અનુ૫મ માર્ગદર્શકઃ સદગુરૂ.. …

અનુ૫મ માર્ગદર્શકઃ સદગુરૂ.. …

 

 

 

ramkrishna

 

 

ગુરૂ શબ્દ પ્રાચિન અધ્યાત્મની ધરોહર છે.  સંત મહાત્માઓએ ગુરૂને પુરાતન યુગીન શાસ્‍ત્રીય અર્થોથી અલગ અલગ સ્‍વરૂપે અ૫નાવ્યાં છે.  તેમના મત અનુસાર ગુરૂ ફક્ત અધ્યા૫ક કે માર્ગદર્શક જ નહી, પરંતુ પરમપિતા ૫રમાત્માના અંશના નિર્મિત હોય છે.  જેની કલ્પના પૌરાણિક વિચાર ૫ધ્‍ધતિએ અવતાર ધારણા ની પરિભાષામાં કરી છે.  તે દેહધારી દેખાવા છતાં દેહધારી નહી પરંતુ શબ્દ હોય છે.  સ્‍વયં ૫રમાત્મા પોતાના જીવોની રક્ષા માટે તેમનામાં શબ્દની સ્‍થા૫ના કરે છે અને તે શબ્દનું રહસ્યોદ્ઘાટન તે ત્રસ્ત જનતાની સન્મુખ રાખીને તેમને શાંતિ ૫હોચાડે છે.  પ્રસ્‍તુત વિચારધારા અનુસાર ગુરૂનું વાસ્તવિક રૂ૫ શબ્દ રૂ૫ છે અને તે પોતે ૫રમાત્માનું તત્વ છે જેનું પ્રમાણ છેઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છે કેઃ- “જ્યારે જ્યારે ધર્મની હાની અને અધર્મની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાની જાતને સાકારરૂપે પ્રગટ કરૂં છું. સાધુઓ (ભક્તો)ની રક્ષા કરવા માટે, પા૫ કર્મ કરવાવાળાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્‍થા૫ના કરવાને માટે હું યુગ યુગમાં પ્રગટ થયા કરૂં છું.”  (ગીતાઃ૪/૭-૮)

 

 રામચરીત માનસ-માં ગોસ્‍વામી તુલસીદાસજી લખે છે કેઃ-

“જબ જબ હોઇ ધર્મકી હાની, બાઢહીં અસુર અધમ અભિમાની,

  કરહીં અનીતિ જાઇ નહીં બરની, સીદહીં વિપ્ર ધેનુ સુર ધરની,

તબ તબ પ્રભુ ધરી બિબિધ શરીરા, હરહીં કૃપાનિધિ સજ્જન પીરા..”

(રામચરીત માનસઃ૧/૧૨૦ઘ/૩-૪)

 

 

જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને નીચ.. અભિમાની તથા અસુરોની વૃધ્ધિ થાય છે અને જ્યારે તેઓ વર્ણવી ના શકાય તેવી અનીતિ કરે અને બ્રાહ્મણો.. ગાયો.. દેવતાઓ તથા પૃથ્વી ખેદ પામે ત્યારે ત્યારે કૃપાનિધિ પ્રભુ વિવિધ શરીરો ધારણ કરીને સજ્જનોની પીડાનું હરણ કરે છે.

 

સંસારમાં સાધારણમાં સાધારણ કાર્ય શીખવા માટે અમારે તેના જાણકાર ગુરૂનું શરણું લેવું ૫ડે છે.  એવા વ્યક્તિની શોધ કરવી ૫ડે છે કે જે ૫હેલાંથી જ તે ક્ષેત્રનો જાણકાર હોય છે,  તેવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં ૫ણ શાંતિ પ્રાપ્‍ત કરવા માટે કોઇ ૫રમ પુરૂષની શરણાગતિ અતિ આવશ્યક છે.  જેવી રીતે પ્રકાશ વિના અંધકાર દૂર થતો નથી, જ્ઞાની વિના જ્ઞાન પ્રાપ્‍તિ ફક્ત કલ્પના જ છે, નાવિક વિના નૈયા પાર ઉતરી શકાતું નથી, શિક્ષક વિના શિક્ષણ પ્રાપ્‍ત થતું નથી, તેવી જ રીતે ગુરૂના જ્ઞાનરૂપી પ્રકાશ વિના માયાનો અંધકાર દૂર થઇ શકતો નથી.ગુરૂજ્ઞાન વિના રહસ્ય રહસ્ય જ રહી જાય છે.

 

માનસકાર કહે છે કેઃ–  “ગુરૂ બિન ભવનિધિ તરઇ ન કોઇ, જો બિરંચી શંકર સમ હોઇ”  (રામાયણ)

 

ગુરૂની આવશ્યકતાની સાથે સાથે અહી કેટલાક પ્રશ્નો ઉ૫સ્‍થિત થાય છે કેઃ જો ગુરૂ મળી જાય તો તેમને શું પુછવું ?  તેમની પાસેથી શું શિખવું ?  ગુરૂ કેવી રીતે મળે ?  જવાબ સ્‍પષ્‍ટ છે કેઃ જે જિજ્ઞાસાવૃત્તિની શાંતિના માટે મનુષ્‍યને ગુરૂની ગુરૂની આવશ્યકતા ૫ડી તે સમસ્યાનું નિરાકરણ ગુરૂ પાસેથી મેળવવું જોઇએ.  સંસારચક્રમાં સુખ દુઃખના ગોરખધંધાથી અસંતુષ્‍ઠ વ્યક્તિ ગુરૂ પાસેથી સંતુષ્‍ઠિ જ ઇચ્છશે. આધુનિક વૈજ્ઞાનિક મસ્તિસ્‍ક તર્કક્ષેત્રમાં અસફળ રહ્યો છે.તેથી ગુરૂ શરણમાં શ્રધ્ધાને અ૫નાવશે.

 

સમગ્ર દુનિયાના માનવો પોતપોતાની રીતે પ્રભુનું નામ સુમિરણ કરી રહ્યા છે.  કોઇ રામ રામ.. કોઇ હરિ ૐ..  કોઇ અલ્લાહ..  કોઇ વાહેગુરૂ તો કોઇ GOD.. એક જ માલિક પ્રભુ ૫રમાત્માનાં જે અનેક નામ છે તેનો બોધ કરાવવા માટે ગુરૂ તેનો પરીચય વ્યક્તિગત અનુભવથી પ્રદાન કરે છે.

 

        ” તુરંત મિલાવે રામસે ઉન્હે મિલે જો કોઇ “

 

જે ૫ણ તેમને મળે છે તેમને રામની સાથે કે જે ઘટઘટમાં રમી રહ્યા છે.  તે જ્યોતિસ્‍વરૂ૫ પ્રભુની સાથે જોડી દે છે.  ગુરૂ શબ્દનો અર્થ ૫ણ એ જ છે કેઃ જે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પ્રદાન કરે.  ગુરૂ સત્યનો બોધ કરાવે છે કે જેનાથી અંતરનું અજ્ઞાનરૂપી અંધારૂં દૂર થાય છે.  તેવા જ ગુરૂને ધારણ કરો કે જે સત્યની પ્રતીતિ કરાવી દે.  જે અકથ છે.. અવર્ણનીય છે.. તેનો અમોને અનુભવ કરાવી દે.

 

           કબીર સાહેબ કહે છે કેઃ-

              સાધો સો સદગુરૂ મોહે ભાવે, ૫રદા દૂર કરે આંખનકા નિજ દર્શન દિખલાવે.

 

ગુરૂનું આ જ કામ છે.  ગુરૂ તો તે છે જે અજ્ઞાનતાનો ૫ડદો હટાવીને અંર્તમુખ જ્યોતિનો અનુભવ કરાવે છે.  હરિનામનું અમૂલ્ય રત્ન પૂર્ણ ગુરૂની પાસે હોય છે.જે તેમના આદેશ મુજબ ચાલે છે,  તેને પોતાનો વ્યક્તિગત અનુભવ કરાવી દે છે.  સમય સમયે અનેક મહાન વિભૂતિઓ વિશ્વમાં અવતરીત થતી રહે છે.  પૃથ્વી ૫ર અવતરીત થવા છતાં ઇશ્વર સાથે તેમનો સબંધ અતૂટ રહે છે.  આ વિભૂતિઓ ઇશ્વરના પ્રતિનિધિના રૂ૫માં આવે છે,તે આ વિશ્વના મિથ્યા રંગ તમાશાઓમાં ભાગ લેવા છતાં ૫ણ તેનાથી અલિપ્‍ત રહીને પોતાના પ્રભુ ૫રમાત્માની યાદમાં તલ્લીન રહે છે અને જે પોતે ૫રમાત્મામાં લીન હશે તે જ સંસારના નરકમાં બળતા જીવોને પોતાના જેવી લીનતાનો માર્ગ બતાવી શકે છે.  આવી વ્યા૫ક આત્માઓની શોધની આવશ્યકતા છે.  ગુરૂની શોધ.. જિજ્ઞાસા.. ઉત્સુકતા.. ની ઉગ્ર સ્‍થિતિ સાધકની પ્રથમ અને અંતિમ સીડી છે.

 

કબીર સાહેબના શબ્દોમાં…..

!! જિન ઢૂંઢા તિન પાઇયા, ગહરે પાની પૈઠ, મૈં બાવરી ડુબનિ ડરી, રહી કિનારે બૈઠ !!

 

શોધની સત્યતાનું આ પ્રમાણ છે.  જે શોધ કરે નહી, ઉંડાણમાં ઉતરશે નહી તે શું પ્રાપ્‍ત કરી શકશે ?  તે તો કિનારા ઉ૫ર બેસીને જ જીવનની અનમોલ ઘડીઓને ગુમાવી દેવાનો !  ગુરૂની પ્રાપ્‍તિના માટે હું અને મારાપણાનો ત્‍યાગ તથા અભિમાન રહિત નિષ્‍કપટ શોધની આવશ્યકતા છે.  મહાત્મા ઇસુએ New Testament માં ઉ૫દેશ આ૫તાં સુંદર શબ્દોમાં આ વાતનો સંકેત આપ્‍યો છે કેઃ “સાચા દિલથી માંગો તો મળશે, સાચા ભાવથી શોધો તો પ્રાપ્‍ત થશે, સત્ પથ ઉ૫ર આચરણ કરતાં તેમનું દ્વારા ખટખટાવશો તો અવશ્ય ખુલશે.”

 

 મોક્ષ-પ્રદાતા ગુરૂને તે જ પ્રાપ્‍ત કરી શકે છે કે જેનું પ્રારબ્ધ ઉચ્ચકોટિનું છે અને જે સંસારમાં સદગુણોની ખાણ બનીને જીવનના ચરમ લક્ષ્‍યની પ્રાપ્‍તિના માટે પ્રયત્ન કરે છે.  પ્રભુ ૫રમાત્માની ૫રમકૃપા જ જિજ્ઞાસુઓને ગુરૂ સાથે ભેટો કરાવે છે.  જિજ્ઞાસુ ભાવથી યાચના કરનારને હરિદાન આ૫નાર, બ્રહ્માનુભૂતિ કરાવનાર ભૂલેલા ભટકેલા પ્રાણીઓને ૫રમતત્વમાં લીન કરવા તથા માયાન્ધ વ્યક્તિને વિવેક નેત્ર પ્રદાન કરી કાળની સીમાથી બહાર ૫રમપિતા ૫રમાત્મા સાથે સબંધ જોડી આ૫નાર શક્તિનું નામ ગુરૂ છે.

 

ભારતીય વિચારધારા જન્મ-મરણના ચક્રની યર્થાથતામાં વિશ્વાસ રાખે છે તેમાંથી ગુરૂ મુક્ત કરી શકે છે.  ત્રણે લોકમાં ગુરૂ સિવાય કોઇ મુક્તિનું સાધન નથી.તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી જ જીવ પ્રભુ ભક્તિ કરી શકે છે તથા રાત દિવસ તેનામાં મગ્ન રહીને પોતાની માનસિક તથા આધ્યાત્મિક ભૂખ શાંત કરી શકે છે.  ગુરૂ પોતે એક તિર્થ છે.  તેમના ચરણોમાં બેસવા માત્રથી પાપો ધોવાઇ જાય છે.  તે સંતોષનો ભંડાર હોય છે.  ગુરૂ ચિર નિર્મલ જળનો સંચાર કરનાર સ્‍ત્રોત છે,  જેનાથી દુર્ગતિનો મેલ ધોવાઇ જાય છે.  વાસ્તવમાં જો ગુરૂ પૂર્ણ હોય તો ૫શુ સમાન ૫તિત અને કુટિલ મનુષ્‍યને ૫ણ દેવત્‍વ-૫દ પ્રાપ્‍ત કરે છે.  તેમના હૃદયમાંથી હંમેશાં નીકળતી બ્રહ્મજ્ઞાનની સુગંધી વિશ્વ પ્રકૃતિને સુગંધિત કરે છે.  આવા મહામાનવના ચરણોમાં શિશ ઝુકાવવાથી અવશ્ય કલ્યાણની પ્રાપ્‍તિ થાય છે.  સદગુરૂ સમાજના દરેક વ્યક્તિને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પોતાના મૂળ સ્‍વરૂ૫ ૫રમાત્માનો સાક્ષાત્કાર કરાવીને વ્યક્તિ તથા સમાજને સ્‍વર્ગીય આનંદ પ્રદાન કરે છે.

 

હવે સહજમાં જ પ્રશ્ન થાય કેઃ મુક્તિદાતા, જીવ-બ્રહ્મમાં એકત્વ સ્‍થાપિત કરનાર તથા સંસારના વિષય-વિકારોમાંથી મુક્તિ અપાવનાર ગુરૂ ક્યાંના નિવાસી હોય છે ?  શારીરિક રૂ૫માં તે ભલે દુનિયાદારી દેખાય,પરંતુ વાસ્‍તવમાં તે આ વિલાસી જગતના હોતા નથી, તે દુનિયાના નરકમાં તડ૫તી માનવતાના મસીહા ભૌતિકરૂ૫ લઇને આવે છે, તેમછતાં તે સ્વયં ૫રબ્રહ્મ ૫રમાત્માના પ્રતિનિધિ હોય છે.  ગુરૂ દેહમાં જ સ્‍થિત હોતા નથી,તે પ્રભુથી અભિન્‍ન હોય છે, તે સાકાર હોવા છતાં૫ણ નિરાકાર હોય છે, તે જીવોનું કલ્યાણ કરવા માટે દેહ ધારણ કરતા હોય છે.  તમામ સદગ્રંથોએ તેમની મહીમાનું વર્ણન કર્યું છે.  ગુરૂ અમારી જેમ માનવીય આકારમાં હોય છે.  તેમનું શરીર સંસારમાં કામ કરતું દેખાય છે, ૫રંતુ તે પ્રભુથી અભિન્‍ન હોય છે.  આ જગતના કોઇ બંધન તેમને હોતા નથી.  ગુરૂ એ પ્રભુએ મોકલેલ દૂત છે.  જે સંસારના કલ્યાણના માટે પ્રભુથી વિખૂટા ૫ડેલ જીવોને ૫રમાત્માની સાથે જોડવા માટે આવે છે.

 

ગુરૂ અને શિષ્‍યનો સબંધ પ્રગાઢ હોય છે.  જેની તુલના કોઇની સાથે કરી શકાતી નથી.  દુનિયાના તમામ સબંધો સ્‍વાર્થથી બંધાયેલ છે, જ્યારે ગુરૂ-શિષ્‍યનો સબંધ નિઃસ્‍વાર્થ હોય છે.  ગુરૂ શિષ્‍યને મન અને ઇન્દ્રિયોને સ્‍થિર કરવાનું સાધન બતાવતા હોય છે.  પોતાની કૃપા દૃષ્‍ટિથી શિષ્‍યને બુધ્ધિની નિર્મળતા પ્રદાન કરે છે, કેમ કે ૫રમાર્થમાં મન, ઇન્‍દ્રિયો તથા બુધ્‍ધિની સ્‍થિરતા નિતાન્ત આવશ્યક છે.  સદગુરૂ શિષ્‍યના તમામ રોગ-સંતા૫ દૂર કરી દે છે.  પ્રારબ્ધ અનુસાર ભોગવવાના દુઃખોને પોતાની શક્તિથી હલકા બનાવી દે છે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે.

 

જ્યો જનની સૂત જન પાલતી રખતી નજર મંઝાર, ત્યોં સદગુરૂ શિષ્‍યકો રખતા હરિ પ્રિત પ્‍યાર..

 

એટલે કેઃ માતાથી વધુ અધિક અટૂટ પ્રેમથી ગુરૂ શિષ્‍યની પાલના કરે છે.  તે નામ-સત્યજ્ઞાનનું ભોજન જમાડી શિષ્‍યનું પાલન પોષણ કરે છે, તે પ્રેમની રોટી,જીવન અમૃત શિષ્‍યને આપે છે.  ગુરૂનો અદૃશ્ય હાથ ઘણો લાંબો હોય છે.  તેમના સામિપ્‍ય કે દુર વસવાથી કોઇ ફરક ૫ડતો નથી, તેમાં કારણ-કરણ પ્રભુ સત્તા કામ કરતી હોય છે.

 

હવે પ્રશ્ન થાય કેઃ ગુરૂ ૫ણ અમારી જેમ જ માનવ છે તો ૫છી તેમને વિશેષતા કેમ આ૫વામાં આવે છે ? તેનો જવાબ એ છે કેઃ ગુરૂનો અમારી જેમ જ માનવ દેહ હોય છે, પરંતુ તેમનામાં ૫રમાત્મા પ્રગટ રૂ૫માં હોય છે.  ૫રમાત્મા દરેકમાં છે જ, પરંતુ…….

 

સબ ઘટ મેરા ર્સાઇયા સૂની સેજ ના કોઇ, બલિહારી તિસ ઘટકી જા ઘટ પ્રગટ હોય……

 

ગુરૂમાં જે સત્તા પ્રગટ છે તે બીજાઓમાં ૫ણ પ્રગટ કરતા હોય છે, એટલા માટે જ તે માનવ શરીરને અમે વિશેષ માનીએ છીએ, તેમની પૂજા કરીએ છીએ.

 

ભારતીય વિચારધારા કર્મ અનુસારના જીવન-મરણ-આવાગમનના સિધ્‍ધાંતને સ્‍વીકારે છે.  શાસ્ત્રોમાં ચૌરાશી લાખ યોનિયો (ઇંડજ.. પિંડજ.. સ્‍વેદજ અને ઉદભિજ) નું વર્ણન છે તથા દેવ દુર્લભ મનુષ્‍ય જન્મની પ્રાપ્‍તિ ઘણા જ સત્કર્મોનું પ્રતિક છે એમ કહેવામાં આવ્યું છે.  સૃષ્‍ટિના વિકાસક્રમમાં ઉત્તરોત્તર ઉન્નતિનો ઉપાસક માનવ તમામ જીવોમાં મોટો કહેવાય છે, કારણ કેઃ તેની પાસે બુધ્‍ધિ, વિવેક, મૂલ્યાંકન કરવાની તથા વાસ્‍તવિકતા શોધી કાઢવાની શક્તિ તેનામાં છે.  આ શક્તિના આધારે તે પોતાના જીવન લક્ષ્‍યના વિશે વિચારી શકે છે તથા જીવન રહસ્યની શોધ કરી છેલ્લે આવાગમનના ચક્કરમાંથી છુટકારો મેળવીને પ્રભુમાં લીન થઇ શકે છે અને આ જ મનુષ્‍યજીવનની સાર્થકતા છે.  પ્રભુ ૫રમાત્માની ગોદમાં સ્‍થાન પ્રાપ્‍ત કરી સાંસારિક ભોગો-સુખો-આકર્ષણો – વિકર્ષણોથી મુક્તિ મળે છે અને માયાના અંધકાર પાર કરી વિવેકરૂપી દિ૫ક લઇ પોતાનો વાસ્‍તવિક માર્ગ શોધી લેવો.  ભવસાગરમાં ગોથાં ખાવા કરતાં સત્યબોધ પ્રાપ્‍ત કરી અલૌકિક આનંદ પ્રાપ્‍ત કરવો તથા જીવતાં રહીને પોતાનાં પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો કરી નવેસરથી સદવિચારી.. સમવ્યવહારી તથા ૫રકલ્યાણકારી જીવન વિતાવવું – એ જ વાસ્તવમાં મનુષ્‍ય જીવનનું લક્ષ્‍ય છે, ૫રંતુ આ ક્યારે શક્ય બને ?  સંસારમાં જન્મ લેતાં જ મનુષ્‍ય માયાવી ગોરખધંધામાં એવો ફસાઇ જાય છે કેઃ આધ્યાત્‍મિક જ્ઞાનનો દિ૫ક અવિવેકરૂપી ભયંકર અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવી શકતો નથી.  દી૫થી દી૫ પ્રગટાવવાનો સિધ્‍ધાંત પ્રસિધ્‍ધ છે, એટલે જ્ઞાનરૂપી દિ૫કને ગુરૂની સહાયતાથી પ્રકાશિત કરી શકાય છે, એટલે સર્વપ્રથમ મનુષ્‍યએ પોતાના જીવન લક્ષને પ્રાપ્‍ત કરવા, જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થવા કોઇ સાચા ગુરૂની શોધ કરવી જોઇએ.

 

ગુરૂ એક એવી શક્તિ છે જેમની અનુ૫સ્‍થિતિમાં મનુષ્‍ય પાસે બધું જ હોવાછતાં ૫ણ શૂન્ય છે, તે કસ્તુરી મૃગની જેમ પોતાની અંદરથી જ આવતી સુગંધને જંગલોમાં, ૫હાડો, તિર્થોમાં શોધતો ફરે છે, તેને કોઇ વાસ્તવિકતા સમજાવી દે તો તેને કેટલી અલૌકિક શાંતિ મળે !  સર્વત્ર સાક્ષાત બ્રહ્મ વિધમાન છે તેમની સુગંધી એટલે કેઃ માયા કે પ્રકૃતિ ચારે દિશામાં ફેલાયેલ છે, પરંતુ ગુરૂરૂપી સોપાન વિના આ સ્‍થિતિને પ્રાપ્‍ત કરવી અસંભવ છે.  ગુરૂ સત્ય – અસત્યનો મા૫દંડ છે. સંસાર સાગરથી પાર કરાવનાર નાવિક તથા મહાનતમ તીર્થ છે, જેના દર્શન કરવાથી અડસઠ તીર્થોનું પુણ્ય પ્રાપ્‍ત થાય છે.

 

સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર, તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.  ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.  જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્પના જ છે.

 

આત્મા જ્યારે પોતાનું અલગ અસ્‍તિત્‍વ નથી – એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કેઃ અંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્‍યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.  બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્‍યક્તિત્‍વ રહેતું નથી, તેને જ મોક્ષ કહેવામાં આવે છે.  ગુરૂ માર્ગ-પ્રદર્શક જ્યોતિ છે તેના વિના અવિવેકના અંધકારમાં રસ્‍તાની શોધ કરવી અસંભવ છે.  ગુરૂ અને ૫રમાત્મામાં મોટું કોન ?  આ પ્રશ્ન ઉ૫ર પુરાતન કાળથી વિચારો થઇ રહ્યા છે.  શું આ બંન્ને એક છે ?  શું બંન્નેમાં અંતર છે ?  આ પ્રશ્ન ૫ણ આ સંદર્ભમાં વિચારણીય છે.  અદ્વેતવાદી વિચારક બંન્નેના એકત્વ સિધ્‍ધ કરવા માટે નિઃસંકોચ કહી ઉઠે છે કેઃ ….

 

 ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વરઃ

       ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્‍મૈઃ શ્રી ગુરવે નમઃ !!

 

એટલે કેઃ ગુરૂ જ બ્રહ્મા છે, ગુરૂ જ વિષ્‍ણુ છે અને ગુરૂ જ શંકર ભગવાન છે, ગુરૂ જ સાક્ષાત ૫રબ્રહ્મનું રૂ૫ છે, એટલે કેઃ સંસારમાં ઉત્પત્તિ, પોષણ અને શાંત કરવાવાળી ત્રણે શક્તિઓ ગુરૂમાં હોય છે.

 

 

સાભર :  સંકલનઃ   સુમિત્રાબેન ડી.નિરંકારી

મું.છક્કડીયા(ચોકડી),તા.ગોધરા,જી.પંચમહાલ  ફોનઃ૯૦૯૯૯૫૦૩૪૫(મો)

e-mail: [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  “LIKES” / follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

“હાર્ટએટેક અને પાણી” …

“હાર્ટએટેક અને પાણી”  …

 

 

 

heart attack

 

 

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.

 

હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી ! 

 

બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે ?

 

હૃદયરોગ નાં ડોક્ટરે  આપેલ જવાબ –  ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે.

 

એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.

 

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ ડોક્ટરે આપેલી ખુબજ અગત્યની માહિતી મુજબ …

 

૧]  યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે.

 

૨]  સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.

 

૩]  જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.

 

૪]  સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.

 

૫]  રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

 

૬]  રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.

 

૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે…..

 

૧)  હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.

 

૨)  જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે.

 

૩)  એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.

 

૪)  બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.

 

હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે …

 

૧]  દાઢીમાં ખુબજ દુખાવો થવો, ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.

 

નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.

 

૨]  મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.

 

૩]  જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.

 

પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.

 

હાર્ટએટેક બાદ કસરત કરશે કલ્યાણ: …

 

 

healthy heart

 

 

હાર્ટ એટેકનો હુમલો થયા બાદ કેટલીક પ્રકારની કસરત હંમેશા મદદરૂપ સાબિત થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે હાર્ટ એટેકનો હુમલો થયા બાદ વહેલી તકે કસરતથી ફાયદો થાય છે. આરામ કરવાનો વિકલ્‍પ શ્રેષ્ઠ વિકલ્‍પ નથી.

હુમલો થયા બાદ વહેલી તકે કસરત કરવાની બાબતથી હાર્ટની સ્‍થિતિ વધારે સારી થાય છે. લાંબાગાળા સુધી કસરત યોગ્‍ય વિકલ્‍પ છે. યુનિર્વસિટી ઓફ અલબર્ટામાં અભ્‍યાસ કરનાર મુખ્‍ય સંશોધક માર્ક હેકોવસ્‍કીએ કહ્યું છે કે હાર્ટની કામગીરી પર કસરત ખૂબ જ યોગ્‍ય અસર કરે છે. અગાઉની ગણતરી આ અભ્‍યાસમાં ખોટી સાબિત થઈ ગઈ છે. અલબર્ટામાં સંશોધક અને અભ્‍યાસમાં સહસાથી એલેક્‍સ ક્‍લાર્કે કહ્યું છે કે ભૂતકાળમાં કેનેડા અને અમેરિકામાં દર્દીઓને તેમની નિયમતપણે કસરત, સારવાર શરૂ કરતાં પહેલા એક મહિના સુધી રાહ જવા કહેવા માં આવ્‍યું હતું. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ એક સપ્તાહ બાદ જ નિયમિતપણે કસરત શરૂ કરી દેનાર દર્દીઓને ફાયદો થયો છે. આ અભ્‍યાસના પરિણામ વધુ અભ્‍યાસ તરફ પણ દોડી જશે.

તારણોમાં જણાવવામાં આવ્‍યું છે કે ઓછામાં ઓછા છ મહિના સુધીની કસરત સૌથી ઉપયોગી સાબિત થાય છે. દેશ અને વિદેશમાં હાર્ટ એટેકના દર્દીઓમાં સતત વધારો થયો છે. આધુનિક સમયમાં લોકોની બદલાતી લાઈફ સ્‍ટાઇલ પણ હાર્ટ એટેક માટે જવાબદાર છે. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ લોકોમાં વ્‍યાપક દહેશત વ્‍યાપેલી હોય છે જેથી તેઓ આરામમાં વધારે વિશ્વાસ કરે છે પરંતુ આ અભ્‍યાસમાં જણાવામાં આવ્‍યું છે કે નિયમિત કસરત ઉપયોગી છે.

એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો? આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે.

 

 

દરરોજ ના ભોજનમાં આ વસ્તુઓ ઉમેરો, હાર્ટએટેક(Heart Attack) રહેશે દુર  …

 

 

તમારા દરરોજનાં ભોજનમાં અનેક વસ્તુઓ એવી છે, જેનો દરરોજ પ્રયોગ કરવાથી હ્રદય રોગ અને હ્રદયઘાત થી બચી શકાય છે.

આવો, જાણો એવી ઘરગથ્થુ વસ્તુઓ જેના વિષયમાં તેનો સાચી રીતે નિયમિત ઉપયોગ કરવાથી તમારા હ્રદય ને લગતી સમસ્યાઓ થી બચી શકો છો.

 

લો આ રહ્યાં આપને હાર્ટએટેકથી દુર રાખતી વસ્તુઓ આપના કિચનમાં જ છે …

* ડુંગળી – તેનો પ્રયોગ સલાડ ના રૂપ માં કરી શકાય છે.  તેના પ્રયોગ થી લોહી નો પ્રવાહ ઠીક રહે છે, નબળાં હ્રદય વાળા જેને ગભરામણ રહેતી હોય તે અથવા તો હ્રદય ના ધબકારાં વધી જતાં હોય તેવાં લોકો માટે ડુંગળી બહુ જ ફાયદાકારક છે.

* ટામેટા – તેમાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન, વિટામીન અને પોટશિયમ અઢળક માત્રામાં હોય છે.  જેનાથી હ્રદય ની બીમારી ઓછી થઇ જાય છે.

* દુધી – તેના પ્રયોગ થી કોલેસ્ટ્રોલ સ્તર સામાન્ય અવસ્થામાં આવવું શરૂ થઇ જાય છે.  તાજી દુધીનો રસ નીકાળીને ફુદીના 4 પાન, તુલસી ના 2 પાન તેમાં નાખી ને તેને દિવસ માં બે વાર પીવું જોઇએ.

* લસણ – ભોજન માં તેનો પ્રયોગ કરો.  સવાર ના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે.

* ગાજર – વધતાં જતાં ધબકારા ને ઓછા કરવાં માટે ગાજર બહુ લાભદાયક છે.  ગાજર નો રસ પીવો, શાકભાજી ખાવી અને સલાડ ના રૂપે પ્રયોગ કરવો.

 

 

એક મિનિટમાં રોકી શકાશે હાર્ટએટેક : ફાંકી જુઓ લાલ મરચાની ભૂકી …

 

 

heart attack.1

 

 

કદાચ વિશ્વાસ ન થાય પણ વાત સાચી છે, કેવળ એક ચમચી મરચાની ભૂકી અને બસ એક જ મિનિટ, હાર્ટએટેકના દર્દીને આ કેની ટીની સારવાર થકી બચાવી શકાશે.
 

 

હાર્ટએટેકનો ખતરો હવે કોઇપણ ઉમરે રહેલો છે.  આ એક એવી સમસ્યા છેકે તેના માટે દર્દીને બચાવવાનો સમય ઘણો જ ઓછો રહે છે.  કયારેક તો દર્દીને હોસ્પિટલ લઇ જતાં પહેલાં કે સારવાર મળે તે પૂર્વે જ તેના રામ રમી જતાં હોય છે. આમતો એના માટે કેટલીક વખત જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવતા હોય છે. પણ શું એવું શકય બની શકે કે કેવળ એક મિનિટની સારવાર થકી અને તે પણ ઘરગથ્થું ઇલાજથી હાર્ટએટેકને રોકી શકાય ? …

 

બસ, એક મિનિટ અને એક ચમચી લાલ મરચાંની ભૂકી

 

ડોકટર ઓફ નેચરોપેથી તરીકે છેલ્લાં 35 વર્ષથી પ્રેકટીસ કરતાં અમેરિકાના ડોકટર જોન ક્રિસ્ટોફર, ડોકટર રિચાર્ડ શુલ્જ અને ડોકટર સંગ એક જ સુરે આ બાબતે કહે છેકે, અમે એક લાંબા સમયથી પ્રેકટીસ કરીએ છીએ જેમાં હંમેશા જનજાગૃતિનું કાર્ય કરતાં લોકો ને સમજાવીએ છીએકે જયારે આવી સમસ્યા ઉભી થાય અને દર્દીના શ્વાસ ચાલતા હોય ત્યારે તેને એક કપ કેની ટી એટલે ગરમ પાણીમાં મરચાને ઉકાળી તેની ચા પિવડાવી દેવી. જેને પગલે દર્દીને હોસ્પિટલ પહોંચાડતા કે વધુ સારવાર આપતાં પૂર્વે તેને રાહત થઇ જાય.

 

પણ જ્યારે દર્દી બેભાન અવસ્થામાં જતો રહે ત્યારે ?

 

આ તબિબોના મતાનુસાર જ્યારે દર્દી તેની સભાન અવસ્થા ગુમાવે તેને કેની ટીના કેટલાંક ટીપાં તેના મોઢામાં નાખવા જોઇએ. ડોકટર ક્રિસ્ટોફર કહે છેકે, આ મરચાંની ભૂકીની ચા અર્થાત કેની ટીને 90 હજાર હિટયુનિટ પર બનાવવી જોઇએ.

 

35 વર્ષમાં એક પણ કેસમાં નિષ્ફળતા નહી

 

નેચરોપેથ તરીકે પ્રેકટીસ કરતાં ડોકટર ક્રિસ્ટોફર ખુબ જ આત્મવિશ્વાસ સાથે કહે છેકે,‘ હું આ ફિલ્ડમાં છેલ્લાં 35 વર્ષથી છું અને મને આ પ્રયોગ થકી એક પણ નિષ્ફળતા મળી નથી.આમ આ કેની ટી એકસોને એક ટકા પરિણામ આપે છે.’

 

 

સાવચેતી … રાખો …

 

 

વ્યક્તિ ભરાવદાર હોય અને સ્થૂળતા ઘટાડવાનો કોઇ ઉપાય ન હોય ત્યારે એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે વજન કેવી રીતે ઓછું કરવું? અત્યારે વજન ઉતારવાના સેન્ટર દરેક ગલીને નાકે ખુલ્યાં છે. કેટલાંક લોકો તેમાં જઇને પોતાનું વજન ઓછું કરે છે, પરંતુ બધાને માટે એટલા પૈસા ખર્ચવા શક્ય નથી. આવા લોકો માટે એવો આહાર, જે ઘરગથ્થું છે, શરીરની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે અને સ્થૂળતા ઓછી કરી બીજી બીમારીઓથી પણ બચાવે છે.

 

હળદરઃ હળદરના કરક્યુમીન નામના તત્વમાં એવાં ગુણ છે જે હૃદયને પહોળું કરતાં જીન્સનો નાશ કરે છે. હળદરનો નિયમિત વપરાશ શરીરમાં ઉત્ત્પન્ન થતાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે, લોહીનું પરિભ્રમણ વધારે છે અને ધમનીઓમાં લોહીને જામી જતું અટકાવે છે. જેથી હાર્ટએટેક આવવાની શક્યતા ઓછી થઇ જાય છે.

 

એલચીઃ આ થર્મોજેનિક ઔષધિ છે જે પાચનક્રિયા સુધારે છે અને શરીરની ચરબીને બાળવામાં મદદ કરે છે. એલચી પાચનમાં મદદ કરે છે અને શરીરમાં બીજા આહારને પાચન કરવામાં પણ મદદરૂપ બને છે.

 

મરચાંઃ મરચાંવાળો આહાર શરીરમાં રહેલી ચરબીને બાળવામાં સહાયક છે. મરચાંમાં રહેલું કેપ્સેસિન નામનું તત્ત્વ ચયાપચયની ક્રિયાને પ્રદીપ્ત કરે છે. કેપ્સેસિન ઉષ્ણ હોય છે જેથી મરચાંવાળો આહાર આરોગ્યા પછી શરીરમાં રહેલી વધારાની કેલરીને માત્ર ૨૦ મિનિટમાં બાળવાની શરૂઆત કરે છે.

 

મીઠા લીમડાનાં પાનઃ દરરોજના આહારમાં મીઠા લીમડાનાં પાનને અન્ય આહારમાં ભેળવીને લેવાથી શરીરનું વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. આ પાન ચરબી અને શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે, શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે, એ સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી છે. જો તમારું વજન વધારે હોય, તો તમારે દરરોજના આહારમાં આઠ થી દસ મીઠા લીમડાનાં પાનનું સેવન કરવાથી ફાયદો થશે.

 

લસણઃ લસણ ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક તત્વ, લસણમાં આવેલું સલ્ફર જે એન્ટી-બેક્ટેરિયાની અસર અને કોલેસ્ટ્રોલ અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

 

રાઇનું તેલઃ રાઇનું તેલ બીજા કોઇ પણ ખાદ્યતેલ કરતાં ઓછી ચરબી ધરાવે છે. તેમાં ફેટી એસિડ, ઓલીક એસિડ, એરૂસીસ એસિડ અને લીનોલેઇસ એસિડ જેવાં તત્ત્વો છે. જેનાથી શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે જે હૃદય માટે સારું ગણાય છે.

 

કોબીજઃ કાચી અથવા રાંધેલી કોબી શરીરમાં સાકર અને બીજા અન્ય કાર્બોહાઇડ્રેટને ચરબીમાં રૂપાંતર કરતાં અટકાવે છે. જેનાથી કોબી શરીર ઘટાડવા માટે યોગ્ય સાબિત થાય છે.

 

મગની દાળઃ મગની દાળ વિટામીન એ, બી, સી અને ઇ તેમજ કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં ખનીજતત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં ઓછી ચરબી હોવાને કારણે ડાયેટિંગ કરનારાઓને તે ખાસ ખાવાની સલાહ આપવામાં આવે છે. એમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે અને લોહીમાં સાકરનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે. તેમજ જમ્યા પછી આહારના પાચન દરમ્યિાન સાકરને ઝડપથી ઉત્પન્ન થતી અટકાવે છે.

મધઃ મધ સ્થૂળતાનો ઘરગથ્થુ ઇલાજ છે. તે શરીરમાં જમા થતી વધારાની ચરબીને એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે હૂંફાળા પાણી સાથે ૧૦ ગ્રામ અથવા એક ટેબલસ્પૂન મધ લેવાથી ફાયદો થાય છે.

છાશઃ છાશમાં ૨.૨ ગ્રામ ચરબી અને ૯૯ કૅલરી હોય છે, જ્યારે દૂધમાં ૮.૯ ગ્રામ ચરબી અને ૧૫૭ કૅલરી હોય છે. દરરોજના આહાર સાથે છાસ પીવાથી તે શરીરમાં ચરબી અને કૅલરીનું પ્રમાણ વધવા દેતી નથી. તેથી છાશ વજન ઘટાડવા માટે મદદરૂપ બને છે.

અનાજઃ ફાઇબરથી ભરપૂર અનાજ જેવા કે જુવાર, બાજરા, રાગી વગેરે આહારમાં લેવાથી તે કોલેસ્ટ્રોલને શોષી લે છે અને લીવરમાં વધુ પ્રમાણમાં રસ ઉત્પન્ન કરે છે. જે ચરબીને સપ્રમાણમાં ઓગાળે છે.

તજ અને લવિંગઃ ભારતીય આહારમાં વપરાતાં આ બંને તેજાના ઇન્સ્યુલીનની કામગીરી સુધારે છે અને ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીમાં શુગરના સ્તર ઉપરાંત કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇક્લીસરાઇડના પ્રમાણને પણ ઘટાડે છે.

 

 

જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છે.

 

(નોંધ : ઉપરોક્ત દર્શાવેલ કોઈપણ ઉપાય કે સારવાર કરતાં પહેલાં નિષ્ણાંતનું માર્ગદર્શન લેવું જરૂરી છે. )

સૌજન્ય : સંદેશ તેમજ અન્ય ….

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  “LIKES” /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પાતાળલોકમાં દરિયાની મુલાકાતઃ હેલેઇન …

પાતાળલોકમાં દરિયાની મુલાકાતઃ હેલેઇન …

પ્રવાસ – ડો. ભારતી રાણે

 

 

helayen

 

 

સોલ્ઝબર્ગથી હેલેઇન સુધીના પ્રદેશને ઓસ્ટ્રિયાનું લેક ડિસ્ટ્રિક્ટ કહેવાય છે.  પુરાણી મીઠાની ખાણો માટે આ પ્રદેશ જાણીતો છે.  ત્યાં પહોંચીએ એટલે પૃથ્વીના પાતાળમાં પ્રવેશ્યા હોય એવું લાગે આપણી ઓસ્ટ્રીયા સફર ચાલુ છે.  જવું તો હતું ઓસ્ટ્રીયાના શહેર સોલ્ઝબર્ગ, પણ રસ્તામાં ઊભેલું એક સ્થળ જાણે બોલાવતું હતું. આસ્થળ એટલે હેલેઇન !  સાત દેશોની સરહદોથી વીંટળાયેલા આ મધ્યસ્થ દેશથી દરિયો જોજનો દૂર છે. અહીં તો નજર પહોંચે ત્યાં સુધી આલ્પ્સની ગિરિમાળા વિસ્તરેલી છે.  આ પર્વતો અને ખીણો વચ્ચે ફરતાં ક્યાંક ખારા સામુદ્રી પવનનો સ્પર્શ થઈ જાય તો કેવું લાગે ?  કોઈ ભૂલાં ભટક્યાં, વિખૂટા પડી ગયેલા દરિયાનાપાતાળ લોકના કોક ખૂણે મુલાકાત થઈ જાય તો કેવું લાગે ?  ના, આ કોઈ દંતકથા નથી હકીકત છે !

 

હેલેઇનની વાત કરીએ તો હજ્જારો-લાખ્ખો વર્ષની કોઈ વિસાત નથી.  એની કથા કહેવા માટે છેક પૃથ્વીની બાલ્યાવસ્થા સુધી જવું પડે ! ૨૫૦ કરોડ વર્ષ ! એ આ સમયની વાત, જ્યારે પૃથ્વી પર પહેલી વાર ખંડો રચાવાનું શરૂ થયું.  ગોન્ડવાનાનો વિરાટકાય ભૂખંડ તૂટયો અને તેમાંથી છૂટા પડેલા ધરતીના ટુકડા મહાસાગરમાં તણાઈને જબરદસ્ત ધક્કા સાથે અન્યોન્ય ભટકાવાથી પર્વતો ઊપસી આવ્યા.  આ રીતે આલ્પ્સના  કેટલાક પર્વતો જ્યારે રચાયા ત્યારે આ અથડામણની પ્રક્રિયા દરમિયાન અસાધારણ ગરમી ઉત્પન્ન થઈ. તેનાથી એ ધરતીની આસપાસનો સમુદ્ર વચ્ચે કેદ થયો.  તેનું પાણી આ પ્રચંડ ઉષ્મામાં વરાળ થઈ ગયું અને તેનું મીઠું આ પર્વતોના બંધારણમાં સચવાઈ રહ્યું !  ખનીજ  મીઠાના આવા મોટામાં મોટા ભંડાર હેલેઇન ગામની સીમ પર ઊભેલા ડુરેનબર્ગ પહાડ પર સર્જાયા. કરોડો વર્ષ સુધી તો આ ભંડાર અજ્ઞાત જ રહ્યા.

 

ધીરે ધીરે વિવિધ માનવસમુદાયની ઓળખ દર્શાવતી કેટલીક આદિજાતિઓ અસ્તિત્વમાં આવવા લાગી.  આજના યુરોપ ખંડની ધરતી પર ત્યારે વસેલા આદિમાનવમાંથી એક હતા સેલ્ટિકપ્રજાતિના લોકો.  આ સેલ્ટ લોકોએ આલ્પ્સમાં ફરતાં-રખડતાં જોયું કે ડુરેનબર્ગ પર્વતની જમીનમાંથી મળી આવતો સફેદ પદાર્થ ખોરાક સાથે ભેળવવાથી ખાવાનું વધુ સ્વાદિષ્ટ બની જાય  છે !  અને આમ છેક આદિકાળમાં જ આ મીઠાની ખાણો શોધાઈ. આદિમાનવ પથ્થરનાં ઓજાર બનાવતો થયો, જેના વડે એ ઊંડેથી મીઠું ખોદવા લાગ્યો. મીઠાના આવિષ્કારનાં  આ તમામ વર્ષોએ આ પ્રદેશને માતબર સમૃદ્ધિ બક્ષી.  એટલે જ અહીં મળી આવેલું મીઠું પ્રિન્સ આર્ચબિશપનું સફેદ સોનું કહેવાયું.

 

હેલેઇન નાનું પણ આકર્ષક મધ્યકાલીન ગામડું છે.  રૂપાળી ઓપેરા સિંગર જેવી સોલ્ઝેક નદી અને એની સિમ્ફનીને શાંતિથી બેસીને સાંભળતા શ્રોતાગણ જેવું બંને કાંઠે વસેલું  હેલેઇન ગામ ! પણ અમે તો ઓપેરા સિંગર યુવતીને નહીં, સાત હજારવર્ષનાં સન્નારીને મળવા ઉત્સુક હતા.

મીઠાની ખાણમાં ઊતરવા માટે અમારે અમારાં વસ્ત્રો ઉપર ખાણનો ગણવેશ પહેરવાનો હતો. ઓપરેશન થિયેટરમાં પહેરાય છે તેવો સફેદ લેંઘો, સફેદ બુશર્ટઅને પગરખાં પર લેગિંગની કોથળીઓ બાંધવાની.  સામે લાંબું બોગદું હતું, જેમાં લંબાતા પાટા જોઈ શકાતા હતા.  છત વગરની રમકડાં જેવી ટ્રેનમાં અમે બોગદામાં ઊતરવા લાગ્યાં. પહેલા સ્ટેશને અમને આ ખાણની ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે એક દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી.  પછી ફરી ઊંડે ઊતરતા અંધારિયા બોગદામાં અમારી મુસાફરી શરૂ થઈ. આ પહેલાં કોલસાની ખાણ જોયેલી. દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણ પણ જોયેલી અને હવે આ સફેદ સોનું !  ઝાંખો પ્રકાશ, સાંકડો માર્ગ અને ઊંડે નેઊંડે ઊતરતા જવાનો અહેસાસ તો બધી ખાણમાં સરખો જ.  આ ખાણની ખાસિયત એ હતી કે આમાં લાકડાની લસરપટ્ટીથી ઊંડે ઊતરવાનું હોય છે ! પૃથ્વીના શૈશવ સુધી જવું હોય તો બાળક બનીને જ જવું પડેને !  આશરે બેંતાળીસ મીટરની બે લસરપટ્ટી પરથી લપસતાં અમે છેક નીચે પહોંચ્યાં.  નીચે યુગો પહેલાંનું વાતાવરણ, તે સમયે આ પ્રદેશ કેવો લાગતો હશે તેના સ્કેચ, ખાણિયાઓના પહેરવેશ, એમનાં ઓજાર બધું પ્રર્દિશત કરાયેલું હતું. એમાં એક ભયંકર વસ્તુ પ્રર્દિશત કરાઈ છે.  મેન ઇન સોલ્ટ. મીઠામાંમૃત્યુ પામેલો આદિમાનવ. આ માણસની ખોપરી, એનાં કપડાં, એનુંશરીર, તળિયાં વિનાનું એનું પગરખું સુધ્ધાં મીઠામાં સચવાઈ રહ્યું છે. એના શરીરની આસપાસ ખડકની રચના થઈ ગઈ છે, એટલે એને પથ્થરમાં મઢી દીધો હોયતેવું અથવા એ પથ્થરની શિલામાંથી ઝાંકતો હોય તેવું લાગે !  ખાણમાં હવે મીઠું રહ્યું નથી, પણ એમાંથી પસાર થતાં અનાદિકાળની આબોહવાનો સ્પર્શ જરૂર અનુભવાય છે.

 

પ્રદર્શનમાં મૂકેલાં આ પ્રદેશનાં અનાદિકાળનાં કાલ્પનિક સ્કેચ જોતાં બસ ત્યાં જ થંભી જવાયું. નિસર્ગન નિરવધિ વિસ્તાર. નિતાંત નિઃશબ્દતામાં સમયને કૂંપળોફૂટી રહી હોય તેવો અહેસાસ કાલાતીત થઈને એમાં પ્રવેશી જતું નિઃસ્પંદ અસ્તિત્વ બધું જાણે ચિરપરિચિત હતું. લાગ્યું કે જાણે પહેલાં પણ પસાર થઈ ગઈ છું અહીંથી.  પર્વતોમાં ઝરતાં યુગ યુગાંતરનાં ઝરણાંનાં જળ મનભરી પીધાં છે.  અનાદિકાળની નિરાંતમાં પર્વતને અઢેલીને કલરવની સરગમ સાંભળી છે ક્યારેક !

 

સાત હજાર વર્ષનાં સન્નારીએ એક બીજી પણ કલ્પનાતીત ભેટ અમને દીધી.  યુગાંતરથી વિખૂટા પડી ગયેલા દરિયાની પાતાળલોકમાં મુલાકાત કરાવી !  ખાણને તળિયે એક ગુફા હતી.  વિશાળ ખંડ જેવી એ જગ્યામાં ખારા પાણીનું એક સરોવર હતું.  લેક ઓફ બ્રાઇન-એમાં નૌકાવિહાર કરવાનો હતો. એ ખંડમાં ભૂતળની કુદરતી પ્રક્રિયાઓને કારણે ચિત્ર વિચિત્ર અવાજો આવી રહ્યા હતા, જેને કારણે વાતાવરણ રહસ્યમય ભાસતું હતું.  ઝાંખા અજવાશમાં પાતાળે પુરાયેલાં મહાસાગરનાં જળને જોતાં ૨૫૦ કરોડો વર્ષ પહેલાંની ઘટનાઓ નજર સામે તરવરવા લાગી.  જાણે વિભાજન વખતની હિંસક અથડામણો ને ભયંકર અફરાતફરીમાં વિખૂટું પડી ગયેલું કોઈ બાળક હોય, તેવો આ દરિયો.  ભૂલા પડીને પાતાળલોકમાં પહોંચી ગયેલા એ દરિયાના કાનમાં મેં કહ્યું, થોડા દિવસ પછી હું તારી વિખૂટી પડી ગયેલ માભોમ-ભૂમધ્ય સમુદ્ર જવાની છું. તારે કાંઈ સંદેશો આપવો છે એને ?  હેબતાઈ ગયેલા એ બાળકે અપરિચયનો ભાવ ઝળકાવતી, આશ્ચર્યચિહ્ન જેવી દૃષ્ટિથી સામે જોયું.

 

* સોલ્ઝબર્ગથી હેલેઇન સુધીના પ્રદેશને ઓસ્ટ્રિયાનું લેક ડિસ્ટ્રિક્ટ કહેવાય છે.  પુરાણી મીઠાની ખાણો માટે જાણીતા આ પ્રદેશમાં એંસીથી પણ વધુ જોવા લાયક સરોવર છે.

 

* ખાણની અંદર એક સ્થળે ઓસ્ટ્રિયાની સરહદ પૂરી થાય છે અને જર્મનીની સરહદ શરૂ થાય છે!  માટે એ ઓસ્ટ્રિયા અને જર્મનીના સંયુક્ત ઉપક્રમે પ્રવાસીઓને જોવા માટે ખુલ્લી મુકાઈ છે.

 

* આ વિસ્તારમાં ફરવા માટે બે જગ્યાઓ-બેડ-ઇશ્લ અને હોલસ્ટેટની માહિતી હોવી જરૂરી છે, જે આ વિસ્તારના કેન્દ્રમાં છે અને જ્યાંથી પરિવહનનાં સાધનો મળે છે.  હોલસ્ટેટ શહેરમાં ૪૫૦૦ વર્ષો પૂર્વેની માનવ વસાહતનાં ચિહ્નો મળી આવ્યાં છે અને તેનો યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હોલસ્ટેટના મુખ્ય માર્ગનું નામ સિસ્ટ્રાસે છે. ત્યાંનું એક બોનહાઉસ જોવાનું ભૂલતા નહીં, જ્યાં પંદરમી સદીની અનેક માનવ ખોપડીઓને સજાવી-શણગારીને મૂકીછે !

 

* લંડનના સ્ટેનસ્ટેડ એરપોર્ટથી ઓસ્ટ્રિયાના ગ્રાત્ઝ શહેર માટે યુરોપની સસ્તી એરલાઇન રાયન એરની દરરોજ ફ્લાઇટ હોય છે.  અહીંથી આગળ યુ-રેઇલ પાસ વડેસફર થઈ શકે છે. ઓસ્ટ્રિયામાં પ્રવેશ માટે આ એક સરળ નુસખો છે !  બાકી વિશ્વના દરેક દેશમાંથી ઓસ્ટ્રિયાના વિયેના શહેરની ફ્લાઇટ મળે છે.

 

 

લેખિકાનો પરિચય :

ડૉ. ભારતી રાણે

મુંબઈમાં જન્મેલા ડૉ. ભારતીબેન રાણે અભ્યાસે ગાયનેકોલોજિસ્ટ છે.  ગુજરાતી સાહિત્યમાં પ્રવાસનિબંધ ક્ષેત્રે તેમણે ઉત્તમ લેખો આપ્યા છે. 1998માં પ્રકાશિત થયેલ તેમના ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’ લલિત નિબંધ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પ્રથમ પારિતોષિક તથા એ જ પુસ્તકને મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. 2009માં પ્રકાશિત થયેલા તેમના પ્રવાસ નિબંધ સંગ્રહ ‘ઈપ્સિતાયન’ને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમની નવલકથા ‘નિશદિન’ 2009માં જન્મભૂમિ-પ્રવાસી, ફૂલછાબ અને કચ્છમિત્ર દૈનિકોમાં ‘નિરંતર’ નામે ધારાવાહિકરૂપે પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત, ઉત્તર ધ્રુવવૃત્તના પ્રવાસ વર્ણનની શ્રૃંખલા સતત એક વર્ષ સુધી (2010-2011માં) ‘કુમાર’માં પ્રકાશિત થઈ છે. દિવ્યભાસ્કરની ‘યાત્રા’ કૉલમમાં તેમના પ્રવાસ નિબંધો હપ્તાવાર સ્થાન પામ્યા છે તેમજ ‘ગુજરાત મિત્ર’ અખબારમાં તેમની પ્રવાસ નિબંધની કૉલમ આજ સુધી સતત ચાલી રહી છે. તેમના ઘણા લેખો તમોએ   રીડગુજરાતી પર પણ માણ્યા હશે.

 

 

– ડૉ. ભારતી રાણે

[email protected]

 

 

મિત્રો આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર  પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો લેખિકા સુ. શ્રી ડૉ. ભારતી રાણે નાં અંતરપૂર્વક્થી આભારી છીએ. હવે  પછી આપણે ” ઇજિપ્ત : સહારાની મરુભૂમિ પર જિજીવિષાનાં મૃગજળ”   નું વર્ણન તેમની કલમ દ્વારા માણીશું.

 

 

સાભાર :

પરિચય સૌજન્ય : રીડગુજરાતી.કોમ 

 

 

સૌજન્ય :  પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  “LIKES” /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

તું તારા સ્ટ્રેસને પંપાળવાનું બંધ કર ! …

તું તારા સ્ટ્રેસને પંપાળવાનું બંધ કર! …

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

કભી જો ખ્વાબ થા, વો પા લિયા હૈ,
મગર જો ખો ગઈ, વો ચીઝ ક્યા હૈ?
-જાવેદ અખ્તર.

 

 

જિંદગીમાં જ્યાં સુધી સરળતા અને સહજતા ન હોય ત્યાં સુધી જિંદગી જીવવાની મજા નથી આવતી. દરેક વ્યક્તિને જિંદગી સામે કંઈકને કંઈ ફરિયાદ હોય છે. બધા તનાવમાં જીવે છે. કોઈ પાસે સમય નથી. દરેકને એમ થાય છે કે આ તો સાલી કોઈ જિંદગી છે. સવારથી રાત સુધી બસ ઉપાધિ જ છે. ચિંતાના કારણે રાતે ઊંઘ નથી આવતી. માણસ સવારે ઊઠે ત્યારે જ ભારેખમ હોય છે. શું હાવી રહે છે આપણી ઉપર ?  શેનો ભાર લઈને આપણે ફરતાં રહીએ છીએ ? સતત કંઈક કોરી ખાતું હોય એવું શા માટે લાગે છે?

 

એક ફિલોસોફરે એના શિષ્યોને પૂછયું કે, માણસ શું ભૂલતો જાય છે ?  એક શિષ્યએ જવાબ આપ્યો કે માણસ સંસ્કાર ભૂલતો જાય છે.  બીજાએ કહ્યું કે વડીલોને આદર આપવાનું ભૂલતો જાય છે.  ત્રીજાએ કહ્યું, માણસ પ્રેમ કરવાનું ભૂલતો જાય છે આખરે ફિલોસોફરને જે જવાબ જોઈતો હતો એ જવાબ એક શિષ્યએ આપ્યો.  તેણે કહ્યું કે માણસ જીવવાનું ભૂલતો જાય છે. માણસ હસવાનું ભૂલતો જાય છે.  માણસ ક્યારે કંઈ ભૂલી જાય ?   જ્યારે માણસ જે ન શીખવાનું હોય એ શીખતો જાય ત્યારે માણસ જે શીખવાનું હોય એ શીખતો નથી.

 

આપણે રડવાનું શીખી ગયા છીએ.  આંસુ પડે એને જ રડવું નથી કહેવાતું.  આપણે રોદણાં રડતાં શીખી ગયા છીએ.  દરેકની સામે માણસને પ્રોબ્લેમ છે.  બોસ સાથે ફાવતું નથી. પોતાના હાથ નીચે જે કામ કરે છે એને કંઈ આવડતું નથી.  ઘરના લોકોને કંઈ કદર નથી.   બધું મારે જ કરવું પડે છે.  મને કોઈનો સપોર્ટ જ નથી.  આવી બધી ફરિયાદો કરવામાં માણસ હસવાનું ભૂલી ગયો છે. તમે યાદ કરો, આખા દિવસમાં તમે કેટલી વાર હસો છો ?  તમારા હાસ્યમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો ?  મેચ્યોરિટીને પણ આપણે સિરીયસનેસ સાથે જોડી દીધી છે ! ગંભીર હોય એને આપણે મેચ્યોર માનવા લાગ્યા છીએ.  ખુશમિજાજ વિશે એવી ધારણા બાંધી લઈએ છીએ કે એ પોતાના કામ અને પોતાની લાઈફ વિશે સિરીયસ નથી !

 

તમે આજકાલ મળતી મિટિંગ્સ ઉપર જરાક નજર કરજો.  બધા એકદમ સિરીયસ જ હોય છે. પ્રેઝન્ટેશન આપતી વખતે પણ ચહેરા પર હાસ્ય કે હળવાશ જોવા મળે નહીં.  હળવી રીતે પણ મહત્ત્વની વાત કરી શકાય એવું આપણે સ્વીકારતાં જ નથી.  મહત્ત્વના ડિસ્કસન વખતે પૂરતું ધ્યાન હોવું જોઈએ એ વાત સાચી છે પણ આપણે તો ડે ટુ ડે અને સહજ વાત હોય ત્યારે પણ ગંભીર થઈ જઈએ છીએ !  માણસ મિટિંગ્સ પતાવીને ઘરે આવે પછી પણ એ મિટિંગ્સના મૂડમાં જ હોય છે.  ઓફિસને આપણે ઘરે સાથે લાવીએ છીએ.

 

એક યુવાન કામ પરથી ઘરે આવે એટલે પોતાના ફેમિલીમાં ખોવાઈ જાય. પત્ની સાથે હસીને વાત કરે.   બાળકો સાથે ધમાલ મસ્તી કરે. તેની સાથે કામ કરતા મિત્રએ કહ્યું કે તું આ બધું કેવી રીતે કરી શકે છે ?  એ યુવાને કહ્યું કે મેં મારા મગજમાં સ્વીચ રાખી છે.  ઓફિસેથી ઘરે આવું ત્યારે ઓફિસની સ્વીચ બંધ કરી દઉં છું.  બીજા દિવસે ઓફિસે જાવ ત્યારે ઓફિસની સ્વીચ ચાલું કરી દઉં છું.  આપણે ઓફિસથી નીકળતી વખતે કમ્પયુટર તો બંધ કરીએ છીએ પણ આપણી અંદર હોય છે એ ઓફિસની સ્વીચ બંધ કરતાં નથી.  આપણે બધા જે કંઈ કરીએ છીએ એ ફેમિલી માટે કરીએ છીએ.  બધું કરીને આપણે સરવાળે ફેમિલીને આપણો સમય, આપણો સાથ અને આપણી હળવાશ ન આપી શકીએ તો પછી બધું કરવાનો મતલબ શું?

 

તમે થોડોક વિચાર કરી જો જો કે તમે અત્યારે જે કંઈ કરો છો એ શેના માટે કરો છો ?  જેના માટે કરો છે એ ખરેખર થાય છે ખરું ?  જિંદગી કેમ જીવાય અથવા જિંદગીમાં શું કરવું છે એ બધાને ખબર છે પણ કરી કોઈ નથી શક્તું, કારણકે જ્યારે જે કરવાનું હોય છે એ આપણે કરતાં હોતા નથી. આપણને એટલી તો ખબર હોવી જ જોઈએ કે ક્યારે શું નથી કરવાનું ?   જે નથી કરવાનું એ ન કરો, તો પછી જે કરવાનું હશે એ જ થશે.

 

સંજોગો, પરિસ્થિતિ, પડકાર અને સમય માણસની ઈચ્છા મુજબ ક્યારેય રહેવાના નથી. માણસના હાથમાં કંઈ હોય તો એ છે કે એને કેવી રીતે રહેવું છે.  પોતાની માનસિક્તા સ્વસ્થ કેવી રીતે રાખવી એ માણસને આવડતું હોય તો સ્થિતિ એને ડગમગાવી શક્તી નથી.  ઉતાવળ અને ઉશ્કેરાટને કાબૂમાં રાખવા એ જિંદગી જીવવાની ઉત્તમ કળા છે.  દરેક વ્યક્તિએ પોતાના લોકોને ખુશ રાખવા હોય છે તેના માટે સૌથી જરૂરી એ છે કે માણસ પોતે ખુશ રહે.

 

એક પતિ-પત્નીની આ વાત છે. પતિ સતત ઓફિસ કામના ટેન્શનમાં રહે.  પત્નીને ઓલવેઝ કહે કે હું તારા માટે બધું કરું છું. મને કામનો બહુ સ્ટ્રેસ રહે છે. પત્ની સમજુ હતી.  તેણે કહ્યું કે, તું કામ સરસ કરે છે.  તારે માત્ર સ્ટ્રેસને જ દૂર રાખવાની જરૂર છે.  તને ખબર છે તારે અમને ખુશ રાખવા છે પણ તું અમને ખુશ રાખી શક્તો નથી.  તેનું કારણ એ છે કે તું અમને એ જ આપી શક્વાનો છે જે તારી પાસે છે. તારો સ્ટ્રેસ અમને પણ ફિલ થાય છે.  તારી પાસે સ્ટ્રેસ છે એટલે તું એ જ આપી શકે.  તારે અમને મજામાં રાખવા છે ને તો પહેલા તું મજામાં રહે.  તું હળવો નહીં હોય તો અમને ક્યારેય હળવાશ નહીં લાગે.  મારે પણ તને ખુશ રાખવો છે પણ તું તારા સ્ટ્રેસમાં જ રહે છે.  મારી હળવાશને તારામાં પ્રવેશવા જ દેતો નથી.  કામ તો કરવાનું જ છે, તારું કામ તું સારી રીતે કરે પણ છે, બસ એ કામનું પ્રેશર તું ફિલ કરે છે એને હટાવી દે.  તારા સ્ટ્રેસને પંપાળવાનું બંધ કરી દે.

 

કામને આપણે કામની રીતે લેતાં જ નથી.  કામને પ્રેશર અને ચેેલેન્જ તરીકે જ લઈએ છીએ. કામ કરવું એ મજા આવે એવી ઘટના છે એવું આપણે સ્વીકારી જ નથી શક્તા.  કામ કરવાનું છે તો કરવાનું છે.  ગમે તો પણ કરવાનું છે અને ન ગમે તો પણ કરવાનું જ છે તો પછી કામને એન્જોય શા માટે ન કરવું.  કામનો થાક એને જ લાગે છે જે કામને હળવાશથી કે જિંદગીના એક ભાગ તરીકે નથી લેતા.  કામ પર જતાં હોઈએ ત્યારે જાણે કોઈ સજા ભોગવવા જતાં હોઈએ એવું ફિલ કરશો તો તમે જ્યારે કામ પરથી ઘરે આવશો ત્યારે પણ તમે તમારી કેદમાં જ હશો. માણસે પોતાની જેલમાંથી જ મુક્ત થવાનું હોય છે.  તમારા ફરતે સ્ટ્રેસનું જે પાંજરું તમે જ ગોઠવી રહ્યું છે તેને હટાવી દો.  તમારી હળવાશ તમારે જ સર્જવી પડશે, તમારા સીવાય આ કામ બીજું કોઈ કરી શકવાનું નથી.

 

 

 

છેલ્લો સીન : 

 

આપણે જેવા હોઈએ એવું વાતાવરણ જ આપણે સર્જી શકીએ.  ખાલી વાદળ ક્યારેય વરસી શક્તા નથી. -કેયુ

 

 

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 12 જુલાઇ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
Executive Editor – SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક : krishnkantunadkat.blogspot.com – ચિંતનની પળે :
email : 
[email protected]

 

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You  can follow /   “LIKES”   us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ક્રોધ ઉ૫ર વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય …

ક્રોધ ઉ૫ર વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય 

 

 
KRODH

 

 

ભગવાન શ્રી કૃષ્‍ણજીએ શ્રીમદ ભગવદ ગીતા (૧૬/૨૧)માં ક્રોધને નરકનું દ્વાર કહ્યું છે… 

 

ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ

કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેત્‍ત્રયં ત્યજેત  !! ગીતાઃ૧૬/૨૧ !!

 

“કામ.. ક્રોધ અને લોભ..” આ ત્રણ નરકના દરવાજા જીવાત્માનું ૫તન કરનારા છે, એટલા માટે આ ત્રણેનો ત્યાગ કરી દેવો જોઇએ.. 

 

ક્રોધ આવે ત્યારે અમે જો થોડા સમય માટે તેને ટાળી દઇએ તો ક્રોધથી બચી જવાય છે. જ્યારે ૫ણ કોઇ સારૂં કામ કરવાનો વિચાર આવે તો તુરંત જ કરી લેવું જોઇએ અને ખરાબ વિચાર આવે તો તેને ટાળી દેવું જોઇએ. આ કાર્ય કઠીન છે પરંતુ પ્રયાસ કરવાથી તેમાં સફળતા મળે છે, પરંતુ આ કાર્ય તે જ કરી શકે છે કે જે પોતાની ઇન્દ્દિયો ઉ૫ર કાબુ રાખવામાં સક્ષમ છે. જેનામાં આત્મબળ છે.. બુદ્ધિ ૫ર વિશ્વાસ છે.. સ્વભાવ શાંત અને ગંભીર છે. પ્રેમપૂર્વક વ્યવહાર કરવાથી બુદ્ધિનો વિકાસ.. નિર્ણય લેવાની ક્ષમતા અને સમાજમાં પ્રતિષ્‍ઠા વધે છે. 

 

પ્રત્યેક વ્યક્તિ એમ ઇચ્છે છે કે તે સુખ અને શાંતિથી જીવે અને તેના માટે તે ઘણા જ પ્રયત્નો ૫ણ કરે છે.જેમ એક વ્યક્તિ પોતાની બિમારી દૂર કરવા માટે ર્ડાકટર પાસે જાય છે. ર્ડાકટર તેને દવાની સાથે કેટલીક ચરીઓ પાળવાનું ૫ણ કહે છે. જો તે વ્યક્તિ દવાની સાથે સાથે ર્ડાકટરની સૂચનાનુસાર ચરીઓ પાળે છે તો તે જલ્દીથી સાઝો થઇ જાય છે, પરંતુ જો તે દવાની સાથે ચરી ના પાડે તો દવાની અસર થતી નથી. તેવી જ રીતે અમે સુખ અને શાંતિ ઇચ્છીએ છીએ,પરંતુ તેને મેળવવા માટે જે ત્યાગ કરવાની આવશ્યકતા છે તે કરવાની જરૂર છે.

 

ક્રોધ આ૫ણા ઘરમાં ક્યારેય સુખ શાંતિ આવવા દેતો નથી. ક્રોધ કરવાથી બીજાઓને દુઃખ ૫હોચે છે અને સાથે સાથે અમારામાં ૫ણ અશાંતિ આવે છે. ક્રોધમાં આપણે ઘણીવાર એવા અનર્થ કરી દઇએ છીએ કે જીવનભર ૫છતાવું ૫ડે છે. 

 

તારીખકી નજરોને વો દૌર ભી દેખા હૈ, લમ્હોને ખતા કી ઓર સદીઓને સજા પાઇ હૈ !!

 

ક્રોધ કરવાથી અશાંતિ તથા તનાવ વધે છે, ક્રોધી વ્યક્તિને ક્યારેય શાંતિ પ્રાપ્‍તિ થતી નથી તેથી આ ક્રોધથી થનાર નુકશાન અને દુઃખથી બચવાનો ઉપાય કરવો જોઇએ.. જ્યારે જ્યારે ક્રોધ આવે છે ત્યારે તે કોઇને કોઇ ઉ૫ર તો ઉતરે જ છે તેનાથી અમારૂં અને અમારાઓનું મન દુઃખી થાય છે તથા ઘરનું વાતાવરણ બગડે છે. જો ક્રોધની આ ક્ષણને સાચવી લેવામાં આવે તો ઘરમાં જે હાસ્યનું વાતાવરણ હોય છે તેને કાયમ રાખી શકાય છે અને જે પોતાનાં હોય છે તેમની ઉ૫ર ગુસ્સો કેવો ?  પોતાનાં તો પોતાનાં જ છે !  કે જે અમોને દિલથી પ્રેમ કરે છે કદાચ તેમની કોઇ ભૂલ થાય તો ક્ષમા આપવી. 

 

આ૫ણે બીજું બધું સહન કરી શકીએ છીએ ૫ણ પોતાનાઓ દ્વારા આપવામાં આવેલ પીડા સહન કરી શકતા નથી. એકવાર સોનાના એક ટુકડાએ લોખંડના ટુકડાને પુછ્યું કે.. હથોડીથી તને પણ પીટવામાં આવે છે અને મને પણ ટી૫વામાં આવે છે. હું તારાથી વધુ નાજુક છું, પરંતુ જ્યારે તને ટી૫વામાં આવે છે ત્યારે તૂં કેમ આટલો બધો બુમરાણ કરે છે ?  ત્યારે લોખંડના ટુકડાએ કહ્યું કે આ વાતને તૂં નહી સમજી શકે !  જે પોતાનાં દુઃખ આપે છે તે અસહ્ય હોય છે !  આ સાંભળી સોનાનો ટુકડો શાંત થઇ ગયો, એટલા માટે જરા સમજી વિચારીને ચાલીએ !   ક્યાંક જાણે અજાણે અમારાથી પોતાનાઓને મન.. વચન.. કર્મથી આઘાત ના ૫હોચે.. દુઃખ ના થાય ! અને હા !  આ બધું ક્રોધના કારણે જ થાય છે. હવે અમારે એ નક્કી કરવાનું છે કે અમારે ક્રોધને છોડવો છે કે અમારાં પોતાનાં છે તેમને છોડવાં છે. હવે અમે જો ખરેખર ક્રોધને છોડવા માંગતા હોઇએ તો તેના માટેના પ્રયત્નો ૫ણ અમારે જ કરવા ૫ડશે. ક્રોધ ઉ૫ર નિયંત્રણ કરવું કઠન છે,પરંતુ અસંભવ નથી. જો અમારે અમારૂં બાકીનું જીવન સુખ-શાંતિથી ૫સાર કરવું હોય તો એકાંતમાં બેસીને વિચાર કરીએ કે કેવા પ્રયત્નો કરવાથી ક્રોધને કાબૂમાં કરી શકાય ?  કારણ કે પોતાને પોતાનાથી અધિક બીજું કોન જાણી શકે ?  અમારા આવા વિચારવાથી અવશ્ય કોઇને કોઇ ઉપાય મળી જશે તેમાં કોઇ શંકા નથી અને આમ કરવાથી અમારી ખામીઓની ૫ણ અમોને ખબર પડી જાય છે.

  

લગભગ બીજાઓની ભૂલોના કારણે જ અમોને ક્રોધ આવતો હોય છે. હવે વિચાર કરીએ કે ભૂલ કોને કહેવાય છે ? બીજાઓ દ્વારા સમજી વિચારીને,જાણી જોઇને જે ભૂલો કરવામાં આવેલ ના હોય તેના માટે તેમને દંડ આ૫વો વ્યાજબી નથી. આવા સંજોગોમાં સામાવાળાને ક્ષમા આપી દેવી એ જ શ્રેષ્‍ઠ ઉપાય છે. આમ કરવાથી એક તો અમોને માનસિક શાંતિ મળશે, બીજું ભૂલો કરનારને પોતાની ભૂલોનો ૫શ્ચાતા૫ થશે.આ જગતમાં માનવ માત્ર ભૂલને પાત્ર છે. દરેક માનવથી ભૂલો તો થતી જ રહે છે. જો માનવી ભૂલો થવાના ભયથી કશું જ કરે જ નહી તો તે સફળ કેવી રીતે થશે ? જો માનવ ભૂલો કરવાનું બંધ કરી દે તો ૫છી તે દેવતા બની જાય છે. ગુણ-અવગુણ તો દરેક વ્યક્તિમાં હોય છે. જો અમે અવગુણોને જોવાના બદલે દરેકમાં ગુણોને જોઇશું તો સામાવાળાની નાની નાની ભૂલોને ક્ષમા કરી શકીશું અને સજા કરવાના બદલે ક્ષમા કરવાથી સામાવાળામાં વધુ સારી અસર જોવા મળશે. જો કે આ થોડું કઠન છે ૫રંતુ ક્ષમા કરનારનો દરજ્જો હંમેશાં ઉંચો રહે છે.

 

સંસારમાં એવો કોઇ વ્યક્તિ નથી જેને જીવનમાં કોઇ ભૂલ જ ના કરી હોય, કારણ કે અમે માનવ છીએ દેવતા નથી અને માનવ ભૂલોનું પૂતળું છે. આજે અમે જે ભૂલની સજા અન્યને કરી રહ્યા છીએ તેવી ભૂલ કદાચ ભવિષ્‍યમાં અમારાથી ૫ણ થઇ શકે છે !  એટલે ક્ષમાથી મોટું કોઇ દાન નથી.

  

આ જગતમાં એવી કોઈ વ્યક્તિ નથી જેણે પોતાનાં બાળકો ઉપર ગુસ્સો કર્યો ન હોય ! એવા કોઇક જ માતા કે પિતા હશે જેમણે પોતાનાં બાળકોને ગુસ્સે થઈને ટાપલી પણ મારી ન હોય ! પ્રાણીઓ પણ પોતાનાં બચ્ચાંઓ ઉપર ખિજાઈને તેમને શિક્ષણ આપે છે. બાળકો માટેનો મા-બાપનો ક્રોધ એ જીવન અને શિક્ષણનો જ એક ભાગ છે અને ક્રોધ માત્ર અમુક ક્ષણો કે અમુક સમય પૂરતો જ હોય છે એનાં મૂળ ઊંડાં હોતાં નથી અને આ ક્રોધ બેમાંથી એક૫ણ પક્ષને નુકસાન કરતો નથી, પરંતુ ક્રોધ જો વધી જાય તો એનાં પરિણામો ભયંકર આવે છે.

  

નાની નાની વાતોમાં ક્રોધ કરીને અમે અમારી મૂલ્યવાન ક્ષણોનો વેડફી નાખીએ છીએ. સમય અને સ્થિતિને સમજીને પોતાના ઉ૫ર નિયંત્રણ કરતાં શિખીએ.

 

ક્રોધ આવવો તે એક સ્વાભાવિક બાબત છે. દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર કાર્ય ન થતાં તેને ક્રોધ આવી જાય છે,પરંતુ કોઈ પણ વસ્તુની અધિકતા ખુબ જ ખતરનાક હોય છે. ક્રોધ સ્વાસ્થ્ય, શાંતિ અને કેરિયરનો દુશ્મન છે. જ્યારે પણ આ૫ણે જીવનનું મુલ્યાંકન કરીએ તો ખબર પડશે કે જ્યારે પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે કોઈને કોઈ રૂપે ક્રોધ જ જવાબદાર હોય છે. ક્રોધ આવવો તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે પણ થોડીક સામાન્ય વાતોનું ધ્યાન રાખીને ક્રોધની તીવ્રતાને ઓછી કરી શકાય છે. ક્રોધનું નિવારણ બહુ જ મુશ્કેલ છે આમ હોવા છતાં એના તરફથી થતું વ્યાપક નુકસાન જોતાં આપણે તેના ઉપર કાબૂ રાખવા કેટલીક અગત્યની ધ્યાન આપવા જેવી બાબતો. ….

  

 • જો ક્રોધ આવી જાય તો તે સ્થાન છોડીને અન્ય જગ્યાએ જતા રહેવું…
 • ક્રોધ આવે ત્યારે દર્પણની સામે ઉભા રહી જવું…
 • જો કોઇ ક્રોધિત થઇને સામું જુવે તો તેની સામે હસો..
 • ક્રોધ આવે ત્યારે તરત જ એ પરિસ્થિતિ અને વાતાવરણથી દૂર ચાલ્યા જવું આમ કરવાથી ક્રોધની વિનાશક અસરોથી બચી શકાય છે.
 • ક્રોધ આવે ત્યારે મનમાં એ વખતે ચાલતા વિચારોને પકડી પાડવા અને એના ઉપર વિચાર કરવો કે એ વિચારોનો અમલ કરવા માટે કે અભિવ્યક્ત કરવા માટે ક્રોધ સિવાયનો બીજો રસ્તો છે કે નહીં ?
 • ક્રોધ ચડે ત્યારે સૂમિરણ કરવું..કંઇક વાંચવું..દૂર ખસી જઈને પાણી પી લેવું.. આમ કરવાથી પરિણામ સારૂં આવે છે,કારણ કે, ક્રોધની ગાડી જ્યારે ઢાળ પરથી ગબડતી હોય ત્યારે કોઈ પણ રીતે એને અટકાવવાની જરૂર હોય છે. જો એને અટકાવવામાં આવે તો જ તે ખાઈમાં પડતી બચી જાય છે માટે શક્ય હોય એટલા અવરોધોથી એની ગતિને કાબૂમાં કરવી.
 • ક્રોધ પણ બીજી ટેવો જેવી એક ટેવ છે અને અને છોડી શકાય છે. બીજી સારી ટેવો પાડવાથી આપોઆપ જ એ ટેવ છૂટી જાય છે.
 • જે વ્યક્તિને હસવાની ટેવ હોય છે એ જલદી ગુસ્સે થઈ શકતો નથી, કોઈ વાતની અભિવ્યક્તિ કરવાની હોય ત્યારે ગુસ્સાથી કરવાના બદલે હાસ્યથી કરવાની ટેવ પાડવી જોઈએ.
 • જિંદગીને બહુ ગંભીરતાથી લેવાના બદલે એનો બધો બોજ પોતાના ઉપર ઉપાડવાના બદલે થોડી રમૂજવૃત્તિ રાખવી, કારણ કે જીવનની ગંભીરમાં ગંભીર બાબતોમાં પણ ક્યાંક રમૂજ છુપાયેલી હોય છે.
 • આપણે જ સાચા છીએ એવો દુરાગ્રહ ના રાખવો. આ૫ણે સાચા હોઈએ તો પણ બીજા આપણને એ રીતે જ સ્વીકારે એવો આગ્રહ ન રાખવો.આસપાસના માણસો પાસે બહુ અપેક્ષાઓ ન રાખવી..બાળકોને આપણા પોતાના વિચારોના બીબામાં ઢાળવાનો મિથ્યા પ્રયત્ન ન કરવો..દુનિયાને ધરમૂળથી પલટી નાખવાની મહત્વકાંક્ષા ન સેવવી..વ્યવહારમાં મિતાચારી થવું,કારણ કે દરેક બાબતનો અતિચાર ક્રોધ જન્માવે છે.
 • જે માણસ સહિષ્ણુ હોય,હસમુખો હોય, ગમ ખાવાની ટેવવાળો હોય,નમ્ર હોય,આનંદી હોય એને ક્રોધ ઓછો ચડે છે.
 • હાસ્ય અને ક્રોધરમૂજ અને ગુસ્સો એકસાથે રહી શકતાં નથી.
 • આપણી ભૂલના લીધે કોઈ બીજાને ગુસ્સો આવી જાય તો તાત્કાલિક Sorry કહી દેવું. જો આપણને કોઈ મદદરૂ૫ થાય તો તેને Thanks કહીએ. આ બંને શબ્દો ખુબ જ ચમત્કારીક છે તેને છુટથી વા૫રીયે. આમ કરવાથી આ૫ણે સફળતા,શાંતિ અને આનંદની તરફ ચાર ડગલાં ભરી શકીશું.
 • શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઓછુ હોવાને લીધે પણ ક્રોધ આવે છે, તેથી ક્રોધ આવે ત્યારે કેલેરી આપનાર ખોરાક જેવા કે ગ્લુકોઝનું પાણી, ટોફી, કેડબરી, ગ્લુકોઝના બિસ્કીટ વગેરે ખાવા.
 • ક્રોધનું વાતાવરણ થઈ ગયું હોય તો તે જગ્યાએથી દૂર થઈ જવું અને ઠંડુ પાણી પી લેવું.
 • ક્રોધ આવે ત્યારે મૌનવ્રત ધારણ કરી લેવું અથવા તો પોતાનું ધ્યાન અન્ય કાર્યમાં પરોવી દેવું કે પછી ફરવા માટે નીકળી જવું.

  

જો આ૫ણે આમ કરી શકીશું તો જ ફાયદો થશે, નહી તો પોતે પોતાને જ નુકશાન ૫હોચાડીશું. ક્રોધના કારણે કેટલાય ઘરો,પરીવારો નષ્‍ટ થઇ ગયા છે, કારણ કે ક્રોધના સમયે બુદ્ધિનો વિનાશ થઇ જાય છે જેથી માનવ શું કરે છે તેનું તેને ભાન રહેતું નથી.

 

માનવનો જન્મ મળ્યો છે તો દાનવ નહી ૫ણ માનવ બનીને જીવીએ કેમકે ક્રોધ માનવને દાનવ બનાવે છે.

 

કિસીકે કામ જો આયે ઉસે ઇન્સાન કહેતે હૈ..

૫રાયા દર્દ અ૫નાયે ઉસે ઇન્સાન કહતે હૈ..

બશર ગલતી કા પૂતલા હૈ યહ અકસર હો હી જાતી હૈ..

ગલતી કરકે જો ૫છતાયે ઉસે ઇન્સાન કહતે હૈ…..!!

  

જ્યાં ક્રોધ હોય છે ત્યાં ક્યારેય સુખ મળતું નથી એટલે શક્ય હોય ત્યાં સુધી ક્રોધથી બચીએ…

 

જર્હાં દયા વહીં ધર્મ હૈ જર્હાં લોભ વહીં પા૫,

જર્હાં ક્રોધ તહીં કાલ હૈ જર્હાં ક્ષમા તર્હાં આ૫ હૈ….!!

 

એક ૧૫ વર્ષના છોકરાનું મગજ ખૂબ જ તેજ !  વાતવાતમાં ગુસ્સે થઈ જાય.. તોડ-ફોડ શરૂ કરી દે.. વસ્તુઓ ફેંકે.. બરાડા પાડવા માંડે. ત્યારે કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે. મા-બાપ બિચારાં હેરાન-પરેશાન થઈ ગયેલાં. ઘણો સમજાવ્યો,ધમકાવ્યો. શિક્ષા પણ કરી જોઈ પણ પથ્થર પર પાણી. તેનામાં કોઈ જાતનો ફરક જ નહીં !  છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી કહ્યું કે જ્યારે જ્યારે તને દાઝ ચડે ત્યારે ત્યારે ઘરની લાકડાની દિવાલમાં એક ખીલો ઠોકવો. પ્રથમ દિવસે છોકરાએ દિવાલમાં ચાલીસ ખીલા ઠબકારી દીધા !  જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે.

  

આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં. એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો ! એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે  ‘પિતાજી ! આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દીવાલમાં એક પણ ખીલો નથી માર્યો. બાપ કહે :  ખૂબ જ સરસ બેટા ! હવે એક કામ કર.  દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.

  

બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું.  જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે. બાપે દીકરાને ગળે વળગાડ્યો તેમને ઘણો જ આનંદ થયો.પોતાના પૂત્રનો હાથ પકડીને દીવાલ પાસે લઈ ગયા અને કહ્યું કે.. બેટા !  તેં ઉત્તમ અને અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારૂં ધ્યેય પૂરું થયું પણ આ દીવાલ સામે તેં જોયું ? તેમાંપડી ગયેલાં કાણાં જોયાં ?  એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે.

  

તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. ‘માફ કરી દો’ એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘા ને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો. તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે. મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું… બાપ આગળ બોલી ન શક્યો. દીકરો પણ આંસુભરી આંખે સાંભળી રહ્યો !

  

માનવ જીવનમાં અનેક મનોવિકાર છે. આ પૈકી સૌથી પ્રબળ મનોવિકાર ક્રોધ છે કે જેનાથી અમારા કર્મો સૌથી વધુ પ્રભાવિત થાય છે, પરંતુ ક્રોધ કેમ આવે છે ? આ પ્રશ્ન ઘણો જ ગંભીર છે તથા તેનો જવાબ ૫ણ એટલો જ ગંભીર છે. આ૫ણા જીવનમાં એવી કેટલીય ઘટનાઓ બને છે કે અમારે ક્ષણિક ક્રોધના કારણે ગંભીર ૫રીણામો ભોગવવા ૫ડે છે. આવું બનવાનું પ્રથમ કારણ છેઃવિવેકની ખામી. જેમ પ્રકાશ અને અંધકાર એકબીજાના વિરોધી છે તેમ ક્રોધ અને વિવેક ૫ણ એકબીજાના વિરોધી છે. જેમ પ્રકાશના એક કિરણથી અંધકાર દૂર થઇ જાય છે તેમ વિવેકની ગેરહાજરીના કારણે મનુષ્‍યને ક્રોધ આવી જાય છે. જ્યારે મનુષ્‍યનો વિવેક નષ્‍ટ થઇ જાય છે ત્યારે ક્રોધી વ્યક્તિને સારાસારનો તથા કેવી વાત કહેવી અને કેવી વાત ના કહેવી તેનો ખ્યાલ રહેતો નથી.

  

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં (૨/૬૨) કહ્યું છે કેઃ

  

ધ્યાયતો વિષયાન્પુસઃ સંગસ્તેષૂ૫જાયતે !

સંગાત્સંજાયતે સંમ્મોહઃ સંમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ !! ૨/૬૨ !!

  

” વિષયોનું ચિંતન કરનાર મનુષ્‍યની તે વિષયમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે, કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મોહ(મૂઢતા) આવે છે, મૂઢતાથી સ્મૃતિ નષ્‍ટ થઇ જાય છે. સ્મૃતિ નષ્‍ટ થવાથી બુદ્ધિ અર્થાત્ વિવેક નાશ પામે છે. બુદ્ધિનો નાશ થવાથી મનુષ્‍યનું ૫તન થાય છે.’’

  

ભગવાનનું ચિંતન નહી થવાથી વિષયોનું જ ચિંતન થાય છે, કારણ કે જીવની એક તરફ ૫રમાત્મા છે અને બીજી તરફ સંસાર છે.જ્યારે આ૫ણે ૫રમાત્માનો આશ્રય છોડી દઇએ છીએ ત્યારે સંસારનો આશ્રય લઇને સંસારનું જ ચિંતન કરીએ છીએ, કેમકે સંસાર સિવાય ચિંતનનો બીજો કોઇ વિષય રહેતો નથી. આ રીતે ચિંતન કરતાં કરતાં મનુષ્‍યની તે વિષયમાં આસક્તિ, રાગ અને પ્રીતિ ઉત્પન્ન થઇ જાય છે. આસક્તિ પેદા થવાથી મનુષ્‍ય તે વિષયનું સેવન કરે છે.વિષયોનું સેવન ૫છી ભલે તે માનસિક હોય કે શારીરિક હોય, તેનાથી જે સુખ થાય છે તેનાથી વિષયોમાં પ્રીતિ પેદા થાય છે. પ્રીતિથી તે વિષયોનું વારંવાર ચિંતન થવા લાગે છે. વિષયોમાં રાગ પેદા થવાથી તે વિષયોને(ભોગોને) પ્રાપ્‍ત કરવાની કામના પેદા થઇ જાય છે કે તે ભોગો.. વસ્તુઓ મને મળે ! કામનાને અનુકૂળ ૫દાર્થો મળતા રહેવાથી લોભ પેદા થઇ જાય છે અને કામના પુર્તિની સંભાવના થઇ રહી હોય, પરંતુ તેમાં કોઇ વિઘ્ન નાખે તો તેના ઉ૫ર ક્રોધ આવી જાય છે.

  

અમારી ઇચ્છાનુસાર જ્યારે કોઇ કાર્ય ના થાય ત્યારે મનમાં તનાવ.. કુંઠા.. સંઘર્ષ તથા અસંતોષની સ્થિતિ પેદા થાય છે. આ સ્થિતિને શાંત કરવા અમુક હદ સુધી અમારો વિવેક પ્રયાસ કરે છેપરંતુ જ્યારે વિવેકનું નિયંત્રણ રહેતું નથી ત્યારે ક્રોધ ભભૂકી ઉઠે છે. ક્રોધ અને હિંસાના પ્રભાવમાં વ્યક્તિ પેશાનિક ભાવનાથી પ્રેરાઇને ન કરવાનાં કાર્ય(અનર્થ) કરી બેસે છે. ઘણીવાર વિવેકની ખામીના કારણે અમારી અંદર વૈમનસ્ય.. વિરોધ.. કટુતા.. ઇર્ષા.. શત્રુતા.. બદલાની ભાવના.. વગેરે હિંસાનાં સુક્ષ્‍મરૂ૫ અમારી અંદર અંકુરના રૂ૫માં હોય છે તે ૫ણ ક્રોધનું રૂ૫ ધારણ કરી લે છે. અમારી અંદર તામસિક તત્વની ઉગ્રતાના કારણે બુદ્ધિ ભ્રષ્‍ટ થઇ જાય છે અને તેથી કોઇનું ૫ણ અનિષ્‍ટ કરવામાં કોઇ ક્ષોભ થતો નથી. જો ૫શુતાની જગ્યાએ પ્રેમ.. દ્વેષની જગ્યાએ આત્મિયતા ભાવ હોય તો ક્રોધ ઓછો થઇ જાય છે. જ્યાં સુધી અમારી અંદર હિંસાની ભાવના રહેશે ત્યાં સુધી ગમે તે રૂ૫માં ક્રોધ પ્રગટ રૂ૫માં રહે છે. ફક્ત ક્રોધને દબાવવાથી જ ક્રોધ શાંત થતો નથીપરંતુ એક ભયાનક મનઃસ્થિતિ બની જાય છે. દૈનિક જીવનમાં ૫ણ ઘણીવાર હિનતાની ભાવનાના કારણે ક્રોધ આવી જાય છે. પોતાની કોઇ હીન ભાવનાને છુપાવવા માટે ૫ણ લોકો ક્રોધનો સહારો લે છે કે જેથી પોતાની શ્રેષ્‍ઠતા સિદ્ધ કરી શકાય.

  

મનુસ્મૃતિમાં અક્રોધને ધર્મનાં દશ લક્ષણોમાંનું એક માનવામાં આવ્યું છે.  

દ્યૃતિઃ ક્ષમા દમોઙસ્તેયં શૌચમિન્દ્દિય નિગ્રહઃ

દ્યી વિદ્યા સત્યમક્રોધો દશકં ધર્મ લક્ષણમ્ .. (મનુસ્મૃતિઃ૬/૯૨)

  

દ્યૃતિઃ   ધન વગેરે.. ના નાશ થવા છતાં ચિત્તમાં ધૈર્ય બનેલું રહે.. શરૂ કરેલા કર્મમાં વિધ્ન અને દુઃખ  આવવા છતાં ઉદ્વિગ્ન ના થવું..સંતોષ રાખવો.. પોતાના ધર્મથી સ્ખલિત ના થવું.. પોતાના ધર્મને ક્યારેય ના છોડવો એ દ્યૃતિ છે.

ક્ષમાઃ   વિના કારણે અ૫રાધ કરવાવાળાને દંડ આપવાનું સામર્થ્ય હોવા છતાં તેમના અ૫રાધને સહન કરી માફી આપી દેવી તે ક્ષમા છે.

દમઃ    ઇન્દ્દિયોને વિષયોમાંથી હટાવવી એ દમ છે. મનને નિર્વિકાર રાખવું.. મનને રોકવું.. મનને મનમાની ના કરવા દેવી.

અસ્તેયઃ   ચોરી ના કરવી.. બીજાઓની વસ્તુઓમાં સ્પૃહા ન થવી..  અન્યાયથી ૫રધન વગેરે.. ગ્રહણ ન કરવાં.. પારકા ધનને પત્થર તુલ્ય સમજવું તે અસ્તેય છે.

શૌચ:    બાહ્યાંત્તરની શુધ્ધિનું નામ શૌચ છે. જળ.. માટી.. વગેરેથી શરીરની શુધ્ધિ થાય છે અને દયા.. ક્ષમા.. ઉદારતાથી અંતઃકરણની શુધ્ધિ થાય છે. રાગદ્વેષ અને તૃષ્‍ણા રહીત શુધ્ધ મન બનાવવું જોઇએ. ખાવા-પીવામાં ૫વિત્ર સાત્વિક ચીજોનો ઉ૫યોગ કરવો જોઇએ.

ઇન્દ્દિય નિગ્રહઃ   ઇન્દ્દિયોને વિષયોમાં પ્રવૃત ના કરવી..જિતેન્દ્દિય બનવું..

દ્યીઃ   બુધ્ધિમત્તા.. પ્રતિ૫ક્ષના સંશયને દુર કરવા.. શાસ્ત્રજ્ઞાન.. અપરાવિદ્યા પ્રાપ્‍ત કરવી.. આત્મ ઉપાસના કરવી.. નિષિધ્ધકર્મમાં લજ્જા આવવી.. શાસ્ત્રના તાત્પર્યને સમજવું..પોતાને    અકર્તવ્યથી બચાવવા..

વિદ્યાઃ   આત્મા-અનાત્મા વિષયક વિચાર..બહુશ્રુત થવું..આત્મા ઉપાસના કરવી..

સત્યઃ   મિથ્યા અને અહિતકારી વચનો ન બોલવાં.. વાસ્તવિક સત્ય જ બોલવું.. પોતાની જાણકારી અનુસાર યોગ્ય બોલવું..

અક્રોધઃ   ક્ષમા કરવા છતાં ૫ણ કોઇ અપકાર કરે તેમ છતાં ક્રોધ ના કરવો..દૈવવશ ક્રોધ ઉત્પન્ન થાય તો ૫ણ તેને રોકવો.. પોતાના મનોરથોમાં વિધ્ન નાખનાર પ્રત્યે ૫ણ ચિત્ત નિર્વિકાર રાખવું..

આવા વ્યવહારથી મન અને વાણી ઉ૫ર નિયંત્રણ રહે છે,એટલા માટે કહ્યું છે કેઃ

       અક્રોધેન જયેત્ક્રોધમ્..’’

 

ક્રોધને શાંતિથી જીતો. ક્રોધએ ૫તન અને ૫રાભવનું કારણ છે, એટલે તેનાથી બચવું શ્રેયસ્કર છે. ક્રોધ અનેક મહાપુરૂષોના ૫રાભવનું કારણ બન્યો છે. મહર્ષિ દુર્વાસાએ ભગવાન શંકરના અંશાવતાર અને મહાન જ્ઞાની હતા,પરંતુ સ્વભાવતઃ ક્રોધી હોવાના કારણે તેમને રાજા અંબરીષને ત્યાં વિ૫ત્તિનો સામનો કરવો ૫ડ્યો હતો અને ક્રોધ જ તેમના ૫રાભવનું કારણ હતો. તેવી જ રીતે ભૃગુશ્રેષ્‍ઠ ભગવાન ૫રશુરામજી ૫ણ શિવ ધનુષ્‍યભંગના પ્રસંગમાં ક્રોધના કારણે જ ૫રાભૂત થયા હતા તથા તેમને તપસ્યાથી પ્રાપ્‍ત પુણ્ય ગુમાવવું ૫ડ્યું હતું.

 

વસ્તુતઃ ક્રોધના મૂળમાં કામ છે. કામના થવી કે કામના કરવી એ મનનું કાર્ય છે. મનથી વિ૫રીત થતાં જ ક્રોધ આવી જાય છે. મનનો સ્વભાવ અત્યંત ચંચળ છે અને તેની પ્રકૃતિ સંકલ્પ-વિકલાત્મક છે. મનના લીધેલ નિર્ણયો બુદ્ધિથી વિ૫રીત ૫ણ હોઇ શકે છે એટલા માટે મનની ઉ૫ર બુદ્ધિનું નિયંત્રણ હોવું ખુબ જ જરૂરી છે. બુદ્ધિના નિયંત્રણથી વિચારોમાં સાત્વિકતા આવે છે અને રજોગુણ તથા તમોગુણનો ભાવ દબાઇ જાય છે.

 

ક્રોધ થવાથી અવિવેક ઉત્‍પન્ન થાય છે અને તેથી સ્મૃતિભ્રમ થઇ જાય છે. સ્મૃતિના નાશ થઇ જવાથી બુદ્ધિ નષ્‍ટ થઇ જાય છે અને બુદ્ધિનાશ એ વિનાશનો મૂળ હેતુ છે… “બુદ્ધિનાશાત પ્રણશ્યતિ’’

અનાસક્ત ભાવથી રહેવાથી કામ.. ક્રોધ રહેતા નથી. શાસ્ત્રોમાં ક્રોધને સાક્ષાત યમરાજા કહ્યો છે તથા તેનાથી બચવાની સલાહ આ૫વામાં આવી છે…!

 

સાભર :  સંકલનઃ   સુમિત્રાબેન ડી.નિરંકારી

મું.છક્કડીયા(ચોકડી),તા.ગોધરા,જી.પંચમહાલ  ફોનઃ૯૦૯૯૯૫૦૩૪૫(મો)

e-mail: [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

આપણું રસોડું જ આપણી દવાની દુકાન છે ! …

આપણું રસોડું જ આપણી દવાની દુકાન છે ! …

 

 

 

spicees.1

 

 

આપણે જાતે જ આપણા શરીરને અને ગૃહિણીઓ ઘરના બધાના શરીરને રોગોનું ઘર બનાવીએ છીએ અને પછી દોડીએ છીએ ડૉક્ટર કે વૈદ પાસે.

આયુર્વેદની ઔષધિઓ કુદરતી છે અને ભગવાને આપણને મફતના ભાવમાં ઉપલબ્ધ કરાવી છે.

પશ્ચિમના દેશોની યુનિવર્સિટી કે વૈજ્ઞાનિકો કહે એટલે આપણે ભારતીયો આંધળી દોટ મૂકીએ છીએ પણ આપણાં શાસ્ત્રમાં જે અનુભવયુક્ત અને હજારો વર્ષથી અનુભવાયું છે તેમ કરતા આપણે નાનપ અનુભવીએ છીએ. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ કહ્યું એટલે સસલાનું દૂધ રોગ પ્રતિકારક શક્તિ માટે વાપરવા લાગશે.

પરંતુ આપણા શાસ્ત્રનો સહારો લઈએ તો આપણે આવા કોઈ સંશોધન તરફ આંધળી દોટ મૂકવી પડે તેવી સ્થિતિ છે જ નહીં. આઘુનિક સમયમાં કોઈપણ વસ્તુ કે વનસ્પતિના ગુણધર્મો ચકાશી શકાય છે. બસ આ એક માત્ર સહારો લઈએ તો આયુર્વેદને આઘુનિક પરિપેક્ષમાં અપનાવી શકાય. પરંપરાગત જ્ઞાન પ્રમાણે જમતા પહેલા ૩૦ મિનિટ પાણી ન પીવાય અને જમ્યા પછી પણ ૩૦ મિનિટ પાણી ન પીવું જોઈએ.

જમ્યા પછી જેટલી છાશ પીવી હોય તેટલી પી શકાય. પરંતુ આપણે આવું કરતા નથી. જોકે હવે છાશની ગોળીઓ આવવા લાગી છે એટલે આપણે મોજથી ખાઈએ છીએ. ત્યારે એમ કહેવું જોઈએ કે આપણા વડીલોએ આપેલો ખાણી પીણીનો વારસો સાચવી ન શક્યા એટલે છાશની ગોળીઓ ગળવાનો વારો આવ્યો છે!

રસોડામાં વપરાતી વસ્તુઓ રાય, મેથી, ધાણાજીરૂ, હળદર જેવી પરંપરાગત વસ્તુઓની સંખ્યા ૪૦ જેટલી છે તેમાં આપણે વધારો કરી શક્યા નથી. આઘુનિક વિજ્ઞાન પણ કઈ કરી શકતું નથી એટલે કે શું ખાવું અને શું ન ખાવું તે ઋષિઓએ એટલે આપણા વૈજ્ઞાનિકોએ જે કહ્યું અથવા તો આયુર્વેદમાં જે છે તે જ સર્વશ્રેષ્ઠ છે પણ આપણે એ વાત સ્વિકારતા નથી. એટલા બધાં વામણા આપણને અંગ્રેજોએ કરી દીધા છે. પરિણામે મોંઘીદાટ દવાઓ લેવી પડે છે. રોગ વકરી રહ્યા છે. નવા નવા રોગ પેદા થઈ રહ્યા છે તેનું કારણ આપણે જ છીએ.

એક વ્યક્તિએ કેટલો ખોરાક લેવો જોઈએ, ક્યાં સમયે લેવો જોઈએ, કેટલા સમયમાં લેવો જોઈએ તેનું ચોક્કસ વિજ્ઞાન છે. હોજરીની ક્ષમતા કરતા ઠાંસી ઠાંસીને ભરી દઈએ એટલે બિમારી આવવાની પછી દવાઓ લીધા વગર છૂટકો નથી. વિજ્ઞાન અનેક સંશોધનો કરે છે લોહી બનાવી શકતું નથી. કારણ? જવાબ કોઈ પાસે નથી એટલે એવું કહેવાય છે કે, ઈશ્વરે એ તાકાત પોતાની પાસે રાખી છે.

જ્યાં પહોંચી ન શકીએ તેના માટે આવો જવાબ એ મન મનાવવા પુરતો છે. ઈશ્વરે ઘણું આપ્યું છે હજારો વર્ષ પહેલા આપમેળે ઉગેલી વનસ્પતિઓ એ દવા જ છે તેના ગુણધર્મો બદલાયા નથી. જ્યારે એલોપથીની દવાનું એવું નથી. આપણે એટલું કરી શક્યા કે તેમાં શું છે? અને તે લેવાથી શું થાય? જો આપણે માત્ર આટલું જ સમજી શકતા હોઈએ તો પરંપરાગત જ્ઞાનને ઠેબે ચઢાવવાથી શું ફાયદો?

આયુર્વેદના મુખ્ય ગ્રંથો જેવા કે ચરક, સુશ્રુત, અષ્ટાંગહૃદય વગેરેમાં મનુષ્યના જીવન માટે અતિ ઉપયોગી આહાર વિહાર, દિનચર્યા, ઋતુચર્યા, રોગ, રોગની કલ્પના તેમાં વપરાતી ઔષધી વિશેનું સંપૂર્ણ જ્ઞાન મનુષ્યને થતા રોગની સાઘ્ય અને સાઘ્યતા વગેરેનું વર્ણન ખૂબ જ ઊંડાઈપૂર્વક કરવામાં આવ્યું છે. આહાર વિહાર અંતર્ગત પાણીના ગુણદોષ વર્ણનથી ચાલુ કરી ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે પ્રાણીઓના દૂધના ગુણધર્મોનું વર્ણન પણ આ ગ્રંથોમાં જોવા મળે છે.

ઋતુચર્યા અંતર્ગત છ ઋતુઓ હેમંત, શિશિર, વસંત, ગ્રિષ્મ, વર્ષા અને શરદ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ છ ઋતુઓમાં શું ખાવું શું ન ખાવું, કઈ ઋતુમાં ક્યાં કપડા પહેરવા, એટલું જ નહીં કેવા મકાનોમાં રહીએ તો કેવું સારૂં, દસ દિશાઓની ઊંડાઈ, ખોરાકના ગુણદોષ આ ગ્રંથોમાં સારી રીતે દર્શાવેલા છે. કરોડો રૂપિયાનો બંગલો હોય તેના કરતા કચ્છી માળુઓ જેવા ભુંગામાં રહે છે એટલે કે કાચા મકાનમાં રહીએ તો રેડીએશનની અસર થાય નહીં આ વાત આપણા પૂર્વજો જાણતા જ હતા. વૈજ્ઞાનિકોએ હવે કહે છે ત્યારે આપણે આપણા પરંપરાગત જ્ઞાનને તરછોડવાનું પાપ કર્યા પછી જે સજા ભોગવી રહ્યા છીએ તેમાં પરદેશીઓને બખ્ખા થઈ ગયા છે.

આયુર્વેદના મુખ્ય આઠ અંગો છે. કાય- શરીર, બાલ, ગૃહ, ઉદર્વાંગ, શલ્ય-સર્જરી, દષ્ટા-આંખ, જરા-વૃષાન-વિષ, વ્યાધિ-રોગ. આજના આઘુનિક પરિપેક્ષમાં આયુર્વેદને સમજવાનો પ્રયત્ન કરીએ તો તેમાં શુદ્ધ પાણી અને અશુદ્ધ પાણી વિશે ખૂબ જ વિસ્તૃત વર્ણન કરાયું છે. આ ગ્રંથોમાં સમુદ્ર, તળાવ, કૂવા, વહેતું પાણી, વરસાદનું પાણી, બંધીયાર પાણી જેવા વિવિધ પાણીઓનું વર્ણન કરાયા પછી સ્પષ્ટતા કરાઈ છે કે, અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે તેને સારી રીતે ગાળવું.

રાત્રે પાણીને ઉકાળી સવારે ઠંડુ થઈ ગયા પછી ફરીથી ગાળ્યા બાદ તેનો ઉપયોગ કરવો. એટલે પાણીમાં રહેલા જીવાણુ, વિષાણુ તથા વિવિધ પ્રકારના ક્ષાર નિકળી જાય છે ત્યારબાદ રહેતું શુદ્ધ પાણી શરીરમાં પચવામાં હલકુ અને લાભકર્તા છે. જ્યારે આજે આપણે પાણીને શુદ્ધ કરવા માટે ફીલ્ટર અથવા આરો સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ એટલે કે આઘુનિક વિજ્ઞાને જે કહ્યું તેમ કરવામાં આપણે ફુલાઈને ફાળકો થઈએ છીએ પણ ઉકાળેલું પાણી પીવામાં આપણને શરમ આવે છે. આપણા દેશને જુદી જુદી બધી નદીઓના પાણીના પણ ગુણધર્મો આયુર્વેદે વર્ણાવ્યા છે.

સ્વસ્થ, નિરોગી અને લાંબુ આયુષ્ય જળવાઈ રહે તે માટે હવા પાણી અને ખોરાક વિશે આયુર્વેદમાં જે દર્શાવાયું છે તેને આઘુનિક વિજ્ઞાન જૂદા એંગલથી રજૂ કરે એટલે મોજ પડી જાય છે. આયુર્વેદમાં કહેવાયું છે કે અન્ન તેવો ઓડકાર. જેવો ખોરાક ખાઈએ તેની અસર પણ ગુણધર્મો જેવી જ હોય છે. દા.ત. ગાય, ભેંસ, બકરી કે ઊંટડીના દૂધમાં ગુણધર્મો આયુર્વેદમાં દર્શાવાયા છે તેને આઘુનિક વિજ્ઞાન લેકટોમીટર લેબોરેટરીના સાધનોથી કહે એટલે આપણે તે માની લઈએ છીએ. અને આવું દૂધ ગટગટાવવામાં આપણને આનંદ પણ આવે છે!

અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં તાજી, મોળી અને ગાળેલી છાશ જેને તક્ર કહે છે તે પેટ, આંતરડા માટે અતિ ગુણકારી છે. આઘુનિક મત અનુસાર તેમાં લેપ્ટોબેસીલસ નામના જીવાણુઓ કે જે આંતરડા માટે અતિ લાભકારક છે. પેટ આંતરડાના રોગમાં છાશનો ઉપયોગ સારી રીતે કરવો તેવી સલાહ આપવામાં આવે છે. આપણે છાશ પીતા નથી પણ સ્પોરલેક નામની ગોળીઓ ગટગટાવી રહ્યા છીએ. તેમાં પણ લેપ્ટોબેસીલસ જ છે. એટલે કે હળદરની કેપ્સુલ આવતી હોય તો આપણે તે પહેલા ખાઈશું પણ શુદ્ધ તાજી હળદર નહીં. આવી આપણી માનસિકતા આપણને રોગનું ઘર બનાવે છે.

હજારો વર્ષ પહેલાં આયુર્વેદમાં જે કહેવાયું તેને વળગી રહેવામાં આવે તો વિશ્વના કોઈ વૈજ્ઞાનિકો કહે પછી આપણે ઉંટડીનું દૂધ પીવું પડે નહીં. રોગ પ્રતિકારક શક્તિને આયુર્વેદમાં સૌથી પહેલું પ્રાધાન્ય અપાયું છે. આઘુનિક વિજ્ઞાન હવે એવું કહે છે કે માનવ શરીરમાં જો રોગ પ્રતિકારક શક્તિ વઘુ હોય તો તેને રોગથી બચવામાં અનુકૂળતા રહે છે. આપણે એ વાત સ્વિકારી લેશું પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ તો ફરી પાછુ વિશ્વના વૈજ્ઞાનિકો શું કહે છે તેના પર નજર દોડાવીએ છીએ.

વિરૂદ્ધ આહારના લાંબા સમયના ઉપયોગથી આનુવાંશીક રોગ થાય છે. દા.ત. દૂધ અને ડુંગળી, દૂધ અને ખટાશ, આવા વિરૂદ્ધ આહાર વઘુમાં વઘુ લેનાર ચોક્કસ જ્ઞાતિઓમાં થેલેસેમીયા જેવા રોગ વઘુ પ્રમાણમાં જોવા મળે છે. જે તે સમયે શાસ્ત્રમાં લખાયું ત્યારે તેની પાછળનું કારણ ડીએનએ જવાબદાર હોવાનું હોઈ શકે પરંતુ ત્યારે તે માત્ર કલ્પના જ હતી. હવે આનુવંશીક રોગોની તપાસ લેબોરેટરી દ્વારા થઈ શકે છે.

રસાયણ તથા વાજીકરણના વિષયમાં રસાયણ ચિકીત્સાને શરીરની મુળભુત ચિકીત્સા કહેવાય છે. કોઈપણ રોગ ન થાય અથવા જલ્દી મટી જાય અથવા તો આયુષ્યને લંબાવવા માટે જે સારવાર થઈ શકે તેને રસાયણ ચિકીત્સા કહેવાય છે. આઘુનિક યુગની દ્રષ્ટિએ રસાયણ ચિકીત્સામાં મુખ્યત્વે એન્ટી ઓક્સીડેન્ટ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને સાંકળી લેવામાં આવે છે. જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તેઓ ઓછા માંદા પડે છે અને રસાયણ ચિકીત્સામાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધી શકે તેનું વર્ણન સારી રીતે કરવામાં આવ્યું છે. અત્યારનું વિજ્ઞાન આ દિશામાં આગળ વધી રહ્યું છે. તાવ જેવી સામાન્ય બિમારી હોય કે ડાયાબીટીસ જેવો જીર્ણ રોગ જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તેવા દર્દીઓમાં બીજા દર્દીઓની સાંપેક્ષમાં ઝડપી પરિણામ મળી શકે છે.

આયુર્વેદમાં વિવિધ પ્રકારની રાસાયણિક ચિકિત્સાનું વર્ણન કરેલ છે. દા.ત. ગળો + ગોક્ષુર + આમળાનો ઉલ્લેખ છે. જેને રસાયણ ચૂર્ણ કહે છે. આઘુનિક દ્રષ્ટિએ ગળો એ શરીરમાં રક્તકણોનું ઉત્પાદન વધારવાનું, એસીડીટી, શરીરમાં ચયાપચનની પ્રક્રિયા દરમ્યાન ઉત્પન્ન થતા જે નુકસાનકારક તત્વોને નુકસાન ન કરે તેવા સ્વરૂપમાં ફેરવવાનું છે. જ્યારે ગોક્ષુરનો મુખ્ય ગુણધર્મ ડાઈયુરેટીક્સની સાથે તેમાં સ્ટેરોઈડલ પ્રોપર્ટીને શરીરની ધાતવાગ્નિઓ એટલે કે અંતઃસ્ત્રાવોને સમરૂપ કરવાનું કાર્ય કરે છે. (ગોક્ષુર એટલે ગોખરું જે મેદાનોમાં થતા ખડમાં હોય છે અને મફતમાં જ મળે છે! આપણી મોટાભાગની ઔષધિઓ મફતના ભાવની જ હોય છે.)

આ ઉપરાંત ગોક્ષુર સારા કોલેસ્ટ્રોનને વધારી ખરાબ કોલેસ્ટોનને ઘટાડે છે તેમજ લીવરની અંદર સંગ્રહ થતી ચરબીને અટકાવી વધારાની ચરબીને આંતરડામાંથી બહાર કાઢે છે. આવું કાર્ય આપણે હાઈપર લાઈપેડેમીયાની સારવાર દરમ્યાન સ્ટેટીનગુ્રપની દવાઓ દ્વારા આઘુનિક વિજ્ઞાનથી કરી રહ્યા છીએ. રસાયણ ચૂર્ણમાં જે ત્રીજું છે તે આમળા જે વિટામીન ‘‘સી’’થી ભરપૂર છે અને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. લોહીને શુદ્ધ કરવાનું અને શરીરને બહાર તથા અંદરના તત્ત્વોથી થતા નુકસાનને બચાવવાનું કામ કરે છે.

પરંતુ આપણે આયુર્વેદનો સહારો લેવાને બદલે જર્મની, અમેરિકા, ચીન કે નેધરલેન્ડના વૈજ્ઞાનિકો કહે તેવી દવાઓનું મૂલ્ય વધારે હોવાનું સ્વિકારી ઉપયોગ કરવા લાગ્યા છીએ અને એટલે જ લીમડો, હળદર, તુલસી જેવી વનસ્પતિઓની પેટન્ટ મેળવવા અમેરિકા જેવા દેશો સતત પ્રયત્નશીલ છે અને જો આપણે નહીં જાગીએ તો હળદર ઉપર ‘‘જગત જમાદાર’’નો હક થઈ જશે એટલે વારસાને જાળવવા માટે જે કરવું જોઈએ તે કરવામાં પાછળ રહ્યાં તો સમજી લેજો કે આપણે આયુર્વેદિક સારવાર લેવા માટે અમેરિકા જવું પડશે. હળદર અને લીંબડાની પેટન્ટ મેળવવાનો કેસ અમેરિકા દસ વર્ષથી લડી રહ્યું છે!

રસોઈ ઘરમાં વપરાતી વસ્તુઓ અને તેના ગુણધર્મો …

આદુ :

દુઃખાવાનાશક, સંધીવા, લોહીવા, સાંધાના દુઃખાવામાં અતિ ઉપયોગી છે. એન્ટી ઓક્સીડેન્ટ છે. અપચો કે મોળ આવવા જેવા લક્ષણો માટે તે અપાય છે. તેના બાયોએક્ટીવ તત્ત્વો શેગાજોલ, જીંજેરોલ છે. હૃદય માટે ગુણકારી, એટલે કે કાર્ડિએક ટોનીક તાવ ઉતારનાર (એન્ટી પાઈરેટીક) આદુમાં રહેલા ફેનોલીક તત્વોને કારણે પેટમાં થતું અલ્સર રોકે છે.

મેથી :

શરીરમાં ઈન્સ્યુલીનનો અવરોધ ઘટાડે છે તેથી એન્ટી ડાયાબીટીક, શરીરમાં સારો કોલેસ્ટ્રોલ જેને એચડીએલ કહે છે તેને વધારી અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ઉપરાંત તે ટ્રાઈગ્લીસેરાઈડને પણ સારી રીતે ઘટાડવામાં ઉપયોગી છે.

મરી :

પાઈપરીન-કાર્યકારી તત્વ, પાચનક્રિયા ઝડપી બનાવે છે. પાચક રસોનો સ્રાવ વધારનાર, બીજા ઔષધ સાથે આપવાથી કાર્યશકિત વધારનાર, શરીરનું તાપમાન વધારનાર એટલે કે થર્મોજેનીક એલીવેટર, રોગ પ્રતિકારક શક્તિ વધારનાર, અમુક પ્રકારની શરીરની ગાંઠો ઘટાડે છે.

રાઈ :

શરીરમાં કેડમીયમ જે શરીરના સેલને અતિ નુકસાન કરે છે તેની વિષાકત અસરને ઓછી કરવામાં શ્રેષ્ઠ મનાય છે. આહારની દ્રષ્ટિએ જોઈએ તો રાયમાં સેલેનીયમ, કોમિયમ, ઝીંક અને આયર્ન છે. ઉપરાંત તેમાં ખૂબ જ સારી માત્રામાં વિટામીન એ અને સી તથા મીનરલ છે.

રોજેરોજ આહારમાં લેવાતા આ દ્રવ્યો ખાસ કરીને આદુ અને મેથીમાં સ્ટેરોઈડસ છે. પરંતુ માત્રામાં લેવાતી હોવાથી તેની આડ અસર જોઈ શકાઈ નથી કારણ કે તે હજારો વર્ષોથી રસોડામાં વપરાય છે. એટલે કે કુદરતે સર્જેલું સ્ટેરોઈડ્સ શરીરમાં નુકસાન કરતું નથી તે અહીં સાબીત થાય છે.

મુડ એલીવેટર તરીકે ઓળખાતી ડોપામીન સામાન્ય રીતે અનેક દર્દીઓને આપવામાં આવે છે પરંતુ તેમાં જે તત્ત્વો છે તે કૌચાના બીજમાંથી વઘુ સારી રીતે મળી શકે. અને તેનો ઉપયોગ કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. એટલે કે કૌચાના બીજમાંથી આ તત્ત્વ નેચરલ સોર્સમાં મળે છે પરંતુ એલોપથીમાં તેને આર્ટીફીસીયલ રીતે બનાવવાતું હોવાથી ડોપામીનના બદલે કૌચાના બીજનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ સાબીત થઈ શકે.

જૂનાગઢમાં સંશોધનનું કામ કરી રહેલા ડૉ. અઝય સેવકના કહેવા પ્રમાણે, આયુર્વેદને આઘુનિક વિજ્ઞાનના સંદર્ભમાં ઢાળીને, સરખાવીને કોઈપણ વિષયનું જ્ઞાન એટલે કે, જાણકારી આપણને આપણા ગ્રંથોમાંથી પરંપરાગત રીતે અને વૈજ્ઞાનિક આધાર સાથે પ્રાપ્ત થાય છે. ઘણી વખત એવી ઘટનાઓ પણ આપણાં કાને પડે છે કે જે બુદ્ધિથી પર હોય, મગજમાં ન ઉતરે. આયુર્વેદના સંદર્ભમાં કહીએ તો તે શશ્વત શાસ્ત્ર છે અને તેમાં જે લખાયું છે તે આજના ભ્રામી વૈજ્ઞાનિક આધારો સાથે ભલે ન હોય પણ તે જે તે સમયે અનુભવના આધારે લખાયું છે એટલે જ વૈજ્ઞાનિકો જાત જાતની લેબોરેટરીના સહારે જેટલું પણ સાબીત કરે છે તે આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં જણાવાયું જ હોય છે એટલે કે, અનુભવના આધારે જે કઈ થયું તેને વૈજ્ઞાનિક આધારથી સાબીત કરવામાં આવે તો હાલના સંજોગોમાં સાજા થવા માટેનું તબીબી વિજ્ઞાન એટલે કે આયુર્વેદ સર્વશ્રેષ્ઠ સાબીત થઈ શકે.

આયુર્વેદના સંદર્ભમાં લખીએ તો તે શાશ્વત શાસ્ત્ર છે. તેમાં જે રોગોની સારવાર લખી છે તે સારવાર અત્યારે વૈજ્ઞાનિક રીતે સાબીત થઈ રહી છે. દા.ત. ઘી-ઘૃતિ-સ્મૃતિ (યાદશક્તિ)ના પ્રકરણમાં બ્રાહ્મી નામની અતિ પ્રચલિત વનસ્પતિનો ઉપયોગ યાદશક્તિ વધારવા માટે કહ્યો છે. અત્યારે આઘુનિક વિજ્ઞાન તે જ વાતને સ્વીકારી અને કહે છે કે બ્રાહ્મી નામની અતિ પ્રચલિત વનસ્પતિનો ઉપયોગ યાદ શક્તિ વધારવા થાય છે. અર્થાત્ તે યાદ શક્તિ ઉપર અતિ સારૂં પરિણામ આપે છે. તે જ રીતે પૂનર્નવા એટલે સાટોડી નામનું ચૂર્ણ એ મુત્રલ છે તેવું આયુર્વેદમાં તેના ગુણધર્મોમાં લખાયું છે. આ જ પુર્નનવાનું તુલનાત્મક પરિક્ષણ અને અભ્યાસ અત્યારની મૂત્રલ દવાઓ સાથે કરતા તેનું કાર્ય જે આયુર્વેદમાં વર્ણાવેલું છે તે સાચું પડ્યું છે.

સૌથી મહત્વની વાત એ છે કે બ્રાહ્મી હોય કે પુનર્નવા, આદુ હોય કે મરી તેના જે ગુણધર્મોનું વર્ણન કરેલ છે તે અત્યારે યોગ્ય રીતે સાચા ઠર્યા છે. કારણકે ત્યારે લેબોરેટરીનો આધાર ન હતો પણ માત્ર નરી આંખે જોયેલા અભ્યાસનું તારણ હતું. મતલબ કે આજના વિજ્ઞાન માટેનો ‘‘કલીનીકલ સ્ટડી’’ હતો. આજના આઘુનિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો આયુર્વેદમાં વનસ્પતિઓના જે ગુણધર્મોનું વિસ્તૃત વર્ણન કરે છે જેમાં વનસ્પતિનો રસ, મઘુર, અમલ, લવણ, કટુ, તિકત અને કષાય આ છમાંથી ગમે તે રસ ધરાવનાર વનસ્પતિના ગુણ વિષે આઘુનિક મતાનુસાર.

૧] રસ અર્થાત સ્વાદ ટેસ્ટ

૨] ગુણ અર્થાત ગુણવતા ક્વોલીટી

૩] વિર્ય અર્થાત કર્મ એકશન

૪] વિપાક અર્થાત વનસ્પતિ પચ્યા પછીની અસર પોસ્ટ  ડાઈજેસ્ટીવ ઈફેક્ટ

૫] ધાતુ અર્થાત ટીસ્યુ ત્વચા, માંસપેશી જેવા સેન્દ્રિય પદાર્થ

૬] સ્ત્રોતસ અર્થાત ચેનલ નીક કે જેમાં પ્રાણ, અન્ન વગેરેનું વહન થાય છે.

૭] અનુપાન અર્થાત દવાને યોગ્ય રીતે લઈ જનાર

૮] કષાયરસ અર્થાત એસ્ટ્રીજન્ટ

૯] મઘુરવિપાક અર્થાત ન્યુટ્રલ

૧૦]  લધુ અર્થાત હળવું

૧૧]  ઉષ્ણ અર્થાત ગરમ

આમ આને અત્યારના વિજ્ઞાનની દ્રષ્ટિએ આયુર્વેદિક ફાર્મેકોલોજી સાથે સરખાવી શકાય.

અત્યારે આયુર્વેદ જ્ઞાનનો ઉપયોગ શાસ્ત્રમાં જે કહ્યો છે તેના કરતા પરંપરાગત રીતે વઘુ થાય છે. દા.ત. ચોમાસાના વરસાદમાં ભિંજાઈ ગયા પછી જે ઘુ્રજારી શરીરમાં ઉત્પન્ન થાય છે તેમાં લોકો હોંશે હોંશે કાવો પીવે છે. આને કહેવાય પરંપરાગત જ્ઞાન કારણકે કાવો પિવાથી તેમાં વપરાતા ઔષધો જેવા કે ગુંદાણા, મરી વગેરેથી શરીરમાં ગરમાવો ઉત્પન્ન થાય છે. જ્યારે વિજ્ઞાનિક રીતે સમજાવીએ તો કાવામાં વપરાતા મરીમાં રહેલું પાઈપરીન નામના તત્વનું કર્મ શરીરમાં તાપમાનને વધારવાનું છે. તેના આ કાર્યથી શરીરમાં અનુભવાતી ઠંડી ઓછી થઈ જાય છે. આમ કાવામાં રહેલા મુખ્ય તત્વ પાઈપરીનને કોઈ કે તો શોઘ્યું જ હશે ને! તેના આધારે તો સાબીત થઈ શક્યું કે પાઈપરીન એ શરીરમાં લાગતી ઠંડીમાં કાર્ય કરે છે.

મતલબ કે શાસ્ત્રોકત જ્ઞાન, પરંપરાગત જ્ઞાન, સંશોધન અને વૈજ્ઞાનિક આધારનો સમન્વય કરવાથી લાંબાગાળાના વ્યાધિઓમાં યોગ્ય સારવાર અને સામાન્ય મનુષ્યને લાંબુ અને સ્વસ્થ આરોગ્ય આપી શકાય છે. જરૂર છે માત્ર માનસિકતા કેળવવાની. હકીકતે સહિયારો પ્રયાસ કરવાથી આયુર્વેદ ચિકિત્સાને વૈજ્ઞાનિક આધાર આપી તેનું અર્થઘટન યોગ્ય રીતે કરી સારવાર કરવાથી માનવજાતને વ્યાધિઓને ભગાડવામાં સારી રીતે મદદ કરી શકાય છે.

સાભાર :

Gujarat Samachar News paper

૧]  ધાણા …

આરોગ્ય અને ઔષધ – વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

આપણાં દાળશાકના મસાલાઓમાં ‘ધાણા’નું ઘણું મહત્ત્વ છે. પ્રાચીનકાળથી અત્યાર સુધી આયુર્વેદીય ચિકિત્સકો પણ તેનો ઔષધ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. આ વખતે આપણાં રસોડામાં બિરાજતા આ ઔષધ દ્રવ્યનો આયુર્વેદની દૃષ્ટિએ પરિચય મેળવીએ.

ગુણકર્મો

ધાણા ભારતમાં સર્વત્ર ખેતર, વાડીઓ તથા ઘરનાં આંગણામાં પણ ખૂબ થાય છે. ઊંડી કાળી જમીનમાં તે સારા પ્રમાણમાં થાય છે. ધાણામાં છોડ એકથી દોઢ ફૂટ ઊંચા, અનેક પાતળી શાખાઓવાળા અને સુગંધિત હોય છે. લીલા છોડને આપણે ત્યાં ‘કોથમરી’ અને તેના ફળને ‘સૂકા ધાણા’ કહે છે. આયુર્વેદ પ્રમાણે ધાણા સ્વાદમાં તૂરા, કડવા, મધુર અને તીખા, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, ઝાડા-ઊલટી, દમ, કૃમિ, તાવ, ઉધરસ વગેરેને મટાડનાર છે. પિત્તના રોગો અને શરીરની ખોટી ગરમીમાં ધાણાનો ઉપયોગ કરવા જેવો છે. રાસાયણિક દૃષ્ટિએ ધાણાના સ્વાદ અને સુગંધ તેમાં ૫૦% પ્રમાણમાં રહેલા એક સુગંધિત તેલને આભારી છે. આ તેલનું મુખ્ય ઘટક ‘કોરિએન્ડ્રોલ’ છે. જેનું પ્રમાણ તેલમાં ૪૫થી ૭૦% જેટલું હોય છે. આ સિવાય ધાણામાં ૧૯થી ૨૦% જેટલું એક સ્થિર તેલ પણ છે.

ઉપયોગો

આમવાતથી પીડાતા રોગ માટે આયુર્વેદમાં એક ખૂબ જ ઉત્તમ ઉપચાર દર્શાવાયો છે. આહારવિહારમાં સંયમ રાખીને આ ઉપચાર લાંબો સમય કરવો. સૂંઠ, ધાણા અને એરંડાનાં મૂળને સરખા વજને લાવી ભેગાં ખાંડી લેવા. રોજ સવારે એક ગ્લાસ પાણીમાં બે ચમચી આ ભુક્કો નાંખી ઉકાળવો. એક કપ પ્રવાહી બાકી રહે એટલે આ ઉકાળો ગાળી, ઠંડો પાડીને પી જવો. ધાણાને અધકચરા ખાંડી તેનો ભુક્કો કરી લેવો. બે ચમચી જેટલો ભુક્કો એક કપ પાણીમાં મેળવીને આખી રાત ઢાંકીને રહેવા દેવો. આયુર્વેદમાં આને ‘ધાન્યકહિમ’ કહે છે. સવારે ગાળીને આ હિમમાં એક ચમચી સાકર મેળવીને પીવાથી શરીરની આંતરિક ગરમી અને તરસ મટે છે. આ હિમ પેશાબ છૂટથી લાવે છે અને મૂત્રવાહી માર્ગોની શુદ્ધિ કરે છે. પિત્તના રોગ અને શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તેમના માટે આ ઉપચાર ઘણો જ લાભદાયી છે. આયુર્વેદ પ્રમાણે તાવમાં જઠરાગ્નિ મંદ થઈ જાય છે. જો જઠરાગ્નિ ખૂબ જ મંદ થઈ જાય તો આ સમયે રોગીને પીવા માટે સાદા પાણીને બદલે ધાણાનું પાણી આપવું હિતકારી છે. આ માટે એક લિટર પાણીને ખૂબ ઉકાળી, તેમાં એક ચમચી ધાણાનું ચૂર્ણ મેળવી દેવું. આ પાણીને ઢાંકીને ઠરવા દેવું. આ પાણી જઠરાગ્નિને ધીમે ધીમે પ્રદીપ્ત કરનાર અને શરીરના સૂક્ષ્મ માર્ગોની શુદ્ધિ કરનાર છે. ઉપર મુજબ માત્ર ધાણા અને સૂંઠનો ઉકાળો કરીને પીવાથી અજીર્ણના દર્દીઓને લાભ થાય છે. અજીર્ણમાં એકાદ દિવસ ઉપવાસ કરી, માત્ર ઉકાળેલું પાણી પીવું.

[email protected]

સાભાર : સૌજન્ય : સંદેશ દૈનિક

૨] અજમો..

પરિચય :

અજમો દરેક ઘરમાં એક અગત્‍યના મસાલા તરીકેનું સ્‍થાન ભોગવે છે. એના વગર રસોડું અધૂરું કહેવાય. કેટલાંક ફરસાણો અજમો નાખવાથી જ સ્‍વાદિષ્‍ટ બને છે. અજમો સર્વત્ર સહજતાથી મળી શકે છે. કેટલીક વાયુકર્તા વસ્‍તુઓની સાથે અજમાનું ચૂર્ણ ભેળવીને ખાવાથી વાયુદોષ નડતો નથી, ઉપરાંત એનાથી બીજા પણ લાભ થાય છે.

અજમાનાં લીલાં પાંદડાં પણ ઘણાં ઉપયોગી હોય છે. ઘરમાં જ એક કૂંડામાં અજમાનો છોડ વાવ્‍યો હોય, તો જમ્‍યા પછી તેનાં થોડાં પાંદડાં ચાવી જવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે.

અજમામાંથી એક પ્રકારનું તેલ નીકળે છે. તે તેલને શીત પદ્ઘતિથી જમાવાય છે અને તેને નાની નાની પાતળી સળીઓનું સ્‍વરૂપ અપાય છે. તે અજમાનાં ફૂલ (Thymol) તરીકે ઓળખાય છે. ખાસ કરીને મોઢામાં ઠંડક લાવવા માટે તે પાનમાં નખાય છે. તેનાથી મનને પ્રસન્‍નતા મળે છે અને તાજગીનો અનેરો આનંદ અનુભવાય છે.

ગુણધર્મ :

અજમો તીક્ષ્‍ણ, લઘુ, હ્રદ્ય, વૃષ્‍ય, સ્‍વાદે અલ્‍પ કટુ, રુચિકર, ઉષ્‍ણ, અગ્નિદીપક, પાચક, વાંતિ (ઊલટી), કૃમિ અને શુક્રદોષનો નિવારક, ઉદરરોગ, હ્રદયરોગ, બરોળ, ગુલ્‍મ અને આમવાતનો નાશક છે.

ઉપયોગ :

(૧) પેટના દુખાવા ઉપર : અજમાના ચૂર્ણની એક નાની ચમચી દિવસમાં બે વખત પાણી સાથે લેવી.

(ર) અજીર્ણની તકલીફ ઉપર : એક નાની ચમચી પાણી સાથે લેવી. આથી પાચનક્રિયા સુધરે છે.

(૩) શીતપિત્ત ઉપર : (આ એક પ્રકારની એલર્જી છે. એમાં શરીર પર નાનાં નાનાં ચકતાં ઊપસી આવે છે.) એક નાની ચમચી અજમાનું ચૂર્ણ થોડા ગોળ સાથે લેવું. આથી ચકતાં બેસી જાય છે.

(૪) શરદી, સળેખમ અને માથાના દુખાવા ઉપર : રાતે સૂતી વખતે અજમો ગરમ પાણી સાથે લેવો.

(૫) બહુમૂત્રતાની તકલીફ ઉપર : રાતે સૂતી વખતે એક નાની ચમચી અજમાનું ચૂર્ણ એક નાની ચમચી તલ સાથે ચાવીને સૂવું.

(૬) ખાંસી અને કફની તકલીફ ઉપર : અજમાનું ચૂર્ણ બે-ત્રણ વખત ગરમ પાણી સાથે લેવું. આથી કફ નીકળી જઇ ખાંસી મટે છે. ઠંડી વસ્‍તુઓનો ત્‍યાગ કરવો.

(૭) સુવારોગ અને સુવાવડના અન્‍ય દોષ ઉપર : અજમાનું ચૂર્ણ અને ગોળ એકત્ર કરી એક નાની તપેલીમાં લો. એમાં એક ગ્‍લાસ પાણી ભેળવી ગરમ કરવા મૂકો. પાણી બળીને અડધું થઇ જાય ત્‍યારે નીચે ઉતારી લો. તૈયાર થયેલો કાઢો બે-બે ચમચા સવાર-સાંજ પીઓ. આ કાઢો ત્રણ-ચાર દિવસ ચાલશે. પીતી વખતે ફરીથી ગરમ કરી લેવો. આ કાઢો પંદરેક દિવસ લેવાથી પ્રસૂતાને સુવાવડના દોષો નડતા નથી.

(૮) જખમ પાકે નહિ તે માટે : ઠેસ વાગી હોય (અથવા નવાં બૂટ કે ચંપલનો ડંખ લાગ્‍યો હોય) તો ગોળ અને અજમાનો લૂવો બનાવો. તેને ગરમ કરેલા તાવીથાથી ગરમ કરી લો. બે-ત્રણ વખત તાવીથો ગરમ કરીને મૂકવાથી લૂવો નવશેકો થઇ જશે. તેને એક કપડાના ટુકડા પર લઇ જખમ અગર ડંખ પર બાંધી દો. બે-ત્રણ દિવસ આવી રીતે કરવાથી તકલીફ દૂર થઇ જશે.

૩] આમલી (પાકી)

પરિચય :

આમલીનો ઉપયોગ પ્રત્‍યેક ઘરમાં કોઇને કોઇ રીતે થતો જ હોય છે. આમલી નવી કરતાં થોડા મહિનાની જૂની હોય તો વધુ સારું.

ગુણધર્મ :

આમલી અત્‍યંત ખાટી, ગ્રાહક, ઉષ્‍ણ, રુચિકર, અગ્નિદીપક, મધુર, સારક, હ્રદ્ય, ભેદક, મળને રોકનાર, રુક્ષ અને બસ્તિરોચક છે. તે ઉપરાંત વ્રણદોષ, કફ, વાયુ અને કૃમિની નાશક છે.

ઉપયોગ :

આમલી પ્રમાણમાં થોડી ખાવી. તે અતિ ખાટી હોવાથી સાંધા પકડાવાની તકલીફ થઇ શકે; પરંતુ થોડા પ્રમાણમાં કયારેક ખાવાથી મુખશુદ્ઘિ થાય છે. ખાદ્ય પદાર્થોમાં આમલી ઉમેરવાથી તે વધુ રુચિકર અને સ્‍વાદિષ્‍ટ બને છે. જોકે આમલીથી ખાસ કોઇ ફાયદો થતો નથી. તે રુચિને વધારે છે વધારે છે એટલું જ. આથી સમજીને મર્યાદામાં તેનો ઉપયોગ કરવો.

૪] કોકમ

પરિચય :

કોકમ પણ આમલીની જેમ રસોઇને સ્‍વાદિષ્‍ટ બનાવે છે. તે આમલીના જેટલું નુકસાનકર્તા નથી. કોકમની બે જાત છે. કાળાં અને સફેદ. કાળાં કોકમ ઓછા પ્રમાણમાં નુકસાનકર્તા છે પણ આમલી જેટલાં નહિ. સફેદ કોકમ કોકમનાં ફૂલ તરીકે ઓળખાય છે. તે કાળાં કોકમ કરતાં વધુ નુકસાનકર્તા છે.

ગુણધર્મ :

કોકમ મધુર, રુચિકર, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્‍ણ, ખાટાં, તૂરાં, રુક્ષ, અગ્નિદીપક, પિત્તકર, ગુરુ, કફકારક છે. તે હ્રદયરોગઘ હરસ, વાયુગોળો, કૃમિ, ઉદરશૂળ વગેરેમાં ફાયદાકારક છે.
ઉપયોગ :

(૧) શીતપિત્ત ઉપર : કોકમના પાણીમાં જીરું અને સાકર નાખીને પીવું.

(ર) અમ્‍લપિત્ત (એસિડિટી) : કોકમ, એલચી અને સાકર એ ત્રણે વસ્‍તુને વાટી ચટણી બનાવી દિવસમાં બે વખત એક-એક ચમચી ખાવી.

(૩) ઠંડી ઋતુમાં હોઠ ફાટે ત્‍યારે તે પર કોકમનું તેલ ચોપડવું. તે સફેદરંગનું અને થીજેલું હોય છે. હાથ અને પગમાં બળતરા થતી હોય તો પણ કોકમનું તેલ ચોપડવાથી ફાયદો થાય છે.

(૪) અપચા ઉપર : ખોરાકમાં કોકમનું પ્રમાણ થોડું વધારવું.

(૫) આંતરડાનો સડો, મરડો અને સંગ્રહણીમાં પણ કોકમનો ઉપયોગ વધારવાથી ફાયદો થાય છે. ફેફસાંની તકલીફમાં પણ ભોજનમાં કોકમનું પ્રમાણ થોડું વધારવું.

(૬) પિત્ત, દાહ અને તરસ ઉપર : કોકમને વાટી, પાણી જેવું બનાવીને ગાળી લેવું. ત્‍યારપછી જોઇતા પ્રમાણમાં સાકર નાખવી, કોકમનું આ શરબત દિવસમાં બે વખત સવારે અને સાંજે પીવું.

૫] એલચી

પરિચય :

એલચી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. તેનાથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. મુખદુર્ગંધીને દૂર કરવા મુખવાસમાં અને પાન-મસાલામાં તેનો અધિક ઉપયોગ થતો હોય છે. તે ઉપરાંત કેટલીક મીઠાઇઓમાં પણ તેનો સારો ઉપયોગ થાય છે. મસાલાવાળા દૂધમાં અને ચામાં તેનું ચૂર્ણ નાખવામાં આવે છે. કેટલાંક ઔષધોમાં પણ તેનો ઠીકઠીક ઉપયોગ થાય છે.

ગુણધર્મ :

શીતળ, દીપક, પાચક, કડવી, તીખી, સુગંધી, લઘુ, પિત્તકારક, મુખ અને મસ્‍તકનું શોધન કરનાર, રુક્ષ તેમજ વાયુ, કફ, ખાંસી, અજીર્ણ, હરસ, ક્ષય, કંઠરોગ વગેરેમાં ફાયદો કરે છે.

ઉપયોગ :

(૧) ઊલટી, ઊબકા આવે અથવા આવવા જેવું લાગે ત્‍યારે એલચીના દાણાનું ચૂર્ણ બનાવીને પાણી સાથે લેવાથી તે શમી જાય છે, મોળ આવવાનું બંધ થાય છે.

(ર) એલચીના દાણા અને સાકરનું ચૂર્ણ દરરોજ સવારે પાણી સાથે લેવાથી આંખોની બળતરા ઓછી થાય છે, તેમજ નજર ઘટતી જતી હોય તો પ્રક્રિયા અટકી જાય છે.

(૩) કફ દૂર કરવા માટે : એલચીના દાણાનું ચૂર્ણ અને સિધાલૂણ મધમાં ભેળવીને આપવાં.

(૪) પેશાબ અટકી-અટકીને આવતો હોય તો : એલચી દાણાનું ચૂર્ણ મધ સાથે આપવું.

(૫) મુખ અને મસ્‍તકનું શોધન કરવા માટે એલચી દાણાનું ચૂર્ણ મધમાં આપવું.

(૬) એલચી દાણા, જાવંત્રી અને બદામનું ચૂર્ણ માખણ તથા સાકર સાથે લેવાથી વીર્યદોષ દૂર થાય છે. તેમજ ઊંઘમાં થતું વીર્યપતન રોકાય છે.

૬] જાયફળ

પરિચય :

જાયફળ એ એક તેજાનો (ગરમ મસાલો) છે. રસોડામાં તે અગત્‍યનુ સ્‍થાન ધરાવે છે. તેના વગર રસોડામાં અધૂરપ લાગે. તેના વગર ચાલતું નથી. જાયફળ પોતાની માદક સુગંધ માટે જાણીતું છે.

ગુણધર્મ :

જાયફળ તૂરું, તીખું, વૃષ્‍ય, દીપક, અલ્‍પ માત્રામાં કડવું, લઘુ, ગ્રાહક, હ્રદ્ય, ગરમ, કંઠ માટે હિતકર, મુખ દુર્ગંધનું શમન કરનાર, કૃમિનાશક, ખાંસી, ઊલટી, દમ અને પીનસમાં લાભદાયક, રુચિકર, ક્રાંતિવર્ધક, વાતહર, ઉત્તેજક અને વધુ પ્રમાણમાં માદક છે.

ઉપયોગ :

(૧) માથાના દુખાવા ઉપર : જાયફળ ઘસીને કપાળે લેપ કરવો.

(ર) અનિદ્રા ઉપર : જાયફળ ઘીમાં ઘસીને પાંપણ પર ચોપડવું અને થોડું ચાટવું.

(૩) બાળકોને શરદીના ઝાડા થતા હોય તો : ગાયના ઘીમાં જાયફળ તથા સૂંઠ ઘસીને ચટાડવું.

(૪) શરદી અને સળેખમ ઉપર : જાયફળ ઘસીને માથા પર તથા નાક પર લેપ કરવો.

(૫) હેડકી અને ઊલટી ઉપર : જાયફળ દૂધમાં ઘસીને તે દૂધ પીવું.

(૬) જુવાનીમાં મોઢા પર થતા ખીલ ઉપર : દૂધમાં ઘસીને તે દૂધ ગાલ પર ચોપડવું.

(૭) ઝાડો ન ઊતરે ત્‍યારે : લીંબુના રસમાં જાયફળનો ઘસારો પીવો.

૭] પાપડિયો ખારો (સંચોરો)

પરિચય :

ખારો દરેક રસોડામાં હોય છે. એ પાપડ બનાવવામાં ખાસ વપરાતો હોઇ ‘પાપડિયા ખારા’ તરીકે જાણીતો છે. ફરસાણ પોચાં અને સારાં થાય તે માટે તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત વટાણા, વાલ, ચણા જેવાં કઠોળ જલદી ચડી જાય તે માટે અલ્‍પ પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. કેટલીક સ્‍ત્રીઓ પોતાના વાળ ધોવા માટે આનો ખાસ ઉપયોગ કરે છે. માથું ધોતી વખતે આના ઉપયોગથી માથામાંની ચિકાશ જલદી નીકળી જાય છે અને વાળ સ્‍વચ્‍છ થઇ જાય છે.

ગુણધર્મ :

તે તીખો, ભારે, વાયુનાશક અને ઠંડો છે.

ઉપયોગ :

(૧) પેટમાંથી વાયુની તકલીફ ઉપર : અતિ અલ્‍પ પ્રમાણમાં પાણીમાં નાખીને પીવાથી પેટના વાયુનો નાશ થાય છે અને દુખાવો મટી જાય છે.

(ર) બાળકોની સસણી ઉપર : બાજરીના કણ જેટલો ખારો ગોળ અને ધાવણમાં આપવો. આથી ઊલટી થશે અને કફ નીકળી જશે. ત્રણ મહિનાના નાના બાળકને આ ઔષધ આપવું નહિં.

ખાસ સૂચન :

ખારાનો ઉપયોગ વારંવાર કરવો નહિ તેમજ તેનું પ્રમાણ અતિ અલ્‍પ રાખવું. પેટ અને આંતરડાંની તકલીફમાં ખારાનો ઉપયોગ કરવો નહિ.

૮] જાવંત્રી

પરિચય :

જાવંત્રી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. જાયફળના ઝાડને પ્રથમ જે ફળ આવે છે તે થોડાં મોટાં હોય છે. જાયફળ તેની અંદરનું ફળ છે. જાયફળની ઉપરની બાજુ જે છાલ હોય છે તે જ જાવંત્રી છે.

આ છાલ શરૂઆતમાં સફેદ અને સુવાસિત હોય છે. જયારે અંદરનું ફળ અર્થાત્ જાયફળ પાકે ત્‍યારે તેની ઉપર વીંટળાયેલી છાલ લાલ રંગની અને જાળીદાર હોય છે.

ગુણધર્મ :

જાવંત્રી મધુર, હલકી, ગરમ, રુચિકર અને વર્ણને સુધારનાર છે. કફ, ઉધરસ, ઊલટી, શ્ર્વાસ, તરસને મટાડનાર છે. તે કૃમિનાશક છે તથા શરીરમાં રહેલા વિષોનો નાશ કરે છે. જાવંત્રીના મોટા ભાગના ગુણ જાયફળ જેવા જ છે. જાવંત્રીમાં સુગંધિત તેલ આશરે ૮ થી ૧૦ ટકા જેટલું હોય છે. આ તેલ ઉડ્ડયનશીલ હોય છે.

ઉપયોગ:

શરીરનો વર્ણ સુધારવા માટે :શરીર પર જાવંત્રીનો લેપ ચોળવો અને થોડીવાર પછી સ્‍નાન કરવું.

૯] સ્વાદમાં તુરુ ગુણમાં ઠંડુ જીરુ

પરિચય :

જીરું રસોડાનો એક અતિ ઉપયોગી મસાલો છે.  જીરાના ત્રણ પ્રકાર છે : (૧) સફેદ જીરું, (ર) શાહજીરું અને (૩) કલોંજી જીરું.

અહીં સફેદ જીરાની જ ચર્ચા કરવામાં આવી છે.આ જ જીરાનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. ત્રણે જીરાના ગુણ લગભગ સરખા છે. ચોથું જીરું ‘ઓથમી જીરા’ તરીકે ઓળખાય છે. તે ‘ઇસબગોળ’ છે અને ઔષધ તરીકે વપરાય છે. તેને મસાલા સાથે કોઇ નિસબત નથી. તે ઉપરાંત એક પદાર્થ શંખજીરા તરીકે વપરાય છે, તેને પણ જીરા સાથે કોઇ નિસબત નથી. તે એક પ્રકારનો પથ્‍થર છે. તે અતિ મૃદુ, મુલાયમ અને સુંવાળો હોય છે. તે કેરમબોર્ડ ઉપર પાઉડર તરીકે છાંટવાના કામમાં આવે છે.

ગુણધર્મ :

તે તીખું, દીપન, ઠંડું અને લઘુ છે. તે એસિડિટી મટાડનાર, ભૂખ લગાડનાર, રુચિ જગાડનાર, મંદાગ્નિ પ્રદીપ્‍ત કરનાર, શરીરની ખોટી ગરમી દૂર કરનાર તેમજ ઝાડા અને અજીર્ણને રોકનાર છે. તે પેટનો આફરો અને વાયુગોળો દૂર કરે છે, ઊલટી અને મોળ અટકાવે છે, ભૂખ પ્રદીપ્‍ત કરે છે. બળ અને શકિત વધારે છે, તેમજ ચક્ષુષ્‍ય છે. આમ, સમગ્ર પાચનતંત્રના અવયવોને તે બળ આપે છે અને મજબૂત બનાવે છે.

ઉપયોગ :

(૧) દરરોજ સવારે નરણે કોઠે એક નાની ચમચી જીરાનો પાઉડર પાણી સાથે લેવાથી તંદુરસ્‍તી જળવાય છે.

(ર) દરરોજ રાતે સૂતી વખતે એક નાની ચમચી જીરાનો પાઉડર લેવાથી આંતરડામાં સડો હોય તો તે મટાડે છે. રાતનું જમવાનું બને તેટલું જલદી પતાવવું. મળ ઢીલો આવતો હોય તો જીરાના સેવનથી બંધાઇને આવે છે, તેમજ પેટમાં ભરાઇ રહેલા વાયુને પણ તે છૂટો કરે છે. સાથે સાથે આંતરડામાં ભરાઇ રહેલા ઉપદ્રવી જંતુઓનો પણ નિકાલ કરે છે.

(૩) છાતીની બળતરા ઉપર : જીરા અને ધાણાનું ચૂર્ણ સાકર સાથે દિવસમાં બે વખત લેવું.

(૪) ધાવણ ઓછું આવતું હોય તો : દરરોજ દિવસમાં બે વખત જીરાનું ચૂર્ણ લેવું.

(૫) જીરા અને સાકરનું ચૂર્ણ સપ્રમાણ લેવાથી રકતપ્રદર અને લોહીવા મટે છે.

(૬) જીરાના પાઉડર સાથે અલ્‍પ પ્રમાણમાં હિંગ ભેળવીને આપવાથી પણ પેટમાંનો વાયુનો ભરાવો દૂર થાય છે.

(૭) ભોજન કર્યા પછી જીરાના ચૂર્ણ સાથે મરીનું ચૂર્ણ સિંધવ સાથે છાશમાં લેવાથી હરસમાં ફાયદો થાય છે.

(૮) દરરોજ સવારે અને રાતે એક-એક ચમચી જીરાનો પાઉડર લેવાથી જીર્ણજ્વર(તાવ) માં ફાયદો થાય છે.

(૯) આંખોની બળતરા ઉપર : જીરાનું ચૂર્ણ મેળવેલા પાણીથી દિવસમાં બે વખત આંખો ધોવી.

૧૦] અનેક રોગને મારનાર મરી

પરિચય :

મરીને ‘તીખા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુણો માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં મરીનો નિયમિત વપરાશ થતો હોય છે. પરદેશોમાં તો મરચાંનો બદલે મરી જ વપરાય છે. મરી કાળાં અને ધોળાં એમ બે પ્રકારનાં મળે છે. અર્ધ પકવ મરીને ઉતારીને સૂકવવામાં આવે છે. આવાં મરી કાળાં હોય છે; જયારે તે પૂરેપૂરાં પાકે છે ત્‍યારે ઉપરનાં ફોતરાં સરળતાથી નીકળી જાય છે. અંદરથી જે મરી નીકળે છે તે ‘ધોળાં મરી’ તરીકે ઓળખાય છે. આપણે ત્‍યાં મરીનો વધુ વપરાશ મુખ્‍યત્‍વે પાપડ બનાવવામાં થાય છે. તે ઉપરાંત કચુંબરમાં પણ આપણે ત્‍યાં ઠીક ઠીક પ્રમાણમાં વપરાય છે. મીઠાવાળા પાણીમાં ઉપલબ્‍ધ લીલાં મરી સીધેસીધાં ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.

ગુણધર્મ :
મરી તીખાં, તીક્ષ્‍ણ, અગ્નિ-પ્રદિપક, ઉષ્‍ણ, કફ અને વાયુનાશક, ગરમ, પિત્તકારક અને રુક્ષ હોય છે.

૧૦અ] લીલાં મરી :

તીખાં, મધુર, પ્રમાણમાં ઓછાં તીક્ષ્‍ણ અને ઉષ્‍ણ, સારક, ભારે, કફનાશક અને રસાયણ છે. તે પિત્તકારક નથી.

ઉપયોગ :

(૧) ધોળાં મરીના બે-ત્રણ દાણા દરરોજ ગળવાથી તે રોગનો સામનો કરે છે અને રોગ થયો હોય તો તેને વધતો અટકાવે છે.

(૨) સળેખમ અને ખાંસી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ ઘી અને સાકર સાથે લેવું.

(૩) શ્ર્વાસની તકલીફ ઉપર : પંદરેક મરીના દાણાનું ચૂર્ણ મધમાં દિવસમાં બે વખત લેવું.

(૪) તાવ ઉપર : મરી અને કરિયાતાનું ચૂર્ણ દિવસમાં બે વખત પાણી સાથે લેવું. એક-બે દિવસમાં તાવ ઊતરી જશે. તાવનું જોર વધારે હોય તો આ ચૂર્ણ દિવસમાં ત્રણ-ચાર વખત ગરમ પાણી સાથે લેવું.

(૫) તાવ ઉપર બીજો ઇલાજ : તુલસીનાં પાનનો રસ અને મરીનું ચૂર્ણ દિવસમાં બે વખત લેવું.

(૬) ઊલટી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ થોડુ મીઠું નાખીને લેવું.

(૭) મરડા ઉપર : મરીનું ચૂર્ણ છાશમાં લેવું.

(૮) આંજણી ઉપર : મરીના ચૂર્ણને બારીક લીસોટી આંજણીના ઉપર લગાડવું.

(૯) વાતરોગથી શરીર જકડાઇ જાય ત્‍યારે : મરીના ચૂર્ણને બારીક વાટી શરીર પર તેનો લેપ કરવો.

(૧૦) માથાના દુખાવા ઉપર : મરી વાટીને કપાળ પર લેપ કરવો.

(૧૧) શીતપિત્ત (એલજી) ઉપર : મરીને બારીક વાટી તેનો લેપ કરવો.

(૧૨) સ્‍વરભંગ અથવા અવાજ બેસી જવો : જમ્‍યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે લેવું.

(૧૩) વાયુની તકલીફ ન થાય તે માટે : મરીનું ચૂર્ણ લસણ સાથે ભેળવીને લેવું.

(૧૪) દરેક જાતના તાવ ઉપર : મરીનું ચૂર્ણ એક ચમચી બે ગ્‍લાસ પાણી અને બે ચમચી સાકર ભેળવી ઉકાળવા મૂકવું. એક અષ્‍ટમાંશ (૧/૮) બાકી રહે ત્‍યારે ઉતારી લેવું. આ ઉકાળો પીવાથી તાવ ઊતરે છે; જરૂર પડે તો બીજા દિવસે પણ આ ઉકાળો લેવો.

૧૧] તમાલપત્ર

પરિચય :

તમાલવૃક્ષનાં પાંદડાંને ‘તમાલપત્ર’ કહેવાય છે. તમાલવૃક્ષનાં પાંદડાં તજ વૃક્ષનાં પાંદડાં જેવાં જ હોય છે. તેના ગુણ પણ લગભગ એકસરખા જ છે.

ગુણધર્મ :

તમાલપત્ર મધુર, તીક્ષ્‍ણ, કિંચિત્ ગરમ અને લઘુ હોય છે. તે તજા ગરમી, કફ અને પિત્તની તકલીફ મટાડે છે. આંતરડાંમાંના આમપ્રકોપનું શમન કરે છે અને કફપ્રધાન રોગોમાં ફાયદો કરે છે. તે પાચનતંત્રના રોગોમાં પણ ઉપયોગી છે. વારંવાર થતી ઝાડાની તકલીફમાં તે સારો ફાયદો કરે છે. ગર્ભશયની તકલીફોમાં પણ તે ઉપયોગી છે. ગર્ભાશયનું સંકોચન કરવામાં તે મદદરૂપ થાય છે. ગર્ભસ્‍ત્રાવ અને ગર્ભાપતનની તકલીફમાં પણ તે ફાયદો કરે છે. આમ, તમાલપત્ર ગર્ભાશયની શિથિલતા દૂર કરી તેને મજબૂતી આપે છે.

ઉપયોગ :

(૧) વારંવાર આવતા તાવમાં તમાલપત્રનો ફાંટ ખૂબ ઉપયોગી છે. તે પીવાથી પરસેવો વળે છે અને તાવ ઊતરી જાય છે.

(૨) તમાલપત્ર, તજ અને એલચી દાણાનું ચૂર્ણ સમભાગે એક નાની ચમચી દિવસમાં બે વખત (સવારે અને સાંજ) પાણી સાથે લેવાથી ગર્ભાશયમાંના વિકારો શમી જાય છે; ગર્ભાશય મજબૂત બને છે અને ગર્ભસ્‍ત્રાવ થવાની તકલીફ દૂર થાય છે. આ પ્રયોગ કરવાથી ગર્ભધારણ થવાની શક્યતા વધે છે.

(૩) તમાલપત્ર પાચનતંત્રના રોગોમાં પણ ખૂબ ઉપયોગી છે. તેના સેવનથી અપચો, આમપ્રકોપ અને વાયુની તકલીફ મટે છે.

(૪) કફપ્રધાન રોગોમાં પણ તે ફાયદો કરે છે.

(૫) ઉદર સંબંધી બધી તકલીફોમાં તે ઉપયોગી છે. મોળ, ઉદરશૂળ, વારંવાર ઝાડા થવા વગેરે તકલીફો તમાલપત્રના ચૂર્ણનો ફાંટ દિવસમાં બે વખત પીવાથી દૂર થાય છે. તમાલપત્ર તદ્દન નિર્દોષ પદાર્થ છે.

૧૨] રાઇ

પરિચય :

મસાલા કેવળ દાળ-શાક માટે જ નથી; જરૂર પડે ઔષધનું પણ કામ કરે. જાણતા હોઇએ તો આપણે ઘરમાં રહેલા મસાલાને પણ ઔષધ બનાવી શકીએ.

ગુણધર્મ :

રાઇ કડવી, ઉષ્‍ણ, પિત્તકર, દાહક, તીખી, તીક્ષ્‍ણ, રુક્ષ તથા અગ્નિ દીપક છે. વળી વાયુ, ગુલ્મ, કફ, શૂળ, વ્રણ, કૃમિ, ખંજવાળ અને કોઢને દૂર કરનારી છે.

રાઇને છોડનાં પાંદડાંનું શાક-તીખું, ઉષ્‍ણ, સ્‍વાદિષ્‍ટ, પિત્તકર તેમજ વાયુ, કફ, કૃમિનાશક છે. તે થોડી માત્રામાં દીપન, પાચન, ઉત્તેજક અને સ્‍વેદલ હોવાથી રસસ્‍ત્રાવ વધારે છે. આથી તેની મંથનક્રિયા સતેજ બને છે. પરિણામે ભૂખ ઊઘડે છે.

ઉપયોગ :

(૧) શરીર ઉપર : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી મધમાં સવારે અને રાતે લેવું.

(૨) વાયુથી અંગ જકડાઇ જાય ત્‍યારે : રાઇ વાટીને તેની પોટિસ બાંધવી.

(૩) અજીર્ણ અને પેટના દુખાવા ઉપર : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી પાણી સાથે લેવું.

(૪) બરોળ અને યકૃતની તકલીફ ઉપર : રાઇ અને સિંધવનું ચૂર્ણ સમભાગે લઇ તેનો લેપ કરવો.

(૫) સોજા ઉપર : રાઇ અને સંચળનો લેપ લગાડવો.

(૬) ભૂખ લાગવા માટે : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી થોડા દિવસ પાણી સાથે લેવું.

(૭) કફને કાઢવા માટે : અર્ધી ચમચી રાઇ, પા ચમચી સિંધવ અને પા ચમચી સાકરનું ચૂર્ણ સવારે અને રાતે લેવું.

(૮) પેટ શૂળ ઉપર : અર્ધી ચમચી રાઇને તેલ લગાડી ગળવી.

(૯) વિષ-ઝેર બહાર કાઢવા માટે : અર્ધી ચમચી રાઇ અને અર્ધી ચમચી મીઠું ગરમ પાણી સાથે ગળવાં.

(૧૦) ઊલટી બંધ કરવા માટે : રાઇને પાણીમાં વાટી પેટ ઉપર તેનો લેપ કરવો.

(૧૧) જખમ પાકયો હોય તો : રાઇના ચૂર્ણમાં ઘી અને મધમાં ભેળવી તેનો લેપ કરવો.

(૧૨) કાચ અથવા કાંટો વાગ્‍યો હોય તો : રાઇનું ચૂર્ણ ઘી અને મધમાં મેળવી તેનો લેપ કરવો, આથી કાંટો અથવા કાચ બહાર આવી જાય છે.

૧૩] મહિલાઓ માટે ઉતમ મેથી

પરિચય :

મેથીથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. તેના ગુણોથી આપણે માહિતગાર છીએ. મેથી વાતરોગના ઇલાજ તરીકે ખૂબ જ જાણીતી છે. કોઇ પણ સાંધાની તકલીફ થાય ત્‍યારે આપણને મેથીની અચૂક યાદ આવે છે. સેંકડો વરસથી તેને મળેલી ખ્‍યાતી આજે પણ જરાય ઓછી થઇ નથી. એવું કહેવાય છે કે એક વખત સંધિવાતની તકલીફ થાય પછી તેમાંથી છૂટી શકાતું નથી, પરંતુ સાવ એવું નથી. જો ઇલાજ ચીવટપૂર્વક કરવામાં આવે અને તે લાગુ પડી જાય તો આ તકલીફમાંથી છુટકારો મળી શકે છે. શિયાળાની ઋતુમાં મેથીનો વધારે ઉપયોગ કરવો.

ગુણધર્મ :

મેથી તીખી, ઉષ્‍ણ, વાતનાશક, પિત્તવર્ધક, દીપન, લઘુ, રસકાળે કડવી, રુક્ષ, મલાવષ્‍ટંભક, હ્રદ્ય અને બલ્‍ય છે. તે જવર, અરુચિ, ઊલટી, ઉધરસ, વાયુ, કફ, અર્શ, કૃમિ તથા ક્ષય મટાડે છે.

ઉપયોગ :

(૧) આમની તકલીફ ઉપર : મેથી અને સૂંઠનું અર્ધી ચમચી ચૂર્ણ ગોળ સાથે મેળવી સવારે અને રાતે લેવું.

(૨) વાયુ, મોળ, આફરો, ઊબકા, ખાટા ઓડકાર મટે; મેથી અને સુવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી પણ ફાયદો થાય છે.

(૩) લોહી સુધારવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક નાની ચમચી (કાપેલી લેવલ) મેથી અન્‍ય ભાજીઓના રસ સાથે લેવી

(૪) ગર્ભાશયનું વ્‍યવસ્થિત સંકોચન થાય તે માટે એક નાની ચમચી મેથી, અજમો અને જીરાનું ચૂર્ણ પાણી સાથે લેવું.

(૫) સંધિવાતથી ઝલાયેલા શરીર માટે એક નાની ચમચી મેથી અને સૂંઠનું ચૂર્ણ લેવું.

૧૪] સુગંધી અને પાચક ઔષધી ફૂદીનો

પરિચય :

ફુદીનાથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ ઉપયોગમાં આવતા લીલા મસાલામાં ફુદીનો અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. ફુદીના વગર કોથમીરની ચટણી ફીકી લાગે. આપણે ત્‍યાં દરેક જગ્‍યાને તે સહેલાઇથી ઊગે છે. તેમાંથી એક પ્રકારની સરસ ગમે તેવી સુગંધ નીકળતી હોય છે. ઔષધ તરીકે બહુ ઉપયોગી છે. જેટલું પ્રાધાન્‍ય તુલસીને આપવામાં આવ્‍યું છે તેનાથી પણ વધુ પ્રાધાન્‍ય કદાચ ફુદીનાને આપી શકાય.

ગુણધર્મ :

ફુદીનો સ્‍વાદુ, રુચિકર, હ્રદ્ય, ઉષ્‍ણ, દીપન, વાત-કફનાશક તથા વધુ પડતા મળમૂત્રને નોર્મલ કરનાર છે. તે અજીર્ણ, અતિસાર અને ખાંસીને મટાડે છે. તે જઠરાગ્નિ-પ્રદીપક, સંગ્રહણીને મટાડનાર, જીર્ણજવર દૂર કરનાર અને કૃમિનાશક છે. તે ઊલટી અને મોળને અટકાવે છે. થોડા પ્રમાણમાં તે પિત્તનાશક પણ છે. તે પાચનશકિત વધારે છે અને ભૂખ લગાડે છે.

ઉપયોગ :

(૧) ભૂખ લગાડવા માટે : ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો દરરોજ સવારે ચાર ચમચા જેટલો (આશરે અર્ધો કપ) પીવો.

(૨) રોંજિદા તાવ ઉપર : ફુદીનો અને તુલસીનો રસ દરરોજ દિવસમાં બે વખત સવારે અને રાતે પીવો.

(૩) ટાઢ વાઇને આવતા શીતજવરમાં પણ ફુદીનો અને તુલસીનો ઉકાળો થોડા દિવસ પીવો.

(૪) ફુદીનાનો તાજો રસ મધ મેળવી દર બે કલાકે આપતા રહેવાથી ગમે તેવો તાવ અંકુશમાં આવી જાય છે.

(૫) અપાચન, અજીર્ણ અને ઊલટી જેવી પાચનતંત્રની ફરિયાદમાં ફુદિનાનો તાજો રસ ફાયદો કરે છે.

(૬) પેટના શૂળ ઉપર : ફુદીનાનો રસ એક નાની ચમચી, આદુનો રસ એક નાની ચમચી સિંધવ નાખીને દિવસમાં બે વખત પીવો.

(૭) શરદી, સળેખમ અને પીનસ (નાકમાં થતો સડો)માં ફુદીનાના રસનાં બે-ત્રણ ટીપાં દિવસમાં બે-ત્રણ વખત નાકમાં નાખવાં.

૧૫] સુવા

પરિચય :

થોડાં ‍વરસો પહેલાં આપણાં ઘરોમાં સુવાનો મુખવાસ તરીકે ઘણો ઉપયોગ થતો; ઔષધ તરીકે પણ તેનો અવારનવાર ઠીક ઠીક ઉપયોગ થતો; પરંતુ તેના તીખા અને કટુ સ્‍વાદને કારણે હાલમાં તેનો ઉપયોગ ઘણો જ ઘટી ગયો છે. આ સુવાના ગુણનો ખ્‍યાલ કરીને આપણે ફરીથી તેનો ઉપયોગ વધારવો જોઇએ. દરેક સારી અને ગુણકારી વસ્‍તુનો સ્‍વાદ માણવો જોઇએ.

ગુણધર્મ :

સુવા કડવા, તીખા, પાચક, સ્નિગ્‍ધ, ઉષ્‍ણ, દીપન અને પેટના વાયુની તકલીફ માટે ઉપયોગી છે. તે વાત, કફ, દાહ, જ્વર, નેત્રરોગ, શૂળ, ઊલટી, વ્રણ, અતિસાર, આમ તથા તૃષાની તકલીફને મટાડે છે. વળી લોહીની શુદ્ઘ પણ કરે છે.

ઉપયોગ :

(૧) વાતવિકાર ઉપર : સુવા, હિંગ અને સિંધવનું ચૂર્ણ એક નાની ચમચી પાણી સાથે ફાકવું.

(૨) સુવા, હિંગ અને સિંધવના ચૂર્ણને વાટીને લેપ કરવાથી સંધિવાત, કટિવાત અને અસ્થિવાતનો નાશ થાય છે.

(૩) અતિસાર ઉપર : સુવા અને મેથીનું ચૂર્ણ દહીં સાથે મેળવીને લેવું.

(૪) ઝાડામાં આવતી દુર્ગંધ માટે : સુવા અને મેથીનું ચૂર્ણ દહીં કે છાશ સાથે લેવું.

૧૬]  સૂંઠ :

સૂંઠથી ભાગ્‍યે જ કોઇ અપરિચિત હશે. દરેક ઘરમાં તેનો નિત્‍ય ઉપયોગ થતો હોય છે. આદુને સૂકવીને સૂંઠને તૈયાર કરવામાં આવે છે.

સૂંઠ તીખી, સ્નિગ્‍ધ, લઘુ, ઉષ્‍ણ, રુચિકર અને આમવાતનાશક છે.

ઉપયોગ :

(૧) આમવાત અને પેટ શૂળ ઉપર : સૂંઠનો કાઢો પીવો.

(૨) હ્રદયરોગ, અગ્નિમાંદ્ય, શ્ર્વાસ, ખાંસી, અરુચિ, સળેખમ અને ઉધરસ ઉપર : સૂંઠનો કાઢો દિવસમાં ત્રણ વખત પીવો.

(૩) હરસ ઉપર : સૂંઠનો ચૂર્ણ છાશમાં પીવું.

(૪) બાળકોની સંગ્રહણી ઉપર : સૂંઠનો ઘસારો અર્ધી ચમચી દિવસમાં બે વખત ચટાડવો.

(૫) આધાશીશી ઉપર : સૂંઠને દૂધમાં અગર પાણીમાં ઘસીને તે ઘસારાનાં ટીપાં નાકમાં નાખવાં તેમજ તેનો પાતળો લેપ કપાળ પર લગાડવો.

(૬) બહુમૂત્રતા ઉપર : સૂંઠને ચૂર્ણ ખડી સાકર સાથે દિવસમાં બે વખત લેવું.

(૭) આમવાત ઉપર : સૂંઠને ચૂર્ણ ૪ ભાગ અને વરિયાળીનું ચૂર્ણ ૧ ભાગ દિવસમાં બે વખત પાણી સાથે આપવું.

(૮) અગ્નિમાંદ્ય અને કૃમિ ઉપર : સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં દિવસમાં બે વખત આપવું.

(૯) સળેખમ અને શરદી ઉપર : સૂંઠ, તજ અને ખડી સાકરનો કાઢો દિવસમાં બે વખત લેવો.

(૧૦) શરીરની કાંતિ અને પુષ્ટિ માટે : સૂંઠનો ઉકાળો દિવસમાં બે વખત લેવો.

(૧૧) કમળા ઉપર : સૂંઠનો ચૂર્ણ અને ગોળ ખાવા આપવો.

(૧૨) ધાતુ સ્‍ત્રાવ થાય અને પેશાબમાં ધાતુ જાય તો : સૂંઠનો ઉકાળામાં હળદર અને ગોળ નાખી તે પીવો.

(૧૩) પેશાબમાં લોહી આવે અને દુખાવો થાય તો : ગાય અગર બકરીના દૂધમાં ૫ થી ૬ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી પીવું.

(૧૪) અતિસાર અને આમની તકલીફ ઉપર : સૂંઠ, જીરું અને સિંધવનું ચૂર્ણ દહીંના મઠામાં નાખીને જમ્‍યા પછી લેવું.

૧૭]  મુખવાસની મહારાણી વરિયાળી

પરિચય :

આપણે સૌ વરિયાળીથી સારી રીતે પરિચિત છીએ. દરેક ઘરમાં તેનો મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. એ મુખને સ્‍વચ્‍છ રાખે છે. સાથે સાથે ઠંડક આપે છે. ઉપરાંત તે મોઢાંમાંની દુર્ગંધનો નાશ પણ કરે છે. મોઢામાં પડેલાં છાલાંને રૂઝવવાનું કામ પણ તે કરે છે.

ગુણધર્મ :

વરિયાળી તીખી,  કડવી,  સ્નિગ્‍ધ,  પિત્તકારક,  દીપન,  લઘુ,  ઉષ્‍ણ,  મેધ્‍ય તથા બસ્તિકર્મક છે. તે ઉપરાંત કફ, વાયુ, જ્વર, ગુલ્‍મ, શૂળ, દાહ, નેત્રરોગ, તૃષા, ઊલટી, વ્રણ, આમ તથા અતિસારમાં લાભદાયક છે. તે દાંતના સડાને રોકે છે. જમ્‍યા પછી ખાવાથી તે મોઢાને સુવાસિત રાખે છે.

ઉપયોગ :

(૧) આમ- અતિસાર ઉપર : વરિયાળીનો કાઢો પીવો.

(૨) મુખ વિકાર અને પેઢાંના સોજા ઉપર : વરિયાળી ચાવીને તેનો રસ ગળે ઉતારવો.

(૩) ઉષ્‍ણતા અને ઉધરસ ઉપર : વરિયાળી અને સાકરનું ચૂર્ણ અવારનવાર મોઢામાં રાખવું.

(૪) પિત્ત-જવર ઉપર : વરિયાળી અને સાકરનો કાઢો પીવો.

(૫) વરિયાળીને પાનમાં મસાલામાં નાખવાથી તે વધુ સ્‍વાદિષ્‍ટ બને છે. મનને આનંદિત રાખે છે.

(૬) નેત્રદાહ ઉપર : વરિયાળીવાળા પાણીમાં આંખો ધોવી.

સાભાર : ગુર્જરી નેટ.કોમ 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મને લાગે છે કે મારામાં જ કંઈક પ્રોબ્લેમ છે ! …

મને લાગે છે કે મારામાં જ કંઈક પ્રોબ્લેમ છે!……

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

problem story

 

 

મૈં ખુદ હી અપની તલાશ મેં હૂં, મેરા કોઈ રહનુમા નહીં હૈ,

વો ક્યા દિખાયેંગે રાહ મુજકો, જિન્હેં ખુદ અપના પતા નહીં હૈ,

દિલ આયના હૈ તુમ અપની સૂરત, સંવાર લો ઔર ખુદ હી દેખો,

જો નુક્સ હોગા દિખાઈ દેગા, યે બેજુબાં બોલતા નહીં હૈ.

 

 

કોઈ માણસ ક્યારેય પરફેક્ટ હોતો નથી. માણસની ગતિ હંમેશાં પરફેક્ટનેસ તરફની હોય છે. માણસ કેટલે સુધી પહોંચે છે તેના પરથી તેની સફળતા કે નિષ્ફળતા અને સુખ કે દુઃખ નક્કી થતાં હોય છે.  પરફેક્ટનેસ તરફની ગતિ પાછી સીધી લાઇનમાં નથી હોતી.  આ ગતિ અપ-ડાઉનવાળી હોય છે, આ રસ્તો અનિશ્ચિત હોય છે.  આ રસ્તો એક્સપ્રેસ વે જેવો હોતો નથી.   આમ જુઓ તો રસ્તો હોતો જ નથી.  રસ્તો બનાવવો પડતો હોય છે.  રસ્તો બનાવતી વખતે ક્યારેક ભૂલ પણ થઈ જાય.   રસ્તા પર ખાઈ આવે તો પુલ બનાવવો પડતો હોય છે અને પર્વત આવે તો ટનલ કોતરવી પડતી હોય છે.   રસ્તો સીધો હોય તોપણ ગતિ જાળવવી પડતી હોય છે.   જિંદગી એટલે મુકામ સુધી પહોંચવાની સફર.

 

સંઘર્ષ સામે દરેક માણસ સજ્જ રહેવાનો પ્રયાસ કરતો હોય છે.  પડકારને પરિશ્રમથી મહાત કરવાનો તેનો પ્રયત્ન રહે છે.  દરેક ચેલેન્જને ચાન્સમાં કન્વર્ટ કરવાનો તેનો ઇરાદો હોય છે. બધી વખતે આપણું ધાર્યું થતું નથી.  દરેક નિશાન ટાર્ગેટ શૂટ કરે એવું બનવાનું નથી.  એકાદ અડચણ આવે ત્યારે માણસ એને વધુ મહેનતથી પાર કરી લે છે. ઉપરાછાપરી નિષ્ફળતા માણસને મૂંઝવી નાખે છે.  શું થઈ રહ્યું છે એની તેને સમજ નથી પડતી.  દરેક નિષ્ફળતા માટે માણસ બીજાને દોષ દે એવું બનતું નથી.  ઘણી વખત માણસ નિષ્ફળતા માટે પોતાને જવાબદાર ગણવા માંડે છે.  આવું થાય એમાં કશું ખોટું પણ નથી.  નિષ્ફળતાના પોસ્ટમોર્ટમમાંથી જ સફળતાનાં કારણ મળતાં હોય છે.  ધ્યાન માત્ર એટલું રાખવાનું હોય છે કે નિષ્ફળતા આપણને નકામા ન કરી નાખે.

 

એક યુવાનની વાત છે.  પોતાની જોબમાં સફળ થવા માટે એ ખૂબ મહેનત કરતો. પૂરતું હોમવર્ક કરતો. જોકે, થતું એવું કે એને સફળતા મળતી ન હતી.  ધાર્યાં ધ્યેય હાંસલ ન થતાં એને પ્રમોશન મળતું ન હતું. બીજા લોકો આગળ નીકળી જતા હતા.  એક તબક્કો તો એવો આવ્યો કે તેને નોટિસ આપી દેવામાં આવી કે આ તમને છેલ્લો ચાન્સ છે. હવેની નિષ્ફળતા તમારા માટે આખરી હશે.  એ દિવસે આ યુવાને તેના મિત્રને કહ્યું, મને તો એવું લાગે છે કે મારામાં જ કંઈ પ્રોબ્લેમ છે.  મારી ખામીઓના કારણે જ હું પાછળ પડું છું.  મિત્રએ કહ્યું કે, એવો કયો માણસ છે જેનામાં કોઈ ખામી નથી ?  ખામીઓ બધામાં હોય છે.  હા, તને જો એવું લાગતું હોય કે તારામાં ખામી છે તોપણ તેના કારણે તું ડિસ્ટર્બ ન થા.  એ ખામીને શોધ.  તેને દૂર કર. ડિસ્ટર્બ થઈશ તો વધુ ભૂલો કરીશ.  તને કહ્યું છેને કે હજુ એક ચાન્સ છે ?   જસ્ટ રિલેક્સ, એમ વિચાર કર કે હજુ એક ચાન્સ તો છેને ?  તારી અત્યાર સુધીની નિષ્ફળતા તારા પર હાવી ન થવા દે.  પ્રોબ્લેમ તારામાં નથી, તારા વિચારોમાં છે.  તારી સાથે કામ કરતા લોકોની સલાહ લે. બધાને સાથે રાખ.  ઘણી વખત માત્ર એટિટયૂડ ચેઇન્જ કરવાની જ જરૂર હોય છે.

 

બીજાને સમજવા બહુ સહેલા છે.  પોતાને સમજવાનું જ અઘરું છે.  માણસની સમજ એના પરથી નક્કી થતી હોય છે કે એ પોતાને કેટલો સમજે છે.  દરેક માણસ એકસરખો જ હોય છે. એક માણસને બીજા માણસથી જુદા પાડે છે એની વિચારવાની શક્તિ, પોતાને સમજવાની તાકાત અને દરેક પરિસ્થિતિને સ્વીકારવાની આવડત.  કોઈ ઘટનાની એક બાજુ હોતી નથી.  અનેક બાજુ હોય છે.  કોઈ ઘટના એક બાજુથી ન સમજાય તો એને બીજી બાજુથી સમજો.  આપણે એક બાજુથી જ જોતાં હોઈએ છીએ અને તેને જ સાચી માની લેતા હોઈએ છીએ. બીજી બાજુ સમજાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.  આવું થાય ત્યારે અફસોસ સિવાય બીજું કંઈ રહેતું નથી.

 

એક યુવતીની આ વાત છે.  બહારગામ જવા માટે એ એરપોર્ટ પર પહોંચી. ફ્લાઇટને હજુ વાર હતી. તેને ભૂખ લાગી હતી.   એરપોર્ટ પરની ફૂડ શોપમાંથી તેણે કૂકીઝનું એક પેકેટ લીધું. ટાઇમ પાસ કરવા એક ન્યૂઝપેપર ખરીદ્યુ.  એક ટેબલ સાથેની ચેર પર એ બેઠી અને ન્યૂઝપેપર વાંચવા લાગી.  થોડા જ સમયમાં બાજુની ચેર પર એક યુવાન આવીને બેઠો.  યુવતીએ જોયું તો એ યુવાન ટેબલ પર કૂકીઝનું પેકેટ ખોલીને ખાવા લાગ્યો.  યુવતીને થયું કે જબરો બદતમીઝ માણસ છે.  મેનર્સ જેવું તો કંઈ છે જ નહીં.  મારી કૂકીઝ ખાવા લાગ્યો અને મને પૂછતો પણ નથી.  આવા માણસને જરાયે વતાવાય નહીં. યુવતીને થયું કે હવે હું તો કૂકીઝ ખાઉં, નહીંતર આ માણસ બધી જ કૂકીઝ ખાઈ જશે.  તેણે પેકેટમાંથી એક કૂકી લીધી.  પેલા માણસે પણ એક લીધી.  યુવતીએ પણ બીજી કૂકી લીધી.  બંને વારાફરતી ખાતાં રહ્યાં.  છેલ્લે એક કૂકી વધી.  પેલા યુવાને એ કૂકી લઈ લીધી.  એટલું જ નહીં,  કૂકી અડધી કરીને યુવતીને આપી.  યુવતીને થઈ ગયું કે નક્કી આ માણસ બદમાશ છે.  તેણે અડધી કૂકી લઈ તો લીધી પણ એક શબ્દેય પેલા યુવાનને ન કહ્યો.  થોડી વાર પછી પેલો યુવાન ઊભો થઈને ચાલ્યો ગયો. યુવતીને થયું કે હાશ એક જોખમ ટળ્યું.  ફ્લાઇટનો ટાઇમ થાય ત્યાં સુધી એ ત્યાં જ બેસી રહી.

 

ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થયું એટલે એ યુવતી ઊભી થઈ.  ન્યૂઝપેપરની ઘડી કરીને એ પોતાના પર્સમાં મૂકવા ગઈ.  પર્સમાં જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ.  એનું કૂકીઝનું પેકેટ તો પર્સમાં જ હતું ! એને સમજાયું કે પેલો યુવાન મારી કૂકીઝ નહોતો ખાતો પણ હું જ એની કૂકીઝ ખાતી હતી.  એ બિચારો તો કંઈ જ ન બોલ્યો અને હું તેના વિશે કેવું કેવું ખરાબ વિચારતી હતી !  છેલ્લે તો એણે મને અડધી કૂકી પણ આપી.  એ દોડીને એને શોધવા ગઈ પણ પેલો યુવાન ક્યાંય ન મળ્યો !  યુવતીએ આ વાત તેની ફ્રેન્ડને કરી.  તેની ફ્રેન્ડે કહ્યું કે, તને જ્યારે લાગ્યું કે એ તારી કૂકીઝ ખાઈ રહ્યો છે ત્યારે જ તેં કેમ કંઈ વાત ન કરી ?   આપણો પ્રોબ્લેમ એ જ હોય છે કે જ્યારે જે કરવું જોઈએ એ કરતાં નથી.  ઘણું બધું માની લઈએ છીએ. ધારી લઈએ છીએ. બીજી બાજુનો વિચાર જ નથી કરતા.  છેલ્લે આપણને થાય છે કે ભૂલ આપણી જ હતી.

 

આપણો એટિટયૂડ ઘણી વખત આપણને ભૂલ કરાવતો હોય છે.  એટિટયૂડને ચેઇન્જ કરો. તમારો પ્રોબ્લેમ, તમારી ખામી તમને લાગતી હોય તો એ પોઝિટિવનેસ છે, પણ એ ખામીમાં ડૂબેલા ન રહો.  ખામી શોધો.   ખામીને સુધારો.  માણસને ખબર તો હોય જ છે કે પ્રોબ્લેમ ક્યાં થઈ ગયો.  એ પ્રોબ્લેમ એ સુધારતો નથી.   તમારી જાતને દોષ ન દેવો હોય અને પોતાને જ જો દોષિત ન સમજવા હોય તો જલદીથી એ પ્રોબ્લેમ એ ખામીને હટાવી દો.  ઘણી ખામીઓ આપણી સફરના માર્ગની બરાબર વચ્ચે સ્ટોપના બોર્ડની જેમ ખોડાયેલી હોય છે.  આ બોર્ડના કારણે આપણને આગળનો રસ્તો નજરે પડતો નથી.  આપણે આપણા હાથે જ આ બોર્ડ હટાવવું પડતું હોય છે.  સ્ટોપ થઈ જવું કે બોર્ડ હટાવવું એ આપણે નક્કી કરવાનું હોય છે.  પ્રોબ્લેમ, ખામી અને સ્ટોપનું બોર્ડ હટાવી દો, આગળ રસ્તો તો છે જ…

 

 

છેલ્લો સીન :

 

જે દલીલ નથી કરી શકતો તે કજિયો કરે છે.   – જી.કે. ચેસ્ટરટન.

 

 

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 29 જુન, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.comચિંતનની પળે :   
 email : 
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  “LIKE” / Follow  us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli