પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૬) …

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …

મહેશ શાહ, શ્રી કૃષ્ણ મેરેજ બ્યુરો, (વડોદરા) …

ભાગ – ૬

 

 

SHODASH GRANTH.1

 

 

અત્યાર સુધીના પાંચ ભાગમાં આપણે ૯ ગ્રંથોનો પાવક પરિચય પામ્યા, અર્થાત આપણી અર્ધાથી વધુ યાત્રા પ્રભુ કૃપાએ પૂર્ણ થઇ ગઈ. આજે આપણે અન્ય બે ગ્રંથોનું વિહંગાવલોકન કરીશું.

 

૧૦. શ્રી ચતુ:શ્લોકી

 

સંક્ષિપ્ત પરિચય: સનાતન ધર્મમાં માનવના ચાર મુખ્ય પુરૂષાર્થ માન્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુષ્ટિ માર્ગમાં આ ચાર સ્વીકાર્ય છે જ પણ આપણે ત્યાં તેનું ઉર્ધ્વીકરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં આચાર્યશ્રીએ આ ચારેનું  પુષ્ટિમાર્ગીય સ્વરૂપ સરળ રીતે, સંક્ષિપ્તમાં પણ સટીક રીતે સમજાવ્યું છે.

 

 • ધર્મ: વ્રજના અધિપતિની હંમેશા(સર્વદા) અને સર્વ પ્રકારે,સર્વ ભાવથી સેવા.આપણા સેવ્ય સ્વરૂપની સેવા, તેમાં ચિત્ત પૂર્ણપણે પરોવીને સેવા એ જ આપણો ધર્મ. (વ્રજનો એક અર્થ નિ:સાધન જીવો પણ થાય છે.) અહીં સર્વ ભાવનો અર્થ સંપૂર્ણ ભાવ તો થાય છે જ પણ વિવિધ જુદા જુદા ભાવ એવો પણ થાય છે.

 

 • અર્થ: સામાન્ય રીતે અર્થ એટલે ધન-સંપતિ અથવા તેના ઉપાર્જન માટેની પ્રવૃત્તિ. અહીં આચાર્યશ્રી સમર્થ શબ્દને સમ્ = શ્રેષ્ઠ/સુંદર અને અર્થ એ બે ભાગમાં વિભાજિત કરી એક સુંદર વિભાવના આપે છે. શ્રી ગોકુલેશની પ્રાપ્તિ આપણા માટે સુંદર ‘અર્થ સભર’ ઘટના છે. તેઓ પ્રાપ્ત થઇ જાય પછી કોઈ અન્ય ‘અર્થ’ની કામના જ રહેતી નથી.

 

 • કામ: કામ અથવા કામના એટલે કશું કપ્રાપ્ત કરવાની, કશુંક મેળવી લેવાની ઈચ્છા. પ્રભુમળે પછી કઈ કામના બાકી રહે?આમ પણ જીવ અને પ્રભુનો સંબંધ અંશ અને અંશીનો છે. અંશની સૌથી મોટી કામના કહો કે મહત્વાકાંક્ષા તે અંશીની પ્રાપ્તિથી અધિક શી હોઈ શકે?  આથી જ આચાર્યશ્રી આજ્ઞા કરે છે કે વૈષ્ણવો માટે પ્રભુ પ્રાપ્તિ એ જ ખરો કામ પુરુષાર્થ છે.

 

 • મોક્ષ: પ્રભુના મુખારવિંદમાં જ ચાર પ્રકારની મુક્તિ સમાયેલી છે. તેમની પ્રાપ્તિ એ જ મોક્ષ. સદેહેતનુનવત્વની અને અંતે ગોલોકની પ્રાપ્તિ એ જ આપણો (પુષ્ટિમાર્ગીય) મોક્ષ. (શ્રીબાલ બોધ ગ્રંથમાં પણ આવીજ વાત કહેવાઈ છે.)

 

કમાં આપણા ચારે પુરુષાર્થ પ્રભુ કેન્દ્રિત છે. અંગ્રેજી શબ્દ વાપરૂં તો આપણું કમ્પ્લીટ ઓરિએન્ટેશન નંદનંદન શ્રી કૃષ્ણ જ છે જેમને આ ગ્રંથમાં વ્રજાધીપ કહ્યા છે. આપણી પ્રત્યેક પ્રવૃત્તિનો, આપણા પ્રત્યેક વિચારનો, અરે આપણા અસ્તિત્વનો એક માત્ર આધાર આપણા સેવ્ય સ્વરૂપની સેવા જ છે.

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા

 

 • આપણા શ્રી ઠાકોરજીની સેવામાં જ સકલ પદારથ,બધા પુરુષાર્થ સમાયા છે તે સમજણનો ઉદય થાય અને બીજે ફાંફા મારવામાંથી બચી જઈએ.

 

૧૧.શ્રી ભક્તિવર્ધિની:

 

સંક્ષિપ્ત પરિચય:

 

પ્રભુએ આપણું વરણ કર્યું છે અને શ્રી વલ્લભે કૃપા કરીને શરણે લીધા છે એ દર્શાવે છે કે આપણા અંતરમાં ભક્તિનું બીજ રોપાયેલું છે. આ બીજને સંવર્ધિત કરી તેનો વૃક્ષ સ્વરૂપે વિકાસ થાય અને તેના ફળ રૂપે શ્રી ઠાકોરજીની કૃપા વરસે તે માટેના સુંદર ઉપાયો આ ગ્રંથમાં આચાર્યશ્રીએ બતાવ્યા છે. તે ટૂંકમાં:

 

 • અહંતા-મમતાનો ત્યાગ કરી ચિત પરોવીને આજીવન પોતાના શ્રી ઠાકોરજીની સેવા અને કથા-કીર્તન કરતા રહેવું

 

 • સેવા ન બને તેમ હોય તો માત્ર કથા-કીર્તન કરવા.

 

 • લૌકીકમાં ઉદાસીનતા (અનાસક્તિ) રાખીને પ્રભુમાં આસક્તિ વધારતા જવું.

 

 • દુષિત સંગ, દુષિત (અસમર્પિત) અન્નનો ત્યાગ કરવો.

 

 • આશ્રયની દ્રઢતા જાળવી રાખવી.

 

 • ભગવદિયોમાં દોષદ્રષ્ટિ ન થાય તેટલું (સલામત) અંતર રાખી તેમનો સંગ કરવો અર્થાત અતિ નિકટતાથી દોષ દ્રષ્ટિ આવે તેમ હોય તો જરા દુર રહેવું.

 

 • ઘરમાં બેચેની લાગે તો પણ ગૃહ ત્યાગ ન કરવો, ગૃહ ત્યાગમાં ઘણાં ભયસ્થાનો છે.

 

 • આસક્તિ દ્રઢ થાય પછી વ્યસનાવસ્થા પ્રાપ્ત થાય છે, લીલાઓનો અનુભવ થાય છે, પુષ્ટિના પરમ ફળ રૂપ માનસી સેવા સિદ્ધ થાય છે. આ અવસ્થામાં ગૃહ ત્યાગ કરી શકાય.

 

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા

 

આ ગ્રંથ ભક્તિ-સંહિતા સમાન છે.

 

 • અહીં બતાવેલા ઉપાયોથી અંતરમાં પડેલા ભક્તિ બીજને અંકુરિત કરી વૃદ્ધિ-વિકાસ દ્વારા પુષ્ટિના પરમ ફળરૂપ સિદ્ધિઓના અધિકારી બની શકાય છે.

 

 

એમ કરી શકીએ તો આપણે કૃતાર્થ થઇ જઈએ, આપણો જન્મ સફળ થઇ જાય.

 

 

 

 (ક્રમશ:)

 

વૈષ્ણવોને પ્રાર્થના છે કે આ પ્રયત્નમાં રહેલી ત્રુટીઓ પ્રત્યે પત્ર દ્વારા કે ઈ મેલથી  મારું ધ્યાન દોરવા કૃપા કરે. મને [email protected] ઉપર ઇ મેલ કરી શકાય છે.

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.  આજની પોસ્ટ મહિના ની શરૂઆત એટલેકે પેહલી તારીખે પ્રસિદ્ધ  થવાને બદલે અનિવાર્ય સંજોગવસાત ૩ દિવસ મોડી પ્રસિદ્ધ કરી શકેલ છે, અમારા કારણે આપને જો કોઈ તકલીફ પડેલ હોય તો તે બદલ અમો  ક્ષમા ચાહિએ છીએ અને આ સાથે દિલગીર છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

SHODASH GRANTH  … SHORT & SWEET  SYNOPSIS …

-Mahesh Shah, Jay Shri Krushna Marriage Bureau, Vadodara.

 

[ 6]

 

 

SHODASH GRANTH.1.2

 

We have learnt about 9 hymns so far. This time we shall study two more.

 

10.  Shri Chatushloki:

 

 

Brief Summary:

  

Sanatandharm considers Dharm, Arth, Kam, Moksh as 4 main objectives of human beings. This hymn contains Pushtimargiysublimed interpretation of these four.

 

 • Dharm (duty): To worship master of vraj (one meaning of vraj is means-less/hapless beings) at all times and in all the ways with full/all types of sentiments (love) is the only dharm.

 

 • Arth(wealth): After attaining samarth (sam= the best/beautiful, + arth = meaningful) Shri Gokulesh no other arth (wealth) remains to be achieved.

 

 • Kaam(Pleasures/desires): Which desire remains unfulfilled once Prabhu meet? Realizing Prabhu is the true kaam

 

 • Moksh(salvation): Four types of emancipation reside in Prabhu’s face (mukharvind). His realization is salvation/emancipation. Attaining tanunavatv with this very body and a place in Golok after death is our (pushtimargiya) emancipation. (Compare definition of emancipation in Shri BalBodh).

 

 • In short, all our objectives/aims revolve around Nandnandan Worship of our sevyaThakorajee is the sole objectives/aim of our existence.

 

 

Essence & utility:

  

 • Dawning of true understanding that all aims (purusharth) culminate only in to the worship of our Shri Thakorajee. It will save us from useless efforts for trifles.

 

 1. Shri Bhaktivardhini:

 

 

Brief Summary:

 

 

The fact that Prabhu has made our selection(varan) and Shri Vallabh has gracefully taken us in to his shelter indicate that the seed of devotion (bhakti) is sown deep down in our hearts. Shri Acharyaji has shown means of nurturing this seed to a full grown tree and, as its fruit,   we be blessed by the grace of Shri Thakorajee. These in brief, are:

 

 • Getting rid of I-ness and My-ness (ahamta-mamata), worship one’s own Shri Thakorajee with total devotion for whole lifeand doing katha-kiratn.

 

 • Doing only katha-kiratn will be useful If one is unable to worship

 

 • Indifference/ non-attachment to worldly (laukik) matters combined with ever increasing attachment to Prabhu.

 

 • Renouncing perverted company contaminated (non-pious) food.

 

 • Firmness of refuge (ashray).

 

 • Company of devotees keeping such a distance that we do not become their fault-finders.

 

 • Not to leave home even if uncomfortable there, as there are many dangers in it.

 

 • Once attachment is firmed up state of addiction is achieved, lilas (playful acts) are experienced, conceptual (mansi) worship, the ultimate reward (fal) of pushti is achieved. One can leave home after reaching in such a state.

 

Essence & utility:

  

 • This hymn is the ultimate codification of devotion (bhakti-samhita).

 

 • By use of measures shown here the seed of devotion can be germinated and nurtured to achieve the ultimate reward of pushti, conceptual (mansi)

 

 

If we can do so, we are blessed (krutarth), our life becomes successful.

 

 

(To be Contd.)

  © Mahesh Shah 2014

 

 

Contact : 

*mahesh shah.1  Mahesh Shah 
Jai Shree Jrishna Marraige Beauro – Vadodara.

M: +91 –9426346364 /0265 – 2330083

email:  [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

I pray the readers to draw my attention to shortcomings by sending an e mail to [email protected]

અહિંસાની અભિવ્યક્તિ … (પ્રેમની અદ્દભુત શક્તિ) … (પ્રેરણા) …

અહિંસાની અભિવ્યક્તિ … (પ્રેમની અદ્દભુત શક્તિ) … (પ્રેરણા) …

 • સ્વામી જગદાત્માનંદ

 

 
Ramana Maharshi.1

 

 

યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાનિધ્યમાં આવીને પશુપક્ષી પણ પોતાનાં સ્વાભાવિક હિંસા અને વેરભાવને ત્યજી દે છે.  ભારતીય સંસ્કૃત સાહિત્યનાં કાવ્યોમાં આશ્રમોનાં વર્ણન આપણે વાંચીએ છીએ.  વાઘ અને હરણ એ આશ્રમમાં એક સાથે નિર્ભય અને સ્વચ્છંદ ભાવે વિચરણ કરતાં હતાં.  એમ આ માત્ર કાવ્યાત્મક અત્યુક્તિ નથી.  પણ એક નર્યું સત્ય છે.

 

અહિંસાનો અર્થ વિચારો અને કાર્યો દ્વારા બીજા કોઈને હાનિ પહોંચાડવાથી દૂર રહેવું એટલું જ નથી; એમાં તો બધાં પ્રત્યે વિશુદ્ધ પ્રેમભાવ પણ આવી જાય છે.  પ્રેમ, મૈત્રી અને દયા અહિંસાનાં બીજાં પાસા છે.  જ્યારે સાધુસંત અહિંસાની સાધના કરે છે ત્યારે એમનાં હૃદયમાંથી પવિત્રપ્રેમની ધારાઓ વહેવા માંડે છે.  ધ્યાનપ્રાર્થના જેવી સાધના ન કરનારા લોકો પણ આવા મહાપુરુષોના સાનિધ્યમાં શાંતિ અને સંતુષ્ટિનો અનુભવ કરે છે.  એવાં ઉદાહરણો જોવા મળે છે.  જેમાં આવા મહાત્માઓના સાનિધ્યમાં પશુપંખીઓ પણ અત્યંત સુખ અને નિર્ભયતા અનુભવે છે એવાં ઉદાહરણ પણ જોવા મળે છે.

 

જ્યારે રમણમહર્ષિ પોતાના આશ્રમમાં રહેતા હતાં ત્યારે જંગલી પશુપક્ષી નિર્ભય બનીને એમનાં હાથેથી ખાવાની ચીજવસ્તુઓ લઈને ખાતાં.  પશુપક્ષીઓ પ્રત્યે એમનો પ્રેમ અનન્ય હતો.  પશુઓ માત્ર તેઓ ઉભયનિષ્ટ નપુંસકતાલિંગનો પ્રયોગ ન કરતા.  એને બદલે પુલ્લિંગ કે સ્ત્રીલિંગ વાચક સર્વનામનો ઉપયોગ કરતાં.  તેઓ પૂછતા, ‘શું બાળકોએ ભોજન લઇ લીધું ?’  એનો અર્થ શું કૂતરાઓએ ખાઈ લીધું ? એવો થતો.  જ્યારે તેઓ પૂછતા, ‘શું લક્ષ્મીએ ભોજન લઇ લીધું?’  ત્યારે એનો અર્થ થતો, ‘શું લક્ષ્મી નામની ગાયને નીરણ નાખી ?’  તેઓ મોરના અવાજની નકલ કરીને મોરને બોલાવતા અને મોરલાઓ પણ પાસે આવીને દાદ, ચોખા, કે કેરી લઈને જંગલમાં પાછા ચાલ્યા જતાં.  ચકલી અને ગોરૈયા એમનાં હાથ પર બેસીને હથેળીમાંથી ચણ ચણતાં.  પોતાના મૃત્યુના એક દિવસ પહેલાં જ્યારે તીવ્ર પીડાથી ગ્રસ્ત હતા ત્યારે મોરનો કેકારવ સાંભળીને તેમણે પૂછ્યું, ‘શું એમને પોતાનું રોજનું ખાવાનું મળી ગયું છે કે  કેમ ?’

 

તેઓ આશ્રમના પરિસરમાં ક્યારેય સાપને મારવાની રજા ન આપતા.  તેઓ કહેતા, ‘આપણે અહીં એમનાં રાજ્યમાં આવ્યા છીએ.  એટલે એમને હાનિ પહોંચાડવી ઉચિત નથી.  તેઓ પણ આપણને પહોંચાડવા ઇચ્છતા નથી.’  જ્યારે એકવાર તેઓ એક ટેકરી પર બેઠા હતા ત્યારે એક નાગ એમનાં પગ પર ચડીને ત્યાં થોડી વાર આળોટીને ચૂપચાપ ચાલ્યો ગયો.  તેઓ અવિચલિત અને નિર્ભય થઈને બેઠા રહ્યા.  પછીથી જ્યારે એમને પૂછવામાં આવ્યું કે નાગ તમારા પગ પર સરકતો હતો ત્યારે તમને કેવો અનુભવ થયો ?  ત્યારે તેમણે કહ્યું, ‘શીતળ અને મુલાયમ !’

 

આશ્રમમાં કમલા નામની એક ચપળ કૂતરી હતી.  મહર્ષિ એને આશ્રમના ભક્તો અને અતિથિઓને ટેકરીઓની ચારે બાજુ ટહેલવા લઇ જવાનું કહેતા.  એ કૂતરી પણ લોકોને આશ્રમની આસપાસની મૂર્તિઓ, સરોવરો અને મંદિરોનું દર્શન કરાવી લાવતી.

 

રમણ મહર્ષિ પરમ જ્ઞાનીમાં હોય એવા સહજ સદ્દગુણોનો ભંડાર હતા.  તેઓ જ્ઞાન, નિર્ભયતા, પ્રેમ, દયા અને સહાનુભૂતિથી પરિપૂર્ણ હતા.  એમણે પશુઓના વ્યવહાર, અવાજ અને એમના આચારોનું ઘણી ગહનતાથી નિરીક્ષણ કર્યું હતું.  વાનરોની વચ્ચે કોઈ ઝગડો થાય તો એનું સમાધાન કરી આપતા.  સામાન્યત: જંગલોમાંથી ભાગીને ગામમાં કે શહેરમાં આવનાર વાનરને પકડી લેવામાં આવે છે અને લોકો એને પાળે પોષે પણ છે.  વળી ક્યારેક ક્યારેક એ વાનરો એમનો સ્વીકાર ન કરતાં અને એમનો બહિષ્કાર કરતા.  પરંતુ રમણ મહર્ષિના સંગમાં આવેલાં વાનર આવા નિર્વાસનથી મુક્ત હતા.  જંગલના વાનર આવા વાનરોનું પોતાની જાતિમાં પ્રેમથી સ્વાગત કરીને એમને સ્વીકારી લેતા.  એકવાર રમણ મહર્ષિ જંગલમાં ફરવા ગયા.  જ્યારે એમને ભૂખ લાગી ત્યારે કોણ જાણે ક્યાંકથી વાનરોનું એક ઝૂંડ આવી ગયું.  એ બધાં વાંદરા એક ફળવાળા વૃક્ષ પર ચડી ગયા અને કેટલાંક ફળ નીચે પાડ્યાં.  એ ફળ લીધા વિના જ એ બધાં વાંદરા ત્યાંથી ચાલ્યા ગયા.

 

 
Ramana Maharshi

 

 

પ્રેમની શક્તિ અસીમ છે.  રમણ મહર્ષિ બધાંના મિત્ર હતા.  એમણે વિશ્વ સમક્ષ પશુપક્ષીઓને પરમ સ્નેહની દ્રષ્ટીએ જોવાનો આદર્શ આપની સમક્ષ મૂક્યો છે.

 

સાપ સાથે રમત ન કરો

 

એ વાત સાચી કે રમણ મહર્ષિ અવિચલિત અને નિર્ભય બનીને બેઠા રહ્યા અને નાગ એમનાં પર સરકતો, એમને કોઈ હાનિ કર્યા વિના પગ પરથી ચાલ્યો ગયો.  પણ એનો અર્થ એવો નથી થતો કે વન્ય પશુઓ હંમેશાં માનવીય દયા અને ઉદારતાનો આવો જ પ્રતિભાવ આપે.  એક પ્રૌઢ વ્યક્તિએ એક ઘટના સંભળાવી હતી.

 

પૂરના દિવસોમાં એકવાર એક આખું ગામ પાણીથી ભરાઈ ગયું.  એ વખતે એક માણસ અને નાગ એક ઝાડ પર રહેવા લાગ્યા.  પૂર ઊતર્યું ત્યારે એ વ્યક્તિને શોધનાર તેનો ભાઈ તેને ઝાડ પર ચડેલો જોઈને બચાવવા આવ્યો.  ત્યાંથી નીકળતી વખતે એ વ્યક્તિએ પૂરના સમયે એને કોઈ હાનિ ન પહોંચાડનાર નાગ પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરીને પ્રેમ અને સ્નેહભાવે નાગને પંપાળવાની ઈચ્છા કરી.  પણ પેલો નાગ ક્રોધે ભરાયો એને તો ફૂફાડો મારીને ફેણ ઉઠાવી, ભોડું લંબાવીને જોરથી દંશ દીધો.  તે માણસ તત્કાળ મરી ગયો.

 

દ્વેષનો ભાવ દ્વેષ

 

વેરભાવનો બોધક શબ્દ ‘દ્વેષ’ સંસ્કૃતના ‘દ્વિષ્’  ધાતુ પરથી બન્યો છે.  એનો અર્થ થાય છે બમણું ઝેરીલું.  મનમાં ધૃણાભાવને પોષનારા પોતાને તો જલાવતા રહે છે અને જે લોકો એમની ધૃણાનેપાત્ર હોય છે એમને પણ જલાવે છે.  દ્વેષ કે ધૃણા મનુષ્યને વિષનો ભંડાર બનાવી દે છે.  દ્વેષવાળો મનુષ્ય પોતે તો નાશ પામે છે પણ બીજાનેય ભેગો લઇ જાય છે.  ધૃણા એક એવી નકારાત્મક શક્તિ છે કે જે બધું બરબાદ કરી દે છે.

 

પ્રેમ પરસ્પરની સંવેદના, અરસપરસની સહમતિ અને સ્વીકૃતિ, પરસ્પરનાં સમજણ અને સોહાર્દ ઉત્પન્ન કરે છે.  જ્યારે ધૃણા પરસ્પરનાં દ્વેષ, દુર્વ્યવહાર, સંઘર્ષ, ગેરસમજણ, ઉદાસીનતા અને ઈર્ષ્યાને વધારી દે છે.  આ ધૃણા માનવને વિનાશની ખીણની ટોચે પહોંચાડીને તેનો સર્વનાશ કરી દે છે.  જો આ જગત ઈર્ષ્યા અને ધૃણાથી મુક્ત બની જાય તો તે સ્વર્ગ જ બની જાય.  આજકાલ સંસારમાં દરેક વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં કેવળ ધૃણાની આગને જ હવા દેતો રહે છે.  એ એક કેવી વિચિત્ર વાત છે.  સંતો કહે છે કે ધૃણા ભક્તિનો શત્રુ છે.  જ્યાં સુધી હૃદયમાં ધૃણાને આશ્રય મળે છે ત્યાં સુધી હૃદયમાં ભક્તિને માટે કોઈ સ્થાન નથી હોતું.  જો આપ સાચી રીતે ધાર્મિક હો, જો આપ ઈશ્વર પ્રત્યે સાચી ભક્તિ અને સાચી શ્રદ્ધા રાખતા હો તો આપ કોઈની સાથે ધૃણા નહીં કરો.  નિ:સ્વાર્થ પ્રેમથી પરિપૂર્ણ હૃદયવાળા સાધુસંત બધાંની ઉપર સમાન ભાવે પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રહે છે અને સમગ્ર માનવસમાજને મદદરૂપ બને છે.  દુષ્ટ લોકો જ ધ્રુણાનું ઝેર ફેલાવીને સમાજનું સ્વાસ્થ્ય બગાડે છે.

 

 
(આજ તારીખ ૩૦/૧૨/૨૦૧૪ ના પ.પૂજનીય શ્રી રમણ મહર્ષિજી ની ૧૩૫મી જન્મ જંયતી નિમિત્તે ….તેમના શ્રી ચરણોમાં સાદર વંદન સાથે )
 

(રા.જ.૧૧-૧૨/૩૦-૩૨(૩૫૨-૫૪)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસીવાલી રાની થી …

ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસીવાલી રાની થી …

  • – દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’

 

 
queen of zansi
 

 

‘ક્રિએટીવ લિવિંગ ફોર ટુડે’ એટલે કે ‘સર્જનાત્મક જીવન’ ના લેખક મહામનિષી અને પ્રખ્યાત દાર્શનિક મેક્સવેલ માલ્ટનું પુસ્તક પ્રકાશિત થતાં જ અનેક લોકોએ નવીન પ્રેરણા મેળવી, જીવનમાં સફળતાનાં શિખરો સર કર્યા હતાં, રોમન દાર્શનિક સિનેકાએ પણ કહ્યું હતું : ‘જો આપ માનવી છો તો મહાનતાનું વરણ કરો, પછી ભલે સફળતા ન મળે. શોધનો જન્મ નિષ્ફળતામાંથી જ થયો છે. નિષ્ફળ પ્રયોગ વિના કોઈ નિર્માણ થતું જ નથી’ ખરેખર ! મહાપુરુષોના વિચાર પશ્ચિમમાંથી આવે કે પૂર્વમાંથી આવે, તે શાશ્વત અને સનાતન હોય છે. આપણે પોતાના જીવનમાં સદા સર્જનાત્મક વિચારોને જ સ્થાન આપવું જોઈએ. આ એ જ રાજમાર્ગ છે જેની મદદથી આપણે પોતાના જીવનને સુખમય બનાવી શકીએ છીએ. રચનાત્મક કાર્યો જીવનનાં સૌથી ઉત્તમ કાર્યો છે. એ ધનસંપત્તિ કરતાં પણ વધુ મૂલ્યવાન છે. ક્રિએટિવ લિવિંગ કોને કહેવાય તેનું જવલંત ઉદાહરણ પુરુ પાડ્યું હતું પ્રયાગના રાજપૂત કુળમાં જન્મેલ સુભદ્રાકુમારીએ.

 

સુભદ્રાકુમારી ચૌહાણ બચપનમાં અભ્યાસ કરી રહ્યાં હતાં ત્યારે એ સમયના રીવાજ પ્રમાણે તેમનો વિવાહ ખંડવાના લક્ષ્મણસિંહ સાથે થઇ ગયો. પરંતુ સુભદ્રાકુમારી પહેલી જ વિદ્યાપ્રેમી હતાં, વિવાહ પછી પણ તેમણે આગળ ભણવાની પતિને વિનંતિ કરી, તો પતિએ સહર્ષ સ્વીકાર કર્યો. તેમને કોલેજમાં દાખલ કરવામાં આવ્યાં. તે દરમિયાન તેમના પતિએ પણ વકીલાતનો અભ્યાસ પૂરો કર્યો. આગળ શું કરીએ ? બંનેએ નિશ્ચય કર્યો કે દેશસેવા કરીશું. તે દિવસોમાં કોંગ્રેસ આંદોલન શરૂ થયું. પતિપત્ની બંને સત્યાગ્રહમાં સામેલ થયાં અને જેલમાં જવું પડ્યું. ત્યારબાદ પતિએ ખંડવામાં ‘કર્મવીર’ સાપ્તાહિકમાં સહાયક સંપાદકનું કામ કર્યું. બંનેમાંથી એક સંપાદક કાર્ય કરી ઘર ચલાવતું અને બીજું જેલમાં જતું. આ ક્રમ કેટલાંય વર્ષો સુધી ચાલ્યો. તે દરમિયાન સુભદ્રાકુમારીની પ્રતિભાનો વિકાસ થયો. તેમણે અનેક ઉચ્ચકોટિની વાર્તાઓ અને કવિતાઓ લખી, જે દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે. ‘ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી’ કવિતા સુભદ્રાજીની જ છે. બંનેએ સાથે મળીને સમાજસેવાનાં અનેક રચનાત્મક કાર્યો કર્યા. પારિવારીક ફરજ બજાવતાં બજાવતાં પણ શું રાષ્ટ્રસેવા ન થઇ શકે ?

 

આપણે અનિશ્ચિતતા અને દુર્ભાગ્યને ત્યજી દઈ નિર્માણ, સર્જનના કાર્યમાં લાગી જવું જોઈએ. એને જ ક્રિએટિવ લિવિંગ કહી શકાય. મનુષ્યના વ્યક્તિત્વનો આધાર એ વાત પર છે કે તે સંસારને કઈ રીતે જુએ છે અને તેની સાથે કઈ રીતે તાલ મિલાવે છે. જીવનમાં સતત પ્રગતિ કરવા માટે બે વાતો જરૂરી છે, પહેલી એ કે જીવનમાં પ્રત્યેક દિવસ માટે લક્ષ્યનું નિર્ધારણ તથા બીજી જીવનથી ક્યારેય ન ભાગવું એટલે કે પલાયનવાદી ન બનવું. અમર હાસ્ય લેખક જ્યોર્જ બર્નાડ શોએ તેમની કૃતિમાં પાઠકોને પોતાનો આત્મા સ્વચ્છ રાખવા માટે કહ્યું હતું. તેમના માટે આત્મા મનુષ્ય જીવનની બારી જેવો છે. જેમાં સંપૂર્ણ જીવનને જોઈ શકાય છે. સકારત્મક અને નકારાત્મક જીવનમાં અસંતોષ આવવા દેવો ન જોઈએ. પ્રસન્નતાના સિદ્ધાંતને ભુલાવી દેવાથી એક ક્ષણ પણ રચનાત્મક બની શકતી નથી. પોતાનાં કાર્યમાં પ્રસન્નતા અનુભવવાનું વીરલાઓને જ આવડે છે.

 

મહાન ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મીલને ફાંસી આપવાની હતી. ફાંસીની વીસ મિનિટ પહેલાં તેઓ વ્યાયામ કરતાં હતા. લોકોએ પૂછ્યું કે આપને તો હંમેશાં હમણાં ફાંસી આપવાની છે, આ શું કરો છો ? ત્યારે ભારતમાતાના આ પનોતાપુત્રએ જવાબ આપ્યો કે અમે જીવનભર મહેનત અને મજૂરી કરી છે. તેનો અભ્યાસ અમારે રોજ કરવાનો છે. અજગર પડ્યો રહે છે. આપ તો સસલા જેવાં બનો અને દોડતા રહો. મહેનત કરવાથી જ લાભ થશે. એટલું કહીને તેમણે ચટાઈ ઉઠાવીને એક જગ્યાએ મૂકી દીધી અને બોલ્યા કે જો બીજા કેદીઓ આવે તો તેઓ એમ ન કહે કે રામપ્રસાદ બિસ્મીલ કેવો ગંદો હતો. આ રીતે તેમણે ધીમે ધીમે બધું કામ પૂરું કર્યું, પછી ભગવદ્દગીતા છાતીએ લગાડીને આ ગીત ગાતાં ગાતાં ચાલવા માંડ્યું. ‘મેરા રંગ દે બસંતી ચોલા…’, ‘હું આત્મા જ છું, આત્મા જ રહીશ ને બદલી નાખીશ આ જૂનું વસ્ત્ર.’ મિત્રો ! આને કહેવાય પ્રસન્નતાપૂર્વકનું સર્જનાત્મક જીવન. કષ્ટ, કઠણાઈઓ અને દુખો બધાને મળે છે, પરંતુ હસમુખા લોકો પોતાનાં કષ્ટો અને દુખોને પાછળ રાખીને પ્રસન્નતાનું જ દિવ્ય વાતાવરણ સર્જે છે. ક્રિએટિવ લિવિંગમાં બીજું સાથે અગત્યનું પરિબળ છે શ્રમ. શ્રમનો મહિમા ઓછો આંકવાની ભૂલ કદાપિ ન કરશો. પ્રસન્નતાની સાથે શ્રમ ભળે બસ ! પછી તો પૂછવું જ શું ? મનુષ્ય એક પછી એક સફળતા હાંસલ કરતો જાય છે.

 

સાબરમતી આશ્રમમાં ભોજન પૂરું થયા પછી કેટલાક મહેમાનો આવ્યા. તેઓમાં પંડિત મોતીલાલ નહેરુ પણ હતા, તેમને થોડી ઊંઘ આવી ગઈ હતી. આશ્રમમાં એક શ્રવણ નામનો છોકરો કામ કરતો હતો. એક કુસુમ નામની છોકરી પણ ભોજનમાં મદદ કરતી હતી. ગાંધીજીએ જ્યારે આ બંને બાળકોને કહ્યું, ‘થોડું ભોજન બનાવી નાખો’ તો બંને બાળકો કામમાં લાગી ગયાં અને વ્યવસ્થા થઇ ગઈ. કસ્તુરબા જાગ્યાં ત્યારે તેઓને ખૂબ દુઃખ થયું અને બોલ્યાં, ‘મને કેમ ન જગાડી ? આ બાળકોને પણ આરામની જરૂર હતી.’ પતિપત્નીની આ શ્રમમહિમાની સમજણે તેમજ સેવા પ્રત્યેની પૂર્ણ નિષ્ઠાએ તેમને વિશ્વવંધ બનાવ્યાં. મનુષ્ય ઈશ્વરનો રાજકુમાર છે. તેને જીવવા, હસવા અને પ્રેમ કરવાની પૂરી સ્વતંત્રતા છે.

 

બાલિક રાજાએ પોતાના મંત્રી વિશ્વદર્શનને પદભ્રષ્ટ કરીની દેશનિકાલ કરી દીધો. વિશ્વદર્શન એક ગામમાં રહેતા હતાં. પદભ્રષ્ટ થયા પછી ત્યાં જઈને તેઓ ખૂબ મહેનતભર્યું જીવન વિતાવવા લાગ્યા. એક દિવસ બાલિકરાજાને વિશ્વદર્શનની દશા કેવી છે તે જાણવાની જિજ્ઞાસા થઇ. તેથી તેઓ વેશપલટો કરીને એ ગામ તરફ ચાલી નીકળ્યા. ત્યાં જઈને તેમણે જોયું કે વિશ્વદર્શનના ઘર આગળ વીસ-પચ્ચીસ માણસો બેઠાં બેઠાં આનંદથી વાતચીત કરી રહ્યા છે. વિશ્વદર્શન પોતે પણ આનંદમાં હોય તેમ લાગતું હતું. વેશપલટો કરેલ રાજાએ તેમને પૂછ્યું, ‘મહાશય, તમને તો રાજાએ હાંકી કાઢ્યા છે, તેમ છતાંય તમો આટલા પ્રસન્ન જણાઓ છો એનું રહસ્ય શું છે ?’ સહજમાં જવાબ મળ્યો, ‘માનવતા’.

 

વિશ્વદર્શને રાજાને ઓળખી લીધા ને હસતાં હસતાં કહ્યું, ‘મહારાજ ! પહેલાં તો લોકો મંત્રીના કારણે મારાથી ડરતા હતા, પરંતુ હવે એવો ડર નથી તેથી લોકો મુક્ત રીતે મને મળે છે. તેમની સાથે વાતો કરવામાં, તેમની સેવા કરવામાં મને ખૂબ આનંદ આવે છે.’ રાજા પાછા ફર્યા અને વિશ્વદર્શનને પોતાને પોતાની સાથે લઇ ગયા અને તેમને ફરીથી મંત્રીપદ પર સ્થાપિત કર્યા.

 

નિષ્ફળ થઇ જવાનો અર્થ એ નથી કે આપ યોગ્ય નથી, નકારત્મક વિશ્વાસ આપણને માનવતામાંથી નીચે ધકેલે છે. પૂર્ણતા ક્યાંય નથી. અપૂર્ણતા હોવાથી શરમાશો નહિ. પોતાને તુચ્છ સમજી જીવનથી ભાગવું જોઈએ નહિ. પૂર્ણતા ન મળે તો પણ કર્મશીલ રહેવામાં જ સાર્થકતા રહેલી છે. આ જ તો છે ક્રિએટિવ લિવિંગની ચાવી છે.

 

 

(રા.જ. ૧૦-૧૨/(૩૬-૩૭/૩૧૨-૧૩)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

“બાળકને હંફાવી દેતી સમસ્યા – અસ્થમા” અને તેની હોમિયોપેથીક સારવાર …

“બાળકને હંફાવી દેતી સમસ્યા  – અસ્થમા” અને તેની હોમિયોપેથીક સારવાર …

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

 
asthma
 

 

લાંબો સમય ચાલતી તકલીફો પૈકી અસ્થમા એ બાળકોમાં સહુથી વધુ જોવા મળતી સમસ્યા છે. સાદી ભાષામાં અસ્થમાને સમજીએ તો શ્વાસનળીમાં વારંવાર કોઈ કારણસર ઉભો થતો અવરોધ. એટલે કે કોઈ પણ બાહ્ય કે આંતરિક પરિબળને લીધે શ્વાસ નળીમાં  સોજો આવે ને પરિણામે શ્વાસ લેવો તેમજ બહાર કાઢવાની  પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થતો હોય છે.  માટે શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય.  સામાન્ય રીતે બાળકમાં ફેફસામાં તાંત બોલાતી હોય એવો અવાજ આવતો હોય એવું લાગે, જેને અમારી ભાષામાં વ્હીઝ કહે છે.

 

૧૫ વર્ષથી નાની વયના બાળકોમાં અસ્થમાની સમસ્યાને લીધે હોસ્પીટલમાં સારવાર લેવી પડતી હોવાનો દર એક સર્વે મુજબ વધારે કહી શકાય.  ઉપરાંત, એક સર્વે મુજબ તો અલગ અલગ રોગો પૈકી અસ્થમાને લીધે બાળકને લાંબા સમય સુધી શાળાએ જવા માટે વંચિત રહેવું પડતું હોવાનો દર પણ વધુ છે.  અસ્થમા એ આમતો આનુવંશિક  કહી શકાય !   એટલે કે અસ્થમાની તાસીર ધરાવતા ફેમિલીમાં એ આગળની પેઢી માં ઉતરી શકે.  અને

 

અસ્થમા થવાના કારણો …

 

બાળકમાં બાળપણથી જ અસ્થમાની સમસ્યા શામાટે લાગુ પડી જાય છે એનું કોઈ ચોક્કસ કારણ નથી. પણ હા, નીચે સમજાવેલી તાસીર ધરાવતા બાળકને અસ્થમાની સમસ્યા ઉદભવી શકે એવું ચોક્કસ સમજી શકાય.

 

શ્વસનતંત્રને લગતા વિવિધ ચેપ

સિગારેટની ફ્યુમ

એલર્જીક : પરાગરજ, માટી કે ધૂળ,ઘણા પ્રકારની ખાવાની વસ્તુ

ફેમિલીમાં અસ્થમા કે એલર્જીની હિસ્ટરી હોવી

બાળકમાં જન્મ  સમયે અપૂરતું વજન હોવું

વાતાવરણની પ્રદૂષિત હવા

ઠંડી હવા કે આજુબાજુના વાતાવરણમાં થતો એકાએક ફેરફાર

તાણ કે એકદમથી ઉત્સાહિત થઇ જવું

એકસરસાઈઝ

 

બાળકોમાં અસ્થમાની સમસ્યાના લક્ષણો :

 

અસ્થમાની સમસ્યા ધરાવતા દરેક બાળકમાં દરેક એપિસોડ વખતે સમાન પ્રકારના જ લક્ષણો રહે એ જરૂરી નથી.

 

અસ્થમાની સમસ્યા ધરાવતા બાળકમાં નીચે પ્રમાણે લક્ષણો જોવા મળી શકે.

રાત્રે અથવા વધુ પડતું રમતી, હસતી કે રડવા જેવી પ્રક્રિયા વખતે વારંવાર ખાંસીની સમસ્યા રહેવી

લાંબા સમયથી ખાંસી થવી

દિવસ દરમિયાન ઉર્જામાં ઘટાડો નોંધાવો

એકદમ ઝડપી શ્વાસ લેવાવો

શ્વાસ લેતી વખતે છાતીમાં ભાર અનુભવવો

શ્વાસ લેતી કે છોડતી વખતે સિસોટી જેવો અવાજ આવવો, જેને વ્હીઝ કહે છે

ટૂંકા શ્વાસ લેવાવા અથવા શ્વાસ લેવામાં તદન તકલીફ થવી

સતત થાક લાગ્યા કરવો

 

 

ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો:

 

નાનપણથી જ અસ્થમાની સમસ્યાથી મુંજાતા  બાળકને બિન હાનીકારક સારવાર થાય તે ખાસ જોવું. બાળકોને પંપ સાથે અપાતી ઈંગ્લીશ દવાઓમાં સ્ટેરોઈડ્ઝ પણ અપાતી હોય છે.  જે બાળકના શ્વસનતંત્રને રૂન્ધાતું અટકાવવામાં ક્યાંક ને ક્યાંક બાળકનું જીવન ચોક્કસપણે રૂંધાવી શકે છે.

 

આમ છતાં, વિવેકબુદ્ધિ પૂર્વક બાળકમાં નાનપણથી જ ઘડાયેલી  કેટલીક આદતો અસ્થમા માટે તો ખરું જ પણ સામાન્ય પ્રતીકારકતા જાળવવામાં બહુ અગત્યનો ફાળો આપતી હોય છે.

 

જેમકે,

 

શ્વાસ વધુ ચડતો હોય ત્યારે તેમજ રોજીંદા જીવનમાં પણ બાળકને ઠંડા પીણા, શરબત કે આઈસ્ક્રીમથી દૂર રાખવું.

રાત્રે સુતા પહેલા તેમજ સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ્સ ગરમ પાણી ફરજીયાતપણે પીવડાવો.

વધુ પડતી ધૂળ કે સ્મોક થી બાળકને દૂર રાખો.

દિવસમાં એકાદ વખત તુલસી-ફુદીનો-આદું-અજમા નો ઉકાળો આપી શકાય.

વારંવાર થતી ખાંસી માટે દીવા સાથે નાગરવેલના પાનનો શેક કરી શકાય.

સવારે ૧ ગ્લાસ ગરમ પાણી સાથે ગંઠોડા કે સૂંઠનું ચૂર્ણ લઇ શકાય.

 

અસ્થમાના ઉપાયો:

 

દરેક બાળક એ બીજા બાળકથી તેની પ્રકૃતિ, પ્રતિકારકતા  તેમજ માનસિકતા મુજબ તદન ભિન્ન છે. એટલું જ નહિ,  ટ્વીન્સ બાળકો પણ એકબીજામાં સામ્યતા ધરાવે જ, એવું નથી.

 

બાળકને અપાતી સારવાર પણ એ જે તે બાળકના લક્ષણો, પ્રકૃતિ કે પ્રતિકરક્તાને યોગ્ય રીતે મુલવે એ પ્રકારે હોય તો જ સંપૂર્ણ કહી શકાય, અન્યથા લક્ષણો જ દૂર થયા કહેવાય, અસ્થમા નહિ !!!

 

અહી વાત આવે છે તદન બિન હાનીકારક દવા કે જેને બાળક સહેલાઈથી ગળી જાય એટલું જ નહિ પણ સામેથી માંગે એવી નાની નાની હોમિયોપેથીક દવાની !

 

 

હોમિયોપેથીક દવાઓ અસ્થમાનેતો નેસ્ત નાબૂદ કરે જ છે પણ સાથે સાથે બાળકની પ્રતીકારકતાને પણ ખૂબ વધારી આપે છે.  ઉપરાંત, યોગ્ય રીતે  કરાયેલી દવા બાળકમાં અસ્થમાને લીધે તાત્કાલિક ઉભા થતા લક્ષણો માટે પણ ઝડપી રાહત આપે છે.

 

હોમિયોપેથીમાં અસ્થમા માટે ખૂબ બધી દવાઓ છે જે તુરંત છતાં કાયમી અસરકારક નીવડે છે, જે હોમીયોપેથ દ્વારા જ બાળકને સમજીને અપાયેલી હોય તે અતિ આવશ્યક છે.

 

કેટલીક દવાઓના નામ નીચે મુજબ છે:

 

 

Aconite

Antim tart

Belladonna

chamomilla

Ipecac

Natrum sulph

Pulsatilla

Medorrhinum

Silicea

Sulphur

 

 

 

ખિલખિલાટ ….:)

 

 
asthma.1
 

 

dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે      Privacy  જાળવવી જરૂરી હોય તો આપની   વિગત –       [email protected]   /   [email protected]            અથવા  [email protected]    ના ઈ મેઈલ દ્વારા મોકલી શકો છો. (આપે  અગાઉ  કોઈ ઉપચાર  કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

દાડમ … (રોગ અને ઔષધ) ….

દાડમ … (રોગ અને ઔષધ) …

 

 

આપણને કુદરતે અનેક ઉત્તમ ફળો ભેટરૂપે આપ્યાં છે. જેમાંનું એક ઉમદા અને સુંદર ફળ છે – ‘દાડમ’.  આ દાડમની આપણા સંસ્કૃત કવિઓએ પોતાના ગ્રંથોમાં અનેક વાર પ્રશંસા કરી છે.  ઉપમા અલંકારમાં તો એનો ભરપૂર પ્રયોગ કર્યો છે, કારણ કે એના નાના-નાના દાણા મણિ સમાન કાંતિયુક્ત અને વિશિષ્ટ શોભા ધરાવે છે. દાડમના આ દાણા અને તેના છોડનાં બીજાં અંગો ઔષધ ઉપચારમાં ઘણા ઉપયોગી છે.   આ વખતે આયુર્વેદની દૃષ્ટિએ તેનો થોડો પરિચય મેળવીએ.

 

 

દાદા  ગમી   દાડમડી   મજાની

એથીય વ્હાલી તમ  આ ખુશાલી

બોલી અમારી ‘ખુશીજાનું’ નાની

છે ને મજાની મધુરી કહાણી  …

રમેશ પટેલ(આકાશદીપ)

 

 

 

 
Pomegranate.1
 

 

દાડમનું સ્થળાન્તર ઇરાકથી ભારતમાં થયું છે. દાડમની ખેતી ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કણૉટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ તથા રાજસ્થાનમાં થાય છે. દાડમનો રસ, લેપ્રોસીના દર્દી માટે ઉપયોગી છે.  અને તેની છાલ ઝાડા અને ઊલટી માટે દવા તરીકે વપરાય છે.  ગુજરાતમાં દાડમની ખેતી ખાસ કરીને ભાવનગર, ધોળકા, સાબરકાંઠા તથા હાલ બનાસકાંઠા જિલ્લામાં વાવેતર વધારે વિસ્તારમાં થઇ રહ્યું છે.

 

 
Pomegranate.5
 

 

ભારતમાં દાડમના ૫થી ૧૫ ફીટના છોડ-મધ્યમ કદનાં વૃક્ષો સર્વત્ર થાય છે.  હિમાલય, જમ્મુ-કાશ્મીરની પહાડીઓમાં તે ખાસ થાય છે. દાડમના છોડ બે જાતના થાય છે.  નરજાતિના અને નારીજાતિ.  જેમાંથી નરજાતિના છોડને માત્ર ફૂલ જ્યારે નારીજાતિને ફૂલ અને ફળ બન્ને આવે છે.  જે દાડમના છોડ ને ફક્ત ફૂલો જ આવે શોભા માટે તેને ગુલનાર કહેવાય છે.  કસુંબી રંગના પીળી ઝળકીવાળા ફૂલોમાં દાડમ બેસે તેના ઘણા ઔષધીય ગુણો છે.

 

 
Pomegranate.4
 

 

ઈરાન, અરબસ્તાન, કાબુલ અને અફઘાનિસ્તાન તરફ થતાં મસ્કતી દાડમ ઘણી મુદૄત સુધી ટકી શકે છે. દાડમમાં નર ને માદાનાં ઝાડ થાય

 

આમ તો કુદરત દ્વારા આપણને અનેક ઉત્તમ ફળો ભેંટરૂપે મળ્યા છે.  તેમાંથી જ એક ગુણકારી ફળ છે ‘દાડમ’.   દાડમ ભારતના તમામ રાજ્યમાં ઉગે છે.   દાડમના ફળ ઉપરાંત તેના ઝાડના તમામ ભાગ ગુણોથી ભરપૂર છે.   તેની કાચી કળી તથા ફળની છાલમાં સૌથી વધારે ઔષધીય ગુણ હોય છે.   જેથી આજે અમે તમને દાડમના એવા ગુણો અને ફાયદાઓ વિશે જણાવવાના છે જે તમે નહીં જાણતા હોવ. સાથે અનેક રોગોમાં તે કઈ રીતે ઉપયોગી છે તે પણ જણાવીશું.   આગળ જાણો આ લાલ ચટાક દાડમના અજાણ્યા ફાયદાઓ વિશે….

 

 
Pomegranate.2
 

  

ગુણકર્મો  :

  

સ્વાદ પ્રમાણે દાડમ મીઠાં, ખટમીઠાં અને ખાટાં એમ ત્રણ પ્રકારનાં હોય છે.  મીઠાં દાડમ પચવામાં હળવાં, ત્રિદોષનાશક, કબજિયાત કરનાર, મધુર અને તૂરાં, બળવર્ધક, ભૂખ લગાડનાર તેમજ હૃદયરોગ, દાહ, તાવ, કૃમિ, ઊલટી તથા કંઠરોગ મટાડનાર છે.  ખાટાં દાડમ પિત્ત કરનાર, વાત-કફનાશક અને રક્તપિત્તકારક છે.   ખટમીઠાં દાડમ ભૂખવર્ધક પચવામાં હળવાં, વાત-પિત્તનાશક તથા લૂ, તૃષા અને ઝાડા મટાડનાર છે.  ફળની છાલ મળાવરોધક, ઉધરસ, કૃમિ તથા લોહીયુક્ત ઝાડા મટાડનાર છે.

 

દાડમમાં કાર્બોહાઇડ્રેટ ૧૪.૫%, પ્રોટીન ૧.૬%, ચરબી ૦.૧%, ખનિજ પદાર્થો ૦.૭% તેમજ વિટામિન-સી, વિટામિન બી-૧,વિટામિન બી-૨ વગેરે પદાર્થો રહેલા છે.

 

 

દાડમ એક ઔષધીય ફળ અને તેનામાં અનેક રોગ મટાડવાની ભરપુર શકિત છે.  દાડમ દરેક ઋતુમાં મળતું ઊત્તમ ફળ છે.  તેમાં અનેક રસાયણ છે.  પોષક તત્ત્વો તથા વિટામિન, પ્રોટીન, ખનીજ, કાર્બોહાઇટ્રેડ, ચરબી, રેષા વગેરે ખૂબ છે.   દાડમમાં વિટામિન એ,બી,સી, ખૂબ માત્રામાં છે. સપ્ટેમ્બર પછી દાડમ ખૂબ આવે છે.  દાડમ સ્વાદમાં મીઠા તથા મધુર અને ખટમીઠાં હોય છે. દાડમના ઔષધીય ગુણ દાડમમાં કેન્સરને રોકવામાં ખુબ ઉપયોગી છે.

  

 

દાડમના ઔષધિ પ્રયોગ :

 

 
Pomegranate.3
 

 

૧]  દાડમથી પ્રોસ્ટેટનું કેન્સર પણ મટી જાય છે.  ઊધરસ ખૂબ ઊઘરસ થઇ ગઇ હોય તો દાડમ છોલીને તેના દાણા ઊપર સઘવ તથા કાળાં મરીનો ભુકો ભભરાવી દિવસમાં બે દાડમ ખાવ.

 

૨]  સૂકી ઊઘરસ હોય તો દાડમની છાલ ચુસવી. હરસ મસા લોહી પડતા મસા કે હરસ હોય તો દાડમની છાલનો ઊકાળો બનાવી તેમાં સૂંઠ ઊમેરી પીવો. ખૂબ લાભ થશે.

 

૩]  નસકોરી ફૂટે તો વારંવાર ફૂટતી નસકોરીમાં રાહત મળે તે માટે દાડમના ફૂલને છુંદીને તેના રસમાં બે બે ટીપાં નાકવાં નાખવાં.

 

૪]  મંદાગ્નિ ભૂખ ન લાગતી હોય તો ૧ કપ દાડમના રસમાં બે ચમચા મધ નાખી, થોડું સઘવ નાખી પીવાથી ભૂખ ખૂબ ઉઘડે છે.

 

૫]   દુખાવો એક કમ દાડમના રસમાં બે ગ્રામ મરીનો ભુકો તથા ચપટી સઘવ ભેળવી સેવન કરવું. અપચો અડધા કપ દાડમના રસમાં અડધો અપચો જીરું શેકીને તેનો ભુકો કરીને સવાર-સાંજ પીઓ.  ગમે તેવો અપચો મટી જશે.

 

૬]  મૂત્ર સંબંધી તકલીફ પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા વગેરેમાં નિયમિત એક દાડમ ખાવ. બધી તકલીફ તથા સંબંધોદાહ બંધ થઇ જશે.   હેડકી અટકી અટકીને કે પછી સતત હેડકી આવ્યા કરતી હોય તો રોજ એક એક દાડમ સવાર-સાંજ ખાવ બહુ સરસ તથા જલદી ફાયદો થશે.

 

૭]   દાડમના દાણાનો રસ કાઢી, તેમાં જાયફળ, લવીંગ અને સુંઠનું થોડું ચુર્ણ તેમજ મધ મેળવી પીવાથી સંગ્રહણી મટે છે.

 

૮]   સુકા દાડમની છાલ ઘસી, પાણી મેળવી પીવાથી સંગ્રહણી મટે છે.

 

૯]   દાડમની છાલનો અથવા તેના છોડ કે મુળની છાલનો ઉકાળો કરી તેમાં તલનું તેલ નાખી ત્રણ દીવસ સુધી પીવાથી પેટમાંના કૃમી નીકળી જાય છે.

 

૧૦] દાડમડીના મુળની લીલી છાલ ૫૦ ગ્રામ (તેના નાના નાના કકડા કરવા), ખાખરાના બીનું ચુર્ણ ૫ ગ્રામ, વાવડીંગ ૧૦ ગ્રામ અને ૧ લીટર પાણીમાં અર્ધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થાય ત્યારે ગાળી, દીવસમાં ચાર વાર અર્ધા અર્ધા કલાકે ૫૦-૫૦ ગ્રામ પીવાથી અને પછી એરંડીયાનો જુલાબ લેવાથી તમામ પ્રકારના ઉદરકૃમી નીકળી જાય છે.

 

દાડમના ઉપયોગો :

 

 

૧]   દાડમ ‘ગ્રાહી’ (એટલે કે મળનું સંગ્રહણ કરી ઝાડાને અટકાવનાર) છે.  આયુર્વેદના મર્હિષ શારંગધરે એટલા માટે જ ઝાડામાં ‘લઘુ દાડિમાષ્ટક ચૂર્ણ’નો નિર્દેશ કર્યો છે.  દાડમના સૂકા દાણા ૮૦ ગ્રામ, સાકર ૪૦૦ ગ્રામ, તજ, તમાલપત્ર અને એલચી એ ત્રણેય થઈને ૪૦ ગ્રામ તથા સૂંઠ, મરી અને પીપર એ ત્રણે ૪૦-૪૦ ગ્રામ લઈ આ ઔષધોનું ચૂર્ણ બનાવી લેવું.  ઝાડાના રોગીએ આ ચૂર્ણ તાજી મોળી છાશ સાથે અડધી ચમચી દિવસમાં ત્રણ વખત લેવું.  આ ચૂર્ણ જઠરાગ્નિવર્ધક, કંઠ વિશોધક તેમજ ખાંસી અને તાવને પણ મટાડનાર છે.

 

૨]   દાડમનાં ફળની છાલ એ લાહીનાં ઝાડાનું ઉત્તમ ઔષધ છે.  દાડમનાં ફળની છાલ અને કડાછાલ એક-એક ચમચી લઈ બન્નેને ખાંડી, મિશ્ર કરી એક ગ્લાસ પાણીમાં ઉકાળવી.  ઉકળતાં અડધો કપ જેટલું પાણી બાકી રહે એટલે ગાળી, ઠંડં પાડી, એક ચમચી મધ મેળવીને પી જવું.  સવારે અને સાંજે આ રીતે તાજેતાજો ઉકાળો કરીને પીવાથી ભયંકર રક્તાતિસાર પણ મટે છે.  આ ઉપચાર આયુર્વેદના મર્હિષ ભાવમિશ્રજીએ બતાવ્યો છે.

 

૩]   દાડમનાં ફૂલ પણ ઔષધ ઉપચારમાં ઉપયોગી છે.  દાડમનાં ફૂલ અને લીલી ધરોને વાટીને, કપડામાં દબાવીને એનો રસ કાઢવો.  આ રસનાં બે-બે ટીપાં નાકમાં મૂકવાથી થોડા સમયમાં રક્તસ્ત્રાવ-નસકોરી ફૂટી હોય તો બંધ થાય છે. દાડમનાં ફૂલનો રસ એકલો પણ લાભકારી છે.

 

૪]   દાડમનાં મૂળની છાલ ઉત્તમ કૃમિનાશક છે.  કૃમિ એટલે અહીં પેટ-આંતરડાંના કૃમિ-કરમિયા સમજવા. નાનાં બાળકો કે મોટાઓને પેટના કૃમિની તકલીફ જણાતી હોય, તો તેમને દાડમનાં મૂળની છાલનો ઉકાળો કરી દિવસમાં થોડો થોડો ત્રણ-ચાર વખત આપવો. પછી એરંડિયાનો જુલાબ આપવો.  તમામ પ્રકારના કૃમિ નષ્ટ થઈને નીકળી જશે.

 

૫]   દાડિમાષ્ટક ચૂર્ણની જેમ દાડિમાદિ ચૂર્ણ, દાડિમાદ્ય ઘૃત, દાડિમાદ્ય તેલ વગેરે આયુર્વેદીય ઔષધોમાં પણ દાડમ મુખ્ય ઔષધદ્રવ્ય તરીકે પ્રયોજાય છે.  આ ઔષધો ઘણા રોગોમાં ઉપયોગી છે.

 

 

 

ઉપરોક્ત ફયદાઓ તેમજ તે ઉપરાંતનાં થોડાં વિશેષ ઉપયોગો ….

 

 
Pomegranate.juice
 

 

૧]   -દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ મેળવવામાં આવે છે.  આ શરીરને તરોતાજા તથા એનર્જીથી ભરપૂર રાખવાની સાથે જ બીમારીઓથી આપને બચાવે છે તથા આપની સ્કિનને હંમેશા યંગ રાખે છે. ગરમીમાં તેનું જૂસ શરીર માટે વિશેષ રીતે લાભકારી છે.

૨]   – આ જ્યૂસ વ્યક્તિને યુવાન પણ રાખે છે. જી હાં, દાડમથી કરચલીઓ પડતી નથી.   સ્પેનના એક શોધકર્તાના જણાવ્યાં પ્રમાણે દરરોજ થોડી માત્રામાં જ્યૂસ પીવાથી ડીએનએની ઉંમર ઘટવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. એટલું જ નહીં તેનાથી ઘણી બધી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે.

 

૩]   -સ્કિન ટોન સુધરવો, મગજ તંદુરસ્ત બનવું,  લિવર તેમજ કિડનીનું કાર્ય કરવાની ક્ષમતા વધવી જેવા અનેક ફાયદાઓ છે. દાડમમાં વિટામિન એ, સી અને ઈનું પ્રમાણ સારુ એવું હોય છે આ ઉપરાંત તેમાં આયરન અને એન્ટીઓક્સીડન્ટની માત્રા પણ ભરપૂર હોય છે.

૪]   – હાર્ટથી સંબંધિત બીમારીઓને દૂર રાખવા માટે દાડમ એક કારગર દવાની જેમ કામ કરે છે. રક્તવાહિનીમાં કોલેસ્ટ્રોલ જામી જાય છે, જેનાથી લોહીના વહાવમાં અવરોધ પેદા થાય છે.  દાડમના એન્ટિઓક્સીડેન્ટ ગુણો ઓછું ઘનત્વ વાળા લિપોપ્રોટીન અને કોલેસ્ટ્રોલને ઓક્સીડાઈજિંગથી રોકે છે. એટલે કે દાડમ રક્તવાહિનીમાં ચરબી જમા થતી અટકાવે છે.

 

૫]   -દાડમ પિત્તનાશક,કૃમિનો નાશ કરનાર,પેટના રોગો માટે હિતકારી તથા ગભરામણ દુર કરનાર છે.દાડમ સ્વરતંત્ર,ફેફસા,યકૃત તથા આંતરડાના રોગમાં લાભકારક છે.  દાડમમાં એંટીઓકિસડેંટ, એંટીવાયરલ અને એંટીવાયરલ અને એંટી-ટયુમર જેવા તત્વો સમાયેલા છે.  દાડમ વિટામિન્સનો સારામાં સારો સ્ત્રોત છે.તેમાં વિટામિન એ,સી અને ઈ ભરપુર માત્રામાં સમાયેલા હોય છે.  

૬]  -દાડમ ઈલેક્ટાઈલ ડિસફંક્શનને સામાન્ય રીતે જ સુધારે છે.  જો કે આ વિષને લઈને શોધ કાર્ય શરૂ છે પણ મેડિકલ કહે છે કે પ્રોસ્ટેટ કેન્સર અને હૃદરોગની બીમારી માટે દાડમ સુરક્ષાકવચ તૈયાર કરી શકે છે. દાડમનું જૂસ પ્રોસ્ટેટ કેન્સર સામે લડવામાં મદદ કરે છે.  દાડમનું જ્યૂસ કેન્સરના સેલને આગળ વધતા અટકાવે છે.   લોહી શુદ્ધ કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.  એક અન્ય પ્રયોગમાં આ તથ્ય સામે આવ્યું છે કે હૃદયની બીમારી પણ દૂર કરી સ્વાસ્થ હૃદય આપે છે.

 

૭]    -દાડમ હદય રોગોથી લઈને પેટની ગરબડ અને મધુમેહના રોગમાં ફાયદાકારક છે.દાડમની છાલ અને પાન ખાવાથી પણ પેટના રોગમાં રાહત મળે છે.પાચન તંત્રની તમામ સમસ્યાઓના નિદાનમાં દાડમ કારગર છે.

૮]   – દાડમમાં લોહ તત્વ ભરપુર માત્રામાં હોય છે,જે લાહીમાં આયરનની ઉણપ દુર કરે છે.

 

૯]   – સુકા દાડમના દાણાનુ ચુર્ણ દિવસમાં 2-3 વાર એક-એક ચમચી તાજા પાણી સાથે લેવાથી વારંવાર પેશાબની સમસ્યામાં રાહત મળે છે.

 

૧૦]   -દાડામના પાનની ચા બનાવી પીવાથી પાચન સંબંધી સમસ્યામાં આરામ મળે છે.દમ અને કોલેરા જેવી બીમારીમાં દાડમનુ જ્યુસ પીવાથી રાહત થાય છે.મધુમેહના રોગીઓને દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે.તેનાથી કોરોનરીનો ખતરો ટળે છે.

 

૧૧]  -દાડમના દાણા પાણીમાં ઉકાળી તેના કોગળા કરવાથી શ્વાસમાંની દુર્ગધ દુર થાય છે.દાડમાના દાણાનુ ચુરણ સવાર-સાંજ એક-એક ચમચી સેવન કરવાથી હરસના રોગ દુર થાય છે.ખાંસીમાં દાડમના દાણા મોં માં રાખી ધીરે ધીરે ચુસવાનુ શરુ કરી દો.

  

૧૨]  -દાડમમાં વિટામીન એ, સી અને ઈની માત્રા ખૂબજ જોવા મળે છે. તે તાણથી મુક્તિ અપાવે છે તેમજ સેક્સ લાઈફ પણ સુધારે છે.

 

૧૩]  -21 થી 64 વર્ષની ઉંમરનાં લોકો પર કરવામાં આવેલા આ પ્રયોગમાં જાણવા મળ્યું છે કે દાડમના જ્યુસનો આ પુરૂષો અને મહિલાઓ એમ બંન્નેમાં કામેચ્છાની બાબતમાં બહુ ફાયદાકારક નીવડ્યો છે. દાડમમાં એન્ટિ ઓકિસડન્ટ તત્વ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને તેને હૃદય માટે સારું ગણવામાં આવે છે અને જે વસ્તુ હૃદય માટે સારી તે સેક્સ અને આખા શરીર માટે પણ ઉત્તમ જ ગણાય. – દરરોજ માત્ર એક જ દાડમનો પણ જ્યુસ પીશો તો, તમારે તમારી સેક્સ માટેની કામેચ્છા વધારવા વાયેગ્રા લેવાની કોઇ જ જરૂર નહીં પડે. એડિનબર્ગની એક યુનિવર્સિટીમાં થયેલ એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,  દરરોજના માત્ર એક દાડમના જ્યુસથી પણ વધી શકે છે કામેચ્છા.

 

૧૪]  -આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, દાડમમાં કામેચ્છા જગાડતા હોર્મોન ટેસ્ટોસ્ટેરોનની માત્રા ઘણી વધારે હોય છે. દરરોજના એક દાડમના જ્યુસથી આ હોર્મોનમાં 16 થી 30 ટકાનો વધારો થાય છે. દરરોજના એક ગ્લાસ દાડમના જ્યુસથી કામેચ્છા વધવાની સાથે-સાથે યાદશક્તિ પણ સુધરે છે અને મૂડ પણ સુધરે છે.

 

ચાલો તો જાણીએ  ‘દાડમ’ની ઉપયોગીતા  …

 

 

(૧) દાડમનો રસ ઉલટી મટાડે છે.

 

(૨) ઝાડા રોકવા માટે ઈંદ્રજવ અને દાડમની છાલનો પાઉડર પાણી સાથે લેવો.

 

(૩) નાના બાળકને ૧/૨ વાલ છાલ, ૧ રતી જાયફળ અને થોડું કેસર મેળવી થોડા દીવસ આપવાથી ઝાડા મટી જશે અને ભુખ લાગશે.

 

(૪)  પાકા મોટા દાડમ પર ચીકણી માટીનો બે આંગળ જેટલો જાડો થર કરી અગ્નીમાં શેકવું. માટી લાલચોળ થઈ જાય ત્યારે તેને ઉતારી, માટી દુર કરી દાડમનો રસ કાઢવો. આ રસ પચવામાં ખુબ જ સુપાચ્ય, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર અને અતીસારના પાતળા ઝાડાને રોકે છે. દાડમનો મધુર રસ બળપ્રદ, ત્રણે દોષોને દુર કરનાર,શુક્રવર્ધક, મેધાપ્રદ અને હૃદય માટે હીતકર છે.

 

(૫) જેમને રોજ પાતળા ઝાડા થતા હોય તેમણે ફળની છાલનો ભુકો પાણી સાથે લેવો.

 

(૬) દાડમની છાલ મોંમાં રાખવાથી મોંનાં ચાંદાં મટે છે. ઉધરસમાં પણ છાલ મોંમાં રાખી શકાય.

 

(૭) દાડમના રસમાં મરી અને સીંધવ નાખી પીવાથી અગ્ની પ્રદીપ્ત થાય છે, અને ભુખ ઉઘડે છે.

 

(૮) દાડમના  રસમાં સાકર કે ગ્લુકોઝ નાખી પીવાથી પીત્તનું શમન થાય છે.

 

(૯) તાવમાં મોં બગડી જાય તો દાડમના દાણા ખાવા કે તેનો રસ કાઢી પીવો.

 

(૧૦) દાડમ પીત્તનું શમન કરે છે; હૃદયનું રક્ષણ કરે છે. છાતીમાં દુ:ખતું હોય તો રોજ સાકર નાખી દાડમનો રસ પીવો. કફમાં પણ દાડમનો રસ ગુણકારી છે.

 

(૧૧) નાકમાંથી લોહી પડતું હોય તો દાડમના રસનો છુટથી ઉપયોગ કરવો.

 

(૧૨) ૧ તોલો દાડમની છાલ અને ૧ તોલો કડાની છાલનો ઉકાળો કરી પીવાથી મસામાં કે ઝાડામાં પડતું લોહી તરત જ બંધ થાય છે.

 

(૧૩) છાલ સહીત કાઢેલો દાડમનો રસ ઉત્તમ એન્ટી ઑક્સીડંટ છે. આથી એ ઑક્સીડેશનની અસર ઓછી કરે છે, કૉલેસ્ટરોલ ઘટાડે છે અને ધમનીઓને બરડ થતી અટકાવે છે. દરરોજ ૫૦-૮૦ મી.લી. રસ લેવો જોઈએ.

 

(૧૪) દાડમની છાલ ૨૦ ગ્રામ અને અતીવીષ પાંચ ગ્રામનો અધકચરો ભુકો એક ગ્લાસ પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે ગાળીને ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી પાતળા ઝાડા, નવો મરડો અને આમ-ચીકાશયુક્ત ઝાડા મટે છે. આ ઉપચારથી આંતરડાંને નવું બળ મળે છે.

 

(૧૫) એક કપ દાડમના રસમાં એક ચમચી જીરાનું ચુર્ણ મેળવી સવાર-સાંજ પીવાથી ગમે તેવો આમાતીસાર મટી જાય છે.

 

(૧૬) દાડમની છાલનું ચુર્ણ એક ચમચી જેટલું દીવસમાં ત્રણ વાર લેવાથી ઝાડા મટે છે. બાળકને પાથી અડધી ચમચી આપવું.

 

(૧૭) ગરમીના દીવસોમાં નસકોરી ફુટતી હોય, માસીક વધારે આવતું હોય, હરસમાં લોહી પડતું હોય તો સાકર નાખી દાડમનો રસ પીવાથી લાભ થાય છે.

 

(૧૮) દાડમની છાલનું પા (૧/૪) ચમચી ચુર્ણ બાળકને અને વયસ્કને એક ચમચી ચુર્ણ આપવાથી ઝાડા મટે છે.

 

(૧૯) દાડમની છાલનું ચુર્ણ મધ સાથે આપવાથી બાળકની ઉધરસ મટે છે.

 

(૨૦) દાડમની છાલ છાસમાં લસોટી પેસ્ટ બનાવી એક ચમચી જેટલી સવાર, બપોર, સાંજ લેવાથી જુનો મરડો અને સંગ્રહણી મટે છે.

 

(૨૧) દાડમડીના મુળની છાલનો ઉકાળો સવાર-સાંજ ત્રણ-ચાર દીવસ લેવાથી પેટના કૃમીઓ નીકળી જાય છે.

 

(૨૨) લીલા દાડમના અડધા કપ રસમાં એક એક ચપટી જાયફળ, લવીંગ અને સુંઠ નાખી સવાર-સાંજ પીવાથી જુની સંગ્રહણી અને જુનો મરડો મટે છે.

 

(૨૩) દાડમની છાલ અને ઈંદ્રીયજવના ભુકાનો ઉકાળો સવાર-સાંજ પીવાથી રક્તાતીસાર મટે છે.

 

જો આપને ઝાડા થઈ ગયા હોય તો દાડમ ખાવાથી સારું રહે છે.  તેનુ જૂયસ ઉલ્ટીથી પણ બચાવે છે.  દાડમથી વજન નથી વધતું, કારણ કે તે કેલેરી વગરનું ફળ છે . આ માટે જો વજન ઘટાડવું હોય તો પણ દાડમ જરૂર ખાવો.  આ ફળથી હાડકાને જરૂરી કેલ્શિયમ મળે છે અને કાર્ટિલેગને વિકૃત થતાં બચાવે છે.  બ્લડપ્રેશરને ઓછું કરે છે.  દાડમથી નાઇટ્રિક ઓકસાઇડનું ઉત્પાદન શરીરમાં વધે છે અને આનાથી લોહીની નળીઓ વધારે પહોળી થાય છે અને લોહીનો પ્રવાહ વધે છે.  આ નાઇટ્રિક ઓકસાઇડ માત્ર હૃદયની નળીઓને શરીરમાં તેની અસર દેખાય છે.  ઇન્દ્રિય ઉપર પણ જ્યારે ઇન્દ્રિયમાં લોહીની નળીઓ પહોળી થાય છે ત્યારે તેમાં લોહીનો ભરાવો થાય છે જેથી ઇન્દ્રિયમાં ઉત્તેજના આવે છે અને સંભોગ કરવા કાબેલ બને છે.  દાડમની સાથે અડદની દાળનો વપરાશ પણ અઠવાડિયામાં એક-બે વાર કરવો જોઇએ.  કારણ કે અડદની દાળમાં પુરુષત્વના હોર્મોન્સનું પ્રમાણ સૌથી વધુ હોય છે.

 

 

 

સૌજન્ય :  priteshbhatt.wordpress.com, https://gandabhaivallabh.wordpress.com, વિશ્વ ગુજરાત,

 

  

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  Join us /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ચાલો મા નર્મદાની પરિક્રમાએ  …

ચાલો મા નર્મદાની પરિક્રમાએ  …

 • આત્મકૃષ્ણ મહારાજ

 

 
NARMDA.1
 

 

नर्मद्दा शर्मदा लोके पुरारिपददा मता |

ये सेवन्ते नरा भक्त्याते न यान्ति पुनभॅवन्  ||

(અક્ષર ગીતા – રંગ અવધૂત)

 

 
NARMDA.2
 

 

નર્મદાતટવાસી પૂ. શ્રી રંગ અવધૂત મહારાજે સ્વપ્રણીત ગ્રંથ ‘અક્ષરગીતા’ માં સાચું કહ્યું છે કે મા નર્મદા આ લોકમાં શાંતિ તથા પરલોકમાં શિવલોક દેનારી મનાય છે.  જે મનુષ્યો ભક્તિપૂર્વક તેનું સેવન કરે છે, તેમનો પુનર્જન્મ થતો નથી.

 

મા નર્મદા પરમ મહિમામયી અને સર્વતીર્થ શિરોમણિ છે.  તેના અપૂર્વ મહિમાનું ગાન કરતા પ્રાચીન –અર્વાચીન અનેક ગ્રંથો ઉપલબ્ધ છે.  ઋષિમુનિપ્રણીત અનેક પુરાણોમાંથી સ્કંદ પુરાણ તથા વાયુપુરાણમાં તેના ‘રેવાખંડ’ નામે અલગ વિભાગ્ છે.  આમ તો મા નર્મદાની યશોગાથા શતપથ બ્રાહ્મણ, વશિષ્ઠ સંહિતા, બૃહત સંહિતા, રામાયણ, મહાભારત ઉપરાંત સ્કંદ, વિષ્ણુ, મત્સ્ય, વરાહ, પદ્મ, કૂર્મ, બ્રહ્મ, વાયુ, અગ્નિ, માર્કંડેય, બૃહન્નારદીય, શિવ, વામન, ક્લિક, શ્રીમદ્દ ભાગવત, દેવી આદિ પુરાણોમાં ઓછા-વત્તા પ્રમાણમાં વર્ણવેલી જોવા મળે છે.  નર્મદાની ઉત્પત્તિ વિશે કલ્પભેદથી અનેક કથાઓ પુરાણોમાંથી મળી આવે છે.

 

૧.  પ્રાચીન કથાનુસાર સૃષ્ટિના આરંભે શિવજીએ કરેલા તાંડવ નૃત્યુ સમયે તેમને થયેલા પ્રસ્વેદ – પરસેવામાંથી નર્મદા ઉત્પન્ન થઇ અને તે બ્રહ્મલોકમાં રહેવા માંડી.  પૃથ્વીલોકમાં તે સમયે કોઈ નદી ન હતી.  દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી કે નર્મદાને સર્વલોકના કલ્યાણ માટે પૃથ્વી પર મોકલો.  શિવજીએ સંમતિ આપીને પૂછ્યું :  બ્રહ્મલોક્માંથી પૃથ્વીલોક પર ઘસી રહેલા નર્મદાના વેગીલા પ્રવાહને ઝીલશે કોણ ?  ત્યારે વિન્ધ્યપર્વતના પુત્ર મેકલપર્વતને નર્મદાને ધારણ કરવા તૈયારી બતાવી.  ભગવાન શિવની આજ્ઞાથી નર્મદાએ મેકલપર્વત પર અવતરણ કર્યું.  આથી જ તેનું એક નામ ‘મેકલકન્યા’  તરીકે પ્રસિદ્ધ છે.  આ મેકલ પર્વતને જ ત્રિકુટાચળ, રુક્ષ આદિ કહેવામાં આવે છે.  હાલ પણ નર્મદા ઉત્પત્તિસ્થાન મોકલપર્વત પર સ્થિત અમરકંટકમાં જ છે. 

 

૨.  અન્ય કથા પ્રમાણે વનવાસ સમયે પાંડવો અમરકંટક આવ્યા અને માર્કંડેય આશ્રમમાં મહામુનિનાં દર્શન-વંદન કરી ભગવતી નર્મદાની ઉત્પત્તિ વિશે યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો.  માર્કંડેય ઋષિએ આ વિશે વાયુપુરાણમાં વર્ણવાયેલા શિવજી અને વાયુદેવના સંવાદનું સ્મરણ કરતાં જે કથા વર્ણવી તે આ પ્રમાણે છે.

 

આદિ સત્યયુગમાં ભગવાન શિવે સર્વે પ્રાણીઓથી અર્દશ્ય રહીને ઋક્ષ પર્વત વિન્ધ્યાચલ પર દશહજાર વર્ષ સુધી ઘોર તપસ્યા કરી.  તે સમયે શિવજીના દેહમાંથી શ્વેતરંગનો સ્વેદ નીકળવા માંડ્યો, અને પર્વત પર વહેવા માંડ્યો.  તેમાંથી એક સર્વાંગ સુંદર કન્યા ઉત્પન્ન થઇ.  એ કન્યાએ શિવજીની સામે જ એક પગ પે ઊભા રહી ઘોર તપશ્ચર્યા આદરી.  આ તપથી પ્રસન્ન થયેલા શિવજીએ તેને વરદાન માંગવા કહ્યું.  પરમ તપસ્વિની તે કન્યાએ ભગવાન શંકરને વંદન કરી વરદાન માંગ્યા-

 

 
NARMDA.3
 

 

૧.  પૃથ્વીલોક પર હું અમર થાઉં.

૨.  મારા જલમાં સ્નાન કરનાર જીવોનાં સમસ્ત પાપો નાશ પામે.

૩.  ભારતના ઉત્તરભાગમાં વહેતી ભાગીરથી ગંગાની જેમ હું દક્ષિણ ભાગની પરમ પવિત્ર નદી બનું.

૪.  પૃથ્વીનાં સમસ્ત તીર્થોના સ્નાનનું ફળ મારા જળમાં સ્નાનમાત્રથી જીવોને પ્રાપ્ત થાય.

૫.  મારા દર્શનમાત્રથી પ્રાણી મુક્ત થાય, અને

૬.  મારા જળનો સ્પર્શ થવાથી જ્ કંકર શંકર થાય.

 

 
amarkantak-narmada
 

 

આશુતોષ ભગવાન શંકરે ‘તથાસ્તુ’  કહી ઉપરોક્ત વરદાનો ઉપરાંત એક વધુ વરદાન આપતાં કહ્યું :  તારા ઉત્તરતટે વસતા સત્કર્મશીલ મનુષ્યો મારા લોકને અને દક્ષિણતટે રહેનારા પિતૃલોકને પ્રાપ્ત થશે.  હવે તું વિન્ધ્યાચલ પર પ્રગટ થઇ સમસ્ત લોકનું કલ્યાણ કર.  પછી તે કન્યા વિન્ધ્યપર્વત પર જઈ પ્રગટ થઇ. તેનું પરમ સુંદર સ્વરૂપ તથા ગતિ અદ્દભુત હતાં.  આથી સર્વ દેવો તથા તથા દાનવો મોહ પામ્યા તથા તેની સાથે અલગન કરવા ઉત્સુક થયા.  ભાગવ સન શિવજીને પ્રાર્થના કરતાં તેમણે કહ્યું :  તમારામાં જે શક્તિશાળી હોય તે તેની સાથે લગ્ન કરે.પરંતુ તે પહેલાં તેને શોધી લાવો. અનેક રૂપોમાં અહીં – તહીં ઘડીમાં દેખાતી, ઘડીમાં અર્દશ્ય થઈ જતી તેને કોઈ શોધી શક્યું નહીં.આમ એક હજાર દિવ્ય વર્ષો સુધી ક્રીડા કરવાને કારણે તે કન્યાનું નામ ‘नर्म क्रीडा ददाति ईति नर्मदा’  પડ્યું.  નર્મદાની આ લીલા જોઈને શિવજીએ પાર્વતીને કહ્યું :  ‘આ દેવ –દાનવો મૂએખ છે તેઓ આદિશક્તિને પ્રાપ્ત કરવા ઈચ્છે છે.  શિવજીના કથનથી પ્રસન્ન થયેલી નર્મદા શિવ સન્મુખ પ્રગટ થઇ.  ભગવાન શિવે તેને અનેક વરદાનો આપી સમુદ્રને અપર્ણ કરી.  નર્મદા શીવ્કાન્યા હોવાથી તેના પિતાના નામ સાથે જ તેના નામનો ઉચ્ચાર મહામંત્રની જેમ કરવામાં આવે છે.  નર્મદ હર, નર્મદે હર.

 

 

નર્મદા પરિક્રમા – પદ્ધતિ, પ્રકાર અને અન્ય માહિતી  …

 

 
narmda parikrama
 

 

‘नर्मदायै नम: प्रात: नर्मदायै नमो निशि |

नमस्ते नर्मदे देवी ! त्राहि मां भवसागरात् ||

 

માનવજીવનનું ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ અથવા જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી તે છે.  શાસ્ત્રો અને સંતોએ તે માટે જપ-તપ, યોગ યોગાદિ અનેક સાધનો પ્રબોધ્યાં છે.  ઉપનિષદોમાં તાપને બ્રહ્મ કહેલ છે.  ‘तपो ब्रह्म’.  તપશ્ચર્યાથી સર્વ કાંઈ સિદ્ધ કરી શકાય છે.  મા નર્મદા ભગવાન શિવની દ્રવિભૂત સાક્ષાત્ કૃપા છે.  પ્રાચીનકાળથી તેના ઉભયતટે અનેક દેવી-દેવતાઓ તથા સાધુ-સંતોએ તપ કર્યા છે.  નર્મદાના ઉત્તર અને દક્ષિણતટ પર આવેલાં સમસ્ત તીર્થો આ રીતે તપ:સ્થલીઓ છે.  તપનો સામાન્ય અર્થ છે – સહન કરવું તે.  મનુષ્યજીવનમાં અનુભવાતાં અનેક દ્વન્દ્વો સુખ-દુઃખ, માન-અપમાન, હર્ષ-શોક, હાનિ-લાભ, ઠંડી-ગરમી, ભૂખ – તરસ આદિની ચિંતા કે વિલાપ કર્યા સિવાય મનની સમતા જાળવી આત્મકલ્યાણની ભાવનાથી સહન કરવાં તે તપશ્ચર્યા છે.

 

નર્મદા પરિક્રમા તપશ્ચર્યા છે.  તે કોઈ સાહસયાત્રા નથી કે નથી પર્યટન યા સહેલગાહ.  પરિક્રમા દરમિયાન ડગલે ને પગલે ઉપર દર્શાવેલાં અનેક દ્વન્દ્વોનો સામનો યાત્રિકને કરવો પડે છે.  આ સર્વ સમયે એક માત્ર મા નર્મદાનું અવલંબન જ યાત્રિકના ધ્યેયની સિદ્ધિનું કારક છે.  પરિક્રમા સાધકના જીવન ઘડતરનો અમૂલ્ય અવસર તથા ઈશ્વરાનુભૂતિનું પ્રબળ સાધન છે.  આથી જ પૂ. શ્રી રંગઅવધૂત મહારાજ ઘણીવાર કહેતા કે ‘ભગવાનમાં શ્રદ્ધા ન બેસતી હોય અને છતાં પરમાત્માની ઝાંખી કરવાની લગની લાગી હોય તો નીકળી પાડો પૂર્ણ જિજ્ઞાસાની શ્રદ્ધાવંત હેસિયતથી મા નર્મદાની પરિક્રમાએ;  અને જુઓ શું અનુભવ થાય છે !!’  સાચે જ, પરિક્રમા એક એવો કિમ્યો છે જેનાથી ભૌતિક રીતે દુખી જીવનરૂપી લોઢું આધ્યાત્મિક આનંદનું સુવર્ણ બની જાય છે.

 

પરિક્રમા ઉપાસનાનું એક અંગ છે તથા અનુષ્ઠાનની સમાપ્તિનું પણ સૂચક છે.  મંદિરોમાં આરતી તથા સ્તુતિ-વંદના કરી લીધા પછી પરિક્રમા કરીને પ્રસાદ ગ્રહણ કરવાનો વિધિ છે.  પરિક્રમાથી જન્મજન્માંતરોમાં થયેલાં પાપો નાશ પામે છે.

 

यानि कानि च पापानि जन्मान्तरकृतानि च |

तानि तानि प्रणश्यन्तु प्रदक्षिणा पदे पदे ||

 

ભારત દેશની સમસ્ત નદીઓમાં સાત નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરીને પવિત્રમ ગણવામાં આવી છે.  પરંતુ પરિક્રમા માત્ર મા નર્મદાજીની જ કરવામાં આવે છે,  જે તેમની વિશેષ મહત્તાની સૂચક છે.  માતા-પિતા, દેવમંદિર, યજ્ઞભૂમિ, તીર્થક્ષેત્ર, ગ્રામ, નાગર આદિની પરિક્રમાનું શાસ્ત્રોમાં વિધાન છે.  આ સર્વમાં નર્મદા પરિક્રમા સહુથી મોટી અને વિકટ છે.  મનુષ્યની સર્વ પ્રકારની સહનશક્તિની તેમાં કસોટી થાય છે જે એક રીતે તપશ્ચર્યા જ છે.  કહ્યું ઓઅન છે   ‘नर्मदा तटे तप: कुर्यात्’  નર્મદાતટે કરેલું તપ તત્કાળ સિદ્ધ થાય છે કારણ કે આગળ જણાવ્યું તેમ મા નર્મદા સ્વયં સાક્ષાત્ કૃપા છે.  કૃપાનો કિનારો એટલે જ કલ્પવલ્લી.

 

પરિક્રમા અને તેના પ્રકાર :

 

આપણે જેની પરિક્રમા કરવાની હોય તેને આપણા જમણા હાથ તરફ રાખી તેની આજુબાજુ ગોળ-ગોળ ફરવાની ક્રિયાને પરિક્રમા અથવા પ્રદક્ષિણા કહેવાય.  પ્રદક્ષિણા સમાહિત ચિત્તે મંત્રજપ અથવા ભગવાનનું નામ લેતાં-લેતાં ધીમે ધીમે કરવી જોઈએ.  સગર્ભા સ્ત્રી જેમ ગર્ભસ્થ શિશુનું ધ્યન રાખી ઝડપથી ચાલતી કે દોડતી નથી તેમ પરિક્રમામાં પણ અંતર્યામી ઈશ્વરનું સતત સ્મરણ કરતાં સાધારણ ગતિથી ચાલવું જોઈએ.  આમ ઇષ્ટદેવનાં ધ્યાન-ચિંતન સહિત શાંતભાવથી થતી પરિક્રમા જ સાધના છે.

 

પરિક્રમા અનેક રીતે કરી શકાય છે.  પગે ચાલીને, દંડવત્ કરતાં કરતાં, આળોટતાં આળોટતાં અને વાહન દ્વારા.  આ સર્વમાં ખુલ્લા પગે ચાલીને કરવામાં આવતી પરિક્રમા જ શ્રેષ્ઠ છે;  કારણ કે તેમાં બંને તટનાં સમગ્ર તીર્થો-સંગમોમાં યાત્રી જઈ શકે છે અને સ્નાન, દર્શન, પૂજન કરી શકે છે.

 

દંડ્વતી પરિક્રમા કે આળોટતાં આળોટતાં થતી પરિક્રમા વિકટ તપશ્ચર્યા જરૂર છે.  પરંતુ તેમાં મા નર્મદાનું સાંનિધ્ય છોડીને ઉપરના માર્ગે જવું પડતું હોવાથી નિત્ય નર્મદા સ્નાન, તીર્થ દર્શન આદિ થઇ શકતાં નથી.

 

વાહન દ્વારા થતી પરિક્રમામાં પણ માત્ર મુખ્ય મુખ્ય તીર્થોનાં દર્શન આદિ કરી શકાય છે.  વૃદ્ધ, રોગી, અશક્ત જે ચાલીને પરિક્રમા ન કરી શકે તે વાહન પણ કરે તો પરિક્રમા ન કરવા કરતાં ચઢિયાતું જરૂર છે જ.

 

સમય :

 

પતિતપાવની મા નર્મદાના બંને તટ પર અનેક તીર્થો, દેવ મંદિરો, અને નદી સંગમો આવેલાં છે.  પરિક્રમાને ઉપાસના તરીકે સ્વીકારીને સાધક નિષ્ઠાપૂર્વક નિત્ય નર્મદા સ્નાન, દેવપૂજન, જપ-તપ કરતાં પરિક્રમા કરે તે જ સર્વોત્તમ છે.  શાસ્ત્રાનુસાર કેટલા દિવસ ક્યાં તીર્થોમાં નિવાસ કરવો, વર્ષાઋતુના ચાર મહિના કોઈ એક સ્થળે સ્થિર થવું આદિને ધ્યાનમાં રાખી સમગ્ર પરિક્રમા ત્રણ વર્ષ, ત્રણ મહિના અને ત્ર દિવસમાં પૂર્ણ કરવી જોઈએ.

 

પોતાની માન્યતાની પૂર્તિ અર્થે સકામભાવથી પરિક્રમા કરનારા પોતાની અનુકૂળતા મુજબ તેથી ઓછા સમયમાં પણ પરિક્રમા કરી શકે છે.  કવચિત્ કોઈ વીર સાધક પોતાના જપ-તપ અનુષ્ઠાનની સિદ્ધિ અર્થે માત્ર એકસો આઠ દિવસમાં પણ પરિક્રમા કરતા હોય છે.  કોઈ કોઈ સાધક બારવર્ષ પરિક્રમા કરવાનું વ્રત પણ લેતા હોય છે.  તેઓ નર્મદા તટના પ્રસિદ્ધ પવિત્રતમ સ્થાનોની શિદ્ધભૂમિમાં જપ – તપ – ધ્યાન માટે લાંબો સમય નિવાસ કરતાં કરતાં શાંતિથી આગળ વધતા હોય છે.

 

માર્ગ :

 

સામાન્ય રીતે નર્મદાના કિનારે કિનારે જ સાધકે ચાલવાનું છે.  કિનારાનો માર્ગ કવચિત્ એકદમ સરળ અને લીલા ઘાસથી છવાયેલો મખમલી હોય છે, તો કવચિત્ પથ્થરો, કહ્ડકો, કાંકરા – કાંકરીથી ભરપૂર;  અને રેતીનાં લાંબા લાંબા ભાઠાં તો અનેક ઓળંગવા પડે જ.  માર્ગમાં અનેક ઝરણાં તથા નાની મોટી નદીઓ અને નાળાં પાર ઉતારવાનાં હોય છે.  ઊંચા ઊંચા ટેકરાઓની ચઢ=ઉત્તર પણ ખરી જ.  જ્યારે કિનારાનો માર્ગ જંગલ-ઝાડીથી દુર્ગમ બની જાય યા કિનારે ચાલી શકાય તેવી પગદંડી પણ ન હોય ત્યારે ઉપરના માર્ગે આગળ વધવાનું હોય છે.  છતાં આ માર્ગ પણ સરળ તો નથી જ.  જંગલ-ઝાડીમાં ભૂલા પડવાનો સંભવ ખરો જ.  અલબત્ત, મા નર્મદા સર્વ સ્થળે, સર્વ સમયે તેના આશ્ચ્રિતની અચૂક સંભાળ રાખે છે.  એવો પ્રત્યેક પરિક્રમા કરનારનો અનુભવ છે.  માર્ગમાં ગોખરું – કાંટા વગેરેથી તથા નદી-નાળામાં ચીકણા કાદવથી બચીને સાવધાનીપૂર્વક ચાલવાનું હોય છે.  લક્કડકોટનું જંગલ અને શૂલપાણિની ઝાડીની યાત્રા ખરેખર વિકટ છે.  આ સમગ્ર પરિક્રમા કોઈ પણ પ્રકારના વાહનના ઉપયોગ કર્યા સિવાય ખુલ્લા પગે માત્ર ચાલીને જ કરવામાં ખરી કસોટી તથા સાચી તપશ્ચર્યા છે.

 

ધર્મશાળા – સદાવ્રત :

 

નર્મદા પરિક્રમા સેંકડો વર્ષોથી ચાલતી આવી છે ને હજારો વ્યક્તિઓ તે કરતા રહ્યા છે.  તેમની સુવિધા માટે બંને તટનાં અનેક ગામો-નગરોમાં સુખી-દાતા-ગૃહસ્થો તરફથી તથા સંત-સાધુઓના આશ્રમોમાં નિવાસ અને ભિક્ષાનો પ્રબંધ કરવામાં આવેલો છે.  લગભગ પ્રત્યેક સ્થળે મુકામ માટે કાચી યા પાકી ધર્મશાળા બાંધેલી છે.  મધ્યપ્રદેશનાં ગામોમાં કિનારા પર કવચિત્ પાકી ધર્મશાળા જોવા મળે છે.  સામાન્ય રીતે માટી-કરાંઠાની બનાવેલી કુટિ જ હોય છે અથવા ક્યાંક ઉપર પતરાં છાયેલી ઓરડી હોય છે.  તેમાં અન્ય કોઈ સુવિધા – પાણી કે પ્રકાશની હોતી નથી.  જ્યાં તે પણ ન હોય ત્યાં કોઈ મંદિરમાં યા તેના ઓટલા પર અથવા ગામના સરપંચ – પટેલ કે બ્રાહ્મણના ઘેર નિવાસ કરવાનો હોય છે.  જંગલપ્રદેશમાં ભીલોની ટાપરી અથવા ખુલ્લામાં રહેવું પડે.  કવચિત્ નર્મદાતટે રેતીના ભાઠામાં ખુલ્લા આકાશ નીચે પણ પરમાનંદ માણી શકાય.  અલબત્ત, નદી તટે મગર કે પાણી પીવા આવતાં વન્ય પશુઓથી સાવધાન રહેવું પડે.  તદ્દન નિર્જન અને એકાંત સ્થળે નિવાસ કરવો હિતાવહ નથી.

 

જ્યાં સદાવ્રત હોય છે ત્યાંથી ‘નર્મદે હર’ કહી ભિક્ષા માંગતા સામાન્ય રીતે કાચી ભિક્ષાસામગ્રી મળે છે.  મોટે ભાગે ઘઉં, બાજરી, જુવાર કે મકાઈનો લોટ તથા તુવેર, મગ, ચણા કે  મસુરની દાળ તથા મીઠાનો ગાંગડો ને આખાં સૂકા મરચાં મળતાં હોય છે.  કવચિત્ ચોખા, ગોળ પણ મળી શકે.  કિનારાનાં ગામોમાં આવતી દુકાનોમાંથી ચા, ખાંડ, અગરબત્તી, ચણા, ગોળ જેવી વસ્તુઓ પણ અપાય છે.  જે સ્થળે મોટા આશ્રમ કે મંદિર હોય ત્યાં અન્નક્ષેત્રમાંથી ભોજન પણ મળી જાય.  કવચિત્ ગામના કોઈ સદ્દગૃહસ્થ આદરપૂર્વક પોતાના ઘેર લઇ જઈને જમાડે પણ ખરા.  ટૂંકમાં, નર્મદામૈયા ક્યારેય કોઇપણ યાત્રિકને ભૂખ્યો રાખતી નથી.  સ્વયં ભીક્ષા ન રાંધનાર સંન્યાસીને સર્વત્ર તૈયાર ભિક્ષા પણ મળી જાય છે.  મધ્યપ્રદેશમાં નર્મદાતટનાં ગામડાઓની વસ્તી ગરીબ જરૂર છે પણ તેમના હૃદય વિશાળ છે.

 

પરિક્રમાનું સ્વરૂપ :

 

સામાન્ય રીતે નર્મદાતટના કોઈ પણ સ્થળેથી પરિક્રમાનો આરંભ થઇ શકે છે.  મા નર્મદાને જમણા હાથે રાખીને આગળ વધી સમગ્ર પ્રવાહની ચારેબાજુ ગોળ ફરીને જ્યાંથી પરિક્રમા શરૂ કરી હોય ત્યાં આવતાં પરિક્રમા પૂર્ણ થઇ ગણાય.  માર્ગમાં ક્યાંય મા નર્મદાના પ્રવાહનું ઉલ્લંઘન થવું ન જોઈએ.  જો નર્મદાપ્રવાહ ઓળંગી જવાય તો પરિક્રમા ખંડિત થઇ ગણાય.  સામાન્ય રીતે છેક ઉપરના પ્રદેશમાં ખાસ કરીને ભીમકુંડથી અમરકંટક સુધીમાં મા નર્મદાનો પ્રવાહપટ ખીણ થઇ જતો હોવાથી તેને અન્ય નદી યા નાડું સમજી ઓળંગી જવાનો ડર રહે છે માટે તે પ્રદેશમાં સાવધાન રહેવું જરૂરી છે.

 

સકામ પરિક્રમા :

 

કેટલાક માણસો આર્થિક ઉન્નતી, સંતાનપ્રાપ્તિ, રોગમુક્તિ અથવા અન્ય કોઈ કામનાની પૂર્તિ અર્થે પરિક્રમાની માન્યતા રાખતા હોય છે.  કામના પૂર્તિ અર્થે અથવા કામના પૂર્ણ થયા બાદ પરિક્રમા કરવામાં આવે છે.  આ પ્રકારના યાત્રિકો માત્ર પરિક્રમા કરતા હોય છે.  તીર્થોનાં દર્શન, સંગમ સ્નાન કરતાં નથી કે અન્ય વિધિ-નિષેધો પાડતા હોતા નથી.  કવચિત્ રેલ્વે યા મોટર જેવાં વાહનનો ઉપયોગ પણ કરી લેતા હોય છે.  પરિક્રમામાં સકામ યાત્રીઓ વિશેષ હોય છે.

 

નિષ્કામ પરિક્રમા :

 

મા નર્મદાની પ્રસન્નતા અને કૃપાપ્રાપ્તિ અર્થે નિષ્કામ ભાવે પરિક્રમા કરનારાઓમાં મુખ્યત્વે વિતરાગી સાધુઓ, સંન્યાસીઓ અથવા કોઈક સાધક યા સત્પુરુષો હોય છે.  તેઓ મા નર્મદાની સાથે સાથે સમસ્ત તીર્થોની યાત્રા, દર્શન-પૂજન-જપ-તપ આદિ કરતાં હોય છે.  જો કે તેઓની સંખ્યા અલ્પ હોય છે.

 

નર્મદા પરિક્રમાની સામાન્ય પદ્ધતિ એવી હોય છે કે મા નર્મદાના સમગ્ર પ્રવાહની આજુબાજુ ગોળાકારે ફરવું.  દા.ત. અમરકંટકથી પરિક્રમા આરંભ કરી પ્રથમ દક્ષિણતટે ચાલીને રેવા -સાગરસંગમે પહોંચવું.  નવ દ્વારા સાગર પાર કરી ઉત્તરતટનો માર્ગ પકડીને અમરકંટક પહોંચી પરિક્રમા પૂર્ણ કરવી.  જે સ્થાનો પ્રવાહમાં બેટ સ્વરૂપે હોય ત્યાં જઈ શકાય નહિ.  ઓંમકારેશ્વરનું સ્થાન બેટ સ્વરૂપે હોવાથી પરિક્રમા પૂર્ણ થયા પછી ત્યાં જઈને દર્શન-પૂજન આદિ કરતાં પરિક્રમા સંપૂર્ણ થઇ ગણાય.  (પરિક્રમા દરમિયાન ઓમકારેશ્વર મંદિરના દર્શન કરવા જઈ શકાતું નથી.)

 

કેટલાક યાત્રીઓ રેવા-સાગરસંગમેથી પાર ઉતરતા નથી.  જેમ શિવમંદિરમાં પરિક્રમા કરતાં શિવનિર્માલ્ય જલધારાને ઓળંગાય નહિ તેમ મા નર્મદાના પ્રવાહને અહીં રેવા-સાગરસંગમે પણ ન ઓળંગાતાં ત્યાંથી પાછા વળે છે.  આ પરિક્રમા બે રીતે થાય છે. –

 

(૧)    રેવા – સાગરસંગમ ઉત્તરતટેથી પરિક્રમા આરંભી અમરકંટક થઈને દક્ષિણતટે રેવા-સાગરસંગમે પહોંચી પૂર્ણ કરવી.

 

(૨)    અમરકંટકથી પરિક્રમા આરંભી દક્ષિણતટે રેવા-સાગરસંગમે પહોંચી ત્યાંથી પાછા વળી અમરકંટક આવવું.  અહીંથી આગળ વધી ઉત્તરતટે રેવા=સાગરસંગમે પહોંચી, ત્યાંથી વળીને મૂળ આરંભસ્થાન અમરકંટકે આવતાં પરિક્રમા પૂર્ણ થાય.  આમાં બેવડી પરિક્રમા થાય છે.  પરંતુ એક રીતે આ ‘પ્રદક્ષિણા’ ન કહેવાય.  કારણ કે મા નર્મદા સમગ્ર પરિક્રમા દરમ્યાન દક્ષિણ હસ્તે (જમણા હાથે) રહેતા નથી.  રેવા- સાગરસંગમથી પાચા વળતાં મા નર્મદા ડાબા હાથે રહે છે.  કવચિત્ કોઈ અ પ્રકારની પરિક્રમા કરતાં હોય છે ખરા.

મા નર્મદાના એક જ તટ પર સળંગ ન ચાલતાં ક્યારેક સામા તટે પણ જઈને તીર્થદર્શન યા સંગમસ્નાન કરવાની પદ્ધતિથી થતી પરિક્રમા હનુમત્ પરિક્રમા છે.  પરંતુ પરિક્રમાની જે વ્યાખ્યા છે તે અનુસાર આને પરિક્રમા જ ન કહેવાય.

 

પરિક્રમાના મુખ્ય નિયમ મા નર્મદાના પ્રવાહનું ક્યાંયે ઉલ્લંઘન ન કરવું – નું જ તેમાં પાલન થતું નથી.  સહેલાણીઓ આ રીતે યાત્રા કરી શકે છે.  મા નર્મદાના ઉત્તર કે દક્ષિણતટના કોઈ પણ સ્થળેથી પરિક્રમા શરૂ કરી શકાય છે.  પરંતુ ઉદ્ગમસ્થાન અમરકંટક, રેવા-સાગરસંગમ, કટિસ્થાન નેમાવર અને નાભિસ્થાન ઓમકારેશ્વરથી પરિક્રમાનો આરંભ ઉત્તમ માન્યા છે. (કેટલાક માટે નેમાવર નાભિસ્થાન છે.)

 

(નર્મદેહર અન્નક્ષેત્ર, તિલકવાડા આશ્રમવાસી આત્મકૃષ્ણ મહારજની ‘ચાલો મા નર્મદાની પરિક્રમાએ…’ પુસ્તકમાંથી સાભાર.)

 

 

(રાજ. ૦૨-૧૧/(૧૫-૧૯/૪૯૯-૫૦૩)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

આધ્યાત્મિક અનુભૂતિ શા માટે આવશ્યક છે ? …

અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય ….

 • સ્વામી યતિશ્વરાનંદ

 

 

 

આધ્યાત્મિક અનુભૂતિ શા માટે આવશ્યક છે ? …

 

 
quote.1
 

 

જ્યારે આપણે પોતાની ભીતરના ઊંડાણથી અવલોકન કરીએ છીએ ત્યારે એ જાણીને આશ્ચર્ય થાય છે કે આપણે પોતે પોતાની જાતથી જેમાં વસીએ છીએ એવા આ જગતથી તેમજ આપણા સંપર્કસંબંધમાં આવનારા લોકોથી અત્યંત અસંતુષ્ટ છીએ.  આ અસંતોષ તણાવ અને દ્વન્દ્વ્ ઊભાં કરે છે.  આ બધાં આજના જગતમાં વધતાં જાય છે.  અસ્વભાવિક તણાવ અને દ્વન્દ્વ્ મન અને દેહને રોગી બનાવે છે.  આપણા બાહ્ય જીવનની સ્થિતમાંથી કોઈ પણ કારણે ઉત્પન્ન થયેલ અસંતોષ અંતર્દ્વન્દ્વ્ ઊભાં કરે છે અને એને પરિણામે દેહ તથા મન અસ્વસ્થ બની જાય છે.  એ વખતે આપણું જીવન નિરર્થક અને લક્ષ્યવિહોણું લાગે છે.  એટલું જ્ નહિ પણ જ્યારે આપણે પોતાનાથી અસંતુષ્ટ બનીએ છીએ ત્યારે બીજામાં શાંતિને બદલે અશાંતિ ઊભી કરીએ છીએ.  શારીરિક રોગોની જેમ માનસિક રોગ પણ ચેપી બની શકે છે.

 

સંભવત: આપણને ઉચિત કાર્ય મળી રહે, પણ આપણો ભાવ એમનાં પ્રત્યે બરાબર ન્ હોય, આવી સ્થિતમાં આપણે પોતાના કર્મ પ્રત્યે નવા દ્રષ્ટિકોણનો વિકાસ કરવો જોઈએ.  અથવા સમ્ભવત આપણે એવાં કાર્ય કરતા હોઈએ કે જેમાં આપણી વિશેષ ક્ષમતાઓનો સદુપયોગ ન થતો હોય ત્યારે આપણે હતાશ બની જઈએ છીએ.  આ નિરાશા વિચિત્ર અને મોટે ભાગે હાનિકારક આચરણને ઊભું કરે છે.  કદાચ આપણે બીજા પર વધારે આશ્રિત છીએ કે પછી આપણે પોતાની ચારે બાજુએ શત્રુઓની કલ્પના કરીએ છીએ અને એ કાલ્પનિક શત્રુઓ સાથે લડવામાં પોતાની શકિત વાપરી નાખીએ છીએ અને કલ્પના-જગતમાં રહેવા માંડીએ છીએ.  માનસિક રોગોનું સૌથી ખરાબ લક્ષણ છે- પોતાની જાતને તિરસ્કારવી અને જ્યારે દેખાય છે ત્યારે જીવન  અત્યંત દુઃખદાયી બની જાય છે.

 

હવે આનો ઉપાય શો ?  આ બધી સમસ્યાઓ વિશે શું કરવું જોઈએ?

 

સુબુધ્ધિવાળા મનોવૈજ્ઞાનિકો કહે છે કે સુચારુ જીવનયાપન માટેના કોઈ લક્ષ્યનું નિર્ધારણ કરતા પહેલાં આપનામાં પોતાના સ્વભાવ વિશેની ઊંડી સમજ હોવી જોઈએ.  પોતાના પ્રત્યેની માન્યતાને બદલવાથી આપણે પોતાની જાતને પરિવર્તિત કરી શકીએ છીએ અને આ નવો દ્રષ્ટિકોણ સ્વભાવિક રૂપે આપણી ઊર્જાઓને નવી દિશા આપતાં પહેલાં જ્ ઊભો થઇ શકે છે.  આપણા વિશેના દ્રષ્ટિકોણમાં પરિવર્તન કેવી રીતે કરવું ?

 

મનોવિજ્ઞાનીકો કહે છે કે માનોવિશ્લેષ્ણ દ્વારા આ કરી શકાય.  આપણે મનોવૈજ્ઞાનિકો દ્વારા પોતાનું પરીક્ષણ કરાવવું જોઈએ.  એ ચતુરાઈથી પ્રશ્નો દ્વારા આપણા વ્યક્તિત્વના ઊંડાણને શોધવાનો, આપણી છુપાયેલી મનોગ્રંથિઓને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે.  સાથે ને સાથે આપણામાં ગડબડ ક્યાં છે એ પણ બતાવી દે છે.  સિદ્ધાંત: આ પદ્ધતિ ઠીક લાગે છે અને ઘણા લોકોને આવા મનોવિશ્લેષણથી ખરેખર થોડો ફાયદો પણ થાય છે.  આમ છતાં પણ એની સીમા એ વાતમાં છે કે મનોવૈજ્ઞાનિક બીજા વિશેના જ્ઞાન માટે એની આ જાણકારી સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે.

 

પોતાનાં બધાં સંશોધનો સાથે પણ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો માનવના સ્વરૂપની ગહનતાને સમજવામાં સફળ રહ્યા નથી.  આ વાતની એમણે નિ:સંદેહ જાણકારી મેળવી છે કે માનવનું ચેતનમન એક અધિક વિશાળ અચેતન મન દ્વારા નિયંત્રિત થાય છે અને ચેતન તથા અચેતન મનની ગતિવિધિઓમાં કેટલીયે વાર મેળ ખાતો નથી.  ચેતન મનમાં ઉચ્ચ પ્રેરણાઓ હોય છે. પરંતુ અચેતન મન નિમ્નતર વાસનાઓથી પૂર્ણ હોઈ શકે.  અચેતન પ્રેરણાઓ ચેતન ચિંતન અને ક્રિયાઓની વિરોધી હોઈ શકે છે.  પરંતુ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક ચેતન અને અચેતન મનની વચ્ચે સમરસતા સ્થાપિત કરવાના ઉપાયો શોધવામાં નિષ્ફળ રહ્યા છે.  મોટા ભાગના વૈજ્ઞાનિકો પોતાના રોગીઓને અચેતન મનની આવશ્યકતાઓને પૂરી કરવાની સલાહ આપે છે.  કેટલાક લોકોમાં આને લીધે માનસિક તણાવ દૂર થઇ શકે છે.  પણ એ સ્થાયી નથી હોતું; ઊલટાનું વધારે નુકશાનકારક પણ નીવડી શકે છે.

 

અહીં હિંદુ યોગપદ્ધતિની ઉપયોગીતા છે.  યોગનો પ્રારંભ સર્વ પ્રથમ અચેતન મનને શુધ્ધ કરીને તેને ચેતન મનની સાથે સમરસ બનાવવાથી થાય છે.  આ કોઈ કૃત્રિમ કે બનાવટી શુદ્ધિકરણ નથી.  પવિત્રતા આપણું વાસ્તવિક સ્વરૂપ છે.  એ માનવના આત્માનું સાચું સ્વરૂપ છે.  હિંદુધર્મે ઘણા કાળ પહેલાં માનવના વ્યક્તિત્વના ઉચ્ચતર આયામ અર્થાત્ અતિચેતન અવસ્થાની ભાળ કાઢી હતી.  અતિચેતન અવસ્થા આપણને પોતાના વાસ્તવિક મહાન આત્માનું જ્ઞાન આપે છે. તે પરમાત્માના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે.  એ પ્રકાશ દ્વારા આપણા અચેતન મનના અંધકારમય કક્ષોને પ્રકાશિત કરવા જોઈએ, ત્યારે અચેતન મન શુધ્ધ બને છે, ત્યારે એ ચેતન મન અને તેની આકાંક્ષાઓ સાથે સહયોગ કરે છે.  એટલે અંતર્દ્વન્દ્વ સંઘર્ષ અને માનસિક તણાવ દૂર થઇ જાય છે.  તેથી અતિચેતનની ખોજ આંતરિક શાંતિ અને સામંજસ્ય પ્રાપ્ત કરવા માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે.  અતિચેતન અવસ્થાની શોધ એ પ્રથમ આધ્યાત્મિક અનુભૂતિ છે.  એ જ્ ચેતન અને અચેતનની વચ્ચે સમરસતા ઊભી કરે છે.  આપણને પૂર્ણ વ્યક્તિત્વની, પૂર્ણ સ્વરૂપની પુન: પ્રાપ્તિ થાય છે.

 

આધ્યાત્મિક અનુભૂતિ આપણને અતિચેતન અવસ્થાનું જ્ઞાન જ્ આપે છે એવું નથી; પરંતુ તે આપણા અચેતન મનની સમસ્યાઓને ઉકેલી  નાંખે છે.  આપણી કેટલીક સમસ્યાઓ અચેતન મનમાં છુપાયેલી ગ્રંથિઓની કારણે ઊભી થાય છે.  કેટલાક લોકોમાં અને એમાંય ખાસ કરીને યૌવનના પ્રારંભકાળમાં કામ સંઘર્ષનું કારણ બની શકે છે.  પરંતુ માનવના જીવનમાં એની ભૂમિકાને વધુ મહત્વ આપવું નિશ્ચિત રૂપે ખોટું છે, આવું ફ્રોઇડે કર્યું હતું.

 

બીજા પર પ્રભુત્વ સ્થાપિત કરવાની માનવની પ્રબળ પ્રકૃતિ કેટલાક લોકોમાં આ દ્વન્દ્વોનું કારણ બની શકે છે.  પરંતુ તેની ભૂમિકાને વધુ પડતું મહત્વ આપીને એ માનવની બધી સમસ્યાઓ માટે દોષી ઠરાવવા જેમ ડૉ. હેડલરે પોતાના મનોવૈજ્ઞાનિક દર્શનમાં કર્યું છે તે અવશ્ય ખોટું જ્ છે.  કહેવાતા ભૌતિકવાદી પશ્ચિમના દેશોમાં લાંબા સમય સુધીના રોકાણ વખતે મારી એવા અનેક લોકો સાથે મુલાકાત થઇ કે જે આધ્યાત્મિક દ્રષ્ટિની ભૂખવાળા હતા.  એમની સમસ્યાઓ મોટે ભાગે આધ્યાત્મિક હતી.  એમાંથી અનેક સામાન્ય જીવનમાં સુખો અને સંઘબદ્ધ ધર્મની રૂઢિવાદી વાતોથી અસંતુષ્ટ હતા.  તેઓ ઉચ્ચતર અનુભૂતિ, ઉચ્ચતર જીવનપદ્ધતિને શોધી રહ્યા હતા.

 

મનોવૈજ્ઞાનિક ડૉ. કાર્લ યુંગ માનવની આધ્યાત્મિક આવશ્યકતાઓને સમજાવનારા સૌથી પહેલી વ્યક્તિઓમાંના એક હતા.  તેમણે દર્શાવ્યું કે આધુનિક માનવ આત્માની ખોજમાં લાગ્યો રહેલ છે..  પરંતુ એમની રચનાઓમાંથી આટલું સ્પષ્ટપણે જાણવા મળે છે કે સ્વયં ડૉ. યુંગે પોતાના આત્માને ઓળખ્યો ન હતો.  હું એમને સ્વિટર્ઝ્લેન્ડમાં મળ્યો અને મેં પોતાનાં કેટલાક પુસ્તકો ભેટ આપ્યાં હતાં.  એમણે મને અચેતન મન વિશે વાતો કરી.  એમણે કહ્યું કે હિંદુઓ જેને અચેતનાવસ્થા કહે છે તે અચેતનની અંતર્ગત છે.  આ એક અજબનો સિદ્ધાંત છે.  વસ્તુત: હકીકત તો સાવ ઊલટી છે.  સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે દેહ બધાથી બાહ્ય વસ્તુ છે, મન એની ભીતર છે અને આત્મા તો અંતરત્મ છે.  આપણે આ ક્રમને પલટાવી દેવો જોઈએ.  આત્મા અનંત સર્વવ્યાપી ચૈતન્ય છે, મન એની ભીતર છે એનીયે અંદર છે સ્થૂળદેહ.  તે સિમિત તેમજ સૌથી ઓછો વ્યાપક છે.  અતિચેતન અત્યારે પણ આપણા માટે અજ્ઞાત છે, એનો અર્થ એ નથી કે તે મનોવૈજ્ઞાનિકોનું અચેતન મન છે.  સાધના દ્વારા તેની પ્રાપ્તિ કરી શકાય છે, તે શાંતિ અને આનંદનું સ્ત્રોત છે.  સૌથી મોટી વાત એ છે કે માનવને પૂર્ણતા અને પરમની ઉપલબ્ધિ એ જ અર્પે છે.

 

ડૉ. યુંગ માનવોને અંતર્મુખી અને બહિર્મુખી એ બે શ્રેણીઓમાં વહેંચવા માટે વિખ્યાત છે.  અંતર્મુખી વ્યક્તિ આત્મનિંદા કરે છે અને બેઠો બેઠો વિચાર્યા કરે છે; મોટા ભાગના પોતાના મનના જ્ વૈયકિતક જગતમાં જીવે છે.  બહિર્મુખી વ્યક્તિ બાહ્ય વ્યવહારિક જગતમાં પ્રવૃત રહે છે.  એને માટે બાહ્યજગતનું કર્મક્ષેત્ર સાચું અને વાસ્તવિક હોય છે.  આ બંને પ્રકારના માણસો એકબીજાથી સાવ ભિન્ન તો નથી.  આપણે પોતાની ભીતર આ બંનેને જોઈ શકીએ છીએ.  વેદાંતમાં કર્મયોગી, ભક્ત, અને જ્ઞાનીની વાત કહી છે.  પરંતુ આ વિભાજન જળ-અભેદ્ય કે પૂર્ણ નથી.  આપણા બધામાં આ બધા અંશો વિદ્યમાન છે.  આપણે પોતાની વિભિન્ન પ્રવૃત્તિઓમાં સામંજસ્ય લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.  તાલીમ દ્વારા આપણે પોતાના સ્વભાવમાં રહેલ આ બંનેથી પર જઈ શકીએ છીએ.  આ રીતે આપણે ક્રમ કરી શકીએ છીએ, ચિંતન અને કર્મમાં વિચારશીલ અને યુક્તિપૂર્ણ બની શકીએ છીએ.  પરંતુ એને માટે સંયોજક શક્તિના રૂપે તીવ્ર આધ્યાત્મિક પીપાસા હોવી જોઈએ.

 

‘માનસિક તણાવથી મુક્ત’  – ‘રિલીઝ ફોર્મ નર્વસ ટેન્સન’ નામના એક પુસ્તકમાં એના લેખક ડૉ. ડેવિડ હેરોલ્ડ ફિંક તણાવને દૂર કરવાનો એક સકારત્મક ઉપાય બતાવે છે.  તેઓ કહે છે કે પહેલાં માથું અને ગરદન, ત્યાર પછી ઘૂંટણ અને પગ, છાતી, હાથ, આંખની પાંપણો વગેરે શરીરના બધાં અવયવોને ઢીલા કરતાં જાઓ; ટુકડે ટુકડે કરેલ આ તણાવને દૂર કરવાના પ્રયાસથી થોડોઘણો લાભ તો મળે જ્ છે.  પરંતુ આપણા આચાર્યો આપણને દર્શાવે છે કે આત્મવિશ્લેષણ અને ધ્યાન દ્વારા આપણે પોતાના સમગ્ર વ્યક્તિત્વ પર નિયંત્રણ રાખવાનું શીખી શકીએ છીએ.  પોતાના અંગોને એક પછી એક શિથિલ કરવાની સરખામણીમાં માનસિક તણાવને દૂર કરવાનો આ કંઈક વધુ પ્રભાવશાળી અને દીર્ધસ્થાયી ઉપાય છે.

 

જ્યારે આપણે ઉચિત પ્રશિક્ષણ દ્વારા મનને કાબૂમાં રાખીને આધ્યાત્મિક અનુભૂતિ કરી શકીએ છીએ ત્યારે એક એક અંગથી પોતાને કષ્ટપૂર્વક મુક્ત કરવાની કઈ આવશ્યકતા ?  વળી આ પદ્ધતિ શું એક જ્ વખતમાં આપણને તણાવથી મુક્ત કરી દેશે ખરી ?

 

મને એક લોભિયાની વાર્તા યાદ આવે છે.  એ લોભિયો મોતની પથારીમાં પડ્યો હતો.  એક પાદરી એની ‘ત્રાણ’ એટલે કે મુક્તિ કરવા આવ્યો હતો.  એ વ્યક્તિ લોભી હોવાને લીધે પાદરીએ નિર્ણય કર્યો કે તે એક એક અંગની મુક્તિ કરશે અને પ્રત્યેક રક્ષિત અંગ માટે પૈસા વસુલ કરશે.  અંતે જ્યારે એ પાદરી એ માંસના જમણા પગ સુધી પહોંચ્યો ત્યારે પાદરીએ વિચાર્યું : ‘હવે આની પાસેથી હું મોટી રકમ વસુલ કરીશ.  કારણ કે એના પછી તો એ મારા હાથમાંથી નીકળી જશે.’  એટલે એણે પેલા લોભિયાને ઊંચા અવાજે કહ્યું :  ‘હવે હું તારા જમણા પગ માટે એક મોટી રકમની માગણી કરવાનો છું.’  લોભિયો બરાબર હિસાબી બુદ્ધિવાળો હતો, એટલે મરણાસન્ન બનેલ એણે પોતાની બધી શક્તિ એકઠી કરીને કહ્યું :  ‘પણ પાદરીજી, એતો લાકડાનો પગ છે.’  ધર્માચાર્યો માનવના એકએક અંગની રક્ષા માટે ભલે ને ગમે તે કહે પણ સાચા આધ્યાત્મિક આચાર્ય પાસે મુક્તિનો એક ઘણો પ્રભાવશાળી ઉપાય છે.  પરમાત્માની સાક્ષાત અનુભૂતિ કરીને આત્માની મુક્તિનો આ આદર્શ જ્ એ ઉપાય છે.  આધ્યાત્મિક અનુભૂતિ સમગ્ર વ્યક્તિત્વનું પરિવર્તન કરી દે છે.  ગહનશાંતિ અને આનંદથી આત્મા પૂર્ણ બની જાય છે અને શરીર-મન સંપૂર્ણ રીતે તણાવરહિત થઇ જાય છે.

 

 

(રા.જ. ૦૨-૧૧/(૧૨-૧૪/૪૯૬-૯૮)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

જેમણે મિલ માલિકની દીકરીને ટયૂશન આપવાની ના પાડી દીધી …

જેમણે મિલ માલિકની દીકરીને ટયૂશન આપવાની ના પાડી દીધી  … (કભીકભી) …

 

 

આજે એક શિક્ષકની વાત. એમનું નામઃ નાનકરામ ચત્રભુજ શર્મા. રાજસ્થાનના બાડમેર ખાતે તા. ૧૩-૧૨-૧૯૨૭ના રોજ બ્રાહ્મણકુળમાં તેમનો જન્મ થયો. પિતાને અમદાવાદ ખાતે અસારવા બેઠકમાં પૂજારીની નોકરી મળતાં પરિવાર અમદાવાદ આવ્યું. ઘરમાં લાઈટ ના હોઈ રસ્તા પર લાઈટના થાંભલા નીચે બેસી અભ્યાસ કર્યો. બી.એ., બી.એડ્. કર્યા બાદ અમદાવાદની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી મળી. સ્કૂલમાં બધા તેમને’સાહેબ’ કહેતા.

 

 
TEACHER CHATRABHUJ SHARMA
 

 

અસારવા બેઠકની ચાલીમાં એક રુમમાં રહેતા પગારથી જ ઘર ચલાવતા. ઘરમાં બેસવા માટે ખુરશી પણ નહોતી. લોકો કહેતા પણ ખરા કે સાહેબ તમારે ત્યાં મોટા મોટા મહેમાનો આવે છે, ખુરશીઓ તો વસાવો. તેઓ કહેતા કે “પગારથી ઘર ચાલે છે. બીજુ વસાવવા માટે બીજા પ્રયત્નો કરવા પડે, જે મારે નથી કરવા.” રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ચાલુ કરી ત્યારે એક બંગલામાં ચાલુ થઈ હતી. ફક્ત ૪૦ વિદ્યાર્થીઓથી ચાલુ કરી હતી. પહેલા સત્રથી જ છોકરાઓએ ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં સન્માનિત સ્થાન પ્રાપ્ત કર્યા. રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલની આજે વિશાળ બિલ્ડિંગ છે. આજે પણ એ વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલ પાસેથી પસાર થાય છે ત્યારે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ “આ સ્કૂલ અમે માથે ઈંટો ઊંચકીને બનાવી છે” તેમ કહી ગર્વ લે છે. સ્કૂલના એકએક વિદ્યાર્થીને તેઓ નામથી ઓળખતા. એમની ખૂબી જોઈ ઉપનામ પણ આપતા. સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી સતત ગેરહાજર રહે તો એના ઘેર પહોંચી જતા. એની સમસ્યાનું નિરાકરણ કરી એની સ્કૂલ પડવા દેતા નહીં. ગરીબ વિદ્યાર્થીઓને ચોપડીઓ અને ક્યારેક ક્યારેક તો પોતાના ખિસ્સાના પૈસાથી મદદ કરતા. સ્કૂલમાં એક તેજસ્વી વિધાર્થીની સતત અઠવાડિયાથી ગેરહાજર હતી. એમની પાસે સાઈકલ હતી. સાઈકલ લઈને વિધાર્થીનીના ઘેર પહોંચી ગયા. સાહેબને જોઈને વિધાર્થીની એમને વળગીને ચોંધાર આસુએ રડવા લાગી. એને સાંત્વના આપી. એના પિતાને સ્કૂલ નહીં મોકલવાનું અને રડવાનું કારણ પૂછયું, તો એના પિતાએ કહ્યું કે, “સાહેબ હું એક મિલ મજૂર છું. મિલમાં વિવિંગ ખાતામાં કામ કરું છું. મને ટી.બી. થઈ ગયો છે. મારી પાસે દવાઓના જ પૈસા નથી તો છોકરીને ભણાવું ક્યાંથી?”  એમણે કહ્યું તમે ચિંતા કરશો નહીં. તમારી દીકરીને સ્કૂલે મોકલો એની ભણવાની ફીની તથા તમામ વ્યવસ્થાઓ થઈ જશે. એ છોકરીને પિતાએ ભણવા મોકલી. છોકરી ભણીને ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં ગુજરાત અને અમદાવાદમાં નંબર લાવી. આગળ એને મેડિકલમાં પ્રવેશ મળ્યો. એ ડોક્ટર બની. મોટી થઈ એટલે એના લગ્ન માટે માંગા આવવા માંડયા. છોકરી કહેતી સાહેબ જ્યાં કહેશે ત્યાં લગ્ન કરીશ. એક પાઈલોટનો સંબંધ આવ્યો પરંતુ છોકરાના લક્ષણ અને ચાલઢાલ જોઈ સાહેબે ના પાડી તો એ સંબંધ નામંજૂર કર્યો. એક વખત સાહેબ બહારગામ ગયા હતા. એક સરસ સંબંધ આવ્યો. છોકરો ભારત સરકારના નેવી ડિપાર્ટમેન્ટમાં મોટો ઓફિસર હતો. છ મહિના સ્વદેશમાં રહેવાનું અને છ મહિના પરદેશ ફરવાનું. છોકરીના ઘરવાળાઓએ હા પાડી દીધી. સાહેબ આવ્યા એમને જાણ કરવામાં આવી. હા પાડી એટલે લગ્ન થઈ ગયા. છ મહિનામાં વર્લ્ડ ટૂર કરી આવી. સાહેબના ઘરવાળાઓ માટે કંઈકને કંઈક ભેટ લેતી આવી. થોડાક સમય પછી ઈન્દોરથી કાગળ આવ્યો. છોકરીએ આપઘાત કરી લીધો. છોકરો દેશ- પરદેશ ફરતો એટલે બધી જ રીતે ખરાબ હતો. સાહેબ નાના બાળકની જેમ રડયા. તેમણે કહ્યું, “મારી તાલીમમાં કંઈક કચાશ રહી ગઈ. આપઘાત કાયરતા છે, એ દીકરી આપણને જાણ કરી શકતી હતી. બધું કહી શકતી હતી”. એ ઘટના પછી તેઓ પોતાના કોઈ વિદ્યાર્થી કે વિધાર્થીનીના લગ્નમાં જતા નહીં. જવું પડે તો મીઠાઈ ખાતા નહીં.

 

એક વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોંશિયાર, ચમનપુરાના એકદમ પછાત વિસ્તારમાં રહેતો. પિતા ચવાણાની લારી ચલાવતા. વિદ્યાર્થીની હિલચાલ ઉપરથી સાહેબને ખ્યાલ આવ્યો કે છોકરાનું ભણવામાં મન લાગતું નથી. તો રોજ એના ઘરે જવા લાગયા. ખબર પડી કે છોકરો અસામાજિક તત્ત્વોની સંગતમાં પડી ગયો છે. રોજ સાહેબ વિદ્યાર્થીને શોધવા નીકળતા. સાઈકલ ઉપર શોધીને ઘરે લાવતા. એનું મન ભણવામાં વાળ્યું. આજે એ અમદાવાદનો મોટો નામી ડોક્ટર છે. રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાંથી ભણેલા કેટલાય મોટા મોટા ઉદ્યોગપતિ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, સીઆઈ ઓફિસર, પોલીસ ઓફિસર થયા. એક વિદ્યાર્થી ગુજરાત હાઈકોર્ટમાં જજ બન્યો.

 

આટલી બધી જરૂરિયાતો છતાં કોઈ દિવસ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નહી. એ જમાનામાં ખૂબ જ ઓછી મોટર કાર હતી. એક દિવસ રાતે એક એમ્બેસેડર કાર આવી એમની પતરાવાળી ઓરડી સામે આવી ઊભી રહી. એમાંથી એક મિલ માલિક ઉતર્યા. તેઓ તેમની દીકરીનું ટયૂશન કરાવવા માટે એમને લેવા આવ્યા હતા. મોટર કાર જોઈ શર્માજીનો નાનો દીકરાએ પણ સાથે જવાની જીદ કરી. સાહેબે ના પાડી છતાં દીકરો ન માન્યો. મિલ માલિકે કહ્યું ” તે ભલે આવતો. પાછો ગાડીમાં મૂકી જઈશું.” તેઓ તેમના પુત્ર સાથે મિલ માલિકના શાહીબાગ ખાતેના બંગલે ગયા. એમના દિવાનખંડમાં સામ સામી દીવાલો પર બે કબાટ હતા. એ બંનેમાં અરીસા લાગ્યા હતા. એટલે સામસામે વચ્ચે ઊભા રહેનારના અસંખ્ય પ્રતિબિંબ દેખાતા. મિલ માલિકે કહ્યું “શર્માજી તમે મારી દીકરીનું ટયૂશન આપો.” પરંતુ શર્માજીનો સિદ્ધાંત હતો કે શિક્ષક ટયૂશન ન કરી શકે. મિલ માલિકે આચાર્ય શર્માજીને તેમની દીકરીને ટયૂશન બદલ જોઈએ એટલી ફી આપવાની ઓફર કરી. તે દરમિયાન આચાર્ય શર્માજીનો પુત્ર બે અરીસાઓની વચ્ચે ઊભો હતો. એણે પાછળથી ફાટેલી ચડ્ડી પહેરેલી હતી. અરીસાઓેમાં ફાટેલી ચડ્ડીના અસંખ્ય પ્રતિબિંબ દેખાતા હતા. મિલમાલિકનો ટયૂશન માટે જબરદસ્ત આગ્રહ હતો. છતાં તેમણે વિનમ્રતાપૂર્વક ના પાડી અને કહ્યું કે “ટયૂશન તો નહીં કરી શકુ. પરંતુ હા, તમારી દીકરીને સ્કૂલ છુટી ગયા પછી સ્કૂલમાં જ હું ચોક્કસ ભણાવીશ. એને કહેજો રોજ સ્કૂલ છૂટે પછી મારી ઓફિસમાં અડધો કલાક આવી જાય. હું તેને વિના મૂલ્યે ભણાવીશ.” અને તેમને મિલ માલિકને ઘેર જઈ ટયૂશન ના કર્યું તે ના જ કર્યું.

 

સ્કૂલની પ્રગતિ થવા લાગી એટલે શિક્ષકો પણ વધારવા લાગ્યા. ઈન્ટરવ્યુ પણ એ જ લેતા. એક દિવસ એક શિક્ષક ઈન્ટરવ્યૂના આગલા દિવસે ફળોના ટોપલા સાથે રૃ. ૨૫,૦૦૦ લઈ ઘરે આવી ગયા. સાહેબ ગુસ્સે થઈ તમારી હિંમત કેવી રીતે થઈ આ કરવાનું કહી એમને વિદાય કર્યા. શિક્ષક ગભરાઈ ગયા. હવે તો નોકરી મળતી હશે તો પણ નહીં મળે એમ સમજવા લાગ્યા. બીજા દિવસે ઈન્ટરવ્યૂમાં આવ્યા.  બધા જ ઉમેદવારોમાં તેઓ ખૂબ જ કાબેલ અને યોગ્ય હતા. એમને એમના આશ્ચર્ય વચ્ચ પસંદ કર્યા. એે શિક્ષક ફરી ઘરે આવ્યા. તેમણે સાહેબને પૂછયું, સાહેબ મેં આટલી મોટી ભૂલ કરી હતી છતાં તમે મને પસંદ કર્યો ” ત્યારે તેમણે કહ્યું “તમે તમારા કામ માટે બધી જ રીતે યોગ્ય હતા એટલે તમને પસંદ કર્યા. તમારી લાયકાત સ્કૂલના છોકરાઓને ભણાવવામાં કરજો. સંસ્થા ઊંચી આવે એવું કામ કરજો.” શિક્ષકની આંખોમાં પાણી આવી ગયા.

 

એમણે એક પટાવાળો રાખ્યો. એની આદતો ખરાબ. એ પટાવાળો જુગારની લતે ચઢી ગયો હતો. સ્કૂલમાં ટાઈમ થઈ જાય તો પણ નોકરી આવે નહીં. પ્રિન્સિપાલ શર્મા સાહેબને ખબર પડી એ રોજ સાઈકલ લઈ એને જુગારના અડ્ડાઓ ઉપર શોધવા જાય એને પકડી લાવે. સ્કૂલમાં કામ કરાવે. જ્યારે પગારનો દિવસ આવે એટલે પગાર પણ એને સાથે રાખી પોતે લઈ લેતા અને ઘરે જઈ એની પત્નીના હાથમાં આપતા. સ્ટાફ કહેતો ‘સાહેબ આ શું કરો છો’, તો કહેતા કે “આ તો મૂરખ છે. જુગારમાં પગાર હારી જાય તો એના ઘરમાં નાના નાના બાળકો ખાશે શું ?” પટાવાળો સુધરી ગયો. આજે એેનું ઘર આબાદ છે.

 

રાત્રે ઘરે જતા એટલે જમીને આજુબાજુની અભણ મહિલાઓને ભેગી કરતા. એમને ભણાવતા. સ્ત્રી સાક્ષરતાના એ સમયમાં તેઓ હિમાયતી હતા. એમના લગ્ન મધ્યપ્રદેશના અંતરિયાળ ગામમાં થયા હતા. એમના પત્ની અભણ હતા. પત્નીને ઘેર ભણાવ્યાં અને તેમને ભાગ્વ્દ્દ્ગીભગવદ્દગીતા વાંચતા કર્યા.

 

એમણે ૧૯૬૨થી ૩૧-૫-૧૯૮૫ સુધી સ્કૂલમાં કામ કર્યું. પછી નિવૃત્ત થયા. પગાર આવતો બંધ થયો. બેંક બેલેન્સ તો હતું નહીં. એમને એમ હતું કે નોકરી ચાલે છે એટલે દાળ-રોટી ચાલે છે. નિવૃત્ત થયા પછી પેન્શન ગ્રેજ્યુઈટીના કાગળોમાં કંઈક ભૂલ થઈ ગઈ અને એમનું બધું જ અટકી ગયું. ખૂબ જ પ્રયત્નો કરવા છતાં એમને એક પણ પૈસો મળ્યો નહીં. હવે પૈસાની તંગી દેખાવા લાગી. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા. તંગીને કારણે ચંપલ લાવવાના પણ પૈસા નહોતા. જાતે ચંપલ સીવીને ચલાવવા લાગ્યા. કપડાં લાવવાના પૈસા રહ્યા નહીં. બનિયાન અને કપડાં ફાટી ગયા તો જાતે સીવીને ચલાવવા લાગ્યા. પણ હિંમત હાર્યા નહીં. ચોપડી લખવાની ચાલુ કરી. બહારનું થોડું થોડું ભાષાંતરનું કામ લાવી કરવા લાગ્યા. એ આશામાં કે સરકારમાંથી પેન્શન અને ગ્રેજ્યુઈટી આવશે એટલે બધું સરખું થઈ જશે. દરમિયાન તેઓ બીમાર પડયા. દવા કરાવવા માટે પૈસા નહોતા. કિડની કાઢી નાખવી પડે તેમ હતી. તેમનો જ વિદ્યાર્થી કે જે હવે ડોક્ટર હતો તેણે ઓપરેશન કરી કિડની કાઢી નાખી. ડોક્ટર પૈસા લેવાની ના પાડતા હતા. પરંતુ શર્માજીએ ડોક્ટરને એક રૃપિયો આપ્યો. એથી વધુ રકમ તેમની પાસે નહોતી. સ્કૂલની સમિતિએ તેમનું સન્માન કર્યું. ૩૧-૧૨-૧૯૮૫ના રોજ તેમણે દેહ છોડી દીધો.

 

એમની સ્મશાનયાત્રામાં આખો શાહીબાગ રોડ ઉભરાઈ ગયો. એમના મૃતદેહને બધા આગ્રહપૂર્વક સ્કૂલે લઈ ગયા. બધા કહેતા સાહેબની કર્મભૂમી છે. આજે પણ જ્યારે જૂના એમના વિદ્યાર્થીઓ સાથે એમની વાત થાય છે ત્યારે ઘણાની આંખો ભીની થઈ જાય છે.

 

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

 

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ડાયાબિટીસ શું છે ? જાણો દર્દીએ શું ખાવું અને શું નહીં ? તેમજ બેકાબૂ ડાયાબિટીસની વિકટ વિષમતાઓ… (ભાગ-૪) ….

ડાયાબિટીસ શું છે ?  જાણો દર્દીએ શું ખાવું અને શું નહીં ?  તેમજ બેકાબૂ ડાયાબિટીસની વિકટ વિષમતાઓ … (ભાગ-૪) ….

 

diabitic.food.1a

 

 

આ અગાઉના લેખમાં આપણે  ડાયાબિટીસ અંગેની ખોટી માન્યતાઓ, આ ખોટી માન્યતાઓ જો નહિ જાણીએ તો જીવનભર રહેશો ભ્રમમાં ! …  વિશે  … પ્રાથમિક જાણકારી મેળવી, આ શ્રેણી અંર્ગત આપ સર્વેને વધુને વધુ માહિતી એકઠી કરી અહીં આપવાની અમારી કોશિશ આજ સુધી રહેલ છે, અમોએ અગાઉ જણાવ્યા મુજબ  આ શ્રેણીને આજની પોસ્ટ દ્વારા અંતિમ પોસ્ટ ગણી અને આજે અહીં પૂર્ણ કરી આપવામાં આવે તેમ નક્કી કરેલ હતું.

 

પરંતુ આ  વિષયની ગહનતામાં જવા થોડી વધુ  શોધખોળ ગુગલ મહારાજના સહારે  આ અંગે કરતાં, તેમાં હજુ થોડી મહત્વની પ્રાથમિક જાણકારી આપવાની રહી જાય છે તેવું અમોને જાણવા મળ્યું, જેવી કે …   ડાયાબિટીસ ટાઇ૫-૧,  ટાઇપ-ર ના લક્ષણોની સરખામણી, કુટુંબમાં ડાયાબિટીસ, સગર્ભાવસ્થા દરમ્યાન થતો ડાયાબિટીસ, લોહીમાં સુગરની તપાસ કોને માટે, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ (બ્લડ સુગર લેવલ), ગ્લુકોમીટર સાધન અને તેનો વપરાશ, લેબોરેટરી તપાસ, ગ્લુકોમીટર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખશો? ગ્લુકોમીટરના રીડીંગ અને લેબોરેટરીના રીપોર્ટમાં કેમ ફેર આવે છે ?  ડાયાબિટીસમાં પેશાબની તપાસ, ડાયાબિટીસના દર્દીએ કરાવવાની તપાસનું ચેકલીસ્ટ (ડાયાબિટીસ : કઇ તપાસ કયારે કરાવવી ?) આ તેમજ આવા અનેક વિષયો ની જાણકારી આપવી હજુ જરૂરી લાગી.  ….

 

તો આ પ્રકારની માહિતી શા માટે તમોને ન આપવી ? તે બાબત અમો હવે નક્કી કરી શકતા નથી,  આપની મદદની જરૂર છે.  આપ સર્વેનો આ સાથે અમો અભિપ્રાય ઈચ્છીએ છીએ કે શું હજુ આ શ્રેણી જરૂરિયાત પૂરતી લંબાવી અને  વધારાની ઉપર દર્શાવેલ ખૂટતી અગત્યની માહિતી તમે ઈચ્છો છો કે આટલું બસ તમોને છે  ? તમારા અભિપ્રાય બ્લોગ પોસ્ટ પર જાણ્યા બાદ જ્ અમો હવે પછી વિશેષ રહી ગયેલ માહિતી મૂકવી કે નહિ ? તે નક્કી કરીશું.  કંટાળો આવતો હોય કે પર્યાપ્ત માહિતી મળી ગયાનો સંતોષ અનુભવતા હો, તો આ પોસ્ટને આખરી પોસ્ટ ગણશો.  આપ સર્વેના સહકાર બદલ આભાર.

 

આશા છે કે આપના અભિપ્રાયો, જો  આ શ્રેણી આપને પસંદ આવી હોય તો જરૂરથી બ્લોગ પોસ્ટ પર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા, ફેશબુક દ્વારા, કે અમારા ઈ મેઈલ આઈડી દ્વારા સ્પષ્ટ પણે જણાવશો, આપના અમૂલ્ય અભિપ્રાય અમોને આગળ ઉપર આ શ્રેણી ચાલુ રાખવી કે બંધ કરી દેવી ? શું કરવું ? તે નક્કી કરવામાં મદદરૂપ થશે.

 

આપની સરળતા માટે અગાઉનાં ત્રણેય ભાગની પોસ્ટ લીંક આ સાથે નીચે દર્શાવેલ છે, ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩  જો આપે હજુ વાંચ્યા ન હોય તો અહીં દર્શાવેલ લીંક  પર ક્લિક કરવાથી તે ભાગ અહીં માણી શકશો.  …

 

બ્લોગ લીંક :  

ડાયાબિટીસ શું છે ? ડાયાબિટીસ અંગેની ખોટી માન્યતાઓ, આ ખોટી માન્યતાઓ જો નહિ જાણીએ તો જીવનભર રહેશો ભ્રમમાં ! … … (આરોગ્ય અને ઔષધ) …. (ભાગ-૩)

 

ડાયાબિટીસ શું છે ? આખરે કઈ રીતે થાય છે ડાયાબિટીસ ? કંટ્રોલ માટે શું કરવું ? … (આરોગ્ય અને ઔષધ) …. (ભાગ-૨)

 

 ડાયાબિટીસ શું છે ? આખરે કઈ રીતે થાય છે ડાયાબિટીસ ? કંટ્રોલ માટે શું કરવું ? … (આરોગ્ય અને ઔષધ) …. (ભાગ-૧)

 

ચાલો મિત્રો,  આજે આપણે ડાયાબિટીસ શ્રેણી અંતર્ગત થોડી વિશેષ જાણકારી મેળવવા કોશિશ કરીશું …. જેવી કે ….દર્દીએ શું ખાવું અને શું નહીં ?  તેમજ બેકાબૂ ડાયાબિટીસની કેટલીક વિકટ વિષમતાઓ…

 

 

diabitic.food.1

 

 

ડાયાબિટીસમાં ખોરાક, મુળભૂત સિદ્ધાંતો :-

 

ડાયાબિટીસ ખરા અર્થમાં જીવન શૈલીનો રોગ છે. એટલાં જ માટે ડાયાબિટીસની સારવાર માટે બે-ચાર ટીકડીઓ ગળવાથી કામ પુરૂ થતું નથી.

 

ડાયાબિટીસના દર્દીએ સારા કાબૂ સારા કાબૂ માટે ખોરાક, કસરત અને દવાઓ, ત્રણેય પાસા પર એક સાથે ધ્યાન આપવું પડે છે. જેમ સરકસનો જોકર એક સાથે ત્રણ દડાને સાચવે છે. એવો કંઇ ખેલ કરવો પડે છે.

 

ડાયાબિટીસની સારવારમાં ખોરાકની પરેજી સૌથી પહેલી છે અને ખૂબ અગત્યની છે. આ પરેજી વિષે વિગતવાર જાણીએ.

 

ડાયાબિટીસમાં ખોરાકની પરેજી શા માટે ?:-

 

ડાયાબિટીસની સારવારમાં સૌથી પહેલું પગલું ખોરાક છે. ખોરાકમાં જો પરેજી પાળવામાં નહીં આવે તો દવા મદદ ન કરી શકે. ખોરાકમાં પરેજી પાળવાથી ડાયાબિટીસનો સારો કાબૂ થઇ શકે છે.

 

 

diabitic.food.2

 

 

કેલરી શું છે ?

 

ખોરાક આપણે શક્તિ અને જરૂરી પોષક તત્વો જેવા કે વિટામીન્સ અને મીનરલ્સ આપે છે. ખોરાકનું પાચન થયા પછી તેનું શરીરમાં શક્તિમાં રૂપાંતર થાય છે. જે રીતે પૈસો માપવાનું એકદમ રૂપિયો છે. તેમ શક્તિ માપવાનું એકમ કેલરી છે.

 

સામાન્ય રીત કોઇ પણ પુખ્ત વયની, બેઠાડુ જીવન જીવતી વ્યક્તિને ૧૫૦૦ થી ૧૮૦૦ કેલેરીની જરૂરીયાત હોય છે. જો કે ખૂબ મહેનત મજુરીનું કામ કરતા દર્દીને વધારે કેલેરી જોઇએ છે અને સાવ બેઠાડું જીવન હોય તો થોડી ઓછી કેલેરી પણ ચાલે.

 

આપણા ખોરાકમાં કેલેરી આપણા મુખ્ય ઘટકો કાર્બોહાઇડેટ અને પ્રોટીન છે. આ ઘટકો એક ગ્રામમાંથી ચાર કેલેરી આપે છે.

 

જ્યારે ચરબી યુક્ત પદાર્થો એક ગ્રામમાંથી નવ કેલરી આપે છે. કોઇપણ ખોરાક લેવાથી તેના પાચન દ્વારા તે લોહીમાં સુગરનું પ્રમાણ વધારે છે.

 

અહીં એ વાત યાદ રાખવી ખુબ જરૂરી છે કે જેમ લોહીમાં સુગર ખૂબ વધી ન જાય એ જોવું જરૂરી છે તેમ એ ઘટી ન જાય એ વાતનું ધ્યાન રાખવું પણ અત્યંત જરૂરી છે.

 

ક્યો ખોરાક લેવો ? ક્યો ન લેવો ? ગ્લાયસેમીક ઇન્ડેકસ સિદ્ધાંત :-

 

સુગરનું લોહીમાં પ્રમાણ વધારવાની ઝડપને જે તે પદાર્થની ગ્લાયસેમીક ઇન્ડેકસ કહે છે. આ ગ્લાયસેમીક ઇન્ડેકસ કહે છે. આ ગ્લાયસેમીક ઇન્ડેકસ દરેક ખાદ્યપદાર્થની નક્કી કરવામાં આવેલ છે. ઇન્ડેક્સ પ્રમાણે ખોરાકનું વર્ગકરણ કરી જે ખોરાકની ઇન્ડેક્સ ઓછામાં ઓછી હોય તે ડાયાબિટીસના દર્દી માટે સારો ગણી શકાય.

 

વધુ ગ્લાયસેમીક ઇન્ડેક્સવાળો ખોરાક :-

 

ખાંડ, ગોળ, સાકર, મધ, મીઠાઇ,

 

ઓછી ગ્લાસેમીક ઇન્ડેક્સવાળો ખોરાક :-

 

ફણગાવેલા કઠોળ, રોટલી, ભાખરી, કાકડી, ટમેટા નારંગી, સફરજન.

 

વધુ ગ્લાયસેમીક ઇન્ડેકસવાળો ખોરાક તાત્કાલિક લોહીમાં સુગર વધારે છે આથી ડાયાબીટીશના દર્દીએ આવો ખોરાક ન લેવો જોઇએ જ્યારે ઓછી ગ્લાયમેસીક ઇન્ડેકસવાળો ખોરાક ડાયાબિટીસના દર્દી માટે હિતાવહ છે.

 

 

diabitic.food.3

 

 

કુપોષણથી બચો…. સમતોલ આહાર લો :-

 

ડાયાબિટીસના દર્દી ઘણી વખત ઓછી કેલરી લેવા માટે ઘણો ઓછો ખોરાક લેતા પણ જોવા મળેલ છે. પરંતુ શરીરની જરૂરીયાત મુજબ ખોરાક નહીં લેવાથીMalnutrition એટલે કે કુપોષણ પણ થઇ શકે છે. જરૂરીયાત કરતા ઓછી કેલેરી લેવાથી ડાયાબિટીસ જતો રહેતો નથી. જરૂરી પોષક દ્રવ્યો શરીરને મળવા જ જોઇએ.

 

ડાયાબિટીસના દર્દીએ સમતોલ આહાર લેવાનો છે. જેમાં લગભગ ૭૦% કાર્બોહાઇડ્રેટ, ૨૦% પ્રોટીન અને ૧૦% ફેટ એટલે કે તૈલી પદાર્થો લેવા જોઇએ.

 

સામાન્ય ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ ઘઉં, ચોખા, જુવાર, બાજરી જેવા અનાજમાંથી બટેટા અને શક્કરિયા જેવા કંદમુળમાંથી, કઠોળ અને ફળોમાંથી મળી શકે છે.

 

પ્રોટીન્સ દુધ, ચીઝ, માંસ, માછલી, ઇંડા, કઠોળ, અને દાળમાંથી મળી શકે છે.

 

તૈલી પદાર્થો અથવા ચરબી માખણ, ઘી, મગફળી, રાઇ, તલ, સુર્યમુખી, કોપરા વગેરેના તેલમાંથી અને આ ઉપરાંત માંસાહરી ખોરાકમાં શાર્ક અને કોડ લીવરના તેલમાંથી મળે છે.

 

શું ધ્યાન રાખશો ?

 

ક્યો ખોરાક લેવો ? ક્યો ન લેવો  ? ગ્લાયસેમીક ઇન્ડેક્સ સિદ્ધાંત :-

 

ઘણીવાર મેરેજ ફંકશનમાં સામે જબરૂ મોટું બૂફે ડીનર ગોઠવેલ હોય ત્યાં અમારા ડાયાબિટીસના દર્દીના નિશ્વાસ સંભાળાય છે. “બીજા બધા રોગ સારાં પણ આ સુગર નહિં સારી…. બીજા બધા રોગની પરેજી બે-ચાર દિવસ કે મહિનો દિવસ પણ આ તો જીંદગીભરની ગુલામી…”

 

વાત પણ સાચી છે…. બીજા રોગ દર્દીના ખોરાક જેવી અંગત વાતમાં આવો કાયમી ઘાંચપરોણો કરતા નથી. ઘણાં દર્દીઓનાં સદ્દભાગ્યે કે દુર્ભાગ્યે : પરેજીનું “કડક” પાલન કરનાર પત્ની તેમની થાળી પર બિલાડીની જેમ તાક લગાવી બેસે છે ! આજે થોડું વધારે ડાયાબિટીસમાં ખોરાક અંગે સમજીએ.

 

 

 diabitic.8

 

 

ડાયાબિટીસ વધવાનું મૂળ કારણ છે ભોજન, જાણો દર્દીએ શું ખાવું અને શું નહીં ?  …

 

ઘણીવાર મેરેજ ફંકશનમાં મોટું બૂફે ડીનર ગોઠવેલ હોય ત્યાં આપણા ડાયાબિટીસના દર્દીઓના નિશ્વાસ સંભાળાય છે. “બીજા બધા રોગ સારાં પણ આ સુગર સારી નહિં…. બીજા બધા રોગની પરેજી બે-ચાર દિવસ કે મહિનો દિવસ પણ આ તો જીંદગીભરની ગુલામી…” વાત પણ સાચી છે…. બીજા રોગ દર્દીના ખોરાક જેવી અંગત વાતમાં આવો કાયમી ઘાંચપરોણો કરતા નથી. ઘણાં દર્દીઓનાં સદ્દભાગ્યે કે દુર્ભાગ્યે : પરેજીનું “કડક” પાલન કરનાર પત્ની તેમની થાળી પર બિલાડીની જેમ તાક લગાવી બેસે છે! આજે થોડું વધારે ડાયાબિટીસમાં ખોરાક અંગે સમજો અને તમે જ નક્કી કરો કે તમારે ડાયાબિટીસને કંટ્રોલ કરવું છે કે થતા રોકવું છે.

 

 

diabitic.food.4

 

 

સામાન્ય માણસનો તંદુરસ્ત ખોરાક એ જ ડાયાબિટીસના દર્દીનો ખોરાક :-

 

ડાયાબિટીસના દર્દીએ કોઇ “વિશિષ્ટ” ખોરાક લેવાનો નથી પણ સામાન્ય માણસ, તંદુરસ્ત રહેવા માટે જે ખોરાક લે છે તેવો જ ખોરાક લેવાનો હોય છે. આવો ખોરાક લેવા અમુક સાદા નિયમોનું પાલન કરવાનું છે.

 

ડાયાબિટીસમાં આહારઃ- ડાયાબિટિસના રોગીઓને પોતાના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર લેવો જરૂરી હોય છે. જો ડાયાબિટિસના રોગીઓ અયોગ્ય ખોરાક લે તો તેમને સ્વાસ્થ્ય બગડવાની સાથે-સાથે અનેક અન્ય બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. પરંતુ તેની સાથે જ જરૂરી છે કે ડાયાબિટીસના દર્દીને જાણ હોવી જોઈએ કે ખોરાકમાં શું લેવું જોઈએ અર્થાત્ અનુચિત આહાર કયો છે અને યોગ્ય આહાર કયો છે. આવો જાણીએ ડાયાબિટીસના દર્દીને ડાયાબિટીસ દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહીં.

 

(૧) યોગ્ય કેલેરી માત્રાવાળો ખોરાક લો :-

 

સામાન્ય બેઠાડું જીવન જીવતા દર્દીએ ૧૮૦૦ કેલેરીનો ખોરાક લેવો જોઇએ. આ કારણથી વધુ કેલેરીવાળો ખોરાક ન લેવો જોઇએ. સામાન્ય ખોરાકનું કેલેરી મૂલ્ય આ સાથેના ચાર્ટમાં આપેલ છે.

 

 (ર) દિવસમાં થોડું- થોડું વખત ખાઓઃ-

 

ડાયાબિટીસના દર્દીએ એક સાથે ઝાઝું ન ખાવું જોઇએ. સવારનો નાસ્તો, બપોરે ૪ વાગ્યે હળવો નાસ્તો અને ઈન્સ્યુલીન લેતા દર્દીઓએ રાત્રે સૂતાં પહેલા દૂધ કે ફળ લેવા જોઇએ. માત્ર બપોરે અને રાત્રે “પેટ ભરીને” જમવાની ટેવ ડાયાબિટીસના દર્દી માટે સારી નથી.

 

 

 diabitic.food.1b

 

 

(૩) ઝડપથી સુગર વધારે એવો ખોરાક ન લેવો :-

 

ખાંડ, સાકર, ગળ્યા પીણાં, મીઠાઇ, મધ, ખુબ ગળ્યા ફળો, ગોળ, કેક પેસ્ટ્રી આ બધાં ખોરાકના ગ્લાયસેમીક ઇન્ડેક્સ વધારે છે માટે આ ખોરાક ન લેવા કે ઓછી માત્રામાં લેવા.

 

(૪) રેસાવાળો ખોરાક અને કાચા શાકભાજી વધુ પ્રમાણમાં લેવા :-

 

 

 diabitic.food.5

 

 

પોતાના દરેક ભોજનમાં ડાયાબિટીસના દર્દીએ ૨૫% કાંચા સલાડ કે ફણગાવેલા કઠોળ જેવા રેસાવાળાં ખોરાક લેવા જોઇએ જેનાથી સુગર ધીમે ધીમે વધે છે.

 

(૫) તળેલો ખોરાક-ઘીવાળો ખોરાક ન લેવો :-

 

તળેલો ખોરાક આડકતરી રીતે ડાયાબિટીસનો કંટ્રોલ ઓછો કરે છે આની પણ પરેજી ખાસ જરૂરી છે.

 

(૬) ઉપવાસ-એકટાણાં કે રોજા બને ત્યાં સુધી ન કરવા :-

 

ઉપવાસ દરમિયાન સુગર ઘટીજવાનો ભય રહે છે તેમજ ડાયાબિટીસનો કંટ્રોલ ચાલ્યો જાય છે. ડાયાબિટીસ ટાઇપ-૧ ના બાળકો માટે બહુ કડક ખોરાક પરેજીનું ખાસ મહત્વ નથી. આ વિકાસ પામતાં બાળકો હોય છે માટે તેઓ યોગ્ય પ્રમાણમાં યોગ્ય કેલેરીનો ખોરાક લે અને સામે તેટલું ઈન્સ્યુલીન લે એવી અપેક્ષા હોય છે. જો કે આ બાળકોએ પણ ગળપણ અને તેલ ઓછું, રેસા વધારે અને દર ૩ કલાકે થોડું થોડું ખાવું સામાન્ય સિદ્ધાંતોનું પાલન કરવાનું રહે છે. આ બાળકોમાં ખાસ કરીને ફાસ્ટફુડ અને જંક ફૂડનું જબરદસ્ત આકર્ષણ મુશ્કેલી આપી શકે છે.

 

ડાયાબિટીસના દર્દીએ કોઇ “વિશિષ્ટ” ખોરાક લેવાનો નથી પણ સામાન્ય માણસ, તંદુરસ્ત રહેવા માટે જે ખોરાક લે છે તેવો જ ખોરાક લેવાનો હોય છે. તેમને ભાવતા એવા અને “તંદુરસ્ત” ફાસ્ટફુડ ઘરે બનાવી આપવો એ જ ઉપાય છે. આવો ખોરાક લેવા અમુક સાદા નિયમોનું પાલન કરવાનું છે.

 

 

 diabitic.6.1c

 

 

લીલા શાકભાજીઃ-

 

લીલા પત્તાદાર શાકભાજીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા અન્ય ખનિજ પદાર્થો પ્રચુર માત્રામાં જોવા મળે છે. જે ધમનીઓને મજબૂત તથા સાફ કરે છે. આ ખનિજ પદાર્થો અગ્નાશય અર્થાત્ પેનક્રિયાસને પણ સ્વસ્થ રાખે છે. તેનાથી શરીરમાં ઈન્સ્યુલિનની ગડબડી પેદા નથી થતી અને તમે ડાયાબિટીસથી બચીને રહો છો.

 

ફળોઃ-

 

સામાન્ય રીતે એવી ધારણા છે કે ડાયાબિટીસમાં ગળ્યું ન ખાવું. એવું વિચારીને જ એવો નિર્ણય કરી લે છે કે ડાયાબિટીસના દર્દીઓને મીઠા ફળ પણ ન ખાવા જોઈએ, જ્યારે ફળોની મીઠાશથી ડાયાબિટીસના દર્દીઓને કોઈ નુકસાન નથી થતું પણ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઘણા ફાયદાકારક રહે છે. ફળોમાં પ્રાપ્ત થતા ફાઈબર અને વિટામીન ડાયાબિટીસ દર્દીઓના ઈમ્યુન સિસ્ટમને ઘણી મજબૂત બનાવે છે.

 

 

 jaitun oil

 

 

જેતુનનું તેલઃ-

 

જેતનનું તેલ સૌથી સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય તેલ છે. આ તેલનો ઉપયોગથી હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીથી રક્ષણ મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ઘણું ફાયદાકારક છે. શરીરમાં શુગરની માત્રાને સંતુલિત રાખવા માટે તેમાં ખાસ ભૂમિકા છે. નિષ્ણઆતોના મત પ્રમાણે ભૂમધ્ય સાગરના દેશોમાં હૃદય રોગના દર્દીઓ અને ડાયાબિટીસના દર્દીઓની ઓછી સંખ્યા હોવાનું મુખ્ય કારણ છે જૈતુનના તેલનો વધુ ઉપયોગ. અન્ય દેશોની સરખામણીમાં લોકોની સરેરાશ સંખ્યા પણ વધુ હોય છે.

 

તજઃ-

 

તજ એક મસાલો જ નથી, પણ એક ઔષધી પણ છે. તજ કેલ્શિયમ અને ફાઈબરનો મુખ્ય સ્ત્રોત છે. તજ ડાયાબિટીસને સંતુલિત કરવા માટે ખૂબ જ અસરકારક ઔષધી છે, એટલા માટે તેને ગરીબ માણસોનું ઈન્સ્યુલિન કહે છે. તજથી ખાવાનો સ્વાદ વધે છે સાથે જ શરીરમાં રક્ત શર્કરાને પણ નિયંત્રિત રાખે છે. જે લોકોને ડાયાબિટીસ નથી તેઓ પણ તેનું સેવન કરીને ડાયાબિટીસથી બચી શકે છે. અને જેઓ ડાયાબિટીસથી ગ્રસ્ત તેઓ તજનું સેવન કરી શુગરને કંટ્રોલ કરી શકે છે.

 

 

 soda

 

 

સોડાઃ-

 

તેમાં વધુ માત્રામાં ખાંડ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારી નથી હોતી. તેનાથી હાડકાંમાં નબળાઈ, પોટેશિયમની ખામી, વજન વધવું, દાંતને નુકાસન, કિડનીની પથરી, હાઈ બ્લડ પ્રેશર અને અનેક બીમારીઓ થઈ શકે છે. સાથે જ ડાયટ સોડામાં જોવા મળતા કૃત્રિમ મિઠાશને પણ નિયંત્રિત કરવામાં ઈન્સ્યુલિન લેવું પડે છે.

 

ચોખાઃ-

 

જો તમે રોજ એક મોટો વાડકો સફેદ ચોખા ખાતા હોવ તો તમારે ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો સામાન્ય કરતા 11 ટકા વધુ રહે છે. ચોખાને રાંધવાની રીત ઉપર જ તેનાથી થતો નુકસાન નક્કી થઈ જાય છે. જો ચોખાની બિરિયાની બનાવવામાં આવે કે ચોખાને માંસ કે સોયાબીનની સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસ થવાનો ખતરો વધુ રહે છે, કારણ કે તેનાથી રક્તમાં શર્કરાની માત્રા વધી જાય છે.

 

 

 french fries

 

 

ફ્રેન્ચ ફ્રાઈઝઃ-

 

તેલમાં ફ્રાય કરેલી હોવાને કારણે ફ્રેન્ચ ફ્રાઈઝ ડાયાબિટીસના દર્દીઓ માટે સારી નથી માનવામાં આવતી. ફ્રેન્ચ ફ્રાઈઝનો અર્થ છે હાઈ બ્લડ શુગર જે ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી વધુ નુકસાન કારક હોઈ શકે છે. એવા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું તે જ સારો ઉપાય છે. સારું રહેશે કે તમે હેલ્ધી વિકલ્પો જોવાનું શરૂ કરી દો.

 

બ્રેડઃ-

 

બ્રેડમાં કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે જે બ્લડ સુગરના સ્તરને વધારી દે છે. બ્રેડમાં લેક્ટિંસ અને ફ્યટેટ હોય છે. લેક્ટિંસ, શરીરમાં ઝેરીલા પદાર્થ પેદા થવાનું કારણ બને છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. ફ્યટેટ પોષક તત્વોનું અવશોષણને બ્લોક કરી દે છે જેનાથી શરીરની ક્રિયા પ્રણાલી ઉપર અસર પડે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ બ્રેડ ન ખાવી જોઈએ.

  

ડાયાબિટીસના દર્દી માટે દિવસમાં ૧૮૦૦ કેલેરી ખોરાકનો ચાર્ટ :  

  

સવારનો નાસ્તો : દુધ/ચા ૧૦૦ એમએલ ખાંડ વગર
સવારે ૧૦:૩૦ : ર-રોટલી/૪ ખાખરા/પ૦ ગ્રા.ઊપમા કે પૌઆ, ૧ ગ્લાસ છાશ કે ૧ ફળ
બપોરે જમણ : બાજરાનો રોટલો-૧/૩, રોટલી (ઘી વગરની) ૧ વાટકી શાક (ઓછાં તેલવાળુ) ૧ વાટકી દાળ
કઠોળ : ૧ વાટકી ભાત (જાડાં) ૧।। વાટકી સલાડ, ૧ ગ્લાસ, છાશ
સાંજનો નાસ્તો : ચા ૧૦૦ એમએલ ખાંડ વગર, ૧ વાટકી વઘારેલા મમરા/ર ખાખરા/૧ ફળ
રાતનું વાળું : બાજરાનો રોટલો-૧/ભાખરી-ર(ઓછા તેલવાળી)/રોટલી-૩, ૧ વાટકી શાક,૧ વાટકી ખીચડી, ૧ ગ્લાસ છાશ/ અડધી વાટકી દહ (મહાઇ વગર), ૧।।વાટકી સલાડ
રાત્રે સૂતા પહેલાં : ૧ ગ્લાસ દૂધ કે ૧ ફળ

 

  

સામાન્ય રોજીંદા ખોરાકમાં કેટલી કેલેરી હોય છે ? 

 

 

ઘઉંની રોટલી કોરી                                    :-                    ૪૦

ઘઉંની રોટલી ફુલકા ચોપડેલી                 :-                     ૬૦

ભાખરી                                                       :-                    ૮૦

રોટલો બાજરાનો ૬”                                :-                  ૧૪૦

ભાત વાડકી-૧                                          :-                 ૧૦૦

કઠોળ વાડકી -૧                                       :-                    ૫૦

લીલોતરી શાક-૧૦૦ ગ્રામ                      :-                   ૫૦

બટેટાં-૫૦ ગ્રામ                                       :-                 ૧૦૦

કચુંબર -૧૦૦ ગ્રામ                                 :-                   ૧૦

 

 

 

સૌજન્ય : http://diabetesingujarati.com/ડાયાબિટીસ ઇન ગુજરાતી.કોમ

 

  

મૂળ તો ડાયાબિટીસની વિષમતાને લીધે  આપણે હેરાન થતા હોય છીએ. ડાયાબિટીસ કારણે કોઈપણ પ્રકારની તકલીફો ન સર્જાય એટલા માટે ડાયાબિટીસની અન્ય વિષમતાઓ વિશે જાણવું જરૂરી છે.

 

બેકાબૂ ડાયાબિટીસની વિકટ વિષમતાઓ

 

ઠંડા પીણાંનું સેવન ડાયાબિટીસમાં અતિ હાનિકારક પુરવાર થાય છે. ડાયાબિટીસ હૃદયરોગ, આંખના પડદાની ખરાબી, કિડનીની, જ્ઞાનતંતુની તકલીફ, અને આંતરડાની મંદ ગતિ વગેરે વિષમતાઓને નોતરે છે.

 

ડાયાબિટીસ અને હૃદયરોગ:

 

ઘણા ડાયાબિટીસના દર્દીઓ વારંવાર એક વાત કહે છે, “મારી સુગર તો ૩૦૦ની ઉપર રહે છે, તેમ છતાં મને કોઇ તકલીફ થતી નથી.’ આવા દર્દીનો ખ્યાલ ખોટો છે કેમ કે ડાયાબિટીસ જ્યારે કાબૂમાં હોય ત્યારે હૃદયરોગ, આંખના પડદાની ખરાબી, કિડનીની તકલીફ, જ્ઞાનતંતુની તકલીફ, પગનો સડો, નપુંસકતા અને આંતરડાની મંદ ગતિ એવી ઘણી વિષમતાઓને નોતરે છે. જેમ અનેક પ્રોડક્ટની જાહેર ખબરમાં આવે છે કે “એક સાથે ત્રણ મફત’ એમ ડાયાબિટીસ પોતાની આંગળીએ બીજા ત્રણ-ચાર રોગોને લઇને આવે છે.

 

આમાનો એક હૃદયરોગ છે. એક ડોક્ટર પ્રમાણે, ડાયાબિટીસના દર્દીને હૃદયરોગ થવાની શક્યતા ત્રણ ગણી વધારે હોય છે. એટલું નહીં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) જાહેર કર્યું છે કે દરેક ડાયાબિટીસનો દર્દી હૃદયરોગનો દર્દી છે અને તે એક હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેટલું જોખમ ધરાવે છે.’

 

લોહીની નળીઓની દીવાલ પર છારી બાઝવી

 

ડાયાબિટીસના દર્દીઓની લોહીની નળીઓનાં અંદરના ભાગે વધુ પ્રમાણમાં છારી બાઝે છે અને પરિણામે હૃદય, શરીર કે શરીરના બહારના હિસ્સાને લોહી ઓછું મળે છે. જો હૃદયને અમુક માત્રાથી ઓછું લોહી પહોંચે તો સ્થિતિને હાર્ટ એટેક કહેવાય છે અને તેના પરિણામે મૃત્યુ પણ થઇ શકે છે. આ જ રીતે જો મગજને લોહી ન મળે તો લકવો અને પગને લોહી ન મળે તો પગનું ગેન્ગરિન થઇ શકે છે.

 

લોહીનું ઊચું દબાણ (હાઇ બ્લડપ્રેશર)

 

હાઇ બી.પી. રોગ આમ જુઓ તો ડાયાબિટીસનો નજીકનો સગો છે. ડાયાબિટીસના દર્દીને હાઇ બી.પી. થવાની શક્યતા બમણી હોય છે. લગભગ ૬૦ ટકાથી વધારે ડાયાબિટીસના દર્દીઓમાં હાઇ બી.પી. જોવા મળે છે. ડાયાબિટીસની ઘણી તકલીફો જેવી કે હૃદયરોગ, આંખના પડદાની ખરાબી, કિડનીની ખરાબી, બધી વિષમતાઓ ઉત્પન્ન કરવામાં હાઇ બ્લડપ્રેશરનો અગત્યનો ફાળો છે.

 

ડાયાબિટીસના દર્દીને હાર્ટ એટેક વખતે દુખાવો ન થાય અથવા સાવ હળવો થાય એવું બને છે જેને ‘Silent Ischemia’ કહે છે. આ કારણથી છાતીમાં ભાર, ગભરામણ, શ્વાસ કે લોહીનું નીચું દબાણ જણાય તો તાત્કાલિક ડોક્ટર કે હોસ્પિટલનો સંપર્ક કરો. જેથી વહેલી સારવાર મળી શકે. ડાયાબિટીસના દર્દીને હાર્ટ એટેક મોટા ભાગે તીવ્રતાથી આવે છે અને બી.પી. લો થઇ જતું હોય છે. તે (Cardiogenic Shock) જેવા ગંભીર પરિણામો લાવી શકે છે. ડાયાબિટીસના દર્દીને હાર્ટ એટેક આવે તો તેની મૃત્યુ પામવાની શક્યતા ખૂબ વધારે હોય છે. આ કારણોથી વધુ તકેદારી રાખવી જરૂરી છે.

 

ડાયાબિટીસની હોજરી – આંતરડાં પર અસર

 

જ્યારે ડાયાબિટીસ કાબૂમાં ન હોય ત્યારે હોજરી-આંતરડાની ગતિ મંદ પડી જાય અને પેટમાં ખોરાક ગેસનો ભરાવો થાય, ઊલટી થાય- ઊબકા આવે અને કબજિયાત રહે છે. ડાયાબિટીસ પરનો કાબૂ અને હોજરીની ગતિ વધારે એવી દવાઓ જરૂરી છે.

 

લીવરની સમસ્યા:

 

ડાયાબિટીસના અમુક દરદીઓને લીવરમાં ચરબીનો ભરાવો થાય છે અને જેને લીધે ભૂખ ન લાગે, અશક્તિ રહે એવાં લક્ષણો જોવા મળે છે.

 

નપુંસકતા:

 

ડાયાબિટીસના પુરુષ દર્દીઓમાં આ તકલીફ જોવા મળે છે. દર્દી પોતાના જાતીય જીવન વિશે વાત કરતાં અચકાય છે અને બીજુ તો ઠીક પણ પોતાના ડોક્ટરને પણ ફરિયાદ કરતાં નથી. જાતીય સુખ જીવનની મૂળભુત જરૂરિયાત છે અને જાતીય સુખનાં અભાવે માનસિક તાણ ,ઉદાસી કે લગ્નજીવનમાં ભંગાણ આવી શકે છે. ડાયાબિટીસને ચુસ્ત રીતે કાબૂમાં રાખવો પહેલી જરૂરી સારવાર છે. ઉપરાંત, વાયગ્રા પ્રકારની દવાઓ (Sidenefit) લેવાથી ફાયદો જોવા મળે છે. દવાઓ ડોક્ટરની સલાહ મુજબ લેવી ખાસ જરૂરી છે.

 

ત્વચાની તકલીફો:

 

ડાયાબિટીસના દર્દીને ત્વચા પર કાળાં ચાંદાં પડી જવાં, ખરજવું થવું અને રાહત ન થવી, આખા શરીરે ચળ આવવી, રસીના ફોલ્લા થવા વગેરે તકલીફો જોવા મળે છે. ઉપરાંત કમરના ભાગમાં અને આંખની આજુબાજુ હર્પિસની તકલીફ પણ વધારે થાય છે. કેટલીક વાર ડાયાબિટીસના દર્દીને પીઠમાં, ગળામાં કે સાથળમાં રસીની ગાંઠ થાય છે જેને HarbuN’Le કહે છે. ગાંઠની સર્જન પાસે તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે.

 

મૂત્રમાર્ગની સમસ્યા:

 

પુરુષોને ઇન્દ્રિયના ઉપરના ભાગે ફોલ્લાં થવા, સોજો આવવો, ચેપ વગેરે તકલીફો થાય છે. તેનું કારણ અમુક પ્રકારની ફૂગનો ચેપ હોય છે. ડાયાબિટીસના કાબૂ બાદ જરૂર જણાય તો ઉપરની ત્વચા દૂર કરવાનું નાનું ઓપરેશન થઇ શકે છે. મહિલાઓને ગુપ્ત ભાગમાં ચળ આવવી, સોજો આવવો, વારંવાર રસી થવાની તકલીફો જોવા મળે છે. બધી તકલીફોથી દૂર રહેવું હોય તો તેનો મૂળભૂત ઉપાય ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવો છે.

 

વારંવાર પેઢા અને દાંતની તકલીફો:

 

વારંવાર પેઢાં ફૂલી જવાં, રસી થવી, દાંત હલી જવા, આવી તકલીફો ડાયાબિટીસના દર્દીમાં જોવા મળે છે. ડાયાબિટીસના કાબૂ બાદ દાંતના ડોક્ટર પાસે સારવાર લેવી હિતાવહ છે.

 

 

નોંધ :

હવે પછી આપણે આ શ્રેણીમા આગળ વિશેષ થોડી પ્રાથમિક જાણકારીઓ આપવાની હજુ બાકી જણાય છે તે આપવી કે નહિ તે બાબત નો સર્વ મદાર પાઠક મિત્રો આપના પ્ર છોળેલ છે.  જો આપને આ પ્રકારની જાણકારી પ્રાપ્ત કરવામાં હિત જણાતું હોઈ તો આપના અભિપ્રાય બ્લોગ પોસ્ટ દ્વારા, ફેશબુક દ્વારા કે ઈ મેઈલ આઈડી દ્વારા મોકલી અમોને નિર્ણય કરવામાં મદદરૂપ થશો.  આપના તરફથી કોઈ જ્ પ્રતિભાવ નહિ મળે તો સમજીશું કે આપને આજસુધી આપેલ જાણકારી થી સંતોષ છે., વિશેષ જાણકારીની આપને હવે જરૂરત જણાતી નથી.  … ….

 

 

સૈજ્ન્ય :  ડાયાબિટીસ ઇન ગુજરાતી.કોમ,  દિવ્યભાસ્કર  તેમજ અન્ય …

 

  

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

આજની પોસ્ટ ની મોટાભાગની મહત્વની  માહિતી ઉપલબ્ધ કરી શકવા માટે, અમો વિશેષ રૂપે ડાયાબિટીસ ઇન ગુજરાતી. કોમ  – http://diabetesingujarati.com/ નાં અંતરપૂર્વકથી આભારી છીએ. 

  

You can  Join us /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ડાયાબિટીસ શું છે ? ડાયાબિટીસ અંગેની ખોટી માન્યતાઓ, આ ખોટી માન્યતાઓ જો નહિ જાણીએ તો જીવનભર રહેશો ભ્રમમાં ! … … (આરોગ્ય અને ઔષધ) …. (ભાગ-૩)

ડાયાબિટીસ શું છે ? ડાયાબિટીસ અંગેની ખોટી માન્યતાઓ, આ ખોટી માન્યતાઓ જો નહિ જાણીએ તો જીવનભર રહેશો ભ્રમમાં ! …

(આરોગ્ય અને ઔષધ)  ….  (ભાગ-૩) ….

 

 

 DAIABETIC.2

 

 

આ અગાઉના લેખમાં આપણે ડાયાબિટીસ મટશે ?  મધુપ્રમેહ મટશે ?  ડાયાબિટીસ ન થાય તે માટે શું કરવું જોઇએ ?  વિગેરે … પ્રાથમિક જાણકારી મેળવી, આ શ્રેણી અંર્ગત વધુને વધુ માહિતી આપવાની અમારી કોશિશ રહેશે, પરંતુ આપના સ્વાસ્થ્ય અંગે આપના ફેમિલી ડોક્ટર તેમજ આ ક્ષેત્રના ખાસ તજજ્ઞ /નિષ્ણાંત ની સલાહ સમયસર લેવી ખાસ જરૂરી છે. આપ મિત્રોએ આ શ્રેણી અંગે દાખવેલ રસ બદલ અમો આપ સર્વેના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

આપની સરળતા માટે અગાઉની બંને ભાગની પોસ્ટ લીંક આ સાથે નીચે દર્શાવેલ છે, ભાગ-૧ અને ભાગ-૨ જો આપે વાંચ્યા ન હોય તો અહીં દર્શાવેલ લીંક  પર ક્લિક કરવાથી તે બંને ભાગ અહીં માણી શકશો.  …

 

બ્લોગ લીંક :  

ડાયાબિટીસ શું છે ? આખરે કઈ રીતે થાય છે ડાયાબિટીસ ? કંટ્રોલ માટે શું કરવું ? … (આરોગ્ય અને ઔષધ) …. (ભાગ-૨)

 

 ડાયાબિટીસ શું છે ? આખરે કઈ રીતે થાય છે ડાયાબિટીસ ? કંટ્રોલ માટે શું કરવું ? … (આરોગ્ય અને ઔષધ) …. (ભાગ-૧)

 

ચાલો મિત્રો તો આજે આપણે ડાયાબિટીસ શ્રેણી અંતર્ગત થોડી વિશેષ જાણકારી મેળવવા કોશિશ કરીશું …. જેવી કે …. ડાયાબિટીસ અંગેની ખોટી માન્યતાઓ, આ ખોટી માન્યતાઓ જો નહિ જાણીએ તો જીવનભર રહેશો ભ્રમમાં !

 

ડાયાબિટીસ અંગેની આ ખોટી માન્યતાઓ ન જાણી, તો જીવનભર રહેશો ભ્રમમાં! ….

 

 

ડાયાબિટીસ અંગે ખોટી માન્યતાઓ ….

 

૧-માન્યતાઃ વધારે પ્રમાણમાં મીઠાનું સેવન ડાયાબિટીસનું કારણ બની શકે છે.

 

તથ્યઃ ડાયાબિટીસ અગ્નાશયમાં ઈન્સુલિન ઉત્પાદન કોશિકાઓના વિનાશનું કારણ બને છે તથા મીઠાનંથ વધારે પ્રમાણમાં સેવન ડાયાબિટીસના રોગનું કારણ નથી. જ્યારે ઇન્સુલિનમાં સામાન્ય રૂપથી પ્રતિક્રિયા દેવાની ક્ષમતા ઘટી જાય છે ત્યારે તે ડાયાબિટીસનું કારણ બને છે. મોટાભાગનાં કિસ્સાઓમાં ડાયાબિટીસ વારસાને કારણે થાય છે.પરંતુ નિયમિત વ્યાયામ અને ડાયટની મદદથી ડાયાબિટીસના દર્દીઓ યોગ્ય માત્રામાં મિઠાઈઓનું સેવન કરી શકે છે.

 

૨- માન્યતાઃ ડાયાબિટીસ એક સંક્રામણ રોગ છે.

 

તથ્યઃ ડાયાબિટીસ એક સંક્રામણ રોગ નથી. ડાયાબિટીસ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ સાથે જોડાયેલી બીમારી છે જે અગ્નાશયમાં બીટા કોશિકાઓ દ્વારા બનેલું વધારે ઈન્સુલિનને કારણે જન્મ લે છે. ડાયાબિટીસ વારસામાં આવતી બીમારી છે.

 

૩- માન્યતાઃ ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય મીઠું ખાવું ના જોઇએ

 

તથ્યઃ ડાયાબિટીસના દર્દીઓને કાર્બોહાઇડ્રેટને પચાવવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે, જેનો પ્રભાવ તેમના આખા શરીરમાં પડે છે. ડાયાબિટીસના રોગીઓએ મીઠાનું સેવન ખૂબ જ જાળવીને કરવું જોઇએ તથા તેમણે સમયે દવા લેવી જોઇએ અને સાથે કસરત પણ કરવી જોઇએ.આ રીતે તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે તથા તમે આ બીમારીની ગંભીરતાથી પણ બચી શકો છો,

 

૪- માન્યતાઃ ડાયાબિટીસથી પરેશાન બાળકોને મિઠાઈઓ ક્યારેય ખાવી જોઇએ નહી.

 

તથ્યઃ ડાયાબિટીસથી પરેશાન બાળકો સંતુલિત રીતે પોતાના ખોરાકમાં મીઠાનું સેવન કરી શકે છે પરંતુ તેમણે કાર્બોહાઇડ્રેટની કુલ માત્રાને પણ નિયંત્રણમાં રાખવાની જરૂર છે. મિઠાઈઓમાં કેલેરી ઉપરાંત અન્ય કોઇ પોષણ તત્વો હોતા નથી.આ માટે જ મિઠાઈનુ સેવન કરવા કરતાં નિયંત્રણમાં કરવું જોઇએ.

 

૫- માન્યતાઃ થોડો કંટ્રોલ કરવાથી તમારે સતત ચેક-અપ કરાવાની જરૂર નથી પડતી

 

તથ્યઃ ડાયાબીટીસ એક ગંભીર બીમારી છે. તેને કાબૂમાં કરવા માટે તમારે નિયમિત ખોરાક અને કસરતની સાથે સાથે દવા લેવાની પણ જરૂર છે. તમે ભલે ખાંડને નિયંત્રણમાં રાખવામાં સફલ થઇ જાવ પરંતુ આ ચેક-અપથી બચવા માટે કોઇ કારણ હોવુ જોઇએ નહીં.

 

૬- માન્યતાઃ રોગીઓને પોતાના લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટતુ કે વધતુ અનુભવાય છે.

 

તથ્યઃ ચેક-અપ, લોહીની માત્રાને માપવાનો એક વિકલ્પ છે. લોહીનું સ્તર વધવાથી કે ઘટવાથી રોગીને થાક, નબળાઇ અને પાણીની જરૂરિયાત અનુભવાય છે. પરંતુ ઘણા રોગીઓના લક્ષણો જોવા મળતા નથી. કારણ કે, વધતા કે ઘટતા સ્તરથી સામે આવનારા શારિરીક લક્ષણો એક બીજાથી મેળ ખાય છે. આ માટે જ લોહીમાં ખાંડના સ્તરને જાણીને જ તમે બીમારીને જાણી શકો છો.

 

૭- માન્યતાઃ લોહીમાં ખાંડનું પ્રમાણ વધવું એ સામાન્ય બાબત છે તથા આ ડાયાબિટીસનો સંકેત નથી.

 

તથ્યઃ ક્યારેય પણ લોહીમાં ખાંડનું પ્રમાણ સામાન્ય રહેતુ નથી. થોડી દવાઓથી આ બીમારી રહિત લોકોનું ખાંડનુ પ્રમાણ વધી શકે છે. પરંતુ જે લોકોના લોહીમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે, તેમણે તરત જ તેમના ડોક્ટર પાસે જઇને ડાયાબિટીસનું ચેક-અપ કરાવવું જોઇએ.

 

૮- માન્યતાઃ ઇન્સ્યુલિન દ્વારા ડાયાબિટીસનો ઇલાજ થઇ શકે છે.

 

તથ્યઃ ઇન્સ્યુલિનથી ડાયાબિટીસનો ઉપચાર નથી થતો પરંતુ આ બીમારીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉર્જાના ઉત્પાદન માટે ઇન્સ્યુલિન શરીરમાં મોજુદ ગ્લુકોઝનો ઉપયોગ કરે છે.આ રીતે ઇન્સ્યુલિન લોહીમાં રહેલી ખાંડને નિયંત્રણમાં રાખે છે, પરંતુ આ બીમારીની પાછળ રહેલા કારણોને તે દૂર કરી શકતું નથી.

 

 

 

 

diabitic.10
૯- માન્યતાઃ ડાયાબિટીસના દર્દીઓને રોજ એક ઇન્સ્યુલિનું ઇન્જેકશન લેવુ પડે છે.

 

તથ્યઃ ડાયાબિટીસના રોગીઓને રોજ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવુ પડે છે કારણ કે, તેમનું અગ્નાશય ઇન્સ્યુલિનની ઉત્પાદકતા ઘટાડી દે છે.પરંતુ ડાયાબીટીસના દર્દીઓને લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રણમાં રાખવા માટે ગોળીઓ સાથે અથવા ગોળીઓ વિના ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવાની જરૂર પડે છે.

 

૧૦- માન્યતાઃ ડાયાબિટીસમાં ગોળીઓ પણ ઇન્સ્યુલિનનું એક સ્વરૂપ છે.

 

તથ્યઃ ઇન્સ્યુલિન એક પ્રોટિન છે જે આંતરડાઓમાં રહેલ પાચનશક્તિનાં એન્જાઇમ અને એસિડ દ્વારા પેટમાં ભળી જાય છે. આ માટે ઇન્સ્યુલિનને માત્ર ઈન્જેક્શન, ઇનહેલર કે પછી પેચના માધ્યમથી જ લેવું.

 

૧૧- માન્યતાઃ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ડાયાબિટીસમાં આડઅસર પેદા કરે છે.

 

તથ્યઃ ખોરાક,વ્યાયમ અને દિવસની શરૂઆત ખાંડનાં સ્તરને વધારે પ્રભાવિત કરે છે. આ માટે રોગીએ પોતાના લોહીમાં ખાંડના પ્રમાણને જાળવવા માટે ઇન્સ્યુલિનના ઇન્જેકશન લેવા જરૂરી બને છે.

 

૧૨- માન્યતાઃ બાળકોમાં ડાયાબિટીસ વિકટરૂપ ધારણ કરે છે.

 

તથ્યઃ બાળકોમાં ડાયાબિટીસ વિકટ સ્વરૂપ ધારણ કરતું નથી.ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરનારી કોશિકાઓ નષ્ટ થઇ જાય છે તથા નષ્ટ થયા પછી તે ફરી ક્યારેય ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ કરતી નથી. ડાયાબિટીસથી પીડિત બાળકોને ઇન્સ્યુલિનની હમેશાં જરૂર હોય છે.

 

૧૩- “કારેલા ખુબ ખાવા અને કડવા લીમડાનો રસ પીવો”

 

આ માન્યતા સાવ ખોટી છે. ઘણાં દર્દી આખી જિંદગી કારેલાનું જ શાક ખાતા હોય છે. પરંતુ કારેલા કે લીમડાના રસથી ડાયાબિટીસ મટી જતો નથી.

 

૧૪- “ભાત અને બટેટા કદી ન ખવાય”

 

આ માન્યતા સાવ ખોટી છે. ભાત અન બટેટામાં મળતી કેલેરીની ગણતરી કરી અને જરૂરીયાત પ્રમાણે કેલેરી લેવી. ભાત જો ઓસાવેલ હોય તો વધુ સારો.

 

૧૫- “ફ્રુટ ન ખવાય”

 

આ માન્યતા પણ સદંતર ખોટી છે. કેલેરીની ગણતરી કરીને ખાઇ શકાય. ફ્રુટમાં આવેલ સુગર ક્રુકેટોઝ છે વળી ફળમાંથી વિટામીન અને મિનરલ મળે છે જે ઉપયોગી છે.

 

૧૬- “મેં આજે મીઠાઇ ખાધી છે માટે અડધી ટીકડી વધારે લઇ લઉં”

 

ડાયાબિટીસની દવા કે ઈન્સ્યુલીનનો ડોઝ જાતે વધારવાની ભૂલ દર્દીએ કદી ન કરવી.

 

૧૭- “હું ચા તો ખાંડવાળી પીઉં છું કારણ કે ટીકડી નાખવાથી કેન્સર થાય છે”

 

આ માન્યતા સદંતર ખોટી છે. ટીકડી નાખવાથી કદી કેન્સર થતું નથી.

 

૧૮- “માત્ર ચણાના લોટની જ વાનગી જ ખવાય”

 

આ માન્યતા સાવ ખોટી છે. ઘઉંનો, બાજરાનો કે જુવારનો લોટ પણ ખાઇ શકાય.

 

૧૯- “ગળ્યું કદી ખાવું જ નહીં.”

 

બહું ઇચ્છા થાય તો બે થી ત્રણ મહિને એકાદ વખત મીઠાઇ ખાઇ શકાય પરંતુ બને ત્યાં સુધી જમી લીધા ૫છી મીઠાઇનો એકાદ ટુકડો લેવો, જમ્યા પછી ભૂખ ન હોવાથી મીઠાઇ વધારે પડતી ન ખવાય જાય.

 

૨૦- “આપણે તો માત્ર બે વખત જ જમવાનું રાખીએ બાકી વચ્ચે કાંઇ જ નહીં.”

 

આ માન્યતા ડાયાબિટીસના દર્દી માટે યોગ્ય નથી, બે વખત ખાવાની આદત ચાર થી પાંચ વખત ખાવાથી પેનક્રીઆઝ પર ઓછો લોડ આવે છે.

 

 

૧- સગર્ભાવસ્થા :-

 

આ દર્દીઓએ પોતાની અંદર વિકાસ પામતા બાળકની જરૂરીયાતને ધ્યાનમાં લઇને વધુ કેલેરીવાળો ખોરાક (આશરે ૨૪૦૦ થી ૨૮૦૦) લેવો જરૂરી છે જેથી સુગર ઘટી ન જાય.

 

૨- વધારે સ્થૂળ વ્યક્તિઓ :-

 

જેમનું વજન ૧૦૦ કિલોની ઉપર છે અને તેઓ વજન ઘટાડવાની કોશિશ કરે છે. એવા દર્દીઓએ ઓછી કેલેરી વાળો ખોરાક (દિવસમાં ૮૦૦ થી ૧૦૦૦) લેવો જરૂરી છે.

 

૩- વધુ મહેનત કરનાર વ્યક્તિઓ :-

 

જેઓ ખૂબ ભારે શારીરિક શ્રમ કરે છે એવાં ડાયાબિટીસના દર્દીઓ જેવા કે મજૂર, એથલેટ કે રમતવીર ખેલાડી, આ દર્દીઓએ તેમની વધુ કેરેલીની જરૂરીયાતને લક્ષમાં લઇને દિવસમાં ૨૪૦૦ થી ૩૦૦૦ કેલેરી સુધીનો ખોરાક લેવો.

 

૪- કિડનીની તકલીફવાળાં વ્યક્તિઓ :-

 

ડાયાબિટીસને લીધે કે બીજા કારણોસર કિડની બરાબર કામ કરતી હોય ત્યારે આ દર્દીઓએ ખોરાકમાં પ્રોટીન જેમ કે કઠોળ-દાળ ઓછા લેવાં જોઇએ. આ દર્દીઓને સુગર ઘટી જવાનો ભય હોઇ તેમણે થોડાં થોડાં પ્રમાણમાં સરળ કાર્બોહાઇડ્રેટ જેમ કે ખાંડ લઇ શકાય છે. આ દર્દીઓને ફળ ન ખાવાની કે ઓછાં ખાવાની સલાહ આપવામાં આવે છે.

 

૫- માંદગી દરમિયાન ખોરાક :-

 

ડાયાબિટીસના દર્દીઓને, માંદગી દરમિયાન સુગર ઘટી કે વધી જવાનો ભય હોય છે વળી ઘણી વાર સામાન્ય ખોરાક રોજીંદા પ્રમાણમાં લેવાતો નથી. આ દર્દીઓને ફળોના રસ, પ્રવાહી ખોરાક કે સાધારણ પ્રમાણમાં નરમ ભાત, ખીર કે સાબુદાણાની કાંજી કે નાળિયેર પાણી જેવો ખોરાક દર બે-બે કલાક લેવો જોઇએ.

 

૬- માંસાહારી ખોરાક લેનાર :-

 

જે ડાયાબિટીસના દર્દીઓ માંસાહારી ખોરાક લેતા હોય તેમણે ઓછી કેલેરીવાળો માંસાહાર ખોરાક લેવો જેમ કે ચીકન, ચરબી રહિત માંસ-માછલી વગેરે વળી માંસાહારી ખોરાકમાં રાંધતી વખત વધુ તેલનો વપરાશ ન થાય એ જોવું જરૂરી છે. ઇંડા ખાવા ઇચ્છનાર દર્દીએ માત્ર સફેદ ભાગ જ લેવો, પીળો ભાગ ન લેવો.

 

૭- લગ્ન કે સામુહિક જમણવાર વખતે :-

 

લગ્ન કે પાર્ટીના જમણ વખતે, ડાયાબિટીસના દર્દીઓએ “જીવ બાળવા” નો અવસર આવે છે. જો કે સલાડ, ઢોકળા, ભાત, દાળ, શાક, (ગ્રેવી કાઢીને) લઇ શકાય છે. જેમ આપણે ત્યાં જૈન લોકો માટે એક જુદુ કાઉન્ટર હોય છે. તેમ સ્વાદિષ્ટ લો કેલરી ફૂડ અને સુગરફ્રી જેવા કૃત્રિમ ગળપણવાળી મીઠાઇ તથા તળ્યાં વગરની શેકેલી વાનગીઓનું ડાયાબિટીસ કાઉન્ટર રાખવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ પણ ભોજનને માણી શકે. ડાયાબિટીસમાં ખોરાક વિશે આપણે જાણ્યું.

નોંધ :

હવે પછી આપણે આ શ્રેણીના ભાગ-૪ માં થોડી વિશે જાણકારી મેળવીશું જેવી કે … ડાયાબિટીસ વધવાનું મૂળ કારણ છે ભોજન, દર્દીએ શું ખાવું અને શું નહીં? વિગેરે જાણકારી મેળવીશું. … ….

 

 

સૈજ્ન્ય :  દિવ્યભાસ્કર તેમજ અન્ય …

 

  

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  Join us /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli