પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૭) …

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …

મહેશ શાહ, શ્રી કૃષ્ણ મેરેજ બ્યુરો, (વડોદરા) …

[ભાગ – ૭]

 

 

SHODASH GRANTH.1

 

 
આચાર્યશ્રીના વાઙમયની પરિચય યાત્રામાં આપણે ૧૧ ગ્રંથોની માહિતી મેળવી આજે બે વધુ ગ્રંથોનું આચમન કરીશું.

 

૧૨. શ્રીજલભેદ:

 

સંક્ષિપ્ત પરિચય:

 

જીવ તો પ્રભુના અંશરૂપ છે. વિવિધ જીવો અને તેમની ઇન્દ્રિયો દ્વારા વિવિધ ભાવોને પામેલા પ્રભુના ૨૦થી પણ વિશેષ વિવિધ ગુણોનું જુદા જુદા વક્તાના ઉદાહરણથી તે તેના ફળ સહીત જુદા જુદા સ્રોતમાંથી મળતા પાણીની ઉપમાથી શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં વિષદ વર્ણન કર્યું છે.

 

 • સંગીતના સથવારે ભગવદ યશ ગાનારા ગંધર્વો કુવાના જળ સમાન છે.જો તેઓ ભગવદ ભક્ત હોય તો સારા જળ સમાન અને  વિષયાસક્ત કે ધનની ઈચ્છાથી ગુણગાન કરતા હોય તો મલિન જળ સમાન ગણવા.

 

 • વંશ પરંપરાગત વક્તાઓ નહેરના જળ સમાન.છે. તેઓમાં પણ વિવિધ શ્રેણી મળે છે. આપણે કહીએ છીએ કે ‘કુવામાં હોય તે હવાડામાં આવે’ તે મુજબ વંશ પરંપરાગત જ્ઞાન પ્રાપ્ત કરનારાઓમાં ઘણા વિદ્વાન, અભ્યાસુ અને ભાવવાળા હોય છે. પોતાના વડીલો પાસેથી કશું પ્રાપ્ત ન કર્યું હોય તેવા પ્રમાદી અને જ્ઞાન રહિત પુરાણી ભલું ન કરી શકે. તેઓમાં પણ વિષયાસક્ત કે ધનની ઈચ્છાથી ગુણગાન કરનારાપણ હોય.

 

 • ખેતરની નીકના જળ સમાન વક્તાઓસૃષ્ટિના સાતત્યના કારણ રૂપ છે કારણ કે તેઓ શ્રોતાઓની સંસારી વૃત્તિઓને પોષણ આપે છે.

 

 • ગાયનથી આજીવિકા ચલાવનારા અને વિષયાસક્ત વક્તાઓને ખાડાના જળ (પ્રદર) સમાન જાણવા.

 

 • ગંદુ પાણી એકઠું કરવાના ખાડાના પાણીનો સ્પર્શ પણ અપવિત્ર કરે છે તેમ જ નીચ કે અધમ લોકોના મુખે સાંભળેલું ભગવન્નામ પણ બાધક છે.

 

 • યોગ, ધ્યાન,વિ.થી સંપન્ન વક્તા વર્ષાના જળ સમાન માનવા.

 

 • પ્રેમયુક્ત ભક્તિવાળા વક્તાઓ બારમાસી નદી જેવા, ભક્તિમાર્ગીય અને મોક્ષકારી વક્તાઓ સમુદ્ર્ગામીની મહા નદી જેવા ગણાય.

 

 • વિદ્વાનોમાં પણ જ્ઞાન-સમૃદ્ધ, સંદેહ નિવારક ક્ષમતા વાળા અને પ્રભુમાં ભાવવાળા જેવા વિવિધ ગુણોવાળા વક્તાઓ નાના મોટા તળાવ જેવા છે.  તેમાં પણ આ સર્વ ગુણ એક સાથે ધરાવતા વક્તાઓ તો કમળના સુગંધિત ફૂલોથી સુશોભિત સરોવર જેવા છે.

 

 • યોગીઓ વર્ષાના જળ જેવા છે. તપસ્વીઓ પ્રસ્વેદ (પસીના)ના જળ જેવા છે. જેને પરસેવો થાય તેને ક્ષણિક ઠંડક પહોંચે પણ બીજાને ઉપયોગી બની ન શકે.

 

 • શેષ, વ્યાસ, હનુમાનજીજેવા ભગવદીય વક્તાઓ સમુદ્રના જળ જેવા છે તેના પણ ૬ જુદા જુદા પ્રકાર દર્શાવાયા છે.

   

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા …

 

પવિત્ર જળ પાવક છે તો અશુદ્ધ જળ પાતક છે. તેવું જ વક્તાનું છે તે સમજી યોગ્ય અધિકારી વક્તા પાસેથી જ ભગવદ કથા શ્રવણનો લાભ લઇ શકાય.એવું કરીએ તો સત્સંગસાચો ઉધ્ધારક બની રહે.

 

 

૧૩. શ્રી પંચ પદ્યાની:

 

સંક્ષિપ્ત પરિચય:

 

વક્તાઓના પ્રકાર જાણ્યા પછી આ ગ્રંથમાં શ્રોતાઓના પ્રકાર સમજવા મળે છે. દેશ, કાળ, દ્રવ્ય, મંત્રઅને કર્મના આધારે પાડેલા આ પ્રકારો અનેતેના લક્ષણો નીચે મુજબ છે.

 

ઉત્તમ: શ્રી ઠાકોરજીના ગુણાનુવાદના શ્રવણમાંઉત્સાહી,કૃષ્ણ તત્વમાં સર્વાત્મ ભાવવાળા, સંદેહ રહિત, ભગવદ રસમાં તરબોળ, ભગવદ આવેશથી વિહવળ,લૌકીકમાં ઉદાસીન, પ્રપંચમાં પ્રીતિ રહિત શ્રોતાઓને ઉત્તમ ગણ્યા છે.

 

 • મધ્યમ: શ્રી ઠાકોરજીના ગુણાનુવાદના શ્રવણમાંઉત્સાહી, આર્દ્ર મનવાળા, દર્શન માટે આતુર ખરા પણ વિહવળતાનો અભાવ, ક્યારેક(સદા નહીં)પૂર્ણ ભાવથી આવેશવાળા ભક્તોને આચાર્યશ્રી મધ્યમ શ્રેણીમાં મુકે છે.

 

 • ત્રીજો પ્રકાર : સકામ ભક્ત: પ્રભુમાં ભાવ છે ખરો પણ કામના પણ છે. આવા ભક્તોનું ધ્યાન ક્રિયામાં અધિક રહે છે. અન્યાસક્ત પણ હોય અર્થાત અનન્ય આસક્તિ ન હોય.

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા  …

 

 • લક્ષણો પરથી મારૂં પોતાનું સ્થાન સમજાય અને તે પછી ઉર્ધ્વ ગતિ માટે સ્વઅધિકાર મુજબ અને પ્રભુની કૃપા પ્રમાણે પ્રયત્નશીલ થવાની ઈચ્છા, આકાંક્ષા, તમન્ના કે આર્તિજાગે.તે માર્ગે આગળ વધી પ્રભુની પ્રાપ્તિ થાય.

 

 

 (ક્રમશ:)

 

વૈષ્ણવોને પ્રાર્થના છે કે આ પ્રયત્નમાં રહેલી ત્રુટીઓ પ્રત્યે પત્ર દ્વારા કે ઈ મેલથી  મારું ધ્યાન દોરવા કૃપા કરે. મને [email protected] ઉપર ઇ મેલ કરી શકાય છે.

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.  આજની પોસ્ટ મહિના ની શરૂઆત એટલેકે પેહલી તારીખે પ્રસિદ્ધ  થવાને બદલે અનિવાર્ય સંજોગવસાત ૩ દિવસ મોડી પ્રસિદ્ધ કરી શકેલ છે, અમારા કારણે આપને જો કોઈ તકલીફ પડેલ હોય તો તે બદલ અમો  ક્ષમા ચાહિએ છીએ અને આ સાથે દિલગીર છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

SHODASH GRANTH  … SHORT & SWEET  SYNOPSIS …

-Mahesh Shah, Jay Shri Krushna Marriage Bureau, Vadodara.

 

[ 7 ]

 

 

SHODASH GRANTH.1.2

 

 

 1. Shri Jalbhed:

 

Brief Summary:

 

Over 20 attributes of Bhagavanas reflected in different beings are explained beautifully by comparison of speakers to water from different sources.

 

 • Gandharvas sing divine attributes accompanied by music are like water from a well (many sub types are there). Devoted singers are like good pious water. If the purpose is to earn money then they are like polluted water.

 

 • Traditional speakers are like water from canal. Many of them are devoted and well-studied. Puranis who have not acquired anything from their elders do not benefit the listener. Some of them may be money oriented or with sensual leanings. They, obviously, do not benefit the listener.

 

 • Speakers like channels of water in the agricultural field are causes of perpetuation (continuity) of the universe (srushti) as they support worldly leanings of the listeners.

 

 • Those sustaining their livelihood through singing (about Prabhu’s attributes) are like water accumulated in a pit.

 

 • Pits dug out to collect dirty water contain water that contaminates even by touch. Similarly Prabhu’s name heard from ignoble or mean people is also harmful.

 

 • Speakers dependent on singing for livelihood are like water from a pit.

 

 • Speakers enriched with yoga, meditation etc. are like rain water.

 

 • Hermits engaged mainly in penance are like perspiration which gives momentary relief to self only.

 

 • Devoted speakers like Shesh, Vyas, Hanumanaji are like water from ocean; there are 6 sub types of these too.

 

Essence & utility:

 

 • I can understand varieties of speakers and go for company of really pious speaker after understanding these differences and have true satsang.

 

 1. Shri Panchpadyani

 

Brief Summary:

  

This hymn describes different types of listeners (shrota).They have been classified on the basis of land (desh), era (kaal), wealth/material (dravya), and action (karma)

 

 • The best: Enthusiastic in praising the attributes of Shri Thakorajee. Believers in omnipresent Krishna element (tatva). Devoid of doubts. Soaked in nectar of divine love. Anxious due to passion for Prabhu. Disinterested in worldly matters. Away from deceptive ways.

 

 • Medium: Enthusiastic in listening to Prabhu’s eulogy, having  loving heart, eager for sight (darshan), not having much passionate anxiousness, at times (not always) charged with full emotions..

 

 • Third type: Desirous (sakaam), more ritualistic, attached to others.

 

Essence & utility:

 

 • I can understand my present level leading to birth of desire for scaling higher.

 

 

(To be Contd.)

 

 

  © Mahesh Shah 2014

 

 

Contact : 

*mahesh shah.1  Mahesh Shah 
Jai Shree Jrishna Marraige Beauro – Vadodara.

M: +91 –9426346364 /0265 – 2330083

email:  [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

I pray the readers to draw my attention to shortcomings by sending an e mail  to [email protected]

પથરીના પથ્થરો ‘ચૂર-ચૂર’ થઈ જશે, ઘરે જાતે જ બનાવો  ૧૩  દવાઓ …

પથરીના પથ્થરો ‘ચૂર-ચૂર’ થઈ જશે, ઘરે જાતે જ બનાવો  ૧૩  દવાઓ …

 

 
KALTHI
 

 

પથરીના દર્દથી આ ઉપાયો ઝડપથી છુટકારો આપી શકે છે…

 

પથરી એક કષ્ટદાયક રોગ છે, સામાન્ય રીતે 30થી 60 વર્ષની ઉંમર ધરાવતા લોકોમાં આ દર્દ જોવા મળે છે. તેમાંય પુરૂષોમાં સ્ત્રીઓની સરખામણીમાં પથરીની સમસ્યા થવાની સંભાવના ચાર ગણી વધારે હોય છે. આજે ભારતના 2000 પરિવારોમાંથી એક પરિવારના સભ્યોને આ સમસ્યા હોય છે. પરંતુ દુઃખની વાત એ છે કે આમાંથી ઘણાં ઓછા લોકો એવા હોય છે તેનો યોગ્ય ઇલાજ કરાવી શકે છે. એલોપથીમાં ઓપરેશન જ તેનો એકમાત્ર ઉપચાર છે. પરંતુ આર્યુવેદમાં કેટલાંક એવા ઉપચાર અને વનસ્પતિ છે જેની મદદથી તમે પથરીના દર્દમાં રાહત મેળવી શકો છો.    જાણો, પથરીના દર્દમાંથી હંમેશા માટે છૂટકારો મેળવવાના ઉપાયો અંગે…

 

પથરી થયા પછી તેનું દર્દ કેવું હોય તે તો એ તો પથરીનો દર્દી જ બતાવી શકે!  ભલભલાને રડાવી નાખતા પથરીના પથ્થરો જો શરીરમાં કિડની, મૂત્રાશય, મૂત્રનળી કે પિત્તાશયમાં જામ્યા હોય તો તે વ્યક્તિનું જીવવું દુષ્કર બની જાય છે. રખે ને કોઈને આ પરેશાની થાય.

 

તમને લાગે કે તમને પથરીની સમસ્યા છે કે તમારા સંબંધીને પથરીની તકલીફ છે તો તેમની માટે લાખો-લાખોના ખર્ચે ઓપરેશાન કરતા પહેલા આ આર્ટિકલમાં આપેલ ઘરેલું ઉપચાર ચોક્કસ અજમાવી લેજો. જે વ્યક્તિને આ ઉપચાર અનુકૂળ આવી જશે તેમને ઝડપથી પથરીની સમસ્યાથી છુટકારો મળી જશે. આગળ જાણો પથરીને ચૂર-ચૂર કરવાના ૧૩ આસાન ઘરેલુ ઉપાયો….

 

 

૧-  ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના દર્દીને પીવડાવો. આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ રસનું સેવન વધુ ન કરવું.

 

૨-  કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે. કળથીનો બીજો ઉપાય છે જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

 

૩-  મૂળાના બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળો, અરધુ પાણી બાકી રહે ત્યારે ઊતારીને તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.

 

૪-  ચાર ગ્રામ ગોખરુનું ચૂરણ મધમાં મેળવીને સવાર-બપોર-સાંજ ચાટવું અને એની ઉપર એકથી દોઢ કપ ઘેટીનું દૂધ પીવાથી એક સપ્તાહમાં પથરી તૂટી જાય છે. આ પ્રયોગ ફક્ત સાત દિવસ કરવાનો હોય છે.

 

૫-  પથરીના રોગમાં દર્દીને પપૈયાના થડની 20 ગ્રામ છાલને 200 ગ્રામ પાણીમાં લસોટી, વાટીને ગળી લો. દર્દીને જ્યારે જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી આપો. આ પ્રયોગ સતત 21 દિવસ કરવાથી પથરી આપોઆપ ભાંગીને ભૂક્કો થઈ બહાર નિકળી જશે.

 

૬-  મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેનું ભસ્મ બનાવી, ચાળીન આ ભસ્મ 1 ગ્રામ જેટલુ સવાર-સાંજ પાણી સાતે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત દૂર થાય છે.

 

૭-  લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે. ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને રોજ ઊભા-ઊભા સવારે 12 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે અને આરામ થાય છે.

 

૮-  ઘઉં અને ચણાને સાથે ઉકાળીને આ ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળીને પીવાથી પથરી ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને પેશાબ વાટે બહાર નિકળી જાય છે.

 

૯-  નારિયેળના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે. રિંગણાનું શાક ખાવાથી પેશાબની છૂટ થાય છે. શરૂઆતની નાની પથરી ઓગળી જાય છે.

 

૧૦-  કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.

 

૧૧-  પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.

 

૧૨-  કાળી દ્રક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.

 

૧૩-  દૂધીના બી પેશાબ સાફ લાવે છે અને પથરી તોડવામાં મદદ કરે છે. 

 

૧૪.  પથરીના દર્દમાં કુલથી એક ખાસ દવા છે, તેને ગુજરાતીમાં ઘોડા ગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. કુલથીનો દેખાવ અડદની દાળ જેવો હોય છે અને તેનો રંગ લાલ હોય છે. કુલથીને આર્યુવેદમાં પથરીનાશક ગણવામાં આવી છે. કીડની અને પિત્તાશયની પથરી માટે ફાયદાકારક ઔષધિ છે. આર્યુવેદના ગુણધર્મ અનુસાર કુલથીમાં વિટામિન એ જોવા મળે છે. આ શરીરમાં વિટામિન એની પૂર્તિ કરીને પથરીને રોકવામાં મદદરૂપ છે. બજારમાં આ કોઇ પણ કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી શકે છે.  પ્રભાવ  કુલથીના સેવનથી પથરી તૂટીને અથવા નાના કણ થઇ જાય છે, તેનાથી પથરી સરળતાતી મૂત્રાશયમાં જઇને પેશાબના રસ્તેથી બહાર આવી જાય છે. મત્રલ  ગુણ હોવાના કારણે આના સેવનથી પેશાબની માત્રા અને ગતિ વધી જાય છે, તેનાથી રોકાયેલા પથરીના કણ પર દબાણ વધારે પડવાના કારણે પથરી નીચેની તરફ ખસીને બહાર થઇ જાય છે.

 

૧૫.  ઉપયોગ  1 સેન્ટિમીટરથી નાની પથરીમાં આ સફળ ઔષધિ છે. 25 ગ્રામ કુલથીને 40 મિલિમીટર પાણી બાકી રહેવા પર 50-50 મિલિલીટર સવાર સાંજ એક માસ  રોગીએ પીવાથી પેશાબની સાથે નિકળી જાય છે. આ ઔષધિ લેવાના પહેલા અને ત્યારબાદ તમારી તપાસ કરાવી લો, તેનાથી પરિણામ સામે આવી જાશે. તેને સામાન્ય દાળની માફક પણ ખાઇ શકાય છે. કુલથી 25 ગ્રામ લઇને મોટી મોટી દળી લો, હવે તેને 16 ગણા પાણીમાં પકાવો. ચોથા ભાગનું પાણી બાકી રહેવા પર તેને ઉતારીને છાણી લો. તેમાંથી 50 મિલિમીટર સવાર સાંજ લેતા રહો અને સ્વાદ માટે તેમાં થોડું સિંધવ નમક મેળવી શકો છો.    ફરીથી પથરી નહીં થાય  જે વ્યક્તિને પથરી એકવાર થઇ જાય છે, તેઓને ફરીથી પણ પથરી થવાનો ભય રહેલો હોય છે. તેથી પથરી નિકળી ગયા બાદ પણ રોગીએ ક્યારેક ક્યારેક તેનું સેવન કરતા રહેવું જોઇએ. કુલથી પથરીમાં અમૃત સમાન છે.

 

 

(કોઇપણ ઉપચાર અપનાવતા પહેલાં તમારી તાસીર નો ખ્યાલ રાખવો બહુજ જરૂરી  અને શક્ય હોય ત્યાં સુધી જ્યાં જરૂર જણાય ત્યાં  આયુર્વેદિક નિષ્ણાંતના સંપર્કમા રહી તેઓના માર્ગદર્શન હેઠળ પ્રયોગ કરવા જરૂરી છે. અહીં દર્શાવેલ દરેક પ્રયોગ નિર્દોષ છે. )

 

 

સાભાર :  દિવ્યભાસ્કર દૈનિક

સૌજન્ય :  KIRAN SHAH <[email protected]>

MUKESH MEHTA <[email protected]>

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

“મારા દેવની આજ્ઞા છે કે તમે ઇઝરાયેલીઓને મુક્ત કરો” …

“મારા દેવની આજ્ઞા છે કે તમે ઇઝરાયેલીઓને મુક્ત કરો” … (અભિજ્ઞાનશાકુન્તલમ્)

 

 

 
moziz
 

 

ઇઝરાયેલનો ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે. પહાડીઓ, પર્વતો, ખીણો અને સમુદ્રથી ઘેરાયેલો અને નહીંવત્ વરસાદ ધરાવતો આ દેશ બાઇબલની પવિત્ર ભૂમિ છે. ચાર હજાર વર્ષ પહેલાં યહૂદીઓ અને આરબોના પૂર્વજ અબ્રાહમ પણ અહીં જ જન્મ્યા હતા. તેઓ જન્મે યહૂદી હતા. વિશ્વને અમર ગીતો આપનાર કિંગ ડેવિડ અને કિંગ સોલોમન પણ અહીં જ જન્મ્યા હતા અને તેઓ યહૂદી હતા. ઈશ્વર પાસેથી ‘ધી ટેન કમાન્ડમેન્ટ્સ’ લેનાર મોઝીઝ પણ યહૂદી હતા. સમગ્ર વિશ્વને પ્રેમ અને કરુણાનો સંદેશો આપનાર જિસસ ક્રાઇસ્ટ પણ જન્મે યહૂદી હતા. સમગ્ર વિશ્વને સામ્યવાદની થિયરી આપનાર કાર્લ માર્ક્સ પણ યહૂદી હતા. માનવીના તમામ વર્તનનું કેન્દ્ર સેક્સ છે તેવી વિવાદાસ્પદ થિયરી આપનાર અને આધુનિક મનોવિજ્ઞાાનના પિતા એવા ડો. સિગમંડ ફ્રોઇડ પણ યહૂદી હતા. પરમાણુ બોમ્બ જે સિદ્ધાંત પર બને તે સાપેક્ષવાદ અર્થાત્ રિલેટિવિટીનો સિદ્ધાંત આપનાર આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ યહૂદી હતા. ‘શિન્ડલર્સ લિસ્ટ’ અને ‘જુરાસિક પાર્ક’ જેવી ફિલ્મોના સર્જક સ્ટીવન સ્પિલબર્ગ પણ યહૂદી છે. નોબેલ પ્રાઇઝ શરૂ થયું તે પછી એક પણ વર્ષ એવું પસાર થયું નથી કે જે વર્ષે કોઈ ને કોઈ યહૂદી વ્યક્તિને નોબેલ પ્રાઇઝ મળ્યું ન હોય. અમેરિકા જેવા ધનાઢય દેશમાં સહુથી વધુ ધનિકો યહૂદીઓ છે. આ બધું હોવા છતાં ઇઝરાયેલની યહૂદી પ્રજાએ સહુથી વધુ તકલીફો ભોગવી છે. વર્ષો સુધી ગુલામી ભોગવી છે. હિટલરે ૬૦ લાખ યહૂદીઓની હત્યા કરી નાખી હતી.

 

કેમ?

 

યહૂદીઓની માન્યતા અનુસાર ઇઝરાયેલ એ ઈશ્વરની પસંદગીની ભૂમિ છે. કહેવાય છે કે યહૂદીઓએ જ્યારે જ્યારે ઈશ્વરે દર્શાવેલા રાહથી અલગ રાહ લીધો અને ઈશ્વરે બનાવેલા નીતિનિયમોનો ભંગ કર્યો ત્યારે ત્યારે ઈશ્વરે તેમને સજા કરી છે અને છેવટે કોઈ ને કોઈ ઉદ્ધારક કે પયગંબરને ધરતી પર મોકલ્યા છે. આ બધી કથાઓ બાઇબલના જૂના કરારમાં ઉપલબ્ધ છે.

 

ઇઝરાયેલના રંગીન રોમાંચક પણ લોહિયાળ ઇતિહાસમાં મોઝીઝનું પાત્ર અસાધારણ છે. ઈસુના જન્મનાં ૨૦૦૦ વર્ષ પૂર્વે એ વખતે કેનાન (પેલેસ્ટાઇન) તરીકે ઓળખાતા પ્રદેશમાં સેમિટિક લોકો રહેતા હતા. કેટલાક ઇજિપ્તના નાઇલ ડેલ્ટા તરીકે ઓળખાતા વિસ્તારમાં જઈને વસ્યા હતા. એ વખતે ઇજિપ્તના રાજાઓ યહૂદીઓને ગુલામ તરીકે રાખતા હતા. આવા જ લોકો પાસે તેઓ મજૂરી કરાવતા, મહેલો અને પિરામિડ બંધાવતા અને અશક્ત કે દૂબળા માણસોને મારી નાખતા. ગુલામને પૂરાં કપડાં પણ પહેરવા માટે અપાતાં નહીં. ઇજિપ્તના રાજાઓ અનેક દેવદેવીઓની પૂજા કરતા.મૃત્યુ પછી પણ એક દિવસ તેઓ ફરી સજીવન થઈ શકશે એવી માન્યતા સાથે તેમના મૃતદેહને મમીના સ્વરૂપમાં સાચવી રખાતા. એની ઉપર તેઓ પિરામિડ બંધાવતા. ઇજિપ્તના રાજાઓનું અનેક સ્થળો પર રાજ્ય હતું.એક તબક્કે તો પેલેસ્ટાઇન ઉપર પણ એમનું શાસન હતું.

 

આવા સમયે મોઝીઝનો જન્મ થયો હતો. છેલ્લાં ૪૦૦ વર્ષથી યહૂદીઓ ઇજિપ્તના રાજાઓની ગુલામીમાં હતા. કહેવાય છે કે જેકબના પુત્ર જોસેફને તેના ભાઈઓએ ઇજિપ્તમાં વેચી માર્યો હતો, પરંતુ પાછળથી તે ઇજિપ્તના ફેરો હીક્સોસનો મુખ્યમંત્રી બન્યો હતો.

 

બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટની કથા રસપ્રચુર છે. એ વખતે ઇજિપ્તમાં ફારૂન રેમસેસે નામનો રાજા રાજ કરતો હતો. તે ઇઝરાયેલી યહૂદીઓ પાસે સખત વેઠ કરાવતો હતો. એણે ફરમાન બહાર પાડયું હતું કે જે કોઈ સ્ત્રીના પેટે છોકરો જન્મે તેને મારી નાખવો અને છોકરી જન્મે તો એને જીવતી રાખવી. હિબ્રૂ પરિવારો માટે જ એણે આ કાયદો બનાવ્યો હતો.

 

એ કાળમાં હિબ્રૂ પરિવારમાં એક સ્ત્રીના પેટે દીકરો અવતર્યો. બાળક એટલું સુંદર હતું કેે એને મારી નાખવાને બદલે ત્રણ માસ સુધી સંતાડી રાખ્યું. હવે વધુ સંતાડવું શક્ય ન હોઈ ઘાસની પેટીમાં બાળકને છુપાવી નદીમાં તરતું મૂકી દેવાયું. એ જ વખતે ઇજિપ્તના રાજા ફારૂનની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી હતી. એણે નદીમાં તરતી પેટી જોઈ દાસીઓને કહ્યું, “એ પેટી લઈ આવો.”

 

પેટી ઉઘાડીને જોયું તો અંદર બાળક હતું. ફારૂનની પુત્રીને દયા આવી ગઈ અને એણે દાસીને કહ્યું, “જા, આ બાળકને સ્તનપાન કરાવવા કોઈ હિબ્રુ સ્ત્રીને લઈ આવ.”

 

દાસી એ બાળકની માને જ તેડી લાવી અને એ રીતે એ બાળક મોટું થયું, જે મોઝીઝ અથવા મુસા તરીકે ઓળખાયા. ‘મોઝીઝ’ એ હિબ્રૂ શબ્દ છે. એનો અર્થ છે કે જેને પાણીમાંથી ખેંચી કઢાયા.

 

મોઝીઝ મોટા થયા ત્યારે એમને ઇજિપ્ત છોડવું પડયું અને મિદ્યાન નામના દેશમાં જઈને વસ્યા. અહીં મિદ્યાનના વાજકની પુત્રીને પરણ્યા. એક દિવસ ઘેટાં લઈને તેઓ હેરોબ નામના પર્વત પર ગયા હતા અને અગ્નિની જ્વાળામાં દેવદૂત-ફરિશ્તાનાં દર્શન થયાં. એમણે મોઝીઝને આદેશ આપ્યો! “મોઝીઝ! મિસર (ઇજિપ્ત)માં ઇઝરાયેલીઓની દશા બહુ ખરાબ છે. તું રાજા ફારૂન પાસેથી મિસરને અને ઇઝરાયેલીઓને મુક્ત કરાવ.”

 

એ વાણી ભગવાન યહોવાહની હતી.

 

મોઝીઝ પોતાની પત્ની તથા પુત્રોને ગધેડા પર બેસાડીને મિસર ગયા. મિસરના રાજા સમક્ષ મોઝીઝે માંગણી કરી કે, “મારા દેવની આજ્ઞા છે કે તમે ઇઝરાયેલીઓને મુક્ત કરો.”

 

રાજા માન્યો નહીં.

 

મોઝીઝે રાજા સમક્ષ પોતાની લાકડી ભોંય પર નાખી અને તે લાકડી સર્પ બની ગઈ. આ ચમત્કાર પછી પણ રાજા માન્યો નહીં. બીજા દિવસે મોઝીઝ રાજા ફારૂનને નદીના કાંઠે મળવા જવાના હતા. ઈશ્વરે આપેલી સૂચના પ્રમાણે મોઝીઝે એ સવારે રાજા ફારૂનના દેખતાં જ લાકડી નદી પર મારી અને નદીનું પાણી લોહીમાં બદલાઈ ગયું. નદીની અંદરની માછલીઓ મૃત્યુ પામી. પાણી ગંધાઈ ગયાં. મિસરીઓ નદીનું પાણી પી શક્યા નહીં. છતાં રાજા ફારૂન ઢીલો પડયો નહીં.એણે મિસરીઓને પાણી પીવરાવવા આસપાસના વિસ્તારોમાં પાણીના વીરડા ખોદાવ્યા. સાત દિવસ સુધી નદીનાં પાણી હરકતના સ્વરૂપમાં દૂષિત રહ્યાં.

 

યહોવાહે ફરી મોઝીઝને કહ્યું, “હજુ મિસરનો રાજા માનતો ન હોય તો રાજા ફારૂનને કહે કે, તારા દેશ પર દેડકાઓનો વરસાદ વરસશે. તું તારી લાકડી નદીઓ અને તળાવો પર ઊંચી કરજે. દેડકાથી મિસર ઊભરાઈ જશે.” આખું મિસર દેડકાથી ઢંકાઈ ગયું.

 

રાજા સહેજ ઢીલો પડયો અને એણે મોઝીઝને વિનંતી કરી કે, તમને તથા તમારા લોકોને જરૂરી ર્ધાિમક વિધિ માટે હું અરણ્યમાં જવાની છૂટ આપંુ છું. પણ તમે તમારા દેવને વિનંતી કરો કે, આ દેડકા હટાવી લે.

 

– એ રીતે રાજા ફારૂને તત્કાલીન રાહતનો દમ લીધો, પણ હજુ તે ઇઝરાયેલીઓને મુક્ત કરવા તૈયાર નહોતો.

 

યહોવાહની આજ્ઞાાથી મોઝીઝે લાકડીના ચમત્કારથી આખા મિસરમાં મરકીનો રોગ ફેલાવ્યો છતાં રાજા માન્યો નહીં. એ જ રીતે મોઝીઝે આખા દેશમાં કરાનો વરસાદ વરસાવ્યો અને આખા મિસરની ખેતી, વૃક્ષો, ઢોરઢાંખર નાશ પામ્યાં. માત્ર ગોશેને પ્રદેશ કે જ્યાં ઇઝરાયેલીઓ રહેતા હતા ત્યાં કરા પડયા નહીં. રાજા ફારૂને ફરી મોઝીઝને બોલાવી કરાની વર્ષા બંધ કરાવી, પરંતુ રાજા વધુ એક વાર ફરી ગયો ને વધુ હઠીલો બન્યો. મોઝીઝે હવે આખા મિસરને તીડનાં ટોળાંથી ઢાંકી દીધું. રાજા ગભરાઈ ગયો ને મોઝીઝને વિનંતી કરી તીડ હટાવી લીધાં, પણ તીડ જતાં જ તે હતો તેવો ને તેવો જ રહ્યો.

 

હવે ઈશ્વરની આજ્ઞાાથી મોઝીઝે પોતાનો હાથ આકાશ તરફ લાંબો કર્યો અને ત્રણ દિવસ સુધી મિસર પર કાળું અંધારું છવાઈ ગયું. કોઈ પોતાની જગ્યાએથી ઊઠી શક્યું નહીં. એકમાત્ર મિસરમાં રહેતા ઇઝરાયેલીઓના ઘરમાં જ અજવાળું હતું, છતાં રાજા અક્કડ રહ્યો.

 

ફરી એક વાર ઈશ્વરની ‘આજ્ઞાા’ પ્રમાણે મધ્યરાત્રિએ મોઝીઝ નીકળ્યા અને એ રાત્રે રાજા ફારૂનના પ્રથમ બાળકથી માંડીને મિસરના પ્રત્યેક મિસરી પરિવારનું પ્રથમ બાળક મૃત્યુ પામ્યું. આખા મિસરમાં હાહાકાર મચી ગયો. એક પણ એવું ઘર નહોતું કે જ્યાં એક બાળક મરી ગયું ન હોય. હવે રાજા થાકી ગયો. એણે રાત્રે જ મોઝીઝને બોલાવીને કહ્યું, “તમે ઇઝરાયેલીઓ હવે જાવ અહીંથી.”

 

રાત્રે જ મિસરમાં ગુલામી કરતા ઇઝરાયેલી યહૂદીઓ હવે નીકળી ગયા. કહેવાય છે કે, એમની સંખ્યા છ લાખ લોકોની હતી. ફારૂને તે બધાને જવા દીધા. ઇઝરાયેલીઓ હવે પોતાના માદરેવતન તરફ જવા નીકળ્યા અને થોડાક જ સમયમાં મિસરના રાજા ફારૂનનું મગજ ફરી ગયું, “આ બધા જતા રહેશે તો આપણી સેવાચાકરી કોણ કરશે?” એ વળી પાછો ઇઝરાયેલીઓને પકડવા પાછળ પડયો. ફારૂને ચૂંટી કાઢેલા ૬૦૦ રથ, બધા જ સેનાપતિઓ અને આખા સૈન્યને એ બધાનો પીછો કરવા રવાના કર્યું.

 

એ વખતે બધા યહૂદીઓ બાલસફોનની સામે પીહાહીરોથની પાસે સમુદ્રકાંઠે છાવણી નાખીને પડેલા હતા. ફારૂન અને તેના સૈન્યને નજીક આવતાં જોઈ ઇઝરાયેલીઓ ગભરાયા. યહૂદીઓ મોતને સામે જોતાં કેટલાક મોઝીઝનો વાંક કાઢવા લાગ્યા. મોઝીઝે બધાંને સાંત્વના આપી ભગવાનને યાદ કર્યા. ભગવાન યહોવાહે મોઝીઝને કહ્યું, “તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર પર ઊંચો કર અને દરિયાનાં પાણી પર લાકડી માર, દરિયો રસ્તો કરી દેશે. તમે બધા ચાલીને નીકળી જજો.”

 

 

(ક્રમશઃ)

 

 

સાભાર : દેવેન્દ્ર પટેલ

બ્લોગ લીંક : www.devendrapatel.in

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી …

પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી … 

 
મિત્રો, આજ ભારતીય ૬૬મો  પ્રજાસતાક  દિવસ હોય,  સર્વે દેશ -વિદેશના  પાઠક મિત્રોને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ …

 

 

 


 

 

પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી …

 

 

 

 

હું માનું છું કે પ્રાર્થના – ધર્મનો ખુદ આત્મા ને  સાર છે અને કોઈ માણસ ધર્મ વગર જીવી શકતો નથી, તેથી પ્રાર્થના તેના જીવનનું હાર્દ હોવી જોઈએ.  કેટલાક પોતાના બુદ્ધિના અભિમાનમાં કહે છે કે અમારે ધર્મ સાથે કશીયે લેવાદેવા  નથી.  પણ તેમની વાત, કોઈ માણસ કહે કે હું શ્વાસ લઉં છું પણ મારે નાક નથી તેના જેવી થઇ.  બુદ્ધિથી, અગર સ્વભાવિક પ્રેરણાથી અગર વહેમથી માણસ દિવ્ય તત્વની સાથે કોઈક જાતનો  સંબંધ સ્વીકારે છે.  હડહડતો અજ્ઞેયવાદી કે નાસ્તિક સુધ્ધાં કોઈક નૈતિક સિદ્ધાંતની જરૂરતનો સ્વીકાર કરે છે અને તેના અમલમાં કંઈક બૂરું રહેલું છે એવું માને છે.  ચાર્લ્સ બ્રેડલો, જેમની નાસ્તિકતા જાણીતી છે તેઓ પોતાની અંતરમ પ્રતીતિને ખુલ્લે ખુલ્લી જાહેર કરવાનો આગ્રહ રાખતા.  આમ પોતે જેણે સત્ય માણતા તે ખુલ્લું બોલવાને માટે તેમને ખૂબ વેઠવું પડેલું પણ તેમાં તેમને અનહદ આનંદ આવતો ને તેઓ કહેતા કે સત્ય બોલવામાં જ તેનું વળતર મળી રહે છે.  સત્યના પાલનમાંથી મળતો આનંદનો તેમને જરાયે ખ્યાલ નોહ્તો એવો એ વાતનો અર્થ નથી.  સત્યના પાલનમાંથી મળતો આનંદ જો કે દુન્યવી નથી પણ મૂળે માણસ ઈશ્વરની સાથે અનુસંધાનમાં આવે છે તે હકીકતમાંથી પેદા થાય છે.  તેથી મેં કહ્યું છે કે ધર્મતત્વનો અસ્વીકાર કરનાર માણસ સુધ્ધાં ધર્મ વિના જીવી શકતો નથી, જીવતો પણ નથી.

 

હવે, પ્રાર્થના ધર્મનું વધારેમાં વધારે મહત્વનું અંગ હોવાથી માણસના જીવનનું અંતરતમ સત્વ છે એ બીજા મુદ્દા પર આવું.  પ્રાર્થના કાં તો આજીજીરૂપે હોય અથવા વધારે વ્યાપક અર્થમાં અંતરમાં ઈશ્વર સાથે અનુસંધાન હોય.  બન્ને અર્થમાં સરવાળે પરિણામ એક જ આવે છે.  ઈશ્વરને આજીજીરૂપે થતી પ્રાર્થનામાં પસન આત્માને શુદ્ધ કરવાની અને તેના પર ચડેલા મેલ દૂર કરવાની, તેના પર ચડેલા અજ્ઞાન ને અંધકારનાં પડમાંથી તેણે મુક્ત કરવાની માગણી જ હોય છે.  તેથી પોતાના અંતરમાં વસતા ઈશ્વરને જગાડવાથી જેણે તાલાવેલી લાગી હોય તેણે પ્રાર્થનાનો આધાર લીધા વગર છૂટકો નથી.  પરંતુ પ્રાર્થના કેવળ થોડા શબ્દોનું પોપટિયું રટણ નથી કે તેવા રટણનું શ્રવણ નથી અથવા કોઈક મંતનો અર્થ વગરનો પાઠ નથી.  આત્માને ઢંઢોળીને જગાડતું ન હોય તેવું રામ નામનું કેટલુંયે રટણ થાય તોયે તે મિથ્યા છે.  પ્રાર્થનામાં શબ્દો ન હોય તે વાતના કરતાં બહેતર છે.  પ્રાર્થના માટે આત્માને ભૂખ ઊપડી હોય તેણે શમાવવાનો જ તે હોવી જોઈએ અને ભૂખ્યા માણસને ઊલટભેર પૂરું ભોજન કરવામાં જેવો સ્વાદ આવે છે તેવો ભૂખ્યો અથવા ઈશ્વર સાથે અનુસંધાન માટે તલસતા જીવને પ્રાર્થનામાં સ્વાદ આવશે.  અને મારો પોતાનો તેમ જ મારા સાથીઓનો થોડો અનુભવ તમને જાણવું કે પ્રાર્થનાના જાદુનો જેણે એક વખત અનુભવ થયો છે તે દિવસો સુધી ખોરાક વગર ચલાવશે પણ પ્રાર્થના વગર તેને એક ક્ષણ પણ નહીં ચાલે.  એનું કારણ એવું છે કે પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી.

 

કોઈ કહેશે કે જો એવું હોય તો આપણા જીવનની પળેપળ આપણે પ્રાર્થના કરવી જોઈએ.  એ વિષે કશી શંકા નથી.  પણ આપણે માણસો છીએ ને હંમેશ ગફલત કરીએ છીએ.  એક ક્ષણને માટે પણ આપણને, માણસોને, અંતરમાં ઈશ્વર સાથે અનુસંધાન કરવાને ત્યાં ઊંડે ઊતરવાનું મુશ્કેલ લાગે છે.  અને આપણને કાયમની માટે ઈશ્વરના અનુસંધાનમાં રહેવાનું અશક્ય લાગે છે,  તેથી આપણે રોજ થોડા સમયને માટે દુનિયાની આસક્તિમાંથી અળગા થવાનો ગંભીર પ્રયાસ કરવાને સારું અમુક વખત જુદો કાઢીએ છીએ, કહો કે આપણા દેહ્ભાવમાંથી ભાર નીકળવાનો અંતરથી પ્રયત્ન કરીએ છીએ.  તમે સુરદાસનું ભજન સાંભળ્યું છે.  ઈશ્વરની સાથે એક થવાની જેણે તાલાવેલી લાગી છે એવા આત્માનો એ આર્તનાદ છે.  આપણે મુકાબલે તેઓ સંત હતા પણ તેમને પોતાને માટે તેઓ નામીચા પાપી હતા.  આધ્યાત્મિક દૃષ્ટિથી તેઓ આપણા કરતાં ક્યાંયે આગળ નીકળી ગયા હતા પણ ઈશ્વરથી પોતાની જુદાઈનું ભાન તેમને એટલું તીવ્રપણે રહેતું હતું કે ‘મો સમ કૌન કુટિલ કામી’ એમ ગાઈને તેમણે ત્રાસીને તેમ જ નિરાશ થઈને આક્રંદ કર્યું.

 

અહીં સુધી મેં પ્રાર્થનાની હાર્દનો પણ વિચાર કર્યો.  આપણને આપણા માનવબંધુઓની સેવા કરવાને જનમ મળ્યો છે અને આપણે પૂરા જાગ્રત ન રહીએ તો તે સેવા કરી શકતા નથી.  માણસના અંતરમાં પ્રકાશ અને અંધકારના બળો વચ્ચે નિરંતર કારમાં યુદ્ધ ચાલ્યાં છે અને જેની પાસે પ્રાર્થાનાનો આધાર નથી તે અંધકારના બળોનો ભોગ બન્યા વગર રહેવાનો નથી.  પ્રાર્થના કરનારો જીવ અંતરમાં અને બહારથી આખીયે દુનિયા સાથે શાંતિ અનુભવશે;  પ્રાર્થનાથી ભરેલા દિલ વગર જે માણસ દુનિયાના વહેવારોમાં પ્રવેશ કરશે તે જાતે દુ:ખી થશે ને દુનિયાને પણ દુઃખી કરશે.  તેથી મરણ પછી આવનારી માણસની સ્થિતિ સાથે સાથે પ્રાર્થનાનો જે સંબંધ છે તેની વાત જવા દઈએ તો પણ પોતાની આસપાસની જીવોથી ભરેલી દુનિયામાં પ્રાર્થના તેણે માટે અપાર મૂલ્યવાન વસ્તુ છે.  આપણાં રોજબરોજનાં કામોમાં વ્યવસ્થા, શાંતિ, અને સરળતા લાવવાનું એકમાત્ર સાધન પ્રાર્થના છે.  એ એક મહત્વની વાત સંભાળી લેવાઈ તો બાકીની વાતોની સંભાળ આપમેળે લેવાતી રહેશે.  ચોરસના એક ખૂણાને સરખો કરતાંવેંત બાકીના આપમેળે સરખા થયા વગર રહેતા નથી.

 

 
– મહાત્મા ગાંધીજી


 
જય  જવાન  !     જય કિશાન  !   ભારત માતા કી જય !

 

જય હિન્દ !  જય હિન્દ ! જય હિન્દ !

બ્લોગ સંકલન : ‘દાદીમા ની પોટલી’

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પથારીમાં પેશાબની સમસ્યા – અને હોમિયોપેથી …

પથારીમાં પેશાબની સમસ્યા – અને હોમિયોપેથી …

                                               

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 bed wetting

 

સામાન્યતઃ બાળક  સમજણું થાય એવા સમયે એટલે કે દોઢ – બે વર્ષની ઉમર દરમિયાન આપોઆપ તેમજ માતાપિતાની ટોઇલેટ ટ્રેઈનીંગની  મદદથી મૂત્રાશય પરનો કંટ્રોલ આવી જતો હોય છે. એટલે કે પેશાબ કરવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે  યોગ્ય સમયે અને સ્થળે જવું એવી સમજ ઉમેરાવાની શરૂઆત થાય છે. પછી એ પ્રમાણે એ એક આદતનો જ ભાગ બની જાય છે.

 

પણ હા, એ સમજ કેટલાકમાં થોડી ઘણી મોડી હોઈ શકે પરંતુ કેટલાક બાળકોમાં એ સમજણની ઉમર તો આવી જાય છે, પણ છતાં મૂત્રાશયની કોથળી ભરાય એ પછી હવે ખાલી કરવાની છે એવા સિગ્નલ્સ સમયસર પહોંચવામાં ક્યાંક ગેરસમજણ ઉભી થાય છે. દિવસે તો જાગૃત અવસ્થાને પરિણામે કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ રાત્રે પથારી ભીની કરવાની સમસ્યા શરુ થઇ જાય છે. અમુક કિસ્સાઓમાં તો એ ખૂબ મોટી ઉમર સુધી એટલેકે 14 – 15 વર્ષની ઉમરના બાળકમાં પણ એ સમસ્યાનો હાલ નથી થતો હોતો. હવે આવે વખતે બાળક જો થોડું મોટું હોય તો એની આ સમસ્યાને લઈને માનસિક સ્થિતિ, માં – બાપનું વલણ, ઘરના બીજા બાળકો કે અન્ય સભ્યોનું વલણ વગેરે જેવા પરિબળો બાળકના મન પર થોડીઘણી અસર પાડતા હોય છે.

 

bed wetting.1

 

મારી પ્રેક્ટિસના એકદમ શરૂઆતના ગાળામાં આવેલો એક પેશન્ટ મને યાદ છે. લગભગ નવેક વર્ષનું એક બાળક લગભગ એક અઠવાડિયામાં પાંચ રાત અચૂકપણે  પથારીમાં પેશાબ કરી જતો. આ ઉમરના બાળક અને તેની માતા બંને માટે આ સમસ્યા સ્વાભાવિકપણે જ ક્ષોભજનક હતી.

 

કોઈક કારણસર એ સમસ્યાની જાણ મિત્ર વર્તૂળમાં   થઇ જતા એ બાળકે શરમને પરિણામે સ્કૂલે જવાનું પણ ઓછું કરી દીધું હતું. એટલું જ નહિ એ બાળકે પોતાના માતા પિતાને પણ શાળા એ ન જવા પાછળનું કારણ સમજાવવાનું ટાળ્યું. પછી એ બાળકનો વિગતે કેસ લેતા તેના તમામ પ્રકારના ડર, રાત્રે ઊંઘમાં આવતા અત્યંત ભય ઉપજાવતા સપના એ ભયને પરિણામે ઉદભવતી તેની માનસિક સ્થિતિ કે જેને લીધે સામાન્ય સંજોગોમાં ભય ન લાગે તેવી નાની નાની બાબતોમાં પણ લાગતો એનો ડર મને સમજાયો. એ બાળકના અર્ધજાગ્રત મનમાં પ્રસ્થાપિત થઇ ચૂકેલ એ ડરને હું એકદમ નજીકથી સમજી શકી.

 

અહી મારે એ બાળક નો ‘પથારીમાં થતો પેશાબ’ જ અટકાવવાનો ન હતો.!!! પણ એ બાળકને ભયમુક્ત કરવાનો હતો, એ ભયને લીધે ક્યાંક ને ક્યાંક સંકુચિત થયેલ અત્યારની માનસિકતા અને ભવિષ્યની સંભવિત સંકુચિતતાઓને પણ સ્વસ્થ કરવાની હતી. જે દેખાવે નાની પણ કામ કાજે મોટી એવી હોમિયોપેથીક દવા એ કામ કરી આપ્યું।

 

એ બાળક પથારીમાં પેશાબ કરવાનું તો પહેલા 15 દિવસમાં જ ઓછું થઇ ગયું ને 2 મહિનામાં તો તદન બંધ પણ થઇ ગયું પણ ઘણા અંશે એ તેના ‘મૂળ રોગ – ભય’ માંથી પણ સફળતાપૂર્વક બહાર આવી ગયો. પથારીમાં પેશાબ થઇ જવાની સમસ્યા તો એ બાળકને રોગમુક્ત કરી શકવાનું માત્ર નિમિત હતી, એકમાત્ર અરીસો હતો એના આંતરમન તરફ ઝાંખી શકવાનો.

 

યાદ રહે, દરેક બાળક આ પ્રકારે ડર સાથે જ આવે એવું નથી. પણ ઘણા કિસ્સાઓમાં કોઈ ને કોઈ સાયકોલોજીકલ પરિબળ પણ ભાગ ભજવતા હોય છે. ક્યારેક માતા પિતામાં વચ્ચે કે ઘરમાં થતી અણબનાવ કે અન્ય કોઈ તણાવ કે પછી ઘરમાં બીજા બાળકનો જન્મ વગેરે જેવા કે અન્ય કોઈ પણ કારણ ને લીધે પણ બાળકના અર્ધજાગ્રત મન પર અસર થઇ શકે. હવે તમે જ વિચારો!! મારી પાસે આ જ સમસ્યા લઈને આવતા 10 બાળકોને શું હું સમાન દવા આપીશ ? બિલકુલ ના જ. એ દરેક બાળક એકબીજાથી સંપૂર્ણ અલગ હશે. એક હોમીયોપેથ તરીકે એ દરેકની અલગતા ને સંપૂર્ણ સમજીને અપાતી દવા જ એને રોગમુક્ત કરી શકશે.

 

હશે, આ તો કેસની વાત થઇ. પણ ઘણાખરા માતા પિતા આ સમસ્યા માટે એમના બાળકની આળસ કે બેજવાબદારી ને કારણભૂત માનતા હોય છે. પણ હકીકત એવી જરાય નથી.ઉલટું એ તો ઉપરથી નાના મોટા ભાઈ બહેન કે આજુબાજુના બીજા બાળકોની મજાક પત્ર ન બની જાય એ માટે બચવાના વિચારમાં રહે છે.એક બાળકને જો એને મુંજવતી તકલીફ બાબતે કહી શકવાની જગ્યા યોગ્ય વ્યક્તિ દ્વારા અપાય એટલું પૂરતું છે. આવે સમયે બાળક પર કોઈ કટાક્ષ કે બીજા પાસે એની ટીકા ન કરતા એને એવો દિલાસો આપવાની જરૂર છે કે આ સમસ્યા બીજા બાળકોમાં પણ હોય છે ને એ બહુ આરામથી મટી પણ શકે છે. અને આમે આ જરા પણ ગંભીર સમસ્યા તો છે પણ નહિ!!!

 

આ સમસ્યા કયા કારણે રહે છે એનું કોઈ ચોક્કસ કારણ તો નથી જ, પણ નીચે મુજબના પરિબળો ચોક્કસપણે ભાગ ભજવી શકે.

 

પથારીમાં પેશાબ થઇ જવાના સંભવિત કારણો :

 

૧]  પેશાબ અમુક માત્રામાં ભરાઈ ગયા છતાં  મૂત્રાશય દ્વારા બ્રેઇનને સંદેશ પહોંચવામાં મોડું થવું, જેથી મગજ અને મૂત્રાશય વચ્ચે ગેરસમજણ ઉભી થાય છે.

 

૨]  કેટલાક મત મુજબ ADH  અંતઃસ્ત્રાવ કે જે મૂત્રપિંડમાં રાત દરમિયાન  ઓછું મૂત્ર બનવા માટે જવાબદાર છે તેની માત્ર ઓછી હોવી.

 

૩]  કેટલાક બાળકોમાં ઊંઘ ખૂબ ઊંડી આવવાના પરિણામે મગજ સુધી મૂત્રાશય ભરાઈ જવાનો સંદેશ પહોંચતો જ નથી. 

 

૪]  ઉપરાંત, જૂજ કિસ્સાઓમાં મૂત્રપિંડ કે મૂત્રાશય માં લાગેલો ચેપ, કે અન્ય કોઈ ખામી કરોડરજ્જુ સંબંધી તકલીફ કે ડાયબિટિઝ જેવી સમસ્યાને પરિણામે બાળકમાં આ સમસ્યા જોવા મળી શકે. પણ દરેક કિસ્સામાં કોઈ ને કોઈ કારણ જવાબદાર હોય જ એવું નથી.

 

અજમાવી શકાય એવા કેટલાક નુશ્ખા  …

 

૧)  બાળકને દરરોજ સુતા પહેલા ઓછી માત્રામાં પાણી પીવે એ બાબતે પ્રોત્સાહિત કરવું। અહી પાણી ઓછું  પીવાય એ હેતુ નથી, પણ રાત્રે સુવ ના પહેલા ઓછું પાણી પીવાય એ હેતુ છે.

 

૨)  મૂત્રાશયમાં પેશાબ રોકી શકાય એમાં તે કસરત કરાવવી: જેમકે પેશાબ કરવાની જરૂરિયાત હોય છતાં જાતે જ પેશાબ રોકવાના હેતુ થી જે રીતે સ્નાયુઓને રોકતાં હોઈ એ રીતે દિવસમાં 5 -7 વાર યાદ કરીને કરાવવું.

 

૩)  ઉપરાંત, પેશાબ થવા દરમિયાન પણ પેશાબ પોતાની જ ઈચ્છાથી રોકવાની-છોડવાની પ્રક્રિયા પણ ચાલુ પેશાબે થોડી સમજાવટથી બાળકને કરાવી શકાય.

 

૪)  માતા પિતાના પ્રોત્સાહન થી કે દવાથી બાળક જેટલા દિવસ પથારી ભીની નથી કરતો એ બદલ તેને કંઇક ભેટ કે ગમતી વસ્તુ આપી શકાય માટે એનું પ્રોત્સાહન વધી શકે.

 

ઉપાય :

 

રાત્રે પથારીમાં બાળકથી પેશાબ થઇ જાય એ કોઈ મોટી કે ગંભીર સમસ્યા નથી. તેમજ એનો ઈલાજ પણ એકદમ સરળ છે. જે કિસ્સાઓમાં ખરેખર ચિંતાજનક સ્થિતિ હોય તેવા બાળકો માટે તો સરસ હોમિયોપેથીક સારવાર છે જ.

 

હોમિયોપેથીક દવાઓ બાળકને આ સમસ્યામાંથી તો બહાર કાઢે જ છે પણ સાથે સાથે ઉપરના કેસમાં જોયું એમ સમસ્યા સાથે સંકળાયેલ કોઈ પણ સાયકોલોજીકલ તકલીફમાંથી પણ સફળતાપૂર્વક રાહત આપે છે અને સાચા અર્થમાં બાળકને મનઃ શારીરિક રીતે સ્વસ્થ બનાવે છે. વળી, હોમિયોપેથીક દવાઓ સ્વાદે મીઠી હોવાથી બાળક સહેલાઈથી લઇ લે છે એટલું જ નહિ ઉલટાનું એ દવા સમય કરતા જલદી પૂરી કરી નાખે છે.

 

નીચે મુજબની કેટલીક દવાઓ ખૂબ અકસીર સાબિત થાય છે;

 

Causticum

Sepia

Belladonna

Stramonium

Opium

Aconite

China

Gelsemium

Kreosote

Pulsatilla

Tarentulla

 

ખિલખિલાટ:

દેખાતા એકાદ – બે લક્ષણ જ માત્ર રોગ નથી. વ્યક્તિની તાસીર, લક્ષણોની વિશેષતા, માનસિકતા, કોઈ પણ પરિસ્થિતિ માટેનો તેનો અભિગમ, અર્ધજાગૃત  મનની સ્થિતિ – એ બધાનો સરવાળો એટલે જે તે વ્યક્તિનો રોગ.

 

  

dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે      Privacy  જાળવવી જરૂરી હોય તો આપની   વિગત –       [email protected]   /   [email protected]            અથવા  [email protected]    ના ઈ મેઈલ દ્વારા મોકલી શકો છો. (આપે  અગાઉ  કોઈ ઉપચાર  કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

બ્રહ્માંડમાં માયા ઉત્પન્ન કરતો પ્રકાશ …

બ્રહ્માંડમાં માયા ઉત્પન્ન કરતો પ્રકાશ …

 

બ્રહ્માંડ દર્શન

– ડૉ. જે. જે. રાવલ

 
 

light

 

પ્રાચીન સમયમાં લોકોને ખબર ન હતી કે પ્રકાશ શું છે. સૂર્યોદય થાય ને બધે પ્રકાશ ફેલાઈ જાય. રાતે જેવો તેવો પણ ચંદ્ર પ્રકાશ ફેલાવે, તો બીજી બાજુ પ્રકાશબિંદુઓ જેવા તારા ટમ ટમે.

 

મુસ્લિમ વિજ્ઞાનીઓથી માંડી ન્યુટન સુધીના બધા વિજ્ઞાનીઓએ પ્રકાશને સમજવા પ્રયત્નો કરેલાં. રસ્તા પર તેલ ઢોળાય ત્યારે આપણને તેમાં રંગો દેખાય. આકાશમાં મેઘધનુષ દેખાય, લિઓેનાર્ડા – દ – વીંચી રાજાપતિ હતો. તેણે અવાજના પડઘા સાંભળેલાં. અવાજનાં પરાવર્તનનો અનુભવ કરેલો. પ્રકાશ પણ આવી રીતે પરાવર્તન કરે છે તેમ તેણે અનુભવ કરેલો. ન્યુટને પછી તેની પ્રયોગશાળામાં પ્રકાશનું મેઘધનુષ જોયું. તેણે સપ્તરંગી ચકરડીને ફેરવીને જોયું તો માત્ર સફેદ રંગ જ દેખાતો. તેથી તેણેે જાહેર કર્યું કે સફેદ પ્રકાશ સાત રંગનો બનેલો છે. ન્યુટને પ્રકાશના પરાવર્તનનો અભ્યાસ કરેલો અને તેના ગુણધર્મો જાહેર કર્યા. પાણીના પ્યાલામાં ચમચો વાંકો વળેલો દેખાય છે અને પાણીના પ્યાલામાં કે સ્વચ્છ પાણી ભરેલા તળાવમાં તેનું તળિયું હોય એના કરતાં ઊંધું આવેલું દેખાય છે. આ બધી ક્રિયાઓને ન્યુટને પ્રકાશના વક્રીભવનના સિદ્ધાંતો સમજવા ભણી દોરી ગયાં. આમ તેણે પ્રકાશના વક્રીભવનના નિયમો શોધી કાઢ્યાં. પ્રકાશ વિશે આ બધી કુદરતી ક્રિયાઓનાં અભ્યાસથી ન્યુટનને લાગ્યું કે પ્રકાશ સૂક્ષ્મ કણોનો બનેલો છે. તેથી જ તે સીધી રેખામાં પ્રવાસ કરે છે. તેને પછી પ્રકાશ સૂક્ષ્મકણોનો બનેલો છે તેવી જાહેરાત કરી, તેને ન્યુટનની પ્રકાશ સૂક્ષ્મ કણોનો બનેલો છે તેની થિયરી કહે છે. તેમ છતાં ન્યુટનને ખબર ન હતી કે પ્રકાશની ઝડપ કેટલી છે. બારી ખોલો અને આખા રૂમમાં પ્રકાશ ફેલાઈ જાય તે જોતાં બધા માનતાં કે પ્રકાશની ગતિ અસીમિત (શક્ષરશક્ષશયિં) છે. સૂર્ય, ચંદ્ર, તારાને જોતાં લોકો અને વિજ્ઞાનીઓ સુધ્ધાં માનતાં કે તેઓ આ બધા આકાશપિંડોની તત્ક્ષણની સ્થિતિ જુએ છે.

 

ન્યુટન જે દિવસે જન્મ્યો તે દિવસે ગેલિલિયોનું મૃત્યુ થયું હતું. ગેલિલિયોએ પહેલી શંકા કરી કે પ્રકાશની ગતિ અસીમિત નહીં પણ સીમિત હોવી જોઈએ. ગેલિલિયો તો વિજ્ઞાની માત્ર એમ માનીને બેસી ન રહે કે પ્રકાશની ગતિ સીમિત હોવી જોઈએ. તેથી પ્રકાશની ગતિ માપવા તેણે પ્રયોગ આદર્યો. આ પ્રયોગમાં તેણે પાંચ કિલોમીટર દૂર એક ટેકરી પર રાતે તેના મદદનીશને લાલટેન – ફાનસ (કફક્ષયિંક્ષિ) લઈને મોકલ્યો અને પોતે એક ટેકરી પર ઊભો રહ્યો. સમજૂતી એવી હતી કે ગેલિલિયો તેના ફાનસનું સટર ખોલે એટલે પ્રકાશ તેમાંથી નીકળે. આ પ્રકાશ તેના મદદનીશ પાસે જાય અને તેને તે દેખાય. એટલે તે તેના ફાનસનું સટર ખોલી નાખે. એ પ્રકાશ પછી ગેલિલિયો પાસે પહોંચે. ગેલિલિયો આ ક્રિયામાં કેટલો સમય પસાર થયો તે નોંધે. ગેલિલિયો અને તેના મદદનીશ વચ્ચેની ટેકરીઓ વચ્ચેનું અંતર પાંચ કિલોમીટર એટલે પ્રકાશને આવવા -જવાનું અંતર ૧૦ કિલોમીટર થાય અને તેણે તે દરમિયાન નોંધેલા સમયથી ભાગીએ એટલે પ્રકાશની ઝડપ (ગતિ) આવે. આવો પ્રયોગ ગેલિલિયોએ પ્રકાશની ઝડપ માપવા કરેલો.

 

પ્રયોગની રીત તો સારી હતી. પ્રતિ પ્રકાશની ઝડપ એક સેક્ધડના ૩ લાખ કિલોમીટરની છે તેની ગેલિલિયો બિચારાને ખબર ન હતી. જો પ્રકાશ એક સેક્ધડમાં ૩ લાખ કિલોમીટર જાય તો ૧૦ કિલોમીટરનું અંતર કાપતા તેને એક સેક્ધડનો ત્રીસ હજારમો ભાગ લાગે. પ્રકાશ એક સેક્ધડમાં પૃથ્વીની સાડા સાતવાર પરિક્રમા કરે છે. તે વખતે સેક્ધડનાં ત્રીસ હજારમો ભાગ માપે તેવા ઘડિયાળો કયાં હતાં? ત્યારે સૌથી સચોટ રીતે સમય માપનાર ઘડિયાળ જલધરિકા યંત્ર હતી. બિચારી ટપક ટપક ટપક જળબિન્દુ નળમાંથી પડે તેના દ્વારા સમય માપે. જળબિન્દુ એક બે કે ત્રણ સેક્ધડે નળમાંથી બહાર પડે. તેમાં સેક્ધડની ત્રણ લાખ કિલોમીટરની પ્રકાશની ઝડપ કેવી રીતે મપાય? બે કે ત્રણ સેક્ધડની ભૂલ તો ત્યાં થાય. તેમાં વળી હ્યુમન એરર આવે. ફાનસનું સટર ખોલવામાં એકાદ બે સેક્ધડ લાગે. વળી પાછું ફાનસનું સટર બે વાર ખોલવાનું થાય એટલે સમય માપનમાં બમણી ભૂલ થાય. આમ ૧૦ સેક્ધડની ભૂલ થઈ જાય અને ઝડપ માપન દસ ગણું ઓછું આવે ત્યારે હાલના જેવા અટેમિક ક્લૉક નહોતાં જે સેક્ધડનો એક અબજમો ભાગ કે દશમો અબજ ભાગ માપી શકે. અરે, પેન્ડયુલમ કર્લાક (લોલકવાળા ઘડિયાળો) પણ ન હતાં.

 

ગેલિલિયોએ પ્રકાશની ગતિ જેટલી વાર માપી તો દર વખતે જવાબ અલગ અલગ મળે. તેથી ગેલિલિયોને લાગ્યું કે પ્રકાશ વારંવાર તેની ઝડપ બદલતો હોય તેમ લાગે છે. આમ ગેલિલિયો પ્રકાશની ઝડપ માપવામાં નિષ્ફળ ગયો પણ તેણે વિજ્ઞાનીઓનાં મગજમાં એક વિચાર મૂકી દીધો કે પ્રકાશની ગતિ સીમિત જ છે. જોકે તે માપવી અઘરી છે ખરી માપી શકાય ખરી. ગેલિલિયો પ્રકાશની ગતિ માપવામાં નિષ્ફળ ગયેલો તેમાં તેનો વાંક નહોતો. તેની રીત સાચી હતી પણ તે વખતના ઘડિયાળો એવા હતાં કે પ્રકાશની એક સેક્ધડની ૩ લાખ કિલોમીટરની ઝડપ માપી ન શકે.

 

બીજા વિજ્ઞાનીઓએ પ્રકાશની ગતિ ચોક્કસપણે માપી. તેણે આપણને આપણું વિશ્ર્વ જોવાની નજર જ બદલાવી નાખી કારણ કે આપણે પ્રકાશની મદદથી જ બ્રહ્માંડ જોઈએ છીએ અને તે આપણે જે કાંઈ વસ્તુ જોઈએ છીએ. તેમાંથી આવતા કે થોડો સમય લે જ એટલે કે આપણે વસ્તુની તત્ક્ષણની સ્થિતિ જોતાં નથી પણ તેની ભૂતકાળની સ્થિતિ જ જોઈએ છીએ. જેટલી વસ્તુ દૂર તેમના ઊંડા તેના ભૂતકાળને આપણે જોઈએ છીએ. સૂર્યની સ્થિતિ આપણે તત્ક્ષણની જોતાં જ નથી પણ સાડા આઠ મિનિટ ભૂતકાળની સ્થિતિ જોઈએ છીએ. ચંદ્રની સવા સેક્ધડની ભૂતકાળની સ્થિતિ આપણે જોઈએ છીએ અને આપણી નજીકના તારા મિત્ર અને મિત્રકની સાડા ચાર.

 

વર્ષ ભૂતકાળની સ્થિતિ આપણે જોઈએ છીએ તો દેવયાની મંદાકિની (અક્ષમજ્ઞિળયમફ ૠફહફડ્ઢુ) ની સાડા બાવીસ લાખ વર્ષ ભૂતકાળની સ્થિતિ આપણે જોઈએ છીએ. આપણે જ્યારે આપણા દૃશ્ય વિશ્ર્વની કિનારી જોઈએ છીએ ત્યારે તેની સ્થિતિ ૧૪ અબજ વર્ષ પહેલાંની જોઈએ છીએ જ્યારે આપણું વિશ્ર્વ અસ્તિત્વમાં આવ્યું.

 

આ જ રીતે દૂર દૂરના ગ્રહો પર લોકો રહેતાં હોય તો તે આપણી પૃથ્વીનો ભૂતકાળ જોવે. જો તેઓ પાંચ હજાર પ્રકાશ વર્ષ દૂર રહેતા હોય તો તે હાલમાં આપણો પાંચ હજાર વર્ષ પહેલાંનો ભૂતકાળ જોવે, એટલે કે તે આપણને ન જુએ પણ મહાભારતના યુદ્ધને ચાલતું જોવે. જો તે લોકો ૧૦,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર હોય તો તે આજે પૃથ્વીનો દશ હજાર વર્ષ જૂનો ભૂતકાળ જોવે. આ દશ હજાર પ્રકાશ વર્ષના અંતરે રહેલાં લોકો હવે પછીના પાંચ હજાર વર્ષ પછીના ભૂતકાળને એટલે કે મહાભારતના યુદ્ધને જોશે. આજે આપણે કુરુક્ષેત્રમાં ફરતાં હોઈએ તો તેઓ આજે આપણને ન જુએ પણ પાંચ હજાર વર્ષ પછી તે આપણને કુરુક્ષેત્રમાં ફરતાં જોશે. આમ જ્યારે એક પ્રસંગ આપણા માટે ભૂતકાળ છે તે બીજે ક્યાંક વર્તમાનકાળ હશે અને તેનાથી દૂરના સ્થળે તે ભવિષ્યમાં દેખાશે. માટે બ્રહ્માંડમાં કે પૃથ્વી પર બનેલો કોઈ પણ પ્રસંગ કદી નષ્ટ પામતો નથી અને પામશે પણ નહીં કારણ કે આપણું બ્રહ્માંડ વિસ્તરતું જાય છે.

 

પ્રકાશ બહુ દિવ્ય છે. તે ઊર્જા છે. પ્રકાશે બ્રહ્માંડમાં ઘણી માયા સર્જી છે.

 

ન્યુટનના જ સમકાલીન વિજ્ઞાની ક્રિશ્ર્ચન હોમગન્સે જોયું કે પાણીમાં પથ્થર નાખીએ તો તેમાં ગોળ ગોળ તરંગો ઉત્પન્ન થાય છે. અવાજ તરંગોનો બનેલો છે. માટે તેને થયું કે પ્રકાશ પણ અવાજની જેમ તરંગોનો જ બનેલો હોવો જોઈએ. પ્રકાશ અવાજના તરંગો માફક પરાવર્તિત થાય છે અને તેનું વક્રીભમન ખૂબ થાય છે. આ આપણા પર હોમગન્સે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના ગુણધર્મો સાબિત કર્યા તેને હોમગન્સની પ્રકાશની તરંગોની થીયરી કહે છે.

 

ન્યુટનના મતે પ્રકાશ સુક્ષ્મકણોનો બનેલો છે અને હોમગન્સના મતે પ્રકાશ તરંગોનો બનેલો છે. આ બંને ગુણધર્મો અલગ અલગ ગણાય. એટલું જ નહીં પરસ્પર વિરોધી ગણાય એકબીજાને વિરોધી ગણાય. આ બાબતે વિજ્ઞાનીઓને મહાન અસમંજસમાં મૂકી દીધાં.

 

લંડનની રૉયલ સોસાયટીમાં ન્યુટને અને હોમગન્સ બંને જણાએ પોતપોતાની થિયરીઓ રજૂ કરી. ત્યારે જ રોયલ સોસાયટીના અધ્યક્ષ રોબર્ટ હૂક હતા. રોબર્ટ હૂક અને ન્યુટનને જામતું નહીં. હૂકને લાગ્યું હતું કે ન્યુટને તેની ગુરુત્વાકર્ષણની થીયરી હૂકના ગુરુત્વાકર્ષણના મૂળ વિચાર પર વિકસાવી હતી પણ હૂકને તે માટે ક્રેડિટ આપી ન હતી. હૂકે રૉયલ સોસાયટીના અધ્યક્ષ તરીકે હોમગન્સની થિયરી વધારે વજૂદવાળી લાગેલી તેથી હોમગન્સના તરફેણમાં મત આપ્યો. ન્યુટનને આ ગમ્યું નહીં.

 

તેણે હરહંમેશ માટે રૉયલ સોસાયટીમાંથી રાજીનામું આપી દીધું. પાછળથી હોયગન્સની થીયરીના આધારે પ્રકાશના બીજા બે ગુણધર્મો ઈન્ટરફીઅરન્સ અને ડિરેકશન સમજાવી શકાયા. તેથી ન્યુટનની થિયરી વિજ્ઞાનીઓનાં મગજમાંથી જ નીકળી ગઈ.

 

વીસમી સદીની શરૂઆતમાં વિખ્યાત જર્મન વિજ્ઞાની મેક્ષ પ્લાન્કે દર્શાવ્યું કે ફ્રકાશ નાના નાના (સૂક્ષ્મ) પેકેટમાં આવે છે. તેને તેણે ક્વોન્ટા કહ્યા. તેનો અર્થ એમ થાય કે પ્રકાશ પધાર્થકણ તરીકે પણ વર્તે છે. આથી પ્રકાશ ખરેખર શું છે, તેના રહસ્ય માટે વિજ્ઞાનીઓ મોટી ગૂંચવણમાં પડી ગયા.

 

આ વખતે આઈન્સ્ટાઈને સાબિત કર્યું કે પ્રકાશ ન્યુટન માનતો હતો તેમ પદાર્થકણ પણ છે અને હોમગન્સ માનતો હતો તેમ તરંગ પણ છે. પ્રકાશને બંને રૂપો છે. પ્રકાશ ગતિ કરે છે ત્યારે તરંગોની માફક ગતિ કરે છે અને તે જ્યારે પદાર્થ સાથે અથડાય છે ત્યારે પદાર્થકણ તરીકે વર્તે છે. આમ પ્રકાશના પરસ્પર વિરોધી બંને ગુણો ઊભરી આવ્યા. તેને પ્રકાશનની તરંગ અને પદાર્થકણ બંને સ્થિતિ કહે છે. ઠફદય – ઙફિશિંભહય ઉીફહશિું કહે છે. આમ પ્રકાશને દ્વિસ્વરૂપ છે. વિજ્ઞાનમાં પ્રથમ કાર આવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને બીજા પ્રયોગોએ તેને સારી રીતે સ્થાપ્યું. આ ખરેખર અદ્ભુત ગણાય. કુદરતમાં જ આવું સંભવી શકે. કુદરતની આ ક્રિયાએ ક્વોન્ટમ ફિઝિકસને ઉત્પન્ન કર્યું જે ભૌતિકશાસ્ત્રની આજની મહાન થિયરી ગણાય છે. આપણને તેથી પ્રશ્ર્ન થાય કે આપણા વેદશાસ્ત્રોમાં આ વાત સમજવા કોઈ ઉદાહરણ છે? છે તે શંકર ભગવાનનું અર્ધનારી સ્વરૂપ છે આ જાણી ખરેખર આશ્ર્ચર્ય થાય.

 

પ્રકાશનું તરંગ અને પદાર્થકણનું દ્વિસ્વરૂપ આપણને મહાદેવના અર્ધનારીશ્ર્વરના રૂપને બરાબર સમજાવે છે. કોઈ પણ સ્ત્રીમાં પુરુષના ગુણો પણ છે અને કોઈ પણ પુરુષમાં સ્ત્રીના પણ ગુણો છે. સ્ત્રી કોઈ એકલી સ્ત્રી નથી અને પુરુષ કોઈ એકલો પુરુષ નથી. સ્ત્રીમાં પુરુષ છે અને પુરુષમાં સ્ત્રી. આ ઘણી ગહન સમજણ છે.

 

 
સૌજન્ય : મુંબઈ સમાચાર

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

બ્રહ્માંડ એક સ્મશાન છે …

બ્રહ્માંડ એક સ્મશાન છે …

 

બ્રહ્માંડ દર્શન

– ડૉ. જે. જે. રાવલ

 
 

 
brahmand
 

 

દેવાધિદેવ મહાદેવ અજન્માં ગણાય છે. તેનો જન્મ નથી અને તેથી તેનું મરણ પણ નથી. મહાદેવનું રૂપ નિરાળુ છે. લિંગ સ્વરૂપ. તેમનું નિવાસ્થાન સ્મશાન છે. ભલા કોઈનું નિવાસસ્થાન સ્મશાન હોતું હશે? કોઈ સ્મશાનમાં રહી શકતું હશે, જ્યાં રાત-દિવસ નાના-મોટા માનવીઓની ચિતા બળતી હોય. સ્મશાન જેવી ભયંકર જગ્યા એકેય નથી. વળી પાછું શંકર ભગવાન શરીરે ભસ્મ ચોળે. ગળામાં સાક્ષાત્ કાળ સ્વરૂપ સર્પ પહેરે, એટલે કે કાળનેે તો ગળે લગાવીને રહે છે. સ્મશાન પોતે કાળનું નિવાસસ્થાન છે. શંકર ભગવાન મહાકાળ ગણાય છે. ઉજ્જૈનમાં મહાકાળેશ્ર્વર બિરાજે છે. કાળનું જન્મસ્થાન ગણાય છે. પ્રાચીન ભારતમાં સમયનો પ્રારંભ ઉજ્જૈનથી થતો હતો. ઉજ્જૈન હકીકતમાં ભારતના કેન્દ્રમાં છે. આજે કાળનો (સમયનો)પ્રારંભ ગ્રીનીચ (ઇંગ્લેન્ડ)થી થાય છે. શંકર ભગવાન ગળામાં રુંડની માળા પહેરે છે. રુંડની માળા એટલે ખોપડીઓની માળા. તેમનું વાહન નંદી છે. નંદી (વૃષભ) જ્ઞાનનો અવતાર મનાય છે. શંકર ભગવાન જટા રાખે જેના ગૂંચળામાં ગંગાજી બિરાજે અને જટામાં બાળચંદ્રને ધારણ કરે. વળી પાછા શંકર ભગવાન સંહારના દેવતા ગણાય છે અને ગળામાં હળાહળ ઝેર રાખીને બેઠા છે. તેમનું આયુધ ભયંકર ત્રિશૂળ અને તેમના બીજા હાથમાં નાદબ્રહ્મ સ્વરૂપ ડમરુ. ડમરુ પૂરા બ્રહ્માંડને નચાવે છે. શંકર ભગવાન પોતે નટરાજ સ્વરૂપે નૃત્ય કરે છે અને આપણે જોઈએ તો બ્રહ્માંડમાં બધે જ નૃત્ય ચાલી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં શંકર ભગવાનનું આવું સ્વરૂપ જોઈને થાય કે શંકર ભગવાનનું આવું સ્વરૂપ શા માટે, તેનો અર્થ શું? ખગોળીય દૃષ્ટિથી વિચારીએ તો તેનું આવું સ્વરૂપ બ્રહ્માંડનું વર્ણન કરતું હોય તેમ લાગે છે. શંકર ભગવાન વળી પાછા ઉત્તર દિશામાં હિમાલય પર બિરાજે જે દિશામાં ઉત્તરધ્રુવનો અચળ તારો છે જેની ફરતે પૂરી પૃથ્વી એટલે કે બ્રહ્માંડ ઘૂમે છે. શંકર ભગવાન સ્મશાનના રહેવાસી હોવા છતાં મહાદેવ ગણાય છે. દેવાધિદેવ ગણાય છે.

 
આ તરફ સ્મશાનનો વિચાર કરીએ તો દરેકે દરેક ગામ કે શહેરમાં સ્મશાન તો હોય જ. પુરાતત્ત્વવિધે કોઈ નવું ગામ, શહેર કે સંસ્કૃતિ શોધે તો જ્યાં સુધી તેઓ સ્મશાન ન શોધે ત્યાં સુધી તેમને તેમની શોધ માટે અંતિમ સર્ટિફિકેટ ન મળે. આપણને સ્મશાનમાં જતાં ખૂબ જ ડર લાગે. એમાંય જો રાતના સ્મશાનમાંથી નીકળવાનું થાય તો ખૂબ જ ડર લાગે, કારણ કે તે ભૂત-પિશાચનું સ્થાન છે. સ્મશાનમાં જતાં જતાં આપણા જ પગમાં આપણું પેન્ટ, પાયજામો કે ધોતિયું ભરાઈ જાય તો આપણને થાય કે મરી ગયા, ભૂતે આપણને પકડ્યા છે. ઘણા તો આવા ડરથી મૃત્યુ પણ પામ્યા છે, અને સ્મશાનમાં જાતે જ ડરના માર્યા પોઢી ગયા છે. તાંત્રિકો ક્યાંય નહીં પણ સ્મશાનમાં જ તેમની સાધના કરે છે એવું લોકો કહે છે. સ્મશાન ડરનું સ્થાન છે.

 
સ્મશાનમાં જઈએ તો વૈરાગ્ય આવી જાય. સ્મશાન બધાનું અંતિમ સ્થાન છે. સ્મશાનમાં આવી જતા વૈરાગ્યને સ્મશાન વૈરાગ્ય કહે છે. કોઈનું મૃત્યુ થાય અને આપણને સ્મશાનમાં જવાનું થાય ત્યારે મહાન માનવો કે હલકા માણસોનાં શરીરને અગ્નિની જ્વાળામાં બળતું જોઈ આપણને વૈરાગ્ય આવી જાય છે અને જીવનનું એક મહાન રહસ્ય સમજાય છે. પણ જેવા સ્મશાનમાંથી બહાર આવીએ કે જેવા હતા એવાને એવા આપણે દુુનિયાની માયામાં ફરી પાછા વીંટળાઈ જઈએ છીએ. એટલે કે સ્મશાન એવું ક્ષેત્ર છે જ્યાં માયા વસતી નથી, માત્ર જીવનનું સત્ય વસે છે. માનવી કાયમ માટે સત્યને સમજી શકે જો તે કાયમ માટે તેના હૃદયમાં સ્મશાન વૈરાગ્યને ધારણ કરી શકે.

 
કોઈ પણ ઘર એવું નથી કે જ્યાં મૃત્યુ થયું ન હોય દરેકે છેવટે કીડા, મકોડા, બેક્ટેરિયાનું મૃત્યુ થયું ન હોય. માટે દરેક ઘર સ્મશાન જ છે. પૃથ્વી પર આપણા પગ તળે કોઈ પણ જગ્યા લો જ્યાં મડદું દટાયેલું ન હોય. બ્રહ્માંડ પર દૃષ્ટિ કરીએ તો પૂરું બ્રહ્માંડ સ્મશાન જ છે. બ્રહ્માંડમાં હર ક્ષણે તારાનું મૃત્યુ થાય છે. બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ તારાની કબરો છે. આપણે બ્રહ્માંડરૂપી સ્મશાનમાં જ જીવી રહ્યા છીએ. તો પછી સ્મશાનનો ડર શા માટે?

 
આપણી મંદાકિની આકાશગંગામાં પ૦૦ અબજ તારા છે. આપણી નજીકની મંદાકિની દેવયાનીમાં ર૦૦૦ અબજ તારા છે. બ્રહ્માંડમાં આવી તો ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. આ બધી મંદાકિનીઓમાં લાખ વર્ષે પણ એક તારાનું મૃત્યુ થતું નોંધાય. જોકે સરાસરી ૧૦૦ વર્ષે આપણી જ મંદાકિનીમાં એક તારાનું મૃત્યુ થાય છે તો પણ બ્રહ્માંડમાં ૧૦૦ અબજ મંદાકિની હોવાથી કહી શકાય કે બ્રહ્માંડમાં હર ક્ષણે એક તારો મૃત્યુ પામે છે અને કબરમાં ફેરવાય છે. બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ તારાની કબર છે. તો શું બ્રહ્માંડને સ્મશાન ન કહી શકાય? જરૂર કહી શકાય. આમ પૂરું બ્રહ્માંડ એક સ્મશાન જ છે. આમ સ્મશાનનો અર્થ ઘણો અર્થપૂર્ણ છે. તારાનું મૃત્યુ શ્ર્વેતવામન (ૂવશયિં ઉૂફરિ તફિંતિ)ના રૂપમાં થાય છે. ન્યુટ્રોન તારાના રૂપમાં થાય છે અને બ્લેકહોલ્સના રૂપમાં થાય છે. આ બધા તારાના મૃત શરીરો છે, તારાની કબરો છે, તારાની રાખ (ફતવ) છે. રાખ હંમેશા પવિત્ર મનાય છે. રાખ ફળદ્રુપ હોય છે. તારાની રાખ પણ ફળદ્રુપ છે અને તેમાંથી બ્રહ્માંડમાં વિવિધ તત્ત્વો ફેંકાય છે જેમાંથી નવા તારા અને જીવન ઉત્પન્ન થાય છે. મૃત્યુ હંમેશાં નવા જીવનને ઉત્પન્ન કરે છે. અથવા નવા જીવનને વિકસાવવા માર્ગ કરી આપે છે. જો માનવીના મૃત્યુ થતાં ન હોત તો આજે પૃથ્વીની હાલત શું હોત? માટે મૃત્યુ પણ માનવજીવન માટે એક વરદાન જ છે. માટે ઈચ્છામૃત્યુ હવે ગુનો ગણાશે નહીં. સ્મશાન કાળનું સામ્રાજ્ય દર્શાવે છે તેમ બ્રહ્માંડ પણ કાળનું સામ્રાજ્ય દર્શાવે છે. આ બંને કાળ સર્વોપરી છે એમ દર્શાવે છે. મહાદેવ માટે જ બ્રહ્માંડસ્વરૂપ છે. મહાદેવ છે કે નહીં એ પ્રશ્ર્નમાં પડવા કરતાં મહાદેવનો અર્થ સમજવા જેવો છે. મહાદેવ બ્રહ્માંડનું રહસ્ય પ્રગટ કરે છે.

 
શંકર ભગવાન પોતે મહાદેવ છે, દેવાધિદેવ છે. તેમના સસરા મહાન હિમાલય છે. તેમનો મિત્ર ધનપતિ કુબેર છે. તેમનો દીકરો રિદ્ધિ-સિદ્ધિના દેવતા ગણેશ છે પણ પોતાની પાસે તો કાંઈ જ નથી. શંકર ભગવાન કેટલા માયાથી અલિપ્ત છે તે જોવાનું છે. માટે તે સ્મશાનમાં રહે છે. આપણે પણ બ્રહ્માંડની માયામાં રહેવા છતાં માયાથી અલિપ્ત રહેવું જોઈએ. સ્મશાન એવી જગ્યા છે જ્યાં માયા દૂર રહે છે.

 
શ્ર્વેતવામન તારા ન્યુટ્રોન તારા, બ્લેકહોલ્સ હકીકતમાં તારાના શરીરની ભસ્મ છે. તેનું સમસ્તભર દ્રવ્યનું વજન એક અબજ ટન થાય છે. બ્લેકહોલની ભસ્મનું વજન તો થઈ પણ શકતું નથી. એવી રહસ્યમય આ રાખ છે. હકીકતમાં કોઈ પણ રાખ રહસ્યમય જ હોય છે. હકીકતમાં રાખ, રાખનથી પણ સંજીવની છે. માટે જ તેને માથે ચઢાવવામાં આવે છે, કપાળ પર લગાવવામાં આવે છે.

 
જ્યારે કોઈ કાળને પામે છે ત્યારે શંકર ભગવાનને પામે છે, કારણ કે મહાદેવ મહાકાળ છે.

 
ભારતના દરેકે દરેક શંકરના મંદિરમાં નંદી બેઠેલો જ તમે જોશો. પણ ઉજ્જૈનમાં સાંદિપની ઋષિના આશ્રમમાં તમને નંદી ઊભો જોવા મળશે. આ ભારતનું માત્ર એક જ મંદિર છે જ્યાં નંદી ઊભો દેખાય છે. તમને થાય કે આમ કેમ? કારણ કે શ્રીકૃષ્ણ ભગવાન સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા આવ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણ જ્યારે સાંદિપની ઋષિના આશ્રમના શંકર ભગવાનના મંદિરે ભગવાનને વંદન કરવા આવ્યા એ જોઈને નંદી એટલો બધો ઉત્સાહમાં આવી ગયો હતો કે તે ઊભો થઈ ગયો. એ જગતના બે મહાન ભગવાનનું મિલન હતું. એક જગ્યાએ જગતના બે નિયંતા જોઈને નંદી ઊભો થઈ ગયો. આજે પણ ત્યાં નંદી ઊભો જ છે. ક્ષિપ્રા નદીના કિનારે આ મંદિર આવ્યું છે. બ્રહ્માંડ એવું છે, જે સ્મશાન (કબ્રસ્તાન) પણ છે અને જન્મસ્થાન પણ છે.
 

 
સૌજન્ય : મુંબઈ સમાચાર

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

શા માટે ??? …

શા માટે ??? …

 

 

question

 

 

મને સદા એક પ્રશ્ન મૂંઝવતો રહ્યો છે, “આપણે પ્રભુને શા માટે ભજીએ છીએ?” આપણને મળેલા સંસ્કાર કહો કે આદત કહો કે પછી આપણો દેખાડો કહો આપણે નિયમિત મંદિર, મસ્જીદ, ગુરૂદ્વારા, ચર્ચ કે અન્ય કોઈ દેવાલયમાં જતા હોઈએ છીએ. એવું પણ બને કે આપણે દેવાલય ન જતા હોઈએ પણ ઘરમાં જ ઈષ્ટ દેવ કે દેવીનાં પૂજન-અર્ચન કે છેવટે દીવા બત્તી કરી લેતાં હોઈએ. મહત્વ પધ્ધતિનું નથી, મહત્વ હેતુનું છે.

 
માણસ પ્રભુને લાલસાથી અથવા ભયથી ભજતો હોય છે. લાલસા દુન્યવી પદાર્થોની હોય કે પછી આધ્યાત્મિક ઉન્નતિની હોય, સ્વર્ગની કામના હોય કે પ્રભુને પામવાની મંશા હોય પણ કંઈંક મેળવાની લાલસા જ ભક્તિનું ચાલક બળ (driving force)હોય તે શક્યતા નકારી શકાતી નથી. પરીક્ષામાં પાસ થવું હોય, નોકરી મેળવવી હોય, સારો છોકરો કે છોકરી મેળવવા હોય, વેપારમાં સફળતા, નોકરીમાં પ્રમોશન મેળવવું હોય તો આપણે ભગવાન પાસે દોડીએ છીએ. એક શ્રીફળ, થોડું તેલ, થોડી સામગ્રી, ધજા ચડાવવાની, અમુક કિલો સોનું કે પછી અમુક હજાર કે લાખ મંત્ર જાપની ‘ઓફર’ લઈને પ્રભુ સમક્ષ પહોંચી જઈએ છીએ. આમ લાલચ કે લાલસા આપણને ‘ભક્ત’ બનાવે છે.

 
ભારતીય મનમાં પેઢીઓથી પાપ-પુણ્યની વિભાવનાઓ અત્યંત મજબુતીથી ધરબાયેલી પડી છે. પુણ્ય કરતા રહેવાની અને પાપથી ડરતા રહેવાની મંશા આપણા મનમાં સતત રમતી રહે છે. પાપ ગણાય તેવું કોઈ કાર્ય થઇ જાય તો આપણને રંજ રહ્યા કરે છે. ‘આવું થઇ ગયું’ તેથી મન સતત ચચરે છે. આવાં કાર્યો ન થાય તે માટે પ્રયત્નશીલ રહીએ, જાગૃત પણ રહીએ તો પણ જાણે અજાણે કંઇક નહીં તો કંઇક થઇ જતું હોય છે. આ સંજોગોમાં એક ઈચ્છા એવી પણ રહે છે કે  આપણા પાપ માફ થઇ જાય અગર તેને માટે સજા હળવી થઇ જાય તો કેવું સારૂં? અહીં પણ નજર તો પ્રભુ તરફ જ દોડે છે. જો પ્રભુ રહેમ કરે અગર કોઈ રીતે તેમને ખુશ કરી શકીએ તો આવું શક્ય બને તેમ માનવા આપણે પ્રેરાઈયે છીએ. આમ પાપના ડરથી, બલ્કે પાપની સજાના ડરથી આપણે પ્રભુ ભક્તિ તરફ વળીએ છીએ. ગીતાજીમાં પણ ભગવાન કહે છે કે ‘સર્વ ધર્મો ત્યજીને એક મારા શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ.’

 
આ ઉપરાંત આપણે દેવી દેવતાઓની દૈવી શક્તિઓથી પણ અભિભૂત થયેલા હોઈએ છે. તેઓ રીઝે તો આપણને ન્યાલ કરી દે અને રૂઠે તો ધનોત પનોત કાઢી નાખે તેવી માન્યતા ધરાવીએ છીએ. સમાજમાં પણ મોટા અને આગળ પડતા લોકોથી આપણે થોડા દબાતા રહીએ છીએ. અહીં પણ લાલચ અને ડરનું ‘કોમ્બો-પેક’ કામ કરે છે. દેવી દેવતાઓ ખુશ થઈને કઈંક આપી દેશે કે નાખુશ  થઇ આપણને નુકશાન કરશે. એ બેમાંથી એક કે બંને ભાવનાઓથી પણ તેઓની ભક્તિ કરીએ છીએ. શુકન અપશુકન, મુરત કે કમુરતાનાં પાયામાં પણ આ ભાવના જ કામ કરે છે.

 
લાલચ કે ડર સિવાય પણ ભક્તિ થતી હોય છે. પ્રભુએ આપણને માનવ બનાવ્યા, ઘણી આવડતો આપી, ઘણી ક્ષમતાઓ આપી, અનેક અનુકુળતાઓ ઉભી કરી આપી. સંસારમાં આપણી ‘ગાડી’ સડસડાટ દોડી રહી છે તે બધું પ્રભુની કૃપાથી થયું છે તેથી આપણને પ્રભુ પ્રત્યે માન-સન્માન કે પ્રેમનો ઉભરો આવ્યો તેથી આપણે પ્રભુને ભજીએ છીએ? આપણને આ બધું મળ્યું તેની કિંમત સમજાઈ છે, પ્રભુએ કેવી કૃપા કરી છે તે સમજાયું છે તેથી કૃતજ્ઞતાના ભાવથી આભાર માનવા, ‘થેંક્યું’ કહેવા આપણે પ્રભુ સમક્ષ જઈએ છીએ?

 
પ્રભુએ જે આપ્યું હોય તેની કિંમત સમજાય જ તેવું જરૂરી નથી. યાદ છે ને પેલો ભક્ત પ્રભુ પાસે ‘આવી ગરમીમાં મારે ખુલ્લા પગે ચાલવું પડે છે’ની ફરિયાદ કરવા ગયો હતો તેને પાછા ફરતાં સામે મળેલા લંગડાને જોયા પછી જ પોતાના બે સાજા સારા પગની કિંમત સમજાઈ હતી?  મહત્વ સમજ્યા વગર કૃતજ્ઞતા આવવી શક્ય નથી. આમ પણ જે અનાયાસે, વગર મહેનતે, વગર માંગે મળી જાય તેની કિંમત ક્યાં કોઈને સમજાય છે ?  આનો મતલબ એ કે આપણા પ્રભુ ભજન, પ્રભુ સેવા, ભગવદ ભક્તિની પાછળ હંમેશાકૃતજ્ઞતાની ભાવના નથી હોતી.

 
કૃતજ્ઞતા અગર આભારની લાગણીથી થતી ભક્તિ સિવાય એક અન્ય પ્રકાર પણ છે. વ્રજની ગોપીઓએ  નિષ્કામ, નિર્બંધ, નિસ્વાર્થ, નિરિહ નેહથી નંદલાલને નવાજ્યા હતા. પ્રેમ ખાતર પ્રેમ કે નિષ્પ્રયોજન પ્રેમનું તે ઉત્તમ ઉદાહરણ છે. કોઈ જ આશા વગર, કશા જ ડર વગર, કંઇક પામવા માટે નહીં પણ પોતાનું સર્વસ્વ નિછાવર કરવા માટે કરાયેલો પ્રેમ અદ્વિતીય, અનોખો અને અનુઠો ગણાય. આથી જ ગોપીને પ્રેમની ધ્વજા કહી છે. મીરાનો પ્રભુ પ્રેમ પણ આવો જ હતો. સુફી ભક્તો પણ આવા જ પ્રેમની ઉત્કટતાથી રબને ભજે છે.

 
માનવ મનની આશાઓ, આકાંક્ષાઓ, અભિલાષાઓ, અપેક્ષાઓ, આશંકાઓ અને અન્ય અનુભૂતિઓને સમજવાનું અસંભવ નહીં તો અત્યંત અઘરૂં તો જરૂર છે કારણ કે તેમાં કેલીડોસ્કોપની જેમ હર પળે જુદી ભાત ઉપસતી રહે છે. તેમ છતાં એ તો નક્કી જ છે કે આપણો પ્રભુ પ્રેમ તદ્દન નિર્ભેળ, તદ્દન નિષ્કામ પ્રેમ નથી તે લાલચ અને ભયના તત્વોની ભેળસેળથી ઓછા વત્તા અંશે પ્રદુષિત થયેલો છે. આપને શું લાગે છે?  ટીકા, ટિપ્પણનું <[email protected] >ઉપર સ્વાગત છે.

 

 

સાભાર : મહેશભાઈ શાહ (વડોદરા)

 

 

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો  મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ. 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ઉત્તરાયણ… મંગલમય મૃત્યુનું રહસ્ય …

ઉત્તરાયણ… મંગલમય મૃત્યુનું રહસ્ય …

 

 
bhishmapitamah
 

 

સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે.  આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે, પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે, ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે.  આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.  આવો ઉત્તરાયણના સંદર્ભમાં મંગલમય મૃત્યુના રહસ્યને સમજીએ…!

 

અગ્નિજ્યોતિરહઃ શુક્લઃષણ્માસા ઉત્તરાયણમ્ !
તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ !
ધૂમો રાત્રિસ્તથા કૃષ્‍ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્ !
તત્ર ચાન્દ્દમસં જ્યોતિર્યોગી પ્રાપ્‍ત નિવર્તતે !!

 (શ્રીમદ ભગવદ ગીતાઃ૮/૨૪-૨૫)

 

 

પ્રકાશ સ્વરૂ૫ અગ્નિનો અધિપતિ દેવતા, દિવસનો અધિ૫તિ દેવતા, શુકલ૫ક્ષનો અધિ૫તિ દેવતા અને છ મહિનાવાળા ઉત્તરાયણના અધિ૫તિ દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને ગયેલા બ્રહ્મવેત્તા પુરૂષ ૫હેલાં બ્રહ્મલોકને પ્રાપ્‍ત થઇને ૫છી બ્રહ્માની સાથે બ્રહ્મને પ્રાપ્‍ત થઇ જાય છે.  ધૂમનો અધિ૫તિ દેવતા, રાત્રિનો અધિ૫તિ દેવતા, કૃષ્‍ણપક્ષનો અધિ૫તિ દેવતા અને છ મહિનાવાળા દક્ષિણાયનના અધિ૫તિ દેવતા છે તે શરીર છોડીને તે માર્ગે ગયેલો સકામ કર્મ કરનાર યોગી ચંદ્દમાની જ્યોતિને પામીને પાછો આવે છે એટલે કે જન્મ મરણને પ્રાપ્‍ત થાય છે.

 

આ ભૂમંડળ ૫ર શુકલમાર્ગમાં સહુથી ૫હેલો અગ્નિ દેવતાનો અધિકાર રહે છે.  શુકલ૫ક્ષ પંદર દિવસનો હોય છે.  જે પિતૃઓની એક રાત છે.  જ્યારે સૂર્યદેવ ઉત્તરની તરફ ગતિ કરે છે ત્યારે તેને ઉત્તરાયણ કહે છે જેમાં દિવસનો સમય વધે છે તે ઉત્તરાયણ છ મહિનાનો હોય છે કે જે દેવતાનો એક દિવસ છે.  જે શુકલમાર્ગમાં જવાવાળા છે તેઓ ક્રમપૂર્વક બ્રહ્મલોકમાં ૫હોચી જાય છે.  બ્રહ્માજીના આયુષ્‍ય સુધી તેઓ ત્યાં રહીને મહાપ્રલયમાં બ્રહ્માજીની સાથે જ મુક્ત થઇ જાય છે,  સચ્ચિદાનંદઘન ૫રમાત્માને પ્રાપ્‍ત થઇ જાય છે.  અહી બ્રહ્મવિદ ૫દ ૫રમાત્માને અપરોક્ષરીતે અનુભવ કરવાવાળા બ્રહ્મજ્ઞાનીઓનું નહી ૫રંતુ ૫રોક્ષરીતે જાણવાવાળા મનુષ્‍યોનું વાચક છે, કારણ કે જો તેઓ અપરોક્ષ બ્રહ્મજ્ઞાની હોત તો અહી જ મુક્ત થઇ જાત અને તેઓને બ્રહ્મલોકમાં જવું ના ૫ડત !

 

કૃષ્‍ણમાર્ગે જવાવાળા જીવોને ચંદ્દલોકના અધિ૫તિ દેવતાને સુપ્રત કરવામાં આવે છે.  જ્યાં અમૃતનું પાન થાય છે એવા સ્વર્ગ વગેરે લોકોને પ્રાપ્‍ત થાય છે ૫છી પોતાના પુણ્ય કર્મો અનુસાર ન્યૂનાધિક સમય સુધી ત્યાં રહીને ભોગ ભોગવીને પાછા ફરે છે.  સામાન્ય મનુષ્‍યો મર્યા ૫છી મૃત્યુલોકમાં જન્મ લે છે, જેઓ પાપી હોય છે તેઓ આસુરી યોનિઓમાં જાય છે અને તેમનાથી ૫ણ જે પાપી હોય છે તેઓ નરકમાં જાય છે.

 

કૃષ્‍ણમાર્ગથી પાછા ફરતી વેળાએ જીવ ૫હેલાં આકાશમાં આવે છે ૫છી વાયુને આધિન થઇને વાદળોમાં આવે છે અને વાદળોમાંથી વર્ષા દ્વારા ભૂમંડળ ૫ર આવીને અન્નમાં પ્રવેશ કરે છે ૫છી કર્માનુસાર પ્રાપ્‍ત થવાવાળી યોનીના પુરૂષમાં અન્ન દ્વારા પ્રવેશ કરે છે અને પુરૂષના દ્વારા સ્ત્રી જાતિમાં જઇને શરીર ધારણ કરીને જન્મ લે છે આ રીતે જન્મમરણના ચક્કરમાં ફર્યા કરે છે.

 

મરનાર પ્રાણીઓની ત્રણ ગતિઓ બતાવી છે. ઉધ્વવતિ, મધ્યગતિ અને અધોગતિ.. (ગીતાઃ૧૪/૧૮)

 

સત્વગુણમાં સ્થિત મનુષ્‍ય સ્વર્ગ વગેરે ઉચ્ચ લોકોમાં જાય છે, રજોગુણમાં સ્થિત મનુષ્‍યો મનુષ્‍ય લોકમાં જન્મ લે છે અને તમોગુણનાં કાર્ય નિંદનીય તમોગુણની વૃત્તિમાં સ્થિત તામસી મનુષ્‍ય અધોગતિને પ્રાપ્‍ત થાય છે.

 

જેમનો ઉદ્દેશ્ય ૫રમાત્મા પ્રાપ્‍તિનો છે ૫રંતુ અંતકાળમાં કોઇ સૂક્ષ્‍મ ભોગવાસનાના કારણે તેઓ યોગથી વિચલિત મનવાળા થઇ જાય છે તેઓ બ્રહ્મલોક વગેરે ઉંચા લોકોમાં જાય છે અને ત્યાં બહુ સમય સુધી રહીને ૫છી ભૂમંડળ ૫ર આવીને શુદ્ધ શ્રીમંતોના ઘરમાં જન્મ લે છે.

 

બધા જ મનુષ્‍યો ૫રમાત્માની પ્રાપ્‍તિના અધિકારી છે અને ૫રમાત્માની પ્રાપ્‍તિ સુગમ છે કારણ કે ૫રમાત્મા બધાને આપમેળે પ્રાપ્‍ત છે.  આ૫મેળે તત્વનો અનુભવ બહુ સુગમ છે તેમાં કંઇ કરવું ૫ડતું નથી.

 

જેઓનો ઉદ્દેશ્ય ૫રમાત્માપ્રાપ્‍તિનો જ છે અને જેઓમાં અહીના ભોગોની વાસના નથી, બ્રહ્મલોકના ભોગોની ૫ણ વાસના નથી, પરંતુ જેઓ અંતકાળમાં નિર્ગુણના ધ્યાનથી વિચલિત થઇ જાય છે તેઓ સીધા યોગીઓના કૂળમાં જન્મ લે છે જ્યાં પૂર્વજન્મકૃત ધ્યાનરૂપી સાધન કરી મુક્ત થઇ જાય છે.

 

જેમનો ઉદ્દેશ્ય સ્વર્ગ વગેરે ઉંચા લોકોનું સુખ ભોગવવાનો છે તેઓ શુભ કર્મો કરીને ઉંચા લોકોમાં જાય છે અને ત્યાંના દિવ્ય ભોગો ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં પાછા ફરીને આવી જાય છે એટલે કે જન્મ મરણને પ્રાપ્‍ત થાય છે.

 

સામાન્ય મનુષ્‍યોની એવી ધારણા છે કે જે દિવસમાં,શુકલ૫ક્ષમાં અને ઉત્તરાયણમાં મરે છે તેઓ તો મુક્ત થઇ જાય,પરંતુ જેઓ રાતમાં, કૃષ્‍ણપક્ષમાં અને દક્ષિણાયનમાં મરે છે તેઓની મુક્તિ થતી નથી આ ધારણા યોગ્ય નથી કારણ કે અહીયાં જે શુકલમાર્ગ અને કૃષ્‍ણમાર્ગનું વર્ણન થયું છે તે ઉધ્વગતિને પ્રાપ્‍ત કરવાવાળાઓના માટે જ થયું છે, એટલા માટે જો એમ જ માની લેવામાં આવે કે દિવસ વગેરેમાં મરવાવાળા મુક્ત થાય છે અને રાત વગેરેમાં મરવાવાળા મુક્ત થતા નથી તો ૫છી અધોગતિવાળા ક્યારે મરશે ? કેમકે દિવસ-રાત, શુકલ૫ક્ષ-કૃષ્‍ણ૫ક્ષ અને ઉત્તરાયણ-દક્ષિણાયન ને છોડીને બીજો કોઇ સમય જ નથી.  વાસ્તવમાં મરવાવાળા પોતપોતાના કર્મો અનુસાર જ ઉંચનીચ ગતિઓમાં જાય છે.  તેઓ ભલે દિવસમાં મરે કે રાતમાં ! શુકલ૫ક્ષમાં મરે કે કૃષ્‍ણ૫ક્ષમાં મરે ! ઉત્તરાયણમાં મરે કે દક્ષિણાયનમાં મરે !  એનો કોઇ નિયમ નથી.

 

જેઓ ભગવાનના ભક્ત છે તેઓ ફક્ત ભગવાનને જ ૫રાયણ હોય છે.તેમના મનમાં ભગવદદર્શન ની જ લાલસા હોય છે.એવા ભક્તો દિવસમાં કે રાતમાં, શુકલ૫ક્ષમાં કે કૃષ્‍ણ ૫ક્ષમાં, ઉત્તરાયણમાં કે દક્ષિણાયનમાં જ્યારે ૫ણ શરીર છોડે ત્યારે તેઓને લેવા માટે ભગવાનના પાર્ષદો આવી તેમને ભગવદધામમાં લઇ જાય છે.

 

અહી આ૫ણને શંકા થાય કે મનુષ્‍ય પોતાના કર્મો અનુસાર જ ગતિ પામે છે તો પછી ભિષ્‍મજી જેવા તત્વજ્ઞ, જીવનમુક્ત મહાપુરૂષ દક્ષિણાયનમાં શરીર ના છોડીને ઉત્તરાયણની પ્રતિક્ષા કેમ કરી હતી ?

 

તેનું સમાધાન એ છે કે..  ભિષ્‍મજી ભગવદધામમાં ગયા નહોતા.  તેઓ દ્યો નામના વસુ(આજાન દેવતા) હતા.  જેઓ શ્રાપના કારણે મૃત્યુલોકમાં આવ્યા હતા.  આથી તેઓને દેવલોકમાં જવાનું હતું.  દક્ષિણાયન ના સમયે દેવલોકમાં રાત રહે છે અને તેના દરવાજા બંધ રહે છે.  જો ભિષ્‍મજી દક્ષિણાયનના સમયે શરીર છોડત તો તેમને પોતાના લોકમાં પ્રવેશ કરવાના માટે પ્રતિક્ષા કરવી ૫ડત.  તેઓ પાસે ઇચ્છા મૃત્યુંનું વરદાન તો હતું જ તેથી તેમને વિચાર્યું કે ત્યાં પ્રતિક્ષા કરવા કરતાં અહી પ્રતિક્ષા કરવી યોગ્ય છે,કારણ કે અહીયાં ભગવાન શ્રી કૃષ્‍ણનાં દર્શન થતાં રહેશે અને સત્સંગ ૫ણ થતો રહેશે જેનાથી બધાનું હિત થશે આવું વિચારી તેમને પોતાનું શરીર ઉત્તરાયણમાં છોડવાનું નક્કી કરેલ.

 

ઉતરાયણ એટલે પ્રકાશનો અંધકાર ઉ૫ર વિજય.  આપણું જીવન ૫ણ અંધકાર અને પ્રકાશથી વિંટલાયેલું છે.  આ૫ણા જીવનમાં રહેલા અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, જડતા, કુસંસ્કાર.. વગેરે અંધકારના પ્રતિક છે.  આપણે અજ્ઞાનને જ્ઞાનથી, વહેમને વિજ્ઞાનથી, અંધશ્રદ્ધાને સાત્વિક શ્રદ્ધાથી, જડતાને ચેતનાથી અને ખરાબ સંસ્કારોને સંસ્કાર સર્જનથી દૂર કરવાના છે.  એ જ સાચી સંક્રાંતિ છે.  તેના માટે આ૫ણા સંકલ્પોને બદલવાની જરૂર છે, આ૫ણા મસ્તકમાં રહેલા વિચારો બદલવાની જરૂર છે.  કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર.. વગેરે વિકારોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવાનો છે.

 

બધા જ પ્રકારનો સંગ છોડવો જોઇએ ૫ણ જો તે શક્ય ના હોય તો સારા માણસોનો સંગ રાખવો જોઇએ, કારણ કે સત્સંગથી જ જીવન બદલાય છે.  કુસંગથી આ૫ણે ૫તનની ખાઇમાં ગબડી ૫ડીએ છીએ.  અનંત ગુણોથી વિભૂષિત એવા કર્ણ, ધૃતરાષ્‍ટ, શકુનિ, દુર્યોધન અને દુઃશાસન… આ ચંડાલ ચોકડીના સંગથી અધોગતિને પામ્યો હતો.  તેથી આ૫ણે જીવન મુક્ત, સત્સંગી, હરિભક્તોનો સંગ કરવો જોઇએ એવો સંક્રાંતિનો સંદેશ છે.

 

ઉતરાયણના તહેવાર નિમિત્તે સગાં સ્નેહીઓના ઘેર જવાનું, તલના લાડુંની આ૫ લે કરવાનો,જૂના મતભેદ દૂર કરવાના, વિખવાદ દૂર કરી સ્નેહની સ્થા૫ના કરવાની છે. ઉત્તરાયણના ઉત્સવમાં તલના લાડુ એ નૈસર્ગિક કારણ છે.  કુદરત ૫ણ ઋતુ પ્રમાણે ફળ અને વનસ્પતિ આપે છે.  જે ઋતુમાં જે પ્રકારના રોગો થવાની સંભાવના હોય છે તે મુજબ કુદરત ઔષધિ, વનસ્પતિ, ફળો વગેરે આપે છે.  શિયાળાની સખત ઠંડીમાં શરીરનાં તમામ અંગો જકડાઇ જાય, લોહીનું ૫રીભ્રમણ મંદ થાય, શરીર રૂક્ષ થાય ત્યારે સ્નિગ્ધતાની જરૂર રહે છે અને તલમાં આ સ્નિગ્ધતાનો ગુણ હોય છે.  આયુર્વેદની દ્દષ્‍ટિએ તલ આ ઋતુનો આદર્શ ખોરાક છે.

 

આ દિવસે ૫તંગ ચગાવવામાં આવે છે.  ૫તંગ ચગાવવા ખુલ્લા મેદાન, મકાનની છત ઉ૫ર જવાથી સૂર્ય સ્નાનનો લાભ મળે છે.  આખો દિવસ સૂર્યનો તાપ શરીરને મળે છે જે વિટામિન ડી આપે છે.   આખો દિવસ પતંગ ઉડાવવાથી શ્રમ થાય છે તેથી શરીરને કસરત મળે છે, વળી તલ અને આચરકૂચર ખાવાથી પેટમાં થોડું અજીર્ણ થાય છે, જેને કારણે પેટનો બગાડ નીકળી જતાં શરીરને ઘણી રાહત રહે છે.

 

આપણા જીવનનો ૫તંગ ૫ણ જગતની પાછળ રહેલી અદ્દષ્‍ટ શક્તિ (પ્રભુ ૫રમાત્મા) કોઇ અજ્ઞાત અગાશીમાં ઉભા રહી ચગાવે છે.   આકાશમાં લાલ, લીલા, પીળા.. વગેરે અનેક રંગના ૫તંગ ઉડતા જોવા મળે છે તેવી જ રીતે આ વિશ્વના વિશાળ આકાશમાં ગરીબ, તવંગર, સત્તાધીશો, વિદ્વાનો.. વગેરે અનેક પ્રકારના લોકો રહે છે.  ૫તંગની હસ્તી અને મસ્તી ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી તેની દોરી સૂત્રધારના હાથમાં હોય છે.  સૂત્રધારના હાથમાંથી છૂટેલો ૫તંગ વૃક્ષની ડાળી ૫ર, વિજળીના તાર ૫ર કે સંડાસની ટાંકી ૫ર ફાટેલી અને વિકૃત દશામાં ૫ડેલો જોવા મળે છે તેવી જ રીતે પ્રભુ ૫રમાત્માના હાથમાંથી છૂટેલો માનવ ૫ણ થોડા સમયમાં જ ફિક્કો અને અસ્વસ્થ જોવા મળે છે.  તેથી આજના દિવસે પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ ! મારા જીવન રથરૂપી ૫તંગ ઝોલે ના ચઢે તે માટે તેની દોર હું આપના હાથમાં સોપું છું તેને સલામત રાખજો !

  

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મકર સંક્રાંતિ … દેવતાઓનો દિવસ, સકારાત્મકતાનું પ્રતિક ….

મકર સંક્રાંતિ … 

દેવતાઓનો દિવસ, સકારાત્મકતાનું પ્રતિક ….

 

 

આપ સર્વને મકર સંક્રાતિની શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ. મકરસંક્રાંતિ આપ સર્વેના જીવનમાં કાંતિ ને ક્રાંતિ લાવે એ જ  પ્રાર્થના !

 

 

kites-background.jpg

 

સાત સમંદર પારથી ટીવીમાં જો જોવા મળે તો અમદાવાદ – કચ્છનો વાયબ્રન્ટ પતંગ મહોત્સવ જોતાં, અને ન જોવા મળે તો ઉત્તરાયણને યાદ કરતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ-ભાભીઓ – બેહનો – માતાઓ ને ભૂલકાંવ ! ગુજરાતમાં ઉતરાણનો જલ્સો માણી રહેલા હંધાય દેશીઓના જે શ્રીકૃષ્ણ 

 

આજે તમને ઉત્તરાણની થોડી આડીઅવળી ટિટ-બિટ્સ જ સંભળાવીએ. આમાં થોડી જેવી વાતું ય છે ને થોડી માણવા જેવીય છે …..

 

મકર સંક્રાંતિ : દેવતાઓનો દિવસ, સકારાત્મકતાનું પ્રતિક ….

 

સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશને ઉત્તરાયણ માનવામાં આવે છે. સૂર્યના આ રાશિ-પરિવર્તનના સમયને મકર સંક્રાંતિ કહેવાય છે. સમગ્ર ભારતમાં આ પર્વ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઊજવાય છે. જોકે દરેક પ્રદેશમાં તેનું અલગ –અલગ નામ છે, ને ઉજવણીની રીતો પણ જુદી-જુદી છે.

 

હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ છે. પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તરની તરફ ઢળે છે. આથી આ કાળ કે સમયને ઉત્તરાયણ કહે છે. વેદો અને પુરાણમાં પણ આ દિવસનો ઉલ્લેખ છે.

 

દિવાળી, હોળી, શિવરાત્રી અને અન્ય તહેવાર સાથે વિશેષ કથાઓ જોડાયેલી છે અને આ બધાં જ તહેવાર અંગ્રેજી મહિના અનુસાર ન આવતા હિન્દુ માસ અને તિથિ મુજબ આવે છે જ્યારે મકર સંક્રાંતિ એ એક ખગોળીય ઘટના છે અને જેનાથી જડ અને ચેતનની દિશા અને દશા નક્કી થાય છે. આ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિના મુજબ ૧૪ જાન્યુઆરી આવે છે.

 

શાસ્ત્રો અનુસાર દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ એટલે કે નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. આથી આ દિવસે જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે જેવી ધાર્મિક ક્રિયાઓનું વિશેષ મહત્વ છે. એવું મનાય છે કે આ દિવસે આપવામાં આવેલું દાન સો ગણું વધીને પાછું પ્રાપ્ત થાય છે.

 

આ પર્વ જીવનમાં સંકલ્પ લેવા માટેનો દિવસ પણ લે છે. આજના દિવસે મન અને ઇન્દ્રિયો પર અંકુશ રાખવાનો સંકલ્પ કરવામાં આવે છે.

 

મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્વ તો છે જ, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે. આ દિવસે આપણી ધરતી એક નવા વર્ષમાં અને સૂર્ય એક નવી ગતિમાં પ્રવેશ કરે છે. ૧૪મી જાન્યુઆરી જ એક એવો દિવસ છે જ્યારે ધરતી પર સારા દિવસની શરૂઆત થાય છે. આવું એટલા માટે કે સૂર્ય દક્ષિણના હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સૂર્ય પૂર્વથી દક્ષીણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ મનાય છે, પરંતુ તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે, જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે.

 

ભગવાન શ્રી કૃષ્ણે પણ ઉત્તરાયણનું મહત્વ જણાવતા ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ માસના શુભ કાળમાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણ હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે, આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી તદન વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે પૃથ્વી અંધકારમય હોય છે અને લોકો આ અંધકારમાં શરીરનો ત્યાગ કરે તો તેને પુન:જન્મ લેવો પડે છે. (શ્લોક ૨૪-૨૫)

 

ઉત્સવની ઉજવણી
 

 
મકર સંક્રાતિના પર્વને ૧૪મી જાન્યુઆરીએ મનાવાય છે, તે ઉત્તરાયણ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર સામાજિક સમરસતાનું પર્વ છે. આખા ભારતમાં આ તહેવારને જુદી-જુદી પરંતુ અનોખી રીતે ઉજવવામાં આવે છે. આખા ભારતમાં તેને મકર સંક્રાતિના નામે ઓળખવામાં આવે છે. સાથોસાથ આસામમાં તેને હિબૂના નામથી ઓળખવામાં આવે છે. પંજાબ, હરિયાણા અને જમ્મુ – કાશ્મીરમાં લોહડી, બંગાળમાં સંક્રાંતિ, તામિલનાડુ અને દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં પોંગલ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંકરાત, પૂર્વ ઉત્ત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી તરીકે આ તહેવાર ઉજવાય છે.

 

મકર સંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં ‘તિલ ગુડ દયા આણિ ગોડ ગોડ બોલા’ વાક્ય સૌથી વધારે બોલાય છે. તેનો અર્થ થાય છે તલ-ગોળ ખાઓ અને મીઠું મીઠું બોલો. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ અપાય છે. વિવાહિત મહિલાઓ આ દિવસે બીજી મહિલાઓને ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર – કંકુ લગાવી તલ-ગોળની સાથે ઉપહારોની ભેટ આપે છે. તેને ખૂબ જ શુભ શુકન મનાય છે.

 

તલનું દાન શા માટે ?

 

 

મકર સંક્રાતિમાં તલ અને ગોળમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. તલ અને ગોળનું દાન કરવા પાછળ બે ધારણાઓ છે. એક ધારણા પ્રમાણે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય-શનિમાં શત્રુતા છે. આથી શનિ દેવ સંબંધી વસ્તુઓનું દાન આ દિવસે કરાય છે.

 

બીજી ધારણા એવી છે કે તલ અને ગોળ આયુર્વેદ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે. શરદ ઋતુમાં તેનો ઉપયોગ કરવાથી શરીરને પોષણ મળે છે અને રોગ સામે રક્ષણ થાય છે. શરીરને પોષણ મળે છે અને રોગ સામે રક્ષણ થાય છે. શરીરને પૂરતી ઊર્જા મળી રહે તે હેતુથી આપણારિશી-મુનિઓએ તલ-ગોળમાંથી બનેલી વસ્તુઓના સેવન અને દાનની પરંપરાને આ તહેવાર સાથે જોડી છે. તલ, ગોળ, મગફળી, મગ – ખીચડી વગેરે વસ્તુ શીતપ્રકોપ સામે શરીરને રક્ષણ આપે છે.
 

 

સંક્રાંતિનું સ્નાન
 

 
આ દિવસે પવિત્ર નદીઓ કે સરોવરમાં સ્નાન કરવાનું વિધાન છે. જો ત્યાં જઈ શકાય તેમ ન હોય તો પોતાના ઘરમાં જ શુદ્ધ જળમાં તલ તથા ગંગાજળ નાખીને સ્નાન કરો. તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં લાલ ચંદન, તલ, અક્ષત, ફૂલો વગેરે નાખીને પૂર્વાભિમુખ થઈને ભગવાન સૂર્ય નારાયણને અર્ધ્ય આપો. પછી તલ અને ગોળથી બનેલા લાડુ, ખીચડી, ઘઉં, વસ્ત્ર, તાંબાનું પાત્ર, સોનું વગેરેનું દાન કરો.
 

 
પતંગની પરંપરા
 

 
મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. પતંગ ઉડાડીને મનોરંજન કરાય છે. પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાળ કાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઇક દિન ચંગ ઉડાઈ, ચંદ્રલોક મેં પહૂંચી ગઈ.’ ત્રેતાયુગમાં એવા ઘણાં પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી. એક વાર શ્રીરામની પતંગ ઇન્દ્લોકમાં પહોંચી ગઈ. જેને જોઇને દેવરાજ ઇન્દ્રની પુત્રવધુ અને જયંતની પત્નીઓ એ પતંગને પકડી લીધી અને વિચારવા લાગી, ‘જાસુ યંગ અસ સુન્દરતાઈ, સો પુરુષ જગ મેં અધિકાઈ’ પતંગ ઉડાડનાર અવશ્ય તેને લેવા માટે આવશે. ઘણી રાહ જોવા છતાં પણ પતંગ પાછી ન આવતા શ્રીરામે હનુમાનજીને પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાડનારનાં દર્શન કર્યા પછી જ પતંગ પાછી આપવાનું જણાવ્યું અને શ્રીરામના ચિત્રકૂટમાં દર્શન આપવાની ખાતરી પછી જ પતંગ પાછી આપી. આ પ્રસંગથી પતંગ ઉડાડવાની પરંપરા કેટલી પ્રાચીન છે તેનો ખ્યાલ આવે છે. ભારતમાં પતંગ ઉડાડવામાં આવે જ છે સાથે ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ પતંગ ઉડાડીને ભગવાન ભાસ્કરનું સ્વાગત કરવામાં આવે છે.
 

 
પર્વ સાથે પરંપરા
 

 
• દક્ષિણ ભારતમાં બાળકોના વિદ્યાધ્યયન એટલે કે અભ્યાસ મકર સંક્રાંતિના દિવસથી શરૂ કરવાય છે.
 

 
• ગ્રીકના લોકો વાર-વધૂને સંતાનવૃદ્ધિ માટે આ દિવસે તલમાંથી બનેલા પકવાનો કે વાનગી વહેંચતા હતા.
 

 
• પ્રાચીન રોમમાં આ દિવસે ખજૂર, અંજીર અને મધ વહેંચવાનો ઉલ્લેખ છે.
 

 
• મકર સંક્રાતિના દિવસે કેટલાંક પ્રદેશોમાં કાળાં કપડાં પહેરવાનો રિવાજ છે.
 

 
• હિન્દુ ધર્મના બધાં જ તહેવારો હિન્દુ માસ અને તિથિ પ્રમાણે આવે છે જ્યારે ઉત્તરાયણ અંગ્રેજી માસ અને તારીખ પ્રમાણે ઊજવાય છે.
 

 
• મકર સંક્રાંતિ શિશિર ઋતુની સમાપ્તિ અને વસંતના આગમનનું પ્રતિક છે.
 

 

સંકલન – (ગુ.સ.- યુકે -૧૪-૧૨(૨૬-૨૭)

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

‘મકર સંક્રાંતિ’ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે,જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli