ઇતિહાસની પ્રસિધ્ધ નર્તકી આમ્રપાલી …

ઇતિહાસની પ્રસિધ્ધ નર્તકી આમ્રપાલી …

 

 

 
buddha aamrapali
 

 

ચીની યાત્રી ફાહ્યાન અને હ્વેનસાંગ દ્વારા લેખિત દસ્તાવેજોમાં કહ્યું છે કે ભારતીય કામશાસ્ત્રમાં પ્રવીણ એવી આમ્રપાલી અને વસંતસેના એ બે ગણિકાઓ છે. જેમાં આમ્રપાલી તે વૈશાલીની હતી અને વસંતસેના તે ઉજ્જૈનની હતી. પણ વસંતસેના કેવળ કામશાસ્ત્રમાં પ્રવીણ હતી તેથી નગરના  પુરુષોને પ્રસન્ન કરતી હતી. વસંતસેનાને પોતાના ગૃહના પુરૂષોને પ્રસન્ન કરતી જોઈ તે નગરની સ્ત્રીઓ પણ વસંતસેના પાસે કામશાસ્ત્રની શિક્ષા લેવા જતી.

 

જ્યારે આમ્રપાલીની સુંદરતાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આમ્રપાલીના રૂપની ચર્ચા ભારતવર્ષમાં મશહૂર હતી.  તે સમયે તેની એક ઝલક મેળવવા માટે દુરદુરથી રાજકુમારો તેમના રંગમંડપની ચારેકોર ભ્રમરની જેમ મંડરાતા રહેતા હતાં. સંધ્યા પડતાં જ અનેક દીવાઓ આમ્રપાલીના રંગમંડપને સુશોભિત કરતાં હતાં, આ ઝળહળતા રંગમંડપની વચ્ચે આમ્રપાલીની સુંદરતા અનેક ગણો પ્રકાશ રેલાવી રહી હતી, તેનો સ્વર કોયલ જેવો સુમધૂરો હતો, તેના હાથપગની આંગણી મીણ સમાન કોમળ હતી. તેનું મુખ કમળ સમાન હતું. આવી  આમ્રપાલી તે વૈશાલીની નગરવધૂ હતી. તે જ્યારે ૧૧ વર્ષની હતી ત્યારે એક સામંતે તેને મગધમાં જોઈ તેણે તેની માતા પાસેથી આમ્રપાલીને માંગી લીધી, અને પોતાના મહેલે લઈ જઇ તે સમયની તેના નગરની પ્રસિદ્ધ ગણિકાઑ પાસે આમ્રપાલી ને મૂકી આ ગણિકાએ આમ્રપાલીને અનેક વિદ્યાઓની સાથે કામશાસ્ત્રની (નર્તકી અને ગણિકા બન્ને સ્વરૂપે) શિક્ષા આપી. આમ્રપાલીનું મુખ્યકામ  ગણોનું મનોરંજન કરવાનું હતું.

 

મગધ સમ્રાટ બિંબસારે જ્યારે મગધ ઉપર આક્રમણ કર્યું ત્યારે તેની પહેલી મુલાકાત આમ્રપાલી સાથે થઈ હતી. આમ્રપાલીના રૂપ-સુંદરતા ઉપર મોહ્યી જઈ બિંબસાર પહેલી જ નજરમાં તેને પોતાનું હૃદય દઈ બેઠો.  તેથી તે આમ્રપાલીને પોતાના વૈશાલીમાં લઈ આવ્યો અને તેને નગરવધૂ બનાવી અને આમ્રપાલીને જનપદ કલ્યાણીની પદવી આપવામાં આવી. નગરવધૂની આજ પ્રણાલિકાથી ભારતમાં દેવદાસીની પ્રથા આવી હોવાનું માનવામાં આવે છે.

 

આમ્રપાલીની સુંદરતા ઉપર જ્યાં રાજા બિંબસાર સહિત અનેક સામંતો મરતા હતાં તે જ આમ્રપાલી  ભગવાન બુધ્ધના સૌમ્ય સ્વરૂપ ઉપર મોહિત થઈ ગઈ હતી આથી તેણે અનેકવાર ભગવાન બુધ્ધને પોતાના રંગમહેલમાં પધારવાની વિનંતી કરી હતી પરંતુ ભગવાન બુધધે કહ્યું કે જ્યારે જીવનમાં એક સમયે એવા પડાવ પર પહુંચશે કે તેની આસપાસ કોઈ જ નહીં હોય તે સમયે તેઓ આમ્રપાલી પાસે આવશે. ઇતિહાસ કહે છે કે તે વખતે આમ્રપાલીને ખબર ન પડી કે ભગવાન બુધ્ધ શું કહે છે.

 

આ વાતને ઘણો સમય વીતી ગયો. આમ્રપાલીને કુષ્ઠ રોગ થયો અને તે નગરવધુ મટી ગઇ તેનું સ્થાન બદલાઈ ગયું પોતાના રંગમહેલમાંથી નીકળી ગામની બહાર નદીને કિનારે એક ઝૂપડી બનાવી રહેવા લાગી. એક સમયે તે અનેક વિલાસી પુરુષો અને વિલાસમય રંગરાગિણીથી ઘેરાયેલી હતી તેજ આમ્રપાલી તદ્દન એકાંતમાં પોતાના દિવસો જીવી રહી હતી.

 

આવા જ કોઈ એકાંતમય દિવસો દરમ્યાન ભગવાન બુધ્ધ તેની પાસે આવ્યાં અને જીવનનું સત્ય સમજાવ્યું. ભગવાન બુધ્ધના વચનોથી આમ્રપાલીને સત્ય અને જીવનનો અર્થ સમજાયો અને તેણે પણ ભગવાન બુધ્ધના ચરણોમાં બેસીને દિક્ષા લીધી. એક માન્યતા છે કે બિંબસારને આમ્રપાલીથી એક પુત્ર પણ થયો હતો જે પછીથી બૌદ્ધ ભિક્ષુ બન્યો, પણ કેટલાક ઈતિહાસકારો આ વાતની પૂર્તિ કરતાં નથી.

 

 

 

પૂર્વી મોદી મલકાણ
[email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.
 

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli