સાઉન્ડ ઓફ મ્યુઝિક-સોલ્ઝબર્ગ  …

સાઉન્ડ ઓફ મ્યુઝિક-સોલ્ઝબર્ગ  …

પ્રવાસ – ડો. ભારતી રાણે

 

sound of music

 

ઓસ્કર એવોર્ડ વિનર અમેરિકન મ્યુઝિક ફિલ્મસાઉન્ડ ઓફ મ્યુઝિકઓસ્ટ્રિયાના સોલ્ઝબર્ગમાં ફિલ્માવાઇ હતી.  ત્યાં એ અમર ફિલ્મની દરેક સ્મૃતિને સાચવવામાં આવેલી છે. ફિલ્મમાંદર્શાવાયેલા જૂના શહેરની ગલીઓ, કિલ્લો, કિલ્લા પર લઈ જતાં પગથિયાં, મિરાબેલ ગાર્ડન, ગ્રેવયાર્ડ અને ચર્ચ સોલ્ઝબર્ગના સહેલાણીઓનું આકર્ષણ છે.

 

ડોઅ ડિયર અ ફીમેલ ડિયર, રે અ ડ્રોપ ઓફ ગોલ્ડન સન.  આઇ એમસિક્સટિન, ગોંઇગ ઓન સેવન્ટિન…‘   જીવનમાં ટીનએજ બસ ડોકિયું જ કરી રહી હતી, એ દિવસોની સ્મૃતિઓમાં સચવાયેલાં એ પ્રિય ગીતોની મધુરતા પણ વર્ષાસુધી મનમાં પડઘાતી રહી.  સાંભળ્યું હતું કે, ફિલ્મ સાઉન્ડ ઓફ મ્યુઝિકઆખેઆખી સોલ્ઝબર્ગમાં ફિલ્માવાઇ હતી અને ત્યાં એ અમર ફિલ્મની એક એક સ્મૃતિનેસાચવવામાં આવેલી છે.  બસ, એ જ કારણે ઓસ્ટ્રિયાના પ્રવાસ દરમિયાનસોલ્ઝબર્ગ પણ જવું જ એમ મનમાં હતું.  સોલ્ઝબર્ગમાં પ્રવેશતાં જ ફિલ્મસાઉન્ડઓફ મ્યુઝિકની આબોહવા જાણે વીંટળાઈ વળી.  સોળ-સત્તરની ઉંમર અને અલ્પાઇન ઢોળાવોપર ઊડતી સુરીલી આશાઓ બધું જીવંત થઈ ગયું જાણે !

 

સ્ટેશન પર ઊતરતાં જ અમે સોલ્ઝેક નદીનો કિનારો શોધ્યો.  નદી કિનારેથી સોલ્ઝબર્ગની જે ઝલક મળી તે ક્યારેય ભૂલી નહીં શકાય.  સોલ્ઝબર્ગ સૌથી સુંદર અહીંથી જ લાગે છે.  નદી જાજરમાન છતાં રમતિયાળ હતી.  દૂર સુધી લંબાતા એના બંને કિનારા પર ચાલવા માટે તથા સાઇકલ પર ફરવા માટે સળંગ પાકો રસ્તો હતો.  આ રસ્તા પર સમય પણ નિરાંતે શ્વાસલેતો હોય તેવું લાગે.  છેક દૂર ઊંચે કિલ્લો દેખાતો હતો ને એની નીચે પુરાણા શહેરની ઝાંખી જોઈ શકાતી હતી.  બે-ત્રણ કિલોમીટર આમ જ ચાલ્યાં હોઈશું ત્યાં એક પુલ દેખાયો.  એ પુલ ઊતરીને અમે પુરાણા શહેરમાં પ્રવેશ્યાં.

 

જૂના ગામમાં પ્રવાસીઓની રેલમછેલ હતી.  અહીં વાહનોને પ્રવેશ નથી.  જૂના જમાનાની ઘોડાગાડીઓ, પથ્થરની ફર્શ જડેલી ગલીઓ, જૂની ઢબના કાફે, કલાત્મક તકતીઓ, પિત્તળના અક્ષરે જડેલાં કલાત્મક સાઇનબોર્ડ, જળબિંદુઓ સાથે સપનાંઉડાડતા ફુવારા, ઘાટીલાં શિલ્પ, હસ્તકલાના નમૂના સજાવેલી દુકાનો અને મહાન સંગીતકાર મોત્ઝાર્ટની સોલ્ઝબર્ગે સાચવી રાખેલી સ્મૃતિઓ-પ્રવાસીઓને ગમે તેવું ઘણું બધું હતું અહીં.  મોત્ઝાર્ટનું જન્મસ્થાન અમે વંદના સાથે જોયું.  સાદગીભર્યું એઘર, ઘરનું રસોડું, મોત્ઝાર્ટ ઝૂલેલા તે પારણું બધું સરકારે સાચવ્યું છે.  એનાથી થોડે દૂર મોત્ઝાર્ટપ્લાત્ઝ નામના ચોકમાં મોત્ઝાર્ટનું પૂતળું છે ને સામે એમનું બીજું એક જૂનું નિવાસસ્થાન છે.  દૂરથી એ પૂતળું દેખાતું થયું ને કર્ણમંજુલ સંગીત સંભળાવા લાગ્યું. નજીક જઈને જોયું તો, એક છોકરી એ ઘરની બહાર ઊભી રહીને એકાગ્રતાથી વાયોલિન પર અદ્ભુત તરજ વગાડી રહી હતી.  એની તરજ પૂરી થઈ પછી રેડ ઇન્ડિયનોનું એક જૂથ આવ્યું ને એક અત્યંત ઝમકદાર સરગમ વગાડવા લાગ્યું.  પૂછતાં ખબર પડી કે દુનિયાના ખૂણેખૂણેથી સંગીતસાધકો અહીં આવે છે ને મહાનમોત્ઝાર્ટના નિવાસસ્થાનની સામે તરજો વગાડીને કૃતકૃત્ય થાય છે.  આને એક પ્રકારની સાધના અથવા શ્રદ્ધાંજલી  કહી શકાય.  અમે ક્યાંય સુધી એ સંગીતમાં લીન થઈને ત્યાં જ બેસી રહ્યાં.  સંગીત હૃદયસ્પર્શી હતું,  કેમ કે એ હૃદયના ઊંડા અર્પણ ભાવમાંથી પ્રગટતું હતું.

 

અમે મોત્ઝાર્ટમય થઈને બેઠાં હતાં ત્યાં સામે હોહેનના કિલ્લા પર લઈ જતાંપગથિયાં પરથી મારિયાએ બૂમ પાડી, કેમ મને તો ભૂલી જ ગયાંને ?’   “ના ના, ખાસ તને મળવા તો સોલ્સબર્ગ આવ્યાં છીએ !‘   કહેતાં અમે પગથિયાં ચડવાં લાગ્યાં.  ત્યાર પછીનો બધો જ સમયસાઉન્ડ ઓફ મ્યુઝિક‘  ફિલ્મની પાંખે ઊડતો ગયો.    કેટલી સુંદર ફિલ્મ !  જૂના શહેરની ગલીઓ, કિલ્લો, કિલ્લા પર લઈ જતાં પગથિયાં, મિરાબેલ ગાર્ડન, પેલું ગ્રેવયાર્ડ અને પેલું ચર્ચ, જ્યાં શાણાં મધર એબ્બેસે જોયું કે સાધ્વી બનવા આવેલી મારિયા ધાર્મિક જીવ નથી, એને તો કુદરત ગમે છે, એને ગમે છે સંગીત અને આનંદ !  જ્યાંથી મધર એબ્બેસ એને મુક્ત કરીને ઘરભંગ થયેલા નેવીના કેપ્ટનનાં સાત છોકરાં સાચવવાનું કામ સોંપી આલ્પ્સની સુંદરતા વચ્ચે મોકલી આપે છે.  કડક મિલિટરી શિસ્તમાં ઉછરેલાં તોફાની બારકસ બાળકોને મારિયા સંગીત શીખવે છે.  એમને આનંદ કરતાં નેહસતાં શીખવીને એમનાં મન જીતે છે.  એ જગ્યા જ્યાં એને પોતાની જાણ બહાર જ કેપ્ટન સાથે પ્રેમ થઈ જાય છે.  એ દૃશ્ય જ્યારે કેપ્ટનની વાગ્દત્તા એને પાછી મઠમાં મોકલી આપે છે,  જ્યાં એ મુખ્ય સાધ્વી સામે પોતાના પ્રેમનો એકરાર કરતાં વત્સલસાધ્વી પ્રેમને પુનઃ પામવા એને કેપ્ટનના લગ્ન સમારંભમાં મોકલી આપે છે. બંને પ્રેમીઓનાં મન પારખીને કેપ્ટનની વાગ્દત્તા વચ્ચેથી ખસી જાય છે અને જે ચર્ચમાં એ સાધ્વી બનવા આવેલી, એ જ ચર્ચમાં કેપ્ટન સાથે મારિયાનાં લગ્ન થાય છે.વાર્તાનો એ વળાંક, જ્યારે મારિયા અને કેપ્ટન હનીમૂન પરથી પાછાં ફરતાં જકિસ્મત ભયાનક પલટો મારી બેસે છે. નાઝીઓએ ઓસ્ટ્રિયા પર કબજો કરી લીધો છે. કેપ્ટન પર લાદવામાં આવેલી અણગમતી ફરજો સ્વીકારવાને બદલે આખું કુટુંબ દેશ છોડીને ભાગી જવાનો નિર્ણય લે છે. ફેસ્ટિવલ હોલના કાર્યક્રમમાં આખું કુટુંબ ભાગ લે છે.  કોઈ જાણતું નથી કે આ એમનો વિદાયનો દિવસ છે. કેપ્ટન વતનને છોડવાના ચંદ કલાકો પહેલાં એ અવિસ્મરણીય ગીત ગાય છે.  એડલવાઇસ, એડલવાઇસ, એવરી ર્મોિંનગ યૂ ગ્રીટ મી, સ્મોલએન્ડ વ્હાઇટ, ક્લીન એન્ડ બ્રાઇટ, યૂ લુક હેપી ટુ મીટ મી, એડલવાઇસ,  એડલવાઇસ, ધેટ્સ માય હોમલેન્ડ ફોર એવર !…  આ એ જ ગ્રેવયાર્ડ દેખાઈ રહ્યું છે, જ્યાં છુપાઈને નાટયાત્મક રીતે જીવ બચાવીને નાસી જવામાં કુટુંબ સફળ થાય છે અને એ દૃશ્ય નજર સામે છવાઈ જાય છે.  જ્યારે પ્રભાતનાં પહેલા કિરણ સાથે મારિયા, કેપ્ટન અને સાતેસાત બાળકો આલ્પ્સનાં કપરાં ચઢાણ ચડીને સલામત રીતે ઇટલીની સરહદમાં પહોંચી જાય છે.

 

અલવિદા સોલ્ઝબર્ગ! સોલ્ઝેક દેખાતી બંધ થાય છે, પણ પંક્તિઓ મનમાં સતત પડઘાયા કરે છે.  એડલવાઇસ, એડલવાઇસ, યૂ લુક હેપી ટુ મીટ મી…!!

 

 

– ડૉ. ભારતી રાણે

[email protected]

 

 

મિત્રો આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર  પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો લેખિકા સુ. શ્રી ડૉ. ભારતી રાણે  નાં અંતરપૂર્વક્થી આભારી છીએ. હવે  પછી આપણે યુરોપના છેડેથી આફ્રિકાની ટોચ પર”  સ્થળનું વર્ણન તેમની કલમ દ્વારા માણીશું.

 

 

સૌજન્ય :  પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

કાયમી કરી દો ચમત્કારીક સરસિયાના તેલ નો ઉપયોગ …

કાયમી કરી દો ચમત્કારીક સરસિયાના તેલ નો ઉપયોગ …

 

શરીરના અનેક રોગો કરો દૂર…!!

 

 

mustard oil

 

 

સરસિયાના  તેલ ના માત્ર ભોજન રાંધવામાં કામ આવે છે પણ આનું પ્રયોગ ઘણી પારંપરિક પ્રક્રિયાઓમાં પણ કરાય છે. સરસિયાનો તેલમાં વિટામિન એ વિટામિન ઈ પ્રોટીંન્સ અને એંટી ઓક્સીડેંટ્સ હોય છે જે અમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર છે. એમાં કેલ્શિયમ અને પ્રાકૃતિક એંટી ઓક્સીડેંસ હોય છે. સરસિયાનો તેલમાં રહેલ એટી એસિડસ આ વાતને ખરું જણાવે છે કે કોલેસ્ટ્રોલના સ્તરનો સંતુલન જાણવી રાખવા હૃદા રોગોના ખતરા ઓછું કરી શકાય છે.

સરસિયાનું તેલ અનેક રીતે ઉપયોગી અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો સરસિયાના તેલનો ઉપયોગ કરે છે. તેની પાછળનું કારણ કદાચ આ તેલના ગુણો વિશેની જાણકારી ન હોવી પણ હોઈ શકે છે. સરસિયાના તેલનો જો પ્રામાણિક રીતે ઉપયોગ કરવામાં આવે તો તમે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા વિના રાહત મેળવી શકો છો. જેથી આજે અમે તમને જણાવીશું કે સરસિયાનું તેલ તમને ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદાઓ કેવી રીતે આપી શકે છે.

         • વજન ઘટાડવામાં મદદ કરે છે

સરસિયાના બીમાં બી-કોમ્પલેક્સ વિટામિન જેવા ફોલેટ, થિયામાઇન, નિયાસિન, રિબોફ્લાવિન હોય છે. સરસિયાનું તેલ આપણા શરીરમાં મેટાબોલ્ઝિમને વધારે છે, જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તો તમારા ભોજનમાં અવશ્ય સરસિયાના તેલનું સેવન કરવું.

         • એન્ટી-એન્જિંગ

સરસિયામાં કેરોટિન્સ, જિયક્સાથિંસ એન્ડ લ્યૂટિન, વિટામિન એ, સી અને કેની માત્રા ભરપૂર હોય છે. આ બધા જ વિટામિન હોવાને કારણે આ એન્ટીઓક્સીડેન્ટ પણ છે જે વધતી ઉમર સાથે આવતી કરચલીઓ, નિશાન દૂર કરે છે.

         • કાનનો દુખાવો થાય તો બે ટીપા નવશેકા સરસિયાના તેલને કાનમાં નાખવું, તરત રાહત મેળવવા માટે તમે સરસિયાના તેલમાં બે-ત્રણ કળીઓ લસણની પણ નાખી શકો છો. જો સાંધાનો દુખાવો થતો હોય તો સરસિયાના તેલમાં કપૂર નાખીને માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. જો કમરના દુખાવાથી તમે પરેશાન થાવ છો તો, સરસિયાના તેલમાં થોડી હિંગ, અજમો અને લસણ મિક્ષ કરીને માલિશ કરવું જોઇએ. સરસિયાનું તેલ હ્રદયને ચુસ્ત-દુરસ્ત રાખે છે.

          અસ્થમાને કંટ્રોલ કરવા માટે

          સરસિયાના બીમાં સેલેનિયમ અને મેગ્નેશિયમ બન્ને હોય છે. આ બંન્નેમાં એન્ટી-ઇનફ્લામેટરી હોય છે. સરસિયાનું તેલ રોજ ભોજનમાં ઉપયોગ કરવામાં આવે તો અસ્થમા, શરદી અને બ્રેસ્ટમાં થતી સમસ્યાઓમાં લાભ મળે છે.

          ભૂખને વધારવામાં પણ કારગર

એક સારુ સ્વાસ્થ્ય તમારી ઓળખ ત્યારે જ બને છે જ્યારે તમને પૂરતી ભૂખ લાગે. આ માટે તમારું સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઇએ. જેની માટે સરસિયાનું તેલ બેસ્ટ માનવામાં આવે છે. સરસિયાનું તેલ પેટમાં ગેસ્ટ્રિક જ્યૂસની જેમ તમારા એપિટાઈઝરના સ્વરૂપમાં કામ કરે છે, જેનાથી ભૂખ વધવા લાગે છે. આ માટે આજથી જ તમારા ભોજનમાં સરસિયાનું તેલ ઉપયોગમાં લેવાનું શરૂ કરી દેવું. ખૂબ જ ભોજન કરવું અને સ્વસ્થ રહેવું.

કેન્સરના ઉપચાર માટે ઉપયોગી

સરસિયાના તેલમાં ગ્લુકોજિલોલેટ હોય છે, જે કેન્સર વિરોધી ગુણ હોવાના કારણથી કેન્સર ટ્યૂમર (ગાંઠ) થવાથી બચાવે છે. સરસિયામાં લાભકારી ગુણ હોવાને કારણએ ગ્લુકોજિલોલેટ અને કોરોરેકટલ કેન્સરથી બચવાનું કાર્ય કરે છે.

સ્કિન માટે સરસિયાનું તેલ ફાયદાકારક …

 

mustard oil.2

સ્કિનનું ટેનિંગ અને ડાર્ક સ્પોટને ઘટાડે છે.

સરસિયાના તેલથી ગરમીઓમાં ત્વચામાં આવતા ટેનિંગ અને આખોની નીચે આવતા ડાર્ક સર્કલને ઓછા કરવામાં મદદ કરે છે. તેની માટે તમે સરસિયાના તેલમાં ચણાનો લોટ, દહી અને થોડા ટીપા લીંબૂ નાખી તેને સરખી રીતે મિક્ષ કરી લેવું. આ ફેસ માસ્કને 10થી 15 મિનિટ ચહેરા પર લગાવીને રાખવું. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઇ લેવો. આ માસ્કનો ઉપયોગ સપ્તાહમાં બેથી ત્રણવાર કરવો.

સ્કિનમાં વધારે ગ્લો લાવવામાં મદદ કરે છે.

સરસિયાના તેલમાં નારિયેળના તેલને મિક્ષ કરીને ચહેરા પર 5 થી 6 મિનિટ સુધી એક સર્કલમાં મસાજ કરવું. મસાજ કર્યા પછી વાઇપથી તથા ભીના રૂ વડે ચહેરો સાફ કરી લેવો. આ મસાજથી ચહેરામાં લોહીનું પરિભ્રમણ વધે છે અને સ્કિનના રંગમાં પણ તમને બદલાવ જોવા મળશે.

પ્રાકૃતિક સનસ્ક્રિનના સ્વરૂપમાં પણ ઉપયોગી

સરસિયાના તેલમાં વિટામિનની માત્રા વધારે હોવાને કારણે ચહેરાની માટે પ્રાકૃતિક સનસ્ક્રિનનું કામ કરે છે. થોડું તેલ અને વિટામિન ઈ હોવાને કારણે બહારનો તડકો અને અલ્ટ્રાવાયોલેટ કિરણો તથા પ્રદૂષણથી બચાવે છે. વિટામિન ઈ એજિંગ અને કરચલિયોને ઓછી કરે છે.

ફોડલીઓ અને ઇન્ફેક્શનને ઓછું કરે છે

સરસિયાના તેલમાં એન્ટી-બેક્ટીરિયા અને એન્ટી-ફંગલ હોવાના કારણોથી ફોડલીઓ અને આપણી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓની માટે ઘણું ફાયદેમંદ રહે છે. જો તમે રોજ ભોજનમાં અથવા ચહેરા પર સરસિયાના તેલનો ઉપયોગ કરો તો આ સ્કિનમાં થનારી ડ્રાયનેસ, ડલનેસ અને બળતરાને દૂર કરે છે. સરસિયાના તેલથી બોડી મસાજ કરવામાં આવે તો તમારી ત્વચા સાફ થાય છે અને તેમાં ચમક પણ આવે છે. બોડીમાં મસાજ કરવાથી લોહીનું પરિભ્રમણ અને ઇન્ફેક્શન માટે પણ ઘણુ ફાયદાકારક છે.

વાળ માટે સરસિયા તેલના લાભકારી ગુણો …

વાળમાં સરસિયાના તેલથી થતા ફાયદાઓ …

​સરસિયાના તેલથી માથામાં મસાજ કરવામાં આવે તો વાળનો ગ્રોથ તો વધે જ છે સાથે જ લોહીનું પરિભ્રમણ પણ વધે છે. સરસિયાના તેલમાં વિટામિન અને મિનરલ્સ હોય છે, જેનાથી વાળને પોષણ મળે છે. સરસિયાના તેલમાં બીટા-કેરોટિનની માત્રા વધારે હોય છે જે વિટામિનમાં રૂપાંતર થાય છે અને વાળના ગ્રોથને વધારે છે. સરસિયાના તેલમાં આર્યન, ફેટી એસિડ, કેલ્શિયમ અને મેગ્નીશિયમ જેવા ગુણો હોય છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

વાળના નેચરલ કલરને જાળવી રાખે છે

જે લોકોના વાળ કથ્થઇ રંગના હોય છે, તેમને સરસિયાનું તેલ લગાવવું જોઇએ. જેનાથી વાળનો રંગ કાળો થઇ જશે. રાત્રે સૂતા પહેલાં દરરોજ સરસિયાનું તેલ લગાવવામાં આવે તો થોડા જ દિવસોમાં તમારા વાળ કાળા થવા લાગશે.

ખરતા વાળ અને સ્કેલ્પ માટે કારગર

સરસિયાના તેલમાં ભારે માત્રામાં વિટામિન હોય છે જે તમારા ખરતા વાળ, ગંજાપનની સમસ્યાઓની સાથે બે મુખવાળા અને રૂક્ષવાળ માટે પણ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. સ્કેલ્પના ઇન્ફેક્શન થવા પર ફંગલ ગ્રોથને રોકે છે અને હાઇડ્રેટિડ રાખે છે. સરસિયાના તેલને લગાવવાની સૌથી શ્રેષ્ઠ રીત સરસિયું, નારિયેળ, ઓલિવ અને બદામના તેલને સાથે મિક્ષ કરીને માથામાં 15થી 20 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવું. ત્યાર પછી 2 અથવા 3 કલાક પછી વાળને ધોઇ નાખવા. આ મિશ્રણનો ઉપયોગ નિયમિતપણે કરવાથી વાળ હેલ્દી, લાંબા અને મુલાયમ રહે છે.

            •  સરસિયાના તેલમાં રહેલા ફેટી એસિડસ આને ખૂબ સારા વાઈટલાઈજર જણાવે છે જે અમારા વાળને પોષણ આપવાને સાથે સાથે વાળને જાડા બનાવે છે.
            •  વાળના ગ્રોથ માટે સરસિયાના તેલમાં મેંદીના પાનને ઉકાળીને લગાવવાથી વાળનો ગ્રોથ જલ્દી થાય છે.

             શરદી અને ઉધરસ માટે 

આ તેલ એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને મોટાભાગે ઉધરસ અથવા ગળામાં ખરાશની તકલીફ રહે છે. તેની માટે તમારે એક ચમચી સરસિયાના તેલમાં કપૂર મિક્ષ કરીને છાતિ પર લગાવવું. સાથે જ, તરત જ આરામ મળે તે માટે તેલને ગરમ કરીને તેની સ્ટિમ લેવી. જેની માટે થોડી માત્રામાં સરસિયાના તેલથી તમારી શ્વાસનળી ખુલ્લી જશે અને ઉધરસ અને કોલ્ડથી બચવા માટે તમારા ગળાની ખરાશને દૂર કરશે.

મલેરિયાથી બચવા માટે પણ શ્રેષ્ઠ

મચ્છરોથી બચવા માટે રાતે સૂતા પહેલાં સરસિયાનું તેલ શરીર પર લગાવવું. જેનાથી મચ્છર તમને કરડશે નહી, ખાસ કરીને મલેરિયા થવાનો ખતરો તમારાથી દૂર થશે.

સરસોના તેલના અન્ય ઉપયોગો  …

 

mustard oil.1

અન્ય ફાયદાઓ …

 

સરસિયાના તેલને શરીર માટે ખૂબ જ ઉપયોગી અને રામાબાણ માનવામાં આવે છે. સરસિયાના તેલનો જો પ્રામાણિક રીતે ઉપયોગ કરવામાં આવે તો તમને દવાઓની પણ જરૂર નહી પડે, કારણ કે, સરસિયાના તેલમાં દુખાવાને દૂર કરવાના ગુણો સમાયેલા છે- જેમ કે, કાનનો દુખાવો થાય તો બે ટીપા નવશેકા સરસિયાના તેલને કાનમાં નાખવું, તરત રાહત મેળવવા માટે તમે સરસિયાના તેલમાં બે-ત્રણ કળિઓ લસણની પણ નાખી શકો છો. જો સાંધાનો દુખાવો થતો હોય તો સરસિયાના તેલમાં કપૂર નાખીને માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. જો કમરના દુખાવાથી તમે પરેશાન થાવ છો તો, સરસિયાના તેલમાં થોડી હિંગ, અજમો અને લસણ મિક્ષ કરીને માલિશ કરવું જોઇએ. સરસિયાનું તેલ હ્રદયને ચુસ્ત-દુરસ્ત રાખે છે. આજે અમે તમને અહી જણાવીશું કે સરસિયાનું તેલ તમને ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદાઓ કેવી રીતે આપી શકે છે.

સરસિયાનું તેલ આપણી બોડી માટે ઘણુ ફાયદાકારક હોય છે. તેને ભોજન બનાવવાના ઉપયોગમાં લેવાથી શરીર મજબૂત થાય છે અને ઇમ્યૂનિટીને સ્ટ્રોંગ બને છે. સરસિયાનું તેલ મોટા લોકોની સાથે નાના બાળકો માટે પણ તેટલું જ ફાયદાકારક થાય છે. આ તેલથી બાળકોની માલિશ કરવાથી બાળકોનું વજન, લંબાઈ અને શરીર મજબૂત બને છે.

અન્ય ઉપયોગ …

 

               • અસ્થમાને કંટ્રોલ કરવા માટે

સરસિયાના બીમાં સેલેનિયમ અને મેગ્નીશિયમ વધારે માત્રામાં મળી આવે છે. આ બંન્નેમાં એન્ટી-ઇનફ્લામેટરી હોય છે. સરસિયાનું તેલ રોજ ખાવામાં લેવામાં આવે તો અસ્થમા, શરદી અને બ્રેસ્ટમાં થતી સમસ્યાઓમાં લાભ મળે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

સરસિયાના બીમાં બી-કોમ્પલેક્સ વિટામિન જેવા ફોલેટ, થિયામાઇન, નિયાસિન, રિબોફ્લાવિન હોય છે. સરસિયાનું તેલ આપણા શરીરમાં મેટાબોલ્ઝિમને વધારે છે, જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તો તમારા ભોજનમાં અવશ્ય સરસિયાના તેલનું સેવન કરવું.

                 • વધતી ઉમર, ટેનિંગ અને બળતરા થવા પર ચહેરા પર સરસિયાનું તેલ 10 મિનિટ સુધી લગાવીને રાખવું.
                  •  શરીરને ભરપૂર પોષણ મળે અને મજબૂત થાય, આ માટે રોજ સરસિયાના તેલથી માલિશ કરવું જોઇએ.

તમારી ત્વચા પર ઓયલનો ઉપયોગ કરતા પહેલાં ધ્યાન આપવું…

 

                   • સરસિયાના તેલ ત્વચા માટે પણ લાભદાયક હોય છે,  આ ત્વચામાં સૂકાપણને ખત્મ કરે છે અને ત્વચા પર કોઈ ચોટ લાગતા સીધો ઉપયોગ  કરી શકાય છે.
                • સરસિયાના તેલનો નિયમિત આધારે સેવન કરાય તો આ માઈગ્રેનના દુખાવામાંથી રાહત આપવામાં મહત્વપૂર્ણ સિદ્ધ થાય છે.
                •  સરસિયાનો તેલમાં આવા એન્ટી બેક્ટીરિયલ તત્વ રહેલ હોય છે જે તમારા શરીરને ઘણા રોગોથી રાહત મેળવવામાં મદદ કરે છે. જ્યારે ભોજનના માધ્યમથી સરસિયાનો તેલનો સેવન કરાય છે તો આ પેટ સંબંધિત રોગોથી રાહત મેળવવામાં મદદ કરે છે.
                • સરસિયાનો તેલનો ઉપયોગ માલિશ માટે પણ કરાય છે કારણ કે આવું માનવું છે કે આ લોહીનો પ્રવાહ, માંસપેશિયોને તાકતવર બનાવવા માટે અને ત્વચા માટે લાભકારી છે.
                • આ તેલને ગરમ કરવાથી તેમાથી વધારે સુગંધ આવે છે. આ માટે આ તેલનો ઉપયોગ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું અને પછી જ તેનો ઉપયોગ કરવો.
                • હમેશાં ભોજનમાં અને ત્વચા પર લગાવવા માટે સારી બ્રાન્ડનું તેલ ઉપયોગમાં લેવું.
                • સરસિયાના તેલના ઉપયોગથી એલર્જી, કોઇપણ પ્રકારનું રિએક્શન અથવા બીજી કોઇ તકલીફો ઊભી તો તરત જ તે તરફ ધ્યાન આપવું.
                • સરસિયાના તેલને ચહેરા પર લગાવતા પહેલાં તેનો ટેસ્ટ જરૂર કરવો. દરેકની ત્વચાના પ્રકાર અલગ-અલગ હોય છે. આ માટે એવુ જરૂરી નથી કે સરસિયાનું ઓયલ બધા જ માટે ઠીક રહે.
                • આ દાંત અને મસૂડાના સાથે-સાથે રોગ પ્રતિરોધક પ્રણાલીને તાકતવર જણાવે છે. લોકો ખાંસી શરદી, અસ્થમા પીડિત હોય છે એમાં સરસિયાનો તેલ ખૂબ આરામદાયક પ્રભાવ મૂકે છે.
                • સરસિયાના તેલમાં થોડું સિંઘવ મીઠું નાંખીને બરાબર ભેળવીને છાતી ઉપર લેપ કરવાથી ઠંડીમાં રાહત રહે છે

 

સાભાર: દિવ્ય ભાસ્કર.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

તમને કોણ રોકે છે ? …

તમને કોણ રોકે છે ? … 

–  મારીયા યુ. જેઠવા

 

  

KON ROKE CHHE

 

  

એક કામ કરો, તમારા દિલ પર હાથ રાખીને કહો કે એવાં કેટલાં કાર્યો છે કે જે તમને કરવાની ઇચ્છા થઈ હોય અને તમે કર્યાં ન હોય? ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મનો એક બહુ પ્રચલિત ડાયલોગ છે જે આપણે મસ્તી મજાકમાં આજે પણ બોલીએ છીએ કે જા સિમરન, જી લે અપની જિંદગી… ફિલ્મોને ડ્રીમ મર્ચન્ડ કહેવામાં આવે છે. કહેવાય છે કે ફિલ્મો સપનાં જોતાં કરી દે છે. વાસ્તવિક જગતથી તમને તે કલ્પનિક જગત તરફ લઈ જાય છે. તો સામે બીજો સવાલ છે કે સપનાં જોવાં ન જોઈએ… ખરેખર તો સપનાં જોવાં જોઈએ, કેમ કે તે તમને ભવિષ્ય તરફ લઈ જાય છે. તમારા આવનારા દિવસો માટે કંઈક કરી દેખાડવાની ખેવના જન્માવે છે. તમારા ભૂતકાળને પાછળ ધકેલવામાં મદદ રૂપ થાય છે, તો પછી આપણે શા માટે સપનાં જોતાં ડરીએ છીએ?

આપણી હિન્દી ફિલ્મો થોડી વધારે મેલોડ્રામેટિક હોય છે, પણ એક વાત અહીં નોટિસ કરવા જેવી છે. ફિલ્મમાં બોલાતા ઘણા ખરા સંવાદો તમને જાણે અજાણે ઘણું બધું કહી જતા હોય છે. આપણે સ્ત્રી અને પુરુષ વચ્ચે તફાવત પાડતા આવ્યા છીએ અને તેને કારણે તકલીફ એ થાય છે કે બહુ બધાં કાર્યો આપણે એમ કહીને કરતા નથી કે તે કાર્યો પર ફ્કત પુરુષોનો જ ઇજારો છે. માનવીય શરીરની રચનાને બાદ કરીને સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ એવો ફરક નથી કે જેને કારણે તમે કોઈ કાર્ય ન કરી શકો.

 વાંક કોનો છે ?

 ઘણા લોકો જીવનના પાછલા દિવસોમાં એમ કહીને અફસોસ વ્યક્ત કરતા હોય છે કે મારે તો ડોક્ટર બનવું હતુ, એરહોસ્ટેસ બનવું હતું કે મારે પોતાનો વ્યવસાય કરવો હતો. આ તો એક ઉદાહરણ હતું પણ માનવી તેના જીવનમાં ઘણાં બધાં સપનાં જોતો હોય છે. અમુક સંજોગોને બાદ કરતા તેનાં જોયેલાં સપનાં કે કોઈ કાર્ય પૂર્ણ ન કરવા માટે તે બીજાને અથવા પરિસ્થિતિને દોષ દેતો હોય છે. જે ખરેખર ખોટું છે. આ તો છટકબારી છે. સપનાં પૂરાં ન થવાના અફસોસ કરતાં સપનાં પૂરાં કરવા પાછળની આપણી મહેનતનું મૂલ્યાંકન એક વાર ચોક્કસપણે કરવું જોઈએ. દરેક વખત એવું નહીં બને કે વાંક કે ખોટ પરિસ્થિતિનાં જ હોય તમારા તરફથી કરવામાં આવતા પ્રયત્નો પણ ઓછા હોઈ શકે છે.

સ્ત્રીને તેનો સંકોચ જ નડે છે

તાજેતરમાં એક સર્વે વાંચવા મળ્યો કે કેટલા ટકા સ્ત્રીઓ જાહેરમાં વર્કઆઉટ કરે છે. સર્વે પ્રમાણે એવું જાહેર કરવામાં આવ્યું કે સ્ત્રીઓ જાહેરમાં વર્કઆઉટ કરતા ડરતી હોય છે. કોઈ જોઈને શું વિચારશે તે વિચાર તેને પરેશાન કરતો હોય છે. એટલું જ નહીં તે રોડ કે પાર્કમાં રનિંગ કરતા પણ સંકોચ અનુભવતી હોય છે. સર્વે જ્યારે વાંચ્યો ત્યારે મનમાં થયું કે આવું કંઈ હોતું હશે. વળી એક વાર મગજ કામે લાગ્યું અને વિચાર આવ્યો કે વાત સો ટકા સાચી છે. વહેલી સવારે રસ્તા પર વોક કરતા લોકોમાં સ્ત્રીઓ કેટલી હોય છે! એટલું જ નહીં જિમમાં પણ ફિમેલ વર્કઆઉટ કરતા સંકોચ અનુભવે છે. એક એક્સરસાઇઝ જ નહીં સ્ત્રી ઘરની બહાર નીકળતા પણ ડરતી હોય છે. સ્ત્રીને પોતાના વિકાસ માટેનાં કાર્યો કરતી વખતે પણ પહેલા એ વિચાર આવે છે કે બીજા લોકો શું વિચારશે… જો તમને પણ મનમાં આવા વિચાર આવતા હોય તો થઈ ગયું તમારું તો ભલું…

તમને કોણ રોકે છે ?

ગત વર્ષે રિલીઝ થયેલી અને વર્ષ દરમિયાન આવેલી તમામ ફિલ્મોમાં યાદ રહી જાય તેવી કંગના રનૌતની ફિલ્મ ‘ક્વીન’ના એક સંવાદની વાત કરવી છે. ફિલ્મ અસરકારક હતી તેનાં પાત્રોથી લઈને સંવાદો પણ આપણને ઘણું બધું કહી અને શીખવી જાય તેવાં છે. ફિલ્મની એક સિક્વન્સમાં જ્યારે કંગના તેના મેલ રૂમમેટને ડ્રોઇંગ કરતા જુએ છે ત્યારે તેને એમ કહે છે કે આવું તો મારે પણ કરવું હતું. ત્યારે તેનો રૂમમેટ તેને જવાબમાં કહે છે કે તુમ્હે કિસને રોકા હૈ… વાત તો સાચી છે આપણી ધારણાઓ, ઇચ્છાઓ અને સપનાઓને પૂરાં કરવાં કોણ રોકે છે.

તમે તમારી જાતને ન રોકો

બહુ સમય પહેલાં એક શોર્ટ સ્ટોરી હાથે લાગી હતી. સ્ટોરીનું પાત્ર ભારે રસપ્રદ હતું. તે જીવનમાં કોઈ પણ સંજોગોમાં સમાધાન કરવા તૈયાર હોતી નથી. તેના જીવનમાં પરિવર્તન જે સમયે આવે છે તે સમયનો આત્મસંવાદ સર પડે તેવો છે. તે સ્ત્રી રોજ સવારે ઊઠીને કોફી બનાવતી ત્યારે એવું કહેતી કે આજે તો હું દિવસમાં કસરત કરીશ, ગાર્ડનમાં જઈશ, મારા જૂના મિત્રોને લેટર લખીશ, મારા પ્રિય કૂતરા જેમિનને શહેરની સફર કરાવીશ. મારા પતિની સાથે એક કલાક વાતો કરીશ અને નવરાસની પળોમાં સંગીતની સાથે ઠંડીના દિવસોમાં પહેરવા માટે એક સ્વેટર તૈયાર કરીશ. આવા રોજ કંઈક અવનવા પ્લાન એ સવારની કોફી સાથે કરતી. થતું એવું કે કોફીના મગને વોશબેસિનમાં મૂકવાની સાથે ધારેલાં કાર્યોને પણ તે ભૂલી જતી. રાત્રે તે જ્યારે સૂવા માટે પથારીમાં આડી પડતી ત્યારે સવારની કોફી સાથે વિચારેલાં કાર્યો કે જે પૂરા ન કરવાથી રાત્રે પથારીમાં સવાલ બનીને તેને કરડવા દોડતા. એક દિવસ સવારે તે આંખ ખોલતાની સાથે નક્કી કરે છે કે આજ પછી હું મારાં ધારેલાં કાર્યોને પૂર્ણ કરવા માટે કોઈ જ સમાધાન નહીં કરું. આવો સ્પાર્ક જો આપણા મગજમાં થઈ જાય તો સપનાં માત્ર ખ્યાલી પુલાવ બનીને ન રહી જાય. વાસ્તવિક જગતમાં તે આપણી સાથે સજીવન થાય…

 આપણે લો ઓફ એટ્રેક્શનની વાત કરતા હોઈએ છીએ કે જે વસ્તુ તમે મેળવવા ઇચ્છતા હોવ તે પણ આપણી તલાશમાં હોય છે. ખરેખર આ વાક્ય ભ્રમભરેલું અને અર્ધ સત્ય જેવું છે. વસ્તુની ખેવના અને તેને મેળવવા માટેના પ્રયત્નો પણ એટલા જ જરૂરી છે. એમ જ વિચારવાથી લો ઓફ એટે્રેક્શન શું સ્વયં આઇન્સ્ટાઇન આવે તોપણ કંઈ થઈ શકતું નથી. તમારા તરફથી પ્રયત્નો જો સો ટકા હોય તો જ પરિણામ આશાસ્પદ આવી શકે.

તમારી લિમિટેશન તમે નક્કી ન કરો

ફિલ્મની એક સિક્વન્સમાં જ્યારે કંગના તેમાં મેલ રૂમમેટને ડ્રોઇંગ કરતા જુએ છે ત્યારે તેને એમ કહે છે કે આવું તો મારે પણ કરવું હતું.. ત્યારે તેનો રૂમમેટ તેને જવાબમાં કહે છે કે તુમ્હે કિસને રોકા હૈ… વાત તો સાચી છે આપણી ધારણાઓ, ઇચ્છાઓ અને સપનાઓને પૂરાં કરવાં કોણ રોકે છે?

[email protected]

સૌજન્ય : સંદેશ દૈનિક 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુ.શ્રી. પૂર્વીબેન મોદી મલકાણ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadiman

મધર્સ ડે …

મધર્સ ડે. … (લઘુકથા) …

લેખક: મુકુલ જાની

 

  

  

mother's day

 

  

  

લો પાછો મધર્સ ડે આવી ગયો, વખતે શું લખવાનો છો ?  કાંઇક એવું લખીને ફેસબુક પર પોસ્ટ કરજે કે લાઇક્સ અને કોમેન્ટ્સનો ઢગલો થઈ જાય દરવખતની જેમ !”

 

ઑફકોર્સ ડાર્લિંગ.. તને તો ખબર છે ને મારી કલમનો જાદુ !  ગયા વર્ષે મેં જે પોસ્ટ મૂકેલી એના પર કેટલી બધી કોમેન્ટ્સ આવેલી ?  અને કેટલાક લોકોએ તો એમ લખેલું કે આપનું સંવેદનશીલ લખાણ વાંચીને અમારી તો આંખો ભીની થઈ ગઈ !”

 

આઇ હેવ પ્રાઉડ ફોર માય સ્વીટ હબ્બી… કેટલા બધા ફોલોઅર્સ છે તારા ફેસબુક પર !  હું તો મારી ફ્રેન્ડ્સ પાસે ગર્વથી માથું ઊંચું લઈને વટ્ટથી કહું છું કે મારા વર જેટલું સંવેદનાસભર તો કોઇકજ લખી શકે !”

 

સો નાઇસ ઓફ યુ માય લવ !  મને કમ્પ્યુટરમાંથી મમ્મીનો એકાદો સરસ ફોટો શોધી આપજેને..આજના લખાણ સાથે મૂકવા માટે…”

 

ડેડી.. ડેડી.. આજે સાંજે આપણે  ગ્રેન્ડમાંને મળવા જઈશું ને ?  કેટલા બધા દિવસ થઈ ગયાઆઈ મીસ હર સો મચ…”

 

સ્ટુપિડ બોય !  આજે નહીં પછી ક્યારેકઆજે મારે કેટલું કામ છે તને ખબર છે ?   તારા ડેડી લખી આપે પછી એના પર તૈયારી કરીને સાંજે લેડીઝ ક્લબમાં મધર્સ ડે વિશે સ્પીચ આપવાની છે..  વખતે તો પેલી ચીબાવલી મિસીસ ઠાકુરનો નંબર આવવાજ નથી દેવો.. ને તારે રીતે ફાલતુ ટાઈમ વેસ્ટ કરાવવો છે? જસ્ટ શટ અપ એન્ડ ગો ઈન્સાઈડ યોર રૂમ !”               

                                                     

  

  

   ***************************************** 

  

  

છેવટે આજે પણ રોજની જેમ સૂરજદાદા મેર બેઠા, ધરતીએ અંધારાનાં આવરણ ઓઢી લીધાં. ઊંબરામાં કોઈ આવશેને આશામાં બેઠેલાં ડોસી બારસાખને ટેકો દઈને હળવેથી ઊભાં થયાં ને નિસાસો નાખી ડગુમગુ થતાં ઓરડામાં જઈ ખાટલાને કિનારે બેસી, હળવેથી ઓશીકા નીચે સંતાડેલ એક ફોટો કાઢી પહેલાં હોઠેને પછી છાતીએ અડાડ્યો.   હળવેથી હાથ પસવારીને ફોટો પાછો ઓશિકા નીચે સરકાવીને સાડલાના છેડાથી આંખો લૂછી ત્યારે દૂરથી આવતો શિયાળની લાળીનો અવાજ છેક વૃદ્ધાશ્રમના ઓરડા સુધી સ્પષ્ટ રીતે સંભળાતો હતો…. 

 

લેખક: મુકુલ જાની

  લેખકશ્રી નો પોતાનો પણ એક બ્લોગ છે જેનું નામ છે ’ગળથૂથી થી ગંગાજળ’  જેના પર અલગ અલગ વિષયના લગભગ સાંઈઠેક જેટલા લેખ છે.  આપ આપના પ્રતિભાવ ઉપરોક્ત બ્લોગની મુલાકાત લઇ જરૂર આપી શકો છો.

  

સાભાર :  મુકુલ જાની (રાજકોટ) –

બ્લોગ લીંક :  http://mukuljani.blogspot.in/

  

  

પરિચય :  મુકુલભાઈ નો પરિચય તેમના જ શબ્દોમાં ……  

  

MUKUL JANI photoપહેલા શ્વાસમાં જે હવા ગઈ તે અરબસાગરની હતી…સૌરાષ્ટ્રના સાવ દક્ષિણ છેવાડે આવેલા કોડીનારમાં જન્મ અને અરબસાગર જેના ચરણોમાં દિન-રાત માથાં પછાડે છે એવાં સાવ કિનારાના ગામ છારામાં બચપણ વિત્યું. સાહિત્યનો પહેલો ઘુંટ કદાચ ગળથૂથીની સાથેજ પીધો હતો કેમ કે પિતા ખૂબજ સારા નવલિકા લેખક. ગાયકવાડ સ્ટેટનું ગામ એટલે ગામની શાળામાં સમૃધ્ધ લાયબ્રેરી આમ વાચનની શરૂઆત કક્કો ઘુંટવાની સાથે જ થઈ. ધીમે ધીમે માંહ્યલાએ કલમ પકડવા માટે જીદ કરવા માંડી ને આમ લખવાની શરૂઆત થઈ પણ વિધાત્રી છઠ્ઠીના દિવસે કદાચ હળવા મૂડમાં હશે તે એવું તે ચિતરામણ કર્યું કે મન ક્યાય પગ વાળીને બેસે નહીં, ક્યારેક નવલિકા તો ક્યારેક ગઝલ, ક્યારેક રંગમંચ તો ક્યારેક રેડિયો, ક્યારેક વળી ઠઠ્ઠાચિત્ર ઉપર હાથ અજમાવી લીધો…હાલ રાજકોટની એક એન્ટરટેઇન્ટમેંટ કંપની સાથે ફિલ્મ નિર્માણ અને લેખન ચાલે છે…વિધાત્રીના મોઢા ઉપર મંદ મંદ સ્મિત દેખાય છે, મનમાં વળી કૈંક અટકચાળું કરવાની ઇચ્છા હોય એવું લાગે છે !

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  મુકુલ જાની (રાજકોટ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  

ઘણાં લાંબા સમય બાદ અમો નિયમિત રીતે અનિયમિતતા જાળવ્યા બાદ, આજથી ફરી આપની સાથે બ્લોગ દ્વારા  નિયમિત રીતે સંપર્ક માં રેહવા  અમારી નમ્ર કોશિશ રેહશે.  આપના  સાથ અને સહકારની અપેક્ષા સહ  ….
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli