અપનાવો જ્યૂસ થેરાપી, રોગો થશે દૂર … (આરોગ્ય અને ઔષધ) …(ભાગ-૧)…

અપનાવો જ્યૂસ થેરાપી, રોગો થશે દૂર, તમે રહેશો આખુ વર્ષ ફિટ … (આરોગ્ય અને ઔષધ) … (ભાગ-૧)…

 

 
JUCIE..3
 

 
(અહીં મૂકેલ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે જ કરવામાં આવ્યો છે)

 

 

આયુર્વેદિક ગ્રંથોમાં ફળો અને તેના ઉપયોગ અને તેનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે. આયુર્વેદ ઉપર ચાલનારા લોકો આજે સારી રીતે હેલ્ધી- તંદુરસ્ત જીવન જીવતા હોય છે તેમાં બેમત નથી. તેથી જ આજે અમે તમારી માટે ખાસ જ્યૂસ થેરાપીનો પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી શરીરને આખું તંદુરસ્ત રાખી શકાય છે.

 
આધુનિક સાયન્સના સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો અકસીર ઉપાય છે. કારણ કે શાકભાજી અને ફળોનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. શરીરના દરેક અંગોના કોષોમાં ભરાયેલા દુષિત પદાર્થો (ટોક્સીક એલીમેન્ટ)ને દૂર કરે છે. રોજના ૮થી ૧૦ ગ્લાસ પાણી ઉપરાંત બે થી ત્રણ ગ્લાસ કાચાં શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની વધારે કાર્યક્ષમ થાય છે. રોગને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષો રસ પીવાથી નવા બને છે.

 

આજે જુઓ શાકભાજી અને ફળોના રસાહાર કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ….

 

ફળ અને શાકભાજીના રસ લેતા પહેલાં શું ઘ્યાન રાખવું …

 

 

– ફળ હોય કે શાકભાજી તેનો ઉપયોગ કરતાં પહેલાં સાધારણ ગરમ પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખવા જોઇએ, જેથી તેની ઉપર લાગેલો કચરો, માટી અને જંતુનાશક દ્રવ્યો દૂર થઇ જાય.

 
– ફળ હોય કે શાકભાજી તાજાં વાપરવા જોઇએ. વધારે પાકી ગએલાં, ગંધ મારતાં અને કાળા પડી ગએલાં ફળો ના ખવાય. આ જ રીતે શાકભાજી પણ દેખાવમાં વાસી લાગે તે વપરાય નહીં.

 
– રસ કાઢવાનું મશીન બરોબર ધોઇને વાપરવું જોઇએ. જ્યાં શક્ય હોય ત્યાં રસ ગાળ્યા વગર પીવો જોઇએ.

 
– ફળોનો કે શાકભાજીનો રસ તાજો જ પીવો જોઇએ. ડીપ ફ્રીજમાં રાખેલો રસ અથવા કાઢ્‌યા પછી ખુલ્લા વાસણમાં ચાર પાંચ કલાક પડ્યો રહ્યો હોય તેવો રસ પીવો ના જોઇએ.

 
– રસમાં પ્રીઝર્વેટીવ નાખ્યા હોય તેવો બજારમાં મળતો રસ અને સ્વીટનર કે બીજું નાખેલ હોય તે રસ પીવો જોઇએ નહી.

 

 

રસ કેવી રીતે પીવો જોઈએ ? …
 

 

JUCIE..4

 

 

– પાણી પીએ તેવી રીતે ગ્લાસમાંથી રસ ગટગટાવી ના જશો. એક એક ચમચો લઇ મોંમાં રાખી તેની અસરથી લાળ નીકળે માટે એક મિનિટ માટે રસ મોંમાં મમળાવો (ગોળ ગોળ ફેરવો). પછી ગળા નીચે ઉતારો. લાળમાં પાચક રસો હોય અને જંતુધ્ન ગુણ હોય. રસમાં રહેલી સાકર (કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ્‌સ)નું પાચક રસોથી પાચન અને રસમાં જાણે-અજાણે રહેલા બેકટેરીઆ કે વાયરસ નાશ પામે.

 
– જો તમે તમારો રોગ દૂર કરવા અથવા તંદુરસ્ત રહેવા માટે ફળનો કે શાકભાજીનો રસ પીતા હો તો તેમાં ખાંડ, મરી કે મીઠું તેને સ્વાદિષ્ટ બનાવવા કદાપિ નાખશો નહીં. કારણ એવું કરવાથી જાણે અજાણે તમારા શરીરમાં બિનજરૂરી ખાંડ અને મીઠું જશે એ બરોબર નથી. તમને શાકભાજીનો રસ સ્વાદમાં સારો ના લાગતો હોય તો લીંબુ નિચોવી સ્વાદિષ્ટ બનાવી પીશો.

 
– તમે રસનો પ્રયોગ તંદુરસ્ત રહેવા કરવાના હો અને બીજું કશું ખોરાક તરીકે લેવાના હો નહીં તો રેજ સવારે બેથી ત્રણ લીટર જેટલો શાકભાજી અને ફળનો રસ લેવો જોઇએ.

 
– જો તમે આદુ, ડુંગળી, લીલી હળદરનો રસ રોગ મટાડવા માટે પીવા માગતા હો તો તેનું પ્રમાણ ફક્ત ૨૦થી ૨૫ મી.લી. રાખશો. જો લસણનો રસ લેવાના હો તો એક ચમચાથી વધારે લેશો નહીં.

 
– તમને ફક્ત રસ ઉપર રહેવાનું ફાવતું ન હોય તો વચ્ચે વચ્ચે કાચો કે રાંધેલો ખોરાક લઇ શકશો.

 
કયા રોગમાં, કયા ફળનું જ્યૂસ આપશે તમને ફાયદો ? …

 
આયુર્વેદ અનુસાર જ્યૂસ પીને પણ ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. આ માટે આયુર્વેદિમાં જ્યૂસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રાકૃત્તિક ચિકિત્સામાં પણ પસાહારને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. તેમાં અલગ-અલગ ફળો અને શાકભાજીનો રસ દેવામાં આવે છે.

 
કારેલા, જાબુ, દૂધીના જ્યૂસમાં સ્વાદ નથી હોતો પણ તેના જ્યૂસ પીવાથી વધારે ફાયદો થાય છે. આવો જાણીએ જ્યૂસ થેરાપીના કેટલાક સ્પેશિયલ રાજ જાણવાથી કરી શકો છો આપ આ બીમારીઓનો ઈલાજ…

 

 

JUCIE.2

 

 

જુદા જુદા રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસનો ઉપયોગ …

 

– કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.

 
આર્યુવેદમાં વિશ્વાસ રાખતા હોવ તો આપને આ વાતની જાણ હશે જ કે કારેલા પચવામાં હલકા અને અનેક બીમારીઓનો ઈલાજ છે.

 
એટલું જ નહીં તે ભૂખવર્ધક, પચવામાં સરળ, પિત્તસારક, કૃમિની બીમારી દુર કરનારા, ડાયાબિટીસ નાશક, સોજા જેવી બીમારી દુર કરનારા, માસિક ધર્મની બીમારીને દુર રનારા, આંખોનું તેજ પાછુ લાવે છે, રક્ત શુદ્ધ કરે છે અને મેદસ્વીતા નષ્ટ કરવામાં ઉત્તમ છે.

 
તાવ, સોજા, પેટનો ગેસ અને ત્વચાના રોગો પણ દુર કરે છે. દરરોજ કારેલાનો જ્યૂસ પીવાનો આટલો બધો ફાયદો છે.

 
કડવા લાગતા કારેલાના આટલાં ફાયદા છે દરરોજ સવારે એક નાનો ગ્લાસ કારેલાનું જ્યુસ આપને આજીવનની ફિટ બોડી આપી શકે છે. તે સાથે આટલા રોગો સામે લડવાની તાકાત પણ.

 
આ સીવાય કારેલાનો આ રીતે ઉપયોગમાં લો …

 
-મલેરિયાની બીમારીમાં કારેલાના 3-4 પત્તા 3 કાળામરીના દાણા સાથે પીસી લો અને આ રસ શરિર પર લાગાવો તેનાથી રાહત થશે.

 
-જો નાના બાળકની ઉલટી બંધ નથી થતી તો તેને કારેલાના 2-3 દાણા અને કાળા મરીના 2 દાણા સાથે લસોટી ચટાડો તેની ઉલટી બંધ થઈ જશે.

 
-ડાયાબિટીસની બીમારીમાં કારેલાના ટુકડા કાપી તેને છાયડામાં જ સુકવી તેને ઝીણા પીસી દો. તેમાં દસમાં ભાગની કાળા મરી ઉમેરી લો. આ પાવડર દરરોજ સવાર સાંજ એક ચમચી પાણીમાં મેળવી પીવો આપને ઘણો લાભ થશે.

 
– કોબીજનો રસ પીવાથી એસીડીટી દૂર થાય છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.

 
– ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે એટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે છે.

 
– કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે.

 
– આમળાનો રસ વીર્યની વૃઘ્ધિ કરે છે.

 
– ચોળીની શિંગથી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે.

 
– લસણનો રસ પીવાથી શરીર જકડાઇ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે.

 
– આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.

– સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે.

 
– કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે.

 
– જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે.

 
– લીંબુનો રસ આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે.

 
– તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે.

 
– સફેદ ડુંગળીના રસમાં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે.

 
– નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જીક કફ- દમમાં રાહત આપે છે.

 
– પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે.

 
– પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે.

 
– ટમેટાના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે.

 
– લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે.

 
– કોથમીરનો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.

 
– તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે.

 
– પાલખનો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.

 
– ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.

 
– કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે.

 
– દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.

 
– ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.

 
– બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.

 
– લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.

 
– કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.

 
– જાંબુના રસમાં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.

 
– મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.

 

JUICE.1

 

 

રસાહારથી શરીરને ચોખ્ખું કેવી રીતે કરશો ? …

 

મહિનામાં એક શનિ-રવિ આ કાર્યક્રમ અમલમાં મૂકો. 

– શનિ અને રવિ બન્ને દિવસે ફક્ત પાણી અને પસંદગીના ફળ કે શાકભાજીનો જ ઉપયોગ કરો. 

– શારીરિક પ્રવૃત્તિ એકદમ ઓછી કરી નાખો. 

– કોઇપણ જાતનો ખોરાક લેવાનો નથી. 

– શનિવારે જ્યારે ભૂખ લાગે ત્યારે ફક્ત રસ પીવાનો રાખો. 

– રવિવારે થોડી સ્ફૂર્તિ લાગશે. 

– આ જ પ્રમાણે રવિવારે પણ રસાહાર કરો. 

-સોમવારે તમે પથારીમાંથી ઉઠશો ત્યારે સ્ફૂર્તિ લાગશે અને આખું અઠવાડિયું સરસ જશે. 

 

આમ થવાનાં કારણો …

 

શારીરિક પ્રવૃત્તિ ના હોય એટલે શક્તિ બચે. ખોરાકમાં જલદી પાચન થાય તેવા રસ લીધા હોય એટલે શક્તિ બચે. આ વધેલી શક્તિ તમારી હોજરી, આંતરડાં અને કિડનીને મળે એટલે શરીરમાંથી બધો જ કચરો નીકળી જાય. આને ઓફિસકામના ‘બેક લોગ’ને જેમ શનિ-રવિવારે તમે બઘું ફાઇલોનું કામ કરી નાખો અને સોમવારે ફ્રી થઇ જાઓ તેની સાથે સરખાવી શકાય.

 

રસાહારનો પ્રયોગ આ રીતે શરીર ચોખ્ખું કરવા અને રોગમુક્તિ માટે કરવા જેવો ખરો.

 

 
સાભાર : દિવ્યભાસ્કર દૈનિક.

 

… ક્રમશ: 

 

 
હવે પછી .. (ભાગ-૨માં) …આગળ જાણો .. જયૂસની ઉપયોગીતા અને થોડી અવનવી જ્યૂસ રેસિપીની જાણકારી ……

 

 

બ્લોગ લીંક :  http://das.desais.net
email : [email protected]

 

 

‘આરોગ્ય અને ઔષધ … ‘  શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો  આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના દરેક પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli

facebook at : /dadimanipotli

‘શંકા સમાધાન’ … (૧૯) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૨૧)’ …

‘શંકા સમાધાન’ … (૧૯) …  “નવી ભોજન પ્રથા” … (ભાગ-૨૧)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

આજે આપણે ફરી તપ, સેવા અને સુમિરન –  ત્રિસૂત્રી સાધના વિશે થોડી વિશેષ જાણકારી શંકા સમાધાન શ્રેણી અન્વયે મેળવીશું…

 Tomato & Macadamia Mozzarel

 

આ અગાઉ આપણે ત્રિસુત્રી સાધનામાં ઉદભવતી થોડી શંકાઓ નું સમાધાન જાણ્યું., આજે આપણે એક એવી શંકાનું સમાધાન કરવા કોશિશ કરીશું …   કે મોટા ભાગે એવી માન્યતા છે કે … તપ. સેવા, સુમિરનનાં સિદ્ધાંતો આયુર્વેદ, એલોપેથી તેમજ અન્ય પ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓથી વિરોધાભાસી છે.  તો આમ કેમ ?

 

શંકા :

તપ. સેવા, સુમિરનનાં સિદ્ધાંતો આયુર્વેદ, એલોપેથી તેમજ અન્ય પ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓથી વિરોધાભાસી કેમ  છે ?

 

સમાધાન :

શ્રી બી.વી. ચૌહાણ સાહેબ

 

અત્યાર સુધીમાં શોધાયેલ કોઈપણ ચિકિત્સા પદ્ધતિઓના મૂળમાં ‘ખોરાકમાં શક્તિ નથી’  તે આપણા કોઈના પણ ખ્યાલમાં આવેલ નથી.  આથી મૂળભૂત ‘સત્ય’  પકડી શકાયું નથી.  જેના કારણે એક યા બીજા ભ્રાન્ત ખ્યાલનાં આધાર પર જે તે ચિકિત્સા પદ્ધતિઓએ કામ કર્યું છે.  પાયાના ખ્યાલો જ ભૂલ ભરેલા છે.  તેથી ખોટી દિશામાં સંશોધનો થયા અને ખોટા પરિણામો મળ્યા.  એક જંક્શન  પોઈન્ટથી ગાડી પકડવામાં ભૂલ થઇ જાય અને જવું હોય દિલ્હી અને ગાડી પકડાઈ જાય મુંબઈની તો દિલ્હી ક્યારેય પહોંચાય જ નહીં.  અથવા તો જે જ્યાં છે જ નહીં ત્યાં શોધવાથી તે મળે નહીં તે સ્પષ્ટ છે.  જેમ કે મૃગજળ / ઝાંઝવાના જળમાં પાણી છે જ નહીં પરંતુ હારન તેમાં પાણી માણી બેસે છે અને દોડ્યા જ કરે છે, દોડ્યા કરે છે અને અંતે થાકે છે અને અકાળે મૃત્યુ પામે છે.  બસ આજ થીયેરી આપણને પણ લાગુ પડે છે.  આપણે ‘દાવામાં સ્વાસ્થય’ અને ‘ખોરાકમાં શક્તિ’  માની બેઠા છીએ ને હરણની જેમ જ ઝાંઝવાના ઝળની પાછાળ દોટ મૂકીએ છીએ – રોગ મટતા નથી અને વધ્યે જાય છે અને છતાં મનુષ્ય બૌધિક પ્રાણી હોવા છતાં હરણની માફક જ  વિચારતાં પણ  નથી કે જો દવામાં સ્વાસ્થય અને ખોરાકમાં શક્તિ હોત તો તે મળવા જોઈતા હતા.  પણ દુર્ભાગ્ય માનવજાતનાં કે તે પણ મૂઢ મૃગથી વિશેષ કશું જ  વિચારતો નથી.  જે ખોટી દિશા પકડાઈ ગઈ છે તે દિશામાં જ દોડ્યા કરે છે.  જેથી જોઈતું પરિણામ મળતું નથી.

 

બીજી રીતે જોઈએ તો – આયુર્વેદ, એલોપેથી કે અન્ય ચિકિત્સા પદ્ધતિઓ કોઈને કોઈ મોટા વૈજ્ઞાનિક અથવા તો સંતની શોધ છે.  જ્યારે ‘તપ-સેવા-સુમિરન’  ની સાધના એ ‘ભગવાન શિવજી’  ની બતાવેલ છે.  જેથી સ્પષ્ટ છે કે શિવજીએ દર્શાવેલ એ સર્વાંગ સંપૂર્ણ અને અનુભુતીત સાચી દિશાની અને ક્ષતિરહિત જ હોય.   વળી આણું પ્રમાણ ગીતાજીમાં ‘તપ-દાન-યજ્ઞ’  દ્વારા આપેલ છે.  આજ રીતે કુરાને શરીફમાં ‘રોઝા, ઝકાત, નમાજ’  દ્વારા, બાઈબલમાં ‘ફાસ્ટિંગ – ચેરીટી – પ્રેયર’  દ્વારા, ગુરુ ગ્રંથ સાહિબમાં ‘ઉપવાસ, દસબંદ, સીમરન’ દ્વારા અને તાલમુંડતોરામાં ‘ફાસ્ટિંગ – સર્વિસ – વર્શિપ’ દ્વારા તથા ત્રિપટક મુજબ ‘સ્વલ્પાહાર – ધર્મદાન – વિપશ્યના’  રૂપે દર્શાવેલ છે.  જેથી પણ સ્પષ્ટ છે કે સનાતન સત્ય હંમેશાં એક જ હોય અને તે સર્વસ્વિકૃત હોય.  જ્યારે પ્રચલિત હાલની ચિકિત્સા પદ્ધતિઓનાં સિદ્ધાંતો એક જ સરખા અને સર્વ સ્વિકૃત નથી તેમાં એકબીજાથી ખૂબ જ વિરોધાભાસ રહેલો છે.

 

અન્ય રીતે જોઈએ તો કોઇપણ એક સત્યના બે વિરોધાભાસી સિદ્ધાંતો હોઈ શકે નહીં.  બે અથવા વધુ ખોટી વાતો વિરોધાભાસી હોઈ શકે છે.  આથી પેઢીઓથી જે ચિકિત્સા પદ્ધતિઓ અપનાવતા આવ્યા છીએ અને જેનાથી રોગો ઘટવાના બદલે વધ્યા છે.  (દુર્ભાગ્યવશ રોગો વધવા માટે આપણે પરિસ્થિતિ કે પ્રકૃતિને જવાબદાર ઠેરવીને ખોટી દિશાની દોટ ચાલુ જ રાખી છે.)  આથી આ સિદ્ધાંતો ખોટા છે તેવો તર્ક લગાવીએ તો સાચી વાત આ સિદ્ધાંતોથી વિરોધાભાસી જ હોવી જોઈએ અને તેથી જ ‘તપ-સેવા-સુમિરન’  ના સિદ્ધાંતો પ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓથી વિરોધી છે.

 

અન્યથા – પ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓનાં સિદ્ધાંતોનાં પ્રયોગો માનવજાત ઘણાં લાંબા કાળથી કરતી આવી છે અને તેનાથી પ્રાપ્ત પરિણામો જોયેલા છે.  હવે ‘તપ-સેવા-સુમિરન’ ના ઉલ્ટા જણાતા સિદ્ધાંતોના પ્રયોગો માનવીએ કરવા જોઈએ અને તેના પરિણામો જ બતાવી આપશે કે સાચું શું છે ?  ‘તપ-સેવા-સુમિરન’  ના સાધકો આ સત્ય જાણી ગયા છે.

 

 

(શ.સ.૭૩/૯૧-૯૨)

 

grapes sibir surat

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

Courtesy  : Amil Shah – UK

Dear New diet family,
One of my dear friends, Amandeep Thind, sent me below article on Milk.
There are people who still believe that milk is the ultimate source of most of the nutrients. What they don’t know, it is a SILENT KILLER.
Go through this article and decide for yourself.
 

The Sour Facts About Milk: What Every Parent Needs To Know

By John Pierre
September 19, 2013 3:23 AM EDT

 

 

Over the past 40 years, the dairy industry has poured billions of dollars into advertising campaigns designed to mesmerize, lure, and frighten individuals into consuming their products. Their frosted fingers have steadily tightened their steely grip of influence over educational institutions, retirement homes, hospitals, and doctor’s offices; permeating magazines, books, journals, and commercials with biased information that promotes their agenda. After years of mind-numbing “mustaches” of manipulation, we now assume that dairy products are a natural and normal part of the human diet. However, this is far from the truth.

Like all female mammals (including humans) who produce milk for their young, a female cow secretes milk that is intended to nurse her baby calf for about one year. This fatty hormonal secretion (containing over 60 hormones and growth factors) is designed to take her 65 pound newborn calf and turn him into a 700-pound cow in less than one year — quite a feat!

During pregnancy, a cow’s estrogen level skyrockets over 30 times higher than when she’s not carrying a calf. Since today’s factory dairies pump milk from female cows continually to increase profits, higher hormone levels (both naturally occurring and those created by agribusiness) are found in dairy milk, which also happens to be disastrously high in fat; a critical factor further exacerbating increased estrogen levels in humans.

When children are handed this hormonal cocktail masquerading as a magical health elixir, their undeveloped bodies are flooded with milk’s massive amount of estrogen, leading to an epidemic of precocious puberty. Additionally, children end up consuming sub-therapeutic doses of antibiotics in every glass of milk.

A cow’s udders can become unnaturally distended from being forced to produce thousands of extra gallons of milk per year, making them drag on the ground. Most concrete dairy lots are paved with piles of bacteria-laden manure. The fecal matter contaminates her udders, causing infections (mastitis), and is one of the reasons antibiotics are routinely administered to dairy cows.

Another dangerous constituent in cow milk is insulin-like growth factor 1 (IGF-1). When humans consume this hormone, their IGF-1 levels also increase, accounting for the “growth” effects of cow’s milk. Unfortunately, if breast cancer cells or prostate cancer cells are exposed to IGF-1, they proliferate like weeds, leading to disease at an alarming rate. Curiously, this critical information is never included in dairy promotional literature.

Since the beginning of time, countless cultures have thrived without a drop of “ivory syrup.” How did the native populations of Hawaii survive without cow milk before the introduction of cattle in 1793? The same way that native people of Mexico did before cattle was introduced in 1521. Many people around the world have never seen a cow, let alone drank her hormonal secretions. Large populations worldwide have been flourishing without bovine milk for eons. Consuming cow milk is highly unnatural; there is no animal in nature (other than humans) that drinks the milk of another species naturally. Giraffes don’t hound lactating goats for a sip of milk, and horses don’t run to nurse on pigs’ teats; the mere thought seems ludicrous.

Leading pediatricians such as Dr. Benjamin Spock (also an influential and best-selling author of parenting books) and Dr. Jay Gordon have been strong proponents of a dairy-free diet for children. The Physicians Committee for Responsible Medicine (PCRM), a non-profit organization whose members include 150,000 health professionals, has always been adamantly opposed to cow milk consumption.

When the Journal of Clinical Nutrition surveyed all accredited medical schools in the US in 2006 about their nutritional curriculums, they found that of the responding 106 schools, on average, medical students received close to 24 hours of nutrition education. Some received none. Their conclusion was that the amount of nutrition education in medical schools was “inadequate.” That’s quite an understatement. A hair dresser receivesmore training before cutting clients’ hair professionally, yet parents are taking advice from individuals with hardly any unbiased nutritional education?

Medical schools are highly influenced by the agribusiness industry. Agribusiness continues to target pediatricians offices with marketing campaigns designed to push their highly manipulative ideology, so it’s hardly surprising that many well-meaning pediatricians are ill informed about the dangers of dairy products. Expecting to receive meaningful, objective, and impartial nutritional advice in an environment influenced by dairy and agribusiness interests leads to predictable recommendations to consume dairy at all health costs.

Thankfully, many parents are waking up to the truth about dairy products and seeking healthier alternatives. Rice, almond, hemp, and coconut milks are good choices for many kids and adults. These can be easily enjoyed with whole grain cereals, oatmeal, and creamy soups. One of my favorite methods of boosting kids’ (and adults’) nutrient consumption is to use nut or rice milks in smoothies; adding sweet, fresh, juicy whole fruits and greens such as kale, spinach, or leafy lettuce, and blending them for a tasty drink. Leafy greens are better sources of minerals than dairy products. The dietary fiber found in fruits, vegetables, whole grains, and beans also assists with escorting estrogen out of the body. Many greens contain not just generous amounts of calcium, but additional nutrients critical for building bone health, such as magnesium, boron and vitamin C. Being physically active is also important for building bones, and is one more reason to get the kids off the couch and on the playground.

Just as no loving parent would allow her small child to play on busy highways, dairy products should be approached with extreme caution given the amount of information readily available about their dangers. As parents, we have the responsibility to research and educate ourselves about the food choices we offer our children. They count on us wholeheartedly for looking out for their best interests. Helping children avoid dairy products is one of the most loving, caring, and responsible actions a parent can take for their child, themselves, and for building a healthier world.

Kind regards,

‘શંકા સમાધાન’ … (૧૮) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૨૦)’ …

‘શંકા સમાધાન’ … (૧૮) …  “નવી ભોજન પ્રથા” … (ભાગ-૨૦)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

 veggi rape

 

 

અગાઉં આપણે નીચે દર્શાવેલ શંકાનું સમાધાન જોઈ ગયા,

(૧)  ત્રિસૂત્રી સાધનાનાં વિઘ્નો ક્યા ક્યા છે ? તે વિઘ્નો શી રીતે પાર કરી શકાય ? …

આજે આપણે તેમાં આગળ વધીએ અને ….  ત્રિસુત્રી સાધના દરમ્યાન ઉદભવતી અન્ય બે શંકાઓને તપાસીએ અને તેનું સમાધાન જાણીએ….

 

 

શંકા :

ત્રિસુત્રી સાધનાને ઉંમર સાથે સંબંધ ખરો ? …

 

સમાધાન :

શ્રી બી. વી. ચૌહાણ સાહેબ :

 

સમાજમાં એવી પણ વ્યાપક માન્યતા છે કે પ્રભુભક્તિ વૃદ્ધાવસ્થામાં જ થાય.  એવી એક વ્યવસ્થા માનવ મનમાં નક્કી છે કે બાળપણ – યુવાનીમાં અભ્યાસ, પ્રૌઢાવસ્થામાં કમાણી અને વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો કામ કરતી નથી.  શરીર સાથ આપતું નથી.  જેથી ભક્તિ માટેની એકાગ્રતા થતી નથી.  આમ નાછૂટકે સમય પસાર કરવાનાં સાધન તરીકે લોકો ભક્તિ માર્ગ અપનાવે છે.  જેથી તેનું ફળ મળતું નથી.  પ્રભુભક્તિને વળી ઉંમરનો બાધ શું ?  પ્રભુભક્તિ તો પ્રથમથી જ અંત સુધી સતત કુદરતી રીતે જ આપોઆપ થવી જોઈએ.  પ્રભુભક્તિ એ શ્વાસોશ્વાસની ક્રિયાની માફક જ જીવનનો એક ભાગ બની જવી જોઈએ.  શાસ્ત્રોમાંથી પણ જાણી શકાય છે કે ધરું અને ઓરહ્લાડે બાળપણમાં ભક્તિ કરેલ.  માતા પાર્વતીજી, મીરાંબાઈ વગેરેએ યુવાનીમાં ભક્તિ કરી.  રાજા મનુ મહારાજ અને રાણી શતરૂપાએ વૃદ્ધાવસ્થામાં ભક્તિ કરી.  આમ, ભક્તિને ઉંમર સાથે કોઈ જ લેવાદેવા નથી.  તે જ રીતે ત્રિસૂત્રી સાધનામાં તપની વાત આવે ત્યારે ઘણી વખત લોકો એવું કહેતા સંભળાય છે કે આ બધા પ્રયોગો જીવન કાર્યમાંથી નિવૃત્ત થયા બાદ કરાય.  અથવા તો યુવાની તો ખાવા – પીવા મોજ મજા કરવા માટે છે.  ત્યારે આવી સાધનાની વાત ન હોય, વગેરે … બાળપણ માટે તો પછી કહેવું જ શું ?

 

હકીકતે બાલ્યાવસ્થા જ સાધના માટે શ્રેષ્ઠ છે,આ અવસ્થામાં ગ્રહણશિલતાનું પ્રમાણ સૌથી ઊંચું હોય છે.  બાલ્યાવસ્થામાં થયેલ સંસ્કારોનું સિચન દીર્ધજીવી હોય છે.  વળી આ અવસ્થામાં શરીરનું પણ બંધારણ થાય છે.  કોઇપણ ઈમારતની શરૂઆત તેના પાયાથી થાય છે અને પાયો જેટલો મજબૂત તેટલી ઈમારત સારી.  તે જ રીતે જો બાલ્યાવસ્થાથી જ ત્રિસૂત્રી સાધનાની શરૂઆત કરી દેવામાં આવે તો શુદ્ધ, સાત્વિક કોશો દ્વારા નિરોગી, ખડતલ, સુદ્રઢ અને દીર્ઘાયુ જીવનનો પાયો નંખાય જાય છે.  જેથી યુવાની પણ લંબાઈ જાય છે.  ઘડપણ પાછું ઠેલાઈ જાય છે અને વૃદ્ધાવસ્થામાં પણ શારીરિક રોગો –કષ્ટો સહન કરવા પડતા નથી.  વૃદ્ધાવસ્થામાં પણ શક્તિનો હ્રાસ થતો નથી અને મોત પણ ઝાડ પર પરિપક્વ થઈને સાહજિક રીતે ખરી પડતા ફળની માફક સહજ અને કષ્ટ રહિત બની જાય છે.  પાંડવો અને કૌરવોનાં વડીલ ભિષ્મ પિતામહ પણ તેની છેલ્લી અવસ્થા સુધી રણભૂમિમાં પૂરી તાકાતથી લડ્યા છે જે બતાવે છે કે વૃદ્ધાવસ્થા આપણે જેવી કલ્પીએ છીએ તેવી અથવા તો હાલના સમયમાં અનુભવીએ છીએ તેવી ભયાનક હોવી જરૂરી નથી.  જે આપણે સાધના ન અપનાવીને બાળપણ કે યુવાનીમાં કહેવાતા ભ્રામક મોજ શોખના ખ્યાલોમાં રાચીને વૃદ્ધાવસ્થા ખોખલી અને દયામણી તથા અસહ્ય મૂકી છે.

 

જો કોઈ હિંમત કરે પોતાના બાળકને ત્રિસૂત્રી સાધનામાં જણાવ્યા મુજબનો ઉછેર કરવાની તો તેમને સુખદ આશ્ચર્યકારક પરિણામો મળી શકશે.  માનું દૂધ કુદરતી રીતે મળતું બંધ થાય, પછી બાળકને બીજા કોઈ પશુનું દૂધ આપવું જરૂરી નથી.  તેને વધુમાં વધુ લીલા પાન યુક્ત શાકભાજી, કચૂંબર તથા ફળો કુદરતી સ્વરૂપે જ કાચે કાચા (શેક્યા, તળ્યા, બાફ્યા વગર) અથવા તો તેનો કાચો રસ જરૂરત મુજબ આપવામાં આવે તો તેનો શારીરિક તેમજ બૌધિક વિકાસ ઘણો સારો થશે.

 

 

 

શંકા :

 

ત્રિસૂત્રી સાધના ખર્ચાળ હોઈને ગરીબ લોકો શી રીતે તેનો અમલ કરી શકે ?

 

સમાધાન :

શ્રી બી.વી. ચૌહાણ સાહેબ :

 

રામચરિત માનસની ત્રિસૂત્રી સાધનામાં તાપ એ શારીરિક સ્તર પરની સાધના છે.  જે અનુસાર શરીરને યોગ્ય સમયે, યોગ્ય પ્રકારનું, યોગ્ય માત્રામાં ભોજન પૂરૂં પાડવામાં આવે તો શરીર સદા નિરોગી રહે છે.  આ સિદ્ધાંતની સાચી સમજણ ન હોવાને લીધે આપણે સવારે ભારે નાસ્તો-ચાહ, બપોરે ભોજન અને રાત્રે ભોજન તેમજ વચ્ચે વચ્ચે ડર બે ત્રણ કલાકનાં અંતરે ચાહ નાસ્તો લેતા રહીએ છીએ.  તેની પાછળનો ભ્રાંત ખ્યાલ એ છે કે ખોરાકમાં શક્તિ છે અને આથી જ જરૂર કરતાં વધુ ખા – ખા કર્યા કરીએ છીએ.  એક સર્વેક્ષણનું તારણ એવું પણ છે કે માણસ તેની જરૂરિયાતથી દશ ગણું વધુ ખાય છે.  જે માણસ સમજીને સાધના અપનાવે છે તેના તમામ પ્રકારના વ્યસનો છૂટી જાય છે અને ખોરાકનું પ્રમાણ પણ ઘણું ઘટી જાય છે.  વળીબિમાર પડવાનું બંધ થઇ જાય છે.  જથી ડોક્ટરની ફી, લેબોરેટરી ટેસ્ટિંગ ફી અને દવાઓનો ખર્ચ બંધ થઇ જાય છે.  કાર્યક્ષમતા વધે છે.  જેથી રોજ પડતું નથી અને તેથી આવક વધે છે.  સરવાળે સાધના ખર્ચાળ નહીં પણ સસ્તી પૂરવાર થાય છે.  સવારે ચાહ-નાસ્તો અન્ય વ્યસન બંધ થઇ જવાથી તેટલી રકમની બચત થાય છે.  રાત્રીનાં ભોજનમાં ખાસ ફેર પડતો નથી.  પણ માત્રા ઘટી જાય છે.  જેથી તેમાં પણ બચત થાય છે.  બપોરે કચૂંબર તથા ફળો લેવાનાં છે.  તેમાં ખર્ચ વધે તેવો આભાસી ડર છે.  મોસમી સસ્તામાં સસ્તા ફળો અને સસ્તામાં સસ્તાશાકભાજી લેવાથી તે ખર્ચ પણ વધતો નથી અને તેમ છતાં ફળો ખાવા જ એવું કંઈ ફરજીયાત નથી.  ફળોમાંથી અગ્નિત્વ મળે છે.  જેનાં બદલે લીલા પાનવાળી ખાઈ શકાય તેવી કોઈ પણ વસ્તુ (શાકભાજી) લેવાથી તેની પૂર્તિ થઇ જાય છે.  જે નજીવી કિંમતે મળી શકતું હોય છે.  આમ સરવાળે બચત થાય છે.  અમારી ડીશ ૨૦-૨૫ રૂપિયામાં પડે છે.  કોઈપણ ગરીબની સામાન્ય ડીશ પણ ૩૦/- થી ઓછામાં તો નહીં જ પડતી હોય ?

 

  

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

 

 

Dear family,
Please find attached December issue of Swardarshan magazine.
This is the last month of the year. One more year has gone quickly.
Let’s add more years to life and more life to years by adopting and spreading new diet system.
Kind regards,

 

 

 

 

Courtesy  : Amil Shah – London

 

 

Dear new diet family,
I just stumbled upon the following article in one of the news sites. We all know that diabetes is known to be most common disease in the world and its adverse effects on all parts of the body (Gengrin, renal failure, poor eyesight, hearing loss, heart failure, you name it) .
What many don’t know is that, diabetes is developed due to poor diet habits (eating cooked food) contrary to what the most common beliefs (hereditary, lack of insulin, age, and so on) say.
This disease has become so common nowadays that people have started taking it very lightly and people would be even surprised to know if a person doesn’t have a diabetes at certain age!!!
But to put it simply, it’s the non functionality of pancreas due to poor diet. Instead of improving the health of the pancreas, the medical science has kept finding ways to control the sugar in the blood by inventing pills and insulin.
And it is said that diabetes will go away only in your grave and one has to take pills or insulin for his/her entire life.
And when we tell someone that by just changing their diet and adopting our New Diet system their pancreas can become healthy and they can get rid of the diabetes, they will laugh at you.
Read the article below and decide for yourself whether you want this to happen to you or instead want a healthy, disease free life.

The shocking images that reveal what diabetes can do to your feet in just 10 DAYS

  • 50-year-old man developed lesions on his feet after new shoes rubbed
  • The small lesions quickly escalated into a full-blown infection – within days his right foot was black, weeping pus and in urgent need of surgery
  • Every 30 seconds, a diabetic person in the world has a lower limb amputated
  • Condition leads to poor circulation and loss of feeling in the feet
  • This means patients don’t feel blisters and are more likely to get infections

These gruesome pictures show the horrific damage diabetes can do to the body in just a matter of days.

They were taken by a 50-year-old man who had developed lesions on his feet after his new shoes rubbed.

The man, who was obese, had no idea he was suffering from diabetes, doctors said. 

Damage: The images show how quickly the infection in the diabetic man's foot took hold Damage: The images show how quickly the infection in the diabetic man’s foot took hold – going from a red lesion on day one to a wound in urgent need of surgery. The 50-year-old man had developed lesions on his feet after his new shoes rubbed

 

The small lesions quickly escalated into a full-blown infection – within days his right foot was black, weeping pus and in urgent need of surgery.

His story, reported in the New England Journal of Medicine, highlights the devastating impact diabetes can have on all parts of the body – especially the feet.

Every 30 seconds, someone in the world with the condition has a lower limb amputated, according to the charity Diabetes UK.

People with diabetes are more likely to be admitted to hospital with a foot ulcer than with any other complication.

This is because the condition can lead to poor circulation and reduced feeling in the feet – meaning patients such as this man don’t feel when their feet are sore or being rubbed by something,

This means they might develop a blister or minor burn without realising it, increasing the likelihood of a wound developing and then becoming infected.

Poor circulation also means that wounds don’t heal as well – and are more likely to become infected. 

Day 1

The photographs document the speed at which the infection took hold. On day one, the skin is red because of the infection. By day three, it has blistered

 

Reporting on the case, the doctors, from the University Hospitals of Geneva, Switzerland, said the patient arrived at hospital 10 days after the infection had begun.

He was found to have diabetes and peripheral neuropathy – damage to the nerves in the extremities (such as the arms, hands, legs and feet).

The condition is usually seen in patients with poorly controlled sugar levels – as he would have had, being undiagnosed.

Peripheral neuropathy affects 70 per cent of people with diabetes and is one of the many reasons why the condition must be taken seriously – as foot infections can rapidly take hold in these people.

The man had photographed the lesion twice daily and had initially hoped it would heal by itself.

Day 6
Day 10

By day six, has become an abscess and tissue is dying and by the tenth day, it is a gruesome-looking wound infection requiring surgery

The photographs document the speed at which the infection took hold. On day one, the skin is red because of the infection.

By day three, it has blistered and by day six, has become an abscess and tissue is dying.

By day 10, it is a gruesome-looking wound infection requiring surgery.

After surgery to remove the dead skin from the wound and a strong course of antibiotics for three weeks, the infection cleared up.

The man also lost a considerable amount of weight to help keep his diabetes under control, the doctors said.

Classic signs of an infection include the skin turning bright pink or red, turning puffy and red, feeling hot to the touch and weeping a yellow/green pus, which consists of dead cells and micro-organisms.

Kind regards,
Amil Shah
UK

‘શંકા સમાધાન’ … (૧૭) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૯)’ …

‘શંકા સમાધાન’ … (૧૭) …  “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૯)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

 

 RAW FOOD PYRAMID

 

 

‘નવી ભોજન પ્રથા ‘   ને અપનાવતા પહેલા ‘ભોજન  પ્રથા’  વિશે અનેક પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા હોય તે સ્વભાવિક છે, અને જો તેનું યોગ્ય સમાધાન કરવામાં ન આવે તો ‘નવી ભોજન પ્રથા’ અપનાવતા અગાઉ જ તેનું બાળ મરણ થઇ જતું જોવા મળે છે.   કોઈ પણ નવું લાગતું  કાર્ય  શરૂ કરતાં અગાઉ આપણને શંકા થવી તે સ્વભાવિક જ બાબત છે, અને તે કારણે જ શ્રી બી. વી. ચૌહાણ સાહેબ દ્વારા ‘શંકા સમાધાન’  .. એક પ્રશ્નાવલી …સ્વરૂપે   ની પુસ્તિકા બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવેલ છે, જે પુસ્તિકા નાં આધારે આપણે અગાઉ થોડી શંકા નું સમાધાન આ શ્રેણી અન્વયે અહીં કરેલ,   આજે ફરી આપણે શંકા સમાધાન શ્રેણી અન્વયે એક નવી શંકાનું સમાધાન જાણવા અહીં કોશિશ કરીશું …

 

 

 આ અગાઉ આપણે નીચે દર્શાવેલી શંકાનું સમાધાન જાણ્યું … 

 

શંકા :

(૧)  ત્રિસુત્રી સાધના એટલે શું ?  (૨)  તેની શરૂઆત શી રીતે કરવી ?  (૩)  તપ, સેવા, સુમિરનનાં સિદ્ધાંતો મોટે ભાગે આયુર્વેદ, એલોપેથી તેમજ અન્ય પ્રચલિત ચિકત્સા પદ્ધતિઓથી વિરોધભાસી કેમ છે ?

 

 

 

 આજે આપણે ત્રિસૂત્રી સાધના વિશે એક નવી શંકાનું સમાધાન કરીએ …

 

 

 

 

 શંકા :

 

 

ત્રિસૂત્રી સાધનાનાં વિઘ્નો ક્યા ક્યા છે ? તે વિઘ્નો શી રીતે પાર કરી શકાય ? …

 

 

સમાધાન :

 

શ્રી  બાલુભાઈ વી. ચૌહાણ સાહેબ :

 

કોઈપણ સાધના શરૂ કરો કે તુરત જ તેમાં વિઘ્નો આવવા શરૂ થઇ જાય છે. હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં નીકળે છે ત્યારે તેમને જમીન પરથી, સમુદ્રમાંથી તેમજ આકાશમાંથી વિઘ્નો આવેલા. મતલબ કે એક પણ જગ્યા એવી બાકાત નથી જ્યાંથી વિઘ્નો ન આવ્યા હોય. સ્થળ, જળ તો ઠીક પણ આકાશમાંથી પણ વિઘ્નો આવેલા. આ રીતે જોઈએ તો વિઘ્નો આવવા એ સહજ એટલે કે કુદરતી પ્રક્રિયા છે. સાધના જ શા માટે કોઈપણ ક્ષેત્રે પ્રગતી/ ઉર્ધ્વગતિ કરશો એટલે અવરોધો આવવાના જ (હા, અધોગતિમાં તે વિઘ્નો બાધા નાખતા નથી). મિકેનિકલ ભાષામાં વાત કરીએ તો ગતિનો અવરોધક ઘર્ષણ છે. જો ઘર્ષણ જ ન હોય તો, ગતિ જ શક્ય નથી. તે જ રીતે ત્રિસૂત્રી સાધના – તપ – સેવા – સુમિરનને પણ તે જ નિયમ લાગુ પડે છે. જેવી સાધના શરૂ થશે કે તુરત જ પરેશાનીઓ શરૂ થઇ જશે. પરેશાનીનો પહલો અક્ષર ‘પ’ લઇએ અને ‘પ’ ની બારાક્ષરીનાં બારેબાર અક્ષરો ને વિગતે તપાસીએ તો ફક્ત પરેશાની જ જોવા મળશે ..કદાચ આપણને પ્રશ્ન મનમાં ઉદભવે કે તે વળી કઈ રીતે ? તો ચાલો, તેને નેચી વિગતે જાણીએ …

 

 

પ : પતિ/પત્ની, પરિવારજનો, પરિચિતો

 

પા : પાડોશી, પાલક (પિતા, માતા, કાકા, મામા .. વિગેરે ) પાઠશાળા ..

 

પિ : પિતરાઈઓ, પિતા પિયુ, પિયર

 

પી : પીઢ લોકો, પીરસણીયાઓ ..

 

પુ : પુત્ર – પુત્રી

 

પૂ : પૂરાણા ખ્યાલો, પૂરાણા લોકો

 

પે : પેટ

 

પૈ : પૈસો

 

પો : પોતાપણું – અહં, પોતાના ગણાતા બધા જ

 

પૌ : પૌત્ર – પૌત્રી

 

પં : પંડિતો, પંડ, પંચાતિયાઓ

 

 

આગળના કિસ્સામાં જોયું તેમ અવરોધ કુદરતી પ્રતિક્રિયા છે જે વગર ગતિ જ શક્ય નથી. અસ્તિત્વ જ શક્ય નથી. માટે તે જરૂરી છે. તે જ રીતે સાધનામાં પરેશાની પણ તેટલી જ જરૂરી છે. આથી પરેશાની આવશ્યક સમજીને તેને આવકારવી જોઈએ. ધુત્કારવી જોઈએ નહીં. પરેશાનીને વિઘ્નો ન સમજતાં તે ‘પ’ ને આપણે પરીક્ષાનો ‘પ’ સમજવો જોઈએ. આથી તે તમામ પરીક્ષાઓ ક્રમશ: પાર કરવાની આપણને સૂઝ-બુઝ-સમજણશક્તિ અને આંતરિક ઉત્સાહ પ્રભુ જ પૂરો પાડશે અને તે રીતે એક પછી એક પરીક્ષાઓ પાસ કરતાં કરતાં નિર્ધારિત લક્ષ સુધી પહોંચી શકીશું. એટલું જ નહીં પોતે ઉચ્ચ કક્ષા હાંસલ કરી લીધી હોવાથી હવે પોતાની સાથે સંકળાયેલ પરિચિતોને પણ પોતાની ઉંચાઈએ લાવવા પ્રયત્નશીલ રહીશું. અંધકારમાં ડૂબેલ તેઓને હવે પોતે મેળવેલ પ્રકાશ આપવાની કોશિશ કરીશું અને તે રીતે પ્રભુ સેવા કર્યાનો આત્મસંતોષ પણ મેળવીશું. ટૂંકમાં આપણે જોઈ શકીશું કે પરેશાનીઓ બધી જ ‘પોતાના’ તરફથી જ થાય છે / આવે છે. ‘પારકા’ તરફથી નહીં. આ આવવા પાછળનું કારણ એમની આપણા પ્રત્યેની કહેવાતી પ્રેમ લાગણીઓ કે સહાનૂભૂતિ છે. માટે તે આપણને આવી સાધનામાંથી પાચા વાળવાની કોશિષ અજમાવતાં હોય છે. તેમને ડર છે કે આવી સાધના પદ્ધતિથી અશક્તિ આવી જશે અને ન જાણે શું નું શું થઇ જશે ? આવો અજ્ઞાત – છૂપો ભય – પ્રેમવશ સાધકને તેની સાધના છોડાવવા મજબૂર કરે છે.

 

 

રામચરિત માનસ ને જાણીએ તો તેનાં મતે – “જનની, જનક, બંધુ, સૂત, દારા,
                                                                   તન, ધન, ભવન, સુહ્રદ, પરિવારા … આ દશ સાધના માર્ગના વિઘ્નો જણાવ્યા છે….

 

 

આ વાત થઇ અન્ય લોકો તરફથી આપણને થતી પરેશાનીની. આવી જ બીજી એક પરેશાની વેઠવાની પણ તૈયારી રાખવાની છે. જે છે : જેવી ‘તપ’ ની સાધના શરૂ કરશો કે તુરત જ શારીરિક તકલીફો શરૂ થઇ જવી સંભવત છે. કોઈને બેચેની રહે, કોઈને ચક્કર આવે, કોઈને માથું દુખે, કોઈને પગની પીંડીઓ ફાટે, સાંથળ દુઃખે કે અન્ય જગ્યાએ દુઃખાવો અનુભવાય. કોઈને ઉલટી થાય, કોઈને ઝાડા થઇ જાય, કોઈને વધુ પડતો પસીનો છોટે કે તાવ આવે કે પેટમાં બળતરા થાય વગેરે … વગેરે … આગળ જોયું તેમ આવી પરેશાનીઓ પણ કૂદરતી પ્રક્રિયાના એક ભાગ રૂપ જ છે અને તે અત્યંત જરૂરી પણ છે, અને તેથી જ તે થાય છે. જેથી આવી પરશાની ને ગભરાયા વિના કે સાધના મૂકી દીધાં વિના સહજ અને સહર્ષ સ્વીકારી લેવી, તેમાં જ ડાહપણ છે. આગળ કહ્યું તેમ પરેશાનીઓ ને પરેશાની ન સમજતા પરીક્ષા સમજી પાર કરવી જોઈએ. આ બધી કહેવાતી પરેશાની આપોઆપ તેનો કાર્યકાળ પૂરો થઇ જતાં અલોપ થઇ જશે અને ત્યારબાદ તે કયારેય સંભવત દેખાશે નહીં.

 

 

 આવી પરેશાની શા માટે આવે છે ? …  તો અહીં, આ પ્રશ્ન આપણા મનમાં જરૂર ઉદભવશે.

 

 

આવી પરશાની શા માટે આવે છે તે પણ સમજી લેવું જરૂરી છે. જ્યારે આપણે પેટમાં કંઈ નાંખતા નથી ત્યારે ભગવાન જે આપણામાં જઠરાગ્ની સ્વરૂપે કે ચેતનાશક્તિ / પ્રાણશક્તિ સ્વરૂપે બિરાજેલ છે તે સફાઈનું કામ આપણા શરીરમાં ચાલુ કરી દેશે. જેવો કચરો શરીરમાં એકઠો થયેલ હશે તે કચરા મુજબની સફાઈ કરશે. જેમ કે આપણે કોઈ જગ્યાએ સફાઈ કરવી હોય તો ત્યાં માત્ર રજોટ (ધૂળનાં રજકણ) જ જમા થયેલ હોય તો, તેને સાવરણીથી, કપડાનાં ઝાપટીયાંથી કે સાદી હવા મારીને તેને સાફ કરી શકાશે. પણ કચરો શાહીનો ડાઘો, ચાસણીનો ડાઘો કે આવું કોઈ હઠીલો ડાઘ હશે તો તેને પાણીમાં પલાળી અને ખાસ લૂગડાના પોતાથી ઘસીને સાફ કરવો પડશે. તે જ રીતે કલર કે ઓઈલ પેઈન્ટ નો ડાઘ હશે તો તેને કેરોસીન કે ટરપેઈન્ટાઈથી(ખાસ રસાયણ) કે પેટ્રોલ વગેરેની મદદથી અને વાયર બ્રશ દ્વારા તાકાતપૂર્વક ઘસીને તે ડાઘ સાફ કરવો પડશે. આવી જ રીતે ચાનો ડાઘ, લીલા નાળિયેરનાં પાણીનો ડાઘ કે તેના જેવા અન્ય ડાઘ –ડૂઘીઓ જેમાં તે પીગળી શકે તેવા રસાયણો વાપરીને સાફ કરવા પડશે.

 

બસ, આવું જ શરીરમાં જમા થયેલ કચરા માટે ભગવાનને કરવું પડશે. એટલે કે કોઈ કચરો એવો હોય્જેને બાળવો પડે તો તાવ આવશે. કોઈ કચરો એવો હોય જેનું ગેસ / વાયુમાં રૂપાંતર કરીને કાઢવો પડે તો ગેસ / વાયુ ઉત્પન થશે. પરિણામે જુદા જુદા અંગોમાં દુઃખાવો સંભવત અનુભવાય. કોઈ કચરો એવો હોય કે જે પસીના મારફત નીકળે તેમ હોય, તો પસીના મારફત પણ કાઢશે, કોઈ કચરો એવો હોય કે તે દસ્ત / મળ – ઝાડો, મૂત્ર, કે ઉલ્ટી થઈને નીકળી શકે તેમ હોય તો તેને તે રીતે કાઢશે. કયો કચરો ક્યા પ્રકારનો છે તેને શી રીતે કાઢવો, ક્યા કચરાને પ્રાથમિકતા આપવી વગેરે સર્વે બાબતો જીવન શક્તિ/ પ્રાણશક્તિ જાણે છે અને તે તેના ક્રમાનુસાર શરીરમાંથી કાઢીને શરીરને એકદમ કંચનકાયા જેવી સો ટચ શુદ્ધ કરી ઝંપશે. આપણે તો માત્ર પ્રાણશક્તિને તે સફાઈ કાર્ય કરવા માટેની તક પૂરી પાડવાની છે. બહુ તો તેને સહયાક થઇ શકાય તેવા પ્રયાસો જેમ કે એનિમા લેવો વિગેરે … કરવા જોઈએ. આ રીતે આવી પરેશાનીને પણ પરેશાની ન સમજતાં સફાઈનું કાર્ય ભગવાન દ્વારા થઇ રહ્યું છે તેવું જાણીને આનંદપૂર્વક દૃષ્ટા બની ધીરજ રાખી જોતાં રહેવાથી થોડા જ સમયમાં તે પરેશાનીઓ પણ આપોઆપ દૂર થઇ જશે.

 

 

ટૂંકમાં આગળ દર્શાવેલ ‘પ’ ને પરેશાનીનો ‘પ’ ન સમજતાં ‘પરીક્ષા’ (કસોટી) નો સમજવો જોઈએ અને તેમાં સાંગોપાંગ પાર ઉતરવા માટે કોશિશ કરવી જોઈએ ન કે ભાગેડું બની અને સાધનાને અધવચ્ચે કે શરૂઆત કરી ને છોડી દેવી જોઈએ….

 

 

 RAW VEGAN PYRAMID

 

 

આજે આપણે ત્રિસૂત્રી સાધનાનાં ઉપરોક્ત સમાધાનને યોગ્ય રીતે સમજવા… થોડા સમય માટે અહીં વિરમીએ છીએ, હવે પછી ની નવી શંકાઓ નું સમાધાન કરી ને જાણીશું કે … (૧) ત્રિસૂત્રી સાધનાને ઉંમર સાથે સંબંધ ખરો ? અને (૨) ત્રિસૂત્રી સાધના ખર્ચાળ હોઈ તેવી માન્યતા છે, તો ગરીબ લોકો શી રીતે તેનો અમલ કરી શકે ?

 

‘નવી ભોજન પ્રથા’ નાં આપ સાધક હો તો, તે  વિશે  આપના કોઈપણ અનુભવ હોય તો, આપ જરૂર અમોને ઈ મેઈલ દ્વારા લખીને મોકલાવી શકો છો, અથવા બ્લોગ પોસ્ટના કોમેન્ટ્સ બોક્સ દ્વારા જણાવી શકો છો ., આપના કોઈપણ અનુભવો,  જે અન્ય સાધકને પ્રેરણારૂપ બની શકશે અને આપના દ્વારા અજાણતાં પણ ઈશ્વર દ્વારા પ્રત્યક્ષ રીતે  વણ સોંપેલું  એક કાર્ય – જનકલ્યાણ / હિતાર્થે થશે તેમ જરૂર જાણશો.

 
સૌજન્ય :  શ્રી બાલુભાઈ વી. ચૌહાણ  (અમરેલી)
 

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

શંકા સમાધાન … (૧૬) … (નવી ભોજન પ્રથા) …(ભાગ-૧૮) …

‘શંકા સમાધાન’ … (૧૬/) …  “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૮)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 raw food nov.1

 

 

‘નવી ભોજન પ્રથા ‘   ને અપનાવતા પહેલા ‘ભોજન  પ્રથા’  વિશે અનેક પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા હોય તે સ્વભાવિક છે, અને જો તેનું યોગ્ય સમાધાન કરવામાં ન આવે તો ‘નવી ભોજન પ્રથા’ અપનાવતા અગાઉ જ તેનું બાળ મરણ થઇ જતું જોવા મળે છે.   કોઈ પણ નવું લાગતું  કાર્ય  શરૂ કરતાં અગાઉ આપણને શંકા થવી તે સ્વભાવિક જ બાબત છે, અને તે કારણે જ શ્રી બી. વી. ચૌહાણ સાહેબ દ્વારા ‘શંકા સમાધાન’  .. એક પ્રશ્નાવલી …સ્વરૂપે   ની પુસ્તિકા બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવેલ છે, જે પુસ્તિકા નાં આધારે આપણે અગાઉ થોડી શંકા નું સમાધાન આ શ્રેણી અન્વયે અહીં કરેલ,  ત્યાર બાદ સંજોગવસાત થોડો વિરામ લેવો પડેલ છે તે બદલ આપ સર્વેને  પડેલ તકલીફ બદલ અમો દિલગીર છીએ.   આજે ફરી આપણે શંકા સમાધાન શ્રેણી અન્વયે થોડી શંકાનું સમાધાન જાણવા અહીં કોશિશ કરીશું …

 

શંકા :

(૧)  ત્રિસુત્રી સાધના એટલે શું ?  (૨)  તેની શરૂઆત શી રીતે કરવી ?  (૩)  તપ, સેવા, સુમિરનનાં સિદ્ધાંતો મોટે ભાગે આયુર્વેદ, એલોપેથી તેમજ અન્ય પ્રચલિત ચિકત્સા પદ્ધતિઓથી વિરોધભાસી કેમ છે?

 

 

સમાધાન :

શ્રી બી.વી.ચૌહાણ સાહેબ :

 

સૌ પ્રથમ ત્રિસુત્રિ સાધના ને ટૂંકમાં જાણીએ તો …. ત્રિસૂત્રી સાધના એટલે કે તપ, સેવા અને સુમિરન.

 

અહીં પ્રશ્ન એ છે કે આ સાધનાની શરૂઆત આપણે કરવી તો કઈ રીતે કરવી ?

 

સાધનાને ક્રિયા સાથે સંબંધ નથી.

 

ભાવની શંકારો વન્દે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ |

યાભ્યાં વિના ન પશ્યન્તિ સિધ્ધા: સ્વાન્ત: સ્થમિશ્વરમ ||

 

હું શ્રદ્ધા (જ્ઞાન માર્ગ) ના પ્રતિક ભવાની તથા વિશ્વાસ (ભક્તિ માર્ગ)  નાં પ્રતિક શિવજીની વંદના કરૂ છું કે જેનાં વિના સિધ્ધો પણ પોતાનાં અંત:કરણમાં રહેલ ઈશ્વરને જોઈ શકતા નથી.  આમ પ્રભુ પ્રાપ્તિ માટે શ્રદ્ધા અથવા તો વિશ્વાસની જરૂર છે.  માત્ર ક્રિયાથી પ્રભુ પ્રાપ્તિ સંભવ નથી.  માનવીનાં શરીર પર મનનો કાબુ છે.  મન સાચી વાત સમજશે તો જ તેને પકડશે આથી સાચું શું અથવા ખોટું શું તે સમજવું અત્યંત જરૂરી છે.  ખોટું શું છે તે જાણતાં જ મન તેને છોડી દેશે.  એટલે કે શ્રદ્ધા યા તો વિશ્વાસ માટે પણ સાચું શું કે ખોટું શું તે જાણવું જરૂરી બની જાય છે.  આથી જ ત્રિસૂત્રી સાધનાને યોગ્ય રીતે સમજવી આવશ્યક છે.  સાધના સમજ્યા વગર જ ક્રિયા આરંભી દેવામાં આવશે તો તે લાંબો સમય નહીં ટકે.  ત્રિસૂત્રી સાધના તપ-સેવા-સુમિરન રામચરિત માનસમાં જણાવેલ છે.  તે જ સાધના ગીતાજીમાં, કુરાને શરીફમાં, બાઈબલમાં, ગુરુગ્રંથસાહિબ વગેરેમાં લગભગ તમામ ધર્મગ્રંથોમાં સ્વીકારાયેલ છે.  માત્ર નામ અલગ અલગ અપાયેલ છે.  આ સાધનાનું પ્રથ ચરણ છે, ‘તપ’ એટલે કે શારીરિક સ્તર પર ખોરાકની પદ્ધતિ સમજવી.  જે માટે નવી ભોજન પ્રથા તથા નવી વિચાર ધારા વાંચવી.  પ્રથમ ‘તપ’ થી દેહ શુદ્ધ – નિરોગી બનાવવો.  સાથોસાથ ‘સેવા’ થી મનને નિર્મળ બનાવવું.  બાદ ‘ધ્યાન’ (સુમિરન) સરળ બની જશે.

 

 

હવે આપણે અહીં ઉપર દર્શાવેલ ત્રીજી શંકા નું સમાધન જાણીએ …

 

શંકા :

(૩)  ‘તપ, સેવા, સુમિરન’ નાં સિદ્ધાંતો મોટે ભાગે આયુર્વેદ, એલોપેથી તેમજ અન્ય પ્રચલિત ચિકત્સા પદ્ધતિઓથી વિરોધભાસી કેમ છે ?

 

સમાધાન :

 

અત્યાર સુધીમાં શોધાયેલા કોઈપણ ચિકિત્સા પદ્ધતિઓના મૂળમાં ‘ખોરાકમાં શક્તિ નથી’  તે કોઈના ખ્યાલમાં આવેલ નથી તેવું માલુમ પડે છે.  આથી મૂળભૂત ‘સત્ય’ પકડી શકાયું નથી.  જેના કારણે એક યા બીજા ભ્રાન્ત ખ્યાલનાં આધાર પર જે તે ચિકિત્સા પદ્ધતિઓએ કાર્ય કર્યું છે.  પાયાના ખ્યાલો જ અહીં ભૂલ ભરેલા છે તેમ માલુમ પડે છે, તેથી ખોટી દિશામાં સંશોધનો થયા અને ખોટા પરિણામો પણ પ્રાપ્ત થયા.  આપણે ‘દવામાં સ્વાસ્થય’  અને ‘ખોરક શક્તિ’ માની બેઠા છીએ અને હરણની જેમ જ દોટ લગાવ્યાં કરીએ છીએ.  પેઢીઓથી આવી દોટ લગાવીએ છીએ અને  રોગ – મટતા નથી.   વધ્યે જ જાય છે અને છતાં આપણે કશું જ વિચારતાં નથી કે જો દવામાં સ્વાસ્થ્ય અને ખોરાકમાં જ શક્તિ હોત તો તે મળવા જોઈતા હતા તે મળ્યા કેમ નહિ ?  પણ દુર્ભાગ્ય માનવજાતનાં કે તે પણ કશું વિચારતો નથી અને ખોટી જ દિશામાં જ દોડ્યા કરે છે.  જેથી જોઈતું પરિણામ મેળવી શક્યા નથી.

 

બીજી રીતે જોઈએ તો – આયુર્વેદ, એલોપથી કે અન્ય ચિકિત્સા પદ્ધતિઓ કોઈને કોઈ મોટા વૈજ્ઞાનિક અથવા તો સંતની શોધ છે.  જ્યારે ‘તપ-સેવા-સુમિરન’ ની સાધના એ ‘ભગવાન શિવજી’ ની શોધ છે.  જેથી સ્પષ્ટ છે કે શિવજીની શોધ એ સર્વાંગ સમ્પોર્ણ, સાચી દિશાની અને ભૂલ  કે ક્ષતિરહિત ન જ હોય.  વળી આ જ વાત ગીતાજીમાં ‘તપ-દાન-યજ્ઞ’  દ્વારા, કુરાને શરીફમાં ‘રોઝા, ઝકાત, નમાજ’ દ્વારા, બાઈબલમાં ‘ફાસ્ટિંગ-ચેરીટી – પ્રેયર’ દ્વારા, ગુરુગ્રંથસાહિબમાં ‘ઉપવાસ, દસબંદ, સિમરન’ દ્વારા અને તાલમુંડતોરામાં ‘ફાસ્ટિંગ – સર્વિસ – વર્શિપ’ દ્વારા તથા ત્રિપટક મુજબ ‘સ્વલ્પાહાર – ધર્મદાન – વિપશ્યના’ રૂપે દર્શાવેલ છે.  જેથી પણ સ્પષ્ટ છે કે સનાતન સત્ય હંમેશાં એક જ હોય અને તે સર્વ સ્વિકૃત હોય.  જ્યારે પ્રચલિત હાલની ચિકિત્સા પદ્ધતિઓનાં સિદ્ધાંતો એક જ સરખા અને સર્વ સ્વિકૃત નથી તેમાં એકબીજાથી ખૂબ જ વિરોધાભાસ રહેલો છે.

 

અન્ય રીતે જોઈએ તો કોઈ પણ એક સત્યના બે વિરોધાભાષી સિદ્ધાંતો હોઈ શકે નહીં  બે અથવા વધુ ખોટી વાતો વિરોધાભાષી હોઈ શકે છે.  આથી પેઢીઓથી જે ચિકિત્સા પદ્ધતિઓ અપનાવતા આવ્યા છીએ,  જેનાથી રોગો ઘટવાના બદલે વધ્યા છે.  હાલની ચિકિત્સા પદ્ધતિ  દ્વારા રોગો ન થાય તેવા કોઈ ઉપાય નથી, ફક્ત ને ફક્ત રોગ થાય ત્યારે તે રોગ દબાવી દેવોના કામચલાઉ ઉપાયો છે.  દુર્ભાગ્યવશ રોગો વધવા માટે આપણે પરિસ્થિતિ કે પ્રકૃતિ ને જવાબદાર ઠેરવીને ખોટી દિશાની દોટ ચાલુ જ રાખી છે.  આથી આ સિદ્ધાંતો ખોટા છે તેવો તર્ક લગાવીએ તો સાચી વાત આ સિદ્ધાંતોથી વિરોધાભાષી જ હોવી જોઈએ અને તેથી જ ‘તપ-સેવા-સુમિરન’  ના સિદ્ધાંતો પ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓથી વિરોધી છે.

 

અન્યથા – પ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓનાં સિદ્ધાંતોનાં પ્રયોગો માનવજાત ઘણાં લાંબા કાળથી કરતી આવી છે અને તેનાથી પ્રાપ્ત પરિણામો જોયેલ છે.  હવે ‘તપ-સેવા-સુમિરન’  નાં ઉલટા જણાતા સિદ્ધાંતોના પ્રયોગો માનવીએ કરવા જોઈએ અને તેના પરિણામો જ બતાવી આપશે કે સાચું શું છે ?  ‘તપ –સેવા – સુમિરન’ ના સાધકો આ સત્ય અનુભવી રહ્યા છે.

 

આજે અહીં વિરામ લઈશું.  હવે પછી આપણે જાણીશું … નવી એક શંકા  નું સમાધાન … (૧)  ત્રિસૂત્રી સાધનાનાં વિઘ્નો ક્યા છે ?  તે વિઘ્નો કઈ રીતે પાર કરી શકાય ? 

 

ચાલો તો,  અહીં એક રચના ને પણ માણીએ ….

ખુદને ખોજે નહિ અને ખુદાની ખોદણી કરે,આ માણહ !

ગંદો પોતે અને દર્પણ સાફ કરે , આ માણહ ! 

ભૂલ પોતાની અને દોષ દે બીજાને,આ માણહ ! 

છે તેને માણે નહિ અને નથી તેના માટે વલખે,આ માણહ ! 

નક્કરને નકારે અને હવામાં હવાતિયા મારે,આ માણહ ! 

ભોગ ભોગવ્યા કરે અને ત્યાગના તમ્બુરા વગાડે,આ માણહ ! 

કામાવેગને દબાવે અને બ્રહ્મચર્ય ના બણગા ફુંકે,આ માણહ ! 

આજને ઓળખે નહીં અને કાલ કાજે કષ્ટ સહે,આ માણહ ! 

કોઈનું કાને ધરે નહિ અને પોતાની જ પીપુડી વગાડયે રાખે,આ માણહ ! 

સ્વદોષ દેખે નહિ અને પારકી પંચાત છોડે નહિ,આ માણહ ! 

ગુણ બીજાના ગાય નહિ અને આત્મશ્લાઘામાં આળોટ્યા કરે,આ માણહ ! 

દોષિત પોતે અને ન્યાય કરે કોઈનો,આ માણહ !

 

 
સૌજન્ય :  શ્રી બાલુભાઈ વી. ચૌહાણ  (અમરેલી)
 

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૧૧ /૨ )  દ્વારા  … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને તે વિશે સમજીએ ..

 

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી એમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

TODAY’S REALITY
Big House ————————Small Family
More Degrees –——————–Less Common Sense
Advanced Medicine–————-Poor Health
Touched Moon———————Neighbours Unknown
High Income-———————–Less peace of Mind
High IQ-—————————-Less Emotions
Good Knowledge-—————–Less Wisdom
Lots of friends on Facebook--No best friends
Lots of Human———————-Less Humanity
Costly Watches-——————–But no Time
AMIL SHAH


બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું. 

‘શંકા સમાધાન’ … (૧૫) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૭)’ …

‘શંકા સમાધાન’ … (૧૫/૧૧(૨) …  “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૭)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

 Raw food

 

 

ઘણા લાંબા સમયના વિરામ બાદ ફરી આપણે નવી ભોજન પ્રથામાં ઉદભવતી શંકા નાં સમાધાન તરફ આગળ વધીશું.  આગળ આપણે અનેક શંકાઓ અને તેના નિરાકરણ – સમાધાન ને જાણ્યું … આજે એક ફરી નાની પરંતુ દરેકના જીવનમાં આવતી એક શંકા નું સમાધાન કરીશું.

(નોંધ: અમારે એરિયામાં,  ઈન્ટરનેટ પ્રોવાઇડર ને ત્યાં આવેલ ટેકનિકલ ક્ષતિને કારણે અમો નિયમિત પણે બ્લોગ પર કોઈ પણ પોસ્ટ થોડો સમય મૂકી શકેલ નહી, જે કારણે  આપ સર્વને જો કોઈ તકલીફ પડેલ હોય તો તે  બદલ અમો ક્ષમા ચાહિએ છીએ)

 

 

શંકા : “ I TAKE FOOD AS A FUN ”    “ હું ખોરાક ફક્ત આનંદ માટે જ લઉં છું. ” –શું તે વ્યાજબી છે ?

 

સમાધાન :

શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ :

 

ઉપરોક્ત પ્રશ્ન એક સેમિનારમાં મારૂં વક્તવ્ય થયા બાદ એકાંતમાં એક ડૉકટર દ્વારા પૂછવામાં આવેલ.

 

તેમને મારો જવાબ એ હતો – “ FUN SHOULD NOT BE FOR EVER & FUN SHOULD NOT BE HARMFUL. ”  “મોજશોખ કાયમ માટે ન હોવા જોઈએ અને તે નુકશાનકર્તા ન હોવા જોઈએ.”

 

આજકાલ મોટાભાગનાં લોકો એ ભોજનને જાણ્યા –કાર્યા વગર મોજશોખનું સાધન બનાવી લીધું છે.  જે વધુ ખાઈ શકે તેની પ્રતિષ્ઠા સમજમાં વધુ હોય છે તેવી ગેરસમજ કે માન્યતા ધરાવવા લાગ્યા છે.અમો પણ કોલેજમાં ભણતા ત્યારે ખાવાની હરીફાઈ ચાલતી.  વધુ ખવાય તે માટે ભોજનના સમય પહેલાં વિવિધ પ્રકારનો શારીરિક શ્રમ કરતાં અને પછી સો – સો ગુલાબજાંબુ અથવા તો ૧૦-૧૨ લાડુ કે અન્ય મીઠાઈ કે ૧૫-૨૦ ફ્રૂટ સલાડના ગ્લાસ પી જતાં.

 

“ખોરાકમાં શક્તિ છે” તેવા ભ્રમથી આવું વધુ પડતું ખાવામાં અમારી ખુમારી સમજતા.  પણ હવે ખ્યાલ આવે છે કે તે વધારાના ખોરાકથી જ શરીર યુવાનીમાં જ અકાળે ઘરડું થઇ ગયું.  – વાળ વહેલા ખરી ગયા કે સફેદ થઇ ગયા, દાંતના દુખાવાને કારણે દાંત પણ સમય પહેલા પડાવી અને કઢાવી નાંખવા પડ્યા.  ચશ્માં આવ્યા – કાનની તકલીફ – બહેરાશ થઇ, આમ અનેક વ્યાધિઓ અકારણ નિમંત્રિત કરી અને ન ભરપાઈ થઇ શકે તેવું નુકશાન વેઠયું.

 

ખોરાક શા માટે જરૂરી છે ?  ક્યારે લેવો, કેટલો લેવો અને શું લેવો તે જો જાણતાં હોત તો આવું દુષ્પરિણામ મળત નહીં.  આમ એ સ્પષ્ટ છે કે ભોજનને મોજશોખનું સાધન ગણવું તે ખતરનાક પણ સાબિત થઇ શકે છે.  પ્રસંગોપાત ક્યારેક આનંદ-પ્રમોદ ખાતર થોડું ઘણું વધુ ખાઈ નાખીએ તો અલગ વાત છે.  આમ છતાં તે વધારાનો ખોરાક પેટમાં ગયો તેનો યોગ્ય નિકાલ ન થઈન્જાય ત્યાં સુધી ઉપવાસ કરી નાંખવા સલાહભર્યું છે.

 

આપણે એક ઉકતિ ને અહીં જાણીએ તો દારૂડિયા માટે કહેવાય છે કે “દારૂડિયો દારૂને પીતો નથી, પણ દારૂ જ દારૂડિયાને પી જાય છે”

 

ટૂંકમાં, આજ રીતે ભોજન ની કાયમ મજા માણવા જતા આપણે જ આપણા આરોગ્ય ને ન ભરપાઈ થઇ શકે તેવું નુકશાન કરીએ છીએ.

 

 

આજે આટલું બસ, આ સિવાય આજે ફરી એક વિડ્યો ક્લીપીંગ દ્વારા પણ આપણે “નવી ભોજન પ્રથા” વિશે શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ દ્વારા થોડી વિશેષ જાણકારી મેળવીશું.

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૧૧ /૨ )  દ્વારા  … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને તે વિશે સમજીએ ..

 

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી એમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું. 

 

Dear Family,

Please find attached the copy of October month Swadarshan Magazine.

Raw is REAL.

Kind regards,

Amil Shah
(London)
 

ઓક્ટોબર-૨૦૧૩ સ્વદર્શન મેગેજીન ની લીંક નીચે દર્શાવેલ છે, લીંક પર  ક્લિક કરવાથી મેગેજીન માણવા મળશે …

10-Oct-2013.pdf 10-Oct-2013.pdf
1307K   View   Download

INVITATION   –   નિમંત્રણ

 

raw food.1

ચાલો ફરી એક   એકવાર  “નવી ભોજન પ્રથા”  શિબિર – નું, શ્રી શાહ પરિવાર દ્વારા લંડનમાં   તારીખ ૨૩/૧૧/૨૦૧૩ નાં રોજ સાંજે ૫.૦૦ કલાકે  (ફક્ત નજીવી – સૌને પોષાય તેવી ફી £ 10  વ્યક્તિ દીઠ (ભોજન સહિત) રાખી)  આયોજન કરવામાં આવેલ છે.  આ સાથે આપ સૌને તે માટે આમંત્રિત કરીએ  છીએ.

 

શાહ પરિવાર દ્વારા પાઠવેલ નિમંત્રણ માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો.  જેમાં તારીખ, સ્થળ અને સમય સાથે દરેક વિગત નો જાણકારી  આપવામાં આવેલ છે.  રસ ધરાવનાર વ્યક્તિ ૧૦/૧૧/૨૦૧૩ પહેલા પોતાના નામ ફોન દ્વારા તેઓને મોકલી પોતાની સીટ કન્ફર્મ કરાવી લેવા  વિનંતી.

 

Hello guys,

Greetings from Shah Family,

 

Are you ready for more vitality and energy in your life?

Are you looking for a formula to stay ever young and disease free? Then carry on reading……. 

If you know,  we had organized the first seminar at our place to see how it will be taken by people. The reviews and testimonials we had after the event were very inspiring for us. 

So based on the responses, we have decided to take this to a bigger level and help millions of people around the world to be disease free. This system works and 1000s of people have got amazing results by following this New diet. 

It’s going to be a fun packed eye opening learning session on 23rd November evening followed by a mouth-watering delicious raw food dinner. You will be amazed with the kind of food that can be made with raw ingredients without heating / cooking. 

So please find the attached invitation as this is the last seminar for this year. Seats are running out fast so hurry up and book your places in advance  HERE  for a life changing health seminar. 

For any question feel free to call us on below nos.

 

P.S.

If you have a health condition which we should be aware of then let us know in advance…..

 


Kind Regards,
Shah Family

077 0204 2403

079 833 5 9199

 

Invitation Card.pdf Invitation Card.pdf
851K   View   Download
Disclaimer :
The people who provide the content are not experts and
Shah Family, its members and representatives makes no claims and
offers no guarantees whatsoever as to the accuracy of any information
given. You use advice and material provided at your own risk and Shah
Family, its members or representatives cannot accept responsibility
for any inaccurate or misleading information given in questions,
answers or other content. By asking a question or posting other
content, you agree not to hold Shah Family, its members or
representatives responsible for any loss, damage or other consequences
resulting to you from acting on advice or other information seen on
leaflet or website. Any advice relating to health or medical matters
reflects the private opinion and/or personal experience of the person
giving this advice. It is not medical advice and Shah Family, its
members and representatives claims no expertise whatsoever and takes
no responsibility for any consequences resulting from following such
advice. Anyone seeking health and/or medical advice is strongly
advised to consult a qualified professional regardless of what he/she
may read on or heard. You are solely responsible for all decisions you
make regarding your healthcare

 

‘શંકા સમાધાન’ … (૧૪) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૬)’ …

‘શંકા સમાધાન’ … (૧૪/૧૦(૧) …  “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૬)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

 vegan recipe.1

 

 

આ અગાઉ આપણે શંકા સમાધાન … દ્વારા તપાસી ગયા કે … ‘ડાયાબીટીસવાળા ઉપવાસ કરી શકે ?’  …. આજે આપણે ફરી એક  નવી  શંકાનું સમાધાન  જાણીશું. … અને સાથે સાથે.નવી ભોજન પ્રથા’ ની જાણકારી આપતાંવિડ્યો ક્લીપીંગ… (ભાગ-૧૦)દ્વારા  ‘નવી ભોજન પ્રથા’ અન્વયે, શ્રી બાલુભાઈ ચૌહાણ  સાહેબ (અમરેલી) પાસેથી  વિશેષ  જાણકારી પણ મેળવીશું …

 

 
શંકા :

સગર્ભા સ્ત્રી તેમજ બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીએ કેવી ભોજન પ્રણાલી અપનાવવી જોઈએ ?

 

સમાધાન :

શ્રી બાલુભાઈ ચૌહાણ :

 

હાલના સમયમાં સમાજમાં એવી માન્યતા પ્રચલિત છે કે સગર્ભા સ્ત્રી – પ્રસુતા સ્ત્રી કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીએ ઘી, દૂધ, કઠોળ, સૂકામેવા જેવો વધુ શક્તિદાયક ખોરાક ખાવો જોઈએ.  જેથી બાળકના શરીરનો ઉછેર સારો થાય અને માતાનું શરીર ક્ષીણ ન થાય અને માતાની વપરાઈ ગયેલ શક્તિ જળવાઈ રહે.

 

આ માન્યતા પાછાનો મૂળભૂત ખ્યાલ એ છે કે ખોરાકથી શરીરનું બંધારણ થાય છે.  તેમજ ખોરાકથી જ શક્તિ મળે છે.  થોડુંક ઉંડાણપૂર્વક વિચારીશું તો ખ્યાલ આવશે કે જે ચીજ જેનાથી બને છે તેનાથી ચાલતી નથી.  દા.ત. ૧] પંખો બને છે લોખંડ, તાંબુ વિગેરેથી  … પરંતુ તે ચાલે છે વીજળી શક્તિથી.  ૨] ડીઝલ, પેટ્રોલ, સ્ટીમ એન્જિનો બને છે અન્ય ધાતુ, રબ્બર, પ્લાસ્ટિક વિગેરે પદાર્થથી… પરંતુ ચાલે છે ઓઈલ, ડીઝલ, પેટ્રોલ, વરાળ-સ્ટીમ વિગેરેની શક્તિથી …

 

આમ જોઈએ તો અહીં બંધારણ ની વસ્તુ અલગ છે, જ્યારે તેનું ચાલક બળ પણ અલગ છે.  આજ રીતે આપણું શરીર બનેલ છે પાંચ તત્વોનું…

 

છિતિ જલ પાવક ગગન સમીરા |
પાંચ રચિત યહ અધમ સરીરા ||

 

… જ્યારે ચાલે છે ઈશ્વરીય શક્તિથી, જે માણસને ઊંઘ કે ધ્યાન દરમ્યાન મળે છે.  આમ શરીરના બંધારણ માટે અને શરીરના ઘસારા માટે માતાનાં શરીર મારફત બાળકનો ગર્ભ પોષાય છે.  જેથી સામાન્ય સંજોગમાં જે ખોરાકની જરૂર પડે તેનાં કરતાં વધુ પ્રમાણમાં ખોરાકની જરૂર સગર્ભા સ્ત્રીને તેમજ બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીને રહે તે સ્વાભાવિક છે.  ભોજન પ્રણાલી સંબંધે વિચારવામાં આવે તો પાંચ તત્વોનું શરીર બનેલું હોવાથી પાંચે પાંચ તત્વો યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ઘસારા અનુસાર હરહંમેશ પૂરા પાડવામાં આવે તેવી ભોજન પ્રણાલી વ્યાજબી ગણાય.

 

ખોરાકની માત્રા ઘસારાના પ્રમાણમાં લેવાય.  શરીરનો ઘસારો શારીરિક શ્રમનાં પ્રમાણમાં લાગે.  તેથી જેમને શારીરિક શ્રમ વધુ હોય તેમને ઓછા શારીરિક શ્રમની સરખામણીમાં ખોરાકની માત્રાની વધુ જરૂર રહે.  સગર્ભા સ્ત્રી, પ્રસૂતા સ્ત્રી કે સ્તનપાન કરાવતી સ્ત્રીએ તેમની સામાન્ય જીવનશૈલીના પ્રમાણમાં વધુ માત્રામાં ખોરાકની જરૂર રહે તે સ્વભાવિક છે.  પરંતુ દૂધ, ઘી, સૂકામેવા કે કઠોળ વિગેરે શક્તિદાયક ખોરાક જ લેવો તે ભ્રામક ખ્યાલ છે.

 

ખોરાકની ગુણવત્તા જોઈએ તો ખાવાના ચાર તત્વોમાં વાયુ તત્વ ઉત્તમ ખોરાક છે, અગ્નિતત્વ મધ્યમ છે.  જ્યારે જળ અને પૃથ્વીતત્વ કનિષ્ટ છે.  સ્થૂળતાની દ્રષ્ટિથી જોવામાં આવે તો પૃથ્વીતત્વ સૌથી વધૂ સ્થૂળ છે.  જળતત્વ તેનાથી તેનાથી ઓછું સ્થૂળ છે. અ અગ્નિતત્વ જળથી પણ ઓછું સ્થૂળ છે.  વાયુ તત્વ સૂક્ષ્મ છે.  જ્યારે આકાશ તત્વ સૂક્ષ્મતમ છે.  આથી એ સ્પષ્ટ છે કે ઘી – દૂધ – કઠોળ કે સૂકો મેવો આ બધા જ સ્થૂળ – ભારે અને કનિષ્ઠ ખાધ છે.  તેથી જ પ્રસુતિ પછી સ્ત્રીનું શરીર સ્થૂળ – બેડોળ – કદરૂપું થઇ જતું મોટાભાગે જોવા મળે છે.

 

ખરેખર જો બાળકનું સારૂ પોષણ, સારી વૃદ્ધિ, સારો શારીરિક તેમજ માનસિક વિકાસ ઇચ્છતા હોઈએ તો સગર્ભા અવસ્થાથી માંડીને બાળક સ્તનપાન કરતુ હોય, ત્યાં સુધી ખાસ સ્ત્રીએ દૂધ, ઘી, કઠોળ છોડીને રાંધ્યા વગરનાં ફળ અને લીલાપાનને આહારમાં મુખ્ય સ્થાન આપવું જોઈએ.  જેનાથી સ્ત્રીનું શરીર પણ સ્થૂળ અને બેડોળ બનતું અટકી જશે.

 

આમ, સગર્ભા, પ્રસૂતા તેમજ સ્તનપાન કરાવતી સ્ત્રી ભોજન પ્રણાલી પંચતત્વ આધારિત સમતોલ આહારની જ હોવી જોઈએ કે રાખવી જોઈએ.  એટલે કે સવારથી બપોર સુધી કશું જ ખાવું નહીં (આકાશ્તત્વ), બપોરે લીલાપાન તથા ફળ (વાયુ અને અગ્નિ તત્વ) અને રાત્રે શાક તથા અનાજ (રોટલા, રોટલી, કાઢી, ખીચડી, દાળ, ભાત વિગેરે ) (જળ અને પૃથ્વી તત્વ)   તેમાં પણ રાત્રે અનાજની માત્રા ઓછામાં ઓછી તેની જગ્યાએ વધુ શાક, ફળ અને લીલાપાનને સ્થાન આપવું હિતાવહ છે.  અમારા કુટુંબની સ્ત્રીઓ આ પ્રથા અપનાવે છે.

 

દૈનિક છે – સાત લીટર દૂધ આપતી ગાય તેમજ દશ બાર કે તેથી વધુ લીટર દૂધ આપતી ભેંસ રાંધેલ ખોરાક કે ઘી – દૂધ – સૂકોમેવો કે કઠોળ ક્યારેય ખાટા નથી.  તો પછી સામન્ય બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીએ રાંધેલ ખોરાક તેમજ દૂધ – ઘી ખાવા જ જોઈએ તે માન્યતા કેટલી વજૂદ / પ્રમાણ વિનાની લાગે ?

 

ઉલટાનું આવું ભોજન લેવાથી દૂધની ગુણવત્તા બગડે છે.  જેથી બાળકનાં શરીરનું બંધારણ ખામી યુક્ત થાય છે અને તે કુપોષણનું શિકાર બને છે.

 

વિશેષ માહિતી માટે શ્રી બાલુભાઈ ચૌહાણ દ્વારા પ્રકાશિત “બાળ ઉછેર”  પુસ્તિકા વાંચી જવા વિનંતી.

 

 

આજે આટલું બસ, આ સિવાય વિડ્યો ક્લીપીંગ દ્વારા પણ આપણે “નવી ભોજન પ્રથા” વિશે શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ દ્વારા હંમેશની માફક આજે થોડી વિશેષ જાણકારી મેળવીશું.

 

 

હવે પછી આવતા અઠવાડિયે  “શંકા સમાધાન” દ્વારા આપણે એક નવી શંકા નું નિરાકરણ જાણીશું કે “કમ ખાઓ, ગમ ખાઓ” એ ઉક્તિ / કેહવત અનુસાર ઓછું ખાવાથી નિરોગી ન રહી શકાય ? …”

 

 

સૌજન્ય : વેબ જગત  

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૧૦)  દ્વારા  … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને તે વિશે સમજીએ ..

 

 

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી એમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.

‘શંકા સમાધાન’ … (૧૩) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૫)’ …

‘શંકા સમાધાન’ … (૧૩/૯ ) …  “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૫)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 green vegetables

“Get yourself unaddicated to man made chemicals and nature will cure the body”

 
આ અગાઉ આપણે શંકા સમાધાન … દ્વારા તપાસી ગયા કે   દરરોજ કાચું કચૂંબર ભાવતું નથી / તેનાથી સંતોષ થતો નથી તો શું કરવું ?; આજે આપણે એક  નવી  શંકાનું સમાધાન  જાણીશું. … અને સાથે સાથે ….’નવી ભોજન પ્રથા’ ની જાણકારી આપતાં વિડ્યો ક્લીપીંગ… (ભાગ-૯) દ્વારા  ‘નવી ભોજન પ્રથા’ અન્વયે, શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  વિશેષ  જાણકારી પણ મેળવીશું …

 

 

શંકા સમાધાન …(૧૩) … નવી ભોજન પ્રથા … (ભાગ-૧૫) …

 

શંકા :
ડાયાબીટીસવાળા ઉપવાસ કરી શકે ?

 

સમાધાન :
શ્રી બાલુભાઈ ચૌહાણ :

 
ડાયાબીટીસ – મધુપ્રમેહ એ એક વ્યાધી – રોગ છે. રોગના જુદા જુદા અનેક નામો આપણે આપ્યા છે. હકીકતે રોગ એ શરીરનો ગુણધર્મ છે. શરીર સદા નિરોગી રહેવા કોશિષ કરે છે. અને તે નિરોગી ત્યારે જ રહી શકે જ્યારે શરીરમાં મળ ન હોય. કારણ કે મળ જમા થવાથી તે  સડે છે અને તેનાથી શરીરમાં ગેસ ઉત્તપન થાય છે, જેને કારણે તેમાંથી દુર્ગંધ પેદા થાય છે. આ ઉપરાંત તેમાં ખટાસ (એસિડ) પણ આવી જાય છે જેને આપણે એસિડીટી કહીએ છીએ.

 
પ્રાણ શક્તિ / ચેતના શક્તિ રૂપે – ઈશ્વરે આપણા શરીરમાંથી મળ નિકાલ – સફાઈ નું કાર્ય સતત થાય તે માટે સુંદર વ્યવસ્થા કરેલ છે. પરંતુ દરેક બાબત ની એક મર્યાદા હોય છે તેમ તેની પણ મર્યાદા છે. તેની મર્યાદામાં રહેલ જેટલો પણ કચરો શરીરમાં જમા થતો હોય તેટલો કુદરતે રીતે નિકાલ થઇ જાય છે. પરંતુ તેની મર્યાદા બહાર – શક્તિ બહાર મર્યાદાથી વધારે પ્રમાણમાં જ્યારે કચરાનું પ્રમાણમાં શરીરમાં વધી જાય છે ત્યારે કચરાની નિકાસ કરતા આવકનું પ્રમાણ વધી જતાં વધારાનો કચરો શરીરમાં જમા થતો રહે છે. વળી, મળ દ્વારા જ ચિકાસ (કફ) પણ થાય છે.

 
ડાયાબીટીસ પણ આજ રીતે થાય છે. વધુ પ્રમાણમાં શર્કરા – ખાંડનો ઉપયોગ અને શરીરમાં રહેલ તે શર્કરા – ખાંડને બાળી નાંખવા માટે જરૂરી ઇન્સ્યુલીન કુદરતી મર્યાદાને કારણે ઉત્પન ન થતા આપણે ડાયાબીટીસ જેવી વ્યાધિ નાં ભોગ બનતા હોઈએ છીએ. આજ કારણ સર જો આપણે આવા રોગના ભોગ ન બનવું હોય તો આપણે સૌ પ્રથમ એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણા શરીરમાં બિન જરૂરી વધારા નાં ખોરાક નો ભરવો ન થાય, જે કારણે મળ નો ભરવો ન થાય અને જે મળ નો ભરાવો આજ સુધુમાં જાણતા કે અજાણતા થયેલ છે તેનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે.

 
આ મળ એટેલ ફક્ત આંતરડા દ્વારા દસ્ત/ સંડાસ માર્ગે નીકળતો મળ જ, એવો અર્થ અહીં કરવાનો નથી, પરંતુ શરીરમાં વણવપરાયેલ ખોરાક જે કોઈ સ્વરૂપે શરીરની સિસ્ટમમાં સંગ્રાહયેલ રહેલ છે તે તે બધાને મળ જ કહેવાય. જે લોહીની રક્તવાહિનીઓની દીવાલોમાં પણ ચોંટેલ હોઈ શકે (જેને મેડીકલ ટર્મ માં આપણે કોલેસ્ટ્રોલ તરીકે ઓળખીએ છીએ), લોહીની અંદર પણ બહ્ડેલ હોઈ શકે કે સાંધાઓમાં પણ ભરાયેલ હોઈ શકે.

 
આપણે “નવી ભોજન પ્રથા” ની સમજૂતીમાં શરૂઆતમાં જ આપણે જોઈ ગયા કે આંતરડામાં ભરાયેલો જુનો કે નવા મળ ના નિકાસ / નિકાલ માટે આપણે એક સરળ અને બિનહાનિકારક માર્ગ અપનાવવો જોઈએ, જે ને આપણે એનિમા તરીકે ઓળખીએ છીએ. આ સિવાય ગજકરણી ક્રિયાથી પણ મળ નો નિકાલ કરી શકાય છે. આ સિવાય આપણા શરીરમાં ભરાયેલ ખૂણે ખાંચરે મળ નાં નિકાલ ની અન્ય કોઈ જ વ્યવસ્થા આપણી પાસેથી નથી સિવાય કે કૂદરત દ્વારા તેનો નિકાલ થાય છે, અને તે માટે અનુકળ સાથ અને સહકાર, ટૂંકમાં કહીએ તો તક કૂદરતને આપણે પૂરી પાડવી જોઈએ. અહીં તમોને સવાલ થશે કે ઈશ્વરને આપણે કઈ રીતે તક આપવી જોઈએ ? તમારો સવાલ અહીં ઉચિત છે, તો તે માટે આપણે એક જ બાબત નક્કી કરી શકીએ કે આપણે આપના શરીરને (પેટને) જે તે ખોરાક આપવો ન જોઈએ, જેથી આપણી સિસ્ટમને તેના નિકાલ / નિકાસ માટે તકલીફ ઊભી ન થાય કે વધારાની શક્તિ / એનર્જી નો ઉપયોગ કરવો ન પડે. અને સફાઈનું કામ સરળતાથી વ્યવસ્થિત થાય.

 
આમ સૌ પ્રથમ આપણે કચરાના નિકાલ / નિકાસ માટે એનિમા પદ્ધતિ જરૂરી સમય સુધી અપનાવવી જોઈએ. ત્યાર બાદ બીજો સરળ માર્ગ એ છે કે શરીરને જે તે ખોરાક ન આપવો. એટલે કે તે માટે સરળ સમજણ એ આપી શકાય કે શક્ય તેટલા ‘ઉપવાસ’ થઇ શકે તો તે કરવા જોઈએ. ‘ઉપવાસ’ ને કારણે આપણી જરૂરીયાત મુજબનું શરીરમાં ઉત્પન થતું ઇન્સુલિન આપણી સિસ્ટમમાં વધારાની શર્કરા ને ઉત્પન થવા નહિ દે. અને જે કારણે ડાયાબીટીસ જેવા રોગ પર આપણે કાબુ પામી શકીશું. આમ ટૂંકમાં કહીએ તો જો રોગની નાબુદી કરવી હોય કે તેના પર કાબુ રાખવો હોય તો ડાયાબીટીસ ધરાવતા લોકોએ પણ ઉપવાસ કરવા જોઈએ. કદાચ આ બાબત આપણને મેડિકલ સાઈન્સ ના પાડે કે ભાઈ તમારે ઉપવાસ ન કરવા જોઈએ, કારણ કે તમે દવાઓ અને કોઈ કોઈ વધારામાં બહારથી ઇન્સુલીન પણ લેતા હોઈ છે અને ડાયાબીટીસ ને કન્ટ્રોલ કરવા કોશિશ કરતાં હોય છે. પરંતુ મોટાભાગ નાં લોકો મેડીકલ નાં સહારે પણ બ્લડ સુગર કન્ટ્રોલ હજુ સુધી કરી શકેલ નથી, અથવા કહી શકાય કે કોઇપણ કારણ સર તેઓ કન્ટ્રોલ કરી શકેલ નથી.  તેઓએ માટે અહી ફક્ત એટલો જ અનુરોધ કરી શકાય કે,  આવા લોકોએ “નવી ભોજન પ્રથા” માં સૂચવેલ  ઉપરોક્ત સિસ્ટમ થોડો સમય માટે એક સાધક તરીકે પોતાની જાત પર પ્રયોગત્મક સ્વરૂપે ફક્ત થોડો સમય અપનાવી જોઈએ અને તેના સુખદ પરિણામ નો જાત અનુભવ કરવો જોઈએ.  (કોઇપણ પરિણામ કાયમ મેળવા માટે  સાધકે  પણ  તેની સાધના કાયમ કરવી જરૂરી છે, અન્યથા ટૂંકા ગળાના પરિણામ જ સંભવત મેળવી શકાય છે.)

 
અહીં “નવી ભોજ પ્રથા” માં સૂચવેલ ઉપાય દ્વારા ફક્ત ડાયાબીટીસ જેવી મહા વ્યાધિમાં જ ફાયદો થાય છે તેમ નથી, પરંતુ આ સિવાય એસિડીટી, થાઇરોડ, માઈગ્રેન અને સાંધાના દુખાવા જેવા અનેક રોગોમાં અકલ્પિત પરિણામ જોવા તેમજ અનુભવમાં આવશે.

 
અમારા જાત અનુભવ નાં આધારે અહીં કહી શકું કે જેવા ઉપવાસ શરૂ કરશો એટલે કૂદરત તેનું કાર્ય શરૂ કરી દેશે અને પ્રાણશક્તિ દ્વારા આપણા શરીરની સિસ્ટમની સફાઈ શરૂ થઇ જશે. શરીમાં જે પ્રકારનો કચરો હશે તે પ્રમાણે સફાઈ ની અગ્રતા હશે. એટલે કે કયો કચરો પહેલા કાઢવો અને ક્યા માર્ગે કાઢવો તે આપણા શરીરમાં કાર્યરત પ્રાણશક્તિ નક્કી જાતે કરી લેશે. કોઈ કોઈ હોજરીમાંથી મોં વાતે નીકળે તેવો કચરો હશે તો તે ઉલટી દ્વારા નીકળશે, આંતરડા વાટે નીકળે તેમ હશે તો ગેસ થશે અને જેનું દબાણ થતાં માથાઓનો દુઃખાવો કે શરીરના અન્ય અંગોમાં દુઃખાવો થશે, બાળી નાખવાની જરૂર હશે તો તાવ – કળતર શરૂ થશે આમ અનેક માર્ગ દ્વારા પોતાના અંદર નાં કચરના પ્રકાર મુજબની સૌને અલગ અલગ અનુભૂતિ થઇ શકે છે. આ કારણ સર ગભરાઈ જવાની કે દવાખાને દોડવાની જરયા જરૂર નથી. પરંતુ તમારે એ માણવાનું કે સમજાવાનું રહે છે કે આપણા શરીરમાં આપણે અપનાવેલ સફાઈ માટેના પ્રયોગનું પરિણામ મળે તે માટેનું કાર્ય શરૂ થઇ ગયું છે. જે સકારાત્મક નિશાની છે. જે આપણું શરીર / સિસ્ટમ ને નિર્મળ કરવા થઇ રહ્યું છે, અને જો સિસ્ટમ નિર્મળ થશે તો જ નિરોગી થઇ શકાશે અને તે માટે કદાચ જો કોઈ તકલીફનો અનુભવ થાય છે તો તે આપણા સારા માટે છે.

 
“ઉપવાસ” શરૂઆતમાં એક સાથે કે નિયમિત રીતે આપણે ન કરી શકીએ કે ન કરવા પણ ઇચ્છતા હોઈએ તો તે માટે જરાય ગભરાવવા ની જરૂર નથી. આપણે તે ટેવ ક્રમશઃ પણ પાડી શકીએ છીએ. એટલે કે પહલા એક ઉપવાસ કરો અને અનુભવ કરો, ત્યારબાદ, થોડા સમયને અંતરે બે દિવસના ઉપવાસ કરો. આમ કરવાથી ઉપવાસ કરવાની ટેવ પણ શરીરને પડશે અને પોતાનો આત્મવિશ્વાસ પણ વધતો જશે. એટલું જ નહિ તેના દ્વારા જે કાંઈ અનુભવ અને રાહત થશે તેથી મનોબળ પણ મજબૂત થશે. જેથી આમ એક સમય એવો આવશે કે પોતે જાતે નક્કી કરી શકશો કે પોતાનાથી હવે સાત, આઠ કે તેથી વધુ ઉપવાસ ચોક્કસ થઇ શકે છે. આ પણ એક પ્રકારનો અભ્યાસ કે શારીરિક કેળવણી છે.

 
આમ ટૂંકમાં કહીએ તો ડાયાબીટીસ ધરાવતા કે અન્ય રોગ ધરાવતા કોઈપણ વ્યક્તિ “ઉપવાસ” કરી શકે છે અને તે સમ્પૂરને રીતે અસરકારક તેમજ ફાયદાકારક રહેશે. માટે જ કહેવાયું છે કે “લંઘનમ્ પરમ્ ઔષધમ્”

 

 

આજે આટલું બસ, આ સિવાય વિડ્યો ક્લીપીંગ દ્વારા પણ આપણે “નવી ભોજન પ્રથા” વિશે શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ દ્વારા હંમેશની માફક આજે થોડી વિશેષ જાણકારી મેળવીશું.

હવે પછી આવતા અઠવાડિયે “શંકા સમાધાન” દ્વારા આપણે એક નવી શંકા નું નિરાકરણ જાણીશું કે “સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકોને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ એ ક્યા પ્રકારની ભોજન પ્રણાલી અપનાવવી જોઈએ ?”

 

 

સૌજન્ય : વેબ જગત  

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૯)  દ્વારા  … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને તે વિશે સમજીએ ..

 

 

 

 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી એમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.

 

 
આ સાથે અમોને જણાવતાં ખુશી થાય છે કે ફક્ત ભારતમાં જ નહિ પરંતુ પરદેશમાં પણ અનેક લોકોએ આ “નવી ભોજન પ્રથા” અપનાવેલ છે અને વધુને વધુ લોકોએ તેમનું મન તે તરફ વાળવા નક્કી કરેલ છે. અને તેના પરિણામ સ્વરૂપ લંડન માં રહેતા એમિલ તેમજ જેમિલ શાહ અને તેમના માતુશ્રી શ્રીમતી કલ્પનાબેન શાહ પરિવાર દ્વારા તારીખ ૦૭/૦૯/૨૦૧૩ નાં સૌપ્રથમ વખત “નવી ભોજન પ્રથા” ની એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવેલ, લંડન માં સામન્ય સંજોગમાં  લોકો અહીં સતત વ્યસ્ત જીવન વ્યતિત કરતાં હોવા છતાં,  ૭૦ -૭૫ લોકોએ  ઉપરોક્ત શિબિર નો લાભ લીધો અને ખુશી ખુશી જાણકારી પ્રાપ્ત કરી એટલું જ નહિ, શ્રીમતિ કલ્પનાબેન શાહ દ્વારા બનાવેલ ભોજનને માણ્યું  અને સાથે સાથે  તેઓ પૈકી અનેક લોકોએ  નવા સાધક બનવા મનોમન દ્રઢ નિશ્ચય પણ કર્યો. જે ઘણી ખુશીની વાત કહી શકાય.  આ સાથે એમિલ શાહ અને તેના પરિવારને ‘દાદીમા ની પોટલી’ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ.

 

 

આ સાથે એમિલ શાહ તરફથી અમોને મોકલવામાં શિબિરનો અહેવાલ તમારા સૌની જાણકારી માટે …. એમિલ શાહ અને જેમિલ શાહ પરિવાર ની આ નિસ્વાર્થ સેવા અને અથાગ મહેનત અને પરિણામ સ્વરૂપ મેળવેલ સફળતા માટે તેઓ અભિનંદન ને પાત્ર છે.

 

 

First New Diet shibir at UK

By Amil Shah – Family – London :

 on : 07/09/2013

 

Everyone, thank you all for your good wishes.
The first UK New diet seminar was a huge success.
None of us estimated the response we got from the audience. It was really mind boggling. The audience reciprocated our enthusiasm by emptying every food that we prepared for them. Bought all the books and enema kit we had with us.
Around 70-75 people took part in this life changing event.
There were 5 speakers, covering various topics.
1) Jimil (my brother) covered Why New Diet system and what is it?
2) My mom Kalpana Shah covered the importance of fasting in our life and how to observe the fast and how to break it.
3) Manishabhabhi (Jimil’s Wife) covered on importance of Raw diet for kids & how common ladies problems can be cured with this diet system.
4) Purvi (my wife) covered on importance in supporting your husband or wife who wants to follow this diet and not to become obstacle for them in getting better health.
5) I covered on what is wrong with cooked food and milk and the importance of enema to attain maximum health.
Everyone listened to the speaker with great concentration and many have vouched to follow this diet for the better health.
After the main speeches, we called up 6 ‘Saadhaks’ to share their experience and everyone in the audience were stunned listening to each experience.
Then we handled few Q&A.
After that everyone had enjoyed the dinner prepared by us.
The following items were prepared in the menu.
1) Watermelon juice (was served during a short break.)
2) Sesame seed and dry fruit laddu.
3) Cabbage Karishma (my mom’s invention) main ingredient was cabbage
4) Spanish rice (Manishabhabhi’s iinvention) main ingredient was cauliflower.
5) Stuffed bell pepper
6) Masala chole
7) Red & Green Salad (Cucumber, tomato, mint, lemon & rock salt (sindhav))
8) Fruit bowl (Bowl of mix fruits like, banana, apple, peach, plums, grapes & pomegranate)
Everyone loved the dinner too. Most of them had never experienced how raw food can be so tasty and refreshing.
After the dinner we announced a small demonstration by mom to show how a raw food item is prepared. She showed a bunch of around 30 enthusiasts how some of the items in the menu were prepared and how easy it is.
Overall the event was a grand success. Now we all clearly visulaise Mr. Chahan addressing thousands of people in UK to improve their health.
The photos will follow soon.
Kind regards,
Amil Shah
ડાયાબીટીસ ધરાવનાર માટે પૂરક માહિતી :

 veggies meal symbole

We Stress Prevention As Medication

A Vegetable Diet Is For Everyone – Overview

More Green, Better Health

The Purpose – To identify how a Diabetes Vegetable Diet can affect diabetes and insulin requirements.

If you don’t have diabetes vegetables will prevent you from getting it.

Control Diabetes

If you currently have type 1 or type 2 diabetes, vegetables will help you reduce high blood sugar or glucose levels and reduce insulin requirements….

 

વિશેષ જાણકારી મેળવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો.:

http://www.diabetes-prevention.daystarbooks.com/diabetes-vegetable-diet-overview.html

‘શંકા સમાધાન’ … (૧૨) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૪)’ …

‘શંકા સમાધાન’ … (૧૨ …/) “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૪)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 

 NEW CARROT

 
આ અગાઉ આપણે શંકા સમાધાન … દ્વારા તપાસી ગયા કે   ભોજનમાં પાન -પત્તા  ક્યા ક્યા ખવાય ?  કાચું શું શું ખાવું જોઈએ ?  રાંધેલ ભોજનમાં કયું ભોજન ખાવું જોઈએ ? ; આજે આપણે એક  નવી  શંકાનાં સમાધાન ને જાણીશું. … સાથે સાથે …. ભોજન પ્રથા ની જાણકારી આપતાં વિડ્યો કલીપ… (ભાગ-૮) દ્વારા  ‘નવી ભોજન પ્રથા’ અન્વયે, શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી રૂબરૂ વિશેષ  જાણકારી પણ મેળવીશું …

 

 

શંકા :

દરરોજ કાચું કચૂંબર ભાવતું નથી / તેનાથી સંતોષ થતો નથી તો શું કરવું ?

 RED FRUITES & VEGETABLES

સમાધાન :

શ્રી બાલુભાઈ ચૌહાણ : 

કાચું કચૂંબર તથા ફળો જેમનાં તેમ એટલે કે શેક્યા કે બાફ્યા કે તળ્યા વગર ખાવાથી કૂદરતે તેમાં બક્ષેલા તમામ સત્વોનો આપણને પૂરો લાભ મળે છે.  તળી, શેકી કે બાફીને ખવાતા ખોરાકમાંથી તમામ સત્વ બળી જાય છે.  આથી રાંધેલા ખોરાકને મૃત ખોરાક માનવામાં આવે છે.   જ્યારે કાચા ખોરાકને જીવંત ખોરાક કહેવાય છે.  કાચો ખોરાક ખાવાથી તેમાંથી શરીરનાં પોષણ માટેનાં સત્વો પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોવાથી રાંધેલ ખોરાકની સરખામણીએ આપણને ઓછા ખોરાકની જરૂરત રહે છે.  જ્યારે રાંધેલ ખોરાક પૂરતા કે વધુ પ્રમાણમાં લેવા છતાં તેમાંથી જરૂરી પોષણ તો મળતું નથી.  પરંતુ તેને પચાવવામાં અને શરીરની બહાર કાઢવા પાછળ ખૂબજ શક્તિનો વ્યય થાય છે.  આથી થાક પણ લાગે છે અને ઘડપણ પણ વહેલું આવે છે તેમજ આયુષ્યમાં પણ ઘટાડો થાય છે.  આથી શક્ય તેટલો કાચો ખોરાક તે વધુ લાભદાયક છે.  કાચો ખોરાકથી આપણે ટેવાયેલ ન હોવાથી શરૂ શરૂમાં આવો ખોરાક નિયમિત રીતે ખાવામ આનેક પ્રકારની અડચણ – મુશ્કેલીઓ આવતી હોય તેવું આપણે અનુભવતા હોઈએ છીએ.  જેનો ઉકેલ વિવેકપૂર્ણ રીતે હલ કરી શકાય તેમ છે….

 avocado juice

(૧)  જો આપણને દાંતની તકલીફ હોય અને કાચું ખાઈ ન શકાતું હોય તો … જ્યૂસર – મિક્શીમાં તેનો રસ કરી – કાઢી પી શકાય છે અથવા ફૂડ પ્રોસેસર જોપ હોય તો તેમાં બારીક કરી અને ખાઈ શકાય છે.  શક્ય હોય ત્યાં સુધી જે તે સ્વરૂપે કૂદરતી સ્વરૂપમાં જુ તેનો રસ લઇ શકાય કે બારેક કરી ખાઈ શકાય તો વધુ હિતાવહ અને લાભદાયક છે. આમ છતાં જે તે સ્વરૂપે સ્વાદ માફક કદાચ ન આવે તો લીંબુ, મધ, આદુ, સંચળ, મરી કે અન્ય મસાલા નો ઉપયોગ કરી તેમ મિક્સ કરી કે છાંટી અને અને સ્વરુચિ અનુસાર સ્વાદિષ્ટ બનાવી શકાય છે.  ખાં ધ્યાનમાં રહે કે કોઈપણ શાકભાજી કે ફ્રૂટ નો રસ કાઢ્યા બાદ તૂરત જ તાજે તાઝો પી લેવો વધુ હિતાવહ અને ફાયદાકારક છે.  ફ્રીઝમાં સાચવણી કરી અને સમયાંતરે લેવાથી મૂળ સત્વો નો નાશ થઇ જાય છે, એટલું જ નહિ તેના સ્વાદમાં, કલરમાં વિગેરેમાં પણ જરૂરી ફેરફાર થવા લાગે છે અને કદાચ એવું પણ કોઈ સમયે બને કે તે પચવામાં રેચક સાબિત થઇ શકે છે.  શક્ય હોય ત્યાં સુધી તેને વાસી થવા દેવો ન જોઈએ.  ( કોઈપણ લીલા શાકભાજી કે ફળ – ફળાદી નો રસ માટે કે કાચા ખાવામાં ડાયરેક્ટ / સીધો ઉપયોગ ન કરતાં હંમેશાં તેને અનેક પાણીએ સાફ કરવા / ધોવા જરૂરી છે.)

 

(૨)  જો તમે ગરમ વસ્તુ ખાવા ટેવાયેલા હોય અને તે આદત તાત્કાલિક છૂટી શક્તિ ન હોય તો, તેવા સંજોગમાં શરૂઆતમાં ભાજી તથા લીલા શાકભાજી નો સ્વાદિષ્ટ સોપ બનાવી ગરમા ગરમ લઇ શકાય છે અને તે કારણે એવું પણ બની શકે છે કે અન્ય રાંધેલ ખોરાક જેવો કે દાળ, ભાત, રોટલા-રોટલી, શાક વિગેરેની ટેવ છૂટી શકે છે.

 

(૩)  એક એવી સામાન્ય માન્યતા આપણા સર્વેમાં પ્રવર્તે છે કે કાચો / અપક્વ ખોરાક ખાવથી પચવામાં – પાચનમાં ભારી રહે છે.  જ્યારે રાંધેલ ખોરાક / પક્વ – પકવેલ ખોરાક પચવામાં સરળ અને સુપાચ્ય છે.  આવા કારણોસર પણ આપણે લોકો કચૂંબર ખાવાથી ઘણી વખત દૂર –અળગા રહેતા હોય છીએ અથવા તો ખૂજ ઓછા – જરૂરી પ્રમાણમાં જ તે ખાઈએ છીએ.  (સલાડ સ્વરૂપે)  હકીકતે જોઈએ તો આ પણ એક ભ્રાન્ત ખ્યાલ જ છે.  હકીકતમાં રાંધેલ ખોરાકની સરખામણીએ કાચો – કૂદરતી સ્વરૂપે લેવાયેલ ખોરાક પચવામાં વધુ અનુકુળ અને સરળ રહે છે.  જે ધીરે ધીરે અનુભવ દ્વારા જ સમજી શકાશે.  આપણે જ્યારે રાંધેલ ખોરાક ખાઈએ છીએ ત્યારે થોડો ખોરાક લીધા બાદ કે અમૂક ખોરાક લીધા બાદ તૂરત જ પેટ ભારે લાગે છે તેવો અનુભવ આપણે કરતાં હોઈએ છીએ, અને કોઈ કોઈ સમયે આપણે કહીએ છીએ કે આજે વધુ ભારે ખોરાક ખવાઈ ગયો છે.  જ્યારે તેટલો જ કાચો ખોરાક ખાવાથી પેટ ભારે ન લાગતા હળવાશ અનુભવશો.  જે માટે સતત નિયમિત રીતે કાચો ખોરાક લેવાની ટેવ પડ્યા બાદ તમારી તે તરફ રૂચિ વધુને વધુ કેળવાશે અને કાચો ખોરાક ખાવાનું પસંદ આવશે અને ગમશે અને એટલું જ નહિ તે ખાવાથી સંતોષ પણ એટલો જ થશે.

 

સ્વાદિષ્ટ ચટણી ની રેસીપી આ અગાઉ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે અને સ્વાદિષ્ટ સૂપ તો આપણે ઘરમાં બનાવતા જ હોઈએ છીએ.  આમ છતાં તકલીફ પડે તેવું અનુભવો તો અહીં ‘દાદીમા ની રસોઈ’ વિભાગમાં અનેક સૂપ બનાવવાની રેસીપી આપેલ છે, ત્યાં જઈ અને રીત જાણી શકો છો.  આ સિવાય નવી ભોજન પ્રથા ની રેસીપી બુક તો હાથવેંત માં જ રાકશો, તો તેમાંથી પણ કાચા ખોરાક માટેની અનેક રીત અને રેસીપી જોવા મળશે.

 

મિત્રો, હવે પછી નાં અઠવાડિયે આપણે જાણીશું અને માણીશું એક  વધુ શંકાનું સમાધાન ….  કે …. શું ડાયાબિટીસ હોય તો તેવા લોકો ઉપવાસ કરીએ શકે છે ?  …

 

 

 

સૌજન્ય : વેબ જગત  

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૮)  દ્વારા  … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને તે વિશે સમજીએ ..

 

 


 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી એમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

Dear New Diet Family,

Please find herewith attached September month issue of our ‘Swadarshan’ magazine.

Please ask as many people as possible to take the benefit of this amazing diet through our magazine.

Spread the health.

Regards,

Amil Shah

(U.K.)

09-Sep-2013.pdf 09-Sep-2013.pdf
1023K   View   Download

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.

  

  
INVITATION 

Dear new diet family,
 
It is with pleasure I would like to inform you about the 1st shibir of New Diet system, organised in London on   dt. 07.09.2013. (Navi Bhojan Pratha Shibir)
 
Please find the invitation card attached.
If you want someone in London to attend the shibir, please let my brother or me know to book them (by 28th August, 2013)  as we have very limited places available.
 
Regards,
Jimil Shah       –  077 0204 2403
Amil Shah        –  079 8335 9199
Kalpana Shah –  074 2411 1845
SHAH  Family
Invitation Card.pdf Invitation Card.pdf
544K   View   Download

‘શંકા સમાધાન’ … (૧૧) … “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૩)’ …

‘શંકા સમાધાન’ … (૧૧ …/) “નવી ભોજન પ્રથા” … (ભાગ-૧૩)’ …

પ્રણેતા : બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ …(અમરેલી-ગુજરાત) …

 

 natural foods.1

 
આ અગાઉ આપણે શંકા સમાધાન … દ્વારા   હિમેજ, દીવેલ જેવું રેચક દ્રવ્ય લઈએ તો એનિમાની જરૂર ખરી ? ; જે શંકાનું  સમાધાન કર્યું.  આજે આપણે એક  નવી  શંકાનું સમાધાન જાણીએ. … સાથે સાથે વિડ્યો કલીપ… (ભાગ-૭) દ્વારા  ‘નવી ભોજન પ્રથા’ અન્વયે, શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી રૂબરૂ વિશેષ  જાણકારી પણ મેળવીશું …

  natural foods

સૌજન્ય : વેબ જગત 

 

શંકા … (૧૧) …

ભોજનમાં પાન ક્યા ક્યા ખવાય ?  કાચું શું શું ખાવું જોઈએ ?  રાંધેલ ભોજનમાં કયું ભોજન ખાવું જોઈએ ?

 

સમાધાન :

શ્રી બાલુભાઈ ચૌહાણ :

સામાન્ય રીતે જે ઋતુમાં જે પાન ઉપલબ્ધ હોય તે ખવાય.  જેવા કે … પાલખ ની ભાજી, મેથી, કોથમીર, (ધાણાભાજી), તુલીસી પત્ર, ફૂદીનો, અજમો, પત્તા કોબીજ, મીઠો લીમડો, આ સામાન્ય રીતે સમાજમાં પ્રચલિત અને સર્વ સ્વીકૃત કહી શકાય.

 

તે ઉપરાંત અળવીનાં પાન, નાગરવેલના પાન, પીપરનાં પાન, બિલ્વ પત્ર (બિલી નાં પાન), જામફળીનાં પાન, ખરખોડીનાં પાન, ધરો, રજકો (ગદબ), આંકડાનાં પાન, વગેરે ખાઈ શકાય, આ ફક્ત વાત જ નથી પરંતુ અમેં ખાઈએ છીએ તેથી અનુભવ થી કહીએ છીએ.

 

આમ છતાં આપણી મતિ મૂંઝાય ત્યારે પશુને અનુસરવું.  કારણ કે આ બાબત આપણા કરતાં પશુ –ઢોર વધુ અનુભવી છે / હૈયા સુઝવાળા છે તેમ કહું તો કદાચ તે અતિશયોકિત (વધારે પડતું કહું છું તેમ ) ન કહી શકાય.

 

કાચામા સામાન્ય રીતે આપણે સલાડમાં વપરાતી વસ્તુઓને સર્વસ્વીકૃત ગણી છે.  જેવી કે, કોબીચ, ટામેટા, ગાજર, મૂળા, બીટ, ટીંડોરા, કાકડી, ચીભડા, બંધ કોબીચ ( ફુલાવર), ચીભડા અને વિવિધ જાતના સિઝન ફળો.

તે ઉપરાંત, દૂધી, ગલકા, તૂરીયા (ઘીસોડા), રીંગણ, ભીંડા, શકરીયા, બટેટા, ડુંગળી, લસણ વગેરે ખાઈ શકાય.  (કોઈ ડુંગળી, લસણ, શકરીયા, બટેટા ન ખાતા હોય તો તેમણે તે છોડીને બાકીનું ખાવું.)

 

રાંધેલ ભોજન એ સાચા અર્થમાં ભોજન જ નથી.  જેથી તે ખાવાથી કોઈ જ ફાયદો નથી.  નુકશાન જ છે.  આમ છતાં જગત આખું રાંધેલ ભોજનને જ આહાર માને છે.  તે ન ખાય ત્યાં સુધી કાચું ગમે તેટલું ખાધું હોય છતાં ખાધું જ નથી તેવું મહેસુસ કરે છે.  રાંધેલ આહાર ન લે ત્યાં સુધી જમ્યાનો સંતોષ જ થતો નથી.  આથી રાંધેલ ભોજન ભલે નુકશાનકારક હશે છતાં ખાધા વગર રહેવાશે નહીં.  કારણ કે તેની ટેવ પડી ગઈ છે, તેનું વ્યસન / બાંધાણ થઇ ગયું છે.  હવે વ્યસનીને વળી પસંદગી કેવી ?  જેને ગુટખા, બીડી, તમાકુ, અફીણ, ગાંઝો, ચરસ, દારૂ વિગેરે ની લત જ લાગી ગઈ છે તે તેની ચુંગલમાં જ ફસાઈ ગયો છે, પછી પસંદગીની વાત જ આવતી નથી.  તે જેનો પણ વ્યસની છે તે લીધા વગર રહી શકશે જ નહીં.

 

આપણે પણ રાંધેલ ભોજનના ગુલામ / વ્યસની બની ગયા છીએ ત્યારે પસંદગીનો સવાલ જ ઉપસ્થિત થતો નથી.  જે ભાવે છે અને જે ફાવે છે તે ખાઈએ.  જો કે દારૂડીયો પણ કયો દારૂ ઊછું નુકશાન કરે છે તે જાણી સમજી અને પસંદ કરશે.  તેમ આપણે પણ ઓછું નુકશાનકારી રાંધેલ ભોજન પસંદ કરવું જોઈએ.  આ માટે માપદંડ છે;  ‘ભારે પણાનો’  જે પચવામાં વધુ ભારે હોય તે વધુ નુકશાનકારક હોવાથી ઓછું ખાવું જોઈએ.  જ્યારે પચવામાં હલકો ખોરાક તેમજ ઓછો નુકશાનકારક હોય તેની માત્રા / પ્રમાણ ભોજનમાં વધુ રાખવી જોઈએ.

આ દ્રષ્ટિએ દાળ-ભાત, ખીચડી-કાઢી, રોટલી-રોટલા-પૂરી, દૂધ-ઘી-તેલ વધુ નુકશાનકારી હોઈ ઓછા ખાવા જોઈએ, જ્યારે લીલા શાકભાજી પ્રમાણમાં ઓછા નુકશાનકારી તેમજ પચવામાં હલકા / હળવા હોઈ વધુ પ્રમાણમાં ભોજનમાં લેવા જોઈએ.  એટલે કે આપણો જેટલો ખોરાક હોય તેમાં  ૬૦ થી ૭૦ % (ટકા) લીલા શાકભાજી ખાવા જોઈએ, જ્યારે શેષ ૩૦ થી ૪૦ % (ટકા)  અન્ય રાંધેલ અનાજ –કઠોળ વિગેરે એટલે કે, દાળ-ભાત, ખીચડી-કાઢી, રોટલી-રોટલા, ઘી-તેલ વિગેરે ખાવા જોઈએ.

 

આ ઉપરાંત બીજો એક માપ દંડ પણ છે.  : ‘રંધાયું  તે ગંધાયું’

 

ખોરાક ને રાંધવાથી તેનું સત્વ બળી જાય છે અને સડવાની પ્રક્રિયા માટે માર્ગ મોકળો થઇ/ ખુલી  જાય છે.  આથી વાસી ખોરાક ન ખાવો એવું સમાજમાં તેમજ સ્વાસ્થ્ય નિષ્ણાંતો દ્વારા પ્રચલિત છે.  પરંતુ જે ખોરાક બહાર પડ્યો પડ્યો વાસી થઇ ને બગડે છે, તેજ ખોરાક પેટમાં પણ પડ્યો પડ્યો વાસી થઇ ને બગડે છે.  આથી જ આવો રાંધેલ ખોરાકનું પ્રમાણ જેમ બને તેટલું ઓછું હોવું જરૂરી જેથી શરીરમાં પાચન સરળતાથી થઇ અને શરીરમાંથી સરળતાથી સમયસર પસાર થઇ જાય અને મળ દ્વારા બહાર ફેંકાઈ જાય, અને જે શરીરમાં જમા રહે નહિ.  જેને કારણે આપણે સ્ફૂર્તિ અને હળવાશ અનુભવીએ છીએ.
 

 foods n benifits

સૌજન્ય : વેબ જગત  

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
સંપર્ક :

 balubhai.photo.1
બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ

SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

ચાલો તો  ફરી આજે,  અહીં  નીચે દર્શાવેલ   વિડ્યો કલીપ દ્વારા શ્રી બાલુભાઈ ચૌહાણ પાસેથી  ‘નવી ભોજન પ્રથા’  (વિડીયો ભાગ – ૭)  દ્વારા  … થોડી વિશેષ જાણકારી મેળવીએ અને તે વિશે સમજીએ ..

 

 


 

(વિડ્યો કલીપ – લીંક ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ  અમો … શ્રી એમીલ શાહ – લંડન નાં અંતરપૂર્વકથી આભારી છીએ.)

 

 

Dear New Diet Family,

Please find herewith attached September month issue of our ‘Swadarshan’ magazine.

Please ask as many people as possible to take the benefit of this amazing diet through our magazine.

Spread the health.

Regards,

Amil Shah

(U.K.)

09-Sep-2013.pdf 09-Sep-2013.pdf
1023K   View   Download

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

  

નોંધ : જે કોઈ મિત્રોએ,  …  ‘કાચું એ જ સાચું’  … ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ હોય, તેઓ પોતાના આજ સુધીના જે  અનુભવ હોય તે  જનકલ્યાણ – જનહિતાર્થે,  અહીં બ્લોગ પોસ્ટ ઉપર પોતાના પ્રતિભાવ દ્વારા જણાવશો અથવા અહીં દર્શાવેલ ઈમેઈલ આઈ.ડી. [email protected]  or  [email protected]  દ્વારા જણાવવા વિનંતી, અમો તમારા અમોને અનુભવો જણાવવા બદલ આભારી રહીશું.

  

  
INVITATION 

Dear new diet family,
 
It is with pleasure I would like to inform you about the 1st shibir of New Diet system, organised in London on   dt. 07.09.2013. (Navi Bhojan Pratha Shibir)
 
Please find the invitation card attached.
If you want someone in London to attend the shibir, please let my brother or me know to book them (by 28th August, 2013)  as we have very limited places available.
 
Regards,
Jimil Shah       –  077 0204 2403
Amil Shah        –  079 8335 9199
Kalpana Shah –  074 2411 1845
SHAH  Family
Invitation Card.pdf Invitation Card.pdf
544K   View   Download