આયુર્વેદનું કંદ ઔષધ મૂળા (આરોગ્ય અને ઔષધ) …

આયુર્વેદનું કંદ ઔષધ મૂળા (આરોગ્ય અને ઔષધ) … 

આરોગ્ય : વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

 

 moola

   

ગુજરાતીમાં મૂળા, હિન્દી-ઉર્દુમાં મૂલી, ફારસીમાં તુરબ, સંસ્કૃતમાં મૂલક, અરબીમાં ફજલ, અંગ્રેજીમાં Radish કહેવાય છે. 

 

ભાજી મૂળા અમે, તો પછી તું વળી કઈ વાડીનો મૂળો ?   જેવી કેહવતો વડે મૂળો સમાજ જીવન સાથે વણાઈ ગયો છે.

 

મૂળાનું સંસ્કૃત નામ મૂલક અર્થાત જમીનમાં કંદ રૂપ એવો થાય છે. મૂળા બે જાતના મળે છે. નાના કદના અને મોટા કદના.  મોટા કદના મૂળાઓ મારવાડી મૂળા તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે મૂળા સફેદ કંદવાળા હોય છે. છતાં પશ્ર્વિમના દેશોમાં લાલ રંગ હોય તેવા કંદના મૂળા પણ જોવા મળે છે. તેથી તેને અંગ્રેજીમાં રેડીશ કહેવાય છે. મહારાષ્ટ્રમાં પણ લાલ રંગના અને ગાજરને મળતા મૂળા થાય છે. તેને ‘શેંડી મૂળા’ કહે છે.

 

મૂળાના કંદ, પાન, ફૂલ અને શીંગો વાપરવામાં આવે છે. મૂળાની શીંગો મોગરી તરીકે ઓળખાય છે. માગશરમાં મૂળા ખાવ એવું લોક જીભે કહેવાય છે. તેમાં તથ્ય એ છે કે મૂળા ગરમ છે અને માગશર મહિનો એ અત્યંત ઠંડીનો મહિનો હોવાથી આ મૂળાની ગરમી નુક્સાન કરતી નથી. બાકી મૂળા તો હવે લગભગ બારે માસ મળે છે. આયુર્વેદમાં મૂળાની જે વાત છે તે બાલ મૂલક (કૂણા મૂળા) છે.

 

રાસાયણિક ઘટકો : ૧૦૦ ગ્રામ મૂળામાં માત્ર ૧૭ કેલરી છે. મૂળામાં કાર્બોહાઈડ્રેટ, થોડી માત્રામાં પ્રોટીન, વીટામીન ‘એ’, વીટામીન ‘સી’, વીટામીન ‘બી-૧’, ‘બી-ર’ વિગેરે સારા પ્રમાણમાં હોય છે. લાલ મૂળામાં વીટામીન ‘સી’નું પ્રમાણ સફેદ કરતાં વધુ હોય છે. તે ઉપરાંત કેલ્સિયમ, ફોસ્ફરસ, આયર્ન મેગ્નેસિયમ, સોડિયમ, કલોરીન, વિગેરે હોય છે. તેના બીયામાં બ્રોડ સ્પેકટ્રમ એન્ટી બાયોટિક (જીવાણું નાશક એન્ટી બાયોટીક) માઈક્રોલાઈસીન હોય છે. જે ટી.બી.ના જંતુઓનો નાશ કરવા માટે અક્સીર છે.

 

નાના મૂળા સ્વાદમાં તીખા, રૂચિવર્ધક, ગરમ, ગ્રાહિ, અગ્નિપ્રદિપક, પાચક, ત્રિદોષનાશક છે. તે અર્શ (હરસ), તાવ, કંઠના રોગો અને આંખના રોગોમાં હિતકારી છે. મોટા મૂળા ગરમ, રૂક્ષ અને ભારી છે. પાકા અને જુના મૂળા ત્રિદોષકારક છે. સુકાયેલા મૂળા કફ-વાત નાશક છે. મૂળાની ભાજીનો રસ મુત્રલ, સારક અને પથરીના દર્દી માટે પથ્ય છે. તેના ફુલ કફ અને પિત્તનાશક છે. મોગરી થોડીક ગરમ, કફ તથા વાયુ નાશક છે.  મહર્ષિચરકે હરસ – મસાના ઉપાય માટે મૂળાનો ઉપયોગ બતાવ્યો છે. વૈધરાજ શોઢલે મૂળાનો ઉપયોગ શરીર પર આવેલા સોજા ઉતારવા માટે ર્ક્યો છે.

 

આપણા ભારતીયોનાં પ્રિય આહારદ્રવ્યોમાં ‘મૂળા’નો સમાવેશ થાય છે. શાક અને કચુંબર તરીકે ઘણા પ્રાચીન સમયથી આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થુ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગણોનું સવિસ્તાર વર્ણન મળે છે. આ વખતે આયુર્વેદના આ કંદ-ઔષધ વિષે સંક્ષિપ્તમાં નિરૂપણ કરું છું.

 

ફાર્મે કોપીઆના લેખક ડો. ખોરી કહે છે કે મૂળો રેચક મુત્રલ છે. પેશાબના રોગોમાં વાપરવા ખાસ ભલામણ કરી છે. સ્ટુઅર્ટ કહે છે કે પંજાબમાં મૂળાના બીજ માસિક લાવનાર તરીકે વપરાય છે.

 

અવાજ બેસી ગયો હોય અને કફવાળી ખાંસી, દમમાં રામબાણ ઈલાજ તરીકે તેનો ઉપયોગ બતાવ્યો છે. પેટમાં બળતરા, આફરો, ખાટા ઓડકાર અને અમ્લપિત્તમાં મૂળા લાભદાયક છે. અપચામાં પણ તે ફાયદો કરે છે. તેમાં મેગ્નેસિયમ હોવાથી પાચનશક્તિ સારી કરવાનું તે કામ કરે છે. મૂળાના બીજમાં બ્લીચીંગ તત્વ હોવાથી કાળા ડાઘા ફેકલ્સ વિગેરે દૂર થાય છે. કોઢમાં મૂળાના બીમાંથી બનાવેલી પેસ્ટ લાભપ્રદ છે.

 

કમળા માટે પણ મૂળો ઘણો અક્સીર ઈલાજ તરીકે જણાયો છે. તે કબજીયાત દૂર કરીને ભૂખ લગાડે છે. આમ મૂળો અનેક રીતે ઉપયોગી છે.

small moola

 

ગુણકર્મો : શિયાળાની પથ્ય ભાજીરૂપ મૂળા કારતક-માગશર મહિનામાં ખૂબ થાય છે. તેના એકથી દોઢ ફૂટ ઊંચા વર્ષાયુ-દ્વિવર્ષાયુ છોડ ભારતમાં સર્વત્ર ઊગે છે. નાના-મોટા, કાચા-પાકા સફેદ મૂળા ઉપરાંત લાલ-ગોળ જાતના મૂળા પણ જોવા મળે છે. નાના મૂળા ગુણોમાં સર્વોત્તમ ગણાય છે. મૂળાની શીંગને ‘મોગરી’ કહે છે. તેનું પણ શાક અને રાયતું થાય છે.

 

આયુર્વેદ પ્રમાણે મોટા મૂળા સ્વાદમાં તીખા, ગરમ, પચવામાં ભારે, રુચિકર્તા અને ત્રણે દોષને ઉત્પન્ન કરનાર છે, પણ તેલ કે ઘીમાં પકવીને તેનું શાક કરવાથી તે ત્રિદોષનાશક બને છે. નાના મૂળા તીખા, ગરમ, રુચિવર્ધક, પચવામાં હળવા, પાચક, ત્રણે દોષને હરનાર અને સ્વરને સારો કરનાર છે. તે તાવ, શ્વાસ-દમ, નાક અને ગળાના રોગો તથા નેત્રના રોગોને મટાડનાર છે. કુમળા મૂળા ત્રિદોષહર છે. પાકા અને ઘરડા મૂળા ત્રિદોષકારક છે.

 

અદ્યતન વૈજ્ઞાનિક મત પ્રમાણે મૂળામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ પર્યાપ્ત માત્રામાં રહેલાં છે. તેમાં વિટામિન ‘એ’, વિટામિન ‘સી’, પોટેશિયમ અને સૂક્ષ્મ પ્રમાણમાં તાંબું પણ રહેલું છે.

 

ઉપયોગ :

 

આયુર્વેદના મર્હિષ ચરકે શુષ્ક-સૂકા મસામાં મૂળાનો ઉપયોગ સૂચવ્યો છે. સૂકા મૂળાને તેમણે વાયુ અને કફનો નાશ કરનાર કહ્યા છે. સૂકા હરસ-મસા વાયુ કે કફદોષને કારણે જ થાય છે, એટલે સૂકા મૂળા તેમનું અકસીર ઔષધ છે. કુમળા મૂળા પણ દોષોનો નાશ કરનાર હોવાથી મસાની તકલીફવાળાએ મૂળાની ઋતુમાં રોજ એકથી બે કુમળા મૂળાનું સેવન કરવું જોઈએ. માત્ર સૂકા મસામાં જ નહીં, દૂઝતા મસામાં પણ મૂળા પ્રયોજાય છે. કુમળા મૂળા પિત્તશામક હોવાથી રક્તસ્રાવી મસામાં પણ તે ઉપયોગી છે. મૂળાનું રોજ સેવન કરવાથી રક્તસ્રાવી મસા સાવ મટી ગયાનાં પણ ઉદાહરણ છે.

 

સૂકી ઉધરસ-ખાંસીમાં વાયુનું પ્રતિલોમન થાય છે. મૂળા વાયુનાશક તથા મળશુદ્ધિ કરનાર છે. એટલે મર્હિષ ચરકે સૂકી ખાંસીમાં મૂળાને પથ્ય ગણ્યા છે. સૂકી ખાંસીવાળા માટે કુમળા મૂળાના શાકનું સેવન લાભકારક છે. કબજિયાતમાં પણ મૂળા ફાયદો કરે છે.

 

મૂળા મૂત્રલ-મૂત્રવર્ધક હોવાથી સમ્યક્ મૂત્રપ્રવૃત્તિ કરાવે છે તથા મૂત્રાશયની શુદ્ધિ કરે છે. એટલે મૂત્રલ ઔષધ તરીકે મૂળાનો ઉપયોગ નિર્દોષ અને સસ્તો છે. મૂત્રપ્રવૃત્તિ બરાબર ન થતી હોય તેમણે મૂળાનાં પાનનો રસ ઘણો લાભદાયી છે. પથરીની શરૂઆતની અવસ્થામાં મૂળાના ઉપયોગથી પથરીને ઓગાળી શકાય છે.

 

મૂળા જઠરાગ્નિવર્ધક, આહારનું યોગ્ય પાચન કરનાર અને પોષણ આપનાર હોવાથી શિયાળામાં પથ્ય છે. શરદઋતુમાં મૂળા ખાવા હિતાવહ નથી. ભોજનની પહેલાં મૂળા ખાવાથી પિત્તને વધારે છે, એટલે ભોજનની સાથે તે ખાવા જોઈએ.

 

ઠંડીમાં ભુલ્યા વિના રોજ બળવર્ધક મૂળા ખાશો, એકવાર આ મેજિકલ ફાયદા જાણો!  …

 

 

large moola

 

ગુણધર્મ :

 

શાક અને કચુંબર તરીકે ઘણા પ્રાચીન સમયથી આપણે મૂળાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થુ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગણોનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે.

 

 મૂળા ઠંડીમાં ખાવામાં આવતું એક એવું શાક છે મોટાભાગે જેનો ઉપયોગ લોકો સલાડમાં કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણે છે. મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે. મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને મેગ્નેશિયમ પણ હોય છે. મૂળા વિટામિન એથી ભરપૂર હોય છે. આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક લાભ થાય છે.

 

આયુર્વેદ અનુસાર નાના મૂળા તીખા, ગરમ, રુચિકારક, પચવામાં હલકા ત્રણે દોષને હરનાર, સ્વરને સારો કરનાર, તાવ તથા શ્વાસને મટાડનાર અને નાકના રોગ, કંઠના રોગ તથા નેત્રના રોગને મટાડનાર છે. જ્યારે મોટા મૂળા રુક્ષ, ગરમ, ભારે અને ત્રિદોષકારક છે અને એ જ મૂળા જો તેલ કે ઘીમાં પકવ્યા હોય તો તે મૂળા ત્રણે દોષનો નાશ કરે છે.

હંમેશા કૂણા અને કોમળ નાના મૂળા ખાવા જોઈએ. મૂળા ખાવાથી આહાર પ્રત્યે રુચિ વધે છે, તે પાચક છે અને જઠરાગ્નિને મજબૂત બનાવે છે તથા તે કફ અને વાયુદોષને મટાડે છે. તે પેટના કૃમિનો નાશ કરે છે. મૂળાનો રસ પીવાથી પથરી થતી નથી અને થઈ હોય તો નાશ પામે છે.

 

વૈજ્ઞાનિક મત પ્રમાણે મૂળામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ પર્યાપ્ત માત્રામાં રહેલાં છે. તેમાં વિટામિન ‘એ’, વિટામિન ‘સી’, પોટેશિયમ અને સૂક્ષ્મ પ્રમાણમાં તાંબું પણ રહેલું છે.

 

૧.]  મૂળાનો કંદ સફેદ હોય છે પણ તેમાં લોહધાતુ હોવાથી તે લોહીને શુદ્ધ કરે છે અને લોહીના ઘટકોની વૃદ્ધિ કરે છે અને શરીરને તાંબા જેવું બનાવે છે. પાંડુરોગ અથવા એનિમિયાના રોગીઓ માટે મૂળા એક વરદાનરૂપ છે. 

 

૨.]  મૂળાનું સેવન કરવાથી દમ અને ઉધરસમાં રાહત થાય છે. મૂળા અતિ મૂત્રલ છે. તેનું સેવન કરવાથી મૂત્રનું પ્રમાણ વધે છે. આ કારણથી મૂત્રાશય અને કિડનીનો સોજો, પથરી, અને ક્ષાર વગેરે દૂર થાય છે. તેમજ શરીરના અન્ય સોજાને પણ દૂર કરે છે. 

 

૩.]  મૂળાનું સેવન સૂકી ઉધરસ-ખાંસીમાં વાયુને દૂર કરે છે. મૂળા વાયુનાશક તથા મળશુદ્ધિ કરનાર છે. એટલે મર્હિષ ચરકે સૂકી ખાંસીમાં મૂળાને ગુણકારી ગણ્યા છે. સૂકી ખાંસીવાળા માટે કુમળા મૂળાના શાકનું સેવન લાભકારક છે. કબજિયાતમાં પણ મૂળા ફાયદો કરે છે. 

 

૪.]  આયુર્વેદના મર્હિષ ચરકે શુષ્ક-સૂકા મસામાં મૂળાનો ઉપયોગ સૂચવ્યો છે. સૂકા મૂળાને તેમણે વાયુ અને કફનો નાશ કરનાર કહ્યા છે. સૂકા હરસ-મસા વાયુ કે કફદોષને કારણે જ થાય છે, એટલે સૂકા મૂળા અક્સીર ઔષધ છે. 

 

૫.]  હૃદય સંબંધી બીમારીથી પીડાતા લોકો અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે મૂળાનું સેવન લાભકારક હોય છે. બ્લડપ્રેશરના દર્દીઓએ પણ નિયમિત સલાડ તરીકે મૂળાનું સેવન કરવું જોઈએ. કારણ કે બ્લડપ્રેશરની સમસ્યાને જડથી દૂર કરવામાં મૂળા કારગર સાબિત થાય છે. 

 

૬.]  મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્ષ કરીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતાથી છુટકારો મળે છે અને શરીર સુડોળ બને છે. 

 

૭.]  મૂળાના પાતળા કટકા સરકામાં નાંખીને ધૂપમાં રાખવા, તેનો રંગ બદામી થાય ત્યારે તે ખાવા, આવું કરવાથી ભૂખ ખુલે છે. મૂળાનો રસમાં મીઠું મિક્ષ કરીને પીવાથી પેટનું ભારેપણું, આફરો અને મૂત્રરોગ દૂર થાય છે. 

 

૮.]  ચામડીના નાના-મોટા રોગમાં મૂળા ખૂબ ગુણકારી માનવામાં આવે છે. ખસ, ખરજવું, દાદર જેવા રોગમાં આખા મૂળા ચાવીને ખાવાથી લાભ થાય છે. મૂળા બળવર્ધક પણ છે. 

 

ઠંડીમાં મૂળા ખાવાના છે અઢળક ફાયદા, જાણશો તો ચોક્કસ ખાશો…. 

 

મૂળા ઠંડીમાં ખાવામાં આવતું એક એવું શાક છે મોટાભાગે જેનો ઉપયોગ લોકો સલાડમાં કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણે છે. મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે. મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે.તેમાં સોડિયમ, ફાસ્ફોરસ, ક્લોરીન અને મેગ્નેશિયમ પણ હોય છે. મૂળા વિટામિન એથી ભરપૂર હોય છે. આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક લાભ થાય છે. તો ચાલો આજે જાણો એવા જ કેટલાક લાભ વિશે.

 

મૂળાના અઢળક ફાયદા જાણવા આગળ વાંચો …..

 

૧]  હૃદય સંબંધી બીમારીથી પીડાતા લોકો અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે મૂળાનું સેવન લાભકારક હોય છે. બ્લડપ્રેશરના દર્દીઓએ પણ નિયમિત સલાડ તરીકે મૂળાનું સેવન કરવું જોઈએ. કારણ કે બ્લડપ્રેશરની સમસ્યાને જડથી દૂર કરવામાં મૂળા કારગર સાબિત થાય છે. 

 

૨]  સવારે મૂળાના પાનમાં સિંધાલું મીઠુ લગાવીને ખાવાથી મોઢામાં આવતી દુર્ગંધ દૂર થાય છે. મૂળા શરીરમાંથી કાર્બનડાઈઓક્સાઈડ નિકાળીને શરીરને ઓક્સીજન આપે છે. મૂળા આરોગવાથી દાંતના હાડકાં મજબૂત થાય છે. થાક દૂર કરવા અને સારી નીંદર માટે પણ મૂળા અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. 

 

૩]   મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્ષ કરીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતાથી છુટકારો મળે છે અને શરીર સુડોળ બને છે. મૂળાના પાન કાપીને લીંબુ નિચોવી ખાવાથી પેટ સાફ થાય છે અને સ્ફૂર્તિ અનુભવાય છે. પેટ સંબંધી રોગોમાં જો મૂળાના રસમાં આદુનો રસ અને લીંબુનો રસ મિક્ષ કરીને નિયમિત પીવામાં આવે તો ભૂખમાં વધે છે અને પેટના કૃમિ નષ્ટ થાય છે. 

 

૪]  મૂળાના પાતળા કટકા સરકામાં નાંખીને ધૂપમાં રાખવા, તેનો રંગ બદામી થાય ત્યારે તે ખાવા, આવું કરવાથી ભૂખ ખુલે છે. મૂળાનો રસમાં મીઠું મિક્ષ કરીને પીવાથી પેટનું ભારીપણું, આફરો અને મૂત્રરોગ દૂર થાય છે. 

 

૫]  મૂળાની એક વિશેષતા છે. તે કંદ હોવા છતાં તેનાં પાન અને કંદ બંને ખાઇ શકાય છે. 

 

૬]  કમળાના રોગી માટે મૂળા ઉત્તમ છે. કમળાના રોગીએ રોજ બે -એક મૂળા ચાવીને કાચા જ ખાઇ જવા. તે કમળામાં પિત્ત ઓછું કરશે. 

 

૭]  મૂળા મૂત્રલ છે. તે પેશાબ સાફ લાવે છે તેથી મૂત્રના રોગીએ તે ખાવા જોઇએ. 

 

ખીલમાં રાહત લાવે ઉત્તમ ઘરગથ્થુ ઔષધ છે ‘મૂળા’

 

૧)  આપણા ભારતીયોનાં પ્રિય આહાર દ્રવ્યોમાં ‘મૂળા’નો સમાવેશ થાય છે. શાક અને કચુંબર તરીકે ઘણાં પ્રાચીન સમયથી આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થુ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણોનું સવિસ્તર વર્ણન મળે છે. 

 

૨)  દરરોજ રાત્રે સુતી વખતે મૂળના પાનનો રસ કાઢી ચહેરા પર લગાવી મસળવું. તેના પર ફરીથી રસ લગાવી સુઈ જવું અને સવારે હુફાળા પાણીથી સાફ કરવું. આમ કરવાથી ચહેરા પરનો ખીલ ૧૫ દિવસમાં જ મૂળમાંથી નાશ પામે છે. 

 

૩)  ગાજર, મૂળા અને મોગરી. ઠંડીમાં આ ત્રણે ચીજો બપોરના ભોજનમાં સૅલડ તરીકે આરોગવાથી શરીર અંદરથી સ્વચ્છ થાય છે અને તંદુરસ્તીમાં પણ ઉમેરો થાય છે.

 

મૂળ ગુણધર્મ  :

 

ગાજરમાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ, લોહ, તાંબું, મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સ તથા વિટામિન એ, બી૧, સી જેવાં વિટામિન્સ રહેલાં છે. પ્રોટીન અને ગ્લુકોઝ પણ સારીએવી માત્રામાં છે. ગાજર મધુર, ગરમ, તીક્ષ્ણ, અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. એ રક્તપિત્ત, હરસ, સંગ્રહણી મટાડે છે. મૂળો હલકો, ગરમ, પાચક, ત્રિદોષ હરનાર, બલકારક, નેત્રરોગ ઘટાડનાર છે. ઉપરાંત દમ, શરદી અને શ્વાસના રોગોમાં પણ ફાયદાકારક છે. એ સ્વર સુધારે છે અને હરસમાં ફાયદો કરે છે. મોગરીમાં પણ પુષ્કળ માત્રામાં વિટામિન સી, વિટામિન એ અને પોટૅશિયમ હોય છે.

 

ઠંડીની સીઝનમાં આપણા શરીરનો કચરો બહાર કાઢતાં પરસેવાનાં છિદ્રો સંકોચાઈ ગયાં હોય છે. મૂળા મૂત્રલ હોવાથી શરીરનો કચરો પેશાબ વાટે નીકળી જાય છે. શિયાળામાં તંદુરસ્તી જાળવવી હોય તો આ ત્રણ ચીજોનું કચુંબર બપોરના ભોજનમાં જરૂર ખાવું જોઈએ.

 

વાં હોવાં જોઈએ ?

 

મૂળા અને મોગરીનો સ્વાદ તીખો અને તૂરો હોવાથી કોઈ પણ સૅલડમાં ઉમેરતી વખતે એને ચાખીને પછી જ એનું પ્રમાણ નક્કી કરવું. તીખાં અને કડક થઈ ગયેલાં મૂળા અને મોગરી ઉષ્ણર્વીય હોવાથી પિત્ત અને રક્તદોષ વધારે છે એટલે કે મોળાં અને ગળચટ્ટાં હોય એવાં જ મોગરી અને મૂળા કાચાં ખાવામાં વાપરવાં. લાલ ગાજર સીઝનલ હોય છે. ગાજરની અંદરનો પીળો ગર કાઢીને પછી એને સૅલડ તરીકે વાપરવાં. ત્રણેયને કાપીને કે છીણીને રાખી મૂકવાં નહીં, પરંતુ તરત જ વાપરી લેવાં.

 

કચુંબરની સામગ્રી  :

 

૧૦૦ ગ્રામ ગાજર, ૫૦ ગ્રામ મૂળાને છીણી લેવાં. એમાં ૨૫ ગ્રામ મોગરી સમારીને સૅલડ બનાવવું. એમાં ઑલિવ ઑઇલનું ડ્રેસિંગ કરી શકાય. રાઈના કુરિયા અથવા તો વાટેલું જીરું, ચપટીક સિંધવ અને લીંબુ નિચોવવું. 

કચુંબરના ફાયદા  :

 

નિયમિત આ ખાવામાં આવે તો હાથપગમાં રહેતા સાદા સોજા અને મોઢા પર રહેતી  ફેફર દૂર થાય છે. કાયમ ઝીણી શરદી કે સળેખમ રહેતું હોય, કફની ઉધરસ હેરાન કરતી હોય તો ફાયદો થાય છે. ભૂખ લાગતી ન હોય, અરુચિ રહેતી હોય, ગૅસ પેટમાં કે છાતીમાં બહુ પરેશાન કરતો હોય, પેટમાં કાયમ વાયુ રહેવાથી અર્જીણ થતું હોય તો દૂર થાય છે. બહેનોને માસિક સ્રાવ દરમ્યાન ખૂબ દુખાવો થતો હોય, વધુપડતું લોહી જતું હોય કે અનિયમિત માસિક આવતું હોય ત્યારે પા કપ મૂળાનો રસ સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે.

 

પેશાબ છૂટથી ન આવતો હોય તેમણે કાચા મૂળાનું સૅલડ બપોરના ભોજનમાં ખાવું.બાળકને રાતે પથારીમાં પેશાબ કરી નાખવાની તકલીફ હોય કે ટૉઇલેટમાં સૂતરિયા કૃમિ જતા હોય તો વધારે ગાજર નાખીને બનાવેલું સૅલડ ખાવું.

 

પેટ સાફ ન આવવાથી ખીલ થતા હોય તો રોજ રાત્રે ત્રિફળા ચૂર્ણની એક ચમચી લેવા ઉપરાંત આ સૅલડ ૧૦૦ ગ્રામ જેટલું ખાવાથી ખીલમાં ફાયદો થાય છે. આ લાંબા ગાળાનો ઉકેલ છે. એનાથી ઝટપટ ખીલ મટી જતા નથી, પરંતુ સિસ્ટમ સાફ થઈને રક્તમાં થયેલી અશુદ્ધિઓ દૂર થતાં ખીલ કાયમ માટે મટે છે.

 

મૂળા અને મોગરીમાં ગુણધર્મની ભારે સામ્યતા છે. બંને કૂણાં ખાવાથી ત્રણેય દોષને શાંત કરે છે, પાકેલાં – ઘરડા ખાવાથી ત્રણેય દોષને કોપાવે છે. માટે બંને સાવ કૂણાં જ ખાવામાં લેવાં. મૂળામાં ઔષધીય ગુણ ખૂબ છે. તેના કંદના પતીકાં કરી, તેની સૂકવણી કરી, તેને દવા તરીકે વપરાય છે.

 

કુમળા મૂળા, મોગરી બંને સ્વાદે તીખા, તાસીરે ગરમ, સ્વભાવે લૂખા, પચવામાં હલકા, ત્રિદોષશામક, અગ્નિદીપક, આહરપાચક, મળને સાફ લાવનાર, તીક્ષ્‍ણ, પેશાબ સાફ લાવનાર, જ્વરનાશક અને હિતકર છે. તે દમ-ઉધરસ, હરસ, પેશાબના રોગ, ચામડીના રોગ, લીવરના રોગ, કમળો, પેટનો દુઃખાવો, ગોળો વગેરેમાં સારા છે. કમળાના રોગમાં મૂળા સારા. પાન અને કંદ ખૂબ ચાવીને ખાવાથી પિત્ત નીકળી જઈને કમળો મટે છે. તે જ રીતે ચામડીના રોગમાં પણ આખો મૂળો ખૂબ ચાવીને ખાવાનો રાખો.

 

દૂઝતા હરસનો આ અનુભૂત પ્રયોગ છે. મૂળાના કાંદામાં ડગળી પાડી, તેમાં ફોતરાં સહિત એલચી મૂકી કાંદો બંધ કરીને, તેને આખી રાત પાણીમાં ડુબાડી રાખો. સવારે નરણે એલચીના દાણા ચાવીને ખાઈ જાવ. માત્ર ત્રણ દિવસના આ પ્રયોગથી દૂઝતા હરસ મટે છે. શીળસના રોગમાં સૂકા મૂળાનો સૂપ પીવો. કાનમાં ચાસકા મારતા હોય તો મૂંળાનો રસ ગરમ કરીને કાનમાં ટીપાં મૂકવાં. મૂળા પેશાબ સાફ લાવે છે. માગશર માસમાં તે ખૂબ ખાવા.

 

ગુણકારી મૂળા  :

 

કંદ શાક ગુણકારી હોય છે. કંદમાં મૂળાનો સમાવેશ થયો છે. મૂળા ખાવાથી અનેક લાભ થાય છે. તેમજ તે અનેક રોગોને મટાડે છે. આપણા દેશમાં પ્રાચીન યુગથી મૂળાનું સેવન કરવામાં આવે છે. ખાસ કરી ઠંડીની ઋતુમાં મૂળા ખાવાથી ખૂબ જ લાભ થાય છે. આજકાલ તો બારે માસ મૂળા મળે છે અને ખવાય પણ છે. ઘઉંના વાવેતરમાં મૂળા ઉગાડવામાં આવે તે મૂળા કલ્યાણકારી હોય છે. સામાન્ય રીતે મૂળા આહાર અને ઔષધદ્રવ્ય છે.

 

ગુણધર્મ :

 

આયુર્વેદ અનુસાર નાના મૂળા તીખા, ગરમ, રુચિકારક, પચવામાં હલકા ત્રણે દોષને હરનાર, સ્વરને સારો કરનાર, તાવ તથા શ્ર્વાસને મટાડનાર અને નાકના રોગ, કંઠના રોગ તથા નેત્રના રોગને મટાડનાર છે. જ્યારે મોટા મૂળા રુક્ષ, ગરમ, ભારે અને ત્રિદોષકારક છે અને એ જ મૂળા જો તેલ કે ઘીમાં પકવ્યા હોય તો તે મૂળા ત્રણે દોષનો નાશ કરે છે. હંમેશા કૂણા અને કોમળ નાના મૂળા ખાવા જોઈએ. મૂળા ખાવાથી આહાર પ્રત્યે રુચિ વધે છે, તે પાચક છે અને જઠરાગ્નિને વધારે છે તથા તે કફ અને વાયુદોષને મટાડે છે. તે પેટના કૃમિનો નાશ કરે છે. મૂળાનો રસ પીવાથી પથરી થતી નથી અને થઈ હોય તો નાશ પામે છે.

 

પ્રકૃતિ તો પ્રાણીમાત્ર માટે કલ્યાણકારી કાર્ય કરે છે, તેમજ પ્રકૃતિનાં રહસ્યો પણ અદ્ભુત હોય છે. જુઓ તો ખરા ! મૂળાનો કંદ સફેદ હોય છે પણ તેમાં લોહધાતુ હોવાથી તે લોહીને શુદ્ધ કરે છે અને લોહીના ઘટકોની વૃદ્ધિ કરે છે અને શરીરને તાંબા જેવું બનાવે છે. પાંડુરોગ અથવા એનિમિયાના રોગીઓ માટે મૂળા એક વરદાનરૂપ છે. મૂળાનું સેવન કરવાથી દમ અને ઉધરસમાં રાહત થાય છે. મૂળા અતિ મૂત્રલ છે. તેનું સેવન કરવાથી મૂત્રનું પ્રમાણ વધે છે. આ કારણથી મૂત્રાશય અને કિડનીનો સોજો, પથરી, અને ક્ષાર વગેરે દૂર થાય છે. તેમજ શરીરના અન્ય સોજાને પણ દૂર કરે છે. હાઇપોથાયરોડિઝમ નામનો એક ભયંકર અને અતિ કષ્ટસાધ્ય રોગ થાય છે. શરીરમાં આયોડિનની ઊણપ્ના કારણે આ રોગ થાય છે. અહીં પ્રકૃતિ મૂળાના રૂપમાં સહાય કરે છે, કેમ કે મૂળામાં પ્રાકૃતિક આયોડિન હોય છે તથા તે સોજાને પણ મટાડે છે. મૂળાનું સેવન કરવાથી થાઇરોઇડ ગ્રંથિ ક્રિયાશીલ થાય છે. તેમાં આવેલો સોજો દૂર થાય છે અને મૂળા સ્થિત આયોડિન શરીરને પ્રાપ્ત થાય છે. આ કારણોથી આ રોગ મટે છે. અમે હાયપોથાયરોડિઝમના રોગીઓને દરરોજ 1થી 2 મૂળા ખાવાનું સૂચન કરીએ છીએ. તથા અન્ય ઔષધો સાથે મૂળાનો ક્ષાર આપીએ છીએ. મૂળામાં કેલ્શિયમ ખૂબ જ હોવાથી તે દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. મૂળામાં સોડિયમ તથા ક્લોરિન હોવાથી તે શરીરના મળોને બહાર કાઢે છે. તેમાં રહેલ મેગ્નેશિયમને લીધે પાચનશક્તિ વધે છે તથા અપાચન, આફરો, ખાટા ઓડકાર વગેરે શાંત થાય છે. તેમાં વિટામિન ‘એ’ હોવાથી મૂળાનું સેવન કરવાથી આંખોની શક્તિ વધે છે, તેમાં ગંધક હોવાથી ચામડીના રોગોમાં ફાયદો કરે છે. મૂળામાં ખૂબ જ પ્રમાણમાં પાણી હોવાથી તે મેદને ઘટાડે છે; તેમજ મૂળામાં ક્ષારનું પ્રમાણ હોવાથી તે ચરબીનો નાશ કરે છે. તથા આમવાત પણ મટે છે. કારતક અને માગશર મહિનામાં ઉત્પ્ન્ન થતા મૂળાનું સેવન કરવાથી અનેક રોગો મટે છે તેમજ તે આરોગ્યપ્રદ બને છે.

 

સામાન્ય રીતે જોઈએ તો મૂળા અરુચિ, અગ્નિમાંદ્ય, યકૃતવિકાર, હરસ, ગુલ્મ, મૂત્રકૃચ્છ, પથરી, માસિકસ્રાવનો અવરોધ તથા કાનના દુખાવામાં હિતકારી છે. તેનો રસ કાનના દુખાવામાં, તેના બીજનો લેપ ચામડીના રોગોમાં તથા તેનો ક્ષાર અને સ્વરસ મૂત્રકૃચ્છ અને પથરીમાં હિતકર છે.

 

મૂળાની મોગરી થોડીક ગરમ અને કફવાયુનાશક છે. તેનાં ફૂલ કફકારક અને પિત્તજનક છે. મહર્ષિ સુશ્રુતજીએ કહ્યું છે કે મૂળાનાં પુષ્પ, પાન અને મોગરી કફ અને વાયુનો નાશ કરે છે.

 

ચરકસંહિતા તથા સુશ્રુતસંહિતામાં અનેક રોગોમાં મૂળાના ઉપયોગો બતાવ્યા છે. ખાસ કરી અગ્નિમાંદ્ય, અરુચિ, જૂની કબજિયાત, હરસ, આફરો, માસિકસ્રાવની કષ્ટતા, ગોનોરિયા, મૂત્રકૃચ્છ, પથરી, કફવાતજ્વર, શ્ર્વાસ, હેડકી અને સોજા વગેરે રોગોમાં મૂળા લાભદાયક છે. અપાચન, આફરો અને વાયુની ઉધરસમાં મૂળાનું શાક હિતકર છે. જૂના શીળસના રોગીએ સૂકા મૂળાના સૂપ્નું સેવન કરવું જોઈએ. આ પ્રમાણે મૂળા અનેક પ્રકારે ઉપયોગી થાય છે.

 

– વૈદ્ય અશોકભાઈ તળાવિયા (ભારદ્વાજ આયુર્વેદાચાર્ય)

 

મૂળા ના ભજીયા  …

 

moola bhajia

 

મૂળાને પાતળા અને લાંબા સમારો. મૂળાનાં પાનને પણ બારીક સમારો. હવે એક બાઉલમાં સમારેલા મૂળા લઈ એમાં કસૂરી મેથી, ચણાનો લોટ, હિંગ, સોડા, લાલ મરચું, લીલાં મરચાં અને મીઠું નાખી મસળો.

 

સામગ્રી  :

  બે મૂળા (પાન સાથે)

  એક ચમચી કસૂરી મેથી

  અડધો કપ ચણાનો લોટ

  એક ચમચી હિંગ

  ચપટી સોડા

  એક ચમચી લાલ મરચું

  બે બારીક સમારેલાં લીલાં મરચાં

  મીઠું સ્વાદ પ્રમાણે

  તળવા માટે તેલ

 

રીત  :

મૂળાને પાતળા અને લાંબા સમારો. મૂળાનાં પાનને પણ બારીક સમારો. હવે એક બાઉલમાં સમારેલા મૂળા લઈ એમાં કસૂરી મેથી, ચણાનો લોટ, હિંગ, સોડા, લાલ મરચું, લીલાં મરચાં અને મીઠું નાખી મસળો. જરૂર પ્રમાણે પાણી નાખી ફરી મસળો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. એમાં તૈયાર કરેલા ખીરામાંથી ભજિયાં પાડી તળો. ફુદીનાની ચટણી સાથે પીરસો.

 

http://www.sukansamachar.com/

 

સાભાર : 

સૌજન્ય : સંદેશ દૈનિક ….

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli