પનીર કાજૂ પસંદા …

પનીર કાજૂ પસંદા …

 

રજાના દિવસો કે વીક એન્ડ હોય ત્યારે રસોઈ કરવાની દરેક બહેનો ને ઘરમાં તકલીફ હોય છે કે શું ખવડાવું? બાળકોની પસંદગી અને મોટાની પસંદગી બંને ને ધ્યાનમાં રાખી બનાવવું પડે. હવે બાળકોને આપને પૂછીએ કે તમારે શું ખાવું છે અજ્જે ? તો તેઓ કહેશે કે મમ્મી કશુંક સારું બનાવજે. આપને કહીશું કે શું સારું ? નામ આપો. તો તેઓ પાસે જવાબ નહિ હોય. તેઓ કહેશે કે એવું કશુંક બનાવો કે જે મજા આવી જાઈ. આ જવાબ મમ્મીઓ માટે મુશ્કેલી ઉભી કરી દેતો હોય છે.

ચાલો આજે આપણે એક નવી શબ્જી … ‘પનીર કાજૂ પસંદા’ … બનાવીએ જે બાળકોને પણ પસંદ આવશે  અને મોટાને તો આવશે જ !

 

સામગ્રી :

૪૦૦ ગ્રામ પનીરની ચોરસ સ્લાઈઝ
૧૫-૨૦ નંગ કાજૂના નાના ટુકડા
૧ ટે.સ્પૂન ખમણેલું પનીર
૧/૨ ટે. સ્પૂન ખમણેલું નાળિયેર
૧ ટે.સ્પૂન લીલી કોથમીર (સમારેલી)
૬-૭ ટીપાં લાલ ફૂડ કલર (જો પસંદ હોય તો)
૧ ટે.સ્પૂન ગ્રીન ચટણી
તેલ તળવા માટે જરૂરી …

 

ખીરા માટે …

 

સામગ્રી :

 

૧ ટે.સ્પૂન મેંદો
૧ ટે.સ્પૂન કોર્ન ફ્લોર (મકાઈ નો લોટ)
૮-૧૦ ટીપાં રેડ અથવા ઓરેન્જ કલર (ફૂડ કલર)
૧/૨ ટી.સ્પૂન લાલ મરચાનો પાઉડર
મીઠું સ્વાદ અનુસાર ..

 

રીત:

ખીરા માટે ની ઉપરોક્ત બધી જ સામગ્રી મિક્સ કરી થોડું પાણી ઉંમેરી અને મિડ્યમ –ખીરું તૈયાર કરવું.

પનીરની ૫-૬ સ્લાઈઝ બનાવી અને તેની પર પર લીલી ચટણી લગાવો. કાજૂના ટુકડાને તેલમાં તળી અને આછા ગુલાબી થાય એટલે કિચન પેપર નેપકીનમાં કાઢી લેવા અને   લેવા ત્યારબાદ કાજૂના ટુકડા, (સાવ જીણા ટુકડા) ખમણેલું પનીર, અને કોથમીર ..બધીજ સામગ્રી મિક્સ કરો, (અથવા મિક્સરમાં કાજુના ટુકડા ક્રશ પણ કરી શકાય છે) તેમાં રેડ કલર ઉંમેરો અને જે માવો/પૂરણ/ ફીલિંગ્સ તૈયાર થાય તે પનીરની સ્લાઈઝ પર લગાવો. બધીજ સ્લાઈઝ પર વ્યવસ્થિત મસાલો લગાવી આપવો અને ત્યારબાદ, તે સ્લાઈઝ ને ખીરામાં ડૂબાડી અને કડાઈમાં તેલ નાંખી અને તેમાં તળી લો.

 

 

ગ્રેવી માટે …

 

સામગ્રી :

૨ ટે..સ્પૂન તેલ
૧ ટી.સ્પૂન લસણ ની પેસ્ટ (૨-૩ કળી)
૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
૧ ટી. સ્પૂન લાલ મરચાનો પાઉડર
૧/૨ ટી.સ્પૂન કિચન કિંગ મસાલો
૧ ટે..સ્પૂન કસૂરી મેથી
૧ ટે.સ્પૂન જીણી સમારેલ લીલી કોથમીર
૧ ટી. સ્પૂન ખાંડ
૧ કપ ટામેટા ગ્રેવી
૧ ટે.સ્પૂન ઓનિયન ગ્રેવી (૨ કાંદાની)
૬-૭ ટીપાં રેડ કલર
૧ ટે.સ્પૂન પનીર ખમણેલું
૧ ટી. સ્પૂન ખસખસ ની ગ્રેવી
૨ ટે.સ્પૂન ક્રીમ
મીઠું સ્વાદ અનુસાર ..
અમૂલ બટર

 

રીત:

 

એક કડાઈમાં તેલ લઇ તેમાં લસણની પેસ્ટ અને સાંતળો. ત્યારબાદ ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર, કિચન કિંગ મસાલો, કસૂરી મેથી, નાંખી સાંતળો. મસાલામાંથી તેલ અલગ પડી ને બહાર દેખાવા લાગે ત્યારબાદ, ટામેટાની પ્યૂરી અને કાંદાની ગ્રેવી (પેસ્ટ) ખસખસ પેસ્ટ, ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર નાંખી અને ૧/૨ કપ પાણી ઉમેરો. રેડ કલરના થોડા ટીપાં નાંખો.(કલર પસંદ હોય તો જ ઉપયોગ કરવો) ( ગ્રેવી કેટલી પતલી કે ઘાટી રાખવી છે તે મુજબ પાણી ઉમેરવું. ) ત્યારબાદ ખમણેલું પનીર પણ નાખો અને પાકવા દયો. બસ ગ્રેવી તૈયાર છે. ઉપર થોડું ક્રીમ નાખો અને સર્વ કરતી વખતે પનીરના તળેલાં પીસ ગોઠવી તેની ઉપર ગ્રેવી નાંખી અને ઉપર અમૂલ બટર થોડું નાખવું અને પીરસવું.

અથવા …

સુજાવ :

 

બીજી રીત : પનીર ના ૧-૧/૨ ઈંચના ચોરસ ટુકડા કરી અને તેને ઘી / તેલ માં તળી લેવા અને ગોલ્ડન બ્રાઉન ક્લાર થાય ત્યાં સુધી તળવા. તળી લીધાં બાદ તે પનીરના ટુકડાને ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે રાખવા અને ત્યારબાદ બહાર કાઢી પાણી ને ટુકડાને બે હાથે પ્રેસ કરી અને કાઢી/ નીચોવી લેવું. આમ કરવાથી પનીર નરમ રહશે. બસ, ત્યારબાદ, ઉપર મુજબ ગ્રેવી બનાવી અને તેમાં આ ટુકડા નાંખવા અને સર્વ કરો ત્યારે માથે થોડું બટર નાંખી અને સર્વ કરવું.

 

સાભાર :રેસિપી સાથે મૂકેલ  તસ્વીર બદલ  નેટ જગતને આભારી છીએ …

 

સાભાર : સૌજન્ય : રીટાબેન અને સીમાબેન છાયા …

 

બ્લોગ લીંક : http://das.desais.net
Email: [email protected]

 

‘દાદીમા ની પોટલી’ પર આજની રેસિપી મોકલવા બદલ અમો રીટાબેન તેમ સીમાબેન છાયા ના અંતરપૂર્વક્થી આભારી છીએ. આપને આજની ઉપરોક્ત રેસિપી પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે. … આભાર ! ‘દાદીમા ની પોટલી’

શાહી પનીર …

શાહી પનીર …

૪ વ્યક્તિ માટે

સમય : ૪૦  મિનિટ


પનીરના શાક બધાને પસંદ આવે છે. તેમાં પણ શાહી પનીર ખૂબજ જ સ્વાદિષ્ટ બને છે. શાહી પનીર ઘરમાં કોઈ પ્રસંગ પર કે ખાસ મહેમાનો આવે ત્યારે બનાવીએ, તે બનાવવામાં ખૂબજ આસાન છે. તો ચાલો આજે શાહી પનીર બનાવીએ.

શાહી પનીરનું શાક પનીરના ટુકડાને  તેલમાં તળી ને કે વિના તળીને બનવાઈ શકાય છે. આપણે આજે અહીં પનીરના ટુકડા તળી ને શાક બનાવીશું. તો ચાલો આપણે શાહી પનીરનું શાક બનાવીએ…

 

સામગ્રી :

૫૦૦  ગ્રામ પનીર

૫  નંગ મધ્યમ કદના ટામેટા

૨ નંગ લીલા મરચા

૧ નંગ આદુનો ટુકડો (૧ ઈંચ લંબાઈનો)

૨ ટે.સ્પૂન માખણ / ઘી

૧/૨ નાની ચમચી જીરૂ

૧/૪ નાની ચમચી હળદર (થોડી ઓછી લેવી)

૧ નાની ચમચી ધાણા પાઉડર

૧/૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (સ્વાદ મુજબ ઓછો-વધુ લઇ શકાય)

૨૫-૩૦ નંગ કાજુ

૧/૨ નાની વાટકી મલાઈ / ક્રીમ (૧૦૦ ગ્રામ)

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદ અનુસાર)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારી લેવી)

 

રીત :

પનીરના ચોરસ ટૂકડા કાપી લેવા. નોન  સ્ટિક કડાઈમાં ૧-ટે.સ્પૂન તેલ/ઘી નાંખી અને આછા બ્રાઉન કલર આવે તેમ તળી લેવા અને ત્યારબાદ એક વાસણમાં અલગ રાખી દેવા.

કાજૂને અડધો કલાક પાણીમાં પલાળી અને બારીક પીસી પેસ્ટને એક વાટકીમાં અલગ કાઢી લેવી.

ટામેટા, આદુ અને લીલા મરચાને મિક્સીમાં પીસી અને પેસ્ટ બનાવવી. પેસ્ટને એક અલગ વાટકીમાં રાખી દેવી. મલાઈને પણ મિક્સીમાં એક વખત ફેરવી લેવી.

એક કડાઈમાં ઘી અથવા માખણ નાંખી અને ગરમ કરવા મૂકવું. ગરમ થાય એટલે તેમાં જીરૂ નાંખવું, જીરૂ બ્રાઉન થાય કે તૂરત હળદર અને ધાણાનો પાઉડર નાંખવો અને સાંતળવો. અને આ મસાલામાં ટામેટાની પેસ્ટ નાંખી નાને ચમચાની મદદથી હલાવતા રહેવું અને સાંતળવી. ટામેટાને પેસ્ટને સાંતલી લીધા બાદ, કાજૂની પેસ્ટ અનેર મલાઈનું મિશ્રણ નાંખી મસાલાને ચમચાની મદદથી હલાવતાં રહેવું અને ઘી સપાટી પર દેખાવા લાગે ત્યાં સુધી શેકવો. આ મસાલામાં ગ્રેવી તમોને જેવી પસંદ હોય, ઘટ કે પાતળી, તે પ્રમાણે પાણી ઉમેરવું અને તે અનુસાર મીઠું  નાંખવું અને જેટલી તિખાસ પસંદ હોય તે મુજબ લાલ મરચાનો પાઉડર  નાખવો.

ઉફાળો ગ્રેવીમાં આવે કે તૂરત પનીર નાંખી અને મિક્સ દેવું.  (થોડું પનીર છીણી લેવું, જે શાક બની ગયા બાદ ગાર્નીસિંગ / સજાવટ માટે ઉપયોગમાં લેવું. બસ શાક તૈયાર છે. ગેસ બંધ કરી તેમાં અડધી લીલી કોથમીર અને ગરમ મસાલો નાંખી અને મિક્સ કરવો.

શાહી પનીરના શાકને એક વાસણમાં કાઢી લેવું. તેની ઉપર બાકીની લીલી કોથમીર અને છીણેલું પનીર છાંટી અને સજાવટ કરવી.

 

સુજાવ:

જો તમે કાંદા પસંદ કરતાં હોત તો. ૧-૨ નંગ કાંદા, ૪-૫ નંગ લસણ ની કળી બારીક સમરી લેવા. જીરૂ શેકાઈ ગયા બાદ લસણ અને સમારેલા કાંદા નાંખી અને આછા ગુલાબી શેકવા. અને ત્યાર બાદ, ઉપર બતાવ્યા પ્રમાણે ક્રમાનુસાર દરેક વસ્તુઓને ઉમેરતા જવી અને શાહી પનીરનું શાક બનાવવું.

બ્લોગ લીંક: http://das.desais.net

શાહી પનીર …

શાહી પનીર …

૪ વ્યક્તિ માટે

સમય : ૨૫ મિનિટ

પનીરના શાક બધાને પસંદ આવે છે. તેમાં પણ શાહી પનીર બહુ જ સ્વાદિષ્ટ બંને છે. શાહી પનીર ઘરમાં કોઈ પ્રસંગ પર કે ખાસ મહેમાનો આવે ત્યારે બનાવીએ, તે બનાવવામાં ખૂબજ આસાન છે. તો ચાલો આજે શાહી પનીર બનાવીએ.

સામગ્રી :

૨૫૦ ગ્રામ પનીર

૩-૪ નંગ મધ્યમ કદના ટામેટા

૨ નંગ લીલા મરચા

૧ નંગ આદુનો ટુકડો (૧ ઈંચ લંબાઈનો)

૨ ટે.સ્પૂન માખણ / ઘી

૧/૨ નાની ચમચી જીરૂ

૧/૪ નાની ચમચી હળદર (થોડી ઓછી લેવી)

૧ નાની ચમચી ધાણા પાઉડર

૧/૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (સ્વાદ મુજબ ઓછો-વધુ લઇ શકાય)

૨૫-૩૦ નંગ કાજુ

૧/૨ નાની વાટકી મલાઈ / ક્રીમ

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદ અનુસાર)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારી લેવી)

 

રીત :

પનીરના ચોરસ ટૂકડા કાપી લેવા.

કાજૂને અડધો કલાક પાણીમાં પલાળી અને બારીક પીસી પેસ્ટને એક વાટકીમાં કાઢી લેવી.

ટામેટા, આદુ અને લીલા મરચાને મિક્સીમાં પીસી અને પેસ્ટ બનાવવી. પેસ્ટને એક અલગ વાટકીમાં રાખી દેવી. મલાઈને પણ મિક્સીમાં એક વખત ફેરવી લેવી.

એક કડાઈમાં ઘી અથવા માખણ નાંખી અને ગરમ કરવા મૂકવું. ગરમ થાય એટલે તેમાં જીરૂ નાંખવું, જીરૂ બ્રાઉન થાય કે તૂરત હળદર અને ધાણાનો પાઉડર નાંખવો અને સાંતળવો. અને આ મસાલામાં ટામેટાની પેસ્ટ નાંખી નાને ચમચાની મદદથી હલાવતા રહેવું અને સાંતળવી. ટામેટાને પેસ્ટને સાંતલી લીધા બાદ, કાજૂની પેસ્ટ અનેર મલાઈનું મિશ્રણ નાંખી મસાલાને ચમચાની મદદથી હલાવતાં રહેવું અને ઘી સપાટી પર દેખાવા લાગે ત્યાં સુધી શેકવો. આ મસાલામાં ગ્રેવી તમોને જેવી પસંદ હોય, ઘટ કે પાતળી, તે પ્રમાણે પાણી ઉમેરવું અને તે અનુસાર મીઠું  નાંખવું અને જેટલી તિખાસ પસંદ હોય તે મુજબ લાલ મરચાનો પાઉડર  નાખવો.

ઉફાળો ગ્રેવીમાં આવે કે તૂરત પનીર નાંખી અને મિક્સ દેવું.  (થોડું પનીર છીણી લેવું, જે શાક બની ગયા બાદ ગાર્નીસિંગ / સજાવટ માટે ઉપયોગમાં લેવું. બસ શાક તૈયાર છે. ગેસ બંધ કરી તેમાં અડધી લીલી કોથમીર અને ગરમ મસાલો નાંખી અને મિક્સ કરવો.

શાહી પનીરના શાકને એક વાસણમાં કાઢી લેવું. તેની ઉપર બાકીની લીલી કોથમીર અને છીણેલું પનીર છાંટી અને સજાવટ કરવી.

ગરમા ગરમ શાહી પનીરનું શાક, નાન – પરોઠા અને ભાત સાથે પીરસો અને ખાઓ.

 

નોંધ : કાંદા – લસણ જો પસંદ હોય તો જીરૂ શેકી લીધા બાદ, કાંદા અને લસણ  નાંખી અને તેને સાંતળી લેવા. ત્યારબાદ, ઉપર બતાવ્યા મુજબ દરેક વસ્તુ ક્રમ પ્રમાણે લેવી.

બ્લોગ લીંક: http://das.desais.net

પાલક પનીર…

પાલક પનીર …

 

 

પાલક પનીરના શાકમાં, પાલક અને પનીર બન્ને પૌષ્ટિક છે. ખાવામાં પાલક પનીરનું શાક બહુજ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં પણ ખૂબજ આસાન /સરળ છે. આ શાક ઘરમાં, નાના – મોટા સૌ પસંદ કરે છે. કોઈ ખાસ પ્રસંગ પર આપણે ઘરમાં બનાવીએ તો બધાં જ પસંદ કરે.  આજે  આપણે પાલક પનીરનું શાક બનાવીશું.

સામગ્રી :

૫૦૦ ગ્રામ પાલક (Spinach)

૧/૨ નાની ચમચી ખાંડ

૨૦૦ ગ્રામ પનીર (પનીરના ૧ ઈંચના ચોરસ ટુકડા કરવા)

૨ ટે.સ્પૂન રિફાઈન્ડ તેલ

૧ Pinch (ચપટીક) હિંગ

૧/૨ નાની ચમચી જીરૂ

૨ નાની ચમચી કસૂરી મેથી (તની ડાળખી તોડી ને સાફ કરી લેવી)

૨-૩ નંગ ટામેટા

૩-૪ નંગ લીલાં મરચાં

૧ નાનો ટુકડો આદુ (૧ ઈંચ લંબાઈનો)

૨ નાની ચાચી બેસન (ચણાનો લોટ)

૨ ટે.સ્પૂન ક્રીમ / મલાઈ (જો તમને પસંદ હોય તો)

મીઠું સ્વાદ અનુસાર

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૨ નાની ચમચી  લીંબુનો રસ

 

રીત  :

 

પાલકની ડાંડી (ડાળખી) તોડી અને પાલકના પાન સારી રીતે પાણીમાં ધોઈ અને એક વાસણમાં રાખવા. તેમાં ૧/૪ કપ પાણી અને ખાંડ નાંખી અને વાસણને ઢાંકીને ગેસ પર ગરમા કરવા મૂકવું. ૫-૬ મિનિટમાં પાલક નરમ થઇ પાકી  જશે. ગેસ તૂરત બંધ કરી દેવો.

 

પનીરને ૧-ઈંચના ચોરસ ટૂકડામાં સમારી લેવું. પનીરનો ઉપયોગ શાકમાં, પનીર ફ્રાઈ/તળીને કે ફ્રાઈ/તળ્યા વગર પણ કરી શકો છો. પનીરને ફ્રાઈ/તળવા માટે નોનસ્ટિક કડાઈમાં થોડું તેલ નાંખી, પનીરના ટૂકડાને બન્ને તરફ  હલકા બ્રાઉન કલરના થાય તેમ તળવા/ફ્રાઈ કરવા.

 

ટામેટાને ધોઈને એના ટુકડા કરવા. લીલાં મરચાની ડાળખીને તોડી લેવી અને મરચા ને ધોઈ લેવા. આદુને ધોઈ, ઉપરથી છીણી અને ૩-૪ ટુકડામાં સમારવું. આ બધાને એકસાથે મિક્સરમાં બારીક પીસી લેવા.

એક કડાઈમાં તેલ નાખી અને ગરમ કરવું. ગરમ તેલમાં હિંગ અને જીરુ નાખવું, જીરૂ શેકાઈ ગયા બાદ, કસૂરીમેથી અને ચણાનો લોટ (બેસન) નાખી તેને થોડો શેકવો,  હવે આ મસાલામાં ટામેટા, આદુ, લીલાં મરચાની પેસ્ટ નાખી અને ૨-(બે)મિનિટ સુધી સાંતળવી /શેકવી. હવે ક્રીમ/મલાઈ નાખી અને મસાલાને ત્યાંસુધી સાંતળવો કે તેલ અંદરથી છૂટું પડીને બહાર સપાટી ઉપર તરવા લાગે (દેખાવા લાગે).

પાલક જે અગાઉ બાફેલ તે, ઠંડી થઇ ગયા બાદ, મિક્સીમાં નાખી અને બારીક પીસી લેવી અને પાલકની પેસ્ટને અગાઉ સાંતળીને તૈયાર કરેલ મસાલા સાથે મિક્સ કરી દેવી. પાલકની ગ્રેવી તમારે કેટલી ઘટ કે પાતળી રાખવી છે તે પ્રમાણે તેમાં પાણી અને મીઠું ઉમેરવા. ઉફાળો આવ્યા બાદ, પનીરના ટુકડા તેમા નાંખી દેવા. ૨(બે) મિનિટ સુધી તેને પાકવા દેવું અને ગેસ બંધ કરી દેવો.

પાલક-પનીરનું શાક તૈયાર છે. શાકમાં ગરમ મસાલો અને લીંબુનો રસ નાંખી મિક્સ કરી દેવો.

 

પાલક-પનીરનું શાક એક વાસણમાં કાઢી અને તેની ઉપર એક નાની ચમચી મલાઈ / ક્રીમ નાંખી અને પીરસવું. પાલક પનીર નું શાક ગરમા ગરમ રોટલી કે નાન સાથે પીરસવું અને ખાવું.

 

નોંધ : (૧)  જો તમે કાંદા (ડુંગળી) નો ઉપયોગ કરવા માંગતા હોય તો એક કાંદાને જીણા સમારી, જીરૂ શેકાઈ ગયા બાદ તૂરત જ તેમાં કાંદા નાંખી અને આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળવા અને ત્યારબાદ, આગળ બતાવ્યા પ્રમાણે પાલક-પનીરનું શાક તૈયાર કરવું.

બ્લોગ લીંક: http://das.desais.net

 

પનીર … (રેસીપી)

પનીર …(Cottage Cheese)…

પનીરનો ઉપયોગ દરેક ઘરમાં વિશેષ થઇ ગયો છે. પનીરની અનેક વાનગીઓ બને  છે, અને બંગાળી મીઠાઈ તો પનીર વિના બનાવી શક્ય જ નથી. પનીરના શાક, પનીરના પકોડા વગેરે..  પનીર (Cottage Cheese) આપણા રોજિંદા જીવનમાં સતત ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. પનીર ફક્ત ડેરી સિવાય હવે બધે જ આસાનીથી પ્રાપ્ત થાય છે. સૂપર સ્ટોરમાં, જનરલ સ્ટોર્સમાં પણ મળે છે. પરંતુ આ પનીર બંગાલી મીઠાઈ જેવી કે રસગુલ્લા, ચમચમ, રસ મલાઈ વગેરે બનાવવામાં ઉપયોગમાં આવતું નથી.


બજારમાં મળતું પનીર
(Cottage Cheese ) પ્રમાણમાં મુલાયમ/નરમ  ન હોતા થોડું પ્રમાણમાં વધુ કઠણ હોય છે.  આ પનીર મોટેભાગે ક્રીમવાળા /ક્રીમયુક્ત દૂધમાંથી બનાવવામાં આવતુ હોતુ  નથી, આ ઉપરાંત તેની લાઈફ / ઉપયોગીતાનો સમય વધારવા માટે તેમા આરાલોટ/તપકીરનો લોટ (Arrowroot)(similar to corn Starch)પણ ઉમેરવામાં આવતો હોય છે. માટે તમે જો રસગુલ્લા, ચમચમ કે રસમલાઈ બનાવવા માંગતા હો તો, બહાર બજારમાંથી પનીર ન લેતા ઘરમાં જ પનીર બનાવવું વધુ ઇચ્છનીય છે.


પનીર બનાવવું એકદમ સરળ છે. તો ચાલો આજે આપણે પનીર બનાવીએ.

સામગ્રી :

૧ લીટર દૂધ (મલાઈયુક્ત)
૨ ચમચા લીંબુનો રસ / સિરકો

રીત :

પનીર બનાવવા માટે હંમેશાં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરવો. ભારે તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધને સતત હલાવતાં રહેવું જેથી નીચે બેસી ન જાય. જ્યારે દૂધમાં ઉફાળો આવે કે તૂરત લીંબુનો રસ /સિરકો અંદર નાંખી અને દૂધ હલાવતાં રહેવું.


દૂધમાં પાણી અને પનીર અલગથી દેખાવા લાગશે. પાણી ને પનીર અલગ દેખાવા લાગે કે તૂરત ગેસ બંધ કરી દેવો. અને વાસણમાં થોડું ઠંડું પાણી અથવા બરફનો ટૂકડો નાંખી દેવો જથી પનીર પાણીથી તૂરત અલગ થઇ જશે.


હવે તે પનીરને એક સાફ સફેદ કોટન  કપડાના ગરણામાં રાખી  અને થોડું ઠંડું પાણી તેમાં નાખવું જેથી લીંબુના રસ/સિરકા ની ખટાશ પનીરમાંથી જે કાંઈ હશે તે નીકળી જશે. અને ત્યારબાદ તેની પોટલી વાળી અને બીજા હાથની મદદથી પોટલીને દબાવવી જેથી વધારાનું પાણી જો તેમાં હશે તો તે પણ નીકળી જશે.


બસ રસગુલ્લા કે બંગાળી મીઠાઈ બનાવવા માટે પનીર તૈયાર છે.જો આ પનીરનો ઉપયોગ મીઠાઈને બદલે શાક બનાવવામાં કરવો હોય તો પનીરને કપડામાંથી બહાર ન કાઢતા કપડા સહિત  તેની ઉપર કોઈ વજનદાર વસ્તુ મૂકી અને અડધા કલાક સુધી તે વજન તેના પર રાખવું. પનીર વજનથી અંદર સખત થઇ જશે.

બસ ત્યારબાદ, પનીર કપડામાંથી બહાર કાઢી લેવું.  શાક બનાવવા માટેનું પનીર તૈયાર છે.

ઘરમાં બનાવેલું પનીર બજારમાં મળતા પનીર કરતાં વધુ નરમ/મુલાયમ  અને સ્વાદિષ્ઠ હોય છે.

બ્લોગ લીંક: http://das.desais.net