અનેક રોગોમાં હિતાવહ છે જવ … (આરોગ્ય અને ઔષધ)   …

અનેક રોગોમાં હિતાવહ છે જવ … (આરોગ્ય અને ઔષધ)   …

  • વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

 

 
BARRLEY
 

 
ગુજરાતીમાં જવ, હિંદી-મરાઠીમાં જવ, સંસ્કૃતમાં યવ, અરબીમાં શઈર અને અંગ્રેજીમાં Barley કહેવાય છે.

 

જવનો ઉપયોગ ખૂબ જ પ્રાચિન કાળથી થતો આવ્યો છે. જવ એ ધાન્ય ઘઉંની જ એક જાત છે. પરંતુ સ્વાદમાં અને દેખાવમાં ઘઉં કરતાં અલગ છે.

 

આયુર્વેદ પ્રમાણે જવ સ્વાદમાં તૂરા અને મધુર, શીતળ, પચવામાં ઓછા ભારે જઠરાગ્નિવર્ધક, બળપ્રદ, બુદ્ધિવર્ધક, કંઠ-સ્વરને ઉત્તમ કરનાર, વર્ણ અથવા કાંતિને સ્થિર કરનાર, તે કફ, પિત્ત, મેદ, શરદી, સળેખમ, દમ, ઉધરસ, રક્તવિકાર, ગળાના રોગો અને ચામડીના રોગોમાં હિતકારી છે

 

આપણે આહારમાં ‘જવ’નો અધિક ઉપયોગ કરતા નથી, પરંતુ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સામાન્ય લોકોનો તે રોજિંદો આહાર છે. ઘઉં કરતાં જવ આમ તો ઊતરતું ધાન્ય છે, પરંતુ તેમાં એક મહત્ત્વનો ગુણ છે. જવ વધારાનો મેદ-ચરબીનો નાશ કરનાર છે. આ સિવાય પણ જવમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે. આ વખતે આહાર અને ઔષધ એમ બંને રીતે ઉપયોગી એવા આ જવ વિષે થોડું જાણીએ.
 

 
BARRLEY.0
 

 

ગુણકર્મો …

 

જવના છોડ ઘઉં જેવા અને એટલા જ ઊંચા થાય છે.  ગુજરાત અને રાજસ્થાનમાં તેનો પાક વિશેષ પ્રમાણમાં થાય છે. જવના આયુર્વેદમાં મુખ્ય ત્રણ પ્રકાર બતાવાયા છે.

 

(૧) તીક્ષ્ણ અણીવાળા જવને ‘યવ’ કહે છે,

 

(૨) અણી વગરના જવને ‘અતિયવ’ અને

 

(૩) લીલાશ પડતા, અણી વગરના ઝીણા જવને ‘તોક્ય’ કહે છે. યવ કરતાં અતિયવ અને અતિયવ કરતાં તોક્ય જવ ઓછા ગુણવાળા ગણાય છે.

 

આયુર્વેદ પ્રમાણે જવ સ્વાદમાં તૂરા અને મધુર, શીતળ, પચવામાં ઓછા ભારે (ઘઉં કરતાં હળવા), જઠરાગ્નિવર્ધક, બળપ્રદ, બુદ્ધિવર્ધક, કંઠ-સ્વરને ઉત્તમ કરનાર, વર્ણ અથવા કાંતિને સ્થિર કરનાર, લેખન (દોષોને ઉખાડનાર), વાયુ અને મળને ખૂબ જ વધારનાર છે. તે કફ, પિત્ત, મેદ, શરદી, સળેખમ, દમ, ઉધરસ, રક્તવિકાર, ગળાના રોગો અને ચામડીના રોગોમાં હિતકારી છે. જવ પથરી, કિડની અને મેદજન્ય રોગોનું ઉત્તમ ઔષધ છે.

 

રાસાયણિક દૃષ્ટિએ જવમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફોરસ, લોહ વગેરે ખનિજદ્રવ્યો તથા વિટામિન બી-૧, બી-૨ અને વિટામિન એ પર્યાપ્ત માત્રામાં રહેલાં છે.

 

ઉપયોગો  …

 

આયુર્વેદ પ્રમાણે જવ મેદ અને કફનો નાશ કરનાર છે. એટલે તે મધુપ્રમેહ (ડાયાબિટીસ)ના દર્દીઓ માટેનો ઉત્તમ આહાર છે. જવના આહારથી શર્કરાનું પ્રમાણ વધતું નથી. જેમના શરીરમાં ચરબી-મેદનું પ્રમાણ વધારે હોય તેમના માટે પણ જવ હિતકારી છે.

 

જવનો આહારમાં ઉપયોગ કરવા માટે જવને ખાંડી, ફોતરાં દૂર કરી, એક કલાક ગૌમૂત્રમાં પલાળી, સૂકવી લેવા. આ રીતે સાત દિવસ કરવું. એ જ રીતે ત્રિફળાના ઉકાળામાં સાત દિવસ જવને ઉપર મુજબ પલાળવા અને સૂકવવા. પછી આ જવને શેકીને તેના લોટમાંથી બનાવેલી રોટલી, ભાખરી વગેરેનો આહારમાં ઉપયોગ કરવો. ડાયાબિટીસના દર્ર્દી અને મેદસ્વી સ્ત્રી-પુરુષો માટે આ ઉપચાર આહાર અને ઔષધ બંનેની ગરજ સારે છે. બેડોળ શરીરની વધારાની ચરબી ધીમે ધીમે દૂર થઈને શરીર સુંદર અને ઘાટીલું બને છે. આ ઉપચારમાં ગૌમૂત્રનો ઉપયોગ જો સુગમ્ય ન હોય તો માત્ર ત્રિફળાના ઉકાળાનો ઉપયોગ કરવો.

 

આશરે બે ચમચી જવને એક ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવા. ત્રણ-ચાર ઊભરા આવે એટલે ગાળીને એ પાણી ઠંડું પાડવું. આયુર્વેદમાં આ જવના પાણીને ‘યવમંડ’ અને ઇંગ્લિશમાં ‘બાર્લીવોટર’ કહે છે. બાર્લીવોટર કિડની, પથરી અને મૂત્રમાર્ગની તકલીફો માટે ઉત્તમ ઔષધ છે. દિવસમાં થોડું થોડું બાર્લીવોટર પીતા રહેવાથી તરસ, ઝાડા, ઊલટી, મૂત્રની બળતરા, મૂત્રમાર્ગની પથરી, મૂત્રનો અવરોધ-દુખાવો વગેરે સર્વ વિકારોમાં લાભ થાય છે.

 

જવને બાળીને તેમાંથી ‘યવક્ષાર’ (જવખાર) મેળવવામાં આવે છે જે બજારમાં તૈયાર મળી રહે છે. આ જવખાર એ ઉત્તમ કફનાશક ઔષધ છે. જો નાનાં બાળકોને વારંવાર શરદી, સસણી, છાતીમાં કફ ભરાઈ જવો, ઉધરસ વગેરે તકલીફો થતી હોય તો તેમને ચપટી જવખાર એટલા જ લીંડીપીપરના ચૂર્ણ સાથે મધમાં મેળવીને સવાર-સાંજ ચટાડવો. થોડા દિવસોમાં કફની આ તકલીફમાં ઘણો ફાયદો જણાશે.

 

આ સ્વાદિષ્ટ ધાન્યને જેવા-તેવા ન સમજો, એકવાર ફાયદા જાણી દરરોજ ખાશો ! …

 

 
BARRLEY.1
 

 

જવ-યવ-૧ …

 

આયુર્વેદના ‘યવ’ એ જ આપણા જવ. માંગલિક- ર્ધાિમક પ્રસંગોએ હવન- અગ્નિમાં જવ હોમવામાં આવે છે. આયુર્વેદમાં તેને તુરા, મધુર, ઠંડા, મળને ઉખાડનાર, કોમળ, વ્રણ, ચાંદા, સ્વર માટે હિતકર રુક્ષ, બુદ્ધિ, અગ્નિ પ્રદિપ્ત કરનાર, બળ આપનાર, પચવામાં ભારે વાયુ તથા મળ વધારનાર, વર્ણ- રંગને સ્થિર કરનાર, ચીકણા હોવા છતાં મેદ- વજન ઘટાડનાર, ડાયાબિટીસ- કબજિયાતમાં ખૂબ જ હિતકર, કફના રોગો, ચામડીના રોગો, પિત્ત, શરદી, શ્વાસ, સાથળનું જકડાઈ જવું. રક્તવિકાર, ત્વચારોગો અને તૃષામાં અત્યંત હિતાવહ છે.  

 -વૈદ્ય મનુભાઈ ગૌદાની

 

આયુર્વેદ પ્રમાણે જવ સ્વાદમાં તૂરા અને મધુર, શીતળ, પચવામાં ઓછા ભારે જઠરાગ્નિવર્ધક, બળપ્રદ, બુદ્ધિવર્ધક, કંઠ-સ્વરને ઉત્તમ કરનાર, વર્ણ અથવા કાંતિને સ્થિર કરનાર, કફ, પિત્ત, મેદ, શરદી, સળેખમ, દમ, ઉધરસ, રક્તવિકાર, ગળાના રોગો અને ચામડીના રોગોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે

 

જવનો ઉપયોગ ખૂબ જ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. જવ એ ધાન્ય ઘઉંની જ એક જાત છે. પરંતુ સ્વાદમાં અને દેખાવમાં ઘઉં કરતાં અલગ હોય છે. જવની રોટલી, દળીયા (રાબ), સત્તુ વગેરેનું સેવન થતું જ આવ્યું છે. જવમાં ભરપૂર પ્રમાણમાં અનેક પોષત તત્વો રહેલા હોય છે. જેના સેવનથી સ્વાસ્થ્યને ગજબનો લાભ થાય છે. આમ તો બહુ ઓછા લોકોને જવના ચમત્કારી ગુણો અને ફાયદા વિશે ખબર હશે, પરંતુ જે નથી જાણતા એ આજે ચોક્કસ જાણી લો ત્યારબાદ તમે જવનું સેવન કર્યા વિના રહી નહીં શકો.જાણતા એ આજે ચોક્કસ જાણી લો ત્યારબાદ તમે જવનું સેવન કર્યા વિના રહી નહીં શકો.

 

પ્રાચીન સમયથી જ સામાન્ય લોકો જવની રોટલી ખાતા હતા. કેટલાક જવ અને ઘઉંને ભેગા કરીને ખાતા હતા. જવ કંઈ જેવા તેવા નથી પ્રાચીન સમયમાં રોમમાં જયારે ઓલિમ્પિક રમતો રમાતી હતી ત્યારે એવો રિવાજ હતો કે ખેલાડીઓને ખોરાકમાં જવની ખીર, જવનો સુપ આપવામાં આવતો હતો. સ્કોટલેંડમાં જવની ખાસ પ્રકારની કેક તૈયાર કરવામાં આવે છે.

 

મરાઠા સૈનિકોને યુદ્ધ દરમિયાન જવનો સત્તુ સાકરમાં મેળવી ફાક્વા માટે આપવામાં આવતો હતો. ઈસ્લામિક લશ્કરમાં પણ એમ જ થતું હતું. પ્રાચીન સમયમાં જવના સત્તુ સાથે ખજૂર પણ ખાતા. રણમાં પ્રવાસનો થાક દૂર કરવા અને યુદ્ધ માટે શક્તિ પ્રાપ્ત કરવા જવનું સેવન કરવામાં આવતું હતું.
 

 
BARRLEY.2
 

 

ઘટકો  :

 

૧૦૦ ગ્રામ જવમાં ૩૩૬ કેલરી હોય છે. જવમાં ચાર જાતના પ્રોટીન હોય છે. (૧) આલ્બ્યુમીન (ર) ગ્લોબ્યુલીન (૩) હોર્ડીન અને (૪) હોર્ડેનીન. તે ઉપરાંત અગત્યના એમીનો એસિડ્સ જેવા કે આર્જીનીન,  હીસ્ટીડીન,  લાઈસીન,  ટ્રીપ્ટોફેન,  લ્યુસીન, આઈસોલ્યુસીન, વેલીન, ફેનીલેનીન, થીઓબ્રોમીન, મીથીયોનીન વગેરે પણ હોય છે. આમાં ‘લાઈસીન’ ખૂબ જ મહત્વનું છે. પ્રાણીના માંસ સિવાય વનસ્પતિ જગતમાં જવ અને જુવારમાં જ આ તત્વ હોય છે. મગજના વિકાસ માટે આ તત્વ ઘણું જરૂરી છે.

 

-આ ઉપરાંત જવમાં વિટામીન ‘એ’, ‘ઈ’, બી કોમ્પ્લેક્ષ, થાયમિન, રીબોફલેવીન, નાયસીન, પેન્ટોથેનીક એસીડ, ફોલીક એસીડ, વિ. વિટામીન‘ડી’ હોય છે. જવમાં આ સાથે પાચક દ્રવ્યો (એન્ઝાઈમ્સ) પણ હોય છે. ઘઉંમાં ગ્લુટેન નામનું તત્વ હોવાથી ઘઉંના બિસ્કીટ, બ્રેડ. ફુલીને પોચા થાય છે. જયારે જવમાં આ તત્વ ન હોવાથી આવું થતું નથી.

 

ગુણધર્મો  :

 

આયુર્વેદ મુજબ જવ તુરા, મધુર, ઠંડા, મળને ઉખેડી બહાર કાઢનાર, ચાંદા પર તલ જેવા હીતકર, રૂક્ષ, બુદ્ધિ તથા અગ્નિને પ્રદીપ્ત કરનાર, વીપાકે(પચી ગયા પછી) તીખા, સ્વર-અવાજ માટે હીતકર, બળ આપનાર, પચવામાં ભારે, વાયુ તથા મળને વધારનાર, શરીરનો વર્ણ સુધારનાર, સ્નિગ્ધ હોવા છતાં મેદ-ચરબીને ઘટાડનાર, તથા ડાયાબિટીસ અને કબજીયાતમાં ખૂબ હીતકર છે.

 

જવ કફ કરતા નથી. એ કંઠના રોગો, ચામડીના રોગો, કફ, પિત્ત, મેદ, શરદી-સળેખમ, શ્વાસ, સાથળ, સાંધાનું જકડાઈ જવું, રક્તવિકાર અને અત્યાધિક તૃષામાં હીતાવહ છે. જવ પેશાબને બાંધનાર અને મળને સારી રીતે બહાર લાવનાર છે, આથી મધુપ્રમેહમાં ખુબ જ ઉપયોગી છે. મધુપ્રમેહમાં જવની બધી જ બનાવટો-સાથવો, રોટલી, પુરી, રાબ, ખીચડી વગેરે લેવાં જોઈએ. તે મૂત્રાશય વિકાર, સોજો, લિવર, બરોળ વિગરેમાં ઉપયોગી છે.

 

જવ સ્થૂલ વિલેખન છે એટલે કે મેદને ખોતરીને બહાર કાઢે છે. તેથી બેઠાડું જીવન જીવનારા લોકો માટે તો જવ ઉત્તમોત્તમ છે. મેદને લઈને હૃદયરોગ, ઉંચુ લોહીનું દબાણ, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ વગેરેથી પીડાતા લોકો માટે જવનો ખોરાક ઉત્તમ હોય છે. જવ મુત્રલ છે. તે પેશાબ સાફ લાવે છે અને પેશાબના રોગો મટાડે છે, પથરીના રોગીએ કાયમ જવનું પાણી પીવું, જવનું પાણી (બાર્લીવોટર) પીવાથી પથરી તુટીને નીકળી જાય છે અને બંધાતી અટકે છે.
 

 
BARRLEY.3
 

 

જવથી થતાં સ્વાસ્થ્ય ફાયદા  :

 

-ડોક્ટરો કહે છે કે જવ ખાવાથી લોહી બને છે. તે શુધ્ધ, ન્યુટ્રલ અને પાતળું બને છે. એક ભાગ જવ અને પંદરગણુ પાણી ઉકાળવું કુલ પાણીનો ત્રીજો ભાગ બળી જાય આ જવનું પાણી આશરે ૧૦૦ રોગોનો ઈલાજ છે.

 

-જવને બાળીને તેમાંથી ‘યવક્ષાર’ (જવખાર) તૈયાર કરવામાં આવે છે જે બજારમાં તૈયાર મળી રહે છે. આ જવખાર એ ઉત્તમ કફનાશક ઔષધ છે. જવખાર કે યવક્ષાર જવમાંથી બનતું વિશિષ્ટ ઔષધ છે. રસાયણિક રીતે એ પોટેશિયમ કાર્બોનેટ છે. જવક્ષાર બનાવવા માટે જવના આખા છોડને બાળી મોટા પ્રમાણમાં રાખ ભેગી કરવામાં આવે છે. તેમાં પાણી નાંખી રાખવાળું મિશ્રણ ઠરવા દેવું ત્યાર પછી ઉપરનું પાણી નિતારીને કપડાથી ગાળી લેવું આ પાણી ધીમા તાપે ઉકાળવું અથવા મોટા થાળામાં કાઢી તડકે સુકવવું. પાણી સુકાયા પછી જે પદાર્થ બાકી રહી જાય તે બને છે યવક્ષાર.

 

જો નાનાં બાળકોને વારંવાર શરદી, સસણી, છાતીમાં કફ ભરાઈ જવો, ઉધરસ વગેરે તકલીફો થતી હોય તો તેમને ચપટી જવખાર એટલા જ લીંડીપીપરના ચૂર્ણ સાથે મધમાં મેળવીને સવાર-સાંજ ચટાડવો. થોડા દિવસોમાં કફની આ તકલીફમાં ઘણો ફાયદો જણાશે. યવક્ષાર અતિ મૂત્રલ (છૂટથી પેશાબ લાવનારૂં) હોય છે.
 

 
BARRLEY.4
 

 
-જવને ખાંડીને ઉપરના બરછટ ફોતરા કાઢીને તેને ચાર ગણા પાણીમાં ઉકાળી, ચાર પાંચ ઉભરા આવે એટલે ઉતારી એક કલાક ઢાંકી રાખવું. પછી ગાળી લેવું. આને ‘બાર્લીવોટર’ કહેવાય છે. તેમાં લીંબુનો રસ અને ગ્લુકોઝ નાંખી પીવાથી સ્વાસ્થ્યવર્ધક પીણું બને છે.

 

-જવના અંકુર ફુટયા બાદ તેને તાપમાં સુકાવીને અંકુરોત્પત્તિ સ્થગિત કરી દેવામાં આવે છે. આ અંકુરિત જવને લોખંડ કે તાંબાની કઢાઈમાં કે યાંત્રિક રીતે અમુક રૂપ કે સુગંધ ઉત્પન્ન થાય ત્યાં સુધી સેકી લોટ બનાવવામાં આવે છે. આનુ નામ ‘મોલ્ટ’ છે. જવનો મોલ્ટ બાળકો માટેના ખોરાક, ટોનિક માટે વપરાય છે. બ્રિટીશ ફાર્મેકોપીઆમાં મોલ્ટનો સમાવેશ થયેલો છે. તેમાં ૪ ટકા જ પ્રોટીન છે. પરંતુ પાચકદ્રવ્ય-એન્ઝાઈમ્સ ઘણાં છે.

 

-ઉત્તર પ્રદેશમાં ઉનાળામાં ભૂખ અને તરસને શાંત કરવા માટે જવના સાથરા (સત્તુ) ખાંડી પીસીને લોટ જેવો બારીક બનાવી તેમાં થોડું મીઠું કે સિંધવ નાંખીને પાણી મેળવવાથી સત્તુ બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેમાં ખાંડ, ઘી અને ગોળ મેળવીને ખાય છે. એક વાત સ્પષ્ટ છે કે ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવાથી શરીરનું વજન ઘટે છે.

 

-ચીન અને જર્મનીના અનુભવોના આધારે અમેરીકામાં ૧૯૭૮માં સાન્ફ્રાન્સીસ્કો ઈન્સ્ટીટયુટ ફોર ધી એડવાન્સ સ્ટડી ઓફ હયુમન સેક્સ્યુઆલીટી એ જવ વિશે એક નવું જ સંશોધન ર્ક્યું. જવમાં પુરૂષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન જેવું કંઈક તત્વ છે જેનાથી જાતિયશક્તિમાં વધારો થાય છે. એટલું જ નહિં પરંતુ પ્રોસ્ટેટ ગ્રંથિની વૃધ્ધિની તકલીફમાં પણ આરામ થાય છે.

 

-જવની રાબ સવારે નાસ્તામાં આપવાથી જઠર અને આંતરડામાં ચાંદાના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે. સંશોધન મુજબ એક દર્દીને નિયમિત ત્રણ મહીના જવની રાબ લેવાથી ચાંદી બિલ્કુલ રૂઝાઈ ગયું અને આંતરડું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયું. જે બે વરસની સારવારથી ના રૂઝાય તે ત્રણ મહીનામાં જવની રાબ લેવાથી સારૂં થઈ ગયું.

 

જવની રાબને અરબીમાં ‘તલ્બીના’ કહેવામાં આવે છે. જવના આટાને દૂધમાં પકાવવામાં આવે છે. તેમાં મીઠાશ માટે મધ નાંખવામાં આવતું હતું.

 

-જ્યારે ભૂખ ન લાગતી હોય કે ખાવાનું મન ન થતું હોય તો જવની રાબ પીવાની સલાહ આપવામાં આવે છે. જવની રાબ પેટને એવી રીતે ધોઈને સાફ કરી દે છે જેમ તમે પાણીથી ચેહરાને ધોઈને સ્વચ્છ કરે છે.

 

-જવનો ઉકાળો સવાર-સાંજ પીવાથી મુત્રમાર્ગની પથરી તુટી જાય છે.

 

-ક્ષયના રોગી માટે ચોખા અને જવની રોટલીથી ઉત્તમ કોઈ ખોરાક નથી. જવની રોટલી ખાવાથી પેટમાં દુખાવો નથી થતો.

 

-એક ચમચો જવનો અધકચરો ભુકો બે ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી કપડાથી ગાળી સવાર-સાંજ પીવાથી પથરી અને મુત્રમાર્ગના રોગો મટે છે.

 

-જો ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર માંદો પડતો હોય તો તેને માટલીમાં બનાવેલી જવની રાબ આપવી, વ્યક્તિ ઝડપથી સાજો થઈ જશે. નબળાઈ આવી ગઈ હોય જો કે બિમારને તે પસંદ ના પડે પરંતુ વારંવાર ગરમ રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે અને રોગ સામે લડવાની પ્રતિકાર શક્તિ વધે છે. જવની રોટલી કે જવની કોઈ પણ વાનગી લોકો માટે શક્તિનો ખોરાક છે.

 

 

ટી.બી.ના દર્દી માટે ચોખા અને જવની રોટલીથી બેહતર ખોરાક કે દવા નથી.

 

 

ઘટકો :

 

 

૧૦૦ ગ્રામ જવમાં ૩૩૬ કેલરી છે. જવમાં ચાર જાતના પ્રોટીન છે. (૧) આલ્બ્યુમીન (ર) ગ્લોબ્યુલીન (૩) હોર્ડીન અને (૪) હોર્ડેનીન. તે ઉપરાંત અગત્યના એમાઈનો એસીડસ જેવા કે …

આર્જીનીન,  હીસ્ટીડીન,  લાઈસીન,  ટ્રીપ્ટોફેન,  લ્યુસીન,  આઈસોલ્યુસીન,  વેલીન, ફેનીલેનીન,  થીઓબ્રોમીન, મીથીયોનીન  વિગેરે.   આમાં ‘લાઈસીન’ ખૂબ જ મહત્વનું છે.  પ્રાણીના માંસ સિવાય વનસ્પતિ જગતમાં જવ અને જુવારમાં જ આ હોય છે. મગજના વિકાસ માટે આ તત્વ ઘણું જરૂરી છે.

 

આ ઉપરાંત વિટામીન ‘એ’, ‘ઈ’, બી કોમ્પ્લેક્ષ, થાયમીન, રીબોફલેવીન, નાયસીન, પેન્ટોથેનીક એસીડ,  ફોલીક એસીડ,  વિ. વિટામીન‘ડી’ હોય છે.   જવમાં આ સાથે પાચક દ્રવ્યો (એન્ઝાઈમ્સ) પણ હોય છે. ઘઉંમાં ગ્લુટેન નામનું તત્વ હોવાથી ઘઉંના બિસ્કીટ, બ્રેડ વિ. ફુલીને પોચા થાય છે. જયારે જવમાં આ તત્વ ન હોવાથી આવું થતું નથી.

 

આયુર્વેદ મુજબ જવ મધુર, શીતલ, તુરા, કફ અને પિત્તને હરનાર છે. જવ શરીરમાં સ્થિરતા, જઠરાગ્નિની તિવ્રતા, મેઘા, સ્વર, અને વર્ણ સારો કરનાર છે. જવ લૈખન છે. અતિરૂશ્ર છે. શીત હોવાથી રક્ત અને પિત્ત બંનેનું પ્રસાદ કરનાર છે. જવ બલ્ય છે, તે કફ શામક છે.‘જવખાર’ અમ્લનાશક, દીપન, રક્તશોધક, મુત્રજનન, સ્વેદજનન વિ. ગુણોવાળો છે. તે મૂત્રાશય વિકાર, સોજો, લિવર, બરોળ વિગરેમાં ઉપયોગી છે.

 

સુશ્રુતે લખ્યું છે કે, જવ સ્થૂલ વિલેખન છે એટલે કે મેદને ખોતરીને બહાર કાઢે છે. તેથી બેઠાડું જીવન જીવનારા લોકો માટે તો જવ ઉત્તમોત્તમ છે. મેદને લઈને હૃદયરોગ, ઉંચુ લોહીનું દબાણ, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ વિગેરેથી પીડાતા લોકો માટે જવનો ખોરાક અપનાવવા જેવો છે. જવ મુત્રલ છે. તે પેશાબ સાફ લાવે છે, અને પેશાબના રોગો મટાડે છે, પથરીના રોગીએ કાયમ જવનું પાણી પીવું,જવનું પાણી (બાર્લીવોટર) પીવાથી પથરી તુટીને નીકળી જાય છે અને બંધાતી અટકે છે.

 

જવ ખાવાથી લોહી બને છે. તે શુધ્ધ, ન્યુટ્રલ અને પાતળું બને છે.

 

જવને ખાંડીને ઉપરના બરછટ ફોતરા કાઢીને તેને ચાર ગણા પાણીમાં ઉકાળી, ચાર પાંચ ઉભરા આવે એઠલે ઉતારી એક કલાક ઢાંકી રાખવું. પછી ગાળી લેવું. આને ‘બાર્લીવોટર’ કહેવાય છે. તેમાં લીંબુનો રસ અને ગ્લુકોઝ નાંખી પીવાથી સુંદર પોષક પીણું બને છે.

 

જવના અંકુર ફુટયા બાદ તેને તાપમાં સુકાવીને અંકુરોત્પત્તિ સ્થગિત કરી દેવામાં આવે છે. આ અંકુરિત જવને લોખંડ કે તાંબાની કઢાઈમાં કે યાંત્રિક રીતે અમુક રૂપ કે સુગંધ ઉત્પન્ન થાય ત્યાં સુધી સેકી લોટ બનાવવામાં આવે છે. આનુ નામ ‘મોલ્ટ’. જવનો મોલ્ટ બાળકો માટેના ખોરાક, ટોનિક વિ.. માટે વપરાય છે. બ્રિટીશ ફાર્મેકોપીઆમાં મોલ્ટનો સમાવેશ થયેલો છે. તેમાં ૪ ટકાજ પ્રોટીન છે. પરંતુ પાચકદ્રવ્ય-એન્ઝાઈમ્સ ઘણાં છે.

 

એક ભાગ જવ અને પંદરગણુ પાણી ઉકાળવું કુલ પાણીનો ત્રીજો ભાગ બળી જાય તે જવનું પાણી આશરે ૧૦૦ રોગોનો ઈલાજ છે.

 

જવખાર કે યવક્ષાર જવમાંથી બનતું વિશિષ્ટ ઔષધ છે. રસાયણિક રીતે એ પોટેશિયમ કાર્બોનેટ છે. જવક્ષાર મેળવવા માટે જવના આખા છોડને બાળી મોટા પ્રમાણમાં રાખ ભેગી કરવામાં આવે છે. તેમાં પાણી નાંખી રાખવાળું મિશ્રણ ઠરવા દેવું ત્યાર પછી ઉપરનું પાણી નિતારીને કપડાથી ગાળી લેવું આ પાણી ધીમા તાપે ઉકાળવું અથવા મોટા થાળામાં કાઢી તડકે સુક્વવું. પાણી સુકાયા પછી જે પદાર્થ બાકી રહી જાય તે થયો યવક્ષાર. યવક્ષાર અતિ મૂત્રલ (છૂટથી પેશાબ લાવનારૂં) છે.
 

 
BARRLEY.0
 

 
ઉત્તર પ્રદેશમાં ઉનાળામાં ભૂખ અને તરસને શાંત કરવા માટે જવના સાથરા (સત્તુ) ખાંડી પીસીને લોટ જેવો બારીક બનાવી તેમાં થોડું મીઠું કે સિંધવ નાંખીને પાણી મેળવવાથી સત્તુ બને છે. કેટલાંક લોકો તેમાં ખાંડ, ઘી અને ગોળ મેળવીને ખાય છે. એક વાત સ્પષ્ટ છે કે ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવાથી શરીરનુ વજન ઘટે છે.

 

ચીન અને જર્મનીના અનુભવોના આધારે અમેરીકામાં ૧૯૭૮માં સાન્ફ્રાન્સીસ્કો ઈન્સ્ટીટયુટ ફોર ધી એડવાન્સ સ્ટડી ઓફ હયુમન સેકસ્યુઆલીટી એ જવ વિશે એક નવું જ સંશોધન ર્ક્યું. જવમાં પુરૂષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન જેવું કંઈક તત્વ છે જેનાથી જાતિયશક્તિમાં વધારો થાય છે. એટલું જ નહિં પરંતુ પ્રોસ્ટેટ ગ્રંથીની વૃધ્ધિની તકલીફમાં પણ આરામ થાય છે.

 

 
BARRLEY.SOUP
 

 
જવની રાબ સવારે નાશ્તામાં આપવાથી જઠર અને આંતરડામાં ચાંદાના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે. એક દર્દીને નિયમિત ત્રણ મહીના જવની રાબ લેવાથી ચાંદી બીલ્કુલ રૂઝાઈ ગઈ અને આંતરડું સંપૂર્ણ રીતે બરાબર થઈ ગયું. જે બે વરસની સારવારથી ના રૂઝાય તે ત્રણ મહીનામાં જવની રાબ લેવાથી સારૂં થઈ ગયું.

 

 
BARRLEY.5
 

 

જવના સેવનથી વજન ઘટાડો …

 

જવ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીઝ જાડાપણું અને દિલની બીમારીઓથી બચાવે છે. આવો જાણીએ આના ફાયદા વિશે.

 

ત્વચા:

 

જવના લોટમાં બેસન, સંતરાના છાલનો પાવડર, હળદર, ચંદન પાવડર અને ગુલાબ જળ મિક્સ બનાવવામાં આવેલ ઉબટન ત્વચાની ચમક બનાવી રાખે છે.

 

રોટલી:

 

જવ, ઘઉં અને ચણાને મિક્સ કરીને બનાવેલ લોટની રોટલી ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, જાડાપણું, કોલેસ્ટ્રોલ અને હ્રદય રોગોમાં ખૂબ ફાયદાકારી હોય છે. આ મિક્સ લોટમાં ઘઉં ૬૦ ટકા, જવ ૩૦ ટકા અને ચણા ૧૦ટકા હોવા જોઈએ. રોટલી ઉપરાંત જવથી બનેલ શીરો પણ સ્વાદિષ્ટ અને શરીર માટે પૌષ્ટિક હોય છે.

 

સત્તુ પણ ફાયદાકારી :

 

શેકેલા જવને વાટીને પાણી અને આખી સાકર મિક્સ કરી બનાવેલ સત્તુ ગરમીમાં અમૃત સમાન છે. જવથી બનાવેલ આયુર્વેદની દવા યવક્ષારને આયુર્વેદની અન્ય દવાઓની સાથે લેવાથી ગુર્દાની પથરી નીકળી જાય છે અને પેશાબની બળતરા પણ દૂર થાય છે. જો યવક્ષારને ૧-૨ ગ્રામની માત્રામાં મધની સાથે થોડા દિવસ લેવામાં આવે તો ખાંસીથી આરામ મળે છે.

 
સંકલિત :

સૈજ્ન્ય :

સંદેશ દૈનિક, દિવ્યભાસ્કર, આર્યમ – (સૂરત ) તેમજ અન્ય …

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli