(૧) શ્રીજી તારી શોભા વરણી ન જાય … અને (૨) વલ્લભ તારું નામ મધુરું …

(૧) શ્રીજી તારી શોભા વરણી ન જાય …

 

 
shrinathji.1

 

 

શ્રીજી તારી શોભા વરણી ન જાય

આંખડી મુંદુંને દર્શન થાય ..

 

હાથ ઉઠાવી તુમ બોલાવે

તારે શરણે સહુને અપનાવે

શ્રીજી તારી કૃપા વરસે સદાય

આંખડી મુંદુંને દર્શન થાય ..

 

નયનો તારા પ્રેમ નિતરતાં

કરૂણાની વર્ષાને  કરતાં

શ્રીજી તારું શરણું મુજને ભાય

આંખડી મુંદુંને દર્શન થાય ..

 

તારી મહેલાતો ગગનને છૂતી

નાના મોટાંના ભેદ ન કરતી

શ્રીજી તારું સુમિરન હરપળ થાય

આંખડી મુંદુંને દર્શન થાય ..

 

શ્રીજી કહો શ્રીનાથજી કહો

રટણ તેનું સદા કરો

શ્રીજી, શ્રીનાથજી રગરગમાં સમાય

આંખડી મુંદુંને દર્શન  થાય ..

 

સાભાર :  ‘પ્રવિણાશ’

(૨) વલ્લભ તારું નામ મધુરું …

 

 

vallabhacharyaji

 

 

વલ્લભ તારું નામ મધુરું
સદા દિલમાં રટાય
શ્રી વલ્લભ વલ્લભ જે કહે
ભવસાગર તરાય
શ્રી વલ્લભ ભવસાગર તરાય …

 
વલ્લભે રાહ બતાવીઓ
જે પ્રકટ કૃ્ષ્ણ અવતાર
તે રાહ પર જો ચાલીએ તો
ભવસાગર તરાય
શ્રી વલ્લભ ભવસાગર તરાય …

 
અગ્નિ સ્વરૂપ છે જેનુ
વલ્લભ પાવક જ્વાલ
આપેલ મંત્રને સમરીએ તો
ભવસાગર તરાય
શ્રી વલ્લભ ભવસાગર તરાય …

 
પુષ્ટિમાર્ગ જે ણે દાખવ્યો
રચ્યા ષોડષ ગ્રંથ
દીધેલ માર્ગ અનુસરે તો
ભવસાગર તરાય
શ્રી વલ્લભ ભવસાગર તરાય …

 
ઉંચનીચનો ભેદ નહી
અંતર જેનું પાવન
કાનો ગોપી સંગ રમે તો
ભવસાગર તરાય
શ્રી વલ્લભ ભવસાગર તરાય …

 
વલ્લભ ઉપર સ્નેહ સદા
અંતરે કૃષ્ણનું નામ
સદા તેને વલ્લભ કરે સહાયને
ભવસાગર તરાય
શ્રી વલ્લભ ભવસાગર તરાય …

 

 

પુષ્ટીમાર્ગ સંપ્રદાયના સંસ્થાપક શ્રીમહાપ્રભુજીના
ચરણોમાં“પ્રવિણાશ”ના દંડવત પ્રણામ.

 

 

સાભાર : પ્રવિણા અવિનાશ કડકીયા 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ (યુએસએ) તેમજ પ્રવિણા અવિનાશ કડકીયા ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli