જરા અજમાવી જુઓ…(હેલ્થ ટીપ્સ…)

જરા અજમાવી જુઓ :

હેલ્થ ટીપ્સ:

સફરજન :

યુરોપ અને એશિયાના ઠંડા પહાડી પ્રદેશનું વતની સફરજન એ ઉત્તમ ફળો પૈકીનું એક સુંદર અને આકર્ષક ફળ છે. આપણે ત્યાં સફરજન લગભગ બારે માસ વેચાય છે. તેમાં કાશ્મીર તરફથી આવતાં સીમલાનાં સફરજન સવિશેષ લોકપ્રિય છે. યુરોપ-બ્રિટન-અમેરિકાના દેશોમાં સફરજન સર્વાધિક વપરાય છે. ત્યાં આહારની દ્રષ્ટિએ તેને ખૂબજ મહત્વ અપાય છે. તે વિશે એક કેહવત છે- An Apple a day, keeps a doctor away અર્થાત -રોજ એક સફરજન ખાવ, ને ડોકટરને તમારાથી દૂર રાખો.

સફરજનના વિવિધ નામો : સંસ્કૃતમાં સેવ, બદર કે મુષ્ટિ પ્રમાણ ફલ: હિન્દીમાં સેવ, સેબ, સફરજંગ; મરાઠીમાં સફરચંદ; ફારસીમાં સેબ; કર્ણાટકમાં સેબુ (સેવુ) કહે છે.

૧) મેદસ્વિતા (ચરબીનો જમાવ): તમામ આહાર છોડીને માત્ર સફરજન કે તેનો રસ અને મધ ઉપર જ રેહવું. વધુ વજન ને કારણે જે લોકોને પરિશ્રમ, ભુખ તથા તરસ ખુબ લાગે છે અને તે સહન નથી થતાં તેમજ ગભરાટ થાય છે, તેમણે આ પ્રયોગ ૧૫-૨૦ દિવસ કરી જોવો. સારું લાગે તો પ્રયોગ વધુ સમય ચાલુ રાખવો.

૨) હોજરીનો સોજો: સફરજનનું શરબત, મુરબ્બો કે તેનો રસ નિત્ય વાપરવાથી લાભ થાય છે.

૩) કૃમિ: સફરજનને અંગારમાં ભુંજી લઈને ખાવાથી આંતરડાનાં કરમિયાં તથા ઉદર-દાહ મટે છે.

૪) ઝેરની અસર : વનસ્પતિજ (માદક પદાર્થોના) કે પછી પ્રાણીજ (વીંછી -મધમાખી વગેરેના) ઝેર કે દારૂનું ઝેર સફરજનનો રસ પીવાથી નાબુદ થાય છે.

૫) ઊલટી (વમન) : સફરજનના રસમાં જરા નમક (મીઠું) અગર મધ ભેળવી પીવાથી ઊલટી બંધ થાય છે.

૬) ખાંસી : પાકાં સફરજનના રસમાં મધ અથવા સાકર મેળવીને પીવાથી ખાંસી ને મૂર્ચ્છા દૂર થાય છે.

૭) ગરમીનું ગાંડપણ : પીત્તોન્માદ સફરજનના રસમાં બ્રાહ્મીનો રસ કે તેનું ચૂર્ણ મેળવી રોજ પીવાથી ગરમીના દોષથી થયેલ ગાંડપણ મટે છે.

૮) મગજની નબળાઈ : સફરજનનો મુરબ્બો રોજ ખાવાથી કે તેનો રસ રોજ પીવાથી મગજને શક્તિ મળે છે.

૯) હૃદયની નબળાઈ : શારીરિક અશક્તિ, મોટી ઉંમર કે પિત્ત-વાતદોષજન્ય હૃદયરોગ (હાઈ બ્લડપ્રેશર, ચક્કર, ગભરામણ ) માં સફરજનનો તાજો રસ રોજ નિયમપૂર્વક પીવાથી હૃદય મજબુત બને છે.

૧૦) વીંછીનો ડંખ : સફરજનના ૧ ગ્લાસ રસમાં કપૂર ૪ રતી ઉમેરી પાવાથી વીંછીનું ઝેર -ઊતરે છે. ન ઊતરે તો ૩૦-૩૦ મિનિટે ફરી તે પાવો. (અસામાન્ય સંજોગમાં ડોક્ટરની સારવાર તૂરત લેવી)

૧૧) ખૂબ તરસ : સફરજનના રસમાં સાકર મેળવી પીવાથી વધુ લાગતી તરસ શાંત થાય છે.

૧૨) સફરજન કલ્પપ્રયોગ : તમામ આહાર છોડીને માત્ર સફરજનના રસ કે પાકાં સફરજન ઉપર જ રહી આરોગ્ય સુધારવા ? રોગ નિવારવા જે પ્રયોગો થાય તેને ‘કલ્પપ્રયોગ (કાયાકલ્પ)’ કહે છે. આ પ્રયોગમાં સફજન ઉપરાંત જો દૂધ માફક આવતું હોય તો બીજી વખત સફરજન લીધા પછી ૩ કલાક પછી દૂધ લઇ શકાઈ છે. જેઓને દૂધ માફક ન આવતું હોઈ તેઓ દહીંનો મઠો લઇ શકે છે. જો દર્દીને સોજો હોઈ કે સોજા થતા હોય તો મઠો અને મીઠું ન આપવા.સફરજન કલ્પપ્રયોગ પાચનશક્તિની નબળાઈ, તાવ, રક્તવિકાર, મેદસ્વીતા, પેશાબમાં યુરિક એસિડની વૃદ્ધિ, આમાતિસાર વગેરેમાં લાભપ્રદ છે. તેનાથી સર્વ પ્રકારના વિકારો દૂર થઈ શરીર સ્વસ્થ, સ્ફૂર્તિવાન અને તેજસ્વી બને છે.

નોંધ: સફરજન ઠંડું હોઈ કેટલાકને તેના ઉપયોગથી શરદી, સળેખમ થાય છે. કોઈને તેનાથી કબજિયાત થાય છે. તે ખાવાથી જેમને ઝાડાની કબજિયાત જણાય કે માફક ન આવે તેમણે તેનો પ્રયોગ વૈદ્યની સલાહ લઇ કરવો. સોજાના ઘણા દર્દીને પણ તે પ્રતિકૂળ પડે છે. સફરજન કાચું કે અત્યંત ખાટું હોઈ તો તે ન ખાવું જોઈએ.. મીઠું સફરજન ખાતા પેહલાં પાણીથી ધોઈ, સ્વચ્છ વસ્ત્રથી લૂછ્યા પછી જ ખાવું વધુ હિતકર છે. ફ્રીજમાં રાખેલું સફરજન ધોયા પછી જ ખાવું જોઈએ.. ટૂંકમાં, સફરજન ઉત્તમ ખાદ્ય ફળ, ટોનિક પીણું, ઉત્તમ દવા અને સૌંદર્યવર્ધક સાધન હોઈ All in one (એકમાં બધું) છે.

જરા અજમાવી જુઓ…ગુલાબ…

જરા અજમાવી જુઓ…ગુલાબ…

માત્ર ખુશ્બૂ નહિ પરંતુ અનેક આરોગ્યપ્રદ ખાસિયતોથી ગુલાબ આપણી જિંદગીને તરબર કરી શકે છે.

* સ્નાનના પાણીમાં ગુલાબની પાંદડીઓ દસ મિનિટ પલાળી રાખી એ પાણીથી સ્નાન કરવાથી ત્વચા તાજગી અનુભવશે.

* ગુલાબની તાજી પાંદડીઓને વાટી તેની પેસ્ટ બનાવી હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી થશે. આ પ્રયોગ નિયમિત કરવાથી ફાયદો થાય છે.

* ગુલાબની તાજી પાંદડીઓમાં ખડી સાકરનો ભૂક્કો ભેળવી એક બૉટલમાં ભરી રેફ્રિજરેટરમાં રાખવું. રોજ સવારે એક ચમચો ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

* ગુલાબમાંથી બનેલું ગુલાબજળ સખત ત્વચા માટે ઉપયોગી છે. તેનાથી ત્વચા મુલાયમ બનાવશે.

* તલના તેલમાં ગુલાબનો અર્ક ભેળવી રુક્ષ ત્વચાપર માલિશ કરવાથી ત્વચા મુલાયમ થશે. આ એક ઉત્તમ હર્બલ મસાજ છે.

* એક ચમચો મધ, થોડું ગુલાબજળ તથા થોડાં ટીપાં ગ્લિસરિન ભેળવી રોજ લગાડવું. પંદર મિનિટ બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા મુલાયમ રહેશે તેમજ ચમકીલી થશે.

* ચંદન તથા ગુલાબજળની પેસ્ટ બનાવી ચહેરા પર વીસ મિનિટ લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન કરે છે.

* ઠંડા કરેલા ગુલાબજળથી ચહેરો સાફ કરવાથી ખૂલેલા રોમછિદ્રો બંધ કરે છે. તેમજ ચહેરાનું વધારાનું તેલ શોષી લે છે.

* ખીરાનો રસ, લીંબુનો રસ અને ગુલાબજળ સપ્રમાણમાં લઈ ચહેરા અને ગરદન પર લગાડવાથી ત્વચા નીખરે છે.

* કાચા દૂધમાં લાલ ગુલાબની પાંદડી વાટી થોડું મધ ભેળવી ગાલ પર લગાડવાથી ગાલની લાલી અને આભા જળવાઈ રહે છે.

* ત્વચા વધુ પડતી ચીકણી હોય તો એક ઈંડાની સફેદીને પાણીમાં બરાબર ભેળવી તેમાં અડધા લીંબુનો રસ અને ગુલાબજળના થોડાંક ટીપાં ભેળવી ચહેરા પર લગાડવાથી ચહેરો નીખરી ઉઠશે.

સંકલિત

સાભારઃનીલા કડ્કીયા-‘મેઘધનુષ’

http://shivshiva.wordpress.com/

જરા અજ્માવી જુઓ…

જરા અજ્માવી જુઓ…
અજમાવી જુઓ
* હેડકી રોકવા થોડીવાર શ્વાસ રોકો.
* તુલસીના પાન મોંમા રાખી ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થશે.
* સામાન્ય ઉલટી શાંત કરવા એક કપ ટામેટાનો રસ, સાકર, એલચી, લવિંગ તથા મરીનો ભૂકોએ ભેળવી પીવું. ઉલટી તેમજ પેટની ગરબડ દૂર થશે.
* સ્તનપાન કરાવતી માતાને જો ગાજર માફક આવતી હોય તો તેનો રસ નિયમિત પીવાથી દૂધ વધુ આવશે.
* એક ચમચી તુલસીનો રસ પીવાથી ઊલટી બંધ થાય છે.
* ચમેલીના પાનનો રસ પગની એડીની ફાટેલી ત્વચા પર લગાડવાથી રાહત થાય છે.
* કાંદાના રસમાં ખડા સાકર ભેળવી પીવાથી હરસ પર રાહત થાય છે.
* વાયુ, વિકાર તથા ગેસ તેમ જ કૃમિની રાહત પામવાફૂદીનાના રસમાં થોડું કાળું સંચળ ભેળવી પીવો.
* સંતરાની છાલની પેસ્ટ બનાવી શરીર પર લગાડવાથી સામાન્ય ત્વચા રોગમાં રાહત રહે છે.
* પ્રસૂતાને મખણાનો હલવો ખવડાવાથી શક્તિ વધે છે.
* દૂધ દહીંને સરખી માત્રામાં લઈ શરીરે માલિશ કરવાથી ત્વચા નિખરે છે.
* ચારોળીને દૂધ સાથે વાટી લગાડવાથી ત્વચા ચમકે છે.
સૌજન્ય:- સહિયર
‘મેઘધનુષ’
સાભારઃhttp://shivshiva.wordpress.com
તુલસીના ગુણો….
કૃષ્ણ પ્રિયા તુલસીમાં અનેક ઔષધીય ગુણો છે.
* તુલસી, હળદર અને કાંદાની પેસ્ટ મધ સાથે ચાટવાથી ઉધરસમાં રાહત થાય છે.
* ત્રણ ગ્રામ તુલસીના સુકા પાન અને એક ગ્રામ આદુનો રસ ચા સાથે પીવાથી શરદી ઉધરસમાં ગુણકારી નીવડે છે.
* એક ગ્રામ સંચલ અને 10 ગ્રામ તુલસીની પેસ્ટ બનાવી પાણી સાથે લેવાથી અજીર્ણમાં ફાયદો કરે છે.
* અજીર્ણની સાથે પેટમાં દુઃખાવો થાય તો તુલસી અને આદુનો રસ ભેળવી એકે એક ચમચો દિવસમાં ત્રણ વખત હુંફાળુ કરીને લેવાથી તરત ફાયદો થાય છે.
* પાંચ ગ્રામ તુલસી અને પાંચ ગ્રામ મરી સાથે ચાટી તેની સાથે પુષ્કળ પાણી પીવાથી અજીર્ણમાં રાહત થશે.
* અવાજ બેસી ગયો હોય તેમજ ગળું ઘસાતું હોય તો તુલસી, કાંદો તથા આદુનો રસ કાઢી મધ સાથે ચાટવાથી ફાયદો થશે.
* તુલસીનું પાન આંચ પર તપાવી મીઠા સાથે ચાવવાથી બેસેલા અવાજ પર રાહત આપે છે.
* આંખ પર સોજો આવ્યો હોય તો તુલસીના કાઢામાં થોડી વાટેલી ફટકડી ભેળવી હુંફાળું કરી રૂ ના પૂમડાથી આંખની પાંપણ શેકવી.
* તુલસીના પાનની ચા બનાવી ગરમ ગરમ પીવાથી અરૂચિ દૂર થાય છે.
* ઊલટીમાં તુલસીનો રસ પીવાથી અથવા તુલસીના રસમાં મધ ભેળવીને લેવાથી રાહત રહે છે.
-સંકલિત
‘મેઘધનુષ’
સાભાર: http://shivshiva.wordpress.com/

ઘરગથ્થુ અને દેશી ઉપચાર…

ઘરગથ્થુ અને દેશી ઉપચાર…

સામાન્ય ઉપચાર

 

 • રોજ મુઠ્ઠીભર કાળાતલ ખાઇ તેનાં પર થોડુંક પાણી પીવાથી દાંત મજબુત બને અને વાળ ચમકીલા બને છે…

 

 • તલ ને વાવડીંગ દુધમાં વાટીને માથા પર લેપ કરવાથી આધાશીશી મટે છે.

 

 • ગાયનું ઘી આંખો પર ચોપડવાથી આંખની બળતરા મટે છે.

 

 • રોજ રાતે સુતી વખતે કાંસા(મિશ્ર ધાતુ)ની વાટકી થી ગાયનું જુનું ઘી પગ ના તળીયે ઘસવાથી ઊંઘ સારી આવે છે અને પગના તળીયા માં થતી બળતરા પણ શમી જાય છે.

 

 

કફ માટે દેશી ઉપચાર 

 

 • તુલસીનો રસ ૩ ગ્રામ, આદુંનો રસ ૨ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.

 

 • એલચી, સિંધવ,ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે.

 

 • આદુંનો રસી,લીંબુનો રસ અને સિંધવ મેળવીને જમતાં પહેલા લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.

 

 • દૂધ માં હળદર, ગોળ, મીઠું નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.

 

 • રાતે સુતી વખતે ત્રણ-ચાર તોલા શેકેલા ચણા ખાઇ ઉપર દૂધ પીવાથી શ્વાસનળીમાંનો કફ નીકળી જશે.

 

 

વાળનો જથ્થો વધારવા માટ દેશી ઉપચાર

 

 

 • જે ભાગ પર વાળનો જથ્થો ઓછો લાગતો હોય ત્યાં લીંબુની ચીરી કરી દરરોજ સવાર-સાંજ ઘસતા રહેવુ.

 

 • બે ભાગ કિસમિસ અને એક ભાગ એળિયાને પાણીમાં વાટી માથા પર લેપ કરી સુઇ જવુ. (આ પ્રયોગ નિયમિત કરવાથી વાળનો જથ્થો વધે ચ્હે કે ટાલ દુર થાય છે. બધા કેસમાં ૧૦૦% સફળતા નથી મળતી પણ નોંધપાત્ર ફરક પડે છે.)

 

 • અડદની દાળ પાણીમાં પલાળી, બારીક વાટી મલમ જેવુ બનાવી રાતે સૂતી વખતે માથા પર લેપ કરવો. સવારે માથુ બરાબર સાફ કરીને બધે ઘી ઘસી ને થોડી વાર કુમળા તડકામાં બેસવું. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળનો જથ્થો વધે છે અને ટાલ પડવાની શરૂઆત થઇ હોય તો અટકે છે.

 

 

સાભારઃ કિંજલ કૈલા …

 

 

ઘરગથ્થુ અને દેશી ઉપચાર

 

નોંધઃ-

 

આ દેશી દવાનું પરીણામ બધાની તાસીર પર નિર્ભર કરે છે. માટે પોતાની તાસીરને અનુકુળ હોય તો જ દેશી દવાનો પ્રયોગ કરવો. આ માહિતી ફક્ત જાણકારી માટે મુકવામાં આવી છે અને કોઇ પણ પરીણામ માટે અમે બ્લોગર કે અન્ય કોઇ જવાબદાર નહી હોય.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

રસોડું તમારો ડૉકટર..(૩)

રસોડું તમારો ડૉકટર …

 

 


તમારા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધીનાં રૂપે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. તેજપાન (તજ), આંબોળીયા, જાયફળ, ચારોળી, મીઠું, રાઈ, કલૌંજી, નાની-મોટી ઈલાયચી, હીંગ, ખસખસ વગેરે મસાલા ફકત ખાદ્ય પદાર્થોનાં સ્વાદને જ નથી વધારતાં, બલ્કે આપણા સ્વાસ્થ્યની રક્ષા પણ કરે છે. જો તમે આના ઔષધીય ગુણોનો જાણી લો તો પછી તમે આનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશો.

  

[૧] રઈ (રાય): 

 

ભોજન સારી રીતે પચતું ન હોય તો અને ભૂખ સારી રીતે ન લાગતી હોય તો ચપટી રઈને શાકમાં નાંખી ખાતા રહેવાથી ભૂખ લાગવા માંડે છે. અને ખાવાનું પચે છે. કારણકે રઈ કબજીયાત દૂર કરે છે. અને પાચક ગુણોથી ભરપૂર હોય છે. શરદી થાય તો રઈને મધમાં મેળવી સૂંઘો. આનાથી શરદી દૂર થઈ જાય છે. કફ દોષથી ઉત્પન્ન શ્વાસ રોગમાં અડધો માસો રાઈને ૧૦-ગ્રામ ઘી અને ૫=ગ્રામ મધમાં મેળવી સવારે – સાંજે થોડા દિવસ ચાટવાથી આરામ મળે છે. આનાથી શ્વાસ રોગનું શમન થાય છે.

 

કોઈ કારણસર ગર્ભમાં જ બાળક મરી ગયું હોય તો મૃત ગર્ભને સરળતાથી બહાર કાઢવા માટે રઈનો ૩ માસો લોટ અને શેકેલી હીંગ લગભગ ચાર રતી  જેટલી થોડી કાંજીમાં પીસી ગર્ભવતીને પિવડાવો. આનાથી મૃત ગર્ભ સ્વાભાવિક રૂપે બહાર નિકળી જાય છે.

 

બગલમાં ગાંઠ થઈ હોય તો તે જલ્દી પાકીને ફૂટતી નથી. અને અસહ્ય વેદના થાય છે. ગાંઠને જલદી પકવી ફૂટે તે માટે ગોળ, ગુગળ અને રઈને મેળવી પીસી ગરમ કરીને ચોંટાડી દો. ગાંઠ પાકી ગઈ હોય તો રઈ, લસણને વાટી પોટલી બનાવો. અને ગાંઠ પર એરંડીયાનું તેલ અથવા ઘી લગાવી પોટલી બાંધી દો. આનાથી ગાંઠ જલ્દી ફૂટી સુકાઈ જાય છે. શરીરનાં કોઈ પણ ભાગ પર ગાંઠ થઈ હોય અને તે દિન પ્રતિદિન વધી રહી હોય તો તેનાં પર રઈ અને કાળાં મરીનાં ચૂરણને ઘીમાં મેળવી લેપ કરો. આનાથી ગાંઠ વધતી રોકાય છે.

 

જે બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરે છે. તેમને ૩-માસો રઈનું ચૂરણ જમ્યા પછી ઠંડા પાણી સાથે આપો. દાંતમાં દુખાવો હોય તો રઈને ગરમ પાણીમાં મેળવી કોગળા કરવા આનાથી દાંતનું દરદ મટી જાય છે. 

 

[૨] કલૌંજી :

 

શરીરનાં કોઈપણ ભાગમાં મસો હોય અને તેનાથી તમને નુકશાન થઈ રહ્યું હોય અથવા ખરાબ લાગતું હોય અથવા ખંજવાળ હોય તો સિરકામાં કલૌંજી ચૂરણ મેળવી મસા પર લગાવો. થોડા દિવસનાં પ્રયોગથી મસા કપાઈ જાય છે. ગુર્દા અને મૂત્રાશયની પથરીથી તમે દુ:ખભર્યું જીવન જીવી રહ્યાં હોય તો કલૌંજીને પાણીમાં પીસી મધમાં મેળવી પી જાવ. થોડા દિવસનાં પ્રયોગથી પથરી નિકળી જાય છે.

 

શિયાળાની ઋતુ ગયા પછી ગરમ ઉનનાં કપડાને જ્યારે તમે કબાટમાં મુકો ત્યારે કલૌંજીનાં કેટલાંક દાણા પણ કપડાની ગડીમાં નાખી દો. આનાથી તેમાં કીડા લાગતાં નથી. એડકી આવવાની બીમારી હોય તો ત્રણ ગ્રામ કલૌંજી ચૂરણ મધમાં મેળવી ચાટો. આનાથી એડકી આવવી બંધ થઈ જાય છે.

 

વાળ ખરવાની અથવા તૂટવાની ફરિયાદ હોય તો કલૌંજીને વાટી વાળનાં મૂળમાં ઘસો અને એકાદ કલાક પછી વાળ ધોઈ નાંખો. આ પ્રયોગ થોડા મહિના સુધી કરવાથી વાળનું ખરવું રોકાઈ જાય છે અને તે ફરીથી વધી લાંબા થઈ જાય છે.

 

કૂતરૂ કરડ્યું હોય તો કલૌંજીનો હલવો બનાવી ખાવાથી કૂતરાનું ઝહેર નષ્ટ થઈ જાય છે. આ હલવાને ખાવાથી પેટનો વાયુ, પેટનાં કીડા, પેટનો આફરો અને કફ રોગ શાંત થઈ જાય છે.

 

 

[૩] નાની ઈલાયચી :

 

પેશાબ ખુલીને ન થઈ રહ્યો હોય તથા મૂત્રમાર્ગમાં બળતરા થતી હોય તો નાની ઈલાયચીનાં દાણા વાટી દૂધની સાથે પીવું જોઈએ. આનાથી પેશાબ ખુલીને થાય છે અને બળતરા શાંત થાય છે. ભોજન પચતું ન હોય તો નાની ઈલાયચીનાં બીજ, સૂંઠ, લવિંગ અને જીરૂ આ બધાને સમમાત્રામાં લઈ ઝીણું વાટી ચૂરણ જેવું કરી જમ્યા પછી 2 ગ્રામની માત્રા ખાવી. આનાથી ભોજન પચી જાય છે.

 

પેટમાં દુખતું હોય તો બે નાની ઈલાયચી વાટી મધ સાથે ચાટો આનાથી પેટ દરદ ઠીક થઈ જાય છે. દૂધ વધારે પીવાને કારણે અથવા કેળા વધુ ખાવાને કારણે અજીર્ણ થયું હોય તો નાની ઈલાયચીનાં દાણા ખાવાથી આરામ થઈ જાય છે.

 

[૪] મોટી ઈલાયચી :

 

મોટી ઈલાયચીનાં દાણાનાં ચૂરણને સાકર સાથે ચૂસવાથી વાત, કફ અને પિત્ત તેમજ ખાંસીમાં તરત જ આરામ મળે છે. મોટી ઈલાયચીને થોડું બાળી વાટી લો. ઉલ્ટી રોકવા માટે આ ઉત્તમ ઉપાય છે. આ ચૂરણને ત્રણચાર કલાકની અંદર બે-ત્રણ વાર ચાટવાથી ઉલ્ટી રોકાઈ જાય છે. મોટી ઈલાયચીનાં છોતરાને કૂટી ૧૨૫ ગ્રામ પાણીમાં ઉકાળી પીવાથી એડકીઓ બંધ થઈ જાય છે.

 

 

[૫] ખસખસ :

 

બે ચમચી ખસખસ સાંજે પાણીમાં પલાળી દો. સવારે આને વાટી સાકર મેળવો. અને પાણીમાં ઘોળી પી જાવ. આનાથી મગજની ગરમી શાંત થાય છે. ખસખસની ખીર ખાવાથી શક્તિ વધે છે. બે ચમચી ખસખસ પાણીમાં નાખી પીસી લો. અને ચર્તુર્થાંસ કપ દહીં મેળવી ૬ – ૬ કલાકે દરરોજ ત્રણવાર સેવન કરવાથી ઝાડા અને મરડો મટી જાય છે.

 

 

ડૉ. ઉમા સરાફ [યોગ સંદેશ સામાયિક (હરિદ્વાર, ઉત્તરાંચલ)માંથી સાભાર)

 
બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મીઠું -રસોડું તમારો ડૉકટર..(૨)

મીઠું-રસોડું તમારો ડૉકટર …

 

 

તમારા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધીનાં રૂપે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. તેજપાન (તજ), આંબોળીયા, જાયફળ, ચારોળી, મીઠું, રાઈ, કલૌંજી, નાની-મોટી ઈલાયચી, હીંગ, ખસખસ વગેરે મસાલા ફકત ખાદ્ય પદાર્થોનાં સ્વાદને જ નથી વધારતાં, બલ્કે આપણા સ્વાસ્થ્યની રક્ષા પણ કરે છે. જો તમે આના ઔષધીય ગુણોનો જાણી લો તો પછી તમે આનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશો.

 

 

[૧] મીઠું :

 

 

રસોડામાં રાખેલું મીઠું એક વૈદ્ય છે. ઝીણું વાટેલા મીઠું ને ગાયની છાશમાં ૩ ગ્રામ નાંખો, અને પી જાઓ. આ રીતે કરવાથી આઠ દિવસમાં જ પેટનાં કીડા મરી જાય છે.

 

મીઠું મેળવેલા પાણીથી સ્નાન કરવાથી ત્વચાની ખંજવાળથી મુક્તિ મળે છે. ૬૦ ગ્રામ મીઠુંને ૧૦ કિલો પાણીમાં નાંખી ઉકાળો અને આ પાણીથી દરરોજ સ્નાન કરો. આઠ દિવસ સુધી આ પાણીથી નહાવાથી ખંજવાળનું નામનિશાન પણ રહેતું નથી.

 

હાથ અને બાહો કડક થઈ ગયા હોય તો હાથ અને બાહોને ભીના કરી એક મુઠ્ઠી મીઠું લઈ ગોળાકારમાં માલિશ કરો આનાથી ત્વચા કોમળ અને સુંદર બને છે. ગરમ પાણીમાં મીઠું મેળવી આ પાણીથી ત્વચા અને પગ ધુઓ. આનાં નિયમિત પ્રયોગથી ત્વચાનું સુકાપણું, હાથ પગનાં વાઢિયા દૂર થાય છે. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર અવશ્ય કરવો. ત્વચા હંમેશા જવાન અને કોમળ રહે છે.

 

ખીલ મટતાં ન હોય તો ગરમ પાણીમાં દોઢ ચમચી મીઠું નાંખવું. અને આ પાણીથી સવારે-સાંજે આખા ચહેરાને ધુઓ. આનાથી ખીલ ધીમે ધીમે મટી જશે. આ પ્રયોગ કરતી વખતે આંખો બંધ રાખવી અને મોં ધોયા પછી ત્વચાને નરમ ટુવાલથી ધીરે ધીરે લૂછો.

 

માથાનાં દુખાવા માટે મીઠું ઉત્તમ દવા છે. એક ચપટી મીઠું જીભ પર રાખો. અને ૧૦ મિનિટ પછી એક ગ્લાસ ઠંડુ પાણી પી લો. આનાથી માથાનો દુ:ખાવો તરત જ દૂર થાય છે. માંસપેશીઓનાં દરદમાં મીઠાને તેલમાં શેકી દર્દવાળા સ્થાને માલિશ કરવી તથા એક કપ હુંફાળા પાણીમાં ચપટી મીઠું મેળવી પીવું. આનાથી માંસપેશીઓનું દરદ મટી જાય છે. મીઠું ઝેરનાશક પણ છે. વિંછી, ઝેરીલી માખી અને મધમાખી કરડે ત્યારે તે સ્થાને થોડું પાણી લગાવી તેનાં પર મીઠું ઘસવું આનાથી દરદ અને બળતરા બંધ થઈ જાય છે. અને સોજો પણ દૂર થઈ જાય છે.

 

ગળામાં દુખાવો તથા સોજો થાય તો ગરમ પાણીમાં મીઠું મેળવી કોગળા કરવા આખા દિવસમાં ત્રણ ચારવાર આ પાણીથી કોગળા કરવાથી જલદી આરામ થઈ જાય છે.

 

રાત્રે સુતા પહેલાં નિયમિત રૂપે મીઠું મેળવેલા ગરમ પાણીમાં દસ મિનિટ સુધી પગ નાંખો અને પછી ટુવાલથી લૂછી પથારીમાં સૂઈ જાવ. આમ કરવાથી અનિંદ્રાની ફરિયાદ દૂર થઈ ઊંડી ઊંઘ આવે છે. તે ઉપરાંત પગનો થાક પણ દૂર થાઈ સારી ઊંઘ આવે છે. દાદર-ખસ માટે મીઠું ઉત્તમ ઔષધી છે. દર કલાકે મીઠુંને પાણીમાં ઘોળી દાદર પર લગાવવાથી અઠવાડિયામાં જ દાદર નષ્ટ થઈ જાય છે.

 

બીમારીથી ઉઠ્યા પછી વ્યક્તિએ ગરમ પાણીમાં મીઠું નાંખી દરરોજ નહાવું જોઈએ. આમ કરવાથી રોગી વ્યક્તિને તરત જ શારીરિક શક્તિ મળે છે. દિવસમાં ત્રણચાર વાર મીઠાવાળું પાણી એક અઠવાડિયા સુધી થોડું થોડું પીવાથી, વાત કરતાં કરતાં લાળ ટપકવાની ફરિયાદ દૂર થાય છે.

 

ઝેરને બિનઅસરકારક કરવા માટે ગાયનાં ઘીમાં મીઠું મેળવી ખાવું જોઈએ. આધાશીશીનાં દર્દમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી મધ મેળવી ચાટવાથી તરત આરામ મળે છે

 

 

ડૉ. ઉમા સરાફ [યોગ સંદેશ સામાયિક (હરિદ્વાર, ઉત્તરાંચલ)માંથી સાભાર)

 
 

 
બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

તજ -રસોડું તમારો ડૉકટર..(૧)

તજ – રસોડું તમારો ડૉકટર …

 

 

 

તમારા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધીનાં રૂપે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. તેજપાન (તજ), આંબોળીયા, જાયફળ, ચારોળી, મીઠું, રાઈ, કલૌંજી, નાની-મોટી ઈલાયચી, હીંગ, ખસખસ વગેરે મસાલા ફકત ખાદ્ય પદાર્થોનાં સ્વાદને જ નથી વધારતાં, બલ્કે આપણા સ્વાસ્થ્યની રક્ષા પણ કરે છે. જો તમે આના ઔષધીય ગુણોનો જાણી લો તો પછી તમે આનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશો.

[૧] તેજપાન (તજ) :

તજની સુગંધ ભોજનનાં સ્વાદને બમણું કરી દે છે. આમાં ગઝબનાં ઔષધીય ગુણો સમાયેલાં છે. જે લોકો નિયમિત રીતે દરરોજ તજનું સેવન કરે છે તેમનું હૃદય નિરોગી રહે છે. નબળા હૃદયવાળાઓએ આનું સેવન વધું કરવું જોઈએ.

જો તમારા દાંત ગંદા હોય, કોઈ પણ મંજનથી તેમાં ચમક આવતી ન હોય તો સુકાયેલા તેજપાનને ઝીણું પીસી લો અને દર ત્રીજા દિવસે એકવાર આ ચૂરણથી મંજન કરો. તમારા દાંત દૂધની માફક સફેદ થઈ ચમકવા લાગશે.

તમે શરદીથી પરેશાન છો? છીંકો વધારે આવે છે? નાકથી પાણી વહી રહ્યું છે? અથવા શરદીને કારણે નાકમાં બળતરા થઈ રહી છે ? જીભનો સ્વાદ બગડી ગયો છે ? શરદીને પાંચ-છ દિવસ થઈ ગયા છે ? તો આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે બે ગ્લાસ પાણીમાં પાંચ-છ ગ્રામ તેજપાનનું ચૂરણ નાંખી તેની ચ્હા બનાવો. આમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખી શકાય છે. જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે આને ગાળી લો. અને આમાં દૂધ નાંખી ગરમ ગરમ પીવું. અને પીતી વખતે તેજ હવાથી બચવું તથા કાનને કપડાથી ઢાંકીને રાખો. આ ચ્હા આખા દિવસમાં સવાર-બપોર-સાંજે તથા રાત્રે સૂતી વખતે પીવાથી શરદીવાળા કષ્ટ દૂર થાય છે.

ડૉ. ઉમા સરાફ [યોગ સંદેશ સામાયિક (હરિદ્વાર, ઉત્તરાંચલ)માંથી સાભાર)

 

 
બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.