ડાયાબિટીસ શું છે ? આખરે કઈ રીતે થાય છે ડાયાબિટીસ ? કંટ્રોલ માટે શું કરવું ? … (આરોગ્ય અને ઔષધ) …. (ભાગ-૨)

ડાયાબિટીસ શું છે ?   આખરે કઈ રીતે થાય છે ડાયાબિટીસ ?   કંટ્રોલ માટે શું કરવું ?  …

(આરોગ્ય અને ઔષધ)  ….  (ભાગ-૨) ….

 

 

 DAIABETIC.2

 

 

આ અગાઉના લેખમાં આપણે ડાયાબિટીસ અંગે પ્રાથમિક જાણકારી મેળવી જેવીકે … ડાયાબિટીસ એટલે શું? ડાયાબિટીસ કેવી રીતે થાય છે ?  આજે આપણે તેમાં થોડી વિશેષ જાણકારી મેળવવા કોશિશ કરીશું ….  જેમકે ડાયાબિટીસ મટશે ?  મધુપ્રમેહ મટશે ?  ડાયાબિટીસ ન થાય તે માટે શું કરવું જોઇએ ?  વિગેરે …

 

આપની સરળતા માટે અગાઉની  પોસ્ટ લીંક આ સાથે નીચે દર્શાવેલ છે, ભાગ-૧ જો આપે વાંચ્યો ન હોય તો અહીં દર્શાવેલ લીંક  પર ક્લિક કરવાથી તે અહીં માણી શકશો.  …

 

બ્લોગ લીંક :  

ડાયાબિટીસ શું છે ? આખરે કઈ રીતે થાય છે ડાયાબિટીસ ? કંટ્રોલ માટે શું કરવું ? … (આરોગ્ય અને ઔષધ) …. (ભાગ-૧)

 

કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.

 

 ડાયાબિટીસ મટશે ? કેટલાક સંશોધન-

 

ડાયાબિટીસને લગતા દુનિયામાં કરોડો ડોલરને ખર્ચે અનેક સંશોધન થઇ રહ્યાં છે. ભવિષ્યમાં સ્વાદુપિંડના કોષોને જીવતા કરે એવી દવા આવશે કે જેનાથી ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી જશે?

 

મધુપ્રમેહ મટશે ?

 

ઘણા ડાયાબિટીસના દર્દીઓ રાહ જોઇએ બેઠા છે કે ક્યારે ડાયાબિટીસની સારવારમાં કંઇક નવી ચમત્કારિક શોધ થાય અને ડાયાબિટીસ મટી જાય કે ઈન્સ્યુલિનના ઇન્જેક્શન બંધ થાય કે કાયમી ખોરાકની પરેજી જાય. ડાયાબિટીસના ક્ષેત્રમાં દુનિયાભરમાં કરોડો ડોલરને ખર્ચે અનેક સંશોધન થઇ રહ્યાં છે અને ઘણી બધી સંસ્થાઓ, વૈજ્ઞાનિકો અને ડોક્ટરો સતત કાર્ય કરી રહ્યા છે. ડાયાબિટીસની મોટી મુશ્કેલી છે કે એકવાર થાય પછી દર્દીનો છેડો છોડતું નથી. ભવિષ્યમાં સ્વાદુપિંડના કોષોને જીવતા કરે એવી દવા આવશે કે જેનો મહિના, વર્ષ કે બે વર્ષ કોર્સ કર્યા બાદ ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી જાય.

 

 

diabitic.6

 

 

જેવી રીતે શરીરમાં કિડની બદલાવીને નવી મૂકી શકાય છે એમ, ભવિષ્યમાં સ્વાદુપિંડ બદલાવવાનું ઓપરેશન થઇ શકશે. સારવાર ડાયાબિટીસ ટાઇપ-૧ના બાળદર્દીઓ તથા વધુ પ્રમાણમાં ઈન્સ્યુલિન લેતા દર્દીઓ માટે વરદાનરૂપ બનશે.

 

દવાઓથી ડાયાબિટીસને અટકાવી શકાય ?  :   જેમને બારણે ડાયાબિટીસ ટકોરા દેતો હોય એવા સ્થૂળ લોકો ચોક્કસ પ્રકારની દવાઓ દ્વારા ડાયાબિટીસ થતો અટકાવી શકે છે. સ્થૂળતા-વિરોધી દવાઓ પણ ડાયાબિટીસને થતો અટકાવે છે.

 

સ્થળૂતા માટેની સર્જરી :  અતિસ્થૂળ લોકો મેદસ્વિતા ઓછી કરવા માટે પેટ-આંતરડાનું ઓપરેશન કરાવે છે. તેનાથી વજન ઘટે છે અને ડાયાબિટીસ નાબૂદ થઇ શકે છે. વિષયમાં ખૂબ વધારે સંશોધન થાય એવી શક્યતા છે.

  

ડાયાબિટીસ થશે એની અગાઉથી ખબર પડશે  :  શરીરની અમુક લેબોરેટરી તપાસ કે જનીનની તપાસ વડે અગાઉથી જાણી શકાશે કે ડાયાબિટીસ થવાની શક્યતા છે કે કેમ અને તેને માટે યોગ્ય સારવાર જેવી કે ટાઇપ-૧ ડાયાબિટીસ માટે વેક્સિન ઉપલબ્ધ થશે.

 

ડાયાબિટીસનું નિદના સહેલું થશે :   હાલમાં લોહીમાં સુગર તપાસ માટે નસમાંથી કે આંગળીમાંથી લોહી લેવું પડે છે. ભવિષ્યમાં તપાસ થૂંક કે આંસુમાંથી થઇ શકશે કે માત્ર ત્વચા પર સાધન રાખવાથી સુગરની જાણકારી મેળવી શકાશે. 

 

ઈન્સ્યુલિનનાં ઇન્જેક્શનો વિકલ્પ શોધાશે  :   જે દર્દીને દવા તરીકે ઈન્સ્યુલિન લેવું પડે છે તે ઇન્જેક્શન લઇને કંટાળી જતા હોય છે. તેમણે થોડી ધીરજ રાખવી.

 

 

  diabitic.7

 

ઈન્સ્યુલિન પમ્પ :  શરીરમાં સતત ઈન્સ્યુલિન આપ્યા કરે એવો પમ્પ હાલમાં ઉપલબ્ધ છે. પમ્પને નળ અને સ્ટિકર વડે ત્વચા સાથે જોડવાના હોય છે. ભવિષ્યમાં એવા પમ્પ આવશે કે જે પોતે બ્લડ સુગર માપીને મુજબ ઈન્સ્યુલિનનો ડોઝ અાપશે. શ્વાસમાં લઇ શકાય કે ત્વચા પર લગાડી શકાય તેવા ઈન્સ્યુલિન પમ્પ ઉપલબ્ધ થશે. હાલમાં બજારમાં મોઢામાં સ્પ્રે કરી શકાય તેવા ઈન્સ્યુલિ પમ્પ મળે છે. જાતના ઈન્સ્યુલિનનો ઉપયોગ કરતા દર્દીએ ઇન્જેક્શન નહીં લેવાં પડે.

 

ડાયાબિટીસથતો અટકે કે કાબૂમાં રહે એવો ખોરાક :   ભવિષ્યમાંએવા ક્રિયાશીલ ખોરાક (Functional Foods) મળશે જેનાથી ડાયાબિટીસ કાબૂમાં રહેશે અથવા થતો અટકશે. ખોરાકમાં લેવાતી ચરબીને ૧૦૦ ટકા બંધ કરી શકાય એવા અવેજીના ખાદ્ય પદાર્થો મળશે.

 

શરીરનુંજનીનિક બંધારણ બદલી શકે એવી સારવાર :  ડાયાબિટીસ વારસાગત રીતે આગળ વધે છે અને ભવિષ્યમાં એવી જનીનની સારવાર (Genetic Treatment) ઉપલ્બ્ધ થશે કે ડાયાબિટીસને થતો અટકાવી શકાય. સિવાય ડાયાબિટીસને લીધે થતી તકલીફો, હૃદયરોગ, કિડનીની તકલીફ, આંખની તકલીફ અને પગની તકલીફો માટે પણ મોટા પાયે સંશોધનો ચાલુ છે અને ભવિષ્યમાં ડાયાબિટીસને લીધે અંગોને નુકસાન થાય અથવા થયેલું નુકસાન પાછું વળે એવી સારવાર ઉપલબ્ધ થશે. 

 

ડાયાબિટીસ ન થાય તે માટે શું કરવું જોઇએ ?

 

એક ઉદાહરણ પ્રમાણે 32 વર્ષના વિપુલભાઇ રિયલ એસ્ટેટના વ્યવસાયી છે. તેમનું વજન 96 કિલો છે. તેમને ડાયાબિટીસ લાગુ પડ્યો છે અને ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેવા પડે છે. દરરોજ સવારે 9 વાગે વાગ્યે ઊઠીને ચાલવા જાય છે અને ભોજનની થાળીમાં ગળપણ જુએ તો બૂમાબૂમ કરે છે. મીઠાઇ જોઇને મનમાં ગભરાય છે. વિપુલભાઇના પરિવારજનોને સતત મનમાં થાય છે, ‘ક્યાંક અમને તો ડાયાબિટીસ નહીં થાય ને….’ ડાયાબિટીસના દર્દીના દરેક સગાના મનમાં સવાલ થતો હોય છે કે ડાયાબિટીસ થાય તે માટે શું કરવું જોઇએ.

 

ડાયાબિટીસ ટાઇપ-૧ને અટકાવી શકાય ?

 

જાગૃતરહેવાથી ડાયાબિટીસ ટાઇપ-૧નું વહેલું નિદાન થઇ શકે છે પણ હાલના સંજોગોમાં તેને અટકાવવો મુશ્કેલ છે. ભવિષ્યના વર્ષોમાં એવી રસી ઉપલબ્ધ થશે જે ડાયાબિટીસ ટાઇપ-૧ના દર્દીના ભાઇ-બહેનને આપવાથી રોગને થતો અટકાવી શકાશે.

 

ડાયબિટીસ ટાઇપ-ર ને અટકાવી શકાય ?

 

ડાયાબિટીસટાઇપ-ર, મોટી ઉંમરે થતી ચયાપચયની ક્રિયાની ખામી છે જેમાં શરીરમાં ઈન્સ્યુલિનના સ્ત્રાવની ખામી તથા ઈન્સ્યુલિનના કાર્ય સામે પ્રતિકાર જોવા મળે છે. રોગને સ્થૂળતા, બેઠાડુ જીવન અને માનસિક તાણ સાથે સંબંધ છે માટે તેનાથી દૂર રહેવું.

  

 

diabitic.8

 

 

ડાયાબિટીસ નિયંત્રણ માટે કેટલીક સોનેરી ટિપ્સ …

 

-સ્વાસ્થ્યપ્રદ ખોરાક અપનાવો

 

તંદુરસ્તીને જાળવી રાખવા માટે અને ડાયાબિટીસ જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝથી બચવા માટે અહીં જણાવેલાં ખોરાકમાં જરૂરી ફેરફાર કરી શકાય.

 

તાજાં ફળો, શાકભાજી, દાળ, કઠોળ અને આખા ધાન્ય વધારે લેવાં. ખોરાકમાં રેસાવાળા ફળ, શાક વધારે લેવાં, ફણગાવેલાં કઠોળ વધારે લેવા.

 

દાળ, શાક, કઠોળમાં ખાંડ- ગોળ ન નાખવાં.

 

લગ્નના રિસેપ્શન કે પાર્ટીમાં બને ત્યાં સુધી બાફેલાં ફરસાણ જેવા કે ઢોકળા, ખાંડવી, ઇડલી વગેરે ખાવાં.

 

આઇસક્રીમ કે ડેઝર્ટ એકલા ખાવાને બદલે કોઇની સાથે વહેંચીને ખાવા.

 

જમવાનું શરૂ કરતા પહેલા થોડું સલાડ ખાઇ લેવું અથવા એક ગ્લાસ છાશ પીવી.

 

જમતાં જમતાં ટીવી જોવાથી વધારે ખોરાક લેવાય છે. એટલે ટીવી જોવાને બદલે સંગીત સાંભળવું.

 

ધીરે-ધીરે જમવું કારણ કે જઠરમાંથી પેટ ભરાઇ ગયાનું સિગ્નલ મગજ સુધી પહોંચતાં સમય લાગે છે.

 

ચમચી તથા વાટકાની સાઇઝ ઘટાડી નાખો.

 

નિયમિતપણે ભોજન લેવું. કામને લીધે મોડેથી અને ભરપેટ ન જમવું.

 

 

diabitic.6.Abdiabitic.9

 

 

 

 

 

 

 

 

(ક્રમશ 🙂

 

નોંધ :

હવે પછી આપણે આ શ્રેણીના ભાગ-૩ માં વધુ  આગળ જાણીશું … ડાયાબિટીસ અંગેની ખોટી માન્યતાઓ, આ માન્યતા ડાયાબિટીસના દર્દી માટે યોગ્ય નથી. ….

 

 

સૈજ્ન્ય :  દિવ્યભાસ્કર તેમજ અન્ય …

 

  

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  Join us /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli