ત્યાગ વિના મુક્તિ ન મળે …

અંધારામાં અથડાતાં વિશ્વનું તારકબળ-ત્યાગ અને સેવા …

 

 tyaag

 

 

ત્યાગ વિના મુક્તિ ન મળે …

 

જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાની જાતને આધ્યાત્મિક ગુરુ ગણાવતી હોય અને તે તમને એમ કહેતી હોય કે ત્યાગ વિના ઈશ્વરની અનુભૂતિ થઇ શકે તો એ એક નારી મૂર્ખતા છે.  એના દ્રઢ નિશ્ચય બાબતે પ્રશ્ન ઊભો થયા છે અને એમને ત્યાગ એટલે શું એ સમજાવવા પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય એ સ્વભાવિક છે અને તમને એ પ્રશ્નો ઉત્તર પણ મળી રહે તો તમને એ માનસ કોપણ જાતની આધ્યાત્મિક અનુભૂતિ ધરાવતો નથી એનો ખ્યાલ સ્પષ્ટપણે આવી જશે અને આવા લોકો સાચા અધ્યાત્મિક ગુરુ કે ઉપદેશક નથી અને એમની ત્યાગ વિશેની વ્યાખ્યા અભાવાત્મક છે.

 

‘હું કેવી રીતે ઈશ્વરની અનુભૂતિ કરી શકું ?’  વિશ્વના ધર્મોના ઇતિહાસમાં આ પ્રશ્ન તો પુછાયો છે પણ, ‘આ દુનિયામાં રહીને મારે શા માટે ઈશ્વરની અનુભૂતિ ન કરવી જોઈએ ?’  એ પ્રશ્ન વારંવાર પુછાયો છે.

 

આ બંને પ્રશ્નો એકીસાથે પ્રશ્ન પૂછ્નારાના જીવન પ્રત્યેના અભિગમભેદને જિજ્ઞાસુનો છે.  જ્યારે બીજો પ્રશ્ન કરનાર ઈશ્વરને ય ઝંખે છે અને દુનિયાની ય ઈચ્છા રાખે છે.  કદાચ એ જગતને વધારે ઝંખે છે અને ઈશ્વરને થોડાં ઓછા ઝંખે છે.

 

ઉપર્યુક્ત બંને પ્રશ્નકર્તા માટે પ્રભાવક અધ્યાત્મિક ગુરુનો જવાબ એક જ હશે.  તે એ બંને જિજ્ઞાસુને કહેવાના, ‘હા મિત્ર, તમે બધી રીતે ઈશ્વરને પામી શકો.’  એનું કારણ એ છે કે માનવનો એ જન્મસિદ્ધ અધિકાર છે અને એનો ઇનકાર ન કરી શકાય.  આવી રીતે વાત કરીને પછી એ બંને જિજ્ઞાસુઓની જુદી જુદી બે પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને તેનું સમાધાન કરવા પ્રયત્ન કરશે.  એનું કારણ એ છે કે પ્રભાવક આધ્યાત્મિક ઉપદેશક કે ગુરુ એ સર્વોત્કૃષ્ટ અનુભૂતિ કરાવનારા હોવા જોઈએ. એટલે ડ્રેકએ ડ્રેક વ્યક્તિને વ્યક્તિગત રીતે એમના પ્રત્યે સમસંવેદના અને આદર સાથે તે જ્યાં ઊભો છે ત્યાંથી એને ક્રમશ: પ્રેમપૂર્વક માર્ગદર્શન આપીને તેના પોતાના ઈશ્વરના પથે સાચો ધર્મગુરુ વાળે છે.

 

પ્રથમ પ્રશ્ન પૂછનાર માટે, જે નિરાસક્ત, સદ્દભાગ્યે, એ જિજ્ઞાસુએ કેળવી છે, એને સુદ્રઢ રીતે અને સલામત રીતે પ્રબળ બનાવવી જોઈએ તેમજ ઈશ્વર પ્રત્યેના તેના પ્રેમને વધારે સધન બનાવવો જોઈએ.  વાસ્તવિક રીતે દુનિયા અને ઈશ્વરના દેખાતાં આ બંને સાધ્યોમાંથી તારવેલી એક જ પ્રક્રિયા છે.

 

બીજા પ્રશ્નકર્તા જિજ્ઞાસુની બાબતમાં આ સંસારને કે દુનિયાને વખોડ્યા સિવાય અધ્યાત્મ ગુરુ એ જોશે કે એના ઉપરછલ્લા અને સામન્ય કક્ષાના ઈશ્વર માટેના પ્રેમને શાંતિથી એક દર્દીની જેમ માવજત કરીને ધીમે ધીમે એમના હૃદયને ઉન્નત કરવાનો છે.  આને પરિણામે ત્યાગનો ભાવ એની મેળે બીજે છેડે જાગી જવાનો.  વળી એમનામાં ‘હું કેવી રીતે ઈશ્વરની અનુભૂતિ કરી શકું ?’  એ કક્ષાએ પૂરતા ખંત અને નિષ્ઠાથી પોતાની જાતને પ્રશ્ન ન કરી શકાય તો તેણે માટે આ સંસાર કે દુનિયા યોગ્ય સ્થાન છે.  તેણે જેની ભૂખ લાગે છે તે બધું આ દુનિયા જ આપી શકે.  જ્યાં સુધી કોઈનામાં પણ દુન્યવી પદાર્થોને, સુખોને માણી લેવાની થોડીઘણી ઈચ્છા પણ બાકી રહી ગઈ હોય તો તે આ દુનિયામાં રહે એમાં કાંઈ ખોટું કે અધોગતિ જેવું નથી.  દરેક માનવને જીવનમાં પોતાનો સમય લેવાનો અને એ પ્રમાણે દોડવાનો હક છે.  ઊલટાનું જે માણસને હજી પણ ન પોષાયેલી ઈચ્છાઓ, આકાંક્ષાઓ પુષ્કળ માત્રામાં હોય તેણે ત્યાગ માટે બળપૂર્વક પ્રેરવો એ અમાનુષી આધ્યાત્મિક ભૂલ ગણાશે.  એટલે જ તેના માટે આ દુનિયાને વળગી રહેવું અને જાણે કે એને સાવ નીચોવીને પી જવી વધારે પ્રમાણિક અને સન્માનજનક બની રહેશે.  માત્ર ઈશ્વરાનુભૂતિ; જીવનમાં, એનાથી વધારે ઉચ્ચતર કરવાનું કંઈ નથી.  કોઈ ભેંસ ઘાસ ચરતી હોય તો એના માટે એ યોગ્ય ગણાય પણ આપણે એ કંઈક ઉચ્ચ કક્ષાનું આધ્યાત્મિક કાર્ય કરી રહી છે એવી ધારણા કરી ણ શકીએ.  જીવનના સર્વોત્કૃષ્ટ મૂલ્ય પ્રત્યે કોઈપણ જાતની ચેતના વિના, જો માનસ આ દુનિયાની અધોગતિમાં સબડતો હોય, તો એને માટે ફક્ત આટલું દુઃખ કે વસવસો અનુભવી શકાય કે તેણે ઉચ્ચતર કક્ષાના ધ્યેય માટે વિચારવા કોઈ ભૂમિકા અપાઈ નથી.

 

પરંતુ જ્યારે તમને પૂરેપૂરી તૃપ્તિ થાય ત્યાં સુધી ખાઈપી ભોગવી લો અને અનુભૂતિવાળા મહાન પુરુષોના પ્રમાણભૂત વ્યક્તિગત અનુભવોથી આ ભયંકર માયાને જાણી લો.  પછી કોણ એવો માનસ છે કે જે પોતાના જાગૃતિના હકનો ઇનકાર કરી શકે ?  વળી એ વાતનો ઇનકાર પણ કોણ કરી શકે કે તમે તમારા સદૈવ અતૃપ્ત રહેતા ભોગ અને વ્યવહારથી થાકી ગયા છો.  અને જેનાં દ્વારા તમને ભીતરની અને બહારની શાંતિનો અનુભવ થાય એવી કોઈ વસ્તુ માટે તમે તીવ્ર ઝંખના અનુભવો એવી બાબતો તમારા પર ઠોકી બેસાડવી એ ન્યાય સંગત ગણાશે ?  આ દુનિયા કે સંસાર વિશેની તમારી સાચી સમજણ જાગે ત્યારે તમારો આત્મશ્રદ્ધાપૂર્વકનો સ્વનિર્ણયનો અધિકાર લુપ્ત થતો નથી.  જીવનના આવા તબક્કે તમારે ‘કંઈક’ ની પાછળની તલસાટની મનોદશાને નવા અભિગમ સાથે તાલમેલ રાખે એવા જીવનના નવસંજોગોને શોધવા પડે.  હવે તમારો પ્રશ્ન આવો હશે – ‘હું એ કંઈક-ઈશ્વરની અનુભૂતિ કેવી રીતે કરી શકું?’,  ત્યારે ‘અ દુનિયામાં રહીને હું શા માટે ઈશ્વરની અનુભૂતિ ન કરી શકું ?’  એવો પ્રશ્ન રહેશે નહીં.

 

આત્મસંતોષ થાય તેવો ત્યાગ અને અવગણી ન શકાય તેવો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પવિત્ર છે.  કોઈપણ સારી પત્ની કે સારા પતિએ ‘સેંકડો પતિ કે પત્ની હોવા એમાં શું ખોટું છે ?’  એવો પ્રશ્ન કરવો યોગ્ય ગણાશે ?’  જો એ બધાં ખરેખર મનથી પવિત્ર હોય તો એમનાં મનમાં આવો પ્રશ્ન ઊઠવાની શક્યતા જ રહેતી નથી.  એવી જ રીતે આપણે ખરેખર ઈશ્વરની ઝંખના કે શોધના કરીએ છીએ ત્યારે શા માટે આપણે એક ઈશ્વરને જ ઝંખીએ છીએ અને બીજું એવું શું છે કે જેની તાલાવેલી અનુભવીએ ?  જયારે આપણા જીવન અને અસ્તિત્વ સામે એક માત્ર વસ્તુ કે વિષયરૂપે ઈશ્વર જ આવે છે ત્યારે ત્યાગની અવસ્થા આવી જાય છે.  એટલે જ આસક્તિ કે પરિગ્રહ અને ઈશ્વર માટેની સાચી ઝંખના કોઈપણ પ્રકારની બૌદ્ધિક ભૂમિકામાં કે અભ્યાસ-સાધનામાં સાથે જોડી ન શકાય.  વિશ્વના બીજા પ્રભાવક ગુરુઓની જેમ સ્વામી વિવેકાનંદે પણ ઈશ્વરની અનુભૂતિમાં ત્યાગનો સંબંધ અને સંદર્ભ અનિવાર્ય છે, અપરિહાર્ય છે એવું સ્પષ્ટ પણે દર્શાવ્યું છે.  તેમના શબ્દોમાં કહીએ તો :

 

જે લોકો એવું વિચારે છે કે ‘આ દુનિયામાં રહીને મને શા માટે ઈશ્વરની અનુભૂતિ ન થઇ શકે ?’  આવો પ્રશ્ન પૂછવો એ વધારે શાણપણભર્યું છે, તેવા આત્મ-સંમોહનથી પીડાતા લોકો માટે સદીઓથી એક સગવડિયા ધર્મ માટેની લાગણી સતત થતી આવી છે.  આવા સગવડિયા ધર્મ માટેની લાગણી સતત થતી આવી છે.  આવા સગવડિયા ધર્મની સતત થતી માગણીનો પ્રતિભાવ પણ મળ્યા વગર રહેતો નથી.  એને પરિણામે પોતાની જાતને અધ્યાત્મિક ગુરુ કે ઉપદેશક ગણાવતા કેટલાક લોકો ઊભા થયા, જેમણે ઈશ્વરની અનુભૂતિ માટે ત્યાગની વ્યર્થતાનું મોટું બૂમરાણ મચાવી દીધું.  આવા પ્રતિઘાતક અને ભયંકર અપ્રત્યક્ષ રીતે ઘુસાડતાં મિથ્યા દર્શનો પોતાની ભૂમિકા મજબૂત કરે તે પહેલાં સાચા, આધ્યાત્મિક પયગંબરોએ હંમેશાં તેણે નિરર્થક બનાવતી પ્રતિક્રિયા કરવી પડી. સ્વામી વિવેકાનંદે પોતાની આગ ઝરતી ભાષામાં આ ભયંકર હાનિકારક સિદ્ધાંતોનું ખંડન કરતાં કહ્યું છે,

 

‘કેટલાક એવા વિરલ લોકો હોય છે કે જેઓ આધ્યાત્મિક જીવનમાં ત્યાગના મહત્વ વિશે પ્રત્યક્ષ રીતે પ્રશ્ન પૂછતા નથી.  એમની દૃષ્ટિએ તો આ ત્યાગ ઈશ્વરના કાનૂનનું અજ્ઞાંકિતપણું છે અને એના માટે આવા લોકો ચોક્કસ હોય છે.  તેઓ માત્ર અને માત્ર ઈશ્વર માટે જ સર્વત્યાગી રીતે રહે છે.’

 

‘જો દરેક વ્યક્તિ સંસારનો ત્યાગ કરે તો એ ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધનું કાર્ય ગણાય ?’  શ્રી રામકૃષ્ણ પરમહંસ આ બાબતનો જવાબ આપતા કહે છે : ‘શા માટે બધાએ સંસારનો ત્યાગ કરવો જોઈએ ?’  વળી બીજી બાજુએ બધાએ કામકાંચનમાં કૂતરાં-ભૂંડની જેમ રચ્યા પચ્યા રહેવું જોઈએ એ શું ઈશ્વરની ઈચ્છા કહી શકાય ?  શું તેણે કોઈ બીજી ઈચ્છા નથી ?  એમની ઈચ્છાને સુસંગત અને અસંગત શું છે એની તમને  ખબર છે ?  તમે કહો છો કે ઈશ્વર દરેકે ડ્રેક વ્યક્તિ સ્નાસારી જીવન જીવે એમ ઈચ્છે છે, પણ જ્યારે તમારાં પત્ની અને સંતાનો મૃત્યુ પામે ત્યારે એ પણ ઈશ્વરની ઈચ્છા છે એમ કેમ નથી માનતા ?  જ્યારે તમારી પાસે એક કોળિયો અન્ન ખાવા ન હોય ત્યારે ગરીબાઈ પણ એમની ઈચ્છા છે એમ કેમ નથી જોતા ? …’

 

પરંતુ શા માટે બધાએ સંસારનો ત્યાગ કરવો જોઈએ ?  સમયની પરિપૂર્ણતા વિના ત્યાગ શક્ય છે ?  જ્યારે કોઈપણ વ્યક્તિ ભોગ વિલાસને માણવાની સીમા સુધી પહોંચી જાય ત્યારે ત્યાગનો સમય આવી પહોંચે છે.  શું કોઈપણ વ્યક્તિ તેણે ત્યાગમાં બળપૂર્વક ધકેલી શકે ?  વાનરનો ત્યાગના નામે એક પ્રકારનો ત્યાગ છે.  માત્ર ક્ષુદ્ર મનવાળા વ્યક્તિઓ જ આવા ત્યાગને કેળવે છે.  પિતા વિનાના અનાથ બાળકનું ઉદાહરણ લો.  તેની ગરીબ વિધવા માતા કાંતણકામ કરીને જીવનનિર્વાહ ચલાવે છે.

 

છોકરો તેનો મહત્વ વિનાનો કામધંધો ગુમાવે છે અને તેણે ત્યાગની એક ઝટકી આવી જાય છે.  તે સાધુ જેવાં ભગવાંકધારણ કરીને કાશીએ જાય છે.  થોડાં દિવસ પછી તે પોતાની માતાને કાગળ લખે છે, ‘મહિનાના દસ રૂપિયાની નોકરી મને મળી ગઈ છે.’  એસમ્ય દરમિયાન એ એક સોનાની વીંટી અને મજાના કપડાં ખરીદવાનો પ્રયત્ન કરે છે !  તે પોતાની ભોગવિલાસની ઈચ્છાઓને કેવી રીતે રૂંધી શકે ?

 

  • સ્વામી બુધાનંદ

 

રા.જ.૧૨-૧૨/૨૬-૨૯

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli