અપનાવો જ્યૂસ થેરાપી, રોગો થશે દૂર, તમે રહેશો આખુ વર્ષ ફિટ … (આરોગ્ય અને ઔષધ) … (ભાગ-૨) …

અપનાવો જ્યૂસ થેરાપી, રોગો થશે દૂર, તમે રહેશો આખુ વર્ષ ફિટ … (આરોગ્ય અને ઔષધ)(ભાગ-૨) …

 

આ અગાઉ  જ્યૂસ થેરાપી ભાગ-૧ માં  …. જ્યૂસ થેરાપીના ફાયદાઓ અને ઉપયોગીતા વિશે આપણે જાણ્યું, આજે તેમાં થોડું વિશેષ ટૂંકમાં જાણીએ  …  સાથે સાથે વિવિધ જયૂસ  બનાવવાની થોડી રેસિપી અને તેના ફાયદાઓ પણ જાણીએ … 

આ અગાઉ મૂકેલ ભાગ- ૧  પોસ્ટની લીંક તમારી સરળતા અને જાણકારી માટે આ સાથે નીચે જણાવેલ છે.  લીંક પર ક્લિક કરવાથી અગાઉની પોસ્ટ પણ અહીં જ માણી શકશો.

બ્લોગ લીંક :   અપનાવો જ્યૂસ થેરાપી, રોગો થશે દૂર … (આરોગ્ય અને ઔષધ) …(ભાગ-૧)…

 

જ્યૂસ થેરાપી કઈ રીતે અપનાવો …

 

 
JUICE.1
 

 

જ્યૂસ થેરાપી લેતા પહેલા મેન્ટલી તૈયાર થવું જરૂરી છે. સમગ્ર દિવસમાં પાંચથી છ વખત જ્યૂસ પીવો. પ્રથમ બે ગ્લાશ લિંબુ પાણી પીવું અને પછીથી કોઈ ફ્રૂટ જ્યૂસ લેવું. ઓરેન્જ જ્યૂસ, ટમાટર, ગાજર અને બીટનો જ્યૂસ મિકસ કરીને પીવો, બપોરે તરબૂચનો જ્યૂસ પીવો સૌથી વધુ ફાયદાકારક હોય છે. સાંજે સંતરા, સફરજન અને દ્રાક્ષનો જ્યૂસ મિકસ કરીને પીવો. આ ડાયટમાં પરિવર્તન કરતા રહેવું.

  

શું છે ફાયદો …

  

જ્યૂસમાં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટિ ઓક્સિડેન્ટ, કેરોટિન અને વિટામીન સીની કવોન્ટિટી ખૂબ હોય છે.

– ફળોના રસમાં વિટામીન, ન્યૂટ્રિશન્સ અને નેચરલ્સ સ્વીટનેસ હોય છે. આનાથી કેલેરીઝની ટકાવારી ખૂબ ઓછી હોય છે.

-જ્યૂસ શરીરમાં ઈમ્યૂન સિસ્ટમને યોગ્ય કરે છે.

-હેક્ટિક લાઈફને ફ્રેશ કરી દે છે.

-જ્યૂસ કાસ્ટિંગ (વ્રત સમયે જ્યૂસ પીવું) પાચન ઠીક રહે છે.

-થાક ફીલ ન થાય અને દિવસ દરમિયાન એનર્જેટિક બન્યા રહો.

-શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કરીને શરીરને રિલેક્સ કરી દે છે.

  

કંઈક આ રીતે …

 

ફળોનો રસ ન માત્ર ન્યૂટ્રિશંસ આપે છે બલ્કે ઘણી બીમારીઓને આવતા રોકો પણ છે. આના લીધે જ્યૂસ પીવું ખૂબ સારું છે. ખાસ કરીને આ સમયે જ્યારે નવરાત્રિ ચાલી રહી છે. જ્યૂસ થેરાપી તમારી માટે અનેક રીતે ફાયદાકારક હોઈ શકે છે. વ્રત અને સાથે જ્યૂસ થેરાપી તમારી સંપૂર્ણ બોડીને રિફ્રેશ કરી દેશે.

  

જ્યૂસના ફાયદા …
  

-બિટનો જ્યૂસ:   લોહીને શુદ્ધ કરે છે. આમાં રહેલ તત્વ પેટને સાફ રાખે છે.

 
-ગાજરનો જ્યૂસ:   જ્યૂસમાં રહેલ વિટામીન એ લિવર માટે ખૂબ સારો. આ વજન ઓછું કરવા માટે, આંખોની રોશની તેજ કરવા માટે કૅન્સરથી રક્ષણમાં મદદ મળે છે.

 
-પાલકનો જ્યૂસ:   રોજ બે વાર પાલકનો જ્યૂસ પીવાથી લોહીમાં શર્કરા લેવલ કંટ્રોલમાં રહે છે.

 
-ટમાટરનો જ્યૂસ:   આ હાર્ટના સાથે જોડાયેલ બીમારીઓ બચાવે છે. આમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ હોવાથી કિડની ફિટ રાખે છે. આ સિવાય બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે.

 
-ચેરી જ્યૂસ:  વિટામીન પૂરતા પ્રમાણમાં હોવાથી વિટામીન -સી અને અન્ય તત્વો હોવાથી એનિયમિયા દૂર કરે છે.

 
લિંબુ જયૂસ:   આ વજન ઓછું કરે છે. શરીરને દૂષિત પદાર્થોને દૂર કરીને ડાયરિયાથી રક્ષણ આપે છે.

 
પપૈયાનો જ્યૂસ:   આ પાચન સાથે સંકળાયેલ બીમારીઓને ઠીક કરે છે.

 
દ્રાક્ષનો જ્યૂસ:  લોહીનાં ઊંચા દબાણને કાબૂમાં લઈને શૂગરને પણ કંટ્રોલ કરવાનું અગત્યનું કાર્ય કરે છે.
 

 
આ ઉપરાંત અન્ય ફાયદાઓ ટૂંકમાં જાણીએ …
 

 
૧]  લોહીની ઓછપ – પાલકના પાનનો રસ, મોસમ્બી, દ્રાક્ષ, સફરજન, ટમેટા અને ગાજરનો રસ લઈ શકાય છે.

 
૨]  ઓછી ભૂખ લાગવી – લીંબુ, ટમેટાનો રસ લો.

 
૩]  તાવ – મોસમ્બી, ગાજર, સંતરાનો રસ લેવો જોઈએ.

 
૪]  એસીડિટી – મોસમ્બી, સંતરા, લીંબુ, અનાનસનો રસ લો.

 
૫]  કૃમી રોગમાં – લસણ અને મૂળીનો રસ પેટના કીડાને મારી દે છે.

 
૬]  ખીલમાં – ગાજર, તરબૂચ અને ડુંગળીનો રસ લો.

 
૭]  કમળો – શેરડીનો રસ, મોસમ્બી અને દ્રાક્ષનો રસ દિવસમાં ઘણીવાર લેવો જોઈએ.

 
૮]  પથરી – કાકડીનો રસ લો.

 
૯]  ડાયાબિટીસ – આ રોગમાં ગાજર, કારેલા, જાબું, ટમેટા, કોબી તથા પાલકનો રસ પી શકાય છે.

 
૧૦]  અલ્સર માં – ગાજર, દ્રાક્ષનો સર લઈ શકાય છે. કાચા નારિયેળનું પાણી પણ અલ્સર સારું કરી શકે છે.

 
૧૧]  માસિક ધર્મની પીડામાં – અનાનસનો રસ લો.

 
૧૨]  કબજીયાત – અપચામાં લીંબુનો રસ, અનાનસનો રસ લો, આરામ મળશે.

 
૧૩]  હાઈબ્લડપ્રેશર – ગાજર, સંતરા, મોસમ્બીનો રસ લો.

 
૧૪]  લો-બ્લડપ્રેશર – દ્રાક્ષ અને બધા મીઠા ફળનો રસ લઈ શકાય છે.

 

 
આપણે આજે અને ગઈકાલે એમ બે દિવસની પોસ્ટમાં ફળો અને શાકભાજીની રસાહાર દ્વારા ઉપયોગીતા અને તેના દ્વારા થતા ફાયદાઓ વિશે જાણવા કોશિશ કરી. 

 

ચાલો તો હવે આપણે તેમાં આગળ વિશેષ …. જાણકારી માટે થોડાં અલગ અલગ પ્રકારના જ્યુસ બનાવવાની રીત પણ જાણીએ ….

 

 

ચાલો તો માણો ૧૦  હેલ્ધી અને ટેસ્ટી જ્યૂસ, જાણો તેના ફાયદા પણ …

 

 

(૧)    પર્પલ જ્યૂસ …

 

 
purple juice.1
 

 

આ જ્યૂસમાં આપણે કેબેજનો મુખ્ય ઉપયોગ કરવાના છીએ,  કેબેજમાં એન્ટિ કેન્સર અને બ્લડ બ્લિડિંગના ગુણ વધારે રહેલા છે. સાથે-સાથે તે તમારા કોમ્પલેક્ષનને નિખારવાનું કામ કરે છે.  જો તમને કોબી ખાવી ન ગમતી હોય તો, તમે આ રીતે કેબેજનો જ્યૂસ બનાવીને પી શકો છો.

 

સામગ્રી …

 

-1/2 દડો કોબી

-2 નંગ મોટી કાકડી

-2 કપ કાળી દ્રાક્ષ

 

રીત …

 

સૌપ્રથમ બધી જ સામગ્રીને બરાબર ધોઈને સાફ કરી લો. કેબેજ અને કાકડીને સમારી લો. ત્યાર બાદ બધી જ સામગ્રીને ભેગી કરીને જ્યૂસરમાં મિક્ષ કરીને જ્યૂસ કાઢી લો.  તૈયાર છે પર્પલ જ્યૂસ. આ જ્યૂસ તાત્કાલિક પીવો તો વધારે સારું રહેશે.
 

 
(૨)    વેજીટેબલ જ્યૂસ …

 

 
juice.2 vegi
 

 

લીવર આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. કારણ કે તે આપણા શરીરમાંથી ટોક્ષિનને બહાર ફેંકે છે. પરંતુ આપણે જે રીતે જંક ફૂડને સ્ટ્રીટ ફૂડ ખાતા હોઈએ છીએ, તેનાથી કદાચ આપણા લીવરને નુકસાન પહોંચી શકે છે. આજે અમે તમને જે વેજિટેબલ જ્યૂસ બનાવતા શીખવવાના છીએ તેનાથી તમારા લીવરની કાર્યક્ષમતા ચોક્કસથી વધશે.

 

સામગ્રી …

 

-125 ગ્રામ કેબેજ

-1 નંગ લીંબુ

-25 ગ્રામ સેલેરી

-250 ગ્રામ નાસપતી

-1 નાનો ટુકડો આદું

-500 મીલી લીટર પાણી

-4 થી 5 નંગ ફૂદીના પાન

 

રીત …

 

બધા જ શાકભાજીને ઝીણા સમારી લો. ત્યાર બાદ તેમાં પાણી નાખીને મિક્સરમાં પીસી લો. એકાદ મિનિટ સુધી મિક્સરને ફેરવો. તૈયાર છે ટેસ્ટી જ્યૂસ.

 

 

 

(૩)    એપલ કેરટ જિંજર જ્યૂસ …

 

 
juice.3 apple crrot
 

 

જો તમને પાચનને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા રહેતી હોય તો, સફરજન, ગાજર અને આદું તેના માટેનો શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ઉપાય છે. આ જ્યૂસ તમને હાઈ કોલેસ્ટોરોલ સામે પણ રક્ષણ આપશે.

 

સામગ્રી …

 

-1 નંગ લીંબુ

-1 મધ્યમ કદનું સફરજન

-1 ટુકડો આદું

-8 નંગ મધ્યમ કદના ગાજર

 

રીત …

 

બધી જ સામગ્રીને બ્લેન્ડર અથવા મિક્સરમાં ભેગી કરીને બ્લેન્ડ કરો. જરૂર પડે તો થોડું પાણી નાંખો. એકદમ સ્મૂથ પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો. ત્યાર બાદ એક ગ્લાસમાં કાઢીને સર્વ કરો.

 

(૪)    ગ્રીન ડેટોક્ષ જ્યૂસ …

 

 
juice.4 grren
 

 

આ ગ્રીન જ્યૂસથી તમારા શરીરમાં રહેલા બધાં જ ટોક્ષિન બહાર નીકળી જશે.

 

સામગ્રી …

 

-1 1/4 કપ પાલક પત્તા

-1 કપ નારંગી જ્યૂસ

-1 1/4 કપ કેરીના ટુકડા

-1/4 કપ ફૂદીનાના પત્તા

-2 કપ સેલેરી

-1/4 કપ પર્સેલી

 

રીત …

 

બધી જ સામગ્રીને ભેગી કરીને બ્લેન્ડરમાં નાખો. જ્યા સુધી સ્મૂથ પેસ્ટ ન બની જાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. બે ગ્લાસમાં આઈસ નાખીને તેમાં ઉપર તૈયાર કરેલું જ્યૂસ નાંખીને સર્વ કરો.

 

 

(૫)    સ્ટ્રોબેરી હિલ જ્યૂસ …

 

 
juice.5 strawbarry
 

 

જો તમે કોઈ પણ પ્રકારના અસ્થિ રોગ કે કેન્સર સામે રક્ષણ મેળવવા માંગતા હોય કે, તમારી એનર્જી લેવલ વધારવા માંગતા હોવ તો, આ જ્યૂસ તમારી માટે બેસ્ટ છે. સાથે-સાથે તે સ્વાદમાં પણ બેસ્ટ છે. આ જ્યૂસ તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરશે.

 

સામગ્રી …

 

-1 કપ સ્ટ્રોબેરી

-1 મધ્યમ કદનું જામફળ

-1/2 નંગ પાઈનેપલ

-15 પાન ફૂદીનાના

 

રીત …

 

બધી જ સામગ્રીને બ્લેન્ડર અથવા મિક્સરમાં ભેગી કરીને બ્લેન્ડ કરો. જરૂર પડે તો થોડું પાણી નાંખો. એકદમ સ્મૂથ પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો. ત્યાર બાદ એક ગ્લાસમાં કાઢીને સર્વ કરો.

 

 

(૬)    ગ્રીન લેમન પ્લસ …

 

 
juice.6 green lemon
 

 

આ જ્યૂસમાં વાપરવામાં આવી રહેલી બધી જ સામગ્રી તમારા શરીરને ક્લિઝિંગ કરવાની સાથે-સાથે તમને નવી કેલરી આપવાનું કામ કરે છે.

 

સામગ્રી …

 

-2 નંગ લીલા સફરજન

-1 નંગ મોટી કાકડી

-4 પત્તાં કોબીના

-1 નંગ લીંબુ

-2 કપ પાલક

રીત …

 

બધી જ સામગ્રીને ભેગી કરીને બ્લેન્ડરમાં નાખો. જ્યા સુધી સ્મૂથ પેસ્ટ ન બની જાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. બે ગ્લાસમાં આઈસ નાખીને તેમાં ઉપર તૈયાર કરેલું જ્યૂસ નાંખીને સર્વ કરો.

 

 

(૭)    ઓનિયન ક્રેઝી જ્યૂસ …

 

 
juice.7 onion
 

 

આ જ્યૂસ પીવું ખરેખર હિંમત તો માંગી લે છે, પણ જો તમે કોઈ પણ પ્રકારના ચામડીના રોગોથી પીડાતા હોવ તો, આ જ્યૂસ તમને ચોક્કસથી મદદ કરશે. આ જ્યૂસ તમને જો વઈ આવતી હોય તો તેમાં પણ મદદ કરશે.

 

સામગ્રી …

 

-1/2 મધ્યમ કદની ડુંગળી

-1 પાસર્લિ

-4 નંગ મધ્યમ કદના ગાજર

 

 

બધી જ સામગ્રીને બ્લેન્ડર અથવા મિક્સરમાં ભેગી કરીને બ્લેન્ડ કરો. જરૂર પડે તો થોડું પાણી નાંખો. એકદમ સ્મૂથ પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો. ત્યાર બાદ એક ગ્લાસમાં કાઢીને સર્વ કરો.

 

 

(૮)    ઓર્ગન ક્લિઝિંગ જ્યૂસ …

 

 
juice.8 organ
 

 

જ્યારે જ્યારે પણ આપણે બહારનું હેવી ફૂડ ખાઈને આવીએ. એમાં પણ જો સ્વીટ વધારે જમ્યા હોય ત્યારે તો આ જ્યૂસ પીવું જ જોઈએ. કારણ કે આ જ્યૂસ પીવાથી તમારા બધા જ અંગોનું ક્લિઝિંગ થઈ જાય છે. આ જ્યૂસ પીવાથી બ્લડ બિલ્ડિંગ થાય છે. એસિડિટ ઓછી થાય છે. બ્લેડ પ્રેસર નોર્મલ રહે છે.

 

સામગ્રી …

 

-2 ગ્રેપ ફ્રૂટસ

-1 બીટ રૂટ

-1 ગ્રીન સફરજન

-1 નંગ નાનું લીંબુ

-1 નાનો ટુકડો આદું

 

રીત …

 

બધી જ સામગ્રીને ભેગી કરીને બ્લેન્ડરમાં પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો.

 

 

(૯)    ગ્રીન લીન મશીન …

 

 
juice.9 green lin
 

 

આ જ્યૂસ તમારા રોજિંદા જીવન માટે સૌથી મહત્વની ઔષધિ છે. આ બધા જ શાકભાજી કે ફળો અલગ-અલગ ખાવા આપણા માટે શક્ય નથી. આથી તેમને ભેગા કરીને જ્યૂસ બનાવીને પીવાથી તમને ચોક્કસ ફાયદો થશે.

 

સામગ્રી …

 

-2 નંગ લીલા સફરજન

-4 મોટી સેલેરી

-1 નંગ મોટી કાકડી

-1 ટુકડો આદું

-6 પત્તા કોબીના

-1 નંગ લીંબુ

 

રીત …

 

બધી જ સામગ્રીને બ્લેન્ડર અથવા મિક્સરમાં ભેગી કરીને બ્લેન્ડ કરો. જરૂર પડે તો થોડું પાણી નાંખો. એકદમ સ્મૂથ પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો. ત્યાર બાદ એક ગ્લાસમાં કાઢીને સર્વ કરો.

  

 

(૧૦)   ટોટલ ઇમ્યૂનિટિ જ્યૂસ …

 

 
juice.10 total immunity
 

 

આ જ્યૂસ તમને કોલેસ્ટરોલ ઘટાડવામાં અને બ્લડ સર્કયૂલેશનમાં વધારો કરવામાં ઉપયોગી બનશે. સાથે-સાથે આ જ્યૂસ કામવાસના ઉત્પન્ન કરવામાં પણ મદદરૂપ થાય છે. જો કોઈને પણ કબજિયાતનો પ્રબ્લોમ હોય તો, પણ આ જ્યૂસ ફાયદાકારક નીવડશે.

 

સામગ્રી …

 

-3 મધ્યમ કદના ગાજર

-2 કળી લસણ

-1 મધ્યમ કદનું સફરજન

-1 પાસર્લિ

-1 ટુકડો આદું

 

રીત …

 

બધી જ સામગ્રીને બ્લેન્ડર અથવા મિક્સરમાં ભેગી કરીને બ્લેન્ડ કરો. જરૂર પડે તો થોડું પાણી નાંખો. એકદમ સ્મૂથ પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો. ત્યાર બાદ એક ગ્લાસમાં કાઢીને સર્વ કરો.

કાંઈક વિશેષ ….

 

 

એલોવેર જ્યૂસ …

 

 
alovera
 

 
એલોવેરા જેને ગુજરાતીમાં કુંવારપાઠું કહેવામાં છે આવે છે તે એક પ્રકારનો કાંટાળો છોડ હોય છે જેના પત્તામાં ખૂબ લિક્વિડ ભરેલું હોય છે. એલોવેરાનું જ્યુસ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં અનેક પ્રકારના પ્રોટીન અને વિટામિન હોય છે જે શરીરને સ્વસ્થ બનાવે છે. તેના જ્યુસનો સ્વાદ થોડો કડવો હોય છે પરંતુ આજકાલ તેનો જ્યુસ માર્કેટમાં અનેક ફ્લેવરમાં મળી રહે છે. જેનાથી તમે સરળતાથી તેને સ્વાદ બદલાવીને પી શકો છો. એલોવેરા જ્યુસમાં એન્ટિ ઓક્ટિડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરની મોટાભાગની બિમારીઓને ઠીક કરી દે છે. જ્યુસ પીવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા અને પ્રતિરક્ષા ક્ષમતા બંનેનો વિકાસ થાય છે. આ જ્યુસ પીવાથી શરીરમાં ઓછા થતા પોષક તત્વોની પણ પૂર્તિ થઇ જાય છે.

 
ડીટોક્સ જ્યૂસ …

 
એલોવેર જ્યૂસ એક ડિટોક્સીફિકેશન કરનાર પીણું છે. આપણાં શરીરમાં અનેક પ્રકારના ઝેરીલા તત્વો હોય છે જે સ્કિનને ખરાબ કરી દે છે અને તેનાથી આપણી બોડી સિસ્ટમ પર ખરાબ પ્રભાવ થાય છે. પ્રદૂષણ, જંક ફૂડ, અનહેલ્ધી લાઇફ સ્ટાઇલ અને કેટલીક ખરાબ આદતો જેમ કે, સ્મોકિંગ અથવા ડ્રિકિંગ વગેરેથી બોડીમાં ઝેરી તત્વો પેદા થાય છે. જો તમે દરરોજ એલોવેરા જ્યૂસનું સેવન કરશો તો આ ઝેરીલા તત્વો શરીરમાંથી ઓછા થઇ જશે અને શરીરને જ્યુસના વિટામિન અને મિનરલ્સ મળે છે જે બોડીને સ્વસ્થ બનાવે છે.

 
વજનમાં ઘટાડો …

 
દરરોજ એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવાથી વજનમાં ઘટાડો થાય છે. આ જ્યુસથી પાચનક્રિયા પણ સારી રહે છે. એલોવેરા જ્યુસમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે શરીરને મજબૂત બનાવી છે. દરરોજ એલોવેરા જ્યૂસ પીવાથી દરેક વખતે ખાવાની કે મંચિગ કરવાની આદત પણ દૂર થઇ જાય છે.
 

દાંતો માટે લાભદાયક …

 
એલોવેરાના જ્યુસમાં એન્ટી માઇક્રોવાઇલ પ્રોપર્ટી હોય છે જે દાંતને સ્વસ્છ અને જર્મ ફ્રી રાખે છે. એલોવેરા જ્યૂસને માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. એલોવેરાના જ્યૂસને મોંઢામાં ભરવાથી ફોલ્લાંઓ અને રક્તસ્ત્રાવ પણ રોકી શકાય છે. આ પ્રકારે એલોવેરા જ્યૂસ દાંતની સમસ્યા માટે લાભદાયક હોય છે.

 
એનર્જી બુસ્ટર …

 
એલોવેરા જ્યુસ એક પ્રકારનું એનર્જી ડ્રીંક હોય છે જેને દરરોજ પીવાથી એનર્જી આવે છે. એલોવેરા જ્યૂસમાં અનેક પોષક તત્વો, વિટામિન અને મિનરલ્સ હોય છે જે બોડી સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે અને તેને એનર્જી આપે છે. આ જ્યૂસ પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

 
હેલ્ધી સ્કિન અને વાળ …

 
એલોવેરા જ્યૂસના સેવનથી ખરાબ ત્વચા ઠીક થઇ જાય છે અને તેમાં નિખાર આવી જાય છે. એલોવેરા જ્યુસના નિયમિત સેવનથી સ્કિન હંમેશા યંગ અને બ્રાઇટર લાગે છે. એવું જ વાળની સાથે પણ થાય છે, એલોવેરા જ્યુસ પીવાથી વાળમાં શાઇન આવી જાય છે અને ડેન્ડ્રફ દૂર થઇ જાય છે અને વાળનું ટેક્સચર પણ સુધરે છે.
 

 

 
સાભાર : દિવ્યભાસ્કર  દૈનિક ….
 

 

બ્લોગ લીંક :  http://das.desais.net
email : [email protected]

 

 

‘ અપનાવો જ્યૂસ થેરાપી, રોગો થશે દૂર…. (ભાગ-૨) ‘ આરોગ્ય અને ઔષધ … ‘

શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો  આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના દરેક પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli

facebook at : /dadimanipotli

સાભાર … વિશેષ જાણકારી …

 

મિત્રો,

 
આપ સર્વેને આયુર્વેદમાં રસ છે એટલે નીચે વિગત  આપ સર્વેની જાણકારી માટે લખું છું;  જે ઘણા મિત્રો ને તેમજ તેમના સગા વહાલા સર્કલ ને કામ આવશે :

 
નડિયાદ ( ખેડા જીલો ) ગુજરાત મા મોટી આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે જેમાં ક્ષાર્ સુત્ર થી હરસ મસા ભગંદર નું ઓપરેસન સારા મા સારું થાય થાય છે કારણ કે ઓપરેસન કરનાર ડોક્ટર ઘાટે ( Dr.Ghate ) કે જે ગુજરાત ના અગ્ર ગણ્ય ક્ષર્ સુત્ર ના ડોક્ટર છે અને કદાચ એમના જેટલા ઓપરેસન કોઈ અન્ય એ ભાગ્યેજ કર્યા હશે .

 
તેમનો સ્વભાવ ઘરની ફેમીલી ની વ્યક્તિ હોય એવો છે અને દર્દી ને દર્દી નથી સમજતા પણ ભગવાન સમજે છે અને પોતેજ કાળજી પૂર્વક ઓપરેસન કરી ત્રણ દિવસ મા રજા આપે છે.

રહેવા ની રૂમ છે – ડોર મેટ્રી છે – અને એક દમ સસ્તું –કારણ કે ટ્રસ્ટ હોસ્પિટલ ચલાવે છે – ખાવા ખાવા પીવા રહેવાનું કુદરત ના સાનિધ્ય મા જાણે કે આશ્રમ મા રહેતા હોવ એવું લાગે અને ઓપરેસન ક્યારે થઈ ગયું એ પણ ખબર ના પડે- કોઈ ખાસ દુખાવો પણ નહિ – મારા મિત્ર અનુભવ લઇ આવ્યા –

 
સરકારી દવાખાના જેવું બિલકુલ નથી – ઘર જેવું લાગે – એમણે એમ જોવા જવામાં પણ આનંદ આવે એવું વાતાવરણ છે .

ખર્ચો બિલકુલ નહીવત છતાં પ્રાઈવેટ કરતા સારું ….

પંચકર્મ કરાવવા અમેરિકા, યુરોપ, જર્મની થી આવેલા લગભગ ૨૫ દર્દી તો જોવા મળેજ

જો લાભ લેવો હોય તો સરનામું આપું છું – અને વેબસાઈટ લખું છું .

 
કોઈનું દર્દ મારા આ એક ઈમેઈલ થી ઓછું  થાય તો મને મારો આ સમય વપરાયો એનો ઘણો આનંદ થશે – જો કોઈ લાભ લે તો મને ફક્ત કર્ટસી ખાતર જાણ કરજો .

 
પૈસાદાર વર્ગ એવું ના વિચારે કે ‘’ સરકારી એટલે થર્ડ ક્લાશ હશે ‘’’—ખરેખર તો પ્રાઈવેટ એ દવાખાના જેવું લાગે અને આ હોસ્પિટલ જાણેકે ઘરમાં રહેતા હો એવું લાગે – જોવા જવામાં કોઈ વાંધો નથી

 
અમદાવાદ થી વડોદરા કે ડાકોર જઈએ ત્યારે નડિયાદ કોલેજ રોડ આવે છે ત્યારે જોવા જઇ શકાય.

નીચેની લીંક ખોલો …

http://www.nadiadayurveda.org/teachingstaff.html

 

કોલેજનું સરનામું

Prof. Dr. S.N.Gupta વિશ્વ મા જાણીતા છે

 
Contact Us :

College :

Prof. Dr. Pradip Vaishnav
Principal, J.S.Ayurveda College,
કોલેજ રોડ ,Nadiad,387001 ગુજરાત
Ph. + 268 2520724, Fax-+268 2520646

E-mail- [email protected]

 

Hospital :

Prof. Dr. S.N.Gupta
Superintendent, P.D.Patel Ayurveda Hospital,
Nadiad 387001..Ph. + 268 2520724,

E-mail- [email protected] 

આભાર

રાવલ રશ્મિકાંત -USA

નોંધ : ઉપરોક્ત વિગત વિશાળ વાંચક વર્ગના લાભાર્થે શ્રી રશ્મિકાંતભાઇ રાવલ – USA  દ્વારા અમોને મોકલવામાં આવેલ છે.  જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ.