તજ -રસોડું તમારો ડૉકટર..(૧)

તજ – રસોડું તમારો ડૉકટર …

 

 

 

તમારા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધીનાં રૂપે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. તેજપાન (તજ), આંબોળીયા, જાયફળ, ચારોળી, મીઠું, રાઈ, કલૌંજી, નાની-મોટી ઈલાયચી, હીંગ, ખસખસ વગેરે મસાલા ફકત ખાદ્ય પદાર્થોનાં સ્વાદને જ નથી વધારતાં, બલ્કે આપણા સ્વાસ્થ્યની રક્ષા પણ કરે છે. જો તમે આના ઔષધીય ગુણોનો જાણી લો તો પછી તમે આનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશો.

[૧] તેજપાન (તજ) :

તજની સુગંધ ભોજનનાં સ્વાદને બમણું કરી દે છે. આમાં ગઝબનાં ઔષધીય ગુણો સમાયેલાં છે. જે લોકો નિયમિત રીતે દરરોજ તજનું સેવન કરે છે તેમનું હૃદય નિરોગી રહે છે. નબળા હૃદયવાળાઓએ આનું સેવન વધું કરવું જોઈએ.

જો તમારા દાંત ગંદા હોય, કોઈ પણ મંજનથી તેમાં ચમક આવતી ન હોય તો સુકાયેલા તેજપાનને ઝીણું પીસી લો અને દર ત્રીજા દિવસે એકવાર આ ચૂરણથી મંજન કરો. તમારા દાંત દૂધની માફક સફેદ થઈ ચમકવા લાગશે.

તમે શરદીથી પરેશાન છો? છીંકો વધારે આવે છે? નાકથી પાણી વહી રહ્યું છે? અથવા શરદીને કારણે નાકમાં બળતરા થઈ રહી છે ? જીભનો સ્વાદ બગડી ગયો છે ? શરદીને પાંચ-છ દિવસ થઈ ગયા છે ? તો આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે બે ગ્લાસ પાણીમાં પાંચ-છ ગ્રામ તેજપાનનું ચૂરણ નાંખી તેની ચ્હા બનાવો. આમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખી શકાય છે. જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે આને ગાળી લો. અને આમાં દૂધ નાંખી ગરમ ગરમ પીવું. અને પીતી વખતે તેજ હવાથી બચવું તથા કાનને કપડાથી ઢાંકીને રાખો. આ ચ્હા આખા દિવસમાં સવાર-બપોર-સાંજે તથા રાત્રે સૂતી વખતે પીવાથી શરદીવાળા કષ્ટ દૂર થાય છે.

ડૉ. ઉમા સરાફ [યોગ સંદેશ સામાયિક (હરિદ્વાર, ઉત્તરાંચલ)માંથી સાભાર)

 

 
બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

રસોડાની ટીપ્સ… (૧)

રસોડાની ટીપ્સ …  રસોઇનો નુશ્ખોઃ (અજમાવી જુઓ) …

 

 

 

૧…ડુંગળી જલ્દી ગોલ્ડન બ્રાઉન કરવી હોઇતો….તેમાં સોતળતી સમયે થોડું મીઠુ નાખવું.

 

૨…નોનસ્ટીક તવી / પાન ઘરમાં ન હોઇ તો…….સાદી લોઢાની તવી/પાન ને ગેસ પર ગરમ કરવા મુકી તેમાં એક થી બે મુઠ્ઠી (તવી ની સાઇઝ ને ધ્યાનમાં લેવી) ભરી મીઠ્ઠુ નાખી શેકી અને પુરી તવી / પાન માં ફેરવી દઇ અને મીઠ્ઠુ કાઢી નાખવું. જ્યાં સુધી તેને પાણી નહી અડે……..,ત્યાં સુધી તે નોનસ્ટિક તરીકે કામ આપશે.

 

૩…બટેટા/આલુ ચીપ્સ બનાવવી હોય તો… ચીપ્સને એકસાથે કપડામાં સુકવીને ત્યારબાદ બનાવવી.

 

૪…આલુ ચીપ્સ ક્રિસ્પી / કરકરી બનાવવી હોય તો… બાફેલા બટેટાની ચીપ્સ સુધારી ને થોડો સમય ફ્રીઝર /ફ્રીઝમા રાખી ત્યારબાદ તેને બહાર કાઢી તળવી.

 

૫…બટર બહુ જુનુ થઇ ગયું હોઇ અને તેમાં વાસ મારતી હોય તો…. ?પાણીમાં ખાવાનો સોડા નાંખી બટર તેમાં થોડી વખત રાખવાથી તેમાંથી વાસ ઉડી જસે.

 

૬…સફરઝન કાપેલા તાઝા રાખવા હોય તો …લીંબુના પાણીમાં બોળીને રાખવા.

 

૭…શીયાળામાં /જડપી દહિં જમાવવું હોઇ તો….દહિં જમાવતી સમયે લાલ મરચુ કાપીને જમાવેલ દૂધમાં રાખવાથી દહિં  જલ્દી જામી જાય છે.

 

 

બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.