‘શંકા સમાધાન’ … (૮-૧૦) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૨ )’ …

‘શંકા સમાધાન’ … (૮-૧૦/) “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૨ )’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

 New Bhojan Pratha.5

 
આ અગાઉ આપણે શંકા સમાધાન … દ્વારા એક શંકાનું સમાધાન કર્યું …  (૧) ઉનાળામાં બપોર સુધી પાણી વગર કેમ રહેવાય ? ;  આજે આપણે થોડી નવી  શંકાઓ નું સમાધાન જાણીએ. … સાથે સાથે વિડ્યો કલીપ… (ભાગ-૬) દ્વારા  ‘નવી ભોજન પ્રથા’ અન્વયે, શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી રૂબરૂ વિશેષ  જાણકારી પણ મેળવીશું… …

  

શંકા ..(૮)

હિમેજ, દીવેલ જેવું રેચક દ્રવ્ય લઈએ તો એનિમાની જરૂર ખરી ?

સમાધાન :

 

શ્રી બાલુભાઈ ચૌહાણ :   રેચક દ્રવ્યોથી આંતરડાની આડકતરી સફાઈ થાય છે.  જ્યારે એનિમાનાં પ્રયોગમાં લેવાતા પાણી દ્વારા સીધી સફાઈ થાય છે.  રેચ લેવાથી અશક્તિ પણ વરતાય છે.  એનિમા લેવાથી અશક્તિ ન વરતાય, ઉલ્ટાનું શક્તિ, સ્ફૂર્તિ, તાજગીનો અનુભવ થશે. રેચક પદાર્થથી ગમે ત્યારે રેચ લાગે છે અને ઘણી વખત સંડાસ/ઝાળે જવું પડે છે, જે અગવડભર્યું સાબિત થાય છે.  એનિમા લેવાથી તે જ વખતે અંતરની સફાઈ થઇ જાય છે- પાછળથી કોઈ તકલીફ થતી નથી.  એનિમા સાદા પાણીથી લેવાનો હોય નિર્દોષ છે.  જે રીતે મોમાં પાણી લઇ કોગળા દ્વારા મોં સાફ કરીએ છીએ, તે જ રીતની આ પેટ સાફ કરવાની સૌથી સાદી અને સરળ પદ્ધતિ છે.

 

 

શંકા .. (૯) …

ભાજી –પાન – ટામેટા વગેરે ખાવાથી પથરી થાય છે તે વાત શું સાચી છે ?

 

સમાધાન :

શ્રી બાલુભાઈ ચૌહાણ :

 

આવી સર્વ સામાન્ય ગેરમાન્યતા હાલના વિજ્ઞાન નાં આધારે સમાજમાં પ્રચલિત છે.

 

ભાજી – પાન ખાવાથી જો પથરી થતી હોય, તો માત્ર ભાજી પાન જ ખાય છે તેની શું હાલત થાય?  એવો પ્રશ્ન પણ આપણને કેમ થવો ન જોઈએ ?   તેમને તો પથરી કે પથરા જ શરીરમાં થવા જોઈએ ને ?   આપણે જાણીએ છે કે જીવ સૃષ્ટિમાં પશુ જગતનો ભોજનમાં  મુખ્યત્વે આધાર ફક્ત ભાજી – પાન જ છે, છતાં તેને પથરી થતી નથી તે પણ સત્ય હકીકત છે.  જ્યારે આપણા ભોજનમાં ભાજી પાનનું પ્રમાણ કેટલું? અને છતાં પથરી થાય ?   હવે સત્ય હકીકત જાણવા જાત સાથે પ્રયોગ કરવો જરૂરી છે.  અમારો ૨૦ વર્ષનો જાત અનુભવ છે, અમોએ ઘણો સમય ફક્ત ભાજી – પાન અને ટામેટા પર જ વિતાવ્યા છે, આમ છતાં અમોને આજ સુધી આવી કોઈ તકલીફ નો સામનો કરવો પડ્યો નથી.  એટલું જ નહિ અનેક પથરી વાળા સાધકે પોતાની જાત પર પ્રયોગ કરેલા છે અને તેમને  પથરી વધવાને બદલે તેઓએ રાહત અનુભવેલ છે. ભાજી –પાનથી પથરી થવાને બદલે પથરી થતી બંધ થઇ જશે.

 

 

શંકા …  (૧૦)

ભોજન એક સમયે લઈએ, પણ રાત્રિને બદલે બપોરે લઈએ તો ચાલે ?

 

સમાધાન :

શ્રી બાલુભાઈ ચૌહાણ :

આપણું શરીર પાંચ તત્વનું બનેલ છે તેથી તેને લગતો તમારો ઘસારો પણ તે પાંચ તત્વોથી જ પૂરવો પડે.  તે પાંચ તત્વો શરીરને ક્યારે આપવા તે પણ અગત્યનું છે.  કોઈપણ સિસ્ટમ લોડ કરવી હોય, ત્યારે હંમેશાં એક સર્વ સામાન્ય નિયમ એવો છે કે તેની ધીરે ધીરે ક્રમશ: ઓછા ફોર્સથી શરૂ કરી ફોર્સ વધારતા જઈ લોડ કરી શકાય.

 

આજ નિયમ આપણા શરીરતંત્ર ને લાગુ પડે છે.  દિવસ દરમ્યાન પાંચ તત્વો પૂરા પાડવાના છે.  જેથી શરૂઆતમાં હલકું તત્વ સૌ પ્રથમ આપવું જોઈએ અને ત્યારબાદ, ક્રમશ : થોડો વજન વાળો –  ખોરાક આપવો જોઈએ અને સૌથી છેલ્લે રાત્રે ભારે ભોજન કરવું જોઈએ.  સૌથી હલકું આકાશ તત્વ છે.  તેથી સવારે ઊઠતાં ની સાથે કશું ન લેતા અવકાશ – ખાલી પેટ રાખવું જરૂરી, ત્યારબાદ, વાયુ અને અગ્નિ  તત્વ હોય, ઊઠ્યા બાદ, છ કલાક સમય વીતી ગયા બાદ, જ્યૂસ સ્વરૂપે પાણી ગ્રહણ કરવું જોઈએ અને લીલા શાકભાજી કે ફ્રૂટ જે તે સ્વરૂપે કાચા ગ્રહણ કરવા જોઈએ.  અને ત્યાર બાદ જળ અને પૃથ્વી તત્વ કે જે દાળ, ભાત, શાક, રોટલી, ખીચડી, કાઢી લઇ શકાય.  તે  અતિ ભારે છે,  જે ક્રમશ : રાત્રીના ભોજનમાં લેવા જોઈએ.  આ રીતે લેવાય તો તે સમતોલ અને યોગ્ય આહાર કહેવાય અને તેને પદ્ધતિસર નો આહાર કહી શકાય.

 

આપણે આપણા શાસ્ત્રો નો આધાર લઈએ તો રામ ચરિત માનસની ચોપાઈ પણ આવું જ કાંઈક સૂચવે છે.

 

પય આહાર આસન એક, નિશી ભોજન એક લોગ |
કરત રામ હિત નેમ બ્રત, પરિહરિ ભૂષન ભોગ ||

 

ઉપરોક્ત ચોપાઈમાં પણ રાત્રે એક વખત ભોજનને અનુમોદન કરવામાં આવેલ છે.  અને આ પ્રમાણ અનેક સાધકો દ્વારા અનુભુતિત છે માટે જ રાત્રીનું એક વખતનું રાંધેલું ભોજન એજ  ઉત્તમ પ્રણાલી છે.

 

 

 

 
પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૬)  દ્વારા  … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને તે વિશે સમજીએ ..

 

 


 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી અમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

Dear New Diet Family,

Please find herewith attached September month issue of our ‘Swadarshan’ magazine.

Please ask as many people as possible to take the benefit of this amazing diet through our magazine.

Spread the health.

Regards,

Amil Shah

(U.K.)

09-Sep-2013.pdf 09-Sep-2013.pdf
1023K   View   Download

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.

                                                             INVITATION 

Dear new diet family,
 
It is with pleasure I would like to inform you about the 1st shibir of New Diet system, organised in London on   dt. 07.09.2013. (Navi Bhojan Pratha Shibir)
 
Please find the invitation card attached.
If you want someone in London to attend the shibir, please let my brother or me know to book them (by 28th August, 2013)  as we have very limited places available.
 
Regards,
Jimil Shah       –  077 0204 2403
Amil Shah        –  079 8335 9199
Kalpana Shah –  074 2411 1845
SHAH  Family
Invitation Card.pdf Invitation Card.pdf
544K   View   Download

‘શંકા સમાધાન’ … (૭) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૧ )’ …

‘શંકા સમાધાન’ … (૭/૫) … … “નવી ભોજન પ્રથા” ….(ભાગ-૧૧) …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

 

isrel vegetable market

 

 

આ અગાઉ આપણે શંકા સમાધાન … દ્વારા બે શંકાનું સમાધાન કર્યું …  (૧) પાણી પર્યાપ્ત માત્રા કેટલી ?  અને (૨)  ઓછું પાણી પીવાથી પથરી થાય ? …  આજે આપણે પાણી અંગે એક  નવી શંકા નું સમાધાન જાણીએ. … સાથે પાણી અને અપવાસ વિશે થોડી વિશેષ જાણકારી  મેળવીએ તેમજ સાથે સાથે વિડ્યો કલીપ દ્વારા  ‘નવી ભોજન પ્રથા’ અન્વયે,  રૂબરૂ વિશેષ  જાણકારી મેળવીએ …

  

શંકા : 

(૭)  ઉનાળામાં બપોર સુધી પાણી વગર કેમ રહેવાય ? (ખાસ ભારત કે તેના જેવા દેશમાં કે જ્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે)

 

સમાધાન :
 
શ્રી બાલુભાઈ ચૌહાણ :

આગળ આપણે જોયું તેમ પાણીની જરૂરીયાત ખોરાકના પ્રકાર પર મુખ્યત્વે આધારિત છે. રાંધેલ ખોરાક પાણી વધુ માંગશે.  તેમાં પણ અનાજ – કઠોળયુક્ત ભોજન જેમ કે, ભજીયા, બાજરાના રોટલા, ચણાના લોટનું વ્યંજન ગાંઠીયા, લાડવા વિગેરે … પાણી વધુ માંગશે.  જ્યારે કાચો ખોરાક પોતેજ પાણી યુક્ત એટલે કે પાણીથી ભરપુર  હોય છે, જેથી તે વધારાનું પાણી ન માંગતા પાણી જરૂરી શરીરને પૂરું પાડતા હોય છે.  જેમ કે દાક્ષ, તડબુચ, સંતરા, મોસંબી, ટેટી, કેરી, ટામેટા, મૂળા, ગાજર, પાલખ, કોબીજ, બીત, દૂધી, ગલકા, તૂરિયાં વગેરે તમામ શાક –ભાજી, ફળ પાણીથી ભરપૂર હોય છે.  જેથી વધારાના પાણીની તો જરૂર જ નથી પડતી.  ઉલટાનું રાત્રે જે રાંધેલ આહાર ખાઈએ છીએ તેની પાણીની જરૂરીયાત પણ કાચો આહાર પૂરી કરે છે.

 

આથી બહારથી વધારાના પાણીની ખૂબજ ઓછી જરૂરીયાત રહે છે.  આથી પછી મુસાફરી કરતાં હોઈએ કે શ્રમ કરતાં હોઈએ તો પણ ખાસ પાણીની જરૂર પડતી નથી.

 

water
fast
 

તો ચાલો મિત્રો આજે આપણે એક સાથે બે શંકાનું સમાધાન જાણ્યા બાદ, “નવી ભોજન પ્રથા” નાં પ્રણેતા શ્રી બાલુભાઈ ચૌહાણ નાં સ્વમુખે રૂબરૂ વિડ્યો લીંક / તેમજ અહીં દર્શાવેલ વિડ્યો કલીપ દ્વારા થોડું વિશેષ “નવી ભોજન પ્રથા” માં જાણીએ… અને સમજીએ.

 

 
પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]m

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૫)  માં … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને સમજીએ ..

 

 

 

 

 
 

 

 Dear New Diet Family,

Please find herewith attached August month issue of Swardarshan magazine.
 
Please distribute the copy of it to as many people as possible. You can also find the same copy atwww.swadarshan.webs.com
 
Let’s spread the health.

 Regards,

– Amil Shah (U.K.) 

 

 

08-Aug-2013.pdf 08-Aug-2013.pdf
1380K   View   Download

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી અમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.

શંકા સમાધાન (૫ અને ૬/(૪) … નવી ભોજન પ્રથા … (ભાગ -૧૦) …

શંકા સમાધાન (૫ અને ૬ /(૪) … નવી ભોજન પ્રથા … … .(ભાગ-૧૦) …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

 

New Bhojan Pratha.2

 

 

આજે ફરી આપણે અહીં “નવી ભોજન પ્રથા”  અન્વયે બે નવી શંકાનું સમાધાન જાણીશું. આ ગાઉં આપણે જોઈ ગયા કે પેટ સાફ આવે તે માટે સવારે બે લોટા પાણી પીવું જરૂરી નથી, એ કોઈજ પથી દ્વારા સૂચવેલ પ્રમાણિત ઉપાય નથી, પરંતુ ફક્ત મનની માન્યતા અને ટેવ જ છે. આજે આપણે પાણી અંગે વધુ બે  શંકા નું સમાધાન જાણીશું.

 
શંકા સમાધાન … (૫)

 

શંકા : પાણી ની “પર્યાપ્ત માત્રા” શી રીતે નક્કી થાય ?

 

સમાધાન :
 
શ્રી બાલુભાઈ ચૌહાણ : સૌ પ્રથમ જાણીએ કે … ‘પર્યાપ્ત માત્રા’ માત્રા એટલે શું ?

 

“પર્યાપ્ત માત્રા” એટલે કે, જરૂરી હોય તેટલું જ, “નહીં વધારે કે નહીં ઓછું.” અંગ્રેજીમાં તેના માટે એડીક્વેટ (Adequate ) શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. જેનો અર્થ છે ‘યોગ્ય’ ‘જરૂર જેટલું’ થાય છે. સ્વભાવિક જ છે કે, યોગ્ય માત્રા નક્કી શી રીતે કરવી ? તેનો માપ દંડ શું ? બાળક માટે કેટલું પાણી યુગય/પર્યાપ્ત ? આજ રીતે યુવાન તેમજ વૃદ્ધ અવસ્થા માટે ? એટલું જ નહિ આવા અનેક પ્રશ્નો હજુ ઉદભવે … જેમ કે, સ્ત્રી અને પુરુષ માટે ? શ્રમિક અને બેઠાડું માટે ? દરેક અલગ અલગ ઋતુઓમાં ? રોગીષ્ટ અને નિરોગી માટે …. ?

 

આમ આ સવાલો નો જવાબ ખુબજ કઠિન અને અટપટો બની જાય છે.મેડીકલ સાઈન્સ નો માપદંડ – આધાર લઈએ તો, તેમાં જણાવ્યું છે કે ઓછામાં ઓછું અમૂક માત્રમાં મૂત્ર – પેશાબ નું વિસર્જન પૂરા દિવસ દરમ્યાન થવું જરૂરી. આવા માપદંડો ને આધારે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન) એ પણ પાણી ની ઓછામાં ઓછી જરૂરિયાત નક્કી કરેલ છે.

 

પર્યાપ્ત માત્રા દુનિયામાં કોઈ નક્કી કરી શકે તેમ છે જ નહી. એક વ્યક્તિની પાણીની જરૂરિયાત હંમેશાં એક સરખી હોઈ શકે નહીં. શારીરિક શ્રમ, ભોજન, ઊંઘ, વાતાવરણ, ઋતુ જેવા અનેક પરિબળો પાણીની જરૂરીયાત નક્કી કરતાં હોય છે. જેથી કોઈ ચોક્કસ માપદંડ કોઈ એક જ વ્યક્તિ માટે આપી શકાય નહીં. તો પછી પૂરા વિશ્વનાં લોકો માટે કઈ રીતે નક્કી કરી શકાય ? છતાંય જે નક્કી કરે છે તેને આપણે શું કહેવું ?

 

આમ પાણીની પર્યાપ્ત માત્રા કરનાર આપણે કોણ ? ઈશ્વરે દરેક જીવની રચના કરી ત્યારે તેની જરૂરીયાત આપોઆપ તેણે નક્કી કરી આપેલ છે, જેમાં આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરી ડાહપણ કરવું જોઈએ નહી. ટૂંકમાં, પર્યાપ્ત માત્રા આપોઆપ નક્કી થઇ જશે.

 

શંકા … (૬)
 

ઓછામાં ઓછું પાણી પીવાથી પથરી થાય છે તેવી માન્યતા છે, તમારો આ બાબત શું અભિપ્રાય છે ?

 

સમાધાન :
 

શ્રી બાલુભાઈ ચૌહાણ : આવો સવાલ એક ડોક્ટર દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ, ત્યારે મેં તેમને વળતો સવાલ કરેલ કે પથરી થવા પાછળનું કારણ આપ શું માનો છો ?

 

ડોક્ટર નો જવાબ હતો : ‘ ‘પાણી’. પાણીમાં રહેલા ક્ષાર તત્વથી પથરી થવાની સંભાવના વધી જાય છે.
બાલુભાઈ : તો એવું ન બને કે વધુ પડતું પાણી પીવાથી, પાણીમાં રહેલ ક્ષાર તત્વ આપણા શરીરમાં વધુ જાય અને પરિણામ સ્વરૂપ પથરી થવાની સંભાવના વધી જાય ? અને ઓછું પાણી પીવાથી તે સંભાવના ઓછી થાય છે ?

 

ડોક્ટર : ઉપરોક્ત સવાલ બાદ થોડી ક્ષણો માટે તેઓએ કશો જ જવાબ આપ્યો નહો, ત્યારબાદ, તાર્કિક દલીલ – રજૂઆત કરી કે વધુ પાણી પીવાથી આપણે પેશાબ વધુ થાય છે અને જે ફોર્સ / દબાણપૂર્વક બહાર નીકળવાથી તેની સાથો સાથ ક્ષાર પણ બહાર નીકળી જાય છે. આથી પથરી બંધાતી નથી.

 

ઉપરોક્ત જવાબ જાણ્યા બાદ મેં તેમને ફરી સવાલ કર્યો કે પથરી સામાન્ય રીતે શરીરમાં ક્યાં કુયાં થાય છે?

 

ડોક્ટર : કીડની – મૂત્રાશયમાં, સ્ત્રીઓને ગોલબ્લેડરમાં (ગોલસ્ટોન – પિત્તાશય માં).

 

બાલુભાઈ : મૂત્ર માર્ગમાં ?

 

ડોક્ટર : ત્યાં પથરી થતી નથી.

 

બાલુભાઈ : શરીર રચના આધારિત મેં તેમને જણાવ્યું કે મૂત્ર માર્ગમાં, મૂત્રના પ્રવાહમાં જે પ્રવાહ -વેગ અને (ફોર્સ) દબાણ હોય છે તે મૂત્રાશયમાં અને કિડનીમાં હોય છે ?

 

ડોક્ટર : ના ! ત્યાં તો ટીપે ટીપે જ મૂત્ર આવે છે અને આગળ વધે છે. જ્યાં કોઈ દબાણ કે વેગ હોતો નથી તેમજ મૂત્રાશયમાં પણ ટીપે ટીપે મૂત્ર જમા થાય છે. તેમાં પણ પ્રવાહ, દબાણ કે વેગ હોતો નથી કે જેવો મૂત્ર માર્ગમાં હોય છે.

 

બાલુભાઈ : તો આ પરથી સ્પષ્ટ થાય છે કે જ્યાં વેગ, ફોર્સ- દબાણ છે ત્યાં તો પથરી થતી જ નથી અને જ્યાં પથરી થાય છે ત્યાં પાણી ઓછું પીઓ કે વધુ તેની અસર જ નથી કારણ કે ત્યાં વેગીલો પ્રવાહ કે દબાણ નથી.

 

અંતરે ડોક્ટર દ્વારા આ બાબતની સ્વીકૃતિ આપવામાં આવી કે તે હકીકત છે, કે જ્યાં પથરી થાય છે ત્યાં વેગ, પ્રવાહ – ફોર્સ કે દબાણ હોતું નથી.

 

આ તો ફક્ત જાણકારી માટે તાર્કિક દલીલો થઇ. હકીકતમાં મારો પોતાનો તેમજ મારા સંપર્ક માં આવનાર તમામનો અનુભવ કહે છે કે તેઓની પાણીની જરૂરીયાત લાંબા સમયથી ઘટી ગઈ છે. છતાં તેમને પથરી થઇ નથી. આથી વિશેષ આ બાબત કેટલી સ્પષ્ટતા જરૂરી છે ?

 

આમ છતાં અહીં આપણે ક્યાંય ઓછું પાણી પીવું તેમ કહેતા જ નથી. ફક્ત ને ફક્ત ખોટા ખ્યાલથી પીવાતું વધુ પડતું પાણી નુકસાન કરે છે તે જ આપણે સૂચવીએ છીએ અને તે તરફ ધ્યાન દોરીએ છીએ. આમ જેટલું જરૂર હોય તેટલું પ્રયાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ.

 

પથરીના દર્દીઓ પાણી જ બંધ કરે છે અને ફક્ત ભાજી – પાન ખાય છે તેમની પથરી નીકળી ગયા નાં ઘણા જ દાખલા છે, એટલું જ નહીં તેમને ફરી થતી પણ નથી.

 

તો ચાલો મિત્રો આજે આપણે એક સાથે બે શંકાનું સમાધાન જાણ્યા બાદ, “નવી ભોજન પ્રથા” નાં પ્રણેતા શ્રી બાલુભાઈ ચૌહાણ નાં સ્વમુખે રૂબરૂ વિડ્યો લીંક / તેમજ અહીં દર્શાવેલ વિડ્યો કલીપ દ્વારા થોડું વિશેષ “નવી ભોજન પ્રથા” માં જાણીએ… અને સમજીએ.

 

 
પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૪)  માં … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને સમજીએ ..

 

 


 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી અમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.

શંકા સમાધાન (૪) … નવી ભોજન પ્રથા … ભાગ … (૯) …

‘શંકા સમાધાન’ … (૪/૩) …નવી ભોજન પ્રથા … . (ભાગ-૯)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 navi bhojan pratha .1

 

 

આજે  ફરી આપણે   ‘શંકા સમાધાન’  દ્વારા  એક નવા પ્રશ્ન ને તપાસીશું અને ‘નવી ભોજન પ્રથા’ માં આપણી શંકાનું સમાધાન કરવા કોશિશ કારીશું.   ‘શંકા સમાધાન’  શ્રેણી  અન્વયે  અનેક પ્રશ્નો ને ધીરે ધીરે અહીં આવરી લેવામાં આવશે.  આમ છતાં, આપના મનમાં કોઈ પ્રશ્ન કે શંકા ઉદભવતી હોય તો,  વિના સંકોચ અમોને કોમેન્ટ્સ બોક્ષ દ્વારા  આપના પ્રતિભાવ મૂકી જાણ કરશો, જે સવાલ રૂપે અહીં આવરી લઈશું અને જો આપ ઇચ્છશો તો આપના ઈ મેઈલ દ્વારા પણ સમાધાન ની વિગત ડાયરેક્ટ મોકલી આપવા કોશિશ કરીશું. …આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 
શંકા સમાધાન …

 
શંકા – (૪)  :  પાણીથી તો સફાઈ થાય છે. મારે તો સવારે ઉઠતાની સાથે જ બે લોટા પાણી પીવું પડે છે, નહીં તો દસ્ત/ઝાળો જ ન ઉતરે (પેટ જ સાફ ન આવે) અને આખો દિવસ ખરાબ જાય. શું સવારનું પાણી સફાઈકારક નથી ?

 
સમાધાન :
 
શ્રી બાલુભાઈ ચૌહાણ : પાણીથી સફાઈ થવાની માન્યતા ભ્રામક છે.  જે આ રીતે સમજી શકાશે …

 
પાણી પીવાથી જ જો દસ્ત/ ઝાળો ઉતરતો હોય, તો દરેકની શરીર રચના એકસરખી હોઈ, આ નિયમ દરેક ને લાગુ પડવો જોઈએ કે નહિ ? પરંતુ અહીં બધાની હાલત એવી નથી. મતલબ કે આપણે જ આપણા શરીરને ટેવ પાડી દીધી છે. ઘણાને ચ્હા ન પીવે ત્યાં સુધી દસ્ત/ઝાળો ઉતરતો નથી. તો ઘણાને નાસ્તો કર્યા બાદ જ દસ્ત/ઝાળો ઉતરે છે. ત્યાં સુધી તો સમજ્યા કે શરીરના પાચનતંત્ર ને તે અસરકર્તા છે. પણ ઘણાએ તો મોંમાં તમાકુ ને ચડાવે કે ધુમ્રપાન કર્યા પછી જ કે ટોઇલેટ માં પેપર વાંચ્યા બાદ જ દસ્ત/ઝાળો ઉતરે છે. આ પરથી એવું નક્કી કરી શકાય કે આ બધી ‘ટેવ’ છે, વ્યસન છે, કે આદત છે. બધી આદત ને શારીરિક પ્રકિયા કે વિજ્ઞાન સાથે કોઈ સંબંધ ખરો ? આબધી ‘ટેવ’ થી શરીરની સફાઈ શી રીતે થાય ?

 
બીજું – જેને પણ સવારે પાણી પીવાથી પેટની સફાઈ થાય છે તે રાત્રે તેમજ દિવસમાં બાકીના કોઈપણ સમયે પાણી પી તો પણ પેટની સફાઈ થવી જોઈએ કે નહી ? જો પાણીથી જ સફાઈ થતી હોય તો જ્યારે પણ પાણી પીએ ત્યારે સફાઈ પૂરા દિવસ દરમ્યાન થવી જ્હોઇએ ક નહી ? પરંતુ આપણા સૌનો અનુભવ એ છે કે આવું કશું થતું નથી. મતલબ કે આ બધું આપણું ‘માનસિક’ છે અને તેને માનસિક અસર કહી/ ગણી શકાય.

 
ત્રીજું – શરીર રચનાના આધારે જોઈએ તો પણ કહી શકાય તેમ છે કે …

 
શરીરમાં એવી કોઈ કૂદરતી વ્યવસ્થા નથી કે મોંમાંથી /મોં વળે પાનીએ નાખીએ કે પીએ તો સીઢે સીધું પાઈપ લાઈન / નળી દ્વારા બીજા છેડેથી મદ લઈને બહાર નીકળે !!!! હકીકતમાં અન્ય ખોરાકની માફક જ પાણીને પણ પચાવવું પડે છે. (જેમ કે આપણે ઘણી વખત કહીએ છીએ કે મને મુંબઈ નું પાણી નથી ફાવતું કે ફલાણા ગામનું પાણી મને નથી ફાવતું કે મને કુવા સિવાય ડંકી નું પાણી નથી ફાવતું.. વિગેરે) કોઇપણ રસ કે પ્રવાહીને પચાવવા માટે જે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તે જ રીતે પાણી ને પણ પસાર થવું પડે છે. જેથી પાણી દ્વારા મળ પર દબાણ લાવી શકાતું નથી કે પાણી મળને ધક્કો લગાવે તેવી કોઈ જ વ્યવસ્થા શરીરમાં નથી.

 
ચોથું – ખરેખર જોઈએ તો માનવ શરીરમાં સફાઈ પાણીથી થતી જ નથી. પાણી તો ખોરાક છે.

 
ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણએ બતાવ્યું છે કે …

 

અહમ વૈશ્વાનરો ભૂત્વા, પ્રાણીનામ્ દેહમ્ આશ્રિત: |
પ્રાણાપાન સ્માયુક્ત: પચામિ અન્નમ્ ચતુર્વિધમ્ ||

 
તેમજ

 
પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયમ્ યો મે ભક્ત્યા પ્રયચ્છ્તિ |

 
અહીં ભગવાન કહે છે કે પાન, પુષ્પ, ફળ અને જળ જે મને ભક્તિભાવપૂર્વક ધરે છે/ આપે છે તે હું સ્વીકારું છું અને તે ચાર પ્રકારના ભોજન પ્રાણ – અપાનથી પચાવું છું.

 
અહીં પીણી એ અન્ય ભોજનની જેમ જ ભોજનનો એક ભાગ દર્શાવ્યો છે અને જેને પ્રાણ – અપાન દ્વારા ભગવાન પચાવે છે. મતલબ કે તેમાંથી જીવન નિર્વાહ- જરૂરી તત્વો તે લઇ લે છે. બાકી બચ્યું તે કોઈને કોઈ સ્વરૂપે નિકાલ કરે છે. (મળ-મૂત્ર) આમ, પાણીના નિકાલ માટે માટે પણ પાનઅપાન એળે કે વાયુ ની આવશ્યકતા છે. પાણી પોતાની જાતે આગળ શરીરમાં વધી શકતું નથી, જો આમ જ હોય તો તે શરીરની સફાઈ કઈ રીતે કરી શકે ?

 
શરીરની સફાઈ વાયુથી ની મદદ વળે થાય છે. જ્યારે મળત્યાગ કરીએ છીએ ત્યારે જે દબાણ કે પ્રેશર આવે છે તે પાણીથી નથી આવતું પરંતુ વાયુથી આવે છે. મળને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ વધવા / આગળ ધકેલવાનું કામ વાયુ દ્વારા જ થાય છે. મળ જ નહિ પરંતુ મૂત્ર નાં ત્યાગ માટે પાણીનું કોઈ જ દબાણ કામ કરતુ નથી પરંતુ પેશાબને ધક્કો મારીને બહાર કાઢવાનું કામ વાયુ કરે છે.

 
આમ પાણી થી સફાઈ થાય છે તે માન્યતા ધરાવી, વધુ પાણી પીવું જરૂરી છે કે ઊઠતાની સાથે જ પાણી પીવું જરૂરી છે તે ભ્રમ કાઢી નાખવો જરૂરી છે. હકીકતમાં વધુ પડતું પાણી પીચાથી શરીરની જે સફાઈ થાય છે તે એવું બને કે રોકાઈ જાય ? પરિણામે  અનેક રોગો ઉદભવે છે., જે આપણે શંકા સમાધાન – (૩) માં આ અગાઉ જોઈ ગયા.

 
સવારે પાણી પીવાથી પેટ સાફ થતું જ હોય તો ચિકિત્સાની રીતે કોઈ વખત તે પ્રયોગ કરવામાં કશો જ વાંધો નથી. જેમ કે, આપણે હિમેજ, હરડે, ત્રિફળા ચૂર્ણ, દિવેલ વગેરે રેચક પદાર્થો નો ઉપયોગ કોઈ કોઈ સમયે કરતાં જ હોઈએ છીએ અને તેનાથી પેટ સાફ પણ આવે છે. અથવા તો તેને આપણે ઔષધિ માનીએ છીએ. જેથી તેના વધુ પડતા કે નિયમિત ઉપયોગ કરવાથી દૂર રહીએ છીએ. એજ રીતે જ્યારે પાણીને આપણે ઔષધિ ન માણતા નિર્દોષ માનીએ છીએ, જેથી તેની ટેવ પડી જાય તો પણ આપણને વાંધો નથી. હકીકતે પાણી તો નિર્દોષ જ છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે.

 
ટૂંકામાં પાણી પી ને આડકતરી રીતે પેટ સાફ કરવાની ભ્રમણામાં ન રહેતા ‘નવી ભોજન પ્રથા’ માં સૂચવેલ એનીમા દ્વારા (સાધનથી) સાદા પાણીથી સીધી જ સફાઈ વધુ સારી છે. અને જરૂર નથી કે મારી વાતને સીધે સીધી માની લેવી, તમે જાતે વિવેકબુદ્ધિપૂર્વક પ્રયોગ કરી અનુભવ લઇ શકો છો.. આમાં નથી કોઈ ખર્ચ, કે નથી કોઈ આડ અસર, અને જો પરિણામ આપણું ઈચ્છિત આવે તેમ ઇચ્છતા હોય તો … ‘નવી ભોજન પ્રથા’ અપનાવી અનુભવ શા માટે ન કરીએ ? બસ આપનો ‘ભ્રમ ભાંગો અને ક્રાંતિ’ લાવો.

 

 
પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ ના સ્વમુખે ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૩)  માં … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને સમજીએ ..

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી અમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તેમના આભારી રહીશું.

 

 
અહીં ડૉ. સૌરભ ત્રિવેદી,  ગાંધીઘર, કછોલી,  ની સમજ અને માર્ગદર્શન આપ સર્વેની જાણકારી માટે સાભાર સ્વીકાર કરી નીચે મૂકેલ છે, જેનાં પર એક દ્રષ્ટિ કરી લેવા વિનંતી…

 
“More Dishes = More Disease”

 
મિત્રો, હાલની આપણી ખાન-પાનની આદતોને ધ્યાનમાં લેતા આ વાક્ય આપણે ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે, આપણે આપણા આહારને વધુ પડતો ‘Complex’ બનાવી દીધો છે. (ગૂંચવી દીધો છે.)

 
સીધો અને સુપાચ્ય આહાર લેવાને બદલે આપણે સ્વાદ ને ધ્યાનમાં રાખીને વધુમાં-વધુ પ્રોસેસ કરેલો આહાર અને એ પણ એકસાથે લેવા માંડ્યા છીએ. અને એ તમામ આહારની પ્રકૃતિ અલગ-અલગ હોય છે, સામાન્ય નિયમ એવો હોય કે અલગ અલગ પ્રકૃતિના આહાર સાથે ન લેવા જોઈએ. જે આપણે મોટે ભાગે પાળતા નથી.

 
એક સાદા ઉદાહરણથી સમજીએતો આપણને જો મનગમતા વિષય પર લગભગ ૧૦૦૦ શબ્દોનો નિબંધ લખવાનું કહેવામાં આવે તો આપ ૨૦-૩૦મીનીટમાં ખુબ સરળતાથી લખી લેશો, પરંતુ સાથે એ પણ કહેવામાં આવે કે આ નિબંધની એક લાઈન અંગ્રેજીમાં, બીજી ગુજરાતીમાં, ત્રીજી હિન્દીમાં લખવાની છે, તો આ કામ દરેક માટે અઘરું થઇ જશે, સમય પણ વધુ લાગશે. આપ આ ત્રણેય ભાષા જાણતા  હોવા છતાં લખવામાં વધુ શ્રમ-સમય વધુ લાગશે.

 
બસ ,આજ હાલત આપણા પેટની થાય છે, જયારે આપણે એને દાળ, ભાત, શાક, રોટલી, સંભારો, અથાણું, ચટણી, ફરસાણ, મીઠાઈ, ફ્રુટ, દહીં-છાસ વગેરે એકસાથે એકજ સમયે આપીએ છીએ. આપણું જઠર ગૂંચવાઈ જાય છે.

 
આપણા જઠરમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી જેવા દરેક ઘટકો પચાવવા માટે અલગ-અલગ પાચક રસોની વ્યવસ્થા છે, વળી આ દરેક ઘટકોનું શરીરમાં શોષણ પણ અલગ-અલગ રીતે થાય છે. એકસાથે આપેલો આહાર જઠર પચાવશે તો ખરા પણ તેમાં શ્રમ-સમય બંને નો વ્યય થશે.

 
ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે જમ્યા પછી પેટ ભારે લાગે છે, ગેસ, અજંપો અનુભવાય છે. આળસ આવે છે, પછી લોકો ઉપાય તરીકે ઈનો કે મુખવાસની જેમ ખાઈ શકાતી દવાઓ નો સહારો લેતા હોય છે.

 
ભોજનને જેટલું સાદું અને સરળ બનાવશો. તેટલું પચવામાં હલકું રહેશે.

 
સાભાર : – ડૉ. સૌરભ ત્રિવેદી, ગાંધીઘર, કછોલી, મો. ૯૮૭૯ ૪૪૩ ૭૭૬.

‘શંકા સમાધાન’ … (૩) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૮)’ …

‘શંકા સમાધાન’ … (૩/૨) …નવી ભોજન પ્રથા … . (ભાગ-૮)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત)..

 

 

 New Bhojan Pratha.4

 

 

આજે  ફરી આપણે   ‘શંકા સમાધાન’  દ્વારા  એક નવા પ્રશ્ન ને તપાસીશું અને ‘નવી ભોજન પ્રથા’ માં આપણી શંકાનું સમાધાન કરવા કોશિશ કારીશું.   ‘શંકા સમાધાન’  શ્રેણી  અન્વયે  અનેક પ્રશ્નો ને ધીરે ધીરે અહીં આવરી લેવામાં આવશે.  આમ છતાં, આપના મનમાં કોઈ પ્રશ્ન કે શંકા ઉદભવતી હોય તો,  વિના સંકોચ અમોને કોમેન્ટ્સ બોક્ષ દ્વારા  આપના પ્રતિભાવ મૂકી જાણ કરશો, જે સવાલ રૂપે અહીં આવરી લઈશું અને આપ ઇચ્છશો તો આપના ઈ મેઈલ દ્વારા પણ તેનું સમાધાન ડાયરેક્ટ કરી આપવા કોશિશ કરીશું. … આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 

શંકા – (૩) : બધા જ પાણી ખૂબ પીવાનું કહે છે, જ્યારે તમે પાણી ઓછું પીવાનું કહો છો.. !  આ વાત ગળે ઉતરતી નથી.

  

સમાધાન :

બાલુભાઈ ચૌહાણ :  વાત સાચી છે.  સમાજમાં હાલ આ માન્યતા પ્રવર્તે છે.  હું પણ તે માન્યતાનો જ શિકાર થયેલ હતો.  રાત્રે ત્રાંબા નાં લોટામાં ભરી રાખેલ પાણી સવારે મોં સાફ કરીને તુરત જ (નરણા કોઠે)  પાણી પી જતો.  બાદમાં ‘પાણીપથી’  ની માન્યતા ખૂબ જ ચાલી.  સવારે ઊઠતાની સાથે જ મોં સાફ કર્યા વગર જ (વાસ મોંથી)  ૧.૬ લીટર પાણી પી જતો અને દિવસ દરમ્યાન વધુમાં વધુ પાણી પીવાની ટેવ પાડેલ.  જેનાથી શરીરની સફાઈ સારી થાય છે તેમ માનતો હતો.

 

પરંતુ જ્યારે એ ખ્યાલ આવ્યો કે આપણું શરીર ભગવાને જ બનાવેલ છે.  એટલે કે  તે  GENERATOR    છે.  તે જ   સંચાલન કરે છે  એટલે કે તે OPERATOR   છે.  અને તે સંહારક છે, એટલે કે  તે જ DESTROYER   છે.    ( આથી જ તો  તે GOD =ગોડ = ભગવાન છે.)  જેથી ભગવાનના કાર્યમાં ડખલ કરવી તે ડાહપણ નથી.  તેને જ્યારે પાણીની જરૂર હશે ત્યારે તૃષા (તરસ)  લગાડી સંકેત આપશે અને જેવી જરૂરીયાત સંતોષાઈ જશે કે તુરત જ તૃપ્તિનો સંકેત આપશે.  મતલબ કે ઈચ્છા થાય ત્યારે જરૂરી (પર્યાપ્ત) માત્રામાં પાણી પીવું જોઈએ.  ‘નહીં ઓછું કે નહીં વધુ’.  ઓછું પાણી પીવાનો સવાલ જ આથી રહેતો નથી.  ઓછું પાણી પીવું તેવું કહેતા જ નથી.  પરંતુ સાથોસાથ એ પણ  સમજવું અતિ આવશ્યક છે કે વધુ પાણી પીવું પણ સારું નથી બલ્કે નુકશાનકારક છે.  આ વાત ખાસ સમજી લેવી જરૂરી છે.  કારણ કે વધુ પાણી પીવાથી ફાયદા જ ફાયદા છે તેવો સમાજમાં સર્વત્ર ખ્યાલ પ્રવર્તી રહ્યો છે.  જેનું સીધું ખંડન કરવું ખૂબ જ મુશ્કેલ છે.  આથી જુદી જુદી રીતે તેને સમજવાની કોશિશ કરીએ.

 

 • ‘અતિ સર્વત્ર વર્જયત્રે’
 • લંઘનમ્ પરમ ઔષધમ્’

 

આ કેહવતો અનુસાર વધારે પડતું પીવાતું પાણી નુકશાનકારક છે.

 

પાણીની જ બાબતમાં આ વાત માત્ર કેહવતના આધારે નહીં પણ હકીકતોથી તપાસીએ.

  

આગળ જણાવ્યું તેમ ‘પાણીપથી’  મુજબ હું સવારે ઉઠીને વાસી મોંએ પાણી પીતો, તેમજ દિવસ દરમ્યાન વધુ પાણી પીતો.  મારો અનુભવ એવો રહ્યો છે કે પેટ સાફ રહેતું.  પાણી પીતા જ દસ્ત/સંડાસ જવાનું મન થતું અને ખુલાસાથી પેટ સાફ થતું – પરંતુ સમય જતાં એવી સ્થિતિ આવી ગઈ કે પાણી ન પીવાય તો પેટ સાફ થાય જ નહીં.  વધુમાં પેટ (ફાંદ)  વધવા લાગી, વજન વધવા લાગ્યું.  અશક્તિ, બેચેની, થાક, માથાનો દુઃખાવો વગેરે જણાવવા લાગ્યા.  અમારા ગ્રુપમાં મારા એક ડોક્ટર મિત્ર (એમ એસ –સર્જન)  પણ પાણી પ્રયોગ કરતા હતા.  તેમનો અભિપ્રાય મેં જાણ્યો તો તેમણે પણ મને જણાવ્યું કે મારૂં પેટ વધવા લાગ્યું (જાણે કે જળોદરનો રોગ લાગુ પડ્યો હોય)  આથી મેં પાણી પ્રયોગ બંધ કરી દીધેલ છે.

  

આના ઉપરથી અન્ય સંપર્કમાં આવતા અનેક લોકોની મેં પૂછપરછ કરવી ચાલુ રાખી જેઓ આવો પ્રયોગ કરતાં હતા અથવા તો એક યાં બીજા કારણોસર પ્રયત્નપૂર્વક વધુ પાણી પીતા હતા અને મેં જોયું કે તે તમામે તમામ એક યાં બીજા રોગોનો ભોગ બનેલ હતા.  કોઈ બ્લડ પ્રેશર તો કોઈ પથરી તો કોઈને ડાયાબીટીસ વગેરે …  વિવિધ રોગોના શિકાર હતા.  આમ છતાં તેઓ માણી રહ્યા હતા કે વધુ પાણી પીવાના કારણે જ તેઓના રોગ કાબુમાં છે.  અનેક રીતે સમજાવવા છતાંય તે સમજવા તૈયાર જ ન હતા.  કારણ કે ચિકિત્સકોએ એવો ડર પેસાડી દીધેલ કે પાણી બંધ કરવામાં તેઓ મોટું જોખમ સમજતા અને તેથી જોખમ લેવા હરગીજ તૈયાર ન હતા.

  

મેં પાણી –બિનજરૂરી, વધારાનું, તરસ લાગ્યા સિવાયનું પીવાનું બંધ કર્યું.  આજે અઢાર અઢાર વર્ષથી વધુ સમયનાં વહાણા વાઈ ગયા.  હંમેશનો હાલનો મારો સરેરાશ પાણીનો વપરાશ દૈનિક પા લીટરથી  (૨૫૦ એમ.એલ)  પણ ઓછો છે.  ભર ઉનાળામાં, મુસાફરી દરમ્યાન કે મહેનતનું કામ કર્યું  હોય તે વખતે પણ વધુ પાણીની જરૂર પડતી નથી.  ચાલુ ઉનાળામાં ત્રણ મહિનામાં ત્રણ લીટર પણ પાણી પીધું ન હતું.  જો કે તે માટે ખોરાક જવાબદાર હતો.  પૂરતા પ્રમાણમાં ટમેટા, પાલખ, ધરો, રજકો વગેરે ખવાતા જેથી પાણીની જરૂર રહેતી નહીં.  ચાર દિવસ સુધી હવા પર – નિર્જળા ઉપવાસનો પ્રયોગ કર્યો છતાં ઉપવાસ દરમ્યાન કે ઉપવાસ બાદ પણ પાણી પીવાની (કે ખાવાની)  પણ ઈચ્છા થતી ન હતી.  શક્તિ, સ્ફૂર્તિ, તાજગી વધેલ હતા.  ઊંઘ પણ સારી આવતી હતી.  હા, વજન રોજનું એક કિલો પ્રમાણે ઘાટું હતું.  આવું જ અન્ય સર્વેના કિસ્સામાં પણ જણાયું છે.

  

પાણીને લગતી આ જ વાત બીજી રીતે ચકાસીએ. (ખેડૂત સાથેનો મારા વાર્તાલાપ દ્વારા જાણીએ)

 

સવાલ : હું ખેડૂતોને પૂછતો હોઉં છું કે,

 

 • આ વખતે સક્કર ટેટ્ટીમાં મીઠાશ કેમ ઓછી છે ?
 • આ વખતે કેરીમાં કૂદરતી મીઠાશ કેમ જણાતી નથી ?
 • આ વખતે ઘઉં /બાજરી વગેરે કેમ નિસ્તેજ, ડાઘાવાળા, ચીમળાઇ ગયેલ – ટૂંકમાં બિન તંદુરસ્ત કેમ જણાય છે ?

 

જવાબ : કોઈપણ વિસ્તારનો ખેડૂત હોય કે ખેત મજૂર પણ હોય, તો એનો જવાબ એક જ હોય છે કે ‘તેને પાણી જરૂર કરતાં વધુ મળ્યું છે.’   માટે તે પાક બીન તંદુરસ્ત છે.

  

સવાલ : કોઈ કોઈને વળી હું બીજી રીતે પણ પૂછું છું કે, તમારી પાસે પુષ્કળ પાણી છે, ચોવીસ કલાક વિજ પુરવઠો પણ મળે છે તો તમે તમારા ઘઉં / રજકો / શાકભાજી વગેરેને પાણી કેટલું આપશો ?

 જવાબ : તો સૌનો એક સરખો જવાબ હોય છે કે – ‘જેટલું જરૂર હોય તેટલું’

  

સવાલ :  વધારે પાણી આપીએ તો શું થાય ?

 જવાબ : તો તેઓ કહે કે છે કે છોડની વૃદ્ધિ બરોબર નહીં થાય, છોડ પીળા પડી જશે, કોહવાઇને નાશ પણ પામશે અને પાકનો ઉતારો વધુ નહીં આવે.  તેમજ પાક બિન તંદુરસ્ત થશે.

  

સવાલ : છોડ ને પાણી જરૂર છે કે નહીં તેની તમને કેમ ખબર પડે ?

 જવાબ :  છોડ લંઘાવા માંડે( થોડો નિસ્તેજ જણાય/ મુરઝાઈ જાય)  તેમજ જમીન પણ સૂકાઈને તિરાડ થવા લાગે એટલે અમે સમજીએ કે હવે છોડ પાણી માગે છે /  જમીન પાણી માગે છે.

 

સવાલ : તમે જે પાણી આપો છો તે ઓછું કે વધુ આપો છો તેનો કોઈ માપદંડ ખરો ?

જવાબ :  ભારતમાં જે રીતે છોડને પાણી અપાય છે તે જ રીત વાજબી નથી તેવું ઇઝરાયલની ફુવારા પદ્ધતિ – ટપક પદ્ધતિથી મળતા તંદુરસ્ત મબલખ પાકથી સાબિત થયેલ છે.  આથી ભારતમાં પણ ફુવારા પદ્ધતિ નો અમલ થઇ રહ્યો છે જેથી ઓછામાં ઓછા પાણીથી સારી ગુણવત્તાનો (નિરોગી) મબલખ પાક મેળવી શકાય.

  

સવાલ :  પાણીને ખાતર સાથે કોઈ સંબંધ ખરો ?

 જવાબ :  એ તો ખરો જ ને !  વધુ ખાતર વધુ પાણી માગે.  વળી છાણીયા ખાતર કરતાં રાસાયણિક ખાતર પણ વધુ પાણી માગે.

 

સવાલ :  વધુ ખાતર આપો અને વધુ પાણી પણ આપો તો વધુ અને સારો પાક થાય ને ?

 જવાબ :  ના રે !  એમ તે હોતા હશે !  એ તો જેટલો થાતો હોય એટલો જ થાય, ઉલટાનું વધુ ખાતર અને વધુ પાણીથી તો પાકને નુકસાન જ થાય.  ફુવારા પદ્ધતિથી ઓછા ખાતર-પાણીથી પણ સારો પાક થાય.

 

અંતમાં એક સવાલ : ફુવારા પદ્ધતિને તમોએ સારી ગણીને અપનાવી અને તેના ફાયદાઓ પણ મેળવ્યા.  એ જ પદ્ધતિ તમો તમારા દેહરૂપી ખેતર માટે ન અપનાવી શકો ?  કે તે માટે પ્રયોગ ન કરી શકો ?

જવાબ :  હેં .. હેં … હેં … કરતાં ખંધુ હાસ્ય બાદ, જણાવે છે કે મને તો ડોકટરે ખૂબ જ પાણી પીવાની સલાહ આપી છે.  ઓછા પાણીથી તે કેમ ચાલે ?  બસ !  આજ હાલત આપણા સૌની છે.

  

આ લખાણ ચાલુ હતું ત્યારે જ સિંચાઈ ખાતાના એક નિવૃત કર્મચારી મને મળ્યા હતા.  તેમણે બનેલી એક સત્ય ઘટના કહી સંભળાવી.

  

૧૯૬૩ નાં અરસામાં ધારી (જી.અમરેલી)  નાં ખોડિયાર ડેમમાંથી પહેલી વખત જ્હેદૂતોને પાણી આપવાનું હતું જેથી ‘મફત’ અપાયું.  ખેડૂતોને ગામોગામ જઈને સમજણ આપવામાં આવી કે પાણી મફતમાં જ મળશે પરંતુ તેનો જોઈતા પ્રમાણમાં જ ઉપયોગ કરજો.  પરંતુ ખેડૂતોએ એટલું પાણી પાયું કે વધુ પડતા પાણીને કારણે ઘઉંનો પાક જ નિષ્ફળ ગયો.  ત્યાર પછીના વર્ષોમાં પણ વધુ પડતા પાણીની અસર જમીન પર રહી અને પાકને માંથી અસર કરી ત્યારે ખેડૂતો કહેવા લાગ્યા કે વધુ પડતા પાણીનાં કારણે જમીન ઠંડી [પડી ગઈ છે.  જેથી પાક બરોબર આવતો નથી.

 

ઉપરોક્ત ખેતીના ઉદાહરણ અને સવાલ જવાબરૂપ વાર્તાલાપ  દ્વારા આટલી બાબત તો સપષ્ટ થાય છે કે –

 

 • વધુ પડતા પાણીથી પાક બિન તંદુરસ્ત અને ઓછો થાય છે.
 • છોડ મુર્ઝાઈ કે લંઘાઈ જાય છે તમે લાગે ત્યાર બાદ જ પાણી અપાય.
 • ફુવારા પદ્ધતિથી અપાતું ઓચ્ચામાં ઓછું  (એટલે કે ખરેખર જેટલી જરૂરીયાત છે તેટલું, નહીં ઓછું કે નહીં વધુ.)  પાણી જ શ્રેષ્ઠ પરિણામ દાયક છે.
 • પાણીને ખાતર સાથે સંબંધ છે.  ખાતરના પ્રકાર મુજબ પાણીની ઓછા-વત્તા પ્રમાણમાં જરૂર રહે.

 

 • બસ, આ તમામ બાબત આપણને પણ લાગુ પડે છે.  આપણા માટે –
 • વધુ પડતા પાણી પીવાથી રોગ થાય છે, તેમજ કાર્યક્ષમતા ઘટે છે.
 • તરસ લાગે પછી જ પાણી પીવાય.  (લંઘનમ્ પરમ ઔષધમ્)
 • પર્યાપ્ત માત્રામાં – નહીં વધુ તેમજ નહીં ઓછું લેવાતું પાણી જ શ્રેષ્ઠ પરિણામ દાયી છે.
 • પાણીને ખોરાક સાથે સંબંધ છે.  ખોરાકના પ્રકાર મુજબ પાણીની જરૂરીયાત ઓછે-વત્તી થઇ શકે છે.

 

અહીં આપણા કર્મની કઠણાઈ એ છે કે પોતાની જાતને બુદ્ધિશાળી સમજનાર મનુષ્ય – જીવ ખુદને ઓળખી શકતો નથી.  વધુને વધુ પાણી પી ને રોગોને નોતરે છે, દૂધ જે માનવજાતનો ખોરાક નથી તેને શક્તિદાયક સંપૂર્ણ આહાર, કેલ્શિયમ વર્ધક વગેરે માની માનીને ઢીંચયે રાખે છે અને વણજોઈતા રોગોને નોતરે છે.  ‘સમતોલ આહાર’ નાં નામે માંસાહાર બને છે અને અમૃતસમા આહારને રાંધીને મૃત બનાવી- બનાવીને ખાય છે.  સાત્વિક ભોજનને સત્વહિન બનાવીને ખાય છે અને રોગોને પોષે છે.  આવી ગંભીર ભૂલો પોતે કરે છે અને દોષારોપણ અન્ય કિટક જીવો જેવા કે મચ્છર – માખી, બેક્ટેરિયા, આબોહવા વગેરે પર કરીને તે જીવોનો નાશ કરવા તત્પર રહે છે.  પોતાના જીવન માટે અન્ય જીવોનો ખાત્મો બોલાવી દેતા માણસ સહેજ પણ ખચકાતો નથી.

 

ટૂંકામ બીજા બદલે કે ન બદલે, પરંતુ જે રોગોના ભોગ બનેલા છે કે બની રહ્યા છે તે વ્યક્તિઓ એ સભાનતા કેળવી જાતે જ પોતાની રહેણી કરણી – ખોરાકમાં બદલાવ લાહવો જ રહ્યો, નહિંતર ???? 

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ ના સ્વમુખે ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૨)  માં … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને સમજીએ ..

 

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી અમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તેમના આભારી રહીશું.

 

 

‘નવી ભોજન પ્રથા’  માટે આપના નજીકનાં માર્ગદર્શક / સૂત્રો  નો સંપર્ક કરવા નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો.  : 

 

 

અહીં ક્લિક કરશો :  testimonies of centre incharge

 

 

(‘નવી ભોજન પ્રથા’ અપનાવ્યા બાદ સાધકે પોતાની સાધના દરમ્યાન મેળવેલ પરિણામ ની વિગત અહીં જે તે સંપર્ક સૂત્રો સાથે અલગથી આપ સર્વેની જાણકારી માટે દર્શાવેલ છે.  આપ આપની નજીકના સંપર્ક સૂત્રોનો  રૂબરૂ /ફોન દ્વારા સંપર્ક કરી વધુ વિગત મેળવી શકો છો.)

‘શંકા સમાધાન’ … (૨) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૭ )’

‘શંકા સમાધાન’ ….(૨) …  “નવી ભોજન પ્રથા” …  (ભાગ-૭ )  … 

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત)..
Suprintending Engineer(Retired)G.E.B.

 

 

DAIET PLAN.1

 

 

આવતાં દસ-પંદર વર્ષો બાદ ઘણાં ઘરોમાં એક વિચિત્ર દ્રશ્ય જોવા મળશે. આરોગ્ય જાળવીને જીવતો પંચોતેર વર્ષનો જુનવાણી બાપ તેના  પચાસ વર્ષના આધુનિક પુત્રની ખબર કાઢવા હોસ્પિટલ જશે.     …   ગુણવંત શાહ   


 

‘દવાઓથી રાહત છે, રોગ નાશ નહિ’

ભોજનથી વજન વધે છે, શક્તિ નહિ’

 

બધાં દુઃખોનું કારણ શરીરમાં રહેલ મળ છે તે સમજથી નવી ભોજનપ્રથા ને અમલવારીમાં મૂકવામાં આવે, તેમજ નિર્જળા અને કાચું તે સાચું જો સમજમાં આવે તો તમારી સાધનામાં સવિશેષ ફાયદો જોવા મળશે.  એનિમાનો ઉપયોગ પણ સરળ છે.

 

આપણે ‘શંકા સમાધાન’ અન્વયે આ અગાઉ ની પોસ્ટમાં … ‘હાલની ભોજનપ્રથા’ માં શું ખામી છે?  તે વિશે જાણકારી મેળવી અને તેનું સમાધાન કર્યું.  આજે આપણે ‘નવી ભોજન પ્રથા’ શું છે ?  તે વિશે જાણકારી મેળવીશું અને મનનું સમાધાન કરીશું.

 

શંકા : નવી ભોજન પ્રથા’ શું છે ?

 

સમાધાન : શ્રી બાલુભાઈ ચૌહાણ :  શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને ગીતાજ્ઞાન આપે છે ત્યારે એક વાત કહે છે કે આ પુરાતન યોગ પહેલાં મેં સૂર્યને કહેલ.  સૂર્યએ મનુને અને મનુએ ઈક્ષ્વાકને કહેલ અને કાળે ક્રમે તે નષ્ટ થઇ ગયો છે.  અતિ પુરાણો હોવા છતાં પણ તારા માટે તે નવો છે.

 

આ જ રીતે ‘નવી ભોજન પ્રથા’ એ ખરેખર  અતિ પુરાણી છે.  જેને આપણે ‘પ્રાકૃતિક ભોજન પ્રથા’ તરીકે જાણતા હતા.  આપણા ઋષિ – મુનિઓ એ વર્ષોની તપશ્ચર્યા દરમ્યાન અપનાવેલ અને આજે પણ તે ચાલુ જ છે, પરંતુ કાળક્રમે તે નષ્ટ થઇ ગઈ – વિકૃત થઇ ગઈ છે.   જેથી આજે આપણા માટે તે નવી કહી શકાય.

 

હકીકતમાં સાચી ભોજન પ્રથા તો એ છે કે ઈશ્વરે દરેક જીવ માટે તેનો ખોરાક – આહાર નક્કી કરેલ છે તે મુજબ માનવ દેહ માટે વનસ્પતિજન્ય એટલે કે શાકાહાર નક્કી કરેલ છે જેથી શાકાહાર જ કરાય.   દૂધ વનસ્પતિજન્ય નથી, તે પશુજાન્ય ખોરાક હોઈ તેથી દૂધ અને તેની બનાવટ નો ઉપયોગ ન કરવો જોઈએ.  કૂદરતે વનસ્પતિજન્ય ખોરાક સૂર્ય તાપથી જ બનાવેલ હોય, ત્યારબાદ, ફરી તે ખોરાકને ચૂલે ન ચડાવવો જોઈએ.  કારણ કે તેથી તેમાં રહેલ રસ-ક્ષ અને તત્વને આપણે બાળીને નાશ કરીએ છીએ.  આમ, આપનો ખોરાક માત્ર ને માત્ર વનસ્પતિજન્ય અને એટલું જ નહિ તે જે અને તે સ્વરૂપે લેવો જરૂરી છે. 

 

આપણે જાણીએ છીએ કે અન્ય શાકાહારી જીવો કે જે ભક્ષ કરીને ખોરાક લેતા નથી, તેઓ કૂદરતી વનસ્પતિ પર જ જીવન નિર્વાહ કરતા હોય તેઓ આપણા કરતાં નિરોગી સદા હોય છે.  તેઓ સામાન્ય સંજોગમાં ગંદા પાણી પીતા હોય છે કોઈ દિવસ અન્ય વિશેષ કાળજી  તેઓ પોતાના શરીરની અલગથી રાખતા ન હોવા છતાં તેઓ આપણી સ્સરખામણીમાં ખૂબજ નિરોગી હોય છે. 

 

 જ્યારે આપણે અનેક રાંધેલા ખોરાક અને પીવાના પાણી – (મિનરલ પાણી)  વિગેરે માટે વિશેષ કાળજી  દાખવતા હોય છે.  દરેક બાબતમાં અનેક સ્વચ્છતા પણ આપણે જાળવતા હોઈએ છીએ.  એટલું જ નહિ અમૂક કુટુંબમાં તો ખોરાક તૈયાર કરવામાં આવતો હોય ત્યારે શુદ્ધ અને સાત્વિક વાતાવરણ જળવાઈ તે માટે ઈશ્વરના નામનું રટણ પણ કરવામાં આવતું હોય છે.  આમ છતાં આપણે અનેક રોગોથી પીડાતા હોઈએ છીએ.  બસ, આ સમયે આપણે આપણી જાતને પૂછવું જરૂરી છે કે આમ કેમ બને છે ?  શું આપ સર્વેને એવું નથી લાગતું કે અહીં આપણે જાગવું જરૂરી છે ?   આપણે આપણી જો કાંઈ ભૂલ જણાય તો સુધારવી જરૂરી છે ?   જે બિમાર નથી નિરોગી છે કે પ્રમાણમાં ઓછા બિમાર છે તેને સમજવા જોઈએ અને તેને અનુસરવું જોઈએ.   આમ જોતાં સાચી ભોજન પ્રણાલી ભગવાને આપેલ ખોરાક જેના તે સ્વરૂપે અપનાવવો એ છે.   રાંધેલ ખોરાક કે માંસાહાર તેમજ દૂધ કે દૂધની બનાવટો ન લેવી જોઈએ. અને આ પ્રકારની વાત હું સમજુ છું કે કોઈપણ ને હરગિજ તૂરત સ્વીકાર્ય નહી હોય તે એટલું જ સાચું છે.

 

આથી મધ્યમ માર્ગ શોધવો રહ્યો.  જેથી દૂધ અને ધૂધ્ની બનાવટો તેમજ રાંધેલ ખોરાક –આહાર પણ લઇ શકાય તેમ છતાં નિરોગી રહેવાય, બિમાર ન પડાય.  આથી તડજોડ કરી અને અનેક વર્ષોના જાત અનુભવ બાદ  વિશેષ ધ્યાન રાખી અને સૌને અનુકુળ રહે તે પ્રકારની નવી ભોજન પ્રથા ખાસ આ પ્રકારે વિકસાવેલ છે …

 

 • સવારે ઊઠીને ઓછમાં ઓછું છ કલાક સુધી પાણી પેટમાં પધરાવવું નહિ. એટલું જ નહિ પરંતુ કંઈ પણ ખાવું પણ નહિ. ‘નિર્જળા ઉપવાસ એ જ ઉત્તમ ગણવો.’

 

 • બપોરે આગાળ જણાવ્યું તે મુજબ ‘કાચું તે સાચું’  ગણીને આપણને ઈશ્વરે આપેલ  જે કાંઈ વનસ્પતિ ઉપલબ્ધ છે, જેવી કે … દરેક પ્રકારની ભાજી – પાન, ફળ- ફૂલ, (પાન એટલે કે નાગરવેલના પાન, બીલી પત્ર, તુલસી પત્ર, રજકો-ગદબ આ તેમજ આવા અન્ય …) લીલાં શાકભાજી વગેરે … તે બધું રાંધ્યા વગર કાચે કાચું ખાવું.  જરૂર જણાય ત્યાં તેનો રસ કાઢીને પી શકાય છે.  આ ઉપરાંત તે પીસીને ચટણી સ્વરૂપે પણ લઇ શકાય છે.  આ ઉપરાંત મરી -મસાલા – તેજાના નો ઉપયોગ કે છંટકાવ કરી ને પણ કાચું ખાઈ શકાય તેમજ રસ પી શકાય છે.

 

 • રાત્રે ફક્ત એક વખત કોઇપણ વસ્તુ જે ભાવે તે રાંધેલ ખાઈ શકાય છે.  જેમ કે દાળ, ભાત-શાક, કાઢી, રોટલી, ખીચડી, દૂધ, મીઠાઈ, અથાણા, પાપડ જે કાંઈ ઈચ્છા થાય તે.   પરંતુ અહીં એક વિશેષ ખ્યાલ રાખવાનો છે કે રાંધેલ ખોરાકમાં ૬૦% કે તેથી વધુ લીલા શાકભાજીનો ઉપયોગ કરવો અને બાકી ૪૦ % માં અન્ય ખોરાક લઇ શકાય છે.  ટૂંકમાં અનાજ ઓછું પરંતુ વનસ્પતિ વધુ.

 

સાચું તો એ છે કે  :

 

“શિરામણ, બપોરા કે વાળુ
રસોડા ને મારી દો તાળું”

 

“બ્રેકફાસ્ટ, લન્ચ કે ડીનર
જે કાચું ખાઈ તે વીનર”

 

બસ, ઉપરોક્ત સૂચવેલ પદ્ધતિ અને સુત્રો ને  અપનાવી લો અને પછી જુઓ કે રોગ કેવી રીતે પૂંઠ પકડીને ભાગે છે…

 

મિત્રો આજે આટલું બસ, હવે પછી આપણે જોઈશું નવો પ્રશ્ન … “બધા જ પાણી ખૂબ પીવાનું કહે છે, જ્યારે તમારી પદ્ધતિમાં પાણી ઓછું પીવાનું કહો છો … આ વંત કાંઈ ગળે ઉતરતી નથી…”  આ શંકાને તપાસીશું.. અને સમાધાન મેળવીશું.

 

www.newdiet4health.org
Visit UTube : B.V. Chauhan

 

‘તમે આ  સંદેશ  તમારા મિત્ર – પરિવારમાં  મોકલશો, જેના ભાગ્યમાં હશે અને તે આ પદ્ધતિ અપનાવશે;  તો તેને જરૂર ફાયદો થશે.’  

 

તો ચાલો મિત્રો,  આજે આપણે ‘નવી ભોજન પ્રથા’ નાં પ્રણેતા … શ્રી બાલુભાઈ ચૌહાણ ….(અમરેલી)  નાં સ્વમુખે   ‘નવી ભોજન પ્રથા’ …  વિશે  …  વિડીયો (કલીપ) લીંક દ્વારા રૂબરૂ જાણીએ …  (આપને અમારો આ પ્રયાસ પસંદ આવશે તો અન્ય વિડીયો કલીપ પણ હવે પછી મૂકતા રહીશું.  જેમાં આપ  ‘નવી ભોજન પ્રથા’ આપનાવનાર અનેક સાધકોના સ્વાનુભવ તેમના મુખે જ જાણશો અને  માણશો….

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી અમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

નોંધ : જે કોઈ મિત્રોએ ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – હિતાર્થે  અહીં બ્લોગ પોસ્ટ ઉપર અથવા અમારા અહીં દર્શાવેલ મેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તેમના આભારી રહીશું.

શંકા સમાધાન … ‘નવી ભોજન પ્રથા’ … (ભાગ -૬) …

‘શંકા સમાધાન’ …‘નવી ભોજન પ્રથા’ … (ભાગ -૬) … 

 

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત)..
Suprintending Engineer(Retired)G.E.B.

 

  RAW GREEN VEGETABLES

 

 

માફ કરશો મિત્રો,  થોડા સમયથી ઉપરોક્ત શ્રેણીને અમો અમારા સ્થળાંતરનાં  કારણ સર આગળ વધારી શકેલ નહિ, આજથી ફરી શ્રેણીની નિયમિતતા જળવાઈ રહે  તે માટે અમારી નમ્ર કોશિશ રહેશે…

 

આપણે આગળ જોઈ ગયા કે ‘નવી ભોજન પ્રથા’ શું છે ?  અને તેમાં આપણું કાર્ય શું  અને શું છે? પરંતુ, અહીં મૂળ વાત એ છે કે  આપણો જે જૂની ઘરેડમાં (ટેવથી) ઉછેર થયો હોય, તેમાંથી તૂરત કે આસાનીથી બહાર આવી જવું કે   ‘નવી ભોજન પ્રથા’  ને  સ્વીકારવી એટલી આસાન નથી તે આપણે સૌ કોઈ સમજી શકીએ છીએ.  આપના દિલો દિમાગમાં અનેક પ્રશ્નો ની ઝડી વરસતી હોય છે જેમ કે  ….

 

૧]  હાલની ભોજનપ્રથામાં શું ખામી છે કે તમો નવી ભોજન પ્રથાનો આગ્રહ રાખો છો ?

૨] નવી ભોજન પ્રથા શું છે ?

૩] સવારનું પાણી સફાઈકારક નથી ?

૪] પાણી ઓછું શા માટે પીવું ?  જો કે ડોક્ટર કહે છે કે દિવસ દરમ્યાન ૧૦ લીટર પાણી પીવું જરૂરી છે !

૫] પાણીની પર્યાપ્ત માત્રા શી રીતે નક્કી થાય ?

૬]  ઉનાળામાં તેમજ મુસાફરી દરમ્યાન શું વધુ પાણી ન પીવું પડે ?

૭]  ફ્રિઝનું કે માટલાનું કયું પાણી સારું ?

૮]  ફિલ્ટર્ડ, મિનરલ કે વરસાદી – કયું પાણી સારું ? …..  વિગેરે …  આ તેમજ આવા ૧૦૦ થી વધુ  પ્રશ્નો અમારા દિમાગમાં  ઉપજ્યા હતા, અને તે દરેકનું સમાધાન અમોએ જાત પર પ્રયોગ કરી મેળવેલ છે …

 

જો કોઈપણ શંકાનું સમાધાન ન થાય તો તે કાર્ય કરવામાં કોઈ ભલીવાર નાં જ હોય ને ?  બસ  તે કારણ સર, આજથી આપણે અનેક પ્રશ્નોને અહીં ‘શંકા સમાધાન’ હેઠળ આવરી લેઈશું અને ધીરે ધીરે  તેના સમાધાન ને શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબના સ્વઅનુભવ દ્વારા જાણીશું અને માણવા કોશિશ કરીશું  એટલું જ નહિ પરંતુ  સાથે સાથે શક્ય હશે ત્યાં સુધી અનેક સાધક નાં અનુભવો પણ જાણવા કોશિશ કરીશું અને તે અહીં માણતા રહીશું …

 

આજે સૌ પ્રથમ આપણે પહેલી શંકાનું સમાધાન કરવા કોશિશ કરીશું…

 

પ્રશ્ન  :  ૧]  ‘હાલની ભોજનપ્રથા’માં શું ખામી છે કે તમો ‘નવી ભોજનપ્રથા’ નો આગ્રહ રાખો છો ?

 

સમાધાન :

 

બાલુભાઈ ચૌહાણ :  હાલની ભોજન પ્રથા મેં મારા જીવનના શરૂઆતનાં અમૂલ્ય કહેવાય તેવા ૪૭ વર્ષ સુધી અપનાવી.   મારું બચપણ ખૂબજ બીમારીઓ થી ભરેલું રહ્યું.  બિમારીઓથી બચવા/ બિમારીઓ દૂર કરવા અનેકવિધ પ્રયત્નો કર્યા.  ખૂબ કસરતો કરી, યોગાસન, પ્રાણાયામ, રેઈકી, પાણીપથી, શિવામ્બુ થેરાપી, કૃત્રિમ હાસ્ય વગેરે દરેક પથીનો સહારો લીધો, પણ ધાર્યો ફાયદો મળતો ન હતો.  યુવાનીમાં જ ઘડપણ આંબી ગયું.  અકાળે વાળ સફેદ થઇ ગયા.  આંખે ચશ્માં આવ્યા, કાને સંભળાતું ઓછુ થઇ ગયું.  થાક, બેચેની, માથાનો દુઃખાવો, ચામડીના રોગો, ઋતુ પરિવર્તનની અસર, વારંવાર મેલેરિયા થઇ આવવો, શરદી –ઉધરસ પીછો છોડે નહીં.  એલોપેથીક, આયુર્વેદની દવાઓની સાથે દૂધ પીધું – ઘીનો ખોરાક રાખ્યો.

 

ચાહ તો બચપણથી ચાખી જ નથી તેમજ પાન-બીડી-સિગારેટ –તમાકુ જેવા સામાન્યથી માંડીને કોઈપણ પ્રકારનું વ્યસન ક્યારેય કર્યું નથી.  એટલું જ નહી પરંતુ બજારુ ખોરાક પણ જીંદગીભર ખાધો નથી, ડુંગળી લસણ પણ ખાધા નથી.  શુદ્ધ ને સાત્વિક ગણાતો ખોરાક –આહાર જ જીવનભર લીધો.  આમ છતાં બિમારીએ પીછો છોડ્યો નહિ અને તે ધીરે ધીરે વધતી જ ગઈ.

 

જો કે સમાજમાં ચારે બાજુ એક નજર કરી તો મારાથી પણ બદતર – ખરાબ હાલતવાળા લોકો મોટે ભાગે દરેક જગ્યાએ દેખાતા હતા, જેથી મનોમન થોડું સાંત્વન ચોક્કસ મળતું હતું.  પરંતુ માનવ જાતને છોડી અન્ય જીવો તરફ દ્રષ્ટિ કરી તો તેઓ પ્રમાણમાં ખૂબજ નિરોગી જણાતા હતા, આથી મનમાં સતત નિરોગી રહેવાની ઝંખના ચાલુ જ રહેતી.  બસ, આજ કારણે મને ઝંપીને બેસવા દીધો નહિ અને સતત મારા પર સંશોધન ચાલુ કર્યા અને પરમકૃપાળુ  ઇષ્ટની કૃપા અને માર્ગદર્શન સતત મળતા રહ્યા સાથે સાથે મદદ સતત મળતી રહી અને એક તબક્કે એવું લાગ્યું કે જે કાંઈ આજ સુધી સાચું માની  ચાલતો હતો સારું માની ચાલતો હતો તે બધું જ ખોટું અને ખરાબ જણાયું.  મન મૂંઝાઈ ગયું, બુદ્ધિ પણ બેર મારી ગઈ, ચિત્ત ચકરાવે ચડી ગયું અને વિજ્ઞાન વિપરિત અને વિનાશકારી –વિકૃત જણાવવા લાગ્યું.

 

આવે સમયે નક્કી કરવું મુશ્કેલ હતુ કે સાચું શું ?  આપણે નક્કી કરેલ વિજ્ઞાન નાં મત મુજબ દૂધ સંપૂર્ણ આહાર તરીકે માનવામાં આવે છે.  દૂધ, ઘી, સૂકા મેવા વગેરેને શક્તિદાયક માનવામાં આવે છે તેમજ રાંધેલ ભોજન સુપાચ્ય તેમજ કેલેરીયુક્ત ગણવામાં આવે છે તે સાચું કે અન્ય જીવો દ્વારા લેવામાં આવતો રાંધ્યા વિનાનો કાચો આહાર-ખોરાક ની જેમ આપણે પણ કાચો આહાર લેવો સાચો ?  શું રાંધેલ ખોરાક મળ સમાન ગણવામાં આવ્યો  છે તે સાચું ?  હવે મતિ મુંઝાણી.  પૂછવું તો કોને પૂછવું ?  કોઈપણ ને પૂછીશ તો હાલની પ્રવર્તતી માન્યતા ને વૈજ્ઞાનિક આધાર ગણી તેને જ સમર્થન આપવામાં આવશે જે સહજ અને સ્વભાવિક છે.  જેથી કોઈનો પણ અભિપ્રાય લેવો અર્થહીન હતો.  જ્યારે તદ્દન વિરોધાભાસી બે સિદ્ધાંતો પોતે જ સાચા છે તેવી દ્રઢતાથી ઉભા છે.  નક્કી મારે જ કરવાનું હતું કે કોણે માન્યતા આપવી ?  ખૂબજ મનોમંથન ચાલ્યું અને અંતે નક્કી કર્યું કે આજે પ્રવર્તતી માન્યતા પ્રમાણે તો ૪૭ વર્ષ જીવ્યો અને જે કાંઈ પરિણામ છે તે મારી સામે જ હતું.  તો શા માટે હવે શાસ્ત્ર આધારિત તદ્દન વિપરીત અને ખોટા જણાતાં સિદ્ધાંત નાં પ્રયોગને ન અપનાવવો ?   ‘કાચું એ જ સાચું’ એ નિયમને ત્યારથી અપનાવવાનું નક્કી કરી અને વિના વિલંબ તે પ્રયોગ હાથ ધર્યો અને કદાચ તમારા માનવામાં ન આવે પરંતુ તૂરત જ તેનું પરિણામ હકારાત્મક જોવા મળ્યું જેને ચમત્કારી પરિણામો  પણ કહી શકીએ.  બસ, પછી નિર્ધાર કરી લીધો કે જે માર્ગ ‘કાચું એ જ સાચું’ અપનાવ્યો છે, તે પર હવે ડગ્યા વિના આગળ વધવું.

 

કદાચ તમને અંધશ્રદ્ધા લાગશે કે ખોટી માન્યતા લાગશે, પરંતુ એ હકીકત છે કે ગણતરીના દિવસોમાં જ મારી તમામ શારીરિક તકલીફોમાં રાહત જોવા મળી અને કદાચ અતિશયોક્તિ કહી શકો પણ થોડા જ દિવસોના પ્રયોગમાં મારી શારીરિક દરેક તકલીફો – રોગો ક્યાં અલોપ થઇ ગયા ! તેની સુધ્ધા મને ખબર ન પડી.  એટલું જ નહિ જેને રોગની ગણનામાં લેતા નહિ તેવા રોગ અને તકલીફો કે જે છૂપી રહી કાર્યરત હતી તે પણ દૂર થવા લાગી.

 

બસ, હવે મને લાગ્યું કે મને સાચો માર્ગ મળી ગયો છે.  પરંતુ મારું માનશે કોઈ ?  મારા જેવા અનેક રોગીઓ સંસારમાં પડેલ છે અને તેઓ પીડાઓ થી રીબાઈ છે. તેઓની તકલીફો દૂર કરવા નો વિચાર આવ્યો પરંતુ  તેઓ સુધી આ વાત કેમ પહોંચાડવી ?  બસ, આ સવાલે મને મારી જાત પર વધુ પ્રયોગ કરવા માટે પ્રેરાયો.   અને અનેક શંકાઓ જાત સાથે ઊભી કરી અને તેના સમાધાન મેળવ્યા.  આવા પ્રયોગ કોઈ એકાદ – બે મહિના માટે જ નહી કરેલ, પરંતુ નવ નવ વર્ષ કે તેથી વધુ સમય માટે જાત પર કર્યે રાખ્યા અને શક્ય તેટલી તમામે તમામ બાજુએથી જ્યારે પારદર્શક્તાથી સ્પષ્ટ તારણ પર આવ્યો, કે હાલની આપણી ભોજન પ્રથા ભૂલ ભરેલી છે અને જેને કારણે આ બીમારીઓ આવીને ધામા નાખે છે.

 

માત્ર રૂા. ૨૦/- વ્યક્તિ દીઠ દૈનિક દવાનો ખર્ચ ગણાવામાં આવે તો પણ વાર્ષિક ૪૪૦,૦૦૦,૦૦૦૦૦,૦૦૦ એટલે કે અંદાજીત ચુમાલીસ લાખ કરોડ રૂપિયા દુનિયામાં માનવીના ખિસ્સામાંથી બિન ઉત્પાદક ખર્ચમાં વપરાય છે.  આ થઇ આંકડાકીય માહિતી- માયાજાળ.  પરંતુ તેના પરિણામ સ્વરૂપ જે રોગથી માનવજાત પીડ્યા છે, કાર્યક્ષમતા તેમની ઘટે છે, જીવન જીવવામાં કોઈ રસ રહેતો નથી, સ્વભાવ ચિડ્યાપણો, સ્વાર્થી, ઝઘડાખોર, અંધશ્રદ્ધાળુ થઇ જાય છે અને આ સ્વર્ગરૂપી ધરતી પર જ નરક (નર્ક) નો અનુભવ કરીએ છીએ તેનું મૂલ્ય કઈ રીતે ઓછું આંકવું ?  ‘કાચું એ જ સાચું’  અપનાવવાથી મારા જીવન નિર્વાહ નો ખર્ચ માસિક અડધાથી પણ ઓછો થઇ ગયો.  સામે જીવન જીવવાનો અકલ્પ્ય આનંદ મળવા લાગ્યો, તેનું મૂલ્યાંકન કઈ રીતે આંકી શકાય ?  લાગે છે કે આ જીવનમાં જ પ્રભુની પરમકૃપા વરસી અને તેની પ્રાપ્તિ થઇ ગઈ.

 

ટૂંકમાં ‘કાચું એ જ સાચું’ અપનાવવાથી અસાધ્ય મનાતા રોગ જેવા કે ડાયાબીટીસ, દમ, માઈગ્રેન, બી.પી. , ફરતો વા, સંધિવા, સાંધાના દુઃખાવો, ઢાંકણી નાં દુઃખાવો, ટી.બી. એટલું જ નહિ પણ સૌથી દુષ્કર અને અસાધ્ય મનાતો રોગ કેન્સર સુધ્ધામાં ગણતરીના દિવસોમાં રાહત થઇ ગયેલ જોવા મળેલ છે.  હાર્ટ એટેક માં બાયપાસ સર્જરી સુધ્ધાં મુલત્વી રાખ્યાના અનેક કિસ્સાઓ નોંધાયેલા જોવા મળ્યા છે.  ઉપરોક્ત દરેક હકીકતને સાધક નાં અભિપ્રાય રૂપે જાણવા અમારી ‘સ્વદર્શન’ વેબસાઇટ www.swadarshan.webs.com ની મુલાકાત લેશો.  જેમાં સાધક તેના અનુભવ પોતાના નામ-એડ્રેસ સાથે જણાવે છે.  જેમનો સંપર્ક પણ તમે જાત અનુભવ મેળવવા કરી શકો છો.

 

બસ હવે તમારે જ નક્કી કરવાનું છે કે ‘હાલની ભોજનપ્રથા’ માં શું ખામી છે ?  શા માટે  આપણે અહીં સૂચવેલ ‘નવી ભોજન પ્રથા’ અપનાવી  જોઈએ કે તે તરફ મન વાળવું  જોઈએ  અને તેનો જાત અનુભવ કરવો  જોઈએ ? … 

 

‘નવી ભોજન પ્રથા’ માં નવું કશું જ નથી, જે પ્રથા આપણા પૂર્વજો, ઋષિ – મુનિઓ તેમની વર્ષોની તપશ્ચર્યા દરમ્યાન અપનાવેલ ‘પ્રાકૃતિક ભોજન પ્રથા’ છે.., અને આપણે જાણીએ છીએ કે તેઓનું આયુષ્ય કેટલું લાંબુ રહેતું અને તેઓ કેટલા સશક્ત અને તંદુરસ્તી ધરાવતા હતા ? ‘નવી ભોજન પ્રથા’  ફક્ત હાલની રીત – ધારણા પ્રમાણે આપણી  સમજ નવી હોય તેને આપણે ‘નવી ભોજન પ્રથા’  કહી શકીએ કે તે નામે ઓળખી શકીએ.  હકીકતમાં તે શાસ્ત્રોક્ત – પૂરાણ પ્રમાણે જૂની જ છે.. (ગૂગલ મહારાજ નો સહારો લઇ આપ www.newdiet4health.org  ની સાઈટ પરથી સર્ચ કરી વધુ માહિતી મેળવી શકો છો.)

 

બસ આ જ કારણ છે કે હું ‘નવી ભોજન પ્રથા’  અપનાવવાનો આગ્રહ રાખવા લાગ્યો.

 

હવે પછી આપણે અહીં દર્શાવેલ બીજી શંકા …   ‘નવી ભોજન પ્રથા શું છે ?’  તેનું સમાધાન કરીશું  અને તે વિશે જાણીશું … 

 
 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

નોંધ : જે કોઈ મિત્રોએ ‘કાચું એ જ સાચું’  ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય અને તેઓના આજ સુધીના કોઈ અનુભવ હોય તો મહેરબાની કરી આપના અનુભવ અન્યની જાણકારી અને કલ્યાણ -ભલા માટે અહીં બ્લોગ પોસ્ટ ઉપર અથવા અમારા અહીં દર્શાવેલ મેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવી શકાય તો જણાવશો તો અમો તમારા આભારી રહીશું.

 

‘નવી ભોજન પ્રથા’  માટે આપના નજીકનાં માર્ગદર્શક / સૂત્રો : ( ‘નવીન ભોજન પ્રથા’ વિશે વિશેષ માહિતી  મેળવવા અથવા   ‘નવી ભોજન પ્રથા’ અપનાવ્યા બાદ સાધના દરમ્યાન ઉદ્દભવતા પ્રશ્નનું  સમાધાન મેળવવા અહીં દર્શાવેલ  સંપર્ક સૂત્રોમાંથી આપના નજીકના સંપર્ક સૂત્રોનો આપ રૂબરૂ /ફોન દ્વારા સંપર્ક કરી શકો છો.)

 

 

ક્રમ શહેર/ગામ માર્ગદર્શક નું નામ સંપર્ક નંબર (+૦૦)
૦૧
અમરેલી
શ્રી બી. વી. ચૌહાણ સાહેબ
+૯૧ – ૦૨૭૯૨-૨૨૬૮૬૯
૦૨
અમદાવાદ
૧] દિનેશભાઈ એન. પટેલ
+૯૧ – ૦૯૯૨૫૬૯૮૮૦૧
 
 
૨] શ્રી દિલીપભાઈ પી. પટેલ
+૯૧ – ૦૯૯૨૫૬૯૮૮૦૧
 
 
૩] શ્રી મુકેશભાઈ ઠક્કર
+૯૧ – ૦૯૮૭૯૫૮૨૯૧૧
૦૩
આણંદ
શ્રી આર.એસ. પરમાર
+૯૧ – ૦૯૮૨૫૭૧૭૭૭૫
૦૪
બેંગ્લોર
૧] શ્રી પ્રિયાબેન વી. કાલીનાની
+૯૧ – ૦૮૮૮૪૪૦૭૦૪૩
 
 
૨] શ્રી મોરારજીભાઇ પટેલ
+૯૧ – ૦૯૪૪૮૩૮૪૪૭૫
 
 
૩] શ્રી રમેશભાઈ વાગડીયા
+૯૧ – ૦૯૮૪૫૩૭૫૫૭૭
૦૫
ભરૂચ
શ્રી પી. જે. પટેલ
+૯૧ – ૦૯૭૨૫૦૧૭૫૯૧
૦૬
ભાવનગર
૧] શ્રી મહેન્દ્રકુમાર પોપટલા બોસમીયા
+૯૧ – ૦૯૪૨૭૪૫૬૭૫૫
 
 
૨] શ્રી ભજનભાઈ કિમતાણી
+૯૧ – ૦૨૭૮ – ૨૫૨૨૨૨૧
 
૦૭
જામખંભાળીયા
શ્રી વિનુભાઈ કોટેચા
+૯૧ – ૦૯૪૨૮૩૧૮૪૧૧
૦૮
જામનગર
શ્રી પી. વી. ખોલિયા
+૯૧ – ૦૯૪૦૮૩૧૮૬૫૪ /  -૦૨૮૮- ૨૫૭૬૭૮૦
૦૯
જેતપુર (પાવી)
(જીલ્લો-વડોદરા)  શ્રી અશ્વિનભાઈ એસ. ભગત
+૯૧ – ૦૯૭૨૬૦૮૫૭૪૦
૧૦
જુનાગઢ
શ્રી જનકભાઈ ઉચ્ચાટ
+૯૧ – ૦૨૮૫ – ૨૬૨૫૬૬૧
૧૧
કોડીનાર
શ્રી નીલેશ એચ. વૈષ્ણવ
+૯૧ – ૦૯૮૯૮૧૭૧૮૫૫
૧૨
ખેડબ્રહ્મા
શ્રી ખીમજીભાઈ માવજીભાઈ પટેલ
+૯૧ – ૦૯૪૨૮૭૭૦૯૬૦
૧૩
મહુવા
શ્રી નિતેશકુમાર શેઠ
+૯૧ – ૦૯૯૨૪૬૩૩૦૩૭
૧૪
નડિયાદ
શ્રી બીપીનભાઈ વકીલ
+૯૧ – ૦૯૮૨૫૧૪૧૨૦૨
૧૫
નવસારી
શ્રી ત્રિકમભાઈ ભલસોડ
+૯૧ – ૦૯૯૭૪૦૬૩૦૯૪
૧૬
પાલીતાણા
શ્રી રોહિતભાઈ ગોટી
+૯૧ – ૦૯૨૨૭૭૭૨૨૪૬
૧૭
પોરબંદર
શ્રી વિનોદભાઈ કોટેચા
+૯૧ – ૦૯૪૨૭૨૨૮૫૦૧
૧૮
રાજકોટ
૧]  શ્રી પ્રતાપભાઈ ચૌહાણ
+૯૧ – ૦૯૯૯૮૯૫૪૬૬૫
 
 
૨]  શ્રી વિઠ્ઠલભાઈ પાંચાણી
+૯૧ – ૦૯૮૭૯૯૬૪૪૧૧
૧૯
રાજુલા
શ્રી રમણીકભાઈ ગોરડીયા
+૯૧ – ૦૯૮૨૪૨૮૯૭૩૨
૨૦
સાવરકુંડલા
શ્રી મનોજભાઈ રમેશભાઈ ગોહેલ
+૯૧ – ૦૯૪૨૮૬૧૮૩૩૩
૨૧
શિહોર
શ્રી નયનભાઈ જારાવાલા
+૯૧ – ૦૯૮૯૮૮૧૬૯૧૬ / ૦૯૪૨૮૪૩૧૯૨૮
૨૨
સૂરત
૧] શ્રી કાળુભાઈ સાવલિયા
+૯૧ – ૦૯૯૭૯૪૭૦૮૬૨
 
૨૨
સૂરત
૨]  શ્રી મહેન્દ્રભાઈ કોરાટ
+૯૧ – ૦૯૩૭૫૭૨૩૪૦૮
૨૩
સૂત્રાપાડા
(વેરાવળ) શ્રી પી. બી. પટેલ
+૯૧ – ૦૯૯૨૫૨૦૮૭૯૪
૨૪
વડોદરા
૧] શ્રી જયંતભાઈ ટી. પટેલ
+૯૧ – ૦૨૬૫ – ૨૬૪૭૯૮૭ / ૨૬૩૩૮૯૪
 
 
૨]  શ્રી પી.બી. પટેલ
+૯૧ – ૦૯૯૨૫૨૦૮૭૯૪
૨૫
વલસાડ
શ્રી નિશાબેન
+૯૧ – ૦૯૩૭૫૫૪૪૯૧૦
૨૬
વાપી
શ્રી બીપીનભાઈ અમીન
+૯૧ – ૦૯૮૨૫૧૧૮૪૮૨
૨૭
વેરાવળ
૧]  શ્રી જયંતીભાઈ જારસાણીયા
+૯૧ – ૦૯૪૨૮૮૪૨૨૦૯
 
 
૨]  શ્રી હિતેષભાઈ મોહનભાઈ રાઠોડ
+૯૧ – ૦૯૯૨૪૬૯૪૯૬૯
૨૮
વિજાપુર
શ્રી બાબુભાઈ કાશીરામ પટેલ
+૯૧ – ૦૯૪૨૭૦૭૧૯૩૨
૨૯
વીસનગર
શ્રી મહેશભાઈ પીંડરીયા
+૯૧ – ૦૯૪૨૮૬૬૫૬૧૨
૩૦
મુંબઈ (પરા)
૧]  શ્રી અનિલભાઈ ચૌહાણ (બોરીવલી)
+૯૧ – ૦૯૮૨૦૫૨૨૦૦૭
 
 
૨]  શ્રી ગીરીશભાઈ દોશી (ઘાટકોપર)
+૯૧ – ૦૯૩૨૪૦૩૩૦૮૩
 
 
૩]  શ્રી રાજુભાઈ સરવૈયા (મલાડ)
+૯૧ – ૦૯૮૯૨૩૧૮૧૧૬
 
 
૪]  શ્રી મનસુખભાઈ પટેલ (મુલુન્ડ)
+૯૧ – ૦૯૯૬૭૦૫૨૫૮૨
૩૧
મુંબઈ
શ્રીમતિ અલ્પાબેન સુનિલભાઈ નાગડા
+૯૧ – ૦૯૮૯૦૯૪૪૩૬૬
૩૨
થાણા (મુંબઈ)
શ્રીમતિ ગોસરાણી મંજુલાબેન કેશવજી
+૯૧ – ૦૯૩૨૪૦૦૧૫૫૬
૩૩
વસઈ રોડ
શ્રી આર. વી. ચૌહાણ (જી. થાણે)
+૯૧ – ૦૯૩૨૩૦૩૦૮૨૪
૩૪
ખારઘર
શ્રી તુલસીભાઈ કે. પટેલ (નવી મુંબઈ)
+૯૧ – ૦૯૮૨૦૨૩૬૮૬૪
૩૫
જલગાંવ
શ્રી નંદલાલ વી. પટેલ
+૯૧ – ૦૯૪૨૩૧૮૭૦૫૨
 
૩૬
નાસીક
શ્રીમતિ હર્ષિદાબેન શાહ
+૯૧ – ૦૭૬૨૦૧૦૫૯૬૧
૩૭
દાપોલી
શ્રી ગૌતમભાઈ કે. પટેલ (રત્નાગીરી)
+૯૧ – ૦૯૦૨૮૪૯૯૦૮૮ / ૦૯૪૨૩૨૮૬૯૬૧
૩૮
નાની દમણ
શ્રી મનસુખભાઈ વી. પટેલ
+૯૧ – ૦૯૪૨૭૮૬૪૨૩૨
૩૯
રાજસમન
(રાજસ્થાન) શ્રી લલિતભાઈ
+૯૧ – ૦૯૪૧૪૧૭૨૦૦૮
 
 
 
 
 
 
વિદેશમાં સંપર્ક સૂત્રો
 
૦૧
દુબઈ
શ્રી જગદીશભાઈ નાયક
+૯૭૧ – ૫૦૭૨૯૬૫૯૫ / ૫૦૬૨૮૨૨૭૦
૦૨
પાકિસ્તાન
શ્રી અકીલ અહેમદ
૦૫૦૭૪૫૫૯૫૭
૦૩
સ્પેઇન
શ્રી રવિગુરુ
૦૯૮૧૯૭૭૨૭૧૧
૦૪
લંડન
શ્રી કલ્પનાબેન જે. શાહ
+૪૪ – ૨૦૩૫૯૨૯૯૫૬ / ૭૪૨૪૧૧૧૮૪૫
૦૫
કેનેડા
શ્રી શંકરભાઈ જી. પટેલ
+૧ -૪૧૬-૭૪૯-૨૪૨૨
૦૬
યુ.એસ.એ.
શ્રી હરિવદન મણિલાલ પટેલ
+૧ -૨૫૨-૭૨૧-૩૫૨૧

નોંધ : + નિશાની જે તે દેશનાં  કોડ નંબર  છે.  લોકલ કોલમાં તે કોડ નંબરનો ઉપયોગ કરવાનો રહેતો નથી.  * + એટલે ૦૦ ત્યારબાદ દેશનો કોડ.  દરેક દેશના કોડમાં ૦૦ સૌ પ્રથમ આગળ લાગશે.          નોંધ :અહીં આપેલ માર્ગદર્શક સૂત્રોની યાદી આખરી યાદી ન હોય, અન્ય સંપર્કની વિગત અમને પ્રાપ્ત થયે અહીં પ્રસિદ્ધ કરવા નમ્ર કોશિશ કરીશું….’દાદીમા ની પોટલી’

 

સાવધાન  :

 ‘પ્રાકૃતિક -નવી ભોજન પ્રથા’  …  વિશે  લેખક  શ્રી નાં સ્વાનુભવ આધારિત લેખક શ્રી દ્વારા અહીં જાણકારી આપવામાં આવેલ છે, કોઇપણ  પ્રથા ને અપનાવતી સમયે આપ આપની રીતે, યોગ્ય જાણકારી મેળવી – પોતાનો સ્વ-વિવેક પૂર્ણ તયા વાપરી, જરૂર લાગે તો કોઈ હેલ્થ પ્રોફેશનલને કન્સલ્ટ કરી પછી જ ( અનુભવી કે તજજ્ઞ નાં માર્ગદર્શન  સાથે જરૂરી ચકાસણી કર્યા બાદ) આપની જ અંગત જવાબદારી ને ધ્યાનમાં રાખી અપનાવશો..  આ કોઈ અંધશ્રદ્ધા નો વિષય  કે વાત નથી.  …. આભાર ! ‘દાદીમા ની પોટલી’

દૂધ ખરેખર અહિંસક આહાર કહેવાય ?  … (ભાગ -૫) …

દૂધ ખરેખર અહિંસક આહાર કહેવાય ?  … – આચાર્ય વિજયનંદિઘોપસૂરિ …
“ નવી ભોજન પ્રથા ” … (ભાગ -૫) …

 

પ્રણેતા : .
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત)..
Suprintending Engineer(Retired)G.E.B.

  
 milk

 

 

શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ પ્રબોધેલ અહિંસા ખૂબ જ સૂક્ષ્મ છે.  તેનું સમગ્ર સાધુ-સાધ્વીએ પાલન કરવાનું છે, પરંતુ આજના વિષમ કાળમાં એ શક્ય છે ખરું ?  શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીના મુખ્ય ગણાતા શ્રમણોપાસકો અર્થાત્ શ્રાવકો ૫૦-૬૦ ગોકુળના માલિક હતા અને એક ગોકુળમાં ૧૦,૦૦૦ ગાયો રહેતી હતી.  ત્યારથી આપણા જૈન સમાજમાં અને જૈન વિધિ –વિધાનમાં દૂધ-દહીં તથા ઘીનો ઉપયોગ પ્રચૂર માત્રામાં થતો આવ્યો છે અને આજે પણ તે ચાલુ છે,  પરંતુ આજે પશુપાલન એ એક સામાન્ય વ્યવસાય ન રહેતાં એક પ્રકારની ઈન્ડસ્ટ્રી થઇ ગયો છે ત્યારે આ અંગે બૌધિકોમાં તીવ્ર ચર્ચા તથા ગંભીરતાપૂર્વક વિચારણા ચાલુ થઇ છે અને જૈન સમાજના અગ્રણી આચાર્ય ભગવંતો સમક્ષ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.

 

 

અમેરિકામાં વીગન – Vegan  (શુદ્ધ શાકાહારી –  absolutely no animal product to use in our life)    સોસાયટીની સ્થાપના ૧૯૬૦માં કરવામાં આવી છે.  તેના મુખ્ય સ્થાપક એચ.જય દિનશાહ ભારતમાં જન્મેલા અને જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતોને આગળ વિકસાવીને તેમણે શુદ્ધ શાકાહારી સંસ્થાની સ્થાપના કરેલી.  આજે યુ.કે. અને અમેરિકાની વીગન સંસ્થાના ૬ કરોડથી વધારે સભ્યો છે.  તેનાં મુખ્ય પ્રબોધક છે શ્રી ચિત્રભાનુ તથા શ્રીમતી પ્રમોદાબહેન.

 

 

હિન્દુસ્તાનમાં શાકાહરી (વેજિટેરિયન)  સમાજ સૌકાઓથી અસ્તિત્વ ધરાવે છે.  આ સમાજ કોઈ પણ જાતના હિંસક પ્રાણીજન્ય પદાર્થોનો પોતાના આહારમાં ઉપયોગ કરતો નથી.

 

 

આમ છતાં ઉપર જણાવ્યું તેમ ભોજનમાં તથા જૈન-જૈનેતર મંદિરોમાં કરવામાં આવતાં વિધિ-વિધાનો, પૂજા-પાઠમાં દૂધ – દહીં, ઘી વગેરનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરે છે.  તે સાથે પૂજામાં રેશમી વસ્ત્ર, જાપ, સામાયિક વગેરેમાં ઊનનાં વસ્ત્ર, મોતીની માળા, હિન્દુ સંન્યાસીઓ મૃગચર્મ કે વ્યાધચર્મનો આસન તરીકે ઉપયોગ કરે છે.  તેની સામે અમેરિકામાં અસ્તિત્વમાં આવેલ આ વીગન સમાજના સભ્યો દૂધ-દહીં, ઘી, પનીર, રેશમ, ઊન, મોતી, ચામડું, મધ વગેરે બધા જ પ્રકારની પ્રાણીજ વસ્તુઓનો ત્યાગ કરે છે.  તેના વિકલ્પમાં તેઓ સોયાબીનમાંથી મેળવેલ દૂધ વગેરેનો તથા સિન્થેટિક કે એક્રેલિકની વસ્તુઓનો ઉપયોગ કરે છે.

 

 

પરંતુ આજ દૂધ-દહીં ઉત્પાદ એક મોટો ઉદ્યોગ (ઇન્ડસ્ટ્રીઝ) સ્વરૂપે સ્થાપિત થઇ ચૂક્યો છે ત્યારે આ અંગે આપણે વિચાર કરવો જરૂરી લાગે છે.

 

 

ભારતમાં ચલતા ડેરી-ઉદ્યોગમાં ગાય-ભેંસ વગેરે દૂધ આપતાં પશુઓનું કેવું અને કઈ રીતે શોષણ થાય છે તે અંગેની એક વિસ્તૃત સચિત્ર તથા લાઈવ –વિડીયો સાથેનો અહેવાલ શ્રી ચિત્રભાનુની પ્રેરણાથી People for the Ethical Treatment of Animals  (PETA),  INDIA  સંસ્થાએ આપ્યો છે.  તેની એક નકલ મારી પાસે આવી છે.  તેના સારાંશ નીચે પ્રમાણે છે.

 

 

ગાય-ભેંસ સામાન્ય રીતે બહુ બુદ્ધિશાળી પ્રાણી છે.  તે ઘણી વાતો ઘણા લાંબા સમય સુધી યાદ રાખે છે.  તેમાં એ પણ જાણવા મળ્યું છે કે ગાય-ભેંસ સમાજની સાથે વિવિધ પ્રકારે સંબંધ રાખે છે.  કેટલીક ગાય અન્ય ગાય-ભેંસ કે મનુષ્ય સાથે મિત્રતા કેળવે છે તો કેટલીક ગાય – ભેંસ અન્ય ગાય-ભેંસ કે મનુષ્ય જે તેમની સાથે સારો વ્યવહાર કરતાં નથી તેની સાથે ગુસ્સો કે દુશ્મનાવટ પણ રાખે છે.  તેની લાગણીઓ પણ વિવિધ પ્રકારની હોય છે એટલું જ નહીં, તે ભવિષ્યની ચિંતા પણ કરવાને શક્તિમાન છે.

 

 

આપણે મનુષ્યોએ ગાય-ભેંસને માત્ર દૂધ પેદા કરનાર એક ફેક્ટરી જ માણી લીધી છે અને તે દૂધ આપતી બંધ થાય કે તરત એને માંસ તથા ચામડા માટે કતલખાને મોકલી અપાય છે.  બીજું, કોઈ પણ પ્રાણી પોતાના પરિવારથી વિખૂટું પાડવા કે મરવા ઇચ્છતું નથી.  એટલે ગાય-ભેંસ પણ પોતાના પરિવારથી વિખૂટાં પાડવા કે મરવા ઈચ્છતા નથી.  એટલે સુધી કે ગાય –ભેંસ વગેરે પોતાનો જીવ બચાવવા ૬-૭ ફૂટ ઊંચી કાંટા ની વાડ કે દીવાલ પણ ઠેકી જાય છે.  પોતાનાં બચ્ચાંને મળવા માટે નદી-નાળાં તરીને ૭ માઈલ દૂર પંહોચી જાય છે.  જ્યારે તેને પોતાના પરિવાર, મિત્રોથી વિખૂટી પાડવામાં આવે છે ત્યારે તે દુઃખી દુઃખી થઇ જાય છે અને આંખમાંથી બોર બોર જેવાં આંસુ પાડે છે.  પોતાનાં બચ્ચાં પ્રત્યેની તેની આસક્તિ એટલી તીવ્ર હોય છે કે બચ્ચાંને વેચી દીધાં પછી, તેને દૂર કર્યા પછી કે તેની કતલ થઇ ગયા પછીએ છ  – છ અઠવાડિયાં સુધી તે પોતાનાં બચ્ચાંને જોવા તલસે છે.

 

 

 

Compassion in World Farming Trust ના જણાવ્યા પ્રમાણે સમ્રગ વિશ્વમાં ૨૨.૫૦ કરોડ ગાય, ભેંસનો ધૂધ મેળવવા માટે ઉપયોગ થાય છે.  આ ગાય-ભેંસ પ્રતિ વર્ષ ૫૦ કરોડ ટન દૂધ પેદા કરે છે.  ગાય-ભેંસ પણ મનુષ્ય સહિત બીજાં બધાં સસ્તન પ્રાણીઓની માફક જ માત્ર પોતાનાં બચ્ચાંના ભરણ-પોષણ માટે દૂધ પેદા થાય છે અને વાછારડાનો જન્મ થતાંની સાથે જ તેના માટે તે દૂધ મુક્ત કરે છે.  ગાય ભેંસ મનુષ્ય માટે દૂધ પેદા કરતી જ નથી.  તેથી ગાય-ભેંસને અત્યારે તબેલાના માલિકો દર વર્ષે ગાભણી (Pregnant)   કરે છે અને સાત મહિના સુધી તે ગાભણી રહે છે.  તે માટે તબેલાના માલિકો કૃત્રિમ ગર્ભધાન કરાવે છે.  દિવસે દિવસે ભારતમાં વધુ ને વધુ સંખ્યામાં ગાય-ભેંસને મશીનથી દોહવામાં આવી રહ્યાં છે.  સ્વાભાવિક છે કે દરેક ગાય કે ભેંસનાં આંચળમાં એકસરખું દૂધ હોતું નથી.  કોઈક ગાય–ભેંસનાં આંચળમાં દૂધ ઓછું હોય અને તેને જ્યારે મશીનથી દોહવામાં આવે છે ત્યારે તે મશીન બધી જ ગાય-ભેંસને એકસરખા સમય સુધી લગાડી રાખવામાં આવે છે.  ત્યારે ઓછું દૂધ ધરાવતી ગાય-ભેંસનાં આંચળમાંથી દૂધ ખલાસ થઇ ગયા પછી તેને સખત પીડા થાય છે એટલું જ નહીં, પણ વધુ સમય મશીન લાગેલાં રહેતાં તેના આંચળમાંથી દૂધને બદલે લોહી પણ આવે છે.  આ રીતે દૂધ લોહીમિશ્રિત બને છે.  પછી તે અહિંસક ક્યાંથી ગણાય ?

 

 

આ તબેલામાં તે ગાય-ભેંસ માટે સાવ સાંકડી જગ્યા હોય છે.  જેમાં તે સુખે બેસી પણ શક્તિ નથી અને પરિણામે તેને ઘણું દુઃખ થાય છે.  તેની રહેવાની જગ્યા પણ ગંદી હોય છે તેથી ઘણા ક્ષુદ્રો જીવો તેને ઉપદ્રવ કરતાં હોય છે.  તબેલાના માલિકો પણ અત્યંત નિર્દય હોય છે.  તેઓમાં દયા-માયા જેવું કોઈ તત્વ જ હોતું નથી.  જે આપણે PETA ના રિપોર્ટ સાથે આવેલી ડીવીડીમાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ.  તેઓને તો વધુમાં વધુ દૂધ મેળવવું એ જ એક લક્ષ્ય હોય છે.

 

 

દરેક તબેલાવાળાને તેની માર્યાદિત જગ્યા હોવાના કારણે એક ગાય કે એક ભેંસના બદલામાં ફક્ત એક જ ગાય-ભેંસ જોઈતાં હોય છે.  જ્યારે દરેક ગાય-ભેંસને તેના સંપૂર્ણ આયુષ્ય દરમિયાન પાંચ સુવાવડ થતી હોય છે.  તેથી પાંચ બચ્ચામાંથી માલિક ફક્ત એક જ માળા વાછરડીને રાખે છે.  તે સિવાયનાં બચ્ચાં ને હોય કે માળા હોય દરેકને તે કતલખાને વેચી દે છે.  ગાય વસૂકી જાય અર્થાત્ દૂધ આપતી બંધ થઇ જાય કે તરત કતલખાને ધકેલી દેવામાં આવે છે.  ટૂંકમાં વાછરડીને દૂધ મેળવવા માટે રાખી હોય છે તે પણ વહેલીમોડી કતલખાને જ જવાની છે તે નિશ્ચિત છે.

 

 

સામાન્ય રીતે ગાય કે ભેંસને ગર્ભધારણ થયા પછી પાંચ કે છ મહિના બાદ તે દૂધ આપતી બંધ થઇ જાય છે, પરંતુ લોભી એવા તેના માલિકો વધુ ત્રણ-ચાર મહિના દૂધ મેળવવા સતત ઓકિસટોસિનનાં ઇન્જેક્શન આપે છે.

 

 

પરમ્પરાગત રીતે ગાય કે ભેંસને તેનાં વાછરડાં ધાવી લે પછીએ જ બાકી રહેલ દૂધ મનુષ્ય પોતાના માટે પોતાના હાથે દોહતો હતો.  વળી દૂઝાણાં પશુઓનું પોતાના પરિવારના એક સભ્ય તરીકે પાલનપોષણ કરતો હતો, પરંતુ આજે ભારતમાં નાના ખેડૂતોનું સ્થાન મોટા ક્રૂર ગણાતા તાબેલાઓએ લીધું છે.

 

 

ગાય કે ભેંસનું આયુષ્ય સરેરાશ લગભગ ૧૮-૨૦ વર્ષ હોય છે, પરંતુ ડેરીની કોઈ પણ ગાય-ભેંસ ફક્ત સાતમે વર્ષે જ કતલખાને કપાઈ જાય છે.  PETAના રીપોર્ટ પ્રમાણે દર વર્ષે ૨૦ ટકા ડેરીની ગાય-ભેંસ કતલખાને જાય છે.  વસૂકી ગયેલી ગાય-ભેંસને કાં તો ભૂખે મારી દેવામાં આવે છે અથવા તો શહેરમાં કે ગામડામાં રસ્તે રખડતી છોડી મૂકવામાં આવે છે.  જેમણે ભારતના ધર્મશ્રદ્ધાળુ લોકો ટુકડો ટુકડો રોટલી વગેરે આપી જિવાડે છે.  હવે જરા વિચાર કરો કે આપણે જે ગાય-ભેંસનું દૂધ વાપરીએ છીએ તે હિંસક ગણાય કે નહીં?

 

 

ગુજરાતના વિશ્વવિખ્યાત અમૂલ ડેરીના સ્થાપક સ્વ. ડૉ.કુરિયન પોતે કહેતા હતા તે પ્રમાણે એકલા મુંબઈમાં જ દર વર્ષે ૮૦,૦૦૦ વાછરડાં આ રીતે બળજબરીથી કતલખાને ધકેલવામાં આવે છે.  વીગન સોસાયટીના સ્થાપક તથા તેના સભ્યોની દલીલ એ છે કે આ નિર્દય હત્યાની જવાબદારી કેવળ ડેરી કે તબેલાના માલિકોની નથી, કારણ કે તેઓ તો દૂધ અને દૂધની બનાવટોના ઉપભોક્તા માટે જ તે ઉદ્યોગ ચલાવે છે, તે દૂધ-દૂધની બનાવટના ઉપભોક્તાની પણ છે.  જો આપણે દૂધ કે દૂધની બનાવટોનો ત્યાગ કરીએ તો ડેરી કે તબેલાવાળા તે મેળવવાનો પ્રયત્ન નહીં કરે.  પરિણામે તેટલી ઓછી હિંસા થશે.  જીવદયાપ્રેમી જેનો થોડી ઘણી ગાય-ભેંસ કે ઘેટાં-બકરાંને પાંજરાપોળમાં નિભાવે છે, પરંતુ તે તો આભ ફાંટયુ છે તેમાં માત્ર એક થીગડા જેવું છે.

 

 

ભારતમાં ડેરી-ઉદ્યોગવાળા કે તબેલાવાળા પશુઓને રાખવા માટેના ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ નક્કી કરેલાં ધારા-ધોરણનું પાલન કરતાં નથી.  તે કારણે ડેરી કે તાબેલાનાં પશુઓ ખૂબ દુઃખી હોય છે અને ડેરીની વસ્તુઓનો ઉપયોગ કરી આપણે તેમના દ્વારા આચરવામાં આવતી નિર્દયતા અને ક્રૂરતાને પ્રોત્સાહન આપીએ છીએ.

 

 

ડેરીની ગાય-ભેંસ કે ગામડાંની ખેડૂતોની ગાય-ભેંસ પણ હવે શુદ્ધ શાકાહારી રહી નથી, કારણ કે કતલખાનાવાળા પ્રાણીઓની હત્યા કરી તેના માણસની નિકાસ તો કરે જ છે, પરંતુ તેનાં હાડકાંમાંથી ફર્ટીલાઈઝર – ખાતર બનાવે છે.  તે આપણા દેશનાં ખેતરોમાં વપરાય છે.  પરિણામે ઘઉં, ચોખા વગેરે અનાજ પણ વાસ્તવમાં અહિંસક રહ્યાં નથી તો બીજી બાજુ કતલ થયેલ ગાય-ભેંસના સુકાઈ ગયેલા લોહી વગેરે નકામા પદાર્થોને દળીને તેનો પશુઆહાર બનાવવામાં આવે છે અને તે ડેરીની તથા અન્ય ગાય-ભેંસને ખોરાક તરીકે આપવામાં આવે છે.  પરિણામે આપણે જે દૂધ-ઘી, ગૌમૂત્ર-છાણ વગેરે પવિત્ર કાર્ય માટે વાપરીએ છીએ તે પણ વાપરવા યોગ્ય હોતું નથી.  પહેલાનાં જમાનામાં તો ગાય-ભેંસ જંગલમાં વિવિધ પ્રકારની વનસ્પતિ-ઘાસ વગેરે ચરતી હતી પરિણામે તેના દૂધમાં વનસ્પતિજન્ય ઔષધીય ગુણો હતા, જે આજની માંસાહારી ગાય-ભેંસનાં દૂધમાં મળવાની કોઈ સંભાવના નથી.  આ જ કારણથી અમેરિકામાં જૈન દેરાસરોમાં દૂધ-ઘી અને ઘી-દૂધમાંથી બનાવેલ મીઠાઈનો ઉપયોગ કરવો કે નહીં કે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ત્યાં કે અહીં પ્રશ્ન એક જ છે.

 

 

આ અંગે અમેરિકામાં વીગન સોસાયટીના વિચારકો અને જૈન દર્શનના નિષ્ણાતો તથા યુવાનોએ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરેલ છે તેનો આપણે શું પ્રત્યુત્તર આપી શકીએ તે પણ વિચારવું અનિવાર્ય છે.

 

 

ગાય-ભેંસ જે દૂધ ઉત્પન્ન કરે છે તે ખરેખર તેમનાં પોતાનાં બચ્ચાં-વાછરડાં માટે ઉત્પન્ન કરે છે.  વસ્તુત: તે આપના માટે છે જ નહીં.  આમ છતાં આપણે તે દોહી લઇ આપણા ઉપયોગમાં લઈએ તો આપણને જીવ-અદ્ત્તાદાનનો દોષ લાગે કે નહીં ?  અદ્ત્તાદાનના ચાર પ્રકાર છે.  ૧. જીવ અદત્ત,   ૨. અજીવ અદત્ત,   ૩.  તીર્થંકર અદત્ત અને   ૪.  ગુરુ અદત્ત.  તેમાંથી અહીં જીવ અદત્ત લાગે કે નહીં ?

 

 

 

ગાય-ભેંસ જે દૂધ ઉત્પન્ન કરે છે તે ખરેખર તેમનાં પોતાના બચ્ચાં – વાછરડાં માટે ઉત્પન્ન કરે છે.  તે વાછરડાંને ધાવતાં છોડાવી, તેને ભૂખ્યાં રાખી કે કતલખાને ધકેલી આપણે આપણા માટે તે દોહી લઈએ તો આપણને અંતરાયકર્મ બંધાય કે નહીં ?

 

 

ખાસ કરીને ડેરીની બનાવટો આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે તે ડેરી સાથે સંકળાયેલ ગાય-ભેંસ અંગે વિચાર કરીએ તો તેનું સામાન્ય આયુષ્ય ૧૮-૨૦ વર્ષ હોવા છતાં ડેરીની ગાય-ભેંસ જન્મના બે વર્ષ બાદ પાંચ વર્ષમાં પાંચ બચ્ચાંને જન્મ આપ્યા પછી કતલખાને ધકેલાઈ જાય છે જેમાં આપણે તેના નિમિત્ત કારણ બનીએ છીએ તો આપણને પંચેન્દ્રિયની હત્યામાં ભાગીદાર બનાવાનું પાપ લાગે કે નહીં?

 

 

ઉપર બતાવ્યું તે રીતે ગાય-ભેંસના ૧૮-૨૦ વર્ષના આયુષ્યમાંથી ફક્ત સાત જ વર્ષમાં તેની હત્યામાં નિમિત્ત બનીએ તો આપણને સોપક્ર્મ આયુષ્યનો બંધ થાય કે નહીં ?  અહીં સોપક્ર્મ આયુષ્ય કોને કહેવાય તે જરા સમજી લઈએ.  ધારો કે એક વ્યક્તિનું આયુષ્ય ૭૫ વર્ષ છે અને તેને જીવનમાં કોઈ જ અકસ્માત કે બીજા કોઈ આઘાતજનક પ્રસંગો બનતા નથી જેના કારણે તેનું આયુષ્ય ટૂંકાઈ જવાની સંભાવના ઊભી થાય તો તેનું નીરૂપક્ર્મ કહેવાય છે.  જ્યારે બીજી વ્યક્તિનું આયુષ્ય ધારો કે ૯૦ વર્ષ છે, પરંતુ તેને ૪૦ વર્ષની ઉંમરે ભયંકર અકસ્માત થાય છે અને તે જ વખતે  તેનું સમગ્ર આયુષ્ય ફક્ત બેઘડીની અંદર કે બે-ત્રણ દિવસમાં જ પૂરું થઇ જાય છે અને મૃત્યુ પામે છે, તો તેનું આયુષ્ય સોપક્ર્મ અને અપવર્તનીય કહેવાય છે, કારણ કે અકસ્માતના કારણે તેના આયુષ્ય કર્મની અપવર્તના થાય છે.  અહીં અકસ્માતને શાસ્ત્રીય પરિભાષામાં ઉપક્રમ કહેવામાં આવે છે તો આ પ્રકારના સોપક્ર્મ આયુષ્ય કર્મનો બંધ આપણને થાય કે નહીં ?

 

 

આપણે જે દૂધ વગેરે વાપરીએ તે પણ સંપૂર્ણ શુદ્ધ આવતું નથી.  તેમાં ઘણી જાતના હલકા નીચલી કક્ષાના પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે જે આરોગ્ય માટે ભયંકર નુકસાન કરનાર હોય છે અને દૈનિક સમાચારપત્રોમાં પણ તે અંગે ઘણો ઊહાપોહ કરવામાં આવ્યો છે, પરંતુ એ બધું આપણા બહેરા કાને અથડાઈને પાછું ફરે છે.

 

 

ટૂંકમાં આજે દૂધ-ઘી પણ પહેલાંના જમાના જેવાં શુદ્ધ આવતાં નથી.  પરિણામે શરીર માટે પોષક બનવાને બદલે રોગ પેદા કરનાર બને છે.  આ સંજોગમાં વાચક-મિત્રોએ શું કરવું તેનો નિર્ણય અમે તેઓની પ્રજ્ઞાબુદ્ધિ ઉપર છોડીએ છીએ.

 

 

અમેરિકામાં ડેરીની ચીજ-વસ્તુના બદલામાં ઉપયોગ કરી શકાય તેવી ઘણી ચીજો મળે છે.  અહીં પણ આપણે તે પ્રમાણે મેળવવા પ્રયત્ન કરીએ તો કદાચ એ શક્ય બને, પરંતુ એ પણ આપણી શાસ્ત્રીય પરંપરા અનુસાર નિર્દોષ હોવી અનિવાર્ય છે.  શું એ શક્ય છે ખરું ?

 

 

શુદ્ધ શાકાહાર વીગન પરંપરા સંબંધી ઉપયોગી માહિતી નીચે જણાવેલ વેબસાઇટ ઉપરથી મળી શકશે.

 

 

www.veganoutreach.org

www.factoryfarming.com

www.viva.org.uk

www.peta.org

 

 

શુભમ ભવતુ |

 

સાભાર : નવનીત સમર્પણ  

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

‘નવી ભોજન પ્રથા’ … સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ શ્રી બાલુભાઈ ચૌહાણ નાં આ કાર્યમાં બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે…..આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

સાવધાન  :   ‘પ્રાકૃતિક -નવી ભોજન પ્રથા’  …  વિશે  લેખક  શ્રી નાં સ્વાનુભવ આધારિત લેખક શ્રી દ્વારા અહીં જાણકારી આપવામાં આવેલ છે, કોઇપણ  પ્રથા ને અપનાવતી સમયે આપ આપની રીતે, યોગ્ય જાણકારી મેળવી – પોતાનો સ્વ-વિવેક પૂર્ણ તયા વાપરી, જરૂર લાગે તો કોઈ હેલ્થ પ્રોફેશનલને કન્સલ્ટ કરી પછી જ ( અનુભવી કે તજજ્ઞ નાં માર્ગદર્શન  સાથે જરૂરી ચકાસણી કર્યા બાદ) આપની જ અંગત જવાબદારી ને ધ્યાનમાં રાખી અપનાવશો..  આ કોઈ અંધશ્રદ્ધા નો વિષય  કે વાત નથી.  …. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 

આપનવી ભોજન પ્રથા’ અને તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  શ્રી બાલુભાઈ ચૌહાણ (સાહેબ) અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected]  / [email protected]  પર  મેઈલ મોકલી, જવાબ /માર્ગદર્શન આપના મેઈલ પર મેળવી શકો છો.

 

 

આપે જો આ ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય કે અપનાવવા માંગતા હોય અને આપ તે બાબત કોઈ વિશેષ જાણકારી મેળવવા ઇચ્છતા હો કે તે બાબત આપને કોઈ સમસ્યા ઉદભવતી હોય તો અહીં કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ આપશો, જેનો યોગ્ય પ્રત્યુત્તર / માર્ગદર્શન  શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ  દ્વારા અહીં જ આપને ઉપલબદ્ધ થઇ શકે  તે અંગે નમ્ર કોશિશ કરવામાં આવશે.,

 

આપે જો  ‘નવી ભોજન પ્રથા’  અપનાવેલ હોય  તો, આપના  અનુભવ  અહીં શેર કરશો, …. આપના અનુભવો અન્યોને પણ પ્રેરણાદાયી બની રહેશે…. આભાર ! ‘દાદીમા ની પોટલી’

“ નવી ભોજન પ્રથા ” … (ભાગ -૪) …

“ નવી ભોજન પ્રથા ” … (ભાગ -૪) …
પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ … (અમરેલી-ગુજરાત)
Suprintending Engineer(Retired)G.E.B.

  

 
ઉત્તરાધ …

 
આ અગાઉ આપણે “નવી ભોજન પ્રથા” …. ની શરૂઆત કરવાથી /  અપનાવવાથી …. દૈનિક જીવનમાં છ કલાકના ઉપવાસથી આંશિક ફાયદાની શરૂઆત થઇ જાય છે, અને થોડા લાંબા ઉપવાસથી વિશેષ લાભ થય છે.  તે વિશે તેમજ એનિમા વિશે વિગતે જાણ્યું.  આજે આપણે જાણીશું – આહાર / ખોરાકનો ક્રમ તેમજ ‘નવી ભોજન પ્રથામાં’  ઉપયોગી  રેસીપી…
 

 

 New Bhojan Pratha.3

 

 

જ્યાં સુધી વિજ્ઞાનનો સહારો રહેશે, ત્યાં સુધી વિટામીન, કેલ્શિયમ, કેલોરી, ઓસ્ટીઓ પોરાસીસ, બુદ્ધિમત્તા જેવા અનેક ભ્રાન્ત ખ્યાલો ડરાવશે.  આથી જ તો તે અંચળો ઉતારીને સાથે સાથે ભગવાનનો સહારો લેવો જરૂરી છે જે વિજ્ઞાનથી ઊલટો લાગશે.

 

 

પાણી બાબતે પણ અનેક ભ્રાન્ત ખ્યાલો સમાજમાં પ્રવર્તે છે.  જેમ કે  ઉઠીને ઉશપાન નો પ્રયોગ કરવો.  નરણા કોઠે (ભૂખ્યા પેટે)  સવારે ઊઠીને વાસી મો એ ૧ થી ૬ લીટર અથવા બે લોટા પાણી પીવું, દિવસ દરમ્યાન ૧૦-૧૨ લીટર પાણી પીવું, આખો દિવસ વધુ ને વધુ પાણી પીવું   વિગેરે …   સમાજમાં પ્રવર્તતા ખ્યાલો ને ધ્યાનમાં રાખી બધા જ પ્રયોગો હું કર્યે રાખતો હતો.  મજબૂરી હતી !  શું કરું બીમારી ઘર કરી ગઈ હતી, અને સાચો રસ્તો જડતો નોહ્તો, જેથી જે હાથમાં આવ્યું તે … ‘ ભાગતા ભૂતની ચોટલી પકડવાની કોશિષ ચાલુ જ રહેતી.   પરંતુ આખરે જ્યારે સાચું સમજાઈ ગયું કે …

 

 

“અહમ્ વૈશ્વાનરો ભૂત્વા, પ્રાણીનામ દેહમ્  આશ્રિત:

પ્રાણાયાન સ્માયુક્ત: પચામ્યન્ન ચતુર્વિધમ્ ”

 

 

ભગવાન જ્યારે પચાવે છે, તો તે જ ભૂખ તરસ પણ લગાડે, ત્યારે જ ખવાય, પીવાય, !  તે સિવાયનું બધું વધારાનું કહેવાય.

 

 

“અતિ સર્વત્ર વર્જ્યતે”

 

ANYTHING IN EXCESS ISNPOISION

 

આ સૂત્રો અહીં પણ સરખાં જ લાગુ પડે.

 

 

આથી તરસ વગર પીવાતું પાણી ઝેર છે – નુકસાનકારી છે તેમ સમજાઈ જવાથી વધારાનું પાણી કોઇપણ ખ્યાલથી પીવાનું પાણી બંધ કરવાથી જ સારા પરિણામો મળવા લાગ્યા.  અહીં ફરી ખાસ સ્પષ્ટતા જરૂરી છે.  પાણી પીવું ખરાબ નથી, પાણી જરૂરી જ છે.  પણ પર્યાપ્ત માત્રામાં.  તરસ લાગે ત્યારે જ અને તરસના પ્રમાણમાં … વધુ પડતું કશું ય પણ નુકશાનકારક છે.

 

 તમામ રોગો માટે જવાબદાર રાંધેલ ભોજન તેમજ પ્રાણીજ પદાર્થો નુકશાનકારી છે તેમ સમજી ને એક ઝાટકે જ કે પછી ધીરે ધીરે પોતાની ક્ષમતા મુજબ છોડવા જ રહ્યા.  તે જ રીતે નિર્જળા ઉપવાસને અપનાવવો જ રહયો.

 

 ઉપવાસની મર્યાદા આવી જાય, ત્યારે જ કાચું ખાવું.  આમ તો કુદરતે આપેલ ઋતુની કોઇપણ ખાદ્ય ચીજ ખાય શકાય.  પરંતુ શરીર એક યંત્ર જ છે જેથી તેને જેટલું ઓછું ભારણ આપીએ, તેટલું સારૂ.  આથી અહીં નીચે જણાવેલ ક્રમમાં જો ભોજન લઇ શકાય, તો શરીર પર બોજો ઓછામાં ઓછો પડે …

 

 

 

ક્રમ

આહાર નો પ્રકાર

૦૧ પર્ણ / પાનનો રસ. જે પચવામાં હળવો તેમજ તમામ સત્વ – તત્વથી ભરપૂર છે.  જીવન પર્યંત આ રસ પર રહી શકાય.
૦૨ સ્વાદ ખાતર વધારાનાં ઋતુ મુજબના સલાડ, શાક –ભાજી, ફળોના રસ.  વિવિધ પ્રકારનાં વધુ રસો નાં બદલે જેટલા ઓછા પ્રકારનાં રસ લેવાય તે વધુ સારૂ.
૦૩ રસાહાર થી કામ ચાલી જાય, તો જિંદગીભર, રસનો આહાર જ ઉત્તમ છે.  કૂચા થી કોઈ જ ફાયદો નથી. છતાં મનનાં સંતોષ ખાતર જરૂરી. જણાય, તો રસવાળા સલાફ, શાક કે ફળ ખાવા.
૦૪ આટલે જ થી સંતોષ ન થાય, તો   SEMI SOLID   એવા પપૈયુ, કેરી, કેળા, ચીકુ, સફરજન, દૂધી, વગેરે ખાવા.
૦૫ આટલેથી પણ સંતોષ ન થાય, તો SOLID  એવા અમેરીક્ન મકાઈ (શેક્યા / બાફ્યા વગરની કાચી જ )  ફણગાવેલા અનાજ-કઠોળ ખાવા.
૦૬ હજુ પણ સંતોષ ન થયો હોય, તો ક્યારેક સૂકા મેવા, શેક્યાં / તળ્યા વગરનાં જ ખાવા.
૦૭ રોગીએ આનાથી વધુ છૂટ ન લેવી.  નિરોગી વ્યક્તિએ ભોગ ભોગવવાની ઈચ્છા સંતોષવી હોય, તો જ કાચા ઉપરાંત રાત્રે એક સમય રાંધેલ ભોજન જમવું.  તે, પણ સમજીને કે તે નુકશાન ક્રર્તા જ છે. શરાબીથી શરાબ ન છૂટે તેમ રાંધેલ ભોજન ન છૂટી શકતું હોય, તો જ નુકશાન વેઠીને પણ ખાવું.

 

 

આ થયો જમવાનો ક્રમ.  હળવાથી ભારે ભોજનનો.   જેટલું હલકું ભોજન લેવાય, તેટલો શરીર પર નો બોજો ઓછો.  પ્રાણ શક્તિ નો તેટલો બચાવ થાય.  તેનાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને ઉંમર વધે.  હલકા ભોજનની સાથોસાથ જો ભોજનની માત્રા ઘટે, તો બોજો ઓર ઓછો થયા.  પરિણામે આધ્યાત્મિકતામાં ઊંડાણ વધે અને ઉંમર પણ વધુ લંબાતી જાય.  ભોજન શૂન્ય થઈ જાય, તો ભોજન અનંત થઇ જાય અને અનંતમાં ભળી જવાય.  આત્મા અને પરમાત્મા એક થઇ જાય.  આ મિલન એટલે જ “યોગ.”

 

 

યોગ એટલે અંગ કસરતો કરી કરીને મહામૂલા માનવ દેહ ને ગમે તેમ વેડફી નાખવો એ નથી.  વધુમાં વધુ શક્તિ બચાવીને ભજનમાં એકાગ્રતા કેળવવી એ યોગ છે.  ભોજન શૂન્ય કરવું તેમ શારીરિક કસરતો પણ શૂન્ય કરવી.  ત્યાં સુધી કે શ્વાસોશ્વાસમાં વપરાતી શક્તિ ને પણ બચાવી લઈને સમગ્ર શક્તિ ભજનમાં કેન્દ્રિત કરવી – તે છે “યોગ” અને તે જ છે માનવ જીવનનું લક્ષ –પ્રભુ પ્રાપ્તિ.

 

 

હવે તો સંપૂર્ણ પણે સમજાઈ ગયું હોવું જોઈએ.

 

 

અહીં ક્રિયા પર નહીં, પણ ભાવ પર ભાર મૂક્વાનો છે.  આથી સાચા ભાવથી પ્રયોગ (ક્રિયા) કરવામાં આવશે, તો પરિણામ અચૂક મળશે જ; તેમાં શંકા ને કોઈ સ્થાન જ નથી.

 

 

સમજાય જશે તો દ્રઢતા આપોપાપ આવી જશે.  દ્રઢતા આવશે, તો કરવું સાવ સરળ બની જશે.

 

 

સાર :

 

 • માત્ર થોડા દૈનિક ઉપવાસ, ઉપવાસ છોડો ત્યારે જરૂરીયાત નાં પ્રમાણમાં પાણીની જગ્યાએ વેજીટેબલ જ્યૂસ કે સીજન અનુસાર ફળોના જ્યૂસ લઇ શકાય.

 

 • બાદમાં ભૂખ – તરસનાં પ્રમાણમાં સર્જનહારે આપેલ ભોજન જેના તે સ્વરૂપે ખાવાનું.

 

 • શરૂઆતમાં થોડો સમય સાદા પાણીનો બંને ટાઈમ (શક્ય હોય તુઆ સુધી) એનિમા લેવો.

 

 

 • આમાં સમજી ન શકાય એવું કંઈ નથી.  છતાં જરૂર જણાયે આપના ખ્યાલમાં હોય, તેવા કોઇપણ જાણકાર – અનુભવી પ્રયોગકર્તા નો સંપર્ક કરી પૂછી શકાય છે.

 

 

આ ઉપરાંત આ સાથે નીચે જણાવેલ લીંક પર ક્લિક કરવાથી ગુજરાતી, અંગ્રેજી માં દરેક માહિતી ઉપલબદ્ધ કરવામાં આવેલ છે.

 

 

www.swadarshan.webs.com

 www.newdiet4health.org

 

વગેરે પર થી પણ ઉપલબદ્ધ છે.

 

www.newdiet 4 health..org   પર  e books   પણ ઉપલબદ્ધ કરવામાં આવી રહી છે.  

 

“નવી ભોજન પ્રથા” એ પ્રાથમિક સ્થિતિ છે.  “ત્યાગ” ની –   ભોજન ઘટાડતા જઈ શૂન્ય તરફ જવાની.  વજન – શારીરિક / માનસિક બધા જ શૂન્ય કરવાની “EGO”   શૂન્ય કરવાની.

 

 

આમ, “શૂન્ય થી અનંત”  ની આ સાધના છે.  આ કોઈ ચિકત્સા પદ્ધતિ નથી.  રોગ નાબુદી ની સારવાર નથી.  રોગ નાબુદી એ તો ખાંડના કારખાનામાં નીકળતો કૂચો કે મોલાસીસ ની જેમ “બાય પ્રોડક્ટ” છે. 

 

સામાન્ય ફેરફારથી અસામાન્ય લાભ મળતા હોય, તો ઢીલ શા માટે ?  તો ચાલો કરો કંકૂનાં !  હવે ધરમના કામમાં ઢીલ શાની ?

 

 

શુભમ ભવતુ |

 

 

આજની રેસીપી :

 

 

(૧)  સ્વાદિષ્ટ ભેળ …

 

 સામગ્રી અને રીત :

 

સૌ પ્રથમ ગાજર, મૂળા, બટેટા, બીટ,  ઝીણાં ખમણી નાખો.  તેમાં ફણગાવેલા માગ, લીલા વટાણા તેમજ લીલા પાનની સ્વાદિષ્ટ ચટ્ટણી નાખી સ્વાદ પ્રમાણે સીંધાલૂણ નાખી મિક્સ કરી નાખો.  તેથી સ્વાદિષ્ટ ભેળ તૈયાર.  જો લસણ / કાંદા ડૂંગળી ખાતા હોય તો ડૂંગળી ઝીણી સમારી ઉપરથી નાખી શકાય.  તેમજ લસણ + લાલ મરચાને પીસી  તેની ગ્રેવી કરી એક ચમચી નાખવાથી ઉત્તમ ભેળ તૈયાર થઇ જશે.  ઉપર કોથમીરના પાનથી સજાવટ કરો.  જો લસણ, ડૂંગળી ન નાંખવા હોય તો સ્વાદ માટે એક-બે ચમચી દહીં પણ નાખી શકાય.

 

 

(૨)  અપકવ ઇટાલિયન ટચ –રેસિપી

 

 

સામગ્રી :

 

 

૨- નંગ અમેરિકન મકાઈ એકદમ ફ્રેશ

૪-૫ બેબી કોર્ન

૧- ૧ – નંગ  ત્રણેય કલર નાં કેપ્સિકમ (સિમલા મિર્ચ)(લાલ-પીળું-લીલું)

૧ નંગ સ્પ્રીંગ ઓનિયન  (લીલી ડૂંગળી)

૩-૪ કળી લસણ  (ઝીણી સમારી લેવી)

થોડોક મરી પાવડર

સ્વાદ પ્રમાણે મીઠું

એક નંગ લીલું મરચું (એકદમ ઝીણું સમારેલું)

થોડી પેપરીકા (સૂકા કાશ્મીરી લાલ મરચા –અધકચરા ક્રશ કરેલા)

ઇટાલિયન હુબ્સ ૧/૨ ચમચી.

 

 

 રીત :

 

 

એક અમેરિકન મકાઈના ડોડાનાં કાચા દાણા કાઢી, એક બાઉલમાં લો.  ત્યારબાદ, એક લીલી ડૂંગળીના પાંદડા એકદમ ઝીણા સમારેલા તે બાઉલમાં નાંખો.  પછી કેપ્સિકમ અલગ લગ કલરના લઇ અને ઝીણા સમારી લો અને બાઉલમાં મિક્સ કરો.  ત્યારબા એક નાની સૂકી ડૂંગળી એકદમ ઝીણી સમારી ધોઈને ઉંમેરો.  સ્વાદ પ્રમાણે થોડું મીઠું  અને ૧/૨ લીંબુ નો રસ ઉંમેરો.   ત્યારબાદ, એક સ્વીટકોર્નના દાણા મિક્સરમાં થોડું પાણી નાખી ઘટ દૂધ બનાવો.  જેને આપણે વાઈટ સોસ કહીશું.  આ વાઈટ સોસને તે બાઉલમાં ઉમેરો.  અને ચમચીથી થોડુક મારી પાઉડર, તથા પેપરીકા નાખી ચમચીથી બાઉલમાં ભેળવવું.  ખાસ ધ્યાનમાં રાખવું કે સ્વીટ કોર્નનું દૂધ ઘટ્ટ રાખવું, પાણી વધુ નાખી પાતળું ન બનાવવું.  આ ઘટ્ટ દૂધમાંથી ચીઝ અને માખણ જેવો સ્વાદ આવે છે.

 

 

આ રેસીપી એકવાર બનાવી જુઓ;  ખરેખર બનાવી માણવા જેવી છે. રાંધ્યા વગર પણ ઇટાલિયન ટચ આવે છે.  આમાં ઇટાલિયન સિજનીંગ પણ કરી શકાય છે.  રાંધ્યા વગર રાંધેલાનો સ્વાદ માણી શકાય છે.

 

 

ઉપરોક્ત ઇટાલિયન ટચમાં જરાક ફેરફાર કરી વિવિધતા લાવી શકાય.

 

 

(૧) બ્રોક્લી  – ૧૦૦ ગ્રામ  બ્રોક્લી ઉમેરી,  અથવા  ૨-૩ મશરૂમ ઉંમેરી, અથવા સફેદ – કળા – લીલા ઓલિવ  ઉમેરી, અથવા  ૮-૧૦ નંગ મેકરોની પાણીમાં પલાળી ઉંમેરી અથવા સ્પીનેચ ટચ  – (પાલક એકદમ ઝીણી સમારી) અથવા ૨-નંગ ગાજર છીણી નાખી કેરેટ ઇટાલિયન ટચ બનાવી અનેરો સ્વાદ માણી શકાય.   (આમ કુલ સાત આઈટેમ માંથી કોઇપણ આઈટેમ ઉંમેરી/ નાખી ઇટાલિયન ટચ રેસીપી સ્વાદિષ્ટ તેમજ અદભુત બનાવી શકાય છે.)

 

 
(૩) ઇટાલિયન સલાડ :

 

સામગ્રી :

૧ કપ કાકડી નાં ઝીણા ટુકડા
૧ કપ ટમેટા ના ઝીણા ટુકડા
૧ કપ કેપ્સિકમ (અલગ અલગ કલરના) ઝીણા ટુકડા
૧ કપ કોથમીર સમારેલી
૧ કપ કાંદા નાં ઝીણા ટુકડા 
૧ ટે.સ્પૂન લસણની પેસ્ટ
૧ ચમચી લીંબુનો રસ
૧ ચમચી ઓલીવ ઓઈલ

મીઠું – મરી સ્વાદ અનુસાર

 

રીત :

એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરીને મિક્સ કરવું. આ સલાડ ક્યારેક અલગ વેરાયટી માટે બનાવી શકાય છે. આ સલાડમાં વિટામીન સી, પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

સાભાર : સરોજબેન બી. ચૌહાણ 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

‘નવી ભોજન પ્રથા’ … સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ શ્રી બાલુભાઈ ચૌહાણ નાં આ કાર્યમાં બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે…..આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

સાવધાન  :   ‘પ્રાકૃતિક -નવી ભોજન પ્રથા’  …  વિશે  લેખક  શ્રી નાં સ્વાનુભવ આધારિત લેખક શ્રી દ્વારા અહીં જાણકારી આપવામાં આવેલ છે, કોઇપણ  પ્રથા ને અપનાવતી સમયે આપ આપની રીતે, યોગ્ય જાણકારી મેળવી – પોતાનો સ્વ-વિવેક પૂર્ણ તયા વાપરી, જરૂર લાગે તો કોઈ હેલ્થ પ્રોફેશનલને કન્સલ્ટ કરી પછી જ ( અનુભવી કે તજજ્ઞ નાં માર્ગદર્શન  સાથે જરૂરી ચકાસણી કર્યા બાદ) આપની જ અંગત જવાબદારી ને ધ્યાનમાં રાખી અપનાવશો..  આ કોઈ અંધશ્રદ્ધા નો વિષય  કે વાત નથી.  …. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 

આપનવી ભોજન પ્રથા’ અને તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  શ્રી બાલુભાઈ ચૌહાણ (સાહેબ) અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected]  / [email protected]  પર  મેઈલ મોકલી, જવાબ /માર્ગદર્શન આપના મેઈલ પર મેળવી શકો છો.

 

 

મિત્રો, આજે આટલું બસ, હવે પછી આગળ … “નવી ભોજન પ્રથા” માં અલગ અલગ વિષયો અને અલગ અલગ રેસીપી વિશે જાણકારી ક્રમશ: મેળવીશું.  

 

આપે જો આ ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય કે અપનાવવા માંગતા હોય અને આપ તે બાબત કોઈ વિશેષ જાણકારી મેળવવા ઇચ્છતા હો કે તે બાબત આપને કોઈ સમસ્યા ઉદભવતી હોય તો અહીં કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ આપશો, જેનો યોગ્ય પ્રત્યુત્તર / માર્ગદર્શન  શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ  દ્વારા અહીં જ આપને ઉપલબદ્ધ થઇ શકે  તે અંગે નમ્ર કોશિશ કરવામાં આવશે.,

 

 ‘નવી ભોજન પ્રથા’ અપનાવ્યા બાદ, આપને જે કંઈ અનુભવ થયા હોય તે અહીં શેર કરશો, …. આપના અનુભવો અન્યોને પણ પ્રેરણાદાયી બની રહેશે…. આભાર ! ‘દાદીમા ની પોટલી’

“ નવી ભોજન પ્રથા ” … (ભાગ -૩) …

“ નવી ભોજન પ્રથા ” … (ભાગ -૩) …
પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ … (અમરેલી-ગુજરાત)
Suprintending Engineer(Retired)G.E.B.

 

 

 

 New Bhojan Pratha.3

 

 

 

ઉત્તરાધ …

 

આ અગાઉ આપણે “નવી ભોજન પ્રથા”  વિશે જોઈ ગયા કે તે શું  છે ?  અને તેની શરૂઆત કરવા માટે આપણે શું કરવું જરૂરી છે ?…. દૈનિક જીવનમાં છ કલાકના ઉપવાસથી આંશિક ફાયદાની શરૂઆત થઇ જાય છે, અને થોડા લાંબા ઉપવાસથી વિશેષ લાભ થય છે.  કેહવાનું તાત્પાર્ય – સૌ કોઈ ઉપવાસ કરી શકે છે.

 

“A WILL, WILL FIND A WAY”

 

મન હોય તો માળવે જવાય,
ઈચ્છા હોય તો અઘરું નથી.

 

ગઈ પોસ્ટમાં આપણે જાણ્યું કે જેમ ઉપવાસ બાબતે અસંખ્ય સવોલો થાય કે …શું ખાવું ? ક્યારે ખાવું ? શા માટે ખાવું ?  … આવા સવાલોના જવાબો પણ એટલા જ અટપટા છે.

 

કોઇ પણ બાબત ની જેમ અહીં પણ મત-મતાંતરો ભૂતકાળમાં હતા જ, આજે પણ છે જ અને ભવિષ્યમાં પણ રહેવાનાં એકમતિ ક્યારેય સાધી નથી શકાતી કે નથી ક્યારેય સાધી શકવાના !

 

સમાજનો એક વર્ગ માંસાહાર થી દૂર રહી માત્ર શુદ્ધ શાકાહાર નો આગ્રહી છે.  જ્યારે એ જ સમાજમાં બીજો એક વર્ગ માંસાહારને  જ  યોગ્ય ઠરાવી રહેલ છે.

 

અહીં વિવેક બુદ્ધિની જ જરૂર પડે છે.  જ્યારે એક થી વધુ માંથી પસંદગી કરવાની હોય, ત્યારે લાભ-લાભ નો વિવેકપૂર્વક વિચાર જરૂરી બને છે.

 

ભોજનને જ મહત્વ શા માટે ?  એ પ્રશ્ન ઉદ્દભવે તે પણ સ્વભાવિક છે.  માનવ જીવનમાં એ માટે બીજી ઘણી બાબતો છે …

 

અન્ન તેવું તન, વળી
અન્ન તેવું મન,
મનમાંથી વિચારો જન્મે
વિચારો થી વાણી અને વર્તન પર અસર જોવા મળે છે…

 

આજે આપણે જોઈએ છે કે સૌ કોઈના તન (શરીર)  ખખડી ગયા છે.  તેને રીપેર કરવા માટે લાખ લાખ નુસ્ખાઓ કરવામાં આવે છે.  છતાં, પરિણામ નિરાશા જનક છે.પહેલું શુખ તે જાતે નરવા/ નર્યા.   બધાને નિરોગી રહેવું છે, પણ સાચો રસ્તો મળતો નથી.  અનેક પેથીઓ બિલાડીના ટોપની જેમ ફૂટ્યા જ કરે છે અને વધુને વધુ ઊંડી ખાઈમાં ગરકાવ થતા જવાય છે.  જુના રોગો જતાં નથી, અને નવા ની વણથંભી વણઝાર ચાલુ જ રહે છે.  માણસ થાક્યો છે અને મૂંઝાયો છે; હાર્યો છે, થાક્યો છે, લાચારી અનુભવે છે.

 

બરાબર આવા સમયે જ ઈશ્વરે આપણને સાચો માર્ગ /રાહ બતાવી દીધો છે.  આ રાહ એવો છે જ્યાં રોગો તો ભાગી જાય છે અને નવા રોગો નો જન્મ થતો અટકી જાય છે.  માન્યમાં ન આવે તેવી વાત છે પણ છતાં ઠોસ / નક્કર અનુભુતિત હકીકત છે.  માટે જ જાત અનુભવની જરૂર પડે છે.

 

આગળ જોયું તેમ, ઉપવાસથી રોગોનું નિકંદન નીકળી જાય છે.  એક પણ રોગ ઊભો રહેતો નથી.  પણ ઉપવાસની પણ મર્યાદા હોય ને ?  ક્યા સુધી ઉપવાસ ? ઉપવાસ ઉત્તમ છે તેથી તેનો મહત્તમ લાભ લઇ શકાઈ, પરંતુ ખાધા વગર તો ચાલવાનું જ નથી.  ત્યારે મહત્વનો સવાલ એ થાય છે કે હવે ખાવું શું ?  ઉપવાસની મર્યાદા આવી જાય, ત્યારે જ કાચું ખાવું.

 

જે માટે આપણે આ પહેલા જોઈ ગયા ગીતાજી નાં ૧૭મા અધ્યાયના ૮ – ૧૦  શ્લોક, જેમાં ગીતાજી આપણને આ બાબત યોગ્ય માર્ગદર્શન આપે છે.   જે મુજબના પ્રયોગો અમે જાતે કર્યા અને આજે ૨૦ વર્ષ જેવા સમયથી કરીએ છીએ  અને અનેક લોકોએ આ પ્રયોગ શરૂ કર્યા છે અને કરે છે. એટલું જ નહિ દરેકને  પોતાની શારીરિક – માનસિક ફરિયાદ પણ દૂર થતી જોવા મળેલ છે અને જેમના અનુભવ  સ્વદર્શન મેગેજીનમાં અમોએ સમયાંતરે દર્શાવવા કોશિશ કરેલ છે.  (ઉપરોક્ત મેગેજીન  આપ ઓનલાઈન પણ વાંચી શકો છો.)

 

આમ તો કુદરતે આપેલ કોઇપણ ઋતુની કોઇપણ ખાદ્ય ચીજ કાચી ખાઈ શકાય.  પરંતુ શરીર પણ એક યંત્ર છે, જેથી તેને જેટલું ઓછું ભારણ આપીએ, તેટલું સારું.

 

 

“સર્જનહારે આપેલ ભોજન જેના તે સ્વરૂપે ખાવું જોઈએ.”  શરીરની રચના ને ધ્યાનમાં રાખીએ તો માનવ શરીર શાકાહાર માટે બનેલ છે.  જેથી જમીનમાં ઉપજ થતી / ઉગતી ખાવા યોગ્ય તમામ વનસ્પતિ એ માનવ જાતનું ભોજન છે.  વળી તે જેના તે સ્વરૂપે જ ખાવાનું છે.

 

જ્યારે આપણે ભોજનનું ઉષ્ણતામાન વધારીને શેકીને, ટળી, બાફીને ભોજનને મૃત બનાવીને ખાધું; જેથી તેમાંના જરૂરી ઘટકોનો –વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ, ચરબી, કાર્બોહાઈડ્રેટ, વગેરે … નાશ થવાથી માત્ર મળ રહે છે જે શરીરમાં જઈને સડે છે.  જેનાથી ગંધાય છે, ગેસ ઉત્પન્ન થાય છે, જેન આપણે વાત –પિત્ત – કફ પૈકી વાત તરીકે ઓળખીએ છીએ કે કહીએ છીએ.  જેનાથી વાત જન્ય રોગો થાય છે.  તેમાં જ એસિડ – તેજાબ, ખટાશ પેદા થાય છે જેનાથી પિત્ત જન્ય રોગ થાય છે.  જે આગળ જતાં વધુ ભયંકર સ્વરૂપ પકડી લે છે જેમ કે, ટી.બી,, કેન્સર, એઈડ્ઝ વિગેરે ….

 

શરૂઆતમાં નિર્જળા ઉપવાસ કરવા, એનિમા લેવો વિગેરે બાબત અપનાવતા માનસિક તેમજ શારીરિક તકલીફ પણ પડશે જેવી કે… ઝાડા, ઉલટી, તાવ, અશક્તિ, ગડ-ગુમડ, વાદ ખરવા, બેચેની જેવા અનુભવ થાય, પરંતુ તેનાથી ગભારાઈ ન જવું કે ડૉકટર પાસે દોડી ન જવું.  આ  બધા લક્ષણો એ દર્શાવે છે કે,  જે તમે કરો છો તેની અસર રોગો પર થવા લાગી છે અને તે હવે બહાર નીકળે છે.  ધીરે ધીરે આ બધી જ નડતર દૂર થઇ જશે અને સૌ સારાવાના થઇ જશે.  (આવા સમયે જો જરૂર લાગે તો અનુભવિનું માર્ગદર્શન લઇ શકાય છે.)  જરૂર લાગે તો આવી પરિસ્થિતિમાં ખાવા-પીવાનું છોડી દેવું.  આંમેય આવી પરિસ્થિતિમાં ખાવા=પીવાનું ભાવે પણ નહિ.  શક્ય હોય તો, વમન (ઉલટી) દ્વારા, અથવા એનિમા દ્વારા અંદરનો કચરો-ઊભરો બહાર નીકળતો હોય, તેમાં મદદરૂપ થવું.

 

જેણે એનિમા નથી લીધો તેને વળી બીજી ચિંતા ઉભી થશે.  ઘણાને ક્ષોભ, શરમ, અરૂચિ જેવી લાગણીઓ થશે.  સાચી સમજણ હશે તો જરૂર હોંશે હોંશે લેવાનું મન થશે.  એનિમા ફક્ત સાદા પાણીથી જ લેવાનો છે અને તે સાવ નિર્દોષ છે.  તેમ કરવાથી મોટાં આંતરડામાંથી મદ દૂર થાય છે.  જેનાથી આંતરડું ચોખ્ખું થતાં પાચન સારૂ થાય છે. ભૂખ સારી લાગે છે.  શક્તિ, સ્ફૂર્તિ, તાજગીનો અનેરો આનંદ અનુભવાય છે.  ઊંઘ સારી આવે છે.    એનિમા લઈએ ત્યારે કોઈ કોઈને ખૂબજ ખરાબો નીકળે છે અને કોઈ કોઈને કંઈ જ નીકળતું નથી.  આમ જે થાય તે, પણ નુકશાન તો એનિમાથી નથી જ.

 

તેવું જ એનિમા બાબતે પણ આપણા મનમાં અનેક સવાલો  આવી શકે… જેમ કે …

 

 •  એનિમા લેવો જ પડે ? / શું તે જરૂરી છે ?
 • એનિમા ક્યારે લેવો ?  (સમય)
 • એનિમા કઈ રીતે લેવો ? (રીત/ પદ્ધતિ)
 • એનિમા કોણ લઇ શકે ? (બાળક, યુવાન, વૃદ્ધ)
 • એનિમાની આડ અસર કોઈ ખરી ?
 • એનિમા ની ટેવ ન પડી જાય ?
 • એનિમાથી આંતરડા નબળા ન પડી જાય ?
 • નિયમિત થોડો સમય  એનિમા લેવાથી ઇન્ફેકશન ન લાગે ?
 • હરસ/મસા/અલ્સરેટીવ –  કોલાઈટીસ … વિગેરે આંતરડા નાં દર્દીઓ એનિમા લઇ શકે ?
 • ઉપવાસ દરમ્યાન એનિમા લેવાથી નબળાઈ વધુ ન આવે ?

 

 

ઉપરોક્ત બધા જ સવાલોનો જવાબ એક જે છે,

 

 

“ભોજન થી શક્તિ” એ માનવું, માણસની મોટામાં મોટી એ ભૂલ છે.

 

 

રામચરિત માનસ કહે છે : …

 

 

છિતિ, જલ, પાવક, ગગન, સમીરા,
પંચ રચિત  યહ અધમ સમીરા…

 

 

અહીં સ્પષ્ટ જણાવે છે કે સ્થૂળ દેહ પાંચ તત્વો થી રચિત યાને રચાયેલ – બનેલ છે.  પાંચતત્વોથી શરીર નિર્માણ થયેલ છે.

 

 

FOOD  IS  NOT  THE  SOURCE  OF  ENERGY,
FOOD  IS  ONLY  & ONLY  BUILDING  MATERIAL.

 

શક્તિનો સ્ત્રોત પહેલા લેવો પડે.  જમ કે ગાડીમાં પેટ્રોલ પણ પૂરા વપરાશ બાદ  – ઘસારાની  પૂર્તિ પછીથી નવું ભરાય છે..  આમ, પહેલાં ઘસારો પછી ભોજન, પહેલા શ્રમ પછી ભોજન.

 

વિટામીન, પ્રોટીન, વગેરે જુદા જુદા ભોજનથી મેળવાય છે તે પણ ભ્રાન્તિ છે.  અન્ય જીવો જે મળે તે ખાય છે.  શાકાહારી – હાથી, ઘોડા વિગેરે માત્ર ઘાસ ખાય છે, છતાં તેને જરૂરી તમામ સત્વો – તત્વો મળી રહે છે.  આપણું શરીર પણ અન્ય પ્રાણીઓ જેવું જ છે, જેથી તેમની જેમ આપણને પણ જે કાંઈ ખાઈએ તેમાંથી જ સત્વ મળી રહે.

 

બીજી રીતે વિચારીએ, તો શરીર સક્ષમ ન હોય, ત્યારે કોઈપણ ભોજન ભાર રૂપ થશે.  શરીર તેમાંથી મેળવવા જેટલું મજબૂત નહીં હોય, જેનાથી તે વધુ નબળું પડતું જશે.  આથી શરીરની ઉણપના પ્રમાણમાં ભોજન આપવાને બદલે શરીરને જ સક્ષમ બનાવવું રહ્યું જેથી તેને જે કંઈ આપવામાં આવે, એમાંથી તેને જે જોઈએ તે બનાવી લે.

 

 

ખુદી કો કર બુલંદ ઇતના કિ ખુદ ખુદા હી  પૂછે
કિ બોલ બંદા, તેરી રજા ક્યા હૈ ?

 

 

“આપ્યું અને તાપ્યું ક્યા સુધી ?”

 

 

આમ, ઉપવાસ એ શરીરને સક્ષમ બનાવવાનું સાધન છે.

 

રોગી જો ઉપવાસ કરે તો નિરોગી બની જાય,

નિરોગી ઉપવાસ કરે તો યોગી બની જાય.

 

 

“ઉપવાસ ઉત્તમ છે”  યુક્તિ યુક્ત ઉપવાસથી ફાયદા જ ફાયદા છે.

 

 

લાંબા ઉપવાસ છોડવામાં વધુ તકેદારી રાખવી જરૂરી છે.  જે કોઈ અનુભવીના માર્ગદર્શન હેઠળ કરવા વધુ સલાહભર્યું છે.

 

 

આવ જ અનેક તર્ક-વિતર્ક એનિમા બાબતે થાય, તે સ્વાભાવિક છે.

 

 

અસંખ્ય લોકોનાં અનુભવોનું તારણ એ છે કે એનિમા (સાદા પાણીથી) નિર્દોષ અને ખૂબજ ફાયદાકારક છે. જેથી સહેજ પણ શંકા-કુશંકા રાખ્યા વગર રોગી-નિરોગી, અબાલ-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, સંસારી –સંન્યાસી … સૌ કોઈ એ થોડા દિવસો સુધી લેવો હિતાવહ છે.  વિશેષ જાણકારી માટે …

 

ઈન્ટરનેટ નાં ઉપભોગતા એ ગુગલ સર્ચ એન્જિન પર ENEMA  સર્ચ કરવાથી પણ મળી રહેશે…

 

 

“પાણી”   ઉપવાસના સમય પૂરતો જ નિષેધ છે.  બાકીનાં સમયમાં શરીરની જરૂરીયાત મુજબ તરસ નાં પ્રમાણમાં પાણી પીવું હિતકારી છે.  “નહીં ઓછું નહીં વધુ”   પર્યાપ્ત માત્રામાં…

 

 

“દૂધ”    ઘણો જ પેચિદો વિષય છે.

 

 

અહીં માત્ર એટલું જ કહીશ કે :

 

સૃષ્ટિનાં સર્જનહારે દૂધ દરેક માતાને પોતાનાં અને માત્ર પોતાનાં જ સંતાન માટે આપેલ છે.   જેના પર બીજા કોઈનો અધિકાર નથી.   આમ છતાં કોઈ પણ ખ્યાલથી કોઇપણ પ્રાણીનું દૂધ છીનવી લેવું, તે પાપ છે, અપરાધ છે, હિંસા છે.  જેનું પરિણામ છે … “દુઃખ”.

 

“કરહીં  પાપ,  પાવહીં દુઃખ,   રુજ, શોક,  ભય,  વિયોગ” –   રામચરિત માનસ..

 

કેલ્શિયમ, વિટામીન, પ્રોટીન, સંપૂર્ણ આહાર, વગેરેને લગતા સવાલો અસ્થાને છે.

 

સૃષ્ટિમાં અન્ય કોઈ જીવ પારકી માં નું દૂધ પીતું નથી.  અને છતાં કોઈને કોઈ ઉણપ (દૂધ ન લેવાથી)  વર્તાતી નથી.

 

આમ છતાં,  પ્રયોગ કરી જુઓ.  હું ગામડાનો ખેડૂત છું.  અમે ગાય-ભેંસ પાડતા.  તેના ચોખ્ખા દૂધ પીધેલા છે.  દૂધની બનાવટો – દહીં, છાશ, માખણ, ઘી, માવા, મીઠાઈ, આઈસ્ક્રીમ વગેરે ખૂબજ ખાધા છે અને  ત્યાં સુધી બિમાર રહયા.   આજે એકવીશ વર્ષથી છોડી દેવાથી વધુ તંદુરસ્ત, વધુ શક્તિ-સ્ફૂર્તિ, તાજગી થી સભર છીએ.   હાડકા વધુ મજબૂત અને લચીલા (કૂણા – FLEXIBLE)  બની ગયા છે.  અમારે ત્યાં નાના બાળકોને પણ અમે પારકી માનું દૂધ આપતા નથી.  આવા અનેક બાળકો ઉપરનો પ્રયોગ આઠેક વર્ષથી વધુ સમયથી ચાલે છે.  આવા તમામ બાળકો વધુ તંદુરસ્ત, શક્તિ, સ્ફૂર્તિ, તાજગીથી ભરેલા, શારીરિક, માનસિક, બૌદ્ધિક સ્તરે વધુ સારી વૃદ્ધિવાળા ઉછરી રહ્યા છે.

 

આમ, આ બધા જાત પ્રયોગ સિદ્ધ હકીકત છે.  જેથી શંકા ને સ્થાન નથી.   હિંમત રાખી પ્રયોગ કરનારને પરિણામ મળશે.  શંકા કરનાર કદાચ લાભથી વંચિત રહેશે…

 

 

“માંહી પડ્યા તે મહાસુખ માણે …”

 

“રાંધેલ ભોજન”   એ માનવ જાતની ખૂબજ મોટી ભૂલ છે, જે તેને આજે ભારે પડી છે.  અને તેજ રોગનું કારણ બનીને માણસ જાતને ભરખી રહી છે.

 

ભોજન જે તે સ્વરૂપે ખાવા માટે સર્જનહારે માનવ જાત માટે શાકાહાર (વનસ્પતિ જગત)  આપેલ છે.  તેનું ઉષ્ણતામાન વધવાથી સત્વો –તત્વો નાશ પામે છે.  આવું મૃત ભોજન વાત્ત- પિત્ત – કફ … કારક બની જાય છે.  જે રોગોનું કારણ બની રહે છે.  સૃષ્ટિમાં માનવજાત સિવાય કોઈ રાંધીને ખાતું નથી, જેથી તેઓ બિમાર નથી.

 

 

ટૂંકામાં …

 

“કાચું ભોજન એજ સાચું ભોજન”  …

 

કાચું ભોજન એજ સાચું ભોજન છે,  જેમનું તેમજ ખાવા માટે કુદરતે વિવધ વનસ્પતિઓ તૈયાર કરીને આપેલ છે.    પરંતુ લાંબા સમયથી રાંધીને ખાધું હોવાથી આવું ભોજન ભાવે નહીં, તે સ્વભાવિક છે.  સ્વાદ લોલુપતા ને પોષવા આવા ભોજનમાં પણ મરી-મસાલા નાખીને સ્વાદિષ્ટ વ્યંજનો બનાવીને ખાઈ શકાય છે.   શિબિરોમાં આવા અને ક વ્યંજનો બનાવીને બનાવીને ખવડાવીએ છીએ તેમજ શીખવીએ છીએ.  વળી  તેની રેસીપી ની બુક પણ છે.

 

સૂત્રો :

 

૧]   ઉપવાસ ઉત્તમ છે, ખાવું ખરાબ છે.

૨]   એનિમા – માં ની ગરજ સારે છે.

૩]   દૂધ સફેદ ઝેર છે.

૪]   કાચું તે સાચું, રંધાયું તે ગંધાયું.

૫]   વધારાનું પાણી, રોગ લાવે તાણી.

૬]   કરો પ્રયોગ, એ જ છે યોગ.

૭]   ભોજન શક્તિ દાતા નહીં, નિર્માણનું તત્વ છે.

૮]   દવાથી રોગ દબાય છે – વધુ વકરે છે.

૯]   ભગવાન મંદિરમાં નહીં, આપણી અંદર જ છે.

૧૦] સુખ પદાર્થમાં નહીં, મનમાં છે.

 

 

તર્ક – વિતર્ક વિના પ્રયોગ કરવાથી સત્ય સમજાઈ જશે.

 

 

નોંધ :

 

અત્યાર સુધી કરેલ વાતો વાહિયાત લાગે તે સ્વભાવિક છે.  કારણ કે, અત્યાર સુધી જે માણતા આવ્યા છીએ, તેનાથી આ બધી ઉલટી જ વાતો લાગે છે.  પરંતુ હકીકત એ પણ છે કે અત્યાર સુધીની માન્યતાઓને આધારે જીવાતું જીવન રોગિષ્ટ છે.  હવે તેનાથી ઉલટું જીવાય, તો પરિણામ પણ પલટાઈ જાય અને સૌ નિરોગી થઇ જાય.  કદાચ માનવામાં ન પણ આવે, પરંતુ એ અનુભવ સિદ્ધ હકિકત છે.

 

જ્યાં ન પહોંચે રવી, ત્યાં પહોંચે કવિ,
જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી.

 

ખરીદી માટે નીકળીએ, ત્યારે બજારમાં અનેકવિધ વસ્તુઓ મળે.  ખરીદનારે પસંદ કરવાનું રહે છે.

 

અહીં પણ, ભોજન, પાણી, દૂધ, ઉપવાસ, વગેરે અનેક બાબતો પર પરસ્પર વિરોધી એવા મંતવ્યો હતા, છે અને રહેશે.  પસંદગી આપણે કરવાની છે.  અહીં જ વિવેક બુદ્ધિની જરૂર છે.  પ્રચલિત માન્યતાઓથી વિરૂદ્ધની વાતો મન જલ્દી ન સ્વીકારે એ સહજ છે.  આથી પ્રયોગની જરૂર પડે.  પ્રયોગથી પરિણામ મળે.

 

ACTION   &  REACTION  IS  EQUAL  & OPPOSITE  IN  DIRECTION.

 

આજ સુધી જેવું   ACT  (કાર્ય) કર્યું  તેનું પરિણામ નજર સમક્ષ જ છે :  “રોગ”  હવે ACT  (કાર્ય) બદલી જોઈએ, પરિણામ પણ બદલાઈ જશે – “નિરોગ” ..

 

અસ્તુ !

 

શુભમ્ ભવતુ  !

 

(ક્રમશ:)

 

( હવે પછી આપણે જોઈશું કે ભોજન લેવું જ પડે તો, કેવો અને કયો આહર લેવો  ? / આહારનો પ્રકાર ?  તેમજ  આહાર ક્યા ક્રમમાં લેવાથી શરીર પર બોજો ઓછામાં ઓછો પડે)

 

 

ચાલો જોઈએ આજની રેસીપી …

 

આ અગાઉ આપણે અલગ અલગ બે પ્રકારની ચટણી સ્વાદિષ્ટ કેમ બનાવી તે જોઈ ગયા.  આજે આપણે થોડું વિશેષ રસ JUICE  વિશે જાણીએ…

 

શરીરની મુખ્ય બે જરૂરીયાત છે …

 

(૧) સફાઈ

 

(૨)  બંધારણ તથા મરામત

 

‘રસ’ થી સફાઈ થતી હોવાથી શરીરની અંદર જમા થયેલો વર્ષો જૂનો મદ ધીરે ધીરે નીકળવા લાગે છે.  આ “મળ” એટલે આંતરડામાં જમા થયેલ સ્થૂળ, માત્ર નહીં, પરંતુ ચરબીનાં જામેલા થર લાગી ગયા હોય તો તેને તોડી તોડીને કાઢે છે.

 

રસનો બીજો ગુણ છે : શરીરનું બંધારણ તથા મરામત કરવાનો.  આપણે સૌ સારી પેઠે જાણીએ છીએ કે – જે કાંઈ ખાવામાં આવે છે તેમાંથી રસ છૂટો પાડવાની પ્રક્રિયા થાય છે.  જેમકે …

 

 • મોં માં દાંત, દાઢ, જીબ તથા લાળનવડે રસ છૂટો પડાય છે.

 

 • જઠર (હોજરી) માં  પણ અનેક પ્રકારના રસો જુદી જુદી ખાધેલ વાનગીઓને પચાવવા માટે કુદરત ઝરાવતી હોય છે.

 

( ઉપરોક્ત વિષય પર વિગતે અહીં ફરી કોઈ સમયે ચર્ચા કરીશું.  હાલ રેસીપી જોઈએ)

 

 

રસ / JUCIES

 

સામાન્ય રીતે નેનો રસ કાઢવો હોય, તેને શુદ્ધ પાણીથી બે –ત્રણ વખત ધોઈ નાખવું.

 

જ્યાં જરૂર હોય, ત્યાં જ છાલ ઉતારવી.  નહીં તો છાલ સાથે જ રસ કાઢવો.  ગાજરનું પીયતું (અંદરનો પીળો ભાગ)  પણ કાઢવાની જરૂર નથી.

 

જેનો રસ કાઢવાનો છે તેને શક્ય તેટલા નાના ટુકડા કરી યંત્રમાં નાખી, (જ્યુસર મશીનમાં) જરૂર પૂરતું પાણી તેમજ પિલાણ કરવા પડે તેવા મસાલા જેમકે આદુ, તુલસીના પાન, ફુદીનાના પાન, લીલી હળદર, વગેરે નાખીને મશીનથી ક્રશ કરો.  એક રસ બની જાય એટલે ગળણાથી ગાળી લો.  રસ હંમેશાં પાણી જેવોપાત્સો બનાવો.  (ઘટ્ટ ભાવતો હોય તો બનાવી શકાય.)  રસ માં કોઇપણ વસ્તુ ન ભેળવી મૂળ સ્વરૂપે જ પીવો અતિ ઉત્તમ છે.  તેમાં લીંબુનો રસ, મધ, સંચળ વગેરે જરૂરત મુજબ ઉમેરી ઉપયોગમાં લઇ શકાય છે.  જરૂર લાગે તો બરફ પણ થોડો ઉંમેરી શકાય છે.

 

 

(૧)   પાનનો રસ :

 

જે ઋતુમાં જે ભાજી / પાન ઉપલબ્ધ હોય, તેનો ઉપયોગ કરે શકાય.

 

જેમકે .. રજકો (ગદબ), બિલ્લી પત્ર, પીપરના પાન, ધ્રો (દુર્વા) વિગેરે પાન મફતમાં મળતા હોય છે.  અને લગભગ બારેમાસ મળતા હોય છે.  આવા અન્ય કોઈ પણ ખાદ્યપાનનો રસ કાઢી શકાય છે.  શહેરમાં પાલખ, મેથી, તાંદળજો, નાગરવેલના પાન, મીઠાં લીમડાના કૂણા પાન, બીટના પાન, પીપળાનાં પાન, તુલસીના પાન, મારવાના પાન, અળવીનાં પાન, બીટનાં પાન, તેમજ કોર, કોબીજના એકદમ લીલા ઉપરના (ઉપલા) પાન વગેરે મળતા હોય છે.  જે પાન મળતા હોય, તે મુખ્ય પાન લઇ તેમાં અન્ય પાન મસાલાની ગરજ સારે તેટલા પ્રમાણમાં નાખીને પાનનો રસ કાઢી શકાય. જેમકે …

 

સામગ્રી :

 

૨૦૦ ગ્રામ પાલખનાં પાન

૩   નાગરવેલનાં પાન

૧૦  તુલસીનાં પાન

૧૦૦ ગ્રામ ધાણા ભાજી (કોથમીર)

૧૦ – ૨૦ ફૂદીના પાન

૧૦૦ ગ્રામ કોબીનાં પાન

૫૦ ગ્રામ આદુનાં પાન

મસાલા જરૂરીયાત મુજબના

 

  

રીત :

 

બધાંને ધોઈ સાફ કરી, સમારી લઇ, મીક્ષરમાં પાણી સાથે ક્રશ કરવું.  ગળણાથી ગાડી લઇ, સ્વરૂચિઅનુસાર લીંબુ, મધ અથવા ગોડ અથવા શેરડીનો રસ, ચંચળ, વગેરે ઉમેરીને ઉપયોગમાં લેવાય.

 

સ્વાદમાં વિવધતા લાવવા ક્યારેક શેકેલ જીરૂનો ભૂક્કો, તો ક્યારેક વરિયાળીનો તો ક્યારેક એલચીનો ભૂક્કો, વગેરે નાખી શકાય.  મરી, તજ, લવીંગ, વગેરે પણ વાપરી શકાય.  (તજ-પાવડર અતિ ઉત્તમ ગણાય)

 

 

(૨)    દૂધીનો રસ :

 

 

દૂધી લગભગ દરેક જગ્યાએ, દરેક ઋતુમાં, દરેકને પોષાય તેવી ઓછી કિંમતે મળી રહે છે.

 

 સામગ્રી :

 

૫૦૦ ગ્રામ (૧- નંગ) દૂધી

૧૦૦ ગ્રામ કોથમીર (૧-ઝૂડી / પણી))

૫૦ ગ્રામ ફૂદીનો

૨૫ ગ્રામ આદુ

મસાલા :  લીંબુ, સંચળ, મધ વગેરે જરૂરત મુજબનાં

 

 

રીત :

 

બધી સામગ્રી (શાકભાજી)  ધોઈ, સાફ કરી અને શૂક્વી નાંખવા

દૂધીનાં નાના કટકા કરો (ચાલ સહિત) દૂધી ચાખી લો., ક્યારેક કડવી પણ નીકળે છે.  કડવી દૂધી ન વાપરવી.

કોથમીર, ફૂદીનાનાં પાન છૂટા પાડો.  જાડી ડાળખી કાઢી નાખો.

આદુના નાનાં ટુકડા કરો.

ઉપરોક્ત બધી વસ્તુને મીક્ષરમાં નાખી, જરૂર પૂરતું પાણી નાખી ક્રશ કરો.

શેરડીના રસ જેટલો પાતળો થાય, તે મુજબ પાણી ઉમેરવું.

ગળનાથી ગાળી લો.

આ રસમાં હવે સ્વરૂચિ અનુસાર મસાલા ભેળવો.

 

જેમકે – લીંબુ, સંચળ, અથવા સિંધાલુણ, શેરડીનો રસ, ગોળ અથવા મધ, મરી, પાવડર, ધાણા-જીરૂ વગેરે.

 

જરૂર જણાય બરફ ઉમેરી ઠંડુ બનાવો.  શક્ય હોય, ત્યાં સુધી તાજે તાજો પીઓ.  નહીં તો ઠંડો રાખવાથી દશ-બાર કલાક સારો જ રહે છે.  (બરફ બજારનો ન લાવતાં ઘરના શુદ્ધ પાણીનો બનાવેલ નાખવો- તે પણ થોડોક જ.   ખરેખર તો બરફનો ઉપયોગ હિતાવહ નથી.)  રસ તાજો પીવો ગુણકારી છે.

 

નવી ભોજન પ્રથામાં કાચું ખાવાની શરૂઆત કરતાં પહેલા એકાદ રસ લેવો હિતાવહ છે.

 

 

ઉપરોક્ત રસમાં પાલખ પણી / જૂડી – ૧ (૨૦૦ ગ્રામ) નાખી શકાય.  જેનાથી સ્વાદમાં વિવિધતા આવે, તથા પેટ પણ સાફ લાવે.

 

તેજ રીતે કયારેક ટમેટા, તો ક્યારેક જામફળ તો ક્યારેક ટેટી નાખી શકાય.  શક્ય હોય તો ગળ્યા /મીઠાં ફળો અને ખાટા ફળો જુદા જુદા સમયે લેવા.

 

મસાલામાં પણ ફેરફાર કરી ધાણા – જીરૂની જગ્યાએ કાચી વરિયાળી, તીખા (મરી) ની જગ્યાએ તજ, લવિંગ વગેરે વાપરી શકાય.  આમ, એક જ વસ્તુમાંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય.

 

આજે આપણે બે જ્યુસની રેસીપી જોઈ. આજ રીતે ગાજરનો રસ, ફળોના જ્યુસ, તરબુચનું જયુસ, અનાનસનો જ્યુસ  વિગેરે અનેક ફળો નાં જ્યુસ બનાવી શકાય, જે હવે પછી આપણે અહીં તપાસીશું.  આ ઉપરાંત આપણે અપક્વ ઇટાલિયન ટચ રેસીપી આવતા સોમવારે જોઇએશુ અને શીખીશું.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

સાભાર : સરોજબેન બી. ચૌહાણ 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

‘નવી ભોજન પ્રથા’ … સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ શ્રી બાલુભાઈ ચૌહાણ નાં આ કાર્યમાં બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. બ્લોગ પોરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે…..આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

ચેતવણી : ઉપરોક્ત ‘પ્રાકૃતિક -નવી ભોજન પ્રથા’ લેખક શ્રી નાં સ્વાનુભવ આધારિત લેખક શ્રી દ્વારા અહીં જાણકારી આપવામાં આવેલ છે, કોઇપણ  પ્રથા ને અપનાવતી સમયે આપ આપની રીતે યોગ્ય જાણકારી મેળવી – પોતાનો સ્વ-વિવેક પૂર્ણ તયા વાપરી, જરૂર લાગે તો કોઈ હેલ્થ પ્રોફેશનલને કન્સલ્ટ કરી પછી જ ( અનુભવી કે તજજ્ઞ નાં માર્ગદર્શન  સાથે જરૂરી ચકાસણી કર્યા બાદ) આપની જ અંગત જવાબદારી ને ધ્યાનમાં રાખી અપનાવશો..  આ કોઈ અંધશ્રદ્ધા નો વિષય  કે વાત નથી.  …. આભાર ! ‘દાદીમા ની પોટલી’

 

 

આપ નવી ભોજન પ્રથા અને તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  શ્રી બાલુભાઈ ચૌહાણ (સાહેબ) અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. –    [email protected]  / [email protected]  પર  મેઈલ મોકલી જવાબ આપના મેઈલ પર મેળવી શકો છો.

 

 

મિત્રો, આજે આટલું બસ, હવે પછી આગળ … “નવી ભોજન પ્રથા” અપનાવતા પહેલાં આપણા મનમાં ઉદભવતા સવાલોની શ્રુંખલા …. આવતા અંકમાં સોમવારે અહીં જ ફરી તપાસીશું અને તેના ઉત્તર જાણીશું … આપે જો આ ‘નવી ભોજન પ્રથા’ હાલ અપનાવેલ હોય અને આપ તે બાબત કોઈ વિશેષ જાણકારી મેળવવા ઇચ્છતા હો કે તે બાબત આપને કોઈ સમસ્યા ઉદભવતી હોય તો અહીં કોમેન્ટ્સ બોક્ષમાં આપના પ્રતિભાવ આપશો, જેનો યોગ્ય પ્રત્યુત્તર શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ દ્વારા અહીં જ આપને મળે તે અંગે નમ્ર કોશિશ કરવામાં આવશે., એટલું જ નહિ આપે ‘નવી ભોજન પ્રથા’ અપનાવ્યા બાદ, આપને જે કંઈ અનુભવ થયા હોય તે અહીં શેર કરશો, …. આપના અનુભવો અન્યોને પણ પ્રેરણાદાયી બની રહેશે…. આભાર ! ‘દાદીમા ની પોટલી’