નવરાત્રિ …

નવરાત્રિ …

 

 
mataji

 

 

                     વરાત્રી એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને નૃત્ય કરવામાં આવે છે.સંસ્કૃતમાં નવારાત્રી-નવા એટલે નવ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ.. દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

 

            આસો મહિનામાં આવતી નવરાત્રિના ઉત્સવ માટે એક પૌરાણીક કથા પ્રસિદ્ધ છે.  મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી થયો હતો.  તેને પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્‍યોને ત્રાહિ મામ્ મોકારતા કરી દીધા હતા.  દૈવી વિચારોની પ્રભા ઝાંખી થઇ હતી અને દૈવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા.હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા,વિષ્‍ણુ અને મહેશની આરાધના કરી દેવોની આરાધનાથી પ્રસન્ન થયેલા આધ દેવો મહિષાસુર ઉ૫ર ક્રોધે ભરાયા.તેમના પુણ્ય પ્રકો૫થી એક દૈવી શક્તિ નિર્માણ થઇ.  બધા દેવોએ જય જયકાર કરી તેમને વધાવી તેમની પૂજા કરી તેમને પોતાનાં દિવ્ય આયુધો પ્રદાન કર્યા.  આ દૈવી શક્તિએ નવ દિવસના અવિરત યુદ્ધના અંતે મહિષાસુરનો વધ કર્યો.  આસુરી વૃત્તિને ડામી દૈવી સં૫ત્તિની પુનઃસ્થા૫ના કરી દેવોને અભયદાન આપ્‍યું.  આ દૈવી શક્તિ એ જ આપણી ર્માં જગદંબા ! આ દિવસોમાં ર્માં પાસે સામર્થ્‍ય માંગવાનું તેમજ આસુરી વૃત્તિ ૫ર વિજય મેળવવાનો છે.  આજે ૫ણ મહિષાસુર પ્રત્યેક હ્રદયમાં પોતાનું સ્થાન જમાવી અંદર રહેલી દૈવી વૃત્તિને ગૂંગડાવી રહ્યો છે.  આ મહિષાસુરની માયાને ઓળખવા તેમજ તેની આસુરી નાગચૂંડમાંથી મુક્ત થવા દૈવી શક્તિની આરાધનાની જરૂર છે.  નવ દિવસ સુધી અખંડ દિ૫ પ્રગટાવી ર્મા જગદંબાની પૂજા કરી તેમની પાસેથી શક્તિ મેળવવાના દિવસો એ જ નવરાત્રિના નવ દિવસ !

 

       આપણી ભ્રાંત સમજણ છે કે અસુર એટલે મોટા દાંતવાળો.. મોટા નખવાળો,લાંબા વાળવાળો, મોટી આંખવાળો કોઇ ભયંકર રાક્ષસ !  અસુર એટલે અસુષુ રમન્તે ઇતિ અસુરાઃ પ્રાણોમાં રમમાણ થનારો તેમજ મહિષ એટલે પાડો..અને એ રીતે જોતાં પાડાની વૃત્તિ રાખનારો અસુર એટલે તે મહિષાસુર.  પાડો હંમેશાં પોતાનું જ સુખ જોતો હોય છે.  સમાજમાં આજે આ પાડાની વૃત્તિ ફાલતી જાય છે.  ૫રીણામે આખો સમાજ સ્વાર્થી,પ્રેમવિહીન અને ભાવનાશૂન્ય બન્યો છે.  સમાજમાં આજે વ્યક્તિવાદ અને સ્વાર્થૈક૫રાયણતા અમર્યાદ બનીને મહિષાસુર રૂપે નાચતાં રહેલાં છે.  આ મહિષાસુરને નાથવા ર્માં પાસે સામર્થ્ય માંગવાના દિવસો એટલે નવરાત્રિના નવ દિવસો !

 

       આ૫ણા વેદોએ ૫ણ શક્તિની ઉપાસનાને ઘણું જ મહત્વ આપ્‍યું છે.  મહાભારતનું પાનેપાનું બલોપાસના તેમજ શૌર્યપૂજાથી ભરેલું છે.  વ્યાસ, ભીષ્‍મ અને ભગવાન શ્રીકૃષ્‍ણનાં બધાં જ વ્યાખ્યાનો તેજ.. ઓજ.. શૌર્ય.. પૌરૂષ અને ૫રાક્રમથી અંકિત થયેલાં દેખાય છે.  મહર્ષિ વ્યાસે પાંડવોને શક્તિ ઉપાસનાનું મહત્વ સમજાવ્યું છે.  તેમને પાંડવોને શિખામણ આપી છે કે તમારે જો ધર્મનાં મૂલ્યો ટકાવવાં હોય તો હાથ જોડી બેસી રહે નહીં ચાલે, શક્તિની ઉપાસના કરવી ૫ડશે.  અર્જુનને દિવ્ય અસ્ત્રો મેળવવા તેમણે જ સ્વર્ગમાં જવાનું સૂચન કર્યું હતું.

 

       અનાદિ કાળથી સદવિચારો ઉ૫ર દૈવી વિચારો ઉ૫ર આસુરીવૃત્તિ હુમલો કરતી આવી છે અને દૈવી વિચાર અગવડમાં આવતાં જ દેવોએ ભગવાન પાસે શક્તિ માંગી.. સામર્થ્ય માંગ્યું અને આસુરીવૃત્તિનો ૫રાભવ કર્યો.  ફક્ત સદવિચાર હોવા એ પુરતું નથી, તેનું રક્ષણ થવું ૫ણ જરૂરી છે અને તે માટે શક્તિની ઉપાસના આવશ્યક છે.

 

       આપણે આળસ ખંખેરી.. ક્ષણિક પ્રમાદને આઘો કરી.. પુનઃશક્તિની ઉપાસના શરૂ કરવી જોઇએ.  સંઘે શક્તિઃ કલૌ યુગે !  એ વાત ધ્યાને રાખી નવરાત્રિના દિવસોમાં દૈવી વિચારના લોકોનું સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઇએ.  એ સંગઠનમાં પ્રમુખ સ્થાને ર્માં જગદંબા રહેશે અને તેમની ભક્તિથી જ આપણામાં શક્તિ પ્રગટશે એ સૂચવવા જ નવરાત્રિના દિવસો દરમ્યાન ગરબા કે રાસરુપે ર્માં ની આસપાસ ઘુંમવાનું હોય છે.ર્માં ની આસપાસ ફરતાં ફરતાં ર્માં પાસેથી માંગવું જોઇએ કે…ર્માં !  તૂં અમોને સદબુદ્ધિ આપ…અમને સંઘબળ આ૫ ! અમારા સંધબળ આડે અમારી અહંકાર આવે છે..અમારી પાડાવૃત્તિ આવે છે…અમારો દ્વેષ આવે છે તેને તૂં ખાઇ જા !!

  

આ દિવસોમાં એકત્રિત થઇ ર્માં નું સ્તવન ગાઇશું…તેમને પ્રાર્થના કરી માંગીશું કે……

 
યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમો નમઃ !
 

ર્માં ! અમારી બુદ્ધિ કુંઠિત થઇ ગઇ છે,અમે સદ અસદનો વિવેક ભૂલ્યા છીએ.અમોને બુદ્ધિ શક્તિ આપો.

 
યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમો નમઃ !
 

ર્માં ! અમે શ્રદ્ધાહીન થયા છીએ.શ્રદ્ધાનું પાથેય બુદ્ધિની ચાપલૂસીમાં ખલાસ કર્યું છે.અમોને કોઇ૫ણમાં શ્રદ્ધા નથી.અમારી જાતમાં ૫ણ શ્રદ્ધા નથી.શ્રદ્ધારૂપિણી ર્માં ! અમોને શ્રદ્ધાનું પાથેય આપો..

યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમો નમઃ !
 

ર્માં ! અમો શક્તિહીન થયા છીએ.  અમર્યાદીત ભોગો ભોગવીને અમો ગલિતવિર્ય થયા છીએ.  ર્માં! તમો શક્તિ આપો ! બળ આપો ! તમો શક્તિ આપશો તો જ આ આસુરી વૃત્તિનો ૫રાભવ કરી શકાશે..

 

નવરાત્રીમાં શરૂ થતી ર્મા જગદંબાની ઉપાસના આ નવ દિવસ પુરતી સિમિત ના રહે ધ્યાનમાં રાખવાની જરૂર છે.  ર્માં જગદંબાની આસપાસ ફરતાં ફરતાં સાચા ભાવથી પાર્થના કરવાની છે કે હે ર્માં !  હું તમારૂં કામ કરીશ તમો મને શક્તિ આપો !!

 

નવરાત્રિના દિવસો એટલે શક્તિ ઉપાસનાના દિવસો, ર્માંની પૂજાના દિવસો.. ખાવો.. પીવો અને મઝા માણો- એવી આસુરી વિચારશ્રેણી ૫ર વિજય મેળવવાના દિવસો.. સંધ શક્તિનું મહત્વ અને એકતાનો સંદેશ સુણાવતા દિવસો !  આ દિવસોમાં વહેતો રહેલો સાધનાનો સૂરv ૫કડી લઇએ અને જીવનને સમર્પણના સંગીતથી ભરી દઇએ….!

 

 

 

આવો મા ની આરતી અને સ્તુતિનો આનંદ માણીએ…..!!

 

 
mataji.1
 

 

 

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (૨) પડવે પ્રકટ્યા મા, ૐ જયો જયો મા જગદંબે …

 

દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (૨)
બ્રહ્મા ગણપતિ ગાઉ (૨) હર ગાવું હરમા, ૐ જયો જયો મા જગદંબે …

 

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (૨)
ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા, ૐ જયો જયો મા જગદંબે …

 

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (૨)
ચાર ભુજા ચૌદિશા (૨) પ્રગટયાં દક્ષિણમાં, ૐ જયો જયો મા જગદંબે …

 

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (૨)
પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (૨) પંચે તત્‍વોમાં, ૐ જયો જયો મા જગદંબે …

 

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (૨)
નર નારી ના રૂપે (૨) વ્‍યાપ્‍યાં સર્વેમા, ૐ જયો જયો મા જગદંબે …

 

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (૨)
ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા મા, ૐ જયો જયો મા જગદંબે …

 

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (૨)
સુનીવર મુનીવર જનમ્‍યા (૨) દેવ દૈત્‍યો મા, ૐ જયો જયો મા જગદંબે …

 

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (૨)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,કીધાં હર બ્રહ્મા, ૐ જયો જયો મા જગદંબે …

 

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (૨)
રામે રામ રમાડયા, (૨) રાવણ રોળ્યો મા, ૐ જયો જયો મા જગદંબે …

 

એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (૨)
કામદુર્ગા કાળીકા (૨) શ્‍યામાને રામા, ૐ જયો જયો મા જગદંબે …

 

બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (૨)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, ત્‍હારા છે તુજ મા, ૐ જયો જયો મા જગદંબે …

 

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (૨)
બ્રહમા વિષ્‍ણુ સદાશિવ (૨) ગુણતારા ગાતા ૐ જયો જયો મા જગદંબે …

 

ચૌદશે ચૌદ સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (૨)
ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહ વાહિની માતા, ૐ જયો જયો મા જગદંબે …

 

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (૨)
વસિષ્ઠ દેવે વખાણ્‍યાં મારકણ્ડ મુનિએ વખાણ્‍યાં, ગાઈ શુભ કવિતા, ૐ જયો જયો મા જગદંબે …

 

સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (૨)
સંવત સોળે પ્રગટ્યાં(૨) રેવાને તીરે, માં ગંગાને તીરે, ૐ જયો જયો મા જગદંબે …

 

ત્રાંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (૨) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી, ૐ જયો જયો મા જગદંબે …

 

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે મા જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્‍વામી (૨) સુખ સંપત્તિ થાશે
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે, ૐ જયો જયો મા જગદંબે …

 

ભાવ ન જાણુ ભક્‍તિ ન જાણું નવ જાણું સેવા મા નવ (૨)
વલ્લભ ભટ્ટ ને રાખ્યા (૨) ચરણે સુખ દેવા ૐ જયો જયો મા જગદંબે …

 

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (૨)
ભોળા ભવાની ને ભજતાં (૨)ભવ સાગર તરશો, ૐ જયો જયો મા જગદંબે …

 

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (૨)
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચરવાળી, ૐ જયો જયો મા જગદંબે …

 

 

 

માતાજી સ્તુતિ …

 

 

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧

 

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૨

 

આ રંકને ઉગરવા નથી કોઇ આરો, જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૩

 

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૪

 

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૫

 

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૬

 

રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી, આ જિંદગી થઇ મને અતિસે અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૭

 

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૮

 

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૯

 

શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે, તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૦

 

શ્રી સદગુરુ શરણમાં રહીને ભજુ છું, રાત્રી દિને ભગવતી તુજને ભજું છું,
સદ્ ભક્ત સેવક તણા પરિતાપ ચાંપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૧

 

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની, ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારનાં સકળ રોગ સમુળ કાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૨

 

તારા સિવાય જગમાં નથી કોઇ મારું, સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,
ભુલું કદાચ ભવ પાસ તણા પ્રસંગે, માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે … ૧૩

 

 

 

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ઋતુઓનું વર્ણન …

ઋતુઓનું વર્ણન …

 

 

 

seasons
 

 

 

ગુજરાતી સાહિત્યમાં ઋતુઓનું વર્ણન એ કવિઓનો માનીતો વિષય છે. નર્મદ-દલપત યુગમાં અને ઉમાશંકર-સુંદરમ યુગમાં આ વિષય ઉપર ઘણાં સુંદર કાવ્યોની રચના થઈ છે. આજે પણ આ કૂચ થંભી નથી.

 

ભારતમાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે. દરેક ઋતુને બે પેટા ઋતુઓમાં વહેંચવામાં આવી છે. શિયાળામાં હેમંત અને શિશિર, ઉનાળામાં વસંત અને ગ્રીષ્મ, અને ચોમાસામાં વર્ષા અને શરદ.

 

શરૂઆત શિયાળાથી કરીએ…

 

“શિયાળે શીતળ વા વાય, પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ, કપાસ, કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ, ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.”

 

દલપતરામની આ કવિતા આઝાદી પહેલાં જન્મેલા પ્રત્યેક જણ ગુજરાતી શાળામાં ભણ્યા હશે. આ સુંદર પંક્તિઓમાં શિયાળાનું સંપૂર્ણ વર્ણન આવી જાય છે. “ફાટે ગરીબ તણા પગ ગાલ”માં કવિનું સંવેદનશીલ માનસ ઊભરી આવે છે. એ જમાનાની કવિતાઓમાં શિક્ષણ એ મુખ્ય તત્ત્વ હતું. શિયાળામાં કયો પાક થાય, હવામાન કેવું હોય વગેરે બહુ સુંદર શબ્દોમાં દલપતરામે બાળકોને શિખવવાનો પ્રયત્ન કર્યો છે.

 

ઉમાશંકર જોષીએ શિયાળાની બે પેટા ઋતુઓનો અદ્ભુત ચિતાર આપ્યો છે. હેમંત માટે કવિ કહે છે:

 

“હેમંતમાં કોમળ સૂર્યતાપ,
વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે,
લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.”

 

ઉપજાતિ છંદમાં લખાયલી આ પંક્તિઓમાં ઠંડીની ઉગ્રતા દર્શાવવા કવિ કહે છે, “વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ”. માણસ તો શું પણ ઝાડ પણ ઠંડીથી વિલાપ કરે છે. કોમળ સૂર્યતાપ, હિમપાત અને ઝાકળ, કવિ કશુંય ભૂલ્યા નથી.

 

હેમંત વિષે યૉસેફ મેકવાનની લખેલી આ પંક્તિઓ પણ બહુ સરસ છે :

 

“ઝાડના ડાંખળે ડાળીએ
સૂર્યનાં કિરણ ચોંટી રહ્યાં;
પાસમાં
ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !
ચોતરફ
વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;“
ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ
થૈ કરો કાનમાં વાગતો.
એમ લાગે ઘડી
સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી.”

 

અને કલાપીની શાર્દૂલવિક્રીડિતમાં લખાયલી આ પંક્તિઓ …

 

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

 

હેમંતની સવાર નજર સામે ખડી કરી દે છે.

 

હેમંત પછી આવે શિશિર. શિશિર માટે ઉમાશંકર કહે છે,

 

“શિશિરવાયુ સુશીતળ સૂસવે,
તરુ તણાં થડથી રસ કૈં ઝવે.
ખરત પાન, રહ્યાં બસ ડાંખળાં,
સભર ધાન્ય થકી સુહતાં ખળાં.”

 

દ્ધુતવિલંબિતમાં લખાયલી આ પંક્તિઓ આપણી નજર સામે પાનખર ઋતુનું ચિત્ર ખડું કરે છે. સાથે સાથે લણાઈ ગયેલા પાકના ઢગલાને પણ ભૂલ્યા નથી.

 

શિયાળા પછી વારો આવે ઉનાળાનો. ઉનાળા વિષે પણ દલપતરામે બહુ સરસ પંક્તિઓ લખી છે:

 

“ઉનાળે ઊંડાં જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તે તો વણતોલ.”

 

ઉનાળાનું આનાથી સારું વર્ણન શું હોઈ શકે? પાણીની અછત, વસંતનો વૈભવ, કોયલના સૂર અને વધેલું તાપમાન; માત્ર ચાર પંક્તિઓમાં જાણે આખે આખો ઉનાળો!!

 

ઉનાળાની પહેલી પેટા ઋતુ તે વસંત. વસંત વિષે જેટલું લખાયું છે, એટલું કદાચ બીજી કોઈ ઋતુ વિષે નહિ લખાયું હોય. પહેલાં વસંતતિલકામાં લખાયલી ઉમાશંકરની આ પંક્તિઓ જોઈએ …

 

“ખીલી વસંત, વન ફૂલભર્યાં મહેકે,
ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લ્હેકે.
ઊડે સુગંધકણ પુષ્પ તણા રસોના,
આઘા સુણાય ગગને સ્વર સારસોના.”

 

ફૂલો, ભમરા અને કોયલ ત્રણેનો વૈભવ એટલે વસંત. વસંતને વધાવતી બીજી એક જાણીતી કવિતા છે :

 

“રૂડો જુવો આ ઋતુરાજ આવ્યો,
મુકામ એણે વનમાં જમાવ્યો.
તરુવરોએ શણગાર કીધો,
જાણે વસંતે શિરપાવ દીધો.”

 

વસંતને ઋતુઓનો રાજા કહેવામા આવે છે. એના વિષે સૌથી વધારે લખાયું છે. વસંત વિષે કોકિલા પટેલ લખે છે :

 

“વસંતની વાંસળીઓ વાગી ટહૂકી ઊઠે પાન,
લચક લહેરે ઝૂમી નાચે આખે આખું ગામ.
આંખને ખેતર આભ ઝૂકે તો લીલું જંગલ ઊગે,
ભીના પ્હોરનો પોચો તડકો ચકલી ચણમાં ચૂગે.
ગુનગુન કરતો ભમરો ગજવે ઝીણું ઝીણું ગાન,
વસંતની વાંસળીઓ વાગી ટહુકી ઊઠે પાન.”

 

અને ધૃતિ મોદી કહે છે :

 

“ધીરે ધીરે ચોરપગલે
બુઠ્ઠા બાવળિયા જેવા
વૃક્ષના ઠૂંઠે ઠૂંઠામાં આવીને બેસી ગઈ
આ વસંતનાં કામણ તો એવાં કે
શણગારેલો બાવળિયો પણ સુંદર લાગે !”

 

વસંત ઋતુ પૂરી થઈ ગઈ તેથી નારાજ થઈ નિરંજન ભગત કહે છે :

 

“વસત ગૈ રે વીતી,
ક્યાં છે કોકિલની કલગીતિ ?”

 

અને ચંદ્રકાન્ત ટોપીવાળા તો એનાથી પણ વધારે નારાજ થઈ કહે છે …

 

“પવન-કાંધ પર ચડ્યો જનાજો
કોયલ ગાય મરસિયા !
ઝાકળની આંખોમાં અનગળ
બારે મેઘ વરસિયા !
બહાવરી મંજરી શિર પટકે ને
ભમરાઓ દુ:ખ જલ્પે !
રડી રડીને લાલ સૂઝેલી
આંખે ખાખર વિલપે !
પરિમલનાં રેશમી કફનોને
લપટી અંગે ઓઢે !
ફૂલ ફૂલની કબરોમાં ઊંડે
વસંત આજે પોઢે !”

 

ઉનાળાની બીજી પેટા ઋતુ એટલે ગ્રીષ્મ. ફરી ઉમાશંકરની મંદાક્રાન્તામાં લખેલી આ પંક્તિઓ જોઈએ …

 

“આવ્યો આવ્યો બળબળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોળાં ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.”

 

ઉનાળાની ઉગ્રતા દર્શાવવા એની જોગી સાથે સરખામણી કરી છે. દલપતરામની “ઉનાળે ઊંડાં જળ જાય, નદી સરોવર જળ સુકાય” અને ઉમાશંકરની “પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.” પંક્તિઓ એકની એક જ વાત કહે છે, છતાં સમય અનુસાર શબ્દોમાં આવેલું sophistication ધ્યાન દોરે છે.

 

ગ્રીષ્મની ગરમીને અહીં જ મૂકી આપણે ત્રીજી મુખ્ય ઋતુ ચોમાસાની વાત કરીએ …

 

ચોમાસાની વાત કરીએ તો સૌથી પહેલાં યાદ આવે બચપણમાં અનેક વાર ઉચ્ચારેલી કવિતા,

 

“આવ રે વરસાદ, ઘેવરિયો પરસાદ,
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.”

 

પણ,

 

“ચોમાસુ તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર,  ખેતર વાવે ખેતીકાર.
ચંપા, ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાંખડીઓ હિંડોળાખાટ.”

 

દલપતરામની ભીંજવી નાખે એવી આ પંક્તિઓ; આનાથી વધારે સ્પષ્ટતાથી ચોમાસાનું વર્ણન કરવું શક્ય નથી, એટલે આપણે એની બે પેટા ઋતુઓ તરફ વળીએ.

 

પહેલી પેટા ઋતુ એટલે વર્ષા. ફરી ઉમાશંકરની શિખરીણીમાં લખાયલી આ પંક્તિઓ …

 

“ચઢી આવ્યાં ક્યાંથી દળ પર દળો વાદળ તણાં?
કરે ઈશાને શી ઝબક ઝબકી વીજ રમણા !
પડ્યાં પાણી ધો ધો, જળભર થઈ ધન્ય ધરણી;
હસે વર્ષા; શોભા શુભ નભ વિશે મેઘધનુની.”

 

ધોધમાર વરસાદ અને વીજળીના ચમકારા બધું જ ચાર પંક્તિઓમાં સમાઈ ગયું!!

 

વર્ષા ઋતુ પર બીજા અનેક કવિઓએ પણ બહુ સારી રચનાઓ આપી છે. રમેશ પટેલ (આકાશ્દીપ)ની આ પંક્તિઓ પણ બહુ સુંદર છે …

 

“દશે દિશાએ વાયુ વાયે,
કાળાં ડિબાંગ વાદળ ઉમટે,
અંબર ગાજે, વીજ ઝબૂકે
ધરતીનો ધબકાર પુકારે
આવ રે મેઘા મારે દ્વારે.
કેવો વરસે…
ઝરમર ઝરમર ધારે વરસે
વાયુના વીંઝણાએ વરસે
આસમાનથી ત્રાંસો વરસે
સાંબેલાની ધારે વરસે
રાજાશાહી ઠાઠે વરસે…આવરે મેઘા”

 

હવે છેલ્લી પેટા ઋતુ શરદ. ઉમાશંકર શરદ ઋતુને આ રીતે બિરદાવે છે :

 

“શરદ શી સુહે ! વાદળાં ગયાં.
જળ નદી તણાં નીતરાં થયાં.
ગગનથી સુધા ચંદ્રની ઝરી,
રસભરી રમે રાસ ગુર્જરી.”

 

તો ગુર્જરીને રાસ રમતી છોડીને આ વિષય અહીં સમાપ્ત કરું.
 

 

સૌજન્ય:   પૂર્વીબેન મોદી મલકાણ(યુએસએ)

 

 

 

 

આજની પોસ્ટ  આ અગાઉ અન્ય  બ્લોગ પર સ્થાન પામેલ છે.    ‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

;

બધુંય બદલાયું પણ રૂમાલનો રૂઆબ આજેય એકબંધ …

બધુંય બદલાયું પણ રૂમાલનો રૂઆબ આજેય એકબંધ  …

 

 
hanky.3
 

 

દોઢ વેંતનો કાપડનો ટુકડો છતાં હાથવગો ન હોય તો કેટલી અગવડતા ? …

 

ટુવાલ કે નેપકીનનું નાનુ વર્ઝન એવા રૂમાલના અનેક ઉપયોગ !

 

 
hanky.2
 

 

ગુજરાતીમાં હાથ રૂમાલ અને અંગ્રેજીમાં જેને હેન્ડ કર્ચીફ કહેવામાં આવે છે તે દોઢ વેંતનો કાપડનો ટુકડો કદમાં ભલે નાનો ગણાય છતાં તેની મહ્ત્વતા ઘણી મોટી છે.  ગમે ત્યાં ગયા હોય અને જો હાથમાં કે ખિસ્સામાં રૂમાલ લેતા ભુલાય જાય તો કેટલી બધી અગવડતા લાગે !

 

રૂમાલ ખાલી હાથ મોં લુછવામાં જ વપરાતો હોય તેવું નથી.  એના અન્ય ઘણાય ઉપયોગ પણ છે.  જેમ કે કોઈ સ્ટાઈલ મારવા ખખ્ભે રાખે છે તો કોઈ ડોકમાં બાંધે છે.  કોઈ માથા ઉપર બાંધે છે.  લગ્ન સમયે વર કન્યાના હાથે મીંઢોળ બંધાય પચી તેને ઢાંકવા પણ રૂમાલનો ઉપયોગ થતો હોય છે.  ભગવાનને થાળ ધરાવવામાં આવે ત્યારે તેને પણ રૂમાલથી ઢાંકવામાં આવે છે.

 

સમય બદલાતા બધું જ બદલાય છે.  ઘણી વસ્તુઓમાં પરીવર્તન  આવ તું જાય છે.  ધોતીયાના સ્થાને ઝીન્સ ના પેન્ટ આવી ગયા, પરંતુ રૂમાલમાં હજુ કોઈ ફેરફાર આવ્યો નથી.  રૂમાલ એની એજ પેટનમાં આજેય અકબંધ છે.

 

પુરૂષો અને મહિલાઓ  માટેના  રૂમાલ અલગ હોય છે.  પુરૂષો માટે થોડી મોટી સાઈઝના રૂમાલ આવે છે જે મોટે ભાગે ખીસ્સામાં રાખવામાં આવે છે.  જ્યારે સ્ત્રીઓ માટેના રૂમાલ થોડી નાની સાઈઝના હોય છે.  જે માટે ભાગે હાથમાં કે પર્સમાં રાખવામાં આવે છે.

 

ટુવાલ કે નેપકીનનું નાનુ વર્ઝન એવા આ રૂમાલ મોહક રંગોમાં મળતા હોય છે.  કોઈ વળી પ્લેન સાદા રૂમાલ વાપરતાં હોય છે, કોઈ ચેક્સનો આગ્રહ રાખતા હોય છે.

 

અગાઉના સમયે ભારત ભરેલા રૂમાલ આવતા.  સૌરાષ્ટ્રના તરણેતરના મેળા સમયે આવા ભરત ભરેલા અને આભલા મોતી ઢાંકેલા સુશોભિત રૂમાલ આજે પણ જોવા મળે છે.  રૂમાલ વડે છત્રી શણગારવાની પ્રથા આજે પણ જળવાતી આવી છે.

 

આમ તો શિયાળામાં મહિલાઓ કાન અને માથું ઢાંકવા પણ મોટી સાઈઝના રૂમાલ વાપરે છે જે સ્કાર્ફ તરીકે ઓળખાય છે.  આવા રૂમાલ સુતરાવ કે ગરમ કાપડમાંથી બનેલા હોય છે.

 

ધર્મમાં પણ રૂમાલને સ્થાન છે.  શીખ અને મુસ્લિમ જેવાં ધર્મોમાં તેમના ગુરૂદ્વારા કે મસ્જીદ જેવી પવિત્ર જગ્યાએ જવા માટે રૂમાલ માઠા ઉપર ઢાંકવાની પ્રથા હોય છે.  કવ્વાલી હોય કે પંજાબના ભાંગડા પણ હાથમાં રૂમાલ ન હોય તો જમાવત આવે ખરી ?

 

તો વળી સ્કાઉટમાં ગણવેશના ભાગરૂપે ડોકમાં રૂમાલ બાંધવામાં આવતો હોય છે.

 

પ્રેમીઓ માટે પણ રૂમાલનું મહત્વ ઘણું હોય છે.  પરસ્પર રૂમાલની લેવડ દેવડથી પ્રણય આગળ વધતો હોય છે.  પ્રેમના પ્રતીક રૂપે અપાયેલા આવા રૂમાલમાં ખુશ્બુદાર અતર- સ્પ્રેનો છંટકાવ કરી કે ગુલાબ પાંખડીઓ મૂકી સાચવી રખાતો હોય છે.

 

ગુજરાતી પરિવારોમાં નવ વિવાહિત પરણીતા સાસરે જાય ત્યારે નણંદ અને દેરને રૂમાલની ભેટ આપવાની પ્રથા આજેય જળવાતી આવી છે.

 

રમતગમતમાં પણ હાથ રૂમાલ એટલો જ ઉપયોગી છે.  આંખે રૂમાલ બાંધી રમત રમવામાં આવતી તેમજ અંતાક્ષરી કે અન્ય રમતોમાં જેમનો દાવ હોય તેમની સામે રૂમાલ મૂકવામાં આવતો હોય છે.  તો વળી કેટલીક રમતોનો પ્રારંભ કરવા ફલેગની માફક ફરકાવવા રૂમાલનો ઉપયોગ થતો હોય છે.

 

અમદાવાદ તરફના વિસ્તારોમાં ટુવાલને રૂમાલ તરીકે ઓળખવામાં આવે છે.  જો કે ટુવાલ – નેપકીન અને રૂમાલ ત્રણેય અલગ વસ્તુ છે.  ટુવાલ નાહીને આખા શરીર લુછવામાં ઉપયોગ થાય છે.  જ્યારે ફક્ત હાથ મોં લુછવા નેપકીન કે રૂમાલનો ઉપયોગ થાય છે.  નેપકીન એ રૂમાલનું થોડું મોટું સ્વરૂપ છે.

 

રૂમાલનો ઇતિહાસ ફંફોળવા જઈએ તો વિશ્વનો પ્રથમ રૂમાલ કિંગ હેંનરી સેક્ન્સ (ફ્રાન્સ) દ્વારા ઉપયોગમાં લેવાયો હતો.  જે વાદળી રંગોનો શણમાંથી બનાવવામાં આવેલો.  જેને કિંગ હેંનરી ના કોટ ઉપર લેડી બ્રોચ વડે સીલ કરવામાં આવેલો.  લુવ્રે મ્યુઝિયમમાં આ રૂમાલને કાચની પેટીમાં આજે પણ રાખવામાં આવેલો છે.

 

બીજી માન્યતા મુજબ હેન્કી (રૂમાલ) ની શરૂઆત એક ઇટાલિયન લેડી દ્વારા થયેલ.  ત્રીજી માન્યતા બ્રિટનમાં લઇ જાય છે.  જો કે યુરોપિયન ઈતિહાસકારોનું માનવું છે કે આ રૂમાલ ફ્રાંસનો નહીં બલ્કે બ્રિટનનો છે, કેમ કે રૂમાલમાં જે નિશાનીઓ જોવા મળેલ તે બ્રિટનના રાજ દરબારીઓ સાથે મેળ ખાતી હતી.  કિંગ હેંનરી બાદ ફ્રાન્સમાં કોટ ઉપર રૂમાલ રાખવાની ફેશન દરબારીઓમાં શરૂ થઇ, જે ૧૮૫૦ સુધી ચાલી.

 

તો આવી છે રૂમાલની કહાણી !  લાગે ભલે દોઢ વેંતનો કાપડનો ટુકડો, પણ મુલવવા જઈએ તો અણમોલ બની રહે છે આ રૂમાલ.

 

 

રૂમાલ ઉપરથી વ્યક્તિત્વ પરખાય …

 

 

 
hanky.1
 

 

મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવે તો રૂમાલ વ્યક્તિત્વની ઓળખ આપી જાય છે.  ગંદો અને કરચલીવાળો વેરવિખેર રૂમાલ લઘરવઘર વ્યક્તિત્વ છતું કરી આપે છે.

 

જ્યારે સાફ સુથરા અને સુગંધી ખુશ્બુદાર રૂમાલ રાખનાર માણસ વ્યવસ્થિત હોવાનો ખ્યાલ આવી જાય છે.  એટીકેટમાં ફરનારાઓ રૂમાલને વ્યવસ્થિત ગડીવાળીને સાચવતા હોય છે.  અવ્યવસ્થિત લોકો ડુચ્ચાની જેમ રૂમાલ ખીસ્સામાં ખોસીને ફરતા હોય છે.  રૂમાલ સીધો જ મોં ના સંપર્કમાં આવતો હોય આરોગ્ય ઉપર પણ તેની અસર થતી હોય છે.  જેથી રૂમાલ હંમેશા સાફસુથરો અને વ્યવસ્થિત રહે તેની કાળજી રાખવી જરૂરી બની રહે છે.

 

 

ફિલ્મો અને ગીતોમાં રૂમાલનું સ્થાન …

 

 

રૂમાલ ફિલ્મો અને ગીતોમાં પણ છવાયેલો હોય છે.  હિન્દી ફિલ્મોમાં ‘રેશમી રૂમાલ’, ‘કાલી ટોપી લાલ રૂમાલ’,  જેવાં ટાઈટલ છે તો ગુજરાતી ફિલ્મોમાં ‘પ્રેમનો રૂમાલ’, ‘લીલો રૂમાલ’ જેવાં ટાઈટલ છે.  અનેક ગીતોમાં પણ રૂમાલને સ્થાન મળ્યું છે.  એક ગુજરાતી ગીત ‘મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જાજો…’  તો એક હિન્દી ગીત ‘હથો મેં આ ગયા જો કલ રૂમાં આપ કા …’  ખુબ જાણીતું ગીત છે.

 

 

સંકલિત ;  મિતેષ આહિર… (અકિલારાજકોટ) …

 

 

mitesh ahir    મિતેષ આહિર…  (રાજકોટ)

શ્રી મિતેષભાઈ પત્રકારિત્વ ના વ્યવસાય સાથે અકિલા સાંધ્ય દૈનિક (રાજકોટ) સાથે જોડાયેલા છે.  તેઓના અનેક લેખ ખૂબજ સુંદર અને માણવા જેવાં છે, જે આજસુધીમાં અનેક પ્રકાશન દ્વારા પબ્લીશ કરવામાં આવેલ છે.  હવે પછીથી તેઓના લેખ સમયાંતરે આપ સર્વે પણ અહીં માણી શકશો.  

 ‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી મિતેષ આહિર… (રાજકોટ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

;

‘બાળકોમાં દાંત આવવા અને તેના ઘરગથ્થુ તેમજ હોમિયોપેથીક ઉપાય’ ….

‘બાળકોમાં દાંત આવવા સમયે થતી સમસ્યા અને તેના ઘરગથ્થુ તેમજ હોમિયોપેથીક ઉપાય’ …. 

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

 
child dental.3

વાચક મિત્રો,

 

સૌ પ્રથમ તો આપ સહુને મારા નમસ્કાર !

 
મારા આગળના લેખો દ્વારા આપ સમક્ષ સ્ત્રીઓમાં ગાયનેક (સ્ત્રી રોગ સબંધિત)સંબંધી તેમજ ગર્ભાવાસ્ય્થા સમયે ઉભી થતી સમસ્યાઓ વિશે જાણકારી તેમજ તે માટેના  હોમિયોપેથીક ઉપાય વિશેની વાત કરી.

હવે આપની સમક્ષ હું નાના બાળકોમાં એટલેકે નવજાત શિશુ થી લઈને પુખ્તવયના  થાય – એ ઉમર ના બાળકો માં ઉભી થતી સમસ્યાઓ, તેના ઘરગથ્થું ઉપચારો તેમજ હોમિયોપેથીક સારવાર અંગેની માહિતી લઈને આજથી આવી રહી છું.

ઘણા વાચકમિત્રો તેમની કોઈ ને કોઈ સમસ્યાઓ વિષે મેઈલ દ્વારા જાણકારી કે માર્ગદર્શન મેળવી લેતા હોય છે. આપ સહુ હવે  શરુ થવા જનાર લેખો ની નવી શ્રેણી અંગે કઈ પણ પૂછવું હોય કે માર્ગદર્શન મેળવવું હોય તો  નિશંક બ્લોગ પોસ્ટમાં આપના પ્રતિભાવ મૂકી કે અમોને ડાયરેક્ટ મેઈલ દ્વારા અમોને જાણ કરી આપની સમસ્યા અંગેનું માર્ગદર્શન મેળવી શકો છો. આપ સહુની જાગૃતિ માટે જરૂરી માહિતી પૂરી પાડતા રહેવું એ મને હંમેશ ગમશે ….

અહીં આપણે ‘બાળકોમાં થતી સમસ્યાઓ અને તેનો મીઠો ઈલાજ હોમિયોપેથી ‘ શ્રેણી અંતર્ગત પ્રથમ લેખ ‘બાળકોમાં દાંત આવવા સમયે થતી  સમસ્યા અને તેના ઘરગથ્થુ તેમજ હોમિયોપેથીક’ …  ઉપાય વિષે સમજીશું.

 
child dental.2

 

‘બાળકોમાં દાંત આવવા સમયે થતી સમસ્યા અને તેના ઘરગથ્થુ તેમજ હોમિયોપેથીક ઉપાય’ ….

 

નવજાત બાળકમાં જન્મતા જ જે તે વાતાવરણ સાથે સુમેળ સધાતો જાય છે.  એની મુળભૂત પ્રતિકાર શક્તિ યોગ્ય રીતે અનુકૂળ થતી રહીને બાળકને જરૂરી વિકાસ પામવા માટે મદદ કરતી રહે છે. આપણી શારીરિક રચના મુજબ સામાન્ય રીતે બાળક જયારે ૬- મહિના નું થાય છે ત્યારે તેના પેઢાં માં અજબ પ્રકારે સળવળાટ ચાલુ થાય છે.  એ પેઢા મજબૂત થઇ જેમ બીજાન્કુરણ થાય તેમજ તેની અંદરથી પ્રાયમરી દાંત ફૂટવાની શરૂઆત થાય છે.

હવે આ દાંત ફૂટવાની પ્રક્રિયા ૩ થી ૧૨ મહિના દરમિયાન ગમે ત્યારે થઇ શકે.  સૌ પ્રથમ નીચેના આગળના દાંત આવે પછી ત્યારબાદ ૧-૨ મહીને ઉપરના આગળના દાંત આવે એવી રચના સામાન્ય રીતે જોવા મળે છે.  સરેરાશ ૬ મહીને શરુ થયેલી દાંત આવવાની આ પ્રક્રિયા અંદાજીત બાળક ૩ વર્ષનું થાય ત્યારે લગભગ ૨૦ દાંત આવી ગયા બાદ પ્રથમ ચરણ પૂરું કરે છે.

હવે આ દાંત આવવા સમયે બાળક ના પેઢા એવા સળવળે છે કે ન પૂછો વાત !   આવે સમયે નજીકમાં રહેલી કોઈ પણ વસ્તુ તેના મો કે પેઢા સુધી પહોંચી જતા વાર નથી લાગતી !   એટલું જ નહિ એ બાળક પોતાનો કે માતાનો હાથ ચૂસી લેવાની પણ જહેમત કરી લે છે…  અને મહામહેનતે તેને ચાવવાનો પણ પ્રયત્ન કરે છે.  પરિણામે, મોમાંથી લાળ  સ્ત્રાવ થતો રહે છે ।   આ આખા ગાળા દરમિયાન માતાઓ એવી ફરિયાદ કરતી રહેતી હોય છે કે બાળકનું ખાવાનું ઓછું થઇ ગયું છે, ચિડીયાપણું વધી ગયું છે, રડ્યા જ કરે છે કે ઊંઘ પણ પૂરતી નથી લેતું વગેરે વગેરે.

મોટેભાગે અમારી રોજની ઓપીડી માં પણ મુખ્યત્વે બાળકને દાંત આવે છે ને પાતળા ઝાડા થઇ ગયા છે એવી ફરિયાદ સાથે માતા દવા લેવા આવતી હોય છે।  અહી આપણે એ ખાસ સમજી લઈએ કે બાળકને દાંત આવે છે માટે તેને પાતળા ઝાડા કે ઉલટી નથી થતા. એટલે કે દાંત આવવાનું ઝાડા સાથે કોઈ સીધું કનેક્શન નથી.   દાંત આવતે સમયે બાળક કુતૂહલવશ જે આજુબાજુની વસ્તુઓ મોઢામાં નાખી દે છે એને પરિણામે થોડોઘણો પેટમાં ચેપ જેવું લાગી જતા ને બીજું પેઢામાં પણ થોડા સોજો આવી જતા એને પાતળા ઝાડા, ઉલટી કે પછી તાવની ફરિયાદ રહે છે.

આવે સમયે શું કરવું ને શું ન કરવું એવો અગત્યનો પ્રશ્ન માતાને રહેતો હોય છે. તો એ વિષે થોડી જાગૃતિ મેળવી લઈએ.

 
child dental.1

શું ન કરવું :

 

બાળક સહેલાઈથી પહોંચી શકે એટલા વિસ્તારમાં વસ્તુઓ ન રાખવી, એમાય થોડી પણ તીક્ષ્ણ કે ધાર વાળી  તેમજ નુકશાન પહોંચાડે એવી વસ્તુઓ દૂર જ રાખવી.

બાળકનો ખોરાક જરા પણ બંધ કે ઓછો ન કરવો ।   ઉલટું થોડી થોડી માત્રામાં સુપાચ્ય એવો હળવો ખોરાક થોડે થોડે સમયે દેતો રહેવો.

 

શું કરવું :

 

ઝાડા સાથે જો થોડો તાવ પણ હોય તો તાવ માપ્યા વગર તુરંત જ ડોક્ટરની સલાહ વિના દવા આપી દેવાની ઉતાવળ ન કરવી।  હા, ઘરમાં થર્મોમીટર વસાવી લેવું હિતાવહ છે.

બાળકને પૂરતું ઉકાળેલું પાણી થોડું હૂંફાળું ગરમ થાય એટલે આપતા રહેવું.

મો માંથી પડતી લાળ ને એક સ્વચ્છ રૂમાલ વડે લૂછતાં રહેવું.

પેઢાં સળવળતાં હોવાથી કશુંક મોમાં નાખ્યા કરવાની બાળકની જીદ સંતોષવા માટે ઠંડુ, સ્વચ્છ  કાપડ ટીથર તરીકે ચૂસવા કે ચાવવા આપી શકાય।   જે પેઢાંનો  સળવળાટ  પણ ઘટાડશે ને સોજામાં ઉપયોગી પણ થશે.

બાળકનું સ્તનપાન ચાલુ હોય તો માતાએ પણ ખાસ ખાવા પીવામાં ખાસ ખ્યાલ રાખવો.

 

 

જરૂરથી ડોકટરનો સંપર્ક કરો જયારે,

 

તાવ સતત વધુ રહ્યા કરતો હોય ..

પાતળા ઝાડા બંધ ન થતા હોય ..

બાળક કાન ખેંચવાની પ્રક્રિયા સતત કર્યા કરતુ હોય ..

 

 

હોમિયોપેથીક ઉપાય:

 

નાના બાળકના કિસ્સામાં શરૂઆતથી જ જો યોગ્ય હોમિયોપેથીક સારવાર અપાતી રહે તો તે ખૂબ જ જરૂરી પગલું રહેશે.   હોમિયોપેથીક દવા મૂળભૂત રીતે જે તે સમસ્યા સામે જરૂરી રોગપ્રતીકારકતા  ટકાવી રાખે છે.   તે કુદરતી તત્વોમાં થી બનેલી હોઈ જરા પણ નુકશાનકર્તા નથી.   વળી, સ્વદે મીઠી હોવાથી બાળકને સહેલાઈથી આપી શકાય છે.  ઉલટાનું, ભાવતો સ્વાદ હોવાથી સામેથી દવા ખાવા જીદે ચડે છે.

 

કેટલીક દવાની આપણે વાત કરીએ …

 

પાતળા ઝાડા સાથે ચિડીયાપણું હોય તો chamomilla અકસીર છે.

જો બાળક માતાનું દૂધ ન પચાવી શકતું હોય તો mag carb ખૂબ જલદી રાહત આપે છે.

ઝાડા સાથે માથામાં  પરસેવો જો પુષ્કળ રહેતો હોય ને થોડા મોડા દાંત આવતા હોય તો calcarea carb અતિ અસરકારક દવા સાબિત થાય છે.

બાળકના ઝાડામાં જો ખટાશ વાડી વાસ આવતી હોય ને સાથે સાથે શરીર માંથી પણ એ પ્રકારે જ  ફરિયાદ રહેતી હોય તો rheum આપી શકાય.

બાળકને અપચા ને ઝાડા સાથે જો દહીં પ્રકારની ઉલટી પણ રહેતી હોય ને બાળક સતત ઘેનમાં રહેતું હોય ત્યારે aethusa જાદૂઈ ઈલાજ કરે છે.

આ ઉપરાંત, aconite, calcarea phosphoric, phosphorus, podophyllum વગેરે દવાઓ જે તે લક્ષણ ને અનુરૂપ આપી શકાય.

 

 
ચેતવણી : પણ હા, ઉપરોક્ત દર્શાવેલ  કોઈ પણ દવા યોગ્ય હોમીયોપેથ ડોક્ટરની જાણકારી(સલાહ)   કે માર્ગદર્શન વિના જાતે નક્કી કરી ને આપી દેવી જરા પણ હિતાવહ નથી.

 

 

ખિલખિલાટ :

 

 

 

child dental.4

 

 

 
dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે    Privacy જાળવવી જરૂરી હોય તો આપની વિગત – [email protected] અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા મોકલશો. – (જેમાં શક્ય હોય તો વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મંગલાચરણ …

મંગલાચરણ …

 

 

 

manglacharan
   

 

પ્રાર્થના …

 

 
પ્રત્યેક નિરંકારી સત્સંગમાં ગુરૂદેવના પ્રવચન ૫હેલાં મંગલાચરણને સામુહિક રીતે ગાવામાં આવે છે.
 

 

હે સમરથ ૫રમાત્મા હે નિર્ગુણ નિરંકાર,

તૂં કર્તા હે જગતકા તૂં સબકા આધાર,

કણકણમે હૈ બસ રહા તેરા રૂ૫ અપાર,

તીન કાલ હૈ સત્ય તૂં  મિથ્યા હૈ સંસાર,

ઘટ ઘટવાસી હૈ પ્રભુ અવિનાશી કિરતાર,

દયાસે તેરી હો સભી ભવસાગરસે પાર,

નિરાકાર સાકાર તૂં જગકે પાલનહાર,

હૈ બેઅંત મહિમા તેરી દાતા અપરંમ્પાર,

૫રમપિતા ૫રમાત્મા સબ તેરી સંતાન,

ભલા કરો સબકા પ્રભુ સબકા હો કલ્યાણ !!

 

 

આ દશ પંક્તિઓમાં અપરોક્ષાનુભૂતિથી ઓતપ્રોત બ્રહ્મનું ગૂઢ જ્ઞાન સમાયેલું છે.

બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માને પોકાર કરીને કહે છે કેઃ હે પરમાત્મા ! તૂં સમર્થ છે ! તમારા સિવાય અન્ય કોઇ સામર્થ્યવાન નથી એટલે જ અમે તમોને પ્રાર્થના કરી રહ્યા છીએ. દેવયોની..માનવયોની તથા કીટ-૫શુ..વગેરે ચૌરાશી લાખ યોનીઓમાં જેટલા ૫ણ સત્વગુણી.. રજોગુણી અને તમોગુણી જીવો છે તે તમામમાં જે સામર્થ્ય(શક્તિ) જોવા મળે છે તે હે પ્રભુ ! તમારી માયાના એક અંશ માત્રથી જ પ્રગટ થાય છે.એટલે તેમને પ્રાર્થના કરવાથી શું લાભ ? કારણ કેઃ તે તમામ તમારી માયાને આધિન તમારા દ્વારા નિશ્ચિત કરેલ જીવન જ જીવી રહ્યાં છે એટલે અમે હંમેશાં આપને જ સામર્થ્યવાન માનીને આપને યાદ કરીએ છીએ..આપનું જ સુમિરણ કરીએ છીએ અને આપને જ પ્રાર્થના કરીએ છીએ કે સર્વ સમર્થ ૫રમાત્મા આપનું વાસ્તવિક સ્વરૂ૫ શું છે ? તે અમોને બતાવો.

 
હે પ્રભુ ! આપ વાસ્તવમાં નિર્ગુણ નિરાકાર છો પરંતુ આપ પોતાની યોગમાયાના સહારે સગુણ સાકાર ૫ણ બનો છો.આ સગુણ સાકાર સ્વરૂ૫ ૫ણ મિથ્યા હોવાના લીધે તે ૫ણ આપનું વાસ્તવિક સ્વરૂ૫ નથી. નામ..રૂ૫..ગુણ..ક્રિયા..વગેરે જેટલા ૫ણ ગુણ જોવામાં આવે છે તે તમામ ગુણો આ૫ના નથી ૫ણ આ૫ની માયા છે.તેનું કારણ એ છે કે તે તમામ નાશવાન..૫રીવર્તનશીલ અને ક્ષણભંગુર છે જ્યારે આ૫ અવિનાશી..અ૫રીવર્તનશીલ તથા હંમેશાં રહેવાવાળા ત્રિકાળ સત્ય છો.આપનું સ્વરૂ૫ તો નિર્ગુણ નિરાકાર છે. એટલે અમો જે મિથ્યા છે તેને પ્રાર્થના કરવાના બદલે ત્રિકાળ સત્ય અવિનાશી આપને જ પ્રાર્થના કરીએ છીએ.

 
આ સંસારનું સર્જન..પોષણ..વગેરે કરવાવાળા આ૫ જ છો.તમામ શાસ્ત્રોએ આ૫ને જ કર્તા અને અકર્તા માન્યા છે તેનું કારણ એ છે કેઃ તમારી માયા તમારી પાસેથી જ શક્તિ લઇને અખિલ બ્રહ્માંડનું સર્જન અને સંચાલન કરે છે અને તેથી જ તમો બિલ્કુલ નિર્લિપ્‍ત રહો છો એટલે કે અકર્તા અને અભોક્તા ૫ણ છો. પ્રકૃતિ તમામ કાર્યો તમારી શક્તિથી જ સં૫ન્ન કરે છે એટલે તમો કર્તા ૫ણ છો. જેવી રીતે નિરાકાર વિદ્યુત શક્તિથી પંખા ફરે છે..ફ્રીજમાં બરફ બને છે..હીટર ગરમી આપે છે,પરંતુ નિરાકાર વિદ્યુત શક્તિ પોતે નિર્લિપ્‍ત રહે છે.પંખો પવન આપે..ફ્રીજ ઠંડક આપે..હીટર ગરમી આપે છે તેથી કર્તા૫ન તેમનામાં દેખાય છે પરંતુ વિદ્યુત શક્તિમાં દેખાતું નથી તેથી તે અકર્તા છે.તેવી જ રીતે તમો નિર્ગુણ નિરાકાર જગતની તમામ ક્રિયાઓના કર્તા છો ૫રંતુ નિર્લિપ્‍ત હોવાના કારણે ભોક્તા બનતા નથી.

 
જેવી રીતે લાખો લહેરો..અસંખ્ય વાદળો..હજારો હિમખંડો અને કરોડો જળના જંતુઓનો આધાર જળ છે તેવી જ રીતે હે પ્રભુ ! આ૫ તમામ જડ ચેતન બ્રહ્માંડના આધાર છો.

 
હે પ્રભુ ! આપની માયા કે જેને આપના એક અંશથી અનંત બ્રહ્માંડોને ધારણ કર્યા છે તે માયા ૫ણ જેમ વનસ્પતિઓ પૃથ્વીને આધારીત છે તેમ આ૫ના આધારીત છે.

 
હે પ્રભુ ! આપે જ આપના સંકલ્પમાત્રથી માયાના પાંચ તત્વોની રચના કરી છે તે તમામનો આધાર ૫ણ આપ છો કારણ કે !! એકોહં બહવો સ્યામ્ !! (હું એકમાંથી અનેક બની જાઉં) આ પાંચ તત્વોના અંશથી તમામ જડચેતનનું નિર્માણ થયેલ છે અને અનેક બ્રહ્માંડ બનેલા છે.આમ પાંચ તત્વો ૫ણ આપનામાં જ સ્થિત છે તેથી હે પ્રભુ ! આપ જ તમામના આધાર છો…!
હે પ્રભુ ! એક મહાસાગરના પાણીમાં જે લક્ષણો હોય છે તે જ લક્ષણો એક બૂંદમાં ૫ણ જોવા મળે છે. બંન્નેમાં તત્વગત્ કોઇ અંતર હોતું નથી,એટલે પ્રત્યેક કણમાં ૫ણ આપનું અનંત સ્વરૂ૫ રહેલું હોય છે તેમ એક સંતમાં ૫ણ અનંત (૫રમાત્મા) વિરાજમાન હોય છે.તેથી જ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કહ્યું છે કેઃ
 

 

!! જાનિએ સંત અનંત સમાના !!

બિન્દુંમેં સિન્ધુ સમાન, કો અચરજ કાસો કહેં,
હેરનહાર હિરાન, રહીમન અપને આપમેં !!

 

 

કબીરજીએ કહ્યું કેઃ

 

 

હેરત હેરત હે સખી, ગયા કબીર હેરાઇ,
સમુદ્દ સમાના બૂંદમેં, સો કત હેરા જાઇ !!

 

તત્વદર્શી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને હે પ્રભુ ! હવે હું કણકણમાં તમારૂં અસિમ રૂ૫ જોઇ રહ્યો છું.

જે વસ્તુ સત્ય હોય છે તે ત્રિકાલ સત્ય હોય છે,એટલે કે ૫હેલાં ૫ણ સત્ય હતું..અત્યારે ૫ણ સત્ય છે અને આગળ ૫ણ સત્ય રહેશે.તેનામાં કોઇ ફેરફાર થતો નથી, તેનાથી ઉલ્ટુ જે વસ્તુ મિથ્યા હોય છે તે ત્રિકાલ મિથ્યા હોય છે, એટલે કે ૫હેલાં ૫ણ મિથ્યા હતું..અત્યારે ૫ણ મિથ્યા છે અને ભવિષ્‍યમાં ૫ણ મિથ્યા રહેશે. વાસ્તવિકતા એ છે કે સત્યનું અસ્તિત્વ સમાપ્‍ત થતુ નથી અને અસત્યનું ક્યારેય અસ્તિત્વ હોતુ નથી.

 
હે પ્રભુ ! આ૫ જ ત્રિકાલ સત્ય છો અને આ સંસાર તો ત્રિકાલ અસત્ય છે જે મેઘધનુષ્‍ય અને સ્વપ્‍નની જેમ દેખાય છે. હે પ્રભુ ! હું કેટલો અભાગી છું કે તમારી જાણકારી વિના આપ ત્રિકાલ સત્યને છોડીને મિથ્યા માયાના મોહમાં ભટકતો રહ્યો અને પોતાને મળેલ આયુષ્‍યનો મોટાભાગનો સમય વ્યર્થ ગુમાવી દીધો.હીરાને છોડીને કાચના ટુકડા એકત્ર કરતો રહ્યો !

 
હે પ્રભુ ! આ૫ એક અને અવિનાશી હોવા છતાં ૫ણ પ્રત્યેક નાશવાન જડ ચેતનમાં નિવાસ કરો છો. જો ૧૦૦ ઘડા પાણીથી ભરીને મુકવામાં આવે તો સૂર્યનું પ્રકાશ યુક્ત પ્રતિબિંબ તમામ ઘડાઓમાં દેખાય છે.આ નાશવાન ઘડાઓમાં અલગ અલગ ચમકતો સૂર્ય એક અને અવિનાશી છે. જો આ તમામ ઘડા તૂટી જાય તો સૂર્ય ઉ૫ર તેનો કોઇ પ્રભાવ કે અસર જોવા મળતી નથી તેવી જ રીતે હે પ્રભુ ! આપ ત્રિકાલ સત્ય..એક અને અવિનાશી હોવાછતાં જડ ચેતનમાં પ્રતિભાસિત થઇ રહ્યા છો..

 
હે પ્રભુ ! પોતાના કર્મ અને પ્રયત્નથી કોઇ૫ણ યતિ..યોગી..સંત આ મોહમયી ભવસાગરથી પાર ઉતરી શકતો નથી..મુક્તિને પ્રાપ્‍ત કરી શકતો નથી.તમારી કૃપા વિના કોઇ સેવા..સુમિરણ..સત્સંગ કે ભક્તિ કરી શકતો નથી. ભક્તિના અભાવમાં જ્ઞાન ૫ણ થઇ શકતું નથી અને જ્ઞાન વિના મુક્તિ મળવી અસંભવ છે. આમ, આ ભક્તિ..મુક્તિ..વગેરે પ્રયત્ન સાધ્ય નહીં ૫રંતુ કૃપાસાધ્ય છે.આ૫ કૃપા કરો તો જ જીવનો ઉદ્ધાર થઇ શકે છે અન્યથા આ ભવસાગરના મોહજળમાં ડૂબીને તે મરી જાય છે.આશા-તૃષ્‍ણાના જળજંતુઓ તેની લાશને ૫ણ ખાઇ જાય છે.

 
મારા સારા ખોટા કર્મો મને ફંસાવે છે.કર્મોના કારણે જ અલગ અલગ યોનિઓની પ્રાપ્‍તિ થાય છે અને દેહથી કર્મો થતા રહે છે.દેહથી કર્મો અને કર્મોથી દેહ…આ કુચક્ર મને ચૌરાશી લાખ યોનિઓ ફેરવે છે. હે પ્રભુ ! હવે ખાતરી થઇ ગઇ છે કે મારા કર્મોથી નહીં ૫રંતુ તમારી કૃપાથી જ ભવસાગર પાર ઉતરી શકાય છે.

 
તત્વદર્શી ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ રૂપી સાકાર બ્રહ્મની શરણમાં જવાથી જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને ભગસાગર પાર ઉતરી શકાય છે.
હે નિરાકાર પ્રભુ ! તમારાં બંન્ને રૂપો જોવામાં આવે છે.તમે નિરાકાર ૫ણ છો અને તમામ સાકાર રૂ૫ ૫ણ તમારાં જ છે.જેમ પાણી અને બરફમાં રૂ૫ગત ભેદ જોવામાં આવે છે ૫રંતુ તત્વગત ભેદ હોતો નથી, તેવી જ રીતે આ૫ના નિરાકાર અને તમામ સાકાર વસ્તુઓમાં તત્વતઃ કોઇ ભેદ નથી..કારણ કે

 
પૃથ્વી..પાણી.. અગ્નિ..વાયુ..આકાશ ૫ણ તમારાં જ રૂપો છે અને તમારાથી જ અધિષ્‍ઠિત છે.એટલે તેમના દ્વારા અન્ન..જલ.. વનસ્પતિ..વગેરેનું સર્જન કરીને તમો જ તમામના પોષક છો.

 
હે પ્રભુ ! જેમ આ૫ અનંત અને અસિમ છો તેવી જ રીતે તમારી મહિમા (માયા અને યશ) ૫ણ અનંત.. અસિમ અને અ૫રંમ્પાર છે.એટલે તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કેઃ

 

હરિ અનંત હરિ કથા અનંતા,
કહહિં સુનહિં બહું બિધિ સબ સંતા !!

 

 
આ૫ની માયા જગતજનની છે તથા આ૫ જગતપિતા છો.આ આપની વિશાળ માયા આ૫ના દ્વારા જ જગતનો ગર્ભ ધારણ કરે છે.જેનાથી તમામ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે.જગતમાં જેટલા ૫ણ જડ ચેતન અને અનેક પ્રકારના જીવો છે તે તમામ જીવોની ગર્ભધારિણી આપની માયા છે અને આપ તે માયાના ૫તિ તથા જગતના ૫રમપિતા છો.

 
આ૫ની યોગમાયાએ જ સત્વ..રજ અને તમોગુણથી તમામ સંસારને બાંધી રાખે છે.સત્વગુણ..સંતોને ૫ણ જ્ઞાન અને સુખની આસક્તિથી બાંધી લે છે અને તેના અભિમાનથી જીવ બંધનમાં ૫ડી જાય છે.રજોગુણ.. કર્મ કર્મફળ અને લાલચથી બાંધે છે.
આ૫ની  માયાથી ઉત્પન્ન તમોગુણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ આળસ..પ્રમાદ અને નિન્દ્દા દ્વારા મોહમાં નાખે દે છે અને બિચારો જીવ બંધનમાં ૫ડી જાય છે.

 
સત્વગુણનું ફળ જ્ઞાન..રજોગુણનું ફળ દુઃખ તથા તમોગુણનું ફળ અજ્ઞાન છે.એક પ્રભુ ૫રમાત્માના જ્ઞાનને ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂના માધ્યમથી જ્ઞાનની પ્રાપ્‍તિ કર્યા બાદ જો ત્રિગુણાતીત બની જવાય તો તે જીવનમુક્ત બની જાય છે.
હે ૫રમાત્મા ! આ૫ જ તમામ સૃષ્‍ટિના ૫રમ પિતા છો.સમગ્ર સંસાર આપનો ૫રીવાર છે અને અમે સૌ આ૫ની સંતાન છીએ એટલે અમો આ૫ને પ્રાર્થના કરીએ છીએ..આપની પાસે માંગણી કરીએ છીએ..એક વરદાનની કામના કરીએ છીએ. અમે આ૫નાં બાળકો છીએ અને બાળકો પોતાના પરમપિતા પાસે ના માંગે તો કોની પાસે માગે ? અન્ય કોઇનામાં તો કોઇ સામર્થ્ય હોતું નથી ફક્ત આ૫ જ સમરથ ૫રમાત્મા છો એટલે આપની પાસે માંગીએ છીએ કે….

 
હે પ્રભુ ! ૫રમપિતા ! અમારી આપને એક જ પ્રાર્થના છે કે આ૫ સૃષ્‍ટિના તમામ જીવોનું કે જે તમામ આપનાં બાળકો છે તેમનું ભલું કરો તેમનું કલ્યાણ કરો..!!

 
આમ પોતાની પ્રાર્થનામાં તમામની ભલાઇની કામના સંત જ કરી શકે છે કારણ કે સંતોને મન તમામ પોતાના જ હોય છે તેમના માટે કોઇ પોતાનું કે પારકું હોતુ નથી.

 
ઉ૫રોક્ત મંગલાચરણમાં દાર્શનિક વિચારો..ભાવાત્મક ભક્તિ..વિરાટના પ્રત્યે પ્રેમ અને વિશ્વબંધુત્વની ભાવના ઓતપ્રોત છે.જે ફક્ત તમામના કલ્યાણની કામના અને ભલાઇની ભાવનાથી પરીપૂર્ણ છે.

 

આ સ્થિતિમાં ૫હોચ્યા ૫છી ઋષિ ૫ણ એ જ પ્રાર્થના કરે છે કે….

 

સર્વેષાં સ્વસ્તિર્ભવતું !! તમામનું કલ્યાણ થાય..

સર્વેષાં શાંતિર્ભવતું !!  તમામને શાંતિ મળે…

સર્વેષાં મંગલં ભવતુ !! તમામનું મંગલ થાય…

સર્વેષાં પૂર્ણં ભવતુ !!   તમામનું જ્ઞાન પૂર્ણ હોય…

સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા !

સર્વે ભદ્દાણિ ૫શ્યન્તુ માકશ્ચિદુઃખ ભાગભવેત્ !!

 

 
તમામ સુખી થાય..તમામ સ્વસ્થ રહે..તમામ સારા લાગે અને કોઇને ૫ણ દુઃખ ના ૫ડે !!!

 

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

manglacharan.1

 

 

સાભાર વિશેષ જાણકારી ….

 

 

મંગલાચરણ …

 

 

वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुम् ।
मुमुक्षूणां हितार्थाय तत्वबोधोभिधीयते ॥

 

વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરુમ્ ।
મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે ॥

 

[ભાવાર્થ]

 

જ્ઞાન પ્રદાન કરનાર ગુરૂ યોગીરાજ ભગવાન વાસુદેવને પ્રણામ કરી મુમુક્ષુઓના હિતાર્થે “તત્ત્વ-બોધ” ની રચના કરવામાં આવે છે.

 

[વ્યાખ્યા]

 

ગ્રંથ રચના પ્રારંભ કરવા પૂર્વ ઇશ્વર વંદના કરવી એ પ્રાચીન પરંપરા છે. આમાં ઇશ્વર ને પ્રાર્થના કરવામાં આવે છે કે ગ્રંથ નિર્વિઘ્ન સમાપ્ત થાય તથા જે ઉદ્દેશ માટે આ ગ્રંથની રચના કરવામાં આવી રહી છે, તે પૂર્ણ થાય. પ્રસ્તુત ગ્રંથ શ્રી શંકરાચાર્યજી દ્વારા લખવામાં આવ્યો છે. તેઓ ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણની વંદના કરે છે. ગીતાના અંતિમ શ્લોકમાં સંજય ભગવાન શ્રીકૃષ્ણને યોગેશ્વર રૂપમાં સ્મરણ કરે છે – “यत्र योगेश्वरो कृष्णः” અહીં એ રૂપમાં આચાર્ય શંકર સ્મરણ કરી વંદના કરે છે.

 

શ્રી કૃષ્ણનું બીજું નામ ‘ગોવિન્દ’ છે. શંકરાચાર્યના ગુરૂજીનું નામ પણ ગોવિન્દ ભગવદપાદ હતું. ઇશ્વર અને ગુરૂમાં કોઇ ભેદ નથી, તેથી શંકરાચાર્ય શ્રી કૃષ્ણ અને એમના ગુરૂજીની વંદના એક સાથે કરી લે છે. ગ્રંથની પ્રારંભમાં અનુબન્ધ ચતુષ્ટયનો ઉલ્લેખ કરવાની પ્રથા છે. જેના દ્વારા ગ્રંથના અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજનનું જ્ઞાન થાય છે. શ્લોકની બીજી પંક્તિમાં આનો જ સંકેત કરવામાં આવ્યો છે. ગ્રંથનો અધિકારી ‘મુમુક્ષુ’ છે, એનો વિષય ‘તત્વબોધ’ છે, તત્ત્વ બોધ થવાથી મનુષ્ય મુક્ત થાય છે અને મુમુક્ષુઓનંત હિત જ આ ગ્રંથનું પ્રયોજન છે. મુમુક્ષુ વગેરે પદોની વિસ્તૃત વ્યાખ્યા આગળ ગ્રંથમાં કરવામાં આવી છે.

 

 

sanatanjagruti.org/granth/tattva-bodha/mangalaacharana

 

 

મંગલાચરણ …

 

 

શ્રીમદ્ ભાગવતને ભાગીરથીનું શ્રવણમંગલ સુંદર અભિધાન આપીએ તો એના દ્વાદશ સ્કંધને એના દ્વાદશ અમૃતમય આહલાદક ઓવારા તરીકે ઓળખાવી શકાય. એ ઓવારા અવગાહનની અનુકૂળતા ખાતર ઊભા કરેલા છે. એમની દ્વારા એના અલૌકિક આત્માની અભિવ્યક્તિ થાય છે. એ અભિવ્યક્તિ આનંદદાયક, પુણ્યપ્રદાયક અને પ્રેરક છે.

 

પ્રથમ સ્કંધના પ્રારંભમાં જ મંગલાચરણના સુંદર શ્લોકની શરૂઆત થાય છેઃ

 

जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट् ।
तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः ॥
तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽमृषा ।
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॥०१॥

 

 

જેને લીધે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને જગતનો લય કે પ્રલય થાય છે, જે જડ નથી પણ ચેતન છે અને બીજાથી પ્રકાશિત નથી પરંતુ સ્વયંપ્રકાશ છેઃ જે હિરણ્યગર્ભ કે બ્રહ્મા નથી પરંતુ જેણે બ્રહ્માને કેવળ સંકલ્પથી વેદનું પ્રદાન કર્યું છેઃ જેના સ્વરૂપની ચર્ચાવિચારણા કરતાં મોટા મોટા વિદ્વાનો ને મુનિઓ પણ મોહ પામે છે અને ભાતભાતના વિરોધાભાસી તર્કવિતર્કો કરે છેઃ જેવી રીતે સૂર્યનાં સોનેરી કિરણોમાં જલનું, જલમાં સ્થળનું ને સ્થળમાં જલનું વાસ્તવિક નહિ પરંતુ ભ્રમાત્મક દર્શન થાય છે તેવી રીતે જેની અંદર ત્રિગુણાત્મિકા જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિરૂપા સૃષ્ટિ મિથ્યા હોવાં છતાં પણ અધિષ્ઠાન સત્તાથી સત્ય સમી પ્રતીત થાય છેઃ તે પોતાના સ્વભાવગત જ્ઞાનના પવિત્રતમ પ્રકાશથી સંપૂર્ણપણે સર્વ કાળે ને સર્વ સ્થળે અવિદ્યારૂપી અંધકારથી મુક્ત રહેનાર પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ.’

 

એ સુંદર શ્લોકના આરંભમાં જ મહર્ષિ વ્યાસ પ્રણીત બ્રહ્મસુત્રના ‘જન્માદ્યસ્ય યત્રઃ’ સૂત્રનો સદુપયોગ કરવામાં આવ્યો છે. એક જ લેખકની બે રચનાઓનું એ શાબ્દિક સામ્ય ખાસ ધ્યાન ખેંચે એવું છે. ભાગવતના પ્રથમ સ્કંધના પ્રારંભનો એ શ્લોક સૂચવે છે કે જગતના રૂપમાં પરમપ્રકાશમાન સ્વયંભૂ પરમાત્માની જ નિત્યલીલા થઇ રહી છે. એની અંદર અને બહાર, ઉપર અને નીચે, પરમાત્મા સિવાય બીજું કાંઇ છે જ નહિ. એ જ સર્વત્ર ને સર્વના રૂપમાં વ્યાપક છે. પરંતુ એમના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય અને સાક્ષાત્કાર માયાના પ્રખર પ્રભાવને લીધે મોટા મોટા મુનિવરો ને વિદ્વાનો પણ નથી કરી શકતા. એ પણ સંભ્રમમાં પડી જાય છે. જુદી જુદી તપશ્ચર્યાઓ અને સાધનાઓ એમની સાથે સંબંધ બાંધવા, એમનું અનુસંધાન સાધવા, અને એમના સર્વજ્ઞ, સર્વવ્યાપક, વાસ્તવિક સચ્ચિદાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટે છે. એ સાક્ષાત્કાર જ જીવનમાં શાશ્વત સુખશાંતિની સ્થાપના કરી શકે છે અને અંતરના અણુઅણુને સંવાદે ભરે છે. જીવનમુક્તિનો અલૌકિક આસ્વાદ પણ એજ ધરે છે.

 

એ શ્લોકની એક બીજી લાક્ષણિકતા જોવા જેવી છે. એમા ‘સત્યં પરં ધીમહિ’ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. ભાગવત વેદરૂપી વિશાળ કલ્પવૃક્ષનું પરિપક્વ સુંદર સ્વાદુ ફળ છે એટલે વેદવચન તથા વેદવિચારની છાયા પ્રતિછાયાથી સંપન્ન હોય એ સહેલાઇથી સમજી શકાય તેવું છે. વેદમાં સત્યં જ્ઞાનં અનંત બ્રહ્મ કહીને પરમાત્માને સત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ અને અનંત કહેવામાં આવ્યા છે. એમને સચ્ચિદાનંદ પણ કહ્યા છે. ભાગવત એના અનુસંધાનમાં સત્યં પરં ધીમહિ એવો શબ્દપ્રયોગ કરતાં એ પરમ સનાતન સત્યસ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ એવું કહીને પરમાત્માને પરમ કે સનાતન સત્ય તરીકે ઓળખાવે છે. પરમાત્માનો પરિચય પ્રદાન કરનારાં જે અસંખ્ય નામો આપણે ત્યાં પ્રચલિત છે તેમાં એમનું સત્ય નામ સૌથી સારગર્ભિત, વિલક્ષણ અને સુંદર લાગે છે. સત્ય એટલે જે હતું, અને રહેશે તે પરમતત્વ. નિર્વિકારી ને નિર્લેપ. ત્રિકાલાબાધિત. જેનો કોઇ કાળે ને કારણે નાશ નથી થતો તે સર્વવ્યાપક સત્તા.

 

પરમાત્માનો પરિચય એથી વધારે સારી ને સંપૂર્ણ રીતે બીજા કયા અભિધાન દ્વારા આપી શકાય? એટલે જ પરમાત્માના પર્યાયરૂપે સત્ય નામ ખૂબ જ સાર્થક લાગે છે. એમનું ધ્યાન સત્યપ્રકાશની સમ્યક્ પ્રાપ્તિ માટે અથવા સત્યના સાક્ષાત્કાર સારુ કરવામાં આવે છે.

 

પરમાત્માની સર્વશક્તિમત્તા તથા સર્વવ્યાપકતાને સિદ્ધ કરવાનું કાર્ય વૈજ્ઞાનિક સંશોધનના સમયમાં હવે સરળ બન્યું છે. વિજ્ઞાન કહે છે કે પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં એટમ છે. એટમ વિના કોઇયે પદાર્થનું અસ્તિત્વ નથી હોઇ શકતું. એ એટમમાં ઇલેકટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ ત્રણે તત્વો રહેલાં છે. આપણાં અધ્યાત્મશાસ્ત્રોએ એવી જ રીતે અનુભવના આધાર પર વરસો પહેલાં કહેલું કે સૌની અંદર, જડચેતનાત્મક સકળ સંસારમાં, આત્માનો અથવા પરમાત્માનો વાસ છે. એના સિવાય જગત કે જીવન બની જ નથી શકતું. એ આત્મા કે પરમાત્મા પણ પેલા એટમની પેઠે સત્, ચિત્, આનંદ ત્રણ તત્વોથી સમન્વિત છે. એ અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન છે. વિજ્ઞાન એવી રીતે અધ્યાત્મના સુનિશ્ચિત સુવિદિત સિદ્ધાંતોને સમજવામાં સહાયતા કરે છે.

 

ભાગવત પરમાત્માની અભિન્ન અંતરંગ એકતાનું પ્રતિપાદન કરીને એમને સર્વ પ્રકારના દોષોથી રહિત બતાવીને એમના ધ્યાનની પવિત્ર પ્રેરણા પૂરી પાડે છે.

 

 

swargarohan.org/bhagavat/canto-01/01.htm

 

 

મંગલાચરણ …

 

 

(૧) સર્વોપર સંત પુરૂષ હય, સબકે જીવન આપ,
પ્રથમ વંદના તાહિકો, નાશ હોત સબ પાપ.

સર્વની ઉપર સંત પુરૂષ છે, બધાનું જીવન છો. સર્વ પ્રથમ હું તમને વંદન કરૂં છું, તેથી મારા બધા પાપ નાશ પામશે.

 

(૨) દ્વિતીય વંદના ગુરૂકો, કરત જ્ઞાન પ્રકાશ,
બિના ગુરૂ નાહિ ન હોત નય, અંધકારકો નાશ.

બીજા વંદન હું ગુરૂને કરૂં છું, કારણ ગુરૂ થકી જ્ઞાનનો પ્રકાશ મળ્યો, ગુરૂ વગર આ અજ્ઞાન અંધકારનો નાશ કદિ પણ થતો નથી કે થશે નહિં.

 

(3) ત્રિતીય વંદના સબ સંતકો, ભવજલ તારનહાર,
ભક્તિ જ્ઞાન વૈરાગ દે કરત બડો ઉપકાર.

ત્રીજા વંદન હું સાધુસંતોને કરૂં છું, તેઓ થકી આ ભવ સાગરને તરી શકાય છે. અને તેઓના ઉપકારથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ પ્રાપ્ત થાય છે.

 

(૪) પુરૂષ રૂપી સદગુરૂ હય, સદગુરૂ રૂપી સંત,
ઈનકે પદ વંદન કિયે, આવે ભવકો અંત.

સદગુરૂ જેવા સંતના દેહમાં તે પરમાત્માનો વાસ છે, તેમના ચરણમાં વંદન કરો, અર્થાત્ તેમના ચરણમાં તારા મનમાંનો અહંકાર છોડશે, તો તારા ભવસાગરનો અંત આવશે.

 

ૐ ૐ ૐ

 

 

http://ramanlal.wordpress.com

 

 

ૐ વક્ર્તુન્ડ મહાકાય સૂર્ય કોટી સમ પ્રભો
નિર્વિધ્નં કુરૂમેં દેવં , સર્વ કાર્યેષુ સર્વદા….૧

 
ૐ કાર બિન્દુ સંયુક્તં, નિત્યં ધ્યાયંતિ યોગિન
કામદહં મોક્ષદામ ચૈવ, ૐકારાય નમો નમઃ….૨

 
મંગલમ ભગવાન વિષ્નું, મંગલમ ગરૂડધ્વજ
મંગલમ પુંડરિકાક્ષો મંગલાયતનો હરિ….૩

 
સર્વ મંગલ માંગલ્યે, શિવે સર્વાર્થ સાધિકે
શરણે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે….૪

 
કપુર ગૌરંમ કરૂણાવતારં, સંસાર સારં ભૂજગેન્દ્રહારમ્
સદા વસંતમ હ્ર્દયાર્વિન્દમ, ભવંભવાની સહિતં નમામિ….૫

 
ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ।
ષડભિર્વિરાજતે યોડસૌ પન્ચધાહૃદયે મમ ।।

 

 

દશમસ્કંધના પાંચ પ્રકરણ કે વિભાગ છે. (1) જન્મ (2) તામસ (3) રાજસ (4) સાત્વિક (5) ગુણ પ્રકરણ. ઉપલા મંગલાચરણમાં પન્ચધા શબ્દ છે તે એવા ભાવમાં છે કે ઉપર જણાવેલા પાંચ પ્રકરણાર્થ રૂપ પ્રભુને હૃદયમાં બિરાજવાની પ્રાર્થના કરવામાં આવે છે.

હવે બીજુ તામસ પ્રકરણ છે. તેના ચાર વિભાગ છે. (1) પ્રમાણ (2) પ્રમેય (3) સાધન (4) ફલ-અકંદરે તામસ પ્રકરણના અઠાવીસ અધ્યાય છે. એટલે દરેક વિભાગમાં સાત સાત અધ્યાય આવે છે. બીજુ ચતુભિઃ મંગળાચરણમાં છે તે આ તામસ પ્રકરણના ચાર વિભાગોનું સૂચક છે. મતલબ કે તામસ પ્રકરણના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આ ચાર વિભાગમાં બિરાજમાન લીલાત્મક પ્રભુને હૃદયમાં બિરાજવાની પ્રાર્થના કરવામાં આવે છે.

 

હવે ત્રીજું પ્રકરણ રાજસ છે. તેના પણ ચાર વિભાગ છે. (1) પ્રમાણ (2) પ્રમેય (3) સાધન (4) ફલ. મંગળાચરણમાં ત્રીજું ચતુભિઃ છે તે આ રાજસ પ્રકરણના ચાર વિભાગો માટે છે. મતલબ કે રાજસ પ્રકરણના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ આ ચારેય વિભાગમાં બિરાજમાન લીલાત્મક શ્રીપૂર્ણ પુરૂષોત્તમને હૃદયમાં બિરાજવાની પ્રાર્થના કરવામાં આવે છે. આ રાજસ પ્રકરણના પણ અઠ્ઠાવીસ અધ્યાય છે એટલે દરેક વિભાગમાં સાત સાત અધ્યાય આવે છે. તેત્રીસથી ઓગણચાલીસ સુધીના સાત અધ્યાય પ્રમાણના, ચાલીસથી છેતાલીસ સુધીના સાત અધ્યાય પ્રમેયના, સુડતાલીસથી ત્રેપન સુધીના સાત અધ્યાય સાધનના અને ચોપનથી સાંઠ સુધીના સાત અધ્યાય રાજસફળ પ્રકરણના છે.

 

હવે છેલ્લે ગુણ પ્રકરણ આના છ અધ્યાય છે. મંગળાચરણમાં જે ષડભિઃ શબ્દ છે તે આ ગુણ પ્રકરણના છ અધ્યાયો માટે છે મતલબ કે આ ગુણ પ્રકરણના છ અધ્યાયમાં બિરાજમાન લીલાત્મક શ્રીપૂર્ણપુરૂષોત્તમને હૃદયમાં બિરાજવાની પ્રાર્થના કરવામાં આવે છે. બ્યાસીથી સીત્યાસી સુધીના છ અધ્યાય ગુણ પ્રકરણના છે. ત્રણ અધ્યાય [12-13-14] ક્ષેપક છે. એ ત્રણ અધ્યાયો છે જ નહિ એ ગણીને ઉપરની રીતે બધું સમજવું એટલે સમજાશે કે આખા દશમસ્કંધમાં બિરાજમાન લીલાત્મક શ્રીપૂર્ણપુરૂષોત્તમને હૃદયમાં બિરાજવાની પ્રાર્થના આ શ્લોકમાં કરવામાં આવી છે.

 

 

shrivallabhanugrah.com/viewarticle.php?art_id=897

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

સૌભાગ્યવતી મહિલાઓ સેંથામાં સિંદૂર કેમ પૂરે છે ? …

સૌભાગ્યવતી મહિલાઓ સેંથામાં સિંદૂર કેમ પૂરે છે? …

 

 

 
sindoor
 

 

આદિ માનવ જ્યાં સુધી સભ્ય અવસ્થામાં આવ્યો ન હતો અને તેણે સમાજની રચના કરી ન હતી ત્યાં સુધી કુટુંબની વ્યવસ્થા તેણે બનાવી ન હતી. સૌ માનવો એક સાથે રહેતા હતા અને નવા જન્મતાં બાળકો સમૂહની જવાબદારી હતી. આ વ્યવસ્થાએ ઘણા અટપટા પ્રશ્નો ઊભા કર્યાં હતા. આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માનવે સમાજની રચના કરી. નગર વસાવ્યું અને તેની સાથે આવી કુટુંબની ભાવના. માનવે તેના બંધુઓની કાર્યશક્તિ પ્રમાણે સૌને વિવિધ કામો સોંપ્યાં અથવા કહો કે દરેક માનવે પોતાને ગમતી કે આવડતી વિદ્યામાં કામ કરવા માંડ્યું.

કુટુંબની સાથે આવી પતિ-પત્નીની ભાવના, મા-બાપની ભાવના, બાળકોની સારસંભાળની ભાવના. એક માનવ, એક જ સ્ત્રીને પરણીને કુટુંબ સાથે રહેવા લાગ્યો. આ સ્ત્રી તે માનવની પત્ની બની જેને આપણા પૂર્વજોએ ‘સૌભાગ્યવતી’ નું બિરુદ આપ્યું. બીજી મહિલાઓથી અલગ પાડવા આ સૌભાગ્યવતી સ્ત્રી કે જેનો પતિ હયાત છે, તેની ઓળખ માટે કપાળમાં મધ્યભાગમાં લાલ તિલક અને માથામાં વાળ જ્યાંથી બે ભાગ જુદા પડે તે ભાગને સેંથો કહી, તે સેંથાની શરૂઆતમાં સિંદૂર પૂરવાનું સૂચન કર્યું. આ બંને ચિહનો એ સૌભાગ્યવતી સ્ત્રીની ઓળખ બની ગયા. પૌરાણિક તથ્ય પ્રમાણે આ થઈ સેંથામાં સિંદૂર પૂરવાની મહત્વતા. ભારતમાં આ પરંપરા હજારો વર્ષો પછી આજે પણ ચાલુ રહી છે તે ફક્ત ગૌરવની વાત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં તે અદ્વિતીય પ્રથા પણ ગણાય છે.

પરદેશમાં પણ કપાળમાં તિલક અને સેંથામાં સિંદૂર લગાવેલ મહિલાને જોઈને સામેની વ્યક્તિને તરત ખ્યાલ આવી જાય છે કે આ મહિલા પરણીત છે.

જે મહિલાનો પતિ મૃત્યુ પામ્યો છે તે મહિલા તે પછી બંને ચિહનનો ઉપયોગ બંધ કરે છે. સમાજ આવી મહિલા પ્રત્યે અનુકંપા રાખે છે અને તેને આદર અને લાગણી સાથે જુએ છે.

સિંદૂરને કુમકુમ પણ કહેવામાં આવે છે અને તેનો રંગ ઉત્સાહ અને શક્તિના ગુણો સૂચવે છે. આ જ કારણસર સિંદૂર એટલે કે કુમકુમને શુભ માનવામાં આવે છે.

આપણી પુરાણી પરંપરામાં પરિણીત સ્ત્રીને સૌભાગ્યવતી સ્ત્રી ગણવામાં આવે છે અને તેના કર્તવ્યમાં બે વાત આવે છે – તે પતિમનરંજની હોય છે અને પુત્રફળદાયિની હોય છે. કહે છે કે આ બંને વિશિષ્ટ લક્ષણોને બાહ્ય રીતે દર્શાવવા આવી સ્ત્રીના સેંથામાં સિંદૂર પૂરવામાં આવે છે. સેંથો એ પણ શણગાર છે અને તેમાં પૂરવામાં આવેલ સિંદૂર સોનામાં સુગંધ ઉમેરાયું હોય તેવું અનુપમ ર્દશ્ય ખડું કરે છે.

સૌજન્ય :  રાજેશ બારોટ …

એક ચપટી સિંદૂરની કિંમત   …

 

 

sindoor.1

 

 

સ્ત્રીઓ માટે આ ચપટી સિંદૂરનું માત્ર ધાર્મિક કે વૈજ્ઞાનિક મહત્ત્વ જ ના રહેતાં તેના જીવનના એક મહત્ત્વના તબક્કાનું, એક નવા જ અધ્યાયની શરૂઆતનું સાક્ષી બની રહેતું હોય છે. લગ્ન એ પુરૂષ માટે નવલી જવાબદારીનું બંધન હોય છે તો સ્ત્રી માટે નવલા બંધનની જવાબદારી હોય છે…

આપણા દરેક સમાજમાં લગ્ન કરતી સ્ત્રીઓ માટે સૌભાગ્યના પ્રતીકરૂપે અમુક ચિહ્નો ધારણ કરવાં લગભગ ફરજિયાત છે. જેમ કે ચૂડી, ચાંદલો, મંગળસૂત્ર, સેંથીમાં સિંદૂર વગેરે વગેરે. આનાથી એવું મનાય છે કે, આવો શણગાર કરનાર સ્ત્રીને એક ચોક્કસ સામાજિક મહત્ત્વ, સ્થાન અને સલામતી મળે છે.

જો કે, આજે હવે દરેક જ્ઞાતિ-સમાજની આધુનિક વિચારસરણી વિકસાવી ચૂકેલી સ્ત્રીઓએ આ રિવાજને, ચલણને મરજિયાત બનાવી દીધો છે તે અલગ વાત છે.

સિંદૂરની વાત કરીએ તો લગ્ન સમયે હજુ પણ નવવધૂની સેંથીમાં વરરાજા સિંદૂર પૂરી તેનો સ્વીકાર કર્યાનું જાહેર કરે તેવો સરસ રિવાજ યથાવત્ છે અને રહેશે પણ કરો.

હા, એ ચપટી સિંદૂરની કિંમત તેને વેચનાર વેપારી માટે શૂન્ય બરાબર હશે. લગ્નમંડપમાં હાજર મહેમાનો માટે કન્યાની સેંથીમાં પૂરાતું એ સિંદૂર એક યાંત્રિક પ્રક્રિયા સમાન હશે, પણ જેની સેંથીમાં તે પૂરાઈ રહ્યું હોય છે તે સ્ત્રી માટે તે બહુમૂલ્ય હોય છે.ળસ્ત્રીઓ માટે આ ચપટી સિંદૂરનું માત્ર ર્ધાિમક કે વૈજ્ઞાનિક મહત્ત્વ જ ના રહેતાં તેના જીવનના એક મહત્ત્વના તબક્કાનું, એક નવા જ અધ્યાયની શરૂઆતનું સાક્ષી બની રહેતું હોય છે. લગ્ન એ પુરૂષ માટે નવલી જવાબદારીનું બંધન હોય છે તો સ્ત્રી માટે નવલા બંધનની જવાબદારી હોય છે.

લગ્ન કરતી યુવતીના ચહેરા પર ઝીણવટથી જોશો તો ખુશીઓની અનેક લકીરો વચ્ચે એક અજાણ્યા ડરની બારીક લકીર પણ જોવાશે.

બાળપણથી આજ સુધીની એની પોતીકી દુનિયા, તેમાં ઉછેરેલાં સપનાં અને મનપસંદ સ્વતંત્રતા એ બધું છોડી તે જે અજાણી દુનિયામાં, અજાણ્યા લોકો વચ્ચે વસવા જઈ રહી છે તે તેને ગમશે તો ખરીને ! પત્ની, પુત્રવધૂ અને પછી માતા તરીકેની અઢળક જવાબદારીઓ નિભાવવામાં તેને સૌનો સાથ અને પ્રેમ મળશે તો ખરો ને ? આવા અનેક ડર વચ્ચે તે પતિના ઘરે ડગલા માંડતી હોય છે.

તાજેતરમાં જ જેના લગ્ન થયાં છે તેવી એક યુવતી કહે છે, “મેં લગ્ન શું કર્યાં, મારી તો આખી દુનિયા જ બદલાઈ ગઈ. મને એમ વિચારીને રડવું આવતું કે મારૂ તો બધું જ ખોવાઈ ગયું ! લગ્ન તથા સહજીવન માટે મેં કરેલી કલ્પનાઓ, સપનાં એ બધું જ ધાર્યાં કરતાં તદ્દન અલગ. સાસરિયાં સમજદાર તો લાગે છે છતાં બધું સેટ થતાં મને સમય જરૂર લાગશે.”

જો કે દરેક પરિણીતા માટે આમ સમજુ સાસરિયાં મળવાનું નસીબ નથી પણ હોતું અને ત્યારે જ લગ્નજીવન તેના માટે ત્રાસદાયક કસોટી બની અનેક પ્રશ્નાર્થ ઊભાં કરી દેતું હોય છે.

એક પુરૂષ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેના ઘરમાં અને જીવનમાં નવા પાત્રના આગમન અને પત્નીલક્ષી જવાબદારીઓ ઉઠાવવા સિવાય ઝાઝો ફરક નથી પડતો. તેને તો ઘર, નોકરી-વ્યવસાય, સ્વજનો, મિત્રવર્તુળ એમ બધું તે જ રહે છે જેવું લગ્ન અગાઉ હતું. ફરક પડે છે સ્ત્રીને. તેની પાસે તો આમાંનું કંઈ બચતું નથી. નવેસરથી જિંદગીનો એકડો ઘૂંટવાનું તેના ભાગે આવે છે.

કેમ કે પુરૂષ માટે તો તેના નાના-મોટા પ્રશ્નો, જરૂરતો અને અનેકવિધ સમસ્યાઓનો લગ્ન પછી અંત આવી જતો હોય છે. પણ સ્ત્રીની તો ખરી સમસ્યાઓ અને થકવી દેતાં પ્રશ્નો લગ્ન બાદ જ શરૂ થતાં હોય છે અને મોટાભાગે તો લગ્નના અમુક વર્ષો પછી પતિ નામનો એ પુરૂષ તેની જવાબદારીઓ નિભાવવામાં ઠાગાઠૈયા જ કરતો જોવાય છે. પત્ની મૂંઝાય, અકળાય કે ફરિયાદ કરે તો પણ તેને સમજવા અને સાંભળવાની કોઈને પડી નથી હોતી.

તેથી જ લગ્ન એ મોટાભાગની સ્ત્રીઓ માટે જિંદગીનો મોટો જુગાર હોય છે, કેમ કે અહીં તેણે તેનું સઘળું દાવ પર મૂકવાનું આવે છે. તેનું સ્વમાન, તેના અંગત ગમા-અણગમા, નારી સહજ ગૌરવ અને સ્વતંત્ર અસ્તિત્વ પણ. તેનો અભિપ્રાય પૂછાતો નથી તો તેના નિર્ણયો પણ ભાગ્યે જ સ્વીકારાય છે. ચૂટકી સિંદૂરના ભાર નીચે તેનો અવાજ પણ દબાઈ જાય તેવી ગૂંગળામણ તેને મળે છે.

આ જુગારમાં જો રમવામાં થોડી કચાશ રહી જાય કે પત્તાં અનાડી નીકળે તો તેને આકરી હાર મળી શકે છે. બહુ ઓછી સ્ત્રીઓ માટે લગ્ન એ ફૂલોની પથારી જેવું સાબિત થતું હોય છે. બાકી તો પતિ અને પત્નીના મનનો મેળાપ થતાં નાકે દમ આવી જાય છે. ઘણીવાર તો અડધું આયખું એક છત નીચે સાથે વિતાવ્યા પછી પણ પેલા રેલવેના પાટાની જેમ રહેતાં હોય છે. થોડાં મહિના અગાઉ મુંબઈમાં એક સ્ત્રીએ છૂટાછેડાની અરજી દાખલ કરી છે. તેનું કહેવું છે કે, તેનો પતિ કે જે તેને લગ્ન પહેલાં ચાંદ પર લઈ જવા થનગનતો હતો તે હવે તેને ‘ધોળા દિવસે ચાંદ-તારા’ દેખાડી દેતાં અચકાતો નથી. તેનાં સાસરિયાં પણ એવાં સ્વાર્થી અને કપટી નીકળ્યાં જેની તેને કલ્પના પણ નહોતી.

 તે કહે છે આ બધાથી મારા મનમાં ડરની તલવાર સતત લટકતી રહેતી. જો પતિ છોડી દેશે તો ? સાસરિયાં જાકારો આપી દેશે તો ? તે ક્યાં જશે અને શું કરશે ? તેના પિયરિયાં અપનાવશે નહીં તો તેના ભાવિનું શું ? વગેરે પ્રશ્નોથી કોઈ નિર્ણય લેતાં અચકાતી હતી, પણ એક દિવસ હદ થઈ ગઈ અને મેં એ ચપટી સિંદૂર મારી માંગને વધુ દઝાડે તે પહેલાં અલગ થવાનો નિર્ણય લઈ લીધો.

આવી દરેક પ્રક્રિયામાં મહદ્અંશે જોવાય છે કે, તે પુરૂષ માટે જેટલી પીડાદાયક બને છે તેનાથી અનેકગણી ત્રાસદાયક સ્ત્રી માટે સાબિત થતી હોય છે.

કેમ કે લગ્ન થયાના દિવસથી જ તે એ નવી ધરતી સાથે તેના સમગ્ર અસ્તિત્વથી, તેના તન-મન અને આત્માથી જોડાઈ ચૂકી હોય છે. એ દુનિયા હવે તેના જીવન સાથે એટલી હદે જોડાઈ ચૂકી હોય છે કે જેનાથી છૂટવું કે તૂટવું તેના માટે સજા બની રહે છે. પુરૂષો ક્યારેય આ મનોભાવને સમજી નહીં શકે તે પણ હકીકત છે.

કોઈપણ કારણોસર છૂટી પડતી સ્ત્રી પછી ત્યક્તા અને ડિવોર્સી તરીકે જ ઓળખાય છે. તેને ફરીથી ‘કુંવારી’નું લેબલ ક્યારેય નથી મળતું. તે પછી નથી તો તેની પેલી ખોવાયેલી દુનિયા તેને યથાવત્ પાછી મળતી કે ના તો તે મથવા છતાં પણ પરિણીત જિંદગીની સારી-માઠી યાદોથી પીછો છોડાવી શકતી.

આમ ચપટીભર સિંદૂરની ઘણી મોટી કિંમત તે જીવનભર ચૂકવતી રહે છે.

આની સામે આજે દરેક જ્ઞાતિ-સમાજમાં આધુનિક વિચારસરણી ધરાવતી એવી અસંખ્ય સ્ત્રીઓ મળી આવશે જેમના માટે મંગળસૂત્ર અને સિંદૂર માત્ર લગ્નના લાઈસન્સ જેટલું જ મહત્ત્વ ધરાવતાં હોય. તેઓ પોતાના અધિકારો અને ખુશીઓ માટે પતિ કે સાસરિયાં પર નિર્ભર ના રહેતાં સ્વબળે પોતાના ભાગનું આકાશ મેળવી લઈ તેમાં હિંમતથી પાંખો ફેલાવીને ઊડી રહી હોય.

પતિ અને પરિવારની તથા સામાજિક જવાબદારીઓ પોતાની શરતો પર નિભાવતી રહીને પણ પોતાની મરજીનું બંધનમુક્ત જીવન આદર્શ ગણાય તેવી રીતે જીવી રહેલી આવી સ્ત્રીઓ માટે લગ્નનું મહત્ત્વ પણ જરાય ઓછું નથી હોતું. સલામ છે આવી સ્ત્રીઓને.

આની સામે બીજી પણ હકીકત દર્પણ સમાન છે કે, ઘણી સ્ત્રીઓ પોતાની મનમાનીથી જીવવા માટે લગ્નની પવિત્રતા, ગંભીરતા અને ફરજોને અવગણતી હોય છે. તેમની બેદરકારી કહો કે નાદાનિયત ગણાવો, પણ નથી તે મંગળસૂત્રનો મહિમા સમજતી કે ના તો સિંદૂરની લાજ રાખતી. તેઓ લગ્નને એક મજાક બનાવીને મૂકી દે છે.

આ સામાજિક કે પારિવારિક દૃષ્ટિને સહેજ બાજુ પર મૂકી સિંદૂરનું વૈજ્ઞાનિક મહત્ત્વ જોઈએ તો બહુ ઓછા લોકોને ખબર હશે કે, સિંદૂરમાં પારાનું અમુક પ્રમાણ પણ સામેલ હોય છે અને સેંથીના જે ભાગમાં સિંદૂર ભરાય છે ત્યાં બ્રહ્મરંધ્ર નામની એક સંવેદનશીલ ગ્રંથિ આવેલી હોય છે. એક માન્યતા અનુસાર સ્ત્રીઓમાં લગ્ન પછી આવતાં મનોશારીરિક ફેરફારો, વધતી જવાબદારીઓ અને તેના પગલે ઉદ્ભવતા થાક, ચિંતા અને તણાવ વગેરેને દૂર કરવામાં આ પારો ઔષધિનું કામ આપે છે.

ટૂંકમાં, લગ્ન એ સુવ્યવસ્થિત સામાજિક માળખા માટેની અનિવાર્ય પ્રક્રિયા છે. સ્ત્રી અને પુરૂષ બેઉ માટે તે ગમતું બંધન પણ છે.

લગ્નના આ અર્થને મજબૂત બનાવતા અન્ય પ્રતીકોની જેમ સિંદૂર પણ પ્રેમ અને સૌભાગ્યનું પ્રતીક માત્ર છે.

જરૂર છે તો બેઉ પાત્રો તેના મહત્ત્વને અને તેની પાછળ જ જન્મ લેતી, આકાર પામતી પ્રત્યેક જવાબદારીઓને સમજે અને ખુશી ખુશી નિભાવે અને તો જ તેનો રંગ ખીલી ઊઠે.

 

 

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

સ્ત્રીના સૌભાગ્યના સંકેતરૃપ સિંદૂરની શાનદાર સફર …

 

 

sindoor.2

 

 

કૃષ્ણપ્રિયા રાધાના ભાલથી લઈને દેવ-દેવીઓની મૂર્તિઓ પર અને ફિલ્મ-ટીવી સિરિયલોની અભિનેત્રીઓ સુધી ‘સિંદૂર’ વિવિધ સ્વરૃપે સદા શૃંગારમાં શિરમોર રહ્યું છે ‘સિંદુર’ ત્રણ અક્ષરનો આ લાલ રંગનો પાવડર વિવાહિત નારીના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે.સેથીમાં સિંદૂર પૂરેલી સ્ત્રી સૌભાગ્યવતીનું સૂચક છે.

ભારતની ઘણી જ્ઞાતિઓમાં તો નારીનો સેંથો સિંદૂર વગરનો નથી હોતો. ઘણા ગામડાઓની સ્ત્રીઓ પીળા રંગના સિંદૂરને અસલી માને છે. જ્યારે શહેરની આધુનિક નારી સિંદૂર તરીકે લિપસ્ટીકનો ઉપયોગ કરે છે.   જે લગાડવું સરળ પડે છે અને જલદી ફેલાઇ નથી જતું. બોલીવૂડમાં ‘સિંદૂર’ નું મહત્વ દર્શાવતી ઘણી ફિલ્મો બની છે જેવી કે, ‘માંગ ભરો સજના’, ‘સુહાગ’, ‘સદા સુહાગન’, ‘સિંદુર’,’ ઉધાર કા સિંદુર’ વગેરે. આ ફિલ્મની વાર્તા સ્ત્રીના સૌભાગ્યની આસપાસ જ રહેતી. તેમજ ‘ઓમ શાંતિ ઓમ’નો ‘એક ચૂટકી સિંદર…’ ડાયલોગ પણ ઘણો લોકપ્રિય છે. સિંદૂર અને કુમકુમ લગાડવાનો ઇતિહાસ સદીઓથી ચાલ્યો આવે છે.

કહેવાય છે કે હિંદુ સંસ્કૃતિમાં ૫૦૦૦ વર્ષોથી આ રિવાજ હજી સુધી યથાવત છે. ઇતિહાસ સાક્ષી છે કે, હડપ્પા કાળમાં પણ સેંથામાં સિંદૂર પૂરવાનો રિવાજ હતો. આપણા પુરાણોમાં પણ એ વાતનો ઉલ્લેખ છે કે, શ્રીકૃષ્ણની પ્રેમિકા રાધા પોતાના કપાળ પર જ્વાળાના આકારનો સિંદૂર લગાડતી હતી. તો પાંડવોની પત્ની દ્રોપદીના ચીરહરણ વખતે પોતાના પતિઓની નિસહાય સ્થિતિ અને પૌરુષહીનતાથી નિરાશ થઇ દ્રૌપદીએ ક્રોધે ભરાઇને લલાટ પરનું સિંદૂર ભૂંસી નાખ્યું હતું.

પંડિતોનું માનવું છે કે, સેથો પૂરવાનો મતલબ સૌભાગ્યસૂચક છે. આ ઉપરાંત સિંદૂર શક્તિની દેવી પાર્વતીનું પ્રતીક છે. પરંતુ આજે સિંદૂર અને ચાંદલા માટે લોકો કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ કરે છે. આજે સિંદૂર અને ચાંદલો ફક્ત ફેશનમાં જ ગણાય છે. રંગબેરંગી વેલ્વેટમાંથી બનાવવામાં આવતા ચાંદલા એ પોતાનું અસલી મહત્વ ગુમાવી દીધું છે. પ્રાચીન કાળમાં ફક્ત ફૂલોની માળાઓનો જ સાજ-શણગારમાં ઉપયોગ થતો હતો. 

સિંદૂર અને ચાંદલા કરવાનું એક સામાજિક અને ધાર્મિક મહત્વ છે. મંદિરોમાં લક્ષ્મી,પાર્વતી, વિષ્ણુ અને હનુમાનજી પર સિંદૂર ચડાવવામાં આવે છે. ઘણા લોકો એવું માને છે કે ખરાબ ગ્રહોની અસરને નાથવા માટે મંદિરોમાં સિંદૂર ચઢાવવું. સિંદૂર બનાવવામાં હળદર અને ફટકડીનો ઉપયોગ થાય છે.  જ્યારે હળદરને લીંબુના રસ સાથે અથવા તો લીંબુના પાવડરમાં ભેળવવામાં આવે છે ત્યારે તેનો રંગ લાલ થઇ જાય છે. પછી તેમાં પાણી અથવા તેલ ભેળવવામાં આવે છે. પહેલાં સમુદ્રી મીઠું,અગરુ, ચંદન, કસ્તૂરી ભેળવી સિંદૂર તૈયાર કરવામાં આવતુ હતું. સિંદૂરને ચંદનની લાકડી અથવા પાવડરમાં કસ્તૂરી કે કુસુમના ફૂલ ભેળવીને પણ બનાવવામાં આવતું હતું.

પ્રાચીન કાળમાં સિંદૂર એક ખાસ પ્રકારનના લાલ માર્બલના પથ્થરમાંથી પણ બનાવવામાં આવતુ હતું. આ લાલ માર્બલને હળદર અથવા તેલમાં લપેટી થોડા દિવસો સુધી રાખવામાં આવતું અને પછી સિંદૂર બનાવવામાં આવતું. આજે જે સિંદૂર બજારમાં વેંચાય છે, તે સિંથેટિક મટિરિયલમાંથી બનાવવામાં આવે છે, જેમાં સીસા, જિંક અને ડાઇ ભેળવવામાં આવે છે. હવે તો સિંદૂર પ્રવાહી રૃપે પણ મળે છે.

વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આજકાલના સિંદૂરનો લાલ રંગ રોહોડમાઇન બી ડાઇ ભેળવવાથી થાય છે જે ત્વચાને નુકસાનદાયક છે. લાંલ રંગ માટે તેમાં પારો તેમજ અન્ય રસાયણ ભેળવવામાં આવે છે જેનાથી ત્વચાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે.  તેમજ માથાના વાળ પણ ખરવા લાગે છે. તેમજ ત્વચા રોગ થવાન ીસંભાવના રહે છે. હવે તો બજારમા ંબ્રાન્ડેડ સિંદૂર પણ મળવા લાગ્યા છે. પરંતુ તેની બનાવટમાં ક્યા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની કોઇ પણ જાતની માહિતી આપવામાં આવતી નથી.

સેન્ટ્રલ ડ્રગ રિસર્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, બજારમાં મળતા સિંદૂરથી બળતરા, ખંજવાળ,રેસિસ, તેમજ પિગમેન્ટેશનની તકલીફ થવાની શક્યતા રહે છે.તેમજ સ્ટિકર ચાંદલા કરવાથી એગ્જીમા અને લ્યૂકોડર્મા થઇ શકે છે. હવે તો બજારમાં મળતા અનેક સિંદૂર હર્બલ હોવાનો દાવો કરવામાં આવે છે. જે દુર્લભ જડીબુટ્ટીઓ અને ફૂલોથી તૈયાર કરવામાં આવે છે. હર્બલ સિંદૂર તૈયાર કરતી વખતે તેમાં ગલગોટા, સૂરજમુખી તેમજ ચંદન તથા અન્ય સામગ્રીઓ મેળવવામાં આવે છે. નારીના સૌભાગ્યના પ્રતીક સમું સિંદૂરનું મહત્વ આધુનિક યુગમાં વધી રહેવામાં ટેલિવૂડ-બોલીવૂડનો મહત્વનો ફાળો રહ્યો છે. ઘણી સિરીયલોની મુખ્ય અભિનેત્રી સેંથીમાં સિંથૂર પૂરતી હોવાથી યુવતીઓ પણ સિંદૂરના મહત્વને જાણવાની પરવા કર્યા વિના સિંદૂર પૂરવાની આંધળી ફેશનને અનુસરે છે.

 

 

સૌજન્ય “ દિવ્યભાસ્કર દૈનિક …

 

 

સંકલિત :   પૂર્વીબેન મોદી મલકાણ‘દાદીમા ની પોટલી’

 

 

 

 

આજની પોસ્ટ  આ અગાઉ અનેક બ્લોગ પર સ્થાન પામેલ છે.    ‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

;

ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા …

ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા …

– મોહમ્મદ માંકડ

 

 

happy life

(મોહમ્મદ માંકડ ના એક લેખમાંથી ટૂંકાવીને )

 

જિંદગી એવી છે કે વર્ષો વીતવા સાથે મિત્રો અને સગાંવહાલાંઓનો સાથ છૂટતો જાય છે. દુનિયામાંથી ઘણી પરિચિત વ્યક્તિઓ વિદાય લેતી જાય છે. માણસ એકલો પડતો જાય છે. જિંદગી વધુ ને વધુ સાંકડી થતી જાય છે. અને આ પરિસ્થિતિને ખાળી શકાય, રોકી શકાય એવી શક્યતા દેખાતી નથી. એટલે ગમે કે ન ગમે, માણસે જ પરિસ્થિતિને અનુકૂળ થવાનું શીખવું પડે એમ છે. હવેનો માણસ જીવનની શરૂઆતમાં જ જો વિશાળ અને પહોળો પાયો નહીં બનાવી શકે તો એના ઉપર ચણાયેલી ઈમારત ખખડી જશે અને એને સાથ નહીં આપે. માણસ પોતાની જીવવાની રીતભાતમાં જેટલો ફેરફાર કરી શકશે એટલો જ એ વધુ સુખી થઈ શકશે. જિંદગીની શરૂઆતમાં તો યુવાહોય, દોડધામ હોય, કોલાહલ હોય, ધન અને કીર્તિ કમાઈ લેવામાં મન રોકાયેલું હોય, પણ ઉત્તરાવસ્થામાં પિરામિડ ઊલટો થઈ જાય છે. અને ઊલટો પિરામીડ સમતુલા જાળવી નથી શકતો ત્યારે માણસ દુઃખીદુઃખી થઈ જાય છે. વૃદ્ધાવસ્થા અને એકલતાના દુઃખમાં રાહત મેળવવાનો એક જ રસ્તો છે. ઈશ્વરે માણસને જે પાંચ ઈન્દ્રિયો આપી છે એ પાંચેય ઈન્દ્રિયોનો વધુમાં વધુ વિકાસ કરવો, સમતોલ વિકાસ કરવો. તમે યુવાન હો, પ્રૌઢ વયના હો કે વૃદ્ધાવસ્થાના આરે પહોંચ્યા હો, તમારું જીવન આ ખાસ વાત પર ધ્યાન આપીને ગોઠવજો, જેથી તમારી જિંદગી ક્યારેય તમારા માટે બોજારૂપ ન બની જાય.

 

કેટલાક લોકોને એમની યુવાનીમાં ખાવાપીવાનો, ફિલ્મ જોવાનો કે માત્ર રેડિયો-ટીવીનો જ શોખ હોય છે. બીજી કોઈ બાબતોમાંથી સુખ મેળવવાના એમના પ્રયત્નો જ હોતા નથી. મારા એક મિત્ર એક સંબંધીની ખબર કાઢવા ગયા હતા. મેં પૂછ્યું :

 

‘કેમ છે તબિયત ?’

 

‘ઠીક છે.’ એમણે કહ્યું, ‘આમ તો તબિયત સારી છે. પણ હવે વૃદ્ધાવસ્થા છે અને આટલી જિંદગી સુધી એમણે માત્ર એક જ વાતમાં રસ લીધો છે – ખાવાપીવામાં. એમની સ્વાદેન્દ્રિય સિવાય બીજી કોઈ ઈન્દ્રિયોનો વિકાસ થયો નથી. પૈસા કમાવા અને સારુંસારું ખાવું – બસ, એ રીતે જ એમની જિંદગી વીતી છે. ખાવાનો શોખ હજી એમને એટલો જ છે, પણ હવે જીભ અને પેટ એકબીજાની વિરુદ્ધ થઈ ગયાં છે. તળેલો ભારે ખોરાક ખાય એટલે પેટમાં ટકતો નથી.’ વૃદ્ધાવસ્થા કષ્ટદાયક તો છે જ, કારણ કે એમાં પરાવલંબન છે. આમ છતાં જો તમે તમારી પાંચે ઈન્દ્રિયોનો પૂરતો વિકાસ કર્યો હશે તો જિંદગીનો આનંદ મેળવવાની તમારી ક્ષમતા વધશે. બહારની સૃષ્ટિમાં રૂપ, રંગ, ધ્વનિ, સુગંધ, મીઠાશનો અખૂટ ખજાનો પડ્યો છે, પરંતુ એ માણવા માટે આપણે આપણા મનને સજ્જ કરવું પડે છે.

 

કોઈ કહેશે, અમે ક્યાં લેખક-કવિ, ચિત્રકાર કે સંગીતકાર છીએ કે અમને ઝરણાના સંગીતમાં, સૂર્યાસ્તના રંગોમાં કે તારા-ભરેલી રાતોમાં રસ પડે ? ભલે રસ ન પડે, રસ લેવાની જરૂર છે. માણસને બધી બાબતોમાં સહેલાઈથી રસ પડતો નથી, પણ ઓછા દુઃખી થવા માટે માણસે આનંદ મેળવવાની ક્ષમતાનો પાયો મોટો કરવો જરૂરી છે. રસ લેવાની ક્ષમતા વારસામાં મળતી નથી, એ કેળવવી પડે છે. એ વાત સાચી છે કે જીવનને ટકાવી રાખવા માટે તો રોટીની-પૈસાની જરૂર હોય છે, પરંતુ જીવનને ધબકતું રાખવા માટે ચિત્રકલા, સંગીત, સાહિત્યરસ કેળવવાની જરૂર છે. દરેક માણસ, લેખક, કલાકાર કે સંગીતકાર થઈ શકતો નથી, પરંતુ સારો વાચક, કલામર્મજ્ઞ અને સંગીતને સમજી-માણી શકે એવો તો જરૂર બની શકે છે. માણસ આ રીતે આનંદ મેળવવાની ક્ષમતા વધારે છે. એના જીવનમાં ખાલીપો ઓછો આવે છે. એની જિંદગી કાયમ ભરીભરી રહે છે.

 

આપણને આપણી ઈન્દ્રિયના વિકાસની ક્ષમતાનો બહુ ઓછો ખ્યાલ હોય છે. આપણને પ્રશ્ન થાય છે કે ઈન્દ્રિયનો વિકાસ કેટલો કરી શકાય ? માણસ જ્યારે એકાદ ઈન્દ્રિય ગુમાવી દે છે ત્યારે એને બીજી ઈન્દ્રિયની ક્ષમતાની અને શક્તિની ખબર પડે છે. આંધળો માણસ માત્ર પગરવ સાંભળીને આવનારની ઓળખાણ આપી શકે છે. આંખનું કામ એના કાન કરે છે. દેખતા માણસને ભાગ્યે જ ચાલનારની ચાલની કે એના અવાજની ખબર હોય છે. એ રીતે અંધ માણસમાં સ્પર્શની શક્તિ પણ ખૂબ જ ખીલેલી હોય છે. બધા માટે આટલો વિકાસ શક્ય નથી હોતો, પણ બધી ઈન્દ્રિયોનો શક્ય એટલો વધુ વિકાસ સાધવાની કોશિશ દરેકે કરવી જોઈએ. વિભાજિત કુટુંબની એકલતામાં સફળતાપૂર્વક જીવવાની બધી તૈયારી માણસે કરી રાખવી જોઈએ. હવેનાં વર્ષોમાં એ રોટી, કપડાં, મકાન જેવી જ અગત્યની બની રહેવાની છે.

 

અમુક ઉંમર પછી સમય કોની પાસેથી શું ઝૂંટવી લેશે એ કોઈ કહી શકતું નથી. મોટી ઉંમરે કવિ મિલ્ટનની આંખો ચાલી ગઈ હતી અને સંગીતકાર બિથોવનની શ્રવણેન્દ્રિય ચાલી ગઈ હતી. મિલ્ટને આંખો ગુમાવી દીધા પછી મહાકાવ્યનું સર્જન કર્યું હતું અને બહેરા થઈ ગયેલા સંગીતકાર બિથોવને એની સૌથી ઉત્તમ સિમ્ફોનીનું સર્જન કર્યું હતું. ઉંમર વીતવા સાથે સાંભળવાની શક્તિ ઓછી થતી જાય કે આંખોમાં ઝાંખપ આવે, કાનમાં બહેરાશ આવી જાય એ એક સ્વાભાવિક બાબત છે, પણ મનમાં જો બધી ઈન્દ્રિયોએ મોકલેલી સ્મૃતિઓ પડેલી હશે તો માણસ મિલ્ટન કે બિથોવનની માફક છેલ્લે સુધી કાર્યક્ષમ રહી શકશે. જિંદગીમાં અનેક નાનીમોટી બાબતોમાં જો તમે રસ લીધો હશે તો તમારે કોઈ એકાદ ક્ષેત્રમાં પીછેહઠ કરવાનું બનશે કે કોઈ એકાદ ક્ષેત્રમાં તમને નિષ્ફળતા મળશે તોપણ તમે જિંદગી હારી નહીં જાઓ, બલકે બદલાતા જતા સમયના પ્રવાહમાં ચોક્કસ ગોઠવાઈ જશો. તમને ક્યારેય એકલું નહીં લાગે કે જિંદગી તમારા માટે ક્યારેય બોજારૂપ નહીં બની જાય.

 

બર્ટ્રાન્ડ રસેલનું આ વાક્ય યાદ રાખવા જેવું છે: ‘The happy man is the man, who has wide interests.’

 

 
સૌજન્ય : વિજય ધારીઆ (શિકાગો)

 
 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ  આ અગાઉ અનેક બ્લોગ પર સ્થાન પામેલ છે.    ‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

;

મોડા ભેગું મોડું …

મોડા ભેગું મોડું …

 

 

 

 late

 

 

 

૧. ચાલો ને હવે,બહુ મોડું થયું…

હશે, બીજું તો કંઈ નથી થયું ને ! મોડા ભેગું મોડું.

 

૨. ચાલો ને, આપણે દસ વાગે ત્યાં પહોચવાનું હતું, દસ તો અહી જ થયા.

એવું થયા કરે, મોડા ભેગું મોડું.

 

૩. થોડી ઉતાવળ કરો, પ્રસંગ પતી જશે ત્યારે પહોચશું ?

એમ પ્રસંગ ના પતે, ત્યાં પણ મોડું જ થવાનું. મોડા ભેગું મોડું.

 

૪. ઘડિયાળ સામે તો જુઓ, કામ ક્યારે પતશે !

ઘડિયાળ સમય બતાવ્યા કરે એટલે આપણે તેના કાંટા  હારે દોડવાનું !   આમએય મોડું થયું જ છે ને,  તો મોડા ભેગું મોડું.

 

બોલો, આ શબ્દ પ્રયોગનું શું કરવું !  અરે !  સમય સર ની વાત તો એક બાજુ રહી, ઉતાવળ કરવાની વાત નહિ, મોડામાં મોડું વધારો કરવાની વાત ! કેવી માનસિકતા !

 

આવા લોકોનો તોટો નથી. Indian standard time  જેવો  શબ્દ પ્રયોગ ભારતીય લોકોની સમયપાલન પ્રત્યેની ઉદાસીનતા અને અવગણનમાંથી જન્મ્યો છે.  નિશ્ચિત સ્થાને નિશ્ચિત સમયે ના પહોચીને, Indian standard time પ્રમાણે હાજર છીએ તેમ કહી ગર્વ વ્યક્ત કરે છે કે પોતાની જાતને છેતરે છે તેજ સમજાતું નથી.

 

પણ બસ, ટ્રેન કે પ્લેનમાં મુસાફરી માટે ફરજીયાતપણે સમય સાચવવો પડે. હા, નોકરી ધંધામાં પણ સમયસર કામ થવું જોઈએ.  ત્યાં મોડા ભેગું મોડું ના ચાલે. છતા સરકારી તંત્રમાં આ વૃત્તિ ઉઘડે છોગ દેખાય આવે.

 

આવો બીજો એક શબ્દ પ્રયોગ “પહેલા આવું નહોતું ” …

 

આના બે અર્થઘટન થઇ શકે: એક, આજના  કરતા વધારે સારું હતું. બે, પહેલા આજના જેવું સારું ના હતું. મોટે ભાગે લોકોને પહેલો અર્થ જ અભિપ્રેત હાય છે તેમ અનુભવે સમજાયું છે. જયારે L.P.Gas રસોઈમાટે વપરાશમાં આવ્યો ત્યારે હું બહુ જ નાની હતી. મને યાદ છે કે લોકો કહેતા “સગડી પર થતી રસોઈ જેવી મીઠાશ ગેસ પર થતી રસોઈમાં નથી “ લાકડા સળગાવીને થતી રસોઈનો જમાનો તો મેં જોયો નથી, પણ તે સમયે ગામડેથી આવતા મહેમાનો કહેતા કે કોલસાની સગડી પર થતી રસોઈમાં પહેલા જેવી સુગંધ નથી.

 

રોજીંદા વપરાશ માટે stainless steel ના જમવાના વાસણોની પણ આજ કથા છે. પણ શરૂઆતમાં “લોઢાંનાં વાસણ” અને કાચા વાસણને  ” ઠીકરાના વાસણ “ જેવા નામ આપવામાં આવ્યા હતા.તેમાં ખાવા પીવા થી રોગ થાય તેવી વાતો થતી, લેખો છાપામાં આવતાં.  ત્રાંબા, પિત્તળ અને કાંસાના વાસણોની સર્વોપરિતા ના ગુણગાન ગવાતા, આજે પણ આ સૂર થોડો થોડો સંભળાય છે.

 

મારી શાળામાં ૧૯૮૪ માં પહેલીવાર કોમ્પુટર આવ્યા ત્યારે શિક્ષક્ગણમાં તેના વપરાશ માટે થોડો વિરોધ થયો.

 

માત્ર એટલા માટે કે “પહેલા હાથેથી જે લખતા તેવું સ્વચ્છ અને મરોડદાર અક્ષરોવાળું લખાણ કોઈ પણ કાગળ પર ઉતરતું નથી. માટે અમે જાતે જ બધું લખીશું.”  આજે પરિસ્થિતિ એ છે કે કોમ્પુટર શીખ્યા ન હોવાથી કોઈની મદદ લેવી પડે છે.

 

પણ સાથે સાથે ” હાથના લખાણની, પહેલાની વાત જ અલગ  ” એમ કહ્યા વગર રહી શકતા નથી.  “ હવે ભણતર પહેલા જેવું નથી રહ્યું…”

 

” શાળા કોલેજમાં શિક્ષકો પહેલા જેવા ક્યાં છે ?”

 

” સંતાનો પહેલા મા- બાપ સામે બોલી ના શકતા..અને આજે…”

 

” પહેલા જેવું ક્યાં રહ્યું છે..કોઈને ચાલવું નથી, સ્કૂટર વગર પગ નથી માંડવો “

 

આ યાદી અનંત છે.   હદ તો ત્યરે થાય છે જયારે ત્રિસ પાત્રીસનો યુવા વર્ગ પણ “અમે ભણતા ત્યારે આવું નહોતું “ એમ ફરિયાદના સૂરમાં કહે ત્યારે થાય છે.

 

જગત પરિવર્તનશીલ છે.  જ્ઞાન – વિજ્ઞાનના વિકાસ સાથે તે વિકસતું રહ્યું છે.  અવનવી શોધો સાથે, તેના ઉપયોગથી માનવજીવનની સુખ સગવડમાં વૃદ્ધિ થઇ છે.  વીજળી, તેનાથી ચાલતા વિવિધ ઉપકરણોથી સમય અને શક્તિનો બચાવ અને સદુપયોગ શક્ય બન્યો છે, ખાસ કરીને સ્ત્રીવર્ગ માટે.  કુટુંબ નિયોજનના સાધનોથી, મારી દૃષ્ટિએ તો મહિલાઓ માટે તો સુવર્ણયુગ આવ્યો છે.  પહેલાના સમયમાં સ્ત્રીની આંગળીએ એક બાળક, કેડે બીજું અને પેટમાં ત્રીજું.  સાથે હાથેથી શ્રમપૂર્વક કરવાના ઘરકામ.  આજે આવું નથી..

 

સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે એ વાત સાચી, પણ તેના જેટલા ગુણગાન ગવાય છે તે ” પહેલા જેવું નથી ” ના ભાગરૂપે વધારે છે. સંયુક્ત કુટુંબમાં  પ્રેમ, સ્નેહ, હૂફ, સહકાર, ની સાથે ઝઘડા, કંકાસ, પક્ષપાત પણ એટલાજ થતા.

 

વધુ કમાનાર પુરુષોનું અને સ્ત્રીઓનું શોષણ થતું.

 

આપણે સતયુગ અને બીજા યુગો વિષે વાચ્યું છે, સાંભળ્યું છે અને કળીયુગમાં જીવી રહ્યા છીએ.  એ કહેવાતા રામરાજ્યમાં પ્રથમ રામને અને પછી સીતાને અન્યાય નહોતો થયો ?

 

દેવો તપસ્વીઓના તપોભંગ માટે અપ્સરાનો ઉપયોગ ના કરતા ?

 

મહાભારત તો ઈચ્છા, આકાંક્ષા, લોભ, મદ, મોહ અને સમાજમાં પ્રવર્તતા દુષણોની કથા છે. ધર્મ માટે કૃષ્ણે શું કપટ નથી કરવું પડતું ?

 

પહેલા હતું તે આજે પણ છે પણ આજે છે તે પહેલા નહોતું.

 

આપણે સારા સમયમાં જીવી રહ્યા છીએ એ સમજણ કેળવતા ” મોડા ભેગું મોડું ”  થઇ જાય એ પહેલા જરા આત્મ નીર્રીક્ષણ, સામાજિક નિરીક્ષણ કરી લઈએ તો સારું તેમ નથી લાગતું ?

 

 
– દર્શના ભટ્ટ.
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો સુશ્રી દર્શનાબેન ભટ્ટ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

 લેખિકાનો પરિચય : 

 
દર્શના ભટ્ટ … 
darshna bhatt

વતન ભાવનગર. અર્થશાસ્ત્ર સાથે એમ.એ તથા ઈંગ્લીશ,ગુજરાતી સાથે બી.એડ કર્યું.  ભાવનગરની અંગ્રેજી માધ્યમની “ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કુલ ” માં એકત્રીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગુજરાતી શીખવતા હું જ તેમની પાસેથી ઘણું શીખી.   નિવૃત્તિ પછી પ્રવૃત્ત રહેવા માટે પડોશી સંસ્થા સ્વામી નારાયણ ગુરુકુળમાં ઉચ્ચતર માધ્યમિકમાં સંચાલન કાર્ય સંભાળ્યું.

 

બંને પુત્રો નોર્થ અમેરિકામાં સ્થાયી થતાં, અગિયાર વર્ષની આવન જાવનથી ત્રાસ પામી, છેવટે એન.આર.આઈ બનવું પડ્યું. મને ઓળખાતા મારા વિદ્યાર્થી મિત્રો અને અન્ય મિત્રો મને જયારે પૂછે કે ત્યાં શું પ્રવૃત્તિ કરો છો ત્યારે “ઘરમાં શાંતિ થી રહેતા શીખું છું” એવા મારા જવાબને સાચો માનતા નથી. 

લેખન, વાચન, ગીત, સંગીત, આકાશ દર્શન, ઈતિહાસ અને રાજકારણ મારા રસના વિષયો છે. 

અત્યારે ફીલાડેલ્ફીયામાં પુત્ર, પુત્રવધુ અને તેમની બે પુત્રીઓ સાથે આનંદથી સમય વિતાવું છું.

 

 
બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

બાળરોગ અને હોમિયોપેથી …

બાળરોગ અને હોમિયોપેથી …

ડૉ. અંકિત પટેB.H.M.S

 

 

teeth.1

 

 

 

સૌ પ્રથમ આપણે બાળકોને દાંત આવતી વખતે થતી તકલીફો વિશે સમજીશું.

 

બાળકો માં દાંત આવવા ની શરૂઆત 3 થી ૬ મહિના દરમિયાન થાય છેઃ આ સમયગાળામાં બાળક ને જુદા જુદા પ્રકારની તકલીફો સહન કરવી પડે છેઃ

 

જેમ કે …

  • તાવ આવવો
  • ઝાડા થઇ જવા
  • ઉલટી થવી
  • બાળક માં વધારે પડતું ચિડીયાપણું આવવું
  • વધારે પડતું રડવું

 

 

સામાન્ય રીતે આ પ્રકારની તકલીફો થી બાળક હેરાન થતું રહે છે.

 

 

 

teeth.2

 

 

કારણો …

 

દાંત આવતી વખતે બાળક નાં પેઢામાં થતાં સળવળાટ નાં કારણે તે આજુબાજુ પડેલી કોઈ પણ વસ્તુ મોં માં મુકે છેઃ જેનું ઇન્ફેકશન લાગવા ના કારણે આ તકલીફ થવાની શક્યતા રહે છેઃ

 

 

 

teeth.3

 

 

લક્ષણો …

 

૧) સામાન્ય રીતે લીલા કલર નાં ઝાડા થવા

૨) તાવ આવવો

૩) ચિડીયાપણું  તથા વધારે રડવું

 

નીચેની બાબતો ધ્યાનમાં રાખવી …

 

૧) કોઇપણ પ્રકારની કડક કે અણીદાર વસ્તુ બાળકો થી દૂર રાખવી

 

૨) જંતુમુક્ત વાતાવરણ રાખવું

 

હોમિયોપેથીક સારવાર દ્વારા આ બધી તકલીફ અસરકારક રીતે નાબૂદ કરી શકાય છેઃ અને બાળકો નાં સર્વાગી વિકાસ માં અસરકારક ભાગ ભજવે છે.

 

chamomilla

calcarea phos.

rheum

silicea

calcarea carb.

ferrum met.

 

વગેરે દવાઓ મહત્ત્વનો ભાગ ભજવે છે.

 

 

dr ankit patel photoડૉ. અંકિત પટેલ …. B.H.M.S
‘ગુરુકૃપા હોમિયોપેથીક ક્લિનીક’ -દેહગામ – ગાંધીનગર
અને
(પેટ અને આંતરડા નો  રોગ વિભાગ)
સ્વાસ્થ્ય હોમિયોપેથીક મલ્ટિસ્પેશ્યલીટી ક્લિનીક – અમદાવાદ
મોબાઈલ : +૯૧ – ૭૪૦ ૫૧૦ ૪૪ ૭૬ અને + ૯૧ – ૯૪ ૨૮૬ ૫૮ ૧૧૮
email : [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

આપ આપના સ્વાસ્થ્ય ને લઈને રોગ કે તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  ડૉ.અંકિત પટેલ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –   [email protected] [email protected]  દ્વારા અમોને જાણ કરશો … આપને આપના મેઈલ આઈ ડી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી કોશિશ રહેશે.

 

 

આ અગાઉ હાઈપોથાઈરોડ ની જાણકારી આપેલ, જેની બ્લોગ પોસ્ટની લીંક ફરી એક વખત આપની સરળતા માટે અહીં નીચે દર્શાવેલ  છે, જેના પર ક્લિક કરવાથી મૂળ પોસ્ટ મેળવી શકશો.

 

ચેતવણી : અહીં દર્શાવેલ કોઈપણ પ્રકારના ઉપચાર જાતે કરતાં પહેલા, જે તે ક્ષેત્રના નિષ્ણાંત દ્વારા કે તેમના માર્ગદર્શન હેઠળ જ ઉપચાર કરવો/ કરાવવો  જરૂરી છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

જાકી રહી ભાવના જૈસી, પ્રભુમૂરત તિન દૈખી તૈસી …

જાકી રહી ભાવના જૈસી, પ્રભુમૂરત તિન દૈખી તૈસી …

 

 

bal dutt
 

 

“જાકી રહી ભાવના જૈસી, પ્રભુમૂરત તિન દૈખી તૈસી”  …. જે ભક્તોની ભાવના જેવી હોય તે મુજબ પ્રભુની મૂરત પોતાનું સ્વરૂપ ધારણ કરે છે અને તે ભક્તોને ખાતર લીલાઓ કરે છે. પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે ભક્ત પ્રકૃતિના ગુણોથી પર એવી શુધ્ધ આધ્યાત્મિક અને આધિદૈવીક અવસ્થા પ્રાપ્ત કરે છે. આ અવસ્થા જ્યારે જીવોને પ્રાપ્ત થાય છે ત્યારે હૃદય સૂર્ય સમાન શુધ્ધ અને પ્રકાશિત થઈ જાય છે, જેને કારણે ભક્તોના હૃદયમાંથી પ્રભુ માટે ભાવાત્મક પ્રેમ કિરણો પ્રસરે છે. પ્રભુભક્તોના આ ભાવાત્મક અને ભાવનાત્મક પ્રેમની લાગણી ભક્તોને પ્રભુ પ્રત્યેની અનુરક્તિ સંપૂર્ણ બને છે.

 

 

ભગવદ્ગીતામાં ભાવાત્મક ભક્તિના નિયામક વૈધી ભક્તિ અને રાગાનુગા ભક્તિ એમ બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ બંને ભક્તિનાં પણ સર્વકારી અને પરિણામકારી એ બે પેટા ભાગ પાડવામાં આવ્યાં છે જેમાં દ્વિતીય ભાગ પરિણામકારી ભાગને ભાવ અને ભાવના તરીકે સંબોધિત કરવામાં આવે છે, જે પ્રભુ પ્રત્યેનાં શુધ્ધ પ્રેમનું લક્ષણ છે.

 

 

આ સંબંધમાં ભક્ત તંત્રમાં કહે છે કે ભગવાન પ્રત્યેના ભક્તોનો આ ભાવ જ્યારે જ્યારે પૂર્ણસીમાએ પહોંચે છે ત્યારે ત્યારે ભક્તની તનુજા અવસ્થા જુદી જુદી જોવા મળે છે. આ અવસ્થામાં કોઈ ભક્ત અશ્રુપાત કરે છે, કેટલાક ભક્તો ભાવાવેશમાં નૃત્ય કરે છે, તો કેટલાક ભક્તોનાં તનમાં કંપન થાય છે. ભગવદ્ગીતામાં સ્વયં ભગવાને કહ્યું છે કે પ્રત્યેક ભક્તોનાં ભાવની અને પ્રેમની અવસ્થા જુદી જુદી હોય છે જેને કારણે ભક્તનાં હૃદયમાં રહેલા પ્રત્યેક ભાવો પ્રસંગોપાત જુદી જુદી રીતે પ્રગટ થાય છે.

 

 

શ્રી ભાગવતજીમાં કહ્યું છે કે જ્યારે અંબરીષ રાજાને દુર્વાસા મુનિએ ક્રોધાવશ સંકટમાં મૂક્યા ત્યારે અંબરીષ મહારાજે ભગવાનનાં ચરણકમળોનું ધ્યાન ધરવા માંડ્યુ. આ સમયે રાજા અંબરીષનું તન કંપન કરી રહ્યું હતું અને આંખમાંથી આંસુઓ સરી રહ્યાં હતાં. ગોપીઓ જ્યારે કૃષ્ણ કનૈયાનું સ્મરણ કરતી ત્યારે તેઓ કૃષ્ણ મૂરતમાં એ રીતે સાકાર થઈ જતી હતી કે કૃષ્ણનું સૂક્ષ્મ સ્વરૂપ ગોપીઓ પાસે પહોંચી જતું હતું અને ગોપીઓ આનંદવશ થઈ પરસ્પર સખીઓને કૃષ્ણકનૈયાનું સ્વરૂપ માની લેતી હતી.

 

 

શ્રી ગિરિરાજ ખંડમાં કહ્યું છે કે ગિરિરાજજીની તળેટીમાં રહેલી પુલિંદી જાતની ભીલડીઓ જ્યારે જ્યારે ગ્રાસમાં પડેલ કેસરયુક્ત ચરણોની છાપ જોતી ત્યારે તેઓ તે કેસરયુક્ત ચરણોની છાપને પોતાના ઉરમાં સમાવવા માટે ગ્રાસ ઉપર લાંબી થઈ સૂઈ જતી હતી. પરંતુ જ્યારે આજ ભીલડીઓએ પ્રભુને પોતાની સમક્ષ જોયા ત્યારે એ ભીલડીઓએ પ્રભુનું શરણ સ્વીકારવાને બદલે પ્રભુને પલક ઝબકયા વગર નિહાળવા લાગી અને આ રીતે નિહાળતા નિહાળતા પોતાના હૃદય, મન અને આત્માને આર્દ્ર બનાવવા લાગી.

 

 

મથુરા નરેશ કંસને ખબર હતી કે કૃષ્ણ દ્વારા પોતાનું મૃત્યુ થવાનું છે તેથી તે અત્રે, તત્રે, સર્વત્રે કૃષ્ણને કાળ રૂપે નિહાળતો હતો.   કૃષ્ણનાં મથુરામાં આવ્યા બાદ તે એકાંતમાં પણ રહેવા ડરતો હતો અને મહેલનાં પ્રત્યેક ખૂણામાં, દાસો અને દાસીઓમાં, સેવકોમાં અને મંત્રીગણોમાં કૃષ્ણને નિહાળતો હતો.   હિરણ્યકશિપુને સર્વત્રે વિષ્ણુની જ માયાજાળ દેખાતી હતી.  રામાયણમાં શબરી અને હનુમાનનું ઉદાહરણ આપીને તુલસીદાસજીએ કહ્યું છે કે વનમાં પધારેલા ભગવાન રામને જોઈ શબરી વારંવાર પ્રભુને પ્રણામ કરવા લાગી અને પોતાને શરણે લેવાની પ્રાર્થના કરવા લાગી, જ્યારે હનુમાનજી પ્રભુને જોઈ પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે પોતાનો વાનરયુક્ત સ્વભાવ પ્રગટ કરવા લાગ્યા અર્થાત કૂદી કૂદીને જય શ્રી રામ જય શ્રી રામ એવો ઉચ્ચાર કરવા લાગ્યાં. જ્યારે રાવણનો પ્રભુ પ્રત્યેનો પ્રેમભાવ એ વૈરભાવ બનીને ક્રોધિત અવસ્થામાં પહોંચી જાય છે જ્યાં રાવણને કેવળ પ્રભુ જ મુક્તિ આપે તેવી ભાવના થાય છે.

 

 

નારદ પુરાણમાં નારદજી કહે છે કે જ્યારથી હું નારાયણ નારાયણ એમ ઉચ્ચાર કરું છુ ત્યારે ત્યારે મારા હૃદયમાંથી ભગવાન નારાયણ માટે હર્ષોચ્ચાર રૂપી પ્રાગલ્લભનું પ્રાગટ્ય થાય છે, જ્યારે મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે પ્રભુનાં નામનું સ્મરણ, મનન, ચિંતન, અને લીલાકથાનું ગાન જ્યારે પણ હું કરું છુ ત્યારે ત્યારે મારા તન પર રહેલા પ્રત્યેક રોમ ખડા થઈ જાય છે જેને કારણે પ્રભુની એ કથાલીલાને વર્ણવવા માટે ક્યારેક સ્વગત જ મારા હસ્ત ચાલવા લાગે છે ત્યારે મારા ગ્રંથોની ઉત્તમોત્તમ રચના થયાં કરે છે પરંતુ ક્યારેક અતિ ભાવાવેશમાં આવેલો એવો હું મારા પ્રભુની કથા કહેવાનું કે લખવાનું પણ વિસરી જાઉં છું.

 

 

વ્રજ સાહિત્યમાં પોતાનું અનુપમ યોગદાન આપનાર અષ્ટ સખાઓ કહે છે કે અમારા પ્રભુ પ્રત્યેનો અમારો ભાવ અમારી પાસેથી અમારા તન-મન અને સમયનું ભાન ભુલાવી દે છે જેથી કરીને અમે પ્રભુલીલાનાં ગુણગાન ગાવામાં સતત રસમગ્ન રહીએ છે, ભકતાચાર્ય શ્રી હિત હરિવંશજી, વૈષ્ણવચાર્ય શ્રી હરિરાયજી (ખીમનોર) અને ચૈતન્ય મહાપ્રભુને જ્યારે પ્રભુ માટેનાં ભાવ આવે છે ત્યારે તેઓ તનુનસંધાન ભૂલી થઈ માધુર્યભાવથી નૃત્ય કરવા લાગે છે, જ્યારે શ્રી શુકદેવજી કહે છે પ્રભુ પ્રત્યેનો મારો ભાવ મારા મુખમાંથી કીર્તન બનીને સરી પડે છે ત્યારે હું શુક મારા દેહતત્વનું ભાન ભૂલીને પ્રભુનાં ચરણકમળ જવા માટે બેબાકળો બની જાઉં છુ.

 

 

આમ પ્રત્યેક ભક્તની ભાવભાવના જુદી જુદી રીતે પ્રગટ થાય છે ત્યારે ભક્તોની ભાવાત્મક અને ભાવનાત્મક અવસ્થાઑ જુદી જુદી હોય છે. આ કથનનાં સંદર્ભમાં શ્રીમદ્ ભાગવતજીનાં ત્રીજા સ્કંધમાં કહે છે કે જ્યારે જ્યારે શુધ્ધ ભક્ત પોતાનો નિર્મળ ભાવ પોતાની ભીતર જગાવે છે ત્યારે તે ભક્તોનાં સંગ, સત્સંગ અને ચેતના દ્વારા તેમની આસપાસનાં વાતાવરણમાં પ્રેમ, અનુરાગ, આસક્તિ અને ભક્તિનો ઉદય થાય છે જેને કારણે કવચિત આધ્યાત્મિક અને કવચિત આધિદૈવીક શક્તિથી સમસ્ત વાતાવરણ ભરાઈ જાય છે.

 
 

 

 

 – પૂર્વી મોદી મલકાણ. (યુ એસ એ)

 

CopyRight:-ISBN-10:1500299901 .© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli