(૧) તૃષ્ણાની કોઠી કદી ન ભરાય … (પ્રેરકકથાઓ) … ટૂંકી વાર્તાઓ …

 (૧)  તૃષ્ણાની કોઠી કદી ન ભરાય …  (પ્રેરકકથાઓ) … ટૂંકી વાર્તાઓ …

 

 

story1a

 

 

ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો :  “સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે ?”  વાળંદે આસપાસ જોયું પણ એને કોઈ દેખાયું નહીં.  પણ સોનાની કોઠીઓ આપવાની વાતે એનો લોભ જાગી ઊઠ્યો અને એ મોટેથી બોલી ઊઠ્યો : ‘હા, હું એ સાત કોઠી લઈશ.’  તરત જવાબ મળ્યો : ‘ઘેર પહોંચી જાં, કોઠીઓ મેં તારે ઘેર પહોંચતી કરી દીધી છે.’  આ વિચિત્ર જાહેરાતની ખાતરી કેવાણા ઈરાદાથી એ વાળદ દોડતો ઘેર પહોંચ્યો.  ઘેર પહોંચતાં વેંત એણે કોઠીઓ જોઈ.  કોઠીઓ ખોલી એણે જોયું કે એ સોનાથી છલોછલ ભરેલી હતી, પણ છ પૂરી ભરેલી હતી અને એક અર્ધી ભરેલી હતી.  એ સાતમીને પણ સોનાથી ઉભરાવી દેવાની જોરદાર ઈચ્છા એ વાળંદમાં જાગી; કારણ ત્યાં સુધી એ પૂરો સુખી ન હતો.  એટલે એણે ઘરમાંનાં બધાં ઘરેણાં ભંગાવી તેને સોનાના સિક્કાઓમાં ફેરવ્યાં અને એ મહોરો તેણે પેલી કોઠીમાં નાંખી;  પણ એ જાદુઈ કોઠી ઊણી જ રહી.  આથી વાળંદની ધીરજ ખૂટી ગઈ.  જાતે ભૂખ્યા રહીને અને ઘરનાંને ભૂખ્યાં રાખીને એણે થોડાં વધારે પૈસા બચાવ્યા અને એ સોનાથી કોઠી ભરવા કોશિશ કરી.  પણ કોઠી તો પહેલાંની જેમ અધૂરી જ રહી.  એટલે એક દિવસ રાજાને પોતાનો પગાર વધારી દેવા નમ્ર વિનંતી કરી કહ્યું કે મળતા પગારમાં પોતાનું ગુજરાન ચાલતું નથી.  એ વાળંદ હતો રાજાનીઓ માનીતો એટલે, એની વિનંતી સાંભળીને તરત જ રાજાએ એનો પગાર બમણો કરી દીધો.  આ બધી આવક બચાવી એ પેલી કોઠી ભરવા માંડ્યો પણ, એ લોભણી કોઠી ભરાવાની નિશાની દેખાઈ જ નહીં.  આખરે એ ઘેરઘેર ભીખ માગવા લાગ્યો અને એની ધંધાની તથા ભીખની આવક ભેગી કર્યા છતાંય, પેલી જાદુઈ કોઠીની તરસ છીપી જ નહીં.  મહિનાઓ ને મહિનાઓ પસાર થયા અને, એ દુખી અને કંજૂસ વાળંદણી સ્થિતિ ઉત્તરોઉત્તર બગડતી ચાલી.  એની એવી દશા જોઈ રાજાએ એને પૂછ્યું :  ‘અરે !  તારો પગાર આજના કરતાં અર્ધો હતો ત્યારે, તું સુખી, આનંદ અને સંતુષ્ટ હતો; પણ તારો પગાર બેવડો કર્યા પછી હું તને ચિંતાતુર, ચડેલા મોઢાવાળો અને નાસીપાસ જોઉં છું, તને શું થયું છે ?’  તને શું સાત કોઠીઓ મળી છે ?’  આ સવાલથી વાળંદ ઘા ખાઈ ગયો અને બોલ્યો :  ‘નામદાર, આ વાત આપને કોણે કહી છે ?’  ‘જેને યક્ષ એ સાત કોઠીઓ આપે છે તે આમ પીડાય છે એ તું નથી જાણતો ?  રાજાએ કહ્યું.  ‘એ મને પણ આ કોઠીઓ આપતો હતો પણ, મેં એને પૂછ્યું કે, ‘આ મૂડી વાપરી શકાય કે ખાલી કોઠીમાં જ રાખી મૂકવા માટે છે ?’  આ સવાલ પૂછતાં ભેગો એ ભાગ્યો.  એ મૂડી કોઈ વાપરી શકતું નથી એ તને ખબર નથી શું ?  એ તો સંઘરો કરવાની તૃષ્ણા જ આણે છે.  જાં જલદી અને એ કોઠીઓ પાછી આપી આવ.’  આ સલાહથી વાળંદને પાછી સાન આવી અને પેલા ભૂતિયા ઝાડ પાસે જઈ એ બોલ્યો : ‘હે યક્ષ, લઇ લે તારું સોનું પાછું.’  યક્ષે કહ્યું. ‘ભલે.’  વાળંદ પાછો ઘેર આવ્યો, ત્યારે જે રહસ્યમય રીતે આવી હતી તેજ રીતે, પેલી કોઠીઓ અર્દશ્ય થઇ ગઈ હતી અને એના ભેગી એની જિંદગીની બચત પણ તણાઈ ગઈ હતી.

 

સાચું ખર્ચ અને સાચી આવક વચ્ચેનો ભેદ સમજતા નથી તે લોકો ગાંઠનું પણ બધું ગુમાવે છે.

 

 

 

 (૨)  સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ …

 

 

story2

 

 
જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે.  માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઈચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ.

 

આજે એક કથા જાણો.  પ્રવાસે નીકળેલો એક મનુષ્ય પોતાના પ્રવાસ દરમિયાન એક વિશાળ મેદાનમાં આવ્યો.  ઘણા સમયથી તાપમાં ચાલવાને લીધે એ ખૂબ થાકી ગયો હતો અને પરસેવે રેબઝેબ થઇ ગયો હતો; એટલે, એક ઝાડને છાંયે એ આરામ કરવા બેઠો.

 

થોડી વાર પછી એ વિચારવા લાગ્યો કે, ‘સૂવા માટે મને પોચી પથારી મળે તો કેવું સારું !’  પોતે કલ્પવૃક્ષ નીચે બેઠો છે એ ભાન એને ન હતું.

 

એના મનમાં જેવો પેલો વિચાર આવ્યો તેવી જ એની બાજુમાં એક સુંદર શય્યા આવી ગઈ.  એને આશ્ચર્ય તો ખૂબ થયું પણ એણે તેમાં લંબાવ્યું.  પછી એને વિચાર આવ્યો કે, ‘અહીં એક સુંદર કન્યા હોય ણે એ મારા પગ દબાવી હોય તો કેવી મજા ?’  આ વિચાર એના મનમાં ઉદ્દભવ્યો તેવી જ એક યુવાન સુંદરી ધીમે ધીમે એના પગ દબાવવા લાગી.

 

મુસાફરને ખૂબ આનંદ થયો.  તરત જ એને ભૂખ લાગી અને એ વિચારવા લાગ્યો :  ‘મેં ઈચ્છયું તે બધું જ મને મળ્યું; તો હવે મને થોડું ખાવાનું મળે તો ?’  તરત એની સામે ભાતભાતનાં સ્વાદિષ્ટ ભોજન પીરસાઈ ગયાં.  એ તરત ખાવા મંડ્યો અને, ધરાઈને ખાડા પછી પાછું એણે પથારીમાં લંબાવ્યું.  પછી દિવસની બધી ઘટનાઓને એ વાગોળવા માંડ્યો.  આમ વ્યસ્ત હતો ત્યાં એને વિચાર આવ્યો.

 

‘અચાનક વાઘ આવીને મારી ઉપર હુમલો તો નહીં કરે !”  ક્ષણમાં જ મોટો વાઘ પ્રગટ થયો ને તેણે એ પ્રવાસી પર હલ્લો કર્યો, એની ગરદન ફાડી એનું લોહી પીવા મંડ્યો.  પ્રવાસીએ આમ જાન ગુમાવ્યો.

 

મનુષ્યોનું ભાગ્ય સામાન્ય રીતે આવું છે.  ધ્યાનમાં, તમે લોકો માટે, પૈસા માટે કે માન માટે પ્રાર્થના કરશો તો તમારી ઈચ્છા થોડાં અંશે, અવશ્ય પૂરી થશે પરંતુ, ધ્યાન રાખજો કે, એ બધી ભેટોની પાછળ વાઘ ઝૂમે છે.  આ બધાં વાઘ-રોગ, શોક, માનવહાનિ અને દ્રવ્ય ઈ. – જીવતા વાઘ કરતાં હજારગણા ભયંકર છે.

 

(શ્રીરામકૃષ્ણ દેવની દ્રષ્ટાંત કથાઓ ૩૮-૪૩)

 

 

(૩)   કામને જીતવો હોય તો સ્ત્રીમાત્રને માતા ગણો….

 

 

story3

 

 

કિશોરવયમાં ગણેશે એક દિવસ રમતાં રમતાં એક બિલાડી જોઈને છોકરમતના અટકચાળામાં એને કાંઈ કેટલીયે રીતે ત્રાસ આપીને અને મારીઝૂડીને લોહીલુહાણ મૂકી.  જેમ તેમ કરીને જીવ બચાવીને બિલાડી ભાગી છૂટી, કરીત્યારે ગણપતિ શાંત પડ્યા અને પોતાની માતા શ્રીપાર્વતીદેવીની પાસે ગયા.  તો ત્યાં તેમણે જોયું કે દેવીના શરીર ઉપર ઠેકઠેકાણે મારનાં નિશાન પડેલાં છે.

 

માતાની એવી દશા જોઈને બાળકે ખૂબ જ દુઃખ પામીને એમ થવાનું કારણ પૂછ્યું.  ત્યારે દેવીએ ખેદપૂર્વક જવાબ દીધો કે, “તું જ તો મારી આવી દુર્દશાનું કારણ છે.”  માતૃભક્ત ગણેશ એવી વાત સાંભળીને નવાઈ પામી ગયા અને વધારે દુખી થઈને આંસુભરી આંખે બોલ્યા, “તું કેવી વાત કરે છે, મા !  મેં વળી તને ક્યારે મારી ?  મેં વળી તને ક્યારે મારી ?  અને વળી એવું પણ યાદ નથી આવતું કે એવું કોઈ ખરાબ કામ મેં કર્યું હોય કે જેને લીધે તારા મૂરખ બાળકને કારણે તારે બીજાને હાથે આવું અપમાન સહન કરવું પડે.”

 

જગન્મયી પાર્વતીદેવીએ ત્યારે પછી બાળકને કહ્યું કે, “જરા વિચાર કરીને જો તો, કોઈક જીવને આજે તેં માર માર્યો છે ખરો ?”  ગણપતિ બોલ્યા, “એ તો કર્યું છે.  હમણાં થોડી જ વાર પહેલાં એક બિલાડીને મારેલી.”

 

એ બિલાડી જેની હશે એણે જ માતાને આમ માર મારેલો છે એમ વિચારીને ગણેશજી ત્યારે રડવા લાગ્યા.  ત્યાર પછી પસ્તાઈ રહેલા બાળકને વહાલથી છાતીએ ચાંપીને શ્રીજગજનનીએ કહ્યું, “એવું નથી, બેટા, તારી સામે રહેલા મારા આ શરીરને કોઈએ માર નથી માર્યો, પરંતુ હું પોતે જ બિલાડી અને બીજાં તમામ પ્રાણીઓ રૂપે સંસારમાં વિચરણ કરું છું.  તેથી તારા મારનાં ચિહનો મારા શરીર ઉપર દેખાય છે.  તેં તો અજાણતામાં આવું કરેલું છે એટલે દુઃખ ના કર.  પરંતુ આજથી હવે આ વાતને યાદ રાખજે કે, સ્ત્રી જાતી ધરાવતા સઘળા જીવો મારા અંશથી ઉત્પન્ન થયેલા છે અને પુરુષજાતિ ધરાવનારા જીવોએ તારા પિતાના અંશથી જન્મ લીધેલો છે.  શિવ અને શક્તિ સિવાય જગતમાં કોઈ કશું પણ નથી.”

 

ગણેશે માતાની આ વાત શ્રદ્ધાપૂર્વક દિલમાં ઉતારી અને લગ્નને લાયક ઉંમરે પહોંચતાં માતાની સાથે પરણવું પડશે એમ વિચારીને વિવાહના બંધનમાં બંધાવા માટે ઇન્કાર કર્યો.

 

આ રીતે શ્રીગણેશ હંમેશને માટે બ્રહ્મચારી બનીને રહ્યા અને શિવશક્ત્યાત્મક જગત, એ વાતને હૃદયમાં હરહંમેશ ધારણ કરીને રેહવાથી જ્ઞાનીજ્નોમાં અગ્રગણ્ય બન્યા.

 

(શ્રીરામકૃષ્ણ દેવની દ્રષ્ટાંત કથાઓ ૫૨-૫૪)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  Join us /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પેટમાં ભરાતી અનચાહી ગેસની સમસ્યા … અને નકામા માની ન અપનાવ્યા ૩૦+ દેશી નુસખા …

પેટમાં ભરાતી અનચાહી ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, ૧૫ ઘરેલૂ ઉપાય  …

 

 

 

 
GAS
 

 (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે.)
 

 
ઓડકાર એટલે પેટની ગેસ મોઢામાંથી બહાર નિકળવી. જેમાં ક્યારેક તો વિચિત્ર અવાજની સાથે ગંધ પણ આવે છે. સામાન્ય રીતે ડકાર આવવી એ કોઈ બીમારીનો સંકેત નથી. છતાં પણ આપણા સભ્ય સમાજમાં તે આવકાર્ય નથી. આ સિવાય ચીની સંસ્કૃતિમાં પણ કેટલીક સ્થિતિઓમાં ઓડકાર આવકાર્ય હોતું નથી. ઓડકાર આવવા એટલે શરમજનક સ્થિતિ અને જાપાનમાં તો તેને શિષ્ટાચાર વિરૂદ્ધ સમજવામાં આવે છે.

 

પશ્ચિમી સભ્યતા જેમ કે ઉત્તરી અમેરિકા, ફ્રેન્ચ અને જર્મનમાં પણ ઓડકારને અળગી નજરે જોવામાં આવે છે સાથે જે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ઓડકાર આવે તો તેના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવો અને માફી માગવી.

  

ભોજન કરતાં પહેલાં આદુનું પાઉડર, મિશ્રણ કે એક નાનો કટકો ચાવવાથી ડકારની સમસ્યાથી છુટકારો મળે છે. જો તમે આદુનો તીખો સ્વાદ સહન ન થતો હોય તો તમે આદુ અને મધની ચા બનાવીને પણ પી શકો છો. જેના માટે ઉકળતાં પાણીમાં છીણેલું આદું નાખી પછી તેમાં લીંબૂ અને મધ સ્વાદ મુજબ મિક્ષ કરવું. આ રીતે લેવાથી પેટમાં ભરાયેલો ગેસ દૂર થશે અને તેના લીધે આવતી ઓડકારમાં પણ ઝડપથી આરામ મળશે.
 

 
LIME WATER
   

લીંબૂનો રસ

 

એક ગ્લાસ લીંબૂનું રસ અને બેકિંગ સોડા અને પાણી મિક્ષ કરીને પીવું. આનાથી ઓડકારની સમસ્યામાં આરામ મળશે. આનાથી પાચનતંત્ર પણ મજબૂત બનશે. આ પ્રાકૃતિક ઈનો તરીકે કામ કરે છે.

 

મોઢામાં હવા જવાથી ઓડકાર આવે છે. પેટ પહેલાં અન્નનળી અને ત્યારબાદ મોઢાના માધ્યમથી ગેસ કાઢવાની કોશિશ કરે છે. અહીં ઓડકારથી રાહત મેળવવા માટે સ્પેશિયલ 15 ઘરઘથ્થૂ ઉપચાર લઈને આવ્યા છે. આ પદાર્થ તમારા રસોઈઘરમાં સરળતાથી મળી રહેશે.

 

પપૈયું

 

પપૈયાના સેવનથી પણ ઓડકાર અને પેટમાં થતાં ગેસની સમસ્યાને રોકી શકાય છે. પપૈયામાં પાપિન નામનું એન્જાઈમ હોય છે, જે ગેસ્ટ્રિકની સમસ્યાઓને દૂર કતરે છે. ગેસ એ ઓડકારનું મુખ્ય કારણ હોય છે. જેથી પપૈયાને પોતાના દૈનિક ખોરાકમાં સમેલ કરવું.
 

 
YOGURT
 

 દહીં

 

ભોજનમાં એક વાટકી દહીં ખાવું એ સામાન્ય અને પ્રાચીન ભારતીય પરંપરા છે. એનું કારણ એ છે કે દહીં પાચનશક્તિને વધારે છે. તેમાં રહેલાં બેક્ટેરિયા પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે, જો તમને દહીં ન ભાવતું હોય તો તમે છાશ પણ લઈ શકો છો.

 

કાળું જીરું

 

કાળુ જીરૂ પાચનતંત્રને શાંત રાખે છે અને ઓડકારને પ્રાકૃતિક રીતે ઓછુ કરે છે. આને આમ જ અથવા સલાડમાં નાખીને પણ ખાઈ શકાય છે.
 

 
AJMO
 

 

વરિયાળી અને અજમો

 

આ વસ્તુઓ સરળતાથી મળી રહે છે અને સસ્તી પણ હોય છે. ભોજન કર્યા બાદ આવતા ખાટા ઓડકારથી બચવા માટે થોડી વરીયાળી કે અજમો ચાવીને ખાઈ લેવા, આ બીજ વાતને ઓછું કરે છે અને ગેસને આંતરડામાંથી બહાર કાઢે છે.V
 

 
ELAICHI TEA
 

 એલચીવાળી ચા

 

એલચીની ચા પીવાથી પાચન સુધરે છે. આ ગેસ બનાવનાર પદાર્થોને પચાવવામાં મદદ કરે છે અને આ રીચે ઓડકારને પણ ઘટાડે છે. એક કપ પાણીમાં એક ચમચી એલચી પાઉડર મિક્ષ કરી તેને 10 મિનિટ સુધી ઉકાળવું. ત્યારબાદ આ પાણી જમ્યા પહેલાં લેવું.

 

જીરૂ

 

ભોજન કર્યા બાદ શેકેલું જીરૂ ખાવાથી ગેસ સંબંધી સમસ્યાઓ અને ઓડકારથી રાહત મળે છે. 

 

પેપરમિન્ટ

 

ઓડકાર માટે આ એક સૌથી સારો ઘરેલૂ ઉપાય છે. એક કપ ઉકળતા પાણીમાં પેપરમિન્ટના કેટલાક પાન નાખી પાંચ મિનિટ હલાવવું. સૂતા પહેલાં આ પાણી પી લેવું, આરામ મળશે.
 

 
GARKIC
   

લસણ

 

લસણની એક કળી ગળી તેની પર એક ગ્લાસ પાણી પી લેવું. જો આને ખાલી પેટ લેવામાં આવે તો આ વધુ પ્રભાવશાળી હોય છે. લસણની કળી ગળવાથી પાચન અને ઓડકારમાં આરામ મળે છે.
 

 
HING
 

 હીંગ

 

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હીંગ મિક્ષ કરીને ભોજન કરતાં પહેલાં પી લેવું. આનાથી પેટમાં ભારેપણું રહેતું હોય તો તરત આરામ મળે છે. ઓડકારથી છુટકારા માટે આ સરળ ઉપાય છે.

 

મેથી

 

મેથીના પાનને 2-3 કલાક માટે પાણીમાં પલાશી રાખવી અને ખાલી પેટે આ પાણી પી લેવું. ઓડકારની સમસ્યા માટે આ એક ઉત્તમ ઉપાય છે. આનાથી મોઢામાં તાજગી આવે છે.

 

 
SOYA SEEDS & OIL
 

 સોયાબીનનું તેલ

 

એક બૂંદ સોયાબીન તેલમાં એક ચમચી મધ મિક્ષ કરીને તેને ભોજન કર્યા બાદ  લેવું આનાથી ઓડકાર આવતા તરત બંદ થઈ જાય છે.

 

લવિંગના પાન

 

લવિંગના તાજા પાન પણ પાચનને અદભત રીતે દુરસ્ત રાખે છે. ઓડકારમાં આરામ માટે ભોજન કર્યા બાદ લવિંગના પાન ચાવીને ખાઈ જવા.

 

 

 

નકામા માની ન અપનાવ્યા ૩૦+ દેશી નુસખા, તો તેના ફાયદાથી રહેશો વંચિત! …

 

 

વર્તમાન સમયમાં ભાગદોડવાળી દિનચર્યા સાથે મોટાભાગનાં લોકોનાં ખાન-પાન પણ અનિયમિત બન્યા છે. આ જ કારણ છે કે, નાની-નાની સ્વાસ્થ્યની સમસ્યાઓ ચિંતિત કરતી રહે છે. આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે વારંવાર ડોક્ટર પાસે જવું સંભવ થતું નથી. એવામાં, મોટાભાગનાં લોકો આ સમસ્યાઓ પ્રત્યે ધ્યાન નથી આપતા અથવા તો બજારમાં ઉપલબ્ધ દવાઓ લઇને તેનું સેવન કરે છે. જો તમે પણ આવુ કરી રહ્યા છો, તો ના કરશો. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ થોડા ઘરેલું નુસ્ખા જે આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં અચૂક દવાનું કામ કરશે.
 

 
ALMONDS
 

 

– જો તમે અનિદ્રાથી ચિંતિત છો, તો 10 બદામને લઇને પીસી લેવી. આ પાવડરને એક ગ્લાસ દૂધમાં નાખીને ગરમ કરી સૂતા પહેલા આ દૂધને પીવાથી સરસ નીંદર આવશે અને મગજ પણ તેજ બનશે.
 

 
PURE GHEE
 

 

– રોજ સૂતા પહેલા ગાયનાં ઘીથી પગના તળિયા પર મસાજ કરવું, અનિદ્રાની સમસ્યા દૂર થશે અને આંખોનું તેજ વધશે.

 

– પાકેલા કેળાને એક સરખી રીતે પીસી લેવા. આ પીસેલા કેળાને ચહેરા પર ફેસપેકનાં સ્વરૂપે લગાવવું. લગભગ 15મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવું. આવું કરવાથી ચહેરા પર નિખાર આવશે.

 

– બે ચમચી મધ અને એક ચમચી લીંબૂના રસના મિક્ષણને ત્વચા પર લગાવવું. લગભગ 20 મિનિટ પછી તેને સાફ કરી લેવું, ત્વચા નરમ અને મુલાયમ બનશે.

 

– એલોવેરાની પાંદડીમાથી જેલ કાઢીને તેમાં થોડા ટીપા લીંબૂનો રસ મિક્ષ કરવો. આ મિક્ષણને લગાવવાથી ચહેરો ચમકવા લાગશે.

 

– થોડુ સરસિયાનું તેલ લઇને તેને હાથ પર ઘસીને પોતાના શરીર પર લગાવવું. ત્યાર પછી નવશેકા પાણીથી નાહી લેવું. આવું કરવાથી શરીર અકળાઇ જવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

 

– નાળિયેર તેલમાં થોડું પાણી મિક્ષ કરીને વાળનાં મૂળમાં, હથેળીમાં તથા પગના તળીયા પર લગાવવું. આવુ કરવાથી સારી ઊંઘ આવશે.

 

– ઠંડીમાં અસ્થમા અટેકથી બચવા માટે એક કપ નવશેકા પાણીમાં અજમો તથા ચપડી મીઠુ નાખી દિવસમાં ઓછામાં ઓછી એક વાર તેનું સેવન કરવું. આ ઉપાયથી તરત જ આરામ મળશે.

 

– પા ચમચી મેથી દાણાને પાણી સાથે ગળવાથી અપચાની સમસ્યા દૂર થાય છે.

 

– મેથીના બીજ આર્થરાઇટિસ અને સાઇટિકાનાં દર્દથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. લગભગ 1 ગ્રામ મેથી દાણાનો પાવડર અને સૂંઠ પાવડરને મિક્ષ કરીને ગરમ પાણીની સાથે દિવસમાં બે-ત્રણ વાર લેવાથી લાભ પ્રાપ્ત થાય છે.

 

– બદામનો ગર, મોટી વરિયાળી અને સાકર ત્રણેયને સરખા ભાગે લઇને પીસી લેવું. રોજ આ મિક્ષણને એક ચમચી માત્રામાં એક ગ્લાસ દૂધ સાથે રાતે સૂવાના સમયે લેવું. આંખની સમસ્યા દૂર થશે.

 

– જો તમને સતત માથાનો દુખાવો રહેતો હોય તો પાંચ બદામને પીસીને તેને ગરમ દૂધમાં મેળવીને પી લેવું. મરીના પાવડરને થોડી માત્રામાં મધ અને દૂધની સાથે દિવસમાં બે કે ત્રણવાર લેવું, આરામ મળશે.

 

– કમરમાં દુખાવો રહેતો હોય તો જમવામાં આદુનો ઉપયોગ કરવો. સરસિયાના તેલમાં બનેલું ભોજન લેવું. ચા બનાવતા સમયે તેમાં પાંચ મરી, પાંચ લવિંગ અને એક ગ્રામ આદુનો પાવડર નાખવો. આ ચાને પીવાથી કમરનાં દુખાવામાં તરત જ રાહત મળે છે.

 

– સરખી માત્રામાં અજમો અને જીરૂ એક સાથે પીસી લઇ તેને પાણીમાં ઉકાળીને ગાળી લેવું. આ પાણીમાં ખાંડ મેળવીને પીવાથી એસિડિટીમાં રાહત મળશે.

 

– કાળી કોણીઓને સાફ કરવા માટે લીંબૂનાં બે ભાગ કરવા. તેના પર ખાવાનો સોડા નાખીની કોણીઓ પર રગડવું. આવુ કરવાથી કોણીઓનો મેલ સાફ થઇ જશે અને તે મુલાયમ બનશે.

 

– વ્હીટ-ગ્રાસ(ઘઉનું ઘાસ)નું જ્યૂસ ખાલી પેટ પીવાથી ચહેરાની રોનક વધે છે સાથે જ લોહી પણ સાફ થાય છે.

 

– વાળ ધોવાના એક કલાક પહેલા વાળમાં મેથી દાણાની પેસ્ટ બનાવીને લગાવવાથી ડેન્ડરફની સમસ્યાથી છુટકારો મળે છે.

 

– સૂકા ધાણા, જીરૂ અને ખાંડને બરાબર માત્રામાં મિક્ષ કરીને તેનું સેવન કરવાથી એસિડિટી દરમિયાન થતી બળતરામાં આરામ મળે છે.

 

– રોજ સવારે એકથી બે લસણની કળીને પાણી સાથે ગળી જવાથી સાંધાનાં દુખાવામાં આરામ મળે છે.
 

 
WARM WATER
 

 

– એક ગ્લાસ નવશેકા પાણીમાં બે નાની ચમચી લીંબુનો રસ મિક્ષ કરીને પીવુ. આ ઉપાય દિવસમાં 8-10 વાર કરવો. આર્થરાઇટિસનાં દુખાવામાં આરામ મળશે.

 

– અડધી ચમચી મેથીનું ચૂર્ણ દહીમાં મિક્ષ કરી તેનું સેવન કરવાથી મરડાના રોગમાં રાહત મળે છે.

 

– મેથીનાં પાનના રસમાં કાળી દ્રાક્ષ મિક્ષ કરીને લેવાથી મરડાના રોગમાં ફાયદો થાય છે.

 

– 1/2 ચમચી ચારોળીને 2ચમચી દૂધમાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના દાગ દૂર થાય છે.

 

– સવારે ખાલી પેટ રોજ એક સફરજન ખાવાથી માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મળે છે.

 

– સડી ગયેલા દાંતમાં થોડી હિંગ ભરી દેવાથી દાંત તથા પેઢાનો દુખાવો દૂર થાય છે.

 

– ત્રિફળા ચૂર્ણ ચાર ગ્રામ (એક ચમચી ભરીને)ને 200 ગ્રામ નવશેકા દૂધ અથવા પાણી સાથે લેવાથી કબજીયાત દૂર થાય છે.

 

– ડુંગળીનાં બીજને સરકોમાં પીસીને દાદ-ખાજ અને ખંજવાળ થતા સ્થાને લગાવવાથી તરત જ આરામ મળે છે.

 

– વીર્યવૃદ્ધિ માટે સફેદ ડુંગળીના રસની સાથે મધ લેવાથી ફાયદો થાય છે.

 

– સફેદ જીરાને ઘીમાં સાતળીને ગર્ભવતી મહિલાને ખવડાવવાથી તેના સ્તનપાનમાં વધારો થાય છે.

 

– સંતરાની છાલનું ચૂર્ણ બનાવીને તેમાં ગુલાબ જળ મેળવીને ચહેરા પર લગાવવું. આ ઉપાયથી મોમાં પડેલા ચાંદા પર દૂર થાય છે. 

 

– વરિયાળી, જીરૂ અને ધાણા બધુ જ એક-એક ચમચી લઇને એક ગ્લાસમાં ઉકાળીને ઉકાળો બનાવવો. અડધો ગ્લાસ પાણી રહી જવા પર એક ચમચી ગાયનું ઘી મિક્ષ કરી સવારે તથા સાંજે પીવું. દૂઝતા હરસમાથી લોહી નિકળતું બંધ થાય છે.

 

– તાવના કારણે બળતરા થવાથી કેસુડાનાં પાનનો રસ લગાવવાથી બળતરાની અસર ઓછી થઇ જાય છે.

 

– સાકરની ચાસણી બનાવી તેમાં જીરૂ અને મધને મિક્ષ કરીને સાથે લેવાથી પેશાબના માર્ગે પથરી બહાર આવી જાય છે.

 

– મીઠા લીમડાનાં પાનનું સવારે ખાલી પેટે સેવન કરવું. ત્રણ મહિના સુધી નિયમિત રૂપથી તેનો પ્રયોગ કરવાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે અને વજનમાં પણ ઘટાડો થાય છે.
 

 

સૈજ્ન્ય :

સંદેશ દૈનિક, દિવ્યભાસ્કર, ) તેમજ અન્ય …

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  Join us /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે, ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે …

ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે, ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે …  (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

 

 

janak.1

 

 

જનક રાજાનો મહેલ….

 

મહેલની બહાર સૈનિકો અને પહેરેગીરો તહેનાત હતા.  રાજા અંદરના એક વિશાળ સભાખંડમાં દરબાર ભરીને બેઠા હતા. સભામાં વિદ્વાનો, પ્રકાંડ પંડિતો, પ્રતિષ્ઠિત નાગરિકો અને નગરજનો બેઠા હતા.  એ સમયે એક છોકરો મહેલના દરવાજે આવીને ઊભો રહ્યો.  એનો દેખાવ પણ વિચિત્ર હતો. તેના શરીરનાં આઠેય અંગ વાંકાં હતાં.  સૈનિકો પણ તેને જોઈને હસવા લાગ્યા.  દ્વારપાળે એ બાળકને પૂછયું, “હે બાલકિશોર !  તું કોણ છે ?   તારું નામ શું છે ?   અહીં શા માટે આવ્યો છે ?” 

 

કિશોરે કહ્યું, “હું ઉદ્દાલક ઋષિનાં પુત્રી સુજાતા અને કહોલ ઋષિનો પુત્ર અષ્ટાવક્ર છું.  જનક રાજાએ મારા પિતાને કેદ કર્યા છે.  મારા પિતા વાદવિવાદમાં હારી જતાં શરત અનુસાર કેદ થયા છે.  મારી માતાની સૂચનાથી હું મારા પિતાને મુક્ત કરાવવા રાજા જનકને મળવા માગું છું.”

 

દ્વારપાળ પણ બાર વર્ષના બાળકને જોઈ વિચારમાં પડી ગયા કે, આટલો નાનો કિશોર તેના પિતાને કેદમાંથી કેવી રીતે મુક્ત કરાવશે ?   તેમણે અષ્ટાવક્રને પાછા ઘરે જતા રહેવા સલાહ આપી, પરંતુ ઋષિપુત્ર ટસનો મસ ન થયો.  બાળકની મક્કમતા જોઈ રાજા જનકને ખબર આપવામાં આવ્યા.  જનક રાજાએ બાળકને અંદર આવવા દેવા અનુમતી આપી.

 

નાનકડો અષ્ટાવક્ર જનક રાજાના ભરચક દરબારમાં પ્રવેશ્યો.  તેનાં આઠેય અંગ વાંકાં હોઈ તે અપંગની જેમ વાંકોચૂકો ચાલતો હતો.  એની કઢંગી વક્રચાલ જોઈ વિદ્વાનો, પંડિતો અને નગરજનો હસવા લાગ્યા. જનક રાજા પણ આશ્ચર્યથી એ બાળકને જોઈ રહ્યા. એમણે પૂછયું, “હે બાળક !  તું કોણ છે ?”

 

અષ્ટાવક્રએ કહ્યું, “હે રાજન !   હું આપના દરબારના બંદી ઋષિની સાથે શાસ્ત્રાર્થમાં હારી ગયેલા કહોલ ઋષિનો પુત્ર અષ્ટાવક્ર છું.  મારા પિતા હારી જતાં શરત મુજબ આપે તેમને કેદ કર્યા છે.  હું મારા પિતાને કેદમાં નખાવનાર બંદી ઋષિ સાથે શાસ્ત્રાર્થ કરી, તેમને હરાવીને મારા પિતાને મુક્ત કરાવવા આવ્યો છું.”

 

જનક રાજા બાળકની હિંમતને જોઈ રહ્યા અને વિદ્વાનો તથા પંડિતો ફરી હસવા લાગ્યા.  જનક રાજાએ કહ્યું, “બાળક !   તું મારી સભાના મહાન પંડિત બંદી ઋષિ સાથે શાસ્ત્રાર્થ કરીશ ?   તને ખબર છે કે એ કેટલા મોટા વિદ્વાન-પંડિત છે ?”

 

 

janak.2

 

 

અષ્ટાવક્ર બોલ્યો, “રાજન !   આપની સભાને હું પંડિતોની સભા સમજીને આવ્યો હતો, પરંતુ આપની સભામાં બિરાજેલા વિદ્વાનો અને પંડિતો પણ મને ભીતરથી જોવાને બદલે મારા શરીરને જોઈ હસ્યા. તેમણે મને ભીતરથી ઓળખવા પ્રયાસ જ ન કર્યો.  મારાં અંગોને જોઈ હસનાર લોકોની દૃષ્ટિ અને ચમારની દૃષ્ટિમાં કોઈ જ ફરક ન રહ્યો.  મૃત પશુના દેહ પરથી ચામડી ઉતારવાનું કામ કરનાર ચમારની નજર મૃત પશુનાં હાડ-માંસ અને ચામડાં પર જ હોય છે.  મારામાં રહેલાં આત્મા કે જ્ઞાાનને જોવા એમણે કોઈ પ્રયત્ન જ ન કર્યો.”

 

જનક રાજા નાનકડા બાળકની વાત સાંભળી પ્રભાવિત થયા.  સભા પણ શરમાઈ ગઈ.  પંડિતો મનોમન આત્મખોજ કરવા લાગ્યા.  જનક રાજાએ કહ્યું, “બાળક !  હું તને બંદી ઋષિ સાથે શાસ્ત્રાર્થ કરવા અનુમતી આપું છું.  તારે તારા પિતાને કેદમાંથી મુક્ત કરાવવા હોય તો તારે જાહેરમાં જ બંદી ઋષિને શાસ્ત્રાર્થમાં હરાવવા પડશે.  તું જીતી જઈશ તો તારા પિતાને હું તને સોંપીશ.”

 

અષ્ટાવક્રએ કહ્યું, “હે રાજન !  બંદી ઋષિએ મારા પિતાને શાસ્ત્રાર્થમાં હરાવી પાતાળ લોકમાં મોકલી આપ્યા છે.   બંદી ઋષિ મારી સાથે હારી જશે તો એમણે અગ્નિ લોકમાં પ્રવેશ કરવો પડશે.”

 

બંદી ઋષિએ શરત મંજૂર રાખી.  જાહેર સભામાં જ એક પ્રકાંડ પંડિત ઋષિ અને એક નાનકડા બાળક વચ્ચે શાસ્ત્રાર્થ શરૂ થયોઃ

 

બંદીઃ “હે અષ્ટાવક્ર !  આ પૃથ્વી શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્રઃ “જળમાં.”

 

બંદીઃ “અને જળ ?”

અષ્ટાવક્રઃ “જળ વાયુમાં.”

 

બંદીઃ “વાયુ શામાં ઓતપ્રોત છે?” 

અષ્ટાવક્રઃ “અંતરિક્ષલોકમાં.”

 

બંદીઃ “અંતરિક્ષ શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્રઃ “ગંધર્વલોકમાં.”

 

બંદીઃ “ગંધર્વ લોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્રઃ “ચંદ્રલોકમાં.”

 

બંદીઃ “ચંદ્રલોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્રઃ “નક્ષત્રલોકમાં.”

 

બંદીઃ “નક્ષત્ર લોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્રઃ “દેવલોકમાં”

 

બંદી, “દેવલોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્ર: “ઇન્દ્રલોકમાં”

 

બંદી, “ઇન્દ્રલોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્ર: “પ્રજાપતિલોકમાં.”

 

બંદી, “પ્રજાપતિલોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્ર: “બ્રહ્મલોકમાં.”

 

બંદી, “અને બ્રહ્મલોક શામાં ઓતપ્રોત છે ?”  

અષ્ટાવક્ર : હે મૂર્ખ બંદી !  બ્રહ્મલોક સર્વોપરી છે.  તે કોઈનામાં ઓતપ્રોત નથી.  એનામાં સહુ ઓતપ્રોત છે.”

 

અષ્ટાવક્ર સાથેની પ્રશ્નોત્તરી અને શાસ્ત્રાર્થથી વરુણપુત્ર બંદી પ્રસન્ન થયા.  તેમણે અષ્ટાવક્રની શાસ્ત્રાર્થમાં સર્વોપરિતા કબૂલ કરી.  જનક રાજાના દરબારમાં સહુને હરાવનાર બંદી ઋષિને હરાવનાર અષ્ટાવક્રને સહુ બ્રાહ્મણો અને વિદ્વાનો મળ્યા અને તેમણે પણ પ્રસન્નતા વ્યક્ત કરી અને અષ્ટાવક્રનાં આઠ અંગોની વક્રતા જોઈને હસવા બદલ એ સહુએ દુઃખ અને પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો.  શરત મુજબ અષ્ટાવક્રના પિતાને પાતાળ-વરુણલોકમાંથી મુક્ત કરવામાં આવ્યા,  પરંતુ જનક રાજાએ અને બીજા વિદ્વાનોએ પણ બહુ જ નમ્રતાથી પૂછયું, “હે બાળક! તારાં આ આઠ અંગોની વિકૃતિનું કારણ શું છે ?”

 

અષ્ટાવક્રે પોતાનાં આઠ અંગોની વિકૃતિ અંગે જે સ્પષ્ટતા કરી તે આમ હતીઃ અષ્ટાવક્રના પિતા બડા પંડિત હતા.  અષ્ટાવક્ર જ્યારે તેમની માતાના ઉદરમાં હતા તે વખતે તેમના પિતા રોજ વેદના પાઠ કરતા હતા અને અષ્ટાવક્ર માતાના ગર્ભમાં સાંભળતા હતા.  એક દિવસ માતાના ગર્ભમાંથી અવાજ આવ્યો, “પિતાજી, થોભી જાવ. આ બધું ખોટું છે.  તેમાં કોઈ જ્ઞાાન નથી.  તમે જે પાઠ કરો છો તે તો માત્ર શબ્દોનો સંગ્રહ છે.  શાસ્ત્રમાં જ્ઞાાન ક્યાં છે ?  જ્ઞાાન સ્વયંમાં છે.  શબ્દમાં સત્ય ક્યાં છે ?  સત્ય સ્વયંમાં છે.”

 

આ સાંભળી પિતાનો પિત્તો ગયો.  પુત્ર હજુ ગર્ભમાં જ હતો.  વેદ ભણવા માટે તેણે દ્વિજ સંસ્કાર હજુ મેળવ્યા નહોતા.  એ પહેલાં જ એણે મારી ભૂલો શોધવા માંડી.  હું એક પંડિત છું, એવા અહંકારથી ક્રોધિત થયેલા પિતાએ પુત્રને શાપ આપી દીધો, “જા, તું આઠ વાંકાં અંગ સાથે જન્મીશ.”

 

પિતા વિદ્વાન હતા, શાસ્ત્રાર્થી હતા, પંડિત હતા.  તેમનો અહંકાર ઘવાતાં તેમણે આપેલા અભિશાપના કારણે પુત્ર આઠ વાંકાં અંગ સાથે જન્મ્યો તેથી તેનું નામ અષ્ટાવક્ર પડયું.

 

આવા અષ્ટાવક્રના જીવન વિશે બહુ લખાયું નથી, પરંતુ જનક રાજાએ અષ્ટાવક્રને પગે લાગી પોતાના મહેલમાં એક ઊંચા આસન પર સ્થાન આપ્યું અને જીવનમૃત્યુના મર્મ અંગે પોતાના સંશયો દૂર કરવા પ્રશ્નોત્તરી કરી.  અષ્ટાવક્રએ આપેલું જ્ઞાાન ‘અષ્ટાવક્રગીતા’ તરીકે ઓળખાય છે.   કેટલાક તેને ‘અષ્ટાવક્રસંહિતા’ તરીકે પણ ઓળખાવે છે.

 

જનક રાજાનો પહેલો પ્રશ્ન હતો, “હે પ્રભુ !  જ્ઞાાનની પ્રાપ્તિ કેવી રીતે થાય ?  મુક્તિ કેવી રીતે મળે? વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય  ?”

 

અષ્ટાવક્રએ કહ્યું, “હે રાજન !  શાસ્ત્રોને કંઠસ્થ કરી લેવાં તે જ્ઞાાન નથી. જેને તમે જ્ઞાાન કહો છો તે તો માનવીને બાંધી લે છે.  જ્ઞાાન તો એ છે જે મુક્ત કરે.  હે રાજન! જો મુક્તિ ચાહતા હો તો વિષયોને વિષની જેમ છોડી દો.  વિષયોના બદલે ક્ષમા, આર્જવ, દયા,સંતોષ અને સત્યને અમૃત સમજી તેનું સેવન કરો. વિષયો ઝેર છે.  તેને ખાઈ ખાઈને આપણે રોજ રોજ મરીએ છીએ.  ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે. કુટિલતા વિષ છે, સરળતા-આર્જવ અમૃત છે. ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે. અસંતોષ વિષ છે, સંતોષ અમૃત છે. સંતોષ અને સત્યને અમૃત માની તેનું સેવન કરો.”

 

અષ્ટાવક્ર કહે છે, “પ્રામાણિકતા અને સત્યથી જ તમે પરમાત્મા સાથે જોડાઈ શકો છો. પરમાત્માથી અલગ થવું હોય તો અસત્યનાં વાદળો ઊભાં કરો.  જેટલા તમે અસત્યની નજીક જશો એટલા તમે પરમાત્માથી દૂર જશો.”

 

અષ્ટાવક્ર એથીયે આગળ વધીને કહે છે, “તું ન તો પૃથ્વી છે, ન તો જળ છે, ન તો આકાશ છે.  મુક્તિ માટે આત્માને, પોતાની જાતને આ બધાંનો સાક્ષી, ચૈતન્ય જાણ.  સાક્ષી બનવાથી જ જ્ઞાાન પ્રાપ્ત થશે. એનાથી જ વૈરાગ્યની પ્રાપ્તિ થશે.  એનાથી જ મુક્તિ મળશે.  તું તારા દેહને પોતાની જાતથી અલગ કરીને ચૈતન્યમાં વિશ્રામ કરીશ તો તું અત્યારે જ સુખી, શાંત અને બંધનમુક્ત થઈ જઈશ.  જે ક્ષણે તને એ વાતની અનુભૂતિ થશે કે હું દેહ નથી, હું કર્તા નથી, હું ભોક્તા નથી અને જે જોવાવાળો છે તે તો ભીતરમાં છુપાયેલો છે અને તે બધું જ જુએ છે એ ક્ષણે તું જ્ઞાાન-વૈરાગ્ય અને મુક્તિને પામી જઈશ.  ટૂંકમાં, તું ચૈતન્યમાં વિશ્રામ કર.”

 

ધ્યાનનો આત્યંતિક અર્થ વિશ્રામ છે.  તમને જેની ખોજ છે તે તો તમને પ્રાપ્ત થયેલું જ છે.  પરમાત્મા દોડવાથી નથી મળતા, કારણ કે પરમાત્મા દોડવાવાળાની ભીતર જ છુપાયેલા છે.  અષ્ટાવક્રનાં વચનો ક્રાંતિકારી છે.  તેઓ કહે છે, “ન તો તું કોઈ બ્રાહ્મણ છે કે ન તો શૂદ્ર છે. ન કોઈ ક્ષત્રિય કે ન કોઈ વૈશ્ય. આ બધું બકવાસ છે. તું ન તો કોઈ આશ્રમવાળો છે, ન બ્રહ્મચર્ય આશ્રમ, ન ગૃહસ્થાશ્રમ, ન વાનપ્રસ્થ કે ન સંન્યસ્ત આશ્રમવાળો છે.   તું તો આ બધાં સ્થાનોમાંથી જ પસાર થનાર એક દ્રષ્ટા જ છે, એક સાક્ષી જ છે.”

 

અષ્ટાવક્રના આવા ક્રાંતિકારી વિચારોના કારણે અષ્ટાવક્રની ગીતા સર્વ કોમોની ગીતા ગણાઈ છે.  એમના સમયમાં મુસલમાનો કે ખ્રિસ્તીઓ હોત તો અષ્ટાવક્ર એમ જ કહેત કે, “ન તો તું હિન્દુ છે, ન તો તું મુસલમાન છે અને ન તો ઈસાઈ છે.”

 

અને એ જ કારણે અષ્ટાવક્રની ગીતાનું જ્ઞાાન કપરું છે, વ્યવહારુ નથી.  બધાં જ ધર્મશાસ્ત્રોમાં અષ્ટાવક્ર ગીતા એક અનોખી ગીતા છે.  હિન્દુ સમાજ પર ભગવાન શ્રીકૃષ્ણની ગીતાનો જબરદસ્ત પ્રભાવ છે, કારણ કે કૃષ્ણની ગીતા સમન્વયની ગીતા છે.  તેમાં ક્યારેક સત્યનો આગ્રહ ઓછો અને સમન્વયનો આગ્રહ વધુ છે. ‘અશ્વત્થામા મરાયો’, એ વચનમાં અસલી સત્ય છુપાવવામાં આવ્યું હતું.  અષ્ટાવક્ર સત્યની બાબતમાં જરાયે સમાધાનકારી નથી.  તેમણે સત્ય જેવું છે તેવું જ કહ્યું છે. સાંભળવાવાળાને એ ગમશે કે નહીં તેની ચિંતા અષ્ટાવક્ર કરતા નથી.  તેની સામે ભગવાન શ્રીકૃષ્ણની ગીતા લોકપ્રિય છે, કારણ કે તેમાંથી સહુ કોઈ પોતાને અનુકૂળ આવે એવો અર્થ કાઢી શકે છે.  કેટલાક વિવેચકો કહે છે કે, “કૃષ્ણની ગીતા કાવ્યાત્મક છે. તેમાં બે વત્તા બે પાંચ પણ થઈ શકે છે અને બે વત્તા બે ત્રણ પણ થઈ શકે છે.  અષ્ટાવક્રની ગીતામાં આવો કોઈ ખેલ શક્ય નથી.  અષ્ટાવક્રની ગીતામાં બે વત્તા બે એટલે ચાર જ થાય.  કૃષ્ણની ગીતા વાંચીને ભક્ત પોતપોતાનો અર્થ કાઢી શકે છે, કારણ કે કૃષ્ણે ભક્તિની વાત કહી છે.  ભક્તિમાર્ગી પોતાનો અર્થ શોધી શકે છે.  કર્મયોગી પોતાનો અર્થ શોધી શકે છે, કારણ કે કૃષ્ણે કર્મયોગની વાત પણ કહી છે.  જ્ઞાાની પોતાનો અર્થ કાઢી શકે છે, કારણ કે કૃષ્ણે પરમાત્માને પામવા જ્ઞાાનયોગની વાત પણ કહી છે.  કૃષ્ણ ક્યારેક ભક્તિને સર્વશ્રેષ્ઠ કહે છે, ક્યારેક કર્મયોગને સર્વશ્રેષ્ઠ કહે છે, ક્યારેક જ્ઞાાનને સર્વશ્રેષ્ઠ કહે છે.”

 

આ કારણથી ઘણા ટીકાકારો કૃષ્ણના વક્તવ્યને રાજનૈતિક વક્તવ્ય કહે છે.  કૃષ્ણને તેઓ કુશળ રાજનેતા માને છે.  કૃષ્ણને કેટલાક રાજનીતિજ્ઞા માને છે.  કૃષ્ણની ગીતામાં સહુ કોઈનું ધ્યાન રાખવામાં આવ્યું હોઈ તે સહુને પ્રિય છે.  એ કારણથી કૃષ્ણની ગીતા પર હજારો ટીકાઓ, વિવેચનો લખાયાં છે, જ્યારે અષ્ટાવક્રની ગીતાના વક્તવ્યમાં સત્ય સાથે સમાધાનની કોઈ વાત નથી.  એ કારણથી અષ્ટાવક્રની ગીતા પર કોઈ વિવેચનો લખાયાં નથી અને એ કારણે જનક રાજાએ પણ જેમની પાસેથી જ્ઞાાન પ્રાપ્ત કર્યું એવા મહાન ઋષિ અષ્ટાવક્રનું આજે ક્યાંયે મંદિર નથી.

 

અષ્ટાવક્ર કહે છે, “હે વ્યાપક !  હે વિભાયાન !  હે વિભૂતિસંપન્ન !  ધર્મ-અધર્મ, સુખ અને દુઃખ એ મનની પેદાશ છે.  એ બધા મનના તરંગો છે.  એ બધું તારા માટે નથી.  તું ન તો કર્તા છે, ન તો ભોક્તા છે.  તું તો સર્વદા મુક્ત છે.  તું થઈ જા સુખી, તારી ભીતર વાસના નથી તો જે શેષ રહી જાય છે તેનું નામ છે ધ્યાન. આનંદ સત્યની પરિભાષા છે.  જ્યાંથી આનંદ મળે એ જ સત્ય છે.  એટલે જ પરમાત્માને ‘સચ્ચિદાનંદ’ કહેવામાં આવે છે.  આનંદ તેની આખરી પરિભાષા છે.  આનંદને સત્યની ઉપર, ચિત્તની ઉપર રાખવામાં આવ્યો છે.  પરમાત્માને સચ્ચિદાનંદ એટલે જ કહેવાયા છે.  પરમાત્મા તમારી ભીતર વસેલા છે.  તમે એને બહાર જઈ શોધો છો, ભોગથી કે યોગથી.  એ બધું વ્યર્થ છે.  કસ્તૂરી મૃગની નાભિ જ્યારે ફૂટે છે ત્યારે તેની માદક સુગંધથી કસ્તૂરી મૃગ પાગલ થઈને ભાગે છે. એ જાણવા માગે છે કે આ ખુશબૂ ક્યાંથી આવી ?   એને બિચારાને ખબર જ નથી કે એ મહેક તો તેના દેહની ભીતરમાં રહેલી નાભિમાંથી આવી રહી છે.  બસ, આવું જ છે પરમાત્માનું.  પરમાત્મા તમારી ભીતર જ નિવાસ કરે છે. તેને યોગ કે ભોગથી શોધવા બહાર જવાની જરૂર નથી.”

 

આવું અદ્દભુત જ્ઞાન અષ્ટાવક્રએ જગતને આપ્યું છે.  વિચારકો માને છે કે અષ્ટાવક્ર કોઈ દાર્શનિક નથી. અષ્ટાવક્ર કોઈ વિચારક નથી.  અષ્ટાવક્ર તો એક સંદેશવાહક છે, ચૈતન્યના સાક્ષીના.  તેઓ એટલું જ કહે છે, “દુઃખ હોય તો દુઃખને જુઓ. સુખ હોય તો સુખને પણ જુઓ. દુઃખ વખતે એમ ન કહો કે હું દુઃખી થઈ ગયો. સુખ વખતે એમ ન કહો કે હું સુખી થઈ ગયો. બંનેને આવવા દો. રાત્રિ આવે તો રાત્રિ નિહાળો.  દિવસ આવે તો દિવસને જુઓ.  રાત્રિને ન કહો કે હું રાત્રિ થઈ ગયો.  દિવસને ન કહો કે હું દિવસ થઈ ગયો. બસ, તમે એક જ વાત સાથે તાદાત્મ્ય રાખો કે તમે માત્ર ને માત્ર દ્રષ્ટા છો, સાક્ષી છો.”

 

 

www.devendrapatel.in

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  Join us /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

બાળકોમાં ખેંચની સમસ્યા અને હોમિયોપેથી …

બાળકોમાં ખેંચની સમસ્યા અને હોમિયોપેથી …

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

 epilepsy

 

  

હમણા જ 16 તારીખે world epilepsy awareness day ગયો. ઉપરાંત આ અખો નવેમ્બર મહિનો એ આવી સમસ્યા અંગે વધુને વધુ જાગૃતિ કેળવાય તે હેતુથી ‘એપીલેપ્સી અવેરનેસ્સ મંથ’ તરીકે યાદ રખાય છે. તો એ નિમિતે બાળકોમાં ખેંચની સમસ્યા અંગે જાણીએ તેમજ થોડા વધુ જાગૃત થઈએ સારવાર માટે.

 

ખેંચની સમસ્યા એ દરેક ઉમરની વ્યક્તિને હોઈ શકે. પણ જયારે એ સમસ્યા કુમળી વયમાં જ લાગુ પડી જાય ત્યારે એ બાળકની સાથે સાથે એના બાળપણને પણ અસર કરે છે. એટલે કે એ બાળકના સંપૂર્ણ વિકાસને થોડે ઘણે  અંશે રૂંધાવી શકે છે.

 

ખેંચની સમસ્યા, જેને સીઝર ડિસોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમસ્યામાં સામાન્ય રીતે બાળકમાં કોઈ કારણસર ગમે તે સમયે કે સ્થિતિમાં, ફરી ફરીને ખેંચ આવતી હોય છે. અહી, ખૂબ વધારે તાવને પરિણામે આવતી ખેંચની વાત નથી.એ તદન અલગ પ્રશ્ન છે

 

ખેંચની સમસ્યા લગભગ 5 થી નાની વયના બાળકોમાં વધુ જોવા મળે છે. એમાંથી કેટલાક બાળકોમાં જેમ ઉમર વધે ને બાળક પુખ્ત થાય એટલે આ સમસ્યા જાતે જ ઠીક અથવા તો કાબુમાં આવી શકે છે. ઘણાખરા કિસ્સામાં પુખ્તતા આવ્યા પછી પણ આ પ્રશ્ન ચાલુ જ રહેતો જોવા મળી શકે. ઘણા બાળ દરદીના કિસ્સામાં એમની માતાઓને કાયમ એવી ચિંતા રહ્યા કરતી હોય કે બાળકને સ્કૂલ, પ્રિ  સ્કૂલ કે નર્સરીમાં જ ક્યાંક ખેંચ તો નહિ આવે ને !!! અહી એ ખાસ સમજી લેવું કે થોડી સમયસુચકતા તેમજ જાગૃતિ રાખવાથી તેમજ જે તે સ્કૂલના ટીચરના સહયોગથી પરિસ્થિતિ આરામથી જાણે બાળકને કઈ થયું જ નથી એ રીતે સાંભળી શકાય છે. કેટલાક બાળકોમાં ખેંચની સમસ્યા એ તેમની કેળવણી તેમજ સ્વભાવગત બાબતો પર ઊંડી અસર પડી શકે છે.

 

 

ખેંચની સમસ્યા ના કારણો:

 

 

આમ તો મોટાભાગના કિસ્સાઓમાં કોઈ નિશ્ચિત કારણ હોતું નથી. કે એ કોઈ પ્રકારના રીપોર્ટ કરાવવાથી પણ પકડાતું નથી.

સામાન્ય ભાષામાં સમજીએ તો મગજની સંવેદનાઓને એક્સાઈટ  કરતા તેમજ  કાબૂમાં રાખતી પ્રક્રિયાઓમાં થોડું નિયમન ખોરવાય છે.

 

 

કન્જેનીટલ એપીલેપ્સી :

 

 એટલે કે ખેંચની સમસ્યાઆનુવાંશિક હોઈ શકે.

એટલે કે બાળક ખેંચની સમસ્યા થઇ શકવાની તાસીર કે જનીન લઈને જ  જન્મે છે.

 

એક્વાયર્ડ એપીલેપ્સી :

 

જેમાં જન્મ સમયે કે ડીલીવરી સમયે મગજમાં કોઈ ડેમેજ કારણભૂત હોઈ શકે. જેમકે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો અભાવ, મગજમાં બ્લીડીંગ થવું (જેમ પ્રી મેચ્યોર બાળકમાં જોવા મળે છે એમ ).

ઘણી વખત જન્મ પછી થતા અમુક જોખમી પ્રકારના ચેપને લીધે પણ મગજનો વિકાસ ખોરવાય છે. પરિણામે તે બાળકમાં ખેંચની સમસ્યા ઉદભવી શકે છે. ઉપરાંત, મગજને ઈજા કે મગજમાં ગાંઠ પ્રકારની સમસ્યા પણ કારણભૂત હોઈ શકે.

 

ખેંચની સમસ્યા(એપીલેપ્સી ) ના પ્રકાર  :

 

બાળકોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારે આ સમસ્યાને સમજી શકાય …

 

૧]   જેમાં ખેંચ આવે એ માટે મગજનો આખો ભાગ શરૂઆત થી જ કાર્યરત હોય. જેને generalised seizure કહે છે.   આ પ્રકારની ખેંચમાં બાળક સભાનતા ગુમાવી શકે છે.    તેમજ તેમાં શરીરના મોટાભાગે દરેક સ્નાયુઓને અસર થાય છે. 

૨]   જેમાં ખેંચ શરુ થાય ત્યારે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય. જેને focal /local  seizures કહે છે, જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી.

૩]   જેમાં ખેંચ સમયે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય અથવા બીજા ભાગો ને પણ સમાવેશ થયેલ હોય.  જેને  partial  seiizures  હે છે.   જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી તેમજ શરીરના લોકલ ભાગ પર જ અસર થાય છે.   જે સિમ્પલ તેમજ કોમ્પ્લેક્સ પાર્શીયલ સીઝર એમ બે પ્રકારે વિભાજીત થાય છે. જેમાં  સિમ્પલ પાર્શીયલ સીઝરમાં તો બાળકમાં કોઈ કારણ વિના એકદમથી જ  ભયભીત થઇ જાય  એવા લક્ષણો ઉદ્ભવે છે તેમજ કોમ્પ્લેક્સ પાર્શીયલ સીઝરમાં તો બાળક પોતાની કોઈ પણ એક્શન પરનો કાબૂ ગુમાવી દઈ શકે છે.

 

ખેંચ આવે તે સમયે શું ધ્યાન રાખશો ?

 

 

epilepsy.1

 

 • બાળકને બિલકુલ શાંત કરવું અને એકદમ સુરક્ષિત જગ્યા એ લઇ જાઓ
 • તીક્ષ્ણ કે સખત હોય તેવી વસ્તુ થી બાળકને દૂર રાખશો
 • માથા નીચે કોઈ પોચી વસ્તુ કે કુશન રાખવું
 • બાળકને એની જમણી બાજુ એ સુવાડવું, જેથી મોમાં થી કઈ પ્રવાહી બહાર નીકળી શકે
 • બાળક શ્વાછોશ્વાસ  બરાબર લઇ રહ્યું જ છે ને એ ચેક કરી લેવું
 • ખેંચ સમયે બાળકના મો માં કોઈ જ પ્રકારની વસ્તુ, લીક્વીડ, ખોરાક કે કશું જ  મુકવાનો પ્રયાસ કરવો નહિ, પણ  હા, એવે સમયે બાળકની જીભને ઈજા ન થાય એ હેતુથી એક મોટું કાપડ કે રૂમાલ વડે મો બંધ કરી શકાય.
 • 30 સેકન્ડ્સ થી વધુ સમય ચાલતી ખેંચ પછી બાળક સાવ જ થાકી જાય  સુવાની ઈચ્છા કરે, થોડી હતાશા અનુભવે કે હેબતાઈ જાય, કે પછી અનિર્ણિત સ્થિતિમાં મૂકી શકે. આ તમામ લક્ષણો થોડો સમય રહે છે, હવે આ સમયે બાળકને એ પોતાની સ્વસ્થ અવસ્થામાં આવી શકે એવું યોગ્ય વાતાવરણ પૂરું પડવું આવશ્યક બની રહે છે.

 

સમાજમાં પ્રવર્તતી ખેંચ અંગેની કેટલીક ગેર માન્યતાઓ:

 

અહી સમાજ માં પ્રવર્તતી કેટલીક ગેર માન્યતાઓ સામે હું હસ્તક્ષેપ કરવાનું ચુકીશ નહિ.

૧]   ખેંચની સમસ્યાને વાઈ સાથે કોઈ સંબંધ નથી. ક્યારેક બાળક જીદ થી પ્રેરાઈને પોતાની વાત મનાવવાના બહાના હેઠળ જમીન પર આળોટીને શરીર ખેંચવાનું નાટક કરતુ હોય છે, જે સંપૂર્ણપણે વાઈ જ છે, ખેંચ નહિ

૨]   બીજું કે ખેંચની સમસ્યા એ સંપૂર્ણ પણે મેડીકલ સાયન્સ સંબંધિત રોગ જ છે, એને ક્યાય અંધશ્રદ્ધાનો સહારો આપીને ભગવાનની માનતાઓ રાખીને ભગવાનને ડીસ્ટર્બ ના કરશો એવી મારી મહેચ્છા છે.

 

ખેંચની સમસ્યાના ઉપાય:

 

ખેંચની સમસ્યા એ બાળકને ફક્ત શારીરિક જ નહિ પણ તેના માનસપટ પર, મનઃશારીરિક વિકાસ પર, વર્તણૂક વગેરે પર પણ ઊંડી છાપ છોડી શકે છે. માટે સારવાર પણ એવી જ કરાવવી જોઈએ જે આ બધું જ સ્વસ્થ કરવા સક્ષમ હોય. હોમિયોપેથી એ આ ખેંચ પ્રકારની સમસ્યામાં એક અસરકારક સારવાર પધ્ધતિ સાબિત થાય છે. હોમિયોપેથીક દવાઓ કુદરતી તત્વોમાંથી બનતી હોવાથી એકદમ આડઅસર રહિત હોય છે, તેમજ તે મગજમાં સંવેદનાઓના નિયંત્રણ ને નિયમિત કરી આપે છે. કેટલાક મહિનાઓ માં જ નાની નાની લાગતી હોમિયોપેથીક દવાઓ બધા પ્રકારની ખેંચની સમસ્યામાં બહુ મોટું કામ કરી આપે છે.

 

કેટલીક નીચે મુજબની દવાઓ એકદમ અકસીર છે …

 

Artemisa vulgaris

Arnica

Cicuta

absinthium

Calcarea carb

Stramonium

Belladonna

Cuprum met

Curare

Nux vom

Cina

 

ખિલખિલાટ:

અલાઈડ સાયન્સમાં ડોક્ટર્સ  વિવિધ પ્રકારની એન્ટીએપીલેપ્ટીક દવાઓ દ્વારા ખેંચની સમસ્યાને કાબુમાં રાખવા પ્રયત્નરત હોય છે.  પરંતુ એ બધી દવાઓથી થતી આડ અસરો અહી ચર્ચીશું તો લીસ્ટ લાંબું બનશે.   ટૂંકમાં કહું તો કુમળી વયમાં જ બાળકની સારવાર જો સંપૂર્ણ આડઅસરરહિત થેરેપી – હોમિયોપેથી થી થશે તો  બાળ શરીર મન રોગમુક્ત તો થશે જ, પણ એને ઇચ્છિતપણે  વિકસવાનો અવકાશ મળશે.

 

  

dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે      Privacy  જાળવવી જરૂરી હોય તો આપની   વિગત –       [email protected]   /   [email protected]            અથવા  [email protected]    ના ઈ મેઈલ દ્વારા મોકલી શકો છો. (આપે  અગાઉ  કોઈ ઉપચાર  કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પૂજાનું વિજ્ઞાન – (ભાગ-૨) …

પૂજાનું વિજ્ઞાન – (ભાગ-૨) …

 • સ્વામી પ્રેમયાનંદ

 

આ અગાઉ આપણે અહીં પૂજાનું વિજ્ઞાન – (ભાગ-૧) … જાણવા અને માણવા કોશિશ કરેલ. આપ ની જાણકારી અને અનુકુળતા  માટે પૂજાનું વિજ્ઞાન – (ભાગ-૧ ) …  ની બ્લોગ પોસ્ટ લીંક આ સાથે ફરી વખત નીચે દર્શાવેલ છે.  આપ બ્લોગ પોસ્ટના નામ  ઉપર ક્લિક કરી ભાગ-૧ ની પોસ્ટ અહીં ફરી માણી શકશો.

 

બ્લોગ લીંક :   

પૂજાનું વિજ્ઞાન – (ભાગ-૧ ) …

 

 

 

pooja

 

 

સર્વ વિધિઓ બાબતની શાસ્ત્રાજ્ઞાઓની કાળજીપૂર્વક અભ્યાસ કરતાં જણાશે કે, તે દરેકની પોતાની વિશિષ્ટતા છે અને આ વિધિઓના પૂર્ણજ્ઞાન અને અર્થ સાથે કોઈ પૂજા કરે તો, પૂજાનો આનંદ વૃદ્ધિ પામશે.  શાસ્ત્રોમાં કહેવાયું છે કે : ‘એક કાર્યની વિશિષ્ટતા – મહત્તાનું જ્ઞાન, એણે કરવાના એક ભાગરૂપ જ છે.  આ જ્ઞાન વિના, (પૂજા વ.નું) સાચું કાર્ય શક્ય નથી.’  આમ કર્મની અગત્યતા સમજ્યા પછી એ કરવામાં આવે તો ભક્તની ભક્તિ અને શ્રદ્ધા સ્વભાવિકપણે સુદૃઢ થયા છે.  પછી એ યંત્રવત્, અને શુષ્ક વિધિ જેવું રહેતું નથી.  ઉલટું, વ્યક્તિના આધ્યાત્મિક જીવનમાં એ ટેકારૂપ છે તેની પાકી ખાતરી થાય છે.  વિધીનો સાચો ભાવ અને તેનું ભીતરનું સત્ય મનુષ્ય અનુભવી અને પ્રાપ્ત કરી શકે તો, ભક્ત તેની આવશ્યકતા અને અગત્ય સમજી શકે.  પછી મંત્રોના સાચા અર્થો, નૈવિદ્ય ધરવું અને ન્યાસ, પ્રાણાયામ, ભૂતશુદ્ધિ, ધ્યાન આદિ પૂજાનાં વિવિધ અંગોની સાચી અગત્ય પણ તેની સમક્ષ સ્પષ્ટ થાય અને, આ સર્વનું ધ્યેય ઈશ્વર સાક્ષાત્કાર છે તેમ પોતાના હૃદયના ઊંડાણમાં એ અનુભવી શકે.

 

વ્યક્તિ પોતાના નિર્ધારિત ધ્યેયે પહોંચવા ચાહતી હોય તો, વિધિના જેટલી જ અગત્યતા આ મંત્રોના અર્થોની છે તે કહેવાની જરૂર નથી.  અર્થોની સમજ સાથે મંત્રોનો પાઠ કરનાર વ્યક્તિ બહ્ક્તિનું પૂર્ણ ફળ મેળવી શકે છે.  ભક્ત મંત્રોનો અર્થ સમજતો હોય તો, દેવ પાસેથી એ શું માંગે છે તે એ જાણે છે તેમ કહેવાની જરૂર નથી.  મંત્રનો અર્થ કેટલો ગહન, વિસ્તૃત અને આકર્ષક છે તે એ ઊંડાણથી સમજતો થઇ જાય છે.  મંત્રો અને ક્રિયાકાંડ બંનેનું ભાન ભક્તને હોય તે સાર્થક ભક્તિ માટે પૂરું આવશ્યક છે.

 

ભક્તિમાં સફળતા મેળવવા માટે, ક્રિયાકાંડના વિવિધ ભાગોને લગતા અનુભવોનો આવિષ્કાર પૂરો જરૂરી છે.  આરંભથી જ, ભક્તિના આંતરિક ધ્યેયની ભાવના ભક્તમાં ઓર્પ્રોત થવી જોઈએ.  देवो भूत्वा देवं यजेत्- એમ શાસ્ત્રાજ્ઞા પણ છે.  ‘તમે જાતે દેવરૂપ છો એમ માણી દેવપૂજા કરો.’  ‘જેવી ભાવના, તેવી શિદ્ધ’  याद्शी भावना सिद्धिर्भवति तादशी |  નિત્ય ઈશ્વરનું ચિંતન કરીને ભક્ત દેવત્વ પ્રાપ્ત કરે છે.

 

દરેક પદાર્થ એના સાચા સ્વરૂપમાં બ્રહ્મ છે, પણ જુદાં જુદાં આચ્છાદનોને કારણે એની સાચી પ્રકૃતિ પ્રકટ થતી નથી.  સાચી વસ્તુનું ધ્યાન ધરવાથી, બાહ્ય આવરણોને ભેદી શકાય છે અને સાધકનું ચિત્ત એમનાં સાચા તત્વને પામી શકે છે.  માટે જ તો, પૂજા વેળા પૂજા કરનારના ચિત્તને પોતાની મૂળ પ્રકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવે છે.  પૂજક જાતે દિવ્ય છે એટલું જ માનવા પર નહીં પરંતુ પૂજાની સર્વ સામગ્રીને પણ તેવી જ માનવામાં આવે તો એ સર્વ વિશુદ્ધ થઈને, લોકોની આંતરિક દિવ્યતા પણ પ્રગટવા લાગે.

 

ઉપરછલ્લી દ્રષ્ટિએ ભક્તિ સાથે સંકલિત કેટલાક પૂજા પ્રકારો અને તેમના અંગો ઘણીવાર નિરુપયોગી અને અર્થહીન લાગે.  પણ વિવેકપૂત વિચારથી જોતાં તે સર્વ ખરે જ અર્થગર્ભ લાગે :  શુદ્ધ ચિત્ત સાથે પૂજા ખંડમાં પૂજક પ્રવેશે ત્યારથી તે અંતિમ પ્રણામ સુધીનાં બધાં જ પગથિયાં, આચમન, શુદ્ધિકરણ, ન્યાસ, દેવને ધરાતા વિવિધ પદાર્થો, સઘળું જ, આમાંનો એક પણ વિધિ નકામો કે અર્થહીન નથી.  બધી જ વિધિઓ એટલી તો કાળજીપૂર્વક વિચારાઈ છે અને શાસ્ત્રીય રીતે ક્રમબદ્ધ કરવામાં આવી છે કે, એ સઘળાપૂજકને પૂજાનાં ઉત્ત્મોઉત્ત્મ ધ્યેયે લઇ જાય છે –એ ધ્યેય છે પૂજક અને પૂજ્યની એકતાનું.

 

જો કે આપણા આ વિષયવસ્તુની પાછળનો સામાન્ય તાત્વિક સિદ્ધાંત છે અને અહીં એ બાબતમાં માત્ર શાસ્ત્રીય ભૂમિકાની થોડી વિગતવાર ચર્ચા જ ભલે હોય પણ પૂજા તે આધ્યાત્મિક સાધના છે તે લક્ષમાં સ્પષ્ટ રહેવું જ જોઈએ અને, એ સાધનામાં સફળ થવા માટે એનું પ્રત્યેક અંગ પૂર્ણ હોવું જોઈએ, તેમ જ બધા પૂજાપચારો દેવ માટે ભક્તિથી, શ્રદ્ધાથી અને પ્રેમગાંઠથી રંગાયેલા હોવા જોઈએ.  આ છેલ્લે જણાવેલો ભાવનો અભિગમ પૂજાની મુખ્ય આવશ્યકતા છે.  ગીતામાં કહ્યું છે કે, ‘જે કોઈ મને પત્ર. પુષ્પ, ફળ કે જળ ભક્તિથી અપર્ણ કરે છે તેણે, વિશુદ્ધ ચિત્તવાળા મનુષ્યની ભાવપૂર્વકની ભેટ તરીકે, હું સ્વીકારું છું.’

 

કોઈ વૈષ્ણવ સાધકના ગીતમાં પણ એ જ ભાવ સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે :  ‘ભક્તિચંદન લગાડેલા મનરૂપી તુલસીપત્રને પ્રભુને અર્પણ કરનારને ઓસડિયા પર સુખડ ઘસવાની જરૂર નથી.  માત્ર ફૂલોની ભરેલી ટોપલીથી કદી ભક્તિ શક્ય નથી; ફૂલોથી સૌ પૂજન કરે છે પણ મધ તો મધમાખ જ ભોગવે છે,’

 

આપણા ઈષ્ટદેવને ચિત્તનું તુલસીપત્ર અને ભક્તિનું ચંદન ધરવામાં જ ભક્તિની ફલશ્રુતિ રહેલી છે.

 

પૂજોપચાનો અર્થ જાણવો તે એ ઉપચારનો ભાગ છે અને, તેનો અર્થ જાણ્યા વિના કોઈ પૂજાવિધિ શક્ય નથી.  અહીં ઉપર જણાવેલા શાસ્ત્રવાક્યના સંદર્ભમાં પૂજા દરમિયાન કરાતા કેટલાક પૂજોપચાર વિધિઓનું મહત્વ નક્કી કરવાની કોશિશ અહીં કરવામાં આવી છે.  કેટલાક સામાન્ય ઉપચાર વિધિઓના અર્થ અને હેતુઓ નીચે ટૂંકમાં જણાવવામાં આવ્યા છે.

 

ઉપચારોના તથા મંત્રોના, બંનેના અર્થોનો સમાવેશ અર્થજ્ઞાન શબ્દમાં થાય છે.  પ્રત્યેક પૂજોપચાર વિધિનો અર્થ અને તેને લગતા મંત્રનો અર્થ પૂજ્કે જાણવો જ જોઈએ.  વિષયમાં પ્રવેશ કરતાં પહેલાં આરંભમાં થોડાંક સામાન્ય કથનો આપણે જોઈએ.  પૂજા વિષયક કોઈ પણ ઉપચારને અલગ વિચારીને જોઈશું તો, એના સાચા અર્થને ગ્રહણ કરવાનું શક્ય નથી.  આવો ખંડિત અભ્યાસ વિકૃત સમજ ઊભી કરશે.  સમગ્રતાના પરિપ્રેક્ષ્યમાં જ પૂજોપચારના પ્રત્યેક વિધીનો સાચો હેતુ સાંપડી શકે.  પૂજામાંનું પ્રત્યેક વૈધિક કાર્ય આદિથી તે અંત સુધી સવિચારિત અને સુયોજિત કાર્યના અગત્યના ભાગરૂપ છે.  પૂજાવિધિની દરેક શાસ્ત્રાજ્ઞાના ‘કેમ’  અને ‘શા માટે’  ચોક્કસપણે ગ્રહણ કરવાની શક્તિ સૌ પાસે હોવાનું શક્ય નથી.   પણ આ ઉપચારોના ભીતરના અર્થને તેથી હાનિ થતી નથી.  આવા કિસ્સાઓમાં, શાસ્ત્રાજ્ઞાઓને શ્રેષ્ઠ અધિકારી ગણવી જોઈએ.  ગીતા કહે છે કે :  ‘શાસ્ત્રવિધિઓને તજી દઈને પોતાનીએ કામનાઓનો દોર્યો કોઈ રહે તો તે નથી તો આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરતો, નથી સંસારસુખ પામતો કે નથી પરમ ગતિ પામતો.’

 

દક્ષિણેશ્વરમાં પૂજાવિધિ કરતી વેળા શ્રીરામકૃષ્ણને થયેલી અનુભુતિઓમાંથી થોડીક ઉપર આપણે ઊડતી નજર નાખીએ.  આ અનુભૂતિઓ એમનાં જીવનમાં જુદા જુદા સમયે આવી હોવા છતાં, અહીં આપણે તેમનો ઉલ્લેખ સાગમટે જ કરીશું :

 

‘અંગન્યાસ, કરન્યાસ વ., કરતી વેળા પોતે તે અક્ષરોનું જવલિત રંગોમાં દેહમાં દર્શન કરતા એમ ઠાકુર કહેતા.  સુષુમણાથી સહસ્રાર જતી કુંડલિની શક્તિ એમને પ્રત્યક્ષ થતી.  દેહના જે ભાગો છોડી એ શક્તિ એમને પ્રત્યક્ષ થતી.  દેહના જે ભાગો છોડી એ શક્તિ ઉપર જતી તે ભાગો એમને મૃત બની જતા.  તેમજ, શાસ્ત્રાનુસાર, પોતાની ચોમેર પાણીનું પ્રોક્ષણ કરીને ‘રં’  મંત્ર બોલતા, અને પૂજાસ્થાન ફરતે ચોમેર અગ્નિની કલ્પના કરતા ત્યારે, સેંકડો અગ્નિજિહવાઓ વાળો ઓળંગી ન શકાય તેવો અગ્નિ પૂજાસ્થાન ફરતો અને ચોમેરથી રક્ષણ કરતો તેમને દેખાતો.’

 

‘(ઠાકુરે કહ્યું છે કે)  સંધ્યાપૂજા કરતી વેળા શાસ્ત્ર વચનાનુસાર હું માનતો કે ભીતરનો પાપપુરુષ બળી ગયો છે.  દેહ ભીતર પાપપુરુષ છે અને એ આ રીતે બળીને ખાખ થશે તે ત્યારે કોણ જાણતું હતું.  સાધનાના પ્રારંભથી અંગદાહની પીડાની અનુભૂતિ થતી.  ‘આ તે કયો રોગ છે ?’  એમ હું વિચારતો.  ધીમે ધીમે વધીને એ પીડા અસહ્ય થઇ જતી.  વૈદોએ બતાવેલાં જુદાં જુદાં તેલનું મર્દન કરતો; પણ એ બળતરા જરા ય દૂર ન થતી.  એક દિવસ પંચવટી નીચે બેઠો હતો ત્યારે, મેશ જેવો કાળો, લાલઘૂમ આંખોવાળો અને બિહામણા દેખાવવાળો એક પુરુષ, પીધેલો હોય તેમ લથડિયાં ખાતો (પોતાનો દેહ ચીંધી)  આમાંથી બહાર નીકળ્યો અને મારીએ સન્મુખ ચાલવા લાગ્યો.  મેં ફરી જોયું તો ગંભીર આકૃતિવાળો, ભગવાં પહેરેલો, હાથમાં ત્રિશુળ ધારણ કરતો બીજો એક પુરુષ આ જ શરીરમાંથી બહાર આવ્યો અને એણે અગાઉ પ્રગટ થયેલા પુરુષ પર જોરદાર હલ્લો કરી તેને હણી નાખ્યો, આ દર્શન પછી દેહની બળતરા થોડાં સમય માટે ઘટી ગઈ.  પાપપુરુષ બળી ગયો ત્યાં સુધી,  છ મહિના પર્યંત, એ બળતરા મેં અનુભવી હતી.’  ‘પૂજાવખતે માતાજીને તેઓ નૈવેધ ધરતા હોય ત્યારે માતાજીનાં નયનમાંથી તેજદાર કિરણ આવી ધરાવેલા બધાં પદાર્થોને સ્પર્શી પાછું એ નયનમાં સમાઈ જતું એમને દેખાતું.’

 

આવાં કેટલાંય દ્રષ્ટાંતો આપી શકાય.  પણ આપણા વિષય ભણી આપણે પાછા વળીએ.  સ્નાનથી શુદ્ધ થઈને અને દૈનિક પ્રાર્થના કર્યા પછી ભક્તે પૂજાખંડમાં પ્રવેશવું એ પ્રથમ સૂચના છે; પછી સાષ્ટાંગ પ્રણામ કરવાના અને ઉત્તર કે પૂર્વ તરફ મોં રાખી બેસવું.

 

ઉત્તર કે પૂર્વાભિમુખ બેસવાનીએ આ સૂચના અગત્યની છે.  આ સુચનાઓ પ્રતીકરૂપે છે.  સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે અને એનો ઉદય પૂર્વમાં થાય છે.  એટલે, પૂર્વનો વિચાર, સહજપણે, સૂર્યોદયના ભાવની પ્રેરણા આપે છે.  લોહચુબંકની સોય હંમેશા ઉત્તરાભિમુખ જ હોવું જોઈએ.  ઉત્તર દિશાનો ઉલ્લેખ થતાં, મન સહજ રીતે ઈશ્વર ભણી વળવા લાગે છે.  તેથી જ તો, પૂજા સમયે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખી બેસવાની સલાહ સાધકને આપવામાં આવે છે.

 

(રા.જ.૧૨-૧૦(૧૫-૧૭)

 

 

(સંદર્ભ સૂચિ  :  અલગ અલગ અંદાજીત કુલ ૨૬ ગ્રંથોમાંથી સંદર્ભ લઇ આ બંને ભાગની પોસ્ટ તૈયાર કરવામાં આવેલ  છે, જે નામાવલી લાંબી હોઈ, તેને સ્થાન આપવું અહીં  જરૂરી ન હોય, આપેલ નથી. )
 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

નિર્ણય પ્રક્રિયા …

નિર્ણય પ્રક્રિયા  …

-મહેશ શાહ, જય શ્રી કૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા

 

 
decision
 

 

એક સગર્ભા હરણી પોતાના બચ્ચાને જન્મ આપવા જંગલમાં સારા અને સલામત સ્થળની શોધમાં નીકળી હતી. નદી કિનારા પર ઘાસવાળા એક મેદાન પર તેની નજર ઠરી. બાજુમાં જ એક વિશાળ પટવાળી નદી ધસમસતી વહેતી હતી, મેદાન ઘાસ અને અન્ય વનસ્પતિથી હરિયાળું  લાગતું હતું.  એ હજુ ત્યાં પહોંચી એટલામાં જ તેને પ્રસવ પીડા ઉપડી.  હવે તો બચ્ચાને ત્યાં જ જન્મ આપવો પડે તેમ હતું.  બીજે ક્યાંય જવાની શક્યતા રહી ન હતી.

 

અચાનક આકાશમાં ઘટાટોપ વાદળો ઘેરાણાં, મેઘનો ગડગડાટ અને વીજળીના ચમકારાઓ વાતાવરણને બિહામણું બનાવી રહ્યા હતા. વીજળી પડી એટલે દાવાનળ પ્રગટ્યો.  હરણીની જમણી બાજુ ઘણા દિવસનો ભૂખ્યો વાઘ તરાપ મારવા તૈયાર ઉભો હતો.  ડાબી બાજુ એક શિકારી તીર મારવાની તૈયારીમાં હતો.  હરણી નિર્ણય કરી શકાતી ન હતી કે હવે શું કરવું.

 

તે પ્રસવ પીડામાં છે. ધસમસતી નદી, આગ, વાઘ અને શિકારીથી ઘેરાયેલી છે. તે શું કરશે ?  તે બચ્ચાને જન્મ આપશે ?  તેનું શું થશે ?  દાવાનળમાં  બચ્ચા સાથે  બળી જશે ?  શિકારીનો શિકાર થઇ જશે? બંને વાઘનો કોળીયો થઇ જશે ?  ભાગવાના પ્રયાસમાં નદીના પ્રવાહમાં તણાઈ જશે ?  તે અને બચ્ચું બંને અથવા કોઈ એક મરી જશે.

 

ખરેખર શું થયું તે આપને જણાવું.

 

ભયંકર કડાકા સાથે વીજળી થઇ. વીજળીના ચમકારે શિકારી અંજાઈ ગયો અને નિશાન ચુકી ગયો તેથી તેનું તીર પેલા વાઘને મારી લાગ્યું.  વરસાદ વરસવાનું શરૂ થયું. દાવાનળ બુઝાઈ ગયો.  હરણીએ સ્વસ્થ બચ્ચાને જન્મ આપ્યો.  વહાલથી ચાટવા લાગી.  બંને સલામત, બંને સ્વસ્થ, બંને ખુશ.

 

આપણા જીવનમાં પણ આવું જ બને છે. અનેક સમસ્યાઓ  આપણને બધી બાજુથી ઘેરી વળે છે. ઉપાય નજર સામે દેખાતો નથી. મતિ મૂંઝાઈ જાય છે. નિર્ણય શક્તિ કસોટીએ ચડે છે. એવું પણ બને કે અચાનક, અણધારી, વણમાગી દૈવી મદદ મળી જાય અને બધું કુશળ મંગળ થઇ રહે.

 

આ દ્રષ્ટાંત કથામાંથી આપણે  શું શીખી શકીએ ? 

 

આપણે જોયું કે હરણી પાસે કોઈ વિકલ્પ હતો જ નહીં. તે કશું જ કરી શકવાની સ્થિતિમાં ન હતી. તે નિ:સહાય હતી, નિ:સાધન હતી. પોતાની જાતે સમસ્યાઓનો ઉકેલ મેળવી શકે તેમ ન હતી તેથી બની શકે કે તે ગભરાઈને કોઈક ખોટું પગલું ભરી બેઠી હોત. જો તેમ થયું હોત તો તો ભયંકર પરિણામ આવત. એક યા બીજી રીતે તેનો વિનાશ જ થયો હોત.

 

નિયતીએ તો તેનું ભલું જ વિચાર્યું હતું પણ જે તે વખતે તેને ખ્યાલ ન હોય તે સ્વાભાવિક છે, સમજી શકાય તેવું છે. પણ સદનસીબે તે ગભરાઈ નહી, કોઈ ઉતાવળીયું પગલું ભર્યું નહીં. કદાચ શું કરવું તેના અજ્ઞાનના કારણે કે મનોમન પ્રભુમાં શ્રદ્ધા સાથે તેણે માત્ર બચ્ચાને જન્મ આપવા ઉપર ધ્યાન આપ્યું.

 

આ દ્રષ્ટાંત આપણને શીખવે છે કે આપણે આપણા કર્તવ્ય ઉપર, આપણા ધર્મ ઉપર ધ્યાન આપીએ તો બાકીનું બધું સરળ થઇ રહે છે. પ્રભુ ઉપર શ્રધ્ધા સાથે, વિશ્વાસપૂર્વક, ભરોસા સભર તેમ કરીએ તો આપોઆપ અનુકુળતાઓનો અંબાર ઉભો થઇ જાય છે. ‘હરિ કરે તે ખરી’ની શ્રદ્ધા આપણને જીવનની કપરી કસોટીઓમાં પણ ટકી રહેવાનું જ નહીં લડી લેવાનું પણ બળ આપે છે. કહે છે ને કે સમશ્યા વિકટ હોય ત્યારે પ્રભુને નિકટ રાખો તો ઉકેલ આસાન છે.

 

અહીં ગીતાનો ઉપદેશ પણ યાદ આવવો સ્વાભાવિક છે. વારંવાર પ્રયોજાતું વાક્ય “कर्मण्ये वाधिकारस्ते….” અહીં પણ લાગુ પડી શકે છે. હરણીનું  કર્મ બચ્ચાંને જન્મ આપવાનું હતું. અન્ય ચિંતાઓ છોડી તેણે તે કાર્ય તેણે યોગ્ય રીતે કર્યું એટલે બાકીની અનુકુળતાઓ આપોઆપ આવી મળી.

 

શ્રીમદ ભગવદ ગીતાનું તેવું બીજુ જાણીતું સંદર્ભ વાક્ય છે, “નિર્ણય પ્રક્રિયા  …સર્વ ધર્મ ત્યજી મારા શરણે આવ….” આપણે જાણીએ છીએ કે ગીતાજીમાં ધર્મનો અર્થ કર્તવ્ય અથવા ફરજ થાય છે. હરણીનુંકર્તવ્ય હતું  પોતાના અને બચ્ચાના જીવની રક્ષા કરવી. તે માટે તેણે ત્યાંથી ભાગી જવાની, સલામત સ્થળે ચાલ્યા જવાની જરૂરત હતી. સફળતા મળે કે ન પણ મળે તેણે ઉત્તમ પ્રયાસ તો કરવો જ જોઈતો હતો. હરણી એ કશું જ ન કર્યું. જાણે અજાણે તેણે બધું તજી (સર્વ ધર્મનો ત્યાગ કરી) ભગવાન ભરોસે બચ્ચાને જન્મ આપ્યો. પ્રભુ એ શું કર્યું ?  પોતાના વચનનું પાલન કર્યું અને સર્વ તકલીફો, સર્વ અડચણો પૂર્ણતયા દુર કરી દીધી.

 

આવી અગર આથી પણ કપરી પરીસ્થીતીથી ઘેરાઈ જવાનું મારા તમારા કે કોઈના પણ માટે બની શકે. એવું લાગે કે હવે કોઈ ઉપાય નથી, હવે તો બસ આવી જ બન્યું, આપણા બારે વહાણ ડૂબીજવાના. ત્યારે આ દ્રષ્ટાંત યાદ કરવા જેવું ખરૂં.

 

અહીં  સુધી આ મુદ્દો આપણે આધ્યાત્મિક દ્રષ્ટીએ તપાસ્યો. હવે જરા તર્કની દ્રષ્ટીએ પણ નાણી જોઈએ ? આવા દરેક પ્રસંગે એક યા બીજો નિર્ણય લેવો જ પડે છે કારણ કે, આપણે જાણીએ છીએ કે, નિર્ણય ન લેવો તે પોતે પણ એક સ્વતંત્ર નિર્ણય છે.

 

આવો, અહીં નિર્ણય લેવાની પ્રક્રિયા માટે જાણીતા પેલા સાત સોપાન યાદ કરી લઇએ

 

કોઈ નિર્ણય ક્યારેય ૧૦૦% સાચો કે તદ્દન ખોટો હોતો નથી. પરિસ્થિતિ પ્રમાણે, જરૂરીયાત પ્રમાણે સુયોગ્ય નિર્ણય લેવાય છે. તે જે તે પરિસ્થિતિમાં તે સુયોગ્ય appropriate હોઈ શકે છે.આવો નિર્ણય લેવા માટે માનસશાસ્ત્રીય રીતે સાત સોપાનો બતાવાયા છે. જે નીચે મુજબ છે.

 

૧. હકીકતો અને માહિતી એકઠી કરો. 

સાચો કે ઉત્તમ નિર્ણય લેવા માટે પરિસ્થિતિનો પૂર્ણ અભ્યાસ જરૂરી છે. ૩૬૦ ના અભ્યાસ પછી જ સાચા નિર્ણયપર આવવાનું શક્ય બને છે. માટે શક્ય તેટલી બધી (૩૬૦ શક્ય નથી હોતી) જ વિગતો એકઠી કરવી જોઈએ. સાથે સાથે એ પણ યાદ રહે કે આપણી પાસે અમર્યાદિત સમય નથી હોતો. અભ્યાસને નામે મોડું પણ ન થવું જોઈએ.

 

૨. ધારણાઓ બાંધો. 

હકીકતોનાં અભ્યાસ ઉપરથી શક્ય પરિણામો અને ઉકેલની ધારણાઓ બાંધો. યોગ્ય અને વ્યાજબી ધારણાઓનું હકીકતો અને માહિતી જેટલું જ (બલ્કે થોડું વધુ) મહત્વ છે.

 

૩. વિકલ્પો ઓળખી કાઢો. 

સમસ્યાના વૈકલ્પિક ઉકેલ શું શું હોઈ શકે તે અને દરેક ઉકેલના બધાં જ પાંસાઓ વિચારી કાઢો.

 

૪. તર્ક શક્તિ અને વ્યાવહારિક બુદ્ધિના ત્રાજવે તે ઉકેલને તોલો (ચકાસો).  

તમે વિચારેલા સૌ વિકલ્પો અને તેના પરિણામો અંગે તાર્કિક રીતે વિચારો.

 

૫. લાગણીના મુદ્દાઓ ઉમેરો. 

માનવ સહજ લાગણીઓ અને જે તે નિર્ણયથી કોઈની (કે તમારી પોતાની) લાગણીઓ પર થનારી સારી કે નરસી અસરો વિષે વિચારો. લાગણીઓમાં દોરવાવું ન જોઈએ.

 

૬. નિર્ણય ઉપર આવો.   

પ્રથમ પાંચ પગલાંઓના આધારે સ્વસ્થ ચિત્તે નિર્ણય લો.

 

૭. જરૂર પડે તો નિર્ણય બદલતાં અચકાવ નહીં. 

લીધેલા નિર્ણયને જડતાથી વળગી ન રહેવાય. જરૂર પડે તો તેમાં ફેરફાર કરવાની તૈયારી રાખવી જ પડે. લવચિકતા કે flexibility પણ ઉત્તમ ગુણ છે. 

 

ભગવાને ધાર્યું હશે તે થશે, પાંચમની છઠ્ઠ નથી થતી જેવા સુત્રો અકર્મણ્યતાના દ્યોતક છે. ભગવાન આવી આપણા સૌ દુખો અને તકલીફો ચપટી વગાડતાં જ દુર કરી દેવાના નથી. તેમણે આપેલી બુદ્ધિ અને તર્કના ઉપયોગથી આપણે જ નિર્ણય લઇ તેને અમલમાં મુકવાનો રહે છે.

 

નિર્ણયની પ્રક્રિયામાં અત્યત અગત્યની જરૂરત રહે છે, હિંમતની. બધાં જ પાંસા વિચારી ઉપર દર્શાવેલા સાત સોપાનોના આધારે નિર્ણય લેવામાં પણ થોડી હિંમત અને થોડી શ્રદ્ધાની જરૂરત રહે છે. તે કેળવવા જે તે વિષયનો વિગતવાર (તલસ્પર્શી?) અભ્યાસ ઉપયોગી થાય છે. બીજી એક જરૂરીયાત અનુભવની છે. ‘તરતા આવડે નહીં ત્યાં સુધી પાણીમાં પડીશ  જ નહીં’ નું ડરપોક વલણ છોડવું પડે, ભૂલ થાય તો ભલે થતી એવા મક્કમ મનોબળથી, નર્મદના શબ્દોમાં કહીએ તો ‘યા હોમ કરીને’ પડવું જ પડે તો જ સાચી નિર્ણય શક્તિ પ્રાપ્ત થશે. પેલી જાહેરાતમાં કહે છે તેમ ‘ડર કે આગે જીત હૈ’.

 

તમે કોને આધાર બનાવશો ?  શ્રદ્ધા કે તર્ક ?  બની શકે કે બંનેનું સુયોગ્ય મિશ્રણ પણ તમને પસંદ હોય. તર્કના સઢમાં શ્રદ્ધાનો પવન ભરીને ઝુકાવીએ?

 

 

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

(મૂળ વાર્તા અંગ્રેજીમાં  …)

 
 

THE PREGNANT DEER (inspirational Story)

 

 pregnant deer
 

 

In a forest, a pregnant deer is about to give birth. She finds a remote grass field near a strong-flowing river. This seems a safe place.

Suddenly labour pains begin.

At the same moment, dark clouds gather around above and lightning starts a forest fire. She looks to her left and sees a hunter with his bow extended pointing at her. To her right, she spots a hungry lion approaching her.

What can the pregnant deer do?  She is in labour! What will happen?  Will the deer survive?  Will she give birth to a fawn?  Will the fawn survive?  Or will everything be burnt by the forest fire?  Will she perish to the hunters’ arrow? Will she die a horrible death at the hands of the hungry male lion approaching her?  She is constrained by the fire on the one side and the flowing river on the other and boxed in by her natural predators.

What does she do? She focuses on giving birth to a new life.

The sequence of events that follows are:

– Lightning strikes and blinds the hunter.

– He releases the arrow which zips past the deer and strikes the hungry lion.

– It starts to rain heavily, and the forest fire is slowly doused by the rain.

– The deer gives birth to a healthy fawn.

In our life too, there are moments of choice when we are confronted on all sides with negative thoughts and possibilities. Some thoughts are so powerful they overcome us and overwhelm us. Maybe we can learn from the deer. The priority of the deer, in that given moment, was simply to give birth to a baby.

The rest was not in her hands and any action or reaction that changed her focus would have likely resulted in death or disaster.

Where is your focus?  In the midst of the storm keep it on The Lord!

શિયાળામાં રોજ ખાઓ ૪ કાજૂ અને હજારો વર્ષ જુની આ ઔષધીનો રસ રોજ પીશો …આ ફાયદા જાણી ! …

રોજ ખાઓ ૪ કાજૂ અને જુઓ પછી સ્વાસ્થ્ય પર તેનો જાદુ, અજમાવી લો!  …

 

 
cashew nuts
 

 
હવે શિયાળાની છાના પગે શરૂઆત થઈ ગઈ છે. સાંજના સમયે ફુલ ગુલાબી ઠંડીનો એહસાસ થવા લાગ્યો છે. જેથી અમે તમને ઠંડીની આ ઋતુમાં તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા ડ્રાયફ્રુટ્સના ફાયદા, ઉપયોગ રીત, કેટલી માત્રામાં ખાવા વગેરે જાણકારી આપીશું. જેમાં આજે શરૂઆત કરીશું કાજૂથી.

 
કાજૂને ડ્રાયફ્રુટ્સનો રાજા માનવામાં આવે છે. સ્વાદ અને સ્વાસ્થ્ય જાળવી રાખવામાં કાજૂનો તો જવાબ જ નથી. જો દરરોજ કાજૂ ખાવામાં આવે તો તેના અનેક શારીરિક અને માનસિક ફાયદા છે. થોડાક કાજૂ ખાવાથી શરીરને પુષ્કળ ઊર્જા તો મળે જ છે સાથે કેટલીક બીમારીઓ આપણી આસપાસ પણ નથી ફરકતી. જેથી આજે અમે તમને આવા કેટલાક કાજૂના બેજોડ ફાયદા બતાવવા જઈ રહ્યા છે. જે જાણી તમે પણ રોજ કાજૂ ખાતા થઈ જશો.

 
-પચવામાં હળવાં, મધુર, સ્નિગ્ધ અને ગરમ એવાં કાજૂ પેશાબ લાવનાર, લોહી શુદ્ધ કરનાર, વીર્યવર્ધક, તથા ભુખ ઉઘાડનાર છે. કીડની આકારનાં કાજૂનાં ફળો કીડનીનાં દર્દોમાં પણ ઉપયોગી છે.

 
-કહેવાય છે કે મેવાનું રાજ કાજૂમાં છે અને ખરેખર કાજૂનો કોઇ જવાબ નથી. આને ખાવાથી જ્યાં તમને ઊર્જા મળે છે ત્યાંજ તમને સુંદર પણ બનાવે છે. કાજૂમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હાડકાઓને મજબૂત બનાવે છે. કાજૂ મસૂડા અને દાંતોને સ્વસ્થ રાખે છે.

 
-તમને ખબર છે કે કાજૂમાં મોનો સૈચુરેટડ ફેટ હોય છે જે હ્રદયને સ્વસ્થ રાખે છે અને હ્રદયના રોગોથી દુર રાખે છે. કાજૂમાં એન્ટી ઓક્સિડેંટ પણ હોય છે જે કેન્સરથી ચાવે છે. કાજૂમાં વઘારે પડતી ઊર્જા હોય છે અને તેમાં dietry fibre ની માત્રા પણ વઘારે હોય છે તેના લીઘે તેને ખાવાથી શરીરનું વજન સંતુલિત રહે છે.

 
-રોજ સવારે 4-5 કાજૂનો નિયમિત સેવન કરવાથી વાળ ઉતરતા બંઘ થાય છે. અને સ્ક્રિન માટે પણ ઘણો ફાયદાકારક છે. કાજૂને દૂધમાં ભેળવી રગડવાથી સ્ક્રિન સુંદર અને મુલાયમ બને છે.સાથે કાજૂ તમારી રંગત પણ નિખારે છે. હા, એ સાચું છે કે કાજૂ ઘણો મોંઘો છે પણ સૌ દવાઓ ખાવાથી સારું છે કે કાજૂનો સેવન કરો. જે તમને સુંદર અને સેહતમંદ બનવા છે.
 

 
cashew nuts.1
 

 
કાજૂનાં ફળ જઠરના વિવિધ રોગો જેવા કે મંદાગ્ની, કબજીયાત, આફરો, ઝાડા, અપચો, અજીર્ણમાં ફાયદાકારક છે.

નળવિકારમાં ૮થી ૧૦ કાજૂ ઘીમાં શેકીને મરી-મીઠું ભભરાવીને નરણા કોઠે ખાવાથી ખુબ ફાયદો કરે છે.

 
મગજની નબળાઈ અને મંદસ્મૃતીમાં રોજ સવારે ૪થી ૮ કાજૂ ખાઈ ઉપર ૧ ચમચી મધ કે ૧ કપ દૂધ પીવાથી મગજની નબળાઈ દુર થાય છે.

 

 

થાકને દૂર કરે છે-

 

 
કાજૂને ઊર્જા માટેનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. કાજૂ ખાવાથી શરીરને શક્તિ પણ મળે છે. કાજૂની કોઈપણ આડઅસર હોતી નથી અને દરેક ઉંમરના લોકો તેને ખાઈ શકે છે. જ્યારે તમે કોઈ કામ કર્યા વિના થાક અનુભવો અથવા તમારો મુડ અપસેટ હોય તો બે-ત્રણ કાજૂ ચાવીને ખાઈ લેવા.
 

 

હાડકાને મજબૂત બનાવે છે-

 

 
કાજૂમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી હાડકા મજબૂત બને છે. કાજૂ પેઢા અને દાંતને પણ સ્વાસ્થ રાખે છે. કાજૂમાં મોનો ફેચુરેટેડ ફેટ હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખે છે. કાજૂમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે કેંસર જેવા જીવલેણ રોગો સામે રક્ષણ આપે છે. કાજૂ ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે.
 

 

 
મગજને તેજ બનાવે છે-

 

 
કાજૂમાં એક પ્રકારનું તેલ હોય છે. કાજૂ વિટામિન બીનો ખજાનો છે. એટલે જ તેને તાત્કાલિક શક્તિ આપતું શક્તિવર્ધક પદાર્થ માનવામાં આવે છે. ભૂખ્યા પેટે કાજૂ ખાઈને મધ ખાવાથી યાદશક્તિમાં ઝડપથી વધારો થાય છે. કાજૂ ખાવાથી યૂરિક અમ્લ બનતું નથી. કાજૂનું તેલ સફેદ ડાઘા પર લગાવવાથી તે સફેદ ડાઘા દૂર થઈ જાય છે. કાજૂ ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
 

 

કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે-

 

 
કાજૂમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે પાચનમાં પણ પ્રબળ હોય છે. કાજૂ મૂત્રપિંડને તાકાત આપે છે. કાજૂમાં લોહ વધુ માત્રામાં હોય છે. જેથી જે લોકોમાં લોહીની ઉણપ હોય તે લોકોને શિયાળામાં અચૂક કાજૂ ખાવા જ જોઈએ. કાજૂ પાચન શક્તિમાં વધારો કરે છે. કાજૂ ખાવાથી ભૂખ વધુ લાગે છે. આંતરડામાં ભરેલી ગેસ બહાર નિકળે છે. કાજૂ ખાવાથી નબળાઈ દૂર થાય છે.
 

 

ત્વચા માટે વરદાન છે-

 

 
કાજૂને પાણીમાં પલાળી અને પીસીને મસાજ અને રંગ નિખરવા માટે કરવામાં આવે છે. કાજૂ ઓઈલી, શુષ્ક એમ બધી જાતની ત્વચા માટે લાભકારી છે. જો તમારી ત્વચા ઓઈલી હોય તો કાજૂને આખી રાત દૂધમાં પલાળી રાખવી અને સવારે તેને પીસીને તેમાં મુલતાની માટી, લીંબૂ અથવા દહીં મિક્ષ કરી ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.
 

 

તંદુરસ્ત અને સુંદર બનાવે છે-

 

 
કાજૂને દૂધ સાથે ઘસીને લગાવવાથી ત્વચા સુંદર અને મુલાયમ બને છે. નિયમિત કાજૂ ખાવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.

 

ગોડ્ઝ ઓન કન્ટ્રીનો પ્રસિદ્ધ સૂકો મેવો,  કાજૂના કોચલાનો ગર કાચો કે શેકીને કે મીઠાવાળો કરીને ખવાય છે. સૈકાઓથી કેરલાની વાણિજ્યિક નિકાસની વસ્તુ કાજૂ, પરંપરાગત રીતે આ પ્રદેશની રસોઈને મીઠી લહેજતદાર બનાવવા માટે વપરાય છે. એવું કહેવાય છે કે પોર્ટુગિઝ વેપારીઓ કાજૂને કેરલામાં લઈ આવ્યા હતાં.

 
કાજૂના વૃક્ષને (એનાકાર્ડિયમ ઓક્સિડેન્ટલ) મલયાલમમાં લોકો પરાંગી મવુ કહે છે અને મોટાભાગના કાજૂ પ્રક્રિયા એકમો કોલ્લમ જિલ્લાઓમાં કેન્દ્રિત થયા છે.

 
કાજૂના વૃક્ષો 12 મીટર ઊંચા ઊગે છે અને મોટેભાગે વિશ્વના ઉષ્ણકટિબંધવાળા પ્રદેશોમાં-ભારત, શ્રીલંકા, મલેશિયા, ફિલિપાઈન્સ, બ્રાઝિલ, તથા આફ્રિકામાં તે થાય છે. વાવેતર પછી ત્રણ વર્ષે વૃક્ષ ઉપજ આપે છે. આંઠથી દશમાં વર્ષ દરમિયાન ફળ થવાની ક્ષમતા અધિકતમ પર પહોંચે છે અને વૃક્ષ 30 થી 40 વર્ષ ટકે છે.

 
કાજૂ પ્રક્રિયામાં શેકવુ, કોચલાં દૂર કરવાં, કોચલામાંથી તેલ કાઢવું, માવા પરથી છાલ કાઢવી, ગુણવત્તા પ્રમાણે કાજૂ પસંદ કરીને પેક કરવાનો સમાવેશ થાય છે. આ કાજૂ બજારમાં, ગુણવત્તા અને બ્રાન્ડ નામો પ્રમાણે જુદા જુદા ભાવે મળે છે.
 

 

સામાન્ય લાક્ષણિક્તાઓ …

 

 
કાજૂ (એનાકાર્ડિયમ ઑસિડેન્ટાલે એલ, એનાકાર્ડિએસિ ) ઉષ્ણ કટિબંધ સદાબહાર વૃક્ષ છે. ફોતરાંવાળા ખાઈ શકાઈ તેવા ઝાડના ફળોમાં કાજૂનું વેશ્વિક ઉત્પાદનમાં ત્રીજે ક્રમે છે. વિશ્વમાં કાજૂનો વેપાર ફક્ત 20મી સદીના મધ્ય ભાગથી જ વધવા માંડ્યો છે અને તેના વિકાસના પાછલાં વર્ષોમાં વેપારમાં ધરખમ ફેરફારો નોંધાયા છે. વિવિધ સમયગાળાઓમાં પ્રત્યેક દેશોના મહત્ત્વમાં વધારો અને ઘટાડો નોંધાયો છે.
 

 
raw cashewniuts
 

 
કાજૂમાં તેના મીંજનો વેપાર તેના કદ, રંગ અને ગુણવત્તાના અન્ય માપદંડોને આધારે થાય છે.

 

 

શિયાળામાં હજારો વર્ષ જુની આ ઔષધીનો રસ રોજ પીશો, આ ફાયદા જાણી! …

 

 
aelovera
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે.)
 

 

 -એલોવેરોને સૌથી શ્રેષ્ઠ એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે.
 

ધૃતકુમારી અર્થાત્ એલોવેરા 5000 વર્ષ જૂની રામબાણ ઔષધી છે. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 ઉપજાતિઓ છે જેમાંથી કેટલીક ગણતરીની જ ઔષધીય ગુણોથી યુક્ત હોય છે. તેની કેટલીક પ્રજાતીઓમાંથી એક છે જે સૌથી વધુ પ્રભાવશાળી છે, તે છે બાર્બાડેન્સીસ મિલર જેને અલોવેરા પણ કહેવામાં આવે છે.

 
આપણા શરીરના પર્યાપ્ત વિકાસ માટે 21 એમીનો એસિડની જરૂરિયાત હોય છે. તેમાંથી 18 એમીનો એસિડ માત્ર એલોવેરામાં મળે છે. એલોવેરામાંથી જ્યૂસમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન, પોટેશિયમ, ક્રોમિયમ, મેગઝિન, તાંબુ અને જસ્તા વગેરે ખનિજ લવણ પ્રાપ્ત થાય છે.
 

 
aelovera.1
 

 

શું છે એલોવેરામાં ખાસ –

 

 
એલોવેરામાં 18 ધાતુ, 15 એમિનો એસીડ અને 15 વિટામીન મોજુદ હોયછે. તે લોહીની ખામીને દૂર કરીને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. એલોવેરાને જ્યૂસ ગર્ભાશયના રોગો અન પેટના વિકારોને દૂર કરે છે. ગરમી, ઠંડી અને વરસાદને કારણે નિકળતા ફોલ્લી-ફોડા ઉપર પણ તેનો રસ લગાવવાથી આરામ મળે છે. ગુલાબ જળમાં અલોવેરાનો રસ મેળવીને ચહેરા ઉપર લગાવવાથી ચહેરો ચમકી જાય છે.

 
શરીરમાં રહેલા હૃદય વિકાર, સાંધાના દુખાવો, ડાયાબિટીઝ, યુરીનરી પ્રોબ્લેમ્સ, શરીરમાં જમા ઝેરી પદાર્થ વગેરેનો નાશ કરવામાં મદદગાર થાય છે. એલોવેરા (કુંવાર પાઠું) એ ઘર આંગણે જ ઊગતી એક ઉત્તમ ઔષધિ છે. વાળનું સૌંદર્ય, ત્વચાની સંભાળ અને સ્વાસ્થ્યને લગતી કોઇપણ બાબતમાં એલોવેરા અક્સીર ઇલાજ છે.
 

 

નુકસાનકારક તત્વોને શરીરમાંથી બહાર કાઢે છે –

 

 
પ્રદૂષણ, જંકફૂડ, અસુરક્ષિત લાઈફ સ્ટાઈલ, સ્મોકિંગ અને ડ્રિન્કીંગ વગેરેથી બોડીમાં નુકસાનદાયક તત્વો પેદા થાય છે. એલોવેરા જ્યૂસના નિયમિત સેવનથી શરીરના આ નુકસાનકારક તત્વો બહાર થઈ જાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
 

 
aelovera.3
 

 
વજન ઘટાડવામાં સહાય કરે છે –
 

 

રોજ એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવાથી વજન ઘટવા લાગે છે. તેના સેવનથી વારંવાર ભૂખ નથી લાગતી. સાથે જ પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. એલોવેરાના જ્યૂસમાં અનેક પોષક તત્વો હોય છે, જે શરીરને નબળુ નથી થવા દેતા.

 
વાળ અને ત્વચાને સ્વસ્થ બનાવે છે –

 
એલોવેરાના જ્યૂસના સેવનથી રફ સ્કીન પણ હેલ્દી બની જાય છે. તેના નિયમિત સેવનથી ત્વચામાં નિખાર આવી જાય છે. વાળ હેલ્દી અને શાઈની બની જાય છે. ખોડાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
 

 
એનિમિયામાં પણ છે અસરદાર –
 

 
એલોવેરાનો જ્યૂસ લોહીની ઉણપને દૂર કરી દે છે. એલોવેરાના 6 થી 8 છોલેલા ટુકડા, 5-7 તુલસીના પાન અને 4-5 લીમડાના પાન લઈને ભેગા કરીને પીસી લો. આ મિશ્રણને ગરમ કરીને ઉકાળો બનાવીને પીવાથી એનિમિયા દૂર થાય છે.
 

 
વાળ અને ત્વચાને સ્વસ્થ બનાવે છે –
 

 
aelovera.juice
 

 
એલોવેરાના જ્યૂસના સેવનથી રફ સ્કીન પણ હેલ્દી બની જાય છે. તેના નિયમિત સેવનથી ત્વચામાં નિખાર આવી જાય છે. વાળ હેલ્દી અને શાઈની બની જાય છે. ખોડાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
 

 
એનિમિયામાં પણ છે અસરદાર –

 

એલોવેરાનો જ્યૂસ લોહીની ઉણપને દૂર કરી દે છે. એલોવેરાના 6 થી 8 છોલેલા ટુકડા, 5-7 તુલસીના પાન અને 4-5 લીમડાના પાન લઈને ભેગા કરીને પીસી લો. આ મિશ્રણને ગરમ કરીને ઉકાળો બનાવીને પીવાથી એનિમિયા દૂર થાય છે.

 

લાઈલાજ બીમારીઓમાં પણ રામબાણનું કામ કરે છે –

 

ગિલોય રસ 10-20 મિલિગ્રામ, એલોવેરાનો રસ 10-20 મિલિગ્રામ, ઘઉંના જુવારા, 10-20 મિલીગ્રામ, તુલસીના 7 પાન, લીમડાના 2 પાન, આ બધાનો જ્યૂસ બનાવીને સવાર-સાંજ લો. તે કેન્સર અને અન્ય લાઈલાજ બીમારીઓમાં દવાનું કામ કરે છે.

 

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભદાયક છે –

 

એલોવેરા જ્યૂસ બ્લડસર્ક્યુલેશનને ઠીક કરે છે. એટલા માટે તે બ્લડપ્રેશરના રોગીઓ માટે ખૂબ જ લાભદાયક રહે છે. દિલ સાથે સંબંધિત બીમારીઓને પણ તે દૂર કરે છે.

 

-એક ગ્લાસ ઠંડા નારીયેલ પાણીમાં બેથી ચાર ચમચી એલોવેરાનો રસ અથવા તો પલ્પ ભેળવીને પીવાથી શરીરને ઠંડક મળે છે.

 

-શરીરના નાના અને મોટા આંતરડાને પણ સાફ કરે છે. આનાથી શરીરને નવી ઊર્જા અને શક્તિ પ્રાપ્ત થાય છે. એલોવેરામાં શરીરને રોગાણુરહિત રાખવાના ગુણ પણ રહેલા છે. એલોવેરાના જ્યૂસનું સેવન આપણા શરીરની નાની-નોટી નસની સફાઇ કરે છે, તેમાં નવી શક્તિ તથા સ્ફૂર્તિ ભરે છે.

 
-એલોવેરા એક એવી ઔષધી છે જે દરેક ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે. એલોવેરા ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. એલોવેરામાં વિટામિન એ,બી,સી,ડી અને કેટલીક જાતના મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેથી જો રોગોથી બચવું હોય તો નિયિમિત એલોવેરા જ્યૂસ પીવું જોઈએ.

 

 
સંકલિત :

 

સૈજ્ન્ય :

સંદેશ દૈનિક, દિવ્યભાસ્કર, ) તેમજ અન્ય …

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પૂજાનું વિજ્ઞાન – (ભાગ-૧ ) …

પૂજાનું વિજ્ઞાન –( ભાગ-૧ )

 • સ્વામી પ્રેમયાનંદ

 

 

 

pooja

 

 

પૂજા ખૂબ શાસ્ત્રીય પદ્ધતિને અનુસરે છે તેની પર ભાર દેવા માટે જ ‘વિજ્ઞાન’ શબ્દ વાપરવામાં આવ્યો છે.  જે સિદ્ધાંત પર એ આધારિત છે તેનો બુદ્ધિપૂર્વકનો અભ્યાસ આપણે કરશું તો, એનું દરેક પગથિયું તર્ક પર આધારિત છે અને એનાં વિવિધ પગલાંઓ સુયોજિત ક્રમને અનુસરે છે તે જોવા મળશે.  શાસ્ત્રાધારિત વિધિઓ અનુસાર પૂજા કરવામાં આવે તો તેના દ્વારા, આધ્યાત્મિક માર્ગનો પ્રવાસી સર્વોચ્ચ આધ્યાત્મિક પૂર્ણતાના પોતાના ધ્યેયને પામી શકે છે.

 

શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગના પોતાના યુગવર્તી ગ્રંથમાં પૂજાના શાસ્ત્રનું તત્વજ્ઞાન થોડાં ચોટદાર શબ્દોમાં સ્વામી શારદાનંદે સુંદર રૂપે રજૂ કર્યું છે.  એમની શૈલી સૂત્રાત્મક હોવા છતાં, એના કશા ખુલાસાની જરૂર નથી તેટલી એ પારદર્શક છે.  સ્વામી શારદાનંદ લખે છે કે :  ‘તમે કોઈ ચોક્કસ દેવના પૂજન માટે બેસો ત્યારે, ગુંચળું વળીને બેઠેલી કુંડલિની શક્તિ શિરમાં આવેલા સહસ્રદળ પદ્દમમાં, સહ્સ્રારે પહોંચી છે અને તમે અદ્વિતીય પરમાત્મ તત્ત્વ સાથે એકરૂપ થયા છો, એમ તમારે ધારવું જોઈએ.  પછી તમારે ચિંતવવું જોઈએ કે તમે એ શક્તિથી ભિન્ન થયા છો અને તમે ફરી જીવરૂપ થયા છો એમ માનવું જોઈએ; અને પરમ તત્વની દિવ્ય જ્યોત સાકાર બની ગઈ છે અને એણે આરાધ્ય દેવનું રૂપ લીધું છે;  અને તમે પોતાની જાતમાંથી તમારા આરાધ્ય દેવનો પ્રક્ષેપ કરી તમે પૂજામાં બેઠા છો.’

 

પૂર્વ જન્મોનાં કર્મોના પ્રવાહને શાંત કરે, જન્મમૃત્યુના ચક્રને અટકાવે અને સંપૂર્ણ સિદ્ધિ આપે છે તે પૂજા- એવી વ્યાખ્યા કુલાર્ણવ તંત્રમાં આપવામાં આવે છે.  ‘સંપૂર્ણ સિદ્ધિ’  નો અર્થ છે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ –અર્થાત, પૂજ્ય પ્રત્યે પૂજ્કનું સંપૂર્ણ આત્મસર્પણ પૂજ્યમાં પૂજ્ક્ના સ્વત્વનો સંપૂર્ણ લોપ તે પૂજાનું ઇપ્સિત ફળ છે.  શ્રીરામકૃષ્ણની મહાન આધ્યાત્મિક સાધનાને અંતે એમણે કહેલી ‘ષોડસી પૂજા’ નું અહીં આપણને સ્મરણ થાય છે.  શ્રીશારદાદેવીમાં અધ્યાશક્તિનું આરોપણ કરીને પોતાની બાર વર્ષોની વૈવિધ્યમય અને અદ્દભુત આધ્યાત્મિક સાધનાઓની સમાપ્તિ શ્રીરામકૃષ્ણે કરી હતી તે ડ્રેક વાચક જાણે છે.  એ પૂજાની પરણિતિ વર્ણવતાં સ્વામી શારદાનંદ લખે છે કે : ‘પૂજક સમાધિમાં સરી પડ્યા, દેવી સાથે પૂર્ણ રીતે એકરૂપ થઇ ગયા  અને એ દેવી પણ સમાધિમય બની ગયા હતાં.’  પૂજાના શાસ્ત્રની આ જ તો ફળશ્રુતિ છે.  શ્રીરામકૃષ્ણની આ સાધના પૂજાના શાસ્ત્રને પુન:પ્રમાણિત કરે છે અને લોકોના જીવનમાં તેના કીર્તિવંત જીવનની આગાહી કરે છે.

 

પૂજાની બીજી એક વ્યાખ્યામાં પૂજાનો હેતુ સુષ્ટ કરવામાં આવ્યો છે,  ‘પૂજક અને ઈશ્વરની એકતા તે પૂજા.’  પૂજક અને પૂજ્ય વચ્ચેની એકતાની આ લાગણીનું શ્રેષ્ઠ પરિણામ આત્મોપલબ્ધિ અને બ્રહ્મોપલબ્ધિ છે.  આ આદર્શની પ્રાપ્તિ માટે પૂજા અગત્યનું કદમ છે.  પૂજા જેવાં સર્વ કર્મોનો શ્રેષ્ઠ હેતુ આત્મ પ્રાપ્તિ કે બ્રહ્મ પ્રાપ્તિ છે.  ગીતામાં પણ આ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે :  ‘દ્રવ્યયજ્ઞના કરતાં જ્ઞાનયજ્ઞ ચડિયાતો છે કારણ, યજ્ઞ, પૂજન આદિ સર્વ કર્મોની પરિસમાપ્તિ જ્ઞાનમાં થાય છે.’

 

પૂર્ણ જ્ઞાન અને બ્રહ્મ પ્રાપ્તિ વચ્ચે કશો તફાવત નથી તેમ કહેવાની જરૂર નથી.  બાહ્ય અને આંતરિક એવા ભક્તિના બે પ્રકાર છે તેમ દેવી ભાગવત જણાવે છે.  બાહ્ય ભક્તિના વૈદિક અને તાંત્રિક બંને પ્રવાહો પ્રાચીન કાળથી નિકટ રીતે ગૂંથાયેલા છે.  હકીકત તરીકે, વેદોનો યજ્ઞ અને તંત્રોની પૂજાનાં અર્થઘટનો સમાન છે અને બંનેનું પ્રાથમિક ધ્યેય પણ એક જ છે.  ‘પ્રાચીન કાળથી, વેદોનાં તાત્વિક સત્યો અને પૂજાદિન તાંત્રિક વિધિઓ એકમેકમાં ભળી ગયેલાં છે અને આમ પરસ્પરને પૂર્ણ કરે છે-એકની મર્યાદાઓને અન્ય દૂર કરે છે….  કેટલાક મંગલ પ્રસંગોએ વૈદિક અને તાંત્રિક પૂજા બેઉ આવશ્યક બને છે.  વેદોનું વિશિષ્ટ પ્રદાન યજ્ઞો છે, પૂજાતંત્રોનું તેવું પ્રદાન છે.  વેદો અને તંત્રો એકમેકનાં પૂરક છે.’  વેદો અને ઉપનિષદોના આધારે વૈદિક પરંપરા ઉદ્દભવી છે.

 

વેદોના પરમ અધિષ્ઠાતા બ્રહ્મ અને તંત્રોની પરમ અધિષ્ઠાત્રી શક્તિ વચ્ચે કોઈ તાત્વિક ભેદ નથી એમ કહેવું બિનજરૂરી છે.  તાંત્રિક વિધિઓ અનુસારની પૂજા તાંત્રિક પૂજા કહેવાય છે અને વૈદિક નિયમાનુસારની પૂજા વૈદિક પૂજા કહેવાય છે.

 

આ સામાન્ય ભેદો ઉપરાંત પૂજા પ્રકારોમાં બીજા પણ કેટલાક ભેદો હોય છે – આધાર, નિરાધાર, નિત્ય, નૈમિત્તિક, કામ્ય, સાત્વિક, રાજસિક, સ્વભાવિક ઈ. પરંતુ, બાહ્ય અને આંતરિક : પૂજાનાં આ બે પાસાંઓ આપણી વર્તમાન વિચારણાનો વિષય છે.

 

બ્રાહ્ય પૂજાને महानिर्वाणतंत्र मां अधमाधमा |   કહેવામાં આવી છે; બ્રહ્મજ્ઞાનની સાધના સર્વોચ્ચ સાધના છે.  પછી ધ્યાન આવે છે, ભજન-ગાન ને જપ નિમ્ન કક્ષામાં આવે છે અને બાહ્ય મૂર્તિની પૂજાને નીચામાં નીચી કક્ષાની સાધના કહેવામાં આવી છે. ‘નીચામાં નીચી’  પ્રયોગ અહીં ઉતારી પાડવા માટે નથી કરવામાં આવ્યો. ઊલટું, સાધકની યોગ્યતાને આધારે, આધ્યાત્મિક ધ્યેયે પહોંચવા માટેના માર્ગ તરીકેનો એમાં પ્રચ્છન સ્વીકાર છે.  આ શાસ્ત્ર વાક્યનો સાચો અર્થ યોગ્ય રીતે સમજવામાં ના આવે તો, અગાઉ અવતારિત કથનના અર્થ બાબત ગેરસમજ થવા સંભવ છે.  બાહ્ય અને આંતરિક – એવાં ભક્તિનાં બે પાસાં છે.  દરેકનું મૂલ્ય સરખું જ છે.  બાહ્ય પૂજાના કરતાં માનસિક પૂજા ચડિયાતી છે તેમ કેટલાક લોકો ધારે છે અને તેઓ માને છે કે, ઓછા ગુણવાળા સાધકો બાહ્ય પૂજા કરે છે.  આ સાચું નથી’ … વાસ્તવમાં, સંપૂર્ણ પૂજા આંતરિક અને બાહ્ય બંને પ્ર્કારાનો સમન્વય છે.

 

વ્યવહારિક કે આધ્યાત્મિક કોઈ પણ રીતમાં, સાધકોની વૃત્તિ, ગ્રહણશક્તિ અને યોગ્યતા અનુસાર સાધના માટેની સૂચનાઓ ભિન્ન ભિન્ન હોય છે.  શ્રીરામકૃષ્ણ કહે છે કે, ‘પોતાની રુચિ અને પોતાના સ્વભાવ મુજબ લોકો પૂજા ભક્તિ કરે છે.  પોતપોતાના પેટને રુચે તે રીતે બધાં બાળકો ખાઈ શકે તે માટે એક જ માછલીને માતા જુદી જુદી રીતે રાંધે છે.  જ્ઞાન કે બ્રહ્મપ્રાપ્તિ જ ઉત્તમ ધ્યેય છતાં, એની પ્રાપ્તિ માટેનાં સાધનો તરીકે શાસ્ત્રો એમની ભલામણ કરે છે, જેથી ભિન્ન ભિન્ન લાયકાતવાળા સાધકોને સહાય મળી રહે.  ‘સાધનાના આરંભને તબક્કે સાધક હોય ત્યારે એણે કશાંક બાહ્ય અવલંબનની સહાયની જરૂર પડે છે અને, એનો અંતરાત્મા વિશુદ્ધ થાય ત્યારે એ વધારે સૂક્ષ્મ બાબતો તરફ ગતિ કરે છે.’  આરાધનામાં એ જેટલો આગળ વધે છે તેટલો એના ચિત્તની મલિનતા દૂર થતી જાય છે.  પારલૌકિક શાંતિ અને આનંદ એના હૃદયને ઘેરી લે છે … પછી એ સત્યમાં અને સત્તામાં સ્થાપિત થાય છે :  એના ઉચ્ચારેલા મંત્રો જાગ્રત થાય છે … એમનામાં ચેતનાની શક્તિનું બળ પુરાય છે – અને એની મેઘામાં સૂક્ષ્મ સત્યો વિકસવા લાગે છે; આ સર્વ એના જાગ્રત મંત્રોચ્ચારને કારણે થાય છે.  પછી, પરમાત્માની પૂજાનું સાચું ફળ, ‘પરમ શાંતિ અને આત્મપૂર્ણતા’, એને પ્રાપ્ત થાય છે.  આ તબક્કે એ સાધકને માટે ‘પૂજા’  જેવી ભિન્ન આધ્યાત્મિક સાધનાની આવશ્યકતા રહેતી નથી.  એનું સમગ્ર જીવન અવિરત પૂજા બની જાય છે.  સહજ પૂજાનો આ ભાવ શંકરાચાર્યના સૌંદર્યલહેરીના એક શ્લોકમાં સુંદર રીતે વ્યક્ત થયો છે. :  ‘હે જગજ્જનની !  મારી બોલી આપના નામનો જપ બનો, મારા હાથનું હલનચલન, આપની પૂજાની મુદ્રાઓ બનો, મારું ભ્રમણ આપની પ્રદક્ષિણા બનો, મારું ખાવાનું આપણો પ્રસાદ બનો, મારું શયન આપનાં ચરણનાં – વંદન બનો; આંખ કાન, નાક વગેરે ઇંદ્રિયો દ્વારા જે કંઈ પ્રસન્નતા હું ગ્રહણ કરું તે સર્વ મૂર્તિમંત ચેતના એવાં આપની શરણાગતિના ભાન સાથેની બધી સારી બાબતોની સ્વીકૃતિ હો, આમ સારું સર્વ કાર્ય આપની અવિરત ભક્તિ હો.’

 

આ જ ભાવને વ્યક્ત કરતુ એક ભજન બંગાળના એક મહાન સાધક રામપ્રસાદે લખ્યું છે :  ‘તું સૂવા જાય છે ત્યારે, તું માને ચરણે પડે છે એમ જાણ અને, નિદ્રા એ માના ધ્યાન સિવાય કશું નથી.  તું ખાય છે ત્યારે, માને પ્રસાદ અર્પણ કરે છે તેમ.  તું સાંભળે છે તે બધા ધ્વનિઓ દેવીના મંત્રો છે કારણ, શબ્દબ્રહ્મની મૂર્તિરૂપ કાલી કોઈ પણ ધ્વનિના ઉચ્ચારણ દ્વારા પોતાની જાતને પ્રગટ કરે છે.  રામપ્રસાદ આનંદથી પોકારી ઊઠે છે; સૃષ્ટિના પ્રત્યેક કણમાં મા રહેલી છે; તું નગરમાં ભટકે ત્યારે, તું મા શ્યામાની પ્રદક્ષિણા કરે છે એમ માનજે.’

 

તો, બાહ્ય અને આંતરિક એમ, પૂજાનાં બે પ્રકારો છે, ને સંપૂર્ણ પૂજામાં આ બેઉ સમાવિષ્ટ હોવા જોઈએ.  શાસ્ત્રો કહે છે કે : ‘બાહ્ય પૂજાનાં પ્રત્યેક કાર્ય સાથે માનસિક પૂજા પણ હોવી જોઈએ.’  દેવી તરીકે જેનું પૂજન કરવામાં આવે છે તે આદ્યશક્તિ, આધ્યા કાલીના આંતરિક પૂજન માટે મહાનીર્વાન તંત્રમાં કહેવાયું છે :  ‘દેવીને હૃદયાસને ધરો, સહસ્રારમાં ઉદ્દભવતા અમૃત વડે માનાં ચરણ ધૂઓ અને તમારું મન અર્ધ્ય તરીકે ધરાવો.  એના સ્નાન અને એના પાણી માટે એ જ અમૃત ધરાવો.  માના વસ્ત્ર તરીકે આકાશતત્વ ધરો અને ચંદન તરીકે ગંધતત્વ ધરાવો.  ચિત્તને દેવીને અર્પણ ફૂલ માનો અને પ્રાણને ધૂપ માનો.  તેજને મા આગળની આરતી માનો અને અમૃતસાગરને નૈવેધ માનો.  અનાહત ધ્વનિ ઘંટા છે અને વાયુતત્વ ચામર છે.  ઈંદ્રિયોનાં સર્વ કાર્યો અને ચિત્તની ચંચળતા માની પ્રસન્નતા માટેનાં નૃત્યો છે.  આપણી મનોકામનાને પૂર્ણ કરવા માટે અહીં જણાવેલાં દસ પુષ્પો માને અર્પણ કરો :  અજ્ઞાનનો અભાવ, ગર્વનો અભાવ, દ્વેષનો અભાવ, નિર્મોહીપણું, અનાસક્તિ, અલોભીપણું આ ઉપરાંત બીજ  પાંચ પુષ્પો છે;  અહિંસાનું સર્વોચ્ચ પુષ્પ, ઇંદ્રિયો પર અંકુશ, દયા, સહનશીલતા અને જ્ઞાન દેવીપૂજન માટે આ પંદર દિવ્ય પુષ્પોનો ઉપયોગ કરવો જોઈએ.’

 

પૂજા ઈચ્છિત ફળ આપે જ, ‘પણ પૂજકમાં કશી શારીરિક ખોડ હોય કે, શ્રદ્ધા વગર અને વિધિઓનું પૂરૂ ધ્યાનપૂર્વક પાલન કર્યા વિના પૂજા કરવામાં આવે તો પૂજાનાં બધાં ફળ મળે નહીં.  કોઈક વાર અવળું પરિણામ પણ આવે.  આમ, ગમે તેટલો શ્રમ કરીને પણ પૂજા માટેનાં જરૂરી બધાં સાધનો કાળજીપૂર્વક ભેગાં કરી લેવાં જોઈએ.  નિર્ધારિત પરિણામ માટે આવશ્યક બધાં કારણોને એકત્ર કરવા પ્રયત્ન કરવો જોઈએ.  વાંછિત ફળ પ્રાપ્ત ન થાય તો પૂજાના શાસ્ત્રનો દોષ નથી; દોષ છે પૂજા વિધિના પૂરા પાલનનો અભાવનો.’  રસાયણશાસ્ત્ર ઉપર પ્રાવીણ્ય મેળવવા માટે કોઈ ત્રણ વાર નહાય, ઓછું જમે અને એકાંતે બેસી બીજમંત્ર જપે તો એના નિર્ધારિત ધ્યેયે પહોંચવાની કોઈ આશા છે ખરી ?… ‘લગ્નવિધિ માટે યોગ્ય સમયે, અને બીજા નહીં પણ ચોક્કસ મંત્રો જ બોલવા જોઈએ’, એવી કહેવત છે.’. ..   શ્રદ્ધા વિના, વિધિઓના યોગ્ય પાલન વિના, શુદ્ધ મંત્રોચ્ચાર વિના અને, ગોરને દક્ષિણા આપ્યા વિના, ‘મને પૂજાનું ફળ શા માટે ન મળ્યું.’  એમ કોઈ કહે તો એ કેટલું અર્થહીન થશે ?’  એટલે, કોઈ ચોક્કસ પૂજા માટે જે વિધિવિધાનો નક્કી કરવામાં આવ્યાં છે તેમનો કાળજીપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક અમલ થાય એ પૂરું આવશ્યક છે.

 

 

(ક્રમશ : )(ભાગ -૨, હવે પછી આવતા વીકમાં  અહીં જ માણીશું.)

 

(સંદર્ભ સૂચિ  :  અલગ અલગ કુલ ૨૬ ગ્રંથોની  છે, જે નામાવલી અહીં આપવી જરૂરી ન હોય, આપેલ નથી.)

 

 

(રા.જ.૧૧-૧૦/૧૯-૨૧)
 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે ! …

ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે! (કભી કભી)  ….

   

 • દેવેન્દ્ર પટેલ

 

 
eric
 

એરિક વિહેનમેયર…

 

 

અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં જન્મેલા એક બાળકની આ કહાણી છે.  જ્યારે તે બે વર્ષનો થયો ત્યારે તેનાં માતા-પિતાને લાગ્યું કે,નાનકડા એરિકની આંખોમાં કોઈ તકલીફ છે.  બચપણમાં જ નીચે પડેલી કોઈ ચીજવસ્તુઓને હાથમાં પકડતાં તેને મથામણ કરવી પડતી હતી.   ફાંફાં મારવા પડતા હતાં. એરિકને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો.  શરૂઆતમાં ડોક્ટરો પણ સમજી શક્યા નહીં, પરંતુ એરિક જ્યારે ચાર વર્ષની વયનો થયો ત્યારે જ નિદાન થયું કે, બાળકને નાઈલાજ આંખની બીમારી છે અને એ બીમારીનું નામ જુવેનાઈલ રેટિનોશોસિસ છે.

 

માતા-પિતા એરિકને આંખના મોટા ડોક્ટરો પાસે લઈ ગયા.  એમણે પણ ઈલાજ કર્યો, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં.  ડોક્ટરોએ સાફ શબ્દોમાં કહી દીધું કે, “હવે અમે કાંઈ કરી શકીએ તેમ નથી.”

 

સમય વહેતો રહ્યો અને નાનકડા એરિકની આંખોની રોશની ઓછી થતી રહી. એ કારણે એરિકનું બચપણ પણ બીજાં બાળકો જેવું રહ્યું નહીં, બીજાં બાળકોની જેમ તે દોડાદોડી કરી શક્તો નહોતો. માતા-પિતા એને ધૂળ અને ધૂપથી બચાવવા પ્રયાસ કરતા હતા. હા, શરૂઆતમાં સ્કૂલના દિવસોમાં એરિક કુસ્તી કરી લેતો હતો. તેમાં તે ચેમ્પિયન પણ બન્યો. એને બાસ્કેટ બોલનો શોખ હતો, પરંતુ બોલ તેના હાથમાંથી છટકી જતો હતો. અન્ય બાળકો તેની મજાક ઉડાવતાં, પણ એને ખરાબ લાગતું નહોતું. બીજાં બાળકોની જેમ હવે તે સાઈકલિંગ કરી શક્તો નહોતો. ખેલવા-કૂદવાનો મોકો જ ના મળ્યો. માતા-પિતા તો જાણતા જ હતા કે, એક દિવસ એરિક તેની આંખોની રોશની સંપૂર્ણપણે ગુમાવી દેશે, છતાંય તેમને ઊંડે ઊંડે એવી આશા હતી કે, કદાચ કોઈ ચમત્કાર થઈ જશે. પણ એવું કાંઈ જ ના થયું.

 

હવે તેની ઉંમર ૧૩ વર્ષની થઈ. એક દિવસ એરિકને લાગ્યું કે એને બિલકુલ દેખાતું નથી. જે કાંઈ ધૂંધળું દેખાતું હતું, તે પણ હવે દેખાતું બંધ થઈ ગયું. તે આંખોની રોશની સંપૂર્ણપણે ગુમાવી ચુક્યો હતો. માતા-પિતાને તો ખબર જ હતી કે, એરિક એક દિવસ સંપૂર્ણ રીતે અંધ બની જશે. કોઈ દવા, કોઈ ઉપચાર કામ ના આવ્યાં. કોઈ ચમત્કાર ના થયો. આમ છતાં દીકરાને તેમણે ભાંગી પડવા ના દીધો. એવામાં એરિકની માતાનું અચાનક મૃત્યુ થઈ ગયું. પરિવાર માટે આ બીજો આંચકો હતો. એરિક થોડુંઘણું સમજતો હતો. એ બોલ્યોઃ  “ડેડ ! હવે બધું સમાપ્ત થઈ ગયું.”

 

પિતાએ કહ્યું:  “બેટા! એવું નથી. એક રસ્તો બંધ થઈ જાય છે, તો ભગવાન બીજો રસ્તો ખોલી દે છે.”

 

પિતાએ હવે એરિક માટે મા અને પિતા- એમ બેઉ પ્રકારની જવાબદારી ઉપાડી લીધી. નાનકડા એરિકને સવારે ઉઠાડી, તેને નવરાવી, ધોવરાવી, નાસ્તો કરાવી સ્કૂલે મૂકવા જતા, લેવા જતા. રાત્રે જમાડી, ભણાવી તેને ઊંઘાડી દેતા. ધીમે ધીમે એરિકે આંખોમાં રોશની વિના જ જીવતાં શીખી લીધું. એરિક હવે અંધ બાળકો માટેની સ્કૂલમાં ભણતો હતો. હવે તેણે ભણવામાં ધ્યાન પરોવ્યું. ભણતાંભણતાં તેણે રેસિંગ, સ્વિમિંગ, પર્વતારોહણ તથા સ્કીઈંગ પણ શીખવા માંડયું. પ્રજ્ઞાાચક્ષુ બાળકો માટે આ બધી પ્રવૃત્તિઓની પણ ખાસ પ્રકારની તાલીમ અપાતી હોય છે. એરિકને સહુથી વધુ મજા પર્વતારોહણમાં આવી. તેણે અંધ હોવા છતાં પહાડો પર ચઢવાનું કૌશલ્ય શીખી લીધું!

 

સ્કૂલમાં ભણી લીધા બાદ તે બોસ્ટન યુનિર્વિસટીમાં આગળનું ભણવા દાખલ થયો. અહીંથી તેણે સ્નાતકની ડિગ્રી હાંસલ કરી. ઉનાળાની રજાઓમાં એેણે પાર્ટ ટાઈમ નોકરી કરવા વિચાર્યું. કેટલીયે જગ્યાએ એણે અરજી કરી, પરંતુ તે અંધ હોઈ કોઈ તેને નોકરીમાં રાખવા માંગતું નહોતું. છેવટે તેણે એક હોટલમાં વાસણ ધોવાની નોકરી માટે અરજી કરી પરંતુ ઈન્ટરવ્યૂ વખતે જ તે અંધ હોવાની ખબર પડતાં તેને નોકરી આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો. એરિક કહે છેઃ  “એક તબક્કે મને લાગ્યું કે મારા માટે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે. અગર કોઈ મને તક આપવા માગતું હતું તો મારો અંધાપો મને નડતો હતો.”

 

પરંતુ એરિક નિરાશ ના થયો. એણે હવે ટીચિંગની વિશેષ તાલીમ લીધી. તાલીમ લીધા બાદ તે વિકલાંગ બાળકોને ભણાવવા લાગ્યો. એરિક શારીરિકરૂપે કમજોર બાળકોને મદદ કરવા લાગ્યો અને તેમનો જુસ્સો વધારવા લાગ્યો. હવે તેના મનમાં કાંઈક નવું કરી બતાવવાની ઈચ્છા જાગૃત થઈ. સ્કૂલના દિવસોમાં તેણે પહાડો પર ચઢવાની તાલીમ લીધી હતી. એણે મનોમન નક્કી કરી લીધું કે,  “હું ભલે અંધ છું, પરંતુ એક દિવસ આખી દુનિયાને બતાવી દઈશ કે એક અંધ માણસ પણ કાંઈક અસાધારણ કરી શકે છે.”

 

એરિકે વિશ્વના સહુથી ઊંચા શિખર એવરેસ્ટ પર ચડવા નિર્ણય જાહેર કર્યો ત્યારે ઘણાએ તેને તેવું દુઃસાહસ ના કરવા સમજાવ્યો. અમેરિકાના પીઢ પર્વતારોહકે પણ કહ્યું કે,  “એરિક અંધ છે તેથી માઉન્ટ એવરેસ્ટ ચઢવું તેના માટે શક્ય નથી.” બીજા અનેક શુભચિંતકોએ પણ એરિકને એવું જોખમ ના લેવા સલાહ આપી. પરંતુ એરિક માન્યો નહીં. એણે ફરી પર્વતારોહણની વિશેષ તાલીમ લીધી. અત્યંત પરિશ્રમ કર્યો. પર્વતારોહણની ઝીણામાં ઝીણી બાબતોનો એણે વ્યવહારિક અનુભવ લીધો અને એક દિવસ નીકળી પડયો એવરેસ્ટ ચઢવા.

 

એરિક હિમાલયની તળેટીમાં આવ્યો. જરૂરી બધો જ સામાન એણે લઈ લીધો. પ્રજ્ઞાાચક્ષુ હોવાથી અનેક લોકો તેની સામે જોઈ રહ્યા. ઘણાને સંદેહ પણ થયો કે એેરિક પાછો આવશે કે કેમ ? પરંતુ એરિકે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ શરૂ કરી. તે આગળ ને આગળ ચઢતો ગયો. ર્બિફલી હવા અને બેરહમ મૌસમ સામે ઝઝૂમતો રહ્યો, તે ડર્યા વગર આગળને આગળ વધતો રહ્યો. તેને સહુથી વધુ તકલીફ આંખોમાં થતી હતી. આંખોમાં કોઈ ચંૂટીઓ ખણતું હોય તેવી પીડા થતી હતી પરંતુ તે અટક્યો નહીં અને તા. ૨૫મીએ ૨૦૦૧ના રોજ એણે એક નવો જ વિશ્વવિક્રમ સ્થાપી લીધો. એરિક માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયો અને એવરેસ્ટની ટોચ પર પહોંચનારો વિશ્વનો સહુ પ્રથમ નેત્રહીન પર્વતારોહક બની ગયો.

 

એરિક ખૂબ જ આનંદ સાથે એવરેસ્ટ પરથી નીચે આવ્યો. તે પછી સપ્ટેમ્બર ૨૦૦૨માં દુનિયાના સાત મહાદ્વીપની સહુથી વધુ ઊંચાઈ ધરાવતી પહાડીઓની ટોચ પર ચડવાનો પણ તેણે રેકોર્ડ બનાવ્યો. દુનિયાનો એક પણ એવો ઊંચો પર્વત નથી જેની ઉપર એરિક ચડયો ના હોય. તે પર્વતોના ઊંચા શિખરો પર જ પહોંચ્યો.

 

એરિકના આ વર્લ્ડ રેકોર્ડથી પ્રભાવિત અમેરિકાના પ્રતિષ્ઠિત  “ટાઈમ”મેગેઝિને એરિકની તસવીર સાથે કવરપેજ સ્ટોરી પ્રગટ કરી. તે પછી એરિકે પોતાના પર્વતારોહણના અનુભવો અને જીવન વિશે પણ કેટલાંયે પુસ્તકો લખ્યા. તે પૈકી તેમણે લખેલું પુસ્તકઃ” ટચ ધી ટોપ ઓફ ધી વર્લ્ડ” સહુથી વધુ મશહૂર છે.

 

એરિક વિહેનમેયર હવે એક સેલિબ્રિટી પણ છે. તેઓ અચ્છા વક્તા પણ છે. લોકો તેમનાં પ્રેરક પ્રવચનો સાંભળવા બેતાબ રહે છે. એરિક વ્હેન મેયરને પોતાની જિંદગી અંગે કોઈ ફરિયાદ નથી. તેઓ કહે છેઃ  “અગર મારી આંખોમાં રોશની હોત તો ચોક્કસપણે મારું જીવન સહજ હોત, પણ એ વખતે મને એેટલો સંતોષ ના હોત, જેટલો આજે હું ‘મહેસૂસ કરું છું.”

 

એરિક વિહેનમેયરની વાત સાવ સાચી છે. તેઓ જન્મ પછી અંધ બની ગયા ના હોત તો તેમને નવો રસ્તો શોધવાની ઈચ્છા જ થઈ ના હોત અને માઉન્ટ એવરેસ્ટ ચડવાનો વિચાર જ આવ્યો ના હોત. તેમનું જીવન બીજા અનેક સામાન્ય લોકો જેવું જ હોત. એરિકની વાત સાચી છે કે ઈશ્વર એક રસ્તો બંધ કરી દે છે તો બીજા અનેક રસ્તા ખોલી પણ આપે છે.

 

 

સાભાર : દેવેન્દ્ર પટેલ

બ્લોગ લીંક :  www.devendrapatel.in

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

કપાળ પર તિલક કેમ લગાડવામાં આવે છે ? …

કપાળ પર તિલક કેમ લગાડવામાં આવે છે ? …

 

 

tilak

 

 

“ટીલું, ટોપી અને ટૂંટિયું ત્રણેય હારે (સાથે) આવ્યું ને હારે (સાથે) જ જાશે.” એવી લોકોક્ત‍િ લોકહોઠે દોઢ-બે સૈકા પહેલાં ચર્ચાતી ! જોકે આ ત્રણેય ચીજ એ સમયે લોકોને માટે સાવ નવતર જેવી હતી.

 

 

tilak.1

 

 

તિલક સૌભાગ્યનું પ્રતીક પણ છે. વિવાહ ઉપરાંત સ્ત્રી પોતાનું જીવન પતિને સમર્પિત કરે છે એટલા માટે તે પતિના નામનું તિલક (બિંદી) કરે છે. જયારે પતિનું અવસાન થાય છે ત્યારે તિલક દૂર કરવામાં આવે છે.

તિલકાની બદલે તિલક શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે, સામાન્ય હિન્દી ભાષામાં શબ્દના અંતમાં આવેલો “a”નો હંમેશાં ઉચ્ચાર થતો નથી, છતાં તે મોટા ભાગે એ પ્રમાણે લખાય છે.

 

નેપાળ, બિહાર અને અન્ય ક્ષેત્રોમાં, તિલકને tikā /ટિકા (टिका [ʈɪkaː]), પણ કહેવામાં આવે છે, અને તે અબીર , લાલા પાઉડર, દહીં, અને ચોખાના અનાજનું મિશ્રણ હોય છે. સૌથી સામાન્ય ટિકો, લાલ પાઉડરથી અંગૂઠા વડે ઉપરની બાજુએ એક જ નિશાન દ્વારા લાગુ કરવામાં આવે છે.

 

 

tilak.2

 

 

તિલકનો ઇતિહાસ અને તેને ક્રમિક વિકાસ :

 

તિલક એક નિશાની છે, જે કપાળની ઉપર પાઉડરના નિશાન અથવા લૂગદી વડે બનાવવામાં આવે છે. પ્રસંગોપાત્ત તેને કપાળના મોટા ભાગમાં ઊભું અને આડું વિસ્તારિત કરવામાં આવે છે અને તે ઘણી વખત નાકને પણ આવરી લઈ શકે છે. વૈષ્ણવો અથવા ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો, મુખ્યત્વે ભગવાન કૃષ્ણના અનુયાયીઓ, જે તિલક કરે છે તે તરત નજરે પડતું અને વિસ્તૃત રૂપે જોવા મળે છે.

 

આ તિલક વાળની નીચેથી એક લાંબી રેખા શરૂ થઈને છેક નાકની શરૂઆત સુધી ખેંચવામાં આવે છે. તે મધ્યમાં અંતઃખંડિત કરીને Uમાં વિસ્તારવામાં આવે છે. મંદિરો પર પણ તેની બે નિશાનીઓ આંકેલી હોઈ શકે છે. આ તિલક પરંપરાગત રીતે સુખડના લાકડાની લૂગદીમાંથી કરવામાં આવે છે, સુખડના લાકડાની શુદ્ધતા અને ઠંડકની પ્રકૃતિ માટે હિન્દુ ગ્રંથોમાં તેની સ્તુતિ કરવામાં આવી છે.

 

અન્ય તિલકની મુખ્ય ભિન્નતા, મોટા ભાગે ભગવાન શિવના અને દેવી શક્તિનાં વિવિધ સ્વરૂપોના અનુયાયીઓ દ્વારા કરવામાં આવે છે તે છે. આ તિલકમાં કપાળમાં ત્રણ આડી રેખાઓ અને મધ્યમાં એક ઊભી રેખા અથવા વર્તુળ જોવા મળે છે. પરંપરાગત રીતે ભગવાન શિવ અને દેવી શક્તિને રીઝવવા માટે કરવામાં આવતા યજ્ઞોમાં વાપરવામાં આવતા લાકડાની ભસ્મ અથવા રાખમાંથી આ તિલક કરવામાં આવે છે. તિલકની બે મુખ્ય ભિન્નતાઓમાંથી આ અન્ય કરતાં વધુ પ્રાચીન છે અને સમગ્ર દુનિયામાં ધારણ કરવામાં આવતાં ચિહ્નોમાંથી તેમાં ઘણી બાબતો મળતી આવે છે. દેવી શક્તિના ઘણા પૂજકો કપાળની ઉપર કંકુથી ચતુર્ભુજ જેવું નિશાન કરશે, ખાસ કરીને દક્ષિણ ભારતીયો અથવા દક્ષિણ ભારતીયોના વંશજો.

હવેના સમયમાં, ઘણા હિન્દુઓ દરરોજ તિલક કરતાં નથી. મહિલાઓ તેને જૂની પરંપરા ગણે છે જે તેમના પશ્ચિમી ઢબનાં કપડાં સાથે અનુરૂપ લાગતી નથી, પણ ઘણી મહિલાઓ બિંદી કરે છે. મોટા ભાગે તિલક ધાર્મિક પ્રસંગોમાં અને મંગલકારી દિવસોમાં (જન્મદિવસો, લગ્નો, વગેરે) અથવા લગ્ન બાદ કરવામાં આવે છે.

પૂજા અને ભક્તિનુ એક મુખ્ય અંગ છે તિલક. ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચના, સંસ્કાર વિધિ, શુભ કાર્યો, યાત્રા ગમન, મંગલકાર્યની શરૂઆતમાં કપાળ પર તિલક લગાવીને તેને અક્ષત(ચોખા)થી સુશોભિત કરવામાં આવે છે.

યુપીમાં આજે પણ આરતીની સાથે આદર, સત્કાર-સ્વાગત કરવા માટે તિલક લગાવવામાં આવે છે.

તિલક કપાળ પર બંને આઈબ્રોની વચ્ચે નાસિકા(નાક)ની ઉપર પ્રારંભિક સ્થળ પર લગાવવામાં આવે છે. જે અમારા ચિંતન-મનનનું સ્થન છે. આ ચેતન-અવચેતન અવસ્થામાં પણ જાગૃત અને સક્રિય રહે છે. જેને આજ્ઞા ચક્ર પણ કહેવામાં આવે છે.

આ ચક્રના જમણી બાજુ અંજિમા નાડી અને ડાબી બાજુ વર્ણ નાડી છે.

આ બંનેના સંગમ બિંદુ પર સ્થિત ચક્રને નિર્મલ, વિવેકશેલ, ઉર્જાવાન, જાગૃત રાખવાની સાથે જ તણાવમુક્ત રાખવા માટે તિલક લગાવવામાં આવે છે.

આ બિંદુ પર જો સૌભાગ્યસૂચક દ્રવ્ય જેવુ કે કેશર, કુમકુમ વગેરેનુ તિલક લગાવવાથી સાત્વિક અને તજપૂર્ણ થઈને આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થાય છે. મનમાં નિર્મલતા, શાંતિ અને સંયમમાં વધારો થાય છે.

 

તિલક કેમ આવશ્યક છે…?

 

આપણું મસ્તિષ્ક એક અનોખું યંત્ર છે. આની તુલના આપણે સંગણક (કમ્પ્યૂટર) સાથે કરી શકીએ છીએ. ૧૦૦ અબજ સૂચનાઓ આ સંગણકમાં એક સાથે ભેગી થઈ શકે છે. આવું સંગણક બનાવવાનો પ્રયાસ અમેરિકાના વૈજ્ઞાનિકોએ કર્યો હતો. આના માટે ૨૭ માળની પ્રયોગશાળા બનાવી પડી હતી. ઘણી બધી યંત્ર સામગ્રી ઉપયોગમાં લેવાય હતી. સૈકડો જાણકાર વ્યક્તિઓને આ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.   આપણું મસ્તિષ્ક એક એવું સંગણક છે કે જે કોઈ પણ પ્રકારના સંશય વગર ચાલે છે. એક પ્રસુપ્ત શક્તિ આ સંગણકને ચલાવે છે. આ શક્તિને આપણે “સરસ્વતી” કહીએ છીએ. દેવી સરસ્વતીની કૃપાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને આપણે માનીએ છીએ કે દેવી સરસ્વતીનું નિવાસ આપણા મસ્તિષ્કમાં છે.   આપણે ભગવાનની ચંદન આદિથી પૂજા કરીએ છીએ. એજ પ્રકારે આપણા મસ્તિષ્કમાં સ્થિત દેવીનું આપણે ચંદનનું તિલક લગાવીને પૂજન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે – “હે ભગવતી સરસ્વતી ! મારા મનના અજ્ઞાન જેવાં અંધકારને દૂર કરી મને જ્ઞાનનો પ્રકાશ પ્રદાન કરો જેથી સંપૂર્ણ જગતને હું પ્રકાશમાન કરી શકું”   “चंदन है इस देश की माटी” આ ગીત તો તમે જાણતા જ હશો. આપણે જે ચંદન આપણા મસ્તિષ્ક પર લગાવીએ છીએ, તે આપણા પવિત્ર તીર્થસ્થાનોની માટી હોય છે. આ માટી મસ્તિષ્ક પર લગાવી આપણે આપણા દેશ પ્રતિ આદર ભાવ પ્રકટ કરીએ છીએ. આ સંસારમાં કદાચ એવી કોઈ વ્યક્તિ નથી જેને પોતાના દેશ પ્રતિ આદર નહીં હોય. જો આપણને આપણા દેશ પ્રતિ પ્રેમ હોય તો ચંદન લગાવી આ પ્રેમને અવશ્ય વ્યક્ત કરવો જોઇએ.  

તિલક લગાવવાનું એક બીજું પણ મહત્વપૂર્ણ કારણ છે – આપણી બે ભૃકુટિ (ભમ્મર) ની મધ્યમાં આજ્ઞાકેન્દ્ર હોય છે. આપણે દિવસભરમાં કઈ પણ કાર્ય-કલાપ કરીએ છીએ એનો પૂરો ભાર આ આજ્ઞાકેન્દ્ર પર હોય છે. ચંદન શાંતિ પ્રદાન કરવા વાળી એક પ્રભાવી ઔષધિ છે. મસ્તિષ્ક પર ચંદન લગાવવાથી એ કેન્દ્ર હંમેશા શાંત રહે છે અને કાર્યક્ષમ રહે છે. તેથી આપણે નિત્ય સવારે ચંદનનું તિલક લગાવવું જોઇએ.   એક બીજી ધારણા પ્રમાણે આપણા શરીરમાં આધ્યાત્મિક ગરમી (ઉર્જા) નો સતત પ્રવાહ ચાલતો રહે છે અને એ ગરમીથી લલાટ (કપાળ) નો ભાગ ગરમ થાય છે. વાસ્તવમાં આ વધતી ગરમી શરીરની અંદર અનેક પ્રકારના કષ્ટ ઉત્પન્ન કરી શકે છે. આ ગરમીનું શમન કરવા માટે પણ ચંદન આદિનું તિલક લગાવવામાં આવે છે. એવી માન્યતા છે કે બે ભમ્મરની મધ્યમાં જ્યાં તિલક લગાવવામાં આવે છે ત્યાં ત્રીજું નેત્ર સ્થિત હોય છે. એની આસપાસના ક્ષેત્રમાં બે પ્રકારના તરંગ-ચક્ર વિદ્યમાન હોય છે, જેમાં એક ધનાત્મક અને બીજું ઋણાત્મક ચક્ર હોય છે. આ તરંગોનું જાળ નાકથી કપાળ સુધી હોય છે. જ્યારે આ તરંગમધ્યમાં ઉર્જાની ધારા વહે છે ત્યારે આ પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય છે. ચંદનનું તિલક શરીરમાં વધતી આ ગરમીને શાંત કરે છે.   તમે જોયું હશે કે ઘણા લોકો મસ્તિષ્ક ઉપરાંત હાથ ઉપર તથા છાતી ઉપર પણ ચંદનનો લેપ કે તિલક લગાવે છે.   ચંદન ઉપરાંત આપણે કેસર તથા હળદરનું પણ તિલક લગાવી શકાય છે. આનાથી પણ શરીરના વિભિન્ન અંગોની ગરમી શાંત થાય છે અને એનો પ્રભાવ ગુણકારી હોય છે.  

તિલક, ત્રિપુંડ, ટીકો, ચાંદલો વગેરેનો સીધો સંબંધ મસ્તિષ્ક સાથે હોય છે. કપાળ પર બે ભમ્મરની વચ્ચે આવેલા આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણું મન પૂર્ણ શક્તિથી સંપન્ન થાય છે. આજ્ઞાચક્ર જ “દિવ્ય નેત્ર” છે. તિલક લગાવવાથી આ દિવ્ય નેત્ર જાગૃત થાય છે.   આ ઉપરાંત તિલક સમ્માન સૂચક પણ છે. તિલક લગાવવાથી ધાર્મિકતાનો આભાસ પણ થાય છે.
 

સાભાર : (“संस्कार-ज्योति” અને “आखिर क्यों?” પુસ્તક માંથી) લેખક – સંજય માલપાણી તથા લલિત ભટ્ટ .

 

કપાળમાં ચંદનના તિલકનું કેમ વધુ મહત્વ : 

 

હંમેશા ઉત્તેજનામાં આપણા કાર્યો બગડી જાય છે. ચંદન લગાડવાથી ઉત્તેજના કાબુમાં આવે.

 

આપણે ત્યાં વડીલો દ્વારા જ જુદી-જુદી પરંપરાઓ બનાવવામાં આવે છે. જે આજે અનેક રીતે વૈજ્ઞાનિક રીતે પણ યોગ્ય પુરવાર થતી હોય છે. એવી જ એક પરંપરામાંથી એક પરંપરા છે તિલક લગાવવાની. પૂજનમાં તિલકનું ખૂબ મહત્વ છે. પૂજા સિવાય પણ રોજ તિલક કરવું આપણા માટે લાભદાયક છે. આવો જાણીએ, કેવી રીતે ?

 

સ્નાન બાદ દેવી-દેવતાઓની પ્રતિમાને ચંદન સમર્પિત કરવામાં આવે છે. પૂજા કરનાર પણ પોતાના મસ્તક પર ચંદનનું તિલક લગાવે છે. ચંદન સુગંધિત હોય છે અને તે શીતળતા બક્ષનારું હોય છે. ભગવાનને ચંદન અર્પણ કરવાનો ભાવ એ હોય છે કે, અમારું જીવન પણ ચંદનની જેમ આપની કૃપાથી સુગંધિત અને શીતળતા આપનારું બને.

 

હંમેશા ઉત્તેજનામાં આપણા કાર્યો બગડી જાય છે. ચંદન લગાડવાથી ઉત્તેજના કાબુમાં આવે છે. સ્ત્રીઓએ મસ્તક પર કસ્તૂરીનું તિલક કે બિંદી લગાવવી જોઇએ. ગણેશજી, હનુમાનજી, માતાજી કે અન્ય મૂર્તિઓમાંથી સિંદૂર કાઢીને કપાળ પર ન લગાવવું જોઇએ. સિંદૂર ઉષ્ણ હોય છે. ચંદનને નાના ચાલ્લાના સ્વરૂપમાં બે ભ્રમરોની વચ્ચે લગાવવામાં આવે છે.

 

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદનનું તિલક લગાવવાથી મગજ શાંત રહે છે. સાથે-સાથે તરવરાટ અને શીતળતા જળવાઇ રહે છે, મસ્તિષ્કમાં સેરાટોનિન અને બીટાએંડોરફિન નામના રસાયણોનું સંતુલન થાય છે. યાદશક્તિ વધે છે અને માનસિક થાક દૂર થાય છે.

 

 

tilak.3
 

 

વિદાય સમયે તિલક કેમ કરવામાં આવે છે ?  …

 

વિદાય સમયે તિલક કેમ કરવામાં આવે છે ?  હિંદુ ધર્મમાં કોઇપણ પ્રકારનું પૂજન કરતી વખતે મસ્તક પર તિલક લગાડવું જરૂરી માનવામાં આવે છે.  માનવામાં આવે છે કે તિલક વગર પૂજાનું પુરૂ ફળ મળતું નથી. પરંતુ માત્ર પૂજનના સમયે તિલક કરવામાં આવે છે તેવું નથી તિલક તો આપણી ભારતીય સંસ્કૃતિનુ અભિન્ન અંગ છે. આ માટે આપણા ત્યાં જ્યારે કોઇનું સ્વાગત કરવામાં આવે છે, લગ્ન- વિવાહમાં કોઇપણ રિવાજ નિભાવવામાં આવે છે અથવા કોઇની પણ વિદાય કરવામાં આવે તો અને મહેમાનોને પણ તિલક લગાડીને જ વિદાય કરવામાં આવે છે.  પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે કે જે આ જાણતા હશે કે વિદાય વખતે તિલક કેમ કરવામાં આવે છે ?  ખરી રીતે તો તિલક એ આપણી સભ્યતામાં સમ્માનનું પ્રતીક માનવામાં આવે છે. આના સિવાય આને વિજયનું પ્રતીક માનવામાં આવે છે.આ માટે પ્રાચીન સમયમાં જ્યારે કોઇ યુદ્ધ માટે જતા તો તેને તિલક લગાડીને વિદાય આપવામાં આવતી.  આની પાછળ તે જ્યારે પાછો ફરે તો તે વિજય મેળવીને પરત ફરે તે છે.  આવામાં તિલક કરવાથી સકારાત્મક ભાવના કે દુવાઓ વિદાય લેનારાની સાથે રહે છે અને તેને પોતાના લક્ષ્ય સુધી પહોચાડવા મદદ કરે છે.  આ સાથે તિલક લગાડવાથી એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે કારણકે તિલક લગાડવાથી આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. આ સાથે મસ્તિષ્કને શીતળતા પણ મળે છે.  આગળ વાંચો સિંદૂર તિલક રૂપે કેમ ન લાગાવવું જોઈએ,….

આવું તિલક તમને અપાર ધનલાભ અને સમૃદ્ધિ અપાવે છે દુનિયામાં એવું કોઇ સુખ નહી હોય કે જે ભગવાન ગણેશ પોતાના ભક્તોને આપતા ના હોય.  શ્રી ગણેશ બુદ્ઘિ, જ્ઞાન અને વિવેકની સાથે-સાથે ધન લાભ પણ આપે છે.  ઘણા તંત્ર પ્રયોગોમાં પણ શ્રી ગણેશના વિભિન્ન સ્વરૂપોને પૂજવામાં આવે છે. આંકડાના છોડમાં ભગવાન ગણેશનો વાસ માનવામાં આવે છે અને તેના જડમુળ પણ બહુ જ શુભ ફળ આપનારા માનવામાં આવે છે.  ખાસ કરીને ધન લાભની દ્રષ્ટિએ તો તે બહુ જ પ્રભાવી માનવામાં આવે છે.આના માધ્યમથી ધન લાભના ઉપાય આ પ્રકારે છે.  ઉપાય એવી માન્યતા છે કે આંકડો એ ભગવાન ગણેશ નું જ રૂપ છે.આની જડ બહુ જ ચમત્કારિક માનવામાં આવે છે.  ધન લાભ માટે આંકડાના જડમુળને બાળી નાખો અને તેની ભસ્મ(રાખ) બનાવી લો.  આંકડાની આ ભસ્મથી દરેક સભ્યને તિલક કરો.  એવું માનવામાં આવે છે કે આંકડાની આ ભસ્મ ઘર-પરિવારમાં અપાર ધનલાભ આપે છે.  જ્યારે પણ તમે આર્થિક તંગીથી અતિ પરેશાન હોવ ત્યારે આ ભસ્મનું તિલક લગાડો.આ ભસ્મ સુખ-સમૃદ્ધિ આપે છે, જેનાથી જીવનમાં અસુરક્ષાનો ભાવ મટે છે અને ઇશ્વરમાં આસ્થા વધે છે.  સાથે તમારા દરેક કામ થવા લાગે છે. આગળની સ્લાઈડ્સમાં જાણો તિલક વિશેની તમામ જાણકારી કે કેટલા પ્રકારના હોય છે તિલક અને સાધુઓ કયા પ્રકારના તિલકથી ઓળખાય છે…

 

જાણો, કેમ સિંદુરને તિલક રૂપે ના લગાડવું જોઇએ ?   પૂજાના સમયે તિલક લગાડવાનું વિશેષ મહત્વ છે અને ભગવાનને સ્નાન કર્યા બાદ તેમને ચંદનનું તિલક લગાડવું જોઇએ.  પૂજન કરવાવાળા પણ પોતાના મસ્તક પર ચંદનનું તિલક લગાડે છે.ચંદન સુગંધીત હોય છે અને તેના ગુણ શીતળતા આપનારાં હોય છે. ભગવાનને ચંદન અર્પણ કરવાનો ભાવ એ છે કે આપની કૃપાથી સુગંધથી ભરી જાય છે અને આપણો વ્યવહાર શીતળ રહે છે એટલે કે આપણે શાંત ચિત્તે કામ કરી શકીએ છીએ.  ઘણીવાર ઉત્તેજનામાં કામ બગડી જાય છે.   ચંદન લગાડવાથી ઉત્તેજના કાબુમાં આવી જાય છે.  સ્ત્રીઓ માથા પર કસ્તુરીનું તિલક કે બિંદી લગાડવી જોઇએ.  ગણેશજી, હનુમાનજી, માતાજી અને અન્ય મુર્તિઓથી સિંદુર નીકાળી લગાડવું ના જોઇએ.   સિંદુર ઉષ્ણ હોય છે.  ચંદનનું તિલક લલાટ પર કે નાના ચાંલ્લા રૂપે બન્ને આઇબ્રોની મધ્યમાં લગાડી શકાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદનનું તિલક લગાવવાથી મગજ શાંત, તરાવટ અને શીતળતા બની રહે છે. મસ્તિષ્કમાં સેરાટોટિન તેમજ બીટાએડોરફિન નામક રસાયણોથી સંતુલન હોય છે.  મેઘાશક્તિ વધે છે તથા માનસિક થાક વિકાર નથી થાતો.  આગળ વાંચો કેટલા પ્રકારના હોય છે તિલક…અને સાધુઓ કેટલા પ્રકારના તિલક લગાવે છે….

હિન્દુ ધર્મમાં તિલક અથવા તિલકા ને કપાળ પર અને શરીરના અન્ય ભાગો પર કરવામાં આવે છે.

વિવિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરવામાં આવે છે અથવા માત્ર વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે. માન્યતા માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે.  આથી આ પૂજન પછી બુદ્ધિના નિવાસ-સ્થાન મસ્તકનું પૂજન કરવામાં આવે છે કેમ કે પહેલાં સાઘ્ય એટલે ઈશ્વર-પૂજન અને ત્યાર પછી સાધન એટલે બુદ્ધિનું પૂજન. એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં, પૂજન-અર્ચનમાં મસ્તક પર તિલક અથવા ટીલું કરવામાં આવે છે. બહેન દ્વારા ભાઈના કપાળે તિલક કરવામાં આવે છે. એનું વિશેષ મહત્ત્વ છે. ભાઈને આ તિલક ‘ત્રિલોચન’ બનાવે છે અને ત્રીજી આંખમાં કામ-દહનની શકિત છે. જગતની સ્ત્રીજાતિ તરફ કામ-દૃષ્ટિથી ન જોતાં ભાવદૃષ્ટિથી, બહેનની ભાવનાથી જોવાનું હૃદયંગમ સૂચન તિલકમાં સમાયેલું છે.

 

tilak.4
 

 

તિલક હોય છે સાધુઓની ઓળખ, જાણો કેટલા પ્રકારના હોય છે તિલક:

 

હિન્દુ ધર્મમાં અનેક પરંપરાઓ પ્રચલિત છે. રોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાનનું વિધિ-વિધાનથી પૂજન કર્યા પછી તિલક લગાવવાનું હિન્દુ પરંપરા જ છે. તિલક પણ અલગ-અલગ વસ્તુઓ લગાવવામાં આવે છે. કોઈ ચંદનનું તિલક લગાવે છે તો કોઈ સિંદૂરનું. તે સિવાય પણ અનેક વસ્તુઓથી તિલક લગાવવામાં આવે છે.  તિલક લગાવવા પાચળનું માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક કારણ પણ નિહિત છે. જો એમ કહેવામાં આવે કે તિલક લગાવવું, હિન્દુ ધર્મ પરંપરાઓનું સૌથી અભિન્ન અંગ છે તો અતિશયોક્તિ નહીં કહેવાય.  તમને અત્યાર સધી માત્ર બે-ત્રણ પ્રકારના જ તિલગ લગાવતા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે સાધુઓમાં કેટલા પ્રકારના તિલક પ્રચલિત હોયછે. જો હિસાબ લગાવવામાં આવે તો ૮૦ ટકાથી વધુ પ્રકારના તિલક લગાવવામાં આવે છે.  સનાતન ધર્મમાં શૈવ, શાક્ત, વૈષ્ણવ અને અન્ય મતોના અલગ-અલગ તિલક હોયછે. હિન્દુ ધર્મમાં જેટલા સંતોનો મત છે, જેટલા પંથ છે, સંપ્રદાય છે તે બધાના પણ પોતાના અલગ-અલગ પ્રકારના તિલક હોય છે. આજે જાણો કેટલા પ્રકારના હોય છે તિલક….

 

વિવિધ સંપ્રદાય પ્રમાણે કેટલાક પ્રકારના તિલક હોય છે….

 

 

tilak.5

 

 

૧]  શૈવ- શૈવ પરંપરામાં લલાટ ઉપર ચંદનની આડી રેખા કે ત્રિપુંડ લગાવવામાં આવે છે. અમૂમન મોટાભાગે શૈવ સાધુઓ આ પ્રકારનું તિલક લગાવે છે. ત્રિપુંડ તિલક ભગવાન શિવના શૃંગારનો હિસ્સો છે, આ પ્રકારે મોટાભાગના શૈવ સન્યાસી ત્રિપુંડ જ લગાવે છે. શૈવ સંપ્રદાયમાં જેટલા પંથ બદલી જાય છે, જેમ અઘોરી, કાપાલિક, તાંત્રિક તો તેમના તિલક લગાવાવની શૈલી પોતાના પંથ અને મત પ્રમાણે બદલાઈ જાય છે. શાક્ત અને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા લગાવવામાં આવે છે તિલકો વિશે જાણવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરો….

 

tilak.6

 

 

૨]  શાક્તઃ-  શક્તિના આરાધક તિલકની શૈલીથી વધુ તત્વ ઉપર ધ્યાન આપે છે.  તેઓ ચંદન અને કંકુને બદલે સિંદૂરનું તિલક લગાવે છે.  સિંદૂર ઉગ્રતાનું પ્રતીક છે. તે સાધકની શક્તિ અને તેજ વધારવામાં સહાયક માનવામાં આવે છે.  મોટાભાગના શાક્ત આરાધક કામાખ્ય દેવીના સિદ્ધ સિંદૂરનો ઉપયોગ કરે છે.  

૩]  વૈષ્ણવઃ- વૈષ્ણવોમાં તિલકના સૌથી વધુ પ્રકાર જોવા મળે છે. વૈષ્ણવ પંથ રામ માર્ગી અને કૃષ્ણ માર્ગી પરંપરામાં વહેંચાયેલ છે. તેમના પણ પોત-પોતાના મત, મઠ અને ગુરુ છે, જેમની પરંપરામાં વૈષ્ણવ તિલકમાં તેટલા પ્રકાર છે. વૈષ્ણવ પરંપરામાં ચૌસઠ પ્રકારના તિલક બતાવ્યા છે. તેમાંથી  કેટલાક પ્રમુખ તિલકો વિશે અમે તમને જાણકારી આપી રહ્યા છીએ. વૈષ્ણવ પરંપરાની અંતર્ગત લગાવવામાં આવતાતિલકો વિશે જાણવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરો….

 

 

 
tilak.7

 

 

૪]  લાલશ્રી તિલકઃ-  તેમાં આસપાસ ચંદનની અને વચ્ચે કંકુ કે હળદરની ઊભી રેખા બનેલી હોય છે.

૫]  વિષ્ણુસ્વામી તિલકઃ-  આ તિલક માથા ઉપર બે પહોંળી રેખાઓથી બને છે.  આ તિલક સાંકડુ હોય છે તથા ભમરની વચ્ચે આવે છે.

૬] રામાનંદ તિલકઃ-  વિષ્ણુસ્વામી તિલકની વચ્ચે કંકુથી બનેલ ઊભી રેખાઓ આપવાથી રામાનંદી તિલક બને છે.  

૭]  શ્યામશ્રી તિલકઃ-  તેને કૃષ્ણ ઉપાસક વૈષ્ણવ લગાવે છે.  તેમાં આસપાસ ગોપીચંદનની તથા વચ્ચે કાળા રંગની મોટી ઊભી રેખા હોય છે.

૮] અન્ય તિલકઃ-  અન્ય પ્રકારના તિલકમાં ગણપતિ આરાધક, સૂર્ય આરાધક, તાંત્રિક, કાપાલિક, વગેરે અન્ય તિલક હોય છે. તેની પોતાની ઉપશાખાઓ હોય છે.  જેમાંથી પોતાની રીત ને પરંપરાઓ છે.  કોઈ સાધુ અને સન્યાસીઓ ભસ્મ પણ તિલક લગાવે છે.

 

પંથ આધારિત તિલક :

 

વિવિધ હિન્દુ પરંપરાઓ તિલક કરવા માટે વિવિધ વસ્તુઓ અને આકારોનો ઉપયોગ કરે છે.

 

 

  • સૈવિતેઓ લાક્ષણિકપણે સમગ્ર કપાળ પર ત્રણ આડી રેખાઓ ભસ્મથી બનાવે છે. વિભૂતિની સાથે મોટા ભાગે મધ્યમાં કંકુની સાથે સુખડના લાકડાની લૂગદીનું ટપકું કરવામાં આવે છે. (ત્રિપુંડ્ર).

 

  • વૈષ્ણવો તિલક માટે પવિત્ર નદી અથવા સ્થળની માટી (જેમ કે વૃંદાવન અથવા યમુના નદી)નો ઉપયોગ કરે છે, જેમાં ઘણી વખત સુખડનું લાકડું ભેળવવામાં આવે છે. તેઓ બે લંબરૂપ રેખાના આકારમાં લૂગદી લગાવે છે, જે નીચેના ભાગમાં એકબીજા સાથે જોડાઈ શકે છે, તેનાથી કાં તો U આકાર બનાવે છે અથવા તુલસી પાદડાનો એક વધારાનો આકાર બનાવે છે.  તેમનું તિલક ઊર્ધ્વપુન્ડ્ર તિલક કહેવાય છે.

 

  • ગણપત્ય લાલ સુખડની લૂગદીનો ઉપોયગ કરે છે (રક્ત ચંદન).

 

 • શાક્તો કંકુ  અથવા લાલ હળદરના પાઉડરનો ઉપયોગ કરે છે.  તેઓ એક લંબરૂપ રેખા અથવા બિંદુનો ઉપયોગ કરે છે.  તેઓ એક ઊભી રેખા અથવા બિંદુ દોરે છે.

 

 • સન્માનદર્શક તિલકો (રાજ તિલક અને વીર તિલક): સામાન્ય રીતે તેમાં એક લંબરૂપ લાલ રેખા કરવામાં આવે છે. રાજ તિલકનો ઉપયોગ જ્યારે રાજાને ગાદી પર બેસાડવામાં આવે છે અથવા મહત્ત્વની વ્યક્તિને આમંત્રણ આપવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે.  યુદ્ધ અથવા રમત બાદ વિજેતાઓ અથવા નેતાઓને અભિકૃત કરવા માટે વીર તિલકનો ઉપયોગ કરવામાં આવે છે.

 

 • સ્વામિનારાયણ તિલક: તે કપાળની મધ્યમાં U- આકારનું તિલક હોય છે.  U આકારની મધ્યમાં લાલ રંગની બિંદી હોય છે (જે ચાંદલા તરીકે જાણીતી છે).

 

 

જ્ઞાતિ આધારિત તિલક :

 

હિન્દુ જ્ઞાતિ આધારિત વ્યવસ્થા અને વૈદિક ગ્રંથો અનુસાર તિલક ૪ પ્રકારના હોય છે

 

૧]  બ્રાહ્મણ તિલક – ઊર્ધ્વપુંડ્ર :
કપાળની ઉપર બે લંબરૂપ રેખાઓ બનાવવી (હવેના સમયમાં તે મોટા ભાગે U આકારનું તિલક બની ગયું છે), U આકારનો તિલક .

 

૨]  ક્ષત્રિય તિલક- ત્રિપુંડ્ર :
કપાળની ઉપર લંબરૂપ રેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની – ત્રણ કમાનો.

 

૩]  વૈશ્ય તિલક – અર્ધચંદ્ર :
અર્ધ વર્તુળ સાથે મધ્યમાં બિંદી અથવા ગોળાકાર નિશાન – અર્ધ ચંદ્ર તિલક

 

૪]  શૂદ્ર તિલક – પર્તાલ :
કપાળની ઉપર મોટું વર્તુળાકાર નિશાન

 

 
તિલકના પ્રકારો :

તિલકના ઓગણીસ પ્રકારો છે.
૧]  વિજયશ્રી :
સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્ર સાથે મધ્યમાં સફેદ રેખા. જયપુરના સ્વામી બાલઆનંદે આ તિલકની શોધ કરી હતી.

 

૨]  બેન્દી તિલક :
સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્ર ની સાથે મધ્યમાં એક ગોળ નિશાન. જેની શોધ બડાસ્થાન અયોધ્યાના સ્વામી રામપ્રસાદ આચાર્ય દ્વારા કરવામાં આવી હતી.

 

૩]  ચતુર્ભુજી તિલક :

સફેદ તિલક ઊર્ધ્વપુન્ડ્રની સાથે ઉપરનો ભાગ વિરુદ્ધ દિશામાં 90 અંશના ખૂણે આવેલો હોય છે. તેની મધ્યમાં શ્રી હોતું નથી. તેની શોધ બિહારના નારાયણદાસજી દ્વારા કરવામાં આવી હતી. સ્વર્ગ દ્વાર અયોધ્યાના તપસ્વીઓ તેનું અનુસરણ કરે છે.

 

અન્ય તિલકો :

તેમાં ૧૨  શ્રી તિલકોનો સમાવેશ થાય છે.

 

૧]  રેવાસા ગાડ્ડીનુ શ્રી તિલક

૨]  રામચંદ્રદાસ તિલક

૩]  શ્રીજીવરમનું તિલક

૪]  શ્રી જનકરાજ કિશોરી શરણ અલીજીનું તિલક

૫]  શ્રી રૂપકલાજીનું તિલક

૬]  રૂપસારસજીનું તિલક

૭]  રામસાખીજીનું તિલક

૮]  કામનેન્દુ મણિનું તિલક

૯]  કરુણસિંધુજીનું તિલક

૧૦]  સ્વામિનારાયણ તિલક

૧૧]  નિમ્બાર્કનું તિલક

૧૨]  માધવનું તિલક

 

તિલક અને બિંદી શબ્દો એક બીજાની પર કેટલેક અંશે છવાયેલા છે, પણ તેઓ એકબીજાના સમાનાર્થી નથી.  તેમની વચ્ચેના કેટલાક તફાવતો :

 

 • તિલક હંમેશાં લૂગદી અથવા પાઉડરથી સાથે લગાવવામાં આવે છે, જ્યારે બિંદી લૂગદી, સ્ટીકર અથવા જ્વેલરી પણ હોઈ શકે છે.
 • તિલકબંને લિંગની વ્યક્તિઓને કરી શકાય છે, જ્યારે બિંદી માત્ર મહિલાઓ જ કરે છે.
 • તિલકસામાન્ય રીતે ધાર્મિક અથવા આધ્યાત્મિક કારણસર કરવામાં આવે છે અથવા મહત્ત્વની વ્યક્તિ, ઘટના અથવા જીતના સન્માનમાં કરવામાં આવે છે. બિંદી લગ્નનું સૂચક છે અથવા તેનો પયોગ શોભાના હેતુ માટે કરવામાં આવે છે.
 • બિંદીમાત્ર આંખોની વચ્ચે કરવામાં આવે છે, જ્યારે તિલક ચહેરા અથવા શરીરના અન્ય ભાગોને પણ આવરી લઈ શકે છે. તિલક શરીરના 12 ભાગો પર કરી શકાય છે: માથું, કપાળ, ગરદન, બંને બાવડાની ઉપર, કોણીથી પહોંચા સુધીના બંને હાથ પર, છાતી, ધડની બંને બાજુએ, પેટ અને ખભા.
 • બિંદી હિન્દી શબ્દ છે, જ્યારે તિલક સમગ્ર ભારતીય ઉપખંડમાં લાગુ પડે છે.

 

 

સંકલિત લેખ :

સાભાર :  (“संस्कार-ज्योति” અને “आखिर क्यों?” પુસ્તક માંથી) લેખક – સંજય માલપાણી તથા લલિત ભટ્ટ. વિકિપીડિયા, દિવ્યભાસ્કર, સંદેશ, વેબદુનિયા, તેમજ અન્ય ...)
 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli