારીક વાટી શરીર પર તેનો લેપ કરવો.

(૧૦) માથાના દુખાવા ઉપર : મરી વાટીને કપાળ પર લેપ કરવો.

(૧૧) શીતપિત્ત (એલજી) ઉપર : મરીને બારીક વાટી તેનો લેપ કરવો.

(૧૨) સ્‍વરભંગ અથવા અવાજ બેસી જવો : જમ્‍યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે લેવું.

(૧૩) વાયુની તકલીફ ન થાય તે માટે : મરીનું ચૂર્ણ લસણ સાથે ભેળવીને લેવું.

(૧૪) દરેક જાતના તાવ ઉપર : મરીનું ચૂર્ણ એક ચમચી બે ગ્‍લાસ પાણી અને બે ચમચી સાકર ભેળવી ઉકાળવા મૂકવું. એક અષ્‍ટમાંશ (૧/૮) બાકી રહે ત્‍યારે ઉતારી લેવું. આ ઉકાળો પીવાથી તાવ ઊતરે છે; જરૂર પડે તો બીજા દિવસે પણ આ ઉકાળો લેવો.

૧૧] તમાલપત્ર

પરિચય :

તમાલવૃક્ષનાં પાંદડાંને ‘તમાલપત્ર’ કહેવાય છે. તમાલવૃક્ષનાં પાંદડાં તજ વૃક્ષનાં પાંદડાં જેવાં જ હોય છે. તેના ગુણ પણ લગભગ એકસરખા જ છે.

ગુણધર્મ :

તમાલપત્ર મધુર, તીક્ષ્‍ણ, કિંચિત્ ગરમ અને લઘુ હોય છે. તે તજા ગરમી, કફ અને પિત્તની તકલીફ મટાડે છે. આંતરડાંમાંના આમપ્રકોપનું શમન કરે છે અને કફપ્રધાન રોગોમાં ફાયદો કરે છે. તે પાચનતંત્રના રોગોમાં પણ ઉપયોગી છે. વારંવાર થતી ઝાડાની તકલીફમાં તે સારો ફાયદો કરે છે. ગર્ભશયની તકલીફોમાં પણ તે ઉપયોગી છે. ગર્ભાશયનું સંકોચન કરવામાં તે મદદરૂપ થાય છે. ગર્ભસ્‍ત્રાવ અને ગર્ભાપતનની તકલીફમાં પણ તે ફાયદો કરે છે. આમ, તમાલપત્ર ગર્ભાશયની શિથિલતા દૂર કરી તેને મજબૂતી આપે છે.

ઉપયોગ :

(૧) વારંવાર આવતા તાવમાં તમાલપત્રનો ફાંટ ખૂબ ઉપયોગી છે. તે પીવાથી પરસેવો વળે છે અને તાવ ઊતરી જાય છે.

(૨) તમાલપત્ર, તજ અને એલચી દાણાનું ચૂર્ણ સમભાગે એક નાની ચમચી દિવસમાં બે વખત (સવારે અને સાંજ) પાણી સાથે લેવાથી ગર્ભાશયમાંના વિકારો શમી જાય છે; ગર્ભાશય મજબૂત બને છે અને ગર્ભસ્‍ત્રાવ થવાની તકલીફ દૂર થાય છે. આ પ્રયોગ કરવાથી ગર્ભધારણ થવાની શક્યતા વધે છે.

(૩) તમાલપત્ર પાચનતંત્રના રોગોમાં પણ ખૂબ ઉપયોગી છે. તેના સેવનથી અપચો, આમપ્રકોપ અને વાયુની તકલીફ મટે છે.

(૪) કફપ્રધાન રોગોમાં પણ તે ફાયદો કરે છે.

(૫) ઉદર સંબંધી બધી તકલીફોમાં તે ઉપયોગી છે. મોળ, ઉદરશૂળ, વારંવાર ઝાડા થવા વગેરે તકલીફો તમાલપત્રના ચૂર્ણનો ફાંટ દિવસમાં બે વખત પીવાથી દૂર થાય છે. તમાલપત્ર તદ્દન નિર્દોષ પદાર્થ છે.

૧૨] રાઇ

પરિચય :

મસાલા કેવળ દાળ-શાક માટે જ નથી; જરૂર પડે ઔષધનું પણ કામ કરે. જાણતા હોઇએ તો આપણે ઘરમાં રહેલા મસાલાને પણ ઔષધ બનાવી શકીએ.

ગુણધર્મ :

રાઇ કડવી, ઉષ્‍ણ, પિત્તકર, દાહક, તીખી, તીક્ષ્‍ણ, રુક્ષ તથા અગ્નિ દીપક છે. વળી વાયુ, ગુલ્મ, કફ, શૂળ, વ્રણ, કૃમિ, ખંજવાળ અને કોઢને દૂર કરનારી છે.

રાઇને છોડનાં પાંદડાંનું શાક-તીખું, ઉષ્‍ણ, સ્‍વાદિષ્‍ટ, પિત્તકર તેમજ વાયુ, કફ, કૃમિનાશક છે. તે થોડી માત્રામાં દીપન, પાચન, ઉત્તેજક અને સ્‍વેદલ હોવાથી રસસ્‍ત્રાવ વધારે છે. આથી તેની મંથનક્રિયા સતેજ બને છે. પરિણામે ભૂખ ઊઘડે છે.

ઉપયોગ :

(૧) શરીર ઉપર : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી મધમાં સવારે અને રાતે લેવું.

(૨) વાયુથી અંગ જકડાઇ જાય ત્‍યારે : રાઇ વાટીને તેની પોટિસ બાંધવી.

(૩) અજીર્ણ અને પેટના દુખાવા ઉપર : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી પાણી સાથે લેવું.

(૪) બરોળ અને યકૃતની તકલીફ ઉપર : રાઇ અને સિંધવનું ચૂર્ણ સમભાગે લઇ તેનો લેપ કરવો.

(૫) સોજા ઉપર : રાઇ અને સંચળનો લેપ લગાડવો.

(૬) ભૂખ લાગવા માટે : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી થોડા દિવસ પાણી સાથે લેવું.

(૭) કફને કાઢવા માટે : અર્ધી ચમચી રાઇ, પા ચમચી સિંધવ અને પા ચમચી સાકરનું ચૂર્ણ સવારે અને રાતે લેવું.

(૮) પેટ શૂળ ઉપર : અર્ધી ચમચી રાઇને તેલ લગાડી ગળવી.

(૯) વિષ-ઝેર બહાર કાઢવા માટે : અર્ધી ચમચી રાઇ અને અર્ધી ચમચી મીઠું ગરમ પાણી સાથે ગળવાં.

(૧૦) ઊલટી બંધ કરવા માટે : રાઇને પાણીમાં વાટી પેટ ઉપર તેનો લેપ કરવો.

(૧૧) જખમ પાકયો હોય તો : રાઇના ચૂર્ણમાં ઘી અને મધમાં ભેળવી તેનો લેપ કરવો.

(૧૨) કાચ અથવા કાંટો વાગ્‍યો હોય તો : રાઇનું ચૂર્ણ ઘી અને મધમાં મેળવી તેનો લેપ કરવો, આથી કાંટો અથવા કાચ બહાર આવી જાય છે.

૧૩] મહિલાઓ માટે ઉતમ મેથી

પરિચય :

મેથીથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. તેના ગુણોથી આપણે માહિતગાર છીએ. મેથી વાતરોગના ઇલાજ તરીકે ખૂબ જ જાણીતી છે. કોઇ પણ સાંધાની તકલીફ થાય ત્‍યારે આપણને મેથીની અચૂક યાદ આવે છે. સેંકડો વરસથી તેને મળેલી ખ્‍યાતી આજે પણ જરાય ઓછી થઇ નથી. એવું કહેવાય છે કે એક વખત સંધિવાતની તકલીફ થાય પછી તેમાંથી છૂટી શકાતું નથી, પરંતુ સાવ એવું નથી. જો ઇલાજ ચીવટપૂર્વક કરવામાં આવે અને તે લાગુ પડી જાય તો આ તકલીફમાંથી છુટકારો મળી શકે છે. શિયાળાની ઋતુમાં મેથીનો વધારે ઉપયોગ કરવો.

ગુણધર્મ :

મેથી તીખી, ઉષ્‍ણ, વાતનાશક, પિત્તવર્ધક, દીપન, લઘુ, રસકાળે કડવી, રુક્ષ, મલાવષ્‍ટંભક, હ્રદ્ય અને બલ્‍ય છે. તે જવર, અરુચિ, ઊલટી, ઉધરસ, વાયુ, કફ, અર્શ, કૃમિ તથા ક્ષય મટાડે છે.

ઉપયોગ :

(૧) આમની તકલીફ ઉપર : મેથી અને સૂંઠનું અર્ધી ચમચી ચૂર્ણ ગોળ સાથે મેળવી સવારે અને રાતે લેવું.

(૨) વાયુ, મોળ, આફરો, ઊબકા, ખાટા ઓડકાર મટે; મેથી અને સુવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી પણ ફાયદો થાય છે.

(૩) લોહી સુધારવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક નાની ચમચી (કાપેલી લેવલ) મેથી અન્‍ય ભાજીઓના રસ સાથે લેવી

(૪) ગર્ભાશયનું વ્‍યવસ્થિત સંકોચન થાય તે માટે એક નાની ચમચી મેથી, અજમો અને જીરાનું ચૂર્ણ પાણી સાથે લેવું.

(૫) સંધિવાતથી ઝલાયેલા શરીર માટે એક નાની ચમચી મેથી અને સૂંઠનું ચૂર્ણ લેવું.

૧૪] સુગંધી અને પાચક ઔષધી ફૂદીનો

પરિચય :

ફુદીનાથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ ઉપયોગમાં આવતા લીલા મસાલામાં ફુદીનો અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. ફુદીના વગર કોથમીરની ચટણી ફીકી લાગે. આપણે ત્‍યાં દરેક જગ્‍યાને તે સહેલાઇથી ઊગે છે. તેમાંથી એક પ્રકારની સરસ ગમે તેવી સુગંધ નીકળતી હોય છે. ઔષધ તરીકે બહુ ઉપયોગી છે. જેટલું પ્રાધાન્‍ય તુલસીને આપવામાં આવ્‍યું છે તેનાથી પણ વધુ પ્રાધાન્‍ય કદાચ ફુદીનાને આપી શકાય.

ગુણધર્મ :

ફુદીનો સ્‍વાદુ, રુચિકર, હ્રદ્ય, ઉષ્‍ણ, દીપન, વાત-કફનાશક તથા વધુ પડતા મળમૂત્રને નોર્મલ કરનાર છે. તે અજીર્ણ, અતિસાર અને ખાંસીને મટાડે છે. તે જઠરાગ્નિ-પ્રદીપક, સંગ્રહણીને મટાડનાર, જીર્ણજવર દૂર કરનાર અને કૃમિનાશક છે. તે ઊલટી અને મોળને અટકાવે છે. થોડા પ્રમાણમાં તે પિત્તનાશક પણ છે. તે પાચનશકિત વધારે છે અને ભૂખ લગાડે છે.

ઉપયોગ :

(૧) ભૂખ લગાડવા માટે : ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો દરરોજ સવારે ચાર ચમચા જેટલો (આશરે અર્ધો કપ) પીવો.

(૨) રોંજિદા તાવ ઉપર : ફુદીનો અને તુલસીનો રસ દરરોજ દિવસમાં બે વખત સવારે અને રાતે પીવો.

(૩) ટાઢ વાઇને આવતા શીતજવરમાં પણ ફુદીનો અને તુલસીનો ઉકાળો થોડા દિવસ પીવો.

(૪) ફુદીનાનો તાજો રસ મધ મેળવી દર બે કલાકે આપતા રહેવાથી ગમે તેવો તાવ અંકુશમાં આવી જાય છે.

(૫) અપાચન, અજીર્ણ અને ઊલટી જેવી પાચનતંત્રની ફરિયાદમાં ફુદિનાનો તાજો રસ ફાયદો કરે છે.

(૬) પેટના શૂળ ઉપર : ફુદીનાનો રસ એક નાની ચમચી, આદુનો રસ એક નાની ચમચી સિંધવ નાખીને દિવસમાં બે વખત પીવો.

(૭) શરદી, સળેખમ અને પીનસ (નાકમાં થતો સડો)માં ફુદીનાના રસનાં બે-ત્રણ ટીપાં દિવસમાં બે-ત્રણ વખત નાકમાં નાખવાં.

૧૫] સુવા

પરિચય :

થોડાં ‍વરસો પહેલાં આપણાં ઘરોમાં સુવાનો મુખવાસ તરીકે ઘણો ઉપયોગ થતો; ઔષધ તરીકે પણ તેનો અવારનવાર ઠીક ઠીક ઉપયોગ થતો; પરંતુ તેના તીખા અને કટુ સ્‍વાદને કારણે હાલમાં તેનો ઉપયોગ ઘણો જ ઘટી ગયો છે. આ સુવાના ગુણનો ખ્‍યાલ કરીને આપણે ફરીથી તેનો ઉપયોગ વધારવો જોઇએ. દરેક સારી અને ગુણકારી વસ્‍તુનો સ્‍વાદ માણવો જોઇએ.

ગુણધર્મ :

સુવા કડવા, તીખા, પાચક, સ્નિગ્‍ધ, ઉષ્‍ણ, દીપન અને પેટના વાયુની તકલીફ માટે ઉપયોગી છે. તે વાત, કફ, દાહ, જ્વર, નેત્રરોગ, શૂળ, ઊલટી, વ્રણ, અતિસાર, આમ તથા તૃષાની તકલીફને મટાડે છે. વળી લોહીની શુદ્ઘ પણ કરે છે.

ઉપયોગ :

(૧) વાતવિકાર ઉપર : સુવા, હિંગ અને સિંધવનું ચૂર્ણ એક નાની ચમચી પાણી સાથે ફાકવું.

(૨) સુવા, હિંગ અને સિંધવના ચૂર્ણને વાટીને લેપ કરવાથી સંધિવાત, કટિવાત અને અસ્થિવાતનો નાશ થાય છે.

(૩) અતિસાર ઉપર : સુવા અને મેથીનું ચૂર્ણ દહીં સાથે મેળવીને લેવું.

(૪) ઝાડામાં આવતી દુર્ગંધ માટે : સુવા અને મેથીનું ચૂર્ણ દહીં કે છાશ સાથે લેવું.

૧૬]  સૂંઠ :

સૂંઠથી ભાગ્‍યે જ કોઇ અપરિચિત હશે. દરેક ઘરમાં તેનો નિત્‍ય ઉપયોગ થતો હોય છે. આદુને સૂકવીને સૂંઠને તૈયાર કરવામાં આવે છે.

સૂંઠ તીખી, સ્નિગ્‍ધ, લઘુ, ઉષ્‍ણ, રુચિકર અને આમવાતનાશક છે.

ઉપયોગ :

(૧) આમવાત અને પેટ શૂળ ઉપર : સૂંઠનો કાઢો પીવો.

(૨) હ્રદયરોગ, અગ્નિમાંદ્ય, શ્ર્વાસ, ખાંસી, અરુચિ, સળેખમ અને ઉધરસ ઉપર : સૂંઠનો કાઢો દિવસમાં ત્રણ વખત પીવો.

(૩) હરસ ઉપર : સૂંઠનો ચૂર્ણ છાશમાં પીવું.

(૪) બાળકોની સંગ્રહણી ઉપર : સૂંઠનો ઘસારો અર્ધી ચમચી દિવસમાં બે વખત ચટાડવો.

(૫) આધાશીશી ઉપર : સૂંઠને દૂધમાં અગર પાણીમાં ઘસીને તે ઘસારાનાં ટીપાં નાકમાં નાખવાં તેમજ તેનો પાતળો લેપ કપાળ પર લગાડવો.

(૬) બહુમૂત્રતા ઉપર : સૂંઠને ચૂર્ણ ખડી સાકર સાથે દિવસમાં બે વખત લેવું.

(૭) આમવાત ઉપર : સૂંઠને ચૂર્ણ ૪ ભાગ અને વરિયાળીનું ચૂર્ણ ૧ ભાગ દિવસમાં બે વખત પાણી સાથે આપવું.

(૮) અગ્નિમાંદ્ય અને કૃમિ ઉપર : સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં દિવસમાં બે વખત આપવું.

(૯) સળેખમ અને શરદી ઉપર : સૂંઠ, તજ અને ખડી સાકરનો કાઢો દિવસમાં બે વખત લેવો.

(૧૦) શરીરની કાંતિ અને પુષ્ટિ માટે : સૂંઠનો ઉકાળો દિવસમાં બે વખત લેવો.

(૧૧) કમળા ઉપર : સૂંઠનો ચૂર્ણ અને ગોળ ખાવા આપવો.

(૧૨) ધાતુ સ્‍ત્રાવ થાય અને પેશાબમાં ધાતુ જાય તો : સૂંઠનો ઉકાળામાં હળદર અને ગોળ નાખી તે પીવો.

(૧૩) પેશાબમાં લોહી આવે અને દુખાવો થાય તો : ગાય અગર બકરીના દૂધમાં ૫ થી ૬ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી પીવું.

(૧૪) અતિસાર અને આમની તકલીફ ઉપર : સૂંઠ, જીરું અને સિંધવનું ચૂર્ણ દહીંના મઠામાં નાખીને જમ્‍યા પછી લેવું.

૧૭]  મુખવાસની મહારાણી વરિયાળી

પરિચય :

આપણે સૌ વરિયાળીથી સારી રીતે પરિચિત છીએ. દરેક ઘરમાં તેનો મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. એ મુખને સ્‍વચ્‍છ રાખે છે. સાથે સાથે ઠંડક આપે છે. ઉપરાંત તે મોઢાંમાંની દુર્ગંધનો નાશ પણ કરે છે. મોઢામાં પડેલાં છાલાંને રૂઝવવાનું કામ પણ તે કરે છે.

ગુણધર્મ :

વરિયાળી તીખી,  કડવી,  સ્નિગ્‍ધ,  પિત્તકારક,  દીપન,  લઘુ,  ઉષ્‍ણ,  મેધ્‍ય તથા બસ્તિકર્મક છે. તે ઉપરાંત કફ, વાયુ, જ્વર, ગુલ્‍મ, શૂળ, દાહ, નેત્રરોગ, તૃષા, ઊલટી, વ્રણ, આમ તથા અતિસારમાં લાભદાયક છે. તે દાંતના સડાને રોકે છે. જમ્‍યા પછી ખાવાથી તે મોઢાને સુવાસિત રાખે છે.

ઉપયોગ :

(૧) આમ- અતિસાર ઉપર : વરિયાળીનો કાઢો પીવો.

(૨) મુખ વિકાર અને પેઢાંના સોજા ઉપર : વરિયાળી ચાવીને તેનો રસ ગળે ઉતારવો.

(૩) ઉષ્‍ણતા અને ઉધરસ ઉપર : વરિયાળી અને સાકરનું ચૂર્ણ અવારનવાર મોઢામાં રાખવું.

(૪) પિત્ત-જવર ઉપર : વરિયાળી અને સાકરનો કાઢો પીવો.

(૫) વરિયાળીને પાનમાં મસાલામાં નાખવાથી તે વધુ સ્‍વાદિષ્‍ટ બને છે. મનને આનંદિત રાખે છે.

(૬) નેત્રદાહ ઉપર : વરિયાળીવાળા પાણીમાં આંખો ધોવી.

સાભાર : ગુર્જરી નેટ.કોમ 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

વર્ષા ઋતુ માં શું ખાવું- શું ના ખાવું????? … વર્ષાનું ઉત્તમ ઔષધ-શાક કારેલાં (આયુર્વેદ) …

વર્ષા ઋતુ માં શું ખાવું- શું ના ખાવું????? …

 

 

 

rain-in-farm[1]

 

 

અસહ્ય ગરમી પછી મન અને વાતાવરણને ઠંડક અને રાહત આપનારી ઝરમર વરસાદનો લાભ તો આપણે લઇ લીધો છે, 21 જુન મંગળવારના રોજ ઋતુ પ્રમાણે ચોમાસું પણ બેસી ગયું છે.

 

સ્વાસ્થય માટે વરસાદની આ ઋતુ ઘણી સંવેદનશીલ હોય છે.આ માટે વરસાદની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં આ ઋતુ-વર્ષા કાળમાં બીમારીઓથી બચવા માટે કેટલીક મહત્વપુર્ણ સાવધાનીઓ બતાવવામાં આવી છે.આયુર્વેદમાં માન્યતા છે કે વર્ષા ઋતુમાં આપણા શરીરમાં વાયુનો વિશેષ પ્રકોપ તથા પિત્ત નો સંચય થાય છે.

 

વર્ષા ઋતુમાં વાતાવરણના પ્રભાવના કારણે સ્વાભાવિક રૂપે આપણી ભુખ અને ભોજનને પચાવવાની ક્ષમતા મંદ પડી જાય છે.આ મંદ પાચનશક્તિને કારણે અજીર્ણ, તાવ, વાયુદોષનો પ્રકોપ, શરદી, ખાંસી, પેટનારોગ, કબજિયાત, અતિસાર, સંધિવા વગેરે રોગો થવાની સંભાવના છે.  આથી જ ચોમાસાની સીઝનમાં ખાન-પાનમાં ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

 

આ રોગોથી બચવા માટે તથા પેટની પાચક શક્તિ અગ્નિને સંભાળવા માટે આયુર્વેદ અનુસાર હલકું ભોજન અને ઓછી માત્રામાં ભોજન કરવું એ જ સ્વાસ્થય માટે ફાયદાકારક રહે છે.

 

જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ૫ માસ માં વરસાદ ચાલુ હોય આ દરમિયાન ખાવા પીવા માં ફેરફાર ના કરવામાં આવે તો વાયુ અને પિત્ત ના રોગો થવાની સમ્ભાવના વધી જાય છે.  આગલા ૩ માસ માં વાયુ ના તો પાછલા ૨ માસ માં પિત્ત ના રોગો થાય છે.

 

આ ઋતુ માં વાયુ વધતો હોવાથી તેને ઘટાડવા ખાટો અને ખારો રસ છૂટ થી ખાવો જોઈએ.સિંધવ મીઠું, લીંબુ, આમલી, આમળા, ટામેટા, છાસ, અથાણા, ચટણી વગેરે જરૂરી માત્રામાં ખાઈ શકાય.મધુર આહાર પણ વાયુ નો નાશ કરે છે તેથી ગોળ, ઘી, ઘઉં,ચોખા, તલ, તલ તેલ, કેળા, સુકો મેવો, મીઠાઈઓ માફક આવે અને પચે એ રીતે ખાઈ શકાય…

 

ચોમાસા માં ભેજ ને કારણે અને વાયુ વધી જવાથી મોટે ભાગે જઠરાગ્ની મંદ પડી જતો હોય છે.જેથી ખોરાક ગરમ ગરમ અને હળવો લેવો.રાંધેલું જ ખાવું તથા બહુ ઠાંસી ઠાંસી ને જમવું નહિ….વાયુ નો ગુણ (સ્વભાવ) રુક્ષ, લઘુ, શીત હોવાથી તેનાથી વિરુદ્ધ ગુણ વાળો એટલે સ્નિગ્ધ – તેલ વાળો, ભારે તથા ગરમ ખોરાક સારો…તલ નું કે સરસવ નું તેલ, ઘી, ઘઉં, દ્રાક્ષ, ગોળ સારા…

 

વર્ષા ઋતુ માં વરસાદ પડવાથી તથા આકાશમાં વાદળા ઘેરાયેલા હોવાથી લીલા શાકો સુર્યપ્રકાશ ઓછો મળવાના કારણે પિત્ત કરનારા અને પચવામાં ભારે બની જાય છે.તેમાય ભાજી અને મૂળા તો ક્યારેય ના ખવાય.ચણા ની બનાવટો વાયુ કારક હોવાથી ચણા, દાળિયા, ગાંઠિયા, ભજીયા થી દુર રહેવું.વરસાદ પડે અને ફેસબુક ઉપર દાલવડા ના ફોટા જોઈ ખાવા દોડી જવું બહુ સારું નઈ…બે મિનીટ ચટણી ના લીધે મજા આવે પણ પાછળ થી વાયુ પુષ્કળ વધારે…આ ઋતુ માં મગફળી નવી નવી આવે છે પણ તે પચવામાં ભારે, અગ્નિ મંદ કરનારી અને ચામડી ના રોગો કરનારી હોવાથી બહુ ખાવી નઈ…

 

કાકડી આ ઋતુ માં ટ્રેક્ટર ભરી ભરી ને માર્કેટ માં અને હોટલો માં સલાડ માં પીરસાય છે પણ નવા પાણી માં પેદા થયેલી કાકડી ભાદરવા માં પિત્ત વધારી તાવ લાવે છે. બીજો નંબર ફરાળી પબ્લિક ના વ્હાલા કેળા….પાકા હોય તો એકાદ બે સવારે ખાવા બાકી નઈ…

 

હવે વારો છે મૂળા નો .. કુમળા તાજા ખાઈ શકાય, બાકી ઘરડા મૂળા તાવ લાવ્યા વગર રેશે નઈ..તેનાથી તો નસકોરી ફૂટવી,એસીડીટી થવી વગેરે પણ થઇ શકે છે… રથયાત્રા ની મોસમ માં જાંબુ કેમ ભૂલાય ????  આ ફળો તુરા,રુક્ષ,અને મળ ને રોકી રાખનારા – કબજીયાત કરનારા છે.તેને વધુ માત્રા માં ખાવાથી કબજીયાત, આફરો, આચકી તથા સ્વાદ નું જ્ઞાન ણા થાય તેવા રોગો થઇ શકે છે બાળકો ને ખાસ લીમીટ માં આપવા…

 

બધુય ના ના ના….તો પાર્ટી ખાવાનું શું ???

 

લ્યો લીસ્ટ લાંબુ છે…..

 

 

ઘઉં, ચોખા, અડદ, તલતેલ, આદુ, લસણ, મેથી, રાઈ, અજમો, કઢી, કાળી દ્રાક્ષ, ખાટા ફળો, ઘી, દૂધ, માખણ, દીવેલ, ડુંગળી, છાસ, ગોળ, ખાંડ, સુકો મેવો,દહીં, પરવળ, પાપડ, મગ, મરી, મરચા, લવિંગ, મીઠાઈઓ, મેથી ની ભાજી-તલ તેલ માં, રીંગણ, લીંબુ, સફરજન, સૂરણ, સરગવો,સુવા, હળદર વગેરે વગેરે પાચન શક્તિ મુજબ લેવા…

 

આ ઋતુ માં નવું પાણી દુષિત હોવાથી તથા પાચન શક્તિ મંદ હોવાથી તાવ,ઝાડા,મરડો,પેટ ના રોગો વગેરે થઇ શકે છે. જેથી કાચું પાણી ણા પીવું,આર્ધુ બાળેલું અને સુંઠ ણા ટુકડા નાખી ઉકાળેલું પાણી જ પીવું.ઠંડા કે બરફ વાળા પીણા,ફ્રીજ નું પાણી ના પીવું…સરબતો પીવા ના બહુ શોખો ઉપડે તો લીંબુ સરબત, આદુ નો રસ, સિંધવ, મધ, ધાણાજીરું, મરી નાખેલી લસ્સી, આદુ-આમળા કે કોકમ નું સરબત પીવું.

 

૧]  એસી કુલર બંધ, સ્વીમીંગ ના કરવું…માલીશ-શેક કરાવવા,ગરમ પાણી થી નાહવું..

 

૨]  ઘર માં ગુગળ કે લીમડા નો ધૂપ કરવો, ગાય ના ઘી નો દીવો કરવો, બહુ ઉપવાસ ના કરવા

 

૩]  અને છેલ્લે ખાખરા ઘી ચોપડેલા લાવવા…..

 

ATRI Ayurvedam.com

 

વર્ષાઋતુમાં આરોગ્ય જાળવવા શું કરશો ? … 

 

 

વર્ષાને આયુર્વેદની દ્રષ્ટિએ વાત પ્રકોપની ઋતુ માનવામાં આવે છે. આથી વાયુ કરે એવા અહાર વિહાર આ ઋતુમાં ઓછાં કરવા અથવા તો છોડી દેવા. વાલ, વટાણા, ચણા, ચોળા, પાપડી, ગુવાર, વાલોળ અને બટાટા જેવા પદાર્થ વાયુ કરે છે આથી એનો ઉપયોગ ઓછો કરવો અથવા વાયુનો કોઈ રોગ થયો હોય તેવી વ્યક્તિએ સદંતર બંધ કરવો.

 

૧]  ઉજાગરા, વધુ પડતો પ્રવાસ, વણ જોતા ઉપવાસ, અતિશય શ્રમ કે વ્યાયામ, અતિ મૈથુન, ચિંતા અને શોકથી પણ વાયુ વધે છે.

૨]  લસણ, મેથી, હિંગ, સરગવો, લીંબુ, ફૂદીનો, તલનું તેલ, છાશ અને સિંઘવ જેવા પદાર્થો વાયુનું શમન કરતા હોવાથી વર્ષાઋતુમાં તેનો ઉપયોગ વધારવો.

 

૩]  આ ઋતુમાં કુદરતી રીતે જ ભૂખ ઓછી અને પાચન મંદ થઈ જાય છે. આથી પચવામાં ભારે હોય તેવો-દુર્જર કે વાસી ખોરાક ન ખાવો. જમતાં પહેલાં જો આદુના ટૂકડામાં લીંબુનો રસ તથા મીઠું મેળવીને ચાવી જવામાં આવે તો ખોરાક પ્રત્યેની રૃચિ વધે છે અને પાચનતંત્ર વ્યવસ્થિત રહેવાથી વાયુના કે બીજા કોઈ રોગો થતાં નથી.

 

૪]  આમવાત, સંધિવા, કમરનો દુખાવો, રાંઝણ, ઝાડા, મરડો, અજીર્ણ, પેટનો દુખાવો, કાનમાં સણકા, શરદી કે આચંકી જેવા રોગો ચોમાસામાં ખાસ જોવા મળે છે. આથી આવો કોઈ રોગ ન થાય તેની કાળજી રાખવી અને થાય તો સાદા-નિર્દોષ ઔષધો દ્વારા જ એને મૂળમાંથી દૂર કરવા કોશિશ કરવી. ચોમાસામાં સૂંઠ, આદું, લસણ, લીંબુ, તુલસી અને પીપરી મૂળ (ગંઠોડા) જેવા સાદા ઔષધોનો ઉપયોગ ખાસ કરવો.

 

૫]  જાંબુ એ વર્ષા ઋતુનું સર્વ સુલભ ફળ છે. પણ એ અતિશય વાયુ કરનાર હોવાથી સમજી વિચારીને ખાવા અને ગેસ-કબજિયાત જેવા રોગો થયા હોય તેણે કે વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ ન ખાવા. ઝાડા, લોહીવા અને શ્વેતપ્રદર જેવા રોગોમાં (પોતાના ‘ગ્રાહિ’ગુણના કારણે) જાંબુ ઉપયોગી છે. મધુપ્રમેહ હોય તેવી વ્યક્તિને જાંબુના ઠળિયાનું ચૂર્ણ હળદર અને આમળાંના ચૂર્ણ સાથે મેળવીને સવાર-સાંજ એક-એક ચમચી આપવાથી આશાતીત લાભ થાય છે. પ્રમેહના રોગી માટે ચોમાસામાં ખાસ જોવા મળતું શાક-કારેલા-પણ હિતકર છે.

 

૬]  વર્ષા ઋતુમાં મકાઈના ડોડા પણ ખૂબ જ વેચાતા હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ તે દુર્જર છે અને તેથી વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તેટમાં ભાર જેવું લાગે છે અને વાયુ પણ કરે છે. આમ છતાં માપસર ખાવાથી તે ઋચિકર પણ લાગે છે.

 

૭]  આ ઋતુ દરમિયાન પાણી ગાળેલું, ઉકાળેલું અને ઓછું જ પીવું. સૂંઠનો ટૂકડો નાખીને ઉકાળેલું પાણી જો પીવામાં આવે તો શરદી, ઝાડા, અપચો અને આમવાત જેવા રોગો થતાં નથી અને થયા હોય તો સરળતાથી દૂર થાય છે. ચોમાસાના કારણે ઘરની આસપાસ, રસ્તા પર, ઝૂપડપટ્ટી વાળા વિસ્તારમાં પાણી ભરાય છે અને કીચડ પણ થાય છે. કીચડના કારણે મચ્છર અને માખીનો ઉપદ્રવ પણ વધે અને મલેરિયા તથા કોલેરા જેવા રોગો ઝડપથી ફેલાવા લાગે છે. આવા સમયમાં તુલસી-મરીનો ઉકાળો પીવામાં આવે તો શરદી, ફલુ અને મલેરિયા સામે રક્ષણ મળે છે.

 

 

સૌજન્ય : ગુજરાત સમાચાર

 

 

વર્ષાનું ઉત્તમ ઔષધ-શાક કારેલાં (આયુર્વેદ) …

 

આયુર્વેદ – વૈદ્ય મનુભાઈ ગૌદાની

 

 

karela.1

 

 

વર્ષાઋતુનું ઉત્તમ ઔષધ છે ‘કારેલાં’.   આજે જ્યારે કારેલાં પર લખતાં પેન ઊંચકું છું ત્યારે સૌ પ્રથમ તો મધુપ્રમેહના દર્દીઓની વણઝાર અને એ સાથે કૃમિ, તાવ, ત્વચાના રોગો, લિવરની વિકૃતિઓ, ધાવણની અશુદ્ધિ અને સાંધાનો વા તથા ઉદર રોગોના દર્દીઓ ચિત્તપ્રદેશમાં ઊભરાય છે. આમ તો કારેલાં બારેમાસ મળે, પરંતુ કુદરતે આપણને આ વર્ષાઋતુમાં જ પુષ્કળ કારેલાં શા માટે આપ્યાં હશે ?   એવો સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય. પ્રત્યુત્તરમાં કહી શકાય કે આ ઋતુમાં ઉગ્રરૂપે ફેલાતા આ રોગના પ્રતિકાર માટે જ કદાચ કારેલાંની પુષ્કળ ઉત્પત્તિને પ્રકૃતિએ સાથ આપ્યો હોવો જોઈએ.

 

આયુર્વેદમાં કારેલાંને ‘કારવલ્લી’ અને ‘કટિલ્લ’ કહેવામાં આવે છે. ‘ભાવપ્રકાશ’ એ આયુર્વેદનો વનસ્પતિશાસ્ત્રનો સર્વોત્તમ અને પ્રખ્યાત ગ્રંથ છે. તેમાં કારેલાંના ગુણોનું આ પ્રમાણે વર્ણન કરેલું છે. કારેલાં ભૂખ લગાડનાર, મળને ખસેડનાર, મંદાગ્નિ, અરુચિ, પિત્તના રોગો, લોહી-રક્તના રોગો, કફના રોગો, પાંડુરોગ-રક્તાલ્પતા,  કૃમિ, ઉધરસ, શ્વાસ, પ્રમેહ, પથરી, કોઢ, ઉદરરોગો તથા તમામ પ્રકારના તાવમાં પથ્યઆહાર અને ઉત્તમ ઔષધ છે. સુશ્રુતે કારેલાંના વમન અને વિરેચન એમ બે શોધન ગુણોનું પણ નિરૂપણ કરેલું છે.

 

કડવા રસવાળાં ઔષધોમાં કારેલાંનો પણ સમાવેશ થાય છે. આયુર્વેદ એ આપણું પ્રાચીન ચિકિત્સાશાસ્ત્ર છે. તેમાં આહાર અને ઔષધના ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો અને તૂરો આ છએ રસોનું ઘણું જ સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક નિરૂપણ થયેલું છે. આહાર અને ઔષધનાં અમુક રસવાળાં દ્રવ્યોની શરીરમાં ગયા પછી તેની શી અસરો થાય છે ?   તેની વ્યવસ્થિત અને તર્કબદ્ધ વૈજ્ઞાનિક માહિતી આયુર્વેદના ગ્રંથોમાં જ વાંચવા મળે છે.

 

કડવા રસવાળાં જેવાં કે કુંવારપાઠું, કારેલાં, કંકોડાં, કડુ, કરિયાતુ, ગળો, મામેજવો વગેરે લિવરને શુદ્ધ કરી તેને કાર્યક્ષમ બનાવે છે. તેનાથી જઠરાગ્નિ કાર્યક્ષમ-પ્રદીપ્ત થાય છે. યકૃતની શુદ્ધિથી તાવ, પિત્ત વગેરેથી ઉત્પન્ન થતાં વિષોના શોધનની ક્રિયા બળવાન બને છે. આપણા આહારમાં કડવો રસ અરુચિકર હોવાથી એવાં દ્રવ્યોનો વપરાશ ખૂબ ઓછો થાય છે અને આજકાલ ઉત્પન્ન થતા અમુક રોગોનું આ જ કારણ છે. દૈનિક આહારમાં કડવા રસનું અમુક માત્રામાં નિયમિત સેવન કરવાથી આરોગ્યને સ્થિર રાખી શકાય છે અને જો ભૂલથી પણ રોગો થાય તો તેના સેવનથી તેને મટાડી શકાય છે.

 

ક કારેલાંનો ‘ક’

 

ગ્રીષ્મમાં સંચય થયેલા વાયુનો વર્ષાઋતુમાં પ્રકોપ થાય છે. એટલે જ વર્ષાઋતુમાં વાયુના રોગોનું પ્રમાણ વધે છે. વાયુનો ગુણ શીત છે અને વર્ષાનો સ્વભાવ પણ શીત એટલે કે ઠંડો છે એટલે વર્ષાઋતુમાં આહાર તાજો અને ગરમગરમ લેવો જોઈએ. ઠંડાં અને વાસી આહારદ્રવ્યોથી આ ઋતુમાં ઝાડા, ઊલટી, તાવ, ત્વચાના અને રક્તના રોગો થવાની પૂરી શક્યતા રહે છે. આ ઋતુમાં જો કારેલાં અને લીંબુનો ઉચિત ઉપયોગ કરવામાં આવે તો વર્ષાઋતુજન્ય રોગો સાત ગજ દૂર રહે છે. વર્ષાઋતુમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. તેને કારેલાં અને લીંબુના ઉપયોગથી ટકાવી શકાય. વર્ષામાં મંદ થયેલા જઠરાગ્નિને કારેલાં અને લીંબુનો ઉપયોગ પ્રદીપ્ત કરે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થતાં પાચનશક્તિ વધે છે. વર્ષાઋતુ વાયુના પ્રકોપ અને પિત્તના સંચયની ઋતુ છે. વર્ષામાં સંચિત થયેલું પિત્ત શરદઋતુમાં પ્રકૃપિત થાય છે. આ કારણને લીધે જ વર્ષા પછીની શરદઋતુમાં પિત્તના રોગોનું પ્રમાણ વધે છે. જો શરદના આ પિત્ત પ્રકોપથી થતા તાવ વગેરે રોગોથી બચવું હોય તો વર્ષામાં-શ્રાવણમાં કારેલાંનો ઉપયોગ કરવો કે જેથી ભાદરવામાં થતા પિત્તના-તાવના રોગોથી બચી શકાય. કારેલાં પચવામાં સુપાચ્ય એટલે કે હલકાં હોવાથી વર્ષામાં તે શ્રેષ્ઠ ઔષધશાક છે. કૃમિઓનો ઉપદ્રવ વર્ષામાં વધે છે અને કારેલાંને કૃમિનાશક ગણાવ્યાં હોવાથી વર્ષામાં તેનો ઉપયોગ ખૂબ હિતાવહ છે. આમ, આયુર્વેદીય ઉત્તમ શાક-ઔષધ છે એટલે પ્રકૃતિએ આ ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં આપેલાં આ કારેલાં તરફ મોઢું ન મચકોડતાં તેનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ.

 

 

સૌજન્ય : સંદેશ

 

 

ક્યાં થાય છે કારેલા ?  …

 

 

કારેલાનું વતન કયું તે વિશે તો ઝાઝી માહિતી મળતી નથી, પણ તે ગરમ અને ભેજયુક્ત આબોહવામાં થાય છે. તેથી મુખ્યત્વે તે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, દક્ષિણ-પૂર્વ એશિયા, ચીન, આફ્રિકા, કેરેબિયન ટાપુઓ અને દક્ષિણ અમેરિકાના કેટલાંક પ્રદેશોમાં તે મબલખ ઊગે છે. કારેલાં વિશે નવાઈ ઉપજાવે તેવી એક વાત એ છે કે આ શાક કડવું હોય છે, પણ તે પાકીને પીળું થાય અને તેની અંદર રહેલો ગર લાલ થઈ જાય ત્યાર પછી ગરનો સ્વાદ મીઠો થઈ જાય છે! દક્ષિણ-પૂર્વ એશિયાના ઘણાં પ્રદેશોમાં સલાડમાં કારેલાંના આ મીઠા ગરનો ઉપયોગ કરવામાં આવે છે.

 

 

karela

 

 

 અવનવી વાનગીઓ  …

 

કારેલાંને ભરીને બનાવી શકાય છે, બટાટા સાથે કે એકલા બનાવી શકાય છે, ગોળ નાંખીને ગળ્યું શાક બનાવી શકાય છે. ઘણાં લોકો તેનાં ભજિયાં પણ બનાવે છે. કેટલાંક લોકો કારેલાંની છાલ કાઢયા વિનાનું જ શાક બનાવે છે. જ્યારે ઘણાં-ખરાં ઘરોમાં ગૃહિણી કારેલાંની છાલ કાઢીને તેના ચીરા કરીને મીઠું ભરીને થોડી વાર સુધી મૂકી રાખે છે, અને પછી તેનું પાણી છૂટે એટલે બરાબર નીચોવીને ધોઈ કાઢે છે, જેથી તેની ઘણીખરી કડવાટ જતી રહે છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કારેલાંનું ડુંગળી અને લસણથી ભરપૂર શાક બનાવાય છે. જાપાનમાં પણ કારેલાં ખાનારો મોટો વર્ગ છે. ઇન્ડોનેશિયામાં નાળિયેરના દૂધ સાથે કારેલાંની કરી બનાવવામાં આવે છે. તો વળી નેપાળમાં તો કારેલાંનું અથાણું બને છે.

 

ઔષધ  …

 

લાંબા સમયથી એશિયન વૈદક પરંપરામાં કારેલાંનો ઉપયોગ થતો આવ્યો છે. મોટાભાગના કડવાટવાળા ખાદ્યપદાર્થોની માફક કારેલાં પાચનશક્તિને ઉત્તેજે છે. કોલમ્બિયનો, પનામાવાસીઓ અને એશિયનો કારેલાંને મેલેરિયા રોકવા માટે મહત્ત્વનું માને છે. પનામામાં મેલેરિયા અને ડાયાબિટીસની સારવાર માટે કારેલાંનાં પાંદડાંને ગરમ પાણીમાં ઉકાળીને તેની ચા બનાવાય છે અને તે ચા દર્દીને પીવડાવવામાં આવે છે.

 

કારેલાંમાં વિટામિન બી-૧, બી-૨, બી-૩ અને વિટામિન-સી, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, ઝિન્ક, ફોસ્ફરસ, મેંગેનિઝ અને ફાઇબર ભરપૂર માત્રામાં મળી રહે છે. તે લોહતત્ત્વનો પણ સ્રોત છે. ઉપરાંત તેમાં બ્રોકોલી કરતાં બમણું બીટા-કેરોટિન, પાલક કરતાં બમણું કેલ્શિયમ અને કેળાં કરતાં બમણું પોટેશિયમ રહેલું હોય છે.

 

ટિપ્સ  …

 

દમ થયો હોય ત્યારે કારેલાંનું મસાલા વિનાનું અને છાલ ઉતાર્યા વિનાનું શાક ખાવાથી ફાયદો થાય છે.

 

પેટમાં ગેસ અને અપચો થયો હોય તો કારેલાંનો જ્યૂસ પીવાથી ફાયદો થાય છે.

 

કારેલાંના રસમાં થોડું સિંધાલૂણ નાંખીને પીવાથી ઊલટીમાં તરત જ રાહત થાય છે.

 

ડાયાબિટીસના દર્દીએ અડધો કપ કારેલાંના રસમાં સમાન માત્રામાં ગાજરનો રસ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. ઉપરાંત કારેલાંનો પાઉડર કે તેના રસમાં જાંબુના ઠળિયાનો પાઉડર અને હળદર ભેળવીને મધ ઉમેરી રોજ બે વાર લેવું પણ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભપ્રદ છે.

 

કારેલાંનાં પાન કે સૂકાં કારેલાંનો ઉકાળો કરી તેમાં થોડી સૂંઠ, હળદર અને મધ ઉમેરીને ગરમ-ગરમ પીવાથી કફ અને શરદીમાં રાહત રહે છે.

 

ગુણધર્મો : 

 

કારેલાં – સ્વાદે કડવા, તીખા, ખારા અને ગુણમાં હળવા, વાયુકર્તા, પિત્તશામક, ત્રિદોષનાશક, જઠરાગ્નિવર્ધક, રૂચિકર્તા, પાચનકર્તા, પેશાબ લાવનાર, ઉત્તેજક, રક્તશુદ્ધ કર્તા, જખમ રૂઝાવનાર, નેત્રને હિતકર, માસિકસ્ત્રાવ જન્માવનાર, ધાવણ શુદ્ધકર્તા અને કૃમિ, તાવ, ગોળો, ઉદરશૂળ, વ્રણ દાહ, પીડા, પાંડુ, પ્રમેહ, મધુપ્રમેહ, કોઢ, ખાંસી, શ્વાસ, અરૂચિ, કફદોષ તથા કમળો મટાડે છે. કારેલી : કારેલા જેવા જ ગુણો ધરાવવા ઉપરાંત તે વધુ કડવી, ગરમ, પથ્યકર, વાયુકર્તા અને અરૂચિ, કૃમિ તાવ તથા કોઢનો વિશેષ નાશ કરે છે. દવામાં ફળ લેવાય છે.

 

૧)   કારેલા ભૂખને વધારનાર પાચન શક્તિ વધારનાર તથા પાચનમાં હલકા અને ઠંડા હોય છએ. તેની પ્રકૃત્તિ ઠંડી હોવાને કારણે ગરમીથી થતા વિકારોને દૂર કરે છે. કારેલા તાવ, ઉધરસ તથા પેટના કીડાઓનો નાશ કરે છે.

 

૨)   કારેલામાં વિટામિન-સી ઉપરાંત તેમાં ગંધયુક્ત બાષ્પશીલ તેલ, કેરોટીન, ગ્લુકોસાઈડ, સેપોનિન, અલ્કેલાઈડ તથા બિટર્સ મળે છે. આ બધા પોષક તત્વોને કારણે તે કેવળ શાકભાજી ન રહેતા એક વિશેષ ઔષધી બની જાય છે.

 

૩)   કારેલા ડાયાબિટીસમાં રામબાણ ઔષધિનું કાર્ય કરે છે. છાંયામાં સુકવેલા કારેલાનો એક ચમચી પાવડર દરરોજ સેવન કરવાથી ડાયાબિટીસમાં ચમત્કારી વાભ મળે છે. કારણકે કારેલા પેંક્રિયાજને ઉત્તેજિત કરી ઈન્સુલિનના સ્ત્રાવને વધારે છે.

 

૪)   બીટર્સ તથા આલ્કેલાઈનની તત્વો તેમાં હોવાથી તે લોહીના વહનમાં લાભ કરે છે તથા તે રક્ત શુદ્ધિ કરણમાં મદદ રૂપ હોવનાથી ચામડીનો રોગ કે ચામડી પર થતા રહેતા નાના વિકારો મટાડે છે.

 

૫)   કારેલાના બીજમાં વિરેચક-તેલ મેળવવામાં આવે છે. જેના કારણે કારેલાનું શાક ખાવાથી કબજીયાત નથી થતી. તેના સેવનથી એસિડિટી, ખાટા ઓડકારમાં આરામ મળે છે.

 

૬)  વિટામિન એ તેમાંથી મળતું હોવાથી તેનું શાક ખાવાથી રતાંધળાપણું નથી આવતું. સાંધાની બીમારીમાં કારેલાનું શાક તથા સાંધા પર કારેલાના પાંદડાનો રસ લગાવવાથી આરામ મળે છે.

 

ઔષધિ પ્રયોગ :  …

 

(૧) પિત્ત (ગરમી) વિકાર : કારેલીનાં પાનના રસમાં સાકર તથા ઘી ૧ ચમચી નાંખી પીવું. પિત્તની ઊલટી કરવી હોય, તો કારેલીનો રસ એકલો પીવો. કદીક તેથી ઝાડા-ઊલટી બંને થાય છે.

 

(૨) ઠંડી શરદીનો તાવ : કારેલી કે કારેલાના પાનના રસમાં જીરું તથા મધ નાંખીને પીવું.

 

(૩) રતાંધતા : કારેલી કે કારેલાના પાનના રસમાં કાળ મરી ઘસીને આંખમાં રોજ સાંજે આંજવું.

 

(૪) કૉલેરા : કારેલીનો રસ કાઢી, તેમાં તલનું તેલ ઉમેરી પી જવું.

 

(૫) દૂઝતા હરસ : કારેલી – કારેલાના પાન કે ફળના રસમાં સાકર નાંખી પીવું.

 

(૬) પેશાબ ન થવો (મૂત્રાઘાત) : કારેલના પાનના ૩૦ ગ્રામ રસમાં ૧ ગ્રામ હિંગ ભૂકી નાંખી પીવાથી પેશાબ ઊતરશે.

 

(૭) ડાયાબીટીશ : કારેલાનો પાઉડર કે તેનો રસ, જાંબુના ઠળિયાનો પાઉડર અને હળદર ચૂર્ણ મિશ્ર કરી, મધ ઉમેરી રોજ બે વાર લેવું.

 

(૮) બરોળ (સ્પ્લીન) વધવી : કારેલાના રસમાં થોડી રાઈ તથા મીઠું મેળવી રોજ સવાર-સાંજ પીવું.

 

(૯) હરસ : કારેલાનું શાક રોજ ખાવું અને કારેલાની ચટણી હરસ પર રોજ લગાવવી.

 

(૧૦) અમ્લપિત્ત : કારેલાના પાન કે ફૂલથી ઘી સિદ્ધ કરી, તે રોજ ૧-૧ ચમચી સાકર સાથે લેવું.

 

(૧૧) કિડની કે મૂત્રાશયની પથરી : કારેલાનો રસ ૧૫ થી ૩૦ ગ્રામ લઈ, તેમાં દહીં મેળવીને ૩ દિન આપો. પછી ૩ દિન પ્રયોગ બંધ રાખી, ફરી ૪ દિન આપો.

 

(૧૨) કફ – શરદી : કારેલાના પાન કે સૂકા કારેલાનો ઉકાળો કરી, તેમાં થોડી સૂંઠ, હળદર તથા મધ ઉમેરી ગરમ ગરમ પીવો.

 

કડવા કારેલાની 5 સ્વાદિષ્ટ વાનગીઓ  … 

 

 

૧)   મસાલા કારેલા 

 

સામગ્રી-

 

-1 કપ કારેલાની સ્લાઈસ

-1 કપ ઝીણી સમારેલી ડુંગળી

-1/2 કપ સમારેલા ટામેટાં

-1 ચપટી મરચું

-1 ચપટી ધાણાજીરું

-1 ચપટી હળદર

-1 ચપટી ખાંડ

-2 ટી સ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર

 

રીત …

 

સમારેલા કારેલા પર થોડું મીઠું લગાડી દસ મિનિટ માટે બાજુ પર રાખો. મીઠું લગાડેલા કારેલા રસોડાના નેપકીન પર પાથરી દો. નેપકીન વડે હળવે હાથે દબાવો. જેથી નેપકીન બધી ભીનાશ શોષી લે. હવે એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં કારેલા નાખી સતત હલાવતા રહો. તેને દસ મિનિટ સુધી એટલે કે કારેલા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો. પછી તેમાં ડુંગળી નાખી થોડી વધુ મિનિટ સાંતળો. છેલ્લે તેમાં ટામેટા, મરચું, ધાણાજીરું પાવડર, હળદર, ખાંડ અને મીઠું મેળવી થોડી વધુ મિનીટ સાંતળી લો. ગરમા-ગરમ મસાલા કારેલા સર્વ કરો.

 

૨)   કાજુ કારેલા

 

 સામગ્રી- 

 

-100 ગ્રામ કાજુ

-2 નંગ કાચા કેળા

-8 થી 10 નંગ કારેલા

-4 ચમચી તલ

-1 ચમચી રાઈ

-2 ચમચી લાલ મરચું

-4 ચમચી દળેલી ખાંડ

-1 ચમચી આદું-મરચાંની પેસ્ટ

-મીઠું સ્વાદાનુસાર

-તેલ જરૂર મુજબ

-કોથમીર

 

રીત-

 

સૌપ્રથમ કારેલા છોલી તેની ચિપ્સ કરી લેવી. ચિપ્સમાં મીઠું નાખી દસ મિનિટ રાખવી. ત્યારબાદ મીઠું નીતારી કોરી કરવી. કાચા કેળાની છાલ દૂર કરી ચિપ્સ કરવી. હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ, કારેલા તથા કાચા કેળાની ચિપ્સ કરી વારા ફરતી નાખીને તળી લો. હવે કડાઈમાં વઘાર માટે તલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, હિંગ નાખી તળેલા કાજુ, કારેલા, કેળા ઉમેરવા. ત્યાર બાદ બાકીની તમામ સામગ્રી ઉમેરવી. થોડીવાર હલાવી ગેસ બંધ કરવો. સર્વ કરતી વખતે સમારેલી કોથમીર નાખીને સર્વ કરવું.

 

૩)   સ્વીટ કારેલા

 

 

 

સામગ્રી-

 

-500 ગ્રામ કારેલા

-100 ગ્રામ ગોળ

-200 ગ્રામ ખજૂર

-1 ચમચી ઇલાયચી પાઉડર

-1 ચમચી જાયફળ પાઉડર

-3 ચમચી તજ-લવિંગ ભૂકો

-1/4 કપ વરિયાળી પાઉડર

-100 ગ્રામ બટર

-3 થી 4 ડ્રોપ વેનિલા એસેન્સ

 

રીત-

 

સૌપ્રથમ કારેલા ધોઈ બી કાઢી ચોરસ પીસ કરી લેવા. ઊકળતા પાણીમાં દસ મિનિટ બાફવા. ખજૂર બાફી તેનો માવો કરવો. હવે એક કડાઈમાં ગોળ છીણી, ગોળ ડૂબે તેટલું પાણી ઉમેરો. ગોળ ઓગાળવો. ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી ચાસણી થવા દેવી. ત્યાર બાદ તેમાં કારેલા અને બટર ઉમેરી ત્રણથી ચાર મિનિટ ચઢવા દેવા. ત્યારબાદ તેમાં ખજૂરનો માવો તથા બાકીની સામગ્રી ઉમેરી ગેસ બંધ કરવો. સ્વીટ કારેલાને પરોઠા જોડે સર્વ કરવું. સ્વીટ સબ્જીના શોખીન માટે સ્વીટ સબ્જી તૈયાર. બટરનો પીસ બાઉલમાં મૂકવો.

 

૪)   કારેલા ડ્રાય ચટની

 

 

 

સામગ્રી-

 

-200 ગ્રામ કારેલા

-200 ગ્રામ ટોપરાનું છીણ

-100 ગ્રામ દાળિયા

-3 ચમચી અડદ દાળ શેકેલી

-5 થી 6 દાણા લીંબુનાં ફૂલ

-1 ચમચી સૂકા ધાણા

-1 ચમચી કસુરી મેથી

-4 ચમચી ખાંડ

-4 ચમચી તલ

-મીઠું સ્વાદાનુસાર

 

રીત-

 

સૌપ્રથમ કારેલાના બી કાઢી ઝીણા સમારવા અથવા છીણવા. તેમાં દાળિયા દાળ અને અડદ દાળ શેકેલી નાખી ક્રશ કરવી. ત્યાર બાદ બાકીની સામગ્રી મિક્સ કરી થોડું જરૂર પૂરતું પાણી ઉમેરી એકદમ ક્રશ કરવી. બાઉલમાં કાઢીને જરૂર પ્રમાણે વાપરવી.

 

નોંધ : ઉપયોગમાં લેતા પહેલાં દહીં નાખી મિક્સ કરવી.  સ્વાદ અનુસાર ગળપણ વધારી શકાય.

 

૫)   કારેલા કોકોનટ વડાં

 

 

 

સામગ્રી-

 

વડાં માટે-

 

-250 ગ્રામ કારેલા

-100 ગ્રામ કોપરાનું છીણ

-1 નંગ બાફેલું બટાકું

-1 કપ સિંગ ભૂકો

-3 ચમચી આદું-મરચાની પેસ્ટ

-4 ચમચી પલાળેલી કાળી દ્રાક્ષ  -4 ચમચી તળેલા કાજુ

-4 ચમચી દાડમના દાણા

-મીઠું સ્વાદાનુસાર

-4 ચમચી દળેલી ખાંડ

-કોથમરી

 

ખીરા માટે-

 

-2 કપ ચણાના લોટ

-મીઠું સ્વાદાનુસાર

-પાણી જરૂર મુજબ

-1/2 ચમચી ચાટ મસાલો

-1/2 ચમચી મરી પાઉડર

-તેલ તળવા માટે

-1 ચમચી ઘી

 

રીત-

 

સૌપ્રથમ સમારેલા કારેલાને ઊકળતા પાણીમાં બાફો. ત્યારબાદ મિક્સીમાં ક્રશ કરો. બટાકાનો માવો કરવો. ક્રશ કરેલા કારેલામાં વડાંની તમામ સામગ્રી ઉમેરો. સામગ્રીમાંથી નાના ગોળા વાળો. ચણાના લોટમાં મીઠું, મરી નાખી બહુ પાતળું નહીં તેવું જાડું ખીરું બનાવો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં થોડું ઘી નાખવું. ચણાના લોટમાં કારેલાના ગોળા નાખી ગરમ તેલમાં તળવા. સોસ જોડે સર્વ કરવા

 

Courtesy Divya Bhasker

 

૬)   સ્ટફ્ડ કારેલા

By Swati Gadhia 

 

 

મિત્રો, ચોમાસાની આ ઋતુમાં “ઉની ઉની રોટલી ને કારેલાનું શાક”   એ જોડકણું યાદ આવ્યા વિના રહે નહીં ખરું ને તો ચાલો આજે બનાવીએ આ ભરેલા કારેલા…

 

સામગ્રી :-

 

૨૫૦ કારેલા

૧    ડુંગળી

૧    ચમચી આદુ મરચા લસણની પેસ્ટ

૧    ચમચો ચણાનો લોટ

૧    ચમચો  શેકેલા સિંગદાણાનો ભૂકો

૧    ચમચી હળદર

૧    ચમચી ધાણાજીરુ

૧    ચમચો ગોળ

૧/૪ ચમચી ચાટ મસાલો

૩    ચમચા તેલ

મીઠું સ્વાદ અનુસાર

 

રીત :-

 

સૌ પ્રથમ બધા કારેલામાં એક એક લાંબો ચીરો પાડીને મીઠાવાળા પાણીમાં બાફી લો. સારી રીતે બફાઈ જાય એટલે તેને પાણીમાંથી કાઢીને એકબાજુ પર રાખો.

 

એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકીને તેમાં આદુ – મરચા – લસણની પેસ્ટ અને પાતળી સમારેલી ડુંગળીને સાંતળી લો. તેમાં હળદર. ધાણાજીરુ, ચણાનો લોટ શેકીને ફોતરા ઉખેડેલા સિંગદાણાનો ભૂકો અને મીઠું વારાફરતી ઉમેરતા જાવ અને હલાવતા રહીને સારી રીતે મિક્સ કરી લો. બધું એકદમ ભેગું થવા માંડે ત્યાં સુધી તેને ગેસ પર હલાવતા રહો. ત્યારબાદ ગેસ પરથી ઉતારીને તેમાં ગોળ (ગોળને બદલે ખાંડ પણ વાપરી શકાય) ભેળવી લો. છેલ્લે તેમાં ચાટ મસાલો  ભેળવી લો.

 

હવે આ મિશ્રણને કાપા પાડીને બાફેલા કારેલામાં ભરી લો અને ફરી એક કડાઈમાં તેલ મૂકીને રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી તેમાં ભરીને તૈયાર કરેલા કારેલા નાખી દો. વધેલા મસાલાને ઉપર પાથરી લો. કારેલા ચડી જાય એટલે ગેસ પરથી ઉતારીને ઉપરથી લીલી કોથમીર છાંટીને પીરસો…

 

વધારે તીખું કરવા માટે લાલ મરચાનો પાવડર ઉમેરી શકાય. અને હા, ચાટ મસાલો ભેળવવાથી કારેલાની કડવાશ વધી જાય છે માટે એ સ્વાદ પ્રમાણે ઉમેરવો.

 

 

સૌજન્ય : સાભાર :  [email protected], [email protected]

 

 

૭)   કુરકુરા કારેલાં …

 

સામગ્રી – 

 

કારેલાં બે કપ (પાતળી ગોલ સ્લાઈસમાં કાપેલાં), પાતળી લાંબી ડુંગળી એક કપ,લાલ મરચું 2 ટી સ્પૂન, જીરા પાવડર 2 ટી સ્પૂન , આમચૂર પાવડર એક ટી સ્પૂન, વરિયાળી અધકચરી વાટેલી 1/2 ટી સ્પૂન, મીઠુ અને ખાંડ સ્વાદમુજબ, તેલ તળવા માટે.

 

બનાવવાની રીત – 

 

એક ટી સ્પૂન મીઠુ મિક્સ કરેલી કારેલાની સ્લાઈસ 10-15 મિનિટ સુધી રાખી મુકો. પછી બંને હાથોથી દબાવી તેનુ પાણી કાઢી નાખો. તેલ ગરમ કરીને તેમા ડુંગળી સોનેરી થતા સુધી તળી લો. પછી કારેલાના સ્લાઈસ પણ સોનેરી થતા સુધી તળી લો. 
તળેલી ડુંગળી અને કારેલાને ગરમ સ્લાઈસ પર લાલ મરચું, જીરુ અને વરિયાળી પાવડર, આમચૂર, મીઠુ અને વાટેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી દો. ક્રંચી કારેલા ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.

 

કારેલાંની વાનગીઓ બનાવતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

 

 

 • હંમેશાં કૂણાં કારેલાં પસંદ કરો. કૂણાં કારેલા ઓછા કડવા હોય છે.
 • કારેલાંની કડવાશને ઓછી કરવા માટે તેને સમારીને તેમાં મીઠું મેળવી દો. દસ-પંદર મિનિટ પછી કારેલાંને નીચોવીને પાણીથી ધોઈ લો.
 • કારેલાંના શાકને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આમલી, ગોળ, સિંગદાણાનો ભૂકો, છીણેલું કોપરું વગેરે નાખો.
 • કારેલાંના શાકને સ્વાદિષ્ટ બનાવવા તેને તળીને રાંધો. તેમાં બટાકા, કાજુ-દ્રાક્ષના ટુકડા વગેરે ભરીને રાંધો.

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

વર્ષાઋતુમાં ખૂબ વકરતા વિવિધ રોગો અને ઉપાય …

વર્ષાઋતુમાં ખૂબ વકરતા વિવિધ રોગો અને ઉપાય …

વર્ષાઋતુમાં ખૂબ વકરતા વિવિધ જ્વર …

આજકાલ : માલિની રાવલ

 

fever

 

સામાન્ય બોલીમાં આપણે જેને જ્વર કહીએ છીએ આ તાવને હિન્દીમાં બુખાર કહે છે, સિંધીમાં બટો તો અંગ્રેજીમાં ફીવર તથા અરબીમાં ‘હુમ્મા’ના નામથી ઓળખાય છે. આયુર્વેદમાં જ્વરને સ્વતંત્ર રોગના રૂપમાં તથા અન્ય રોગોનો ઉપદ્રવ સ્વરૂપ પણ માનવામાં આવે છે.

જ્વર અથવા તો ‘તાવ’ને રોગોનો રાજા કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ કોઈના કોઈ સમયે જ્વરથી પીડાય છે. સામાન્ય રીતે તાવ ગમે તે મોસમમાં આવી શકે છે, પરંતુ તેનો પ્રકોપ વર્ષાઋતુમાં વિશેષ જોવા મળે છે. તેનું કારણ આપણા જાણીતા વૈદ્યરાજ કહે છે કે : આ ઋતુમાં જઠરાગ્નિ મંદ થઈ જાય છે અને તાવનું મુખ્ય કારણ જઠરાગ્નિની શિથિલતા પણ છે. તેથી વર્ષાઋતુમાં તાવનો ઉપદ્રવ અધિક થતો હોવાથી તેનાથી ચેતતા રહેવું.

આયુર્વેદમાં જ્વર-તાવનું વર્ણન સર્વપ્રથમ કરવામાં આવ્યું છે.  કહેવાય છે કે, જન્મ અને મૃત્યુ સમયે દરેક પ્રાણી તાવની અસરમાં આવી જાય છે.  એવું માનવામાં આવે છે કે, આ સમયે તાવની અસરને કારણે પ્રાણી પુનર્જન્મની વાતો ભૂલી જાય છે.

અમદાવાદના એક જાણીતા ફિઝિશિયનનું કહેવું છે કે, લોકોએ તાવ શું છે એ જાણવું જરૂરી છે.  સ્વસ્થ વ્યક્તિના શરીરનું તાપમાન ૯૮.૪’ હોય છે.  જ્યારે શરીરનું તાપમાન તેનાથી વધી જાય છે ત્યારે તાવ આવ્યો છે, એમ કહેવાય.  તાવ મનુષ્યને માત્ર આવે છે તેવું નથી.  તાવ પશુ-પક્ષી અને અન્ય જાનવરોને પણ આવે છે, પણ તાવને સહન કરવાની શક્તિ માત્ર મનુષ્યોને જ પ્રાપ્ત થઈ છે. મોટાભાગના પ્રાણીઓ તાવને સહન કરી શકતા નથી પરિણામે મૃત્યુ પામે છે.

પ્રશ્ન એ થાય કે, વર્ષાઋતુમાં જ તાવનો પ્રકોપ વધુ થાય છે તેનું કારણ શું ?

આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલનું કહેવું છે કે : વર્ષાઋતુમાં વરસાદ અને આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે હવામાં ભેજની માત્રા વધી જાય છે. જેનાથી અનાજ, વનસ્પતિમાં પણ ભેજની માત્રા વધી જાય છે. જળ દૂષિત થઈ જાય છે. દૂષિત જળ તો રોગચાળાજનક ગણાય છે. ધાન્ય અને ખાદ્ય પદાર્થોમાં ભેજને કારણે અમ્લતા આવી જાય છે. આ અમ્લતાને કારણે જ વર્ષાઋતુમાં પિત્તનો સંચય થાય છે. તાવનો મુખ્ય દોષ પિત્ત છે, કારણ કે જ્વરથી જઠરાગ્નિ મંદ થઈ જાય છે. જેને કારણે તાવ આવે છે, અપચો થાય છે. આ ઋતુમાં મોટાભાગના લોકો દૂષિત જળ પીવાને કારણે તાવનો ભોગ બને છે. ચોમાસામાં દરેક વ્યક્તિએ દૂધ અને પાણી ઉકાળીને જ પીવાં જોઈએ.

આધુનિક મતાનુસાર વર્ષાઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે જેનાથી મચ્છર ઉત્પન્ન થાય છે અને આ મચ્છરોના કરડવાથી મેલેરિયાનો તાવ આવે છે. વર્ષાઋતુમાં ઠંડી હવા શ્વાસ દ્વારા ફેફસાંમાં પહોંચે છે ત્યારે શરદી થઈ જાય છે. આ જ્વરનું પૂર્ણ લક્ષણ છે.

વર્ષાઋતુમાં તાવથી બચવા માટે મોસમ અનુસાર પથ્યનું પાલન (પાચનશક્તિ) કરવું જોઈએ. ખાસ કરીને આ ઋતુમાં એકદમ હળવો આહાર આરોગવો જોઈએ. આ ઋતુમાં જ ર્ધાિમક તહેવારો બહુ હોય છે. ખાસ કરીને વ્રતો અને શ્રાવણના ઉપવાસ એકટાણા. આથી ર્ધાિમક દૃષ્ટિએ જોઈએ તો ઉપવાસ-વ્રત વગેરેને વર્ષાઋતુમાં આવતા તહેવારોને અધિક પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઉપવાસને આયુર્વેદમાં ‘લાંઘણ’ કહેવામાં આવે છે અને ઈશ્વરે ખાસ આ ઋતુમાં જ આ ‘લાંઘણ’ની ગોઠવણ કરી છે, પણ આજે તો આ ઉપવાસના નામે ફરાળી વાનગીઓ વધારે ખવાય છે. જેથી સો ટકા આ ઋતુમાં અપચો થવાનો સંભવ વધુ રહે છે અને તાત્કાલિક લોકો માંદા પડે છે.

કુદરતે આ ઋતુમાં તાવ અને અન્ય વ્યાધિથી બચવા માટે જ લોકોને ર્ધાિમક તહેવારોના બહાને ઉપવાસ-વ્રતનું નિર્માણ કર્યું છે. જેથી લોકો ફળફળાદિ ખાઈને ઉપવાસ (ખાલી પેટ) રહે, જેથી તેને કોઈ વ્યાધિ સતાવે નહીં અને તેની આ ઋતુ બહુ જ સરળ રીતે પસાર થઈ જાય.

વૈદ્યરાજ તાવના પ્રકારો વિશે કહે છે : આયુર્વેદ ગ્રંથમાં જ્વરના ઘણા પ્રકાર બતાવવામાં આવ્યા છે. દોષના આધાર પર આવતા તાવના આઠ ભેદ કહેવામાં આવ્યા છે. વાત-પિત્ત-કફ-વાતપિત્ત- વાતકફ-કફપિત્ત-સંનિપાત અને વિષજન્ય આંગતુક જ્વર.

આયુર્વેદના ગ્રંથ પ્રમાણે ઉપચારના આધાર પર સાધ્ય અને અસાધ્ય એમ બે પ્રકારના તાવ આવે છે. ઉપરાંત કામજ્વર-શેષજ્વર- વિષજ્વર- ક્રોધજ્વર આના પણ પ્રકાર જોવા મળે છે.  આધુનિક તબીબીશાસ્ત્રમાં મેલેરિયા- ટાઈફોઈડ- વાઈરલ ફીવર તથા રૂગ્મેટિક ફીવર જેવા તાવના મુખ્ય પ્રકાર ગણવામાં આવે છે.

વર્ષાઋતુમાં આવતા તાવના લક્ષણો તપાસીએ તો પ્રથમ તો આપણા શરીરમાં આળસ થવા લાગે છે, ક્યાંય દિલ ચોંટતું નથી, થાક લાગે છે, આંખોમાં પાણી કે આંસુ આવવા લાગે છે, બગાસાં આવે છે, શરીર આખામાં કળતર થાય છે, આંખો બળે છે, હાથ-પગ ઠંડા પડવાનો ભાસ થાય છે.  શરીરના રુંવાડાં ઊભાં થવા લાગે છે.  અરુચિ અને નબળાઈ લાગે છે. તાવ પહેલાંના શરૂઆતના આવા બધા લક્ષણો થવા લાગે છે.  આવા પ્રાથમિક લક્ષણોને કદી અવગણવા નહીં.  આ વખતે શરીરનું તાપમાન એકાએક વધી જાય છે અને પરિણામે તાવ આવે છે.  ઘણાને તાવ આવતા પહેલાં માથું દુખવા લાગે છે.  કેટલીક વખત ગભરામણ પણ થવા લાગે છે.

તાવ આવવાનું મુખ્ય કારણ પિત્ત છે.  આ પિત્ત અને રસ ધાતુ ગણાય છે.  શરૂઆતમાં તાવના તાપમાનનું પ્રમાણ ઓછું હોય છે અને એટલે જ તાવમાં વધુ પડતો ભારે ખોરાક લેવાની ના હોય છે. એઓમાં પણ જો ઉપવાસ એટલે કે ભૂખ્યા રહીએ તો તાત્કાલિક તાવમાં રાહત થાય છે.

તાવની પહેલી અવસ્થામાં ઉપવાસ કરવો, જ્યારે તાવની મધ્ય અવસ્થામાં આપણે લીધેલો ખોરાક જલદી પચી જાય તેવી દવાઓ લેવામાં આવે, જેનાથી દૂષિત આમનું પાચન થાય છે અને શરીર હળવુંફૂલ બને છે.  પાચનની દવાઓ સાથે તાવ નાશ પામે તેવી પણ દવા લેવી જોઈએ.

ટૂંકમાં, વર્ષાઋતુમાં આપણે આપણા ખોરાકના સેવનનો બરાબર ખ્યાલ રાખીએ તો આ બધી લમણાંઝીંકથી દૂર રહીએ.

 
સૌજન્ય : સંદેશ દૈનિક

(૨)  વર્ષાઋતુમાં વકરતા ત્વચાના રોગ …

 

શરીરની સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવું. નહાવાના પાણીમાં દર ૨-૩ દિવસે લીમડાની છાલ કે પાંદડા અથવા કણજીની છાલ ઉકાળી તે પાણીથી નહાવું જોઇએ.  ચોમાસામાં પ્રોટીન તથા વિટામિન સીયુકત સુપાચ્ય આહાર વધારે લેવો જોઇએ.  પીવાના પાણીમાં નિર્મળીના બી પલાળી રાખી તે પાણી પીવું જોઇએ. નિર્મળીના બી શ્રેષ્ઠ જંતુનાશક છે.

ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોવાથી શરીર પરનો પરસેવો સૂકાતાં વાર લાગે છે.  હવામાં ઊડતા ધૂળના રજકણો શરીર પર ચોંટે છે.  પરિણામે ત્વચાના છિદ્રો પૂરાઇ જાય છે. ત્વચા ચીકણી, ભેજવાળી રહેવાને કારણે ત્વચા પર અમુક પ્રકારના જંતુઓ ઉત્પન્ન થાય છે.  પરિણામે સાથળ, કમર, બગલ કે સાંધાના ભાગમાં ગૂમડા કે ચામડીના અન્ય રોગ થતાં જોવા મળે છે, આંગળીઓની વચ્ચે ઝીણી ફોલ્લીઓ થવી જેને ખસ કહેવામાં આવે છે.  તેમાં ખૂબ જ ખંજવાળ આવે છે.  શરીરના ગમે તે ભાગમાં ખરજવું થાય અથવા થયેલું હોય તો તે વધે છે.

કેટલીક મહિલાને શરીર પર દાઝી ગઇ હોય તેવા ફોલ્લા થઇ આવે છે, તો કોઇ મહિલાના નખમાં ઇન્ફેકશન થાય.  પરિણામે નખની આસપાસની ત્વચા લાલ થઇ જાય, ખંજવાળ આવે કે ત્વચા પાકી જાય તેથી દુ:ખાવો કે ક્યારેક પરુ પણ થઇ જાય છે.  ચોમાસામાં કેટલીક મહિલાના પગના પંજાની ત્વચા પોચી અને સફેદ થઇ જઇને પાણી નીકળવા લાગે છે.  પગની આંગળીઓ વચ્ચે ઊંડા ચીરા પડે છે. ખૂબ બળતરા, ખંજવાળ અને દુખાવો થાય છે. આવી તો ત્વચાની અનેક તકલીફ ચોમાસામાં વકરે છે.

કારણો આ ઋતુમાં જો શરીરની સ્વચ્છતા પર પૂરતું ધ્યાન રાખવામાં ન આવે કે સાંધાઓમાંથી બરાબર ભેજ લૂછવામાં ન આવે તો પણ ત્વચાના અનેક રોગ થાય છે.  વરસાદના પાણીમાં વારંવાર જવાથી પગની ત્વચાના અનેક રોગ થાય છે. આ ઋતુમાં પાચક અગ્નિ મંદ પડી જાય છે.  આવા વખતે ખાવાપીવામાં પૂરતું ધ્યાન ન આપવાથી પણ ચામડીના અનેક રોગ થાય છે.  મોટે ભાગે આ ઋતુમાં જ વધારે તળેલું કે મરી-મસાલાવાળું ખાવાની વધારે ઇચ્છા થાય છે, જેનાથી ત્વચાના રોગ ઉદ્ભવે છે.

ચહેરાની ત્વચા નિસ્તેજ થઇ જવી અર્કતેલ, લાવણ્યતેલ, કુંકુમાદિ તેલથી માલિશ કરવી.  લીંબુના રસમાં સોડા બાયકાર્બ કે ચપટી મીઠું મિક્સ કરી ત્વચા પર લગાવી તરત જ ધોઇ નાખો.  આનાથી ત્વચાની ચમક પાછી આવે છે.  આલુ, જરદાળુના પલ્પનો લેપ લગાવવો.

ચોમાસામાં ત્વચાની કોઇ પણ તકલીફ થાય કે ત્વચાની ચમક, ભેજ, રંગ સુંદર રહે તે માટે આ ઋતુ દરમિયાન શોધન ચિકિત્સા અનિવાર્ય છે. તે માટે લંઘન, બિસ્ત, વમનકર્મ કે વિરેચન ઉત્તમ ચિકિત્સા છે.  આ બધી ચિકિત્સાઓ કરવાની સાથોસાથ ત્વચાના રોગને દૂર કરવા માટે યોગ્ય આયુર્વેદિક દવાઓ પણ ચિકિત્સકની સલાહ અનુસાર લેવાથી ઉત્તમ પરિણામ મળે છે.

ચામડીના રોગ માટે લંઘન એટલે કે ઉપવાસ ઉત્તમ છે, જેને આયુર્વેદમાં શોધનકર્મ કહે છે. અઠવાડિયામાં એક વાર લંઘન-ઉપવાસ કરવો જોઇએ. અઠવાડિયામાં એક વાર સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ એક ચમચી પાણી સાથે રાત્રે લેવું જોઇએ.

ફોડલી કે ગૂમડા ચોમાસામાં ફોડલા કે ગૂમડા થતાં હોય તેમણે ગૂમડા પર નીમતેલ કે સેફતેલ લગાડવું.  લીમડાના પાન તથા કાળી જીરી વાટી તેનો લેપ લગાવવાથી પણ તે મટે છે. પગની આંગળીઓ પાકવી જે મહિલાઓને આંગળીઓ ફુગાઇ જાય, પાકે કે ચીરા પડતાં હોય તેમણે કોપરેલમાં હળદર મિક્સ કરી લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. ચરણકમલ મલમ, જાત્યાદિ મલમ કે જાત્યાદિ તેલ લગાવવાથી પણ ચીરામાં જલદી રૂઝ આવી જાય છે.  દાદર ખરજવું જો દાદર-ખરજવું જેવી તકલીફ થઇ હોય તો લીંબુના રસમાં ખાવાનો સોડા મિક્સ કરી લગાવી શકાય.

ઉપરાંત કેટલાક આયુર્વેદિક લેપ પણ લગાવી શકાય.  નખમાં ફંગસ કે પાક નીમતેલ મરિચ્યાદિ કે સેફતેલમાં રૂ બોળી નખ પર રાત્રે મૂકી પટ્ટી બાંધી દેવી.  આનાથી ફંગસ કે પાક ખૂબ જલદી મટે છે. ત્રફિળા ગુગળની બે-બે ગોળી ત્રણ વાર ખાવાથી પણ ફાયદો થાય છે. સ્નાન વખતે રાખો ધ્યાન અઠવાડિયામાં ૧થી ૨ વાર આખા શરીર તેમાંય બગલ, જાંઘ કે સાંધાના ભાગ પર નીમતેલ, કરંજતેલ કે વિડંગાધ્યતેલ રાત્રે લગાવી સવારે લીમડાના પાણીથી નહાવું.

 
ડૉ. નીતા ગોસ્વામી (આયુર્વેદિક બ્યૂટિ ફિઝિશિયન), સ્કિનકેર, વુમન ભાસ્કર, દિવ્યભાસ્કર

ચોમાસામાં વારંવાર સતાવતી અપચાની સમસ્યાના ઉપાય+સૂચનો ….

digesting

 
વરસાદની ઋતુમાં ઘણા દિવસો સુધી સૂર્યપ્રકાશ ન નિકળવાને લીધે આપણી પાચનશક્તિ મંદ પડે છે. તેને લીધે ખાવાનું ન પચતું નથી તેથી પેટ ભારે લાગે, જીવ મુંઝાવા લાગે, બેચેની લાગે, ઉલટી વગેરે સમસ્યા થવા લાગે છે. પરંતુ ચોમાસામાં આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કેટલાક આસાન ઘરેલું ઉપાયો પણ કારગર નિવડે છે.

અપચાની કે કબજિયાતની સમસ્યા તો અડધી રાત્રે પણ પરેશાની પેદા કરી શકે છે ત્યારે ઘણીવાર ઝાડા-ઊલટીની સમસ્યા થવા લાગે છે. એવી વખતે તહેવારોના સમયમાં તળેલી કે ગળી ભારે વસ્તુ ખાધી હોય તો અપચો થતો જ હોય છે. આવી વખતે ભારે ખોરાક લેવાને બદલે આગળ આપેલ ઉપાયો કરીને તમે અપચાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

૧) લીંબૂ –અપચો થવાથી લીંબુની ફાડપર નમક લગાડી ગરમ કરીને ચૂસવાથી ભોજન સરળતાથી પચી જાય છે.

૨) જમરુખ – અપચો કે આફરો ચડ્યવાથી ખાધા પછી 250 ગ્રામ જમરુખ ખાવું જોઈએ.

૩) જીરું –જીરું, સૂંઠ, સિંધાલું નમક, પીપળ, મરી સમાન માત્રામાં મેળવી, પીસીને તેમાં એક ચમચી રોજના દિવસમાં ત્રણ વાર ગરમ પાણી સાથે ફાંકી લો.

૪) અનાનસ –અનાનસની ચીર પર નમક અને મરી નાખીને ખાવો તો અજીર્ણ દૂર થાય છે.

૫) પપૈયું – ખાવાનું ન પચ્યા પછી પપૈયું ખાવાથી સારું રહે છે. પપૈયાના સેવનથી આ સમસ્યા દૂર થઈ જાય છે.

૬) ગાજર –ગાજરના રસમાં પાલકનો રસ મેળવી પીવાથી અપચો દૂર થાય છે.

૭) ટમેટા –ટમેટા પર નમક અને મરી છાંટી ખાવાથી અપચો દૂર થાય છે.

૮) મૂળો –અપચો થવા પર ભોજનની સાથે મૂળી નમક અને મરી નાખીને બે મહીના સુધી ખાવો.

આ પ્રમાણે અપચાની સમસ્યાથી છૂટકારો મેળવોઃ-

 

૧] સારી ભૂખ લાગી હોય ત્યારે જ ભોજન કરો, જો યોગ્ય સમયે ભૂખ ન લાગતી હોય તો તે સમયે ખાવાનું છોડી દો.

૨] ખાતા પહેલા અને ખાધા પછી 1-2 ઘૂંટથી વધુ પાણી ન પીવો.

૩] ખાધા પછી તરત જ અને દિવસના સમયે ક્યારેય ન સૂવો.

૪] સાંજનું ભોજન સૂતા પહેલા ઓછામાં ઓછા 3 કલાક પહેલા કરી લેવું જોઈએ.

૫] મેદામાંથી બનેલ અને તળેલ કે તેલમાં પકાવેલ ભોજન ન કરો.

૬] ભોજનથી પહેલા અને તત્કાલ પછી ચા-કોફી જેવી કોઈપણ વસ્તુનું સેવન ન કરો તેનાથી પાચન સુચારું રીતે નથી થતું.

૭] પિઝા, બર્ગર, પાસ્તા, ચિપ્સ અને કોલ્ડ ડ્રિન્ક જેવી ખાવાની વસ્તુઓનું સેવાન સીધા કબજિયાતની સમસ્યા પેદા કરે છે.

૮] કેક, પેસ્ટ્રી, બિસ્કિટ વગેરેનું સેવન ન કરવું જોઈએ.

વરસાદી ફળો રોજ ખાઓ, આપમેળે જ અનેક રોગો રહેશે દૂર …

આ છે વરસાદી ફળ, ખાશો તો અનેક બીમારીઓ પાસે નહીં આવે …

૧] નાસપતિ …

naspatti

વરસાદની સિઝન આવતા જ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થવા લાગે છે. એવી વખતે લોકો સૌથી વધુ તાવ અને અન્ય હેલ્થ સમસ્યાઓના શિકાર બને છે. એટલા માટે આ મોસમમાં સ્વાસ્થ ઉપર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ રહેવામાં સિઝનલ ફળ ઘણા કારગર સાબિત થાય છે. વરસાદની સિઝનમાં નાસપતિથી અનેક બીમીરીઓને દૂર રાખી શકાય છે. નાસપતિમાં સફરજનની જેવા જ ગુણો જોવા મળે છે.

વાસ્તવમાં નાસપતિ જેને અંગ્રેજીમાં પીયર કહે છે. તે સફરજન પરિવાર સાથે જોડાયેલ છે. નાસપતિનો જ્યૂસ ઊર્જાનો સારો સોર્સ છે. આ રોગ પ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે. તેના નિયમિત સેવનથી શરદી, ખાંસી, જુકામ જેવી બીમારીઓ નથી થથી.

100 ગ્રામ નાસપતિમાં 9 મિલીગ્રામ સોડિયમ, 14 મિલિગ્રામ ફોસ્ફોરસ, લોહા- 2.3 મિલિગ્રામ, આયોડિન 1 મિલિગ્રામ કોબાલ્ટ, 10 ગ્રામ મિલિગ્રામ, મેગ્નીઝ 64 મિલિગ્રામ, કોપર- 120 મિલિગ્રામ, મોલિબ્ડેનમ-5 મિલિગ્રામ ફ્લોરીન 10 મિલિગ્રામ, જિંક- 190 ગ્રામ, વિટામીન એ, વિટામીન બી-1, બી-2 અને પોટેશિયમ પણ જોવા મળે છે. સાથે જ ભરપૂર માત્રામાં કેલ્શિયમ પણ જોવા મળે છે.

આંતરડા માટે લાભદાયકઃ-

નિયમિત રીતે નાસપતિનો જ્યૂસ પીવાથી આંતરડામાં થયેલી ગડબડીને નિયંત્રિત કરી શકાય છે. નાશપતિ વિષાત પદાર્થો અને રસાયણોના સંપર્કમાં આવવાથી મોટા આંતરડાની કોશિકાઓનો રક્ષણ કરે છે. તેનો જ્યૂસ દિવસમાં બેવાર પીવાથી કફ ઓછો થાય છે અને ગળાની ખારાશ પણ દૂર થાય છે.

થાક દૂર કરવા માટેઃ-

નાશપતિ ખાવાથી શરીરનો ગ્લૂકોઝ ઊર્જામાં બદલાઈ જાય છે. જ્યારે પણ તમે થાકેલા મહેસૂસ કરી રહ્યા હો તો નાસપતિ ખાવાથી તરત જ એનર્જી મળશે. નાસપતિનો જ્યૂસ શરીરના તાપમાનને ઓછું કરી તાવમાં આરામ પહોંચાડે છે.

સોજો દૂર કરે છેઃ-

નાસપતિનો જ્યૂસ આર્થરાઇટીસન દર્દીઓ માટે લાભકારી છે. તે સોજાને દૂર કરે છે. આર્થરાઈટિસથી પરેશાન લોકોને તેનું નિયમિત સેવન કરવું જોઈએ.

હાડકાં માટે ફાયદાકારકઃ-

નાસપતિમાં વધુ માત્રામાં બોરોન હોય છે. બોરોન હાંડકાઓમાં કેલ્શિયમને જાળવી રાખવામાં મદદ કરે છે. એટલા માટે નાસપતિનું સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો નથી રહેતો.

ગર્ભવર્તી માટે લાભદાયકઃ-

નાશપતિ ગર્ભવતી સ્ત્રીઓ અને તેના બાળકો માટે પણ ફાયદાકારક રહે છે.

કોલેસ્ટ્રોલમાં રામબાણઃ-

પેક્ટિન વધુ માત્રામાં હોવાને કારણે તે કોલેસ્ટ્રોલના લેવલને ઓછો કરે છે.

ડાયાબિટીસ નિયંત્રણઃ-

નાસપતિ ફાયબર યુક્ત હોવાને લીધે ડાયાબિટિસના દર્દીઓ માટે ઔષધીની જેમ કામ કરે છે. તેનાથી ગળ્યું ખાવાની તલબ નથી લગાતી.

બ્લડ પ્રેશર નિયંત્ર કરે છેઃ-

નાશપતિમાં અનેક ઓક્સીડકરણ રોધી તત્વો જોવા મળે છે, જે ઉંમરને વધતા અટકાવે છે. તે ઉચ્ચ રક્તચાપ અને હાર્ટ સ્ટ્રોકને રોકવામાં મદદ કરે છે.

પ્રતિરક્ષા પ્રણાલીમાં સુધારોઃ-

નાસપતિમાં વિટામીન-સી અને તાંબુ પર્યાપ્ત માત્રામાં મળે છે. એટલા માટે તે શરીરની પ્રતિરક્ષા પ્રણાલીમાં સુધારો થાય છે. વિટામીન-સી સામાન્ય ચયાપચન અને ઉત્તકોની સુધારો કરવામાં મદદ કરે છે.

કેન્સરથી બચાવે છેઃ-

નાસપતિ પેટના કેન્સરને રોકવામાં મદદ કરે છે. એટલા માટે નિયમિત સેવનથી રજોવૃત્તિ પછી મહિલાઓમાં થતી કેન્સરનો ખતરોને ઓછો કરે છે.

૨] પેર …

pear

દેખાવમાં આછાં લીલાં, ખૂબ રસાળ મીઠાં ફળ ગણાતાં પેર એ ચોમાસાનું સૌથી મીઠું ફળ ગણી શકાય. પેરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. વળી, એ બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવાનું કામ પણ કરે છે. વિટામિન Cની સાથે-સાથે કાર્સિનોજેનિક એટલે કે કૅન્સરથી બચવા માટે જરૂરી તત્વોપણ એમાં સમાયેલાં છે. પેરમાં પેક્ટિન નામક સોલિવિલ ફાઇબર રહેલ છે, જે ઍસિડિટી અને કૉન્સ્ટિપેશન જેવા પ્રૉબ્લેમ્સને દૂર કરે છે. વળી, એમાં રહેલા ભરપૂર ઍન્ટિ-ઑક્સિડન્ટ ઇમ્યુનિટી વધારે છે અને હાડકાંને મજબૂત કરે છે.

૩] રેડ પ્લમ્સ(આલુ કે આલુબુખારા)  …

red plums

આખા દેશમાં વરસાદ ચાલી રહ્યો છે. વરસાદમાં રોગ પેદા કરતા કીટાણુઓ વધુ માત્રામાં પેદા થતા હોય છે અને આ સમયમાં આપણી ઉપર વધુ માત્રામાં આક્રમણ કરતા હોય છે. સંક્રમણ રોગો થવાનો ભય પણ આ સમયમાં જ રહે છે.

એવી વખતે પૌષ્ટિક ભોજન અને સ્વાસ્થવર્ધક ગુણોથી ભરપૂર મોસમી ફળોના સેવનથી અનેક પ્રકારના રોગોથી તમે પોતાનો બચાવ કરી શકો છો અને આ મોસમનો ભરપૂર આંદન લઈ શકો છો, ચાલો આજે જાણીએ વરસાદની સિઝનમાં આવતા કેટલાક ફળો વિશે.

રેડ પ્લમ્સ(આલુ કે આલુબુખારા) –

એવું માનવામાં આવે છે કે તેના સેવનથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આ ફળનો રસ અનેક પ્રકારના સૂક્ષ્મ જીવોના સંક્રમણથી આપણો બચાવ કરે છે. તેના ફળોના સેવનથી કબજિયાત અને અપચાની સમસ્યાનું નિદાન થઈ જાય છે.

૪] જાંબુઃ-

kala jambun

જાંબુમાં લોહ અને ફોસ્ફોરસ જેવા તત્વો પ્રચુત માત્રામાં જોવા મળે છે. તેમાં કોલીન અને પોલિક એસીડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પાતળકોટના આદિવાસીઓ એવું માને છે કે જાંબુનું સેવન કરવાથી પેટની સફાઈ થઈ જાયચે અને મુખનો સ્વાદ પણ સારો થઈ જાય છે.

જાંબુ તાજા ફળના લગભગ 100 ગ્રામ માત્રાને 300 મિલી પાણીની સાથે રગડી લો. તેના છાલ અને રસ નિકાળીને બીજને અલગ કરી દો. આ રસને ગળીને કોગળા કરો અને ગળી જાઓ. તેનાથી મુખના છાલા પૂરી રીતે દૂર થઈ જશે અને પેટની સફાઈ પણ થઈ જશે.

જાંબુઃ-

જાંબુની છાલ કાઢીને તેની લગભગ 50 ગ્રામ માત્રા 250 મિ.લી. પાણીમાં ઉકાળો. ઉકાળ્યા પછી ઠંડુ થઈ જાય ત્યારે તેનાથી કોગળા કરો. દાંતનો સડો અને મુખની દુર્ગંધ દૂર થઈ જશે. મુખના છાલામાં પણ તેનાથી તરત જ રાહત મળી જાય છે.

૫] ગુંદાઃ-

gundda

ગુંદાના પાકેલા ફળ 100 ગ્રામ લઈને એટલી જ માત્રામાં પાણીની સાથે ઉકાળી લો.  જ્યારે એકચોથાઈ ભાગ રહી જાય ત્યારે તેના કોગળા કરો. પછી તેને પી લો.  તેનાથી દાંતના પેઢાનો સોજો અને દાંતનું દર્દ અને મુખના છાલામાં આરામ મળી જાય છે.

૬] ફાલસા-

falsaa

લોહીની ખામી થાય ત્યારે ફાલતાના પાકેલા ફળ ખાવા જોઈએ. તેનીથી લોહી વધે છે. જો શરીરની ત્વચામાં બળતરા થઈ હોય તો ફાલસાના ફળ કે શરબતને સવાર-સાંજ લેવાથી ઝડપથી આરામ મળે છે. જો ચહેરા ઉપર ફોલ્લી થઈ હોય તો તેનો પાક નિકળી જાય છે. અને ફાલસાના ફળ અને પાનનો રસ પીસીને લગાવવાથી પરુ નિકળી જાય અને ફોલ્લીઓ સારી થઈ જાય છે.

૭] કેળાઃ-

bannana

પાકેલા તાજા કેળાને ખાવાથી શરીરમાં ગજબની ઊર્જાનો સંચાર થાય છે. એવું માનવામાં આવે છે કે કેળા ઉપર મીઠું છાટીને ખાવાથી વધુ ફાયદો થાય છે. તેનાથી પેટની તકલીફોમાં પણ આરામ મળે છે.

૮] ચેરી-

cherry

લાલ ચટાકેદાર દળવાળી ચેરીને જોઈને ફક્ત બાળકો નહીં, મોટેરાઓ પણ લલચાઈ જાય છે. મોટા ભાગના ડિઝર્ટમાં યુઝ થતા આ ફ્રૂટનો દેખાવ અને સ્વાદ બન્ને ખૂબ જ આકર્ષક છે એની સાથે-સાથે એની ન્યુટ્રિશનલ વૅલ્યુ પણ ઘણી વધારે છે. સો ગ્રામ ચેરીમાં ૬૦ કૅલરી અને ૨ ગ્રામ ફાઇબર મળે છે. ચેરીમાં ભરપૂર માત્રામાં પોટૅશિયમ મળે છે અને સોડિયમની માત્રા ઘણી ઓછી છે, જેથી હાર્ટ-રેટ કન્ટ્રોલમાં રહે છે. વૉટર રિટેન્શન થતું નથી અને સોજા આવતા હોય તો નીકળી જાય છે. વળી, એમાં એન્ટો સાથે નીન નામનું તત્વ હોય છે જેને કારણે ઇન્ફ્લેમેશન આવતું નથી અને કોઈ પણ પ્રકારનું પેઇન દૂર થાય છે. ચેરીના રેડ કલર માટે જવાબદાર મેલેટોનિન બ્રેઇન માટે ખૂબ જ સારું છે. મૂડ સ્વિંગ્સ કે હાઇપર મૂડને કન્ટ્રોલ કરવામાં એ મદદરૂપ છે. વળી, એમાં વિટામિન C અને ઍન્ટિ-ઑક્સિડન્ટ ભરપૂર માત્રામાં મળી રહે છે.

૯] પીચ …

peach

પીળા ચમકતા રંગના ઑરેન્જિસ લાલિમા ધરાવતાં ખરબચડી વેલ્વેટી સપાટી ધરાવતાં પીચ એ ચોમાસામાં મળતું એ ફ્રૂટ છે જેની સુગંધ એટલી સ્ટ્રૉન્ગ છે કે દૂરથી એને ઓળખી શકાય છે. પીચને હંમેશાં એકદમ પાકું થાય ત્યારે આખે-આખું ખાવું વધુ બેનિફિશ્યલ ગણાય છે. સો ગ્રામ પીચમાં ૫૦ કૅલરી હોય છે, જ્યારે બે ગ્રામ જેટલું ફાઇબર હોય છે. વિટામિન C ૧૫૦થી ૨૦૦ મિલીગ્રામ જેટલું હોવાથી એ સ્કિન માટે બેસ્ટ ગણાય છે. વળી એમાં વિટામિન E પણ બહોળા પ્રમાણમાં મળે છે. એમાં ફિનોલિફ ગ્રુપ્સ હોય છે, જે ખરાબ કૉલેસ્ટરોલને ઓછું કરવામાં મદદરૂપ છે, જેથી હાર્ટ પેશન્ટ માટે એ ઘણું ઉપયોગી છે. આ ઉપરાંત લો કૅલરી અને હાઇ ફાઇબરને કારણે ઓબેસિટી ધરાવનારા માટે ઉપયોગી કહી શકાય છે. આ ઉપરાંત એમાં સોડિયમની માત્રા ઓછી છે તેથી બ્લડપ્રેશર કે કિડની પેશન્ટ્સ માટે એ ઉપયોગી છે. એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણું ઓછું છે એટલે કે એનું પાચન ધીરે ધીરે થાય છે તેથી ડાયાબિટીઝના પેશન્ટ પણ એને ખાઈ શકે છે. વળી, તેનાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે.

વરસાદમાં સ્વાસ્થને તંદુરસ્ત રાખવા માટે મૌસમી ફલોના સંદર્ભમાં જાણકારી આપી રહ્યા છે ડો. દિપક આચાર્ય (ડાયરેક્ટર-અભુમકા હર્બલ પ્રા.લિ. અમદાવાદ)

સાભાર: સંદેશ, દિવ્ય ભાસ્કર ..

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

જાણો સ્વાસ્થ્યવર્ધક મસાલાના ફાયદાઓ …

જાણો સ્વાસ્થ્યવર્ધક મસાલાના ફાયદાઓ …

સ્વાસ્થ્ય – શ્રીલેખા યાજ્ઞિક

 

 

spices

 

 

ભારતના રસોડામાં રસોઇ બનાવતી વખતે વાપરવામાં આવતા મસાલા અને એ રસોઇ જમતી વખતે પ્રત્યેક વ્યક્તિના સ્વાદ અનુસાર જમનાર પોતાની થાળીમાં પીરસેલી વસ્તુમાં ઉપરથી નાખે તે (કોન્ડીમેન્ટ્સ)નો ઉલ્લેખ આપણા પુરાણા શાસ્ત્ર વેદમાં છે.  આ મસાલાનો ઉપયોગ ફક્ત રસોઇમાં જ નહીં પણ ધાર્મિક વિધિમાં (લગ્ન-જનોઇ-મૃત્યુ વગેરે), તાંત્રિક વિધિમાં પણ થાય છે.  એક સમય એવો હતો કે અમુક મસાલા કિમતી રત્નોના બદલામાં આપવામાં આવતા હતા.  જુદા જુદા મસાલા મૂળ વનસ્પતિનાં ફૂલ, પાન, મૂળ, છાલ, બીમાંથી મેળવાય છે.  કોઇવાર એકલા અને કોઇવાર બે કે ત્રણના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે અને રસોઇ બનાવવામાં વપરાય છે.  આ બધા મિશ્રણથી રસોઇનો સ્વાદ ગળ્યો, તીખો, તૂરો, ખાટો, સુગંધીદાર થાય છે.  આ મસાલા કઇ રસોઇમાં ક્યારે કેવી રીતે, કયા મિશ્રણમાં વાપરવા તે રસોઇ બનાવનારની રાંધવાની કળા પર આધાર રાખે છે.  કોઇવાર વનસ્પતિનાં પાન કે બી મૂળ સ્વરૃપમાં વાપરવામાં આવે છે જ્યારે કોઇ વખત રસોઇમાં નાખતી વખતે તેને ખાંડીને કે ભૂકો બનાવી વપરાય છે.  આજે આ બધા જ પ્રકારના મસાલાની અસરથી માનવીના કયા અને કેટલા રોગો મટી જાય છે તેની વાત કરીશું.

 

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે વિવિધ મસાલાનો ઉપયોગ આપણે કરતા જ હોઈએ છીએ. દરેક મસાલામાં કોઈ ને કોઈ ઔષધિય ગુણ રહેલો હોય છે.

સામાન્ય રોગોમાં તેનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખે છે.  યાદ કરો બાળપણમાં જ્યારે બીમારી આવતી તો કુટુંબમાં બીમારીને સૌ પ્રથમ દાદી-નાની મસાલાનો જરા હટકે ઉપયોગ કરીને રોગ દૂર કરતા. મસાલાની બીજી વિશેષતા એટલે તેની કોઈ આડઅસર હોતી નથી.

 

આખા ધાણા:   ધાણામાં એન્ટિ-ઓક્સિડન્ટ સમાયેલું છે. ૧૦૦ ગ્રામ પીસેલા ધાણામાં ૩૫ ટકા વિટામિન સી સમાયેલું હોય છે.   ક્યારેક વાસી ખોરાક કે પાણી જન્ય રોગો જેવા કે કોલેરા, ટાઈફોઈડ, ઝાડા કે ખોરાકી ઝેરની અસર લાંબા ગાળા સુધી હોય ત્યારે ધાણાનો પાઉડર-દળેલી ખાંડ સાથે લેવાથી દર્દમાં રાહત થાય છે.  વિટામિનની સાથે ધાણામાં આયર્ન છુપાયેલું છે.  જે સ્ત્રીઓને આયર્નની ઉણપ વર્તાતી હોય, શરીરમાં લોહી ઓછું હોય ત્યારે પણ ખોરાકમાં સૂકા અને લીલા ધાણાનો ઉપયોગ વધુ કરવો જોઈએ. વારંવાર ચામડી લાલ થઈ જવી, ખસ, ખરજવું કે ચામડીના બીજા રોગોમાં પણ ધાણા આરોગ્યવર્ધક ગણાય છે.

 

ધાણામાં આર્યન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે. કોપર(તાંબું) લોહીમાં લાલ રક્તકણોને વધારે છે. ઉનાળામાં નાકમાંથી નીકળતું લોહી બંધ કરવા માટે પણ લીલા ધાણાનો રસ સૂંઘવાથી કે પાનનો રસ કપાળ ઉપર લગાવવો અસરકારક મનાય છે.

 

૨]  હીંગ:  સ્વાદમાં કડવી તીક્ષ્ણ વાસ ધરાવતી પાચનકારી અને હૃદય માટે હિતકારી ગણાય છે. કફને દૂર કરવાવાળી, પેટના દર્દોમાં, ગેસની તકલીફ કે કૃમિનો નાશ કરવાવાળી મનાય છે.  હીંગનો ઉપયોગ તેનો પાઉડર બનાવીને શેકીને કરવો હિતાવહ છે.   હીંગ, લીંબુનો રસ તથા મરીના ભૂકાને સમાન માત્રામાં લઈને નાની ગોળી બનાવવી.  વધુ પડતો ભારી ખોરાક ખવાઈ ગયો હોય ત્યારે આ ગોળીનો ઉપયોગ કરવાથી રાહત રહે છે.  પેટના દર્દો જેવા કે ગેસ થવો, પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો થયો હોય ત્યારે નાભીની આજુબાજુ હીંગની પેસ્ટ બનાવી લગાવવાથી આરામ મળે છે.  ૧ લિટર પાણીમાં ૧ નાની ચમચી હીંગ ભેળવીને પાણી ઉકાળવું.  ઠંડું થયા બાદ દાતના દુખાવામાં હીંગના પાણીના કોગળા કરવા.  દાતમાં સડો થયો હોય ત્યારે તે જગ્યા ઉપર હીંગ ભરીને રાખવાથી દાતમાં ભરાયેલ જંતુઓ નાશ પામે છે. અસહ્ય દુખાવામાં થોડી રાહત મળે છે.

 

૩]  લવિંગ:  લવિંગને વાટીને ૨૦૦ ગ્રામ પાણીમાં ભેળવીને તે પાણી પીવાથી છાતીમાં થતી બળતરા દૂર થાય છે.  લવિંગ અને હરડેને સપ્રમાણ માત્રામાં લઈને તેમાં સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે ભેળવવું. ગેસ કે અપચામાં આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી રાહત મળે છે.  લવિંગને ચૂસવાથી શર્દીને કારણે થયેલી ગળાની તકલીફ મટી જાય છે.  મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે.  લવિંગને શેકીને તેની પેસ્ટ બનાવવી.  માથું દુખતું હોય ત્યારે તેનો ઉપયોગ કરવાથી રાહત મળે છે.

 

૪]  વરિયાળી:  વરિયાળીને બરાબર સાફ કરીને શેકી લેવી. તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ અને લીંબુનો રસ ભેળવીને તડકામાં સૂકવવી કાચની બોટલમાં ભરી લેવી ભોજન બાદ તેનો ઉપયોગ કરવાથી પાચન સરળતાથી થાય છે.  મોંની દુર્ગંધ દૂર કરે છે.  કબજિયાતની તકલીફ હોય તેણે રાત્રે સૂતા પહેલાં હૂંફાળા પાણીમાં વરિયાળીનું ચૂર્ણ લેવું.  ગળું પકડાઈ ગયું હોય કે ખીચ ખીચ થતું હોય ત્યારે નરણાં કોઠે વરિયાળી ચાવીને ખાવાથી બંધ ગળું ખૂલી જાય છે.  લોહીની શુદ્ધિ માટે કે ત્વચા રોગમાં વરિયાળીનું સેવન લાભકારક છે.  સવાર-સાંજ ૧૦ ગ્રામ મોળી વરિયાળી ચાવી-ચાવીને ખાવી. નિયમિત ખાવાથી લોહી શુદ્ધ થાય છે.  ત્વચા ચમકીલી બને છે.

 

૫]  કાળા મરી:  અડધો ચમચો મરીનો ભૂકો અને અડધો ચમચો મધ લઈને બરાબર ભેળવવું.  દિવસમાં ૩-૪ વખત ચાટવાથી સૂકી ખાંસીમાં ફાયદો થાય છે.  પેટમાં ગેસની તકલીફમાં એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ, અડધી ચમચી મરીનો ભૂકો, ચપટી સંચળ ભેળવેલ પાણીનો ઉપયોગ દસ દિવસ નિયમિત કરવાથી રાહત મળે છે.  ૫૦ ગ્રામ આદુંની કતરણમાં અડધો ચમચો મરીનો ભૂકો, ચપટી સિંધવ અને લીંબુનો રસ ભેળવીને લેવાથી પાચન ક્રિયા સરળ બને છે.  મરીનો ભૂકો અને મધને સપ્રમાણ માત્રામાં ચાટી જવું.  ઉપર મોળી છાસ પીવી.  નિયમિત આ પ્રયોગ કરવાથી મરડામાં રાહત મળે છે.

 

૬]  ઈલાયચી :  દાડમના શરબતમાં ઈલાયચીનો ભૂકો ભેળવીને પીવાથી ઊલટીમાં રાહત મળે છે. આંબળાના ચૂર્ણમાં સમાન માત્રામાં એલચીનો ભૂકો ભેળવીને સવાર-સાંજ લેવાથી પેશાબમાં થતી બળતરા, હાથ-પગમાં થતી બળતરા દૂર થાય છે.  વધુ પડતું ભોજન ખાઈ લીધું હોય ત્યારે એલચીને ચાવી જવાથી આફરો બેસી જાય છે.

 

૭]  તમાલપત્ર : તમાલપત્ર સુગંધીદાર પાંદડા છે જે કરીયાણાવાળા રાખે છે.  સુકાએલા પાંદડા કઢીમાં, ભાતમાં, બિરીઆની અને પુરાવામાં સુગંધીદાર બનાવવા વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  આ પાંદડામાં એન્ટીઓક્સીડંટ (શરીરમાંથી ટોક્સીક પદાર્થો (ફ્રીરેડીકલ) નાશ કરનારા પદાર્થ) ખૂબ પ્રમાણમાં છે જેને લીધે પેટનાં (હોજરી અને આંતરડાના) ચાંદાં (અલ્સર) અને દુખાવા માટે, બેકટેરીઆ અને ફન્ગલ ઈન્ફેકશન માટે ઉપયોગ થાય છે.  તેમાં વિટામિન સી છે, કેલ્શ્યમ, મેંગેનીઝ છે.  આયર્ન, સેલેનીઅમ અને મેંગેનીઝ છે, બ્લડ પ્રેશર અને ડાયાબીટીસમાં ફાયદો કરે છે.

૮]  લાલ મરચું :  મોળા મરચાથી તીખા મરચા, રંગબેરંગી ધોલર (કેપ્સીકમ) મરચા ઘણા પ્રકારના મરચાં મળે છે.  જેમ મરચું નાનું તેમ તેની તીખાશ વધારે.  મરચાના છોડના ફળને સૂકવીને તેને (ફળની છાલ અને બીને) ખાંડીને મરચુ (મસાલો) રસોડામાં વપરાય છે.  કેપટીકા ઘેરા લીલારંગના મરચા વધારે તીખા હોય છે.  મરચામાં મૂળ તત્ત્વ ‘કેપ્સીસીઅન’ છે જેના કારણે મરચું અને મરચા નાખેલી વાનગીઓ તીખી લાગે છે.  દરેક વ્યક્તિએ પોતાના ખોરાકમાં મરચાનો સમાવેશ કરવો જોઇએ કારણ કે જેઓના વજન વધારે છે અને બી.પી. છે. 

તેમણે જમવાની સાથે મરચા (લીલા) અથવા તો મરચાનો પાવડર લેવો જોઇએ.

 

હેલ્થ બેનીફીટ્સ : ૧] વ્યક્તિનું વજન પ્રમાણમાં રહે છે.  ૨] તેનું બી.પી. કંટ્રોલ થાય છે.  ૩] મરચામાં ખૂબ પ્રમાણમાં બીટા કેરોટીન (પ્રો. વિટામિન એ) છે જેનાથી આંખની જોવાની શક્તિ મોટી ઉમર સુધી ઓછી થતી નથી. ૪] મરચાથી ડાયાબીટીસ કાબુમાં આવે છે.  ૫] લોહીનું પરિભ્રમણ વધે છે. લોહી પાતળું થાય છે તેથી સ્ટ્રોકનો ડર રહેતો નથી.  ૬] શરીરમાં કોઇ ઠેકાણે સોજો આવતો અટકાવે છે. ૭] દુખાવો ઓછો કરે છે.  ૮] માનસિક શક્તિ (વિચારશક્તિ) વધે છે. ૯] કેપસીસીઅન સ્નાયુને અને મગજને રીલેક્ષ કરે છે. ૧૦] બેકટેરીઅલ ઈન્ફેકશનનો નાશ કરે છે. ૧૧] પ્રોસ્ટેટ કેન્સર થતું અટકાવે છે. ૧૨] હોજરીમાં થનારા કેન્સર અટકાવે છે. ૧૩] મરચા પ્રમાણસર લેવાથી શરીરમાં ચરબી ઓછા થાય છે. ૧૪] લોહીના ક્લોટ થતા અટકાવે છે.

 

૯]  હિંગ : ગુજરાતી દરેક ખોરાકમાં હિંગ વપરાય છે.  તેની તીવ્ર વાસથી તે ઓળખાય છે. પાર્સલે ફેમીલીના ‘એપીસીઆ’ નામના છોડના મૂળના રસમાંથી બને છે.  આ રસ ચીકણો થઇ ચોટી ના જાય માટે હિંગનો પાવડર (એસોફેરીડા) બનાવતી વખતે સૂકવેલા રસમાં ચોખાનો લોટ અને ગુંદર નાખવામાં આવે છે.  શાકમાં, દાળમાં અને નોન વેજીટેરીઅન વાનગીઓમાં હિંગ નાખવામાં આવે છે જેથી રસોઇ સરસ થાય છે અને સ્વાદ સુગંધીને કારણે ભૂખ ઊઘડે છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  હિંગના પાવડરને પાણી-છાસમાં એક ચપટી નાખીને પીવાથી ૧] પાચનશક્તિ વધે છે. ૨] આફરો નથી આવતો. ૩] સ્ત્રીઓમાં માસિક ધરમના પ્રોબ્લેમ- માસિક નિયમિત ના આવવું, માસિક વખતે દુખાવો થવો જતો રહે છે. ૪]ઉધરસ અને શરદી તરત મટી જાય છે. ૫] તાજેતરમાં થએલા પરીક્ષણ પ્રમાણે સ્ત્રીપુરુષોના ગુપ્તરોગો (એસ.ટી.ડી.)માં હિંગના ઉપયોગથી આરામ મળે છે. એની તીવ્ર વાસને કારણે એક ચપટીથી વધારે પ્રમાણમાં લેવાથી ઉબકા-ઉલટી થાય છે. ગળામાં બળતરા થાય છે. હોઠ સૂઝી જાય છે. સતત ઓડકાર આવે છે. ગર્ભવતી સ્ત્રીઓમાં કસુવાવડ થઇ જાય છે.

 

૧૦]  કોથમીર (ધાણા) :  કોથમીરના પાન ખટાશ પડતા ગળ્યા છે. સુગંધ મીઠી છે. લગ્નના રસોડાની દરેક વાનગીમાં કોથમીર નાખવામાં આવે છે (શાકદાળ), જેનાથી સુગંધ અને સ્વાદ વધે છે.

 

હેલ્થ બેનીફીટસ :  ૧] પાચનશક્તિ વધારે છે. ૨] વાયરલ ફીવર સામે રક્ષણ આપે છે. ૩] શરીરમાં સોજો થતો અટકાવે છે. ૪] સાંધાના દુખાવામાં આરામ આપે છે. ૫] પેશાબના ચેપ અને સોજામાં તેનો રસ આરામ આપે છે. ૬] પેટમાં થએલા ગેસમાં રાહત આપે છે. ૭] ઉબકા અને ઉલટી થતા અટકાવે છે. ૮] લોહીમાં સાકરનું પ્રમાણ ઘટાડે છે. ૯] ખોરાકમાં રેસાની જરૃર કબજીયાત મટાડવા જોઇએ તે કોથમીરમાં છે. ૧૦] લોહતત્વ છે જેથી એનીમીઆ ઘટે છે. ૧૧] મેગનેશ્યમ છે. ૧૨] ફાયરોન્યુટ્રીઅન્ટ અને ફ્લેવેનોઇડઝ છે જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.

 

૧૧]  ઈલાયચી :  મોંમાં ઈલાયચીના દાણા ચાવવાથી આખું મોં સુગંધથી ભરાઇ જાય છે. મસાલામાં સૌથી મોંઘી ઈલાયચી ગણાય છે. તેનો ઉપયોગ પુલાવ, કરી, ગ્રેવી, આઈસ્ક્રિમ, શ્રીખંડ, દુધમાં થાય છે. કસ્ટર્ડ, ચાના, કોફીના મસાલામાં, પાનમાં વપરાય છે, મોટી ઈલાયચી રસોઇમાં ભાત-બિરીયાનીમાં વપરાય છે. નાની ઈલાયચીનો ભૂકો દૂધ વગેરેમાં વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ : ૧] એલચીમાં એન્ટી ઓક્સીડંટ રૃપે ઘણા કેમીકલ કમ્પાઉન્ડ છે, જેનાથી સામાન્ય તાવ, ચેપ, શ્વાસના (ફેફસાં) રોગો સામે રક્ષણ આપે છે. ૨] તેમાંથી તરત ઉડી જાય તેવા ૧૮થી ૨૦ જેટલાં તેલ છે જેનો ઉપયોગ ચેપી રોગને માટે, પેટના દુખાવા માટે, પાચન માટે, વધારે પેશાબ લાવવા, ભૂખ વધારે લાવવા જ્યારે તેને રોજ ખોરાકમાં લો ત્યારે થાય છે. તેમાં પોટાશ્યમ, કેલ્શ્યમ, મેગ્નેશ્યમ તેમજ વિટામિન સી, નાયસીન ટીબોફ્લેવીન વગેરે છે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે.

 

૧૨]   હળદર :  આદુના જેવા છોડ ‘કરકુમા લોન્ગા’ ના મૂળમાંથી સૂકવીને કાઢેલા પાવડરને હળદર કહે છે. રંગે ઘેરો પીળો, સુગંધી હળદર રસોડાના મસાલામાં મીઠું, મરચું પછી ત્રીજા નંબરે આવે છે. ખોરાકની દરેક વાનગીમાં જરૃરી છે. આંખને ગમે તેવો રંગ-રૃપ અને સ્વાદ છે. વધારે લો તો સ્વાદ કડવો બને છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  તાજેતરમાં જેને ‘નેચરલ વંડર’ તરીકે નામ આપવામાં આવ્યું છે તે હળદર ખોરાકમાં સૈકાઓથી વપરાય છે. આરોગ્ય માટેના અનેક ગુણોમાંના થોડા ગુણો ૧] ઉધરસ માટે અકસીર ૨] યાદશક્તિ જતી રહેતી હોય તેને અટકાવવાનો ગુણ ૩] સોજા અને ચેપ માટે અકસીર ૪] કોબીના શાક સાથે મેળવીને ‘પ્રોસ્ટેટ કેન્સર’ અટકાવી શકાય. ૫] ચામડી પર લેપ કરવાથી ચામડીના કેન્સર તેમજ ચામડીના રોગો સામે રક્ષણ મળે. ૬] લીવરના રોગો થતા અટકે છે. ૭] નાનાં બાળકોમાં લોહીના કેન્સર (લ્યુકોમીઆ) થતા અટકાવે છે. ૮] દુખાવામાં રાહત આપે છે. ૯] શરીરમાંથી ચરબી દૂર કરવાનો ગુણ છે. ૧૦] ચાઇનીઝ મેડિસીનમાં ડીપ્રેસનમાં આપવામાં આવે છે. ૧૧] સોરાએસીસ (ચામડીના રોગ)માં રાહત આપે છે. ૧૨] ચામડીને સુવાળી, ચમકીલી રાખવા વપરાય છે. ૧૩] ૨૫૦-૫૦૦ મી.ગ્રામની કેપસ્યુલમાં બજારમાં મળે છે. રોજ એક કેપસ્યુલ સવારે અને સાંજે (૨૫૦ મી.ગ્રામ) લેવી જોઇએ. હળદરમાં ‘કરક્યુમીના’ નામનો પાવરફૂલ એન્ટીઓક્સીડંટ છે.  જેનાથીઆટલા બધા ફાયદા થાય છે.

૧૨- અ ]   હળદર:  લીલી હળદરને સૂકવીને તેનો પાઉડર બનાવવામાં આવે છે. સ્વાસ્થ્ય વર્ધક હળદરનો ઉપયોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.  કોલેસ્ટ્રોલની માત્રામાં સુધારો કરે છે. યોગ્ય માત્રામાં ઉપયોગ વૃદ્ધત્વને આવતું રોકે છે.

 

વિવિધ રોગમાં હળદરનો ઉપયોગ ફાયદાકારક છે.  નિયમિત હળદરની ચા પીવાથી અકારણ હૃદયરોગ આવતો નથી.  ચાર કપ પાણીમાં ૧ ચમચી હળદર પાઉડર નાખવો.  પાણીને પાંચ મિનિટ ઉકાળીને ગાળી લેવું.  સ્વાદ માટે મધ ભેળવીને પીવું.  મૂઢ માર વાગ્યો હોય ત્યારે હળદરમાં ચપટી મીઠું અને લીંબુનો રસ ભેળવીને લેપ બનાવવો.  આ લેપનો ઉપયોગ કરવાથી દુખાવામાં રાહત રહે છે.

 

ઉધરસ કે કફમાં હળદરનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે.  હળદર અને થોડું ઘી ભેળવીને દૂધ પીવું કે હળદર પાઉડરને મધ સાથે ભેળવીને દિવસમાં બે-ત્રણ વખત ચાટવાથી રાહત રહે છે.  ચામડી કાળી પડી ગઈ હોય કે શુષ્ક  બની ગઈ હોય ત્યારે હળદરનો લેપ લગાવવાથી ત્વચા ચમકીલી બની જાય છે. ભારતમાં તો હળદરનો ઉપયોગ ભોજનમાં થતો હોય છે. પનીરને તાજું રાખવું હોય તો હળદર ભેળવવાથી પનીર તાજું રહે છે.

 

૧૩]   જીરૃ (ક્યુમીન) :  સ્વાદમાં કડવું છે પણ તીખાશ નથી.  મીઠું-મરચું-હળદર પછી ચોથો નંબર જીરાનો છે.  એકલું અથવા ધાણા સાથે મિક્સ કરી ધાણાજીરા તરીકે વપરાય છે.  શેકીને રસોઇમાં વપરાય છે.  ભાતને સુગંધીદાર બનાવવા વપરાય છે અને આ ડીશને ‘જીરારાઈસ’ કહે છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] હજારો વર્ષથી પેટના રોગો માટે આયુર્વેદિક મેડીસીનમાં વપરાય છે. ૨] પાચનક્રિયા માટે, આંતરડા અને હોજરીના સોજા માટે ઉપયોગી છે. ઉબકા, ઉલટી, આફરો, અપચો માટે અકસીર છે. તેમાં આયર્ન છે જેનાથી એનીમીઆ મટે છે.  ૩] કેન્સર (અમુક પ્રકારના) સામે રક્ષણ આપે છે. ૪] શરદી ઉધરસમાં રાહત આપે છે. ૫] ગુમડા ઉપર પોટીસ બાંધવાથી આરામ થાય છે.

 

૧૪]   તજ (સીનમમ – દાલચિની) :  સીનેમમ ફેમીલીના ઝાડની છાલ એટલે બજારમાં મળતી તજના ટુકડા. પાતળી છાલની તજ સારી ગણાય. સ્વાદમાં તીખી અને ગળી ખૂબ ગમે તેવી સુગંધ એનાથી જ્ઞાનતંતુ શાંત થાય છે. ચા અને ગરમ કોફીમાં, કેક બનાવવા, ફ્રૂટ પાઇ, કરીઝ બનાવવા વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] મોટેભાગે મધ સાથે તજનો ભુકો કોલેસ્ટ્રોલ ઓછું કરવા. ૨] ઢીંચણના વામાં. ૩] મૂત્રાશયના રોગોમાં.  ૪] શરદી ઉધરસ. ૫] પેટના પ્રોબ્લેમ (ગેસ, દુખાવો, અપચો, આફરો)માં ઉપયોગમાં આવે છે. ૬] મોંની દુર્ગંધ. ૭] ખીલ. ૮] ઈમ્યુનીટી વધારવા. ૯] હાર્ટ ડીસીઝમાં આપવામાં આવે છે. ૧૦] તજના તેલમાં ફન્ગસ અને બેકટેરીઅલ ઈન્ફેકશન મટાડવાનો ગુણ છે.

 

૧૫]   લવીંગ :  હજારો વર્ષથી લવીંગ રસોડામાં મરી મસાલામાં તજની માફક વપરાય છે. લવીંગના ઝાડના સુકવેલા ફૂલ એટલે લવીંગ. મોંની દુર્ગંધ મટાડવા અને દાંતના દુખાવા માટેનો ઉપયોગ જગજાહેર છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] લવીંગના તેલને ‘યુજેનોલ’ કહે છે તેની સાથે ‘ટ્રીટી ઓઇલ’નું મિશ્રણ કરી ‘ફન્ગલ ઈન્ફેકશન’માં અસરકારક કામ કરે છે. એન્ટીફન્ગલ દવાઓ કરતાં ફન્ગલ ડીસીઝ માટે વપરાય છે કારણ તેની સાઇડ ઈફેક્ટ નથી. ૨] એનેસ્થેટીક તરીકે ‘યુજેનોલ’ વપરાય છે.  ૩] સોજા માટે.  ૪] ચેપ માટે.  ૫] દાંતના દુખાવા માટે ખાસ વપરાય છે.  ૬] ડાયાબીટીસના દર્દીઓ માટે પેન્ક્રીઆસમાંથી વધારે ઈન્સ્યુલીન નીકળે અને ડાયાબીટીસ કાબુમાં આવે માટે તમાલપત્ર, તજ, લવીંગ, હળદર દરેકના ૫૦૦ મી.ગ્રામ અને સાથે ધાણા અને જીરૃનું મિશ્રણ કરી તેની ચા દિવસમાં બે વાર પીવાથી ત્રણ માસમાં ડાયાબીટીસ કાબુમાં આવી જાય છે. લવીંગનું તેલ મચ્છર ભગાડવા અને જાતીય શક્તિ વધારવા વપરાય છે.

૧૬]   મેથી :  ફેન્ગરૃક અથવા મેથીના બી મેથીની ભાજીનાં બી છે.  સુકા બી પીળા રંગના સ્વાદમાં કડવા હોય છે.  રસોડામાં વપરાતા મસાલામાં મેથી અને રાઇ અગત્યના ગણાય છે. મેથીની ભાજી શાક તરીકે વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] પાચન ક્રિયામાં મદદ કરે છે. ૨] માથાના વાળ ઓછા થયા હોય તો મેથીના બીને પાણીમાં ઉકાળી નાળીયેરના તેલમાં પલાળી બીજે દિવસે જ્યાં વાળ ના હોય ત્યાં માથામાં આ મેથી + નાળીયેરના તેલને લગાડવાથી વાળ ઉગશે.

 

૧૭]   રાઇ (મસ્ટાર્ડ) :  બ્રાઉન રંગના રાઇના બી મોટેભાગે વપરાય છે.  પણ કાળા રાઇના દાણામાં વધારે તેલ હોય છે જેને મસ્ટાર્ડ ઓઇલ (રાઇનું તેલ) કહે છે.  લગભગ બધા જ પ્રકારની દાળ તુવેર-મગ વગેરેમાં રાઇ મેથીનો વઘાર ચોક્કસ હોય છે.  અથાણા પેસ્ટ્રીમાં વપરાય છે.  રાઇના તેલને સરસવના તેલમાં ૪૦/૬૦ના પ્રમાણમાં ભેગા કરી ‘કેનોલા ઓઇલ’ બનાવાય છે.

 

હેલ્થ બીનીફીટ્સ :  રાઇના તેલના અનેક ગુણ છે જેવા કે ભૂખ લગાડે, બેકટેરીઆ ફન્ગસનો નાશ કરે. ઝીણી જીવાતો – માખી – મચ્છર – કિડી માટે રીપેલન્ટ તરીકે વપરાય. સાંધાના દુખાવામાં વપરાય. ખાસ કરીને બંગાળમાં અને બાંગલાદેશમાં બહુ વપરાય છે.

૧૮]   મરી (કાળી મીર્ચ) :  કાળા અને લીલા મરી પણ રસોડાના મસાલામાં અગત્યનો ભાગ ભજવે છે. સ્વાદમાં સફેદ લીલા મરી વધારે તીખા હોય છે. કાળા મરીનો ભુકો રસોઇની વાનગીઓમાં વપરાય છે. મરીના ઝાડનું ફળ ગણાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] મરી ભૂખ લગાડે. ૨] પેટના રોગો મટાડે. ૩] મોંમાંથી લાળ વધારે નીકળે એટલે ખોરાકનું પાચન સારું થાય. ૪] મીઠા સાથે મરીનો ભૂકો દાંતમાં કેવીટી ના પડે માટે. ૫] મોંની દુર્ગંધ માટે. ૬]  અવાળામાંથી લોહી નીકળતું હોય તે માટે એક ગ્લાસ. ૭] છાસ સાથે પા ચમચી મરીનો પાવડર લેવાથી પાચનશક્તિ સુધરે છે. ૮] દાંત દુખતા હોય તો તેમાં રાહત આપે છે.

 

આમ મસાલાના વિવિધ ઉપયોગ થકી સ્વાસ્થ્ય મેળવી શકાય છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ એક સમાન હોતી નથી. દરેકે પોતાની પ્રકૃતિને અનુરૂપ મસાલાનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો હિતાવહ છે. વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે.

સ્વાદને છોડીને સ્વાસ્થ્ય માટે પણ મસાલાનો ઉપયોગ રોજબરોજ કરવો જરૂરી છે.

 

 

સૌજન્ય : ફિટનેસ – મુકુંદ મહેતા

 

સાભાર: સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર …તેમજ અન્ય ….

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

કાયમી કરી દો ચમત્કારીક સરસિયાના તેલ નો ઉપયોગ …

કાયમી કરી દો ચમત્કારીક સરસિયાના તેલ નો ઉપયોગ …

 

શરીરના અનેક રોગો કરો દૂર…!!

 

 

mustard oil

 

 

સરસિયાના  તેલ ના માત્ર ભોજન રાંધવામાં કામ આવે છે પણ આનું પ્રયોગ ઘણી પારંપરિક પ્રક્રિયાઓમાં પણ કરાય છે. સરસિયાનો તેલમાં વિટામિન એ વિટામિન ઈ પ્રોટીંન્સ અને એંટી ઓક્સીડેંટ્સ હોય છે જે અમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર છે. એમાં કેલ્શિયમ અને પ્રાકૃતિક એંટી ઓક્સીડેંસ હોય છે. સરસિયાનો તેલમાં રહેલ એટી એસિડસ આ વાતને ખરું જણાવે છે કે કોલેસ્ટ્રોલના સ્તરનો સંતુલન જાણવી રાખવા હૃદા રોગોના ખતરા ઓછું કરી શકાય છે.

સરસિયાનું તેલ અનેક રીતે ઉપયોગી અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો સરસિયાના તેલનો ઉપયોગ કરે છે. તેની પાછળનું કારણ કદાચ આ તેલના ગુણો વિશેની જાણકારી ન હોવી પણ હોઈ શકે છે. સરસિયાના તેલનો જો પ્રામાણિક રીતે ઉપયોગ કરવામાં આવે તો તમે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા વિના રાહત મેળવી શકો છો. જેથી આજે અમે તમને જણાવીશું કે સરસિયાનું તેલ તમને ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદાઓ કેવી રીતે આપી શકે છે.

         • વજન ઘટાડવામાં મદદ કરે છે

સરસિયાના બીમાં બી-કોમ્પલેક્સ વિટામિન જેવા ફોલેટ, થિયામાઇન, નિયાસિન, રિબોફ્લાવિન હોય છે. સરસિયાનું તેલ આપણા શરીરમાં મેટાબોલ્ઝિમને વધારે છે, જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તો તમારા ભોજનમાં અવશ્ય સરસિયાના તેલનું સેવન કરવું.

         • એન્ટી-એન્જિંગ

સરસિયામાં કેરોટિન્સ, જિયક્સાથિંસ એન્ડ લ્યૂટિન, વિટામિન એ, સી અને કેની માત્રા ભરપૂર હોય છે. આ બધા જ વિટામિન હોવાને કારણે આ એન્ટીઓક્સીડેન્ટ પણ છે જે વધતી ઉમર સાથે આવતી કરચલીઓ, નિશાન દૂર કરે છે.

         • કાનનો દુખાવો થાય તો બે ટીપા નવશેકા સરસિયાના તેલને કાનમાં નાખવું, તરત રાહત મેળવવા માટે તમે સરસિયાના તેલમાં બે-ત્રણ કળીઓ લસણની પણ નાખી શકો છો. જો સાંધાનો દુખાવો થતો હોય તો સરસિયાના તેલમાં કપૂર નાખીને માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. જો કમરના દુખાવાથી તમે પરેશાન થાવ છો તો, સરસિયાના તેલમાં થોડી હિંગ, અજમો અને લસણ મિક્ષ કરીને માલિશ કરવું જોઇએ. સરસિયાનું તેલ હ્રદયને ચુસ્ત-દુરસ્ત રાખે છે.

          અસ્થમાને કંટ્રોલ કરવા માટે

          સરસિયાના બીમાં સેલેનિયમ અને મેગ્નેશિયમ બન્ને હોય છે. આ બંન્નેમાં એન્ટી-ઇનફ્લામેટરી હોય છે. સરસિયાનું તેલ રોજ ભોજનમાં ઉપયોગ કરવામાં આવે તો અસ્થમા, શરદી અને બ્રેસ્ટમાં થતી સમસ્યાઓમાં લાભ મળે છે.

          ભૂખને વધારવામાં પણ કારગર

એક સારુ સ્વાસ્થ્ય તમારી ઓળખ ત્યારે જ બને છે જ્યારે તમને પૂરતી ભૂખ લાગે. આ માટે તમારું સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઇએ. જેની માટે સરસિયાનું તેલ બેસ્ટ માનવામાં આવે છે. સરસિયાનું તેલ પેટમાં ગેસ્ટ્રિક જ્યૂસની જેમ તમારા એપિટાઈઝરના સ્વરૂપમાં કામ કરે છે, જેનાથી ભૂખ વધવા લાગે છે. આ માટે આજથી જ તમારા ભોજનમાં સરસિયાનું તેલ ઉપયોગમાં લેવાનું શરૂ કરી દેવું. ખૂબ જ ભોજન કરવું અને સ્વસ્થ રહેવું.

કેન્સરના ઉપચાર માટે ઉપયોગી

સરસિયાના તેલમાં ગ્લુકોજિલોલેટ હોય છે, જે કેન્સર વિરોધી ગુણ હોવાના કારણથી કેન્સર ટ્યૂમર (ગાંઠ) થવાથી બચાવે છે. સરસિયામાં લાભકારી ગુણ હોવાને કારણએ ગ્લુકોજિલોલેટ અને કોરોરેકટલ કેન્સરથી બચવાનું કાર્ય કરે છે.

સ્કિન માટે સરસિયાનું તેલ ફાયદાકારક …

 

mustard oil.2

સ્કિનનું ટેનિંગ અને ડાર્ક સ્પોટને ઘટાડે છે.

સરસિયાના તેલથી ગરમીઓમાં ત્વચામાં આવતા ટેનિંગ અને આખોની નીચે આવતા ડાર્ક સર્કલને ઓછા કરવામાં મદદ કરે છે. તેની માટે તમે સરસિયાના તેલમાં ચણાનો લોટ, દહી અને થોડા ટીપા લીંબૂ નાખી તેને સરખી રીતે મિક્ષ કરી લેવું. આ ફેસ માસ્કને 10થી 15 મિનિટ ચહેરા પર લગાવીને રાખવું. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઇ લેવો. આ માસ્કનો ઉપયોગ સપ્તાહમાં બેથી ત્રણવાર કરવો.

સ્કિનમાં વધારે ગ્લો લાવવામાં મદદ કરે છે.

સરસિયાના તેલમાં નારિયેળના તેલને મિક્ષ કરીને ચહેરા પર 5 થી 6 મિનિટ સુધી એક સર્કલમાં મસાજ કરવું. મસાજ કર્યા પછી વાઇપથી તથા ભીના રૂ વડે ચહેરો સાફ કરી લેવો. આ મસાજથી ચહેરામાં લોહીનું પરિભ્રમણ વધે છે અને સ્કિનના રંગમાં પણ તમને બદલાવ જોવા મળશે.

પ્રાકૃતિક સનસ્ક્રિનના સ્વરૂપમાં પણ ઉપયોગી

સરસિયાના તેલમાં વિટામિનની માત્રા વધારે હોવાને કારણે ચહેરાની માટે પ્રાકૃતિક સનસ્ક્રિનનું કામ કરે છે. થોડું તેલ અને વિટામિન ઈ હોવાને કારણે બહારનો તડકો અને અલ્ટ્રાવાયોલેટ કિરણો તથા પ્રદૂષણથી બચાવે છે. વિટામિન ઈ એજિંગ અને કરચલિયોને ઓછી કરે છે.

ફોડલીઓ અને ઇન્ફેક્શનને ઓછું કરે છે

સરસિયાના તેલમાં એન્ટી-બેક્ટીરિયા અને એન્ટી-ફંગલ હોવાના કારણોથી ફોડલીઓ અને આપણી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓની માટે ઘણું ફાયદેમંદ રહે છે. જો તમે રોજ ભોજનમાં અથવા ચહેરા પર સરસિયાના તેલનો ઉપયોગ કરો તો આ સ્કિનમાં થનારી ડ્રાયનેસ, ડલનેસ અને બળતરાને દૂર કરે છે. સરસિયાના તેલથી બોડી મસાજ કરવામાં આવે તો તમારી ત્વચા સાફ થાય છે અને તેમાં ચમક પણ આવે છે. બોડીમાં મસાજ કરવાથી લોહીનું પરિભ્રમણ અને ઇન્ફેક્શન માટે પણ ઘણુ ફાયદાકારક છે.

વાળ માટે સરસિયા તેલના લાભકારી ગુણો …

વાળમાં સરસિયાના તેલથી થતા ફાયદાઓ …

​સરસિયાના તેલથી માથામાં મસાજ કરવામાં આવે તો વાળનો ગ્રોથ તો વધે જ છે સાથે જ લોહીનું પરિભ્રમણ પણ વધે છે. સરસિયાના તેલમાં વિટામિન અને મિનરલ્સ હોય છે, જેનાથી વાળને પોષણ મળે છે. સરસિયાના તેલમાં બીટા-કેરોટિનની માત્રા વધારે હોય છે જે વિટામિનમાં રૂપાંતર થાય છે અને વાળના ગ્રોથને વધારે છે. સરસિયાના તેલમાં આર્યન, ફેટી એસિડ, કેલ્શિયમ અને મેગ્નીશિયમ જેવા ગુણો હોય છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

વાળના નેચરલ કલરને જાળવી રાખે છે

જે લોકોના વાળ કથ્થઇ રંગના હોય છે, તેમને સરસિયાનું તેલ લગાવવું જોઇએ. જેનાથી વાળનો રંગ કાળો થઇ જશે. રાત્રે સૂતા પહેલાં દરરોજ સરસિયાનું તેલ લગાવવામાં આવે તો થોડા જ દિવસોમાં તમારા વાળ કાળા થવા લાગશે.

ખરતા વાળ અને સ્કેલ્પ માટે કારગર

સરસિયાના તેલમાં ભારે માત્રામાં વિટામિન હોય છે જે તમારા ખરતા વાળ, ગંજાપનની સમસ્યાઓની સાથે બે મુખવાળા અને રૂક્ષવાળ માટે પણ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. સ્કેલ્પના ઇન્ફેક્શન થવા પર ફંગલ ગ્રોથને રોકે છે અને હાઇડ્રેટિડ રાખે છે. સરસિયાના તેલને લગાવવાની સૌથી શ્રેષ્ઠ રીત સરસિયું, નારિયેળ, ઓલિવ અને બદામના તેલને સાથે મિક્ષ કરીને માથામાં 15થી 20 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવું. ત્યાર પછી 2 અથવા 3 કલાક પછી વાળને ધોઇ નાખવા. આ મિશ્રણનો ઉપયોગ નિયમિતપણે કરવાથી વાળ હેલ્દી, લાંબા અને મુલાયમ રહે છે.

            •  સરસિયાના તેલમાં રહેલા ફેટી એસિડસ આને ખૂબ સારા વાઈટલાઈજર જણાવે છે જે અમારા વાળને પોષણ આપવાને સાથે સાથે વાળને જાડા બનાવે છે.
            •  વાળના ગ્રોથ માટે સરસિયાના તેલમાં મેંદીના પાનને ઉકાળીને લગાવવાથી વાળનો ગ્રોથ જલ્દી થાય છે.

             શરદી અને ઉધરસ માટે 

આ તેલ એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને મોટાભાગે ઉધરસ અથવા ગળામાં ખરાશની તકલીફ રહે છે. તેની માટે તમારે એક ચમચી સરસિયાના તેલમાં કપૂર મિક્ષ કરીને છાતિ પર લગાવવું. સાથે જ, તરત જ આરામ મળે તે માટે તેલને ગરમ કરીને તેની સ્ટિમ લેવી. જેની માટે થોડી માત્રામાં સરસિયાના તેલથી તમારી શ્વાસનળી ખુલ્લી જશે અને ઉધરસ અને કોલ્ડથી બચવા માટે તમારા ગળાની ખરાશને દૂર કરશે.

મલેરિયાથી બચવા માટે પણ શ્રેષ્ઠ

મચ્છરોથી બચવા માટે રાતે સૂતા પહેલાં સરસિયાનું તેલ શરીર પર લગાવવું. જેનાથી મચ્છર તમને કરડશે નહી, ખાસ કરીને મલેરિયા થવાનો ખતરો તમારાથી દૂર થશે.

સરસોના તેલના અન્ય ઉપયોગો  …

 

mustard oil.1

અન્ય ફાયદાઓ …

 

સરસિયાના તેલને શરીર માટે ખૂબ જ ઉપયોગી અને રામાબાણ માનવામાં આવે છે. સરસિયાના તેલનો જો પ્રામાણિક રીતે ઉપયોગ કરવામાં આવે તો તમને દવાઓની પણ જરૂર નહી પડે, કારણ કે, સરસિયાના તેલમાં દુખાવાને દૂર કરવાના ગુણો સમાયેલા છે- જેમ કે, કાનનો દુખાવો થાય તો બે ટીપા નવશેકા સરસિયાના તેલને કાનમાં નાખવું, તરત રાહત મેળવવા માટે તમે સરસિયાના તેલમાં બે-ત્રણ કળિઓ લસણની પણ નાખી શકો છો. જો સાંધાનો દુખાવો થતો હોય તો સરસિયાના તેલમાં કપૂર નાખીને માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. જો કમરના દુખાવાથી તમે પરેશાન થાવ છો તો, સરસિયાના તેલમાં થોડી હિંગ, અજમો અને લસણ મિક્ષ કરીને માલિશ કરવું જોઇએ. સરસિયાનું તેલ હ્રદયને ચુસ્ત-દુરસ્ત રાખે છે. આજે અમે તમને અહી જણાવીશું કે સરસિયાનું તેલ તમને ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદાઓ કેવી રીતે આપી શકે છે.

સરસિયાનું તેલ આપણી બોડી માટે ઘણુ ફાયદાકારક હોય છે. તેને ભોજન બનાવવાના ઉપયોગમાં લેવાથી શરીર મજબૂત થાય છે અને ઇમ્યૂનિટીને સ્ટ્રોંગ બને છે. સરસિયાનું તેલ મોટા લોકોની સાથે નાના બાળકો માટે પણ તેટલું જ ફાયદાકારક થાય છે. આ તેલથી બાળકોની માલિશ કરવાથી બાળકોનું વજન, લંબાઈ અને શરીર મજબૂત બને છે.

અન્ય ઉપયોગ …

 

               • અસ્થમાને કંટ્રોલ કરવા માટે

સરસિયાના બીમાં સેલેનિયમ અને મેગ્નીશિયમ વધારે માત્રામાં મળી આવે છે. આ બંન્નેમાં એન્ટી-ઇનફ્લામેટરી હોય છે. સરસિયાનું તેલ રોજ ખાવામાં લેવામાં આવે તો અસ્થમા, શરદી અને બ્રેસ્ટમાં થતી સમસ્યાઓમાં લાભ મળે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

સરસિયાના બીમાં બી-કોમ્પલેક્સ વિટામિન જેવા ફોલેટ, થિયામાઇન, નિયાસિન, રિબોફ્લાવિન હોય છે. સરસિયાનું તેલ આપણા શરીરમાં મેટાબોલ્ઝિમને વધારે છે, જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તો તમારા ભોજનમાં અવશ્ય સરસિયાના તેલનું સેવન કરવું.

                 • વધતી ઉમર, ટેનિંગ અને બળતરા થવા પર ચહેરા પર સરસિયાનું તેલ 10 મિનિટ સુધી લગાવીને રાખવું.
                  •  શરીરને ભરપૂર પોષણ મળે અને મજબૂત થાય, આ માટે રોજ સરસિયાના તેલથી માલિશ કરવું જોઇએ.

તમારી ત્વચા પર ઓયલનો ઉપયોગ કરતા પહેલાં ધ્યાન આપવું…

 

                   • સરસિયાના તેલ ત્વચા માટે પણ લાભદાયક હોય છે,  આ ત્વચામાં સૂકાપણને ખત્મ કરે છે અને ત્વચા પર કોઈ ચોટ લાગતા સીધો ઉપયોગ  કરી શકાય છે.
                • સરસિયાના તેલનો નિયમિત આધારે સેવન કરાય તો આ માઈગ્રેનના દુખાવામાંથી રાહત આપવામાં મહત્વપૂર્ણ સિદ્ધ થાય છે.
                •  સરસિયાનો તેલમાં આવા એન્ટી બેક્ટીરિયલ તત્વ રહેલ હોય છે જે તમારા શરીરને ઘણા રોગોથી રાહત મેળવવામાં મદદ કરે છે. જ્યારે ભોજનના માધ્યમથી સરસિયાનો તેલનો સેવન કરાય છે તો આ પેટ સંબંધિત રોગોથી રાહત મેળવવામાં મદદ કરે છે.
                • સરસિયાનો તેલનો ઉપયોગ માલિશ માટે પણ કરાય છે કારણ કે આવું માનવું છે કે આ લોહીનો પ્રવાહ, માંસપેશિયોને તાકતવર બનાવવા માટે અને ત્વચા માટે લાભકારી છે.
                • આ તેલને ગરમ કરવાથી તેમાથી વધારે સુગંધ આવે છે. આ માટે આ તેલનો ઉપયોગ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું અને પછી જ તેનો ઉપયોગ કરવો.
                • હમેશાં ભોજનમાં અને ત્વચા પર લગાવવા માટે સારી બ્રાન્ડનું તેલ ઉપયોગમાં લેવું.
                • સરસિયાના તેલના ઉપયોગથી એલર્જી, કોઇપણ પ્રકારનું રિએક્શન અથવા બીજી કોઇ તકલીફો ઊભી તો તરત જ તે તરફ ધ્યાન આપવું.
                • સરસિયાના તેલને ચહેરા પર લગાવતા પહેલાં તેનો ટેસ્ટ જરૂર કરવો. દરેકની ત્વચાના પ્રકાર અલગ-અલગ હોય છે. આ માટે એવુ જરૂરી નથી કે સરસિયાનું ઓયલ બધા જ માટે ઠીક રહે.
                • આ દાંત અને મસૂડાના સાથે-સાથે રોગ પ્રતિરોધક પ્રણાલીને તાકતવર જણાવે છે. લોકો ખાંસી શરદી, અસ્થમા પીડિત હોય છે એમાં સરસિયાનો તેલ ખૂબ આરામદાયક પ્રભાવ મૂકે છે.
                • સરસિયાના તેલમાં થોડું સિંઘવ મીઠું નાંખીને બરાબર ભેળવીને છાતી ઉપર લેપ કરવાથી ઠંડીમાં રાહત રહે છે

 

સાભાર: દિવ્ય ભાસ્કર.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

અદભૂત સ્વાસ્થ્ય લાભ આપે છે તરબૂચ …

તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક … 

 

 

 WATER MELON.1

10 અદભૂત સ્વાસ્થ્ય લાભ આપે છે તરબૂચ ...

 

 

ગરમીનો પારો શહેરમાં વધતો રહ્યો છે અને તેના કારણે શારીરિક તેમજ માનસિક રીતે માણસ થાકી જાય છે કેમકે બહાર ફરતા લોકો માટે તો સૂર્યનો તાપ માથા પર જ રહેવાનો છે. એવા સમયે બાહ્ય તેમજ આંતરિક એમ બંન્ને રીતે માણસ ઠંડક મેળવવા ઇચ્છતો હોય છે અને જયારે તન મનને ઠંડક આપવાની વાત આવે ત્યારે ફળોનો ફાળો ઉત્તમ બની રહે છે. ઉનાળાની શરૃઆત થતાં જ તરબૂચ, દ્રાક્ષ, કેરી, નાંરગી જેવા ફળોના ઉપયોગથી વિટામીન કે અન્ય તત્વોની સાથે સાથે ઠંડક પણ આપે છે. આજે શહેરના લગભગ દરેક વિસ્તારમાં જોઇએ તો મોટા તંબૂ બાંધીને બેઠેલા વેપારીઓ તરબૂચનો વેપાર કરતા નજરે પડે છે અને ગરમીથી ત્રસ્ત થયેલા લોકો માટે ૧૫થી ૨૦ રૃપિયામાં મળતી તરબૂચની પ્લેટ ઘણો સંતોષ આપે છે કેમકે ગરમીના સમયે તળેલુ, તીખું ખાવામાં આવે તો પેટની બીમારી થઇ શકે છે જયારે ફળોનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા આવે છે તેમજ ઠંડક પણ રહે છે. તન મનને તરબતર કરતા તરબૂચના ગુણ અનેક છે.

 

તરબૂચ (વૈજ્ઞાનિક નામ: સિટ્રુલસ લેનેટસ-Citrullus lanatus Thunb.), ક્યુકરબિટેસી કુળ (કોળા, દૂધી વગેરેનું કુળ)નું ફળ છે. તે જમીન પર પથરાયેલા વેલા પર ઉગે છે, જેનું મૂળ ઉદ્ભવ સ્થાન આફ્રિકા ખંડના દક્ષિણના દેશોને માનવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની ભાષામાં પેપો ફળ તરિકે ઓળખાતા વિશિષ્ટ પ્રકારનું આ ફળ છે, જે ખુબ જાડી છાલ અને રસાળ ગર ધરાવે છે. અધોજાયી અંડાશયમાંથી પરિણમતાં આ પેપો ફળ ક્યુકરબિટેસી કુળની લાક્ષણિકતા છે. તરબૂચ પણ પેપો ફળ હોવાને કારણે જાડી લીલી કે ઘાટી અને આછી લીલી તથા પીળી ઝાંયવાળા ચટાપટા ધરાવતી છાલ, જે અંદરની તરફ સફેદ હોય છે, તથા મધ્યમાં અનેક બીજ પથરાયેલો લાલ રંગનો રસાળ મીઠો ગર ધરાવે છે. ફળ તરિકે કે અન્ય ફળોની સાથે કટકા કરીને તેને લગભગ સમગ્ર વિશ્વમાં ખાવામાં આવે છે.

 

ભારતમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે, અને ખાસ કરીને ગુજરાતમાં મુખ્યત્વે માહિકો, પાહુજા, સુગરબેબી અને ઇન્ડોઅમેરિકા જેવી કંપનીઓનું બિયારણ વાપરવામાં આવે છે.

 

નદીના રેતાળ પ્રદેશમા વાડા કરીને ઉગાડાતાં આ ઉનાળુ ફળ ધોમધખતા તાપમાં ઉપયોગી નીવડે છે અને આમ પણ ગરમીના દિવસોમાં તરબૂચ ખાવાની મજા જ અનોેખી હોય છે. તરબૂચ વિટામીન, મિનરલ્સ અને એંટી-ઓક્સિડેટ્સથી ભરપૂર હોય છે. તરબૂચમાં ૯૦ ટકા પાણી હોય છે, ઉપરાંત સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે, તેમાં ફેટ કે કોલેસ્ટ્રોલ નથી હોતો, પણ ફાઇબર અમે પાણીનો હાઇ કંટેટ તમને બોડી સિસ્ટમમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે અને તમારી ત્વચા પણ સ્વસ્થ તેમજ ચમકદાર બનાવે છે સાથે આપણા શરીરના પાચન તંત્રને પ્રાકૃતિક રૃપે મજબૂત બનાવે છે. ઉનાળામાં શરીરમાંથી પરસેવા વાટે પાણી વધારે નીકળે છે અને તેના લીધે યુરીન ઓછું આવે છે તેથી તરબૂચનું સેવન ફાયદાકરાક નીવડે છે. કોઇપણ ફળ કે શાકભાજી કરતા તરબૂચમાં સાઇટો ન્યૂટ્રીશિયન જેને *લાયકોપેન* કહે છે, તે ભરપૂર પ્રમાણમાં મળી રહે છે, લાયકોપેન એટલે રેડ પિગમેંટ જે ટામેટામાં પણ હોય છે. જેનાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. જેમાં ખાસ કરીને પ્રોસ્ટેટ, બ્રેસ્ટ કેન્સરનો સમાવેશ થાય છે. લાયકોપેન હાર્ટ એટેકના સંકટને પણ ઓછો કરે છે. ખાસ કરીને જેમને બ્લડપ્રેશરની સમસ્યા હોય તેમના માટે તો તરબૂચ ઉત્તમ દવા સમાન છે કેમકે તરબૂચમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે, આ કિડની સ્ટોનને વધતા રોકે છે, ઓસ્ટિયોપોરોસિસ અને હાર્ટ બીટને રેગુલેટ કરે છે. ઉનાળુ ફળના ગુણો અનેક હોવાથી તરબૂચનું સેવન કરવુ જોઇએ.

 

વિટામિન,મિનરલ્સ અને એંટી-ઓક્સિડેટ્સથી ભરપૂર હોય છે તરબૂચ. આ સ્વાદિષ્ટ ફળને ગરમીમાં બપોરે ખાવાની મજા જ અનોખી છે. આને નાના-નાના ટુકડાંમા કાપીને કે પછી જ્યુસ બાનવીને પણ પીવામાં આવે છે. 

તરબૂચમાં 90 ટકા પાણી હોય છે, તરબૂચ વિશેના કેટલાક ન્યુટ્રિશસ ફેક્ટ્સ –  

આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તેમા ફેટ કે કેલેસ્ટ્રોલ નથી હોતો, પંતુ ફાઈબર અને પાણીનો હાઈ કંટેટ તમને બોડી સિસ્ટમમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે અને તમારી ત્વચા સ્વસ્થ તેમજ ચમકદાર બનાવે છે. સાથે જ આ આપણા શરીરના પાચન તંત્રને પ્રાકૃતિક રૂપે મજબૂત બનાવે છે. 

કોઈપણ ફળ કે શાકભાજી કરતા તરબૂચમાં સાઈટો ન્યૂટ્રીશિયન જેને ‘લાયકોપેન’ કહેવાય છે, ભરપૂર પ્રમાણમાં રહે છે. લાયકોપેન મતલબ રેડ પિગમેંટ જે ટામેટામાં પણ હોય છે. આ ઘાણા પ્રકારના કેંસર ખાસ કરીને પ્રોસ્ટેટ, બ્રોસ્ટ અને લંગ કેંસરના સંકટને ઘટાડે છે. લાઈકોપેન હાર્ટ એટેકના સંકટને પણ ઓછો કરે છે. 

ફક્ત સંતરામાં જ નહી પરંતુ તરબૂચમાં પણ વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. વિટામીન-સી તમરા ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે અને રોગોનો સામનો કરે છે. તરબૂચમાં રહેલ વિટામીન-સી આંખોના મોતિયાના સંકટને ઓછુ કરવામાં મદદ કરે છે. 

તરબૂચમાં વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં રહેલુ છે. જે કોઈપણ ઈંફેક્શનથી બચાવે છે. અસ્થમા, આર્થરાઈટિસ, કોલોન કેંસર અને ડાયાબિટીઝમાં આ ઉપચારાત્મક પ્રભાવ કરે છે. ડાયાબિટિઝ માટે તરબૂચના બીજ ફાયદાકરક સાબિત થાય છે.

તરબૂચમાં વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં રહેલુ છે. જે કોઈપણ ઈંફેક્શનથી બચાવે છે. અસ્થમા, આર્થરાઈટિસ, કોલોન કેંસર અને ડાયાબિટીઝમાં આ ઉપચારાત્મક પ્રભાવ કરે છે. ડાયાબિટિઝ માટે તરબૂચના બીજ ફાયદાકરક સાબિત થાય છે. 

આ પોટેશિયમનુ શ્રેષ્ઠ સ્ત્રોત છે. પોટેશિયમના સ્તરમાં ઉણપ બોડી મસલ્સમાં ક્રમ્પ્સનુ કારણ બને છે. તરબૂચમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે, આ કિડની સ્ટોનને વધતા રોકે છે અને ઓસ્ટિયોપોરોસિસ અને હાર્ટ બીટને રેગુલેટ કરે છે. 

આમા રહેલા વીટા કૈરોટિનના કારણે જોવાની ક્ષમતા ખાસ કરીને રાત્રે વધે છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે વીટા કૈરોટિન અને વિટામિન-સી હાર્ટ ડિસીઝ, કેસર અને ઘણી બીજી બીમારીઓથી બચાવે છે.

 

રોજ તરબૂચ ખાવાથી હ્રદય સ્વસ્થ રહે છે ….

 

ગરમીની ઋતુ આવી ગઈ, શરીરમાંથી પરસેવો રેલાવાનો શરૂ થઈ ગયો, પૈસા ઉપરાંત હવે ખિસ્સામાં રૂમાલ કાઢવા પણ હાથ જવા લાગશે, તો સૌંદર્યને સાચવવા રુપકડીઓ બૂકાની બાંધીને રહેશે. આ બધા વચ્ચે શહેરમાં ક્યાંકને ક્યાંક ડેરા-તંબૂ નંખાશે અને એમાં એક ફળ મહેમાન બનીને તમારા શહેરમાં આવશે, તરબૂચ.

ગરમીમાં તરસ મટાડવા તરબૂચનો જવાબ નથી. તેને ગરમીમાં ખાવાથી ગરમીથી રાહત મળે જ છે. સાથે જ તેને ખાવાથી અનેક ફાયદા છે. આવો જાણીએ તડબૂચ વિશે થોડીક એવી વાતો છે કે જેને જાણીને આપ કહી ઉઠશો કે ‘તરબૂચ એટલે ગરમીનો તોટાદાર જવાબ….! ‘

 

ચાલો જાણીએ તરબૂચથી થતા 10 સ્વાસ્થ્ય લાભ વિશે…. 

 

10 અદભૂત સ્વાસ્થ્ય લાભ આપે છે તરબૂચ, આ રીતે કરે છે વજનને કંટ્રોલ!

  

 ગરમીઓ વધારે માત્રામાં જે ફળનું સેવન કરવામાં આવે છે તે લિસ્ટમાં તરબૂતનું નામ પણ સામેલ છે. તરબૂચ સ્વાદિષ્ટ, તરોતાજા અને તરસ છિપાવાનાર ફળ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન એ, બી અને સી સિવાય તેમાં પૌટિશિયમ અને ઘણા મિનરલ્સ જેવા આર્યન, કેલ્શિયમ, મેગ્નિશિયમ અને ફોસ્ફરસ પણ મળી આવે છે. આ સિવાય તેમાં ભારે માત્રામાં એજાઇમ્સ, ઓર્ગેનિક એસિડ અને નેચરલ શુગર સામેલ હોય છે, જે આપણને ચુસ્ત-દુરસ્ત રાખે છે. 92 ટકા પાણી અને 6 ટકા ખાંડની માત્રા હોવાથઈ તરબૂચ ગરમીઓમાં તરસને છિપાવવાનો એક સારો વિકલ્પ છે. 

 

મોટાપાને ઓછું કરે છેઃ-

 

આ ફળમાં કેલોરીની માત્રા ઘણી ઓછી હોય છે અને કોલેસ્ટ્રોલની માત્રા પણ ન બરાબર હોય છે, જે વજન ઓછું કરવામાં મદદગાર છે. તેમાં મળી આવતા સૌથી જરૂરી ઇન્ગ્રીડિએન્સ સિટ્લાઇન વજન ઓછું કરવા માટે એક સારો ઇલાજ છે.

 

વર્ષ 2007માં જર્નલ ઓફ ન્યૂટ્રીશનમાં ઉલ્લેખવામાં આવ્યું હતું કે, તરબૂચમાં મળી આવતું એમિનો એસિડ આર્જિનીન શરીરના એકસ્ટ્રા ફેટને ઓછું કરે છે અને કાર્ડિયોવૈસ્કુલર સિસ્ટમને યોગ્ય જાળવી રાખે છે. પાણીની વધારે માત્રા ભૂખને ઘટાડે છે, તો આ ગરમીમાં કેલોરી ફૂડને કરો સાઇડ અને સેવન કરો તરબૂચનું.

 

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છેઃ-

 

તરબૂચ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેમાં રહેલાં પોટેશિયમ, મેગ્નીશિયમ અને એમિનો એલિડ એક સાથે મળીને નસોંને સ્વસ્થ અને મજબૂત બનાવે છે, જેનાથી આખાં શરીરમાં યોગ્ય રીતે રક્તનો પ્રવાહ થઇ શકે છે. આ ફળ શરીરમાં એસિડ અને ઇલેક્ટ્રોલાઇટની વચ્ચે સંતુલનને જાળવી રાખે છે, જેનાથી હાઈ બીપીની સંભાવના ઓછી થાય છે.

 

Other Benefits:

 શરીરમાં પાણીની માત્રા બનાવી રાખે છે, આંખને સ્વસ્થ રાખે છે, કિડનીને સ્વસ્થ રાખે છે, મૂડ ઠીક કરે છે, હ્રદયને સ્વસ્થ રાખે છે, કેન્સર સામે લડે છે, એનર્જી વધારે છે, એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. 

 

શરીરમાં પાણીની માત્રા બનાવી રાખે છેઃ-

 

શરીરમાં પાણીની કમી ઉભી નથી થવા દેતું. તરબૂચમાં ઘણા પ્રકારના હાઇડ્રેશન કરનાર તત્વ જેવા કેલ્શિયમ, મેગ્નીશિયમ, પોટેશિયમ અને સોડિયમની એટલી માત્રા હોય છે જેનાથી જો એક આખો દિવસ પાણી ના પીએ, તો તરબૂચ તેની પૂર્તિ કરી દે છે.

આંખના સ્વાસ્થ્ય જાળવી રાથે છેઃ-

 

તરબૂચ આંખ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બીટા-કેરોટીનનો એક સારો સ્ત્રોત હોવાને કારણે તે શરીર વિટામિન એની સપ્લાઈ ભરપૂર માત્રામાં કરે છે. તે આંખની રોશની માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. વિટામિન એની સાથે તેમાં રહેલ લાઇકોપીન આંખના રેટીનાને ઘણા પ્રકારના રોગોથી પણ બચાવે છે. આ સિવાય તરબૂચમાં મળી આવતા વિટામિન સી, લ્યૂટીન અને જીજેન્થીન આંખને સ્વસ્થ રાખવાની સાથે જ તેને ઇન્ફેક્શનથી પણ દૂર રાખે છે. રોજ એક કપ તરબૂચનું સેવન કરવાથી આંખ સ્વસ્થ અને ચમકદાર બની રહે છે. 

મૂડ ઠીક કરે છેઃ-

 

આ વાત સાચી છે, વિટામિન બી 6 ના ખજાનાથી ભરપૂર તરબૂચનું સેવન કરવાથી મગજ ફ્રેશ બની રહે છે. સાથે જ, વિટામિન સી ચહેરા અને શરીર પર પડી રહેલી ફ્રી રેડિકલ્સને દૂર કરે છે જે ડિપ્રેશન અને ઇરીટેશનને કારણે થાય છે. આ હોર્મોન્સને બેલેન્સ કરવાનું પણ કામ કરે છે, માટે ખરાબ મૂડ પણ ઠીક થઇ જાય. તરબૂચના થોડા ટૂકડાનું રોજ સેવન કરવાથી તમે તણાવ જેવી સમસ્યાથી ખૂબ જ દૂર રહી શકશો. 

કિડનીને સ્વસ્થ રાખે છેઃ-

 

તરબૂચ આંખની સાથે -સાથે કિડની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાંથી બધા જ બિનજરૂરી ટોક્સિનને બહાર કાઢી લિવરને સાફ કરે છે. જેના દ્વારા કિડની પોતાની ક્રિયા યોગ્ય રીતે કરી શકે. તરબૂચ લોહીમાં રહેલાં યૂરિક એસિટની માત્રાને પણ ઓછી કરે છે. તરબૂચનું સેવન કરવાથી તેમાં રહેલા તત્વ આપણી પાચન ક્રિયાને જાળવી રાથે છે અને બિનજરૂરી ફ્લૂડ્સને બનવાથી રોકે છે. તે કિડનીના સોજાને અને બળતરાની સમસ્યાને પણ દૂર કરે છે, જે મોટાભાગે સ્ટોન બનવાનું મુખ્ય કારણ હોય છે.

 

જો તમે યૂરીન સાથે સંબંધિત કોઇપણ પ્રકારની સમસ્યાથી પરેશાન થઇ રહ્યા છો તો તરબૂચ અથવા તેના જ્યૂસનું સેવન અવશ્ય કરવું. તમારી આ સમસ્યા જલ્દી જ દૂર થઇ જશે…  

હ્રદયને સ્વસ્થ રાખે છેઃ-

 

તરબૂચનું સેવન કરવાથી તમે તમારા હ્રદયને પણ સ્વસ્થ રાખી શકો છો.  તરબૂચમાં રહેલ પોટેશિયમ તમારા હ્રદયની રક્ષા કરે છે. આ સિવાય તેમાં રહેલ એમિનો એસિડ, સિટલાઇન અને આર્જીનીન લોહીના પ્રવાહને યોગ્ય રૂપે ક્રિયા કરવામાં મદદ કરે છે.

સાથે જ, લાઇકોપીન, બીટા-કેરોટીન અને વિટામિન સી કોલેસ્ટ્રોલની માત્રાને પણ ઓછી કરે છે અને ઘણા પ્રકારની હ્રદયની બીમારીઓથી પણ બચાવે છે. સ્વસ્થ હ્રદય અને દિમાગ માટે તરબૂચનું સેવન કરવું. કારણ કે, તેમાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ્સ, લો ફેટ અને કોલેસ્ટ્રોલ શરીરની બધી જ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. 

જો તમારે તમારા હૃદયને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ તળબુચ અચૂક ખાઓ. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તરબુચ તમારા શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ નથી બનવા દેતા અને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. એક રિપોર્ટ અનુસાર સંશોધકોએ ચરબીની વધુ માત્રા લેનારા ઉંદરો પર આ અભ્યાસ કર્યો. તેમણે પોતાના અભ્યાસમાં જાણ્યું કે તરબુચ આપવાથી ઉંદરોમાં ખરાબ લિપોપ્રીટન(એલડીએલ)ની માત્રા ઓછી થઇ ગઇ.

એલડીએલ એક પ્રકારનું કોલેસ્ટ્રોલ છે જે ધમનીઓને જમાવીને હૃદયના રોગોને પ્રોત્સાહન આપે છે. અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીના સંશોધકોએ જોયું કે નિયમિત રૂપે તરબુચ ખાવાથી વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને તેના પરિણામસ્વરૂપે રક્તવાહિનિઓમાં ચરબીયુક્ત પદાર્થ ઓછા એકઠાં થાય છે. 

તેમનું માનવું છે કે તરબુચના જ્યુસમાં રહેલ રસાયણ સિટ્રુલિનમાં આ સ્વાસ્થ્યવર્ધક ગુણ રહેલ છે. જોકે આ નવા સંશોધનમાં તરબુચ ખાવાનો બ્લડપ્રેશર પર કોઇ મહત્વનો પ્રભાવ જોવા ન મળ્ય પણ હૃદય સાથે જોડાયેલા અન્ય જોખમો પર તેની શક્તિશાળી અસર જોવા મળી. બ્રિટનમાં દર વર્ષે 2,70,000 લોકો હૃદયરોગના હુમલાના સકંજામાં આવે છે અને ત્રણમાંથી એકનું મોત તો હોસ્પિટલ પહોંચતા પહેલા જ નીપજી જાય છે. 

કેન્સર સાથે લડે છેઃ-

 

કેન્સર જેવી બીમારીઓથી લડવામાં ખૂબ જ કારગર છે. લાઇકોપીન અને ઘણા પ્રકારના અન્ય એન્ટીઓક્સીડેન્ટ્સ મળીને કેન્સર જેવી બીમારીઓ સાથે લડવાથી તેમને બચાવે પણ છે. ઘણા પ્રકારના સંશોધનોમાં જાણવા મળે છે કે, લાઇકોપીન પ્રોટેસ્ટ, બ્રેસ્ટ, લંગ, કોલન અને એન્ડોનેટ્રિકલ કેન્સરની સંભાવનાને ઓછી કરી દે છે. વિટામિન એ અને સી અલગ-અલગ સેલ્સની રક્ષા કરી ફ્રી રેડિકલ્સની સમસ્યાથી છુટકારો અપાવે છે. 

એનર્જિ વધારે છેઃ-

 

રોજ આ ફળનું સેવન કરવાથી લગભગ 23 ટકા ઉર્જા મળે છે. વિટામિન બી6 અને બી1 સાથે મળીને શરીરમાં રહેલ ઉર્જાના સ્તરને બનાવી રાખે છે. મેગ્નીશિયમ, પોટેશિયમ, વિટામિન સી અને બીટા-કેરોટિન આ બધા જ પ્રાકૃતિક ઉર્જાના સ્ત્રોત છે, જે તરબૂચમાં મળી આવે છે.  

એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છેઃ-

 

તરબૂચ એન્ટીઓક્સીડેન્સનો ખજાનો છે જે તમને સ્વસ્થ રાખવાની સાથે જ ઘણા પ્રકારની બીમારીઓથી પણ દૂર રાખે છે. વિટામિન સી અને ઘણા પ્રકારના ફ્લેવોનોટડ્સ જેવા લાઇકોપીન, બીટા-કેરોટીન, લ્યૂટીન, જીજેન્થીન અને ક્રિપ્ટોજૈન્થીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે. જેના દ્વારા ગઠિયા રોગ, અસ્થમાં, હાર્ડ અટેક, બળતરા જેવી બીમારીઓથી કોસોં દૂર રહી શકાય છે. અલ્ટ્રાવાયલેટ કિરણોને કારણે થતા ત્વચાની ક્ષતિને અટકાવે છે, સાથે જ, હાનિકારક હવાઓથી પણ બચાવે છે. આ ફળ ત્વચાને ઘણા સમય સુધી યુવાન જાળવી રાખે છે. તે રોગ પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે, જેનાથી એલર્જિ અને ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થતી નથી. 

 

ઉનાળામાં માણો પાણીવાળાં ફળો   … 

ડાયટ ટિપ્સ – અંગના શાહ

water melon

કુદરતે માનવીને સીઝન પ્રમાણે જાત-જાતનાં ફ્રૂટ્સ અને શાકભાજીની અમૂલ્ય સોગાત આપી છે. ઉનાળામાં વધુ પાણીની જરૂરિયાત પડવાથી પાણીવાળાં ફ્રૂટ્સ ગરમીમાં માનવીઓ માટે વરદાનરૂપ સાબિત થાય છે.ઉનાળા દરમિયાન પાણીવાળાં ફ્રૂટ્સ લેવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે અને શરીરને ફાયદો પણ થાય છે.

 

ટેટી

 

આપણે ત્યાં માર્કેટમાં અનેક પ્રકારની ટેટી જોવા મળે છે. વૈશાખ આવતાં લીલી ટેટી માર્કેટમાં મળવા લાગે છે. સ્વાદમાં અતિ મીઠી આ ટેટી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.

ઉનાળા દરમિયાન વજન ઉતારવા માટે અથવા તો હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ ટેટીને ફ્રીઝમાં મૂકી ઠંડી કરી રોટલી સાથે ખાંડ વગર લેવાથી સ્વાસ્થ્ય માટે હિતકારી ગણવામાં આવે છે. વીકમાં ૨થી ૩ વખત આ પ્રમાણે સાંજનું ભોજન કરવાથી વજન ઊતરવાની સાથે હાઈ બ્લડપ્રેશરમાં પણ ફાયદો થાય છે.

 ૧૦૦ ગ્રામ ટેટીમાં ૩૪ કેલરી હોય છે.

 ટેટીમાં વિટામિન ‘એ’ (એન્ટિઓક્સિડન્ટ) હોવાથી આંખો માટે ખૂબ જ ઉપયોગી વિટામિન છે.

* ટેટીમાં ફ્લેવોનોઇઝ્ડ છે. જેમ કે, બીટા-કેરોટિન, લ્યુટિન વગેરે જેને લીધે કોલોન કેન્સર, પ્રોસ્ટેટ વગેરેમાં ફાયદો થાય છે.

* ટેટીમાં આવેલું zea-xanthin મોટી ઉંમરે થતા આંખોના રોગોને દૂર રાખે છે

* ટેટીમાં ઇલેક્ટ્રોલાઇટ, પોટેશિયમ હોય છે જે શરીરમાં પાણીને બેલેન્સ કરવાનું કામ કરવાની સાથે હાર્ટ-રેટ અને બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે.

* ટેટીમાં વિટામિન ‘સી’ હોવાથી તે એલર્જી અને રોગો સામે રક્ષણ આપે છે.

 

 તરબૂચ 

 

તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. દિવસમાં જ્યારે ભૂખ લાગે ત્યારે ઠંડું તરબૂચ ખાવાથી પેટ ભરાઈ જાય છે.

* તરબૂચમાં પણ ઇલેકટ્રોલાઇટ વધુ પ્રમાણમાં હોય છે. તેમાં પોટેશિયમ ભરપૂર હોવાથી એનર્જી મળે છે.

* તરબૂચમાં ૧૦૦ ગ્રામમાં ૩૦ કેલરી હોય છે અને પોષકતત્ત્વો પણ ઘણાં હોય છે.

* તરબૂચમાં આવેલું વિટામિન ‘એ’ આંખો માટે ખૂબ ઉપયોગી છે. તેમજ ફેફસાંના કેન્સર અને મોઢાના કેન્સરમાં રાહત મળે છે.

* તરબૂચમાં આવેલ બીટા-કેરોટિન કોલોન કેન્સર, પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરને અટકાવે છે.

* તરબૂચમાં આવેલું Carotenoid pigment અને Iycopene ચામડીમાં સૂર્યકિરણથી થતા નુકસાનને અટકાવે છે.

* તરબૂચમાં ખાંડનું પ્રમાણ વધુ હોવાથી તેની ગ્લાઇસિમિક ઇન્કેક્સ હાઇ હોય છે એટલે ડાયાબિટીસના દર્દીઓએ દિવસમાં એક વાટકા સુધીનું લગભગ ૨૦૦ ગ્રામ જેટલું તરબૂચ લઈ શકાય. વધારે માત્રામાં તરબૂચ ગેસની સમસ્યા ઉત્પન્ન કરે છે. પાચનની તકલીફવાળા લોકોએ સાંજના સમયે તરબૂચ ખાવું નહીં.

* તરબૂચ ઉપરથી મીઠું નાખીને વાપરવું સલાહભરેલું હોતું નથી. તેનો કુદરતી સ્વાદ માણવો વધુ હિતાવહ છે.  

   

(લેખિકા અમેરિકામાં ડાયટિશ્યન છે.)

[email protected]

 

 

ફેંકશો નહીં તરબૂચના બીયાં ઘણા ફાયદાકારી છે.

 

તરબૂચ તો તમે ખાતા હશો પણ તેના બીયાંનું શું કરો છો ? દેખીતુ છે કે તમે એને ફેંકી દેતા હશો. પરંતુ એના લાભ જાણ્યાં પછી કદાચ તમે એવું નહી કરો.  

 

તરબૂચના બીયાંને ચાવીને ખાવ કે તેલનો ઉપયોગ કરો બંનેના ફાયદા એકસમાન છે. આયર્ન, પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર તરબૂચના બીયાં આરોગ્ય,ત્વચા અને વાળ માટે ખૂબ લાભદાયી છે. 

 

એમાં રહેલ મેગ્નેશિયમ હૃદયની કામગીરી સામાન્ય રાખે છે. અને મેટાબોલિક સિસ્ટમોને આધાર આપે છે. તે હૃદય રોગો અને હાયપરટેન્શનમાં પણ ઉપયોગી છે. 

 

– શુગર રાખે નિયંત્રણમાં  

 

– તરબૂચ બીજ થોડા પાણીમાં ઉકાળી. આ પાણીને દૈનિક ચા ની જેમ ઉપયોગમાં લો. આ બ્લ્ડ શુગરને નિયંત્રણમાં રાખે છે. 

 

– યુવા ત્વચા માટે  

 

એમાં અનસેચુરેટેડ ફેટી એસિડ્સ હોય છે , જે ત્વ્ચાની કોમળતાને જાળવી રાખે છે. એમાં રહેલો એંટીઓક્સિડેટ કરચલીઓ દૂર કરે છે. 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected].com

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ઘર ઘરની કથા… વૃદ્ધોની વ્યથા …

ઘર ઘરની કથા… વૃદ્ધોની વ્યથા …

 

 

– મારા વહાલા વડીલો, વૃદ્ધો, વરિષ્ઠ નાગરિકો, પેન્શનરો, મા-બાપો સાંભળો. નિરાશ ના થશો. નોકરીમાંથી નિવૃત્ત થયા છો, જિંદગીમાંથી નહિ. નિવૃત્તિમાં પ્રવૃત્તિ માણો અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ માણો. આનંદમાં રહો …

 

 

oldage

 

 

ભગવાને માણસને ૧૦૦ (સો) વર્ષનું આયુષ્ય આપ્યું છે. પહેલાં પચીસ વર્ષ રમતમાં, અભ્યાસમાં વીતે છે જે બાલ્યાવસ્થા કહેવાય છે. પછીનાં પચીસ વર્ષ લગ્નજીવન, ધન કમાવામાં, કુટુંબનું ભરણપોષણ કરવામાં વ્યતીત જાય છે જેને યુવાવસ્થા કહે છે. પછી પચાસ વર્ષ પછીની અવસ્થા પ્રૌઢાવસ્થા કહેવાય છે અને છેલ્લી અવસ્થા વૃદ્ધાવસ્થા કહેવાય છે. વૃદ્ધ વડીલ હોય છે, અનુભવી હોય છે, પરંતુ વર્તમાન સમયમાં વૃદ્ધોની હાલત સારી કે સંતોષકારક નથી હોતી. વૃદ્ધોની વેદનાઓને વાચા આપવાનો આજે એક ઉપક્રમ છે. એ વેદના સમજી વૃદ્ધોની વ્યથા દુર કરવાના પણ કરીએ.

 

આપણે ત્યાં ૬૦ (સાઈઠ) વર્ષ કે તેથી વધુ ઉંમરના માણસોની ગણતરી વૃદ્ધોમાં થાય છે. સરકારી નોકરીમાં, જાહેર સાહસોમાં, મોટાભાગના ક્ષેત્રોમાં પણ નિવૃત્તિની વય-મર્યાદા ૫૮ થી ૬૦ની હોય છે. ઉતર્યો અમલ કોડીન એ કહેવાત પછી બધે સાર્થક થતી લાગે છે. શેરડીના સાંઠાને જેમ કૂચો થઈ જાય ત્યાં સુધી રસ નીચોવી લેવાય છે – બસ વૃદ્ધોની હાલત પણ કંઈક આવી જ થાય છે.

 

કરૃણા તો એ વાતની છે કે નિવૃત્ત થયા પછી ઓફિસોની જેમ આ વૃદ્ધને ઘરના માણસો પણ પરિવારના સભ્ય માનવા તૈયાર નથી હોતા. એ માટે હરિફાઈ રીતસરની શરૃ થઈ જાય છે. ઘરનાં જ સંતાનો પછી પોતાનાં મા-બાપની કપ-રકાબીની વસ્તુની જેમ વહેંચણી કરવા મંડી પડે છે, ભલેને એ પછી ફૂટી જાય!! વૃદ્ધોની આમન્યા, મર્યાદા, શરમ રાખવી એ તો જાણે એક ભૂતકાળની બાબત બની ગઈ છે. માબાપની આજ્ઞાા પાળવી, તેમને પગે લાગવું એ જાણે કે રામાયણના શ્રીરામ પૂરતી મર્યાદિત હતી એવું લાગ્યા કરે છે, શ્રવણની કથા હવે કોઈને યાદ પણ નથી. શ્રવણની કાવડ બતાવવા આજનાં બાળકોને પ્રદર્શનમાં લઈ જવાં પડશે એવી હાલત થઈ છે! વૃદ્ધોનાં દિલ આથી જ પોકારી ઊઠે છે :

 

જીવનની સમી સાંજે, મારે જખ્મોની યાદી જોવી હતી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામ હતાં.

 

આ વૃદ્ધો માત્ર વયોવૃદ્ધ નથી હોતા તેઓ જ્ઞાાનવૃદ્ધો, અનુભવવૃદ્ધો પણ હોય છે. પણ આજનાં સંતાનો (અપવાદરૃપને બાદ કરતાં) તો એમનાથી ય ચાર ચાસણી ચડી જાય તેવાં ચાલાક અને ચબરાક થઈ ગયાં છે. શરૃઆત કંઈક આ રીતે કરશે :   ”પપ્પા, તમે બેસો હવે, બહુ થયું. તમને આમાં કંઈ ખબર ના પડે, આમાં તમારું કંઈ કામ નહિ. જે બાપે આંગળી પકડીને જેને ભણવા માટે નિશાળે મોકલી બોલતાં શીખવાડયું એ જ છોકરાએ આજે બાપને આંગળી બતાવી ચૂપ કરી દીધા. વળી પાછો મમ્મી આગળ જશે.

 

મમ્મી… મહેરબાની કરીને તું તો વચ્ચે બોલતી જ નહિ. આ બધું તમારા જમાનામાં ચાલતું હશે. હવે જમાનો બદલાઈ ગયો છે. અત્યારે એકવીસમી સદી ચાલી રહી છે એનું તને ભાન છે? દૂધ અને શાકભાજીના મળતા પૈસામાંથી રોજ રોજ કરકસર કરી પૈસા બચાવી જેની ફી ભરી ભણાવ્યો, પોતાનું મંગલસૂત્ર ગીરવે મૂકી દીકરાને મંગલસૂત્ર પહેરનારી વહુ લાવી આપી, જેનાં બાર બાર વરસ સુધી બળોતિયાં ધોયાં એ એકવીસ વરસનો છોકરો પોતાની એકસઠ વરસની માને આજે એકવીસમી સદીના પાઠ ભણાવી રહ્યો છે!! શું જમાનો આવ્યો છે? માબાપની આંખોમાં આંસુ ન આવે તો શું થાય ?

 

”આંસુઓનાં પડે પ્રતિબિંબ,
એવાં દર્પણ ક્યાં છે?
કહ્યા વિના સઘળું સમજે,
એવાં સગપણ ક્યાં છે ?”

 

બાપ કરતાં બેટો ચડે અને ગુરુ કરતાં ચેલો ચડે એ કહેવતો તો હવે બહુ જૂની થઈ ગઈ કહેવાય. હવે ઘેર ઘેર આ નવી કહેવતો બહુ પ્રસિદ્ધ થઈ ગઈ છે : સાસુ કરતાં વહુ ચડે અને પુત્ર કરતાં પુત્રવધૂ ચડે. શું સમજ્યા? એ વખતની કોઈની લાડકોડથી ઉછરેલી લાડકવાયી દીકરી પિયરમાંથી પુત્રવધૂ બની સાસરિયામાં પગ મૂકતાંની સાથે જ તેના પતિની અંગત સલાહકાર બની જાય છે. સાસુ-સસરાને આવતાંની સાથે જ ડોસા-ડોસીનાં લેબલ લાગી જાય છે. વાર્તાની ટ્રેજેડી કંઈક આ રીતે આકાર લેવાનું શરૃ કરી દે છે.

 

”કહું છું, સાંભળો છો ?  ક્યાં ગયા ?   હા – જુઓ – હું તમને શું કહેતી હતી ?  હા… યાદ આવ્યું.   જુઓ-આટલાં બધાં માણસોની રસોઈ મારાથી નહીં થાય. કપડાં, વાસણ ધોઈ ધોઈને હું તો થાકી જઉં છું ભઈ સાબ. તમારામાં તો બળ્યું કંઈ અક્કલ જ નથી. આ મમ્મી-પપ્પાને કહી દેજો… એક ખૂણામાં પડયાં રહે. કચ કચ બહુ ના કરે. હું રોટલી કરું ત્યાં સુધી આ ટીનિયાને હીંચકો નાખતાં શું જોર આવે છે? દૂધ અને શાકભાજી લેવા જતાં શું ચૂંક આવે છે? બસ – બેઠાં બેઠાં રોટલા તોડતાં આવડયું છે. મારાથી હવે આ ઘરમાં એક મિનિટ પણ નહિ રહેવાય. ચાલો બીજે રહેવા. આજે જ ભાડાનું મકાન લઈ લો કાં તો આ તમારાં માબાપને વૃદ્ધાશ્રમ ભેગાં કરી દો. કહી દઉં છું હા. નહીંતર મારા જેવી કોઈ ભૂંડી નથી. હા… થોડા સમય પહેલાં મા-બાપને ચૂપ કરી દેતો પુત્ર પોતાની બૈરી આગળ કૂતરાની જેમ પૂંછડી પટપટાવતો થઈ જાય છે. પાસે નહીં કોડીન ઊભી બજારે દોડી. શું હાલત થાય. ઘેર ઘેર માટીના ચૂલા. ઘર ઘરકી કહાની. જો તમારા ઘરમાં આવા સંવાદ ના સંભળાતા હોય તો તમે બહુ જ નસીબદાર છો !!

 

પિયરમાંથી સાસરે આવેલી એ પુત્રવધૂ એ પણ ભૂલી જાય છે કે એનાં માવતર આવી જ કોઈ વહુ આગળ લાચારી ભોગવી રહ્યાં છે? લાચાર, મજબૂર મા-બાપ ધર્મસંકટમાં મૂકાઈ જાય છે. હવે ભેગાં રહે છે તો સંતાનો દુઃખી થાય છે, જુદાં જાય તો પોતે દુઃખી થાય છે. પિતાનો પ્રેમ અને માનું હેત સંતાનો સુખી થાય એ માટે વૃદ્ધાશ્રમનો સ્વીકાર કરી લે છે. હૈયું દુઃખી થાય છે પણ આખરે હેત જીતી જાય છે !!

 

…અને પછી ટ્રેજેડીની શરૃઆત થાય છે. આની પાછી ફિલ્મો બને છે. સંતાનોએ બગાડેલાં કપડાં જાહેરમાં ધોવાય છે. ”બાગબાન” જેવી ફિલ્મ સુપરહીટ બની હાઉસફુલ જવા લાગે છે. હોંશે હોંશે લોકો જોવા જાય છે. યુવાનો તો પાછા પોરસાય છે. ભાઈલા. આ તો બેઠી આપણી જ સ્ટોરી છે. આપણે આખેઆખો પરિવાર આમાં એક્ટિંગ કરે છે. ઘેર ઘેર જાહેરાત થાય છે. બાગબાન જોયું? ભઈ! હવે તારી કથા બંધ કર… ને… તારાં માવતરને વૃદ્ધાશ્રમમાંથી ઘેર લઈ આય… તારા આ હર્યાભર્યા બગીચાના અસલી માલિક એ છે. એમના જ બગીચાનું તું એક ફૂલ છે… એમના વગર આ તારી વસંતઋતુ પાનખર થઈ જશે અને તું ઊડી જઈશ તો પછી શોધ્યો ય નહિ જડું. શું સમજ્યો ?

 

આજનાં સંતાનોને આ શું થઈ ગયું છે ?  એસ.ટી. બસ, રેલવેમાં જગાના અભાવે લાકડીના ટેકે ઊભા રહેતા પિતા સમાન કોઈ વૃદ્ધને બદલે કોલેજિયન યુવતીને ફટાફટ ઊભા થઈ જગા આપનારાની સંખ્યા વધતી જાય છે. હવે કોઈ માબાપને સવારે ઊઠીને પગે લાગવામાં સંતાનોને શરમ આવે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે પહેલાં સંતાનો માબાપને પગે લાગતાં હતાં હવે માબાપ સંતાનોને પગે પડે છે.

 

ખુદા તારી કસોટીની પ્રથા
સારી નથી હોતી,
અહીં જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.

 

આજનાં આધુનિક સંતાનોની પોતાનાં માબાપ પ્રત્યેની લાગણીની ભીનાશ કોમ્પ્યુટર, મોબાઈલ, ઈ-મેઈલ, ફેસબુક, ટ્વીટર, ઈન્ટરનેટ, સીડી, ડીવીડી, હુક્કાબાર, મોલ, ફેશન, ગુટખા, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ, ટીવી, ખરાબ સોબત, અતિ આધુનિક બતાવવામાં બાષ્પીભવન થાય એમાં કોઈ નવાઈ નથી. કેટલાં સંતાનો પોતાના મોબાઈલમાં મા-બાપના ફોટા રાખે છે? આધુનિક ઈલેકટ્રિક ઉપકરણનો ઉપયોગ આવકાર્ય છે પણ દુરુપયોગ વિનાશ નોંતરે છે. સોનાની કટારી કેડે ખોસાય, પેટમાં ના ખોસાય. પણ આપણું સાંભળે કોણ ?

 

આપણે ત્યાં આવાં ઘણાં કારણોસર વરિષ્ઠ નાગરિકોની હાલત કનિષ્ઠ હોય છે. નાની ઉંમરમાં લગ્ન થયાં હોય, સંતાનોના ઉછેરની જવાબદારી, અભ્યાસનો ખર્ચ, પછી સંતાનોનાં લગ્ન, પરિવારના ભરણપોષણનો ખર્ચ, ઓછી આવક, કારમી મોંઘવારી, પાછલી ઊંમરે દેવું કરી, લોન લઈ પોતાનું મકાન બનાવ્યું હોય, હપ્તા ચાલુ થઈ ગયા હોય, સંતાનો કમાતા ના હોય, કમાતા હોય તો ધંધામાં દેવું કરી બેઠા હોય એમાં મા-બાપની તબિયત સારી રહેતી ના હોય, આ ઉંમરે નોકરી-મહેનત થઈ શકતી ના હોય ત્યારે જિંદગી પરવશ, પરાધીન થઈ જાય છે, કહ્યું છે કે :

 

આદમીની એ મુસીબત
મોતથી પણ છે વિશેષ;
જિંદગી પોતાની જ્યારે,
પારકી થઈ જાય છે !!

 

મારા વહાલા વડીલો, વૃદ્ધો, વરિષ્ઠ નાગરિકો, પેન્શનરો, મા-બાપો સાંભળો. નિરાશ ના થશો. નોકરીમાંથી નિવૃત્ત થયા છો, જિંદગીમાંથી નહિ. નિવૃત્તિમાં પ્રવૃત્તિ માણો અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ માણો. આનંદમાં રહો. એકાદ મનગમતો શોખ (હોબી) કેળવો. લેખન, વાચન, સંગીત, બાગકામ, ધ્યાન વગેરે અત્યારે જે સ્થિતિ છે તે સર્વશ્રેષ્ઠ છે એવું માની જીવો. આથી પણ ખરાબ થઈ શક્યું હોત – જે નથી થયું તે માટે ભગવાનનો આભાર માનો.

 

સાત્ત્વિક ભોજન લો. ભક્તિ સભર ભજન કરો. વાતે વાતે ઓછું ના લાવો. અપેક્ષાઓ ઘટાડો. સંતોષી બનો. ક્રોધ ના કરો. કોઈનું કંઈ ઉછીનું ના વહોરી લો. રોજ અર્ધો કલાક ચાલવાનું રાખો. જીભના ચટાકા ઓછા કરો. બોલવાનું ઓછું કરો. મૌન ભેગું કરે છે, વાણી વહેંચી દે છે. માગ્યા વગર કોઈને સલાહ ના આપશો. આમંત્રણ વગર કોઈના ઘેર જશો નહિ. ભૂતકાળ વાગોળશો નહિ. નકારાત્મક ના બનો, બની પોઝીટીવ. હિંમતે મર્દા તો મદદે ખુદા.

 

આપણી મૂડી આપણી પાસે જ રાખવી. મહેરબાની કરીને છોકરાંને બધું આપી ના દેતા. સમય આવ્યે જ આપજો. ઘરની ચાવી તમારી પાસે જ રાખજો. સંતાનોને એટલાં બધાં લાયક ના બનાવશો કે એ તમને નાલાયક સમજે. તમે તો સમજુ છો, મુમુક્ષુ છો અનુભવી છો. સાચી શ્રદ્ધા રાખો, કર્મ કર્યે જાવ. ભગવાન બધું સારું કરશે. અને હા યુવાનો… યાદ રાખજો. તમે સદા જુવાન નથી રહેવાના. તમે આજે જેવું માબાપને માન આપશો તો તમારાં છોકરાં પણ તમને માન આપશે. કરશો તેવું પામશો-વાવશો તેવું લણશો. નહિંતર પછી યાદ રાખજો :

 

પીંપળ પાન ખરંતાં,
હસતી કુંપળિયાં,
અમ વીતી તુજ વીતશે,
ધીરી બાપુડિયાં.

 

 

– પી.એમ. પરમાર

 

સાભાર : 

સૌજન્ય : ગુજરાત સમાચાર  ….

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

આ છે રસોનો રસથાળ (આરોગ્ય અને ઔષધ ) …

આ છે રસોનો રસથાળ (આરોગ્ય અને ઔષધ)  …

આયુર્વેદ : વૈદ્ય મનુભાઈ ગૌદાની …

 

 

 
masala

 

 

આયુર્વેદના  મતે દ્રવ્ય બે પ્રકારનાં ગણાય છે. એક આહાર દ્રવ્ય અને બીજું ઔષધ દ્રવ્ય. આમાં નિત્ય લેવાતું હોવાથી શરીર તથા શરીર ક્રિયાનો વિશેષ સંબંધ આહાર દ્રવ્યો સાથે છે. આહાર દ્રવ્યોનો ઔષધ દ્રવ્યથી તફાવત એ છે કે, આહાર દ્રવ્યોમાં રસની પ્રધાનતા હોય છે. જ્યારે ઔષધ દ્રવ્યોમાં વીર્યની (અહીં વીર્ય એ આયુર્વેદીય પારિભાષિક શબ્દ છે. જેનો અર્થ સ્વભાવ પણ કરી શકાય છે. ઔષધ દ્રવ્યોનો સ્વભાવ અથવા વીર્ય ઉષ્ણ અથવા શીત એમ બેમાંથી કોઈ પણ એક હોય છે). આહાર દ્રવ્યોનો રસની સાથે વિશેષ સંબંધ હોવાથી શરીર પર આહાર રસોની અસરનું જ્ઞાાન ખૂબ જરૂરી હોવાથી અહીં આહાર રસો વિશે આયુર્વેદીય મતે સંક્ષિપ્ત નિરૂપણ કરું છું. આધુનિક ચિકિત્સકો (નવ્ય વિજ્ઞાાન) મૂળ ચાર રસો જ માને છે. મધુર, કડવો, ખાટો અને ખારો, પરંતુ અહીં હું આયુર્વેદીય મતના છ રસો વિશે જ જણાવું છું.

 

(૧) મધુરઃ ગોળ, ખાંડ, દ્રાક્ષ, મધ વગેરે.

(૨) ખાટોઃ આમલી, લીંબુ, કરમદા, કાચી કેરી વગેરે.

(૩) ખારો : સમુદ્રનું મીઠું, સિંધાલુણ, સંચળ વગેરે.

(૪) તીખોઃ મરી, મરચાં, સૂંઠ, લીંડીપીપર વગેરે.

(૫) કડવોઃ લીમડો, કરિયાતું, કડુ, કારેલાં વગેરે.

(૬) તુરોઃ હરડે, બાવળ, સોપારી વગેરે.

 

જગત અગ્નિષોમીય હોવાને લીધે આ છ રસોને પણ બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આગ્નેય એટલે ઉષ્ણ અને સૌમ્ય એટલે શીત. તીખો, ખાટો અને ખારો આ ત્રણ રસ આગ્નેય અથવા ઉષ્ણ અને મધુર-ગળ્યો, કડવો અને તૂરો, આ ત્રણ રસ સૌમ્ય એટલે શીત ગણાય છે. આગ્નેય રસો ઉષ્ણ હોય છે, તેથી મૂર્છા અને વિદાહ (બળતરા) ઉત્પન્ન કરે છે. આથી તેને વિદાહી પણ કહે છે. આથી ઊલટું સૌમ્ય રસો શીત હોય છે, તેથી મૂર્છા અને વિદાહ (બળતરા)શામક હોય છે, તેથી તેને અવિદાહી કહેવામાં આવે છે.

 

 

રસોનાં લક્ષણ …

 

રસોનાં લક્ષણ નિર્ધારિત કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે.

મધુર રસ : સ્નેહ, તર્પણ, આહ્લાદક, કફ કરનાર વગેરે.

 

ખાટો રસ : દાંત અંબાડનાર, મુખ રસોનો સ્રાવ કરાવનાર, મુખની શુદ્ધિ કરનાર, ખાવામાં રુચિ ઉત્પન્ન કરનાર, નેત્રનું સંકોચન કરનાર, મુખ અને કંઠમાં દાહ કરનાર, રોમાંચકારી તથા હૃદયને બળ આપનાર છે.

 

ખારો રસ : તરલ, વિલયન થનાર, કલેદન કરનાર, માર્દવ કરનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મોઢું, તાળવું, ગળું, છાતી, કપાળ વગેરેમાં બળતરા કરાવનાર ગણાવાય છે.

 

તીખો રસ : જીભનો ઉદ્વેજક, બળતરા સાથે મુખ, નાક અને નેત્રમાંથી સ્રાવ કરાવનાર તથા માથું દુખાડનાર ગણાવાય છે.

 

કડવો રસ : તરત જ જીભના અન્ય આસ્વાદોનો નાશ કરનાર, સ્વયં અપ્રિય હોવા છતાં રુચિ વધારનાર, કંઠની, દાંતની શુદ્ધિ કરનાર, મુખશોષકર વગેરે.

 

તુરો રસ : જીભ અને મુખનું સ્થંભન કરનાર, જડતા લાવનારો મુખશોષક, હૃદયરોગ કરનાર, કફનાશક અને ગૌરવ કરનાર છે.

 

ધાતુ કર્મ …

 

 

આપણાં શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્તિ, મજ્જા અને શુક્ર એમ સાત ધાતુઓ રહેલી હોય છે. આ છએ રસોનો ધાતુઓ ઉપર પ્રભાવ પડે છે, તે જોઈએ.

 

(૧) મધુર : મધુર રસ શરીરની સાતે ધાતુઓને વધારે છે તથા ધાતુઓનો સાર ભાગ ઓજ (કેટલાકના મતે હોર્મોન્સ)ની વૃદ્ધિ કરનાર હોવાથી બળ આપનાર, જીવન ટકાવનાર, આયુષ્ય વધારનાર તથા ધાવણ વધારનાર ગણાય છે.

 

(૨) ખાટો : નાગાર્જુન નામના વિદ્વાને અમ્લ રસને શરીરનું વજન વધારનાર, બળ આપનાર, વાજીકરણ તથા જીવનીય કહ્યો છે, પરંતુ ચરક મર્હિષએ વજન વધારનાર અને બળ આપનાર કહ્યો છે.

 

(૩) ખારો : ધાતુઓ રસ, રક્ત, માંસ, મેદાદિનો નાશ કરનાર, બળનાશક અને શિથિલતા લાવનાર છે.

 

(૪) તીખો : ધાતુઓનો નાશ કરનાર, ધાતુઓને ખોતરીને બહાર કાઢનાર તથા કામશક્તિ ક્ષીણ કરનાર છે.

 

(૫) કડવો : મેદ, ચરબી, વીર્ય, મજ્જા એવં લસિકાનું શોષણ કરનાર છે.

 

(૬) તૂરો : બધી ધાતુઓનું શોષણ કરનારો અને ખળભળાવી દેનારો છે.

 

 

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

ફળોમાં ઉત્તમ ખાટીમીઠી દ્રાક્ષના ગવાય …
 

 
GRAPES.2
 

 

મોંમા પાણી આવે તેવી મનમોહક ખટમીઠી દ્રાક્ષ હવે સર્વત્ર મળે છે. સરખામણીમાં સોંઘી પણ મળે છે. તમને જાણીને આનંદ થશે કે દ્રાક્ષને આયુર્વેદે ‘ફલોત્તમ’ કહીને બધાં ફળમાં સર્વોત્તમ કહી છે. રોજિંદા આહારમાં હંમેશા લીલી કે સુકી દ્રાક્ષ ખાવાનું પણ ‘અષ્ટાંગ હૃદય’માં કહેવામાં આવેલું છે.

 
કુદરતે માનવજીવનની રક્ષા અને ઉપકારરૂપે અનેક ભેટો આપી છે. બદલાતી ૠતુઓ મુજબ જાત-જાતનાં ફળોનો રસથાળ ઉભરાય છે. જેના ગુણકર્મો અને ગુણધર્મો જેતે ૠતુમાં થતા રોગો સાથે સંબંધિત હોવાનું અનુમાન કરી શકાય. અનેક જાતનાં ફળોમાંથી ઘણાંને અમુક જ ફળો ભાવે તેવું બની શકે. પરંતુ દ્રાક્ષ એક એવું ફળ છે જે મોટાભાગે બધાને ભાવતું જ હોય છે. બાળકથી માંડીને વૃદ્ધસ્ત્રી- પુરૂષ, અમીર-ગરીબ તમામ વર્ગના લોકોને દ્રાક્ષ અતિપ્રિય અને સુલભ પણ છે. કુદરતી મેવામાં ગણાતી આ દ્રાક્ષ, કાજુ, બદામ જેવા સૂકા મેવા કરતા પ્રમાણમાં સસ્તી હોવાથી તે બધાનાં નસીબની મર્યાદામાં આવી શકે છે. બાકી અમુક વર્ષો બાદ તો એવું બનશે કે કાજુ-બદામ કે અંજીર જેવા મેવાનો ભાવ પૂછીશું તો યે પૈસા આપવા પડશે. ટૂંકમાં મોંઘવારીની અતિ ઝડપી સવારી જે રીતે આગળ વધે છે તે રીતે જોતા અમુક સમયબાદ આજે આપણે સરળતાથી જોઇ, ખાઇ શકીએ છીએ. તેમાનું ઘણું બઘું ભવિષ્યમાં માત્ર જોઇ જ શકીશું. દ્રાક્ષની આવી સ્થિતિ આવે તે પહેલાં ખાઇ લેવાની તક મેળવી લેવા જેવી છે. દ્રાક્ષની મીઠાશની બાબતમાં વઘુ જણાવવાની એટલા માટે જરૂર નથી રહેતી કે અન્ય મીઠી (ગળી) વસ્તુને દ્રાક્ષની ઉપમા આપી તેની મીઠાશ દર્શાવવામાં આવે છે.

 
યુરોપ અને અમેરિકામાં દ્રાક્ષનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. દુનિયાભરમાં સૌથી વઘુ દ્રાક્ષ ફ્રાંસના દક્ષિણ ભાગમાં થાય છે. ત્યાં વિશાળ, લીલાછમ બગીચાઓ જોવા મળે છે. ભારતમાં દ્રાક્ષનું વાવેતર પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઘણા સમયથી થતું રહ્યું છે. પૂના, સતારા, નાસિક અને ખાનદેશ તેનો મુખ્ય પ્રદેશ મનાય છે. હવે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ છૂટક છૂટક દ્રાક્ષનું વાવેતર થાય છે. તેમાં ખેડા જિલ્લો મુખ્ય છે. દ્રાક્ષનું વાવેતર સારી કમાણી આપી શકે છે. તેના વેલા બે-ત્રણ વર્ષે ફળવા લાગે છે. જોકે વર્તમાન જગતની સંશોધન પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમથી આ ગાળો ઘટી શક્યો હોવાનું જોવા મળ્યું છે. ફેબુ્રઆરી અને માર્ચમાં લીલી દ્રાક્ષ-કાળી દ્રાક્ષ પુષ્કળ જોવા મળે છે. અને લોકો તેને મન અને પેટ ભરીને માણતા પણ જોવા મળે છે.

 
દ્રાક્ષની ઘણી જાતો છે. બેદાણા, મુનક્કા, કિસમીસ એ દ્રાક્ષની મુખ્ય જાતો છે. આ નામો સૂકી દ્રાક્ષ માટેના છે. લીલી દ્રાક્ષ એ સર્વસામાન્ય અને સુપાચ્ય જાત છે. કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ અને ધોળી દ્રાક્ષ તેવા પણ પ્રકારો જોવા મળે છે. તેમાંથી ધોળી દ્રાક્ષ વઘુ મીઠી અને મોંઘી હોય છે અને તે અપ્રાપ્ય કે સામાન્ય માણસોને ઓછી જોવા મળતી જાત છે. કાળી દ્રાક્ષ બધી જ પ્રકૃત્તિવાળા લોકોને, સર્વ રોગોમાં લાભપ્રદ અને ગુણકારી ગણાય છે. કાળી દ્રાક્ષમાંથી અનેક જાતની દવાઓ બનાવી શકાય છે. બે દાણા નામની જાત કંઇક અંશે ધોળી હોય છે અને તેમાં બી હોતા નથી. કિસમિસ બે દાણા જેવી જ પરંતુ પ્રમાણમાં નાની હોય છે. ભારત જેવા ગરમીવાળા દેશના લોકોની તરસ અને ભૂખનું શમન કરવામાં દ્રાક્ષ અમૃતનું કાર્ય કરે છે. વ્યાપકપણે જોવા અને ખાવા મળતી લીલી (તાજી) દ્રાક્ષ કંઇક અંશે કફકારક ગણાય છે. પરંતુ મીઠું અથવા સંધિવ સાથે ખાવાથી કફ થવાનો ભય રહેતો નથી. દ્રાક્ષ બધાને ખાવી ગમે છે. માંદા-સાજા અને સગર્ભા તથા પ્રસૂતા પણ દ્રાક્ષનું સેવન કરી શકે છે.
 

 
દ્રાક્ષના ગુણઃ …
 

 
આયુર્વેદના ગ્રંથોમાં દ્રાક્ષની જાતો અને ગુણોનું ઠીકઠીક વર્ણન જોવા મળ્યું છે. દરેક ક્ષેત્રમાં થયેલી વૈજ્ઞાનિક ક્રાંતિ અને સાધન-સવલતોની ઉપ લબ્ધિઓના કારણે અનેક નવા સમીકરણો અને ઉત્પાદનો સર્જાયા છે. વનસ્પતિ ફળફળાદિ વગેરેના બિયારણોમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે તેથી તેના ફળની ગુણવત્તા પર શું અસરો થઇ તે જોવું અને જાણવું એ અનુસંધાનનો વિષય છે. શાસ્ત્રીય મત મુજબ દ્રાક્ષ સારક ગુણવાળી, સ્વર (અવાજ)ને સારો કરનારી, મીઠા રસવાળી ને ચીકાશયુક્ત શીતળ ગુણ યુક્ત છે તે ઉત્તમ પથ્ય છે. તેથી કોઇપણ સ્થિતિમાં તે યુગોથી અપાતી આવી છે. તાવ, ક્ષય વગેરે રોગોમાં આવેલી અશક્તિમાં દ્રાક્ષ અને તેની બનાવટો અમૃત સમાન ફાયદાકારક છે. દ્રાક્ષ શીતવર્ય, રસ તથા વિપાકમાં મઘુર, પાછળથી સહેજ તૂરી, હર્ષદાયક, રોચક, તર્પણ (તૃપ્તિ કરનાર), વાયુનું અનુલોમન કરનાર, સ્નિગ્ધ, આંખોને હિતકર, કંઠ્ય તથા શ્રમહર છે. દ્રાક્ષ, તરસ, દાહ, તાવ, શ્વાસ, રક્તપિત, ક્ષત, ક્ષય, વાયુપ્રકોપ, પિતપ્રકોપ, ઉદાવર્ત, સ્વરભેદ, મહાભય, મોઢાની કડવાશ, મૂળશોખ, ઉધરસ, ઉલ્ટી, ભ્રમ, શોષ અને મૂત્રાવરોધનો નાશ કરનારી છે. શરીરને તુરંત શક્તિ અને તાજગી તથા તૃપ્તિ દ્રાક્ષથી મળે છે. હોજરી અને આંતરડામાં કે શરીરમાં અન્યત્ર થયેલા ચાંદાને (અમુક સ્થિતિએ હોય ત્યાં સુધી) દ્રાક્ષ રૂઝવી શકે છે. ત્વચા અને લોહીના રોગોને મટાડે છે. લોહીમાં રહેલી ખોટી ગરમી તથા વિકૃતિ દૂર કરી લોહીને સ્વસ્થ, નીરોગી અને શરીરને તાકાતવાન તથા સક્ષમ બનાવે છે.

 
યુનાની વૈદ્યોના મત મુજબ દ્રાક્ષ કફને પાતળો કરીને બહાર કાઢનાર મુખ્ય દવા છે. તે ઉપરાંત સ્ત્રીઓના માસિક ધર્મને તે નિયમિત કરે છે, કબજીયાત દૂર કરે છે. લોહી તથા માંસને વધારે છે. ખાટી-મીઠી અને દીપન-પાચનનું કામ કરતી દ્રાક્ષ ફેંફસા, યકૃત તથા મૂત્રાશયના રોગો અને જીર્ણજવરમાં લાભદાયક છે. દ્રાક્ષના બી શીતળ, કામોત્તેજક અને ગ્રાહી છે. તેના પાન હરસને મટાડે છે. દ્રાક્ષના વેલાની ડાળીઓ મૂત્રાશય, અંડકોષના સોજામાં ફાયદાકારક છે. તેના વેલાની ભસ્મ મૂત્રાશયની પથરીને ઓગાળીને કાઢવામાં મદદરૂપ થાય છે તેમ જ સાંધાની પીડા મટાડનાર તથા અર્શ – મસાના ભરાવા કે સોજાને માટે હિતકારી છે. આઘુનિક વિજ્ઞાનના મત મુજબ દ્રાક્ષમાં વિટામીન એ, બી અને સી તથા લોહતત્વ રહેલું છે. અન્ય પૌષ્ટિક દ્રવ્યોની સાથે-સાથે તેમાં પોટેશિયમ, સેલ્યુલોઝ, શર્કરા તથા કાર્બનિક અમ્લ હોવાથી તે કબજીયાત દૂર કરે છે. દ્રાક્ષના રસનું સેવન યકૃતને બળ આપે છે. દ્રાક્ષમાં શર્કરા અને કાર્બોહાઇડ્રેટ વિપુલ પ્રમાણમાં હોવાથી તેની પૌષ્ટિકતા અન્ય ફળોની સરખામણીએ ચઢિયાતી છે. વૈજ્ઞાનિકોમાં તે બાબતે થોડો વિખવાદ છે. અમુક નિષ્ણાતો દ્રાક્ષનાં પોષણમૂલ્યને ઊચું નથી ગણતા. પરંતુ તે મુદ્દો અત્રે અગત્યનો નથી.

 
જૂની કબજીયાતના દર્દીઓ માટે દ્રાક્ષનું સેવન એક ઉત્તમ ઔષધનું કાર્ય કરે છે. નિયમિતરૂપે દ્રાક્ષ ખાવાથી પાચક રસોના આલ્પતર સ્ત્રાવ યથાર્થ રીતે ઝરવાથી પાચન પણ સારી રીતે થાય છે અને કબજીયાત દૂર થાય છે. આજ કારણે ગુદાભંશ કે મસાના દર્દીઓને પણ દ્રાક્ષથી ફાયદો કે રાહત રહે છે. મસાએ કબજીયાતનું મુખ્ય પરિણામ છે. કબજીયાત ન રહે તો મસાનું દર્દ સહન થઇ શકે તેવું મર્યાદિત રહે છે. પરંતુ કબજીયાતની સ્થિતિમાં તે ભયંકર વેદનાનું છે, પરંતુ કબજીયાતનું નિવારણ થઇ જાય તો તેનો દુઃખાવો ઓછો કે નગણ્ય સ્થિતિમાં આવી જવાથી તેને કઢાવવાનું મોકૂફ રહી શકે છે. કદાચિત બંધ પણ રાખી શકાય છે. પિત્ત એ ગરમીયુક્ત શારીરિક દોષ છે. જે લોકોને પિત્તપ્રકોપ થયો હોય તેમણે દ્રાક્ષ ખાવાથી શરીરમાં થતી બળતરા મટે છે. ઊલ્ટી થતી હોય તો બંધ થાય છે. શરીરની નબળાઇ વઘુ હોય, વજન વધતું ન હોય, ચામડી શુષ્ક બની ગઇ હોય, આંખોમાં ઝાંખપ લાગતી હોય અને બળતરા રહેતી હોય તો દ્રાક્ષ ખાવાથી એ બધી ફરિયાદો દૂર થાય છે. દ્રાક્ષમાં રહેલ વિટામીન ‘સી’ના લીધે ચામડીના રોગો તથા સ્કર્વી જેવા રોગો સામે રક્ષણ મળે છે. મનોવૈચિત્ય શ્વાસ જેવા ફેંફસાના રોગોની સ્થિતિમાં અન્ય જે કંઇ દવા ચાલુ હોય તે ચાલુ રાખી સાથે સાથે દ્રાક્ષ કે તેની અન્ય કોઇપણ બનાવટોનું સેવન કરાવવું જોઇએ. અહીં દ્રાક્ષ ઔષધહારનું કાર્ય કરશે.

 
બધા ફળોમાં શ્રેષ્ઠ ગણાવાયેલી દ્રાક્ષ અમુક સ્થિતિમાં ન ખાવાની પણ સૂચના ઘણા શાસ્ત્રકારોએ આપેલી છે. જે લોકોને કફ, શરદી સળેખમ લાંબા સમયથી રહેતા હોય તેમણે દ્રાક્ષનો ઉપયોગ ન કરવો કે વિચારપૂર્વક મર્યાદિત માત્રામાં કરવો તેવી સલાહ છે. કેમકે દ્રાક્ષ સ્વભાવતઃ ઠંડી છે. તેથી જેને ઠંડી વસ્તુ માફક જ ન આવતી હોય તેમણે આવી બાબતે પોતાની શરીર પ્રકૃતિ અને જીવનપદ્ધતિ મુજબ મર્યાદિત પ્રમાણમાં દ્રાક્ષનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપરાંત ખાટી અને કાચી દ્રાક્ષ ન ખાવાનું પણ વિધાન છે. એકલી ખાવાની પણ સલાહ નથી કેમ કે તે સારક અને મૂત્રલ ગુણ ધરાવે છે તેથી અન્ય નિયમિત ખોરાકની સાથે-સાથે લેવાથી વજન વધારી શકે છે. પરંતુ માત્ર તે જ લેવાથી શરીરને કૃશ કરે છે. ધોયા વિનાની દ્રાક્ષ ન ખાવી. બને તો ગરમ પાણીથી ધોયા પછી જ તેનો ઉપયોગ કરવો જોઇએ. જેથી કચરો અને જંતુઓ તથા તેના ઉપર છાંટેલી દવાઓના અંશો નીકળી જાય.
 

 
ઔષધરૂપે દ્રાક્ષ …
 

 
એક તોલો સૂંઠ, એક તોલો મરી, એક તોલો પીપર અને એક તોલો સંધિવ લઇ તેને ખાંડી તેનું કપડાથી ગાળેલુ ચૂર્ણ તૈયાર કરવું, પછી ચાલીસ તોલા કાળી દ્રાક્ષ (બી કાઢેલી) સાથે મેળવી ચટણીની માફક પીસીને બરણીમાં ભરી લેવું. આ તૈયાર થયેલ ચાટણને ‘પંચામૃત ચાટણ’ કહેવાય છે. આ ચાટણ અડધા તોલાથી બે તોલા જેટલું સવાર-સાંજ ચાટવાથી અરૂચિ, વાયુ, મંદાગ્નિ, કબજીયાત શૂળ, મોળ કફ વગેરે મટે છે.

 
ધોળી (બી વિનાની) દ્રાક્ષ તોલા લઇ તેને લીંબુના રસમાં વાટી તેમાં એટલું જ પાણી મેળવી એકરસ કરી વસ્ત્રથી તેનો રસ ગાળી લેવો. પછી તેમાં પાકા દાડમના દાણાનો ચાળીસ તોલા રસ મેળવવો. પછી તેમાં એંસી તોલા સાકર નાંખી ચાસણી કરીને શરબત બનાવવું. આ શરબત બે-અઢી તોલા પીવાથી રૂચિ પેદા થાય છે, પિત શમે છે અને મંદાગ્નિ મટે છે. કાળી દ્રાક્ષ રાત્રે પલાળી રાખવી. સવારે મસળી તેને ગાળીને તેમાં જીરાની ભૂકી અને સાકર નાંખીને પીવાથી શરીરની બળતરા મટે છે. એસિડિટી એ વર્તમાન સમાજનો વ્યાપક વ્યાધિ છે. આમ તો તે આઘુનિકતાની દોડાદોડની આડપેદાશ છે તેવું કહી શકાય. તેમાં પાછા જીભના અમર્યાદિત સ્વાદની ઝંખના તેને વધારવામાં મદદ કરે છે.

 
દ્રાક્ષ અને વરિયાળી બબ્બે તોલા લઇ રાત્રે અડધા રતલ પાણીમાં ભીંજવી રાખવું. સવારે મસળીને ગાળી લેવું અને તેમાં એક તોલો સાકર નાખી પીવું. આવું થોડા દિવસ નિયમિત રીતે કરવાથી અમ્લપિત્ત- ખાટા ઓડકાર, ખાટી ઉલ્ટી, મોંના ચાંદા, છાતીની બળતરા તથા પેટનું ભારેપણુ વગેરે લક્ષણો શમી જાય છે. કબજીયાતના કાયમી દર્દીઓ જાતજાતની દવાઓના અખતરા કરતા રહે છે. તેમાં દવાના નામ બદલાયા કરે છે. રોગી અને રોગ જેના તે જ રહે છે. પરંતુ ત્રણ-ચાર તોલા કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે મસળી-ગાળીને પીવાથી લાંબા ગાળે કાયમી ફાયદો કરે છે. આયુર્વેદિક ઉપચારો એ એક-બે દિવસની રમત નથી તેનું અનુશીલન જરૂરી છે. બે દિવસ લઇને ‘‘આમાં મજા ન આવી’’ તેવું નિવેદન કરવાવાળા માટે અન્ય શાસ્ત્રીય કે શાસ્ત્ર બહારના થીગડાં મારવા એ જ ઉપાય છે. હવે બજારમાં મળતી દ્રાક્ષને ઘરમાં લાવશો અને આરોગ્ય જાળવશો તો આ લેખ વાંચ્યો સાર્થક ગણાશે.

 

 

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli