તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે … (વ્યક્તિ વિકાસ…) …

તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે … (વ્યક્તિ વિકાસ…)

  • સ્વામી જગદાત્માનંદ

 

 

આજે તારીખ : ૧૨ જાન્યુઆરી,૨૦૧૫ ના સ્વામી વિવેકાનંદજી ની ૧૫૨ મી જન્મજયંતિ હોય, સ્વામીજીના ચરણોમાં વંદન …

 

 

swami viekananda
 

અહંકારના અસંખ્ય રૂપ

 

માનવજીવનની મોટા ભાગના સમસ્યાઓ અરસપરસના સદ્દભાવ કે સમાયોજનાની હોય છે.  આ સંઘર્ષ કે તનાવપૂર્ણ સંબંધોમાંથી ઉત્પન્ન થાય છે.  એને સુધારવી અસંભવ ગણાય છે.  એક સિદ્ધાંત દ્વારા એનો હાલ થઇ શકે છે.  આપણે એ મૂળભૂત સિદ્ધાંતને સ્વીકારવાનું શીખવું પડે.  જ્યારે આપણે આમ નથી કરી શકતા ત્યારે સમસ્યાઓ ઉદ્દ્ભવે છે.  જો આપણે આ સિદ્ધાંત સમજી લઈએ તો બધી સમસ્યાઓ પોતાની મેળે ઉકેલાઈ જાય છે.  આ વિશેની વિસ્તૃત ચર્ચા આગળ કરીશું.

 

પશુઓમાં સૌથી વધારે મહત્વપૂર્ણ સંઘર્ષ ભોજન માટે હોય છે.  પરંતુ મનુષ્યને પેટભર્યા પછી પણ એમનામાં સંઘર્ષ ચાલુ રહે છે.  આ સંઘર્ષ એમનાં અહંકારના સંરક્ષણ અને બચાવ માટે હોય છે.  માન સબંધોમાં ઉદ્દભવતી સમસ્યાઓમાં અહંકારોના ઘર્ષણથી ઉત્પન્ન થતી સમસ્યાઓ મુખ્ય છે.  પોતાની આત્માધારણા પ્રમાણે કેવી રીતે અહંકારના વિભિન્ન બાહ્ય રૂપો પ્રગટ થાય છે એ વિશેની ચર્ચા હવે પછી આપવામાં આવશે.  અહંકાર કેવી રીતે અભિવ્યક્ત થાય છે, એની પોતાની આસપાસના લોકોના જીવનમાં કેવી રીતે જોઈ શકાય છે, એ વાત જોઈએ. 

 

  • જ્યારે અહંકાર શરીર કે એનાં લક્ષણો સાથે જોડાય છે –

હું સ્વસ્થ છું, હું દુર્બળ છું, હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, હું લંગડો છું, હું અંધ છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું, હું હિંદુ છું, હું ખ્રિસ્તી છું, હું મુસલમાન છું, હું ગોરો છું.

 

  • જ્યારે અહંકાર માનસિક વિશેષતાઓ સાથે જોડાય છે –

હું ક્રોધિત છું, હું સરળ છું, હું સુખી છું, હું ભાગ્યશાળી છું, હું દુખી છું, હું લજ્જાશીલ છું.

 

  • જ્યારે અહંકાર માનસિક રીતે તેમજ બૌદ્ધિક શક્તિ, કૌશલ તથા યોગ્યતા સાથે જોડાય છે – 

હું વૈજ્ઞાનિક છું, હું લેખક છું, હું બુદ્ધિજીવી છું, હું કલાકાર છું, હું નર્તક છું, હું પ્રતિભાશાળી છું, હું સત્યનો લેખક છું.

 

  • જ્યારે અહંકાર સ્વભાવિક કર્તવ્ય, સક્રિયતા વગેરે સાથે જોડાય છે –

હું પિતા છું, હું માતા છું, હું પત્ની છું, હું શિક્ષક છું, હું અધિકારી છું, હું સાધુ છું.

 

  • જ્યારે અહંકાર ધન કે પદ સાથે જોડાય છે –

હું નિર્ધન છું, હું પછાત છું, હું ભિખારી છું, હું માલિક છું, હું ધાનાણ છું.

 

  • જ્યારે અહંકાર જાતિ અને સંપ્રદાયો સાથે જોડાય છે –

હું ખેડૂત છું, હું શૈવ છું, હું વૈષ્ણવ છું, હું હરિજન છું, હું અનૂસુચિત જાતિનો છું, હું શાકાહારી છું, હું બુદ્ધિવાદી છું, હું શાંતિવાદી છું.

 

  • જ્યારે અહંકાર મન તથા આત્માની વિભિન્ન અવસ્થા પર પ્રતિક્રિયા કરે –

જ્યારે હું જાગૃત છું, જ્યારે હું સ્વપ્નમાં કંઈક વિલક્ષણ દેખું છું, જ્યારે હું ગાઢ નિંદ્રામાં હતો, જ્યારે હું ઈંગ્લેન્ડમાં જન્મ્યો હતો, જ્યારે હું પાંચ હજાર વર્ષ પહેલાં મધ્યપશ્ચિમમાં જન્મ્યો હ્તો, જ્યારે હું નરદેહમાં હતો, જ્યારે હું માદાના રૂપે જન્મ્યો હતો.

 

  • જ્યારે અહંકાર આધ્યાત્મિક ભા સાથે જોડાયેલ હોય –

હું ભગવદ્દભક્ત છું, હું પ્રભુનો સેવક છું, હું ઈશ્વરનું અંગ છું, હું આત્મા છું.

 

અહંભાવ પાછળ રહેલ એકતા

 

આપણે જોઈએ છીએ કે ઉપર્યુક્ત બધાં કથનોમાં ‘હું’  સામાન્ય છે.  એ પોતાની બધી ભૂમિકાઓ તથા અનુભવોનો સાક્ષી છે અને મૂળત: અપરિવર્તનશીલ છે.  બીજાં બધાં અનુભવ તથા ભૂમિકાઓ પ્રગટ થાય છે, બદલે છે અને તેમનો ક્ષય-નાશ પણ થાય છે.  સદૈવ પરિવર્તન કે નાશ પામનાર ભૌતિક અનુભવોને આ નિત્ય ‘હું’  પ્રકાશ આપે છે.  રમણ મહર્ષિ કહે છે :  ‘આ શરીર ‘હું’ નથી કહેતું.  કોઈ એમ નથી કહેતું કે નિંદ્રાકાળમાં ‘હું’ ન હતો.  જ્યારે ‘હું’ જાગે છે ત્યારે બદ્ધિ વસ્તુઓ કે પદાર્થો જાગે છે.  એકાગ્ર મનથી વિચારો કે આ ‘હું’  નો ઉદય ક્યાંથી થાય છે ?’  આ ‘હું’  ની પાછળ મૂળભૂત સત્ય કયું છે ?  ‘એ સર્વદા રહે છે’  ના સ્થાને ‘આ અસ્તિવ સ્વરૂપ છે’  એમ કેહવું યોગ્ય ગણાશે ખરું ?  જરા ઊંડાણથી વિચારીએ તો આ વાત સપષ્ટ થઇ જાય છે.  જ્યારે હું કહું છું કે હું છું કે મારું અસ્તિત્વ છે, ત્યારે જો કે એનો અર્થ છુપાયેલો છે છતાં પણ આટલું સ્પષ્ટ છે કે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે હું મારા પોતાના અસ્તિત્વ વિશે સજાગ છું.  આજના વ્યસ્તતાપૂર્ણ જગતમાં આપણી ભાષાની પ્રયોગપદ્ધતિને કારણે સાધારણ મનમાં અસ્તિત્વ તથા ચેતના અલગ અલગ ભાષી શકે છે.  પરંતુ વિવેકપૂર્ણ મન માટે એમાં કંઈ ભેદ નથી.  અસ્તિત્વ અને ચેતના પૃથક્ નથી.  જ્યારે બધાં બંધન દૂર કરવામાં આવે છે ત્યારે ‘હું’  ના અસ્તિ-ભાતિ-પ્રિય રૂપી સાચું સ્વરૂપ રહે છે.  આ જ બધાની પૂજાભૂમિ અને વાસ્ત્વિકતા છે.  સમગ્ર અભિવ્યક્તિઓના આધાર આ શુધ્ધ ચૈતન્ય દ્વારા અનુભવસિદ્ધ ‘હું’  ને પોતાનું અસ્તિત્વ તથા સક્રિયતા મળે છે.  શુધ્ધ હૃદયવાળાને આ અતીન્દ્રિય તત્વની અનુભૂતિ થાય છે.  યૌકિતક શોધ દ્વારા બૌદ્ધિક અંતર દ્રષ્ટિના માધ્યમથી આપણને આ સત્યની એક ઝાંખી મળી શકે છે.

 

પ્રત્યેક મનુષ્યને ત્રણ મહત્વપૂર્ણ મૂળભૂત પ્રેરણાઓનું જ્ઞાન થાય છે.  એ તેના પૂર્ણ સ્વરૂપની દ્યોતક છે.  આ ત્રણ પ્રેરણાઓ ત્રણ રૂપોમાં અભિવ્યક્ત થાય છે :  (૧)  મારે આ જગતમાં રહેઆનું છે, હું નાશ ન પામું;  (૨)  મને વસ્તુઓનું જ્ઞાન થાઓ, હું અજ્ઞાની ન રહું;  (૩)  હું સુખી રહું, દુઃખી નહિ.  સંસારના પ્રત્યેક સ્વસ્થ મનના વ્યક્તિમાં આ ત્રણ સહજપ્રેરણાઓ હોય  છે.

 

મનુષ્યની આ ત્રણ કામનાઓનો કોઈ અંત છે ખરો ?  આપણે દીર્ધાયુ અને જો બની શકે તો ચિરંજીવી બનવા ઇચ્છીએ છીએ.  પણ આપણે જાણીએ છીએ કે મૃત્યુ અવશ્ય છે જ.  કોઈક દિવસે તો આપણે સંસારમાંથી જવું પડશે;  છતાં પણ આપણે મૃત્યુને પૂર્ણ નાશ માનતા નથી.  જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે એણે કેવળ ભૌતિક દેહનો ત્યાગ કર્યો છે એમ આપણે નિશ્ચિતપણે માનીએ છીએ.  એ આત્મા કોઈ અદશ્ય જગતમાં નિવાસ કરે છે એવી આપણી શ્રદ્ધા છે.  આપણો અંતરાત્મા અમર છે.  એ જ પરમતત્વ સત્તામાં વ્યાપ્ત છે અને ક્યારેય આપણા અસ્તિત્વનો લોપ પણ થઇ શકે છે એવી કલ્પના કરવી કે એવું વિચારવું આપણા માટે કઠિન  છે.

 

જ્ઞાનની આપણી ઈચ્છા કેટલી બધી પ્રબળ હોય છે !  આપણે વસ્તુઓના બાહ્ય સ્વરૂપ, એમનાં મૂળભૂત ગુણ તેમજ એમની ઉપયોગીતા વિશે જાણવા માગીએ છીએ.  આપણે લોકો અસંખ્ય વસ્તુઓ વિશે બધું જાણવા ઇચ્છીએ છીએ.  ‘આ ચીજ કે પદાર્થ કિએ રીતે બન્યા છે ?  એ શા કામના છે ?  સમુદ્રના ઊંડાણમાં શું છે ?  ત્યાં કેવા જીવ રહે છે ?  માનવમનનો કેવો સ્વભાવ છે?  તે કેવી રીતે કાર્ય કરે છે ?  એમાં કઈ શક્તિઓ કે સંભાવનાઓ છે ?  મૃત્યુ શું છે ?  શું મૃત્યુ પછી જીવન છે ખરું ?  શું આ જીવનનું પૂર્વજીવન છે ખરું ?  ખરેખર ઈશ્વર છે ખરા ?  દયામય ઈશ્વરના રાજ્યમાં આટલાં બધાં દુઃખ શા માટે છે ?’   આવા પ્રશ્નોથી કોનું માથું ફરી જતું નથી ?  જગતના સ્વરૂપ વિશે કોઈ પણ માણસ અજાણ-અજ્ઞાત રહેવા ઇચ્છતો નથી.  દરેકે દરેક વ્યક્તિ સંસાર તથા વસ્તુઓ વિશેનાં સત્યને જાણવા ઈચ્છે છે.

 

ત્રીજી મૂળભૂત પ્રેરણા સુખ, પૂર્ણતા અને સંતુષ્ટિની છે.  સાચો બુદ્ધિવાળો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને દુઃખશોકથી પરિપૂર્ણ જોવા માગતો નથી.  આપણે સર્વદા સુખી રહેવા ઇચ્છીએ છીએ.  આપણે બીજા પાસેથી સુખ મેળવવા ઇચ્છીએ છીએ.  જે કોઈ વસ્તુ કે પદાર્થ, દ્રશ્ય, વિચાર કે વિલાસિતાની ચીજવસ્તુઓ આપણને સુખ આપે છે એની આપણે કામના કરીએ છીએ.  જે કોઈ સાધક આપણને સુખનું આશ્વાસન આપે એની આપણે કામના કરીએ છીએ.  એટલું જ નહિ જેટલા લાંબા સમય સુધી બને તેટલું વધારેમાં વધારે સુખ ભોગવવા ઇચ્છીએ છીએ.

 

આ ત્રણ સર્વવ્યાપી તેમજ અદમ્ય પ્રેરણાઓનો ઉદ્દગમ ક્યાંથી થાય છે ?  આ ત્રણેય મનુષ્યના અશીમ તેમજ અદમ્ય સાચા સ્વરૂપમાંથી ઉત્પન્ન થાય છે.  માનવનું સાચું સ્વરૂપ સચ્ચિદાનંદમય આત્મા છે.  મનુષ્ય એને જાણે કે ન જાણે,  પણ સચ્ચિદાનંદની શક્તિ એના રક્તની દરેક કોષિકાઓમાં રહેલી છે.  તે જ્યાં ક્યાંય જે કંઈ પણ કરે છે એમાં આ ત્રણેય પ્રેરણાઓ સદૈવ ઉપસ્થિત રહે છે.  મનુષ્ય ક્યારેય પણ પોતાના અસ્તિત્વલોપ, અજ્ઞાન કે નિરંતર દુઃખની કામના કરી શકતો નથી.  એ જીવન, જ્ઞાન તથા સુખની વિરોધી શક્તિઓનો સતત પ્રતિરોધ કરતો રહે છે.  જીવનનો લાંબો સંઘર્ષ પૂર્ણસત્, પૂર્ણ ચેતના અને પૂર્ણ આનંદ માટે જ હોય છે.

 

‘હું’  નાં સ્વરૂપ તથા ગુણની વ્યાખ્યા આ રીતે કરી શકાય –

 

(૧)  પરમ સત્ય એ બ્રહ્મ અર્થાત્ સચ્ચિદાનંદ – ‘હું’ નું વાસ્તિક રૂપ  (૨)  અચેતન પ્રાણિક ક્રિયાઓ  (૩)  વ્યક્તિગત ચેતના  (૪)  મન તથા શરીર.

 

(૧)  પરમ સત્ય કે બ્રહ્મ આકાશવત્ સર્વવ્યાપી અને બધાના પ્રકાશક છે.  આ જ સર્વવ્યાપી ચેતના રૂપ સચ્ચિદાનંદ એવું પરમતત્વ છે કે જે શાશ્વત, અક્ષય અને અમર છે.

 

(૨)  જન્મથી માંડીને મૃત્યુ સુધી જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિની અવસ્થાઓમાં પ્રાણની જટિલ ક્રિયાઓ શરીરમાં વ્યાસ્થિત રૂપે નિરંતર ચાલતી રહે છે.  શોક, રોગ કે ચિંતાઓ પણ એમાં આડે આઈએ શકતી નથી.  હૃદયસ્પંદન, શ્વાસપ્રશ્વાસ, રક્તસંચાર, શૌચ, પાચન વગેરે એવી અનેક સ્વયંચાલિત ક્રિયાઓ છે.  દેહની આ બધી ક્રિયાઓ આપણી સચેતચેષ્ટા ઇના એની મેળે ચાલતી રહે છે.  આપણા દેહ તથા મન આપણી ઈચ્છાઓ વિના જ સદૈવ બદલતાં રહે છે.  આના પર વિચાર કરીને આપણે સમજી શકીએ કે આપણું જીવન એક સતત પ્રવાહશીલ સરિતાના જેવી એક રહસ્યમય શક્તિ છે.  ‘હું’ કે ‘અહં’ નું જ્ઞાન કે બોધ આ પ્રવાહની બાહ્ય સપાટી પર ઉદ્દભવતા એક પરપોટા જેવાં છે.  આ ચેતના જાગ્રત અવસ્થામાં સ્પષ્ટ રૂપે સ્વપ્નમાં ધુંધળી જેવી ભાસે છે.   નિદ્રાના સમયે અચેતનામાં લીન થઇ જાય છે.  (જીવનનો તૃતીયાંશ ભાગ અચેત નિદ્રામાં જ વીતી જાય છે.)

 

પરંતુ અચેતન અવસ્થામાં આ ‘હું’ નો મૂળસ્ત્રોત નથી.  આનું ઉદ્દગમ સ્થાન તો એ જ સર્વવ્યાપી દિવ્ય ચેતના છે.  આ દિવ્ય ચેતના અવિનાશી છે તથા ત્રણેય કાળમાં વિદ્યમાન રહે છે.  અચેતન જીવનશક્તિ ‘હું’ ને આચ્છાદિત કરી દેતી લાગે છતાં પણ તેને ક્ષતિ કરી શક્તિ નથી.  આ સત્યને જાણીને ભયમુક્ત બની જઈએ છીએ.

 

(૩)  એક અંધારા ઓરડાની કલપ્ના કરો, એની બારીઓ તથા બારણું બંધ છે.  છતનાં એક છિદ્રમાંથી પ્રકાશ આવીને ભીતરના એક ભાગને પ્રકાશિત કરે છે.  ઉપરથી જોઈએ તો એક કાળું છિદ્ર છે, પણ ભીતરના લોકો તેને કક્ષના એક ભાગને આલોકિત કરતાં જુએ છે.  ધારો કે એ છિદ્ર સ્વયંને જ કક્ષના પ્રકાશક જયોતનો સ્ત્રોત સમજવા લાગે છે.  આપણાં ‘હું’ કે ‘અહં’  પ્રાય:  એવું જ કરે છે.  આ ‘હું’ ની સુદૂર પૃષ્ઠભૂમિમાં સચ્ચિદાનંદની અનંત શુધ્ધ ચેતના છે.  જો આ અહંકાર આટલું ભૂલી જાય કે એ પોતાની પાછળ રહેલ સચ્ચિદાનંદ સાગર પર આધારિત છે;  જો તેને એ વાતનું જ્ઞાન કે બોધ ન થાય કે અન્ય ‘અહં’,  ભલે તે ગમે તેટલા ઓછા વિકસિત કેમ ન હોય, પણ મૂળત: એના જેવાં જ છે તો તે એમનાં પ્રત્યે દ્વેષ અને ધૃણાનો ભાવ રાખે છે.  આવા અહંકારને ‘રોગી અહં’ કહે છે. આ જ એક વાસ્તવિક આધ્યાત્મિક આદર્શનું સત્ય છે.  ડૉકટર સી. જે. યુંગ કહે છે :  ‘પૂર્ણમાંથી અલગ થઈને અને માનવમાત્ર તથા પોતાના આત્માથી વિચ્છિન્ન થઇ જવાને કારણે આ ‘અહં રોગી’ થઇ ગયો છે.’

 

 

(રા.જ.૦૫-૦૬(૨૮-૩૦/૭૪-૭૬)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli