(૧) ‘વનિતા’ … “કાકુ” તેમજ (૨) ‘ગુલાલ’ – “કાકુ” … (સ્વરચિત ગુજરાતી રચનાઓ) …

કૃતિ – (૧) ‘વનિતા’ … “કાકુ”

 

 

 
women.2
 

 

સંસ્કૃતિ અને સંસ્કારીતા ભારતની ધરોહર છે,જે વિશ્વભરમાં ફેલાયેલી છે. ભારતમાં પ્રાચીન સમયથી  સ્ત્રીને સન્માનની ભાવનાથી જોવામાં આવે છે. આપણા મહાન ગ્રંથો,વેદો, ઉપનિષદો જેવા કે રામાયણ અને મહાભારતમાં પણ નારી શક્તિનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો છે. તે સમયમાં પણ સ્ત્રીઓ સાથે અત્યાચાર નહોતા થતા એવું નહોતું પણ પોતાની  અદભુત શક્તિને કારણે તે સ્ત્રીઓએ પુરુષને નમાવ્યા તો ક્યાંક તેણે પતિવ્રતા પત્ની તરીકે પતિનો સાથ આપ્યો, અગ્નિ પરીક્ષાઓ આપી તો કોઈક દ્રૌપદી પાંચ પતિની એક પત્ની તરીકે અંકિત થઈ તો તારામતી અને અરુંધતી જેવી નારીઓએ પતિના કદમ સાથે કદમ મિલાવ્યા. જ્યારે રાધા કહેવાઈ કૃષ્ણની અંતરંગા શક્તિ.

આજના સમયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાતો હોય તો એક સવાલ ચોક્કસ થાય કે શું ભારતીય નારી  સન્માનીય અને સ્વતંત્ર છે ખરી. દર વર્ષે આપણે મહિલા દિવસે માત્ર સ્ત્રીશક્તિના ગુણગાન કરી બધું જ વિસરી જઈએ છીએ. પણ ખરા અર્થમાં  સ્ત્રીઓ સ્વતંત્ર ત્યારે જ કહેવાશે જ્યારે સ્ત્રીઓ પરના અત્યાચારો દુર થશે તેને સાચા અર્થમાં શક્તિ સ્વરૂપા તરીકે સન્માનવામાં આવશે. તો આજે તમે પણ જાણો એવી ૮ ભારતીય નારી વિશે જે પોતાની વિશેષતા, ત્યાગ ભાવના, માતૃ શક્તિ,પ્રેમની મૂર્તિ તરીકે આપણા શાસ્ત્રોમાં હંમેશા માટે અમર થઈને પૂજાતી રહી. જે નારી તમારા માટે પણ બની શકે છે પ્રેરણા સ્ત્રોત.

૧] રાધાજી – ભગવાન શ્રીકૃષ્ણ માટે રાધાના પ્રેમનુ વર્ણન કરીએ તેટલુ ઓછુ છે.   ૨] દૌપદી – પૌરાણીક ગ્રંથ મહાભારતના પાંચાલ રાજાના દ્રુપદની પુત્રી અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી.   ૩] સીતાજી – એક સ્ત્રીને સ્ત્રીત્વનું બળ આપનાર આ મહાન વિદુષી હતાં. પતિવ્રતાના પ્રતિક સમું નામ છે.   ૪] અનસૂયા – જેણે સ્ત્રી હોવાની સાથે સાથે સ્ત્રીત્વની શક્તિનો પરિચય દેવાધિદેવો ગણાતા ત્રિદેવોને પણ આપી દીધો હતો.   ૫] મંદોદરી – મંદોદરી રાવણના પ્રધાન પટરાણી હતા.  તેની ગણના શ્રેષ્ઠ સ્ત્રીઓમાં થાય છે.  ૬] તારામતી – અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા મંદોદર, આ પાંચ પુણ્યશાળી નારીઓમાં જેનું નામ લેવામાં આવે છે તે તારા એટલે સૂર્યવંશના મહાપ્રતાપી રાજા હરિશ્ચંદ્રના પત્ની. સ્ત્રીનો એક મહાનગુણ સહનશક્તિ અને તારા એટલે સહનશક્તિનો પર્યાય.  ૭] અહલ્યા – અહલ્યા ખુબ સૌંદર્યવાન સ્ત્રી હતી.  ઈન્દ્ર વગેરે દેવતા પણ તેને વરવા ઈચ્છતા હતા.   ૮] અદિતિ-દતિ – અદિતિ-દતિ અને અદિતિ દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી.આ બંને બહેનોમાં દતિના પુત્રો દૈત્ય અને અદિતિના પુત્રો દેવ કહેવાયા.દેવો અને દૈત્યના સંગ્રામમાં દૈત્યો હણાયા.દેવોને હરાવે તેવા પુત્રો માટે દતિએ પતિની સલાહથી 100 વર્ષ સુધી ગર્ભધારણનુ વ્રત રાખ્યુ હતુ.

 

વિદુરનીતિ પણ કહે છે અને ચાણક્ય પણ કહે છે કે સ્ત્રીનું સૌથી શ્રેષ્ઠ જો કામ હોય તો તે પરિવારને ગમે તેવી પરિસ્થિતિમાં તુટવા ન દેવો. આજે કદાચ આ ગુણનો જ હ્રાસ થઈ રહ્યો છે અને તેથી પરિવારો વિખેરાઈ રહ્યા છે.

સૌજન્ય : દિવ્યભાસ્કર

 

 

 કૃતિ – (૧) ‘વનિતા’ … “કાકુ”

 

શબ્દ શબ્દ પ્રાસ પ્રાસ એવું કંઈક રમીએ ચાલ નિતા
મન મન હરખાઇએ આપણે એને સમજી ને કવિતા

ટુંકુ સિંચણ ને ઉંડો કુવો નમી નમી સિંચીએ અસ્મિતા
એમ તો હજુએ ક્યાં નથી દેતી અગ્નિપરીક્ષા સીતા

અંધકાર આવે આવે ત્યાં પ્રાર્થીએ આપણે સવિતા
તણખલું એક મળે તોય તરી લઇએ આપણે સરિતા

જન્માવીએ દેવો અને ભરી દઇએ જગતમાં અમૃતા
આ દેશમાં ફરી ફરી જનમશુ આપણે થઇને વનિતા…

 

– “કાકુ”

 

કૃતિ – (૨)   ‘ગુલાલ’ – “કાકુ”

 

 

GULAL

 

 

રેશમી સપનાને સોનેરી કોર એમાં વળી આપે ઉડાડ્યો મુઠ્ઠી ગુલાલ
પરીની પાંખે થઇ વાદળ પર સવાર ને શીશુ સૂરજે છાંટ્યો ગુલાલ

રુપેરી નગરી ને કંકુની ઢગલી કોઇ પુછે ના મને એકેય સવાલ
ફૂલોના ઝુલે, ઉપર-નીચે, ઠેસે ઠેસે મારી પાનીએ ઉતર્યો ગુલાલ

શેરડીના સાઠા શી મમતાની મીઠાશ અને આસપાસ ઉઠી ધમાલ
ચુસતા ચુબતા રસની નજાકતતાએ હોઠોમાં ભરાયો લાલ ગુલાલ

એક એક પ્રહરે પીળુડો પધાર્યો અને કરી રહ્યો કંઈ ને કંઈ કમાલ!!
સંધ્યાને સમે જો સંભળાય સુર બંસીના તો તન મન લાલ ગુલાલ

 
– “કાકુ”

kaku ઉષા દેસાઈ  – “કાકુ”
બ્લોગ લીંક : http://kaku.desais.net  
(“કાકુ”  – સ્વરચિત ગુજરાતી કવિતા નો એક બ્લોગ)
email : [email protected]

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ઉપર પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો “કાકુ”  – શ્રીમતિ ઉષાબેન દેસાઈ (લંડન) ના અંતરપૂર્વકથી આભારી છીએ ….

 

આપના પ્રતિભાવ માટે “કાકુ” ના સ્વરચિત ગુજરાતી કવિતાના બ્લોગ  –  http://kaku.desais.net ની  મુલાકાત જરૂરથી લેશો અને  તેમની અન્ય  રચનાઓ પણ ત્યાં માણશો  અને આપના યોગ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂરથી મૂકશો …  બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ  સદા લેખિકા ને પ્રેરણાદાયી અને પ્રેરકબળ રૂપ બની રહે છે.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli