મો કો કહાં ઢુંઢો બંદો…(કબીર)…

મો કો કહાં ઢુંઢો બંદો…(કબીર)…

મો કો કહાં ઢૂંઢો બંદો, મૈં તો તેરે પાસ મેં,
ના મૈં બકરી, ના મૈં ભેડી મેં, છુરી ગંડાસા મેં,
નહીં ખાલ મેં, નહીં પોંછ મેં; ના હડ્ડી ના માંસ મેં,
ના મૈં દેવલ, ના મૈં મસજિદ, ના કાબે કૈલાસ મેં,
મૈં તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસ મેં,
કહે કબીર સુનો ભાઈ સાધો, સબ સાંસો કી સાંસ મેં.


મો કો કહાં ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં,
ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,
ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,
નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ અકાશ મેં,
ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં, સબ શ્વાસન કી શ્વાસ મેં,
ખોજી હોય તુરત મિલિ જાઉં, એક પલ કી હિ તલાસ મેં,
કહહિં કબીર સુનો ભાઈ સાધો, મૈં તિ હૂં વિશ્વાસ મેં.

કબીરસાહેબ…

સાભારઃભજનામૃતવાણી..

http://bhajanamrutwani.wordpress.com

ત્રણ લઘુકથાઓ – ડૉ. ચારૂતા એચ. ગણાત્રા…

ત્રણ લઘુકથાઓ …
ડૉ. ચારૂતા એચ. ગણાત્રા…

 

 

[૧] બારી

 

એ બારી હંમેશા બંધ રહેતી. નાનપણથી જ હું જોતો આવ્યો છું કે એ બારી હંમેશા બંધ હોય છે. ‘શું હશે એ બારીની બીજી તરફ ?’ બાળસહજ મારા મનમાં એ પ્રશ્ન જરૂર થતો. પણ એ બારી ક્યારેય ન ખુલતી. ક્યારેક કોઈને કહેતા સાંભળ્યા હતા કે બારીની પેલી તરફ કંઈક ભયાનક છે. પણ કોઈ સરખો જવાબ ન દેતા. એક દિવસ તો ઠપકો પણ મળ્યો કે :
‘ખબરદાર, બારી વિષે એક વાત પણ વિચારી છે તો ! આપણાં પૂર્વજોનાં જમાનાથી કોઈએ આ બારી ખોલી જ નથી.’
કોઈએ બંધ બારી ન ખોલી હોય તો શું થયું ? શું મારે પણ બારી ન ખોલવી ?! ફક્ત કોઈ કાલ્પનિક ભયથી પીડાઈને આ બારી બંધ જ રાખવી !! પણ મારો બળવાખોર સ્વભાવ બધા ઓળખી ગયા હતા. માટે બારી વિષેની ડરામણી વાતોથી માંડીને મારી ઉપર વર્તાતી કડકાઈમાં વધારો થતો ચાલ્યો. માનવનો સ્વભાવ એવો હોય છે કે જે વસ્તુની ‘ના’ પાડો એ વસ્તુ વારંવાર કરવાનું મન થાય. મને પણ બારી ખોલવાનું મન થતું. વધુ ને વધુ પ્રબળતાથી બારી ખોલવાનું મન થતું.
અને…

 

એક દિવસ…

 

ઘરે કોઈ નહોતું. મને કોઈ એકલા ન છોડતા, પણ આજે અનાયાસે ઘરે કોઈ નહોતું. ધીમે ધીમે મેં ડગલા બારી તરફ માંડ્યા. ચોર નજરે આજુબાજુ જોઈ લીધું કે કોઈ આવતું તો નથી ને ! દરેક ડગલે મનમાં રોમાંચ વધતો જતો હતો. ક્ષણેક અટક્યો. વિચાર પણ આવી ગયો કે કંઈક અજુગતું બન્યું તો ? ખરેખર કંઈક ‘ભયાનક’ હશે તો ? પણ એ વિચાર ખંખરી ફરી આગળ વધવા લાગ્યો. દરેક ડગલે વધતા હૃદયનાં ધબકારા, વધતો રોમાંચ… અને ક્યારે મેં બારી ખોલી નાખી એ યાદ ન રહ્યું….

 

પણ…

 

….બારીની બીજી બાજુ તો હતું એક પ્રેમ ભર્યું આકાશ… લહેરાતા વૃક્ષો… કુદરતનું અનુપમ સૌંદર્ય, મ્હોરતા ફુલો, ચહેકતા પક્ષીઓ… ઘણું ઘણું… અને સાથે… અદ્દભુત આનંદ, નિતાંત શાંતિ… મનનો રહ્યો સહ્યો ભય પણ ચાલ્યો ગયો…અને હું બોલી ઊઠ્યો : ‘આ તો મારા જ મનની બારી છે…’ કુદરત અને મારી વચ્ચે મારા મનની આ બંધ બારીનો જ પડદો હતો. કૃત્રિમતાનાં ઘરમાં એક બારી તો કુદરત તરફની હોય જ છે. બસ, જરૂર હોય છે એ બારીને ખોલવાની અને આપણી ભીતર કુદરતને આવકારવાની….

 

તમે એ બારી ખોલી કે નહીં ?! કુદરત છે તમારી પ્રતિક્ષામાં…

 

 

[૨] અભૂતપૂર્વ

 

 

એ તદ્દન નિ:રસ દિવસ હતો. સવાર પડી પણ ઊઠી ન શકાયું. અને આંખ ખૂલી ત્યારે સવારના આઠ વાગી ગયા હતા. કસરત પણ ન થઈ અને ઑફિસે જવાની સાડાસાતની ટ્રેઈન ચુકી ગયો. ઑફિસે ફરજીયાત રજા લેવી પડી. શું કરવું ? ઘરે એકલો હતો. સારા જોવા જેવા કોઈ પિક્ચર પણ નથી આવ્યા. આજનો દિવસ તો નક્કામો ગયો જ સમજી લેવાનો. ચાલો, છાપાનાં પાનાઓ ફેરવું….!

 

 

છાપાનાં રોજિંદા સમાચારનાં પાના ઉપર કંઈક એવું લખ્યું હતું કે મારો ચહેરો ખીલી ઊઠ્યો. શરીરની અને મનની આળસ દૂર થઈ ગઈ. જલ્દીથી તૈયાર થઈ ગયો. હા, ત્યાં સાડાનવે પહોંચવાનું હતું અને પછી આખો દિવસ ત્યાં જ. સાંજે છુટ્ટા પડવાનું નક્કી કરેલું હતું. રસ્તામાં એક જ વિચાર આવતો હતો કે ત્યાં જઈ કોને મળીશ ? કોઈ ઓળખીતું હશે કે કેમ….! કોઈ પરિચિત….કોઈ મિત્ર ? વિચારોમાં હું ત્યાં પહોંચી ગયો. દરવાજા પર જ સસ્મિત મારું સ્વાગત થયું. મારા હાથમાં એક પુષ્પ મુકીને મને સુપ્રભાત પાઠવ્યા. મારું મન હસી પડ્યું, પણ કોઈ પરિચિત વ્યક્તિ ન દેખાણી…!

 

 

ખેર ! એ જગ્યા ક્યાં મારા માટે અપરિચિત હતી….એ તો હતી મારી પોતાની જ શાળ… આજે હતું શાળાનાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન. નોકરીનું વળગણ એટલું ગજબનું હતું કે છાપું વાંચતો છેક સાંજે. આ તો અનાયાસે છાપુ હાથમાં આવી ગયું. રજા પણ પડી ગઈ અને…

 

 

‘સુજીત… સુજીત….! અહીં ઉપર છીએ… આપણાં જૂના વર્ગમાં….’ મારા જૂના મિત્રોનાં પોકાર મને સંભળાયા. બારમાં ધોરણમાં શાળા છોડી એ સમયે જે સ્ફૂર્તિ હતી એ જ સ્ફૂર્તિથી હું પહોંચી ગયો અમારા વર્ગમાં.

 

 

‘આપણા નામ હજી કોતરાયેલા છે…?’

 

 

‘હા, જો ઈશાંતનો ‘આઈ’, પ્રકાશનો ‘પી’ અને તારો? ?સુજીતનો ‘એસ’. બધા સાથે મળીને આઈ.પી.એસ. જો આ રહ્યા આપણાં નામ… ફરક એટલો છે કે શાળાની બેન્ચ પર નહીં શાળાની પત્રિકામાં છે આપણાં નામ… પત્રિકામાં લખ્યું હતું : ‘અમારી શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ…’ અને મારા-અમારા જેવા ઘણાં વિદ્યાર્થીઓનાં ફોટા હતાં. અમારા આચાર્ય પણ હાજર હતા અને તેમણે સંબોધ્યા, ‘આ અમારી શાળાના ભૂતપૂર્વ નહીં, અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ? છે…’

 

 

મિત્રો સાથેની વાતચીત-મજાક, શિક્ષકોને મળવાનું અને શાળાનું વાતાવરણ…! એ દિવસની સાંજ ક્યાં પડી ગઈ એ ખબર જ ન પડી. પણ આ એક દિવસે મને જાણે આખા વર્ષની સ્ફૂર્તિ આપી દીધી. મિત્રો સાથે સરનામા, ફોનનંબરની આપ-લે કરી એ દિવસની યાદ ને મનમાં ભરી લઈ ઘરે આવ્યો.

 

 

….અને માનશો ! મારો આજનો દિવસ ખુબ સરસ પસાર થયો.

 

 

[૩] વરદાન …

 

 

‘મનુષ્ય રૂપે તું જન્મ લેવા જઈ રહ્યો છે. બોલ, તારી સાથે તું શું લઈ જવા માગે છે ?’ ઈશ્વરે પોતાના દરબારમાં ઉભેલા મનુષ્યોની કતારમાં આ પ્રશ્ન પુછ્યો.
‘ખૂબ પૈસા….’
‘પ્રતિષ્ઠા…’

 

‘અભ્યાસ…..’

 

દૂર દૂરથી અવાજો સંભળાવા લાગ્યા. ઈશ્વરે દરેકને યોગ્યતા પ્રમાણે ‘તથાસ્તુ’ કહી આશીર્વાદ આપ્યા.

 

‘તું કંઈ નથી બોલતો, પુત્ર ?’ ઈશ્વરનો પ્રેમાળ સ્વર સંભળાયો.

 

‘પ્રભુ ! હું આશિષ માગતાં અચકાઉં છું….’

 

‘જેમની યોગ્યતા હતી તેમને જ તો મેં આશીર્વાદ આપવા અહીં બોલાવ્યા હતા. દરેક પરિસ્થિતિને પોતાની રીતે પરિવર્તિત કરવાનો અધિકાર તો ઈશ્વર પણ નથી આપતા…..’

 

‘પ્રભુ મારે… અમરત્વનું વરદાન જોઈએ છે….’
 આકાશે એક ધડાકો થયો….

 

‘શું માંગી રહ્યો છે તું ?’ ઈશ્વરનાં પ્રેમાળ સ્વરનું સ્થાન ક્રોધે લઈ લીધું, ‘અશક્ય વરદાન તું માગી રહ્યો છે. ઘોર તપસ્યા કરનાર પણ અમરત્વનું વરદાન નથી મેળવી શકતા?’

 

‘પ્રભુ ! ….ક્ષમા પ્રભુ… પણ મારી માગણી અધુરી છે….’

 

‘હજી પણ તું કંઈ માંગવા ઈચ્છે છે …’ ઈશ્વરનો સ્વર વધુ ક્રોધિત બન્યો.

 

‘હા…’ એક નિર્ભિક સ્વરનો પડઘો પડ્યો.

 

ઈશ્વર પણ એક ક્ષણ માટે વિચારમાં પડ્યા અને છેવટે તેને વરદાન માગવાની અનુમતિ મળી.

 

‘પ્રભુ ! તમારી વરદાન આપવાની કૃપાની અવગણના કરવાનો કોઈ ઈરાદો નહોતો. પણ, મારા શબ્દોને યોગ્ય રીતે રજુ ન કરી શક્યો… જીવનભર નાદ બ્રહ્મની ઉપાસનાનું મને વરદાન આપો… શબ્દદેહે અને સ્વરદેહે હું અમરત્વ ઈચ્છું છું, પ્રભુ…! ઈશ્વરને પ્રિય, ઈશ્વરની સમીપ હોય તેવા કલાકાર તરીકે હું અમરત્વ ઈચ્છું છું…!’

 

‘તને વરદાન છે… તથાસ્તુ…’ પ્રભુનો માધુર્યભર્યો કોમળ સ્વર સંભળાયો. સર્વત્ર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. વાતાવરણ તરલ અને સુગંધી બની ગયું.

 

…અને પૃથ્વી પર તેનો જન્મ થયો. તેના વિષે કહેવાયું કે જેના રૂદનમાં પણ સુર પ્રગટતા. જેના સ્વરમાં માધુર્ય પ્રગટતું અને જેના શબ્દોમાં કલા પ્રગટતી. જેના હાથમાંથી સંગીતવાદન વહેતું અને પગમાં નૃત્ય રમતું. કદાચ ઈશ્વરની સાધનામાં આનંદ મળતો હશે, પણ ઈશ્વરને પ્રિય એવી કલાની સાધનામાં અભુતપૂર્વ દિવ્યાનંદની અનુભૂતિ થવા લાગી. ઈશ્વર દ્વારા મળેલું અમરત્વનું વરદાન લઈ જન્મતા મનુષ્યો, મહાન કલાકારો અમસ્તા જ નહીં બનતા હોય….!!

 

 

[વ્યવસાયે હોમિયોપેથી ડૉક્ટર એવા ડૉ.ચારૂતાબેનની (રાજકોટ) કૃતિઓ જનકલ્યાણ સહિત અન્ય અનેક સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. રીડગુજરાતીને આ સુંદર લધુકથાઓ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે [email protected] અથવા આ નંબર પર +91 281 2467109 સંપર્ક કરી શકો છો.]

 

 

સાભારઃhttp://readgujarati.com

 

બ્લોગ લીંક : http://das,desais.net
email : [email protected]

લઘુકથાઓ … (પ્રેરક પ્રસંગો) સંકલિત…

લઘુકથાઓ  … (પ્રેરક પ્રસંગો)  સંકલિત…

 

[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાંથી સાભાર.]

 

[૧]

 

ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા, ત્યાં એક મિત્રે આવીને પૂછ્યું : ‘આટલા બધા તલ્લીન શાના વિચારમાં થઈ ગયા છો આજે ?’
‘મેં એક વિચિત્ર શોધ કરી છે? રસેલે જવાબ વાળ્યો, ‘જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી નથી, અને મારા માળી સાથે વાત કરતી વેળા એથી ઊલટી જ વાતની ખાતરી મને થાય છે.’

 

[૨]
હજરત મહંમદ પેગંબર સાહેબ પોતાની સાથે અબુબકરને લઈને મક્કા છોડીને ચાલ્યા ગયા, ત્યારે કુરેશો તેમને પકડવા તેમની પાછળ પડ્યા. એટલે હજરત મહંમદ સાહેબ અને અબુબકર રસ્તામાં આવેલી એક ગુફામાં સંતાઈ ગયા. કુરેશોને પાછળ પડેલા અને નજીક આવતા જોઈને અબુબકર બોલ્યા : ‘હજરત સાહેબ, આપણે ફક્ત બે જ જણા અહીં છીએ અને દુશ્મનો તો ઘણા છે. શું થશે ?’
હજરત મહંમદ સાહેબ બોલ્યા : ‘શું?’ આપણે ફક્ત બે જ જણા છીએ ? યાની અલ્લાહ નથી ? આપણે બે નથી, ત્રણ છીએ.’

 

 

[૩]
એકવાર મહાન સાધ્વી રાબિયા પાસે સત્સંગ કરવા કેટલાક ભક્તો આવ્યા, અને ખુદાની બંદગી તેમજ પવિત્ર કુરાનના પાઠની વાત કરી. રાબિયાએ પૂછ્યું :
‘ભાઈ, ખુદાની બંદગી તમે શા માટે કરો છો ?’
એક કહે : ‘ખુદાનું નામ લઈએ તો નરકમાં દુ:ખો ભોગવવાં ન પડે.’
બીજો કહે : ‘હું તો જન્નતમાં સુખ મેળવવા ખુદાનું નામ લઉં છું.’
રાબિયા કહે આ વાત બરોબર ન કહેવાય. પછી કહે, ભાઈઓ,
જ્યારે હું નાની હતી, ત્યારે એક શેઠને ત્યાં ગુલામડી તરીકે કામ કરતી હતી. ત્યાં બીજા પણ ગુલામો હતા. તેમાંના કેટલાક ગુલામો શેઠ ગુસ્સે થશે અને એ સજા કરશે એ બીકના માર્યા કામ કરતા હતા, અને કેટલાક ગુલામો માલિકને ખુશ કરવા કામ કરતા હતા. આ બન્ને પ્રકારના ગુલામો શેઠની હાજરીમાં તો બરાબર કામ કરતા પણ શેઠ હાજર ન હોય ત્યારે કામચોરી કરતા.

 

ભાઈઓ, ખુદા આપણો માલિક છે. તે આપણને નરકમાં નાખશે એવા ભયથી કે સ્વર્ગમાં સુખ આપશે તેવી લાલચથી તેની બંદગી ન કરવી જોઈએ. પરંતુ સર્વવ્યાપી પરવરદિગારને યાદ કરતાં આપણા દિલમાં પ્રેમભક્તિની ભરતી આવવી જોઈએ. ખુદાને યાદ કર્યા વિના એક ઘડી પણ ન રહેવાય એવી તાલાવેલી પેદા થવી જોઈએ.

 

 

[૪]
એક નાનકડો છોકરો નિશાળમાં કોઈ એક સહપાઠી સાથે ઝઘડ્યો હશે. ઘેર આવી મનોમન બબડવા લાગ્યો : ‘બદમાશ ! હરામખોર ! હું તને મારી નાખીશ.’ મા સાંભળી ગઈ. કશું બોલી નહિ પણ છોકરાને પાસેના પહાડોમાં લઈ ગઈ. એક ઊંચા પહાડ પર ચડી તેણે છોકરાને કહ્યું : ‘બેટા, તું ઘરમાં શું બબડતો હતો ? અહીં એ બધું છાતી ફાડીને બોલી નાખ.’ છોકરો પહેલાં તો શરમાયો પણ માએ આગ્રહ જારી રાખ્યો. સામે વિશાળ ખીણ પથરાયેલી હતી અને ત્યાર પછી ઊંચા પહાડ માથું કાઢીને ઊભા હતા. છોકરાએ બૂમ પાડી કહ્યું : ‘બદમાશ !’ સામેથી એવો જ અવાજ આવ્યો : ‘બદમાશ !’ છોકરો બોલ્યો : ‘હું તને મારી નાખીશ.’ જાણે સામેના પહાડો છોકરાને મારી નાખવા ધસમસતા હોય એવા પડછંદા પડ્યા : ‘તને મારી નાખીશ.’

 

છોકરો આ પડઘાનો નિયમ જાણતો હતો. પણ એ વખતે એ નિયમ તેના હૃદયમાં ઘર કરી ગયો. માએ કહ્યું, ‘બેટા, હવે જોરથી બોલ તો ! ભાઈ તું મને ખૂબ વહાલો છે. તારું ભલું થાય.? સામેથી એ જ શબ્દો ઉછળતા આવ્યા. માએ કહ્યું : ‘આ નિયમ કદી ન ભૂલતો.’

 

[૫]

 

એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ વરસાદ ન પડ્યો. લોકો ત્રાસી ગયા. તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું?’ ધર્મગુરુએ સલાહ આપી : ‘ચાલો, આપણે સહુ પ્રાર્થના કરીએ.’ આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાનાં-મોટાં, સ્ત્રી-પુરુષ સહુ આવ્યાં. એક નાની બાળકી પણ આવી. તે છત્રી લઈને આવી એટલે કોઈએ તેની મશ્કરી કરી, ‘વરસાદનું ઠેકાણું નથી, અને જુઓ આ છોકરી તો છત્રી લાવી છે !’ ધર્મગુરુએ પણ પૂછ્યું, ‘બેટા, છત્રી કેમ લાવી છે ?’ એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી, ‘તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને ? તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું !’ પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા ?

 

 

[૬]
એક હતું ફૂલ.
એ કહે : ‘મારી સુગંધ હું મારી પાસે જ રાખીશ, મારી તિજોરીમાં રાખીશ. હું એનો એકલો માલિક બનીને રહીશ. બીજા કોઈને તે નહીં આપું ! સુગંધને મારા ઘરમાંથી બહાર નીકળવા જ નહીં દઉં તો !’ સુગંધને બંધ રાખવા એણે પાંખડીઓની દિવાલો રચી, પણ સુગંધ તો રોકાઈ રહી નહીં. દિવાલો ભેદીને એ બહાર નીકળી અને પવન પર સવાર થઈને ચાલી.
ફૂલ માથું હલાવી, હાથ વીંઝીને કહે : ‘અરે મારી સુગંધ, મારી દીકરી, તું પાછી આવ, તારે ક્યાંય જવાનું નથી? તું મારા ઘરમાં ને ઘરમાં રહે બેટા ! હું તને ખૂબ સાચવીને રાખીશ.’ ફૂલ બૂમો પાડતું જ રહ્યું, પણ સુગંધે કંઈ સાંભળ્યું નહીં.
સુગંધની વાતોનો જવાબ આપ્યો પવને.
તેણે કહ્યું : ?અરે ભાઈ ફૂલ, જે સુગંધ તારું ઘર મેલીને બહાર નીકળે છે તેને લોકો તારી સુગંધ કહે છે; જેને તું ઘરમાં પૂરી રાખે છે તેને કોઈ સુગંધ કહેવાનું નથી.?
હવે ફૂલે સુગંધને કહ્યું : ‘જા બેટી, મા-બાપનું નામ રોશન કર !’
(રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. રમણલાલ સોની)

 

 

[૭]
પોતાના નિધનની પૂર્વસંધ્યા. 1902. દરિદ્રનારાયણની પૂજાનો, વેદાંતપૂજાનો નવો વિધિ વિવેકાનંદે કર્યો. મઠમાં કામ કરતા આદિવાસી સાંતાલ શ્રમિકો સાથે એમણે પ્રેમથી વાતો કરી અને સૌને મઠનો પ્રસાદ લેવા વિનંતી કરી. રોટલી, દાળ, ભાત, મિઠાઈ, દહીં વગેરે જે સૌને પીરસાતું હતું તેનું જાતે નિરીક્ષણ કર્યું. ભરપેટ જમાડ્યા પછી સ્વામીજીએ તેમને કહ્યું : ‘તમે સૌ નારાયણ છો, પ્રગટ ઈશ્વર છો, મેં નારાયણને જમાડ્યા છે.’ પોતાના શિષ્યને કહ્યું, ‘તેમનામાં મને મૂર્તિમંત ઈશ્વર દેખાતો હતો. આટલી સરળતા, આટલો નિર્વ્યાજ પ્રેમ મેં બીજે કશે જોયેલ નથી.’ મઠના સાધુઓ તરફ મુખ ફેરવી સ્વામીજી બોલ્યા : ‘એ લોકો કેટલા સરલ છે તે જુઓ. એમનું થોડુંક પણ દુ:ખ તમે દૂર કરી શકશો ? નહીં તો ભગવા પહેરવાનો શો અર્થ છે ? ખૂબ તપ પછી હું આ સત્ય સમજ્યો છું. દરેક જીવમાં શિવ વસે છે એ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જીવસેવા ખરે જ શિવ સેવા છે.’

 

 

[૮]
એક વખત એક માણસ ગ્રીસ દેશના મોટા તત્વજ્ઞાની ડાયોજિનીસ પાસે આવીને પોતે પણ કેટલો મોટો જ્ઞાની છે એ બતાવવા ડંફાસ મારતો કહેવા લાગ્યો : ‘તમે તો શું, તમારા કરતાંય મોટા મોટા વિદ્વાનોને હું મળ્યો છું; તેમની સાથે તત્વજ્ઞાનની કેટલીય વાતચીત કરી છે.’
ડાયોજિનીસ ધીમે સ્વરે બોલ્યા : ‘એમ ‘! મેં પણ દુનિયાના મોટા મોટા ધનવાનો જોયા છે, તેમને મળ્યો પણ છું; તેમની સાથે ઘણી ઘણી વાતચીત પણ કરી છે. પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બન્યો !’

 

 

[૯]
હાતીમભાઈ ? બહુ પરોપકારી, વિશાળ હૃદયના. કોઈએ એમને પૂછ્યું : ‘તમારા કરતાં, વધુ યોગ્ય માણસ તમે જોયો છે ?’
‘ઘણાં હશે.? જવાબ મળ્યો, ‘પરંતુ એક અનુભવ કહું ? એક વાર મેં જબરજસ્ત મીજબાની લોકોને આપેલી. ચારેબાજુના વિસ્તારના લોકોને નોંતર્યા હતા. મારે એ જ દિવસે અચાનક જંગલમાં, કંઈ કામે જવાનું થયું. એક કઠિયારો, માથે લાકડાંનો વજનદાર ભારો. મેં પૂછ્યું, ‘તમે હાતીમની મીજબાનીમાં ન ગયા ?’ કઠિયારાએ જાણે શાસ્ત્ર કહ્યું, ‘જે પસીનો ઉતારીને પોતાનો રોટલો રળે છે એને હાતીમને ત્યાં જવાની શી જરૂર ?’

 

 

[૧૦]
નાની આવકમાં મોટા કુટુંબની જવાબદારી અને અન્ય સાંસારિક ઉપાધિઓથી વાજ આવી ગયેલા એક ભક્તે શ્રી રમણ મહર્ષિ આગળ પોતાનું દુ:ખ રડતાં અકળાઈને કહ્યું : ‘આના કરતાં તો આ જિંદગીનો અંત લાવવાનું મન થાય છે.’ મહર્ષિ તે વેળા પાંદડાની પતરાવળીઓ બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું : ‘પહેલાં આ પતરાવળીઓ ઊકરડે ફેંકી આવ, પછી આપણે વાત કરીએ.’ એ સાંભળી સ્તબ્ધ થયેલા ભક્તે કહ્યું : ‘આપે આટલા શ્રમથી બનાવેલી પતરાવળીઓ વાપર્યા વિના જ ઊકરડે ફેંકી દેવાનો શો અર્થ ?’ મહર્ષિએ હસીને કહ્યું : ‘તો પછી આપણને મળેલા અલભ્ય જીવનનો યોગ્ય ઉપયોગ ન કરતાં તેનો અંત આણવાનો વિચાર મૂર્ખાઈ નથી ?’ અને પેલા નૈરાશ્યવાદી ભક્તનો જીવન પ્રત્યેનો દષ્ટિકોણ બદલાઈ ગયો.

 

 

સાભારઃhttp://AksharNaad.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

વચન પાલન …

વચન પાલન …

 

 

આપણે એ જાણીએ જ છીએ કે પાંડવોએ ૧૩ વરસ સુધી વનવાસ ભોગવ્યો. અર્જુને માત્ર વચન ખાતર જ માત્ર એકલા જ વનવાસ ભોગવ્યો હતો કે જેની કથા આ પ્રમાણે છે.

 

દ્રૌપદીના પાંડવો સાથેના લગ્ન કંઇક અનોખી રીતે થયા હતા પરંતુ ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ન્યાયપુર્ણ પણ હતા. દ્રૌપદી એ એક મહાન પતિવ્રતા છે અને તેના વખાણ ખુદ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી પણ સાંભળવા મળે છે. દ્રૌપદી અને પાંડવોના લગ્નની ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ન્યાયપુર્ણતા નીચેના કારણોથી મુલવી શકાય છે.

 

૧. કુંતી માતા કે જેઓને ખોટુ શું છે એ જ ખબર નહોતી તેમણે પોતાના સંતાનોને આ લગ્ન માટે સંમતિ આપી.

 

૨. મહર્ષિ વ્યાસ કે જેઓ ભગવાન વિષ્ણુના એક અવતાર છે તેઓએ આ લગ્ન માટેનો આદેશ આપ્યો.

 

૩. ભગવાન શિવ દ્રૌપદીના તપથી પ્રસન્ન થઇને દ્રૌપદીને પાંડવો સાથે લગ્ન કરવા માટે આશિષ આપે છે.

 

૪. પાંડવો દૈહિક રીતે પાંચ હતા પરંતુ તેઓ ઇન્દ્રનો અંશ હોવાથી એક જ હતા.

 

નારદજી કે જેઓ ભગવાનનું મન કહેવાય છે તેઓએ પાંડવો અને દ્રૌપદીએ સાથે રહેવા માટેના કેટલાક નિયમો ઘડી આપ્યા. કારણકે પાંડવો અને દ્રૌપદી ભલે તેઓ દૈવિક અંશ હતા પરંતુ તેઓ મનુષ્યરૂપે અવતર્યા હોવાથી મનુષ્યધર્મનું પણ પાલન કરવુ જ રહ્યુ. તેમાંનો એક નિયમ એવો હતો કે દ્રૌપદીએ એક વર્ષ એક પાંડવ સાથે રહેવાનું અને જ્યારે દ્રૌપદી એક પાંડવ સાથે હોય ત્યારે બીજા ભાઇઓએ મહેલમાં પ્રવેશ કરવો નહી. આ નિયમનો ભંગ કરવાની સજા રૂપે એક વર્ષનો વનવાસ વેઠવાની સજાનું નક્કી કર્યુ.

 

દ્રૌપદી અને પાંડવો સુખેથી દિવસો પસાર કરતા હતા. એક દિવસ એક બ્રાહ્મણ દોડતો દોડતો અર્જુન પાસે આવ્યો અને ફરિયાદ કરી કે એક ચોર તેની ગાયો ચોરીને લઇ જાય છે. અર્જુન ચોરને પકડવા માટે તત્પર થયો પરંતુ તેને યાદ આવ્યુ કે તેના ધનુષ્ય અને બાણ યુધિષ્ઠિરના મહેલમાં છે અને યુધિષ્ઠિર અત્યારે દ્રૌપદીની સાથે છે. પ્રથમ તો અર્જુનને ખચકાટ થયો પરંતુ બ્રાહ્મણની આજીજી સાંભળીને પોતે યુધિષ્ઠિરના મહેલમાં જઇને પોતાના ધનુષ્ય અને બાણ લઇને ચોરને પકડવા માટે ગયો. ચોરને પકડી યોગ્ય દંડ આપીને બ્રાહ્મણને ગાયો પાછી આપી. યુધિષ્ઠિરને નિયમભંગની સઘળી હકિકત જણાવી. ધર્મરાજ યુધિષ્ઠિર હકિકત જાણીને?અર્જુનને કહ્યુ કે તેને વનવાસની જરૂર નથી. એક ઉમદા કાર્ય માટે તેણે નિયમ તોડ્યો હોવાથી અર્જુન માફીને લાયક છે. પરંતુ અર્જુન વચન પાલનનો આગ્રહી હોવાથી તરત જ વનવાસ માટે રવાના થયો.

 

વાર્તામાંથી મળતો બોધ : 

 

 • વચન પાલન ખુબ જ મહત્વનું છે. ગમે તેવા કપરા સંજોગોમાં પણ વ્યક્તિએ ક્યારેય વચનભંગ કરવો ન જોઇએ.

 

 • અર્જુનને સજાની ખબર હોવા છતાં એક રાજા તરીકેના કર્તવ્યપાલનથી સહેજ પણ ડગ્યો નહી.

 

 • આવા લોકો માટે તત્કાલિન પરિસ્થિતિ કપરી બની જાય છે પરંતુ અંતમાં ભલુ તો તેઓનું જ થાય છે.

 

સંદેશ :

 

 • જો દરેક વ્યક્તિ વચન પાલનનો આગ્રહી હોય અને હંમેશા સત્ય બોલતો હોય તો સમાજમાંથી ભ્રષ્ટાચાર નિકળી જશે. આ કામ મુશ્કેલ જરૂર છે પરંતુ અશક્ય નથી.

 

 • જો દરેક વ્યક્તિ પોતાની ફરજ બજાવતો હોય તો કોઇ પણ સમાજ આસાનીથી?અસાધારણ પ્રગતિ કરી શકે છે.

 

 • ક્ષણિક જુઠ હંમેશા ક્ષણિક લાભ અપાવે છે?જ્યારે ક્ષણિક સત્ય પણ સનાતન હોય છે.

 


સાભારઃવિશાલ મોણપરા
http://www.gurjardesh.com

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

સુવિચારોનું વૃંદાવન …

સુવિચારોનું વૃંદાવન …
બિલિપત્ર…

 

આપણા માટે સૌથી મોટું ભયસ્થાન એ નથી કે આપણું લક્ષ્ય ખૂબ ઉંચુ છે અને આપણે ચૂકી જઇએ છીએ, પણ એ છે કે આપણું લક્ષ્ય ખૂબ નીચું છે અને આપણે તેને મેળવી સંતોષ માનીએ છીએ.
– માઇકલ એન્જેલો

 

 

-તમારા હાથ ની રેખાઓ શું કહે છે તેના પર ભરોસો ના કરશો કારણ કે નસીબ તો તેને પણ હોય છે જેને હાથ નથી હોતા.

 

-We can do no great things,
Only small things with great love
-Mother Teresa

 

– The mind has a thousand eyes
And the heart but one;
yet the light of a whole life dies
when love is done.’

 

-મહાનતા ક્યારેય નિષ્ફળ ન જવાથી મળતી નથી,
તે મળે છે જ્યારે નિષ્ફળ જઇએ તે દરેક વખતે ઉભા થવાથી
-રાલ્ફ એમર્સન

 

 

suvichar

 

“મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય, પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ ‘શ્રદ્ધા’ છે.
“સ્વામી અખંડઆનંદ સરસ્વતી

 

 

[૦૧] લગ્નજીવનની સફળતાનું રહસ્ય એ વાત પર નિર્ભર છે કે તમે એક સારા સાથી પર પસંદગી ઉતારી છે અને પોતે પણ સારા બન્યા છો.

 

[૦૨] પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું.

 

[૦૩] કોઈ પણ અંકુરિત થયેલું બીજ તરત જ ઝાડ નથી બની જતું.

 

[૦૪] તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે. એને છોડ ઉગાડવાનું શીખવી દો ? એ રોજ સુવાસ માણી શકશે.

 

[૦૫] લક્ષ્ય ત્યારે જ સાધી શકાય જ્યારે આપણાં પ્રયત્નોને બીજા સાથે સરખાવીએ.

 

[૦૬] સમુદ્રનાં મોજાંના માર્ગમાં પથ્થરોની પથારી ન હોય તો લહેરો ગૂંજતી નથી.

 

[૦૭] તમે તમારા વડીલો પર ગર્વ કરી શકો છો કે નહીં એ વાતથી કોઈ ફરક નથી પડતો, ફરક તો એ વાતથી પડે છે કે તેઓ તમારા પર ગર્વ કરી શકે છે કે નહીં.

 

[૦૮] દરેક વ્યક્તિ એ જ કરે છે જે એને ગમતું હોય છે, નહીં કે જે એણે વાસ્તવમાં કરવું જોઈએ.

 

[૦૯] તમે એક વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો મકાઈ વાવો. તમે ત્રણ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો વૃક્ષ રોપો. તમે દસ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો લોકોને કેળવણી આપો.

 

[૧૦] કોઈ પણ સંઘર્ષ કરવો પડે, તમે આગળ વધતા રહો, સફળતા દસ પગલાં જ દૂર છે.

 

[૧૧] કોઈ પણ સ્ત્રીનો ઉછેર કેવો છે એ ઝઘડામાં એના આચરણ દ્વારા વ્યક્ત થાય છે.

 

[૧૨] ખોટું કરવા માટેની કોઈ સાચી રીત નથી.

 

[૧૩] ઈમાનદાર હોવું એ ગર્ભધારણ કરવા સમાન છે.

 

[૧૪] વાયદા આપીને ન પૂરાં કરવા કરતાં વિવેકથી ના પાડવી વધુ સારું છે.

 

[૧૫] ક્યારેય ટૂંકો માર્ગ ન અપનાવો. તમારા અંત:કરણ સાથે ક્યારેય સમાધાન ન કરો.

 

[૧૬] બાળકોને ગણિત શીખવતી વખતે શું ગણવાનું છે એ શીખવવું વધુ જરૂરી છે.

 

[૧૭] સંસાર જેને અસાધારણ બુદ્ધિપ્રતિભા કહે છે એ વાસ્તવમાં ‘કોમન સેન્સ’નો ભંડાર હોય છે.

 

[૧૮] કલ્પના કરવી હંમેશાં સુરક્ષિત હોય છે, આ જૂનો રસ્તો ખોટો નથી, પણ કોઈ બીજો સારો વિકલ્પ પણ હોઈ શકે છે.

 

[૧૯] તમે એક આદત કેળવી લો ? પ્રત્યેક વ્યક્તિ માટે કંઈ ભલું કરવાની.

 

[૨૦] શિક્ષણ એટલે જીવનની જુદી જુદી વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાની યોગ્યતા.

 

[૨૧] કાંટાથી ભરેલું સિંહાસન બનાવી તો શકાય પણ એના પર વધુ વાર બેસી નહીં શકાય.

 

[૨૨] મોટા ભાગની દુનિયા એ સિદ્ધાંત પર ચાલે છે કે તમે પાંચ ટનની ટ્રક જેવા હો તો તમને સડક વિષયક જ્ઞાનની કોઈ જરૂરત નથી.

 

[૨૩] તમને રેલવે સ્ટેશને પહોંચવામાં મોડું થઈ ગયું અને ટ્રેન તમારા માટે ઊભી ન રહી તો એ માટે તમે રેલવે ખાતાને દોષિત ન ઠેરવી શકો.

 

[૨૪] તમારી પીડાને રેતી પર લખો. તમારી સિદ્ધિઓને આરસ પર લખો.

 

[૨૫] સન્માન વગરની સફળતા તમારી ભૂખ તો શમાવી દે છે પણ એ મીઠા વગરના ભોજન જેવી સ્વાદવિહીન છે.

 

[૨૬] તમે એ વાતથી બિલકુલ ચિંતિત ન થતા કે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે. એ લોકો તો એ વાતથી ચિંતિત છે કે તમે એના વિશે શું વિચારો છો.

 

[૨૭] ઊંદરદોડમાં મુશ્કેલ એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છો.

 

[૨૮] જે વ્યક્તિ પોતાના મનોરંજન માટે સમય ફાળવી નથી શકતી એ હંમેશાં માંદલી જ દેખાશે.

 

[૨૯] સમજદાર વ્યક્તિ એ જ કહેવાય જે બીજાની ભૂલો ભૂલી પોતાની ભૂલો યાદ રાખે.

 

[૩૦] બીજાં કરતાં વધારે મહેનત કરવાથી જ શ્રેષ્ઠતા મેળવી શકાય છે.

 

[૩૧] તમારા મગજમાં ઘણી વણખેડાયેલી જમીન છે, એના વિશે વિચાર કરો. કઠોર પરિશ્રમ કરવો એ હળ ચલાવવા સમાન છે, સારાં પુસ્તકો વાંચવાં એ એમાં ખાતર નાખવા જેવું છે અને શિસ્તપાલન એમાં જંતુનાશકનું કાર્ય કરે છે.

 

[૩૨] વેપાર ટેનિસ રમવા જેવો છે. જેઓ સર્વિસ કરે છે તેઓ કોઈક જ વાર હારે છે.

 

[૩૩] હંમેશાં બતક જેવું વર્તન કરો?- સપાટી પર બિલકુલ શાંત અને નિશ્ચિંત દેખાવ પણ અંદરથી સતત હાથપગ ચલાવતા રહો.

 

[૩૪] માછલી ક્યારેય મુશ્કેલીમાં ન આવવા છતાં પોતાનું મોં બંધ રાખે છે.

 

[૩૫] આપણામાંથી કોઈપણ પરિપૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકતું. પણ આપણે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.

 

[૩૬] મુશ્કેલ સમય વધુ વાર સુધી નથી ટકતો પણ વ્યક્તિની પ્રકૃતિ કદી બદલાતી નથી. વ્યક્તિ રહે છે.

 

[૩૭] બે વ્યક્તિએ જેલના સળિયા વચ્ચેથી બહાર જોયું. એકે માટી જોઈ, બીજાએ તારા.

 

[૩૮] તમે પહેલીવાર સફળ ન થાવ અને ફરી પાછો પ્રયત્ન કરો, ત્યારે બીજી કોઈ રીત અપનાવો.

 

[૩૯] ક્યારેય ન પડવું એ સિદ્ધિ નથી, પણ પડ્યા પછી ફરીવાર ઊઠો એ જ સાચા અર્થમાં સિદ્ધિ છે.

 

[૪૦] તમે આકાશને આંબવાની કોશિશ કરો છો તો શક્ય છે કે તમને એક પણ તારો ન મળે, પણ કમસેકમ હાથમાં ધૂળ તો નહીં આવે.

 

[૪૧] સતત સાંભળવાની કોશિશ કરો. ક્યારેક સારી તક ખૂબ ધીમેથી તમારાં દ્વાર ખટખટાવે છે.

 

[૪૨] હસવું એક ઉત્તમ ઔષધિ છે, જાત પર હસતાં શીખો તથા બીજામાં પણ રમૂજવૃત્તિ કેળવો.

 

[૪૩] એક સફળ સંવાદનું રહસ્ય એ છે કે તમે વગર અસંમત થયે અસંમત છો.

 

[૪૪] વ્યક્તિને ત્રણ ભાગમાં વહેંચી શકાય (1) જે કાર્ય કરે છે (2) જે કાર્ય કરતાં જુએ છે અને (3) જે એ વાતનું આશ્ચર્ય કરે છે કે આ કાર્ય કેવી રીતે થયું.

 

[૪૫] સહાનુભૂતિ કોઈ દિવસ વ્યર્થ નથી જતી, જાતને આપવા સિવાયની.

 

[૪૬] તમે જે ઈચ્છો છો એ મેળવવામાં આનંદ નથી, આનંદ તો જે છે એ માણવામાં-સ્વીકારવામાં છે.

 

[૪૭] મારી પાસે ચંપલ નથી એ વાતનો રંજ મને ત્યાં સુધી જ હતો જ્યાં સુધી મેં રસ્તા પર પગ વગરની વ્યક્તિને જોઈ નહોતી.

 

[૪૮] હસવામાં ઉડાડી દો- એક પ્રેશર કુકર ત્યાં સુધી સુરક્ષિત નથી જ્યાં સુધી એમાં સુરક્ષા વાલ્વ નથી લાગેલો.

 

[૪૯] તમે દુ:ખમાં પક્ષીઓને તમારા માથા પર ચકરાવો લેતાં નથી રોકી શકતા. પણ તમે એમને તમારા માથે માળો બનાવતા રોકી શકો છો.

 

[૫૦] મિત્ર બનાવવાનો ફક્ત એક જ માર્ગ છે કે તમે ખુદના મિત્ર બનો.
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

લઘુકથાઓ … (પ્રેરક પ્રસંગો) …

લઘુકથાઓ …  (પ્રેરક પ્રસંગો) …

 

 

{૧}

 

 

મને બરાબર યાદ છે કે હું નાનો હતો ત્યારે એક વાર હું આખી રાત કુરાન પઢતો બેઠો હતો. તે વખતે મારી બાજુમાં કેટલાક માણસો પડ્યા પડ્યા મોટેથી ઘોરતા હતા.

 

મેં મારા અબ્બાજાનને જોઈને કહ્યું, ‘બાબા, જુઓને આ લોકો કેવા છે? ખુદાને નમાજ અદા કરવી તો બાજુ પર રહી પણ કોઈ માથું યે ઊંચુ કરતું નથી !’

 

આ સાંભળી પિતાજી બોલ્યા, ‘બેટા, તું પણ આ લોકોની માફક ઊંઘી ગયો હોત તો ઘણું સારું થાત, જેથી તું પારકાની નિંદા તો ન કરત !’

 

– શેખ સાદી

 

 

{૨}

 

ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ એક વાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતાં. ત્યાં એક મિત્રે આવીને પૂછ્યું, ‘આટલા બધા તલ્લીન શેના વિચારમાં થઈ ગયા છો?’

 

‘મેં એક વિચિત્ર શોધ કરી છે.’ રસેલે જવાબ આપ્યો, ‘જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય કોઈ શક્યતા રહી નથી, અને મારા માળી સાથે વાત કરતા મને તદ્દન ઉલટી જ વાતની પ્રતીતિ થાય છે.’

 

 

{૩}

 

 

ઉપનિષદમાં એક કથા છે, ભગવાન કોઈ એક ભક્ત પર પ્રસન્ન થયા અને કહ્યું, ‘વરદાન માંગ’.

 

ભક્તે કહ્યું, ‘પ્રભુ, હું શું માંગું? હું શું જાણું? તમે તો બધુંય જાણો છો. તેથી મારે માટે જે ઉચિત હોય તે તમે જ આપોને!’

 

અને તે ભક્ત પરીક્ષામાં પાસ થઈ ગયો. આપણે માટે શું ઊચિત છે તે ઈશ્વર જાણે જ છે. માટે સકામ પ્રાર્થના ન કરીએ.

 

– વિનોબા ભાવે

 

 

{૪}

 

એક વખત એક માણસ ગ્રીસ દેશના મોટા તત્વજ્ઞાની ડાયોજિનીસની પાસે આવીને પોતે પણ કેટલો મોટો જ્ઞાની છે એ બતાવવા ડંફાસ મારતો કહેવા લાગ્યો, ‘તમે તો શું, તમારા કરતાંય મોટા મોટા વિદ્વાનોને હું મળ્યો છું, તેમની સાથે તત્વજ્ઞાનની કેટલીય વાતચીત કરી છે.’

 

ડાયોજિનીસ ધીમા સ્વરે બોલ્યા, ‘એમ’ મેં પણ દુનિયાના મોટા મોટા ધનવાનો જોયા છે, તેમને મળ્યો પણ છું, તેમની સાથે ઘણી વાતચીત પણ કરી છે, પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બન્યો !’

 

 

{૫}

 

ડુંગરનું ચઢાણ આકરું હતું, બધા યાત્રાળુઓના મોં પર થાકના ચિહ્નો જણાતા હતાં. બધાની સાથે બારેક વરસની એક છોકરી પણ પર્વત ચઢી રહી હતી. કેડે ચારેક વરસનો છોકરો તેડ્યો હતો. કોઈકે દયાથી પૂછ્યું, ‘અલી છોકરી, આ છોકરાને ઉંચકીને ચડે છે તો તને ભાર નથી લાગતો?’

 

છોકરીએ જવાબ આપ્યો, ‘ભાર ! ના?’ રે, એ તો મારો ભાઈ છે !’

 

 

{૬}

 

એકાંત સેવી અવધૂત એવા મસ્તરામ પાસે જઈને રાજાએ સવાલ પૂછ્યો, ‘મને સ્વર્ગ અને નર્કના દ્વાર બતાવશો?’ અવધૂતે કોઈ જવાબ આપ્યો નહીં, રાજાએ ફરીથી એક વખત તેમને કહ્યું, ‘મને સ્વર્ગ અને નર્કના દ્વાર બતાવશો?’ અવધૂતે તેમની સામે તુચ્છકારભર્યું હાસ્ય કર્યું, રાજા હવે ઉભો થઈ જોરથી બરાડવા જતો હતો એટલામાં અવધૂતે કહ્યું ‘તું કોણ છે?’ રાજા કહે, ‘હું રાજા છું આ આખાય નગરનો.’ અવધૂત કહે, ‘તારા દીદાર તો ભિખારી જેવા છે’ તું અને રાજા?’ રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો તેણે તલવારની મૂઠ પર હાથ મૂક્યો, અવધૂત કહે, ‘એ કટાયેલી તલવારને ચલાવવાનું આવડે છે?’ રાજા તેમને તલવારથી મારવા જ જતો હતો કે અવધૂત બોલ્યા, ‘રાજન જુઓ, નરકના દ્વાર ખુલી રહ્યાં છે.’ રાજાને સત્ય સમજાયું, તે અવધૂતના ચરણોમાં નમી પડ્યો, માફી માંગી પસ્તાવો વ્યક્ત કરવા લાગ્યો, અવધૂત કહે, ‘રાજન જુઓ, હવે સ્વર્ગના દ્વાર ખુલવા લાગ્યા છે.’

 

 

{૭}

 

નાના એવા શહેરના મુખ્ય રસ્તા પર બેફામ ઝડપે પસાર થતી એક અમીરની મોટરગાડીને પાછળથી આંબી ગયેલા એક મોટરસાયકલ સવાર પોલીસે ઉભી રખાવી. હાંકનાર સન્નારીના નામઠામ એણે પોતાની ડાયરીમાં નોંધવા માંડ્યા. પેલા બાનુ ગુસ્સે થઈ બોલવા લાગ્યા, ‘તમે કાંઈ લખો એ પહેલા જાણી લેજો કે આ ગામના નગરપતિ મારા મિત્ર છે.’

 

એક શબ્દ બોલ્યા વગર પોલીસે નોંધ ટપકાવવાની ચાલુ રાખી એટલે પેલા બાનુ ગુસ્સે થવા લાગ્યા,?’ અહીંના પોલીસ ઉપરી પણ મને સારી રીતે ઓળખે છે.’ એમના મિજાજનો પારો ચઢતો જતો હતો તે છતાં પોલીસે ડાયરીમાં લખવાનું ચાલુ રાખ્યું, ‘હું અહીંના મેજીસ્ટ્રેટ અને ધારાસભ્યને પણ સારી રીતે ઓળખું છું’. જાણી લેજો..’

 

નોંધ પૂરી કરી ડાયરી બંધ કરી દંડની રસીદ પકડાવતા પોલીસે એને મધુરતાથી પૂછ્યું, ‘હવે કહો જોઈએ, તમે કાનજી રવજીને ઓળખો છો?’

 

‘ના!’ બાનુએ કબૂલ કરતાં અચરજ બતાવ્યું, ‘ત્યારે ખરી જરૂર તમારે એને ઓળખવાની હતી.’ પોલીસે દંડ લઈ પોતાની મોટરસાયકલ શરૂ કરતા કહ્યું, અને ઉમેર્યું, ‘હું કાનજી રવજી છું.’

 

 

બિલિપત્ર :

 

ચાલો, ચાલો ખુદને મળીએ,
દર્પણમાંથી બહાર નીકળીએ
– અરવિંદ ભટ્ટ

 

 

પ્રેરક પ્રસંગો એ નાનકડી ખાટી મીઠી ગોળી જેવા છે, પ્રસંગની સાથે તેની પાછળનો અર્થ સમજવાનો આનંદ એ સ્વાદમાં અનેકગણો વધારો કરી જાય છે. ક્યારેક સમય મળે, મન નવરાશમાં હોય ત્યારે આવા પ્રસંગોનું વાંચન અને મનન તથા એ પ્રસંગો વડે પ્રસ્તુત થતો તેમની પાછળનો ભાવ, ભાવક માટે એક આગવો અનુભવ આપનારી સ્થિતિ બની રહે છે. આ સાતેય પ્રસંગોની પોતાની આગવી વાત છે અને સ્પષ્ટ સંદેશ પણ છે.

 

નાનકડા અને સુંદર પણ પ્રેરણાદાયી આ સાત પ્રેરક પ્રસંગો ચિંતન, પ્રાર્થના, ભજન, ધૂન અને પ્રેરક સામગ્રીનો અદભુત સંચય એવા પુસ્તક ‘શાંત તોમાર છંદ’ માંથી સાભાર લેવામાં આવ્યા છે. શ્રી રમેશ સંઘવી અને શ્રી રમણીક સોમેશ્વરનું આ સંકલન જેટલું સુંદર અને મનહર એ, એટલું જ વિચારપ્રદ અને જરૂરી પણ છે.

 

 

સાભારઃઅક્ષરનાદ.કોમ
http://AksharNaad.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

કહેવત ભંડાર… (સુવિચારોનું વૃંદાવન) …

કહેવત ભંડાર…
 • અક્કરમીનો પડીઓ કાંણો
 • અક્કલ ઉધાર ન મળે
 • અણીનો ચૂક્યો સો વરસ જીવે
 • અતિ લોભ તે પાપનું મૂળ
 • અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
 • અધૂરો ઘડો છલકાય ઘણો
 • અન્ન અને દાંતને વેર
 • અન્ન તેવો ઓડકાર
 • અવળે અસ્ત્રે મૂંડી નાખવો
 • અંગૂઠો બતાવવો
 • અંજળ પાણી ખૂટવા
 • અંધારામાં તીર ચલાવવું
 • આકાશ પાતાળ એક કરવા
 • આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
 • આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
 • આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
 • આજ રોકડા, કાલ ઉધાર
 • આજની ઘડી અને કાલનો દિ
 • આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
 • આદુ ખાઈને પાછળ પડી જવું
 • આપ ભલા તો જગ ભલા
 • આપ મુવા પીછે ડૂબ ગઈ દૂનિયા
 • આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
 • આપ સમાન બળ નહિ
 • આફતનું પડીકું
 • આબરૂના કાંકરા કરવા
 • આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
 • આમલી પીપળી બતાવવી
 • આરંભે શૂરા
 • આલિયાની ટોપી માલિયાને માથે
 • આવ પાણા પગ ઉપર પડ
 • આવ બલા પકડ ગલા
 • આળસુનો પીર
 • આંકડે મધ ભાળી જવું
 • આંખ આડા કાન કરવા
 • આંગળા ચાટ્યે પેટ ન ભરાય
 • આંગળી ચિન્ધ્યાનું પુણ્ય
 • આંગળી દેતાં પહોંચો પકડે
 • આંગળીથી નખ વેગળા જ રહે
 • આંગળીના વેઢે ગણાય એટલાં
 • આંતરડી દૂભવવી
 • આંધળામાં કાણો રાજા
 • આંધળી દળે ને કૂતરા ખાય
 • આંધળે બહેરું કૂટાય
 • આંધળો ઓકે સોને રોકે
 • ઈટનો જવાબ પથ્થર
 • ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
 • ઉડતા પંખીને પાડે તેવો હોંશિયાર
 • ઉતર્યો અમલદાર કોડીનો
 • ઉતાવળે આંબા ન પાકે
 • ઉંઠા ભણાવવા
 • ઉંદર બિલાડીની રમત
 • ઉંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું
 • ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
 • ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
 • ઊંટની પીઠે તણખલું
 • ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
 • ઊંડા પાણીમાં ઉતરવું નહિ
 • ઊંધા રવાડે ચડાવી દેવું
 • ઊંધી ખોપરી
 • એક કરતાં બે ભલા
 • એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
 • એક કાંકરે બે પક્ષી મારવા
 • એક ઘા ને બે કટકા
 • એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
 • એક નન્નો સો દુ:ખ હણે
 • એક નૂર આદમી હજાર નૂર કપડાં
 • એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
 • એક ભવમાં બે ભવ કરવા
 • એક મરણિયો સોને ભારી પડે
 • એક મ્યાનમાં બે તલવાર ન રહે
 • એક સાંધે ત્યાં તેર તૂટે
 • એક હાથે તાળી ન પડે
 • એકનો બે ન થાય
 • એના પેટમાં પાપ છે
 • એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
 • એરણની ચોરી ને સોયનું દાન
 • એલ-ફેલ બોલવું
 • ઓછું પાત્ર ને અદકું ભણ્યો
 • ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે
 • કજિયાનું મોં કાળું
 • કમળો હોય તેને પીળું દેખાય
 • કમાઉ દીકરો સૌને વહાલો લાગે
 • કરમ કોડીના અને લખણ લખેશરીના
 • કરો કંકુના
 • કરો તેવું પામો, વાવો તેવું લણો
 • કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
 • કાકા મટીને ભત્રીજા ન થવાય
 • કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
 • કાગડા બધે ય કાળા હોય
 • કાગડો દહીંથરું લઈ ગયો
 • કાગના ડોળે રાહ જોવી
 • કાગનું બેસવું ને ડાળનું પડવું
 • કાગનો વાઘ કરવો
 • કાચા કાનનો માણસ
 • કાચું કાપવું
 • કાન છે કે કોડિયું?
 • કાન પકડવા
 • કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
 • કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
 • કાનાફૂંસી કરવી
 • કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
 • કામ કામને શિખવે
 • કામના કૂડા ને વાતોના રૂડા
 • કારતક મહિને કણબી ડાહ્યો
 • કાળા અક્ષર ભેંશ બરાબર
 • કાંચિડાની જેમ રંગ બદલવા
 • કાંટો કાંટાને કાઢે
 • કીડી પર કટક
 • કીડીને કણ અને હાથીને મણ
 • કીધે કુંભાર ગધેડે ન ચડે
 • કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય
 • કુલડીમાં ગોળ ભાંગવો
 • કુંન્ડુ કથરોટને હસે
 • કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં
 • કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
 • કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
 • કૂતરું કાઢતા બિલાડું પેઠું
 • કૂવામાં હોય તો અવેડામાં આવે
 • કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
 • કેસરિયા કરવા
 • કોઈની સાડીબાર ન રાખે
 • કોઠી ધોઈને કાદવ કાઢવો
 • કોણીએ ગોળ ચોપડવો
 • કોથળામાં પાનશેરી રાખીને મારવો
 • કોથળામાંથી બિલાડું કાઢવું
 • કોના બાપની દિવાળી
 • કોની માંએ સવા શેર સૂંઠ ખાધી છે
 • કોલસાની દલાલીમાં કાળા હાથ
 • ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?
 • ખણખોદ કરવી
 • ખંગ વાળી દેવો
 • ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
 • ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
 • ખાડો ખોદે તે પડે
 • ખાતર ઉપર દીવો
 • ખાલી ચણો વાગે ઘણો
 • ખાળે ડૂચા અને દરવાજા મોકળા
 • ખિસ્સા ખાલી ને ભભકો ભારી
 • ખીલાના જોરે વાછરડું કૂદે
 • ખેલ ખતમ, પૈસા હજમ
 • ખેંચ તાણ મુઝે જોર આતા હૈ
 • ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
 • ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર
 • ગઈ તિથિ જોશી પણ ન વાંચે
 • ગગા મોટો થા પછી પરણાવશું
 • ગતકડાં કાઢવા
 • ગધેડા ઉપર અંબાડી
 • ગધેડાને તાવ આવે તેવી વાત
 • ગરજ સરી એટલે વૈદ વેરી
 • ગરજવાનને અક્કલ ન હોય
 • ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
 • ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે
 • ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
 • ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ
 • ગાડા નીચે કૂતરું
 • ગાડી પાટે ચડાવી દેવી
 • ગાભા કાઢી નાખવા
 • ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
 • ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય
 • ગામના મોંએ ગરણું ન બંધાય
 • ગાય દોહી કૂતરાને પાવું
 • ગાંઠના ગોપીચંદન
 • ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
 • ગાંડાના ગામ ન વસે
 • ગાંડી માથે બેડું
 • ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
 • ગાંધી-વૈદનું સહીયારું
 • ગેંગે-ફેંફે થઈ જવું
 • ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
 • ગોળ નાખો એટલું ગળ્યું લાગે
 • ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?
 • ગ્રહણ ટાણે સાપ નીકળવો
 • ઘડો-લાડવો કરી નાખવો
 • ઘર ફૂટે ઘર જાય
 • ઘર બાળીને તીરથ ન કરાય
 • ઘરડા ગાડા વાળે
 • ઘરડી ઘોડી લાલ લગામ
 • ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
 • ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
 • ઘરની ધોરાજી ચલાવવી
 • ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
 • ઘરે ધોળો હાથી બાંઘવો
 • ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
 • ઘી ઢોળાયું તો ખીચડીમાં
 • ઘી-કેળાં થઈ જવા
 • ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
 • ઘેર ઘેર માટીના ચૂલા
 • ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
 • ઘોડે ચડીને આવવું
 • ઘોરખોદિયો
 • ઘોંસ પરોણો કરવો
 • ચકીબાઈ નાહી રહ્યાં
 • ચડાઉ ધનેડું
 • ચપટી ધૂળની ય જરૂર પડે
 • ચપટી મીઠાની તાણ
 • ચમડી તૂટે પણ દમડી ન છૂટે
 • ચમત્કાર વિના નમસ્કાર નહિ
 • ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
 • ચાદર જોઈને પગ પહોળા કરાય
 • ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
 • ચાલતી ગાડીએ ચડી બેસવું
 • ચીભડાના ચોરને ફાંસીની સજા
 • ચીંથરે વીંટાળેલું રતન
 • ચેતતા નર સદા સુખી
 • ચોર કોટવાલને દંડે
 • ચોર પણ ચાર ઘર છોડે
 • ચોરની દાઢીમાં તણખલું
 • ચોરની માં કોઠીમાં મોં ઘાલીને રૂએ
 • ચોરની માંને ભાંડ પરણે
 • ચોરની વાદે ચણા ઉપાડવા જવું
 • ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
 • ચોરને ઘેર ચોર પરોણો
 • ચોરનો ભાઈ ઘંટીચોર
 • ચોરી પર શીનાજોરી
 • ચોળીને ચીકણું કરવું
 • ચૌદમું રતન ચખાડવું
 • છકી જવું
 • છક્કડ ખાઈ જવું
 • છછૂંદરવેડા કરવા
 • છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
 • છાગનપતિયાં કરવા
 • છાજિયા લેવા
 • છાતી પર મગ દળવા
 • છાપરે ચડાવી દેવો
 • છાશ લેવા જવી અને દોણી સંતાડવી
 • છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
 • છાસિયું કરવું
 • છિનાળું કરવું
 • છીંડે ચડ્યો તે ચોર
 • છોકરાંને છાશ ભેગા કરવા
 • છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય
 • જણનારીમાં જોર ન હોય તો સૂયાણી શું કરે ?
 • જનોઈવઢ ઘા
 • જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
 • જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
 • જમાઈ એટલે દશમો ગ્રહ
 • જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
 • જશને બદલે જોડા
 • જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
 • જા બિલાડી મોભામોભ
 • જા બિલ્લી કૂત્તે કો માર
 • જાગ્યા ત્યાંથી સવાર
 • જાડો નર જોઈને સુળીએ ચડાવવો
 • જાતે પગ પર કુહાડો મારવો
 • જીભ આપવી
 • જીભ કચરવી
 • જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
 • જીવતા જગતીયું કરવું
 • જીવતો નર ભદ્રા પામે
 • જીવવું થોડું ને જંજાળ ઝાઝી
 • જીવો અને જીવવા દો
 • જીવ્યા કરતાં જોયું ભલું
 • જે ચડે તે પડે
 • જે જન્મ્યું તે જાય
 • જે નમે તે સૌને ગમે
 • જે ફરે તે ચરે
 • જે વાર્યા ન વરે તે હાર્યા વરે
 • જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
 • જેટલા મોં તેટલી વાતો
 • જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
 • જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે
 • જેના લગન હોય તેના જ ગીત ગવાય
 • જેના હાથમાં તેના મોંમા
 • જેની લાઠી તેની ભેંસ
 • જેનું ખાય તેનું ખોદે
 • જેનું નામ તેનો નાશ
 • જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
 • જેને રામ રાખે તેને કોણ ચાખે
 • જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
 • જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
 • જેવા સાથે તેવા
 • જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
 • જેવી સોબત તેવી અસર
 • જેવું કામ તેવા દામ
 • જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
 • જેવો દેશ તેવો વેશ
 • જેવો સંગ તેવો રંગ
 • જોશીના પાટલે અને વૈદના ખાટલે
 • જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
 • જ્યાં ચાહ ત્યાં રાહ
 • જ્યાં સંપ ત્યાં જંપ
 • જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ
 • ઝાઝા રસોઈયા રસોઈ બગાડે
 • ઝાઝા હાથ રળિયામણા
 • ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા
 • ઝાઝી કીડી સાપને ખાઈ જાય
 • ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે
 • ઝેરના પારખા ન હોય
 • ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
 • ટાઢા પહોરની તોપ ફોડવી
 • ટાઢા પાણીએ ખસ ગઈ
 • ટાલિયા નર કો’ક નિર્ધન
 • ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
 • ટોપી ફેરવી નાખવી
 • ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
 • ડહાપણની દાઢ ઉગવી
 • ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
 • ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
 • ડાંગે માર્યા પાણી જુદા ન પડે
 • ડુંગર દૂરથી રળિયામણા
 • ડૂબતો માણસ તરણું પકડે
 • ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે
 • ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
 • તમાચો મારી ગાલ લાલ રાખવો
 • તલમાં તેલ નથી
 • તલવારની ધાર ઉપર ચાલવું
 • તારા જેવા તાંબિયાના તેર મળે છે
 • તારા બાપનું કપાળ
 • તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?
 • તારું મારું સહીયારું ને મારું મારા બાપનું
 • તાલમેલ ને તાશેરો
 • તાંબિયાની તોલડી તેર વાના માંગે
 • તીરથે જઈએ તો મૂંડાવું તો પડે જ
 • તીસમારખાં
 • તુંબડીમાં કાંકરા
 • તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
 • તેલ જુઓ તેલની ધાર જુઓ
 • તેલ પાઈને એરંડિયું કાઢવું
 • તોબા પોકારવી
 • તોળી તોળીને બોલવું
 • ત્રણ સાથે જાય તો થાય ત્રેખડ ને માથે પડે ભેખડ
 • ત્રેવડ ત્રીજો ભાઈ છે
 • થાબડભાણા કરવા
 • થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
 • થૂંકના સાંધા કેટલા ટકે?
 • થૂંકેલું પાછું ગળવું
 • દયા ડાકણને ખાય
 • દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે
 • દળી, દળીને ઢાંકણીમાં
 • દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
 • દાઝ્યા પર ડામ
 • દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
 • દાણો દબાવી જોવો
 • દાધારિંગો
 • દાનત ખોરા ટોપરા જેવી
 • દામ કરે કામ અને બીબી કરે સલામ
 • દાળમાં કાળું
 • દાંત કાઢવા
 • દાંત ખાટા કરી નાખવા
 • દાંતે તરણું પકડવું
 • દિ ભરાઈ ગયા છે
 • દિવાલને પણ કાન હોય
 • દીકરી એટલે સાપનો ભારો
 • દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
 • દીવા તળે અંધારું
 • દુ:ખતી રગ દબાવવી
 • દુ:ખનું ઓસડ દહાડા
 • દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
 • દુકાળમાં અધિક માસ
 • દૂઝતી ગાયની લાત ભલી
 • દૂધ પાઈને સાપ ઉછેરવો
 • દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
 • દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ
 • દે દામોદર દાળમાં પાણી
 • દેખવું નહિ અને દાઝવું નહિ
 • દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
 • દોડવું હતું ને ઢાળ મળ્યો
 • દોરડી બળે પણ વળ ન છૂટે
 • દ્રાક્ષ ખાટી છે
 • ધકેલ પંચા દોઢસો
 • ધણીની નજર એક, ચોરની નજર ચાર
 • ધનોત-પનોત કાઢી નાખવું
 • ધરતીનો છેડો ઘર
 • ધરમ કરતાં ધાડ પડી
 • ધરમ ધક્કો
 • ધરમના કામમાં ઢીલ ન હોય
 • ધરમની ગાયના દાંત ન જોવાય
 • ધાર્યું ધણીનું થાય
 • ધીરજના ફળ મીઠા હોય
 • ધોકે નાર પાંસરી
 • ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
 • ધોયેલ મુળા જેવો
 • ધોળા દિવસે તારા દેખાવા
 • ધોળામાં ધૂળ પડી
 • ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે
 • ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
 • ન બોલ્યામાં નવ ગુણ
 • ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
 • ન મામા કરતા કહેણો મામો સારો
 • નકલમાં અક્કલ ન હોય
 • નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
 • નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
 • નબળો ધણી બૈરી પર શૂરો
 • નમાજ પડતા મસીદ કોટે વળગી
 • નરમ ઘેંશ જેવો
 • નવ ગજના નમસ્કાર
 • નવરો ધૂપ
 • નવરો બેઠો નખ્ખોદ કાઢે
 • નવાણિયો કૂટાઈ ગયો
 • નવાણુંનો ધક્કો લાગવો
 • નવી વહુ નવ દહાડા
 • નવે નાકે દિવાળી
 • નવો મુલ્લો બાંગ વધુ પોકારે
 • નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા ઊભા થાય
 • નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
 • નસીબનો બળિયો
 • નાક કપાઈ જવું
 • નાક કપાવી અપશુકન ન કરાવાય
 • નાકે છી ગંધાતી નથી
 • નાગાને નાવું શું અને નીચોવવું શું ?
 • નાચવું ન હોય તો આંગણું વાંકુ
 • નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
 • નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
 • નાના મોઢે મોટી વાત
 • નાનો પણ રાઈનો દાણો
 • નીર-ક્ષીર વિવેક
 • નેવાના પાણી મોભે ના ચડે
 • પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
 • પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
 • પડ્યા પર પાટું
 • પડ્યો પોદળો ધૂળ ઉપાડે
 • પઢાવેલો પોપટ
 • પત્તર ખાંડવી
 • પથ્થર ઉપર પાણી
 • પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
 • પવન પ્રમાણે સઢ ફેરવવો
 • પહેલું સુખ તે જાતે નર્યા
 • પહેલો ઘા પરમેશ્વરનો
 • પંચ કહે તે પરમેશ્વર
 • પાકા ઘડે કાંઠા ન ચડે
 • પાઘડી ફેરવી નાખવી
 • પાઘડીનો વળ છેડે
 • પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
 • પાણી પાણી કરી નાખવું
 • પાણી ફેરવવું
 • પાણીમાં બેસી જવું
 • પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય
 • પાણીમાંથી પોરા કાઢવા
 • પાનો ચડાવવો
 • પાપ છાપરે ચડીને પોકારે
 • પાપડી ભેગી ઈયળ બફાય
 • પાપી પેટનો સવાલ છે
 • પારકા કજિયા ઉછીના ન લેવાય
 • પારકી આશ સદા નિરાશ
 • પારકી છઠ્ઠીનો જાગતલ
 • પારકી મા જ કાન વિંધે
 • પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ
 • પારકે પૈસે દિવાળી
 • પારકે ભાણે લાડુ મોટો દેખાય
 • પાશેરામાં પહેલી પુણી છે
 • પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
 • પાંચમાં પૂછાય તેવો
 • પાંચે ય આંગળી ઘીમાં
 • પાંચે ય આંગળી સરખી ન હોય
 • પાંચે ય આંગળીએ દેવ પૂજવા
 • પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી
 • પીઠ પાછળ ઘા
 • પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ
 • પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી
 • પેટ કરાવે વેઠ
 • પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય
 • પેટ છે કે પાતાળ ?
 • પેટનો બળ્યો ગામ બાળે
 • પેટિયું રળી લેવું
 • પેટે પાટા બાંધવા
 • પૈસા તો ડાબા હાથનો મેલ છે
 • પોચું ભાળી જવું
 • પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
 • પોતાનો કક્કો જ ખરો કરવો
 • પોથી માંહેના રીંગણા
 • પોદળામાં સાંઠો
 • પોપટીયું જ્ઞાન
 • પોપાબાઈનું રાજ
 • પોલ ખૂલી ગઈ
 • ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
 • ફાટીને ધુમાડે જવું
 • ફાવ્યો વખણાય
 • ફાંકો રાખવો
 • ફુલ નહિ તો ફુલની પાંખડી
 • ફૂલાઈને ફાળકો થઈ જવું
 • ફૂંકી ફૂંકીને પગ મૂકવો
 • બકરું કાઢતા ઊંટ પેઠું
 • બગભગત
 • બગાસું ખાતા પતાસું મળ્યું
 • બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
 • બધો ભાર કન્યાની કેડ પર
 • બલિદાનનો બકરો
 • બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
 • બળિયાના બે ભાગ
 • બાઈ બાઈ ચારણી
 • બાડા ગામમાં બે બારશ
 • બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
 • બાપ શેર તો દીકરો સવા શેર
 • બાપના કૂવામાં ડુબી ન મરાય
 • બાપનું વહાણ ને બેસવાની તાણ
 • બાપે માર્યા વેર
 • બાફી મારવું
 • બાર ગાઉએ બોલી બદલાય
 • બાર બાવા ને તેર ચોકા
 • બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
 • બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
 • બારે મેઘ ખાંગા થવા
 • બારે વહાણ ડૂબી જવા
 • બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
 • બાવાના બેઉ બગડ્યા
 • બાવો ઉઠ્યો બગલમાં હાથ
 • બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય
 • બિલાડીના કીધે શિંકુ ન ટૂટે
 • બિલાડીના પેટમાં ખીર ન ટકે, બૈરાંના પેટમાં વાત ન ટકે
 • બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ?
 • બીજાની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવી
 • બીડું ઝડપવું
 • બે ઘરનો પરોણો ભૂખે મરે
 • બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે
 • બે પાંદડે થવું
 • બે બદામનો માણસ
 • બે બાજુની ઢોલકી વગાડવી
 • બેઉ હાથમાં લાડવા
 • બૈરાંની બુદ્ધિ પગની પાનીએ
 • બોડી-બામણીનું ખેતર
 • બોલે તેના બોર વેંચાય
 • બંધ બેસતી પાઘડી પહેરી લેવી
 • બ્રાહ્મણી વંઠે તો તરકડે જાય
 • ભડનો દીકરો
 • ભણેલા ભીંત ભૂલે
 • ભલભલાને ભૂ પાઈ દેવું
 • ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ
 • ભાગતા ભૂતની ચોટલી ભલી
 • ભાગ્યશાળીને ભૂત રળે
 • ભાંગરો વાટવો
 • ભાંગ્યાનો ભેરુ
 • ભાંગ્યું તો ય ભરુચ
 • ભાંડો ફૂટી ગયો
 • ભીખના હાંલ્લા શિકે ન ચડે
 • ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે
 • ભૂત ગયું ને પલિત આવ્યું
 • ભૂતનું સ્થાનક પીપળો
 • ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
 • ભૂંડાથી ભૂત ભાગે
 • ભેખડે ભરાવી દેવો
 • ભેજાગેપ
 • ભેજાનું દહીં કરવું
 • ભેંશ આગળ ભાગવત
 • ભેંશ ભાગોળે, છાસ છાગોળે અને ઘેર ધમાધમ
 • ભેંશના શીંગડા ભેંશને ભારી
 • મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય
 • મગજમાં રાઈ ભરાઈ જવી
 • મગનું નામ મરી ન પાડે
 • મગરનાં આંસુ સારવા
 • મણ મણની ચોપડાવવી
 • મન હોય તો માળવે જવાય
 • મન, મોતી ને કાચ, ભાંગ્યા સંધાય નહિ
 • મનનો ઉભરો ઠાલવવો
 • મનમાં પરણવું ને મનમાં રાંડવું
 • મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા
 • મરચા લાગવા
 • મરચાં લેવા
 • મરચાં વાટવા
 • મરચું-મીઠું ભભરાવવું
 • મરતાને સૌ મારે
 • મરતો ગયો ને મારતો ગયો
 • મસાણમાંથી મડા બેઠા કરવા
 • મસીદમાં ગયું’તું જ કોણ?
 • મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ
 • મળે તો ઈદ, ન મળે તો રોજા
 • મંકોડી પહેલવાન
 • મા તે મા, બીજા બધા વગડાના વા
 • માખણ લગાવવું
 • માણસ માત્ર ભૂલને પાત્ર
 • માથા માથે માથું ન રહેવું
 • માથે દુખનાં ઝાડ ઉગવા
 • માથે પડેલા મફતલાલ
 • મામા બનાવવા
 • મામો રોજ લાડવો ન આપે
 • મારવો તો મીર
 • મારા છગન-મગન બે સોનાના, ગામનાં છોકરાં ગારાના
 • મારે મીર ને ફૂલાય પીંજારો
 • માં કરતાં માસી વહાલી લાગે
 • માં તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી
 • માંગ્યા વિના મા પણ ન પીરસે
 • મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી
 • મિયાંની મીંદડી
 • મીઠા ઝાડના મૂળ ન ખવાય
 • મુલ્લાની દોડ મસીદ સુધી
 • મુવા નહિ ને પાછા થયા
 • મુસાભાઈના વા ને પાણી
 • મૂઈ ભેંશના ડોળા મોટા
 • મૂછે વળ આપવો
 • મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય
 • મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો
 • મૂરખના ગાડાં ન ભરાય
 • મેથીપાક આપવો
 • મેરી બિલ્લી મૂઝસે મ્યાઉં
 • મેલ કરવત મોચીના મોચી
 • મોઢાનો મોળો
 • મોઢામાં મગ ભર્યા છે?
 • મોઢું જોઈને ચાંદલો કરાય
 • મોરના ઈંડાને ચીતરવા ન પડે
 • મોસાળમાં જમણ અને મા પીરસનાર
 • મોં કાળું કરવું
 • મોં પરથી માંખી ઉડતી નથી
 • મોં માથાના મેળ વિનાની વાત
 • યથા રાજા તથા પ્રજા
 • રાઈના પડ રાતે ગયા
 • રાજા, વાજા ને વાંદરા, ત્રણેય સરખા
 • રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી
 • રાત ગઈ અને વાત ગઈ
 • રાત થોડી ને વેશ ઝાઝા
 • રાતે પાણીએ રોવાનો વખત
 • રામ રમાડી દેવા
 • રામ બોલો ભાઈ રામ થઈ જવું/રામશરણ પહોંચવું
 • રામના નામે પથ્થર તરે
 • રામબાણ વાગ્યા હોય તે જાણે
 • રાંડ્યા પછીનું ડહાપણ
 • રાંધવા ગયા કંસાર અને થઈ ગયું થૂલું
 • રાંધેલ ધાન રઝળી પડ્યા
 • રૂપ રૂપનો અંબાર
 • રોગ ને શત્રુ ઉગતાં જ ડામવા પડે
 • રોજની રામાયણ
 • રોટલાથી કામ કે ટપટપથી
 • રોતા રોતા જાય તે મુવાની ખબર લઈ આવે
 • રોદણા રોવા
 • લખણ ન મૂકે લાખા
 • લગને લગને કુંવારા લાલ
 • લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય
 • લંકાની લાડી ને ઘોઘાનો વર
 • લંગોટીયો યાર
 • લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય
 • લાકડાની તલવાર ચલાવવી
 • લાકડે માંકડું વળગાવી દેવું
 • લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો
 • લાગ્યું તો તીર, નહિ તો તુક્કો
 • લાજવાને બદલે ગાજવું
 • લાલો લાભ વિના ન લોટે
 • લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય
 • લીલા લહેર કરવા
 • લે લાકડી ને કર મેરાયું
 • લોઢાના ચણા ચાવવા
 • લોઢું લોઢાને કાપે
 • લોભને થોભ ન હોય
 • લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
 • લોભે લક્ષણ જાય
 • વખાણેલી ખીચડી દાઢે વળગે
 • વટનો કટકો
 • વઢકણી વહુ ને દિકરો જણ્યો
 • વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો
 • વરને કોણ વખાણે? વરની માં!
 • વરસના વચલા દહાડે
 • વહેતા પાણી નિર્મળા
 • વહેતી ગંગામાં ડુબકી લગાવવી
 • વહેમનું કોઈ ઓસડ નથી
 • વહોરાવાળું નાડું પકડી ન રખાય
 • વા વાતને લઈ જાય
 • વાઘ પર સવારી કરવી સહેલી છે પણ નીચે ઉતરવું અઘરું છે
 • વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય છે
 • વાડ ચીભડા ગળે
 • વાડ વિના વેલો ઉપર ન ચડે
 • વાણિયા વાણિયા ફેરવી તોળ
 • વાણિયા વિદ્યા કરવી
 • વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી
 • વાણિયો રીઝે તો તાળી આપે
 • વાત ગળે ઉતરવી
 • વાતનું વતેસર કરવું
 • વાતમાં કોઈ દમ નથી
 • વારા ફરતો વારો, મારા પછી તારો, મે પછી ગારો
 • વાર્યા ન વળે તે હાર્યા વળે
 • વાવડી ચસ્કી
 • વાળંદના વાંકા હોય તો કોથળીમાંથી કરડે
 • વાંઢાને કન્યા જોવા ન મોકલાય
 • વાંદરાને સીડી ન અપાય
 • વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે
 • વિદ્યા વિનયથી શોભે
 • વિના ચમત્કાર નહિ નમષ્કાર
 • વિનાશકાળે વિપરીત બુદ્ધિ
 • વિશનખી વાઘણ
 • વિશ્વાસે વહાણ તરે
 • વિંછીના દાબડામાં હાથ નાખીએ તો પરિણામ શું આવે?
 • વેંત એકની જીભ
 • શંકા ભૂત અને મંછા ડાકણ
 • શાંત પાણી ઊંડા હોય
 • શાંતિ પમાડે તે સંત
 • શિયા વિયાં થઈ જવું
 • શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી
 • શીરા માટે શ્રાવક ન થવાય
 • શીંગડા, પૂંછડા વિનાનો આખલો
 • શેક્યો પાપડ ભાંગવાની તાકાત નથી
 • શેઠ કરતાં વાણોતર ડાહ્યાં
 • શેઠની શિખામણ ઝાંપા સુધી
 • શેર માટીની ખોટ
 • શેરના માથે સવા શેર
 • શોભાનો ગાંઠીયો
 • સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય આવે નહિ
 • સતી શાપ આપે નહિ અને શંખણીના શાપ લાગે નહિ
 • સત્તા આગળ શાણપણ નકામું
 • સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા
 • સંઘર્યો સાપ પણ કામ આવે
 • સંતોષી નર સદા સુખી
 • સંસાર છે ચાલ્યા કરે
 • સાચને આંચ ન આવે
 • સાપ ગયા અને લીસોટા રહ્યા
 • સાપના દરમાં હાથ નાખવો
 • સાપને ઘેર સાપ પરોણો
 • સાપે છછુંદર ગળ્યા જેવી હાલત
 • સાંઠે બુદ્ધિ નાઠી
 • સીદીભાઈને સીદકાં વહાલાં
 • સીદીભાઈનો ડાબો કાન
 • સીધી આંગળીએ ઘી ન નીકળે
 • સીંદરી બળે પણ વળ ન મૂકે
 • સુકા ભેગુ લીલું બળે
 • સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ
 • સુતારનું મન બાવળિયે
 • સુરતનું જમણ ને કાશીનું મરણ
 • સૂપડાં સાફ થઈ ગયાં
 • સૂળીનો ઘા સોયથી સર્યો
 • સેવા કરે તેને મેવા મળે
 • સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો
 • સો વાતની એક વાત
 • સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ
 • સોના કરતાં ઘડામણ મોંઘું
 • સોનાની થાળીમાં લોઢાનો મેખ
 • સોનાનો સુરજ ઉગવો
 • સોનામાં સુગંધ મળે
 • સોનીના સો ઘા તો લુહારનો એક ઘા
 • સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ
 • સોળે સાન, વીશે વાન
 • સ્ત્રી ચરિત્રને કોણ પામી શકે ?
 • સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી
 • હલકું લોહી હવાલદારનું
 • હવનમાં હાડકાં હોમવા
 • હવેલી લેતા ગુજરાત ખોઈ
 • હસવું અને લોટ ફાકવો બન્ને સાથે ન થાય
 • હસે તેનું ઘર વસે
 • હળદરના ગાંઠીયે ગાંધી ન થવાય
 • હળાહળ કળજુગ
 • હાથ ઊંચા કરી દેવા
 • હાથના કર્યા હૈયે વાગ્યા
 • હાથમાં આવ્યું તે હથિયાર
 • હાથી જીવે તો લાખનો, મરે તો સવા લાખનો
 • હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
 • હાથીની પાછળ કૂતરા ભસે
 • હાર્યો જુગારી બમણું રમે
 • હિંમતે મર્દા તો મદદે ખુદા
 • હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો
 • હું પહોળી ને શેરી સાંકડી
 • હું મરું પણ તને રાંડ કરું
 • હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા
 • હૈયે છે પણ હોઠે નથી
 • હૈયે રામ વસવા
 • હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
 • હોળીનું નાળિયેર
 • ક્ષમા વીરનું ભૂષણ છે
 • અપના હાથ જગન્નાથ
 • અબી બોલા અબી ફોક
 • એક પંથ દો કાજ
 • કાજી દૂબલે ક્યું તો બોલે સારે ગાંવકી ફીકર
 • ખુદા મહેરબાન તો ગદ્ધા પહેલવાન
 • ઘાયલકી ગત ઘાયલ જાને
 • તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ
 • તેરે માંગન બહોત તો મેરે ભૂપ અનેક
 • પંચકી લકડી એક કા બોજ
 • ભૂખે ભજન ન હોઈ ગોપાલા
 • મન ચંગા તો કથરોટમેં ગંગા
 • મફતકા ચંદન ઘસબે લાલિયા
 • માન ન માન મૈં તેરા મહેમાન
 • મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી
 • મુખમેં રામ, બગલમેં છૂરી
 • રામનામ જપના પરાયા માલ અપના
 • લાતોંકે ભૂત બાતોંસે નહીં માનતે
 • લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ
 • વો દિન કહાં કિ મિયાં કે પાઉં મેં જૂતિયા
 • સૌ ચૂહે મારકે બિલ્લી ચલી હજકો

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

સુવિચારોનું વૃંદાવન …

સુવિચારોનું વૃંદાવન …

 

 

 • સંતોષ કુદરતી દોલત છે,જ્યારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.
 • ..સોક્રેટીસ..

 

પ્રાર્થના આત્માનો ખોરાક છે.

 • …ગાંધીજી..

 

 • ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.
 • ..કવિ કાલિદાસ..

 

 • તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખશો તો તમને પડછાયો નહીં દેખાઈ
 • ..સુરેશ દલાલ..

 

 • પ્રેમ તો હવાની જેમ હોવો જોઇએ.એ આસપાસ અનુભવાય એ પૂરતું છે.
  ..રજનીશજી..

 

 • જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ.
  ..સ્વેટ મોર્ડન..

 

 • તમારા જીવનમાં વરસ ઉમેરવાની વાત મોટી નથી,પણ વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.
 • …એલેક્સીલ કેરલ..

 

 • મૈત્રીનું એક ઉપનિષદ હોય છે.એમાં સચ્ચાઇથી ઓછું કશું ન ખપે.
  આત્મિયતાનો આવિષ્કાર હવાની જેમ અનુભવાય.
  ..સુરેશ દલાલ..

 

 • કવિતા ગહન હ્ર્દય-ગમ્ય સત્યનો આલાપ છે.
  ..શ્રી અરવિંદ..

 

 • કવિતા દ્વારા કવિ સત્યને સત્ય વડે તેનું સુંદરતમ સ્વરૂપ ઝડપે છે.
  ..ગેટે..

 

 • પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ’ છે.
  ..જયશંકર પ્રસાદ..

 

 • પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
  .. થોરો..

 

 • ઇશ્વર એટલે એવું એક વર્તુળ,જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે,પણ જેનો પરીઘ ક્યાંય હોતો નથી…..
 • ..સેંટ ઓગસ્ટાઇન..

 

 • ક્ષણમાં જીવે એ માનવી,ક્ષણને જીવાડે એ કવિ.
  ..મિલ્ટન..

 

 • ભાવનાથી રંગાયેલી બુદ્ધિ એ જ કાવ્ય છે.
  ..પ્રો.વિલ્સન..

 

 • શબ્દ કવિને અમર બનાવે છે,જ્યારે કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે.
  ..રામનરેશ ત્રિપાઠી..

 

 • પ્રેમના બે લક્ષણો છે : પહેલું બાહ્ય જગતને ‘ભૂલી જવું, અને?બીજું ,પોતાના અસ્તિત્વ’ સુદ્ધાંને ભૂલી જવું.
  ..રામકૃષ્ણ પરમહંસ..

 

 • ટીકા પાળેલા કબૂતર જેવી છે.પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર જ પાછા ફરે છે…
 • ..ડેલ કારનેગી..

 

 • સજા આપવાનો અધિકાર માત્ર તેને જ છે,જે પ્રેમ કરે છે.
  ..ટાગોર..

 

 • વ્યક્તિ-સાધનાની ફલસિદ્ધિ સૌથી પ્રથમ વ્યક્તિને જ મળે છે.
  ..ફાધર વાલેસ..

 

 • પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને ! બધે જ ‘ઝવેરાત્’ ભરી છે. શરત માત્ર એટલી કે
  ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઇએ.
  ..ખલીલ જીબ્રાન..

 

 • આપણને જે ગમે તે કરવા કરતાં જે કરીએ તે ગમાડવું તે વધુ મોટી સિદ્ધિ છે.
  ..બ્લેક..

 

 • મનુષ્ય સર્વત્ર મુક્તાવસ્થામાં જન્મે છે અને બંધનાવસ્થામાં મૃત્યુ પામે છે.
  ..રૂસો..

 

 • ઘાસ પૃથ્વી પર સહચાર શોધે છે.વૃક્ષો આકાશમાં એકાંતની શોધ આદરે છે.
  ..ટાગોર..

 

 • એકાંત એ માણસને પોતાને પામવાની ગુફા છે.ત્યાં ખુદ સાથે અને ખુદા સાથેનો સંબંધ છે.
 • ..સુરેશ દલાલ..

 

 • સ્વીકૃતી એ પૃથ્વીની પ્રકૃતિ છે,કશાયનો નકાર નહીં.નર્યો સ્વીકાર.
  ..સુરેશ દલાલ… 
 • ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય
 • …પિકાસો..

 

 • માનવમાત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી શરત છે.
  ..ટોલ્સ્ટોય..

 

 • કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે,એટલે તે એનો દાસ પણ છે અને સ્વામી પણ.
  ..રવિન્દ્રનાથ ટાગોર..

 

 • રૂદન એ માનવીની પ્રથમ અભિવ્યક્તિ છે.રૂદનમાંથી જ આપણે પ્રેરણા?પામીએ છીએ.

 

 • સૂક્ષ્મ દોષોને બાળવા માટે માનસિક તાપની જરૂર પડે છે.

 

 • પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠાં છે.

 

 • શબ્દ અને સ્વરવિહોણી આંખોની પણ એક ભાષા હોય છે.મંત્રદ્રષ્ટિનો જ એક વિશેષ પ્રકાર છે.

 

 • મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.

 

 • એકલી સેવા કરવામાં શૂષ્કતા છે; સ્નેહ અને સેવાનુ સંયોજન કરવામાં જ જીવનનું સત્ય અને…. ….સૌંદર્ય સમાયેલું છે.

 

 • હ્ર્દયનો આવેગ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે માનવી ગદ્ય છોડીને પદ્ય પકડે છે.

 

 • હાસ્ય એ ઇશ્વરની નજીક જવાનું સ્વર્ગીય ઝરણું છે.

 

 • જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના પ્રેમ જ છે.

 

 • જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે.

 

 • લગ્નજીવનની સફળતાનું રહસ્ય :’ મૈત્રી,વિશ્વાસ અને સમર્પણ’.

 

 • જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.

 

 • કંકુમાં પણી પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ રાખતું નથી.એ પાણી મટીને ..કંકુ બની જાય છે.પ્રેમનું સાચું સ્વરુપ એ છે અને તર્પણ પણ એ જ હોઇ શકે.

 

 • નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે.જગતને જીતી લેનારું મન પણ… ….નાનકડું જ છે ને..

 

 • દુ:ખ એ પાપનુ ફળ છે એમ કોણે કહ્યુ ‘ધર્મનું ફળ પણ દુ:ખ હોય છે.કેટલાંયે ધર્માત્મા જેવા …..પુરુષોનું જીવન દુ:ખ માં પસાર થાય છે.ધર્મનું ફળ સુખ જ હોય છે એવો કોઇ નિયમ નથી. ‘ધર્મનું ફળ ધર્મ જ છે’.

 

 • સાહિત્ય,સંગીત અને કલા વિનાનો માનવી,પૂંછડા અને શિંગડા વિનાનો?સાક્ષાત પશુ જ છે.

 

 • કુદરતનો વાંક કાઢવો સહેલો છે.કારણ કે ‘કુદરત સામો જવાબ ક્યાંથી આપી શકવાની છે’

 

 • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો?માત્ર એક પડદો હોય છે.

 

 • વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે ..પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.

 

 • કિંમત ચૂકવ્યાં..વિના રત્ન પ્રાપ્ત થાય એ પધ્ધતિએ સત્યનો વ્યાપાર નથી ચાલતો.

 

 • ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા મટે ઘણું અનુકૂળ વાહન છે.

 

 • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો?માત્ર એક પડદો હોય છે.

 

 • પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.

 

 • જગત અને માનવ જીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઇ અનોખી વૃતિ,?કોઇ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.
 • બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકાં ધારી પોતાને બુદ્ધિમાન કહેવડાવવા કરતાં,?બીજાને સારા ધારી પોતે અબુધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે.
 • મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના ઉંડાણમાં પ્રગટાવેલો……….. …..”શ્રધ્ધાદીપ આત્માને” વધુ પ્રકાશ આપનારો નીવડશે.

 

 • સમાધિમાં બેસીને “ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર કરતાં વ્યવહાર જગતમાં રહીને દરેક પળે …ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર મહાન છે.”
 • પવિત્રતાનો દંભી અંચળો ઓઢીને મહાત્મા બનનાર કરતા નિખાલસપણે કલંકનો કાળો કામળો.. …ઓઢી લેનાર પાપી વધારે સારો છે.
 • નબળી દલીલ કરતાં મૌન વિશેષ વજનદાર છે.

 

 • ધરતીકંપ કરતાં માનવ-માનવ વચ્ચેનો ધિક્કારકંપ વધુ ભયંકર હોનારત સર્જે છે.

 

 • પ્રત્યેક નીરોગી કરતાં પ્રત્યેક રોગી સ્નેહ અને મમતાનો વધુ ભુખ્યો હોય છે.

 

 • આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહારનિકળતો વિદ્યાર્થી જીવન-પ્રવેશ માટેનો ‘પાસપોર્ટ મેળવે છે, પરંતુ જીવન પ્રવાસ માટેનો વિસા પામે છે ખરો

 

 • આભને આધાર નથી છતાં એ ઉંચું છે,કારણ કે એ જેટલું ઉંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.

 

 • ખારાશમાં પણ મીઠાશ છે,નહિ તો ખારા એવા મીઠાનું નામ ‘મીઠું’ ન પડ્યું હોત.

 

 • દોરી વિનાનુ ખેંચાણ તેનું નામ પ્રેમ.

 

 • જેને પ્રસિધ્ધિની ગુલામીનો મોહ છે તે કદી યે સિધ્ધિનો સ્વામી બની શક્તો નથી.

 

 • જીવનની લપસણી ભૂમિકા પર પ્રલોભનની મેનકા જ્યારે પ્રવેશ પામે છે?ત્યારે સંયમનુ પદ્માસન બહુ ઓછા વિશ્વામિત્રો ટકાવી શકે છે.

 

 • કનૈયાના અધરે સ્થાન પામવા માટે વાંસળી ને કેટલી વાર વિંધાવુ પડ્યુ હશે?

 

 • જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિમાંથી જન્મે છે.

 

 • ખરબચડો પથ્થર શિલ્પીના તીણા ટાંકણાના પ્રહારમાંથી પસાર થયા પછી જ ઇશ્વરની મૂર્તિમાં… …પરિણમે છે.

 

 • ધ્વંસમૂર્તિને કલ્યાણમૂર્તિ તરીકે ઘડવાનો ભાર શિલ્પી પર હોય છે.પરંતુ શિલ્પીના નિષ્ઠુર…… …ટાંકણાના આઘાત માટે મૂર્તિને તૈયાર રહેવું પડશે.
 • ખંડેરોમાંથી જીવનનું સોહામણું પુનર્નિમાણ કરવું એ તો દરેક પંથ ભૂલેલા માનવીનો પ્રથમ હક્ક … છે.

 

 • ગાઢ અંધારા ઉતરે ત્યારે જ તારા ઝગમગે ને?..

 

 • મનની કોમળતા એ એક એવી નિર્બળતા છે, જે હ્ર્દયની કઠોરતા કરતાં પણ
  વધુ ખરાબ છે.

 

 • એકાંત અમૃત છે પણ એકલતા એ વિષ છે.

 

 • પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠા છે.

 

 • બનવા જોગ છે કે ભગવાન મેળવવા કરતાં માણસને મેળવવો વધારે મુશ્કેલ હોય?

 

 • અમૃતપાન કરવા ઇચ્છનારે તો બધા યે પીણાં ચાખી જોવા પડે,એમાં વિષ પણ બાકી ન રહે.

 

 • પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય,પરંતુ ક્ષમાનો ભાર ઉંચકવો સહેલો નથી.

 

 • અવસ્થામાં (વૃધ્ધાવસ્થામાં) યૌવન હોવું એનું નામ જીવન અને?યૌવનમાં અવસ્થા હોવી “એનુ નામ જીવનનો વિવેક.”

 

સંકલિત …

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

અગ્રતાક્રમ…

અગ્રતાક્રમ …

 

 

BOTTLE .1

જીવનમાં પરિસ્થિતિ સાવ વણસી ગયેલી લાગે, દિવસના ચોવીસ કલાક પણ પૂરતા ન લાગે ત્યારે કાચની બરણી અને ચાને યાદ કરજો. કલાસ શરૂ થયો ત્યારે એક પ્રોફેસરે એક પણ શબ્દ બોલ્યા વિના ટેબલ પર એક ખૂબ મોટી અને ખાલી બરણી મૂકી. પછી રબરની દડીઓથી બરણીને આખી ભરી દીધી. વિદ્યાર્થીઓને પૂછ્યું કે બરણી આખી ભરાઈ ગઈ છે ને ? બધાએ હા પાડી.

BOTTEL. 2

પછી પ્રોફેસરે એક બોક્સમાંથી નાના પાંચીકા અને છીપલાં પેલી બરણીમાં નાખીને ધીરેથી હલાવી. દડીઓ વચ્ચેની જગ્યામાં સરકીને બધા પાંચીકા અને છીપલાંય સમાઈ ગયાં. વિદ્યાર્થીઓએ કહ્યું કે હવે તો બરણી પૂરેપૂરી ભરાઈ ગઈ છે, પણ પ્રોફેસરે તો એમાં થોડી રેતી નાખી તો એ પણ સમાઈ ગઈ. હવે તો બરણીમાં સહેજે જગ્યા નથી એમ વિદ્યાર્થીઓએ કહ્યું ત્યાં તો પ્રોફેસરે ટેબલની નીચેથી ચાના બે કપ કાઢી બધી ચા બરણીમાં રેડી દીધી અને જુઓ, બધી ચા સમાઈ પણ ગઈ !

 

આ પ્રયોગમાં બરણી આપણા જીવનનું પ્રતીક છે. નાની દડી આપણા માટે જે અગત્યના છે એ પરિવાર, આરોગ્ય, મિત્રો અને એવી બાબતો કે જેના માટે અતિ લગાવ હોય, બીજું બધું ગુમાવી દીધા પછીય એની સાથે મોજથી જીવન વ્યતીત કરી શકાય એનું પ્રતિનિધિત્વ કરે છે. પાંચીકા કામ-ધંધો, મકાન, કાર રાચરચીલું વગેરે જેવી ચીજ દર્શાવે છે અને રેતી બાકીની સાવ સામાન્ય બાબતોનું પ્રતીક છે.

 

બરણીમાં પ્રથમ રેતી ભરવાથી પાંચીકા કે નાની દડી માટે જગ્યા નહીં બચે. જીવનમાંય ક્ષુલ્લક બાબતો પાછળ સમય અને શક્તિ ખરચીએ તો અગત્યની બાબતો માટે જગ્યા જ નહીં રહે. સુખ અને પ્રસન્નતા માટે જે અગત્યનું છે એ નાની દડીઓની સંભાળ લો. એ સાથે જરૂરી કાર્યો છે એ પાંચીકાનો અગ્રતાક્રમ નક્કી કરો. બાકીનું બધું રેતી સમાન છે. અને ‘ચા’ જીવનમાં ભલેને ગમે એટલી વ્યસ્તતા હોય તો પણ મિત્રો અને સ્નેહીઓ સાથે ચાની ચૂસકી લેવાની જગ્યા તો હંમેશા રહે જ છે.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

પરંતુ … શ્રધા ચમત્કાર સર્જે છે …

પરંતુ…  શ્રધા ચમત્કાર સર્જે છે …

 

shraddha

એક્વાર એક માણસનો દીકરો મરણ પથારીએ પડયો અને, કોઇ એને બચાવી નહીં શકે તેમ લાગ્યું. પણ, એ છોકરાના બાપને એક સાધુએ કહ્યું.. ‘ એક આશા છે. સ્વાતિ નક્ષેત્રમાં પડેલા વરસાદનાં માનવ ખોપરીમાં ઝીલાયેલાં પાણીનાં થોડાં ટીપાં સાથે તેમાં કાળોતરાનું વખ પડ્યું હોય તે લઇ આવો તો તમારો પુત્ર બચી જાય.’ બાપે પંચાંગમાં જોયું તો આવતીકાલે સ્વાતિ નક્ષત્ર બેસતું હતું. એટલે એણે પ્ર્રાર્થના કરીઃ પ્રભુ,આ બધી બાબતો તું શકય બનાવ અને મારા પુત્રનું જીવન બચાવીદે. ‘   તીવ્ર આખ્યું અને ઝંખનાથી, બીજી સાંજે એ જંગલમાં ગયો અને, સાવ એકાંત જગ્યાએ મનુષ્ય -ખોપરીની તપાસ આદરી.

આખરે એક ઝાડ નીચેથી તે મળી. એને હાથમાં લઇને તેણે વરસાદ માટે પ્રાર્થના કરતો એ ઊભો. થોડીજવારમાં એક ઝાપટું આવ્યું અને એ ખોપરીમાં વરસાદનાં કેટલાંક ટીપાં ઝીલાયાં. એ માણસ મનોમન બોલ્યોઃ ‘ યોગ્ય નક્ષત્રમાં પડેલા વરસાદનું જળ તો હવે આ ખોપરીમાં છે.’ પછી એણે હ્રદયપૂર્વક પ્રાર્થના કરીઃ’

હે પ્રભુ, હવે બાકીની વસ્તુ પણ મળે તેવું કરો ‘ થોડીક જ વારમાં એણે એક દેડકાને અને એને પકડવા મથતા કાળી નાગને જોયો. ક્ષણમાત્રમાં દેડકો પેલી ખોપરી પર ઠેક્યો અને નાગે એની પાછળ તેમ કર્યું ને એનું વિષ પેલી ખોપરીમાં પડયું. છલોછલ અત્યંત  લાગણીથી પેલો ચિંતાતુર પિતા બોલી ઊઠયોઃ

‘હે પ્રભુ ! તારીકૃપાઅશકય વસ્તુ પણ શકય બને છે. હવે મારો દીકરો બચી જવાનો તે હું જાણું છું.

એટલે, હું કહું છું કે તમારામાં સાચી શ્રધા અને તીવ્ર ઝંખના હશે તો પ્રભુકૃપાથી તમને બધું જ મળશે.

 

(રા.જ)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.