મા ની સ્તુતી …હે જગ જનની હે જગદમ્બા માત ભવાની શરણે …

મા ની સ્તુતી...

હે જગ જનની હે જગદમ્બા,માત ભવાની શરણે લેજે …

સાખી….

ચિંતા વીઘન વીનાશી ની કમલા સહ ની સકત.

વીસહ થી હંસ વાહીની મને માતા દે હો સુમત

અરજ સુણી ને અમ તણી હે ભગવતી…

હે જગ જન ની, હે જગદમ્બા

માત ભવાની શરણે લે જે

આદ્ય શક્તિ માં આદિ અનાદિ

અરજી અંબા તું ઉરમા ધર જે…હે જગ જન ની

હોઈ ભલે દુ:ખ મેરુ સરીખું માં

રંજ એનો ન થવાં દે જે

રજ સરીખું દુ:ખ જોઈ બીજા નું

મને રોવા ને બે આંસુ દે જે…હે જગ જન ની

આનંદ એનો અખંડ રેહ જો

સંકટ દે, સંકટ દે મને, પુષ્પો તેને..હે જગ જન ની

ધૂપ બનુ સુગંધ તું લે જે માં

મને રાખ બની ને ઉડી જાવા દે જે

બળું ભલે પણ બાળું નહિ કોઈ ને

જીવન મારું તું સુગંધિત કર જે …હે જગ જન ની

કોઈ ના તીર નું નિશાન બની ને

દિલ મારું તું વિંધાવા દે જે

ઘા સહી લઉં ઘા કરુ નહિ કોઈ ને

મને ઘાયલ થઈ પળી રેહવા દે જે…હે જગ જન ની

દે જે તું શક્તિ દે જે મને ભક્તિ

દુનિયાના દુ:ખ સેહવા દે જે

શાંતિ દુર્લભ તારા ચારણે

હે માં તું મને ખોળે લે જે …હે જગ જન ની

આદ્ય શક્તિ હે માં આદિ અનાદિ

અરજી અંબા તું ઉર માં ધર જે…હે જગ જન ની

નાની નાની ગૈયા…

નાની નાની ગૈયા…

સ્વર:બિમલ શાહ
સંગીત: વિમલ રાચ્છ

નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

કાળી કાળી ગૈયા ગોરા ગોરા ગાલ
શ્યામ વરણ મારો મદન ગોપાલ
નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

આગળ ચાલે ગૈયા પાછળ ચાલે ગ્વાલ
વચ્ચે રે ચાલે મારો મદન ગોપાલ
નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

ઘાસ ખાયે ગૈયા દુધ પીએ ગ્વાલ
માખણ ખાય મારો મદન ગોપાલ
નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

ઘંટી વાગે ગાય ને છળી ધરે ગ્વાલ
બંસી બજાવે મારો મદન ગોપાલ
નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

કાળી કાળી ગૈયા ગોરા ગોરા ગાલ
શ્યામ વરણ મારો મદન ગોપાલ
નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

આગળ ચાલે ગૈયા પાછળ ચાલે ગ્વાલ
વચ્ચે રે ચાલે મારો મદન ગોપાલ
નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

ઘાસ ખાયે ગૈયા દુધ પીએ ગ્વાલ
માખણ ખાય મારો મદન ગોપાલ
નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

ઘંટી વાગે ગાય ને છળી ધરે ગ્વાલ
બંસી બજાવે મારો મદન ગોપાલ
નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

નાની નાની ગૈયા નાના નાના બાળ (૨)
નાનો રે મારો મદન ગોપાલ (૨)

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી …

ભાવ વંદના …

શ્લોક …

સ્વર: બિમલ શાહ
સંગીત: વિમલ રાચ્છ

વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ્ |

દેવકીપરમાનન્દં કૃષ્ણં વંદે જગદગુરુમ ||

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ….

સ્વર: બિમલ શાહ અને કોરસ
સંગીત: વિમલ રાચ્છ

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
હે મારા પ્રાણ જીવન…

મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારી આંખો વશે ગિરધારી રે ધણી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મોરારિ…
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી..

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા
મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી..

હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું …
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી..

મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો…
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી..

આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે

વારે વારે માનવ દેહ કદી ન મળે

ફેરા લખ રે ચોરાશી ના મારા રે ફળે.

મને મોહન રે મળે…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી..

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે…
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી..

શ્રી શ્રીરામકૃષ્ણદેવની દ્રષ્ટાંત કથાઓ….

શ્રી શ્રીરામકૃષ્ણદેવની દ્રષ્ટાંત કથાઓ …

આજે ફરી વખત શ્રી શ્રીરામકૃષ્ણ પરમહંસજીની (ઠાકુર) થોડી કથા(વાર્તા) મુકવા નમ્ર કોશિશ કરેલ છે, શ્રી ઠાકુરની દરેક વાત માર્મિક અને ચોટદાર હોઈ છે, જે એક નાના ઉદાહરણ દ્વારા આપણને ચોટદાર અને ઘણીજ જીવનમાં તેની ઉપયોગીતા સમજાવે છે., ઘણી વખત મોટી મોટી વાત કે અતિ લંબાણપૂર્વક બતાવેલ વાત તુરત સમજવી મુસ્કેલ હોઈ છે, અને જ્યારે (કદાચ) સમજમાં આવે ત્યાં સુધીમાં એવું પણ કદાચ બને કે આપણે ઘણું ગુમાવી બેઠા હોઈ….!તો ચાલો માણીએ અને સમજીએ….. આ દ્રષ્ટાંત કથા માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ નો આભારી છું., જે શ્રીરામકૃષ્ણ જ્યોત, મેગેઝીનમાંથી સંકલન કરી અત્રે મુકેલ છે. આપને પસંદ આવીકે નહિ તે જરૂરથી જણાવશો., અને પસંદ આવેલ હોઇતો આવી અનેક વાતો વાંચવા અને માનવા માટે શ્રીરામકૃષ્ણ જ્યોત, મેગેઝીન આપના પરિવાર માટે જરૂરથી વસાવશો તવી નમ્ર વિનંતિ…. જેમાં હંમેશ આપને શિષ્ટ અને જીવન ઉપયોગી વાંચન માણવા મળશે….

પુષ્ટિ કીર્તન …

અમારાં ગો.વા. પ.પૂજ્ય પિતાશ્રી શાંતિલાલ કે જેમને દાદાજી ના વાહલ્સોયા નામથી અમે સૌ બોલાવતા, તેમની આજરોજ તા. ૦૬.૦૭.૨૦૧૦ ના પૂણ્યતિથી નિમિતે,અમારાં પ.પૂજ્ય માતુશ્રી ગો.વા. શારદાબેન(દાદીમા)ની પ્રેરણા અને ભાવનાથી,તેમની પુણ્યસ્મૃતિ નિમિત્તે પુષ્ટિ -ભક્તિ -કીર્તન અને તે વિષે થોડું અહીં મુકવા નમ્ર કોશિશ કરેલ છે…..


પુષ્ટિ ભક્તિ ….

અમારાં ગો.વા. પ.પૂજ્ય પિતાશ્રી શાંતિલાલ કે જેમને દાદાજી ના વાહલ્સોયા નામથી અમે સૌ બોલાવતા, તેમની આજરોજ તા. ૦૬.૦૭.૨૦૧૦ ના પૂણ્યતિથી નિમિતે,અમારાં પ.પૂજ્ય માતુશ્રી ગો.વા. શારદાબેન(દાદીમા)ની પ્રેરણા અને ભાવનાથી,તેમની પુણ્યસ્મૃતિ નિમિત્તે પુષ્ટિ -ભક્તિ -કીર્તન અને તે વિષે થોડું અહીં મુકવા નમ્ર કોશિશ કરેલ છે……

કાનમાં ભાગવત, મનમા વેશ્યાગ્રહ …

કાનમાં ભાગવત, મનમાં વેશ્યાગ્રહ …

આપણે આપણા રોજિંદા જીવન માં મુખવટો પેહરીને જ ફરતા હોઈ છે, જે હકીકતથી સૌ વાકેફ હોવા છતાં આપણને તે છોડવો ગમતો નથી., જેને લીધે આપણે ક્યારેય આપણા લક્ષને પ્રાપ્ત કરી શકતા નથી., અને તેનો દોષ આપણે અન્ય પર ઢાળતા હોઈ છે. આપણું મન ક્યારેય સ્થિર રેહતું નથી, આપણે કામ કોઈ એક કરતા હોઈ અને મન આપણું ક્યાંક બીજે હોઈ, તે દરેકના જીવનની હકીકત છે.જેના લીધે આપણે કશુજ પ્રાપ્ત કરી શકતા નથી., આવી જ એક વાત આ સાથે જણાવવા કોશિશ કરું છું.

એક ઘરમાં સાસુ અને વહુ સવારનો પોહર હોઈ પોતાના કાર્યમાં પ્રવૃત હતા., સાસુ પૂજા કરવા બેઠા હતા, સસરાજી બેઠકમાં ચા સાથે છાપું/અખબાર વાંચવામાં મશ્ગુલ હતા અને વહુ ઘરકામ માં…

થોડા થોડા સમયે સાસુ પૂજા કરતા કરતા વહુને સુચનો આપતા હતા, છેલ્લે થોડા સમય પેહલા જ વહુને ઘરમાં પડેલ (જોડા) બુટ-ચપ્પલ ગોઠવવા કહેલ, આમ પૂજા સાથે તેનું મન ઘરકામમાં વધુ હતું. વહુએ તેના સાસુને પણ કહ્યું કે બા તમે પૂજામાં ધ્યાન આપો કામ બધું પરવારી દઈશ. પરંતુ સ્વભાવ પડ્યો છૂટે? આમ સૌ પોતાના કાર્યમાં હતા તેવા સમયે બહાર ડેલીમાં કોઈનો અવાજ સાસુમાને પોકારતો આવ્યો, વહુએ બહાર જોયું તો કુટુંબના બ્રાહ્મણ(ગોર) મળવા માટે આવેલ અને તેણે વહુને પૂછ્યું કે તમારા બા ઘરમાં છે ને? વહુ ખુબજ સમજુ અને હોશિયાર હતા, તેણે ખુબજ વિવેકથી આવનાર આંગેતુક ને કહ્યું કે બા તો ઘરમાં નથી., આંગેતુકે પૂછ્યું, તો ક્યા ગયા છે? વહુ એ કહ્યું કે તે તો હમણા જ ચમારવાળે ગયા છે. (ચમારવાડામાં તે સમયે ચામડાનું કામ થતું અને ?મોચી રેહતા અને મોચી કામ કરતા) ગોરે કહ્યું કે પણ મને ટાઈમ આપેલ અને મને મળવા બોલાવેલ. વહુએ કહ્યું કે તમે થોડો સમય બાદ આવસો તો જરૂરથી તમની મળશે.ગોર તો વાત જાણી પાછા ચાલ્યા ગયા. પરંતુ વહુ અને ગોર વચ્ચેની વાત સાસુમા અને સસરાજીના કાને પડેલ, બંનેને નવાઈ લાગી અને સાથે ગુસ્સો પણ આવ્યો કે વહુ જુઠું કેમ બોલ્યા? તેમણે તુરત જ તેમની પાસે વહુને બોલાવ્યા કે કોણ આવેલ અને તમે શું જવાબ આપ્યો? વહુએ બનેલ ઘટના તેઓને સાચી હકીકત કહી. સાસુમા તો વાત જાણી અને ગુસ્સે થઈ ગયા કે તમે ખોટું કેમ બોલ્યા? હું તો ધરમાં જ પૂજામાં બેઠી છું., અને તમે કેમ પાડી? કે હું ઘરમાં નથી ?અને હું ચમારવાડે ગઈ છું., તમારાથી તેમ કેહવાય જ કેમ? જો કે હું તો પૂજામાં બેઠી છું તેની તમને ખબર છે.

વહુએ ખુબજ સ્વસ્થ અને શાંતચિત્તે જવાબ આપ્યો કે બા તમને એમ છે કે તમે પૂજામાં બેઠા હતા પરંતુ હકીકતમાં તે સમયે તમે મને બુટ-ચપ્પલ યોગ્ય જગ્યાએ મુકવાની સૂચના આપતા હતા, તો તમે ક્યા હતા? પૂજામાં કે બુટ-ચપ્પલ માં? બુટ- ચપ્પલમાં જ તમારું ધ્યાન તે સમયે હોવાથી ગોર મહારાજને મેં સાચુજ કહ્યું કે બા ચમારવાડે ગયા છે., તેમાં મેં શું ખોટું કહ્યું?

આ સમયે તુલસીદાસજીની એક પંક્તિ યાદ આવે છે,’મન ચંગા તો કથરોટ મેં ગંગા’ જો મન આંનંદિત હસે અને નાહતી સમયે ગંગાના ભાવ સાથે નાહીશું તો તમારી કથરોટ / પાણીની ડોલમાં જરૂરથી ગંગા જ હશે …આપણા મનમાં જે ભાવ હોઈ ત્યાજ આપણે જે તે સમયે જોવા મળીશું / જે તે પામીશું …

આવીજ એક વાત, વાર્તાસ્વરૂપે પરમ વંદનીય શ્રીરામકૃષ્ણદેવ આપણને નીચે જણાવેલ છે., જે શ્રીરામકૃષ્ણ જ્યોતમાંથી અહિં મુકેલ છે, જે માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો ?આભાર.

ગાયો ચારી ને ગોવિંદ ઘેર આવ્યાં ને…

ગાયો ચારી ને ગોવિંદ ઘેર આવ્યાં ને…

લોકગીત
સ્વર – નિરુપમા શેઠ
સંગીત – અજીત શેઠ

ગાયો ચારીને ગોવિંદ ઘેર આવ્યાં ને,

ઓવારણાં લઉં વારી વારી.

આંગણીયે આવી કાન ઉઘાડો દીઠો,

પેલી ઝૂલણી ક્યારે વિસારી.

હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં

મોહનજી રે! ?ખમ્મા મારાં તનનાં,

ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.

હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.

રુવે રુવે ને કાન આડો ફરેને

એને લાવી બેસાડું સામે ઓટે

ઝૂલણીને કાજે મોહનજી તો મંદિરિયામાં લોટે

હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં

મોહનજી રે! ?ખમ્મા મારાં તનનાં,

ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.

હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.

સાવ રે સોનાનો સોયો મંગાવુંને,

રૂપલાં કેરાં ધાગા.

રંગીલો દરજી સિવવાને બેઠો,

મારા કાનકુંવરના ધાગા.

હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં

મોહનજી રે! ?ખમ્મા મારાં તનનાં,

ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.

હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.

રૂપિયા તે ગજનો રેજો મંગાવુ,

અને એની સિવડાવું કાનટોપી

છાનો રહે ને કાનકુંવર તને

પરણાવું ગોકુળની ?ગોપી

હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં

મોહનજી રે! ?ખમ્મા મારાં તનનાં,

ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.

હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.

સાભારઃઅભિષેક…

http://www.krutesh.info

કાનાને માખણ ભાવે રે…

કાનાને માખણ ભાવે રે…

સ્વર:- ફાલ્ગુની પાઠક

કાનાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સઈ

મોહનથાળ ને માલપુઆ પણ માખણ જેવા નઈ

–કાનાને માખણ ભાવે રે

શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ સુતરફેણી સઈ

ઉપર તાજા ઘી ઘરુ પણ માખણ જેવાં નઈ

— કાનાને માખણ ભાવે રે

જાત જાતના મેવા ધરાવુ ધૂધ સાકર ને દહીં

છપ્પ્નભોગ ને સામગ્રી ધરાવું પણ માખણ જેવા નઈ

— કાનાને માખણ ભાવે રે

ગોપીએ માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રઈ

દીનાનાથ રે જપ્યા રે નાચ્યા થૈ થૈ થૈ

— કાનાને માખણ ભાવે રે

સાભારઃનીલા કડકિઆ..

http://geet-gunj.blogspot.com

શ્રી ઠાકુર -શ્રીરામકૃષ્ણદેવની દ્રષ્ટાંત કથાઓ..(૨)

શ્રી ઠાકુર -શ્રીરામકૃષ્ણદેવની દ્રષ્ટાંત કથાઓ..(૨)

inspiring_story_6_1

inspiring_story_6_2

શ્રીરામકૃષણ જ્યોતમાંથી…

સાભારઃભજનામૃતવાણી..

http://bhajanamrutwani.wordpress.com