લો બ્લડપ્રેશર તેમજ હાઈ બ્લડ પ્રેસર એટલે શું ? … (આરોગ્ય અને ઔષધ) …

લો બ્લડપ્રેશર એટલે શું ? …

 

 

blood presure

 

 

લો બ્લડપ્રેશરના લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું શું નહીં ? …

 

આપણને ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું થાય ત્યારે આપણે ગભરાઈને ડોકટરને મળવા દોડી જઈએ છીએ અને ત્યારે ખબર પડે છે … 

 

જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી  કે હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે.

 

પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જયારે લો બ્લડપ્રેશર થાય ત્યારે ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. લીંબુના શરબતમાં ખાંડ અને મીઠું નાખીને પી જવું એ તાત્કાલિક સરળ ઉપાય છે.

 

આગળ જાણો લો બ્લડપ્રેશરના સંકેત, કારણો, લક્ષણો, આયુર્વેદિક ઉપચાર અને ક્યારે કઈ રીતે અને કઈ કાળજી રાખવી……

 

લો બીપીના દરદીએ ક્યારેય ભૂખ્યા ન રહેવું…

 

 

blood presure.milk-fruit

 

 

ક્યારેક બ્લડપ્રેશર ઓછું થઈ જાય એ સમજ્યા, પરંતુ જો વારંવાર આવું થવાની તકલીફ રહેતી હોય તો દરદીએ ચેતી જવું જોઈએ; કેમ કે એ ક્યારેક હાર્ટ, કિડની અને થાઇરોડ ગ્રંથિની તકલીફ હોઇ શકે છે.

 

શરીરમાં લોહી સતત ફરતું રહે છે. રક્તવાહિનીઓમાં લોહીનું ભ્રમણ યોગ્ય રિધમમાં ચાલતું રહે એ માટે રક્તવાહિનીઓનું ચોક્કસ દબાણ નિશ્ચિત થયેલું હોય છે. જ્યારે લોહીના ભ્રમણમાં અચાનક જ વધારો કે ઘટાડો થાય છે ત્યારે રક્તવાહિનીઓમાં બ્લડપ્રેશર ઘટે છે. ઊંચું બ્લડપ્રેશર હોય એ ખરેખર ઘાતક હોય છે, જ્યારે નીચું રક્તદબાણ હોય એ દરેક સંજોગોમાં ઘાતક નથી હોતું. ઘણા એવા સંજોગો હોય છે જેમાં સામાન્ય રીતે બીપી નીચું જ રહે. 

 

લો બ્લડપ્રેશરને કારણે તકલીફનાં લક્ષણો દેખાતાં હોય તો એ પ્રત્યે બેદરકારી સારી નથી, કેમ કે શરીરમાં લો બીપીને કારણે લોહીનું પરિભ્રમણ ઓછું થતાં શરીરના જુદાંજુદાં અવયવો અને કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો મળતાં નથી.

 

લો બ્લડપ્રેશર એટલે શું ?

 

 

blood presure.machine

 

 

સામાન્ય રીતે આપણા હાથમાં રહેલી ધમનીમાંનું દબાણ અથવા પ્રેશર એટલે બ્લડપ્રેશર. આ દબાણ લોહીને વહેવામાં મદદ કરે છે. હૃદયના સંકોચન સાથે ધમનીમાં જે દબાણ ઉત્પન્ન થાય એને ઉપરનો આંક રહે છે, જેને મેડિકલ ભાષામાં સિસ્ટોલિક બીપી કહેવાય છે. હૃદયના વિસ્તરણ સાથે ધમનીમાં પ્રેશર ઓછું થાય એ નીચેનો આંક એટલે મેડિકલ ભાષામાં ડાયાસ્ટોલિક બીપી કહેવાય. અત્યારની વ્યાખ્યા મુજબ તંદુરસ્ત વ્યક્તિનું હાઈ બીપી ૧૨૦ અને લો બીપી ૮૦ હોવું જોઈએ. જો બીપી ૧૪૦/૯૦નો આંક વટાવી જાય તો એ હાઈ બ્લડપ્રેશરનું નિદાન થાય, પણ લો બીપી માટે આવો કોઈ આંક નક્કી કરવામાં નથી આવ્યો. સામાન્ય રીતે હાઈ બીપી ૯૦થી નીચે જાય અથવા તો લો બીપી ૬૦થી નીચું જાય તો એ લો બીપીનાં લક્ષણો કહી શકાય.

 

ચક્કર આવે, માથું ફરે, બેભાન થઈ જવાય, શરીરમાં નબળાઈ વર્તાય, થાક લાગે, શ્વાસ ઝડપી બને, એકાગ્રતા ઘટે, નજર ધૂંધળી બને, શરીર ઠંડું પડતું લાગે, ચામડીનો રંગ ફિક્કો પડી જાય, ઊબકા આવે,  ડિપ્રેસ થઈ જવાય, નાડી તેજ થઈ જાય, ખૂબ તરસ લાગે. જો લાંબો સમય બીપી નીચું જ રહે તો સમય જતાંની સાથે લક્ષણો ગંભીર થતાં જાય. બીપી ખૂબ જ નીચું જતું રહે તો છાતીમાં દુખાવો થાય અને ક્યારેક હાર્ટઅટેક પણ આવી શકે. જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો જાન જોખમમાં મુકાય.

 

 

blood presure.salt

 

 

સામાન્ય સંજોગોમાં કોઈનું અચાનક બીપી લો થવાને કારણે તકલીફ ઊભી થાય તો તેની આસપાસની વ્યક્તિઓએ કેટલીક પ્રાથમિક સારવાર કરવી જોઈએ. સૌથી પહેલાં તો દરદીને ખુલ્લી હવામાં લઈ જવો અને કપડાં ખૂલતાં કરી લેવાં જેથી તેને શ્વાસ લેવામાં ઓછી તકલીફ પડે. ચક્કર આવતાં હોય તો તેને ઊભા રહેવાને બદલે એક પડખે સુવડાવવો. સીધા સૂવાથી શ્વાસ લેવામાં કદાચ તકલીફ વધી શકે છે. એ પછી તરત જ એક ચમચી મીઠું અને ખાંડ મોંમાં નાખી દો. ધારો કે વ્યક્તિ ગળી શકે એમ ન હોય તો જીભ પર મીઠું અને ખાંડ મૂકી રાખો.

 

થોડીક સ્વસ્થતા આવે એટલે એને ખૂબ બધી ખાંડ, મીઠું અને લીંબુવાળું પાણી પીવડાવવું જોઇએ. બીપી સામાન્ય થયા પછી જ્યૂસ, ભાખરી અને બટર અથવા તો ચોકલેટ જેવી વસ્તુઓ ખાઈને અડધોથી એક કલાક સુધી વ્યક્તિએ સંપૂર્ણ આરામ કરવો.

 

૧. ડિહાઇડ્રેશન

ભૂખ્યા રહેવાને કારણે અથવા તો ઝાડાઊલટી થવાને કારણે શરીરમાંથી પાણી અને ક્ષારોનું પ્રમાણ ઓછું થતાં બીપી લો થઈ જાય.

 

૨. એનિમિયા

શરીરમાં લોહીનું પ્રમાણ અથવા લોહીમાં રહેલા હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે બીપી લો થઈ જાય છે.

 

૩. હૃદયના રોગો

હાર્ટઅટેક, હાર્ટફેલ્યર, હૃદયના વાલ્વની બીમારીને લીધે હૃદય ધીમું પડવાને કારણે પણ બલ્ડ પ્રેશર ઓછું થઈ જાય.

 

૪. અન્ય કારણો

ઈજા, એક્સિડન્ટ, જઠરમાં પડેલાં ચાંદાંમાંથી રક્તસ્ત્રાવ અને યકૃતના રોગોમાં પણ બીપી લો થઈ જાય છે. થાઇરોડ, એડ્રીનલ ગ્રંથિ કે ડાયાબિટીસમાં લો બ્લડશુગરને કારણે પણ બીપી લો થઈ શકે છે. વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી અચાનક જ બીપી લો થઈ જાય છે. ખોરાકની, વસ્તુઓની કે દવાની એલર્જીને કારણે આમ થઈ શકે.

 

વારંવાર બીપી લો થવાની તકલીફ રહેતી હોય તેમણે આલ્કોહોલ ક્યારેય ન પીવો. ત્રણ કલાકથી વધુ ભૂખ્યા ન રહેવું. સાથે હંમેશાં મીઠું અને ખાંડની પડીકી રાખવી, જેથી થોડુંક પણ બીપી લો જેવું લાગે એટલે તરત જ લઈ શકાય. જો વારંવાર બીપી લો થતું હોય તો બ્લડટેસ્ટ, કિડનીટેસ્ટ, છાતીનો એક્સરે, પેશાબની તપાસ, થાઇરોડ ગ્રંથિના ક્ષારો કે હૃદયની તપાસ માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કે સ્ટ્રેસટેસ્ટ કરાવી લેવી જોઇએ.

 

 

blood presure.grapes juice

 

 

–  લો બીપી ધરાવતા લોકોને ક્યારેક જમ્યા પછી કે ભુખ્યા પેટે ઉભા ઉભા પણ ચક્કર આવે છે. ત્યારે માત્ર બે ગ્લાસ પાણી પીવાથી બીપી નૉર્મલ થઈ જાય છે.

 

–  ગાજરનો તાજો રસ એના જેટલા જ દુધમાં મેળવી દરરોજ સવારે લેવાથી લો બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. એનું પ્રમાણ પોતાની જરૂરીયાત મુજબ રાખવું.

 

–  ચીત્રકમુળ, અજમો, સંચળ, સુંઠ, મરી, પીપર અને હરડેનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી લો પ્રેશરની બીમારીમાં જડથી દૂર થાય છે.

 

હોમિયોપેથીમાં તો લો બ્લડપ્રેશર માટે ઘણી અસરકારક દવાઓ છે. દર્દીનાં લક્ષણોને આધારે અલગ-અલગ દવાઓ અપાય છે. ખૂબ જ થાક લાગતો હોય તો ચાઈના ઓફ નામની દવા ઉપયોગી છે. બંધ ઓરડામાં શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો કાર્બોવેજ નામની દવા આપવામાં આવે છે. નાડીના ધબકારા ધીમા પડી જાય અને સાથે સાથે ચક્કર આવતા હોય તે વખતે વિસ્કમ આલ્બ નામની દવા તાત્કાલિક આપવામાં આવે છે. બી.પી.માં હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે અને પાણીની તરસ ના લાગતી હોય ત્યારે જેલ્સેમિયમ કામમાં આવે છે.

 

એક વાતનું ખાસ ઘ્યાન રાખવું કે હોમિયોપથીની દવાઓ ડોકટરનો સંપર્ક કર્યા પછી તેમના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ.

 

સૌજન્ય  :  ગુજરાત સમાચાર

 

 હાઈ બ્લડ પ્રેશર એટલે શું ? …

 

 

blood presure.high

 

 

આધુનિક સભ્યતાના કેટલાક વ્યાપક રોગોમાં લોહીના ઊંચા દબાણની ગણતરી કરી શકાય. માત્ર આપણા દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના સભ્ય, બુદ્ધિજીવી અને શહેરી લોકોમાં આ લોહીના ઊંચા દબાણનું પ્રમાણ આજે જેટલા પ્રમાણમાં જોવા મળે છે, એટલું પહેલાં ક્યારેય નહોતું. ‘લોહીનું ઊંચું દબાણ’ એટલે શું? તો તેના પ્રત્યુત્તરમાં કહી શકાય કે, રક્ત પરિભ્રમણની ક્રિયામાં રક્તવાહિનીઓની દીવાલ-પડ પર અંદરથી લોહીનું જે દબાણ પડે તેને ‘લોહીનું દબાણ-બ્લડપ્રેશર’ કહેવામાં આવે છે. લોહીનું આ દબાણ રક્તવાહિનીઓની દીવાલ પર સામાન્ય અવસ્થામાં હોવું જોઈએ તે કરતાં વધે ત્યારે તેને ‘લોહીનું ઊંચું દબાણ-હાઈ બ્લડપ્રેશર’ કહેવામાં આવે છે.

 

આ વિકૃતિ ઉત્પન્ન થવામાં શારીરિક અને માનસિક એમ બંને કારણોને જવાબદાર ગણાવાય છે. વાત-પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ મિથ્યા આહાર, વિહાર અને શારીરિક શ્રમનો ત્યાગ કરીને સતત માનસિક વિચારોમાં જ જકડાયેલી રહે છે, ત્યારે આ વ્યાધિનો ધીમે ધીમે પ્રારંભ થાય છે. વાયુ, પિત્ત અને મનના આવેગો પ્રકુપિત થવાથી રક્તવાહિની અને નાડીસંસ્થાનો પ્રભાવિત થાય છે અને આ બંને સ્થાનોમાં વાયુ અને પિત્ત પ્રકોપજન્ય લક્ષણો ઉત્પન્ન થાય છે. આ વિકૃતિ ઉત્પન્ન થવામાં ચા, તમાકુ, મદ્ય-દારૂ, ભારે આહાર, તીખું, તળેલું, ખાટું, ખારું, અથાણાં, પાપડ, ઉગ્ર મસાલા, રુક્ષ અન્નપાન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કામ, ક્રોધ, ભય, ચિંતા, ઉદ્વેગ, વિષાદ, ઈર્ષા વગેરે માનસિક કારણો પણ આ વિકૃતિ ઉત્પન્ન થવામાં ખૂબ જ સહાયક બને છે. ભારતીય ઋતુ પ્રમાણેના આહાર-વિહારની પ્રથા હવે લગભગ લુપ્ત થઈ ચૂકી છે. આજકાલ રાજસિક અને તામસિક પ્રવૃત્તિઓ જોર પકડી રહી છે. આવી પરિસ્થિતિને લીધે તથા માનસિક સુખ-શાંતિના અભાવમાં લોહીના ઊંચા દબાણના દર્દીનું પ્રમાણ વધે તે સ્વાભાવિક છે.

 

– હાઇ બ્લડપ્રેશરનો અર્થ એવો છે કે તમારી લોહીની નળીઓ ઓવર વર્ક કરી રહી છે. જો તેના ઉપર કન્ટ્રોલ રાખવામાં નહીં આવે તો હાર્ટ ફેઇલ થઇ શકે છે. 

 

માથું ભારે થઈ જવું, ઓફિસમાં કામ વધાવાને કારણે થાક લાગવો અને ચક્કર આવવા આવી નાની સમસ્યાઓને અવગણવાની ભુલ ક્યારેય ન કરવી કારણ કે આવી સમસ્યાઓ કેટલીકવાર બ્લડપ્રેશરનું કારણ બની જીવલેણ સાબિત થાય છે. એકવાર બ્લડપ્રેશરની તપાસ કરાયા બાદ સવાર અને સાંજ નિયમિત દવા લેવી, ઉપરાંત ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું અને બહારના જંકફૂડ પર કાપ મૂકવો જેવા સૂચન ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે છે.  જેનો શરૂઆતમાં કડકપણે પાલન કરીને ત્રણથી ચાર મહિના બ્લડપ્રેશર એકદમ કાબૂમાં આવી જાય છે પરંતુ બ્લડપ્રેશર કાબૂમાં આવતા ધીરે ધીરે દવામાં અનિયમિતતા અને ખાવાપીવામાં પણ બેદરકારીના પરિણામે ધીરે-ધીરે સ્થિતિ ફરી બગડે છે અને તે બ્રેઇન સ્ટ્રોકનું કારણ પણ બને છે.

હાઇ બ્લડપ્રેશર હવે સર્વ સામાન્ય બીમારી બની ગઇ છે. વૃદ્ધાવસ્થામાં સતાવતું બ્લડપ્રેશર હવે ત્રીસથી પાત્રીસ વર્ષે થતું જોવા મળે છે. જો એને સામાન્ય બીમારી માની તેની સામે આંખ આડા કાન કરવામાં આવે તો તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ગર્ભવતી મહિલાઓ પણ તેમાંથી બાકાત રહી નથી. આવા સમયે પૂરતી તકેદારી લેવામાં આવે તો માતા અને આવનારા બાળક બંનેને નુકસાન થઇ શકે છે. જો તમારી આ બીમારીથી બચીને રહેવું હોય તો આજે જાણી અહીં બતાવેલી શ્રેષ્ઠ ટિપ્સ વિશે.

જો બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો પેરાલિસિસ, આંખને લગતી તકલીફો, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઇ શકે છે. લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે જો એક વખત હાઇ બ્લડપ્રેશરની દવા લેવાની શરૂ થઇ જાય તો તેને આજીવન લેવી પડે છે. પણ એવું નથી.બ્લડપ્રેશરના અમુક કેસમાં તો દુર્ઘટના ઘટી જાય પછી ખબર પડે છે કે તો હાઇ બ્લડપ્રેશરને કારણે ઘટી. હાઇ બ્લડપ્રેશરને ડોક્ટરી ભાષામાં ‘સાઇલન્ટ કિલર’ પણ કહેવામાં આવે છે. પહેલા તો બ્લડપ્રેશર શું છે? સમજીએ.  હૃદયની નળીઓમાં લોહીના દબાણથી જે રક્તચાંપ(પ્રેશર) બને છે તેને બ્લડપ્રેશર કહેવામાં આવે છે. દુનિયાભરમાં બ્લડપ્રેશર માટે સિસ્ટોલિક એટલે ઉપરનું 140 અને ડાયસ્ટોલિક એટલે નીચેનું 9૦ની મર્યાદા નક્કી કરાયું છે,  જ્યારે આઇડિયલ બ્લડપ્રેશરનું માપ 120/80 હોવું જોઇએ. જો પ્રેશર 120/80 કરતાં ઘટી જાય તો બ્લડપ્રેશર લો થઇ ગયું કહેવાય. જ્યારે પ્રેશરનું પ્રમાણ 140/90 કરતાં ‌વધી જાય તેને હાઇ બ્લડપ્રેશર કહેવામાં આવે છે. દિવસમાં એકાદ વખત બીપીનું પ્રમાણ વધારે આવ્યું હોય અને બાકી દિવસમાં ત્રણ વખત માપવાથી જો પ્રેશર પ્રમાણસર આવે તો દવા શરૂ કરવાની જરૂર નથી. પણ દરેક વખત પ્રેશર હાઇ આવે તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ અને તે જે સૂચના આપે તેનું પાલન કરવું જોઇએ. 

 

એમડી ફિઝિશિયનનું માનવું છે કે, જો બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો પેરાલિસિસ, આંખને લગતી તકલીફો, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઇ શકે છે. લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે જો એક વખત હાઇ બ્લડપ્રેશરની દવા લેવાની શરૂ થઇ જાય તો તેને આજીવન લેવી પડે છે. પણ હકીકતમાં એવું નથી.  ઘણાને કામના વધુ પડતા ભારણને લીધે પ્રેશર વધી જતું હોય છે તો અમુક લોકોને ઉંમર વધવાને લીધે પ્રેશરમાં વધારો થતો હોય છે. ઘણી વખત અન્ય કોઇ બીમારીના ભાગરૂપે પણ બ્લડપ્રેશર વધવાની સમસ્યા સર્જાય છે.  સામાન્ય રીતે બ્લડપ્રેશરના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક એસેન્સિઅલ બ્લડપ્રેશર અને બીજું સેકન્ડરી બ્લડપ્રેશર.  શરીરમાં કોઇપણ પ્રકારની બીમારી કે અન્ય કારણ વગર જો બ્લડપ્રેશર હાઇ રહેતું હોય તો તેને એસેન્સિઅલ બ્લડપ્રેશર કહેવામાં આવે છે. મોટાભાગે આ પ્રકારનું બ્લડપ્રેશર લોહીની નળીઓ જાડી થવાથી અથવા સ્થિતિસ્થાપક્તા ગુમાવવાથી થતું હોય છે. જ્યારે કિડનીની બીમારી, બ્રેઇન ટયુમર, હૃદયની બીમારી જેવાં કારણોથી બ્લડપ્રેશર હાઇ રહે તો તેને સેકન્ડરી બ્લડપ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. બ્લડપ્રેશર એસેન્સિઅલ છે કે સેકન્ડરી તેની પાછળનું ચોક્કસ કારણ ડોક્ટર દ્વારા શોધવામાં આવે છે. પછી જે બીમારી થઇ હોય તેની સારવાર કરવામાં આવે તો વધી ગયેલા પ્રેશરને કન્ટ્રોલમાં લાવી શકાય છે. સાઇલન્ટ કિલર તરીકે ગણાતા બ્લડપ્રેશરને હળવાશથી લેવાની ભૂલ ક્યારેય ન કરવી જોઇએ. જો સમયસર તેની દવા લેવામાં આવે અને થોડી તકેદારી રાખવામાં આવે તો તેના થકી આવતી અન્ય બીમારીઓથી બચી શકાય છે.

 

 

 જોવા મળતાં લક્ષણો :

 

માથું ભારે લાગવું

ચક્કર આવવાં

બેચેની લાગવી

પગમાં સોજો આવવો

છાતીમાં ભાર લાગવો

કાનમાં તમરાં બોલવાં

ઘબકારામાં વધઘટ થવી 

 

થવાનાં કારણો:

 

આહારમાં મીઠાનું વધુ પડતું સેવન

વારસાગત

બેઠાડુ જીવન

મેદસ્વિતા

જંકફૂડનું વધુ પડતું સેવન

માનસિક તાણ

ધૂમ્રપાન

તમાકુ અને દારૂનું સેવન 

 

કાબૂમાં રાખવા આટલું કરો:

 

નિયમિત દવા લેવી

નિયમિત કસરત કરવી

આહારમાં મીઠું ઓછું લેવું

તેલ, ઘી, બટર જેવા પદાર્થોનું પ્રમાણ ઘટાડવું

ફરસાણ, પાપડ, આથાણાંને ટાળવાં

વજન કન્ટ્રોલમાં રાખવું

ધ્યાન અને પ્રાણાયામ કરવા

ખોરાકની ટેવોમાં પરિવર્તન લાવવું

ધૂમ્રપાન ન કરવું

નિયમિત પ્રેશર ચેક કરાવવું 

 

ઓસડિયાં : 

 

લોહીના દબાણ પર રાખો કાબૂ લોહીનું દબાણ નીચું રહેતું હોય તો બેથી પાંચ ગ્રામ ગંઠોડાનાં મૂળનું સેવન કરવાથી અને લીંબુનું મીઠું નાખેલું શરબત પીવાથી ફાયદો થશે.

લસણની કળીઓને ચાર પાંચ દિવસ સુધી તડકે સૂકવીને કાચની બરણીમાં ભરી ઉપર મધ નાખીને મૂકી રાખવી. પંદર દિવસ પછી લસણની એક-બે કળી, એક ચમચી મધ સાથે ચાવવી અને તેના ઉપર ફ્રીજ સિવાયનું એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી લાહીનું દબાણ સામાન્ય રહે છે.

 

એક ગ્રામ સર્પગંધા નામની બુટ્ટીને બે ગ્રામ બાલછડ નામની બુટ્ટીમાં મિશ્રણ કરી દર્દીને આપવી. ચંદ્રકલા રસની બે-બે ગો‌ળી સવાર સાંજ દર્દીને આપવી. બે ચમચી ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતી વખતે આપવું. જો વાયુપ્રધાન પ્રકૃતિ હોય તો સવારે તલનું 20 મિ.લિ. તેલ ગરમ પાણી સાથે આપવું. એનાથી ઉચ્ચ લોહીના દબાણમાં લાભ થાય છે.

 

રતવેલિયાનો પાંચ ગ્રામ રસ દિવસમાં એકવાર પીવાથી હાઇ બી.પી. નિયંત્રણમાં રાખી શકાય છે.

 

 દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં 100માંથી 7 વ્યક્તિના મૃત્યુ પાછળનું કારણ હાઇ બ્લડપ્રેશર હોય છે.

  

હાઇ બી.પી.માં રાહત આપે યોગ :

 

પ્રેશર એટલે લોહીનું દબાણ, દબાણ વધારે પણ હોઇ શકે અને ઓછું પણ હોઇ શકે. વધારે હોય તો હાઇ બ્લડપ્રેશર કહેવાય અને ઓછું હોય તો લો બ્લડપ્રેશર કહેવાય. પ્રેશર વધારે હોય કે ઓછું બંનેમાં વ્યક્તિને શારીરિક અને માનિસક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજના યુગમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિને કારણે હાઇ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશરમાં કઇ કઇ સમસ્યાઓ પેદા થઇ શકે એની જાણકારી મોટાભાગની વ્યક્તિ ઇન્ટરનેટ કે ન્યૂઝપેપર દ્વારા મેળવી લેતી હોય છે. પણ હાઇ બ્લડપ્રેશરની સમસ્યામાં યોગ અને પ્રાણાયામ કેટલા મદદરૂપ થઇ શકે અંગે આજે આપણે જાણીએ.

 

અત્યારે મોટાભાગના યુવાનોને જીવનમાં ઘણું બધું કરવું છે અને પણ ઝડપથી મેળવી લેવું છે. તેથી તેઓ જેટલું કામ કરે છે એની સરખામણીમાં પોતાના હેલ્થનું ધ્યાન રાખતા નથી. વધારે પડતું કામ, વધારે પડતી અપેક્ષાઓ અને આહારમાં નિષ્કાળજી પ્રકારની સ્થિતિ વ્યક્તિને રોગ તરફ ધકેલે છે. જો નાની ઉંમરમાં બ્લડપ્રેશર થયું હોય તો માત્ર દવાઓ ગળીને ઈલાજ ન કરો. પરંતુ તેની સાથે યોગનો પણ સહારો લેવો અત્યંત જરૂરી છે. દવાની સાથે યોગ અને પ્રાણાયામ કરવાથી ઓછા સમયમાં વધુ ફરક પડે છે અને ધીરે ધીરે બ્લડપ્રેશરને કારણે થતી સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો, ચક્કર આવવાં, ઊંઘમાં ડિસ્ટબન્સ, ક્યાંય ગમે નહીં વગેરે જેવી તકલીફો બિલકુલ દૂર થઈ જાય છે. એટલું નહીં બ્લડપ્રેશર હમેશાં કન્ટ્રોલમાં રહે છે.

 

યોગ થેરપિસ્ટ હેતલ દેસાઇ કહે છે કે, બ્લડપ્રેશરને નોર્મલ બનાવવા ઉપરાંત અન્ય બીમારીમાં પણ યોગ અને પ્રાણાયામ અસરકારક છે. યોગની સાથે અમે આયંગર ટેક્નિક કરાવીએ છીએ. ઉપરાંત દોરડા પર શીર્ષાસન પણ કરાવીએ છીએ. જમીન પર કે દીવાલના ટેકે શીર્ષાસન થાય પરંતુ ખાસ પ્રકારે બનાવવામાં આવેલા દોરડા પર 9 વર્ષથી લઇને 90 વર્ષ સુધીના લોકો આરામથી શીર્ષાસન કરી શકે છે. 

 

હાઇ બ્લેડપ્રેશર થવા પાછળ ફૂડ અને લાઇફ સ્ટાઇલ પણ એટલાં અગત્યનાં છે. જેમને હાઇ બી.પી રહેતું હોય તેમણે સવારનો નાસ્તો ન કરવો જોઇએ. જો લંચ ન લેવાનું હોય તો તે સવારનો નાસ્તો કરી શકે છે. જે લોકો ભૂખ્યા ન રહી શકતા હોય તે દિવસ દરમિયાન થોડું થોડું ખાઇ શકે છે. જે પણ આહાર કે નાસ્તો લેવામાં આવે તે હેલ્થી હોવો જોઇએ. ભૂખ લાગે ત્યારે ગમે તે વસ્તુ પેટમાં પધરાવી દેવાથી અથવા તો વધુ પડતું ખાવાને લીધે થતો અપચો પણ હાઇ બી.પીનું કારણ બનતું હોય છે. તેથી અપચો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમે વિવિધ આસનો કરતા હોવ તો આસનોમાં સુપ્ત બદ્ધકોણાસન 5 મિનિટથી લઇને 10 મિનિટ સુધી કરવું જોઇએ.

 

મન અને શરીરને રિલેક્સ કરે એવી સીડી હવે બજારમાં મળે છે. તે સાંભળતાં સાંભળતાં સૂવું જોઇએ અથવા તો સૂતા પહેલાં સાંભળવી જોઇએ. આ પ્રકારની સીડી મનને એકદમ રિલેક્સ કરે છે. તમને સંગીતનો શોખ હોય તો મનગમતું સંગીત કે ગીતો સાંભળશો તો પણ હતાશા દૂર થઇ જશે. 

 

હાઇ બ્લડપ્રેશરનું મુખ્ય કારણ મન પરનો ભાર અને સ્ટ્રેસ છે. જીવનની સમસ્યાઓ અને તેના પ્રકારોમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. એ તો એમ રહે છે. આવી પરિસ્થિતિમાં રિલેક્સ રહેવા માટે યોગ અને પ્રાણાયમ ઉત્તમ ઉપાય છે. એમાંય આયંગર યોગ પદ્ધતિ વધુ અસરકારક છે. તેનાથી મન પોઝિટિવ થાય છે અને જીવન જીવવાના અભિગમમાં પરિવર્તન આવે છે. ઉપરાંત મન ખુશ રહે છે અને સૌથી મોટી વાત તો છે કે બીમારીને આવતી અટકાવી શકાય છે. તો હવે વહેલી તકે યોગ અને પ્રાણાયામ શરૂ કરી બ્લડપ્રેશરમાંથી મુક્તિ મેળવો. 

 

સંશોધન :

 

બ્લડપ્રેશર ઘટાડે પાલક :

 

પાલકમાં નાઇટ્રેટ નામનું તત્ત્વ હોય છે. જે શરીરને મજબૂત બનાવે છે. એના લીધે શરીરનો ઝડપી વિકાસ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ ભરપૂર હોય છે જે શરીરને ઊર્જા પૂરી પાડવાનું કામ કરે છે. ઉપરાંત પાલક આપણા શરીરમાં જરૂરી તત્ત્વો પૂરાં પાડે છે. જેના કારણે બ્લડપ્રેશર જેવી બીમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે. એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે તેમાં રહેલું નાઈટ્રેટ નસોમાં જામી ગયેલા કોલેસ્ટેરોલને શરીરની બહાર કાઢે છે. તેથી જે વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ વખત પાલક ખાય છે તેને બ્લડપ્રેશરની સમસ્યા થતી નથી. 

 

બી.પી.ને કન્ટ્રોલમાં રાખે બીટ :

 

લંડનની એક યુનિવર્સિટીએ થોડો સમય પહેલાં શાકભાજીના વિવિધ જ્યૂસ પર અભ્યાસ કર્યો હતો. દરમિયાન જાણવા મળ્યું કે શાકભાજીનો જ્યૂસ હેલ્થને ફિટ રાખવામાં મદદરૂપ થાય છે. એમાંય બીટનો રસ તો હાઇ બ્લડપ્રેશરમાં ઉત્તમ છે. નિયમિતપણે 100 ગ્રામ બીટનો રસ પીવામાં આવે તો ધીરે ધીરે હાઇ બ્લડપ્રેશર સામાન્ય બની જાય છે. બીટમાં નાઇટ્રેટ નામનું તત્ત્વ રહેલું છે. તત્ત્વ પાચનતંત્રમાં પહોંચી નાઇટ્રિક ઓક્સાઇડ બની જઇ લોહીના પ્રવાહને ઘટાડે છે. લોહીનો પ્રવાહ ઘટવાથી હાઇ બ્લડપ્રેશર કાબૂમાં આવી જાય છે. જેમને લો બ્લડપ્રેશર રહેતું હોય તેમણે નિયમિત રીતે બીટનો રસ પીવો જોઇએ. અઠવાડિયે એકાદ વખત બીટનો જ્યૂસ પીવે તો ખાસ કંઇ વાંધો આવતો નથી.

 

 

સૌજન્ય : દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર …

આયુર્વેદિક ઈલાજ: બ્લડપ્રેશર ક્યારેય નહીં થાય …

 

૧]  જે લોકો ઘણા લાંબા સમયથી ભોજનમાં દહીંનું સેવન કરતાં હોય તેમને હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટે છે તેવું એક અભ્યાસ પરથી જણાઈ આવ્યું છે. દરરોજ દહીં ખાવાથી સિસ્ટોલિક બ્લડપ્રેશરનું પ્રમાણ નીચું રહે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે, જો કે સંશોધકોએ એવી સલાહ આપી છે કે દહીં ખાવાની સાથોસાથ જો ઓછી કેલરી ધરાવતો આહાર ખાવામાં આવે તો આ ઉપાય વધારે અસરકારક પુરવાર થાય છે.

 

કેલેરી વધે તેવો આહાર નહીં લેવા સલાહ …

 

દહીમાંથી જો દરરોજ ૨ ટકા કેલેરી મેળવવામાં આવે તો પણ હાઈ બ્લડપ્રેશરને તે નિયંત્રણમાં રાખે છે. આવા દર્દીઓમાં હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ૩૧ ટકા ઘટે છે. અમેરિકાનાં હાઈ બ્લડપ્રેશર એસોસિયેશન સમક્ષ રજૂ કરવામાં આવેલા અભ્યાસમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે સિસ્ટોલિક બ્લડપ્રેશર એ વ્યક્તિ માટે વધુ જોખમી બની શકે છે, જે શરીરમાં ફરતાં લોહીનાં ઊંચાં પ્રમાણને દર્શાવે છે. હ્ય્દયના ધબકારા વખતે લોહી કેટલા જોરથી રક્તવાહિનીઓ સાથે અથડાય છે તેનું માપ તે દર્શાવે છે.

૨]  સપ્તાહમાં એકવાર જોગિંગ કરવી. જોગિંગ કરવાથી વ્યક્તિનું આયુષ્ય બળવાન થાય છે. કોપનહેગનમાં કરાયેલી એક હાર્ટ કાર્ડીવેસ્કુલર સ્ટડી મુજબ 20000 લોકો પર કરાયેલા એક સંશોધન મુજબ સાબિત થયું છે કે સાપ્તાહિક જોગિંગ કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. શરીરમાં ઓક્સીજનનું સ્તર વધે છે. સાથે જ આ રીતની ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

૩]  સ્મોકિંગ બંદ કરી દેવું. જો તમે બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાવ છો અને તમે સ્મોકિંગ કરો છો તો આ તમારા માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. સિગરેટમાં નિકોટિન હોય છે. જેના કારણે હૃદયના ધબકારા વધી જાય છે અને બ્લડપ્રેશર આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે.    

૪]  મેથીદાણાનુ ચૂર્ણ રોજ સવારે ખાલી પેટે લેવાથી હાઈ-બ્લડપ્રેશરથી બચી શકાય છે. ભોજન કર્યા બાદ લસણની બે કાચી કળી લઈને દ્રાક્ષની સાથે ચાવીને ખાઈ જવી. આટલું કરાવથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થઈ જશે. આ સિવાય ડુંગળીનો રસ અને મધ સરખા પ્રમાણમાં મિક્ષ કરીને લગભગ 10 ગ્રામની માત્રામાં લેવાથી પણ ફાયદો થાય છે.

૫]  તાજેતરના એક ચિકિત્સા અનુસંધાનમાં બતાવવામાં આવ્યું છે કે લાલ ટામેટાંનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશર અને લોહીમાં રહેલાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, જેથી હાઈ બ્લડપ્રેશરના રોગીઓએ દરરોજ  સલાડ તરીકે ટામેટું ખાવું જોઈએ. ટામેટામાં વિટામિન સી, ફેટ અને ભરપૂર માત્રામાં આયરન હોય છે.  

૬]  ખસખસનું સેવન કરવાથી પણ બ્લડપ્રેશર હમેશા કંટ્રોલમાં રહે છે અને તે આ રોગીઓ માટે અત્યંત ફાયદાકારક હોય છે. તરબૂચના બીયાનું ગર અને ખસખસ બન્ને સપ્રમાણ લઈને પીસી લેવું. તેને રોજ સવાર-સાંજ ખાલી પેટ એક ચમચી લેવું. આ ઉપાય એક મહિનો સુધી નિયમિત કરવું. બ્લડપ્રેશરની ગોળીઓ ક્યારેય નહીં ખાવી પડે.

૭]  દરરોજ 21 તુલસીના પાન અથવા તુલસીનો રસ એક અથવા બે ચમચી પાણીમાં મિક્ષ કરીને ખાલી પેટે પીવું અને એક કલાક સુધી કંઈ ખાવું નહીં. ઠંડા પાણીની જગ્યાએ નવશેકા પાણીથી સ્નાન કરવું. સાથે જ વધુ માત્રામાં ખાંડનો પયોગ પણ કરવો નહીં.

૮]  કેળુ ખાવું બ્લડપ્રેશરના રોગીઓ માટે ફાયદાકારક છે. વધુ માત્રામાં પોટ્શિયમવાળા ફળોનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. બ્રિટિશ મેડિકલ જર્નલના એક નવા સંશોધન મુજબ પોટેશિયમ એક મહત્વપૂર્ણ તત્વ છે. જે બ્લડપ્રેશરના રોગીઓ માટે અત્યંત ફાયદાકારક છે.

૯]  રાતે કિશમિશના 32 દાણા પલાળી સવારે એક-એક કિશમિશ ચાવીને ખાવી, વધુ ફાયદા માટે દરેક કિશમિશ 32 વાર ચાવીને ખાવી. આ પ્રયોગને નિયમિત 32 દિવસ કરવાથી બ્લડપ્રેશર જડથી દૂર થઈ જશે.   વધુ માત્રામાં એલ્કોહોલનું સેવન પણ બ્લડપ્રેશર માટે ઘાતક સાબિત થાય છે. જોકે મેડિકલ સાઈંસમાં થોડી માત્રામાં બ્લડપ્રેશરનું સેવન બ્લડપ્રેશર કંટ્રોલ કરનારું સાબિત થયું છે.  

૧૦]  બ્લડપ્રેશરના રોગીઓ માટે બીટ વરદાન સમાન છે. જેથી બ્લડપ્રેશરના રોગીઓએ દરરોજ એક ગ્લાસ બીટનું રસ પીવું જોઈએ.


રીડિંગ યુનિવર્સિટિના એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે શાકભાજીઓના જ્યૂસ પીવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકે છે. વૈત્રાનિકોનું માનવું છે કે શાકભાજીઓનું 100 ગ્રામ જ્યૂસ લગભગ 4 કલાક બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

૧૧]  મીઠાનો ઉપયોગ કોઈપણ હોય હમેશાં સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ. આપણે માત્ર મીઠું નાખીએ ભોજનમાં એટલું જ મીઠું આપણે આરોગીએ છીએ એવું નથી પરંતુ કેટલાક શાક અને વસ્તુઓમાં કુદરતી રીતે મીઠું હોય છે. જેથી બ્લડપ્રેશર અને હાઈબ્લડપ્રેશરના રોગીઓએ હમેશાં સંતુલિત માત્રામાં મીઠાનું સેવન કરવું જોઈએ.  

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

અનાસક્તિ …( તત્વ વિચાર) … (ભાગ-૨) …

અનાસક્તિ …(તત્વ વિચાર) … (ભાગ-૨) …

 • સ્વામી ભજાનાનંદ

 

 

swami viekananda.quote

 

 

આ અગાઉ આપણે ભાગ-૧ … ના આખરમાં, શરૂઆતમાં જાણ્યું કે … ધ્યાનનો અભ્યાસ કરવા માટે આપણને આધ્યાત્મિક વિચારો કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને ધ્યાનનો માર્ગ ચેતનાના અમુક કેન્દ્ર તરફ વાળવાની સ્વતંત્રતા હોવી જોઈએ.  નિમ્નકક્ષાના વિચારોથી અલગ થઇ શકીએ તો જ આ આંતસ્વતંત્રતા આવે.  ….  તો ચાલો, આજે થોડું વિશેષ તેમાં આગળ જાણીએ …

 

મિત્રો  ભાગ-૧ … ની લીંક આપની સરળતા માટે આ સાથે નીચે દર્શાવેલ છે.  લીંક ઉપર ક્લિક કરવાથી ભાગ-૧ … આપ અહીં જ માણી શકશો…

બ્લોગ પોસ્ટ લીંક :   

અનાસક્તિ … (તત્વ વિચાર) …(ભાગ-૧)…

 

નૈતિકતા અને અનાસક્તિ

 

એક આધ્યાત્મિક માણસ, નૈતિક માનવથી કેવી રીતે જુદો પડે છે ?  એક તો એ બાબતમાં કે માત્ર નૈતિકતાવાળો માણસ એ ઉચ્ચ જીવનની ઝંખના કરવા અથવા ઉચ્ચ પ્રકારના ચેતના પ્રાપ્ત કરવા સ્વતંત્ર હોતો નથી.  તે તો માત્ર સારાં જીવનથી સંતુષ્ટ હોય છે.  વાસ્તવમાં તો તે પોતાના સારા વિચારો અને સારાં કર્મોથી આસક્ત થયેલો હોય છે કે તે આવા પ્રશ્ન માટે તૈયાર હોતો નથી.  સ્વામી વિવેકાનંદ પ્રશ્ન કરે છે કે ‘તમે મુક્ત ન હો ત્યાં સુધી માત્ર યંત્રથી વિશેષ શું છો ?  શું તમે ભલા છો તે માટે તમે ગર્વ લઇ શકો !  બિલકુલ નહિ.  તમે ભલા છો કેમ કે તેવા બન્યા વિના તમારે છુટકો નથી.  બીજી કોઈ વ્યક્તિ બુરી હોય છે કેમ કે તેણે તેવા બન્યા સિવાય છુટકો નથી.’ [*૨]  ભલાઈ અને બુરાઈ ‘સંસ્કારો’ પર આધાર રાખે છે.  ભલો માણસ એ કે જે સારા સંસ્કાર વડે જ શાસિત હોય.  બૂરો માણસ એ છે કે જે બુરા સંસ્કારો વડે જ શાસિત હોય.  જે જીવન માત્ર સંસ્કારો વડે જ શાસિત હોય, ભલે તે સારા સંસ્કાર હોય, તો પણ તેવું જીવન સ્વતંત્ર નથી.  તે ઉચ્ચતરની પ્રાપ્તિ માટે સ્વતંત્ર હોતું નથી.  આપણી ચેતનામાં અનેક પરિણામો કે સ્તરો છે.  જે જીવન નિમ્નકક્ષાની ચેતનામાં જીવે તે અણવિકસિત અને અધૂરું હોય છે.  આવાં જીવને આધ્યાત્મિક સાહસનો આનંદ ગુમાવ્યો હોય છે અને તે સાથે પોતાના બાંધવોની આધ્યાત્મિક ઉન્નતિ માટે સેવા કરવાનો આનંદ પણ ગુમાવ્યો છે.

 

બીજી વાત એ છે કે જે માત્ર સદ્દગુણી છે તે દુઃખ અને ભયથી મુક્ત હોતો નથી.  જે વ્યક્તિ ચેતનાની નિમ્નકક્ષાએ જીવે છે એ ઈચ્છાઓ સારી હોય.  બીજું એ કે ઉચ્ચતર ચેતના સાથે સંલગ્ન એવાં આધ્યાત્મિક આનંદનો તેને સ્પર્શ પણ મળતો નથી, તેથી પોતાની ઈચ્છાઓ સંતોષવા તેને માત્ર પોતાનાં માનસિક અને સામાજિક વાતાવરણ પર જ આધાર રાખવો પડે છે.  અને તેના પર તેનો કોઈ કાબૂ પણ હોતો નથી, તેથી તેની ઘણી ઈચ્છાઓ તો અતૃપ્ત રહી જાય છે.  તેથી તે નિરાશા અને દુઃખથી અલિપ્ત રહી શકતો નથી.  વાસ્તવમાં તો ભલા લોકો, વધુ નરમ અને સંવેદનશીલ હોવાથી, ખરાબ લોકો કરતાં તેમને વધારે દુઃખાનુભૂતિ થાય છે.

 

તે ઉપરાંત ચીલાચાલૂ નૈતિકતા, ભયમાંથી મુક્તિની કોઈ ખાતરી આપતી નથી.  એક પ્રખ્યાત સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે :  ‘ભોગો ભોગવવામાં રોગનો ભય હોય છે, ઊંચી સામાજિક પ્રતિષ્ઠામાં પતનનો ભય હોય છે, ધનપ્રાપ્તિમાં દુર્બુદ્ધિવાળા રાજાનો ભય હોય છે, માનપાન પામવામાં અપમાનિત થવાનો ભય હોય છે, બળ પ્રાપ્ત કરવામાં દુશ્મનનો ભય હોય છે, સૌંદર્યવાન હોવામાં વૃદ્ધત્વનો ડર હોય છે, વિદ્વાત્તામાં વાદવિવાદ કરનારા પંડિતોનો ભય હોય છે, સદ્દગુણી થવામાં દુષ્ટલોકોનો ભય હોય છે, શરીર ધારણ કરવામાં મૃત્યુનો ભય હોય છે.  આમ આ જગતમાં બધું જ ભયથી ઘેરાયેલું છે.  માત્ર વૈરાગ્ય (એટલે કે અનાસક્તિ)  માં જ નિર્ભયતા છે.’

 

ભયનું કારણ પોતાની જાતમાં ચોંટી જવું તે છે.  પતંજલિ કહે છે કે આ વસ્તુ વિદ્વાનો અને શાણા લોકોમાં પણ જોવા મળે છે.  પરંતુ અજ્ઞાનને માત્ર સદ્દગુણી વર્તનથી દૂર કરી શકાય નહિ.  આપણા ઉચ્ચતર સ્વરૂપનો સાક્ષાત્કાર માનવને ભયમુક્ત બનાવી શકે.  રાજા જનકને સર્વશ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમના ગુરુ યાજ્ઞવલ્ક્યે તેમને કહ્યું : ‘જનક, ખરેખર તમે ભયમુક્ત બન્યા છો.’

 

આમ સ્પષ્ટ થાય છે કે માત્ર નૈતિક જીવન એ કંઈ બધું જ નથી.  હા, ભલાં અને સદ્દગુણી જીવનની કિંમત એ છે કે તે આધ્યાત્મિક જીવન માટે પાકો એક પાયો પૂરો –પાડે છે.  સદ્દગુણો અને ભલાઈ માણસને દુર્ગુણો અને નિમ્ન પ્રકૃતિની વૃત્તિઓની પક્કડમાંથી મુક્ત કરે છે.  પરંતુ કેટલીક વાર, ખાસ કરીને આધ્યાત્મિક જીવનની ઉચ્ચ અવસ્થામાં, રૂઢિગત સામાજિક શિષ્ટાચાર, અતી ચોખલીયા અને જીદ્દીપણું પ્રગતિને બાધક બને છે.  તેથી જ શ્રીઠાકુર (શ્રીરામકૃષ્ણ પરમહંસ) કહેતા કે આત્માને બંધનમાં રાખનાર અષ્ટપાશમાં સદ્દગુણ પણ આવે છે.

 

આધ્યાત્મિકતાના અભિપ્સુએ તો સદાચાર, ભલા અને બિનહાનિકારક વિચારોમાંથી પણ અનાસક્ત રહેવું જોઈએ, કેમ કે, તે એવી ઉચ્ચતર સ્વતંત્રતાની અભિપ્સા સેવે છે, જે ગુણ-દોષની પેલેપાર છે.  પરંતુ કેટલીક વખત એવું બને છે કે સદ્દગુણી લોકો પોતાના સદ્દગુણોને એટલા બધાં વળગેલા હોય છે, જેટલા દુષ્ટલોકો તેમની દુષ્ટતાને વળગેલા હોતા નથી.  ભગવાન બુદ્ધ અને ઈશુ ખ્રિસ્તને જણાયું હતું કે આચાર ધર્મનું કટ્ટરપણે પાલન કરનારા યહૂદીઓ, રૂઢિચૂસ્ત ધાર્મિક માણસો અને પંડિતોને ઈશ્વરાભિમુખ કરવાં એ વધારે સહેલું છે.  (શ્રીરામકૃષ્ણને પણ લાગ્યું હતું કે પોતાને પાગલ ગણનારા કેટલાક રૂઢિચુસ્ત લોકોમાં પરિવર્તન લાવવું એ ગિરિશચંદ્રનું (તેમના એક ભક્ત)પરિવર્તન કરવા કરતાં મુશ્કેલ હતું.)

 

પ્રેમ અને અનાસક્તિ

 

વોલ્ટાયરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો હું સંભાળી લઈશ.’  તેમાં વિનોદ કરતાં સત્ય વધારે છે.  આપણા મિત્રો અને સંગાઓ પ્રત્યેની આસક્તિમાંથી ઘણાં બધાં દુઃખો અને મુશ્કેલીઓ ઉદ્દભવતાં હોય છે.  તેમને માટે આપણે અનંત મુશ્કેલીઓ ભોગવીએ છીએ, ત્યાગ કરીએ છીએ અને કષ્ટો વેઠીએ છીએ.  તેઓ આપણી સાથે વધુ પડતી છૂટ લે તો પણ આપણે તેમનો ઈરોધ કરતાં નથી.  જ્યારે તેઓ આપણને અવગણે છે ત્યારે આપણને ઊંડું દુઃખ અને વ્યથા થાય છે.  જેમ અર્જુનને યુદ્ધ સમયે થયું હતું.  તેમ આપણો તેમના પ્રત્યેનો પ્રેમ આપણાં કર્તવ્ય પાલનમાં આડો આવે છે અને ત્યારે આપણી મુશ્કેલીઓ વધી જાય છે.

 

તો પછી આપણા માટે માર્ગ કયો છે ?   પ્રેમ અને આસક્તિ વચ્ચેના સંઘર્ષનો ઉકેલ કેમ લાવવો?  આ માટે ભગવદ્દગીતા બે માર્ગ બતાવે છે :   સંન્યાસ અને ત્યાગ. સંન્યાસ એટલે તમામ બાહ્ય સંબંધો અને કર્તવ્યોનો ત્યાગ.  એનો અર્થ સર્વ માનવીય સંબંધો કાપી નાંખી, તમામ સામાજિક ફરજોમાંથી નીકળી જઈ સાધુ થઇ જવું.  પણ આ તો અત્યંતિક પગલું છે.  તેની બહુ અલ્પસંખ્યાના લોકો સ્વીકાર કરી શકે.  બીજા ઓ માટે ગીતા એક બીજી પદ્ધતિ બતાવે છે.  તે છે ત્યાગ એટલે કે કર્મનાં ફળનો ત્યાગ કરવો.  આ આચરવી સરળ લાગે, પરંતુ જે પરિપકવ વ્યક્તિઓ સાચો પ્રેમનો અર્થ સમજી છે તેઓ જ તેને સફળતા પૂર્વક આચરણમાં મૂકી શકે.

 

પ્રેમ એ તો એક અત્યંત ઉમદા ગુણ છે.  ઈસુ ખ્રિસ્ત તો તેને ઈશ્વરરૂપ જ માને છે.  ખરેખર તે વિશ્વને એક કરતો સિદ્ધાંત છે જે જીવનના લય પર શાસન કરે છે.  માનવના સ્તરે પ્રેમ તે તમામ સંબંધોને પવિત્ર કરે છે અને સામાજિક જીવનની સંવાદિતા અને બંધુત્વને પોષે છે.  તે વ્યક્તિના જીવનને સમૃદ્ધ અને ઉમદા બનાવે છે, અને તેની પ્રર્વુત્તિઓને એક સાચો હેતુ અને અર્થ આપે છે.  જીવનના પ્રશ્નોના ઉકેલની કોઈ પણ તબક્કે જીવનના આ મહત્વના સિદ્ધાંતને કદી પણ અવગણી શકાય નહિ, અવગણવો જોઈએ નહિ.  સ્વામી વિવેકાનંદ લખે છે, ‘કેટલાક એવાં લોકો હોય છે જેમને કશું જ આકર્ષક લાગતું નથી.  તેઓ કદી પ્રેમ આપી શકતા નથી, તેઓ પાષાણહૃદયી અને સહાનુભૂતિ વહીન હોય છે.  તેઓ જીવનનાં ઘણાં બધાં દુઃખોમાંથી તો બચી જાય છે પરંતુ એમ તો આ દિવાલને પણ દુઃખ લાગતું નથી, તેને કોઈ વેદના થતી નથી.  પરંતુ છેવટે તે જડ દીવાલ છે.  દીવાલ બનવા કરતા તો કોઈ પ્રત્યે આસક્તિ અનુભવવી અને તેમાં સપડાઈ જવું વધારે સારું છે … આપણે એ નથી જોઈતું.  એ તો નબળાઈ છે, એ મૃત્યુ છે.’  (કં.વ.૨.૭)

 

જો પ્રેમ સૌથી વધુ ઉમદા ગુણ હોય, તો સાથે જ તે દુઃખ કેમ પેદા કરે ?  એનો જવાબ એ છે કે આપણે જેને પ્રેમ કહીએ છીએ એ ખરેખર સાચો પ્રેમ નથી હોતો.  સામન્યત: તે પ્રેમ, સ્વાર્થ અને ઇન્દ્રિયસુખનું મિશ્રણ હોય છે.  સ્વામી વિવેકાનંદ કહે છે, ‘ આપણે તેમાં સપડાઈ જઈએ છીએ.  તે કેવી રીતે ?  તેઓ જવાબમાં કહે છે, ‘આપણે જે આપીએ છીએ તેના વડે.  તેથી પ્રેમના બદલામાં આપણને દુઃખ પ્રાપ્ત થાય છે.  આપણે પ્રેમ આપીએ છીએ તેથી આમ બનતું નથી પરંતુ બદલામાં આપણે પ્રેમ ઇચ્છીએ છીએ તેથી.  જ્યાં અપેક્ષા નથી, ત્યાં દુઃખ નથી.  ઈચ્છા, અપેક્ષા એ જ તમામ દુઃખોનું મૂળ છે.’  (કં.વ. ૨.૪) સાચો પ્રેમ બદલામાં કશી અપેક્ષા રાખતો નથી અને તે તો માનવને સ્વાર્થીપણાથી મુક્ત કરે છે.

 

શ્રીરામકૃષ્ણ અશુદ્ધ પ્રેમને ‘માયા’  કહેતા અને શુધ્ધ પ્રેમને ‘દયા’  કહેતાતેમના મતે દયા એટલે કરુણા અને માયા એટલે આસક્તિ – એ બે વચ્ચે બહુ તફાવત છે.  દયા સારો ગુણ છે, નહિ કે માયા.  માયા એટલે પોતાનાં સગાં પ્રત્યેનો પ્રેમ – પોતાની પત્ની, બાળકો, ભાઈ, બહેન, પિતરાઈઓ, પિતા અને માતા.  પરંતુ દયા એટલે કોઈ પણ જાતના ભેદભાવ વગર આ સર્જનમાં તમામ માનવો અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ.’  (કથામૃત, પૃ.૨૦૭)  અહીં માયા માણસને આંટીમાં લે છે અને તેને ઈશ્વરથી સાક્ષાત્કાર કરે છે.’  (કથામૃત, પૃ.૪૧૦)

 

આથી આપણે અનાસક્તિનો સાચો અર્થ સમજવો જરૂરી છે.  સાચી અનાસક્તિ એટલે આપણા નિમ્ન ગુણોમાંથી અનાસક્તિ.  અનાસક્તિના નામે બીજાઓની લાગણીઓ પ્રત્યે તદ્દન બેપરવા અને લાગણીવિહીન થઇ જવાનો ભય છે.  આવા લોકો, બીજાઓ પ્રત્યે અનાસક્ત હોય તો પણ તેઓ પોતાના નિમ્નસ્તર સાથે ખૂબ ઉગ્રતાપૂર્વક આસક્ત હોય છે.  વળી આ અનાસક્તિ નકારાત્મક અભિવ્યક્તિ છે.  જ્યાં ધિક્કાર હોય ત્યાં અનાસક્તિ હોતી નથી.  ખરેખરી અનાસક્ત વ્યક્તિ નથી ધિક્કાર/ તિરસ્કારની લાગણી અનુભવતી કે નથી મોહાન્ધ હોતી.  

 

સાચી અનાસક્તિમાંથી શુધ્ધ નિ:સ્વાર્થ પ્રેમ અને કરુણાની બાદબાકી થતી નથી.  વાસ્તવમાં તો, અનાસક્ત વ્યક્તિઓ, આધ્યાત્મિક વ્યક્તિઓ, જ બીજાઓને સાચો પ્રેમ આપી શકે છે.  બાકીના બધાં તો પોતાને જ ચાહતા હોય છે.  અનાસક્ત વ્યક્તિનું મનોવલણ બીજાઓના તેમના પ્રત્યેના મનોવલણ પર આધારિત હોતું નથી.  તેનું એકમાત્ર ધ્યેય બીજાઓનું કલ્યાણ અને સુખ હોય છે.  તે ઉપરાંત તે એ પણ જોશે કે બીજી કોઈ વ્યક્તિ તેના પ્રત્યે આસક્ત ન થાય, તે તો બધાનાં મનને પ્રભુ પ્રત્યે કે તેમના જીવનના વધુ ઉચ્ચ ધ્યેય તરફ વાળે છે.

 

ક્રમશ :

 

નોંધ : હવે પછી (અંતિમ) ભાગ-૩માં  આપણે જાણીશું …  અનાસક્તિનું મનોવૈજ્ઞાન :  અનાસક્તિ કેળવવામાં જે માનસિક પ્રક્રિયાઓ થતી હોય છે તે આપણે સમજીશું … આ ઉપરાંત યોગ અને વિયોગ  તેમજ અનાસક્તિના સોપાન  વિશે પણ જાણકારી મેળવીશું….

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો, જરૂરથી  આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.  બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

“નિમંત્રણ …. મિત્રોનું સ્વાગત છે …..”
મિત્રો આપ આપના દ્વારા લખાયેલ લેખ, ટૂંકીવાર્તા, બોધકથાઓ કે રમૂજ કથાઓ, રસોઈ -વાનગીની રેસીપી કે આરોગ્ય અને ઔષધ (ઘરગથ્થું ઉપાય કે આયુર્વેદિક કે અન્ય પથી ના નિષ્ણાંત દ્વારા આરોગ્ય વિષયક લેખ) જેવી અનેક કેટેગરીઓ અહીં છે, જેમાંથી કોઇ પણ વિષય પર ‘દાદીમા ની પોટલી’ પરિવાર ના સભ્ય થઇ, અહીં બ્લોગ પર આપના લેખ કે રચના શેર કરવા ઇચ્છતા હોય,  તે સર્વે મિત્રોનું અહીં હાર્દિક સ્વાગત છે. આપ આપની કૃતિ, લેખ, રચના અમોને અમારા ઈ મેઈલ આઈ ડી [email protected] ઉપર મોકલી શકો છો. જે સમયાંતરે અમો અહીં જરૂરથી પ્રસિદ્ધ કરવા નમ્ર પ્રયાસ કરીશું, અને જે તે સમયે તેની જાણ લીંક સાથે તમોને તમારા ઈમેઈલ આઈ ડી દ્વારા પણ કરીશું. કોઈ પણ લેખ, રચના કે કૃતિ ના મૂળ રચિયતા જો આપ ન હો,  અન્ય સોર્સ દ્વારા પ્રાપ્ત કરેલ હોય તો તેની વિગત તમારી કૃત્તિ સાથે દર્શાવી ખાસ જરૂરી હોય, જેની નોંધ લેઆ વિનંતી.  . આપના મોકલાવેલ લેખ કે કૃતિ સાથે મિત્રો તમારો ટૂંકો પરિચય પણ પ્રથમ વખત મોકલવો જરૂરી હોય, મોકલવા વિનંતી.  આશા રાખીએ છીએ કે અમારો આ નમ્ર પ્રયાસ આપને જરૂરથી પસંદ આવ્યો હશે ?
નોંધ : કોઈ પણ પ્રકારના વિવાદાસ્પદ લેખ કે રાજકરણ અનુસાંગિક લેખ ને કોઈ પણ સંજોગમાં અહીં સ્થાન આપવામાં નહિ આવે જેની નોંધ લઇ તે પ્રકારના લેખ-કૃતિ કે રચના મોકલવી નહિ.
 …આભાર…

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

અનાસક્તિ … (તત્વ વિચાર) …(ભાગ-૧)…

અનાસક્તિ … (તત્વ વિચાર) …(ભાગ-૧)…

 • સ્વામી ભજનાનંદ

 

 

swami viekananda.anashakti

 

 

એક પ્રસંગ છે. મહાન વૈજ્ઞાનિક એડિસનની પ્રખ્યાત ઔધોગિક પ્રયોગશાળામાં જ્યારે આગ ફાટી નીકળી ત્યારે તેમણે શાંતિથી તેમનાં પત્નીને બોલાવી આગ બતાવતાં કહ્યું : ‘આવી આગ તને જીવનમાં ક્યારેય જોવા નહિ મળે.’  કિંમતી સાધન-સરંજામ અને પ્રયોગશાળામાં કરેલા કઠોર પરિશ્રમ સહિત મકાન ભસ્મીભૂત થઇ ગયું, ત્યારે એડિસને પોતાના એક કાર્યકરને બહુ ઠંડે કલેજે, લોન લેવાની વ્યવસ્થા કરવા કહ્યું અને પોતે ઘેર જઈ ઊંઘી ગયા.

 

મહાન નીગ્રો સંત અને વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરને જણાવવામાં આવ્યું કે આલ્બાનાની એક બેંક નાદારીમાં જતાં તેની જીવનભરની કમાણીના સિત્તેર હજાર ડોલર ડૂબ્યા છે, ત્યારે તેણે સ્વસ્થતાથી કહ્યું : ‘ભલે કોઈકને તે કામ લાગશે,  હું પોતે તો તે પૈસા વાપરતો ન હતો.’

 

અનાસક્તિનાં આવાં અસાધારણ દ્રષ્ટાંતો આપણા પર ઊંડી છાપ છોડી જાય છે.  આપણે પણ ઈચ્છીએ કે આપણામાં થોડીક અનાસક્તિ હોય.  આપણે જાણીએ છીએ કે જીવન તો મુશ્કેલીઓ અને નિરાશાથી ભરપૂર છે.  થોડીક અનાસક્તિ કેળવ્યા વગર એક શાણું અને શાંતિમય જીવન જીવવું મુશ્કેલ છે.  અરે, કળા, રમતગમતો કે મનોરંજન માણવા માટે આપણામાં કલામય અનાસક્તિ હોવી જોઈએ.  જ્યારે કોઈ વ્યક્તિ થિયેટરમાં જાય કે રમત જોવા સ્ટેડીયમમાં જાય અને તે માટે ટીકીટ ખરીદે, ત્યારે ખરેખર તો તે એક કે બે કલાક માટે અનાસક્તિ અનુભવવાના જ પૈસા ખર્ચતો હોય છે.  પોતાની ખૂબ આરામદાયક ખુરશી પર બેસી, રૂપેરી પડદા પરના અતિક્રૂર ખૂનના દ્રશ્યને અથવા ઉત્તેજનાભરી ફૂટબોલ સ્પર્ધાને ખૂબ જ સંતોષથી તે માણે છે.  પરંતુ તે પોતે ઉપરના બનાવોમાં જાતે ભાગ લેતો હોત તો તેની સ્થિતિ કેટલી વિષમ થાત ?

 

આપણા સામાન્ય સામાજિક જીવનમાં આવી અનાસક્તિ હોવી એ બહુમૂલ્ય માનસિક વલણ છે.  પરંતુ તેનું આચરણ બહુ મુશ્કેલ છે.  અનાસક્તિના પ્રશ્નને માણસના વ્યકતિત્વનાં ખૂબ ઊંડા સ્તરે જ સમજી શકાય તેમ છે, કેમ કે આસક્તિનાં મૂળ આપણી અંદર ખૂબ ઊંડાં ગયેલાં હોય છે.  માત્ર આધ્યાત્મિકતા જ માનવનો ઊંડાણથી અભ્યાસ કરે છે.  તેથી અનાસક્તિનો અહીં આપણે એક આધ્યાત્મિક પદ્ધતિ તરીકે વિચાર કરીશું.  એક અર્થમાં તેને માટે ‘વૈરાગ્ય’ શબ્દ વપરાય છે.  જેનો સામન્ય અર્થ ‘ત્યાગ’  એમ કરવામાં આવે છે.  પરંતુ આ ‘વૈરાગ્ય’  શબ્દ દુનિયાને છોડાવી અને કોઈ આશ્રમ કે મઠમાં જઈ રહેવું-એવો થવા લાગ્યો છે, તેથી આપણે તેને માટે વધુ વ્યાપક એવો ‘અનાસક્તિ’  શબ્દ વાપરવો પસંદ કર્યો છે.

 

વિવેક અને અનાસક્તિ

 

વિવેક અને અનાસક્તિ એ બંને અગત્યની તૈયારી રૂપ સાધના છે.  બંને સાથે સાથે જ હોય છે. વિવેકની પ્રક્રિયા અનાસક્તિથી પૂર્ણ થાય છે.  અનાસક્તિ વગરનો વિવેક પાંગળો છે;  તે જીવને બહુ પ્રગતિ કરાવતો નથી.  અનાસક્તિ વિનાનો વિવેક અંધ છે;  તે આપણને માર્ગમાં ભટકાવી દે છે.  આ બંનેનો સમન્વય થાય ત્યારે તેઓ જીવનાં બંધનો કાપી નાંખે છે અને પાર્થિવ જીવનમાં અસ્તિત્વ ટકાવી રાખવાના આપણા અહંકારના બળાપાઓમાંથી મુક્ત કરે છે.

 

વિવેક આપણને સમજણ અને દિશા આપે છે; પરંતુ આપણી ઈચ્છાશક્તિને ગતિમાન ન કરે અને આપણને સાચા રસ્તે ચલાવે નહિ તો તેનો કંઈ ઉપયોગ નથી.  મહાભારતના ખલનાયક દૂર્યોધને બોલેલી એક પંક્તિ આ બે વચ્ચેનો તફાવત બહુ સપષ્ટ કરે છે :  ‘ધર્મ શું છે તે હું જાણું છું, પરંતુ હું તેનું આચરણ કરી શકતો નથી.  અધર્મ શું છે તે પણ હું જાણું છું, પરંતુ હું તેનો ત્યાગ કરવા અશક્તિમાન છું.’

 

જાનામિ ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તિ: | જાનામ્યધર્મમ્ ન ચ મે નિવૃત્તિ : || (પ્રપન્ન ગીતા. ૫૬)

 

આ વાક્યને આધુનિક સ્થિતિની હૃદયદ્રાવક ઉક્તિ તરીકે પણ લઇ શકાય તેમ છે.  તેની અનાસક્તિ કરતાં તેનાં જ્ઞાન અને વિવેક ઘણાં વધારે છે.  પરિણામે તેનાં દુઃખ અને દર્દ ખૂબ તીવ્ર બન્યાં છે.

 

સ્વાતંત્ર્ય અને અનાસક્તિ

 

આપણે ઘણીવાર લોકોને આધ્યાત્મિક જીવન અને ખાસ તો સંન્યાસી જીવન વિશે કહેતા સાંભળીએ છીએ, ‘હા, એ નિ:શંક સારું જીવન છે.  પરંતુ તેમાં આપણને કાંઈ સ્વાતંત્ર્ય હોતું નથી.’  અહીં તેઓ સ્વતંત્રતાનો શો અર્થ કરે છે ?  સિનેમા જોવા જવાની સ્વતંત્રતા, નવલકથા વાંચવાની સ્વતંત્રતા, જીવનનાં સુખો ભોગવવાની સ્વતંત્રતા –બીજા શબ્દોમાં; ઈન્દ્રિયોને પૂરી છૂટ, આસક્તિ માટેની સ્વતંત્રતા.  તેમને કેટલાક પદાર્થો કે આનંદોપભોગ માટે આસક્તિ હોય છે.  આવી આસક્તિની છૂટને, તેઓ સામાન્ય રીતે પોતાની સ્વતંત્રતા કહે છે.

 

પરંતુ સાચી સ્વતંત્રતા આસક્તિમાં નથી, પરંતુ અનાસકતિમાં રહેલી છે.  કેટલીક ટેવો ને કેટલાક સુખોપભોગમાંથી જ્યારે આપણે અનાસક્ત થવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે આપણે કંઈ બહુ ‘સ્વતંત્ર’  નથી.  ઉત્તર ભારતમાં પ્રચલિત એક વાર્તા આપણી સ્થિતિને સરસ રીતે વર્ણવે છે.  એક વ્યક્તિએ નદીમાં તરતા ધાબળા જેવું કંઈક જોયું અને તેને પકડવા નદીમાં કૂદી પડ્યો.  પરંતુ પછી તો તે પોતાને બચાવવા બૂમો પાડવા લાગ્યો.  કાંઠા પર ઊભેલો લોકોએ તેને એ ધાબળો છોડી દઈ, તરીને પાછા આવી જા કહ્યું.  તે ભાઈએ વળતો જવાબ આપ્યો, ‘મેં તો તેને છોડી દીધો છે, પરંતુ તે મને વળગે છે !’  તેણે જેને ધાબળો માન્યો હતો તે તો ખરેખર એક રીંછ હતું !  આમ વ્યક્તિઓ અને પદાર્થો માટે આસક્તિ કેળવવી તો સહેલી છે, પરંતુ તેમની ચુંગલમાંથી આપણી જાતને મુક્ત કરવી તે મુશ્કેલ હોય છે.

 

આપણે સામન્ય રીતે એમ માનતા હોઈએ છીએ કે આપણે ધારીએ તેમ વર્તવાને માટે આપણે સ્વતંત્ર છીએ.  પરંતુ આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે આપણાં ઘણાંખરાં કાર્યો અભાનપણે ગતિમાન થતાં હોય છે.  આપણે જેને આપણું સ્વતંત્ર કાર્ય ગણતા હોઈએ છીએ તેની પાછળ એક છૂપી ઈચ્છા કે આસક્તિ પડેલી હોય છે.  આપણાં લગભગ તમામ કાર્યો જુદી જુદી ઈચ્છાઓ વડે સંચાલિત થતાં હોય છે.  આવાં ઈચ્છાપ્રેરિત કર્મને આપણે ‘મારું સ્વતંત્ર કાર્ય’  એમ ગણવાની ભૂલ કરતા હોઈએ છીએ.

 

વળી આપણે ઇચ્છીએ છીએ તેમ વિચાર કરવા માટે પણ આપણે સ્વતંત્ર નથી.  આપણે થોડુંક આત્મનિરક્ષણ કરીશું તો તુરત જણાશે કે આપણા વિચારો શૂન્યમાંથી આવતા નથી.  આપણે આકાશમાં નજર કરીએ તો એને તેમાં વાદળાંને હરતાં ફરતાં જોઈએ, ત્યારે એમ લાગે કે વાદળો કોઈ લક્ષ્યવિના આમતેમ ફરે છે.  પરંતુ ખરેખર તો તેમનું હલનચલન હવામાનશાસ્ત્રના નિયમો પ્રમાણે જ થતું હોય છે.  તે જ રીતે આપણા મનમાં ઉદ્દભવતા પ્રત્યેક વિચારની પાછળ કોઈ કારણ હોય છે.  વિચારો ‘સંસ્કારો’  (ભૂતકાળના અનુભવોની ગુપ્ત છાપો) વડે ઉત્પન્ન થાય છે.  અને તેમનું ઉદ્દ્ભવવું તે મનોમય જગતના કેટલાક નિયમોને આધીન હોય છે.  અમુક પ્રકારનાં માનસિક વાતાવરણ વચ્ચે ખાસ પ્રકારના જ વિચારો મનમાં ઉદ્દભવે.  આ સિવાય પણ, કેટલાંય અજાણ્યાં બળો, ખાસ કરીને બીજા લોકોમાંથી પ્રસરતાં વિચારનાં મોંજાઓ, આપણા મનને અસર કરતાં હોય છે.  તો પછી આપણે ઇચ્છીએ તેમ વિચારવાની સ્વતંત્રતા છે જ ક્યાં ?

 

ધ્યાનનો અભ્યાસ કરવા માટે આપણને આધ્યાત્મિક વિચારો કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને ધ્યાનનો માર્ગ ચેતનાના અમુક કેન્દ્ર તરફ વાળવાની સ્વતંત્રતા હોવી જોઈએ.  નિમ્નકક્ષાના વિચારોથી અલગ થઇ શકીએ તો જ આ આંતસ્વતંત્રતા આવે.  આ માટેનો પ્રયત્ન કરતાં જ આપણને ખ્યાલ આવે છે કે ભૂતકાળના સંસ્કારોનું કેટલું બધું સ્વામીત્વ આપણા ઉપર છે.  આ સંસ્કારોની પકડમાંથી મુક્તિમાં જ સાચી સ્વતંત્રતા રહેલી છે.  આપણને અમુક હદે આવી મુક્તિ મળે નહિ ત્યાં સુધી ધ્યાન કરવું પણ મુશ્કેલ છે.  આમ અનાસક્તિ એ ધ્યાનમય જીવન માટે અનિવાર્ય એવો તૈયારી રૂપનો ગુણ છે.

 

(રા.જ.૦૫-૦૪/૨૭-૨૯(૬૯-૭૧)

ક્રમશ :

 

નોંધ :   હવે પછી આપણે આગળ જાણીશું … નૈતિકતા અને અનાસક્તિ, (એક આધ્યાત્મિક માણસ, નૈતિક માણસથી કેવી રીતે જુદો પડે છે ?) પ્રેમ અને અનાસક્તિ (વોલ્ટાયરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો હું સંભાળી લઈશ.’) … અનાસક્તિનું મનોવૈજ્ઞાન તેમજ અન્ય   …

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.  બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

નોંધ : મિત્રો, બ્લોગ પોસ્ટ પર મૂકેલ દરેક પોસ્ટ બે દિવસ માટે રહેશે. દર બીજે દિવસે નવી પોસ્ટ મૂકવા અમો નમ્ર કોશિશ કરીશું અને જેની જાણ આપને મેઈલ દ્વારા  કરતાં રહેશું.  જે કોઈ મિત્રોને મેઈલ દ્વારા દરેક પોસ્ટની જાણકારી નિયમિત મેળવવી હોય, તેઓ તેમના મેઈલ દ્વારા અમોને રિક્વેસ્ટ મોકલી શકે છે  અને મેઈલીંગ લીસ્ટમાં તેમના મેઈલ આઈ ડી ની નોંધણી કરાવી  શકે છે.  સહકાર બદલ આભાર.

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

સ્વાઈન ફ્લુ અને હોમીઓપથી …

સ્વાઈન ફ્લુ અને હોમીઓપથી …

– ડૉ. પાર્થ માંકડ                               ડૉ.ગ્રીવા છાયા માંકડ

MD(HOM)MD(AM)PGCHFWM                M.D. (A.M.)BHMS; DNHE

  

સૌ  પ્રથમ આપને તેમજ આપના પરિવારજનનો ને  મહાશીરાત્રીના શુભપર્વ નિમિત્તે ‘દાદીમા ની પોટલી’ પરિવાર દ્વારા શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

 

કચ્છ સહિત ગુજરાતભરમાં હાલમાં ચેપીરોગચાળા સમાન બીમારી સ્વાઈનફલુએ મહામારી સમાન સિનારીયો ખડો કરી દીધો છે. ગુજરાતભરમાં જે આંકડાઓ સામે આવી રહ્ય છે તેના મોટભાગના કેસો કચ્છમાં જોવા મળી આવી રહ્યા છે. આ ઘાતક બીમારીને કાબુમાંલેવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ દિવસાેદીવસ આ રોગચાળો બેકાબુ બની અને માથુ ઉચકતો જોવા મળી આવી રહ્યો છે. સરકારી તબક્કે તમામ મોરચે તેને અટકાવવાના પ્રયાાસો થવા પામીરહ્યો છે પરંતુ તે નિરકુંશ જ બની જવા પામ્યો છે.

તો ચાલો મિત્રો,  આજે આપણે  ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ દ્વારા સ્વાઈનફ્લૂ વિશે  તેમજ તેનાથી  બચવા માટેની  સામન્ય પ્રાથમિક જાણકારી પ્રાપ્ત કરીશું.

 

સ્વાઈન ફ્લુ  શું છે ? :

 

 

swineflu

 

 

સ્વાઈન ફ્લુ એ એક પ્રકાર નો ફ્લુ એટલે કે તાવ જ છે પણ એ થોડો વધારે ચેપી છે અને એમાં દર્દી માં ચિન્હો બહુ ઝડપ થી ન્યુમોનિયા ડેવેલપ કરી દે છે જે પ્રાણ ઘાતક નીવડે એ પરિસ્થિતિ માં બહુ જ ઝડપી લાવી દે છે.

 

ચિન્હો:

 

  • ૧૦૦’ થી વધારે તાવ
 • ગળા માં બળતરા
  • નાક થી પાણી નીકળવું
  • માથા નો દુખાવો
  • શરીર નો દુખાવો
  • ભૂખ મરી જવી
  • ઉધરસ – ખાસ કરીને કુત્તા ખાંસી ( barking cough)
  • ૨/૩ દિવસ પછી શ્વાસ લેવા માં તકલીફ
 • ઝાડા –ઉલટી જેવું લાગવું

 

 

swineflu.1

 

તકેદારી ના પગલા :

 

 ૧.)  શક્ય એટલું સ્વચ્છ ખોરાક, પાણી

૨.)  વારંવાર હાથ ધોવા

૩.)  ભીડ માં જવા નું ટાળવું જાઓ તો મોઢે રૂમાલ બાંધવો

૪.)  જેમને ખાંસી, શરદી થઇ હોય એ લોકોથી દુર રહેવું એમને પણ રૂમાલ બાંધવા ફરજ પાડવી 

 

ઉપાયો :

 

સ્વાઈન ફ્લુ થયા પછી તેને રોકવો ઘણો અઘરો છે અને તેમની દવા અઈસોલેસન વોર્ડમાં દવા  ‘તેમીફ્લું’  દ્વારા થતી હોય છે પણ તેને થતો જ રોકવા ના ઉપાયો પણ જરૂર અપનાવવા જેવા છે :

 

૧.]  હોમીઓપથી માં દવાઓ જેમ કે … Influenzinum,  Ars. Alb,  Bryonia,  Rhus Tox … વગેરે વ્યક્તિ માટે એક વેક્સીન જેટલી જ અસરકારક રીતે સ્વાઈન ફ્લુ અટકાવવા નું કામ કરે છે. તે શ્વસનતંત્ર ની રોગપ્રતિકારક શક્તિ ને એ પ્રમાણે વધારે છે કે સ્વાઈન ફ્લુ કે અન્ય કોઈ પણ પ્રકાર ના ફ્લુ થવા ની શક્યતા ઓ નહીવત થઇ જાય છે.

૨.]  દરરોજ ગરમ પાણી પીવું.

૩.]  તુલસી, આદૂ, મરી તેમ જ અરડૂસી નો ઉકાળો બનાવી લઇ શકાય.

૪.]  શરદી થઇ હોય તો ઉકળતા પાણી માં અજમો નાખી તેની વરદ નાક થી લેવી ( નાસ લેવો)

૫.]  નાક ઠંડુ ન પડે એનું ધ્યાન રાખવું, રૂમાલ + માસ્ક એમ ૨ લેયર પણ કરી શકાય.

 

નોંધ : સ્વાઈન ફ્લુ ના પ્રીવેન્શન માટે ની હોમીઓપથીક દવા નહિ નફો નહિ નુકસાન ના ધોરણે માત્ર રૂ. ૩૦ માં ડો. માંકડ હોમીઓક્લીનીક ખાતેથી ઉપલબ્ધ છે.  વધુ માહિતી માટે નીચે દર્શાવેલ વિગતે ડૉ. દંપતીનો સંપર્ક કરી શકો છો.. સંપર્કની જાણકારી આપને બ્લોગ પર થી આજની પોસ્ટ ની આખરમાં મળી રહેશે.

 

 ઉપરોક્ત વિગત આપવા પાછળ નો હેતુ ફક્ત ને ફક્ત જનહિતાર્થે જ છે, અહીં ડૉ. દ્વારા કોઈ આર્થિક ઉપાર્જન માટે કે અન્ય વ્યાપારિક હેતુ ધરાવવાનો નથી, જેની ખાસ નોંધ લેવા વિનંતી.

  

  

ડૉ.પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ ના સંપર્ક ની વિગત :

Dr. Mr.& Mrs. Mankad.1

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી રશો, આપના દરેક પ્રતિભાવ  લેખક/ લેખિકાની  કલમને હંમેશાં બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે      Privacy  જાળવવી જરૂરી હોય તો આપની   વિગત –  [email protected]   / [email protected]  અથવા  [email protected]    ના ઈ મેઈલ દ્વારા મોકલી શકો છો. (આપે  અગાઉ  કોઈ ઉપચાર  કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

આજની સૌથી મોટી સમસ્યા: અપસેટ રહેવું  …

આજની સૌથી મોટી સમસ્યા: અપસેટ રહેવું  …

 

 

દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાત ડિસ્ટર્બ કરે છે. અપસેટ રહેવું એ આજની સૌથી મોટી સમસ્યા છે. બધાના ચહેરા પર ન કળી શકાય એવો ભાર જોવા મળે છે. આપણે બધા જ કોઈ ને કોઈ બોજ સાથે લઈને ફરીએ છીએ. કોઈને સફળતાની ચિંતા છે તો કોઈને સંબંધોની સાર્થકતાની. શું થશે? એ પ્રશ્નના દબાણ હેઠળ બધા એવા દબાઈ ગયા છે કે કોઈ જ અને કંઈ જ ‘નેચરલ’ લાગતું નથી. દુનિયાની દરેક ફિલોસોફી જિંદગી વિશે એક જ વાત કરે છે કે જિંદગીને માણવી હોય તો વર્તમાનમાં જીવો. અત્યારે જે ક્ષણ છે તેને એન્જોય કરો. આ વાત બધા જાણે છે, પણ કેટલા લોકો ખરેખર વર્તમાનમાં જીવતા હોય છે? આપણાં ટેન્શન્સ આપણા ઉપર એટલા બધા હાવી થઈ જાય છે કે વર્તમાન આપણા હાથમાંથી સરકી જાય છે. આપણે કાં તો ભૂતકાળમાં ધકેલાઈ જઇએ છીએ અથવા ભવિષ્યમાં સરી પડીએ છીએ. એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે મને એક અજાણ્યો ભય લાગે છે. કંઈક બૂરું થવાનું છે એવો ડર મને લાગ્યા રાખે છે. આનાથી બચવા માટે મારે શું કરવું?સંતે કહ્યું કે તારા પડછાયા સાથે રમત રમવાનું છોડી દે. સંતે ઉમેર્યું કે દરેક માણસ પડછાયામાં જીવે છે. પડછાયો નાનો થાય તો ગભરાઈ જાય છે અને પડછાયો મોટો થાય તો હરખાઈ જાય છે. તમે તમારું મૂલ્ય પડછાયાને જોઇને ન આંકો, કારણ કે પડછાયો તો સમય મુજબ બદલાઈ જાય છે. જે બદલે છે એ સમય છે. તમે તો એના એ જ છો. માણસો દુઃખી એટલે છે કે જે નથી એમાં એ જીવતાં હોય છે. કલ્પના અને સપનાં સારી વાત છે પણ તેમાં તમે એટલા ન ખોવાઈ જાવ કે હકીકતને ન જીવી શકો. 

 

માણસ કઈ વાતે સૌથી વધુ ડિસ્ટર્બ થાય છે ?

 

એક જ્યોતિષી અને મનોચિકિત્સક સાથે આ વિષય પર વાત થઈ. જ્યોતિષીએ પૂછયું કે કયા પ્રશ્નો અને કઈ મૂંઝવણ લઈને લોકો તમારી પાસે આવે છે? જ્યોતિષીએ કહ્યું કે સૌથી વધુ સવાલો રિલેશનશિપના છે. સંબંધો ગુમાવવાનો ભય લોકોને સૌથી વધુ છે.બધાને સંબંધો એટલી જડતાથી પકડી રાખવા છે કે સાથેની વ્યક્તિ ગૂંગળાઈ જાય. કોઈ એ સમજવા જ તૈયાર નથી કે કોઈને વશમાં રાખી તમે પ્રેમ મેળવી ન શકો. જે સંબંધો માણસને જીવવા જોઈએ એ જ તેને ડિસ્ટર્બ કરે છે. કોઈને પત્ની સાથે ફાવતું નથી, કોઈને પતિ હેરાન કરે છે, બધા ક્યાંકથી પ્રેમ મેળવવા ફાંફાં મારે છે, કોઈનેદીકરીના સંબંધ મંજૂર નથી, કોઈનાથી દીકરાનું વર્તન સહન નથી થતું, આડા, ઊભા, વાંકા અને ત્રાંસા સંબંધોમાં બધા જીવે છે અને હતાશ છે. મોટાભાગના લોકો અસમંજસમાં જ જીવે છે. ડિપ્રેશનમાં હોય તો ખબર પડે કે માણસ ડિસ્ટર્બ અને હતાશ છે પણ અત્યારના માણસની તકલીફ એ છે કે અત્યારનો માણસ નથી સો ટકા ડિપ્રેશનમાં કે નથી સો ટકા મજામાં. એ દુઃખ અને સુખમાં, આનંદ અને હતાશામાં એવો ઝૂલતો રહે છે કે એ થાકીને લોથપોથ થઈ જાય છે. બધા એવું બોલે છે કે જે થવું હોય એ થાય પણ જે થાય છે એ સહન કરી શકતા નથી. માણસ પોતે જ મુક્ત થઈ શકતો નથી. એવો ઘેરાયેલો રહે છે કે પોતાની હાલતમાં જ ગૂંગળાતો રહે છે. ક્યાંય મજા નથી આવતી, મૂડ બરાબર નથી, કોઈ વાતમાં આનંદ આવતો નથી. વિચારો પીછો છોડતાં નથી. ડર વધુ ને વધુ ભયાનક થતો જાય છે. દિવસે ચેન નથી પડતું અને રાતે ઊંઘ નથી આવતી, દરેક વ્યક્તિ આવી કોઈ ને કોઈ મૂંઝવણ અનુભવે છે. આજે જો કોઈ વાતનો દુકાળ હોય તો એ હળવાશનો છે. ભૂતકાળને પકડી ન રાખો. અને ભવિષ્યને પકડવા બાચકાં ન ભરો. તો જ અત્યારના સમય સાથે જીવી શકશો. 

 

તમારા સંબંધોમાં વિશ્વાસ રાખો. સંબંધોમાં ન ફાવે ત્યારે માણસ સંબંધ બહુ આસાનીથી છોડી દે છે. જોકે છોડી દીધા પછી પણ એ છૂટી શકતો નથી. બ્રેકઅપ થયા પછી પણ પોતાનો પ્રેમી કે પ્રેમિકા શું કરે છે? કોની સાથે ફરે છે? મજા કરે છે કે દુઃખી છે? એનું ધ્યાન રાખતા ફરીએ છીએ. ડિવોર્સ થયા પછી પણ જુદી થયેલી વ્યક્તિ દુઃખી થાય એવા પેંતરા રચીએ છીએ. સાથે રહીને દુઃખ આપવા કરતાં ઘણાં લોકો છૂટા પડીને વધુ દુઃખ આપે છે. જે છૂટી ગયું છે એને છોડી દો. છૂટા પડીને કોઈ સુખી થાય એ પણ આપણાથી જોવાતું નથી. આવા દુઃખ માટે આપણે જ કારણભૂતહોઈએ છીએ. કોઈનું સારું ઇચ્છવાને બદલે એને શાપ દેવાનું આપણને વધુ ફાવે છે. માણસ સૌથી વધુ દુઃખી એટલે છે કે એને કોઈને દુઃખી કરવા હોય છે. બતાવી દેવું હોય છે. પરચો આપવો હોય છે અને આ બધાના કારણે જ પોતે દુઃખી રહે છે. આપણેજિંદગીનાં દુઃખોને ડિલીટ કર્યા પછી પણ એને રિસાયકલ બિનમાં સાચવી રાખીએ છીએ. ડિલીટ ફોર એવર કરતાં જ નથી. દુઃખનું સૌથી મોટું કારણ એ છે કે શું પકડી રાખવું અને શું છોડી દેવું તેનો સાચો નિર્ણય આપણે લઈ શકતાં નથી.

  

હવે મનોચિકિત્સક સાથે થયેલી વાત. તેમણે કહ્યું કે માણસ પોતાના વિશે લોકો અને ખાસ કરીને તેના નજીકના માણસો શું બોલે છે તે જાણી સૌથી વધુ ડિસ્ટર્બ થાય છે. માણસ સતત એ વાત ઉપર જ નજર રાખતો ફરે છે કે કોણ તેના વિશે શું વાત કરે છે. જે માણસની વાતને કોઈ ગંભીરતાથી ન લેતું હોય તેવી વાતને માણસ એટલી બધી ગંભીરતાથી લઈ લે છે કે એમાંથી બહાર જ નીકળી નથી શકતાં. ઓફિસના પાંચ માણસ સારું બોલતાં હોય પણ જો એક માણસ ખરાબ બોલે તો આપણને એ એકની જ વાત ખટક્યા રાખે છે. જે માણસ માત્ર વાત, અફવા કે ગોસિપથી ડિસ્ટર્બ થતો હોય તેને હેરાન કરવો સૌથી વધુ સરળ છે. તમારી દુઃખતી રગ જો બધાને ખબર હોય તો પછી લોકો એ જ રગ વારેવારે દબાવ્યા રાખશે. તમે ઉંહકારામાંથી બહાર જ નહીં આવો. સ્પોર્ટ્સમાં એક વણલખ્યો નિયમ એ છે કે તમારે જો જીતવું હોય તો તમારા હરીફને કોઈ ને કોઈ વાતે ડિસ્ટર્બ કરી દો, એમાં પણ જો એ કોઈ ખોટી વાતથી ડિસ્ટર્બ થઈ જતો હોય તો તમારે વધુ કંઇ કરવાની જરૂર જ નથી. એનામાં તો સમજ જેવું કંઈ છે જ નહીં, તેને તો બેઝિક રૂલ્સની જ ખબર પડતી નથી, એ તો માત્ર દેખાડો કરે છે. બાકી તેનામાં એટલી ડેપ્થ નથી, બીજા પાસે કામ કરાવીને એ જશ ખાટી જાય છે, આવી વાતથી માંડીને અંગત વાતો વિશે લોકો વાતો કરતાં રહે છે. એનો ભૂતકાળ તમને ખબર છે? એણે તો આવું કર્યું હતું, એના ઘરમાં એને કોઈ સાથે બનતું નથી. બોસની ચમચાગીરી કરીને એ માણસ અહીં સુધી પહોંચ્યો છે. સફળ માણસ વિશે આવી વાતો કરનારાની એક મોટી ફોજ હોય છે. આવી વાતો તરફ ધ્યાન આપીએ એટલે આપણે જ્યાં ધ્યાન આપવું જોઈએ ત્યાંથી ધ્યાન ચૂકી જવાય છે. તમારા વિશે કોણ કેવી વાતો કરે છે તેની પરવા ન કરો. તમારે જે કરવાનું છે એ કરતાં રહો. જો કે બહુ ઓછા લોકો આવું કરી શકે છે. આપણે ઓફિસમાં જ જાસૂસ રાખીએ છીએ કે શું ચાલે છે તેની જાણ મને કરતો રહેજે. બધે નજર તો રાખવી જ પડે. આવી વાતોમાં આપણે આપણો કેટલો સમય અને શક્તિ વેડફતાં હોઈએ છીએ? કોણ શું કરે છે એ નહીં પણ તમારે શું કરવાનું છે એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

  

જો તમે ડિસ્ટર્બ થશો તો બધા જ તમને ડિસ્ટર્બ કરશે. ઘણા લોકો પોતાના વિશે જ વાતો જાણી ખુલાસાઓ કરવામાંથીનવરાં પડતા નથી. તમે રસ્તો ચૂકી જાવ એવા સતત પ્રયત્ન થવાના જ છે. તમે માત્ર તમારા માર્ગને જ પકડી રાખો. તો કંઈ વાંધો આવતો નથી. તમે એ વિચાર કરો કે કઈ વાત તમને સૌથી વધુ ડિસ્ટર્બ કરે છે? એ વાત ખરેખર ડિસ્ટર્બ થવા જેવી છે ખરી?તમે જે વાતથી ડિસ્ટર્બ થાવ છો તેમાં જ પડયા રહેવાથી સરવાળે કોઈ ફાયદો થવાનો છે કે કંઈ પરિણામ આવવાનું છે? જો ના તો એને છોડી દો. નકામી વાતો અને ખોટી ચિંતા અને ઉપાધિઓમાંથી જ આપણે બહાર નીકળવાનું હોય છે. એવા વિચારોને જ ટાળો જે તમને ડિસ્ટર્બ કરે છે. કંઈ જ ખરાબ નથી થવાનું પણ પહેલાં તમે કંઈક ખરાબ થશે એવા ડરમાંથી બહાર તો નીકળો. તમારી જાતને હળવી કરી દો તો જ જિંદગી જીવવા જેવી લાગશે.

 

 

સાભાર : – કૃષ્ણકાંત ઉનડકટ

 

 

જીવનમાં હળવાશ કયારે અનુભવાય? …

 

જીવનમાં જે કંઈ બની રહ્યુ છે અને બનશે તે આપણા હિતમાં જ હશે, આવો દઢ નિશ્ચય. * સરળતા અને શુધ્ધિનો નિત્ય સથવારો. * ઈચ્છાઓનો મહેલ ન રચવાની આદત. * જરૂરિયાતવાળી વસ્તુ ખપપુરતી રાખવાની આદત. * નિયમિતતા અને સુધડતાવાળુ દેનિક જીવન. * ચોખ્ખો વ્યવહાર.

 

સૌજન્ય : પૂર્વી મલકાણ (યુ એસ એ) 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો) નાં અંતરપૂર્વકથી આભારી છીએ. આ ઉપરાંત શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં પણ અંતરપૂર્વકથી આભારી છીએ. જેમના દરેક લેખ ખૂબજ મનનીય અને સૂચક – જીવનમાં કશુક જાણવા લાયક રજૂઆત સાથેના હોય છે.

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

નોંધ : મિત્રો, બ્લોગ પોસ્ટ પર મૂકેલ દરેક પોસ્ટ બે દિવસ માટે રહેશે. દર બીજે દિવસે નવી પોસ્ટ મૂકવા અમો નમ્ર કોશિશ કરીશું અને જેની જાણ આપને મેઈલ દ્વારા  કરતાં રહેશું.  જે કોઈ મિત્રોને મેઈલ દ્વારા દરેક પોસ્ટની જાણકારી નિયમિત મેળવવી હોય, તેઓ તેમના મેઈલ દ્વારા અમોને રિક્વેસ્ટ મોકલી શકે છે  અને મેઈલીંગ લીસ્ટમાં તેમના મેઈલ આઈ ડી ની નોંધણી કરાવી  શકે છે.  સહકાર બદલ આભાર.

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

વિધાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય …

વિધાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય …

 

 

આપણે ત્યાં અનેક રાજ્યોમાં થોડાં જ સમયમાં એચએસસી બોર્ડની  તેમજ  સ્કૂલ-કોલેજ વિગેરેની ફાઈનલ પરીક્ષાઓ શરૂ થશે, આશા છે કે આજનો લેખ દરેક વિધાર્થીની/ વિધાર્થીઓને તેમના અભ્યાસમાં ઉપયોગી નીવડે તેજ …  શુભકામના સાથે શુભેચ્છાઓ …

 

 

student consantration

 

 

એકાગ્રતામાં જ સફળતાનું બધું રહસ્ય રહેલું છે, આ વાતને સમજી જનાર ખરેખર બુદ્ધિમાન માણસ છે.  એકાગ્રતા કેવળ યોગીઓ માટે જ આવશ્યક છે, એમ સમજવું એક મોટી ભૂલ છે.  એકાગ્રતા તો પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે, પછી ભલે એ ગમે તે કાર્યમાં રત હોય, એવું જોવા મળે છે કે લુહારો, વાળંદ,સોની, વણકરમાં સહજ રૂપે જ એકાગ્રતા વિકસિત થાય છે.  આ બધામાંથી કોઈ પણ વ્યક્તિ વ્યાખ્યાનો સાંભળીને કે પુસ્તકો વાંચીને એકાગ્રતાનો અભ્યાસ કરતા નથી. એમનાં કાર્યોમાં આવશ્યકતા પ્રમાણે ઉત્પન્ન પરિસ્થિતિઓએ જ એમનામાં એકાગ્રતા વિકસાવી છે. 

 

વિધાર્થી કેવી રીતે પોતાના મનને અધ્ય્નમાં એકાગ્ર કરી શકે :

 

૧]     જે રીતે દરેક યોગીને ધ્યાન કરવા માટે એક સ્થિર તથા ઉચિત રૂપનું સુખદ આસન જોઈએ છે તેવી જ રીતે પ્રત્યેક વિધાર્થી પાસે પોતાની ચોપડીઓ કે નોંધપોથીઓ ફેલાવીને સુવિધાપૂર્વક બેસવા માટે સુયોગ્ય ખુરશી – ટેબલ હોવા જોઈએ.  વિધાર્થીઓ અને યોગીઓમાં કેટલીક દ્રષ્ટિએ સમાનતા જોવા મળે છે.  નિર્ધન વિધાર્થીઓ એટલી બધી માત્રામાં ખુરશી-ટેબલની વ્યવસ્થા કેમ કરી શકે, એવો પ્રશ્ન ઊભો ન થવો જોઈએ. વળી એ લોકો આઉં પણ પૂછી નાખે ‘સાહેબશ્રી શું એમ વિશ્વેશ્વરૈયા પાસે એમનાં વિધાર્થી જીવનમાં ખુરશી-ટેબલ હતાં ?  શું તેઓ રસ્તા પરની રોશનીમાં વાંચીને વિશ્વવિખ્યાત વ્યક્તિ નથી બન્યા ?’  આવા તર્ક અહીં કરવાની આવશ્યકતા નથી.  નિશ્ચિતરૂપે રસ્તાની રોશનીમાં વાંચનારાં બધાં બાળકો વિશ્વશ્વરૈયા બની જતાં નથી.  વળી જેમની પાસે ખુરશી-ટેબલ લેવાની શક્તિ ન હોય ઓછામાં ઓછું એક ઢાળિયું ટેબલ રાખી શકે.

 

૨]     એકવાર લખવા કે વાંચવા માટે બેસી ગયા પછી બિનજરૂરી આપણા શરીરને હલાવવું જોઈએ નહીં.  ઘણા મોટાભાગના વિધાર્થીઓ વાંચતી વખતે કઢંગી રીતે બેસે છે.  વળી કેટલાક એવા છે કે જે વાંચતી વખતે અન્યમનસ્ક બનીને કોઈને કોઈ વસ્તુઓને નિરખીને જોતાં જોતાં પોતાના પેન કે પેન્સિલને ચાવે છે.  જાણે કે તેઓ કોઈ ગહન ચિંતનમાં ન ડૂબી ગયા હોય.  આવી જ બીજી પણ કેટલીય બાહ્ય દેખાવની ટેવો હોય છે.  આ બધી ટેવો એકાગ્રતામાં બાધક નીવડે છે.  જેમ કે હાલતાં વાસણમાં રાખેલું પાણી સ્થિર રહેતું નથી.  તેવી જ રીતે શરીરની બેસવાની મુદ્રાઓ બદલતા રહેવાથી મન પણ ચંચળ થતું રહે છે.  એટલે અધ્યન વખતે એક ઉચિત અને સ્થિર મુદ્રામાં બેસવું ઘણું અગત્યનું છે. 

 

૩]     અધ્યયન માટે એક જ સમયે, એક જ વિષય લેવો એમ કહેવું યોગ્ય નથી.  જયારે અધ્યયન માટે એક નિર્ધારિત વિષય પસંદ કરી લઈએ, ત્યાર પછી મનને ઓછામાં ઓછું એક કલાક સુધી એ વિષયમાં લીન રાખવું જોઈએ.  કોઈ પુસ્તકને માત્ર વાંચી નાખવાથી અધ્યયન થઇ જતું નથી.  એક પુસ્તકને કેવળ વાંચી વાંચી નાખવું અને તેનું અધ્યયન કરવું, એવાચ્ચે જે અંતર છે એને વિધાર્થીએ અવશ્ય સમજી લેવું જોઈએ.  આ બંને કાર્યમાં એકાગ્રતા તો આવશ્યક છે જ. ઉતાવળથી કોઈ એક પુસ્તકને વાંચીને વાચક એના સાર-સંક્ષેપથી પરિચિત બની શકે છે.  પરંતુ વિસ્તારિત અધ્યયન મનને એ વિષયવસ્તુના ઊંડાણમાં ઊતરીને એના યથાર્થ તાત્પર્યને જાણી લેવા યોગ્ય બનાવી દે છે.  અને ઉતાવળથી કે ઉપરછલ્લી રીતે કરેલું વાંચન આ વસ્તુથી આપણને દૂર રાખે છે.  ઊંડાણથી વાંચવાને પરિણામે વિષયવસ્તુ પર સારી એવી પકડ આવે છે અને ભવિષ્યના અધ્યનમાં પણ સહાયતા મળે છે.

 

૪]     પહેલાં આપણે બતાવ્યું છે કે એકવાર જ્યારે આપણે અધ્યયન માટે કોઈ વિષય સાથે બેસીએ છીએ તો એને એક કલાક સુધી ચાલુ રાખવું અત્યંત આવશ્યક છે.  સામાન્યત: આપણું મન કોઈ નવા વિષયને એકાએક ગ્રહણ કરી લેવા તૈયાર નથી હોતું.  આખો દિવસ આપણે વિભિન્ન કાર્યોમાં વ્યસ્ત હતા; મિત્રો કે બીજા લોકો સાથે વાતો કરતાં રહેતા અથવા આપણા પોતાના મનમાં કેટલાક વિચાર ચાલી રહ્યા હતા.  એ બધા હવે અધ્યયન આરંભ કર્યા પછી સક્રિય બની જશે.  એટલે અધ્યયન માટે તૈયાર થવામાં મનને પ્રારંભમાં આઠ થી દસ મિનિટનો સમય લાગી જાય છે.  જ્યારે આપણું મન આવા વિષયવસ્તુના ઊંડાણમાં લીન બનતું થાય ત્યારે અચાનક અધ્યયનને રોકી દેવાથી એકાગ્રતામાં ભંગ પડશે અધ્યયન કે વાંચનમાં નુકસાન થશે એટલે જ થોડી મીનીટો પછી જ્યારે મન એકાગ્ર થઇ જાય એ અવસરનો ઉપયોગ વિષયમાં ઊંડાણથી ઉતારીને એને ગંભીર અધ્યયન માટે તૈયાર કરવું જોઈએ.  આવી રીતે મનને ઓછામાં ઓછું એક કલાક સુધી અબાધ રૂપે અધ્યયનમાં લગાડી રાખવું જોઈએ.

 

૫]     આ અધ્યયન દરમિયાન એવો પણ સંભવ છે કે પરિવારના કોઈ સભ્ય વિનયપૂર્વક કોઈ બીજા કામ માટે બોલાવવા આવે.  એટલે જ ઘરના લોકોને પહેલેથી જ દર્શાવી દેવું જોઈએ કે મહેરબાની કરીને મને એક કલાક સુધી કોઈ ન બોલાવો તો સારું.  એનું કારણ એ છે કે આપણા મનમાં જો કોઈના બોલાવાની સંભાવના રહે તો એ પૂરેપૂરી રીતે અધ્યયનમાં એકાગ્ર ન બની શકે.  અત્યંત આવશ્યક સંજોગો સિવાય અધ્યયન સમયે મોબાઈલ ફોનને દૂર રાખવો જોઈએ.

 

૬]     હવે વાત આવે છે અવાજના પ્રદુષણની.  ગામડામાં શાંત અને સ્વચ્છ વાતાવરણ વચ્ચે રહેનાર વિધાર્થીઓ આ દ્રષ્ટિએ નસીબદાર કહેવાય.  શેહરમાં રહેનારા અને વિશેષ કરીને રાજધાની જેવાં મોટાં શહેરોમાં રહેનારા વિધાર્થીઓને આ અવાજના પ્રદુષણની સમસ્યાનો સામનો કરવો પડે છે.  આમ જોઈએ તો આ પ્રદુષણ બધાં નાનાં મોટાં શહેરોમાં ભયંકર રીતે ફેલાઈ ગયું છે.  એટલે એને સહન કરવા સિવાય એનો બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી.  કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો આ સમસ્યાને નજર અંદાજ કરવાનો પ્રયાસ કરે પણ અવાજને વિસ્તારતાં યંત્રો ઘોંઘાટિયો અવાજ કરવા લાગે છે અને આપણા અધ્યયનમાં તરત જ અડચણ આવી જાય છે.  પવિત્ર ગણેશ ચતુર્થીનો સમારોહ કે નવરાત્રી જેવાં કોઈ ધાર્મિક ઉત્સવ આવે એટલે ક્યારેક દિવસોના દિવસો સુધી કે મહિનાઓ સુધી કર્કશધ્વનિ આપણા કાને અથડાયે રાખે છે.  વળી કેટલાંક રાજ્યોમાં રાજ્યોત્સવ આરંભ થતા ઘણા સમય સુધી કોલાહલ થતો રહે છે.  રામનવમી, દશેરા, ઈદ કે ખ્રિસ્તીઓના ઉત્સવોમાં આવા કોલાહલ માટે જેટલું કહીએ તેટલું ઓછું છે.  બિચારા વિધાર્થીઓ આવા સમયે પોતાની દુર્દશાને બરાબર સમજે જાણે છે.  આ બધાં મળીને નગરજીવનના નરક જેવા અનુભવોની સૃષ્ટિ ઊભી કરે છે.

 

સમાજના શિક્ષિત વર્ગ અને શિક્ષણશાસ્ત્રીઓ પણ આ બાબતમાં પોતાને અસહાય અનુભવે છે.  સંભવતઃ શિક્ષણશાસ્ત્રીઓ પાસે અધિકાર નથી અને જેમની પાસે અધિકાર છે એમની પાસે વિવેકશક્તિનો અભાવ  છે.    અલબત્ત ધ્વનિ-પ્રદુષણમાંથી મુક્તિ મેળવવાનો એક જ ઉપાય છે અને તે છે, વિધાર્થીઓ પોતાના મનમાં અધ્યયન પ્રત્યે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા વિકસિત કરે.  જો મનમાં આવી તીવ્ર વ્યાકુળતા હોય તો પછી બાહ્ય શોરબકોર ભાગ્યે જ કાને પડે.  ઉદાહરણ તરીકે જ્યારે આપણું મન કોઈ ચિંતામાં ઘેરાયેલું હોય ત્યારે આપણી નજીકમાં જ જોરથી વાગતા નગારાનો અવાજ પણ આપણને સંભળાતો નથી.  પરીક્ષા માથે આવે ત્યારે વ્યાકુળતા કે ઉત્કંઠાની ચરમસીમા પર આ બધું દેખાય છે, પરંતુ પરીક્ષા દૂર હોય છતાં પણ આપણે એમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની એક દ્રઢ આકાંક્ષા કેળવીએ તો આપણે અધ્યયનમાં એક પ્રકારની એકાગ્રતા વિકસિત કરી શકીએ ખરા.  સાથે ને સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ માટે વાત-વાતમાં એકાગ્રતા કેળવી લેવી સમભાવ નથી.

 

૭]     એક બીજો ઉપાય પણ છે, એના દ્વારા અધ્યયનમાં એકાગ્રતા પ્રાપ્ત કરી શકાય છે.  તે છે અભ્યાસ વિષય પર સારી રીતે ધ્યાન આપવું.  આવી સતર્કતાને અવધાન કહે છે.  એનો અર્થ એ થયો કે મનને સદૈવ જાગરૂક રાખવું જોઈએ.  મોટા ભાગના વિધાર્થીઓ ધ્યાનપૂર્વક અધ્યયન કરવામાં અસમર્થ નીવડે છે.  એનું કારણ એ છે કે એમનું મન એક પ્રકારના દિવાસ્વપ્નમાં મચ્યું રહે છે, અથવા કોઈ પણ હેતુ વિના અહીંતહીં ભટકતું રહે છે.  જેમનું મન જાગ્રત છે કેવળ એવાં લોકો જ એકાગ્રતા કેદ્વામાં સફળ થઇ શકે છે.  આ બધું વાંચીને આપણા મનમાં આવો પ્રશ્ન ઊભો થઇ શકે; ‘તો પછી આ મનને કેવી રીતે જાગ્રત કે સચેત રાખી શકાય ?’  એના માટે કેટલાક ઉપયોગી ઉકેલ આ પ્રમાણે છે :

 

 • કેટલાક વિશેષ પ્રકારના ખાદ્યપદાર્થો ઊંઘ વધારી દે છે. આવા પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ.
 • જ્યારે શરીરનાં ભિન્ન ભિન્ન અંગ સ્વચ્છ રહે ત્યારે મન સશક્ત બને. આ ઉપરાંત પહેરવાનાં વસ્ત્ર, પથારી જેવી દરરોજ ઉપયોગમાં આવતી બધી વસ્તુઓ સ્વચ્છ સુઘડ રહેવી જોઈએ.
 • ઓરડાની બીજી બધી વસ્તુઓ તથા દરરોજ ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ સુવ્યવસ્થિત રૂપે રાખવી જોઈએ. આવી સુવ્યવ્સ્થાની કળા સબળ રૂપે મનની જાગ્રત અસ્થાને પ્રગટ કરે છે.  મોટા ભાગના વિધાર્થીઓમાં બેદરકારીનો ભાવ જોવા મળે છે.  એમની પોતાની વ્યક્તિગત ચીજવસ્તુઓ અને પુસ્તકોની અવ્યસ્થા જોઈને આપણે સરળતાથી એટલું સમજી શકીએ છીએ કે તેઓ કેત્લાબધા બેદરકાર છે !
 • વિધાર્થીઓ માટે જાણવા જેવી એકબીજી મહત્વપૂર્ણ વાત એ છે કે શરીરની જેમ મનને પણ સ્વચ્છ રાખવું આવશ્ય્ક્છે. અશ્લીલ અને અભદ્ર વિચારોને મનમાં પ્રવેશતાં રોકવા જોઈએ સાથે ને સાથે મનને એની હા પણ ન લાગે એ જોવું જોઈએ. એનું કારણ એ છે કે આવા વિચારો જ આપણા મનમાં વિનાશ નોતરવાનું અને તેણે બગાડવાનું મૂળભૂત કારણ છે.  જો મન તંદ્રામાં રહેલું હોય કે સ્વપ્ન પરાયણ હોય તો બહુ ચિંતા કરાની જરૂર નથી.  આમ છતાં પણ અશ્લીલતા અને અભદ્રતા જો એક્વાર મનમાં પ્રવેશી ગઈ તો પછી એકાગ્રતાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.  એક શુધ્ધ અને દોષરહિત મન સરળતાથી એકાગ્ર બની જાય છે.  એટલે જ ખરાબ અને દુષિત વિચારોને મનની પાસ્રે ફરકવા પણ ન દેવા જોઈએ.
 • વિધાર્થીઓએ મનમાં ને મનમાં આવો સંકલ્પ કરી લેવો જોઈએ : ‘હું એક ક્લાકમાં જ અભ્યાસ વિષયના આટલા ભાગનું સાંગોપાંગ અધ્યયન કરીશ.’  અને નિર્ધારિત સમય દરમ્યાન આ અંશનું અધ્યયન પૂરું કરવા માટે વિધાર્થીમાં ઉદ્વિગ્નતા હોવી જોઈએ.  સંભવ છે કે શરૂઆતમાં નિર્ધારિત સમયમાં ચોક્કસ વિષયવસ્તુનું અધ્યયન સમાપ્ત ન પણ થઇ શકે.  આમ છતાં આવા આકુળ પ્રયત્નોથી મનની જાગરૂક રહેવાની સંભાવના વધી જાય છે.  આવી રીતે મનને જાગ્રત રાખવાનો આવો નિરંતર પ્રયાસ ઠીક ઠીક પ્રમાણમાં મનની એકાગ્રતાને ઉન્નત કરવામાં ઉપયોગી નીવડે છે.

૮]     એકાગ્રતા વિકસિત કરવા ઇચ્છતા વિધાર્થીઓએ નિરર્થક ગપસપને ઝેર જેવી ગણીને ત્યજી દેવી જોઈએ.  આવા મિત્રો સાથે પાઠ્યક્રમના વિષયો પર ચર્ચા કરવાથી નિશ્ચિત રૂપે સહાયક નીવડે છે.  આપણી માનસિક ઊર્જાને મોટો અંશ નિરર્થક બકવાદોમાં નાશ પામે છે – આવી વાત આપણા પ્રાચીન યોગીઓ અને ઋષિઓએ શોધી કાઢી છે.  નિરર્થક બકવાદથી મનનો સયંમ અને વિચારની સાંકળ નાશ પામે છે.  એક દુર્બળ અને અસંબદ્ધ મન એકાગ્રતા માટે અયોગ્ય બની જાય છે.  દુર્બળ શરીર તથા દુર્બળ મનવાળા વ્યક્તિ માટે એકાગ્રતા એ ખાટી દ્રાક્ષ જેવી બની જાય છે.

 

 

ક્રમશ :

 

 

(રા.જ. ૧૧-૧૨/૨૫-૨૭(૩૪૭-૪૯)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

નોંધ : મિત્રો, બ્લોગ પોસ્ટ પર મૂકેલ દરેક પોસ્ટ બે દિવસ માટે રહેશે. દર બીજે દિવસે નવી પોસ્ટ મૂકવા અમો નમ્ર કોશિશ કરીશું અને જેની જાણ આપને મેઈલ દ્વારા  કરતાં રહેશું.  જે કોઈ મિત્રોને મેઈલ દ્વારા દરેક પોસ્ટની જાણકારી નિયમિત મેળવવી હોય, તેઓ તેમના મેઈલ દ્વારા અમોને રિક્વેસ્ટ મોકલી શકે છે  અને મેઈલીંગ લીસ્ટમાં તેમના મેઈલ આઈ ડી ની નોંધણી કરાવી  શકે છે.  સહકાર બદલ આભાર.

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

વાળ ખરવાનાં કારણો અને આયુર્વેદીક ઉપચાર (આરોગ્ય અને ઔષધ) …

વાળ ખરવાનાં કારણો અને આયુર્વેદીક ઉપચાર (આરોગ્ય અને ઔષધ) …

આરોગ્ય : વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની
 

 
hair care
 

 

આજકાલ વાળ ખરવાની અને અકાળે શ્વેત થવાની ફરિયાદ ખૂબ જ સાંભળવા મળે છે. એટલે આ વખતે વાળ ખરવાનાં મુખ્ય કારણો અને તેની સરળ આયુર્વેદીય ચિકિત્સાનું સંક્ષિપ્ત નિરૂપણ કરું છું. અહીં સૌ પ્રથમ વાળ ખરવાનાં કારણો જોઈએ.

* ટાઇફોઇડ કે મરડા જેવી વ્યાધિ લાંબો સમય ચાલી હોય તો વ્યાધિ મટી ગયા પછી પણ વાળ ખૂબ ઊતરે છે. આંતરડાંના રોગો જો જીર્ણ સ્વરૂપ પકડે અથવા ત્વચાના કેટલાક રોગોને લીધે પણ વાળ ખરે છે. 

* પ્રસૂતિ પછી લાંબા વખત સુધી બાળકને સ્તનપાન કરાવવાથી પણ વાળ ઊતરે છે. ઉપરાંત, પોષણનો અભાવ, વિટામિનનો ખામી તેમજ વારંવારની ટૂંકા ગાળાની પ્રસૂતિથી પણ વાળ ખરે છે.

* વધારે પડતા ખારા, ખાટા, તીખા, ઉષ્ણ, તીક્ષ્ણ ગુણોવાળાં આહારદ્રવ્યોનો સતત કે વધારે ઉપયોગ પણ વાળ ખરવાનું પ્રધાન કારણ ગણાવાય છે. વિરુદ્ધ આહાર-વિહારથી પણ વાળ ખરે છે. 

* કોસ્ટિક સોડાવાળા સાબુના સતત નિયમિત ઉપયોગથી વાળ ખરે છે.

* વિભિન્ન પ્રકારનાં રસાયણોયુક્ત સુગંધિત તેલથી પણ વાળનું સ્વાસ્થ્ય જોખમાય છે.

* મનોવ્યાધિ, ચિંતા, શોક, ભય, ગુસ્સો, અનિદ્રા પણ વાળ ખરવા માટે જવાબદાર ગણાય છે. 

* સ્ત્રીઓમાં માસિકસ્રાવની અનિયમિતતા, અલ્પ માસિક, અતિ માસિક, શ્વેત સ્રાવ, ગર્ભાશયના મોઢા પર ચાંદું, જાતીય રોગો વગેરેથી પણ વાળ ખરે છે.

* વારસાગત કારણોમાં માતૃ પક્ષ કે પિતૃ પક્ષની જીર્ણ વ્યાધિઓ જો વારસામાં ઊતરે તોપણ વાળ વધારે ખરે છે. આમાં શારીરિક કે માનસિક વ્યાધિઓ પણ હોઈ શકે, જેમાં મંદબુદ્ધિ, અપસ્માર-વાઈ, સ્મૃતિભ્રંશ, ટાયાબિટીસ, ત્વચાના સોરાયસીસ જેવા રોગો, મસા, કૃશતા, સ્થૂળતા વગેરે ઘણી વિકૃતિઓ ગણાવી શકાય.

આધુનિક દોડધામવાળી જીવનશૈલીને કારણે વાળ ખરવાની સમસ્યા મોટાભાગની મહિલાઓમાં જોવા મળે છે. જો વાળ થોડાઘણાં ખરે તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ વાળ વધુ ખરવા લાગે અથવા અકાળે વાળ સફેદ થવા લાગે તો સ્ત્રીઓ સૌથી વધુ ચિંતિત થઈ જાય છે. એમાંય વરસાદ અને વરસાદ પછીના ભેજવાળા વાતાવરણને કારણે વાળની સમસ્યાઓ વધી જાય છે. સાથે જ ચોમાસા અને શિયાળામાં ડેંડ્રફ, શુષ્ક વાળ થવાની સમસ્યા વધુ જોવા મળે છે અને આજકાલની ઝડપી લાઈફમાં વાળની યોગ્ય કાળજી લેવાનો સમય પણ રહેતો નથી. જેથી આજે અમે તમારા માટે કેટલાક ખાસ આયુર્વેદિક અને સરળ  ઉપચાર લઈને આવ્યા છે જેથી તમે વાળની તમામ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો. 

 

ખરતા વાળને રોકવા માટે ….. 

 

 
hair fallen
 

 

ઉપચાર …

 

વાળ ખરવાનાં ઉપર્યુક્ત મૂળભૂત કારણોમાંથી જેના લીધે વાળ ખરતા હોય તે કારણો જો દૂર કરી શકાય તેમ હોય તો તેનો ત્યાગ કરવાથી ચિકિત્સા વગર પણ ફાયદો થઈ જાય છે. આયુર્વેદમાં તેને નિદાન પરિવર્જન કહેવામાં આવે છે. રોગોત્પાદક મૂળભૂત કારણોનાં ત્યાગને નિદાન પરિવર્જન કહેવામાં આવે છે.

વાળ ખરવાનાં આટલાં સામાન્ય કારણો જાણ્યાં પછી તેને દૂર કરીને નિમ્ન ઉપચારક્રમ યોજવાથી વાળ ખરતા અટકે છે.

 

 • આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો.

 

 • કોસ્ટિક સોડા જેવાં જલદ દ્રવ્યો વપરાતાં હોય, એવા સાબુનો ઉપયોગ કરવો નહીં.

 

 • અરીઠાં, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ.

 

 • દર અઠવાડિયે સ્વાદિષ્ટ વિરેચનથી હળવો જુલાબ લેવો.

 

 • બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવાં દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવું. તેલ નાખ્યા પછી સવારે તડકામાં અડધો કલાક બેસવું.

 

 • ચ્યવનપ્રાશ બે-બે ચમચી દૂધ સાથે સવારે અને રાત્રે લો.

 

 • આરોગ્યર્વિધની :- બે-બે ગોળી સવારે અને રાત્રે લેવી.

 

 • લોહાસવ :- જમ્યા પહેલાં ચાર-પાંચ ચમચી બપોરે અને રાત્રે તેમાં એટલું જ પાણી ઉમેરીને પીઓ.

 

ઉપચાર …

 

વાળ ખરવાના ઉપર્યુક્ત મૂળભૂત કારણોમાંથી જેના લીધે વાળ ખરતાં હોય, તે કારણો જો દૂર કરી શકાય એમ હોય તો તેનો ત્યાગ કરવાથી ચિકિત્સા વગર પણ ફાયદો થઈ જાય છે. આયુર્વેદમાં તેને નિદાન ‘પરિવર્જન’ પણ કહેવામાં આવે છે. રોગોત્પાદક મૂળભૂત કારણોના ત્યાગને નિદાન પરિવર્જન કહેવામાં આવે છે.

આયુર્વેદિય મતે શરીરમાં રોગ ઉત્પન્ન થવાના અગાઉથી જ ‘કારણો’ હોય છે. આ કારણોને લીધે શરીરમાં વાયુ, પિત્તાદિ દોષોનો સંચય હોય છે અને આ સંચિત થયેલા દોષો આગળ જતાં પ્રકુપિત થઈને રોગો ઉત્પન્ન કરે છે. આમ રોગ ઉત્પન્ન થવાની આંતરિક પ્રક્રિયા આગળથી જ હોય છે. જો આ આંતરિક પ્રક્રિયાને તોડવામાં આવે તો એટલે કે રોગોત્પાદક મૂળભૂત કારણોનો ત્યાગ કરવામાં આવે તો રોગ સ્વયં શાંત થઈ જાય છે.

 

વાળ ખરવાના આટલા સામાન્ય કારણો જાણ્યા પછી તેને દૂર કરીને નિમ્ન ઉપચારક્રમ યોજવાથી વાળ ખરતાં અટકે છે.

 

* આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો.

* કોસ્ટિક સોડા જેવા જલદ દ્રવ્યો વપરાતા હોય એવા સાબુનો ઉપયોગ કરવો નહીં.

* અરીઠા, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ.

* રાત્રી જાગરણ, ચિંતા, ટેન્શન, ભય, ગુસ્સાથી બચવું.

* આહાર પૌષ્ટિક-સમતોલ અને છએ રસોવાળો હોવો જોઈએ.

* દર અઠવાડિયે સ્વાદિષ્ટ વિરેચનથી હળવો જુલાબ લેવો. બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવા દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવું.

* તેલ નાંખ્યા પછી સવારના તડકામાં અડધો કલાક બેસવું.

 

વાળ સારા કરવા છે ?   ખરતા વાળ માટે શુ કરશો ? …

 

ઘરેલુ ઉપચાર :    

  

ખરતાં વાળ – હંમેશા વિટામિન બી6 અને ફોલિક એસિડની ઉણપથી વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો વળી ન્યુટ્રિશન્સ ફૂડ ન લેવાથી, સ્ટ્રેસ, થાક અને કોઇ લાંબી બીમારીને કારણે પણ આવું બનતું હોય છે. આવામાં તમે એક કપ મસ્ટર્ડ ઓઇલ (સરસવના તેલ)ને ઉકાળો. તેમાં ચાર ચમચી મહેંદી મિક્સ કરીને થોડા સમય સુધી મૂકી રાખો. આ મિશ્રણને ફિલ્ટર કરી બોટલમાં મૂકી રાખો. આ ઓઇલથી રોજ મસાજ કરો. જો વાળને લઇને ગંભીર સમસ્યા લાગી રહી હોય તો નિષ્ણાંતનો સંપર્ક કરીને જ આગળ કોઇ પગલું ભરવું.

 

  • તુરિયાના ટુકડા કરી તેને સુકવી ખાંડી લો, ત્યારબાદ ભૂકો કરેલા મિશ્રણમાં એટલું નારિયેળ તેલ નાંખો કે તે ડૂબે. આવી રીતે ચાર દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખો અને પછી આ મિશ્રણ એક બોટલમાં ભરી લો. આ તેલની માલિશ વાળમાં કરવાથી વાળ કાળા અને ચમકદાર બને છે અને વાળ અકાળે સફેદ નથી થતાં અને વાળને પોષણ મળે છે.

 

 
green tea
 

 

  • ગ્રીન ટીને વાટીને વાળમાં લગાવવાથી પણ વાળ ખરતા અટકે છે. ચ્હાને ઉકાળીને ગાળી લેવી અને વાળ ધોતી વખતે ચ્હાના પાણીને વાળમાં નાખવું. આ વાળમાં કંડીશ્નર તરીકે કાર્ય કરે છે અને વાળને ચમકીલા અને મુલાયમ પણ બનાવે છે. સાથે શુષ્કતાને દૂર કરે છે.

 

 
YOGURT
 

 

 • દહીંમાં લીંબૂનો રસ મિકક્ષ કરીને પ્રયોગ કરવાથી પણ વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. દહીંમાં લીંબૂનો રસ મિકક્ષ કરીને પેસ્ટ તૈયાર કરી વાળમાં લગાવવી અને 30 મિનિટ બાદ વાળ ધોઈ નાખવા. આ એક કારગર નુસખો છે જેથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે અને વાળમાં નવી જાન આવી જશે. સાથે જો તમને ડેંડ્રફની સમસ્યા હશે તો તે પણ જડથી દૂર થઈ જશે.

 

 
honey
 

 

 • મધમાં અનેક ઔષધીય ગુણો હોય છે તે તો બધા જાણે છે પરંતુ આપણા વાળ માટે પણ મધ અત્યંત લાભકારક હોય છે. મધને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સાથે વાળના રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ રહે છે.

 

 

 
jaitun oil
 

 

 • ગરમ જેતૂનના તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર મિકક્ષ કરી તેનું પેસ્ટ બનાવો. નહાવા જતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય બાદ વાળ ધોઈ લો. આનાથી વાળ તો ખરતા બંદ થાય જ છે સાથે વાળની અનેક સમસ્યા પણ દૂર થાય છે અને વાળ હેલ્ધી રહે છે.

 

 • ખરતા વાળને અટકાવવા માટે દહીં અત્યંત કારગર ઘરેલૂ નૂસખો છે. દહીંથી વાળને પૂરતું પોષણ મળી રહે છે. જેથી વાળ ધોવાને 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું જોઈએ જ્યારે વાળ સૂખાઈ જાય ત્યારે વાળને ધોઈ નાખવા. આવું નિયમિત કરવાથી વાળની કોઈપણ સમસ્યા સર્જાતી નથી અને વાળ હેલ્ધી રહે છે.

 

  • તજ અને મધને મિક્ષ કરી વાળમાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ જશે. મધ ઘણી બિમારીઓમાં કારગર નિવડે છે જેથી મધના ઉપયોગથી ખરતા વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે.

 

 
methi
 

 

 • મેથી એક એવી શાકભાજી છે જે અનેક ગુણોથી ભરપુર છે. ન માત્ર મેથી પણ તેના પાન તથા બીજ પણ ખુબ ઉપયોગી છે. મેથીને ભોજનમાં સામેલ કરવાથી તે કંડીશનરનુ કામ કરે છે. મેથીના પાણીનો ઉપયોગ વાળ સફેદ થતા અટકાવે છે.
 • તાજા આમળાનો રસને વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. શુષ્ક આમળાના ચૂરણનું પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવવાથી વાળ કાળા અને સિલ્કી થઈ જાય છે અને સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે. સાથે ચોમાસામાં વાળ શુષ્ક અને રૂક્ષ થવાની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

  

ખરતા વાળને અટકાવવાની છે આ 10 બેસ્ટ ટ્રિક …

 

વાળ વધારવા – વાળનો જથ્થો  …

 

 

(૧) જે ભાગ પર વાળનો જથ્થો ઓછો લાગતો હોય ત્યાં લીંબુની ચીરી કરી દરરોજ સવાર સાંજ ઘસતા રહેવું. આથી ત્યાં વાળ વધુ થશે.

 

(૨) બે ભાગ કીસમીસ અને એક ભાગ એળીયાને પાણીમાં વાટી માથા પર લેપ કરી સુઈ જવું. પ્રયોગ નીયમીત કરવાથી વાળનો જથ્થો વધે છે કે માથાની ટાલ દુર થાય છે. બધા કેસમાં સો ટકા સફળતા મળતી નથી, પરંતુ નોંધપાત્ર ફરક પડી શકે.

 

(૩) અડદની દાળ પાણીમાં પલાળી, બારીક વાટી મલમ જેવું બનાવી રાતે સુતી વખતે માથા પર લેપ કરવો. સવારે બરાબર સાફ કરી માથું ખંજવાળી બધે ઘી ઘસી થોડી વાર કુમળા તડકામાં બેસવું. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળનો જથ્થો વધે છે. ટાલ પડવાની શરુઆત થઈ હોય તો તે અટકે છે.

 

(૪) દરરોજ રાતે પાકા કેળાને છુંદી, મસળી તેમાં લીંબુનો રસ નાખી ફરીથી મસળીને મીશ્રણ માથા પર બધે વ્યવસ્થીત લેપ કરી સુઈ જવું. સવારે સાદા પાણીથી માથું ધોઈ નાખવું. ચારેક મહીના સુધી દરરોજ નીયમીત પ્રયોગ કરવો. કેળાંનું પ્રમાણ વાળના જથ્થા મુજબ લેવું, તથા એક આખું મોટું કેળું હોય તો બે લીંબુ અને અડધું કેળું હોય તો એક લીંબુ લેવું.

 

(૫) મેંદીનાં સુકવેલાં પાનનો બારીક પાઉડર (જે બજારમાં મળે છે) પાણીમાં પલાળી દરરોજ નહાતી વખતે માથામાં સરખી રીતે લેપ કરી થોડી વાર રહીને નાહવું. દરરોજ નીયમીત પ્રયોગ કરતા રહેવાથી વાળનો જથ્થો તથા વાળની લંબાઈ પણ વધે છે.

 

(૬) આમળાના ચુર્ણને દુધમાં કાલવી જાડી થેપલી કરી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો વાળ વધે છે.

 

(૭) તાજા ગોમુત્રમાં જાસુંદનાં ફુલ વાટી રાતે સુતી વખતે માથે લેપ કરવાથી અને સવારે ધોઈ નાખવાથી માથામાં વાળનો જથ્થો વધે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવો.

 

(૮) વડનાં પાન સુકવી તેના પર અળસીનું તેલ ચોપડી બાળીને બનાવેલી રાખને ચારગણા વજનના અળસીના તેલમાં મીશ્ર કરી દરરોજ રાતે સુતી વખતે માથા પર જે ભાગમાં વાળ ઓછા હોય ત્યાં ઘસી માલીશ કરતા રહેવાથી ઘણા દીવસો પછી વાળ વધવા લાગે છે. માથે ટાલ પડી ગઈ હોય તો તે પણ મટે છે.

 

(૯) માથાની ટાલ પર ભાંયરીંગણીના પાનના રસની દરરોજ ૨૦ મીનીટ માલીશ કરવાથી વાળ ફરીથી ઉગી ટાલ મટે છે.

 

(૧૦) ૧-૧ ચમચી શંખપુષ્પીનું ચુર્ણ દરરોજ સવાર, બપોર, સાંજ નીયમીત લેવાથી કે ૧-૧ કપ શંખપુષ્પીનું શરબત પીવાથી માથાના વાળનો જથ્થો વધે છે અને વાળ સુંદર તથા લાંબા થાય છે.

 

વાળ ખરવાનું કોઈ એક કારણ નથી હોતું. તેને રોકવા માટે અમુક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકો છો.

 

 • માથામાં મસાજ કરવાની રક્ત પરિભ્રમણ સારું થાય છે જેના કારણે વાળને પોષણ મળે છે. મસાજ પછી વાળને ગરમ પાણીમાં પલાળીને નિચોવેલા ટોવેલ દ્વારા બાંધીને સ્ટિમ આપો.

 

 • હેર ડ્રાયરનો બને તેટલો ઓછો ઉપયોગ કરો. કારણ કે હિટ વાળને ડલ અને રફ બનાવી દે છે જેના કારણે ખરતા વાળની સમસ્યા વધે છે. આયર્નિંગ પણ ઓછું કરો, જો કરાવવું જરૂરી હોય તો હિટ પ્રોટેક્ટર લગાવો.

 

 • વાળના સ્વાસ્થ્ય માટે અને વિકાસ માટે કેસ્ટર (એરંડિયા)નું તેલ બહુ જ ગુણકારી છે. તેને મીઠું સાથે મેળવીને લગાડવાથી તેના સારા પરિણામો મળે છે. વાળમાં હળવા ગરમ કરેલા તેલ દ્વારા માલિશ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે.

 

 • જો તમે શરાબ પીતા હોવ તો તેનું પ્રમાણ ઓછું કરી દો. કારણ કે તેના કારણે વાળ રુક્ષ થઈ જાય છે. વાળમાં એવા પ્રોડક્ટસ પણ ન વાપરો જેમાં આલ્કોહોલ આવતું હોય. આને કારણે વાળ રુક્ષ થવાની સાથે તૂટવા પણ લાગે છે.

 

 • સૂતી વખતે વાળમાં ભરાવેલા બેન્ડ અને ક્લિપ્સ નિકાળી દો. સાટિનના કવર વાળા તકિયાનો ઉપયોગ કરો જેથી વાળને નરમીનો અનુભવ થાય. આમ કરવાથી વાળના તૂટવાની સંખ્યા ઘટી જશે.

 

 • વાળના મૂળને મજબૂત બનાવવા માટે ઈંડાના સફેદ હિસ્સામાં લીંબુનો રસ મેળવીને 3 મિનીટ સુધી માથાના તળિયામં લગાડો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

 

 • લીમડાના પાન સાથે પાણી ઉકાળી લો અને પછી આ પાણીથી વાળ ધૂઓ. આ સિવાય લીમડાના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને પણ વાળમાં લગાડી શકો છો.

 

 • મહેંદી લગાડવાથી પણ ખરતા વાળને રોકી શકાય છે.

 

 • આમળા અને બદામને રાત આખી પલાળીને રાખો, સવારે પિસી લો અને પછી પાણી મિક્સ કરીને મલમલના કપડામાંથી ગાળી લો. આ પાણીથી માથું ધૂઓ.

 

 • ભીના વાળમાં કાંસકો ન ફેરવો.

 

શું તમે ખરતાં વાળથી પરેશાન છો, જાણો તેના કારણો અને સરળ ઉપચારો  …

 

તમે વાળને સુંદર બનાવવા માટે મોઘામાં મોધું શેમ્પુ અને કંડિશનર ઉપયોગ કરો છો.છતાં પણ નાની ઉંમરમાં જ તમે વૃધ્ધત્વનો અનુભવ કરી રહ્યા છો. ખરતાં વાળની સમસ્યા આમ તો સામાન્ય છે. પણ સમયસર ખરતાં વાળ પર કાબુ ન કરો તો ટલકાપણાનો સામનો કરવો પડે છે.

આજે પુરુષો અને સ્ત્રીઓમાં ટાલ પડવી કે ઉંદરીનો સમસ્યા સામાન્ય છે. ત્યારે આની સારવાર માટે જાગૃતતા નથી આવી. આના લક્ષણો સમજવામાં સમય વિતી જાય છે તેના પછી સારવારમાં મુશ્કેલી અને ખર્ચો પણ વધારે થાય છે. પુરુષો અને સ્ત્રીઓનાં ખરતાં વાળનાં લક્ષણો, કારણો, સારવારની માહિતી આપતાં કોસ્મેટિક સર્જન ર્ડા.મોહન થોમસ જણાવે છે કે, પુરુષોમાં ટાલ પડવી એ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું વધી ગયું છે. 50 ટકા પુરુષોને સમયથી પહેલાં જ ટાલ પડવાની સમસ્યાથી પીડાતા હોય છે. 80 ટકા પુરુષો 70 વર્ષેની ઉમર પહેલાં જ ટાલ પડી જાય છે. પુરુષોમાં ઉંદરીની સમસ્યાનું મુખ્ય કારણ પુરુષનાં સેકસ હોર્મોન છે. જેનાથી પુરુષોમાં માથાનાં મધ્ય ભાગમાંથી ખરતાં વાળની શરૂઆત થાય છે. પુરુષોમાં ઉંદરીના રોગમાં ઝડપથી વાળ ખરવા લાગે છે.જેનાથી વાળ પાતળા પણ બને છે. આ સમસ્યા દરમિયાન હેર ફોલિકલથી નવા વાળ બનવાનાં બંધ થઇ જાય છે.પરંતુ નવા વાળનાં કોષો જીવંત રહે છે તેનાથી સમસ્યાને અટકાવી શકાય છે. સ્ત્રીઓમાં એક તૃતીયાંશ મહિલાઓમાં ઉદરીની સમસ્યા જોવા મળે છે. જયારે મેનોપોઝ પછી બે તૃતીયાંશ મહિલાઓમાં ટાલપડવાની સમસ્યા જોવા મળે છે. સ્ત્રીઓમાં ઉંદરીની સમસ્યા પુરુષો કરતાં વધુ છે. સ્ત્રીઓમાં અંડ્રોજન હોર્મોનનાં કારણે આ સમસ્યા જોવા મળે છે. પહેલાં ધીરે વાળ ખરવાની શરૂઆત થાય છે પછી માથાનાં બધાજ વાળ ખરી પડે છે. સ્ત્રીઓ ચોક્કસ પ્રકારની સંબંધિત કોઈ ચોક્કસ આરોગ્ય સમસ્યાઓ, શારીરિક અને માનસિક તણાવ, મેનોપોઝ પછી આંતરસ્ત્રાવીય બદલાવો, તબીબી ઇતિહાસ, ટાલ પડવી તે વિવિધ લક્ષણો હોય છે. પુરુષોઅને સ્ત્રીઓમાં ટાલ પડવાનાં અલગ લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે પુરુષોમાં ટાલ પડવાની શરૂઆતમાં એમ આકાર હોય છે.  પછી વધુ વાળ ખરતાં યુ આકારમાં બદલાય જાય છે. જયારે મહિલાઓમાં માથાનાં મધ્ય ભાગમાંથી વાળ ખરવાની શરૂઆત થાય છે. ઉંદરીનાં ઉપચારનું પહેલું પગથિયું છે તેના લક્ષણો જાણો, તબીબી ઇતિહાસની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરો. ટાલ પડવાનો આકાર, બળતરા કે ટેસ્ટ, થાઇરોઇડ ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, હોર્મોન ટેસ્ટ દ્વારા પરીક્ષણ કરો. તેના પરથી દવાઓ અને સારવાર પધ્ધતિઓ અપનાવી શકાય છે.

 

આ જટિલ સમસ્યાનો સચોટ ઉપાય છે આયુર્વેદ પાસે

  

અઢાર વર્ષની તરુણી હોય કે ૬૫ વર્ષની વૃદ્ધા, બધાની એક જ ફરિયાદ હોય છે. “મારા વાળ ખરી રહ્યા છે, વાળનો જથ્થો બહુ જ ઓછો થઈ રહ્યો છે.”

 

હેરફોલ – વાળ ખરવા એ કોઈ સ્વતંત્ર રોગ નથી. વાળ ખરવા એ કોઈક શારીરિક, માનસિક સમસ્યાનું એક લક્ષણ છે. વાળ ખરવાનાં ઘણા કારણો છે. જેમ કે લોહી, કેલ્શિયમ કે ઝીંકની ઓછપ, લો બ્લડપ્રેશર, ખોડો, સોરાયસીસ, ઙઈઘઉ, પ્રેગનન્સી, ઉજાગરા, એસિડીટી, અસમતોલ આહાર અને લાઈફ સ્ટાઈલ, ચિંતા, ઉદ્વેગ વગેરે.

 

એન્ડ્રોજેનિક એલોપેસિયા – મેલપેટ + બાલ્ડનેસ: પુરુષોમાં માથાના આગળના ભાગના વાળ તથા મધ્યભાગનાં ખરી પડે છે. આસપાસના વાળ જળવાઈ રહે છે. શરીરમાં ટેસ્ટેસ્ટેરોન હોર્મોનનું સંતુલન ખોરવાય જતા આ સમસ્યા થાય છે. પુરુષોમાં આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે. આવા કેસમાં લીપીડ પ્રોફાઈનો રિપોર્ટ કઢાવવો જરૂરી હોય છે. માથા પરના વાળના જથ્થાને ઓછો કરી નાખતા અનેક પરિબળો કારણોમાં એક મહત્ત્વનું કારણ કોલેસ્ટેરોલ પણ છે.

  

હાઈકોલેસ્ટેરોલ, કોઈકનું ઓછું હોવું અને કોઈકનું ઘણું વધારે હોવું એ હૃદયરોગને આમંત્રે છે અને આ જ કારણોને લીધે માથામાં અકાળે ટાલ પડી શકે છે. હેરફોલનાં બાહ્ય કારણોમાં મુખ્યત્વે તેલ નહીં નાંખવાની ફેશન તથા જલદ કેમિકલ્સવાળા શેમ્પુઓ અને સ્પ્રે જવાબદાર છે.

 

ઉપચાર :

 

નિયમિત ગાયનું દૂધ પીવું. રાત્રે સૂતી વખતે હાથ-પગના તળિયે કાંસાની વાડકીથી ગાયનું ઘી ઘસવું.

માથાનું તેલ:  ગળીના છોડના પાન, ભાંગરો, આમળા, બહેડા, બ્રાહ્મી વગેરે ઔષધિઓને કોપરેલમાં પ્રોસેસ કરીને બનાવેલું તેલ શ્રેષ્ઠ છે. આ હેર ઓઈલનું માથાના વાળના મૂળમાં હળવા હાથે આંગળીઓથી મસાજ કરવું.

 નાની ઉંમરમાં પડતી ટાલમાં આ માથાનું તેલ અને સાથે હાથીદાંત – રસવંતીની ભસ્મની પેસ્ટ બનાવીને ઘસવામાં આવે તો વાળનો પુનર્વિકાસ (છયલજ્ઞિૂવિં) થવાની સંભાવના વધી જાય છે. ઉંદરીના ચકામામાં વાળ ચોક્કસ આવે છે.

 હેર વોશ : શિકાકાઈ, જેઠીમધના સમન્વયથી બનાવેલા ક્લિન્સરથી વાળ ધોવાથી વાળ સ્વચ્છ થાય છે. ખોડો, ખંજવાળ તત્કાળ દૂર થાય છે. ગોદંતી ભસ્મ, સુવર્ણ વસંત માલતી, લઘુવસંત માલતી, સપ્તામૃત લોહ, અગ્નિતુંડી, પુનર્નવા મંડૂર, સહજ શુદ્ધિ વગેરેથી વાળ ખરતાં તો અટકે છે. ઉપરાંત વાળનો જથ્થો વધે છે અને વાળ ચમકીલા બને છે.

 

શું કાળજી લેશો ?: જેમને વાળ ખરવાની સમસ્યા ઊભી થાય તેમણે બજારમાં મળતાં અને દાવાઓ કરતાં તેલ-શેમ્પુ કે લોશન વગેરે પાછળ સમય અને પૈસા બરબાદ કરવાને બદલે કોઈ નિષ્ણાત ચિકિત્સકની સલાહ લઈ, વાળ ઉતરવાનું મૂળ કારણ શોધી તેની સારવાર કરાવવી જોઈએ.

 

વૈદ્ય સુષમા હીરપરા

 

 

 

વાળ વધારવા – વાળનો જથ્થો …

 

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

 

 

હોમિયોપેથીના ઉપચારથી હેર ટ્રાન્સપ્લાન્ટમાંથી બચી શકાય …

 હેલ્થ ઇઝ વેલ્થ

– ડૉ. હેમેન્દ્ર પરીખ, હોમિયોપેથી

 

આપને સાંભળીને આશ્ચર્ય થશે કે માના ગર્ભમાં બાળક ત્રણ મહિનાનું થાય છે ત્યારથી જ તેના શરીર પર નાના-પાતળા વાળ ઊગવાની શરૂઆત થઈ જાય છે. આ વાળને ‘લાનગુ’ કહેવામાં આવે છે. બાળકનો જન્મ થાય ત્યારે માથા પરના વાળ સિવાય શરીર પરના તમામ વાળ ખરી જતા હોય છે. જ્યારે માથાના વાળ કાયમ રહેતા હોય છે. માથાના વાળની ઉપયોગીતા ઘણી છે. વ્યક્તિના સૌંદર્યમા વાળનું મોટું યોગદાન હોય છે. સૌંદર્ય સિવાય વાળનું મુખ્ય કાર્ય શરીરના ઉષ્ણતામાનને સાચવી રાખવાનું તેમજ શરીરને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપવાનું છે. આજકાલ ૯૦ ટકા લોકોને વાળ ખરવાની ફરિયાદ રહેતી હોય છે. ત્યારે વ્યક્તિ વાળ ખરવા પાછળનું કારણ જાણ્યા વગર હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે તૈયાર થઈ જાય છે. ટ્રાન્સપ્લાન્ટ પાછળ લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. જોકે હોમિયોપેથી દ્વારા વાળની સારવાર ખુબ ઓછા ખર્ચમાં થઈ શકે છે. હોમિયોપેથીની સારવારને દર્દી પોતાના મનથી સ્વીકારે તો તેનુ ઝડપી પરિણામ મળતું હોય છે.

 

ખરતા વાળનો ઉપચાર …

 

માથામાં વાળ ઓછા થવા લાગે ત્યારે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે. હેર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ દરેક વ્યક્તિને પોસાય તેવો હોતો નથી. ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે વ્યક્તિએ એક-એક વાળની કિંમત ચૂકવવી પડતી હોય છે. ત્યારે હોમીયોપેથીની વિવિધ દવાઓથી માથામાંથી ખરતા વાળ અથવા આઈબ્રોમાંથી ખરતા વાળને ખૂબ ઓછા ખર્ચમાં અટકાવી શકાય છે. આ ઉપરાંત વાળ પાતળા થઈ જવા, ટાઈફોઈડ અથવા જાતીય રોગને કારણે વાળ ખરવા, વાળ તૂટવા, વાળ સ્પ્લિટ થવા જેવી વાળની સમસ્યાઓને હોમિયોપેથીની સારવારથી દૂર કરી શકાય છે. વાળનું તેજ ઓછું થયું હોય તો પણ હોમિયોપેથીની દવાઓ લેવાથી ફાયદો થઈ શકે છે. માથામાં દુર્ગંધવાળો પસીનો થતો હોય તેમાં પણ હોમિયોપેથીની દવા સારૂ પરિણામ આપી શકે છે.

 

વાળ અને માલીશ …

 

વાળમાં તેલ કે શેમ્પુનો ઉપયોગ કરવાથી વાળને ફાયદો થાય છે તેવી લોકોમાં ગેરમાન્યતા હોય છે. વાળ માટે બાહ્ય ઉપચાર કરતા આંતરિક ઉપચાર વધારે અગત્યનો છે. વાળ માટે મસ્તક પર માલીશ કરવાથી લોહીનું ભ્રમણ સારું થાય છે અને તેને પોષણ પણ સારૂ મળે છે. આ માટે આંગળીના ટેરવાથી ગોળાકાર માલીશ જરૂરી છે. આ સિવાય મસ્તકને વરાળનો શેક આપવાથી છિદ્રો ખુલ્લા થાય છે અને માથામાં ટાલ પડવાની પરિસ્થિતિ અટકાવી શકાય છે.

 

વાળ ખરવાના મુખ્ય કારણો …

 

ક્ષારયુક્ત પાણીના વપરાશના કારણે વાળને નુક્સાન થતું હોય છે.

શરીરમાં લોહત્વની ઉણપના કારણે વાળ ખરવાની શરૂઆત થાય છે. જેને એનેમીયા તરીકે ઓળખવામાં આવે છે.

સ્ત્રીઓમાં માસિક વધુ આવવાને કારણે અથવા પુરૂષોમાં હરસ, મસામાં લોહી પડવાને કારણે પણ વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે.

માથામાં ખોડો થવો અથવા ચામડીના રોગો જેવા કે દાદર, ખરજવું સોરાઈસીસના કારણે વાળ ખરી શકે છે અને ટાલ પડી શકે છે.

 
   

 

ખરતાં વાળનાં સરળ ઉપચારો … 

 

મિનોકિસડિલ – આ દવા હાઇ બ્લડ પ્રેશરનાં સારવાર માટે બનાવવામાં આવી હતી. ઉદરીની સારવાર માટે પણ વાપરી શકાય છે. ઘણા સંશોધનો પછી આ દવા ટાલની સારવારમાં અસરકારક જોવા મળી છે. સ્ત્રીઓમાં ઉદરીનાં સારવાર માટે આ દવા સૌથી અસરકારક માનવામાં આવે છે. ર્ડાકટરની સલાહથી આનો ઉપયોગ ઉદરીની સારવાર પણ કરવામાં આવે છે.

ઉંદરીની પ્રતિરોધક દવાઓ – ઉંદરની સમસ્યામાં શરીરમાં અંડ્રોજન હોર્મોન વધુ હોવાનું એક કારણ માનવામાં આવે છે. જેનું પ્રમાણ ઘટાડવા માટે યોગ્ય દવાઓનો ઉપયોગ થાય છે. કેટલાક કેસમાં જોવા મળ્યું છે કે, સ્ત્રીઓમાં આનાથી ઘણો ફાયદો થયો છે.

આર્યનની પરિપૂર્ણતા – કેટલાક કેસમાં ખરતાં વાળની સમસ્યામાં આર્યનની ખામી જોવા મળી છે. મહિલાઓમાં ખરતાં વાળની સમસ્યા માટે આર્યનની ગોળીઓ સારવાર માટે વધુ અસરકારક છે.

પ્લેટલેટ રિચ પ્લાસ્મા થેરાપી – આ થેરાપીમાં સર્જરી કરી  શરીરનાં લોહીમાંથી પ્લેટલેટ્સથી સારવાર કરવામાં આવે છે. જેનાથી સ્ક્રીન સમસ્યા રહતી નથી. વાળ ફરીથી આવવા લાગે છે.

મેસોથેરાપી- આ થેરાપીમાં યોમી મદદથી ચામડીનાં ત્વચામાં વિટામીન અને પ્રોટીન દાખલ કરવામાં આવે છે. ટાલ પડી છે ત્યાં ફરીથી વાળ આવે છે.

લેઝર લાઇટ – ઓછા પાવરનાં લેઝર લાઇટની મદદથી વાળનાં મૂળમાં સારવાર કરવામાં આવે છે. જેનાથી વાળ મજબૂત બને છે. વાળ ફરીથી  આવે છે.

હેર ટ્રાન્સપ્લાન્ટેશન – આ સારવારમાં એક વ્યકિતનાં માથાનાં વાળ બીજાનાં માથામાં સ્થળાંતર કરાવામાં આવે છે. જેનાં માથાનાં વાળ જે ભાગમાંથી કાઢવામાં આવ્યો છે તેને એ જ ભાગમાં જેતે વ્યકિતનાં માથામાં લગાવવામાં આવે છે. આ સારવારથી ખરતાં વાળની સમસ્યાને દૂર કરી શકાય છે.

 

 

સૌજન્ય : મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર,સંદેશ દૈનિક તેમજ અન્ય

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

નોંધ : મિત્રો, બ્લોગ પોસ્ટ પર મૂકેલ દરેક પોસ્ટ બે દિવસ માટે રહેશે. દર બીજે દિવસે નવી પોસ્ટ મૂકવા અમો નમ્ર કોશિશ કરીશું અને જેની જાણ આપને મેઈલ દ્વારા  કરતાં રહેશું.  જે કોઈ મિત્રોને મેઈલ દ્વારા દરેક પોસ્ટની જાણકારી નિયમિત મેળવવી હોય, તેઓ તેમના મેઈલ દ્વારા અમોને રિક્વેસ્ટ મોકલી શકે છે  અને મેઈલીંગ લીસ્ટમાં તેમના મેઈલ આઈ ડી ની નોંધણી કરાવી  શકે છે.  સહકાર બદલ આભાર.

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુરુષાર્થ કથાઓ … (ટૂંકીવાર્તાઓ…) …

પુરુષાર્થ કથાઓ … (ટૂંકીવાર્તાઓ) …

 • મુકુલ કલાર્થી

 

 

 
purusharth katha.1
  

(૧)  પુરુષાર્થનું ફળ 

 

એક હતો છોકરો.  તેનું નામ હતું બોપદેવ.

તેના પિતાએ તેણે ગુરુજીને ત્યાં ભણવા મોકલ્યો, પણ તેનું ભણવામાં ચિત્ત ચોંટે નહિ.

નિશાળમાં તેની ગણતરી ઠોઠ નિશાળિયા તરીકે થતી હતી.

ગુરુજી તેને વારે વારે શીખવે, પણ બોપદેવને કશું યાદ જ ન રહે!

એમાંય વ્યાકરણ જેવાં અઘરા વિષયમાં તો તેની બુદ્ધિ બહેર મારી જતી.

કશું સમજાય નહિ અને કશું આવડેય નહિ !

તેની આવી જડ બુદ્ધિ જોઈને બધા નિશાળિયા તેને ચીડવતા :

‘પથરો આવ્યો, પથરો !’

એક દિવસ ગુરુજીએ તેને ખૂબ ઠપકો આપ્યો :  ‘અલ્યા, તું તો ગધેડો છે ગધેડો!

‘તારા જેવો ઠોઠ છોકરો મેં બીજો જોયો નથી.’

‘તારા માતાપિતાને ભારરૂપ જ છે !’

બિચારો બોપદેવ પણ રોજ રોજ ઠપકો અને મહેણાં સાંભળી સાંભળીને કંટાળી ગયો.  એટલે એક દિવસ તે છાનોમાનો ઘેરથી નાસી ગયો.

તે ગામગામ ભટકવા લાગ્યો.  એક દિવસે તે ભટકતો ભટકતો એક ગામને પાદરે આવ્યો.

ગામ બહાર તળાવ હતું.  બપોરનો વખત હતો.  તાપ સખત પડતો હતો.   ચાલી ચાલીને બોપડે ખૂબ થાકીને લોથપોથ થઇ ગયો હતો.

તે તળાવની પાળે જઈને બેઠો.  તે ઊંડા વિચારમાં ડૂબી ગયો :

‘આમ ક્યાં સુધી રખડ્યા કરીશ ?’

તેની આંખમાં આંસુ આઈએ ગયાં.

તેને મનમાં થયું :

‘ખરેખર, હું પથરો જ છું !’

એવામાં તેની નજર તળાવની પાડ પરના પથરાઓ પર પડી.

પથ્રાઓમાં ખાડા પડેલા હતા.

એ જોઈને તેને એકદમ થઇ આવ્યુ :

‘અરે, આ પથરાઓ તો ઘણા કથાન છે.  તો પછી એમાં આવા ખાડા શી રીતે પડ્યા ?’

ઇચાર કરતાં તેને સમજાયું :

તળાવની પાળ પર પનિહારીઓ રોજ ઘડા મૂકે છે.

એને લઈને આ ખાડા પડ્યા લાગે છે.

‘પનિહારીઓ રોજ ઘડા એકની એક જગાએ મૂકે છે.  તેથી આ કથાન પથરા પણ કેટલા બધા ઘસાઈ ગયા !’

આ વિચારે તેના દિલમાં એકાએક ઝબકારો થયો :

‘અરે, ઘડા જેવી નરમ ચીજથી આવા સખત પથરા પણ ઘસાઈ ગયા !  તો પછી મારું પથરાપણું શા માટે ન ઘસાઈ જાય ?’

બોપદેવ ઝટ દઈને ઊભો થઇ ગયો.

તેના પગમાં અજબ જોર આવી ગયું.

તે ઝડપભેર પાછો ફર્યો.

તે ગુરુજીની પાસે પહોંચી ગયો.

ગુરુજીને પગે પાડીને તે બોલ્યો :

‘ગુરુજી, મારે ભણવું છે.’

‘હું ધ્યાન દઈને બરોબર ભણીશ.’

ગુરજી તેનો ઉત્સાહ પારખી ગયા.

તેને ભણવા બેસાડી દીધો.

બોપદેવ ઉત્સાહથી અભ્યાસ કરવા મંડી પડ્યો.  રાત-દિવસ તેણે સખત મહેનત કરવા માંડી.

કશું ન આવડે, તો એને ખાસ સમજવા માટે તે સતત પુરુષાર્થ કરવા લાગ્યો.

બોપદેવ વ્યાકરણમાં સાવ ઠોઠ હતો.

પણ ખંતથી ખૂબ મહેનત કરીને બોપદેવ વ્યાકરણના મોટા પંડિત બની ગયા.

તેમણે લખેલો વ્યાકરણ ગ્રંથ આજેય જાણીતો છે.

 

 

(પુ.ક.૧૦૫-૦૭)

 

 

(૨)  ‘મનનું સુકાન ન છોડ’ 

 

મિસર દેશમાં એક ગરીબ અનાથ છોકરો હતો.  તે બિચારો અંધ અને અનાથ !

બિચારો જિંદગીથી કંટાળી ગયો.  જિંદગીનો અંત લાવવા તે તૈયાર થયો.  તે ભારે હૈયે કૂવામાં પાડવા ગયો.

તે જ વખતે ગામના ભલા મુલ્લાં સાહેબ ત્યાંથી પસાર થતા હતા.  દોડતા જઈને એ છોકરાનો હાથ પકડી લીધો.

મુલ્લાંસાહેબે મીઠાશથી કહ્યું :  ‘બેટા, આ તો કૂવો છે.  પડી જઈશ !’

‘બાબા, પડી જઈશ તો હું સુખી થઇશ.  જીવનની જંજાળમાંથી છૂટીશ.  આ દુનિયામાં મારું કોઈ નથી !’

ભલા મુલ્લાંસાહેબે તેના માથા પર હેતથી હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું :  બેટા, આમ હિંમત હારી જાય, એ કંઈ ચાલે ?

‘મુશ્કેલીઓ તો આપણા જીવનની કસોટી છે.’

‘પુરુષાર્થ કરી મુશ્કેલીઓને પાર કરવાની તાકાત આપણામાં હોવી જોઈએ.’

બેટા, આંખ એ ઘણી ઉપયોગી વસ્તુ છે એ ખરું.’

‘દુનિયામાં એવા ઘણા આંખ વગરના લોકો લોકોમ્થાઈ ગયા છે, જેમની સરખામણીમાં આંખોવાળા પણ ઊભા રહી શકે એમ નથી.’

‘સાચી રીતે તો મન એ મોટામાં મોટી વસ્તુ છે.  તે જ જિંદગીનું સાચું સુકાન છે.’

‘બીજી મદદ મળે કે ન મળે, પણ મન એકલું જીવન-નાવને કિનારે લઈ જઈ શકે છે.  ભારેમાં ભારે તોફાન પણ મનને હરાવી શકતું નથી.’

‘બેટા, પુરુષાર્થ કર.’

‘મનનું સુકાન ન છોડ.’

‘એને પકડી રાખ.’

‘હિંમત ન હાર.’

‘તને ખુદા સહાય કરશે.’

‘ખુદા ગરીબોનો બેલી છે.’

‘તારું ભલું થાઓ.’

મુલ્લાંસાહેબનાં આવાં પ્રેરક વચનોની એ છોકરા પર ભારે અસર થઇ.  તેણે પોતાના જીવનનું સુકાન બદલ્યું.

તેણે ભારે પુરુષાર્થ આદર્યો.

જહેમત ઉઠાવીને તે મોટો વિદ્વાન બન્યો.

પછી તો ડૉ. તાહા હુસેન નામે તે સૌના આદરપાત્ર બન્યા.

આખી દુનિયામાં ઈજિપ્ત દેશના મહાન વિદ્વાન તરીકે જાણીતા થયા.

ડૉ. તાહા હુસેન મુલ્લાંસાહેબને અહોભાવથી યાદ કરીને ઘણી વાર કહેતા :

‘મુલ્લાંસાહેબનાં આ વચનો મારા જીવનનું જીવનસૂત્ર જ બની ગયાં છે : ‘બેટા, મનનું સુકાન ન છોડ.’

‘પુરુષાર્થ કર.’

‘હિંમત ન હાર.’

 

 

(પુ.ક.૧૦૩-૦૪)

 

 

(૩)  દિલ જીતી જાય એવો નોકર … 

 

શ્રી મોટા આ યુગના એક મહાન સંત થઇ ગયા.

મોટા કોઈને જાણ ન થાય એ રીતે પોતાની સાધના કરતાં હતા.

તે આમ તો હરિજન સેવાનું કામ પણ કરતા હતા.  એમાં જરાયે કચાશ આવવા દેતા ન હતા.  દર વરસે એક મહિનો મોટા રજા લેતા.  મોટા કોઈ એકાંત સ્થળે એકલા જતા. 

ત્યાં ગુરુમહારાજના આદેશ પ્રમાણે સાધના કરતા.

મોટાનો પુરુષાર્થ ભારે.  અગવડભર્યા નિર્જન સ્થળે સાધના કરવાનું તેમને ખૂબ ગમતું.

જબલપુર પાસે નર્મદા નદી પર ધૂંવાધાર નામની જગ્યા છે.  એક વાર મોટા ત્યાં સાધના કરવા જવા નીકળ્યા.  ગાડીમાં તેમનું ખીસું કપાયું !  સાથેની બધી રકમ જતી રહી !  હવે શું થાય ?  મોટાને મારગ સૂઝી આવ્યો. 

તે જબલપુરના ગુજરાતી વેપારીની દુકાને ગયા.  ખીસું કપાયાની વાત કરી.

પછી મોટાએ વિનયપૂર્વક વિનંતી કરી :  ‘શેઠજી, મારે આટલી રકમ મેળવવા થોડા દિવસ નોકરી કરવી પડશે.  કંઈ કામકાજ હોય તો આપવા કૃપા કરો. હું મહેનત-મજૂરનું કોઈ પણ કામ કરવા તૈયાર છું.’

વેપારીએ કહ્યું :  મારી પાસે એવું કામ હાલ તુરતમાં નથી.

‘પણ હા, તમે ઘરકામ કરવા તૈયાર છો ? વાસણ માંજવાં પડશે. કપડાં ધોવા પડશે.

બોલો, આવું બધું ઘરકામ તમને ફાવશે ?  તૈયારી હોય, તો કહો.’

મોટા તૂરત ઉત્સાહથી બોલ્યા :  ‘આવું બધું કામ કરવું મને ગમે.  હું ખુશીથી કરીશ.’ 

શેઠે રાજી થઇ ઘેર ખબર આપી :  ‘આપણને નવો નોકર મળી ગયો છે.  હું એને ઘેર મોકલાવું છું.  એને કામ સોંપજો.  કેવું કામ કરે છે એ જોજો.  ઠીક લાગે તો રાખીશું.’

મોટાને શેઠે ઘેર મોકલ્યા.

શેઠાણીએ ઢગલો વાસણ માંજવાં આપી દીધાં.

નાનપણમાં મોટાએ આવું કામ કરેલું હતું.  એટલે વાસણ કેમ સારાં માંજીને સાફ કરવાં, એ તેમને આવડતું હતું.

મોટાએ ઝડપભેર વાસણો માંજી નાખ્યાં.  ધોઈને સૂરજના તાપમાં સૂકવવા મૂકી દીધાં.  ચોકડી બરાબર સાફ કરી નાખી.

વાસણ સરસ માંજ્યાં હતાં.  તાપમાં ચમકી રહ્યાં હતાં.  શેઠાણીએ દૂરથી વાસણ જોયાં.  એ જોઈને તે રાજી રાજી થઇ ગયાં.

શેઠાણી બોલી ઊઠ્યાં :  ‘વાહ, વાહ !  સરસ નોકર મળી ગયો !’

પછી મોટાને ગાંસડો ભરીને કપડાં શેઠાણીએ ધોવા આપ્યાં.

મોટાને કપડાં ધોતાં પણ સરસ આવડતું હતું.  મોટાએ કપડાંને ત્રણે વિભાગમાં છૂટાં પાડ્યાં.

સૌથી ઓછાં મેલાં, જરા વધારે મેલાં અને સૌથી વધારે મેલાં.

સાબુના પાણીમાં એ બધાં જુદાં જુદાં બાફ્યાં.

પછી સૌથી ઓછાં મેલાં કપડાં પહેલાં ધોયાં.  ત્યાર પછી જરા વધારે મેલાં કપડાં ધોયાં.

છેવટ ખૂબ જ મેલાં કપડાં ઘસી-ચોળીને બરાબર ધોયાં.

બધાં કપડાં સરસ ધોઈ-નિચોવીને તડકામાં સૂકવવા નાખ્યાં.

બગલાની પાંખ જેવાં ચોખ્ખાં કપડાં જોઈને શેઠાણી બહુ રાજી થયાં.

શેઠ બપોરે ઘેર જમવા આવ્યા.

શેઠાણીએ નોકરનાં વખાણ કરતાં કહ્યું :  ‘આવો હાથનો ચોખ્ખો નોકર જિંદગીમાં પહેલી વાર જ જોયો !  શું એનું કામ છે !’

રાતે જમી-પરવારીને, વાસણ માંજીને, ચોકડી ધોઈને મોટા પરવાર્યા.

એટલે પથારી કરવાનો વખત થયો.

દરેક પથારી એવી સરસ રીતે પાથરી કે જોનાર રાજી રાજી થઇ જાય.

પથારી પરની ચાદર બરાબર ખેંચીને પાથરી.  ક્યાંય જરાયે કરચલી ન દેખાય.

રાતે થોડાં સમય મળે.  તે વખતે મોટા ઘરનાં બાળકોને ભેગાં કરે.  રામાયણ, મહાભારતની વાતો કહે.

બાળકો પણ આનંદ આનંદ પામે.

રાતે બધાં સૂઈ જતાં.

એટલે મોટા પથારીમાં બેઠા બેઠા નામ-સ્મરણ કરવા મંડી પડે.

હરિનું સ્મરણ કરતાં કરતાં મોટા ઊંઘી જતા.

આખો  દિવસ દિલ દઈને કામ કર્યું હતું.   એટલે એક જ ઊંઘમાં સવાર પડી જાય.

પાછા મોટા ઘરકામમાં જોડાઈ જાય.

થોડાં દિવસમાં મોટાને જોઈતી રકમ થઇ ગઈ.

મોટા શેઠની રજા લેવા ગયા.

મોટાનું આવું સુઘડ અને ચોખ્ખું કામ જોઈને શેઠને ત્યારનું થતું હતું :  ‘આ માણસ સામન્ય ગરીબ મજૂર લાગતો નથી.’

‘પૈસાની ભીડને લીધે જ આવું કામ કુશિથી કરવા તૈયાર થયો હશે.’

‘એ પુરુષાર્થી જીવ લાગે છે.’

‘કોઈની આગળ લાચારીથી હાથ ધરવા તૈયાર નથી.’

એટલે શેઠે મોટાને કહ્યું :

‘ભાઈ તમે નોકર માણસ લાગતા નથી.’

‘તમે આવ્યા ત્યાંથી તમારું કામ અમે જોતાં આવ્યાં છીએ.’

‘નોકર માણસને આટલી બધી સૂઝ-સમજ સામાન્ય રીતે ન હોય.’

‘તમે મને પેટ છૂટી વાત કરો.’

‘જેથી મને સમજ પડે.’

મોટાએ નમ્રભાવે બધી વાત કરી.

એ સાંભળીને શેઠને થયું :

‘અરેરે, આવા ભગત માણસ પાસે બધું ઘરકામ કરાવ્યું !

‘પ્રભુ ભજનના થોડાં દિવસ બગાડ્યા !’

પછી મોટા શેઠશેઠાણીની રજા લઇ ધૂંવાધાર જવા નીકળી પડ્યા.
 

 

(પુ.ક.૯૯-૧૦૨)

 પૂ. મોટા વિશે કંઈક વિશેષ :  

mota

‘મારે સમાજને બેઠો કરવો છે’ ‘હું સર્વત્ર વિદ્યમાન છું’ એવાં આધ્યાત્મિક, ભાવિક સૂત્રોના વિધાયક પૂ. શ્રી મોટાને સૌ કોઈ જાણે છે. તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ખાતે ૪ સપ્ટેમ્બર, ૧૮૯૮ના રોજ થયો હતો. પિતાનું નામ આશારામ ભગત હતું, માતાનું નામ સૂરજબા હતું. તેમનું નામ ચુનીલાલ ભગત. બા તેમને ‘ચુનિયા’ કહીને બોલાવતાં. તેમના પિતા પાસે ઘણી મિલકત હતી. સાવલીમાં મોટું ઘર હતું. રંગાટીનો ધંધો હતો. આ રંગાટીનો ધંધો તૂટી પડતાં એટલું બધું દેવું થયું કે ઘરબાર વેચાઈ ગયાં અને ખાવાના પણ સાંસા પડયા.

ગરીબાઈની ભીંસ તો સાલતી હતી. એમને થયું ચાલોને થોડું કમાવા માંડીએ તેથી એક વેપારી ભાઈની દુકાને નોકરીએ લાગ્યા. રોજ દુકાન ખોલવાની, કચરો વાળવાનો અને પરચૂરણ કામો કરવાનાં. દુકાનનો ધંધો અનાજનો હતો. અનાજનાં ગાડે ગાડાં આવે. અનાજ તોલવાનો કાંટો વેપારીએ ખામીવાળો રાખેલો. તોલમાં ચાલીસ શેરને બદલે બેંતાલીસ શેર તોલી,બોલીને અનાજ ઠલવવાનું પરંતુ ચુનીલાલને આ રીતરસમ ગમી નહીં. તેઓ સાચો જ તોલ લેતા. આ હકીકત એક દિવસ પકડાઈ ગઈ. વેપારીએ તેમને બે – ચાર ઠોકીને નોકરીમાંથી ફારેગ કરી દીધા.

કાલોલની અંગ્રેજી નિશાળમાં ભણતા હતા ત્યારે શાળાના આચાર્યના સંપર્ક અને સંબંધને લઈને તેમને ઘેર કામ માટે જવાનું બનતું. તેઓ ગરીબ હોઇ સહુ કોઈ તેમના તરફ દયા કરી કામ બતાવે. પહેરવા કાજે જૂનાં પણ સારા ફાટી ન ગયા હોય તેવાં જ કપડાં આપે.

૨૮ મે, ૧૯૫૫ના નડિયાદમાં આશ્રમ સ્થપ્યો. ૧૯૫૪માં સુરત જિલ્લાના રાંદેરથી દોઢ માઈલ દૂર તાપી નદીના ઓવારા પર મૌનમંદિર સ્થપાયું.

ઉત્તરભારતમાં અને પાકિસ્તાનની સરહદ પર આવેલા ફિરોઝપુરમાં ૧૯૬૫ની સાલમાં મૌનમંદિર સ્થપાયું. શ્રી નંદુભાઈના મામાના દીકરા શ્રી હસમુખભાઈ મહેતાનું સૂચન પૂ. મોટાને મોટાભાઈ, કહેવાનું હતું પણ સાબરમતી આશ્રમે પરીક્ષિતભાઈ મઝમુદારને બધા મોટા ભાઈ કહેતા એટલે શ્રી મોટાએ કહ્યું કે મોટાભાઈ બેઉ જણને કહેવું ઠીક ન એટલા તેમને ‘મોટા કહીને સંબોધવાનું શરૃ થયેલું તે દિવસથી પૂજ્ય મોટા એ ‘મોટા’ બન્યા.

‘ભગતમાં ભગવાન’ સ્વરૃપના પૂ. મોટાએ તા. ૨૩, જુલાઈ ૧૯૭૬ના રોજ મહી નદીના કાંઠે આવેલ ફાજલપુર શ્રી નંદુભાઈ, શ્રી રમણભાઈ અમીન એમ પાંચ ભક્તોની હાજરીમાં દેહ છોડેલો. તેમણે તેમના તા. ૧૯-૭-૧૯૭૬ના વસિયતમાં લખ્યું છે કે મારા નામનું ઇંટ- ચૂનાનું કોઈ સ્મારક કરવું નહીં. મારા મૃત્યુ નિમિત્તે જે કંઈ નાણાં ભંડોળ ભેગું થાય તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવામાં કરવો. મારા અસ્થિને પણ નદીમાં પૂરેપૂરાં પધરાવી દેવાં. આવા લોકસંતને તેમની ૩૩મી પુણ્યતિથિએ લાખ લાખ પ્રણામ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પ્રેમની અદ્દભુત શક્તિ … (પ્રેરણા) …

પ્રેમની અદ્દભુત શક્તિ … (પ્રેરણા) …

 • સ્વામી જગદાત્માનંદ

 

 

swami viekananda

 

 

એક વખત સ્વામી વિવેકાનંદ બેલુર મઠમાં હતાં ત્યારે રાતના એક વાગ્યે પોતાના ઓરડાની ઓસરીમાં ટહેલતા હતા.  થોડીવાર પછી મઠના અન્ય સન્યાસી તેમજ તેમના ગુરુભાઈ સ્વામી વિજ્ઞાનાનંદ ત્યાં આવ્યા અને તેમને પૂછ્યું, ‘સ્વામીજી અત્યાર સુધી તમે સુતા નથી ?’  સ્વામાજીએ કહ્યું, ‘હું તો સૂઈ ગયો હતો પરંતુ થોડી વાર પછી અનેક લોકોના દારૂણ વિલાપ સાંભળીને હું જાગી ગયો.’  સ્વામી વિજ્ઞાનાનંદજી આ વાતનો મર્મ સમજી ન શક્યા અને સંદેહ સાથે પોતાના ઓરડામાં પાછા ફર્યા.  પછીના દિવસે વર્તમાનપત્રો દ્વારા ખ્યાલ આવ્યો કે હજારો માઈલ દૂર ભૂમધ્યસાગરની પાસે એક ભયંકર ભૂકંપ આવ્યો અને એમાં હજારો લોકો મૃત્યુ પામ્યા.  એ લોકોના મૃત્યુના પળના હૃદયવિદારક ચિત્કારના સ્વરથી સ્વામી વિવેકાનંદનું માતા જેવું સરળસહજ હૃદય કંપી ઊઠ્યું.  સામાન્યત: એક માતા જ પોતાની દ્રષ્ટિથી દૂર રહેનાર સંતાનો કે પ્રિયજનોની પીડા અનુભવી શકે છે.  પણ તે એવી જ રીતે બીજાની પીડાનો અનુભવ કરી શકતી નથી.  આત્મ-સાક્ષાત્કાર કરનાર મહાપુરુષ હરપળે બીજાની પીડાને અનુભવતા હોય છે.  તેઓ કોઈ આશા અપેક્ષા રાખ્યા વિના દિવસરાત લોકોની પીડા દૂર કરવા પ્રયત્ન કરતા રહે છે.  એમાં કોઈ અતિશયોકિત નથી કે સંસારથી પર રહેનાર આ મહાપુરુષ નિ:સ્વાર્થ ભાવે બીજાને દુઃખ કષ્ટથી બચાવતા રહે છે.  આ એક મહાન સત્ય છે.

 

પર દુખે દુઃખી થતું હૃદય

 

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘નેતા બનવાની ઈચ્છા રાખનારની પાસે સંવેદનશીલ હૃદય હોવું જોઈએ.’  એમનાં મત પ્રમાણે, ‘મહાન કાર્યો માટે ત્રણ વસ્તુની આવશ્યકતા છે.  પહેલી છે, હૃદયથી અનુભવવાની શક્તિ.  શું તમે અનુભવી શકો છો ?  દેતાઓ અને ઋષિઓનાં કરોડો સંતાનો આજે પશુતુલ્ય બની ગયાં છે.  એનો તમે હૃદયથી અનુભવ કરો છો ?  શું તમે એ અનુભવી શકો છો કે આજે લાખો લોકો ભૂખે મારે છે અને લાખો લોકો સદીઓથી ભૂખે મારતા આવ્યા છે ?  આ બધું વિચારીને તમે આકુળ વ્યાકુળ થઇ જાઓ છો ?  શું આનાથી તમારી ઊંઘ હરામ થઇ જાય છે ?  શું આ બધી ચિંતા તમારા લોહીની સાથે ભળીને તમારી રક્તવાહિનીઓમાં વહે છે ?  શું એ તમારા હૃદયના સ્પંદન સાથે હળીમળી ગઈ છે ?  શું એણે તમને પાગલ જેવા બનાવી દીધા છે ?  શું આ દેશની દુર્દશાની ચિંતા જ તમારા ધ્યાનનો એક માત્ર વિષય બની ગયો છે ?  અને શું આ ચિંતામાં વિભોર બનીને તમે પોતાનાં નામ, યશ, પુત્ર-પત્ની, ધનસંપતિ અરે પોતાના દેહની સુધબુધ ભૂલી ચૂક્યા છો ?  શું તમારી આઈએ અવસ્થા થઇ છે ?  જો ‘હા’  હોય તો તમે દેશભક્ત બનવાની પહેલી સીડી પર પગ રાખ્યો છે, કેવળ પહેલી સીડી પર જ ! …’

 

શું તમે આ દુર્દશાના નિવારણ માટે યથાર્થ કર્તવ્ય પાઠ નક્કી કર્યો છે ?  શું લોકોની નિંદા ન કરીને એમની સહ્યા કરવાનો કોઈ ઉપાય વિચાર્યો છે ખરો ?   શું તમે દેશવાસીઓની આ જીવતાં મરેલી અવસ્થામાંથી બહાર લાવવાનો કોઈ માર્ગ બરાબર તૈયાર કર્યો છે ખરો ?  શું એમનાં દુઃખોને ઓછાં કરવા બે સાંત્વનાના શબ્દો ખોળ્યા છે ખરા ? …   પરંતુ આટલાથી જ કામ પૂરું નહીં થાય.  શું તમે પર્વતના આકાર જેવાં વિઘ્નોને પાર કરીને કાર્ય કરવા તૈયાર છો?  અરે આખી દુનિયા હાથમાં ઊઘાડી તલવાર લઈને તમારો વિરોધ કરવા ઊભી થઇ જાય તો પણ જેણે તમે સત્ય માનો છો એને પૂર્ણ કરવાનું સાહસ કરી શકશો ? …  આમ છતાં પણ શું તમે એમાં જ મંડ્યા રહીને પોતાના લક્ષ્ય તરફ સતત આગળ વધતા રહેશો ?  શું તમારામાં આવી દ્રઢતા છે ?  આ ત્રણ બાબતો જો તમારામાં છે તો તમારામાંથી દરેક અદ્દભુત કાર્ય કરી શકશે.’

 

કરુણાને વિકસાવો

 

મહાભારતમાં લખ્યું છે કે ચોતરફ રહેનારા જીવો પ્રત્યે કરુણા, સમસંવેદન અને પ્રેમ રાખવો એ સર્વોચ્ચ ધાર્મિક સાધના છે.

 

યુધિષ્ઠિર પોતાના પ્રિય કૂતરાને મૃત્યુલોકમાં છોડીને સ્વર્ગમાં જવા ઇચ્છતા ન હતા.  તેઓ ચરિત્ર્યની આ અંતિમ પરીક્ષામાં સફળ થઈને સદાચાર-પરાયણતાનું એક આદર્શ ઉદાહરણ બન્યા.  જો કે એ કૂતરો એમનો ન હતો તો પણ યુધિષ્ઠિર એને ત્યજીને એકલા સ્વર્ગે જાં તૈયાર ન થયા.  આ ઘટના એમના કરુણા, સહાનુભૂતિ અને પારકાના દુખે દુઃખી થવાની ભાણા પ્રગટ કરે છે.  એમની આ કરુણાદ્રષ્ટિએ જ એમને મહાપુરુષ બનાવી દીધા.

 

આપણે પરમ કરુણામય ઈશ્વર પાસે સદૈવ પોતાના પર દયા કરુણા રાખવા, કૃપા કરવા અને રક્ષણ કરવા વિનંતી કે પ્રાર્થના કરીએ છીએ.  પરંતુ આપણે ઈશ્વરનાં સંતાનો, પોતાની આસપાસ રહેલ બધાં પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ.  એ વિશે આપણે એમની પરવા ન કરીએ તો આપણી પ્રાર્થના નિર્માલ્ય અને સ્વાર્થપૂર્ણ છે, એવો એનો અર્થ થતો નથી ?  શું આ વર્ષે એકવાર ગાયની પૂજા કરીને એમનું પૂન્ય મેળવવા અને બાકીના બીજા બધાં સમયે એમની અવગણના કરવા જેવું નથી ?  દાર્શનિક શોપનહોવરે કહ્યું છે કે પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવનાર લોકો ક્યારેય સજ્જન ન બની શકે.

 

પશુ પોતાના પ્રત્યે દાખવેલા સદ્દ્વર્તન કે સદાચારને ક્યારેય ભૂલતા નથી અને પોતાનું હિત કરનાર પ્રત્યે કૃતઘ્નતા બતાવતાં નથી, એ દર્શાવતાં અનેક ઉદાહરણો મળી રહે છે.  એક વાર ગોવામાં એક બજારને રસ્તે એક ગાંડો હાથી હાહાકાર મચાવતો હતો અને પોતાની સામે આવનાર બધી ચીજવસ્તુઓનો વિનાશ કરતો હતો.  એવામાં રસ્તામાં એને એક નાનું બાળક મળ્યું.  હાથીએ પોતાની સૂંઢ ઊંચી કરીને એને ઉપાડી લીધું અને કોઈ ઇજા-હાનિ કર્યા વિના નજીકની એક દુકાનની ઓસરીમાં મૂકી દીધું.  પછી અડી પાછું વિનાશનું કાર્ય શરૂ કર્યું.  કેટલાય વર્ષો પહેલાં આ હાથી જ્યારે સડક પર નીકળતો ત્યારે આ બાળકની મા એને કંઈક ને કંઈક ખવડાવતી.  હાથી મદોન્મત હતો પણ બાળકની માતાએ કરેલા ઉપકારને ભૂલી ન શક્યો.

 

ચિત્રકૂટમાં પયોષ્ણી નદીના કિનારે એક બીજી ઘટના ઘટી.  એક બાળક લપસીને નદીમાં પડ્યો અને નદીના પ્રવાહમાં તણાવા લાગ્યો.  બાળકની મા એને નદીમાં પડતો જોઈને મદદ કરવા બૂમો પાડતી હતી.  એકાએક એ માતાએ કોઈકને નદીમાં ખાબકતો હતો એનો અવાજ સાંભળ્યો અને એ  એ દિશામાં જ જોવા લાગી.  એક મોટો વાંદરો નદીમાં કૂદી પડ્યો હતો !  એણે બાળકને પ્રવાહમાંથી ખેંચ્યો અને ઉપાડીને એની મા પાસે મૂક્યો અને પછી તરત અદશ્ય થઇ ગયો.

 

એવી ઘટનાઓ સાંભળવા મળે છે કે બીજા વિશ્વયુદ્ધમાં કૂતરાઓએ સૈનિકોને કેટલી બધી સહાય કરી હતી.  બેલ્જિયમની પોલીસના એક કૂતરાએ એક વર્ષમાં બે હજાર લોકોના જીવ બચાવીને ચમત્કાર સર્જ્યો હતો.  મૂક પશુ પણ નિશ્ચિત રૂપે પ્રેમને ઓળખી સમજીને તેનું આદાન પ્રદાન કરી શકે છે.  એટલે જ પશુઓ પ્રત્યે ક્રૂરતાભર્યો વ્યવહાર કરવો અનુચિત છે.  આમ છતાં પણ સ્વાર્થી લોકો પોતાને મદદ કરતાં પશુઓ પ્રત્યે પણ આવો કૃતઘ્ન વ્યવહાર કરે છે.  ઇંગ્લેન્ડમાં પશુઓ પ્રત્યે દુર્વ્યવહાર કરનારને દંડની સજા થાય છે.  જો કે ઇંગ્લેન્ડની વસ્તી આપણા દેશ કરતાં દસગણી ઓછી છે.  છતાં પણ ત્યાં ૬૩ પક્ષીઘર, ૭૯ પશુચિક્ત્સાલય અને ૧૮૦ પશુક્લ્યાણ કેન્દ્ર છે.  ત્યાં એવાં અનેક પક્ષીઘર છે કે જે સરકારની સહાય વિના ચલાવાય છે.  માંદાં પશુઓની ચિક્ત્સામાં ૨,૯૦,૦૦૦ પશુઓની ચિકત્સા થાય છે.  વસ્તુત: યુરોપ વાસીઓનો પ્રકૃતિપ્રેમ અનુસરવા જેવો છે.  ગૌતમબુદ્ધે કહ્યું છે, ‘પૃથ્વી પર જન્મેલું દરેક પ્રાણી સુખ ઈચ્છે છે, બધાં પ્રત્યે દયા રાખો.’  સંત બસવન્નાએ ‘દયા વિના ધર્મ ન હોય’  કહીને બધા લોકોને દયાળુ અને સહાનુભૂતિશીલ બનાવાનું આહવાન કર્યું છે.

 

 

(રા.જ. ૧૦-૧૨/૨૯-૩૧(૩૦૫-૦૭)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

બક્ષીસ – “કાકુ” (સ્વરચિત રચના…) …

બક્ષીસ – “કાકુ”

  
36[1]

 

અમારી હાજરીનીય નોંધ લેવાય
અમારી ગેરહાજરી પણ નોંધાય !

સબંધોના રેશમી તાંતણા આ બધા
બંધનનો અહેસાસ પણ ના વરતાય

કીકીઓમાં અકબંધ ચિત્રો ઘણા બધા
હાથ જાલીને પાટીમાં એકડો ઘૂંટવતા

શેરીને નાકેથી નજરું દોડતી રસ્તામાં,
જરીક મોડું થાય જો ઘેર આવવામાં.

નહિ કહેલા સપનાય એની નજરમાં
ના બતાવેલ નબળાય એના ઝહેનમાં

તકેદારી હતી ના એક આંસુ ઢોળાય
આંખનું કાજલ ના ગાલે રેલાય

હજુએ એની મિઠાસ અમારા દાંતમાં
એની હર ખુશી અમારી ખુશીમાં !

હર દર્દની દવા એની દુઆઓમાં
પ્રભુની બક્ષીસ એ મખમલી સ્પર્શમાં !

 

૨૭ જાન્યઆરી મોટાભાઈ(પિતાજી)ના જન્મ દિવસે …

 

– “કાકુ” 

 

 

છડેચોક એ ચર્ચાય ગયું… -“કાકુ”

  

બંધ બારણે જે ભજવાય ગયું,
છડેચોક એ ચર્ચાય ગયું …

રજનીના પાલવ નીચે છૂપું છૂપું,
આકાશે ધરતીનું ચુમ્મન લીધું
સવારે એ ઝાકળ થઈને ઝળકી ગયું !
છડેચોક એ ચર્ચાય ગયું …

મેં ધરતીમાં એક બીજ ધરબી દીધું
ઝાડ થઈને એ પાંગરી ગયું!
ફળને રસ્તે કેટલાં બીજ ઓકી ગયું !
છડેચોક એ ચર્ચાય ગયું …

મધમાખીએ ફૂલને કહ્યું કૈક ધીમું ધીમું
ને ફૂલનું હસવુંય કઈ નવું નોતું
પણ મધ થઈને એ છલકાય ગયું
છડેચોક એ ચર્ચાય ગયું …

કિડાનું ખુદની લાળમાં વીટળાય જવું
કોશેટો થઈને પોતામાં જ છુપાઈ જવું
તોય રેશમ થઈને લહેરાય ગયું !
છડેચોક એ ચર્ચાય ગયું …

 -“કાકુ”

kaku

અંદરની ઉથલ પાથલ ને વિચારોના વંટોળથી,
ખર્યા જે શબ્દ પુષ્પો,
સજાવ્યા તેને છાબડીમાં,
બસ એજ આપના સ્વાગતમાં…..

 ઉષા દેસાઈ  – “કાકુ”
બ્લોગ લીંક : http://kaku.desais.net  
(“કાકુ”  – સ્વરચિત ગુજરાતી કવિતા નો એક બ્લોગ)
email : [email protected]

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ ઉપર પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો “કાકુ”  – શ્રીમતિ ઉષાબેન દેસાઈ (લંડન) ના અંતરપૂર્વકથી આભારી છીએ ….

 

 આપના પ્રતિભાવ માટે “કાકુ” ના સ્વરચિત ગુજરાતી કવિતાના બ્લોગ  –   http://kaku.desais.net ની  મુલાકાત જરૂરથી લેશો અને  તેમની અન્ય  રચનાઓ પણ ત્યાં માણશો  અને આપના યોગ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂરથી મૂકશો …  બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ  સદા લેખિકા ને પ્રેરણાદાયી અને પ્રેરકબળ રૂપ બની રહે છે.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli